અનંતની યાત્રાAnant ni Yatra
શાશ્વત સંવાદ · Shashwat Samvad · Eternal Dialogue

શાશ્વત સંવાદ — ૩

લેખ ૫ / ૨૦ · 56 મિનિટ વાંચન · વિડિયો જુઓ ↓

એટલે મૂળ વાત એક જ છે કે સમજણપૂર્વક પોતાના સ્વરૂપને અદ્વૈતમાં બેસાડી દેવાનું અને પછી શાંતિથી જે થાય એ વ્યવહાર કર્યા કરવાનું. આ શરીરમાં પ્રારબ્ધ અનુસાર રહેવાનું જ છે ત્યાં સુધી આપણે ભલે રહીએ અને જે દિવસે જવાનું જ છે તેના માટે આપણે અત્યારથી તૈયાર રહીએ. "વિલ કરી દીધું ને સહી? બસ પૂરું!" હવે સતત ભાવ એ રહે કે જ્યાં સુધી ગુરુ-શિષ્ય ભાવ બન્યો રહેશે, તો એ તો સ્થૂળ ભાવ છે. સાધના આગળ વધતા વધતા પરિપક્વ થતા સૂક્ષ્મ ભાવ થશે. માત્ર આત્મભાવ રહે ત્યારે હનુમાનજી પોતે જ કહે છે: "દેહ ભાવે દાસો હમ, જીવભાવે ત્વદં શકમ." એટલે કે, "દેહ ભાવે હું તમારો દાસ છું, ભગવાન; પણ બાકી તો હું પણ આત્મા જ છું, તમે અને હું બે જણા એક જ છીએ."

સ્મશાનમાં જોઈ આવો, કોઈની રાખ જુદી પડે છે? કોઈની રાખનો કલર જુદો હોય છે ખરો? તો એમ કોઈ કહે કે આ ફલાણાની છે ને આ ટીકણાની છે, તો જુદું એ રીતે જુદું પડે છે, બાકી કંઈ ખબર પડતી નથી. માત્ર રાખોડી હોય એટલે ચોપડીને જે ફરતા હોય ને બધા બ્રહ્મ સ્વરૂપ થયા છે એમ ગણવાતું હતું એ જમાનામાં. એટલે એટલી બધી ભભૂતિને બધું લગાડે. અવધૂતો હોય બધા એ ફરે. આ નાગાબાવાઓ પણ બધા આવી રીતના ચોપડીને ફરે છે. મૂળ કારણ શું છે? એમને તે સ્વરૂપ થવું છે, પણ આ એને સીધું એમણે બાહ્ય આચાર પકડી લીધો છે. સંસારનો છેવટનો છેલ્લો રંગ કયો છે? રાખોડી. એટલે રાખોડી ચોપડીને જે ફરતો હોય એને એમ બધા એમ કહે કે ભાઈ હવે આ સંસારમાં નથી. ખબર પડી જાય ને એક ઓળખાણ તરીકે. આ ત્રણ લીટીઓ કરી હોય ત્યાં સુધીને કહેવાય કે ભાઈ હજી થોડો ઘણો છે આની અંદર. અહીંયા ત્રણ કરે, અહીંયા ત્રણ કરે, ગળા પર કરે, છાતી પર કરે.

આવી રીતના એને કરવાની વિધિ છે આખી. તો ખબર પડે કે ભાઈ આટલા ભાઈ બહાર નીકળી ચૂક્યા છે અને હવે એમની ખાલી પૂંછડી જ બાકી રહી છે, બાકી મોટા ભાગે જંપ મારી જ દીધો છે એમને સંસારમાંથી બહાર જવાનો હતો અને એવી રીતે રહેતા જીવતા હતા. બરાબર, નિર્લેપ ભાવે, શાંત બિલકુલ.

તો એ રાખોડી જે છે તે બ્રહ્મ સ્વરૂપ થઈ ગઈ, પણ એ સ્થૂળ ભાવ છે. જ્યારે સંસાર ભાવ જ ગાયબ થઈ જશે, તો તમે ભલેને રાખોડી નહીં ચોપડી હોય તો પણ તમે બ્રહ્મ સ્વરૂપ તો થઈ જ શકો છો. અંદર ચોપડવાની છે રાખોડી કે સંસારમાં જ્યાં જ્યાં તમને રંગીન રંગીન લાગતું હોય તો એ બધે આ રાખોડી છાંટવી. ફાઇનલ રિયાલિટી આ છે, એમાં સમજી જવાનું છે. એટલે સમજણ રૂપી રાખોડી છાંટો અંદર તમારા સંસારના જ્યાં જ્યાં તમને રંગીન બધું દેખાડતું હોય છે, સ્વપ્ના દેતી બધી વસ્તુઓ. અનુભવો કરવા છે, અનુભૂતિ કરવી છે, ચાખવું છે, ચાટવું છે, પંપાડવું છે, કંઈ બી કરવું છે, તો કે બસ બધાયની ઉપર રાખોડી ફેરવો. કે હવે આપણે પેલી રોટલી હોય ને ઉપર રાખોડી ચોપડીએ તો કોઈ ખાય ખરો? એના જેવી વાત છે. અને પણ અવધૂત હોય તો એ તો ખાઈ જાય, એને તો કોઈ લેવા દેવા જ નથી. બસ, સમજાયું?

એટલે એવી રીતે એ ભોજન કરતો જ નથી બધા લોકોની નજર સામે ખાતો હોવા છતાંય, કારણ કે એ જાણે છે કે હું તો બ્રહ્મ છું. બ્રહ્મને આહારની જરૂર નથી. ખાનારો બીજો ને હું જુદો.

એટલે પૂરી વાત કંઈક એવી હતી કે બધું ટોયલેટ આમ ચોપડીને ફરતા હતા કે લોકો એમની પાસે આવે જ નહીં. એ જમાનામાં જ લોકો એવા ચોંટતા ને, "મને રાજપાટ આપો ને, મને આ રાજાથી બચાવો ને, મને ફલાણી રાણીના કોપથી બચાવો ને." બધું બહુ તોફાન તે વખતે હતું. અત્યારે હોય એવું ઓછું. આ વખતના પ્રમાણમાં ક્યાં કોકને કંઈક. આપણે તો પણ નસીબ છે કે આપણા બધાને આવું બધું નથી. કોઈ પ્રધાનનો કોપ આવ્યો હોય તો પછી કંઈ કહેવાય નહીં કે એવું થઈ જાય. એટલે કહે છે કે "દેહ ભાવેન દાસોહમ, જીવ ભાવેન ત્વદંસક." તો રાખોડી છે એ બધું બ્રહ્મ સ્વરૂપ છે એમ કે. બ્રહ્મનો રંગ જ ના હોય, નિરંજન બિલકુલ. એટલે કોઈ જુદું નથી. જે કંઈ છે એ બધું કેવલ પરમાત્મા જ છે. એટલે સત્ય સ્વરૂપ જે છે તે આત્મા છે. "પ્રજ્ઞાનમ બ્રહ્મ" કહી અને "તત્વમસી" બોધ આપી શરણાગતને પોતાનું સાચું સ્વરૂપ દર્શન કરાવે છે અને પછી ઉપદેશ આપીને કહ્યું કે શોધ આ છે.

"તત્વમ અસી" – તું તત્વ છું, તું પોતે જ છું. એને તું શોધ. તું શોધીશ તો મળશે ને? આપણે ત્યાં પ્રસાદમાં કહ્યું હતું કે સંશોધકની વૃત્તિ એમ કે વ્યક્તિમાં હોવી જોઈએ અને એવી રીતે શરૂ કરો તમે આત્મા શોધવાનું. એક દિવસ તમે ચોક્કસ પહોંચી જશો.

એમણે ઘણા સમય સુધી જુદી જુદી બાબતોને જોવાની બ્રહ્મ દ્રષ્ટિ આપી તમને પણ અનેક રીતે સમજાવ્યું અત્યાર સુધીમાં. "આવું બ્રહ્મ છે, આવું બ્રહ્મ છે, આવી રીતે, તેવી રીતે." 108 ઉપનિષદોથી અને ગીતાથી કેટલી બધી ત્રણ-ચાર ગીતાઓ કહી દીધી, બધુંય કરી નાખ્યું. છેવટે યોગ વશિષ્ઠ આપી દીધું કે લો ભાઈ, હવે આ છે. અને હવે આ પાછો તત્વ ઉપદેશ કરવા બેઠા કે જો ભાઈ, તત્વમાંથી તત્વ રૂપે તું જ છું, પણ તું એને શોધી કાઢ કે તું એ તું છું એ કેવી રીતે છું અને એ તત્વ કેવું છે. એને તું પહેલા શોધ. તું શોધીશ એટલે તને બહુ આનંદ આવશે એમાં. અનેક જાત્રાઓ કરી એટલે કીધું કે વાયુ છે તે પણ બ્રહ્મ છે, આકાશ છે તે પણ બ્રહ્મ છે, અન્ન અને જળ છે તે પણ બ્રહ્મ છે. પછી કહ્યું કે "તત્વમ મસી." "ઓમ જલમિતિ ભસ્મ, વ્યોમિતિ ભસ્મ." એ પણ આપણે કહ્યું ત્યાં આગળ. અને પછી "અન્ન ઈતિ બ્રહ્મ," "વાયુ ઈતિ બ્રહ્મ." એવી રીતના અનેક વખતે પેલા ઇન્દ્રને બી મોકલાયો વારે વારે.

ત્રણ ત્રણ વર્ષ બિચારો જઈ જઈને પાછો આવતો. દરેક વખત એને ઉપદેશ આપે એ કાગળનો એટલે પાછો તો ત્રણ વર્ષ ગાયબ. પાછો ફરી ત્રણ વર્ષ સંશોધન કરીને પાછો આવે. પછી કહે કે હા, મને હવે પકડાયું છે કે "વાયુતિ બ્રહ્મ." તો કે હવે જા કે "આકાશી બ્રહ્મ." એટલે પાછો ફરી. એટલે તત્વમસી એ સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્મા. એટલે છેલ્લે એને કીધું કે તત્વમસી એ બ્રહ્મનું તત્વ છે અને એ બ્રહ્મનો સંબંધ કરાવે.

પછી સચ્ચિદાનંદ સ્વરૂપી પરમાત્મા છે, જેને આપણે "સત્યમ શિવમ સુંદરમ" કહીએ છીએ. સત્યમાં જ આનંદ છે અને આનંદમાં ચિત્ત છે, અને ચિત્તના આનંદની અંદર બ્રહ્મ રહેલો છે. ચિત્તના આનંદની અંદર જ બ્રહ્મ રહેલો છે. એ પાછો કેવો? નિરપેક્ષ, કોઈ અપેક્ષા વગરનો આનંદ છે, કોઈના આધાર વગરનો આનંદ છે. એવો બ્રહ્મ છે. આમ વાક્ય આપ્યું છે, કયું? "શ્રી સંતરામ મહારાજ સત્ય છે." આપણે ત્યાં આગળ ગયા હતા અને જોયું હતું ને, "શ્રી સંતરામ મહારાજ સત્ય છે." આ એક્ઝેટ એવું વાક્ય છે. દાદા ભગવાનના અસીમ જય જયકારો!

તો, શ્રી... પહેલામાં પહેલું તો, હવે આ "શ્રી" એટલે સંપત્તિવાન હોય એને શ્રી કહેવાય. ત્યારે આ સંતરામ મહારાજ સ્વયં દત્તાત્રેય ભગવાન છે, એટલે એમના માટે "શ્રી" શબ્દ સંબોધન કરવામાં આવ્યો. શ્રી નિધિ ભંડાર છે, શેનો? જ્ઞાનનો ભંડાર છે. જ્ઞાન, ગુણો, એમની પાસે એટલા બધા આત્માના બધા ગુણો એમની પાસે છે, તો શ્રીધે જ કહેવાય ને? તો એવા જે છે, શ્રી... પછી એક નામ આપ્યું, સંતરામ. એમને તો કોઈ નામ-બામ તો કશું હતું જ નહીં, એ તો પ્રગટ થયા હતા. બસ, એકદમ મજામાં! એટલે તો શું કહેવાય? તો કે આવા વ્યક્તિ હોય જે કોઈને અડે નહીં, નડે નહીં, લાગે નહીં, વળગે નહીં, કોઈને કશું કરે નહીં ને તોય પાછા બધાની હેલ્પ કરે. તો એમને બધાય સંત કીધું અને રામની જેમ ફર્યા કરતા હતા, મસ્ત મોલા થઈને. એટલે પછી "આયા રામ ગયા રામ" કહે છે ને, એવું એ રીતના. તો આમને કર્યા સંતરામ.

પછી, કારણ કે અવધૂત સ્થિતિની અંદર ૨૦૦ વર્ષ જેવું કંઈક ત્યાં આગળ રહ્યા હતા એ શિવાલયની અંદર, મંદિરની અંદર જ. પછી કીધું કે "સત્ય છે." "સત્ય છે" એટલે આ એમનું સત્ય છે, "મહારાજ સત્ય છે." તો બ્રહ્મ સ્વરૂપ છે એમ કહેવા માંગે છે, બીજું કશું નહીં.

હવે આખી વાતને મારે ટૂંકમાં કહેવું હોય અને કોઈકને ઓળખાણ આપું કે "બ્રહ્મ સ્વરૂપ શ્રી માનવ કુકરિયા," "બ્રહ્મ સ્વરૂપ શ્રી અમે પલસકાર." તો એ પરિચય આપ્યો. પેલો બાહ્ય પરિચય છે, ત્યાં આંતરિક પરિચય આપ્યો કહેવાય. એ માગું છું કે તે બ્રહ્મ સાથે એકરૂપ થઈ ચૂકેલા છે, એવો જ સત્ય છે. બીજું કોઈ સત્ય છે જ નહીં અને એમણે સત્યને સંપૂર્ણપણે આત્મસાત કરી લીધેલું છે, એટલા માટે સત્ય સ્વરૂપ બની ચૂકેલા છે, માટે એ સત્ય છે. તમે એક વખત અનુભવ કરી લીધો બ્રહ્મનો, તમે બ્રહ્મ સ્વરૂપ છો. તમે આત્માનો એક વખત અનુભવ કરી લીધો, તમે આત્મા સ્વરૂપ છો. હવે તમે આત્માની બાબતમાં નિશંક છો. તમને શંકા નથી, "આવો હશે, આવો હશે, કેવો હશે, કેવો હશે?" તમને ખબર છે, "આત્મા છું, સચ્ચિદાનંદ છું." પણ શબ્દોથી નહીં, ગાગા કરે છે એવો નહીં, અનુભવ છે. એટલે આનંદમાં જ ચિત્ત છે અને ચિત્તના આનંદની અંદર બ્રહ્મ રહેલો છે.

તો ભાગવતના પહેલા શ્લોકની અંદર પણ કહ્યું. બહુ સુંદર વાક્ય છે, મને બહુ જ પ્રિય છે. અને આપણા જે પારસી પહેલા હતા ને, તાવરિયાજી, એ બહુ સરસ સંત હતા. એ તાવરિયાજીએ પણ લખેલા પુસ્તકો અને એના અંદર પણ એમણે આનો ઉપયોગ કર્યો હતો. એ કહે છે, "સત્યમ પરમ ધીમહિ." શું કહે છે? "સત્યમ પરમ ધીમહિ." એટલે કે પરમ તત્વ એ જ સાચું તત્વ છે અને તેથી આગળ પછી આ સૃષ્ટિ છે જ નહીં, ત્યાં અંત આવી જાય છે. સૃષ્ટિનો તો પછી આ પરમ તત્વ સ્વરૂપ ચાલુ ને ચાલુ જ રહે છે આગળ. તો સૃષ્ટિમાં પણ આ તત્વ છે, પણ સૃષ્ટિ અંત પામી જાય છે. ત્યાર પછી પણ આ તત્વ તો ચાલે જ કરે છે, કારણ? કારણ કે એ અનંત છે અને એટલું મોટું છે એટલે આપણે એને ગુરુ ગુરુ કહીએ છીએ. એટલું મહાન છે એટલા માટે પણ આપણે એને ગુરુ ગુરુ કહીએ છીએ. ત્યારે કહે છે, જે સર્વોપરી છે તે જ સત્ય છે. બધાની ઉપર હોય એ કયું સત્ય?

તો બધાની ઉપર એટલે કેવું? તે કે એક દિવસે એવું કંઈક થયું હતું કે બધા સંસ્કૃતના ગ્રંથો ને બધા ઘણા ઘણા બધા હતા. તુલસીદાસજીએ લખેલું પેલી તુલસીકૃત રામાયણ જે છે ને એમની, એને શું કહે છે? તુલસી માનસ એવું કંઈક કહે છે ને, તે રામાયણ એમણે લખેલું હતું. હવે હિન્દીમાં લખેલું, લોકભોગ્ય ભાષાની અંદર લખેલું. ત્યાં બ્રાહ્મણો બધા કાશીની અંદર વિદ્વાન પંડિતો બધા બેઠેલા. તો કે, "તું કોણ પણ મોટો આવું લખનારો?" એમને તો આ તુચ્છ લાગતો હતો તુલસી. તો કે, "શું વાત કરો? કે ના ધોયા વગર આ બેઠો બેઠો લખ લખ કર્યા કરે છે આખો દાડો ગંગાને ઘાટ પર." એ જ કહે છે, "અને પાછો લખતો જાય છે અને બોલતો જાય છે. એને કોઈ બીજું કોઈ જ મળતું નથી. ખાલી એક કોડીઓ ત્યાં આગળ બેઠો હોય છે. કોઈ એની પાસે જતો જ નથી." કે પછી આખી વાતનો ફોડ પડ્યો ત્યારે ખબર પડી કે ઓલો તો હનુમાનજી હતા.

જ્યાં જ્યાં તમે રામાયણ શરૂ કરો, હનુમાનજી પ્રગટ થાય. રામ શબ્દની વાત તમે કરવાની શરૂ કરો ને, તો તમે વિચાર કરો. હવે આત્મા તો એમને કોઈ ભેદ નથી. એ પોતે શિવ સ્વરૂપ છે, અગિયારમો રુદ્ર છે અને તેમ છતાં પણ એ રામના ગુણગાન ગાવા જ્યાં જ્યાં જાય છે ત્યાં એ પોતે પહોંચી જાય છે. આટલી મહાનતા હોય છે જે સર્વોચ્ચ હોય છે તેની પાસે પણ મહિમા છે કે "તારા નામનો રામ." એમ કરીને તે પછી એવું થયું કે આ બધા ગ્રંથો છે ને, તો કે, "એક કામ કરો, એમાં આ કે બધાના ગ્રંથોની સર્વોપરિતા." તો કોઈક વિદ્વાને કીધું કે, "આ બધામાં આ ગ્રંથ સૌથી શ્રેષ્ઠ છે." એટલે પછી બધા બ્રાહ્મણોને તો પાછું આવ્યું કે, "એવું કેવી રીતે બની શકે છે?" કે, "પ્રયોગ કરવો છે?" તો કે, "કરો." કહે છે કે, "સારું." એટલે પછી એ કાશી વિશ્વનાથના મંદિરની અંદર બધા સંસ્કૃત મહાન ગણાતા ગ્રંથોને લાઈનબંધ ગોઠવવામાં આવ્યો.

એમાં સૌથી નીચે રામચરિત માનસને મૂકવામાં આવ્યું. સૌથી નીચે કે, "ભૂલેચૂકે પાછું એ..." હવે આ ત્યાં આગળ જોયું તો કે, "સર્વોપરી હશે ને તો ખબર પડી જશે કે સર્વોપરી થઈ જશે." એમ કરીને બધા નીકળી ગયા હતા. આખી રાત બધા ત્યાં આગળ ચોકી પહેરો કરે ચોગાનની અંદર, મંદિરની અંદર બધા બ્રાહ્મણો. "કોઈને અંદર નહીં આવવાનું કે અમારા સિવાય." એમ એવું કર્યું. સવારમાં...

તાળા ખોલ્યા અને બધું અંદર જઈને મંદિરમાં પૂજા-પાઠમાં ગયા હતા. જઈને જોયું તો રામચરિતમાનસ સૌથી ઉપર હતું. બધા આશ્ચર્યવિભોર થઈ ગયા કે આવું કેવી રીતે બને? જો આ બધું કરતાં કરતાં છેવટે આ નથી સમજાવ્યું, તો તમે કંઈ સમજ્યા જ નથી. હું તમને એ જ કહેવા માંગતો હતો.

એટલે કહ્યું કે ભાગવતના પહેલા શ્લોકની અંદર પણ કહ્યું છે: "સત્યમ્ પરમ્ ધીમહિ". પરમ તત્વ એ જ સાચું તત્વ છે. એથી આગળ બીજું કંઈ છે જ નહીં. માટે કહ્યું કે "સચ્ચિદાનંદ રૂપાય શ્રી સદ્ગુરુ દેવાય નમઃ". આપ સચ્ચિત્ આનંદ સ્વરૂપ છો. સંસ્કૃત બોલતા ફાવે નહીં, સમજાય પણ નહીં. માટે લખ્યું છે કે શ્રી સંતરામ મહારાજ સત્ય છે, સ્વયં સાક્ષાત્ દત્તાત્રેય ભગવાન છે. તો પણ તેમણે તે સ્વરૂપની અંદર આ આખો જે સમયગાળો કાઢ્યો, એટલા માટે તેમને સંતરામ કહેવામાં આવ્યા.

તો સત્ય ક્યારેય ચલાયમાન થતું નથી. દર્શન થયું તો જ સંબોધન થયું હશે, કોકને તો દર્શન થયું હશે ને ત્યારે એ બોલ્યો હશે ને! જેમ "દાદા ભગવાનના અસીમ જય જયકાર" ક્યાંથી નીકળ્યું? તો કે કેસરિયાજીની અંદર એક જણ ત્યાં ગાડીએ ગયા હતા. બધા ત્યાં હતા અને દાદા ત્યાં આમ બેઠેલા. તો મૂર્તિના બધાએ દર્શન કરી લીધેલા અને બધા બેઠેલા હતા. અને પછી એકદમ આ કનુભાઈ દાદા કે કોણ જાણે કોકને કોકને થયું હતું, તે ઊભા થઈને પછી બસ તેમણે તો આ એકદમ જ બોલવાનું ચાલુ કરી દીધું કે "દાદા ભગવાનના અસીમ જય જયકાર".

ત્યારે દાદાએ કલાક સુધી ધૂન ચાલવા દીધી. બધું થઈ ગયું અને પછી કહ્યું: "દાદા ભગવાન એટલે હું નહીં." અને એ પછી જ્યાં સુધી દાદા હતા, ત્યાં સુધી મને ખબર છે કે દરેક સત્સંગની અંદર, દરેક જગ્યાએ કહેતા હતા કે "આ દેખાય એ નહીં, આની અંદર રહેલા છે, પ્રગટ થયેલા છે તે દાદા ભગવાન છે." અને દરેકને કહેતા હતા કે, "ભાઈ, તમે આ સત્યને સમજો. સમજ્યા વગર પછી આ કોટને, બૂટને, ટોપીવાળાને દાદા ભગવાન જ છે ને? બસ, હવે આપણે પકડવું પડશે."

પણ યાદ રાખજો, ખાતરી રાખજો કે અવશ્ય જો કલાક બેસીને તમે શ્રદ્ધાપૂર્વક, જેમાં કહ્યું ને, "શ્રી સંતરામ મહારાજ સત્ય છે" — આ વાક્ય ભલે તમે અત્યારે જોયા પણ નથી, પણ એ સ્વયં દત્તાત્રેય સ્વરૂપ છે અને પરબ્રહ્મ જ છે. એવી રીતે તમે ફક્ત બોલશો. તમે ફોટોય નથી જોયો અત્યાર સુધીમાં, તો પણ તમે કરશો, તમને કંઈક અનુભવ તો આવશે જ.

એ જ રીતે "દાદા ભગવાનના અસીમ જય જયકાર" દસ મિનિટ બોલો. કોઈપણ મૂંઝવણ, મુશ્કેલ, સાંસારિક, વ્યવહારિક કશું નથી, કંઈક નથી જોઈતું. છેવટે આત્માની કંઈક તમને આમ ઝાંખપ થાય, એવી ઓળખ થાય, એના માટે થઈને દસ મિનિટ બોલો: "દાદા ભગવાનના અસીમ જય જયકાર". પણ જે બોલો, ભાવથી બોલજો, તન્મય થઈને બોલજો અને પ્રગટ કરવા માટે થઈને બોલજો. અનુભવ આવીને ઊભો રહે છે. આખો રૂમ તમારો સફેદ લાઈટથી ભરાઈ ગયો હશે. તમારી આંખ નહીં ખુલે. આ અમારો અનુભવ છે.

એટલે આ બધું સત્ય છે અને આ સત્ય છે. સો, એમ આપણે જાણવાનું છે કે સત્ય ક્યારેય ચલાયમાન થતું નથી. એટલે આ કાળમાં હોય અને પહેલા કાળમાં ના હોય તો પણ એને સત્ય કહેવાતું. તે કલિયુગમાં પણ એ જ સત્ય હોય અને સતયુગમાં જે સત્ય હોય, તે પણ તે જ સત્ય કહેવાય. એટલા માટે આ પરમ સત્ય છે અને સત્ય છે. એટલા માટે એને દેશ અને કાળ પણ ના હોય, નામ અને રૂપ પણ ના હોય. તો પછી દાદા પણ ના હોય અને સંતરામ પણ ના હોય, કે દત્તાત્રેય ના હોય, કે પછી માનવ પણ ના હોય, કે દિવ્યાંગ પણ ના હોય. કોઈ નામરૂપ નહીં. બસ, આત્મા છે તે સત્ય છે, એમ.

એટલા માટે કહ્યું કે "બ્રહ્મ સત્યમ્ જગત્ મિથ્યા". ટૂંકમાં કહી દીધું હતું કે દ્રશ્ય છે એ મિથ્યા છે અને જે સત્ય છે તે બ્રહ્મ જ છે. શંકરાચાર્ય જ્યારે બોલ્યા, જો કે વેદની અંદર પણ આ વાક્ય છે જ, ત્યારે તેમણે ડિક્લેર કરીને કહી દીધું હતું કે "બ્રહ્મ સત્યમ્ જગત્ મિથ્યા". કારણ કે તેમને વેદ બ્રહ્મ જ સત્ય છે, જગત મિથ્યા છે અને એ પોકાર પાડીને સામે આવી રીતના કર્યું હતું. તો એ બ્રહ્મ સત્ય છે અને જગત મિથ્યા છે. મતલબ, દ્રશ્ય જે છે તે પણ ઇલ્યુઝન છે, મિથ્યા છે, એમ કે. એટલે એવી રીતના કહ્યું હતું.

આ સચ્ચિદાનંદનો વ્યાપક બ્રહ્મ છે. પરમબ્રહ્મ સત્ય સકળ સૃષ્ટિની અંદર, જળ-ચેતનની અંદર રહેલું છે. વાસ્તવમાં જળ જેવું કંઈ છે જ નહીં. "ચૈતન્યમયં જગત્ સર્વમ્" ઓલરેડી એક જગ્યાએ કહી દીધેલું છે. પછી એની નીચે તરત જ કહ્યું: "બ્રહ્મમયં જગત્ સર્વમ્". કે બ્રહ્મ જે છે તે કેવું છે? તો કે સૃષ્ટિની અંદર ઓતપ્રોત છે. બિલકુલ જેવી રીતે પાણીની અંદર મીઠું ભેળવાઈ ગયું છે, તેવી રીતે.

હવે તમે એને છૂટું પાડી શકો એમ છો. પણ એને હવે છૂટું પાડીને તમારે જોવું હોય તો તમારે શું કરવું પડે? તો કે મીઠાના પાણીને તાપ આપવો પડે. મીઠાનું પાણી તમારા શરીરની અંદર કયું છે? લોહી છે. એને તાપ આપો. મીઠાના પાણીને તાપ આપ કરશો એટલે છેવટે પાણી ઊડી જશે, પછી નમક રહી જશે, તમને દેખાશે. આ બાહ્ય ફિઝિક્સની વાત કરું છું. આંતરિક ફિઝિક્સની અંદર આ જ છે કે તમે જ્યારે ઇન્દ્રિયોને પ્રતિઆહારથી વંચિત રાખશો એટલે ખૂબ તપશે, છટપટશે. શરૂઆતમાં તો આંખોને જોવું જ છે અને તમે જોવા નહીં દો કે, "તારે બીજું કંઈ નથી જોવાનું. ફક્ત બ્રહ્મ જ જોવાની તને સત્તા છે અને છૂટ છે. બાકી કંઈ નહીં જોવા દઉં."

એવી રીતે કાનને કહ્યું કે, "ભાઈ, તારે ફક્ત બ્રહ્મનું શ્રવણ કરવાનું. બીજો કોઈ અવાજ તારે સાંભળવાની જરૂર નથી. માટે તું ફક્ત બ્રહ્મના નાદ જ સાંભળજે." એવી રીતે બ્રહ્મ શ્રવણ થઈ ગયું. પછી બ્રહ્મનો સ્પર્શ થવો જોઈએ. સ્પર્શ એ વાયુનો, આકાશનો ગુણ છે. આમ સ્પર્શ થાય તો તમને બ્રહ્મનો જ સ્પર્શ થવો જોઈએ. અંદર કે બહાર એવું તો કંઈ છે નહીં. તો સ્પર્શ પણ તમને બ્રહ્મનો જ થવો જોઈએ. એટલે ત્યાં તારે પહોંચવું પડશે. તારી અપગ્રેડેશન એટલી હદે લઈ જા કે તારી તનમાત્રાઓ જે છે, તે સંપૂર્ણ દિવ્ય થઈ જાય. અત્યારે પાર્થિવ છે.

જે રસ તનમાત્રા છે તે શું કહે છે કે, "કેરીનો રસ બહુ મીઠો લાગે છે. ફલાણાને પીઝા બહુ ચટાકીયો છે." એ સમજાવે છે. દિવ્ય તનમાત્રા જ્યારે રસની બની ગઈ હશે, ત્યારે તને બધું જ અમૃત જેવું સ્વાદિષ્ટ લાગશે. તું ભલેને રાખોડી ખાતો હશે તોય અને કંઈ નહીં ખાતો હોય તોય, "હું આ જીવતો રહીશ." તને નવાઈ લાગશે. કેટલા દાડાને દાડા જીવી કાઢ્યા! કહે છે તો લોકોને સૌને નવાઈ લાગે કે આ કેટલા દાડા ખાધા પીધા વગરના રહ્યો. ઘણા નથી નીકળતા પથ્થરોમાંથી ને જમીનમાંથી દટાયેલા બધા બહાર નીકળે છે? ખાધા પીધા વગરના હોય, પણ અંદર હોય તૈયાર બિલકુલ. બસ, એની અંદર હવે એમને સીધો આહાર મળે. એમને જરૂરત નથી બાહ્ય આહારની. જરૂર નથી અહીંયા આગળ એવું પણ કહેવામાં આવે છે.

તો આ સચ્ચિદાનંદ તો વ્યાપક બ્રહ્મ છે. કોઈ એક જગ્યાએ ફિક્સ થઈ જાય એવું નથી. પરમબ્રહ્મ રહેલું છે. પેલા શિવાજીને એક દિવસ બહુ આમ થઈ ગયું કે, "જોયું મેં કેટલા મરાઠાઓને આમ કેટલું બધું કરીને કેટલા બધા દિવસ આ કિલ્લાની અંદર પૂરી રાખેલા હતા તોય બધાને જીવતા રાખ્યા કે બધું મેં પ્રોવાઈડ કર્યું ને?" તો પછી રામદાસ આવ્યા કે, "શિવા, આમાં આવ. એ હથોડો લઈ આવ." પછી આવ્યા, "બાપજી, બોલો શું કરવું?" કહે છે. રામદાસ બહુ જોરદાર સંત. "આ પેલો પથરો દેખાય તને?" કહે છે, "એને ફોડ." પેલાએ ઘણ મારી મારીને અડધો કલાક પથરો ફોડ્યો. પથરો ફોડ્યો. પોલાણમાંથી દેડકો નીકળ્યો. પછી કહે, "શિવા, આને તું જ જમાડતો હતો ને?" પેલાના હાથમાંથી હથોડો પડી ગયો. "પ્રભુ, ભૂલ થઈ ગઈ." કહે છે. તમારી એટલા સૂક્ષ્મ, એટલે સાધકનો સૂક્ષ્મ અહંકારને પકડી લે અને પછી એનો ઈલાજ કરે, એને સમર્થ કહેવાય.

એવા સમર્થ રામદાસ બહુ જોરદાર. મને અતિશય માન હો એમના માટે. એમનું દાસબોધ એટલે બહુ અદભુત. નર્યો વૈરાગ્ય જ વ્યાપી જાય. રાખોડી રાખોડી બધી આખી દરેક પાને પાને એવું લાગે આપણને. વંચાય નહીં.

આ સત્ય આનંદ સ્વરૂપ આપણામાં છે જ, પણ ક્લેશ બહારથી વ્યવહારમાંથી આવે છે. પેલો અંદરથી બહાર આવે. એને તો ખરેખર અંદર બહાર છે. એ તો ઢળ્યા જ કરે છે આનંદ આનંદ. એમ ક્લેશ બધો બહારથી અંદર આવતો હોય છે. એટલે દુનિયામાંથી જ ક્લેશ ને કકળાટ ઊભો થાય છે. બાકી તો ક્યાંય હોતો જ નથી ક્લેશ કકળાટ. તો આપણું આત્માનું સ્વરૂપ સૂક્ષ્મતમ, પણ દુનિયાનો વેવળ આ સંસાર જૂઠને આપણી ચારે બાજુ લાવીને ખડકી દે છે અને આપણા સત્ય સ્વરૂપને ઢાંકી દે છે. આ બધું સમજવું પડશે કે નહીં કોક દાડો તો? તો જૂઠના વ્યવહારને કારણે આપણું પોતાનું પરમ સત્ય સ્વરૂપ આપણે પોતે જ જોઈ શકતા નથી. આપણો જ વ્યવહાર આપણા સ્વરૂપને આવરી લે છે. પ્રપંચનો વ્યવહાર, જૂઠનો વ્યવહાર, વાસનાઓનો વ્યવહાર, વિકૃતિનો વ્યવહાર અને આપલે માણસને એવો આવરી લે છે કે તે પોતાના જ સ્વરૂપ સુધી પહોંચી જ ના શકીએ.

આપણા પોતાના કર્મ વડે જ આપણે સ્વરૂપ સુધી પહોંચી શકીએ. કર્મ જ સાધન છે. અને તે કર્મ પાછું નિષ્કામ કર્મ. કયું કર્મ કહ્યું તું? નિષ્કામ કર્મ. શ્વાસને જોવાનું. આવતા જતા શ્વાસને, પ્રાણને જુઓ. પ્રાણનો અપાનમાં, અપાનનો વ્યાનમાં, એ જે લય થઈ રહ્યો છે, અપાનનો પ્રાણમાં ને પ્રાણનો અપાનમાં, એને સતત નિહાળ્યા કરવાનું. અને એક ટાઈમ પછી તો એ નિહાળવાનું પણ જતું રહેશે અને શ્વાસ પણ જતો રહેશે. અને જે સ્થિતિ આવીને ઊભી રહેશે, તેને બ્રાહ્મી સ્થિતિ કીધી. એનો અનુભવ પાંચથી દસ મિનિટની અંદર થઈ શકે છે. માણસ જો જપીને ખંતપૂર્વક સારી રીતે કરે તો દર દસમી મિનિટે એનો અનુભવ ચાલુ થઈ જાય. એટલો જ દૂર છે ભગવાન તમારાથી. બોલો, દૂર નથી. પણ એ દૂર કેમ છે? કે વ્યવહાર કાર્યોમાં ને એમાં તેમાં મગજ પ્રવૃત્ત જે વધારાનું રહેલું છે, તેના કારણે એવો આપણને અનુભવ બેસે છે.

પણ જીવા, તમે અનુસંધાનમાં બેઠા શ્વાસનું કે બ્રહ્મનું અનુસંધાન છે? ખરેખર શ્વાસનું નથી. અંદર તરત અનુભવ આવી જાય. દર દસમી મિનિટે અનુભવ આવી જાય. પાંસરો રહેતો પાછો શ્વાસ લેતો જાય ને પાછું એમ કહે કે હું આમ બોલું ને નહીંતર પછી કંઈક બીજો વિચાર આવે શ્વાસ કાઢતી વખતે. કારણ કે બધું એટલું બધી જાતનું ભરેલું છે મારા બધાનું પ્રોગ્રામિંગ મગજની અંદર કે, "શ્વાસમાં રાખોડી રંગ બહાર કાઢજો." પાછા આવું બધું બોલે. તો બધું પ્રોગ્રામિંગ થઈ ગયું હોય એ પછી એને અલપીને આને તેને બધું જે તમે કહો છો તે. આમાં આવું બધું કશું છે. એટલે આપણા પોતાનામાં જ આત્માનું જો અહીંયા એ એ જ વાત એણે કરી દીધી કે જૂઠનો વ્યવહાર આપણા પોતાના જ કર્મ વડે આપણે સ્વરૂપ સુધી પહોંચી શકીએ છીએ.

મહાદેવજીએ આકાશમાર્ગે વિચરતા રામ લક્ષ્મણને વનમાં નીચે જોયા. તેમણે જોયું કે, "આ તો ભગવાન પોતે માનવ સ્વરૂપે વિચરી રહ્યા છે." તો પછી, "જય સચ્ચિદાનંદ જગપાવન," એમ કહ્યું અને એમણે અંતરિક્ષમાંથી ભગવાનને પ્રણામ કર્યા. આમ ભગવાન શિવને પણ રામમાં સચ્ચેત આનંદ સ્વરૂપના દર્શન થયા. આપણા પોતાનામાં આત્માનું પરમ સત્ય છે, એનું જ સદૈવ દર્શન કરો. બાકી બીજું જે કાંઈ જોશો તે જૂઠ છે, માયા છે, વ્યવહાર પ્રપંચ છે. એને સાચો માનીને વળગવાનું બંધ કરો. વ્યવહારને તમે વળગો છો, વ્યવહાર તમને વળગતો નથી. પછી આનંદ જે સત્ય તેમાં જ રહેલો છે. સત્ય સ્વરૂપમાં ક્લેશ નથી, દુઃખ નથી, અશાંતિ નથી. માત્ર શાંતિ છે અને આનંદ છે. નિર્મળ શાંતિ, નિર્મળ આનંદ. "આનંદમ બ્રહ્મ ઇતિ વ્યજાનત." ઉપનિષદમાં ગુરુ મહારાજ શિષ્યને ભણાવે છે કે, "આનંદ એ જ બ્રહ્મ છે. તું બસ આ આનંદને પ્રાપ્ત કરી લે એટલે તું બ્રહ્મ સ્વરૂપ થઈ જઈશ." બસ આટલી વાત હતી.

એને માટે પચીસ વર્ષ પેલો ત્યાં ભણતો હોય. કેટલી બધી કડી મહેનત મજૂરી બધું કરાવડાવે અને છેવટે આટલું કહી દે ને પછી કહે કે, "હવે જતો રહે. તારે જાતે એનો અનુભવ કર. અનુભવ થાય તે દહાડે તું પાછો આવજે." તે પેલાને દેદાર જોઈને ગુરુને એમ જ ખબર પડી જાય કે આને બ્રહ્મનો સાક્ષાત્કાર થઈ ચૂક્યો છે.

અને આને નથી થયો એટલે કોઈ ઈમિટેશન વાળો આવે તો તરત જ કે, "હજી તાર વાર છે, જા ફરી વખત." એટલે દર વખતે પેલા ઇન્દ્રની જેમ એને જવું પડે પાછા. શું? તો આનંદ એ જ બ્રહ્મ છે.

અહંકારની જે કાંઈ વિકૃતિ છે, એ બધી આપણા આત્માને શોધવા દેતી જ નથી, આત્માને સમજવા દેતી જ નથી. આ જગતનો વ્યવહાર, સંસાર વૃત્તિઓ અંદર જોવા જવા દેતો જ નથી, બહાર જ વ્યસ્ત રાખી મૂકે.

વૃત્તિઓ જો અંતર્મુખ થાય, શું કીધું? તો તો આત્મામાં જ ભળી જાય. સમજાયું કંઈ? પછી કોઈની સાથે સંઘર્ષ જ ના થાય, કારણ કે એ સત્ય સ્વરૂપ. સંઘર્ષ તો હંમેશા અસત્યની સાથે જ કરવો પડે.

ઘર્ષણ ક્યાં હોય છે? એટલે જ્યાં જ્યાં ઘર્ષણ થાય, તહી સમજવાનું કે "કુછ તો ગડબડ હે." આમ આમ કરે છે ને પેલો, "કુછ તો ગડબડ!" "કુછ તો ગડબડ હે!" "કેસે તમે પોતાના સ્વરૂપમાં?" "વો વો બતા રહા હે કે વો આત્મા હે." "કેસે?" "ઉસને કહા, મેં આત્મા હું." "કેસે ડૂડો?" આવું આવું કરીને, આનંદ કરીને અંદર જતા રહેવાનું. તો ખૂબ આનંદ આવશે, બહુ મજા આવે. તમે તમારા પોતાના સ્વરૂપમાં જતા રહો, પછી તો આનંદ જ આનંદ છે.

આત્મા ક્લેશાત છે. આ તેની સંપત્તિ છે. સત્સંગ વડે આ સ્વરૂપનો રોજ સત્સંગ સમજીને કરવાથી ભગવાન જોડે નિકટતા થાય, પછી સ્પર્શ થશે અને તે જીવનને અપૂર્વ રંગ અને નવી ઉર્જા આપશે.

સાવ અજાણ્યો માણસ હોય છે, તો એની પણ આપણે આમ પહેલા પરિચય કરીએ છીએ, નિકટતા કરીએ અને પછી આપણે સ્પર્શ કરીએ છીએ. અને એમનેમ સીધા અડવા જઈએ તો તરત જ પેલો માણસ શું કરે? એટલે નવું નવો અપૂર્વ રંગ અને નવી ઉર્જા તે આપણને મળે છે.

આપણે હંમેશા અસત્ય એવા વ્યવહારમાં જ ભટક્યા કરીએ. આ સાચી વાત છે ને? પણ રામ તો અંદર બેઠેલો છે, આત્મા રામ. આત્મા જ રામ છે, બીજું કોઈ રામ નથી. અને એ રામ આ વનમાં ભટકી રહ્યો છે અંદર.

એના તરફ જવા પ્રયત્ન કરજો, નિત્ય અભ્યાસ કરજો, સદેવ સત્સંગ કરો. ચિંતન અને મનન એનું જ રાખજો, તો જ અંદર આત્મ સ્વરૂપમાં પહોંચી જશો. બસ, આટલું અમથું અજ્ઞાન! હવે અનંત પરમાત્માનો બોધ જ કરી લો. આ વખતે સંસાર બહુ માણી લીધો, હવે તો નિશ્ચયથી પરમાત્માને જ માણી લો.

જેમ સરસ સુગંધીદાર રસોઈ બનતી હોય, અનીતાબેન બનાવે ને? ત્યારે અમને આવું બધું પાછું શું છે? એટલે તરત આવું થઈ જાય. તેને જોતા થાય કે, "ચાલો જમી લઈએ." મારે છેલ્લી ચાર લીટી બાકી હોય ને, એટલે તરત આવું બોલે કે, "ચાલો જમી લઈએ." સુગંધ સુગંધ થઈ ગઈ હોય ને, આમ બેબાકડો બની ગયો હોય.

એટલે પછી સરસ રીતે જમી રહે અને પછી હાસ થાય કે તૃપ્ત થઈ ગયા, સંતોષ થયો, ઓળકાર આવી ગયો. અને જે અન્ન પહેલા જુદું દેખાતું હતું, થાળીમાં પડેલું હતું, તેને આરોગ્ય લીધું. એટલે આપણે એને શું કર્યું? આત્મસાત. આપણામાં આવી ગયું. હવે અન્ન આપણાથી જુદું રહ્યું નથી. એ હવે આપણી ઉર્જારૂપ આત્મસાત થઈ ગયું.

આમ સત્સંગીએ સત્યને આ રીતે પોતાનામાં સ્વીકારી લેવાનું છે. સત્યને આવી રીતે જમી જવાનું છે અને પછી પચાવવાનું છે અંદર. "બના!" કે "સરસ જમ્યા!" કે "આપણે બહુ સરસ!" "હું આત્મા છું," કે છે. પછી ઓળખારા આવે. હું ને બને ભરડ જ રાખવાનું કે "હું આત્મા છું, હું આત્મા છું." આત્મસાત કરવાનો છું. એટલે કીધું: "સચ્ચિદાનંદ રૂપ આત્મા."

મૃત્યુ જ્યારે જ્યારે મન વડે લૌકિક જગતમાં ભળે છે. આ જગત કેવું છે? લૌકિક છે. આપણે જે વાતો કરીએ છીએ, કોઈ કેવી છે? અલૌકિક છે બધી, હે ને? એટલે બધાને એમાં ચાંચ બીના આપે છે કે, "આ હું બેઠા બેઠા કર્યા કરે છે?" એવું થાય ઘણાને હો. "ટાઈમ બગાડે છે," કે "આ તો બધા પાઈની પેદાશ નહીં." મને કેનારા મળ્યા છે ને ભાઈ કે, "પઈની પેદાશ નથી અને હું આ બધું લઈ એક પૈસો નહીં," એમ.

ત્યારે મન વડે લૌકિક જગતમાં પડે છે ત્યારે આત્મા દેખાતો. એટલે જ્યારે જ્યારે તમે જગત જોશો, ત્યારે આત્મા નહીં દેખાય. એ વાત તો નક્કી જ છે. માટે જગતમાં આત્માને ના શોધશો. પણ આ જગતનો આધાર કોણ છે? તો કે આત્મા છે.

જગત આધાર કોણ છે? પરબ્રહ્મ પરમાત્મા પોતે છે. તો પરમાત્મા છે એટલે જગત છે. જગત છે એટલે પરમાત્મા છે, એવું ઊંધી વાત નથી, હે ને? એટલે એને જગન્નાથ કીધો છે. શું કીધો? જગન્નાથ કીધો એને. એટલા માટે જગદીશ કીધો એને. એટલા માટે તો પણ એ પરબ્રહ્મ છે પોતે સ્વયં સાક્ષાત.

આત્માની અનુભૂતિ થતી નથી. અને જ્યારે મન વૃત્તિઓને પોતાનામાં સમાવીને સ્વરૂપની અંદર પહોંચે છે, પછી આત્મા સિવાય કંઈ દેખાતું પણ નથી. શું કીધું? વૃત્તિઓ બધી જેવી અંદર ગઈ અને પછી આત્મા આયો હોય, પ્રગટ થયો. એટલે પછી આત્મા, બસ. બીજું કઈ પછી રહેતું.

આ કેવી વાત છે કે ખૂબ પુષ્કળ મોટું જળાશય છે, બરાબર? હવે એની અંદર તમે આમ ઉપરથી આમ ડાઈવ મારી દીધી, "શું" કરીને અંદર જતા રહ્યા. હવે અહીંથી સહેજ ઉપર આવીને તમે આંખો ખોલીને આમ ચારે બાજુ તમે જોશો, શું દેખાશે તમને? કેવળ પાણી, કેવળ પાણી. એવી રીતે બધું કેવળ બ્રહ્મ: ઉપર, નીચે, ચારે બાજુ, બધે પાણી પાણી પાણી. એવો બ્રહ્મ દેખાવો જોઈએ.

એટલે એવો અનુભવ આપણને આમ એ વખતે થાય છે. તે વખતે તમે એ અનુભવ કરતા હશો ને, ત્યારે જોજો કે તમે આ ભુસકો માર્યો તો, તમ તરવા પડ્યા હતા, આ પણ ભૂલી ગયા હશો. એ એટલું અદભુત દર્શન હોય છે તે વખતનું. કરવા જેવું છે ને? કરેલું છે ને? તાર પછી આત્મા સિવાય કંઈ દેખાતું નથી.

આમ વૃત્તિઓ ક્યાંય અટકે છે? ક્યાં સ્થિર રહે છે? એના પર જ બધો આધાર છે. મન બહિર્મુખ થતા જ વૃત્તિઓ પાછળ દોડશે, કુતરાની જેમ જ. એકદમ જીવ! આ બાણું ખુલ્યું એટલે તરત વૃત્તિઓ બહાર, એવી રીતના. અને દુઃખોની પરંપરા પછી ચાલુ.

પણ જો મન અંતર્મુખ થયું, તો તોસા શાશ્વત બ્રહ્મ સુખ આપશે. પછી જીવનમાં દુઃખ જળશે જ નહીં. એટલે તમારે આમ કરીને આમ કરો ને, તે વખતે જોવાનું, આમ યાદ રાખવાનું. ખબર છે? પેલા પિક્ચરમાં એ તમને એવું બતાવે છે કે આમ પેલું એનું ગ્લેડીએટરનું પેલું મોટું એ કહો એ હોય, બધા માણસો અકડે ઠડ ભરાઈને બેઠેલા હોય અને પછી...

પેલો બ્યુગલ વાગે. બ્યુગલ વાગે એટલે બધા બહારના પેલા આમ હોય ને તો ધડામ ધડામ ખોલી કાઢે અને અહીંથી પેલા સાંઢીયા હોય તો એ બધા એકદમ દોડવા માંડે. શું કે? આખલા. ત્યાં આગળ. ને તહીં પેલો એક લાલ કપડો લઈને ઊભેલો માણસ હોય તેની તરફ એ બધા દોડતા હોય એવી રીતના. પછી એ આખલો છે તો એને કુસ્તી કરીને પાડે, જે કરે એ બધું. પણ એટલે એવું આમ તમારે સમજવાનું કે એટલા બ્રુટલ ફોર્સથી તમારી વૃત્તિઓ બાળ સંસારમાં નાસી જશે. પછી એનો એટલો બધો ફોર્સ હશે કે તમે પકડી નહીં શકો. તે વખતે આના સંસાર જતી રોકવી કે "હવે આવું ના કરીશ, એવું ના" તે વખતે કરી શકાય. એનું નિયંત્રણ પછી મુશ્કેલ બની જાય છે.

પણ અંતર્મુખ થયેલું જો મન હશે, એટલે તમારે વાસ્તવમાં તો એનું નિયંત્રણ જેમ પલ ગેટ કરે છે એવી રીતે મનનું નિયંત્રણ તમારે કરવું જોઈશે. એટલે અંતર્મુખ જેવું થયું તો શાશ્વત બ્રહ્મ સુખ આપશે અને પછી જીવનમાં દુઃખ જડશે પણ નહીં. દુઃખ નામની કોઈ વસ્તુ વાસ્તવમાં હોતી નથી. સુખ અને દુઃખ એ બંને કલ્પિત છે. એક જગ્યાએ મેં આવું પણ ક્યાંક લખેલું છે. મનની પ્રવૃત્તિઓ છે તેને જ વૃત્તિઓ કહેવામાં આવે છે. મન જેવું ચંચળ બને ને પ્રવૃત્તિશીલ થાય એટલે એ બધી વૃત્તિઓ જ થાય છે. હવે વૃત્તિઓને જેમ વાળો તેમ તે વળે. પણ જડ વૃત્તિનો હોય એની વૃત્તિ વળતી નથી. કારણ? કારણ કે એને વૃત્તિ કેવી કરી નાખી છે? જડ કરી નાખી છે. એટલે જડવૃત્તિ ના હોય તો મન એક જ છે. આ એ આમાં લખ્યું નથી મેં જડવૃત્તિ વિશે, પણ આપણે સમજવાનું છે કારણ કે એવા જ મોટા ભાગે અત્યારે છે.

મહાવીરને ભગવાને કહ્યું હતું કે આ કાળમાં કેવા માણસો આવશે? કારણ કે આ જડ ને વાંકા. સીધું હોય તો આવા કંઈક વાંકું જ કરે કે કંઈક બીજું જ જોવું. કે એમાં જ મળે કે તમને દુનિયામાં બધા માણસ હોય એમાં કોઈ બાકી નહીં. તમે ને અમે બધાય ગયા આખા લોટની અંદર. જો પણ આપણે પછી એની અંદર સુધારો કરી શકાય છે. આપણે આત્માભિમુખ બની શકીએ. દાદાની કૃપા થઈ આપણી ઉપર. ત્યાંથી આપણે વળ્યા, પાછા વળ્યા. હવે આપણે જ્ઞાન આટલું બધું એમ કે સમજી રહ્યા છીએ તો બસ આ વખતે હવે દાદા કહે છે એમ કે આપણે આ વખતે ટાઈમ કાઢી લો કે આપણો. હા, એટલે વૃત્તિઓને જેમ વાળો એમ વળે. તો આપણે એમ જ માનું કે આપણી વૃત્તિઓ પણ વાળે એમ વળી શકે એવી જ છે. એટલે આપણે આપણી વૃત્તિઓ જડ છે એવું ક્યારેય બોલવું. હા, સમજી ગયા.

વૃત્તિઓ અનેક છે અને એટલે વારાફરતી આ વૃત્તિઓ ગમે ત્યારે આવીને આપણને આ બધું એક્ચ્યુલી સાયકોલોજીના પેલા એને લક્ષમાં યાદ કરીને લખાયું હતું. આપણને કોઈપણ સ્થિતિમાં લાવીને મૂકી દે, બેકાવે, મૂર્ખ બનાવે, સમજણ વગરનો બનાવી દે. પણ જો વૃત્તિ અંતર્મુખ થવાથી ઉર્ધ્વગામી બનાવે, સદાચારી બનાવે, શાશ્વત બ્રહ્મ બનાવી દે. સચ્ચિદાનંદ રૂપ આત્મા સ્વયં આનંદ સ્વરૂપ છે. માટે આત્માને સમજો. આત્માને જ સત્ય સમજો. જેની તરફ જવાનું છે તે અસત્ય નથી, શાશ્વત છે, વિશ્વાસનીય છે. આત્માની અનુભૂતિ કરી જ લો. પછીથી અનિર્વચનીયતા આવી જાય. આત્માની અનુભૂતિ કરી જ લો. પછી બોલવાની ઈચ્છા જ ના થાય. બોલીને શું કરવું? બ્રહ્મ સ્વરૂપની અનુભૂતિ કરી લીધી, એને સમજી લીધો, ઓળખી લીધો. હવે બીજા કોઈની કશાની જરૂર પણ ક્યાં છે? મેળવવાનું બધું મેળવી લીધું છે, બધું પ્રાપ્ત થઈ ગયું.

પણ તો અહીં આગળ આવીને આટલું બધું બોલાય છે તો આની કંઈ કૃપા હશે, સંકેત હશે તો આ બધું થાય છે. બાકી આજે શારીરિક સ્થિતિ છે તેની અંદર આજે કંઈ થઈ રહ્યું છે. આજ સવારથીને બધું અશક્ય જ એવું લાગે છે અને છતાંય થાય છે આ હકીકત. કારણ કે અમારે એનવીને ઉપાડીને અહીં આગળ બતાડો. અત્યારે તો એને એમ થાય કે કારણ એને આ બે દાડા પહેલા કેવી હાલતમાં એને જોયા હતા. અમને હતું તો ખરું પણ એની એ વિસ્મૃતિ થઈ ગઈ હતી. એટલે આત્મા માટે આપણે જ્યાં સુધી અજ્ઞાન સ્થિતિ છે ત્યાં સુધી છે. છતાંય આત્મા આપણા માટે પણ જ્યારે પીડતા આવે, સમજણ આવે અને સત્સંગ દ્વારા આ આત્માની સમજણ આવે ત્યારે ત્યારે થાય કે આ તો મારી પાસે જ હતું અને મને મળ્યું. અરે, આ રહ્યો આત્મા યાર! ક્યાં શોધ્યા કરું છું આમ આટલો નજીક? એટલે જ ખબર નથી પડતી કે તું એને ઇગ્નોર જ કરતો હતો.

પહેલી દ્રષ્ટિ એ છે. આઉટ રાઈટ તમે કોઈપણ માણસને એમ કહો કે "આંખો બંધ કરો." આંખો બંધ કરે ને પછી પૂછો "શું દેખાય?" તો કે "કશું નહીં." નહીં તો પછી કહેશે કે "અંધારું દેખાય છે." બહુ બહુ તો આ પછી આગળ થોડુંક પૂછપૂછ કરો થોડોક ટાઈમ પછી તો કે "થોડું અજવાળું દેખાય, કોકવાર અંધારું દેખાય છે." એવું કંઈક થાય છે. પણ એ પાછું જે તે કક્ષાએ પહોંચેલો હોય તો કે "કાંઈ નહોતું." ચોખ્ખું મોઢે તમને કહે કે "અલા, તું મને કહે છે કે આંખો બંધ કરો ને પછી કહે કે હવે જોવાનું કેમ? નહીં બંધ રાખીએ કેમનું જોવાનું? શું વાત કરે છે?" એટલે આપણા ચિત્તની અંદર બ્રહ્મ છે, આ આનંદ છે. પણ એના માટે સતત જાગૃત રહેવું પડે. જ્યારે એમની સતત જાગૃતિ થશે ત્યારે સચ્ચિદાનંદની અનુભૂતિ થશે જે સર્વોપરી હશે. એટલે શારીરિક પીડાઓ આથી બધાને તમે અતિક્રમી જાવ છો. તે વખતે કશું થતું નથી હોતું.

કાંઈ નહીં થાય. તમે એક એવા આયામમાં પહોંચી ગયા છો બ્રહ્મના કે જ્યાં દુઃખ જેવું કંઈ છે જ નહીં. એમ કે શાશ્વત સુખ, સુખને સુખ નર્યું એવું સુખ મળે કે એક વાત યાદ રાખજો: પરબ્રહ્મ, પરમાત્મા કે આત્મા કોઈ સ્થૂળ સ્વરૂપ નથી. એ તો સૂક્ષ્મતમ સ્વરૂપ છે, અવ્યક્ત છે. એને તો મન પણ સમજી ના શકે અને ઇન્દ્રિયો પણ પહોંચી ના શકે. એટલે એને આગળ આપણે અગમ અગોચર કહ્યો. ક્લેશાતીતમ મારા આરાધ્ય દેવ છે. હવે આત્માએ કેવો છે? ક્લેશનો નાશ જ કરી નાખે. જેવો તમે આત્માની વાત કરો એટલે તેવી રીતે ક્લેશાતીત આનંદ બ્રહ્મ એણે પણ મને બનાવી દીધો. આમ તે વખતે આવું લખાઈ જાય. શું બનાવી દીધો? આમ પોતાની અનુભૂતિ વડે.

પોતે જ સમજીને ટેવાઈ ગયા હોઈએ એટલે પછી બહારની ગમત, એટલી ઉપાધિઓ એની અંતરમુખતાને સ્પર્શી જ ના શકે ને હેરાન કરી જ ના શકે. નો એન્ટ્રી! પોતે પોતાના સ્વરૂપની અંદર બેસી ગયા. બહાર ભલેને જે થતું હોય એ, "હું નથી ને મારું નથી," બસ બે જ વાત પકડી દેવાની. "હું નથી ને મારું નથી," બહુ સારું થઈ ગયું કે તારું કલ્યાણ થઈ ગયું. "મને સ્પર્શતું નથી," એમ જો થોડીક વૃત્તિ કેળવે, તો અંતરમુખ થતાં પછી વાર નહીં લાગે. અઠવાડિયે-પંદર દાડામાં તો ઠેકાણું પડી જાય તમારું. પછી વાતો નહીં કે બહુ ઉમમાં પડવાનું જ નહીં. એટલે ક્યારેક નિરાંતે બેસજો એકાંતમાં. એકલા સાવ બેસવાનું અને મનની વૃત્તિને ધીરે ધીરે હળવાશથી પાછી વાળી લેવાની.

"શું પગમાં?" તો કે, "આ પગ હું નથી. પગમાં જે કંઈ થઈ રહ્યું છે, તે પણ હું નથી." એટલે આ પગમાં જે કંઈ થાય છે, તે હું નથી. એટલે મને પગ દુખે તો બીના, આ પગ મારો પણ એમ કહીને એનાથી છૂટા થવાનો. પછી બીજો પગ લેવાનો, પછી બીજો હાથ લેવાનો. એવી રીતે આખા બોડીમાં પણ આવી રીતના કરીને આપણે એનાથી પણ બહાર નીકળી જવાય. પાંચ વસ્તુઓ બોલો એટલે તમે વારાફરતી વારાફરતી બોલતા જોને કે, "માથું મારું ના." પણ હવે બધું બહાર મોટે મોટે નહીં બોલો, એટલે કોઈકને થશે કે, "આ ગયું કે!" "હવે આ ભાઈ ગયા." વાત સાચી છે. વ્યવહારમાંથી તો આ હેડવજમાં હોય એટલે ધીરે ધીરે આવી રીતે વૃત્તિઓને ખેંચી લેવાની. અને વૃત્તિઓ પછી આપણા પતંગ જેવી છે. એટલે દૂર સુધી ઉડાડી હોય પતંગ આપણે, પણ દોરી તો આપણા જ હાથમાં છે ને! એટલે ધીરે ધીરે ધીરે ધીરે કરીને આપણે ખેંચી લેવા.

અતા સુધી બહુ પતંગ ઉડાડી, પણ હવે અંધારું થયું, રાત પડી ગઈ, નીચે જવાનો ટાઈમ થયો. હવે ખેંચવા માટે તો આ ભગવત પ્રાપ્તિની ચાવી છે, તો તમને સોંપી દીધી. હવે આમાં જે તમારે ચાવીથી કરવું હોય, તે તમે કરજો. વૃત્તિઓને પોતાનામાં સમાવતા આપણે બધા શીખીએ, અનુભવીએ, ધીરજથી, શાંતિથી. તો આજે નહીં તો કાલે પણ વૃત્તિઓ તો બધી સમાપ્ત થશે. અરે, સમાપ્ત જ થઈ જશે! જ્યારે છેલ્લા શ્વાસ ચાલતા હશે, તે વખતે દરેકને એવી પરિસ્થિતિ તો આવવાની જ છે. અત્યારે નહીં તો ત્યારે પણ. તે વખતે જો આપણે સમજેલા હોઈશું, તો થશે કે, "બસ, હવે આ શરીર છૂટી રહ્યું છે." શું હશે? "આ શરીર છૂટી રહ્યું છે, હું ક્યાંય જતો નથી. હું અહીંયા છું, હું ત્યાં છું, હું બધે છું." ભાઈ, "શરીર જઈ રહ્યું છે," એમ આપણને ખબર. આપણે શરીર છોડી રહ્યા છીએ, એની તૈયારી છે. તે વખતે મન ક્યાંય ભટકે નહીં.

"કંઈક કરીને આને બચાવી લઉં, કંઈક કરીને આને સાચવી રાખું. કોઈક ડોક્ટર ખોળી કાઢો, કોઈક છેવટે કોઈ હોસ્પિટલમાં લઈ જાવ કે! એ બધા બેસી રહ્યા છો, મારું મોઢું શું જુઓ છો? જાવ, જાવ, જલ્દી મને બચાવી લો!" નહીંતર પેલો આમ અંદર એવો કડાપો, કલ્પાંત ચાલતું હોય તે વખતે, ત્યારે એને આત્મા યાદ જ ના આવે એમ.

પણ જ્યારે પેલાને આમ હોય કે, "કશું નથી, આ દેહ જ છૂટી રહ્યો છે. હું તો આ રહ્યો, હું તો છું જ, હું જ તો છું. બાકી બધું કશું છે જ નહીં." એને નિરાંત હશે તે વખતે. એ આમ નિરાંતનો શ્વાસ મુકશે, દેહને છોડી દેશે કે, "હવે તારી જરૂર નથી મારે. આમે ક્યાં હતી કે! આ તો ઠીક છે, વ્યવહાર હતો એટલે મેં પહેરી રાખ્યું હતું કે આ બધું. બાકી હવે કે આપણે જરૂર નથી." એટલે આત્મા એ રીતે દિગંબર છે. દિગબંધ, દિગ અંબર, જેણે દિશાઓ રૂપી વસ્ત્ર ધારણ કરેલા છે તે. હમણાં વચ્ચે વાત કરી હતી ને મેં, એટલા માટે એને કીધું છે દિગંબર. એટલે એવા ટાઈમે પછી તમારું મન ક્યાંય નહીં ભટકે. તમને નિરાંત થશે. "જવા દો કે, આ મસોતું જ છે કે શું! ફેંકવાનું જ છે." કૂતરું તાણી જાય તોય વાંધો નથી કે! તો કે, "ના, કોઈ વાંધો નથી." જીવનમાં જે કંઈ જ્ઞાન સાંભળ્યું, સત્સંગ કર્યો, તો હવે પોતાની જાતને પોતાનામાં સમાવી લઈએ.

"શરીરમ્ આદ્યં ખલુ ધર્મસાધનમ્." સ્થૂળ, સૂક્ષ્મ, કારણ રે, તે તેઓ નહીં હું મારું. સ્થૂળ, સૂક્ષ્મ, કારણ રે, તે તો નહીં હું કે મારું એમ. એવું કહેવા, "આ ત્રણેમાં હું નથી ને આ મારું નથી," એમ આપણે ત્યાં આખી વાત આવી રીતના મૂકી. કારણ, સ્વરૂપ સુધી બધું છોડી દીધું આપણે. કારણ-બારણ કશો મારે પડવાની જરૂરત જ નથી કે શેનું કારણ નથી વાત. એટલે કીધું છે કે, "શરીર પણ હું નથી, સૂક્ષ્મ પણ હું નથી." માટે એને અક્ષરાતીત તત્વ કહ્યું છે. અક્ષર પણ એને પહોંચી શકતો નથી એનાથી પણ. અક્ષર અગમ્ય છે. એવો તો તું તે અખંડ છું, અવિનાશી છું અને તારું મૃત્યુ છે જ નહીં. જે પાંચ ભૌતિકતા અને પંચકોષની સ્થૂળતા વાસ્તવિક નથી, ક્ષણભંગુર છે. એ ક્ષણમાં ભાંગી જાય ને બધું કેવું થઈ જાય છે! શાશ્વત નથી. માટે આપણે વૃત્તિઓથી ઉપર ઉઠી જવાનું. કોઈપણ વૃત્તિથી આપણે હંમેશા ઉપર જ હોઈએ.

વૃત્તિઓ ઘોડો છે અને આપણે સવાર છીએ.

શરીરમાં અધ્યાસ નહીં, શરીરની સહેજ પણ આસક્તિ નહીં. અને, "સાચવું, બે દાડા પછી બર્થડે આવવાની છે ને! જરાક પેલું કેક બે કાપીને જ જવું કે!" એવું બધું કશું નહીં. જ્યારે જે થવાનું હશે, તે થશે. તે પેલા મહાવીરને એમ કહ્યું હતું કોઈકે, "ભગવાન, તમે કે છે આ જરાક થોડુંક રોકાઓ, લંબાઈ જાવ. પેલો ભસ્મગ્રહની અસર ના થાય." તો કે, "ભાઈ, જો એ બધું કંઈ રોકાવાય નહીં કે! મારો ટાઈમ થયો એટલે હું તો જવાનો કે!" એમને છોડી દીધું બોડી. બસ, એવી રીતે આપણે છોડી દેવાનું. કશું કચ્છાન માટે બેસી ના રહેવાય. મહાવીર જેવા જો ના રોકાઈ રહેતા હોય, ભસ્મગ્રહ રોકાય તો જગત કલ્યાણ ના થયું હોત. એવડું મોટું જગત કલ્યાણનું કારણ મેલીને મહાવીર જતા રહ્યા, બોલો! ને તોય બધા પૂજા-પાઠ કર્યા કરે છે. એના નામદાતો અત્યાર સુધી દિન કેમ કરે છે? એ ગયા એટલા માટે કરે છે.

એટલે જ એ મહાવીર કહેવાય ને! રોકાઈ ગયા હોત તો ના કરત કોઈ કદાચ. સમજણ પડી? એ ગયા એટલા માટે કહેવાય છે મહાવીર કે વાત આ ખરી છે બિલકુલ આમ કે જ્ઞાન નિષ્ઠા અને કહેવાય.

કે જે જ્ઞાન તેમણે જાણ્યું છે, તેને તેમણે જીવી પણ બતાવ્યું. એ વાત છે. બધી રીતે શરીર-મનને પંપાળે અને પોસ્યા કરે, આ સામાન્ય જીવો હોય બધા, તે આ કર્યા કરતા. પણ આને તો કે શરીરની કશી આસક્તિ જ ના હોય. સ્થૂળ શરીરમાં જ પોતાનું અસ્તિત્વ સમજી લે, એને તો એનાથી બહુ આગળ જવાનું છે. ઘણો લાંબો માર્ગ બાકી છે, પણ આ દેહની આસક્તિથી આગળ ઈંચ ખસવા તૈયાર નથી. પાસ થયા પછી આગળના વર્ગમાં જવાના બદલે કહે કે, "આ વર્ગ મને બહુ ગમે છે. આ બહુ સારો છે, હું તો અહીંથી જવા જ માંગતો નથી." હવે આની પ્રગતિ કેમની થશે? તે મોટા ભાગના જે ધર્મની અંદર પડેલા છે ને, તે બધા આવી જગ્યાએ છે. ત્યાંથી આગળ ચસકવું જ નથી. હવે આગળનું તેમણે જાણી લીધું હોય તોય એને આચરવું જ નથી. કેમ? કે આ આચાર બહુ સહેલો છે ને સારો છે, આપણને ફાઈ ગયો. કામ કરે રાખોને કે બે માળા કરીને હેડયું કે આપણે.

સવાર-સાંજે અગરબત્તી એક એક કરી દેશું, બસ તો એક દિવસ વગર શું પતી ગયું? પણ પછી કહે કે, "રોજ પેલું હનુમાન ચાલીસા બોલે તો કે એ કામ આપણું નહીં. સાડાસાત મિનિટ થાય ને મગજ તપી જાય. તે દરમિયાન મારા ત્રણ ફોન થઈ જાય." આવી ગણતરી હોય એવો વાણિયો તો ક્યારે એનું મેળ પડશે, બતાવો તમને? કે સાડાસાત મિનિટની અંદર તો કે હું આટલા રૂપિયા કમાઈ દઉં, એ જ્યારે મગજમાં ચાલતું હોય. અરે, સવારના પોરમાંય તારે શેરબજાર ખોલીને બેસી ગયો? તો કે હવે તો ૨૪ કલાક ચાલે છે. કેમ કે ઇન્ડિયાનું બંધ થાય તો હોંગકોંગનું ખુલે છે ને, ત્યાં હિન્દુનું બંધ થાય તો પેરિસનું ખુલે છે ને. આમ આખું વર્લ્ડ આખું ૨૪ કલાક ચાલે છે. તે આ ૨૪ કલાક એનું ચાલ્યા જ કરતું હોય અંદર મગજની અંદર ગોળ ગોળ ગોળ ગોળ. એ કેટલો મોહ ગાઢો થતો હશે, તમે વિચાર કરો. આ બધાનું શું થશે આગળ?

એમ વિચાર આવે તો કંપારીઓ છૂટે છે કે યાર, બસ બહુ થઈ ગયું.

એટલે આ શરીર રાંધેલા અન્નનું સ્ટોર હાઉસ જોયું, ગોડાઉન? એ તો વિકૃત થશે, કારણ કે રસોઈ જ છે ને છેવટે તો. એક ટાઈમ સુધીને રહી શકે, પછી તો રસોઈ હવે ગંધાવા માંડે ને દુર્ગંધ આવશે. બગડેલા અન્નની જેમ એને ફેંકી દેવું પડશે. પેલા જેમ તપેલી આમ ફેંકે છે ને એમ ઘરવાળા એમ તમને આમ, "કાળો બગડ્યું કે રાખો રાખો બે દાડા પેલું ઠંડું પેટી લાઈને રાખો." તો કે, "ના ના, કાઢો કે આપણે નહીં જોઈતું. કાગળીયા બધા કમ્પ્લેટ છે કે એમના તો જવા દો, વાંધો નથી." છેવટે તો આજ છે. એટલે તમે ગમે તેટલો માનતા હોય તમારા કુટુંબી, સ્નેહીજનો, બધાનો પ્રેમ, પરિવાર છે ને બધું આમ છે ને તેમ છે ને પ્રેમ છે પ્રેમ છે, પણ છેવટે તો આ જ છે અને આજ સત્ય છે. એટલા માટે છેવટે પેલા જાય ને તો બધા શું બોલે છે? "રામ નામ સત્ય છે." કે આ બધું ખોટું જ હતું એમ. આને જે કંઈ કર્યું આખી જિંદગી, "જવા દે કે રામ નામ..." શું બધા બોલતા બોલતા એને પાછા મૂકી આવે, બોલો.

એટલો જ ટાઈમ બધાને જાગૃતિ આવી જાય. પાછા કોગળો કર્યો એની હાથે પાછી ફરી માયા વળગી જાય બધાય. બોલો, લોકો કોગળો કરી નાખે છે. જેને આટલું બ્રહ્મ સત્ય જ્ઞાન લાધ્યું હોય એ જગ્યાએ જઈને કે રામ નામ સત્ય હોય, એ પાછો એ જ્ઞાનનો કોગળો કરી નાખે છે. પણ પછી ઘેર આવે છે, પછી માયામાં પેસી જાય છે કે, "ચા પાણી લાવો, થોડા ભજીયા કાઢજો કે." બોલો, અમારે એમ જ થયું હતું કે સામે અમારા મિત્ર જ એ જોડે હતા. તો શું કીધું? મતલબ દાદાએ કીધું છે, "સ્મશાન વૈરાગ્ય." સ્મશાન વૈરાગ્ય એટલે થોડીવાર, જેટલી વાર એક સમયમાં હોય ને, એકદમ એને લાગે કે નશ્વર છે, આ સત્ય છે આ બધું. પણ મને આ થોડી વાર જ રહે. એમાં થોડી વાર પછી છે ને તરત એકદમ આખું ચેન્જ થઈ જાય. આવી અમે વાત જ કરી તો સામે હજી પૂરું પણ નહીં થયું તો અડધું, એટલે આ ૧૫-૨૦ મિનિટ જ થયા હતા અને બાકી બધી આવી જ ચર્ચા થતી હતી.

બે એમના મિત્રો હતા અને એમના મામા હતા. પછી એકદમ આમ અમે બે જણા શાંતિથી બેઠા હતા. એ એકદમ પેલાએ કીધું કે, "મામા, ઘણા દિવસથી તમે દાળબાટી નથી ખવડાવી." એટલે, "હમણાં ચાલો કે દાળબાટી ખવડાવો કે તમને." સામે બધું ચાલતું હતું. અમે બીજાની તરફ જોયું યાર એ, "આજે પ્રોગ્રામ બનાવી દયો." હા, તમારો.

પેલાના જમાનામાં આવા બનાવો બનેલા. આ તમે જેમ કીધું ને એમ ઘરેથી ગયા એટલે ઉપાડીને લાવ્યા હોય. બધાએ કાકાએ બધાને કહી દીધું હોય કે ભાઈ અમારા ઘરથી તો ગયા કે હવે ચાલો. એટલે બધા ભેગા થયા હોય અને બધા ઉપાડીને જાય એમને બોલતા બોલતા, "રામ નામ સત્ય છે, રામ નામ સત્ય છે." જોર જોરથી બોલે ને તે સુધીને પહોંચ્યા ને પહોંચ્યા ને પછી ક્રિયાવિધિને બધું જે કંઈ હોય એ કરે ને પછી બધું ગોઠવે ને અંત્યેષ્ટિ શરૂ થાય એટલે કાકા ચાપીને પાછા આવે બધાને પગે લાગતા લાગતા આમ. પછી કોગળા બોગળા કરીને થોડુંક બેસે ને જરાક આમ એટલે પછી બધી આવી વાતો ચાલુ થાય એની અંદર. એટલે થોડો ટાઈમ થાય ને પછી કહે કે, "ભાઈ, પેલાના ફલાણાની ગગી છે ને કે એ પરણવા લાયક થઈ છે કે છે. એનું હોય તો જરાક જોતો રહેજે કે છે. જરા વાત મૂકજે મારા માટે." આવું બોલનારા કાકાઓ મોજૂદ હતા એ જમાનામાં.

હવે પેલી છોકરીને આના વચ્ચે ૩૦-૩૫-૪૦ વર્ષનો ફરક હોય. પણ ગામડાઓની અંદર શું કે, "આ ખમતીધર કુટુંબ છે અને આ સારો છે ને આમ છે ને પોસાતું ઘર છે." ને પેલી બિચારી એમ કે જેમ તેમ જીવતી હોય, માંડ માંડ પૈસા ના હોય, કશું ના હોય. પરણાવી દેતા હતા મા-બાપ અને પેલો ખરીદી લાવે રીતસર. "લે, આ ૧૦,૦૦૦ આપું છું કે છે." ઉપકાર કરતો હોય એવી રીતે પેલા મા-બાપના મોઢે પૈસા આપી અને એની છોકરીને લઈને પાછો આવે ને ઘર સંસાર પાછો ફરી ચાલુ કરે. હજી તો આ ગયો જ હોય ત્યાં. હું તો આવા કેટલા બનાવો બનેલા એમ. આ બધા સંસારના દાખલાઓ બધા. પણ અરેરાટી થાય આપણને જોઈને કે આ મોહને આવી વિચિત્રતાને. એટલે પણ સંસારની વિચિત્રતાઓ વિશે કશું.

કહી શકાય એવું છે જ નહીં, કારણ કે આ સંસાર કેવો છે? અનિર્વચનીય છે. તમે એની વિચિત્રતાનું વર્ણન પૂરું કરી શકવાના જ નથી કોઈ દિવસે. એટલે ક્યારે કેવું હશે, શું થશે? હજી અત્યારે તો આમ છે, પછી આગળ કેવું કેવું હશે, કોને ખબર? એટલે આવી જે વૃત્તિઓ છે, તે અંદર મનમાં ભમ્યા કરે છે. પણ તું અંદર જઈશ અને જોઈશ કે તું પોતે કોણ છું, તો તું ઓળખી શકીશ. આ શરીર રૂપી ઘરમાં રહેવાવાળો તું છે, તું કંઈ ઘર નથી. તું ઘરમાલિક છું, તું તત્વ છું, આત્મા જ તું છું. શરીર તો ધર્મ કરવાનું સાધન છે, બહાર જવા માટેનું વાહન છે. ઉપયોગ પછી, પહોંચ્યા પછી વાહન પાર્ક કરીને ઘરમાં જવાનું કે બહાર વાહનમાં જ બેસી રહેવાનું? શું લાગે છે?

"પૂર્ણ ભક્ત્યા ગુણવંતમ ગુણંતમ સતતમ ચિંતનમ" કર્યા કરવાનું. વિચારો વારંવાર મનમાં આવ્યા કરે, એને કહેવાય ગુરુણંતમ. પોતાના પરમ કલ્યાણનું સતત ચિંતન કરવાનું. આપણું પરમ કલ્યાણ શેમાં છે? આપણા આત્મસ્વરૂપ સિવાય બીજા કશાની અંદર હોઈ શકતું નથી. વ્યવહાર બહાર ગૂંચવી રાખશે, વિચારો અંદર ગૂંચવી રાખશે. જો, બે જાતની ગૂંચામણો છે. અને આ જગતની કોઈપણ બાબત આપણને વિક્ષિપ્ત કરવી ના જોઈએ. એવા આપણે છીએ, તો "જગનો નાદ રહે નહીં ઉર વિશે, ભટકું નહીં ભૂતલે. સોહમ નાદ સદાય હૃદયથી, વીરમુ વિભુ સ્વાંતરે." એમ કીધું. તો આ તો બહુ ઊંચી અવસ્થા થઈ કે જગનો નાદ રહે નહીં ઉર વિશે. મારા ઉરની અંદર જગત વિશે કોઈ ઉર્મી જ ઉત્પન્ન ના થાય એમ. "ભટકું નહીં ભૂતળે." આ ધરતી પર પછી મારે ચાલવાનું આવી રીતના વોક કરવાનું આવે જ નહીં કે બોર્ડિંગ પાસ ના લેવાનો. પછી તો બરાબર ને?

સાચી વાત ને? બોર્ડિંગ પાસ લેવાય, વોક તો કરવું પડે છે ને? અહીંથી અહીં સુધી પાસપોર્ટ લેવા જવું પડે. આ બધું નહીં કરવાનું એમ કે. "સોહમ નાદ સદાય હૃદયથી." હૃદયથી ચાલે છે, બોલવાનું નથી. લોકો બધા મોઢેથી બોલતા હોય છે, "સોહમ, સોહમ" એવી રીતના કર્યા કરે કે ભાઈ આ બધું તોફાન બંધ કર. જે સ્ટુડિયો ચલાવતા હોય યોગના, એમના માટે બરાબર છે આ બધું કર્યા કરતા. પણ એનાથી કંઈ થતું હોતું નથી, પહોંચાતું નથી કે ભાઈ સો એ એનથી તો બહુ આગળ જવાનું છે હજી તો. એ તો બહુ સ્થૂળ અવસ્થાઓની વાતો કરે છે. એટલે કહે છે કે "વીરમું વિભુ સ્વાંતરે." સ્વઅંતરે, સ્વની અંદર, મારા પોતાના અંતરની અંદર જ હું વિરમી જઉં. બસ, વિભુ, આખું બ્રહ્માંડનો જે માલિક છે, તે અંદર બેઠેલો છે. બસ, હું એની પાસે અટકી જઉં, સ્થિર થઈ જઉં. બિલકુલ એકદમ આમ. આ બહુ ઊંચી અવસ્થા થઈ ગઈ.

હું મારા પોતાનામાં જ વિરમી ગયો, અંદર વિલીન થઈ ગયો.

"ભેદ ભવારથ જન્મનું રહસ્ય." સ્થૂળભાવ જ્યાં સુધી શરીરમાં હશે, ત્યાં સુધી આત્મભાવ બનશે જ નહીં. કાં તો આ, કાં તો આ. બેમાંથી એક. અંધારું કાં તો અજવાળું. ત્રીજી વાત નહીં હોય. દેહાશક્તિ હોય તો જગત સમાધિ કેવી રીતે આવે? દેહની આસક્તિ જો છે, તો પછી આ જીવત સમાધિ જેવી દશા જે કહે છે, તે ક્યાંથી આવવાની છે? પણ આપણે તો પૂર્ણ છીએ આમ. જ્યાં પોતાના આત્મસ્વરૂપમાં જ પૂર્ણતા હોય, એ કેટલી ઊંચી અવસ્થા હશે? "કઈ ચાહીએ કુછ નહીં." કોઈક આવીને બેસી ગયું. અને પછી તો કંઈ પણ પૂછો, "કુછ નહીં, કુછ નહીં ચાહીએ." તો તમે એમનું કરો શું પછી? હવે એવા ગેસ્ટનું. એને સતત ટકાવી રાખવાની વૃત્તિઓ બહાર ફરતી હોય, ત્યારે કાર્યને કોઈ કાર્યની અંદર એકાકાર થવું બહુ મુશ્કેલ છે. આ કથાના મંડપની અંદર શાકભાજી લઈને જાય અને શાકભાજી ફોલતા ફોલતા કથા શું સાંભળવાની?

આપણને યાદ આવ્યું હતું, ડોંગરે મહારાજની કથામાં બધા આ કરતા હતા એમ. અમારે તો બેંકમાં સૌ લઈ આવતા હતા. બધા ચાર, સાડા ચાર બધું ઉપડે ત્યાં આગળ અને શાક માર્કેટની અંદર જઈને બધું લઈ પછી ટેબલ ઉપર ફોલ્યા કરે. હા, જો જઈને વગાડવાનું છે કે એમાં તો એકાગ્રતા જોઈએ. સંપૂર્ણ અનુરાગથી, એકાગ્રતાથી ધ્યાન દઈને સાંભળવાનું.

પછી કીધું, "અમે દેહી હતા છતાંય વિદેહી થયા. અમે ભેદ ભવારથ સર્વેગ્રહ." ભવારથ, ભવનો રથ જે છે, તેનો ભેદ અમે જે છે, તે અમે પકડી પાડ્યો. હવે બરાબર. અને એ ભેદ છે, રહસ્ય છે, જેને આપણે હવે સમજી ચૂકેલા છીએ. એની સાથે ભવારથ, આ જન્મનું રહસ્ય પણ આપ જાણી ગયા છો બધા જ હવે. તો આ મનુષ્ય તરીકે જન્મ્યા, તેનો હેતુ શું? પરમ તત્વ, પરમાત્મા અને આત્મા વચ્ચેનો ભેદ પણ આપ જાણો છો. પરમાત્મા અને આત્મા વચ્ચેનો ભેદ પણ હવે આપ જાણો. આ જીવન શરીર શેના માટે મળ્યું, એને પણ આપ લોગ ખૂબ સારી રીતે જાણો છો. આ પશુ પંખીઓમાં કંઈ આ સમજ ખરી? આપણા જન્મનો સાચો અર્થ "ભેદ ભવારથ" છે. જન્મનો રહસ્ય શું છે? "તત્વમસિ" – તે તું છે.

હનુમાનજીએ દરિયો ઓળંગવાનો હતો, તેઓ આમ ચૂપ બેસી રહ્યા હતા. ત્યારે જાંબવનજીએ જઈને કહ્યું કે, "જાગો હનુમાનજી, કેમ બેસી રહ્યા છો? કા ચૂપ સાધી રહ્યો બલવાના, પવન તનય બલ પવન સમાના." પોતાનામાં રહેલી આત્મશક્તિની જાગૃતિ આવી રીતે સદગુરુ કરાવે કે, "જાગ ભાઈ, તું પવન જેટલું તારામાં બળ છે ને, તું કેમ ચૂપી સાધીને બેસી રહ્યો છે?" તો ક્ષણમાં તું આમ સાક્ષાત્કાર કરીને તું સ્વયં આત્મા, તારી અનંત શક્તિ ને તું આવો વિલા મોઢે કેમ બેસી રહ્યો? દુઃખી કેમ થાય છે?

"શિષ્યાના સંબોધન ધયંતમ." દરેકને પોતાના નામથી સંબોધિત કરવામાં આવે, ત્યારે એ વ્યક્તિ સમજે છે કે આ મારા માટે કંઈ આદેશ છે કે ઉપદેશ છે. એવી રીતે "તત્વમસિ" સંબોધન કર્યું, તે બધાના માટે કર્યું હતું. સમગ્ર શિષ્ય સમુદાય માટે, નહીં કે એક વ્યક્તિ જેને કહેતા હતા તેના માટે થઈ. એ દરેક ગુરુએ આ રીતે કહેલું છે. એ ફક્ત તેની સામે રહેલો શિષ્ય હતો, તેને જ બોધ નોતા આપતા. તે તો સર્વ કોઈ જે આ ઝીલી લે આને, તેને આપવા માંગે છે. એટલે કહે છે કે, "તત્વમસિ પકડી લે ભાઈ તું ઝડપથી કે તે તત્વ તું જ છે. બસ, છોડતો નહીં હવે તું એને અને શોધવા માંડે કે તું કેવી રીતે એ તત્વ છે. બસ, એ શોધી કાઢ. બીજું કંઈ નહીં."

આ સંબોધન બધાના માટે કર્યું અને પંચતત્વ રહિત પછી જે ભાવ બાકી રહી જશે, એ વલોણામાંથી નીકળેલું માખણ છે. તે આપણું ચેતન છે, તત્વ છે. ત્યારે પુનીત મહારાજે એક જમાનામાં ભજનમાં કહ્યું હતું કે, "આ સંસાર તો છાસ છે અને નવનીત માખણ તો કોણ છે? તો કે નટવરલાલ છે." મારો અંદર રહેલો, માટે "તત પદ ત્વમ પદ ત્યાગીને અસી પદમાં ચિત્તધાર, અસી પદની અંદર તું તારા પોતાને સ્થિરધાર" એમ કર. ખદબધતા કીચડમાં જાય કોઈ, એને પાછો કાઢે, પાછો ફરી અંદર જઈને પડે. "ના બાપજી, કે મારે મુક્તિ નથી જોઈતી, મારે હજી તો ઘર સંભાળવાનું છે." કેટલા ભાગતા હશે બોલો આવી રીતે? "મારે નથી જોઈતું." એટલે "નરક ભય હરણ હરમ" તો કહે છે કે જીવન સત્સંગ માટે તત્પર બનશે, પછી વિશ્વના અનેક રહસ્યો સમજાશે. ત્યાં સુધી તો કે ચાલો સત્સંગમાં. એટલે બધા શું કરે છે? "નવી સાડી લેવાની છે, નવો દાગીનો કરવાનો છે, પેલીએ શું પહેર્યું છે ને મારે શું પહેરીને જવાનું છે?" બસ આ જ બધું ચાલતું હોય.

શું આ સત્સંગનો મહિમા છે? તો શું છે? એટલે જ્યારે આવા અભિપ્રાય સાથે માણસ સત્સંગમાંથી શું લાવશે એ લોકો? અને ત્યાંય બેસીને શું કરતા હશે એ લોકો? એ તો પેલું સાડીને એમ જ ભટકેલું છે ને, હજી તો આગળ નથી. કારણ પાલવ સાડી જ ઊંધી પહેરી લાગે છે, પ્રિન્ટ ખોટી છે. "જય તારી ભલી થાય કે મૂર્ખી છે પાછી બોલાવશે, અહીંયા આય બાજુમાં. જા કે લીતે સાડી ઊંધી પહેરી છે કે ડ્રેસ પહેર્યો છે? નહીં તો પાયજામો ઊંધો ફેર્યો છે." ચાલે પાછું એટલું તરત ત્યાં આગળે પેલા આમ જોયા કે ખૂણામાં કઈ થયું. આટલા બધાને થયું હું? બળ્યો સંસાર, બળ્યો, બળી રહ્યો છે કેતા શું? એટલે આવું જ્યારે હોય ત્યારે પછી જીવનના રહસ્યો ત્યાં આગળ કઈ ઉજાગર થઈ શકે એવી સ્થિતિ હોતી નથી. પછી તો ત્યાં સંસારના રહસ્યો ઉજાગર થાય. "જાનો વરાવો છે ફલાણી." આવું કરી તું જીવનનું લક્ષ્ય, ધ્યેય અને જીવન બધાને સાર્થક ત્યારે કરશે, કૃતાર્થ કરશે જ્યારે જીવનના રહસ્યો આવી રીતના વ્યક્તિ જાણે.

શરીરભાવ અને આત્મભાવ બંને અલગ અલગ દિશાઓ છે. શરીરભાવમાં હંમેશા સંસાર અને એનો વ્યવહાર જ રહેશે. શરીરભાવની અંદર બોડી લેંગ્વેજ બધા જો. બીજી બાજુ આત્મભાવ એટલે સર્વથી અળગા બનીને, સર્વથી અળગા બનીને માત્ર પોતાના નીજ સ્વરૂપમાં એકાગ્ર બનીએ. સત્સંગમાં બેઠેલો હોય જો એકાગ્ર બનીને પોતાના સ્વરૂપની અંદર, તો એક લાખ માણસોની વચ્ચે પણ એ સાવ બિલકુલ એકલો જ હોય કે "હું આત્મા છું." એ અનુભવ એને ત્યાં આવે. એને ટોળું ના દેખાય અને કશું નડે નહીં, કશું અડે નહીં, કાંઈ નહીં. આવી જ્યારે સ્થિતિ હોય ત્યારે તો યાદ રાખો, એક લાખ વિચારોનું ટોળું હોય મનની અંદર પણ "હું આત્મા છું" જો પકડાઈ ગયું તો એ લાખ વિચારો પણ ગાયબ થઈ જશે. હું તમને બીજી રીતે સમજાવવાનો પ્રયત્ન કરું એને સમજવાનો, કારણ કે વ્યવહારની અંદર તો વખતે માણસ જાય કે "ખરવા મારા જેવો કોઈ દાડો ના જાય ત્યાં." આવું બધું કે પહેલેથી જ ખબર છે કે ભઈ મેલ પડ્યા.

જ્યારે આત્મભાવ એટલે સર્વથી અળગા બનીને માત્ર પોતાના જ નીજ સ્વરૂપમાં જ એકાગ્ર બનીએ, ધ્યાનસ્થ થઈએ ત્યારે મન સ્થિર બને. તે પછી સહજભાવથી શરીર, ઇન્દ્રિયો, મનનો બહારનો વ્યવહાર સહેજે પણ પછી સ્પર્શે નહીં, ભીનો પણ ના કરી શકે આપણને. સુંદર સ્થિરતાવાળી અંતર્મુખતામાં મન વિચાર સહિત બધું જ શાંત થઈ જાય. એટલે સુધી કે "વૈરાગ્ય નિધિ પરમ સુખમ" જ્ઞાન એ જ પરમ સુખ છે, એ ભાવનો આપણને અનુભવ થઈ જાય. સંપૂર્ણ આત્મભાવ કે મનને ક્યાંય પણ જવાની ઈચ્છા જ ના થાય. "કશે જવું નથી, કશી જરૂર નથી, પૂર્ણતા અહીં છે." પણ કઈ તાઈ જાય ને શું કરવું છે? આ બધું ધીરે ધીરે અભ્યાસથી પ્રાપ્ત થશે. એટલે મન સાથે નિત્ય વાતો કરો કે "આ તું શું કરું છું? તું ક્યાં ભટકું છું? તારા પોતાનામાં બેસ." આમ જો આપણામાં જ શાંતિ થઈ જાય, આપણામાં જ આપણને અનુરાગ થઈ જાય એટલે પછી બહાર જશે નહીં.

અનુસંધાન તો કરો એટલે અનુભવ થશે પોતાનામાં કેટલી બધી શાંતિ છે, સંપન્નતા છે, પૂર્ણતા છે. "ભટકણ ભાગ્યું રે, વાસના લિંગ ગયું." આમ સાનિધ્ય કેળવાય એટલે શરીરની પીડાઓ અને ઉપાધિઓના તાપ પણ દૂર થયા. "તારું સ્વરૂપ કયું છે તે તું જોઈ તો લે." "તત્વમસિ" વાક્યે "હું તત્વ છું" એના દર્શનની સાથે અનુભૂતિ કરીશ એટલે પછી "પૂર્ણ ભક્ત્યા ગૃણંતમ." તું પૂર્ણ જ છે, તારી પૂર્ણતાનું હંમેશા ચિંતન કર્યા કર. મેં કીધું ને, એક જ મંત્ર લઈ લો તમે, બસ એને સંપૂર્ણપણે અનુભવ કર્યા કરો. એ મંત્ર એ બહુ મોટો પડે છે, એટલા માટે કીધું કે હવે છોટો લઈ લે. તો કે શું? તો કે "હું બ્રહ્મ છું." બસ આ મંત્ર તારો કે બીજું કઈ નહીં એમ. આટલું બધું કઈ બોલ બોલ કરવું ને યાદ રાખવું કે આ વ્યવહાર એ તો બ્રહ્મણા છે. એમાં તો ઉપલક વ્યવહાર કરવા છતાં સ્વરૂપમાં સ્થિર થઈને રહેવું.

વ્યવહારની હઠ મગજમાંથી નીકળી જશે. આમે એ તો ક્ષણભંગુર જ છે ને, માટે વ્યવહારને કદી વાસ્તવિક ના સમજવું. "તત્વમસિ નરક ભય હરણમ." હવે તમારા જીવનનું નરક, નારકી જીવન પૂરું થઈ ગયું. સ્વપ્નમાં આ મન કેટલું મોટું સર્જન કરે છે! પહાડ, પશુ, સૂર્ય, આખે આખો સૂર્ય દેખાય, નદી, સાગર, વૃક્ષો, માણસો, બધું સર્જન સ્વપ્નમાં થાય છે ને? એમ પરમાત્માના મનની સૃષ્ટિ પણ આ જે કઈ છે તે પરમાત્માના મનની સૃષ્ટિ અને આ એનું સ્વપ્ન છે પરમાત્માનું. એટલા માટે એ સત્ય નથી. આ પરમાત્માનું સ્વપ્નું છે, માટે એ સત્ય નથી. તમારામાં આ શક્તિ છે. મનમાં કેટલા સર્જનો કરી દીધા! અરે, સૃષ્ટિ આખી સર્જી નાખી તમે. બરાબર? પણ જાગરતમાં એક, જાગરતમાં એક ઘડો બનાવવો હોય તોય આવડે નહીં કે કેમ નો બનાવવો. હાથ માટીનો લોંદો આપ્યો હોય. એનું હું કરીએ કે આપણને આવું કઈ આવડે નહીં.

મોટો સર્જન કરી નાખ્યું આટી.

મોટી સૃષ્ટિનું ઘરબાર, કુટુંબ કેટલું બધું! બધું કરીને બેસી જઈએ, પણ આવું સિમ્પલ કામ આપ્યું હોય તો એ આપણે કરી શકતા નથી. આત્મચેતના આટલું મોટું સર્જન કરે છે. આપણા બધાયમાં અપાર સર્જન શક્તિઓ રહેલી છે. સ્વપ્નમાં તારા, નક્ષત્રો અને સૂર્ય પણ દેખાય. સ્વપ્નમાં એ સૂર્ય ક્યાંથી આવ્યો? કોણે બનાવ્યો? રાત્રે સૂર્ય હોય ખરો? આપણે તો રાત પડે, પાછો દાડો થાય ને પાછો સૂર્ય ઊગે. પાછો આપણે ની રાતે ઊગતા હોય. હવે રાત્રે સૂર્ય હોય ખરો? તો કે, ના હોય. બરાબર? તો પછી કે, રાતે એ સૂર્ય ક્યાંથી આવ્યો? માટે કહ્યું કે, "તત્વમસિ" – એ તું જ છે. તું જ બનાવે છે સૂર્ય. તું જેમ એ સૂર્યને બનાવે છે સ્વપ્નમાં, એમ તે આ સૂર્ય બનાવેલો છે. એમ તે આ ચંદ્ર બનાવેલો છે. એમ જ ત્યાં સૃષ્ટિનું સર્જન કર્યું છે.

પણ પછી શું થયું? તો કે, સહકારી ધોરણ છે. બધાએ માની લીધું કે સૂર્ય છે અને એ આમ જ કરે છે. 365 જ દિવસ હોય છે. ચંદ્રનું કેલેન્ડર આમ જ છે અને એક અધિક મહિનો આવતો જ હોય છે, ત્રણ વર્ષે, ચાર વર્ષે. તો બધાય કહી દીધું, બધાય ઓકે કરી દીધું, "ક્લિક, ક્લિક, ક્લિક, ઓકે." એટલે પછી આ બધું સૃષ્ટિનું સર્જન આમ થયું. કેમ કહે છે? તો જાગ્રત થતા જેમ સ્વપ્નનો પ્રલય થઈ ગયો, એવી રીતે આપણા મનની અંદર નિત્ય પ્રલય થયા જ કરતો હોય છે, પણ આપણને ખબર નથી. આપણે એ પ્રત્યે જાગૃત નથી. સૂક્ષ્મ ચૈતન્ય તો કદી નાશ પામતું નથી. તું તત્વ છું. આ મળનારું શરીર એ તું નથી. એ સંસ્કાર હવે સ્પષ્ટ કરી દો. બાકી શું રહ્યું? આત્મચેતના એ તો અમર છે. એટલે તું અમર છું. માટે જાગૃત કરી રહ્યા છે: "જાગો! શરીરભાવ, દેહભાવનો ત્યાગ કરો. આત્મભાવનો નિત્ય અભ્યાસ કરો, નિરંતર અભ્યાસ કરો, અખંડ અભ્યાસ કરો.

નિત્ય સ્તુતિ કરો, નિત્ય એના પર લક્ષ્ય રાખો." એક દિવસ એવો આવશે કે શરીરભાવ, દેહભાવ છૂટી જશે. "હું બોડી છું" એ નીકળી જશે તમારામાંથી. તમે દેહી છતાં વિદેહી થયા. લોકો બોલી ઉઠશે તમને જોતા, "ઓહોહો, તમે તો વિદેહી થઈ ગયા!"

હવે આપણને પણ આપણા આત્મસ્વરૂપની જિજ્ઞાસા થવી તો જોઈ કે નહીં કે કેવું હશે? ચાલો, જરા તપાસ તો કરીએ કે આપણું આત્માનું સ્વરૂપ કેવું એવું છે. એક દાડો તપાસ કરી અરીસામાં તો કે, બહુ જોજો કરી. આપણે કઈ વાતો નથી. જેટલું થશે એટલું કવર કરશું. તમને ઈચ્છા થાય કે બ્રેક તો...

આ લખાણ AI દ્વારા તૈયાર થયું છે. શંકા હોય ત્યાં મૂળ પ્રવચન સાંભળી ખાતરી કરવી.