અનંતની યાત્રાAnant ni Yatra
૧૦૮ ઉપનિષદ સિરીઝ · 108 Upanishad Series

ઉપનિષદ સિરીઝ · વિડિયો ૩૫

વિડિયો ૩૫

લેખ ૩૧ / ૧૪૯ · 32 મિનિટ વાંચન · વિડિયો જુઓ ↓

ૐ નમસ્તે શારદે દેવી, સરસ્વતી મતિ પ્રદે. વસત્વં મમ જિહ્વાગ્રે, સર્વવિદ્યા પ્રદા ભવ.

સાધકે હંમેશા કુંડલીની પૂર્વમાં અધોલિંગનું, શિખાસ્થાનમાં પશ્ચિમ લિંગનું, ભ્રુકુટીઓની વચ્ચે જ્યોતિર્લિંગનું ધ્યાન કરવું જોઈએ. આ સૌથી મહત્વનું છે. આની અંદર જે છે તે જ્યોતિર્લિંગ ઉપરનું ધ્યાન છે. એ જ્યોતિર્લિંગ ઉપર સતત ધ્યાન કર્યા કરો એટલે બાકી આગળની બધી પ્રક્રિયાઓ સરસ રીતે થાય.

હવે ધ્યાન આપણે ત્યાં આગળ રાખી અને સાથે સાથે ભાવનાઓ, જેને કહેવાય ધારણા, એ ધારણાઓ કેવી હોવી જોઈએ આપણી? તો કે, "હું અચ્યુત છું. મને કોઈ કરી શકે એવું કશું સંસારમાં છે જ નહીં. એટલું શક્તિશાળી કશું છે જ નહીં." હવે, "હું અચ્યુત છું" એવા ભાવ સાથે જ્યારે તમે આવી રીતના સ્થિરતા પકડો છો, એટલે કોઈપણ પ્રકારના મોહનીય કર્મોનું પ્રભુત્વ તમારી ઉપર ચાલી શકતું નથી. તમે એનાથી મુક્ત થઈ જાવ છો. કોઈપણ પ્રકારના સૌથી બળવાન કયા? તો કે મોહનીય કર્મો છે, જે સંસારની અંદર આપણને બાંધી રાખનારા છે. હવે એમાંથી આપણે બહાર નીકળી જઈએ છીએ જ્યારે આપણે "હું અચ્યુત છું" એમ કહીએ છીએ ત્યારે.

તો, "હું અચ્યુત છું" અર્થાત "હું અચિંત્ય છું." "હું વિચારી ના શકાયો છું" કે "હું ચિંતનથી પણ પર છું." "હું ચિંતનથી કેવો છું? પર છું." ચિંતન કર્યા પછીથી જે પરિસ્થિતિ, પરિણામ આવે છે, ત્યાં છું હું. એમ કે, "એન્ડ ઓફ ધ રોડ." ચિંતન કરતાં કરતાં કરતાં કરતાં પછી જ્યાં આગળ છેલ્લે પહોંચી જાવ, તે જગ્યાને શું કહેવાય? "અચિંત્ય છે." છેવટે એમ કહી દેશે કે ભઈ, હવે આગળ બીજું કશું થઈ શકે એવું નથી, કારણ કે અહીંયા આગળ મનનો લોપ થઈ જાય છે, મનનો લય થઈ જાય છે.

જ્યોતિર્લિંગ બધા આપણે અલગ અલગ એક્ચ્યુઅલ આ કહે છે, જે ફિઝિકલની વાત નથી કરતા. જે અહીંયા બધા મંદિરોમાં જ્યોતિર્લિંગો છે તે પણ બધા છે. પોતપોતાની શ્રદ્ધા પ્રમાણેના લોકોએ ગોઠવણી કરે, પણ મૂળ જ્યોતિર્લિંગ જે છે તે આ જગ્યાએ છે અને એને તમારે પ્રગટ જોવાનું છે. પ્રગટ જોવાનું બસ એ છે જ. જેમ આ બધા લિંગ છે, જ્યોતિર્લિંગ છે, રામેશ્વર છે, મધુરાઈ, પેલું આવું શું કહેવાય, સોમનાથ મંદિર છે, બધી જગ્યાએ જે પ્રમાણે છે એ જ રીતે આ પણ એક જ્યોતિર્લિંગ છે. આ બ્રહ્માંડનું આમ બહાર છે, પણ આ મુખ્ય છે. એટલે એના પર ધ્યાન આપવાનું એમ કીધું છે, બરાબર?

તો, "ચિંતનથી પર છું." પછી, "હું તર્કની સીમાથી બહાર છું." કોઈપણ પ્રકારનો તર્ક જ્યાં પૂરો થઈ જાય, હવે આગળ કઈ ગાડી ચાલે એવી નથી, કોઈ તર્કની ગાડી ચાલે નહીં, કશું નહીં, ત્યારે કે ત્યાં હું ત્યાં આગળ છું. એટલે એ ત્યાં આગળ પરબ્રહ્મ ઊભો છે. "હું અજન્મ છું." મારો ક્યાંય જન્મ થતો નથી, ક્યાંય મૃત્યુ થતું નથી. એટલે મને અજન્મા કીધું. ઉત્પત્તિ જેની ના હોય તે બધા અજન્મ કહેવાય, બરાબર? "અજન્મા હું વ્રણ રહિત છું." એટલે કે, "હું સ્વસ્થ છું." વ્રણ એટલે કોઈપણ પ્રકારનો ઘા, કંઈ પણ પ્રકાર. તો કોઈ કશું મારી અંદર કશું થઈ શકે એમ નથી. કારણ શું છે? "હું અવ્યાબાદ છું." "હું ટંકોત્કીર્ણ છું." અંદર કશું પેસી શકે એવું નથી. તો ઘા કેમનો થાય? મોઢું વજ્ર લઈને કોઈ આવ્યો હોય તો કે, "હું બ્રહ્મનું ભેદન કરું." કેવી રીતે થાય? થઈ શકે?

બ્રહ્મ ગ્રંથિનું ભેદન થાય છે, પણ બ્રહ્મનું ગ્રંથ ભેદન થઈ શકતું નથી. બ્રહ્મ ગ્રંથિનું ભેદન થાય, રુદ્ર ગ્રંથિનું ભેદન થાય. તો આ ગ્રંથિઓનું ભેદન કરવાનું છે. વિષ્ણુ ગ્રંથિનું પણ ભેદન કરવાનું છે.

બ્રહ્મ ગ્રંથિ એટલે શું? કલ્પના. કંઈ પણ, "હું આમ કરું." સ્ફૂરણ થાય, "આમ કરું, આમ કરું, આમ કરું, આમ કરું." થોડી થોડી વારે કંઈ કંઈ આમ મગજમાં થયા જ કરતું હોય છે. એ બ્રહ્મગ્રંથિનું ભેદન કરવાનું છે. મતલબ કે એને બંધ કરવાનું ત્યાં. તે ઘણી વખત પેલું શું થાય કે આ પેલા લોકો ઘાયલ થાય ને જંગલની અંદર કંઈક લોહી બોહી બહુ વહી જતું હોય ને બધું હોય અને કોઈ સાધન બાધન તો હોય નહીં એ જમાનામાં, તો શું કરતા હતા ખબર છે? લોખંડનું કે એવી કોઈ વસ્તુ હોય એને ગરમ ગરમ કરે અને પછી ત્યાં ચાપી દે. તે પેલું બધું આમ એકહરખું આમ ચોંટી જાય ને એટલે પછી ત્યાંથી લોહી નીકળતું બંધ થઈ જાય. અને એ ત્યાં ગરમ લગાડેલું હોય એટલે એને તો જિંદગીમાં કોઈ દાડ ધનુર બનું રે થાય નહીં. તે વખતે તો એના ઇન્જેક્શન હતા નહીં. એટલે એવું કરતા હતા. તો અહીંયા આગળ આ ગ્રંથિનું ભેદન કરો.

હવે બ્રહ્મ ગ્રંથિ ખ્યાલ આવી ગયો ને કે બધી કલ્પનાઓ જે છે તેની પર આમ ચાપી દેવાનું છે. જબરજસ્ત આવ્યું છે એટલે બંધ બંધ થઈ જાય, સમજ્યા? શેનાથી? તપથી, બરાબર? તપાઈ તપાઈ તપાઈ તપાઈને આમ લગાડી દેવાનું બસ કે હવે બંધ થઈ ગયું તારું.

એવી રીતે વિષ્ણુ ગ્રંથિ. વિષ્ણુ ગ્રંથિને શું હોય? "આ લાવો, આ મૂકો, આ આપો." આ બધું મેનેજમેન્ટ કર્યા કરે ને આખું. એ જે હોય છે ને, "આ લઈને અહીંયા આપો ને આ લઈને આપો." એમાં પોતાને કંઈક કરવું. એકને ક્રિએશનનો આનંદ છે, બીજાને મેન્ટેનન્સનો આનંદ છે. તે બંધ કરી દેવાનું. "હું કરું છું" વાળી વાત જ ના હોય ત્યાં આગળ. એટલે એ વિષ્ણુ ગ્રંથિનો ભેદન ત્યાં આગળ થઈ જાય. અને એવી જ રીતે સંહાર "હું કરું છું," "મને ક્રોધ આવ્યો," "હું આમ લય કરું છું" વાળું જે કંઈ છે એ બધું રુદ્ર ગ્રંથિનું પરિણામ છે. એટલે તેને બંધ કરી દો. ત્રણે ત્રણ ગ્રંથિઓમાંથી તમે મુક્ત થઈ જશો, ખ્યાલ આવ્યો? એટલે આવી રીતના તો ભેદાય છે, પણ આમ કરવાથી વધારે ઝડપથી ભેદાઈ જશે ત્રણે ત્રણ ગ્રંથિઓ.

"હું કાયાથી વિહીન છું." બોલો, "મારે બોડી જ નથી." "આઈ એમ નો બોડી." શું? "આઈ એમ નો બોડી." દરેકને કેવું હોય? "આઈ એમ સમ બોડી." "આઈ એમ સમ બોડી." "હું કંઈક છું, આ મારો દેહ છે." એવું દરેકને હોય. આપણે શું કહીએ? "આઈ એમ નો બોડી." એમાંથી બહાર સીધું નીકળી જવું. ત્યારે કે કે, "હવે હું અનંગ છું." અનંગ એટલે કેવો? તો કે કોઈપણ પ્રકારના અંગ.

રહિતનો છું, એક જ છું એટલે અંગ ના હોઈ શકે. મને એક અખંડ હોય ને એક હોય એટલે કેવું હોય? અખંડ હોય. આ દાખલા તરીકે એક છે, પણ આ એનો પાર્ટ છે, રીમુવેબલ, ડીટેચેબલ એવો એનો પાર્ટ છે, તો આ ભેગું થાય છે. પણ જ્યારે હું એમ કહું કે આ એક છે, તો પછી આના પાર્ટને આપણે એ ના કરીએ તો એને એક કહી શકીએ. એવી રીતે આપણે આ આખું જે કંઈ બ્રહ્મનું જે સંકલ્પના છે, તેની અંદર શું છે? તો કે એક જ છે. એને અખંડ ગણીએ છીએ એટલે અદ્વૈત કહીએ છીએ. કારણ કે બીજો થઈ જાય. પાછો મારો હાથ, મારો પગ એવું જ્યારે વર્ણન કરવામાં આવે તો તરત અલગતા પડી જાય. એટલા માટે એને અનંગ એટલે કે અંગ વગરનો છે. બ્રહ્મ કેવો છે? સળંગ છે. કેવો છે? સળંગ છે. તો સળંગ છે અને પાછો કેવો છે? તો કે ભયથી રહિત છું. ભયથી રહિત છું એને સમજો કેવી રીતે? તો કે ભય કોનો લાગે? પણ કોનો લાગે?

કશાકનો, બરાબર? અને બીજાનો. સાગરનો. હવે આ કશુંક અને બીજું જો હોય જ નહીં, જેને એવો જ અનુભવ છે કે હું જ બધું છું, તો પછી એને કેવી રીતે અનુભવ આવશે એનો ભય થવાનો? એટલે એ ઓટોમેટિક નિર્ભય થઈ જાય છે. એટલે કશાથી ભય નથી, કારણ કે કશું છે જ નહીં અને કશાથી ભય ન હોવાના કારણે અને બીજું ન હોય હોવાના કારણે તે સંપૂર્ણ નિર્ભયતાનો અનુભવ કર્યા કરતું હોય.

"હું શબ્દ રહિત છું." જો, અનાહત છે પણ એ અંદર છે. બ્રહ્મ જે છે તે કેવું છે? શબ્દ રહિત છે. સમજાયું? અક્ષરની પાર છે. શબ્દ ત્યાં વિરમી જાય. ઓમ પણ ત્યાં પૂરો થઈ જશે. ત્યાં આગળ એ ઊભો છે. અર્ધમાત્રા પૂરી, બિંદુ પૂરું. અંદર કોઈ નાદ બી નથી અને કલા બી નથી. બસ, જે બધાનું ઉત્પત્તિ સ્થાન છે, મૂળ છે, તે બ્રહ્મ છે. બધાની ઉપર એટલે કીધું કે વ્યક્ત અને અવ્યક્ત બંનેથી હું પર છું. એટલે આપણે એને વારેવારે પરબ્રહ્મ, પરબ્રહ્મ એમ કહીએ કે આ બ્રહ્મ એવું છે જે બધાથી પર છે. ટૂંકમાં, એક જ વસ્તુ છે પરબ્રહ્મ. બધાથી પર એટલે પરબ્રહ્મ, સિમ્પલ, બરાબર? આપણે પરબ્રહ્મની પદવી સમજીએ છીએ શબ્દ રૂપે જ્યારે જોઈએ તો, પણ વાસ્તવમાં એને આવી રીતે સમજવાનું છે. બધાથી પર હોય એ પરબ્રહ્મ. એવું જે બ્રહ્મ છે, બધાથી પર હોય એને પરબ્રહ્મ કહીએ છીએ.

"હું રૂપ રહિત છું." હવે આકાર નથી એની અંદર. પૃથ્વી તત્વ સમૂળ નથી એ બ્રહ્મની અંદર. પૃથ્વી તત્વ આવે ત્યારે આકાર આવે ને? જળ તત્વ આવે ત્યારે થોડો આકાર આવે, બરાબર? અને પૃથ્વી તત્વ અને જળ તત્વ હોય જ નહીં તો પછી અગ્નિ, વાયુ અને આકાશ ત્રણેય તો રૂપ રહિત છે એ તત્વો. એની અંદર રૂપ હોતું નથી એટલે એ રૂપ રહિત છે.

"સ્પર્શથી પર છે." આકાશ તત્વ છે, એનો તમે સ્પર્શ કરી શકો છો? નથી કરી શકતા. આકાશનો અનુભવ થાય? નથી થતો. આમ આમ કર્યા કરો તમે. શું? આ જ્યાં ફરે છે તેટલી જગ્યાને આકાશ કહેવાય એવું કે, બરાબર ને? પણ આ તો ખીચોખીચ ભરેલું છે ભાઈ. ખરેખર તો જુઓ તો આપણે એને ખાલી સમજીએ છીએ. વાસ્તવમાં એ ખાલી નથી, એ તો ભરપૂર છે, ભરેલું છે. તો આકાશ તત્વ ના હોવાના એના કરતાં પણ દૂર અલગથી હોવાથી એ સ્પર્શથી રહિત છું.

બીજું, "અદ્વય છું." હું કેવો છું? અદ્વય છું. બે નથી, એક જ છું હું.

"હું રસથી વિહીન છું, રસ રહિત છું." મારામાં રસ નથી એમ કહે છે. એટલે કોઈ જળ તત્વ બી નથી અને કોઈ રસ પણ નથી, કશું જ નથી.

"ગંધ રહિત છું." કોઈ સ્મેલ પણ નથી. અને "અનાદિ અમૃતનું રૂપ છું." અનાદિ અમૃતનું રૂપ છું. તો આવો જે છે તે બ્રહ્મ છે. આને કહેવાય બ્રહ્મનું ચિંતન.

આગળ કહે છે, "હું અક્ષય છું." એટલે મારો ક્ષય થઈ શકતો નથી. બ્રહ્મને કોઈ દિવસ ટીબી લાગે નહીં, સિમ્પલ.

"લિંગ રહિત છું." એટલે સ્ત્રીલિંગ, પુલ્લિંગ કે નપુસક લિંગ લાગુ પડતું નથી બ્રહ્મને. "બ્રહ્મ કેવું?" એમ લોકો શબ્દોમાં પૂછે છે. બ્રહ્મ કેવી કે કેવું એવી રીતના નહીં, બરાબર? છતાં પણ અહીંયા જોઈએ તો બ્રહ્મને કોઈ લિંગ હોતું. અલિંગી છે. કેવું? અલિંગી છે.

"અજર અને નિષ્કલ અર્થાત કલા રહિત છું." અજર જેને જરતું નથી, જેને વૃદ્ધાવસ્થા વ્યાપ્તિ નથી, જે નિત્ય નૂતન હોય તે અજર હોય. નિત્ય નૂતન. સવારે દર્શન કરો તો એવું ને એવું, સાંજે દર્શન કરો તોય એવું ને એવું. કોના? બ્રહ્મના. રણછોડજીના નહીં, એમના તો વાઘા બદલાઈ જાય છે. પાછા શયન શણગાર કરે, પછી શયન કરે ત્યારે પાછા સુઈ જાય ભગવાન તો તે વખતની અમનું જુદું હોય. તો સ્વરૂપો છે તો સ્થિતિ છે, પણ સ્વરૂપ પણ એટલે આમાં સ્વરૂપમાં જ છે એટલે તે કોઈ સ્થિતિમાં નથી હોતા. સમજ્યા? એક જ સ્થિતિ હોય તો એને સ્થિતિ ના કહેવાય. બદલાતી જતી હોય તેને સ્થિતિ કહેવાય. એવી રીતે કે "હું કલા રહિત છું, નિષ્કલ છું." કોઈપણ પ્રકારની કલા પ્રભુની અંદર હોતી નથી. એ નિષ્કલ છે.

"હું અવાક્ શક્તિ યુક્ત અને પ્રાણ રહિત છું." વાક શક્તિ રહિત, વાક શક્તિ યુક્ત એવો આ હું અમુક છું અને પાછો કેવો? તો કે પ્રાણથી પણ રહિત છું. એ પ્રાણનો પણ ત્યાગ કરીને બેઠેલો છે. એટલા માટે પ્રાણ હોય તો પ્રાણી કહેવાય. પ્રભુ પ્રાણી નથી. પ્રભુ પ્રાણનાથ છે. પ્રાણનાથ. પ્રાણના એ સ્વામી છે. સંસાર ભરનો પ્રાણ જે કંઈ છે તે કોના કાબુમાં છે? તો કે એના કાબુમાં છે અને છતાં એ પ્રાણ તો વાપરતા નથી, ઉપયોગ કરતા નથી. એમને જરૂર નથી. એમને ફેફસા નથી એવી રીતના આપણી જેમ કે આપણે આમ જેમ શ્વાસ લેવો અને જરૂર પડે છે એવી રીતના એમને જરૂર પડતી નથી. જે કંઈ કરે એ પોતાની યથેચ્છાથી એ બધું જ કરે છે અને કરી શકે છે. પણ એ રીતે જોઈએ તો તો કોઈ જરૂરિયાત, નેસેસિટી ઊભી થાય છે અને એટલા માટે એવી રીતના ભગવાનનું કામ ચાલતું નથી.

"હું અચિંત્ય છું અને કેવો? તો કે ક્રિયાથી રહિત છું." ક્રિયા કોને થાય? જેને સ્પંદન હોય, સ્ફૂરણ હોય, જેને ગતિ હોય. ક્યાંકથી ક્યાંક જવાનું, ક્યાંકથી ક્યાંક મૂકવાનું, આપવાનું, લેવાનું, કરવાનું કંઈક ને કંઈક કડાકૂટ હોય તેને હોય. ભગવાન કડાકૂટીયો નથી. બહુ સરળ, સિમ્પલ જે છે એ આ છે કે બસ.

આ વર્ષો જૂનું જેમ ટેબલ પડ્યું હોય જે ખૂણામાં, જેમ એમને એમ જ હોય, એવી રીતના છે કે બ્રહ્મ તો બધે લાગેલો જ છે. કોઈ જગ્યા એવી બાકી નથી કે જ્યાં બ્રહ્મ નથી. પાછો કેવો છે? તો કે શબ્દ રહિત છે, રૂપ રહિત છે, સ્પર્શ રહિત છે, અદ્વય છે, રસથી, રંગથી બધાથી રહિત છે, ગંધ રહિત છે, અનાદિ અમૃત છે. તો આ બધા એના એટ્રીબ્યુટસ આપ્યા છે કે બ્રહ્મ આવો છે, આવો છે, આવો છે. પાછું આગળ કહે છે: "હું અંતર્યામી છું. બધાના અંતરની અંદર શું ચાલી રહ્યું છે, ટીક ટીક ટીક ટીક ટીક ટીક, બધું મને સમજણ પડી જાય. એને જાણનારું હું છું. અગ્રાહ્ય છું, એટલે હું પકડમાં આવનારો નથી. બુદ્ધિથી પર છું, એટલે ઇન્દ્રિયો અગોચર છું અને બુદ્ધિથી પણ અગોચર છું, વાણીથી પણ અગોચર છું. હું નિર્દેશ રહિત છું. કોઈપણ કોઈ ભગવાનને ડાયરેક્શન આપી શકે નહીં. નિર્દેશ રહિત કોઈપણ પ્રકારનું, પોતે પોતાની જાતે જેમ નિર્દેશન કરવું હોય તેમ તે કરે રાખે છે કોનું?

આખા એ સંસારનું. પણ એને કોઈ કહેનાર નથી, "ભગવાન, તમે આમ કરો કે આમ ના કરો." તો એ ભગવાન સાંભળે નથી એને." "લક્ષણ રહિત છું." જો ચોખ્ખી વાત કરી દીધી કે "મારામાં કોઈ પ્રકારનું લક્ષણ હોતું નથી. લક્ષણ ઉપાધિ છે, એ લક્ષણ કળા છે. તો હું તો એના વગરનો છું, એટલે મારે કોઈ ઉપાધિ નથી અને કોઈ કળા નથી." જેટલી ઉપાધિ એટલે એક જાતની વિભૂતિ. જો એ વિશિષ્ટ શક્તિઓથી યુક્ત હોય તો એને વિભૂતિ કહેવામાં આવે અને જો ના હોય તો એને ઉપાધિ કહેવામાં આવે.

આ બધે લોકો છે ને કેવું બોલતા હતા ખબર છે? કે, "ભાઈ, તમે બહુ વિદ્વાન થયા, ફલાણું થયા, ઢીંકણું થયા. હવે કે તમને પીએચડીની ઉપાધિ એનાયત કરવામાં આવે છે." તો પેલાને છે ને તો જાણે કે એક પેલો બળદ હોય અને પેલો આવી રીતના આમ એમનેમ ઊભો હોય, તેના માથે લાઈને મોટું પેલું વજનદાર પેલું હળ લાકડું મુકતા હોય, એવી રીતના કે "ભાઈ, હવે તમે પીએચડી થઈ ગયા છો, હવે બેઠા રહ્યા કરો." કે એવી હાલત હોય અને પાછા રાજી થાય બધા બુદ્ધિથી કે "અમે તો કંઈક થઈ ગયા પીએચડી, પાછા બીજા બધાની સરખામણીમાં તો અલગ." અલા ભાઈ, મોટું વજનદાર લાકડું આવ્યું તારામાં મોઢે તો માથે તો! સમજાય છે? તો વ્યવહારિક એની ઉપયોગીતા આપણે નકારતા નથી, પણ વાસ્તવમાં ઉપાધિ મતલબ આવું છે કે "તમે હવે વિશિષ્ટ થવા માંડ્યા." બ્રહ્મ કેવું છે? સામાન્ય છે. વિશિષ્ટતા નથી બ્રહ્મની અંદર કોઈ પણ પ્રકારની.

તમે તો વિશિષ્ટ થવા માંડે તો ઉપાધિ વધી તમારી, બીજું કાંઈ નથી. સમજાય છે?

હવે બ્રહ્મની શક્તિઓનો, સત્તાનો જે ચોક્કસ રીતે ઉપયોગ કરી શકે છે તેવાને આપણે શું કહીએ છીએ? તો કે "વિભૂતિ" કહેવામાં આવે છે. આટલો ફરક પડે છે ઉપાધિમાં અને વિભૂતિમાં, બરાબર? તો હવે પીએચડી થાય છે માણસ કે રાષ્ટ્રપતિ થાય છે તો એ ઉપાધિ કહેવાય, બરાબર? ગમે તેટલું મોટું પદ હોય આખા એનું તો એ ઉપાધિ કહેવાય. પરંતુ તેની સામે દાખલા તરીકે એમ કહેવામાં આવે કે "તમે આ પૃથ્વીના ચક્રવર્તી રાજા છો." પછી તમને એમ કહેવામાં આવે કે "તમે હવે આ સાત સપ્ત ઋષિઓ જે નિયત થયેલા છે તેમાંના એક છો." અથવા એવું કહેવામાં આવે કે "હવે પછી જે થનારા ૧૪ મનુઓ છે તેમાંના એક તમે છો." અથવા એવું કહેવામાં આવે કે "ફલાણી બ્રહ્માંડના તમે બ્રહ્મા છો." ફલાણ ચોક્કસ છે કે, બરાબર? તો આ બધી જે કંઈ થઈ એ શું થયું? વિભૂતિઓ થઈ. એ વિભૂતિની અંદર અનેક પ્રકારની વિશિષ્ટતાઓ હોઈ શકે.

પોતાની ખૂબ પ્રચંડ શક્તિઓ હોય, કારણ કે બ્રહ્મમાંથી એ પ્રાપ્ત કરતા હોય અને એક રીતે એકરૂપતા એ લોકો અનુભવ કરતા હોય. તો આ એક પ્રકારનું એગ્રીમેન્ટ જેને કહેવાય, ફ્રેન્ચાઇઝી ટાઈપનું લઈ રાખેલું હોય, એવી જ રીતનું છે. બ્રહ્મ પાસેથી સીધું સીધું જ શું? કે "વાડીલાલનું આઈસ્ક્રીમ તો કે હું જ વેચી શકું, બીજું કોઈ નહીં." કે "ફલાણું આઈસ્ક્રીમ કે કંઈક પ્રોડક્ટ હોય તો કે હું જ વેચી શકું." એ તો હવે શું થયું? એ વિભૂતિ થઈ ગયો. ખ્યાલ આવ્યો? એની પાસે વિશિષ્ટ વસ્તુઓ આવી ચૂકી.

હવે કેવું છે? તો કે કુળ, ગોત્ર અને શરીર. શું આપણે વાત કરતા હતા? નામ, રૂપ, ગોત્ર, વેદનીય કર્મો, આયુષ્ય કર્મ. આ બધી વસ્તુઓ તે અહીંયા આગળ આવી રીતનાથી મૂકે છે અને કહે છે કે "હું કુળ વગરનો છું." તો બ્રહ્મનું કોઈ કયું કુળ હોય? ક્યાંક જન્મ થયો હોય તો એનું કુળ કહેવાય. કશું છે જ નહીં તો પછી તમે કયું કહી શકો? આપણે એવું કહી શકીએ કે "અમે બ્રહ્મના કુળમાંથી છીએ." પણ બ્રહ્મ કોઈ કહી શકતો નથી કે "હું આના કુળમાંથી આવું છું." શ્રીકૃષ્ણ એવું કહી શકે છે કે "હું યાદવ કુળમાં જન્મેલો." પણ જન્મેલો. અજન્મા જે છે વિષ્ણુ નારાયણ ભગવાન, તેનું કુળ કયું? તો કે બ્રહ્મ એનું કુળ છે. પણ બ્રહ્મનું કુળ કયું? તો કે કોઈ કુળ નથી એનું. જ્યાં બધે જ હોય તેના કુળ ક્યાંથી કહેવાય? પેલું તો લિમિટેડ છે અને આ અનલિમિટેડ. એટલે કુળ વગરનો છે, ગોત્ર વગરનો છે.

ગોત્ર એનાથી એ નાનું છે, બરાબર? એટલે એ ગોત્ર વગરનું. "શરીર રહિત છું." (નો બોડી). "હું નેતેન્દ્રિય રહિત છું, વાગેન્દ્રિય રહિત પણ છું, કારણ કે હું બોલતો નથી ને હું જોતો નથી." જેમ આપણે દુનિયાવી સેન્સમાં જોઈએ છે તેમ તે જોતો નથી અને એવી રીતે એ બોલતો નથી એમ કહે છે. "હું અદ્રશ્ય છું, એટલે આ ઇન્દ્રિયોથી મને જોઈ શકાતું નથી. હું અવર્ણ છું, મારો કોઈ વર્ણ નથી. એટલે લોકો વર્ણાશ્રમ ધર્મ જે કંઈ કહેવાય તે કશું જ મને લાગુ પડતું નથી, કારણ કે બાલ્યાવસ્થા નથી, વૃદ્ધાવસ્થા નથી, યુવાની નથી, કશું નથી કે મારે તો. હું તો જેવો છું એવો છું, અખંડ છું અને અદભુત છું. મારા જેવું બીજું કોઈ નહીં, બરાબર? અખંડ છું, એટલે ખંડિત પણ એ ક્યારેય પણ કરી શકાય એવું નથી. એટલે અહીંનો બ્રહ્મ અને ત્યાંનો બ્રહ્મ એવું કહી ના શકાય. અહીંના બ્રહ્મા અને ત્યાંના બ્રહ્મા એવું કહી શકાય.

આ બ્રહ્માંડના વિષ્ણુ અને

આ બ્રહ્માંડના વિષ્ણુ એમ કહી શકાય કે આ બ્રહ્માંડના શિવ; અને આ બ્રહ્માંડના શિવ કહી શકાય. આ બધાયની ઉપર મહાશિવ હોય, કે મહાવિષ્ણુ હોય, કે મહાબ્રહ્મા હોય, તે પણ વાત બરાબર છે.

હાયરાર્કી છે બધી, બરાબર? પણ બધાયનો એક બોસ હોય ને પાછો? પછી તો કે, "આ બ્રહ્મા, મહાબ્રહ્મા, મહાવિષ્ણુ અને મહાદેવ, બસ, બધું પૂરું થઈ ગયું." પછી કોણ રહ્યું બાકી? તો કે, "મહેશ્વર." હવે ક્યાં બેઠો? તો કે, "અહીં બેઠો." ફાઇનલ ક્યાં છે? તો કે, "અહીંયા છે."

બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ હોય, એમને પણ ખબર છે કે હજી આગળ પરબ્રહ્મ છે. તો એમને પણ એમ થતું હશે ને કે હવે આપણે... હા, સતત એ લોકો એમાં લાગેલા જ હોય, તમારી જેમ જ; અને તમારા કરતાં વધારે જ્ઞાન હોય એટલે એ લોકો વધારે પ્રયત્નશીલ હોય ને! આ તો બધી પદવીઓ છે, પ્રાપ્ત કરેલી પુણ્ય બળે કરીને. લાખો વર્ષનું આયુષ્ય હોય, હા, હોય ને? લાખો કલ્પ કે... હા, એમને રાહ જોવી પડે. હા, રાહ જોવી પડે, રાહ જોવી. પણ તે તો ધીરજ છે, એ તો તપ છે, એ તો તિતિક્ષા છે ને એમની! શું છે તિતિક્ષા? પછી નહીં તો એમનું તપ કયું? જાણવા છતાં ત્યાં પ્રાપ્ત ન કરી શકવું અને છતાંય ધીરજપૂર્વક રહેવું, તેને શું કહેવાય? તપ કહેવાય.

બધું આમ ધનધણી ઉઠ્યું હોય, તો "કરવું જ છે, બસ!" એમ કરીને રોમ રોમ આમ પડકારા કરતું હોય; પણ છતાં પણ એ ધીરજપૂર્વક શાંતિથી બેઠું, એને કીધું નિગ્રહ. કંટ્રોલ નહીં, નિગ્રહ. કારણ કે કંટ્રોલ તો ડીકંટ્રોલ ક્યારે થઈ જાય, કંઈ કહેવાય નહીં; પણ સંયમ છે તે ક્યારેય પોતાના સંયમમાંથી થતા નથી હોતા.

"હું આદ્ર દ્રશ્ય છું, અવર્ણ છું, અખંડ છું, અદભુત છું. હું અશ્રુત છું, હું અદ્રષ્ટ છું, અન્વેષણ યોગ્ય છું." "મારી શોધખોળ કરવા યોગ્ય છે," એમ પાછો કહે છે. "હું એવો છું કે તમે મને ખોળો અને મને ખોળો." અન્વેષણ યોગ્ય અને અમર છું, તો મારું મૃત્યુ પણ નથી.

પછી તો કે, "હું વાયુ રહિત, આકાશ તત્વથી રહિત છું." સાંભળો, આકાશ તત્વ પાછું આપણું ચૌદમું. આકાશ તત્વથી રહિત, તેજોવિહીન, વ્યભિચારોથી રહિત, અજ્ઞય, અજન્મા (એટલે જન્મ રહિત), સૂક્ષ્મથી સૂક્ષ્મ અને અવિકારી (એટલે કે વિકારથી રહિત) છું.

વાયુ વગરનો છું. શ્વાસ લેવાની જરૂર આ બોડીને પડે, જે જીવંત હોય, જે પ્રાણી હોય, જંતુ હોય, તેને જરૂરત પડે. તો એ વાયુ રહિત હોવાના કારણે એને કંઈ મુવમેન્ટની જરૂરત પડતી નથી. આકાશ રહિત હોવાના કારણે, આકાશથી પણ સૂક્ષ્મ હોવાના કારણે, એ આકાશમાંથી પણ પસાર થઈ જાય. એટલું બધું સૂક્ષ્મ હોવાના કારણે એ આકાશથી પણ પરે છે.

તેજોવિહીન. આ તેજોવિહીન એટલે દુનિયાવી દ્રષ્ટિમાં જેને આપણે તેજ કહીએ છીએ, એવું તેજ નથી. "એવો હું છું કે એવા તેજથી હું વિહીન છું, પણ હું સ્વયં દેદીપ્યમાન છું. હું મારી જાતે સ્વયં પ્રકાશિત છું," એમ કહે છે. મારે જ્યાં, જ્યારે, જેટલું, જેવી રીતે પ્રકાશવું હોય, તેવું પ્રકાશ કરવાને હું સમર્થ છું. ઓછું પ્રકાશવું હોય તો એ સત્તા મારી પાસે છે, બહુ જ પ્રકાશવું હોય તો પણ એ સત્તા મારી પાસે છે. અને આ સૂર્ય જો અહંકાર કરે કે, "હું બહુ આજ આ વખતે બાળી મેલું કે એટલો તાપ મેલું આ બે મહિનાની અંદર," તો પરબ્રહ્મ એને કહે છે કે, "ભાઈ, એ તારી સત્તા નથી, મારી સત્તા છે. એટલું જ તું કરી શકે છે." તો એ સૂર્યએ પણ એની વાત માનવી પડે.

ઇન શોર્ટ, પેલા વાયુ, વરસાદ, જે કુદરતી રચનાઓ, જે કંઈ બધું થઈ રહ્યું છે, એ બધું પણ શું છે? તો કે, કુદરતને આધીન જે જે ચીજો બની રહી છે, તે બધી જ પણ બ્રહ્મની સત્તામાં છે; અને એની સત્તા પ્રાપ્ત કરીને પછી જે કાંઈ ઓપરેટિવ બની શકે છે, ત્યાં સુધી એ ઓપરેટિવ બનતા નથી.

વ્યભિચારોથી રહિત છું. વ્યભિચારોથી રહિત એટલે કેવું? તો કે, કોઈપણ પ્રકારના નિયમનું ઉલ્લંઘન ન કરે તેવાને વ્યભિચાર રહિત કહેવામાં આવે છે. અજ્ઞય છું, એટલે હું જ્ઞય નથી. અજ્ઞય છું, જાણવા યોગ્ય છું, પણ હું મને જાણી શકાતો નથી, એવો હું છું. હું અજન્મ છું, મારો જન્મ પણ હોતો નથી. સૂક્ષ્મથી સૂક્ષ્મ છું અને અવિકારી છું, એટલે વિકાર રહિત છું.

હું સત્વગુણ, રજોગુણ અને તમોગુણથી રહિત છું. ભગવાન નિર્વિકારી હોવાનું આ એક મુખ્ય કારણ આ પણ છે કે આ ત્રણેય ગુણો જે છે તે પ્રકૃતિના છે. ભગવાનની અંદર પ્રકૃતિ નથી હોતી. મનુષ્યની પ્રકૃતિ હોય છે, પ્રાણીઓની પ્રકૃતિ હોય, અલગ અલગ. ભગવાનની પ્રકૃતિ ના હોય. એટલે ભગવાન પ્રકૃતિ પરે હોવાના કારણે એ ત્રણેય ગુણોથી પણ રહિત રહે છે, એટલે નિર્વિકારી છે, એ ગુણોથી અતીત છે.

માયા રહિત. કેવા છે? માયા રહિત. એમનામાં માયા નથી, પ્રપંચ પોતાનામાં નથી. એમની શક્તિ છે માયા, પણ એ પોતે માયામાં નથી અથવા માયા એમનામાં નથી.

અનુભવ સ્વરૂપ છું. બહુ મોટી વાત કરી દીધી. "અનુભવ સ્વરૂપ છું, તો મને ફક્ત તમે અનુભવી જ શકો છો, બીજું કશું જ કરી શકતા નથી." અનન્ય તથા અવિષય અર્થાત વિષય રહિત છો. "સબ્જેક્ટ લેસ." "હું કશાનો સબ્જેક્ટ ન હોઈ શકું." તો અનન્ય છે, એટલે મારા જેવું બીજું કોઈ નથી. હું અદ્વૈત છું, એક છું, પૂર્ણ છું. ન તો બહાર છું, ના તો અંદર છું. છું પણ અંદર અને બહાર એ શું કે મારા માટે? "હું તો બધે છું જ," એમ.

હું શ્રોત્ર રહિત છું, સાંભળતો નથી. હું અદીર્ઘ છું, એટલે હું સૂક્ષ્મ છું. દીર્ઘ એટલે બહુ મોટું, લો. અવ્યક્ત છું, તો હું વ્યક્ત થતો નથી; અને હું વ્યાધિ રહિત પણ છું. મારામાં કોઈપણ પ્રકારની વ્યાધિ પણ હોતી નથી.

હું અદ્વય છું, આનંદ રૂપ છું, વિજ્ઞાન ઘન છું, અધિક અવિકારી અર્થાત વિકાર રહિત છું. હું ઈચ્છા રહિત છું, અલેપ એટલે કે લિપ્ત ન રહેનારો છું. હું જ અકર્તા તથા અદ્વૈત પણ હું જ છું. ક્રિયામાં અકર્તા, હું અવિદ્યા યુક્ત કાર્યથી રહિત છું. અવિદ્યા યુક્ત કાર્ય. તો કોઈપણ કાર્ય છે એ કેવું છે? અવિદ્યાવાળું છે. જ્યારે કાર્ય કરવાનું આવે કશું પણ, તો એ વિદ્યાનું પરિણામ નથી. કમ્પલસન કંઈક ઊભું થાય છે ને? કંઈક કરવું પડે છે, એટલા માટે એને...

એ રીતના અવિદ્યા કીધું, "હું મન અને વાણીથી અગોચર અર્થાત પર છું, અલગ છું." કહી દીધું, "મન અને વાણીથી અગોચર છું, ગોચર થઈ શકતો નથી. હું અનલ્પ છું એટલે અલ્પ રહિત છું. અલ્પ રહિત એટલે વિપુલ, બહુ જ પુષ્કળ. મતલબ, નો અંત જ આવતો નથી એટલો બધું એમ એવો છું હું. ખૂબ છું. હું શોક રહિત છું." તો મારામાં શોક હોતો નથી, કારણ પ્રભુ મંગલ સ્વરૂપ છે, મંગલમય છે, આનંદ સ્વરૂપ છે પરમાત્મા. તો એટલે એમાં શોક હોઈ શકે નહીં.

"હું વિકલ્પ રહિત છું." બ્રહ્મનો કોઈ વિકલ્પ હોતો નથી. "અને વિશિષ્ટ અગ્નિથી રહિત છું." વિશિષ્ટ અગ્નિ? અલગ અલગ અલગ અગ્નિના નામો આપીએ છીએ ને આપણે? આવો અગ્નિ, તેવો અગ્નિ. કોઈપણ પ્રકારના અગ્નિથી હું સંપૂર્ણ અલગ એવો અગ્નિ છું. અગ્નિ સ્વરૂપ તો ખરો જ, પણ આવા અગ્નિઓવાળો નથી હું એમ કે. પણ આ બધા અગ્નિઓ તો કે મારા આધારે છે, મારા લીધે છે, હું છું એટલા માટે છે જ આ લોકોએ.

"હું આદિ, મધ્ય અને અંતથી વિહીન છું. હું આકાશ સમાન છું. હું આત્મસ્વરૂપ ચૈતન્ય છું તથા આનંદ ચેતન ઘનના જેવો છું." આનંદ ચેતન ઘન શબ્દ જુઓ કેવો મસ્ત બને છે! આનંદ છે, એ ચેતન છે અને એ પાછો ઘન થઈ જાય છે. એને એવી રીતે જુઓ તો એવો આનંદ ચેતન ઘનની એક ઈંટ હોય તો કેવી હોય? આ તો એક એ ભગવાન તો આકાર જ નથી. આપણને દાખલા તરીકે હોય તો એક ઈંટ જેટલો હોય તો એ કેવો હોય એમ? આનંદ ચેતન ઘન. હવે પછી એમાંથી આકાર કાઢી નાખો ઈંટનો તો કેવું હોય? બસ, એ તત્વ મળી જાય તરત. આવો છું. રૂપની બાદબાકી કરી નાખવાની, આકારની બાદબાકી. તો આનંદ ચેતન ઘન. આનંદ છે, ચેતન છે અને પાછો ઘન છે. ત્રણ વસ્તુઓ છે. સોલિડ છે મતલબ, જેમ તેમ હાલી જાય એવું નથી. શું પાછું સૂક્ષ્મ છે? બહુ ફની વસ્તુ. તો સૂક્ષ્મથી સૂક્ષ્મ હોવા છતાંય ઘન છે. એટલે બધા જ પ્રકારના સંસારિક વિરહ વિરોધાભાસોથી અલગ જ છે.

એટલે કોઈ રીતે કશાથી બાંધી શકાય એવો છે જ નહીં.

"હું અબાધ્ય છું." ભાઈ, મને કોઈ બાંધી શકતું નથી. આગળ કહે છે, "હું આનંદ રૂપ છું, અમૃત સ્વરૂપ છું. હું આત્મ સંસ્થિત છું." અંતર બધાનો અંતરાત્મા પણ હું જ છું. "હું આત્મકામ છું તથા આકાશથી વધારે વ્યાપક પરમાત્મા સ્વરૂપ પરમેશ્વર હું જ છું." આકાશ બી મારી આગળ નાનું છે એમ કહી દીધું એમણે. મારી આગળ બહુ નાનું છે આકાશ. તો એક પુખ્ત ઉંમરનો માણસ હોય, ખાસો વજનદાર, સાડા છ ફૂટીયો અને ૧૦૦ કિલો વજનવાળો, તેની સામે એક તાજુ જન્મેલું બાળક કેવું હોય? એને એવું સમજવાનો પ્રયત્ન કરી શકાય કે આકાશ એ બાળક છે અને આ પરમાત્મા આવા છે, આવા છે, આવા છે, આવા છે.

"તો હું ઈશાન છું. હું પૂજનીય છું." ઈશાન આપણે કીધું હતું ને? પહેલું ઉપનિષદ આપણે જે કર્યું હતું તેમાં અથર્વશીર ઉપનિષદમાં, "મમ ઈશાન અહમ." એ ઈશાન સ્વરૂપ છું. "પૂજનીય છું." હું પૂજન કરવા યોગ્ય છું. "ઉત્તમ પુરુષ છું." પુરુષોમાં પણ ઉત્તમ છું. જાણનારાઓ હોય તેને પુરુષ કહેવાય અને એ પુરુષોમાં પણ પાછો હું ઉત્તમ પુરુષ, ઉત્કૃષ્ટ છું. બીજું કોઈ છે જ નહીં મારા જેવું. "ઉપદ્રષ્ટા છું." એટલે ઉપદ્રષ્ટા સાક્ષી છું. પરથી પણ પર છું. દ્રષ્ટાને પણ એ જુએ છે એટલે એને ઉપદ્રષ્ટા કીધું.

"હું કેવલ છું, કવિ છું, કર્માધ્યક્ષ છું. હું જ કારણોનું કારણ અર્થાત અધિપતિ છું. હું ગુપ્ત આશય છું, ગુપ્ત રાખનાર છું અને હું જ નેત્રોનું પણ નેત્ર છું." મતલબ શું કહે છે કે નેત્રને જોવાની શક્તિ જે આપું છું તે હું આપું છું. "હું ચિદાનંદ છું." ચેતના પ્રદાન કરનાર હું છું. "ચિત્ત ઘન અને ચિન્મય સ્વરૂપ છું." ચિત્ત ઘન, ચૈતન્યનો ઘન જો હોય તેની વાત કરે છે. ચિન્મય સ્વરૂપ હું છું. "હું જ્યોતિર્મય જ્યોતિ." સૂક્ષ્મ સોનેરી કણો, રૂપેરી કણો - જ્યોતિ સ્વરૂપ (દિવાળીની કોઠીના તણખાની ઉપમા) અને જ્યોતિઓમાં સર્વશ્રેષ્ઠ જ્યોતિ રૂપ પણ હું જ છું. આપણે આમ દિવાળી હોય ને સરસ મજાની પેલી કોઠી લાવે ને આવડી મોટી અને પછી આમ ફોડીએ અને પછી આમ ઘડીક વાર તમે જુઓ છો કેવું જ્યોતિ સ્વરૂપ બધું આમ ફૂટતું હોય? બસ, એવું એવું જ્યોતિ સ્વરૂપ છે.

"હું અંધકારમાં સાક્ષી સ્વરૂપ છું." સાક્ષી હોવો જોઈએ ને? અંધારામાં લોકો કામ કરે છે આડા અવળા, તો તે બધાનો પાછો જોનારો છું એમ કહે છે. એટલે કોઈ એમ માને કે એવું કોઈ જાણતું નથી ને કોઈ જોતું નથી, એવું ક્યારેય હોતું નથી. "તુર્યનો પણ તુર્ય છું, તુર્યથી પણ તુર્ય છું." મતલબ તુર્યાતીત છું, અંધકારથી પર. અંધ અંધ આકાર સોરી, જે હાલ અંધા અંધારામાં જે આકાર થઈ ગયો અંધારાનો એનાથી પણ હું અલગ છું. કેમ? તો કે "હું દિવ્ય દેવ સ્વરૂપ છું. દૂરદર્શ અને દ્રષ્ટિનો આધાર ધ્રુવ શાશ્વત હું છું. હું નિત્ય છું, નિર્દોષ છું, ક્રિયા રહિત તથા નિરંજન છું. હું નિર્મલ, નિર્વિકલ્પ, નિરાખ્યાત." નિરાખ્યાત? આખ્યાત જાણીતો. નિરાખ્યાત, મને કોઈ જાણતું નથી એવો. "અને નિશ્ચલ છું." મને કોઈ હલાવી શકતું નથી. "હું નિર્વિકાર, વિકાર રહિત છું. નિત્ય પૂત." નિત્ય પૂત એટલે હંમેશા પવિત્ર.

નિત્ય પૂત શબ્દનો અર્થ એવો છે. "નિર્ગુણ છું." તો મારામાં કોઈ પ્રકૃતિના કોઈ પણ ગુણો રહ્યા નથી. "નિષ્પૃહ છું." કારણ કે મને ઈચ્છા નથી, તો મારામાં કોઈપણ પ્રકારની સ્પૃહા પેદા થતી નથી કે હું આમ કરું કે આમ મેળવું કે આમ કરવું. "હું ઇન્દ્રિયોથી રહિત છું." કારણ કે હું એક છું, અખંડ છું. "નિયંતા, નિરપેક્ષ અને નિષ્કલ." નિયંતા, નિરપેક્ષ અને નિષ્કલ છું. નિષ્કલ એટલે કલા રહિત. નિરપેક્ષ એટલે કોઈપણ પ્રકારની અપેક્ષા વગરનો અને નિયંતા મતલબ બધાનો પાલક, કંટ્રોલર, સુપ્રીમ બીઇંગ એ હું છું.

"હું પરમાત્મા પુરુષ છું." હું પરમાત્મા, પરમાત્મા પુરુષ છું. જો કહી દીધું. "પરમ પુરાણ છું." સૌથી જૂનામાં જૂનું. "હું પરાવર એટલે કે જ્ઞાનનો સમુદ્ર છું. પ્રાજ્ઞ પ્રપંચનું સમન કરનારો પણ હું છું." પ્રાજ્ઞ પ્રપંચ. પ્રાજ્ઞ એટલે જાણકાર. "હું જાણું છું, હું જાણું છું, હું જાણું છું," એમ કરી કરીને માણસ કેટલો પ્રપંચ કરતો હોય છે. તો તેનાથી

"પણ એનું પણ સમન કરી નાખું છું," એવો હું છું એમ કીધું.

હું પરામૃત છું, પરમ અમૃત છું, પુરાતન પૂર્ણ પ્રભુ છું. હું પૂર્ણાનંદ છું, એક બોધ રૂપ છું તથા પ્રત્યક એટલે કે અંતરાત્મા અને એક રસ એટલે સર્વદા એક રસ રૂપ છું, પણ હું જ છું. હું પ્રજ્ઞાતા, વિશેષ જ્ઞાતા છું. હું પ્રશાંત છું, શાંત અને હું જ પ્રકાશ સ્વરૂપ પરમેશ્વર છું. દ્વૈત અને અદ્વૈતના લક્ષણોથી ભિન્ન એવો હું એક જ ચિંતન-મનન કરવા યોગ્ય છું. હું બુદ્ધિ છું. હું જ ભૂતપાલ અર્થાત સમસ્ત પ્રાણીઓનું પાલન કરનારો છું. હું પ્રકાશ સ્વરૂપ ભગવાન પણ હું જ છું. મહાદેવ, મહાજ્ઞય તથા મહાન મહેશ્વર પણ હું જ છું. જે કાંઈ છું, તે હું છું.

હું વિમુક્ત છું, વિભુ છું. વિશ્વનો જે પ્રભુ હોય તેને વિભુ કહેવાય. તમારો પ્રભુ હોય, આખાય વિશ્વનો જે પ્રભુ હોય તેને વિભુ કહેવાય. વરણ કરવા યોગ્ય છું. મતલબ, બધું મને અર્પણ કરી શકાય એવું છે. જે કોઈ, જે કંઈ મને આપવા માંગતું હોય, તે બધું જ હું લઈ શકું, સ્વીકારી શકું એવું વર્ણન કરવા યોગ્ય છું. હું જ વ્યાપક છું. હું શ્રેષ્ઠ વૈશ્વાનર છું અને વાસુદેવ છું તથા સંપૂર્ણ વિશ્વનો ચક્ષુ રૂપ પણ હું જ છું.

હું વિશ્વથી અધિક છું. આપણે સામાન્ય રીતે વિશ્વને મોટું, મહાન ગણતા હોઈએ તો ભગવાન કહે છે કે, "ના, વિશ્વ તો બહુ નાનું છે કે હું એનાથી મોટો છું." હું વિશ્વનો કર્તા અર્થાત વિષદ વિષ્ણુ હું છું. "વિષદ" મતલબ બહુ જ ડિટેલ જેને કહેવાય, વિષદ એટલે તો એવો હું વિશ્વનો કર્તા હું છું. હું શુદ્ધ છું, શુક્ર શાંત સ્વરૂપ છું, શાશ્વત તથા શિવ પણ હું જ છું. હું સમસ્ત ભૂત-પ્રાણીઓનો અંતરાત્મા છું. હું નિત્ય અને સનાતન છું. હું પોતાની મહિમામાં રહીને પ્રકાશિત થતો રહું. મારા મહિમામાં રહીને હું પ્રકાશિત થતો રહું. હું બધાના અંતઃકરણમાં જાતે જ્યોતિ સ્વરૂપે રહેલો છું અને સમસ્ત પ્રાણીઓનો પણ હું અધિપતિ છું. બધા ભૂત-પ્રાણીઓ મારામાં જ નિવાસ કરે છે. હું સર્વત્ર વ્યાપ્ત છું તથા બધાનો સમ્રાટ છું. હું બધાનો સાક્ષી છું. શરૂઆતમાં બધા ભૂતોનો ગુહ્ય આશય પણ હું જ છું.

હું બધી જ ઇન્દ્રિયોના ગુણોનો પ્રકાશક છું તથા બધી જ ઇન્દ્રિયોથી રહિત પણ છું. મારા લીધે ઇન્દ્રિયો પ્રકાશમાન થાય છે, પણ હું ઇન્દ્રિયો નથી. પણ ઇન્દ્રિયો બધી મારી છે અને છતાંય હું ઇન્દ્રિયોથી રહિત છું. છે ને વિરોધાભાસ બધો! હું ત્રણ સ્થાન એટલે કે જાગૃતિ, સ્વપ્ન અને સુષુપ્તિથી અતીત, પર છું. બધાની પર અનુગ્રહ-અનુકંપા કરનારો છું. હું સચ્ચિદાનંદ પૂર્ણાત્મા છું તથા બધાનો પ્રેમાસ્પદ છું. બધા મને પ્રેમ કરે છે, બધા મને ચાહે છે.

હું સચ્ચિદાનંદ માત્ર છું. કેવો છું? સચ્ચિદાનંદ! સચ્ચિદાનંદ માત્ર છું, સત, ચિત, આનંદ માત્ર છું એમ કહી દીધું તથા સ્વયં પ્રકાશમાન, સ્વયં પ્રકાશમાન ચેતન ઘન સ્વરૂપ છું. અહીં બ્રહ્મનું ગચ્ચું લાઈને મૂક્યું હોય તો એની મેળે બધે અજવાળું આવ્યા જ કરે, આવ્યા જ કરે. તો કે, "હું એવો છું!" એમ પણ કે, "હું આટલું જ પ્રકાશિત નથી કરતો, હું તો અનંત બ્રહ્માંડોને પ્રકાશિત કરી દઉં છું." અને તોય બધા મારા પ્રકાશમાં બધું જાણે છે, જુએ છે, પણ બધા મને જાણી શકતા નથી અને જોઈ શકતા નથી. એટલો બધો સૂક્ષ્મ છું, એટલો બધો તેજસ્વી છું, એટલો બધો પાવરફુલ છું કે ના પૂછવાનું! બધા બીજું બધું જોવામાં એટલા બધા મશગૂલ છે કે મારી સામે કોઈ જોઈ શકતું નથી.

હું સત્ય સ્વરૂપ છું. સત્ય એક જ શું સત્ય છે? હું બ્રહ્મ છું. હું સત્ય સ્વરૂપ છું અને સનમાત્ર છું, એટલે કે સત્ય સ્વરૂપ જ છું. સિદ્ધ અને બધાનો આત્મા છું. "સિદ્ધ" એટલે હોય એને સિદ્ધ કહેવાય. હોય વાસ્તવમાં, વાસ્તવમાં હોય એની વાત નહીં, વાર્તા નહીં એમ. પછી ભવિષ્યમાં થવાનું છે એવું પણ નહીં, અત્યારે જ છે એમ જ છે. એટલે પરબ્રહ્મ દાખલા તરીકે આમ પ્રગટ થઈને એકદમ કહે કે, "આઈ એમ ધ બોસ!" તો કોઈ એને નકારી ના શકે. આખા બ્રહ્માંડમાં કોઈની તાકાત નથી, કારણ કે એ તો ભગવાન છે ને! એ તો ચાહે તે કરે ને ગમે તે સ્વરૂપમાં, ગમે તે ટાઈમે આવી જાય. ભલે અવ્યક્ત છે, પણ વ્યક્ત થવાની સત્તા એમની પોતાની છે. મને ઈચ્છા થાય તો હું સુરતમાં પ્રગટ થઈ જાઉં. મને ઈચ્છા થાય તો કોક બીજી જગ્યાએ પ્રગટ થાઉં એમ. એ સત્તા મારી છે, મારે જે કરવું હોય એમ કરું એમ.

અને મને ઈચ્છા થાય કે, "આ માનવ, હું તને આમ કહું છું," તો એ માનવને કહી દઉં. હું એ સત્તા પણ મારી છે, કે છે. એ સત્તાનો ઉપયોગ કરીને હું તો કેવો છું? તો કે, સચ્ચિદાનંદ માત્ર છું. હું સત્ય સ્વરૂપ છું અને બધાનો આત્મા છું.

આત્મા કોને કહેવાય? જે અતિશય, અતિશય, અતિશય પ્રિય હોય અને જેના નીકળી જવા માત્રથી જીવન સમાપ્ત થઈ જશે એવું લાગતું હોય, તેને આત્મા કહેવાય. સમજાયું? આ પ્રાણ આપણને કેમ આટલો બધો પ્રિય હોય છે? આપણો પ્રાણ કેમ આપણને વાહલો છે? કે પ્રાણ વડે જ આપણું જીવન છે એવું આપણને લાગે છે. પ્રાણ વગર જીવી શકાય? જીવી શકાય. બ્રહ્મ વગર જીવી શકાય? ના, જીવી શકાય. કારણ? તો કે, બ્રહ્મ ના હોય એવું ક્યારેય બનતું જ નથી. સમજાયું? તો પ્રાણ વગર જીવી શકાય, પણ બ્રહ્મ વગર જીવી શકાતું નથી. સો, આ બધાનું એસેન્સ શું છે? તો કે, બ્રહ્મ છું, બસ.

બધા જ પ્રાણીઓના આધાર રૂપ, સત્ય સ્વરૂપ, બધાના બંધન હરનારો, બધાને પોતાનો કોળિયો બનાવનાર, બધાને જોનાર અને બધાનો અનુભવ રૂપ હું જ છું. જે આ પ્રમાણે પ્રકારે તત્વનો જાણકાર છે, એ જ પૂર્ણ પુરુષ કહેવાય છે. જે આવી રીતે જાણે છે અને જુએ છે, તે પૂર્ણ પુરુષ છે એવું આ ઉપનિષદ વિદ્યા છે. તો આ રહસ્ય છે એનું, ઉપનિષદનું.

ૐ સહનાવતું, સહન ભુનક્તુ, સહવીર્યમ કરવાવહે, તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ૐ શાંતિ: શાંતિ: શાંતિ: ૐ.

આ બ્રહ્મવિદ્યોપનિષદ અહીંયા પૂર્ણ થાય છે અને હવે આપણે શરૂઆત કરીએ છીએ બ્રાહ્મોપનિષદ. બધા પેરેલલ.

પેરેલલ જઈ રહ્યા.

આ લખાણ AI દ્વારા તૈયાર થયું છે. શંકા હોય ત્યાં મૂળ પ્રવચન સાંભળી ખાતરી કરવી.