ઉપનિષદ સિરીઝ · વિડિયો ૭૩
વિડિયો ૭૩
આ ઉપનિષદનું નામ નિરાલંબો ઉપનિષદ છે. શુક્લ યજુર્વેદ સાથે સંબંધિત આ ઉપનિષદમાં બ્રહ્મ, ઈશ્વર, જીવ, પ્રકૃતિ, જગત, જ્ઞાન, કર્મ વગેરેનું સુંદર વિવેચન કરવામાં આવ્યું છે. નિર્વિકાર બ્રહ્મ જ્યારે પ્રકૃતિની સાથે સૃષ્ટિનું સર્જન કરીને એનું ઈશન એટલે કે શાસન-સંચાલન કરે છે, તો ઈશ્વર કહેવાય છે. એવી જ રીતે વિભિન્ન સંબોધનોને પરિભાષિત સમજાવવામાં આવ્યા છે.
ઋષિ જાતિપાતિ સંબંધી ભ્રમોનું નિવારણ કરતાં કહે છે કે, "એ આત્મા રક્ત, ચામડી, માંસ, હાડકાં વગેરે સાથે સંબંધિત જ નથી. એ તો વ્યવહાર ક્રમમાં કલ્પિત એવી વ્યવસ્થા માત્ર છે." આ રીતે અહમતા અને મમતા વગેરે છોડીને ઈષ્ટમાં સમર્પિત થઈ જવાને સન્યાસ કહેવામાં આવે છે. એને જ મુક્ત, પૂજ્ય, યોગી, પરમહંસ વગેરે ઉપાધિઓ... આ બધી પાછી પરમશ છે. એ પણ શું છે? ઉપાધિ છે. જુઓ, આઈ બનશે એટલે પૂજ્ય બનશો, મુક્ત બનશો, યોગી બનશો, પરમહંસ થશો, તો એ બધું શું છે? ઉપાધિઓ! એટલે ઉપાધિઓ આવશે પછી જોડે વિભૂષિત થવાની વાત સમજાવવામાં આવેલી છે. હવે તમે વિભૂષિત થશો, તો ભૂષિત થશો, આભૂષિત થશો, ગમે તે કરશો, પણ આ બધું ભ્રમ જ છે.
આવી સ્થિતિ પ્રાપ્ત કરતાં જ સાધક જન્મ-મરણના બંધનોને કાપી નાખે. જેને આત્મા જાણ્યો, એનો જન્મ ગયો, બસ ખતમ! એક સીધી સાદી વાત કરું: એક મરણ થશે, બસ વાત પૂરી થઈ ગઈ. જેણે આત્માને સમજી લીધો, જાણી લીધો, વાત પૂરી થઈ. પછી એને જન્મવાનું રહેતું નથી. એ બહુ સ્પષ્ટતા રાખવાની આપણે. જો, આ બાબતથી શરૂઆત કરીએ છીએ.
ૐ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત્ પૂર્ણમ્ ઉદચ્યતે. પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ૐ શાંતિ શાંતિ. ૐ નમઃ શિવગુરવે સચ્ચિદાનંદમૂર્તયે નિષપ્રપંચાય શાંતાય નિરાલંબાય તેજસે. નિરાલંબ સમાશરત્ય સાલંબ વિજહાતી યહ સન્યાસી ચ યોગી ચ કેવલં પદમશ્નુતે.
શું કહે છે અહીંયા આગળ આપણને? આ ઋષિ કહે છે કે, "એ કલ્યાણકારી શિવ ગુરુ શિવ છે." એને ગુરુ કીધા, બરાબર? એ કલ્યાણકારી શિવગુરુ સતચિત્ત, જેનું ચિત્ત સત પામી ગયું છે તેવું. સતચિત્ત બંને ઓતપ્રોત થઈ ગયા એકબીજાની અંદર, રામ! બસ, એવા એને કીધું સતચિત્ત. અને પછી એની નિષ્પત્તિ શું? આનંદ! આનંદ એટલે કીધો સચ્ચિદાનંદ. આનંદની મૂર્તિને નમસ્કાર. સતચિત્ત આનંદ, સતચિત્ત આનંદ! લે કે લાડુ ફૂટ્યું તારે!
એ પ્રપંચ રહિત, શાંત, આલંબ એટલે કે આશ્રય રહિત, તેજ સ્વરૂપ પરમાત્માને નમન છે. પરમાત્માને નમન છે. કેવા છે? તેજ સ્વરૂપ અને આલંબન વગરના જ. જે નિરાલંબ, જે કોઈપણ પ્રકારના આલંબન વગરના છે, એવા પરમાત્મ તત્વનો આશ્રય ગ્રહણ કરીને સાંસારિક આલંબનને છોડી દે છે, એ યોગી છે, એ સન્યાસી છે, એ જ કેવલ્ય મોક્ષ પદને મેળવે.
તો સંસારને છોડવાનો છે, એ વાત તો નક્કી થઈ ગઈ. સંસારનું આલંબન છે, એ પણ છોડવાનું છે, એ વાત નક્કી થઈ ગઈ. સંસાર નથી છોડવાનો, એ છૂટશે એના ટાઈમે. સંસારનું આલંબન છોડવાનું છે, એ વાત અહીં મુખ્ય છે. એટલે દરેક વસ્તુની અંદર તમે રેફરન્સ પોઈન્ટ તરીકે તમારા સંસારને જ જુઓ છો. રેફરન્સ પોઈન્ટ તરીકે હવેથી તમારે કોને જોવાનું? તો કે પરમાત્માને, પરબ્રહ્મને. પરમ સમર્થ એવો શિવ ગુરુ કલ્યાણકારી કેવો છે? પાદો સચ્ચિત્ત આનંદ સ્વરૂપ છે. એવાને એને પ્રપંચ રહિત છે. એમાં કોઈ જાતનું કપટ નથી, પ્રપંચ નથી, કોઈ એક્ટિવિટી નથી, કશું જ શાંત છે. એટલા માટે તો એનું આલંબન લેવાનું, એનો આશ્રય લેવાનું કે, "ભાઈ, હું તારા શરણે છું." બોલે છે ને લોકો, "હે પરમાત્મા, હું તારા શરણે છું." પણ એ બોલે છે એવું જો અનુભવ એક વખત કરી લે ને, તો એનું ત્યાં ને ત્યાં પતી જાય.
મે સાંભળે છે ઘણા લોકોને એવું બોલતા. રોજ પ્રાર્થના કરે, "હે પરમાત્મા, હું તારા શરણે છું." પણ એ બોલ્યા પછી થોડીવાર રહીને છોકરો આવે ને કે, "બાપા, થોડા પૈસા આપજો ને," કે છે. એ તમારે ચાલ્યું પછી. એટલે સીધો એ સંસારની અંદર પછી ભુસકો મારી દે છે, ખ્યાલ આવ્યો? એટલે નાની નાની બાબતો છે, પણ બહુ... ભુસકો માર્યો એટલે સંસારની અંદર પાછો આવી જાય છે એમ કહું છું. એ બાપો, એ બાપો બની જ જાય તરત જ એમ. એટલે સંસારી કિરદારમાં આવી ગયો ને પાછો. એક બાજુ એ શું બોલ્યો? "હે પરમાત્મા, તારા શરણે છું." તો આ જે સ્ટેટ ઓફ બીઇંગ છે તે સન્યાસતનું છે અને સંસારથી બધું કટઓફ કરી નાખેલું છે. ત્યાર પછી એ ત્યાં પહોંચે. હવે વળી પાછો જેવો પેલો કહે ને કે તરત જ આ બાજુ... એટલે સ્થિતિમાંથી અવસ્થામાં. હા, સ્થિતિમાંથી અવસ્થામાં આવે. બહુ કરેક્ટ વાત કરી, બહુ કરેક્ટ વાત.
વાહ! વાહ! વાહ! શાબાશ! કેવું ને? વાહ! બસ, આ જ્ઞાન આવી રીતે ફૂટે એકદમ. તો એ સન્યાસી છે, યોગી છે અને એ કેવલ્ય પદને એટલે કે મોક્ષ પદને મેળવે છે.
આ સંસારના અજ્ઞાની જીવોના તમામ અરિષ્ઠો, કષ્ટોની શાંતિ માટે જે જ્ઞાન જરૂરી છે, તેની આશંકા કરીને તેના ઉત્તરના રૂપમાં હું અહીં કહું છું: "किं ब्रह्म? कः ईश्वरः? को जीवः? का प्रकृतिः? कः परमात्मा? को ब्रह्मा? को विष्णुः? को रुद्रः? क इन्द्रः? कः यमः? कः सूर्यः?" એટલે કે શું કહેવા માંગે? બ્રહ્મ શું છે? ઈશ્વર કોણ છે? જીવ કોણ છે? પ્રકૃતિ શું છે? પરમાત્મા કોણ છે? બ્રહ્મા કોણ છે? વિષ્ણુ કોણ છે? રુદ્ર કોણ છે? ઇન્દ્ર કોણ છે? યમ કોણ છે? સૂર્ય કોણ છે? ચંદ્ર કોણ છે? દેવતા કોણ છે? અસુર કોણ છે? પિશાચ કોણ છે? મનુષ્ય શું છે? સ્ત્રીઓ શું છે? પશુ વગેરે શું છે? સ્થાવર એટલે કે જડ વસ્તુઓ જે કહીએ છીએ તે શું છે? બ્રાહ્મણ શું છે? જાતિ શું છે? કર્મ શું છે? અકર્મ શું છે? જ્ઞાન અને અજ્ઞાન એ શું વળી પાછું? સુખ અને દુઃખ શું છે?
સ્વર્ગ અને નર્ક શું છે? બંધન અને મુક્તિ શું છે? ઉપાસના કરવા યોગ્ય કોણ છે? શિષ્ય કોણ છે? વિદ્વાન કોણ છે? મૂર્ખ કોણ છે? અસુરત્વ શું છે? તપ શું છે? પરમપદ કોને કહેવાય? ગ્રહણ કરવા જેવું અને ગ્રહણ ન કરવા જેવું શું છે? સન્યાસી કોણ છે?" આ રીતે શંકાઓને વ્યક્ત કરીને એમણે બ્રહ્મ આદિનું સ્વરૂપ વિવેચિત કર્યું. આ જ પ્રશ્નો તમારા છે ને? આનાથી વધારે છે કંઈ બીજા?
તો અહીંયા લિસ્ટ મારવું પડે આપણે. પાછું આ ઉપનિષદમાં એપેન્ડિક્સ તરીકે છે. કંઈ તમારા આની અંદર બધું આવી ગયું. ઓકે. હવે એમણે કહ્યું કે, "મહતત્વ, અહમ, પૃથ્વી, આપ, તેજસ, વાયુ અને આકાશ રૂપ બૃહત બ્રહ્માંડ કોષવાળા, કર્મ અને જ્ઞાનના અર્થથી પ્રતિભાષિત થનારા, અદ્વિતીય, સંપૂર્ણ નામરૂપ વગેરે ઉપાધિઓથી રહિત, સર્વશક્તિ સંપન્ન, આદ્યઅંતહીન એટલે આદિ અને અંત વગરના, શુદ્ધ, શિવ, શાંત, નિર્ગુણ અને અનિર્વચનીય ચૈતન્ય સ્વરૂપ પરબ્રહ્મ કહેવાય છે."
પરબ્રહ્મ આવા છે. સૌથી પહેલા તો આપણને આનો ખ્યાલ આવવો જોઈએ. આ બધું જ હવે ઈશ્વરના સ્વરૂપનું કથન. આ ટોપ આવી ગયું તમારે. મથાળું બંધાઈ ગયું. જે કંઈ છે એ બધું આ પરબ્રહ્મ છે. એમાં શું આવી ગયું? તો કે મહતત્વ આવ્યું, અહમમાં આવ્યો. અહમ, અહમ કરીએ છીએ તે. પૃથ્વી, આપ એટલે જળ, તેજસ, વાયુ અને આકાશ એટલે પાંચે પાંચ તત્વો આવી ગયા. "બૃહદ બ્રહ્માંડ કોષવાળા." બૃહદ બ્રહ્માંડ એટલે વ્યક્ત અને અવ્યક્ત જે બધા લેયરો છે તે બધું જ આવી ગયું. "કર્મ અને જ્ઞાનના અર્થથી પ્રતિભાષિત થનારા." આપણને સીધા આમ જણાતા નથી પરમાત્મા, પણ કર્મ દ્વારા અને જ્ઞાન દ્વારા બે રસ્તા છે કે જેના મારફતે આપણે પરમાત્મા પામી શકીએ. "અદ્વિતીય છે." એના જેવું બીજું કોઈ નહીં. "સંપૂર્ણ નામ રૂપ વગેરેથી ઉપાધિઓથી રહિત છે." હવે પરમાત્મા ઉપાધિઓથી રહિત છે ને? તમને ઉપાધિ જો હોય છે.
પરમહંશ બનવું છે, પણ બનવું હોય છે ને લોકોને? "સર્વ શક્તિ સંપન્ન." બધી જ શક્તિઓ કોની પાસે છે? કે પરમાત્માની પાસે. એટલે કોઈનામાં કોઈ શક્તિ જ્યારે આપણને જણાય તો સમજવાનું કે પરમાત્માએ એને ત્યાં સુધી પહોંચાડી છે, એટલા માટે છે એની પાસે. જેવું એની પાછળથી પ્લગ ખેંચી લીધું એટલે પત્યું. પછી એ શું? "મડદું કાળો કાળો" કે લોકો તરત જ એવું કહે છે. તો એવા છે.
"આદિ અંત વગરના શુદ્ધ." શુદ્ધ છે એટલે નિર્ભેળ છે. એમાં કોઈ ભેળસેળ કોઈ કાળે કશું થતી જ નથી. એટલે એમાં કોઈ વિકાર પણ નથી અને જ્યાં સુધી વિકાર ના હોય ત્યાં સુધી કોઈ રોગ નથી હોતો. એટલે એને શુદ્ધ સ્થિતિ કહેવાય. જ્યારે તમે એમ કહો કે, "હું શુદ્ધઆત્મા છું, હું આત્મા છું." અહીંયા શું વાત કરી? તમારા બધા જ કર્મો જે છે તેને તમે દર વખતે બાજુ પર મૂકી દો. જેટલી વખત બોલો, "હું શુદ્ધઆત્મા છું," એટલે ગયા બાજુ. કેવળ આત્મા જ રહી ગયો. બાકીનું બધું ખરી ગયું. એટલે અહીંયા આમ બેઠા હોય અને આમ બધું ખર્યા જ કરે, ખર્યા જ કરે. જેટલા કર્મની વર્ગણાઓ, આવરણો, આદિ બધું કંઈ પણ લાગેલું હોય એ બધું અનંતા અનંત જન્મોથી લાગેલું પાછું. અને પછી એ બધું ખરે છે. કેમ ખરે છે? તમે બેઠા બેઠા શું કરો છો? તપ કરો છો. તપે એટલે પછી આ બધું ઉખરે અને ખરે.
એટલે ઉખડે બધું ધડ ધડ ધડ ધડ જાય. શરૂઆતમાં ઓછું જાય, પછી વધતું જાય, વધતું જાય, વધતું જાય. એટલે કીધું, "શુદ્ધાત્મા રહેવું છે. શુદ્ધાત્મામાં રહીને શુદ્ધાત્માની તું ભક્તિ કર્યા કર, બીજું કંઈ ના કર."
"એમ કહેતા દાદા, "તે દાદા પરમાત્મા આવું કહેતા." એટલા માટે કહેતા, "કંઈ કરવાનું છે ને નહીં? હજી તારે કરવું પડે તો તું આત્મા કેમ?" ભઈ, કર્તાપણું-ભોક્તાપણું જે છે એ ભ્રાંતિ છે, એટલા માટે ના પાડી દેતા. એટલે તમે એમ કહો કે, "મારે શું સાધના કરું?" "કંઈ નહીં, તારે હજી કરવું છે," એમ કહેતા હતા. અત્યાર સુધી તો કરતો કરતો અહીં સુધી પહોંચી ગયો કે હવે તારી પુણ્ય પાકી ગઈ એટલે તને આ જ્ઞાન મળવાનો ટાઈમ થઈ ગયો ને? હજી એ તારે કરવું છે? તો દાદા ના નોતા પાડતા. એટલે પછી એવી રીતના કહે કે, "ભઈ, તું આ કર, તે કર." વ્યવહારિક બધું આપી દે એને. પછી ભઈ, આવા રજોગુણી છે એટલે કર્યા વગર રહેવાનું નથી. પેલા ભગવાન કૃષ્ણને જેમ ખબર હતી ને કે આ અર્જુન છે ને ક્ષત્રિય છે એટલે ઉછળે તો લોહી તો ઉછળવાનું જ છે આનું. એટલે માર્યા વગર તો રહેવાનું જ નથી.
અમથો આ મોહને વશ થઈને કહે છે કે, "આ મારા ભીષ્મ દાદા છે ને પેલા કાકા છે ને બધાને મારે મારવા નહીં." માર્યા વગર તો એ રહેવાનું જ નથી પાછો. પણ તોય મોહવશ થઈ ગયો છે. તારે એની શાન ઠેકાણે લાવવા માટે થઈને એને કહેવામાં આવે છે. એ જ્ઞાનને ગીતા કીધું. પણ એ ગીતા ગાગા કરવાની નથી. એની અંદર જ્ઞાન છે ને, એ જ્ઞાનને જીરવવાનું છે અને ઝીલવાનું છે, બસ. અને એ પ્રમાણે જીવવાનું છે, એટલી વાત છે.
શ્લોકો બહુ ગાય લોકો. "રોજ એક પાઠ કરું છું કે નહીં?" તો કે, "એક અધ્યાય કરું છું." એમાંય લખેલું છે બધું, "એક શ્લોક પડે તો બી આમ થાય ને તેમ થાય, બધું સારું સારું થાય." એવું બધું લખ્યું છે. પણ એ શ્રદ્ધા ઉત્પન્ન કરવા માટે થઈને કીધેલું છે. જે લોકો ઓલરેડી એક સ્ટેટ પર પહોંચી ગયા છે, એમના માટે પછી આ બને. હવે ઈશ્વરના સ્વરૂપનું કથન-વર્ણન કરીએ. પરબ્રહ્મ આવી ગયા. હવે ઈશ્વર કોને કહેવાય? આ બ્રહ્મ કયો બ્રહ્મ? જે સચ્ચિદાનંદ પરમાત્મા નિરાલંબ છે, જેની વાત કરી તે પરબ્રહ્મ જ્યારે પોતાની પ્રકૃતિ એટલે કે પોતાની શક્તિના સહારે... પ્રકૃતિ એ શું છે? એની શક્તિ છે, કોની? પરબ્રહ્મ પરમાત્માની. તો એને પ્રકૃતિ કીધી. પરમાત્માની કૃતિ છે એટલે એને પ્રકૃતિ કીધી. એ શક્તિ છે એમની, જેના દ્વારા સર્જન કાર્ય થાય છે. લોકોનું સર્જન કરે છે.
લોકોનું એટલે માણસોનું એવી રીતના નહીં. લોકો એટલે ૧૪ લોકોનું સર્જન કરે છે એમ કહે છે. અને કેવું? ક્ષણમાં કરે છે. સર્જન કરે, અંતર્યામી રૂપે સ્વરૂપે એમાં પ્રવેશી જાય છે પાછા. પોતે પહેલા સર્જન કરે છે અને પછી બધે વ્યાપી જાય છે. આ કેવી વાત છે કે એક કમરો તૈયાર કરે છે અને પછી એની અંદર એકદમ આમ લાઈટ કરી દે છે અને પછી આમ આખો કમરો ઝગઝગાટ થઈ જાય. બસ, એવી રીતના બધું આ બધું દેખાવાનું ચાલુ થાય છે. એટલે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ તથા બુદ્ધિ અને ઇન્દ્રિયોને કાબુમાં લે છે ત્યારે એને ઈશ્વર કહે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ મહાન ઈશ જે સૌથી મોટો ગોડ છે તે બધાને કાબુમાં રાખે છે એટલે એને ઈશ્વર.
"કે, તો ઈશ્વર જ્યારે કહો છો, "હે ઈશ્વર," ત્યારે તમે કોને ખરેખર યાદ કરો છો? પરબ્રહ્મ પરમાત્માને. હવે આ વાત કેટલા લોકોને સમજણમાં છે? એક પ્રશ્ન ઊભો થાય. જ્યારે આ ચૈતન્ય સ્વરૂપ ઈશ્વરને બ્રહ્મા, વિષ્ણુ, રુદ્ર, ઇન્દ્ર વગેરે નામો અને રૂપો દ્વારા દેહનું મિથ્યાભિમાન થઈ જાય છે કે "હું સ્થૂળ છું," ત્યારે એને જીવ કહે છે. ચૈતન્ય પોતાનું ચૈતન્ય ગુમાવીને જડતા પકડે છે. એટલે જડત્વ પેદા થવાના કારણ ક્યાં? પોતાના આકાશની અંદર જડત્વ પેદા થાય ત્યારે એ જીવ બની જાય છે. એટલે એને જીવ કહેવાય છે. વાસ્તવમાં બ્રહ્મ હોવા છતાં હવે એની જે સ્થિતિ છે, એટલા માટે એને જીવ કે એની અવસ્થા બદલાઈ ગઈ, પરિવર્તન થઈ ગયું. હવે એ અવસ્થામાં અવસ્થિત થઈ ગયો, એટલા માટે એને જીવ કીધો. એસ્ટાબ્લિશ થઈ ગયું, એને નક્કી જ થઈ ગયું કે બસ, "હું જ અમિત, હું જ માણસ, બીજું કોઈ નહીં." આ ચૈતન્ય "સો અહમ" સ્વરૂપમાં એક થવા છતાંય શરીરોની ભિન્નતાના કારણે જીવ કેવો બને છે?
અનેકવિધ બની જાય. "સોહમ" સ્વરૂપ છે મૂળભૂત રીતે એનું. "સો અહમ, સો અહમ" ચૈતન્ય સ્વરૂપ. શબ્દરૂપે નહીં, શબ્દરૂપે નહીં. બોલે છે લોકો તો બધા "સોહમ સોહમ." બોલવાનું નથી અહીંયા આગળ, તો અનુભવવાનું છે, એની વાત કરે છે. પણ એ ગુમાવે છે એટલે બધા શું થાય છે? અલગ અલગ નામ રૂપો પેદા થઈ જાય છે.
પ્રકૃતિ એને કહે છે કે જે બ્રહ્મના સાનિધ્ય દ્વારા ચિત્ર વિચિત્ર સંસારને રચનારી શક્તિવાળી અને બ્રહ્મની બુદ્ધિરૂપા શક્તિવાળી. બ્રહ્મની જ બુદ્ધિ છે આ બધું સર્જન કરવાનું, આ બધું કરવાનું. જે કાંઈ ઊભું થાય છે, પણ એટલી બધી શક્તિ છે કે ચિત્ર વિચિત્ર સંસાર પેદા કરી મૂકે છે. ક્યાં? જીવ સ્ટેટમાં આવ્યા પછી આ બધું ઊભું થાય છે. દેહ વગેરેથી પર, અલગ રહેવાના કારણે બ્રહ્મને જ પરમાત્મા કહે છે. પરમાત્મા દેહ નથી. દેહ વગેરે એટલે દેહ, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, જે કાંઈ ઇન્દ્રિયો, બધાથી અલગ છે એવું ડેઝિગ્નેટ કરવું છે, એટલા માટે એને પરમાત્મા એવો શબ્દ નામ આપવામાં આવે કે જેથી પણને સમજ પડે કે ભાઈ આ જુદા છે. આ જ પરમાત્મા બ્રહ્મા, વિષ્ણુ, ઇન્દ્ર, યમ, સૂર્ય, ચંદ્ર વગેરે દેવતાઓના રૂપમાં અને આ જ અસુર, પિશાચ, નર, નારી અને પશુ વગેરેના રૂપમાં પ્રગટ થાય છે.
એ જ જડ પદાર્થ અને બ્રાહ્મણ વગેરે પણ એ જ છે. જે કાંઈ છે તે બધું. એટલે આમાં જે કાંઈ છે તે પરબ્રહ્મ છે, પરમાત્મા છે, એ આવી ગયું. આ સમસ્ત વિશ્વ જ બ્રહ્મ છે. જો, છેલ્લી લીટી કહી દીધી, "એના સિવાય બીજું કંઈ જ નથી." તો એના માટે શું શબ્દ વાપર્યો? "સર્વં ખલુ ઇદં બ્રહ્મ, નેહ નાનાસ્તિ કિંચન." આ બહુ જ ફેમસ સ્ટેટમેન્ટ છે, તે આ નિરાલંબ ઉપનિષદમાંથી છે.
કોઈ જાતિ ભાતિ એવું કશું છે નહીં, પણ બધું ઊભું થયેલું છે. જાતિ એટલે શરીરની ચર્મ એટલે ચામડી, રક્ત, માસ, હાડકાં. અને આત્માની તો હોતી જ નથી. આત્મામાં આ કશું હોતું નથી એમ કહે છે. કોઈ જાતિ ના હોય આત્માની. "બ્રાહ્મણ જાતિનું હોય" એવું કહે છે ને? તો આત્મામાં બ્રાહ્મણ જાતિ ના હોય એમ કે. એની માનવ, પશુ, પક્ષી, બ્રાહ્મણ, ક્ષત્રિય વગેરે પણ ધારણાઓ છે. એ કલ્પનાઓ છે અને માત્ર વ્યવહાર પૂરતી ઊભી થઈ છે. શું થયું છે? વ્યવહાર. વ્યવહાર એટલે સંસાર ભોગવવા માટે થઈને ઉત્પન્ન થઈ ગયેલી છે. અહીં ઋષિ કહે છે કે જાતિ શરીર ભેદથી નહીં, વ્યવહાર ભેદથી ઊભી થઈ છે. સંસારમાં વ્યવહાર હોય તો વ્યવહાર ભેદથી જાતિ ઊભી થઈ છે. જન્મથી કોઈ જાતિ કે એવું કશું હોતું નથી અને આત્માને, આત્માની અંદર તો આવું કંઈ હોતું જ નથી એમ કે.
ઇન્દ્રિયો દ્વારા કરવામાં આવતી ક્રિયાઓને કર્મ કહે છે. જે ક્રિયાને "હું કરું છું" એવા ભાવથી, એવી નિષ્ઠાથી કરવામાં આવે છે, તો એ કર્મ બને છે. અને એ કર્તાપણું અને ભોક્તાપણું અહંકાર દ્વારા ફળની ઈચ્છાથી કરવામાં આવેલ છે અને એટલા માટે એ બંધન સ્વરૂપ બને છે. અને આ પાછું નિત્ય, નૈમિત્તિક, યજ્ઞ, વ્રત, તપ, દાન વગેરે બધી બાબતો જે છે, તેને શું કહેવાય છે? અકર્મ કહેવામાં આવે છે. કઈ કઈ ચીજ છે? નિત્ય કર્મ તમે જે કરો છો તે. બ્રશ કરો છો, નિત્ય કર્મ છે, બરાબર? સ્નાન, શૌચ વગેરે જે કાંઈ તમે કરો છો એ બધું નિત્ય કર્મ. નૈમિત્તિક કર્મ. નિત્ય કર્મની અંદર ઈશ્વર સ્મરણ પણ આવી ગયું, બરાબર? સવાર પ્રાણાયામ કરો, જે કાંઈ કરતા હોય બધા માણસ છો, એ બધું નિત્ય કર્મ છે. તો એ બધાનું કશું ફળ નથી એમ. એવી રીતના શું કે જે તમને સંસારમાં બંધનમાં નાખે.
તબિયત સારી રહે, આ થાય, તે થાય, એ બીજા આનુષંગિક લાભો મળ્યા કરે. નિત્ય કર્મ કરવાથી રોજ કસરત કરો તો ભાઈ શરીર તંદુરસ્ત રહે અને રોજ દવા ખાઓ તો સાજા થાઓ અને બિનજરૂરી દવા ખાઓ તો માંદા થતા જાવ વધારેને વધારે. તો એવું છે.
હવે નૈમિત્તિક કર્મ: તો કે આજે જન્માષ્ટમી છે એટલે આજે હવે એમ કે આપણે ફરાહ કરવાનું છે. તે ફરાહાળનો ફરાળ કરે એ લોકો. એમાં અડધો કિલો શીરો ખાઈ જાય તો ૫૦૦ ગ્રામ બટાકા ખાઈ જાય અને કે કે "મેં ફરાળ કરી છે." એને ફલાહાર કીધો હતો ખરેખરનો. હવે ફલ, ફળનો આહાર કરવાનો છે. તો શેનું પણ? ફળો સત્કર્મનું, ફળનો આહાર કરવાનો. તો સત્કર્મ એટલે કયું કહેવાય? જે સત્ છે તેનો સંગ કરો ત્યારે, ત્યારે સત્કર્મ થાય છે. એટલે આત્મા પરમાત્માના એની અંદર તમે રહો. ત્યાર પછી એના ફળ રૂપે જે કાંઈ પ્રાપ્ત થયું હોય તેનો તમારે આહાર કરવાનો છે, તેને ફળાહાર કહેવામાં આવે છે. બટાકા ખાવા એવું કોઈ જગ્યાએ ક્યાંય બાબતો હોતી નથી. સમજ્યા? અડધા લોકો કે "બટાકા ખાવાય જ નહીં," અડધા લોકો કે "ખાવાય." આવુંય બધું ચાલે છે. પણ આ બધું કેવું છે? વ્યવહારિક છે. એટલે એના આગ્રહો હોવા જોઈએ નહીં.
પણ આગ્રહી તો લોકો થઈ ગયા છે. હવે આપણે દ્રષ્ટિ લોકો ઉપર ન કરતા આપણી ઉપર કરવાની હંમેશા. રેફરન્સ પોઈન્ટ આપણે આત્મા પોતે સ્વયં. "મારો રેફરન્સ પોઈન્ટ હું છું ભાઈ." સ્વને પ્રાધાન્ય આપો એટલે."
કે આત્માને નહીં કે અહંકારને, અહીંયા એક ભેદ છે. એનો ખ્યાલ રાખવાનો આપણે, બરાબર? અને પછી આગળ ચાલવાનું. એટલે જે ક્રિયાને 'હું કરું છું' એવા ભાવથી કરવામાં આવે છે, તે બધું કર્મ કહેવાય. તો પેલું નિત્ય કર્મ છે. હવે નૈમિત્તિક કર્મ, યજ્ઞ જેને કહેવાય, તમે કોઈપણ જાતનું કરો, તે બધો યજ્ઞ કહેવાય.
યજ્ઞ વિશે તમને સમજાવ્યું હતું ભગવદ્ગીતાની અંદર કે જ્યારે પણ એ પરમાત્માને અર્પણ ભાવથી કોઈપણ ક્રિયા કરવામાં આવે છે, ત્યારે તે યજ્ઞ. તો દરેક કાર્યને તમે યજ્ઞનું સ્વરૂપ આપી શકો છો. દરેક કાર્યને તમે યજ્ઞનું સ્વરૂપ આપી શકો. સવારે ઓફિસનું તાળું ખોલો કે દુકાનનું તાળું ખોલો, તો તે વખતે કે 'આ યજ્ઞ કરું છું' કરીને શરૂઆત કરવાની છે. 'ૐ બ્રહ્માર્પણં બ્રહ્મ હવિર્ બ્રહ્માગ્નૌ બ્રહ્મણા હુતમ્, બ્રહ્મૈવ તેન ગન્તવ્યમ્, બ્રહ્મકર્મસમાધિના.' શું થશે? સમાધિ સ્ટેટમાં રહીને સવાર-સાંજ સુધી કામ કરી શકશો.
થઈ ગયું બહુ સરસ કામ. ઓફિસમાં બેઠા છો, એક પછી એક બાબતો આવે છે, ફાઈલોનો નિકાલ થઈ જ જાય છે, બધું. આ શું છે? યજ્ઞ છે. મુશ્કેલ એ છે કે 'ફાઈલોનો નિકાલ કરું છું' વાળા ભાવની અંદર જતા રહે છે ને કે 'આ બધું મારે કરવું પડે છે, આમ છે, તેમ છે, બધું ફરજ પડી છે, ઢેકણું છે, બધું.' તો પછી બધું લાગ્યું, વળગ્યું, ચોંટ્યું. એ બોજાની અંદર આપણે માણસ સ્ટ્રેસ આઉટ થઈ જાય.
પણ 'યજ્ઞ કરું છું', 'ઓફિસે જાઉં છું', મતલબ 'ઘરની બહાર નીકળું છું', તો ગમન જે છે તે પણ યજ્ઞ. સવારે પથારીમાંથી ઊઠીને આપણે આમ બેઠા થયા, યજ્ઞની શરૂઆત થઈ ગઈ. બસ, જાગૃતિ યજ્ઞ. કેમ? તો કે હું શેના માટે એ કરું છું? તો કે હું ઈશ્વરમાં જાગવા માગું છું. 'સવાર પડીને હું જાગી ગયો' એવું નથી. અહીં ભાવ આખો પરિવર્તન પામી જાય છે.
એટલે કાર્યને યજ્ઞનું સ્વરૂપ આપો. જે કંઈ કાર્ય કરો છો, તે 'યજ્ઞ કરી રહ્યા છો' તેવા ભાવથી કરો, એમ કહે છે. એટલે શું થશે? આંખો મીંચવી એ પણ યજ્ઞ થઈ જશે. પલકો ઝપકાવવી એ પણ યજ્ઞ થઈ જશે. શ્વાસ લેવો એ પણ યજ્ઞ થઈ જશે. ખાસો, પીસો, એનીથિંગ – બધું જ યજ્ઞ છે, યજ્ઞનું સ્વરૂપ. અને એવી કોઈ અહીંયા ગાળે બાબત એમણે મૂકી નથી કે કોઈ અમુક કાર્યોને તમે યજ્ઞનું સ્વરૂપ આપી શકતા નથી. એવું ક્યાંય લખેલું નથી ભગવાને. તો પ્રત્યેક કાર્ય, જેને કહો છો કાર્ય, એ યજ્ઞ બની શકે.
અને એ યજ્ઞનું ફળ પાછું કોને આપવાનું? ઈશ્વરને અર્પણ કરી દઉં છું, 'બ્રહ્માર્પણ.' એટલે કોઈ સ્ટ્રેસ નહીં, કશું જ નહીં. ચિંતા થાય જ નહીં ને પછી! તો કશું કરવાનું છે જ નહીં, મારું છે જ નહીં, તો હું કેવી રીતે કરું?
એટલે ભોક્તા એમના અહંકાર દ્વારા ફળની ઈચ્છાથી કરવામાં આવેલા બંધન સ્વરૂપ નિત્ય, નૈમિત્તિક, યજ્ઞ, વ્રત, તપ, દાન વગેરે કર્મ એ બધા અકર્મ કહેવાય છે.
સૃષ્ટિની બધી જ બદલાનારી વસ્તુમાં બહુ જ મસ્ત વસ્તુ અહીંયા ગાળે કહી દીધી, જબરદસ્ત! સૃષ્ટિમાં બધું જ પરિવર્તનશીલ છે, બદલાય છે બધું જ. આમ, અવસ્થાઓ બદલાય એવી રીતના એક જ અપરિવર્તનશીલ ચૈતન્ય તત્વ વિદ્યમાન, જેની પાછળ આ બધું ફર્યા જ કરે છે. ફર્યા એટલા માટે એને કીધું કે ઈશ્વર અધિષ્ઠાન છે, એની હોવાને ઉપર બધું ફરે છે.
એટલે ભગવાન, જોઈને, મોટી સાફ્ટિંગ છે એમ સમજો. તો કે આખી સંસારની સૃષ્ટિની જે મશીનરી ફરે છે, એ વાસ્તવમાં કોની ઉપર ફરે છે? તો કે એના આધારે ફરે છે. અને એ નિરાલંબ છે પાછો. એને કોઈનો આધાર નથી, જરૂર નથી, જોઈતી નથી, પોતી નથી. કારણ કે 'સમર્થ કો કછુ નહીં' એટલે કોઈ આલંબનની જરૂરત હોતી નથી. સમર્થના શરણે બધા લોકો જાય છે.
રાજાના શરણે બધા જાય છે. રાજા એટલા માટે નથી બન્યો કે આ બધાએ એને બનાવી દીધો. રાજામાં રાજત્વ હોય જ છે, સામર્થ્ય હોય છે કે આટલા બધાની ઉપર એ રાજ કરી શકે છે, એટલા માટે એ રાજા બનતો હોય છે. એટલે બધા એમ કહે કે 'અમે રાજાને ચૂંટ્યો છે', એમ માન્યો છે, બનાવ્યો આમ તેમ. એ બધી વાતો વ્યવહારિક. મૂળ વાત શું છે? એનામાં એ સામર્થ્ય છે, એટલા માટે એ છે. કોઈપણ માણસ કોઈપણ જગ્યાએ પોતાના સામર્થ્યથી હોય છે, બીજું કંઈ જ નથી.
દ્રષ્ટા અને દ્રશ્ય જે કંઈ છે, એ બધું ચૈતન્ય તત્વ છે. અત્યારે આપણે દ્રષ્ટા-દ્રશ્યની અંદર આપણે આ દ્રશ્ય જુદું છે અને પરમાત્મા જુદો છે એવું બધું આપણે સમજીએ છીએ. વાસ્તવમાં દ્રશ્ય છે, તેને પણ તમે પરમાત્મા પકડી લો. કારણ? કારણ કે દ્રશ્યનો આધાર શું છે? પરમાત્મા છે. તો એ છે, નહીં તો નથી. જેમ આત્મા છે તો હું છું, ને આ દેહ છે, એ રીતે. એટલે બધું જ ચૈતન્ય.
બધાની અંદર આ ચૈતન્ય તત્વ જ વિદ્યમાન રહેવા છતાં એવું જણાય છે કે આ ઘટ. (એટલે ઘડા, કોઈપણ વસ્તુ આકારી જે હોય એને ઘટ કહેવાય એમ તે જમાનામાં. ત્યારે શું હતું? બહુ ઓછી ચીજો હતી એટલે કુંભાર જે બનાવે તે ઘડે, એટલે દરેક વસ્તુને ઘટ કહેતા હતા. મોટા ભાગે માટીના જ વાસણોને એવું તેવું હતું.) એટલા વસ્ત્ર આદિ રૂપમાં જ પરિવર્તિત થઈ ગયું છે. એટલે આ બધું જે કંઈ છે, તે જ આ બનેલું છે. વસ્તુઓ પણ જે બની છે, તે કોણ છે? પરમાત્મા છે.
હવે તમે લાત મારો. જો લાત કોણ મારશે? અહંકાર મારશે. એ પોતે પરમાત્મા સ્વરૂપે હોય તો તો એને હક છે, બરાબર છે ને? જેમ પેલા ભગવાન વિષ્ણુએ વામન અવતાર કરીને આમ હાળા હતાને ડગલા માંડ્યા હતા, તો સ્વર્ગ આખું લીધું, પૃથ્વીલોક લીધો, એવી રીતના કરીને પહોંચી ગયા હતા અને પેલા પાતાળમાં મોકલી દીધું બલિરાજાને. સમર્થ એ સ્વરૂપે હતા કે વામન હોવા છતાંય વિરાટ પગલું લઈ શકતા હતા, બોલો! પોતા સ્વરૂપમાં વામન હતા, તો એ થયું.
હવે આ જે બધા ઘટપટ વાળું જે રૂપ પરિવર્તન થયેલું આપણને જણાય છે, તે વાસ્તવમાં પરમાત્મા. તો આ સાક્ષાત્કારની અનુભૂતિને જ્ઞાન કહે. જ્યાં સુધી લેપટોપ, લેપટોપ જ દેખાવાનું છે, ત્યાં સુધી કંઈ મેળ પડવાનો નથી, ભાઈ. બ્રહ્મ સ્વરૂપ એક-એક ચીજ જે કંઈ પણ વિદ્યમાન છે, તે બધો જ બ્રહ્મ સ્વરૂપ. સંબંધ તમારો આખો એક અલગ લેવલ.
ઉપર જતો રહેશે પછી એ સંબંધ નહીં થાય. એ પછી યોગ થઈ જશે. ભાવથી દેખાય કે યથાર્થ દેખા? પહેલા ભાવથી દેખાશે, પછી યથાર્થ દેખાશે. હા, અનુભવ આપશે એવી રીતે. પછી આલંબન નથી થઈ રહેવાનું તમને વસ્તુનું, નામ-રૂપનું. જે અમે બ્રહ્મ સાથે સંયોગ થયો, કામ પૂરું થઈ ગયું. સંસારને પછી મહત્વ રહેતું જ નથી, જરૂરિયાતો રહેતી જ નથી. બધું જતું રહે છે, સંપૂર્ણપણે ખલાસ થઈ જશે. બરાબર, એવું આ નિરાલંબ છે. તો એ રૂપમાં પરિવર્તિત થઈ ગયું છે. તો આવો જે સાક્ષાત્કાર છે કે આત્મા કે પરમાત્મા પોતે જ વસ્તુ રૂપે પણ મોજૂદ છે અને આ રૂપે પણ છે. અને એટલે રૂપ-નામ-રૂપ ઉપરથી ખસી અને આપણે મૂળ રૂપ ઉપર, સ્વરૂપ ઉપર જવાનું દર વખતે. અને જેવા સ્વરૂપની અંદર આપણે પહોંચ્યા એટલે બસ આપણો પીનકોડ કરેક્ટ આવી ગયો, આપણે પાછા ઘરે આવી ગયા. તો એવી અનુભૂતિને જ્ઞાન કહેવામાં આવે.
આ અનુભૂતિ શરીર અને ઇન્દ્રિય વગેરે ઉપર નિયંત્રણ રાખવાથી, કંટ્રોલ કરવાનો છે. સદ્ગુરુની ઉપાસનાથી, એમના ઉપદેશોનું શ્રવણ કરવાથી, ચિંતન-મનન અને નિદિધ્યાસન કરવાથી થાય છે. આ અહીંયા આગળે આપી દીધું તમને કે ભાઈ આ પદ્ધતિ છે, આ રીતિ છે, આનાથી થશે.
પહેલા શું કીધું? ભાવ પરિવર્તન. એટલે તમારી દ્રષ્ટિ બદલાઈ ગઈ આખી. તમારી ભાવ દ્રષ્ટિ બદલાઈ ગઈ. અત્યાર સુધી તમને કાંઈ પણ વસ્તુ અથવા વ્યક્તિ દેખાતી તી, નામ અને રૂપ હતું. એના બદલે "બ્રહ્મ છું", "તું બ્રહ્મ છે" આખું. એટલે હવે જે પરિણતિ છે એ બ્રહ્મ જેવી આપશે. જેના પાસે જે હોય એ આપે ને! એક સરપંચ પાસે જાવ તો બહુ બુતો તમને તમારા જન્મનો દાખલો આપે કે બહુબ તમે કો કે ભાઈ આવકનો દાખલો લોકાડી આપે. એનથી વધારે શું કરે? પણ રાષ્ટ્રપતિ પાસે જાવ તો કોઈને માનવ હત્યા કરે નાખેલો હોય એવો ભયંકર મોટો ગુનો હોય તેને પણ એ માફી આપે. વડાપ્રધાનને આનાથી આપતો કોણ આપે? રાષ્ટ્ર પરમુખ. હવે તમે પહોંચી ગયા પરમાત્મા પાસ. એટલે કહું છું કે ઈશ્વરના લેવલ સુધીને જ્યાં સુધીને તમે કર્યા કરશો, તમને ત્યાં સુધી આ બધી વસ્તુઓ મળશે. સાંસારિક જે જે જે જે છે તે બધું.
પણ બંધનમાં જ રહેશો, છૂટશો નહીં. હા, મળશે બધું તમને. પણ એ કર્મના ફળ રૂપે તમને બધું મળ્યા કરશે, જે જે તમે કરી ઉપાસના એ પ્રમાણે.
ઓરિજિનલી આવે છે ક્યાંથી? પરબ્રહ્મમાંથી. ઈશ્વરની સ્વતંત્ર શક્તિઓ નથી, પરબ્રહ્મની. પરબ્રહ્મનો પાવર લઈને ઈશ્વર તમને આપી શકે. વાસ્તવમાં આપણે એમ જાણીએ છીએ કે "ઈશ્વર મને આપે છે", પરંતુ પરબ્રહ્મ ઈશ્વર દ્વારા અપાવે. હવે તમારા ઈશ્વર તમે નક્કી કરો છો કે ભાઈ આ મારો ઈશ્વર. "God in my image, imagination once again". તો કે આવું વાયા વાયા હું શું કરવા ક્યાં સુધી કરશો, યાર? હવે ડાયરેક્ટ કરી નાખને! 2016 માં આવ્યા ને ત્યારે કીધું, "હવે વાયરનો જમાનો નથી, વાઈફાઈનો". વાઈફાઈનો જમાનો નથી. હવે વાઈફાઈ, લાઈફાઈ ઉપરથી સેટેલાઈટ લિંક, બધું કેટલું બધું ફાસ્ટ એમય થઈ ગયું, યાર! હવે આમાંય આગળ વધો કંઈ!
જેમ દોરડામાં શ્રાપની ભ્રાંતિ થાય છે, એવી રીતે બધાની અંદર રહેલા બ્રહ્મ અને દેવ, પશુ, પક્ષી, મનુષ્ય, સ્થાવર, સ્ત્રી, પુરુષ, વર્ણ, આશ્રમ, બંધન, મુક્તિ વગેરે બધી જ અનાત્મ વસ્તુઓના ભેદ સમજવું એને અજ્ઞાન છે. ત્યારે આગળ કે છે કે સચ્ચિત આનંદ સ્વરૂપ પરમાત્માના જ્ઞાનથી જે આનંદપૂર્ણ સ્થિતિ બને છે, એ જ સુખ છે. તમે જેને સુખ સમજો છો, વાસ્તવમાં એ સુખ જ નથી. ઋષિ અહીંયા આગળે આપણને આવું સમજાવ્યું છે. હવે અહીંયા આપણે એક બ્રેક લઈશું અને પછી આગળ.
આ લખાણ AI દ્વારા તૈયાર થયું છે. શંકા હોય ત્યાં મૂળ પ્રવચન સાંભળી ખાતરી કરવી.