અનંતની યાત્રાAnant ni Yatra
૧૦૮ ઉપનિષદ સિરીઝ · 108 Upanishad Series

ઉપનિષદ સિરીઝ · વિડિયો ૧૨૭

વિડિયો ૧૨૭

લેખ ૧૨૫ / ૧૪૯ · 16 મિનિટ વાંચન · વિડિયો જુઓ ↓

ભાવનો ઉપનિષદ, આ ઉપનિષદ અથર્વવેદીય પરંપરા સાથે જોડાયેલું છે. એમાં શ્રી ચક્ર પર આસીન થઈને સર્વશક્તિરૂપ ને પ્રગટ કરતા પરાંબા ત્રિપુરા સુંદરીનું વર્ણન છે. સૌપ્રથમ શિવના ઈશ્વરત્વનું વિવેચન કરતા કહેવાયું છે કે શક્તિના સહયોગથી તે શિવ કહેવાય છે, નહીં તો સૌ થઈ જાય એમ કહે છે. ત્યાર પછી એક્ટિવ બને છે, એક્ટિવ ફોર્મમાં આવે છે. ત્યાર પછી ત્રણેય શરીર – સ્થૂળ, સૂક્ષ્મ અને કારણમાં શ્રી ચક્રની ભાવનાનું વિષદ વર્ણન છે.

ત્યારબાદ દેવ શક્તિઓનું આવાહન છે. પછી તેને આસન, પાદ્ય વગેરે ઉપચારો કરવાના હોય છે. તે આપણે ઉપચાર કરીએ ને, તો પહેલા દવા ચોપડીએ, પછી પાટો બાંધીએ, એવી રીતે આ આત્મિક જે બાબતો છે તેના માટે થઈને અહીંયા આગળ જે વિધિ કરવામાં આવતી હોય છે, તો તેના ઉપચારોની વાત છે. અંતમાં ભાવનાનું ફળ કહેવાય છે. છેવટે તો એ જ આવે કે જે સાધક આ રીતે ત્રણ મુહૂર્ત પર્યંત ભાવના પરાયણ રહે છે, એટલે છ કલાક, તે જીવનમુક્ત બની જાય છે. તે એકમાત્ર બ્રહ્મરૂપ જ બની જાય છે. તેવા સાધકને શિવયોગી કહેવામાં આવે છે એમ આ ઉપનિષદ કહે છે.

"ૐ પૂર્ણમદ: પૂર્ણમિદમ્ પૂર્ણાત્ પૂર્ણમ્ ઉદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે ૐ શાંતિ શાંતિ શાંતિ."

પરમ પૂજ્ય શ્રી સદગુરુ સર્વપ્રધાન પરમ કારણભૂત શક્તિ છે. આ પહેલું સ્ટેટમેન્ટ કહી દીધું. "શ્રી ગુરુ સર્વ કારણ ભૂતા શક્તિ." શ્રી ગુરુ કોણ છે? પરબ્રહ્મ પરમાત્મા પોતે. હવે એ પરબ્રહ્મ પરમાત્માની જે શક્તિ છે, પોતે જાતે નથી કરતા. પરબ્રહ્મ પોતે તો પોતાની શક્તિ છે એની, પરબ્રહ્મની, તેને છૂટી મૂકીએ. હવે એ શક્તિના કારણે બાકીનું બીજું બધું જે કંઈ થઈ રહ્યું છે જગતની અંદર, તે બધું એના કારણે થાય. તમારે મારા ઘેર આવવું હોય તો પહેલા આને મળવું પડે અને મળો એટલે પછી તમે ઘેર આવી શકો, એવી જે વાત છે. તો બ્રહ્મમાં પ્રવેશ તમારે કરવો હોય તો પહેલા તમારે શક્તિને સાધવી પડશે. શક્તિને સાધવાની પદ્ધતિ આપી. તો કે અહીંયા એક સ્ત્રી વિદ્યા પણ એક એનો ઉપાય છે. ઉપચાર આપણે આ રીતના બધું કરીને છેવટે પરબ્રહ્મની જ એ કરીએ છીએ. જે કંઈ કરીએ છીએ તે દરેક જગ્યાએ એ શક્તિ મોજૂદ છે, તો આપણે કરી શકીએ.

હું બ્રહ્મ છું કરીને તમારે અડધો કલાક બેસવું બી હોય તો તમને એ જ શક્તિ હેલ્પ કરે છે, જે શક્તિને જગદંબા કહેવામાં આવે છે. લોકો આરતી ઉતારે ફોટાની, આપણે વાંધો નથી. તમારી સામે પ્રત્યક્ષ છે અને જો તમે જ્ઞાન પ્રાપ્ત કરી રહ્યા છો તો તમને એનો ખ્યાલ હોવો જોઈએ કે આના મારફત જ હું આ કરી રહ્યો છું. તો એકનોલેજમેન્ટ હોય ને?

શ્રી શક્તિને કહે છે તો કહે છે કે કયા કારણે શરીરમાં શ્રી ચક્રત્વ સિદ્ધ થાય છે? શ્રી ચક્રત્વ સિદ્ધ કરવાનું તો કહે છે નવ છિદ્રોથી યુક્ત આ દેહ છે અને વિમલથી ઈશાન સુધીની નવ શક્તિઓથી સંપન્ન એવું આ શ્રી ચક્ર છે. થોડું ટેકનિકલ છે આની અંદર. આ દેહની માતા છે તેને કુરુકુલ્લા બલીદેવી અને પિતાના રૂપમાં વારાહી છે. દેહના આશ્રય રૂપે ધર્મ વગેરે ચાર પુરુષાર્થો છે. એના ચાર સમુદ્રના રૂપમાં જ છે મોજૂદ: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. સમુદ્ર કેમ કીધા? જેટલા તમારે ધાર્મિક થવું એટલા તમે થયા કરો, નો લિમિટ. અર્થ, તમારે કમાવું છે, જેટલું તમે કમાવવું હોય એટલું તમે કમાઈ શકો. પણ કેટલું કમાઈ શકશો? આ શક્તિ તમને જેટલી હેલ્પ કરશે એટલું તમે કમાઈ શકો. બાકી કમાવવાની ઈચ્છા રહી જશે પણ કમાઈ શકશો નહીં. એટલે વૃત્તિ અને ઈચ્છાપૂર્તિ વચ્ચેનો જે ગેપ છે તે આ જગદંબા પૂરી પાડે છે શક્તિ રૂપે.

સમજાયું? કોઈપણ કાર્ય કરવા માટે શક્તિ જોઈશે. તો એ જે બળની જરૂર પડે, જે શક્તિની જરૂર પડે છે, તે જ જગદંબા છે એમ તમે જાણો. અહીંથી ત્યાં સુધી ડ્રાઈવ બી કરવું હોય, શક્તિ જોઈશે ને? બેસવાની શક્તિ, ચલાવવાની શક્તિ, પછી એલર્ટ રહેવાની શક્તિ. ત્યારે તમે સ્વપ્નમાં જતા રહો ગાડી ચલાવતા ચલાવતા, બધું એટલે આ ટ્રાન્ઝિશન, આ જાગૃત વાળો દેહ સુઈ જાય અને પેલો સ્વપ્ન દેહ વાળો જે છે તે સૂક્ષ્મ દેહ જાગૃત થઈ જાય અને એક્ટિવ થઈ જાય. રોડ ઉપર મુસીબત હોનારત સરજાય યાર. શરૂઆતમાં લોકો હોર્ન મારે કે આ ભાઈ કેમ આમ આમ ચલાવે છે, પણ પછી બધાને ખ્યાલ આવી જાય તો બધા આઘાપાછા તો ખસી જ જાય ને મોટા ભાગના. પણ સાવ સામેથી એકદમ આવતું હોય એ સમજી ના શકતો હોય કે આ શું થઈ રહ્યું છે, તો એની સાથે તો હોનારત જ થઈ જાય. તો એટલા માટે આ ચાર પુરુષાર્થ છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ.

એ ચાર પુરુષાર્થોને સમુદ્ર કીધા છે કે તમારે જેટલું એને વિશાળ કરવા હોય, વધારવા હોય, એટલા વધારી શકાય.

આ શરીર છે તે નવ રત્ન દ્વીપ છે. આ નવ દ્વાર છે તે એને પાછા નવરત્ન પણ કીધા કે બે આંખો, બે કાન, બે નાક, આ બધું જે કાંઈ છે તે રત્ન છે. એને નવ રત્ન ખંડ કે પણ એટલા માટે કહેવામાં આવે. "સૌવર્ણે નવરત્ન ખંડ રચિતે પાત્રે ઘૃતં પાયસં શર્કરાણાં યુક્તં કર્પૂરખંડોજ્જ્વલમ્." એ જે છે ને એના અંદર પણ એ નવરત્ન દ્વીપ છે એમ જ. એમ ત્યાં ગાળે મનથી પોતાની આહુતિ આપે છે. ખરેખર તો અહીંયા શિવને પણ, હવે શિવને આહુતિ આપશો તો એ આહુતિ શિવ સુધી પહોંચાડશે કોણ? શક્તિ પહોંચાડશે. આ સ્તોત્ર તો મારે બોલવું છે, અડધું બોલાય છે અને અડધું ગાયબ થઈ જાય છે. શું થાય છે? તો કે શક્તિ સાથ જેટલું આપશે એટલું કામ થશે ભાઈ, એટલું જ જશે. યથાશક્તિ. ઈચ્છા તમારી ઘણીએ હોય પણ યથાશક્તિ સાથ જોઈશે. શક્તિના સાથ વગર બાકી બધું નકામું. વ્યવસ્થિતમાં બરોબર ઓર્ડરમાં.

ઓર્ડર, ઓર્ડર. આ દ્વીપની આધારભૂત શક્તિઓ જે છે એ યોનિ મુદ્રાથી સર્વ સંક્ષોભિની સુધીની મહાત્રિપુર સુંદરી વગેરે નવ છે. ત્વચા વગેરે સાત ધાતુઓ છે અને અનેક અંતરબાહ્ય વિકારોથી યુક્ત એવા નાના વિધ સંકલ્પ અને વિકલ્પ જે છે તેને કલ્પવૃક્ષ. સંકલ્પ એક કરો, ટકી રહો તો પાછ.

સંકલ્પનું ફળ આવશે. હવે તમે સંકલ્પનું કલ્પવૃક્ષ કીધું, કારણ કે તમે કલ્પશો કે આ હશે ઓપ્શન, આ હશે એવી રીતે. હવે તમે વિકલ્પ કર્યો કે આવું ના થાય તો આવું કરીશ, તો વિકલ્પ પણ કલ્પવૃક્ષ છે. એટલે પાછું એનુંય ફળ આવશે, પાછું એનું જ્ઞાન થશે, પાછું એનું ફળ આવશે એમ કીધું. એટલે આ સંકલ્પ-વિકલ્પ છે તે કલ્પવૃક્ષ છે. તે પરમાત્માથી જુદો તેજ સ્વરૂપ જે જીવ છે તે ઉદ્યાન છે. જીવવાથી આસ્વાદ લેવાય છે તે મીઠો, ખારો, ખાટો, કડવો, તીખો અને કષાય એ રસો છ ઋતુઓ છે.

ખરેખર અંદર પ્રિયા નામની જે શક્તિ છે તે પીઠ છે. કુંડલિની રૂપી જ્ઞાન શક્તિ છે તે ગૃહ છે, એ ઘર છે. ખરેખર ઈચ્છાશક્તિ મહાત્રિપુર સુંદરી નામની આરાધ્યા ભગવતી જે સંસારમાં તમને આ આનંદ-પ્રમોદ બધું કરાવે છે. તમને ઈચ્છા થવી જોઈએ. એ ઈચ્છા થાય છે કારણ કે ત્યાં આ આરાધ્યા જે છે એ મહાત્રિપુર નામની ભગવતી હાજર હોવાના કારણે તમે ઈચ્છા કરી શકો છો, નહીં તો એ પણ ના થાય એમ કહે છે.

જ્ઞાતા જ હોતા છે, જ્ઞાન છે તે અર્ધ્ય છે અને જ્ઞેય જ હવિરૂપ છે. જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેયને ભેદ રહિત માનવા એ જ શ્રી ચક્રનું પૂજન છે. અણિમા વગેરે સિદ્ધિઓ બધી અનેક સિદ્ધિઓ હોય છે. તેમાંથી આ બધી અહીંયા લિસ્ટ કરી છે: અણિમા એટલે અણુ જેટલા થઈ જવાનું, લઘિમા એટલે લઘુકાય થઈ જવાનું, મહિમા એટલે સહુથી મોટા થઈ જવાનું, મહાન થઈ જવાનું. ઈશિત્વ એટલે ઈશ્વરત્વ, તમે જે ચાહો તે કરી શકો એવા પ્રકારનું. વશિત્વ એટલે તમે જેને પણ ચાહો તેને વશિત્વ, તમારો પ્રભાવ એની પર નાખવાનો એ તમે કરી શકો. પ્રાકામ્ય એટલે કોઈપણ ઈચ્છા પૂરી કરી શકો. તમે ભુક્તિ, ઈચ્છા પ્રાપ્તિ અને સર્વકામ મુક્તનો સંબંધ નિયતિ પ્રકૃતિ નિર્ધારણની સાથે સાથે શૃંગાર, વીર, કરુણ વગેરે નવ રસો છે.

પછી કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, પુણ્ય અને પાપથી યુક્ત બ્રાહ્મી એ વગેરે આઠ બીજી શક્તિઓ છે અંદર દેહમાં. પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, કર્ણ, ત્વચા, નેત્ર, જીહ્વા, નાસિકા, વાણી, હાથ, પગ, મળ-મૂત્રેન્દ્રિય તથા મન આદિ વિકાર મૂળ પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલી 16 શક્તિઓ છે. 16 કલાઓ: વચન બોલવું, આદાન એટલે ગ્રહણ કરવું, ગમન એટલે ગતિશીલ થવું અહીંથી ત્યાં જવા માટે, વિસર્ગ એટલે ત્યાગ કરવું, આનંદ, હાન એટલે ત્યાજ્ય, ઉપેક્ષા બુદ્ધિ, અનંગ કુસુમ વગેરે આઠ શક્તિઓ છે.

પછી અલંબુસા, કુહુ, વિશ્વોદરી, વારુણા, હસ્તીજીહ્વા, યશસ્વિની, અશ્વિની, ગાંધારી, પુષા, શંખીની, સરસ્વતી, ઈડા, પિંગળા અને સુષુમ્ણા આ 14 નાડીઓ છે. સર્વ સંક્ષોભિની વગેરે 14 દેવતાઓ છે. પ્રાણ, અપાન, ઉદાન, વ્યાન, સમાન, નાગ, કૂર્મ, કૃકલ, દેવદત્ત અને ધનંજય એ દસ પ્રાણ છે, જે સર્વ સિદ્ધિ પ્રદા વગેરે દેવીઓ સાથે બાહ્ય દશા દેવતા એના સાથે સંયોજિત થાય છે ત્યારે આ બધું કામ આગળ ચાલે છે. આ દસ વાયુઓના સંપર્ક અને ઉપાધિના ભેદથી રેચક, પૂરક અને શોષક, હાલક, પ્લાવક એ અમૃત સ્વરૂપ પ્રાણ મુખ્યત પાંચ પ્રકારના છે. મનુષ્યોના મોહક અને દાહકમાં આવતા, ચાટવામાં આવતા, ચૂસવામાં આવતા અને પીવામાં આવતા ચારે પ્રકાર અન્ન જે છે તેને એ પચાવે છે.

પાછી આદ અગ્નિની કલાઓ છે. સર્વરીત્વને કારણે અંદર દશાર દેવતાઓ છે. ઠંડી, ગરમી, સુખ, દુઃખ, ઈચ્છા, સત્વ, રજસ અને તમસ આ વાસિની વગેરે આઠ શક્તિઓના કારણે શક્ય બને, નહીં તો ઠંડી લાગે નહીં, લાગે પણ ખબર પડે, માણસ મરી જાય, સમજાય? દુઃખનો અનુભવ ના થાય, ખબર છે? અહીંથી પેલી એક નસ કપાઈ જાય છે, આવું આવું બધું હોય. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ વગેરે પાંચ તનમાત્રાઓ છે. એ પાંચ પુષ્પ બાણ છે તથા મન જ ઈક્ષુ છે ધનુષ્ય. મન તમે મનને આધાર બનાવીને દરેક વસ્તુ તને એના મારફતે જ તમે જુઓ છો એટલે એને ધનુષ્યની ઉપમા આપી છે. વશમાં હોવું તે બાણ છે. રાગ એ પાસ છે, બંધન છે અને દ્વેષ છે તે અંકુશ છે. રાગ અને દ્વેષથી તમને ચલાવવામાં આવે છે, બરાબર?

અવ્યક્ત, મહતત્વ, અહંકાર, કામેશ્વરી, વજ્રેશ્વરી તથા ભગમાલિની વગેરે આંતરિક ત્રિકોણના અગ્રભાગમાં રહેલા દેવતાઓ છે. 15 તિથિઓના રૂપમાં કાળના માપનું અવલોકન કરનાર નિત્ય શ્રદ્ધારૂપ 15 અધિદેવતાઓ છે. 15 દિવસના 15 અધિદેવતાઓ એટલે પખવાડિયું થઈ જાય આખું એવી રીતના. તે વજ્રેશ્વરી અને ભગમાલિનીમાં આદ્યા પ્રદાન કામેશ્વરી કે જે સચ્ચિદાનંદ રૂપ છે, આનંદ ઘન રૂપ છે અને પરિપૂર્ણ બ્રહ્મ અને આત્માની એકરૂપ દેવતાઓ અહીંયા આગળ શ્રી યંત્ર લેખનની પ્રક્રિયાનો ઉલ્લેખ છે. તો બિંદુ, ત્રિકોણ, અષ્ટાર, અંત દશાર, બહિરદશાર, ચતુર્દશાર, અષ્ટદલ પદ્મ, સોડસદલ પદ્મ અને ચતુરસ્ર વગેરે એના પારિભાષિક શબ્દો છે જેના દ્વારા આ શ્રી યંત્ર લખવામાં આવે છે.

સલીલ એટલે એકત્વનું કારણ સત્વ. કર્તવ્ય અને અકર્તવ્ય બંનેથી પર થતી ભાવનાયુક્ત ઉપચાર છે. ભાવના કરો છો તમે કે કર્તવ્ય અને અકર્તવ્યથી હું હવે મુક્ત થાઉં છું. બ્રહ્મ છે, બ્રહ્મ નથી એમ બંનેની ઉપર જઈને કર્તવ્ય કરવું તે ઉપચાર છે. બાહ્યને અભ્યંતર કરણો એટલે કે ઇન્દ્રિયોની રૂપ આદિ વિષયોના ગ્રહણોની યોગ્યતા તે તે બાહ્યના અભ્યંતર કરણોનું એકરૂપ થઈને વિષય વિષયોને ગ્રહણ કરે છે તેને જ આસન કહેવામાં આવે છે. બેસવું તે આસન નથી, આ આસન છે. રક્ત અને શુક્લ પદ એટલે કે તમોગુણ અને સત્વગુણનું એકીકરણ જે થાય છે તેને પાદ્ય કહેવામાં આવે. કોઈને આપણે પાદ્ય અર્પણ કરીએ ને તે ઉજ્જવળ નિર્મળ આનંદ રૂપી આસન આપવું તે અર્ગ્ય છે. સ્વચ્છ અને સ્વતઃ સિદ્ધ બનવું તેનું નામ આચમન છે. ચિત્તરૂપ ચંદ્રમય શીતળ શક્તિનો સર્વ અંગોમાં સંચાર થવો તેને સ્નાન કહેવામાં આવે.

બસ આમ કરીને આમ કરો એટલે સ્નાન પૂરું તમારું. ચિત્ત એટલે જ્ઞાન અગ્નિ સ્વરૂપ પરમ આનંદ સ્વરૂપ શક્તિની સ્ફૂર્ણા થવી તે વસ્ત્ર છે. ઈચ્છા, જ્ઞાન, ક્રિયા વગેરે ત્રણે શક્તિઓ ત્રિગુણાત્મક હોવાથી ત્રણેયના ત્રણ ત્રણ ભેદ પડવાથી પ્રત્યેકના 27 પ્રકારો થાય છે: ઈચ્છા, જ્ઞાન અને

ક્રિયા ત્રણેય શક્તિઓના "3 મલ્ટીપ્લાય બાય" એવી રીતના તો ૨૭ ભેદ પ્રકારો થયા. ત્રણેય અલગ અલગ હોવાથી ઈચ્છા, જ્ઞાન અને ક્રિયારૂપી બ્રહ્મ ગ્રંથિની મધ્યમાં રહેલી સુષુમ્ણા નાડી જે છે, તે બ્રહ્મસૂત્ર છે. સુષુમ્ણામાં પ્રવેશ હોય એટલે તમે બ્રહ્મની અંદર પ્રવેશ પામી શકો. ત્યાં સુધી બધું ગોળ ગોળ ફર્યા કરવાનું થાય છે, તે વિધિ આપી છે.

પોતાનાથી જુદી વસ્તુનું સ્મરણ ન કરવું, તેને આભૂષણ કહેવાય. "કે તમે કોણ છો? બ્રહ્મ છું." તો બીજા કશાનું સ્મરણ ન કરવું. તમારું આભૂષણ એમાં જ તમારી શોભા છે. "વિશુદ્ધ બ્રહ્મ જ સ્વતઃ પૂર્ણ છે," એવું ગંધ સ્મરણ જે છે, તેને ગંધ કહેવામાં આવે છે. બધા વિષયોનું મનની સ્થિરતા દ્વારા અનુસંધાન કરવું, તેને પુષ્પ કહેવામાં આવે છે. તેમનો સદાય સ્વીકાર કરવો, તેને ધૂપ કહેવામાં આવે છે. પ્રાણવાયુના નિરંતર યોગને કારણે પ્રાણ અને અપાનની એકતાથી સુષુમ્ણામાં સતચેત ઉલ્કા પ્રકાશરૂપ આકાશ દેહ છે, તેને "દીપમ દર્શયામિ" કહેવામાં આવે છે.

પોતાનાથી જુદા બધા વિષયોમાં મનની ગતિનું આવાગમન સ્થિર થઈ જવું, તે નૈવેદ્ય છે. બોલો, આવી પૂજા કરવાની હોય છે! ત્રણેય અવસ્થાઓનું – જાગૃત, સ્વપ્ન અને સુષુપ્તિનું – એકીકરણ, એને તાંબુલ કહેવામાં આવે છે. "તાંબુલ અમરપયામિ." મૂલાધારથી તે બ્રહ્મરંધ્ર પર્યંત અને બ્રહ્મરંધ્રથી મૂલાધાર સુધી વારંવાર જવું અને આવવું, તે પ્રદક્ષિણા છે. કોની શક્તિની પ્રદક્ષિણા કરો છો? બ્રહ્મની પ્રદક્ષિણા કરો છો. એટલે કીધું હતું ને કે, "મૂલાધારે તું, સહસ્ત્રારે તું; સહસ્ત્રારે તું, મૂલાધારે તું." ચતુર્થ અવસ્થા એટલે કે તુર્ય અવસ્થામાં રહેવું, તેને જ નમસ્કાર કહેવાય. બ્રહ્મના, માતાજીના, કારણ કે તમે માતાજીના આપશો ને, માતાજી જઈને બધું બ્રહ્મમાં જમા કરે છે.

આવી રીતે દેહની જડતામાં ડૂબવું, અર્થાત્ આત્માને ચૈતન્યયુક્ત માનીને શરીરને જડ માનીને સ્થિર રહેવું, તે બલિ છે. બલિદાન તો આપવું પડે ને પાછું યજ્ઞ કરો એટલે! તો શું કરવાનું? શરીરને જડ માનવાનું અને આત્માને જ ચૈતન્યયુક્ત માનો છો, તો તમે બલિદાન આપ્યું છે. એ બલિદાન છે પશુત્વનું બલિદાન થઈ ગયું ને તમારા પછી તો! પોતાનું આત્મતત્વ સ્વયં સત્યરૂપ છે, એવો નિશ્ચય કરીને કર્તવ્ય, અકર્તવ્ય, ઉદાસીનતા, નિત્યાત્મકતા આત્મામાં જ વિલાસ કરવો, અર્થાત્ નિરંતર આત્મચિંતન કરવું, તે યજ્ઞ છે. બેઠા બેઠા તમે કરતા હોય, "હું શુદ્ધઆત્મા છું," એનો અનુભવ કરતા હોય. કોઈને ખબર નથી કે આ યજ્ઞ કરે છે. કેટલી મોટી વાત! કોઈ ખર્ચો છે? બલિદાન આપવું પડશે તમારે શેનું? તો કે સંસાર ભાવમાં, સંસારમાંથી બધું મેળવવાનું, આ તે બધી વૃત્તિઓ છે, તેનું બલિદાન આપવું પડશે.

પછી તમે આગળ આ બધું બરાબર કામ કરી શકશો, કારણ કે યજ્ઞ કરવામાં જો આ બધું સાથે હશે તો બોજો છે. પછી બહુ વજન લાગે, માણસ અકળાઈ જાય, ના કરી શકે. આ માર્ગ ઉપર સ્થિરતાથી એ ચાલી પણ ન શકે.

એટલે સ્વયંવતે પરબ્રહ્મ વિરાટ પુરુષની પાદુકાઓમાં અનાસક્ત ભાવથી ડૂબેલા રહેવું, તે પરિપૂર્ણ ધ્યાન છે. પરબ્રહ્મના કોઈ પાદુકાઓ છે નહીં કોઈ જગ્યાએ, પણ અહીં ભાવના કરવાની છે કે પરબ્રહ્મ જે છે, તે વિરાટ પુરુષ છે. એમની પાદુકાઓ છે, તો અહીંથી હું એમને નમસ્કાર કરું છું. એ કેવી રીતે? તમે અનાસક્ત થાઓ સંસારમાં, બ્રહ્મ પ્રત્યે આસક્ત થાઓ, સંસાર માટે અનાસક્ત થાઓ. એમાં ડૂબેલા રહેવું, તેને પરિપૂર્ણ ધ્યાન કીધેલું છે. ધ્યાનની પૂર્તિ ત્યાં તમારી થઈ જશે.

સારાંશ એ છે કે જે રીતે પૂજન માટે ધૂપ, દીપ, નૈવેદ્ય, પ્રદક્ષિણા, નમન, વંદન વગેરે અપેક્ષિત છે, એવી રીતે પરબ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિ માટે પણ આ પદાર્થોને તમારા સાધનો બનાવવાના અને એ જ ધૂપ, દીપ અને નૈવેદ્ય છે, એવા ભાવથી એને અર્પણ કરી દેવા. એને લઈને મોકલી દેશે કોણ? માતા ભગવતી મહાત્રિપુર સુંદરી લલિતા અંબા. એ પરબ્રહ્મમાં તમારી ભાવનાને પહોંચાડે છે. એમ કે એક બાજુ તમારા પાસે આ કરાવે છે એને શક્તિ આપીને અને તમે એ કરો છો, તો તેનું ફળ કે જે કાંઈ છે તે બધું ત્યાં જમા કરે છે. આ જ માંગલિક પદાર્થોને ભાવનાપૂર્વક સમર્પિત કરવાથી તે પરબ્રહ્મનો સાક્ષાત્કાર થાય.

તમે પુરાણમાં કોઈ જગ્યાએ એવું સાંભળ્યું હશે કે એક રાજા હતો. ઈવન રાવણની પણ વાત એ જ હતી કે એને શિવ પૂજા કરવા માટે ખૂબ દિવસો સુધી કરી પૂજા. શિવજી પ્રસન્ન નહોતા થતા. પછી એને વિચાર કર્યો કે હવે શું કરવું? એટલે એને એકદમ તલવાર લીધી, પોતાનું મસ્તક કાપી નાખ્યું અને પોતાનું મસ્તક જે છે, તે શિવજીની સમક્ષ મૂકી દીધું. આ મસ્તકને કાપીને મૂકવું, એને કમળ પૂજા કહેવાય. મસ્તક કમળને એને આપી દીધું. હવે એના વગર તો જીવન શક્ય નહોતું, એટલે ભગવાન "હો" કરતા આવી ગયા, "રોક જાવ." કે પછી એને વરદાન આપ્યું. પછી રાવણે વરદાન લીધું. એવી જ રીતે પેલો બાણાસુર હતો, સાડા ત્રણ વજ્રવાળો. બાણાસુરે આવી જ રીતે પૂજા કરી ભગવાનની. પેલા તો બધા બ્લેકમેલ બહુ કરતા હતા ભગવાનને. આમ ખડા થઈ જાય તરત જ, બસ કે ખડક લઈને જ આમ કાપી નાખું કે! કોઈ એક બીજો હતો, તેને આંખ કાઢીને આપી દીધી હતી.

કેમ? તો કે બસ મારે આ સંસાર જોવો જ નથી, એટલા માટે બસ આ મારી આંખ તમને અર્પણ કરું કે! એક જ આંખ, આ રૂપક છે. શું કીધું? "એક જ આંખ, હવે હું કેવળ બ્રહ્મને જ જોઈશ." બસ આ ભાવ એને ગ્રહણ કર્યો. એનો મતલબ એને બીજી આંખ આપી દીધી. કમળ પૂજા કરી કહેવાય, કારણ કે કમળને આ નયનને પણ કમળ નયન કહેવામાં આવે છે. કોઈના પણ હોય.

"વૈસે તો આપ ભી બ્રહ્મા હો, આપ ભી બ્રહ્મ હો, આપ હી વિષ્ણુ હો, રુદ્ર હો." તો તમે પણ આ જે કંઈ અર્પણ કરો છો આવી રીતના ભાવથી, તે બધું શું બની જાય છે? કમળ પુષ્પ બની જાય છે. અર્પણ કરો એ બધું પુષ્પ. "પુષ્પમ સમર્પયામિ" એમ બોલીને તમારે જે આપવું હોય એ આપી દો. આ પૂજાની એક પદ્ધતિ હતી. આ રીતે જે મનુષ્ય યોગી સાધક ત્રણ મુહૂર્ત સુધી ભાવના પરાયણ રહે છે, આવી.

ભાવના કરે પરબ્રહ્મને બધું અર્પણ કરવાની, માતાજી મારફતે આ બધું આમ મોકલાવવાની. તે જીવન મુક્ત બની જાય, તે એકમાત્ર બ્રહ્મરૂપ જ થઈ જાય છે તથા એને ઈચ્છેલા કાર્યો પ્રયત્ન વિના પૂર્ણ થઈ જાય છે. એટલા માટે એને શિવ યોગી કહેવાય છે. તો આવું અહીંયા આગાળે આ ભાવનું ઉપનિષદ આપણને સમજાવે છે.

ૐ પૂર્ણમદ: પૂર્ણમિદમ્ પૂર્ણાત્ પૂર્ણમ્ ઉદચ્યતે પૂર્ણમેવાવશિષ્યતે ૐમ શાંતિ શાંતિ.

આ લખાણ AI દ્વારા તૈયાર થયું છે. શંકા હોય ત્યાં મૂળ પ્રવચન સાંભળી ખાતરી કરવી.