પ્રસાદમ ક્લાસ ૪ · વિડિયો ૪
20 & 21 January 2024
નમસ્તે, ગુડ મોર્નિંગ! હાઉ વોઝ ધ નાઇટ? હાઉ વોઝ ધ મેડીટેશન યસ્ટરડે? એની સ્પેશિયલ કોમેન્ટ્સ ઓન યસ્ટરડેસ મેડીટેશન? કેન એનીબડી લિટલ એલાબોરેટ? કોઈને કંઈ એ વિશે કહેવું છે? કંઈ જાણવું છે? કંઈ પૂછવું છે? વોટ નેક્સ્ટ વાળી કોઈ બાબત છે? કશું છે? એની ક્લેરીફીકેશન ધેટ યુ વોન્ટ ઓન ધીસ? નો? ઓકે.
સો, આજે આ સેશનની ફરી એક વખત આપણે શરૂઆત કરીએ છીએ. અને અહીંયા આગળ તમને 'ઇન નટ શેલ' એક જબરજસ્ત મોટી ઝીપ ફાઇલ હિમાંશુભાઈએ તમને આપી દીધી છે. એને બસ બેસીને ઝગડ્યા કરજો આજનો આખો દિવસ. અને મારું જે કંઈ કીધેલું છે અત્યાર સુધીનું, તે પણ આના સાથે જો સિંક્રોનાઈઝ થતું હોય તો સાથે સાથે કરવાનો પ્રયત્ન કરો. અને તમારા જીવનના જે લાઇફ ગોલ સેટિંગ વગેરે જે કંઈ કરેલા નક્કી હોય, તો એ પ્રમાણે એમનું જે ગાઇડન્સ એ બહુ જ મેથોડીકલ હતું અને સાયન્ટિફિક હતું. એટલે જેને કહેવાય કે એ કાઇન્ડ ઓફ સ્પિરિચ્યુઅલ એન્જિનિયરિંગ જેને કહેવાય, એવા પ્રકારની બ્રાન્ચ એમણે ઓપન કરી દીધી છે આપણા માટે. અને એના ઉપર જો આપણે આગળ વર્ક કરીશું તો બહુ સારું થશે.
આટલા હેવી ડિસ્કશન જે કંઈ આપણી સામે આવ્યું છે, ત્યાર પછી આઈ થિંક વી નીડ લિટલ એક્સરસાઈઝ! યસ, તો આપણે ફરી પાછા ફિઝિકલી ફિટ થઈ જઈશું. ઓકે.
આ બધાએ મોઢામાં મૂકી રાખવાનું છે આને. એને ચાવવાનું નથી અત્યારે, જસ્ટ મૂકી રાખવાનું. એ પોતે જ મોટી કસોટી છે; મૂકી રાખવાનું, ચાવવાનું નહીં. હા, એટલી તો ધીરજ જોઈશે, કારણ કે અધ્યાત્મમાં આ પહેલું પગથિયું છે. ધૈર્ય તો ધારણ કરવું જ પડશે. સો, શેલ વી સ્ટાર્ટ ફર્સ્ટ એક્સરસાઈઝ?
1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25. 1, 2, 3, 4, 5, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 20, 22, 23, 24, 25. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24. 16, 17, 18, 19, 21, 22, 23, 24. 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 22, 23, 24, 25. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 20, 21, 22, 23, 24, 25.
સ્ટ્રેચ, બેન્ડ, નીલ ડાઉન, અપ, ડાઉન, અપ, ડાઉન. એઝ પોસિબલ, જમ્પ! શેક ઓફ યોર બોડી, શેક ઓફ યોર માઇન્ડ, શેક ઓફ એવરીથિંગ! ફ્રી યોર સેલ્ફ કમ્પ્લીટલી. પ્લીઝ ટેક યોર સીટ. થેન્ક્યુ. નાઉ, પ્લીઝ વોચ યોર બ્રેથ. ડોન્ટ ડ્રિંક વોટર ઈમીડીએટલી. અલાઉ યોર હાર્ટ બીટ ટુ કમ ટુ નોર્મલ લેવલ. યુટિલાઇઝ યોર અવેરનેસ. ફોકસ ઓન યોર બ્રેથ. ઇનહેલ એન્ડ એક્સેલ. વોચ ધ ઇનકમિંગ બ્રેથ એન્ડ આઉટ ગોઇંગ બ્રેથ. ધીસ અવેરનેસ વિલ બ્રિંગ યુ ઇન યોર પ્રેઝન્સ. નાઉ વી રિઝ્યુમ વિથ બ્રીધિંગ ફ્રોમ ધ રાઇટ નોસ્ટ્રીલ.
ૐ (ॐ - ઓમકાર)
નાઉ, લેટ ધ ક્વેશ્ચન અરાઇઝ: "હું કોણ છું?" જવાબ છે: "કેવળ આત્મા." "તું કોણ છે?" તો કે, "કેવળ આત્મા." "આ બધું શું છે?" તો કે, "કેવળ આત્મા." "આ જગત શું છે?" તો કે, "છ તત્વોનો સરવાળો." ગઈકાલે આપણે શીખ્યા સિક્સ ઈટર્નલ વિશે, છ તત્વોનો સરવાળો. ફરી પાછો પ્રશ્ન આવે છે: "તો હું કોણ છું?" તો કે, "પાંચ તત્વોની બાદબાકી." પાંચ તત્વો એટલે પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ તો ખરા જ, આકાશ પણ ખરું. પણ આ બધાને આપણે એક જ તત્વો તરીકે લઈએ છીએ, જ્યારે બાકીના ગતિ સહાયક, સ્થિતિ સહાયક, કાળ અને આકાશ આ બધા તત્વો છે. તો એના સામે "હું કોણ છું?" તો કે, "પરમપૂર્ણ ચૈતન્ય છું." આની અવેરનેસ આપણને અવિરતપણે હોવી જોઈએ, અનબ્રોકન. એને શાસ્ત્રની અંદર કહેવામાં આવે છે "તેલ ધારવત." એમ કે તમારું ધ્યાન જ્યારે આમ તેલ પડતું હોય કોઈક બોટલમાંથી કે કોઈ વાસણમાંથી બીજા વાસણમાં જો તમે નાખતા હોય, તો તેલની એક આખી ધાર થતી હોય છે.
બસ, એ પ્રમાણેનું તમારું અનબ્રોકન એટેન્શન, અવેરનેસ આ બાબત ઉપર હોવી જોઈએ કે "હું આત્મા જ છું, હું કેવળ આત્મા જ છું." અને આ જે કંઈ હું જોઈ રહ્યો છું, તે બધું પણ કેવળ આત્મા જ છે અને બીજું કંઈ જ નથી. અને જ્યારે એવું અવિરતપણે જોવાનું આવશે અને એવું થવા માંડશે, પછી તમને પ્રશ્ન નહીં થાય કે મારો આત્મસાક્ષાત્કાર થયો કે નહીં થયો, ક્યારે થશે, શું થશે? કારણ કે "યુ આર ઓલરેડી ઇન ઈટ."
તો આપણે જોઈએ: "હું કોણ છું?" તો આપણે શું બોલીશું? "કેવળ આત્મા." "તું કોણ છે?" "કેવળ આત્મા." "આ બધું શું છે?" "કેવળ આત્મા." "જગત શું છે?" "તત્વનો સરવાળો." "હું કોણ છું?" "બાદબાકી, ચૈતન્યનો ગુણાકાર, સંસારનો ભાગાકાર." "હું કોણ છું?" "પરમ ચૈતન્ય, પૂર્ણ ચૈતન્ય." તો આ સતત આપણને રહે. આજના આખા દિવસમાં માટે એવું તમે ધ્યાન રાખો.
કેવળ આત્મા કેવો હોય? તો કે, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત શક્તિ, અનંત આનંદ, નિર્વિકલ્પ, નિરાગી, નિર્લેપ, અવ્યાબાદ, ટંકો ખીણ, અવિનાશી, સ્વપ્રકાશક ચૈતન્ય, સૂક્ષ્મતમ પરમ જ્યોતિ, સુખધામ, નિરોગી, સ્વાભાવિક, સંસાર કે બહાર સંપૂર્ણ સદા મુક્ત. એટલે આપણે શું કહીએ? "મમ આત્મા શરણમ ગચ્છામી, મમ આત્મ શરણમ ગચ્છામી, મમ આત્મ શરણમ ગચ્છામી."
સર્વ અવસ્થા સમાધિ. દરેક અવસ્થાની અંદર જ્યારે આપણે આત્મા જોતા હોઈશું, ત્યારે શું થશે? તો કે, સમાધિ થઈ જશે, સહજ, એકદમ સહજ સ્વાભાવિકતાથી. એટલે એ સહજ સમાધિ જે કહે છે. અને એમાં શું થશે? તો કે, નિરંતર શુદ્ધાત્માની જ્યોત જલે. હવે આ કરતી વખતે જગતને પોસાય કે ન પણ પોસાય, એ આપણો પ્રોબ્લેમ નથી. ક્રિયામાં આપણે દરેક ક્રિયાઓ જે કંઈ થઈ રહી છે મન, વચન, કાયાથી, તેનાથી બિલકુલ અલિપ્ત છે. આપણે જુદા છે, તદ્દન નોખા છે. આ પ્રકારનું આપણને એક અવેરનેસ હોય. આત્માનું પોતાનું એવું જબરજસ્ત સ્વસંવેદન હોય કે જેના વડે આખું બ્રહ્માંડ પ્રકાશિત થઈ રહ્યું છે. આપણે આ આખું જે કંઈ જોઈ રહ્યા છે, સ્થાવર, જંગમ, ચરાચર જેને કહીએ આપણે, તો શેના કારણે જોઈ રહ્યા છે? તો કે, આપણા આત્માના કારણે આપણે જોઈ રહ્યા છે. જો એ ના હોય તો આ કશાનો કોઈ જ અર્થ રહેતો નથી.
એટલે...
આવી રીતની પરિસ્થિતિમાં રહેવું અથવા તો આ બધી જ સાંસારિક કન્ડિશનો તૂટી જવી અને આવા સ્ટેટમાં આવવું, એને "અદીઠ તપ" કહેવામાં આવે છે. તો બાહ્ય કન્ડિશન કોઈપણ હોય, પણ આંતરિક પરિણતિ તમારી શું છે? તો કે "હું આત્મા છું, તું આત્મા છે, હું આત્મા છું, તું આત્મા છે." બરાબર? તો એના સાથે સાથે એને એ પણ ખ્યાલ આવવો જોઈએ કે જે "હું આત્મા છું" એ જ જ્ઞાન છે અને એના સિવાય બાકીનું બીજું બધું જ જે કંઈ છે તે શું છે? તો કે અજ્ઞાન છે. તો એનો સાર રહે છે. એટલે ઓલ એટ અ ટાઈમ આ જેટલા બધા આત્માના પ્રિવિયસલી આપણે જોયા આ ગુણો, એ બધા ઓલ એટ અ ટાઈમ આપણા ખ્યાલમાં હોય, એટલા માટે એને કીધું કે "અનંત ગુણ જય સચ્ચિદાનંદ." બે જ શબ્દ ખાલી મૂકો એટલે એની અંદર બધું જ આવી જાય છે. જ્યારે પણ આપણે કોઈને કહીએ "જય સચ્ચિદાનંદ." હવે આપણે આગળ પણ જોઈશું, સચ્ચિદાનંદ શું છે અને કેવી રીતના છે.
સો, એ કરે શું? તો કે કલ્યાણ ભાવ ભાવે. હિમાંશુ સાહેબે કીધું ને હમણાં કે આરાધક પ્રેક્ટિસર હોય, એને ચોથો પાયો શું હોય? તો કે જગત કલ્યાણ એને કરવું જ પડે, કમ્પલસરી છે. એને વાપરી જ નાખે કુદરત કે "તું તૈયાર થઈ ગયો અને બરાબર છે, હવે તું બીજાને તૈયાર કરવામાં કામે લાગી જા." એટલે એ થતા હોય એટલે જગત કલ્યાણ થાય. અવસ્થાઓમાં પરિવર્તનશીલ આ જે કંઈ છે, એ બધી જ બાબતોને આપણે જોઈએ. છ તત્વ છે, એમાં આત્મા વત્તા જગત છે. આત્મા જે છે એ બિલકુલ જીવંત છે અને અરૂપી છે, અદ્રશ્ય છે વગેરે વગેરે. અને જગત આખું જે છે, જેને આપણે અજીવ કહીએ છીએ, એ રૂપી છે. તો તે બધી જ જગ્યાએ શું છે? તો કે નામ રૂપ છે. ગઈકાલે પણ આપણે આ બાબતની વાત કરી હતી. અત્યારે આ થોડુંક જરા રીકેપ કરી લઈએ છીએ અને એની અંદર ગતિ સહાયક, સ્થિતિ સહાયક, કાળ અને અવકાશ આ ચાર હોય છે.
આત્મા એટલે પરાવિદ્યા, એવો પણ એક ક્લાસિફિકેશન શાસ્ત્રોની અંદર આપેલું છે અને પ્રકૃતિના વિશે જે કંઈ તમે જાણો, એ બધું જ શું કહેવાય? તો કે અપરાવિદ્યા કહેવાય. એટલે પરા અને વિદ્યા તરીકે એને જ લેવામાં આવે છે કે જેમાં કેવળ આત્મા અંગેની જ વાતચીત હોય અને એ જ આપણા આ વર્કશોપનો અને આપણો સબ્જેક્ટ છે, જેના વિશે આપણે સમજવા માંગીએ છીએ, જાણવા માંગીએ છીએ, અનુભવ કરવા માંગીએ છીએ. બાકીનું બીજું બધું જ જ્યોતિષ આવી જાય, સંગીત આવી જાય, કોઈપણ ચીજ લો, તો એ બધું જ શું થશે? અપરાની અંદર જશે, એટલે કે એને અવિદ્યા કહેવામાં આવે છે.
તો આત્માની જ્યારે આપણે વાત કરીએ તો કેવું હોય? તો કે એક તો અચલ હોય, એને કોઈ ચલાયમાન ના કરી શકે. કંઈ પણ થાય પણ આત્મા હાલે નહીં. એટલે અમે ઘણી વખત કહેતા હતા કે "હાલે એ હું નહીં." સતત આપણે આપણી જાતને ઓબ્ઝર્વ કર્યા રાખવાનું અને બસ અંદર જોવાનું કે કંઈ પણ હાલે છે, જે કંઈ હાલે છે તે હું નથી. વિચાર બી આવે છે અને જાય છે, તો એ હું નથી. શરીર બી હાલે છે, તો એ હું નથી. એટલે શરીર નથી, મન નથી, આમ બધું અલગ અલગ અલગ અલગ આપણે પડતા જઈએ. તો જ્યારે તમે સંપૂર્ણપણે આત્માની અંદર પહોંચી જશો, તો તે વખતે તમને અનુભવ થશે શેનો? કે "હું અચલ છું." એ કેવું હોય કે કેવળ ચૈતન્ય હોય, એની અંદર પરમ આનંદ હોય. આત્મા કેવો હોય? તો કે અણુથી પણ સૂક્ષ્મ હોય અને મોટાથી પણ મહાન હોય. કેટલું બી મોટું હોય પણ એનાથી મોટામાં મોટું એ છે, નાનામાં નાનો એ છે.
એટલા માટે જ જે સાક્ષાત્કારી મહાત્માઓ હોય છે, એમાંથી કેટલાકને જે અમુક પ્રકારની સિદ્ધિઓ પ્રગટતી હોય છે, તો એમાં એક અણીમા અને એક બીજી હોય છે ગરિમા, બીજી હોય છે લઘીમા. એટલે સૌથી નાના પણ સૂક્ષ્મતમ એ થઈ જાય, સૌથી મોટા પણ એ થઈ શકતા હોય છે. એટલે આવા બધી બાબતો હોય છે, પણ આના અંદર આપણે કંઈ બહુ જાજુ પડવાની જરૂરત હોતી. એનો અનુભવ તમને એની મેળે આવશે. એટલે ક્યારેય નહીં વાપરવાની એવું પણ નથી, પણ એ એના યોગ્ય સમયે એનો જે કંઈ ઉપયોગ થતો હશે, એ કુદરત તમારા દ્વારા એ કરાવી લેતી હોય છે. સો, કેવળ જ્યોતિ સ્વરૂપ છે આત્મા આપણો. શ્વેતાશ્વતર ઉપનિષદની અંદર એને જ્ઞાન દર્શન પણ કીધેલું છે અને એ "અણોરણીયાન મહતો મહિયાન" શબ્દ જે છે, એ ત્યાં એ ઉપનિષદમાંથી લેવામાં આવ્યો છે. એ નિર્વિકલ્પ છે, અકલ્પ્ય છે. તમારે કલ્પના ન કરી શકો કે આત્મા આવો હશે કે આવો હશે કે આવો હશે.
તો હજુ તમે કલ્પનામાં જ છો, તમે આત્મા સુધી પહોંચ્યા નથી. અસંગ છે. આત્માની અંદર કોઈપણ પ્રકારનો સંગ હોતો નથી. એ દેહથી હંમેશા અલગ છે, એ મનથી પણ હંમેશા અલગ જ છે. સાથે હોવા છતાં પણ એનાથી અળગો જ હોય છે. એટલે કે મૂળ નિમિત્ત હોય, એની હાજરી હોય તો બધું થાય છે, પણ એ કશાનો એક્ટિવેટર નથી. એ કેટાલિસ્ટ તરીકે જ કામ કર્યા કરતો હોય. આત્મા ખુદ એક ઉર્જા છે, પણ એ નિરાલંબ છે. એને કોઈના આલંબનની જરૂરત નથી. "આવું હોય તો આવું થશે, આવું થશે" એવું કંઈ કન્ડિશનલ કશું હોતું નથી. એટલે અનકન્ડિશનલ છે આત્મા બિલકુલ અને એને બીજી કોઈ પણ ઉર્જાની જરૂરત હોતી નથી.
તો તેની સામે અહીંયા આગળ પ્રકૃતિ જે છે, એ ચંચળ છે, હંમેશા જળ છે, છતાં ચંચળ છે. આ જો વિરોધાભાસ એક સમજવા જેવો છે. સંપૂર્ણ જળ છે, પણ છતાં એ ચંચળ છે અને એની અંદર શું છે? તો કે દ્રવ્ય ભાવ છે. એટલે ગરમ, ઠંડુ, સુવાળું, ખરબચડું વગેરે વગેરે બધી ચીજો એની અંદર છે. તો એ આપણે ત્યાં જોઈએ છે. હવે ઇન્દ્રિયો જે છે, તેના દ્વારા આ બધી વસ્તુઓનો આપણે આહાર, વિહાર અને નિહાર કર્યા જ કરતા હોઈએ છીએ કે આ જગત શું છે અને કેવું છે. જેની જેની જરૂરત પડે, તેથી આપણે બળતણ તરીકે એને વાપરતા હોઈએ છીએ અને એનાથી આપણે ઉર્જા પેદા કરીએ છીએ. એ ઉર્જા ચૈતન્યની હાજરીની અંદર પ્રગટ થનારી ઉર્જા છે, એટલા માટે એ એક જાતની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જ કહેવાય. આ ઇન્ટેલિજન્સ વર્સેસ કોન્સિયસનેસ. તો ઇન્ટેલિજન્સ કેવી?
હોય તો કે જડ હોય. ઘણા માણસો બહુ આમ પેલા પોરસાતા હોય કે "આઈ એમ વેરી ઇન્ટેલિજન્ટ, માય ચાઇલ્ડ ઇસ વેરી ઇન્ટેલિજન્ટ." વિચાર કરો, શું બોલી રહ્યા છે એ લોકોને એમને ખબર નથી. એ ઇન્ટેલિજન્સ હંમેશા શું કરશે? સંસારગામીની જ હશે, એટલે સંસાર તરફ લઈ જનારી જ હશે. એટલે એ ક્રિએટ કરશે શું? વર્લ્ડ કરશે અને આઈનેસ વર્લ્ડ સાથે એને જોડાણ આપશે. એના આઈનું જે જોડાણ છે તે વર્લ્ડ સાથે આપી દેશે એને.
સામે કોન્સેસનેસ જે છે, શુદ્ધ ચૈતન્ય છે, તો એ શું કરે છે? તો કે એ તો આત્મા છે, ખુદ ખુદા છે. એને કશાની જરૂર નથી, એને કોઈની પરવાહ બી નથી, કોઈની પડી બી નથી. એનાથી કશું અને એ સેલ્ફ અવેરનેસ છે, સેલ્ફ અવેરનેસ. પણ આ સેલ્ફ અવેરનેસ ડેવલપ કરવા માટે વચ્ચે એક એજન્સીની ઘણી વખત જરૂર પડે છે. એટલે આપણે એ એજન્સી એટલે કે ગુરુ, ગુરુ તત્વ.
કહે છે ને કે "ગુરુ ગોવિંદ દો ખડે, કિસકો લાગુ પાય? બલિહારી ગુરુ આપકી, ગોવિંદ દિયો બતાય." કે ગોવિંદની ઓળખાણ તો ગુરુએ કરાવી, એટલે કે પહેલા તો હું તો ગુરુને જ પગે લાગીશ. પણ આપણા પહેલા ગુરુ કોણ? તો કે માતા-પિતા. આ સંસારની અંદર આપણે આવ્યા, તો આપણું બધું જે ઋણ છે એ માતૃ ઋણ અને પિતૃ ઋણ ક્યારેય આપણે કોઈની સાથે ચૂકવી શકીએ નહીં. એનો સોદો જ ના થાય શકે. "ઈટ ઇસ ઇમ્પોસિબલ." કોઈ ક્યારેય પણ એને એને કરે. ત્રીજું જે આપે છે તો કે ગુરુ. એટલે છેક તમે એમ કહો કે પ્લે ગ્રુપથી શરૂ કરીને આજ દિન સુધી તમને મળેલા દરેકે દરેક ટીચર કહો તમે, કે દરેકની અંદર એ ગુરુતત્વ ઓછા વત્તા પ્રમાણમાં મોજુદ હતું.
તો તમને દરેક વ્યક્તિએ આવા એ "વે ઓફ લાઈફ" વિશે શીખવાડ્યું કે "હાઉ ટુ લીવ," જેના વિશે સાહેબે હમણાં જ વાત વાત કરી. સો, "હાઉ ટુ લીવ" એન્ડ "હાઉ ટુ બિહેવ" – આ બે વસ્તુઓ અત્યાર સુધીના આપણે સતત અવિરતપણે શીખતા જ આવ્યા છે અને એ એજન્સી જે છે એ ગુરુ તત્વ જ છે.
તો આવા તમામ ગુરુઓને આપણે યાદ કરીએ, આંખોને બંધ કરીએ અને કહીએ કે, "હે ગુરુ તત્વ, તમારું ઋણ તો અમે અદા નથી કરી શકતા શકતા. તમારું તમે પણ તમારા શીખવેલા તમારા શીખવેલા તમામ બાબતોને તમામ બાબતો જીવનની અંદર જીવનની અંદર યથાર્થ રીતે યથાર્થ રીતે અનુભવ કરીને અનુભવ કરીને અમે અમે આપની આપની આજે કઈ કૃપા અમારી પર થઈ છે આજે કઈ કૃપા અમારી પર થઈ છે તેનો તેનો સાદર સાદર ઋણ સ્વીકાર કરીએ છીએ."
માથેરાનની અંદર અમે અમારો પહેલો હરાતે ક્લાસ કરવા ગયા હતા. એ વખતે અમારી આખી અમદાવાદની આપણી બધી ટીમ, એમાં અમારા વડીલ શ્રી મહાદેવભાઈ દેસાઈ, આઈ.જી. દેસાઈ, માય સેલ્ફ અને બધા વેટરન્સ ડોક્ટર શૈલેશભાઈ બધા હતા અમે લોકો. અને અમે એવું એક, એટલે મહાદેવભાઈની સાહેબની બહુ ઈચ્છા હતી કે આપણે ગુરુને કંઈક એમ કે આપણે આપીએ. એટલે કોઈક એવી જાતની ગિફ્ટ આપીએ કે એ આપવાથી શું થશે? તો કે આ બસ આપણે એમને કે એક ઋણ આપણે સ્વીકાર કરીએ છીએ, એ પ્રકારની એક એમને એવી ભાવના થઈ. એટલે અમને એ પેલા લાલભાઈ ગ્રુપના તે વખતે એક ડાયરેક્ટર તરીકે હતા, એટલે અમને બધાયને ઓફિસમાંથી છુટ્ટી લેવડાવીને બપોર પછી એ ત્યાં આગળ બોલાવડાવે. અને પછી અમે બધા પ્રેક્ટિસ કરીએ અને એની એક કેસેટ બનાવી. એ કેસેટ બનાવીને અમે ત્યાં માથેરાનની અંદર જ્યારે માસ્ટર સાહેબ આવીને બેઠા, એટલે એ પંડાલની અંદર તે વખતે કીધું કે, "તમે આવો અને એમ કે બેસો, વાત કરો.
અહીંયા આગળ બધી સારી વાત છે, પણ અમે તમને કહેવા માંગીએ છીએ કંઈક." માસ્ટર સાહેબ તો કે, "હા, ઓકે." તો અમે પછી એની એક કેસેટ બનાવી હતી અને એ કેસેટ સાથે સાથે પ્લે કરી. પણ પછી માસ્ટર સાહેબે શું કીધું કે, "નહીં, નહીં, આઈ વોન્ટ ટુ હિયર ઈટ ફ્રોમ યોર ઓન વર્ડસ." એટલે પછી પાછું ફરી એક વખત અમારે ગાવી પડી હતી.
પણ એ જે પ્રેયર હતી એ બહુ જ સરસ હતી. એને આપણે ગુરુ સ્તોત્રમ તરીકે જાણીએ છીએ અને એ આ છે. તો માસ્ટરનું કહેવું એવું હતું કે, જ્યારે પણ તમે આ ગુરુ સ્તોત્રમ કરો, તો તે વખતે ટોટલ સરેન્ડર થવું જરૂરી છે. અને સાથે સાથે તમે એ ગુરુ તત્વ છે, બસ એને અંદરથી આવતી જે કૃપા છે એને તમારે રિસીવ કરવાની. તો આંખોને બંધ કરો, જીભ તાળવા પર રાખો અને ગુરુકૃપા વરસી રહી છે, બસ એનો આ સ્વાદ લો, એને એબ્સોર્બ કરો.
ૐ, અખંડ મંડલાકારં વ્યાપ્તં યેન ચરાચરમ્ તત્પદમ દર્શિતમ યેન તસ્મય શ્રી ગુરુવે નમઃ. અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિતં યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર. ગુરુઃ સાક્ષાત્ પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ સ્થાવરમ જંગમ વ્યાપ્તમ યત કિંચિત્સ ચરાચરમ. તત્પદમ દર્શિતમ નમઃ. ચિન્મયમ વ્યાપીયત સર્વમ ત્રૈલોક્યમ સચરાચરમ. યેન તસ્મય શ્રી શ્રી ગુરુવે નમઃ. સર્વશ્રુતિશિરોરત્નવિરાજિતપદામ્બુજા વેદાંતામ્બુજસૂર્યાય તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ચૈતન્યં શાશ્વતં શાંતં વ્યોમાતીતં નિરંજનમ્... બિંદુ નાદ કલાતીતમ તસ્મય શ્રી નમઃ. જ્ઞાન શક્તિ સમા રૂઢમ તત્વમાલા વિભૂષિત. ભુક્તિ મુક્તિ પ્રદાતાચ તસ્મય શ્રી નમઃ. શોષણમ ભવસિંધો જ્ઞાપનમ સંસાર સંપદ. ગુરુ પાદોદકમ સમ્યક તસ્મય શ્રી નમઃ. ન ગુરોરધિકં તત્ત્વં ન ગુરોરધિકં તપઃ.
તત્ત્વજ્ઞાનાત્પરં નાસ્તિ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. મન્નાથઃ શ્રી જગન્નાથો... શ્રી જગન્નાથમ મદગુરુ શ્રી જગતગુરુ. મદાત્મા સર્વભૂતા તસ્મય શ્રી શ્રી ગુરુરાદિક નાદિશ્ય ગુરુ પરમ દૈવતમ પરતરમ નમઃ.
"નાઉ કમ્સ ધ કલ્મિનેશન પોઈન્ટ ઓફ ધીસ ગુરુ સ્તોત્રમ": હરે ગુરુ, હરે ગુરુ, હરે ગુરુ, હરિ ઓમ. હરે માસ્ટર, હરે માસ્ટર, હરે માસ્તર, હરે ઓમ. હરે ગુરુ, હરે ગુરુ, હરે ગુરુ, હરિ ઓમ. હરે માસ્ટર, હરે માસ્ટર, હરે માસ્ટર, હરિ ઓમ. હરે ગુરુ, હરે માસ્ટર, હરે માસ્ટર, હરે ઓમ. હરે ગુરુ, હરે ગુરુ, હરે ગુરુ, હરિ ઓમ. હરે માસ્ટર, હરે માસ્ટર, હરે માસ્ટર, હરિ ઓમ. હરે ગુરુ, હરે ગુરુ, હરે ગુરુ, હરિ ઓમ. હરે માસ્ટર, હરે માસ્ટર, હરે માસ્ટર, હરે ઓમ. હરે ગુરુ, હરે ગુરુ, હરે ગુરુ, હરે ઓમ. હરે માસ્ટર, હરે ગુરુ, હરે.
ગુરુ હરે, હરે માસ્તર, હરે માસ્તર, હરે માસ્તર, હરે ઓમ. હરે ગુરુ, હરે ગુરુ, હરે ગુરુ, હરે હરે માસ્તર, હરે માસ્તર, હરે માસ્તર, હરે ઓમ. "Be aware and just be with deep gratitude, respect and love. We thank you Sadguru, tvam namami."
ગઈકાલે પણ આપણે વાત કરતા હતા, "બાયનરી સિસ્ટમ." તો એની અંદર એક એટલે આત્મા. આવું મને, "હું એક જ છું, એક અને જગત શૂન્ય છે," આ બંને વસ્તુઓ મને આપણા બધા જ શાસ્ત્રોની અંદરથી મળેલી છે અને મેં એને ત્યાંથી જ લીધેલી છે. એટલે ખરેખર આ બાયનરી સિસ્ટમની શરૂઆત તો આપણા શાસ્ત્રોની અંદર ઓલરેડી બહુ પહેલેથી થયેલી હતી. વેદોમાં એકનો અર્થ આત્મા અથવા પરમાત્મા થાય છે, પરંતુ જ્યાં સુધી તત્વ દ્રષ્ટિ જડતી નથી ત્યાં સુધી આત્મા જડતો નથી. સો, તત્વ દ્રષ્ટિ વડે જ આત્મસાક્ષાત્કાર થાય છે. એના માટે અંદર જે ભાવ છે એ ક્યાં પ્રગટે છે તેને શોધો. ભાવથી કર્મ બને છે અને ભાવથી કર્મ નષ્ટ થાય છે. સો, ભાવસત્તા જ સંસાર બંધન અને મુક્તિ અને મોક્ષનું કારણ ગણાય છે.
ભાવ એટલે અંતરનો આશય. અંદર ઊંડે ઊંડે "વોટ યુ વોન્ટ" વાળું એક ચાલે છે, બસ એને શોધ્યા કરો સતત અને જુઓ કે ખરેખર તમને શું જોવે છે. એટલે એ શબ્દ રૂપે, વિચાર રૂપે અને સૂક્ષ્મ ખ્યાલ રૂપે હોય છે. એને શોધી શકાય એવું છે. બીજું કે એ પ્રત્યેક અવસ્થાઓમાં એ ભાવ શું રહે છે એ પણ જોવું જરૂરી છે. એની અંદર એ પ્રમાણે આવતા ભાવ ભવનું નિર્માણ થતું હોય છે. માટે સંસાર વિસર્જનનો ભાવ મુક્તિ કે મોક્ષ માટે અતિ આવશ્યક એકમાત્ર ઉપાય છે.
એટલે "કલ્પના, કલ્પ અને નિર્વિકલ્પ છું" એવું જ્યારે થાય. આપણે મનમાં કલ્પનાઓ પણ કરતા હોઈએ તો "ઇમેજીનેશન હેઝ ઓલસો ગોટ પાવર." અને એ કલ્પના જો તમે એવી કરી હોય તો એ કલ્પ સુધી ચાલે. એક કલ્પ એટલે ઘણો મોટો એક સમયગાળો કહેવામાં આવે છે શાસ્ત્રની અંદર. તો ત્યાં સુધી એ એક કલ્પનાનો પાવર રહેતો હોય છે. એટલું બધું જબરજસ્ત પાઠ. તો હવે એ કલ્પશક્તિનો ઉપયોગ તમે જે છે, "પાવર ઓફ ઇમેજીનેશન," એનો પણ ઉપયોગ કરીને તમે સંસાર પેદા કરવા માંગો છો, સારો સંસાર પેદા કરવા માંગો છો કે પછી સંસારમાંથી સરળતાથી મુક્તતા મેળવી અને તમે મોક્ષે જવા માંગો છો? તો એ નક્કી કરવું ઘટે.
વૃત્તિઓ, લાગણીઓ, વિચારો અને ભાવ, આ બધા જ એકબીજા સાથે જોડાયા છે. તો જો વૃત્તિઓ ક્યાં વર્ક કરે છે? તો કે હૃદયની અંદર કરે છે. તમારે અંદર કોઈપણ વૃત્તિ પડેલી હશે, ક્યાં તો શોધી શકાય હૃદયની અંદર. લાગણીઓ બધી ક્યાં છે? તો કે આખા શરીરની અંદર બધી જાતના સંવેદનો ચાલતા હોય. તમે એને ફિઝિકલથી શરૂ કરીને દરેક લાગણીઓને ત્યાં આગળ જોઈ શકો છો. એટલે આ શરીર જે ખરેખર છે એ આપણા એમ કે મોનિટર જેવું છે, "ડિસ્પ્લે," કમ્પ્યુટરનું જેમ કે હોય છે અને ત્યાં આ બધી જ વસ્તુ આપણે સમજી શકીએ છીએ.
વિચારો જે છે એને ક્યાં શોધવાના છે? તો કે એ મન સાથે સંકળાયેલી બાબત છે. જો મનને તપાસવા માંડશો તો તમને બધા વિચારો કે શું આવે છે, કેવા આવે છે, ક્યાંથી આવે છે, અંદરથી ફૂટે છે કે બહારથી આવે છે, આ બધી વસ્તુઓની ખબર પડશે. અને આજે સૌથી છેલ્લામાં છેલ્લી બાબત જેને ભાવ કહેવામાં આવે છે એ બહુ અતિ સૂક્ષ્મ બાબત છે, ગૂઢ છે. તો એ ભાવને તો જેને કહેવાય કે તીર્થંકરો અથવા રિયલાઈઝ થયેલા સોલ હોય એવા લોકો પકડી શકતા હોય. બાકી કોઈ ઘણી વખત માણસ પોતે જ પોતાના ભાવ સમજતા તો હોતો નથી. એટલો બધો અબોધ અને એટલો બધો અબોધ છે ખરેખર તો. એટલે એ પોતાના ભાવ સમજતા નથી. એટલે આ બધી બાબતો એને સતત જીવનની અંદર પજવતી હોય છે અને એની દરેક પરેશાનીઓનું મૂળ પણ આ જ છે.
તો આ બધું જ હોવા છતાં પણ છેવટે તો હું નિર્વિકલ્પી છું એમ તમારે જાણવું જ. અને જેવું તમે નિર્વિકલ્પી છો સમજશો એટલે બધી કલ્પનાઓનો સીધો જ છેદ ઉડી જશે. આ દ્રવ્ય અવિનાશી છે, બધા પરિવર્તનશીલ છે. એના અંદર રૂપ, રસ, ગંધ, રંગ, શબ્દ, સ્પર્શ આ બધી વસ્તુઓ હોય છે. અને પવન, પાણી, અગ્નિ, પૃથ્વી અને આકાશ આ પાંચે પાંચ જેને આપણે ફિઝિકલ એલિમેન્ટ તત્વો જે કહીએ છીએ તે છે. એની અંદર ગરમ, ઠંડુ, સુવાળું, ખરબચડું, ઘન, પ્રવાહી, ગેસ એનો અને એક એનાથી પણ ઉપરનું ઈથર વગેરે એમ કે "સ્ટેટ ઓફ" જેને કહેવાય એ તત્વ બધા એલિમેન્ટ્સ હોય છે. અને એ દરેક પૂરણ થતા હોય કાં તો ગલન થતા હોય. એટલે એની અંદર ગતિ પણ હોય છે અને સ્થિતિ પણ હોય છે. એટલે આખું જેને જળ જગત આપણે કહીએ છીએ એ આટલા શબ્દોની અંદર પૂરું થઈ જશે. સમજણ એને એવી રીતે મેળવી લેવાની.
એના અંદર એટ્રેક્શન અને રિપલ્સન પણ હોય છે. એટલે ચુંબકત્વનો ગુણ આવે છે. જેમ વિદ્યુત, ઇલેક્ટ્રિસિટી હોય છે, મેગ્નેટિક પેદા થાય છે એવી જ રીતે આ થતું હોય છે. અને આ જ વસ્તુઓ છેવટે તો પુણ્ય અને પાપ તરફ લઈ જતી હોય છે. બીજું કંઈ છે નહીં. પુણ્ય શું અને પાપ શું? જ્યારે તમે કંઈક બધું સારું સારું એટ્રેક્ટ કરો છો, તમારું પુણ્ય થાય છે. અને સારું ના કહી શકાય, સંસાર માટે યોગ્ય નથી એવું જે કંઈ તમે કરવા માંગો છો કે આત્મા માટે ઠીક નથી એવી વસ્તુઓ જ્યારે એટ્રેક્ટ કરવા માંડો છો તો એ બધું પાપ કહેવાય છે. પણ આખરે તો પુણ્યાચાર, પાપાચાર એ પણ શું છે? તો કે ભ્રાંતિ જ છે. આત્મા જ કેવળ સત્ય છે. એટલે આ બાકીનું બીજું બધું જ મનના લેવલ ઉપર બધું પૂરું થઈ જશે. અને જ્યારે આપણે મનની પાર જ્યારે જોઈશું, કંઈક જાણીશું ત્યારે આપણે આત્મા વિશે જાણી શકતા હોય છે.
એટલે આને દૂર કરવાનો રસ્તો, પુણ્ય થઈ ગયું, પાપ થઈ ગયું એવું જો તમને લાગતું હોય તો એનો ઉપાય શું આપ્યો છે? કે ભાઈ પ્રાયશ્ચિત કરો. પ્રાયશ્ચિત એટલે આપણે કાલ કર્યું ને? આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન કે મારાથી આવું આવું થઈ ગયું છે. હું નહોતો કરવા માંગતો પણ અજ્ઞાન દશામાં થયું છે. મને એની માફી આપો. એટલે તરત એ ઉડી ગયું, સામે જ ઉડી.
ગયું, તરત જ આને સમજીએ. આપણે શરીરની અંદર પાંચ કોષ છે અને સાત શરીર છે. હવે અહીંયા આગળ બધા ઘનતાના અલગ અલગ સ્તરો ગોઠવાયેલા છે. તો આપણે વક્રીભવનનો સિદ્ધાંત એક છે, એ શું કહે છે કે પાતળામાંથી ઘટ્ટ તો લંબ તરફ જઈ ગયા. લંબ એટલે આમ કોઈપણ વસ્તુને લટકાયેલી હોય તો બિલકુલ સીધી લીટીની અંદર જે રહેતી હોય એને લંબ સ્થિતિ કહેવામાં આવતું હોય છે. તો એ શું કહે છે કે પાતળામાંથી ઘટ્ટ લંબ તરફ અને ઘટ્ટમાંથી પાતળું તો કે લંબથી દૂર. એને આપણે સમજવાનું. લંબ તરફ એટલે કે આત્મા તરફ. પાતળામાંથી ઘટ્ટ તો જેમ જેમ તમે ઘટ્ટ તરફ જાવ તો એ આલંબન લેતું જાય છે. અને ઘટ્ટમાંથી પાતળું તો જેમ જેમ તમે જેને કહેવાય ક્રિસ્ટલાઈઝેશન તરફથી સૂક્ષ્મતમ તરફ જવા માંડશો એટલે તરત જ તમે સૂક્ષ્મતમની અંદર જેવી ગતિ કરો છો તો પછી એની પેલી પાર તમને સીધો આત્મા જોવા મળતો હોય છે.
આ જે શરીર છે એમાં સાત વસ્તુઓ આપેલી છે. સપ્ત ધાતુ એને કહે છે: રક્ત, રસ, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને શુક્ર. એટલે આનું એક સતત હોય છે અને એનાથી એક આખો આ સંસાર જે છે તે આપણો રચાયો છે. આ પાંચ કોષો છે, આ આપણા સાત શરીરો છે. એમાં ધ્યાન આપો કે પાંચમો, છઠ્ઠો અને સાતમો, આ ત્રણ સત્, ચિત્ અને આનંદ અહીં છે. જે આપણે બોલીએ ને, "જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ", તો દર વખતે જ્યારે બોલીએ એટલે આ પાંચ, છ અને સાતની અંદર ઊર્જા પુરાય છે, એ બળવાન બને છે અને પેલા કમજોર થતા જાય છે. કયા? તો કે ભૌતિક શરીર, ભાવ શરીર, સૂક્ષ્મ શરીર અને માણસ શરીર. એ બધા કમજોર પડતા જશે જેમ જેમ આપણે વધુને વધુ એની અવેરનેસમાં આવીશું, પાંચ, છ અને સાત નંબરના જે છે તે.
હવે આ ફિઝિકલમાંથી તમે જેવા અંદર સૂક્ષ્મની અંદર જશો ત્રણ નંબર ઉપર એટલે તમને જોવા મળે છે કે અંદર આટલા બધા ચક્રો છે જેના વિશે આપણે બહુ જાજી વાત કરવાના નથી પણ આધ્યાત્મિક રૂપથી એવું કહેવા જાય છે કે આ સાત સાત ચક્ર છે, સાત શરીર છે અને એને અંદર આપવાની ઊર્જા માટેના ત્રણ મુખ્ય નાડીઓ છે. એને ઈડા, પિંગળા અને સુષુમ્ણા તરીકે આપણે જાણીએ છીએ. જ્યારે આપણે પ્રાણાયામ કર્યા તો આ ત્રણેયનો આપણે ઉપયોગ કર્યો હતો.
તો હવે વક્રીભવનનો સિદ્ધાંતના પ્રમાણે સૌથી પહેલા ઉપર આકાશની અંદર એક મહતત્વ હતું, શિવ તત્વ જેને કહી શકીએ આપણે. તો એ હતું પરમ ચૈતન્ય, આત્મા, પરમાત્મા જે નિસ્પંદ હતું. એના અંદર કોઈ પ્રકારના વાઈબ્રેશન કે કશું જ હોતું નથી. પણ પછી એ જ્યારે નીચે સ્પંદન રૂપે પ્રગટે છે એટલે એમાંથી પહેલા બિગ બેંગ થાય છે અને પછી આકાશ તત્વ પ્રગટે છે. એ આકાશ તત્વમાંથી વાયુ, વાયુમાંથી અગ્નિ, અગ્નિમાંથી જલ, જલમાંથી પૃથ્વી અને પૃથ્વી અને જલ આ બંને હોવાના. આ બધા જ તત્વો થઈ ગયા પછીથી છેવટે પશુ પક્ષીઓ અને છેવટે મનુષ્યો આવે છે.
તો આ જ એનર્જી ફોલોસ થોટ. એટલે આ ઉપર જેને કહેવાય બ્રહ્મત્વ જે આપણું એમ થાય છે કે કંઈ પણ ક્રિએશનની આપણે શરૂઆત કરીએ એટલે સૌથી પહેલું આકાશ તત્વ હોય. તો માનો કે એક યુનિટ હોય એમાંથી એટલે એક 1000 યુનિટ દાખલા તરીકે આપણે કર્યું તો તેમાંથી 100 યુનિટ લેસ કરીએ ત્યારે એ વાયુ તત્વ બને છે. એટલે પછી 100 યુનિટ જ ખાલી બાકી રહી જશે આકાશ તત્વની અને એ આખું કમ્પ્લીટ કરશે. એના પછીથી એ વાયુ તત્વ બનશે. એમાં જ્યારે ફરી પાછો વક્રીભવનનો સિદ્ધાંત લાગુ પડશે એટલે પછી એ 800 ઉપર આવશે ત્યારે વાયુ તત્વ બનશે, 700 ઉપર આવશે એટલે અગ્નિ તત્વ, જલ તત્વ અને 600 પર આવીને છેવટે પૃથ્વી ઉપર આવે. તો આ બધા જ બની ગયા પછી દાખલા તરીકે એમ કે વૃક્ષો છે તો એ 40 ઉપર છે, પશુ પંખી છે તો એ 20 ઉપર છે અને મનુષ્ય છે એને 100 યુનિટ જેટલા એમ કે પાવર વાપરે છે.
આવું આખું એક જનરલ આપણે સમજી શકીએ એવું બનાવેલું છે.
હવે પાતળામાંથી ઘટ્ટ લંબ તરફ આલંબન તરફ જાય છે અને ઘટ્ટમાંથી પાતળું લંબથી દૂર એટલે એ આત્મા તરફ જનારી વસ્તુ છે. એટલે આ ફિઝિકલ સ્પેક્ટ્રમ જેમ કે અલગ અલગ આપણે જોઈ શકતા હોય એવી જ રીતે આ બધા જ એમ કે આપણા શરીરો એક પછી એક ગોઠવાયેલા છે અને એના અંદર પૂર્ણ પ્રકાશ જેવો પરમાત્માનો પસાર થાય છે, અલગ અલગ અલગ અલગ આખું ક્રિએશન બનતું હોય છે. આવું એક પુસ્તકમાંથી અમને મળ્યું હતું.
તો આ પાંચ તત્વો જે છે એ ચૈતન્યની હાજરીની અંદર આ બધું વર્ક કરે છે. તો આકાશ શું કરે છે? તો કે સ્પેસ એટલે જગ્યા પૂરી પાડે છે. એક મોટી ફેક્ટરી બનાવવાની હોય જાણે કે એના અંદર. હવે વાયુ શું કરશે? તો કે એ હંમેશા ગતિ આપે છે એટલે ટોર્ક પેદા કરે કોઈપણ એ હોય એમાં. અગ્નિનું કામ શું છે? ફ્યુઅલિંગ સ્પાર્ક પેદા કરવાનું અને જલ તત્વનું કામ શું છે? એ પણ ફ્યુલિંગ કરે છે. પૃથ્વી જે તત્વ છે તે શું કરે છે? તો કે એ જગ્યા આપે છે તમને રથ. તો એ ચૈતન્યની હાજરીની અંદર આખી આ વસ્તુ ગોઠવાયેલી છે.
આને સમજી લીધા પછી એનાથી અંદર આપણે જ્યારે જઈએ તો આપણને આ જે કહેવાય એ શબ્દાનુવિદ્ધ સવિકલ્પ સમાધિ આને કહેવામાં આવે છે કે "હું દેહ નથી, હું મન નથી, હું મન નથી, હું વૃત્તિ નથી, હું વૃત્તિ નથી, હું વિચાર નથી, હું વિચાર નથી, હું લાગણી નથી, હું લાગણી નથી, હું કોઈ પણ કર્મનો કર્તા નથી, હું કોઈ પણ કર્મનો કર્તા નથી, હું એટલે શુદ્ધ આત્મા જ છું, હું એટલે શુદ્ધ આત્મા જ છું, હું કેવળ આત્મા જ છું, હું કેવળ આત્મા જ છું, હું દેહ નથી, હું દેહ નથી, હું મન નથી, હું મન નથી, હું વૃત્તિ નથી, હું વૃત્તિ નથી, હું વિચાર નથી, હું વિચાર નથી, હું લાગણી નથી, હું લાગણી નથી, હું કોઈપણ કર્મનો કર્તા નથી, હું કોઈ પણ કર્મનો કર્તા નથી, હું એટલે કેવળ શુદ્ધ આત્મા જ છું, હું એટલે કેવળ શુદ્ધ આત્મા જ છું, હું કેવળ આત્મા જ છું, હું કેવળ આત્મા જ છું, હું દેહ નથી, હું દેહ નથી, હું મન નથી, હું મન નથી, હું વૃત્તિ નથી, હું."
વૃત્તિ નથી, હું વિચાર નથી, હું લાગણી નથી, હું કોઈ પણ કર્મનો કર્તા નથી. હું એટલે શુદ્ધ આત્મા જ છું, શુદ્ધ આત્મા છું, હું કેવળ આત્મા જ છું, હું કેવળ આત્મા છું. "અહમ પરમ, તત્વમ અસી." આ સ્લાઈડ તમે શેર કરજો બધા સાથે.
આજે અહમ છે, જેને આપણે કહીએ છીએ, એ કેવું છે? તો કે પૂર્વ જન્મ પૂરિત છે. પૂર્વ જન્મની અંદર જે જે ભાવો કર્યા હતા, જે જે આપણા બુદ્ધિના આશ્રયો હતા, એ બધું લઈને આપણે કર્મનો આખો કારણ દેહ બનાવ્યો અને એના અંદર બેસીને આપણે આખું આ પછી ફિઝિકલ બોડી પણ બનાવ્યું અને આપણે અહીંયા આગળ આયા. હવે આ જે કંઈ છે તે બધું જ ક્યાં આગળ છે? તો કે આપણી અંદર પુરાયેલું છે. આ વૃત્તિઓ બધી જ જે કંઈ છે, મનુષ્યવૃત્તિ, પશુવૃત્તિ, જે કહીએ છીએ ને, બધા જ પ્રકારની વૃત્તિઓ અહીંયા આગળ આપણને જોવા મળશે. એટલે બેસીને જો સતત ત્યાં આગળ પણ આપણે ધ્યાન, ચિંતન વગેરે કરીશું, તો એક પછી એક બધી વૃત્તિઓ અંદર શું શું ભરાયેલી છે એ બધી તમારી સામે આમ ખુલવાની શરૂ થશે, પોપઅપ થશે એક પછી એક. ગભરાવાની જરૂરત નથી, એ જવા માટે આવી રહી છે. એ ઉભરાઈ રહી છે, કારણ કે તમે ધ્યાન આપ્યું એટલે ધ્યાનની ગરમીના કારણે એ પાતળી પડી.
એ બિલકુલ ઘન સ્વરૂપમાં હતી, તો હવે એ પાતળી પડી અને ઉભરાઈને બહાર નીકળી જઈ રહી છે. તો એને જવા દો. પછી બીજી વૃત્તિ પેદા થશે, ત્રીજી થશે. એમ એમ કરતાં કરતાં જો હૃદય ઉપર સતત આવી રીતના ધ્યાન, ચિંતન વગેરે કરવાનું ચાલુ રાખીએ, તો આ બધી જ વૃત્તિઓ એક પછી એક બધી નીકળી જશે. એક સમય પછી તમને ત્યાં આગળ કોઈપણ વૃત્તિઓ જોવા નહીં મળે અને ત્યારે તમને મુખ્ય વૃત્તિ જેને કહેવાય, આત્મવૃત્તિ, એનો આવિર્ભાવ ત્યાં આગળ થતો જણાશે.
એટલે બુદ્ધિ છે એ સંપૂર્ણ સૂક્ષ્મ છે, પરંતુ ચિત્ત જે છે એ આપણું સંપૂર્ણ ચૈતન્ય સ્વરૂપ છે. એટલે એ કોન્શિયસનેસ છે. બુદ્ધિ એ કોન્શિયસનેસ નથી, એમાં ખાલી ટચ હશે કોન્શિયસનેસનો. પણ હંમેશા બુદ્ધિ આપણને ઘણી વખત સાંસારિક બાબતોમાં ભમાવી નાખનારી હોય છે. એટલે જ્યાં સુધી એ બુદ્ધિ સારી ના થાય, આપણી સ્વચ્છ ના થાય, જેને કહેવાય કે સાત્વિક ના થાય, બુદ્ધિની અંદર સત ના પ્રગટે, ત્યાં સુધી પારાવાર તકલીફો થતી હોય છે. સાંસારિક જ્ઞાન, નાની મોટી ડખોડ ડખલ જેને કહેવાય, બધી એક પછી એક, એક પછી એક લાઈન અપ થયેલી જ હોય અને માણસ તો એવી સ્થિતિમાં હોય કે જાણે કે એને જિંદગીની અંદર એક ધક્કો લાગ્યો. હજી તો એ બેલેન્સ મહાન પાછું કરે ત્યાં વળી પાછો બીજો એક ધક્કો લાગી જાય. તો એ સતત એવી સ્ટેટ ઓફ પેલું જેને કહેવાય ધક્કામુકીની અંદર જ હોય છે.
પોતાના જીવન જાણે કે એમ જ પૂરું કરી નાખતો હોય. એટલા માટે કીધું કે શાંત થાઓ, સ્થિર બેસો. એક વિકાસ મેળવોની અંદર અને તમે સ્વસ્થ થાઓ. તમે વર્તમાનમાં રહેશો તો તમને ભૂતકાળના અને ભવિષ્યના. કાલે આપણે મેડિટેશન પણ કર્યું તો તેના અંદર પણ આ બાબત આપણને બહુ સ્પષ્ટ કરી હતી કે તમે જેવા વર્તમાનમાં રહેશો એટલે આ બે ધક્કામુકી જે થવાની છે તે પણ બંધ થઈ જશે.
સો આ રીતે આપણે હંમેશા બેસીને વિચાર કરવો જોઈએ કે હું આત્મચૈતન્ય છું. સૂક્ષ્મ અતિ સૂક્ષ્મ છે. આ કર્મબદ્ધ છે એ લેપાયમાન ભાવથી આપણને બંધનો લાગે છે. આપણે જો મનમાં એમ થયું કે આપણે લેપાયા, તો આપણે લેપાયા નથી, તો નથી લેપાયા. તો લેપાય છે કોણ? અહંકાર. એ પૂર્યાષ્ટકના કારણે ઊભું થાય છે. આત્માને કોઈ લેપાયમાન કરી શકતું હોતું, કારણ કે એ તો સૌથી સૂક્ષ્મતમ, સૌથી ઉપરની ટોપ પરની જગ્યા ઉપર છે. "તે હું છું" એ સતત આપણને ધ્યાન હોવું જોઈએ કે "તે હું છું, તે હું છું, તે હું છું." એટલે જો સાંસારિક અવસ્થાઓમાં ભૂત ભવિષ્ય હોય તો એ પાછું ચિત્તને અશુદ્ધ કરે છે અને હંમેશા દર્શનના આધારે જ્ઞાન હોય છે. જેવું તમે જોશો તેવું તમને જણાશે. આ સંસાર માટે પણ એવું કહેવામાં આવે છે કે શ્રી ભાગવતની અંદર પણ આ વાત કીધી છે કે "જે ભાવે જે જુએ, દેખે તે સ્વરૂપ."
મેરુ પર્વત તો મલ્લે દીઠો, કંસે દીઠો કાળ. એક રેફરન્સની અંદર એવું કહેવામાં આવ્યું હતું કે અક્રૂરજી શ્રીકૃષ્ણ ભગવાનને ભગવાન સમજતા હતા. એ જ ભગવાન દસ-અગિયાર વર્ષના જ્યારે એમ કે પેલા મથુરાના અંદર ગયા, તો ત્યાં આગળ જે મલ્લ હતો કૃષ્ણ ભગવાન સામે એને લડવા મૂક્યો. તો એ એટલો મોટો મલ્લ હતો, ખૂબ મોટો કસરતબાજ. પણ તેમ છતાં પણ એને ભગવાન કેવા દેખાયા? તો કે મેરુ પર્વત જેવા દેખાયા, મોટા. એટલા નાના હતા છતાં પણ એક જ મુક્કો મારે તો વધારે નહીં. ભગવાન બી આપણી જેમ બળવાન યોગ કરતા હતા. એટલે હવે એ મલ્લને મારી નાખ્યા પછીથી જ્યારે કૃષ્ણ ભગવાન કંસની સામે ગયા, તો કંસને એમાં ભત્રીજો ના દેખાયો, ભાણો ના દેખાયો. મામા-ભાણા થાય ને? તો ભાણો ના દેખાયો એમાં. તો એમને શું દેખાયો? પોતાનો કાળ દેખાયો. આમ સામે આવી ગયો કે બસ હવે મારું પતી ગયું.
જેના માટે એમને આખી જિંદગી આટલું બધું કર્યું અને દેવકીના બધા સાત પુત્રોને બધાને એ નષ્ટ કરી નાખ્યા, બધું કર્યું. પણ છેવટે એક ઘડી પણ જ્યારે સામે આવી ત્યારે એને ખબર પડી ગઈ કે આ મારો કાળ આવી ગયો.
એટલે સદાય વર્તમાનમાં આપણે રહેવું એ અતિ આવશ્યક બાબત છે. બહુ અતિશય ભૂત અને ભવિષ્યની અંદર જોલા ખાતું જ્યારે મન હોય, ત્યારે આપણે બેસીને વળી પાછો થોડુંક પ્રાણાયામ કરીએ, થોડું આત્મા પર આવી જઈએ અને સતત આપણે વર્તમાનમાં રહેવાનો પ્રયત્ન કરીએ, તો એ કુદરતી અને સાહજિક બાબત ધીરે ધીરે બનતી જાય જીવનની અંદર. એને સાચું અધ્યાત્મ કહેવાય ખરેખર તો. હવે જ્યારે મંદિરની અંદર આપણે જઈએ, દાખલા તરીકે, આખી મેટર ઓફ પરસેપ્શનની વાત છે. જે કરીએ છીએ તે કેવી છે કે તમે બહાર ક્યાંક...
નીકળ્યા હોય છે. પછી હવે મંદિરમાં જાવ છો તો મંદિરમાં જઈને તમે શું કરો છો? ત્યાં આગળ પથ્થર જુઓ છો કે મૂર્તિ જુઓ છો? હા, સ્વરૂપ જુઓ. સ્વરૂપ તમે કોનું જુઓ છો? ભગવાનનું જુઓ છો. એટલે કે દર્શન કરો છો તમે. તમારા અંદર ભાવ શું છે? ત્યાં ભગવાન બેઠા છે, નહીં કે ત્યાં પથ્થર મૂક્યો છે. કોઈ મોટો પેલો ખલબત્તો હોય છે ને, આપણે એવો ત્યાં આગળ મૂક્યો છે એવું આપણે નથી જોતા. ત્યાં તો ગયા કાશી વિશ્વનાથ મહાદેવ છે. તો આપણું પરસેપ્શન જેવું છે એ આપણી રિયાલિટી છે, સમજાય છે?
હવે જ્યારે તમે કોઈક મંદિરમાંથી બહાર નીકળ્યા અને સામે કોઈક બીજી વ્યક્તિ તમને મળે છે. હવે તમે એને જો આત્મ સ્વરૂપે જોયો તો તમે એના દર્શનનો લાભ લીધો, સમજાય? પણ જો એનું આત્મસ્વરૂપ જોવાનું ચૂકી ગયા અને જોયું કે, "ભાઈ, આ તો એમ કે માનવ કુકરિયાત છે, બીજા કોઈ છે નહીં," એમ માનવ કુકરિયાત તો માનવ માનવને માનવ તરીકે તમે જોઈ લીધો તો દર્શનનો લાભ ચૂકી ગયા. એટલે આપણું જે અવિરત પણે જેને કીધું ને કે દર્શન કરવા માટે જીવનની અંદર કેટલું છે આપણી પાસે? હર પળે એક તક છે આપણી પાસે કે આપણે આત્માને જોઈએ અને આત્માને જ યાદ કરીએ, આત્મામાં જ રહીએ અને આત્મા જ જીવીએ. હર પળે આપણી પાસે એ તક રહેલી છે. તો જીવ માત્રમાં ચૈતન્યને જુએ ને જાણે તો એ પરમપદ પામે.
આ બધા મોટા મોટા સંતો હતા. એમને પોતાના જીવનનો ઢાળ એવો કરી નાખેલો હતો કે બસ એમને પરમાત્મા જ દેખાય. પ્રકૃતિની અંદર પણ એ પરમાત્મા જ જોતા હતા, બીજું કંઈ જ નહોતા જોતા. દરેક જગ્યાએ એમણે જે કાંઈ જોયું તો શું? તો કે પરમાત્મા. દાખલો જો પ્રહલાદનો લો તો પણ, તમે ધ્રુવનો લો તો પણ. બંને જણાએ અવિરત પણે હંમેશા દરેક જગ્યાએ પરમાત્મા જ જોયા. કેટલા નાના બાળકો હતા જ્યારે એ લોકોએ આની શરૂઆત કરી હતી! આપણે તો ઘણા મોટા થઈ ગયા ને? એવું લાગે છે કે નથી થયા? ખબર નથી પડતી શું જવાબ આપવો એમ. કઈ અપેક્ષાએ આપણે મોટા થયા છીએ? કોઈ રીતે મોટા નથી થયા, મને તો નથી લાગતું.
એટલે, "આ પાંચ તત્વોની અવસ્થાઓમાં સંપૂર્ણ સદા મુક્ત એવો હું આત્મા છું." "શું?" "પાંચ તત્વોની?" "પાંચ તત્વોની તમામ અવસ્થાઓમાં?" "તમામ અવસ્થાઓમાં સંપૂર્ણ સદા મુક્ત?" "સંપૂર્ણ સદા મુક્ત એવો હું આત્મા છું." "એવો હું આત્મા છું." "હું નિર્વિકારી છું." "હું નિર્વિકારી છું." "હું નિરાકારી છું." "હું નિરાકારી છું." "હું બ્રહ્મચારી છું." "હું બ્રહ્મચારી છું." "હું નિરોગી છું." "હું નિરોગી છું."
ખ્યાલ આવ્યો? હવે બ્રહ્મચારીની વાત કરું તો જો તમે બધે જ આ બધું જ બ્રહ્મમય છે એવું જુઓ છો તો તમે બ્રહ્મચારી છો. નહીં કે શાદી નહીં કરવાની, આ નહીં કરવાનું, તે નહીં કરવાનું. એવા બધા બાબતો નથી એના અંદર. એટલે એ બહુ ઉપરની આગળની કક્ષાએ આવે છે અને એ સહજ રીતે છૂટી જતી વસ્તુ છે, એકદમ સ્વાભાવિકતાથી.
એટલે જો ઇન્દ્રિયોનો દમનનો જો કોઈ લોકોએ રસ્તો અપનાવ્યો છે તો આખા શાસ્ત્રોની અંદર તમને એટલા બધા ઋષિમુનિઓના દાખલા જોવા મળશે, મળશે કે જેની અંદર એ લોકોનું એક પળની અંદર અધપતન થયું હતું. પરાશાર મુનિ સૌથી મોટો દાખલો. મત્સ્ય ગંધા.
"આઈ એમ ઓલ નોઈંગ, ઈટર્નલ, ઓમની પ્રેઝન્ટ, ઓમની પોટેન્ટ, ઓમનીશિયન્ટ કોન્શિયસનેસ." "આઈ એમ ઓલ નોઈંગ, ઈટર્નલ, ઓમની પ્રેઝન્ટ, ઓમની પોટેન્ટ, ઓમનીશિયન્ટ કોન્શિયસનેસ." "આઈ એમ ઓલ નોઈંગ, ઈટર્નલ, ઓમની પ્રેઝન્ટ, ઓમની પોટેન્ટ, ઓમનીશિયન્ટ કોન્શિયસનેસ." સમજાય છે? સિંક ઇન યોર માઇન્ડ.
આત્મા અને અજ્ઞા એટલે અશુદ્ધ ચિત્ત અને એ સંસાર પેદા કરે છે. આત્મા અને પ્રજ્ઞા એ બંનેનો સાત સંગમ છે તો શુદ્ધ ચૈતન્ય છે અને ચૈતન્ય સ્વરૂપ બને છે.
હવે વૃત્તિમાં પડેલ વિચાર મનમાં પડે, તેને ચિત્તની હાજરીમાં જુએ તો ચિત્ત અશુદ્ધ થવાથી નવા જન્મ માટેનું કર્મ બીજ પડે. આ બધું બેઠા બેઠા મેડિટેશન કરતા હતા ત્યારે અંદર આવું આવું બધું ચાલતું હતું, એ તમારા સામે મૂક્યું છે. એટલે આવું થાય છે.
જો વૃત્તિ, વિચાર કે વલણને આત્મા થઈને જુએ તો આત્માની સભાનતા સહિત જુએ, તન્મય થયા વગર જુએ તો એ વખતે એ કર્મ ત્યાં પૂરું થાય અને નવું કર્મનું બીજ ના પડે. એટલે આ વિતરાગોનું વિજ્ઞાન છે. જો આ પ્રમાણે પ્રેક્ટિસ અવિરત પણે કરવામાં આવે તો વિતદ્વેષ થઈ જાય. એ વ્યક્તિને ના તો રાગ થાય ના તો દ્વેષ થાય. અને એવી જ્યારે સ્થિતિ આવે ત્યારે એ વ્યક્તિ મુક્તતાના પંથે આગળ વધે.
તો જેમ ડોક્ટરો પ્રેક્ટિસ કરે છે, લોયરો પણ શું કરે છે? પ્રેક્ટિસ કરે છે. તો એવી રીતે સાધકે પણ રોજ શું કરવી જોઈએ આ બાબતની પ્રેક્ટિસ કરવી જોઈએ. બી અવેર વિથ લવ એન્ડ ગ્રેટીટ્યુડ.
ગઈકાલે અમે ઘરે બેઠા હતા, તે વખતે એક સરસ મજાની વાત થતી હતી. એટલે એક નાનકડી ક્લિપ જોઈ અમે. તે વખતે એની અંદર એવું આવ્યું કે પેલા હજરત મુસા કરીને એક હતા, એ ભગવાન સાથે બહુ વાતો કરતાં એ જમાનાની અંદર. તો હજરત મુસા એક જગ્યાએથી જતા હતા તો એક ભાઈ આવ્યા અને એમને કીધું: "તમે તો ભગવાન જોડે વાત કરો છો ને?" તો કે, "હા, હું કરું છું." કે, "બરાબર, તો તમે ભગવાનને એટલું જ ખાલી જઈને કહેજો કે મારા ડીપ ગ્રેટીટ્યુડ છે. એને જે કંઈ મને આપ્યું છે અત્યાર સુધીના માટે હું એનો અતિશય ખૂબ ખૂબ ખૂબ ખૂબ આભારી છું." અને કે, "સારું, હું કહી દઈશ," કે છે જ્યારે હવે નેક્સ્ટ હું બેસીસ ત્યારે. પછી થોડાક આગળ ગયા તો એક બીજો માણસ હતો. હી વોઝ કમ્પ્લેનિંગ કે મારા જિંદગીમાં કશો જ ઠેકાણું નથી પડનો. પેલા એ આવીને એમને કીધું: "અચ્છા, તમે હજરત મુસા, તમે ભગવાન જોડે વાતો કરો છો ને?" તો કે, "હા, જઈને મારું એક વાત તમે કરી દેજો."
"કે શું કે મેં આટલું બધું કર્યું પણ મારી જિંદગીમાં કોઈ દિવસ કંઈ ઠેકાણું જ ના પડ્યું. મને કંઈ મળ્યું જ નહીં, કશું મારે જે જોઈતું હતું એ પ્રમાણે કશું જ મારા જીવનમાં ના થયું."
"કે સારું, હું કહી દઈશ."
ભગવાન પાસે ગયા પછી પેલાએ કીધું કે, "આ એક ભાઈ હતા, એમને આવું મને કીધું છે કે અત્યાર સુધી મને જે કંઈ તે આપ્યું છે તે બધું મને માટે બહુ જ પૂરતું છે અને હવે મને કાંઈ બીજા કશાની જરૂર નથી. જે કંઈ આપ્યું છે તે માટે તમારો ખૂબ ખૂબ આભાર."
એટલે ભગવાને એને એમ કીધું કે, "એને જઈને એમ કહે છે કે તું આભાર પ્રદર્શન કરવાનું બંધ કર."
"શું કીધું? મારો આભાર પ્રદર્શન કરવાનું તું બંધ કર."
"કે સારું, હું કહી દઈશ એને."
બીજી વ્યક્તિ પાસેનું શું? તો કે, "એને તમે એમ કહો કે તું કમ્પ્લેન કરવાનું બંધ કર અને આભાર પ્રદર્શન કર જે કંઈ મળ્યું છે તેના માટે."
તો ગઈકાલે આપણે વાત કરતા હતા ને? એક અહીંયા આગળ સ્લાઈડ બી મૂકી હતી, એક ફોટો હતો એમાં "કાઉન્ટ યોર બ્લેસિંગ." જિંદગીની અંદર નાની નાની એટલી બધી ચીજો છે કે જે બીજાના માટે પારાવાર મુશ્કેલ રૂપ છે. જીવનની અંદર આપણને એ બ્લેસિંગ તરીકે મળેલી છે. એક બહુ નાનકડો દાખલો એ ભાઈ આપતા હતા, કહેતા હતા કે, "ઇઝીલી યુરિન પાસ થઈ જાય ને? તમને કાઉન્ટ યોર બ્લેસિંગ. કેટલા લોકો નથી થતું? જઈને પૂછો કેટલી પીડામાં છે."
અરીસાનું પ્રતિબિંબ. આ સંસાર શું છે? તો કે એક બહુ જ મોટો પ્રચંડ અરીસો છે જાણે કે. બસ, બીજું કંઈ નથી એમાં. મન, વચન અને કાયા એ શું કરે છે? વાંદરા વેડા કર્યા કરે છે. આ ત્રણેય જના અરીસો છે એ આત્મા છે અને આ મન, વચન, કાયા બધા હાલ્યા કરે છે કારણ કે એમાં પેલી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવે છે અને આપણે પ્રતિબિંબો જોઈને, પ્રતિછાયા જોઈ જોઈને એને આપણા સંસાર માની લીધો છે અને એ પ્રમાણે આપણે ડર્યા કરીએ છીએ દરેક ચીજોથી. પણ વાસ્તવમાં એ શું છે? પડછાયા જ છે. એ કશું છે નહીં. "કશું નથી" વાળી જ્યારે વાત આપણને સમજાવવા માંડશે એટલે પછી શું થશે? નિર્ભયતા પ્રગટ થશે જીવનની અંદર અને એ સ્થિરતા પ્રગટાવશે.
જીવન શું? તો કે આ ચાર પાંખ વાળો પંખો છે. એમ સમજો તમે. ચાર પાંખ વાળો પંખો હોય તેમાં શું હોય? તો કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. અગાઉના ક્લાસમાં આના વિશે ઘણી લંબાણપૂર્વક વાતો કરી હતી. પણ પ્રતિ પળે પ્રત્યેક વ્યક્તિનો ધર્મ અલગ અલગ હોઈ શકે છે. એટલે જે તે ક્ષણે તમારો ધર્મ શું છે એ તમે અંદરથી તો જાણતા જ હોવ છો. કોઈ બીજો કંઈ તમને સમજાવે કે ના સમજાવે, અંદર તમને ખબર જ છે. એ બતાવે છે કે તમે અંદર જ્ઞાન પડેલું જ છે. એટલે અજ્ઞાની વાસ્તવમાં આ સંસારમાં કોઈ હોતો નથી. અજ્ઞાની હોવાનો તમે ચાહો તો ડોળ કરી શકો છો, એ વાત જુદી છે.
હવે ત્રણ પાંખ વાળો પંખો શું છે? તો કે મન, વચન અને કાયા. આ ત્રણેય પાંખેરાની જેમ ફર્યા કરતું હોય છે. હવે જો આ બધાયને તમારા ચિત્ત વડે જો તમે નવો કરંટ નહીં આપો તો પછી એ પંખો ફરવાનો બંધ થઈ જશે અને તમારો સંસાર ત્યાં આગળ પૂરો થઈ જશે. તો ચિત્તથી તમે બધી વસ્તુ અત્યાર સુધીમાં પેદા કરી છે અને ચિત્ત વડે જ તમે એને બંધ પણ કરીશું. આ બધું શું છે? તો કે ફિલ્મની સ્ક્રીપ્ટની જેમ બધું આપણે પૂર્વજન્મમાં બધું પૂરીને લઈ આવ્યા હતા. અત્યાર સુધી જીવ છે ને ભિખારીની જેમ ભટક ભટક ભટક ભટક ભટક બધે કરી રાખ્યું છે.
હવે એક દિવસ એવું બન્યું કે પોલીસ આવે ને બધા પેલા ભિખારીઓને પકડીને પૂરી જાય એવી રીતના આમ પકડી લીધો. એટલે હવે શું થયું? તો કે ગુનામાં આવ્યો છે એટલે પોલીસ આવી અને એને પકડી લીધો. હવે એને પકડીને પૂરી ગયા ત્યારે એક માણસને એમ થયું કે, "અરે, આ તો ભિખારી નથી. આ તો રાજા છે, ભિખારીના વેશમાં છે." એટલે પેલા ભાઈ હતા એ પોતાનો વેશ પલટો જે હોય એ છોડી દે અને પછી રાજા તરીકે પ્રગટ થાય. પહેલાના વખતમાં રાજા ભોજ ને રાજા વિક્રમ વીર ને એ બધા આ લોકો કરતા હતા. અમુક એવા આજની તારીખમાં આઈએસ ઓફિસરો છે કે જે લોકો પોતાની કચેરી બરાબર ચાલે છે કે નહીં એવું તેવું આમ બરાબર ધ્યાન રાખતા હોય છે.
એટલે અનંતકાળથી જીવ આવી રીતે ડેવલોપ થતો ગયો. માછલીનો આ બધા મત્સ્ય અવતારના બધા અવતારો થતા ગયા. એક પછી એક પછી એક કરતાં કરતાં કરતાં છેવટે માણસ બન્યો. સાધારણ માણસ બન્યા પછી બુદ્ધિમાન, થોડી એનામાં વધારે ઇન્ટેલિજન્સ ડેવલપ થવા માંડી. એ પછી એના પાસે અલૌકિક શક્તિઓ વાળો માણસ બનવા માંડ્યો. એવું થયાના પછી ઉપર જાય તો દેવ કાં તો દાનવ બને છે અને પછી એનાથી એ પરફેક્શનના લેવલ ઉપર જશે ત્યારે પરમાત્મા, ઈશ્વર કે એ બને છે. એનાથી સર્વશક્તિમાન જેને કહેવાય એવું સમષ્ટિ, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ જેને આપણે કહીએ છીએ કે જે બધું ગવર્નિંગ બોડીના મેમ્બર છે એવા એનાથી પણ ઉપર જશે તો શું થશે? સંપૂર્ણ શૂન્યતાનો અનુભવ થશે. સંપૂર્ણ શૂન્યતા અને સંપૂર્ણ શૂન્યતાની બિયોન્ડ જ્યારે જશે ત્યારે એને ખબર પડશે કે, "હું આત્મા છું, હું જ પરમાત્મા છું." એટલે આ કંકરમાંથી શંકરની યાત્રા જે છે આખી એ આવી રીતની ગોઠવાયેલી છે.
એટલે પહેલા મનુષ્ય મનુષ્યમાં આવ્યો તો મનુષ્યમાં આવ્યો એટલે એનામાં માનવતાના ગુણો હોવા જોઈએ. હવે જો એને હોલ્ડ કરી શકશે તો એ પાછો માનવ તરીકે બીજો જન્મ પણ લઈ શકશે. અને નહીં તો પછી એને વળી પાછા રિગ્રેશન એટલે પશુ પક્ષી યોનિની અંદર પણ પાછું એને જવાનો વખત આવતો હોય છે. એટલે આ જ બધી વસ્તુઓ છે. જો સંગ દોષ કેવો હોય છે કે મનુષ્યના સંગમાં જો રહેલો હોય એ જીવ પાછો મનુષ્ય બની જાય. અત્યારે સરસ મજાની ગાડીઓમાં ફરતા ઘણા બધા ડોગ જુઓ છો, કેટ જુઓ છો. તરત જ આ બધા પાછા ડેવલોપ થઈને આવવાના, માણસો બની જવાના. પણ ધેર આર પીપલ એ બોલતા નથી હોતા. તમે આમ જઈને બાજુમાં
ઊભા રહોને, એટલે તમને ખબર પડે કે આ ભસે છે. તો એ બધા શું કરી રહ્યા છે? તૈયારી પાછા જવાની. એટલે જે એનું વર્તન છે, એ બતાવે છે કે એ કઈ બાજુ જવાનું છે. ખાલી બેસીને ઓબ્ઝર્વ કરો, બસ. ખબર પડી જશે, તરત જ ખ્યાલ આવી જશે. આમાં કંઈ બહુ જાજુ જ્ઞાનની જરૂરત હોતી નથી. તરત અંદાજ આવી જ જશે તમને કે આ કઈ બાજુ ચાલી રહ્યું છે કાર્યક્રમ.
એટલે હું જીવ છું કે આત્મા, એવી શંકા જો કોઈને પડે પહેલી વખતે, એટલે આ લોકો કહે છે ગુંઠાણું. ત્રીજું ગુંઠાણું, ચોથું ગુંઠાણું. એ જ્યારે કરે, ત્યારે એને ખબર પડે કે હું તો કદાચ આત્મા છું, હું આત્મા હોઈ શકું, પણ હું કેવો આત્મા છું, મને ખબર નથી એમ. એટલે એ શોધવાનું પછી શરૂ કરે. એટલે ચોથા ગુંઠાણાથી પછી આગળ પાંચમા, છઠ્ઠા, સાતમાં એમ કરતાં કરતાં 14 ગુંઠાણા એને ઓળંગવાના હોય. 14મા ગુંઠાણે તીર્થંકર બને, એવું જૈન શાસ્ત્રની અંદર બધું લખેલું છે. એટલે 13મા ગુંઠાણા સુધી તો એ પોતાનું જીવન જીવે જ જતા હોય. 14મું પૂરું જ્યારે કરે, તો એ તીર્થંકર બને અને પછી એક જ પાંચ શ્વાસનું એક એમનું એક આખો પ્રોસેસ છે, એને શૈલેશીકરણ કહે છે. કે જેના અંદર આખો શરીર સ્થિર થઈ જાય, પથ્થર જેવું બની જાય અને એમાંથી આત્મા ચવી જાય, નીકળી જાય, સભાનતાપૂર્વક નીકળી જાય.
જેમ તમે એક રૂમમાંથી બહાર નીકળી જાઓ છો, એટલી પરફેક્શનથી એ પોતાના બોડીમાંથી બહાર નીકળી જાય. તો આવી એક સ્થિતિ અને પછી એ જીવ મોક્ષે જતો હોય છે. એટલે એ આત્મા પછી મોક્ષે જતો હોય છે.
આ વાત આપણે કરી. તમે એને આવી રીતે પણ વિચારી શકો છો કે પ્રત્યેક જીવ ટિકિટ લઈને આવેલો સિનેમા ઘરમાં બેઠેલો પ્રેક્ષક છે. જેમ તમે અહીંયા બેઠા છો. હવે પડદો એ આત્માનું મન છે અને સ્ક્રીપ્ટ પ્રમાણે સિનેમા બધી ચાલી રહી છે. એ ઇન્ટરેક્ટિવ છે, તો તમે થોડું ઇન્ટરેક્શન પણ એના અંદર પાછું કરો, એ પ્રમાણે બધું આવતું હોય છે. આવી બે-ચાર પિક્ચરો નેટફ્લિક્સ ઉપર પણ અમે જોઈતી તે વખતે. એટલે સંસાર આખું સ્ક્રીન જેવું છે, આભાસી છે. મૂળ આત્મા જ છું અને સંસાર માત્ર આભાસી સિનેમા છે, બીજું કશું છે નહીં એના અંદર. એવી ખાતરી થાય, તો પછી તમને મજા નહીં આવે આ પિક્ચરમાં જોવાનું કે હવે આપણે બહાર નીકળી જાવ. શું ઘણી વખત પેલા લોકો કહે છે, "કોઈ એક્ટર આવ્યા છે ને જોવાનું છે કંઈ ત્યાં શુટિંગ ચાલે છે." તો ત્યાં જઈને પાંચ મિનિટ ઊભો રહે. પેલા શુટિંગના બધા હાલ જુએ ને, એટલે એમ થાય કે આમાં કંઈ જોવા જેવું નથી, નીકળો કે બહાર આપણે.
કારણ કે એકની એક વસ્તુ પેલો બોલે "એક્શન", એની સાથે એની એ જ વસ્તુ પેલો રિપીટ કર્યા જ કરે 25 વખત. તમે એક-બે વખત ઇન્ટરેસ્ટથી જોવો, 50 વખત થોડી ઇન્ટરેસ્ટથી જોવાય? અને એના ઉપરથી બનેલી જે ફિલ્મ છે, એ તો તમને અહીંયા આગળ એક સિંગલ શોર્ટની અંદર બતાવી દે છે આ લોકો. એટલે કેટલી બધી મહેનત કર્યા પછીથી એ આખું આ બતાવવામાં આવતું હોય.
તો એ રીતે જ તમે વિચારો કે તમે કેટલું બધું કર્યું છે, ત્યાર પછીથી અત્યારે તમારા જીવનની અંદર આવો ઘટનાક્રમ આવી રહ્યો છે. અને એવું તો ઘણું બધું છે કે જે તમારા જીવનમાં ત્યાં હતું પણ નથી થઈ રહ્યું. જો બધું જ થવા માંડશે, તો તમે જશો ક્યાં? કરશો પછી વિચાર કરો. ફોર એક્ઝામ્પલ, અત્યારે અહીંયા આગળ જ આમ કરીને કોઈક રીતે મારામાં એવી પાવર આવે છે ને, હું તમને આમ બધાને કહી દઉં કે "ચાલો, તમને બધાને તમારા પાછલા સાત જન્મો બતાવવામાં આવશે હમણાં જ 10 મિનિટની અંદર. સાત જન્મ તમને બતાવવાના છે. આંખો બંધ કરી દો." અને બસ પછી એ પાછલા સાત જન્મો જોઈને જીવાત તમે બહાર આવો, તમારી હાલત શું હોય? ઊભા ના થઈ શકાય, ચાલી ના શકો તમે. યુ લુઝ ધ બેલેન્સ ઓફ યોર માઇન્ડ. આખું પરસેપ્શન લાઈફનું બદલાઈ ગયું હોય. કારણ કે કેટલું બધું સારું બી કર્યું હોય, કેટલું બધું ખોટું બી કર્યું હોય.
આ બધું જ તમારા સામે તમને બતાવવામાં આવે અને તમે એ બધું જોઈ નહીં શકો. એટલા માટે જ એમ કહે છે કે આ જો અત્યારે આપણને આ બધું નથી દેખાતું ને, તો એ બહુ સારું. કેમ કે એટલો બધો જે સેન્સર ડેટા છે, એને આપણે હેન્ડલ ન કરી શકીએ. આપણું માઇન્ડ એટલું એના માટે તૈયાર નથી હોતું.
એટલા માટે જ આ બધા સંતો ખૂબ ખૂબ વર્ષોના વર્ષો સુધી મેડિટેશન કરે, પોતાના શરીરને અને મનને તૈયાર કરે અને ત્યાર પછી એના અંદર એ લોકો આવી કોઈ ચીજોને જોવાનું શરૂ કરતા હોય છે. જો એમને એમ કોઈક જોવાનો પ્રયત્ન કરે, તો કાં તો બધું કંઈક શરીરમાં કંઈક તૂટફૂટ ચાલુ થઈ જાય, કાં તો બ્રેન હેમરેજ થઈ જાય, કાં તો હાર્ટ ફેલ થઈ જાય, કાં તો કોઈ નસો ફાટી જાય, કોઈ જગ્યાએથી કશું પણ થઈ જાય ડેમેજ. કેમ કે આ બધી વસ્તુઓ જ્યારે એક્સપોઝ થાય છે, ત્યારે ઈટ જનરેટ ટ્રીમેન્ડસ પાવર. હવે એટલા બધા પાવરને હેન્ડલ કરવા માટેની જો કેપેસિટી શરીરની ન હોય, તો ઘણી બધી તકલીફો થતી હોય છે. એટલા માટે પ્રેક્ટિસ આપણે જે છે, સ્લો એન્ડ સ્ટેડી એવી હોવી જોઈએ. જેમ કીધું ને તમને કે તમે બલવાન યોગ કરો કે તમે પ્રાણાયામ કરો, તો પણ તમે 25 થી જ કરજો. 25 નિયમિત કરજો.
25 તમે છ મહિના સુધી કરજો. પછી ધીમે ધીમે ધીમે ધીમે એક એક કરીને વધારજો. એક સામટા 108 એ પહોંચવાની ઉતાવળ ન કરતા. કારણ કે કાલે જે સંતને બતાવ્યા હતા પેલા સેફરોન વાળા, એ ઘણા વર્ષોની મહેનત કર્યા પછી એ થ્રી ટાઈમ્સ કરી શકે છે 108. ઈડા, પિંગળા અને સુષુમ્ણા પ્રાણાયામ એ જે કહે છે, ત્યાં પહોંચવા માટે આપણને ઓછામાં ઓછા બે થી ત્રણ વર્ષનો સમય લાગવો જોઈએ. હવે જો એ સમય ન લગાડીએ, તો પછી ડોક્ટરો ન શોધી શકે એવા પ્રકારની સમસ્યાઓ શરીરમાં, મનમાં પેદા થઈ શકે છે. એટલા માટે કહે છે કે તમે હંમેશા અંડરગાઈડ કોઈકના કામ કરજો, જ્યારે આવી આધ્યાત્મિક પ્રક્રિયાઓની જ્યારે તમે શરૂ કરો તો અપગ્રેડેશન થતું.
હોય છે. દરેક વસ્તુનું અપડેશન થતું હોય છે, એટલા માટે જાણકારનો હંમેશા સંપર્ક રાખવો જરૂરી છે. પણ આપણે ભાવ તો કરી શકીએ છીએ. ભાવ પ્રમાણે જ આખું જગત ચાલે છે. એટલે કીધું કે, "આજથી જ મોક્ષ માટે શાશ્વત શરણમ" એવો મારો ભાવ થઈ ગયો છે. હું શુદ્ધ આત્મા જ છું અને આ સંસાર એ એક કુદરતી લીલા છે, બીજું કંઈ છે નહીં.
તો જીવનની પ્રત્યેક અવસ્થાઓમાં હું આત્મા કેવળ જ્ઞાતા દ્રષ્ટા જ છું. હું કેવળ આત્મપ્રકાશ જ છું. આના પછીનો જે આપણે ક્લાસ કરીશું, તેમાં આ બે વચ્ચેનો શું ફરક છે તે પણ આગળ સમજાવીશ. હજી આ બંને સ્થિતિઓ પણ એક સરખી નથી. કેવળ આત્મા, કેવળ જ્ઞાતા દ્રષ્ટા અને કેવળ આત્મપ્રકાશ – આ પણ અલગ અલગ સ્થિતિઓ છે. સ્ટેપ્સ જેવું જ છે અને એક સ્ટેપ્સ અને બીજા સ્ટેપની વચ્ચે પણ કરોડો જન્મોનું અંતર હોઈ શકે છે. કરોડો જન્મોનું અંતર હોઈ શકે છે.
એટલે ઈટ્સ નોટ ધેટ કે આજે આપણે આ બધું શરૂ કર્યું છે અને બસ આપણે એકદમ જસ્ટ પહોંચી જ જવાના છીએ. પણ આપણે જો આજે આ ભાવ કરવાનું ચૂકી જઈશું, તો આપણો મેળ ક્યારે પડશે? ફોર્ચ્યુનેટલી, આપણી પાસે આઈ.જી. સાહેબ જેવા, હિમાંશુભાઈ જેવા લોકો પણ છે, આપણી વચ્ચે હયાત, બિલકુલ સામે બેઠેલા. એટલે કંઈ મુશ્કેલ સમસ્યા હોય તો તરત જ આપણે કહેવાનું કે, "શાશ્વત શરણમ ગચ્છામી! અમે તો તમારી શરણમાં છીએ ભાઈ, અમને હવે તમે બચાવી લેજો, કાંઈ બધું કરજો." આ એક વસ્તુ પકડી લો.
બાય ડીફોલ્ટ, "આ સંસાર મારામાં નથી." બોલો, "આ સંસાર મારામાં નથી. આ સંસારમાં હું નથી. આ સંસારમાં હું નથી. આ સંસાર મારો પણ નથી. આ સંસાર મારો પણ નથી. આઈ એમ બિયોન્ડ ઓલ વર્લ્ડ. આઈ એમ બિયોન્ડ ઓલ વર્લ્ડ. ધીસ વર્લ્ડ ઇસ નોટ માઇન. ધીસ વર્લ્ડ ઇસ નોટ માઇન. ધીસ વર્લ્ડ ઇસ નોટ ઇન મી. ઈટ ઇસ નોટ ઇન મી." હું આત્મા છું, મારી અંદર મારી અંદર આ બધું કશું હોઈ શકે નહીં.
આ સ્લાઈડ પણ શેર કરજો: "અહમ આત્મા અસ્મિ." ઠેર જાઓ. ગઈકાલે પણ એ જ વાત કરી હતી ને મેડિટેશન દરમિયાન કે, "એક પોઝ લો અને પછી આગળ વધો કે શું થઈ રહ્યું છે? શાંત બનો, વર્તમાનમાં આવો અને પછી આગળ વધો." તો આ આપણી પ્રાર્થના છે: "ભાવાતીતમ ત્રિગુણ રહિતમ." ત્રણેય ગુણોથી પર છીએ આત્મા એટલે સત્વ, રજસ અને બધા એવું કહે કે સત્વગુણ ખૂબ વધારો, પણ ખૂબ સત્વગુણ વધી જશે, બાકીના બે ઇમબેલેન્સ હશે તો એની પોતાની સમસ્યાઓ છે. ત્રણેય બેલેન્સમાં જ હોવા જોઈએ અને પછી એનું એનહાંસમેન્ટ, એ ગુણો જે છે એનું ટ્રાન્સફોર્મેશન થવું જોઈએ, એ દિવ્ય બનવા જોઈએ.
જ્યારે એ થશે, ત્યારે તમારા ઇન્દ્રિયો જે છે, તે પણ દિવ્ય ઇન્દ્રિયો બનશે. આ અત્યારે જે ઇન્દ્રિયો આપણે વાપરી રહ્યા છીએ, એ બધી કેવી છે? અદિવ્ય ઇન્દ્રિયો છે, જેનો આપણે ઉપયોગ કરી રહ્યા છીએ અને એના કારણે આ બધું થઈ રહ્યું છે. એ જેવી દિવ્ય બનશે, એટલે બધું જ એ દિવ્યતાનો જ એમ કે પરસાદ ચારે બાજુ શરૂ થશે.
આ સંસાર વિસર્જન કે મુક્તિના ભાવ પ્રગટે તો એ રિવર્સ જન્મી છે, જર્ની છે. હવે એમાં કેટલા જન્મ જશે એ કોણ કહી શકે? તો કે આત્મસાક્ષાત્કારી જે કોઈ લોકો હોય, એવા લોકો જ સામે કહી શકે કે, "ભાઈ, હવે આના આટલા જન્મ બાકી છે."
એટલે મહાવીર સ્વામીની સામે આવી રીતના ગૌતમ સ્વામી બેઠા હતા અને બાજુમાં પહેલા શ્રેણિક રાજા બેઠા હતા. પછી એ ધ્યાનમાં હતા એટલે ગૌતમ સ્વામીએ જસ્ટ આમ કુતુહલવશ પૂછ્યું કે, "પ્રભુ, આ તો સવારથી એમ કે ધ્યાનમાં બેઠા છે કે અને ખૂબ ઊંડા ઉતરી ગયા લાગે છે." તો કહે છે, "હા, બરાબર." "પણ એ કે તો હવે એમને કેટલા જન્મો બાકી છે? કે એમનો મોક્ષ ક્યારે થશે?" એટલે કહે છે કે, "હજી તો સાત જન્મ બાકી છે. ત્રણ જન્મ માટે તો એ નરકમાં જશે અને પછી એ પાછા આવશે અને પછી એમનું એમ કે ઠેકાણું પડશે."
તો પછી પાછી બીજે પ્રશ્નોત્તરી ચાલી. વાર્તાઓ બધી જે કંઈ હતી, બધા પ્રશ્નો પૂછ્યા. પંદર-વીસ મિનિટ પછી પાછું ફરી વખત પ્રશ્ન પૂછ્યો, "પ્રભુ, હવે શું સ્થિતિ હશે એમની?" તો કહે છે, "બસ, હવે થોડી વારમાં એ મોક્ષે જશે." અને ખરેખર એવું બન્યું કે એક ટાઈમ પૂરો થયો અને પછી એમનું લિબરેશન થયું અને આત્મસાક્ષાત્કાર થયો. મહાવીર સ્વામીજીએ પહેલા એ મોક્ષે પહોંચી ગયા.
એ વખતે એમને પૂછવામાં આવ્યું કે, "પ્રભુ, આવું કેમ? પહેલા તમે એમ કીધું કે સાત જન્મ લાગશે અને પછી એમ કીધું કે આવી રીતના?" એટલે કહે છે કે, "એ શ્રેણિક રાજા જ્યારે તમે પહેલી વખત પ્રશ્ન પૂછ્યો, ત્યારે શું વિચારતા હતા? અંદર જે ભાવો પ્રગટેલા હતા ને કે પડોશી દેશનો રાજા જે છે, એ એમની ઉપર બહુ જ કહેર વર્તાઈ રહ્યો છે. એટલે હવે બસ એની સામે યુદ્ધ જાહેર કરી અને ગમે તે રીતે કરીને એનો પ્રદેશ હું જીતી લઈશ. એટલે એના માટે ભલે ગમે તે કરવું પડે. એટલે હવે જો આવું બધું અંદર વિચારતો હોય રાજા, તો શું કેટલી બધી બધી હિંસા થવાની? કેટલા બધા સૈનિકો મરી જવાના? અને પાછો આ ક્રોધ અને લોભ અને આ બધી વસ્તુઓ સાથે હતી. એટલે કે સાત જન્મ લાગશે."
પછી કહે છે કે, "પંદર મિનિટ પછી પણ તમે એકદમ પલટો આટલો બધો?" તો કહે છે, "હા. પંદર મિનિટ પછી કેમ એવું થયું? તો કે એમને એ વખતે જે ભાવ કર્યા ને પંદર મિનિટ પહેલાના, એ એમના લક્ષમાં આવ્યા. 'અરે રે રે! હું શું વિચારી રહ્યો છું? બાજુમાં મહાવીર સ્વામી ખુદ સાક્ષાત બેઠેલા છે, મારો આત્મા આવો અને હું આવું બધું ખરાબ વિચારી રહ્યો છું! આવું ના હોવું જોઈએ.' એટલે કે, 'આ બધાનું હું પ્રાયશ્ચિત કરું છું અને આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન લઉં છું.'" એમ કરીને એમને ત્યાં આગળ પ્રાયશ્ચિત કર્યો. એટલા માટે એમને એમાંથી મુક્તિ મળી ગઈ અને અત્યારે નીકળી ગયા.
આ વાત તમને શા માટે કહી? મેં લાખ આખો જન્મ ભલે તમને લાગે એવું લાગતું હોય, પણ ધેર ઇઝ અ પોસિબિલિટી. મેબી નેક્સ્ટ મોમેન્ટ, તમારા માટે એ શક્યતા હંમેશા ખુલ્લી છે. યાદ રાખો, કોઈપણ ક્ષણે તમે મુક્તિનો અનુભવ કરીને મોક્ષમાં જઈ શકો છો. કેટલાક.
લોકો પંચકોષીય સાધના કરતા હોય છે. પંચકોષીય સાધનાની અંદર એક પછી એક કોષની અંદર રહેલા પોતાના બધા દોષોને જોતા જાય, જોતા જાય, જોતા જાય અને પછી દૂર કરતા જતા હોય છે. તો બાહ્યકરણમાં એક પછી એક, પછી એક બધાય તમે દોષો દૂર કર્યા જ કરો, કર્યા જ કરો, એ એક રસ્તો છે. બીજો એકમાત્ર રસ્તો એવો છે કે શુદ્ધ ચિત્તનું એકમાત્ર લક્ષ્ય કે બસ "હું આત્મા છું" અને એના અંદર સ્થિર રહો. અને સ્થળ અને કાળ બધાનું ભાન તમને ના રહે એવી સ્થિતિની અંદર પહોંચી જાવ, તમે તરત જ સમાધિમાં પહોંચી જશો. એટલે ત્યાં આગળ ફક્ત શું રહેશે? તો કે આકાશ અને ચૈતન્ય. બીજો કોઈ ત્રીજો અનુભવ નહીં હોય.
ઇનહેલ: "હું આત્મા જ છું, હું આત્મા છું."
હોલ્ડ: "હું શુદ્ધ આત્મા જ છું, હું શુદ્ધ આત્મા છું." એક્સેલ: "આ સંસાર હું નથી, આ સંસાર હું નથી." હોલ્ડ: "હું શુદ્ધ આત્મા જ છું, હું શુદ્ધ આત્મા છું." આંખોને બંધ કરીને થોડી પ્રેક્ટિસ કરશું. ધેટ્સ ગુડ. ઇનહેલ: "હું આત્મા જ છું, હું આત્મા છું." એક્સેલ: "આ સંસાર હું નથી, આ સંસાર હું નથી." હોલ્ડ: "હું શુદ્ધ આત્મા છું, હું શુદ્ધ." ઇનહેલ, હોલ્ડ, એક્સેલ, હોલ્ડ, એક્સેલ, હોલ્ડ. ઇનહેલ: "હું આત્મા છું." હું સંસારમાં, સંસારમાં સર્વ અવસ્થાઓમાં, સર્વ અવસ્થાઓમાં સંપૂર્ણપણે, સંપૂર્ણપણે સર્વાંગપણે, સર્વાંગપણે નિત્ય મુક્ત, નિત્ય મુક્ત એવો કેવળ શુદ્ધ આત્મા છું. એવો કેવળ શુદ્ધ આત્મા છું. હું કેવળ આત્મપ્રકાશ છું, હું કેવળ આત્મપ્રકાશ છું. જેન્ટલી ઓપન યોર આઈસ.
આ સંસારમાં વિશ્વાસ સૌનો કરજો, પણ ભરોસો કેવળ આત્મા પર રાખજો. તે ચૈતન્ય અવિનાશી છે, તેને શોધો. જો શોધશો તો જ મળશે. આજે જો શોધવાનું જ, શોધખોળ જ બંધ કરી દીધી હોય, તો ક્યારેય મળવાનો નથી. તો શરૂઆત એની અહીં અત્યારે જ શરૂ કરો. આ દેહ, મન, વચન અને કાયા વડે કરે; એટલે આત્મા જ પરમ સત્ય છે, તે જાણો. ભાવથી ભવ બને છે, એ યાદ રાખો. અને ભાવથી જ ભવાટવીથી છૂટાય. ભવની આ જે અટકણો છે, એ બધી પણ તમારા ભાવથી જ તમે દૂર કરી શકો. એના માટે જ દાખલો આપ્યો શ્રેણિક રાજાનો.
મોક્ષની અંદર ધર્મ, અર્થ અને કામ: આ ત્રણેય પાંખીયાઓની તમને અવિરતપણે જરૂરત પડવાની છે અને ત્રણેય બેલેન્સની અંદર હોવા જોઈએ. શરૂઆતની અંદર આપણને વર્ણાશ્રમ ધર્મને એ બધી બાબતો સમજાવતા હતા. જે તે સમયે આ સમજણો બરાબર હતી, એપ્રોપ્રિય હતી, તે સમયને અનુરૂપ હતી. એ પ્રમાણે બ્રહ્મચર્ય આશ્રમ, પછી ગૃહસ્થ આશ્રમ અને પછી વાનપ્રસ્થ આશ્રમ, છેવટે સન્યસ્થ આશ્રમ; એવી રીતના આશ્રમ ધર્મનું પાલન કરવાનું હતું. પણ એમાં અતિશય જડતા નહોતી. એવું કોઈ કમ્પાર્ટમેન્ટ નહોતા કે 25 વર્ષ થાય ત્યાં સુધી બધાએ આ જ પ્રમાણે કરવું પડે. ઈટ વોઝ ઓપ્શનલ, ઈટ વોઝ વોલેન્ટરી અને મોટાભાગના લોકો આને ફોલો કરતા હતા.
એટલે અત્યારે પણ આપણે, દાખલા તરીકે, ગૃહસ્થ આશ્રમની અંદર હોઈએ તો આપણો એક એ ધર્મ બને છે કે વડીલોપાર્જિત જે કંઈ હોય, એની અંદર આપણે વૃદ્ધિ કરવી. સાંસારિક ફરજો નિભાવતા નિભાવતા અને પછી એ આપણા કુટુંબ નિર્વાહ અને પોતાનો નિર્વાહ એ બધું કરતાં કરતાં આવશ્યક ચીજો: રોટી, કપડાં, મકાન, બધું પૂરું પાડતા. માત્ર સ્વ-ઉપાર્જિત હક્કની અને આવશ્યક ચીજો મેળવતા જીવનની અંદર કામ કરવાનું. અને પછી બાકી જે કંઈ દ્રવ્ય રહી જાય, તેનું યોગ્ય જગ્યાએ દાન કરવું જોઈએ. "હું આપું છું" તેના અહંકાર વગર.
એટલે કીધું કે જો આહાર શુદ્ધિ, વિચાર શુદ્ધિ, વૃત્તિની શુદ્ધિ; આ બધું જો થશે તો જ સંતોષ જળવાશે. હવે યમ અને નિયમનું પાલન કરવું જરૂરી છે. એના વિશે બહુ જાજી વાતો નહીં કહું. બહુ, બહુ ઘણું ઘણું કહેવાય ગયેલું છે. પણ હવે પછીના આગળના ક્લાસીસની અંદર જવા માટે "યુ હેવ ટુ પ્રિપેર યોરસેલ્ફ". કેમ કે તમે એક લેવલે હવે પહોંચી ગયા છો અને ત્યાંથી આગળના જે અનુભવો તમને જોવે છે, તો તેના માટે શરીર અને મન તમારા બિલકુલ સ્વસ્થ, તંદુરસ્ત અને તૈયાર હોવા જરૂરી છે. એટલે જો યમ અને નિયમનું પાલન નહીં થાય, તો તમને પ્રોપર ધારણા, ધ્યાન કે સમાધિ ક્યારેય નહીં થાય. એટલા માટે એ કરવું અતિ આવશ્યક છે.
બીજું, આહારની અંદર તમે થોડા ફેરફારો કરી શકો. દૂધ, ચાવલ, એલચી, કેસર, સાકર, છાસ, જીરું, સિંધવ – આવી બધી ચીજોનો ઉપયોગ કરીને તમે તમારો આહાર તૈયાર કરો. ખરેખર એવું છે કે જો આવો જ આહાર છ-એક મહિના સુધી જો લેવામાં આવે, તો શરીરનું આખું બંધારણ બદલાઈ જશે અને તમે આગળના સ્ટેજીસના અનુભવ કરવા માટે તમે તૈયાર ખાઈ શકો. એટલે સીધી વાત છે કે આના અંદર ડુંગળી, લસણ વગેરે ચીજો નથી હોતી. એટલે એવો આહાર. પણ એના સાથે સાથે એ સમજવાનું છે કે મને જો કોઈ ગ્વાલિયામાં લઈ જઈને ખીર ખવડાવી દે, એટલે મારે ખાઈ લેવી. રોજ એવો ભાવ ના હોવો જોઈએ. મારે જાતે મહેનત કરવી જોઈએ, કામ કરવું જોઈએ, પૈસા કમાવવા જોઈએ. અને એ પૈસા જે કમાયેલા જાતે હોય, તેનાથી મારે આ ચીજો ખરીદવાની અને જાતે ખાવાની. શક્ય હોય તો જાતે બનાવીને, જે શક્ય બનવાનું બહુ ઓછું હોય છે, પણ યસ, "ઈટ્સ નોટ ઇમ્પોસિબલ" એવું કહી શકાય.
કહેવાનું એ છે કે સંપૂર્ણ સ્વાવલંબી જો વ્યક્તિ બનતો જ જાય જીવનની અંદર ધીમે ધીમે ધીમે ધીમે કરતાં, તો એની બધી ઘણી બધી ઈચ્છાઓ અને આ બધી વસ્તુઓમાંથી એને નિવૃત્ત થવાનું છે. જબરજસ્તી છૂટા થવાનું નથી. સમજણપૂર્વક એમાંથી કે હવે મને આની જરૂર નથી. અત્યારે કોઈ તમને તમારા નાનપણના પહેરેલા તમારા પેલા સ્કૂલ ટાઈમના શુઝ લાઈન આપે, તમને કેટલો આપે કે અમારે ત્યાં મૂકીને ગયા લાગે 25 વર્ષ પહેલા. "આજ સે 20 સાલ પહેલે વાળી વાત". તમે શું કહો એને? કે ભાઈ, મારે અત્યારે હવે આની કઈ જરૂર ઉપયોગ નથી. મારે એવું ઘરમાં એવું કોઈ બીજું બાળક બી નથી નાનું કે જેને તમે આ આપી શકો. અને 20 વર્ષ પહેલાના એ ચામડાના શુઝ હશે બાટાના, તો એ કેવા થયા હશે અત્યારે?
તો એ સુવેનિયર તરીકે જ કામ લાગે એવા હોય, એટલે તમે કહી દઉં અને સ્વાભાવિકતાથી કે "આને કઈ મારે જરૂરત નથી." એટલે એટલી સહજતાથી તમારા ઉપયોગમાં નથી એવી કોઈપણ વસ્તુઓ તમે ન રાખો તમારા પાસે, એમ કહેવાનું છે. સ્વાવલંબન કીધું, એટલે આમાં જે ચીજ વસ્તુઓમાં વારેવારે ચિત્ત તમારું દોડધામ દોડધામ કર્યા કરે છે અને થકવે છે, એમાંથી તમને નિવૃત્તિ મળતી જશે. આ પણ એક નાનકડું મેડીટેશન તમે વિચારી શકો. તમને કરવા માટે ઘણી બધી વસ્તુઓ આપી રહ્યો છું, એમાંની શું કરવાનું છે કે એક એક શ્વાસ જ્યારે તમે એક ઊંડો શ્વાસ લો, તો તે વખતે એ શ્વાસ એ પ્રમાણેનો આવવો જોઈએ કે માનો કે અહીંયા આગળ મૂછનો એક વાળ હોય તો એ પણ હાલવો ના જોઈએ, "વેન યુ ઇનહેલ ઓર યુ એક્સેલ." જો નાકના અંદર આપેલા જે ફિલ્ટર માટેના જે વાળ છે ને, એની પણ કોઈ મુવમેન્ટ ના થાય એટલી સહજતાથી એ શ્વાસ લેવાય, એટલી જ સહજતાથી એ બહાર નીકળે.
અને એવું ઇન્હેલેશન-એક્સેલેશન કરતી વખતે તમે વિઝ્યુઅલાઈઝ કરી શકો કે જે પ્રાણ તમે લઈ રહ્યા છો, તમે શ્વાસ નથી લઈ રહ્યા, તમે પ્રાણ લઈ રહ્યા છો. આ એ જ પ્રાણ છે જે આખા બ્રહ્માંડમાં વ્યાપેલો છે. એ પ્રાણને તમે ઇનહેલ કરી રહ્યા છો, એટલે આખા બ્રહ્માંડના પ્રાણની જે કંઈક કી છે એ તમારા પાસે છે. "યુ આર ઇનહેલિંગ ઈટ." બધી શક્તિ, બધું જ જ્ઞાન જે કંઈ છે તે બધું જ તમારી પાસે છે અત્યારે. અને જ્યારે પછી તમે એક્સેલ કરો છો, તો જે કંઈ બિનઉપયોગી, બિનજરૂરી જે કાંઈ બધું અંદર ભરેલું છે, સંસાર સંબંધી વિચારો, વૃત્તિઓ, પૂર્વ કર્મ સંબંધી જે કાંઈ જે કાંઈ છે તે બધું જ તમે એક સેલ આઉટ કરી રહ્યા છો.
શાંત બેસી પાંચ મિનિટ માટે આપણે આવું કંઈક કરીએ. આંખો બંધ કરી દો. તમારે જેટલું બહાર કાઢવું હોય એટલું બધું બહાર કાઢતા જાઓ. જેટલું જ્ઞાન સંપાદન કરવું હોય, જેટલું જાણવું હોય, બધું લેતા જાઓ. સો, તમારા રોમ રોમની અંદર આ આખી વસ્તુઓ પ્રસરી રહી છે એવું તમે જુઓ. ઇનહેલ એન્ડ એક્સેલ. મારા સાતે શરીર કોષોમાંથી રક્ત, રસ, માંસ, મેદ, અસ્થિ, મજ્જા, શુક્ર, આંખ, નાક, કાન, જીભ અને ચામડી, રોગ, દુઃખ, શોક, અજ્ઞાન, અહંકાર, આ બધું જ ગ્રે મેટરમાં, ગ્રે એનર્જીમાં કન્વર્ટ થઈ રહ્યું છે અને સંપૂર્ણપણે ડિસ્ચાર્જ થઈ રહ્યું છે. સાતે શરીરના સેલ્યુલર લેવલ પર, મોલેક્યુલર લેવલ પર, ડીએનએ લેવલ પર સંપૂર્ણ સફાઈનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. બધા સ્તરે સંપૂર્ણ પવિત્રતા, નિર્વિકારીતા, સંપૂર્ણ નિરામયતા. હવે પ્રત્યેક સેલ, પ્રત્યેક કોષ, ડીએનએ દિવ્ય ઉર્જાથી યુક્ત જ્ઞાન, શક્તિ અને આનંદથી સૂર્યની પ્રભાની જેમ સતત ચમકી રહ્યા છે.
તે દિવ્ય પ્રકાશ સ્થિર થઈને સતત વૃદ્ધિ પામી રહ્યો છે.
"ૐ ભૂર ભુવસ્વહ તત્સવિતુર વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્" "એસ્પાયર રિક્વેસ્ટ ટુ સુપ્રીમ લાઈફ ટુ ઇમ્પેલ અવર એક્ઝિસ્ટન્સ એટ ઓલ લેવલ, એટ ઓલ ટાઈમ." "તત્ સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ (સાવિત્રી મંત્ર) + ઉર્વારુકમિવ બંધનાન્ મૃત્યોર્મુક્ષીય મામૃતાત્ (મહામૃત્યુંજય મંત્ર)"
ડાળ પરથી જેમ સૂકા પર્ણ ખરી પડે તેમ પ્રત્યેક સેલ કોષમાંથી વિકારી ઉર્જા અને અજ્ઞાનને મુક્તિ આપે છે. તે હવે ડિસોલ્વ થઈ ગયા છે. જ્ઞાનાગ્નીમાં ભસ્મીભૂત થઈ સ્વાહા. હવે આ પવિત્ર પ્રકાશ, આત્મજ્ઞાન અને આત્મભાન જે સ્વયં પ્રકાશ નાભીથી સમગ્રતમાં પ્રસરીને પ્રત્યેક કોષમાં સ્થિર થઈ રહ્યો છે.
"ગતમ પાપમ ગતમ દુખમ ગતમ દારિદ્ર મેવચ આગતા પવિત્ર સમૃદ્ધ આત્મજ્ઞાન સ્થિરો ભવ."
સંસાર મુક્તિનો ઉપાય સંસારનો સહજ સ્વીકાર. જે કંઈ થઈ રહ્યું છે, જે કંઈ આવી રહ્યું છે, જે કંઈ આપણને પ્રાપ્ત થઈ રહ્યું છે તે પ્રભુનો પ્રસાદ છે. મારો આત્મા એ જ એક પરમાત્મા છે. ઉઘાડી આંખે કે બંધ આંખે જે કઈ જૂથ એ બધો સંસાર રમણ જ છે. તેનો જોનારો જડે તો આત્મભાન પ્રગટે. આત્મા શું છે, કેવો છે, ક્યાં છે? એટલે જ્ઞાન, દર્શન અને ચારિત્ર. કર્તા ભોગતા ના હોય તે જ આત્મા. સંસાર દર્શન તો દ્રષ્ટા તે જ આત્મા. જ્ઞાન હંમેશા જ્ઞાતામાં જ હોય. દ્રષ્ટા એ જ જ્ઞાતા. ભવ હોય ત્યાં સુધી ભવ ભટકામણ. ભય હોય ત્યાં સુધી નિર્ભય થયા. ભય, ભટકામણ, બંધ. એટલે કીધું કે નિર્ભય બનવું. વિદ્યા એને કહીએ છીએ આપણે, "સાદ્યા ય વિમુક્ત." જે મુક્તિ આપે તેને જ આપણે વિદ્યા કહીએ છીએ. બાકી બધી જ અવિદ્યા કહેવાય. અને આત્મા હંમેશા નિર્ભય જ હોય. આપણને આ વસ્તુનો ખ્યાલ હોવો જોઈએ કે સંસારની તમામ અસરોથી મુક્ત એવો ચૈતન્ય સ્વરૂપ આત્મા જ છું.
હવે આવું પહેલા અહંકારમાં, પછી અંતઃકરણમાં, પછી કાળે કરીને દેહમાં પણ થશે અને પછી ધીમે ધીમે સંસારની અસરોમાંથી મુક્ત થતું જશે. એના માટે શું ભાવ હોવો જોઈએ? તો કે આ શરીર, મન, બુદ્ધિ, પ્રાણ, ચિત્ત, અહંકાર, અજ્ઞાન, આખોય સંસાર ભાવ, આપ પ્રગટ પરમાત્માને સમર્પણ કરું છું. આત્મા અજન્મ છે, અમર છે, શાશ્વત છે. અહંકારને લીધે જ આ જન્મ અને મરણનું ચક્કર છે. કુદરત એટલે સમસ્તી ભગવાન અવસ્થાઓ. કુદરતથી જ રચાય છે. સંસારને ખાતર રસ લીધા વગર ના છૂટકે કરવું પડે એવી રીતે જીવન પૂરું કરે તો સંસારથી મુક્ત થઈ શકાય. જેને સંસારમાં અડચણ હોય, આડું આવતું હોય, જેને આ નડે, પેલા નડે, ગ્રહો નડે એવું લાગતું હોય, કોઈપણ બાબત કે ઘટના પર લાગી આવતું હોય, કોઈ વસ્તુ, વ્યક્તિ, ઘરના, છેવટે પ્રેત વળગ્યું, ભૂત વળગ્યું એવું બધું લાગ્યા કરે. એટલે આવું બધું જ્યાં સુધી થાય ત્યાં સુધી આ બધા સંસારી તોફાનો છે.
એનો જેવો એ દ્રષ્ટા બને તો પછી આ બધો ભોગવટો અહંકારનો છે અને એટલે એ નવા નવા કર્મો બાંધ્યા કરતો હોય છે. પણ જો દ્રષ્ટા આનો બની ગયો એટલે પછી એ છૂટો થઈ જશે. અહંકાર એવો બેટો છે કે જે બાપની સદંતર અવગણના કરે છે, એટલે એ એના લીધે એને ભટકવાનો વાર.
ફાવે છે. હવે જ્યારે બાપને સંપૂર્ણ સરેન્ડર થાય એટલે સંસાર આથમી જાય. બાઈબલ યાદ આવે, "વિનાશી વસ્તુઓમાં આસક્તિ હોવાથી સંસાર વધે. ચૈતન્ય સ્વરૂપમાં સ્થિરતાથી સંસાર પૂરો થાય." સંસારી કચકચ બધી રાગ-દ્વેષથી ઊભી થાય છે. કેમ બે એવું થાય છે? તો કે બંને એકબીજા ઉપર અધિકાર કરે. હસબંડ અને વાઇફ. વાઇફ હોય એ હસબંડ બનવાનો કોશિશ કરે અને હસબંડ હોય એ વાઇફ બનવાની કોશિશ કરે. પછી અથડામણ ચાલુ થાય. હવે બંને એકબીજા પર અધિકાર જતાવવા માંડે છે, એમાંથી ડખા શરૂ થાય છે.
તો સમજવાનું એ છે કે દરેકના અહંકારની એક પોતાની સ્પેસ હોય છે. એ સ્પેસમાં જેવો કોઈ એન્ક્રોચમેન્ટ કરે, આક્રમણ, તરત જ સિગ્નલ ચાલુ થઈ જશે. કોઈકને પગ ઉપર આપણે આમ પગ મૂકી દીધો હોય લિફ્ટની અંદર જતી વખતે અને પછી જે થાય ને, બસ એ જ પરિસ્થિતિ પેદા થતી હોય છે ત્યાં સાંકડી જગ્યાની અંદર પગ તો આપણે મૂકી દીધો. એટલે ધ્યાન રાખવાનું છે આવા આક્રમણ કરવાનું બને ત્યાં સુધી ટાળવું જોઈએ. અન્યને ઓછી અકલનો અને મૂર્ખ માને છે અને પોતે એવો બનવાનું બીજ વાવે છે. લોફ કરો જ છે. જરાક જુદી રીતે તમને સમજાવવાનો કોશિશ કરીએ.
એટલે દરેક ઝઘડાનું મૂળ જે છે એ શું છે? તો કે દખલગીરી છે. ક્યાંક ને ક્યાંક આપણે કંઈક કશુંક એવું કરી રહ્યા છે જેનાથી આ ભાવહિંસા પેદા થઈ રહી છે અને એનાથી દ્વેષ, પછી એનાથી ક્રોધ અને આ બધી ચીજો છે. હવે જ્યારે સમજણ કેળવે, "આ જણ પણ મારા જેવો જ છે." "જેવો હું છું તેવો જ તું છે." "જ્યાં જ્યાં હું છું ત્યાં ત્યાં તું છે." "હું આત્મા છું, તું પણ આત્મા જ છે." આ સમજણપૂર્વકનું હોવું જોઈએ અને એવું જ્યારે પરસેપ્શન સતત અવિરતપણે ચાલશે, કહ્યું હતું ને, "તેલધારવત્તો," ત્યારે પરિણામ પામશે. બાકી સંસારની અંદર શું છે? તો કે આ બે જણાએ પેલો કરાર કર્યો હોય, દસ્તાવેજ કર્યો હોય એના જેવું છે. હવે બંનેને રાજીખુશી હોય ત્યાં સુધી બે ગુલતાન રહે. બંનેને ફાવતું હોય ત્યાં સુધી ઓકે. બધાને ફાવતું હોય ત્યાં સુધી એ ઓકે. પણ પછી ના ફાવે એટલે કે નોટ ઓકે.
નથી ફાવતું કે નોટ ઓકે, તરત જુદું પડી જાય. આમ એનાથી એની એ જ વ્યક્તિ જે તમને વહાલી લાગતી, બીજી સેકન્ડે કેટલો ભયંકર પરિવર્તન આવે છે વિચારો.
જીવનની અંદર આ બધા તમારા જ અનુભવો છે અને મને કંઈક આમ સ્પર્શા હતા તે વખતે બધું લખાતું ગયું હતું આવું આવું. એટલે કીધું કે સંસારમાં ક્યાં? તમને કાલે મેડિટેશન કરાવ્યું હતું, "શિવ જાનને યોગ્ય નહીં હૈ સંસાર, સંસાર જાનને યોગ્ય નહીં હૈ. સ્વયં કો જાનના અનુભવ સે યે જાનને યોગ્ય." તો યે શરૂઆત હૈ, "મૈં કો જાનો." તમારા "મૈં" ને શોધો. આધ્યાત્મિક વ્યાયામ. "કર્મ કરના સહજ હોતા હૈ, ઇસલિયે જીવન કી પરિસ્થિતિ જો ભી હૈ, ક્યાં મૈં ઉસકા સહજ સ્વીકાર કર સકતા હું? અગર નહીં કર સકતે તબ તક આપ સહજ નહીં હો સકતે." કાલા મેડિટેશનની આપણી આ શરૂઆત હતી. "સો સ્વીકાર કરને સે હી સહજતા આતી હૈ, સ્વીકાર ન કરને સે દ્વંદ્વ ખડા હોતા હૈ." તો આજ આપ જહાં ભી જીવન મેં ખડે હૈ, જો ભી પરિસ્થિતિ હૈ, ઉન સભી કા આપ ઇસી ક્ષણ જો ભી જીવન મેં મિલા હૈ, ઉસકો સ્વીકાર કરો.
"મૈં પંછી ઊંચી ડાલું મેં તો યે હું શુદ્ધ ચૈતન્ય પરમ જ્ઞાન પરમ શક્તિ પરમ શાંતિ પરમ પ્રકાશ પરમ આનંદ." ફરી વખત આંખો બંધ કરી દો. "મૈં પંછી ઊંચી ડાલ કા, મૈં પંછી ઊંચી ડાલ મેં આત્મા હું, મેં આત્મા હું. મેં શુદ્ધ ચૈતન્ય હું, મેં શુદ્ધ ચૈતન્ય હું. મેં પરમ જ્ઞાન હું, મેં પરમ જ્ઞાન હું. મેં પરમ શક્તિ હું, મેં પરમ શક્તિ હું. મેં પરમ શાંતિ ભી હું, મેં પરમ શાંતિ ભી. મેં પરમ પ્રકાશ હી હું, મેં પરમ પ્રકાશ હી. મેં પરમ આનંદ હું, મેં પરમ આનંદ હું." "બી અવેર ઓફ યોર બોડી, બી અવેર ઓફ યોર બ્રેથ." "ઇનહેલ, હું શુદ્ધ આત્મા છું." "એક્સેલ, હું શુદ્ધ આત્મા છું." "ઇનહેલ, હું શુદ્ધ આત્મા." "એક્સેલ, હું શુદ્ધ આત્મા." "ઇનહેલ, હું કેવળ આત્મા." "એક્સેલ, હું કેવળ આત્મા છું." વેરી વેરી જેન્ટલી ઓપન યોર આઈસ.
ઓકે, અમારી પહેલી કવિતા જે પ્રગટીતી આત્માનું અનુભૂતિના ઉત્તુંગેથી: "કદી નીચે ના ઉતરું, મુજમાં સર્વને અને સર્વમાં મુજને હું નિરંતર નિહાળું." 2007-08 ની વાત. એ જ અનુભવો અત્યારે તમને આવતા હશે. એવું જ તમને લાગતું હશે અત્યારે કે બસ હવે આમાંથી બહાર આવવું, અહીં જ રહેવું છે. એટલે આ જગ્યા છે, આ તમારી મૂળ જગ્યા આ જ છે. શીખવાનું એ જ છે કે સંસારની અંદર રહ્યા છતાં પણ અહીંયા કેવી રીતે રહેવાય અને એ વસ્તુ કળાએ કરીને પ્રેક્ટિસથી જ આવશે. કેમ કે પરિવર્તનશીલ સંસારની અંદર પ્રતિ પળે કન્ડિશન્સ બધી આ બદલાતી જ જશે અને દરેક કન્ડિશનની પોતાની એક કન્ડિશન હોય છે કે કન્ડિશન અપ્લાય. એટલે તમે જે કન્ડિશનમાં મુકાવો એ કન્ડિશનની કન્ડિશનો પાછી તમને લાગુ પડી જાય. એટલે એમાંથી મુક્ત રહી અને આપણે સહજતાથી બહાર ક્યારે નીકળી શકીએ? તો કે અહીંયા આગળ રહીએ તો.
આવો આનંદ, આવી સ્થિરતા, આવી નિરાંત બસ નિરંતર નિરંતર નિરંતર અનુભવતા હોઈએ એવું અદભુત જીવન માટે જ આ સંસાર રચાયો હતો. રમખાણ આપણાથી ઊભું થયું છે. ગરબડ પરમાત્માના એન્ડ ઉપર નથી, આપણા ઈગોના એન્ડ ઉપર થઈ છે. એટલું પણ જો સમજાઈ જશે ને કે આપણી જ ભૂલના ભોગવટા આપણને આવ્યા છે, બીજા કોઈના નથી, તો પછી એ ભોગવટો ભોગવટો નહીં રહે, એ નહીં લાગે. પછી એમાંથી તમે સહજતાથી નીકળી જશો બહુ શાંતિથી.
છેવટે તો સંસારનું મૂલ્ય શું છે? તો કિંમત જેવી આત્માની કરશો એ ઓટોમેટીકલી તમે સૌનો આદર કરતા હશો. કેમ કે એ પણ આત્મા છે, એ પણ બ્રહ્મસ્વરૂપ છે. આપણે પેલા મંત્રમાં કહીએ છીએ ને કે, "હું હંમેશા બ્રહ્મનો અનાદર ના કરું, બ્રહ્મ મારો અનાદર ના કરે." અનાદર દૂર થાઓ અને આ બ્રહ્મસ્વરૂપની એ એટલી અદભુત ભવ્ય બાબત કરેલી છે કે એમાં તો એને જળ-ચેતન.
બધું જ આવરી લીધું છે, તો ઘરની અંદર તમે હવે પછી પેલી ટીપોઈ, જેને તમને ગુલાટ ખવડાવીતી હતી, એને તમે લાત નહીં મારો; કારણ કે ટીપોઈમાં પછી તમને પેલા પ્રહલાદની જેમ જ પરમાત્મા દેખાવા માંડશે.
એ ટીપોઈની કિંમત થશે. એ ટીપોઈની ડિઝાઇન કોઈકના મનમાં આવી હતી, એટલે એનું આ કૃતિ અહીંયા આમ મોજુદ છે. એનું ક્રિએશન છે અને એ ક્રિએટર હતો તે વખતે એ આત્મસ્વરૂપ સ્વરૂપ જ હતું. એટલે જ્યાં જ્યાં જે જે વસ્તુઓને પણ તમે જોશો, તો તરત જ તમને એ બ્રહ્મ સ્વરૂપ તરફ જ દોરી જશે. આખો સંસાર એટલા માટે બ્રહ્મમય છે એવું ઋષિમુનિઓ કહીને ગયા છે.
અનુભવવાની વાત. બસ, અનુભવ શરૂ કરો અત્યારથી. એક મહિનો, પંદર દિવસ નહીં તો છેવટે એક કલાક. આ શાંતિ અને આનંદ, બસ, આજ તમારું મૂળ સ્વરૂપ છે. અનંત સુખનું ધામ એવો શુદ્ધ આત્મા છું. બોલો: "હું અનંત સુખનો ધામ એવો શુદ્ધ આત્મા છું." "હું અનંત સુખનો ધામ એવો શુદ્ધ આત્મા છું." "હું અનંત સુખનું ધામ એવો શુદ્ધ આત્મા છું."
પરમાત્મા તમારો મોક્ષ માર્ગ પ્રશસ્ત કરે. વી ટેક અ બ્રેક હિયર.
કોઈને કંઈ કહેવું-પૂછવું છે? આજના આ દોઢ દિવસની અંદર જે કંઈ આપણે કર્યું, એ બાબતે કોઈને કંઈ કહેવું છે? આઈ નો, પણ આપણે આ સમય આપીએ છીએ ને? આ બધાને ક્વેશ્ચન-આન્સર કાંઈ પણ છે આપણી પાસે? ક્વેશ્ચન્સ? ઓકે.
કોઈને કંઈ જ કે એવું પૂછવું નથી. કોઈને કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકે છે. ના હોય તો ઊભા કરવાની જરૂર નથી; કારણ કે બહુ બહુ મુશ્કેલીથી આ સમાજ શાંતિ પ્રાપ્ત થઈ હોય છે.
આ લખાણ AI દ્વારા તૈયાર થયું છે. શંકા હોય ત્યાં મૂળ પ્રવચન સાંભળી ખાતરી કરવી.