તથાસ્તુ ક્લાસ · ભાગ ૨
ૐ પૂર્ણમદઃ પૂર્ણમિદમ; પૂર્ણાત્ પૂર્ણમ્ ઉદચ્યતે; પૂર્ણસ્ય પૂર્ણમાદાય; પૂર્ણમેવા વશિષ્યતે. શાંતિ: શાંતિ: શાંતિ:
શબ્દ હંમેશા એના અર્થના સાથે હોય. જે શબ્દનું ઉચ્ચારણ થાય છે, એની પાછળ વાયુ છે. વાયુના ઘર્ષણના કારણે સ્વર ઉત્પન્ન થાય છે. સ્વરનો આધાર પ્રાણ છે. બધાને એવું છે કે પ્રાણ છે તો હું છું. વાસ્તવમાં એ છે કે હું છું તો પ્રાણ છે. આજે એક આ એક નવી વાત શીખી લો.
એ બાબતનો વિચાર કરતાં એવું જોવા મળતું હતું કે અનેક એવા ઋષિમુનિઓ, સંતો હતા કે જે લોકો સહજ રીતે સમાધિ અવસ્થાની અંદર, તુરિયા અવસ્થાની અંદર ફરી પડતા હતા. અને પછી એવું બને કે એ લોકો શ્વાસનું ભાન પણ ચૂકી ગયા હોય. શ્વાસ અંદર આવી રહ્યો છે, બહાર જઈ રહ્યો છે, શું થઈ રહ્યું છે – કંઈ જ વસ્તુની એમને ખ્યાલ હોય નહીં અને છતાં એવી સુંદર રીતે જીવતા હોય.
પાછા, પેલો કબીર હતો ને, તે તમારા માટે સાડીઓ બનાવતો હતો. તાણા-વાણા આમ આમ કરતો જાય. એને સંસારના તાણા ને વાણા દેખાતા હતા. તમને બી દેખાવા જોઈએ: ક્યાં બંધાયો છું? કેવી રીતે છૂટું? અવલોકન આત્માનો એક જ ગુણ છે: જોવું અને જાણવું. એનો એક જ ધર્મ છે, બીજો કોઈ ધર્મ નથી. અને એ સહજ આનંદ છે, એટલે સહજાનંદ કહીએ છીએ આપણે. સહજ, સ્વાભાવિક આનંદ, આનંદ, આનંદ. બસ, એની પાસે બીજું કંઈ ના હોય. હું આનંદ સ્વરૂપ છું. આ ભાવની અંદર આવીએ તો શબ્દ જે છે, તેના અર્થની સાથે હોવાના કારણે, જ્યારે હું એમ કહું કે "શાંતિહી", તો શાંતિ ઉદ્ભવ પામે છે. હું શાંતિને પ્રગટ કરું છું. તું બ્રહ્મ છું, એટલા માટે જે બોલે છે તે થઈ રહ્યું છે. ધ્યાન આપ! શું બોલાઈ રહ્યું છે? આ શબ્દ છે, પ્રચંડ શક્તિ છે, એટમ બોમ્બથી મોટી. પ્રગટે છે, જન્મે છે, પેદા થાય છે.
એનાથી તમારામાં બ્રહ્મ પેદા થઈ રહ્યો છે, પ્રગટ થઈ રહ્યો છે. ધ્યાન આપો, સભાન બનો, શાંત બનો.
એક નમ્ર વિનંતી: સેશન જીવવું શરૂ થાય. શક્ય હોય એટલી શારીરિક-માનસિક મુવમેન્ટ ઓછી કરશો તો આનંદ જરૂર લાગશે. આપણે બ્રેક લઈશું સમયે સમયે, પણ આ એક ઇનર ડિસિપ્લીન (inner discipline) ની વાત છે. સો પ્લીઝ ટેક કેર ઓફ ઈટ. થેન્ક્યુ. શેલ વી મુવ?
તો આજે બ્રહ્મચિંતનની વાત કરી. આ ડાયલોગ્સ હોવા જોઈએ તમારા, તમારી જાત સાથે. આથી નક્કી કર્યું કે એક કલાક હું બ્રહ્મચિંતન, બ્રહ્મ મનન, આના-તેના માટે જ હું ગાળીશ. એમાં ધ્યાન, મેડિટેશન બધું આવી જાય. અસર આવશે, પછી એની ધીમે ધીમે બધું સહજ શાંત થતું જશે, સ્થિર લાગશે. સંસાર છે ને, પછી તમને એક પેલા સ્વપ્ન જેવો લાગવા માંડશે. એ સ્વપ્નની પાછળ જ રહેલી છે સુષુપ્ત અવસ્થા અને એની પાછળ છે તુરિયા. પેલું તુરિયાનું શાક નહીં હો! તુરિયા અવસ્થાની વાત કરું. એ તુરિયામાં એક વખત પ્રયત્ન તો કરો. એ તમારી પોતાની સ્વાભાવિક અવસ્થા છે, સહજ અવસ્થા છે. એવો સહજાનંદ એક વખત આવી જશે, તમે ચોક્કસ એને મૂકી નહીં શકો. ગોડ ઇસ રીયલી ઇન્ટોક્સિકેટિંગ, પછી નહીં ઉતરે.
તો બ્રહ્મચિંતન પછીનું સ્ટેજ આવે છે: એ બ્રહ્મનું મનન કરવાનું છે. બ્રહ્મ વિશે વારે વારે મનની અંદર મનન કર્યા કરો. એકનો એક વિચાર વારંવાર, વારંવાર લાવવાનું. જેમ શબ્દની શક્તિ છે, તેવી રીતે આ મનના આવર્તનોની પણ જબરજસ્ત શક્તિઓ રહેલી છે. એનો પણ અનુભવ કરો. સત્ય જ છે કે "હું બ્રહ્મ છું". અનુભવ કરતા રહેવાનું. સાથે સાથે, બ્રહ્મ વ્યાપક, સ્વયં પ્રકાશ, શુદ્ધ ચૈતન્ય છે. તેથી હું બ્રહ્મ છું, વ્યાપક છું. અહીં પણ છું, ત્યાં પણ છું, ત્યાં પણ છું, બધી જ જગ્યાએ. બસ કે કેવળ હું છું બ્રહ્મ સ્વરૂપે. દિવ્યાંગ સ્વરૂપે નહીં, લિમિટેશન્સ (limitations) આવી ગયા, લો ઓફ લિમિટેશન (law of limitation) નામ-રૂપના લાગુ પડી જાય છે. પણ બ્રહ્મ સ્વરૂપે અનલિમિટેડ પાવર (unlimited power), અનલિમિટેડનેસ (unlimitedness), વ્યાપ્તિ જબરજસ્ત! કેટલું અદભુત સ્વરૂપ છે આપણું, જુઓ!
વિચાર તો કરી જુઓ. અનુભવ આવે આપણને કે ભાઈ "હું બધે જ છું". આખો રૂમ જે છે, તે હું છું. રૂમની અંદર જે કંઈ ભરેલું આકાશ છે, તે પણ હું જ છું. મારા પ્રત્યેક શ્વાસમાં હું જ મારી જાતને લઉં છું અને બહાર કાઢું છું. કેટલું સુંદર તાલબદ્ધ રીતે કામકાજ ચાલી રહ્યું છે! આ જીવન છે, શાશ્વત જીવન છે.
તો હું શુદ્ધ ચૈતન્ય માત્ર છું. સર્વ કાંઈ કેવળ બ્રહ્મ છે. બધું બ્રહ્મ માંથી નીકળેલું છે, એટલે બધું જ બ્રહ્મ છે. માટે હું બધું જ છું. જે કંઈ દેખાય છે મને તે, જે કંઈ નથી દેખાતું તે, બધું હું જ છું. તેથી હું બ્રહ્મ છું. બ્રહ્મમાં વિકાર થતો નથી, કારણ તે સદા નિર્વિકારી છે. તેથી હું બ્રહ્મ જ છું. હું નિર્વિકારી છું, હું નિર્વિકારી છું. મારામાં ક્યારેય વિકાર હોઈ શકે નહીં, મને વિકાર શોભે પણ નહીં.
બ્રહ્મ અનાદિ અનંત છે. નો બિગીનિંગ (no beginning), નો એન્ડ (no end). અવિનાશી છે, મારો નાશ પણ થઈ શકતો નથી. નૈનં છિન્દન્તિ શસ્ત્રાણિ, નૈનં દહતિ પાવકઃ. જે સવારમાં બતાવ્યું હતું, એ અગ્નિ એક વખત પ્રગટ થશે અને તમારા શ્વાસની અંદર આવવાનું શરૂ થશે. એ અગ્નિ ધીમે ધીમે પ્રદીપ્ત થઈને તેજોમય બની જશે. તો દૂરથી આમ ક્યાંક જતા હશો, કોઈક કહેશે કે "યાર, આ સૂર્ય જેવું અજવાળું લઈને કોણ આવ્યું?" સ્વયં સૂર્ય અહીંયા ગાડે સાક્ષાત પ્રગટ થયો છે એવું રૂમમાં લાગે છે, એવો અનુભવ આવી છે.
હું અનાદિ અનંત છું, અવિનાશી છું. તેથી હું જન્મ-મરણ વગરનો છું. હવે મને જન્મવાનો કે મૃત્યુ પામવાનો ડર પણ રહેતો નથી. હું એ બંનેથી પર છું. ડર તો બહુ નાનકડી, ફાલતુ ચીજ છે, જંતુ જેવી છે. એને આપણે પંપાળીને મોટી કર્યા કરતા હોય. મને આનો ડર લાગે, મને તેનો ડર લાગે, મને એકલા લિફ્ટમાં જવાનો ડર લાગે, મને એકલા રૂમમાં રહેવાનો ડર લાગે, મને પેલા માણસનો ડર લાગે. તો ભય, ભય ને ભય. બસ યાદ રાખો, આ સંસાર, સંસાર એકબીજાને ધક્કા મારે છે અને એની અંદર આ 'ફિયર ઇસ ધ કી' (fear is the key). બધા એકબીજાને ભયભીત રાખે છે. જ્ઞાનીઓ બહુ ડાયા, એ જાણતા હતા કે બ્રહ્મ સ્વરૂપ છે આ બધા. અને એ જાણી ગયેલા, જોઈ લીધેલું, અનુભવ કરતા હતા કે આ બધા, બધા બ્રહ્મ સ્વરૂપ.
આ બધા મારા જ સ્વરૂપો છે. એટલી બધી એકતા અને અભેદતા હોય, હવે પોતે પોતાનાથી ડરે ખરું? એટલે એ નિર્ભય હતા અને સાથે સાથે બધાને અભય વચન આપતા હતા. ઊંચામાં ઊંચી અહિંસા જો હોય તો આ અભયદાન આપવાનું છે. આજથી નક્કી કરો, "હું સર્વને અભયદાન આપું છું. મારાથી કોઈને ક્યારેય પણ ભય પેદા થશે નહીં. કોઈને પણ ભય પેદા થાય તેવું વાણી, વિચાર કે વર્તનથી હું એવું કંઈ પણ કરીશ નહીં, કારણ કે હું બ્રહ્મ છું. હું બ્રહ્મ છું."
બ્રહ્મ જ છે, બીજું કંઈ છે જ નહીં. દ્વૈત જ નથી. દ્વૈત અને અદ્વૈતની બે વાત કરી લઉં જરાક. દ્વૈત એટલે બે અને અદ્વૈત એટલે એક. એટલે અદ્વૈત જ છે. આ અદ્વૈત બ્રહ્મ છે. તે બ્રહ્મ હું છું. હું અદ્વૈત છું. બ્રહ્મ જ છું. હું કેવળ બ્રહ્મ જ છું. આપણે સૌ આવી એક બ્રહ્મ પ્રતિજ્ઞા લઈએ.
"ત્રણ ગુણ રહિત, ત્રિકાળ, ત્રિલોક, ચૌદ ભુવન વ્યાપી, નવ ખંડ વ્યાપી, નિર્વિકારી, અનંત, સ્વયં પ્રકાશિત, શાંત, સ્વયં મહાજ્યોતિ, અકથ્ય, અનિર્વચનીય, સર્વવ્યાપી પરમ તત્વ હોવાથી કેવળ બ્રહ્મ હું જ છું. મારામાં અંતઃકરણ નથી, બાહ્યકરણ નથી. મારે કરણની શી જરૂર? તેથી હું સંપૂર્ણ છું, સમર્થ છું, સર્વશક્તિમાન છું. હું સદા અનંત જ્ઞાન, પરમ આનંદ રૂપ છું. સુગંધીદાર, સ્વયં તેજ રૂપ, જ્યોતિ સ્વરૂપ છું."
શબ્દ સરી જાય, અનુભવ શરૂ થાય. બ્રહ્મ નામ, રૂપ, દ્રવ્ય, કાળ, ક્ષેત્ર અને આકાર વગરનું અનંત છે. તેથી હું નામ, રૂપ, દ્રવ્ય, કાળ, ક્ષેત્ર વગરનો, આકાર વગરનો છું. હું અનંત છું. હું બ્રહ્મ છું. હું બ્રહ્મ છું. મનમાં મારી સાથે બોલજો. બ્રહ્મમાં મનમાં બોલો, "જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ હોઈ શકે નહીં. હું બ્રહ્મ જ છું, તેથી મારામાં પણ જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ વગરનો બ્રહ્મ જ છું."
સર્વશક્તિમાન છે, સર્વજ્ઞ છે, સ્વયં પ્રકાશ છે. હું બ્રહ્મ છું, તેથી હું સર્વજ્ઞ છું, સર્વશક્તિમાન છું, સ્વયં પ્રકાશ. બ્રહ્મમાં તત્વ રૂપી ભેડસેડ થતી નથી. હું પણ બ્રહ્મ હોવાથી મારામાં ભેડસેડ શક્ય જ નથી. બ્રહ્મ સદા બ્રહ્મ જ છું. હું બ્રહ્મથી અભેદ છું, અભિન્ન છું, જુદો પડી શકતો જ નથી. તેથી હું બ્રહ્મ જ છું.
લોકો બધા કૈલાશની જાત્રા કરાવે, માનસરોવરની કરે છે. સ્થૂળ જગતની અંદર અહીંયા શું કહે છે કે જ્યાં સંસાર, જ્યાં સંસાર કલેશ ના હોય તે જગ્યા કૈલાશ. કૈલાશમાં કચકચ ના હોય, ત્યાં ભગવાન શિવ વસે છે. માનસ સરોવરમાં, માનસરોવર નહીં, માનસ સરોવરમાં ડૂબકી લગાવો. સંસાર રજથી મુક્ત થાઓ, ત્યારે તમે કૈલાશના અધિકારી બનશો. વાસ્તવમાં ભગવાન શિવ એ કલ્યાણ સ્વરૂપ છે. વ્યાપક હોવાથી સર્વવ્યાપી છે. એટલે અહીં પણ છે, અહીં પણ છે, અહીં પણ છે, અહીં પણ છે. એ શિવ હું છું. "શિવોહમ, શિવોહમ." જ્યારે તમારી અંદર કલ્યાણની ભાવના પ્રગટ થાય, "સર્વે જનાહ સુખીનો ભવંતુ," બાકી બધું એમાં ઓગાળી નાખો. તમે સ્વયં સદાશિવ છો, સ્વયં સદા શિવ છો. અનુભવ કરો. બાકી જે ચિત્રો જુઓ છો તમે બધા, એ શિવના સ્વરૂપોનું ચિત્રણ છે. કલ્પનામાં લોકોએ એમને એવા જોવે છે. વાસ્તવમાં શિવ આવા હોતા હશે?
જે બ્રહ્મનો સ્વરૂપ છે, તે જ મારું સ્વરૂપ છે. તેથી પણ હું સર્વદા બ્રહ્મ સ્વરૂપ જ છું. બ્રહ્મ સદા શાંત, અભાસ્ય છે. બ્રહ્મનો ભાસ પણ હોતો નથી, અનુભવ હોય છે, ભાસ નથી હોતો. લોકોને ધ્યાન દરમિયાન અનેક દેવી દેવતાઓ, કાંઈ કાંઈ બધું જે કંઈ હોય છે, તે બધો ભાસ માત્ર છે. યાદ રાખો, બ્રહ્મનો અનુભવ આવ્યો, પ્રોગ્રામ પૂરો નથી. એલ્સ વિલ રન. એટલે અભાસ્ય હોવાથી નિશ્ચિત રૂપે તેવો કેવળ બ્રહ્મ હું છું. પ્રસાદમમાં આપણે વાત કરી હતી તમને, "હું અમૂર્ત છું, હું અમૂર્ત છું, હું અમૂર્ત છું." જો તમે વારંવાર એનું રિસાઈટેશન કરો, તો તમે અહીં બેઠા બેઠા ગાયબ થઈ જશો. તમે રૂમમાં બેઠા છો, તમને કોઈ દેખાશે નહીં. એટલો બધો જબરજસ્ત પાવર છે. ટ્રાય કરી જુઓ, "હું અમૂર્ત છું."
જગત એ બ્રહ્મનો વિવર્ત છે. વધારાનું જે કંઈ ઊભું થયું છે તે છે વિવર્ત. એટલે એ ભાસે છે. જગત આપણને વાસ્તવની અંદર રિયલ નથી, મિથ્યા છે, અસત છે. એટલે મિથ્યા છે. હું બ્રહ્મ છું. હું તો સત અને અસત બંનેથી પર છું. હું સત પણ નથી, અસત પણ નથી, બંનેથી મુક્ત છું. સોનાની બેડી પણ નહીં અને લોખંડની પણ નહીં. મારે કોઈ બેડીને હું આવ્યા બાદ છું. મને કોઈ બાંધી શકે નહીં. બ્રહ્માકારમાં સર્વ બ્રહ્માકાર છે. તેથી હું બ્રહ્માકાર છું. તેથી પણ હું બ્રહ્મ જ છું. આવું જ્યારે તમે વારેવારે વિચાર કરશો, એટલે તમે એવા બનતા જશો. તદરૂપ થવાનો આ એકમાત્ર રસ્તો છે. સાત લોક સમાધિ સુધી તમને લઈ જશે. જે લેવલ ઉપર બ્રહ્મ છે, તે જ લેવલ પર તમારે એક વખત આવવું તો પડશે. લેવલ સેટિંગ કરવું પડે. લેવલ સેટિંગ કરવા માટે આ બધી વસ્તુઓનો ઉપયોગ કરી શકાય. આ બધું જે જ્ઞાન તમને મળી રહ્યું છે, એ જૈન પણ હોતું નથી કે વૈષ્ણવ પણ હોતું નથી.
જ્ઞાન જે છે, એ સર્વ ધર્મોથી પરે છે. ધર્મ શબ્દથી એક ધડાકો થાય છે કે મારો ધર્મ શું? એટલે ધર્મ ધર્મના ઝગડા, બધી જ વસ્તુઓ બાજુ પર જતી રહે. જો ભગવાનનું કહ્યું માણસ માને તો. ભગવાને શું કહ્યું હતું કે, "તું બધા ધર્મોનો ત્યાગ કરીને મારા શરણે આય. હું તને મુક્તિ આપીશ." તો આપણને કે, "હું હિન્દુ, હું યહુદી છું." પછી ચાલ્યા ઝગડા. એક જીવન તો એમાં જો કેવી રીતે બરબાદ થઈ જતું હોય છે, વિચાર કરો. તો આપણે "સર્વ ધર્માન પરિત્રજ્ય મામેક શરણમ." તો આજથી આપણે બધા ધર્મોનો સમન્વય થઈ રહ્યો છે, બધા ધર્મનો લય કરી રહ્યા છે કે ત્યાં.
આગળ આપણા આત્માને અંદર લઈએ છીએ, તો મારો હવે એકમાત્ર ધર્મ શું હોઈ શકે? "હું આત્મા છું." આંખો બંધ કરો, બોલો મારી સાથે, અનુભવ કરો: "હું આત્મા છું! હું આત્મા છું! હું આત્મા છું! હું આત્મા છું! હું આત્મા છું! હું આત્મા છું! હું આત્મા છું! હું આત્મા છું! હું આત્મા છું! હું આત્મા છું! છું, હું આત્મા છું!"
હવે ઊંડા ઉતરવા માંડો. અનુભવ ત્યાં ક્યાં છે? આત્મસાક્ષાત્કાર સ્વરૂપે હોવાથી પ્રકૃતિનો, પંચભૂતોનો, પંચ મહાભૂતોનો નિયમ મને લાગુ પડતો નથી. તેથી હું મુક્ત એવો પરબ્રહ્મ જ છું.
માં કુંડલીની મૂલાધારમાંથી નીકળી સુષુમ્ણા નાડીના રસ્તે, બ્રહ્મ નાડી, વજ્રનાડી, ચિત્રાનાડી અને સરસ્વતી અલંબુષા મારફતે સરળતાથી ગતિ કરી સહસ્ત્રારમાં શિવ સાયોજ્ય પામી રહી છે. "હું બ્રહ્મ છું! હું બ્રહ્મ છું! હું કેવળ બ્રહ્મ છું!"
પ્રસાદમની શરૂઆતમાં આપણે આત્માના ગુણો વિશે જાણ્યું હતું. આપણે એ પણ જોયું કે આત્મા, બ્રહ્મ, પરમાત્મા, પરબ્રહ્મ – આ બધા પર્યાયવાચી શબ્દો છે. વાત આપણે પરમ તત્વની જ કરી રહ્યા છીએ અને તે પરમ તત્વ હું છું, તમારી અંદર મોજુદ છે. એટલે આપણે મોજુદ છીએ. યસ ઓર નો? યસ.
તો, એની શરૂઆત થઈ હતી પ્રસાદમથી. જે લોકોએ એની અંદર ભાગ લીધો, એ બધામાં શું ઉત્પન્ન થઈ હતી? તો, જિજ્ઞાસા ઉત્પન્ન થઈ હતી. કેવી જિજ્ઞાસા? બ્રહ્મ જિજ્ઞાસા. "અથ બ્રહ્મ જિજ્ઞાસા." આ બ્રહ્મ જિજ્ઞાસા છે, એમ કરીને પછી બ્રહ્મ જિજ્ઞાસા વિશે શું છે, એવું એક પુસ્તકની અંદર, આપણા એક શાસ્ત્રની અંદર શરૂઆત કરવામાં આવી.
તો, સૌથી પહેલામાં પહેલું જે સ્ટેજ છે, તે શું છે? જિજ્ઞાસા, ઉત્સુકતા જાણવાની કે બ્રહ્મની વાત કરે છે, શું છે? લોકોને બીજું બધું જ જાણવું હોય છે, બ્રહ્મ વિશે જાણવું હોતું જ નથી ખરેખર તો! અને છતાંય જ્યારે કોઈક એમ કહે કે, "મારે બ્રહ્મ વિશે જાણવું છે," તો એની અંદર શું ઉત્પન્ન થઈ હોય? બ્રહ્મ જિજ્ઞાસા.
એ બ્રહ્મ જિજ્ઞાસા ઉત્પન્ન થયા પછીથી એ બ્રહ્મ પર વિચાર કરવાનો શરૂ કરશે. જે જે સાંભળશે, એની પર વિચાર કરશે. વિચાર પરિપક્વ થતાં બરાબર કેરીને આઠ મહિના લાગે છે, તો વિચાર પરિપક્વ થતાં બાળકને નવ મહિના લાગે છે. વિચાર પરિપક્વ થતાં એનું સ્ટેજ બદલાય છે. પછી એનો બ્રહ્મ વિચાર જે છે, તે બ્રહ્મચિંતનમાં પરિણમે છે.
ચિંતન ક્યારે થાય? "હરે ગુરુ, હરે ગુરુ, હરે ગુરુ, હરિ ઓમ! હરે માસ્તર, હરે માસ્તર, હરે માસ્તર, હરે ઓમ! હરે ગુરુ, હરે ગુરુ, હરે ગુરુ, હરિ ઓમ! હરે માસ્તર, હરે માસ્તર, હરે માસ્તર, હરિ ઓમ! હરે ગુરુ, હરે ગુરુ, હરે ગુરુ, હરિ ઓમ!" શબ્દો શાંત થઈ ગયા, અનુભવ ઊભો થઈ ગયો, એવી જ્યારે સ્થિતિ ધીરે ધીરે આવશે, ત્યારે બ્રહ્મચિંતન શરૂ થશે.
ત્યાં તમારો સ્ટેજ બદલાશે. હવે જિજ્ઞાસુમાંથી તમે કેવા બનશો? મુમુક્ષુ. મુમુક્ષુ બની જશો. હાયર સેકન્ડરીમાં આવી ગયા પછી બ્રહ્મ વિશે જ્યાં જ્યાં નિરૂપણ કર્યું હશે, ત્યાં ક્યાંય બ્રહ્મ વિશે કંઈ પણ હોય, બસ એ બધું જ એમ એબ્સોર્બ કરી લઉં, એવા પ્રકારનું એક એટીટ્યુડ ધીરે ધીરે તમારી અંદર આવવા માંડશે.
પાછું એ પણ કાળે કરીને પરિપક્વ થશે, તો શું થશે? બ્રહ્મનું મનન થયા કરશે. તમારું મન છે, બીજું કંઈ જ નહીં, ફક્ત બ્રહ્મ વિશે જ બસ જોયા કરતું હશે, ત્યારે એ વ્યક્તિ સાધક બની ચૂક્યો હશે. એને લક્ષ્ય પ્રાપ્ત થઈ ગયું હશે. ક્યારે? કીધું: પોતાના મનને બસ જોયા જ કરતો હોય બ્રહ્મ સ્વરૂપે. એવી સ્થિતિ જ્યારે આવે છે, ત્યારે કેવળ બ્રહ્મ.
પછી શું થશે? તો, મન અમન થઈ જશે. મન શાંત થઈ જશે. મન શાંત થઈ જાય એટલે મનનું અસ્તિત્વ ગાયબ, ખતરામાં છે. કોઈ વિચાર નહીં ક્યાંય સુધી. પછી આમ બેઠો હોય, બ્રહ્મનો અનુભવ આવવાના આમ ધીમે ધીમે શરૂઆત થાય, એવી જ્યારે સ્થિતિ પરિપક્વ થશે, ત્યારે શું થશે? તો, નિધિધ્યાસન શરૂ થઈ ગયું હશે.
નિધિધ્યાસન પરિપક્વ થશે: કેવળ બ્રહ્મ, કેવળ બ્રહ્મ. કોઈ એક વિચાર, કોઈ એક બિંદુ, કોઈ એક લક્ષ્ય પર બહુ જ લાંબો સમય બેસવાનું. આપણા ખુરશીમાં બેસાતું નથી બે કલાક. (માઇન્ડ યુ) તમારી જાતને રિમાઈન્ડર આપો: "હાલ્યા ચાલ્યા વગર એક કલાક બેસીને બતાવીશ." આજે નક્કી કરો અને પછી એ પ્રમાણે અમલ કરો કે શરૂઆત શરીરથી કરો, મન સુધી પહોંચો.
પછી મન ગાયબ થઈ જશે, કારણ કે એનું કામ પૂરું થઈ જાય છે. મનને ખબર પડી જાય છે કે, "બિગ બોસ ઇસ નાઉ એપીયરીંગ. હવે મારું અહીં કોઈ કામ નથી." એટલે મનનું જે સ્વરૂપ છે, તે અમન થઈ જશે અને ચૈતન્ય રૂપે પ્રગટ થશે.
જ્યાં જુઓ ત્યાં બધે કેવળ ચૈતન્ય દેખાવાનું શરૂ થાય. "આ બધું ચૈતન્યનો મહાસાગર છે," એવો અનુભવ આવવાનો શરૂ થશે. પરિસ્થિતિ બદલાશે, ત્યારે તમે સાધક ગ્રેડ ટુ બની ગયા હશો. ઉચ્ચ કક્ષાના સાધક જેને કહેવાય, પણ હજુ એને સિદ્ધ થવાનું બાકી છે.
આમાં ને આમાં બે પુસ્તકો લખાયા છે. એના બીજા પુસ્તકની અંદર "સેવન ગ્રેડ ઓફ પ્રાણ" વિશે લખેલું છે. આ બધું જ તમને ઉપલબ્ધ કરાવી દેશે સત્યમભાઈ: બધાની પીડીએફ અને બધું જે કંઈ છે તે. એટલે એનો અભ્યાસ કરજો.
બ્રહ્મ છે એ અગ્નિ, અગ્નિ સ્વરૂપ છે. બ્રહ્માગ્નિ નાભીમાં આવીને અગ્નિદેવ બ્રહ્મ રૂપે વસી જશે અને પછી જે શ્વસન શરૂ થશે, એ ચોથા ગ્રેડનો પ્રાણ શરૂ થશે.
સાધક ગ્રેડ ટુ: ધીરે ધીરે ઉષ્મા અને તેજ વધતું જશે. અંદર વિકારો, શરીરના, મનના જે કંઈ પડેલા હશે જન્મ જન્માંતરના, બધા બળતા જ હશે અને ખરેખર તપ શરૂ થશે. આને કહેતા હતા તપ. ઋષિમુનિઓ કરતા હતા. આપણે પણ કરીએ છીએ.
ગુપચૂપ ઊભા રહીને બસ સ્ટોપ પર ઊભા હોઈએ, પોણા બે કલાક સુધીની બસની રાહ જોયા કરીએ અને છતાંય કંઈ ના થાય. અને ના આપણે કોઈ બસ કંપનીને ગાળો દીધી, ના તો કોઈ ડ્રાઇવરને ગાળો દીધી, ના તો ઘરવાળાને, ઘરવાળીને કે "જલ્દી જાઓ, નહિતર બસ ચૂકી જશું" કરીને મોકલ્યા હતા. તો, "જો મને જલ્દી મોકલ્યો એટલે આવું થયું," એ બધું જ જતું રહેશે.
બિલકુલ શાંત સ્થિતિ: નિષ્પાપ, નિસ્પંદ. નિસ્પંદ શબ્દ બહુ સુંદર છે. પછી આગળ વાત.
કરવાનો છું એની એટલે પછી એ ચોથા ગ્રેડનો પ્રાણ ધીમે ધીમે આગળ વધતો વધતો વધતો તમને આમ સૂર્ય સમાન તેજસ્વી અને ચંદ્ર સમાન શીતળ બનાવશે. અંદર એટલી બધી ઠંડક લાગ્યા કરે આપણને. કોઈ આવીને આપણને કંઈ પણ કરે, હાલતા જ નથી કે કશું હાલે એવું છે જ નહીં, ભાઈ. અંદર પછી શું થાય? ગમે તેટલું કરે, કાંઈ થાય નહીં. એવી સ્થિતિ અચળ સ્થિતિ કહેવાય, અડગ સ્થિતિ કહેવાય. એને પ્રાપ્ત થવો જોઈએ.
આ બધા આત્માના ગુણોની વાત કરું છું. ધીમે ધીમે "શ્રી ગણેશાય નમઃ" તો ગણપતિને યાદ કર્યા હતા. આપ જો, આ બધા હવે ગણપતિ તમને આ એક પછી એક ગુણો પ્રદાન કરશે. તમે ચંડીપાઠ વિશે જાણતા હશો. નવચંડી જ્યારે કરે ત્યારે ચંડીપાઠ કરે. માતાજીના પ્રાગટ્ય વિશેની આખી જે વાત આવે છે, તે ત્રીજા અધ્યાયથી શરૂ થાય છે, પણ ચોથા અધ્યાયમાં તો શક્રાદિ સ્તુતિ ને એ બધું આવે છે. માતાજીનું પ્રાગટ્ય થવા માટે શું થાય છે? તો કે બધા જ દેવી-દેવતાઓ એકઠા થયા હોય છે અને પછી દરેક દેવ, દરેક દેવી પોતાનું તેજ અર્પણ કરે છે. મટીરીયલાઈઝેશન માટે આમ તેજ અર્પણ કરે અને પછી એ બધું તેજ જે ભેગું થાય છે, તેમાંથી જગદંબા પ્રગટ થાય છે.
તમે તપ કરશો, તમારામાં તેજ વ્યાપી જશે. તેજ વ્યાપી જશે, જગદંબા પ્રગટ થઈ જશે. તો માતાજી પહેલા આવશે, પાછળ પિતાજી ઊભા જ હોય. પિતાજી ક્યારે આવે? તો કે સાધકની અંદર બ્રહ્મ સતત્વ ફોરવાનું શરૂ થાય. એક વ્યક્તિ અંદર આમ તાજા ગુલાબ લઈને આવે થોડાક અને આખા રૂમની અંદર જે થાય છે આમ, પછી એવું કંઈક કામ, એવા સાધકની નજીક જાઓ, તમને ખુશબુ આવવાની શરૂ થાય. એ રૂમમાં ખાલી બેઠો હોય, સુગંધ સુગંધ સુગંધ શરૂ થાય. સમજવાનું, સ્ટેજ આગળ વધ્યા છે. વેરી ગુડ! સેલિબ્રેટ! પણ તપશ્ચર્યા વધારે કરો, કારણ કે એ તો પરફ્યુમ છે. જો લાંબો સમય નહીં કરવામાં આવે અને વચ્ચે છોડી દેવામાં આવશે, તો પરફ્યુમ તો ઉડી જશે. માટે લાંબા કાળ સુધી એક સાધના જે કંઈ નિશ્ચિતપણે તમે નક્કી કરેલી હોય. આ જો, પરમાત્માને પામવાના અનંત રસ્તાઓ છે અને દરેક રસ્તા, રસ્તો બિલકુલ સાચો છે.
અનુભવથી સંપૂર્ણ સાચો છે. પહોંચી જ જશો. "ટ્રસ્ટ ઇન ગોડ, ઇનર ગોડ."
તો બ્રહ્મ સત્વ આવશે ત્યારે શું થશે? તો કે સવિકલ્પ સબીજ સમાધિ શરૂ થશે. તમારી આવતી કાલ વિશે હું વાત કરી રહ્યો છું, જે અત્યારે તમારો વર્તમાન છે. સવિકલ્પ સમાધિ વિકલ્પ સહિતની. શક્ય છે કે અહીંયા હજી પણ આપણને ભેદ દેખાય કે ભગવાન અને હું બે જુદા છે. અહીંયા વાસ્તવમાં આ સ્ટેજે પહોંચ્યા પછી ઓછું થવા માંડશે, ઘટવા માંડશે. દરેકના સાથે અભેદ ભાવ, કારણ કે વ્યાપકતા વધતી જશે. "હું અહીંયા એટલો જ છું જેટલો ઉત્તર ધ્રુવ પર છું, દક્ષિણ ધ્રુવ પર છું. અરે, હું આ પૃથ્વીથી પણ મોટો છું. હું તો આ બ્રહ્માંડથી પણ મોટો છું." અનુભવ આવશે.
એક મેડિટેશન કરાવતો હતો ઘણા ટાઈમ પહેલા, "અલ્ટીમેટ મેડિટેશન"ના નામે. એ પણ તમને ઉપલબ્ધ કરવામાં આવશે. ક્યારેક કરજો એટલે તમને આનો અનુભવ આવશે અને જે કહેવાઈ રહ્યું છે અત્યારે, તે વધારે સારી રીતે સમજાશે પાસે પણ. તો બ્રહ્મસત્વ થવાથી શું થશે? કે સબીજ સમાધિ શરૂ થશે. બહુ જ લાંબો સમય સુધી સ્થિર થઈ ગયા, ભાઈ. કોઈ સ્પંદન નહીં, કોઈ વિચાર નહીં, કંઈ નહીં. બસ એક જ બ્રહ્મ: "હું બ્રહ્મ છું, હું બ્રહ્મ છું." આ બોલવાનું પૂરું થાય, અનુભવ શરૂ થાય. બોલવાનું પૂરું થાય, અનુભવ શરૂ થાય. શ્વાસ બહાર જાય અને અનુભવ શરૂ થાય. શ્વાસ લેતા પહેલા, બે શ્વાસની વચ્ચે, આ બધી જગ્યાઓ બ્રહ્મને અનુભવવાની. બ્રહ્મનો સાક્ષાત્કાર કરવો હોય તો મંડી પડો.
પછી શું થશે કે તમને તમારો સ્વયં બ્રહ્મ છે અંદરનો, એ આમ ઇનર સૂર્ય જેવો દેખાવાનો શરૂ થશે. અનુભવ આવવાનો શરૂ થશે અને પેલા સ્વામી રામતીર્થની જેમ કે "આ સૂર્ય પણ હું જ છું" એવું તમે અધિપકારપૂર્વક કહેતા થઈ ગયા હશો. "આ ચંદ્ર પણ હું જ છું." તમારો અધિકાર તેની પણ સ્થાપિત થાય છે ત્યારે તમે કહી શકો છો, પણ એવો અનુભવ આવતો હોય છે. પછી તમારી સમાધિ અવસ્થાની અંદર આગળ વધશો તો ત્રીજા સ્ટેજની અંદર તમે પહોંચશો. સામીપ્ય અનુભવવાનું શરૂ કરશો. સામીપ્ય એટલે કેવું, ખબર છે? કે આપણે અહીંયા બહુ જ મોટો બરફનો એક ગચ્ચો લાઈને મૂકી દીધો હોય. પેલી બાજુ સહેજ પંખો ચાલે, આમ શરૂ થાય. મતલબ, વાયુ વાવાનું શરૂ થાય બરફ ઉપર થઈને. આપણને અહીં બેઠા બેઠા ઠંડક આવવાનું શરૂ થાય. એને કહેવાય સામીપ્ય. તો તમને બ્રહ્મના સામીપ્યનો આવો અનુભવ આવવાનો શરૂ થાય, એ ત્રીજું સ્ટેજ.
તમને ખાતરી અંદરથી પડી જશે કે હવે દૂર નથી, બહુ જ નજીક છું. પણ સાવધાન! લોકો અહીંથી પણ નીચે પડેલા છે. શક્ય છે કે આ સ્ટેજે તમે ઘણું બધું કરી શકતા હશો, પણ "ડોન્ટ ડિસ્ટર્બ ફિઝિકલ વર્લ્ડ", "ડોન્ટ ડિસ્ટર્બ ઇનર વર્લ્ડ". જ્યાં છે, જેવું છે, પૂર્ણ છે. શ્રદ્ધા રાખજો. હું આમ કંઈક કરીને બતાવવા વાળું, જાદુગરી વાળું અંદરથી વારે વારે ઊભું થશે. આ ટ્રેન છે પાટા પરથી હું આમ ઉતારીને પાછી ચડાવી દઉં કે બુલેટ ટ્રેન બનવાની છે, આવું બધું થશે અંદર અને અંદરથી એવું થાય કે આ હું કરી જ શકીશ અને વાસ્તવમાં એવું બધું કરી પણ શકતા છે. પણ આમાં ના પડશો. આ બ્રહ્મ નથી. પડી જવા છે. ધ્યાન રાખો.
હવે જો તમે ધ્યાન રાખ્યું અને એ જ રસ્તે આગળ વધતા ગયા, વધતા ગયા, તો લગભગ તમારા સાધના કાળના છઠ્ઠા-સાતમા વર્ષની આસપાસ તમને સાલોક્ય અને સાયોજ્ય સમાધિ પ્રાપ્ત થવાની શરૂ થઈ શકે છે. ત્યાં સુધી પહોંચતા સાત-આઠ વર્ષ તો લાગે. શરૂઆત તો થઈ ગઈ છે. પણ હવે આગળ જ્યારે પછી સબીજ સમાધિ બિલકુલ એકદમ પ્રખર થઈ જશે, પરિપક્વ થઈ જશે. સાયોજ્ય પ્રાપ્તિ, બ્રહ્મનો સ્પર્શ, દ્વૈત ભાવ સમાપ્ત અને "અહમ બ્રહ્માસ્મિ"નું પ્રગટીકરણ. ત્યાં પહોંચવાનું છે આપણે. તે વખતે વચલા એક સમયની અંદર આવી નિર્વિકલ્પ સમાધિ અવસ્થા આવતી હોય, જ્યાં શારીરિક...
આ દેહ સંપૂર્ણ શાંત થઈ ગયો હોય છે. શ્વાસ ચાલે છે કે નથી ચાલતો, નાડી ચાલે છે કે નથી, ખબર નહીં પડે. "ડોન્ટ ડિસ્ટર્બ ધેટ પર્સન." કોઈપણ પ્રકારની અવળચંડાઈ જો એના સાથે થઈ, એ વ્યક્તિ દેહ છોડીને જતો રહેશે. સો, માઈન્ડ યુ, ધ્યાન આપજો. તમારી પણ આવી સ્થિતિ આવતી હોય એક સમયે, તો કોઈક એવાને કહી રાખજો કે એવા કોઈક સમયે જ્યારે લોકોને શંકા-કુશંકાઓ શરૂ થાય કે ભય છે કે નથી, કારણ કે ભય બધે હોય. અહીં ખોખું મૂકીને બધે ફરતા હોય, કારણ કે એના માટે દેહ એ માત્ર ખોખું રહી ગયું હોય. એનાથી એને કોઈ મહોબ્બત ના હોય. એને તો બ્રહ્મત્વ પામી લીધેલું છે. એટલે કોકનું કંઈક કરવા માટે પણ નીકળી પડતો હોય નિમિત્ત રૂપે, કારણ કે પરમાત્મા છે એને પ્રેરણા કરે, અંતઃપ્રેરણા. "જઈને આઈ.જી. દેસાઈને જરા સાજો કરીએ." એટલે એ ભાઈ ત્યાં ફરતા હોય, તમે અહીંયા આગળ ખોખું ખાલી જ હોય.
અને પછી કે, "કાઢો, કાઢો, પ્લીઝ થોડુંક ધ્યાન આપજે." એટલે એવી જ્યારે સ્થિતિ આવી ગઈ હશે, ત્યારે તમને નિર્બીજ સમાધિ પ્રાપ્ત થશે. નિર્બીજ મતલબ કોઈ બીજ બાકી રહેતું નથી. તમને અંદરથી ખાતરી થઈ જાય કે હવે મારે સંસારમાં પાછા ફરવાનું કોઈ જ કારણ નથી. એટલે નિર્બીજ, સમજાયું? "મારે આવવું જ નથી, નક્કી જ છે, ડિસાઈડેડ." બસ, તો આ નિર્બીજ સમાધિ નિર્વિકલ્પ. કેમ? તો કે, બસ, હું કેવળ બ્રહ્મ સ્વરૂપમાં પાછો ફરું છું. મારા આજ દિન સુધી ધારણ કરેલી તમામ ઉપાધિઓ હું ત્યાગી દઉં છું સ્વેચ્છાએ. કોઈ ફોર્સ નથી, કોઈ જબરજસ્તી નથી કોઈની પર પણ, સ્વેચ્છાએ. એને કેવી રીતે જીર્ણ વસ્ત્રોને કાઢી નાખે બધું કે, "હવે મારે આની જરૂર નથી." એવી રીતે એ બ્રહ્મ સ્વરૂપની અંદર તમે સૌ સ્થિર થાઓ, એવો એક સંકલ્પ લઈ લો અત્યારે.
છતાં પણ એવી નિર્વિકલ્પ સમાધિમાંથી પણ પાછા ફરતા તમે પાછા ફરશો, કન્ડિશન એપ્લાય: જો તમારું પ્રારબ્ધ બાકી હશે. જો તમારું પ્રારબ્ધ બાકી હશે, નહીં તો પહેલી નિર્વિકલ્પ સમાધિ ગાઢ થઈ અને ભાઈ બ્રહ્મ સ્વરૂપ થઈ ગયા. ક્યાંય પેલા સ્વામી રામતીર્થે એવું કરી દીધું, જઈને સીધો ભૂસકો મારી દીધો, "હું બ્રહ્મ છું" કરીને. ક્યાં ગયા ખબર જ ના પડી પછી. તો એવી રીતના એને સહેજ પણ મહોબ્બત ના હોય પોતાના શરીર, મન, કોઈ બિલોંગીંગ નહીં, કશું જ નહીં. એમ કશું છે જ નહીં. તો પછી અને પાછો ભાવ કેવો કે બધું હું જ છું. કેટલી અદભુત સ્થિતિ છે! પ્રાપ્ત કરીશું ને આપણે બધા?
તો જો બાય ચાન્સ પાછા આવવાનું થયું, મોટાભાગે થતું જ હોય છે આવી નિર્વિકલ્પ સમાધિમાંથી, તો શું થશે? તમે વિદેહ મુક્ત થઈ જશો, તમે જીવન મુક્ત થઈ જશો. જીવન છે, શાશ્વત જીવનમાં પ્રવેશેલા છો, છતાં સંસારી જીવનમાં પણ તમે છો. તો એનો કોઈ લક્ષ્ય છે, એનો ઉદ્દેશ્ય છે. પરમાત્માને હજુ પણ તમારો કંઈક ખપ છે. તમારા હોવાપણાને લીધે તમારા સાનિધ્યમાં આવનારા લોકો સાલોક સમાધિ પામી શકે છે. માટે એ તમને અહીંયા આગળ મુક્તિ રાખે. એને એક સેકન્ડ માટે ઈચ્છા ના હોય કે મારે જીવવું છે. એને એવું બી ના હોય કે મારે મરી જવું છે. પણ આ પડોજણમાંથી એ સંપૂર્ણ મુક્ત થઈ ગયો હોય. જેમ આ શર્ટની અંદર શરીર રહેલું છે, એવી રીતે શરીરની અંદર એવું રહેલો હોય. અને આ જેમ અલગ જ છે, એવી રીતના એ અલગ જ હોય. અલગતાનો જ અનુભવ એનો નિરંતર ચાલુ હોય. અને બાહ્ય સંજોગો કોઈપણ હોય, કોઈપણ હોય, સદા શાંત, સંપૂર્ણ શાંત એવી સ્થિતિની અંદર એ બાકીનો પોતાનો જીવનકાળ વ્યતીત કરે.
એ મૃત્યુની રાહ પણ ના જોતો હોય. મૃત્યુ એટલે બહુ જેને કહેવાય ને કે બહુ નાનકડી ઘટના છે એના માટે, શોલક બાબત છે. એટલે એની પણ એ રાહ ના જોતો હોય. પછી એ જીવે જતો હોય. સમય થઈ જાય એટલે એક-બે જણને બોલાવીને કહી દે કે, "ભાઈ, હવે આઈ એક્ઝિટ." અને પછી એ નીકળી જાય. ત્યારે એ સંપૂર્ણ મુક્તિ પામી જાય, એનો મોક્ષ થાય. તો ચાલો પછી આપણે બધા જીવન મુક્ત બનીએ.
મને વાત કરી હતી એમણે. એક પ્રશ્ન આવ્યો હતો: કાચું દર્શન, પાકું દર્શન અને પરિપક્વ દર્શન. એવું છે કે દર્શન પહેલા થાય, પછી જ્ઞાન ઉપજે. એટલે દર્શનની પણ મહત્તા બહુ જ મોટી. દર્શન છેવટે જ્ઞાનમાં પરિણમે છે અને પછી એને જ્ઞાન દર્શન કહેવામાં આવે છે. એ સહિત જ હોય. જ્ઞાન દર્શન એટલે સંપૂર્ણ જ્ઞાન, સંપૂર્ણ શક્તિઓ, સંપૂર્ણ આનંદ, સંપૂર્ણ સંતોષ, શાંતિ, પરમ શાંતિ સાથે. તો કાચું દર્શન એટલે કેવું દર્શન હોય ખબર છે? કે તમે કોઈ, દાખલા તરીકે, અહીંથી જાણતા ના હોવ અને એક ભાઈ કહે છે કે, "હું મહુડી જઉં છું. મહુડીની અંદર એમ કે ઘંટાકર્ણ મહાવીર દેવ છે અને બહુ સરસ." એટલે આ વાત પ્રશ્ન ભી ત્યાં જ ઉદ્ભવ્યો હતો, મહુડીની જગ્યા પર જ. એટલે ત્યાં આગળ પહોંચ્યા પહેલા મહુડી વિશેનું જે કંઈ ઊભું થાય છે આભાસી અંદર આપણી અંદર, એ સામાન્ય કરતાં ઉત્કૃષ્ટ છે.
તેને કહેવાય કાચું દર્શન. આ જ વસ્તુને બધી જ વસ્તુઓ સાથે સાંકળી લેવાની આપણે, બરાબર? એને કહેવાય કાચું દર્શન.
હવે કાચું દર્શન ક્યાં સુધી ચાલુ રહેશે? ગાડીમાં બેસીને તમે મહુડી સુધીને પહોંચો ત્યાં સુધી ચાલુ રહેશે. "કેવા મહુડી? મહુડીના દેવ કેવા?" હજુ જોયા નથી, આમના સ્વરૂપનો ખ્યાલ નથી, કશું નથી. અને જેવા ત્યાં આગળ તમે ઉતરો ગાડીમાંથી, મંદિરની અંદર ત્યાં સમક્ષ થાઓ, સન્મુખ જેને કહે છે ત્યાં આગળ, અને આમ તમે જુઓ સામે જ છે, એને કહેવાય પાકું દર્શન. એ પાકું દર્શન થઈ ગયું કે તમે સ્પષ્ટ જોઈ લીધું તમારા જાતે, તમારા નેત્રોથી, તમારા. હવે આ નેત્રોની પાછળ જે રહેલું છે તેના વડે તમે જોઈ લીધું. પછીથી એક અનુભવ ઊભો થાય છે અને એ અનુભવની અંદર તમે થોડુંક વખત ત્યાં રહો છો મંદિરમાં. શક્ય છે કે સામે બેસી જાવ છો ભગવાનની સામે. તમે બેઠા છો, સામે આમ નેત્રો ખુલ્લા છે. એને બસ તમે જોયા કરો, જોયા કરો, જોયા કરો. અને અંદર એક જાતનો જે અનુભવ આવવાનો શરૂ થાય, તેને કહેવાય પરિપક્વ.
પરિપક્વ તો દરેક
વસ્તુ આવી રીતે સ્ટેજની અંદર ચાલતી હોય છે. આ બધું વેદોમાં લખેલું એટલું જ છે જે કંઈ તમારા સામે કહું છું. આપણે જાણીએ છીએ કે ચાર વેદો છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. પણ એક પાંચમો વેદ પણ છે, એક છઠ્ઠો વેદ પણ છે, એક સાતમો વેદ છે. જાણવું છે?
ઋગ્વેદની અંદર પુરાતનકાળથી, સનાતન કાળથી, પ્રાકૃતિક દેવોને વિશે જે કંઈ મંત્ર, સ્તુતિઓ, સ્તોત્ર વગેરે ઉદ્ભવતા હતા, તેનો સંગ્રહ છે. ઋગ્વેદની અંદર એક લાખ શ્લોક હતા, જે કાળે કરીને ઘણા બધા પાછા લુપ્ત પણ થયા. પણ સંસારમાં હંમેશા બધું લુપ્ત રહેતું નથી; એ પાછું ફરી પ્રગટ (રીસરફેસ) થતું જ હોય છે. આપણા કરેલા ગુના પણ, આપણાથી થઈ ગયેલા કર્મો પણ. ધ્યાન આપજો: એટલે રીસરફેસ થાય તે પહેલા એને ખોદીને મૂળમાંથી કાઢવાના. મતલબ, રાગ અને દ્વેષ બે ગયા; હું અને મારું ગયું. તમે સેફ ત્યાં સુધી સેફ નથી. રાત્રે ઊંઘી ના જતાં, ઓશિકાની અંદર રાગ અને દ્વેષ મૂકીને. એક બાજુ રાગ અને બીજી બાજુ દ્વેષ. નવ.
તો, ઋગ્વેદ. યજુર્વેદની અંદર યજ્ઞ કરવાના, યજ્ઞમાં દેવોનું આવાહન કરવાનું, આવાહન કરીને પૂજા-પ્રાર્થના વિધિ કરવાની અને ચોક્કસ નિશ્ચિત ફળ પ્રાપ્ત કરવા માટે થઈને જે કંઈ પ્રોસેસ હોય, એ બધી વિધિઓનું વર્ણન યજુર્વેદની અંદર આપેલું છે. તો, અશ્વમેઘ યજ્ઞ. તમે જો જાણતા હોય તો ઘણા લોકો મેઘ યજ્ઞ પણ કરતા હોય છે. બ્રાહ્મણો તપેલાની અંદર બેસે છે. ફોટા પાડે છે, ઘણી વખત આવે તો તપેલામાં બેસે પાણી ભરીને અને પછી ત્યાં બેઠા બેઠા મંત્રોચ્ચાર કરે અને મેઘરાજાનું આવાહન કરે, ઇન્દ્રનું આવાહન કરે કે મેઘ વર્ષાવો, કે તમે.
સામવેદ જે છે એ સામ એટલે ગાયન, સ્વર ઉપર આધારિત છે. સંગીતના જાણકારો જાણે છે: સાત સુરો છે. સુર એક જ છે, એના સાત પ્રકાર પડે છે, સાત ભેદ પડે છે. ઓમ! એનાથી મોટું કોઈ સ્વર નથી, એનાથી મોટું કોઈ વ્યંજન નથી, એનાથી મોટું કોઈ ઉચ્ચારણ નથી, કશું જ નથી. એટલે આ ચારે ચાર વેદની અંદર દરેક મંત્રની શરૂઆતની અંદર તમે જોશો: "ઓમ". વોટ ડઝ ઈટ ઇન્ડિકેટ ટુ યુ? એક જ પુસ્તકની અંદર તમે આટલી બધી વખત "ઓમ", "ઓમ", "ઓમ", "ઓમ", "ઓમ" જોયા કરો છો, એનો અર્થ શું? આ તમારા માટે રિમાઈન્ડર છે, મારા માટે પણ રિમાઈન્ડર હતું કે હું આ છું. અ, ઉ, મ, અર્ધમાત્રા અને પછી બિંદી. "ઓમકારમ બિંદુ સંયુક્તમ, નિત્યમ ધ્યાયંતિ યોગીન: કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ." તે હો! હું છું. પરમાત્માના આમ તો અનંત નામો છે, પણ એને હું કયા કયા નામે લખું કંકોત્રી? એટલે પછી નક્કી કર્યું કે આપણે એના કરતાં એક કોમન રાખો: "ઓમ".
અને આ પ્રકૃતિમાં ઉત્પન્ન થયેલો, ઉદ્ભવેલો સૌથી પહેલામાં પહેલો વિસ્ફોટ, આવિષ્કાર, સ્પંદન, સ્ફૂરણ, જે કંઈ કહેવું હોય તે આ "ઓમ". એટલે વેદની અંદર ઠેર ઠેર તમે "ઓમ" વિશે ખૂબ વર્ણન જોશો. એનું એક લોહિત વર્ણ છે, એટલે એક કાળી જ રેફ છે, એક એની પીળી છે અને એક લાલ છે. ઉપરની જે રેફ છે તે ચંદ્રમા જેવી છે, બિલકુલ એકદમ રાઈટ. અને પછી ઉપર બિંદુ છે. એ બિંદુની અંદર જતાં રહેવાનું. "ઓમ", "ઓમ", "ઓમ", "ઓમ". પહેલા એક સફેદ કાગળ ઉપર આમ ઓમકાર કરવાનો સરસ મજાનો. થોડીક દૂર રાખીને જોયા કરવાનું. થોડા દિવસ રાખ્યા પછી એને બાજુ પર મૂકી દેવાનું અને આમ શાંત બેઠા બેઠા પછી બસ આમ જોયા જ કરવાનું, જોયા જ કરવાનું. ત્યાં "ઓમ" પ્રગટ થશે. આ આકાશની અંદર "ઓમ" પ્રગટ થશે. અને પછી એ આકાશની અંદર "ઓમ" જે પ્રગટ થયો હોય તેના બિંદુની અંદર તમે સરી જશો.
પેલી બાજુ અનંત બ્રહ્માંડોના દર્શન થશે. શરૂઆતમાં તમે દેવલોકમાં જઈ શકો, પછી સૂર્યલોકમાં જાઓ, ચંદ્રલોકમાં જાઓ. એમ એમ કરતાં કરતાં વિદ્યુત લોકમાં જાઓ. છેવટે તમારા તદધામ પરમ મમ કે જ્યાં સૂર્ય અને ચંદ્ર બંને પણ દેખાતા નથી, એટલી બધી દૂર છે. અને એ ધામ કેવું છે? સ્વયં જ્યોતિ બ્રહ્મજ્યોતિ સ્વરૂપ અહમ સોડહમ. એ જગ્યા છે અને તે જ હું છું. તો, સ્થળ પણ હું છું, કાળ પણ હું છું. બંને અતિક્રમી જશો જ્યારે આને જોતાં જોતાં જોતાં ત્યારે આ અનુભવ આવશે. બિંદુ તમારો ટાર્ગેટ એક જ છે, બસ. બિલકુલ આજથી શરૂ કર પ્રેક્ટિસ. બરાબર શૂટ. દર વખતે, હર પલ તમારે કોન્સેસનેસ ક્યાં? તો કે એની અંદર જ જવાનું છે મારે. એ આવડું બિંદુ છે ને, એક દિવસ તમને આમ મોટી ટનલ જેવું થઈ જશે: ગોલ્ડન ટનલ. અને બસ પછી એની અંદર તમે આમ આગળ આગળ આગળ એમ કરતાં આ બધી જ તમે ટ્રાવેલ આગળ કરતા હશો.
તો, ચોથો જે છે તે અથર્વવેદ છે. અથર્વવેદની અંદર આયુર્વેદ પણ આવે, શૈલ્ય ચિકિત્સા આવે, પછી પેલા પૈડાને કેવી રીતે બદલાવવું એવા પ્રકારની અનેક ચીજોથી માંડીને વિમાન વિદ્યાથી માંડીને કેટલા પણ પ્રકારની ચીજો એ જમાનામાં લોકોએ પોતાના મંત્ર સાધનો વડે, મંત્રનો સાધનો સાથે સમન્વય કરી, એના ઉપર એ લોકો કંટ્રોલ કરતા હતા. મહાભારત જોશો તો આવા બધા દ્રષ્ટાંતોથી ભરપૂર છે. તો, એ અથર્વવેદ, આર્ચરી, બાણવિદ્યા, આ બધું જ એની અંદર હતું. પછી પાંચમા વેદની વાત કરતો હતો, તે છે સૂક્ષ્મ વેદ. એ સૂક્ષ્મ વેદ કેવો છે? તમને કોઈ જગ્યાએ પુસ્તકમાં નહીં મળે. તો ક્યાં મળશે? તો કે, "ગો ટુ જ્ઞાની". જ્ઞાની પુરુષ પાસે જજે, તને સૂક્ષ્મ વેદ પ્રાપ્ત થઈ જશે. જ્ઞાની ક્યાં મળે? ક્યાંય ના મળે. મળે પણ જો આપણું ભાગ્ય હોય તો આપણી બાજુમાં બેઠો હોય અને પાછો એવો પાક્કો હોય બરાબરનો કે બીજાને, બાજુવાળાને કળવા ના દે કે હું બ્રહ્મજ્ઞાની છું, હું તત્વનિષ્ઠ છું, હું તત્વદર્શી છું.
એવું એ ક્યારેય બોલે નહીં. તમે ગમે તેટલું બોલાવવાનો પ્રયત્ન કરો. હા, પણ સાહેબ, તમે... એ બોલે જ નહીં. બોલે એ બીજા કે, "હું તો અવાચ્યું છું". તો એ સૂક્ષ્મ ભેદ એના પાસેથી તમને પ્રાપ્ત થાય. આજ તમને પ્રાપ્ત થઈ ચૂક્યો છે. શરૂઆતમાં મંત્ર ઉચ્ચાર આપણે જે કંઈ કર્યો, બહુ જ લાંબો ઘણો, તેનાથી એનું સ્થાપન થઈ ચૂક્યું છે. એને કુંડલીની યોગ કહેવામાં આવે છે. પછી કરવાની વિધિ હમણાં જ તમને બતાવી કે બિંદુમાં.
પસાર થાઓ, આ બિંદુ સોયના નાકા જેવું ભલે હોય, એમાંથી તમે પસાર થઈ શકશો ત્યારે તો સિદ્ધિ કહેવાય ને? એમનેમ સિદ્ધિ મળે ખરી? તો પછી ટિકિટ લેવી પડે. એટલે એ સૂક્ષ્મ વેદનો અભ્યાસ કેવી રીતે થશે? તો કે અંદર, તમારી અંદર આ કરતાં કરતાં બ્રહ્મચિંતન, બ્રહ્મ મનન, નિધિધ્યાસન, બ્રહ્મવિચાર, સવિકલ્પ સમાધિ. સવિકલ્પ સમાધિનો અર્થ એ પણ છે કે તમે શાસ્ત્ર... હવે શાસ્ત્રની વાત કરું તો એક વાત સમજી લો કે જેમાં આત્મા અને આત્મા સુધી પહોંચવાના માર્ગનું દર્શન કરાવવામાં આવે તે પુસ્તકને જ શાસ્ત્ર કહેવાય. બધા શાસ્ત્ર હોતા નથી. લાઇબ્રેરીમાં જેટલા પણ હોય એ બધા જ પુસ્તકો શાસ્ત્ર હોતા નથી. ધર્મ વિશે લખેલા હોય એટલે બધા જ પુસ્તકો શાસ્ત્ર હોય એવું કંઈ જરૂરી નથી. ઇનફેક્ટ અત્યારે તો એવું બન્યું છે કે જે ખરેખર જે શાસ્ત્રો છે એ બધા અલભ્ય છે અને વ્યવહાર જગતમાં અલુપ્ત જેવા છે.
પણ એનો નિયમ એવો છે કે એનું સ્ફૂરણ પણ થયા કરે. પિરિયોડીકલી એનું સ્ફૂરણ થાય ને એટલે પછી આમ લખવાનું શરૂ થાય અને પછી લખાઈ જ જાય, લખાઈ જ જાય. એ બધું શાસ્ત્ર હોય. આમ બોલાઈ જ જાય અને પછી એ બધું શાસ્ત્ર હોય.
આવું જ્યારે થાય ત્યારે શું થાય? ફરી પાછી આપણે કન્ડિશનમાં આવીએ. સ્થૂળ જગતની અંદર આજે સ્થૂળ શરીર છે તેની અંદર તમારું આજે કંઈ બધું ચાલી રહ્યું છે તેનો મુખ્ય આધાર બહાર શું છે? તો કે વાયુ છે અને વાયુના શ્વાસોશ્વાસના કારણે બાકીની બધી જ અંદરની પ્રોસેસ ચાલી રહી છે. તો એ પ્રોસેસમાંની એક પ્રોસેસ રક્તાભિસરણ છે. રક્તનું એ ના ચાલે તો કામ ના ચાલે. હવે એ રક્તની અંદર અત્યાર સુધીનું તમારા જન્મ જન્માંતરના તમામ સંસ્કારો મોજુદ છે. "હું કાચબો પણ હતો, હું અશ્વ પણ હતો, હું હાથી પણ હતો, હું ગરુડ પણ હતો. હવે હું મનુષ્ય છું." અનંત વાર ઉપરથી પાછો ફરી અંદર ગયો, નિજી યોનીમાં પાછો ફર્યો. આ બધા સંસ્કારો એક ટીપુ લોહીની અંદર મોજુદ છે સૂક્ષ્મ રૂપે. સૂક્ષ્મ રૂપે તમારો એક એક કણ જે છે રક્તકણ, એ અનંત ટીબીની સ્પેસ ધરાવે છે અને એમાં એ રેકોર્ડ થાય છે.
સૂક્ષ્મ રૂપે કોઈપણ વસ્તુને તમે જુઓ, જાણો, જે કંઈ કરો છો, તો તે સૂક્ષ્મ રૂપે તમે એને ગ્રહણ કરો છો અને અંદર સ્ટોર કરો છો. તો આ તો બહુ જ મોટું ગોડાઉન છે. એટલે કીધું કે, "સંસાર! તું બહાર જોવે છે એના કરતાં તો અંદર અનેક ઘણો મોટો સંસાર છે. પહેલા તું એના વિશે વિચાર કર." એટલા માટે કહેવામાં આવે છે કે જ્યાં સુધી તું તારી અંદરથી સંસારનો નાશ નહીં કરું ત્યાં સુધી તું તારા મૂળ સ્વરૂપને પામીશ નહીં, ભાઈ.
તો મૂળ સ્વરૂપને પામવા માટે શું કરવાનું? બ્રહ્મચિંતન, બ્રહ્મવિચાર, ઓમ. અનેક વસ્તુઓ છે પણ આ બહુ જ ઇફેક્ટિવ વસ્તુઓ છે. ઓમકાર ઉપર તમે પહોંચી જાઓ, બિંદુ પર ધ્યાન લગાવો અને બસ એની આરપાર નીકળો. સીધો, સાદો, સરળ રસ્તો. આંખોને તાણવાનું નહીં, મનને જરાય ખેંચવાનું નહીં. આમ પાછું મન છે ને સ્ટ્રેચેબલ છે પણ આમ પાછું બ્રિટલ બી છે એટલે તૂટી જાય. ઘણી વખત તો મન તૂટી જાય, મન ભાગી જાય, ભાગીને ભૂકો થઈ જાય, બધું થાય. પણ આપણે આખે આખા મનનો અલોપ કરવાનો, લય કરવાનો છે. એટલા માટે ઓમકારના બિંદુ સ્વરૂપમાં જવાનું. એટલે એ વખતે શું થશે? તો કે શરીરની અંદર વારેવારે આ કરવાથી જે તપની, તેજની જે વૃદ્ધિ થવા માંડશે તેના વડે જે પેલા સંસ્કારો અંદર પડેલા છે તે બધા બળવા માંડશે. એટલે આમ બેઠા હોય ને, "બહુ જ ગરમી લાગે છે, બહુ જ ગરમી લાગે છે." તો હાવ એસી ચાલુ નાખે કરી દેતા.
થોડીવાર રહીને અંદર પણ એસી જ ચાલુ થઈ જશે. પણ એને બરાબરનું તપાવો. આપણે તાવ આવે તો ઘણી વખત કહીએ છીએ ને કે, "બધા જંતુઓ બળી જશે કે કશો વાંધો નહીં. કલાક બે કલાક તો તાવ આવવો જ જોઈએ કે વાંધો નહીં. આઠ કલાકથી વધારે આવશે તો પછી ગોળી ખાઈ લઈશ પાછી." આમ એટલે પાછો મૃત્યુનો, માંદા પડી જવાનો ભય ઊભો હોય છે. અહીં તો નિર્ભય થઈ જાઓ. "મરી જ જવાનું છે ને પછી તો?" એમ એવી રીતના કરીને પૂરું કરી નાખો. એટલે એક વખત તમને બીમારીનો ભય ગાયબ થઈ જશે ને પછી તમે નિર્ભય થઈ જશો અને વાસ્તવમાં તમે છો પાછા. એટલે એવું નથી કે તમારે કંઈ બિલીવ કરવાનું છે. ઇટ ઇસ નોટ એટ ઓલ બેસ્ડ ઓન એની બિલીફ સિસ્ટમ. ઇટ ઇસ બેસ્ડ ઓન ફેક્ટ. દરઅસલ તમે એ તમે પોતે છો. તમારો આ અધિકાર છે અને એ તમારે પ્રાપ્ત કરવાનો છે. જે પ્રાપ્ત થવામાં તમને કોઈ રોકી શકે એવું નથી, સિવાય કે તમે ખુદ.
એટલે એ જે રક્તાભિસરણ શરૂ થશે એમાં તેજની વૃદ્ધિ થતાં થતાં થતાં થતાં, એઝ આઈ સેડ અર્લીયર ઓલસો, તમે સ્વયં એક સૂર્ય સમાન બની જશો. માટે કહેવામાં આવે છે કે સાધના કરતા વ્યક્તિ હોય એને જઈને સ્પર્શ પ્લીઝ ના કરશો. ખબર નથી એની કઈ સ્થિતિ છે. ત્યાં જ જશો ને શોક લાગશે, કંઈક બીજું થઈ જશે, કંઈક ત્રીજું થઈ જશે. હા, પણ શક્ય છે કે તમે બ્રહ્મ સ્વરૂપમાં પણ આવી જાઓ અને ઘણી વખત લોકો એટલા માટે જ પડાપડી કરતા હોય છે કે, "હું પાય લાગુ, પાય લાગુ કરું." પણ પ્લીઝ એની પર થોડોક તરસ ખાજો. કારણ કે જો એમ રહેશે ને જીવ તો તમે અડશો ને એ તો જતો રહેશે બોડીમાંથી બહાર. તો શું કરશો? ડોન્ટ ટચ. તમે પણ બ્રહ્મ સ્વરૂપ જ છો. એ પણ બ્રહ્મ સ્વરૂપ છે. તમે લેવલ પર આવીને વાત કરો એની સાથે. જો તમે એના સાથે લેવલ પર આવીને વાત નથી કરતા તો તમે તમારી જાતને બી લિટલ કરો છો.
યુ આર ડીસ રિસ્પેક્ટિંગ યોર સેલ્ફ. ભયંકર મોટો ગુનો. અગેન સંસારમાંથી બહાર જ નહીં જવાય પછી તો. તમે વ્યક્તિ પૂજા, ભક્તિ ને એ બધામાં જ પડી જશો પછી. એન્ડ આઈ ટેલ યુ, તમે જેટલા દેવી દેવતાઓને બહાર જે કંઈ જુઓ છો બધાને અને પૂજા પ્રાર્થના બધું કરી રહ્યા છો એ તમને આ પરિણામ નહીં આપે. પણ તમે એક વખત એક એક અને બ્રહ્મ સ્વરૂપ જોવાનું શરૂ કરો. યાદ રાખો, તમને અનુભવ આવવાનો શરૂ થશે. શત્રુ તમારો બહાર નથી, શત્રુ તમારી અંદર છે.
તે તમારો અહંકાર છે જે તમને એ બ્રહ્મ સ્વરૂપ જોવા નથી દેતો. બહાર કે અંદર બંને જગ્યાએ તેનો નાશ કરવાનો છે. એ અહંકાર ગયો. અહંકાર એટલે "હું" અને "બધું મારું". કશું એનું ના હોય, પણ બસ ખાલી એવું "આ બધું મારું છે" એટલે. પણ આ તો બાળક બુદ્ધિ છે, સમજી જજો. આજ પછી એવો કોઈ અહંકારી સામે દેખાય તો એની જોડે ભટકાશો નહીં, કારણ કે આપણે ભેંસને જોઈને એના શિંગડાની અંદર પડતું નાખવાની કોઈ આવશ્યકતા નથી. પણ ખબર પડી જાય આપણને કે "આયો આ ભેંસનો ભાઈ". એટલે સાચવીને નીકળી જવાનું આપણે ત્યાંથી. નો આર્ગ્યુમેન્ટ, ફિઝિકલ તો કંઈ એ નથી. હા, એની અંદર બ્રહ્મ સ્વરૂપ જોવાનું ચૂકતા નહીં.
એટલે આવું કરવાથી શું થશે? તો કે અંદરનો "ઇનર સૂર્ય" જે છે તમારો, તે સ્વયં જાગૃત થવા માંડશે. એ આ સૂક્ષ્મ વેદ છે. અમારે આર્હાટિક (Arhatic Yoga) જ્યારે અમે કરતા હતા, ત્યારે માસ્ટર અમને સમજાવતા હતા કે જે લોકો અરાહતિક પ્રેક્ટિસર છે, એ લોકોએ મહેરબાની કરીને બ્લડ ડોનેશન કરવું નહીં. સ્પેસિફિકલી જ્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યો, ત્યારે તેમણે કહ્યું હતું: "ઇટ મે હાર્મ ટુ ધેટ ફેલો".
પછી આગળ. તે વખતે તો બહુ આ ઘણું મોટું એ હતું, એટલે પછી અલગથી વધારે સવાલો જ્યારે પૂછવાના શરૂ કર્યા, ત્યારે આખી વાતનો તાલમેલ બેઠો કે ભાઈ, જો આ અતિશય ઉર્જાવાન વ્યક્તિનું બ્લડ અતિશય ઉર્જાવાળું હોય અને પેલી નિમ્નતર ઉર્જાવાળો વ્યક્તિ હોય – ખોટા વિચારો વધારે પડતા કરનારો સતત અને બીજું બધું ના ખાવાનું પણ ખાનારો ને એવો – તો આ આપવાથી આ બચી તો જશે, પણ ઘણા બધા દિવસો સુધી એને એનું પ્રોસેસિંગ થઈને માંદા પડવાનો અનુભવ કરવામાંથી પસાર થવું પડશે, કદાચ બહુ જ લાંબો સમય. એટલે એવું ન થાય માટે અનુકંપાસ માસ્ટરે આપણને એવું સમજાવ્યું હતું કે "ડોન્ટ ડૂ ધીસ".
પ્રોબ્લેમ એવો થયો કે અમારું બ્લડ ગ્રુપ જરા રેર નીકળ્યું. એટલે પછી કે હવે કે આપણને કંઈ થાય તો બીજું મળશે નહીં અને આપણે કોઈને આપી નહીં શકીએ. આવી પરિસ્થિતિ પેદા થવાના કારણે પછી અમે ધીમે રહીને એ આર્હાટિક પ્રેક્ટિસ બાજુ પર મૂકી દીધી, કારણ કે ત્યારે તો શરૂઆત કરતા હતા ને અમે. તો આ બધી "વિચ વોઝ રોંગ, આઈ એમ ટેલિંગ યુ ટુડે".
તો એવી રીતના કરીને આ જે કંઈ અનુભવ પછી અંદર તમારા આંતર સૂર્યના શરૂ થશે, એક પછી એક. મોટાભાગના શરૂઆતમાં આભાસો હશે, એ બધાને પાર જવાનું છે તમારે. એટલે જે દેખાય છે તે કશાને સત્ય ના માનશો. જેમ આ સંસાર સત્ય નથી, તેમ પેલો સંસાર પણ. આમ જે બધું બેસીને જુઓ છો ને – લાલ, પીળું આમ દેખાયું, તેમ દેખાયું, ચક્ર દેખાયું, ફલાણું દેખાયું, દેવી દેખાય, દેવતા દેખાય, પર્વત દેખાયું – આ બધા આભાસો છે. બધા આભાસો છે. કોઈ મને આવીને કહે કે મને જગદંબા સાક્ષાત પ્રગટ થાય, હું પ્રણામ કરું છું એને, એના બ્રહ્મ સ્વરૂપને. પણ એ વાતને સ્વીકાર કરવાની આપણે જરૂરત હોતી નથી અને એ વાત આપણે એને કહેવાની પણ જરૂરત હોતી નથી. આપણી સમજણ આપણી પાસે. સંસારમાં વિવાદ નહીં કરવાનો, વિખવાદ નહીં કરવાનો. બસ નીકળો. સૌથી સરળ રસ્તો એ છે. અને આ બધો જ્ઞાની પુરુષોએ કાઢેલો, કંડારેલો માર્ગ છે.
ઋષિમુનિઓ આની પર ચાલીને બધા કરતા હતા અને એટલા પ્રખર તેજસ્વી હતા કે આમ અષ્ટાવક્ર જેવા એક આવે તો રાજા જનક પણ ઊભા થઈને તરત જ એને લેવા ત્યાં જાય, સન્માન કરે, એને પોતાના રાજસિંહાસન પર બેસાડીને કહે કે "પ્રભુ, આ સમગ્ર રાજ્ય હવે આપનું છે". અર્પણ વિધિ થઈ ગયા પછી અષ્ટાવક્રમના દિલમાં એક સેકન્ડ માટે એવો વિચાર ના આવે કે "હવે હું રાજા થઈ ગયો છું". એ તો ત્યાંથી કહે છે: "કલ્યાણમસ્તુ રાજા જનક, આ તારું રાજ્ય તું સંભાળ, હું તો અહીંયા શેના માટે આવ્યો છું?" બસ એ નિવેદન કરશે અને પછી એ પૂરું થતાં ત્યાંથી નીકળી જશે. એને કહેવાય નિર્લેપ. એને કહેવાય વિરક્તતા. આવા વિરક્ત આપણે અંદરથી થવું પડશે. જીવનના દરેક તબક્કે સ્વજનો વિદાય લેતા હશે, મિત્રો વિદાય લેતા હશે. આજકાલ અમારે તો આવું બહુ જ થયું છે બંને જણાને. જે લોકોના સાથે અમે ૩૫-૩૬ વર્ષ કામ કરેલું, એ બધા એક પછી એક અત્યારે આમ વિદાય લઈ રહ્યા છે.
વિરક્ત, નિર્લેપ. એની પર રાગ પણ નહીં, દ્વેષ પણ નહીં. સદા મુક્ત આત્માના ગુણો વિશે જેવો તમે વિચાર કરવાના શરૂ થશો, તમે છૂટા પડી જશો. બિલકુલ. આ બહુ જ ઇફેક્ટીવ સોલ્યુશન છે, ખરેખર બહુ જ ઇફેક્ટીવ. અને જે પળે તમે અપ્લાય કરો ને, એ પળે મુક્ત. એવું નથી કે અત્યારે અપ્લાય કરશો અને સાંજે તાવ ઉતરશે. તરત સંસાર નામનો બીમારી જ ગાયબ. તમે છૂટા જ પડી ગયા હોય. તમે તમારા આત્મ સ્વરૂપની અંદર જ આવી જાવ. અને એનાથી ઓછું મને કંઈ પોસાશે નહીં, એવો નિશ્ચય અંદર ઊભો થઈ ગયેલો ખૂબ જરૂરી છે.
દસ મિનિટ આવી રીતના આમ કરીને બેસજો. આ ગુરુ મુદ્રા છે આ રીતના. અને પછી અનુભવ કરજો: "હું બ્રહ્મ છું, હું બ્રહ્મ છું, હું બ્રહ્મ છું, હું બ્રહ્મ છું, હું બ્રહ્મ છું, હું કેવલ બ્રહ્મ છું". ગુરુ મુદ્રા છે. ગુરુ અંદરનો તમારો જાગૃત થઈ ગયો હશે, એ તમને છેવટે ગુરુ બનાવીને મૂકી દેશે, વ્યાપક બનાવીને મૂકી દેશે. ગુરુનો મતલબ વજનદાર નહીં. તો આપણે વાત કરતા હતા એ સૂક્ષ્મ વેદની. પાંચમાં એને રસવિદ્યા કહે છે. તો રસવિદ્યાની અંદર શું થાય? તો કે જળ જે છે એ જીવન છે અને જળથી જ બધા જ જીવન પોષણ પામતા હોય છે. વનસ્પતિ આવે, વનસ્પતિમાંથી પશુ, પક્ષી, પ્રાણીઓ અને મનુષ્યો – બધા જ એનો ઉપયોગ કરતા. હવે એ અંદર આવ્યા પછીથી એનું રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા, શુક્ર – આ બધું બને. સાત ધાતુઓ શરીરની, જેનાથી શરીર ઊભું રહે. મેન્ટેનન્સ માટે તો જોઈશે ને બધું?
આ બધું ફ્યુઅલ છે ખરેખર. છેવટે ફ્યુઅલ બાળી મૂકવાનું આપણે. તો એ રક્ત રસ વાળું જે કંઈ છે, તે બધું ધીમે ધીમે પોષણ પામતું પામતું પામતું આગળ વધતું જાય. હવે જ્યારે તમે કહો કે "હું બ્રહ્મ છું", એટલે પ્રચંડ વિસ્ફોટ.
આમ અંદરથી આમ આમ ઊભો થાય, ચારે બાજુ આમ ફેલાય. આખા આ તમારું બ્રહ્માંડ છે, આ સ્વર્ગ છે, આ મૃત્યુ છે અને આ પાતાળ છે. તો આવો બ્રહ્માંડ વિસ્ફોટ થાય એટલે શાસ્ત્ર એવું કહેતા હતા કે અનંત બ્રહ્માંડો છે. તો લોકો બહાર જોવા માંડ્યા બારી ખોલીને કે, "ભાઈ, કંઈ દેખાય છે?" "અલા, તારી બાજુમાં આટલા બધા સામે દેખાય છે!"
શાસ્ત્રોની દ્રષ્ટિ, શાસ્ત્રોની ભાષા જો ન સમજાય તો ભયંકર ગરબડ થઈ જશે. એવું કહે છે કે સરસવની એક એક ડાબડીની અંદર ભર્યું હોય એવી રીતે એક એક દાણો એક એક બ્રહ્માંડ છે. એવી રીતે અનંતા અનંત બ્રહ્માંડોથી વ્યાપ્ત એવું આ ચર-અચર અસ્તિત્વ છે, જેને સંચાલન રસવિદ્યાથી કરવામાં આવે છે. તો એ પોષણ પામે છે. પછી એને અગ્નિ તત્વ હેલ્પ કરે છે, વાયુ તત્વ હેલ્પ કરે છે, આકાશ તો પહેલેથી ઉભેલું જ છે.
તો આવી રીતના રસવિદ્યા જે છે, તે આગળ થાય. પછી જેમ કહે છે ને, પેલી હોમિયોપેથીની દવાને આમ જેમ જેમ ઘૂંટતા જાય, ઘૂંટતા જાય એટલે એનો પેલો 'એક્સ પાવર' વધતો જાય. તો આ 'એક્સ પાવર' વધતો જ જાય, વધતો જ જાય દિવસે દિવસે તમારો ધીમે ધીમે. એને રસવિદ્યા કહે છે. એ રસવિદ્યા પછી એવી વ્યાપે એક એક સેલની અંદર, રોમ પ્રતિ રોમ. આપણે શું શબ્દ વાપર્યો હતો ત્યાં? બધે જે ઊર્જા વ્યાપે, ખૂબ આગળ વધે, ખૂબ આગળ વધે, પણ એ દાહક હોતી નથી. શરૂઆતમાં થોડોક એવો અનુભવ આવે, પણ એ દાહક હોતી નથી એટલે કપડાં ફાડવાની જરૂર નહીં પડે.
પછી એ જેમ સ્ટેજ આગળ વધતું ચાલશે, વધતું ચાલશે એટલે એની અંદર શું થશે? કે કોઈ તમે બેઠા હો, ઓમકારનો જાપ ચાલતો હોય, તમારો બિલકુલ અવાજ નિસ્પંદ બનીને બેઠા છો અને પછી તાળવામાંથી અમૃત ઝરવાનું શરૂ થશે. બહુ જબરજસ્ત ટેસ્ટ હોય! આ સંસારમાં એનાથી ટેસ્ટી કશું છે જ નહીં. "ટ્રાય ઈટ!" બહુ વસ્તુઓનો ટ્રાય તો કરી લીધો છે, એનો પણ કરી લો એક વખત. મિનિમમ ક્વોલિફિકેશન: થ્રી અવર્સ, ત્રણ કલાક એક જગ્યાએ શાંત, સ્થિર થઈને બેસવાનું. અનુભવ બે કલાક પછી ગમે ત્યારે આવવાનો શરૂ થઈ શકે. ધીરે ધીરે જો સાધના આવી રીતે તમારી આગળ વધે આ સૂક્ષ્મ વેદની અંદર, તો પછી એ ટપકાં છે ને, ધીમે ધીમે પછી મેઘવર્ષા બની જશે. ઘૂંટડા ને ઘૂંટડા પીધા જ કરો, પીધા જ કરો અને એ એનું ડાઈજેશન પાછું ફરી થાય. યુ નો, આખી સાયક્લિક મોશનની અંદર એ બધું પાછું ફરી સેલમાં જાય.
તો એનાથી તમારા નૂતન દિવ્ય દેહનું નિર્માણ થાય. એ દેહ, એ મન આવું વિકારી ના હોય. એ તમને બ્રહ્મ સ્વરૂપે લઈ જાય.
તો પાંચમો વેદ તમને આ સમજાવે છે, આ શીખવાડે છે. એની બાબતો: ઉપાય આવર્તન. શેનું? બ્રહ્મવિચાર. તો શાસ્ત્ર જે છે, શાસ્ત્રમાં કહેલી બાબતો છે, એ બાબતોનું સતત રિપીટેશન કર્યા કરવાથી આ સ્થિતિ આવતી હોય છે. આ રોડ મેપ છે એનો. બરાબર? હવે આગળ વધીએ.
તો અમૃત આવ્યા પછી શું થશે? તો કે નાદ પ્રગટ થવાનો શરૂ થશે. હમ્મ, ક્યાંકથી શરૂ થાય, બધા આવું કંઈક સંભળાયા કરતું હોય. નાદ પાછા દસ પ્રકારના છે, બધા અલગ અલગ છે, પુસ્તકમાં લખેલા છે. અત્યારે એટલી બધી ડિટેલમાં નહીં જઉં, કારણ કે આપણે ઘણું બધું કવર કરવું છે.
તો નાદ શરૂ થાય. એક નાદ પૂરો થાય અને બીજો શરૂ થાય, બીજો પૂરો થાય એમ દસ નાદ આવે વારાફરતી વારાફરતી. એમાંનું એક બંસરી નાદ પણ છે, બહુ મીઠી બંસરી. એ બંસરી નાદ શરૂ થાય એટલે શું થાય? શાસ્ત્રો બહાર પડવા માંડે. એ વ્યક્તિ લખવા માંડે. પછી જબરજસ્ત રીતે લખાઈ જ જાય, લખાઈ જ જાય એનાથી. "હી કન્ટ સ્ટોપ ઈટ!" બધું બહાર પ્રગટ થવા માંડે. અંદર જે કંઈ હોય એ બધું એની જવાબદારી છે સંસારને પાછું આપીને જવાની. અત્યાર સુધી એને સંસારમાંથી પોષણ મેળવ્યું હતું, હવે એને સંસારને પાછું આપવાનું છે. આ વ્યાજ ચૂકવી રહ્યો છે. અને આ કયું છે? તો કે ઋષિ ઋણ છે. જ્યારે તમે કોઈને જ્ઞાન આપો છો, ત્યારે શું થાય છે? તો કે ઋષિઓનું ઋણ તમે ચૂકવી રહ્યા છો. ઋષિઓ પ્રસન્ન થાય કે, "બહુ સરસ! બહુ સરસ!" એમ હેપી આશીર્વાદ આપે. સાંભળનારને પણ આપે, બોલનારને પણ આપે.
બોલો, ખોટનો સોદો તો આમેય નથી અને આમે આપણે તો ખોટનો વેપાર કરતા જ નથી. આપણે વેપાર જ નથી કર્યો, આપણે તો આત્મા છીએ.
તો નાદ આવ્યા પછી શું થશે? તો કે સુગંધ આવવાની શરૂ થશે. આ બધું સ્ટેજીસમાં આવશે ધીરે ધીરે ધીરે ધીરે કરતાં. સુગંધ આવશે જબરજસ્ત! આમ બારમાસી ચમેલી જોઈ, ચાય ખુશબુદ ધારી. અને એવી એવી દિવ્ય સુગંધ હોય કે જે તમે ક્યારેય સુંઘી ન હોય, એવી સુગંધ આવે. પછી શું થશે? તો કે આ અમૃત, આ નાદ અને પછી આ સુગંધ, એ બધું ભેગું થયા પછીની સ્થિતિ એવી હતી હશે કે વ્યક્તિ બેઠો હશે. સુગંધ આવશે ખુશબુદાર. એના બોડીનો ડિસ્ચાર્જ હશે ને, તે પણ ખુશબુદાર હશે. શરીર છે, પણ ડિસ્ચાર્જ પણ બધું કેવું ખુશબુદાર, સુગંધીદાર થઈ ગયો જબરજસ્ત રીતે. અને આ ફેક્ટ છે. "ઈટ હેઝ હેપન નંબર ઓફ ટાઈમ્સ વિથ નંબર ઓફ પીપલ."
તો સુગંધ આવશે. સુગંધ પછી શું થશે? તો કે અનાહત શરૂ થશે. એકધારો ચાલ્યા જ કરતો હશે એ અનાહત પદ તમને આગળ મુકામે પહોંચ. જો, તમારા દર વખતે દરેક સ્ટેજે વહીકલ બદલાતા જાય છે. તમારી ટ્રાવેલ દર વખતે એક સરખી નથી. પહેલા પગે ચાલીને તમે ગાડીમાં બેઠા, ગાડીમાંથી પછી તમે એરપોર્ટ પહોંચ્યા, તમે પ્લેનમાં ગયા. પ્લેન તમને ચોક્કસ જગ્યાએ લઈ ગયું. ત્યાંથી હવે રોકેટની અંદર તમે બેઠા, ત્યાંથી હવે તમે પાછા સ્પેસ સ્ટેશનમાં જઈ રહ્યા છો. અને સ્પેસ સ્ટેશનની અંદરથી પછી પછી તમારે નાનકડી કેપ્સ્યુલમાં ફરતે ફરતે ટ્રાવેલ કરવાનું આવતું હોય છે. ઇન્ટર-કોસ્ટ કોન્સ્ટીલરી જે ટ્રાવેલ થશે, તો એના માટેનું પાછું વહીકલ અલગ હોવું જોઈએ ને? તો આ દેહ કેવી રીતે જઈ શકાય? તો એના માટે તૈયારી થાય છે. એટલે દિવ્ય દેહ, નૂતન દિવ્ય દેહનું નિર્માણ થવું આવશ્યક.
અને એના માટેનું આ સૂક્ષ્મ વેદ છે. છેલ્લે શું? જ્યોતિ પ્રાણી હીલિંગની અંદર આપણે શીખવાડતી વખતે આમ દૂર આકાશની અંદર જોવાનું.
કહેતા હતા અને બધા કણો દેખાતા હતા. ખબર છે, અમુક ટાઈમે આપણે બધા જોતા હતા. હવે એની અંદર ઘણી વખત એવા અમુક હતા કે અમુક આમ ઝપકારો થાય ને બંધ થાય, ઝપકારો થાય ને બંધ થાય. અમુક એવા હતા કે જે ગોળ ગોળ હતા, કાળા હતા. અમુક લાંબા લાંબા આમ આમ ચાલતા હોય એવા હતા. તો આવા બધા અલગ હતા.
હવે એમાં જે પેલો ચમકારો થતો હતો ને બંધ થતો હતો, થતો હતો ને બંધ થતો હતો, એ જે અનુભવ છે, એને ફરી યાદ કરો. કારણ કે તમને સેન્સીટાઈઝ કરેલા હતા અને કારણ કે તમને એક ત્યાં બતાવવામાં આવતું હતું. એ મેથોડોલોજીને તમે અનુભવ કરતા હતા એટલે ત્યાં આગળ જઈને આકાશની અંદર તમે ચમકારા જોતા હતા.
પ્રસાદમ વખતે તમને કહ્યું હતું કે, "રાતના તમારા રૂમની અંદર બધી લાઈટો બંધ કરીને શાંતિથી તમારી બેડ પર બેસજો." પથારી પર આસનમાં સુખરૂપ. જરૂરી નથી પદ્માસન, નહિતર ગબડી પડે. આસન પણ થઈ જાય પાછું. ખેંચીને તાણીને કોઈ પણ આસન કરવા જોઈએ નહીં. ખેંચીને તાણીને મનને પણ તાળવાનું નહીં. શાંતિથી બેસીને જુઓ. તમે એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ કંઈ નહીં. શ્વાસ લેવાનો, મૂકવાનો, એના પર ધ્યાન આપવાનું નથી. બસ સામે જોયા કરશો. એ રૂમની અંદર ધીમે ધીમે ધીમે તમે જોશો કે બ્રાઈટનેસ વધતી જશે. પછી એટલી બધી તીવ્ર થતી જશે, ના જ પૂછવાની વાત! અને પછી એક એક કણ આવીને તમારી જોડે વાતો કરશે એવો અનુભવ આવવાનો શરૂ થશે.
સેમ અનુભવ તમને આ જગ્યાએ પહોંચ્યા પછી થશે. પાંચમો જે સૂક્ષ્મ ભેદ છે, તેની અંતિમ કક્ષાની અંદર શું થશે? તો કે જ્યોતિ પ્રગટ થઈ જશે. સોનેરી અને રૂપેરી કણો તમારા અંદરથી આમ બહાર ફૂટશે, બહારથી તમે આમ અંદર જતાં હશે અને બસ તમે જોયા જ કરશો. તમે સ્વયં ફૂલજડી જેવા બની ગયા હશો એવો અનુભવ આવશે. આ અંતિમ કક્ષા. વેદ અહિયાં પૂરો થાય, પછી એ આગળ લઈ જાય છે. તો છઠ્ઠો વેદ જે છે, તે શરૂ થાય છે ત્યાંથી. એ પ્રકાશના કણો જ્યારે દેખાવાના શરૂ થાય, ત્યાંથી છઠ્ઠો વેદ શરૂ થાય.
તો કીધું, "પહેલા તો ચાર વેદ તો ભણતા." હું આ તને પાંચમાં વેદનું શીખવાડી દીધું. હવે છઠ્ઠો વેદ શીખવાડું. તેની અંદર શું થાય છે? તો કે આત્મવેદ, બ્રહ્મવિદ્યા. કોઈ કોઈને બ્રહ્મવિદ્યા આપી શકે નહીં. બ્રહ્મવિદ્યા વિશે માહિતી આપી શકે. એક્સેપ્શન આર ધેર. તો એ બ્રહ્મવિદ્યા પ્રગટ થાય. "હું બ્રહ્મ છું, હું આત્મા છું," "અહમ બ્રહ્માસ્મિ" નો અનુભવ આવે. એ શરૂ થાય અને શાંત થાય ત્યાં સુધી એ સતત ચાલુ રહે છે. તેને આત્મવેદ અથવા તો છઠ્ઠો વેદ કહેવામાં આવે છે.
હવે સાતમો વેદ. "હું અવાજ્ય છું, હું અમૂર્ત છું." આનો અનુભવ એ સાતમો વેદ. "હું અનિર્વચનીય છું." આ એનો અંતિમ અનુભવ છે. આ તમારો આત્મ સાક્ષી સાત્કાર છે. આ સંપૂર્ણતા છે. આ બ્રહ્મત્વ છે. આ પ્રભુત્વ છે. જેની જંખના તમામ દેવી દેવતાઓ, ઋષિઓ, મુનિઓ, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પણ જેને જંખ્યા છે, એ સ્ટેજ આ છે. અને ત્યાં તમે પહોંચી શકો છો, એટલા તમે ક્વોલીફાય થઈ ચૂક્યા છો.
આનંદ કરો. શરૂઆત તો કરી દો. સેલિબ્રેટ! ખૂબ સુંદર વાત છે, પણ ખંતથી લાગેલા રહેજો. જેમ કહ્યું હતું ને પ્રસાદમમાં કે, "ઓએનજીસી વાળા શું કરે?" સેટેલાઈટ થી બધો ડેટા મેળવી લે, બધી માહિતી ભેગી કરે, બધું કરે, પછી ડ્રીલિંગ એક જ જગ્યાએ કરે. તો તમારી સાધના પદ્ધતિને વારેવારે બદલ્યા કરવાથી તમને બહુ જ પરિણામો મળી જશે કે ઝડપી પરિણામો મળી જશે એવું બનશે નહીં.
હમણાં જ એવું બન્યું હતું કે એક રાજસ્થાન, કોઈ બહારથી આવેલા બેન હતા અને કોઈ બોરવેલની અંદર ઊંડે ઉતરી ગયા હતા, બે ત્રણ ચાર દિવસ પહેલા જ. પછી ગવર્મેન્ટ મશીનરી બધા લાવ્યા, બહુ કામ કર્યું એને એમાંથી બોરવેલમાંથી બહાર કાઢવા માટે થઈને. બે ત્રણ દિવસ સુધી પ્રયત્નો કર્યા, નિષ્ફળ રહ્યા. અહીંથી ખોદે, ત્યાંથી ખોદે, આમ કરે, તેમ કરે, પણ એ બહાર ના નીકાળી શક્યા. ઈટ શુડ નોટ હેપન વિથ યુ પીપલ બીકોઝ ક્લોક ઇસ ટીકિંગ. આ ટીક ટીક ચાલુ છે, યાદ રાખો. સો ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ ફૂલીશલી. ટાઈમ ઇસ ધ ઓન્લી પ્રેસિયસ થિંગ ઇફ યુ આર ઇન ધીસ વર્લ્ડ. ટાઈમ એટલા માટે કીધું તું કે, "સમયનું પાલન કરો, સમયનું મહત્વ સમજો." તમારી એક ક્ષણની કિંમત હું આપી શકું નહીં. આખું જીવન હું નોકરી કરું, ગમે તેટલા પૈસા તમને આપું, આ ના આપી શકાય.
સેમ અપ્લાય વિથ ઈચ વન ઓફ અસ. આજે આપણે બધા સૌ ભેગા થયા છે એકબીજાને સમય આપીને અહીંયા આગળ એવું અમૂલ્ય જ્ઞાન પ્રાપ્ત કરી લેવા માટે કે જે બહાર ક્યાંય બીજે મળવાનું નથી. શાસ્ત્રોમાં કહે છે કે, "બધી રેતીને ખાંડ ભેગી કરી દીધી છે, હવે એને જુદી પાડવાનું બહુ મુશ્કેલ છે." એટલે એક શાસ્ત્ર આમ કહે છે, બીજું આમ કહે છે, ત્રીજું આમ કહે છે. એટલે જો તમે ગુરુગમથી શાસ્ત્ર ના વાંચો તો યુ ગેટ લોસ્ટ, ખોવાઈ જવાય છે.
એટલા માટે કોને શોધવાનો? તત્વદર્શી ગુરુને શોધવાનો કે જે તત્વનું દર્શન કરતો હોય. હોવો જોઈએ બ્રહ્મનિષ્ઠ, કે જેની કેવળ બ્રહ્મમાં જ નિષ્ઠા હોય. એવા બ્રહ્મનિષ્ઠ તત્વદર્શી ગુરુને શોધી અને તેના માર્ગદર્શન હેઠળ આપણે આપણી યાત્રા આગળ ધપાવવી જોઈએ. તો આપણો ચાન્સ છે કે બસ આપણે પહોંચી જઈશું ચોક્કસપણે. આટલે સુધી આપણને આ બધું જ્ઞાન અહિયાં પ્રાપ્ત થયું છે, તો આપણે ચોક્કસ અવાચ્ય સ્વ સ્વયંભ વેદ રૂપે આગળ પહોંચી જ જઈશું.
ૐ. જેન્ટલી ઓપન યોર આઈસ.
આ લખાણ AI દ્વારા તૈયાર થયું છે. શંકા હોય ત્યાં મૂળ પ્રવચન સાંભળી ખાતરી કરવી.