પ્રસાદમ ક્લાસ ૪ · વિડિયો ૧
20 & 21 January 2024
નમસ્તે, ગુડ મોર્નિંગ. પરમ કૃપાળુ પરમાત્માને વંદન કરું છું. સર્વે તીર્થંકર વર્તમાન જે છે તેમને વંદન કરું છું. આ ૨૦ તીર્થંકરો છે અત્યારે વિદ્યમાન, જે સર્વોચ્ચ કક્ષાએ પહોંચી ચૂકેલા છે, એનલાઈટમેન્ટના સર્વોચ્ચ તબક્કે. તો એ આપણું લક્ષ્ય અને ગોલ છે કે ત્યાં સુધી અને એમની કૃપા દ્રષ્ટિ આપણી ઉપર હંમેશા હોય એવો વિચાર કરીને આપણે એમને નમસ્કાર કરીએ છીએ. અનાદિ અનંત તીર્થંકરોને વંદન કરું છું. સર્વે પંચ પરમેષ્ઠીને વંદન કરું છું. પંચ પરમેષ્ઠિની અંદર તીર્થંકર પણ આવી જાય, સિદ્ધ લોકો પણ આવી ગયા કે જે લોકો ઓલરેડી મોક્ષ પામી ચૂકેલા છે. પછી આચાર્યો આવી જાય, ઉપાચાર્ય પણ આવી જાય અને બધા જ સંતો આવી જાય. તમારા જેવા સર્વે દેવી દેવોને વંદન કરું છું. દસે દિકપાળોને વંદન કરું છું. ભગવાન શિવને વંદન કરું છું. ભગવાન શ્રીકૃષ્ણને વંદન કરું છું.
ભારતમાં સ્થિત સર્વે આત્માને વંદન કરું છું. ભારત શબ્દ છે તો જે પ્રકાશની સતત ઉપાસના જ્યાં ચાલ્યા જ કરે છે અવિરતપણે, એને ભારત કહીએ છીએ આપણે. આગળું એના વિશે વાત કરશું. વિશ્વ નિયંતા વિધાતાને વંદન કરું છું.
આ સંમેલનનો ઉદ્દેશ્ય કોઈપણ જાતિ, ધર્મ, સંપ્રદાય, વિધિ-વિધાનનો કે મતનો ખંડન કે મંડન કે વિવાદ યા લાગણીઓ દુભાવવાનો નથી. જાણે અજાણે આવા કોઈ દોષ, કોઈ કૃત્યોની આગોતરી ક્ષમા યાચના. આ સંમેલનનો ઉદ્દેશ અખૂટ લભ્ય જ્ઞાનસાગરમાંથી, જે લભ્ય છે અલભ્ય છે તેની હું વાત નથી કરતો, લભ્ય જ્ઞાન સાગરમાંથી આત્મા-પરમાત્માની અનુરૂપ અનુભૂતિરૂપ આત્મરત્ન પ્રાપ્ત કરવાને કરાવવાનો જ છે. આ અંગેની યથાપ્રાપ્ત સમજણની સ્પષ્ટતા કરવાનું અમારી જે કંઈ સમજ આ અંદર કરતાં કરતાં કરતાં જે ઉત્પન્ન થઈ છે, તો એને તમારા સાથે અમે શેર કરીએ છીએ. પણ આ પ્રયાસની અંદર જો કોઈ ત્રુટિ હોય તો એની ક્ષમા પ્રાર્થ છે.
સૌથી પહેલા તો જ્ઞાન સંપાદન માટે શું જોઈએ? કાલે કોઈકે મને એક પ્રશ્ન કર્યો હતો. જ્ઞાન સંપાદન જો કોઈએ કરવું હોય તો એને શિષ્યત્વ ગ્રહણ કરવું પડે. શિષ્યત્વ ગ્રહણ કરવું એનો મતલબ એ છે કે "હું અપૂર્ણ છું" એવી સમજણ સાથે "મને પૂર્ણ કરો, કૃપા કરો" એવા એટીટ્યુડ સાથે જ્યારે એ કોઈ ગુરુ પાસે જાય ત્યારે એની ઉપર ગુરુ શું કરે? કૃપા કરે. આ બહુ જ મહત્વની વસ્તુ. જ્યાં સુધી ગુરુની કૃપા ન થાય ત્યાં સુધી બધી સાધના કેટલું બી કરી હોય એ બધું શું કહેવાશે? સ્વચ્છંદ કહેવાશે. તો ગુરુની કૃપા તો થવી જરૂરી છે. હવે ગુરુની કૃપા ક્યારે થાય? તો કીધું કે આવો જ્યારે એટીટ્યુડ જ્યારે ગ્રહણ કરે કોઈ. પહેલાના વખતની અંદર તો ગુરુ બધા આશ્રમ વગેરે ચલાવતા અને શિષ્ય ત્યાં આગળે જાય તો એ સમિદ લઈને જાય અને ગુરુ પાસે જઈ અને પ્રાર્થના કરે કે "હું સત્યકામ જાબાલ, જાબાલીનો પુત્ર, આપણી પાસે જ્ઞાન ગ્રહણ કરવા ઈચ્છું છું અને આપ કૃપા કરો." એના ગુરુએ એની પર કૃપા કરી અને પછી એને જે કંઈ જ્ઞાન ટ્રાન્સફર કરવાનું હતું એ બધો પ્રોસેસ આખો શરૂ કર્યો.
"ઋગ્વેદનો ગુરુ મંત્ર - મૂળ સંસ્કૃત પાઠ સંપૂર્ણપણે ખોરવાઈને અર્થહીન શબ્દોમાં ફેરવાઈ ગયો છે." આ ગુરુ મંત્ર છે. એવું કહે છે કે જ્યારે પણ ઋગ્વેદનો આ મંત્ર જ્યારે પણ એનું એમ કે આવર્તન કરવામાં આવે હૃદયપૂર્વક, તો ગુરુ સૂક્ષ્મની અંદર પ્રગટ થતા જ હોય છે અને એ ગુરુની કૃપા જ્યારે આપણી ઉપર પૂરેપૂરી ઉતરી આવે તો આપણને જ્ઞાન પ્રાપ્તિ થવામાં વિલંબ રહેતો નથી. એક ડગલું આપણે હંમેશા આગળ વધી જઈએ.
"ૐ તચ્ચક્ષુર્દેવહિતં પુરસ્તાત્ શુક્રમુચ્ચરત્ (પ્રસિદ્ધ વૈદિક ચક્ષુષ્મતી મંત્ર)" આ એક મંત્ર એવો છે કે જેના ઉચ્ચારણ માત્રથી આપણા જે સ્થૂળથી શરૂ કરીને બાકીના બધા જ જે કોષો આપણે બધા વારાફરથી કપડા પહેરેલા છે, બધા ચાર પાંચ બધા પ્રાણીખિલર તો ખબર છે, એ બધા જે "વસ્ત્રાણી જીરણાની" એવું બધું બોલ બોલ કરીએ છીએ ને આપણે? પણ કેટલા વસ્ત્રો પહેર્યા છે કે પાંચ જોડ પહેર્યા છે આમ એકની ઉપર એક. તો બસ એના અંદર પડેલા જે કંઈ ડાઘા હોય ને એ બધા ડાઘા દૂર થઈ જતા હોય. તો આ બહુ સરસ મજાનો વોશિંગ પાવડર છે એને સાફ કરવા માટેનો. તો આપણે બધા સાથે બોલીશું. ક્લોઝ યોર આઈસ, કણક્યોર માઈન્ડ.
"એ જ 'ૐ તચ્ચક્ષુર્દેવહિતં પુરસ્તાત્ શુક્રમુચ્ચરત્' મંત્રનું પુનરાવર્તન ઓમ તતચક્ષુદેહ ઓમ તતચક્ષુદેહ શુક્રમુચ્ચ વ્રતઃ હુંફટ તચક્ષુ ચક્ષુદેહ રત હું ફાટ હુંફાટ." વોચ ધ પ્રોસેસ હેપનિંગ વિધન. જોન્ટલી ઓપન યોર આઈસ.
આનાથી પણ એક સહેલો રસ્તો. આટલું બધું સંસ્કૃત આપણને યાદ નથી રહેતું છતાય પરિણામ જોઈએ છીએ. તો આખુંય આપણું બધું સાફ કરી નાખવું છે. ખૂબ ક્રોધ આવ્યો છે, ખૂબ ગુસ્સો આવ્યો છે, કંઈ પણ જાતના ઇમોશનસની અંદર આપણે ઘેરાઈ ગયા છે, તો એક રૂમમાં જતા રહેવાનું શાંતિથી. જ્યારે પણ આવું કંઈ બને ત્યારે બંને હાથ આમ ઉપર લેવાના. વચસ ધ પ્રોસેસ હેપનિંગ. સ્વાધિષ્ઠાન ચક્ર આખું બધું આમ ખલબલી જશે અને બધું સાફ સફાઈ થવાની એકદમ શરૂ થઈ જશે. વોન્ટ ટુ ટ્રાયટ? પ્લીઝ સ્ટેન્ડ અપ. વી willલ do 10 ટાઈમ્સ રાઈટ? ઓકે. ઉપરથી બિલકુલ આ બધું ખંખેરી જ નાખીએ છીએ એ રીતના. તમારા આજના ચક્ર પર ધ્યાન આપો. એક સુંદર મજાની જ્યોત પ્રગટશે. હવે મારી સાથે કહો: "તે હું છું, તે હું છું, હું વ્યાપક સર્વ પ્રકાશ છું, હું વ્યાપક વ્યાપક સર્વ પ્રકાશ છું." જેનાથી ઊભા ના રહેવાય તે ધીમેથી ખુરશીમાં બેસી શકે છે.
વેન યુ ફીલ ધેટ પ્રોસેસ કમપ્લીટ, જેન્ટલી ઓપન યોર આઈસ. થેન્ક્યુ, પ્લીઝ સીટ ડાઉન.
શ્રી ગણેશાય નમઃ. આપણે ગુણપતિને નમસ્કાર કરીએ છીએ, અહીંયા વંદન કરીએ છીએ. ગુણપતિ કોણ છે? જે ગુણોના પતિ છે. ગુણો કેવા છે? બે પ્રકારના. આત્માના ગુણો પણ છે અને પ્રકૃતિના પણ ગુણો છે. તો આ ગુણપતિને આપણે વંદન શા માટે કરીએ છીએ કે "અમને પ્રાકૃતિક ગુણોમાંથી મુક્તિ આપો અને અમને આત્માના ગુણોની અંદર સ્થિત કરો." પ્રાર્થના.
આ છે, કેમ કે જ્યાં સુધી પ્રાકૃતિક ગુણોની જ ભજના ચાલ્યા કરતી હશે, ત્યાં સુધી તમે પ્રકૃતિની અંદર નિરંતર ભમતા જ રહેશો. અનંત અવતારોથી આજ કરતા આવ્યા છો. હવે છૂટવું છે? યસ સર, આગળ વધવું છે? હા સર. ઓકે, ધેન, એટીટ્યુડ તમારો એટીટ્યુડ ઠીક કરો પહેલા. એરોપ્લેનની અંદર પણ એક આલ્ટીટ્યુડ હોય છે અને એક એટીટ્યુડ હોય છે. તો એટીટ્યુડ છે એ બતાવે છે કે પ્લેન આ રીતે જ જશે, આ ડાયરેક્શનમાં જશે. અલ્ટીટ્યુડ જે છે એ બતાવે છે કે કેટલી હાઈટ ઉપર જશે. તો આપણે અલ્ટીટ્યુડ પણ જોઈએ છીએ અને એટીટ્યુડ પણ જોઈએ છે. સ્પીડ એની મેળે આવશે. આપણે જે કંઈ બધું કરવાના છે એનાથી જબરજસ્ત સ્પીડ આવશે.
એન્ડ આઈ ટેલ યુ, જો આનો ઉપયોગ કર્યો ભૂલેચૂકે કે જૈન લોકો શું કહે છે ખબર છે? "પાણી વાપરું છું." તો તમે જો આ જ્ઞાન જે તમને આપવામાં આવે છે, એને જો ભૂલેચૂકે વાપરી નાખ્યું, તો ૧૦૦ ટકા રિઝલ્ટ જોવા મળશે. ત્રણ વસ્તુઓ છે: અજ્ઞાન, જ્ઞાન અને વિજ્ઞાન. આપણે જ્યારે કશું જાણતા નથી એવો આપણને ખ્યાલ આવે, તો એ છે અજ્ઞાન. એ પણ એક જાતનું જ્ઞાન છે, કારણ કે મોટાભાગે જ્ઞાન તો એ જ ખબર નથી પડતી, પહેલી વાત તો એ છે. બીજું કે જ્ઞાન તો આપણને શું છે આ બધું? જેને આપણે કહીએ છીએ "ઋતંભરા", એ પ્રગટ થવી જરૂરી છે જીવનની અંદર. શું મનુષ્ય જીવનની અંદર આ પોસિબિલિટી ઉભેલી છે? સો ડોન્ટ વેસ્ટ ઈટ, ઇન્વેસ્ટ યોર લાઈફ. તો એને આપણે ઇન્વેસ્ટ કરીશું. તો એ એટીટ્યુડ તમે ધારણ કરો કે જે કંઈ જ્ઞાન હું સંપાદન કરું છું, એને હું હર પળ, હર પળ, જ્યાં જ્યાં તક મળશે ત્યાં વાપરી નાખીશ.
આ જેમ વાપરશું એમ વધશે. એવી લક્ષ્મી છે:
"ખર્ચે ન ખૂટે, ચોર ન લૂટે, ચોર ના લૂટે, દિન દિન બળત સવાયો. પાયો જી મેને રામ રતન ધન પાયો, પાયો જી મેને રામ રતન ધન પાયો."
રામની જ વાત કરી હતી ને? હા. તો હવે આ સો ફીલ ઈટ. અનલેસ એન્ડ અનટીલ જીવનની અંદર પ્રેઝન્સ જેને કહેવાય, એ ફીલ નહીં કરો ને, ત્યાં સુધી ઈશ્વર કેવો છે? આવું હશે, આવો હશે, આવું હશે, તો આ બધું ચાલ્યા જ કરશે. બધું શીખવાડ્યું ને એ બધું તો એ બધું શું કહેવાય? તો કે બ્રુડીંગ ચાલ્યા કરે. એનું બહુ જાજુ પરિણામ આવતું નથી હોતું. જ્યારે એ વસ્તુ એટીટ્યુડ ધારણ કરીને ચિંતનમાં પરિણમશે, ઘૂંટાવાનું શરૂ થશે, પછી એમાંથી રસ ટપકવાનો શરૂ થશે. એ રસ ટપકતો ટપકતો ટપકતો તમારા સલાઈવા રૂપે અંદર જશે સિસ્ટમની અંદર. એ લોહીની અંદર ભળી જશે. એ લોહી આખા શરીરની અંદર, તમે જાણો છો ને, એક મિનિટમાં કેટલી બધી વખત ફરે છે? તો દરેક જગ્યાએ તમારે એકે એક સેલની અંદર આ રસ પહોંચાડી દેશે. આ છે ભક્તિ. આને કહેવાય રસવિદ્યા. આને કહેવાય મધુવિદ્યા, જેની વાત વેદોની અંદર કરેલી છે.
એટલે જ્યાં સુધી આ આલ્કેમી નથી થતી, ત્યાં સુધી ભક્તિ કેવી રહેશે? કાચી રહેશે. ખીચડી ચડશે નહીં, કારણ તાપ તો ખૂબ આપી રહ્યા છો, પણ પેલી હાંડલી છે ને ઘણી ઊંચી છે. એટલે કાં તો હાંડલી નીચી લાવવી પડશે ને, કાં તો પછી અગ્નિને વધારે કરવો પડશે. તો આપણે અગ્નિ વધારીએ. પેલું નીચું આવે એવું નથી ભાઈ. પેલી સળીઓ આ બધી બહુ ઊંચી છે. તો આપણે શું કરીશું? પુષ્કળ અગ્નિ નીચે વધારીશું આપણે. તો કેવી રીતે? તો કે દિન રાત જે કંઈ આપણે સમજ્યું, જે કંઈ જાણ્યું, જે જ્ઞાન છે, તેનો ઉપયોગ કરવા માંડો. અને એ થશે તો શું થશે? એક વિજ્ઞાન ઉત્પન્ન થશે. જ્ઞાનની એપ્લિકેશન એ જ વિજ્ઞાન. અને જો પડી રહ્યું તો એ શું થશે? ઇન્ફોર્મેશન. અને એ તો બધી ગૂગલમાંય છે અને બધે બહુ છે. અહીંયા ગાળે બધા લોકોની પાસે બહુ જ પુષ્કળ એટલે ગમે તે કોઈ એકને કહો ને તો પણ તમને આપી દેશે ઘણી બધી માહિતી, કારણ કે WhatsApp યુનિવર્સિટી ફરે છે બધી ચારે બાજુ.
તો એમાંથી મળી જાય.
સો એક સમય એક વસ્તુ એક જ જગ્યાએ હોઈ શકે છે, એ એક નિયમ છે. તો તમારું જે ચિત્ત છે, ફોકસ એટેન્શન, એ કાં તો પરમાત્મામાં છે અને નહીં તો પછી સંસારમાં છે. આપણે દર વખત આ ચેક કરવાનું છે. જ્ઞાન આને કહેવાય. હવે આ જો ચેક કર્યા કરશો થોડી થોડી વારે, એવું કહે છે કે આખા દિવસની અંદર જો તમે ૫૧ વખત, ૫૦ નહીં, ૫૧ વખત જો પ્રેઝન્સ ફીલ કરવા માંડશો પરમાત્માની, તો તમે બહુ જ નજીક પહોંચી જશો પરમાત્માની. એની અને તમારી વચ્ચે જે કંઈ તમને અંતરાયો, પડદા, જે કંઈ જે દેખાય છે કે અનુભવાય છે કે નથી અનુભવાતા ને ગુંગળામન લાગે છે, સફોકેશનમ ખાય છે કે આ શું હશે પરમાત્મા એમ, એ જે પરિસ્થિતિ છે, એમાંથી તમે બહાર આવી જશો. સો આ એક સ્પેસ છે. આ સ્પેસની અંદર એક સમય એક જ વ્યક્તિ બેસી શકે છે, રાઈટ? બે વ્યક્તિ ના બેસી શકે. તો એ જ રીતે આપણે આ જ્ઞાનનું અને વિજ્ઞાનનું સમજવું.
તો તમારા ચિત્તની અંદર જો વિજ્ઞાન ચાલશે, તો બીજું બધું જે પરિભ્રમણ ચાલી રહ્યું છે, એ બધું જ બંધ થઈ અને એ જેવું બંધ થશે એટલે પરમ શાંતિનો અનુભવ તરત જ આવશે. પરમ શાંતિ અતિશય આહ્લાદક હોય છે. કેવી ટ્રાન્કવિલિટી જેને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ. એકદમ આહ્લાદ. બસ એનો અનુભવ કરવો જોઈએ. તો ક્યારે કરી શકાય? અહીં અત્યારે, રાઈટ હિયર, રાઈટ નાઉ. ક્લોઝ યોર આઈસ, ફીલ ધ ટ્રાન્કવિલિટી, ફીલ ધ પ્રેઝન્સ ઓફ ગોડ. હું પરમ તેજસ્વી વ્યાપક પરમાત્મા છું. સો ઇન ઓર્ડર ટુ નો ધ લાઈટ, વી મસ્ટ ફર્સ્ટ એક્સપિરિયન્સ ધ ડાર્કનેસ. જ્યારે તમે આંખો બંધ કરો છો, તો તમારે સૌપ્રથમ સાક્ષાત્કાર કોનો થાય છે? અંધકારનો થાય. પણ એ અંધકારની બિલકુલ પાછળ જ છે પ્રકાશ. થોડાક આગળ વધો. બસ આમ લાગેલા રહેજો અને બસ ત્યાં જ પ્રકાશ છે એમ. એટલે અંધકાર જોઈને ગભરાઈ જશો નહીં.
આંખો ખોલી નાખતા અને તમને પ્રકાશનો અનુભવ થશે એવું કાલ યુગ નામના આ એક બહુ જ સરસ મજાના સાયકોલોજીસ્ટ હતા, એમણે કહેલું છે. તો મૂળ પ્રશ્ન એ છે કે હું કોણ? આપણને બધાને આ પ્રશ્ન વારે વારે વારે વારે થયા કરે છે. આપણને બધું શીખવાડ્યું.
ને કે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ને આમ બધું. એમાંય પાછો "હું કોણ? હું કોણ?" એ તો પાછું ઊભું જ રહ્યું. તો કે આ "હું" જે છે તે બ્રહ્માને પૂજે છે, વિષ્ણુને પૂજે છે, શિવને પૂજે છે. પછી પાછો કે "શિવોહમ, શિવોહમ." તો પાછો હું શિવ થઈ ગયો. બધું ગોળ ગોળ ગોટાળા જેવું છે, કંઈ સમજાતું નથી આપણને કે વાસ્તવમાં શું કરવાનું છે.
તો પ્રશ્ન કરો અને ઓબ્ઝર્વ કરો. બહુ જાજુ કોઈને આગળ પાછળ પૂછવાની જરૂરત નથી અને ખાસ કરીને જે લોકોએ અગાઉના બે-ત્રણ ક્લાસ કર્યા પ્રસાદમના, એ બધાને મારી હવે પછીથી રેડીમેડ જે પ્રશ્નો પૂછાતા હતા અને એના જે જવાબ આપી દેતા હતા, એ પ્રક્રિયા હવેથી બંધ છે. પ્રશ્ન કરો. હું ચાહું છું તમે તમારી જાતને પ્રશ્ન કરો અવિરતપણે. જો તમારે જાણવું છે, જે જે શંકાઓ છે, જે જે જિજ્ઞાસાઓ છે, એને લઈને બેસો પાંચ મિનિટ, દસ મિનિટ, બે મિનિટ, છેવટે એક મિનિટ છેવટે પણ એને એના પર તમે કોન્ટમ્પલેટ કરવાનું શરૂ કરો. એ જરૂરી છે કે હું ક્યાંથી આવ્યો? આ ક્યાં જવાનું છે મારે? આ આત્મા શબ્દ શું? બધા કહે ને "આત્મા છે, આત્મા છે," પણ ક્યાં છે આત્મા? અનુભવ કરવો જોઈએ ને? અનુભવ વગરનું બધું નકામું છે. તો આપણે આ ક્લાસની અંદર આપણે અનુભવ કરીશું કે આ આત્મા શું વસ્તુ છે.
વ્યવહારમાં અને સંસારમાં ઓળખ માટે આપણે એક જેમ નામ આપીએ છીએ, એવી રીતે શાસ્ત્રોમાં, વેદોની અંદર આ એક સંજ્ઞા રૂપે આપવામાં આવ્યું છે કે જેથી કમ્યુનિકેશન, સંવાદ થઈ શકે, એની ઉપર વાત થઈ શકે, એની ઉપર વિચાર થઈ શકે. કેમ કે મન છે, એને હંમેશા કોઈને કોઈ નક્કર વસ્તુઓ જ હોય. તમે આમ અવકાશની અંદર મનને છોડી દો, સ્પેસ, તો એ સમજી નહીં શકે. જો મારા બે હાથ વચ્ચે પણ આકાશ છે, તમને દેખાય છે? એ કેવી રીતે ડિફાઇન થશે? તો કે આ હાથ ને આ હાથ, બેની વચ્ચે જે છે તે આકાશ. એટલે એને રેફરન્સ પોઈન્ટની હંમેશા જરૂર પડે છે માઈન્ડને. સો, જેવા એના રેફરન્સ પોઈન્ટ ખસેડી લેવામાં આવે એટલે તરત જ માઈન્ડ શું થઈ જાય તમારું? નિષ્ક્રિય થઈ જાય. શરૂઆતમાં એ પ્રયત્ન કરશે એટલે ખૂબ બધું છટપટાવશે પેલી ગરોળીની પૂંછડીની જેમ. એટલે સાહેબે કીધું ને કે શાંત થઈ જાવ એક દિવસ માટે.
આમ તો તમે પહેલો દિવસ કાઢી જોજો, પહેલો કલાક કાઢી જોજો અને પછી જુઓ કે શું થાય છે. એટલો બધો તરફડાટ અંદર થશે કારણ કે અંદર જૂનું બધું ભરેલું છે અને એ જે ભરેલું છે ને, એકદમ ફોર્સફુલી બહાર નીકળવા માંડે. ઉભરો જ આવે છે ખરેખર. અને પેલો બિચારો જે સાધક હોય, નવો નવો હોય, શરૂઆત કરતો હોય, ગભરાઈ જાય છે ને પછી ઊભો થઈ જાય ત્યારે કે "હું તો ધ્યાન કરવા બેસું છું ને કે મને તો બહુ જ વિચારો આવે." પણ વિચારો જ આવશે ભાઈ. તું ધ્યાન કરવા બેસીશ એટલે પહેલા વિચારવું જ આવશે. કેમ? તો કે અંદર છેક ઊંડે સુધીને દબાયેલા હતા ને, એ બધા એકદમ ઉભરો થઈને બહાર આવી રહ્યા છે. કારણ કે તે શું કર્યું? તો કે રામ નામ વરાનને તે રામનું નામ લીધું યાર. એટલે આનું પરિણામ આવી રહ્યું છે. પણ એ સમજી નથી શકતો કે આ એનું પરિણામ છે અને પછી ગૂંચવાઈ જાય, ગભરાઈ જાય અને છોડી દેતો હોય છે.
તો આપણે બધાએ આવા અધૂરા અધૂરા કંઈક કંઈક પ્રયત્નો કરતા હતા અને એટલા જ માટે આપણે આજે 2024 ની અંદર ફરી રહ્યા છે. એટલે તો ક્યારના આપણે પરમ તત્વમાં વિલીન થઈ ગયા હોત. પણ આપણી ક્યાંક ક્યાંક નાની મોટી ભૂલો રહેલી છે, તો જ આપણે અહીંયા છીએ, સદેહે છીએ અને આપણે થવાનું શું છે? વિદેહી, પેલા રાજા જનક જેવા થવાનું છે. તો કેવી રીતે થવાશે? તો કે દેહની આસક્તિ એ જ્યારે જતી રહેશે ત્યારે થશે. અહીંયા તો પાવડર ચોપડવાનું, પછી આમ અરીસામાં જોવાનું કે આજ બરાબર લાગું છું કે નથી? હજી તો એ બધું બાકી રહી ગયું છે. આપણને કોઈ દિવસ એવું કર્યું ખરું કે આમ બસ તૈયાર થઈને સીધા નીકળી ગયા કપડા પહેરીને આપણે જે કામે જવું તું? એવું ના, એવું તો નથી બનતું. હજી પણ પેલું છે ને, પેલું આફ્ટર સેવ લોશન આમ આમ કરીને લગાડે. પેલા પેલા એ જોયું ને એટલે આણે બી ચોપડીવાનું ચાલુ કરી દીધું લાઈને મોંઘા ભાવનું.
અલા ભઈ, કંઈ જરૂર નહોતી. તારા બાપ દાદા છે ને ફટકડી ઘસી નાખતા હતા. પણ દેખાદેખી જિંદગીની અંદર લાખો કરોડો રૂપિયા કેવી રીતે ખર્ચાઈ રહ્યા છે, બેસીને એક દિવસ વિચાર કરજો. તમારા લોહી પસીનો બાળીને, કલાકોના કલાકો મહેનત કરીને જે રૂપિયા તમે કમાયા છે, લેજીટીમેટ મની, હરામની કમાઈની વાત નથી કરતો, એ પૈસાનો તમે શું ઉપયોગ કરી રહ્યા છો? તમે ક્યાં વાપરી રહ્યા છો? વિચાર તો કરો અડધો કલાક. બસ, બહુ થઈ ગયું. પછી કોઈ અને ભાઈ, જો બધા જ લગાડીને ફરે છે એટલે કોઈને ખબર નથી પડતી કે ત્યાં શું ચોપડ્યું છે ખરે. એટલે આ બધું આઈડેન્ટિફિકેશન તમે શું કરવા માંડ્યા? તો કે એવા લોકોને તમે તમારી સમક્ષ મૂક્યા. શંકરાચાર્યને ના મૂક્યા, રામને ના મૂક્યા, કૃષ્ણને ના મૂક્યા. પેલો વિમલ ગુટકા ખાય છે એ માણસને મૂક્યા. એના જેવા કપડા પહેરવાના, એની જેમ ઊભા રહેવાનું, એની જેમ બોલવાનું, એની જેમ મારામારી કરવાની, એની જેમ વાઘ યુદ્ધ કરવાનું.
તો આપણે આપણે શેમાં પડી ગયા છીએ? આપણે બધા ભ્રમની અંદર પડી ગયા છે. આ ભ્રમ બહુ મોટો કૂવો છે. જેટલા વધારે ઊંડા અંદર જતા જશો, અંધારું વધતું જ જશે. એટલા માટે કીધું કે "ચેન્જ યોર એટીટ્યુડ એન્ડ અલ્ટીટ્યુડ બોથ" અને પાછા ઉપર આગળ આવો.
તો આપણે સમજવું જોઈએ કે આપણે હું કોને સમજીએ છીએ? આંખો બંધ કરીને વિચાર કરો કે આ દેહને આપણે હું કહીએ? આપણે હું જ્યારે બોલીએ મનની અંદર "હું", તો આ આપણો મતલબ શું છે? અહીં આગળ એક દરવાજો છે, ડોરબેલ વાગે છે અથવા તો કોઈ નોક કરે છે, તો કોઈ એને અંદર જે વ્યક્તિ છે એ પૂછે છે કે "કોણ છે?" તો કે "હું." હવે જે પણ આવશે એ દરેક જણ તમારા માનો કોઈ પણ હશે ત્યાં આગળ તો એ શું બોલશે? "હું, હું છું." ઓકે, સમજ પડી ગઈ ભાઈ, તું છું પણ...
તું કોણ છું? એટલે પછી કહેશે કે "હું ફલાણો." એટલે કહેશે કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે "હું બાવો." એક જાતિ આપણે કંઈક લીધી કે કોઈક એવી રીતના આપણે વાત કરીએ છીએ કે "હું માણસ છું" કે "હું સ્ત્રી છું" એવી રીતના. તો આપણે એવા એના અંદર પડી ગયા, હાવ એ સમજ પડી ગઈ. પણ બાવાય ઘણા છે, માણસોય ઘણા છે, સ્ત્રીઓય ઘણી છે. તું કોણ છો એમાંથી એ પાછું! એટલે વળી પાછા સ્પેસિફિક બનવું પડે કે "હું મંગળદાસ છું" કે "હું પ્રણવ છું." "હું ઇન્દ્રજીત છું." તો તો બહુ સારું હો! ઇન્દ્રજીત હોય, ઇન્દ્રને જીતનારા. ઇન્દ્રિયોને જીતે એ ઇન્દ્રજીત છે. ઇન્દ્રને જીતે એ ઇન્દ્રજીત હંમેશા હારી જાય છે, રામાયણ એનો દાખલો છે.
આ દેહ જે છે એ બધું શું છે? તો કે મન, લાગણીઓ અને સંવેદનોથી ભરપૂર છે આપણું. હવે એને અંતહીન, અંત જેને કહેવાય એવો સતત ભય વ્યાપેલો લાગે. આ "હું" જે છે ને એને પોતાનું અસ્તિત્વ ખલાસ થઈ જવાનો હંમેશા ભય હોય. તમે જોજો, ક્યાંય પણ જોશો તો આ "હું" શું થશે કે તો કે "મારું શું થશે?" પછી "મારું" આવી જશે. "હું" માંથી શું? "મારું શું થશે?" હવે એ "મારું" કેવી રીતે આવે છે? તો કે એ પોતાની પ્રોપર્ટી સમજવા માંડે છે, એને માલિકી ભાવ પેદા કરવા માંડે: "મારું શરીર, મારી પત્ની, મારા બાળકો." અને તકલીફોની પરંપરા શરૂ થઈ જાય છે. સંસાર સરજાઈ જાય છે અને પછી એટલો ગૂંચવાતો જાય, એટલો ગૂંચવાતો જાય કે એમાંથી ક્યારેય બહાર નીકળી શકશે એ એને ખ્યાલ આવતો નથી હોતો.
જો હવે આ ફિયર ઇઝ ધ કી. આ જીવનને તમારા કોણ ચલાવી રહ્યું છે? પરમાત્મા ચલાવે કે ભય ચલાવે છે? તો કે આ "હું" ને જે ભય લાગે છે ને એના ધક્કાથી જ તમારો સંસાર ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે અવિરતપણે. હર પળે, હર પળે એને ડર લાગે છે આ "હું" ને શેનો? તો કે ખતમ થઈ જવાનો. અલ્ટીમેટલી તો એ કરવું જ પડશે એક દિવસે. એ ઇટ ઇઝ નોટ સુસાઇડ, આઈ ટેલ યુ. સો આ ડ્રાઈવ છે એક જાતનો, એ સતત આપણને ફેરવી રહ્યો છે. જો આ એનિમલ્સ અને બર્ડ્સમાં આ વસ્તુ સ્ટોર નથી હોતી, એ મોમેન્ટરી હોય, વળી પાછી જતી રહે. બાળકોની અંદર પણ એવું છે. જરાક વાર ડર લાગે, રડવા માંડે પણ પછી એ બિલકુલ પાછા નિશ્ચિંતતાથી રમતા જોવા મળે. પણ જેમ જેમ આપણે મોટા થતા જઈએ, એક ઉંમર પછીથી, ચાર વર્ષ, પાંચ વર્ષ, છ વર્ષ, કોઈને તો એવા સમયે પછી આ સ્ટોર થવાનું શરૂ થાય ધીમે ધીમે.
સો વી સ્ટાર્ટ અવર લાઇફ વિથ ધીસ ફિયર.
હવે આજે આપણે હ્યુમન્સ છીએ તો ગ્રીડ અને ફોલ્સ સેન્સ ઓફ પાવર. આપણે શું જોઈએ છે? આ બે વસ્તુઓ જોવે છે. એટલે એ ફોલ્સ સેન્સ ઓફ પાવર છે. ઓવરપાવર, કોઈ બીજી વ્યક્તિ ઉપર "હું કહું છું એમ જ કરવું પડશે" વાળી વાત આવી જશે. દરેક વસ્તુમાં "મારું ધાર્યું થવું જ જોઈએ" એ જાતની એક સેન્સ પેદા કરે છે માણસ. એના લીધે એ શું કરે છે? એટેક કરે છે. ફિઝિકલી પહેલાના વખતમાં કરતા હતા, હવે વર્બલી કરે છે. હવે ઘણી વખત એમને બેઠા બેઠા કર્યા કરે, સામે બેસીને જોયા કરે, ઘોર્યા જ કરે. તમે કંઈક પૂછ્યું હોય સરકારી કોઈ ઓફિસની અંદર જઈને કોઈ કર્મચારીને તો તમે જઈને એમ કહો કે "મારે આ કામ છે, એના માટે હું આવ્યો છું." તો આ કોણ કરે છે? એવું સરસ રીતે તમારી સામે જોયા કરે કે તમને એમ થાય કે અહીંથી ભાગી જ જવું પડે. આપણે ઊભા રહેવાની જરૂરત. તમને જવાબ મળી ગયો.
એ એમ કહે છે કે "આ ઇન્ક્વાયરી વિન્ડો નથી. ડોન્ટ આસ્ક મી." "મને ખબર છે પણ હું નહીં બતાવું." એવા પણ કેટલાક હોય છે પાછા. "પ્રાઉડી પીપલ." "મારે શા માટે બતાવવાનું? તમે પેલાને કેમ ના પૂછ્યું ને મને કેમ પૂછ્યું?" આવું આવું બધું.
સો વાયોલન્સ બહુ જાતના હોય છે. હસબન્ડ-વાઇફ વચ્ચે બી હોય છે વાયોલન્સ. સાસુ-વહુ વચ્ચે પણ હોય છે. ફાધર-સન વચ્ચે પણ હોય છે. દરેક રિલેશનશિપની અંદર આ વાયોલન્સ પરકોલેટ થતું ગયું. કેમ? તો કે આ ગ્રીડ અને ફોલ્સ સેન્સ ઓફ પાવર એ જેમ જેમ જેમ જેમ અંદર વ્યક્તિને અંદર વધતી ગઈ એમ માણસો વધુને વધુ આવા બનતા ગયા. એમાંને એમાં તો લોકોએ કેટલા લોકોને ખતમ કરી નાખ્યા, કેટલા દેશો જીતી લીધા. આ બધું જે કંઈ આપણે ઇતિહાસમાં જોઈ રહ્યા છીએ એ આના જ કારણે થતું જોઈશું.
લાઇફની અંદર આ ચાર વસ્તુઓ આપણે જોઈએ છીએ: જન્મ, મૃત્યુ, જરા અને વ્યાધિ. જન્મ થયો, ડેટ ઓફ બર્થ, અને પછી નક્કી બી થઈ ગઈ તો અને ડેટ ઓફ ડેથ વચ્ચે અમુક શ્વાસો રહ્યા. એના અંદર આપણે જે કંઈ એક્ટિવિટી ફિઝિકલ, મેન્ટલ વગેરે વગેરે થાય એને આપણે લાઇફ કહીએ છીએ. ઇઝ ઇટ રિયલી અ લાઇફ? આપણે પહેલો તો પ્રશ્ન આપણને એ થવો જોઈએ કે શું આ જીવન છે કે જે મૃત્યુ તરફ જ હંમેશા જઈ રહ્યું છે? વિદ્વાનો, સંતો આપણને કહે છે કે આ જીવન નથી, આ તો નષ્ટ થનારું છે, કાચના વાસણ જેવું છે, ફ્રેજાઇલ છે. એક દિવસ ખતમ થઈ જ જવાનું છે અને તું એક દિવસ રડવાનો જ છે ચોક્કસ. એટલે અત્યારથી જો સમજી જાય તો તારે હિબકા ભરવાના ઓછા આવશે. ડૂમો ભરાઈ જાય ઘણી વખત તો. એ આ બધું થાય છે.
જન્મ જ્યારે થાય છે ત્યારે મૃત્યુ આવે. વચ્ચે શું છે? તો કે જરા અવસ્થા આવે, વૃદ્ધત્વ. કોઈને ગમતું નથી. કોઈને ગમતું નથી છતાં પણ આ કરવું જ પડે છે માણસે. વૃદ્ધ થયા જ કરતું હોય એવી રીતે વ્યાધિ. ક્યારે કોને કઈ વ્યાધિ લાગી જશે, કેવી રીતે લાગી જશે, હશે કંઈ જ સર્ટેનટી નથી. પ્રાણિક હીલિંગની અંદર આપણને શીખવાડી દીધું. માસ્ટર ચોવાઈ એક સ્ટેપ આગળ વધ્યા જે લોકો પ્રાણિક હીલિંગ શીખ્યા કે કોઈપણ ડિસીઝ તમારા એનર્જી બોડીની અંદર છ મહિના પહેલા એન્ટર થાશે. છ મહિનાની અંદર એનું ધીરે ધીરે ધીરે ધીરે ક્રિસ્ટલાઇઝેશન થશે. તમારા ફિઝિકલ બોડીની અંદર એનું મેનિફેસ્ટેશન થશે. હવે જો વચ્ચેથી તમે પકડી લેશો એનર્જી બોડીમાંથી અને એને જો કાઢી નાખશો તો નેગેટિવમાંથી એટલે કે પોઝિટિવમાંથી નીકળી જશે તો તમારા ફિઝિકલ બોડી ક્યોર થઈ જશે. આ સાયન્સ આપણને શીખવા મળ્યું હતું.
તો આ સાયન્સનો ઉપયોગ.
કોણે કર્યો કે પહેલાના વખતની અંદર બધા જ્ઞાનીઓ હતા, સંતો હતા. એ લોકોના ધ્યાનમાં આ વસ્તુ આવેલી હતી અને એ બધા જ લોકો એક યા બીજા સમયે, એ ટ્રાઇબલ હેડ હોઈ શકે અથવા એ ટ્રાઈબના પુરોહિત હોઈ શકે, કોઈ ભુવાજી હોઈ શકે અને એ બધા આવી રીતના એનો ઉપયોગ કરતા હતા.
જીવનની અંદર આપણને શું છે? તો કે ભૂખ લાગે. કોઈપણ બીઇંગ હોય, સૌથી પહેલા જન્મે એટલે શું જોઈએ એને? તો 'ઇન ઓર્ડર ટુ ગ્રો' તો કે એને ખાવા જોઈશે. એ ખોરાક એને કોણ પૂરો પાડે છે? કુદરત પૂરો પાડે, અવિરતપણે આપ્યા જ કરે છે. દરેકને પોતપોતાનો ખોરાક મળ્યા જ કરતો હોય છે. તમે જુઓ, કેવી સુંદર રીતે એની આખી સાયકલ ગોઠવાયેલી છે! પણ પછી સવારના આઠ વાગ્યા આપણે પાણીપુરી ખાવી હોય તો પેલો ખૂબચાવાળો તો રાત્રે જ આવે. તો જીવનની અંદર ભૂખ, તરસ અને સલામતી આ આપણી બેઝિક રિક્વાયરમેન્ટ છે. જો સલામત રહીશું તો જીવતા રહીશું. એટલે પહેલામાં પહેલી ભૂખ, તરસ અને સલામતી આ ત્રણ વસ્તુઓ આપણને બહુ જોઈએ. અને સલામતી જ્યારે પણ આપણી જોખમાય, કોની? "હું"ની. "હું"ની જ્યારે પણ સલામતી જોખમાય એટલે પછી શું કરશે? કાં તો એ એટેક કરશે અને કાં તો ભાગી જશે. બેમાંથી એક જ વસ્તુ એ કરી શકે, કે છે.
તો આ સતત આપણે આ જોયા કરીએ છીએ જીવનની દરેક અવસ્થાઓની અંદર.
આપણે હવે ફિઝિકલી દોડવાનું ઓછું કરી નાખ્યું છે અને એટલા માટે જ બધાને હાર્ટ એટેકને બધું શરૂ થયું છે, બીપીની તકલીફો ને બધું. પહેલા વખતમાં લોકો ભાગી જતા હતા ડર લાગે તો. સામે પેલો બહુ જ પાવરફુલ હોય. હવે આપણે બેસી રહીએ છીએ અને બેસીને ડર્યા કરીએ છીએ: "આમ થઈ જશે, છત પડી જશે, ધરતીકંપ થઈ જશે." 2000ની સાલ યાદ કરો, કેટલા બધા લોકોના દિમાગની અંદર એ બધો ખોફ પેસી ગયો હતો! તો આ વસ્તુ છે અને એના કારણે આખી ઇકોનોમી કેવી બધી ચેન્જ થઈ ગઈ! હમણાં જો આ કોરોના આવી ગયો તો ઇકોનોમી કેટલી બધી બદલાઈ ગઈ! બધા આખા જીવનની પદ્ધતિઓ બધી બદલાઈ ગઈ. તો આવું બધું કરતાં કરતાં કર્મની ઉત્પત્તિ અવિરતપણે થયા જ કરતી હોય છે.
હવે આ કર્મની શરૂઆતના વખતની અંદર તો આપણે ખોરાકને શોધ ધવા નીકળવાનું. એટલે કે ફળ, ફૂલ હોય: "પત્રમ, પુષ્પમ, ફલમ." તો એમ તો કે આપણો ગુજારો થઈ જશે. ઋષિમુનિઓના જમાનામાં એવું હતું, કુદરતી નદીનું પાણી પી લેવાનું અને આ બધું ખાવાનું. બસ, કંઈ બનાવવા કરવાનું કંઈ ઝંજાટ હતી નહીં. એટલે મોટા ભાગના બધા પછી બેસીને ઓ ગુંજારવ કરી શકતા હતા. હવે આપણે તો પાંચ મિનિટ બેસીએ અને તરત જ પાછું વોટ્સએપમાં કંઈક આવ્યું લાગે છે. પછી આપણા ખેતી કરતા થયા. થોડાક આગળ વધ્યા તો ઋષભદેવ દાદા જે હતા તેમને પહેલી વખત બધાને ખેતીવાળીને એ બધી વસ્તુઓ કરતા શીખવાડી દીધું. તો ખેતી કરતા થઈ ગયા અને પછી વિચરણ કરતા હતા. તો પેલા જોઈએ આપણે આ મધુમાખીનો મધપૂડો છે. પ્રણવભાઈ જ્યારે જંગલમાં જાય ત્યારે શોધી કાઢે, "અરે, પંદર-એક કિલો તો મધ નીકળે એટલો મોટો તો છે જ એમ!" એટલે એવું એવું પછી શોધતા થયા અને પછી એનું પાછું ઇકોનોમિક્સ શરૂ થયું કે એક કિલો મધના કેટલા રૂપિયા હોય છે?
આજકાલ મને તો ખબર નથી, કોઈને ખબર છે? ભેળસેળવાળું 1000 રૂપિયાનો અને શુદ્ધ 400 રૂપિયાનો. વન વિભાગવાળા શું ભાવ આપતે?
એટલે આ બધું આપણે 'ફૂલ ફ્લેચ' જેને કહેવાય કે આપણા અંદર જીવનમાં એટલું બધું ઠસોઠસ ભરીને બેઠેલા છે કે ઘણી વખત આપણે બેસીને વિચાર કરીશું તો આપણી આ જે ભાષા છે, વાણી, આપણે જે શરૂ કરી છે, શાંતિથી બેસીને વિચારીએ તે દિવસે જડશે કે આ વરદાન છે કે અભિષાક. આપણે બોલતા શીખ્યા, બોલતા આપણને શીખવવામાં આવ્યું. "બોલો બ," એમ કરીને ચાલુ કર્યું. પછી "બ"નો "બા" થયો. અને હવે તો અવિરતપણે બોલવાનું બંધ થતું જ નથી એમ, સતત જ ચાલુ છે. કોઈને સાંભળવું છે કે નથી સાંભળવું એની પણ પરવાહ નથી, દરેકને બોલવું જ છે. આ પણ એક જાતનું વાયોલન્સ છે. કોઈકના સાયલન્સ ઉપર તમે એટેક કરો છો સતત અવિરતપણે, પણ સમજાતું નથી. એટલે પેલાને એમ થાય કે આને બોલતા શીખવાડ્યું કોને? ઘણી વખત પેલા હાઈકોર્ટમાં જજે કહેવું પડે કે "સી ડાઉન." પેલા વકીલ સાહેબ એટલા જોર જોરથી બધા આર્ગ્યુમેન્ટ કરવાના ચાલુ કરી દીધા હોય કે આખી ચોપડી વાંચી કાઢશે કે લીગલ.
એટલે પેલાએ કહેવું પડે કે "બસ, તું મને ખાલી પાના નંબર કહી દે, તું હું જોઈ લઉં છું." તો એટલે વરદાન છે કે અભિશાપ છે આપણી વાણી એ આપણને ખબર પડતી નથી. એવું બોલીએ છીએ આપણે, કેવું બોલીએ છીએ અને શું કરીએ છીએ? એનાથી એની શું ઇમ્પ્રેશનસ આપણે પેદા કરવીએ છીએ? આપણે શું કરવા માંગીએ છીએ? ક્યારેક બેસીને વિચાર કરીએ છીએ આપણે બોલતા પહેલા? તો તો બોલાશે જ નહીં. સો, આ એક સાધન છે જેને આપણે બેફામ રીતે વાપરી રહ્યા છીએ. વાણી એવું કીધું કે "વાણી ને પાણી બંને બહુ સાચવી સાચવીને વાપરજો, કારણ કે બંને તમારું જીવન જે છે એને આગળ લઈ જનારી વસ્તુ છે." સો, પર્પસ શું છે આ બધાની અંદર? આપણા કૃત્યો, આશય. આપણા મનની અંદર આપણે કંઈક હોય ને આપણે કંઈક બીજાને બીજું જ સમજાવતા હોઈએ. આવું બધું કેમ કરતા હોઈએ? કેટલાક માણસો એવા હોય, "હા, હું અત્યારે મુંબઈમાં છું." ભાઈ અહીંયા આગાડે જ ઊભા હોય, "હું મુંબઈ જઈ રહ્યો છું." પણ એ ના કહે ક્યારે જઈ રહ્યો, અઠવાડિયા પછી જવાનો હોય.
તો આવું આવું બધું જેને કહેવાય જૂઠું, અસત્ય. વ્યવહારિક રીતે ભલે પણ રિલેટિવ છે તો પણ એ અસત્ય સંભાન. પણ આ બધાના ડાઘા પડે છે, યાદ રાખજો. બહુ જ ડાઘા પડી ગયા છે શરીરને અંદર, મનની અંદર, આજે પાંચે પાંચ કોષોની અંદર. તો હવે એ ડાઘાને દૂર કરવા પડશે, એને સાફ કરવા પડશે ત્યારે જ આપણને પરમાત્માની પ્રાપ્તિ થવાનો માર્ગ સરળ થશે. તો આપણે શું કરીએ છીએ? બહુ જ કંટાળી જઈએ બધું કરીને. છેવટે પછી કોઈક વખતે આપણાથી આમ નીકળી જાય કે "ભાઈ ભગવાન, હવે તો કંઈક તું મારી હેલ્પ કર."
દે, કશુંક તો કરે! આમાં મને કંઈ સૂઝ પડતી નથી. એટલે ચારે બાજુથી ઘેરાયો હોય બરાબરનો; પૈસા બી ના હોય, બીમારીએ ઘેરી લીધો હોય, હાથ-પગ ચલાતું ના હોય, સગાવાલા છોડી દીધો હોય, ભૂખ ભયંકર લાગી હોય ને કોઈ જગ્યાએથી કોઈ હેલ્પ ના આવતી હોય. બસ, એવા ટાઈમે પછી પ્રાર્થના નીકળે. તે પ્રાર્થના કેવી હોય? "અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા (ન્હાનાલાલની પ્રસિદ્ધ પ્રાર્થના)." કેમ એવું કહે છે? કેમ કે આપણે અસત્યના તાણાવાણામાં જ જીવ રાખ્યું છે, જીવ રાખ્યું છે સતત. એટલે આ બહુ જ મોટી ગંભીરપ પરિસ્થિતિમાંથી બધાના જીવન પસાર થઈ રહ્યા હોય અને દરેકને તકલીફનો એક યા બીજા સમયે અનુભવ થયા જ કરતો હોય. એટલે પછી પ્રાર્થના નીકળી પડે. ક્યાંથી નીકળે? હૃદયમાંથી નીકળે. અત્યાર સુધી બધું ક્યાંથી ચાલતું હોય? કામકાજ ઉપરથી ચાલતું હોય. હવે અહીંથી નીકળે.
શું નીકળે? "પ્રભુ પરમ સત્ય તું લઈ જા."
આ રિયલ સત્ય શું છે? ફેક્ચુઅલ એ આપણે પાછું જાણવું જ હોય; કારણ કે બધા રિલેટિવ સત્યો પણ છે, ઘણા બધા છે. "ભારત મારો દેશ છે." "આ મારા મિત્ર છે." આ બધા રિલેટિવ સત્યો છે. એ હંમેશા બદલાતા રહેવાના છે, રિલેટિવ સત્યો તો. આપણને જેની શોધ છે તે રિલેટિવ સત્ય નથી. આપણે મુશ્કેલીમાં ઘણી વખત એટલા માટે મુકાઈ જતા હોઈએ છીએ કારણ કે આપણે રિલેટિવ સત્યોનો આગ્રહ પકડીને સત્યાગ્રહ કરવા માંડીએ છીએ અને ગૂંચવાઈ જઈએ. આપણને આગ્રહ હંમેશા રિયલ સત્યનો હોવો જોઈએ. યુધિષ્ઠિરને કીધું હતું પહેલા દ્રોણ ગુરુએ કે, "ભાઈ, તું પેલો પાઠ બરાબર તૈયાર કરીને આવજે." તો સાત દિવસ સુધી એ કશું બોલ્યા જ નહીં. સાતમા દિવસે બોલ્યા કે, "સત્યમ્ વદ." કેમ? તો કે સાત દિવસ સુધી તો એમનાથી રિલેટિવ જૂઠું તો બોલાયા જ કરતું હતું. જો રિલેટિવ જૂઠા માટે એમનો આટલો બધો, એમ કે, અવિરત સાત દિવસનો પ્રયત્ન કર્યા પછી એ સાચું બોલી શક્યા ત્યારે જ એ બોલ્યા.
તો આપણે બધાય શું કરવું જોઈએ? તો આપણે કેમ જૂઠું બોલીએ છીએ?
"ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા." જો, શું કીધું છે? અંધારું છે. આંખો બંધ કરી અને જે દેખાય છે તે પણ અંધારું છે. ઉઘાડી આંખે પણ જીવનની અંદર આપણે જ્યારે બધેથી ઘેરાયેલા, ગૂંચવાયેલા હોઈએ છીએ ત્યારે પણ શું છે? અંધારું છે. જવાનો માર્ગ મળતો નથી. તો આપણે કહીએ છીએ, "પ્રભુ પરમ તેજે તું લઈ જા." તો આ બધું સાયન્સ છે. વિજ્ઞાન શું કહે છે? પરમ પ્રકાશ એનાથી આ બધું જ બનેલું છે. સ્થાવર, જંગમ દરેકે દરેક ચીજોએ એમાંથી બનેલી છે. હવે જો આ સાયન્સ પણ આપણને આ બધું કહી રહ્યું છે, તો આપણે એને કેમ માની નથી શકતા કે આ બધું પ્રકાશ જ છે, પ્રકાશનો જ એક ભાગ છે કે પ્રકાશનું જ આ એક સ્વરૂપ છે? જો એ વાત સાચી છે તો આ પણ પ્રકાશ છે, આ પણ પ્રકાશ છે ને આ પણ પ્રકાશ છે. તો આપણે એ પ્રકાશનો અનાદર કેમ કરીએ છીએ?
આપણે કહીએ છીએ કે આ બધું જ બ્રહ્મમય છે, બધું બ્રહ્મ સ્વરૂપ છે અને પછી પાછા આપણે બ્રહ્મનો અનાદર કરીએ છીએ હાલતે ને ચાલતે. અને પછી પાછા આપણે એમ કહીએ કે, "મને આશીર્વાદ આપો." કોણ આપશે તમને? તમે અહીં એક બ્રહ્મનો અનાદર કરો છો અને પેલા બીજા બ્રહ્મ પાસે જઈને પ્રાર્થના કરો છો, "મને લાઈટ આપો." એ બે એક જ છે. હવે પેલો બ્રહ્મ છે ને, એ ન્યુટ્રલ થઈ જાય છે કે આને સમજ નથી પડતી એટલે મારે અત્યારે 'નો એક્શન રિક્વાયર્ડ' એન્ડ કરીને એ બ્રહ્મ બેસી રહેશે કે આની હેલ્પ કરવા જેવું નથી. હાજી, 'લેટ હિમ પ્રોગ્રેસ, લેટ હિમ પ્રોગ્રેસ.' એવી રીતના, "મહામૃત્યુમાંથી અમૃત સમીપે નાથ લઈ જાય."
મૃત્યુ છે અને મહામૃત્યુ છે. જ્યારે પ્રજ્ઞા અપરાધ થાય એને મહામૃત્યુ કહેવાય. જેમ હમણાં કીધું ને બ્રહ્મનો અનાદર, તો એ મહામૃત્યુ. ફિઝિકલ ડેથ, ઓકે. તમને બીજું એક બોડી મળી જશે પાછું તરત. એમાં કંઈ બહુ વાર હોતી જ નથી; કારણ કે તમારે પૂરું તો કરવું પડશે ને તમારું, એટલે તરત મળે છે. પણ "મહામૃત્યુમાંથી અમૃત સમીપે નાથ." અમૃત શું છે? તો જ્ઞાન છે. "જ્ઞાનામૃતનામો મોતી ચુગે આ હંસા માન સરોવરમાં, સત્યમ્ શિવમ્ ને સુંદરમ્ની જળહળ જ્યોતિ તન મનમાં. સર્વસ્વ અમારું અર્પણ છે ભગવાન તમારા ચરણોમાં, સુચરણોમાં." આ એટીટ્યુડ આવશે પછી આગળ કામ થશે.
એક બહુ સરસ મજાની વાત થઈ કે એક ગામની અંદર બધા લોકો ભેગા થયેલા. બધાને પેલો ઘંટ વગાડીને ગામની અંદર ભેગા કરીને કીધું કે, "આજ બધા ભેગા થજો કે આપણા એક જગ્યાએ મંદિર છે, ચર્ચ છે, વોટએવર, તો ત્યાં આગળ જઈને આપણે પ્રાર્થના કરવાની છે." શેના માટે કરવાની છે? તો કે, "વરસાદ આવે એને માટે પ્રાર્થના કરવાની." સાંજે કેટલા વાગે? તો કે, "સાત વાગ્યે." ઓકે, બધા સાત વાગ્યે ભેગા થઈ ગયા. આખું ગામ આવ્યું. એક નાનકડો છોકરો પોતાની નાનકડી છત્રી લઈને ત્યાં પહોંચી ગયો. આ રિયલ એટીટ્યુડ આને કહેવાય. પછી તો જે વરસાદ પડ્યો, કારણ કે એ રિયલ પ્રેયર હતી.
એટલે કહે છે કે, "The most wonderful place to be in the world are in someone's thoughts." કોઈકના વિચારોમાં આપણે, કોઈકની સ્મૃતિઓની અંદર આપણે જીવતા રહીએ. આ દેહ હોય કે ના બી હોય, પણ તોય આપણે ત્યાં આગળ શાશ્વત જીવી શકીએ. તો આને શાશ્વત જીવન કહેવાય. સ્મૃતિ રૂપે રહીએ છીએ. આજે પણ આપણે રામને યાદ કરીએ છીએ, આપણે કૃષ્ણને યાદ કરીએ છીએ, વાલ્મીકિને યાદ કરીએ છીએ, તુલસીદાસને યાદ કરીએ છીએ, કરીએ છીએ. અને આ બધા જૂના જમાનાના, 60ના, 70ના બધા જે હીરો-હિરોઈનો હતા, કોઈ અત્યારે કોઈ યાદ કરતું નથી; કારણ કે અલ્પજીવી છે સ્મૃતિની અંદર પણ એ બધા. એટલે એ અત્યારના જમાનાના ગીતો જેવા છે. અત્યારના ગમન જમાનાને ગીતો કેવા? લિરિક્સ કેવા હોય છે? યાદ જ ના રહે એમ. એમાં કશું યાદ રાખવા લાયક હોતું જ નથી. So, "in someone's thoughts, in someone's prayers." ઘણી વખત મેં એવા માણસો જોયા છે કે, "તમને અપાર દુઃખ થયું છે આ બાબતનું.
હું તમારા માટે પ્રાર્થના કરું છું. હું તમારા માટે પ્રાર્થના કરીશ." આવું જો કોઈ કહેનારું તમને મળે તો જીવનની...
અંદર માનજો કે તમે કંઈક તો કમાણી કરી છે, કંઈક તો કમાણી કરી. એવું એકાદો માણસ પણ એમ કહે કે, "તારું ભલું થજો, તને આશીર્વાદ આપું છું." પણ એવું કંઈ કરીએ છીએ આપણે? ઇન સમવનસ હાર્ટ, આ જગ્યાઓ છે શાશ્વત જીવન માટેની. આ દેહ તો આજે અહીંયા એક્ઝિસ્ટન્સમાં આવ્યો છે એટલે કાલે જવાનો જ છે. દરેક સ્ટેજ જેવું જ છે જીવન. એટલે અહીંથી એન્ટ્રી છે તો ત્યાં એક્ઝિટ મૂકેલી છે. સમજવાનું: "માહેથી પ્રભુ પરમ શક્તિ તું લઈ જા, ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા." આ ઇનોસન્સની સાથે હાર્ટ ફેલ્ટ જ્યારે શબ્દો તમારા પુષ્પ રૂપે આમ જ્યારે વહેશે ને, તો પરમાત્માએ ચોક્કસ તમારી વાત સાંભળવી જ પડશે.
ઉપનિષદ આર કલમિનેશન ઓફ વેદાસ, ધેરફોર ધે આર ઓલસો કોલ્ડ એઝ વેદાંત. એને વેદનો અંત કહી દીધો ઉપનિષદોને. આ ઉપનિષદોની અંદર શું છે? આમ તો 300 થી વધારે ઉપનિષદો, પણ 108 ઘણા બધા પ્રચલિત જેવા છે એ બધા. અને બધા ઇઝીલી અવેલેબલ પણ છે ફોર્ચ્યુનેટલી. ક્યારેક જો અંદરથી જ્ઞાન પીપાસા જાગૃત થાય તો શોધવાનો પ્રયત્ન કરજો. એના અંદર કંઈક એવા બધા જેને જ્ઞાન બિંદુઓ તમને મળી રહેશે. એમાંથી એકાદું બિંદુ જો ગળી ગયા, ગટકી ગયા, તો પછી તો ત્યાં આલ્કમી તમારી શરૂ થઈ જશે. એટલા સુંદર છે બધા જ ઉપનિષદો, એક સે બઢકર. Swami Vivekananda also endeavoured to popularize this treasure home and abroad. એમણે પણ આપણને રેકમેન્ડ કરેલું છે કે ભાઈ ઉપનિષદોનો અભ્યાસ કરવો જોઈએ. આદિશંકરાચાર્ય ઓલસો સુપરબલી ઇલુમિનેટેડ ધેમ ઇન હિઝ ડઝન્સ ઓફ કોમેન્ટરીસ. એમણે જે કંઈ કોમેન્ટરીસ લખેલી છે, બધી સમીક્ષાઓ કરેલી છે, તો એના અંદર પણ એમને એને સ્પષ્ટતાઓ ખૂબ સરસ કરી છે.
એટલે આપણી પાસે જેમ અગાઉ કીધું તેમ, લભ્ય જ્ઞાન સાગર મોજૂદ છે આમાં. બસ એક ડૂબકી લગાવો, બહાર આવો મોતી લઈને. અને જો ચહેરા પર સ્માઈલ આવી જ જશે. ધસ ધ પરપસ ઓફ લાઈફ. સો ડોન્ટ વેસ્ટ ઈટ ઇન વોચિંગ ટીવી નેટફ્લિક્સ. ના ના, ક્યારેક ક્યારેક જોઈ લેવું એવું પણ નથી, કેમ કે એમાં પણ ક્યાંક કંઈક સારું ઘણી વખત મળી જાય છે. તો એ તો જોનારની દ્રષ્ટિ ઉપર છે ભાઈ.
સો શું કહે છે કે બુદ્ધિમાનવને અનાયાસે થોડા વખતમાં જ તત્વજ્ઞાન થાય છે. જ્યાં સુધી બધું જ્ઞાન છે, બધું જ જ્ઞાન છે, પણ તત્વનું જ્ઞાન ના થાય ત્યાં સુધી મેળ પડતો નથી. તો હવે આપણે તત્વજ્ઞાન શું એના વિશે જ સમજવું જોઈએ. ઘણા લોકોને શું છે કે જેમ વાત કરીને એમ, દરેક વસ્તુનો ડર લાગ્યા કરે, ડર લાગ્યા કરે. તો એમ થશે કે આ પ્રલય થઈ જશે. પેલા ભાઈ એમ કહે, "પેલા કોરિયાવાળા છે તે એમ કે પેલું બોમ્બ ફોડશે, પેલા ઈરાનવાળા બોમ્બ ફોડશે અને આ પૃથ્વી નષ્ટ થઈ જશે અને બધું આમ થઈ જશે તેમ થઈ જશે." અમે સ્વામી અડગડાનંદજી દ્વારા લેખાયેલ એક યથાર્થ ગીતાનું અધ્યયન કર્યું, તો તેના અંદર પણ આ વસ્તુ જોવા મળે છે કે આ પ્રલય જે છે એ મનનો થતો હોય છે અને મનની અંદર થતો હોય છે, નહીં કે ફિઝિકલ વર્લ્ડનો. આ ફિઝિકલ વર્લ્ડ આવું ને આવું જ છે. હા, પરિવર્તન એની અંદર સતત ચાલુ છે, પણ એ ક્યારેય નષ્ટ થયું નથી, ક્યારેય નષ્ટ થયું.
એટલે એવો પ્રલય જે લોકો ઇમેજીન કર્યા કરે છે 2012 બનાવીને, એવું કંઈ થવાનું નથી. નિશ્ચિંત. સો ભડક્યા ના કરો, પહેલામાં પહેલી વાત તો એ છે. એસ્યોર યોરસેલ્ફ. હવે તમને આ કોન્ફિડન્સ કોણ આપશે? તો કે તમને જ્ઞાન આપશે. કયું જ્ઞાન આપશે? ગીતાનું જ્ઞાન આપશે. ગીતાનું કયું જ્ઞાન તમને કોન્ફિડન્સ આપશે? યથાર્થ જ્ઞાન જે છે, એટલે કે યથાર્થ ગીતામાં જે લખાયેલું છે. ગીતામાં યથાર્થ રીતે એને સમજાશે, પકડાશે, ત્યારે તમને જો અર્જુન પણ ડરી ગયો હતો, "સગાવાલાને મારી નાખવાના આમ તેમ બધું કરી કરીને." ભગવાન કહે, "હું તો આ બધું નહીં કરું." પાછો એને ઊભો કરે, "ભાઈ, તું ક્ષત્રિય છે, તું લડ્યા વગર રહેવાનો નથી. અત્યારે તું ભલે નીચે બેસી ગયો, પણ તારી પ્રકૃતિ જ એવી છે કે તું લડી જ પડવાનો છે આગળ ઉપર. તો એ મને દેખાય છે એટલે તને કહું છું. તું તારું કર્તવ્ય અને તારી યશ જે છે, કીર્તિ છે, તે તું પ્રાપ્ત કરી લેજે." સો ફિયર નોટ.
બીજી વસ્તુ શું છે કે અત્યારે આપણે એકદમ જ આમ સમાચાર આવે કે જમાલપુરમાં આમ થયું. વોટ્સએપ પર આવ્યું એટલે તરત આપણે પાંચ જણને ફોરવર્ડ કરવાનું. એટલે બીજા પાંચ ભડકે. થોડોક ટાઈમની અંદર તમે જુઓ, અડધો ગલકની અંદર તો આખા શહેરની અંદર ફેલાઈ ગયો હો બધો ભડકાટ. "આમ થઈ ગયું, બોમ્બ ફૂટી ગયો, આમ થઈ ગયું." કંઈ કંઈ કંઈ જાત. સો મેન્શન નોટ. કોઈના સાથે તમે જો તમે ખુદ પણ ડરેલા હોવ તો પણ તમે બીજાને ડરાવશો નહીં. કહેવાનો મતલબ એ છે. તમે ડરેલા છો, તમે તમારા સુધી તમારા ડરને સીમિત રાખો ને એનો ઉપાય કરો ભાઈ તમારા ડરનો. કારણ કે એ ડર એ તમારી બીમારી છે અને એનો ચેપ બીજાને ના ફેલાવશો. કહેવાનું એ છે, કારણ કે એવું બધું કરીને તમે એની આખી જે લાઈફ સાયકલ છે ને, એને ડિસ્ટર્બ કરો. અને આ બહુ ભયંકર ગુનો છે. અધ્યાત્મ જીવન જેને જીવવું છે, આ બધી ચીજોમાંથી, ગોસીપમાંથી બહાર નીકળો.
સો ડોન્ટ ગીવ એટેન્શન ટુ ધીસ કાઈન્ડ ઓફ એનર્જી એઝ વેલ. કોઈક આપણી પાસે આવીને આવી આવી વાતો કરતું હોય, બે હાથ જોડો, માફી માંગો, એમને કહો કે, "અમારે આ વાત નથી જાણવી, અમારે નથી સાંભળવી." સો લર્ન ટુ ડીલિંક યોરસેલ્ફ. ક્યારેક આપણે લિંક અપ કરવું પડે જ્યારે આપણે જરૂરત હોય જ્ઞાન મેળવવા નહીં એવું. અને ક્યારેક આપણે ડીલિંક કરવું પડે. ફોન મૂકી દેવાનું તે વખતે, ડિસકનેક્ટ. આપણે છે ને એટલું જ સહેલું છે. હવે અહીં જેટલું સહેલું છે એટલું અહીં સહેલું કરી નાખીએ તો કામ થઈ જાય ને? ગુડ. હવે કેવી રીતે કરીશું? તો કે પહેલાના વખતમાં લોકો જે હતા ને એ જુદા હતા. અત્યારે બધા લોકો કેવા છે? સુધરેલા છે કે એવું કહે એટલે બધા સિવિલાઈઝ લોકો વ્યવસ્થિત.
કપડાં પહેરવાના આમ તેમ બધું હોય, પણ આ જે પહેરવું જોઈએ, ધારણ કરવું જોઈએ, એ શું? એ ધૈર્ય છે. ધૈર્યરૂપી વસ્ત્ર ધારણ કરવું જોઈએ. શું? તો એના બદલે આ બધું પહેરીને આમ ફર્યા કરતા હોય છે બધા અને સમજે છે કે અમે શું છીએ! તો ખરેખર આ બધા કેવા લોકો છે? તો કે મૂર્ખ લોકો છે. સમજતા નથી કે ખરેખર શું છે? જીવનની અંદર જરૂરત શું છે? કરવાનું શું છે? પ્રાપ્તિ શેની કરવી જોઈએ? આ ધૈર્ય ક્યારે આવશે તમારી અંદર? ધારણ શક્તિ પેદા કરશો ત્યારે આવશે. ધારણ શક્તિ કેવી રીતે પેદા થશે? "સીટ ઓન ઈટ." કોઈપણ એક મુદ્દો તમારી સામે આવ્યો, એની પર સફિશિયન્ટ ટાઈમ બેસીને વિચાર કરો. ચારે બાજુથી વિચાર કરો. વિચાર નામની શક્તિ જે મનુષ્યને આપવામાં આવી છે, એ અનમોલ છે. "ડોન્ટ વેસ્ટ ઈટ" એમ કહેવાનું.
હવે પહેલા લોકો ઉઘાડા પગે ફરતા હતા અને લાખો માઈલ ચાલી જાય આખા જીવનકાળની અંદર. કોકને આપણે આમ પૂછીએ તો પેલા કાળુભાઈ પટેલ હોય તો કે, "હા, હું આમલીથી નીકળ્યો હતો અને સાણંદ સુધીને ગયો." કે ચાલતો. તો એને રમત વાત હતી અને અત્યારે આપણે અહીંથી આમ આમલી સુધીને જવું હોય તો આપણને ના ના, બેડરૂમની બહાર નીકળવું હોય તો પહેલા સ્લીપર શોધીએ. જેવા પગ નીચે મૂકીએ એની સાથે કે, "સ્લીપર ક્યાં?" એટલે શું થયું છે કે જે આજે આપણું જે ધારણ શક્તિ, ધૈર્ય હતું, જે સ્ટ્રેન્થ હતી, આ બધી વસ્તુઓ આપણે ધીમે ધીમે ગુમાવતા ગયા. લાઈફની અંદર એટલી બધી કૃત્રિમતા લાવતા ગયા, એટલી બધી લાવતા ગયા કે જે કુદરતી શક્તિઓ ઓટોમેટિક ચાર્જિંગ કર્યા કરતી હતી આપણા શરીરનું, મનનું, એ બધી વસ્તુઓ પણ એનાથી આપણે દૂર થતા ગયા. તો ઘરની અંદર પણ હવે સ્લીપર ને બૂટ પહેરીને જ લોકો ફરતા જોવા મળે છે.
ડૉ. બિસ્વરૂપ રોય ચૌધરી (જાણીતા નેચરોપેથ ડોક્ટર), એ એવું કહે છે કે તમે જો ૨૦ મિનિટ કે અડધો કલાક ખુલ્લા પગે જેને કાચી જમીન કહેવાય, એના ઉપર જો તમે ચાલો તો તમારા જેટલા બી આયન્સ છે નેગેટિવ, એ બધા જ તમે ડિસ્ચાર્જ એની અંદર ધરતીની અંદર કરી દેશો. જેના પરિણામે, જેના હોવાના કારણે શરીરની અંદર જે બધા ફ્રી રેડિકલ્સ પેદા થતા હોય છે અને બેફામ ફરતા હોય છે અને એના કારણે સમજી ના શકાય એવો માથાનો દુખાવો, ખબર ના પડે એવી આંખોનો દુખાવો, ઘણી વખત પેલું ઇસ્કેમિયા થઈ જાય એમ અને કઈ જાતના સાંધાના દુખાવા થાય. આપણને ખબર નથી પડતી કે હાડકા કેમ મારા ગળી રહ્યા છે. તો આવા આવા બધા જે જાત જાતની તકલીફો બધી પેદા થઈ છે, વાસ્તવની અંદર એનું કારણ આ છે. એટલે એમને અત્યારે એક આવા પ્રકારનું એક બનાવ્યું છે કે તમારે રાત્રે સૂઈ જવાનું. એવું એક એના અંદર વાયર આપેલો હોય અને આવું એક તો એના ઉપર કવર ઉપર તમને અને સૂઈ જવાનું.
તો ઇલેક્ટ્રિક એમ કે ચાર્જિંગ. હવે એ વાયરનો જે છેડો છે તે ધરતીની અંદર એમને નાખી દેવાનો. એટલે હવે ફ્લેટમાં રહેતા હોય તો પણ લોકો આનો ઉપયોગ કરી રહ્યા છે અને ઘણા લોકો આવી રીતે સાજા થયા. તો આપણને ખરેખર આવા પ્રોપર ચાર્જિંગની જરૂરત છે. તો નેચરમાં જાવ. કહેવાનો મતલબ એ પણ છે. ખુલ્લામાં પાંચે તત્વોનું ચાર્જિંગ થાય છે.
હું તમને કહું, ઘણી વખતે અમે લોકો ટ્રાવેલ કરીએ, બસમાં જઈએ, ટ્રેનમાં જઈએ, બહુ જ બસમાં ભીડ હોય, શ્વાસ ના લેવાય એવી હાલત હોય, બારીની બહાર આટલી અમથી આમ આંગળી બહાર કાઢું આવી રીતના ફક્ત એક આંગળી અને પછી ઇમેજીન કરું કે બસ હું અહીંથી પ્રાણ લઈ રહ્યો છું, "આઈ વિલ સરવાઈવ." અને બસ બસ એ ડિફિકલ્ટ ટાઈમ જે હોય એ નીકળી જતો હોય છે. તો આવી રીતે તમે પ્રાણશક્તિને આવાહન કરીને એને મેળવી શકો છો. પણ એ બધી પદ્ધતિઓ છે. તો સારા પ્રાણી હિલરો બધા જે જાણતા હોય તે બધા આનો ઉપયોગ કરી જ શકે છે. તો પાંચે પાંચ પ્રાણ જે છે એનું ચાર્જિંગ થશે. હવે મૂળ તો એક જ પ્રાણ છે ભાઈ, પણ એના ફંક્શનલ પાંચ ભાગ પાડી દીધા એના ફંક્શન પ્રમાણે. એટલે આપણે એને પાંચ પ્રાણ કીધા, પાંચ ઉપપ્રાણ કીધા. એટલે છીંક આવે તો જુદો પ્રાણ છે, બગાસું આવે તો જુદો પ્રાણ છે અને ધનંજય નામનો વાયુ પાછો એક જુદો હોય એવું અમારા આઈજી સાહેબનું કહેવું છે કે એ તો છૂટો પડવો જ જોઈએ કે નહીં તો મુક્તિ સંભવ.
એટલે આપણે ચિત્તને કેવું એવું કરવું જોઈએ? ખુલ્લાની અંદર જઈએ અને આ પાંચ પ્રાણને જેવા આપણે ગ્રહણ કરીશું એટલે જે કંઈ ડિસ્ટર્બન્સીસ છે બધા એની મેળે ધીમે ધીમે ધીમે પૂરા થશે.
જો આપણે કોઈ સારા શાંત મંદિરની અંદર જઈશું, ઘોંઘાટ વગરના, ઓફકોર્સ અત્યારે તો હવે બહુ ઓછા એવા રહ્યા છે. તમે જ જોશો કે આમાં અંદર દાખલ થતામાં તમને એક જાતની શાંતિ આમ ઘેરી વળશે. એકદમ અપૂર્વ શાંતિનો અનુભવ થશે. નિરાંત લાગશે, હસ લાગશે, સારું લાગશે. પાંચ મિનિટ, ૧૦ મિનિટ, ૧૫ મિનિટ, ૨૦ મિનિટ થઈ પછી, "ચલો, હવે જઈએ." કેમ? તો કે એનાથી વધારે આપણે લઈ શકતા નથી. ભરાઈ ગયા. આપણો ઇન્ટેક આટલો જ હોય, ૧૫ મિનિટ સુધી. જેમ ટ્રાન્ક્વિલિટીની બી તો અમે ઘણી વખતે અમુક લોકોને આવી રીતના મેડિટેશનને બધું શીખવાડીએ તો શરૂઆતમાં એવું એમને કહીએ કે ભાઈ તમે શરૂઆતની અંદર છે ને પાંચ મિનિટ શાંત બેસવાની ટેવ પાડો. શું? "ડુ નથિંગ." કંઈ જ ના કરશો. પાંચ મિનિટ સુધી વિચારવાનું પણ નહીં અને કંઈ પણ શરીર હલાવવાનું નહીં. શાંત, શિથિલ મુદ્રાની અંદર શાંતિ રીતે પાંચ મિનિટ બેસો.
પછી એક અઠવાડિયા પછી છે ને તો બીજી એક મિનિટ ઉમેરજે. એ પાંચમી મિનિટ જે છે એને બેઠેલા તમે તમને ૨૫ મિનિટ બેસવાની શક્તિ આગળ ઉપર આપશે જો તમે રેગ્યુલારિટી રાખી તો. એની પણ આપણે વાત કરીશું.
આ સો મોટા ભાગે આપણે શું કરીએ છીએ? કલ્પનાના ઘોડા દોડાવ્યા કરતા. ઇમેજીનેશન એકદમ વાઈલ્ડ હોય. "બિલકુલ કુછ ભી હો સકતા હૈ." બધા આજકાલ પેલું ફ્રી પેન્ટિંગ બી કરે છે. શું કહે છે એને? ફ્રી હેન્ડ કે એવું કંઈક કહે છે એને. હા, તો એટલે "જો ભી મનમે આયા બસ લગા દો." તો એવી રીતે મોડર્ન આર્ટ.
રાઈટ, તો એ બધા શું કરે છે? તો કે બુદ્ધિની ધાર રાત-દિવસ કાઢ્યા જ કરતા હોય, પણ ઊંધી રાખીને બુદ્ધિનો સદુપયોગ કરતા પરિણામ શું આવે છે? જીવનની અંદર દુઃખ, દર્દ, તકલીફો જે છે, જ્યાં છે, જેવી છે તેવી, ત્યાં ને ત્યાં જ પ્રેહ કરે છે. તો આ બધાય શું થઈ ગયા છે? ખરેખર બૂઠા થઈ ગયા છે.
આપણે સમજીએ. હવે આત્મા શું છે? આટલા બેકગ્રાઉન્ડ સાથે વાત કરીએ તો આત્મા એક શુદ્ધ ચૈતન્ય છે. એ કેવું છે? તો કે આમ ઇલેક્ટ્રિસિટી જેવું છે. અત્યારે આપણને દેખાતું નથી, બરાબર? આત્મા આપણને દેખાતો નથી, પણ અનુભવમાં આવે છે. આવે કે ના આવે?
જો આમ મારી સામે હું સ્થિર થઈ ગયો. હવે આમાંથી જેને હું કહું છું એ જો નીકળી જાય, તો આ કેવો હશે? ઊભો હશે. આ જે લસ્ટર, લાલી જે દેખાય છે ચહેરા ઉપર થોડું ઘણું, એ પણ હશે. અડધો કલાકની અંદર એ ઝાંખું પડવા માંડે છે. જ્યારે પણ તમે કોઈ ડેડ બોડીને જોવાનો પ્રસંગ મળે, તો તમે તપાસ કરજો. તો તરત ખબર પડી જશે કે, “આ ભાઈ તો ગયા!” આમ કેવું કહી દેવાય છે આપણાથી તરત જ! બહુ જાજુ આપણી પાસે મેડિકલ સાયન્સ ના હોય, કશું જ ખબર નથી પડતી, છતાં પણ ખબર પડે છે.
અરે, માણસોની વાત જવા દો! કોઈ પશુ હોય, બિલાડી હોય, કૂતરું હોય, કાંઈ પણ મરી ગયું હોય, તમે જુઓ છો તો તરત તમને ખબર પડે છે કે આમાં કશુંક નથી. રોડ પર પડેલું કૂતરું, દાખલા તરીકે, અથવા તો આપણા આંગણામાં પડેલી બિલાડીનું એમ કે બોડી જોશો, તો તરત જ ખ્યાલમાં આવશે કે આ બિલાડી ત્યાં સુધીને તરખાટ મચાવતી હતી પેલા ઉંદર શોધવા માટે ગઈકાલ સુધી, અને અત્યારે એ આમ કરીને આમ પડી અને બિલકુલ ધીરે ધીરે ધીરે સ્ટીફ થતી જાય છે.
તો આ કેવી રીતે થાય છે? શેના કારણે થાય છે? એનો વિચાર આપણને આવવો જોઈએ. હું આંગળા શેના કારણે હલાઈ શકું છું? તો તમે બધા કહેશો કે, “હા, બરાબર છે, સ્નાયુઓ છે.” પણ સ્નાયુઓને શક્તિ કોણ આપે? તો કે બ્લડ આપે છે. પણ બ્લડની અંદર પાવર કોણ પૂરે છે પાછો? એને કોણ ફેરવે? તો કે હાર્ટ ફેરવે છે. પણ હાર્ટને ચાલુ કોણ રાખે છે? તો કંઈક એવું છે કે જેને કારણે હાર્ટ ચાલુ રહે છે અને જેવું એ ખસી જાય છે, “એવરીથિંગ સ્ટોપ્સ!” એને આપણે આત્મા કહીએ.
ઓબ્ઝર્વ કરજો, તરત તમને ખ્યાલ આવી જશે કે આવું કંઈક છે. આપણે એને આત્મા કહીએ છીએ, એક નામ આપેલું છે કમ્યુનિકેશન. પણ એ શુદ્ધ ચૈતન્ય છે. વાસ્તવમાં એ શું કહેવાય? શુદ્ધ ચૈતન્ય. એને પરમ શક્તિ કહો, પરમ ચૈતન્ય કહો, સ્પિરિટ કહો.
તો અહીંયા બે વસ્તુઓ તમે નેચરની અંદર બહાર જેવું જોવાનું શરૂ કરશો, તો તમને બે વસ્તુ સાઈડ બાય સાઈડ જોવા મળશે કે જ્યાં જ્યાં પ્રકૃતિ છે, ત્યાં ત્યાં આત્મા છે; જ્યાં જ્યાં પ્રકૃતિ છે, ત્યાં ત્યાં આત્મા છે.
આ ખુરશીને ઇમેજિનેશન કરી અને એને બનાવનાર કોણ? કોઈ એક વ્યક્તિ જેને ડિઝાઇન કરી, બરાબર? કોઈ એક વ્યક્તિ હતો કે જેને આ બનાવી. કોઈ એક વ્યક્તિ એવો હતો કે જે બનેલી ખુરશીને અહીં સુધીને પહોંચાડી. આ દરેકની અંદર ચૈતન્ય હતું ત્યારે આ કામ બન્યું. તો આ અહીંયા ગાડે છે એ બતાવે છે કે ચૈતન્ય મોજૂદ છે સતત.
એવી જ રીતે, આ સંસારની કોઈપણ ચીજ વસ્તુને તમે લઈ લો. જેને તમે અનાત્મા કહેશો કે જેની અંદર આત્મા નથી એવી વસ્તુ છે, તો પણ તમે જોશો કે એના પાછળ કોઈક ને કોઈક, કોઈક ને કોઈક આત્મા સ્વરૂપે મોજૂદ જ છે અને એટલા માટે જ એ વસ્તુ એમ થઈ રહી છે. એટલે આ બંને હંમેશા સાથે હશે.
તો જ્યારે જ્યારે જ્યારે પણ તમારે આત્માનું દર્શન કરવાની ઈચ્છા થાય, તો આમ કરીને આમ જોવાનું. જેવું તમે આ ખુરશી જોશો, તો પણ તેનો બનાવનારો તમને યાદ આવવો જોઈએ. જેવો તમે સંસાર જોશો, એટલે તમને સંસારનો બનાવનારો યાદ આવવો જોઈએ. કહેવાનો મતલબ એ છે: ક્રિએશન દેખાય છે, ક્રિએટર નથી દેખાતો, પણ આપણે ક્રિએટરને યાદ કરવાનો છે ક્રિએશનને જોઈને.
“થેન્ક ગોડ, યુ આર ધેર!” આ ખુરશીને જોઈને આપણે એમ કહેવાનું, “થેન્ક ગોડ, યુ આર ધેર!” આ ઇલેક્ટ્રિસિટી જોઈને યાદ કરવાનો છે એને આપણે, કેમ કે ધેર આર પીપલ કે જે લોકો ઇલેક્ટ્રિસિટી હાઉસમાં બેઠા છે, પેલા વર્ક સ્ટેશનની અંદર, પેલા હાઈડલ સ્ટેશનની અંદર ઇલેક્ટ્રિસિટીને બધું એ લોકો મેન્ટેન કરી રહ્યા છે દિવસ-રાત.
એમાંથી કેટલાક એવા હશે કે જે લોકો રાતની પાળી કરી હશે, અને અત્યારની પણ કરતા હશે. ઓફ કોર્સ, they are paid for it, પણ sometimes they are not paid for it also. અને છતાં એ લોકો કરે જાય છે. કેમ? તો કે, “આ મારી ડ્યુટી છે, મારે કરવી પડે. જ્યાં સુધી બીજો માણસ આવીને મને રિલીવ ના કરે, ત્યાં સુધી મારા અહીંથી જવાય.”
એવા કેટલા રેસિડેન્ટ ડોક્ટરો હશે કે જે લોકો આમ અવિરત કામ કર્યા જ કરતા હોય, ૨૪ કલાક, ૪૮ કલાક! એવા કેટલા એન્જિનિયરો હશે! તો આટલું બધું ક્રિએશન આટલું સુંદર રીતે ચાલી રહ્યું છે, એનો ક્રિએટર છે ક્યાંક. યાદ કરો, તો તમને આત્મા જળશે. ખાલી એની પ્રેઝન્સ ફીલ કરવાની છે.
તો આ બધું કામ કેવી રીતે ચાલે છે? તો કે અજ્ઞા નામની શક્તિ છે, એ તમને પ્રકૃતિ તરફ દોરી જશે, પ્રકૃતિક ચીજો તરફ દોરી જશે, સંસાર તરફ લઈ જશે. અને જ્યારે એ પૂર્વે સ્ટોર કરેલા સંવેદનો, વિચારો, આશય, ફોટો, આ બધી વસ્તુઓના પરિણામે જીવન આખુંય તમારું સતત ચાલ્યા જ કરતું હોય અત્યાર સુધીનું. આપણે એને પૂરવા પુરયાષ્ટક કહીએ છીએ.
આ આઠ વસ્તુઓ છે: પાંચ ઇન્દ્રિયો, મન, બુદ્ધિ અને અહંકાર. એટલે આઠ વસ્તુઓ થઈ.
આ અગાઉ તમે જે કંઈ કરીને આયા અગલા જન્મની અંદર, એ બધું જ તમારી ડિઝાઇન તમે નક્કી કરીને આયા, ટેન્ડર ભરીને આયા: “આવા ઘરમાં રહીશ, આવા બાપા હોવા જોઈએ, આવી પત્ની હોવી જોઈએ, આમ થવું જોઈએ, તેમ થવું જોઈએ.” બધું જ એક્ઝેટ એ પ્રમાણે થઈ રહ્યું છે.
પણ મુખ્ય બાબત એ છે કે ડિસ્પેન્સર કોણ છે? નેચર. એ બધાને બધું જ પૂરું પાડે છે. દરેકને દરેક વસ્તુ પૂરી પાડે છે, પણ એના સમયે. હવે એલિજીબિલિટી...
કેવી રીતે નક્કી થાય? તો કે, એના બેલેન્સ કેટલું છે? ક્રેડિટ કેટલી છે એની પાસે? મારે જોઈતી હોય પેલી અમેરિકન લોટરી, મારે જીતવી હોય અમુક કરોડ ડોલરની, બરાબર? પણ બેલેન્સ હોવું જોઈએ ને મારી પાસે પુણ્ય એટલું, તો મને અમેરિકન ડોલરની લોટરી ખરીદવા માટેની કોઈ તક મળશે. ઇન્ડિયામાં તો એ પોસિબલ નથી. કાયદો ના પાડે છે કે, "યુ કેનોટ બાય ઈટ", બરાબર? એના માટે મારે ફોરેન ક્યાંક જવું જરૂરી છે, વેર ઈટ ઇસ અવેલેબલ. એટલે પહેલામાં પહેલી તો એ વસ્તુ થવી જરૂરી. તો એટલી પુણ્યાઈ હોવી જોઈએ કે હું દુબઈ જઈ શકું, કે હું સિંગાપુર જઈ શકું, કે છેવટે અમેરિકા જઈ શકું. એટલે પુણ્ય. સેકન્ડલી, મારી પાસે એ પૈસા હોવા જોઈએ, ડોલર. યુ નો કે ડોલરથી હું એને બાય કરી શકું, ઇન્ડિયન રૂપીથી હું એને બાય કરી શકવાનો નથી. ત્રીજું, મને એ પણ ખબર હોવી જોઈએ કે આ જગ્યાએ અવેલેબલ છે.
"નોલેજ ઇસ ઓલસો નેસેસરી". તો આ સીરીઝ ઓફ થિંગ્સ જે છે, જે તમારા એક એક કર્મને, એક એક કૃત્યના ડેટા મીન કરતું હોય છે કે એ કેવી રીતે થશે, કેવી રીતે થશે, ક્યારે થશે.
આપણે ઘણી વખત રાહ જોવી પડે કેટલીક ચીજો અને જીવનની અંદર કે આવું થાય તો બહુ સારું. પણ રાહ જોયા જ કરીએ અને એ થતું હતું, અને પછી એક દિવસે આપણે જ્યારે બિલકુલ એ બાબત છોડી દીધું હોય, ને એ કામ થઈ જતું હોય છે. એવું પણ તમે જોયું હશે. તો આ બધા સ્ટોર કરેલા સંવેદનો, વિચારો, ફોટા, જે કંઈ બધું છે, એ બધું અંદર મોજૂદ હોય. એના પ્રમાણે આ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર જે છે, એ બધું સંસાર પેદા કરે.
હવે આ જે છે એ સોલ કહેવાય છે. એન્સોલમેન્ટ થાય એમાં આત્મા અને અનાત્મા બે ભેગા થઈ જાય છે. ત્યારે એને એક સાથે હોય એટલે એ એક કમ્પોઝિટ યુનિટ તરીકે જ્યારે કામ કરવા માંડે, ત્યારે આપણે એને કહીએ છીએ કે જીવવાયુ. એની અંદર પહેલા જીવ હોતો નથી. પછી એ બંનેનું કોમ્બિનેશન થાય અને બંને એકબીજાના સાથે રહી, આના હોવાના કારણે, સ્પિરિટના હોવાના કારણે પ્રકૃતિ કાર્યાન્વિત બને છે. એક એમ્બ્રિયોમાંથી ધીમે ધીમે ધીમે ધીમે કરતાં એક બીંગ પેદા થાય છે. તો આ વસ્તુ થાય છે અને સંસાર પાછો પેદા થતો હોય છે.
હવે જ્યારે એને આપણે વિલય કરવો હોય, તો એ જ રીતે પાછું આપણે આ મન, બુદ્ધિ અને અહંકાર જે છે, તેને આપણે વિલીન કરવા પડતા હોય છે. અને આપણે સતત જ્યારે એ દિશામાં જ જોવાનું શરૂ કરીએ: સ્પિરિટ, આત્મા, ચૈતન્ય; એના જ વિશે જાણવાનું, એના જ વિશે વિચારવાનું, એના જ વિશે અનુભવવાનું, તે નિરંતર કોઈ એક પ્રોસેસની અંદર આપણે એને મૂકી દઈએ, જેને આપણે કહીએ "ભક્તિ". એના માટેનો શબ્દ છે "ભક્તિ". તો એ જેવું શરૂ થાય, એટલે પછીથી આ ચિત્ત જે વિખરાયેલું છે, તે પાછું આત્માની અંદર આવતું હોય છે. એટલે એ જે શક્તિ છે, તેને આપણે "પ્રજ્ઞા શક્તિ" કહીએ છીએ. એક સંસારગામીની છે અને એક આત્મા તરફ લઈ જનારી શક્તિ છે.
હવે ફિઝિકલ જેને કહેવાય વર્લ્ડની અંદર આપણે એમ જોઈએ તો કોઈપણ વસ્તુને જોઈશું તો આપણને શું મળશે? તો કે, દ્રવ્ય મળશે. "સમ મેટર ઇઝ ધેર". દરેક વસ્તુની અંદર કંઈક ને કંઈક મેટર-મટીરિયલ રહેલું હશે. તો એ મેટર-મટીરિયલ ક્યાંથી આવે છે? તો કે, પૃથ્વી તત્વમાંથી મોટા ભાગે આવતું હોય. એની સાથે બાકીના બીજા તત્વોના પણ નાના-મોટા સંયોજનો હોઈ શકે, પણ એ બધું થઈને દ્રવ્ય પેદા કરતું હોય છે. દ્રવ્ય વગરનું બધું નકામું. સંસાર કેવું થઈ જાય? દ્રવ્ય વગર સંસાર શક્ય જ ન બને. એટલે દ્રવ્ય હોવું જરૂરી છે.
હવે આ દ્રવ્યની અંદર જો તમે જોશો તો તમને ગતિ જોવા મળશે, "મુવમેન્ટ". દરેક દ્રવ્યની અંદર જ્યારે જ્યારે પણ કંઈક મુવમેન્ટ પેદા થાય, એટલે વળી કંઈક બને. એટલે એ સતત એક મુવમેન્ટ પેદા કરનારી સ્થિતિ છે. પણ એવું નથી થતું કે જો મુવમેન્ટ કરી, એક્સલરેટર આપ્યું એટલે આપ્યું જાય, પછી બ્રેક જ ના હોય તો એ ગાડી ચાલે. એ ગાડી ઉપયોગી ન કહી શકાય, ભયજનક બની જાય. એટલે એની અંદર બ્રેકની પણ વ્યવસ્થા આપણે રાખી રાખી છે. નેચર શું? સ્થિતિ સહાયક એક એવું પણ એલિમેન્ટ છે.
પછી ચોક્કસ સમયે ચોક્કસ વસ્તુ થાય છે. આઈ.જી. સાહેબ કહે છે કે, "૧૨ ને ૩૯ એ તમે દીવો પ્રગટાવજો." પછી પેલું શું કહે છે? અમુક રાહુનું કંઈક કરે છે એ, હા. તો એક ચોક્કસ ટાઈમ થાય એટલે રાહુકાલનું કામ કરો. તો એવું એવું શા માટે? તો કે, ચોક્કસ સમયે એ વસ્તુ થવી જરૂરી છે. એટલે તમે બધા જ એ વસ્તુઓથી પરિચિત છો કે ચોક્કસ સમયે આપણે આ એક પ્રવૃત્તિ કરવાની શરૂઆત કરતા હોઈએ છીએ. "ઈટ સ્ટાર્ટ્સ એન્ડ સ્ટોપ્સ ઓલસો". એટલે ત્રણે ત્રણ વસ્તુઓ આવી ગઈ.
પણ આ બધી જ ચીજો જે છે, તેની અંદર "સ્પેસ ઇઝ ઓલસો ઈમ્પોર્ટન્ટ". સ્પેસ કઈ જગ્યાએ કરશો? એટલે કોઈપણ નેચરની ફેક્ટરી છે, એની અંદર આ પાંચે પાંચ વસ્તુઓ મોજૂદ હશે, હશે ને હશે જ. ત્યારે જ એ કામ ચાલ્યા કરતું હશે.
એટલે આખું મટીરિયલ જે છે આપણું બધું, એ સતત આ રીતે તમે સતત ફરતું જોશો અને "ઈટ ઇસ ઓલવેઝ ચેન્જિંગ". એનો ઉત્પન્ન થાય છે, એ અમુક સમય સુધી હોય છે અને પછી એ નષ્ટ થાય છે. એટલે ઉત્પાદ, ધ્રુવ અને વ્યય એમ ત્રણ વસ્તુઓ કહેવામાં આવે છે. તો આવી એની ટોટલી આમ જોવા જઈએ તો શરૂઆતથી કરીને સાત અવસ્થાઓ છે, જેના વિશે આપણે આગળના ક્લાસમાં વાત કરીશું. અત્યારે તમે ત્રણ અવસ્થાઓ વિશે સમજો: શરૂઆત થાય છે, એક સમય સુધી એ હોય છે અને પછી એ વિલીન થતી હોય છે.
હવે જીવનની અંદર આપણે ઘણી વખત શું કર્યું? દાખલો, દાખલા તરીકે એમ કરીએ ને, ગણિતનો આપણે દાખલો ગણતા હોઈએ, બીજગણિતને ધારો કે ઘરે કરીને, તો આપણે ધારવું પડે. હવે આપણને આત્મા તો દેખાતો નથી, સમજાતો નથી, જણાતો નથી. તો તમે ધારો કે "એ" એટલે કે એવી રીતે એક એવું જો રાખશો કે "ચૈતન્ય એટલે એક" અને "સંસાર એટલે ઝીરો", તો તમારી બાયનરી સિસ્ટમ ગોઠવાઈ જશે કમ્પ્યુટરની: "૧", "૦", "૧", "૦", "૧", "૦". એમ કરશો દરેક.
વસ્તુઓના પરમ્યુટેશન કોમ્બિનેશન તમને આખા સંસારના જોઈ એટલા મળી જશે. એ કેટલા અહીંથી ત્યાં સુધીનું લખેલું પણ હોઈ શકે. 10 કોઈપણ એક ઓર્ડરની અંદર આખી અવિરતપણે ચાલતું હોય, તો એવી રીતે આખા સંસારની એકે એક ચીજનું તમે આવું એક બાયનરી સિસ્ટમની અંદર સમજી શકો છો કે આવું બની શકે. તમે આઈડેન્ટીફાય કરી શકો.
એમ કીધું કે આ છ ઈટર્નલ તત્વો છે સંસારની અંદર. પહેલું એક આત્મા. તો આત્મા એક તત્વ રૂપે છે. આપણે વાત કરીને, જ્યાં સુધી તત્વ નહીં સમજાય ત્યાં સુધી આગળની વાતો નહીં સમજાય. એટલા માટે આપણે નક્કી કરીએ છીએ અહીંયા ગાળે કે પહેલું એક જે છે એ આત્મતત્વ છે. હવે એ આત્મતત્વ છે, તેના ત્રણ મુખ્ય ગુણ છે. એટલે આમ તો બે જ કહેવાય અને એ બંને પાછા એકબીજાને સાથે છે. જેમ પતિ-પત્ની હોય ને, જોડિયા હોય બાળકો, એવી રીતના જ્ઞાન અને દર્શન. દર્શન વિના જ્ઞાન, જ્ઞાન વિના દર્શન ઊભું ના રહે. એટલે જ્ઞાન અને દર્શન બંને સાથે ચાલે અને બંને એના પ્યોરેસ્ટ પ્યોર ફોર્મની અંદર જ હોય આત્માની અંદર. તો એને કીધું છે આત્મા.
જ્યારે બીજું જે છે એ દ્રવ્ય છે, એને પુદગલ કહેવામાં આવે છે જૈન પરિભાષાની અંદર. બહુ સરસ શબ્દ છે: "પૂરણ" અને "ગલન". બે ભેગા કરો. એ સાથે સંયોજનમાં કોઈપણ વસ્તુમાં થતો અનુભવ કરો, તો એના માટેનો શબ્દ આપ્યો "પુદગલ". તો પૂરણ અને ગલન. તો આ અનાત્માની અંદર આ બધા જ એમ કે પુદગલ રૂપે, બધા પરમાણુઓ રૂપે બધી વસ્તુઓ મોજૂદ છે અને આ બધા પરમાણુઓ શુદ્ધ હોય છે. તો એ બધું થયું મેટર.
પછીની એક જે બાબત આવી એ ગતિસહાયક તત્વ, જે આપણે સમજ્યા, મુવમેન્ટ અંદર હોય છે. સ્થિતિસહાયક તત્વ, સ્ટોપ જે મુવમેન્ટ હોય છે એને સ્ટોપ કરે છે. એટલા માટે એને સ્થિતિ સહાયક તત્વો કીધું. ટાઈમ અને આકાશ એટલે કે સ્પેસ. તો આ છ ઈટરનલ તત્વો છે. આનો ક્યારેય નાશ થતો નથી, પણ આ બાકીના બધા જ પરિવર્તનશીલ છે. આત્મા એકલું એ જ અપરિવર્તનશીલ છે. આત્મામાં પરિવર્તન છે જ અને એમાં કોઈ ફેરફાર કોઈ કાળે હોઈ શકતો. આપણે "ગોડ કેનોટ બી નો ગોડ" એને એવી રીતે પણ સમજો. પણ આ બાકીનું બધું મેટર છે, એ મેટર કેન નેવર બી અ ગોડ. એને એવી રીતે સમજો એટલે બધું જ ક્લિયર થઈ જશે. કેમ તો કે આ બંનેના કેરેક્ટરીિસ્ટિક્સ બિલકુલ અલગ અલગ છે અને છતાંય બંને એકબીજાના પૂરક છે સંસાર માટે.
પણ જો સંસારમાંથી નીકળી જવું છે, તો આ જે ભાગ છે બધો, એને આપણે ધીમે ધીમે ધીમે ધીમે દૂર કરતા, સમજતા સમજતી, કારણ કે આ બધી વસ્તુઓ શું છે? સમજીને કરવાની છે. ભક્તિ પણ કરશો તો સમજીને જ કરશો તો પરિણામ આવશે. કારણ કે આપણે શું કીધું? "ઈટ ઈઝ અ સાયન્સ". જો પ્રોસેસ તમે જ્ઞાન જે તમારી પાસે આવ્યું, એને જો ઉપયોગમાં તમે મુકશો તો એ સાયન્સ બની જશે અને એ સાયન્સ પરિણામ તમને ચોક્કસ આપશે.
તો એટલે અહીંયા ગાળે શું છે? તો કે આત્મા એક અવિનાશી છે, "સેમ ટુ સેમ ઇન ઓલ કન્ડિશનસ". કોઈપણ સમયે તમે લો. કાળનો કોઈ એવો ભાગ નથી, કાળની બહાર પણ એ એવો જ છે. એવું કે જ્યાં કાળનું પણ અસ્તિત્વ નથી, એવી કોઈ એક સ્થિતિ છે, ત્યાં પણ એ આત્મા રૂપે તો એવો ને એવો જ છે. તો બાકીના તત્વો છે એ પણ અવિનાશી છે. "ધે કેનોટ બી ડીસ્ટ્રોયડ". "એનર્જી કેનોટ બી ડીસ્ટ્રોયડ" એવું કહેવામાં આવે છે ને? સો, એનર્જી ઇઝ વોટ? મેટરનું જ એક ફોર્મ છે. ચેન્જ થાય છે. તો એનર્જી ઇનટુ મેટર, મેટર ઇનટુ એનર્જી. પ્રાણી કિલરો કરે છે ને આમ આમ કરીને? સો, કિડનીમાંથી પથ્થરો બહાર આમ કરીને? સો, કેવી રીતે કરતા હતા? માસ્ટર ચોએ શું શીખવાડ્યું? "પ્રોજેક્ટ ધ એનર્જી". ફુવારો છોડો બરાબરનો પુષ્કળ અને એ એનર્જીને પછી ત્યાં ગાળે એનાથી એને તોડી નાખો. ત્યાંથી પછી એને બહાર કાઢો.
ફરી એને ક્રિસ્ટલાઈઝ કરો. પકડીને બહાર મૂકી દો. કેટલા પથરા તોડ્યા આવી રીતે કિડનીના? ઘણા બધા, રાઈટ? તો આ એનર્જી અને મેટર એ હંમેશા પરિવર્તન કરી શકાય એવી બાબતો છે. એટલે થયા જ કરતું હોય છે.
આ દ્રવ્ય જે પુદગલ છે. હવે પુદગલ જે છે, તેના અંદર ઘણા ઘણા વિભાગો હોઈ શકે, "ફેશટસ". તો એને પર્યાયો કીધા. એ એક અવસ્થા આવી છે, એક અવસ્થા આવી છે, એક અવસ્થા આવી છે, એક અવસ્થા આવી પણ છે. તો એવી રીતે દરેક બાબતની અંદર ચેન્જીસ હોઈ શકે અને એ કેટલા બધા હોય એની કોઈ ગણતરી નથી. પુદગલના અનંત પર્યાયો છે. એટલે એક એટમ લો, વિચાર કરો, એના અનંત પર્યાયો છે. તો આ ટેબલ છે, તો એના પણ અનંત પર્યાયો છે. કોઈ એક વ્યક્તિ છે, તો એ જો સ્પિરિટ અને મેટર બંને જોડે છે, તો એના પણ અનંત પર્યાયો છે. એટલા માટે એક વ્યક્તિ બીજા જેવું નથી દેખાતો. આમ એક જ છે માનવ તરીકે, પણ એક બીજા જેવો નથી. કેમ કે અનંત પર્યાયોમાંથી આ કયો પર્યાય છે એ પાછું સિસ્ટમમાં શોધવું પડે. આપણે પેલી બાયનરીમાં તો આપણને મળશે, અધરવાઈઝ એ મળી શકે.
તો આ તેજ, પવન, પાણી અને પૃથ્વી આ ચાર મુખ્ય છે. તેજ વગર પણ બધું નકામું, ઊંડા અંધારીથી. તો કંઈ પણ વસ્તુ કરવા માટે તમને પ્રકાશ જોઈશે અથવા તો ઉષ્મા જોઈશે. શું જોઈશે? ઉષ્મા જોઈશે. એનાથી ઘણું બધું કામ થાય. "ખૂન ખોલ ગયા મેરા". તો દેખે, લોકો કહે, "લોહી ઉકળી ઉઠ્યું". કેટલી બધી ગરમી આવી જાય! એક માણસ પેલી એડ્રીનલ પમ્પિંગ કરવા માટે એકદમ કશુંક જોઈને પેલા ભાઈને એટલું બધું આમ એવું થઈ આવે, બ્લડનું ટેમ્પરેચર વધી જાય એકદમ જ આમ ખરેખર વધી જાય. આમે જોયેલું એવું. માણસને આમ અડો ને તો આપણને આમ લાગે કે ના. પછી આપણે પ્રાણી કિલર તરીકે તો આપણે પાછા સ્કેનિંગ પણ કરતા થઈએ ને. એટલે પછી શું થાય કે આપણે કોઈક ક્રોધાયમાન વ્યક્તિની નજીક પહોંચીએ ને એટલે પછી પાછું ખબર પડી જાય કે આ ભાઈ બહુ જ ગુસ્સામાં લાગે છે અત્યારે તો. અંદરથી આમ સોયો ચૂપતી હોય ને એવી એનર્જી બહાર બધી આમ ફેંકાતી હોય ચારે બાજુ એમની.
એટલે આપણને ધીમે રહીને એમ થાય કે આપણે જતા રહીએ પછી.
હિમાંશુભાઈ જેવા હોય ને, એ તો પાછા આમ બેઠા હોય ને તો જુએ કે આ બરાબર છે, આ તો લાલચોળ થઈ ગયો લાગે છે કે માણસ તો. તે જોઈ લે. એટલે શક્તિઓ બધા જ પ્રકારની બધાની પાસે છે અને આ ક્ષમતાઓ દરેકની અંદર છે. હિમાંશુભાઈ એ જ કહેવા માંગે છે. એમને એક સ્કૂલ બનાવીને અંદર આપણને બધું શીખવાડવાનું શરૂ કર્યું છે. જે તો એના અંદર આ એ જ કહેવા માંગે છે કે જે હું છું તે તું છે અને જે તું છે તે હું છું. અને આપણે બે એક જ છીએ કે શું? એટલે જે ક્ષમતા મારામાં છે એ તારામાં છે, તારામાં છે એ મારામાં છે. આપણા બધાની અંદર એક જ સરખી ક્ષમતા છે.
તો આ તેજનું કામ શું છે? આપણને ઉષ્મા આપવાનું. એ ગુસ્સે થયા વગર આપણને છે, આપણા આમ ડરેલા હોઈએ અને પછી આવીને કહે કે, "જો ભાઈ, માણસ તું ચિંતા ના કરીશ. હું તારું દૂરથી જોયા કરીશ." એટલે એ તમને શું આપે? શબ્દોથી ઉષ્મા આપે. આપે ને? શબ્દોથી ઉષ્મા અપાય ને કોઈને કે ના અપાય? એક એવું પક્ષી પણ છે જે ફક્ત પોતાના જે ઈંડા મૂકેલા હોય છે એને પોતાની નજરોથી સેવે છે. આંખોથી એ ઉષ્મા પહોંચાડી શકે છે. આંખો ખોદી અને એના બચ્ચા આવે છે, ઈંડા ફોડીને બહાર એક ટાઈમ પછીથી. એવું એક જ પક્ષી છે, નામ અત્યારે મને યાદ નથી આવતું. તમે થોડું સર્ચ કરી લેજો, જરૂર તમને મળી જશે. તો એવું થતું હોય છે. પણ એટલે આંખોથી ઉષ્મા આપે છે.
અમે અહીંયા ક્યારના સવારથી ઊભા ઊભા શું કરીએ છીએ? તમને પવન. હા, ગતિ સહાયક તત્વ અને સાથે સાથે પવનને જો તમે મૂકો તો તમને ખ્યાલ આવશે કે મુવમેન્ટનું કામ આખા સંસારની અંદર જે કાંઈ છે ને એ પવન અને પાણીએ ચલાવ્યું છે. પવન અને પાણી એ બે જણા ભેગા થયા એટલે પછી એને મુવમેન્ટ ચાલુ કરી દીધી. અને એ નાનામાં નાની મુવમેન્ટ શરૂ કરીને ટોર્નેડો સુધીની હોઈ શકે. થોડુંક પાણી ઢળવાથી શરૂ કરીને આખો પેલો ડેમ તૂટી ગયો હોય અને જેમ બાંધો છૂટી જાય અને પાણી ફ્લરિંગ થવાનું શરૂ થઈ જાય કોઈ શહેરની અંદર, એટલું મોટું હોઈ શકે. પ્રચંડ પાવર છે આ પુદગલને. ડોન્ટ ટેક ઈટ લાઈટલી. ભાગી જવું પડે તરત. કેદારનાથ યાદ આવે તો આમ આમ થઈ જાય ને તરત જ. તો એવું બધું છે.
હવે આ પવન પાણી પણ આ બધું બની ક્યાં રહ્યું છે? પૃથ્વી પર. આ બધા જ વસ્તુઓ બની રહી છે કારણ કે પૃથ્વી મોજૂદ છે. તો આપણે કેટલા ઋણાનુંબંધી છીએ પૃથ્વી માટે? મધર અર્થ. વી શુડ બી ઓલવેઝ ઓલવેઝ ગ્રેટફુલ. જો ના હોય તો ક્યાંય આપણે સ્પેસમાં બિલકુલ વિધર અવે તરત જ. આત્મા દ્રવ્ય છે, એ સંપૂર્ણ ચૈતન્ય છે એમ કીધું. સંપૂર્ણ ચૈતન્ય ઇલેક્ટ્રિસિટી જેવું. એક જીવંત વ્યક્તિ આવે રૂમની અંદર અને બસ બાકીના બધા જ એકદમ જીવંત થઈ જાય એવું તમે જોયું છે? એક જ વ્યક્તિ. તો એનું કારણ શું છે? ચૈતન્યનો એની અંદર એટલા વ્યાપકતામાં એ બહાર પડી રહી છે, એનામાંથી છલકી રહી છે એ ચૈતન્ય. એના કારણે બધા લોકો ચૈતન્ય સભર બની જતા હોય છે. કોઈ અહીંયા સૂઈ નહીં જાય.
"ૐ પૂર્ણમદઃ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે, પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ૐમ શાંતિ શાંતિ શાંતિ." આ ચૈતન્ય છે એ પૂર્ણ. આ અનાત્માની જે વાતો કરી, અવિનાશી, એ પણ પૂર્ણ છે, પરિપૂર્ણ છે. હવે આ બંનેમાંથી કાંઈ પણ તમે પૂર્ણમાંથી પૂર્ણ કાઢી લેશો, એક સેમ્પલિયું લેશો, જેમાં પેથોલોજીની અંદર કરે છે ને બધા સેમ્પલિયા લેતા હોય છે. એવી રીતના સ્લાઈડ બનાવે અને બધું કરે. તો એના અંદર પણ એ જ વસ્તુઓ મોજૂદ છે પૂર્ણપણે. કમ્પ્લીટ ડેટા હોય છે એની અંદર. બ્લડ સુગર, યુરિયા, ફલાણું, ઢીકણું એમ બધું કાઢે. પાણીની બી તમે જુઓ, એક સ્લાઈડ બનાવો તો અંદર કેટલી ઘનતા છે, એમાં કેટલી ખારાશ છે, શું છે એના અંદર મિનરલ્સ, બધા જ પ્રકારની વસ્તુ આપણે જાણી શકીએ. કોઈપણ મટીરીયલ લો, એના થોડાક એટમ તોડો તો એના અંદરથી પણ તમને એને લગતો જે કંઈ ડેટા જરૂરી હોય એ બધો જ આપણને મળી શકતો હોય.
તો આ બધું જ પૂર્ણ છે.
જીવનની અંદર જો આ પરિપૂર્ણતાનો ભાવ આવશે તો પછી સમૃદ્ધિને શોધવા જવાની જરૂરત પડશે? એની મેળે આવશે. ક્રિયાશક્તિ અંદર ઇનબિલ્ટ છે. કોર્સ કરવા ના જવું પડે. અમને માસ્ટર હોય તે વખતે વરદાન આપવાનું વાત કરતા હતા. એટલે અમારા ટીચર જયંતી પટેલ થોડીક વાત કરું તો આવીને કહે છે કે, "માસ્ટર વોન્ટ્સ ટુ બ્લેસ એવરીબડી." કારણ કે અમે કંઈક બધું કંઈક સારું સારું તે વખતે કરતા હતા એવું એમને લાગ્યું. એટલે અમારા સિનિયર મહાદેવભાઈ, આઈજી સાહેબ, પેલા ડોક્ટર સાહેબ, શૈલેશભાઈ બધા ત્યાં બેઠેલા. જયંતી પટેલ અમારા ટીચર કહે છે કે, "માસ્ટર વોન્ટ્સ ટુ બ્લેસ યુ." કે ઈશ્વરની ત્રણ જે મુખ્ય શક્તિઓ છે: ઈચ્છા શક્તિ, ક્રિયા શક્તિ અને જ્ઞાન શક્તિ. તો તમને એમાંથી એમ કે કઈ એક વસ્તુનું તમને વરદાન આપશે, બ્લેસિંગ આપશે. એટલે અમે કીધું કે, "અમને જ્ઞાન શક્તિ આપો." બાકીના બીજા બધાનું કહેવું એવું હતું કે, "અમને ક્રિયાશક્તિ આપો." તો બધા ક્રિયાશક્તિનું ફાઇનલ પછી નક્કી થયું.
એટલે પછી માસ્ટર જમવા બેઠા અને એક પછી એક માણસને બોલાવતા જાય. બધા લાઈનસર આમ એક પછી એક આવે, બેસે. માસ્ટર બેઠા હોય ને પછી આમ કંકોત્રી લખે એના કપાળ ઉપર, "જા, તને ક્રિયાશક્તિનું વરદાન આપું છું." એવી રીતના. તો એવી રીતના એમણે વરદાન આપેલા.
તો ઈચ્છાશક્તિ, ક્રિયાશક્તિ અને જ્ઞાન શક્તિ. તો અમે તો ગયા લેવા તે વખતે પણ, "માસ્ટર, અમને તો જ્ઞાન શક્તિ જ જોઈ છે, ક્રિયાશક્તિ નથી જોઈતી. કે અમને તો જ્ઞાન આવશે એટલે એની મેળે ક્રિયા આવશે ને બધું આવડી જશે આપણને. જ્ઞાન હોવું જોઈએ." તો આવી રીતના કરીને ઈશ્વરની આ બધી જ શક્તિઓ જે છે તે ઇનબિલ્ટ દરેકે દરેક એટમની સાથે એ મોજૂદ જ છે. કહેવાનો મતલબ કે એ ક્ષમતા જે એકમાં છે એ જ બધામાં છે. તો એ રીતે પણ જુઓ તો આ ચૈતન્ય કેવું છે? વ્યાપક છે, વ્યાપક, બધે જ ફેલાયેલું.
છે, તમે જુઓ તો, ઈટ ઇસ ઓમની પ્રેઝન્ટ. આ ઇન્ટેલિજન્સ એટલી જબરજસ્ત હોય! આત્મા કેવો? તો કે હંમેશા શુદ્ધ. Do you need a break or something? આત્મા કેવો? તો કે સંપૂર્ણ શુદ્ધ છે. એના અંદર કોઈપણ પ્રકારનો કોઈ પણ વિકાર ક્યારેય સંભવ જ નથી, ચાહે કોઈનો પણ હોય. એટલે કીધું કે તમે કોઈનો અનાદર ના કરો. એની અંદર આત્મા મોજૂદ છે. હવે અનાદર કરશો તો તમે ભગવાનને નારાજ કર્યા, બરાબર? થઈ ગયું. પછી એ વસ્તુઓ માટે તમારે કેટલા જન્મ સુધી રખડી મરવું પડશે તે નક્કી હોતું નથી.
એટલે કીધું કે સાયન્સ શુદ્ધઆત્મા છે, એના અંદર જુઓ તમે. અને સદાકાળ અવિનાશી છે અને સંપૂર્ણ શુદ્ધ છે આત્મા. એના અંદર શુદ્ધ જ્ઞાન છે અને શુદ્ધ દર્શન છે. આત્માની અંદર અનંત શક્તિઓ મોજૂદ છે. એટલે એના હોવાપણાને કારણે પ્રકૃતિ શક્તિમાન બને છે. પણ એ સંસાર આખો રચી શકે છે અને ચલાવી શકે છે. અને પાછા એમાં પરિવર્તનો... "હું નષ્ટ કરું છું" એમ નહીં કહું, "વિલય કરે છે" એવું પણ નહીં કહું. એમાં પરિવર્તન લાવે છે. કારણ કે આજે લયની પ્રક્રિયા છે, એ અવિરત છે. એક બાજુથી ક્રિએશન ચાલુ છે. અમુક ટાઈમ સુધી એને રોકવામાં આવે છે, એટલે એને હોલ્ડ કરવામાં આવે છે એ સ્થિતિને. અને એક ટાઈમ પછી એનું લય થવાનું શરૂ થાય છે.
તો ઇન્ટેલિજન્સ વિથ વિચ ક્રિએશન સ્ટાર્ટસ સમવેર ઇન ધ બ્રેન. એને બુદ્ધિ જે છે, તો બ્રહ્મા છે એ બુદ્ધિ છે. બહાર કઈ શોધવા ના જશો. આમ ક્યાંય ખેડ બ્રહ્મા અને બધા અહીંયા મોજૂદ છે. બ્રહ્માજી પણ. સો, રિસ્પેક્ટ ધેટ. અને કરતા જ હોવ છો તમે એ ક્યાં બીજા સમયે? તો એ બ્રહ્માજી છે. તમે મેન્ટેન કરે છે તેને પણ હંમેશા રિસ્પેક્ટ આપો છો. દેખભાળ કર્યા કરે, બધું જોયા કરે, બધું પ્રોવાઈડ કરે, ટાઈમે ટાઈમે લાવી લાવી લાવી લાવીને મૂકે છે. એ બધું જ કરનારી જે અંદર મોજૂદ તત્વ છે, તે વિષ્ણુ તત્વ છે. એ તમારી અંદર જ છે. અને પછી આ "આવું નહીં જોઈએ" કરીને કે "બાજુ પર મૂકો, નવું લઈ આવો," એ જ તો શિવ છે. કારણ કે એ આમ કરે છે, એટલા માટે કંઈક નવું પાછું પેદા થઈ શકે. તો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ તમારી અંદર છે, તમારી અંદર છે, તમારી અંદર છે.
અવિરત પણ જીવી જાય છે. રિસ્પેક્ટ ધેટ પ્રોસેસ. એની અંદર થોડુંક ઊંડા ઉતરીને જુઓ, તમને ખ્યાલ આવશે.
એ વ્યક્તિ રૂપે તમારી અંદર વ્યષ્ટિ રૂપે મોજૂદ છે. જ્યારે સમષ્ટિ રૂપે વાત કરીએ, વ્યાપક રૂપે, તો આખી ક્રિએશનની અંદર જે કંઈ બધું ક્રિએટ થઈ રહ્યું છે, બધું તે બ્રહ્મ તત્વ છે. તેને આપણે બ્રહ્મા કહીએ છીએ. જે મેન્ટેન કરે છે તેને આપણે વિષ્ણુ તત્વ છે, એને વિષ્ણુ ભગવાન કહીએ છીએ. અને જે પરિવર્તન લાવે છે, નષ્ટ નથી કરતા, પરિવર્તન લાવે છે, તેને આપણે શિવ તત્વ કહીએ. કારણ કે એ શિવત્વ પામે છે તો વળી પાછું બ્રહ્મત્વ શરૂ થાય છે. તો આ એક સાયકલની અંદર ચાલ્યા કરે. તો આ એક વ્યક્તિ રૂપે છે. હા, સમષ્ટિ રૂપે. સમષ્ટિ એટલે સમગ્રતાની અંદર આ બે વસ્તુઓ અવિરત પણે ચાલે.
તો તમે કયા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની પૂજા કરો છો? મારો સવાલ એ છે. આવા અત્યાર સુધીમાં સૃષ્ટિ ચક્રની અંદર અનંત બ્રહ્મા, અનંત વિષ્ણુ અને અનંત શિવ થઈ ગયા. તમે કયા મહાદેવની પૂજા કરો છો? ખ્યાલ છે? કાશી વિશ્વનાથ, ચંદ્રમૌલેશ્વર, મહાકાલેશ્વર... આ બધા શિવ છે, કેટલા છે બહાર? તો પાછા અહીંયા ગાળે જ છે. અરે, હિન્દુસ્તાનના ગામ ગામની અંદર શિવાલય મળે છે. પણ એ શેનું પ્રતીક છે, યાર? વિચાર તો કરો કોઈક દિવસે! એ પરબ્રહ્મ પરમાત્માનું પ્રતીક છે, નહીં કે એક શિવનું. તમે આના મારફતે તેને પૂજો છો.
નાનું બાળક હોય, એને ખબર છે: "આટલું મંદિર તારું, વિશ્વરૂપા પાળું, સુંદર સર્જન હારા રે. નહીં પુજારી, નહીં કોઈ દેવા, નહીં મંદિરને તાળા રે." આજકાલ તો ઇલેક્ટ્રોનિક લોક લગાડે છે શિવાલયને પણ. કેમ? અંદર સોનું ને ચાંદી બહુ જ ભરી દીધા છે બધા મંદિરોમાં. એટલે પછી લુટારા આવવાના. લોભિયાઓ હશે તો બધું થવાનું. આ સંસાર છે. પણ વાસ્તવમાં આપણે પૂજા કોની કરીએ છીએ? તો કે પરબ્રહ્મની પૂજા કરીએ છીએ.
તમે સંતોષી માની પૂજા કરશો, વાંધો નથી. તમે અંબામાની પૂજા કરશો, વાંધો નથી. વાસ્તવમાં આ બધાને મૂળ તત્વ સાથેનું જો સંધાન ના હોય, તો આય બધા તમારી ને મારી જેમ નકામા છે. આપણે શોધીએ છીએ ને કોઈક? બસ, ગાંધીનગરમાં તમારે કઈ ખરું? ઓળખાણ હોય તો! અને ઓળખાણ સાથેનું આમ કનેક્ટિવિટી જેવી બેસી જાય એટલે તરત આપણું કામ થઈ જાય. અને નહીં તો આપણે ફરિયા કરવાનું ને: "આ કચેરીમાં જાવ, પેલી કચેરીમાં જાવ, કાગળ લખો, ઈમેલ કરો, કોઈ સાંભળતું નથી." તો બધાની આ હાલત છે, ભાઈ. શું? પણ બધા સંતોષ લઈ રહ્યા છે. સંતોષીમાંને, હનુમાનજીને બધાને પગે લાગે છે. વાસ્તવમાં, "સર્વદેવ નમસ્કારમ કેશવમ પ્રતિગચ્છતે." લક્ષમાં આ રાખો. તમે અહીંયા પૂજા કરો, વાંધો નથી.
વાત એવી જ છે, શું કે આ તમારા માટે એક પોર્ટલ છે, એવું તમે જુઓ. ઓપનિંગ છે, ઓપનિંગ ઇનટુ અનનોન. જે સોર્સ છે આ બધાની પાછળ, તેની તમે પૂજા કરો છો. આ લક્ષ્યમાં રાખો. અને પછી તમે ગમે તેનો ફોટો મુકશો, ગમે તેની મૂર્તિ મુકશો, એ બધી જ ચાલશે, બોલશે અને તમારું કામ કરવા માંડશે. મંત્ર બી કોઈપણ હોય, લક્ષની અંદર શું હોવું જોઈએ? સ્પિરિટ, આત્મા, પરમાત્મા. કારણ કે આ સ્પિરિટ, આત્મા, પરમાત્મા, પરબ્રહ્મ, પરમાત્મા બધા એક જ છે. શું કીધું? "આ બધા એક જ છે." એને આપણે અલગ અલગ રીતે શબ્દો, ભાષા વાપરીને આપણે કરી રહ્યા છીએ. આપણે સંસ્કૃત, ગુજરાતી જાણીએ છીએ, એટલા માટે આપણે આ બધા શબ્દોનો ઉપયોગ કરીએ છીએ. કોઈ એ ઓરિજિન, કોઈ રેડ ઇન્ડિયન હશે, તો એ આ બધા શબ્દોથી વંચિત છે. એને આ ભાષા ટર્મિનોલોજી ખબર નથી, પણ એને આ કન્સેપ્ટ ખબર છે. ન્યુઝીલેન્ડનો માવોરીને પકડી લાવો, એને પણ આ કન્સેપ્ટ ખબર છે.
He is also praying to someone. એને ખબર નથી, પણ એ કરે છે. તો દરેક જન કોની પૂજા કરે?
છે વાસ્તવમાં એ સોર્સ બધાનો જે છે અલ્ટીમેટ, તેની જ પૂજા કરતા, પ્રાર્થના કરતા. તો એ કેવો હોય? સ્વપર પ્રકાશક હોય, સ્વયં પ્રકાશિત. સૂર્યનારાયણ આવે પછી આપણે એમને સામે આમ દીવો લઈને જવું પડે કે, "તમને અજવાળું આપું, મને સૂરજ દેખાય એટલા માટે?" ચાર-સાડાચાર વાગ્યાનો ટાઈમ, 4:30નો થયો હોય, સૂરજ ઉગવાની શરૂઆત હોય, તો હું ત્યાં આગળ આમ દીવો લઈને જઉં કે, "સૂર્ય કઈ છે કે નહીં એમ ખબર પડે?" આપણે એવું કરીએ છીએ? આપણે એવું નથી કરતા. સૂર્ય જેવો બહાર આવે એની સાથે તમે જુઓ કે આખી આમ ઉષ્મા, લાલી બધે ફેલાઈ જાય કુદરતની અંદર અને બસ એ અજવાળું થઈ જાય.
તો જેમ સૂર્યનો દિવસે તમે જુઓ તો સૂર્યનો પ્રકાશ કેટલો વ્યાપક છે, બસ એ જ પ્રમાણે પરમાત્મા સર્વવ્યાપી છે. એમ કહેવાનું કે ખાલીના કોઈ સ્થળ બ્રહ્માંડમાં. સમજાયું? સૂર્યનું અજવાળું પડે એટલે તરત આપણને સૂર્યનારાયણ તો દેખાય જ આપણને, પણ એના હોવાના કારણે આપણને બાકીનું બીજું બધું જ દેખાય છે. મતલબ, પરમાત્મા હોવાના કારણે જ આ બધું જ આપણે જોવાને, જાણવાને, સમજવાને શક્તિમાન બનીએ છીએ. એ આત્મા, એ પરમાત્મા જે તમારી અંદર મોજૂદ છે. વિચાર કરો કે જો નથી તો શું? હમણાં જ આપણે વાત કરી. અને જીવ એ પરમાત્માની હાજરી આવી અને પછી જુઓ કે શું થયું? તો કે આખો સંસાર એ જોઈ શકે છે, સમજી શકે છે, કમ્યુનિકેટ કરી શકે છે, દરેક ચીજ વસ્તુઓને વાપરી શકે છે, ઉપયોગ કરી શકે છે. આ બધી પોસિબિલિટી કેવી રીતે પેદા થઈ? તો કે અંદર આત્મા મોજૂદ છે.
એ આત્મા જે વ્યાપક છે, જે તમારામાં છે એ જ મારામાં છે, જે મારામાં છે એ જ તમારામાં છે અને તે અહીં પણ છે, ત્યાં પણ છે અને વ્યાપક છે. એવો આત્મા એ અન્યને પણ પ્રકાશ કરે છે. પછી કેવો છે? તો કે પરમાનંદ વાળો છે. એના કારણે જ આનંદ સૃષ્ટિની અંદર વ્યાપે છે. દરેક વસ્તુની અંદરથી આપણને જે સુખની લાગણી, આનંદની, આહ્લાદકતાની જે એક ફિલિંગ પેદા થાય છે, ઊભી થતી હોય છે, એ કોના કારણે થાય છે? એના કારણે થાય છે, પરમાત્માની હાજરીના લીધે થઈ રહી છે. તો એ પરમાનંદ સ્વરૂપ છે. એ નિર્વિકલ્પ છે. એનો કોઈ વિકલ્પ નથી, એનો કોઈ ઓપ્શન નથી. એટલા માટે એને નિર્વિકલ્પ કહેવામાં આવે છે. આપણે અત્યારે આત્મા-પરમાત્માના ગુણોની વાતો કરી રહ્યા છીએ. તો નિર્વિકલ્પ છે, એ નિરાગી છે. નિરાગી એટલે એને કોઈપણ પ્રકારનો રાગ હોતો. આ એને આ દેહ પ્રત્યે પણ રાગ હોતો.
તો સમજી ગયા? તો પછી આમ આમ કરવાનું, ના કરવાનું પણ સમજીને. દેહ પ્રત્યે પણ એ કેવો છે? તો કે નિરાગી છે. એનામાં રાગ પણ નથી, દ્વેષ પણ નથી. એને આ દેહને કાઢી નાખવો છે એવું બી નથી કે, "જો તારા લીધે કેમ મારે અહીંયા પુરાઈ રહેવાનું થયું છે?" એવું બોલ્યો કોઈ દિવસ તમને? "આ કોથળામાં હું પુરાયો હોય એવી મને ફિલિંગ આવી રહી છે." એવું તમારા આત્માએ તમને કોઈ દાડો કીધું? કોઈ દિવસ નથી કીધું. પણ ક્યારેક એવું લાગે પણ ખરું, એક ફિલિંગ એવી આવે છે. એનું કારણ એ મજબૂત છે.
પરમજ્યોતિ સ્વરૂપ. તો કે બધી જ્યોતિઓની જ્યોતિ. આખા બ્રહ્માંડની બધી લાઈટ ભેગી કરો તો એનું જેટલું અજવાળું થાય એનાથી પણ વધારે પ્રકાશમાન. કારણ કે મૂળ પ્રકાશ જ આ છે. આ છે તો આ બધું છે. જો મારી આંખો જ બંધ હોય તો હું કોઈ પણ લાઈટ જોઈ શકતો. બરાબર છે? કાલે આ બેન બતાવતા હતા, એક પેલા બાળકો કઈક જગ્યાએ ગયા હતા એ લોકો એમની સ્કૂલની અંદર, ખેડબ્રહ્મા સ્કૂલની અંદર. તે બાળકને એક આંખની અંદર ફૂલું પડેલું હતું. કઈક વાત એવી પણ કરી હતી ને? ડોક્ટરને પછી એમણે ફોટો પણ રિફર કર્યો હતો સમીક્ષાબેનને. તો એમના કહેવા પ્રમાણે હતું કે ભઈ આમાં હવે બીજું કંઈ થવું શક્ય નથી કારણ કે બહુ જ જૂના વખતની આ સ્થિતિ આવેલી છે. તો એના પાછળ શું થયું? તો કે જોવાની ક્ષમતા જતી રહી છે. હવે આ જે ડેમેજ છે એ કેવું છે? મટીરિયલ ડેમેજ છે. ઓર્ગેનિક પ્રોબ્લેમ છે.
આત્મા નથી એવું નથી. આત્મા તો મોજૂદ છે, પણ એનું ઓર્ગન ડિફેક્ટ એવું થયું. તો એ બાકીનું બીજું બધું જ એ કરી શકે. ફક્ત એ જોઈ શકતા નથી અથવા તો એને પાર્શિયલ બ્લાઈન્ડનેસ છે, અમુક પર્સન્ટેજ જ એને દેખાય છે. તો આત્મા હોવા છતાં પણ એ આવી પરિસ્થિતિ પણ લોકોને આવતી હોય છે. તો એ નિરાગી છે. તો પણ એને એવું ના થાય કે હું આ શરીર છોડી દઉં, બીજું લઈ લઉં. પણ તો પણ એ નિરાગી છે. એને એમાં કોઈ રાગ પણ નથી, એને કોઈ દ્વેષ પણ નથી.
એ નિર્વિકારી છે. આત્મા કેવો હોય? એમાં કોઈ જાતનો વિકાર પેદા થાય જ નહીં. આ અજવાળું હોય, અજવાળાને હું આમ ગમે તેટલું પાણી છાંટ્યા કરું તો કાંઈ થશે? એને કઈ ફરક પડશે? નહીં પડે ને? નહીં પડે. બસ એવું છે આત્મા. તો એ નિર્વિકારી છે. એને કોઈપણ રીતે તમે કોઈક એનું સ્વરૂપ, રૂપ પરિવર્તન કરવાનો કંઈ પણ પ્રયત્ન કરશો તો એ મળશે. કારણ કે એ તો અરૂપી પણ છે. એનું કોઈ રૂપ જ નથી. આત્માનું કોઈ આકાર નથી. કેવો છે? તો કે દેહાકાર છે. તમારા દેહની અંદર તમારા દેહ સમપ્રમાણ, ભેંસના દેહની અંદર એના દેહના સમપ્રમાણ, હાથીના દેહની અંદર એના દેહના સમપ્રમાણ. હવે હાથીના તમે નેલ કટરથી જો નખ કાપો, કારણ કે બહુ વધી ગયા હોય, જસ્ટ ઇમેજીન કરો, તો એક લેવલ સુધી તમે કાપશો ત્યાં સુધીને એ હાથી તમને કઈ કરશે? કાપવા દેશે. પછી જો એનાથી જો વધારે આગળ વધ્યા તમે નખ કાપતા કાપતા અને એ ભાગ ઉપર જો તમે આમ કાપ્યું તો તમને આમ કરીને સૂંઢથી દૂર કરી દેશે, ઉડાડી મુકશે.
શું કારણ છે? તો કે જે જગ્યાએ આત્માની વ્યાપકતા છે દેહની અંદર, આત્મા છે પણ દેહમાં એની વ્યાપકતા છે, એ જગ્યાએ જો તમે કાંઈ પણ ઈજા પહોંચાડવાનો પ્રયત્ન કરશો તો તરત જ એની સંવેદન જેને કહેવાય પેઇન, એ પેદા થાય છે. અને જેવું પેઇન પેદા થાય એટલે પછી એ સંવેદન શું? એને એ જે સોર્સ ઓફ પેઇન હોય એનાથી હંમેશા એ દૂર જવાનો પ્રયત્ન કરે. ડિફેન્સ મેકેનિઝમ કામે લાગી.
નાનું છોકરું હોય તો પણ લાત મારી દે. ન કાપવાને નાના છોકરાના થયું એવું બધું. બધાય માતા-પિતા તો છે અહીંયા ઘણા. "ત્વમેવ માતા પિતા ત્વમેવ" બધાના અનુભવ છે. વેરી ગુડ.
ચૈતન્ય ઘન સ્વરૂપ છે. ચૈતન્યને ઘન સ્વરૂપ મતલબ, આ આત્માની તમે સ્લાઈસો પાડી શકો નહીં. એ પેલો ચોકબાર હોય તો મોટો જાણે કે આમ એક ચોકબાર છે, એક્ઝેટ એવો જ એને તમે કાપી શકો. જેમ ડાયમંડ હોય એને તમે કાપી નથી શકતા. આજકાલ તો આ બધું કરે છે, બધું પોલિશિંગ બધું એ વાત જુદી છે, પણ કહેવાય એમ કે એ સૌથી હાર્ડ છે. તો એમાં પણ શક્ય છે, પણ આત્માની અંદર શક્ય ક્યારેય તમે કોઈપણ રીતે સ્લાઈસો પાડી શકો. તમે કોઈપણ રીતે આટલો ટુકડો આમ આત્માનો અહીંથી ત્યાં ગયો ને ત્યાં ગયો એવું કંઈ પણ થઈ શકતું નથી. આત્મા હંમેશા આખેઆખો જ હોય. અહીં હોય તો ત્યાં પણ હોય. બસ આત્મા હોય જ.
તો પરમ જ્યોતિ સ્વરૂપ છે પાછો. આ બધી જ્યોતિઓની જ્યોતિ જેને કહેવાય, એ બધાના પાછળનો એવો જે પાવર, એ મેઈન સોર્સ એનો આત્મા એ ગણાતો હોય છે. એ અજર પણ છે. એટલે આત્મા ક્યારેય ઘરડો થતો નથી. તો હવે બોલો કે "હું ઘરડો નથી થતો" એમ, "હું ઘરડી નથી થતી" એમ. જો હું આત્મા છું એમ જો પકડી રાખશો તો તમને વરદાન મળી ગયું ને સતત જીવતા રહેવાનું. આ રસ્તો છે, એના મારફતે તમે આગળ વધી શકો. જો તમારા એટીટ્યુડમાં આ વસ્તુ અવિરતપણે મુકશો તો તમે એને સ્ટોપ તો કરી જ શકશો, એક લેવલ સુધી તમે રોકી તો શકશો ચોક્કસ. પ્રયોગ કરવામાં વાંધો નથી, આમે ગરડા થવામાં બહુ મજા નથી.
પછી અમર છું. આત્માને કોઈ મારી શકે નહીં. આત્માને કોઈ મારી શકે નહીં એટલે એને અમર કીધું કે મૃત્યુ અને આત્મા બે બિલકુલ અલગ વસ્તુ છે. આત્મા હંમેશા અવિનાશી હોવાના કારણે, એનો જન્મ ન થવાના કારણે, અનાદિ હોવાના કારણે એ અમર પણ છે. એનું એક ગુણ છે. એવી રીતે અચ્યુત છે. આત્માને કોઈ હલાવી શકે? આત્માને કોઈ હલાવી ના શકે. જ્યાં જેવો જેમ છે તેમ જ રહે. એવી કોઈ બ્રહ્માંડની શક્તિ નથી કે જે આત્માને હલાવી શકે. બ્રહ્માંડમાં એવી કોઈ શક્તિ નથી અને આત્મા પોતે પોતાને હલાવવા માટે એ શક્તિ વાપરી શકતો નથી, બરાબર? એટલે એ પણ અચ્યુત છે.
પછી અક્ષય છે. આત્માને ટીબી ના થાય, કોરોઝન. લાકડું અહીં મૂક્યું હોય, પેલું લોખંડ ત્યાં આગળ મૂક્યું હોય તો એ બધામાં પાર્શિયલી તમે ઓવર એ પિરિયડ ઓફ ટાઈમ જે જુઓ છો પરિસ્થિતિ એવી આત્માની અંદર થતી નથી. દસ હજાર, વીસ હજાર, પચાસ હજાર વર્ષ થઈ ગયા પણ આત્માની અંદર કોઈ ફેર પડે નહીં એવું બધા જ્ઞાનીઓ કહીને ગયા છે. એટલે એમણે આ બધું પ્રિસ્ક્રિપ્શન આપ્યું છે કે ભઈ એ આવો પણ છે, આવો પણ છે અને આવો પણ છે.
અવ્યય છે, વ્યય થતો નથી એનો. સો હોય, સો માંથી બે વાપરે તો અઠ્ઠાણું રહે, પણ આત્મા સો છે, આત્મા સો ના સો જ રહે. ભલે આત્મા હાજરી હોય એના લીધે બધું જ થાય છતાં એ સો ના સો જ રહે. એ ક્યારેય એ નેવું થઈ શકે, એ હંમેશા સો જ રહે. એટલે એટલો જ પાવરફુલ હોય. નહીં તો શું થાય? ઓવર એ પિરિયડ ઓફ ટાઈમ પાછો એ નબળો પડતો જાય, પણ એવું નથી.
એ અલુપ્ત શક્તિમાન છે. કેવો? અલુપ્ત શક્તિમાન. એની શક્તિઓ ક્યારેય લુપ્ત થતી નથી. એ હોય જ એની પાસે. આત્મા તો કે એને પાવર હોય જ એની પાસે. બસ એવો આત્મા હું છું. બોલો, એવો આત્મા હું છું.
અરૂપી છું. હું અરૂપી છું. મારું કોઈ રૂપ નથી. તો આ દેખાય છે એ શું છે? તો કે આ બોડી અઝ્યુમ કર્યું છે. શેના માટે કર્યું છે? તો કે મેં પૂર્વે ટેન્ડર ભર્યું હતું ને લાસ્ટ બર્થની અંદર કે મારે આવા દેખાવું, આમ કરવું, આમ કરવું, આમ કરવું, અમારે આવું આવું કરવું. તો એના માટે જરૂરી આ બધું જે ઉપકરણ છે, બોડી શું છે? ઉપકરણ છે. તો એ બધું એવી રીતના ઉપયોગ કરવા માટે થઈને આપણે બોડી આખું એઝ્યુમ કરેલું છે. અમુક સમય સુધી રાખીશું અને પછી એને ડિસ્કાર્ડ કરી દઈશું અને પછી પાછા ફરી ક્યારેય પેદા નહીં થઈએ એવું પણ કરી દઈશું તો એને મોક્ષ કહેવાશે. કેમ? તો કે જરૂરત નથી હવે મારે આઈસ્ક્રીમ ખાવો. જરૂર નથી એટલે કેમ? તો કે હું તૃપ્ત છું, સંતુષ્ટ છે. આત્મા પોતે પોતાની અંદર જ સંતૃપ્ત છે બધી જ રીતે. એને કોઈ જાતની કોઈ પળે પણ ખામી ખરાબી લાગતી નથી.
સંપૂર્ણતા હંમેશા એ બસ એ અનુભવ્યા જ કરે છે, અનુભવ્યા જ કરે છે. એવો આત્માનો આ એક ગુણ છે, એના વિશે વિચાર રાખવાનો.
એ અસંગ છે. દેહની અંદર હોવા છતાં પણ દેહથી પણ સંગી નથી. એને એવું ના થાય કે રહેવા દો ને બીજા દસ એક વર્ષ ચાલો ખેંચી કાઢીએ કે આ જ બોડીની અંદર. એવું ક્યારેય થાય? મહાવીર ભગવાનને પૂછવામાં આવ્યું હતું કે આ ભસ્મ ગ્રહની અસર થઈ રહી છે, તો ભગવાન તમે એવું કરો કે તમારું થોડુંક આયુષ્ય જ જો વધારી દો ને તો આ ભસ્મગ્રહની અસરો જ થવાની આખા ભારતવર્ષ ઉપર એ થોડીક ઓછી થાય. તો તીર્થંકર સાહેબ હતા, બધો જ પાવર હોવા છતાં એમણે કીધું કે એવું ક્યારેય ના બને. જે કાળે જે થવાનું હોય તે થઈને જ રહેશે. અને એમના સમયે એમણે પાવાપુરીની અંદર વિદાય લઈ લીધી. પાવરફુલ હોવા છતાં, ક્ષમતા હોવા છતાં.
એવા કેટલાક જ્ઞાનીઓ હશે કે જે લોકોના એક્સિડન્ટ થતા હશે. ખબર હોય ઘરથી આમ બહાર નીકળે ત્યારે આ ગાડી ભટકાવાની છે, આમ થવાનું છે અને છતાંય પાછા એકાદ વખત કે બી ખરા કે ભાઈ આજે જવાનું માંડી વાળીએ. તો કે ના ના આપણે જવું જ પડે કે આટલા બધા લોકો રાહ જોવે છે ને આપણે તો આપણે ના જઈએ તો કેટલું બધું ખરાબ કહેવાય. એટલે બસ સારું ત્યારે આપણે જઈએ કે એટલે જાય ને ટાંટિયા તૂટે, સળિયા નાખવા પડે, આમ ઉપર લટકાયેલા હોય પગ અને એવી હાલતની અંદર પણ એ તો પરમાનંદમાં હોય. એને કહેવાય અસંગતા. એને કહેવાય અસંગતા.
અવ્યાબાદ સ્વરૂપી છે. અવ્યાબાદ એટલે કેવો? તો કે એને કોઈ બાંધી શકે જ નહીં. જો કેવી કેટલી અદભુત વાત આપણે શીખી રહ્યા છીએ. સમજ પડે છે? હું અવ્યાબાદ સ્વરૂપ છું.
"મને, 'હું આત્મા છું, હું અવ્યાબાધ સ્વરૂપ છું,' તો મને કોણ બાંધે? કર્મો સ્થૂળ છે. કર્મો સ્થૂળ છે, તો એ સ્થૂળ કર્મો હું આત્માને કેવી રીતે બાંધશે? મતલબ, તમે આજ ક્ષણે, 'હિયર એન્ડ નાવ,' જો તમે આત્મા છો, તો તમે બધા જ કર્મોથી 'હિયર એન્ડ નાવ' મુક્ત છો. એટલે કહે છે કે, 'હું સદા મુક્ત છું.' બોલો, 'હું સદા મુક્ત છું, હું અવ્યાબાધ સ્વરૂપ છું, હું અવ્યાબાધ સ્વરૂપ છું, હું ટંકોત કિર્ણ છું, હું ટંકોત કિર્ણ છું.'
ટંકોત કિર્ણ એટલે કેવો? કે આઈસ્ક્રીમનો બાર હોય તેની અંદર આપણે આમ આંગળી નાખીએ અને અંદર પેસી જાય, તો એ ટંકોત કિર્ણ કહેવાય. એનાથી જે વિરુદ્ધની બાબત હોય, દાખલા તરીકે, આની અંદર હું આમ ગમે તેટલી મારી આંગળી નાખું તો એ અંદર જઈ શકતી નથી. તો આ જે ગુણ પેદા થાય છે, અંદર કશું પણ પેસી શકે નહીં. આત્માની અંદર કર્મો પણ નહીં, પરમાણુઓ પણ નહીં, કશું જ નહીં. કારણ કે આ બધું જ સ્થૂળ છે. આત્મા એટલો બધો સૂક્ષ્મતમ છે, એટલો બધો સૂક્ષ્મતમ છે કે એની અંદર કશું જ પ્રવેશી શકે એવું નથી, કશું જ પેસી શકે એવું નથી, અજ્ઞાન પણ નહીં. એટલા માટે એને કેવો કીધો? ટંકોત કિર્ણ. 'સૂક્ષ્મતમ છું.' એટલા માટે જ એને કીધું, 'હું સૂક્ષ્મતમ છું.' બોલો, 'હું સૂક્ષ્મતમ છું, હું સૂક્ષ્મ, હું સૂક્ષ્મતમ છું.'
આગળ શું કહે છે? તો કે અનંતાજ્ઞેયોને. જ્ઞેયો એટલે જાણવાની વસ્તુ, ઓબ્જેક્ટ. જેટલા જેટલા વિષયો છે, સબ્જેક્ટ, તમે આમ જાણવાનો પ્રયત્ન કરો છો, આ બધી જ વસ્તુઓને આપણે જ્ઞેય તરીકે કહી શકીએ. જાણવાની વસ્તુ એટલે જ્ઞેય, એવું એક આપણે આમ રાખવાનું, બરાબર છે, સમજણ માટે થઈને. તો એ કહે છે કે અનંતાજ્ઞેયો, અનંત જ્ઞેયો છે, ગણી શકાય એવા નથી. આખા બ્રહ્માંડની અંદર કેટલા હશે? આ રૂમમાં જ કેટલા હશે? લિસ્ટ બનાવવા બેસીએ તો પહોંચી ના વળીએ આપણે, બરાબર? તો અનંતાજ્ઞેયોને જાણવામાં, એને જાણવામાં પરિણમેલી અનંતી અવસ્થાઓમાં, શરીરની, મન મનની કેટલી બધી અવસ્થાઓ થઈ પાછી! અનંતાજ્ઞેયો અને અનંતી અવસ્થાઓ, એની અંદર પણ હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું. સમજાય છે? તો આવો આત્મા હું છું, એનો આપણને એક અંદરથી કન્વિક્શન હોવું જોઈએ. બોલો મારા સાથે, "અનંતાજ્ઞેયોને, અનંતાજ્ઞેયોને જાણવામાં, માં પરિણમેલી, જાણવામાં પરિણમેલી અનંતી અવસ્થાઓમાં હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું." અનંતા જ્ઞેયોને.
તો આત્મા શું છે? તો કે કર્મ એ આત્માનું સંસાર ભોગવવાનું આવરણ છે. આત્મા પોતે રહે છે, એક એઝ્યુમ કરે છે, બોડી એક કોથળાની અંદર પુરાય છે અને પછી એ કોથળામાં. આમાં શું છે કે જો તમે આ બધું 'સ્પેસ ઓડેસી' ને બધું જુઓ છો એટલે તમને બહુ ઈઝી છે આ વસ્તુ સમજવા માટે કે જો મંગળના ગ્રહ ઉપર તમને મોકલી દેવામાં આવે તો સીધા સીધા તમે જઈ શકતા નથી, બરાબર? ત્યાંના વાતાવરણને અનુરૂપ સ્પેસશૂટ તમારે પહેરવો પડે છે, ખ્યાલ આવ્યો? તો હવે તમે આત્મા છો અને તમે આમ એક સ્પેસ સૂટ પહેરેલો છે. હવે અહીંયા જુઓ અને વિચાર કરો કે આની અંદર જે છે તે હું છું અને આમે એક સ્પેસ સૂટ, હ્યુમન સૂટ પહેરેલો છે. કોઈ એનિમલ સૂટ પહેરે, કોઈ પક્ષીઓનો પહેરે, વાંધો નથી. પણ આ બધાયને ઓનર કરવા જરૂરી છે કે આની અંદર પણ આત્મા છે. સમટાઈમ્સ વી ફરગેટ, વી શુડ નોટ ફરગેટ.
તો આ ખોળ છે, આ શરીર છે. તો બહાર જે જોઈએ છીએ એ નામ છે અને રૂપ છે, બે વસ્તુઓ છે. આકૃતિ છે, રંગ છે, આ બધા જે બાહ્ય સ્વરૂપો છે. તો એ ખોળ છે, એ કર્મના પ્રમાણે મળેલું છે. તો એ મળ છે, મેલ છે અને કચરો છે. શું? કોના પ્રમાણમાં? આત્માના પ્રમાણમાં. આમ તો બહુ ઉપયોગી છે અને કીમતી છે, બરાબર? ખરેખર તો એવું કહે છે કે જો તમારા શરીરની અંદરથી આમ બધી રાસાયણિક ક્રિયાઓ કરવામાં આવે તો અમુક ટકા સોનું નીકળી શકે, અમુક ટકા એલ્યુમિનિયમ નીકળી શકે, અમુક ટકા ક્રોમિયમ નીકળી શકે. બધું જાતજાતના એલિમેન્ટ્સ જે છે ને, કેમેસ્ટ્રીની અંદર બધા લખેલા છે ને? કોઈ અહીંયા કેમેસ્ટ્રીવાળા બેન ક્યાં ગયા? આ પાછળ. તો એવું બધું મળે અંદરથી કોઈપણ હ્યુમન બોડીમાંથી. પણ તમે એક્સટ્રેક્ટ કરવા માંગો, ભલે અલ્પ પ્રમાણમાં હોય અને એને કાઢવાની કોસ્ટ તો ભયંકર આવે, એ વાત જુદી છે, બરાબર?
પણ એઝ્યુમિંગ ધેટ કે ભાઈ આપણે આવું કંઈક કરવા બેઠા છીએ, તો અંદરથી આવું પણ બધું નીકળી શકે છે અને આ બધું બહુ કીમતી હોય છે. તો એને કેટલા બી ખર્ચો કરીને આપણે કાઢીએ, એની કિંમત એટલે ઘડામણ બહુ જ મોંઘું હોય, પણ ઘાટમાં એ આવે તો ખરો. સોનું હોય ને એટલે ઘાટમાં આવે.
તો આ કચરો જ છે એવું જ્યારે જાણશો કે વેલ્યુ મને હંમેશા મારા આત્માની હોવી જ હોય. આઈ મસ્ટ રિસ્પેક્ટ એન્ડ ઓનર ધ સ્પિરિટ, આત્મા, નહીં કે બોડી. ત્યારે એના ઉપરથી આસક્તિ તૂટતી જશે, દેહાસક્તિ એના શબ્દ વાપરે છે. એટલે બોડી સાથેનું જે અટેચમેન્ટ છે આપણું, મેન્ટલી બી આપણે આમ બહુ જ અતિશય જોડાયેલા. સેજ આમ થયું હોય તો બી આપણે આમ જઈને પચીસ વખત જોઈ આઈએ કે આ કેટલું વધ્યું, કેટલું વધ્યું. ત્રણ વખત ડોક્ટરને ફોન કરી દઈએ કે મેં પેલું તો ચોપડ્યું પણ હજી તો વધે જ જાય છે કે સાત સુધીમાં તો ટેકરો થવાનો જ પાવાગઢ જેવો. તો એવું જ્યારે જાણશો ત્યારે કર્મ કરવામાં આસક્તિ તૂટશે. આપણે શું છે? કર્મ કરવાની અંદર પણ આપણને એક જાતની આસક્તિ છે. વી લાઈક ટુ ડુ થિંગ્સ. અમુક વસ્તુઓ કરવાની આપણને બહુ ગમે. શું કહેવાય એને? ટેવ પડી ગઈ. ધીરે ધીરે ધીરે ચા પીવાની મને બહુ ગમે, આદુવાળી ચા પાછી આમ આસક્તિ.
ગોઠવાઈ ગયું બધું ધીરે ધીરે કરતા. શું? તો કે મને લિબર્ટી નથી જોઈએ. સોક્સ તો મને ફલાણા જ જોઈએ. અરે, કોઈ ગાય ભેંસે જોતતા પહેર્યા નથી અને આખી જિંદગી એમને એમ ચાલ્યા કરે છે અને તોય એમને ક્યારેય આટલો મોહ કે આસક્તિ થઈ નથી. હજી સુધી મેં એકે ગાયને લિબર્ટીના સ્ટોરમાં જતી જોઈ નથી. એ જોઈને આપણને મોહ નષ્ટ થવો જોઈએ."
જોઈ કે આ બધી જ દુકાનો આપણને રૂપિયા લૂંટવા માટે જાણે કે રાખેલી છે. જો આપણે મોહ અને આસક્તિમાં આવીએ છીએ, તો એવી ચીજો ખરીદી બેસીએ છીએ કે જેની આપણને બિલકુલ જરૂરત હોતી નથી. પછી, લઈ લીધા પછી બીજી જ મિનિટે એમ થશે, ઉતરી ગયા પછી કે "ના લીધું હોત તો ચાલત." એવું કેટલી વાર થાય? અરે, ઘર છે કે ગોડાઉન બનાવ્યું? કેટલી બિનજરૂરી ચીજો ભરી છે! જીવવું જ છે ને, તો કેટલું જ જોઈશે? પણ આપણે વિચાર કરતા નથી. પછી, ઘર તો કે "આટલું નહીં, મોટું જ જોઈશે. ૪૦૦ વારના પ્લોટની અંદર બનાવવું પડશે. બે માળનું જોઈશે. ત્રણ પાર્કિંગ ગાડીના જોઈશે." અને પછી એ બધું વધતું જ જાય છે. હવે એના માટે પછી તમારે દોડાદોડ કરવી જ પડે. તો બોપલથી નરોડા, પછી સવારનો નીકળે, રાત્રે પહોંચે.
તો કહે છે કે "ના, આ બધું કરવાના બદલે જો તમે તમારા આત્માને અંદર પ્રેમ અનુભવશો, તમારા આત્માનો અનુભવ તમે કરવા માંડશો, તો તમને એ સંતુષ્ટતા આવશે. તો તમે આ બધું જે મોહજાળ છે, એને ભેદીને તમે સ્પષ્ટ રીતે તમારા જીવનને સુંદર રીતે જીવી શકશો." તમે વિચાર તો કરો, ભગવાન દત્તાત્રેય કેવી રીતે જીવતા હશે જંગલની અંદર? કોઈ વિચાર આવ્યો કોઈ દિવસે? ખાલી વિચાર કરો કે એમને પાણી પણ ના જોઈએ, એમને ફળ પણ ના જોઈએ. કેવી રીતે જીવે છે? પણ છતાંય સદા આનંદમાં છે અને પાછા ભક્તોને "તારે જે જોઈએ એ બધું આપવા તૈયાર છે." બોલો, કેટલું બધું! "જે ચાહે તે લઈ જા." કે "મારી પાસે સૌથી મોટામાં મોટું શું આપે છે? અભય આપે છે." જ્યારે જ્યારે પણ તમે પરમ તત્વ પામેલાની પાસે જાવ, તો એ સૌથી પહેલા તમને શું આપશે? અભય. એક એસ્યોરન્સ આપશે તમને કે "તારું કલ્યાણ થશે." તમે ત્યાં જાવ એટલા માત્રથી જ બસ એની કૃપા થઈ ગઈ તરત જ.
આ બહુ મોટું એસ્યોરન્સ છે.
અને જે લોકોને આ બધું જ્ઞાન લભ્ય નથી, એ બધાએ શું કરવું પડે? સાયકોલોજી, સાયકિયાટ્રીક. પરદેશમાં જાય છે ને બધા હોસ્પિટલોમાં, મેન્ટલ હોસ્પિટલોમાં જવું પડે બધાને, કારણ કે એમને આ વસ્તુ લભ્ય નથી. અલ્પ પ્રમાણમાં, હા, એમના ચર્ચની અંદર કન્ફેશન કરવા ફાધર પાસે જાય છે, પ્રેયર કરવા જાય છે, ત્યારે એ લોકોને આ વસ્તુ પાર્શિયલી પ્રાપ્ત થતી હોય છે. સો, પ્રેમ અનુભવશો તો તમે આત્મા જ થશો. તો શું કરવું જોઈએ આપણે? આપણે આત્મા છીએ, તો એ બાબતનું આપણી પાસે એક કન્વિક્શન હોવું જોઈએ. એ કેવી રીતે આવશે? તો કે આપણે સતત અવિરતપણે આ પ્રાર્થના કરતા હોવા જોઈએ. કેવી રીતે કરતા હોવા જોઈએ? ફૂલ્લી કન્વિન્સ. કોઈ બીજાએ આવીને તમને આ વાત કહેવી પડે નહીં.
તો આંખો બંધ કરો, મારી સાથે બોલો:
"હું આ શરીર નથી જ. હું આ શરીર નથી જ. આ શરીર મારું નથી. આ શરીર મારું નથી જ. હું મન નથી જ. આ મન મારું નથી જ. આ મન મારું નથી. હું વિચારો નથી જ. હું વિચારો નથી જ. આ વિચારો મારા નથી. હું લાગણીઓ, સંવેદનો નથી જ. હું લાગણીઓ, સંવેદનો નથી. આ લાગણીઓ, સંવેદનો મારા નથી. હું પરમ ચૈતન્ય આકાશ રૂપ જ છું. હું કેવળ આત્મા જ છું. હું કેવળ આત્મા છું. આત્મા એક જ છે. આત્મા એક જ છે. તત્વરૂપે અલગ અલગ ભાસે છે. એન્ટિટી તરીકે આ વિચારો મારા નથી. આકાશરૂપ જ છું. આત્મા એક જ છે. તત્વરૂપે અલગ અલગ ભાસે છે. એન્ટિટી તરીકે અલગ અલગ ભાસે છે. એન્ટિટી તરીકે આ લાગણીઓ, સંવેદનો મારા નથી. આ લાગણીઓ, સંવેદનો મારા નથી."
એન્ટિટી તરીકે પ્રોસેસ ધ ઇન્ફોર્મેશન એન્ડ ધ નોલેજ ધેટ યુ હેવ ગેધર. તમારા રોમ રોમમાં આ છપાઈ જાવ. સત્યમને કહીશું, તમારા સાથે આ શેર પણ કરી દે. તમે રોજ એનો ઉપયોગ કરજો.
જીવન તો કે અવસ્થાઓ છે. એમાં બાલ્યઅવસ્થા છે, યુવાની છે, વૃદ્ધાત્વ છે. આપણે ત્રણેય વસ્તુઓ જોઈએ છે. અને આ બધી અવસ્થાઓની અંદર આપણને ભૂખ, તરસ અને સલામતી, જેમાં આપણે વાત કરી, એ ત્રણ આપણી બેઝિક નીડ જેને કહેવાય, એ હોય છે. તો આ બધી બાબતોની શરૂઆત ક્યાંથી કરી? તો કે આપણે કર્મની ઉત્પત્તિ ક્યાંથી થઈ? આપણી જરૂરિયાતમાંથી પેદા થઈ. પહેલામાં પહેલું આપણે ખાવાની જરૂર પડી, પીવાની જરૂર પડી અને સલામતીની જરૂર પડી. તો આનો પ્રબંધન કરવા માટે થઈને કોઈકને કોઈક રીતે કરીને કર્મોની શરૂઆત થઈ હતી, બરાબર છે? આપણા અત્યારના જીવનની, આજના જીવનની પણ આપણે જો વિચાર કરીશું, તો આપણને આ જ પરિસ્થિતિ સમજણમાં આવશે. યુ ગો બેક ટુ રીવિઝિટ યોર ચાઇલ્ડહુડ. જેટલા પાછળ સુધી જઈ શકાય, જુઓ તમે. તમને આ વસ્તુ મળશે કે ક્યારેક તમે નાનકડા બાળક હતા, માતાના ખોળાની અંદર હતા અને તમને ભય લાગી ગયો, એકદમ ચમકારો થઈ ગયો ને તમે આમ થઈ ગયા હતા.
એવું તમને દેખાશે, અનુભવાશે. યુ કેન ગો બેક. તમારી પાસે આ બધી અઢળક સ્મૃતિઓનો ઢગલો છે. ખાલી આ જ જન્મની નહીં, આગળની પણ. એટલે એ બધું આવશે એક દિવસે તમારી સામે. એટલે કહેવામાં આવે છે, એક તમે છે ને, તો યોગ્ય રીતે તૈયાર થઈ જજો ભાઈ. પહેલા પાસ્ટ લાઈફ રિગ્રેશન થેરાપી કરવા માટે એકદમ કૂદી ના પડતા, જો તૈયારી ના હોય તો. કેમ નહીં? તો પછી શું થશે? ઓર આઈજી સાહેબ કહે છે એવું.
તો આ બધી લાગણીઓ, વાણી અને વિચાર, આ બે વસ્તુઓ છે ને, એ બે જબરજસ્ત મોટા સાધન મનુષ્યને આપવામાં આવ્યા છે. આપણે ઇવોલ્યુશનના એવા એક સ્ટેજે પહોંચી ગયા કે જ્યાં આપણને આ વાણી, કમ્યુનિકેશન અને વિચાર, વિચારવાની શક્તિઓ પ્રાપ્ત થઈ. મને જે એનિમલ સ્ટેજ પસાર કર્યું, મિનરલ સ્ટેજ પસાર કર્યું, તે બધી જગ્યાએ આ બધી વસ્તુઓ નહીં. અલ્પ પ્રમાણની અંદર આપણે આનો ઉપયોગ કરી શકતા હતા. કમ્યુનિકેશન અત્યારની જેમ આપણી લેંગ્વેજ છે, એવી લેંગ્વેજ ત્યાં નથી. આપણે કહીએ છીએ ને પરા, પશ્યંતી, વૈખરી અને મધ્યમા. તો ત્યાં પરા પણ નથી અને પશ્યંતી પણ નથી. એવી કંઈક વચ્ચેની જગ્યાની અંદર આ બધું ચાલ્યા કરતું હોય છે. એટલે એ લોકોનું બધું જે છે, એ કેવું છે? પ્યોરલી ઇન્સ્ટિન્ટ ઉપર કામ ચાલે છે.
જ્યારે આપણે વિચાર કરીએ છીએ, વિચાર કરીએ એટલે શું થાય છે? ઈથરની અંદર એક આકાર પેદા કરીએ છીએ. આમ કરીને હવે એ પેદા થયેલો આકાર જેનો, વસ્તુનો, વ્યક્તિનો, જેનો હોય એ જેટલો દૂર છે, આ એને ખેંચશે. આ એને ખેંચશે. જ્યારે મેચિંગ થશે ત્યારે સામે આવીને ઊભા હશે અને જો નહીં થાય તો ઘણી વખત ડોસ ડેપર હશે પણ પેલા ભાઈને કહે કે, "ના ના, અત્યારે તો એ ના આવે." એમ કરીને પાછા આમ વિકલ્પ પેદા કરે એટલે જે પેલી ઈથરમાં થયેલી આકૃતિ હોય એ શેટર થઈ જાય, કારણ કે ઈટ ઈઝ વેરી ફ્રેજાઈલ, તૂટી જાય છે. પછી આ ભાઈ એમ કહે કે, "હું બહુ જ પ્રયત્ન કરું છું મારા જીવનની અંદર, સખત મહેનત કરું છું, રોજ રોજ એ બાબતે વિચાર કરું છું." પણ તું રોજ વિચાર પણ કરે છે અને તોડી પણ નાખે છે. પાછું, "કરોડપતિ રોજ થવું છે મારે." અને પછી પાછું, "ના ના, એવું તો કંઈ થવાતું હશે મારાથી?
મારામાં એટલી ક્ષમતા હોતી હશે?" એવો પાછો અંદર વિકલ્પ પણ પેદા થઈ જાય છે. ઈસી મિનિંગ તૂટી ગયું. એટલે કીધું કે જો આ તમે "હું આત્મા છું" એ પકડ્યું એટલે પકડ્યું. જો એને પકડી રાખજો, એનું સંવર્ધન કરજો દિવસ-રાત અને નક્કી રાખજો આજે કે, "હું આ શરીર નથી જ, હું આ મન નથી, હું આ વિચાર પણ નથી. હું આ બધાથી અલગ છું અને હું છું તો આ બધું છે, બાકી આની કોઈ કિંમત નથી. આની કિંમત ઝીરો, મારી કિંમત એક." એટલા માટે હું એક તો વરદાન છે કે અભિશાપ છે, એનો પર્પસ આપણે કેવી રીતે વાપરીએ છીએ એના ઉપર છે. વાણી આપણી જે છે અને વિચાર છે, કારણ કે બંને બહુ જ ઉપયોગી છે સંસાર બનાવવા માટે પણ અને સંસારનો લય કરવા માટે પણ. જો મોક્ષે જવું હશે તો પણ આ બંનેની જરૂરત તો પડવાની જ છે. એટલે જો તમે મનને ભાગી નાખશો તો ભગ્ન મન હશે તો એ મોક્ષે જવા માટે કામ લાગશે?
પૂરેપૂરું આખું મન જોઈશે. ભગવાન કહે છે, "તું મને તારું સમર્પણ ટોટલ કરી દે. સહેજ પણ બીજી કોઈ ચીજોમાં મન લગાયું હશે તો આઈ એમ લાઈક યોર જેલસ હસબન્ડ. હું ચલાવી નહીં લઉં. ટોટલ એટેન્શન 360 ડિગ્રીનું મારી પર બધો ટાઈમ હોવું જોઈએ તો તું મને પામીશ, તદરૂપ કરી દઈશ તને." અને પછી કહે છે કે, "હું મમરૂપ કરી દઈશ." એટલે સારૂપ નામની સમાધિ તને પછી પ્રાપ્ત થશે. સારૂપ નામની સમાધિ પ્રાપ્ત કરવી હોય તો પહેલા સા લોક એટલે પ્રભુ જ્યાં છે, જે સ્ટેજે છે તે સ્ટેજે તમારે પહોંચવું પડશે. તો તમારો આલ્ટીટ્યુડ ધીમે ધીમે ધીમે વધારો. સંસારમાંથી ઉપર ઉઠતા જાવ. કેવી રીતે થશે? સાંસારિક જેટલી જેટલી ચીજો છે, જેટલા વિચારો છે, બધી વસ્તુઓ બિનજરૂરી ડ્રોપ ઓફ ફેંકતા જાવ નીચે. જ્યારે તમે ફેંકશો ત્યારે શું થશે? પેલા પેરાશૂટમાં નાખે છે બધા લોકો ખાવાનું આપણા સૈનિકો માટે, બધું ડિફિકલ્ટ ટેરીનની અંદર આ બધું હેલિકોપ્ટર ડ્રોપિંગ વગેરે કરતા હોય છે.
તો એ પાયલોટ તો ઉપર જતો રહે છે પણ નીચે પહેલા ડ્રોપિંગ કરે છે. તો એનાથી નીચેવાળા સૈનિકોને બધાને ત્યાં સર્વાઈવલ માટેનો જે કાંઈ સોર્સ હોય છે એ મળી રહેતો હોય છે. તો તમે જે ડ્રોપ કરશો બધી વસ્તુઓ, સંસારમાં જે બાકી રહી ગયેલા લોકો છે એ બધાને બહુ ઉપયોગી થઈ પડશે, કામ લાગશે. આને ડોનેશન કહેવાય. આવું ડોનેશન જ્યારે તમે જેટલું વધારે કરતા જશો, કર્ણથી ઉપર ઉપર ઉઠતા જશો, તમને પૂજાશો પછી. અને 100 ટકા લોકો આ જોશે કે તમે ધીમે ધીમે હળકળવા મુક્ત બની જ રહ્યા છો. તમારે અરીસામાં નહીં જોવાનું, લોકો આવીને તમને કહેશે કે, "તમારામાં બહુ ફેરફાર થઈ ગયો ભાઈ. છ મહિના પહેલા આપણે મળ્યા હતા અને આજે આપણે મળીએ છીએ, આસમાન જમીનનો ફરક પડી ગયો કે તમને તો વંદનીય થઈ ગયા, પૂજવા લાયક બની ગયા." શા માટે? કહે છે, "આસક્તિનો ત્યાગ કર્યો છે." એટલા માટે શું?
આસક્તિ, મોહ અને આસક્તિ એમાંથી એ બહાર નીકળી જાય છે. તો પર્પસ બહુ જ ઈમ્પોર્ટન્ટ છે લાઈફની અંદર. આપણે વાસ્તવની અંદર શું મેળવવા માંગીએ છીએ? સ્થૂળતમથી સૂક્ષ્મતમ સુધીની તમામ સંસારી અવસ્થાઓ. આ સ્થૂળ અવસ્થા છે. આપણે અહીંયા હોલની અંદર આવા એક સિચ્યુએશનની અંદર બેઠા છીએ કે જ્યાં આપણે જ્ઞાન સંપાદન કરવાનું કાર્ય ચાલી રહ્યું છે. આની પાછળ એક બીજી સૂક્ષ્મ સૃષ્ટિ છે કે જેની અંદર આ જ્ઞાન જે તમે પ્રાપ્ત કરી રહ્યા છો તેનું એસીમિલેશન થઈ રહ્યું છે. એ તમારા એસ્ટરલ બોડીની અંદર, એ તમારા ઈથરિક બોડીની અંદર બધું રેકોર્ડિંગ ચાલી રહ્યું છે અત્યારે ને અત્યારે જ, હિયર એન્ડ નાવ. અને આ બધું અત્યારે જે તમે લઈને જશો, યોર ટેક અવે, તમને આગલા જન્મમાં જો કોઈ હોય તો રાખવો હોય તો કામ લાગશે. એટલે આ તમારું ભાથું છે, અત્યારથી આપી દઉં છું.
કોઈ માણસ મૃત્યુ પામે તો તે વખતે એના મૃતદેહને જ્યારે સ્મશાને લઈ જાય, બધું થઈ જાય ત્યાર પછીથી પણ એને જે પાછળની જે ક્રિયાઓ કરવામાં આવતી હોય છે તેની અંદર એને પાંચ દિવસનું, સાત દિવસનું, 14 દિવસનું એવું ભાથું બાંધી આપવામાં આવે છે. ખ્યાલ હોય તો તમે જોજો, પિંડદાન કરવામાં આવે છે, અમુક અંજલીઓ આપવામાં આવે છે, અમુક સંકલ્પો એના માટે કરવામાં આવે છે. આ બધું કરીને પછી એને એમ કે, "તારી સદગતિ થાવ, તું આગળ જા, તારા જીવનની અંદર અટકીશ નહીં." બરાબર? કોઈપણ કાળે કરીને, અવસ્થાએ કરીને, રોગે કરીને કે પછી કુદરતી રીતે જ્યારે પણ એના દેહનો જ્યારે ત્યાગ થયો છે તો એના માટે થઈને હવે આ આત્માને શેની જરૂર છે? તમે મને કહો, પિંડ ખાશે એ આત્મા? આપણે આપીશું તો એ પાણી પીશે આત્મા? આત્માને ભૂખ લાગે? આત્માને તરસ હોય? આપણે કોને આપીએ છીએ આ બધું?
એસ્ટ્રલ બોડીને. પાછો ફરી એક વખત એસ્ટ્રલ બોડીની અંદર હી વિલ ડાય અને ત્યાંથી પાછો એ છૂટો પડશે. પછી એ મુક્ત રીતે રહેશે અમુક સમય સુધી. આગળ આવશે પછી એને જે કંઈ આ બધા કર્મો ભેગા કરેલા હોય, પોતાના કર્મનો આશય શું હતો એના પ્રીવિયસ લાઈફની અંદર જે કંઈ એને ગેધર.
કરેલો હતો તો એ કર્મના આશય પ્રમાણે એને કર્માશય કહેવાય. એ એનો કારણ દેહ બનશે. એ કારણ દેહ પાછો એનું હોસ્ટલ બોડી બનાવશે. એ એનું ઇથરિક બોડી બનાવશે. એ એનું ફિઝિકલ બોડી બનાવશે અને કોકના ઘેર પાછા ફરી આવી ગયા, પધાર્યા કે બાબાભાઈ! તો આ ચાલ્યા જ કરે છે. આમાંથી છૂટવું છે તો આ કેવળ જ્ઞાતા-દ્રષ્ટા છે. આટલી બધી અવસ્થાઓમાંથી આત્મા ભલે પસાર થયા કરતો હોય, પણ એને ક્યારેય કશું થતું હતું.
તો એક એસ્યોરન્સ રાખો: તમારા આત્માને કોઈ દિવસ ક્યારેય કોઈ ખરાબી થઈ? તમારા આત્મામાં કશું થઈ શકે એવું છે જ નહીં. ખરાબી પણું એટલું પ્યોરસ પ્યોર ફોર્મમાં છો અને જો તમે ત્યાં જ સુધીને રહેશો તો બાકીની ચીજોની સંભાળ એ ઓટોમેટિક લેશે.
બાકીની ચીજોની સંભાળ એટલે કે તમારા ઈથરિક બોડીથી શરૂ કરી ફિઝિકલ બોડી તો ખરું જ, પણ ઈથરિક બોડીની પ્યોરીફિકેશન થશે એટલે ફિઝિકલ થઈ જ જશે. પણ ઈથરિક થશે એટલે એસ્ટ્રલ પણ થશે, કોઝલ પણ થશે, મેન્ટલ પણ થશે અને આગળના બધા જ બોડીની અંદર. કારણ કે બીજા ત્રણ છે પાછા: સચિત અને આનંદ. તો આ બધું જ ચોખ્ખું થઈ જશે. આપણે એના વિશે આગળ વાત કરીશું.
તો કહે છે શું? તો કે, "આહારી છે, એ આહાર કરે છે. હું તો નિરાહારી છું, મારે કોઈ આહારની જરૂર હોતી નથી." એઝા આત્મા વિહારી જે છે એ કોણ છે? તો કે, ચિત્ત છે. હું આત્મા છું. આ ચિત્ત આમ બહાર પડેલું લાઈટ છે સંસારમાં જવા માટેનું. આમ જઈએ ને આપણે આમ લાઈટ લઈને, તો સમજો કે આ જે લાઈટ છે એ તમારું ચિત્ત છે જે બહાર જઈ રહ્યું છે. હવે એને આમ કરીને આમ ફેરવવાનું છે એટલે આત્મા દેખાવા માંડશે, આમ સમજ્યા?
તો એના માટેનો બીજો ઉપાય શું? આ ઓફલોડીંગ કરવું છે ને? આપણે ઓફલોડીંગની વાત કરી ને? તો એના માટેનો શ્રેષ્ઠ ઉપાય છે પ્રાયશ્ચિત કરવું કે અગાઉ થઈ ગયેલા કર્મો જે કંઈ છે બધા, એને આપણે "ડીસઓન" કરવાના: "આ મારાથી થયા નથી."
શું કહેવાનું? એનું કારણ છે. સમજો કે જે વખતે આ કર્મો થયા, તે વખતે આપણે ક્યાં હતા? અજ્ઞાનમાં. એટલે કર્મો કેવી રીતે થયા? અજ્ઞાન દશામાં થયા, અજાણતા થયા છે, બરાબર ને?
આપણે એમ કહીએ કે, "હા હા, મેં જાણી જોઈને કર્યું છે." પણ જાણી જોઈને તે કર્યું છે એવું તું કહે છે, પણ વાસ્તવમાં તું ત્યારે પણ અજ્ઞાનમાં જ હતો એટલે તું આવું બોલી રહ્યો. જો તું જ્ઞાનમાં હોત તો તારાથી આવું પણ ના બોલાય, ખ્યાલ આવ્યો? એટલે અજ્ઞાન દશામાં થયેલા કર્મો છે.
હવે તમે અહીંયા ગાડે જાણી લીધું કે તમે શું છો? તો કે, "હું શુદ્ધ આત્મા છું, નિરંજન છું, નિરાકાર છું, નિરાકારી છું, અવ્યય છું, અક્ષય છું, અવ્યાબાત સ્વરૂપ છું, ટંકોતકીર્ણ છું, સચ્ચિદાનંદ સ્વરૂપ છું." બધું મને એક્ઝેટ થઈ ગયું, બરાબર? હવે શું? તો કે, આ દશાની અંદર અત્યારે હું છું, તો મારે એ અજ્ઞાન દશામાં જે કોઈ હતો અને એને જે કર્મો પેદા કર્યા હતા તેની પાસે પ્રાયશ્ચિત કરવું જોઈએ.
આત્માને પ્રાયશ્ચિતની જરૂર? આત્મા ક્યારેય બંધનમાં પણ નથી, એ ક્યારેય મોક્ષમાં પણ નથી, એ તો છે જ, બરાબર છે. બંધન અને મોક્ષ કોનો કરવાનો છે? અહંકારનો કરવાનો. બંધાયેલો કોણ હતો? અહંકારે કરીને. તો તમારા અહંકાર પાસે પ્રાયશ્ચિત કરાવવાનું છે.
એટલે એનો મતલબ એ છે કે તમે અહંકારનો ત્યાગ કરી દો, ભાઈ, સિમ્પલ. કે, "આ મારાથી ભૂલ થઈ ગઈ હતી. હું કબૂલ કરું છું. ફરી આવું નહીં કરું." એક લેયર ગયું. પછી ફરી વખત ભૂલ થઈ હતી, બરાબર છે. "મારાથી આવી ભૂલ થઈ. માફી માગું છું. ફરી આવું નહીં કરું." બીજું ગયું. તો આવા અનંત લેયરો થઈ ગયા અત્યાર સુધીમાં. તો અનંત લેયરોના આપણે આવી રીતે પ્રાયશ્ચિત કરવાના હોય તો રોજે રોજ બેસીને આપણે જેટલા થઈ શકે એટલા પ્રાયશ્ચિત જેટલા કરતા જઈશું એટલું બધું ઓફલોડીંગ થતું.
હવે આપણને એમ થાય કે આવું તો ક્યારે પાર આવશે? પ્રશ્ન એવો થાય ને? તો આપણે એમ કહેવાનું કે, "અજ્ઞાન દશામાં થયેલા સમસ્ત કર્મદોષોની માફી માગું છું." શું કહેવાનું? "સમસ્ત મને માફ કરો, ફરી આવું નહીં કરું." બરાબર? તો આપણે ફરી વખત પ્રાયશ્ચિત કરીશું. સારું લાગશે. આઈ એસ્યોર યુ, એકદમ હલકા-ફુલકા થઈ જશો, ફુલકા જેવા.
કરો આંખો બંધ. "હે પરમાત્મા, અજ્ઞાન દશામાં અમારાથી થયેલા, અમારા થયેલા સમસ્ત કર્મદોષોની પ્રાર્થના કરું છું, માફી માગું છું. સમસ્ત કર્મદોષોની પ્રાયશ્ચિત કરું છું. ફરી આવું, ફરી અવનય કરું, ફરી અવન કરું. મને ક્ષમા કરો."
તો આપણે શું કર્યું? આલોચના કરી. તો કે, "અજ્ઞાન દશામાં મારાથી આવું આવું થયું." બરાબર? આપ સામે લક્ષમાં જેટલું આવે એટલું રાખવાનું આપણે કે, "આવું આવું થયું હતું." બરાબર? ઇન જનરલ એટલું ઉડે, બરાબર?
એમ કરતાં કરતાં મોટું મોટું આજે તમારું કારણ હોય ને, કોઝલ બોડી તમારું, તો તેની અંદર તમે ગાબડા પાડવા ચાલુ કર્યા. શું થયું આનાથી? ગાબડા પાડવાના ચાલુ કર્યા. તો કોઝલ બોડીમાંથી જેવા ગાબડા પડવાના શરૂ થયા, ધીરે ધીરે ધીરે ધીરે કરતા એના અંદર જે સૂક્ષ્મ જેને કહેવાય કે કર્મની વર્ગણાઓ રૂપી જે તમારા વિચાર દ્રવ્યનું જે કંઈ અંદર બધું જે ભરાયેલું હતું, જે કંઈ એ બધું "બીટ ઓફ ઇન્ફોર્મેશન ઝવ" વાળી બધી જે કંઈ ત્યાં પડેલી હતી, એ ત્યાંથી ઉડશે.
દર વખતે જેટલા પ્રાયશ્ચિત કરશો વધારે, એટલું વધારે ને વધારે ઉડતું જશે. હા, મલ્ટીપલ લેયર્સ છે, એ બધી વાત સાચી, પણ આપણે તોડવાની શરૂઆત તો કરી. એક દિવસ તો ગાબડું પડશે અને એક દિવસ ગાબડું પડી ગયું એટલે પછી બધું જ તૂટી પડશે. જો શરૂઆતમાં એક નાનું ડ્રીલ કરવાની જ જરૂરત હોય. આપણા બધાનો પણ એ અનુભવ છે.
તો પહેલી જેવી શરૂઆત કરો, તમે ખૂબ જોરશોરથી કરો, પણ સતત કરો, અવિરત કરો. અને આ બાબત સિન્સિયરિટીની છે. "યુ કેનોટ ચીટ યોર સોલ." તમારા આત્માને, તમારા આત્મા એ જ પરમાત્મા છે, એટલા માટે તમે એને છેતરી શકતા. "યુ કેનોટ ફૂલ ગોડ." આ એક વસ્તુ યાદ રાખો. એટલે જે બી કરો, સિન્સિયરલી કરજો.
કોઈને દેખાડવાની જરૂર નથી, કોઈને કહેવાની જરૂર નથી કે મેં આટલા પ્રાયશ્ચિત કર્યા, મેં આટલા પ્રતિક્રમણ કર્યા, મેં આવું કર્યું, તેવું કર્યું. કોઈને નહીં. "It is purely your domain." જે કંઈ છે, તમે જ છો, તમારા માટે જ છે, તમારા ડેવલપમેન્ટ માટે છે, કોઈને બતાવવા માટે નહીં. તો મહેરબાની કરજો અને આ બધા જે પેલા મોટા મોટા વરઘોડા કાઢે છે ને, પાપ અને પુણ્ય આ બંને ચીજો શું છે? એને સમજો પહેલા.
પુણ્યનો પણ એક વિચાર છે, પાપનો પણ એક વિચાર છે. એ વિચારમાંથી ઊભો થયેલો આચાર છે. એને જો સારી રીતે કરવામાં આવે તો એને "સુવિચાર" કહે છે. એને બરાબર રીતે ન કર્યો હોય તો એને "કુવિચાર" કહે છે. એને કરવાથી, વારંવાર કરવાથી જે પેદા થાય છે તેને "ટેવ" કહેવામાં આવે છે અને એને જો બરાબર ન કરવામાં આવે અને કોઈ માણસ એને ક્રિટિસાઈઝ કરી શકે એવી પરિસ્થિતિ પેદા કરવામાં આવે તો એને "કુટેવ" કહેવામાં આવે. એટલે સુટેવો, કુટેવો, સુવિચાર, કુવિચાર, પાપ અને પુણ્ય – આ બધું જ કન્સેપ્ચુઅલ શું છે? કન્સેપ્ચુઅલ છે.
હવે એને ક્રિસ્ટલાઈઝ કોણ કરે છે? મન કરે છે. તમારા મનની અંદર આ બધી વસ્તુઓ તમે આમ ડિસ્પ્લેમાં જેમ જોતા હો છો, એમ આ બધું તમે સતત જોયા જ કરો છો, જોયા જ. બધા ફોટા પડ્યા જ કરે છે અંદર વારાફરતી વારાફરતી. હવે આ ફોટાને તમે પકડી નહીં રાખો તો એ ડિઝોલ્વ થઈ જશે, પણ જો એક સેકન્ડ માટે એને પકડી રાખ્યો અને જો તમે "યસ" કીધું તો એ મેનિફેસ્ટ થવા જશે. પણ જો તમે એને ધ્યાન ના આપ્યું, ઇગ્નોર કર્યું તો એ ડિઝોલ્વ થઈ જશે. શું થશે? ડિઝોલ્વ થઈ જશે. પછી તમારે એની ચિંતા કરવાની જરૂરત રહેતી નથી.
તો મતલબ શું છે કે જ્યારે શાંતિથી બેઠા હોઈએ આપણે ઘરમાં ફ્રી ટાઈમની અંદર, ત્યારે બેસીને આપણે જો પાસ્ટનું લઈને બેઠા હોય તો, તો એક બાબત છે. તો એનું આપણે પ્રાયશ્ચિત આવી રીતે કરીશું જે હમણાં પહેલા બતાવ્યું. પણ જો કરંટ ટાઈમની અંદર આમ આમ કરતાં કરતાં જ મને કાંઈક આમ વિચાર આવ્યો કે આમ થવું જોઈએ કે આમનું આમ થઈ જવું જોઈએ અને પછી એ જ સેકન્ડે હું એમ કહું કે આમ ન થવું જોઈએ, એટલે એ વસ્તુ શું થઈ ગઈ? નલીફાય થઈ ગઈ "ઇસી મોમેન્ટ". એટલે એને "શૂટ એટ સાઈટ" કહેવાય. શું કહેવાય? એ વિચારને "શૂટ એટ સાઈટ" પતાવી દેવાનો ત્યાં આગળ. આમ નહીં હોવું જોઈએ. પણ એ કોન્શિયસલી એફર્ટ મૂકીને તમારે ત્યાં કરવું પડશે, ત્યાં સુધીને જ્યાં સુધીને એ બધા ફોટા ફ્લેશ થતા આવતા હોય, એ બધાને તમે ડીલીટ જ કરવા માટે મોકલો નહીં રીસાઈકલ બિનમાં ત્યાં સુધી.
બરાબર? એક વખત એની હેબીટ ફોર્મ થઈ જશે પછી તમને રાહત લાગવા માંડશે.
એટલા માટે કીધું છે કે આજે મોક્ષગામી જે કોઈ આત્મા હોય તો એની ચર્યા કેવી હોય અને જીવન કેવી રીતે એ જીવતો હોય, તો એનું પણ પ્રિસ્ક્રિપ્શન શાસ્ત્રોએ આપ્યું કે આવું આવી રીતે તમારે જીવવું. આમ આમ આમ આમ કરશો એટલે આટલી આટલી વસ્તુઓ થશે. બધું પુસ્તકોમાં છે, શાંતિથી જોજો. આ બધું તમને મળશે અને ઘણું બધું તમને ખબર જ છે એટલે બહુ હું એની ચર્ચાઓ નહીં કરું. પણ એટલું કહીશ કે જો તમે એ વિચારને કોન્શિયસલી જોઈને "શૂટ એટ સાઈટ" કરશો કે "ડીલીટ", એટલે ઉપડ્યું. "So, begin with વૃત્તિ વિચાર." તમારા વિચારો સાથે જ તમારે કામ કરવાનું છે. "So, don't be afraid." અને તમે આત્મા છો, અનંત શક્તિવાળા છો. વિચાર ત્યારે તો ફાલતુ વસ્તુ છે. એક મચ્છર કીડો હોય સામે તમારી, એવું કંઈ જ નથી એમ. "It's nothing." એને સમજો, નથી એ વસ્તુ છે એવું જ એને ના સમજો.
એને "Don't give any importance to it." ઈમ્પોર્ટન્સ કોનું? તો કે આત્માનું, મારા આત્માનું. હું આત્મા છું. બસ, તો પછી એ ત્યાંથી નીકળી જશે.
એટલે આ ઇમેજીનેશનો છે, બધી મનની કલ્પનાઓ છે. એ બધાની ઉપર તમારે વર્ક કરવું જોઈએ જો તમારે આમાંથી બહાર નીકળવું છે. કારણ કે આ બધું જ જે કંઈ આપવામાં આવ્યું છે, એને જે રચેલી આખી જે જાળ છે, એ પેલું એવું કહે છે કે પેલા સ્પાઇડરએ વેબ બનાવ્યું હોય એના જેવું છે. એને આપણે થોડુંક સમજીશું પછી આગળ. પણ એ એક એને તોડવાનું છે આપણે અને એ તોડવાની ક્ષમતા હંમેશા આપણા અંદર. જેણે મકાન બનાવ્યું હોય એ તોડી શકે. હું તમારું મકાન ના તોડી શકું, સિમ્પલ. બરાબર? તમારું મકાન જો હું તોડવા જાઉં તો ગુનો લાગુ પડે. તો મને એનો હક નથી. તમે ભલે મને એમ કહો કે મને મારું મકાન તોડી આપો, મારાથી એ મકાન તોડાય? યસ.
તો કેવળ આત્મા કેવો હોય? એનો શાંતિથી બેસીને એક વિચાર કરો. "Just imagine" કે મારો આત્મા છે, હું આત્મા છું. તો એને "કેવળ" શબ્દ કીધો. ફક્ત એમાં કંઈ જ નથી. બસ, આત્મા છે એટલા માટે એને "કેવળ આત્મા" કહ્યું. એમાં કોઈ ક્રિયા નથી, એમાં કોઈ વિશેષણ નથી, એમાં કોઈ એડજેક્ટિવ નથી, કન્જક્શન નથી, કશું જ નથી. તમારું બધું ગ્રામર ત્યાં આગળ પૂરું થઈ ગયું. "કેવળ આત્મા" કીધું એટલે બસ આ એક જ વાત. અને છેવટે તો પછી એ "કેવળ" શબ્દ પણ ઉડી જશે. "આત્મા જ છું" એ જ રહી જશે, બીજું કંઈ જ નહીં. ત્યારે એને રિયલાઈઝેશનના સ્ટેટ પર પહોંચ્યા છીએ એવું કહી શકાય.
તો ત્યારે શું? તો કે અનંત જ્ઞાન, અનંત દર્શન અને અનંત શક્તિ, અનંત પ્રકાશ – આ બધું "ઓલ એટ અ ટાઈમ" તમે ફીલ કરશો. જેમ અત્યારે તમે શ્વાસ જે છે તમે લો છો, તો તમે લીધેલો શ્વાસ ફીલ કરો છો. બસ, એક્ઝેક્ટ એટલી એ રીતે તમે આ પાંચે પાંચ વસ્તુ એક સાથે ત્યાં તે વખતે ફીલ કરતા હોવા જોઈએ. ત્યારે સમજજો કે તમે આત્માને રિયલાઈઝ કર્યો છે. ત્યાં સુધી માત્ર વાતો, વાતો ને વાતો. અને જો કોઈ એવું કહેતો હોય આ અનુભવ્યા વગર કે "હું ત્યાં પહોંચ્યો છું ને, મેં આવું કર્યું ને, મેં આમ જોયું ને", તો એ બધું જ શું છે? કેવળ. કારણ કે ત્યાં પહોંચેલો છે એ કેવો થઈ જશે? અમુક બોલી નહીં શકે, અવાચ્ય. આત્મા પોતે જેવો છે, અગમ્ય. તો આત્મા થઈ ગયો તો બોલવાનો ક્યાંથી? એટલે એ અનુભવવાની વસ્તુ છે, જોવાની વસ્તુ નથી આત્માને.
જોઈ ના શકાય, સાંભળી ના શકાય અને ટચ ના કરી શકાય કે આ બહુ સરસ છે, આત્મા સુવાળો છે, નવ. એવું ના થાય. અનંત પ્રકાશ છે એના સાથે સાથે. એટલે મુક્તિ અને મોક્ષનો જે અનુભવ છે, એ તમને પહેલા સૌથી પહેલા અહીંના અહીંયા જ અનુભવ આવશે. પહેલો મુક્તિનો અનુભવ દરેક ચીજોમાંથી મુક્તિ, દરેક ચીજો: ટોટલ ફ્રીડમ એમ યથેચ્છ. એટલે એને શું કીધું? અવધૂત દશા કીધી.
તમને જે ઈચ્છા હોય, જેમ ચાલતું હોય કુદરતી ક્રમની અંદર, એમ થયા જ કરે, થયા જ કરે. ને જો તમારા તરફથી કોઈ ચંચુપાત કુદરતની અંદર નહીં અને કુદરતનો કોઈ ચંચુપાત તમારી અંદર, આને કહેવાય ફ્રીડમ. કારણ કે વરસાદ પડતો હોય ને, પછી એ મહાપુરુષને એમ થાય કે મારી પર પાણી પડી રહ્યું છે. આમ ખાલી એ આમ વિચાર કરે ને, એટલે પછી બધું વાદળો હટી જાય તો આ છતરી બની જાય. જોયું છે ને એવું બધું? એટલે એટલો પ્રચંડ પાવર છે, કારણ કે અનંત શક્તિવાળો છે અને એને કોઈપણ કન્ડિશન પેદા કરવા માટે કોઈપણ વસ્તુ, મટીરીયલ દ્રવ્યની જરૂરત પડતી નથી. એક સંકલ્પ કે બસ આમ ખાલી આમ જસ્ટ વિચાર અને બસ એ પ્રમાણેનું એમ થઈ જાય. આટલો પ્રચંડ પાવર આત્મા માની અંદર છે. એવા આત્મા તમે છો. તો એવા આત્મા હું છું. બોલો, એવો આત્મા હું છું.
હવે આ જગ્યાએ પહોંચવામાં વિઘ્નો અનેક આવવાના છે. દિવસ રાત આવશે અવિરતપણે. પણ આત્મા કેવો છે? એની સામે કોઈ જીતી શકે એવું, એને કોઈ પરાસ્ત કરી શકે એવી બ્રહ્માંડની અંદર કોઈ શક્તિ પેદા થયેલી નથી. એટલે એ અવિરત યોદ્ધો છે. એ બસ એ નીકળ્યો એટલે નીકળ્યો છે અને એને કોઈ પહોંચે નહીં. એટલે પહેલા ભગવાને કહેવું પડ્યું: "नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावकः (ભગવદ્ ગીતાનો પ્રસિદ્ધ શ્લોક)" કે મને કોઈ અડી શકે એવું જ નથી. કોઈ શસ્ત્ર મારી ઉપર એમ કે ઉગામે તે પહેલા તો એ શસ્ત્ર ત્યાં અટકી જાય અથવા તો એ શસ્ત્રનું વિઘટન થઈ જાય, નષ્ટ થઈ જાય. આ પાવર છે. અને ફિઝિકલાઈઝ થયેલા આવા બધા ઘણા બધા દાખલા હિન્દુસ્તાનના ઇતિહાસની અંદર મોજૂદ છે. અને એમાંના એક તમે પણ છો. ઇમેજીન તમારી મહાનતા! તો તમે કહો કે "હું મહાન છું, હું મહાન આત્મા છું."
એટલે આત્મા અનંત શક્તિઓવાળો છે અને એ હંમેશા અનંત આનંદમાં હોય. શોક એની પાસે ફરકી શકે જ નહીં. એમ કેવી રીતે? તો કે ધગધગતું આમ કે 900 ડિગ્રી ટેમ્પરેચરવાળું એમ કે તે કઈ વેસલ હોય ગરમ કરેલું. એની નજીકની અંદર પાણી તમે આમ કરીને આમ લઈ જાવ ને આમ છાંટો તો શું થાય? છમ્મ થઈને ઉડી જાય પાણી. બસ, તો આ શોક આવી રીતે ઉડી જશે. જસ્ટ વિચાર કરો કે "હા, મારા જીવનમાં પણ આવું જ થવાનું છે અને હવે હું આજ કરવા માગું છું." સો, ક્રિએટ યોર ઓન લાઈફ. બી યોર ઓન બ્રહ્મા, પરમપિતા. આ આપણો સોર્સ જે છે તે આપણી અંદર જ મોજૂદ બેઠેલો છે. એટલે એમાં ડખો ડખલ ના કરે. એ બસ બેઠો હોય. એ પોતાનું જીવન જેમ કીધું ને, ઉધો દશામાં હતું, જીવે જ જતો હોય. જે કંઈ બનતું હોય એ થઈ જ જતો હોય. એટલે પૂર્ણ મુક્તતાનો અનુભવ કર્યા કરતો હોય. ક્યાં સુધી? તો કે એ પ્રારબ્ધને પૂરું કરે.
ગઈ કાલે અમારા એક બહુ સરસ વાત થતી હતી. પૂજ્યશ્રી મોટા વિશે વાત કરતાં કરતાં વાત થઈ કે એમ કે કેટલાક લોકો હોય છે, તે લોકો શું કરે છે? તો કે ભોગવે છે પ્રારબ્ધ. મોટા ભાગના માણસો શું ે પ્રારબ્ધને ભોગવે છે. એટલે ભોગવટો હોય એટલે એમાં શું હોય? તો કે સુખનો પણ અનુભવ હોય, દુઃખનો પણ અનુભવ હોય. એટલે ક્યારેક હસતો બી હોય, મોટા ભાગે રોતો જ હોય. હવે જ્યારે એમ કીધું કે એ જે આત્મા છે એ નિરંતર આનંદમાં હોય અને પછી એ મુક્ત થઈ ગયો એટલે એ મુક્તાત્મા થઈ ગયા, મોટા થઈ ગયા, પૂજ્યશ્રી મોટા. તો હવે એમને ભોગવટો ના હોય. શું એમને સુખ અને દુઃખની કોઈપણ પ્રકારની ફિલિંગ કે કશું જ ના હોય? એ કેવળ આત્મા આનંદ. એટલે એ પોતે નિરંતર પોતામય જ હોય. એના પાસે કોઈ જઈને આમ જરાક બેસે ને પાંચ મિનિટ માટે, તોય દુઃખી બિચારો હોય ને, તોય એમ ધીમે ધીમે ધીમે ધીમે કરતાં પાછો સ્માઈલ કરતો થઈ જાય ધીમે ધીમે.
બોલો, કેટલું સરસ કહેવાય! આવું બધું તમારા સાથે થઈ જાવ. એટલા માટે આપણે કહીએ છીએ કે "મને એવી શક્તિ આપો, મને એવી ભક્તિ આપો, મને એવી દ્રષ્ટિ આપો, મને વિનય આપો, મને વિવેક આપો, મને ચારિત્રય આપો, પ્રજ્ઞા આપો."
આપણા આ ચિત્ત જે છે એ આપણો શિષ્ય છે. આપણું ચિત્ત જે આમ બતાવું છું ને તમને, તમારી સામે બહાર જતું, અહીં ગયું, તહીં ગયું, તહીં ગયું. આમ લાઈટ બધી જગ્યાએ જાય છે. જ્યાં જ્યાં ચિત્ત જાય છે, ત્યાં ત્યાં તમે તમારો આત્મા વેરતા જાવ છો, આત્માની શક્તિઓ વેડફો છો. એવું જે દિવસે સમજાશે, તમે એ બધી બટોરીને પાછી લઈ આવશો કે "આપણે શ્રીરામમાં ડિપોઝિટ છે, આપણે ટાટા ફાઇનાન્સમાં પણ છે, આપણા અહીંયા પણ છે." તો બધી જગ્યાએથી હવે પાછી લઈ આવી જોઈશે આપણે. એટલે એ બધી જ મિલકત તમે પહેલા ભેગી કરશો ત્યારે તમે ધનવાન છો એવો તમે અનુભવ કરશો આત્મા તરીકે. આ બધું પહેલા પાછું મેળવવું જે તમે વિખેરેલું છે, તમારી શક્તિઓ બધી.
તો આ ચિત્ત ક્યારેય પરમાત્માને ભૂલે નહીં. જો એવું થઈ જાય તો તમે મુક્ત જ છો. એક ક્ષણ માત્ર માટે પણ શા માટે ભૂલું? તમે તમારા આત્માનું ગૌરવ કરો, હંમેશા કરો. અને જેમ તમે તમારા આત્માનું ગૌરવ કરો છો, તેમ બીજાના આત્માનું પણ ગૌરવ. કારણ કે અહીંયા બીજો નથી, અહીંયા બીજો નથી. વ્યાપક રૂપે આત્મા છે. એટલે ભિન્ન ભિન્ન લાગે છે કે આ કુંડળ એક છે ને, આ કુંડળ બે છે અને આ હાર છે ને, આ સોનાની વીટી છે ને, આ બધું સોનું જ છે. એવું શાસ્ત્રોએ કીધું છે. એલિમેન્ટ શું છે અલ્ટીમેટલી? એટલે નામરૂપનું આત્મજગતની અંદર કોઈ મહત્વ નથી. સંસારની અંદર એ ઊભું થયું છે અને ઊભું થયું છે એટલા માટે એનો અસ્ત પણ થઈ શકે છે. ધેર ઇસ અ ગ્રેટ પોસિબલિટી, સી! કારણ કે એ શરૂ થયું તું ક્યાંકથી, એટલા માટે એનો અંત આવી શકે છે અને એટલા માટે બધા જ મોક્ષે.
જઈ શકે છે. હા, ઓફકોર્સ, દરેક પોતપોતાના ટાઈમે. ઈટ ઈઝ યોર ચોઈસ, તમારો ટાઈમ ક્યાં છે? એક નિષ્ઠા તો કે આત્માની આરાધના કરવાની. આપણે કોની કરવાની આરાધના? હું કોઈપણ મંદિરમાં જાઉં, હું કોઈને પણ મળું, પણ મારા લક્ષ્યની અંદર શું હોવું જોઈએ? મારો આત્મા, મારો આત્મા, મારો આત્મા. બસ, એ હોવું જોઈએ. તો એ રીતે ચિત્ત જ્યારે આત્માની ભજના શરૂ કરશે, તે દિવસે તમને મુક્તિ સામે જ હશે. તમે તરત જ અનુભવ કરશો. બધી જ વસ્તુઓ ઓટોમેટિક ડ્રોપ ઓફ, એકદમ પડી જશે. બધું જ તમને જેને કહેવાય બિનઉપયોગી, બિનજરૂરી અને બોજો લાગશે અને એમાંથી તમે તરત જ બહાર આવી શકશો, કારણ કે તમે અસંગ છો.
તો આવી પ્રતિજ્ઞા કરવી પડે, એવી આપણી અંદર એક અભિલાષા હોવી જોઈએ આત્મા તરીકે કે બસ, હું મારા મય જ રહું, હું કોઈના મય ના થાઉં. નહીં તો પછી શું થાય કે મય દાનવ જેવું થાય. મય દાનવ આ માયા વિસૃષ્ટિ રચી કાઢે ઘડીક વારની અંદર, એને વાર લાગતી નથી, કારણ કે એની પાસે પ્રચંડ સંકલ્પ શક્તિઓ હોય છે. એટલા માટે આ મયદાનવ કોણ? મન તમારું. તો એવી પરમ શક્તિઓ પ્રાપ્ત હો, પ્રાપ્ત હો, પ્રાપ્ત હો. શું કહે છે કે કેવળ કૃપાનો અભિલાષી છું. આપણે સામાન્ય રીતે જઈએ વ્યવહારની અંદર કોઈક વ્યક્તિને મળવા, આમ તેમ, "કેમ છો?" તો કે, "બસ, કૃપા દ્રષ્ટિ રાખજો." આપણે એમ કહીએ છીએ ને, "કૃપા દ્રષ્ટિ રાખજો." કૃપા દ્રષ્ટિ! તો કેવળ કૃપાનો અભિલાષી છું. જો કોઈકની કૃપા જ ફક્ત તમારી પર હશે ને, તો પણ તમને જો સંરક્ષણ પણ મળી જશે, મદદ પણ મળી જશે અને જે જોઈ છે તે બધું જ મળી જશે.
દાખલા તરીકે, અહીંયા અત્યારે હમણાં મોદી સાહેબ આવીને બેઠા હોય, "જય શ્રીરામ!" આવીને પછી આમ કહે કે, "કેમ છો બધા? તમને બધાને મારું એસ્યોરન્સ છે." ખાલી આમ એક વખત એવું બોલીને અહીંથી જતા રહે, તો તમારા જીવનની અંદર કેટલો ફેરફાર થાય? તો આ તો પ્રાઈમ મિનિસ્ટર છે, આ તો શહેનશાહઓનો શહેનશાહ છે. સુપ્રીમ બીઇંગની વાત કરીએ છીએ આપણે. તમે ઇમેજીન કરો, તમારા જીવનમાં કેટલો ફરક આવવો જોઈએ! પછી જો એ તમારી સાથે છે, એ તમારી અંદર છે, તો પછી ભોય શા માટે? ભાગમભાગ શા માટે? જીવનની અંદર જેને કહેવાય કે ઓછપ શા માટે? કોઈ જાતની ઉણપ શા માટે? લાગી-ફીલક શા માટે થવું જોઈએ? ઇમેજીન કરો, જ્યારે એને કીધું જ છે કે આ બધું જ મેં તારા માટે જ બનાવ્યું છે. બાઈબલ બી વાંચશો તો કહેશે ને? આખું કોઈપણ શાસ્ત્ર ઉઠાવીને તમે કહેશો તો એ કહેશે કે આ બધું જ પ્રોવાઈડ મેં કર્યું છે.
તો એ બધું આપણા માટે છે. હવે આપણી લાયકાતના પ્રમાણમાં આપણે બધું મેળવીએ છીએ. આપણે એમ કહીએ કે મારી કોઈ લાયકાત નથી, એટલે પછી ભગવાને ચિંતા કરવી કે ભાઈ આ બિલકુલ લાયકાત વગરનો માણસ અને આ પોતે પોતાનું કરે એવો છે નહીં સંસારની અંદર, એટલે હવે એની કાળજી કોણે લેવી પડશે? મારે લેવી પડશે. એટલે આ બધા મહાત્માઓ શું છે કે બધા મોજમજા કેમ કરતા હોય છે? એનું કારણ ખબર પડી ગઈ. બસ, આમ બધાને જલસો. વેરી ગુડ.
તો શું હોય? આત્મદ્રષ્ટિ હોય. આપણી વૃત્તિઓ જે છે ને, તેને વાળવાની છે. બધી બહાર, બહાર, બહાર, બહાર વૃત્તિઓ ફેલાતી ગઈ. હવે વૃત્તિ બી કેવી રીતે બની કે વિચારમાંથી વૃત્તિ બની. ક્રિસ્ટલાઈઝ થઈ ગયું જે વિચાર, એ વૃત્તિ બની ગયો છે. હવે એ બધી સંસારની ચીજોની બધી બાબતોની વૃત્તિઓ છે. એ બધાને તોડી નાખો. પહેલામાં પહેલી તો આ વૃત્તિ ના હોવી જોઈએ, આ ના હોવી જોઈએ. એટલીસ્ટ એવું તો અંદર થાય ને? અત્યારથી શરૂઆત તો થાય ને કે મારામાં ક્રોધ ના હોવો જોઈએ, મારામાં આવું ના હોવું જોઈએ. માટે ગમે તેમ તો કોઈને ના બોલાવવું જોઈએ. મારે કોઈને કોઈ ચીજ વસ્તુ ના લેવી જોઈએ. જે મારું નથી, એ વસ્તુના માટે મારે વિચાર ના કરવો જોઈએ. આવું બધું તો થવું જોઈએ. તો એ બધી વૃત્તિઓ છે. તો જેવી આ બધું તૂટશે અને પેલી વૃત્તિઓ શરૂ થશે, એટલે પછી ધીમે ધીમે તમારી આત્મદ્રષ્ટિ ખેલતી જશે.
અત્યારે શું છે કે દ્રષ્ટિમાં પણ તમારી એટલી બધી ચીજો છે, તો તમારે યુ હેવ ટુ એલિમિનેટ ઓલ. પછી એના પાછળ બેકગ્રાઉન્ડમાં આત્મા છે, એ દેખાશે.
એવું કહે છે કે આત્મા કેવો છે? તો કે આ પડદા જેવો છે, જેની ઉપર આ શબ્દોરૂપી આ બધી ચીજો બધી ઝળકી રહી છે. જેવું અહીંથી આને બંધ કરી દેવામાં આવશે, એટલે સંસાર તમારો અલોપ થઈ જશે. આ પડદો રહી જશે. એ પડદો એ જ તમારો આત્મા છે. તો અંદર જે કંઈ આત્મા છે, એ તમારો થ્રી-ડી, મલ્ટી-મલ્ટી ડાયમેન્શનલ એવો એક એ છે બીઇંગ કે જેના અંદર આ બધી જ વસ્તુઓ ઝળકી રહી છે. જે સંસાર તમે બહાર જોઈ રહ્યા છો, વાસ્તવમાં આમ દેખાય છે, એ પણ ખરેખર અંદર છે. આ બધું અંદર છે અને જે કંઈ જોઈ રહ્યા છો, એ બધું જ તમે અંદર જોઈ રહ્યા છો. બહાર કશું છે જ નહીં. આનો અનુભવ એક દિવસે તમને ચોક્કસ આવશે, આજે અથવા કાલે. આના પર વિચાર કરો, આના પર વિચાર કરો કે બહાર કશું જ નથી, તો પછી બહાર કોઈ દુશ્મન પણ નથી મારો. બહાર કોઈ દુશ્મન પણ નથી મારો અને જો બધું જ મારી અંદર છે, તો બધું વિધીન માય રીચ છે.
હું એને કોઈ પણ ફેરફાર કરી શકું છું. મારા બોડીની અંદર કોઈ પણ ફેરફાર કરું. આઈ કેન રીચ એનીવેર, રાઈટ? મારી પહોંચ બધી જ છે. એટલા માટે હું કરી શકું છું અને એટલા માટે મુક્તિ અને મોક્ષ એ સુલભ છે, સુલભ છે.
તો શું કહે છે કે શુદ્ધ આત્માનો જ અનુભવ આપણે માંગવો જોઈએ કે મને આત્માનો જ અનુભવ જોઈએ છે. મને બીજો કોઈ અનુભવ હવે કરવો. એ અનુભવની અંદર એક વખત આવી ગયા, એટલે બાકીનું બધું સંપૂર્ણતા. પછી કંઈ જ ના માગવું એમ. શું કહે છે? "બીજું હું તારા અંતરનો એક તાર, બીજું હું કાંઈ ન માગું. સુણજે આટલો આર્ત તણો પોકાર, બીજું હું કાંઈ ન માગું." પણ હું આર્ત તરીકે નથી કહેતો, આર્તતાથી કહું છું. નહીં, હું તો હક્કે કહું છું. આ મારો હક છે ને, હું મેળવીને જંપીશ અને એ હું અહીં અત્યારે જ મેળવીશ. આપણો નિશ્ચય આ હોવો જોઈએ, હંમેશા, હંમેશા.
માટે અહીં અત્યારે જ ભલેને આ અત્યારે આમ મોમેન્ટ ના થાય તો પણ હું એ વિચાર તો રાખી શકું છું. "વૉટ ઇઝ રૉન્ગ ઇન ઇટ?" એમાં રહેવામાં ફાયદો છે. ઉપરથી એ વિચારમાં રહેવાનું કે બસ આ પળે મને અહીં અત્યારે જ મારો મોક્ષ હોવો જ જોઈએ, મારી મુક્તિ અત્યારે જ થઈ જવી જોઈએ. બસ આ સતત પકડી રાખવાનું. પછી જે બને છે તે તમારા હાથમાં નથી અને એના માટે તમે જવાબદાર નથી, કારણ કે તો નેચર ઇઝ પ્રોવાઇડિંગ, બરાબર છે? અને તમારે જે જોઈએ છે એ તો તમે નક્કી કરી નાખ્યું, "મારે તો આ જોવે છે!" કઈ બસ એ આવશે પછી.
એટલે જગતને કોઈપણ વિનાશી ચીજ જોઈતી નથી. કેટલાક લોકોને કીર્તિ જોઈતી હોય છે. કીર્તિ નામની છોકરી નહીં, કીર્તિ નામનો છોકરો પણ નહીં. કીર્તિ જોઈતી હોય કે હું ના હોઉં તો પણ મારું નામ, મારું વંશ, મારું આમ તેમ બધું હોવું જોઈએ. એના માટે લોકો કેટલું બધું કરતા હોય છે! તો એ પણ ક્ષણજીવી છે, વિચાર જો કરશો તો. કે એક સેન્ચ્યુરી ચાલશે વધુમાં વધુ તો 100 વર્ષ. વાવ ખોદાવશો, પહેલાના જમાનામાં લોકો એવું કરતા ને? મીનારા ચણાવશો, મંદિરો બંધાવશો. હમણાં એક બહેન આવ્યા હતા, એવું કહેતા હતા કે બહુ જ રૂપિયા એમને ખર્ચો કરવો છે. તો કે હવે એમને કોઈક મંદિરમાં જઈને જીર્ણોદ્ધાર કરવાનો છે અને પછી લખશે કે એમના બાપાશ્રી કે દાદાશ્રી તરફથી ફલાણા ફલાણા તરફથી એમ એવી રીતના. એટલે બધા મંદિરે ગયેલા લોકો છે તે પેલા ભગવાનના દર્શન ઓછા કરશે અને પેલું વાંચશે વધારે.
એવું એવું એમના મનમાં હશે કદાચ, એટલે એવું વિચાર્યું હશે એમને એવું મને લાગ્યું. પણ વાસ્તવની અંદર એક મંદિર પણ બનાવશે, 200-300-1000 વર્ષ, બરાબર? અને પછી એ પથ્થરો પણ ત્યાં આગળ કેટલો ટાઈમ રહેશે એ આપણને કઈ ખબર? એની ઉપર પાછો કોરોઝન થાય, પેલા અંદર પેલા ખાંચા પાડીને અક્ષરો બધા લખે ને, એમાંથી સહી ઉડી જાય, શીશું ઉડી જાય, બધું થાય જાતજાતનું. તો એ જતું રહે. પણ જે આત્મા છે એ હંમેશા રહેતો. તો આવી કીર્તિને શું કરવાની? માણસને એમ વિચાર હોવો જોઈએ.
પછી નાથીબાઈ હોસ્પિટલ બનાવશે. નાથીબાઈ હોસ્પિટલ બનાવે ને ઉપર મોટું પાટિયું મારી દીધું હોય. કેમ? તો કે પૂજ્ય શ્રી માતૃશ્રીના સ્મરણથી સત્કાર્યો થઈ રહ્યા છે. પણ આ બધા કેવા છે? સકામ છે. એના પાછળ કીર્તિની એષણા રહેલી છે. જ્યાં સુધી આ કીર્તિની એષણા છે ત્યાં સુધી એને મોક્ષે જવા માટેનો રસ્તો બંધ છે. એટલે લોકેષણા હોય, વિત્તેષણા પણ હોય. ખૂબ પૈસા જોઈએ, ગૌતમ અદાણી જેટલા જ પૈસા મારી પાસે હોવા જોઈએ. હવે હિન્દુસ્તાનમાં કુદરતે એવું ગોઠવ્યું હોય કે ગૌતમ અદાણી એક જ હોય એક ટાઈમે, તો પછી આ હમણે છે ને, તો પાછી રાહ જોવી પડે. કારણ કે એટલા જન્મો ઉપાર્જન કર્યા જ કરવાનું એવા પુણ્ય સંચયનું કે જેથી કરીને ફરી એક સમયે ગૌતમ અદાણી બની શકે. સમષ્ટિની અંદર જે મહાદેવ હોય, આપણે વાત કરીને સમષ્ટિ વ્યક્તિ વ્યષ્ટિ રૂપે એક હોય, તો આપણે વાત કરીએ છીએ વ્યષ્ટિ રૂપે.
હવે એ ભક્તિ કરે છે, કોની ભક્તિ કરે છે? કે મહાદેવની ભક્તિ કરે, સદાશિવની. પણ અહીં તો બધા બહુ સદાશિવ થઈ ગયા. પણ સદાશિવ વ્યષ્ટિ તરીકે એક જે અત્યારે જે છે એ જશે અને હસન નામના બીજા કલેક્ટર આવશે એવી રીતે આ બધી પોસ્ટ છે, તો એ બદલાયા કરશે. એટલે કીધું કે તમે કયા મહાદેવને પૂજો છો?
સત્સંગબોધ ચિત્તની અંદર સહજ હોય, જે કઈ અત્યારે આપણે આ બધું શ્રવણ કરી રહ્યા છે, સાંભળતા હોય તો એના માટે તો મારે કઈ કહેવાનું છે નહીં. પણ જે લોકો શ્રવણ કરી રહ્યા છે, બેમાં બહુ ફરક છે. "ડુ આઈ નીડ ટુ એક્સપ્લેન?" તો એ ચિત્તની અંદર આમ રેકોર્ડિંગ ચાલતું હોય, એટલી બધી ઈગરનેસ હોય કે ના પૂછવાની વાત. મેં તમને ગયા વખતે કહ્યું હતું કે ભગવાન દત્તાત્રેય પાસે પરશુરામ ગયા ત્યારે એમને પ્રાર્થનાપૂર્વક એમને કીધું કે, "પ્રભુ, મને ત્યાં સંવિત નામના એક અવધૂત મળ્યા હતા જંગલની અંદર અને એમણે મને આદેશ આપ્યો. મેં તો ખરેખર એમની કૃપા ચાહી હતી, પણ મને એમણે એવું કીધું કે તમે ફલાણા કોઈ પર્વતનું નામ આપ્યું, તો તે જગ્યાએ દત્તાત્રેય ભગવાન છે. ગિરનાર પર જાવ તમે અને ત્યાં એ તમારા ગુરુ છે અને એ તમને બોધ કરશે. એટલે એ સંવિત ગુરુએ મને આવું કીધું હતું, એટલા માટે હું આપની પાસે આવ્યો છું અને મારી આત્મા વિશે જાણવાની અભિલાષા છે, તો મારી પર કૃપા કરો."
હવે આખો ગિરનાર ચડીને માણસ આમ ઉપર આવ્યો હોય અને પાણી પણ ના માંગે દત્તાત્રેય પાસે અને એમ કહે કે મારે આત્મા જાણવો છે, તો દત્તાત્રેયને એમ થાય કે આ લાયક માણસ છે. એટલે ટપલી મારીને પરશુરામને બેસાડી દીધું. કારણ કે જાણતા હતા એના કર્મો બધા. રામની જોડે બાખડી કરી હતી, પેલા લક્ષ્મણ જોડે પણ બાખડી કરી હતી, બધાની જોડે ઝગડ્યા. 21 વખત પૃથ્વી આખી બધી નક્ષત્રી કરી નાખી, કેટલો બધો ક્રોધ કરી નાખ્યો! મૂળ તપસ્વી પણ બસ આવું. સહસ્ત્રાર્જુનના બધા હાથ કાપી નાખ્યા, બધું કેટલું બધું કરી નાખ્યું! ટેરીબલ વાયોલન્સ. અને હવે આવી વ્યક્તિ આવીને કહે છે કે મને આત્મબોધ આપો. આપણે આમાંનું કઈ કર્યું છે? તો આપણો નંબર પહેલા આવવો જોઈએ ને? હવે પરશુરામ શું લાગે છે? સો બી હોપફુલ. હંમેશા ઉમીદ રાખો. "ઉમીદે કાયમ" એમ એટલા માટે કહેવામાં આવે છે. શેના માટેની?
મોક્ષ માટેની, મુક્તિ માટેની. બાકી બીજી બધી ઉમીદો કરશો તો પાછા ફરી ગૂંચવાડો. આ ઉતરાયણ ઉપર લોકો ઘણો પાડે છે ને ગૂંચવાડો દોરીઓનો? એવો જ દોરીઓનો ગૂંચવાડો થશે પાછો બધો કર્મોનો થઈ જાય. એટલે ઉમીદો રાખો પણ હંમેશા વિચાર કરીને કરો કે માણસ એની ઉમીદ હોવી જોઈએ. તમે જો દીકરા પર ઉમીદ કરશો, દીકરી પર ઉમીદ કરશો, એક દિવસ રડશો. પત્ની પર ઉમીદ કરશો, કોઈ મિત્ર પર ઉમીદ કરશો, ચોક્કસ રડશો. પણ જો તમારી આત્માના ઉત્કર્ષ માટેની જો તમે ઉમીદ કરશો અને એમના કલ્યાણ માટેની જો તમે ઉમીદ કરશો.
તો તમે એમની મદદ કરશો અને તમારી પણ મદદ કરશો. સો વિતરાગ વિજ્ઞાન જે છે, આખું આ વિતરાગોનું વિજ્ઞાન. વિત અને રાગ એટલે શું? કીધું કે દ્વેષ પણ ના હોય અને રાગ પણ ના હોય, એને વિતરાગતા કહેવાય. એટલે એટ્રેક્શન પણ નહીં અને રિપલશન પણ નહીં. સંજોગ જે બી આવે અને જેમ છે તેમ, 'એઝ ઈટ ઇસ' એમાંથી પસાર થઈ જવાનું. એક લોબી છે સંજોગ, એવું સમજો તમે. દાખલા તરીકે, મોટી લાંબી કોરીડોર છે. પછી એક બીજી કોરીડોર છે. તો તમારે એકમાંથી પસાર થવાનું છે, પછી તમારે બીજીમાં જવાનું છે, પછી ત્રીજીમાં જવાનું છે. 'સો યુ આર રનિંગ ઇન મેઝ લાઈક સિચ્યુએશન'. જીવન આવું છે. અને તમે એને એક્ઝેટ એવી રીતે જોઈ જોજો, પણ એમાં ક્યાંય પણ દિવાલે અટક્યા વગર, કોઈને અડ્યા વગર, કંઈક પણ "આ ભૂસી નાખો", "આ બરાબર નથી" એવી રીતના કરીને ટાઈમ બગાડ્યા વગર જો એમાંથી પસાર થઈ જશો, તો તમે વેલા અજવાળું પામશો.
વગરને યસ. એટલે કીધું કે, જ્ઞયો અનંત છે અને જ્ઞાન પણ કેવું છે? તો કે અનંત છે.
હવે કોઈ માણસ આમ વિચાર કર્યા જ કરે કે, "હું બધું જ મેળવી લઉં, બધું જ પ્રાપ્ત કરી લઉં, બધું જ!" એવું શક્ય બનવાનું નથી. કેમ કે અલગ અલગ અલગ વસ્તુઓને 'એડ્રેસ' કરતાં કરતાં કરતાં કરતાં એ જો જશે, તો એક પછી એક તો પછી પાછળ એક ઊભું જ છે. એટલે એનો ક્યારેય પારાતો નથી. એટલે કીધું કે, "મિશપારન નયાતી." ભગવાનની પ્રાર્થના કરીએ છીએ ને આપણે? તો તેના અંદર પણ આ વસ્તુ કીધી છે કે, "આ પ્રભુ, તમારા મહિમાનો પાર આવતો નથી." મહિમનામાં બોલીએ છીએ ને? તો એ 'ઇન્ફિનેટ' છે આ તો. તો હવે 'ઇન્ફિનિટ' હોય, એનો પાર ક્યારે આવી શકે? તો કે 'ઇન્ફિનિટ' જ્ઞયો હોય તો સામે 'ઇન્ફિનિટ' જ્ઞાન હોવું જોઈએ, તો પાર આવશે.
એટલે કીધું કે, જ્ઞાતા અનંત રૂપે, અનંત સ્વરૂપે અનંત છે. અનંત સ્વરૂપે અનંત છે એટલે સર્વવ્યાપી છે. 'ઓમની પ્રેઝન્ટ', 'ઓમનીપોટેન્ટ' એન્ડ 'ઓમનીશન્ટ'. એ બધું જ જાણે છે, સર્વ અંતર્યામી છે.
હવે જ્ઞાતા છે તો જ જ્ઞયો છે. જે તમને સમજાવ્યું ને કે, કોઈપણ વસ્તુને જુઓ: કૃતિ, આકૃતિ, સુકૃતિ, કંઈ પણ. તો એ કૃતિને જેવ જોશો, અહીંયા કોઈ છે નહીં ને પાછા? અરે, તો મને માફ કરજો. મને તો એટલે એ કોઈપણ જોશો, તો તમે એને ક્યારે જોઈ શકશો કે એને જોનારો મોજૂદ છે? તો એ રીતે તમે જાણો કે તમે આત્મા મોજુદ જૂત છે. કૃતિને જોઈને પણ, આકૃતિને જોઈને પણ, વિચારને જોઈને પણ; કારણ કે વિચારોનો જોનારો કોણ છે? આત્મા મોજૂદ છે. દરેક વખતે 'રફર બેક ટુ યોરસેલ્ફ', 'રફર બેક ટુ યોરસેલ્ફ'. અને એવી રીતના કરીને તમે તમારા આત્મા સુધીને હંમેશા પહોંચી જશો અને પછી તમે ત્યાં રહેવાની ધીમે ધીમે આદત પડી જશે, આત્મવૃત્તિ બનતી જશે ધીરે ધીરે ધીરે ધીરે ધીરે કરતાં કરતાં. અને પછી તમને એમ એમ લાગશે કે, "બસ, આજ મારું ઘર છે, આજ મારું મુકામ છે. મારે અહીંયા જ રહેવાનું છે.
સંસારમાં હવે મારે રખડવાનું, આથડવાનું કોઈ કારણ રહેતું નથી." કેમ કે મારે આ સંસારથી હવે કશું જ જોઈતું નથી, મને કશાની ઈચ્છા પણ નથી. કારણ કે જેની જરૂરત હશે, એની મેળે અનાયસે આવીને મળવાનું છે.
કેવી રીતે? પ્રોવાઈડર કોણ છે? બસ, વિષ્ણુ ભગવાન તરત જ વ્યવસ્થા કરશે આપણા માટે કે, "ભાઈ, આ આવશે બાર વાગ્યે એટલે ટિફિન આવે જ." પછી એક બે દાળા જરા વિચાર કરી જો, આવું કંઈક ગોઠાવ. ઘણા લોકોએ આ કરેલા છે હો, 'આઈ ટેલ યુ'. સ્વામી રામ અને વિવેકાનંદ અને ઘણા લોકોના અંદર જીવનમાં તમે ચરિત્રો જોશો, તો આ વસ્તુ તમે જોઈ શકશો. એ લોકોને ક્યારેય પૈસાનો પણ પ્રોબ્લેમ નથી થયો, એમને ક્યારેય ખવા પીવાનો પણ પ્રોબ્લેમ નથી થયો. અને જો થયો છે, તો એમના એટલા એવા કર્મો પૂરા થયા પછીથી તરત જ એમને ટિફિન આવી જ ગયું છે. સ્વામી પેલા એમની છે યોગાનંદજીની 'ઓટોબાયોગ્રાફી ઓફ યોગી', એ પણ વાંચશો. 'યોગી કથામૃત' એવું ગુજરાતી નામ. તો એમાં પણ આ વસ્તુ છે અંદર, તમને બધે જ જોવા મળશે.
સો આ બધા દાખલા પણ તમે ખુદ દાખલારૂપ બનો ને જિંદગીમાં. તો જ્ઞાતા છે તો જ્ઞયો છે. બસ, આ એક શબ્દ પકડી લો કે, "હું છું તો સંસાર છે." જો હું જ નથી તો સંસારનું અસ્તિત્વ જ ક્યાં છે? અને હોય તો પણ એનો ફરક શું પડે છે? પછી જો હું જ નથી તો સંસાર હોય કે ના હોય, ફરક શું પડે? એટલે આ જે કંઈ છે તે બધું હું છું એના માટે છે, એના લીધે છે, એના માટે જ છે, એના કારણે જ છે આ. એ જે હું છું, જો બરાબર સમજાઈ ગયો કે, "હું શું છું? હું કોણ છું?" આપણે સવાર જે શરૂઆત કરી હતી, તો તમારું કામ થઈ જશે.
એટલે જો અહંકાર સ્વરૂપે હું છું, તો સંસાર વધતો ચાલે છે. અને જો હું આત્મા છું, પકડાયું? તો તમારો મારો સંસાર ધીમે ધીમે ધીમે સમેટાતો જશે. પછી રોતા નહીં. પત્ની ના હોય, બાળકો જતા રહે, કંઈ પણ બને. છેવટે જીવનમાં જ ના જાય તો પરદેશ જતા રહે બધા. પણ એવું બધું બને છે. પછી બાળકો... ઓકે. આપણે ત્યાં આગળ એક બીજો એવો બી કન્સેપ્ટ હોય છે કે, "ભાઈ, સંતાનને ત્યાં સંતાન હોવું જ જોઈએ." કેમ? પિંડદાન કરે ને આપણું? તો જ આપણું કોઈ તર્પણ થાય ને, આમ થાય ને, તેમ થાય, બરાબર? પણ 'વીઝા' હોય તો અમેરિકા જવાય. એટલે 'વીઝા' હોય તો અમેરિકા જવાય, કહેવાનો મતલબ એ છે કે આ બધી વસ્તુઓ 'એપ્લિકેબલ' નથી. તમને મુક્તિ અને મોક્ષ જોઈતો હશે, તો તમને એના 'વીઝા'ના 'ક્વોલિફિકેશન' જે છે તમારા મુક્તિના, એ જ તમારે પૂરા કરવા પડશે. અને એવા એક 'ક્વોલિફિકેશનો'ની અંદર એવું પણ શક્ય છે કે, કારણ કે તમે સંસાર સમેટી જ રહ્યા છો, તો પછી તમારો વંશ આગળ ન પણ ચાલે.
'સો ડોન્ટ બી અફ્રેડ', કારણ કે એવું થતું આવ્યું છે, એમાં કશું ખોટું નથી. 'ધેર ઇસ નથિંગ રોંગ'. 'સો' કોઈ એવી કોઈ 'સ્ટેટ'ની અંદર હોય તો પણ તમે આવી રીતે એને 'સોલન્સ' આપી શકો.
જ્ઞયો છે એ બધા 'એવર ચેન્જિંગ' છે, પરિવર્તનશીલ છે. આ સંસારનો નિયમ છે. આ જ્ઞયો છે, વૃત્તિઓ છે, એના કારણે જ બધું પુરયાસ્તક આખું પેદા થતું હોય છે. એમાં તમે નક્કી...
કરો છો આવા સેન્સેશનો, આવા સેન્સેશનો. આની મજા જ હોય છે, તેની મજા જોય છે. જો બીજી રીતે કહીએ તો, તમને 'પ્લેઝર પ્રિન્સિપલ્સ' પકડાય છે. અને એ 'પ્લેઝર પ્રિન્સિપલ્સ'ના પાછળ જ તમે ફોલો કરતાં કરતાં આગળ શોધીને જવા માંગો છો. તો એ કરવાની અંદર કંઈક સમસ્યાઓ, પછી એની સામે વિરોધી બળ પણ ઊભા થતા હોય છે અને એ રીતે આવ્યા કરતું હોય છે.
તો એ કેવી રીતે? તો કે પાછલા જન્મના સંચિત જે કાંઈ છે, તમારા સંચિત કર્મો આપણે કહીએ છીએ. સંચય કરેલા હતા. હવે અત્યારે એ બધા પ્રારબ્ધ રૂપે આવશે અને એ જ્યારે 'વર્કિંગ'માં આવે છે, તો એને આપણે 'ક્રિયમાન' કહીએ છીએ. 'ઇન એક્શન' શરૂ થઈ ગયું છે. અત્યારે કેટલુંક પ્રારબ્ધ મારું એવું પણ છે કે જે હજી બાકી છે ભોગવાનું. બરાબર છે કે અહીંથી દાખલા તરીકે બીજા ત્રણ વર્ષ કે પાંચ વર્ષ કે અગિયાર વર્ષ જીવવાનું આયુષ્ય કર્મો એ મારું બાકી છે. તો એ મારું હજી પ્રારબ્ધ છે.
પણ અત્યારે મારું ક્રિયમાનમાં શું છે? તો કે આ ક્લાસ કરવાનો. એ 'એક્શન'માં આવી ચૂક્યું છે. અને મજાક છે કે આટલા વ્યક્તિઓને એક સામટા આવી રીતના બેસાડીને આપણા આત્મા પરમાત્માની આવી રીતના વાતો કરવી! ના, કુદરતમાં કંઈ ગોઠવણી થયેલી હોય ત્યાર પછી આ વસ્તુ બનતી હોય છે. કેમ કે સંસારમાં બધું જ સાંભળનારા મળશે, આત્મા વિશે સાંભળનારા ક્યાં મળે? એટલે તો હું તમને બધાયને વંદન કરું છું. આજે વર્તમાનમાં આ 'પ્લે' થઈ રહ્યું છે. ઓકે.
સો, તો મને સિગ્નલ મળે છે એ પ્રમાણે, 'should stop'. "Thanks to the Supreme Lord, Divine Father Mother, thank you very much for protection, guidance, help and illumination, whatever... whatever we have received so far, be recorded in us permanently and be utilized for liberation, welfare... એટલજ ફોરહોલ ઓફ ધ મેન કઈન્ડ એન્ડ ઓલ." થેન્ક યુ, થેન્ક યુ સો મચ, થેન્ક યુ.
આ લખાણ AI દ્વારા તૈયાર થયું છે. શંકા હોય ત્યાં મૂળ પ્રવચન સાંભળી ખાતરી કરવી.