ઉપનિષદ સિરીઝ · વિડિયો ૧૧૧
વિડિયો ૧૧૧
ઉત્તરકાલીન ઉપનિષદોની અંદર એક "તુલસી ઉપનિષદ" પણ છે. તુલસી એક ચીર પરિચિત છોડ છે. આપણા દરેકના ઘરોની અંદર એ હોય છે અને આસ્તિક અને નાસ્તિક બંનેને એ ગ્રાહ્ય હોય છે. એટલે જે નાસ્તિક હોય તેના પણ ઘરની અંદર તુલસીનો છોડ હોય તો એને વાંધો હોતો નથી. આસ્તિક માણસો ઘણી શ્રદ્ધાથી તુલસીના રૂપને, છોડને રોપે છે. તેમાં દેવી ભાવ રાખીને નિત્ય સ્નાન, ગંધ, પુષ્પ, દીપ વગેરેથી એનું પૂજન કરે છે. તેને પાસેથી આશીર્વાદ મેળવે. નાસ્તિકો પૂજાપાઠ ભલે ના કરે, પરંતુ ઔષધીય ગુણોને કારણે પણ તેનો ઉપયોગ ચોક્કસ એ લોકો સ્વીકારે છે.
તો તુલસીના ઘણા આધ્યાત્મિક ગુણો પણ છે. તો સૌપ્રથમ ઉપનિષદના ઋષિ, દેવતા, છંદ વગેરેનું વર્ણન છે. તેના મહિમાનું પ્રતિપાદન થયું છે. તુલસીનું એક પંચાંગ એટલે કે મૂળ, થડ, પાંદડા, પુષ્પ અને બીજ. આ પાંચેનું સેવન રોગના ઉપચાર અને આધ્યાત્મિક ગુણોના વિકાસમાં અત્યંત ઉપયોગી છે. રાત્રે, પર્વ સમયમાં એના પાંદડા ન તોડવા જોઈએ. એને "અમૃતરૂપા" અને "પાપનાશીની" કહેવામાં આવી છે. તે ભગવાન વિષ્ણુને અતિ પ્રિય છે. અંતમાં આ ઉપનિષદની ફલશ્રુતિ છે.
તો એ ઉપનિષદમાં એમ કહે છે કે તેના ઋષિ જે છે એ નારદ છે. છંદ અથર્વાગીરસ, અમૃતરૂપા તુલસી દેવતા, અમૃતબીજ વસુધા નામની શક્તિ છે અને નારાયણ એના કિલક છે. તે કૃષ્ણ રંગવાળી અને કૃષ્ણ શરીરવાળી છે. તે ઋગ્વેદ સ્વરૂપા, યજુર્વેદ રૂપી મનવાળી, બ્રહ્મા અથર્વ વેદ રૂપી પ્રાણવાળી, કલ્પ વેદાંગ રૂપી હાથવાળી, પુરાણોમાં જેનું પઠન થયું છે તેવી કલ્પો અને વેદાંગો તથા પુરાણો દ્વારા જેનો મહિમા ફેલાયેલો છે તે અમૃતમાંથી ઉદ્ભવેલી છે. અમૃત રસવાળી મંજરીથી એ યુક્ત છે, અનંત છે, અનંત રસોનો ભોગ રાવનારી છે, પરમ વૈષ્ણવ રૂપ છે, ભગવાન વિષ્ણુને અતિ પ્રિય છે, જન્મ મૃત્યુ રૂપ આવાગમનનો નાશ કરનારી છે અને દર્શન માત્રથી પાપનો નાશ કરનારી છે.
તુલસીના દર્શન કરી લેશો, દર્શન કરવાના છે તુલસીના. તો દર્શન કરી લેવાથી પાપનો નાશ કરનારી છે. સેવન કરવાથી મૃત્યુનો નાશ કરનારી છે. પૂજનમાં વિષ્ણુને અર્પણ કરવાથી સંકટોનું નિવારણ કરનારી છે. પૂજનમાં જ્યારે તમે આ દેવને અર્પણ કરો છો ત્યારે એ સંકટોનું નિવારણ કરે છે. ભક્ષણ કરવાથી પ્રાણ શક્તિ આપનારી છે. નિષ્પ્રાણ થઈ ગયેલો માણસ હોય, તુલસી ખાવા માંડે ધીરે ધીરે કરતાં તો એ સરસ થઈ જાય, પાછી તબિયત સારી થઈ જાય. પ્રદક્ષિણા કરવાથી દારિદ્રયનો નાશ કરનારી છે. સ્ત્રીઓ તમે જોઈ હશે, તુલસીને પ્રદક્ષિણા કરે. પુરુષે કરી શકે છે. એના મૂળમાંથી માટી કાઢીને એનો લેપ કરવાથી મહાપાપોનો નાશ કરનારી, ઘ્રાણેન્દ્રિયની તૃપ્તિ થતાં શરીરની અંદરના મળને દૂર કરનારી.
તેને તુલસીને જે આ રીતે જાણે છે કે આ આવી છે ને આવા ગુણો છે. જો પહેલા તો જશો એટલે દર્શન કરશો ને તરત જ પહેલા તો પાપોનો નાશ થવા ચાલુ થાય. પછી એને તોડશો, પછી જ તમે કોઈ દેવને અર્પણ કરશો. અર્પણ કરેલી તુલસીને એક સમય પછીથી જ્યારે તમે ગ્રહણ કરશો, ફરી સુંઘશો તો બધા રોગો દૂર થવા માંડશે. જો ભક્ષણ કરી જશો તો અંદરનો મળ બધો સાફ થઈ જવાથી પવિત્ર થવા માંડશે અને બધી રીતે એ નમસ્કૃત્યમ છે એવી રીતના છે. તો એ તુલસીને જોઈને એને પ્રદક્ષિણા કરવી જોઈ. બિનજરૂરી તુલસી તોડવા કારણ કે બહુ ઉપયોગી છે અને બહુ જ બધાને ઉપયોગમાં આવે એવી જરૂરી વસ્તુ હોવાથી ગમે તેમ તોડી નાખવી ન જોઈએ. રાત્રે તેને સ્પર્શ પણ ના કરવો જોઈએ. તેની પ્રદક્ષિણા કરવાથી દારિદ્રયનો નાશ થાય છે. દારિદ્રય હંમેશા મનમાં હોય છે અને પછી બારે મેનિફેસ્ટ થાય. તો પ્રદક્ષિણા તુલસીની કરવાથી દારિદ્ર્યનું નિવારણ થાય છે.
એટલે એને પર્વના સમયમાં તોડવી નહીં. જો પર્વના સમયમાં તુલસી તોડવામાં આવે તો એ વિષ્ણુ ભગવાનનો દ્રોહી બની જાય છે, દુશ્મન બની જાય છે કે એણે વિષ્ણુ ભગવાનનો ગુનો કર્યો છે એમ ગણાય છે.
તે અમૃતરૂપા તુલસી શ્રી તુલસી કહેવાય છે. તેને નમસ્કાર છે. વિષ્ણુ ભગવાનને પ્રિય તુલસીને સ્વાહા. અમૃતરૂપા તુલસીને સ્વાહા. શ્રી તુલસીને અમે જાણીએ છીએ. વિષ્ણુ પ્રિયા તુલસીનું ધ્યાન કરીએ છીએ. અમૃત રૂપા તે તુલસી અમને અમૃત પ્રાપ્ત કરે. આવી પ્રાર્થના હોવી જોઈએ તુલસીને જ્યારે પણ ગ્રહણ કરીએ ત્યારે. પ્રાર્થના જો કેટલી સુંદર કે: "હે ક્ષીર સાગરની કન્યા, તમે અમૃત છો અને અમૃત રૂપા થઈને અમૃત તત્વ આપનારા છો. તેથી સંસાર સાગરમાંથી અમારો ઉદ્ધાર કરો. હે લક્ષ્મીજીની સખી, ક્ષીર સાગરમાંથી લક્ષ્મીજી આવ્યા હતા, હવે તુલસી પણ આવ્યા છે. તમે આનંદમય છો અને સદેવ વિષ્ણુને પ્રિય છો. તેથી હે દુષ્પ્રાપ્ય, તમે હાથમાં વરદાન અને અભય ધારણ કરી અને મને જુઓ. હે તુલસી, તમે વૃક્ષ ન હોવા છતાં પણ વૃક્ષરૂપ છો, તો મારા વૃક્ષત્વનો વિનાશ કરો." વૃક્ષત્વ એટલે જડતા.
અંદર જે કાંઈ બધી જડતા વ્યાપી ગઈ છે મારી એને તમે દૂર કરો. અતુલ રૂપવાળી તુલસી, તુલસીનું સેવન કરવાથી ચૈતન્ય પ્રગટે અને જડતા જાય. તમારી કોઈ તુલના નથી. તમે અજર છો. કોટી તુલનાઓથી તમારી તુલના થાય એમ નથી. તમારી સમાન કેવળ ભગવાન વિષ્ણુ છે, બીજું કોઈ નહીં. ભગવાન વિષ્ણુની સમકક્ષ તુલસીને ગણવામાં આવે. તમે ભગવાન વિષ્ણુને અતિ પ્રિય છો તથા સંસારનું પાલન અને ધારણ કરનાર છો. ભગવાન વિષ્ણુ પણ પાલન અને ધારણ કરે છે, સહધર્મી છે. એટલે તુલસીને પણ સંસારનું પાલન અને ધારણ કરનારા છો એમ કહે છે. તમે દેવતાઓ દ્વારા સેવાઓ, તમે જ મોક્ષ આપનારા છો. તમારી છાયામાં લક્ષ્મી વસે છે અને મૂળમાં અવ્યક્ત ભગવાન વિષ્ણુનો વાસ છે. જેના મૂળમાં બધા દેવતાઓ, સિદ્ધો, ચારણો અને નાગો છે. જેના મૂળને ચારે તરફ સર્વે તીર્થો છે. જેના મધ્યમાં દેવતા બ્રહ્માંડ નિવાસ કરે છે.
જેના અગ્રભાગમાં વેદશાસ્ત્રોનો વાસ છે તે તુલસીને હું નમસ્કાર કરું છું. હે તુલસી, તમે લક્ષ્મીની સખી, કલ્યાણપ્રદ, પાપોનું નાશ.
હરણ કરનારી અને પુણ્ય પ્રદાન કરનારી છો. નારદ દ્વારા સ્તુત્ય અને નારાયણના મનને પ્રિય લાગનારી આપને નમસ્કાર છે. આ બ્રહ્મના આનંદ રૂપી આંસુમાંથી ઉત્પન્ન થયેલી, વૃંદાવનમાં વાસ કરનાર હે સર્વાંગ પૂર્ણા, તમે અમૃતરૂપી ઉપનિષદના રસવાળી છો. હે કલ્યાણી, મહાપાપરૂપ દુષ્ટ એવા સંસાર સમુદ્રમાંથી મારો ઉદ્ધાર કરો. સગળા પાપોના પ્રાયશ્ચિત રૂપી તમે જ છો. દેવોને, ઋષિઓને અને પિતૃઓને તમે સદાય પ્રિય છો.
શ્રી તુલસી વિના બ્રાહ્મણોનો જે શ્રાદ્ધ કરે છે, તે નિષ્ફળ જાય છે. તે શ્રાદ્ધ પિતૃઓને પહોંચતું જ નથી. તુલસી પત્રને છોડીને જો પૂજા કરવામાં આવે છે, તો તે આસુરી પૂજા થાય છે, તામસી પૂજા થાય છે. તો દેવો નારાજ થાય છે અને તે શ્રી વિષ્ણુ ભગવાનને પ્રીતિ જન્માવનારી બનતી નથી. જો ભગવાનને તુલસી અર્પણ ન કર્યા હોય, તો ભગવાન વિષ્ણુને તમારી ઉપર પ્રીતિ થતી નથી. તુલસી વિના યજ્ઞ, દાન, જપ, તીર્થ, શ્રાદ્ધ, તર્પણ, માર્જન અને દેવનું અર્ચન આ ન કરવું જોઈએ.
તુલસીના લાકડામાંથી બનેલા મણકાઓની માળા સર્વ કામનાઓને સિદ્ધ કરનારી છે. પહેલામાં જે અક્ષમાલિકામાં સમજાવ્યું હતું, તે જ વસ્તુઓ અહીંયા. એક એક મણકાની અંદર ઓલરેડી આટલું બધું છે, એટલું પવિત્ર છે. અને હવે એને પાછું તો ફરી આવી રીતના તમે મંત્રો દ્વારા સંબોધન કરી અને એક એકને સિદ્ધ કરો, એક એક મણકો અને પછી જાપ કરો. આનંદ કરો, આનંદ કરો. જે બ્રાહ્મણ આ પ્રમાણે તુલસીને જાણતો નથી, તે ચાંડાલથી પણ અધમ છે.
આ રીતે તુલસીનું આતથ્ય ભગવાન નારાયણે સ્વયં બ્રહ્માજીને બતાવ્યું કે, "તુલસીનું મહત્ આત્મતને ખબર છે?" બ્રહ્મા કે, "આટલું છે?" કે બ્રહ્માજીએ નારદજીને કહ્યું. સનક આદિ ઋષિઓને, સનક આદિ ઋષિઓએ વેદવ્યાસને, વેદવ્યાસે સુખદેવને કહ્યું. સુખદેવે વામદેવને કહ્યું. વામદેવે બીજા મુનિઓને કહ્યું અને આ બધા મુનિઓએ મનુષ્યોને જણાવ્યું છે. તે હવે તમે જાણો છો. જે આ સારી રીતે જાણે છે, તે સ્ત્રી હત્યાના પાપથી મુક્ત થાય. ભ્રૂણ હત્યાના પાપમાંથી મુક્ત થાય છે. બ્રહ્મ હત્યાથી પણ મુક્તિ મેળવે છે. મહાભયથી છૂટી જાય છે. મહાદુઃખથી મુક્ત થાય છે. શરીરનો અંત થતા તે વૈકુંઠ લોકને પ્રાપ્ત કરે છે. ચોક્કસ વૈકુંઠને પામે છે, એવું આ ઉપનિષદ છે. તુલસી ઉપનિષદો. ૐ શાંતિ. જય સચ્ચિદાનંદ.
આ લખાણ AI દ્વારા તૈયાર થયું છે. શંકા હોય ત્યાં મૂળ પ્રવચન સાંભળી ખાતરી કરવી.