અનંતની યાત્રાAnant ni Yatra
૧૦૮ ઉપનિષદ સિરીઝ · 108 Upanishad Series

ઉપનિષદ સિરીઝ · વિડિયો ૨૬

વિડિયો ૨૬

લેખ ૨૨ / ૧૪૯ · 25 મિનિટ વાંચન · વિડિયો જુઓ ↓

પરબ્રહ્મ પરમાત્માને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. સર્વે તીર્થંકર સાહેબોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. વર્તમાન તીર્થંકર શ્રી સીમંધર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. ભગવાન સદાશિવને, માં પાર્વતી અને તેમના મહાકાળી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી સ્વરૂપો સહિત અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. આદિ નારાયણને, શ્રી લક્ષ્મી સર્વે અત્યંત ભક્તિપૂર્વક છું. પ્રજાપિતા બ્રહ્માજીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર છું. ચાર સનતકુમારો, સાત ચિરંજીવી, સપ્ત ઋષિ અને 14 મુનિઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. ભગવાન ધન્વંતરી અને કુમારોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર છું. દસે દિશાના દિગપાળોને તેમજ ભગવાન કાળને અત્યંત ભક્તિપૂર્વક છું. પાંચ તત્વોને તેના અધિદેવો સહિત અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું.

અનંતા અનંત બ્રહ્માંડોના જીવ માત્રમાં રહેલા પરબ્રહ્મ પરમાત્માને નિશ્ચયથી અત્યંત ભક્તિપૂર્વક છું.

આપ સૌનું આહ્વાહન કરું છું. આપ આવો, પધારો. અમને સૌને આત્મજ્ઞાન ઉપજાવો. અમારી સૌની ઉપર કૃપા કરો. અમને આ જ ક્ષણે બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત થઈ જાય, પ્રગટ થઈ જાય એવી રીતે તમામ પ્રતિબંધો તોડીને અમને મોક્ષની અંદર સ્થાપિત કરી દો. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ.

આજે આપણે ઉપનિષદની શરૂઆત જે કરીએ છીએ તે જાબાલો ઉપનિષદ છે. તે શુક્લ યજુર્વેદ સાથે સંબંધિત છે. એમાં કુલ છ ખંડ છે. પ્રથમ ખંડમાં ભગવાન બ્રહસ્પતિ અને યાજ્ઞવલ્ક્યનો સંવાદ છે, જેમાં પ્રાણવિદ્યાનું વિવેચન કરવામાં આવ્યું છે. યાજ્ઞવલ્ક્યે પ્રાણનું સ્થાન બ્રહ્મ સદન તથા દેવ યજનનું એકમાત્ર સ્થાન કે જેને અવિમુક્ત બ્રહ્મરંધ્ર કાશી કહેલ છે, ત્યાં રુદ્રદેવ હાજર રહીને અંતિમ ક્ષણોમાં (આ અંતિમ ક્ષણો એટલે દેહ ત્યાગની અંતિમ ક્ષણની વાત નથી. આ અંતિમ ક્ષણ એટલે બ્રહ્મ પ્રવેશ પહેલાની જે ક્ષણ છે, તે છેલ્લી સંસારી ક્ષણની વાત છે અને બસ પછી આપણો સીધો બ્રહ્મની અંદર પ્રવેશ થઈ જાય છે) એ અંતિમ ક્ષણની વાત કરે છે. તે સમયે રુદ્ર દેવ હાજર રહીને આપણને તારક બ્રહ્મનો ઉપદેશ આપે છે અને જીવને વિમુક્ત કરી દે છે.

બીજા ખંડની અંદર અત્રિમુનિ (દત્તાત્રેય ભગવાનના પિતાશ્રી) અને યાજ્ઞવલ્ક્યનો સંવાદ છે, જેમાં અવિમુક્ત ક્ષેત્રને ભ્રુકુટી મધ્યમાં બતાવેલ છે. તેની ઉપાસનાથી પ્રાપ્ત જ્ઞાનના આધારે બીજાને આત્મજ્ઞાનનો ઉપદેશ આપવો સંભવ છે.

ત્રીજા ખંડમાં યાજ્ઞવલ્ક્ય દ્વારા અમૃત તત્વ પ્રાપ્તિનો ઉપાય દર્શાવવામાં આવેલ છે. એ ઉપાય છે શતરુદ્રિયનો જપ. સાધક એનાથી મૃત્યુ પર વિજય મેળવી લે છે.

ચોથા ખંડમાં વિદેહરાજ દ્વારા સન્યાસના સંબંધમાં પૂછવામાં આવતા ઋષિ યાજ્ઞવલ્ક્યે સન્યાસ ગ્રહણ કરવાનો ક્રમ, તેની વિધિ વ્યવસ્થા, તેના કરણીય કૃત્ય વગેરેનું વર્ણન કર્યું છે.

પાંચમાં ખંડમાં ફરીથી અત્રિએ સન્યાસીને ઉપવિત, યજ્ઞોપવિત, વસ્ત્ર, મુંડન, ભિક્ષા વગેરે વિષયો પર માર્ગદર્શન આપેલ છે, જેનો નિષ્કર્ષ છે કે સન્યાસીએ મન વાણીથી પૂર્ણ થયા વિષય વિકારથી દૂર રહેવું જ જોઈએ.

છઠ્ઠા ખંડમાં પ્રસિદ્ધ સન્યાસીઓ સંવર્તક, આરુણી, શ્વેત કેતુ, દુર્વાસા, રૂભુ વગેરેના આચરણની સમીક્ષા કરવામાં આવી છે અને અંતમાં દિગંબર પરમહંસનું લક્ષણ આપેલ છે.

"ૐ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણ મુદચ્છતે, પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવા વશિષ્યતે. ૐ શાંતિ શાંતિ શાંતિ."

તે પૂર્ણ છે, તે હું છું, તે જ આપણે છીએ. હવે આપણે પૂર્ણમાં પ્રવેશ કરીએ.

"અખંડ મંડલાકારમ વ્યાપ્તમ યેન ચરમ ચરમ, તત્પદમ દર્શિતમ યેન તસ્મય શ્રી ગુરુવે નમઃ. ચૈતન્યમ શાશ્વતમ શાંતમ વ્યોમાપીતો નિરંજનમ, બિંદુ નાદ કલાતીતમ તસ્મય શ્રી નમઃ."

જે પરમ તત્વ છે તે જ ગુરુ તત્વ છે. એ પરમ તત્વ જ્યારે ઉપદેશ આપવા સમર્થ બને છે, સક્રિય બને છે ત્યારે તે ગુરુ તત્વ તરીકે ઓળખાય છે. વાસ્તવમાં પરમ તત્વ એ જ ગુરુ તત્વ છે. ભાવના કરો કે તે હું જ છું.

ભગવાન બ્રહસ્પતિએ ઋષિ યાજ્ઞવલ્ક્યને પૂછ્યું કે, "પ્રાણનું કયું સ્થાન છે? ક્ષેત્ર શું છે પ્રાણનું? ઇન્દ્રિયોના દેવ યજનનો શું અભિપ્રાય છે?"

ઇન્દ્રિયોના દેવ યજનનો. ઇન્દ્રિયો જે છે તે દરેકના દેવ છે. આપણે ગઈકાલે પણ જોયા હતા, દરેક ઇન્દ્રિયોના દેવો છે. એનું વર્ણન આવતું હોય છે. તો એમનું પૂજા શા માટે કરવાની છે? આપણને શા માટે વાળી ખબર પડી જાય તો પછી આપણા જિંદગીમાં ક્યારેય ભૂલ થાપ ખાતા નથી અને જે કરવા યોગ્ય છે, જે આપણું કર્તવ્ય છે તેને આપણે સારી રીતે કરી શકતા હોઈએ છીએ.

યાજ્ઞવલ્ક્ય ઋષિએ ઉત્તર આપતા કહ્યું, "સમસ્ત પ્રાણીઓનો બ્રહ્મ સદન શું છે તેના વિશે હવે તમને કહું છું. અવિમુક્ત, જે મુક્ત નથી તે, એવા પ્રાણનું ક્ષેત્ર છે. એને જ ઇન્દ્રિયોનું દેવ યજન કહેવામાં આવે છે અને એ જ સમસ્ત પ્રાણીઓનું બ્રહ્મ સદન છે."

મુક્ત થઈ ગયો, કામ પૂરું થઈ ગયું. એ બ્રહ્મમાં પ્રવેશ પામી ગયો છે. પરંતુ જ્યારે એ દેહાધ્યાસમાં છે, સંસાર ભાવમાં છે, ઇન્દ્રિયોના ભાવમાં છે, તેવા સમયે એ ઇન્દ્રિયોના દરેકના દેવો છે અને એ દેવોમાં પ્રાણનું સ્થાપન કરવું તેને દેવ યજન કહેવામાં આવે છે. એટલે કે પાંચ જ્ઞાનેન્દ્રિયો અને પાંચ કર્મેન્દ્રિયો બધાને દિવ્યતા અર્પવવાનું કામ છે. પ્રાણ આપવાની સાથે સાથે દિવ્ય ભાવના આપવાની છે. પ્રાણ એ કોઈ સામાન્ય આપણે આવી રીતના લઈએ છીએ, શ્વાસ ને પ્રાણ આવ્યો, પ્રાણ ગયું એ વાત નથી. અહીંયા સાતમાં ગ્રેડના પ્રાણની વાતો થઈ રહી છે, છઠ્ઠા સાતમા ગ્રેડના પ્રાણની. તો એ સમસ્ત પ્રાણીઓનું બ્રહ્મ સદન છે. તેથી કોઈપણ સ્થાને જનારાએ આ જ સમજવું જોઈએ. કોઈપણ સ્થાને એટલે આ દેહની અંદર કોઈપણ જગ્યાએ તમે ધારણા કરો તો તમે શું કરો છો કે આ દેહને દિવ્યતા અર્પો છો એવા ભાવ સહિત તમારે પ્રાણ લેવો જોઈએ અને

એ પ્રાણને ત્યાં આગળ મોકલાવવું તેને જ પૂજન છે. એ પ્રાણની દિવ્ય ભાવનાને ત્યાં સુધી પહોંચાડવાની અને પછી જેમ અમુક લાઇટ હોય છે કે જે શરૂઆતમાં બિલકુલ ધીમી સળગે, જરાક દીવડા જેવું થાય, પણ ધીમે ધીમે ધીમે ધીમે એનો પ્રકાશ પ્રખર થતો જાય અને પછી ખૂબ વ્યાપી જાય રોડ ઉપર. એવી સોડિયમ વેપર લાઇટો બધી હોય છે. તો એવી રીતે આખા પ્રાણનો સંચાર સમગ્ર દેહના સમગ્ર ક્ષેત્રોની અંદર, એક એક સેલમાં, એક એક નાડીઓની અંદર આમ પ્રસરી રહ્યો છે અને સૂર્ય સમાન દેદીપ્યમાન બની રહ્યો છે એવી રીતે એને જાણવું જોઈએ, એવી રીતે એને જોવું જોઈએ અને એવી રીતે એને અનુભવવું જોઈએ.

જ્યારે આ જગતમાં જીવનો પ્રાણ નીકળી જાય છે, જીવનો પ્રાણ ચાલ્યો જાય છે, એ સમયે રુદ્રદેવ તારક બ્રહ્મના સંબંધમાં ઉપદેશ આપે છે જેથી એ જીવ અમૃત તત્વ મેળવીને મોક્ષ પદ મેળવે છે. એટલે પ્રાણીઓ માટે એ ઉચિત છે કે એ હંમેશા અવિમુક્તની ઉપાસના કરતા રહે, એને ક્યારેય છોડે નહીં. એ રીતે ઋષિ યાજ્ઞવલ્ક્ય આ તથ્યને પ્રતિપાદિત કરેલું છે.

ત્યારબાદ અત્રિએ યાજ્ઞવલ્ક્ય ઋષિને પૂછ્યું કે, "આ અનંત અવ્યક્ત આત્માને કઈ રીતે ઓળખી શકાય?"

યાજ્ઞવલ્ક્ય કહ્યું, "એનું જ્ઞાન મેળવવા માટે અવિમુક્તની જ ઉપાસના કરવી જોઈએ, કારણ કે અનંત અને અવ્યક્ત આત્મા અવિમુક્તમાં જ રહેલો છે. જે અવિભક્ત છે, અવિમુક્ત છે, ત્યાં જ છે. એટલે તેની ઉપાસના કરવી જોઈએ."

"તો કહે છે કે આ અવિમુક્ત ક્યાં રહેલું છે?" એવું પૂછતા ઋષિએ કહ્યું કે, "આ વર્ણા અને નાસીની મધ્યમાં બિરાજમાન છે."

ફરી પૂછ્યું, "આ વર્ણા અને નાસી શું છે?"

ઋષિએ કહ્યું, "સમસ્ત ઇન્દ્રિયો – પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિયો – દ્વારા કરવામાં આવેલા પાપો, દોષોનું જે નિવારણ કરે છે તે વર્ણા છે. 'વરણ કરું છું' બોલીએ છીએ ને? વર્ણા, વરણ કરું છું. અથવા તથા જે સમસ્ત ઇન્દ્રિયો દ્વારા કરવામાં આવેલા પાપોનો નાશ કરે છે તેને નાસી કહેવામાં આવે છે. સમસ્ત ઇન્દ્રિયો દ્વારા થયેલા પાપોનો નાશ કરે છે તેને નાસી કહેવામાં આવે છે." એટલે વર્ણ અને નાસીનો અહીંયા આગળ ડેફિનેશન સ્પષ્ટ થઈ.

ફરી એમને પૂછ્યું કે, "ભઈ, એમનું સ્થાન શું છે? વર્ણ અને નાસિક વિશે તો તમે મને કહી દીધું, પણ ક્યાં છે કે બે?"

ત્યારે કહે છે, "ભ્રુકુટી અને નાસિકાનું જોડાણ સંધિ સ્થાન એ જ એનું સ્થાન છે. એને જ આ દિવ્યલોક અને પરલોકનું સંગમ સ્થળ પણ કહેવામાં આવે છે. બ્રહ્મવિદ્ આ સંધિ સ્થળ ભ્રુ-ઘ્રાણ સંધિની ઉપાસના કરે છે. તેથી એ અવિમુક્ત જ ઉપાસ્ય છે."

આ રીતે અવિમુક્તની ઉપાસનાના ફળ સ્વરૂપ જેણે જ્ઞાન મેળવી લીધું છે એ જ બીજાના આત્માના સંદર્ભમાં ઉપદેશ કરવામાં સમર્થ છે. બીજાના આત્મામાં અહીંયા આગળ આત્મા જાણે કે તારો પૃથક છે, મારો પૃથક છે એવી રીતે વાત કરવામાં આવે છે. જે કરનારો છે તેને તો ખબર છે કે આત્મા ચૈતન્ય છે, એક છે, અખંડ છે, અવિનાશી છે, અવિભક્ત છે. પણ પેલાના અંદર હજી એ ભાવ રહેલો છે કે મારો આત્મા, એટલે એને એવી રીતે સમજાવવા માટે સહેજ નીચે આવીને આગળ વાત કરે છે.

"તું ક્યાં છે? તો કે તારું અહીંયા આગળ તું ધ્યાન આપીશ. આજ વર્ણા અને નાસીનું સ્થાન છે અને આજ કાશી પણ કહેવાય છે. દેહમાં રહેલું વારાણસી. આ કરવાથી ટ્રેનોમાં, બસમાં, ગાડીઓમાં, પ્લેનમાં જે લાભ મળે છે એના કરતાં અહીંયા એક વખત આપણે આમ સ્થિરતા પ્રાપ્ત કરી લીધી તો એ વધારે ફળદાયી."

ત્યારબાદ બ્રહ્મચારી ઋષિઓએ ઋષિ યાજ્ઞવલ્ક્યને પૂછ્યું કે, "કોના જપ કરવાથી અમૃત તત્વ પ્રાપ્ત કરી શકાય છે?"

ત્યારે ઋષિએ કહ્યું, "શત રુદ્રીય જપ દ્વારા અમૃતત્વ મળે છે. એના દ્વારા એ સાધક મૃત્યુ પર વિજય મેળવી શકે છે."

હવે પ્રશ્ન થશે, "આ શત્રુદ્રીય શું છે?" આગળ ઉપર ક્યાંક આવે એટલે આપણે કહીએ.

તો એક વખત વિદેહરાજ જનકે ઋષિ યાજ્ઞવલ્ક્ય પાસે પહોંચી જઈને સવિનય કહ્યું, "હે ભગવાન, મને સન્યાસની બાબતમાં બતાવો."

ત્યારે ઋષિએ કહ્યું કે, "સૌથી પહેલાં બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું જોઈએ. નિરંતર બ્રહ્મમાં ચરણ કરવું. તમામ વૃત્તિઓને સંકેલીને, સંકોરીને કેવળ બ્રહ્મમાં સ્થાપિત કરીને બસ ત્યાં રહેવું તે ઊંચામાં ઊંચું બ્રહ્મચર્ય છે. મન, વચન, કાયા ગમે તે કરતા હોય, ધ્યાન જો ત્યાં છે એ બ્રહ્મની અંદર, તો તમે બ્રહ્મના ચરણમાં છો." આ સૌથી ઊંચામાં ઊંચી વાત કહેલી છે. સૌથી ઊંચામાં ઊંચું બ્રહ્મચર્ય આ જ છે.

પ્રશ્ન થશે કે, "એ બુક કેવી રીતે તમે રહી?"

તો જુઓ, પાંચ મિનિટ, પાંચ મિનિટ સુધી કોઈ સ્ત્રીનો કોઈ પુરુષને, કોઈ પુરુષને કોઈ સ્ત્રીનો વિચાર સુદ્ધાં નહીં આવે. પાંચ મિનિટ શરૂઆત કરો એટલે પહોંચી જશો. એનો જેવો બ્રહ્મનો સ્પર્શ થવાનો શરૂ થાય ને એટલે બધું સંસાર આખો આમ બધો ખરી પડે. ગઈકાલે આપણે વાત કરી હતી કે આ કર્મોના પણ કણો છે સૂક્ષ્મ. જેમ આમ કરીને પાવડર ઉડાડીએ અને જેવી રીતના સ્થિતિ થતી હોય છે એવી રીતે આ કર્મના કણો બધા જે છે શરૂઆતમાં ન્યુટ્રલ હોય છે. પણ જ્યારે કોઈ ભાવના ભાવે છે કે મારે આ જોઈએ એટલે એ પ્રકારની ભાવના વાળી વસ્તુઓને ભેગી કરે છે પોતાની અંદર. એને એ ઝીપ ફાઈલ બની જાય છે અને અંદર એના કોઈ ચક્રમાં, કોઈ સ્થાનમાં, કોઈ અવયવોમાં, કોઈક જગ્યાએ જઈને એ ગોઠવાઈ જાય છે એનું કારણ શરીરની અંદર. હવે એ કારણ બની ગયું એટલે પછી ક્યારેક ને ક્યારેક કાર્ય તો થશે, થશે ને થશે જ, જ્યાં સુધી વ્યક્તિ સભાનતાપૂર્વક એનો નાશ ના કરી નાખે ત્યાં સુધી.

સાયકોથેરાપીની અંદર આપણને EFT (ટેપિંગ) કરવાનું શીખવાડ્યું હતું. પ્રક્રિયા એ જ છે, પણ ઈવીથી પણ ઉપર કંઈ હોઈ શકે, આગળ કંઈ હોઈ શકે. શું? તો કે બ્રહ્મ. બ્રહ્મનો પાવર એવો જબરજસ્ત છે કે જેને અડે એને પવિત્ર કરી નાખે. જેને પણ એનો સ્પર્શ થાય એને પોતાનામાં સમાવિષ્ટ કરી લે છે. એવું અદભુત બ્રહ્મ છે. એટલે એને કહેવામાં.

આવે છે, અદ્વિતીય છે. તો પહેલા બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું જોઈએ. 'પ્રી-કન્ડિશન' એને પૂર્ણ કરી અને ગૃહસ્થ બનવું જોઈએ. અગર વિષયોથી વિરક્ત થઈ જાય તો બ્રહ્મચર્ય, ગૃહસ્થ અને વાનપ્રસ્થ એમ કોઈપણ આશ્રમ પછી પ્રવજ્યા અર્થાત સન્યાસમાં પ્રવેશ કરી શકાય છે. સન્યાસ એટલે સંસાર ભાવનો ત્યાગ કરવો, તેને સન્યસ્ત કહેવાય.

આ રીતે જો વ્રતિ હોય કે અવ્રતી, સ્નાતક હોય કે અસ્તક, સ્ત્રીનું મૃત્યુ થઈ ગયા પછી અગ્નિ ગ્રહણ કરીને ત્યાગ કર્યો હોય અથવા અગ્નિ ગ્રહણ કરીને સંસ્કાર ન કરવામાં આવ્યા હોય, એવી ગમે તેવી સ્થિતિમાં મન જ્યારે સંપૂર્ણ વિરક્ત બની જાય છે, ત્યારે પ્રવજ્યા અર્થાત સન્યાસ ગ્રહણ કરી લેવો જોઈએ. "તક ચૂકવાની નહીં," એમ કહે છે. આવા અવસર પર કેટલાક લોકો પ્રજાપત્ય ઈષ્ટિ કરે છે, પરંતુ એવું કરવું જોઈએ નહીં. એમણે આગ્નેય ઈષ્ટિ કરવી જોઈએ, કારણ કે અગ્નિ જ પ્રાણ છે. પ્રાણાગ્નિ: પ્રાણમાં અગ્નિ જ્યારે ઉમેરાશે, ત્યારે પછી એ બહુ જ પાવરફુલ બની જતો હોય છે. સામાન્ય પ્રાણ રહેતો નથી, પછી ત્રીજા ગ્રેડનો પ્રાણ થવાનો શરૂ થતો હોય છે. એની ઈષ્ટિ કરવાથી પ્રાણાભિવર્ધન થાય છે. પ્રાણની અંદર અગ્નિનું સ્થાપન કરવાથી પ્રાણની પ્રબળતા વધી જાય છે.

ત્યારબાદ ત્રિધાતુ ઈષ્ટિ કરવી જોઈએ. એટલે કે સત્વ, રજ અને તમ એ ત્રણ ધાતુઓ છે. સત્વ એ શુક્લ વર્ણ છે, રજ એ લોહિત વર્ણ છે અને તમ એ કૃષ્ણ વર્ણ છે. આ ત્રણેયની ઈષ્ટિઓ કર્યા પછી મંત્રથી અગ્નિનું અવધારણ કરવું જોઈએ: "હે અગ્નિ, કેવી રીતે પ્રાણ સામાન્ય કારણ સ્વરૂપ છે? કારણ કે આપની ઉત્પત્તિ આ પ્રાણથી થઈ છે. હે અગ્નિ, આપ તો પ્રાણને પણ દગ્ધ કરનારા છો, તેને બાળનારા છો. આ પ્રકાશ અને વૃદ્ધિને આપ પ્રાપ્ત કરનારા છો. આપ અમારી પણ વૃદ્ધિ કરો. જે અગ્નિની યોનિ એટલે કે અગ્નિનો ઉત્પાદક છે, એ પ્રાણ છે. તેથી હે અગ્નિદેવ, આપ એ પ્રાણમાં પ્રવેશ કરો."

"અગ્નિદેવમ આવાહયામી" કરીને પછી એને પ્રાણની અંદર "સ્થાપયામી" એમ કહેવાનું. એમ કહીને એમને આહુતિ આપવી જોઈએ. આહુતિ આપવાનો અર્થ એ છે કે સન્માનપૂર્વક તમે એમને સ્થાપિત કરો. અગ્નિદેવને બોલાવીને તમે જો કામ આપો છો, ખરેખર તો "દેવ, તમે મારું આ કામ કરી આપો." "સંકલ્પેન સમર્પિતમ." સંકલ્પ કરવાથી શું થાય છે? જો દેવોને પણ દોડતા આવવું પડે છે. જે સંકલ્પ છે, એ જ મંત્ર છે. મંત્ર શું છે? સંકલ્પ છે. એનાથી તમે દેવોને પણ બોલાવી શકો છો. જે એક ઉચ્ચ સ્તરની ચેતના જ્ઞાય પણ એ પણ બદ્ધ સ્થિતિમાં છે. મનુષ્ય એક જ મુક્ત થઈ શકે એવું છે. એમ કહીને આહુતિ આપવાની: "અગ્નિદેવમ આવાહયામી ૐ અગ્નેય સ્વાહા ઇદમ ન મમ." "આ મારું નથી, આ બધું તમને હું સમર્પણ કરું છું." એમ કરીને બધું આપી દેવાનું. અહીંયા આગળ આપણે પ્રાણ આપીએ છીએ. સો પ્રાણનો અગ્નિમાં હવન કરવાનો એમ કહે છે.

આમ આમ કરે રાખીએ કલાકો સુધી તો કંઈ મેલ પડતો જ દેખાતો નથી. એનું કારણ એ છે કે જો સાચી પદ્ધતિ જાણતા નથી, તો એનું સાચું પરિણામ પણ આવતું નથી. દાખલાની જો ગણવાની રીત ખોટી હોય, તો જવાબ ખોટો આવે, સ્વાભાવિક છે. હવે જે થોડું ઘણું જે સ્થૂળ પ્રક્રિયાઓ છે, તેના વિશે વર્ણન આવે છે, પણ એ આપણને બહુ લાગુ પડતું નથી, બરાબર છે. એટલે એમાંથી જેવી રીતે લાગુ પડે છે, એવી બાબતોને આપણે સમજીશું.

તો કહે છે કે ગામમાંથી, ગામના કોઈ શ્રોત્રીય ઘરમાંથી. શ્રોત્રીય એટલે હંમેશા જેને ત્યાં યજ્ઞ ચાલતો હોય તેવો શ્રોત્રિય કહેવાય. અગ્નિને લાવીને ઉપર જણાવેલા મંત્ર પ્રમાણે એનું અવધ્રાણ કરવું જોઈએ, અગ્નિને સુંઘવાનું. અગર અગ્નિ પ્રાપ્ત ના થાય, તો આહુતિ જળમાં પ્રદાન કરવી જોઈએ. જળમાં પણ અગ્નિ છે, એટલા માટે અગ્નિ જો ના મળે તો જળ લેવાનું. જળ મારફતે કેટલા બધા કાર્યો ધાર્મિક થતા હોય છે, તમે જોયું છે. "આચમની સમર્પયામી." કેમ આચમને સમર્પણ કરો છો? તો કે તેમાં પણ અગ્નિ છે અને જળ પણ છે. વરુણ દેવતા પણ છે અને સાથે સાથે અગ્નિદેવ પણ છે, કારણ કે જળ જ સમસ્ત દેવતા રૂપ છે. શું કીધું? "જળ સમસ્ત દેવતા રૂપ છે." આ સમુદ્રનું જળ સમસ્ત દેવતા રૂપ છે. આપણે એક ગ્લાસ પાણી પીએ છીએ, તે પણ સમસ્ત દેવતા રૂપ છે. એ ભાવના સાથે જો પીવામાં આવે, કલ્યાણ થાય કે ન થાય.

"હું સમસ્ત દેવતાઓને આહુતિ પ્રદાન કરી રહ્યો છું," એવો ભાવ કરીને જળમાં આહુતિ પ્રદાન કરવાની.

પછી ઘી યુક્ત એ અવશિષ્ટ હવિષ્યાનને ઉઠાવીને ગ્રહણ કરો અને મોક્ષ મંત્ર ગણો: "અ ઉ મ ઓ." આ મંત્રને કેવો મંત્ર કહેવામાં આવ્યો? મોક્ષ મંત્ર કહેવામાં આવ્યો છે. અહીંયા એમ સમજવું જ હોય. સમજ્યા વગર કરશો ગમે તેટલું "ઓમ," તો એનું ફળ જે છે, એ અલ્પ પ્રમાણમાં મળે છે. ચોક્કસ મળશે, પણ એ અલ્પ થતાં થતાં એક દિવસે પાછું ફરી આપણને આગળ લઈ જશે. એટલે જે લોકો સમજણ વગર પણ કરતા હશે, તે લોકોને પણ નિશ્ચિત ફાયદો તો થોડો ઘણો થતો જ હોય. દાખલા તરીકે પિતાજી બેઠા હોય ઘરની અંદર. મારા પોતાના કેસમાં જ વાત કરું. બહુ જ નાનો હતો, તો પિતાજી મારા બેસે સવારમાં સંધ્યા પૂજન કરે, બધું આવી રીતના અને ત્રિપુંડ કરે. બધું કરીને આવી રીતના બેઠા હોય. પછી ઓમકારનો જપ કરે અને ગાયત્રી કરવાની શરૂઆત કરે. તેના પહેલા ઓમકાર કરે: "ઓમ ૐ." તો હું ત્યારે મસ્તી કરતો હોઉં ઘરની અંદર, રૂમની અંદર હોઉં.

મને એમ થાય કે આ "ઓમ ઓમ" કેમ બોલે છે? એટલે હું પણ ચાળા પાડું: "ઓમ ઓમ ઓમ." નાનો બાળક, મને ખબર નથી ઓમ શું છે, પણ હું તો બસ બોલે રાખું. એ બોલે, હું બોલું. એ બોલે, હું બોલું. એમ ચાલ્યા કરે. જો એ દિવસ હતો, તો મને આજે અહીંયા પહોંચાડી જ દીધો. હવે આજે આપણે આ વસ્તુ સમજી રહ્યા છીએ, તો આપણે ક્યાં પહોંચી શકીશું? બ્રહ્મમાં પ્રવેશ નિશ્ચિત છે આપણો. બસ, એવા દ્રઢતા સંકલ્પ સાથે આપણે આગળ વધવાનું છે. એવું ભગવાન યાજ્ઞવલ્ક્યે કહ્યું કે "ઓમ" વાળો જે છે, એ જ બ્રહ્મ છે અને એ જ ઉપાસનાને યોગ્ય છે. એટલે બધું પડતું.

મૂકીને જેને મોક્ષ જોઈતો હોય, તેને ઓમકાર કરવા જોઈએ. "ઓમકાર બિંદુ સંયુક્તમ, નિત્યમ ધ્યાયંતિ યોગીનમ. કામદમ મોક્ષદમ ચૈવ, ઓમકારાય નમો નમઃ."

આ દેહ છે તે ઓમકાર સ્વરૂપ છે; ઇન્દ્રિયો છે તે ઓમકાર સ્વરૂપ છે; આ મન જે છે તે પણ ઓમકાર સ્વરૂપ છે. સંપૂર્ણપણે નિશ્ચિત રૂપથી હું ઓમકાર સ્વરૂપ છું. હું જ ઓમ છું, હું જ પરબ્રહ્મ છું. આ સત્ય છે, આ જ ધ્યાન છે, આ જ ધારણા છે અને આ જ સમાધિ પણ. તથાસ્તુ.

ત્યારબાદ અત્રી મુનિએ ઋષિ યાજ્ઞવલ્ક્યને પ્રશ્ન કર્યો કે, "હું એવું જાણવા માગું છું કે જેને યજ્ઞોપવિત્ર ધારણ કરી નથી, એ બ્રાહ્મણ કઈ રીતે હોઈ શકે?"

યાજ્ઞવલ્ક્યે બહુ સુંદર જવાબ આપ્યો છે.

જેવા જે લોકો બ્રાહ્મણો પોતે હોવા છતાં પણ યજ્ઞોપવિત્ર સંસ્કાર પોતાના પુત્રના કરી શકતા નથી, તો એ બધાને મનની અંદર એક જાતનો ખચકાટ રહેતો હોય છે. આવો ખચકાટ શા માટે? અહીંયા જવાબ આપ્યો કે, "હું એ જાણવા માગું છું કે યજ્ઞોપવિત્ર ધારણ નથી તે બ્રાહ્મણ કઈ રીતે હોઈ શકે?"

ત્યારે ઉત્તર આપે છે કે, "એનો આત્મા જ એનો યજ્ઞોપવિત્ર છે. અલગથી યજ્ઞોપવિત્ર ધારણ કરવાની કોઈ જરૂરત રહેતી નથી."

એ જળ દ્વારા ત્રણ વાર પ્રાસન અને આચમન કરે. આ સન્યાસીઓ, પરિવ્રાજકોની વિધિ છે. જેને આત્મા પ્રાપ્ત કરવો જ છે એવો નિશ્ચય થઈ ગયો છે, એ બધા સન્યાસી છે. એને સન્યસ્તનો સંકલ્પ થઈ ચૂક્યો છે. એટલે એને ત્રણ વખત આચમન કર્યું એટલે એને યજ્ઞોપવિત્ર આવી ગયો કે, "મારો આત્મા જ યજ્ઞોપવિત્ર છે અને તેને જ હું ધારણ કરું છું." પેલું તો સ્થૂળ પ્રતીક છે, અહીં તો સંપૂર્ણ આત્મા પ્રાપ્ત કરી લીધો.

વીરપથમાં, અંશનની સ્થિતિમાં, ગંગા વગેરેમાં જળમાં પ્રવેશ કરેથી, અગ્નિ પ્રવેશમાં અને મહાપ્રસ્થાનમાં પરિવ્રાજક સન્યાસી માટે આ ધર્મ નિશ્ચિત છે કે, એ ભગવા વસ્ત્ર ધારણ કરી, મુંડન કરાવી, અપરિગ્રહી બનીને, પવિત્ર અને દ્રોહ રહિત થઈને ભિક્ષાવૃત્તિ કરે. ભિક્ષાવૃત્તિને શું કીધું? "લોકમંગલ" કીધું. ભિક્ષાવૃત્તિ એટલે લોકમંગલ; લોકમંગલ એટલે લોકોનું કલ્યાણ થાય.

સન્યાસી નિરંતર આત્મામાં સ્થિત છે. સ્વયં સ્વયંભુ મોટામાં મોટું તીર્થ છે, જંગમ તીર્થ કહેવાય. એ જંગમ તીર્થ બધે ફરતું જાય. તમારા ઘરે આવીને ઊભું રહે અને કહે, "ઓમ ભવતું ભિક્ષા દેહી." તમે જો ભિક્ષા એમને ભાવથી અર્પણ કરો, તો તમારું ઘર પવિત્ર થઈ જાય, તમારું કુળ પવિત્ર થઈ જાય. ભાવથી હંમેશા ભિક્ષા આપવી જોઈએ. કોઈને પણ આપો, ભૂલ ના થઈ જાય. આગો જાય અહીંથી, ખબર નથી આ પરમાત્મા છે. અભાનપણે તમે પરમાત્માને દૂર ધકેલી લીધો છે. ફરી કયા જન્મમાં આવો સંજોગ મળશે, જાણતા નથી. એ પરમાત્મા તમારા ઘરે આવે છે. ભૂલથી પણ એને કંઈ ના થઈ જાય, એનો હંમેશા ખ્યાલ રાખજો. જંગમ તીર્થ તમારા ઘરે આવ્યું છે, એને સંતોષ આપીને તમે પવિત્ર બનજો. જો કોક આશીર્વાદ એનામાંથી નીકળી ગયો અને ફળદાયી થઈ ગયો (જે નિશ્ચિત છે, ફળદાયી જ થતો હોય છે), તો કુટુંબ તરી જશે.

આપણે જાણતા નથી કે આપણા પિતાશ્રીએ કેટલા પાપ કર્યા હતા, દાદાઓએ શું શું કર્યું હતું સંપત્તિ પ્રાપ્તિ માટે થઈને, ધન-જમીન માટે થઈને. ખેતરો હતા એ જમાનામાં, કોનું લઈ લીધું હતું, શું કર્યું હતું, કંઈ ખબર નથી. પણ આ બધાને પણ એનો લાભ પહોંચી જશે. અજાણતા અજાણતા તમે તમારા પિતૃઓની મદદ કરી બેસશો. તો સન્યાસીને નકારશો નહીં કોઈ દિવસ, ભૂલથી પણ.

સન્યાસી એટલે અગ્નિવ્રતધારી. અગ્નિવ્રત કેવો? તો કે સ્વયં અગ્નિ રૂપ બનીને આવેલો છે તમારી સામે, તેજસ્વી એકદમ. એવો સન્યાસી એ બ્રહ્મ સ્વરૂપ છે. એને ચોક્કસ નમસ્કાર કરજો, વંદન કરજો, પ્રાર્થના કરજો અને જે કંઈ તમારા પાસે હોય, શક્ય હોય તો એમને તમે દાન કરજો ચોક્કસ. અને એવા ભાવથી કરજો કે, "હું પરમાત્માને એનું જ સમર્પણ કરું છું." આ સ્થાવર-જંગમમાં જે કંઈ છે, એ સર્વ કંઈ પરમાત્મા જ છે, જગદીશ જ છે. હે જગદીશ, તમારા ઘરે આવી રીતના રૂપ બદલીને આવ્યો છે, એને એવું સમજજો. ફાયદો થઈ જશે.

જાણીએ છીએ કે આ કાળની અંદર હજારમાં એક સાચો સન્યાસી હોઈ શકે, પણ આપણે એ હજારમાં શોધવાનો નથી કે સાચો સન્યાસી કોણ. આપણી ભાવના સાચી હોવી જોઈએ, સન્યાસી પણ સાચો થઈ જશે. તમે જો એવા ભાવથી, એવી રીતે આપી હશે, તો એની પણ જો વખતે દુર્બુદ્ધિ-કુબુદ્ધિ ઉત્પન્ન થઈ હશે, તો એ પણ બદલાઈ જશે.

આ કેવી વાત છે કે સીતાહરણ પછી અશોક વાટિકાની અંદર સીતાજીને મૂકી દીધા હતા. એટલે દર વખતે એમને સમજાવા જાય, નાસ્તા-પાણી લઈને. ત્યારે તો પીઝા-પાત્રા હતા નહીં, તો ફળ-કંદમૂળ જે કોઈ સીતાજી ગ્રહણ કરશે એમ કરીને જાય, બધી વ્યવસ્થા કરીને. અને દર વખતે માર ખાઈને પાછો આવે. માતાજીનો ત્યાં જાય અને પાછો આવે. તો એક દુર્બુદ્ધિએ એને કીધું કે, "તમે બધું જ કરો છો, પણ તમે રામનું રૂપ લઈને કેમ નથી જતા સીતા પાસે?" તો કે, "મેં પ્રયત્ન કર્યો હતો, પણ જેવું હું રામનું રૂપ લઉં છું ને, એટલે મને પછી તો સીતા જગદંબા દેખાય છે અને હું કંઈ કરી નથી શકતો. હું પાછો આવું છું," કે છે. જો સીતાજીની કેટલી દ્રઢ નિષ્ઠા હતી રામની અંદર! એ વાલા, એવી સીતા વૃત્તિ બદલાઈ નાખે છે, બિલકુલ.

તો ભિક્ષાવૃત્તિ માટે સ્વીકારીને જીવિત રહે. અગર કોઈ સન્યાસી માટે આતુર છે, તો તેને મન અને વાણીથી વિષયોનો પરિત્યાગ કરવો જોઈએ. મન અને વાણીથી. વ્યવહારથી કદાચ લેવું પડે તો લે ખરો, મૂકે પણ ખરો, જીવિત રહેવા પૂરતું. તો આ જ્ઞાનનો માર્ગ જે છે, તે વેદ પ્રતિપાદિત છે. વેદ એટલે ઈશ્વરની વાણી છે. એમાં ઈશ્વર બતાવે છે વેદ દ્વારા કે, "મને કેવી રીતે તમે પ્રાપ્ત કરી શકો છો." અત્યારે આપણે આ વેદ ભણી રહ્યા છીએ. વેદનું એક અંગ ઉપનિષદ છે. તમને 'એલિવેટ' કરે નહીં તો એ ઉપનિષદ નકામું. કોઈપણ ઉપનિષદ ઉઠાવો, એની અંદર એટલો પાવર છે કે તમને 'એલિવેટ' ચોક્કસ કરી દેશે તમારી સ્થિતિમાંથી. એટલે સન્યાસી માટે હંમેશા ઉપર છે, કારણ કે...

સંન્યાસી બ્રહ્મવિદ હોય છે. સંન્યાસીએ સંન્યાસ તો ધારણ કરી લીધો, એટલે હવે બ્રહ્મ શું છે તે જાણે છે. તેવો બ્રહ્મવિદ કહેવાય. આ રીતે ભગવાન વલ્લભે આ મત પ્રગટ કર્યો. સંવર્તક, આરુણી, શ્વેતકેતુ, દુર્વાસા, રૂભુ (રૂભુ ગીતા પણ છે એ રૂભુ), નિદાધ, જળભરત, દત્તાત્રેય અને રેવતક – આ બધા જ જે છે તે પરમહંસ સંન્યાસીઓ છે. સંન્યાસીઓમાં પણ સર્વોચ્ચ કક્ષાએ.

તેમાંથી ભગવાન દત્ત તો અવધૂત. "અવધૂત ચિંતન ગુરુદેવ દત્ત." આ બધા જ અવ્યક્ત લિંગ, એટલે કે સંન્યાસના ચિન્હોથી રહિત હતા. એમને સંન્યાસના કોઈ ચિન્હો ધારણ કરેલા નહોતા. એમનો સંન્યાસ કેવો હતો? આંતર સંન્યાસ હતો.

મહાવતાર બાબાજી વિશે ઘણા લોકો વાતો કરે છે. "મને દેખાય, આમ દેખાય, તેમ દેખાય." પણ જ્યારે હું એક પુસ્તક એમના વિશે વાંચતો હતો, ત્યારે એની અંદર એક એવી વાત આવી હતી કે જે કોઈ વ્યક્તિ આંતરિક સંન્યાસની પ્રતિજ્ઞા કરે છે, તેને મહાવતાર બાબાજી દર્શન આપે છે. આંતરિક સંન્યાસ, આંતર સંન્યાસ. મનથી સંન્યાસ લઈ લીધો છે, પછી વ્યવહારની અંદર રહે છે, નોકરી ચાલે છે, ફેક્ટરીમાં જાય છે, ગાડી ચલાવે છે, બધું જ કરે છે. પણ એક સંન્યાસી જેવી રીતે કરતો હોય તેવી રીતે. અત્યારે સંન્યાસીઓ આશ્રમ પણ એવી રીતે નથી ચલાવતા, એ લોકો સંસારીની જેમ ચલાવે છે.

અહીંયા તો વાત કેવી છે કે સંન્યાસી જે છે તે કેવી રીતે સંન્યાસનો ગ્રહણ કરેલો છે? આંતરિક સંન્યાસ. અને એ ફેક્ટરી ચલાવે છે, હજારો લોકોનું પાલનપોષણ કરે છે, પોતાનું કૌશલ્ય, બુદ્ધિ, જે કંઈ પ્રાપ્ત કરેલું છે તે સમાજ કલ્યાણમાં લગાડેલું છે, પણ અંદરથી નિર્લેપ છે. રતન ટાટા જરૂર પૂરતું લે, બાકીનું બધું દાન. એવું કહેવાય. આંતર સંન્યાસ માટે કહે છે કે ગ્રહણ એટલું કરજો જીવનમાં જે તમારી જરૂરિયાત હોય. હવે આપણી એકમાત્ર જરૂરિયાત શું છે? પરબ્રહ્મ પરમાત્મા. એ શું છે? તો કે એ જ છે અને સંપૂર્ણ છે. એ જ બધું છે. તો પરમાત્માને પ્રાપ્ત કરીશું એટલે આપણને બધું જ પ્રાપ્ત થઈ જ જવાનું છે, કશું બાકી રહેવાનું નથી. પરમાત્માને પ્રાપ્ત કરતાં વેત જ અસંતોષ ઉડી જશે, વરાળ બનીને ઉડી જશે, જીવન સંપૂર્ણ ધન્ય ધન્ય થઈ જશે.

તો એમનું આચરણ પણ કેવું હતું? અવ્યક્ત હતું. કોઈને કળવા ના દે કે હું સંન્યાસી છું. આ બધા જે હમણાં વાત કરી: આરુણી, સંવર્તક, શ્વેતકેતુ, દુર્વાસા, રૂભુ. આ બધાના એક વખત નામ પણ એમ કે આપણે કરીએ અને અંદરથી આંતરિક વંદન કરીએ એ ભાવ સાથે. સાથે નિદાદ, જળભરત, દત્તાત્રેય, રેવત. આ સૌને નમસ્કાર, સૌને વંદન. જે કંઈ એમણે પ્રાપ્ત કર્યું છે તે આપણને સૌને પણ પ્રાપ્ત થઈ જાઓ.

હવે શું થશે? અંદર ભાવ તો થઈ ગયો. તો જુઓ, આપણે પણ હવે અવ્યક્ત સંન્યાસી બની ગયા. પરમાત્મા સિવાય બીજું કાંઈ ખપે નહીં. તેઓ અંદરથી ઉન્મત્ત ન હોવા છતાંય પણ બહારથી ઉન્મત્ત દેખાતા હતા. દેખાવ કરે ઉન્મત્તતાનો. અંદરથી બિલકુલ પરમ શાંતિ. "ચૈતન્યમ શાશ્વતમ શાંતમ વ્યોમાતીતું નિરંજનમ." પરમ શાંતિમાં આકાશ જેવા બનીને સૂક્ષ્મ રીતે બિલકુલ એ બ્રહ્મ ચિંતનમાં જ રત રહેતા.

એવા સંન્યાસીએ ઈચ્છવું જોઈએ કે ત્રિદંડ, કમળ, ભિક્ષાપાત્ર, પવિત્ર જળ, શિખા, યજ્ઞ પવિત્ર વગેરે પવિત્ર પ્રતીકોને "ભૂસ્વાહા" એમ કહેતા જળમાં વિસર્જન કરી દેવાના. તમારે જો સંન્યાસ ગ્રહણ કરવો હોય તો આ બહુ સુંદર ઉપાય છે કે જે કંઈ મારું છે એવું અત્યાર સુધી હતું તે બધુંય "ભૂ સ્વાહા" અર્પણ કરી દો. આંતરિક સંન્યાસ, અવ્યક્ત સંન્યાસ. હવે ભલે જવું પડે તો આપણે જીન્સનું પેન્ટ, ટી-શર્ટ પહેરીને કોઈપણ કાર્ય આવશે સાંસારિક તો કરીશું, પણ અંદર કેવળ બ્રહ્મ. બહાર પણ જે કંઈ જોઈશું તે બધું કેવળ બ્રહ્મ. આવી સ્થિતિ પ્રાપ્ત કરવાની અને પછી એમાં નિરંતર શું કરવાનું? રત રહેવાનું.

સંન્યાસી પરમહંસ જેવું હોય તેવું જાત રૂપ ધારણ કરનાર, છળ રહિત અને નિષ્પૃહ હોય છે. એને કોઈ જાતની સ્પૃહા હોતી જ નથી, ઈચ્છા હોતી નથી. અત્યારે દાખલા તરીકે ૧૧ વાગ્યા છે, તો ૧૧ ને પાંચે શું થવાનું છે, સાંજે શું થવાનું છે, રાત્રે શું થવાનું છે, કોઈ વિચાર નથી, કોઈ અપેક્ષા જ નથી. એટલી બધી સંપૂર્ણતા કે આ બ્રહ્માંડનો માલિક બ્રહ્માંડ ચલાવે છે, મારે શું આ બધું વિચારવાનું? એ પોઈન્ટેડ અવર પર જોઈ તો બધું પ્રાપ્ત થઈ જ જતું હોય છે. દરેકને, પાછું એક જણને નહીં, દરેકને.

તો માણસે શું કરવું જોઈએ? પોત પોતાના ધર્મ પ્રમાણે, "સૌ સૌએ ભજે ભગવાન, દયાળુ પ્રભુ સૌનું કરો કલ્યાણ. જગના વાસીઓ સૌ સુખ ભોગવે, આનંદે રહો આઠે જામ. દયાળુ પ્રભુ સૌનું કરો કલ્યાણ."

એ નિર્ધ્વંત, અપરિગ્રહી, નિરંતર તત્વ બ્રહ્મ માર્ગમાં ગતિમાન અને શુદ્ધ મન વાળો હોય છે. જીવન મુક્ત હોવા છતાં પણ એ પ્રાણ ધારણ કરવા માટે ભિક્ષા દ્વારા આહારને ઉચિત સમયે ઉદર રૂપી પાત્રમાં નાખી દે છે. એને કોઈપણ જાતના લાભ કે અલાભની ચિંતા હોતી નથી. એ બધાને સરખું ગણે છે. એ શૂન્ય સ્થળ, દેવગૃહ, તણખલાનો સમૂહ, સાપનું દર, વૃક્ષનું મૂળ, કુંભારનું ઘર, અગ્નિહોત્ર સ્થળ, નદી તટ, પર્વત, ખાઈ, ગુફા, ગોહ, ઝરણા વગેરે જેવા વિશુદ્ધ પ્રદેશમાં પૂર્વ એટલે કે પોતાના ઘરનું ધ્યાન ન કરતાં મમતા રહિત થઈને રહે છે. એ સતત શુક્લ ધ્યાનમાં તલ્લીન રહીને (શુક્લ ધ્યાન કયું? આત્માનું જે ધ્યાન કરે છે તે જ શુક્લ ધ્યાન છે) અધ્યાત્મ નિષ્ઠ બનીને શુભ અશુભ કર્મોને નિર્મૂળ કરતો રહે છે. અર્થાત, એ એના બંધનમાં બંધાતો નથી. એવી રીતે સંન્યાસ ધર્મનું પાલન કરતાં જે દેહને છોડી દે છે તે પરમહંસ કહેવાય છે.

"પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણ મુદચ્છતે. પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવા વશિષ્યતે."

આ લખાણ AI દ્વારા તૈયાર થયું છે. શંકા હોય ત્યાં મૂળ પ્રવચન સાંભળી ખાતરી કરવી.