અનંતની યાત્રાAnant ni Yatra
અમોઘ ક્લાસ · Amogh Class

અમોઘ ક્લાસ ૨

11 Aug 2012

લેખ ૧ / ૫ · 101 મિનિટ વાંચન · વિડિયો જુઓ ↓

ફાધર, મધર, ફોર યોર પ્રેઝન્સ, બ્લેસિંગ, ફોર પ્રોટેક્શન, ગાઈડન્સ, હેલ્પ, ઇમોશન થ્રુ. થેન્ક યુ. આ ગણપતિ અથર્વશીર્ષ નિયમિત સારી રીતે જ્યારે આપણાથી થવા માંડે, એટલે શું થાય? તો કે મૂળાધાર ચક્ર છે, એમાં એક્ટિવેશન આવશે. એની શુદ્ધિ, સફાઈ બધી બધા સ્તરેથી થાય. બધા સ્તરેથી એટલે આપણે જોઈએ કે જેમ આપણે એક ભૌતિક શરીર છે, તો આપણે કીધું કે અન્નમય કોષ છે, બીજો પ્રાણમય કોષ છે, હેને? પછી તો એના ઉપર ઈમોશનલ બોડી—આપણું એસ્ટ્રલ બોડી છે, એના ઉપર આપણું મેન્ટલ બોડી છે, મેન્ટલ બોડીની ઉપર વળી પાછું કોઝલ બોડી છે. તો આ બધા પાંચ લેયરો લાગી ગયા આપણે એકના ઉપર એક આપણું આ શરીર, હને? એના ઉપર આમ પાંચ લેયરો લાગ્યા. હવે અત્યારે આપણું ૨૪ કલાકમાં સૌથી વધુ ધ્યાન ક્યાં હોય છે? તો કે અન્નમય કોષમાં જ હોય મોટા ભાગે. શું ખાધું, શું પીધું, ઊંઘ્યા કે ના ઊંઘ્યા, જાગ્યા કે ના જાગ્યા, આ કામ કરવું છે અને આ કામ કરવું બાકી છે.

તો બાકીના બીજા બધાનો જે રોલ છે ને, એ કેવો હોય? સહાયક હોય, પૂરક હોય. આ સિસ્ટમ તરીકે એના કામ કર્યા કરે ભૌતિક શરીરના, અને આપણી જે ચેતના હોય એ પણ કેવી બની જાય છે? તો કે ભૌતિક ચેતના બની જાય છે. એટલે ભૌતિક ચેતના વડે આપણે ઘણા બધા ભૌતિક જીવનમાં જ વ્યસ્ત રહ્યા કરતા હોઈએ. હવે જ્યારે આપણે આપણી ડાયરેક્શન ચેન્જ કરવાની થાય, તો જેમ એરોપ્લેન હોય ને... એના અંદર અમે ગયા હતા. આપણે એક પ્રાણિક કિલર, સરસ ડાહ્યી છોકરી છે, એનું નામ હેઝલ છે. તો અમે એની સરનેમ બદલી, આમ તો હેઝલ શાહ છે પણ અમે બદલી કાઢીને એનું નામ કર્યું 'હેઝલ પાયલોટ'. તો નાનકડી છોકરી એરોપ્લેનની પાયલોટ બની ગઈ! તો હું, આઈજી સાહેબ મુંબઈ ગયા હતા, એમના ઘરે ક્લાસ પણ કર્યો હતો. એના પછી એક વખતે આઈજી સાહેબને પાછા લઈને જ્યારે આવતા હતા ને, તો મુંબઈથી કહે કે, "તમે જે પ્લેન જેટ એરવેઝનું લેવાના હોય, એમાં હું એમ કે પાયલોટ બનીને આવીશ, એટલે કે હું તમને બધું શીખવાડી શકું છું." એટલે...

આઈજી સાહેબે એને પછી કહી દીધું કે, "ભાઈ, મારી જેટ એરવેઝમાં ફલાણી ફ્લાઈટની ટિકિટ બુક કરી છે." એટલે એણે પેલા પાયલોટ જે હતો રેગ્યુલર, એને રિપ્લેસ કર્યો એ તે ટાઈમ પૂરતો. અને એ વિમાન લઈને મુંબઈથી એ લોકો સવારમાં સાત વાગે ઉપડે અને પછી આ વાપી ને વલસાડને... એટલે શું, દરિયાના કિનારે કિનારે થોડોક ટાઈમ એ દરિયામાં લઈ જાય, થોડોક ટાઈમ વળી પાછું એ જમીન ઉપર લઈ આવે. પછી આમ બતાવે, "જો, આ વાપી આવ્યું, આ સુરત આવ્યું, આ વલસાડ આવ્યું." આ એવું એવું બધું આમ બતાવતા બતાવતા ઉપરથી છેક આમ ખાસા એવા લેવલેથી નીચે લઈ આવે. અને એવી રીતના લાવી લાવીને બધું એને બતાવ્યું. તો એના ઘણા બધા સાધનો હતા અંદર. વિમાન એટલે થોડી જટિલ વસ્તુ છે ને, આપણે ગાડી કરતા? તો એના અંદર બધા જ... એમાં એક સાધનનું નામ 'એટીટ્યુડ' હોય. એટીટ્યુડથી એ નક્કી કરે કે કેટલી હાઈટ ઉપર જશે, નીચે જશે, ગોળ વળશે, શું થશે, શું નહીં.

એટલે આપણું જેને કહેવાય ને સ્ટીયરિંગ વ્હીલ, તો વિમાનમાં જે હોય એનું નામ જ 'એટીટ્યુડ'. એટલે આપણે આપણા જીવનનું લક્ષ્ય ભૌતિક જીવનમાં રાખવું છે, કે પછી એને પ્રાણિક એનર્જીમાં લઈ જવું છે, કે પછી એને આપણે મેન્ટલ લેવલ ઉપર લઈ જવું છે? ઘણા બધા માણસો તમે જુઓ તો મોટા ભાગનો સમય પોતાના માનસિક જગતમાં જીવતા હોય—કવિ હોય ને કવિ, સંગીતકાર હોય, કોઈ સ્કલ્પ્ટર હોય, કોઈ સારા આર્કિટેક્ટ હોય. જે લોકો ક્રિએટિવ કામ કરનારા, જેના થ્રોટ ચક્ર બહુ સારા કામ કરતા હોય, તો ડિટેલિંગ બહુ ઝીણું ઝીણું ઝીણું ઝીણું બધું કામ જોતા હોય. એવા માણસો સારા સ્કિલ્ડ સર્જન હોય, ડોક્ટર એમ.એસ. થયેલા હોય, હેને? શરીર વિજ્ઞાન અને શરીર તંત્ર વિશે એમણે એટલું બધું ડિટેલની અંદર બધું જાણી લીધું હોય કે ના પૂછો વાત! એ બધાના થ્રોટ ચક્ર બહુ સારા હોય. એટલે ષટ્ચક્રની એનર્જી ટ્રાન્સમ્યુટ કરતા કરતા થ્રોટ ચક્ર પર લાવી, એના ફીલિંગ કરાવીને ખાસું એવું મજબૂત બનાવી દીધું હોય, અને એટલે એ લોકોનામાં આવા પ્રકારની ક્ષમતા આવે.

તો કહેવાનું શું કે આપણે જેવું એટીટ્યુડમાં ચેન્જ કરીએ એટલે તરત આપણો આયામ બદલાય છે. આ એક સિમ્પલ વાત અમારી સમજમાં આવી. તો જીવનનું સ્તર આપણે મોટા ભાગે અત્યારે ૨૪ કલાકમાંથી ૧૬ કલાક એમ કે એવું રાખીએ. રાતના જે ૮ કલાક આપણા ઊંઘવાના છે, એની તો સંપૂર્ણ બાદબાકી જ કરી નાખીએ. પણ તોય સ્થૂળ ઊંઘમાં પડ્યા હોઈએ, એટલે સ્થૂળ જગતમાં જ ફર્યા કરતા હોઈએ. એક બહુ નાનકડો પોર્શન આપણે એમ કે એસ્ટ્રલ વર્લ્ડની અંદર થોડું થોડું આમ-તેમ આંટા ભરતું હોય. એટલે ક્યારેક વખતે છોકરી ઓસ્ટ્રેલિયા ગઈ હોય તો ત્યાં પહોંચી જાય... એવું એવું બધું. શું, કોક સગાવાલાનો વિચાર આવે રાત્રે સુતા પહેલા, તો તમે પહોંચી જાવ એમના ઘરે, જોઈને, ખબર અંતર જોઈને પાછા આવી ગયા હોય. બધું બરાબર છે, કાંઈ વાંધો નહીં. એટલે એવો એટીટ્યુડની અંદર આપણે ચેન્જ લાવવો. તો વધુને વધુ આપણે શું છીએ?

તો કે બીયોન્ડ કોઝલ લેવલ આપણે જ્યારે જવા માંડીએ, ત્યારે આ અધ્યાત્મની અંદર આપણી બહુ સારી, ઝડપી પ્રગતિ થાય. એટલે કેવું છે કે મુખ્ય લક્ષ્ય આપણું ક્યાં છે, તેને આપણે નક્કી કરી નાખવાનું કે, "હા, આ છે." અને બાકીની બધી ચીજો છે એ ઝીણી ઝીણી હોય. તો આપણે જેમ ઘરમાં કામવાળા હોય, એટલે એમને કહીએ ને કે, "ભાઈ, કચરા-પોતા કરી લેજો, વાસણનું તમે જોઈ લેજો." કોઈક બીજા રાખ્યા હોય રસોઈવાળા, તો આપણે કહીએ કે, "ભાઈ, રસોઈ તમે જોઈ લેજો." સો, આવો એક વેરી લિટલ ફ્રેગમેન્ટ ઓફ અવર ચેતના એનર્જી, એને આપણે કહી દઈએ છીએ કે, "ભાઈ, તમે ભૌતિક જગત જોઈ લેજો, બાકી મારે કઈ હવે આમાં લાંબુ જોવાની જરૂરત રહેતી નથી." એવી જ રીતે એનર્જી બોડીમાં, એવી જ રીતે આપણે જોઈએ તો એસ્ટ્રલ બોડીમાં, એવી જ રીતે આગળ મેન્ટલ બોડીમાં, અને એવી જ રીતે આપણે કોઝલ બોડી પછી એનાથી ઉપર જઈએ, ત્યારે આપણું બુદ્ધિક વર્લ્ડ ચાલુ થાય.

બુદ્ધિક વર્લ્ડની અંદર બુદ્ધ હોય, પ્રબુદ્ધ જે થાય એ બધા ત્યાં આગળ પહોંચે. તો એ લોકો ત્યાં આગળ એમનો પોતાનો વ્યાપ અને વિસ્તાર રાખેલો હોય. એ લોકો જ્ઞાન ઘણું બધું આમ જોયા કરતા હોય એવી એવા જગતમાં. તો જો ત્યાં સુધી આપણે ધીમે ધીમે ધીમે ધીમે પહોંચીએ ને સાવધાન થઈને... આપણે જો આ બધી વસ્તુઓ પર આપણે કોન્સન્ટ્રેટ જેવું વધુને વધુ સમય ત્યાં આગળ આપીશું, તો આપણે ત્યાં જવા માટે શક્તિમાન બનીએ. ખ્યાલ આવ્યો ને? તો આપણી બુદ્ધિ કેવી હોવી જોઈએ? તો કે સંસ્કારી હોવી જોઈએ. વળી પાછા ત્રણ ગુણોની વાત આવે, કારણ કે આ બધા આવરણો જે છે એ ત્રણેય ગુણો યુક્ત થયેલા—સત્વ, રજસ અને તમસ, ત્રણની વાત કરે. કારણ કે આ સૃષ્ટિ આખી એ કેવી છે? તો કે ત્રિગુણાત્મક છે, ત્રણ ગુણોને આધીન થઈ ગઈ છે. હવે મોટા ભાગે આપણું મન છે ને, આપણી બુદ્ધિનું કહ્યું માને?

મોટા ભાગે, ઘણા એકાદ કોઈ રેર કેસમાં એ પાછું ના પાડે અને એને ફેંકી દેતું હોય, પણ મોટા ભાગે બુદ્ધિનું કહ્યું મન બહુ ઝડપથી માની લે. અને જો બુદ્ધિનું કહ્યું ના માને તે વખતે અહંકારનું કહ્યું માને—"હું કહું છું ને! એટલે હવે કશું નહીં રહે, જે થશે હું જ જોઈ લઈશ." પેલો દુર્યોધન હતો, એ આવી રીતની વાત કરતો. અને જો દુષ્ટ બુદ્ધિ હોય, તો એ કેવી હોય? તો કે શકુની જેવી. જાતજાતના આટાપાટા, બધું કંઈક કંઈક જાતજાતનું શીખવાડે—આમ કરવાથી આમ થાય, આમ કરવાથી ઈકોનોમિક ટાઈમ્સમાં લખેલું છે એટલે આટલા શેરનો આટલો ભાવ થાય, પ્રોફિટ થઈ જશે, કાઈ વાંધો નહીં. હવે આ બધો હવામાં આવો પ્રોફિટ એમનો! સો, પછી જ્યારે પેલો ભાવ બેસી જાય, ત્યાર પછી રડે ત્યારે શકુની કહે, "ભાઈ, હું શું કરું? મને તો એવું દેખાયું હતું, ત્યારે મેં કહ્યું હતું." એટલે આ બધા જે પેલા શેરબજારના બધા સલાહકારો હોય છે ને, બધા શકુની બુદ્ધિ આપે આપણને ઘણી વખત.

કે ઘરના પૈસા આપણે ગુમાવવાનો વખત આવ્યો હોય, ત્યારે જ આપણને એ લીટીઓ દેખાય છાપામાં કે ભાઈ હવે ગુમાવવાનો ટાઈમ થયો છે રૂપિયા. એવું થાય ત્યારે ખબર પડે કે હા, ડિસ્કો લઈ લો કે બહુ સારું! આ બધી શું છે? ટેમ્પટેશન. આપણે જોયું ને હમણાં મેડિટેશન દરમિયાન કે, "લીડ અસ નોટ ઈન્ટુ ધ ટેમ્પટેશન, બટ ડિલીવર અસ ફ્રોમ એવિલ." આ એવિલનેસમાંથી અમને ડિલીવર કરો ભગવાન, તમે એવી શક્તિ આપો. તો આપણે આ બધા જે મંત્રો ને એ બધું છે ને, એ પણ આવી આવી અને બધી સૂઝ અને સમજણ આપે. મંત્રો બહુ જ આપણને મોટા લાગે. અથર્વશીર્ષમાં ૧૫-૧૬ મંત્રો છે, પણ એના બધા બહુ સુંદર... એણે શું કીધું? તો કે, "ત્વમ બ્રહ્મા, તમે જ બ્રહ્મા છો; ત્વમ વિષ્ણુ, તમે વિષ્ણુ છો; ત્વમ રુદ્ર, તમે રુદ્ર છો." એટલે સ્થિતિ, પાલન અને સંહાર ત્રણે ત્રણ જે કાંઈ થઈ રહ્યા છે... સંસાર કેવો છે?

તો કે નિત્ય પરિવર્તનશીલ છે, કોઈકે પાણીની અંદર બનાવેલું એક ચિત્ર હોય એના જેવો છે આ સંસાર, અને આપણે એને સાચો માની બેસીએ છીએ—આ કહેવાય ભ્રાંતિ. તો સંસાર પણ શું છે? તો કે રિફ્લેક્શન છે. શેનું? તો કે અંદર પડેલું છે એનું આ બહાર જે કાંઈ છે એ બધું રિફ્લેક્શન છે. અંદર પડેલો છે આ સંસાર, આપણી અંદર છે. એટલે કીધું કે જ્યાં સુધી કોઝલ બોડીની અંદર આ સંસારના કોઝીસ મોજૂદ છે, ત્યાં સુધી તમારે આવાગમન ચાલુ રહેશે. હવે આ બધા કોઝીસ એટલે શું અને કેવી રીતે? તો કોઝીસ એટલે શું? કે આપણે જેમ એનર્જી બોડીની અંદર આપણે વાત કરીને સાયકોથેરાપીના કોર્સની અંદર, કે ભાઈ એનર્જીના પેરાસાઈટ્સ હોય છે, હેને? તો નેગેટિવ થોટ્સ હોય, નેગેટિવ એન્ટિટીઝ હોય, નેગેટિવ એલિમેન્ટ્સ હોય. તો આ બધા થોટ એન્ટિટી ને એલિમેન્ટલ આ બધા શું છે? તો કે એ ઈથરિક લેવલના છે, એમાંથી થોડા ઘણા છે એ એસ્ટ્રલ વર્લ્ડમાંથી અહીંયા આગળ લીકેજ થઈને આવી જાય.

તો એ બધા એલિમેન્ટલ એટલે ચટકા પડે વધારે જોરથી આપણને, એનામાં ચૈતન્ય વધારે હોવાના કારણે. અને કોઈકના બેઝિક કે મેગમેનની અંદર પાંચ-દસ જો પેલા એલિમેન્ટલો ઘૂસી ગયા હોય, તો શું થાય? ઘડીકમાં ડૉ. જેકિલ એન્ડ મિસ્ટર હાઈડ (Dr. Jekyll and Mr. Hyde) જેવી બેવડી પ્રકૃતિ! તો આપણને ખબર જ ના પડે કે આપણે કોના સાથે ડીલિંગ ચાલી રહ્યું છે. ડિફિકલ્ટ કેસ બધા, શું, સાયકોથેરાપીના જે અઘરા અઘરા કેસો! પણ સામાન્ય રીતે જોઈએ ને, તો એમાં ઘણા માણસોની અંદર તમે જોશો કે આવા નાના નાના પાર્શિયલ ફ્રેગમેન્ટેશન તો હોય. એક દાડો એ કંઈક બની ગયો હોય તીસમારખાં, અને બીજા દિવસે બાદશાહ, ને ત્રીજા દાડે ડોન, ને ચોથા દાડે કંઈક... તો આવું એનું અંદરનું વાતાવરણ જે કહેવાય ને, આપણે ઇનર એન્વાયરમેન્ટ, મેન્ટલ અને હા, એ બધું થોડું થોડું આના કારણે બદલાય. એટલે જેનો, જે એલિમેન્ટલનો ઓનસેટ આવ્યો હોય, એ પ્રમાણે એનું વાતાવરણ ફેલાવવાનું.

હવે આપણા માટે, અધ્યાત્મમાં પેઠા પછી આ બધા જીવડાની આપણે જરૂર નથી, એટલે શું કરવાનું? કરવાનું બધું ભેગું અને કરવાનો ભડકો! શેનો? ઇલેક્ટ્રિક વાયોલેટનો, ડિવાઇન એનર્જીનો દરેકે દરેક ચક્રની અંદર ભડકો કરવાનો આપણે. ખ્યાલ આવ્યો ને? જ્યારે જ્યારે મેડિટેશન કરીએ ત્યારે યાદ રાખો, આ બધું જવું જ જોઈએ—નેગેટિવ થોટ એન્ટિટીઝ અને એલિમેન્ટલ્સ, ઈથરના હોય, એસ્ટ્રલના હોય, મેન્ટલના હોય કે કોઝલના હોય. જુઓ, હવે તમને દરેક જગ્યાની વાત બતાડી દઉં છું, કેમ કે કોઈ આ બધાનું એકબીજા સાથે આમ કોરિલેશન... જ્યારે આ બધા વર્લ્ડ છે ને, તો બધા આવી રીતના એકબીજાની અંદર ઇન્ટરવોવન (interwoven) છે. આપણા કોષો જેમ છે ઇન્ટરવોવન, એવી રીતના આ પણ—આ વ્યક્તિ અને પેલી સમષ્ટિ, આમ સામસામે. એટલે કોઈક ચોક્કસ પરિસ્થિતિની અંદર એવું બને કે અહીંથી એક આખી ફિઝિકલમાંથી ચેનલ ઓપન થઈ જાય, તો સીધી ત્યાં કોઝલ સુધીની હોય, તો તે વખતે કોઝલનું કંઈ પણ જે કાંઈ હોય એ સીધું અહીંયા ફિઝિકલ સુધી આવીને મેનિફેસ્ટ થવાનું ચાલુ થાય.

પાવર મળે એટલે એ વધે, પાવર વધે ને! પાવરના કારણે એ વધવા... એટલે માણસને પછી તે વખતે એ વખતનું બધું એવું એવું થવા માંડે ને એવું એવું દેખાવા માંડે. તે વખતના જે કાંઈ કર્મો કે જે કાંઈ હોય, એવો બધો હિસાબ બધો ખોલવા માંડે. કોઈ દિવસ ના દેખાતો હોય એ જ ભાઈ દેખાવા માંડે ને આમ થાય ને બધું કંઈક... પછી આખો નવો સેટ ચાલુ થઈ જાય એના કર્મોનો, જે એના નોર્મલ રૂટીનથી હટકે હોય. તો એવાને પણ પકડી પકડી પકડીને યોગ્ય સમયે આપણે વિદાય આપી દેવી જોઈએ. તો એના માટે જૈનશાસ્ત્રની અંદર પણ છે, આપણા દર્શનશાસ્ત્રોમાં પણ છે, દરેક ધર્મપુસ્તકની અંદર આની એક સુંદર મજાની વિધિ આપેલી છે. એ વિધિનો આપણે સુંદર રીતે જ્યારે ઉપયોગ કરીએ ને, એટલે તરત એ વસ્તુ નિર્મૂળ થઈ જાય. શું થાય? નિર્મૂળ થાય, અને નિર્મૂળ થઈ જાય એટલે પછીથી એ વસ્તુ આપણને હરકત કરતા બનતી નથી.

આવું છે આની અંદર. તો આ બધા અલગ અલગ વર્લ્ડમાંથી જાતજાતના લીકેજીસ થઈ અને આપણા ચક્રોને બધાને જે ડિસ્ટર્બન્સ કરતા હોય કે એક્ટિવેશન આપતા હોય, એ બધા બંધ થઈ જવા જોઈએ. અને આપણા ચક્રોનું એક્ટિવેશન કોના પાસે હોવું જોઈએ? આપણી પાસે હોવું જોઈએ. આપણી ગાડી કોક બીજો ચલાવ્યા કરે, સામે એ ગાડી ચલાવતો હોય ને પછી એ આપણી ગાડી પણ ચલાવવા માટે... છોડે છોડે બે વાત બને, આમાં શું થાય? અકસ્માત! એટલા માટે જ કહેવામાં આવ્યું છે કે દરેક જીવ માત્ર કેવો છે? તો કે સ્વતંત્ર છે. એટલે એક વ્યક્તિની કોઈપણ પ્રકારની સ્વતંત્રતાની ઉપર જો કોઈપણ બીજી વ્યક્તિ કંઈ પ્રયત્ન કરીને એની સ્વતંત્રતા ઓછી કરે, ઓછી કરે આટલી પણ, તો એને કહેવાય હિંસા. એને શું કહેવાય? હિંસા. આપ સૌ લોકો અહીંયા આગળ આ અધ્યાત્મ વિશે જાણવા માટે આવ્યા છો, ત્યારે હું તમને આ વાત જણાવું છું કે આવીને પ્રશ્ન તમે કરો છો, પૂછો છો કે, "સાહેબ, આના વિશે અમારે જાણવું છે," ત્યારે હું કહું એ બરાબર છે, બાકી બધાને ભેગા કરી અને હું મારા વિચારો ઠોકી બેસાડતો હોવ, તો એને શું કહેવાય?

હિંસા. અને... એ હિંસાનું ફળ આવે, કેવું આવે? તો કે ૧૫ જીવો ઉપર તમે ૧૫ મિનિટ જો અત્યાચાર માનસિક રીતે કર્યો, દાખલા તરીકે કંઈક વિચિત્ર ધર્મ વિશેની વાતો કરવા માંડું તમને કે જે ક્યાંય તમે જાણી ના હોય, સાંભળી ના હોય, કશું ના હોય, કશું ના હોય હેને બધું... અને પછી બસ આમ એ કરી દઉં અને તમારા દિમાગને એવું કરીને મૂકી દઉં કે બસ તમને એના સિવાય બીજું કંઈ દેખાય જ નહીં. શું છે ને આજકાલ ઘણાને શું કરે? "પેલી ચેનલ જોશો ને એટલે ખબર પડશે," આમ એટલા બધા પેલા એનાથી બોલતા હોય જોરથી, તો કંઈક જાતની બધી વસ્તુ આપણા મગજમાં લોકો ઠોકી બેસાડવાનો પ્રયત્ન કરતા હોય. નેવર, નેવર એક્સેપ્ટ એનીથિંગ બ્લાઈન્ડલી. માસ્ટરે આપણને બહુ જ પ્રેમથી આ વાત કહી છે. થાય શું? ૧૫ મિનિટ હિંસા કરી હોય, પછી એના જે ફળ આવે ને, એમાં બેન એવું બને કે પેલાને છે ને તો બહુ જ સારો ટાઈમ હોય ને—પુણ્યશાળી જીવ હોય પાછો, તો બહુ જ સારો ટાઈમ હોય—ડોક્ટર થયો હોય ને ઓપરેશન કરવા જવાનું હોય, ને તે જ ટાઈમે એને તાવ આવે!

અને આમ પેલું આમ શરૂ કરતા હોય ને, ત્યારે જ એ પેલા થિયેટરમાં જ આમ ઊંધો પડે. અને બીજા ડોક્ટરો એની સારવાર કરવાની નક્કી કરે ને, ત્યારે કહે કે, "ભાઈ, આમને તો પેલું મેનિન્જાઈટીસ થઈ ગયો છે, મગજનો ચેરી મેલેરિયા. હવે કે આટલો ખર્ચો આને ઉપાડીને વિમાનમાં ત્યાં લઈ જાવ, નહિતર એનું બ્રેન આમ ચોખ્ખું કરાવવા અમેરિકા લઈ જાવ, આટલા લાખ રૂપિયા ખર્ચો થશે." આવા આવા જે બધા ફળ આવે છે ને, એ બધી બાબતો આવી છે. કેટલાક બાળકો એવા હોય છે જે મોંગોલોઈડ ટાઈપના જન્મે છે, તો એ બધા આવા પ્રકારની ચીજો કરીને ઘણી વખત બેઠેલા હોય છે. અને એટલા માટે એમની પછી સ્થિતિ કેવી થઈ ગઈ હોય? તો કે લોકોએ એમનું ધ્યાન રાખવું પડે. ૩૨ વર્ષના થાય પણ ભાન ના હોય કે શરીર કેવી રીતે સાફ કરવું. એમને બ્રશ પણ કરાવવું પડે, એમને સમયે સમયે ભોજન પણ આપવું પડે, એ લોકોને ક્ષુધાની સંજ્ઞા પણ ના હોય.

કેમ? તો કે જબરદસ્તી ૧૫ જણાને જે પૂરી રાખ્યા હતા ને, એ તો એમને ખાવા પણ નહોતા જવા દીધા! કોક બેનને બાથરૂમ લાગી હોય તો કે, "નથી જવાનું, બેસી રહો, હું કહું છું ને એમ, ખબરદાર!" એમ હોય છે ને ઘણા બધા એવા પ્રકારના માણસો? તો એ આવી રીતના જકડી રાખે, પછી આવે છે કર્મો—આવા પ્રકારે કામ કરે છે. એટલા માટે કીધું કે દરેક જીવ સ્વતંત્ર, અને કોઈપણ જીવની ક્યારેય ક્ષણ માત્ર માટે પણ આપણાથી એમ કે મન, વચન, કાયાથી હિંસા ના થાય. આપણે કંઈક તો નક્કી, ડિસાઈડેડ હોવું જોઈએ કે ના હોવું જોઈએ? આપણે અહીંથી અમેરિકા જવું છે, તો આપણે કેટલી બધી તૈયારીઓ કરતા હોઈએ? તો આપણે તો આ તો મોક્ષે જવાની વાતો આવી, હેં? પરમાત્માના ઘેર જવાની વાતો આવી! તો અહીંયા તો ઘણું બધું ડિસાઈડેડ રહેવાનું, એટલે બધું આમ ચોક્કસ થતું જાય, આમ બધું ખુલતું જાય. અને હળવાશ છે ને મોકળાશ આપણને જિંદગી જીવતા હોઈએ ને, તો એમાં સ્વાદ આવે ધીરે ધીરે.

અત્યાર સુધી તો કંઈ ઢોકળાનો જ સ્વાદ ખાધે રાખ્યો હોય, પણ પછી જિંદગીનો સ્વાદ આવે આપણને આમ. ત્યાં સડી લાગે કે, "ના, હવે બહુ સારું થઈ રહ્યું છે હો! ધીમે ધીમે અજવાળું આમ છેડે દૂર દેખાય છે ખરું, એટલે એક દાડો ત્યાં પહોંચી જ જશે." આવું બધું અંદર ધીમે ધીમે ધીમે થવા માંડ્યું, આને કહેવાય પૂર્વ તૈયારી. એક બાળક પણ આવવાનું હોય, તો એની કેટલી બધી પૂર્વ તૈયારીઓ આખા ફેમિલીમાં હોય! મધરના બોડીમાં પણ થતી હોય, એના માઈન્ડમાં પણ થતી હોય, ફાધરને હોય... કોઈ લેવા-દેવા વગર આયા ફરતા હોય આમ—"મારે તો ફાધર થવાનું આવ્યું છે!" ઓફિસથી માંડીને ચારે બાજુ સુધી, તો કેટલી બધી તૈયારી હોય છે! તો આપણે ઠેઠ આવે જે છેકની જ્યારે વાતો કરતા હોઈએ, તો આપણા અંદરે કંઈ ફેરફારો તો હોય કે ના હોય? આ માણસ જુએ ને એટલે ખબર પડે કે આ કંઈક બદલાઈ ગયો છે, એના જેવાને ભાઈ રહ્યા નથી, કંઈક થોડો ફેરફાર થઈ ગયો હોય અંદર, એટલે એવી ખબર પડી જાય.

તો આપણા ચક્રોને આ બધાની અંદર આપણે બહુ ચોક્કસ ધીમે ધીમે થતા... આપણે હવે છે ને તો મેરી-ગો-રાઉન્ડ ચક્કર હોતા નથી, જે બધા આમ ગોળ ગોળ ફર્યા જ કરતા હોય. અમારા અહીં પેલા ગુમાના પટેલો બધા છે ને, તેમને બોપલના પટેલો એવું કહે—આ બધા સાપ-સીડીની જેમ ગોળ ગોળ ફર્યા જ કરે બધાય. શું? ખેતરો વેચ્યા અને લાખો-કરોડો રૂપિયા આવી ગયા, હવે કરવાનું કંઈ રહ્યું નથી. કારણ કે પહેલા તો તુવેરો અહીંયા લાવીને પેલા વાવતા, ખેતી કરતા, કશું પણ કરતા; હવે તો એ પણ નથી, એટલે એ શું કરે? કે ખૂબ પૈસા આવી ગયા, હેં? એટલે આમ શોરૂમમાં જાય અને ત્યાં જઈને આમ કોથળાનો ઢગલો કરે કે, "મને આ જ ગાડી આપી દો." પેલો કહે, "આ તો વેચેલી છે," કે, "પછી આરટીઓમાં પાસ કરાવવું પડે," પછી... "કશુંય નહીં, અત્યારે જ મને આપ!" એટલે એમાં જ બેસીને ઘેર આવે, કોથળામાં લોકો રૂપિયા લઈને જાય છે અત્યારે.

આ બધા ગાડીઓના ભાવ એમાં વધી ગયા, માર્કેટ ઓછું આવ્યું તો એવું થયું. ગઈ કાલે રાત્રે જ અમે લોકો અડાલજની પેલી બાજુ પાછળના ભાગેથી આવતા હતા—ખુલ્લા કેટલા હજી તો કેટલાય ખેતરો બાકી છે—પણ આ બાજુના પ્લોટની કિંમત ૬૦ લાખ રૂપિયા! આટલો અમથો હોય તો પણ ત્યાં આગળ તમે જુઓ તો, ૬૦ લાખ રૂપિયામાં તો કેટલાય વીઘા જમીન મળતી હોય હજી પણ આજની તારીખે. તો માણસ પોતાની માનસિક પ્રવૃત્તિઓના કારણે એક વસ્તુના ગુણધર્મો બદલી કાઢે. તમે જુઓ, કેટલો પાવર છે આપણો બધાનો! શું શું ગતકડા કરીએ છીએ આપણે બેઠા બેઠા, એ તમે જુઓ, વિચાર કરો. હવે એમાં કેટલાય માણસો ફાયદો પણ કરે છે, કેટલાય માણસો ભયંકર નુકસાન કરી બેસે છે. હવે જેને ભયંકર નુકસાન થાય છે એ જીવ તો ખરો કે નહીં? એનો અંદર કકળાટ તો થાય ને અંદર કે, "મેં આટલું ગુમાવ્યું, મેં આટલું ગુમાવ્યું." હવે એ મૂળ તો પેલું તો ગુમાવ્યું તો ગુમાવ્યું, પણ જોડે જોડે આ જે અંદર કઢાપો ને અજંપો થાય ને, એટલે એને અંદર વધારે ને વધારે કર્મો બંધાય, એ વધુ ને વધુ ગૂંચાતો જાય.

तो આ કેવું છે, એ હું તમને બતાવું. આના અંદર એવું કહે છે: "યસંતુનાભ ઇવ તન્તુબિઃ પ્રધાનનઃ સ્વભાવતો દેવ એકઃ સમાવૃણોતિ સ નો દધાતુ બ્રહ્માવ્યયમ્॥" એટલે કે જે પરમાત્મા કરોળિયાની પેઠે, કરોળિયાની પેઠે અવ્યક્તમાંથી ઉપજેલા નામ, રૂપ અને કર્મરૂપ તંતુઓ વડે સ્વભાવથી પોતાને પ્રયોજન વિના સારે સારી રીતે આચ્છાદિત કરે છે, તે સ્વયંપ્રકાશ અને અદ્વિતીય પરમાત્મા અમને અવિનાશી બ્રહ્મરૂપે ધારણ કરો. આ પ્રાર્થના છે. આ જે લોકોને બ્રહ્મજ્ઞાન એમ કે પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય, તેમના માટે ઉપનિષદમાંથી મને આ એક વખત મળી હતી. અને આ બ્રહ્મનો જ્યારે સાક્ષાત્કાર થાય ને, તો કેવું અંદર થાય ખબર છે? અંદરથી એક શ્લોક એવો આવ્યો હતો: "ધન્યોઽહં ધન્યોઽહં કર્તવ્યં મે ન વિદ્યતે કિંચિત્। ધન્યોઽહં ધન્યોઽહં પ્રાપ્તવ્યં સર્વમદ્ય સંપન્નમ્॥" એ કહે છે કે, "મારે કોઈપણ પ્રકારનું કંઈ પણ કર્તવ્ય હવે બાકી રહ્યું નથી." બ્રહ્મ સાક્ષાત્કાર થઈ જાય એટલે પછી એની સ્થિતિ કેવી થઈ?

તો કે, "હું ધન્ય થઈ ગયો તો હવે કોઈપણ પ્રકારનું કર્તવ્ય હવે બાકી રહ્યું નથી, તેથી તેથી હું કેવો છું? તો કે કૃતાર્થ છું, કૃતાર્થ છું. આજે મને પ્રાપ્ત કરવા યોગ્ય સર્વ પ્રાપ્ત થયું." પ્રાપ્ત કરવાવાળું રૂપિયા ને આ બધું નહોતું, જે મૂળ વસ્તુ હતી એ મને પ્રાપ્ત થયું છે, "તેથી પણ હું કૃતાર્થ છું, હું કૃતાર્થ છું." તો અંદરની જ્યારે ત્યારે આખી ભાવના આટલી બધી ચોખ્ખી થઈ ગઈ હશે આપણા બુદ્ધિક લેવલથી પણ ઉપરના સ્તરે, ત્યારે એ જેને કહેવાય ને સ્વયં પ્રકાશિત એવી આપણી જે નિર્મળ બુદ્ધિ, જેને કહેવાય નિર્મળ જ્ઞાન આપણને પ્રાપ્ત થાય. એના માટે આપણે સદૈવ પ્રયત્નશીલ હોવું એ બહુ જ જરૂરી. આના માટે આપણને... સવારે આપણે જ્યારે પ્રાર્થના કરીએ તો સૂર્યનારાયણની જ આપણે વાત લઈએ. પેલા વિશ્વામિત્ર મુનિ પાસે જઈને પેલા રાજાએ કીધું કે, "ભાઈ, મારે તો સ્વર્ગે જવું છે અને યજ્ઞ કરાવો." હવે વિશ્વામિત્ર તે વખતે રાજર્ષિ, અને પડ્યો બખેડો કે, "ભાઈ, તમને હજી બ્રહ્મપદ પ્રાપ્ત થયું નથી એટલે તમે આ બધું ન કરી શકો." પ્રાણિક હીલિંગના ઘણા આયામોમાં આવું બધું બધું ચાલતું હતું કે એક જણ એક જણને એમ કહે કે, "ભાઈ, તમે આમ ન કરી શકો." વાસ્તવમાં આ પણ શું કહેવાય?

એક પ્રકારની હિંસા, ખ્યાલ આવ્યો ને? કેમ નહીં કરવું કે ન કરવું એનો વિવેક એ વ્યક્તિને નક્કી... એનામાં એ વિવેક છે, એ વિવેક એને એ પરમાત્માએ આપેલો છે. અને જો એ વિવેકપૂર્ણ રીતે તમારો અભિપ્રાય માંગે તો તમે આપો. પણ તમને આપેલી એક ઓથોરિટી છે કે તમને એક પદ આપી દીધું, હવે એ તમે પદનો ઉપયોગ કરીને જો કોઈક વ્યક્તિને તમે આમ કરો ત્યારે શું થાય? અતિરેક, આને શું કહેવાય? અતિક્રમણ. ક્રમણ થાય ત્યાં સુધી વાંધો નથી કે, "ભાઈ, અમારા અમારા નિયમો આવું આવું કહે છે, ભાઈ આવું આવું હોઈ શકે ને આમ આમ થાય એમ, બાકી તમે જોઈ લેજો." તો એણે ક્રમણ કર્યું છે ત્યાં સુધી પણ એમ કે, "તમારાથી આમ ન થાય કારણ કે અમારો નિયમ આમ કહે છે," એટલે એણે શું કર્યું? પોતાના પદનો ઉપયોગ કર્યો, વાસ્તવમાં દુરુપયોગ કર્યો. અને એટલે પાછું એનું ફળ એને આવીને ઊભું રહી જાય.

એટલે જ્યારે એને પાછું આગળ જ્યારે જવાનું થાય કોઈક જગ્યાએ, ત્યારે કોક બીજા ગુરુ એનું પાછું ક્રમણ કરે—અતિક્રમણ—એટલે એને આગળ જવા મળે નહીં. તે વખતે એમને અગાઉ કરેલી ભૂલનું ભાન થાય અને પશ્ચાતાપ થવા માંડે કે, "અરે! તે દિવસે મેં પેલાને રોક્યો હતો, તો આજે મારી આવી દશા આવી." તો એ વ્યક્તિ છૂટે એ પણે એ કર્મમાંથી મુક્ત થઈ જાય છે અને એના માટે માર્ગ પણ ખુલી જાય. બીજે દિવસે બોલાવીને પેલો માણસ એને એમ કહે કે, "અરે ભાઈ! ગઈકાલે અમે લોકો બધા બેઠા હતા ને પછી આવો એક નિર્ણય પણ થયો છે બધાની સર્વસંમતિથી કે તમે આ કરી શકો છો, તમારી ઈચ્છા હોય તો." તો એના માટે માર્ગ ખોલાઈ જાય હેને... તો પરમાત્માની અંદર તો બધા જ પ્રકારની ક્ષમતાઓ રહેલી છે, અને કંઈ પણ પડે કંઈ પણ બને છે, તો કેટલીક પળોમાં કેટલીક વસ્તુઓ બને છે અને કેટલીક પળોમાં ચાહતા હોવા છતાં, આખું વર્લ્ડ એના માટે પ્રયત્ન કરતું હોવા છતાં પણ થતું જ નથી.

જો અત્યારે આ આ જગત કેવી રીતે જીવી રહ્યું છે આપણે? આપણે એમ જોઈએ તો એમ લાગે કે આ પોઈન્ટે કે ગમે તે પોઈન્ટે આખી વર્લ્ડનો સર્વનાશ થઈ જવો જોઈએ ખરેખર તો, એમ બધા જીવી રહ્યા છે. પણ પરમાત્માની ઈચ્છા એવી નથી. જ્યાં સુધી આ ઈચ્છા સાથે એમની સંમતિ જોડાતી નથી, ત્યાં સુધી કંઈ બનવાનું નથી, કોઈ પ્રલય આવવાનો નથી. ૨૦૧૨માં બધા બૂમો પાડતા હતા કે આવવાનો, આવવાનો, શું? પણ આ બધા ઝાંઝવાના જળ જેવું થાય કે હા, રોડ ઉપર દેખાય પણ વાસ્તવમાં કંઈ ત્યાં પાણી હોતું નથી. એટલે એ બધું બ્રહ્મજ્ઞાન કહેવાય... બ્રહ્મ ભ્રમક, હને? બ્રહ્મજ્ઞાન નહીં, હા, ભ્રમ થયા કરે જાતજાતના. કોઈકને આવું દેખાય, પેલા નોસ્ટ્રાડેમસને કંઈક બીજું દેખાય, આપણે એક મામદેવા કરીને હતા એમને વળી કંઈક ત્રીજું દેખાતું... આખું એનું એ પુસ્તક ફળે છે. પછી એક માયન કરીને આખી હતી સંસ્કૃતિ, એ લોકોએ પણ એમ કહેલું હતું.

પણ વાસ્તવમાં કેવું છે? તો કે આ સંસાર અનાદિ અનંત છે, તો સમષ્ટિનો અંત નથી લાવવાનો. આ વ્યક્તિની અંદર રહેલો જે સંસારભાવ છે તેનો અંત લાવો, ત્યારે તમારું સંસારકર્મ પૂરું થઈ જવાના કારણે, સંસારકર્મ કોઈપણ પ્રકારનું બાકી ન રહેવાના કારણે તેનું ફળ શું છે? તો કે મોક્ષ. જ્ઞાનપ્રાપ્તિ અને મોક્ષ બે એક જ વસ્તુ હોય છે, એક જ બાબતની બે બે પાસાઓ જેને કહેવાય એવી પ્રકારની સ્થિતિ. મોક્ષ એટલે એવું નથી કે ભાઈ તમારે ગાડીને કોક પાર્કિંગ પ્લોટમાં મૂકી આવવાનું અને હવે તમારે એમ કે ટ્રાફિકમાં નહીં ફરવાનું—આ સંસાર બધો ટ્રાફિક છે, હેને? એવું નથી. કારણ કે કોને એવું પસંદ પડે? હું માનું ને કે હિમાલય જેટલી ઊંચી એવરેસ્ટ ઉપર ચઢીને મારી ગાડી ત્યાં આગળ બસ આમ મૂકી જ રાખવી... મૂકી રાખવાવાળા પણ એ કટાઈ જશે એક દાડો તો! તો એવી કોઈ સ્થિતિ નથી.

એના પણ પાછા આગળના નિયમો છે, કારણો છે, પરિણામો છે. એવી સ્થિતિએ પહોંચ્યા પછી પાછું તમારે શું કર્તવ્ય છે? કેમ કે કોઈને કંઈ ના હોય એવું તો કંઈ હોતું જ નથી, દરેકને કંઈક ને કંઈક તો હોય. ઈશ્વરને પણ તો સંચાલન કરવાનું આપ્યું છે, આ સૂર્યનારાયણને પણ આપ્યું છે, હેને? એક ખેડાના જેમ કલેક્ટર હોય ને, એવી આ પોસ્ટ છે—સૂર્યનારાયણ. ચંદ્રમા એટલે શું? તો કે એ પણ એક બીજી પોસ્ટ છે, એમ કે ડેપ્યુટી કલેક્ટર હોય એના જેવું. એટલે એક કે અજવાળું આપ્યા કરવાનું, બીજાએ શીતળ અજવાળું આપવાનું. આ બંનેનું જે તત્વ તેજ ભેગું થાય, એનાથી આ બાકીની બધી જ ચીજો બધી ચાલે. આ બેલેન્સમાં હોય ત્યાં સુધી બધું બરાબર સારું લાગે, નહિતર પછી લોકો કપડાં ફાડીને પેલા દરિયા કિનારે દોડાદોડ કરતા હોઈએ ને ગોરાઓ બધા—"કેવી બહુ ગરમી લાગે છે, બહુ ગરમી લાગે છે!" એવી હાલત થાય.

કેમ? તો કે પેલો સ્કોર્ચિંગ સન (scorching sun) જબરજસ્ત, સહન થતો નથી. હવે પણ આ ભાઈએ શું કર્યું? તો કે... તો કે રિફાઇનરીમાં એન્જિનિયર હતા અને પછી છે તો પેલો જમીનમાં પેલા ડ્રિલિંગ કરે ને, તેમાંથી કેટલું બધું ક્રૂડ ઓઇલ તો કાઢી ગયા. હી વોઝ રિસ્પોન્સિબલ ફોર ધેટ (He was responsible for that), હેને? હવે એમાંથી જેટલો હાઇડ્રોકાર્બન નીકળ્યો, પેટ્રોલ નીકળ્યું, બધા લોકો એનો સામૂહિક રીતે ઉપયોગ તો કર્યો, ગાડીઓ ચલાવી, સામૂહિક કૃત્યો બન્યા, પોલ્યુશન થયું—યસ, રિસ્પોન્સિબલ, યસ! તો દરેકના ભાગે થોડી થોડી ગરમી આવે, પણ પુણ્યાઈ હોય અને ઘરમાં પાછું એસી પણ આવે અને ગાડીમાં પણ એસી આવે, તો જોડે જોડે આવી રીતના ચાલ્યા કરતું. ખબર પડી? હવે શું છે કે આટલું મોટું જે સ્તોત્ર, મંત્રો આપણે કરતા હોઈએ ઘણી વખત, આપણાથી આટલું બધું યાદ પણ ન આવે અને અંતે શું શું છે?

તો કે આ બધાની પાછળ એક જાતનો લય રહ્યો છે. તો 'લય' નામનો પણ એક યોગ હોય છે, એક આખી શાખા છે યોગ એટલે જોડાવવું, બરાબર? ઈશ્વરના સાથે કોઈપણ રીતે તમે જોડાવો. તો પણ કોઈ ખાલી આમ આમ કરીને કર્યા કરતો હોય, તો આ પણ એક યોગ થશે ભાઈ, અને એ પહોંચી જશે જો એની એના દર્શન વધતા હશે તો. બધા લોકો ભલે કહે કે, "આ તો ભાઈ આમનું છટકી ગયું લાગે છે, કે આવું આવું કરવા દેશે..." થોડી જ વાર પહોંચશે, પણ ના, એ પહોંચી જશે. કેમ? તો કે એની જે શ્રદ્ધા છે ને, એનું વિઝન આખું બદલાઈ ગયું. એ આમ આમ જે થાય છે એ બસ એ જ પરમાત્મા, એટલે એક દિવસે એમાં એ પહોંચી ગયો. અને એ પહોંચી ગયો એક વખત એટલે એની સ્થિતિ ત્યાં થવા માંડી, અને બસ એ વહેતો વહેતો વહેતો વહેતો ત્યાંથી વટે નીકળે, હેને? હવે આ પેલા નર્મદાના શંકરજીનું છે, કહે છે ને કે એના 'જેટલા કંકર એટલા શંકર'.

નર્મદાના જેટલા પથરા, જ્યાંથી આમ દરેક પથરા, શિલાઓમાંથી મોટો મોટો આમ પાણી પડે, એના પછી એક ટુકડો છૂટો પડે, બીજો પડે, આમ ઘસાય, તેમ ઘસાય, આમ ઘસાય... [ઉધરસ] એ કરતા કરતા એ ક્યાંનો ક્યાંય નીકળે. પછી આ ભાઈ ગયા હોય ભરૂચ પાસે તો એમના હાથમાં આવે, પેલા ઓમકારેશ્વર ગયા હોય તો એના હાથમાં જરા જુદી જાતનો આવે. પાછા બે જણ ભેગા થાય કે, "હું જો શંકર લાવ્યો." પેલા કહે, "હું પણ લાવ્યો છું, આ શિવલિંગ છે." કે, "આ શિવલિંગ છે." બંનેની ઉપરના તમે જો આમ આકાર ઘાટ જુઓ તો બધા જુદા હોય થોડા. કેમ? તો કે એ આટલેથી આટલે આમ ઘસાયો, એને આટલું પ્રેશર મળ્યું, આમ થયો, આમ થયો, એટલે એ આવો થયો. તો દરેક જીવાત્માની આ સંસાર નામની જે આ સરિતા છે, એ સરિતાની અંદર બધા સર્યા કરતા હોય આત્માઓ. એ આત્માને જેમ જેમ પ્રેશર મળે, જેમ જેમ આમ આમ કોઈ આમ ઘૂમે, કોઈ આમ ઘૂમે, કોઈ...

છેવટે બધા ભેગા થાય—ભરૂચ, કચ્છ કહે છે ને એવી રીતના, એટલે ભૃગુચ્છ કે કચ્છ કે તમે કોઈપણ પરમધામ કહો કે કોઈપણ જગ્યા કહો. સરવાળે વિચાર આવ્યો કે, "હવે આગળ શું મારું?" એ જગ્યાની હું વાત કરું છું. એટલે એ જગ્યાએ આવે એટલે એનામાં શું થાય? તો કે બ્રહ્મજિજ્ઞાસા પેદા થાય—"આ બધું શું છે? કેવી રીતે ચાલે છે? કોણ ચલાવે છે?" આ ક્યુરિયોસિટી બાળકોની ક્યુરિયોસિટી જેવી ના હોય, એનાથી થોડી ગહન. ઘણી વખતે એવી બાબતો કોઈ સખત આઘાત લાગે એમાંથી પેદા થાય ઘણી વખત, એટલે પછી એને એ જીવને કેવો થાય કે, "કેન ઉપાયેન ચેતસા દુઃખનાશો ભવેત્"—કોઈપણ ઉપાય કરું કે આ આ મારા દુઃખનો એમ કે હું નાશ કરું છું, કોઈ દુઃખનાશો ભવેત્. જો, આ દુઃખનો નાશ થવો એ બહુ જરૂરી અને એટલા માટે કાંઈ પણ ઉપાય તો કરું. એટલે જ્યારે અજ્ઞાતથી આવો સંકલ્પ થઈ જાય, એટલે પછી એ બ્રહ્મજિજ્ઞાસા એનામાં ઉત્પન્ન થાય અને પછી એ જાતજાતની શોધખોળો કરવાની હોય એને.

પહેલી વખતે શાસ્ત્રમાં રુચિ પડવા માટે... અત્યાર સુધી તો 'જનકલ્યાણ' પણ કોક આપે ને, થોડુંક વાંચી મૂકીને, વાંચવું એ ટાઈમપાસ હતો. હવે ભૂલેચૂકે આમ બેઠો હોય ને તો અંદરથી 'જનકલ્યાણ'... પુનીત મહારાજે આ બધી સુંદર બધી વસ્તુઓ શરૂ કરી હતી, એમાંની એક બાબત અંદર એક ફકરો વાંચે ને, એ વાંચતા વાંચતા એ વિચારે કરીને આમ ઊંડો ઉતરવા માટે ધીમે ધીમે. એને લગતી સિમિલર કંઈ પણ બાબત એના જીવનમાં બનેલી હોય એને પકડે ને એમાં ઊંડો ઊતરી ગયો. પછી ફોન વાગ્યા કરતો હોય, ભાઈ બોલાવતા હોય, પણ આ ભાઈ તો ત્યાં હાજર નથી. એ ક્યાં પહોંચી ગયા છે? ફિઝિકલ વર્લ્ડમાંથી એમની ચેતના આમ ધીમે ધીમે ધીમે ધીમે છેક માનસિક સ્તરમાં પહોંચી ગઈ છે અને ત્યાંથી ઊંડે ઊંડે ઊંડે ઊંડે એક કોઝ (cause) ખોતરી રહી છે માનસિક જગતમાં પડેલું—"આનું કોઝ શું છે? તો મારી સાથે આવું કેમ બન્યું?

ધંધામાં આટલો મોટો ફટકો મને... મને મારા પાર્ટનરે આવડો મોટો દગો કેમ આપ્યો?" પછી અંદર બેઠા બેઠા પેલી વિન્ડોઝ સેવનની જેમ આમ આમ આમ થયા જ કરે, થયા જ કરે એક દાડો, બે દાડા, ચાર દાડા. લોકો કહે કે, "હવે આનું ગયું હોય!" ડોક્ટર હોય પેલી ગોળી-બોળી આપે કંઈ કરે, ઇન્જેક્શન આપે ઊંઘાડવાનો પ્રયત્ન કરે, પણ પેલું બંધ પડે નહીં. કારણ કે એનું એક્ટિવેશન એટલું બધું થઈ ગયું હોય જબરજસ્ત, અને પછી એને ઉઘાડ થાય કે, "આહા! તે દિવસે ફલાણા જન્મમાં મેં આ માણસને આવું આવું કર્યું હતું ને, એનું આ મને..." અને પછી એના હૃદયપૂર્વકનો સાચો પસ્તાવો જેવો થાય, એ એ કર્મથી છૂટી જાય, એ પડે છૂટી જાય. એટલે કીધું ને કે: "હા, પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઊતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે." બહુ જ સુંદર કવિતા, એટલી સુંદર રીતે એમાં કહેવાઈ ગયું છે કે ધન્ય છીએ બસ ખરેખર તો!

કે આવા આવા જીવો પણ આપણને આ આપણને કેટલું બધી સુંદર સુંદર સમજણ આપીને ગયેલા છે. ફક્ત બેસીને આ બધું શોધવાનું જ છે, બધાને કોરિલેટ કરવાનું છે. કાંઈ નવું રિસર્ચ તો છે નહીં ભાઈ, રિસર્ચ તો બધું... પેલું સર્ચ તો બધું આ સર્ચ એન્જિનો હતા ને આપણા—સાત સપ્તઋષિ અને પેલા વેદવ્યાસ, શુકદેવ—આ બધા કરીને ગયેલા, એ બધા મોટા મોટા સર્ચ એન્જિનો જબરા જબરા! હવે આપણે તો શું કરવાનું છે કે આપણે રિસર્ચ કરવાનું છે—અહીંથી ભેગું કરો, ત્યાંથી ભેગું કરો, બધું ભેગું કરો અને પછી સબમિટ કરી દો, એટલે આપણે ડોક્ટર, પીએચડી, પ્રકાંડ પંડિત ડિક્લેર કરી દે છે આજકાલ યુનિવર્સિટીઓ, હેને? એટલે આવું છે. એનીવે, તો આપણે વાત કરતા હતા ચક્રની. મોટા મોટા સ્તોત્ર, મંત્ર હોય એ જેટલા ઇફેક્ટિવ હોય, એટલા જ નાના નાના પણ હોઈ શકે. હવે જેને આટલું બધું યાદ ના રહે એ શું કરે?

તો કે આ ખાલી મૂલાધાર પણ ધ્યાન આપે અને 'લં' ઉચ્ચારણ કરો, અને એનું કંપન છે તમારા બેઝિક ચક્રમાં પેદા કરો. હવે માણસો, હું મોટેથી બોલું ત્યારે તમે મનમાં બોલો, મૂલાધારમાં થઈ રહેલા કંપનો ઉપર ધ્યાન આપો. (ભજનની પંક્તિ અસ્પષ્ટ રીતે ટ્રાન્સક્રાઈબ થઈ છે, મૂળ શબ્દો ઓળખી શકાય એમ નથી) બ્રહ્મમુરારિ... [ગાયન] સુરાર્ચિતલિંગં નિર્મલભાસિતશોભિતલિંગમ્। જન્મજદુઃખવિનાશકલિંગં તત્ પ્રણમામિ સદાશિવલિંગમ્॥ [ગાયન] દેવમુનિપ્રવરાર્ચિતલિંગં કામદહન કરુણાકરલિંગમ્। રાવણદર્પવિનાશનલિંગં તત્ પ્રણમામિ સદાશિવલિંગમ્॥ [ગાયન] સર્વસુગંધિસુલેપિતલિંગં બુદ્ધિવિવર્ધનકારણલિંગમ્। સિદ્ધસુરાસુરવંદિતલિંગં... [ગાયન] કનકમહામણિભૂષિતલિંગં ફણિપતિવેષ્ટિતશોભિતલિંગમ્। દક્ષસુયજ્ઞવિનાશનલિંગં તત્ પ્રણમામિ સદાશિવલિંગમ્॥ કુંકુમચંદનલેપિતલિંગં પંકજહારસુશોભિતલિંગમ્।

સંચિતપાપવિનાશનલિંગં તત્ પ્રણમામિ સદાશિવલિંગમ્॥ દેવગણાર્ચિતસેવિતલિંગં ભાવૈર્ભક્તિભિરેવ ચ લિંગમ્। દિનકરકોટિપ્રભાકરલિંગં તત્ પ્રણમામિ સદાશિવલિંગમ્॥ અષ્ટદલોપરિવેષ્ટિતલિંગં સર્વસમુદ્ભવકારણલિંગમ્। અષ્ટદરિદ્રવિનાશનલિંગં તત્ પ્રણમામિ સદાશિવલિંગમ્॥ સુરગુરુસુરવરપૂજિતલિંગં સુરવનપુષ્પસદાર્ચિતલિંગમ્। પરાત્પરં પરમાત્મકલિંગં તત્ પ્રણમામિ સદાશિવલિંગમ્॥ ૐ તત્સત્... કોઈપણ ચક્રની ક્યાંયથી શરૂઆત કરવાથી ભડાકા થશે, થશે, થશે! જેને જે સાધન આવડે, જેવું આવડે એવું, પણ બસ શરૂઆત કરી દો. કેમ કે મારો વાલો એટલા બધા ટાઈમથી આપણા બધાની રાહ જોઈ રહ્યો છે. આપણે પાછા જવું છે આપણા ઘરે, આપણને બહુ જ ઉતાવળ હોવી જોઈએ કે હું મારા ઘરે પાછો જવાનો છું. જ્યારે એવી અંદરથી એક એક એટીટ્યુડ પેદા થશે, તો વાલો ત્યારે દૂર નહીં લાગે, કાંઈ સામે દેખાશે, દરેકમાં દેખાશે.

આ જ બધી એની પૂર્વ તૈયારીઓ છે—ત્યાંના પાસપોર્ટ ને વિઝા. એટલે આ કે જીવ માત્ર તમને વાલો લાગવા માંડશે, આત્મીય લાગશે. આત્મીય કે, "તું મારા ભગવાનના ઘરનો અને હું પણ મારા ભગવાનનો, આપણે બે એક." આ કાઠિયાવાડી કહેવાનો વિવેક નહીં આમ, વાસ્તવિક અંદરથી પેદા થશે. માસ્ટર ચોએ આપણને આ વાત પણ શીખવાડી છે કે જ્યાં સુધી હૃદયચક્રમાંનું... બીજી વ્યક્તિનું જો સન્માન ના કરી શકતું હોય, તો તમે કેવી રીતે અપેક્ષા રાખો છો કે કોઈ કોઈ પરમાત્માને તમે પામી જશો? એક વ્યક્તિ તો તમારાથી ખમાતો નથી, અત્યાર સુધી અળખામણો લાગે છે હજી... એક વ્યક્તિ પણ, કોઈ એક વ્યક્તિ પણ! ત્યાં સુધી હજી તૈયારી તો થઈ જ નથી. એટલે કીધું તું પ્રેમ કરો, ઈશુએ ઈશુએ એ આખું જીવન એના માટે આપ્યું અને કીધું આપણને કે ખૂબ પ્રેમ કરજો [નસકોરા બોલાવે છે] અને અદભુત પ્રેમ કરશો.

તમારા જીવનમાં પ્રેમ સિવાય બસ કશું જ બાકી ના રહી જાય, બધું જ વહાવી દો એની અંદર. જ્યારે પ્રાર્થના કરો, પૂજા કરો તો કેવી સ્થિતિ હોય? પરમાત્મા અહીંયા આગળ મજબૂર થઈ જાય પ્રગટ થવા માટે. એ ભલે રહ્યો નિરાકારી, પણ દરેક આકાર એણે તો ધારણ કરેલો છે. મારું વિજ્ઞાન એવું કહે છે, મને આખું ક્વોન્ટમ ફિઝિક્સ (quantum physics) મને એવું કહે છે કે એ જ અવ્યક્ત પરમાત્માએ અનંત રૂપો ધારણ કર્યા છે—સ્થાવર, જંગમ સૃષ્ટિ આખી સર્જન કરીને થઈને મારી સામે મૂકેલી. અને પછી એ પરમાત્માને હું ભૂલી ગયો અને આ સૃષ્ટિ અને એના નામ-રૂપની અંદર મશગૂલ બની ગયો! કોઈકનો મોબાઈલ નંબર યાદ રહે છે, છ આંકડાનો ટેલિફોન નંબર યાદ રહે છે, એનું નામ યાદ રાખે છે; પરમાત્માને ભૂલી ગયા! ભોજન કરતી વખતે હોટલોમાં તમે જુઓ, ગાડીમાં બેસતી વખતે, રોડ ઉપર ચાલતા વખતે તમે જુઓ...

ક્યાં છે પરમાત્મા? ક્યાં ખોવાઈ ગયો? આપણે કેમ ચૂકી ગયા આ બધું જોવાનું? અત્યાર સુધી આ બધી જ ભૂલો આપણાથી થઈ છે. "ઈશ્વર, ઈશ્વર, માફ કરો અમારાથી અનંત અનંત ભૂલો થઈ છે. પણ પ્રભુ, આ સૃષ્ટિ તારી જે સર્જેલી છે એટલી એટલી આ અદભુત છે કે અમે એમાં ભૂલી જઈએ છીએ, અમને માફ કરો." કેમ કે માફી માંગવી એ તો મારો હક છે પરમ પિતા પાસે, અને તું પરમ પિતા છે, તું પરમ કૃપાળુ છે. સાંજ પડે અમારા સૌના સર્વે અપરાધોને અમને માફી આપ. એવા સર્વેના પ્રત્યે જે ચીડ, ગુસ્સો અને અકળામણ આ જીવનમાં કે કોઈપણ જીવનમાં અનુભવ્યા હોય, ધારણ કર્યા હોય તે સર્વની માફી માંગીએ છીએ. અમને ક્ષમા આપો, અમને માફ કરો. કેમ કે માસ્ટરે આપણને કહ્યું છે—માફી આપવામાં જ માફી મળે છે અને મૃત્યુ પામીને જ આપણે શાશ્વત જીવનમાં પ્રવેશ કરી શકીએ છીએ. તો હવે થઈ જાવ આ અહંકારનું મૃત્યુ!

ૐ તત્ સૂર્ય, સૌનો જીવનદાતા. પ્રચંડ જ્ઞાન અને શક્તિનું [નસકોરા બોલાવે છે] મહત્તમ પ્રતીક આપણી સંસ્કૃતિએ સ્વીકારેલું, એનું મહત્વ આજે પણ વૈજ્ઞાનિકો પણ સમજવાનો પ્રયત્ન કર્યા જ કરે છે. જેમાં કેટલા હજારો-લાખો ટન હિલિયમ, હાઈડ્રોજન બધું કામકાજ જે અવિરતપણે ચાલે છે. તો આપણા વિશ્વામિત્રએ, તે વખતે એમને જે પેલો રાજાને સ્વર્ગે મોકલવો હતો એને કીધું કે, "હું તારા તપોબળે તને મોકલું છું." તો ઉપરથી ઇન્દ્રએ એને વજ્ર મારીને પાછો તો ફરી નીચે મોકલ્યો કે, "યુ આર નોટ ક્વોલિફાઈડ, યુ આર નોટ એલિજિબલ, એન્ડ યુ ડુ નોટ હેવ એડિકવેટ વિઝા (You are not qualified, you are not eligible, and you do not have adequate visa) સ્વર્ગમાંથી." પાછા નીચે! અહીંયાથી વિશ્વામિત્રએ કીધું કે, "હવે તમે આ પૃથ્વી પરથી તો ઉપર ઉઠી ગયા છો, તમે આટલું સરસ મજાનું પુણ્યકાર્ય કરેલું છે, સુંદર મજાનો યજ્ઞ કર્યો છે, એટલે હવે આ પૃથ્વી ઉપર તમારે રહેવાની બંધી." બિચારા અટકી ગયા, લટકી ગયા!

આપણે કોઈની આવી દશા નહીં થાય. હવે ત્યાં આગળ આવી સ્થિતિ થઈ એટલે વિશ્વામિત્રએ એને ત્યાંને ત્યાં થોભાવી દીધા, કારણ કે સ્વર્ગ અને આ પૃથ્વી વચ્ચે પહેલા અવિરતપણે આવજાવ ચાલ્યા કરતી. તો વિશ્વામિત્ર ઋષિએ એક મંત્ર કર્યો, એની શક્તિએ વળી એમને એક નૂતન સ્વર્ગનું નિર્માણ કર્યું અને એ નૂતન સ્વર્ગની અંદર એ રાજાને રાખ્યો. એ ત્રણેય બાજુથી લટકેલો રહ્યો એટલે એનું નામ પડ્યું 'ત્રિશંકુ'. મૂળ વાત એ છે કે કંઈ પણ ઉચ્ચ નિર્માણ કરવાની જે અદભુત ક્ષમતા જે રહેલી છે, એ મંત્રને 'ગાયત્રી' કહેવામાં આવે. એને યોગ્ય રીતે જ્યારે સુંદર ઉચ્ચારણ સાથે મધુરતાથી [નસકોરા બોલાવે છે] જ્યારે કરવામાં આવે, તો યાદ રાખો દરેકનું પહેલું ફળ તો તત્કાળ મળે—આનંદ, જે આપણે કીધું ને એ તો આપણને હંમેશા મળવાનો જ છે. પણ એની સાથે સાથે કેટલાક અભ્યુદય ફળ હોય જે પિરિયોડિકલી આપણને પ્રાપ્ત થાય.

આ બધી કેવી છે કે પેલી મુદતી એફ.ડી.ઓ. હોય ને, અમુક અમુક ટાઈપે ટાઈમે પાકે અને પછી આપણને અમુક ટકા વ્યાજ આપે એવા પ્રકારની બાબતો એ પણ છે. આ બધું છે ને ઇકોનોમિક્સ છે, બધું મારા અધ્યાત્મમાંથી જ આવેલું તમને કહું! કોઈ બેન્કરોને આ બધી બુદ્ધિ આવી ક્યાંથી? આવી રીતે આવે. એટલે એ વિશ્વામિત્રએ જે મંત્ર કર્યો હતો એ ગાયત્રી... એના ૨૪ અક્ષર એટલે ૨૪ પદ. એ પ્રત્યેક અક્ષર જે આપેલો છે એ પોતે એક પ્રચંડ હાઈડ્રોજન બોમ્બ છે, એની પોતાની રીતે જ એટલો બધો એની અંદર પાવર છે. એટલે જ્યારે એને સુંદર રીતે આપણે કરીએ છીએ, તો આપણી અંદર આ આ ક્ષમતા પેદા થાય છે. કેવી ક્ષમતા? વિશ્વામિત્રજી જેવી—તો કે એણે જેમ કોઈકના માટે થઈને એક સૃષ્ટિનું નિર્માણ કર્યું આખી એ અવનવી, એવી જ ક્ષમતા આપણા સૌની અંદર થાય. આપણે આપણા માટે અથવા આપણા જે કોઈ આશ્રિત હોય તેના માટે આપણે એવી એક સૃષ્ટિનું નિર્માણ કરીએ.

ઈટ ઈઝ સમથિંગ લાઈક 'વર્લ્ડ વિધિન વર્લ્ડ' (It is something like world within world). આ જ સંસારની અંદર આપણે નવીન જગતનું જાણે કે નૂતન નિર્માણ કરી શકતા હોઈએ એવી ક્ષમતા પેદા થાય. એટલે શું થાય કે પહેલા ભાઈને કોઈ પૂછતા ના હોય, પછી એ પાંચમાં પૂછાવા માંડે. કોઈ દિવસે કોઈ એમ આમ રોકી રાખીને કાંઈ કહેતા ના હોય, હવે એમને કહે, "ભગત, રામ રામ!" હેને? આ શરૂઆત. પછી ક્યારેય કોઈ એને બોલાવે નહીં પોતાના ઘરે પણ, બેસાડે નહીં, કે, "ભાઈ, જવા દો ને કે કોદાળા જેવું બોલે છે, આપણે કંઈક એવું બધું સાંભળવું એના કરતાં ના બોલાવવા સારા આપણા ઘરે." એવા વિચાર કરીને કોઈ એને બોલાવતું ના હોય, "ભગત, અમારા ઘરે પધારો, પધરામણી કરજો." પછી આ બદલાય, આ બધું ધીમે ધીમે ધીમે ધીમે એક પછી એક સ્તર એના બદલાતા હોય એના લક્ષણો છે—લોકો બોલાવે, પાંચમાં પૂછાય, લોકો એને માન આપવા માંડે.

હવે એના સાચવવા... હવે એને સાચવવાની વાતો... અમે રાજકોટમાં ગયા હતા ને, ત્યાં આગળ એક આપણા એક ભાઈ છે પ્રાણીક હીલર બહુ સારા. કોઈ ટીકા કે ધર્મના માટે થઈને હું નથી કહેતો, આજે દાખલો આપું છું એ સંપૂર્ણ જેને કહેવાય એ વૃત્તિલક્ષી બાબત છે કે આવી બાબતોથી સાવચેત રહેવું બસ એના માટે. એમના ઘરે સંતની પધરામણી થઈ, સંત આવ્યા. તો સંત આવ્યા એટલે એ શું છે કે બધી ત્યાં જે કાંઈ વિધિ છે તે [નસકોરા બોલાવે છે] પ્રમાણે બધા સંતની આરતી ઉતારે, બધી પૂજા વિધિ બધું કરે, ભોજન કરાવ્યું બધું કર્યું. હવે એ એક સરસ મજાનો એમના આંગણામાં એમણે હિંડોળો રાખેલો, તે હિંડોળાની અંદર આમ સરસ ઓલા તકિયા અને બધું આમ ફરીને આમ બધું ગોઠવેલું હતું. સંત આવ્યા અને બેઠા, એટલે બે બાજકા બે બાજુ આમ ભરીને આમ બેઠા બેઠા બધાને આશીર્વાદો આપ્યા ને બધું... આ બધી વિધિ એમણે કલાક-દોઢ કલાક સુધી કર્યા રાખી.

પછી સંતને વિદાય થવાનો ટાઈમ થયો એટલે બધું ભેટ-સોગાદો ને બધું ગાડીમાં પેલા ભરાઈ ગયું, કોથળાની અંદર બધું મુકાઈ ગયું, ડેકીની અંદર બધું ગોઠવાઈ ગયું. છેવટે પછી બધાને સંતોએ 'જય શ્રી કૃષ્ણ' કર્યા અને એ પેલા બે તકિયાની સાથે સરત દઈને ગાડીમાં બેસી ગયા! એટલે જ્યાં સુધી આટલું પણ જો છૂટું ના હોય, ખ્યાલ આવ્યો? કમ્ફર્ટ... કષ્ટ વેઠવાની તો કોઈ વાત જ નથી અહીંયા આગળ. તો પછી આ... અને બિચારો એને એ વિચાર સુદ્ધાં નથી આવ્યો કે, "આ ગૃહસ્થ જેના ઘરે હું ગયો છું, એણે કેટલી કળાએ કરીને, કેટલી મહેનતે કરીને આ બે ઓશિકા લાવ્યો હશે, બે તકિયા લાવ્યો હશે!" એની સ્થૂળ મૂલ્ય તમે ગણો—૨૫૦-૨૫૦ તો ૫૦૦ રૂપિયાનો ગોદો એક સંતે પેલા વસ્તીને મારવાની કંઈ જરૂર ખરી? એને ભોજન તો આપ્યું હતું ભાઈ! સૂક્ષ્મ વિવેક માંગે અધ્યાત્મ આપણી અંદર કે, "સામી વ્યક્તિને આટલું પણ આમ ખ્યાલ આવે તેટલું પણ મારે દુઃખ ના પહોંચે ભૂલથી, કે મારા નિમિત્તે કરીને એને આટલું પણ જો વધારે કંઈક કરી બેસવું પડે ને, નહીં નહીં મને એ મંજૂર ના હોય." એવો સૂક્ષ્મ વિવેક અંદરથી પેદા થાય.

તો સંતની અંદર તો કેવું હોય? તો કે સૂક્ષ્મ વૈરાગ્ય હોય, તો એમાં તકિયા ક્યાંથી આવ્યા? એને તો અનાશક્તિ થવી જોઈએ. સાંસારિક બાબતોમાં એનો ઘૃણા નથી કરવાની, કેટલાક જગ્યાએ એવો એવો એક અભિગમ પણ કહે છે કે, "સાંસારિક બાબતોને તિરસ્કારવા માંડો તમે બધા, ગૃહસ્થીઓને પણ તિરસ્કારવા માટે." પણ ભાઈ, તમારે માનસિક ચાબખા મારવાની ક્યાં જરૂર છે આ બધાને? બહાર તમારે નીકળવું છે સંસારમાંથી અને નથી નીકળાતું, ધેટ ઈઝ યોર પ્રોબ્લેમ (That is your problem). આ બધાને ધક્કામુક્કી શા માટે કરો છો? ધે આર હેપ્પી (They are happy). સંસારમાં ઘણા લોકો હજુ પણ એવા છે હુ આર નોટ યેટ રેડી (who are not yet ready). તો ઈશ્વરને ખબર નથી? એમને જ્યારે જગાડવાના હશે, એમના સમયે એમના માટે પણ કોઈક વ્યવસ્થા એણે ગોઠવી જ રાખી હશે. તમે ઈશ્વરને શું માનો છો કે પછી બસ આમ જાણે કે અહીંયા આગળ ચાબખા મારતા હોય, પેલા ચાબુકો વીંઝતા હોય એવી રીતે—"સંસારીઓ બધા દુષ્ટ છે!" પણ શા માટે આવું?

ક્યાં ક્યારે તમે પણ હતા, અને તમારું ઉદ્ભવ સ્થાન છે ને માતા-પિતા તમારા પણ હતા કે સ્વયંભૂ હતા? ખબર નથી. પણ બસ આમ જોરદાર ચાબખા વીંઝાતા જ્યારે જોવાય ને, ઘણી વખત હું ગૂંચવાઈ જતો હતો, મૂંઝાઈ જતો હતો કે આવું આવું કીધું કેમ આમ, વાત આમ છે અને આ બાબત તો આમ છે. પણ જેમ જેમ સ્પષ્ટતા આવશે ને એટલે અંદરથી સૂક્ષ્મ જ્ઞાન પ્રગટવા માંડશે, દરેક વસ્તુની આપણને સૂઝ અંદરથી પડશે વગર પૂછે કે આ બાબત આમ છે. અને તમારું હૃદય પાછું કબૂલ કરશે કે, "કરેક્ટ!" દરેક વખતે બોલશે, "કરેક્ટ!" તેમ... અને અમે અનુભવીએ છીએ, તમને કહીએ છીએ કે હા ભાઈ આવું થાય છે ખરું, આવો એક અનુભવ આવે છે. એ એક એવું સ્ટેજ છે કે દરેક વખતે એમ બોલશે કે, "આ કરેક્ટ." અત્યારે આ સવારથી અહીંયા જેટલી જેટલી વાતો બોલાઈ હશે, જેટલા પણ શબ્દો નીકળ્યા હશે, તો દરેકના અંદર હૃદય કબૂલ કરતું હશે કે, "કરેક્ટ!" કોઈપણનો શબ્દ લો સવારથી અત્યાર સુધીનો.

કેમ? તો કે આના અંદર કશું હોતું નથી બીજું—કોઈ પામવાની, કોઈ પ્રાપ્ત કરવાની કોઈ એવી કોઈ ભાવના નથી આમાં. કોઈ જાતનો કોઈ વિતંડાવાદ નથી રહેતો, કોઈને પમાવવાની કોઈ ભ્રામકતાની વાત નથી. તો તમારો જીવ તરત અંદર એક્સેપ્ટ (accept) કરી લેશે કે ખરેખર આ બધું સાચું જ છે, બરાબર જ છે. તો એ સ્વયંભૂ એ અંદરથી આવી રીતના આવશે અને તમારી અંદર એ કહે છે કે આ વાત... અને એ જે થઈ રહ્યું છે એ જ્ઞાન છે, એ જ જ્ઞાન છે. એ જેમ જેમ જેમ વધુ ને વધુ, વધુ ને વધુ ધારણ થતું જાય... તો જ્ઞાનનો કોઈ અંત હોતો નથી ભાઈ. એટલે કોઈ એમ કહે કે સાંજે ૬ વાગ્યે ક્લાસ પતી જશે, પણ જ્ઞાનનો અંત આવે એ તો કોઈ વાત જ નથી ભાઈ. જ્ઞાનનો અંત ના હોય, જ્ઞાન અનંતાઅનંત હોય. એટલે તો કે બસ કેટલાય જીવન સુધી તમે જ્ઞાનની જ વાતો કર્યા કરશો, તો પણ એનો અંત આવવાનો નથી. પણ જે વખતે આમ સમજાઈ જાય અંદરથી—કરેક્ટ!

વનસ્પતિ... આ જ્ઞાન થઈ ગયું. એટલી સહજતાથી, એટલી સુંદરતાથી બુદ્ધજીને જ્ઞાન થયું; એવી સુંદરતાથી મહાવીરને થયું; એવી સુંદરતાથી શ્રીકૃષ્ણની અંદર પણ ઐશ્વર્ય પ્રગટ્યું હતું એમ—ઈશ્વરત્વ જેને... દરેકે પોતાના કાળમાં આ બધું કરવું પડ્યું હતું. રામને પણ કરવું પડ્યું, વસિષ્ઠ જેવા સમર્થ ગુરુ હોવા છતાં પણ એમને પોતાને કરવું પડ્યું. તો આ સરસ મજાનો ગાયત્રી મંત્ર એમને જે સ્ફૂર્યો, ઉદ્ભવ પામ્યો એમની અંદર પણ, એનાથી જે કંઈ બધું નિર્માણ થયું તો એ કહે છે ગાયત્રી, અને એ એટલો બધો અદભુત છે—કલ્પવૃક્ષ જેવી ઉપમા! કે તમે કલ્પના કરો એ ચીજ તમને સાકાર કરી આપે, જેવી જબરી મોટી ક્રિયાશક્તિ ફક્ત આ એક આની અંદર, આ એક જ બાબતની અંદર આવી ગઈ. કે સુંદર રીતે કરો ગાયત્રી મંત્ર, તો કેવી રીતે કરવો? એને શ્વાસમાં હળવે હળવે વણીને. કેવું? તો કે 'ઓમ ભૂ, ભુવઃ, સ્વઃ'—ત્રણે ત્રણ વર્ડ આવી ગયા.

મોલેક્યુલર (molecular) અને ઇલેક્ટ્રોનિક (electronic) ત્રણેય વર્ડ આવી ગયા, ફિઝિકલ આવી ગયા—ભૂ, ભુવઃ, સ્વઃ. ટક ટક એટલે ટીક, અને તે પરમાત્માનું સર્વોચ્ચ નામ, અવ્યક્ત નામ જે કહેવાય ને... અવ્યક્ત જે કોઈ નથી બોલી શકતું એવું જે નામ છે પરમાત્માનું, એ નામ છે—'તત્'. તત્ સવિતુર્... ત્યાં સુધી શ્વાસો... વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ, ધિયો યો નઃ પ્રચોદયાત્—શ્વાસ બહાર કાઢ્યા જ કરો. શરૂઆત આપણે... હું મોટેથી બોલું છું, એક કે બે થયા પછીથી હું બંધ થઈ જઈશ અને આપણે અંદર પાછા મોટા ઉતરવા માટે એટલા પ્રેમથી કરીએ કે બસ અહીંયા આગળ પરમાત્મા પ્રગટ થવો જ જોઈએ. નિશ્ચય સાથે આપણે કરીશું, અનુભવ આપણો પોતાનો કમાઈએ. ગાયત્રી મંત્રનો આખો અર્થ... ગાયત્રી મંત્રનો આખોય અર્થ બધા પુસ્તકોમાં આપેલો છે. હું અર્થ કરતાં વધારે તમને કહેવા માંગુ છું કે અનુભવ કરો એનો.

એક બાબત રીતે તમને કહીશું, એમ કહેવામાં આવે છે કે આ 'ભૂ' એટલે કે આ ભૂમંડળ આખુંય આવી જાય, માત્ર નાનકડી પૃથ્વી એવું નહીં, સમસ્ત ભૂમંડળ એટલે કે જ્યાં જ્યાં જ્યાં સ્થૂળ આકાર છે તેવું તમામ. 'ભુવઃ' એટલે એ આકાર જેમાંથી આવી રહ્યા છે, તેની વચ્ચેનો જે આખો આયામ છે વાઇબ્રેશન્સનો તે—ભુવઃ. અને તેનાથી ઉપરનો 'સ્વઃ' કે જેના અંદર ફક્ત મોલેક્યુલ્સ, એટમ્સ અને આ જ બાબતો રહેલી છે અને એ જ જે આમ સતત બધું આને કાર્યશીલ રાખી રહેલું છે એવી ત્રણ બાબતો—ૐ ભૂર ભુવઃ સ્વઃ. અહીંયા કહેવાનું ૐ એ પરમાત્માનો સર્વોચ્ચ ડાયલ—ઓમ ફોર ગોડ (OM for God), બરાબર? કંઈ પણ પરમાત્માને આપણે કરવું હોય તો આપણે સૌથી પહેલા અથવા છેવટે ઓમકાર કરીએ છીએ. એ ઓમકારમાં પણ તમે જુઓ તો કે શું છે? તો કે 'અ', 'ઉ' અને 'મ', હને? ત્રણ માત્રા, એટલે વળી પાછા ત્યાં આગળ પણ ત્રણ વર્ડ બોલાય છે એટલે એ ડબલ ટાઈમ બોલાય છે—એક વખત આ રીતે, એક વખત આ રીતે.

પછી પાછું આપણે કહીએ છીએ કે 'તત્', એટલે કહે છે 'તે'. તત્ એટલે તે સર્વોચ્ચ પરમાત્માનું જે અવ્યક્ત નામ છે તે. 'સવિતુર્'—તે સવિતુર્ એટલે સૂર્યનારાયણ બનીને જગતને જેમ પ્રકાશિત કરી રહ્યું છે, તે પરમાત્માનું અજવાળું અમારા હૃદયને પણ પ્રકાશિત કરે, અમારા હૃદયને પણ એ એ તે તેજને પરમાત્માના અમારા હૃદયમાં અમે ધારણ કરીએ. બીજી રીતે કહે છે લોકો આવી રીતના, તો આવો એનો સુંદર અર્થ છે. પણ મૂળ વાત એ એનો અનુભવ છે, એ આપણે કરીએ, ઓકે? ૐ... ૐ ભૂર ભુવઃ સ્વઃ તત્ સવિતુર્ વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્॥ ૐ ભૂર ભુવઃ સ્વઃ તત્ સવિતુર્ વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્॥ ૐ ભૂર ભુવઃ સ્વઃ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ તત્ સવિતુર્ વરેણ્યં... એ ઇનહેલ (inhale)... [ઉધરસ] બંને હાથ ઉપર કરો અને પ્રાર્થના કરો કે, "હે પરમાત્મા!

તમે અમારા હૃદયમાં સદાય જાગૃત છો. આપના પ્રકાશ વડે પ્રાપ્ત થયેલા જ્ઞાનના પરિણામ સ્વરૂપે અમારા સર્વ કર્મો સમાપ્ત થાય, અમારો આખોય કારણ દેહ શુદ્ધ અને પવિત્ર આપના જેવો નિર્મળ બને. આપ અમને તમામ પાપોમાંથી... પાપોમાંથી, ઓકે, તમામ સંતાપોમાંથી મુક્ત કરો." એટલા માટે મૌનનો મહિમા બહુ મોટો એમ કહેવામાં આવ્યો. માસ્ટર ચોએ કીધું—કનેક્ટ યોર ટંગ ટુ ધ પેલેટ (Connect your tongue to the palate), બોલાય જ નહીં. એનર્જી એની મેળે સર્ક્યુલેટ થયા કરે, સર્કિટ કમ્પ્લીટ થઈ જાય, એનર્જી બોડી મોટું થઈ જાય, ચક્રોમાં એક્ટિવેશન વધી જાય, વધારે સારી રીતે કાર્ય થઈ શકે. ફિક્સ પગારની નોકરી હોય ૪૦૦૦ રૂપિયાની અને એમાં ઘર ચલાવવાનું હોય, એના બદલે ૪૦,૦૦૦ રૂપિયા જો બીજા મહિનાથી પગાર થવાનો શરૂ થઈ ગયો હોય, તો એને શું રહે ભોગ? મોકળાશ! ૪૦૦૦ના પગારદારને પણ જીવનના તમામ કૃત્યો એ જ કરવાના આવવાના છે—એના બાળકના સ્કૂલના એડમિશનથી માંડીને કોઈ મૃત્યુ પામે તો તેના જે મ્યુનિસિપાલિટીને લાકડાના પૈસા આપવા થતા હોય ત્યાં સુધી.

આ તમામ કર્મોની વાત કરી લઈએ તો બધાના આના આ જ વસ્તુઓ, ઘટનાક્રમ એક યા બીજા ટાઈમે, એક યા બીજા સ્વરૂપે કરવાના આવવાના છે અને એ બધા કર્યા જ કરતા હોય. કોઈનું ક્યારેય અટક્યું નથી, તમે જોયું છે ક્યારેય કોઈનું અટક્યું છે? કોક તો આવી જ ગયું હોય છેવટે છેલ્લે, તો ચિંતા ના કરશો. ઊભો અને પેલાને ખબર ના હોય પેલા પૈસા ભરી દીધા, અમે જોયેલું આ બધું એટલે કહું, અટકતું એનાથી નથી, અટકે છે અહીંયાથી—મનમાં જ્યારે ખોટ પેદા થાય ને, પછી જિંદગીમાં ખોટકા ચાલુ! કોઈપણ પ્રકારનો ખટકો કે ખોટકો જો મનની અંદર રહેલો હશે કોઈપણ વ્યક્તિ માટે, કોઈપણ વસ્તુ માટે, કોઈપણ ઘટના માટે, ત્યાં સુધી જિંદગીમાં છે ને પેલા બમ્સ (bumps) આવ્યા—શું થશે? બમ્સ આવશે. અને જેવું આ બધું ઓછું થશે ને એટલે પછી છે ને તો એકદમ સ્મૂધ, આમ એક્સપ્રેસ હાઈવે પર જતા હોઈએ ને...

યમુના એક્સપ્રેસ હમણાં ચાલુ કર્યો છે આ લોકોએ, તેથી ૧૨૦ની ઝડપે તમે આરામથી જઈ શકશો, તો લિમિટ આરામથી જાવ તો કેવી સ્મૂધ રાઈડ હોય, કેવો આનંદ આવે! તો જિંદગીમાં પછી એવો આનંદ પણ આપણે યુવાનો છે ખરો, મોક્ષ જતા પહેલા એવો આવવા માટે આપણને ખબર પડે કે, "આજે પાંચ મંત્ર કર્યા પણ પાવર તો કે આ ખૂબ છે!" અને પછી જો કોકને આશીર્વાદ આપ્યો કે, "જા, હવે તું સાજો છે," એ સાજો છે. પછી એમ કીધું કે, "આ તારી કિડની રિપેર થઈ ગઈ ભાઈ," એટલે થઈ ગઈ—બ્રહ્મવાક્ય! વાક્ય જે બહાર નીકળ્યું છે ને—પરા, પશ્યંતી, મધ્યમા અને વૈખરી—ચાર સ્તરે થઈને પછી આમ બહાર પડી. વૈખરી સંભળાયેલી ભાષા એટલે વૈખરી... આમ આવડી આવડી મોટી સંભળાવે ને એવી નહીં, વૈખરી એટલે જે બોલાયું ને એના પાછળ શું હતું? તો કે બ્રહ્મબાણ હતું. બ્રહ્મબાણ એટલે આપણે આજે જીવદ્રવ્ય જે જોઈએ છીએ ને આ બધું, એણે જે ધારણ કરેલું હતું એના શક્તિ વડે થયેલા ઉચ્ચારણના પરિણામે જે મંત્ર હતો એ કેવો બન્યો?

સચેતન મંત્ર બન્યો. અને એ સચેતન મંત્રનું ઉચ્ચારણ થવાના કારણે એના તમામ બોલાયેલા શબ્દો સાકાર થવા માંડે, સાજો થવા માંડે માણસ. કોઈકને એમ કહે કે, "જા તને નોકરી મળી જશે," તો મળી ગઈ પટ! પેલો સાંજે તો મીઠાઈનું પડીકું લઈને જ આવ્યો હોય. પહેલા તો અમને સમજણ જ ના પડે કે આ બધું શું થવા માંડ્યું કે આપણે કંઈ બાપુ, ભગત કે શું થવા માંડ્યા છીએ? એ કંઈ સમજણ જ ના પડતી. પણ પછી આ તો જોયું કે આહા! બહુ આમ નિશ્ચિત રીતે એક પછી એક, પછી એક ટાઈમે બનતી ઘટના છે, પછી અમે શોધી કાઢી ભાઈ આ શું છે. તેની પાછળ જોયું કે અમને ઓહો! આ તો આવી રીતે થાય. એટલે હવે અમે તમને શીખવાડી દઈએ છીએ અને કહીએ છીએ કે, "ભાઈ જો, આ આવી રીતે થતી બાબત છે એટલે આવીને અહીંયા કોઈએ મહેરબાની કરીને નારિયેળ ફોડવું નહીં." સો, કોઈએ... કેમ કે મહાનનો જ હંમેશા આદર કરતા હોઈએ છીએ અને એ આદર આપણે વ્યક્તિવિશેષમાં જ્યારે એનો આવિર્ભાવ જોઈએ છીએ, તો આપણે એને સત્કાર્ય રૂપે એક માન આપીએ છીએ, વિવેક છે કે આપણે એને એકનોલેજ (acknowledge) કરીએ છીએ એ રીતના ત્યાં સુધી એ વસ્તુ બરાબર.

બટ ઇફ ઈટ ગોઝ બિયોન્ડ અ સર્ટન લેવલ (But if it goes beyond a certain level) અને જો એ વ્યક્તિની અંદર હેને, પાછું એક કોઝ પેદા કરે કે, "હું પણ આ બધું પ્રાપ્ત કરું, લાવો લાવો જેટલા નારિયેળ હોય લાવો બધા, ક્યાં અહીંયા આગળ ખૂણામાં ઢગલો કરો." પછી સોદો કરીને રાખેલો જ હોય પાછો પહેલેથી—"ભાઈ જો, શનિવારે ક્લાસ છે અને આ આટલા નારિયેળ આવવાના છે." આ ઘોઘો! ઈશ્વરે કહ્યું હતું કે, "તારા માટે પર્યાપ્ત બધું જ મેં તૈયાર કરીને રાખેલું છે, તારી ભૂખ માટે જે કંઈ જરૂરી છે એ બધું જ છે, [નસકોરા બોલાવે છે] પણ તારી ભીખ માટે મારી પાસે કશું જ નથી." કોઈપણ માણસ જ્યારે ભીખ માંગે તો એને કંઈ મળતું નથી, તમે જોજો વિચારો દુઃખી થઈ જાય. સત્યનારાયણની કથામાં કીધેલું છે કે પેલો ગરીબ બ્રાહ્મણ... બ્રાહ્મણ બિચારો ગરીબ કેવી રીતે હોઈ શકે? દરિદ્ર બ્રાહ્મણ—અલા કેવી રીતે પણ?

બ્રાહ્મણ કહો છો એક બાજુ અને પછી એને ગરીબ અને દરિદ્ર કહો છો, બે વાત મને સમજાતી નથી. કેમ? તો કે મેં જે શાસ્ત્રો ભણ્યા એમાં તો એમ કહેવામાં આવ્યું હતું કે બ્રાહ્મણ જ્યારે રાજ્યસભાની અંદર જાય, તો રાજા જનક જેવા બ્રહ્મજ્ઞાની પોતાના સિંહાસનેથી ઉતરે, એ બ્રાહ્મણને પોતાના સિંહાસને બેસાડે, એનું પાદ પ્રક્ષાલન કરે, એનું મુખ પ્રક્ષાલન કરે, એને ભોજન કરાવે વિવેકપૂર્ણ રીતે અને પછી ઊભા રહે કે, "પ્રભુ! કોઈ સેવા હોય તો અમને કહેજો." આવો એવો અનેરો વૈભવ જે બ્રાહ્મણનો હોય, એ દરિદ્ર કેમનો બને? મને સમજાતું નહોતું. પછી શોધી કાઢ્યું એટલે જડ્યું. તો કે પોતાના લાલચે કરી... યાજ્ઞવલ્ક્યના જમાનાની અંદર આવું પડ્યું કે ત્યારે એમ કહેવામાં આવ્યું હતું કે બધી ૧૦00 ગાયો કે શ્રેષ્ઠ દૂધ આપનારી અને એ બધાને કે સોનાના શિંગડા, સોનાની પલીયા...

આમ એવું એવું બધું કરીને, સોનાના બેસવાની બધી વ્યવસ્થા વગેરે વગેરે એ જમાનાનું જે કંઈ હશે તેવું, એ બધું સમજી લેજો. તો એવું એ કર્યા પછીથી [નસકોરા બોલાવે છે] ત્યાં આગળ રાખેલી રાજા જનકે, અને પછી એમ કીધું કે, "હવે આ સભાની અંદર જે કોઈ બ્રહ્મજ્ઞાની હોય તે આ ૧000 ગાયો લઈ જાય." સભા એકદમ શાંત, સાઇલેન્ટ! કોણ કહે કે, "હું બ્રહ્મજ્ઞાની?" જીગર કોનું ચાલે? અને પાછું આમ કંઈ તુક્કો પણ ના ચાલે, બ્રહ્મજ્ઞાની એટલે કેવો હોય? તો કે એના માટે પ્રશ્નો પૂછાય પછી. એટલે જોયું કે સભાની અંદરથી કોઈ તૈયાર નથી થઈ રહ્યું, એટલે પછીથી યાજ્ઞવલ્ક્ય ઋષિએ પોતાના શિષ્યોને કીધું કે, "ભાઈ, આ ગાયોને બધી આપણે ત્યાં આગળ લઈ જાવ. એટલા માટે નહીં કે મારે જોઈએ છે એટલા માટે, પણ આપણે લઈ જાવ." એ કહે છે બહુ સાહજિકતાથી એમને કીધું એ. કે, "ના, ઊભા રહો." પછી ગાર્ગીએ તરત જ પ્રશ્નો પૂછવા માંડ્યા—એક પછી એક પ્રશ્નો પૂછ્યા.

દરેકના યાજ્ઞવલ્ક્ય ઋષિએ બહુ સુંદર જવાબો આપ્યા, કે સૃષ્ટિની સ્થિતિ, ઉત્પત્તિ અને લય સુધીનું તમામ પ્રકારના જ્ઞાન વિશેની બાબતોની અંદર છણાવટ કરી લેવામાં આવી. અને એક એમાં પેલું કહે ને, આપણા અનુપ જલોટા ગાય છે એક સરસ ભજન—"કૌન ભૂમિ સે ભારી હૈ, જલ સે પતલા કૌન હૈ?" એ એવા એવા બધા પ્રશ્નોની વાતો ત્યાં આગળ થઈ ગઈ અને છેવટે યાજ્ઞવલ્ક્યએ દરેક પ્રશ્નોના જવાબો સંતોષકારક રીતે આપ્યા, તો પછી એમને ડિક્લેર કરવામાં આવ્યા એ રાજ્યસભામાં કે આવા બ્રહ્મજ્ઞાની. કહેવાનું એ છે કે બ્રાહ્મણ એટલે આટલી ઉચ્ચ સ્થિતિએ કેવી રીતે રહેતા હતા? તમને જે બતાવી છે જે બાબત તે આ છે કે જ્યારે એ શ્વાસની અંદર તમે 'તત્' અને 'સવિતુર્' સુધીને જ્યારે લઈ જશો, એક એક તો તમે આમ શ્વાસ લેતા જશો ને, એ આ 'ભૂ'... ખરેખર તમારા સાડા ત્રણ ડગલા ત્યાં પૂરા થઈ જશે.

પેલા બલિરાજાને ચાંપ્યો હતો એવું નથી, તમારે પણ તમારી અંદર રહેલા બલિરાજાને પાતાળમાં પહોંચાડવાનો છે. એટલે આમ શ્વાસ લેવાની શરૂઆત થશે—ૐ ભૂ, ૐ ભુવઃ, ૐ સ્વઃ, ૐ તત્ સવિતુર્ વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્... સાયલેન્સ (Silence). અનધર (Another)—ૐ ભૂર ભુવઃ સ્વઃ તત્ સવિતુર્ વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્... અહીંયા અહીંયા અજવાળું દેખાશે, અહીંયા અહીંયા અજવાળું દેખાશે. એ વખતે ત્યાં આગળ બસ અંદર ઉતરી જાવ, વહી જાવ અંદર. આખુંએ આખું અસ્તિત્વ છે ને આમ જાણે કે આમ કપડાં બધા આમ પડી જતા હોય એવી રીતના આમ ખંખેરીને ઢગલો... આપણા અંદર રહીએ અજવાળાની અંદર જતા રહેવાનું બસ કાંઈ જ નહીં. રાહ ના જોવાની આ કોણ પાછળ આવશે, કોણ નહીં આવે, શું થશે, શું નહીં, કાંઈ ચિંતા ના કરશો ભાઈ. બધી વ્યવસ્થા ગોઠવાયેલી છે, બસ મોકો મળે જે પડે તે વખતે પેસી જાઓ અને થશે.

પછી એક દિવસ જબરજસ્ત જે ક્ષણની સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે એવું અદભુત, એટલે એવું થશે એ યાદ રાખો, એ વિશ્વાસ રાખો અને બસ આગળ વધો. તો મંત્રોચ્ચાર ફરી એક વખત કરીએ ૐ ભૂર ભુવઃ સ્વઃ તત્ સવિતુર્ વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્॥ ૐ ભૂર ભુવઃ સ્વઃ તત્ સવિતુર્ વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્॥ [ગાયન] તત્ સવિતુર્ વરેણ્યં... શ્વાસ સાથે સાયલેન્સમાં. ૐ ભૂર ભુવઃ સ્વઃ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્॥ [ગાયન] ૐ સત્... બસ, એ જ સ્ટેપમાં બેઠા બેઠા જુઓ અને વહ્યા કરો.

તમે આપેલા આ ખૂબ જ વિસ્તૃત, જ્ઞાનસભર અને આંતરિક અનુભવોથી સભર વક્તવ્યને પણ વાચકો સરળતાથી સમજી અને આત્મસાત કરી શકે તે માટે તેને યોગ્ય વિરામચિહ્નો સાથે નીચે મુજબ પ્રસ્તુત કરવામાં આવ્યું છે: (ચક્રો પર બીજમંત્રોના ઉચ્ચારણનો ભાગ - 'સેકન્ડ ચક્ર વં, થર્ડ ચક્ર રં' પ્રકારનું બોલાયું હશે, ઓટો-કેપ્શનમાં સંપૂર્ણ ગડબડ થઈ ગયું) વાસ્તવમાં, આપણા સૂક્ષ્મ શરીરની અંદર આવી રીતે આપણે કોન્સન્ટ્રેટ કરી શકતા. આ એક તમને આધાર મળે એવી વસ્તુ મને જડી હતી એટલે મૂકી હતી; તો તમે હવે વધુ જ સારી રીતે આપણા બધા જે મંત્રો છે તેનો ઉપયોગ કરી શકશો. આ બધા ચાઈનીઝ પદ્ધતિ પર આધારિત છે, પણ આપણા જે 'લં, બં, રં, વં' વાળા જે છે બધા, એ એનાથી વધારે સરસ છે અને એ બધા બહુ સારા છે. તો આજે આપણે 'લં'થી શરૂઆત કરી છે. બેઝિક ચક્રને (મૂલાધાર ચક્રને) બરાબર ત્રણ મહિના સુધી 'લ'કારથી આપણે બરાબર ધુણાવીશું, એના અંદર એવા જોરદાર સ્પંદનો પેદા કરીશું, નક્કી કરી નાખીશું કે આપણે બસ સમૃદ્ધિ—એક જીવનમાં એક લેવલને તો આપણે ચોક્કસ પ્રાપ્ત કરીશું.

એનાથી એક બીજો ફાયદો એ થશે કે જેમ જેમ તમારું બેઝિક ચક્ર શુદ્ધ થશે, એટલે તમારી જે સ્કિન (ત્વચા) છે એનું લસ્ટર (ચમક) બદલાવવા માંડશે. દેહનો એક આકાર ચોક્કસ પ્રમાણ હોવો જોઈએ કે 'ચતુર્ભુજમ્'. જ્યારે ભગવાન વિષ્ણુને આપણે આમ વિચાર પણ કરીએ તો આમ કેટલા સુંદર રીતે આપણને આમ તરત ચતુર્ભુજ ભગવાન આપણને દેખાય! શંખ, ચક્ર, ગદા, પદ્મ ધારણ કરેલા ભગવાન છે, કે 'વનમાલા વિભૂષિતમ્'—વનમાળાથી એ વિભૂષિત થઈ ગયેલા એવા સરસ મજાના નારાયણ દેવને નમસ્કાર કરીએ, તો એવા એ ભગવાન આપણને અંતરધામ સામે પ્રત્યક્ષ જ આવી ગયા, એ કેટલી સુંદર વસ્તુ છે! તો એવો એક સરસ આકાર, જેને કહેવાય દેહયષ્ટિ, એ યથાપ્રમાણ હોવી જોઈએ. ઘણાને તમે જુઓ ને કે ડીલ-ડોલ ચપટા મોટા થઈ ગયા હોય, કંઈક બધું ચિત્ર-વિચિત્ર થઈ ગયું હોય, અને ઘણી વખત પૂછીએ તો કેવું હોય? એમ કે બીમારીનો તો કોથળો જાણે કે પડેલો હોય અંદર!

ઠોસી ઠોસીને ફલાણું તો કે, "આ એય છે." પેલું તો કે, "આ એ છે." એટલે પણ કે હવે શું નથી, તો કે એ શોધવાનું ડોક્ટરોને બાકી છે; ટૂંકમાં બધું જ છે બધાયની અંદર. પણ મેનિફેસ્ટેશન (પ્રગટીકરણ) આ કક્ષાનું કોઈ બીઇંગની (જીવની) અંદર હોતું નથી. બધી બીમારીઓને આપણે શું કરવાની? ડિસેબલ કરવાની. પ્રોગ્રામિંગ પણ જો કાંઈ કરતા હોઈએ તો: બીમારી તો કે—ડિસેબલ, ગરીબી તો કે—ડિસેબલ, નેગેટિવિટી તો કે—ડિસેબલ. તમામ પ્રકારની આ બધી વસ્તુઓ, હેને? કમ્પ્યુટરમાં પણ આપણને પ્રોગ્રામિંગમાં ફાઈલ હોય છે, બે ઓપ્શન આપે—એનેબલ કરો કે ડિસેબલ કરો, તો આપણે ડિસેબલ કરી દેવાનું આ બધું. પછી બાકી રહેલું બધું ચાલે એવું સ્મૂધ અને સરસ રીતે થવું, ખ્યાલ આવ્યો? તો એવું આપણે ધીમે ધીમે થશે, પછી એના પ્રમાણ મળશે. પ્રમાણ એટલે કે તમારી ભોજન પ્રત્યેની જે રુચિ એ ધીમે ધીમે બદલાવવા માંડશે.

જે પાણીપુરી, ભાજીપાવ અને આમ લસણનો લચકો નાખીને જ ખાવાની આમ જે મજા આવતી હોય ને અંદર ભારોભાર ઘી નાખીને, એ બધું ધીમે ધીમે ઓછું થશે. પછી તમે કહેશો, "થોડું જરા દૂધ આપો ને, થોડી ખીર બનાવી દો ને." છેવટે ખીર ઉપર આવી જાય ભાઈ! અરે ભાઈ, આમાં જ્ઞાન પ્રાપ્ત કરવું એટલે કેવું હોય છે ખબર છે? પાર્વતીને પણ 'અપર્ણા' બનીને તપ કરવું પડ્યું શિવજીને પામવા માટે! અપર્ણા કે—છેવટે પાંદડા પણ છોડી દીધા એણે. કેટલોય ટાઈમ સુધી ફક્ત વૃક્ષોના પાંદડા ખાઈને, સૂકા પાંદડા, પાછા એ પણ તોડવાના નહીં, જે નીચે પડી ગયેલા છે, જે સાવ જ નકામા છે, કોઈના ઉપયોગમાં નથી. તપ તમને આવો વિવેક આપે, તપ તમને આવો વૈરાગ્ય આપે, તપ તમને આવી તિતિક્ષા આપે કે જ્યારે પણ ભૂખ લાગે ત્યારે એ થોડાક પાંદડા આમ બાજુમાં પડ્યા હોય તેને આમ ભેગા કરે આવી રીતના, આમ આમ આમ કરી અને ભેગા કરીને એનો ભૂકો કરીને પોતે ખાઈ જાય અને પાણી પી લે.

પછી એ પણ બંધ કરી દીધા, ફક્ત પવન ઉપર આહાર—શ્વાસ ઉપર જ. પછી એમની સ્થિતિ એવી પહોંચી અને પછી એમને શિવજીએ પ્રસન્ન થઈને વર્યા ને પ્રાપ્ત પણ કર્યા, એ આપણે બધા જાણીએ છીએ. તો આવી સુંદર મજાની વસ્તુ છે તપ. તપનો મતલબ આંતરતપ છે, તપનો મતલબ બાહ્ય તપ નથી કે હું અહીંયા આમ કરીને આમ બેસી રહેલો હોઉં કે, "આ ફલાણા ભાઈ આવ્યા છે, બરાબર છે, પેલા કેમ નથી આવ્યા હજી સુધી? ૧૧ વાગી ગયા." તો આ આ કોઈ તપ નથી ભાઈ! અને કોક આવ્યા હોય ત્યારે જ આપણે આમ બેસી જઈએ આખું આમ આસન ચઢાવીને કે, "ભાઈ, ક્યાં છે?" તો કે, "પ્રભુ તો ધ્યાનમાં છે." તો આ પણ તપ નથી, કેમ કે આ તો દેખાવો જ કરાવે છે ખાલી ખોટો. "આવે એટલે વળી પાછા આમ બેસાડજો, ચા-પાણી પાજો, આમ કરજો, પછી હું આમ બહાર આવીશ." બધું ગોઠવણી કરી રાખેલી અને ભલી થાય! આવું તો કંઈ આમાં હોતું હશે? પણ આવું પણ થતું જોવાય છે.

એટલે દરેક પ્રકારની ભ્રામકતાઓ સંસારમાં હોવા છતાં પણ, આ બધામાંથી આપણે બહાર નીકળવાનું છે. સાચાને સાચું, ખોટાને ખોટું જાણવાનું છે; ખોટું આચરવાનું નથી, ખોટા પ્રત્યે વેરભાવ કરવાનો નથી, એનાથી પણ છૂટા રહેવાનું છે. અને કોઈ ખોટું કરતું આવે તે વખતે આ હૃદય તપીને લાલચોળ થઈ ગયું હોય આમ અંદરથી, તો એવું થાય કે, "હું આમ સંભળાવી દઉં, તેમ સંભળાવી દઉં," પણ એ જે અજંપો અંદરથી થતો હોય ને, એ જ રાવણ કહેવાય, એ જ અહંકાર કહેવાય—એનો નિર્મૂળ થવો જોઈશે. પછી અંદરથી આવશે શુદ્ધ વૈરાગ્ય અને શુદ્ધ વિવેક, સૂક્ષ્મતા. એટલે જ્યારે આ 'લં' જ્યારે થશે ને બે-ત્રણ-ચાર મહિના સુધી... માત્ર ૧૦ મિનિટ, પાંચ મિનિટથી શરૂ કરજો. પછી શું થશે કે તમારા મૂળાધારથી શરૂ કરેલો તમારો આ 'લં' છે ને, એ તમારા એકે એક ચક્રને આમ લય આપતો આપતો આપતો છેક ઉપર થઈને આમ સહસ્ત્રારમાંથી આમ બહાર નીકળશે—આમ ધણામ લઈને ઉપર આખા બ્રહ્માંડની અંદર જાણે આમ ફૂટશે એક એક લકાર તમારો!

એને એવી રીતના જુઓ અને અનુભવ કરો, મૂળ તો શ્વાસ સાથે સાથે આ વસ્તુઓને કરો. વાઇબ્રેશનો જેમ જેમ વધતા જશે એમ જુઓ, શબ્દની શક્તિ પ્રચંડ છે. કેમ? તો કે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ઘણી વખત એવું બનતું હતું કે એક આર્મીની ટુકડી હોય ને, તો પેલા બ્રિજ ઉપરથી પસાર થાય ને, તો બધા પેલા આમ લેફ્ટ-રાઈટ, લેફ્ટ-રાઈટ કરતા કરતા જાય. અધવચ્ચે જાય ને એકદમ બ્રિજ તૂટી પડે! પછી પેલા જર્મનો બુદ્ધિશાળી, તેમણે કારણ શોધી કાઢ્યું. તો કે આ વાઇબ્રેશન, પેલા એક જ ધાર્યા આમ જે પડે છે ને, એના કારણે એમ કે આ સહન નથી કરી શકતું સ્ટ્રક્ચર અને એટલે બ્રિજ તૂટી જાય છે. તો કે હવે શું કરવું? તો કે અડધાને લેફ્ટ ને અડધાને રાઈટ કરાવતા એ વખતે, એટલે પેલા વાઇબ્રેશનો બદલાઈ જાય. વાઇબ્રેશન બદલાઈ જાય એટલે બ્રિજ તૂટતો નહોતો. હવે આપણે અંદરના આ જે બધા વિકારો છે ને, એ બધું તોડવાનું છે; તોડવા માટે આપણે લયબદ્ધતાની જરૂર પડશે.

અત્યાર સુધી આપણે શું થતું હતું? બધું બેફામ બોલાતું હતું. આપણી ભાષા કેવી હોય? ઘડીમાં કંઈ પણ બોલી નાખ્યા. કોઈ પણ માણસ તમે જુઓ આમ વ્યવહારની અંદરથી કે, "આ બોલે વાત વાતો કરવા આવ્યા હતા," પછી એવું કે અડધો કલાક... એ અડધા કલાકનું જો રેકોર્ડિંગ તમે ફરી વખત સાંભળો ને, તો તમને એમ થાય કે, "આ અડધા કલાકમાં શું આપણે બધી વાતો કરી?" ખરેખર કરજો કોક દાડો, તો તમને કન્ટેન્ટ (વિષયવસ્તુ) જેની છે ને, એના ઉપર તમને વિચાર આવશે કે આપણે આવી શુલ્લક બાબતોની અંદર શા માટે આપણો સમય બરબાદ કરી રહ્યા છીએ? તો સમયની આપણને કિંમત આવવા માંડશે ધીમે રહીને, હેને? વ્યક્તિ સાથે જો થાય તો સત્સંગ કરવો, બાકી 'સત' તો ક્યાં પડ્યું છે? તો કે દરેકની અંદર પડેલું છે, હૃદયમાં પડેલું છે. એના સંગમાં હું બેસીશ, એ સત્સંગ સાચો—પહેલા એક નંબરનો. પછી તો કે એ સંત છે, એના હૃદયમાં પણ હું એ સંતત્વ જ્યાં સુધી જોઉં છું ત્યાં સુધીનો સત્સંગ સાચો.

પણ પછી જે હું એ ચૂક્યો અને આગળ ગયો, એટલે બધું ખૂબ ગરબડ પડી. પછી શું થશે? તો કે તમારા આ જે દેહ છે ને, એના આ રોમેરોમ છે ને એ બધા શુદ્ધ થવા માંડશે, પણ એનું પ્રમાણ મળશે તમને કહું. તમારા પસીનાની જે સ્મેલ (સુગંધ) છે તે, અંદરથી જે તમારા ઉત્સર્ગ દ્રવ્યો બહાર નીકળે છે, નાકમાંથી નીકળે છે, આંખમાંથી આંસુ નીકળે છે, લાળ પડે છે—તો તેના જે કંઈ ટેસ્ટ (સ્વાદ) છે ને એ બધા બદલાઈ જશે બિલકુલ. એકદમ શુદ્ધ એની સ્મેલ આખી જુદી થઈ જશે, એની એરોમા આખી બદલાઈ જશે, કેટલો ફરક પડી જાય! તો કે કમળની સુગંધ આવે કોઈ વખતે, ગુલાબની સુગંધ આવે, કોઈ વખતે... યુ નો, પેલું શું કહે છે એને? જાસ્મીન—હા, તો એ એવી કોઈ સ્મેલ આવે. તો આવા પ્રકારની ચીજો આમ જોશો કે આમ તમને એટલું બધું આમ લાઈટ, લાઈટ, લાઈટ... સિંદૂર વર્ણ, હેને? તો લાલ વર્ણથી આપણે આ બેઝિક ચક્રની પૂજા...

આપણા જે માસ્ટર ચોએ એડવાન્સ કોર્સ આપ્યો છે ને, તેમાં પણ આપણને શું કીધું હતું? "લાઈટ, વાઈબ્રન્ટ રેડ કલર આપજો તમારા બેઝિક ચક્રમાં." અને આપણે 'રક્તવર્ણમ્'—રક્તવર્ણ એટલે કંકુથી આ બધા દેવોની પૂજા કરીએ છીએ, તો એના સાથેનું આ સાતત્ય છે કે જ્યારે જ્યારે તમે આવી રીતના કોઈપણ દ્રવ્ય પૂજા કરો છો, ત્યારે ત્યારે પણ તમારું બેઝિક ચક્ર મજબૂત બનાવો છો. કંકુથી માતાજીની જ્યારે પણ તમે પૂજા કરો, ચાંદલો કરો, કશું કરો, ને પછી બેઝિક ચક્રમાં આપી લો માનસિક—"કમાન્ડ... આ સાક્ષાત્ માતાજી છે, જો હવે એમને તમે અહીંયા આગળ આ રક્તવર્ણનું કંકુ સમર્પણ કરો છો આમ." અને હવે જો આ તમારા બેઝિક ચક્રની અંદર શું ફેરફાર થયો, પહેલા શું હતું અને હવે શું હતું, એ જોઈ લો. તો પછી કંકુથી કોઈકની પૂજા કરવાનો પણ તમને ભાવ પેદા થઈ જશે ભાઈ, અને એમાં બહુ મોટું કામ થશે, સમજાવું છું આ બાબત.

કે કોઈકને પણ આમ કંકુથી ચાંદલો કરવાનો જ્યારે આમ અંદરથી ભાવ થઈ આવશે, બહુ અદભુત કામ થશે. અને જે કંકુથી ચાંદલો કરાવે ને એને શું થાય છે એ જુઓ તમે. જો આમ તમારા જ આજ્ઞાચક્ર છે ને, એની અંદર તમે આમ કંકુથી આવી રીતના આમ ચાંદલો કરતા હોય એવી ભાવના કરો—અહીંયા આગળ આ બે ટપકા સરસ મજાના, અને પછી હવે તમારા આજ્ઞાચક્રને સ્કેન કરો. એટલે કીધું: "કુમકુમં કામદં દિવ્યં કામિનીકામસંભવમ્।" કામ એટલે માત્ર જેને કહેવાય વિષય-વિકારના કામની વાત નથી અહીંયા આગળ, ઈચ્છા શક્તિની વાત છે. કામના દિવ્ય—તમારા જે કર્મો છે તેને એ કેવા બનાવશે? દિવ્ય બનાવશે. કુમકુમં કામદં... હવે જો કોઈકને કુમકુમ પસંદ ના હોય અને આપણે કુમકુમ લગાડીએ ને પેલાને ગુસ્સો આવે તો શું થાય? હું નાનો હતો ત્યારે મારે આવું થતું ભાઈ, હું તમને કહી દઉં છું. કોઈ મને કંકુનો ચાંદલો કરવા દોડે ને એટલે હું...

હું ભાગી જાઉં ત્યાંથી! પણ હું એ ભાગ-ભાગ કરતો હતો અને છેવટે આ આવ્યું, એટલે હવે શું થાય છે કે કોઈ પણ આમ આમ જોવું પડે કે કોક કરે, આપણે રાહ જોવી પડે; એમનેમ બધું મળતું નથી ભાઈ, એના માટે પણ નસીબ જોઈએ કે કોઈક આવીને તમને ચાંદલો કરશે, પ્રેમથી કરશે. એટલે હું આજે પેલા એવા લોકોની વાત નથી કરતો કે જે કોઈપણ નદીના ઘાટ કે તીર્થ ઉપર ફર્યા કરતા હોય ને આમ હાથમાં પેલું લઈને જ આમ કે બસ, જે આવે બધાને ચાંદલા કરવા ને દક્ષિણા લેવી—આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ ધેટ (I am not talking about that). આઈ એમ ટોકિંગ અબાઉટ (I am talking about) કે દિલથી જ્યારે કોઈક તમને... આ તમે જુઓ છો, કેટલા ઘરે આ રિવાજ છે આવો ખરેખર? કે કોઈક આવે ઘરે એટલે આવકાર આપવો કે, "ભાઈ, આપણે એને આ કરવું." કે પાણીનો પ્યાલો લઈને તરત આમ સામે ટ્રેમાં આવશે, એ બધી વાત વાત સાચી, પણ પેલું જે પાછળનું જે બધું હતું ને, એ બધું હવે ઘણીવાર તો શું થાય?

ફક્ત નોકર જ આવે, બેન તૈયાર થતા હોય, ભાઈ ક્યાંય ગયા હોય મોબાઈલ ઉપર ખોવાઈને, અને પછી ધીમે રહીને, "આવું છું હો..." જરાક કરે ને પછી આવીને તમારી સામે બેસે તડાક દઈને—"કેમ છો, શું છે, આ બાજુથી નીકળ્યા હતા?" કે, "હા..." એટલે જીવન કેટલા ઔપચારિક બનતા જાય છે! મિત્રતાની અંદર પણ મિત્રતા કેટલી રહી છે? સાચી મિત્રતા ક્યાં રહી છે, તમે બતાવો તો? ખોરાક તમે જુઓ, શું થઈ રહ્યું છે આપણા જીવનની અંદર? પછી ખ્યાલ આવશે, નવ વાગ્યા છે અત્યારે તો કંઈ... આબંધ-ટાઈમ ભઈબંધ હોય ને તોય આપણને અંદરથી આમ પેલો યોગ થઈ... "આને ખબર નથી પડતી હોય, હું હજી હમણાં ચોંટી લાગી..." આ બધા અંદરથી ભાવો ચાલે છે ને બધા, એ ભાવો આપણા અંદરની સ્થિતિઓને બગાડનારા છે. તે વખતે પણ અંદર પરમાત્મા દેખાયો હોત, એ ભઈબંધ આવ્યો હતો તેની અંદર એને આમ ચાંદલો કરવાની ઈચ્છા થઈ હોત, તો કંઈક આપણે પ્રગતિ કરી રહ્યા છીએ ભાઈ, માસ્ટર ચોએ જે રસ્તો આપ્યો છે એ રસ્તે આગળ જઈ રહ્યા છીએ.

પણ નહીં તો શું કરવાનું? વાતો એ વાતોનો સત્સંગ, એ આખી અલગ બાબત છે, એ બધા આખી પાસ-ધ-ટાઈમ (pass the time) જેવું છે બધું કામકાજ, એટલે આપણે એમાં ના પડવું. પણ મૂળ વાત જોવાની આ છે કે લાઈટ, વાઈબ્રન્ટ રેડ કલર જે માસ્ટરે આપણને આપવા માટે કહ્યો છે, એનું આની સાથે એક સામ્યતા, સાતત્ય છે. કંકુ વડે આપણે કોઈપણ એને... તમે લાઈટ, વાઈબ્રન્ટ રેડ કલર આપશો જે તે ચક્રની અંદર, એટલે તેના અંદર રહેલું પૃથ્વી તત્વને તમે એક્ટિવેટ કરશો, એને શુદ્ધ કરશો અને એનર્જાઈઝ (energize) કરશો, ચાહે બેઝિક ચક્ર કેમ ના હોય, ખ્યાલ આવ્યો? તો આપણી પૂજા વિધિની અંદર આપણે આ કુમકુમનો ઉપયોગ કરીએ એનાથી શું થાય? તો કે આ થાય, આવું પણ અમને જડ્યું છે. એટલે સુંદર રીતે જ્યારે પણ કોઈ દ્રવ્ય પૂજા કરવાનો સંજોગ હોય ને... કરવું એવુંય નહીં, ના કરવું એવુંય નહીં, પણ જો સંજોગ થયો હોય ને, તો સમજીને કરજો આજ પછી—અનેકગણું ફળ મળશે અને બહુ આનંદ આવશે.

જે કંઈ કરો, આનંદથી કરો બસ. તો આ બધું જ્ઞાન છે ને ભાઈ, એ કેવું કહેવાય છે કે ગુહ્ય હોય, હેને? ગુપ્ત. તો ગુરુ એના શિષ્યને પરંપરામાં આપીને જાય બધું. ઘણું બધું ના આપે, ઘણું ઘણું બધું છોડી દીધું હોય અમુક બાબતો શિષ્યને પોતાના ડેવલપમેન્ટના (વિકાસના) સ્ટેજ ઉપર જ્યારે એ ચઢે ને તે વખતે... એટલે અમુક કેપ્સ્યુલ રૂપે આપેલું હોય. શું? એટલે પછી... પેલાને ૮૪ વર્ષનો થાય ને, ત્યારે પેલી કેપ્સ્યુલ ફૂટે અંદર ફટ્ટ થઈને—"ઓહો! મારા ગુરુએ મને આવું શીખવાડ્યું હતું તે દિવસે." એને ગુરુની કિંમત થઈ જાય ૮૪માં વર્ષે! પણ પછી પાછું એને જેવું એવું જ્ઞાન થાય ને, એટલે વળી પાછા એની પરંપરામાં—પાછા ત્યાં સુધીમાં તો બધા શિષ્યો ગોઠવાયેલા હોય—અને એકાદ-બેને આવી કેપ્સ્યુલ એ બે મૂકીને જાય પછી આગળ, કેમ કે જ્ઞાન એટલે પરંપરામાં ચાલ્યા જ કરે.

પણ જ્ઞાન એ કેવું અને એનું આદાન અને પ્રદાન એ કેવું? તો કે છે કે એ સ્વરૂપ છે અર્ધનારીશ્વરનું, કે જેમાં પરમ શિવના ખોળાની અંદર માતા પાર્વતી બેઠેલા હોય, એટલે એમના દક્ષિણ કર્ણની (જમણા કાનની) અંદર શિવજી આ સ્ફૂટ સ્વરે (ધીમા અવાજે) કંઈક ઉચ્ચારણ કરતા હતા—એ સ્થિતિ, એ જ્ઞાન. આ શિવ છે એ પરમાત્મા પોતે આત્મા, અને આ ખોળામાં રહેલી જે પાર્વતી એટલે કે પ્રકૃતિ—જે આપણા અંદર રહેલો પ્રકૃતિનો भाग છે તે, આવું પણ સમજાવ્યું છે. એટલે જ્યારે આ બેના વચ્ચે સંવાદ થશે... અત્યાર સુધી શું છે? માત્ર પ્રકૃતિ બોલ-બોલ કરે છે, શિવજી સાઇલેન્ટ (શાંત) છે, જો! પછી શું થશે? તો કે શિવ બોલશે અને પાર્વતી સાંભળશે, એ કેવું? જ્યારે જ્ઞાન એના પ્રગટીકરણની સ્થિતિમાં હોય. એના માટે બહુ જ સુંદર આપણે ત્યાં આગળ સ્તોત્ર, બહુ જ સુંદર, બહુ જ પવિત્ર કહેવાય એવું અને બહુ જ બહુ જ પાવરફુલ (શક્તિશાળી)—ફર્સ્ટ ટાઈમ (પહેલીવાર) આજે આપણે અહીંયા આ ક્લાસની અંદર એ કરી રહ્યા છીએ.

એના પહેલા હું તમને અર્થ સમજાવું છું, ત્યાર પછી એ આખો આપણે આપણે મંત્ર સાથે પૂરેપૂરું એને કરીશું. તો માનસિક રીતે આંખોને બંધ કરો, તમારા આત્માશ્રીઓને યાદ કરો અને એમ જુઓ કે આ તમારી પ્રકૃતિને તમે સંભળાવી રહ્યા છો, એવી રીતે એને ગ્રહણ કરજો. તમારી અંદર શિવજી બોલ્યા: "દેવી! સાંભળો, હું ઉત્તમ કુંજિકા સ્તોત્ર કહી સંભળાવીશ, જેના મંત્રના પ્રભાવથી દેવીનો જપ અને પાઠ સફળ થાય છે. કવચ, અર્ગલા, કીલક, રહસ્ય, સૂક્ત, ધ્યાન, ન્યાસ અને ત્યાં સુધી કે અર્ચના પણ આવશ્યક નથી; કેવળ કુંજિકા સ્તોત્રના પાઠ કરવાથી જ દુર્ગા સપ્તશતી પાઠનું ફળ પ્રાપ્ત થઈ જાય છે. આ કુંજિકા સ્તોત્ર અત્યંત ગોપનીય છે અને દેવોને પણ દુર્લભ છે. હે પાર્વતી! આને પોતાની યોનિની જેમ પ્રયત્નપૂર્વક ગોપનીય—ગુપ્ત રાખવું જોઈએ. આ ઉત્તમ કુંજિકા સ્તોત્ર, એનો કેવળ પાઠ કરવાથી જ મારણ, મોહન, વશીકરણ, સ્તંભન, ઉચ્ચાટન વગેરે અભિચાર વિષયક ઉદ્દેશ્યોને સિદ્ધ કરે છે." આ મંત્રમાં આવેલા બીજ મંત્રોનો અર્થ જાણવો શક્ય નથી અને જરૂરી પણ નથી કે ઈચ્છનીય પણ નથી, કેવળ જપ કરવો એ જ પર્યાપ્ત છે, એ પૂરતું છે.

"હે રુદ્રરૂપિણી! તમને નમસ્કાર છે. મધુ દૈત્યનો મર્દન કરનારા હે દેવી! તમને નમસ્કાર છે. કૈટભનો સંહાર કરનારા દેવીને નમસ્કાર છે. મહિષાસુરનું મર્દન કરનારા હે દેવી! તમને નમસ્કાર છે. શુંભને હણનારા દેવીને નમસ્કાર છે. નિશુંભ નામના અસુરનો ઘાત કરનારા હે દેવી! તમને નમસ્કાર. હે મહાદેવી! મારા જપને જાગ્રત અને સિદ્ધ કરો. 'એૈં'કારના રૂપમાં સૃષ્ટિ સ્વરૂપા, 'હ્રીં'કારના રૂપમાં સૃષ્ટિનું પ્રતિપાલન કરનારા, 'ક્લીં'કારના રૂપમાં કામરૂપા અને અખિલ બ્રહ્માંડના બીજરૂપા હે દેવી! તમને નમસ્કાર છે. ચામુંડાના રૂપમાં ચંડ વિનાશિની અને 'ય'કારના રૂપમાં તમે વરદાયિની છો. 'વિચ્ચે'ના રૂપમાં તમે સદૈવ અભય આપનારા છો; આ પ્રમાણે 'એૈં હ્રીં ક્લીં ચામુંડાયૈ વિચ્ચે' આ મંત્રનું તમે સ્વરૂપ છો. 'ધામ ધામૂ ધૂમ્'ના રૂપમાં તમે ધૂર્જટી શિવના પત્ની છો.

'વામ વીમ્ વૂમ્'ના રૂપમાં તમે વાણીના અધીશ્વરી છો. 'ક્રામ ક્રીમ્ ક્રૂમ્'ના રૂપમાં કાલિકા દેવી છો તમે. 'શામ શીમ્ શૂમ્'ના રૂપમાં મારું શુભ અર્થાત કલ્યાણ કરો. 'હૂં હૂં' સ્વરૂપિણી, 'જં જં જં'ના રૂપમાં જંભનાશિની, 'ભ્રામ ભ્રીમ્ ભ્રૂમ્'ના રૂપમાં કલ્યાણકારિણી એવા હે દેવી ભૈરવી ભવાની! તમને નમસ્કાર છે, નમસ્કાર છે. અમ, કમ, ચમ, તમ, તમ, પમ, યમ, શમ, વીં, ધૂં, એૈં, ભીં, ફં, ક્ષં—ધીજાગ્રમ્ ધીજાગ્રમ્, આ બધાને તોડો અને દીપ્ત કરો સ્વાહા. 'પામ પીમ્ પૂમ્'ના રૂપમાં તમે પાર્વતી પૂર્ણા છો. 'ખામ ખીમ્ ખૂબ્'ના રૂપમાં તમે ખેચરી—આકાશમાં વિચરણ કરનાર અથવા ખેચરી મુદ્રા છો. 'સામ સીમ્ સૂમ્'ના રૂપમાં તમે સપ્તશતી દેવીના મંત્રને મારા માટે સિદ્ધ કરો. આ કુંજિકા સ્તોત્ર મંત્રને જાગૃત કરવા માટે છે. આ સ્તોત્ર ભક્તિહીન મનુષ્યને આપવું જોઈએ નહીં.

હે પાર્વતી! આને ગોપનીય રાખજો. હે દેવી! કુંજિકા સ્તોત્રનો પાઠ કર્યા વિના જે સપ્તશતીનો પાઠ કરે છે, તેને એવી જ રીતે સિદ્ધિ મળતી નથી જેમ કે અરણ્યમાં રુદન કરનાર—અર્થાત એ નિરર્થક થાય છે. દરરોજ પ્રાતઃકાળે આ કુંજિકા સ્તોત્રનો પાઠ કરવાથી બધા પ્રકારના વિઘ્નો, અડચણો નષ્ટ થઈ જાય છે. આ કુંજિકા સ્તોત્ર દેવી સૂક્ત સહિત સપ્તશતીનો પાઠ કરવાથી પરમ સિદ્ધિ પ્રાપ્ત થાય છે." મૂળ પાઠ: શિવ ઉવાચ— શૃણુ દેવિ પ્રવક્ષ્યામિ કુંજિકાસ્તોત્રમુત્તમમ્। યેન મન્ત્રપ્રભાવેન ચણ્ડીજાપઃ શુભો ભવેત્॥ ન કવચં નાર્ગલાસ્તોત્રં કીલકં ન રહસ્યકમ્। ન સૂક્તં નાપિ ધ્યાનં ચ ન ન્યાસો ન ચ વાર્ચનમ્॥ કુંજિકાપાઠમાત્રેણ દુર્ગાપાઠફલં લભેત્। અતિ ગુહ્યતરં દેવિ દેવા નામપિ દુર્લભમ્॥ ગોપનીયં પ્રયત્નેન સ્વયોનિરિવ પાર્વતિ। મારણં મોહનં વશ્યં સ્તમ્ભનોચ્ચાટનાદિકમ્।

પાઠમાત્રેણ સંસિધ્યેત્ કુંજિકાસ્તોત્રમુત્તમમ્॥ અયં મન્ત્રઃ— ૐ એૈં હ્રીં ક્લીં ચામુણ્ડાયૈ વિચ્ચે। ૐ ગ્લૌં હૂં ક્લીં જૂં સઃ જ્વાલય જ્વાલય જ્વલ જ્વલ પ્રજ્વલ પ્રજ્વલ એૈં હ્રીં ક્લીં ચામુણ્ડાયૈ વિચ્ચે જ્વલ હં સં લં ક્ષં ફટ્ સ્વાહા॥ નમસ્તે રુદ્રરૂપિણ્યૈ નમસ્તે મધુમર્દિણિ। નમઃ કૈટભહારિણ્યૈ નમસ્તે મહિષાર્દિણિ॥ નમસ્તે શુમ્ભહન્ત્ર્યૈ ચ નિશુમ્ભાસુરઘાતિનિ॥ જાગ્રતં હિ મહાદેવિ જપં સિદ્ધં કુરુષ્વ મે॥ એૈંકારી સૃષ્ટિરૂપાયૈ હ્રીંકારી પ્રતિપાલિકા। ક્લીંકારી કામરૂપિણ્યૈ બીજરૂપે નમોઽસ્તુ તે॥ ચામુણ્ડા ચણ્ડઘાતી ચ યૈકારી વરદાયિની। વિચ્ચે ચાભયદા નિત્યં નમસ્તે મન્ત્રરૂપિણિ॥ ધામ્ ધીમ્ ધૂમ્ ધૂર્જટેઃ પત્ની વામ્ વીમ્ વૂમ્ વાગધીશ્વરી। ક્રાં ક્રીં ક્રૂં કાલિકા દેવિ શામ્ શીમ્ શૂમ્ મે શુભં કુરુ॥ હૂં હૂં હૂંકારરૂપિણ્યૈ જં જં જં જમ્ભનાદિની।

ભ્રામ્ ભ્રીમ્ ભ્રૂમ્ ભૈરવી ભદ્રે ભવાન્યૈ તે નમો નમઃ॥ અં કં ચં ટં તં પં યં શં વીં ધૂં એૈં વીં હં ક્ષં। ધીજાગ્રં ધીજાગ્રં ત્રોટય ત્રોટય દીપ્તં કુરુ કુરુ સ્વાહા॥ પામ્ પીમ્ પૂમ્ પાર્વતી પૂર્ણા ખાં ખીં ખૂં ખેચરી તથા। સામ્ સીમ્ સૂમ્ સપ્તશતી દેવ્યા મન્ત્રસિદ્ધિં કુરુષ્વ મે॥ ઇદં કુંજિકાસ્તોત્રં મન્ત્રજાગર્તિહેતવે। અભક્તે નૈવ દાતવ્યં ગોપિતં રક્ષ પાર્વતિ॥ યસ્તુ કુંજિકયા દેવિ હીનાં સપ્તશતીં પઠેત્। ન તસ્ય જાયતે સિદ્ધિરણ્યે રોદનં યથા॥ કોઈપણ ચંડીપાઠના પુસ્તકમાંથી પણ આ તમને મળી રહેશે—દુર્ગા સપ્તશતીના. આવું પણ એક પુસ્તક છે એમાં પણ છે, એને જાતે જ લખી લેજો અને ગુપ્ત રાખજો. મૂળ વાત કહેલી જ છે એટલે આ પોર્શન આમાંથી આપણે ડીલીટ કરશું, ઇટ ઇઝ નોટ ફોર સર્ક્યુલેશન (It is not for circulation), પણ આમ અંગત રીતે જેટલા લોકો આવે છે, જાણે છે, એટલા લોકો ભલે કરે.

હું તમને આના પાછળનું એક રહસ્ય કહીશ, એમ જ આપ્યું નથી. અમારી સ્થિતિ બહુ સારી ન કહેવાય એવા પ્રકારની હતી અને ખાડિયામાં જ્યાં મારું ઘર હતું, ત્યાં નવનિર્માણનું આંદોલન ચાલતું હતું. તો માતા-પિતા મારા બહુ જ ચિંતાતુર હતા કે આ છોકરો હાથથી જશે; અને ત્યાં એવું બને કે પથરાબાજી થાય, ગોળીબાર થતા હોય, પોલીસોની દોડાદોડ ચાલતી હોય. અને સ્વાભાવિક છે કે એક ૧૨, ૧૩, ૧૪, ૧૫ વર્ષના છોકરાને તમે ઘરમાં લાંબો સમય કરફ્યુમાં પણ મૂકી રાખી શકતા નથી અને ત્યાં આવું ચાલતું, એટલે એવું નક્કી થયું કે મારા મોટા બેનના ઘરે એમ કે મારે ભણવા અને રહેવા જતા રહેવું. તો મારા મોટા બેનના ઘરે ગયો, ત્યાં મને એમના સસરાજી—એ પોતે થોડું ઘણું કર્મકાંડ કરતા હતા. મારા ઘરમાં પણ કર્મકાંડનું ચલણ બહુ પહેલેથી હતું, કેમકે એક આપદ્ધર્મ તરીકે મારા પિતાએ પાછળથી આ વ્યવસાય રૂપે પણ સ્વીકારેલું હતું.

અને જેવી મને આ બેંકમાં નોકરી મળી તે વખતે મેં કીધું, "પપ્પા! હવે આપણે આ દેવદ્રવ્ય આપણે વાપરવું નથી અને આપણે હવે કામ બંધ કરી દો." એમનું બંધ પણ કરી દીધું. સો, આજીવિકા અર્થે કોઈક સમયે ઉપયોગ આનો થતો પણ હોય છે અને એને આવી રીતે છોડી પણ દેવાતો હોય છે, મારા જીવનમાં મેં આવું પણ જોયું છે. મૂળ વાત પર આવું, તો એ જે મારા બેનના સસરાજી હતા, એ હંમેશા મને કહેતા કે, "તું આ સિદ્ધકુંજિકા સ્તોત્રનો પાઠ કર." હું બાકીનું બીજું બધું કર્યા કરતો હતો પણ હું એ ન કરું ઘણા દિવસો સુધી. બેસીને મેં આમ વિચારી રાખ્યું, આખા આખા ચંડીપાઠ કરતો એ વખતે પણ આ એક હું ન કરું, ખબર નહીં કેમ! પણ એક દિવસે પછી આમ ઈચ્છા થઈ... [ઉધરસ] અને આ પુસ્તક ખોલીને પછી આમ બેઠો ને પછી આમ ફરી શાંતિથી આમ કરીને હું બેસી ગયો અને પછી બહુ અદભુત લાગવા માંડ્યું, બહુ સારું લાગ્યું.

ત્યારથી પછી મેં ઘણો ટાઈમ સુધી આ સિદ્ધકુંજિકા સ્તોત્રનો પાઠ કર્યો અને મેં જોયું કે જીવનમાં આપણે નાની-મોટી આવનારી તફાવતો તો... આ કંઈ આમ આપણને સ્પર્શતું જ હોતું નથી, કેમકે આપણે એક સરસ મજાનું ઓટોમેટિક શીલ્ડ (રક્ષણ કવચ) થઈ ગયું હોય આપણું. અને આ સંસારની અંદર ત્રણ પ્રકારના તાપ સામાન્ય રીતે દરેક જીવને લાગે—એક કહેવાય આધિ, બીજી કહેવાય વ્યાધિ અને ત્રીજી કહેવાય ઉપાધિ. આધિ કેવી હોય? તો કે એ આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક, એમ ત્રણ પ્રકારની આધિ આવે. પછી વ્યાધિ—એ પણ આ પાંચે-પાંચ સ્તરેથી આવે અને વ્યાધિ પરેશાન કરે જીવને. આમ કશું ના હોય ભાઈ, તો કે, "એ તો ગયા!" કેમ? તો કે, "આમ સાજા-સમા હતા?" તો કે, "હા, કાલ રાતે ૧૧ વાગ્યે એટેક આવ્યો." આ વ્યાધિ. ઉપાધિ—બધું બરાબર હોય, કાંઈ ના હોય અને ત્યાંથી એકદમ જ આપણે પેલી ફર્સ્ટ ક્લાસની ટિકિટ રિઝર્વ કરીને બોમ્બે જતા હોઈએ વિઝા બધું એ કરવા માટે, અને ઉપરથી સૂટકેસ પડે ને પગ જ આખો બદલાઈ જાય, હવે લંગડાતા ચાલવું પડે!

એને કહેવાય ઉપાધિ. પેલો વિઝા ઓફિસર પાસે આમ લંગડાતા લંગડાતા જવું પડે એટલે પેલાને એમ થાય કે આ કંઈક થયું છે, એટલે નોર્મલ આવતો માણસ અને એક આવું હોય એટલે ત્યાં પાછો એક બીજો ચાર્ટ જાણે કે ઊભો થઈ ગયો હોય કોઈકના માટે એવી સ્થિતિ, એટલે કહેવાય ઉપાધિ. એટલે આધિ, વ્યાધિ, ઉપાધિ—એ ત્રણેયથી આપણને એ શું કરે? તો કે બચાવી રાખે, આપણું રક્ષણ કરે. અને એક વસ્તુ યાદ રાખો, આ આપણી આ કનેક્ટિવિટી (જોડાણ) છે ને, બહુ મુખ્ય છે એના સાથે. જ્યારે આપણે આ કરીશું ને એટલે એનું બહુ સુંદર ફળ મળશે. એટલે તમે તમારા કુટુંબની અંદર બાળકોને શીખવો, તમે ખુદ જાતે કરો એ વસ્તુ બરાબર. પણ અહીંયા કીધું ને કે જેમ પોતાની યોનિને માણસ સંતાડે છે, એટલું ગુપ્ત આને રાખજો. અને આ વાત આજે દરેકને હું કરી દઉં છું, એટલે એટલે ભલે એનો જીવનમાં ઉપયોગ કરજો, કારણ કે મેં તો તમારી સમક્ષ તમને જ્ઞાનપીપાસુ જાણીને ખુલ્લું કર્યું છે.

પણ તમે એનો સદુપયોગ કરજો અને તમે પણ આ જ વાત એવી રીતના આગળ લઈ જજો, એટલે ગુપ્તતાની અંદર પણ પ્રચાર તો રહેલો છે—કોના માટે? જે લાયક છે એવા તમામ જીવોના માટે. બસ, આ બેસીને કરશો એટલે ઘણું બધું થશે. એક ચંડીપાઠનું ફળ શું? કોક દિવસ કાઢીને એના પાઠ જેવું છે, તે પાઠનું ફળ તો તમને ખ્યાલ આવશે—આવૃત્તિ છે જબરજસ્ત. અને એ બધા ફળની વાત પણ આપણે એક બાજુ પર મૂકીએ, તો મોટામાં મોટી વસ્તુ છે કે આપણને સંસાર નિર્ભયતાથી આપણે જીવી શકીએ છીએ અને સાથે સાથે આપણે મોક્ષનું પણ સાધન થાય છે. કહેવામાં આવ્યું છે કે ચાર પાયા છે જીવનની અંદર—ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. તો ધર્મ સુંદર રીતે આપણે કરી શકીએ છીએ, ધર્મને સારી રીતે ધારણ કરી શકીએ છીએ, એ ધારણ શક્તિ આપણી અંદર પેદા થાય છે જ્યારે આપણી પાસે આ ચીજો આવે છે—એ થયો ધર્મ. પછી થયો અર્થ—અર્થ એટલે પેસ્ટિસાઇડની (જંતુનાશકની) ફેક્ટરી નાખીએ તો પણ પૈસા તો બહુ મળે.

રિઝર્વ બેંકની અંદર મારી નોકરી, એટલે હું આમ જોતો હતો કે સૌથી વધુ મોટા મોટા પેલા એન્યુઅલ મેન્ટેનન્સ કોન્ટ્રેક્ટની (વાર્ષિક નિભાવ કરારની) કિંમત શાની? તો કે પેસ્ટિસાઇડ હોય... ફાયર એક્સ્ટિંગ્વિશર વળી એની નહીં, પેલો આગ લાગે તો બુઝાવવાના જે બંબા લટકાવેલા હોય છે પેલા સિલિન્ડરો, એની એટલી બધી મોટી એન્યુઅલ મેન્ટેનન્સ કોન્ટ્રેક્ટની કિંમત નહીં, પણ રિઝર્વ બેંકના બે બિલ્ડિંગોને અને એની અંદર રહેલી જે સામગ્રી છે તેને પેસ્ટ કંટ્રોલ (જંતુ નિયંત્રણ) કરવા માટેનો જે કોન્ટ્રેક્ટ છે, એ સૌથી મોંઘામાં મોંઘો છે. ઇન્સિડન્ટલી (આકસ્મિક રીતે), મારે પોતાને પણ એક સમય સુધી આજીવિકા માટે આવી પેસ્ટિસાઇડની ફેક્ટરીમાં કામ કરવાનો વખત આવ્યો. ૫ રૂપિયા રોજ હતો તે દિવસે—૫ રૂપીસ (5 Rupees). પહેલા દિવસે નોકરીએ ગયો ત્યારે મને કીધું કે, "ભાઈ, તમારો જોબ (કામ) શું?" તો કે, "આ સુપરવાઇઝર આ બધા જે કંઈ થતા હોય એમાંથી." એટલે મોટી મોટી બોરીઓ આવે હેને, તે વખતે ૫૦-૧૦૦ કિલોની જેટલી આવતી હોય એવા પેકિંગ મોટા, એમાંથી એ કાઢવાનું અને એક સરખા માપનું, એટલે એમ કે ૧૦૦ ગ્રામના, પછી ૫૦૦ ગ્રામના, ૮૦૦ ગ્રામના એવા બધા અલગ અલગ પેકિંગ હોય, એ પેકિંગની અંદર એ કરવા.

કેટલાકની અંદર બે વસ્તુઓ ભેગી કરીને કરવાનું હોય, કેટલાકમાં આવું આવું બધું. મોટો શેડ જબરો મોટો જી.આઈ.ડી.સી.ની અંદર મલદરામ... સવારે ૯:૦0 વાગ્યાથી ત્યાં આગળ જવાનું, સાંજે ૬:૦0 વાગ્યે આપણને છુટ્ટી મળે; ૫ રૂપિયા મળે સાંજે રોકડા હાથમાં આપી દે. સાહેબ! ત્રણ દાડા થયા ને ચોથા દિવસે નાકમાંથી પાણી પડવા માંડ્યું—બંધ જ ના થાય! સાતમા દિવસે સંડાસ જવાનું બંધ થઈ ગયું... ૧0 દિવસ...

મુશ્કેલીથી મેં નોકરી કરી. તમારા આ આ લંગ્સની (ફેફસાંની) અંદર એવી ભયંકર બળતરા મને ઉપડે કે આમ થાય કે હવે મારાથી સહન નથી થતું; અને ૧૫ દિવસ મેં મુશ્કેલીથી એમાંથી કાઢ્યા. પછી એમ જોયું કે ના, આપણાથી શક્ય નથી, પછી એ નોકરી છોડી દીધી. કહેવાનો મતલબ એ છે કે આજીવિકા માટે માણસ કોઈપણ જગ્યાએ જઈને કોઈપણ સ્તરે કામ કરવા માંડતો હોય છે. આજે એને જરૂર હોય એટલે પૈસા માટે માણસ તો એ કરે, પણ ખરેખર એ યોગ્ય છે? એનાથી કેવા કર્મો બંધાઈ જાય છે, એ આપણને એક વિચાર આવવો જોઈએ. અને એટલે કહું છું કે આ જે પેસ્ટિસાઇડનું કામ કરનારાઓ છે ને બધા વેપારીઓ અને બધા, એ લોકો બધા ખૂબ કમાય છે—માનો તવંગર માણસો છે બહુ મોટા-મોટા કહેવાતા. તો આ થયો 'અર્થ'. આનો અર્થ ખરો? તો દ્રવ્ય તમારા પાસે, સમૃદ્ધિ ઘરમાં જે કંઈ આવે, એ કેવી હોવી જોઈએ? એના વિશે કંઈક વિચાર કરો, કે જે તમને શાંતિ આપે, તમને અને તમારા કુટુંબીજનોને રાત ને બેરાત (શાંતિ અને તૃપ્તિ) આપે.

આમ આમ જે ભોજન આમ કેટલા પ્રેમથી પત્નીએ કે માતાએ બનાવેલું હોય, તમે એને સારી રીતે ગ્રહણ પણ કરી શકો, સારી રીતે પચાવી પણ શકો અને જે કંઈ તમારા જીવનની અંદર ઉત્પન્ન થયેલી જરૂરિયાતો હોય, એને તમે સાહજિકતાથી પૂરી કરી શકો. શ્વાસ લેવા માટે આપણે એફોર્ટ (પ્રયત્ન) નથી કરતા. તમે જુઓ, કેટલા ઝડપથી આમ શ્વાસ આવે છે ને જાય છે; આમ બસ આવી જ રીતે રૂપિયા આવવા જોઈએ ને જવા જોઈએ. એટલું સાહજિક હોવું જોઈએ આપણી અંદર કમાવવાનું પણ. "હું બહુ કમાઈ લઉં" એવો આમ લોભ સાથેની આખી કોઈ બાબત નથી, "કોઈ ટાર્ગેટ એચીવ (લક્ષ્ય પ્રાપ્ત) કરી લઉં" એવી રીતની પણ કોઈ બાબત નથી. બસ, એ આવે છે એ રીતે અને જાય છે, મારો વ્યવહાર સુંદર રીતે ચાલે. દીકરીનું લગ્ન કરવાનું છે તો કે—૧૦ લાખ રૂપિયા મળી ગયા; કંઈ ધંધાની અંદર જરૂર પડી તો કે—૨૫ લાખ રૂપિયા મળી ગયા, કામ ચાલે છે, કારોબાર બહુ સરસ રીતે ચાલી ગયો, બધું સરસ ચાલે—સાહજિકતા!

એમાં એ પણ નહીં કે, "હા, મેં કુછ હો ગયા સાલા, મેં તો સાપ બન ગયા!" તોય પાછી ઉપાધિ, એટલે આનાથી બચવાનું. ધર્મ, અર્થ... પછી કીધું 'કામ'. કામ એટલે એ વિષય સહિતની આખી જે સ્થિતિ છે, તમારી કુલ ઈચ્છા શક્તિ—જે જે અંદર ઉદ્ભવે છે અને એ તમે સાહજિકતાથી સુંદર રીતે તમારી પૂરી કરી શકો, અથવા બીજા કોઈને હોય તો એમાં તમે યોગ્ય તમારું યોગદાન જે કંઈ હોય એ જોઈ લેવાનું અને તમે એને પૂરું કરી શકો; તો એને કીધી ઈચ્છા. શું કેમ કે એવું કીધેલું છે ને: "યા દેવી સર્વભૂતેષુ ઇચ્છા-રૂપેણ સંસ્થિતા। નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ॥" ઈચ્છા છે ને, એ પણ એક અગ્નિ સમાન છે. એટલે જ્યાં સુધી ઈચ્છાનો અગ્નિ પ્રજ્વલિત હોય, ત્યાં સુધી એ જીવ શિવત્વને પામી શકતો નથી. શિવત્વને કોણ પામ્યો હોય? કે જે આ તમામ ઈચ્છાઓને અતિક્રમી ગયો હોય, ત્યારે એ શિવત્વને પામતો હોય છે.

અને એવું શિવત્વ પામેલો હોય, તે જ્યારે આવું ગુપ્ત જ્ઞાન પ્રકૃતિને—પાર્વતીને આપે, પછી કામ આગળ થાય; તો આ થયો કામ. અને છેલ્લી વાત આવી ચોથા સાધનની, તો કે ચોથો પાયો—'મોક્ષ'. કે દરેક વસ્તુ આપણે કરીએ પણ એના પાછળનો ઉદ્દેશ્ય શું છે? તો કે 'તેન ત્યક્તેન ભુંજીથાઃ'—ત્યાગીને ભોગવવું. ગ્રહણમ્ પરમેશ્વર. એટલે કેવું? તો કે: "અહંકારં મયા દત્તમ્, ગ્રહણમ્ પરમેશ્વર। અહંકારં મયા દત્તમ્, ગ્રહણમ્ પરમેશ્વર। મમ સર્વં મયા દત્તમ્, ગ્રહણમ્ પરમેશ્વર। મમ સર્વસ્વં દત્તામિહ, પરમેશ્વર।" આવી રીતે જ્યારે રોજ ઓમકાર કરીએ, જ્યારે રોજ એનું ભવન કરીએ હેને... આપણી તમામ નબળાઈઓ યાદ કરો. પ્રાણિક સાયકોથેરાપીમાં બહુ સુંદર આપણને વિધિ આપેલી છે માસ્ટર ચોઆએ, એના જીવનો જ ખ્યાલ છે—'ક્રિએટિંગ એસ્ટ્રલ ફાયર' (Creating Astral Fire). અને એના અંદર તમામ ચીજો આપણે નાખવાની.

કે તેમાં એમ કીધું હતું કે પશુઓનો વધ નથી કરવાનો એની અંદર, પણ આપણી રહેલી અંદરની જે પશુતા છે, તેને આપણે બલિદાન આપવાનું છે—પશુત્વનું બલિદાન આપવાનું છે આપણે. 'પશુપતિનાથ' ત્યાર પછી જ બનાવાય, જ્યારે પશુત્વ જાય ત્યારે તો એ માણસ બને! અને પછી એ માણસ ઘણું બધું આવું કરે, ત્યારે એ પશુપતિનાથ એમ કીધું. એટલે બેસીને નાનકડો ૧૦ મિનિટનો, પાંચ મિનિટનો જે કંઈ સમય મળે તેની અંદર તમે બેસો, પ્રાર્થના કરો અને સામે મૂકો. અત્યારે જ આપણે એક પ્રોસેસ (પ્રક્રિયા) કરી નાખીએ છીએ, કમ ઓન (Come on): "લેટ્સ ક્રિએટ અ સેલેસ્ટિયલ ફાયર બિફોર અસ (Let's create a celestial fire before us), અ ડિવાઇન ફાયર (a divine fire), એન્ડ સે (and say): લોર્ડ, વી સેક્રિફાઇસ ઓલ અવર વિકનેસીસ (Lord, we sacrifice all our weaknesses), ઓલ અવર શોર્ટકમિંગ્સ (all our shortcomings), ઓલ અવર ફિયર્સ (all our fears), ઓલ અવર એંગર (all our anger), ઓલ અવર નેગેટિવ ઇમોશન્સ (all our negative emotions), ઓલ અવર નેગેટિવ થોટ્સ (all our negative thoughts) ફ્રોમ ઓલ લેવલ્સ ઓફ એકઝીસ્ટન્સ (from all levels of existence).

મલ્ટીપ્લાય ધીસ સેક્રિફાઇસ ઓફ અવર્સ (Multiply this sacrifice of ours), ફીલ અસ વિથ લવ એન્ડ કાઇન્ડનેસ (fill us with love and kindness), ધેટ ઈટ ગ્રોઝ ઇન ઇવોલ્યુશન (that it grows in evolution). લવિંગ અસ ફોર એવર (Loving us forever), વી સેક્રિફાઇસ ઓલ અવર એનિમલનેસ (we sacrifice all our animalness), સેક્રિફાઇસ ઓલ અવર વિકનેસ (sacrifice all our weakness), સેક્રિફાઇસ ઓલ અવર લોડ (sacrifice all our load). થેન્ક યુ ફોર લિવિંગ અસ (Thank you for leaving us), થેન્ક યુ." ఎક્સટિંગવિશિંગ (Extinguishing) એની લાઈટર. સારું લાગ્યું બેસીને? આપણે આગળ આપણી તમામ ડિફિકલ્ટીસ (મુશ્કેલીઓ) પણ જે પણ આપણે પરસીવ (અનુભવ) કરતા હોઈએ ને, બેસવાનું, રાત્રે પ્રાર્થના સરસ મજાની કરવાની, ક્રિએટ ફાયર, અને કહેવું કે, "ઈશ્વર! આવી આવી મુશ્કેલીઓ આવતી જણાઈ રહી છે." એના સાથે બહુ પ્લેન લેંગ્વેજમાં (સરળ ભાષામાં) વાત કરજો.

એ બધી ભાષા એને આવડે—ફ્રેન્ચ આવડે, ગોવાનીઝ આવડે, પોર્ચુગીઝ આવડે, બધું આવડે, ગુજરાતી પણ! સૌથી સરળ ભાષા કઈ? તો કે હૃદયની, હેને? એટલે આમ બોલવું, વાંધો નહીં. રૂમમાં એકલા હોઈએ તો કોઈ ચિંતા નહીં, પણ એમ કહેવું, "ભાઈ, આ ગાડી હવે જરા આડી ચાલવા માંડી છે. રોજ કહું છું કે આઠ વાગ્યે આવે, પણ એ નવ વાગ્યા વગર આવતી નથી અને હું હવે એને કહી શકતો નથી, તો તું પ્રભુ એનું કલ્યાણ કરજે, એનું ધ્યાન રાખજે. કોઈ ડિફિકલ્ટ ટાઈમ (મુશ્કેલ સમય), કોઈ એવો-તેવો હોય તો એની તું મદદ કરજે વગેરે વગેરે." દીકરાના માટે કંઈ થઈ ગયું હતું તો એના માટે કહેવું, હસબન્ડ માટે કંઈ હોય તો એના માટે કહેવું, પત્ની માટે કંઈ હોય તો એવું કહેવું. જો ઓફિસની અંદર કોઈકના સાથે કંઈ કંઈ બની ગયું છે, તો એના એ જ દિવસે ખતમ કરી નાખો—મૂળ વાત એ છે, અને વાસી કરવાનું જ નહીં!

આર્યોની જે જીવનશૈલી હતી ને એ જમાનામાં, ત્યારે તો એવું જ એ લોકો એક બસ આમ પેલા જવના ઘાસની ઝૂંપડી કે એવું તેવું બનાવે, એના પાસે ગાય હોય ને ઘોડા હોય, ને પછી એટલું સિમ્પલ-સિમ્પલ (સરળ) હતું. અને ડેઇલી (રોજ) એ લોકો પેલા જવ કૂટે, એમાંથી જ રોટલા બનાવે. ગાયનું દૂધ હોય ને પેલા થોડાક ફળો ને એવું તેવું મળે, ને એ જ ખાય ને એવો સુધારો કરે. કોઈ દાડે કોઈના પાસે... રાત્રે કોઈ કોઈને ઘેર જાય પણ નહીં, કોઈ ખાય પણ નહીં રાખે. હવે આપણે બધા એટલે વંઠી ગયા, હેને? ખરેખર તો એ લોકોને બીમારી પણ નહોતી આવતી, સશક્ત હતા, મજબૂત હતા, બધું ધારણ કરી શકતા ને! હજી પણ જુઓ ને, પેલો કહે છે ને આ રાણા પ્રતાપનું કવચ ને બખ્તર ને બધું... ત્યાં પેલા કંઈક મૂકેલું આપણને આમ જોઈને એમ થાય કે આ ઊંચકાય કેમ આપણાથી, હેને? એ પહેરીને ફરતા હતા ને એવડા મોટા ઘોડા!

પણ એમ કે ઘોડો કેવો અને એ રાજા પણ કેવો ખડતલ, કેવો સશક્ત, જબરો હેં! અને આપણે તો અહીંયા ૫૦૦ ગ્રામ વજન ઊંચકીને અહીંથી ત્યાં સુધી જવું હોય તો વિચાર પડે કે હાથની અંદર... કે પોલીથીનની થેલીમાં નાખ્યું હોય ને ૫૦૦ ગ્રામ વજન, નાખી જોજો ખબર પડશે આંગળાની શું હાલત થાય! નાનું વજન છે, ૧૦ થી ૧૫ કિલો એટલે... આ તો આ મૂળ વાત. હવે જ્યાં સુધી આ ત્રણ ચીજો પેદા ના થઈ હોય, ત્યાં સુધી માણસ બૂમો પાડે કે, "હું મોક્ષે જાઉં, મોક્ષે!" પણ કેમ ન જઈ શકે? કારણ કે એના એના પિતૃઓના બધાયના કર્મોનો છેવટે તો વારસદાર એવું આ શરીર છે. તો આજે હવે પિતૃઓ પણ દેવ થઈ ગયેલા છે બધા, અને એ ચાલ્યા ગયા પછીથી અત્યારે હયાતીમાં જે કોઈ છે, તે એના માટે પ્રયત્નશીલ હોઈ શકે છે કે, "ભાઈ, એમના માટે પણ હું કંઈક કરું." આજે રોજ બેસી-બેસીને આપણે પ્રાર્થનાઓ કરીએ છીએ—ઓલ ઓફ ધેમ, લેટ ધેમ ગો ટુ લાઈટ, લેટ ધેમ ગો ટુ લાઈટ (All of them, let them go to light, let them go to light)—એ વસ્તુ એમને ત્યાં આગળ પહોંચે છે, આ એમનું સાચું શ્રાદ્ધ છે.

અહીં રોજ બેસીને આપણે એમનું તર્પણ આવી રીતના કરી શકાય, થ્રુ લાઈટ ઓન્લી (through light only). ધે નીડ લાઈટ (They need light). પ્રકાશમાંથી બધું જ બન્યું છે; સૂતરફેણી પણ બની તો લાઈટ છે તેનાથી જ એ પેલો ફિઝિકલ (ભૌતિક), પેલો જે ચોખાનો પિંડ બનાવે છે ને, એ પિંડ એમના સ્થૂળ દેહને મળે છે. પણ જે તમે લાઈટ આપશો તેના વડે આ બધું જ બનેલું છે, અને ચોખા પણ બનેલા છે. અને એટલા માટે આપણે એઝ અ પ્રાણિક હીલર (as a pranic healer), યુ ઓફર ધેમ લાઈફ (you offer them life) કે તમે આ લો અને તમે અલ્ટીમેટ લાઈટમાં (પરમ પ્રકાશમાં) જાઓ. તો આવી રીતે આપણા એક-એક પિતૃઓને બોલાવી-બોલાવીને આપણે આપણે લાઈટ આપીએ. એ લોકો જાય અને ત્યાં જતી વખતે આપણને આશીર્વાદ જે આપતા જાય, એ આપણું, આપણા કુટુંબીજનોનું બહુ ઊંચું કલ્યાણ કરે. બહુ મોટી વાત કરી મને, પિતૃઓ...

પિતૃઓને યાદ કરવાના. આપણે મેડિટેશન કર્યું હોય તે વખતે સાથે આપણે બોલાવવાના એમને, કહેવાનું અને પછી આપણે આમ બસ આમ મુવ ફોરવર્ડ કરવાનું, કે આ હૃદયથી, આ ક્રાઉન ચક્રથી (સહસ્ત્રારથી) આ જે બધો પ્રકાશ પેદા થયો ને, આ બધો આપણે... આપણી પાસે તો કેટલો બધો હોય! તો એ તેમને આપવાનો કે, "આ ગ્રહણ કરો અને નાવ યુ ગો ટુ ધ લાઈટ (now you go to the light), બસ મુક્તિ પામો તમે." સાદા શબ્દોમાં કહી દેવાનું, સરસ રીતે જતા રહેશે, પ્રેમથી આશીર્વાદ આપશે. કોઈપણ આમ-તેમ આડા-તેડા કંઈ ફરતા હોય, કંઈ એવું કોઈ અટકાવવાળું કશું કશું હોય તો પણ બધા ગમગચ્છંતિ, એટલે તમને પોતાને તમારા જીવનમાં પણ હળવાશ લાગવા માંડશે. શું બેસીને આવી રીતના આપણે આ બધું કર્યું હોય, શાંતિ. પછી બાજુના ઘરમાં તમે જોશો તો પારાવાર ઉપાધિઓ ચાલતી હોય—કંઈકનું કંઈક, કંઈકનું કંઈક આમ સવારથી સાંજ—પણ તમારે તો કે, "ના ભાઈ, શાંતિ છે." તો આવું કેવી રીતે બને છે?

તો કે હા ભાઈ, બને, આવું બનતું મેં જોયું. મારા જ ઘરમાં ચાલ્યા કરે છે એટલે હું તમને કહું છું, તમે આવું કરી શકો છો ભાઈ. મને તો આવો બહુ ફાયદો થયો છે, તમને પણ બધાને આવશે. હવે ઘણી વખત આપણે અનેક પ્રયત્નો કરીએ તોય કોઈ અડબંગ જેવા માણસો હોય આપણા જીવનમાં આવી ગયેલા, અને પછી એ પાછા જવા માંગતા જ ના હોય ને આપણને બહુ જ... શારીરિક લાઈફમાં (Physical life) પણ પરેશાન કર્યા કરતા હોય, અને સાથે-સાથે આપણને... ગયા પછી—કાકા તો ગયા પણ ઉપરથી ગયા-ગયા આપણને પછી છે ને એક જાતનો અજંપો આપતા ગયા કંઈક જાતનો, કે ભાઈ, "હવે આ કંઈ સારું નથી કે રાત્રે સ્વપ્ન આવે છે અને કંઈ પેલા આમ દેખાય છે ને આમ થાય છે ને..." આવું-આવું હોય કંઈ, તો માસ્ટરે એના માટે બહુ સુંદર વિધિ આપી છે, હું તમને એ વિધિ પણ અત્યારે કરાવું છું, એક વખત તમે કરી લેજો. અત્યારે આ જ પડે, એવા જે કોઈ વ્યક્તિઓ તમારા જીવનમાં આવ્યા હોય હેને, એ બધાને યાદ કરી લેજો.

અને જીવિત હોય તો તો પણ... જીવિત હોય તો તો ખાસ જ કરજો, પણ પેલા ગયેલાને પણ ભૂલતા નહીં, એમ પણ બધા છે એમ—ઓલ, હેને? અને આ જો આ શક્ય હોય તો તમે રોજ-રોજ કરજો, આમાં ભાવના અગત્યની છે શબ્દો કરતા, અને કરીને તમે જુઓ કે એ તમને બહુ આમ સારું લાગશે ચોક્કસ, મને ખાતરી છે હેને. આંખો બંધ કરી દો, ચલો. આપણે સરસ આ એવા તમામ વ્યક્તિઓને તમારી નજર સમક્ષ રાખો, તમે ચાહો તો તેમનું આવાહન કરી શકો છો પ્રત્યેકનું નામ લઈને. નાવ રીપીટ આફ્ટર મી (Now repeat after me): "નમસ્તે. વી ઓલ આર ચિલ્ડ્રન ઓફ ધ મોસ્ટ હાઇ (We all are children of the Most High). આઇ સેલ્યુટ ધ ક્રાઇસ્ટ ઇન યુ (I salute the Christ in you), ધ બુદ્ધા ઇન યુ (the Buddha in you), ધ ડિવાઇન ઇન યુ (the Divine in you). નમસ્તે, નમસ્તે. ગો ઇન પીસ (Go in peace). આઇ વિલ નોટ ટોક ટુ યુ (I will not talk to you), આઇ વિલ નોટ રિએક્ટ ટુ યુ (I will not react to you), આઇ વિલ નોટ ઇન્ટરેક્ટ વિથ યુ (I will not interact with you).

ફ્રોમ ટુડે ઓનવર્ડસ (From today onwards), આઇ વિલ કીપ માય ડિસ્ટન્સ ફ્રોમ યુ (I will keep my distance from you). માય સોલ ઇઝ કટ (My soul is cut)... એનર્જી કોર્ડ ઇઝ કટ બિટવીન યુ એન્ડ મી (Energy cord is cut between you and me). ગો ઇન પીસ (Go in peace), આઇ એમ ઇન પીસ (I am in peace). થેન્ક યુ." બરાબર? પણ આપણે આ ડબ્બો છૂટો પાડી દીધો, આપણી ગાડીમાં આ ડબ્બો નથી, બસ એવું નક્કી કરી નાખવું. એટલે ઘરમાં બાજુમાં સાસુ હયાત જ હોય ને તોય આવું-આવું હોય ને, તોય અહીંયાથી આમ છૂટું તો પાડી દેવાનું. પછી જોડે રહેવું પડે છે એ કર્મો જે એવા પૂરા થશે એટલે એ કામ પૂરું થઈ જશે, પણ એ એ જે કડવાશ જે પેદા થાય છે ને રોજેરોજની અંદર—જે કલેશ ને કઢાપો ને અજંપો પેદા કરે છે ને, જે અંદર બધું આમ આમ ભરભર કરે સોલર ફ્લેક્સિસને—એ બધું બંધ થઈ જશે.

લીવર સારું રહેશે, ઓડકાર સારા આવશે, તૃપ્તિ આવશે. શું એટલે સારું લાગશે. યુ ફીલ મચ બેટર નાવ (You feel much better now), શું લાગે છે? તો આનો સરસ ઉપયોગ કરજો. આવી બે-ચાર-પાંચ વસ્તુ આજે અહીંયાથી જે કાંઈ શીખીને જાઓ છો, એ બધાનો સારો-સારો ફાયદો થાય છે, ઓકે? When we have a feeling in our hearts, we are creating electrical and magnetic waves inside of our body that go beyond our bodies into the world around us. And what's interesting is the research shows that those waves extend not just 1 meter or 2 meters, many many kilometers beyond where our heart physically resides right now in this room. This room is having an effect on it beyond this. This afternoon, when many many people get gathered with one feeling, many common feelings...

it's just like a miracle. Until we understand the science, it's no longer a miracle, it becomes a technology—a powerful internal technology. So the film, this film was created in a medicine-less hospital in China. A medicine-less hospital... no medicine hospital, I like that hospital, I like this film. It shows a woman who has been diagnosed with a cancer in her bladder—3 dimensions in her bladder. Western doctors say they do not... they say, "We can't help you." She has gone to a place in China where they think differently, and they apply the technology from the ancient wisdom that is the same as the science that we just saw. So what you will see is this: there are three practitioners, three people trained to feel just the right feeling, the precise correct feeling in their hearts.

They create the feeling as if the woman is already healed. They create the feeling as if the woman is already healed. Now we will look inside of her body—sound, we can look in her body and we can watch the cancer disappear in 3 minutes in the presence of the language that heals. Does that make sense? Are you with that? Does that make sense? Would you like to see that? You see, much content... no? In the process, what happened? To create the feeling in the body as if the woman is healed. And on the computer screen, we will see images—one image is before the healing, one is actual time, real time, so we can see the healing happening. You will hear them chanting, you know, there's a word... it could be any word, this word is the word they choose for the feeling.

So they chant this word to help create the feeling for themselves. It could be any word, this word... Now again, we go to the... over 180 degrees. થોડા પાછા વળ્યા... સરસ, ઓકે. She is conscious, [નસકોરા બોલાવે છે] there are practitioners behind her. This is the monitor right here, the black area is the inside of her bladder. Now they take a snapshot for reference, okay? This is the real time, this is reference, this is actual, this is 2 minutes 40 seconds... 2 minutes 40 seconds. This on the left-hand side is the reference tumor; on the right-hand side, the tumor is gone. In the Western way of thinking, modern science, this is a miracle. They do not understand the field that connects everything, they do not understand that once we understand it, it's no longer a miracle—that is technology.

What you are doing, you are translating the feeling—that means it's already happened to you, already done in the mind and the heart. They are coming from the place that the healing has happened, not that it's going to happen, and not that it's about to happen, but that it is happened. This is important because the field of energy that we are starting to discuss is a mirror, a mirror. It reflects the feeling of what we are experiencing in the moment. If we are experiencing that the healing is happening, it will come to us some day. Like putting money in the bank, it will happen some day. The field will keep reflecting "some day" because it is open, there is no outcome, there is no conclusion. This is a very very powerful understanding of this field.

Still things, explain a lot how we should go on in our lives. You know, like this every day of your life, content of you. How each one of us expressing criteria, action in his life because we have to continue with the meditation on our heart expansion, of our heart charka—that is our love, kindness, loving-kindness, and generosity, a position of life, character. When it is simultaneously, you find that, yes, 'Aham Brahmasmi', witness, okay? Close your eyes. એક ઊંડો શ્વાસ લો, હળવેથી મૂકો. મહત્ત્વની બાબત એ છે કે આપણે વધુને વધુ લેયર્સને (આવરણોને) ઓગાળી નાખીએ આ જ પડે, અને આપણા મૂળ સ્વરૂપમાં હંમેશ માટે આવી જઈએ. સો, આપણા તમામ કોષો, પાંચે-પાંચ જેને કહેવાય, તે બધા જ ઓગાળીને આપણા મૂળ સ્વરૂપમાં આવવા માટે આ એક નાનકડો સરસ પ્રોસેસ આપણે સાથે મળીને કરીએ.

ઊંડો શ્વાસ લો, ધીમેથી મૂકો... વળી ઊંડો શ્વાસ લો, ધીમેથી મૂકો... ફરી એક ઊંડો શ્વાસ લો, તમામ આવરણોને ઓગાળી નાખો અને કહો: 'અહંકારં મયા દત્તમ્, અહમ્ બ્રહ્માસ્મિ... અહમ્ બ્રહ્માસ્મિ...' આવા નિયમિત જીવનમાં આગળ વધવા, ઘણી વખતે આપણે ઘણા બધા અવલંબનોની પણ જરૂરત પડતી હોય છે. ભગવાન રામ મર્યાદા પુરુષોત્તમ કહેવામાં સમર્થ હતા, વસિષ્ઠ એમના બ્રહ્મનિષ્ઠ ગુરુ પોતે, રાજા દશરથના પુત્ર અને સંપૂર્ણ જ્ઞાન હોવા છતાં પણ એક દિવસ આવશે—પેલો રાવણ આવશે ને મારી પત્નીને ઉપાડી જશે ને આમ થશે ને તેમ થશે... બિચારાને કેટલી શરમ આવતી હશે? આજના તારીખમાં કંઈ થયું હોય તો પેલા સિંઘમ તૈયાર થઈ જાય બધા, હેને! એટલે અપાર સામર્થ્યના સ્વામી હોવા છતાં પણ, ભવિષ્યનું અને વર્તમાનનું જ્ઞાન હોવા છતાં પણ, આ ઘટનાક્રમ જીવનનો જે ચાલતો હોય એને થવા દેવો—એ નાની-સૂની વાત નથી.

રાજા રામે આપણી સમક્ષ આ આદર્શ મૂકેલો છે. ડોન્ટ ટ્રાય ટુ સ્ટ્રેન્ગલ (Don't try to strangle) આ સર્વોચ્ચ જગ્યા છે, જેને જસ્ટ એક ઝાંખી તમને હું કરાવવા માંગું. તો એણે કીધું કે આ જે સરસ મજાનો સ્તોત્ર છે એ તમે કરો. [ઉધરસ] શું? તો કે આદિત્ય હૃદય. આદિત્ય હૃદયના પાઠ કરવાથી, જેમ અગાઉ આપણે વાત કરીને તેમ ત્રિવિધ તાપોની શાંતિ થઈ જતી હોય છે. આ પણ એક બહુ સારું સાધન છે એટલે તમારી સમક્ષ મૂકું છું. ખાસ કરીને યુવાન બાળકોને બધાને આના વિશે શીખવવું, ઘરમાં સમજાવવું. જે લોકોને જીવનમાં મહત્વાકાંક્ષા હોય, કંઈક પ્રાપ્ત કરવું છે, કંઈક મેળવવું છે, કંઈક જગ્યાએ પહોંચવું છે, કલેક્ટર ભણવું છે, કંઈક એવી-એવી ચીજો હોય, એ બધાને આની અંદર બહુ ફાયદો થઈ શકે છે. એટલે આ કરીએ છીએ, તો એને તમે જરા ધ્યાનથી, એકાગ્રતાથી તમારા હૃદયની અંદર ગ્રહણ કરો.

એવું પણ બને કે અંદર જે કંઈ કારણો મોજૂદ છે તે બધા જ નિર્મૂળ થઈ જાય અજ્ઞાનતાના. એવા ભાવ સાથે આપણે બધા બેસીએ અને આને ગ્રહણ કરીએ. આદિત્યહૃદયમ્— તતો યુદ્ધપરિશ્રાન્તં સમરે ચિન્તયા સ્થિતમ્। રાવણં ચાગ્રતો દૃષ્ટ્વા યુદ્ધાય સમુતસ્થિતમ્॥૧॥ દૈવતૈશ્ચ સમાગમ્ય દ્રષ્ટુમભ્યાગતો રણમ્। ઉપાગમ્યાબ્રવીદ્રામમગસ્ત્યો ભગવાનૃષિઃ॥૨॥ રામ રામ મહાબાહો શૃણુ ગુહ્યં સનાતનમ્। યેન સર્વાનરીન્ વત્સ સમરે વિજયિષ્યસિ॥૩॥ આદિત્યહૃદયં પુણ્યં સર્વશત્રુવિનાશનમ્। જયાવહં જપેન્નિત્યમક્ષય્યં પરમં શુભમ્॥૪॥ સર્વમઙ્ગલમાઙ્ગલ્યં સર્વપાપપ્રણાશનમ્। ચિન્તાશોકપ્રશમનમાયુર્વર્ધનમુત્તમમ્॥૫॥ રશ્મિમન્તં સમુદ્યન્તં દેવાસુરાનમસ્કૃતમ્। પૂજયસ્વ વિવસ્વન્તં ભાસ્કરં ભુવનેશ્વરમ્॥૬॥ સર્વદેવાત્મોકો હ્યેષ તેજસ્વી રશ્મિભાવનઃ। એષ દેવાસુરગણાંલ્લોકાન્ પાતિ ગભસ્તિભિઃ॥૭॥ એષ બ્રહ્મા ચ વિષ્ણુશ્ચ શિવઃ સ્કન્દઃ પ્રજાપતિઃ।

મહેન્દ્રો ધનદઃ કાલો યમઃ સોમો હ્યપાં પતિઃ॥૮॥ પિતરો વસવઃ સાધ્યા અશ્વિનૌ મરુતો મનુઃ। વાયુર્વહ્નિઃ પ્રજાપ્રાણ ઋતુકર્તા પ્રભાકરઃ॥૯॥ આદિત્યઃ સવિતા સૂર્યઃ ખગઃ પૂષા ગભસ્તિમાન્। સુવર્ણસદૃશો ભાનુર્હિરણ્યરેતા દિવાકરઃ॥૧૦॥ હરિદશ્વઃ સહસ્રાર્ચિઃ સપ્તસપ્તિર્મરીચિમાન્। તિમીરોન્મથનઃ શમ્ભુસ્ત્વષ્ટા માર્તણ્ડ અંશુમાન્॥૧૧॥ હિરણ્યગર્ભઃ શિશિરસ્તપનો ભાસ્કરો રવિઃ। અગ્નિગર્ભોઽદિતેઃ પુત્રઃ શઙ્ખઃ શિશિરનાશનઃ॥૧૨॥ વ્યોમનાથસ્તમોભેદી ઋગ્યજુઃસામપારગઃ। ઘનવૃષ્ટિરપાં મિત્રો વિન્ધ્યવીથીપ્લવઙ્ગમઃ॥૧૩॥ આતપી મણ્ડલી મૃત્યુઃ પિઙ્ગલઃ સર્વતાપનઃ। કવિર્વિશ્વો મહાતેજા રક્તઃ સર્વભવોદ્ભવઃ॥૧૪॥ નક્ષત્રગ્રહતારાણામધિપો વિશ્વભાવનઃ। તેજસામપિ તેજસ્વી દ્વાદશાત્મન્ નમોઽસ્તુ તે॥૧૫॥ નમઃ પૂર્વાય ગિરયે પશ્ચિમાયાદ્રયે નમઃ। જ્યોતિર્ગણાનામ્ પતયે દિનાધિપતયે નમઃ॥૧૬॥ જયાય જ્યભદ્રાય હર્યશ્વાય નમો નમઃ।

નમો નમઃ સહસ્રાંશો આદિત્યાય નમો નમઃ॥૧૭॥ નમ ઉગ્રાય વીરાય સારઙ્ગાય નમો નમઃ। નમઃ પદ્મપ્રબોધાય માર્તણ્ડાય નમો નમઃ॥૧૮॥ બ્રહ્મેશાનાચ્યુતેશાય સૂર્યાયાદિત્યવર્ચસે। ભાસ્વતે સર્વભક્ષાય રૌદ્રાય વપુષે નમઃ॥૧૯॥ તમોઘ્નાય હિમઘ્નાય શત્રુઘ્નાયામિતાત્મને। કૃતઘ્નઘ્નાય દેવાય જ્યોતિષામ્ પતયે નમઃ॥૨૦॥ તપ્તચામીકરાભાય હરયે વિશ્વકર્મણે। નમસ્તમોઽભિનિઘ્નાય રુચયે લોકસાક્ષિણે॥૨૧॥ નાશયત્યેષ વૈ ભૂતં તદેવ સૃજતિ પ્રભુઃ। પાયત્યેષ તપત્યેષ વર્ષત્યેષ ગભસ્તિભિઃ॥૨૨॥ એષ સુપ્તેષુ જાગર્તિ ભૂતેષુ પરિનિષ્ઠિતઃ। એષ ચૈવાગ્નિહોત્રं ચ ફલં ચૈવાગ્નિહોત્રિણામ્॥૨૩॥ વેદાશ્ચ ક્રતવશ્ચૈવ ક્રતૂનાં ફલમેવ ચ। યાનિ કૃત્યાનિ લોકેષુ સર્વ એષ રવિઃ પ્રભુઃ॥૨૪॥ એનમાપત્સુ કૃચ્છ્રેષુ કાન્તારેષુ ભયેષુ ચ। કીર્તયન્ પુરુષઃ કશ્ચિન્નાવસીદતિ રાઘવ॥૨૫॥ પૂજયસ્વૈનમેકાગ્રો દેવદેવં જગત્પતિમ્।

એતત્ત્રિગુણિતં જપ્ત્વા યુદ્ધેષુ વિજયિષ્યસિ॥૨૬॥ અસ્મિન્ ક્ષણે મહાબાહો રાવણં ત્વં વધિષ્યસિ। એવમુક્ત્વા તદાગસ્ત્યો જગામ ચ યથાગતમ્॥૨૭॥ એતચ્છ્રુત્વા મહાતેજા નષ્ટશોકોઽભવત્તદા। ધારયામાસ સુપ્રીતો રાઘવઃ પ્રયતાત્મવાન્॥૨૮॥ આદિત્યં પ્રેક્ષ્ય જપ્ત્વા તુ પરં હર્ષમવાપ્તવાન્। ત્રિરાચમ્ય શુચિર્ભૂત્વા ધનુરાદાય વીર્યવાન્॥૨૯॥ રાવણં પ્રેક્ષ્ય હૃષ્ટાત્મા યુદ્ધાય સમુપાpacket। સર્વયત્નેન મહતા વધે તસ્ય ધૃતોઽભવત્॥૩૦॥ અથ રવિરવદન્નિરીક્ષ્ય રામં મુદિતમનાઃ પરમં પ્રહૃષ્યમાણઃ। નિશિચરપતિસંક્ષયં વિદિત્વા સુરગણમધ્યગતો વચસ્ત્વરેતિ॥૩૧॥ ભગવાન વસિષ્ઠે (અગસ્ત્ય મુનિએ) રામચન્દ્રજીને તે વખતે એમ કહ્યું હતું કે, "હે રામ! હું જાણું છું કે તમે સર્વસમર્થ છો, આ જ ક્ષણે તમે રાવણનો વધ કરવા માટે શક્તિમાન છો; અને તેમ છતાં પણ મારી આપને એક નમ્ર વિનંતી છે કે આપ સૂર્યદેવનું અનુષ્ઠાન કરો, સૂર્યનારાયણની કૃપા પ્રાપ્ત કરો.

તમારા જીવનની અંદર તમે સૂર્યનું તેજ અને ઓજ પ્રાપ્ત કરો અને ત્યાર પછી તમે જે કર્મ કરવા જવા માંગો છો, તેના અંદર તમે જાઓ તો તમારો એમ કે યશ જે છે, એ એમ કે દિગંતરો સુધી વ્યાપ્ત રહેશે." અને આવી ઋષિની સલાહને માનીને ભગવાન રામે પછી ત્યાં આગળ આ આદિત્ય હૃદય જે એણે ધારણ કર્યું પોતાના એની અંદર, અને એ કર્યા પછીથી એમણે જ્યારે પ્રાર્થના કરી, સૂર્યનારાયણ પ્રસન્ન થયા, તેમને આશીર્વાદ આપ્યા. ત્યાર પછી એ યુદ્ધમાં ગયા, રાવણનો વધ કરી શક્યા. કેમકે રાવણનો વધ કરવો એટલે બહુ મોટી વસ્તુ છે. આજે તમે એમ જુઓ, એ પ્રતિ-વાસુદેવ છે વાસ્તવની અંદર તો, અને કેટલા બધા જ્ઞાન-વિજ્ઞાનના જ્ઞાતા હતા! રામે લક્ષ્મણજીને કીધું કે, "આ રાવણનો જીવ નીકળી જાય તે પહેલાં તું તેના પાસે જા રાત્રે," અને જઈને કીધું કે, "એની પાસે જજે અને નમ્રતાપૂર્વક..." કારણ કે લક્ષ્મણજી તો પાછા ગરમ એટલે...

"નમ્રતાપૂર્વક એમના પાસેથી આ વિદ્યા તું બધી ગ્રહણ કર. કેમકે હવે એમનો જીવ જશે તો વિદ્યા બધી નકામી જશે, તો એના બદલે તું એ વિદ્યા બધી પ્રાપ્ત કર." રામ પોતે નથી ગયા અને લક્ષ્મણને કહે, "તમે જાઓ, તમને એની જરૂર પડશે, જો!" એ બતાવે. પછી લક્ષ્મણજી ત્યાં આગળ રાત્રે ગયા અને પછી રાવણને પૂછ્યું, તો રાવણે પણ બહુ જ પ્રેમથી એ વિદ્યા એમને દાન કરી. લક્ષ્મણજી તે વખતે... કોઈ શત્રુતા નથી, કોઈ કડવાશ નથી કે, "૧૪ વર્ષ રખડી મર્યો વનમાં એ તારા લીધે!" એવી કોઈ ભાવના નથી. બોલો, કેટલી સુંદર, અદભુત બાબતો! આપણે જો વિચારીએ કે આ કેટલાક મહાન લોકો મહાન કેમ હોય, પાછળ આવી બાબતો પડી છે. કે બીજી ક્ષણે કંઈ નથી એના માટે કે ભાઈ એ યુદ્ધના મેદાન પર હતું—હોંકારા-પડકારા કરીશ, ગમે તે કરીશ સામસામે. કેવા-કેવા તો અસ્ત્રો ચલાવ્યા હતા! અત્યારે તો કોઈ દેશ પાસે એવા કોઈ શસ્ત્રો નથી, કોઈ એવા અસ્ત્રો નથી, એવા બધા શસ્ત્રોના જ્ઞાતા એ બંને જણા, અને તો પણ એમનો વ્યવહાર પણ કેટલો ઊંચો અને અદભુત હોય છે, આ એક જોવાની બાબત છે.

એટલે આ તમારી સામે મૂક્યું. આમાં એક બીજું પણ થશે કે જે લોકોને મોટા ભાગે ઘણી વખત સ્કીનને (ત્વચાને) લગતી નાની-નાની તકલીફો હોય છે—સોરાયસીસ કે સ્કીન ડિસઓર્ડર (skin disorder) જેને કહેવાય વધારે પડતા, તો એના અંદર પણ આ બહુ જ ફાયદાકારક થશે. આંખોના નંબર્સ, જે સતત અત્યારના કાળના કારણે એમ કે જોવા મળે જ છે કે મોટા ભાગના લોકોને ચશ્મા આવી જતા હોય, એમાં પણ બહુ મોટો ફાયદો થતો જોવાય છે. And last but not least (એન્ડ લાસ્ટ બટ નોટ લીસ્ટ), એવી વાત એવી છે કે આનાથી કોઈ પણ મટી શકે છે. દાખલો મારા ઘરની અંદર, મારા મોટા બેન મારાથી ૧૧ વર્ષ મોટા છે. એમના લગ્ન થવાના અમુક સમય પહેલા, એટલે લગભગ જ્યારે એ ૧૪, ૧૫, ૧૬ વર્ષના હશે તે સમયે, કોઈક સમયે એમને સ્કીન પર એક વાઈટ પેચ (શ્વેત ડાગ) આવવાનો શરૂ થયો હતો. તો મારી માતાએ મારા પિતાજીને પૂછ્યું કે, "હવે આ જે કંઈ થઈ રહ્યું છે તેનો ઉપાય શું?" તો કહે, "આદિત્ય હૃદય." પછી મારી માતાએ બે વસ્તુઓ કરી: એક તો નિત્ય આદિત્ય હૃદયનો પાઠ કરવાનો, એનું જળ સૂર્યનારાયણને અર્પણ કરી અને પછી એ જળ નીચે આવે તેને ગ્રહણ કરવાનું અને એ મારા બેનને પીવડાવવાનું, એને ચોપડવાનું.

અને બીજું એક હતું રસવંતી કરીને કોઈ ચીજ આવે, લગભગ તો એ ચંદન જેવી જ હોય—એક લાકડા જેવું હોય, એને ઓરસિયા પર ઘસે તો એને ચોપડવાની ને પીવાની. આ બે વસ્તુ એમને કરી હતી મારા બેનને, એનાથી એ ડાઘો બિલકુલ ચાલ્યો ગયો હતો અને ક્યારેય પણ પછી કંઈ આગળ વધ્યું નથી, આ પણ એક સત્ય બનેલી બાબત છે જે તમારી સામે મૂકું. તો આદિત્ય હૃદય પણ બહુ જ અદભુત છે, બહુ જ ગુણકારી છે. શેના-શેનાથી મને શું-શું થયું છે, એ તમારી સમક્ષ મેં તો મૂકી દીધું. આઈ જસ્ટ વોન્ટેડ ટુ શેર વિથ યુ ઓલ (I just wanted to share with you all). નાવ, ફૂડ ઇઝ રેડી (Now, food is ready). I would like to share with you that close your eyes, connect your soul, extend the celestial divine... Father Divine, Mother Divine, thank you very much for protection, guidance, help.

Whatever we have learned so far, register it, utilize it for the office of the man with full faith. સો થેન્ક યુ, થેન્ક યુ. ઓપન યોર આઈઝ, પ્લીઝ (Open your eyes, please).

આ લખાણ AI દ્વારા તૈયાર થયું છે. શંકા હોય ત્યાં મૂળ પ્રવચન સાંભળી ખાતરી કરવી.