૨૫. પૈંગલોપનિષદ્ ભાગ ૨
વિડિયો ૩૩
[સંગીત] ૐ. તત્વમસિ, તત્વમસિ અને અહમ બ્રહ્માસ્મિ એ વાક્યોના અર્થ પર વિચાર કરવો એને શ્રવણ કહેવાય છે. શ્રવણ કરેલા એટલે કે સાંભળેલા વિષયોના અર્થોનું એકાંતમાં અનુસંધાન કરવું એને મનન કહેવાય છે. શ્રવણ અને મનન દ્વારા નિર્ણિત અર્થરૂપ વસ્તુમાં એકાગ્રતાપૂર્વક ચિત્તનો સ્થાપન એને નિધિધ્યાસન કહેવાય છે. ચિત્તનું સ્થાપન થવું જરૂરી. ત્યાં ચિત્ત હોવું જોઈએ.
જ્યારે ધ્યાતા અને ધ્યાનના ભાવને છોડીને ચિત્તવૃત્તિ વાયુ વગરના સ્થાનમાં રાખેલા દીવાની જ્યોતિ માફક માત્ર ધ્યેયમાં સ્થિર થઈ જાય છે, ત્યારે એ અવસ્થાને સમાધિ કહેવામાં આવે છે. આઈ હોપ તમે બધાએ ક્ષણ સમાધિનો અનુભવ કરી લીધો. એ અવસ્થામાં આત્મગોચર વૃત્તિઓ ઉત્પન્ન થઈને અજ્ઞાન બની જાય છે, જે સ્મરણ દ્વારા અનુમાનિત હોય છે. અર્થાત, જેના સ્મરણ દ્વારા અનુમાન કરવામાં આવે છે. આપણે પૂર્વે જોયેલું, સાંભળેલું, જાણેલું, સમજેલું જે કંઈ હોય તેના આધારે આપણે બાકીના ડોટ્સ જોડવાનો હંમેશા પ્રયત્ન કરતા હોય છે. એવી વૃત્તિઓ આત્મા જોતો હોય. આત્મા ગોચર એટલે આત્મા જોયા કરે.
સંસારમાં અનાદિકાળથી સંચિત કરોડો કર્મ આ અવસ્થામાં જ નષ્ટ થઈ જાય છે. કેવા? જ્યારે આત્મા એને જોવે છે. સમજાયું? આ જે સમાધિ અવસ્થા ઉત્પન્ન થાય છે તેની વાત કરે છે. એટલે સમાધિ અવસ્થામાં આત્મા ગોચર, આત્મા જોઈ શકે છે. એને વૃત્તિઓ બધી ઉત્પન્ન થઈને અજ્ઞાન બની જાય છે. આ બધું અજ્ઞાન જે છે તે સ્મરણ દ્વારા અનુમાનિત હોય છે. "પૂર્વે સાંભળેલું, મેં અહીંયા વાંચેલું છે, પહેલા એ કહેલું છે, આમ છે, તેમ છે" – બધું તે વખતે આમ સામે આવે છે આત્માની અને તે વખતે અનાદિકાળથી સંચિત કરોડો કર્મ જે છે તે બધા તે આમ સામે આવે છે. આત્માની દ્રષ્ટિ પડે છે એટલે બધું ખતમ થઈ જાય છે. સો ઇઝી. હાઈએસ્ટ છે ને? આવું વસ્તુ બધું ખતમ, બસ ઉડી જાય. આત્માની ખાલી દ્રષ્ટિ જ પડે છે એની ઉપર એમ કહે છે.
એટલે આ કર્મો છે આવા પ્રકારના, અનાદિકાળથી આવા ઊભા થયેલા. એને તમે એક જાતની ભૂતાવળ જેવું સમજો જે ભમ્યા કરતી હોય બધી મનની અંદર, મનના ચિત્રપટ ઉપર વારેવારે આમ દેખાય, આમ દેખાય, આયા કરે, આયા કરે એવું બધું ચાલતું હોય. જ્યારે સમાધિ અવસ્થાની અંદર સીધું જ ત્યાં શૂટ એટ સાઈટ, ખતમ. જેવી આત્માની દ્રષ્ટિ પડી એની ઉપર એટલે બધું ડિઝોલ્વ થઈ જાય છે, ખલાસ થઈ જાય છે. એવી રીતે બધા કર્મો ખતમ થઈ જાય એટલે પછી પરમાત્મા શું કહે છે? "અમિત, આવી જા. માનવ, આવી જા. નીલેશ, આવી જા." તરત. કારણ કે નીચે હવે તમારે કામ રહ્યું નથી અને બીજું ભગવાનની માયાની, ભગવાનની આખી આ જે રમત છે તેની તમને ખબર પડી ગઈ છે. તમે જાણકાર બની ગયા છો કે આ ભગવાને કેવી રીતે આ બધું રમત ઊભી કરી છે. હવે તમે જો પાછા મેદાનની અંદર રમવા જાવ તો જોખમ છે, બરાબર ને? એટલે ભગવાન કહે, "આવી જાવ." એટલે તમારે જતાં રહેવાનું તરત, રેડીલી.
એવો કોણ હોય કે ભગવાન બોલાવે અને જાય નહીં અને અહીં બેસી રહે? કોઈ ના હોય એવું. એટલે ભૂલથી પણ એવી વૃત્તિ ઉત્પન્ન કરવાની નહીં.
ત્યારબાદ અભ્યાસ પટુતા એટલે કે પરિપક્વતા થવા. આ વસ્તુમાં આપણે શું વાત કરી? બે વિચારો વચ્ચેનો જે મધ્યસ્થળ છે ત્યાં આગળ સમાધિ થાય છે. તે જગ્યાએ આ કરોડો કર્મો નષ્ટ થઈ જાય છે. એવું વારેવારે આપણે કરીએ છીએ એટલે બધું સાફ થાય છે ત્યાં. આ બાબતમાં પરિપક્વતા આવી જવાથી સતત હજારો અમૃત ધારાઓની વર્ષા થતી રહે છે. એટલા માટે યોગ જ્ઞાતા સમાધિને ધર્મ મેઘ કહે છે. જ્યારે પણ સમાધિની અંદર તમે બેસો ત્યારે શું થાય? તો કે આ બધું ખતમ થઈ જાય અને ઉપરથી અમૃતધારા પણ સાથે સાથે વહેતી હોય. એવો સુંદર અનુભવ આવી જાય કે ના પૂછવાની વાત. એટલે એને ધર્મ મેઘ સમાધિ કહેવામાં આવે છે. એના માધ્યમથી સંપૂર્ણ વાસના જાળ નિશેષ થઈ જાય છે, સમાપ્ત થઈ જાય છે, ખતમ થઈ જાય છે કાયમ માટે તથા પાપ અને પુણ્ય બંને પ્રકારના સંચિત કર્મ સમૂળા નષ્ટ થઈ જાય છે. બધા સંચિત કર્મો ગયા.
ક્રિયમાનમાં તો તમે સમાધિ કરી રહ્યા છો. બાકી રહ્યું પ્રારબ્ધ.
આ સ્થિતિ પ્રાપ્ત થયેથી, પહેલાં જે તત્વમસિ મહાવાક્યનો આશ્રય લીધેલો અને એનો જે અનુભવ તમને પરોક્ષ રીતે આવતો હતો તે હવે પ્રત્યક્ષ સ્પષ્ટ જણાવા માંડે છે. "તત્વમસિ" – વોટ ઈટ મીન્સ? એ તમે સ્પષ્ટ અનુભવ કરવા માંડો છો અને બ્રહ્મનો સાક્ષાત્કાર થઈ જાય છે. બ્રહ્મમાં તમારો પ્રવેશ થઈ જાય છે. તમે બ્રહ્મ સ્વરૂપ જ બની જાવ છો. જે તમે છો મૂળ તે તમે પ્રાપ્ત કરી લો છો. ત્યારે યોગી જીવનમુક્ત બની જાય છે. પછી એ જીવતો રહે કે ના રહે, જીવતો રહે ત્યાં સુધી જીવતા ભગવાનની જેમ ફર્યા કરે. "જય ભગવાન, જય ભગવાન" અને પછી "જય શ્રી કૃષ્ણ", શ્રીકૃષ્ણના શરણે જતો રહેવું. પછી બધું પૂરું થઈ જાય પ્રોગ્રામ, બરાબર?
હવે આ કેવી રીતે કરવાનું છે એની બેકવર્ડ જર્ની બતાવે છે. અત્યાર સુધી આપણે ફોરવર્ડ સમજાવ્યું કે કેવી રીતે સંસાર આખો બધો બન્યો. હવેની સ્થિતિ બતાવી કે હવે આમાંથી પાછા જવાનું પ્લેટફોર્મ શું છે તે તૈયાર કરી આપ્યું. હવે તમે પ્લેટફોર્મ પર આવ્યા છો. અહીંથી હવે પછી બેકવર્ડ જર્ની કેવી રીતે છે તે બતાવે છે. એટલે ઈશ્વરે પંચીકૃત ભૂતોનું ફરીથી અપંચીકરણ કરવાની ઈચ્છા કરી. પાંચ વસ્તુઓ જે ભેગી કરી દીધી હતી તે બધી છૂટી પાડવાનો ઉપક્રમ એમણે ચાલુ કર્યો. કેમેસ્ટ્રી શરૂ થઈ. પાંચ વસ્તુ ભેગી થઈ હોય અને છૂટી પાડવી હોય તો શેની જરૂર પડે? ફિઝિક્સ, કેમેસ્ટ્રી જ જોઈશે ને? એટલે એમણે શું કર્યું? તો કે બ્રહ્માંડ અને એના અંતર્ગત લોકોને કાર્ય રૂપે ફરીથી કારણ રૂપ પ્રાપ્ત કરાવી દીધું. જે કાર્યો હતા તેને કારણ બનાવી દીધા. ત્યારબાદ તેમણે સૂક્ષ્મ અંગ, કર્મેન્દ્રિયો, પ્રાણ, જ્ઞાનેન્દ્રિયો અને અંતઃકરણ ચતુસ્થય એટલે...
કે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર બધાને એકીકૃત કરી દીધા, પાછા એક બનાવી દીધા. સમસ્ત ભૌતિક પદાર્થોને એના કારણભૂત પંચકમાં સંયોજિત કરીને હવે જુઓ: ભૂમિને જળમાં, જળને અગ્નિમાં, અગ્નિને વાયુમાં, વાયુને આકાશમાં, આકાશને અહંકારમાં, અહંકારને મહત એટલે કે વિરાટ તત્વમાં, વિરાટ તત્વને અવ્યક્તમાં અને અવ્યક્તમાંથી પુરુષોત્તમ પુરુષની અંદર ક્રમશઃ વિલીન કરી દીધા. આ બેકવર્ડ જર્નીનો પ્લાન છે આખો. સમજી ગયા? તો પછી શરૂ કરી શકાશે આગળ વધુ. આ સમજાયું? ગુડ.
આ રીતે વિરાટ, હિરણ્યગર્ભ અને ઈશ્વર પણ ઉપાધિઓને વિલીન થઈ જવાથી છેવટે પરમાત્મામાં જ વિલીન થઈ જાય છે. વિરાટ, હિરણ્યગર્ભ અને ઈશ્વર એ અસ્તિત્વમાં આવેલા છે એટલે એ લોકો અનઅસ્તિત્વમાં જાય છે. જ્યારે અવ્યક્ત થવામાં માંડે છે ત્યારે એ લોકોએ પણ વિલીન થઈ જવું પડે. કારણ કે શેષ કોણ રહે? તો કે એક. અને આ તો બે છે, પેલો ત્રણ છે અને પેલો ચાર છે, સમજો. એટલે ચાર વાળાએ ત્રણમાં, ત્રણ વાળાએ બેમાં, બે વાળાએ એકમાં થઈને પછી બધાએ એકની અંદર પ્રવેશ પામવો અતિ આવશ્યક છે, ત્યારે પ્રોગ્રામ પૂરો થાય છે.
પંચીકૃત મહાભૂતો દ્વારા નિર્મિત અને સંચિત કર્મોથી પ્રાપ્ત સ્થૂળ દેહ કર્મોના ક્ષય થયેથી, સત્કાર્યોના, સત્કર્મોના પરિપક્વ થયેથી અપંચીકૃત થઈ જાય છે. આ કેવી રીતે થાય છે તે હવે આગળ બતાવે છે. પંચીકૃત મહાભૂતો દ્વારા પહેલા ઓલરેડી જે પાંચ મહાભૂતો જોડાયા હતા અને એના દ્વારા જે કંઈ બધું ઊભું થયું, હવે એમાં જે સંચિત કર્મોથી પ્રાપ્ત થયેલો સ્થૂળ દેહ હતો, એ સ્થૂળ દેહના શું થયું? તો કે કર્મોનો ક્ષય થવા દે. કેવી રીતે થયો? "અહમ બ્રહ્માસ્મિ", "અહમ બ્રહ્માસ્મિ", "અહમ બ્રહ્માસ્મિ" કરતાં કરતાં એને શું કર્યું? તો કે પોતાના બધા જ કર્મોને સતત સામે જોઈ જોઈને બધાને ખતમ કરી નાખ્યા. સમાધિની અંદર રહીને, સમાધિમાં અંદર રહીને એને બધા કર્મોને ખતમ કરી નાખ્યા. પછી આને રહેવાનું કોઈ કારણ રહેતું નથી. એટલે પછી આ બધી જ વસ્તુઓ પાછી બેકવર્ડ જર્નીમાં ચાલુ થઈ.
એટલે એ દેહ સૂક્ષ્મ રૂપે એકીભૂત થઈ જાય છે. કારણ કે જે પરિપક્વ થયેલો છે તે અપંચીકૃત એટલે છૂટો પડવા માંડે છે, એનું વિસર્જન થવાનું શરૂ થાય છે. અને વિસર્જનના ભાગરૂપે એ સૂક્ષ્મ દેહ એકીભૂત થઈને કારણ રૂપને પ્રાપ્ત થઈને અંતમાં એ કારણના પણ કારણ એવા કુટસ્થ પ્રત્યક આત્મામાં વિલીન થાય. પોતાના આત્માની અંદર જ આ બધું સમાઈ જાય છે.
એક કરોડિયો આમ કરીને આમ સવારથી આખું ઝાડું આમ કરીને આમ પાથરીને બેઠેલો હોય, બરાબર? અને આખો દિવસ એની અંદર એને વ્યવસ્થા કરી રાખી છે. પછી રાત પડે છે. રાત્રે બધા જીવા-જીવડા બધું જેમ કે બધું આવે છે, ભેગું થાય છે, આમ કરે છે, તે કરે છે, બધું કરે છે. ત્યારે એ બધું જ એક એને જે કંઈ ભોજન-પાણી જે કરવાનું હતું, પ્રોગ્રામ પૂરો કરે છે. કરી દીધું ખાવા-પીવાનું, રમવાનું જે બી હોય. હવે સવાર પડવાની તૈયારી અને એને પાછું બીજે ક્યાંક જવાની સંજ્ઞા થઈ રહી છે, ક્યાં? પરમાત્મામાં. એટલે એને શું કરવું પડશે? તો કે પોતાનું ઝાડું પોતે જાતે સમાપ્ત કરતો જશે. ધીરે ધીરે ધીરે ધીરે શોષી લેશે, સમાપ્ત કરી લેશે. છેવટે એ બધું પોતાના પ્રત્યેક આત્મા એટલે પોતાના સ્વયંના આત્માની અંદર એને સમાવિષ્ટ કરી દે છે અને પછી એ આગળ પરમાત્મા સાથે એકરૂપ થવા માટે નીકળી જાય છે.
સમજાય ગયું? એટલે બધું જ છેવટે પ્રત્યક આત્મામાં વિલીન થઈ જાય છે. આ એની જર્ની છે.
અંડ એટલે કે બ્રહ્માંડ પોતાની કારણ સત્તા સાથે જ્ઞાનાગ્નિમાં ભસ્મ થઈને પરમાત્મામાં વિલીન થઈ જાય છે. આ બધું ખતમ થઈ જાય છે. જે કંઈ જે ઊભું થયું જડ મટીરીયલ બધું, એ પણ બધું એમાં જ પરમાત્મામાં વિલીન થઈ જાય. એ રીતે બ્રાહ્મણ એટલે જે બ્રહ્મમાં રત રહેતો હોય તેને બ્રાહ્મણ કહેવાય. એવો બ્રાહ્મણ પુરુષે સમાહિત ચિત્ત. સમાહિત ચિત્ત એટલે શું? તો કે ચિત્તને બ્રહ્મમાં જોડીને, "બ્રહ્મનું જે હિત છે તે જ મારું હિત છે." સમાહિત, સમહિત. હંમેશા "તત" એટલે તે. તે એટલે સર્વજ્ઞ, સર્વશક્તિમાન, સર્વશ્રેષ્ઠ જે કંઈ આપણે તત સાથે જોડી શકીએ છીએ. પરબ્રહ્મના જેટલા પણ બધા વિશેષણો છે તે ત્વમ પદની સાથે એક કરતાં રહેવું જોઈએ. "તત્વમ અસિ", "તત્વમ અસિ", "તત્વમ અસિ" – તે તું છે, તે તું છે, તે તું છે. હવે એને આ રીતે જોતાં "તે હું છું", "તે હું છું", "તે હું છું" એમ કરવાનું છે.
એટલે કે "બ્રહ્મ હું છું", "હું બ્રહ્મ છું", "હું બ્રહ્મ છું", "હું બ્રહ્મ છું" આવી રીતે સમાહિત કરતા રહેવાનું. સમજાયું?
હવે આવી પ્રક્રિયાથી શું થશે? એકે એકતા કરતા રહેવાનું આવી રીતના. આ એકતા કરવાથી શું ઊભું થઈ જશે? આત્મસાક્ષાત્કાર થવા માંડે. પાછું આત્મસાક્ષાત્કાર કેવી રીતે થવા માંડે? એવી રીતે થવા માંડે છે. ઉપમા આપી છે: જેવી રીતે મેઘ એટલે કે વાદળોના હટી જવાને કારણે અંશુમાન પ્રગટ થઈ જાય છે, સૂર્યનો પ્રકાશ જેમ પ્રગટ થઈ જાય છે વાદળો હટી જવાથી, તેવી રીતે આત્મા પ્રગટ થઈ જાય એવો અનુભવ આવે. જબરજસ્ત! કળશની અંદર રહેલા દીપકની જેમ શરીરમાં રહેલા હૃદયકમળની અંદર રહેલા ધુમાડા રહિત, નિર્ધુમ ચુલા આવે છે તો નિર્ધુમ પેલો ફાનસ બી હતું. તો આ આખું શરીર ફાનસ જેવું જ છે, બોડી એટલે ફાનસ. ધુમાડા રહિત જ્યોતિ સ્વરૂપ અંગૂઠાના પ્રમાણ વાળા આ દીવો ગમે તેટલો મોટો હોય પણ એની વાટ કેટલી હોય? ઠેંગા જેટલી. આત્માનું ધ્યાન કરીને ઠેંગાનું ધ્યાન કર્યા કરવાનું એમ કે બીજે બધે ગોળ ગોળ નહીં ફરવાનું.
આંગળી પર ધ્યાન ના જવું જોઈએ. સમજ્યા? શું કહે છે? આ બધી ગમે ત્યાં ફર્યા કરે છે ચારે બાજુ વૃત્તિઓ. બધી એકાગ્ર કરો, ઠેંગા પર ધ્યાન આપો. સમજાયું કંઈ? તો એવી રીતે ધ્યાન કરી આત્માનું જે મુનિ અંતઃ પ્રાંતમાં રહેલા એટલે અંદર રહેલા પ્રકાશયુક્ત કુટાસ્થ અવ્યય આત્માનું ધ્યાન હંમેશા ક્યારે કરવાનું?
દરરોજ સૂતી વખતે અને મૃત્યુ વખતે પણ કરે એ જીવન મુક્ત છે. જાગૃતિમાં તો એ કરી જ રહ્યો છે, પરંતુ સાથે સાથે ક્યારે ક્યારે કરે છે? સુવા જતી વખતે અને મૃત્યુ વખતે પણ કરે છે. કોનું ધ્યાન કરે છે? આત્માનું. કેવો છે? અંગૂઠા જેવો. ક્યાં છે? હૃદય કમળમાં. એવા અંગૂઠામાં જેવા આત્માને. હવે એ આત્મા કેવો છે? તો કે દીવાની જ્યોત જેમ કે પ્રકાશમાન હોય એવી રીતના. બસ, એને સતત જો જો કરવાનું. એટલે જે કુવિચારો રૂપી જે વાદળો જે હોય છે, તે બધા ભસ્મીભૂત થઈ જતાં એ આત્મા સૂર્યની જેમ આમ પ્રગટ થઈ જશે. સૂર્યની જેમ પ્રગટ થઈ જશે, તરત જ પછી સંસાર દેખાશે નહીં, જણાશે નહીં. હશે તો કોઈ પરવાહ નથી. સૂર્ય હું છું એવી રીતે કે આત્મસૂર્ય હું હું જ છું, એ જીવન મુક્ત છે, કૃત કૃત્ય છે, ધન્ય છે, એવું માનવું જોઈએ.
જીવન મુક્ત તત્વ એટલે કે જીવન મુક્ત સ્થિતિને છોડીને, પછી આ શરીરને પણ છોડીને, અદેહ અને મુક્તિને એ એવી રીતે પ્રાપ્ત થઈ જાય છે કે જેવી રીતે પવન સ્પંદન રહિત બની જાય છે. પવન હોય, વાતો હોય ત્યારે એની અંદર ગતિ હોય. હવે શાંત પવનનો પ્રવાહ જેમ બંધ થઈ જાય છે, તેવી રીતે બધું જ બંધ થઈ જાય. પવન વાતો બંધ થઈ ગયો. સંસાર રૂપી પવન જે વાતો હતો, તે બંધ થઈ ગયો. ત્યારબાદ એ અશબ્દ, અસ્પર્શ, અરૂપ, અરસ અને અગંધવત થઈને અવ્યય, અનાદિ, અનંત, મહતથી પણ મહત, ધ્રુવ, નિર્મલ અને નિરામય બ્રહ્મ જ બાકી રહે છે. જર્ની પૂરી થઈ ગઈ. બ્રહ્મ પોતાના ઘરે પાછો આવી ગયો, સ્થિર થઈ ગયો. ત્યારબાદ આવું થઈ ગયું.
પાછો પેંગલ ઋષિએ પ્રશ્ન કર્યો કે, "જ્ઞાનીઓના કર્મ કયા છે?" જ્ઞાન થઈ ગયું, બ્રહ્મમાં પ્રવેશ થઈ ગયો, બધું થઈ ગયું, પણ હવે બોડી રહી ગયું છે અને એ અંદર રહ્યા છે જે ભગવાન કરતાં ફરે છે ચારે બાજુ. હવે એના કર્મો કયા છે અને એમની સ્થિતિ કેવી હોય છે? ત્યારે કહે છે કે જે મુમુક્ષુ અમાનિત્વ, સહેજ પણ માન-અપમાનની પરવાહ વગરનો, બેપરવાહ થઈ ગયેલો માણસ. કારણ કે હવે એને માન-અપમાનની નથી પડી, એને આત્માની જ પડી છે. શું? એને કેવળ આત્માની પડી છે. એટલે માન-અપમાન તો બહુ શુલક વસ્તુ બની જાય છે એના માટે. એમાં ક્યાં પડ્યું રહેવું? હું આત્મા છું અને એ પોતે જાણે છે કે હું આત્મા છું. આત્માનો પ્રભાવ કેવો છે? કેટલો છે? કેવો છે? જો કોઈ અજ્ઞાની કોઈ જ્ઞાનીને પોતાનું અજ્ઞાન એમ કે ઉપર થોપવાનો પ્રયત્ન કર્યા કરતો હોય, તો એ જ્ઞાની પર કેટલો ટાઈમ રહેશે?
રહી જ ન શકે. બરાબર. બીજું, જ્ઞાનીમાં શું હોય? તો કે સહજ ક્ષમા હોય. એ સ્વયં ભગવત રૂપ લેવા જઈ રહ્યો છે, તો ખાલી એક વખત ભગવાનનું રૂપ લેવાનો રોલ તો કરો દસ મિનિટ માટે. વધારે નહીં તો દસ મિનિટ કરો, પાંચ મિનિટ ચાલો. છેવટે અત્યારે અહીં અત્યારે તમે સ્વયં પરબ્રહ્મ છો, બસ એમ કરીને પાંચ મિનિટ કાઢો. સ્વયં પરબ્રહ્મ જ છો, અનુભવ કરો. સંપૂર્ણ સર્વજ્ઞતા, સર્વ શક્તિઓ, સદાકાળ સંપૂર્ણતા અને વ્યાપકતા સહિતનો સત એટલે કે શાશ્વત, ચિત્ત એટલે ચૈતન્ય, આનંદ એવો પરમ પ્રકાશ હું જ છું. હું જ સ્વયં પરબ્રહ્મ છું. પરમ પ્રકાશ, પરમ શાંતિ, પરમ આનંદ સહિતનું પરમ ચૈતન્ય હું જ છું. તત અહમ અસ્મિ.
હવે ઋષિ યાજ્ઞ વલ્લખ્ય જવાબ આપે છે કે જે મુમુક્ષુ અમાનિત્વ વગેરે ગુણોથી પૂર્ણ હોય છે, એ પોતાની 21 પેઢીઓને તારી દે. અને અપગ્રેડેશન એ બ્રહ્મ વિદ થવા માત્રથી પોતાના કુળની 101 પેઢીઓને તારી દે છે. સૌનું કલ્યાણ થઈ જાય છે. આ માટે પોતાના આત્માને રથી, શરીરને રથ અને બુદ્ધિને સારથી અને મનને લગામ ગણવી જોઈએ. અહીંયા ગીતાનું પૂર્વ ભાસ ચાલુ થાય છે, પૂર્વાર્થ ગીતાનો જેને કહેવાય ને. જોઈ લો, આ ઉપનિષદ ગીતાના કાળ પહેલા બહુ પહેલા લખાઈ ચૂક્યું છે, જેમાંથી જ ભગવાને એ જ્ઞાન જે હતું તે ગ્રહણ કર્યું શ્રીકૃષ્ણએ અને પછી એ પાછું અર્જુનને આપ્યું હતું.
ઋષિ યાજ્ઞ વલ્લભ કે આપણને કહે છે અહીંયા: "પોતાના આત્માને રથી એટલે રથમાં બેઠેલો છે, રથનો જે માલિક જેને કહેવાય એવો." "શરીરને રથ ગણવાનો, બુદ્ધિને સારથી ગણવાની." "સારથી એટલે જે અશ્વને ડાયરેક્શન આપે, રથને ચલાવે તે." "અને મનને એની લગામ ગણવાની." "લગામ તાણવાની, ઢીલી મૂકવાની, તાણવાની, ઢીલી મૂકવાની, બેલેન્સ રાખવાનું." બરાબર. મનની જેમ ગતિ હોય તે પ્રમાણે એને તમારે રાખવી જોઈએ. એટલે હંમેશા તાણેલી રાખો તો મહામુસીબત અને સાવ ઢીલું મૂકી દો તો પણ મહા મુસીબત. એટલે એને બરાબર બેલેન્સમાં રાખવાની છે.
ઇન્દ્રિયોને અશ્વ કહેવામાં આવે છે. પાંચ ઇન્દ્રિયો, પાંચ જ્ઞાનેન્દ્રિયો અને પાંચ કર્મેન્દ્રિયો. આ બધા જ જે છે તે 10 તમારા ઘોડા થઈ ગયા, જે પોતાના વિષય રૂપી માર્ગ પર ચાલ. દરેક ઇન્દ્રિયનો જે ઘોડો છે, દરેક ઘોડાનો માર્ગ જુદો જુદો છે. જ્યાં કાન આંખ દ્રષ્ટિ કરે છે, ત્યાં કાન સાંભળતો નથી. બરાબર. એનું કામ સાંભળવાનું. સાંભળવાના રસ્તા પર એ પૂરપાઠ ચાલશે, પણ કાનને જો કીધું હોય કે "તું જરા જોને ત્યાં આગા ફલાણાની આંખમાં મોતિયો આવ્યો છે કે નહીં", તો કાન જોઈ શકે નહીં. સમજાયું? એનું કર્તવ્ય શું છે? સાંભળવા. તો ઇન્દ્રિયનો દરેકનો જેમ ધર્મ હોય છે, જે જે તે વખતે વસ્તુ જ એ કરી શકે. આ સામાન્ય કિસ્સાની અંદર અતિન્દ્રિય જ્યારે શક્તિઓ વિકસે ત્યાર પછીની વાતો જુદી હોય છે. ભઈ, આપણો અત્યારનો વિષય નથી એટલે હમણાં નહીં કરું, કારણ કે સમય ઓછો પડે છે.
એટલે પોતાના વિષય રૂપી માર્ગ પરે ચાલ્યા કરે છે, એ ગમન કરે છે. પરંતુ મનીષીઓનું હૃદય વિમાનની જેમ એ બધાથી ઉપર ઉઠેલું હોય છે. મનીષીઓ એટલે ઋષિઓ, જે મનનો પણ અર્શ અર્ક કાઢીને બેઠેલા છે કે મનનો અર્ક એટલે શું? તો કે પરમાત્મા. બસ, એ જ સાર છે, બાકી બધું અસાર છે. એ બધા કેવા કહેવાય? મનીષીઓ કહેવાય. મહાન ઋષિઓનું કથન છે. એ લોકોનું કહેવું એ છે કે આ આત્મા ઇન્દ્રિય અને મનથી યુક્ત થઈને ભોગતા બને છે, સ્વયં એકલો.
પોતે કશું કરી શકે એવો નથી. આત્મા તો કેવો છે? રથમાં બેઠો છે. એ રથમાં બેઠો હોય ત્યારે શું થાય? તો કે ઘોડા દોડે, ઇન્દ્રિયો રૂપી, અને એનો એ આનંદ માણે, બરાબર? પણ એ જ્યારે આ બધી ઝંઝાળથી મુક્ત થઈ ગયો હોય, ત્યારે સંપૂર્ણ મુક્ત હોય, ત્યારે એને ક્યાંય આવાગમન, કશું કરવાપણું, કશું કર્તવ્ય રહેતું નથી. આ ક્યાં દોડે છે? તો કે સંસારમાં દોડે છે. ક્યાંય પણ જાય, જુએ તો શું જુએ છે? જે કંઈ છે તે બધો સંસાર જ છે. તો એવી રીતના આત્મા ત્યાં આગળ જતો રહે. પણ જેવો આ રથમાંથી એવો ઉતરી ગયો કે નોય મારો આ, એટલે વાર્તા પૂરી થઈ ગઈ. પોતે સંપૂર્ણ આત્મા થઈ ગયો.
આ આત્મા ઇન્દ્રિય અને મનથી યુક્ત થઈને ભોગતા બને છે. ત્યારબાદ હૃદયમાં સાક્ષાત નારાયણ પ્રતિષ્ઠિત થાય છે. આ વાત જ્યારે પૂરી થઈ જાય અને જે રથમાંથી જેવો એ પોતે નીચે ઉતરી જાય ત્યારની સ્થિતિની વાત કરે છે કે ત્યારે પોતે સાક્ષાત નારાયણ બની જાય છે. પછી પ્રારબ્ધનો ક્ષય થતાં સાંપની જેમ કાંચળી બદલતા રહેવાની જેમ અન્ય શરીરો તે ધારણ કરતો રહેતો હોય છે. પરંતુ અનિકેતન એટલે કે એક જ ગામમાં એક જ રાત્રે રહેનારો પરિવ્રાજક સન્યાસી, એક ગામમાં એક જ રાત રોકાવાનું એવો નિયમ કરેલો હોય અને પછી એ પ્રમાણે જ ફરતો હોય, એવો મુક્ત પુરુષ આકાશમાંના ચંદ્રમાની જેમ સર્વત્ર સંચરિત થતો રહેતો હોય છે ધરતી પર. બરાબર? પરિવ્રાજક જે છે તે ક્યાં છે? ધરતી પર. ધરતી કઈ છે? સંસાર છે. સમજાય? એ ધરતી પર હોવા છતાં પણ એ સંચાર કેવી રીતે કરે છે? જાણે કે પોતે આસમાનની અંદર ચંદ્રમા હોય અને એનો પ્રકાશ બસ બધે જ પથરાયા કરતો હોય છે.
એવી રીતે મુક્ત બનીને ફરે. પેલો ધરતી સાથે જોડાયેલો છે અને આવા ધરતીથી કેટલો કેટલો બધો ઉપર છે.
સંસારથી ઉપર ઉઠો જ્ઞાની પુરુષ શરીરનો ત્યાગ તીર્થમાં કરે કે ચાંડાલના ઘરમાં, પરંતુ ગમે ત્યાં એ મૃત્યુ પામે તો પણ એ હંમેશા કેવલ્યને જ પ્રાપ્ત થાય છે. એ બ્રહ્મને જ પ્રાપ્ત થાય. જે માન્યતા હોય છે ને કે આ તીર્થમાં જવાથી એમ કે આમ થાય કે ચંડાળને ત્યાં આગળ જવાથી ના થાય અથવા તો એમ કે નર્ક ગતિ થાય, તો કે ના. ચાંડાલના ઘરે જવાથી નરગતિ? ચાંડાલ એટલે કોણ? જેનું ચિત્ત ચો આમ બરાબર ચડેલું હોય, સંસાર સંસાર સંસાર. બધા ચંડાલ. આખો દાડો બસ એક જ વાત: "પૈસા પૈસા, ઇધર લા ઇધર લા, મની લા મની લા મની લા, ખરીદો બેચો, ઉપર ઉપર ઓર ઉપર." આ બધો સંસાર, બધા આ ચંડાળ વૃત્તિ છે. આપણે કોઈ વ્યક્તિ વિશેષને નથી કહેતા, કારણ કે દરેક જીવ માત્રમાં એ પરમાત્મા છે જ પાછો. પણ આ વૃત્તિ જે સંસારની અંદર ખેંચીને લઈ જઈને જે દુર્દશા કરે છે તેનું આ વર્ણન છે કે ભાઈ સાચવો, બચો, નહીંતર દીધા નહીં તો પછી કે લીધા ચાલ્યા જ કરશે.
પછી પાર જ નહીં આવે અને કર્મોમાં એવું કરે છે લોકો. કર્મોનો વ્યવહાર ઊભો કરી દે છે. જેમ પેલા સ્ત્રીઓ કરે છે ને વાટકી વ્યવહાર, એના જેવું હોય. "એક વાટકી ખાંડ જરાક આપજો ને, આજે લઈ આવ્યા પણ કાલ પાછી આપી આવશું." પછી પેલાબેનને જરૂર પડતી, "એક વાટકી દહીં જરાક આપજો ને, મેળવવાનું અમારે ખલાસ થઈ ગયું ને." થઈ ગયું ને? બે ચાર કારણો પાછા કહી દેશે કે "સાડી બદલવા ગઈ તો હાથમાં હતું તો કે આમ ચલાણું ઊંધું પડી ગયું એટલે બધું દહીં ખરાબ થઈ ગયું." એ પણ સંભળાવતા જાય, જોડે જોડે લેતા જાય. તો વ્યવહાર વધ્યા જ કરે. તમે આપ-લે આપ-લે કર્યા જ કરો. સંસારની અંદર તમે વસ્તુઓની આપ-લે નથી કરતા, તમે વાસ્તવમાં કર્મોની આપ-લે કર્યા કરો છો. વસ્તુ તો માધ્યમ બને છે.
એટલે જ્ઞાની કહે છે, "મારે કંઈ ના જોઈએ. હું સંપૂર્ણ છું. મારે કોઈ વસ્તુની કમી નથી. મારે કોઈ ખામી નથી. મારામાં સંપૂર્ણતા છે અને હું પૂર્ણ છું, સંતૃપ્ત છું, સંતોષી છું." અને છતાં પણ પાછો કોક આવે અને કે, "પ્રભુ મને જ્ઞાન આપો." તો કે, "લે." જે આયો હોય એ જે સ્તરનું હોય એ સ્તરનું જ્ઞાન એને આપે કે ત્યાંથી એને આમ ઉતરી જ જાય અને એ થોડોક આગળ આવે, પોષણ પામીને. પામીને પાછો બીજા દિવસે ફરી આવશે ત્યારે એને પાછું એ ફરી આપશે. આ જ્ઞાનીનો વ્યવહાર. બદલામાં એને કંઈ નથી જોઈતું. એને નથી માનની પડી, નથી અપમાનની પડી. તમે આવો તોય ઠીક, ના આવો તોય ઠીક. તમે બોલાવો તોય ઠીક, ના બોલાવો તોય ઠીક. આ જ્ઞાનીનો વ્યવહાર. એને તો પહેરવા કપડા નથી જોતા. એ તો દિગંબર થઈ ગયો છે. પરમાત્મા બનીને બેઠેલો છે. આજે કપડા પહેરેલો દેખાય ખરો, કાલે બધું કાઢીને બેસી ગયો હોય.
કંઈક નક્કી નહીં એનું. એ તો પરબ્રહ્મ છે અને સંસારની સત્તાની બહાર જતો રહ્યો છે. સંસાર એમ માને કે મારી સત્તા ચાલે છે, તો એને કપડાં ઢાંક ઢાંક કરવાનો પ્રયત્ન કરે. પેલો બહાર નીકળી જાય એમાં. "તમે કપડાં પહેરાવો છો? ઓકે, તો હું હવે બોડી જ છોડી દઉં છું." કે સમાધિ લઈ લે, નીકળી જાય બહાર. પછી "મારે નથી રહેવું કે અહીંયા આગળ."
જ્ઞાનીઓને વાસ્તવમાં સંસાર કૈડતો હોય. રાત્રે આમ પથારીમાં સૂતા હો અને તમારી પથારીને અંદર કરોડો અબજો કીડીઓ જો ચડી જાય, મકોડા ચડી ગયા હોય અને એની અંદર તમે આમ હોવ સૂતા અને જેવી સ્થિતિ થાય એવી સ્થિતિ એને લાગે છે જ્યારે જ્યારે એને સંસાર ભાવમાં જવાનું આવે છે, સંસારની સાથે કોઈ ઇન્ટરેક્શન કરવાનો વખત આવે છે. તેમ છતાં પણ અત્યંત કરુણા વશ થઈને જે, "એ તું છે તે જ હું છું ભાઈ, હું કોઈ વિશિષ્ટ વિશેષ નથી," એવું બતાવ્યા વગર એના સાથે વ્યવહાર કરે. "ભાઈ તું ઉપર આય." આવી સ્થિતિની અંદર એ પોતાનું જીવન ટકાવી રાખે છે. એને તો એકરૂપતા થઈ ગઈ છે. બોડીનો હવે કોઈ ઉપયોગ રહ્યો નથી. તમે જુઓ તો અરેરાટી થઈ જાય એને. એને કશું થતું નથી, નિર્લેપ છે. તો અને બેઠો છે ત્યાં જે જાય તેને જ્ઞાન આપે. "બોલ બેટા, શ્રી રામ જય રામ જય જય રામ." એને રામ જોડે લેવા દેવા નથી, કૃષ્ણ જોડે લેવા દેવા નથી, શિવ જોડે લેવા દેવા નથી, માતાજી જોડે કોઈ લેવા દેવા નથી, પણ એ બધાના નામ લે છે.
બોલે છે, બતાવે છે અને બધાને ધીરે ધીરે ધીરે ધીરે કરીને ઉપર લાવે. પછી સંપૂર્ણ લાયક જ્યારે એક દિવસ થયો હોય એ શિષ્યને તે પરબ્રહ્મ વિશેનું જ્ઞાન આપે અને પછી એને તગેડી મૂકે કે, "તું જતો રહે, હવે આનો અનુભવ કર." પછી અનુભવ કરે ત્યાં સુધીમાં ગુરુ હોય પણ ખરો, નહિતર પરબ્રહ્મમાં લીન પણ થઈ ગયો હોય. ત્યાં સુધીમાં પેલો જે ગયેલો છે તે અનુભવ કરીને બેસી ગયો હોય એટલે તે સ્વયંભુ થઈ ગયો. પાછો ફરી ગુરુ એટલે એને શું કરવાનું સમજણ પડી ગઈ હોય કે મારું કર્તવ્ય જ્યાં સુધી છે, પ્રારબ્ધ છે, દેહ છે, મન છે, આ છે, ત્યાં સુધી મારે શું કરવાનું? સહાય કરવાની. કોની કરવાની? દરેક જીવ માત્રની કરવાની. કેવી રીતે? જ્ઞાનામૃત પાઈ પાઈને. ટીપું ટીપું જ્ઞાન આપવાનું ધીરે ધીરે. નાનું છોકરું હોય અને એકદમ આખો જગ ભરીને તમે કંઈક પીવડાવી દો તો એની હાલત શું થાય?
ખોળામાં રાખેલું તમે એને કેવી રીતે આપો છો? ટોટી. કેવી રીતે? એક નાની શીશી હોય ને એને મોઢામાં આપીને પછી એક ટીપું, એક ટીપું એમ કરતાં કરતાં એને પોષણ આપો અને એ મોટું થાય. જ્ઞાનીને આ બધી ખબર. બોલો, એક માં એક છોકરાને હાચવે, એક જ્ઞાની કેટલાને હાચવે? પાછા બધા અલગ અલગ લેવલના. જ્ઞાનીથી મોટી માં દેખાય છે તમને? બતાવો. હોય પુરુષ રૂપે, પુરુષ દેહની અંદર, તો પણ એ કરે છે શું? માતૃત્વ. મમતામય હોય અને પાછી એ મમતા કેવી ખબર છે? બંધન કરનારી નહીં, સંસાર બંધનમાંથી છોડાવનારી એવી મમતા એની. સંસારમાંથી મુક્ત કરાવી એક એક બાળકને.
એક રાણીની વાત હતી. એક રાજાને પરણવાનું થયું. એને તે કે, "હું તારા સાથે પરણું તો ખરી, પણ એક શરત." તો કે, "શું શરત?" તો કે, "બાળકો સાથે હું શું કરું, તારે મને ક્યારેય પૂછવાનું નહીં." ધાર કે, "સારું." પછી બે જણાએ સંસાર માંડ્યો એટલે બાળકો પેદા થાય. એક બાળક પેદા થયું, એને ઉપાડીને સીધું નદીમાં વહેતું મૂકી દીધું. બીજું બાળક થયું, ફરી વહેતું મૂકી દીધું. વારંવાર આવી રીતે બધા બાળકો એક પછી એક વહેતા મુકતા જાય છે. રાજા જોયા કરે છે. ફરી એક બાળક પેદા થયું. હવે રાજાથી ના રહેવાયું કે, "તું શા માટે? માં છું કોણ તું? આ બધાને કેમ મારી નાખે?" રાણીએ કીધું, "બસ, આપણો સંસાર પૂરો. તને લાગે છે કે મેં બધાને વહાઈ દીધા, બધાને મારી નાખ્યા? મને ખબર છે મેં શું કર્યું છે." એ બાળક જીવતો રહ્યો, મોટો થયો, એનું નામ ભીષ્મ.
શરીર છોડ્યા બાદ એના શરીરની ભલે ગમે તે દિશામાં બલી આપી દેવામાં આવે, એને ખુલ્લામાં નાખી દેવામાં આવે, એના જમીનને ખોદીને દાંટી દેવામાં આવે, કોઈપણ રીતે એનો ડિસ્પોઝલ તમે કરો, પણ એ કેવલ્યને જ પામે છે. એ પરબ્રહ્મને ઓલરેડી પામી ચૂક્યો છે. તમે એના બોડીનું જે કરવું હોય એ કરો. આ વિધિ પરિવ્રજ સન્યાસી માટે છે, બીજા કોઈને માટે ક્યારેય નહીં. પરિવ્રાજક સન્યાસી જે સંસારમાંથી ઉપર ઉઠી ગયો છે, પરબ્રહ્મની પ્રાપ્તિ કરી લીધી છે અને છતાંય પરિવ્રાજકની જેમ ભ્રમણ કરી રહ્યો છે, એવો જે સન્યાસી બ્રહ્મલીન થઈ ગયો છે, એના નિમિત્તે અસવ એટલે કે સૂતક રહેતું નથી. એ કોઈના સાથે બંધાયો જ નથી. તમે શેનું સૂતક કાઢો છો? તમારે તો સંબંધ હતો એટલે સૂતક લાગે છે. કોઈક મરી જાય તો કુટુંબી ત્રણ દિવસ, સાત દિવસ, એક દિવસ, દસ દિવસ જે તે બધા લોકો પોતે રાખતા હોય છે.
સૂતક કાઢવાનું. પછી કેવી રીતે કાઢવાનું? તો કે ક્ષોર કર્મ કરવાનું. બધું ટોલિયું કરી નાખવાનું, બધું કાઢી નાખવાનું. દાળી, મૂછો, માથાનો વાલ અને પછી શ્રાદ્ધ કર્મ કરવા જવાનું. પાછું એનું કે, "તું છૂટી ગયો, હવે અમે પણ તને છોડી દઈએ." આ ભાવ એટલે શ્રાદ્ધ. "તારું કલ્યાણ થાવ. દેહથી તો તું મુક્ત થઈ ગયો, સંસારથી તો તું મુક્ત થઈ જ ગયો છે, પણ અમારો જે તારા સાથેનો અહમતા-મમતા સાથેનો જે કંઈ હતો, તો તે આજથી અમે પૂરો કરીએ છીએ. તારું કલ્યાણ." આ છે શ્રાદ્ધ વિધિનું મર્મ. એના નિમિત્તે જે કંઈ તમે દાન પુણ્ય, પત્રમ, પુષ્પમ, ફલમ, તોયમ જે કંઈ તમે અર્પણ કરો છો, તે બધું એ ગ્રહણ કરી લે છે આત્મા. એનું કારણ કે એને તો આ બધું કશું જોયું નથી. તો હું એમ માનું, એક આત્માને સોપારીને પાવ લઈને પૈસો, સોનદાન, નાગરવેલનું પાન ને આવું બધું જુએ?
આત્માને શું મજાક છે? પણ એ નિમિત્તે તમે જે કંઈ અર્પણ કરવાની ભાવના કરો છો, તમારી અંદર એ વસ્તુ ઉજાગર કરે છે, જાગૃતિ લાવે છે. એટલા માટે કરવાનું છે. આવશ્યક તમારી લોભવૃત્તિને તોડવા માટે આવશ્યક છે. એની સાથેની મમતાનો તાંતણો તોડવાને માટે અતિ આવશ્યક છે. માટે કરવાનું. જે કરો સમજીને કરો, જાણીને કરો. સુખી રહેશો, નહીં તો બહુ ઠેબા ખાસો, ખૂબ ગોબા પડશે ચારે બાજુથી. કારણ કે એમાંય મત મતાંતરો હોય. પેલો કે ત્રીજા દિવસે મૂછો કાઢવાની, પેલો કે સાતમા દિવસે કાઢવાની, પેલો કે કે બધા વાળ કાઢવાના. એક જણ કહે છે કે ના, ચોટલી રાખવી જ પડે. પછી એક જણ આવીને કહે છે કે આમ જ કર. અનેક મત મતાંતરો. પાછો દરેક જણ વાંચીને આવે, "ફલાણા શાસ્ત્રમાં આવું કહ્યું છે." પેલો કે, "આ શાસ્ત્રમાં આવું કહ્યું છે." આ સંસાર નક્કી જ ના થઈ શકે. પણ ગમે તે હોય, હોય નક્કી તમારે કરવું પડશે.
પ્રયોગ તમારો થઈ રહ્યો છે. આત્માનો પ્રયોગ જે છે, એ તમારી અંદર થઈ રહ્યો છે. પ્રયોગશા એટલે કહેવાય છે એને. સમજાય છે? અત્યારે આત્મા પ્રયોગની અંદર પડ્યો છે. તમારા જીવનનો યોગ થઈ રહ્યો છે તેની અંદર. સંસારનો યોગ થઈ રહ્યો છે તેની અંદર. એમાંથી એને કાઢવાનું કેવી રીતે? તો કે આવી રીતે કાઢવાનું. એટલે એ પ્રયોગશા છે અત્યારે. પ્રયોગશાસા. એ જ છે પ્રયોગશા, વિશ્રસા અને મિશ્રસા જે જૈન ટર્મિનોલોજીમાં દાદા ભગવાન પૂજ્યશ્રી આપણને સમજાવ્યા કરે છે. એ જ બાબત છે. તો સંસાર છે ત્યાં સુધી આ બધું પ્રયોગશા છે. આત્માની સ્થિતિ. સંસાર જેવો તમે બંધ કર્યો ને ક્ષણ વાત માટે પણ, એટલે તમે આત્મા થઈ ગયા. સંસાર જેવો ચાલુ થયો એટલે પાછા પ્રયોગશા વળી પાછો.
બંધ કર્યો, બીજે દિવસે એટલે વળી પાછા તમે આત્મા થઈ ગયા. તો આવું તો ક્યાં સુધી કરશો તમે એકનું એક? જ્ઞાની એવું કહે છે કે હવે તમને આવડી ગયું કેવી રીતે કનેક્ટ કરવું, કેવી રીતે ડિસકનેક્ટ કરવું. હવે આમાંથી બહાર નીકળો. વારે વારે સંસાર સાથે કનેક્ટ કરો છો કેમ? આવું કરો છો? કંઈ કારણ છે? તમારે કંઈ જોઈએ છે? તમને ખબર બી પડી ગઈ કે હવે તો તમે આત્મા છો અને તમારે સંસારમાંથી તો કંઈ જોઈતું નથી. જે અસાર છે એવી ખબર પડી ગઈ. એમાંથી તમે શું સાર કાઢ્યા કરો છો બેઠા બેઠા? તમે ખુદ સાર રૂપ છો. આત્મા જ સાર રૂપ છે. આખા સંસારનો સાર કોણ? તો કે આત્મા પોતે. બાકી બધું બેકાર, કૂડો, કરકટ, કચરો એની સામે. છતાં પણ ઉપર ઉઠવા માટે તમને કીધું કે આ સંસાર પર દ્રષ્ટિ કેવી રાખવાની? તો કે "આ જગત છે તે જ જગદીશ છે."
જુઓ, તમે આત્મા એટલે આવો હોય. એક સરસ મજાની વાત મને આવી હતી કે હંમેશા પોતપોતાના લેવલથી માણસ પોતાનો વ્યવહાર કરે. એક વખતે આઈજી સાહેબે મને મોકલાવ્યું હતું કંઈક આવું બધું. તેની અંદર એવું થયું હતું કે કોઈ બહુ મહાન ફૂટબોલનો કે બિલિયર્ડનો કે કશાકનો ખેલાડી હતો. આ રિસેન્ટલી બનેલી બાબત. તો એને બોલાવ્યો ત્યાં આગળ. બધા મોટા શેખ, આરબ લોકો હતા. તે લોકોએ કુવેતમાં કે દુબઈમાં કોઈ જગ્યાએ. હવે તેને બોલાવીને પછી આ લોકોએ તેનું પ્રદર્શન મેચ જેવું કંઈક કર્યું અને તેને રાખ્યો ત્યાં આગળ બહુ જ માનપાન આપીને સારી રીતે, બહુ સારી રીતે રાખ્યો. તે એ દરમિયાન ભોજન જે સાથે લેતા હતા તે વખતે એને કહેવામાં આવ્યું કે, "ભાઈ, તારી શું ઈચ્છા છે?" ધારો કે, "મારે એક ક્લબ જોવે છે." એટલે એક બહુ નાનકડી વસ્તુ જેને કહેવાય કે પેલો સ્ટીક હોય છે ને તે બિલિયર્ડની કે કશાકની.
હા, તેને ક્લબ કહે છે, રાઈટ? તો કે, "મારે ક્લબ જોવે છે." કે છે. સરસ મજાની. આરબ શેખે સાંભળી લીધી વાત. વાત બરાબર છે કે તારી. પછી તો એને માનપાન આપીને બધું પરવારી ગયા પણ પતી ગયું. ટિકિટ બિકિટ આપી દીધી એટલે પછી આ ભાઈ તો ઉડીને પહોંચી ગયા. આ વાત એ ભૂલી ગયા કે સામાન્ય ભાવે વાતચીત થઈ હતી.
એક અઠવાડિયા પછી એમને ત્યાં આગળ એક મોટું પાર્સલ આવ્યું. પાર્સલ એમણે ખોલ્યું કે, "આ કોણ આટલું મોટું પાર્સલ મોકલાવે છે કે શું?" તો એ એની અંદરથી શું નીકળ્યું ખબર છે? એક વિશાળ મોટી જમીનનો ભાગ કે જેની ઉપર પૂર્ણપણે આખી ક્લબનું નિર્માણ થઈ ચૂકેલું છે અને તેની અંદર આ પુષ્કળ બધી એમ કે ક્લબ અલગ અલગ જગ્યાએ જ્યાં તમે બધું આ રમી શકો એવી બધી વ્યવસ્થા કરેલી છે. એવા પ્રકારની એક ક્લબ અને તેના દસ્તાવેજ કરીને તે વ્યક્તિના નામે મોકલી આપી, એ ખેલાડીના નામે. પેલાના મનમાં શું હતું? ક્લબ એટલે નાનકડી એક સ્ટીક રમવાની. આરબ શેખના મનમાં શું છે? ક્લબ મીન્સ આને ક્લબ કહેવાય. એને એ ખબર જ નથી કે આ પેલી સ્ટીક છે એ પણ ક્લબ કહેવાય એમ. અને કદાચ કહેવાતું પણ હોય તો પણ એને પોતે એવો મહાન ખેલાડી મારી પાસે આવી લાકડી થોડી માંગે? કેવો ભાવ! અને પછી એમને આપી દીધી આખે આખી ક્લબ.
તાત્પર્ય એ છે કે માંગનારો તો કંઈ પણ માંગે પણ આપનારો છે ને એ પોતાના લેવલથી આપશે. અને બધું જ આપનારો પરમાત્મા છે. એ તમને શું આપશે? શું માંગ માંગ કરો છો? એ પોતાના લેવલથી તમને આપી રહ્યો છે બધું. તમે તમારું લેવલ અપગ્રેડ કરતા જાવ, તમને મળતું જ જશે, મળતું જ જશે બધું. ઓટોમેશન પર એને તો મૂકી દીધું છે. કારણ કે ચક્રવર્તીઓનો ચક્રવર્તી, રાજાધિરાજ, મહારાજ, જે કંઈ કહો, અખિલ બ્રહ્માંડનો નાયક એવો મોટો મહાન આપવા બેઠો છે. માંગવું એના પાસે? જો માંગવું હોય, ખાલી એક જ વસ્તુ માંગી શકાય: "જે તું છે તે હું છું." બસ, આ તદ્રુપતા મને આપી દે. એ બી રાજી થઈ જશે. માંગી તો જુઓ એક દિવસ!
તો અહીંયા આગળ એવું કીધું કે આવો સન્યાસી જે સંસારમાંથી ન્યાસ લઈ લીધેલો છે, એવો પરમાત્મા થઈ ગયેલો, એના નિમિત્તે કોઈએ સૂતક બુતક કરવાનું નહીં. એ ચાહે ગુરુ હોય તો પણ ચેલાને એનું સૂતક રહેતું નથી. એની આત્મશાંતિ માટે ના તો અગ્નિ કાર્ય એટલે કે હવન, ના પિંડ, ના તર્પણ અને ના તો પર્વ પર કરવામાં આવતા શ્રાદ્ધ, તર્પણ વગેરેની જરૂર છે. "અમે કહી દીધું છે, અમારે પાછળ કંઈ નહીં." જે રીતે બળી ગયેલાને બાળવામાં આવતો નથી. જે રીતે જ્ઞાનાગ્નિમાં એક વખતે ખતમ થઈ ગયું બધું એનું, હવે તમે એનું શું બાળવા બેસો છો પાછું બીજું? પાકેલાને ફરી પકવવામાં આવતો નથી. કેરી એકવાર પાકી ગઈ હોય પછી એને ઇન્જેક્શન આપો કે હું પકવું છું એટલે ફદી જશે બધું. કે એવી રીતે જ્ઞાનાગ્નિથી બળેલા સન્યાસીને માટે ના તો કોઈ જરૂરી છે, ના તો કોઈ ક્રિયા કર્મ.
જ્યાં સુધી સાંસારિક મુશ્કેલીઓ છે, જ્યાં સુધી સાંસારિક મુશ્કેલીઓ છે ત્યાં સુધી ગુરુની સેવા કરવી જોઈએ. ગુરુની જેમ જ ગુરુપત્ની અને ગુરુના સંતાનો પ્રત્યે પણ સન્માનપૂર્વક વ્યવહાર કરવો જોઈએ. ગુરુ કુટુંબ એમ એક આખું જે કહો હોય તે. તો ગુરુનું કુટુંબ એટલે શું? ગુરુકુળ એ એનું કુટુંબ છે. તેના સંતાનો એટલે કોણ? બધા જ શિષ્યો એના સંતાનો છે. દેહથી થયેલા અને આ જ્ઞાન દેહથી પ્રગટ થયેલા એવા સંત સંતાનો છે એના. કારણ કે, "ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુ સખા ત્વમ ત્વમેવ, ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ, ત્વમેવ સર્વમ મમ દેવ દેવ." "કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિસ્વભાવાત્, કરોમિ યદ્યત્ સકલં પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ." ગુરુ છે તે નારાયણ સ્વરૂપ છે. એ નારાયણ થઈ ચૂક્યા છે એટલે એમની ખૂબ સેવા કરવી જોઈએ.
તો ગુરુને નહીં, ગુરુપત્નીને ને ગુરુકુળની સેવા કરવાની. આખે આખા કોઈ બાકી નહીં. એટલે ગુરુનો શિષ્ય જે હોય તે પણ એનું સંતાન છે. હંમેશા યાદ રાખજો, એનું માનસ સંતાન હશે. જ્ઞાન દેહથી પ્રગટાવેલું છે. એને પણ જ્ઞાન રૂપી બનાવી રહ્યા છે, તૈયાર કરી રહ્યા છે એને. હું શુદ્ધ.
"માનસ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ સહિષ્ણુ, એ સહિષ્ણુ હું જ છું, એ જ વિષ્ણુ હું જ છું." આ રીતનું જ્ઞાન પ્રાપ્ત થઈ જવાથી, જ્ઞાનના અનુભવથી જ્ઞ એટલે પરમાત્માના હૃદયમાં સારી રીતે પ્રતિષ્ઠિત થઈ જવાથી, જ્યારે દેહને શાંતિ પદની પ્રાપ્તિ થઈ જાય, ત્યારે સાધક મન-બુદ્ધિથી શૂન્ય થઈને ચૈતન્ય રૂપ બની જાય છે.
આપણો છેલ્લા ત્રણ દિવસનો અનુભવ છે. ક્લાસ પૂરો થઈ ગયા પછી બધા અમનસ્ક જેવા થઈ જઈએ છીએ. ખાસો બધો ટાઈમ સુધી આવી સ્થિતિ રહે છે. આ આવે કારણ કે એનું ફળ આ જ છે. અને પછી એ ધીરે ધીરે ધીરે ધીરે ધીરે વધતું જાય અને પછી શું થઈ જાય? તો કે ચૈતન્ય રૂપ બની જાય છે. અમૃતનું પાન કરી લીધા પછી દૂધનું શું પ્રયોજન છે? આઈસ્ક્રીમ ખાધા પછી ઉપર કોકોલા ના પીવાય. એ જ રીતે પોતાના સ્વયંનું જ્ઞાન, આત્મજ્ઞાન મેળવી લીધા પછી વેદથી શું પ્રયોજન છે?
આજકાલ તો લોકો એવું કરે છે, ગુરુ પાસે જાય અને કહે, "લો, ફલાણા વેદની ચોપડી મારી પાસે આવી છે." અલ્યા, પેલો સ્વયં વેદ રૂપ બની ગયો છે. હવે તું એને કઈ ચોપડી પકડાવે છે ભાઈ? તું તારી બુદ્ધિથી વિવેક, વિવેક હોવું જોઈએ. એને માગ્યું નથી. તમે શું લઈને દોડધામ કરો છો અને લઈ જાવ છો? તો શું લઈ જાવ છો? તમારે જે એને આપવાનું છે તે શું છે? એને સમજો. તમારી અણસમજણ, તમારું અજ્ઞાન અને તમારો અહંકાર રૂપી સમવિધા લઈને તમારે ગુરુ પાસે જવાનું અને કહેવાનું કે, "પ્લીઝ, આ બધું એક્સેપ્ટ કરજો. મને જ્ઞાન આપો, મને જ્ઞાન આપો." ગુરુ પાસે આ બધું લઈને જવાનું નહીં.
આવી રીતના સ્વયં સાક્ષાત નારાયણ સ્વરૂપ બનીને બેઠો હોય, એટલે ગુરુ હોય. એની પાસે જઈને તમે આવું કરો. ગુરુ કેવા હોય? સહજ ક્ષમા મૂર્તિ, સહજ ક્ષમા. એ જુએ, "આ નાદાન છે, બાળક છે. એની ભૂલ થઈ રહી છે. હજુ એની ભૂલ થઈ રહી છે. વાંધો નથી. એક દિવસ એ પણ સમજશે, કારણ કે એનું સંતાન છે." જો એને એક્સેપ્ટ કરી લેશે એ ઘડીએ, તો એને એક્સેપ્ટ કરી લેશે. "તું મારા શરણે આવ્યો, કંઈ પણ લઈને આવ્યો ને? ભલે ચોપડી લઈને આવ્યો." એ કહેશે, "મૂકી દે બાજુ." અહીં આગળ કોક દાડો જરૂર પડશે ત્યારે એ જ ચોપડી કોકને આપશે અને કહેશે કે, "તું આ વાંચી લેજે કે આ આની અંદર આ ચેપ્ટરના ફલાણા પાના ઉપર આ લીટી ઉપર આવું બધું લખેલું છે. એ બધું જરા સમજી જજે કે તું વખતે કામ લાગશે." કે પછી પાસે પાછી રાખશે નહીં. એની સંપત્તિ નથી, માલિકી નથી. ભાવ એનો મિલકત છે. એવી રીતે એની કોઈ વર્તના બી નથી એ બાબત પ્રત્યે.
બસ એ આપતો રહેશે બધાને સમયે સમયે. કોકને કંઈક, કોકને કંઈક, કોકને કંઈક આપ્યા કરે.
સાક્ષાત ના જ્ઞાનામૃતથી તૃપ્ત યોગી માટે કંઈ પણ કર્તવ્ય બાકી રહેતું નથી. છેલ્લો શ્વાસ લેવાની એની ઈચ્છા હોતી નથી. "લઉં કે ના લઉં" એવી કોઈ દુવિધા પણ હોતી નથી. સમજાય છે? "જીવવું છે" એવું બી નથી. "જીવ્યા જ કરવું પડે છે" એવું બી નથી. "મરી જવું છે" એવું બી નથી. એ તો આ બધાથી પર થઈ ગયો છે, કારણ કે અમર છે, શાશ્વત છે, સનાતન છે અને વ્યાપક છે. એ જેટલો અહીં છે એટલો જ એ ત્યાં પણ છે અને જેટલો ત્યાં છે એટલો જ બધે જ છે. એટલે કીધું, "અત્ર તત્ર સર્વત્ર હું છું."
અગર કોઈ કર્તવ્ય બાકી રહી જાય છે, તો એનો મતલબ એ છે કે તત્વવિધ નથી. હજુ એને તત્વને પામ્યો જ નથી. એને ખબર જ નથી કે તત્વ શું ચીજ છે. કારણ કે જેવું તમે તત્વની અંદર પ્રવેશ કરો, પામી જાઓ, એટલે બધા જ કર્તવ્યો તમને કર્તવ્યમુક્ત બનાવી દે છે. એ એવી રીતે કે નોકરી કરવાના છ દિવસ, છેલ્લા દિવસે ૬૦ વર્ષ જેવા તમારા પૂરા થાય અને એ મહિનો કે જે કંઈ હોય તેના છેલ્લા દિવસે જે તે તમારી સંસ્થા હોય છે તે તમને શું કરે છે? કર્તવ્યમુક્ત બનાવી દે છે. હાથમાં એક કાગળ આપી દે છે કે, "આજથી તમે કર્તવ્યમુક્ત છો. કાલથી તમારે આવવાનું નહીં. જરૂરત રહેતી નથી. તમારી સેવાઓની કદર કરવામાં આવે છે અને હવે તમને કર્તવ્યમુક્ત કરી દેવામાં આવે. સેવાઓ આપી તે બદલ આભાર અને અભિનંદન." આજ તો હોય છે, રાઈટ?
કર્તવ્યમુક્ત કરી દે એટલે જે તત્વવિધ થયો તે ક્ષણે તતક્ષણ સંસારમુક્ત થઈ જાય છે, કર્તવ્યમુક્ત થઈ જાય છે અને દેહની આસક્તિ, મનની આસક્તિ બધાથી મુક્ત થઈ જાય છે. આ એક સાથે બનતી ઘટના છે. તત્વમાં પ્રવેશ, બ્રહ્મમાં સ્થિતિ અને સંસારમુક્તિ, જીવનમુક્તિ એક સાથે બનનારી ઘટના. અને કેવી? વીજળીના ઝપકારે જેવું. આ ક્ષણે જ્ઞાન થયું, તરત પૂરું. પ્રોગ્રામ તમારો પતી ગયો. રિવર્સ એને જોજો કે જેવો બલ્બ ફ્યુઝ થઈ જાય અને અંધારું થઈ જાય છે, એ જ રીતે સંસારમાં એ પછી ત્યાંથી જતો રહે છે. એ સંસાર માટે ફ્યુઝ થઈ જાય છે. હવે એને લાઈને પાછો ગમે તેટલો લગાડશો, કેટલો બી પાવર આપશો, એને પાછો શું? ગમે તેટલા ઘોડા જોડશો કે કેટલો બી ચવનપ્રાસ ખવડાવશો, એ સંસાર માટેના કામો છે. એને હવે સંસાર કામ લાગશે નહીં. સંસારમાંથી મુક્ત થઈ ગયો, ઉખડી ગયો, બહાર આવી ગયો.
પાકી ગયેલા મૂળાને પાછો ફરી તમે જમીનમાં રોપતા નથી. કાઢી લીધેલા બટાકા, કંદમૂળ જે હોય છે તેને જમીનમાં ફરી તમે ગાઢતા નથી.
સંસારમુક્તિ હૃદયને નિર્મળ કરીને પોતાને "હું અનામય બ્રહ્મ છું, હું અનામય બ્રહ્મ છું, હું અનામય બ્રહ્મ છું, હું અનામય બ્રહ્મ છું, હું અનામય બ્રહ્મ છું, ૐ" એવું ચિંતન કરીને "હું સર્વ કાંઈ છું" એવું વિચારવાને જોવાથી પરમ સુખની પ્રાપ્તિ થઈ જાય છે. જેવી રીતે જળમાં જળ, દૂધમાં દૂધ અને ઘીમાં ઘી નાખી દેવાથી એ બધું એકરૂપ બની જાય છે, એવી રીતે જીવાત્મા અને પરમાત્મા બંને મળીને અવિશેષ અર્થાત અભિન્ન એક બની જાય છે. જ્યારે જ્ઞાન દ્વારા દેહમાં રહેલ અભિમાન નષ્ટ થઈ જાય છે તેમજ બુદ્ધિ અખંડ આકાર બની જાય છે. બુદ્ધિ જે પરમાત્માનો આકાર છે તે આકારની બુદ્ધિ બની જાય છે, ત્યારે વિદ્વાન પુરુષ. સામાન્ય રીતે બુદ્ધિનું કાર્ય શું છે? આનાથી આને, આનાથી આને, આનાથી આને, બધાને બધું અલગ અલગ જ કર્યા કરે.
એ બુદ્ધિ, એ બુદ્ધિના ફંક્શન સંસારની અંદર આવા ચાલતા હોય. સાત્વિક નિર્મળ બુદ્ધિ તમને એકતા કરાવવા તરફ લઈ જાય, ધીરે ધીરે ધીરે કરીને. કારણ કે છેવટે તો સત્વ બી ઊડી જશે. સત જેને કહેવાય, સત્વ, રજસ અને તમસ જે છે તે, અને શુદ્ધ સત્વશીલતા પરિણમશે ત્યાં આગળ. એની જગ્યાએ શુદ્ધ સત્વ એ પ્રજ્ઞા, એ ઋતમ ભરા, એ કાર્યકારણનું જ્ઞાન છે કે આ બ્રહ્માંડ કેવી રીતે બન્યું, કેવી રીતે ચાલે છે, શું થયું. આ ઉપનિષદનો આજ સવારથી જે આપણે કરી રહ્યા છીએ વિષય વસ્તુ જે છે તે શુદ્ધ સત્વશીલતા આજે તમને આ એક ઉપનિષદ મારફતે પ્રાપ્ત થઈ રહી છે.
બુદ્ધિ જ્યારે અખંડાકાર બની જાય છે, ત્યારે વિદ્વાન પુરુષ બ્રહ્મજ્ઞાન રૂપી અગ્નિથી કર્મ બંધનોને ભસ્મ કરી નાખે છે. "ખતમ થઈ ગયા બધા કર્મો: ગતમ પાપમ, ગતમ દુઃખમ, ગતમ દારિદ્રમેવચ. આગતા સુખ સમૃદ્ધિ." સુખ અને સમૃદ્ધિ કઈ? પરમાત્માની દૈવી સંપદા. "સુખ સ્થિરોભવ, સ્થિરોભવ મમ હૃદયે સ્થિરોભવ." આ ભાવ બધા કર્મ બંધનોથી હંમેશ માટે સંપૂર્ણ મુક્તિ, કાયમી રિટાયર્ડ થવાનો આનંદ હોય છે, ભાઈ.
ત્યાર પછી એ વિમલ, નિર્મળ વસ્તુ સમાન પવિત્ર અને અદ્વૈત રૂપ પરમેશ્વરને મેળવીને એવી રીતે પોતાના આત્મરૂપ સત્ય સ્વરૂપમાં પ્રતિષ્ઠિત થઈ જાય છે કે જે રીતે જળ બીજા જળમાં મળી જાય છે. બધું એકરૂપ થઈ જાય છે. આત્મા આકાશની જેમ સૂક્ષ્મ અને વાયુ સમાન ન દેખાણ નારો છે. વાયુને જેમ જોઈ શકતા નથી, આકાશને જેમ જોઈ શકતા નથી, તેમ આત્માને જોઈ શકાતો નથી. આ બેનું કામ નહીં, આત્માને જોવાનું કામ કોનું કામ? ફક્ત આત્માનો. એ બાહ્ય અને અંદરથી પણ કેવો છે? નિશ્ચલ છે. નિશ્ચલ એટલે ચલાયમાન થાય નહીં તેવો. આ શરીરનો જો અભ્યાસ કરશો તો અનુભવ આવશે કે બધું જ ચાલી રહ્યું છે. એક જ એવું કંઈક છે કે જે નિશ્ચલ છે. તો તમારી અંદર એ નિશ્ચલ તત્વને શોધી કાઢો, આત્મા મળી જશે અહીં અત્યારે જ. એને માત્ર જ્ઞાન રૂપી ઉલ્કા (એટલે કે વિદ્યુત કે મશાલ)થી જ જોઈ શકાય છે.
તો આત્માને જોવા માટે, જાણવા માટે જ્ઞાનની જ આવશ્યકતા છે આપણને.
હવે કહે છે: જ્ઞાની ગમે ત્યાં અને ગમે તે રીતે મૃત્યુને મેળવે, એ દરેક સ્થિતિમાં બ્રહ્મમાં જ લય થઈ જાય છે. ક્યાંયથી પણ એ ભલે નીકળે, પણ પહોંચશે, પેસશે ક્યાં? તો કે પરબ્રહ્મની અંદર જ એનો લય થઈ જવાનો છે. એનું એકમાત્ર એડ્રેસ જ એ છે: "અહીંથી છૂટ્યો એટલે ત્યાં જમા." બસ, વાર્તા પૂરી. કારણ કે આકાશની જેમ બ્રહ્મ પણ સર્વવ્યાપી છે. જે રીતે ઘટાકાશ (ઘડામાંનું આકાશ) ઘડો ફૂટી જવાથી બે એકરૂપ થઈ જાય છે, આ આકાશ પેલા આકાશની સાથે મળી જાય છે (ઓલરેડી મળેલું જ હતું, ભાઈ), એવી રીતે યોગી પોતાને તત્વતઃ જાણી લે છે.
આ જે અભિન્નતા છે ને, પરમાત્મા, અપરમા આત્મા, ભગવાન, એ ભગવાન અને તું બે એક જ છે એવો અનુભવ આવી જાય છે. પછી એ ભિન્નતા રહી શકતી જ નથી અને એકતા થઈ ગયા પછી એને કોઈ બીજો ભિન્ન કરી શકતો જ નથી, કોઈ કાળે શક્ય નથી. આકાશની અંદર તમે ગમે તેટલી તલવાર વીજા કરશો, કોઈ એની સ્લાઈસો પડશે નહીં. સમજાયું? પેલી એક વાત હતી: "બુદ્ધે માર્યા પાણી જુદા કેમ પડશે?" જવા દો. હજી "નવકા કિનારે કિનારે" એક સરસ ભજન હતું એવું કંઈક. તેમાં એવું કહ્યું કહે છે કે પાણીમાં આમ નદીમાં વહેતું પાણી હોય તેની અંદર તમે આમ લાકડું માર માર કર્યા કરો વચ્ચે, તો એનાથી પાણી છૂટું પડે ખરું? એને પાણીની સ્લાઈસો પડે? ના પડે. એવી રીતે આત્મા અને પરમાત્મા જે અભિન્ન છે, એક નદીમાં જેમ વહેતું હોય એવી જ રીતનું છે. એને તમે લાકડી માર માર કરીને ગમે તે કોઈ રીતે પણ તમે એને છૂટા પાડી શકવાના નથી.
તો છૂટા પડ્યા છે એવું જણાય છે તે શું છે? તો કે ભ્રાંતિ છે, એ જ અજ્ઞાન છે. બસ, એને દૂર કરી દો. અજ્ઞાનને "ડિસેબલ" કર દો, જ્ઞાનને "એબલ" કરી દો. બસ, પતી ગયું. આ જ્ઞાન છે કે પરમાત્મા અને હું અભિન્ન છીએ. અને આ અજ્ઞાન છે કે તું પરમાત્મા છે અને હું જીવાત્મા છું. એ અજ્ઞાન છે, એને "ડિસેબલ" કર દો. પછીનો પ્રોગ્રામ પ્રોપર રન થવા માંડશે.
એટલે યોગી જ્યારે પોતાને તત્વતઃ જાણે છે. તત્વતઃ નો અર્થ એવો થાય છે કે તત્વ રૂપે તું અને હું બંને એક જ છીએ, કે આપણે બે એક જ છીએ, કે તત્વરૂપ એક જ છે, એમાં તું અને હું હોતા નથી, એના જેવી વાત છે. તો એ તત્વતઃ જાણી લે છે. એ બધી બાજુથી નિરાલંબ અને જ્ઞાન લોક સ્વરૂપ બ્રહ્મની પ્રાપ્તિ કરી લે છે.
જ્ઞાન લોક જોયું? હવે જ્ઞાન લોક ક્યાં આવ્યો? ન્યુજર્સીમાં? સિલિકોન વેલીમાં? ના! જ્ઞાન લોક એટલે જે જ્ઞાન છે તેને એક લોકની ઉપમા આપી. તમારે ત્યાં પહોંચવાનું, જ્ઞાનને. આ બહુ સૂક્ષ્મ વાત છે. એ એટલે કોઈ ફિઝિકલ લોકેશનની વાત નથી. ગૂગલમાં નહીં મળે. ભલે તમારું પેલું લોકેશન તમે રાખ્યું હશે ઓપન, તો પણ નહીં બતાવી શકે. એના માટે તો તમારે ગુરુ પાસે, જ્ઞાની પાસે જવું જ પડશે. અને તે પણ કેવો? બ્રહ્મનિષ્ઠ, તત્વદર્શી, જે તત્વને જાણી ગયો હોય એના પાસે જવું પડે. મજાક છે! જ્ઞાન સ્વરૂપ, જ્ઞાન લોક સ્વરૂપ બ્રહ્મને પ્રાપ્ત કરી લે છે.
અગર કોઈ એક પગ પર ખડા ઊભા રહીને 1000 વર્ષ સુધી તપ કરે (અત્યારે તો અડધી મિનિટ નથી ઊભા રહેવાતું સીધા), તો પણ એ ધ્યાન યોગની 16 કલાઓમાંથી એકની પણ બરાબરી કરી શકતો નથી. કેટલા જન્મ જોઈશે, બોલો? પહેલા તો પ્રેક્ટિસ કરવાની, એક પગે ઊભા રહેવાનું, બરાબર આપણે. એટલે કેટલું બધું કરતાં અડધો કલાકે પહોંચ્યા હશે. હવે જો આ સ્થિતિ હોય તો કેટલી પ્રેક્ટિસ થશે અને કેટલા જન્મ થશે ત્યારે 1000 વર્ષ સુધી આપણે એવી રીતે ઊભા રહી શકીએ? તો પણ પાછું ધ્યાન યોગની 16 કલાઓમાંથી એકની પણ બરોબરી તો થતી જ નથી.
જ્ઞાન અને જ્ઞય અગર કોઈ પૂર્ણ રૂપે જાણવા ઈચ્છે તો, હજાર વર્ષના આયુષ્ય સુધી શાસ્ત્ર અધ્યયન કરવા છતાં પણ એનો પાર પામી શકતા નથી. તમે નસીબદારો તમારી જાતને કહો કે, "હું ધન્ય છું, ધન્ય છું." મનુષ્ય જાણવું જોઈએ કે માત્ર...
અક્ષરબ્રહ્મ જ સત્ય છે, ક્યારેય ક્ષર નહીં થનારો તે અક્ષર. એને ટીબી થાય જ નહીં, એટલા માટે પણ એને અક્ષર કહેવામાં આવે છે. મનુષ્યનું જીવન ચંચળ છે, એટલા માટે શાસ્ત્રજાળને છોડીને જે સત્ય છે તેની જ ઉપાસના કરે. સત્યની ઉપાસના કરો. "અસત્યો મહેતી પ્રભુ પદ પરમ સત્યે તું લઈ જા." પ્રભુ જ પરમ સત્ય છે, પણ આપણે પ્રભુને કહીએ છીએ કે, "તું મને પરમ સત્ય લઈ જા." પ્રભુ સ્વયં પરમ સત્ય છે, ભાઈ! સમજી જા. પછી ત્યાં પહોંચ્યા પછી તારે ક્યાં જવાનું રહ્યું? શું ગાગા કરે છે કે જરા વિચાર તો કર! ઘણા બધા ભજનો આવા જ હોય, ચાલતું હોય, પણ ભક્તિ છે, ભાવ પેદા કરી આપે તમને અને ભાવ ખોટો નથી હોતો જો એનો પ્રોપર ઉપયોગ કરવામાં આવે તો. કારણ કે શું કહે છે ખબર છે? ભાવ થકી દર્શન કરવાથી પ્રભુ પણ સન્મુખ આવી મળે. શ્રેણિક જેવા મગધપતિને મહાવીર સ્વામી મહેલે મળે.
"સર્વસ્વ અમારું અર્પણ છે ભગવાન તમારા શરણોમાં." શું ચરણોમાં? માટે મનુષ્ય જાણવું જોઈએ કે માત્ર અક્ષરબ્રહ્મ જ સત્ય છે.
મનુષ્યનું જીવન ચંચળ છે, ક્ષણજીવી છે. કઈ ક્ષણે એનો અંત આવવાનો છે કશું નક્કી નથી. પાછળ પેલો પડ્યો છે યમદેવતા, કાળદેવતા. ક્ષણે ક્ષણે કાળ નજીક ને નજીક આવતો જાય છે. એક શ્વાસ, બીજો શ્વાસ; એક શ્વાસ, બીજો શ્વાસ. કાળદેવતા નજીક ને નજીક આવતો જાય છે. શું આપણે પરબ્રહ્મની નજીક જઈએ છીએ દરેક શ્વાસે? તો કદાચ બચી જઈશું. એટલા માટે શાસ્ત્રજાળને છોડીને જે સત્ય છે તેની ઉપાસના જ કરે. આવું ઋષિ આપણને અહીંયા એડવાઇસ કરે છે, સલાહ આપી છે એમની કે જો તમારે બચવું જ હોય તો આ એકમાત્ર રસ્તો છે, ભાઈ! પરબ્રહ્મના નામનો તમે જો એસબેસ્ટોસ સૂટ પહેરી લેશો તો તમે આ સંસાર રૂપી અગ્નિમાંથી બહાર પાર નીકળી જઈ શકશો.
જુદા જુદા કર્મ, સૌચ, જપ, યજ્ઞ, તીર્થયાત્રા વગેરેની સાર્થકતા છે ત્યાં સુધી, એની લિમિટ છે કે જ્યાં સુધી તત્વની પ્રાપ્તિ થાય નહીં. એને છોડી નથી દેવાના કીધા. ઋષિએ આપણને બહુ સાચી વાત કરી દીધી છે અહીંયા આગળ કે દરેકનો પણ ઉપયોગ છે. સાવ એને એમ કરીને તમે ડિસ્કાર્ડ ન કરી દઈ શકો. તમારે ક્યાં સુધી આ બધાની સાર્થકતા છે? અહીંયા ડિફાઇન કરી દીધું છે: જ્યાં સુધી તત્વની પ્રાપ્તિ થઈ નથી ત્યાં સુધી તમારા માટે પણ આ બધાની આવશ્યકતા છે. જુદા જુદા કર્મકાંડ જે કરી રહીએ છીએ તે, સૌચ, જપ, યજ્ઞ, તીર્થયાત્રા.
"અહમ બ્રહ્મેતી નિયતમ મોક્ષ હેતુ મહાત્મનામ." હું બ્રહ્મ છું, આજ ભાવ સૌ મહાપુરુષોના મોક્ષનો આધાર છે. બંધન અને મોક્ષના કારણરૂપ આ બે જ પદ છે: "આ મારું છે" એ બંધન છે, "આ મારું નથી" મુક્તિ. "આ મારું નથી" પરમાત્મા. હું છું, બેમાં ફરક છે. તે હું છું, આ હું નથી એમ. એને સ્પષ્ટ સમજી જવાનું. "મારું છે" એ ભાવ બંધનમાં નાખે અને "મારું નથી" એ ભાવ મોક્ષ પ્રદાન કરે છે. જ્યારે મન ઉન્મની અવસ્થા ભાવને પ્રાપ્ત થઈ જાય છે, મનથી પણ ઉપર જાય એટલે મન ઉર્ધ્વમાં જવાનું શરૂ કરે. સામાન્ય રીતે મન શું છે? એ પેલો કાગડો જેમ જોજો કરતો હોય ને, કીડા-મકોડા ક્યાં મળશે, શું છે, એવી રીતના એ એવું મન હોય આપણું સંસારની અંદર ક્યાંથી ફાયદો લઈ લઉં, મને નુકસાન જવું જ ના જોઈએ. એટલે દરેકથી એને લવ લવ લવ લવ ચાલતું હોય એવું મન હોય. એમાંથી પહેલાને એમ થાય કે આ મારું નથી.
બહુ મોટી વાત! ધન્ય થઈ ગયો તું તો. આ સંસાર મારો નથી. ઓર ઉપર ઉઠી ગયો તું તો. અને પછી ઉપર ઓર જ્યાદા ઉઠે છે અને આમ ઉપર જોવાનું શરૂ કરે છે પરમાત્મા ભણી કે મારું લક્ષ્ય તો આ છે. ત્યારે આમ અવાકપણે આમ જોયા કરે છે પરમાત્માની સામે. તે સ્થિતિને ઉન્મની કહેવાય. આમ માં અવતાર બાબાજીને જોઈ લો, ઉન્મનીમાં હોય સદાય. મહાન મહાન સંતો, બધા ઋષિ-મુનિઓ બધા શું કરે? તો કે ઉન્મની કરે. બે આમ ઉપર ઉર્ધ્વ દ્રષ્ટિ. દાદાને ઘણા વિડીયો ઉન્મની. જ્યારે આવી ઉન્મની તમને પ્રાપ્ત થાય છે ત્યારે શું થાય છે? તો કે દ્વૈત ભાવ સમાપ્ત થઈ જાય છે. તમે પરમાત્મા સાથે એકરૂપ થઈ જાવ છો, એક થઈ જાવ છો. ઉન્મનીનું પરિણામ ફળ આવી જાય છે તરત. જ્યારે ઉન્મની ભાવ પ્રાપ્ત થઈ જાય છે ત્યારે પરમ પદ પ્રાપ્ત થઈ જાય છે. એ અવસ્થામાં, ઉન્મની અવસ્થામાં જ્યાં જ્યાં મન જાય છે ત્યાં ત્યાં પરમપદ છે.
"જે જે સ્થળે આ મન જાય મારું, તે તે સ્થળે હું તુજને નિહાળું. જ્યાં જ્યાં મૂકું મસ્તકમ ગુરુવા, ત્યાં ત્યાં પદ્મ તારા જ સોહે ગુરુદેવ દત્ત." ત્યાં ત્યાં પરમ પદ છે. આવા પરબ્રહ્મ અહીં, ત્યાં, સર્વત્ર રહેલા છે. પરંતુ જે વ્યક્તિ એ જાણતો નથી કે હું બ્રહ્મ છું, એની મુક્તિ એ રીતે નથી થતી. એના મુક્તિના પ્રયત્નો નિષ્ફળ જાય છે. એને જાણવું જ પડશે કે હું જ બ્રહ્મ છું. જેમ કોઈ આકાશમાં મુઠ્ઠીનો પ્રહાર કરે અથવા ભૂખ્યો માણસ ભાત મેળવવા માટે ભૂસાને કૂટે. ભૂસાને કૂટવાથી ભાત બનતો નથી.
આ ઉપનિષદની ફળશ્રુતિ શું? જે આ ઉપનિષદનો પાઠ કરે છે, નિત્ય પાઠ કરે છે. પાઠ હંમેશા નિત્ય કરવાની વસ્તુ હોય છે. વારંવાર કરવું જોઈએ. દિવસમાં કેટલી પણ વાર ચાહો તો કરી શકાય એવી વસ્તુ. ઇનફેક્ટ, એક વખત શરૂ થાય ને પરમાત્માનું, પછી છે ને એ બંધ કરવું બહુ અઘરું છે, ભાઈ! "એસી લાગી લગન, એસી લાગી લગન." એ અગ્નિ સમાન, વાયુ સમાન, આદિત્ય સમાન, બ્રહ્મ સમાન, વિષ્ણુ સમાન, રુદ્ર સમાન પવિત્ર બની જાય છે. ઉપનિષદનો પાઠ કરવા માત્રથી આટલા પવિત્ર થવાય. એ બધા તીર્થોમાં સ્નાન કરેલા સમાન થાય છે. "સકળ તીર્થ ગુરુજી ગુરુ કોણ? પરબ્રહ્મ ગુરુદેવ દત્ત." એ સમસ્ત વેદોનો જ્ઞાતા થાય છે. બધા વેદ એને આવડી ગયા. વાંચ વાંચ કરવાની જરૂર નહીં, ચોપડા લાઈ લાઈ અને એમનેમ જ આવડશે. કારણ કે વેદમાં જે કહેવામાં આવ્યું છે એ બધું એને અનુભવમાં આવી રહ્યું છે.
સમજાય છે? લોકો વાંચી વાંચીને તૈયાર થાય છે અને અહીંયા બુદ્ધિની અંદર બધું બહુ જ જાત જાતનું થાય છે પછી અનેક ભ્રમ પેદા થઈ જાય છે જ્યારે આ...
વેદનો જ્ઞાતા થઈ જાય છે અને વેદમાં જે કહેલું છે તે બધું એને અનુભવમાં આવવા માંડ્યું છે. એટલે એને વાંચવાની જરૂરત રહેતી નથી. આટલું કરી નાખ્યું, પૂરું થઈ ગયું કામ. સમસ્ત વેદોમાં વર્ણિત વ્રતોનું પાલન કરનારો થાય છે. બધા વ્રતોનું પાલન થઈ ગયું એનાથી, કોઈ વ્રત બાકી રહેતું નથી. બ્રહ્મચર્ય વ્રત લો કે હસ્તેય વ્રત લો કે કોઈપણ વ્રત લો, બધું જ આની અંદર સમર્પિત થઈ ગયું છે. સંપૂર્ણ સંપૂર્ણતા આવી ગઈ. એને ઇતિહાસ અને પુરાણ વગેરેના અધ્યયનનું, એક લાખ રુદ્ર મંત્રના જપનું ફળ પ્રાપ્ત થાય છે. દસ હજાર પ્રણવ નામના જપનું ફળ મળે છે. આ સોળ, સોળ માત્રાઓવાળો જે સામે જે બ્રહ્મ સ્વરૂપ એવો જે પ્રણવ ઓમકાર છે, તેની વાત કરે. એના દસ હજાર એક વખત વાંચો, દસ હજાર એનું ફળ એને એટલું એને પ્રાપ્ત થઈ જાય. એના પહેલાની દસ અને પાછળની દસ પેઢીઓ પવિત્ર થઈ જાય.
પિતૃ ઋણમાંથી તો મારી મુક્તિ થઈ જાય.
ઉપનિષદ વાંચો છો, ઋષિઓ વચ્ચેનો સંવાદ છે, બે ઋષિઓનો. તમે ઋષિના ઋણમાંથી પણ મુક્ત થઈ જાવ છો. આ આત્મા અને પરમાત્મા વિશેની વાત સાંભળવા માટે તરફળિયા મારતા તમામ દેવી દેવતાઓ અહીં મોજુદ થઈ ગયા હોય છે. જ્યારે તમે આ કરો છો, તમારા પાઠ કરવા માત્રથી કે બધા દેવો એટલા બધા પ્રસન્ન થઈ છે, તમે દેવ ઋણમાંથી પણ મુક્ત થઈ જાવ છો. એની સાથે બેસનારા પણ પવિત્ર થઈ જાય છે. ઘડીક બેસવા આવું તમારે ત્યાં એવા લોકો હોય છે ને, ત્યાં આગળ કુસંગ કુથલી થાય. અહીંયા આગળ શું થાય? ઘડીક બેસવા આવ્યો હોય, પરમાત્મા પરમાત્મા અંદર પ્રગટી ચૂકેલો છે, એની પાસે પેલો આવીને બેસું કે છે. એની કેટલી બધી પ્રગતિ થઈ જાય તેને ખબર ના હોય કે થઈ શું રહ્યું છે. અનાયાસે તમે લોકોના અપલિફ્ટર બની જાવ. જ્યારે તમે આનું અધ્યયન કરો, આવી રીતે અધ્યયન કરો એટલે સાથે બેસનારાઓને પવિત્ર બનાવે છે.
હું પરમાત્માની સાથે બેસું છું. ઉપનિષદની અંદર ઉપનિષદનો અર્થ પણ એ જ છે. એટલે પવિત્ર થઈ ગયા. હવે આપણી જોડે જે આવીને બેઠો તે પણ પવિત્ર થઈ ગયો.
એ મહાન થાય છે. એ બ્રહ્મ હત્યા, સુરાપાન, સોનાની ચોરી, ગુરુ પત્ની ગમન તેમજ એવા મહાપાપ કરનારાઓની સોબતથી ઉત્પન્ન થતા પાપોથી મુક્ત થઈને પવિત્ર બની જાય છે. ઢાંક્યા કરમની ખબર નથી કોનાથી ક્યારેક કયા કાળમાં આ બધા કારણ કે કોટિ જન્મો ઓલરેડી થઈ ચૂક્યા છે બધાના અને એમાં ક્યારે આપણે શું કરીને આવ્યા છે આપણે જાણતા નથી. આપણે એ બધું જાણવું પણ નથી, પ્લીઝ. કેવળ પરમાત્માને જાણી લો, કેવળ પરમાત્મા. તો તમે મુક્ત અને પવિત્ર બની જાઓ. જ્ઞાનીજન વિશ્વવ્યાપી ભગવાન વિષ્ણુના પરમ પદને દીવલોકમાં વ્યાપ્ત એવા દિવ્ય પ્રકાશની જેમ જુએ છે. એ આળસ પ્રમાદથી રહિત હંમેશા શ્રેષ્ઠ કર્મ કરનાર સાધક વિષ્ણુ એટલે કે અંતર્યામી પરમેશ્વર જે અંદર છે તે પરમ પદને પ્રાપ્ત કરી લે છે. આ સત્ય છે એવું આ ઉપનિષદ રહસ્ય વિદ્યા કહે છે.
"ૐ પૂર્ણમદઃ પૂર્ણમિદમ પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે. પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે." શાંતિ: શાંતિ: શાંતિ:
આપણે આ ઉપનિષદ અધ્યાય અત્યારે સમાપ્ત કરીએ, પણ ઉપનિષદ અમૃત પ્રાસન ચાલુ રહેશે, જેવી પ્રભુની મરજી. આપ સૌમાં રહેલા પરમાત્મા આત્માને અત્યંત ભક્તિપૂર્વક અભેદ ભાવે.
આ લખાણ AI દ્વારા તૈયાર થયું છે. શંકા હોય ત્યાં મૂળ પ્રવચન સાંભળી ખાતરી કરવી.