અનંતની યાત્રાAnant ni Yatra
૧૦૮ ઉપનિષદ સિરીઝ · 108 Upanishad Series

ઉપનિષદ સિરીઝ · વિડિયો ૧૨૯

વિડિયો ૧૨૯

લેખ ૧૨૭ / ૧૪૯ · 47 મિનિટ વાંચન · વિડિયો જુઓ ↓

ઓહો! મહોપનિષદમાં આગળ કહે છે કે જે મનુષ્ય સમાન સ્વચ્છ બુદ્ધિપૂર્વક ઉદ્વેગ અને આનંદથી રહિત બની નથી શોક કરતો કે નથી કામના કરતો, તે જીવનમુક્ત કહેવાય છે. જન્મ, સ્થિતિ અને વિનાશમાં, ઉદયમાં અને અસ્તમાં જેનું મન એકસરખું રહે છે, તે જીવનમુક્ત કહેવાય છે. જે કોઈનો દ્વેષ કરતો નથી કે કશાયની ઈચ્છા કરતો નથી અને સ્વાભાવિક ભોગોને ભોગવે છે, તે જીવન શાંત સંસારને સમજનાર કલાવાન હોવા છતાં નિષ્કલ એવો જે ચિત્તવાન હોવા છતાં પણ નિશ્ચિત હોય, તેને જીવનમુક્ત કહેવાય છે. જે સમસ્ત પદાર્થોમાં વ્યવહાર કરતો હોવા છતાં પણ નિષ્પૃહ છે, તે પરમાર્થોમાં પણ પૂર્ણાત્મા છે અને તે જીવનમુક્ત કહેવાય છે.

જીવનમુક્ત સ્થિતિનો ત્યાગ કરીને પોતાના દેહમાં જ કાલકવલિત થઈ જાય છે. ગતિહીન પવનની જેમ તે વિદેહ મુક્તિને પ્રાપ્ત કરી લે છે. વિદેહમુક્તને ઉન્નતિ નથી હોતી કે અવનતિ નથી હોતી; તેને વિનાશ પણ હોતો નથી. એ વખતે એ સત નથી હોતો કે અસત પણ નથી હોતો; નથી દૂર હોતો કે નથી નજીક હોતો; હું નથી હોતો કે ઈતર નથી હોતો. વિદેહ મુક્તિ સ્તબ્ધ ગંભીર અવસ્થા છે. તેમાં વ્યાપેલો પ્રકાશ નથી હોતો કે નથી અંધકાર હોતો. તેમાં નામવિહીન અને અભિવ્યક્ત ન થનારું સતત તત્વ અવશિષ્ટ હોય છે. તે શૂન્ય નથી હોતું કે આકારવાળું પણ નથી હોતું. તે દ્રશ્યરૂપ કે દર્શન પણ નથી હોતું. તેમાં સગળા ભૂત અને પદાર્થોના સમૂહ નથી હોતા; અનંત એવું સતત તત્વ જ હોય છે. તે એવું કંઈક તત્વ છે જેના રૂપ વિશે કશું કહી ના શકાય, છતાં પૂર્ણ કરતાં પણ વધુ પૂર્ણ આકૃતિવાળું તે સત નથી હોતું, અસત નથી હોતું, ભાવરૂપ નથી હોતું કે ભાવના રૂપ પણ નથી હોતું.

તે ચિત્ત માત્ર રૂપ, ચિત્ત રહિત, અનંત, અજર અને શિવ સ્વરૂપ હોય છે. આદિ મધ્ય સુધી જે અનાદિ અને દોષ રહિત હોય, દ્રષ્ટા, દર્શન અને દ્રશ્યમાં જેને દર્શન કહેવાયું છે, હે મુનિ, એનાથી સિવાય બીજું પર તત્વ નથી કે એના સિવાય બીજું કંઈ નિશ્ચિત પણ કરી શકાતું નથી.

તમે જ્ઞાનને સ્વતઃ સતત જાણી લીધું છે અને ગુરુ પાસેથી ફરી સાંભળ્યું છે. પોતાના સંકલ્પવશાત્ જીવ બંધનમાં પડે છે. સંકલ્પના કારણે જ જીવ બંધનમાં પડે છે અને સંકલ્પ રહિત થતાં મુક્ત થાય છે. તેથી આપે સ્વયં તે તત્વજ્ઞાનને પ્રાપ્ત કરી લીધું છે, જેને જાણ્યા પછી આ નશ્વર જગતમાં મહાત્માઓ બધા દ્રશ્ય ભોગોમાંથી વિરક્ત થઈ જાય છે. પૂર્ણ ચૈતન્યને પામેલા આપે અખિલ પ્રાપ્તવ્યને પ્રાપ્ત કરી જ લીધેલું છે. હે બ્રહ્મન, સ્વરૂપને પામેલા આપ મુક્તાવસ્થાને પ્રાપ્ત થયા છો, તેથી ભ્રાંતિ છોડી દો. "આ પ્રપંચ શું છે? આ છે, તે છે, કશું બધું કંઈ છે નહીં," છોડી દો.

હે સુખદેવજી, અતિ બાહ્ય તેમ જ બાહ્ય અને અંદરનાથી પણ આભ્યંતરને આપ જોતા હોવા છતાંય જોતા નથી. આપ સંપૂર્ણ કેવલાવસ્થામાં સાક્ષી ભાવે વિદ્યમાન છો. સુખદેવજી એવા હતા કે એમને એમની સ્થિતિનું પણ ભાન નહતું, એટલા માટે એમને આ બધું કહેવું પડે છે. એમને, હે વિદેહ રાજ, કારણ કે ડિસાઈડ ના કરી શકે ને, બુદ્ધિ હોય જ નહીં. આ તત્વદર્શનને સાંભળ્યા પછી સુખદેવજી શોક, ભય અને પ્રયત્ન રહિત થઈ ગયા, કામના રહિત થઈ ગયા અને છિન્ન સંશય થયા; સંશયો એમના બધા મટી ગયા. તેઓ પરમ વસ્તુ પરમાત્માને પ્રાપ્ત થઈ શાંત મૌન થઈ ગયા, ભાવથી વિશ્રાંતિને પામ્યા. અખંડ સમાધિ માટે તેઓ મેરુના ઊંચા શિખર ઉપર ગયા. મેરુદંડ, મેરુના ઊંચા શિખર પર ગયા. સમજાયું કંઈ? ત્યાં હજારો વર્ષો સુધી નિર્વિકલ્પ સમાધિમાં રહ્યા. તેલ વિનાના દીવાની જેમ અંતરમુખી થઈને તે પ્રદેશમાં પરમ શાંતિને પામ્યા.

સંકલ્પરૂપી દોષોથી મુક્ત, શુદ્ધ સ્વરૂપ, પવિત્ર, નિર્મળ અને વાસના રહિત થઈને તે મહાત્મા સુખદેવજી જેમ જળ કણો સાગરમાં વિલીન થઈ જાય, સમુદ્રરૂપ થઈ જાય છે, તેવી રીતે વિકસિત વાસનાવાળા તે પાવન આત્મપદમાં એકાકાર થઈ ગયા.

હવે તૃતીય અધ્યાયની અંદર કહે છે: નિદાદ નામના મુનિશ્રેષ્ઠ પોતાના પિતા રઘુ પાસેથી અનુમતિ લઈને એકલા તીર્થયાત્રા કરવા માટે નીકળી પડ્યા. સાડાત્રણ કરોડ તીર્થોમાં સ્નાન કરીને ઘરે પાછા આવ્યા. સાડાત્રણ કરોડ તીર્થ, એમાં સ્નાન કર્યું એમણે. એમની ઉંમર શું હોય? તેમના ફાધરની ઉંમર શું? તે મહાન યશસ્વી મુનિએ પ્રભુને નમસ્કાર કર્યા અને પોતાનો વૃત્તાંત સંભળાવ્યો. એમને કીધું કે સાડા ત્રણ કરોડ તીર્થોમાં સ્નાન કર્યા પછી પુણ્યફળ રૂપે મારા મનમાં આવા શ્રેષ્ઠ વિચારો ઉદ્ભવ્યા છે. કયા વિચારો ઉદ્ભવ્યા છે? આપણે જો શ્રવણ કરીએ, ગ્રહણ કરો, સાવધાન. આ જગત મૃત્યુ પામવા માટે ઉત્પન્ન થાય છે અને મરે છે જન્મવા માટે. બહુ ગૂઢ વાત કરી દીધી! મૃત્યુ પામવા માટે ઉત્પન્ન થાય છે, મરી જવા માટે જન્મે છે અને જન્મવા માટે મરે છે. હલનચલન કરનારા આ સ્થાવર અને જંગમ સગળા પદાર્થો અસ્થિર.

અહીં પ્રશ્ન એ ના કરશો કે આ પર્વત તો કરોડો વર્ષોથી ઊભો છે, તો પછી એ સ્થિર જ છે ને? કે ના, એ પણ અસ્થિર જ છે. પૃથ્વી આખી અસ્થિર છે, બરાબર? આપણને આમ ઘૂમતી જણાતી નથી, વાસ્તવમાં એ પણ ઘૂમી રહી છે. એટલે બધું જ અસ્થિર છે અને એ પર્વત પણ પોતાની અવસ્થાએ કરીને પરિવર્તન રોજ પામી રહ્યો છે, ભલે તમને નથી દેખાતું એની અંદર પરિવર્તન થતું, વાસ્તવમાં એ ચાલુ છે. એટલા માટે સગળા પદાર્થો અસ્થિર છે.

બાર કલાક થાય ને એટલે દૂધ ફાટી જાય. તેર-બાર કલાક થાય એટલે દહીં ફાટી જાય. બીજા બાર કલાક થાય ને એટલે પછી એ દહીંનું જે કંઈ તમે છાસ બનાવી હોય તો એ પણ ફાટી જાય, એનું એ સ્વરૂપ રહી શકતું નથી. પછી એ છાસમાંથી માખણ, માખણમાંથી ઘી જ્યારે બને ત્યારે અને ઘી અમુક સમયગાળા સુધી જ એમ રહી શકે. એટલે પદાર્થની અંદર પરિવર્તનનો નિયમ લાગુ પડી જ જાય, ભલે આપણને એકસરખું લાગે. તમે એન્જિનિયરિંગ કર્યું, જાણો છો, એક જ ફેક્ટરીના એક જ ડાઈમાંથી નીકળેલા બે વસ્તુઓના સેમ્પલ.

તમે કાઢો તો પણ સેમ લાગે છે, પણ ખરેખર સેમ હોતા નથી. અલગ અલગ હોય છે. આ સઘળા પદાર્થો આપત્તિઓના મૂળ છે. શું છે આપત્તિનું મૂળ? કોઈપણ પદાર્થ તમે લો તો ઉપાદિત છે, ખરેખર તો એટલે કીધું કે એ આપત્તિ લાવશે.

લોખંડની સલાકા જેવા તે પરસ્પર અલગ છે. લોખંડ અને એની સલાકા બે જેમ અલગ પડે. સલાકા એટલે સોય, અંજન સલાકા હોય છે આમ કરીને એવી રીતના સળી. એમ તો લોખંડ અલગ છે અને સલાકા અલગ, એ પરસ્પર અલગ છે. આમ જુઓ તો બે એક જ છે. માનસિક કલ્પના રૂપી ચુંબક દ્વારા તેઓ ભેગા થતા રહે છે. કોઈપણ વસ્તુનો સંયોગ થવો, વિયોગ થવો, આ બધું શું છે? માનસિક કલ્પના રૂપી ચુંબક દ્વારા એ આપણને ભેગા થતા રહે છે.

જેમ મરુભૂમિના માર્ગે ચાલતો મુસાફર ચાલતા ચાલતા વિરક્ત થઈ જાય છે. કલાકોના કલાકોથી ચાલ્યા જ કરતો હોય રણમાં એકલો ને એકલો જ, પાણી નહી, આ નહી, તે નહી, કાઈ નહી. એને તમ સંસાર વિશે પૂછો, જે એની હાલત હોય એ એ વાત કરે છે. તેમ સંસારમાર્ગે ચાલતો હું, "કેવી રીતે આ દુઃખનું સમન થશે?" એમ વિચારતો ચિત્તથી દુઃખી છું. જો એનું દુઃખ પોતાના માટેનું નથી, પણ આ બધું કેવી રીતે બંધ થાય કે એમ વિચારે છે, એ દુઃખી થાય. એટલે કીધું કે મહાન પુરુષોની જે આપત્તિઓ હોય, વિચારો હોય, વાસના હોય, એમાંય લોકોનું કેટલું કેટલું કલ્યાણ હોય!

ચિંતાના સમૂહ રૂપી ચક્રો ઘૂમતા જ રહે, તેથી આ ઐશ્વર્ય રૂપી ધન આનંદ આપનારું બનતું નથી. સંતાન અને સ્ત્રી, એ બધા સંબંધો જાણે ઉગ્ર આપત્તિઓના ઘર છે. ઘરના જનને આવું બધું પાછું કહેતા નહીં, કે સાહેબ આવું શીખવાડે. હે મુનિશ્વર, "કોમખાંગી" શબ્દ અસ્પષ્ટ છે - સંભવતઃ 'શ્રી' (લક્ષ્મી)નું વર્ણન કરતું કોઈ સંસ્કૃત વિશેષણ ખોટું સંભળાયું છે, પણ શાંતિ આપતી નથી.

ખૂબ ધન ભેગું થઈ ગયું, ઉપરથી ઉપાધિ વધી ગઈ. હવે ક્યાં મૂકવું, ક્યાં સાચવું, કેવી રીતે બચાવવું? ઉપર ઉપરથી વધી ગયું તો સુખ તમારું જતું રહ્યું અને ચેન પણ તમારું જતું રહ્યું. પૈસા તો બહુ વાયા કે હવે શું કરશો? હવે પાછો સુખ અને ચેનને પૈસા ખર્ચીને તમે ખરીદવાનો પ્રયત્ન કરશો, કારણ કે તમારી પાસે તો પૈસા જ છે. ઘણા ઘણા પ્રયત્નો કર્યા પછી પાછું સમજાશે કે કેટલા પણ એમ એમ કે એ કરું હું પ્રયત્ન તો પણ ગમે તેટલો ખર્ચો કરી નાખવા છતાં પણ મને પેલા મજૂર જેવી ઊંઘ આવવાની નથી કે પેલું નાનો બાળક કેવા મોજથી આમ પેલી ખાતો હોય છે, શું કહેવાય એના લોલીપોપ. પૈસા તો બહુ છે મારી પાસે, પણ હું એની જોડે બેસીને આવું કરી શકતો નથી કે આખી મોટી ફેક્ટરી ભલે લોલીપોપની ખરીદી લેલી.

ચાર લાઈન આવી હતી પહેલા, ૨૦૧૭માં. સરસ! "ગમ મફતમાં મળે છે અહી, ગમ મફતમાં મળે છે અહી. ખુશીઓ ખરીદવા બજારમાં જવું પડે છે." થાય છે હાશકારો ક્ષણભર માટે, પણ રહી શકતો નથી હાશકારો એ જીવનભર માટે. પલ્લવના અગ્રભાગમાં પાલવ હોય, એના આગળના ભાગમાં લટકતા બિંદુના જેમ, "ક્યારે પડે, ક્યારે પડે?" એમ જળબિંદુની જેમ આયુષ્ય પણ ક્ષણ ભંગગુર છે. ક્યારે ટીપુ પડી જશે એમાં, ટપકી જશે ભાઈ! એટલે આયુષ્યનું કઈ કોઈ કશું કહી શકતું નથી. તે ઉન્મતની જેમ ક સમયે જ શરીરને છોડી જાય.

જેમનું ચિત્ત વિષય વાસના રૂપી સર્પના સંગથી જરજરીત થઈ ગયું છે, એવા આત્મજ્ઞાન વિનાનાઓના માટે આયુષ્ય કેવળ કષ્ટનું જ કારણ છે. દુઃખી દુઃખી ને દુઃખી જ હોય, એ ક્યારેય સુખી હોઈ શકતું જ નથી. કે છે, "વાયુ લપેટાઈ શકે, આકાશનું ખંડન થાય." શક્ય જ નથી! છતાં પણ જો એ કે છે, "જળની લહેરોનું પણ ગ્રંથન થઈ શકે." જળની લહેરો હોય તેને તમે બાંધી શકો, પરંતુ આયુષ્ય એટલે કે જીવનમાં વિશ્વાસ કરી શકાય નહીં.

જેના વડે પ્રાપ્ત કરવા યોગ્ય વસ્તુને પ્રાપ્ત કરી શકાય છે, જેના કારણે શોક થતો નથી, જેમાં પરમ શાંતિની ઉપલબ્ધિ થઈ જાય, તે જ વાસ્તવમાં જીવન કહેવાય છે. આજે જીવાય છે તે કોઈ જીવન કહેવાય જ નહીં, એમ એમનું અત્યારે કહેવું છે. આમ તો વૃક્ષો, પ્રાણીઓ અને પક્ષીઓ પણ જીવિત છે, પણ યથાર્થમાં તો એ જ જીવે છે જેનું મન નિરંતર આત્માના મનનમાં રહે છે. આ જગતમાં જન્મેલા તે જ જંતુ પ્રાણીઓ સાચા અર્થમાં જીવિત છે, જેઓ ફરી આ લોકમાં જન્મ પામતા નથી.

બીજા બધા ગરડા થતા ગધેડા છે, ગધેડા જેવા છે. વિવેકી પુરુષોને માટે ભારરૂપ છે. રાગી પુરુષોનેમા માટે જ્ઞાન ભારરૂપ છે. કોઈ આમ અતિશય પેલો રાગી માણસ હોય, જને દરેક વસ્તુમાં અનુરાગ વધારેને વધારે હોય, વિષય વિકાર, આ, તે બધી વસ્તુ, "હા, લાવું, પેલું મૂકું" બધું. એને તમે જો જ્ઞાનની વાત કરો તો એ તરત જ ઊભો થઈ જશે કે, "મારું માથ ભારે થઈ ગયું, હવે તું બસ કર કે આ બધી જ્ઞાનની વાતો મને ના કરીશ." પણ એને જો કોઈ એમ કહેશે કે આ ફલાની કંપની ખરીદવાની છે કે આ ગોડાઉનની અંદર આટલો માલ પડ્યો છે તે આટલા ભાવે મલે એવો છે, તો એ બધાની અંદર એને બહુ આનંદ. ત્યારે એનું માથું ભારે ના થાય. હા, પણ એવો વ્યક્તિ વાસ્તવમાં ગધેડા જેવો છે કે ઘરડો થતો ગધેડો.

જો નિદાદનું પોતાનું મંતવ્ય કેવું છે, એ જોવાની વાત છે. એને આ તારણ કાઢેલું છે. વિવેકી પુરુષોના માટે એ ભારરૂપ છે. જ્ઞાનીઓની પાસે તો એ ચાલે જ નહી. જ્ઞાની પુરુષો જે છે, તેના માટે એ બહુ ભારરૂપ માણસો શકે છે. અશાંત જનોને મન ભારરૂપ અને જેઓ આત્મજ્ઞાની નથી તેમને દેહભારરૂપ. જે મનથી અશાંત હોય તેને મન ભાર થઈ જાય અને જે આત્મજ્ઞાની નથી એ બધાનો દેહભાર રૂપ જ છે, એમ.

અહંકારને કારણે, અહંકારમાંથી જ આપત્તિઓ જન્મે છે. દુઃખ નું કારણ અહિંયા છે: અહંકારમાંથી આપત્તિઓ જન્મે છે. અહંકારને કારણ જ ઈચ્છાઓ છે. ઈચ્છા કોને થાય? અહંકારને થાય. અહંકાર જેવો બીજો કોઈ નથી. અહંકારને વસ થઈને મેં જે જે સ્થાવર જંગમ ભોગો ભોગવ્યા છે, તે બધા જ અવસ્તુ છે, મિથ્યા છે, મિથ્યા છે. અહંકાર શૂન્ય થવું તે જ વસ્તુ યથાર્થ છે, સત્ય છે. આ એની કબુલાત જુઓ તમે! આ મન વ્યર્થ જ અહી ત્યાં વ્યગ્ર થઈને દોડધામ.

કર્યા જ કરે. જેમ કૂતરો ગામમાં કૂતરીની પાછળ દોડતો રહે છે, તેમ મન પણ ભટક્યા જ કરે છે. કૂતરીને ખબર જ હોય કે આ કૂતરો પાછળ પડ્યો છે, એટલે ઘડીમાં આમ ફરે, ઘડીમાં આમ ગોળ ગોળ ફેરવ્યા જ કરે. કૂતરાને કૂતરીને વધારે સમજણ હોય, સેન્સ આ બાબતની, એવી રીતના એ ભટક્યા કરે.

આગળ કહે છે: "હું પણ તૃષ્ણા અને પત્નીની પાછળ દોડતો રહીને ક્રૂર મનને વશ થઈ જડતાને પામ્યો હતો. સાવ જડ જેવો થઈ ગયો હતો, કંઈ સમજતો જ નહોતો. તૃષ્ણા અને પત્ની બેની પાછળ પડ્યો હતો, પણ હવે, હે બ્રહ્મન, હું મુક્ત થઈ ગયો છું."

ચિત્તનો નિગ્રહ એ સમુદ્રનું પાન કરવા જેવું કઠિન કામ છે. ચિત્તનો નિગ્રહ કરવો એ સમુદ્ર પીવા બરાબર છે, એમ કહે છે. કારણ કે તમે આટલો મોટો ઉલેચો હોય, વૃત્તિઓનો સમુદ્ર જ છે ને બધો! હવે એને પાછો પી જવાનો છે. આ ચિત્ત જ બધા વિષયોનું મૂળ કારણ છે. આ ચિત્તનો નિગ્રહ એ સુમેરુ પર્વતને ઉખેડીને ફેંકવા જેવું અશક્ય કામ છે અને અગ્નિના ભક્ષણ જેવું અસંભવ લાગે છે.

આ ચિત્ત જ બધા વિષયોનું મૂળ કારણ છે. એ ચિત્તની અંદર ત્રણ અવસ્થાઓ: જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિથી યુક્ત એવું આખુંય જગત રહેલું છે. સ્વપ્નમાં એ જગત ઊભું થઈ જ જાય. સુષુપ્તિમાં એ હોય છે પણ જણાતું નથી, પણ એનો નાશ તો થતો જ નથી. એ તો પાછું ફરી જાગૃતિમાં આવે એટલે જગત પાછું ફરી દેખાવાનું ચાલુ થાય, ડેકારો સંભળાવાનું ચાલુ થઈ જાય. તરત જ ઊંઘમાંથી જાણે ઉઠ્યો નથી અને બધું સંપ.

ચિત્તનો નાશ થતાં જ જગતનો નાશ થાય છે. તેથી પ્રયાસપૂર્વક ચિત્તની ચિકિત્સા કરવી જોઈએ. "હે શ્રેષ્ઠ મુનિ, હું જે જે શ્રેષ્ઠ સદગુણોનો આશ્રય લઉં છું, તે તે ગુણોને તે દુષ્ટ ઉંદરડી વીણાના તારને જેમ કાપી નાખે તેવી રીતે તૃષ્ણા કાપી નાખે છે." સદગુણોને તૃષ્ણા કાપી નાખે છે, જેમ ઉંદરડી તંબુરાના તાર કાપી નાખે, એવી રીતના.

આ તૃષ્ણા ચંચળ વાંદરી જેવી છે, જે ન ચડી શકાય એવા સ્થળે પણ પગલાં મૂકે. તૃપ્ત હોવા છતાં વિવિધ ફળોની ઈચ્છા કર્યા કરે અને એક જગ્યાએ લાંબો સમય ટકતી નથી. એક ક્ષણમાં તે પાતાળમાં આવે છે અને બીજી ક્ષણે તે આકાશમાં જાય છે. ક્ષણ માત્રમાં તે દિશારૂપી કુંજોમાં ભ્રમણ કરવા લાગે છે. આ તૃષ્ણા હૃદય કમળમાં વિચરણ કરતી ભમરી જેવી છે. આ તૃષ્ણા જ આ નશ્વર જગતના સઘળા દુઃખોમાં લાંબા સમય સુધી દુઃખ આપનારી છે, જે અંતઃપુરમાં નિવાસ કરનારાઓને પણ મહાન સંકટમાં મૂકી દે છે.

તૃષ્ણારૂપી મહામારીનો નાશ જેણે ચિંતાનો ત્યાગ કર્યો છે, તેવો મંત્રયુક્ત બ્રાહ્મણ જ કરી શકે છે. થોડીક પણ ચિંતાનો ત્યાગ થાય તો આનંદ મળે. થોડીક ચિંતા દસ ટકા દૂર થઈ તો પણ આનંદ આનંદ થઈ જાય છે અને થોડીક ચિંતા મનમાં આવે તો દુઃખ પ્રાપ્ત થઈ જાય છે.

આગળ કહે છે: દેહ જેવું તુચ્છ, ગુણ રહિત અને શોક કરવા યોગ્ય બીજું કશું છે જ નહીં. આ દેહ આવો છે. આ શરીર રૂપી વિશાળ ગૃહમાં અહંકાર રૂપી ગૃહસ્થ રહે છે. શરીરની અંદર અહંકાર જ રહે છે, ગૃહસ્થ બનીને રહે છે. "આ પોતાનું જ ઘર છે" એમ સમજીને. આ શરીર લાંબા સમય સુધી ટકે કે નાશ પામે, એની મને જરાય ચિંતા નથી. એટલે ડેટ ઓફ ડેથ વિશે વિચારવાનું નહીં, પૂછવાનું નહીં ને કંઈ કરવાનું એ બાબત.

જે શરીર રૂપી ઘરમાં ઇન્દ્રિયો રૂપી પશુઓ પંક્તિબદ્ધ ઊભા છે. આ બધા ઇન્દ્રિયો રૂપી પશુઓ છે, કહે છે. જ્યાં સુધી એ દેવત્વ પામ્યા નથી, ત્યાં સુધી તો બધા પશુઓ જ છે. પંક્તિબદ્ધ ઊભા છે, લાઈનસર છે, કહે છે. પહેલા આંખ દુખે, પછી કાનનો વારો. એટલે ઉપાધિ આપવાની ચાલુ કરે. પહેલા ગળાને ત્યાં તો એને એમ થઈ જાય કે હવે શું કરવું, કહે છે. છેવટે કંટાળી જાય તો કહે કે હવે આ દેહથી હું તો કંટાળ્યો, પણ તોય છૂટતો નથી. મરવું હોય પણ મરાય પણ નહીં અને નર્યો ત્રાસ, ઉપાધિ વેઠ્યા જ કરે. દિવસે રાત્રે ઊંઘાય નહીં. ઉધરસ ચડે તો એને બંધ થાય નહીં, શ્વાસ લેવાય નહીં, જીવ ગુંગળાય, ગભરાય. કેટલો બધો ત્રાસ! ના ખવાય, ના પીવાય, ના ઊંઘાય, ના ચલાય. અરે, નરત અને આ ઇન્દ્રિયોએ બધી એક પછી એક બધી લાઈનસર દગો દે ટાઈમસર. વિચાર્યું હોય કે આજે તો બહુ સારું પિક્ચર જોવાનું છે, તે જ વખતે આંખની અંદર કંઈક થવાનું આમ આમ ચાલુ થઈ ગયું, કહે છે.

જે શરીર રૂપી ઘરમાં ઇન્દ્રિયો રૂપી પશુઓ પંક્તિબદ્ધ ઊભા છે તથા જેના આંગણામાં તૃષ્ણા રૂપી વાંદરી ફરી રહી છે. આવી હાલત હોય તો પાછી તૃષ્ણા તો વાંદરીને જેમ કૂદાકૂદ કર્યા જ કરે છે અને જેના ચિત્તવૃત્તિ રૂપી નોકરોથી ઘેરાયેલું છે આંગણું, એવું શરીરરૂપી ઘર મને અભિષ્ટ નથી. મને ઈચ્છા જ નથી દેહની અંદર રહેવાની જ, એમ કહે છે.

જિહ્વા રૂપી વાંદરીથી પીડા પામેલું આ મુખરૂપી દ્વાર એવું ભયભીત થઈ ગયું છે કે એમાં દાંત રૂપી હાડકાના ટુકડા દેખાઈ રહ્યા છે. આ નિદાત, કહે છે. દાંત રૂપી હાડકા દેખાઈ રહ્યા છે. લોકો "સ્માઈલ પ્લીઝ" કરે છે, શું કરે? ચીસ! તેવું આ શરીરરૂપી ઘર મારું ઈષ્ટ નથી. હું એને ઈચ્છતો નથી, મને અપેક્ષા નથી, હું ચાહતો પણ નથી.

"હે મુનિશ્વર, બહાર અને અંદરથી લોહી અને માંસયુક્ત આ શરીર એકમાત્ર નાશરૂપી ધર્મવાળું છે. એમાં રમણીયતા ક્યાં છે? એમાં સૌંદર્ય ક્યાં છે?" એમ પૂછે છે. જો કોઈએ શરદના વાદળોમાં, વીજળીમાં અને ગંધર્વ નગરોમાં સ્થિરતા નક્કી કરી હશે, તો આ નશ્વર દેહમાં વિશ્વાસ કરી શકે. ગંધર્વ નગરો હંમેશા આકાશમાં હોય અને અદ્રશ્ય હોય. મનુષ્ય માટે પણ એ આકાશમાં હોય, આકાશમાં બાંધેલા ઘર જેવા. તો કે એની ઉપર મનુષ્ય વિશ્વાસ કરી શકે ખરો? તો પછી આ દેહ પર વિશ્વાસ ના થાય, એમ કહે છે.

બાલ્યકાળમાં ગુરુ, માતા અને પિતાનો ડર લાગે છે. એ જ રીતે મોટા બાળકોથી પણ ડર લાગે છે. નાનું હોય ત્યારે પણ આ હાલત છે. શૈશવ એ ભયનું મંદિર જ હોય છે. જ્યારે જ્યારે નાનો હોય છે, તો ક્યારે શેનાથી બીક લાગશે? બાવો આવ્યો, આમ થયું, તેમ થયું, કંઈ. દરેક વસ્તુનો ભય એટલે ભયનું મંદિર છે, કહે છે. યુવાનીમાં પોતાના જ ચિત્તરૂપી

ગુફામાં નિવાસ કરનાર, જુદી જુદી જાતના વિભ્રમો ઉત્પન્ન કરનાર કામરૂપી પિશાચથી બળપૂર્વક વિવસ બનીને પરાભવ પામે છે. આજે આ વિચાર આવે, કાલ પહેલો વિચાર આવે, આજે આ ઈચ્છા થાય, તે થાય, આમ તેમ યુવાની આખેની જ એમાં જતી રહે.

વાર્ધક્યથી ઘડપણમાં ધ્રુજતા ઉન્મત્ત જેવા તે મનુષ્યને જોઈને નોકરો, પુત્રો, સ્ત્રીઓ, સગાઓ અને મિત્રો બધા હસ્યા કરે છે. એની સામે વૃદ્ધાવસ્થામાં શરીર અસમર્થ થઈ જતાં સ્પૃહાઓ વધે છે. દરેક બાબતની સ્પૃહા હોય, "કોઈ મને આમ કરે, કોઈ મને આમ કરે" એમ અપેક્ષાઓ વધતી જાય. ગજપનની અંદર તે હૃદયને બાળનારી (કારણ કે પૂરી કોઈ કરે નહીં એટલે અજંપો થાય). "૧૧ વાગ્યા, પેલો આવ્યો નહીં મારો પગ દબાવનારો!" એટલે "સૂઈ જાને છાનોમાનો કે આજે પગ દબાવ્યા વગર. એમાં શું વાંધો નહીં? તો બેઠો થા અને જાતે દબાવી લેજે." પણ એવું નહીં, પેલું આમ રાહ જોયા જ કરતું હોય. આ વૃદ્ધાવસ્થામાં ચિત્તની વૃત્તિઓ આવી થતી જાય છે અને સર્વ આપત્તિઓની પ્રિય સખીઓ છે. આ બધી અવસ્થાઓ હૃદયને બાળનારી છે. આ બધી સ્પૃહાઓ ક્યાંક સંસારમાં જે આ સુખની ભાવના હોય છે કે "આજે મળશે, આજે મળશે, કાલે મળશે," તેના આયુષ્યરૂપી સ્તંભને કાળ કાપતો જ રહે છે.

તમે આગળ વધતા જાવ છો જીવનની અંદર અને આ કાળ એને અહીંથી જ કાપી રહ્યો છે. જે દિશામાં તમે આગળ વધો છો, કાળ ત્યાંથી જ આવી રહ્યો છે. સાંભળો, બિલકુલ સન્મુખ તે કાળ તણખલાને કે રચકને, મહેન્દ્ર અને સોનાના મેરુ પર્વતને સરસના દાણા જેવો બનાવી દેવા શક્તિમાન છે.

કાળ તો કંઈ પણ કરે. તે કાળ પોતાનામાં બધાને સમાવી લેનારો છે, તેથી સર્વસ્વને આત્મસાત કરવા તૈયાર છે. આ કાળ સર્વનો સંહાર કરનાર છે. દરેકનો કાળ તો હોય જ છે. તેનાથી ત્રણે લોક આક્રાંત છે. સ્વર્ગમાં પણ સુખ નથી, ભાઈ! ત્યાંય અમુક અવધિ જ, પછી પાછો નીચે પટકે બરાબરનો, નક્કી! પાતાળમાં જઈને પછી પૃથ્વી ઉપર આવશે એટલું બધું. અને અહીંયા ક્યાં નક્કી છે કે પાછો ક્યાં જશે? જીવજંતુની જેમ ચોમાસામાં આમ આમ ઊડ્યા કરે ને ઘડીકમાં મરી જાય. વળી પાછું બીજું કંઈક બને, પાછો અહીંયા મરી જાય. તમે જુઓ, નરું દુઃખ છે.

યંત્રવત્ ચંચળ અંગોરૂપી પાંજરામાં થોડું આ જુગુપ્સાપૂર્વક છે. પણ માંસની પૂતળી જેમ સ્નાયુ, હાડકાંની ગ્રંથિઓમાં બનેલા આ સ્ત્રીના દેહમાં શું સૌંદર્યતા છે? આંખોમાંની ત્વચા, લોહી, આંસુ, જળ વગેરે જુદા પાડી જોઈએ તો એમાં મોહ પામવા જેવું શું? સુમેરુ પર્વતના શિખરો જેવી ચંચળ નારી મોતીના હારથી શોભતી હોય, પણ કાલચક્ર નજીક આવી રહ્યું છે. કેશ અને કાજળને ધારણ કરનારી પણ એક સમય પછી તો આવીને સ્પર્શ કરશે તો પણ તમને દુઃખદાયક લાગે છે. એવું આ જીવન છે કે જેમાં પ્રિય લાગનારી નારીઓ દુષ્કૃત રૂપ અગ્નિશિખા જેવી છે. ક્યારે બાળી મેલશે કંઈ નક્કી નહીં. જે પુરુષને તણખલાની જેમ બાળે છે, દૂર હોય પોતે પણ પેલો બળે. બોલો, આ કેવી વાત! મનમાં ને મનમાં બળી જાય આખેઆખો. એટલે આવું દુઃખદાયક ઇંધન સ્વરૂપ છે સ્ત્રીનું. આમાં વાંધો સ્ત્રીનો નથી, સામે પુરુષનું પણ એની એ જ વસ્તુઓ સમજવાની છે.

એટલે હકીકતમાં જીવન જે છે, એ રસહીન છે. કામ નામના કિરાતે આ પુરુષરૂપી વિહંગોને બાંધવા માટે સ્ત્રીરૂપી ઝાળનો ચારો જાણે કે નાખી રાખ્યો છે. એટલે પુરુષ છે તો આમ સ્ત્રી જોવા જાય અને પેલો કાળ એને ખાઈ જાય. બસ! "સાહેબ, મને તો આવું લાગે છે."

એટલે મુક્તચિત્તવાળા પુરુષો જીવનરૂપી તળાવના એવા માછલા છે કે જેઓ ચિત્તરૂપી કીચડમાં જ વિચરણ કર્યા કરે. આ મત્સ્યરૂપી પુરુષોને ફસાવનારી નારી દુર્વાસના રૂપી રસ્સીમાં બંધેલા ઘાસ જેવી છે. આ બધા જ દોષોરૂપ દુઃખોની જંજીર જે છે, તે બધી અમારાથી દૂર રહો.

જે પુરુષની પાસે નારી છે, તે પુરુષને ભોગની ઈચ્છા જન્મે છે અને જેની પાસે નારી નથી, તેને ભોગનું કોઈ કારણ રહેતું નથી. જેને સ્ત્રીનો પરિત્યાગ કરી દીધો છે, તેનો સંસાર છૂટી ગયો છે. વાસ્તવમાં એ અંદર જ બળ્યા કરતો હોય, એકલતાથી પીડાતો હોય, કોઈકનો સાથ જુએ, કોઈકનો સંગાથ જોવે. વાહ રે વાત!

વાસ્તવમાં જગતનો ત્યાગ કરીને જ મનુષ્ય સુખ પ્રાપ્ત કરી શકે છે અને તે જ સુખી થઈ શકે. જગત ભાવનાનો ત્યાગ કરવાનો. આ જગત નશ્વર છે. જ્યારે એ અવ્યક્ત સ્થિતિમાં જતું રહે છે, ત્યારે દિશાઓ પણ અદૃશ્ય થઈ જાય છે. દેશ પણ અન્ય જેવો થઈ જાય, દેશ દેશ જેવો રહેતો નથી. પર્વત પણ ખંડ ખંડ ટુકડા થઈ જાય છે. તારાઓ પણ વેરણછેરણ થઈ જાય છે. સમુદ્રો સુકાઈ જાય છે. ધ્રુવ પણ અનિશ્ચિત જીવનવાળો થઈ જાય છે, અસ્થિર ધ્રુવ પણ. સિદ્ધ યોગીઓ પણ નાશ પામે. દાનવાદીઓ પણ જરાગ્રસ્ત થઈને નાશ પામે છે. ભગવાન પરમેષ્ઠી, જન્મ રહિત હરિ પણ સ્થાયી રૂપે નિવાસ કરનાર હોવા છતાં અંતર્ધ્યાન પામે. ભાવ પણ અભાવને પામે છે. દિશાઓના અધિપતિઓ પણ જરાભાવને પ્રાપ્ત કરે છે. જેમ સાગરોનું જળ વનવાસ તરફ દોડે છે, તેમ બ્રહ્મા, વિષ્ણુ, રુદ્ર અને સમસ્ત પ્રાણી સમૂહ વિનાશ તરફ દોડતો જાય.

કોઈ બાકાત નથી એવું આ બ્રહ્માંડ, આવું જગત! આ આપત્તિઓ ક્ષણમાં વિપત્તિગ્રસ્ત બની જાય છે. એક ક્ષણમાં વૈભવ સંપત્તિ પ્રાપ્ત કરાવે છે અને બીજી ક્ષણે મૃત્યુ અપાવે છે. ક્ષણમાં જન્મ થઈ જાય છે. સમસ્ત પ્રપંચ જે છે, તે નશ્વર છે.

આ જગતમાં કાયર પુરુષો દ્વારા સુરવીરો હણાયા છે. ઘણીવાર તો એકના દ્વારા સોનો સંહાર થાય છે. વિષય ભોગોની વિષમતા જ વિષ બની ગઈ છે. ઝેર વિષ નથી કહેવાતું, કેમ કે વિષ તો એક જ જન્મનો નાશ કરે છે અને વિષય ભોગ તો જન્મ-જન્માંતરનો નાશ કરે છે. વિષય ભોગ તો જન્મ-જન્માંતરનો નાશ કરે છે.

આ જાણ્યા પછી આ મારું મન અત્યારે દોષરૂપી દાવાનળથી દાગેલું છે એવું થઈ ગયું છે. અંદર એટલો બધો ચડી ગયો છે કે ના પૂછવાની વાત! બહુ મનમાં આગ લાગી ગઈ છે કે આ સંસારનું હવે કરવું શું? તૃષ્ણારૂપી મૃગ તૃષ્ણાના સરોવરમાં...

ઊભા રહ્યા પછી પણ મારામાં ભોગલ લિપ્સાની સ્ફૂર્ણા થતી નથી. તેથી, હે ગુરુ, હે પિતા, આપ મને શીઘ્ર તત્વજ્ઞાનાત્મક બોધ આપો. નહીંતર, હું માન-મત્સરનો ત્યાગ કરીને ચિત્તથી ભગવાન વિષ્ણુનું સ્મરણ કરતાં કરતાં ચિત્રલિખિતને જેમ મૌન થઈ જઈશ. ચિત્રલિખિત ચિત્રમાં જેમ દોરાયેલો હોય ને, તેવો થઈને હું રહીશ. કે ચિત્ર એવું આ મહોપનિષદ છે.

આગળ ચતુર્થ અધ્યાયની અંદર ઋષિવર પ્રભુ, જેમને આ નિદાદે પ્રાર્થના કરી હતી, એ કહે છે કે, "હે જ્ઞાનીઓમાં નિદાદ!" જો સંબોધન કેવું અદભુત કર્યું છે, "જ્ઞાનીઓમાં નિદાદ કે શ્રેષ્ઠ છે તું!" એમ તમારે હવે જાણવા યોગ્ય બીજું કશું જાણવાનું રહ્યું જ નથી. ઈશ્વરના અનુગ્રહને કારણે તમે પ્રજ્ઞા દ્વારા આ બધું જાણો છો. જો ઈશ્વરનો અનુગ્રહ ના હોય તો પ્રજ્ઞા ના હોય ને! પ્રજ્ઞા ના હોય એટલે તમે આ કશું આવી રીતે જાણી ના શકો. બાકીના બીજા બધા તો છે જ ને! કોઈને આવું થતું જ નથી. તમને આવા બધા જ્ઞાન થાય, આવો વિચાર આવે છે, આવો અનુભવ આવે છે એટલે કઈ કેટલો મોટો ઈશ્વરનો અનુગ્રહ છે કે તમારી ઉપર તમે એમ સમજો.

જો એ શોકાકૂળ છે, સંતપ્ત છે. પોતે કહે છે કે, "મારા મનમાં તો આગ લાગી છે." કહે છે, "હું શું કરું કે આ સંસારમાં?" એમ એવી રીતના ત્યારે એને કહે છે કે, "તમારી પર તો ઈશ્વરનો અનુગ્રહ છે એટલે તમે આ બધું સમજી રહ્યા છો. વાસ્તવમાં તમે કંઈક સમજો. તેમ છતાં, ચિત્તની મલીનતાને કારણે તમને જે ભ્રમ જન્મ્યો છે કે આ બધું આવવું જ કેમ છે ને આવું જ કેમ દેખાય છે, તે ભ્રમનું હું નિરાકરણ કરીશ, હું નિવારણ કરીશ. તમારી ચિકિત્સા કરું છું."

ચિત્ત નહીં. આગળ કહે છે, "મોક્ષના દ્વાર પર ચાર દ્વારપાળો કહેવાય છે." અહીંથી હવે તત્વજ્ઞાન શરૂ. શમ, પછી વિચાર. વિચાર એટલે આત્મવિચાર, બીજો કોઈ વિચાર નહીં. અહીંથી એપોલો ઇલેવન ઉડાડવાનું છે એનો વિચાર ના હોય. સંતોષ અને સાધુસંગ. સવિ એમાંથી એકનો પણ સર્વ પ્રયત્નો દ્વારા બધું છોડી દઈને આશ્રય કરવો જોઈએ. એકને વશ કરતાં ચારેય વશ થઈ જાય. તમે શમ કરો, વિચાર કરો, સંતોષ કરો કે સાધુસંગ કરો, જે તમને યોગ્ય લાગે એ કરો. તમે સાધુસંગ કરશો તોય આ ત્રણ આવી જશે. તમે સંતોષ રાખશો તો પણ આ બાકીના ત્રણ આવી જશે. તમે વિચાર આત્માનો ખાલી કર્યા કરશો તોય બાકીનું બધું આવી જશે. અને તમે ખાલી શમ, દરેક વસ્તુમાં સમતા, શમી જવાનું, બસ સમાનતાનો, તો પણ તમને આ બધા ચારે ચાર વશ થઈ જશે એમ કહે છે.

સૌપ્રથમ આ નશ્વર જગતમાંથી મોક્ષ જોજ મેળવવા માટે તપ, દમ એટલે ઇન્દ્રિયનો નિગ્રહ, શાસ્ત્ર અધ્યયન અને સત્સંગ દ્વારા સત્‌જ્ઞાનમાં વૃદ્ધિ કરવી. સૌ પહેલો રસ્તો આ. પછી સ્વાનુભૂતિ, પોતાનો અનુભવ. આ કરતા જાઓ પણ તમને જે અનુભવ પ્રાપ્ત થતો જાય તે શાસ્ત્ર અને ગુરુના વચનોની એકવાક્યતા દ્વારા સતત અભ્યાસ કરીને આત્મનિરીક્ષણ કરવું જોઈએ. શું કીધું? પહેલામાં પહેલું કીધું કે તમારો અનુભવ. આ કંઈ પણ જે તમે માર્ગે ચાલવાનું શરૂ કર્યું છે, હવે તો એ માર્ગે ચાલવામાં તમને જે સ્વાનુભૂતિ થઈ રહી છે, પછી શાસ્ત્રમાં શું કહે છે? આ પુસ્તકમાં આવું, આ પુસ્તકમાં આવું, આ પુસ્તકમાં બધું આવું લખેલું છે. અને ત્રીજું ગુરુનું વચન. તો આ ત્રણેયની એકવાક્યતા, એકસૂત્રતા કરીને જ એને સતત અભ્યાસ કરવાનો છે અને એમાં આત્મનિરીક્ષણ કરવું જોઈએ પોતાની અંદર કે, "વેર આઈ સ્ટેન્ડ?" આત્મા આવો છે, આવો છે, આવો છે.

આત્મજ્ઞાની આવા છે, આવા છે, આવા છે. જીવનમુક્ત આવા છે, આવા છે, આવા છે. અને હું આવો છું, આવો છું, આવો છું. હવે આનો કેવી રીતે અંકોળા ભીડાઈને ફિટ કરવાનું છે? તો મારે કેટલું હવે કરવાનું બાકી છે? તરત તમને પકડાવવાનું શરૂ થઈ જશે. કારણ કે અહીંયા તો લખીને આપી દીધું છે જીવનમુક્તના લક્ષણો કે એનામાં વાસના રહેતી નથી, એનામાં લાલચ હોતી નથી, એને માનની ભૂખ હોતી નથી, એને અપમાનનો ભય હોતો નથી. આ બધું લખીને આપી દીધું. હવે તમે નક્કી કરો, તમારા મનનું નિરીક્ષણ કરો, તમારી સ્થિતિને જુઓ અને જુઓ કે, "હા, હવે ક્યાં છું? હવે કેટલી દૂર? હવે કેટલી વાર?" સમજાય છે? માનવ એટલે મેચ કેવી રીતે? પછી હવે અહીંયા જીવનમુક્ત આપણે અહીંયા છે. હા, તો ગેપ કેટલો છે એ તો ખબર પડે ને? કેટલા માઈલ દૂર છે એમ ખબર પડે ને? કેટલા પ્રકાશવર્ષ દૂર છે એમ પણ ખબર પડે ને?

કે કેટલા જીવન દૂર છે તેમ પણ ખબર પડે કે યાર આટલું બધું કરવા માટે ત્રણ ભવ તો બીજા જોઈશે જ. એવું પણ એસ્ટીમેશન આવે ને આપણને કે ભાઈ આ કાળે તો આ કદાચ મારાથી આવું તો ના થાય. એટલે પછી તમે શું કરશો? સરકમવેટ. પાછો બીજો કોઈક રસ્તો ખોળશો કે તત્કાળ મને આત્મજ્ઞાન થાય એવું કંઈક ખોળો. એટલે એવી રીતના કરી કરીને તમને આગળ લાવશે. પછી તમે તત્કાળ જ્ઞાન, અદ્ય આત્મો જેને કહેવાય, એ કેવી રીતે થાય, શક્ય બને છે એવું તમે ખોળશો ને! ખોળતા ખોળતા ખોળતા પાછું એ તમને પ્રાપ્ત થશે. હવે તમે જો શોધો છો તો જ તમને મળશે. બેઠા છો તો કાંઈ નથી થવાનું. એટલે પુરુષાર્થ માંગે છે, એક્ટિવનેસ માંગે છે, એલર્ટનેસ માંગે છે. એટલે એક્ટિવ એલર્ટનેસ માંગે છે, પેસિવ નહીં. સમજાયું? એટલા માટે એને કીધું કે આત્મનિરીક્ષણ આવી રીતે કરવાનું. આ જરજ બહુ મોટો વિષય છે.

થોડા બીજા પ્રશ્નો હોય તો આગળ ઉપર વાત કરશું.

પણ પૂરક માહિતીમાં આગળ કહે છે કે, "જો સંકલ્પ અને આશાના અનુસંધાનનો –" બે વસ્તુ: સંકલ્પ. સવાર પડે છે ને હજાર સંકલ્પો થાય છે. અને આશા. એક ઈચ્છા, અપેક્ષા, જે કઈ સ્પૃહા, જે પણ તમારે નામ આપવું હોય એ. "– અને એ બેના અનુસંધાનનો સદંતર ત્યાગ કર્યો હશો તો તમે એ પાવન અચિત તત્વને પ્રાપ્ત કરશો." એક જ વાક્યની અંદર એને આખી રમત મૂકી દીધી છે. જોઈ લો. એને શું કીધું? સંકલ્પ ના હોય અને આશા ના હોય, એનું અનુસંધાન ના કરતો હોય, આવું થાય તો સારું, આમ થાય તો સારું, તેમ થાય તો સારું વાળું છે અથવા તો આવું કરવું, આવું કરવું.

વાળું જે છે, એ બેનો સદંતર ત્યાગ કર્યો હશે. બસ, જે સમયે જે બને તે ન્યાય. નિયતિ ઓર્ડરમાં છે. ચિત્ત તત્વ નથી. અચિત્ત તત્વને કૈવલ્યને પ્રાપ્ત કરશો તો કૈવલ્યને અચિત્ત કીધું કે એમાં ચિત્ત હોતું જ નથી. જ્યાં સુધી ચિત્ત છે ત્યાં સુધી કૈવલ્ય પ્રાપ્ત થતું નથી. એટલા માટે એને અચિત્ત તત્વ તરીકે આય છે. ચિત્તના અકર્તૃત્વને જ સમાધાન એટલે કે સમાધિ કહી.

એક માણસ આવીને એમ કહે કે, "મને સમાધિનો તો કંઈ અભ્યાસ કર્યા કરવું પણ ખબર નથી પડતી કે હું કેવી રીતે કરું કે મને સમજાતું જ નથી કશુંય." તો કે, "કશું નહીં કે તારા ચિત્તનું સમાધાન છે, તારા મનનું સમાધાન રહે." યોગીઓની સમાધિ તો એક અલગ બાબત છે. આ રહે છે કે ભાઈ તારે, હા, તો કે, "તું સમાધિમાં જ છે. તારે ઉથલપાથલ થતી નથી ને? તારે મનમાં ઉહાપો હોતો નથી ને? તું આઠ વાગ્યે, નવ વાગ્યે જ્યારે ચાહે ત્યારે સૂઈ જઈ શકે છે ને? તને ભૂખ લાગે છે ત્યારે તું ભોજન કરી શકે છે ને? પ્રાપ્ત હોય ત્યારે, જ્યારે તને અપ્રાપ્ત હોય ત્યારે તું અકળાઈ નથી જતો ને?" આ બધા લેન્ડમાર્ક છે. "કોક તને ઊભો કરે તો અપમાન નથી લાગતું ને? કોક તને બહુમાન કરે, આમ પગે લાગે, આમ તેમ કરે તો એનાથી તને આમ બધું ઉભરાતું નથી ને? અંદર ઘરમાં કોઈપણ પરિસ્થિતિ, અવસ્થા જેના વિશે તું સંપૂર્ણ અજાણ છે, તેવા સમયે એ પરિસ્થિતિ સુપરિણામ લાવશે એવા પ્રકારનો તને ભય તો લાગતો નથી ને?"

ચિત્તના અકર્તૃત્વને સમાધાન સમાધિ કહ્યું છે. "સર્વ અવસ્થા સમાધિ, શુદ્ધાત્મા જ્યોત ચલે" એ જ કૈવલ્ય અવસ્થા અને પલ પર પરમ કલ્યાણ સ્વરૂપ પરમ શાંતિ કહેવાય. જગતના સર્વ પદાર્થોમાં આત્મભાવનાનો ચિત્ત વડે પરિત્યાગ કરવાનો. આ બધામાં આત્મભાવના નહીં કરવાની કે આ મારું. આત્મીયતા નહીં કરવાની આ બધાની જોડે એમ કહે છે. મોહબ્બત નહીં કરવાની કોઈને જોડાઈને આવવાનું નહીં. મન છે ને ગમે તેને જોડાઈને જવા તૈયાર હોય છે. કંઈ જુએ નહીં જાતપાત. એમ આ વાત હતી મીરા. લોકો કહે છે મીરા, પણ આ વાત હતી રાધા. રાધા એ વાત છે.

જગતના સર્વ પદાર્થોમાં આત્મભાવનાનો ચિત્ત વડે પરિત્યાગ કરવાનું. પછી મૂંગા, બહેરા અને આંધળા જેવા બનીને આ જગતમાં રહેવાનું. દેખાય છે પણ નથી દેખવાનું. સંભળાય છે પણ નથી સાંભળવાનું. આને બોલવાની જરૂર છે છતાં પણ નથી જ બોલવાનું. ટકોર થઈ જ જશે એવી જગ્યા હોય ત્યાં પણ નહીં જ બોલવાનું એમ અંદરથી નક્કી કરી નાખો કે મારે નથી બોલવાનું. એટલે કહે છે: "મૂંગા, બહેરા અને અંધ જેવા બનીને આ જગતમાં રહો." બધું જ પ્રશાંત છે. એક છે, જન્મ રહિત છે અને કેવળ અનુભવગમ્ય અનાદિ મધ્યમ સ્થિતિ એટલે કે વ્યક્ત અવસ્થામાં જે અભાસ્વર અને ચિત્ત રહિત આ પ્રકારે સર્વે પ્રશાંત છે વગેરે વર્ણન શબ્દરૂપા દ્રષ્ટિ છે જે આત્મબોધમાં બાધારૂપ છે. કેમ કે સમસ્ત પ્રપંચમાં જે કંઈ દ્રષ્ટિગોચર થઈ રહ્યું છે તે તો ઓમકાર જ છે, પ્રણવ સ્વરૂપ જ છે. તને બીજું દેખાય કેમ છે?

હવે ત્યાં મૂળ વાત પર લાવે છે ધીમે રહીને. તેથી નિસ્પંદિત અંશ માત્ર ચિત્ત તત્વ સિવાય બીજું કંઈ જ નથી એવી ભાવના કર. આત્મા સિવાય બીજું કંઈ છે જ નહીં. હાથી તને દેખાવો ના જોઈએ, બ્રહ્મ જ દેખાવો જોઈએ એવી ભાવના કર. જગતના કાર્યો કરતો હોવા છતાં નિત્ય પ્રબુદ્ધ ચિત્તવાળું રહેવું. પ્રબુદ્ધ ચિત્ત કોનું હોય? પ્રબુદ્ધ ચિત્ત એટલે જે આત્મા ભાવનામાં સંપૂર્ણપણે લાગેલો જ હોય નિરંતર. આત્માના એકત્વને જાણીને મહાસાગરની જેમ નિશ્ચલ બનીને રહે. પછી મહાસાગર હોય એને હોય કંઈ ઉપાધિ? કશું ના હોય. એક નદી આવશે, બીજી આવશે, ત્રીજી આવશે, બધું ચાલ્યા કરશે.

તત્વબોધ એટલે કે આત્મજ્ઞાન એ વાસના રૂપી તણખલાને બાળી નાખનારો અગ્નિ. લખી રાખજે, એને જ સમાધિ કહે છે. એ વાસના રૂપી તણખલાને બાળી નાખતો અગ્નિ છે, એને સમાધિ કહેવામાં આવે. તત્વબોધ થઈ જાય બસ, પતી ગયું. બધું જ જતું રહેશે. પછી કોક આવીને કહે, "તમને આમ કે આલિંગન આપવું કે તમને કિસ કરવું." કે કંઈ નહીં થાય. તત્વબોધમાં સ્થિર હશે તેને એ કરે તોય નહીં ને ના કરે તોય નહીં. અહીં અપેક્ષા બી નથી. કર્યું તો તેનો એને કોઈ શોભ પણ નથી. એવું આમ સુખદેવજીને જેમ આમ સ્થિર થઈને બેસી જાય માણસ. અંદરથી સ્થિર હોય એ હાલે નહીં. સામે આવે તો પેલી રંભા, એ કે છે ઉર્વશી આવી, એને કાંઈ ના થાય. એ હાલે નહીં એમ. એને જુએ બી નહીં એવી રીતના.

કેવળ મૌન બેસી રહેવું એ સમાધિ નથી. જેમ રત્ન ઈચ્છારહિત થઈને પડી રહે તો પણ લોકો એના તરફ આકર્ષાય છે, તેમ સત્તા માત્ર રૂપે વિદ્યમાન પરમ તત્વ પ્રત્યે સમસ્ત જગત આકર્ષાય છે. એટલે સત્તા માત્ર સ્વરૂપના સાનિધ્યમાં તમારા હોવાના કારણે આખું જગત તમારી પર જ તૂટી પડવાનું અને દોડતું દોડતું આવશે. કારણ કે બધાને એ જોવે છે અને તમે પ્રાપ્ત કરી લીધું છે અને એ લોકોને ખબર નથી. જસ્ટ ઇમેજીન, તમને આત્મજ્ઞાન થઈ ગયું. આખા જગતને આત્મજ્ઞાન જોવે છે. કોણ એવો બાકી છે? બધાને જુએ છે. પણ એને પાછું આ પણ જુએ છે અને તે પણ જુએ છે એ વાત જુદી છે. એટલે શું થાય કે આ ચિત્તભ્રષ્ટ માણસો થયા એટલે એ બધા તૂટી પડશે કે, "તમે લાવ્યા ક્યાંથી? આ તમારામાં આવ્યું ક્યાંથી? કેવી રીતના? બસ આમ અમને કહી દો ને. અમને બતાવી દો. અમારો હક છે ને અધિકાર છે ને. અમને આપી દો." એમ ના મળે અને એમ થાય નહીં ને એમ ઉપજે નહીં કોઈ દાડો.

પણ જગતની તો આ જ રીતિ છે. એટલે એ તો બધા આવવાના જ છે. એક દાડો તૂટી પડશે બરાબરના ઉપર. ત્યારે સમતા અને શાંતિ રાખવું પડશે જે બહુ અઘરી છે. ત્યારે પણ આત્મમય રહેવાનું છે જે અઘરું છે. એટલે આ ફાઇનલ ટેસ્ટ આવવાનો છે. પછી તો શું? એટલે સત્તા માત્ર રૂપે વિદ્યમાન પરમ તત્વ જે તમારી અંદર છે તેના પ્રત્યે સમસ્ત જગત આકર્ષાય છે. તેથી હે મુનિ, આત્મામાં કર્તૃત્વ અને અકર્તૃત્વ બંને રહેલા છે. પણ એ તો આ બેથી પર છે જ્યારે કામના રહિત.

હોય ત્યારે આત્મા અકર્તા છે અને ઈચ્છા સન્નિધિ માત્ર થતા આત્મા કર્તા બની જાય છે. વ્યવહાર જગતની અંદર, મુનિ, આ કર્તુત્વ અને અકર્તુત્વમાં બંને બ્રહ્મમાં રહેલા જ છે. તમને જેમાં ચમત્કાર જણાય તેનો આશ્રય કરી અને સ્થિર બનો. પછી છેલ્લે કહે છે, "તેથી હું નિત્ય અકર્તા છું." શું હું નિત્ય અકર્તા છું એવી ભાવના પ્રદીપ્ત થતા પરમ અમૃત નામની એક સમતા રૂપી સત્તા જ અવશેષ રહી જાય છે. ક્રિયામાં અકર્તા આવી ગયું ને? નિદાદ, સાંભળો: સત્વમાં સ્થિત થઈને આ લોકમાં પ્રગટ થયેલા પ્રાણીઓ મહાન ગુણવાન છે. સત્વમાં જે નિત્ય ઉન્નતશીલ બનીને આકાશમાં રહેલા ચંદ્રની જેમ હર્ષિત થતા રહે અને પાછો થોડો સધ્યારો આપે છે કે ડોન્ટ વરી. બીજા છે સત્વગુણ સ્થિત મનુષ્યો સ્વર્ણિમ કમળની જેમ રાત્રિ રૂપી આપત્તિઓમાં પણ કરમાતા નથી. રાત પડે ને કમળ ઓલવાઈ જાય ને આમ સંકોચાય, પણ એ લોકોને કશું થતું નથી.

ગમે તેટલી આપત્તિઓ હોય તો પણ એ લોકો એમ જ હોય. એવા સત્વશીલ જીવન મુક્તની જ વાત કરે છે.

પ્રાપ્ત ભોગો સિવાયના અન્ય પદાર્થોની પણ ઈચ્છા કરતા નથી, પરંતુ શાસ્ત્રોક્ત માર્ગમાં જ આનંદ કરતા રહે. તેઓ અનુકૂળ વૃત્તિઓ અને મૈત્રી આદિ ગુણોથી વિભૂષિત થઈને (મૈત્રી એમનું આભૂષણ છે) બધાના સાથે મિત્રતા હોય. સુંદર આકૃતિ વડે જ શોભતા હોય. સૌમ્ય, સમાન ભાવોમાં રહેતા તેઓ નિરંતર સાધુવૃત્તિમાં જ એકરસ રહે છે. મર્યાદાઓથી પર થઈને તેઓ સમુદ્ર જેવા વિશાળ હૃદયવાળા બની જાય છે. તે મહાન પુરુષો ભગવાન સૂર્યની જેમ પોતાના સ્વભાવને છોડતા નથી. સૂર્યનો સ્વભાવ શું છે? જે હોય તે બધાને પ્રકાશ, જગત જગમગિત કરી દેવાનું, પ્રકાશમાન કરવાનું. એ ક્યારેય કોઈ ભેદભાવ કરતો નથી. બસ, એવી રીતના થઈને એ લોકો રહેતા.

"હું કોણ છું? આ પ્રપંચ કેવી રીતે પ્રાદુર્ભાવ પામ્યો અને વિસ્તાર પામ્યો?" વગેરેનું પ્રાજ્ઞ સજ્જન પુરુષોની સાથે પ્રયત્નપૂર્વક ચિંતન કરવું જોઈએ. (You must make an effort to think about it very seriously.) અકર્મમાં ન જોડાવવું અને અનાર્ય પુરુષની સાથે ન રહેવું. અકર્મ અહીંયા કયા કીધા? જે કરવા યોગ્ય નથી તેવા કોઈ કર્મની અંદર ના જોડાવું જે આત્માનો ઘાત કરી નાખે. અહીંયા આગળ અકર્મની વાત આ છે. બાકી કોઈક આવે હોય ને કે, "બાપજી, જરા અહીંયા આગળ આરતી ઉતારીએ આપણે કે ભાઈ આ મંદિરનું પેલું એ કરવું છે." તે એનાથી તમારો જો આત્માનો ઘાત ના થતો હોય તો તમને એના પ્રત્યે કોઈ તકલીફ, વાંધો ન હોવો જોઈએ. પણ અગેન, ઈટ ઈઝ યોર ચોઈસ ત્યાં જવું કે ના જવું. તમે વિનયપૂર્વક એને ના બી પાડી શકો કે, "ભાઈ, તમે કોઈક બીજા પાસે કરાવી લેજોને, હું નથી એમ કે આમાં પડતો."

સર્વનો સંહાર કરનાર મૃત્યુ તરફ ઉપેક્ષા ન રાખવી. મૃત્યુ તો આવવાનું જ છે, પણ એનો આદર કરવાનો, પણ ઉપેક્ષા નહીં કરવાની. "મૃત્યુને મને તો કોઈ દહાડો મોત આવવાનું જ નથી ને!" એવા બેફામ નહીં થઈ જવાનું એમ કે. જેમ મોતીના હારમાં દોરો પરોવાયેલો છે, તેમ પ્રાણીઓમાં પરોવાયેલા ચિન્માત્ર તત્વને જ જોવું જોઈએ. આત્મા અહીં પણ છે અને આત્મા અહીં પણ છે. એ બે વચ્ચેનો જે દોરો છે ને એ દેખાતો નથી આપણને. બધું જોડાયેલું છે એમ કહે છે અહીંયા. "કાલે આ આત્મા છે, પેલો આત્મા, પેલો." બધું છૂટું છૂટું લાગે છે. ના, આ તો બધું દોરામાં પરોવાયેલું છે, બધું આત્મામાં જ છે વાસ્તવમાં. એને જાણવું જોઈએ. સૂત્ર સૂત્રાત્મા. ઉપેક્ષા કરવી જ હોય તો શરીર, અસ્થિ, માંસ, રક્ત વગેરેને ઘૃણાસ્પદ જાણીને એની ઉપેક્ષા કરો. જેમ મોતીના હારમાં દોરો પરોવાયેલો છે, તેમ પ્રાણીઓમાં પરોવાયેલા ચિન્માત્ર તત્વને જાણવું જ જોઈએ.

ઉપયોગી વસ્તુ તરફ દોડવું અને ત્યાજ્ય વસ્તુનો સદેવ ત્યાગ કરવો તે મનનો સ્વભાવ છે. તેને બાહ્ય જ જાણવું, આંતરિક નહીં. ગુરુ અને શાસ્ત્રે કહેલા માર્ગે પર ચાલીને ચિદઘન પરમાત્મ તત્વમાં સ્વ અનુભૂતિ દ્વારા "હું બ્રહ્મ જ છું" એમ જાણીને મુનિએ શોક રહિત બનવું જોઈએ. સ્વ અનુભૂતિ જોઈશે, જોઈશે ને જોઈશે જ. અવસ્થાઓમાં તીક્ષ્ણ તલવારના સો આઘાતો કમળના કોમળ આઘાતો જેવા સહન કરવા યોગ્ય બની જાય છે. અગ્નિ દ્વારા થતું દહન શીતળ જળના સિંચન જેવું (પાઘડી બાંધી હતી ને આપણા ગજસુગોમાર). અંગારાઓ પર આળોટવું (એટલે આળોટવું) જેને ચંદન લેપ જેવું લાગે છે. શરીર ઉપર થતો સતત બાણોનો પ્રહાર ઉનાળામાં આનંદ આપતા ફુવારાના જળબિંદુઓની વર્ષા જેવો લાગે છે. શિરચ્છેદ થાય તો તે સુખદાયી નિદ્રા જેવું લાગે છે. મુંગા બની જવું તે મૌન ધારણ કરવા જેવું. દેરા થવું તે મહાન સુખ આપનારું બની જાય છે.

પરંતુ આવી અવસ્થા ઉપેક્ષા કરવાથી પ્રાપ્ત થતી નથી.

દૃઢ વૈરાગ્ય હોય તો જ આત્મબોધ પ્રાપ્ત થાય. "દૃઢ વૈરાગ્ય જેના મનમાં રે, રામ નામ સુતાળી રે લાગી, સકળ તીરથ તેના તનમાં રે." ભાઈ, "વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે." દુઃખ પોતાનું હોઈ શકે જ નહીં, કારણ કે હું આત્મા છું તો હું સુખ સ્વરૂપ છું. પીડા મારી હોય જ નહીં, એ પારકી છે એટલે એ હું નથી એમ. વૈષ્ણવજન આવું જાણે. ગુરુ વાક્ય અને શાસ્ત્ર વચનોથી પ્રાદુર્ભૂત સ્વાનુભૂતિ વગેરેથી શુદ્ધ બને. પોતાનો રોજનો રોજનો અનુભવ શું છે એમ અને શુદ્ધ બનીને સતત અભ્યાસ દ્વારા આત્માનો સાક્ષાત્કાર કરે છે. થાય છે, અહીં લખ્યું છે એટલે થાય છે. શાસ્ત્રમાં લખ્યું છે, ગુરુએ કહ્યું, અનુભવ છે. ત્રણ વસ્તુઓ ભેગી થઈ ગઈ ને? પાકું ડન. કે જેમ દિશાભ્રમ દૂર થતા પહેલાની જેમ દિશાનું જ્ઞાન થાય છે. "આ ઉત્તર દિશા છે." "ના ના, પશ્ચિમ દિશા." એટલે પેલો ભ્રમ પડ્યો છે.

પછી પાછો આમ કરીને આમ જોશે કે, "આ ધ્રુવનો તારો તો અહીંયા જ છે. નક્કી આ જ ઉત્તર છે." હવે એને ઉત્તર ખોળી કાઢી એટલે પછી દક્ષિણ નક્કી થઈ ગઈ. એક જ દિશાનું જ્ઞાન થવાથી તમને ચારે દિશાનું જ્ઞાન થાય છે. એક જ બસ પકડાયું એટલે તમે બાકીના ખૂણા પણ પકડી.

પકડાય ને તરત તમે આમ નક્કી કરશો કે આ ઉત્તર છે, બરાબર છે? તો મારે આ ઈશાન છે ને, આ અગ્નિ છે ને, આ નૈરુત્ય છે ને, વાયવ્ય છે ને, આ પશ્ચિમ છે ને, આ દક્ષિણ પાકું કે મારે સરસાટ! અને પછી તમારે જ્યાં જવું છે ત્યાં તમે જેમ જઈ શકો છો તેવી રીતે વિજ્ઞાન દ્વારા અજ્ઞાનનો નાશ થતાં જગત રહેતું નથી એમ જાણો. ધન્ય મિત્રો અને બાંધવો! માણસ પર ઉપકાર કરતાં શરીરના કષ્ટોનો નાશ થવાથી કે તીર્થોમાં નિવાસ કરવાથી પણ લાભ થતો નથી. તે પરમપદ તો કેવળ ચિન્ન માત્રમાં વિલીન થવાથી જ પ્રાપ્ત થાય. જીવતે જીવ ચિન્ન માત્રમાં વિલીન થઈ જાવ એમ કહે છે: "જીવનમુક્ત બનો."

"યાની દુખાની યાત તૃષ્ણા દુસહાયે દુરાધય શાંત ચેતસુ તતસર્વમ તમો અરકેવનશયતિ."

સ્થિર ચિત્તવાળા માણસોના જે જે દુઃખો, તૃષ્ણાઓ અને અસહ્ય કષ્ટો હોય છે તે બધા જેમ સૂર્યના કિરણોથી અંધકારનો નાશ થાય છે તેમ નષ્ટ થઈ જાય. શાંત બનો, સ્થિર બનો અને પછી બસ આ બધું જ જવા માંડે છે. જેમ સૂર્યના કિરણથી અંધકાર નષ્ટ થાય એવી રીતે આ બધા દુઃખના કિરણો જે છે, દુઃખો, તૃષ્ણાઓ અને અસહ્ય કષ્ટો બધા ખલાસ થઈ જાય છે. "હું શુદ્ધઆત્મા છું." જેમ માતા પર પુત્ર વિશ્વાસ કરે છે, માતા પર પુત્ર વિશ્વાસ કરે છે તેમ સમયુક્ત મનુષ્ય પર મૃદુ અને કઠોર સ્વભાવવાળા બધા જ પ્રાણીઓ વિશ્વાસ કરે. "આ ખરાબ, આ ભગવાનભાઈ સાચું જ બોલે." કે આપણે એમને પૂછો, આપણે રસ્તો નીકળી શક્યા કેમે કરીને? એમ કરીને લોકો આવશે બધા. કેવા કેવા લોકો હશે? આવશે, પૂછશે. તો અમૃતપાન અને લક્ષ્મીના આલિંગનથી પણ એવું સુખ પ્રાપ્ત થતું નથી જેવું સુખ માણસને અંતઃકરણની શાંતિથી મળે.

એ શાંતિ પ્લેસલેસ પ્લેસમાં પેસી જાવ. પરમ શાંત થઈ જાવ. જેમ છે તેમ સ્વીકાર કરી લો અને ત્યાં રહો બસ.

શુભ અને અશુભના શ્રવણથી, સ્પર્શથી, ભોજનથી, દર્શનથી અને જાણવાથી જે માણસને પ્રસન્નતા થતી નથી કે દુઃખ થતું નથી તે જ માણસ શાંત કહેવાય. જો અહીં ડિફાઇન કરી દીધું શાંતિ કેવી હોવી જોઈએ કે સ્પર્શથી, ભોજનથી, દર્શનથી, શુભ અને અશુભના શ્રવણથી જે વિચલિત થતો નથી તે બસ એને શાંત કહેવાય. એટલે આપણે જોવાનું કે હા, કેટલે પહોંચ્યા આપણે? આપણી પાસે મીટર તો ખબર પડે ને કે શુભ સમાચાર આવે એટલે આ ગલગલિયાં થાય, અશુભના સમાચાર આવે ને ઉદ્વેગ થઈ ગયો, હવે હું કરીશું? એમ નહીં. તો હજી પહોંચ્યા નથી. ના જ થવું જોઈએ. એ વખતે પાછું ફરી આપણે રી-એફર્ટ કરવાનું, યાદ રાખવાનું અને એ દિશામાં આગળ વધવાનું ઝડપથી. બીજી તક આવશે પાછી તરત. શું? ખબર પડે કે યાર મિત્ર હતો મારો ને મૃત્યુ પામ્યો. ખબર પડે દુઃખ થયું, થોડું થયું એવું લાગે છે. ઓકે, અનુભવ શું કહે છે તમારો?

સ્વાનુભૂતિ. ઓકે, જ્ઞાન શું કહે છે? શાસ્ત્ર શું કહે? અને છેવટે ગુરુ શું કહે છે આ બાબત? પછી આત્મનિરીક્ષણ કરવા બેસવાનું કે "વેર આઈ સ્ટેન્ડ?" તરત તમને બધા આટલા બધા રેફરન્સ પોઈન્ટ આપી દીધા. જો કે તમારો પ્રોગ્રેસ તમારે જાતે જ ચેક કરવાનો છે. માઈલોમીટર તમારી જોડે જ છે. ચેક કરશો એટલે ખબર પડશે કે આટલે પહોંચ્યો છું. ચંદ્રના બિંબની જેમ એમનું મન સ્વચ્છ રહે છે. પૂનમનો ચાંદ હોય આમ જુઓ કેવો નિર્મળ લાગે ને સરસ! એ શાંત કહેવાય. મરણ, ઉત્સવ અને યુદ્ધના પ્રસંગોમાં જેનું મન વ્યાકુળ ન થાય એ માણસ શાંત કહેવાય.

તપસ્વીઓમાં, બહુશ્રુતોમાં, યાજકોમાં, રાજાઓમાં, વનવાસીઓમાં અને ગુણજ્ઞોમાં સમયુક્ત મનુષ્ય જ શોભાયમાન બને છે. આ બધાની અંદર પણ એવા એકલો જ શોભાયમાન લાગે. સૌથી જુદો જ પડી જાય એમ કહે છે અહીંયા. રાજાઓમાં જુદો પડે, ગુણજ્ઞોમાં પણ જુદો પડી જાય. બહુ ગુણવાન માણસો હોય તેમાં પણ એ જુદો પડી જાય. આત્મજ્ઞાની આવા હોય એમ. જે સંતોષરૂપી અમૃતનું પાન કરીને શાંત અને સંતુષ્ટ બની તેવા જ્ઞાનીજનો આત્મામાં રમણ કરતા પરમાત્મા પદને પ્રાપ્ત કરી લે છે. જે પ્રાપ્ત ન થનારી વસ્તુ પ્રત્યે ચિંતિત હોતો નથી અને પ્રાપ્ત થયેલી વસ્તુ પ્રત્યે સમાન રહે છે. એને હર્ષ થતો નથી કે આ આવી ગયું, બહુ સરસ! એવું કંઈ હોતું નથી. જે સુખ-દુઃખને જોતો જ નથી વાસ્તવમાં તે સંતુષ્ટ છે. એટલે જે સંયોગ છે તેમાં સુખ અને દુઃખની ભાવનાને જોવાની ને જોડવાની જ બંધ કરી દો એમ કહે છે અહીંયા આગળ.

આનાથી મને સુખ પ્રાપ્ત થયું. અપેક્ષા શા માટે? અને જો સુખ આવ્યું છે કે દુઃખ આવ્યું છે તો એની ઉપેક્ષા પણ શા માટે? એવી ક્ષમતા એમ કે હાસિલ કરવાની છે. તે જ વાસ્તવમાં સંતુષ્ટ કહેવાય છે. જે પ્રાપ્ત ન થયેલી વસ્તુની આકાંક્ષા નથી કરતો અને પ્રાપ્ત થયેલી વસ્તુનો જરૂર મુજબ ઉપભોગ કરે છે, નથી કરતો એવું નથી. તે જ સૌમ્ય છે. સ્વભાવે જ શ્રેષ્ઠ આચરણ કરનાર વ્યક્તિ સંતુષ્ટ કહેવાય. અંતઃપૂર્ણ આંગણામાં સાધ્વી પત્ની પ્રસન્ન રહે છે તેમ સહજ રીતે પ્રાપ્ત થતી વસ્તુમાં જ બુદ્ધિ રમણ કરે છે ત્યારે તે સ્વરૂપાનંદ આપનારી જીવનમુક્ત સ્થિતિ કહેવાય છે.

સમય અને સ્થળ અનુસાર, જો કેટલું બધું માર્ગદર્શન આપ્યું છે! જબરદસ્ત શાસ્ત્ર સંમત, સુખપૂર્વક અને શક્ય હોય તે મુજબ સત્સંગનું આચરણ કરતા જઈ મોક્ષ માર્ગના ક્રમનું જ્ઞાની પુરુષે ત્યાં સુધી ચિંતન કરવું જોઈએ જ્યાં સુધી તેને આત્મવિશ્રાંતિ ન પ્રાપ્ત થઈ જાય. ગૃહસ્થ હોય કે સંન્યાસી, નો કન્ડિશન. બંને જન લાયક છે આત્મજ્ઞાન માટે. જે વ્યક્તિ તુરીય અવસ્થાની વિશ્રાંતિથી યુક્ત છે અને આ સંસાર સાગરમાંથી નિવૃત્ત થઈ ચૂક્યો છે, તે સાંસારિક જીવનમાં વ્યસ્ત રહે પણ ખરો, ન પણ રહે. તેને કોઈપણ કામ કરવા કે ન કરવા સાથે પણ કોઈ સંબંધ રહેતો નથી. તેને શ્રુતિ-સ્મૃતિની પ્રપંચજાળમાં પડવાની પણ જરૂર રહેતી નથી. તે મંદ્રાચલ રહિત એટલે કે શાંત સાગરની જેમ આત્મસ્થ થઈને બધું જ પ્રાપ્ત કરી લે છે. જ્યારે સૌ પ્રત્યે શુદ્ધ આત્મતત્વની અનુભૂતિ રૂપ તદાત્મ વૃત્તિનો ઉદય થાય છે ત્યારે દિશા અને કાળમાં વિસ્તરેલ, દિશા અને કાળમાં વિસ્તરેલ.

ટાઈમ અને સ્પેસ વિસરેલ સમગ્ર બાહ્ય જગત એને ચિદરૂપાત્મક પ્રતીત થાય છે. શું કીધું? એને જ્યારે શુદ્ધ આત્મ તત્વની અનુભૂતિ અને એની અંદર તદાત્મ કે બસ આ જ છે, આ આત્મા. બસ હું આત્મા. આવો આવો એનો અનુભવ એને પકડવાનો જેવો ચાલુ કરે છે એટલે શું થાય છે? તો કે આ ટાઈમ અને સ્પેસ એ ગાયબ થઈ જાય. ક્યાં બેઠો છે એને ખબર ના હોય. કેટલા ટાઈમથી બેઠો છે એ એને ખબર ના હોય. આ ટૂંકી વાત કરી દઉં. ત્યાંથી શરૂ કરીને આ કશાનો એને ખ્યાલ ના હોય કે હું ભારતમાં બેઠો છું, અમેરિકામાં બેઠો છું, ક્યાં બેઠો છું, કેટલા વાગ્યા, કઈ ઋતુ છે, શું છે, કશું કાંઈ નહીં. જય ભગવાન. દિવસ છે, રાત છે, ખબર નથી. વિષય, વિષય જ નથી. આ બધાથી પર થઈ જાય છે. જે આત્મામાં પેઠો એ બધેથી છૂટો. હવે બીજી રીતે કહું તો કે જે બધેથી છૂટો તે આત્મામાં પેઠો. આ રીતે આત્મા જ્યાં ઉલ્લાસને પામે છે ત્યાં તરત તદરૂપ બને ને તદ અનુરૂપ વિરાજે છે.

આ દ્રશ્ય જગતમાં જે કંઈ સ્થાવર અને જંગમ દ્રશ્યમાન છે તે સુષુપ્તિમાં જેમ સ્વપ્નનો લય થાય તેમ કલ્પના અંતમાં લય પામે છે, નાશ પામે છે. રૂત, આત્મા, પરબ્રહ્મ, સત્ય વગેરે આત્માની સંજ્ઞાઓ છે. મહાત્માઓએ વ્યવહારને માટે કલ્પેલી છે. એટલે કોકને આત્મા શબ્દ બોલવામાંય આભડછેટ લાગતો હોય અને બ્રહ્મ કે તો કે હા બરાબર છે એવું જે કાંઈ છે તે પણ એના માટે સમજણ આપે છે કે ભાઈ આ બધું જે કાંઈ તું આ બધી કલ્પના છે, એ શબ્દો છે. તો આ બધા ના પડીશ. તું મૂળમાં જાગીશ. સંજ્ઞાઓ મહાત્માઓએ વ્યવહારને માટે કલ્પેલી છે. અલગ અલગ ટાઈમે અલગ અલગ પ્રકારની પ્રકૃતિના વ્યક્તિઓને ઉપર લાવવા માટે થઈને એમને આવા શબ્દોનું આયોજન કરેલું હતું, વાપરેલું હતું અને પછી પ્રચલિત થતું ગયું, પરંપરામાં આવતું ગયું. આવી બાબત છે. હવે તમે આત્માને ભગવાન કહો, ભગવાનને આત્મા કહો, પરબ્રહ્મને તમે ભગવાન કહો.

આ બધું ઇન્ટરચેન્જેબલ જ છે, કશું છે નહીં. તમે મૂળ તત્વની વાત કરો છો એટલા માટે કીધું. જ્યારે તમે "પરમ તત્વ" એમ બોલશો એટલે આ બધુંય એક જ છે એમ સમજી જવાનું. એમ વિજ્ઞાનની વાત કરીશું ત્યારે તત્વની વાત થશે ને? તો તમે વિજ્ઞાનની વાત કરો તો "પરમ તત્વ" એમ બોલો અને સમજો કે આ બધું એ જ છે જેની હું વાત કરું અને પછી થોડું વધારે સાયન્ટિફિકલી કામ થશે સારી રીતે. જેમ કંકણ એટલે હાથનું ભૂષણ. શબ્દ અને તેનો અર્થ સુવર્ણથી અલગ અસ્તિત્વ ધરાવતું નથી. એ સોનું જ છે પણ એને કંકણ કહેવામાં આવે છે. હવે બધા એને કંકણ જ કહે છે કારણ કે એને કંકણ આકારે સુવર્ણ, સુવર્ણે શું કર્યું છે? કંકણ આકાર ધારણ કરી લીધેલો. બસ એટલા માત્રથી જ એને કંકણ કહેવામાં આવે છે. બાકી ખરેખર શું છે? તત્વરૂપે જોવા જાવ તો સોનું જ છે, સુવર્ણ જ છે. એવી રીતે આ આત્મા અને બ્રહ્મ અને આ બધી વાતો કરી છે લોકોએ.

અલ્ટીમેટલી જે કંઈ છે તે પરમ તત્વ છે જે બધા તત્વોથી પર છે. હવે વિજ્ઞાન આ બધા તત્વોથી જે પર છે તે પરમ તત્વ છે. હવે તમારે જો એ પરમ તત્વને પામવાનું છે તો આ બધા તત્વો છૂટી જશે ત્યારે જ તમે ત્યાં પામશો. એકાદું જોડે લટકેલું હશે ત્યાં સુધી મેળ પડવાનો હોતો નથી. અને આ મેળાપીપણું કે વળગણ જે કાંઈ છે તે જેને કહેવાય કે એક્ચ્યુઅલ નથી, ભાવનાત્મક છે. તમે કેટલા ચોટાય, ચોંટાડે, ચોંટેલા છો એની સાથે એટલું તમારું બંધન છે. આ બધાથી જો તમે ઉખડેલા છો તો તમે તો પછી આત્મા જ છો, જીવન મુક્ત જ છો. એટલે કંકણમાં રહેલું સોનું કંકણથી પોતાનું અલગ અસ્તિત્વ નથી રાખતું તેમ જગત શબ્દનો અર્થ પણ પરબ્રહ્મ જ થાય. આ પણ પરબ્રહ્મ જ છે એમ. એટલા માટે એને એવી રીતે જોવાનું ચાલુ કરો. પરમ તત્વ સિવાય બીજું કંઈ છે જ નહીં. તે સિવાય બીજો કોઈ થતો પણ નથી.

તે અવિનાશી પરબ્રહ્મ પરમેશ્વરે, જો અહીંયા હવે ત્રણ શબ્દ જોડે જોડે મેલ દીધા. એને અવિનાશી કહેશો તો એ જ છે. બીજું તો કોઈ અવિનાશી છે જ નહીં પરમ તત્વ સિવાય. પરબ્રહ્મ એ પાછો બીજો શબ્દ આવી ગયો. પરમેશ્વર એ ત્રીજો શબ્દ આવી ગયો. ત્રણેય એકબીજાના પર્યાયને એક જ સેન્ટેન્સમાં એને વાપર્યા છે અને પછી આગળ કહે છે જગતના રૂપમાં. જેમ પેલું આ કંકણ બની ગયું છે એવી રીતે આ પરમેશ્વર છે એ જગત બની ગયું છે. સમજાયું? કંકણ દેખાય છે ને તમને? આ જગત દેખાય છે. વાસ્તવમાં શું છે? સોનું. તો તમે જગત જુઓ છો પણ એનું એલિમેન્ટ શું છે? પરબ્રહ્મ છે, પરમાત્મા છે, બ્રહ્મ છે, ઈશ્વર છે. જે તમારે કહેવું હોય એ કહો. ક્લિયર થઈ ગયું. દ્રશ્યને વશ થઈને દ્રષ્ટા બંધનમાં પડે છે. ફાઇનલ. આ જોવામાં તમે ભૂલમાં પડો છો એમ કહે છે. જોવામાં તમે ભૂલ કરી બેસો છો.

એટલે દ્રશ્યને વશ થઈને દ્રષ્ટા બંધનમાં પડે છે અને દ્રશ્યના અભાવમાં તે મોક્ષને પ્રાપ્ત કરે. જો તમે જોવાનું બંધ કરી દેશો તો મોક્ષ જતા રહેશો. જગતને જગત રૂપે જોવાનું બંધ કરો. આ જગતનું તું-હુંના ભાવવાળી સૃષ્ટિને કારણે દ્રશ્ય કહેવાય છે. આ જગતમાં ઇન્દ્રજાળ રૂપી શ્રી મનથી જ ફેલાય છે. ઇન્દ્રજાળ છે કે છે. ઇન્દ્રજાળ રૂપી શ્રી અને તમે ઐશ્વર્ય કહો છો આ જગતનું બધું તે એનાથી વિસ્તરે છે. જ્યાં સુધી આ મનની આ માયાજાળ હોય છે ત્યાં સુધી મુક્તિ પ્રાપ્ત થતી નથી. સો વી મીટ ટુમોરો 6 ઓ'ક્લોક. ઈટ્સ ડાઉન હિયર. ક્લોઝિંગ પ્રેયર. "ઓમ બ્રહ્માર્પણં બ્રહ્મ હવિર્બ્રહ્માગ્નૌ બ્રહ્મણાહુતમ્, બ્રહ્મૈવ તેન ગન્તવ્યં બ્રહ્મકર્મસમાધિના." હે પરબ્રહ્મ પરમાત્મા, આપની અસીમ કૃપાથી આજે અદભુત જ્ઞાન, સત્ય, રૂત, આત્મા, પરબ્રહ્મ, પરમાત્મા વિશેનું આ જે કંઈ જ્ઞાન પ્રાપ્ત થઈ રહ્યું છે તે અમારી સમજણમાં વિસ્તૃત થાઓ.

તે ડીપ ડાઉન અંદર સિંક થાઓ. હંમેશ હંમેશ માટે તે જ્ઞાનમાં જ અમે એકરૂપ રહીએ. તે બ્રહ્મને અમે પ્રાપ્ત કરીએ. અમે તે બ્રહ્મરૂપ જ છીએ, બ્રહ્મ સ્વરૂપ જ છીએ તેવું અમે નિરંતર અનુભવીએ. જય સચ્ચિદાનંદ.

આ લખાણ AI દ્વારા તૈયાર થયું છે. શંકા હોય ત્યાં મૂળ પ્રવચન સાંભળી ખાતરી કરવી.