અનંતની યાત્રાAnant ni Yatra
૧૦૮ ઉપનિષદ સિરીઝ · 108 Upanishad Series

૨. અધ્યાત્મોપનિષદ્ ભાગ ૨

વિડિયો ૩

લેખ ૩ / ૧૪૯ · 8 મિનિટ વાંચન · વિડિયો જુઓ ↓

એટલે આપણને અહીંયા આગળ એમણે કીધું કે અખંડ આનંદ સ્વરૂપ આત્માને, આત્માનું સ્વરૂપ કેવું? કે અખંડ આનંદ છે. ખંડિત થઈ જાય એવો આનંદ નહીં, અખંડ આનંદ. એવા સ્વરૂપને આત્માને પોતાનું વાસ્તવિક સ્વરૂપ સમજીને હંમેશા આ આત્મામાં જ બહાર અને અંદર આનંદ રસનું આસ્વાદન કરો. એ આનંદ રસ કેવો ઉત્પન્ન થશે? તો કે અતિન્દ્રિય હશે. એ કોઈ ઇન્દ્રિયજનિત કોઈપણ પ્રકારના આનંદ સાથે એની સરખામણી કરી શકાય એવું નથી. એટલે જો બહુ જ લાંબો સમય સુધી કોઈ વ્યક્તિ એમ વિચારવા કરે કે એવો આનંદ કેવો હશે? બ્રહ્મનો આનંદ કેવો હશે? આત્માનો આનંદ કેવો હશે? તો ધીમે ધીમે ધીમે ધીમે એ દિશામાં ગતિ કરી શકશે, કારણ કે જેવી મતિ હોય તેવી ગતિ થાય એ નિયમ પણ એવું કહે છે આપણને.

હવે કહે છે, "વૈરાગ્યનું ફળ છે એ બોધ છે." શેનું? વૈરાગ્યનું ફળ જે છે તે બોધ છે. જે બોધ છે તે જ જ્ઞાન છે. હવે વૈરાગ્ય એટલે શું? તો કે જ્ઞાનનું ફળ છે પાછો વૈરાગ્ય. પણ આના વડે આ થાય છે અને આનાથી આ થાય છે. જ્ઞાનનું ફળ ઉપર ઉપર એટલે રતિ. રતિ એટલે આનંદ અને વિષયોમાંથી વિરત થવું. તમે કોઈ કશામાં રત રહો છો તો તમે સંસારમાં કે સાંસારિક બાબતોમાં રત રહો છો એમ કહેવાય. હવે એ રતમાંથી રતિ ઉત્પન્ન થાય છે, જે વૃત્તિ ઊભી થાય છે આનંદની સાંસારિક તેને રતિ કહેવામાં આવે છે. કામદેવની પત્નીનું નામ પણ રતિ આપવામાં આવ્યું હતું. કામદેવ કયો દેવ? કામનાઓ પેદા કરે છે જેના હોવાપણાથી એવો દેવ. તો એની જે છે એનું નામ રતિ રાખવામાં આવ્યું, કામદેવની રતિ. હવે આ રતિમાંથી શું થવાનું? તો કે વિરત થવાનું. શેમાંથી? તો કે વિષયોમાંથી વિરત થવાનું.

એ વિષયોમાંથી વિરત થવું એને શું કહેવાય? તો કે ઉપરતિ કહેવાય. આ રતિમાંથી વિરત થવું તેને ઉપરતિ કહેવાય.

હવે ઉપરતિ એ શેનું છે? તો કે જ્ઞાનનું ફળ છે. તમને જ્ઞાન ઉત્પન્ન થશે એટલે વૈરાગ્ય ઉત્પન્ન થશે. તમને વૈરાગ્ય હશે એટલે જ્ઞાન ઉત્પન્ન થશે. ગમે તે એક છેડેથી તમે શરૂઆત તો કરો, એક જ છે એટલા માટે. અને ઉપરનું ફળ આત્માનંદના અનુભવથી મળેલી શાંતિ છે. આત્માના અનુભવ પછી શું છેવટે થશે? આનંદ તો હશે જ, અનુભવ આનંદ સહિતની શાંતિ હશે. અત્યાર સુધી આનંદ મેળવવા માટે વલખા મારે લોકો, શાંતિ મેળવવા માટે વલખા મારે. અહીંયા આનંદ અને શાંતિ બંને એક સાથે હશે અને એવી શાંતિ હશે, એવો આનંદ હશે. કેવો હશે? અનુભવ કરવો છે ને? ઉપર્યુક્ત વસ્તુઓમાં જે ઉપરુક્ત વસ્તુઓમાં જે ઉત્તરોત્તર ના હોય એનાથી પહેલાની વસ્તુ નિષ્ફળ છે. એટલે વિષયોની નિવૃત્તિ જ પરમ તૃપ્તિ છે અને આત્માનો આનંદ જાતે જ અનુપમ છે. એના જેવું બીજું કોઈ છે? આત્માનો આનંદ અલગ છે, આ બીજા બધા આનંદ અલગ છે.

એટલે ઉત્તરો ઉત્તર એમ કીધું, એનાથી સુંદર, એનાથી સુંદર, એનાથી શ્રેષ્ઠ, એનાથી શ્રેષ્ઠ. તો કે શું? તો કે સૌથી શ્રેષ્ઠ છેવટે કયું? તો કે આત્મા એ જ પરમાત્મા. બસ, તું એનો અનુભવ કર એમ કહે છે.

માયા રૂપી ઉપાધિથી યુક્ત જગતના કારણ રૂપ સર્વજ્ઞત્વ વગેરે લક્ષણોથી યુક્ત પરોક્ષ સબલ અર્થાત માયાથી વીંટળાયેલ બ્રહ્મ જે સત્યાદિ, સત્ય આદિ સ્વરૂપ વાળો છે એ જ તત શબ્દથી વિખ્યાત છે. હવે આગળ વાત કરી કે માયા રૂપ ઉપાધિ વાળો, જગતનું કારણ રૂપ, સર્વજ્ઞતા વગેરે લક્ષણોથી યુક્ત હોવા છતાં પણ આ બધામાં ભેરવાઈ ગયેલો પરોક્ષ સબલ એટલે કે માયાથી વીંટળાયેલો પરોક્ષ સબલ બ્રહ્મ જે સત્ય વગેરે સ્વરૂપ વાળો છે એ જ તત શબ્દથી વિખ્યાત છે. અત્યારે જે આમ અંદર જે છે, અત્યારે જે પરબ્રહ્મની સ્થિતિ એ માયા સબલ છે, પણ છતાં પણ એ કેવો છે? તો કે સર્વજ્ઞ તો છે જ. એ કેવો છે? તો કે માયા રૂપ ઉપાધિ વાળો છે અત્યારે એટલે જીવ કહેવાય છે, પણ એ પણ તત શબ્દથી વિખ્યાત છે. એને "તે" કહેવામાં આવે છે, કારણ કે બીજું કોઈ નામ એને આપી શકાય એવું એટલા ભાગને જે જ્ઞાન વાળો ભાગ છે, જે વિજ્ઞાન વાળો ભાગ છે, જે પરબ્રહ્મ છે તેની વાત કરવામાં આવે છે.

જે બ્રહ્મ સ્વરૂપ છે તેની વાત, જે આનંદ સ્વરૂપ છે તેની વાત કરવામાં આવે છે.

જે "એ હું" શબ્દ અને પ્રત્યયનો આશ્રય સ્વરૂપ જણાય છે. "હું છું." હવે આ "હું છું" ને આ વચ્ચે તમારે જેટલા આરોપો મૂકવા હોય એ બધું જ તમે છો એવી વાત કરી દીધી. આશ્રય સ્વરૂપ જણાય છે, કારણ કે એ બધાનો મૂળ જગ્યા તો એ જ છે. આશ્રય આપે છે એ જ કે હું આનંદ સ્વરૂપ છું કે હું કકડાટ સ્વરૂપ છું. કકડાટ સ્વરૂપ બી એ જ નું એ જ બને છે. બરાબર છે? જીવ જે સ્વરૂપે જ્યારે હોય છે ત્યારે નિરંતર ક્લેશ ને કકડાટ કર્યા જ કરતું હોય. એમાંથી પછી પાછું એક દિવસ એ જાગે અને નક્કી કરે કે હું તો ક્લેશ રહિત છું, હું કકળાટ રહિત છું, હું તમામ વૃત્તિઓમાં શાંત થઈ ગયો છું, મારી બધી વૃત્તિઓ લીન થઈ ગઈ પરમાત્માની અંદર, પરબ્રહ્મની અંદર. ત્યારે એનું જ્ઞાન અંતર અંતઃકરણ જે છે, જેનું જ્ઞાન અંતઃકરણ છે તેની અંદર આની અંદર શું થાય છે કે જીવનું જે અંતઃકરણ છે તેમાં બધો મિથ્યાત્વ ભાવ બહુ જ ભરાઈ ગયો છે.

બધું ખોટું ખોટું છે એ બધું જ એને પકડી લીધું છે. ખરેખર એ જીવ ત્વમ શબ્દથી ઓળખવામાં આવે છે. પેલો તત, આ ત્વમ. "તે તું છે" એમ કહેવા માંગે છે.

જીવ અને બ્રહ્મની માયા અને અવિદ્યા ક્રમશઃ આ બે આવી ઉપાધિઓ છે. બ્રહ્મ અને જીવની માયા અને અવિદ્યા આવી બે ઉપાધિઓ છે, જેને છોડી દેવાથી અખંડ સચ્ચિદાનંદ પરબ્રહ્મ દેખાય છે, જણાય છે, અનુભવ આવવાનો શરૂ થાય છે. તો શું છોડવાની વાત કરી? જીવને માયા. માયા એટલે મારું અને અવિદ્યા એટલે અજ્ઞાન. અહંકાર એટલે હું અને મારું એ બે છોડી દીધું એટલે શું થશે? તો કે અખંડ સચ્ચિદાનંદ. દાદા ભગવાન જે કહે છે ને, "સચ્ચિદાનંદ પ્રગટ થઈ જાય છે, જણાય છે, દેખાય છે, અનુભવ પણ આવે છે." આ રીતે તત્વમસી વગેરે મહાવાક્યો દ્વારા એમને નો એટલે કે જીવ અને બ્રહ્મની એકત્વનો, આ બંને એક જ છે એમ ખબર પડવી જોઈએ. પણ પાછો આ જીવ છે તે આ સહિત છે અને

આ રહિત છે એમ આપણે જાણવાનું છે. એવું જ્યારે તમે જાણો છો ત્યારે અર્થ એટલે કે જીવ અને બ્રહ્મ બંને એક જ છે. આ સહિત છે, ના રહિત છે એમ ખબર હોવી જોઈએ.

બાકી, વાત હું એકની જ કરું છું: "તત્વમ અસી" – તે તું જ છે. જે તું આ દેખાય છે, તે પણ તું. તે તું જ છે એમ વારેવારે અનુસંધાન કરવાથી, એનો અર્થનું શ્રવણ, જે કંઈ સાંભળવામાં આવે છે તેના અર્થ ઉપર યુક્તિપૂર્વક વિચાર-વિમર્શ કરવાનો. વિચાર કરવાનો અને વિમર્શ કરવાનું. વિમર્શ મતલબ કોઈકના સાથે કરો તો પણ, તમારી અંદર કરો તો પણ, એ પણ એક સત્સંગ જ છે. તો એવું અનુસંધાન કર્યા કરવાનું. તૂટી જશે, પાછું ફરી જોડવાનું સંધાન છે. એટલે અનુસંધાન દરેક વખતે તમે ટુકડે ટુકડે, થોડું થોડું, થોડું થોડું કરતાં તમે જોડતા જ જશો. પેલી વૃત્તિઓ બધી લીન થતી જશે અને આ તમારું જે ચિત્તની વૃત્તિ છે, એ આત્મવૃત્તિ બનતી જ જશે. આ અનુસંધાન કરવાનું ફળ છે. એને મનન કહે છે.

શ્રવણ અને મનન દ્વારા સંદેહ થયેલા અર્થમાં ચિત્તને સ્થાપિત કરેલું. જો, હવે કેવી વાત થઈ! શ્રવણ અને મનન દ્વારા બ્લેકબોર્ડ ઉપર જે કાંઈ લખાયેલું બધું હતું સફેદની ચોકથી, તે બધું જ ભૂસી નાખીને, ચિત્તને સ્થાપિત કરીને, બિલકુલ આખા બોર્ડ ઉપર તમે સંપૂર્ણ ધ્યાન આમ કરીને તમે એ જે બળ છે તેના સાથે એકરૂપ થઈ જાવ છો. બધું જ્ઞાન અહીંયા છે કે જ્ઞાનનો આધાર જ આ છે એવી વાત કરે છે. એટલે તમારે તમારું બોર્ડ શોધી કાઢવાનું છે કે આ બધું પ્રોજેક્ટ ક્યાં થયું છે. "તે હું છું" એના સાથે એકતા તત્વ પ્રાપ્ત કરવું એને નિધિધ્યાસન કહેવામાં આવે. જ્ઞાન ક્યાં થાય છે? જાણ ક્યાં થાય છે? કંઈ પણ વસ્તુની એ જગ્યા ખોળી કાઢો. એ જગ્યાને સતત તમે જોજો કરશો ત્યારે તમારી એકતાનત્વ પ્રાપ્ત થશે અને એટલે એને નિધિધ્યાસન કહે.

ત્યારબાદ, હવે પછી આગળ પાછું ધ્યાતા અને ધ્યાન (ધ્યાન કરનારો અને જે ઊભું થઈ રહ્યું છે) એ બેયને છોડી દો. ધ્યેયમાં જ ચિત્તને સ્થાપિત કરો. વાયુ રહિત સ્થાનમાં રાખેલા દીપકની જેમ જ્યારે ચિત્ત નિશ્ચલ બની જાય, એ જ સમાધિ છે. મતલબ, તમે હવે ધ્યાત્યા અને ધ્યેય, ધ્યાન બંને ભૂલી જાવ છો. ફક્ત ધ્યેય જ તમે સમક્ષ રાખ્યો છે અને હવે ધ્યેય સાથે તમે એકરૂપ થાવ છો. મતલબ, તમે ખુદ ધ્યેય બની જાઓ છો. તમે ખુદ ધ્યેય બની જાવ છો. તમારો ધ્યેય શું છે? "હું આત્મા છું" અને અનુભવ તમે એ અનુભવ કર્યા જ કરશો એટલે તમને એનો અનુભવ આવવાનો શરૂ થશે.

આ લખાણ AI દ્વારા તૈયાર થયું છે. શંકા હોય ત્યાં મૂળ પ્રવચન સાંભળી ખાતરી કરવી.