અનંતની યાત્રાAnant ni Yatra
શાશ્વત સંવાદ · Shashwat Samvad · Eternal Dialogue

શાશ્વત સંવાદ — ૧૦

લેખ ૧૨ / ૨૦ · 30 મિનિટ વાંચન · વિડિયો જુઓ ↓

ચૈતન્યં શાશ્વતં શાંતં વ્યોમાતીતં નિરંજનમ્ બિંદુનાદ કલાતીતમ્, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ચૈતન્યમ્ શાશ્વતમ્ શાંતમ્, વ્યોમ અતીતમ્ નિરંજનમ્. એટલે કે આત્માનું સ્વરૂપ એ જ વ્યાપક બ્રહ્મ છે, પણ આ ન સમજાતા થોડાક સંકોચિત ભાવોને કારણે શરીરભાવ આવી જાય, દેહભાવ આવી જાય, દેહાધ્યાસ આવી જાય અને એનાથી "હું આ શરીર છું" એવા પ્રકારની માન્યતાનો અપરાધ દરેક જીવ હર પલ, હર પલ કર્યા જ કરતો હોય છે. બચેલો કોણ? સદગુરુ અને એનો શિષ્ય આશ્રિત. એને માત્ર પોતાના શરીરને સાચવવા પૂરતો જીવતો હોય, એને જ લક્ષ્ય રાખતો હોય, પણ એનું સાચું લક્ષ આત્મા છે. એનું દેહ એકમાત્ર સ્વરૂપને ઓળખવાનું છે, બ્રહ્મને ઓળખવાનો છે. નહીં તો આ જન્મ વ્યર્થ અને ફોગટ ગયો. આત્માને ઓળખ્યા વગરનું જીવન નિષ્ફળ જાય છે અને નિષ્ફળ જીવનનું ફળ શું આવે? ફરી પાછા નવા જીવનમાં પ્રવેશ કરવો જ પડે છે, યોનિ પ્રવેશ કરવો જ પડે છે.

અને પેલું ત્યાં આગળ બધું જે છે, જન્મના પહેલાના બધા દુઃખો, જન્મ પછીના બધા દુઃખો. અસહાય બાળક પરવશતા મોટો થાય ત્યાં સુધી બધું. પછી મોટો થાય ને એમ થાય કે હું હવે ફ્રી થઈ ગયો, પણ એ ફ્રીડમ એને મળતું નથી. સ્કૂલમાં ટીચર એને બરાબર ડિસિપ્લિનમાં રાખે છે, જ્યારે મા-બાપ ડિસિપ્લિનમાં રાખે. એમ એમ કરતો થોડો વધારે મોટો થાય, કોલેજમાં જાય, એને લાગે કે હવે હું ફ્રી થઈ ગયો. પહેલા વર્ષની અંદર, છ મહિનાની અંદર તો કે પરીક્ષા નપાસ થયો, બેસી જા ભણવા. એટલે પાછો ફરી બંધનમાં. ભણી લીધું તો કે હવે નોકરી અહીં કરું કે તહીં કરું? આ મળશે કે નહીં મળશે? બધાને કઈ નસીબદારોને જ નોકરીઓ મળે, બધાને મળતી નથી અને પાછી એમાં મનગમતી તો કેટલાને? એટલે ત્યાંય ફ્રીડમ નથી નોકરી કરવાનું. એટલે પાછો ટાઈમસર આવો, ટાઈમસર જાવ. મોડા જાવ તમે તો ટાઈમસર જતા રહો છો, મોડા બે સુધી બેસો, કામ પૂરું કરો અને જાવ.

બોસે કહી દીધું, પાછી ફરી સ્વતંત્રતા ગઈ. ઘેર આય, "કેમ મોડા આયા?" રાજ જોતી હોય પેલી પરણાયેલી હોય એટલે. એટલે ત્યાંય ફ્રીડમ નથી, મોડા આવવાનુંય ફ્રીડમ નથી. સમજણ પડી? તો એને કહેતા, "વેલાસર બ્રહ્મમાં બેસી જા ને ભાઈ, તું બધામાંથી મુક્ત થઈ જઈશ." સહજતા, સરળતા, નિષ્પાપતા, નિર્મળતા અને પાછો આનંદ સહિત. આ બધામાં તો ત્રાસ, ત્રાસ ને ત્રાસ. એટલે એ પરબ્રહ્મ જે છે, એટલે કોઈ ભગવાન વગર તો કોઈ જગ્યા ખાલી છે નહીં અને કોઈ કામ તમે છાનુંછપનું કરવા જાવ, પણ ત્યાં વ્યાપક બ્રહ્મની હાજરી તો પહેલેથી જ હોય છે. એટલે છાનુંછપનું કઈ છનાકપતિઓ કોઈ કરી શકતો નથી. કહે છે ને, "પાપ એનું ક્યાં?" તો કે "છાપરે ચડીને પોકારે." હવે છાપરાવાળા ઘર ઓછા રહ્યા, તો બધાને ધાબે ચડીને પોકારતું હશે, કારણ કે ધાબુ આજકાલ 40મા માળે હોય છે કાં તો 80મા માળે હોય.

એટલું ઊંચે ચડીને પોકારે. પાછું એમ કે આણે પાપ કર્યું છે, તો પરમાત્મા દરેકે દરેક કર્મનો સાક્ષી તો છે જ. એ જ પરબ્રહ્મ પરમાત્મા. પરમાત્મા છે, આપણે આત્માની અંદર જ પરમાત્માના દર્શન કરવાના છે. આત્માની અંદર પરમાત્માના દર્શન કરવાના છે. જેણે આત્માને ઓળખ્યો, એ જ પરબ્રહ્મ અને પરમાત્માને સમજીને ઓળખી શકે છે. "વ્યાપકં બોધયેદેવ" એટલે કહે છે કે આપનું સ્વરૂપ કંઈક અનેક ગણું સમસ્ત બ્રહ્માંડમાં વ્યાપ્ત છે. માત્ર પૃથ્વી પર જ નહીં, પણ જેટલા જેટલા તારા, નક્ષત્રો, ગ્રહો છે, ત્યાં બધે જ આપ બિરાજેલા છે. "ખાલી ન સ્થળ કોઈ આપ વિના." કહે છે ને, "પરબ્રહ્મ સર્વત્ર છે." એની સાચી સમજણ કોણ આપી શકે? ઊંચામાં ઊંચી બાબત કોણ ભણાવી શકે? જે પોતે ભણ્યો હોય, સમજ્યો હોય એ. જેનો બોધ આપવાવાળા છે, એ પોતે બ્રહ્મ સ્વરૂપ છે, માટે એ બ્રહ્મનો બોધ કરી શકે.

ત્યાં સુધી થતો એનામાં બ્રહ્મનું પ્રાગટ્ય થાય, પછી એ બોલવા માંડે કે "હું બ્રહ્મ છું અને હવે તું પણ બ્રહ્મ છું." અને પેલાને જડબેસલાક ફીટ બેસી જાય કે "હું બ્રહ્મ." બાકી ફાફા મારે, પાર આવે કોઈ વાતે. સમજાય નહીં કે "હું કેમનો બ્રહ્મ છું?" હા, એને ભ્રમ થયા કરે, "કદાચ હું હોઈશ તો, કદાચ નહીં હોઉં તો." એ ચાલ્યા. પણ જેવો એને બોધ ઉત્પન્ન કરે સદગુરુ, એટલે બધું શાંત. ટાળું ટપ, બિલકુલ શાંત સ્વરૂપ. એટલા માટે કીધું, "ગુરુ સાક્ષાત પરબ્રહ્મ." સાક્ષાત પરબ્રહ્મ છે ગુરુ તો. અને એ પોતે સ્વયં પરબ્રહ્મનું સ્વરૂપ છે અને એ બોધ આપણને સતત રહેવો જોઈએ. જે બ્રહ્મનો બોધ કરે, એ કોઈ સામાન્ય ના હોઈ શકે. એ નક્કી બ્રહ્મ જ સ્વરૂપ હોવા જોઈએ. એ નક્કી પરબ્રહ્મ સ્વરૂપ જ હોવા જોઈએ. તેના સાથે એકતા અને અભેદતાને અનુભવતા થઈ ગયેલા હોય, તે જ આ કરી શકે.

બીજા કોઈનું કામ રહેતું નથી. માટે ગુરુજીમાં બ્રહ્મત્વના દર્શન કર્યા કરવા. એ બ્રહ્મત્વ જ વ્યાપક છે. એ જે અહીં જોઈએ છે, તે જ વ્યાપક છે, તે જ સર્વત્ર છે. "હરિ વ્યાપક સર્વત્ર સમાના." ભગવાન બધે જ છે અને સમાન રીતે છે. પશુમાં, પક્ષીમાં, સ્થાવરમાં, જળચરમાં અને ગરીબ અને તવંગર બધામાં છે, છે ને છે જ. આપણા શાસ્ત્ર ગ્રંથો આપણને સચોટ રીતે આ જ સમજ સમજાવતા હોય છે કે ભગવાન સર્વત્ર, સર્વમાં છે. એ વસ્તુને આપણે પોતે સમજી શકતા નથી. શાસ્ત્ર વાંચીને બાજુ પર મૂકી દઈએ, છતાં પણ આપણને સમજાતું નથી, પણ સ્વીકારી પણ શકતા નથી પાછી. બાકી બધું જ તમે નક્કી કરી નાખો છો ને સ્વીકારી લો છો કે પૃથ્વી ગોળ છે. તો કે, "ના, બહુ એકદમ એક્ઝેક્ટ ગોળ નથી." કે, "નારંગી જેવી છે, ધ્રુવ પરથી આમ થોડી ચપટી છે, ફલાણી ઢેકણું છે, અહીંયા વિષુવવૃત છે." કોઈ લીટી દોરી નથી, પણ તોય બધાએ બિલીવ કરી નાખ્યું.

એક જણાએ કીધું કે ભાઈ આ વિષુવવૃત કહેવાય. બધા અત્યારે મંડી પડ્યા છે, માને છે ને કે ભાઈ આ વિષુવવૃત કહેવાય, આ કર્કવૃત છે અને આ મકરવૃત છે અને આ આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા છે. એમાં કોઈ ફેરફાર નહીં. એમ આખું વર્લ્ડમાં એને બિલીવ કરે છે. આ તો કશું છે જ નહીં ક્યાંય, એને બિલીવ કરે છે.

અને જે પરબ્રહ્મ છે, શાશ્વત છે, સાક્ષાત છે, વ્યાપક છે, અનંત છે, સદાકાળ છે, એને કોઈ બિલીવ જ નથી કરવા તૈયાર. એવું તો હોતું હશે? ત્યારે એવી સ્થિતિની અંદર સદગુરુ પ્રગટ થાય છે અને સ્વયં પરમાત્મા ગુરુ રૂપે આવી અને આપણને સમજાવે છે કે "તે તું છે." અને તમને ઘેડ પડી જાય, તમને સમજણ પડી જાય છે, તમારું જ્ઞાન નેત્ર ખુલી જાય છે એ ટાઈમે. અને પછી તમને સર્વત્ર બ્રહ્મના દર્શન થાય છે.

જેમ ચંદ્ર સર્વત્ર દર્શન આપે છે, એમ સર્વવ્યાપકતાનું જે લક્ષણ છે, એ બધામાં સમાનતા. ક્યાંય પણ એવો કોઈ ભેદભાવ નહીં. જે વિદ્વાન, મૂર્ખ, પુણ્યશાળી કે પાપી, બધાને મળે. સદગુરુ કોઈ ભેદભાવ ના કરે. બ્રહ્મ પણ ભેદભાવ ના કરે, એટલા માટે સદગુરુ પણ ભેદભાવ ના કરે, કારણ કે એ બંને એક. અને એ સદગુરુ મારફતે પરબ્રહ્મ પરમાત્મા પ્રગટ થઈ રહ્યા.

તો સતચેત અને આનંદના સ્વરૂપને આપણે સમજવું પડે. આજે વ્યાપક બ્રહ્મ જે છે, એને સમજવું હોય તો આપણે સતચિત્ત આનંદ સ્વરૂપને સમજવું પડે કે એ શું છે. બોલ્યા કરવાથી તો એક લાભ મળે, પણ જ્યારે સમજીને બોલો છો તો અનંત લાભ મળે. "જય સચ્ચિદાનંદ" બોલ્યા એટલે શું કીધું? કે "સત છે તેનો જય હોજ. જે સત પર ચિત્ત ચોટેલું છે તેનો જય હો." વધારેને વધારે પાવરફુલ બનતું જાય એમ. અને આ જે સત ઉપર ચોટેલું ચિત્ત છે, બીજે ક્યાંય જતું જ નથી હવે. એના કારણે જે નિર્મળ આનંદ પ્રગટ થઈ રહ્યો છે, તે સચ્ચિદાનંદ વ્યાપક તેનો જય હો. જય સચ સચ્ચિદાનંદ આ વાત કરે છે.

આમ છઠ્ઠા અને સાતમાં બોડીમાં તો ઝબકિયા થવા માંડે. બોલે એટલે "જય સચ્ચિદાનંદ" સમજીને બોલજે. તો એ પરબ્રહ્મ પરમ સત્ય છે.

ભાગવતમાં મંગલાચરણમાં પહેલા શ્લોકમાં સ્તુતિ કરીને વ્યાસજીએ એ પરમ સત્યનો સ્વીકાર કરેલો છે. વ્યાસજી, વ્યાસ, "વ્યાસોચ્છિષ્ટં જગત્ સર્વમ્" કહે છે કે આ જગતમાં એવું કઈ લખાયેલું બાકી નથી કે જે વ્યાસજીએ લખ્યું નથી. બધું એમણે ગ્રંથસ્થ કરી દીધું, કઈ બાકી મૂક્યું નહીં. વ્યાસજીના સમય પહેલા તો બધું કર્ણો કર્ણ ચાલતું હતું, એકબીજાને કહે એવી રીતે. વેદો અનાદિકાળથી ચાલ્યા આવ્યા હતા. પછી એમને થયું કે હવે બસ, આગળના લોકોની મતિ બગાડવાની જ છે અને આમાંથી કોઈ એવો સક્ષમ હશે જ નહીં કે આ મંત્રોને યાદ રાખી શકે કે એના અર્થને પામી શકે. ત કે લાવ, એમની પરે મદદ થઈ જાય. એ માટે થઈને બધું ગ્રંથસ્થ કરવા બેસી ગયા અને એમણે ગ્રંથસ્થ કરી. અનેક લોકો એમને કીધું કે "તમે બહુ મોટી ભૂલ કરી કે વેદોને ને ગ્રંથસ્થો થાય જ નહીં," કે છે, "એ તો કંઠસ્થ જ થાય.

વેદોને ક્યારેય ગ્રંથસ્થ ના થાય." આ એક સમયની બિલીફ હતી અમુક લોકોની. વ્યાસજી એની પણ ઉપરવટ ગયા કે "ના, આ..." એ જોતા હતા, દ્રષ્ટા હતા, ક્રાંત હતા. એટલે એમને કીધું કે "આગળના આવનારા લોકોના લાભાર્થે આ કરવું આવશ્યક છે, માટે હું કરું." પછી કોઈ વિરોધ નહીં, બધું કરી દીધું એમણે.

તો આજે સદભાગી છે, આજે આપણે આ સૌ પામી શકીએ. માટે ભાગવતના મંગલાચરણમાં પહેલા શ્લોકમાં એમણે સ્તુતિ કરી અને એ પરમ સત્યનો સ્વીકાર કરતાં કહ્યું છે કે ત્યાં એમને શું કહ્યું? "સત્યમ પરમ ધીમહિ," "સત્યમ પરમ ધીમહિ." ત્યાં એવું નથી લખ્યું એમણે "કૃષ્ણમ પરમ ધીમહિ." જુઓ, એમણે શું કર્યું? વ્યક્તિ નહીં, જે કૃષ્ણ રૂપે ઓળખાય છે તે વ્યક્તિ નહીં. "સત્યમ પરમ ધીમહિ." કૃષ્ણમાં જે સત્ય છે તે સ્વીકાર્ય છે. એ જ અપેક્ષાએ માનો, માનવમાં જે છે સત્ય તે સ્વીકાર્ય છે, અમિતમાં જે સત્ય છે તે સ્વીકાર્ય છે. એમ કરતાં કરતાં આગળ વધે. તો કે "સત્યમ પરમ ધીમહિ." હવે એ સત્ય ક્યાં નથી? તો કે સતની વ્યાપ્તિ કેટલી છે? એ તો અનંત વ્યાપક બ્રહ્મ છે. તો કે એ તો ઠેર ઠેર છે, બધે છે. આપણે જોયું ને આગળ કે એ તો કેવો? તો કે ઓતપ્રોત છે, સમલગ્ન છે. એટલે એ સત્ય એ સ્થાપિત જ છે, એને તમારે ફિટ જ કરી દેવાનું છે, અચળ છે.

કૃષ્ણજીને પણ એમણે એક અવતાર તરીકે લીધા, પણ પરબ્રહ્મ એ તત્વ સ્વરૂપ એ તો એ જ છે. ક્યાંય કીધું નથી "કૃષ્ણમ પરમ ધીમહિ." તમ જુઓ, "સત્યમ પરમ ધીમહિ" કીધું. એટલા માટે પરમને સત્ય કહ્યું. આ સત્ય છે, એ પરમ સત્ય છે. આ સત્ય એનું કોઈ નામ નથી. આ સત્ય છે, બસ આમ ઓળખાણ પાડી દીધી કે આ સત્ય છે. આ તત્વની વાત છે ભાઈ, આમાં નામરૂપ કઈ છે જ નહીં કે કોઈનું.

દરેક જીવ માત્રને એ વ્યાપક બ્રહ્મનું દર્શન કરાવનાર છે. "જો, આ છે ભગવાન!" એમ આવી રીતે સદગુરુ એને ઓળખાણ આપે છે એના શિષ્યને કે "જોઈ લે બરાબર, નિરખી લેજે હો! હવે ભૂલ ના કરતો. આ જે છે ને, આ એ સર્વત્ર છે. આ જે છે ને, એ પરમાત્મા છે. આ જે છે ને, એ વ્યાપક છે, અનંત છે. કેટલું વ્યાપકતાનું વ્યાપ છે! અનંત એ પરબ્રહ્મ છે," એમ કીધું. આવી ઓળખાણ કરાવે છે એ સદગુરુ છે. ત્યારે એ સદગુરુ સ્વયં પોતે કોણ છે? તો કે પરબ્રહ્મ સાક્ષાત એના રૂપે આવીને તમને ઓળખાણ પાડે છે પોતાની કે "જો, તે તું છે, તે હું છું. પરમાત્મા આ છે."

પણ ત્યાં સુધી પહોંચવા માટે એટલી સમજણ શક્તિ ના હોય, એટલી માનસિકતા ના હોય. એટલે પરીક્ષા આપી શકાય નહીં એવા વિદ્યાર્થીને તો બાળ મંદિરથી જ શરૂ કરવું પડે કે "બેસ ભણવા." પછી ઓળખાણ આપે, "આ 'અ' કહેવાય, આને 'ખ' કહેવાય, આને 'એકડો' કહેવાય." એમ ગોખાવતા, ગોખાવતા, શીખવાડતા, શીખવાડતા છેક સુધી પહોંચાડી દયો. એક એક પગથી આગળ વધવું પડે. એમ પરબ્રહ્મ પરમાત્માના સ્વરૂપને જ્યાં સુધી આપણને સમજ ના પડે, ત્યાં સુધી મંદિર છે, ઉપાસના છે, ભજન છે, સત્સંગ પણ છે. આ પગથિયાં છે. એ પગથિયાં દ્વારા ત્યાં સુધી પહોંચી શકાય. "તે તું છે" – અંતિમ પગથિયું સાક્ષાત્કાર. ઓહો! બસ. અને પછી આગળ કઈ બોલાય નહીં. પરમપદમાં પહોંચી ગયા, મુખ અવાક થઈ ગયા. બસ, હવે કઈ નહીં. શું આનંદ! કેવો પરમાનંદ! તે પછી ત્યાં આગળે પરમાનંદ પ્રગટે છે. શું કહે છે? પરમાનંદ પ્રગટે છે.

એટલે... એટલે શાંતિથી, સમજણપૂર્વક બરાબર અભ્યાસ કરી કરીને પછી આગળ વધાય. છેવટે વ્યાપક બ્રહ્મનું ચિંતન. છેવટે જો શું કીધું? બધું પતી ગયું કે "હવે તારું..."

પીએચડી થઈ ગયો, પારંગત થઈ ગયો, એક્સપર્ટ થઈ ગયો બધા બાબતમાં. ઓકે, તો કે હવે તારે શું કરવાનું? તો કે, વ્યાપક બ્રહ્મનું ચિ ચિંતન કર. વ્યાપક બ્રહ્મની વિદ્યા ભણ. એનો તું બોધ ઉપજાવ. એની પરિપક્વતા થાય ત્યારે એ પચે. ત્યાં સુધી એ પચતું જ્ઞાન તો આપી દીધું હોય. પેલાને આમ કહે છે ને, ઉપરથી જાય બાઉન્સર.

પેલો કયો બોલર નાખતો હતો, બહુ બાઉન્સર નાખતો હતો? એવું કહેતા છે. મને તો થોમ્સન, થોમસન યાદ આવે છે. અમારા ટાઈમમાં જેફ થોમસન એનું નામ હતું. બોડી લાઈન બાઉન્સર. બોલ આમ ઉપરથી ભમ દઈને જાય. બોલ તો સહેજ પેલો આમ ના થાય તો ભોડું ફૂટી જાય ભટ્ટ કરતું. તેવું આપણે એક એક્ટરને, પેલા ક્રિકેટરને થયું હતું. શું નામ? નારી કોન્ટ્રાક્ટર કદાચ બોલ વાગ્યો તો ત્યાં જ પડી ગયો. એ નહીં થયું હતું? લો, બે માણસ મળ્યા બોલો! એટલે આવું છે.

એટલે ઘણાને એવું થાય, આમ સીધો બોધ કરે ને તો એકદમ બેભાન પડી જાય માણસ ધડામ દઈને. કેમ? તો કે, વ્યાપક બ્રહ્મની વાત કરે. કાં તો એ બિલકુલ તૈયાર હોય અને કાં તો બિલકુલ તૈયાર ના હોય. બે આવી રીતે પડી જાય ધમ્મ દઈને. જો સમજો, પેલાને અનુભવ થઈ જાય અને પેલાને ગુંગળામણ થઈ જાય. એક ભાનમાં આવી જાય અને સાવ બેભાન થઈ જાય. આમ બધું જ એક સમાન દ્રષ્ટિએ. એટલે કહે છે કે, બ્રહ્મવિદ્યા જે છે ને, એનો બોધ પરિપક્વતા હોય એને જ પથ. બાકીના બીજા બધાને તો આમ મોટા ભાગે ઉપર થઈ જ જાય. આમ ઉપરછલ્લું થોડું થોડું જોઈ લે કે, "હા, બરાબર છે. વેદોમાં કહ્યું છે. મારી વાત હાચી છે કે એમાં બ્રહ્મ વિશે બહુ ઉલ્લેખ કરેલો છે," એમ બોલે.

લે ભાઈ તું! પણ આ અપરિપક્વતા છે, અણગઢતા છે, આ છકલાઈ છે. અને છેક ઉપરના સ્તરેથી જોઈએ તો અવઘાડ અવિનય પરબ્રહ્મનો. તોય પરબ્રહ્મ પરમાત્મા બહુ ઉદાળ છે કે, "જા, તને એક તંક ઓર આપું છું. ફરી આવજે." કહે છે, "તું જો, આપણે મળીશું." આમ બધું જ એક સમાન દ્રષ્ટિએ જોવાનું છે.

માન અપમાન પણ સમાન ગણીને ચાલે. સુખ અને દુઃખને પણ સમાન ગણીને ચાલે. આમ કોઈપણ પરિસ્થિતિમાં નિર્દ્વંદ્વતા એટલે અદ્વૈત. નિર્દ્વંદ્વ થાય તે જ અદ્વૈત. જ્યાં જ્યાં નિર્દ્વંદ્વતા પ્રગટે છે ત્યાં શું છે? અદ્વૈત છે, પરમાત્મા છે, અદ્વૈત બ્રહ્મ છે, પરબ્રહ્મ છે, પરમાત્મા છે. એ રૂપે પણ એ જ છે. એમ કે, જ્યાં કોઈપણ જાતનો ભેદ છે ત્યાં ભગવાનની પ્રાપ્તિ થઈ શકતી નથી. એને અદ્વૈત જ કહે છે. એ સર્વત્ર છે. એનો બોધ કરાવે એ અવધૂત. જે અધિકારી જીવો છે એમને એ આત્મબોધ કરાવે. એને એ વ્યાપક બ્રહ્મની વિદ્યા આપશે. એનો જ ઉપદેશ કરશે.

ક્યાં સુધી આ જગતના ફેરા માર્યા કરીશ? આંટાફેરા કર્યા કરીશ? મનુષ્ય છું, આમાંથી બહાર નીકળ. જોજો, એ લક્ષ્ય પૂરું ના થાય તો ફરી પાછી અટવા મંડ. આવો ને જાવ, જીવો ને મરો. આમ ચક્ર ચાલ્યા જ કરશે. ભાઈ, હવે તો સમજ, માનવ દેહ શા માટે મળ્યો છે? જાગ્રત થવા. સમર્થના શરણમાં જા. પોતે જ પોતાના માટે જઈને પ્રશ્ન કરે, "આત્મા છું કે ભૂત છું?" "ના ના, પરમ ચેતના હું જ છું." બસ, આંટા પૂરા થઈ ગયા.

મહાપુરુષો બધી વાતો કરીને, શાસ્ત્રની વાતો કરીને આખરે ક્યાં લાવીને બેસાડી દે? વ્યાપક બ્રહ્મની અંદર. તમે તમારા આત્મામાં આવીને બેસી જાવ. ત્યાં બધું જ છે. સર્વત્ર એની અંદર જ છે. સર્વત્ર એની અંદર છે. ક્યાં છે? પરબ્રહ્મની અંદર, વ્યાપક બ્રહ્મની અંદર છે, આત્માની અંદર. એટલે તમે તમારા આત્મામાં આવીને બેસી જાવ.

તદ્દ ઇદમ્ ઇતિ સર્વસ્ય નમઃ (સર્વસ્વરૂપ શિવને નમસ્કારનો સંસ્કૃત શ્લોકાંશ) જે સર્વ સ્વરૂપ ભગવાન શિવ છે તેમને હું વંદન કરું છું. પુષ્પદંતે પણ આ સ્તુતિ કરી. પુષ્પદંત એ પણ એક ગંધર્વ હતો, જેને શિવજીની સ્તુતિ કરી, જે મહિમન તરીકે કહેવાય છે. "મહિમન પારંતે" એવા તો તે બહુ સુંદર છે. એ પણ એમાં શિવજીના બધા ગુણો અને બધાનું બહુ અદભુત વર્ણન. બીયોન્ડ ધેટ, પરબ્રહ્મ છે. રમેમ્બર ધેટ, શિવજી કોનું ધ્યાન કરે? પરબ્રહ્મનું ધ્યાન કરે. પરબ્રહ્મનું બાયપાસ છે તમારા માટે. અહીંયા કાઢે એક ચાન્સ છે. અને વાસ્તવમાં શિવજીને બિલકુલ ખોટું નહીં લાગે, બિલકુલ ખોટું નહીં લાગે. પણ પરમ વિનય અર્થે શિવજીને વંદન કરજો અને આગળ વધજો.

શિવજી પણ બહુ અદભુત છે. શિવ સ્વરૂપ થયેલો હોય ને એ તરત ઓળખી કાઢે, "આ ભગવાન છે!" અને એ પોતે સામે વંદન કરે કે, "ભગવાન, તમે તો મનુષ્ય દેહે અત્યારે ફરો છો! વાહ વાહ! કેવું પડે કે તમને નમસ્કાર કરું!" એટલે કહે છે કે, જે વ્યાપક બ્રહ્મ એ જ આ જગતનું પરમ તત્વ છે. એથી આગળ કશું નથી. ફાઇનલ. એથી આગળ કશું નથી ભાઈ. પછી એનથી આગળ કંઈ ખોળવાનો પ્રયત્ન ના કરીશ કે, "એની આગળ શું? એની આગળ શું?"

યાદ છે, યાજ્ઞવલ્ક્યજીએ કહી દીધું તો, "ગાર્ગી, રૂક જાવ. હવે જો આનાથી આગળ તું વધીશ તો તારું મસ્તક. હવે તું ક આની આગળ ના જઈશ." કે આપણે તથાસ્તુ ક્લાસ હતો એમાં શાશ્વત સંવાદમાં આ બધું છેલ્લે શેમાં ઓતપ્રોત છે? તો ઓમમાં ઓતપ્રોત છે. ઓમ શેમાં છે? એ કે પરબ્રહ્મ. એમાં ન થાય, ના કરેલી છે. હા, ગાર્ગીને છેલ્લે છેલ્લે કહે છે કે, "તું આગળ વાત ના કરીશ." કેમ? એ અધિકારી નહોતી. પછી પાછો આગળ, પછી આગળ એને કહે છે પાછું એ બધું અક્ષરમાં. હા, અક્ષર શેમાં ઓતપ્રોત છે? કે બ્રહ્મમાં. છેવટે એને બોધ આપે, કારણ કે પહેલા એ તૈયાર નહોતી. પછી પાછું એને અંદર ઇન્વેન્શન ચાલ્યું, બધું થયું ત્યારે એને નમ્રતાથી પાછું ફરી વખત પૂછ્યું ત્યારે એને જવાબ આપ્યો યાજ્ઞવલ્ક્ય.

અને જે સર્વત્ર છે તેનું દર્શન કરાવતા કહી દીધું: "વ્યાપક બોધદમવે, આપ સ્વયં વ્યાપક સ્વરૂપ છો. સર્વ આશ્રિતોને આપ વિશ્વ વ્યાપકતાનો બોધ કરાવો છો." પરબ્રહ્મ એનાથી ઉપર બીજું કંઈ નથી. જુઓ, શરીરમાં આત્મા છે. એની ઉપર મહાત્મા છે. જે પોતાને સમજણ વિકસાવી શક્યા છે તે બધા મહાત્મા કહેવાય. "હું આત્મા છું" એનું તો ભાન થઈ જાય. ઓકે, બરાબર. પણ હવે "હું આત્મા છું" એનું ભાન વિકસ્યું એની અંદર એટલે પછી એ થયો મહાત્મા. અને પછી એવા મહાત્મા પરમની અંદર...

મળે ત્યારે પરમ આત્મા બની જાય છે. એક, બે ને ત્રણ. સમજ પડી? માણસ શરીર ભાવમાંથી આત્મભાવમાં આવે, આત્મભાવમાંથી ત્યાગપૂર્વક મહાત્મા ભાવમાં આવે અને મહાત્માના ભાવમાંથી જ્ઞાનપૂર્વક સાચી સમજણ કેળવી, જેમ લોટને કેળવવો પડે ને આપણા આમ, એવી રીતે એને કેળવીને પરમાત્મા સુધી પહોંચે છે. બસ, યાત્રા પૂરી થઈ ગઈ. છેલ્લું સ્ટેશન આવી ગયું. પરબ્રહ્મ પરમાત્મા એ જ આખરી લક્ષ્ય છે. એટલે એમને કીધા, "નક્ષત્ર નેમી નક્ષત્રી." શું કીધું? "નક્ષત્ર નેમી નક્ષત્રી." સર્વના કેન્દ્રમાં બેઠેલા છે એ પરબ્રહ્મ પરમાત્મા છે. એનો પરિચય કરાવડાવ્યો. જય મહારાજ, એ જ શક્તિ અને સ્વરૂપમાંથી આ પ્રાગટ્ય થયું છે કે આટલી ઊંચામાં ઊંચી જ્ઞાન શક્તિ કેળવીને એક સ્થૂળ શરીરની અંદર પ્રગટ થઈને આપણા સૌની અંદર રહેલા સંદેહ, અજ્ઞાન, જે આ સંસાર પૂરતું મર્યાદિત છે, આ આપણા શરીર પૂરતું, આપણા સ્વાર્થ પૂરતું જ મર્યાદિત છે, એ પાપમય, અપરાધમય દેહ આસક્તિમાંથી બહાર કાઢી લઈ અને છેક પરમ બ્રહ્મ, વ્યાપક બ્રહ્મની અંદર આપણને મૂકી આપે.

"તત્ ત્વમ્ અસિ આદિ વાક્યેન શિષ્યં સંબોધયન્તમ્" "તે તું જ છું જે સમસ્ત વિશ્વની અંદર વ્યાપક, તે તું જ છું." અને એ રીતે આ શરીરના ભાવોના નરકના જે દુઃખો છે તેમાંથી સીધી મુક્તિ કરાવી દે છે આપણને.

એ જે પરમ તત્વની આરાધના આ શરીર દ્વારા જ કરવાની છે, એ શરીર વડે આત્મબોધ કરવાનો છે. એ આત્મબોધ વ્યાપકમ બોધદમવે, વ્યાપકમ પરબ્રહ્મનો બોધ કરાવી અને એની સાથે આપણું અનુસંધાન કરાવી દે. એમને તો કરાવી દીધું. આ લગાડી રાખવાનું કામ આપણું છે. આટલો પુરુષાર્થ છે કે હવે હાલવાન નહીં. અનુસંધાન તો કરી દીધું, જોડાણ તો કરી દીધું, લગ્ન તો કરાવી દીધા વ્યાપક બ્રહ્મ સાથે, પણ હવે એને તોડવાન નહીં તમારે. છૂટાછેડા, ડિવોર્સ નહીં લેવાના અહીંથી. પછી એ જીવ વ્યાપક બ્રહ્મમાંથી, પરમાત્માથી જુદો પડી શકે જ નહીં. પૂરું થઈ ગયું. આમ આત્માને એકવાર આ પરબ્રહ્મમાં, પરમાત્મામાં જવા તો દો, પછી એ ક્યારેય છૂટો પડી શકવાનો નથી. ગમે તેટલો સ્વચ્છંદ કરશે તો પણ પડી શકશે નહીં. એટલે દાદાને લોકો વારેવારે પૂછે કે આપણું આ અક્રમનું જ્ઞાન લીધેલું હોય તો માણસ પાછો પડે?

તો કે, "ના પડે." "એ આત્મામાં રહેતો હોય તો." શું કહે છે? "એ આત્મામાં રહેતો હોય તો પાછો ના પડે." આત્મામાં રહેવું એ આજ્ઞા એમને આપી દીધી છે કે ભાઈ, "તું આ છું, બસ એના લક્ષમાં રાખજે તું. હવે તું જો એમાં રહેતો હોય તો તું પાછો ના પડે અને નથી રહેતો તો તને શંકા ઊભી થશે કે હું પાછો પડ્યો." તો તને શંકા ઊભી થાય છે કે તું આત્મા છું કે તું પાછો પડી રહ્યો છું, તો તું સાવધાન થઈ જા ભાઈ. હજી ચાન્સ છે તારા માટે. ફરી પાછો ફિટ થઈ જા. દાદાએ કહ્યું છે કે "હું આત્મા છું." માટે પણ "હું આત્મા છું" એમ કરીને પણ કે આપણે બાપાને કહ્યું માનીએ કે ના માનીએ? દાદાને કહ્યું તો માનવું જ પડે ને પછી, બરાબર ને? અને આ દાદા તો લાકડી લઈને ફરી વળે એવા નથી પાછા. "તું જાણે ને તારું કામ." કે પછી આ દાદા તો સ્વતંત્રતા આપે છે, "તારે પડવું હોય તો પડ કે ભઈ, પણ મારી ઈચ્છા નથી કે તું પડે." શું કહે છે?

"મારી ઈચ્છા નથી કે તું પડે અને મને લાગતું નથી કે તું પડે, પણ હવે તું જાણે." કે સમજાયું? શું થઈ રહ્યું છે આ? આત્માને એકવાર આ પરબ્રહ્મમાં, પરમાત્મામાં જવા દો એક વખત. બસ, આટલું કરી નાખો, બીજું કાંઈ નહીં. "અહરનીશ અખંડ કીજીએ સ્મરણ શ્વાસોશ્વાસ." શું કહે છે? "અહરનીશ અખંડ કીજીએ સ્મરણ શ્વાસોશ્વાસ."

આમ પરબ્રહ્મના શરણે બેસીએ એટલે એમનો બ્રહ્મ પ્રકાશ થોડો ઘણો પણ આપણી ઉપર પડવાનો જ છે. પરબ્રહ્મની શરણમાં બેસવાનો છે, બરાબર? તમારા રૂમમાં બેસો તોય, કોક પહાડની ટોચ ઉપર જઈને બેસો તોય અને કોક ગુફામાં જઈને બેસો તોય કે દરિયાને પેટાળમાં જઈને બેસો તોય, "મરજી તારી." એનો વાંધો નથી. કેમ? તો કે પરબ્રહ્મ તો પ્રત્યક્ષ છે અને સર્વત્ર છે. એવી કોઈ જગ્યા જ નથી કે જ્યાં એ પહેલેથી મોજૂદ ના હોય. તું જાય એ પહેલા તો એ પહોંચી જ ગયા, બોલ. કે "આઈ જા તું." તું શું સંતાકૂકડી રમાડતો તો એને? એટલે કીધું કે "સ્મરણ કીજીએ, કીજીએ સ્મરણ અખંડ શ્વાસોશ્વાસ." એથી આપણા આ બ્રહ્મ પ્રકાશ જેવું આપણી ઉપર પડશે ને એટલે શું થશે? તો કે આપણા જીવનના અંધેરા ઉલેચાવાના જ છે અને કાંઈક તો સમજણનું થોડું ઘણું એ અજવાળું અંદર મહીં આમ પડશે કે નક્કી. અને એ અજવાળું વધારે અજવાળું લાવશે અને પ્રકાશ થશે ને એટલે તને અભયદાન પ્રાપ્ત થશે.

અંધારામાં માણસોને બહુ બીક લાગે, લાગે કે ના લાગે? અંધારામાં કાળું ડીબાંગ, ઘાઢું એકદમ અંધકાર હોય તો બીક તો લાગે બહાદુર હોય તેને પણ બીક લાગે. આમ ઓલ ઓફ અ સડન કશુંક થાય ને એટલે આમ આમ કરીને આમ જમ્પ મારે, મોટો ઠેકડો મારે જોરથી કે ભઈ શું થયું? કેમ કૂદ્યો? તો કઈક અવાજ થયો કે એટલે. પણ અવાજ તો નાનો હતો, તું આવડો મોટો ઠેકડો કેમ મારે? આવડો બહાદુર છે ને તું? કે ના, કઈક ખખડ્યું કે છે એટલે. અને એવું અંધારું હોય અને પછી પરોઢિયું થાય, સવાર પડે, આછું આછું અજવાળું થાય, ધીમે ધીમે ધીમે કરીને સૂર્યોદય થઈ જાય, પછી બીક લાગે? પછી કોઈને બીક ના લાગે. કોઈને બીક નથી લાગતી. એટલે તો પક્ષીઓ પણ આનંદથી ગીતો ગાય છે. રાત્રે તો એ બધા બીકના માર્યા ચડી ચૂપ થઈને બેસી ગયા હોય. સવારના પોરમાં સૌથી વધારે ગીત કોણ ગાય છે? પક્ષીઓ ગાય છે. પહેલામાં પહેલા પ્રભાતિયા કોણ ગાય છે?

નરસિંહ મહેતા? ના, પક્ષીઓ ગાય છે. બધા પક્ષીઓ કેટલું મીઠું ને મધુરું બોલ્યા કરતા. બસ, શ્રવણ કરો. પરબ્રહ્મથી એ સ્વરૂપે બોલી રહ્યા છે. આનંદ, આનંદ, આનંદ થઈ જશે એકદમ. અને એટલે એ જે પ્રકાશ ફેલાયો તેનાથી શું થયું? ડર ભાગી ગયો, અભયદાન થઈ ગયું. પ્રકાશે આપ્યું છે તમને તો એવડા અમથા પ્રકાશે તમને અભયદાન આપ્યું, તમને આશા આપી, તમને હોપ આપી છે. આજનો દિવસ તું જીવી.

ગયો કે રાત્રે ટપ્પો થઈ ગયો હોત તો, કે જોત ના હોત તો પણ, કે સવાર પડી ગઈ. જો એક દિવસ પાછો ફરી કરીને બીજો આપ્યો, એમ કરતાં કરતાં એક એક દિવસ પછી ટેવ પડી જાય એટલે પછી બીક ઓછી લાગે, ને. પણ અભયદાન આપેલું છે. શા આધારે આપેલું છે? શી અપેક્ષાએ આપ્યું છે? કે આ માનવ જીવનની અંદર તું પરમ લક્ષ્ય, જે વ્યાપક બ્રહ્મ પરમાત્મા છે, તેમાં તું જઈને બેસીશ. એટલે બ્રહ્મ તત્વનું સ્વરૂપ આવી રીતે આપી દે છે. એ બ્રહ્મ તત્વને પ્રાપ્ત કરવું એનું નામ જ મોક્ષ. એને પ્રાપ્ત કર્યું, બસ પૂરું થઈ ગયું. મોક્ષ થઈ ગયો તમારો. શેનાથી? સંસારથી ગયો. સંસાર અલોપ થઈ ગયો. હવે દેખાવાનો બંધ થઈ ગયું. દેખાતો જ પૂરું થઈ ગયું. આ શરીર મનના વ્યવહારે બધું છોડાવી દેશે અને પોતાના સ્વરૂપમાં લીન કરાવી દે, એને મોક્ષ કહેવાય. કેટલી મોટી વાત થઈ!

કોઈપણ ક્રિયા કરતા હોય, ઘરની અંદર ભલે કોઈપણ પ્રવૃત્તિ કરતા હોઈએ, પણ આપણા મનમાંથી આપણા બ્રહ્મ તત્વ પરમાત્મા સહેજ પણ અળગા ન થવા જોઈએ. જેમ શ્વાસ અળગો થતો નથી, એમ શ્વાસે શ્વાસે અહરની અખંડ કીજીએ સ્મરણ શ્વાસો શ્વાસ. તો એનું પરિણામ શું મળશે? "પંડ છતે આજ આ છતે શરીરે પરબ્રહ્મમાં સુરતિ જઈને સમાય." બધી વૃત્તિઓ બ્રહ્મમાં લીન થઈ જશે પછી. બધું બ્રહ્માકાર થઈ જશે.

અવરોધો આપણે જ ઊભા કર્યા હતા. બધી મનની બાંધી લીધેલી ગ્રંથિઓ હતી. માત્ર એ આડસોને લઈ લઈને આપણે સંસારમાં બેસી રહ્યા હતા, પરબ્રહ્મથી છુપાઈને જાણે કે. પણ હવે તો કે, બાકી પરબ્રહ્મ પરમાત્મા આપણા પોતાની અંદર જ બિરાજેલા છે. એનું તો આપણને ભાન જ નહતું, જરાય દૂર નથી.

એટલે આપણે એમ કહીએ છીએ કે, "મેં પરબ્રહ્મ ખોળી કાઢ્યા." ખોટું! પરબ્રહ્મએ તમને લાયક ગણ્યા ને ખોળી કાઢ્યા કે, "હવે તું મારો સિક્કો મારી દીધો. તું બ્રહ્મમાં છું." પતિ, તમારું કામ પૂરું. આ સંસારમાં હવે ફરી જન્મ મરણના ચક્કરમાં પડવાનું એમાંથી મુક્તિ. અત્યાર સુધી તો તમને વારે વારે સજા ફટકારવામાં આવતી હતી કે, "જા પાછો ફરી પાછો આવતે, ટ્રાય કર. જો હું હું જડું છું તને." એવી રીતના ગેમ કેવી કેવી છે! "હું જડું છું તને," એમ કરીને આમ દાવ ફેંકે છે પરબ્રહ્મ. માણસ દોડ્યા જ કરે કે, "હું શોધું છું," એમ કરીને એવા ખયાલમાં. છેવટે પરબ્રહ્મ પોતે જ આવીને એને ટપલી મારે છે આમ કરીને કે, "જો તું આ છે."

એટલે પરમાત્માનું સ્વરૂપ મારામાં જ છે એવી દરઢ ડતા કરો. કોઈ બાના નહીં. હવે એ તો સર્વત્ર છે, સર્વવ્યાપી છે, જરાય છેટા નથી. એટલા માટે તો પુષ્પદંતે પણ શિવ મહિમના સ્તોત્રમાં કહ્યું હતું: "નમો નિદિષ્ટાય નમઃ." નેદિષ્ટ એટલે નજીકમાં નજીક હોય એને નેદિષ્ટ કહેવામાં આવે.

એ શુદ્ધ છે, પવિત્ર છે. તેથી તો આ આખુંય શરીર સચવાય. જ નહિ તો ગંધઈ ઉઠે. આ તો કેટલા દિવસ જૂનું દાળભાત હશે, માખી ઘડીકમાં બણબણવા માંડે. પરમાત્માએ જેવી ત્યાની આમ વસ્તી કરી, એટલે આ વસ્તી ઉડી જાય આખી આખી. સમજાયું? ગંધાઈ ઉટે બધા જ કે, "કાઢો, કાઢો, કાઢો! જલ્દીમાં જલ્દી કાઢો!"

માટે કે છે: "નમો નિર્દિષ્ટાય નમઃ." નિદિષ્ટ એટલે નજીકમાં નજીક. તો પરમાત્મા કેવા છે? નજીકમાં નજીક. કોણ? તો કે પરમાત્મા. પણ આ સમજણ સત્સંગ દ્વારા સાચી સમજણ પ્રાપ્ત થવી જ જોઈએ. આપણું પરમ સૌભાગ્ય છે. આપણે ઘણા ઘણા પુણ્યશાળી છે. પૂર્વ જન્મનો ભાગ્યો યોદય થયો છે, ત્યાં આપણને બ્રહ્મ તત્વ પ્રાપ્ત થયું છે.

એટલે ભયંકરમાં ભયંકર દુરાચારી હોય તેના માટે પણ ભગવાને કીધેલું છે. શું? ગીતામાં કીધું છે કે, "જે મને અનન્ય ભાવથી ભજે છે, તેને હું તરત જ મુક્તિ આપી દઉં છું." તો ભગવાનની ભક્તિ કેવી રીતે કરવી જોઈએ? અનન્ય ભાવે કરવી જોઈએ. અન્ય નહીં, એને અનન્ય કહેવાય. અન્ય નહીં એટલે અનન્ય. એવા અનન્ય ભાવ કે, "બસ તું જ, બીજું કોઈ નહીં." બસ તો જ, તો જ એ તું એવી રીતના પહોંચવાનું છે પરબ્રહ્મની અંદર. ભગવાને બી અહીયા જો પ્રોમિસ આપી દીધું છે. કીધું છે કેવું? "એવો મહાન મહાન પાપી હોય તો પણ હું એને મુક્તિ આપી દઉં છું." "શીઘ્રમ ભવતીિ ધર્માત્મા." એ શું થાય છે? શીઘ્રથી શીઘ્ર ધર્માત્મા થઈ જાય છે. આવા છે ઉદાર પૂરણ બ્રહ્મ.

હવે જેમ ભગવાન ઉદાર છે, એમ પરસ્પરતા ના વ્યવહારમાં પણ ઉદાર બનજો. આપણને આ ગુરુ સદગુરુ સમજાવે. કોઈ કોઈની ભૂલ માટે કાયમની ગાંઠ ના વાળશો. આટલી કૃપા કરજો. થોડા વધારે ઉદાર બનજો. ઉદારતાથી માફ કરી દેજો.

જો ભગવાન આપણને ઉદારતાથી માફી આપી છે, તમે પણ બધાની બધી ભૂલો માફ કરો. ઉદાર બનો. માફી આપવામાં ઉદાર બનવાનો, પૈસા આપવામાં ઉદાર બનવાનું. અહીંયા ગીતામાં કીધું: "તમારી પાસે હોય તો આપો, ના હોય ના આપું." માફી તો તમે આપી જ શકો છો. તો તમે માફી આપો. તમે તમારી જાતને માફી આપો. તમારાથી એ બહુ ભૂલો થઈ છે. તો પહેલા કહો કે, "હું મારી જાતને માફી આપું છું." પછી કહો કે, "હું બધાને માફી આપું છું." પછી તમે એમ કહો કે, "હું બધાની માફી માગુું છું," અને પછી અનુભવ કર્યો કે, "બધાની માફી મને મળી ગઈ." અદભુત કામ થઈ ગયું!

બધી ભૂલો માફ કરો બધાની. ઉદાર બનો. જુઓ, ભૂલને અને પાપને જેટલું યાદ કરશો, એટલી ભૂલો અને પાપ વધારે શક્તિશાળી થયા કરશે. અપરાધ બોધ કીધું ને, વધારેને વધારે ઠોકરો ખવડાવે છે અને એની પરંપરા ચાલ્યા કરશે. બધું છોડી દો. ત્યાંને ત્યાં મૂકીને આગળ વધો. ઠોકર અહી વાગી તી તને, ત્યાં જ છોડી દો છો ને? કે પછી એને ઉપાડીને આમ કઈક ફેકો છો બહાર બીજે? એવી રીતે ત્યાને ત્યાંને ત્યાં જ મૂકીને તમે આગળ ઉપરજો. જો અપરાધ યાદ રાખશો તો એ દ્રઢ થઈને મોટું ઝાડ થશે. પાપ, અપરાધ, ગુના વારંવાર થયા કરશે. આ એક સાયકોલોજી છે. માટે ભૂલી જાવ અને આગળ વધતો.

પ્રાર્થના કરીએ: "અવગુણ મારા કોટી છે, અવગુણ મારા કોટી છે, પણ એકે ધરશો ના હૈયે. એકે ધરશો ના તમારા હૈયામાં, હૃદયની અંદર કે એક પણ ગુણ અવગુણ મારો જે છે, તેને તમે ના લેશો." હવે જો તમે એક અપરાધ માફ ના કરો, તો ભગવાન પણ કરોડો.

અપરાધ માફ નહીં કરે. જીવનમાં ઉણપ છે, તેને સુધારી લઈએ તો અવશ્ય આપણું જીવન સુખી થશે, શાંત થશે. વિચાર કરો, બધા વૈભવ છે તમારી પાસે, પણ શાંતિ નથી તો સુખી કેમના તમે? આવા લીસ્સા રોડ છે મોટા મોટા, એની પર મોટી મોટી ગાડીઓ દોડાઈ શકો છો. હવે અત્યારે પહેલા તો ગાડી કોઈ મિલ માલિકને ત્યાં જ રહેતી હતી. આપણે ત્યાં અત્યારે તો જુઓ, દરેક ઘેર ઘેર ગાડી થઈ ગઈ, ઘેર ઘેર બંગલા થઈ ગયા, ફ્લેટ થઈ ગયા. બધાની પાસે બધા ફોન આવી ગયા છે. કેટલો સુખ વૈભવથી સામાન્યમાં સામાન્ય માણસ જીવી રહ્યો! અને તેમ છતાં પણ આપણે જો શાંત ના હોઈએ તો આપણે સુખી કેવી રીતે કહેવાઈએ? શાંતિ જ ના હોય તો! શાંતિ સર્વોચ્ચ સુખ છે અને એ કેવી રીતે પ્રાપ્ત થાય? પરબ્રહ્મને જાણીને, પરબ્રહ્મમાં સ્થિરતા કરીને.

હવે જુઓ, ક્ષમા આપવી એ કાયરનું કામ નથી. "ક્ષમા વીરસ્ય ભૂષણમ." કોઈ વાંધો નહીં, પાપ થઈ ગયું, એક બાજુ ફેંકી દે અને ફરી એવું ના કરતો. અને છેલ્લે બધાની અંદર શ્રદ્ધાથી અંદર રહેલી ચેતના જે અવ્યક્ત છે, તેનો અનુભવ કરતા શીખ. બધાની અંદર રહેલી ચેતના કે જે અવ્યક્ત છે, તેનો અનુભવ કરતા શીખ એટલે પછી પાર પડ્યા એમ જાણીએ. જે પૂર્ણતાને પામે છે, એ જ સર્વસ્વ રીતે પોતાને પામી શકે. સંપૂર્ણપણે તે જ પામી શકે. આત્માને પામે, આત્માનુભૂતિ કરી દીધી છે. આત્માનુભૂતિ જેને કહેવાય, "સ્વાત્મજ્ઞ" એ પણ પૂર્ણતાને પામેલું એક નામ છે.

આપ કેવા છો? આપ કેવા છો? "સ્વાત્મજ્ઞં વ્યવસ્થિતમ્" જે પોતાની સ્થિતિને પોતાના હૃદયમાં સ્થાપિત કરી દે, પોતાના સ્વરૂપનું પોતાના હૃદયની અંદર જ દર્શન કર્યા જ કરે. બસ, "હું આ છું, હું આ છું, હું આ છું." વાહ! અને જ્યારે પણ આત્મદર્શન કરવું હોય ત્યારે હૃદયમાં બેસી જવું પડે. હૃદયમાં આત્મતત્વને સૂક્ષ્મતાના દર્શન થાય. અને જ્યારે ધ્યાનમાં જવું હોય, આત્માનું સંધાન એ એક અવસ્થા છે અને ધ્યાન એ બીજી અવસ્થા છે. હૃદયની અંદર અનુસંધાન કરીએ તો આત્માનુસંધાન, આત્મદર્શન થાય. અને જ્યારે ધ્યાનમાં જવું હોય ત્યારે મનને બિલકુલ સ્થિર કરી અને નિર્વિચાર થવું એનું નામ છે ધ્યાન. એક શ્વાસોચ્છ્વાસ સિવાય કોઈ વિચાર નહીં, કોઈ વસ્તુ નહીં, કોઈપણ જાતની બાબત મનમાં સહેજ પણ ના રહે. બિલકુલ નિર્લેપ, કોરું ધાગોડ મન, સાવ ખાલી. આ છે ધ્યાન માર્ગની દિશા.

પ્રયત્ન કરવો રહ્યો. મન જલ્દી માનશે નહીં. સતત અભ્યાસ વડે જ એ શક્ય બનશે. નિર્વિચાર મન એ જ સાચી સ્થિતિ છે, સાચી શાંતિ એ છે. એટલે કીધું કે પાર પડ્યા કેમ જાણીએ? પાર પડ્યો કે ના પડ્યો કેમની ખબર પડે આપણને?

હવે આ બધું બીજા માટે બહુ કરવા વિચારવા જેવું નથી. આપણે પોતાના માટે કરવાનું છે. શું એ એમાં પડવાની જરૂર નથી કે આ પહોંચ્યા હશે કે નહીં પહોંચ્યા હોય. આ બધા લઠ્ઠાબાજી છે, એમાં નહીં પડવાનું. કારણ કે માથામાં આવીને આમ કરીને આમ વાગશે ને તે દહાડે પાછી ગમ પડી જશે કે ભૂલ થઈ ગઈ. એટલે કીધું છે કે પાર પડ્યા કેમ જાણીએ? જ્યારે મનમાં મન સમાય. સો આનો આનો ટેસ્ટ છે, લિટમસ ટેસ્ટ જેને કહે છે ને આ લોકો, એવો. ક્યારે? તો કે મનમાં મન સમાય. તમારા મનની અંદર બધું તમારે સમાવી દેવાનું. તમારું મન, બીજાનું મન, આનું મન, તેનું મન, બધું છેવટે શું થઈ જાય? અમન. એ માટે "શનૈઃ શનૈઃ રૂપમેતત્" શું કરવાનું? શ્વાસોચ્છ્વાસ સાથે અનુસંધાન કરાવે. માત્ર શ્વાસ આવે છે, જાય છે, એની સાથે "ૐ સોહમ." આ આ થઈ રહ્યું છે. બોલવાનું નથી, એને સુણવાનું. શ્વાસમાં તમને એનો સૂક્ષ્મતમ સ્વર સંભળાશે એક દિવસે.

એને બંસીનાદ કીધો. ધ્યાનમાં ઉતાવળ ના ચાલી શકે. ધીમે ધીમે મંદ થાય, પછી સ્થિરતા આવે એટલે ઉન્મની મૌન મનનું થઈ જાય. પછી એટલે "નરયુચ્ચિદ આકાશ રૂપ." બસ, બીજું કાંઈ જ નથી. ફાઇનલ સ્ટેજ આવી ગઈ જશે. આ છે રસ્તો. પહોંચો. હવે આત્માથી પરમાત્મામાં. જય સચ્ચિદાનંદ.

આ લખાણ AI દ્વારા તૈયાર થયું છે. શંકા હોય ત્યાં મૂળ પ્રવચન સાંભળી ખાતરી કરવી.