ઉપનિષદ સિરીઝ · વિડિયો ૧૩૪
વિડિયો ૧૩૪
મનુષ્યને અનુપમ શાંતિ અનુભવાય છે. આ રીતે પ્રાણાયામના અભ્યાસના શ્રમથી જે પરસેવો નીકળે છે, તેને શરીરમાં જ મસળી દેવો. ખારા, ખાટા, કડવા પદાર્થોનો ત્યાગ કરવો. દૂધ અને દૂધમાંથી બનાવેલા ભોજનનો ખાસ કરીને પ્રયોગ કરવો જોઈએ. જ્યારે પ્રાણાયામ અભ્યાસ ચાલતો હોય, બ્રહ્મચારી અને મિતાહારવાળો યોગી જો યોગના અભ્યાસમાં લાગી જાય, તો એક વર્ષમાં યોગની સિદ્ધિ પ્રાપ્ત કરી લેશે, તેમાં શંકા નથી. એક વર્ષની અવધિ કાફી છે. અહીંયા જે બતાવ્યું છે એ પ્રમાણે કરે તેના માટે.
યોગના સાધકે ફરી એક વખત મધુર અને સ્નિગ્ધ ભોજન જ લેવું જોઈએ. અડધું પેટ ભોજન, અડધો ચોથો ભાગ પાણી અને પેટનો ચોથો ભાગ ખાલી રાખવો. આ રીતે ભગવાનને સમર્પિત કરીને જે પ્રસાદ લે છે, ભોજન ગ્રહણ કરે છે, તેને મિતાહારી કહેવાય છે. આઠ કુંડળોવાળા કંદના ઉર્ધ્વ ભાગમાં જે કુંડલિની રહેલી છે, તે યોગીઓને મોક્ષ આપનારી અને અજ્ઞાનીઓના માટે બંધનકર્તા છે. એ જ કુંડલી અજ્ઞાનીને શું કરે છે? બંધન પેદા કરે છે અને જે યોગી છે તેને મુક્તિ આપે છે. જોયું કેટલો ફેર? એક જ કી છે, એકને બંધ કરી દે છે અને એકને ખોલે છે કે "જા હવે તું" અને પેલાને બંધ કરી દે છે કે "હવે તારથી નહીં જવાય, હું જોઉં તું કેમ ન જાય!"
મહામુદ્રા, નભો મુદ્રા, ઉડ્યાન બંધ, જાલંધર બંધ અને મૂલ બંધને જે જાણે છે, તે યોગી મુક્તિને પ્રાપ્ત કરે છે. એડીને દબાવી, યોનિ સ્થાનને પીડિત કરી, કઠણ રીતે સંકોચી, અપાન વાયુને ઉપરની તરફ ખેંચવાની આ પ્રક્રિયાને મૂળબંધ કહેવામાં આવે છે. આ રીતે પ્રાણને અપાનમાં એકસાથે મેળવી દેવાય. એ જ્યારે થશે ત્યારે ખબર પડી જશે કે મળમૂત્રો ઓછા થઈ ગયા છે. આ રીતે મૂળબંધનો અભ્યાસ કરવાથી વૃદ્ધ પણ યુવાન થઈ જાય છે. ગીધ વગેરે પક્ષીઓ સહજતાથી આકાશમાં ખૂબ ઊંચે ઉડે છે, તે રીતે ઉડિયાન બંધનો અભ્યાસ જે છે તે મૃત્યુરૂપી હાથીને પછાડવા માટે સિંહ સમાન બહુ ઈમ્પોર્ટન્ટ છે. ઉડ્યાન બંધ એટલે નાભીની ઉપરના પેટના ભાગને પાછળ-ઉપર ખેંચવું ત્યાં જ પેટમાં આ ઉડ્યાન બંધ પણ થાય છે.
શરીરમાં નીચેની તરફ રહેલા, વહેતા આકાશજળ એટલે કે ખેચરી મુદ્રા દ્વારા ટપકતા પ્રવાહીને શિરોભાગમાં રોકી રાખે છે, તેને જાલંદર બંધ કહેવામાં આવે છે. તે દુઃખો અને કષ્ટોનો નાશ કરે છે. જાલંદર બંધમાં સામેની બાજુએ માથું ઝુકાવી અને ગળાથી નીચે હડપચીને હૃદય ભાગમાં અડાડવાની પ્રક્રિયા છે. તેથી અમૃત અગ્નિની અંદર નથી પડતું કે નથી વાયુ તરફ ગતિ કરતું, પણ એ સ્થિર થઈ જાય છે. એટલા માટે આ જાલંદર બંધ કરવો જોઈએ. દ્રષ્ટિને બંને ભમરોની મધ્યમાં સ્થિર કરવી. જીભને ગળાની તરફ પાછી વાળીને કપાલકુહર, ગળાની વચ્ચે તાળુમાં મૂકવી. આ પ્રકારની ક્રિયાને ખેચરી મુદ્રા કહેવામાં આવે છે. ખેચરી મુદ્રાને જે જાણે છે અને સાધના કરે છે, તેને રોગ, મરણ, ભૂખ, તરસ, મૂર્છા વગેરેથી છુટ્ટી મળી જાય છે. ખેચરી મુદ્રાને જાણનાર નથી તો રોગથી કષ્ટ પામતો કે નથી તેને કર્મોમાં આસક્તિ થતી.
એની પાસે કોઈ વિઘ્નો પણ જતા નથી. જેની સાધના કરવાથી ચિત્ત અને જીવવા આકાશમાં વિચરણ કરે છે, તે ખેચરી મુદ્રાને બધા સિદ્ધજનો પ્રણામ કરે છે.
માથાથી પગ સુધી શરીરના બધા અંગોનું જેના દ્વારા પોષણ થાય છે, તે બધી શિરાઓનું મૂળબિંદુ એ ખેચરી મુદ્રા છે. ખેચરી મુદ્રા દ્વારા જે સાધકે જીભની ઉપરના કપાલ કોહરને ઢાંકી દીધું છે, તે સાધકને રમણીના આલિંગનથી પણ બિંદુપાત થતો નથી. જ્યાં સુધી સાધકે ખેચરી મુદ્રા સાધી નથી, બાંધી રાખી છે, ત્યાં સુધી બિંદુ પણ બહાર જઈ શકતું નથી અને જ્યાં સુધી શરીરમાં બિંદુ હોય છે, ત્યાં સુધી મૃત્યુનો ભય રહેતો નથી અને જેવું બિંદુ બહાર શરીરને નીકળ્યું એટલે પેલું આમ થઈને એને લઈને જતું રહે. જો જાજ્વલ્યમાન અગ્નિ તત્વમાં બિંદુપાત પણ થઈ જાય, તો તેને યોનિ મુદ્રા દ્વારા બળપૂર્વક રોકીને ઉર્ધ્વગામીની બનાવી શકાય છે. સફેદ અને લાલ એવા બે રંગનું બિંદુ હોય છે. શ્વેતને શુક્લ એટલે કે શુક્ર નામ આપ્યું છે અને લાલને મહારજ કહી છે. સિંદૂર જેવા જ્યોતિત રવિ સ્થાનમાં રજનો નિવાસ છે.
ચંદ્ર સ્થાનમાં શુક્લનો નિવાસ છે. રજ અને શુક્ર, શુક્લ અને રજનો સંયોગ ઘણો દુર્લભ હોય છે. બિંદુ બ્રહ્મારૂપ છે અને રજ શક્તિ સ્વરૂપ છે. બિંદુ ચંદ્ર રૂપ છે અને રજ સૂર્ય રૂપ છે. એ બંનેનું મિલન થતા પરમ પદની પ્રાપ્તિ થાય છે. "Take a break for 15 minutes."
આ લખાણ AI દ્વારા તૈયાર થયું છે. શંકા હોય ત્યાં મૂળ પ્રવચન સાંભળી ખાતરી કરવી.