ઉપનિષદ સિરીઝ · વિડિયો ૧૪૩
વિડિયો ૧૪૩
શરભ ઉપનિષદ આ અથર્વવેદીય પરંપરા સાથે સંકળાયેલું ઉપનિષદ છે. આમાં શિવની સર્વશ્રેષ્ઠતાનું વર્ણન છે. ફરી વખત મહર્ષિ પીપલાદ અને બ્રહ્માજી વચ્ચે થયેલી પ્રશ્નોત્તરીના રૂપે આ ઉપનિષદ પાછું રચાયું છે. જો બે મહાપુરુષો ભેગા થાય, તો એટલી કંઈક અદભુત વાત થાય. હંમેશા આ જોવા જેવું છે, ગજબ! બાકી બે જણ ભેગા થાય તો કાં તો કલહ કરે, કાં તો પછી વિવાદ કરે. પણ અહીંયા તમે જુઓ કે બે શ્રેષ્ઠ ભેગા થાય છે, ત્યારે મહર્ષિ પીપલાદ અને બ્રહ્માજી. અને પછી આ પ્રશ્નોત્તરીમાં કહે છે કે બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્રમાં બહુ શ્રેષ્ઠ કોણ છે? સૌથી શ્રેષ્ઠ એમ, ઉત્તમ કોણ? એટલે પીપલાદ ઋષિના પ્રશ્ન સાથે આ ઉપનિષદ શરૂ થયું, જેનો ઉત્તર બ્રહ્માજીએ રુદ્રના રૂપે આપ્યો છે. બ્રહ્માજી પોતે સ્વયં રુદ્ર સ્વરૂપ બની ગયા અને પછી એમણે ઉત્તર આપ્યો કે "હું સર્વશ્રેષ્ઠ છું." રુદ્રે એકવાર શિવનું રૂપ ધારણ કરી અને ઋષિનો વધ કર્યો હતો.
એ જ કારણે સરભ શિવ સાથે સંબંધ હોવાથી આ ઉપનિષદ "સરભો ઉપનિષદ" કહેવામાં આવે છે. દેવોએ સરબ રૂપી રુદ્રની સ્તુતિ કરી અને સરબની ઉત્કૃષ્ટતાને પ્રમાણિત કરી કે આ વાત સત્ય છે એમ. રુદ્રના અનુગ્રહનો પણ આ ઉપનિષદમાં ઉલ્લેખ છે. રુદ્રને યથાર્થ રૂપે જાણવાનું ફળ આપવામાં આવ્યું છે. રુદ્રની મહનીય મહિમા, વિષ્ણુ અને શિવની અભેદતા અને શિવની એકમાત્ર દેહતા, શ્રેષ્ઠતા તથા શાસ્ત્ર પ્રદાન કરવાના વિષયમાં વિશેષ નિયમ આદિ બાબતોનું પ્રતિપાદન છે. અંતે આના અધ્યયનની ફળશ્રુતિ સાથે આ ઉપનિષદ પૂર્ણ થાય છે.
આપણે ત્યાં તમે જાણતા હશો કે ૧૧મી-૧૨મી સદીની અંદર એક રાજા થઈ ગયા, કર્ણદેવ. તો એ જ્યારે પોતાના રાજ્યમાં એક ચોક્કસ જગ્યાએ ગયા, ત્યાંથી પછી એક ગુફામાં ગયા. અને બધાને એમને સૂચના આપી હતી, કોઈકે એમને કીધું કે આ ગુફામાંથી અવાજ આવે. તો રાજાઓ તો બધા બહુ પેલા તે વખતના એ હોતા, તત્પર હોય હંમેશા પ્રજાનું જે હોય એ પીડાને હંમેશા એ દૂર કરે. એટલે એમને ત્યાં ગયા અને ગુફાની અંદર ગયા. જઈને પાછા બહાર આવ્યા તો બધું બોલવાનું બંધ થઈ ગયું. તો કેવળ "રુદ્ર, રુદ્ર, રુદ્ર, રુદ્ર, રુદ્ર, રુદ્ર, રુદ્ર" આ જ કર્યા કરતા. બધો ટાઈમ એમનો પછી એમાં ગયો. તેના પછી એમનો પુત્ર આવ્યો, એમનો પુત્ર આવ્યો. બધાય એક પછી એક આવ્યા. કુમારપાળ આવ્યો, પછી છેવટે જયસિંહ કરીને આવ્યો એમનો પુત્ર પાછો. ત્યારે હેમચંદ્રાચાર્ય જે હતા, મહાન જે જૈન મુનિ છે જેમણે "સિદ્ધ હેમ" નામનું પુસ્તક લખ્યું, તો તે વખતે તેને હાથી પર બેસાડી એ પુસ્તકને પણ સ્થાપિત કરી અને પછી એમનું બહુમાન કરવામાં આવ્યું હતું.
તે વખત કેટલું અદભુત પુસ્તક! "સિદ્ધ હેમ" એનું નામ. સિદ્ધરાજનું નામ આપ્યું સિદ્ધ અને ત્યાં હેમચંદ્રાચાર્યનું હેમ. એવી રીતના પુસ્તક. એ સિદ્ધરાજે રુદ્ર માળની રચના કરાવડાવી. એ રુદ્રમાળની વાત છે, પણ તેના મૂળની અંદર પછી તો એ ધ્વંસ થઈ ગયો આ તે બધી એ બધી બાબતો તમે જાણતા જ હશો. પણ એના મૂળમાં વાત આ હતી કે તે રાજા એટલે જયસિંહના દાદા કે પરદાદા કોઈક હતા, તે આવી એક ગુફાની અંદર ગયા અને બસ પછી જ્યારે એ પાછા આવ્યા ત્યારે બસ એમણે "રુદ્ર, રુદ્ર, રુદ્ર, રુદ્ર, રુદ્ર" બસ આ જ ચાલ્યા કરતું. એમને બોલવા ચાલવાનું બધું બંધ થઈ ગયું હતું અને પછી એમણે દેહ ત્યાગ કર્યો.
તો વાત આ છે. રુદ્ર એકવાર પ્રજાપતિ બ્રહ્માએ પીપલાદ ઋષિએ પ્રશ્ન કર્યો કે, "હે ભગવાન, એ જણાવવાની કૃપા કરો કે બ્રહ્મા, વિષ્ણુ અને શિવમાં સર્વશ્રેષ્ઠ દેહ એટલે કે પૂજ્ય કોણ છે?" ત્યારે પ્રજાપતિ બ્રહ્માએ એમને જવાબ આપ્યો કે, "પીપલા, હું જે કહું છું તે ધ્યાનથી સાંભળ. પણ એ પરમેશ્વરને બહુ પુણ્ય કરીને જ પ્રાપ્ત કરી શકાય છે. જેના અંગમાંથી હું જન્મ્યો, એમને મોહવશ મુખ્ય દેવતા વિષ્ણુ, ઇન્દ્ર અને સુરેન્દ્ર પણ જાણી શકતા નથી. એ જ પ્રભુ સર્વપ્રથમ બ્રહ્માજીને ધારણ કરે છે. નાભિ કમળથી એ જ વર્ણ કરવા યોગ્ય છે. એ જ પ્રભુ છે, પિતા છે, શ્રેષ્ઠ છે અને એ જ વેદોના પ્રથમ પ્રેરક પરમેશ્વર છે. એ જ બધાના પ્રભુ તેમજ દેવતાઓના પણ પિતા છે. તેઓ મારા અને વિષ્ણુના પણ પિતા છે. એ જ અંતિમ સમયે મહાપ્રલય વખતે સંપૂર્ણ વિશ્વનો વિનાશ કરે છે. એ દેવને નમસ્કાર.
તેઓ એકલા નિયામક, શ્રેષ્ઠ અને વરિષ્ઠ છે. તે દેવને નમસ્કાર."
એ મહાબળવાન મહેશ્વરે શિવનું ઘોર રૂપ ધારણ કરી અને નૃષિને માર્યો. આ એક અલંકારિક ઉક્તિ છે. પૂર્વતાપીનની ઉપનિષદમાં સૃષ્ટિ સર્જનના પરાક્રમ માટે અવતરિત પરમેશ્વરના પ્રવાહને નૃષિ વિશેષણ આપવામાં આવ્યું છે. આ ઉપનિષદના ક્રમાંક ૩૦ નંબરના મંત્રમાં જીવને સર કહેવામાં આવ્યો છે અને સરભને મુક્તિદાતા કહેવામાં આવ્યો છે. એટલે મુક્તિદાતાનો પુરુષાર્થ જીવન પુરુષાર્થને વિદારણ કરી નાખે. માણસ જે જીવવા માટે આમ સતત પુરુષાર્થ કરે, તો મુક્તિદાતાનો પુરુષાર્થ છે એ જીવનના પુરુષાર્થને વિદેણ કરી નાખે છે. અને જીવના મુક્તિકાળ તથા સૃષ્ટિના પ્રલયકાળમાં આ ઘટિત થાય છે. એટલા માટે કહેવામાં આવે છે કે શિવે રુદ્ર સ્વરૂપે નૃષિને માર્યો. નૃષિ છે એ જીવનનો પ્રવાહ છે. નરસિંહ સર્વેશ્વર ભગવાન રુદ્રે જ્યારે વિષ્ણુનો પગ પકડીને હરણ કર્યું, એ સમયે બધા દેવો એમને પ્રાર્થના કરી કે, "હે પુરુષોત્તમ, વિષ્ણુ પર દયા કરો, કૃપા કરો.
એમનો વધ ના કરશો. આપનો જય હો!" ત્યારે પોતાના તીક્ષ્ણ નખથી વિષ્ણુને એ ભગવાન રુદ્રે ચીરી નાખ્યા. એ સમયે ચર્માંબર એટલે કે ચર્મ વસ્ત્ર ધારણ કરનારા એ મહાવીર રુદ્ર વીરભદ્ર કહેવાયા. પછી તે સ્વરૂપ આખું અલગ થઈ ગયું અને પછી એ વીરભદ્ર કહેવાયા. આ રીતે એક રુદ્ર ભગવાન જ બધી સિદ્ધિઓ આપનારા અને બધાના પૂજ્ય છે. જેમણે બ્રહ્માંડના પાંચમાં મુખને પણ સમાપ્ત કરી નાખ્યું હતું, તેમને હું નમસ્કાર કરું છું. જે પોતાના લલાટના અગ્નિથી સંપૂર્ણ સંસારને...
બાળી નાખે છે અને ફરીથી સૃષ્ટિ રચીને તેની રક્ષા પણ કરે છે, એ રુદ્ર ભગવાનને હું નમસ્કાર કરું છું. મંત્રો બહુ અદભુત છે: "તસ્મે રુદ્રાય નમો અસ્તુ." આમ, બધું અદભુત છે, ક્યારેક જોજો.
જેમણે પોતાના ડાબા પગથી કાળને મારી નાખ્યો તથા બળતા હલાહલ વિષનું પાન કરી લીધું, એ રુદ્રને પણ નમસ્કાર છે. બધા દેવતાઓને દક્ષના યજ્ઞમાં જેમણે હરાવ્યા, કારણ કે બધા દેવતાઓને તો દક્ષ પ્રજાપતિએ પોતે જે યજ્ઞ કર્યો હતો, તે યજ્ઞની અંદર એમને તો બધાને આપ્યું હતું. એમણે ભવિષ્યમાં જે કંઈ એમનો ભાગ હતો, યજ્ઞ ભાગ, એ બધાને આપ્યો. કેવળ શિવજીને એમણે ઇનવાઇટ પણ નહોતા કર્યા અને ના તો એમનો યજ્ઞ ભાગ આપ્યો હતો, જે એને આપવો જોઈતો હતો. તો એના કારણે શું થયું હતું? તો કે બધા દેવતાઓ જે હતા, તેના સાથે બધા દક્ષિણી તરફ હતા અને એ લોકો જે ભગવાન રુદ્ર હતા, તે વીરભદ્ર અને બધા ત્યાં આગળ પછી એમના ગણો પહોંચી ગયા. જ્યારે જોયું કે સતીનું આવી રીતે દહન થઈ રહ્યું છે, તો તરત જ ત્યાં આગળ પહોંચી ગયા અને પછી એમણે જે તાંડવ શરૂ કર્યું, બધું તો ધ્વંસ કરી નાખ્યો દક્ષનો યજ્ઞ.
એટલે કીધું: "દક્ષ યજ્ઞ વિનાશક લિંગમ તતપ્રણમામી સદાશિવલિંગમ." શિવલિંગ જે શિવત્વ છે, તેની વાત કરે છે.
તેમને હરાવ્યા અને નાગપાસમાં વિષ્ણુ ભગવાનને પણ બાંધી દીધા. જો, જે ભગવાન વિષ્ણુ હંમેશા વાસુકી નાગ પર આવી રીતના શયન કરે છે, તેમને પણ એમણે નાગપાસથી બાંધી દીધા, બંધનમાં મૂકી દીધા. મહાવિષ્ણુની વાત કરે છે, મહાબળશાળી એ રુદ્રને હું નમસ્કાર કરું છું. સૂર્ય, ચંદ્ર અને અગ્નિ જેમના ત્રણ નેત્ર છે, કોના? રુદ્ર ભગવાન. જેમણે ત્રિપુરાસુરને, ત્રણે પુરનો જે અસુરત્વ હતું, તેને કૌતુક માત્રથી સમાપ્ત કરી નાખ્યું હતું. બધા દેવતાઓ જેમની સામે પશુ બની ગયા, અર્થાત્ અધીન થઈ ગયા તથા જેમને પશુપતિની ઉપાધિ મળી, તે રુદ્રને હું નમસ્કાર કરું છું. "તસ્મે રુદ્રાય નમોસ્તુ."
જેઓ વિષ્ણુના મત્સ્ય, કુર્મ, વરાહ, નૃસિંહ, વામન આદિ અવતારોના પ્રવર્તક છે, તેમજ જેમણે ઇન્દ્રને થકવીને પીડા આપી તથા જેમણે કામદેવ અને યમને પણ ભસ્મ કર્યા, અર્થાત્ તેજવિહીન કરી નાખ્યા, એ ભગવાન રુદ્રને નમસ્કાર કરું છું. આ રીતે દેવતાઓએ અનેક રીતે પ્રાર્થના કરી અને નીલકંઠ મહેશ્વર પાસે ક્ષમા યાચના કરી, ત્યારે એ પરમેશ્વરે ત્રણેય પ્રકારના પાપ તથા જન્મ, મૃત્યુ, જરા આદિ અનેક પ્રકારના કષ્ટોનો પણ વિનાશ કરી નાખ્યો. આ રીતે દેવતાઓની અનેક પ્રકારની સ્તુતિઓ તેમણે સાંભળી અને સ્વીકારીને આદિદેવ ભગવાન શંકર પ્રસન્ન થયા અને સમસ્ત પ્રજાઓની તેમણે રક્ષા કરી.
જેઓ સમસ્ત પ્રકારની પ્રાર્થનાને યોગ્ય છે, મન અને વાણીથી પર છે, જેમના ચરણારવિંદને પામવાની કામના વિષ્ણુ ભગવાન સ્વયં કરે છે, તે ભગવાન મહેશ્વર વિષ્ણુએ ભક્તિપૂર્વક નમસ્કાર કર્યા. એટલે પછી એ પ્રસન્ન થાય. જ્યાંથી એટલે કે જે બ્રહ્મની અનુભૂતિ કરવા પછીથી મન સાથે વાણી પણ એને ન પામીને પાછી ફરે, એ આનંદ સ્વરૂપ બ્રહ્મનો બોધ કરનાર વિદ્વાન કદી પણ ભયગ્રસ્ત થતો નથી અને કોઈનો ભય રહેતો નથી. નિર્ભય થઈ જાય છે, જેને બ્રહ્મને જાણી લીધો, પૂરું થઈ ગયું કામ. એક કસાદી બીવે નહીં પછી.
પરમાત્મા ચેતના આ જીવાત્માની હૃદય ગુફામાં અણુથી પણ અતિ સૂક્ષ્મ અને મહાનથી પણ અતિ મહાન રૂપે બિરાજમાન છે. નિષ્કામ કર્મ કરનાર તથા શોક રહિત કોઈક વીરલો જ પરમાત્માની અનુકંપાથી એને જોવા શક્તિમાન બને. પરમાત્માની અનુકંપા એની ઉપર થઈ જાય ત્યારે. જેમનું ધ્યાન નિરંતર વશિષ્ઠ, વામદેવ, વિરંચિ (એટલે કે બ્રહ્મા) અને શુકદેવ જેવા ઋષિઓ કરે છે અને સનત, સુજા, સનાતન આદિ ઋષિઓ પણ નિરંતર જેમની સ્તુતિ કરે છે, તેવો જ ભગવાન મહેશ્વર આદિદેવ છે. એ ભગવાન ગિરીશની શક્તિ વિશે કોઈ જાણી શકતું નથી. તે પ્રભુ નિત્ય, સત્ય, બધાના સાક્ષીભૂત, નિરંતર આનંદરૂપ અને નિર્વિકલ્પ રૂપ છે, જે અકથનીય છે. એમના સ્થાન આદિને વિશે આપણે આપણી અવિદ્યાને કારણે માત્ર કલ્પના જ કર્યા કરીએ છીએ, વાસ્તવમાં જાણતા હોતા નથી.
"હે સુવ્રત, એમની માયા મને (એટલે કે બ્રહ્માને) અને વિષ્ણુને પણ મોહાવનારી છે." ભગવાન મહેશ્વરની જે માયા છે તે. એમાંથી બચવાનું ઘણું અઘરું છે. દરેકની માયા હોય ને, દરેકનો પોતપોતાનો પ્રભાવ હોય છે. જેમ એક એક માણસોનો અલગ અલગ પ્રભાવ હોય કે ના હોય? સામાન્ય માણસ આવે એનો પ્રભાવ અલગ પડે, બીજો કોઈ એમ કે સત્તાશીલ વ્યક્તિ આવે, કોઈ ડીએસપી આવે કે કોઈ કલેક્ટર આવે તો એનો પ્રભાવ અલગ પડે, પછી ત્યાં વડાપ્રધાન આવી જાય તો એનો પ્રભાવ અલગ હોય છે, રાષ્ટ્રપતિ આવે તો એનો પ્રભાવ અલગ હોય. એ પ્રમાણે કહે છે કે એમની માયા મને અને વિષ્ણુને પણ મોહાવનારી છે. એમાંથી બચવાનું ઘણું અઘરું છે. એટલે શિવમાયા છે એ વિષ્ણુ માયા અને બ્રહ્મમાયા કરતાં એ બહુ ઊંચી છે, બ્રહ્માજીની માયા કરતાં. પરંતુ એમના ચરણ કમળનું ધ્યાન કરવાથી એ માયા આસનથી પાર કરવા યોગ્ય બને છે.
ચરણ કમળમાં ધ્યાન કરવા યોગ્ય જે પ્રભુના પાદ તમે જોઈ નથી શકતા, તેના તમારે ધ્યાન કરવાનું છે. ભક્તિ વિનમ્ર મૂર્તિ બની પ્રભુને નમસ્કાર જ કરી શકાય, બીજું કંઈ ના થાય એમ. એમના સાથે ટોટલ સરેન્ડર.
તે બ્રહ્મ સ્વરૂપ. બસ, આમ તમે થયા અને અંદર સંપૂર્ણ વિશ્વ સૃષ્ટિને પ્રગટ કરનાર ભગવાન વિષ્ણુ જ છે. પોતાના અંશભૂત પ્રાણીઓની સાથે મારા અંશ સાથે મળીને સંપૂર્ણ જગતનું પાલન એ ભગવાન વિષ્ણુનું કરે. કાળના ક્રમ પ્રમાણે બધું નાશ પામે છે, એ કારણે આ બધું મિથ્યા છે. એ બધાને મહાગ્રાસ રૂપમાં ફેરવનારી સૂળધારી મહાદેવને, કૃપા કરનાર મહેશ્વર રુદ્રને નમસ્કાર છે. જે ભગવાન વિષ્ણુને ચાર આહુતિઓ અને ફરીથી બે આહુતિઓ સમર્પિત કરવામાં આવે છે, તે ભગવાન વિષ્ણુ પણ મારા પર પ્રસન્ન થાવ. બ્રહ્મને અર્પણ.
કરાયેલું હવિ જ બ્રહ્મ છે. અર્પણ કરાયેલું હવિ જે છે, તે બધું બ્રહ્મ છે. તે હવિને બ્રહ્મરૂપ કર્તા દ્વારા બ્રહ્મરૂપ અગ્નિમાં હવન કરવામાં આવે છે. આ આહુતિ આપવી એ પણ બ્રહ્મ જ છે. આ કારણે સમાધિસ્થ યોગી માટે એકમાત્ર બ્રહ્મ જ પ્રાપ્ત કરવા યોગ્ય છે.
હવે મંત્રોચ્ચાર ગ્રહણ કરો: "ૐ બ્રહ્માર્પણં બ્રહ્મ હવિર્બ્રહ્માગ્નૌ બ્રહ્મણાહુતમ્, બ્રહ્મૈવ તેન ગન્તવ્યં બ્રહ્મકર્મસમાધિના." આ મંત્ર સ્વયં ભગવાન હરિ, જેમના અંગોમાં નિયમિત પ્રકાશમાન છે, એ જીવ જ સર્વસ્વ છે. આ કારણે જ મુક્તિ આપનાર બ્રહ્મ જે છે, તે સર્વવ્યાપક છે. દેવતા પણ જેમની માયા, મમતા આદિથી વિમોહિત થઈ જાય છે, તેમના મહિમા વિશે થોડું પણ કહી શકવા કોણ સમર્થ બની શકે છે?
જે પરાત્પર બ્રહ્મ છે, હરિ તેનાથી પણ પર છે અને હરિથી પણ પર ઈશ છે. એટલે તેમના જેવું, તેમનાથી મોટું કોઈ નથી. અહીં સૃષ્ટિ અને તેના નિયામક ઘટકોને પાંચ ક્રમમાં વ્યક્ત કરવામાં આવ્યા છે. પાંચ પૂર્ણતાનું પ્રતીક છે. સૃષ્ટિના પાંચેય ઘટકો મળવાથી પૂર્ણતા આવે છે, વિકાસનો ક્રમ પૂર્ણ થાય છે. એટલે પાંચ તત્ત્વોમાંથી નિર્માયેલ જગત પ્રપંચ ક્ષર એટલે કે નશ્વર કહેવાય છે. એનાથી પર હોય તે શ્રેષ્ઠ ઈશ્વર છે, તે અનશ્વર છે, એટલે નાશ પામતા નથી. આ પરથી પણ પર બ્રહ્મ છે, જે સર્વાધિક વિસ્તારયુક્ત છે. તેનાથી પણ પર હરિ છે, પાપ અને દોષોને દૂર કરનારા અને એનાથી પણ પર ઈશ છે, એટલે કે બધા પર શાસન કરનારા. આ રીતે સૃષ્ટિ અને તેના નિયામકોનો આ ક્રમિક વિકાસવાળા પાંચ ક્રમ ઉપક્રમ અહીંયા આગળ પ્રસ્તુત છે.
સરપંચ હોય, મામલતદાર હોય, મામલતદારની ઉપર કલેક્ટર હોય, વચ્ચે પાછા ડેપ્યુટી કલેક્ટર હોય, પણ કલેક્ટર હોય, એ કલેક્ટર જે હોય તે પાછા ફરી તેના ઉપર પણ બધા લાગે. એને મુખ્ય પ્રધાન જે આવે છે તે છેવટે રાષ્ટ્રપતિ તકે સર્વોચ્ચ બધા એને સલામ. આવી રીતના તો શાસન કોનું એ મુખ્ય બાબત છે. તો કે ઈશનું શાસન. એટલા માટે કીધું: "ઈશા વાસ્યમિદં સર્વં યત્કિંચ જગત્યાં જગત્." ઈશનો વાસ સર્વત્ર છે, એટલે એનું શાસન બધે જ છે અને એને બધા માને છે.
આગળ કહે છે કે તેવા શિવ જ એકમાત્ર નિત્ય છે, બાકી બધું મિથ્યા છે. એટલે વિષ્ણુ આદિ બધા દેવ-દેવતાઓ સિવાય એકમાત્ર બંધન, સંસારરૂપી બંધનથી મુક્ત કરનાર ભગવાન શિવનું ધ્યાન કરવું જોઈએ. સંસારના બંધનથી મુક્ત કરનારા તથા બધાને કોળિયા બનાવનારા, એટલે કે પ્રલયની સ્થિતિમાં બધાને શોષી લે છે પોતાની અંદર શિવજી, એટલા માટે એમને ગ્રાસ કરા બનાવનારા કીધા. એ ભગવાન મહેશ્વરને હું નમસ્કાર કરું છું. એને ક્યારેક રુદ્ર કહીએ છીએ, ક્યારેક મહેશ્વર કહીએ છીએ અને ક્યારેક પરબ્રહ્મ, પરાત્પરબ્રહ્મ, પરમાત્મા કહીએ.
પીપલાદ ઋષિ દ્વારા પ્રાપ્ત કરાયેલા આ મહાશાસ્ત્રને બધાને ન આપવું જોઈએ. કૃતઘ્ન, નાસ્તિક અને દુષ્ટવૃત્તિવાળા દુરાત્મા, દંભી, અસત્ય ભાષી, શઠ અને નૃશંસને આ શાસ્ત્ર ન આપવું. જે સાચો ભક્ત હોય, જેની વૃત્તિ શુદ્ધ હોય, સુશીલ હોય, ગુરુ ભક્ત હોય, સારા સંકલ્પવાળા હોય, સંયમિત જીવનવાળા છે, ધર્મ બુદ્ધિ છે, શિવ ભક્તિ છે અને બ્રહ્મ કર્મમાં મન લગાડનાર છે તથા સ્વયંમાં ભક્તિ રાખનાર હોય, કૃતઘ્ન ન હોય, એવા સાધકને આનો ઉપદેશ આપવો જોઈએ. તમને પ્રાપ્ત થયું છે તે બતાવે છે કે તમે અધિકારી છો, તો અધિકારનો ઉપયોગ કરજો, દુરુપયોગ ન કરતા. એ જો ન મળે તો પેપલાદ શાસ્ત્રની રક્ષા કરો, પણ કોઈને ના આપશો.
આ પેપલાદ મહાશાસ્ત્રને જે પોતે વાંચે છે, આ મહાશાસ્ત્ર કહેવાય છે, એ જે પોતે વાંચે છે તેમજ દ્વિજોને શ્રવણ કરાવે છે, એ જન્મ-મરણ રૂપી બંધનોમાંથી છૂટી જાય છે. મારું તો થઈ ગયું કામ. આને જાણનાર અમૃત તત્ત્વને પ્રાપ્ત કરી ગર્ભવાસથી મુક્તિ પ્રાપ્ત કરી લે. આને જાણનાર, તમે જાણી લીધું મુક્તિ. આનો પાઠ કરનાર સ્વર્ણ ચોરીનો પાપ, સુરાપાન, બ્રહ્મ હત્યા તેમજ ગુરુપત્ની ગમન જેવા મહાપાતકોથી મુક્ત થઈને ભૂતકાળમાં કોઈ કાળે ક્યાંય પણ આવું કશું બધું થયું છે, તો એની જે અંદર સ્મૃતિ બોજારૂપે રહેલી હશે ઊંડે ઊંડે, તે આ શ્રવણ કરવા માત્રથી ઇરેઝ આઉટ થઈ જાય છે એમ કે. એવી રીતે તમે પાપથી મુક્ત થાવ છો અને બધા વેદોના પાઠનું ફળ પ્રાપ્ત થાય છે. બધા મહાપાતક અને ઉપપાતકોથી પણ મુક્ત થઈને નિર્મળ થઈ જાય છે. એનાથી છુટ્ટી એટલે કે શિવનો એ આશ્રિત થઈ જાય છે.
શિવ એને પછી આશ્રય આપે છે અને શિવને સતત પ્રિય રહે છે. શિવ સાયુજ્ય પ્રાપ્ત કરે છે. એ ફરીથી જન્મ ધારણ કરતો નથી. એ બ્રહ્મરૂપ થઈ જાય છે. ધ્યાને ગ્રહણ કરે છે, વાંચે છે, શ્રવણ કરે છે, આત્મસાત કરે છે, એ છેવટે શું થાય છે? બ્રહ્મ સ્વરૂપ થઈ જાય.
આ રીતે બ્રહ્માજી દ્વારા કથિત એવું આ ઉપનિષદ અહીં છે. "ૐ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે, પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ."
આ લખાણ AI દ્વારા તૈયાર થયું છે. શંકા હોય ત્યાં મૂળ પ્રવચન સાંભળી ખાતરી કરવી.