અનંતની યાત્રાAnant ni Yatra
૧૦૮ ઉપનિષદ સિરીઝ · 108 Upanishad Series

ઉપનિષદ સિરીઝ · વિડિયો ૪૧

વિડિયો ૪૧

લેખ ૩૮ / ૧૪૯ · 62 મિનિટ વાંચન · વિડિયો જુઓ ↓

મિત્ર શંભવરુણઃ શન્નો ભવત્ય વર્મા, શન્નો ઇન્દ્રો બ્રહસ્પતિ, શન્નો વિષ્ણુ રુરુક્રમઃ. ૐ નમસ્તે વાયુ, ૐ નમો બ્રહ્મણે, નમસ્તે વાયુ. ત્વમેવ પ્રત્યક્ષમ બ્રહ્માસી, ત્વમેવ પ્રત્યક્ષમ બ્રહ્મવદિશ્યામ, ઋતમ્ વદિષ્યામિ, સત્યમ્ વદિષ્યામિ, તન્મામવતું, અવત, અવત. ૐ શાંતિ શાંતિ.

તો આપણે જોયું કે બૃહદ્રથ રાજા જે હતા, તેમને હજાર વર્ષ સુધી તપશ્ચર્યા કરી. એમને વૈરાગ્ય થયો અને પુત્રને પોતાનો રાજકારભાર બધું સોંપી દીધું. જંગલમાં જઈ હજાર વર્ષ સુધી તપસ્યા કરી અને એ કરતાં કરતાં હજાર વર્ષ પૂરા થયા ત્યારે એક શાકાયન્ય નામના મહામુનિ, જે ખૂબ તેજસ્વી હતા, તે ત્યાં આગળ આવ્યા. એમને વરદાન માટે પૂછ્યું ત્યારે આ રાજા જે હતા, તેમને કીધું કે, "પ્રભુ, મને બ્રહ્મનો ઉપદેશ કરો. મને આત્મજ્ઞાન આપો. મને આત્મા શું છે એ બધું કહો, સમજાવો." કે છે, "બસ, મારે આટલું જ જોઈએ, બીજું કંઈ જોઈતું નથી."

તો કહેવાનું એ છે કે જો મનુષ્યોનું ચિત્ત જેટલું બાહ્ય વિષયોમાં અને તેના ભોગોમાં આસક્ત રહે છે, એટલું જો બ્રહ્મમાં આસક્ત થઈ જાય તો પછી બંધનોથી કોણ મુક્ત ના થઈ શકે? અર્થાત્, બધા જ આ બંધનોથી મુક્ત થઈ શકે છે. તો એ માટે શું કરવું જોઈએ? તો મુનિશ્રીએ કહ્યું કે, "હૃદય કમળની વચ્ચે બધા જ કર્મોના સાક્ષી રૂપ, પરમ અનુપમ પ્રેમના વિષયભૂત એવા પરમેશ્વરનું જ્ઞાન મેળવવું જોઈએ." એ જ્ઞાન મેળવવાનું કેવી રીતે? તો કે છે કે, "એ અવિનાશી પરમાત્મા મન-વાણીથી જાણી શકાય એવો છે નહીં. આદિ-અંતથી રહિત છે અને સત રૂપી પ્રકાશથી સતત પ્રકાશિત થયા કરે છે. સતરૂપી પ્રકાશથી સતત પ્રકાશિત થયા કરે છે અને છતાં એ કલ્પનાતીત છે. સો બિયોન્ડ ઓલ ઈમેજીનેશન."

તો એનો સ્વીકાર કરવા માટે, એ પરમ તત્વનો, જો કેવી વાત કહે છે, એ પરમાત્મા તત્વનો પરમ સ્વીકાર કરવા માટે કે છોડવા માટે સામાન્ય ભાવની કે વિશેષ ભાવની કલ્પના થઈ શકે એવી નથી. એ તો શાંત, સ્થિર અને ગંભીર છે. એ પ્રકાશયુક્ત પણ નથી અને અંધકારયુક્ત પણ નથી, પરંતુ સંકલ્પ રહિત છે. નિશ્ચયવર્તી છે એટલે આભાસ રહિત છે. એનો આભાસ ના હોય અને મુક્ત ચૈતન્ય રૂપ છે. એટલે કે પરમાત્મા અનુભવ રૂપ છે. આને આભાસની જરૂર નથી, કોઈ જાતનો પ્રતિભાસ નથી. સાર એ પ્રતિભાસ છે, જ્યારે પરમાત્મા એ જ પરમ સત્ય છે. બાકી જે કાંઈ બધું છે એ બધું આભાસ છે.

હવે એમાં એ જાણવાનું છે કે, "પરમાનંદ સાગર અને પ્રત્યેક સ્વરૂપને ધારણ કરનારો હું જ છું," એવું જ્ઞાન પ્રાપ્ત કરવાનું. વર્ણ અને આશ્રમ ધર્મનું પાલન કરનારા અજ્ઞાની લોકો પોતાના કર્મોનું ફળ ભોગવે છે, પરંતુ પરમાત્માની અંદર સ્થિર રહેનાર મનુષ્ય અંતઃકરણના આનંદથી જ પૂર્ણ સંતુષ્ટ રહે છે. અંતઃકરણનો આનંદ પ્રાપ્ત કરવાની વિદ્યા જેને આવડી ગઈ, એને પછી કશાની જરૂર પડવાની. એને ભોજનની જરૂર ના પડે, એને પાણી કશાની જરૂર ના પડે, કારણ કે પરમાત્મા સ્વરૂપની અંદર એકરૂપ થઈ ગયો છે. એટલે એની ફિઝિકલ જરૂરિયાતો બધું જ ઓછું થઈ જશે, બધું એની મેળે ઓછું થઈ જશે. તો આવી રીતે કોઈપણ શરીર ઉપર મોહ ન રાખતા, પરમાનંદ રૂપ અનંતમાં પ્રતિષ્ઠિત થાઓ. આ એક જ વાત કરી છે હમણાં. હૃદય કમળની અંદર બેઠેલો છે આ પરમાનંદ, એના અંદર પ્રતિષ્ઠિત થઈ જાઓ, શાંત થઈ જાઓ.

આગળ આ બીજા અધ્યાયની અંદર આપણને કહે છે: એક વખતે ભગવાન મૈત્રે કૈલાશ પર્વત પર ગયા, જ્યાં કકળાટ ના હોય એ કૈલાશ. ત્યાં જઈને એમને મહાદેવજીને પૂછ્યું, કહ્યું કે, "હે ભગવાન, મને પરમ તત્વનું રહસ્ય બતાવવાની કૃપા કરો." ત્યારે મહાદેવજીએ કહ્યું, "શરીર એ દેવાલય છે, દેવનું આલય છે, દેવને રહેવાનું સ્થાન છે. એમાં રહેનારો જીવ જ માત્ર શિવ પરમાત્મા છે. તેથી અજ્ઞાન રૂપી નિર્માલ્યને, એટલે કે જૂની વાસી માળાની જેમ એને છોડી દેવું જોઈએ અજ્ઞાનને અને 'પરમાત્મા હું જ છું' એવું સમજીને એની પૂજા કરવી જોઈએ. અંદર રહેલો જે જીવ છે તે જ શિવ છે એમ માનીને તેની પૂજા કરવી જોઈએ. એને નવડાવવાનો છે, એને ઉપર રોજ પાણીનો લોટો ચડાવવાનો છે, એને બિલીપત્ર અર્પણ કરવાના છે, એને ચંદન આપવાનું છે, એને તમારે મોતી ચડાવવાના છે, હીરા-મોતી, જાહેર જે કંઈ ચડાવવું હોય તે બધું એને કરવાનું.

અંદર રહેલા જીવ તથા એ બ્રહ્મ એક જ છે એવું માનવું એ જ જ્ઞાન છે."

એ જો આ માનવું પડશે તમારે કે જીવ અને બ્રહ્મ બે એક જ છે. આપણે જીવને બહુ ક્ષુદ્ર માનીએ છીએ અને બ્રહ્મને બહુ જ મહાન માનીએ છીએ કે આત્માને આપણે બહુ જ મહાન માનીએ છીએ. જ્ઞાન આવું નથી કહેતું, ધ્યાન રાખો. સો માણસોને તમે પૂછો કે જીવ અને શિવમાં શું ફરક છે? તરત તમને જવાબો મળશે બધા જાતજાતના. ટ્રાય કરી જોજો તમે. ભાગ્ય જ કોક એવો કહેનારો મળશે કે જીવ અને શિવ એક જ છે. અને જો કદાચ કહી દેશે તો કોક એવો મળશે તમને કે જે એ કેવી રીતે છે એ તમને સમજાવી શકે. એ વળી એનાથી દુર્લભ વસ્તુ છે કે કેમ જીવ અને શિવ બંને એક જ છે એવું સમજાવનાર માંથી પણ તમને વિશ્વાસ બેસે એવી રીતના તમને કન્ફર્મ, જેને કહેવાય કે સંપૂર્ણ સો ટકા સમાધાન થઈ જાય એવી રીતે સમજાવનારો તો કદાચ ભાગ્ય જ કોક મળશે.

એટલે સંસાર માત્રની અંદર શું છે? તો કે અજ્ઞાનનો દરિયો છે આ સંસાર. એટલે પણ એમાં જ્ઞાનામૃત છુપાયેલું છે. મંથન કરવાથી એ જ અમૃત રૂપે પ્રગટ થાય છે. ધનવંતરી સાહેબ હાથમાં લઈને આવી જ જશે કે, "લો, આ તમે પીવો અને અમર થઈ જાવ." જેવું તમે જ્ઞાનામૃત પીધું એટલે બસ મૂળ સ્વરૂપનું ભાન થયું. સત્યનારાયણની કથાની અંદર પાંચમો અધ્યાય છે, એના અંદર કે એક રાજા છે તુંગધ્વજ નામનો. તે જઈને જંગલની અંદર બધે શિકાર કરવા ગયો હોય છે અને પોતાની મંડળીથી એ છૂટો પડી જાય છે. પછી એક ફરતો ફરતો એક જગ્યાએ પહોંચે છે તો ત્યાં બધા ગોપ લોકો જે હોય છે તે બધા સત્યનારાયણ ભગવાનનું પૂજન કરતા હોય, યજન કરતા.

રાજા થાકેલો છે એટલે એમનાથી થોડાક દૂર જઈને ત્યાં આગળ એ આરામ કરવા માંડે છે. તો ખાસો દૂર જઈને કરી શકતો હતો, પણ આમ શું છે? માનવોને સહવાસ જોઈતો હોય છે એકબીજાનો. એટલે કે, "ઘડીક હું આડો પડું ને કોક ગાયને મને કડી જાય ને કચડી જાય એના કરતાં કે માણસોની નજીક રહેવું હારું." એટલે એને થોડોક દૂર રહ્યો. રાજા અને ઘોડો છોડીને આરામ કરવા માંડ્યો.

આ બાજુ ગોપ મંડળી બધી જે હતી, બધાએ પૂજા પ્રાર્થના પૂરી કરી દીધી. પ્રસાદ લઈને પછી રાજાની પાસે આવ્યા. તો આપણે ત્યાં આ પણ એક બહુ અદભુત વસ્તુ છે. પ્રસાદ રૂપે કંઈ પણ વસ્તુ છે ને, તો માણસ વહેંચવા નીકળે. ભારતની આ ખૂબી છે, પણ પરદેશની અંદર અમે ઘણી વખત એવું જોઈએ છે કે આમ બે જણા સાથે ટ્રાવેલ કરતા હોય તો પેલા પેટ્રોલ પંપે પહોંચેલો, ગેસ સ્ટેશન કહે છે ત્યાં આગળ. તો ૧૨:૦૦ વાગ્યા હોય, પેલાને ભૂખ લાગી હોય, તો એક સેન્ડવીચ લઈને એવા ચાવી જશે, કોક પી જશે, બધું કરશે, પણ બાજુવાળો શું કરશે? એને પૂછે પણ નહીં અને બાજુવાળો પોતાના પૈસા ખર્ચે, ક્યારે આવવા એના માટે ભાગ્યે જ કંઈક ખરીદે. એટલે એટલી બધી ઇન્ડિવિડ્યુઆલિટી છે. ભારતની અંદર એના બદલે ભલે થોડું હશે એની પાસે જે કંઈ હશે તે, પણ એ પહેલા ભગવાનને, જે કોઈ ભગવાન એની માન્યતાના છે, ભલે હોય, હું તો એમ કહું, પણ આ બહુ ભવ્ય વસ્તુ છે.

તો એ પોતાની માન્યતાના ભગવાનને પ્રસાદ અર્પણ કરે છે, "ગોડ ઓફ ઇમેજીનેશન." અને એ સંતુષ્ટિ પામે છે કે ભગવાને કલ્પનામાં પ્રસાદ ખાઈ પણ લીધો છે, ગ્રહણ પણ કરી લીધો છે અને હવે આ પ્રસાદ છે. અને પછી એ લઈને નીકળે છે અને જે કોઈ મળે તે બધાને એ વહેંચે છે. છેલ્લે થોડોક પોતે લે. આ ભવ્યતા ભારતની જ હોઈ શકે, બીજા કોઈની ન હોય.

તો જીવ અને બ્રહ્મ એ એક જ છે. રાજાની સ્ટોરી. હા, એ રાજા પાસે ગયા પ્રસાદ લઈને. પછી રાજાએ એ પ્રસાદને ગ્રહણ કર્યો નહીં. "હું રાજા ને તમે ગોવાલિયાઓ કે હવે તમારા હાથનું હું ખાતો હોઈશ કે શું વાત કરો છો આમ?" એટલે એને પ્રસાદનો અનાદર કર્યો. પ્રસાદનો અનાદર કરવાથી દોષ ઉત્પન્ન થયો. દોષ ઉત્પન્ન થયો એટલે શું થયું કે રાજાને પછી બુદ્ધિ ભ્રમિત થવા માંડી. તે ખૂબ આથડ્યો, ખૂબ આથડ્યો, પણ એનો કાંઈ મેળ પડ્યો નહીં. પછી તો એની ઘણી બધી દુર્ગતિ થઈ, ખૂબ દુર્દશા થઈ. પડોસીનો જે સેનાપતિ હતો, આવ્યો અને ચડી બેઠો. રાજાને રાણી હતી ને કુંવર હતો, બધાને ઊભા લઈ ગયો. પણ આવા કશું કરી શક્યો નહીં. એટલે બધે જાતના એવા ઘણા બધા તકલીફોમાંથી પસાર થઈને જંગલમાં ભટક્યા કરતો હતો. ભમી ગયેલું મગજ લઈને એને કંઈ સેન્સ જ નહોતી એ પ્રકારની. એ "હું રાજા છું ને રાજાની જેમ વર્તન કરવું હતું" એ બધું ગયું.

પછી તો એનું ગાડાની જેમ ફરતો હતો.

હવે કાળે કરીને પાછા ફરી પેલા ગોપગણો બધું ફરી વખત આવી રીતના પૂજા પ્રાર્થના કરવા બેઠા હશે સત્યનારાયણની. તે ભમતો ભમતો રાજા ત્યાં આગળ ગયો અને આ વખતે એને પૂજા અને પ્રસાદ લીધો. એટલે એને પછી દિશાનું ભાન થયું, પોતાની દશાનું ભાન થયું અને પછી એમાંથી એ બહાર નીકળ્યો. ફરી વખતે પાછો એને નક્કી કર્યું કે હું આવી રીતે કથા કરીશ, હું આ બધું કરી લઈશ. તો એટલે વળી વખત પાછું એને બધું કરી લીધું અને પછી એને સ્વયં પોતે બધા લોકોને બોલાવીને સત્યનારાયણની કથા કરી અને પછી બધું એનું ભલે ચંગે થયું. તો સત્યનારાયણ કોણ? પરબ્રહ્મ પરમાત્મા પોતે. એટલે એનો અનાદર કરવાનું પરિણામ બહુ ખરાબ હોય છે. સંસારમાં આથડ્યા જ કરો, આથડ્યા જ કરો, તમને કોઈ આરો વારો મળે નહીં. પણ સત્યનારાયણનો પ્રસાદ પ્રાપ્ત કરી લીધા પછી જેવો તમે કરો તો તમારો જય જયકાર છે.

તો આટલી નાનકડી એની આ કથાની અંદર પણ એને પૂર્ણપણે બતાવેલું છે કે ભાઈ તમે પરબ્રહ્મ પરમાત્માનું જે છે તેનું પૂજન કરો, તેનું યજન કરો, તેનું ભજન કરો, તેનો પ્રસાદ ગ્રહણ કરો. જે કંઈ પ્રાપ્ત કરો છો તમારા જીવનની અંદર એ બધું જ એનો જ પ્રસાદ છે ભાઈ. એટલે જો પ્રસાદ ગ્રહણ કરશો તો પછી એમાંથી સારું અને ખોટું જતું રહેશે, નફો તટો નહીં રહે, હર્ષ શોક નહીં રહે. પ્રસાદ છે બસ. એટલે આ બધા દ્વંદ્વો બધા ખતમ થઈ જશે. પ્રસાદ ગ્રહણ કરવાથી શું થશે? ખતમ થઈ જશે અને દ્વંદ્વ ખતમ થઈ જતાં તમને અદ્વૈતની ઓળખાણ પડશે. અદ્વૈતની ઓળખાણ પડશે એટલે તમે અદ્વૈત સાથે એકરૂપ થઈ જશો. આમ બધું વન ટુ થ્રી બસ પૂરું પછી પ્રોગ્રામ સમજાય.

તો આવી રીતે જીવ અને બ્રહ્મ એ એક છે એવું માનવું એને જ્ઞાન કહેવામાં આવે છે અને મનને વિષયોથી અલગ રાખવું એનું નામ છે. ફરી વખત: મનને વિષયોથી અલગ રાખવું એનું નામ છે. કોઈ વિષય નહીં, નિર્વિષય સ્થિતિની અંદર રહેવું એનું નામ ધ્યાન છે. મનના મેલને છોડવો એ જ સ્નાન છે. મેલને છોડવો એ જ સ્નાન છે. ઇન્દ્રિયોને વશમાં રાખવી એ જ પવિત્રતા છે. આંખો અને કાન કહ્યું હતું ને તથાસ્તુમાં? ૭૦ ટકા વ્યાપાર આપણો આંખોથી ચાલે છે, ૧૦-૧૨ ટકા આપણો કાનથી ચાલે છે, બાકીના બીજા બધાનો થોડો થોડો. એટલે આટલો મોટો વ્યય જે થાય છે તે એક તો ઊર્જાનો અને બીજું કે જે વાસનાઓની ગ્રહણ કરવાની જે જગ્યા છે તે આ છે મુખ્ય: આંખો અને કાન. એટલે એને જો તમે સ્વચ્છ રાખો, તમે પવિત્ર રહી શકો છો. "સદા રાખ દિલ સાફ, ભૂલ કદી કરી અમે તો પ્રભુ કરજો માફ." બસ આટલું રાખી આગળ વધી જવાનું.

દિલ સાફ રાખવાનું, કોઈના પ્રત્યે કોઈ મેલ નહીં, કોઈ દ્વેષ નહીં, કશું નહીં. એને જે કર્યું તે એનું જાણ્યું. આપણે કંઈ કરીને સહજ ક્ષમા ભાવ, સહજ ક્ષમા કે ભાઈ દોષ તે અમારો નથી કર્યો તે ખરેખર તારા પોતાના આત્માનો દોષ કર્યો. એટલે અમારે તો આમાં કંઈક એવા કરવાનું હોતું જ નથી. આવી રીતે ઇન્દ્રિયોને વશમાં રાખવી એને પવિત્રતા કહેવામાં આવે. બ્રહ્મરૂપી અમૃતનું પાન કરવું કેવી રીતે?

બ્રહ્મ છું, આ ભાવમાં રહેશે એટલે અમૃત ટપકવાનું જે શરૂ થશે પછી ટીપાં પડવાના. ધીરે ધીરે બસ એનું પાન કર્યા કરો એમ કહે છે. શરીર રક્ષણના હેતુથી જ ભિક્ષા માંગવી. તો ભિક્ષા ગ્રહણ કરવા માટે થઈને પણ એમને એમ કીધું કે શરીરની રક્ષા કાજે જેટલી જરૂરિયાત હોય બસ એટલું જ તમે અપેક્ષામાં ગ્રહણ કરજો.

જાતે એકાંતમાં રહીને, એકમાં જ રહીને, એકાંતમાં નિવાસ કરવો. જાતે એકમાં જ રહીને. એક એટલે બ્રહ્મ. એમાં જ રહીને એકાંતમાં નિવાસ. એક અંત. એક પછી બસ અંત કરી દેવાનું બ્રહ્મ. બાકી કશું નહીં. આમ એને એકાંત કહેવાય. એવી સ્થિતિ તેની અંદર રહ્યા પછી નિવાસ કરવો અને એવી રીતે જીવતા જ્ઞાનવાન મનુષ્ય મુક્તિને પામે. આવી રીતે જીવવું એને જ્ઞાનીપણું કહેવાય. એ જ્ઞાનની રીતે જીવી રહ્યો છે, જ્ઞાનમાં જીવી રહ્યો છે એવું કહેવાય. એવો મનુષ્ય મુક્તિ અવશ્ય પામે છે.

માતા-પિતાના મળ રૂપ એટલે શુક્ર અને સોનેથી ઉત્પન્ન થયેલો, લોહી અને વીર્યથી ઉત્પન્ન થયેલો, જન્મ અને મૃત્યુ બે છેડાવાળો, સુખ અને દુઃખના ભંડાર રૂપ પાછો મેં ભંડારો કર્યો છે એના સુખનો અને દુઃખનો અને અપવિત્ર એવા આ શરીરને સ્પર્શ કર્યા પછી સ્નાન કરવામાં આવે છે. શરીરને સ્પર્શ કર્યા પછી સ્નાન કરવું પડે.

સાત ધાતુઓથી બનેલા, મહાર રોગયુક્ત, પાપના ઘર જેવું, સતત ચલાયમાન, અસ્થિર, ચલાયમાન એટલે વિકારોથી ભરેલ આ શરીરનો સ્પર્શ કર્યા બાદ અવશ્ય સ્નાન કરવું જોઈએ. કેટલી વખત ના હશો? આંખ, કાન વગેરે નવ દ્વારોથી યુક્ત આ શરીરમાંથી હંમેશા સ્વાભાવિક રીતે જ કાયમ મળ સ્ત્રાવિત થયા જ કરતો હોય છે. વહ્યા જ કરે છે મળ બધો શરીરમાંથી નીકળતો જ રહે છે. આ મળની દુર્ગંધથી આ શરીર હંમેશા પૂર્ણ ભરેલું જ રહે છે, ખાલી જ નથી થતું. એવા દુર્ગંધયુક્ત મલિન શરીરનો સ્પર્શ કર્યા બાદ પણ સ્નાન અવશ્ય કરવું જોઈએ.

માતાના સૂતક સાથે સંબંધિત હોવાથી સૂતક પણ મનુષ્યની સાથે જ જન્મ લઈ લે છે તથા મરણકાળનું સૂતક પણ આ દેહકાળની સાથે જ જોડાયેલું રહે છે. તેથી આ શરીરનો સ્પર્શ થયાથી અવશ્ય સ્નાન કરવું જોઈએ. એટલે કોઈને પણ અડ્યા એટલે તમારે સ્નાન કરવું જોઈએ એમ કહે છે આપણને.

મળમૂત્ર વગેરે દુર્ગંધયુક્ત શરીરની શુદ્ધિ તો માટી અને પાણીથી થાય છે, પરંતુ આ બધી લૌકિક શુદ્ધિ છે. વાસ્તવિક પવિત્રતા તો "હું" અને "મારું" છોડી દેવાથી થાય છે. "હું" અને "મારું" છોડી દીધું એ માણસ પવિત્ર થઈ ગયો. અહમ, મમત બે ગયા. હવે આગળ પવિત્રતાનો શું ઉપયોગ છે? હું પવિત્ર તો થઈ ગયો, બરાબર? અહમ અને મમત ગયા મારા એટલે હું પવિત્ર થઈ ગયો, પણ હવે પવિત્રતાથી શું કરવાનું છે? પાછું એનાથી ચિત્તનું શોધન થાય છે. પવિત્રતાથી ચિત્તની શુદ્ધિ થઈ જાય છે અને વાસનાઓને નષ્ટ કરે છે. જે કોઈ વાસનાઓ હતી ને, વાસનાઓ એટલે કેવી? આમ ઝીણી ઝીણી આમ બધી આમ ઈથરમાં બધી આકૃતિઓ જાણે આમ બધી હોય ને તો બધી અંદર જઈને ચોંટી ગયેલી હોય સૂક્ષ્મ શરીરની અંદર, ચક્રોની અંદર બધી જગ્યાએ. આ બધા પ્રાણી કિલિંગમાં કાઢે છે ને એન્ટિટીઓ અને એલિમેન્ટલ્સ, એનાથી એ સૂક્ષ્મ હોય છે.

વાસના શેનાથી કાઢશે? એવી સૂક્ષ્મથી સૂક્ષ્મ વાસનાઓ બિલકુલ ઝીણી ઝીણી ઝીણી ઝીણી હોય તો એ જ્ઞાન રૂપી માટી અને વૈરાગ્ય રૂપી જળથી પ્રક્ષાલન દ્વારા જે પવિત્ર થાય છે તે જ સાચી પવિત્રતા છે. જ્ઞાન રૂપી માટી અને વૈરાગ્ય રૂપી જળથી પ્રક્ષાલન કરીને ધોવાનું.

એટલે જ્ઞાન અને વૈરાગ્ય બે અદ્વૈતની ભાવનાથી જ વાસ્તવમાં સાચી ભિક્ષા વૃત્તિ છે અને દ્વૈતની ભાવના અભક્ષ વસ્તુ છે. દ્વૈત ભાવ જે છે એ રાખવા યોગ્ય જ નથી એમ કહે છે. એ અભક્ષ છે, ખાઈ ના શકાય એવી છે એટલે એનો તો ક્યારેય સ્વીકાર જ ના હોવો જોઈએ. અદ્વૈત જ હોવું જોઈએ એમ કહે છે.

ભિક્ષુ કે ગુરુ તથા શાસ્ત્રના આદેશાનુસાર ભિક્ષા માંગવી જોઈએ. ગુરુ અને શાસ્ત્ર એમ. ગુરુ એમ કહે કે આ ઘરમાંથી લઈ આવજે તો એ જ ઘરે જવાનું, બીજા ઘરે નહીં જવાનું. જે મળે તે જ લાવવાનું, બીજું કંઈ નહીં. પછી પણ એ જે આદેશ આપે, એ કહે, "બધું મને આપી દે." તો કે, "ઓલ રાઈટ, બધું તમારું." તે દિવસે એને ઉપવાસ. આવા ગુરુઓ હતા પહેલાના વખતમાં. એવા એક ગુરુને જાણું છું. વાત એની. તેને સળંગ સાત દિવસ સુધીને આવી રીતના કરે રાખેલું. રિયલમાં સળંગ સાત દિવસ સુધી એને જેટલી ભિક્ષા લાવે કે તારે એક જ ઘેરથી ભિક્ષા લાવવાની અને એ લાવે એટલે પછી એ લઈ લે. પેલાને કાંઈ ના મળે. તે દિવસે એને નકોડો ઉપવાસ, કશું જ નહીં. કારણ સાત દિવસ સુધીને ભૂખ્યો રહ્યો. તો પછી એને કીધું કે, "જા તું ફલાણી જગ્યાએ." પણ કે, "ત્યાં આગળ ફલાણાને તું મળજે કે અને તું એમને કંઈક વાત કરજે.

એ તને જે કાંઈ કહે તે તું સાંભળીને પાછો આવ." જ્ઞાન ગ્રહણ કરીને પેલા ત્યાં આગળ જાય છે. પેલો જ્ઞાની, આ જ્ઞાની જુએ કે આ અંડર એક્ઝામિનેશન છે. માઈક્રોસ્કોપી. એટલે પેલો આવ્યો એટલે તરત જ એને બેસાડ્યો. "વાત કર યાર, તારા ગુરુ તો બહુ ખતરનાક છે હો! એક કામ કર, તું મારે ત્યાં આશ્રમમાં આવતો રહે. મારો ગુરુ બહુ સારો અને તને બહુ સારી રીતે રાખશે. મારો ગુરુ બહુ જ્ઞાની, તને બહુ સારું કરશે કે. તારો ગુરુ આવું કરે છે, તને આવું કરે છે." પેલો કે, "મારો ગુરુ! એને શું વાત કરું કે એ સાક્ષાત સદાશિવ છે. હું એની સામે જોઉં છું, મારી જે ક્ષુધા વૃત્તિ જે છે ને એની નિવૃત્તિ થઈ જાય છે. મને ભૂખ જ નથી લાગતી કે. હું પાણી પીવાનું ભૂલી જાઉં છું. આહાર, નિંદ્રા, ભય કશું મને રહેતું નથી કે. મારા ગુરુ એટલા બધા સમર્થ થઈ ગયા છે. હું ખાલી એમની સામે જોઉં છું અને મને કે આટલો આટલો ફેર પડી જાય છે.

તને શું વાત કરું કે મારા ગુરુની?" તો કે, "તારા ગુરુ તને સાત દિવસ ભૂખ્યો રાખે એવું નથી કે છે. મારો ગુરુ તો છે ને મહાસમર્થ છે. એ જે ચાહું તે લાવીને આપી શકે એટલો સમર્થ છે, પણ મને ખબર છે કે મારો અહંકાર તોડાવવા માટે સાત..."

ઘરે રોજ મને મોકલે છે કે, "જા, આ બધી જગ્યાએ તારું અહંકાર તું વેચી આવજે અને સાટામાં જે તને આપે તે તું લેતો આવજે." હવે સાટામાં આવેલું જે છે તે દૂષિત છે મારા માટે. એટલા માટે એ મને ભિક્ષા નથી આપતો અને મને ઉપવાસ કરાવે કે જેથી કરીને મારી પવિત્રતા બરકરાર રહે.

"મારા ગુરુ તો બહુ મહાન છે, મહાસમર્થ છે, સાક્ષાત સદાશિવ. તમે મહેરબાની કરીને એના વિશે આવી બધી વાતો ના કરશો." આવી તિતિક્ષા આને કહેવાય. ટ્રસ્ટ છે એવો દ્વૈતની ભાવના જ અભક્ષ વૃત્તિ છે. બે થયા છે એ વાત જ છે નહીં. એટલે ભિક્ષુકે ગુરુ અને શાસ્ત્રના આદેશ અનુસાર ભિક્ષા માંગવી જોઈએ.

જે રીતે ચોર જેલમાંથી છૂટી દૂર જઈને નિવાસ કરે છે, એવી રીતે જ્ઞાની પુરુષે પણ સન્યાસ ગ્રહણ કરીને પોતાના દેશથી દૂર રહેવા માટે ચાલ્યા જવું જોઈએ. ગુજરાતમાંથી જો સન્યાસ લીધેલો હોય તો કાં તો પછી હિમાલયમાં અને કાં તો પછી નીચે દક્ષિણમાં ક્યાંક ચાલ્યા જવું જોઈએ. હવે અહીંયા ગુજરાતમાં જ ગોળ ગોળ ફરતો હોય તો પછી, તો કોઈ પણ જાણીતો માણસ હશે ને તે તરત આવીને કહેશે કે, "હા, મેં તો એમને નડિયાદની બસમાં બેઠેલા જ જોયા હતા." એટલે તરત ટોળું પછી નડિયાદ દોડશે. ગમે તેમ કરીને, "ભાઈ, સમજાવીને જોર જબરજસ્તી કરીને, ભાઈ, તું સન્યાસ છોડી દે, ચાલ ઘેર પાછો." અને આવું ઘણા સાથે બને છે. એટલે ના પાડે છે કે સન્યાસી આવું બધું નહીં કરતાં, દૂર ચાલ્યા જવાનું.

અહંકાર રૂપી પુત્રનો, વિત્ત એટલે કે ધન રૂપી ભાઈનો અને મોહ રૂપી ઘરનો તથા આશા રૂપી પત્નીનો ત્યાગ કરીને ખૂબ જલ્દી મુક્ત બની જાય છે, એમાં કોઈ શંકા નથી. અહંકારને પુત્ર કીધો છે, વિત્ત એટલે ધનને ભાઈ કીધો છે અને મોહને ઘર કીધું છે. આ આશાને પત્ની કીધી છે. આ એટલે આશા રૂપી પત્નીનો ત્યાગ કરવાનો, બરાબર? હવે આ વસ્તુ તમે મોહ રૂપી ઘરમાં ના રહેતા હોય અને ઘરમાં રહેતા હોય તો પણ તમે કરી શકો છો અને સન્યાસીની જેમ જ તમે પણ રહી શકો છો જ્યાં છો ત્યાં, જે સ્થિતિમાં છો. પત્નીનો ત્યાગ કરવાનો નથી, આશા રૂપી પત્નીનો ત્યાગ કરવાનો છે. પુત્રનો ત્યાગ કરવાનો નથી, અહંકાર રૂપી પુત્રનો ત્યાગ કરવાનો છે. ધનનો ત્યાગ કરવાનો નથી, પણ મોહ રૂપી જે કીધું ને એ એવો ધનનો મોહ એનો ત્યાગ કરવાનો છે. આ જેવું કર્યું એટલે તમે મુક્ત થઈ જશો ખૂબ ઝડપથી.

"મોહ રૂપી માતા મૃત્યુ પામી અને જ્ઞાન રૂપી પુત્ર ઉત્પન્ન થઈ ગયો છે. એને કારણે જન્મ અને મરણના બે સૂતક લાગેલા છે. તો પછી સંધ્યા વંદન વગેરે કાર્યો કેવી રીતે કરી શકાય? તમે તો સૂતકી છો." કે મોહ રૂપી માતા મૃત્યુ પામી છે અને જ્ઞાન રૂપી પુત્ર ઉત્પન્ન થઈ ગયો છે. પુત્ર ઉત્પન્ન થાય તો પણ સૂતક લાગે, માં મરી જાય તો પણ સૂતક લાગે. તો આ બંને સૂતકો લાગેલા છે. તો હવે તમે સંધ્યા વંદન બધું કેવી રીતે કરી શકશો? ન જ કરી શકાય સૂતકની અંદર.

હૃદય રૂપી આકાશમાં, જો આગળ આવે છે વાત, ચૈતન્ય રૂપી સૂર્ય હંમેશા પ્રકાશિત રહે છે. બસ આટલી જ વાત છે. "હૃદય આકાશે ચિદાદિત્યમ સદા ભાસતી." આ ફોર્મુલા. બધા પતી ગયું. આ એક સેન્ટેન્સ ઈટસેલ્ફ એ એક ઉપનિષદ છે. જો આની પર જ ચિંતન, મનન, નિધિધ્યાસન કર્યું, ધારણા, ધ્યાન, સમાધિ લાગી જશે. ફટ તમે એકરૂપ થઈ જશો પરબ્રહ્મ સાથે. શું? "હૃદય આકાશે ચિદાદિત્યમ સદા ભાસતી." એટલે કે હૃદય રૂપી આકાશમાં ચૈતન્ય રૂપી સૂર્ય હંમેશા પ્રકાશિત રહે છે. બાય ઈટસેલ્ફ એક ઉપનિષદ.

અને પાછું આ સૂર્યનો ના તો અસ્ત થાય છે ના તો ઉદય થાય છે. "ન અસ્તમેતિ ન ચોદેતિ કથં સંધ્યામુપાસ્તે." એટલે એનો ઉદય કે અસ્ત કંઈ પણ થતું જ નથી એવો સૂર્ય છે. ક્યાં? તો કે હૃદય આકાશની અંદર. તો આવા સંજોગોમાં તું સંધ્યાને વંદન કેવી રીતે અને ક્યારે ને ક્યાં કેવી રીતે કરી શકે? તું પ્રશ્ન કરે છે. અહીં બધું એક છે, બીજું કશું છે જ નહીં ભાઈ. એવું ગુરુના ઉપદેશ દ્વારા ચોક્કસ થઈ ગયું છે. આ ભાવના જ એકાંત સ્વરૂપ છે. મઠ કે જંગલનો મધ્યભાગ એ એકાંત નથી.

ભગવાન શિવ કહી રહ્યા છે, "જુઓ, જે મનુષ્ય સંશય રહિત છે એ જ મુક્તિ મેળવી શકે છે તથા જે લોકોને સંશય છે એ અનેક જન્મોના અંતમાં પણ મુક્ત થઈ શકતા નથી." સંશય, સંશય, શંકા. આત્મા વિશેની શંકા. આત્માની બાબતમાં નિશંક થાઓ. સંસાર તો બધો શંકાશીલ જ છે. કોઈ કોઈની પર વિશ્વાસ કરનારું નથી. બધા એકબીજાની પર શંકા કરશે, રાખશે ને એમ જ ચાલે છે. સાંસારિક શંકા ઉપર જ ચાલે છે. શંકા કેમ ઉત્પન્ન થાય? સંકોચિતતાને કારણે, મનની સંકોચિતતાને કારણે. મન સંકોચિત થઈ જાય બીજા પ્રત્યે એટલે આપણને એમ થાય કે આ બરાબર તો કરશે ને? એની પર વિશ્વાસ જ ના બેસે. એવું નહીં કે ના, એ સર્વશક્તિમાન છે, જ્ઞાની છે, પવિત્ર છે, એ બધું જ કરશે, કરી શકશે. એવો વિશ્વાસ નથી હોતો, ઉપરથી શંકા થાય છે. પુત્ર હોય તોય, પત્ની હોય તોય. બોલો, આ સંસાર કહેવાય કેવો છે? પેલી પત્ની હશે તો પૈસા વાપરી નાખશે બધા કે હું બહુ મહેનત કરીને લાવું છું, બધું ખતમ કરી નાખશે કે આમને આમ કરે રાખશે એના મોજ શોખ કરવામાં તો પૂછાય નહીં આપણને ક્યાંય.

એટલે પત્ની બધું ભેલાડી દેશે એવું તરત જ એને શંકા બેસે, "ખાલી કરી નાખશે તો?"

"અસંશયવતા મુક્તિ." જેવા તમે સંશય રહિત થાઓ કે મુક્તિ હાજર છે. તમે વસ્તુથી છૂટી જાવ છો. તમે જુઓ, મને તમારા વિશે શંકા નથી તો તમે ને હું બે મુક્ત થઈ ગયા. મને તમારી કોઈક બાબત ઉપર શંકા પડી, તમે ને હું કાયમ માટે બંધાઈ ગયા ભાઈ. આ ઋણનો અનુબંધ પાછો શરૂ થઈ ગયો. હવે કેટલા જન્મ એ જોડે ગોળ ગોળ ફેરવશે એકબીજાને કશું કહી ના શકાય. અહીં શંકા ઉત્પન્ન થઈ છે તો પેલા અધર એન્ડ ઉપર બી તો શંકા ઉત્પન્ન થયેલી હોઈ શકે. હવે સામસામે આ શંકાશીલતાને કારણે આ બધું કેવી રીતે ગૂંચવાય? આમ વમળની જેમ બધું ફરે છે સંસારની અંદર. કોઈ કોઈનો વિશ્વાસ નથી. પાછા દીકરો કે દીકરાને બાપો કે આ સંસારમાં કોઈનો

વિશ્વાસ નહીં કરવાનો, આ બાપા કહેવાય. ગુરુ બી કહેશે, "મારા સિવાય કોઈની પર વિશ્વાસ નહીં કરવાનો." વાહ, આ ગુરુ કહેવાય? ગુરુ હોય તો શું કહે? "કે ભાઈ, તારા આત્મા પર તું શંકા ના કરીશ, બાકી બધું બરાબર જ છે." પછી આત્મા પર તું શંકા નહીં કરે એટલે તું સંસારમાં પણ નિશંક થઈને ફરી શકીશ. પછી તને કશું પ્રોબ્લેમ આવશે જ નહીં. તો અહીં બધું એક જ છે, બીજું કંઈ છે જ નહીં, એવું ગુરુના ઉપદેશ દ્વારા ચોક્કસ થઈ ગયું છે. આ ભાવના જ એકાંત સ્વરૂપ છે. જે મનુષ્ય સંશય રહિત છે, એ જ મુક્તિને મેળવે છે તથા જે લોકોને સંશય છે, એ અનેક જન્મોના અંતમાં પણ મુક્ત થઈ શકતા નથી. એટલા માટે ગુરુ અને શાસ્ત્રના વચનોમાં પૂર્ણ વિશ્વાસ રાખવો જોઈએ.

શાસ્ત્રો એટલે શું? આત્મા તરફ આપણને નિર્દેશિત કરનારા જે કોઈ હોય, તેને શાસ્ત્રો કહેવાય. તો એ શાસ્ત્રો કોણે આપ્યા? પરમાત્માએ આપ્યા. કેવી રીતે આપ્યા? કોકના માધ્યમથી, કોકના નિમિત્તે શાસ્ત્રો બહાર પડ્યા છે અને પછી એ લખાયા કે પરાપૂર્વમાં મોઢાથી એકબીજાને કહેતા કહેતા ચાલે રાખે છે, એવા શાસ્ત્રોની વાત કરે છે. તો કે ગુરુ અને શાસ્ત્ર બંને પર. ગુરુ જે અંધકારનો નાશ કરે તેને ગુરુ કહેવાય. રૂપિયાનો નાશ કરે, તમારે એ ગુરુ ના હોય. તમારા અંધકારનો, એ અંધકારનો નાશ કરે, તમને લાઈટ આપે, તમને પ્રકાશ આપે, તમને સુજ પાડે. શેની? સંસારની નહીં, આત્માની. એ કોઈ દિવસ એવું બધું ના કીધા કરે કે "તમે આમ કરજો તો આમ થઈ જશે ને તેમ કરશો તો આ બધું સારું થઈ જશે." એ આ બધામાં પડે જ નહીં. "તારો સંસાર તું જો ભાઈ, તારું અજ્ઞાન દૂર કર, તું આત્મા વિશે જાણી લે, તું આત્મા વિશે નિસંક થા.

તારા હૃદય કમળને બિલકુલ તું ધ્યાન આપ. એની અંદર રહેલું હૃદય આકાશ છે. બસ, ત્યાં રહેલો તારો આત્મા છે. એ આત્માનું તું નિરંતર ધ્યાન કર. તે અનંત આનંદ સ્વરૂપ છે." બસ, આટલું કીધું એ ગુરુ. આવો જેને સમજાયું, જેને વિશ્વાસ આપ્યો, જેને ભરોસો આપ્યો, એ ગુરુ. બાકી બધા ખર અને દૂષણની જેમ ભમ્યા કરતા હોય. બે ગધેડા હતા, ખબર છે? "ખર અને દૂષણ" નામના. એટલે એ અસુર રૂપી હતા, પણ એ બે મોટા ગધેડાઓ હતા. તે ભગવાને સંગ્રામ કર્યો, એમની જોડે પણ યુદ્ધ કર્યું હતું અને બે જણને સમાપ્ત કરી દીધા. એટલે અજ્ઞાન રૂપી અસુરનો નાશ આવી રીતે કરે, ભગવાન એમ કહે છે.

તો કર્મને છોડી દેવા એ સન્યાસ નથી. એવી રીતે "હું સન્યાસી છું" એવું કહી દેવાથી પણ કોઈ સન્યાસી થઈ શકતો નથી. સમાધિ અવસ્થામાં કપડાં પહેરી લેવાથી પણ કોઈ સન્યાસી બની શકતો નથી. શું કરવાનું? તો કે સમાધિ અવસ્થામાં જીવ-પરમાત્માની એકતાનું ભાન હોવું એ જ સન્યાસ કહેવામાં આવે છે. સમાધિ અવસ્થા: "સમ અધિ", બધી અવસ્થાઓ સમ છે. એવી અવસ્થાની અંદર એને "જીવ અને આત્મા પણ એક છે" એવો બોધ નિરંતર રહ્યા કરે. મતલબ, જ્યારે એ સમાધિમાં બેઠો હોય કે સંસારમાં ક્યાંય એને ફરતો હોય, મતલબ કોઈપણ સ્થિતિની અંદર પણ એને સતત આ એક ખ્યાલ હોય કે "જીવ અને આત્મા એક જ છે", એ જ સાચો સન્યાસી છે. બાકી કોઈ સન્યાસી હોતા નથી. આ ભગવાન શંકર કહી રહ્યા છે.

જે મનુષ્યની બધી જ ઈચ્છાઓ (થોડી વાત કરી હતી ને કાલે) એ "એસણાઓ ઉલટી કરેલા આહાર જેવી" લાગે છે અને જેને શરીરની મમતા છોડી દીધી છે, તેને સન્યાસનો અધિકાર. જ્યારે બધી વસ્તુઓ પ્રત્યે મનમાં વૈરાગ્ય થઈ જાય, ત્યારે વિદ્વાન મનુષ્યએ સન્યાસ ધર્મ ગ્રહણ કરવો જોઈએ, નહીં તો એનું અવશ્ય પતન થઈ જાય. બે વસ્તુ કીધી: કે જ્યારે મનમાં વૈરાગ્ય ઉત્પન્ન થયો હોય, તે વખતે સન્યાસ ધર્મ ગ્રહણ કરી લેવાનો અને પછી આગળ નીકળી જવાનું. હવે જો એવું ના કરે તો એ તક ચૂકી ગયો છે, એટલા માટે એનું પતન થાય છે. અને જો એ સન્યાસ તે વખતે ન લે તો નેક્સ્ટ મોમેન્ટની અંદર કયું મોહનીય કર્મ આવીને એને વળગી પડશે એની કોઈ ગેરંટી નથી. એટલે પછી પાછું એ ફરી સંસારમાં ખેંચાઈ જશે અને ફરી ક્યારે એનો નંબર આવશે, કહી શકાતું નથી. એટલા માટે પણ એને જ્યારે પણ વૈરાગ્ય ઉત્પન્ન થાય, તરત સન્યાસ લઈ લેવો, તરત.

જે મનુષ્ય દ્રવ્ય (એટલે કે ધનના, અન્નના, વસ્ત્રોના અથવા ખ્યાતિના) લોભમાં સન્યાસ ધર્મ ગ્રહણ કરી લે છે, એ બંને તરફથી ભ્રષ્ટ થયેલો છે. મુક્તિને ક્યારેય ફરી પ્રાપ્ત કરી શકતો નથી. ખ્યાતિનો લોભ બી બહુ ખતરનાક કહેવામાં આવે છે. બહુ ફેમસ થઈ શકે. હવે બાકી આમ મગનભાઈને તો અહીંયા કોઈ પૂછતું નહોતું, પણ મગન મહારાજ થઈ ગયા. તો કે ભાઈ, "એ તો સદા મગ્ન જ રહે છે," કે "હવે મગન મહારાજ કહેવાય." એવી વ્યક્તિ માટે અમારા મધર કહેતા હતા, "અતો ભ્રષ્ટ તતો ભ્રષ્ટ" થઈ જાય છે. કેવો? અહીં પણ ભ્રષ્ટ થાય છે અને તહીં પણ ભ્રષ્ટ થાય છે. કે સંસારમાંથી તો એ ઉખડી ગયો છે એટલે ભ્રષ્ટ થઈ ગયો છે. કોઈ એને ફરી સંસારમાં સ્વીકારવાનું નથી. તમે સન્યાસ ધર્મ આવી રીતનો કોઈ સન્યાસ હોય, દાખલો કયો? પોતાની દીકરી એને પરણાવશે? એટલે અતોભ્રષ્ટ થઈ ગયો. હવે કયો સાચો સન્યાસી જે છે તે કે પરબ્રહ્મ સ્વયં એને સ્વીકારશે?

કારણ કે જુએ છે કે આ સન્યાસ ધર્મની અંદર પણ સન્યાસી તો છે જ નહીં. હજુ તો આ સન્યાસી થયો જ નથી, માટે એ સ્વીકાર્ય જ નથી. એટલે એને સ્વીકારશે નહીં. એટલે શું થયું? તો કે "અતોભ્રષ્ટ તતો ભ્રષ્ટ" બંને જગ્યાએ. મુક્તિને આવી વ્યક્તિ પ્રાપ્ત કરી શકતો નથી.

એટલે તત્વનું ચિંતન જ ઉત્તમ છે. પરમ તત્વનું ચિંતન ઉત્તમ છે. કંચન બી એક તત્વ જ છે. કંચન સ્ત્રી હોય કે કંચન એટલે સોનું હોય, પણ તત્વ રૂપે એનું ચિંતન યોગ્ય નથી. તત્વ એક જ: પરમ તત્વનું ચિંતન. અને શાસ્ત્રનું ચિંતન મધ્યમ છે. મતલબ, અત્યારે આ જે કરી રહ્યા છે તે મધ્યમ છે. સૌથી સારું એ છે કે "હું બ્રહ્મ છું." તો "હું કેમ બ્રહ્મ છું? હું કેવી રીતે બ્રહ્મ છું? હું ક્યારે બ્રહ્મ છું? હું ક્યારે બ્રહ્મ નથી હોતો?" બસ, આ આટલી જ વસ્તુ લઈને બેઠા બેઠા એની જ સવારની સાંજ પડી જાય અંદર બેઠા બેઠા.

તો આ બ્રહ્મ કેવું હોય? બ્રહ્મનો અનુભવ કેવી રીતે આવે? શું કરવાનું? બ્રહ્મચિંતન શા માટે કરવાનું? એનાથી શું લાભ? બસ, આટલું કર્યા કરે સવારથી સાંજ સુધી એટલે એ ચિંતન કહેવાય. બ્રહ્મ વિષયનું ચિંતન, બ્રહ્મનું ચિંતન એટલે બ્રહ્મચિંતન કહેવાય. તો એ અગત્યનું છે.

શાસ્ત્રનું ચિંતન મધ્યમ છે, કેમ કે શાસ્ત્રમાં અનેક રસ્તાઓ આપેલા હોય અને ઘણા બધા એકબીજાથી વિરોધાભાસી પણ હોય. શાસ્ત્રો બધા બન્યા હશે અને બધા જ આવ્યા છે પરમ તત્વમાંથી. પાછા પણ એટલા બધા રસ્તા કેમ બહાર પડ્યા? તો કે દરેકને પોતપોતાની પ્રકૃતિને અનુરૂપ એવી સાધના પદ્ધતિ એને પ્રાપ્ત થઈ શકે, એટલા માટે આ બધા શાસ્ત્રોની રચના કરવામાં આવી હતી.

મંત્રો અને ચિંતન સાધનાના અધમ છે. તમે જુઓ, અત્યારે કહે છે, "કલિયુગમાં નામ કરવો જપ કરવા જોઈએ." ઘણા લોકો તમે આવું બોલતા સાંભળશો. પણ અહીંયા આ શાસ્ત્ર શું કહી રહ્યું છે આપણને? "મંત્રોની સાધના અધમ છે," એટલે નિકૃષ્ટ છે, કરવા યોગ્ય. મતલબ, પુષ્કળ કરશો ત્યારે એનું ફળ તમને કંઈક મળશે, દેખાશે એવું. એટલે મંત્રોની સાધનાનું કામ આવું છે.

તીર્થોમાં ભ્રમણ કરવું એ અધમ છે. "ફિઝિકલ લોકેશન્સ" જેને કહેવાય, ત્યાં આગળ ઘણા લોકો જ્યાં જ્યાં કર્યા જ. કાં તો અહીં પહોંચ્યા, ત્યાં પહોંચ્યા, ત્યાં ગયા, અહીં આવ્યા, પેલા દર્શન કર્યા, બધું આમ કર્યું, તેમ કર્યું. આને શું કીધું? "અધમ" છે. છતાંય સંસારમાં રહેવા કરતાં સારું છે, સમજાય છે? સંસાર, જીવ સાંસારિક જીવનમાં હોઈએ એના કરતાં બ્રેક લઈને આ કરવું તો પણ સારું છે. એ સમજવાની વાત છે. એવું નથી કે આ સાવ બધું નકારી કાઢો, પરંતુ અહીંયા તો શ્રેષ્ઠત્વનો માર્ગ બતાવે છે ઉપનિષદ. એટલા માટે એને આવી રીતના કીધેલું છે, "સો ઈટ હેઝ ઈટ્સ ઓન મેરીટ."

સંસારની અંદર કાશીનું મંદિર બન્યું કે ઉજ્જૈનનું બન્યું કે કોઈ બીજા તીર્થની હમણાં કરીને કંઈક કુંભની, પેલું પ્રયાગનું હમણાં કર્યું, અયોધ્યાનું મંદિર, રામ મંદિર બધું કર્યું. હવે જો, ત્યાંની ઇકોનોમીની અંદર આટલો બધો ફેરફાર આવે છે! કેટલું બધું સારું થાય છે એનાથી! કેટલાય લોકોના ઘર ચાલે, કેટલો ફાયદો થાય! લોકો બધા પોતાનું સાંસારિક જીવન કરતા હોય છે એના. પરંતુ જ્યારે પરબ્રહ્મની વાત કરો તો નથી "લેસ ધેન બેસ્ટ." એટલે શું કીધું? તો કે, "તત્વનું ચિંતન કરો ભાઈ, બીજું કાંઈ નહીં." તત્વચિંતન એક જ: "હું બ્રહ્મ છું." "હું કેમ બ્રહ્મ છું?" "બ્રહ્મ કેમ બ્રહ્મ છું?" સવાલ કરો: "બ્રહ્મ કેમ બ્રહ્મ છે?" તો કે, "બ્રહ્મના લક્ષણો શું છે? શું હોય તેને બ્રહ્મ કહી શકાય? શું ના હોય બ્રહ્મની અંદર?" બ્રહ્મની અંદર સંસાર ના હોય, સંસારમાં બ્રહ્મ હોય.

બ્રહ્મ બધે હોય. "ખાલી ના સ્થળ વીણ આપતા, બ્રહ્માંડમાં અણુ અણુ મહી વાસ તારો." બ્રહ્મ શક્તિ રૂપે પણ મોજુદ છે, બધે જ છે. એટલે સંસાર કે સંસારની બહાર તમે ગમે ત્યાં કહો, બ્રહ્મ તો છે જ. અને જો બ્રહ્મ નથી એવું કોઈ કહે છે, તો એ એનો ભ્રમ છે, "ઇલ્યુઝન" છે, હજુ એ ભ્રમણામાં જીવે છે.

જે રીતે કોઈપણ મનુષ્ય ડાળીના અગ્રભાગના પ્રતિબિંબના રૂપમાં દેખાતા ફળનું રસાસ્વાદન કરી આનંદ મેળવવા ઈચ્છે, એવી રીતે વાસ્તવિક અનુભવ વગર અજ્ઞાની મનુષ્ય બ્રહ્મનો આનંદ મેળવવાની વ્યર્થ કલ્પનાઓ કરે. અહીંયા ઉપમા આપી છે કે કોઈ વૃક્ષની ડાળી હોય, તે છેડે પ્રતિબિંબ રૂપે કંઈક દેખાતું હોય. મતલબ, નથી એવા ફળનું રસાસ્વાદન કરવાનું, આનંદ મેળવવાની ઈચ્છા કરે કે "એ તે કેરી છે, કે આપણે હમણાં તોડીને ખાઈશું, બહુ મજા આવવાની છે!" બસ, પણ ત્યાં કેરી જ નહોતી ભાઈ! પહેલામાં પહેલી વાત, "ખાટલે મોટી ખોડ" આને કહેવાય. એટલા માટે એને કીધું અજ્ઞાની કે ભાઈ, પેલા કન્ફર્મ તો કર ત્યાં કેરી છે કે નથી. તે પહેલા તો આને મનસુબા ઘડી કાઢેલા હોય કે "આપણે તો કેરી ખાઈશું!" એટલે વ્યર્થ કલ્પનાઓ કરે છે.

જે સન્યાસી મુક્ત થઈ ગયો છે, એ વૈરાગ્ય રૂપી પિતાને, શ્રદ્ધા રૂપી પત્નીને અને જ્ઞાન રૂપી પુત્રને ન છોડતા અંતઃકરણમાં રહેલી અદ્વૈત ભાવનાનું આનંદમય સ્વરૂપ રૂપમાં ચિંતન કરે. જે સન્યાસી મુક્ત થઈ ગયો છે, તેને વૈરાગ્ય રૂપી પિતાને, શ્રદ્ધા રૂપી પત્નીને અને જ્ઞાન રૂપી પુત્રને છોડવાના નહીં એમ કહે છે ક્યારેય. તો સન્યાસીનો સંસાર છે કે નથી, જોઈ લો. પણ એનો સંસાર આવો છે, ઉત્કૃષ્ટ. હા, શ્રદ્ધા રૂપી પત્ની અને જ્ઞાન રૂપી પુત્ર છે. અંતઃકરણમાં રહેલી અદ્વૈત ભાવના, "હું બ્રહ્મ છું," આનંદમય રૂપમાં ચિંતન કરે. પાછું સોગ્યું મોઢું કરીને "હું બ્રહ્મ છું" કર્યા કરે તો અનંતકાળ સુધી પાર આવવાનો નથી. "હું આનંદ સ્વરૂપ છું," આનંદ!

જે મનુષ્ય ધનમાં મોટો છે, તે આયુષ્યમાં મોટો છે કે વિદ્યામાં મોટો છે, એ બધા અનુભવમાં મોટાની સમક્ષ નોકર અથવા શિષ્ય. જે વાત છે: "ધન વૃદ્ધા, વયોવૃદ્ધા, વિદ્યા વૃદ્ધા તથેવ ચ, તે સર્વે જ્ઞાન વૃદ્ધસ્ય કિંકરા, શિષ્ય કિંકર." જે જ્ઞાનમાં વૃદ્ધ થયો છે, વધ્યો છે, મોટો છે, તેની આગળ આ બધા કેવા છે? એના શિષ્યો જેવા છે, નોકરો જેવા છે. "કિંકર" શબ્દ વાપરે છે સંસ્કૃતને. કિંકર એટલે નોકર. "ધનવૃદ્ધા, વયોવૃદ્ધા, વિદ્યા વૃદ્ધા તથેવ ચ, તે સર્વે જ્ઞાન વૃદ્ધસ્ય કિંકરા, શિષ્ય કિંકરા." કેવું સુંદર લખ્યું છે!

જે માયાના પ્રભાવથી મૂઢ ચિત્તવાળા બનીને, જો આ બહુ હવે સટાકો બોલાવે છે, હું રૂપી આત્માને સમ્યક રૂપથી જાણતા નથી, એ અગર બુદ્ધિમાન પણ હોય તો કાગડાની જેમ અભાગ્ય પેટને ભરવા માટે જ્યાં ત્યાં માર્યા માર્યા ફરે છે. માયાના પ્રભાવથી, તો માયાનો પ્રભાવ કેવો છે? તો કે એકદમ "ઇલ્યુઝનરી ઇફેક્ટ" આમ આખી ઊભી કરી દે છે. એના લીધે શું થાય છે? તો કે ચિત્ત કેવું છે? તો કે મૂઢ થઈ જાય છે, મૂઢતા વ્યાપે છે. એટલે કોઈ એને આમ આમ કરે, પણ પેલું આમ લાઈટ જોયા જ કરતું તો હોય, આમ સામે દોડ્યા જ કરતું હોય. પેલો આમ આમ કર્યા કરે, પણ કંઈ...

જુએ નહીં એવી સ્થિતિ કે, "ભાઈ, સામે જોવો. તું જ્ઞાનમાં જોશ. આમ કર, તેમ કર." પણ એને કોઈ સેન્સમાં નથી. એમ એના પ્રકારનું એક જ જગ્યાએ ચોંટી ગયું છે એનું.

આવી સ્થિતિમાં થયેલો માણસ જે છે, તે હું રૂપી આત્માને સમ્યક રૂપથી જાણતો નથી. પોતાના આત્માને સાચી રીતે જાણતો નથી. ખાલી હું કર્યા કરતો હોય અને આવી રીતે દોડ્યા કરતો હોય દિવસ-રાત પેલી એટેચી લઈને, લેપટોપ બેગ લઈને, સવારથી સાંજ પાડી દે. "રોજનો લાખ રૂપિયા પગાર કમાવું છું," કે એવાય છે, પણ એનો કંઈ અર્થ નહીં. કેમ? તો કે એ મૂઢ થઈ ચૂક્યો છે. એને એક જ દેખાય છે: "લાખ રૂપિયા આયા કે નહીં આજના?" એ અર્થનો કંઈ અર્થ નથી. એ અર્થનો કંઈ અર્થ નથી. શાબાશ! શાબાશ! વેરી ગુડ! બહુ સરસ, અમિતભાઈ! "એ અર્થનો કોઈ અર્થ નથી." બહુ અદભુત વાત કરી હતી.

તો આ હું રૂપી આત્માને સમ્યક રૂપે જાણતો નથી. એ અગર બુદ્ધિમાન પણ હોય, એની પાસે બુદ્ધિ પણ હોય, તો પણ એ શું કરે છે કે કાગડાની જેમ અભાગ્યને પેટ ભરવા માટે જ્યાં ત્યાં માર્યા માર્યા ફરે છે. થાઈલેન્ડ જાય ને હોંગકોંગ જાય ને બેંગકોક જાય ને ન્યુયોર્ક જાય અને પાછો પેરિસમાં આવીને નાસ્તો કરે ને વળી પાછો ઓસ્ટ્રેલિયામાં જઈને સૂઈ જાય. આવું આમ ગોળ ગોળ ફર્યા જ કરતા હોય એવા કેટલા બધા માણસો થઈ ચૂક્યા! ખૂબ લોકો છે. પણ એ બધા કેવી સ્થિતિમાં મુકાયા છે કે કાગડો ઉડાઉડ કરે ને અભાગ્યની જેમ બધે કે, "અહીં મળશે ખાવા, અહીં મળશે ખાવા, અહીં મળશે." દર વખતે કાગડો જાય એટલે બધા શું કરે? પેલો પેલાને ત્યાંથી ઉડાડે, "અહીંથી ભાગ, ખસ." કોક વખતે કંઈક બટકું એકદમ એને મળી ગયું તો મળી ગયું, લઈને જતો રહે. બસ, એ પણ પાછું આ આગળ ફરી એ જ રિપીટેટીવલી થયા જ કરે.

એટલે અભાગ્યની જેમ એને ફર્યા કરવું પડે છે અને તો એનું પેટ ભરાતું નથી.

પથ્થર, સોનું ને માટી દ્વારા બનાવેલી મૂર્તિઓની પૂજા મોક્ષની ઈચ્છા વાળાને ફરીથી જન્મ અને મોક્ષ પ્રાપ્ત કરાવનારી હોય છે. ફરીથી મતલબ શું થયો કે, પથ્થર, સોનું કે માટી દ્વારા બનાવેલી મૂર્તિઓની જે લોકો પૂજા કરે છે, તેવા લોકો વારેવારે જન્મ અને મૃત્યુ પામ્યા જ કરશે. મતલબ એમને મોક્ષ કે મુક્તિ ક્યારેય મળવાની નથી. એમને "પુનરાપી જન્મમ, પુનરાપી મરણમ, પુનરપી જનની જઠરે શયનમ" એ ચાલુ રહેશે. પથ્થર, માટી અને સોનું એની મૂર્તિઓ બનાવીને જે બી એની પૂજા કરે છે, તેની વાત કરે. મોક્ષની ઈચ્છા વાળાને ફરીથી જન્મ અને ભોગ પ્રાપ્ત કરાવનારી છે. એટલે એને ભલે ઈચ્છા મોક્ષની એવું કરતો હોય, પણ જો આ પ્રવૃત્તિ બાજુમાં ચાલતી હશે, તો એને ક્યારેય મળવાની નથી. એ ઉદ્દેશ્યથી આ રીતની સન્યાસીએ બાહ્ય જગતની પૂજાનો ત્યાગ કરીને હૃદયમાં જ આત્માની પૂજા કરવી જોઈએ.

સમુદ્રમાં રાખેલો ઘડો અંદર-બહાર જળથી પૂર્ણ ભરેલો છે, તથા બહાર શૂન્યમાં રહેલો ઘડો પણ અંદર અને બહાર ખાલી જ છે. સમુદ્રમાં રાખેલો ઘડો અંદર અને બહાર જળથી પૂર્ણ ભરેલો છે અને શૂન્યમાં રાખેલો ઘડો અંદર અને બહાર બંને જગ્યાએ સમુદ્રમાં ભરાઈ જશે અને શૂન્યમાં બહાર મૂકી રાખશે તો એ ખાલી રહેશે. બરાબર? એમાં સમુદ્ર આવશે નહીં, એમાં પાણી આવશે નહીં. પણ એવું કહી શકો તમે કે ઘડો પાણીથી ખાલી છે, પણ ઘડો ખાલી છે આકાશ તત્વ તેમ ભરેલું જ છે. ઘટાકાશ છે અને મહાકાશ છે, એ તો ભરેલું છે. પણ સમુદ્રમાં રહેલું પાણી, સમુદ્રમાં રહેલું ઘડો અંદર અને બહાર બધે જ પાણીથી જેમ ભરેલો હોય છે, તેવી રીતે આપ ગ્રહણ કરવા વાળા ના થાઓ. આવી જ રીતે ગ્રહણ કરવા યોગ્ય વિષય રૂપ પણ ન બનો. એટલે તમે ગ્રહણીય પણ ન બનો, તમે ગ્રહણ કરતા ના થાઓ. તમને કોક ગ્રહણ કરે એવા પણ તમે ના થાઓ, એમ કહે છે.

સન્યાસી માટે છે આ વાત.

આ રીતની બધી કલ્પનાઓનો ત્યાગ કરીને પછી જે કંઈ રહે, તેમાં તન્મય રહો. છેવટે શું રહેવાનું છે? બ્રહ્મ પોતે જ. બધાનો તો છેવટે ત્યાગ જ થઈ જવાનો છે. દ્રષ્ટા, દ્રશ્ય અને દર્શનને વાસનાની સાથે છોડી દઈને, જેમાંથી દર્શનનો સૌથી પહેલો આભાસ થાય છે, એ આત્માનું જ તમે ભજન કરો. દ્રષ્ટા, દ્રશ્ય અને દર્શન, બરાબર? એક પ્રોસેસ છે, એક તમારો જ્ઞય છે અને એક જોનારો છે. આ ત્રણેયને વાસનાની સાથે છોડી દો. "આ બધું કશું છે જ નહીં" એમ કને જેનાથી દર્શનનો પહેલો આભાસ થાય છે, તમે આમ કરીને આમ જુઓ ને જે પહેલો આભાસ થાય છે, એને પકડો એમ કહે છે. તેને બ્રહ્મ સ્વરૂપે જુઓ. એ આત્મા છે, તેનું તમે ભજન કરો. આ આંખો બંધ છે, આમ કરીને આમ ખોલી. શું થાય છે? દ્રષ્ટિ બહાર ધસી જઈ રહી છે. ક્યાંથી જઈ રહી છે? એનું મૂળ ખોળો. આત્મા જડી જશે. બસ, એના દર્શન કર્યા કરો એમ કહે છે.

સમજાયું?

બધા સંકલ્પ જેમાં શાંત થઈ ગયેલ છે, જાગૃતિ તથા નિંદ્રા જેનાથી દૂર થઈ ગઈ છે, જાગૃતિ એ નથી, નિંદ્રા નથી, એવી જે પથ્થર જેવી દ્રઢ અને નિશ્રેષ્ઠ અવસ્થા છે, એ જ ચરમ સ્વરૂપની અવસ્થા છે. જાગૃતિ પણ નથી અને નિંદ્રા પણ નથી. બંનેનો ત્યાગ કરી નાખ્યો. સ્થિર અશાંત અવસ્થા છે. આવું બની શકે છે? કેવી રીતે? તે શોધી કાઢો. ક્યારે થશે? જ્યારે બધા સંકલ્પો શાંત થઈ જશે. "તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ." બધા સંકલ્પો શિવની અંદર સમાઈ જશે, પૂરું થશે કામ. "તેમ અહમ અસ્મિ પરસ્મી બ્રહ્માસ્મિ પ્રભવો અસ્મ્યહમ અંતઃસ્થિતિ બ્રહ્મ." હું છું, બાહ્ય સ્થિત પરબ્રહ્મ પણ હું છું. હું બ્રહ્મ છું, ઉત્પત્તિ છું, સમસ્ત લોકોનો ગુરુ છું અને આ બધા લોકોમાં જે કાંઈ છે, તે પણ બધું હું જ છું. આવું બ્રહ્મ બોલી શકે. બીજો કોઈ બોલી શકે? બ્રહ્મ સાથે એકરૂપ થયેલો જ બોલી શકે.

બીજો કોઈ બોલી શકે? બીજા કોઈના ઉદગારો આવા ક્યારેય હોઈ શકે? "હું જ સિદ્ધ છું, હું જ સિદ્ધ છું તથા પરમ તત્વ પણ હું જ છું. હું હંમેશા વિદ્યમાન રહું છું. હું નિત્ય છું અને મળ રહિત પણ હું જ છું." "અહમેવાસ્મિ સિદ્ધોસ્મિ શુદ્ધોસ્મિ પરમોસ્મ્યહમ્, અહમસ્મિ સદા સોસ્મિ નિત્યોસ્મિ."

વિમલો અસ્મ્ય અહમ્. આ બહુ સુંદર છે. ત્રીજો અધ્યાય આખો સંસ્કૃતમાં ખરેખર તો કરવા જેવો છે, પણ આપણે રાખીએ. એટલે કહે છે કે "હું સિદ્ધ છું, હું સિદ્ધ છું. પરમ તત્વ પણ હું જ છું. હું હંમેશા વિદ્યમાન રહું છું. હું નિત્ય છું અને મળ રહિત છું. મારામાં કોઈપણ પ્રકારનો મળ રહેતો નથી." એટલે કોઈપણ પ્રકારનો વિકાર ના હોય તો મળ ના હોય. મળ ઈટસેલ્ફ એક વિકાર છે.

આગળ કહે છે: "વિજ્ઞાનો અસ્મિ, વિશેષો અસ્મિ, સોમો અસ્મિ." હું વિશિષ્ટ જ્ઞાન સંપન્ન છું. હું વિશેષ છું. હું સોમ છું. બધું હું જ છું. હું શુભ છું, શુક રહિત છું, સમ છું તથા ચૈતન્ય પણ હું જ છું. હું માન અને અપમાનથી રહિત છું, નિર્ગુણ છું, ગુણ રહિત છું. હું જ શિવ છું. દ્વૈત અને અદ્વૈતના ભાવથી દૂર રહું છું. સુખ અને દુઃખ વગેરે દ્વંદ્વોથી રહિત એવો બ્રહ્મ હું જ છું. ભાવ, અભાવ તથા ઉત્પત્તિ અને વિનાશથી પર હું છું. ભાષા એટલે કે પ્રકાશથી અલગ છું, પરંતુ પ્રકાશ પણ હું જ છું. હું શૂન્ય અને અશૂન્ય બંને રૂપ છું તથા હું જ સુંદર અને અસુંદર પણ. હું જ સૌંદર્ય પણ છું અને અસૌંદર્ય પણ. જો, કયો શબ્દ વાપર્યો છે? "વિકરાળ હું છું" એમ નથી કહેતા. "બહુરૂપિયો હું છું" એવો શબ્દ નથી. "અસુંદર પણ હું જ છું." હું એક સંખ્યા વિહીન એટલે અદ્વૈત રહિત અને બે સંખ્યા રહિત એટલે દ્વૈત રહિત છું.

હું સત અને અસતના ભેદથી રહિત છું તથા હું સંકલ્પથી પણ રહિત છું. હું વિવિધતાથી રહિત તથા અખંડ આનંદ સ્વરૂપ છું. ન તો હું અહમ્ રૂપ છું અને અન્ય પણ નથી. હું શરીર વગેરેથી પણ રહિત છું. હું આશ્રય, નિરાશ્રયથી રહિત છું. હું આધાર રહિત છું. બંધ અને મોક્ષથી પણ રહિત છું. બંધ અને મોક્ષથી પણ હું રહિત છું તથા હું જ શુદ્ધ બ્રહ્મ સ્વરૂપ છું. અકાર, ઉકાર, મકાર રૂપ સનાતન હું જ છું. હું ધ્યાતા, ધ્યાન અને ધ્યેયથી પણ પર એવો હું છું. હું પૂર્ણ, સર્વત્ર પૂર્ણ રૂપ છું. સચ્ચિદાનંદના લક્ષણોથી યુક્ત છું. સંપૂર્ણ તીર્થોનું સ્વરૂપ પણ હું જ છું અને પરમાત્મા સ્વરૂપ કલ્યાણકારી ભગવાન શિવ પણ હું જ છું. હું જ લક્ષ્ય અને અલક્ષ્યથી વિહીન છું તથા લક્ષ્ય ન થનાર રસ સ્વરૂપ છું. હું જ પ્રમાણ, પ્રમેય અને પ્રમાતાથી રહિત તથા હું જ શિવ સ્વરૂપ છું.

હું આ સંસારનો સર્વદ્રષ્ટા નથી. હું આંખ વગેરે સમસ્ત ઇન્દ્રિયોથી રહિત છું. હું જ વૃદ્ધિને પ્રાપ્ત કરતા જ્ઞાનવાન, પ્રસન્ન અને હર એટલે કે પાપોને હરનારો હું છું. આ સંસારનો હું સર્વદ્રષ્ટા નથી."

ત્યાં અટક્યું, રાઈટ? "સર્વદ્રષ્ટા હું નથી" મતલબ એ શું કહે છે કે "હું સંસારને સંસાર જોતો જ નથી. હું એ સંસારને પણ બ્રહ્મ સ્વરૂપે જ જોઉં છું, કારણ કે મારી નિરંતર બ્રહ્મ દ્રષ્ટિ છે, જ્ઞાન દ્રષ્ટિ છે. તમે તમને વિકાર ઉત્પન્ન થવાના કારણે સંસાર દેખાઈ રહ્યો છે, કારણ કે એ વિભાવિક અવસ્થા છે બ્રહ્મની. જ્યારે હું તો નિરંતર બ્રહ્મ સ્વરૂપ જ જોયા કરું છું." એમ કહે છે. આ ત્રિકી જગ્યા છે, ગૂંચવાઈ જાય ભલભલા. એવું "હું બધી ઇન્દ્રિયોથી રહિત છું." ઇન્દ્રિય જ્યારે બધા જ કર્મ કરનાર પણ હું જાતે જ છું. ઇન્દ્રિયો છે નહીં અને કહે છે કે "હું બધા જ કર્મો કરું છું." હું જાતે જ છું. પાછું એમ કહે છે કે "આ બધા કર્મનો કર્તા હું જ છું, બીજું કોઈ છે જ નહીં." હવે કઈ અપેક્ષાએ થયું? "હું જાતે જ છું. સમસ્ત વેદાંત દ્વારા તૃપ્ત અને સર્વ સુલભ પણું હું જ છું." હવે ઇન્દ્રિયો જે કરે છે તે બધું જે કાંઈ છે તેનાથી હું રહિત છું, બરાબર?

એક વાત. સંસાર જે કંઈ થઈ રહ્યો છે, આ બધું જે કંઈ છે તે બધાને કર્મ કહેતા જ નથી. એ બધું અકર્મ છે. કર્મ કયું છે? એક જ્ઞાન કર્મ, યજ્ઞ કર્મ અને એ મારા સ્વયંના અધિષ્ઠાનમાં જ હું નિરંતર કરાવી રહ્યો છું. હું એને સતત જોઉં છું. એનો પણ હું જ્ઞાતા અને દ્રષ્ટા છું. એટલા માટે કહે છે કે "બધા કર્મ કરાવનાર હું જ છું. હું નથી તો શ્વાસ ચાલશે? નથી ચાલવાનો. શ્વાસ નહીં ચાલે તો પ્રાણ અને અપાનનો જે સંયમ કરવાનો છે, જે યોગાગ્નિ પ્રગટાવવાનો છે, જે યજ્ઞ થવાનો છે તે બધું અટકી જશે. તો કર્મ જ બંધ થઈ ગયું." એટલા માટે કીધું કે "કોઈપણ ઇન્દ્રિયો ન હોવા છતાં બધા કર્મ કરાવું છું તે હું કરાવું છું. આ મારે આધીન છે બધું. તમે તો એક શ્વાસ લેશો, પણ પછી મુકશો કે નહીં એની કોઈ ગેરંટી નથી."

"હું આનંદ અને શોક રૂપ છું." જો, બિલકુલ. હા, ઉત્તર ધ્રુવના દક્ષિણ ધ્રુવ ભેગા કરે. બોલો, થયા ને? "આનંદ અને શોક રૂપ હું છું." જ્યાં આનંદ વર્તાય છે એ જ જગ્યાએ શોક વર્તાય છે. એટલે કીધું "હું આનંદ રૂપ છું અને શોક રૂપ છું." આનંદનો અનુભવ ક્યાં થાય છે? અંદર થાય છે. શોકનો અનુભવ ક્યાં થાય છે? અંદર થાય છે. એટલે કીધું કે "હું આનંદ રૂપ પણ છું અને શોક રૂપ પણ છું." હંમેશા મૌન રહેવાના ફળ રૂપે છું. નિત્ય ચિદ્દ રૂપ છું તથા હું જ સચ્ચિદ રૂપ પણ હું જ છું. જે કંઈ પણ છે હું એનાથી રહિત છું. હું અતિ અલ્પ અને અત્યંત વધારે પણ નથી. હું હૃદયની ગ્રંથિથી રહિત છું તથા હૃદયમાં કમળની વચ્ચે રહેનારો પણ છું. આ જગ્યાએ પણ હું જ છું. આ જે કંઈ છે તે બધું જ જગ્યાએ હું જ છું, છતાં આ બધું હું નથી. આ બધું મારામાં જ છે. આવી વાત કરી દીધી.

"હું જન્મ, હયાતી, વિપરિણમન, વિકાસ, અપક્ષય અને વિનાશ એવા છ વિકારોથી રહિત છું." જન્મ, અસ્તિ, ભાતિ આ છે ને? વિપરિણમન એટલે વિશેષ પરિણમન થાય. જન્મ થાય, કોઈપણ વસ્તુ પ્રોડ્યુસ થાય. બાળક બી પ્રોડ્યુસ થયું એમ કહેવાય, જન્મ થયો એનો. હયાતી, એનું હોવાપણું રહે છે. હવે વિપરિણમન એટલે એ જે સ્થિતિ હોય સવારે હોય ને એની સાંજે ના હોય. એટલે વિશેષ પરિણામ રૂપે એની અવસ્થાઓ બદલાતી જતી હોય છે દિવસે દિવસે દિવસે. એટલે વિપરિણમન કીધું એને. એનાથી આગળના સ્ટેજમાં વિપરિણમન હોવાના કારણે શું થશે? તો કે એ જે આખો પ્રોસેસ છે એનાથી વિકાસ થઈ રહ્યો છે. બાળક હશે તે કિશોર બની.

જાય છે. કિશોર હોય છે તે યુવાન બને છે, યુવાન હોય છે તે વૃદ્ધ થાય છે. પછી વિકાસ, પછી અપક્ષય. અપક્ષય એટલે કેવું? કે એનો ક્ષય થયા કરે. અપક્ષય, ક્ષય થયા કરે છે, સતત વ્યય થયા કરે છે, એમાં ઘટાડો થઈ રહ્યો છે અને છેલ્લે વિનાશ એટલે કે મૃત્યુ. તો આ છ વિકારોથી રહિત, ચામડી વગેરે છ કોષો એટલે કે ચામડી, માંસ, લોહી, નાડી, મેઘ અને રજાતિ મજ્જાતિ રહિત તથા કામ, ક્રોધ વગેરે છ રીપુઓથી પણ રહિત છું અને નિતાંત અંતઃસ્થાનમાં રહેનારો છું.

આત્માનું જો અવલોકન માણસ કરવા માંડશે એટલે તરત ખબર પડી જશે કે આ તો બધું જડ છે, સ્થૂળ છે, નકામું છે. જે મૂળ આત્મા છે એને તો આ બધા સાથે તો કોઈ લેવા દેવા જ નથી. હું દેશ અને કાળથી રહિત છું, દિગંબર અને આનંદ સ્વરૂપ છું. તમારા આત્માએ કયા કપડા પહેર્યા છે ભાઈ? કઈ કંપનીનો સૂટ સીવડાવ્યો છે? તમે તમારા આત્માને પહેરાવો છો રોજ? એ તો દિગંબર છે. શરીર રૂપી વસ્ત્ર એને ધારણ કર્યું છે. વાસ્તવમાં કોકે જીરાફનું પહેર્યું હોય, તમે મનુષ્યનું પહેર્યું છે, કોઈએ હાથીનું પહેર્યું છે, કોઈએ સાપનું પહેર્યું છે. શરીર રૂપી વસ્ત્ર ધારણ કર્યું છે, સમજાયું?

હું અખંડાકાર છું. "આ નથી, આ નથી" એનાથી હું મુક્ત છું, અર્થાત હું અભાવ શૂન્ય છું તથા નકારથી રહિત પણ હું જ છું. "હું આ નથી, હું આ નથી, આ નથી" કરતાં છેવટે જે બાકી રહી જાય છે તે હું છું કે હું અખંડ આનંદ સ્વરૂપ, અખંડ આકાશ સ્વરૂપ છું. પાછો અખંડ આકાર પણ હું જ છું. આખા બ્રહ્માંડમાં કેવળ બ્રહ્મ જે છે તેનો એક જ આકાર કેવો? નિરાકાર. નિરાકારમાં બધા આકાર, બધા આકાર એમાં આવી ગયા. મારો એક જ આકાર કે હું નિરાકાર. નિરાકાર અને મારી અંદર બધા આકાર આવી જાય. આવું બહુ અદભુત છે. એટલે કીધું કે હું અખંડ આકાશ સ્વરૂપ છું. આકાશ આપણે પાંચ પ્રકારના આકાશ જે કીધા ને, એ બધાએ સમજી લેવાના અહીંયા પાંચે પાંચ. એવો અખંડ આકાશ સ્વરૂપ હું છું. અખંડ આકાર પણ હું જ છું.

હું સાંસારિક પ્રપંચોથી પર ચિત્ત વાળો છું. એટલે સાંસારિક પ્રપંચો વાળું ચિત્ત મારું હોતું નથી. સંસાર અને પ્રપંચ આદિથી રહિત હું છું. કોઈપણ સંસારપણું મારી અંદર હોતું નથી. હું સર્વ પ્રકાશ સ્વરૂપ છું. સર્વ પ્રકાશ સ્વરૂપ ચૈતન્ય રૂપી જ્યોતિ પણ હું જ છું. ત્રણેય કાળથી પર અર્થાત મુક્ત છું. કાળથી જે મુક્ત હોય એ મુક્ત જ હોય. કાળ જેને બાંધી રાખે, "ચાર વાગ્યા સુધી અહીંયા આગળ કોર્ટ ઉઠતા સુધીની સજા ફરમાવવામાં આવે છે. અહીં બેસી રહે છે." પેલો જજ ફટકારે છે, ખબર છે સજા ઘણાને કે "ફરી બોલ્યો, વચ્ચે બોલ્યો, વચ્ચે બોલ્યો. ઊભો રે કે હવે ઊભો રે. અહીંયા જ તું ઊભો રહેજે. હવે સાંજે છ વાગતા સુધી તારે આ જગ્યાએ ઊભા જ રહેવાનું. તારે જવાનું નહીં ક્યાંય." એટલે કીધું, "કોર્ટ ઉઠતા સુધીને સજા ફરમાવી દીધી." તો આવી જાય છે. તો ત્રણેય કાળથી મુક્ત છું અને હું કામ, ક્રોધ વગેરેથી પણ રહિત છું.

હું દેહ, અદેહ એટલે શરીર અને અશરીર, દેહ માથું શરીર એવા બધાથી પણ હું મુક્ત છું. અંગ અવયવો મારામાં છે નહીં. હું નિર્ગુણ છું. મારામાં કોઈ ગુણ નથી. પણ યાદ રાખો, પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી. મારો એક પણ ગુણ પ્રકૃતિમાં નથી. બંને સર્વથા સાવ જુદા જ છે. તો આત્માના અનંત ગુણો છે, એવાના મુખ્ય ગુણ સત્ચિત આનંદ, અનંત જ્ઞાન, અનંત દર્શન અને અનંત શક્તિ એ ત્રણ મુખ્ય ગુણો છે અને બાકીના બીજા બધા ગૌણ ગુણો કહેવાય કે હું આકાશ સ્વરૂપ છું, હું નિર્ગુણ છું, હું નિરંજન છું, હું અવ્યય છું, હું અચ્યુત છું. આ બધા ગૌણ ગુણો છે. મુખ્ય ત્રણ: અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત શક્તિ. આ ત્રણ મુખ્ય ગુણ, બાકી બધું ગૌણ છે ભાઈ, સમજાય છે? આપણે એમ કહીએ કે હું વ્યાપક છું, ગૌણ ગુણ છે. તો આત્માનો મુખ્ય ગુણની વાત કરકે સમજાય.

મુક્ત હોવા છતાંય હું મુક્તિ રહિત હોવા છતાંય હું મુક્ત છું. એપેરન્ટલી એમ લાગે કે આ બંધાયેલો છે, છતાં પણ હું મુક્ત જ છું. કેવળ એક જ છું. મારા જેવો બીજો કોઈ છે જ નહીં અને હું એકમાં પણ પાછો કેવો છું? અખંડ છું. એટલે એ મારાથી કોઈ ટુકડો કરી, સ્લાઈસ પાડીને ચૈતન્યની કઈ આમ વાડી આઈસ્ક્રીમની જેમ વહેંચી શકે નહીં. બીજો કે "એક કિલો લઈ જાવ, આ ચૈતન્ય આપું છું તમને. લઈ જશો સુરત? એક કિલો ચૈતન્ય આપું છું તમને. એક કિલો આકાશ આપું." બોલો. અને આપું તો એની કિંમત કેટલી? કોઈ ન ચૂકવી શકે એટલી બધી એની કિંમત. તો અને છતાંય હું તમને આપું છું, લો, પ્રાઇઝ લેસ ભેટ તમને ગિફ્ટ, એક કિલો ચૈતન્ય આપી દઉં, લઈ જાવ.

પછી છેલ્લે કહે છે, "હું હંમેશા મોક્ષ રહિત, હંમેશા મોક્ષ રહિત છું પણ હું બંધનમાં નથી. હું મોક્ષ રહિત છું પણ હું બંધનમાં પણ નથી." તો હું મુક્ત છું. "મને મોક્ષ રહિતતા વાળી વાત પણ નહીં ચાલે" એમ કહી દીધું એને અહીંયા આગળ. હું સત્ય અને અસત્યથી રહિત છું. સાંસારિક સત્ય અસત્ય જેને કહેવાય એનાથી હું રહિત છું. ફક્ત હું જ સત્ય સ્વરૂપથી અલગ બધા કાળોમાં નથી. હું ગમન આગમનથી રહિત છું. માટે મારે ક્યાંય પણ જવું કે ના જવું એવું પણ નથી અને મારું ગંતવ્ય પણ જવાનું કંઈ સ્થાન જ નથી. અને નિરાકારનું ગંતવ્ય જો એક બીજો નિરાકાર હોય તો પાછો બીજો નિરાકાર ઊભો થવો જ હોય ને? પણ બે નિરાકાર હોઈ શકતા જ નથી. નિરાકાર એક જ હોય છે. એટલે નિરાકારની અંદર બધા આકાર સમાઈ ગયેલા છે. બસ, પતી ગયું. એટલે નિરાકાર એક છે, અદ્વૈત છે.

હું હંમેશા સમરૂપ છું, શાંત પરમાત્મા પુરુષોત્તમ છું. જેનો આ રીતે સ્વાનુભવ છે એ બ્રહ્મ નિશ્ચિત હું જ છું, એમાં કોઈ જાતનો સંશય નથી. કહે છે કે હવે મનુષ્ય એકવાર પણ આ મૈત્રેય ઉપનિષદનું શ્રવણ કરે એ જાતે બ્રહ્મ બની જાય છે. એવું આ ઉપનિષદ છે. શાંતિ. હવે આપણે યાજ્ઞવલ્ક્યો ઉપનિષદની વાત કરીએ. આ ઉપનિષદ શુક્લ યજુર્વેદ સાથે સંબંધિત છે. એમાં રાજા જનક અને યાજ્ઞવલ્ક્યનો સંવાદ વર્ણવેલો.

જેમાં સન્યાસ ધર્મની વિસ્તૃત વિવેચના થયેલી છે. સન્યાસ ધર્મની જિજ્ઞાસા રાખનારા રાજા જનકને યાજ્ઞવલ્ક્યજીએ કહ્યું કે, "બ્રહ્મચારી પછી ગૃહસ્થ, ગૃહસ્થ પછી વાનપ્રસ્થ અને વાનપ્રસ્થ પછી સન્યાસનો ક્રમ છે. પરંતુ ભાવ પ્રવણતાની સ્થિતિમાં, વૈરાગ્ય ભાવની પ્રચુરતાની સ્થિતિમાં ગમે ત્યારે સન્યાસ લઈ શકાય છે."

સન્યાસ ગ્રહણ કરનારાને શિખા, યજ્ઞોપવિત્ર વગેરે છોડી દેવાનું વિધાન છે. "યજ્ઞોપવિત્ર વિના બ્રાહ્મણ કેવી રીતે કહેવાશે?" તેનો ઉત્તર આપતા કહે છે, "ઓમકાર જ સન્યાસીનું યજ્ઞોપવિત્ર છે." આગળ ક્રમશઃ સન્યાસીના ગુણો, આચાર, વિચાર વગેરેની વિસ્તૃત ચર્ચા છે. સાથે સાથે સન્યાસીને એના માર્ગમાંથી વિચલિત કરનારા સ્ત્રીના દોષોનું વિભત્સ ચિત્રણ પણ કરવામાં આવેલ છે. "સંતાન પણ દુઃખદાયી છે," એ કહેતા સન્યાસીને લોભ, મોહ, કામ, ક્રોધથી બચવાનો નિર્દેશ છે. અંતમાં સન્યાસીને જીતેન્દ્રિય બની રહેવાની સલાહ આપતા એને પોતાના એકમાત્ર લક્ષ્ય પરબ્રહ્મનું ચિંતન-મનન કરવાનો નિર્દેશ છે, કારણ કે એનાથી એને મોક્ષની પ્રાપ્તિ સંભવ છે.

"ૐ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત્ પૂર્ણમ્ ઉદચ્યતે, પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ૐ શાંતિ શાંતિ શાંતિ."

એક વખતે વિદેહરાજ જનક મહર્ષિ યાજ્ઞવલ્ક્યજીની સમક્ષ જઈને બોલ્યા, "હે ભગવાન, કૃપા કરીને આપ અમોને સન્યાસ ધર્મ સમજાવવાનું કષ્ટ કરો." એ જાય છે તો એ જાણે છે કે હું જઈશ તો આને કષ્ટ થશે, એને બોલવું પડશે, આ વસ્તુ માટે બોલવું પડશે. પણ જો આને કહેવાય વિવેક કે તમે કષ્ટ કરો, તમે શ્રમ લો, પણ આ વસ્તુ મને જણાવો, તો એ કેટલી બધી અનિવાર્ય થઈ ગઈ હશે! ત્યારે એમણે કીધું હશે. જો એમને કોઈ બીજો ઓપ્શન હોત તો એમણે કદાચ આ ના કર્યું હોય. સમજાય? અને પાછા વિદેહ રાજ છે, પોતે સ્વયં વિદેહી થઈ ચૂકેલા છે. આ સ્થિતિની અંદર એ મહર્ષિ યાજ્ઞવલ્ક્યની સમક્ષ જઈને કહે છે કે, "ભગવાન, કૃપા કરીને મને સન્યાસ ધર્મ સમજાવવાનું કષ્ટ કરો."

ત્યારે યાજ્ઞવલ્ક્યજીએ કીધું, "રાજન, બ્રહ્મચર્યાશ્રમને વિધિવિધાનથી પૂર્ણ કરી ગૃહસ્થ ધર્મને ગ્રહણ કરવો જોઈએ. ગૃહસ્થ આશ્રમમાં પુત્ર, પત્ની વગેરેનું સુખ ભોગવી, જો સુખ હોય તો, વનમાં નિવાસ કરે. વાનપ્રસ્થ, વનમાં પ્રસ્થાન કરવાનું. વાનપ્રસ્થ પછી આશ્રમ ધર્મને ધારણ કરી લેવો જોઈએ."

કેટલાકના કેસમાં ગૃહસ્થમાંથી સીધા સન્યાસીમાં જતા હોય છે. ઘણાના કેસની અંદર બ્રહ્મચર્યમાંથી સીધા સન્યાસમાં જતા હોય છે. સામાન્યતઃ મોટો ભાગ વાનપ્રસ્થીમાંથી સન્યાસમાં જતા હોય છે. પણ રસ્તો આ છે. પહેલા તો એમ કીધું કે, "સન્યાસ, અગર તું જીતેન્દ્રિય બની જાય તો બ્રહ્મચર્ય આશ્રમથી જ સન્યાસ લઈ લે. અથવા તો પછી પોતાની ઈચ્છા અનુસાર ગૃહસ્થ આશ્રમ પછીથી સન્યાસ લેવો જોઈએ."

વસ્તુતઃ વાનપ્રસ્થ પછી અથવા તે પહેલાં સંસારમાંથી પૂરેપૂરો સર્વથા વૈરાગ્ય થઈ જાય, એ દિવસે સન્યાસ લેવો જોઈએ. એ દિવસે સન્યાસ લેવો જોઈએ, બીજા દિવસે નહીં. એમ તમને વૈરાગ્ય થયો આજે, તો આજે સન્યાસ. ચાહે વ્રતી હોય કે ના હોય, સ્નાતક હોય કે ના હોય, અગ્નિની સેવા કરી ચૂક્યો હોય કે ન કરી હોય, જે ક્ષણે વૈરાગ્ય ઉત્પન્ન થઈ જાય તે જ ક્ષણે સન્યાસ લઈ લેવો જોઈએ. કેમ બીજી ક્ષણે નહીં? પતન થવાનો સંભવ છે. જો તે સન્યાસ લીધો રહેશે તો સન્યાસ ધર્મનું તું પાલન કરવા જતો રહ્યો હોઈશ, કદાચ બચી જઈશ. આ એક તક રહેલી છે. નહીં તો મોહની કર્મ તને ખેંચીને લઈ જશે. પેલા વિકરાળ એન્જિન જેવું હોય છે એ તો.

એના પછીથી કેટલાક લોકો પ્રાજાપત્ય યજ્ઞ કરે છે અથવા તો યજ્ઞને ન કરતાં આગ્નેય યજ્ઞ જ કરી લે છે, કારણ કે અગ્નિ જ પ્રાણ છે. આ યજ્ઞ દ્વારા પ્રાણનું જ પોષણ થાય છે. અથવા સત્, રજ અને તમ ત્રિધાતુથી સંબંધિત યજન છે. ત્યારે આ મંત્રથી અગ્નિનું આગ્રહણ કરે: "હે અગ્નિદેવ, હું મૂળ કારણે આ પ્રગટ થઈને પ્રકાશિત થઈ રહ્યા છો એને જાણતા આપ ખૂબ જ પ્રજ્વલિત થાઓ અને અમારા ઐશ્વર્યને વધારો." આ જ અગ્નિનું મૂળ કારણ છે, આ જ પ્રાણ છે. તેથી, "હે અગ્નિદેવ, આપ પોતાના યોની રૂપ પ્રાણમાં પ્રતિષ્ઠિત થઈ જાઓ." તો "અગ્નિદેવમ સ્થાપયામી" થઈ ગયું. એટલે હવે જે લેવાશે પ્રાણ તેની અંદર અગ્નિ પ્રસ્થાપિત થઈ ચૂક્યો છે. સમજાયું?

હવે એ અગ્નિ રૂપી પ્રાણ જે છે તે એ જે શ્વાસ ચાલે છે અને મુકાય છે, ચાલે છે ને મુકાય છે, ત્યાં યજ્ઞ ચાલી રહ્યો છે. યજ્ઞનો દેવ અગ્નિ હાજર છે અને એમાં સમસ્ત વિકારોને "ભસ્મી ભૂતાય સ્વાહા" કર્યા જ કરવો. તમારે "ભસ્મી ભૂતાય સ્વાહા" નાખ્યા. સમજાયું? ગામમાંથી અગ્નિને લાવવાનું આ એક પદ્ધતિ તમને બતાવી દીધી. હવે આ લૌકિક બાબત આવે છે. પછી એનું પહેલાની જેમ જ આગ્રહણ કરે. જે પ્રાર્થના આપણે કરી એ જ રીતે એ સ્થૂળ ફિઝિકલ અગ્નિની પણ એવી રીતે પ્રાર્થના કરવાની.

હવે જો એ ન મળે, અગ્નિ ના મળે, તો પછી જળ લાવવાનું, પાણી લાવવાનું. પાણીની અંદર યજન કરીને કૃત્ય પૂર્ણ કરે, કારણ કે જળને સર્વદેવમય કહેવામાં આવે. "સર્વદેવમય હું બધા જ દેવોના પ્રતિ હવન કરું છું." મતલબ, "દેવોના માટે હવન કરું છું. સ્વાહા! આ આહુતી એમને પ્રાપ્ત થાઓ." આ રીતે હવન કરીને તેનું પ્રાસન કરે, અર્થાત એને ખાઈ લે. આ રોગના ગૃતયુક્ત, ઘી યુક્ત હવી છે. હવે મોક્ષ મંત્રો દ્વારા આ રીતે વેદત્રયની પ્રાપ્તિ કરે. એ જ બ્રહ્મ છે, એની ઉપાસના કરવી જોઈએ. સમજાઈ ગયું?

જેને વૈરાગ્ય પ્રાપ્ત થયો છે, અગ્નિ નથી લાવ્યો દાખલા તરીકે, તો હવે એને જળ લાવવાનું. એ જળની અંદર બધું પાછું એને અંદર એ કરી દેવાનું. જળમાં અગ્નિ રહેલો છે. એની અંદર બધું એને હોમી દેવાનું. ઉપર જેમ કીધું તે જ રીતે કે, "હું આપ આવી રીતના પ્રતિષ્ઠિત થઈ જાવ અને આ બધું હું આપને અર્પણ કરું છું, સ્વાહા!" એમ કરીને અને પછી બસ એનું વિસર્જન કરી દેવાનું. જળનું જળમાં વિસર્જન કરાય. જળનું પૃથ્વી પર પણ વિસર્જન.

કરાય, જળનું અગ્નિમાં પણ વિસર્જન કરાય, બરાબર? તો આવી રીતે, આવી એની વિધિ છે. અને પછી એને કીધું કે એ બ્રહ્મ છે, એની ઉપાસના કરવી જોઈએ. ચોટલી અને યજ્ઞોપવિત્ર ત્યજી દઈને મેં સન્યાસ ગ્રહણ કરી લીધો છે. મેં સન્યાસ ગ્રહણ કરી લીધો છે. મેં સન્યાસ ગ્રહણ કરી લીધો છે. એ પ્રમાણેનું ત્રણ વાર ઉચ્ચારણ કરવું. સ્વયંનો નાશ, ન્યાસ કરવાનું એનું નામ સન્યાસ. એ વિદેહરાજ જનકજી, આ વિધિ આવી જ છે એવું યાજ્ઞવલ્ક્યજીએ કહી દીધું એને.

ત્યારબાદ યાજ્ઞવલ્ક્યજીએ અત્રી ઋષિને પૂછ્યું. પછી હવે ત્યાંથી આગળ ગયા યાજ્ઞવલ્ક્ય. જનક રાજા અત્યાર સુધી યાજ્ઞવલ્ક્ય પાસે, હવે યાજ્ઞવલ્ક્ય જાય છે અત્રી ઋષિ પાસે. અત્રી ઋષિ એટલે અનસુયા દેવીના પતિ અને ભગવાન દત્તાત્રેય, ચંદ્ર અને પરશુરામના પિતા. ત્યાં જઈને કીધું કે, "હે મહર્ષિ, યજ્ઞોપવિત્ર સિવાય કોઈ બ્રાહ્મણ કેવી રીતે રહી શકે?" યાજ્ઞવલ્ક્ય કીધું, "આ ઓમકાર એ જ સન્યાસીનો યજ્ઞોપવિત્ર છે. એ જ આત્મા છે જે પહેલા કહેલું છે." એવી રીતે હવન કરી, એનું પ્રાસન કરીને, આચમન કરી લે. એના માટે આ માત્ર વિધિ જ છે. જળ લેવાનું, આવી રીતના આમ કરવાનું, એમાં બધું જ મૂકી દેવાનું. પછી કહેવાનું, "મેં સન્યાસ ગ્રહણ કરી લીધો છે. બાકી બધું આમાં હું સમર્પિત કરું છું." અને પછી છે તો "ઓમ ભૂસ્વાહા, ભુવસ્વાહા, નમઃ સ્વાહા" કરી અને પી જવાનું.

અને પછી કહેવાનું કે, "મેં સન્યાસ લઈ લીધો છે. મેં સન્યાસ લઈ લીધો છે. મેં સન્યાસ લઈ લીધો." પતી ગયો. યજ્ઞોપવિત્ર કાઢીને મૂકી દેવાના. ચોટલી હોય તો એનો પણ ત્યાગ કરવાનો. એટલે કોઈ ચિન્હ રાખવાનું નથી એમ કે. કીધું, "ઓળખાવું ના જોઈએ કોઈપણ રીતે, કોઈપણ બાબત." આઈડેન્ટિટી લોસ, આઈડેન્ટિટી લોસ. સંસારની અંદરથી હવે કોણ? તો કે સન્યાસી છે. બસ, હું બાબુ.

હવે આ રીતે ભગવા વસ્ત્ર ધારણ કરનારો સન્યાસી, મુંડનયુક્ત, અપરિગ્રહી, પવિત્રતાયુક્ત, કોઈની પણ સાથે દ્રોહ ન કરનારો, ઈર્ષા અને દ્વેષ ન કરનારો. સન્યાસીની પાસે કંઈ છે જ નહીં. એને કરવા પણું નથી. એ કોઈની સાથે કોઈ જાતની હરીફાઈમાં નથી. એને કંઈ પ્રાપ્ત કરવાનું નથી. એને કશું ગુમાવવાનું નથી, બરાબર? સંસારમાં લોકો ભલે એને ગમે તે કહેતા હોય, સમજતા હોય, માનતા હોય, એ બધો એમનો પ્રોબ્લેમ છે. આ સન્યાસી માટે આવો સન્યાસ ભિક્ષાચરણ કરતાં કરતાં બ્રહ્મપદને પ્રાપ્ત થાય છે. તો હવે આ સન્યાસ આપણે લીધો તો આપણો ધર્મ શું રહ્યો? આપણે કેટલા આઠ કોળિયા ખાવાના. દરેક વખત એનાથી વધારે નહીં ખાવાનું. અને તે પણ "આ બ્રહ્મને હું ગ્રહણ કરું છું" એ ભાવથી લેવાનું છે. જીવન ટકાવી રાખવા પૂરતું, વધારે નહીં એમ. એ બ્રહ્મ સ્વરૂપ છે, અર્થાત બ્રહ્મની પ્રાપ્તિ માટે સમર્થ છે.

સન્યાસીઓના માટે આ જ માર્ગ છે, આ જ વિધિ છે. જળ પ્રવેશ, અગ્નિ પ્રવેશ, વીરગતિ, મહાપ્રસ્થાન, મૃત્યુ, મોક્ષ વગેરેમાંથી પરિવ્રાજક સન્યાસીઓ માટે આ રસ્તો બનાવેલો છે. એને કારણે સન્યાસી બ્રહ્મનો જાણકાર થાય છે. આ વિધિ આવી જ છે, યાજ્ઞવલ્ક્યજીએ કહી દીધું છે.

અહીંયા સન્યાસીઓમાં શ્રેષ્ઠ પરમહંસ નામ વાળા, અવ્યક્ત ચિન્હને ધારણ કરનારા, અવ્યક્ત સ્વભાવ વાળા, સ્વભાવે મેં તમે કળી નથી શકતા. અનુમત હોવા છતાંય ઉન્મત ગાંડાની જેમ આચરણ કરનારા. એમના નામ આ પ્રકારના છે: તો એ બધા કયા સન્યાસીઓ છે? તો કે સંવર્તક, આરુણી, શ્વેતકેતુ, દુર્વાસા, રૂભુ, નિદાચ, દત્તાત્રેય, શુક અને વામદેવ હારીતક. આ બધા જે જે હતા તે કેવા હતા? સામાન્ય નોર્મલ માણસો જેવું હોવા છતાંય ઉન્મત થઈને ફર્યા કરતા હતા. દેખાવ એવો કરે કે બહુ જ એકદમ ઉન્મત થઈ ગયા છે એ લોકો. મતલબ પાગલ જેવું વર્તન કરે. એકદમ ગમે ત્યાં હોય, કશું રડવાના ટાઈમે એકદમ ખડખડાટ હસી પડે. જોર જોરથી હસવાના ટાઈમે ખૂબ રડવા બેસી જાય. નહિતર બેઠા હોય ત્યાંથી દોડવા માંડે એકદમ કોકની પાછળ. એ એવા પ્રકારનું. તો એવી ઉન્મત્તા હતી એમનામાં, પણ અંદરથી બધું બરાબર હોય ને એ બ્રહ્મમાં સ્થિર હોય, ચોક્કસ હોય.

આ બધો ખેલ કરે બહાર.

સન્યાસી એમ કરવું જોઈએ કે બીજાની સ્ત્રીઓને ન જોતા તથા નગરમાં ન રહેતા, ત્રિદંડ, કમંડળ, ભુક્ત પાત્ર એટલે ભોજન પાત્ર, જળ પવિત્ર, ચોટલી, યજ્ઞોપવિત્ર વગેરે બધા જ બાહ્ય અને આંતરિક પ્રતીક ચિન્હોને "ભૂસ્વાહા" કહીને જળમાં વિસર્જન કરી દેવા. અને પછી શું કરવાનું? "ભૂસ્વાહા" કરી દીધું બધું. પછી હવે શું કરવાનું? નિરંતર આત્માનું અનુસંધાન કરતો રહે. નિરંતર, કોઈ અંતર વગર આત્માનું અનુસંધાન કર્યા જ કર. જ્યાં સુધી તું આત્મ સ્વરૂપ ના થઈ જાય ત્યાં સુધી. પછી બ્રેક નહીં.

દિગંબર એટલે ઠંડી, ગરમી, સુખ, દુઃખ, દ્વંદ્વોથી રહિત, પરિગ્રહ રહિત, બ્રહ્મરૂપ તત્વની પ્રાપ્તિના માર્ગમાં સમ્યક રૂપે લાગેલા, શુદ્ધ હૃદય વાળા, માત્ર પ્રાણ તત્વને ધારણ કરવા માટે જ યથાસમયે સ્વચ્છંદતાપૂર્વક ભિક્ષા દ્વારા ઉદરપૂર્તિ કરનારા, હાની લાભની ચિંતા ના કરતાં, હાથના પાત્ર અથવા ખપ્પરમાં (ખોપરીનો અડધો ભાગ હોય ને આમ ખોલેલો તેવા ભાગની અંદર) માંગીને ભોજન ગ્રહણ કરતાં તથા કમંડળનું જળ પીને આનંદપૂર્વક વિચરણ કરે. માત્ર એટલું જ ભોજન કરે કે જેનાથી પેટ ભરાઈ જાય. સંઘરીને રાખવાની જરૂર ના પડે. પોતાને રહેવા માટે કે મુશ્કેલી વિનાનું કોઈ એકાંત ગુપ્ત સ્થળ પસંદ કરે: ખાલી ખંડેર, દેવ મંદિર, ઘાસ વગેરેની ઝૂંપડી, ઉધયનો રાફડો, વૃક્ષના મૂળની નજીક, કુંભારની ઝૂંપડી, યજ્ઞશાળા, નદીનો કિનારો, ગુફા અથવા ઝરણાના મોટા મોટા પથ્થરોની ઉપર, ઝરણાની વચ્ચે પથ્થર હોય તેની ઉપર ત્યાં રહેવાનું.

કાયમને માટે ન ઘર ન બનાવવા છતાંય રહે તો પોતાના શુભ અશુભ કર્મોને નિર્મૂળ કરતો જે સન્યાસી ધર્મથી શરીર છોડી દે છે, એ પરમહંસના રૂપમાં ઓળખાય છે. આવી રીતે જે જીવતા હોય તે બધા પરમહંસ કહેવાય. વસ્ત્ર વગેરેથી રહિત, બધાની અંદર એકમાત્ર બ્રહ્મને જોતો, કોઈપણ વ્યક્તિને નમનને યોગ્ય ના સમજતો.

સ્ત્રી, પુત્ર વગેરે પ્રત્યે આ શક્તિહીન લક્ષ્ય એટલે કે લક્ષણ વગેરેથી જાણકાર તથા અલક્ષ્ય સમાહિત અને અસમાહિત અવસ્થાઓ દ્વારા બંનેનો નિવર્તક એટલે આ બધું છોડી દેવું. સન્યાસી જ પરમેશ્વર હોય છે, જેને બધું છોડી દીધું, કશું રાખતો નથી, પોતાપણું જ હોય નહીં કોઈ ચીજની અંદર. આ સંબંધમાં આ શ્લોક કહેવામાં આવે છે કે, "જે મનુષ્ય પોતાનાથી પહેલા સન્યાસ ગ્રહણ કરી લીધો હોય અથવા જે ધર્મતુલ્ય હોય, અર્થાત આચાર-વિચારે એટલે સંપ્રદાયથી જે શ્રેષ્ઠ હોય, તેને જ પ્રણામ કરવા જોઈએ, બીજા કોઈને નહીં."

સન્યાસીને આ એક આમન્ય છે, એ બધાને પ્રણામ ના કરી શકે. આવો સન્યાસી બરાબર ઉન્મત સ્થિતિમાં, પરમહંસ જેવી સ્થિતિમાં આવી રીતે રહેનારો જે છે, તે પોતાની ઉપર આગળનો જે કોઈ સન્યાસી હશે, વડીલ હશે, જ્ઞાનવૃદ્ધ હશે, તેને એ પ્રણામ કરશે, બાકી કોઈને પ્રણામ કરશે નહીં. આ એક મર્યાદા મૂકેલી, કારણ કે એ પોતે સ્વયં કેવો છે? ઈશ્વર તુલ્ય બની ચૂક્યો છે, પોતાના આચાર્ય કરીને ઈશ્વર તુલ્ય બની ગયો છે. પ્રમાદી, બહિર્મુખ, વિષયોમાં આસક્ત રહેનાર, નીચ અને કલહપ્રિય તથા વેદના આશય વિચારને દોષપૂર્ણ સાબિત કરનાર સન્યાસી પણ જોવામાં આવે છે, આ કાળની વિચિત્રતા.

નામ, ધામ, કામ અને અવસ્થાથી પર, ઊંચા, શ્રેષ્ઠ આસન પર પ્રતિષ્ઠિત, અદ્વૈય રૂપ સ્વરાજ્યમાં જેને પોતાનાથી અલગ કંઈ જ દ્રષ્ટિગોચર થતું નથી, રહે સ્થિર મતી, આત્મતત્વમાં નિષ્નાત સન્યાસી ભલા કેવી રીતે કોઈને પ્રણામ કરે? કારણ કે એ તો બધાની અંદર પોતાનું જ સ્વરૂપ જોયા કરે. કોણ કોને પ્રણામ કરે છે? એ માટે સંસારમાં કોઈપણ કાર્ય એને બાકી રહેતું, કશું કરવાનું હોતું જ નથી સન્યાસીને. આત્મતત્વજ્ઞ તો કોઈ વ્યક્તિ વિશેષને પણ પ્રણામ કરતો નથી. પછી ઈશ્વરને એવા સમજીને કે જીવના રૂપમાં આ સંસારના બધા જ પ્રાણીઓમાં રહેલા છે, તો પછી એ ઘોડા, ચંડાળ, ગાય, ગધેડા બધાને દંડવત પ્રણામ કરે. આ એની એક્સ્ટ્રીમ પરાકાષ્ઠા પાછી કે, "હું ઈશ્વર તુલ્ય છું, તો હવે હું કોઈને પ્રણામ નથી કરતો, કારણ કે હું જ બધે છું, તો હું કોને કોને પ્રણામ કરું? હું મને થોડો પ્રણામ કરું?" અને પછી રિવર્સની અંદર તો કે, "બધામાં પરમાત્મા જ છે." બસ, તો પછી એ બધાને દંડવત પ્રણામ કરે.

આવા પણ સન્યાસીઓ હોય. તો આત્મતત્વજ્ઞ કોઈ વિશેષને પ્રણામ કરતા હોતા નથી.

હવે આગળ કહે છે, એ બધું જે કંઈ છે એ સ્ત્રીઓનું અતિશય એમ કે પેલી જુગુપ્સા પેદા થાય એવા પ્રકારનું વર્ણન છે અને એ સદાય દુઃખદાયી છે અને એવું જ અહીંયા આગળ કહેલું છે. પણ એનું તાત્પર્ય એ છે કે જેથી કરીને સન્યાસી આ બાબતે વૈરાગ્ય ધારણ કરીને સંપૂર્ણપણે મુક્ત થઈ જાય. એટલા માટે એને આ બધી ચીજોથી અલિપ્ત કરવા માટે થઈને અહીંયા સ્ત્રીઓનું થોડુંક જરા વર્ણન કરવામાં આવેલું છે કે જેથી કરીને એને વૈરાગ્ય પ્રાપ્તિ થઈ જાય. એટલે એને કીધું છે કે, "યતીએ હાથ, પગ, આંખો અને વાણીથી ચંચળ થવું જોઈએ નહીં. એને પૂર્ણ જીતેન્દ્રિય થવું જોઈએ, ત્યારે એ બ્રહ્મચર્ય ધર્મનું પાલન કરી શકે છે."

બ્રહ્મમાં ચરણ કર્યા કરવું એટલે કે, "હું બ્રહ્મ છું, હું બ્રહ્મ છું." આ જ ઊંચામાં ઊંચું બ્રહ્મચર્ય છે. આનાથી ઉપરનું કોઈ બીજું બ્રહ્મચર્ય હોતું નથી. ટોપ મોસ્ટ, "હું બ્રહ્મ છું, તું બ્રહ્મ છે." બસ, ધેટ્સ ઈટ. બાકી તો સન્યાસી પણ જન્મ તો લેવાનો છે ને ક્યારેક ને ક્યારેક, કોઈક તો માતાના પેટે જન્મ લેવાનો છે. તો એના વિશે, સ્ત્રીઓ વિશે અતિશય એવું બધું વિચિત્ર વાત વર્તન કરવાની કઈ યોગ્યતા આપણી નથી હોતી.

શત્રુ અને સંસારિક બંધનોથી યુક્ત શરીરમાં જે એક ભાવે જોનાર જ્ઞાનશીલ યતી હોય છે, તેને કોઈની ઉપર ક્રોધ આવતો નથી. ક્રોધ ઉપર કાબુ મેળવી લે છે. જેમ કે વ્યક્તિને પોતાના હાથ, પગ વગેરે અંગો ઉપર પણ ક્રોધ આવતો નથી. ક્રોધ કરનાર આદમીને પૂછવું જોઈએ કે, "તમે ક્રોધ ઉપર ક્રોધ કેમ કરતા નથી? ગુસ્સા પર ગુસ્સો કરો કે જે સમસ્ત વસ્તુઓનું મૂળ કારણ છે. વળી સાથે સાથે જે ધર્મ, અર્થ, કામ અને મોક્ષને પણ બાળી મૂકે છે, વેરી છે, દુશ્મન છે, એવા ક્રોધ ઉપર તમે ક્રોધ કરો કે પોતાના સ્વયંના આધારને જ ભસ્મ કરી દેનારા ક્રોધ માટે મારા વારંવાર નમસ્કાર છે. મને વૈરાગ્ય પ્રદાન કરનાર અને દોષોનું જ્ઞાન કરાવનાર, બોધ કરાવનાર ક્રોધને વારંવાર નમસ્કાર છે, વંદન છે."

જ્યાં જ્યારે સામાન્ય લોકો શયન કરે છે, જ્યાં લોકો સુઈ જાય છે, ત્યાં સંયમી પુરુષ જાગે છે. સંયમી પુરુષ પૂર્ણ સાવધાન છે તથા જ્યારે અન્ય સામાન્ય લોકો જાગે છે, ત્યારે જ્ઞાન યોગી પુરુષ સુષુપ્તિનો આશ્રય કરી લે. ત્યારે કેવા થઈ જાય? એકદમ સુષુપ્ત થઈ જાય. સસલું આમ કરીને આમ જાણે સુઈ જાય, કાચબો જેમ પોતાના અંગો સંકેલી લે, એવી રીતે સન્યાસી બધા લોકોનું જ્યારે બહુ વધારે ત્યાં મુવમેન્ટ હોય, બધું હોય, ત્યારે એ કેવો થઈ જાય? એકદમ શાંત અને સ્થિર થઈ જાય. એ બધાની સાથે બહુ હળે મળે અને એ મુવમેન્ટ કરે નહીં.

યતીએ આ જ ભાવના કરવી જોઈએ કે, "હું સંસારમાં ચિત્ત સ્વરૂપ છું. અખંડ બ્રહ્માંડ ચિન્મય છે તથા જે કંઈ છે એ બધું જ ચિત્ત સ્વરૂપ છે. હું પણ ચિત્ત છું અને સંપૂર્ણ સૃષ્ટિ પણ ચિત્ત સ્વરૂપ જ છે." હે મુનિ શ્રેષ્ઠ, આ પરમ તત્વનું, પરમહંસનું પરમ શ્રેષ્ઠ પદ મોક્ષ જ છે. યતીઓ માટે એ અતિ આવશ્યક છે. એનાથી વધીને બીજું કશું જ નથી. આ જ સર્વોત્કૃષ્ટ છે, એવું કહેતું આ ઉપનિષદ અહીં પૂર્ણ થાય છે. ૐ પૂર્ણમદ શાંતિ શાંતિ ૐ અસ્તુ. વી ટેક અ બ્રેક હિયર અને સવા ચારે ફરી મળીએ છીએ આપણે.

આ લખાણ AI દ્વારા તૈયાર થયું છે. શંકા હોય ત્યાં મૂળ પ્રવચન સાંભળી ખાતરી કરવી.