તથાસ્તુ ભાગ ૨ · ભાગ ૯
કે "હું બ્રહ્મ છું," બસ એ અનુભૂતિ હોવી નિરંતર અખંડ એ વાત છે. તો એ કરવામાં નિર્બીજ સમાધિ જે છે, એ કેવી થાય? તો કે આપોઆપ થાય. નિર્બીજ સમાધિ કરવી ના પડે. સવિકલ્પ સમાધિથી તમારી સાધના શરૂ થાય, શરૂ થાય, શરૂ થાય, શરૂ થાય. ક્યારે નિર્બીજ સમાધિ થઈ જાય, ખબર ન પડે એવું હોય. જ્યારે પરિપક્વ જ્ઞાન થાય ત્યારે એને વિશેનું. તો કે ત્યાં સુધી શું કરીશ? તો કે તારી "હું બ્રહ્મ છું," "અહમ બ્રહ્મ" એ જે વાત છે, એ વિચાર છે, એ વૃત્તિ છે, એ જે અનુભવ છે, તેને તારા વ્યાપક સ્વરૂપથી ઘસ્યા કર. કે તારું આ જે વ્યાપક સ્વરૂપ છે, એને યાદ રાખ અને આ તારી વૃત્તિ કે જે તારો અનુભવ, એ બેને એકબીજા જોડે ઘસવાયા કરશે. એટલે શું થશે? તો કે નિધિધ્યાસન વત્તા નાદ બ્રહ્મ, બે વસ્તુઓ ભેગી થશે.
એક બાજુ તમારો પાવર ઓફ નિધિધ્યાસન, સતત આમ લાગેલા છો અને તમે આત્મા-પરમાત્માનું એ કરી રહ્યા છો, વાંચી રહ્યા છો, વિચાર કરી રહ્યા છો તે. અને બીજો નાદ બ્રહ્મ જે સૂક્ષ્મમાં ચાલુ છે અત્યારે, તે ધીમે ધીમે સ્થૂળમાં આવવાનું શરૂ થશે. એ બે વસ્તુઓ ભેગી થશે એક લેવલ ઉપર અંદર. અને એ બે ભેગું થશે એટલે ઘર્ષણ વિદ્યુત પેદા થશે. આ બધી ગરમી, પાવર, તાપ લાગે છે ને? એ તપનો તાપ છે. તે તપ કરવાથી શું થાય? ઘર્ષણ વિદ્યુત પેદા થાય છે. એના આ તપ છે બધું. એટલે એવું તપ સતત કર્યા જ કરવાનું, કર્યા જ કરવાનું. એટલે પહેલું ખરેખર નિધિધ્યાસન કરવાથી નાદ બ્રહ્મ પ્રગટ સમાન થાય.
હવે એક હતું, તેને બીજાને જન્મ આપ્યો. હવે પહેલું છે, તેને બીજા સાથે ઘસ્યા કરતું. હવે તારી પાસે બે થઈ ગયા ને? પહેલા એક હતું, પછી બે થયા. હવે બે છે, એને ઘસ્યા કર એટલે ત્રીજું પ્રગટ થશે. તે ઘર્ષણ વિદ્યુત છે. એ એનાથી એ સૂક્ષ્મ તત્વ છે. એ આમાં બી નથી ને આમાં બી નથી, પણ આ બે જેવું ભેગા થઈને ઘસાય ત્યારે પ્રગટ થાય છે. એવી રીતે તું તારી બ્રહ્માકાર વૃત્તિને ઘસ્યા કર.
તો કહે છે કે, "પ્રભુ, મારો પ્રત્યેક શ્વાસ તારો યોગ છે. લેવાય એટલો લે, સુગંધની ધાર. બસ, હું આ શ્વાસ લઉં છું ને ભગવાન સાથે જોડાઈ ગયો." મારો પ્રત્યેક નિશ્વાસ એ અહમનો લય છે, મારી પ્રકૃતિનો લય છે. આ વ્યાપક પરમાત્માની અંદર મારી પ્રકૃતિ જે છે, તેનો હું લય કરી રહ્યો છું, એ ભાવ સાથે તમારે શ્વાસ લેવાનો. અંદર આવતો શ્વાસ એ શું છે? તો કે પરમાત્મા સાથેનો યોગ છે. અને બહાર આવતો જે નિશ્વાસ છે, તે તમારે અહંકારનો અને પ્રકૃતિનો પરમાત્માની અંદર તમે લય કરી રહ્યા છો, એ ભાવ સાથે તમે કર્યા કરો. "આવી રીતે તું મને યથાર્થ જાણ," એવું પરમાત્મા કહે છે.
તો આવું કોણ કરી શકે? જે બ્રહ્મમાં ચર્ય કરતો હોય, ચરણ કરતો હોય, એવો બ્રહ્મચારી બ્રહ્મને જાણે. તો બ્રહ્મચર્ય એટલે બ્રહ્મ આચાર. કે "હું બ્રહ્મ છું," એ આચાર જે છે, તેને બ્રહ્મચર્ય કહેવાય. ઊંચામાં ઊંચું બ્રહ્મચર્ય આ છે, સમજાયું? "હું બ્રહ્મ છું," એ આચાર છે. એ વૃત્તિને તમે ધારણ કરો હૃદયની અંદર ને પછી બસ આમ એનામય થઈને તમે રહો, તો તમે બ્રહ્મચર, બ્રહ્મચારી થઈ ગયા. અને જે સ્થિતિ ઉત્પન્ન થઈ, તે બ્રહ્મચર્ય કહેવાય. તેને બ્રહ્મચર્ય કહેવાય. તો "મને તું આવી રીતે યથાર્થ જાણ," એમ કહેવા માંગે છે.
એટલે આ બ્રહ્મચર્ય એટલે સેક્સ નહીં, એવું પણ નહીં. સેક્સ નહીં કરવાનું એવું નથી હોતું, કરવાનું એવું બી નથી હોતું, પણ નહીં કરવાનું એના ટેબુસ જેમ લગાડી દે છે લોકો, એવું નહીં. કેમ કે ગૃહસ્થીને એક મર્યાદા આપેલી છે. આપણા બધા ઋષિમુનિઓ, મોટા ભાગના જે હતા, તે બધા ગૃહસ્થી હતા. અને જેમ આપણે જોયું હતું, વલ્લક્ય અને તો બે પત્નીઓ હતી. અને એમણે પ્રેમ પર ઉપદેશ આપ્યો છે અને ત્યાંથી એ પરમાત્મા સુધીને લઈ ગયા છે. કેટલું સુંદર એમનું કામ છે, જુઓ તમે! એટલે એ લોકોએ તો બહુ અદભુત કામ આપેલા છે. તો એ એવું કહેવા માંગે છે એટલે ગૃહસ્થીએ પોતાની આ મર્યાદાના પાલન કર સાથે સાથે બ્રહ્મની અંદર જો જીવન પોતાનું વ્યાપન કરતો હોય, તો એ બ્રહ્મ બ્રહ્મચારી છે અને એ બ્રહ્મચર્ય જ કહેવાય. જો તું બ્રહ્મમાં વિચર્યા કરે છે, તો તું બ્રહ્મચરણ કરે છે, તું બ્રહ્મચારી છે, એવું તું જાણ.
પણ જ્યાં સુધી અહંકાર કે અજ્ઞાન હોય, ત્યાં સુધી આ થતું તમે પાડી નહીં શકો. અહંકારે કરીને તમે એમ કહો, "આમ નહીં કરવું," તો પત્ની તો ડિમાન્ડ કરશે કે, "ભાઈ, તું પણ શું કરવા?" તો એનું પાલન કરવું પડે. મર્યાદા છે પત્નીની. અને પત્ની તમારી મર્યાદા તો જ રાખશે. એ જો મર્યાદા ચૂકશે, તો પછી ઘરનું શું? એટલે આ બધી બાબતોનું પણ આપણને સમજણ હોવી જોઈએ. એ જ રીતે આપણે જો મર્યાદા મૂકી દઈએ, તો આપણે પણ ઘરની મર્યાદા તોડી કહેવાય. ગૃહસ્થી બન્યા. ઘરની મર્યાદા શું? તો કે આ વસ્તુ એકબીજા સાથે. તેમાં પણ ક્યારે પ્રેમ મને એકતા છે, એવા સમયે ઐક્ય પેદા થાય છે. તો એકતા, અભેદતા તે એનો ઊંચામાં ઊંચો સંદેશ છે. અને એ કહેવા માંગતા હતા રજ્નેશજી કે તમે સમારી દશાનો આનંદ એમ કે તે ક્ષણે પ્રાપ્ત કરી શકો છો બંને જણા એક સાથે. એ એ સમજાવવા માંગતા હતા.
પણ લોકો ખૂબ એને બધું પોપ્યુલેટ કરી દીધું અને બધું ચિત્ર-વિચિત્ર બધું જે સંસારમાં બહુ સ્વાભાવિક છે, સહજ છે.
ચોથી ભૂમિકામાં પહોંચો ત્યારે ગુહ્ય જ્ઞાન-વિજ્ઞાન પ્રગટ થાય. ગુહ્ય જ્ઞાન-વિજ્ઞાન એટલે કેટલી બધી ગુપ્ત વસ્તુઓ, અસંખ્ય વિદ્યાઓ! આ બધું કેટલું ગુપ્ત થઈ ગયેલું છે! એ બધું વસ્તુઓ તમારી જાણમાં આવે. પ્રશ્ન થાય છે ને તમને કે આ દિવ્યાંગને કેવી રીતના આટલું બધું સમજણ પડવા માંડી છે અને શું થવા માંડ્યું છે? તો આ બધી વસ્તુઓ ચાર વર્ષ પહેલા નહોતી મારી પાસે, પાંચ વર્ષ પહેલા નહોતી. બધી હતી જ. એને યોગ્ય સમય થયો ત્યારે એકદમ પછી બધું રીસરફેસ થઈ ગયું. એકદમ ધડ ધડ ધડ ધડ કીધું ને! છઠ્ઠાની અંદર જેવું આમ પેઠું એટલે પછી તરત આ બધી વસ્તુઓ શરૂ થઈ ગઈ. તો તો ગુડ જ્ઞાન.
વિજ્ઞાન પ્રગટ થાય એટલે ગુપ્ત ધન ક્યાં છે, ફલાણું શું છે, આમ છે, તેમ છે, એવું બધું જોવાનું નથી. બધું જે સહજ સ્વાભાવિક બાબતો છે, ત્રિકાળ દર્શન, ત્રિલોક દર્શન એવું બધું, એ બધામાં પડવાનું નથી. આવે છે ખરું, પણ પડશો નહીં. એ બહુ બેકારનો ધંધો છે. એટલે કાંકરો લઈને હીરો ફેંકવા જેવી વાત છે. કાંકરો કેટલો બી સુંદર હોય અને હીરો કેટલો બી અનફિનિશ હોય, પણ તમે કાંકરો લેવા માટે હીરો ફેંકી દો એના જેવો ઘાટ છે, જો આવું કરી બેસાય તો.
એટલે એ બધામાં પડવું હોય, એકવાર આપણે જોઈએ તો એમ કે પછી એમાં પડી રહીએ તો એમ ના. આમાં શું છે? પહેલી વખત તમે કુતૂહલતાથી કરશો, એમ થાય ત્રિકાળ દર્શન, ત્રિલોક દર્શન જોઈએ. એકવાર પહેલા તમે કુતૂહલતાથી આ કરશો, કહું છું ને, પછી "વોટ નેક્સ્ટ" વાળી જિજ્ઞાસા ઉત્પન્ન થશે અને પછી તો એ વૃત્તિ બની જશે અને ક્યારે ઢસડી જશે તમને કોઈ કહી શકશે નહીં. પછી આવીને કોઈ પણ તમને એમ કહે કે, "માનવ ભાઈ, આપણે જરાક ગાય ખોવાઈ ગઈ છે હો." એટલે તરત જ માનવભાઈ જોવા બેસી જાય. અમે ખુદ એ ધંધો કરેલો છે એટલે તમને કહું છું. તે અહીં આ સોસાયટીમાં એક છોકરો ખોવાઈ ગયો હતો તેની વાત હતી આવી જ રીતના. તો બીજા દા'ડે તો પછી અહીં લાઈન લાગી ગઈ કે બધા મને આમ કોને, તેમ કોને, એવું બધું. તો પછી એ બધા આવીને પૂછવા માંડે કે, "મારી ભેંસ ક્યારે આવશે પાછી? ખોવાઈ ગઈ છે." કે અલ્યા ભાઈ, તારી ભેંસ માટે હું આવું બધું કરવા બેસું છું?
સવાલ એવો પ્રશ્ન થાય એમ આપણને તો.
એટલે કીધું કે, ખાવા તેવામાં બહુ નહીં પડે. જ્યારે પણ તમને ખ્યાલ આવે ને કે આ બધું નથી અંદર કરવાનું, પડવાનું, એટલે અને તમને અનુભવ આવશે એટલે સહજ સ્વાભાવિક તમને ખબર પડી જ ગઈ હશે કે આ આવ્યું છે, આપણે બે હાથ જોડીને નમસ્કાર કરવાના કે, "હે સિદ્ધિ દેવી, તું પરબ્રહ્મ પાસે વધારે સારી છે મારા કરતાં, એટલે તું ત્યાં જા અને મને ત્યાં પહોંચાડજે." કેટલી સિદ્ધિ કરી? હાલ કે કહેવાનું, "મને સિદ્ધિ કરી હાલ કે મારે બીજું કંઈ જો પરબ્રહ્મમાં તમે પહોંચી ગયા પછી તમે સિદ્ધિનો પ્રયોગ વખતે કરો છો તો તમારું તો પ્રભુત્વ છે. પ્રભુત્વ પામી ગયા પછીથી તો તમને સર્વ હક સ્વાધીન છે. તમે કંઈ પણ ચાહો તે કરો બ્રહ્માંડની અંદર. પછી કોઈ આડું આવતું નથી, કોઈ રોકતું નથી, તમારા કોઈ કર્મો નથી, કશું જ નથી. એટલે તે સ્થિતિની અંદર તમે સિદ્ધિ ચાહો તો તમે વાપરો, ના ચાહો તો ના વાપરો, એ તમારી વાત છે.
પણ એક સર્વ સામાન્ય લેખિત નિયમ એવો છે કે આ બ્રહ્માંડ જે જેમ છે તેમ ચાલ્યા જ કરતું હોય. પણ એ ચાલ્યા જ કરે સ્થૂળથી સૂક્ષ્મતમ સુધીનું. એટલે કોઈ એવા ઋષિમુનિ આજની તારીખમાં હોય ને જુએ કે પેલો એમ કે બોમ્બ ફોડવાના છે કોક દેશ બીજા દેશ ઉપર જઈને, તો એમાં આડી હાથ ના નાખે એ લોકો. એવું બધું ના કરે. મને વિચારો આવતા હતા શરૂઆતમાં, આવું થાય તો કે બોમ્બનો ફ્યુઝ જ કાઢી નાખું કે ફૂટે જ નહીં એમ. એવું બધું થાય ને લોકોની જાનહાની અટકી જાય. જો આપણને એવું હતું તે વખતે એમ બધું વિચારો આવે આપણને.
શું સમુદ્રના તળિયે આ લોકો બધા આટલી બધી તમને કહું કે બહાર ચાલે છે તેનાથી વધારે લૂંટફાટ ચાલે છે સમુદ્રની અંદર. સમુદ્ર રત્ન કરશે એટલે પહેલા પહેલું તો એક તો આ ઓઇલ છે અને બીજું કેટલાય કીમતી ખનીજો છે, કેટલા એવા દ્રવ્યો છે કે જે બધા દેશ એકબીજાના એમાં એ કરીને ઉલેચવા જ માંગે છે. દરેકને સમૃદ્ધિ જોઈએ છે એટલે બધા દેશો આ બાબતે એકમત છે કે બધાને વધુ ને વધુ સમૃદ્ધિ જ જોઈએ છે. પણ પાછી એ તારી પાસે વધારે છે તો હું તારી લઈ લઉં, મારી તો મારી મારી પાસે રાખું વાળો ઘાટ જે ઊભો થાય છે તેમાંથી બધા ઝઘડા ઊભા થઈ ગયા છે. એટલે યોગીઓ, સંતો આ બખેડામાં પડતા નથી. કારણ કે આ જો દેશ આખાયની વૃત્તિઓ આવી થઈ જવી તો એ દેશનું કેરેક્ટર છે. જેમ એક માણસનું કેરેક્ટર હોય, એ દેશનો જે છે જેમ તમારે એક માણસ છે તો તમારો જેમ ઓરા છે એમ આખા દેશનો બી એક ઓરા છે, આખા દેશનો બી એક પ્રાણ દેહ છે, આખા દેશનો એક જેને કહેવાય કારણ દેહ છે.
સમજાયું? સૂક્ષ્મ આ તમારું એક ઇન્ડિવિજ્યુઅલ આ આખા દેશનું યુનિટ એઝ અ હોલ એ શું ચાહે છે એ પ્રમાણે થાય બધું. જે તે દેશમાં 51% મિનિમમ શેર હોવો જોઈએ તમારો સત અસત ઉપર તો તમારું બરાબર ચાલે તોય પાછા છમકલા ગમે ત્યારે થયા કરે. હવે જો 98-99% હોય તો 1% રહી જાય છે કે ગમે ત્યારે ગમે ત્યાં છમકલું ગમે ત્યાં થઈ પણ શકે છે. પણ પેલું એને તો બી દબાવી દઈ શકે કારણ કે એટલું પાવરફુલ છે. તો સત હંમેશા અસતને દબાઈ શકે એનો દેશને બીઇંગ હોય છે. તમે કહેતા, "હા, એ જ કહું છું ને તમને." હા, બીઇંગ દેવ હોય, એ દેવ હોય એક જાતનું. એમાં દેવત્વ ઊભું થઈ જ જાય, ચૈતન્ય આવી જ જાય. તમારી જેમ જ એ બધું. જેમ તમે આજે કેટલાય અનંતા અનંત બેક્ટેરિયા અને વાયરસ ને બધાનું કોથળો બનાવીને બેઠેલા છો ને, એની અંદર તમે એમાંના એક છો, એ બી એમાંનું એક છે. સો, એવરીબડી ઇઝ અ મેમ્બર ઓફ ધીસ બોડી.
સમજાયું? એવી રીતે બધા જ એની અંદર પણ છે. એ આ દેશ છે. દેશ એટલે શું ખબર છે? દેશ એટલે એક સ્થળ કે જેની તમે એક પરિમિતિ નક્કી કરી શકો. એટલે એને દેશ કહેવાય. તો આ આંગળી અને અંગૂઠાની વચ્ચેનો જે આકાશ છે ને એને પણ એક દેશ કહી શકાય. સમજાય છે? એ પ્રદેશ કહેવાય, દેશ કહેવાય. દેશનો નાનકડો ભાગ એને પ્રદેશ કહેવાય. આ આખું હોલ ઓફ ધ ઇન્ડિયા. તો પછી આ ગુજરાત છે એમ સમજો. આટલું હું કરું તો કે આ મહારાષ્ટ્ર છે. આ પ્રદેશ થયો. હવે ગુજરાતને જો તમે દેશ તરીકે લેતા હોય તો અમદાવાદ એનો પ્રદેશ થઈ જાય. સમજાયું? મોટા કરતાં નાનું. દેશ હંમેશા મોટો હોય અને પેલો નાનો. બ્રહ્મમાં આવો દેશ પ્રદેશ હોતા નથી. અખંડ છે, અખંડ છે. પેલું કહે ને, "આત્માના અનંત પ્રદેશો છે." પ્રદેશ, પ્રદેશ જ્ઞાન છે. આત્માના અનંત પ્રદેશો છે એ.
તે કહેવા માંગે છે કે બ્રહ્મના અનંત પ્રદેશો છે. આ બધા આત્માના અનંત પ્રદેશો છે. એ જ તો કહે છે કે બ્રહ્મના અનંત પ્રદેશો છે. એમાંથી એક એક એમ ગણે તો કેટલા પ્રદેશ થયા? સમજાયું? અનંત પ્રદેશો અને દરેકમાં પાછું એટલું જ જ્ઞાન છે જેટલું મૂળ બ્રહ્મમાં છે. આની ક્ષમતા એટલી જ છે પહેલાના જેટલી. આ ૧૦૦ કિલોવોટ પાવર પેદા કરે છે, તો આ આવડું અમથું એમાંથી બહાર નીકળેલું છે તો એ પણ ૧૦૦ કિલોવોટ પેદા કરી શકે એટલી કેપેસિટી છે. અત્યારે બે એમ્પીયરમાં જ કાઢે છે. અત્યારે પણ એ પાવરમાં આવે, પ્રોપર એનું ફંક્શનિંગ બધું બરાબર થાય, આની જેમ જ કમિશન જેને કહેવાય એ કમિશનિંગ થાય ત્યાર પછી આ એટલો જ પાવર આપી શકે એવું. અને જ્યારે એને એટલો પાવર આપતું થઈ જાય ત્યારે આ બે એકરૂપ જ હોય. જોડાયું? આ વિદ્યુત ઘર્ષણ એનાથી જોડાઈ ગયા બે એટલે પાવર એક જ થઈ ગયો બેયનો એવી રીતના.
તો આ પહેલા શું થશે? તો કે સૌ પહેલા તમને ચંદ્રદર્શન થશે. ચંદ્ર દર્શન એટલે સલાઈવાની અંદર મીઠાસ ટપકવાની જે શરૂ થાય છે તે. ત્યારબાદ પછી તમને અહીંયા આગળ આ જે ચંદ્ર છે, શિવ છો ને? તો અહીં ચંદ્ર, તો અહીંયા ચંદ્ર ઝળકે. પછી આ ચંદ્ર ઝળકે. પછી એ ચંદ્ર ઝળક્યા પછીથી શું થશે? તો કે અંદર તમને એક જે ઓમકારનો આ રેસ છે ને, આ પોર્શન આ બિલકુલ એકદમ ક્રિસ્ટલ જેવો છે તે પોર્શન અહીંયા અંદર છે. અને એની પાર ઉર્ધ્વની અંદર બ્રહ્મબિંદુ છે જેને તમે બ્રહ્મરંધ્ર કહો છો આ જગ્યા ત્યાં આગળ. તો આ ઝળકશે તે પહેલા તો તમારે આ છે સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ. સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ, આ આખો ઓમકાર અહીંયા જ છે આપણી અંદર એવી રીતના. દરેકની અંદર આપણે જોઈ શકીએ એટલે કીધું કે ઓમકાર દરેકમાં છે. તો સૂક્ષ્મ રૂપમાં તો પછી સૂર્ય એટલે ચંદ્ર દર્શન થવાથી અમૃત આવશે અને સૂર્ય દર્શન થવાથી પછી અમૃત અનંત જ્ઞાન આવશે.
અનંત જ્ઞાન પ્રગટે, ખૂબ શક્તિઓ આવે, ખૂબ સિદ્ધિઓ આવે, બધું થાય.
તો એ કેવી રીતે? તો કે સૂર્ય રૂપી લોહીના જ્ઞાનતંતુઓ છે અંદર નાના નાના ઝીણા ઝીણા જે વાઈટ અને રેડ કેપ્સ્યુલો છે એ બધી આમ સતત આમ વહે. આ બધી ભેગી થઈને એક એક કેપ્સુલ એક એક સૂર્ય છે એવું તમે ઈમેજીન કરો. એક કેપ્સુલ એક સૂર્ય જેટલી આ બ્રહ્માંડ છે અંદર. કેટલું છે હવે વિચાર કરો. આની કેપેસિટી એટલી જ છે. સમજાયું ને? પહેલા હમણાં આમ આમ કરીને તમારી એકતા જો તે સૂર્ય સાથે કરશો તો તે સૂર્ય જેટલું જાણે છે એટલું તમે જાણી લેશો. એના કિરણો જેટલે પહોંચે છે, પ્રસરે છે, તેટલો તમારો પણ પ્રસાર અને વ્યાપ્તિ તમારી થઈ ગઈ. હવે એ સૂર્ય જેના કારણે છે તે બ્રહ્મ છે. એ બ્રહ્મ સાથે જો તમે એકતા કરી દેશો, સૂર્ય રૂપી બ્રહ્મ, એ બ્રહ્મ જોડે જો એકતા કરી દેશો તો બ્રહ્મનો પાવર કેટલો? એનું જ્ઞાન કેટલું? એની સર્વશક્તિમાનપણું કેટલું બધું? તો તેના સાથે એક થશો તો તમને તેનો પાવર મળશે.
એકરૂપ થવાથી આ ફાયદો થાય. સાયોજ્ય પામોને એટલે બસ એ પામવાનું છે આપણને. એટલે મૂળમાંથી નીકળી આપણે જે સમજીએ છીએ આપણું સ્વરૂપ છે તે આપણું સ્વરૂપ નથી. અજ્ઞાનથી એને આપણે એવું સમજ્યું હતું. તેનો સ્વેચ્છાએ ત્યાગ કરીને આપણે તે સ્વરૂપ સાથે એકતા અને અભેદતા કરવાની બ્રહ્મની સાથે. તેના કારણે એ બ્રહ્મશક્તિ આપણી અંદર વિદ્યમાન જે છે તે ઓલરેડી અત્યારે બે એમ્પીયરની હોય તે ધીમે ધીમે વધતી વધતી વધતી પછી તમારે ચાલે ૧૧૦૦૦ KV ને કેટલી ૨૫૦૦૦ KV ને કેવી હોય જે બધી લાઈનો દોડે છે ને બધી એવો પાવર પેદા કરે. પછી એવું થાય ત્યારે જ ટ્રેન ચાલે ને પેલી આમ? ત્યાં સુધી તો ચાલે જ નહીં ને ભાઈ. તમે બે એમ્પીયર પર બુલેટ ટ્રેન દોડાવવા માંગો, ચાલે? માખીએ ના ઉડે યાર. માખી પણ જુએ કે યાર શું મજાક કરે છે? સિરીયસલી યુ વોન્ટ કિલ મી? પેલા હોય છે ને પેલા માખી મારવાના યંત્રો બનાવે છે ને બધું?
તો એમાંય પાવર તો વધારે જોઈએ. હવે વખત એમાં એટલું આમ ધીમું થઈને રહેલું હોય તો પછી માખી પણ શું કરે ત્યાં આગળ જઈને?
તો આ જે જ્ઞાનતંતુઓ છે તેમાં બધા બધા વિચારો અને બધી જાતનું બધું અંદર છે. સત પણ છે અને અસત પણ છે. હવે દૈવી સંપત્તિ અને આસુરી સંપત્તિ એ છે. તો હવે એ જે હાવી હોય તે બળપૂર્વક ઢસડી જાય. આ નિયમ છે એનો. સમતુલા હોવી મિનિમમ રિક્વાયરમેન્ટ છે. બરાબર? હવે ખરેખર તો આ પણ નહીં ને આ પણ નહીં, એનાથી ઉપર ઉઠવાનું છે આપણે. તો આપણે શુભ પણ નથી જોઈતું ને અશુભ પણ નથી જોઈતું. સત પણ નથી જોઈતું ને અસત પણ નથી જોઈતું. આપણે તો એ બંને એનાથી ઉપર, રાગ પણ નહીં ને દ્વેષ પણ નહીં, એનાથી પણ ઉપર એવી રીતના આપણે તૈયાર થવાનું છે. તો તું નક્કી કર પહેલા એટલે પછી આગળની પ્રોસેસ બધી ચાલુ થશે. તો ચોથી પાંચમી ભૂમિકાની અંદર પહેલા ઋતંભરા પ્રગટે. ઋતંભરા પ્રજ્ઞા, પ્રજ્ઞા શક્તિ જે કહીએ છીએ ને આપણી એ ત્યારે ચાલુ થાય. તો દાદાએ તમને પ્રજ્ઞાશક્તિ જ્યારે જાગૃત કરી આપી તે ઋતંભરાની બે યરની એમણે ચાલુ કરી આપી.
હવે તમારે વધારતા વધારતા આગળ જવાનું છે. આગળ છેક સુધી "હું શુદ્ધ આત્મા છું" ૨૪ કલાક રહે છે તે જ્ઞાન માર્ગ નથી થતું, એવું નથી થતું. તો ઓકે, કર્મનો માર્ગ તો કે ઊંડો આરામનો શ્વાસ. શ્વાસમાં "હું બ્રહ્મ લઉં છું", આ બ્રહ્મ સાથે જોડાઈ ગયો. ઉશ્વાસની અંદર અહંકાર અને અજ્ઞાન અને પ્રકૃતિ બધી આ પરબ્રહ્મમાં હું લય કરું છું. આ નિયત કર્મ છે. નિયત કેવી રીતે થયું? તો કે ભાઈ આ કરવું હોય તો આ કરવું પડશે. સમજાય છે ને કે લગ્ન કરવું હોય તો પહેલા વિવાહ જેમ કરવો પડે એના જેવી વાત છે કે જો બ્રહ્મત્વ તમારે પ્રાપ્ત કરવું હોય તે પહેલા તમારે આ વિધિમાંથી પસાર થવું પડશે. એટલે આ નિયત કર્મ છે. હવે એ નિયત કર્મ જ કરવાનું, બીજું કોઈ કર્મ કર્મ છે જ નહીં ખરેખર જોવા જઈએ તો શ્રીમદ્ ભગવદ્ ગીતામાં.
ભગવાને કહ્યું છે એ દ્રષ્ટિએ જોતાં બીજું કોઈ કર્મ છે જ નહીં. બાકીના બધા તો કુકર્મો છે, અકર્મો છે. બધા જે લોકો કર્યા કરે છે, આથડ્યા જ કરે છે પછી એમાં ને એમાં જ. અને "હું કર્મ કરું છું ને, હું કર્મ પ્રધાન છું ને" એવું બધું કરી કરીને કંઈક જાતના અહંકારમાં માણસો ફર્યા કરતા હોય. વાસ્તવમાં એ લોકોને કર્મ ક્યાં છે? એ બે જ છે. તો એને પેલાને તો પડછાયો નહીં એ ખબર નથી. દાદા કહે છે ને કે "આત્માને પડછાયો જાણતા નથી." અત્યારે આ બધા ગુરુઓને બધું જે કંઈ કહે છે તે. એનું કારણ એ હતું, દાદા એવું કહેતા હતા કે "મૂળ વાત ક્યાંક છે ને આ લોકો તો હજી પડછાયા એમાં જ રમ્યા કરે છે." લખવા છે ને આપણે આમ આમ કરીને કર્યા કરતા હતા, રમતા હતા. યાદ છે તમને? શેડો વોર કરતા હતા આવું આવું આમ આમ આમ કરીને? હરણ બનાવે, આવું બધું કંઈક કર્યા કરતા હતા આપણે, ઇફ યુ રિમેમ્બર.
તો આ બાબત છે.
એટલે ઋતંભરા પ્રગટે ત્યારે સ્વયં. પાછો કોક તમને ઋતંભરા આપે એવી નહીં. શરૂઆત કરી આપી શકે કોક, પણ ફાઇનલ તો તમારે જ આમ વિસ્ફોટ થવાનો એક દિવસે, જે દાદાને ત્યાં આગળ થયો સુરતના બાકડે.
તે કાર્ય અને કારણ વચ્ચેનો સંબંધ સમજાય તમને પહેલી વખત કે કાર્ય શું છે અને કારણ શું છે. વ્યવહારની અંદર કાર્ય એટલે કંઈ પણ વસ્તુ હોય તેને આપણે કાર્ય કહીએ છીએ અને એ કરવા પાછળ જે શું રહેલું છે તેને આપણે કારણ કહીએ છીએ કે ભઈ "એ હોય તો આ થાય" એમ. એવી રીતના.
તો કે ચા જોવે, ખાંડ જોઈએ, બધું હોય, પણ ચા પીવાની ઈચ્છા બી તો હોવી જોઈએ ને? બધું જ હોય, પણ ચા પીવાની ઈચ્છા નથી તો બધા ડબલાની અંદર બધું એમ જ પડ્યું રહેવાનું ભાઈ. ગેસ કોઈ સળગાવશે નહીં. પાણીએ માટલામાં જ રહેવાનું છે. પણ ચા પીવાની ઈચ્છા થઈ, એક કારણ મુખ્ય. પછી તો કે ઈચ્છા તો થઈ, પણ પછી સંયોગિક કારણો જોઈશે. તો કે ખાંડ હોવી જોઈએ, ચા હોવી જોઈએ, તપેલી હોવી જોઈએ, સાણસી હોવી જોઈએ, ગેસ હોવો જોઈએ અને પાણીએ હોવું જોઈએ. પછી તો કે એનો બનાવનારો હોવો જોઈએ. ઈચ્છા તમને થઈ છે તો કાં તો તમે બનાવનારો હોય, કાં તો કોક બીજો બનાવનારો. હવે મને ઈચ્છા થઈ જાય છે ને બનાવતા આવડતું ના હોય તો મારે શું કરવું પડે? બનાવનારાની રાહ જોવી પડે પાછી કે "કોક આવશે ને બનાવશે." એટલે આટલા સંજોગો ભેગા થાય. પાછી એ બનાવવાની જગ્યા જોઈશે. એ બનાવવાનો ટાઈમ.
"ચાર વાગી બત્રીસ મિનિટે બનાવજે ભાઈ તું, મારે સાડા ચારે ચા જોઈએ" એવું બોલે છે ને લોકો? એવી રીતે. એટલે સ્થળ અને કાળ પણ આવી ગયા પાછા એની અંદર.
પછી આટલી ખાંડ લેવી ને આટલી ના લેવી એટલે આમ કરીને આમ નાખે. આ ગતિ સહાયક આવ્યું. અને કે "ના, આટલી બસ છે." પાછી કાઢીને પાછી મૂકી દે. સ્થિતિ સહાયક બી આવી ગયું તમારું કે આટલી જ માપ આવી ગયું. બધું આવી રીતના બધું તત્વોનો સંભુળો થાય ત્યારે કામ બને છે. એટલે કીધું કે "સમુચ્ચય કોશિશ વગર કાર્યકારણનો સિદ્ધાંત તમને સમજાશે નહીં." એટલે જ્યાં સુધી આપણે એક પેલી આપણી ટેવ હોય છે ને કે "આને આવું કર્યું ને આના લીધે આવું થયું" એ જ્યાં સુધી હશે ને ત્યાં સુધી પેલું કાર્ય કારણ સમજાવાનું જ નથી. સૌથી પહેલામાં પહેલું અહીંથી આપણે એ કેન્સલ થવું જોઈએ કે ભાઈ "એવું નથી હોતું." ધેર આર સો મેની અધર થિંગ્સ અધર ધેન ધીસ પર્સન ઓલસો કે જે આ વસ્તુને એમ કરવા માટે, બનવા માટે, થવા માટે પ્રેરિત કરતી હોય છે. તો કાર્ય કારણ ત્યારે સમજાય અને એ પણ સમજાય કે નિરાકાર કેમ સાકાર થાય છે.
તમને બતાવ્યું હમણાં જ કે "સૃષ્ટિ સે પહેલે સત નહીં થા, અસત ભી નહીં થા." અંતરિક્ષ ભી નહીં, વાયુ ભી નહીં. પછી કે હિરણ્ય ગર્ભ હતું ત્યાંથી આમ બધું ધીરે ધીરે નીચે આવ્યું. સૂક્ષ્મતમ, પછી સૂક્ષ્મતર, પછી સૂક્ષ્મ. સૂક્ષ્મમાંથી પછી સ્થૂળમાં આવ્યું. આટલા બધા સ્ટેજીસ પસાર થાય છે. દરેક વસ્તુ તૈયાર રહે.
તો તમે એમ સમજો કે આપણે રમત રમતા હોઈએ. આપણે મહાન ટાઈટન્સ છીએ. માનો કે કોઈ બ્રહ્માંડની કોક એવી ગેલેક્સીમાં બેઠેલા બે જણા. પછી આપણે આ લોકો જેમ રમે છે ને એમ ઓરિએન્ટ ક્લબમાં બેઠા છીએ. અને પછી હું એમ કહું કે "હું તમને મારા બ્રહ્માંડમાંથી આ બે કણ આપું છું. આ બે, આ બે કણ આપું છું. એનાથી તમે જે ચાહો તે કરો. ઉદારતાથી આપું છું." તમે એમ કહો કે "મારા બ્રહ્માંડમાં તો નર્યો હાઈડ્રોજન જ ભરેલો છે." એટલે મારે બે કાર્બનના અણુની જરૂર છે. એટલે હું બે કાર્બનના અણુ તમને આપીશ. તમે આ લીધા. હવે એ બે કાર્બનના અણુને હાઈડ્રોજન સાથે મિક્સિંગ કરીને સંયોજનો કરતાં કરતાં કરતાં આખી તમે સૃષ્ટિનું નિર્માણ કરી દેશો. અનંત બ્રહ્માંડો તમારા એક બ્રહ્માંડમાં તમે સર્જી દેશો આવી રીતે. ઇફ યુ હેવ ધેટ પાવર, પાવર ઓફ બ્રહ્મન. એ બ્રહ્મ શક્તિ જે છે તેનાથી જ તમારે બ્રહ્મા પ્રગટ થાય અને બ્રહ્મા જ આ બધું સર્જન કર્યા કરે.
બ્રહ્મા એટલે મન. એ બેઠા બેઠા ગઢભાત કર્યા કરે બધું. એને જ આ બધું બનાવ્યું છે. એટલે વિચારનો પાવર કેટલો છે! એ વિચાર, વિચારનો શક્તિઓ કેટલી બધી અનંત! એટલે ગુણ વિજ્ઞાન બધું જે છે તે પ્રગટે અને વ્યક્તિ ઇન્દ્રિય જીત થાય.
ઇન્દ્રિય જીત એટલે કેવું? કે શરૂઆતમાં તમે આમ જુઓ, શિવ મંદિરમાં આપણે જઈએ ને તો પહેલામાં પહેલો શું આમ આવે? તો કે પહેલો બહાર નંદી દેખાય. આખલો છે ખરેખર તો એ નંદી. બરાબર? "ઈટ રિપ્રેઝન્ટસ પશુત્વ, બ્રુટીલીટી." આપણા સૌની અંદર આ પશુત્વ જે રહેલું હોય છે પ્રકૃતિના ભાગની અંદર. પછી ત્યાંથી થોડાક આગળ વધે વ્યક્તિ એટલે પછી શું કરશે? કાચબો બનશે. પોતાની ઇન્દ્રિયોને સમેટી લેશે, સંયમ કેળવશે. ઉપર તો કે હવે કોઈ સાંસારિક કંઈ વસ્તુઓ અસર કરી શકતી. ઠાલ જેવી બનાવી દેશે. પછી ગણપતિ સામે દ્રષ્ટિ કરશે. એ સાધક કેવી રીતે આમ અંતરદ્રષ્ટિ કરશે? અંતરદ્રષ્ટિ કરીને પ્રાર્થના કરશે કે "હે ગુણપતિ, તમે મારા બધા"
"પ્રાકૃતિક જે વિકારો છે તેને દૂર કરો અને મને તો આ પરમાત્માના બધા જે ગુણો છે, દૈવી સંપત્તિ, દૈવી સંપત્તિ એ તમે મને પ્રદાન કરો. કારણ કે હવે એને ઇન્દ્રિયો સંકેલી લીધી છે અને એવું આ પ્રાર્થના કરી રહ્યો છે. આ પ્રાર્થના આમ ચાલે છે.
ગણપતિ કહે છે કે, "આ બધું તને આપું છું. હવે તું એક કામ કર." શું? તો કે, "તું તો પ્રાણ પર જય પ્રાપ્ત કર." એ કેવી રીતે થશે? તો કે, "હનુમાન, હનુ એટલે દાઢી, હનુમાન આનું તું ધ્યાન કર." એટલે શું થશે? હનુમાનનું બીજું એક નામ મારુતિ. તો મારુત નામનો વાયુ, 49 વાયુઓમાંનો એક જે મુખ્ય છે, તે વાયુ આવી રીતના વાવવાનો શરૂ થશે. ક્યારે? પ્રાણનો અપાનમાં, અપાનનો પ્રાણમાં લય જ્યારે કરવાનો શરૂ કરીશ ત્યારે. એટલે શું કરીએ છીએ કે પ્રકૃતિનો પરમાત્મામાં, પરમાત્માનો પ્રકૃતિમાં એને એવી રીતે જોવું હોય તો જ્યાંથી લીધું ત્યાં પાછું આપીએ છીએ. બાહ્ય પ્રકૃતિમાંથી બધું લીધેલું આપણે પરમાત્માને આપીએ છીએ અને આ જે આંતર પ્રકૃતિમાં જે કંઈ બધું હતું તે બધું જ પાછું પરબ્રહ્મને પાછું આપીએ. એટલે અહીંથી લીધેલું પરમાત્માને, ત્યાંથી લીધેલું પણ પરમાત્માને બધું પાછું આપીએ.
એ જે સ્થિતિ છે તે મારુત પવન કહેવાય છે, 49 મો વાયુનો જે પ્રકાર છે તે.
પછી તો કે ઇન્દ્રિય જીત થાય એવું કરવાથી ઇન્દ્રિયોનું જે વિષ છે, વિષયો, ઇન્દ્રિયોના વિષયોનું વિષ જે આપણે વાત કરી તે દૂર થાય છે. એટલે એની ઉપર એ સંયમ આવે છે અને આ સ્થિતિ કર્યા પછીથી એને દિવ્ય વિષયો પ્રાપ્ત થાય છે. ઇન્દ્રિયોને કે આંખો હવે બ્રહ્મને જ જોશે, કાન તો કે બ્રહ્મનો નાદ સાંભળશે. એ વાળી સ્થિતિ આવશે. ત્યાર પછી એને જગનમાતા દેખાશે સામે સાક્ષાત માં પાર્વતી એના બધા વિવિધ સ્વરૂપો સહિત. બધું જ એના પછી સ્વયં સ્પષ્ટ થશે. એના દર્શન કરશે કે, "માં કૃપા કરજો." એ જગદંબાને એ કૃપા કરશે ત્યારે જગદંબા એની ઉપર કૃપા કરશે. એટલે પછી શરૂ થશે ટક ટક ટક ટક ટક કરતી કરતી અહીંયા આવીને ઉભી રહે છે કે, "ચાલ તને તારા પિતા બતાવું." માતા જ બતાવી શકે પિતા કોણ છે, સમજાય છે? એટલે પછી એ બતાવી દેશે કે, "આ તારા પિતા છે." અને એક વખત એને ઈશારો કરી દીધો ને તમે પિતાજીને જાણી ગયા પછી પિતાજી તમને એક્સેપ્ટ કરી લે છે કે, "યસ, બરાબર છે, તે મને ઓળખ્યો.
એટલું જ પૂરતું છે. તું મારો પુત્ર છે. હવે આપણે બે સરખા છે." પછી શું થાય? તરત જ આપણે બે એક જ છીએ એટલે પોતાનામાં સમાઈ લેશે તરત કે, "તને આખી ગેમ ખબર પડી ગઈ હવે. એટલે તું હવે મારો છો." તો જેટલા જીવો પછી બાકી રહેલા બીજા નીચે હશે તે લોકોને માટે ગેમ ઓન છે. આના માટે ઓફ થઈ ગઈ કારણ કે એ પોતે સ્વયં પરબ્રહ્મની અંદર સમાવિષ્ટ થઈ ચૂક્યો છે. હવે એને કરવાની જરૂર નથી, રમવાની જરૂર નથી.
હવે સો, ટેક ઈટ લાઈટલી ઓર ટેક ઈટ વેરી સિરીયસલી. તમારે જે રીતે લેવું હોય એ રીતે લો પણ કરો તો ખરે યાર એક વખત આમ કરવા ખાતરે છે એમ કહે છે. તો જગત રચનાના જે છે આ શક્તિ આધાર, આધાર એટલે આધાર શક્તિ, આ બધું તમને સમજાશે. કર્મકાંડ, યજ્ઞ, દેવ સ્થાપન, આ બધા જે બહાર જે કંઈ ચીજો છે, વૈદિક વિધિઓ, એ બધાની પાછળ શું છે? એકદમ તમને સિક્રેટ સમજમાં આવી જશે. બ્રાહ્મણો તો એ બધું કરાયા કરતા હોય કર્મકાંડ બધું અને આજકાલ તો એ લોકોએ શું પહેલેથી જ એમનું ચાલે છે. આ તો બધા પાછળ પણ જેમ ડોક્ટરો બીવડાવે ને, "તમે બહુ મોડા પડ્યા!" એટલે પહેલે તો ફાળ જ પડે ને દર્દીને અને પેલાને એવી રીતે. એટલે આ બે તમે જાઓ એટલે, "ઓહો, તમારો રાહુ તો બહુ ભારે છે ભાઈ અને પાછી શનિની દ્રષ્ટિ છે અને એ પણ વક્રી!" એટલે ચાલ્યું પછી તમારે તો કે, "હવે શું કરવું?" તો કે, "આ કરાવવું પડે, આવી રીતે કરાવવું પડે, આમ કરાવવું પડે." એમની દુકાન ચાલ્યા કરે.
પેલાના ઓપરેશનો ચાલ્યા કરતા હોય જેમ એવી રીતે આ લોકોએ ચલાવે છે. એટલે જેમ અહીં કેટલાય નિરર્થક ઓપરેશનો થાય છે એમ અહીં પણ એવું કેટલું નિરર્થક થયા જ કરતું હોય છે અને લોકો ઘર બાળીને તીર્થયાત્રા જેમ કરતા હોય છે કે પોતાના ખેતરો વેચીને પોતાના સંબંધીને, પોતાના કુટુંબીને બચાવવા માટે જેમ ઓપરેશનો કરાવતા હોય છે એવી રીતે આ બધુંય પણ કરાવતા હોય છે. એટલે એવા ભોગે જે સમૃદ્ધ આર્થિક રીતે સંસારમાં થયેલા છે એવા બ્રાહ્મણોનું શું એનો વિચાર તમારે નહીં કરવાનો એવું કહે છે.
પણ તમને આ બધું સમજાઈ જશે. પછી દરેક યોગનું રહસ્ય તમને સમજાવવા માંડશે. કોઈ કહે ને કે, "હું આ ફલાણો યોગ કરું છું." એટલે સમજાશે કે, "ઓકે, તમે આમ જેવું આમ કર." બોલશે ને એટલે તરત તમને આમ ફાટ ફાટ ફાટ ફાટ ફ્લેશ થવા માંડશે કે આ છે તો એની આ ફોર્મ્યુલા છે, એનાથી આવી રીતના આમ આમ થાય છે, એની સામે આમ આમ થાય છે અને પછી આ ફાઇનલ પ્રોડક્ટ આ છે ને આ એનો આન્સર છે. એ બધું તમને આમ સીધું જ આમ ભાવામાં લખાતું હોય ને એવી રીતે આમ ક્લિયર કટ તમને સમજાઈ જશે, ખબર પડી જશે. પછી તમારે કોઈને પૂછવા નહીં જવું પડે અને એ જે જ્ઞાન હશે ને તે 100% કરેક્ટ હશે. દરેક વખત નિર્વિકલ્પ જ્ઞાન છે, એનો કોઈ વિકલ્પ નથી એવું. એટલે તમારે કોઈને કન્ફર્મ કરવા નહીં જવાનું કે આનું શું. એટલું બધું ઓથેન્ટિક હોય એ બધું જ્ઞાન. અને પછી એ બધું થતાં થતાં થતાંમાં તમને સબ બીજ સમાધિઓ બધી જે આપણે આગળ વાત કરી હતી તે બધી શરૂ થઈ જશે.
એટલે એવું થાય ત્યારે વ્યક્તિ શું થાય? વિજ્ઞાન સહિત જ્ઞાન વાળો થાય. એનો દેહ પણ વિજ્ઞાન સ્વરૂપ બની જાય. પછી એ બોલી શકે, "હું વિજ્ઞાન સ્વરૂપ છું, હું વિજ્ઞાન સ્વરૂપ." દાદા બોલાવતા હતા ને આપણને? એમનેમ નહોતા બોલાવતા, એની પાછળ સિક્રેટ હતું અને એમનું વચન બળ હતું ભાઈ. દાદાનું વચન બળ ખરું. પોતે જે અભેદ થઈ ચૂકેલા હોય એ જ્યારે એક શબ્દ બોલે ને એના ઉપર તમે શ્રદ્ધા મૂકીને એ પ્રમાણે તમે ચાલો એટલે તમે ઠેકડો મારતા હોય ખરેખર."
તો શું આ બ્રહ્માંડમાંથી સીધા પેલા બ્રહ્માંડમાં તમે ઘૂસી ગયા હોય એવી રીતના ખબર ના પડે કે તમારું બ્રહ્માંડ બદલાઈ ચૂક્યું? તો આ બધું છે એટલે પ્રણવ નાદ શરૂ થાય. આ બધું કરતાં કરતાં હમ એ પ્રકારનું એક નાદ સતત ચાલ્યા કરતો હોય છે બધી જગ્યાએ. બધે શાંત, સ્થિર બેસીને જો તમે ફક્ત સાંભળ્યા કરશો, તો આ પ્રણવ પણ પ્રગટ થઈ શકે. જે અવ્યક્ત છે તે વ્યક્ત થાવ એમ કહેવાનું. "હે પ્રણવ, જે તું અવ્યક્ત હશે તે મારામાં વ્યક્ત થા!" પ્રાર્થના કરો અને બંને કાનને સરવા રાખીને બસ પછી શાંતિથી બેસો, સ્થિર થઈને બેસો અને એકદમ એક દિવસ પ્રણવ પ્રગટ થશે. શરૂઆતમાં બહુ જ ધીમું હશે, પછી ક્યારેક ક્યારેક આવશે, પછી ધીમે ધીમે એ મોટો પણ થશે અને થોડું એનું અવાજ વધતો જશે. એમ કરતાં કરતાં કરતાં કરતાં પહેલો નાદ પ્રગટ થશે. એ પહેલો નાદ પરાકાષ્ઠાએ પહોંચે ત્યારે બીજો શરૂ થશે.
સાવ ધીમ અવાજ બીજો ચાલુ થાય તો એક હાઈએસ્ટ વોલ્યુમ પર ચાલતો હશે અવાજ અને એક લોએસ્ટ વોલ્યુમ પર ચાલતો હશે. પછી એ હાઈએસ્ટ વોલ્યુમ પર જશે ત્યારે ત્રીજો નાદ શરૂ થશે. એમ કરતાં દસ નાદ, જેમાંનું એક મેઘનાદ, બંસરી નાદ બધા હોય, એ બધા આવશે. આ થતી વખતે ધ્વનિ પણ પ્રગટ થશે. મહત ધ્વનિ, મહત જ્યોતિ અને અજપા જાપ ચાલુ થશે તમારો. તમારા પ્રત્યેક શ્વાસમાં "સોહમ" એની મેળે ચાલ્યા જ કરે છે તે તમને ખ્યાલ આવી જશે. તે વખતે બોલવાનું નથી હોતું. શરૂઆતમાં કરાવે છે અમુક લોકો આ બધા "સોહમ" આમ તેમ બોલ્યા કરો. પણ એ જે આખી વાત છે ને, એ તો અંદર વાળો તમારો અંતર ગુરુ તમને શીખવાડશે. ખાલી તમે એને અધિકાર આપો તમારો," એમ એ કહે છે.
પછી વાયુ સ્પર્શ થશે. વાયુ સ્પર્શ એટલે કેવું થાય કે તમે અહીંથી બેઠા બેઠા જેમ આમ આમ આમ આમ કરીએ અને તમને જેમ ત્યાં કંઈક આમ અસર થાય છે ને? હા, જોયું? હા, કોણી પર આ જો આ કોણી પર આવી અસર સમજાયું? આ જો અહીં આગળ અહીંયા થાય છે. એ જે છે એ વાયુ સ્પર્શ. એવું અંદર થશે એટલે આ નાડીની અંદર આમ સળર કરતો આમ સુસરાટો આમ ચાલી જશે. તમને એમ થાય કે આ શું થયું? બસ એકદમ જ ચમકારો થશે. બસ એકદમ ફ્લેશ આમ કરીને આમ જતો રહે. પછી અહીંથી ફ્લેશ આમ સટ થઈને આમ આવે એટલે તમારે તારામંડળ શરૂ થશે અંદર. આતશબાજી જબરજસ્ત બની. એને કહેવાય દિવાળી. એ કરવાની છે અને તે સાવ અમાસ હોય ને તે જ દાડે થાય. દાડે સાવ અમાસ એટલે અહંકારનો અંધકાર સંપૂર્ણ છવાઈ ગયો હોય ને તેવી સ્થિતિમાં જ આવશે. પણ એમ થાય કે કંઈ શોધતું નથી. બસ આમ વેટ ટાઈમે પછી બધું એકદમ ચાલુ થશે ધનાધન ધના ધન કરીને.
એટલે એના લીધે શું થશે કે પછી વિદ્યુત પ્રવાહ શરૂ થશે અંદર. આ જે તણખા ને ભડકા થાય છે ને, મારા તડાકા ને ભડાકા બધા! એટલે કહે છે કે "છૂના મત કિસી કો છૂના મત." બરાબર? એટલે કોઈને ચરણ સ્પર્શ નહીં કરવા દેવાના કે કોઈને આપણે હાથ નહીં મિલાવવાના. પાછળનું મૂળ કારણ આ હતું.
પછી શું? તો કે એક જાતનો દાહ શરૂ થાય શરીરની અંદર. અસહ્ય બી બની જાય કોઈક વખતે. પણ જો એવું થાય તો પછી બતાવી દઉં તમને કે શીત કરી અને શીતલી નામના બે પ્રાણાયામ છે. ચંદ્ર પ્રાણાયામ, ચંદ્રભેદી પ્રાણાયામ. આ ત્રણ વસ્તુઓ સાથે સાથે જો તમે બેલેન્સમાં કરી શકો, દૂધ પી શકો. ચંદ્રપ્રભાવટી આ એક આવે છે, તે પણ તમે લઈ. અતિશય પાણીમાં બેસી રહેવું બહુ સારી વાત નથી. કારણ કે એમાંય તે તેલ માલિશ ને બધું કરીને બેઠા હોય અડધો કલાક તો ઠીક છે, બાકી બધું શરીર ફોગાઈ જાય છે એનાથી. એટલે ના પાડું છું કે આવું કંઈ કરતા નહીં. તો આ બધું પાછું બધું વધુ પડતા પાણીથી પણ એ બધું ખરાબ થઈ જાય. પણ લગભગ એ આવી જતું હોય છે અમુક સમયની અંદર કાબુની અંદર. અને એવું જ રીતે દાહ ઉપજે કે કાં તો ભયંકર ઠંડી પણ લાગી શકે એનાથી વિરોધી, જે બહુ ઓછા લોકોને થતી હોય છે.
મોટાભાગે બધાને દાહ ઉપડતો હોય છે કારણ કે અંદર પડેલા વિકારોને બાળવાના છે બધા જ લેવલના. એટલે ભડકો થયો હોય અંદર. બરાબર? કારણ કે અત્યાર સુધીમાં જે કંઈ તમે સાધના કરી હોય એના પરિણામે શું થાય કે હોલિકા પ્રગટી જાય અને પછી એ દહન કરે. બરાબર, બરાબર હોલિકાનું. તેની અંદર બધા પ્રકૃતિના વિકારો બધા બળી જાય, બધું સાફ થઈ જાય, ખતમ થઈ જાય. એટલે બહુ એનાથી ડરતા નહીં. એવું કંઈ આમ એ છે નહીં.
હા, કોઈ કોઈ ચક્રો ઉપર ઘણી વખતે તમને આમ રીતસરમર અવાજ થતો હોય એવો પણ અનુભવ, કંઈક આમ ફરતું હોય એવા પણ અનુભવો થશે. તો આવું પણ થઈ શકે છે વન્સ ઇન અવે. સતત બી ચાલે છ એ છ સાતે સાત ની અંદર ઘંટી ચાલતી હોય એવું લાગે. ઈટ્સ પોસિબલ, પણ એ ઇન્ડિવિજ્યુઅલ બાબત છે એટલે એના વિશે કોઈ અત્યારે કહી શકે નહીં. પણ હોઈ શકે છે એમ. કુદરતને જે જરૂરી છે તે કરાવી રહી છે એમ કરીને તમારે જગદંબાના શરણે જતાં રહેવાનું. શું કરવાનું? "સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે." બસ આ પ્રાર્થના અને પછી કરે રાખવાની, બીજું કાંઈ નહીં. એટલે આ છ ચક્ર વેધન થશે. પછી વેધ થવું અને ભેદન થવું બે વસ્તુઓ જુદી છે. લોકો બધું ગરબડ ભેગા બહુ કરી નાખ્યા છે. ચક્ર વેધન થવું અને ચક્ર ભેદન થવું. ચક્રને ભેદવાનું નથી, એમાંથી કોઈ તીર બિર કાઢવાનું નથી, કશું કરવાનું નથી.
આ વેદન કરવાનું. 'વેધ' કરવો એટલે ખબર છે? આ કાનની બુટ હોય ને, એને શું કરે છે એ લોકો? પિયર્સિંગ કરે છે. એવી રીતે ચક્રની સૂક્ષ્મ જે છે તેને પિયર્સિંગ કરીને એ ગોઠવાતું હોય. હવે ત્યાં આગળ જે સ્થૂળની અંદર પ્રાણ કામ કરી રહ્યો છે, છઠ્ઠા પાંચમાં છઠ્ઠા ગ્રેડનો પ્રાણ કામ કરે છે. પણ એના અંદર મૂળ તત્વ જે છે એ તેજ તત્વ છે અને વાયુ તત્વ છે. એ બે સાથે કામ કરી રહ્યા છે. પણ એ બેનું સૂક્ષ્મ જે તત્વ છે તે સૂત્ર છે. તો જેમ મણકાની અંદર એમ કે દોરો પરોવાય છે, તેવી રીતે આ ચક્રોની અંદરથી સૂત્ર પરોવાય છે આખું અને...
બધાને જોડે છે. અત્યાર સુધી આ બધા અલગ અલગ હતા, અલગ અલગ રીતે કામ કરતા હતા. હવે તો કે આ સર્કિટ કમ્પ્લીટ કરી આપશે તમને આખી. આ સર્કિટ કમ્પ્લીટ થઈ એટલે મૂલાધારે ટુ સહસ્ત્રારે, સહસ્ત્રારે ટુ મૂલાધારે પછી શરૂ થઈ જશે પ્રાણનું આવાગમન. તમે ભલે શ્વાસ અહીંથી આમ લેતા હો, એટલે નથી આટલે, પણ ખરેખર એ કામ ત્યાં ચાલશે. એટલે આ એનું બિંબ છે અને પેલું એનું પ્રતિબિંબ છે. તો તમે પ્રતિબિંબમાં જે કામ કરો છો એ આમ જોઈને અહીંયા આગળ કરવાનું છે. તો અર્જુને પેલી માછલીની આંખ લીધી હતી, ખબર છે? આમ નીચે જોઈને ઉપર. સમજાયું એ? સમજાયું તમને? ભગવાનની હાજરીમાં કર્યું તું એ કામ અને પછી એને દ્રૌપદી પ્રાપ્ત થઈ. બરાબર?
હવે એ પછી શું થશે? તો કે નિર્બીજ સમાધિ થશે અને એ પ્રાપ્ત થાય પછી એ પાછો આવે ત્યારે બીજા પ્રકારનું એટલે કે અનંત, અમાપ શક્તિ અને જ્ઞાન, સર્વજ્ઞતા, સર્વ સિદ્ધિઓ સહિતનું, સર્વ કાઈ જે કઈ કહેવાય એ બધું એ પ્રગટે. એટલે પછી આમ બેઠેલા હોય છે ને સત્ય સાઈબાબા અને સાઈબાબાને બધા, અખંડ અનંત બ્રહ્માંડોના માલિક જેવા બેઠેલા હોય, મહાન શિવજી બેઠેલા હોય, બાજુમાં પાર્વતી હોય, એવા પ્રકારના જે બધા હોય છે, એ સ્થિતિ પછી એ નહીં આવે. એ તો એક તસ્વીર છે, એક એટીટ્યુડની. પણ એમ કહેવા માંગે છે કે તમે આ સ્થિતિ પ્રાપ્ત કરશો એક વખત અને પછી આમ કરીને બેઠો હોય, આમ સામર્થ્યવાન તમે અનુભવ કરશો તમારી જાતનો. તમારી અંદર પરબ્રહ્મ સંપૂર્ણપણે શાંત રૂપ પ્રગટ થઈ ગયો છે એવો ખ્યાલ આવશે. તમારું કર્તવ્ય બધું જ પૂરું થઈ ગયું. જ્ઞાતવ્ય એટલે જે કંઈ જાણવા યોગ્ય હતું તે બધું જ તમે જાણી લીધું અને પ્રાપ્તવ્ય એટલે કે જે કંઈ પ્રાપ્ત કરવા યોગ્ય હતું તે બધું જ તમે પ્રાપ્ત કરી લીધું છે એવો તમને આમ ઓડકાર આવશે, એટલી બધી તૃપ્તિ થઈ જશે.
અને પછી તમે આમ બેઠા હશો શાંત. આખી દુનિયામાં દોડધામ, તમારે નિરંતર. એવું કેવી રીતે આવી રીતના થશે એમ?
એટલે એ પ્રણવ રૂપ જે છે તેને તું તારા દેહમાં ધારણ કર. તારા રોમ રોમમાં પ્રણવનો સંચાર કરી દેજે. તું બધે ફરતું દોડતું થઈ જશે. એટલે ભાવના અને શ્રદ્ધા બે વસ્તુઓ જોવે છે આના માટે. તું શ્રદ્ધા રાખજે અને ભાવના કરજે. અને પછી તો કે એનો નાભી માંથી પ્રવેશ થશે. એ તમને અનુભવ આવશે કે અહીંયા આગળ થયું અને પછી એનો ગર્ભ રહેશે તે પીઠની અંદર પાછળ. તે અનુભવ આવશે કે આ રહ્યો. હવે આઠ મહિના, નવ મહિના, 12 મહિના કે 12 વર્ષ જે બી હશે એ ગાળો તમારો એ તો નક્કી થશે. પણ આ 12 વર્ષની એક વાત હોય છે એટલે શરૂઆત કરે તો માણસ એટલા માટે આ 12 વર્ષની અવધી વાળો ટાઈમ આપી દીધેલો છે એની અંદર. તો પહેલાની અંદર, પહેલા એક કે બે વર્ષની અંદર વ્યક્તિ મુમુક્ષુ હોય, પોતે શોધ્યા કરતો હોય શું સૌથી પહેલા તો. પછી એનાથી પહેલા જિજ્ઞાસા ઉત્પન્ન થાય અથવા બ્રહ્મ જિજ્ઞાસા વાળી જે આપણે વાત કરી હતી.
એટલે પછી છ મહિના પછી પહેલી વખત એને જિજ્ઞાસા ઉત્પન્ન થઈ એટલે પછી એક બે વર્ષ સુધી એ મુમુક્ષુની જેમ કાર્યરત બને, કોઈપણ જીવ હોય તેમ.
પછી ત્રીજા સ્ટેજની અંદર એવા એ જે બને છે તે કલ્પિત યોગી કહેવાય. કલ્પિત એટલે કલ્પના કરે છે એ પોતે કે હું આમ કરું છું, આમ કરું છું, આમ કરું છું. કલ્પના કરે છે, ખરેખર એ હોતું નથી એ પ્રમાણેનું. પણ એ કલ્પના કરે છે અને એ પ્રમાણે એ પોતાનો સમય એની અંદર સાધનામાં ગાળે છે. પણ એ કલ્પે છે એટલા માટે. પછીની ચોથી ભૂમિકાની અંદર એને મધુરસ પ્રાપ્ત થઈ જાય છે. એને મધુ ભૂમિકા કહેવામાં આવે અને એ મધુરસ શાશ્વત તેજ વાળું થાય છે પાછું. એનામાં તેજ અને સુગંધ આવે છે એ મધુર રસની અંદર અને એ ફરવાનું જેવું ચાલુ થાય છે બધે એટલે પહેલા અજ્ઞાન બધું જતું રહે છે અને ઋતંભરા પહેલી પ્રગટ થાય છે જેના વડે થઈને એને કાર્ય અને કારણ વચ્ચેનો સંબંધ સમજાવવાનો શરૂ થાય છે. એટલે તમને પહેલા ફિઝિક્સ જાય કે ન્યાય કે વૈશેષિક જેને કહેવાય એ આવડી જાય છે એવું તમે સમજી શકો.
પછીના સ્ટેજની અંદર, છઠ્ઠા સ્ટેજમાં એ પ્રજ્ઞા યોગી કહેવાય. ઋતંભરા પ્રગટ્યા પછી પ્રજ્ઞા યોગી કહેવાય આગળના સ્ટેજની અંદર અને સાતમા સ્ટેજની અંદર સ્થિત પ્રજ્ઞ થઈ ગયો હોય. તો પહેલી આજે આ ભૂમિકાની આપણે વાત કરી, પાંચમી છે, છઠ્ઠી, તેની અંદર મોટાભાગે વ્યક્તિ તુર્યા અવસ્થાની અંદર રહેવાનો થતો હોય છે ઘણો બધો સમય. મોટાભાગે એ તુરિયામાં રહેતા પાંચમી, છઠ્ઠી ભૂમિકાની અંદર. સાતમી ભૂમિકામાં સ્થિત પ્રજ્ઞ થયો હોય તે તુર્યાતીત. તમે આવા કેટલાય સંતોના ફોટા જોયા હશે જે આમ જ હોય. આ બધા તુર્યાતીતમાં હોય, સતત પોતાના બોડીમાં રહેત જ નહીં. ફિઝિકલ બોડી જોડે માં કોઈ લેવા દેવા નહીં, કશું જ નહીં. એવું તુર્યાની અંદર એવા બ્રહ્મસાદે એમ લાગી પડ્યા હોય, ચોંટી ગયા હોય. એટલે એ બધા તુર્યાતીત. તો એ બધા જે છે ને તે મહાયોગેશ્વરો કહેવાય અને એ બધા સંપૂર્ણ સમર્થ હોય, સંપૂર્ણ યોગી કહેવાય અને એમની મૂળ સ્થિતિ ઉન્મના હોય.
24 કલાક ઉન્મનામાં રહેવાનું. તો એ કરતાં કરતાં એ લોકો પોતે દેહની અંદર પરમધામ પ્રગટાવે છે, અક્ષર પ્રગટાવે છે પોતાના દેહની અંદર. એટલે એને જંગમ તીર્થ કહેવાય. હરતું ફરતું બધા 68 તીર્થો બધા આમ આમ ફરે છે. આ એક જ ની અંદર બધા તીર્થો આવી ગયા હોય.
હવે તેની પાસે બેસીને બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરવું સારું કે બધે ભ્રમણ કરવું સારું એ નક્કી કરવું જોઈએ. માણસ પોતાની પ્રાયોરિટી હોય છે. ઘણાને હજી એ જવાની ઈચ્છા હોય તો જઈ આવે, એમાં કઈ વાંધો નહીં. સમય સંજોગો એના કર્મો બી હોય પાછા એને ખેંચી જતા હોય. "મારે તો કરનાળી જવું પડે એવું છે 24 તારીખે." એમ કરીને પાછો જઈ આવે તો કશો વાંધો નહીં. પણ આવીને પાછો બેહી ગયો ને તો આ મૂળ તીર્થ છે એ સમજણ જ્યાં સુધીને એની પાકી નહીં થાય ત્યાં સુધી.
એને આ ભટકવાનું ચાલુ રહેશે, એમ કહે છે. પણ જેવી ખબર પડી ગઈ કે, "ઓહો, હું તો સમર્થ મહાયોગીના આશ્રયે છું. હવે મારે ક્યાંય કશું કરવાની જરૂર નથી ને કશે જવાની જરૂર નથી. મારે ખાલી બેસી રહેવાનું. આ બ્રહ્મ સ્વરૂપ છે એટલું હું જોયા કરીશ." એટલે શું થયું? મારી સાધના થઈ ગઈ. "હું તમને જોયા કરું છું, તમે બ્રહ્મ સ્વરૂપ છો. સતત હું એ જ ભાવમાં છું." મારી સાધના થઈ ગઈ. હું કંઈ ના કરું તો પણ સમજાઈ ગયું આટલું જ કરવાનું. સંપૂર્ણ શ્રદ્ધા આમ મૂકી દેવાનું. એની લાયક-લાયકાત, નાલાયક કશું નહીં જોવાનું. એની પ્રકૃતિ શું કરે છે, નહીં જોવાનું. એ હોકો પીવે છે કે એ શું કરે છે, દારૂ પીવે છે, એ તમારે નહીં જોવાનું. કારણ કે તમને દેખાડવા એ આ બધું કરતો હોય, તમને ભગાડવા આ બધું કરતો હોય કે, "ભાગો તમે મારાથી, મને મારી સાધનાનો સમય જોવે છે." એમ કરીને.
પણ તમારે નહીં છોડવાનું. એવાને એવાને ખોળો કે જેને તત્વમાં નિષ્ઠા હોય, જેને બ્રહ્મમાં નિષ્ઠા હોય. અને પછી તો કે કંઈ કરવાનું નહીં, સમર્પણ એને ત્યાં આગળ જઈને. અને તે પણ માનસિક છે. એને કંઈ તમારા પૈસા કે કશાની જરૂરત ના હોવી જોઈએ. કારણ કે એ તો પાછો બીજા પ્રકારનો માણસ કહેવાય. એટલે એવું નહીં. એ એટલી થોડી પરખ જરા રાખવાની આપણે. કારણ કે હંમેશા આદિકાળથી એવું જોવામાં આવ્યું છે કે જ્ઞાનીઓ છે ને, હંમેશા એ ઘર બાળીને તીર્થ બનાવતા હોય છે. ઘર બાળીને એટલે ખુદ ખર્ચો કરે, ગમે તે કરે, બધું કરે અને પોતાને જગ્યાને પોતાને બધાને તીર્થ જેવું બનાવે. બધાને, બધાને ઘર બાળીને પણ એટલે ઘરમાં કંઈ હોય ના હોય, કશું ના હોય, પણ એના ઘેરથી કોઈ ખાલી હાથે ના જાય, કોઈ ભૂખ્યો ના જાય, કોઈ જિજ્ઞાસુ હોય તો એના પ્રશ્નનો જવાબ ના મળ્યો હોય અને એવું ઘેર પાછો જાય એવું ના બને.
એને દરેક પ્રશ્નોનો જવાબ મળે, એને સમાધાન થાય, શાંતિ થાય, તૃપ્તિ થાય. પછી કે ત્યાં સુધી એને જવા જ ના દે. એટલે એને ત્યાં આવનારો તો આવતો તો આવી જાય જો એના ભાગ્ય હોય તો. એની પુણ્ય ખૂબ ખૂબ જાગી હોય તો એનાથી અવાય એવાના ત્યાં આગાળે. એમને એમ ના અવાય. પછી અહીંયા આવીને શું કરી બેસે છે એના પ્રોબ્લેમ છે. કારણ કે પ્રકૃતિ સાથે છે ને અને હજી તો એ સ્થિતિમાં નથી, બરાબર છે. પણ અહીં આવ્યા પછી જો આવી રીતના સમર્પણ થઈ ગયું અને એ કર્યું, તો આ તો જંગમ તીર્થ છે. એ તો જ્ઞાની છે અને એ તો પરબ્રહ્મ સાથે એકરૂપ છે. એ તો ચાહે તે કરી શકે. ક્ષણમાં આમ સાક્ષાત્કાર કરવો છે તો પણ થાય. પણ એ ક્યારેય કહે નહીં કે, "મારા દર્શન તો કર." કોઈને ના કહે. તો તમને આમ દર્શન થઈ જવા જોઈએ ને! ના થતા હોય તો હજી કંઈક ન્યૂનતા છે નિષ્ઠાની અંદર, એવું સમજાવવું જોઈએ.
એનો ભાવ કેવો હોય અંદરથી? એ બોલે નહીં પણ એ એમ કહે કે, "તું મદદરૂપ થા. હું જે છું તે તું છે." જે બેન બોલતા હતા ને હીનાબેન, એવી રીતનું એ એક્ચ્યુઅલ એનો ભાવ હોય એનો કે, "હું આ સ્થિતિએ છું અને તું અહીંયા આવી જા." એટલે "હી ઇસ ઓલવેઝ ઇનવાઈટિંગ, ઓલવેઝ ઇનવાઈટિંગ." પણ એ મોઢેથી ના બોલે, "કાલે આવજો તમે, કાલે આવજો." એવું બધું ના બોલે. "હી ઇસ ઓલવેઝ ઇનવાઈટિંગ, હી ઇસ ઓલવેઝ ઓપન." અને આમ પરામાં એના સ્પંદનો બધા વયા જ કરતા હોય, "બધા લાયક લોકો આવી જાવ. બસ એક જ ભલે એક વખત પણ આમ તમે દર્શન કરી જાવ, પામી જાવ. પછી ભલે તમે એક દર્શન કરીને તમે તમારી મૂળ સાધનામાં લાગી જાવ." તમને વાત કરું તો વજ્રેશ્વરી કરીને જે જગ્યા છે, ત્યાં આગળ નિત્યાનંદ બાબાનો આશ્રમ હતો. તો મુક્તાનંદ બાબા એમના પાસે એકમાત્ર એક વખત દર્શન માટે ગયા હતા. અને કેટલી મોટી મેદનીની અંદર એક સાવ છેલ્લા ખૂણામાં બેઠેલા હતા.
અને બધા લાગવગીયાઓ આ તે પૈસાદારો બધા જેમ હોય ને, બધા આગળ ને આગળ જ હોય, એમની આગળ પાછળ ભમ્યા કરતા હોય. કારણ કે એમને ખબર હોય કે આમના પાસે સામર્થ્ય છે. એ ખબર પડી જાય ને એટલે મુક્તાનંદ બાબાએ બસ એ જ્યાં બેઠા હતા ને ત્યાંથી જ એમને આમ કરીને આમ સમર્પણ કર્યું કે, "હું ત્યાં સુધી તો પહોંચી નથી શકતો પણ હું અહીંથી સમર્પણ તમને કરું છું." એમ કરીને કે, "હવે હું સંપૂર્ણપણે તમારો છું અને તમે મને મારું મૂળ સ્વરૂપ પહોંચાડી દો." અને એ જે ભાવ સાથે એને અહીંયા આમ કર્યું અને બસ એ પણ તેમાંથી એ જીવ આમ કરીને આમ બહાર આવ્યા ને, તો એ જ ઘડીએ પેલા જે ઉન્મનામાં બિલકુલ આમ બેઠેલા નિરંતર હોય, હોય. કારણ કે એ તો કોપીન જ પહેરતા હતા ખાલી. આમ બેઠા હતા આમ કરીને આમ. તો આમ એક સેકન્ડ માટે આમ કરીને આમ જોયું. બસ પતી ગયું. પછી એ મુક્તાનંદ બાબાને ખબર નહીં શું એકદમ એટલી બધી તૃપ્તિ થઈ ગઈ કે ત્યાં પણ ના બેઠા.
એનાથી એમ દૂર જગ્યા હતી તે ટેકરી ગણેશપુરી કરીને જઈ, ત્યાં જઈ નાનકડી ઝૂંપડી બનાવી. ત્યાં એમને પછી નિરંતર બસ એ જે આમ જોયું હતું ને એ વસ્તુને પકડી લીધી એમ. અને બસ એમ સ્થિર કરીને સવાર-સાંજ બસ એમ જ બેસી રહેતા. એમ કરતાં કરતાં કરતાં કરતાં કાળાંતરે કરીને એમને બ્રહ્મજ્ઞાન થઈ ગયું. અને એટલા અદભુત એ સંત કે અમે કેટલા લોકોને શક્તિપાત કરેલો આમ સાક્ષાત જાહેરની અંદર. કેટલા બધા લોકોને! એ તો દેશ-પરદેશ બંને ગયેલા અને બધું કરેલું. પણ આજે પણ હું એમનું સ્મરણ કરું છું. આ બે વિભૂતિઓ પરમાત્માની અદભુત. તો એવું હોવું જોઈએ. એ તીવ્રતા માંગે છે. એટલે જ્યાં સુધી તીવ્રતા નહીં આવે ને, ત્યાં સુધી કામ નહીં ચાલે. "ચલતી હૈ, હોતી હૈ, જો ઠીક હૈ, ચલતા હૈ." તો એવું છે. તો કે ભાવ એમનો કેવો છે કે, "તું મદદરૂપ થા, તું મારા રૂપે બન." અને એ પાછો અહીંયા આગાળે મારા રૂપ થાય એટલે અહીંયા આગળ આમ કરીને અમે તમારી અંદર જ એ વખતે જ કલ્યાણ ભાવ વાવી દે કે, "તું જગત કલ્યાણ માટે નિમિત્ત થજે." એટલે કેવી વાત છે!
જાણે કે, "અહીં સુધી હું ટોર્ચ લઈને દોડ્યો છું ઓલમ્પિકની અને હવે હું આ તને સોંપું છું." શું? અને આ વાત જાહેરમાં થાય છે.
અને કોઈને ખબર નહીં પડતી, જાણે પેલા બે જણ – લેનારો અને આપનારો – બેને ખબર હોય કે મેં આપ્યું, પેલો કે મેં લીધું. હજારોની મેદની હોય, પણ કેમ? છેલ્લો બેઠેલો માણસ હશે તો પણ આ ઘટના બને છે, સાહેબ. આ બ્રહ્મનો પાવર છે. આ બ્રહ્મનો પાવર આમ એક ક્ષણ માત્ર માટે આમ આંખ ખોલીને આમ જોઈ લે, બસ પતી ગયું. કશું નથી. અરે, કોઈકને સ્વપ્નમાં જઈને ખાલી આમ દર્શન આપી આવે, કોઈને ખાલી શક્તિપાત કરી આવે, કંઈ બી થાય, એ ચાહે એ કરે બધું. અધિકારી જુઓ, અધિકારીપણું પ્રગટ્યું હોય એના માટે બ્રહ્મજ્ઞાન જરાય દૂર નથી. અને જેનામાં હજી આ વસ્તુ જ આવી ના હોય, એને એમ હોય કે હું આ છું, તે છું, તે છું, ભાઈ કંઈ નથી. બધું ખાલીખમ લાઈબ્રેરીયન જેવી હાલત છે કે તારી આ સ્થિતિએ પહોંચવા માટે કરો ના રાગ હો, ના દ્વેષ, ના આકર્ષણ, ના વિકર્ષણ, ના આસક્તિ, ના મોહ.
કોઈપણ વસ્તુ આમ સહજ સ્વાભાવિકતાથી એ બોલે કે "આ અગરબત્તી બહુ સારી છે," એનો મતલબ એ નથી કે લાઈન તમારે ઢગલો કરી દેવાનો ત્યાં આગળ. એને એનાથી કોઈ મતલબ નથી. એને તો એક ઘડી પડની, એક ક્ષણની જ વાત કરી હતી કે "ઈટ્સ ગુડ ધેટ યુ હેવ બ્રોટ ધીસ. થેન્ક્યુ." એ તો એટલું જ કહેવા માંગે. એના બદલે લોકો અનેક ગણું ત્યાં આગળ બિનજરૂરી પોતે ખર્ચો કરે અને ત્યાં ઢગલા કરે કારણ વગરના, એવા એનાથી કે એ લોકો કંઈક પામી જશે. તો આ એક અગરબત્તીથી પતી જાય એવું કામ છે એવું તમે સમજો છો? એ કોથડો અગરબત્તીનો એમ કે અહીં ચડાવી દીધો હોય મુક્તાનંદ બાબા કે નિત્યાનંદ બાબા પાસે જઈને એટલે થઈ જશે કામ? એના માટે તો તમારે જે સંસાર ભાવ છે ને, તેને અગરબત્તી બનાવીને સળગાવવું પડશે ત્યાં આગળ, ત્યારે એ ખુશ થશે અને એ જોઈ શકશે, જાણી શકશે. એમાં વિવેક છે, વૈરાગ્ય છે.
આટલે પહોંચ્યો, આટલે પહોંચ્યું એ બધું જો હોઈ શકે છે. જેને પોતાના બધા જ વિકારો કાઢી નાખ્યા હોય, એને પોતાના હવે દેખાતા નથી, બીજાના તો એ સ્પષ્ટ જાણી જ શકે છે, સ્પષ્ટ જોઈ શકે. કોઈને કશું કહેવાની જરૂરત નથી.
પણ આ બધું કેવું સસલાના શિંગડા જેવું હોય છે. સસલાના શિંગડા હોય છે ને? કોઈને દેખાતા નથી, પણ હોય જ છે. "દરેક સસલાને શિંગડા હોય, ભાઈ." "ક્યાં હોય?" તો કે "કલ્પનામાં હોય." શિંગડાવાળા સસલા એટલે કે ના રાગ હો, ના દ્વેષ હો, આકર્ષણ નહીં, વિકર્ષણ નહીં, એટ્રેક્શન નહીં, રિપલ્સન નહીં. સાયન્ટિફિક સર્કમસ્ટેન્સિયલ એવિડન્સ એટલે બિલકુલ વિતદ્વેષ થઈ ગયો, એકદમ ન્યુટ્રલ. પછી સત્વગુણથી પણ ઉપર ઉઠે પાછો. સત્વગુણનો રાગ પણ ના હોય એને કે "હું બહુ સારો છું" કે "લોકો મને બહુ સારો કહે." એ વસ્તુ પણ એનામાં જતી રહે. પછી કોઈ એને પ્રશંસા કરે કે નિંદા કરે, એને કોઈની પડી હોતી નથી, કશાની પરવાહ હોતી નથી. વ્યવહારમાં કોક વખત તમને થોડું કામ જરા દેખાડવા ખાતર દેખાડે, પણ એ તો કોકને પુણ્ય હોય જાગેલી તો એટલા પૂરતું જ. બાકી એને કોઈ સાથે કોઈ લેવાદેવા નહીં.
એને એના દેહ જોડે નથી, એના મન જોડે નથી, શું કરવા બીજાની જોડે? એટલે હમણાં કૂટે એવું કલ્યાણ ભાવ હોય તો એને કલ્યાણ ભાવ અંદર વાવવો હોય તો એવું કરશે, નહીં તો નહીં. એમ કંઈ મફતમાં એવો મળે છે કોઈ? બ્રહ્મ સતત્વને અંદર આવી રીતના આમ પ્રગટાવી આપનારો એવો કોક માળી મલે, જડે? ના મલે, ભાઈ.
તો કહે છે કે ત્રણેય ગુણોથી પણ ઉપર ઉઠ તું. સત્વનો પણ તું મોહ છોડ. સારું, સારું, સારું, સારું, બહુ સારું. હવે એને પણ છોડ. એટલે એના કરતાં પહેલાથી સત્, રજ, તમ ત્રણે ત્રણને તું છોડી દે કે આ બધું બિનજરૂરી છે ને આ બધા પ્રકૃતિના ગુણો છે. દાદાએ એવી રીતના આપણને કહ્યું હતું અને બહાર કાઢી નાખ્યા હતા સીધા જ. એટલે જ્યાં સુધી આ ત્રણ ગુણો છે, ત્યાં સુધી તું પ્રકૃતિમાં જ રમ્યા કરે છે, એટલું નક્કી રાખ. તું પ્રકૃતિના બંધનમાં છે અને તું એ કર્યા જ કરીશ. જે દિવસે ત્રણેય ગુણોથી ઉપર ઉઠી જઈશ, તું પ્રકૃતિથી મુક્ત થઈ જઈશ ને ઉપર ઉઠી જઈશ. આ ત્રણેય ગુણો જે છે તે પ્રકૃતિમાં છે, તારામાં હરગીઝ નથી. આ સૂઝ પ્રગટાય, કારણ કે તું બ્રહ્મ છે અને બ્રહ્મમાં પ્રકૃતિ પણ હોતી નથી અને પ્રકૃતિના ત્રણ ગુણો પણ હોતા નથી. પ્રકૃતિનો બ્રહ્મમાં જ લય થતો હોવા છતાં પણ બ્રહ્મમાં પ્રકૃતિ હોતી નથી.
પ્રકૃતિ અલગ જ હોય, પરમાત્મા અલગ જ હોય. વ્યવહારમાં બંને સાથે હોય – પ્રકૃતિ, પરમાત્મા. પણ અધ્યાત્મમાં એ કેવળ બ્રહ્મ, બીજું કાંઈ નહીં. પ્રકૃતિનો સંપૂર્ણ લય પરમાત્મા પરમ તત્વની અંદર થઈ જ જવો જોઈએ, કમ્પલસરી. ત્યાં સુધી કોઈ નથી, કારણ કે પરમાત્મા કેવા છે? તો કે ગુણાતીત છે, ભાવાતીત છે. એનામાં કોઈ ભાવ-અભાવ જ નથી એટલે ખેંચમતાણી હોય નહીં અને ગુણાતીત છે એટલે પ્રકૃતિનો કોઈપણ ગુણ ના હોય. પોતાના અનંત ગુણો હોય. "પરમાત્મા અસીમ છું, અનંત છું, વ્યાપક છું, નિર્મળ છું, બધા જ આવી જાય, અવિનાશી છું." આમ બોલ્યા જ કરવાનું વિથ કન્વિકશન. જ્યારે આ બોલવામાં આવે, એની પણ અસરો થાય છે. "હું બ્રહ્મ છું." એ જ રીતે ભાવ-અભાવ પણ તારા નથી, તું ભાવાતીત છું. તું અતીત નથી, તું સદાય વર્તમાન જ છે. તું અતીત નથી, તું સદાય વર્તમાન. તું શાશ્વત છે, સનાતન છે.
દેહ જે છે તે મરણધર્મ છે. એનું એક મોત હવે અનિશ્ચિત છે, એ તો આવવાનું છે એના ટાઈમે. એની એક્સપાયરી ડેટ પડી ગઈ ઓલરેડી. બી.ઓ.ડી.ઓ. એમ ડી.ઓ.ડી. હોય, પણ યાદ રાખ કે તું એ ખોખું નથી. ગમે તેટલું સારું રૂપાળું હોય, છેવટે એ કચરામાં જ જતું હોય છે. એમ યુ નીડ ટુ ડિસ્કાર્ડ ધેટ. ખોખા ફેંકી દેવાનું છે એક દિવસ. પણ મૂળ મટીરીયલ માલ તો તું છે. મુદ્દામાલ શું છે તેમ જોઈ લેવાનું, દર્શન કરવાના અને મટીરીયલ ખોખાને ફેંકી દેવાનું પછી, બરાબર? તો તું દેહ નથી, તું તેથી અજર છું, અમર છું અને શાશ્વત છું એનું ભાન રાખ.
આ લખાણ AI દ્વારા તૈયાર થયું છે. શંકા હોય ત્યાં મૂળ પ્રવચન સાંભળી ખાતરી કરવી.