ઉપનિષદ સિરીઝ · વિડિયો ૮૦
વિડિયો ૮૦
તો અહીંયા આપણને ઋષિએ બહુ સરસ માર્ગદર્શન આપેલું છે. શું કહે છે કે, "કોઈપણ કર્મની શરૂઆત કરો તો તમારે આ ત્રણ મંત્રોનું ઉચ્ચારણ કરવું જોઈએ." હવે, કોઈપણ કર્મ એટલે કે કાર્યને ભગવાન શ્રીકૃષ્ણએ શું કહ્યું હતું? તો કે, "એને યજ્ઞનું સ્વરૂપ આપો." યજ્ઞનું સ્વરૂપ આપવાથી કોઈપણ કાર્ય પવિત્ર બનવા માંડે અને એનું ફળ પાછું પ્રભુને અર્પણ કરી દો, તમારી પાસે રાખવાનું નહીં. તો કોઈપણ કાર્યની શરૂઆત કરતાં પહેલા તમે યજ્ઞ આરંભ કરો છો એવી રીતના કરીને શરૂઆત કરવાની અને પછી આ ત્રણ મંત્રોનું ઉચ્ચારણ કરવાનું. કયા ત્રણ મંત્રો કીધા? "અસતો મા સદગમય, તમસો મા જ્યોતિરગમય, મૃત્યોર મા અમૃતમ ગમય, ૐ શાંતિ." અને ત્યારબાદ જે તે કાર્ય કરો. એટલે અહીંયા આગળ આ બધું જ સ્પષ્ટ થઈ જાય છે.
અહીં ઉદઘાતાએ પોતાના માટે અન્નપોષક તત્વોનું બીજા સ્તોત્રોમાં ગાન કરવું જોઈએ કે ઉદગાતા પોતાના અથવા યજમાનના નિમિત્તે જે વસ્તુ કે ભોગની ઈચ્છા રાખે છે તેનું એ ઉદગાન કરે છે. આ પ્રાણ દર્શન સમસ્ત લોકોને પ્રાપ્ત કરવાનું સાધન છે. પ્રાણદર્શન, પ્રાણ જોવાનું. જે જ્ઞાની આ સામને એ રીતે જાણે છે એને ગમે તે પ્રાપ્ત કરવામાં ક્યારેય નિરાશા પ્રાપ્ત થતી નથી. ચોથા બ્રાહ્મણમાં આગળ વાત કરે છે, બધું બહુ ગૂઢ જે છે, આજ બધું ખુલી રહેલું છે. "પુરુષના રૂપમાં આ આત્મા પહેલા એકાકી હતો." આ આત્મા પહેલા એકલો જ હતો. ચારે બાજુ દ્રષ્ટિપાત કરતા એને પોતાથી અલગ કશું જ પ્રાપ્ત થયું નહીં કે, "જ્યાં છું ત્યાં બધે હું જ છું, હું ચૈતન્ય ઘન છું." બસ, એ જ એણે અનુભવ કર્યો. એટલે કે એને એવો અનુભવ થયો કે, "અહમ અસ્મિ," કે "હું જ છું." એટલા માટે એને અહમ સંજ્ઞક કહેવામાં આવ્યો.
એને કારણે અત્યારે પણ બોલવામાં આવતા વ્યક્તિ પહેલા પોતાને "અયમ અહમ" અર્થાત "એ હું જ છું" કહ્યા પછી પોતાનું બીજું નામ બતાવે. તો દરેકનું પહેલું નામ શું છે વાસ્તવમાં? ફર્સ્ટ નેમ "અહમ અસ્મિ." "અહમ અસ્મિ અમિત," "અહમ અસ્મિ માનવ," "અહમ અસ્મિ ઇન્દ્રજીત," "અહમ અસ્મિ દિવ્યાંગ." ફર્સ્ટ નેમ, સેકન્ડ નેમ, સરનેમ પાછી અલગ. તો આ એક પરંપરા હતી જ્યારે પણ પોતાનું નામ જણાવવાનું કે પરિચય આપવાનો વખત થતો તે વખતે. તો આ પરંપરાથી આવી રીતના ચાલ્યું આવે. "તમે કોણ?" તો કે, "હું અમિત." પહેલા "હું" આવશે અને પછી "અમિત." બહુ જ ઓછા લોકો એવા હશે કે સીધા એમ કે, "તમે કોણ?" તો કે, "અમિત." એવું બોલનાર બહુ જ ઓછા હશે, સમજો. તો એ રીતે "એ હું જ છું" એમ કહ્યા પછી પોતાનું બીજું નામ બતાવે છે.
એટલે એ જે આત્મા ઓરિજિનલ જેને કહેવાય, જેને આપણે પ્રજાપતિ કહીએ, એણે સમસ્ત પાપોને બાળી નાખ્યા હતા. એટલા માટે એને પુરુષ કહેવામાં આવે છે. પુરુષ, મહાપુરુષ. એ રીતે આ પુરુષ આત્માને જાણે છે અને એનાથી આત્માથી પોતાને શ્રેષ્ઠ સિદ્ધ કરવાનો પ્રયત્ન કરનારાઓને ભસ્મીભૂત કરી નાખે છે. આત્માથી શ્રેષ્ઠ કઈ હોય ખરું? ના. તો આત્માથી શ્રેષ્ઠ થવાનું કઈ પણ વૃત્તિઓ ઉત્પન્ન થનારી જે આસુરી બાબતો જે કઈ પણ છે, એ બધાને ભસ્મીભૂત કરી નાખે. તો એ પૌરુષત્વ છે પુરુષનું. પુરુષ એના વિશે આગળ કહું કે, "પુર એટલે પ્રથમ, પ્રથમે ઉષ એટલે કે દાહે." એટલે પહેલેથી જ ભસ્મ કરી નાખે છે તેને પુરુષ કહેવાય. વૃત્તિઓને ઉઠવા જ ના દે. અસુરોની પાસે ટકી જ ના શકે. કોઈપણ પ્રકાર, કોઈ તૃષ્ણાઓ, કોઈ આશાઓ, કોઈ સંકલ્પો, કોઈ વિકલ્પો, કશું જ નહીં. એ બધાને પહેલેથી જ ખતમ કરતા નાખે ત્યારે એને પુરુષ કહેવામાં આવે.
એટલે પેલા રાબિયા નૂરે ક્યારે કહેવું પડ્યું હતું ને કે, "અહીં તો મને કોઈ પુરુષ તો દેખાતો નથી, બધી સ્ત્રીઓ જ દેખાય." સ્ત્રીઓ કેમ દેખાય એને? તો એનું કારણ એ હતું કે જે કોઈ જુઓ એ બધા મોહનીય કર્મોમાં જ ખૂપેલા હતા, ડૂબાડૂબ. મોહનીય કર્મો કોને આકર્ષે? સૌથી વધારે કોની પર આક્રમણ કરે? સ્ત્રીઓ પર. તો જેનામાં પણ મોહનીય કર્મો અથવા મોહનીય તત્વ વધારે પ્રમાણમાં જો મોજૂદ હોય તો એ બધી સ્ત્રીઓ જ કહેવાય, કોઈ પુરુષ છે જ નહીં એમ. એટલા માટે એને કહ્યું હતું કે, "પુરુષ તો એક જ છે, પુરુષોત્તમ છે, એ જ પુરુષ છે, બાકી કોઈ પુરુષ નથી." એવું એને કહેલું. અને કેટલું સાચું હતું એ જુઓ તો! કોઈ વસ્તુનો મોહ નહીં, કશાની ચાહ નહીં. "હું આમ કરી નાખું, તેમ બોલી નાખું, આવું લખી નાખું, આવું શું નાઈ દવું બધાને, આમ કરી નાખવું." કશું ના હોય એનામાં, એ પુરુષ.
કશું ઉભરાતું ના હોય, કશું છલકતું ના હોય, ખાલી આનંદ છલકતો હોય, બીજું કાઈ ન હોય. જ્ઞાન એટલું બધું સ્થિર શાંત હોય અને બસ આમ આંતરિક પ્રસન્નતા, એટલી બધી આંતરિક પ્રસન્નતા.
તો એવું કહેવામાં આવે છે કે જો તમે આંતરિક વૈરાગ્ય આવી રીતના વિતરાગતા, વૈરાગ્ય એટલે ચોંટી ના જાય એવું. કાલે આપણે વાત કરતા હતા ને, નોનસ્ટિક. એવા જો બની ગયા અંદરથી, બહારથી, ચારે કોરથી. ચારે કોરથી આપણે ત્યાં કોર શબ્દ વાપરતા હતા. અંગ્રેજો કોર શબ્દ ચોરી ગયા, C.O.R.E. અને એને સેન્ટર બનાવી દીધું. આપણે તો ચારે કોરથી એમ બોલતા હતા. તો પહેલેથી જ વિકારો અને પાપોને બાળી નાખનાર હોય એટલા માટે એને પુરુષ કહેતા હતા. પુરુષ કેવડાવનારમાં વિકારોને બાળી નાખનાર પુરુષો છે. પૌરુષ હોવું જ જોઈએ. શાસ્ત્ર આવું કહે છે. દરેક પોત પોતાનું જોઈ લેવજો ભાઈ. એટલે કહેવાનો એ મતલબ એ નથી કે જે સ્ત્રી દેહમાં છે તે પુરુષ નથી અથવા પૌરુષત્વ પામી શકતા નથી. તમે ઘણી વિરાંગનાઓ જોઈ છે, ઘણી સતીઓ જોઈ છે. એ બધી કેવી હતી? પૌરુષ હતી, પૌરુષવાન હતી એમ સમજવું અહીંયા આગળ બહુ જરૂરી છે.
જૂના જમાનાની સતીઓ, રાણી લક્ષ્મીબાઈ, અહલ્યાબાઈ, બધા છે ને, પદ્માવતી રાણી, બધા કેવા બધા હતા જે એક સમયને આજે પણ આ બધા મોજૂદ છે અલગ અલગ જગ્યાએ બધા. તો એવું જે તત્વ જેની અંદર મોજૂદ હોય કે જે પાપને પહેલાને જ ભસ્મીભૂત જ કરી નાખે તેને પુરુષ કહેવામાં આવે. તદઉપરાંત એ પહેલા ભયભીત થઈ ગયો.
માટે, જ્યારે એકલો પુરુષ ભયભીત થાય છે, ત્યારે એ પુરુષે ચિંતન કર્યું કે, "જ્યારે મારા સિવાય બીજું કંઈ છે જ નહીં, તો હું કોનાથી અને શા માટે ડરું?" અહીંયા આપણને સંકેત આપે છે કે, જાણી લો, જો તમને ડર અને ભય લાગતો હોય, તો સમજી જાવ કે તમારા સિવાય બીજું કાંઈ છે નહીં અને તમે કોણ છો એ ખોળી કાઢો. એક વખત ત્યાં પહોંચી ગયા પછી તમને કોઈ ભય લાગવાનો નથી. તમે સદેવ નિર્ભય રહી શકશો. કશાનો ભય નહીં: મૃત્યુનો પણ નહીં, અપમાનનો પણ નહીં, કશું ખોવાવાનો પણ નહીં, કશું ચાલી જશે તેનો પણ નહીં.
કેટલાય પુરુષો અત્યારે ભયભીત છે કે એમને સ્ત્રીઓ કદાચ જો ભાગી જશે તો, ચાલી જશે તો, છૂટાછેડા લઈ લેશે તો. બે મા-બાપોને ડર છે સંતાનો એમને છોડીને જતા રહેશે તો. બધા જાતજાતના ડર: નોકરીમાંથી મને કાઢી મુકશે તો, ધંધામાં નુકસાન થઈ જશે તો. ડર, ભય! તો એ તો જેવું ઉત્પન્ન થાય એટલે તરત પહેલા જ એને ખતમ કરી નાખો. એમ કહે છે અહીંયા આગળ કે તમારા સિવાય કશું છે નહીં. બસ, તમે એવા નિર્ભય થઈને એની પર તૂટી પડો અને શા માટે એને કોઈનાથી ડરો? એટલે એવું ચિંતન કરવા માત્રથી તમારો ભય દૂર થઈ જશે, કારણ કે ભય તો બીજાઓથી થાય છે. અહીં બીજું કોઈ છે જ નહીં, કેવળ બ્રહ્મ છે. બ્રહ્મથી બીક લાગે? બ્રહ્મની બીક લાગે જ નથી લાગતી. તો સારું કહેવાય, પુરુષત્વ આવી જશે. એકલા હોવાથી તો એના ભયનું કોઈ કારણ રહેતું જ નથી. એકાકી હોવાને કારણે પછી શું થયું કે એનું મન લાગ્યું નહીં.
એટલે એકાકી પુરુષનું મન હજી પણ લાગતું નથી. એટલે એને બીજાની ઈચ્છા થઈ, "કોક બીજું હોય તો ઠીક રહે." એમ એટલે પુરુષ અને સ્ત્રી એમ બે એક થવા દઈ એક આકાર કર્યો. એટલે પુરુષ એટલા જ આકારનો બની ગયો અને એને પોતાના શરીરને સ્ત્રી અને પુરુષ એમ બે ભાગમાં વિભક્ત કરી દીધો. એક ભાગની અંદર એણે મોહ પેદા કર્યો, "બીજું કોક હોય તો સારું." આ મોહની શરૂઆત થઈ, સમજાયું?
અને ભક્ત સત્સંગી જે છે, જે સદાય બ્રહ્મ લઈને રહેનારો છે, તેને બીજો જોઈતો જ નથી. કોઈ બીજો છે જ નહીં. જે કાંઈ છે એ બધું એક જ છે અને હું જ છું. એક રસ છે, એક રૂપ છે. બીજું કોઈ રૂપ પણ નથી. નિરાકાર એક જ રૂપ. બધા રૂપ એની અંદર ઓગળી ગયા પછી જે બાકી રહી ગયેલું છે તે હું છું. આ એની અંદર સ્પષ્ટ થઈ ચૂક્યું છે. એની સમજણની અંદર આવી ગયું છે. એના એક એક એની અંદર વસી ગયેલું છે, રોમ રોમની અંદર આ જ્ઞાન. આટલું જ્ઞાન, બસ બીજું નહીં. તો અહીંયા આગળ આ પુરુષે પહેલા શું કર્યું? તો કે, "બીજું હોય તો સારું" કરીને મોહ પેદા કર્યો. હવે એને પોતાના દેહના બે ભાગ કર્યા. એટલે એક પુરુષ ભાગ, એક સ્ત્રી ભાગ થયો અને સ્ત્રી ભાગની અંદર વધારે મોહનીય તત્વો ભરાયું. હવે જેમ બંને ભાગ પરસ્પર પતિ-પત્ની બન્યા.
અને ઋષિ યાજ્ઞવલ્ક્ય અહીં કહે છે કે આના કારણે જ આ કાયા અર્ધભૃગળ એટલે કે દ્વિદળ અન્નનું એક દળ સમાન છે. તેથી આકાશ પુરુષનો બાકીનો ભાગ સ્ત્રીત્વથી પૂર્ણ થાય છે. પુરુષ અને સ્ત્રીના મળવાથી જ મનુષ્યોની ઉત્પત્તિ થાય. તો અહીંયા શિવજીના અર્ધનારેશ્વર નશ્વરની ધારણા સ્પષ્ટ કરવામાં આવી છે. પ્રથમ ચરણમાં પુરુષ અને પ્રકૃતિના પ્રગટીકરણની ઘટના ગર્ભથી શિશુ જન્મની જેમ બનેલી નથી. ઓરિજિન દાળ અથવા છીપ પાકી ગયાથી એના બંને દળ ખુલી જવાથી સમાન જ આ સૃષ્ટિ પ્રક્રિયા સંપન્ન થઈ હતી. ઓરિજિનલી બ્રહ્મથી પુરુષ અને પુરુષ પાછો જે હતો તે એકલો હતો. હવે બરાબર એને પાછો ભાવ કર્યો કે બે થઈ ગયો. એટલે પછી બે ભાગ થઈ ગયા. બસ આટલી જ વાત. એટલે પુરુષ અને પ્રકૃતિ એટલે કે મહાદેવથી શિવ અને શક્તિ બે પ્રગટ થઈ ગયા. એ પ્રજાપતિ જેને કહો છો તે જ મહાદેવ.
એટલે પ્રજાપતિથી બ્રહ્મા અને સાવિત્રીનું પ્રાગટ્ય આ રીતે પછી થયું.
હવે એ સ્ત્રીએ વિચાર્યું પાછું કે, "પોતાના શરીરથી મને પ્રગટ કરીને આ પુરુષ મારો સંપર્ક કેમ કરે છે? સારું તો એ છે કે એનાથી બચવા માટે હું છુપાઈ જાવ." એટલે એને ગાયનું સ્વરૂપ ધારણ કર્યું. આ સિમિલી છે. ત્યારે એ પુરુષ આખલો બની ગયો, વૃષભ. આમ આમ બધું બનતા ગયા એમ એ કહેવા માંગે. જેથી કરીને ગાયો અને બળદોની ઉત્પત્તિ થઈ. તે ઉપરાંત એણે ઘોડીનું રૂપ ધારણ કરી લીધું. ત્યારે પુરુષ ઘોડો બની ગયો. પેલી જે સ્વરૂપ બદલે એ સ્વરૂપ આ થાય ને પછી એ આગળ ચાલતું ગયું. એવી રીતે ગધેડી બની ગઈ તો પુરુષ ગધેડો બની ગયો. એનાથી એક ખરીવાળા પશુઓનો પ્રાદુર્ભાવ થયો. ત્યારબાદ એ બકરી બની ગઈ તો પુરુષ બકરો બની ગયો. જ્યારે ઘેટી બની ગઈ તો એ ઘેટો બની ગયો. આવી રીતે બકરી અને ઘેટાની પણ એ જમાનામાં ઉત્પત્તિ થઈ. આવી રીતે કીડી સુધીના તમામ જોડા સાથેની મૈથુનોની રચના સંપન્ન થઈ.
પછી ઋષિ અહીંયા બહુ સ્પષ્ટતાથી આ તથ્ય પ્રગટ કરે છે કે વિકાસવાદ મુજબ અમીબાથી ધીરે ધીરે વિભિન્ન પ્રજાતિઓના પ્રાણીઓના વિકાસની કલ્પના ઉચિત નથી. પ્રથમ ચરણમાં આવશ્યકતા અનુસાર જે જે રૂપમાં પ્રકૃતિ પોતાના સંકલ્પમાં ઢાળતી ગઈ એ મુજબ જ એનો પૂરક પુરુષ પણ તૈયાર થતો ગયો, સંકલ્પ શક્તિથી બનતો ગયો. અને ત્યારબાદ પછી મૈથુનની સૃષ્ટિનો પ્રારંભ થયો. ત્યાં સુધી મૈથુનની સૃષ્ટિ નહોતી. બસ, જોવા માત્રથી, સંકલ્પ માત્રથી એમ થઈ જતું હતું અને સંતાનોની ઉત્પત્તિ પણ થતી હતી. પણ હવે આ બહુ દૂરની વાત થઈ ગઈ. પુરુષો આ એક જ મૈથુનમાં જાણે કે સ્ત્રીઓ સાથે રચ્યાપચ્યા રહેવા માંડે અને આ બધી અત્યારે આ જો કેટલી ભરાઈ ગયું છે. હજી તો ઊભા રહેવાની જગ્યા નહીં થાય એટલું બધું ભરાશે. પછી આગળની જે કંઈ રચનામાં હશે તે બધું થશે. તો આ રચના કરે. પછી પ્રજાપતિ રૂપી પુરુષને જ્ઞાન થયું કે, "મેં બધાની રચના કરી છે, એટલા માટે હું જ સૃષ્ટિ છું." એ રીતે સૃષ્ટિ નામથી યુક્ત બન્યા.
સૃષ્ટિને આવી રીતે જાણનાર વ્યક્તિ સૃષ્ટિમાં પ્રસિદ્ધિ મેળવે છે. આ ઉપરાંત પ્રજાપતિએ મંથન કર્યું તો એમણે મુખયોપી.
યોનિ ઉત્પત્તિ સ્થળ છે અને બંને હાથો વડે મંથન કરીને અગ્નિને પ્રગટ કર્યો. હાથ અને મોહ એમ બંનેમાં અંદરની બાજુએ રોમ કે વાળ હોતા નથી. યોનિમાં પણ અંદર રોમ હોતા નથી. તેથી જે યાજ્ઞિક જન એક-એક દેવતા, અગ્નિ, ઇન્દ્ર વગેરે માટે યજન કરવા માટે કહે છે, તેઓ એ તથ્યને જાણતા નથી કે બધા જ દેવતા એક જ પરમેશ્વરમાં સમાયેલા છે અને એ એક જ પરમેશ્વરે સૃષ્ટિની રચના કરેલી છે. જે પણ દ્રવ્ય પદાર્થ છે, દ્રવ્ય પદાર્થ એ વીર્યથી ઉત્પન્ન થયેલ છે. સોમ છે, જે કંઈ દ્રવ્ય પદાર્થ છે, અવશ સોમ જ અગ્નિ, અન્ન અને અન્ન વગેરેનો ઉપભોગ કરનારો છે.
પરબ્રહ્મની આ મહાન રચના છે. આ બ્રહ્માની મહાન સૃષ્ટિ અતિસૃષ્ટિ જ છે કે એમને અમરત્વ પ્રાપ્ત કરવા માટે દેવતાઓનું સર્જન કરેલું છે. જાતે અમરત્વ થઈને, મનુષ્ય બનીને અમૃતોનું નિર્માણ કર્યું. એટલા માટે એને અતિસૃષ્ટિ કહેવામાં આવે છે. પુરુષ બનીને એમણે કર્યું. જે આ સૃષ્ટિને આવી રીતે જાણે છે, તે આની એટલે કે પરબ્રહ્મની અતિસૃષ્ટિમાં પણ પ્રસિદ્ધ થઈ જાય છે.
હવે, પહેલી જે સૃષ્ટિ એને બનાવી, તો એની શરૂઆતમાં આ એ જે જગત હતું એ કેવું હતું? નામરહિત હતું, એમાં કોઈ નામ નહોતું. ત્યારબાદ એ નામ અને રૂપથી યુક્ત થઈને પ્રગટ થયું. એટલા માટે કોઈપણ વસ્તુ હજુ પણ આ નામ અને રૂપથી યુક્ત છે એ પ્રમાણે ઓળખાય છે. દરેકે દરેક વસ્તુઓ પછી એ આત્મા આ શરીરમાં નખના આગળના ભાગથી માંડીને એવી રીતે પ્રવેશેલ છે કે જે રીતે અસ્ત્રાનું પાનું લાકડાની અંદર પ્રવેશેલું રહે છે. એવી રીતે આત્મા અંદર પ્રવેશેલો છે અને અગ્નિ પોતાની આશ્રય વેદી અથવા લાકડામાં રહે છે, પરંતુ એને પ્રત્યક્ષ જોવું કોઈના માટે પણ સંભવ નથી.
એ આત્મા અપૂર્ણ છે. પ્રાણ પ્રક્રિયા શ્વાસ-પ્રશ્વાસને કારણે એને "પ્રાણ" બોલવાને કારણે, વાણી જોવાને કારણે "ચક્ષુ", સાંભળવાને કારણે "સ્તોત્ર" અને મનન કરવાને કારણે એને "મન" કહેવામાં આવે છે. આ બધી સંજ્ઞાઓ છે એને એના ભિન્ન ભિન્ન કર્મ અનુસાર પ્રદાન કરવામાં આવેલી છે અને આપણે ચક્ષુ કહેતા નથી. જેથી જે વ્યક્તિ એમાં અલગ અલગની ઉપાસના કરે છે, એના વાસ્તવિક સ્વરૂપને જાણતો નથી, કારણ કે આ બધાય ગુણો એ એકમાં જ એકત્ર થઈ જાય છે.
આ આત્મા બધાને પ્રાપ્ત કરવા યોગ્ય છે, કારણ કે એને મેળવી લીધાથી, જાણી લેવાથી સંપૂર્ણ વિશ્વને જાણી શકાય છે. જે રીતે પદચિન્હો દ્વારા, પગલાના નિશાનથી ખોવાયેલા પશુઓને શોધી કાઢવામાં આવે છે, એવી જ રીતે વ્યક્તિ આત્માને જાણીને તેના સૂત્રો દ્વારા સંપૂર્ણ વિશ્વને જાણી લે છે. આ તથ્યને આ રીતે જાણનાર કીર્તિલાભ પ્રાપ્ત કરે છે. આ રીતે આ એટલે કે આત્મા પુત્રથી પણ વધારે પ્રિય છે, સંપત્તિથી પણ વધારે પ્રિય છે અને બીજા બધા કરતાં પણ વધારે પ્રિય છે. શરીરની અંદર રહેલા આત્માથી અલગ વસ્તુને અગર કોઈ વધારે પ્રિય સમજે છે, તો જાણે એ પોતાના અંતરાત્માને ખોઈ નાખે છે. સમજાય? કોઈપણ વસ્તુને જો તમે વધુ પ્રાધાન્ય આપો છો, તો તમે તમારો આત્માને ભૂલી જાવ છો, ખોઈ નાખો છો. અત્યારે શું થયું? આત્માને કોઈ જાણતું જ નથી, કારણ કે બધાય કેટલી વસ્તુઓને પ્રાધાન્ય આપી બેઠા છે.
એટલે બધા આત્મા ગુમાવી બેસે છે.
આવી રીતના જ્યારે કોઈ મોહ પામે છે, ત્યારે એને પ્રાપ્ત કરવાનો ખૂબ જે પુરુષાર્થ એ આદરે છે, તે પુરુષાર્થની અંદર એ પોતાના આત્માને ભૂલી જાય છે. તે ક્ષણે કે જેના કારણે મારું અસ્તિત્વ છે, તેને જ હું ભૂલી જઉં છું. દ્રોહ થઈ ગયો ને? આ પહેલું પાપ છે. જે સાધક આત્મતત્વને સૌથી વધારે પ્રિય સમજીને તેની ઉપાસના કરે છે, એ ક્યારેય મરતો નથી, અમર થઈ જાય છે. અમરતાનો રસ્તો બતાવી દીધો છે કે બસ આત્માને પ્રેમ કરો, બીજા કોઈને નહીં. એટલે કે નામરૂપ છોડી દો. પછી જે બાકી રહી ગયું છે તે બધું તે તે જ છે, તે તે છે એમ કર રાખવો અને પછી બસ બેસો.
તો જિજ્ઞાસુ બ્રાહ્મણો દ્વારા કહેવામાં આવેલ છે કે બ્રહ્મવિદ્યાના માધ્યમથી અમો સર્વ કંઈ બની જઈશું, અર્થાત અમોને બધું જ મળી જશે. તો આ તથ્યનો આધાર શું છે કે તમે આત્મા બની ગયા એટલે બસ તમને બધું ઉપલબ્ધ જ છે. પછી બધું જે કંઈ છે તે શું? હજુ સુધી એ બ્રહ્મવિદ્યાને કોઈએ સારી રીતે જાણી લીધી છે કે જેના દ્વારા એને સર્વ કંઈ બધું પ્રાપ્ત થયું છે? આ પ્રશ્ન પૂછે છે ઋષિ. ત્યારે જવાબ આપે છે કે સર્વપ્રથમ માત્ર બ્રહ્મ જ હતું. એ જાણીને કે "હું બ્રહ્મ છું," એ સર્વરૂપ બની ગયું. તો સર્વરૂપ જે છે તે શું છે? કેવળ બ્રહ્મ જ છે. દેવતાઓમાંથી પણ જેણે જેણે એ બ્રહ્મને જાણ્યા, એ બધા પણ બ્રહ્મરૂપ બની ગયા. આ રીતે માનવો અને ઋષિઓમાંથી પણ જેણે જેણે એનું જ્ઞાન મેળવી લીધું, આજ દિન સુધીને એ બધા જ પણ બ્રહ્મરૂપ, બ્રહ્મ સ્વરૂપ થઈ ગયા.
ઋષિ વામદેવે કહ્યું કે એને જાણીને "હું મનુ અને સૂર્ય બની ગયો." વામદેવ આ સમયે પણ જે એમ માને છે કે "હું બ્રહ્મ છું," જો અહીંયા શાસ્ત્ર કહે છે આપણને આ, આ બહુ જેને કહેવાય ગોલ્ડન રૂલ જેને કહેવાય કે એનાથી પણ ઉપરની બાબતો બધી એને સમજી જવાની કે આ સમયે પણ, આ સમયે પણ જે એમ માને છે કે "હું બ્રહ્મ છું," એ સર્વરૂપ બની જાય. અહીં બેઠા બેઠા તમે જાણી લો કે હું બ્રહ્મ છું અને બસ તમે સર્વરૂપ થઈ ગયા. પછી દરેક જે કંઈ નામરૂપો છે, એ બધા તમારા જ થઈ ગયા છે. એવી રીતે તમે બધાને જીતી લો છો, સમસ્ત સૃષ્ટિને. તો આવી રીતે ચક્રવર્તીપણું મેળવતા, બધા ચક્રવર્તીપણું એ ચક્ર બ્રહ્મચક્ર એવું ફરે કે એનું પછી કોઈ સામનો કરી શકે નહીં. એટલે કીધું કે સર્વરૂપ બની જાય છે અને એને હરાવવા માટે દેવતાઓ પણ સમર્થ થતા નથી, કારણ કે એમનું જ આત્મસ્વરૂપ થઈ જાય.
જે પોતાનામાં અને બીજાનામાં ભેદ જુએ છે, એ પશુ સમાન થઈ જાય છે. હવે ક્યાં વાત રહી? કોને માણસ કહીશું? હવે બોલો, "તું જુદો અને હું જુદો," તો બધી ક્યાં રહ્યું? એટલે હું અને તું.
ભેદ સમાપ્ત થઈ જાય અને જે પછી નક્કી કરે છે કે "હું બ્રહ્મ છું," એટલે અલગ અલગ રીતે કહેવામાં આવ્યું: "અહમ બ્રહ્માસ્મિ," "તત્વમસિ" (તું તે છે), અને "હું પણ બ્રહ્મ છું." પહેલા જ કહ્યું અને પછી ત્યાં કહ્યું કે તું તે. પછી "પ્રજ્ઞાનં બ્રહ્મ" કહી દીધું. જે કાંઈ છે તે બધું જ્ઞાન, જે છે બધું આના વિશેનું, આ બધું આ જ્ઞાન છે તે બ્રહ્મ છે. શું? "સર્વં ખલુ ઇદં બ્રહ્મ." તો બધું જ જે કાંઈ છે એ બ્રહ્મ છે. આ છેલ્લામાં છેલ્લું અંતિમ જ્ઞાન છે. બસ, આ ચાર મહાવાક્યોની અંદર આટલું બધું મૂકી દીધું. એનું ચિંતન કરતાં કરતાં જો જીવન સમાપ્ત થઈ જાય તો યથાર્થ છે એવું ઋષિમુનિઓ કહે છે. બીજું કોઈ ચિંતન કરવાની જરૂરત જ નથી. "ડોન્ટ વેસ્ટ યોર માઈન્ડ ઓન ટ્રિવિયલ મેટર્સ." બધું પ્રાપ્ત જ છે. પછી જો તમે બ્રહ્મ સ્વરૂપ બની ગયા છો, તમારે કશું કરવાનું નથી.
પ્રકૃતિ અમારા માટે કામ કરશે. બ્રહ્મ તમે છો, આ જ્ઞાન છે, તો બ્રહ્મ સ્વરૂપ બની ગયા.
હવે આ સમયે પણ જે એમ માને છે કે "હું બ્રહ્મ છું," તે સર્વરૂપ બની જાય છે. તેને હરાવવા માટે દેવતાઓ પણ સમર્થ થતા નથી. પણ જે લોકો ભેદ જુએ છે પોતાનામાં અને બીજાના આમાં, તે લોકો પશુ સમાન થઈ જાય છે. એટલે દાદા કહેતા હતા એ વાત આવી ગઈ: "૩૨ માર્કે ગધેડો, ૩૩ માર્કે માણસ બન્યો." એક માર્ક વધારાનો મળ્યો એટલે બોડી બની ગયું એનું માણસનું. બસ, એટલો જ ફરક છે, બાકી સેમ મટીરિયલ છે. હજી એનામાં કોઈ ફેર આવ્યો નથી. દાદા આના માટે કહે છે અને ઘણી જગ્યાએ કહ્યું છે પાછું. આ આની આ જ વસ્તુ તમે યોગ વશિષ્ઠમાં જોશો, ગીતામાં જોશો, બધે તમને આ બાબત મળશે કે મનુષ્ય જો પોતાનું દેવત્વ કે પોતાનું બ્રહ્મત્વ ગુમાવે છે, તો પછી એ શું છે? "મનુષ્ય રૂપેણ મૃગાશ્ચરંતિ." અમારા મધર બહુ બોલતા, "શું કે? મનુષ્ય રૂપેણ મૃગાશ્ચરંતિ." મનુષ્ય રૂપે આ બધા મૃગ ફરે છે એમ કહે છે.
એવું મૃગ એટલે પશુઓ. બસ.
તો જે રીતે વિભિન્ન પશુ મનુષ્યને પોષણ આપે છે, તેવી રીતે દેવોને પણ પશુ સમાન મનુષ્ય અનેક દેવતાઓને પોષિત કરે છે. પછી આ મનુષ્યો જે છે તે પશુ સમાન જે બનેલા છે, એ બધા અલગ અલગ દેવો, દેવી-દેવતાઓ બધાની ઉપાસના કર્યા કરે. એટલે પેલા દેવી-દેવતાઓ પછી એમને બધું પ્રદાન કરે છે. એ લોકો અમુક ટાઈમે આપે ને અમુક ટાઈમે ના આપે, પણ પેલા એમ જ ગૂંચવાયેલા રહેશે કે આજે આપશે ને કાલે આપશે કરીને. એમ કરતાં કરતાં કરતાં બધા દેવી-દેવતાઓની પૂજામાં એટલા બધા મશગૂલ રહ્યા કરે, કારણ કે એમને બધું જોઈએ છે કોના પાસેથી? દેવો પાસેથી જોઈએ છે. એક મોટામાં મોટો રસ્તો છે કે તમે બ્રહ્મ સ્વરૂપ બની જાવ અને બધું તમને સ્વયં પ્રાપ્ત થાય. અને એક રસ્તો આ છે સંસારની અંદર કે તમે દેવી-દેવતાઓની પૂજા કર્યા જ કરો અલગ અલગ નામ-રૂપની અંદર. તો એ દેવી-દેવતાઓ માટે જે તે વ્યક્તિ તો પશુ સમાન છે કે એને પોષે છે.
જેમ ગાયનું દૂધ પીને માણસ જીવતો રહે, એવી રીતના આ પશુઓ જે કાંઈ એને ઓફરિંગ આપે છે, તેના વડે એ દેવતાઓ પોતે મજબૂત બને છે અને એમાંથી કંઈક થોડુંક કાપે, જે પહેલાની પહોંચ બહારનું છે એવું એને થોડુંક કાપે. ચાલ્યા કરે એમનો વ્યવહાર. પછી આવી રીતે પણ, પછી એદે એ દેવ દેવી દેવતાનું પૂજન તમને બ્રહ્મ ભણી વળવા જ નહીં દે. એ જે સ્વતંત્ર બુદ્ધિ ઉત્પન્ન થવી જ હોય તે થવા જ નહીં દે, કારણ કે જે કાંઈ પ્રાપ્ત કર્યું છે હવે તમે તે કેવું છે? દેવતાઓ દ્વારા તમને અપાયેલું. એટલે એવી બુદ્ધિવાળાને સ્વતંત્ર બ્રહ્મ બુદ્ધિ ઉત્પન્ન થતી જ નથી. એટલે ક્યારેય એ લોકો બ્રહ્મ તરફ વળવાના જ નથી. આ મોટામાં મોટી કરુણા અહીંયા આગળ થઈ જાય છે. બધા બસ મશગૂલ રહે છે દેવી-દેવતાઓના પૂજનમાં અને જે કાંઈ જોઈએ છે સાંસારિક બધા લાભો, તે બધા પ્રાપ્ત કર્યા કરશે.
બધા બ્રહ્મને ભૂલી ગયા અને પડતા જ ગયા પાછા નીચે.
તો આ બધા અલગ અલગ સ્વરૂપોની અંદર બધા પછી ફર્યા કરે. ચોર્યાસી લાખ યોનિ જે કહી છે, ફર્યા કરે. ક્યારે પાછો ફરી માણસ બનશે કોઈ નક્કી નથી. કુદરત નક્કી કરે છે ને? એમાં તો કર્મોનો હિસાબ છે, ફળ છે, બધું છે. એ પ્રમાણે એને મળ્યા કરશે. એક પશુનું અપહરણ થઈ જાય તો ખરાબ લાગે માણસને. તો અગર અનેક પશુઓનું અપહરણ થાય તો એનાથી એ વધારે ખરાબ લાગે. એટલે દેવગણ એવું ઈચ્છતા જ નથી કે મનુષ્ય સંપૂર્ણ બ્રહ્મજ્ઞાનને પ્રાપ્ત કરી લે. કારણ કે એમને તો એમનું ગાયોનું ધન જેમ ખોવાઈ ગયું, એમ બધા મનુષ્યો જો બ્રહ્મ બની જશે તો શું થશે? બધા મનુષ્યો બ્રહ્મ સ્વરૂપ પ્રાપ્ત કરી લેશે તો એમનું શું? એ બસ એમને ડર છે. દેવોને કમાવવા દરેક પોતાના વાડામાં રાખવા માંગે છે ને? મનુષ્યોએ પણ પોતાના વાડા કર્યા છે. એણે પાછા બીજા મનુષ્યોને ગુલામ કર્યા અલગ અલગ રીતે.
આખું ઇકોનોમિક્સ એની ઉપર ઊભું છે. આખેઆખું ઇકોનોમિક્સ બીજાનો ગેરલાભ કેમ લેવો અને સિસ્ટેમેટિક સ્ટ્રક્ચર ફોર્મની અંદર પાછું.
ઋષિનું આ કથન ઘણું રહસ્યાત્મક છે. દેવતા મનુષ્ય દેહમાં વિભિન્ન ઇન્દ્રિયો, અંગ, અવયવોના અધિષ્ઠાતા બનીને રહેલા છે. આ દેવો આત્મચેતના જ્યારે જ્યારે પણ પરમાત્મ તત્વ તરફ ઉન્મુખ બનવા લાગે છે, ત્યારે ઇન્દ્રિયો પોતે ભોગની ઈચ્છાઓથી તેનું આકર્ષણ દૂર થવા લાગે. એટલે તમે આમ બેઠા હોય "અહમ બ્રહ્માસ્મિ" અને પછી આમ સુગંધ આવે એટલે એ બાજુ આમ નાખ અને એના દ્વારા મન, એટલે પેલું ચિત્ત ત્યાં આગળ જાય. બેઠા છો તમે બ્રહ્મનો વિચાર કરવા અને પેલું પહોંચી ગયું ત્યાં આગળ પાંચ માઈલ દૂર. એક વિચાર આવ્યો ને માણસ અરકનસાસ પહોંચી જાય ચિંતનમાં. એ નથી કેટલો દૂર થતો જાય? તો આવી રીતે મનુષ્યની ઇન્દ્રિયો જે છે તે જ એની અંદર વિઘ્ન નાખશે એમ કહે છે. તે વખતે જ્યારે પોતે સંપૂર્ણપણે આમ સ્થિર થઈને બ્રહ્મ ચેતનાની અંદર એકરૂપ થવાનો જેવો પ્રયત્ન શરૂ કરશે, એટલે બધી ઇન્દ્રિયો ડખાપખા ચાલુ કરી દેશે.
આંખમાં કંઈક થશે, નાકમાં કંઈક થશે, કંઈક ચોંટશે, કશુંક.
થશે, કાનમાં કંઈક અવાજ આવી જશે, કશુંક થશે, પણ પેલું એક તાર થવા નહીં દે. પાંચ ઇન્દ્રિયોને, પાંચ કર્મેન્દ્રિયોને, પાંચ જ્ઞાનેન્દ્રિયોને, અગિયારમું મન. અગિયારે અગિયાર તોફાન મચાવે. બરાબર? બધા એકબીજા સાથે મળેલા મેલાપીપણાથી એવું કાવતરું કરે કે બ્રહ્મ સુધી પહોંચવા જ ના દે. પાંચ મિનિટ બેસવાનો પ્રયત્ન કરો, નહીં થાય. જો તમે અગાઉ પ્રયત્ન નથી કરેલા, ખેંચી જ જશે. બસ, બેઠા છો શાંતિથી. બાજુમાં એક સરસ મજાની કોલર ટ્યુન વાગે એટલે ત્યાં, ત્યાં મોટો ધડાકો થયો એટલે સીધું ત્યાં કે, "કોક બે વાહનો અથડાઈ ગયા લાગે છે. કોક મરી ગયું હશે, આમ હશે, તેમ હશે." અલા ભાઈ, તું ઉત્પાદના કર, શાંતિથી બેસ. તું અત્યારે બ્રહ્મમાં બેઠો. તું અહીં બેઠા બેઠા બસ બ્રહ્મચેતનામાં સ્થિર થા. બાકી એની વ્યવસ્થા જે કંઈ હશે, કુદરતે ગોઠવેલી છે, એ થઈ જશે.
"ના ના, પણ મદદ તો કરવી જોઈએ ને!" કરીને દોડશે ત્યાં આગાડી હાફડો ફાફડો. ધડાકો પેલાને પૂછે, "ભાઈ, તને વાગ્યું? કઈ હોસ્પિટલ લઈ જઉં? આમ કરું, તેમ કરું?" પાછો બીજાની જોડે ઊભો રહીને વાતો કર્યા કરશે કે, "ત્યાં આવું થયું. પછી મેં તો આમ સાંભળ્યું એટલે હું તરત દોડ્યો. પછી ગાડી કાઢી, પેલા ઘાયલને અંદર નાખ્યો. બીજા હતા તે પછી પેલી ફોન કરી એમ્બ્યુલન્સ બોલાઈ, 108 માં બાકીનાને મૂક્યા. બે જણને ત્યાં રાખ્યા ને પછી હું આમ વ્યવસ્થા કરીને તેમ કરીને." બસ, એમાંને એમાં તે બ્રહ્મ ગયું પછી એ દાડે. અને રોજ આવું કંઈક થઈ રહ્યું છે અને તમે રોજ બ્રહ્મને ગુમાવતા જાવ છો. અને કાળ તો અત્યારે આમ નજીકના નજીક આવતો જ જાય છે. બસ, આવી રીતે મૃત્યુ. તમારા પાસે જે કંઈ સમય છે, જીવન છે, બહુ જ અનમોલ છે, બહુ જ અનમોલ. એટલે જો બ્રહ્મમાં નથી તો તમે ક્યાંય નથી, ખોવાયેલા જ છો ભાઈ.
ખોવાયેલા એટલે આત્મચેતના જ્યારે પણ પરમાત્મ તત્વ તરફ ઉન્મુખ બને છે, તો ઇન્દ્રિયોની ભોગેચ્છાઓથી એનું આકર્ષણ થાય અને એ બધા દૂર થાય તો આ દેવી દેવતાઓ આત્મચેતનાનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યા કરે છે અને આવી આ પ્રક્રિયા જે છે એના બ્રહ્મજ્ઞાનમાં, આત્મજ્ઞાનમાં પ્રવેશવામાં બાધક બની જાય છે.
પછી એને ટેવ પડી જાય. દર વખતે બેસે, કંઈક થાય એટલે ઊભો થઈ જાય. જરાક કંઈક થયું એટલે ઊભો. એટલા માટે ઋષિ મુનિઓએ કીધું કે કાચબાને જુઓ. અહીં તો બધા મંદિરમાં ગયા અને કાચબાને આમ આમ કરવા માંડ્યા. એટલે કાચબાને જોવાનું છે ને એના પાસેથી જ્ઞાન ગ્રહણ કરવાનું છે કે જેમ કાચબો પોતાની ઇન્દ્રિયોને સંકેલી લે છે તેવી રીતે મારે મારી બધી જ વૃત્તિઓને સંકેરીને પછી અંદર આત્મસ્થ. એ જ્યાં ત્યાં જે મૂર્તિ પડેલી છે, એ જે લિંગ છે, તે પ્રતીક છે, ચિન્હ છે. એ પરમાત્મા એ ચિન્હ છે, પણ એ ચિન્હ તમને શું કરશે? અંતર્મુખ બનાવશે, એની યાદ આપશે. આત્મલિંગ. બસ, તમે ત્યાં આત્મસ્થ થઈ શકો છો. પણ ચક તક ચૂકી જવાય છે. આમ આમ કરીને પાછા આઈએ. આ ભૂલ થાય છે. સૌથી પહેલા બ્રહ્મ એક જ બ્રાહ્મણ વર્ણ જ હતો. કશું શું હતું નહીં બીજું. બધા જ બ્રહ્મ હતા. મતલબ બધાને બ્રહ્મનું જ્ઞાન હતું.
કોઈ એક સમય એવો પણ હતો. પરંતુ એકાકી હોવાને કારણે એ પોતાની વૃદ્ધિ કરવા માટે સમર્થ બની શક્યો નહીં. એટલે એણે ક્ષત્રિય વર્ણનું સર્જન કર્યું. દેવોમાં વરુણ, ઇન્દ્ર, સોમ, રુદ્ર, પર્જન્ય એટલે કે મેઘરાજા, મૃત્યુ, યમ અને ઈશાન. આ બધા ક્ષત્રિય થઈ ગયા. અમુક પ્રકારના ચોક્કસ કાર્યો કરવા માટે ને ક્ષત્રિયત્વ જોઈએ એની અંદર. એટલા માટે ક્ષત્રિય સર્વોત્કૃષ્ટ છે. એટલા માટે રાજસુ યજ્ઞોમાં બ્રાહ્મણ પણ ક્ષત્રિયોથી નીચે બેસીને એમની ઉપાસના સન્માન કરે છે. આ બ્રહ્મ બ્રાહ્મણ ક્ષત્રિય યોનિ જે છે, આ બ્રહ્મ બ્રાહ્મણ ક્ષત્રિયોથી જ યોનિ છે. તેથી જો કે રાજસુ યજ્ઞના ક્રમમાં ક્ષત્રિય ઉત્કૃષ્ટ છે, તો પણ યજ્ઞ પછી એ બ્રાહ્મણોનો આશ્રય ગ્રહણ કરી લે છે. જે ક્ષત્રિય બ્રાહ્મણને હિંસા કરે છે, એ પોતાની યોનિને નષ્ટ કરી. કારણ કે એ ઉત્પન્ન ક્યાંથી થયો છે?
બ્રાહ્મણ યોનિમાંથી જ થયો છે. એટલે એને કીધું, "તને બ્રહ્મ હત્યાનું પાપ લાગશે." છે કોઈ ક્ષત્રિય બ્રાહ્મણને મારતો નહતો એ જમાનામાં. આ યવનો એ છોડી દેવાના. એ જમાનામાં પણ યવનો તો હતા. એ પોતાના શ્રેષ્ઠ આધારની હિંસા કરનારો વ્યક્તિ પાપીયાને એટલે કે મોટામાં મોટો પાપી અથવા પાપ કર્મનો આધાર બની જાય છે. એટલે શું કહે છે કે શરૂઆત ના ટાઈમની અંદર બધા બ્રાહ્મણો જ હતા. પણ એ બ્રહ્મનિષ્ઠ બ્રાહ્મણો જેવી રીતે જીવન જીવતા હતા, પછી એમ કરતાં કરતાં સમાજ વધતો ગયો, મોટો થતો ગયો, તો એમને રક્ષણ કરનારાઓની આવશ્યકતા ઉત્પન્ન થઈ. એમાં વ્યવસ્થા ઊભી કરો, રક્ષણ કરો એવી એક વ્યવસ્થા જોઈતી. એટલે એ રક્ષકીય વર્ગ જે હતો તે ક્ષત્રિય હતો. અને એનો વિકાસ એટલે એ બ્રહ્મનિષ્ઠોની અંદર અંદરથી જ વચ્ચેથી જ નક્કી કરવામાં આવ્યો તો કે ભાઈ તારામાં આ ગુણ છે, તારામાં આ ગુણ છે, તારામાં.
"ઓકે, હવે તમે લોકો આ બધું રક્ષણનું કામ કરો, અમે બ્રહ્મત્વનું કામ કરીશું." એમ કરીને બ્રાહ્મણ અને ક્ષત્રિય બે બન્યા. એ બ્રહ્મ બ્રાહ્મણ ક્ષત્રિયનું સર્જન કર્યા પછી પણ પોતાની વૃદ્ધિમાં સક્ષમ બન્યા નહીં. બ્રાહ્મણો પોતાની વૃદ્ધિ ન કરી શક્યા ત્યારે એમણે વૈશ્ય વર્ણનનું સર્જન કર્યું. અને રુદ્ર, વસુ, આદિત્ય, વિશ્વદેવો અને મરુત એ સમસ્ત દેવગણ વૈશ્ય કહેવાય છે. વસુ, રુદ્ર, આદિત્ય, વિશ્વદેવ અને મરુતા એ બધા જ દેવગણ વૈશ્ય કહેવાયા. સમાજનો વિકાસ વધ્યો તો ફરીથી પેદા થયેલી આવશ્યકતાઓને અનુરૂપ ઉત્પાદન, વિતરણ આ બધું કરવાનું નું જે કંઈ કામ હતું બધી વસ્તુઓનું, એ વૈશ્ય વર્ણન પોતાએ માથે લીધું કે ભઈ બધાના વચ્ચે જ વસ્તુઓ પહોંચાડવાની વ્યવસ્થા અમે કરીશું. પેલા લોકોએ રક્ષણનું કામ લીધું, અમણે વ્યવસ્થાનું કામ લીધું. સમાજમાં બધાને રેશન પાણી તો પહોંચાડવું પડશે ને?
વધતો ગયો સમાજ તો પછી.
આમ તોય બ્રાહ્મણો ઓછા પડ્યા, એટલે પછી એમણે શું કર્યું કે ક્ષત્રિય અને વૈશ્યની રચના કર્યા બાદ પણ એ બ્રહ્મવૃદ્ધિ પામી શક્યા નહીં. એટલે એમણે શુદ્રની, અર્થાત શુદ્ર વર્ણની રચના કરી. પુષા દેવતા જે છે, એ શુદ્ર વર્ણના છે. આ પૃથ્વી માતા પણ પુષા દેવતા જ છે, કારણ કે સમસ્ત પ્રાણીઓનું પોષણ કરે છે. તો જે પોષણ કરે, એ બધા પુષા અથવા પુષાના સંતાનો. એવી રીતે શુદ્ર વર્ણનું પણ અહીંયા સર્જન થયું. તો હવે બધાનું એ લોકો સેવા-પોષણ કરવા માંડ્યા. સેવા કરવી પડે ને? તો બ્રાહ્મણ, વૈશ્ય અને જેને કહેવાય ક્ષત્રિય, આ બધાને પોષવાનું કામ, જે નાના નાના કામો કરવાના હોય બધા, એ બધા પછી આ લોકોએ માથે લીધા. એટલે એ લોકોને આપણે શુદ્ર કીધા.
આટલું બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્રોનું સર્જન કર્યા છતાં પણ એ બ્રહ્મ પ્રવૃદ્ધ સૃષ્ટિ કર્મનો વિસ્તાર થયો નહીં. એટલે એમણે શ્રેય સ્વરૂપ ધર્મની ઉત્પત્તિ કરી. ચાર વર્ણ કર્યા પછી ધર્મ પેદા કર્યો. ધર્મ જ ક્ષત્રિયોનો પણ ક્ષત્ર શાસક અને રક્ષક છે. તેથી ધર્મથી શ્રેષ્ઠ કશું છે નહીં, છેવટે એવું નક્કી થયું. એટલે ધર્મ માટે થઈને પછી બધા જ પ્રવૃત્ત થયા. ચારે ચાર વર્ણો દરેકે પોતપોતાનો ધર્મ નક્કી કરી નાખ્યો અને પછી એ બધા એ પ્રમાણે રહેવાના છો. તો રાજાની જેમ બળ વગરની વ્યક્તિ પણ ધર્મની શક્તિથી વધારે બળવાન પર નિયંત્રણ કરવામાં સક્ષમ બની. આવી રીતે ધર્મ જ સત્ય છે. એ કારણે સત્ય વચન બોલનારને, ધર્મયુક્ત વચન બોલનારને, ધર્મ-વચન બોલનારને સત્યવાદી કહેવામાં આવ્યો. એટલે એ બેના વચ્ચે કોઈ ભેદ નથી. જે ધર્મ છે, એ જ સત્ય છે. સત્ય છે, એ જ ધર્મ.
બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એમ ચાર વર્ણ થયા. આ ચાર વર્ણના રચયિતા બ્રહ્મ દેવતાઓમાં અગ્નિ રૂપે શ્રેષ્ઠ જે હતા, એ બધા બ્રાહ્મણ થયા. એ બ્રહ્મ મનુષ્યમાં બ્રાહ્મણ રૂપથી બ્રાહ્મણ, ક્ષત્રિય રૂપથી ક્ષત્રિય, વૈશ્ય રૂપથી વૈશ્ય અને શુદ્ર રૂપથી શુદ્ર રૂપમાં પ્રગટ થયા. એ કારણે અગ્નિહોત્રાદિ ધર્મકૃત્ય કરીને મનુષ્ય દેવો પાસેથી કર્મફળની અપેક્ષા રાખે છે, ઈચ્છા રાખે છે. એટલે બ્રાહ્મણને બોલાવવાનો, યજ્ઞ કરાવવાનો, કોઈપણ કર્મ એની પાસે કરાવવાનું અને દેવતાઓ પાસેથી મેળવવાનું કે આપણે જે મનોવાંચિત જે કાંઈ છે તે બધું થઈ જાવું. એમ એમના જીવનની અંદર "પશુપુત્રમ બહુ" શું કહે છે? "પશુ બહુ પુત્રમ લાભમ ભવે." એટલે તે વખતે ધન એક તો મેળવે. પશુઓ પુષ્કળ હોય તો એ ધનવાન કહેવાતો હતો. બહુપુત્ર લાભ, ઘણા પુત્રો પણ પ્રાપ્ત થઈ જાય. બધા પુત્રો મોટા થઈ જાય, બધું પોતાની વ્યવસ્થા જે કાંઈ હોય તે બધું સંભાળ્યા કરે.
ને પછી એ પોતે બેઠા. તો આવી રીતનું એક વખતનું એવું સામાજિક જીવન તે વખતે ગોઠવાયું.
સ્વલોક એટલે કારણ કે બ્રહ્મ આ રૂપમાં અભિવ્યક્ત થયું હતું. સ્વલોક અથવા પોતાના આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. નહીં તો પોતાના લોકનો અને પરલોકનો સુધારો અસંભવ છે. આવી વ્યક્તિનું પુણ્ય પણ વ્યર્થ બની જાય છે. એટલે જેમણે આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું નથી, આત્માના ઉપાસકના પુણ્ય કૃત્યો ક્યારેય ક્ષીણ થતા નથી, પરંતુ તેમની સમસ્ત આકાંક્ષાઓ પૂર્ણ થાય છે. આવું તે વખતે વ્યવસ્થા જે કાંઈ ઊભી થઈ, એના કારણે શક્ય બન્યું.
આ આત્મા સમસ્ત જીવોને આશ્રય પ્રદાન કરનાર, અર્થાત એમનું લોક છે. આ આત્મા હવન-યજ્ઞ કરવાથી દેવતાઓનું લોક આશ્રયદાતા બને છે. સ્વાધ્યાય કરવાથી (વેદોનું ભણવું-ભણાવવું કરવાથી) ઋષિઓનું, સંતાનો ઉત્પાદનની ઈચ્છા કરવાથી તથા પિંડદાન કરવાથી પિતૃઓનું, મનુષ્યોને આશ્રય સ્થળ અને ભોજ્ય પદાર્થ આપવાથી મનુષ્યોનું, પશુઓને ઘાસ-પાણી વગેરે આપવાથી પશુઓનું અને ઘરમાં રહેતા કુતરા, બિલાડા, પક્ષી, કીડી વગેરે જીવોનો આશ્રય પ્રદાતા થાય છે. એનાથી એ એનું લોક બની જાય છે. જે રીતે લોકોમાં બધાય પોતાના શરીરની સુરક્ષા ઈચ્છે છે, એવી રીતે એવું જાણનારની પણ બધા જીવ સુરક્ષા ઈચ્છે છે. આ રીતે એ કર્મની અનિવાર્યતા પંચ મહાયજ્ઞ પ્રકરણમાં કરવામાં આવી છે અને એની મીમાંસા કરવામાં આવી છે.
હવે આગળ કહે છે કે સંતાન ઉત્પત્તિ વિશે. સૃષ્ટિની શરૂઆતમાં આ આત્મા બિલકુલ એકલો જ હતો. એને સ્ત્રી એટલે કે પત્નીની ઈચ્છા કરી. પછી પ્રજા-સંતતિની ઈચ્છા કરી. ત્યારબાદ ઈચ્છા કરી કે મારી પાસે ધન હોય. પત્ની આવી એટલે એ મોહનીય હોય, મોહનીય હોય એટલે કે "મારે આ જોઈએ, પેલું જોઈએ, પેલું જોઈએ." "સોનાનું મૃગ જોઈએ, બધુંય જોઈએ." એને સીતા બની જાય તો એ જોઈએ. એ મોહનીય કર્મ. એટલે હવે એને ધનની ઈચ્છા થાય કે ધન હોય તો હું આ કરી શકું. એટલે પછી વ્યક્તિ ધન કમાવવા જાય. ઘણું કરીને માનવોની આ સ્તરની ઈચ્છાઓ હોય છે અને તેવું એથી વધારે મેળવી શકતા પણ નથી. આટલામાં બધું પૂરું થઈ જાય એમનું જીવન. આ કામનાઓની પૂર્તિના અભાવમાં તેઓ પોતાને અપૂર્ણ માનતા રહે છે. એટલે એને તો શું જોવે છે? એક સ્ત્રી હોવી જોઈએ અને ઘણા પુત્રો થવા જોઈએ અને પુષ્કળ ધન હોવું જોઈએ.
બસ, પૂરું થઈ ગયું આ જીવન. એટલે આ અપૂર્ણતા એને ખાલે છે કે ભાઈ મારી પાસે પૂરતું નથી, પૂરતું નથી. હજી તો એક જ છોકરો છે, બીજા બે-ત્રણ હોવા જોઈએ. આટલું જ ધન છે કે બીજા થોડાક, થોડા વધારે, થોડા વધારે. તો કે "હવે શું કરું?" તો કે કોક એને પાછો આપે, "જા, ફલાણાના શેર લઈ લે છે તું." એટલે જાય પાછો ત્યાં આગળ ગુમાવે પુષ્કળ. પાછો ફરી વિચાર કરે, "આમ કરીશ તો કદાચ વધી જશે." એટલે પાછા એસઆઈપી કરવા માંડે. પાછો ત્રીજો આવીને કહે છે કે "ભઈ, રહેવા દે તું આ બધું. એસડબલ્યુપી કર એના કરતાં તો સિસ્ટમેટિક વિથડ્રોલ પ્લાન હોવો જોઈએ. એસઆઈપી અત્યારે નહીં આમ." એટલે લોકો જાતજાતની બુદ્ધિ એને આપે અને એની જે મૂળ બુદ્ધિ જે છે, ખરેખર તો બ્રહ્મ પ્રાપ્ત કરવાનું, એને સતત ભ્રમિત કર્યા જ કરે: "તું આ કરીશ એટલે આ મળશે, આ કરીશ એટલે આ મળશે." પાછા બધા એને લોભ-લાલચ...
આપનારા એટલું બધું બજાર તૈયાર છે કે ના પૂછો. મનુષ્ય વાસ્તવમાં પોતે જે પ્રાપ્ત કરે છે, એનાથી વધુ તો એ ગુમાવે છે. બ્રહ્મ પ્રાપ્તિનું મૂલ્ય શું? વાસ્તવમાં જુઓ તો, પહેલા જ કીધું કે જે બ્રહ્મને પ્રાપ્ત કરે છે તે સંપૂર્ણ છે અને તે બધું જ પ્રાપ્ત કરી લે છે. સ્વયં એને કશાની જરૂર રહેતી નથી પછી, કારણ કે બધું પછી એનું થઈ જાય. પણ એ પ્રાપ્ત કરવાનો માર્ગ એના માટે એટલો બધો કઠિન બની ગયો છે અને આ એટલું બધું ઇઝી લાગે છે એટલે "ફાસ્ટ બક્સ", જલ્દી પૈસા કમાઈ લઉં અને પછી હું પેલું બધું કરવા બેસીશ એમ.
પણ જેની પાસે 60 લાખના 60 કરોડ થઈ ગયા, તે પણ બ્રહ્મ પ્રાપ્તિ માટે એક દિવસ, એક કલાક માટે પ્રયત્ન કરવા બેસતો નથી પછી થયા પછી. કારણ કે 60 કરોડ થાય એટલે પછી હવે એને સાચવવાની ઉપાધિ આવી છે કે હું એને સુરક્ષિત કેમ રાખું અને પછી એમાં વધારો કરે રાખું. પાછો સુરક્ષિત વધારો જોવે છે એટલે "મારી પાસે ધન હોય તો હું કર્મ કરી શકું" આવું બધું માનવ સ્તરની બધી ઈચ્છાઓ હોય છે. એટલે કામનાઓની પૂર્તિમાં એ પોતાને અપૂર્ણ માનતા રહે છે.
પોતાના મનને એ લોકો આત્મા સમજે, વાણીને એ લોકો સ્ત્રી સમજે, ગમે તેમ વાપરવાની એમ. પ્રાણને એ લોકો સંતતિ સમજે, ચક્ષુને માનવી સંપત્તિ અને શ્રોતેન્દ્રિયને દિવ્ય સંપદા માને. આવી રીતે સાધન સંપન્ન પુરુષનું શરીર જ વાસ્તવમાં કર્મ છે, કારણ કે શરીરથી જ કર્મ કરવામાં આવે છે. એટલા માટે આ પાંચ યજ્ઞ, પાંચ આત્મા, વાણી, પ્રાણ, ચક્ષુ અને સ્ત્રોત્રથી સંપન્ન થનાર છે. દરેક જીવમાં આ પાંચે પાંચ વિદ્યમાન છે. તેથી પશુ પાંક્ત છે, પુરુષ પાંક્ત છે તથા અન્ય બીજું જે કાંઈ છે તે પણ બધું પાંક્ત છે. પાંચ જ છે. અર્થાત આ સૃષ્ટિ પણ પાંચ તત્વાત્મક યજ્ઞ સ્વરૂપ બનેલી છે. પંચભૂતાત્મક યજ્ઞ ચાલી રહ્યો. સૃષ્ટિ જે બની તેમાં પણ પાંચ. આ જ્ઞાનને આ રીતે જાણનારને આ બધાની પ્રાપ્તિ થઈ જાય છે. તો જ્ઞાન મેળવવું એ મુખ્ય બાબત છે.
જ્ઞાન અને તપના પ્રભાવથી પરમપિતાએ પછી શું કર્યું? તો કે સાત પ્રકારના અન્નનું સર્જન કર્યું છે. આપણે સાત પ્રકારના પ્રાણની, સાત ગ્રેડના પ્રાણની વાત કરી તે. હવે અહીંયા આગળ સાત પ્રકારના અન્નની વાત આવે છે. એ અન્નમાં એક પ્રકારનું અન્ન બધાના માટે, બેનું દેવતાઓ માટે, ત્રણનું પોતાના માટે, એકનું પશુને માટે વિતરણ કરી દીધું. પશુઓને પ્રદાન કરવામાં આવેલા એ અન્નમાં પ્રાણન ક્રિયા કરનારા અને ન કરનારા, શ્વાસ લેનારા અને ન લેનારા બધા જ પ્રતિષ્ઠિત છે. એ અન્નોનું હંમેશા ભક્ષણ કરવામાં આવે છે છતાં પણ એ ક્ષીણ થતા નથી. એનું કારણ શું છે કે એ રીતે બધાયને પોતપોતાનો અન્નભાગ આપવાના અક્ષયભાવને જે જાણે છે, એ અન્નનો ઉપભોગતા ક્યારેય ક્ષીણ થતો નથી અથવા અમૃતત્વને પ્રાપ્ત થાય છે.
જેમ કે ઘરની અંદર કોઈ પ્રસંગ થયો હોય ને ખૂબ માણસોને આપણે ઇન્વિટેશનો આપેલા હોય કે ભાઈ 100 માણસો, 150 માણસો, 200 માણસો જમે એટલી વ્યવસ્થા કરો. પછી પહેલા બનાવવાનું શરૂ કરી દીધું હોય તે. તે જ હવે એકદમ બનવા ટાકાળે એવું થાય કે જો આવનારા જે ભોજન માટે છે તે બધા વધી જાય તો એટલું જ અન્ન બધાને પહોંચાડવું કેવી રીતે? એ પ્રશ્ન ખડો થઈ જતો. તે કાળની અંદર એ અન્નની ઉપર ઢાંકી રાખવામાં આવતા બધાને અને આવો અક્ષય ભાવ ધરાવનાર વ્યક્તિ હોય તેને ત્યાં આગળ મૂકવામાં આવતો હતો કે તું અન્નની વ્યવસ્થા તારે કરવાની કે સારું, ખૂટશે નહીં કે. એ પાછો ત્યાં આગળ ગોઠવાય. આવા જોયેલા મેં. પછી એ શું કરે કે પોતે જાતે કાઢી કાઢીને આપે. એમાંથી અન્ન કેટલું છે એ પોતે બી ના જુએ પણ બધા જમી લે. 200 માણસો આવ્યા હોય તોય જમી લે ને 300 આવ્યા હોય તોય જમી લે.
કેટલા એવા સંતો પણ થઈ ગયા કે જે લોકોની પાસે આવો અક્ષય ભાવ હતો. એટલે જે અક્ષય ભાવ ધારણ કરે છે તેને ક્યારેય કશું ખૂટતું નથી. તો તે કહે શું છે આમાંથી? "હું અક્ષય છું." એને બધું જ પ્રાપ્ત થાય અને ક્યારેય ખૂટે નહીં. સમજાયું? તૃપ્તિ, તૃપ્તિના અનુભવમાં નિરંતર જે રહેતો હોય એને ક્યારેય કશું ખૂટે નહીં કે એને ખોટ આવે નહીં. આ વાત જાણી લો.
બીજા પિતા પ્રજાપતિએ પોતાના જ્ઞાન અને તપથી જે સાત અન્નનું સર્જન કર્યું, એમાંથી એક અન્ન જે છે તે ધરતીમાંથી ઉત્પન્ન થયેલું ખાદ્ય છે. ઘઉં, ચોખા બધું જે કંઈ એમ થાય અન્ન. એવું એક અન્ન છે. એમાં દરેકની ભાગીદારી છે. તેથી દરેકે સમાન રૂપે તેનો ઉપભોગ કરવો જોઈએ. બધાને માટે નિર્ધારણ આ અન્નનો એકલા જ ઉપભોગ કરનાર ક્યારેય પાપથી વિમુક્ત થતો, છૂટો પડતો જ નથી. પાપ જ થયા કરે પછી તો એનાથી એમ કીધું એટલે બધાને ભાગીદારી છે કયા અન્નમાં? જે ધરતીમાંથી પાકે છે તેમાં. બધાને માટે નિર્ધારિત આ અન્નનો ઉપયોગ એકલા જ ઉપભોગ કરનાર ક્યારેય પાપથી મુક્ત થઈ શકતો નથી.
પૂર્વ વર્ણિત જે બે અન્નોને દેવતાઓ માટે બતાવવામાં આવ્યા છે, તેમાં એક જે છે તે હૂત અર્થાત હવન દ્વારા આપવામાં આવનાર એવું અન્ન અને બીજું જે છે તેને પ્રહુત કહેવામાં આવે છે. એટલે કે પ્રત્યક્ષ આપવામાં આવે છે. એક આહુતિ રૂપે અને બીજું પ્રત્યક્ષ આપવામાં આવે છે. કેટલાક વિદ્વાનો એને દર્શ અને પૂર્ણ માસ પણ કહે છે. કારણ કે યજ્ઞ દેવો માટે નિર્ધારિત છે, એટલા માટે યજ્ઞોને કામ્ય લૌકિક ઈચ્છાઓની પૂર્તિ માટે ના કરો.
પશુઓ માટે આપવામાં આવેલ અન્ન દૂધ, પયપાન કરવા યોગ્ય છે. મનુષ્ય અથવા પશુ બંને એ અન્નનું સેવન કરે છે. તરત જ જન્મેલા બાળકને ઘી ચટાડવામાં આવે અથવા સ્તનપાન કરાવે છે. વાછરડો પણ જન્મ લીધા પછી તરત જ ઘાસ નથી ખાતું એટલે એને દુગ્ધપાન કરાવવાનું. તે બે જાતનું અન્ન આપવામાં આવે: દૂધ અને અન્ન એમ. પહેલું એક અન્ન હતું, આ બીજું બે અન્ન થયા. એટલે એક વર્ષ સુધી દૂધથી નિરંતર અગ્નિહોત્ર કરનાર મૃત્યુ પર વિજય મેળવી લે એવું જાણનારા.
દેવતાઓ એમના સેવન યોગ્ય અન્ન પ્રદાન કરે છે. વારંવાર ખાવામાં આવતું હોવા છતાં એ અન્ન ક્ષીણ કેમ નથી થતું? તો કે એટલા માટે નથી થતું કારણ કે પુરુષ ક્ષય રહિત છે અને ફરી ફરીને અન્ન ઉત્પાદન કરવા માટે સમર્થ છે. એટલે એ અવિનાશી પુરુષ કર્મ અને બુદ્ધિના સંયોગથી અન્નનું ઉત્પાદન કર્યા કરે. ખેડૂત જગતનો તાત. અગર એ પુરુષ કર્મ અને બુદ્ધિથી હીન બની જાય, ખેતી છોડી દે, ખેતરો વેચી મારે, બળદોય વેચી મારે, તો અન્ન અને અન્ન ઉત્પાદન પણ સમાપ્ત થઈ જાય છે.
એ અન્નનું સેવન મુખના માધ્યમથી કરવામાં આવે છે. એને કારણે દેવતાઓને પણ એ મળી જાય છે. અન્નનો જે રસ હોય છે તે બધા દેવતાઓને મળી જાય અને અમૃતત્વ પ્રદાયક થાય છે. ભોજન કરી લીધા પછી જાણે અમૃત પ્રાપ્ત કરી લીધું હોય એવું આમ તૃપ્તિ થઈ જાય છે. આ એની ફળશ્રુતિ. શ્વાસ લેનારા અને ન લેનારા બે વિભાગ છે. એ બધાય પય પર આધારિત છે. આ કથનમાં પયનો અર્થ સ્થૂળ દૂધ લઈ શકાય નહીં. અહીં તો પય મતલબ "પયઃ પૃથિવ્યાં પયઃ ઓષધીષુ પયો દિવિ અંતરિક્ષે પયોધાઃ" વગેરે કહીને જે કારણરૂપ પાન કરવા યોગ્ય પોષક પ્રવાહ તરફ સંકેત કરવામાં આવે છે તેને પય માનવું જોઈએ. આ રીતે પ્રકૃતિના પાસમાં બંધાયેલા ચેતનને જ પશુ માનવું જોઈએ.
એમણે પુરુષે ત્રણ અન્નોની પસંદગી પોતાના માટે કરી. એ ત્રણ અન્ન જે છે તે મન, વાણી અને પ્રાણ છે. મન, વાણી અને પ્રાણ. મનોયોગથી બધા જ કાર્યો સંપન્ન થાય છે. અગર મન અન્યત્ર છે તો યોગ્ય રીતે જોવાનું કે સાંભળવાનું પણ બની શકતું નથી. એટલા માટે ખાસ કરીને કહેવામાં આવે છે કે મારું મન બીજી જગ્યાએ હતું એટલા માટે હું જોઈ શક્યો નહીં કે સાંભળી શક્યો નહીં કે મારું મન અહીં નહતું એટલા માટે મને આ વસ્તુનો ખ્યાલ નથી. સ્પષ્ટ છે કે વ્યક્તિ મનથી જ જુએ છે અને સાંભળે છે. કામ, સંકલ્પ, શ્રદ્ધા, સંશય, અશ્રદ્ધા, ધારણા શક્તિ, અધૃતિ એટલે લજ્જા, બુદ્ધિ અને ભય આ બધાય મનના સ્વરૂપો છે. મનની અંદર આ બધું અનુભવ આવે છે. એને કારણે શરીરના પાછળના પીઠ ભાગ પર સ્પર્શ કરતાં જ મનુષ્ય મન દ્વારા એને જાણી લે. કોઈપણ માણસને તમે આમ પાછળ સ્પર્શ કરો ને તેને મનની વાત તમે જાણી લો.
તમે એના પાછળ હાથ મૂકો અને જાણી લો. બસ, એ શું વિચારે? આ પદ્ધતિ હતી એ જમાનાની. એટલા માટે કોઈને અડવા નતા દેતા. આ બધું અંગ્રેજો આમ આમ લઈ ગયા. તનને સ્પર્શ કરો છો પણ ખરેખર તમે એના મનને પહોંચી જાવ છો, સમજાય? અને પ્રાણિક હીલિંગની અંદર આ વાત નહોતી. તો કે તનને સ્પર્શ નહીં કરવાનું એટલે એના મનને કશું નહીં. બસ, સ્વતંત્ર એ તું તારી જાતે નક્કી કર કે હું સાજો થવા માગું છું અને તને હેલ્પ જોવે છે, તને અમે પૂરી પાડીએ. એટલે ટચલેસ, સ્પર્શ વગર. અહીંયા સ્પર્શ કરીને જાણી લઈ શકીએ છીએ કોઈનું પણ મન. તો અંગ્રેજો આજ કરતા. આમ હાથ મિલાવો એટલે ખબર પડી જાય કે યસ, આ આ ડીલ કરશે કે નહીં કરે. ખબર પડી જતી તી. આપણે ત્યાં તો જય શ્રી કૃષ્ણ કરે. પેલા અડે જ નહીં ને. એને દૂર થર ના પડે. અકળ હોય એ વખત. અને આ લોકો અડવાનું શીખવાડ્યું આપણને.
રમ કરતા કોઈ પહેલા આવી રીતે અડતા નહતા. એક રાજા બીજા રાજાને મળવા જાય તો આવું કંઈ કરતા હતા? નહોતા કરતા.
પણ સમસ્ત શબ્દ વાક શક્તિ અર્થાત વાણી છે, જેના દ્વારા સમસ્ત અભિપ્રાય વ્યક્ત કરી શકાય. વાણી દ્વારા આ બધું જ આપણે વ્યક્ત કરીએ. શરીરમાં રહેલા પાંચ પ્રાણ છે: પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન, સમાન. આત્માની નિર્ભરતા, શરીરમાં રહેવાની શક્તિ આ પાંચેય પ્રાણો પર આધારિત છે. શરીરમાંથી પ્રાણ ગયા, આત્મા બહાર હોવા છતાં નથી એ પછી ઇનફેક્ટિવ થઈ. સો, જે રીતે હૂત અને પ્રવૃત્તિ શરીર અને પ્રકૃતિમાં રહેલા દેવોને તૃપ્ત અને પુષ્ટ કરવામાં આવે છે, તેવી જ રીતે મન, વાણી અને પ્રાણથી બ્રહ્મને, શરીરમાં રહેલા અને પ્રકૃતિમાં વ્યાપ્ત બ્રાહ્મી ચેતનાને પુષ્ટ કરી શકાય છે. આ ત્રણેયનો પ્રયોગ બ્રહ્મના નિમિત્તે જ કરવો જોઈએ, ભોગ વગેરે માટે નહીં. જે આ પ્રમાણે કરે છે તે બ્રહ્મનિષ્ઠ બ્રાહ્મણ અથવા બ્રહ્મચારી કહી શકાય. કોનો ઉપયોગ કરવાનો? મનનો, વાણીનો અને પ્રાણનો.
શું પ્રાપ્ત કરવા માટે કરવાનો? બ્રહ્મની પ્રાપ્તિ થવી છે. તો એ બ્રહ્મનિષ્ઠ કહેવાય. તો જે કંઈ બોલે છે એ બધું બ્રહ્મ માટે. જે કંઈ પ્રાણ પણ લે છે, શ્વાસ ટકાવી રાખે છે, બધું તો પણ એ બ્રહ્મ માટે. અને જે કંઈ વિચારે છે મન દ્વારા, એ જે કંઈ કરે છે બધું ચિંતન તે પણ કેવું છે? બ્રહ્મચિંતન. બસ, આવી રીતે જો કોઈ હોય તો એ બ્રહ્મનિષ્ઠ છે. અહીંયા કોઈ જગ્યાએ એવું નથી કીધું કે સ્ત્રી પ્રસંગ ના કરવો. સ્ત્રી પ્રસંગ કરતી વખતે પણ જો એનું ચિત્ત બ્રહ્મની પ્રાપ્તિમાં લાગેલું છે તો પછી એ બ્રહ્મનિષ્ઠ છે. આવી રીતે બ્રહ્મ પાસેથી પુત્ર મેળવતા હતા તે વખતે કે તમારા જેવો પ્રખર, તેજસ્વી આવો આવો પુત્ર અમારે ત્યાં આવો. માતા-પિતાના આવા સંકલ્પો અને પછી એવો તેજસ્વી પુત્ર ત્યાં આગળ કુટુંબમાં આવતો.
પૂર્વ વર્ણ ને મન, વાણી અને પ્રાણ એ પણ ત્રણ લોક છે. આપણે આમ કહીએ ને આ લોક, પેલો લોક, પેલો. આ ત્રણ લોક અહીંયા છે. વાક છે એ પૃથ્વી લોક છે. એટલા માટે પૃથ્વી પર પ્રત્યેક કાર્યો વાણી દ્વારા સંપન્ન થાય. મન છે એ અંતરિક્ષ લોક છે, પારનો. અને પ્રાણ જે છે તે દ્યુલોક છે એટલે સ્વર્ગલોક છે. પ્રાણ છે તે દ્યુલોક છે એટલે કે સ્વર્ગલોક. આ દેવતાઓ બધા ક્યાં છે? સ્વર્ગમાં રહે છે. આ દેવતાઓને બધું પ્રદાન કરે છે પ્રાણ. એ દ્યુવલોક છે. સ્વર્ગલોકમાં રહેલા દેવતાઓને આ પ્રાણ પૂરું પાડે છે અન્ન. તો આ વાણી, મન અને પ્રાણ એ ત્રણ વેદ છે. વાગશક્તિ એ ઋગ્વેદ છે. મન છે એ યજુર્વેદ છે અને પ્રાણ છે તે સામવેદ છે. ત્રણ દેવતા છે: પિતૃગણ અને મનુષ્ય. વાક શક્તિ એ વાક શક્તિ જે છે તે દેવતા છે. મન છે તે પિતૃગણ છે અને પ્રાણ જે છે તે મનુષ્ય. આજ વિજ્ઞાત.
એટલે જાણેલું 'વિજિજ્ઞાસ્ય' એટલે જાણવા યોગ્ય અને 'અવિજ્ઞાત' એટલે ન જાણેલું. તો જાણેલું જે છે તે વાક છે. તમે જે જાણેલું હોય તે તમે બોલો છો. વાક શક્તિ વિજ્ઞાત છે. એટલે આ વાક જ જ્ઞાન સ્વરૂપ થઈને પોતાના જીવાત્મા, પોતાના જ્ઞાતાની રક્ષા કરે છે.
જે કંઈ પણ જાણવા યોગ્ય છે એ મનનું જ સ્વરૂપ છે. જે કંઈ જાણશો તે બધું શું છે? તો કે મનનું સ્વરૂપ જ છે, બસ બીજું કશું છે નહીં. વાસ્તવમાં મન જ જાણવા યોગ્ય અથવા વિજિજ્ઞાસ્ય છે, કારણ કે સંદેહ વગેરે ભાવ પણ મનમાં જ ઉત્પન્ન થાય છે. એ મન જ વિજિજ્ઞાસ્ય બની અને એનું સંરક્ષણ કરે છે.
હવે જે કંઈ જાણ્યા વગરનું છે તે અવિજ્ઞાત છે. "મને ખબર નથી" એવું એ પ્રાણ સ્વરૂપ છે બધું. અને એ અવિજ્ઞાત એટલે છુપાયેલું રહીને પણ શરીરનું સંરક્ષણ કરે. એ વાક શક્તિનું શરીર પૃથ્વી અને જ્યોતિષમાન રૂપ અગ્નિ છે. વાક શક્તિની માત્રા જેટલી જ પૃથ્વી છે, એટલી જ અગ્નિ તત્વ છે. દ્યુવલોક મનની કાયા અને આદિત્ય એનું મનનું જ્યોતિષમાન સ્વરૂપ છે. જેટલા પરિમાણનું મન છે એટલું જ દ્યુવલોક અને એટલું જ આદિત્ય લોક છે, સૂર્યલોક.
આદિત્ય અને અગ્નિના પરસ્પર સંયોગથી પ્રાણ તત્વનો ઉદ્ભવ થયો છે. આદિત્ય અને અગ્નિ. અહીંયા આદિત્ય કયો આત્મા? તો આત્મા અગ્નિ સ્વરૂપ જ્યારે બને છે, પછી એમાંથી પ્રાણનો ઉદ્ભવ શરૂ થાય છે. પ્રાણને જ ઇન્દ્ર અને શત્રુહીન કહેવામાં આવે છે. પ્રાણનો કોઈ શત્રુ હોતો નથી, એટલે એને ઇન્દ્ર પણ કહેવામાં આવે છે, કારણ કે બધી જ ઇન્દ્રિયોનો એ કામ કહે છે. પ્રતિપક્ષીને સંપન્ન અથવા સપત્ન અથવા તો શત્રુ કહેવામાં આવે છે. આ તથ્યને સારી રીતે જાણનારો કોઈ શત્રુ રહેતો નથી.
જળ એ પ્રાણનું શરીર છે. જળ એ પ્રાણનું શરીર છે, મતલબ પ્રાણ જળમાં રહેલો છે. 'આપહ' આપમાંથી નીચે ઉતરી આવે અને ચંદ્રમા એ એનું જ્યોતિષમાન સ્વરૂપ છે, કોનું? પ્રાણનું. એટલે કંઈ ના કરો, ચંદ્રની ચાંદનીમાંથી તમે બસ એનું જ્યોતિષમાન સ્વરૂપનો એક ભાગ મેળવ્યા કરશો તો પણ તમે જીવી જશો. જ્યાં પ્રાણના પરિમાણ માત્રા જેટલું જ જળ અને ચંદ્રમા છે, એ દરેક બરાબર અને અંત રહિત છે. જે કોઈ એને અંતયુક્ત સમજીને એમની ઉપાસના કરે છે, એને અંતયુક્ત લોક પર વિજય પ્રાપ્ત થાય છે. અને જે અનંત સમજીને એની ઉપાસના કરે છે, તે અનંત લોકને પ્રાપ્ત થાય.
લિમિટેડ અને અનલિમિટેડ બિલીફ ક્યાં છે તમારી? પ્રાણ કેટલો છે? અનલિમિટેડ. હવે જે લિમિટેડ કરી નાખશે તો એ અંત તરફ જશે. જે અનલિમિટેડ કરી નાખશે તે જીવતો જ રહેશે, જીવતો જ રહેશે. એટલે આગળ કીધું એ પ્રમાણે માને સંવતસર જ પ્રજાપતિ, જેની ૧૬ કળાઓ છે. રાત્રીઓ એની ૧૫ કળા છે અને ૧૬મી કળા નિત્યા એટલે કે ધ્રુવા છે. રાત્રિઓના માધ્યમથી જ એ શુક્લ પક્ષમાં પ્રવૃદ્ધ અને કૃષ્ણ પક્ષમાં ક્ષીણ થાય છે. ચંદ્ર એ પ્રજાપતિ અમાસની રાત્રિમાં પોતાની સોળે કલાઓના માધ્યમથી બધામાં પ્રવેશ ને પ્રાતકાળમાં ફરીથી પ્રગટ થાય છે. તેથી અમાસની રાત્રિમાં કોઈની પણ હિંસા કરવી જોઈએ નહીં અને દેવતાને બલિ પ્રદાન કરવા માટે કાચંડા સુદ્ધાનો પણ વધ કરવો જોઈએ નહીં. એ જમાનામાં આ બધી પ્રક્રિયાઓ આવી ચાલતી હતી, એટલે અહીંયા આગળે કહેલું છે.
હવે ૧૬ કલાયુક્ત આ સંવતસર જ પ્રજાપતિ છે એમ કીધું. ધન એમને ૧૫ કળાઓ અને આત્મા એની ૧૬મી કળા. આ બીજી રીતે સમજાવે છે. એ ધનથી જ વધે છે અને ક્ષીણ થાય છે. આત્મા એમની નાભિ અને ધન સંપદા પ્રધિ અર્થાત રથના પૈડાનો બહારનો ઘેરાવો છે. એટલા માટે પુરુષનું કદાચ બધું જ સંપૂર્ણ ધન હરણ થઈ જાય, પણ જો એનો આત્મા, આત્મબળ જળવાઈ રહે તો એવું કહેવાય છે કે માત્ર પ્રધિ બહારથી જ ક્ષીણ થયેલી છે. અર્થાત સંપૂર્ણ ધનનો નાશ થવા છતાં વ્યક્તિ જ્યાં સુધી નષ્ટ થયો નથી ત્યાં સુધી એનું જીવન છે. એટલે ધન છે એ ૧૫ કળાઓ છે અને તમારો પોતાનો જે આત્મા છે તે ૧૬મી કળા છે એમ સમજવાનું અહીંયા ગાળે કીધું. તો ઉપયોગ એનો રાખવાનો છે. એના દ્વારા આ બધું જ પ્રાપ્ત કરે. એક જ કળા તમારી પાસે હોય આત્મકળા એટલે બાકીનું બધું જ આવી જાય તમારી પાસે એમ કીધું.
ચોક્કસ આ ત્રણ લોક છે: મનુષ્યલોક, પિતૃલોક અને દેવલોક. મનુષ્યલોક પુત્ર દ્વારા જીતી શકાય છે, બીજા કોઈની મારફતે નહીં. પિતૃલોક કર્મથી જીતી શકાય છે. શ્રેષ્ઠ કર્મો કરો, પિતૃલોક તમે જીતી શકશો. અને દેવલોક છે એ વિદ્યા દ્વારા જીતી શકાય. સમસ્ત લોકોમાં દેવલોક જ ઉત્કૃષ્ટ છે અને એને કારણે વિદ્યાને પણ સર્વશ્રેષ્ઠ કહેવામાં આવે છે અને એની પ્રશંસા પણ કરવામાં આવે છે.
હવે આ 'સંપ્રતિ' નામની પ્રક્રિયા કહીએ છે આગળ. જ્યારે પિતા આ દુનિયાને છોડી જવાની સંપ્રતિ કરવાની હોય, આ બહુ ગૂઢ બાબત છે. તો જ્યારે એને ખ્યાલ આવી જાય કે હવે મારે દેહ ત્યાગ કરવાનો સમય આવી રહ્યો છે, ત્યારે એવી સ્થિતિની અંદર સ્વયંને પુત્રનું એ માર્ગદર્શક સમજે અને પછી એ પુત્રને કહે છે. શું કહે છે? "તમારે યોગ્ય સમયે તમારા બે પુત્રોને બેસાડીને, તારે તારી પુત્રીને બેસાડીને આવું કહી શકાય." મેં એક સમયે આવું કરેલું છે. "ઋષિને તમે બ્રહ્મ છો, યજ્ઞ છો, લોક છું." તેનો જવાબ આપતા પુત્ર કહે છે કે, "હું બ્રહ્મ છું, યજ્ઞ છું, લોક છું." આ સંવાદ આટલો કરવાનું, આ સંવાદનો ભાવ એ છે કે પિતા પોતાના પુત્રને બ્રહ્મજ્ઞાની, યજ્ઞ પરાયણ અને લોકોમાં કીર્તિવાન બનવાનું આવી રીતે શિક્ષણ આપે છે. પુત્ર એને ગ્રહણ કરે છે અને આ વિશ્વમાં જે કાંઈ પણ અનુક્ત એટલે કે સ્વાધ્યાય અથવા જ્ઞાન દ્વારા છે, એ બધું જ બ્રહ્મથી એકીકૃત થઈ જાય છે.
જે કંઈ પણ યજ્ઞ છે, કરેલો અથવા ન કરેલું કામ, એ બધા યજ્ઞ કહેવાય, તો એ બધા યજ્ઞથી એકીકૃત થઈ જાય છે. અને જે કાંઈ લોક છે એટલે જીતેલા અને જીત્યા વગરના લોક, એટલે જે ઈચ્છા હોય તે બધું લોક, જ્યાં જ્યાં વાસનાઓ તે તે લોકમાં જવું પડે એમ કહે છે ને, એનું કારણ આ છે. જેવી
જેવી વાસના તે તે લોકને તે પ્રાપ્ત કરે છે. તો અહીંયા આગળે લોકને જીતવાના છે. હવે કયા જીતેલા છે અને કયા જીત્યા વગરના? જે પ્રાપ્ત થઈ ગયા એ જીતેલા; જે હજુ અપ્રાપ્ત છે, જીતવાના બાકી છે. આ લોક બધા કેટલા લોક જીતી લેશો? ચાલો, આત્મા રૂપે તમે તો સ્વતંત્ર છો અને સર્વ કાંઈ કરી શકો એવા. વાસ્તવમાં જીતવાના લોકો આ છે, લોકોને જીતવાના નથી.
તો ગૃહસ્થનું કર્તવ્ય એ છે: પિતાની ઈચ્છા છે કે પુત્ર એમની આજ્ઞાનું પાલન જરૂર કરશે. એટલા માટે શિક્ષિત પુત્ર અનુશાસનનું પાલન કરતાં કરતાં લોકમાં પુણ્ય કાર્યો કરે, સારા સારા કાર્યો કરે. તેથી તેને "લોક્ય" કહેવામાં આવે છે. આ રીતે જ્ઞાન રાખનાર પિતા જ્યારે મૃત્યુલોકને છોડીને જાય છે, દેહ ત્યાગ કરીને, ત્યારે પ્રાણોના અંશથી માધ્યમથી એ પુત્રમાં પ્રતિષ્ઠિત થઈ જાય છે. પોતાનો અંશભાગ એ પુત્રની અંદર આપીને જાય, અર્થાત પોતાની સંપૂર્ણ જવાબદારી પુત્રને સોંપી દે છે કે "હવે બધું તારું." આ બધું એનું હતું અત્યાર સુધી, આ ક્ષણ સુધી પણ. બોલાઈને કહી દીધું કે "હવે તું આ છે," અને પછી એને આ જવાબદારી સોંપી દીધી.
કદાચ કોઈ કારણે પ્રમાદવશ પિતા દ્વારા કોઈ કરવા જેવું કાર્ય બાકી રહી જાય, તો પણ પુત્ર એને પૂરું કરી લે છે. ભલે બાપાએ ના કહ્યું હોય, તો પણ જઈને શ્રાદ્ધ તો કરી આવે કે અવગતિ થાય પાકું, ઉપાધિ કરે. તો એટલા માટે થઈને શ્રાદ્ધકારી આ તે બધું. એટલે પિતાએ ના બતાવેલી જે બાબતો હોય, બાકી રહી ગયેલી, તે પણ એ પૂરું તો કરે જ છે પુત્ર એમ. અને આ રીતે આ લોકમાં પિતાને પોતાના પુત્રના માધ્યમથી જ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય છે. "તું કોનો દીકરો?" તો કે "હું ફલાણાનો, અમિતભાઈનો." "ઓકે, બહુ સરસ, વેરી ગુડ." અમિતભાઈને લોકો જાણે છે. હવે આને જાણી લીધા પછીથી, આના માધ્યમથી એ પહેલાને જાણે, પુત્રના માધ્યમથી પિતાને જાણે. "એના પિતા બહુ સારા, એનો આ દીકરો." પિતાની સાથે એના અમૃત પ્રાણ જ ગમન કરે.
મનુષ્યની વાક્ શક્તિ પૃથ્વી અને અગ્નિથી યુક્ત હોય છે. એ દિવ્ય વાણી કહેવાય છે, જેના શબ્દોમાં પાવર હોય. એટલા માટે એને કીધું, "પૃથ્વી અને અગ્નિથી યુક્ત હોય છે." ઠોસ હોય, એકદમ નક્કર બિલકુલ અને દિવ્ય હોય; કારણ કે એ વાણીના માધ્યમથી જે કંઈ કહે છે, તે બધું જ પૂર્ણ થઈ જાય છે. દ્યુલોક અને આદિત્ય દ્વારા એમાં દિવ્યમન આવેશિત થઈ જાય છે. દિવ્યમનથી યુક્ત હોવાના કારણે હંમેશા આનંદમગ્ન રહે છે, ક્યારેય શોકગ્રસ્ત થતા નથી.
જળ અને ચંદ્રમાના માધ્યમથી, જળ અને ચંદ્રમાના માધ્યમથી આ પ્રાણ તત્વ, તત્વ દ્રષ્ટામાં આવેશિત થાય છે. ઇનહેલ. જળ અને પ્રાણ બંને એકસાથે. તો ચંદ્ર સ્વરની અંદર જ તમને જળ પણ છે અને પ્રાણ તત્વ પણ બંને સાથે મળે. આ દિવ્ય પ્રાણ જ છે. સૂકો સ્વર જો ચલાવશો, તો અડધો કલાક પછી બધું ગરમ ગરમ થઈ જશે અને આ બધું સૂકું પડવા માંડશે દેહ પણ. હવે, ત્રણ દિવસ, ચાર દિવસ, પાંચ દિવસ જો તમે સૂર્યસ્વર સતત ચાલ્યો, વ્યક્તિ લાકડું થઈ જાય. બધી જાતજાતના બધા તકલીફો થવાની શરૂ થઈ ગઈ હોય અને ત્રણ-ચાર દિવસ સળંગ એક જ સ્વર ચાલે ત્યાં.
આ તત્વને આવી રીતે જાણનાર બધા પ્રાણીઓમાં રહેલા આત્મા પ્રાણ દેવતાની બરોબર બની જાય છે. જેને પ્રાણ વિશેનું જ્ઞાન પ્રાપ્ત થઈ જાય, એ પ્રાણદેવ બની જાય છે, દેવ સમાન બની. સમસ્ત પ્રાણી જેમ પ્રાણ દેવતાને પોસે છે, બરાબર તેવી જ રીતે તત્વદર્શીને પણ પોસે છે; કારણ કે પ્રાણ તત્વને એને જાણી લીધું. લૌકિક દુઃખોમાં લિપ્ત રહીને આ સાંસારિક પ્રાણી શોકગ્રસ્ત બની જાય છે. પરંતુ તત્વને જાણનાર પુરુષ દુઃખોમાં ક્યારેય શોક કરતો નથી અને દેવત્વ મેળવી લેવાને કારણે પાપ પણ તેની પાસે ક્યારેય આવતું નથી.
હવે વ્રત એટલે કે કર્તવ્યના વિષયમાં વર્ણન આવે છે. પ્રજાપતિએ કર્મોની, એટલે કે કર્મની સાધનાભૂત ઇન્દ્રિયોની રચના કરી પહેલા તો, બરાબર. હવે, સર્જન થયા બાદ એ ઇન્દ્રિયો પરસ્પર સ્પર્ધા કરવા માંડી. "હું શ્રેષ્ઠ છું!" તો વાક્ શક્તિએ એ કીધું કે "હું બોલતી જ રહીશ." એને વ્રત લીધું. ચક્ષુએ કીધું, "હું જોતી જ રહીશ." શ્રોત્રએ કીધું, "હું સાંભળતો જ રહીશ." આવી રીતે દરેકે પોતપોતાની શક્તિ મુજબ દરેક ઇન્દ્રિયોએ વ્રત ધારણ કર્યું, કર્મ કર્યા કરવાનું. ત્યારે મૃત્યુ દેવતાએ મહેનત કરી, એમાં વ્યાપ્ત થઈ ગયા અને દરેક ઇન્દ્રિયોની કાર્યપ્રણાલીમાં અપરાધ ઉત્પન્ન કરી દીધો અને તેની કાર્યક્ષમતાને સમાપ્ત કરી નાખી. એટલા માટે મૃત્યુ સમયે વાણી, નેત્ર અને શ્રોત્ર એ બધાય નિષ્ક્રિય બની જાય છે. પણ પ્રાણ અને મૃત્યુ... પરંતુ પ્રાણ મૃત્યુને પ્રાપ્ત થતો નથી.
ઇન્દ્રિયો બધી ભલે નિષ્ક્રિય થાય. બધી ઇન્દ્રિયોએ જાણીને પ્રાણ તત્વની શ્રેષ્ઠતા સ્વીકારી લીધી; કારણ કે એ સંચરિત થતા કે ન થતા ક્યારેય વ્યથિત થતો નથી, ન તો ક્યારેય સમાપ્ત થાય છે. પ્રાણ તો છે જ બધે જ. એટલે સમસ્ત ઇન્દ્રિયો પણ પ્રાણમય બની ગઈ. પ્રાણના હોવાના કારણે, એને કારણે એ "પ્રાણ" કહીને પોકારવામાં આવે છે. એ તત્વને જે જાણે છે કે પ્રાણ શું છે, એમ જાણવાનું છે. આપણે શ્વાસ લઈ કહીએ છીએ, પણ એમાં પ્રાણ છે. તો એ પ્રાણ તત્વને જાણવું પડે કે મેં આટલો પ્રાણ લીધો કે આ પ્રાણ. તો એ તત્વને જે જાણે છે, તેમનો વંશ પણ તેમના નામથી ચાલવા માંડે. એ વિદ્વાનના વિરોધી શુષ્કતા મેળવતા નષ્ટ બની જાય છે અને અધ્યાત્મ પ્રાણદર્શન કહે.
હવે અધિદેવ દર્શનની વાત કરે છે. અગ્નિએ વ્રત લીધું કે "હું નિરંતર સળગતો જ રહીશ." સૂર્યએ નિશ્ચય કર્યો કે "હું તપતો જ રહીશ." ચંદ્રએ નિશ્ચય કર્યો કે "હું પ્રકાશિત જ રહીશ." એ રીતે બીજા દેવતાઓએ પણ પોતપોતાની ક્ષમતા અનુસાર નિશ્ચયો કર્યા. એ રીતે ઇન્દ્રિયોની વચ્ચે પ્રાણ રહેલો છે, બરાબર. એવી જ રીતે અગ્નિ, સૂર્ય અને ચંદ્ર વગેરે દેવતાઓમાં પણ વાયુતત્વ રહેલું છે. દેવતાઓમાં વાયુતત્વ, કારણ કે અન્ય દેવતાઓ અસ્ત થઈ જાય છે, પરંતુ વાયુદેવ ક્યારેય...
પણ અસ્ત થતા નથી. આ વિષયને પ્રતિપાદિત કરનાર એક શ્લોક છે કે, "આ આદિત્ય જ્યાંથી ઉગે છે ત્યાં જ અસ્ત થઈ જાય છે." અર્થાત, આ સૂર્ય જરૂર પ્રાણથી ઉગે છે અને પ્રાણમાં અસ્ત થઈ જાય છે. આ ધર્મને દેવોએ પણ ધારણ કર્યો. એ વ્રત ધર્મ આજે વિદ્યમાન છે અને કાલે ભવિષ્યમાં પણ રહેશે. દેવોએ જે વ્રતને એ સમયે ધારણ કર્યું હતું, તેને હજુ પણ કરે છે. નવો આવનારો બાળક હોય છે, તે પણ શ્વાસ લે એટલે એને પ્રાણ મળે છે. એટલા માટે આની આંખો આવે એટલે પછી એ જોઈ શકે છે, એ ચાલ્યા કરે છે. એ બધાએ એક જ વ્રતનું આચરણ કરવું જોઈએ. શું? એક જ વ્રતનું આચરણ કરવું. કયો? પૂરક અને રેચક ક્રિયા કરીને પ્રાણાયામ કરો. ત્યાં પણ ભગવાને એ જ કહ્યું હતું કે, "નિષ્કામ કર્મ એક જ છે, પૂરક અને રેચક પ્રાણાયામ કરો." બસ, જેથી ક્યાંય પાપરૂપી મૃત્યુ અમારો સ્પર્શ કરી લે નહીં, અમને જીતી ના લે.
અગર કોઈ વ્રતને ધારણ કરીએ તો એના સમાપનની પણ ઈચ્છા કરો. અર્થાત, એનું વિધિવત સમાપન કરો, પૂર્ણ પણ કરો. એમ કરવાથી આ પ્રાણ વાયુ દેવતાઓના સાયુજ્ય અને સાલોક્યને પામે છે.
હવે છઠ્ઠા બ્રાહ્મણમાં આગળ કહે છે, "કેટલુંક ટેકનિકલ છે એ બધું કે જે કંઈ પણ છે એ નામ, રૂપ અને કર્મ એ ત્રણનો સમુદાય છે." જે કાંઈ છે તો નામ, રૂપ અને કર્મ એમ ત્રણનો સમુદાય છે. આ નામોનું ઉપાદાન વાણી છે. કોઈપણ નામ બોલવું હોય તો પહેલા શું છે? વાણીનો ઉપયોગ કરીએ છીએ. કારણ કે સમસ્ત નામોની ઉત્પત્તિ આ વાણીથી થાય છે. વાણીની અંદર બધા નામ રહેલા છે. આ વાણી જ એ નામોનું સામ છે. કારણ કે સમસ્ત નામોની સમતુલ્ય છે અને નામોનો બ્રહ્મ પણ આ વાણી છે. નામોનો બ્રહ્મ પણ વાણી, કારણ કે સમસ્ત નામોને વાણી ધારણ કરે છે. વાણી દ્વારા જ બધા નામ બોલાય છે.
સમસ્ત રૂપોનું ઉક્ત ઉપાદાન રૂપનું કોણ છે? ચક્ષુ છે. રૂપ આવે ત્યાં ચક્ષુ આવે. કારણ કે સમસ્ત સૂર્ય આ ચક્ષુથી ઉત્પન્ન થાય છે. ચક્ષુ છે તો તમે બહાર જઈને સૂર્ય જોઈ શકશો. અંતરચક્ષુ છે તો તમે અંતર સૂર્યને જોઈ શકશો. ખ્યાલ આવે? એ ચક્ષુ દ્રષ્ટિ જે છે તેના કારણે તમે આત્માનો પણ અનુભવ કરો છો, જે તમને એક સમયે સૂર્ય સમાન તેજસ્વી, ચંદ્ર સમાન શીતળ એવું જણાય છે. તેનું કારણ પણ આ એટલે ચક્ષુ જ રૂપોનો બ્રહ્મ છે.
સમસ્ત કર્મોનું ઉક્ત ઉપાદાન આ આત્મા શરીરમાં રહેલો જીવાત્મા છે. કારણ કે સમસ્ત કર્મ શરીરથી ઉત્પન્ન થાય છે. આ સમસ્ત કર્મનો સામ છે. કારણ કે બધાય કર્મોના ધારણ કરતા હોવાના કારણે આ આત્મા અથવા શરીર બધા કર્મોનું બ્રહ્મ છે. આત્મા દ્વારા જ રૂપ અને કર્મ, નામ એ ત્રણેયની ઉત્પત્તિ થયેલી છે. એટલે એ ત્રણેય પૃથક હોવા છતાં પણ એક જ આત્મા છે અને એ આત્મા એક હોવા છતાં પણ ત્રણ છે. કારણ કે ત્રણમાં એ પ્રવિષ્ટ થાય છે. વાણીની અંદર પણ જાય છે, કર્મની અંદર પણ જાય છે, એવી રીતના રૂપની અંદર પણ એ જાય છે. તો આત્મા દ્વારા નામ, રૂપ અને કર્મ એ ત્રણે ઉત્પન્ન થયેલા છે. તેથી એ ત્રણેય પૃથક હોવા છતાં એક જ આત્મા છે અને એ આત્મા એક હોવા છતાં પણ ત્રણ છે અથવા તો ત્રણમાં એ વિભક્ત છે.
એ આત્મા સત્યથી આચ્છાદિત અને અમૃત છે. સત્યથી કેવો આચ્છાદિત થયેલો છે અને અમૃત છે. તો પ્રાણ જ અમૃત સ્વરૂપ છે અને નામ, રૂપ જ સત્ય છે. આ બંને અમૃત અને સત્યથી જ આ પ્રાણ અવિચ્છિન્ન છે. તો નામ લેતા લેતા તમે નામી સુધી પહોંચો છો, તેનું કારણ પણ આ જ છે કે નામ છે તે પણ બ્રહ્મ છે એમ કીધું. બ્રહ્મની શક્તિઓ નામમાં પણ છે, બ્રહ્મની શક્તિઓ પ્રાણમાં પણ છે, બ્રહ્મની શક્તિઓ કર્મમાં પણ છે. એટલે આ ત્રણેય રસ્તે તમે બ્રહ્મને પ્રાપ્ત કરી શકો છો. છેવટે એવું અહીંયા આપણને સમજાવે છે.
"ૐ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણ મુદચ્છતે. પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષયતે. ૐ શાંતિ શાંતિ શાંતિ."
થેન્ક યુ. વી મીટ અગેન એટ વોટ ટાઈમ?
આ લખાણ AI દ્વારા તૈયાર થયું છે. શંકા હોય ત્યાં મૂળ પ્રવચન સાંભળી ખાતરી કરવી.