અનંતની યાત્રાAnant ni Yatra
૧૦૮ ઉપનિષદ સિરીઝ · 108 Upanishad Series

ઉપનિષદ સિરીઝ · વિડિયો ૮૩

વિડિયો ૮૩

લેખ ૮૧ / ૧૪૯ · 79 મિનિટ વાંચન · વિડિયો જુઓ ↓

"ૐમ ૐમ ૐમ. હવે આઠમાં બ્રાહ્મણમાં ફરી રવિ ગારગી આવ્યા મેદાનમાં અને ફરી એમને કહી દીધું સભાની અંદર કે, "હે પૂજ્ય બ્રાહ્મણો, હવે હું યાજ્ઞવલ્ક્યને બે પ્રશ્નો કરીશ અને અગર એ બે પ્રશ્નોના જવાબ બરાબર એ આપી શકે, ઉચિત ઉત્તર આપશે તો એ નક્કી થઈ જશે કે એ અજેય છે, અપરાજેય છે અને બ્રહ્મ સંબંધી ચર્ચામાં એમના જેટલું કોઈના માટે સંભવ નથી." ત્યારે બ્રાહ્મણોએ કહ્યું, "ઠીક છે, ગારગી, હવે પ્રશ્નો પૂછો."

ત્યારે ગારગીએ કહ્યું કે, "હે યાજ્ઞવલ્ક્ય, જેમ કાશી અથવા વિદેહમાં રહેનારો કોઈ વીરવંશી પણછ વગરના ધનુષ્ય પર પણછ ચઢાવીને શત્રુને પીડા પહોંચાડનાર બાણને હાથમાં લઈને તૈયાર થાય, એવી રીતે હું તૈયાર થઈ અને આપ મને એના બે પ્રશ્નોના ઉત્તર પ્રદાન કરો." ત્યારે ગારગીએ કીધું એટલે યાજ્ઞવલ્ક્ય બોલ્યા કે, "આપ અવશ્ય પ્રશ્ન કરો." પાછી એની અનુમતિ લેવી પડે ને આપવી પડે. આ એક વિવેક હતો. જો એમ કે કે, "ના, હું આનો જવાબ નહીં આપું," તો ત્યાં વાત પૂરી થઈ જાય.

હવે ગારગીએ પૂછ્યું કે, "હે યાજ્ઞવલ્ક્ય, જે દ્યુલોકથી ઉપર અને પૃથ્વીલોકથી નીચે છે તથા દ્યુલોક અને પૃથ્વીની બરાબર વચ્ચે રહેલું જે સ્વતઃ દ્યુવ અને પૃથ્વીલોક છે, જે સ્વયંભૂત ભવિષ્ય અને વર્તમાન છે, આ બધું શેમાં ઓતપ્રોત છે?"

ત્યારે યાજ્ઞવલ્ક્યે જવાબ આપ્યો, "હે ગારગી, દ્યુવલોકથી ઉપર, પૃથ્વીની નીચે અને દ્યુવ અને પૃથ્વીના મધ્યભાગમાં જે રહેલ છે, તેમ જ જાતે પણ જે દ્યુવ અને પૃથ્વી છે અને જે ભૂત, ભવિષ્ય અને વર્તમાન કહેવાય છે, એ આકાશમાં ઓતપ્રોત છે."

ગારગીએ કીધું, "હે યાજ્ઞવલ્ક્ય, આપને પ્રણામ. આપે મારા પ્રશ્નોનો જવાબ આપ્યો છે. હવે બીજા પ્રશ્નોનો પણ ઉત્તર આપો."

ત્યારે યાજ્ઞવલ્ક્યે કહ્યું, "ઠીક છે, પૂછી લો."

હવે ગારગીએ કીધું કે, "જે દ્યુલોકની ઉપર, પૃથ્વીલોકની નીચે, દ્યુ અને પૃથ્વીની વચ્ચે મધ્યમાં તથા જે સ્વયં પણ દ્યુ અને પૃથ્વી છે, જેને ભૂત, ભવિષ્ય અને વર્તમાન કહેવામાં આવે છે, એ શેમાં ઓતપ્રોત છે?"

ત્યારે યાજ્ઞવલ્ક્ય કહે છે કે, "હે ગારગી, જે દ્યુલોકથી ઉપર, પૃથ્વીલોકથી નીચે, દ્યુ અને પૃથ્વીની વચ્ચે રહેલ છે, તે સ્વયં દ્યુવ અને પૃથ્વી છે, જેને ભૂત, ભવિષ્ય અને વર્તમાન કહેવામાં આવે છે, તે આકાશમાં ઓતપ્રોત છે."

ત્યારે ગારગીએ પૂછ્યું કે, "એ આકાશ શેમાં ઓતપ્રોત છે?"

ત્યારે યાજ્ઞવલ્ક્યે કીધું કે, "હે ગારગી, એ તત્વને બ્રહ્મવેત્તા 'અક્ષર' એમ કહે છે. આકાશ જેમાં ઓતપ્રોત છે તે ના તો સ્થૂળ છે, ના તો સૂક્ષ્મ છે, ના તો નાનો છે, ના તો લાંબો છે, ના તો લાલ છે, ના તો સ્નેહીલ એટલે ચીકણો છે, ના તો છાયા છે, ના અંધકાર છે, ના વાયુ છે, ના આકાશ છે, જે સંગ અને રસથી પણ હીન છે, જેના ન તો નેત્ર છે, ના કાન છે, ના વાક છે, ના મન છે, ના તેજ છે, ના પ્રાણ છે. મુખ, માપ વગેરે કશું છે જ નહીં. એ ના તો અંદર છે કે બહાર છે, ના તો એ કંઈ ભક્ષણ કરે છે, ના તો કોઈ એનું ભક્ષણ કરી શકે છે.

હે ગારગી, આ અક્ષર બ્રહ્મના અનુશાસનમાં સૂર્ય, ચંદ્ર, દ્યુલોક, પૃથ્વીલોક, નિમેષ, મુહૂર્ત, દિવસ, રાત્રી, અર્ધમાસ, પખવાડિયું અને ઋતુ, સંવતસર વગેરે સર્વ કાંઈ રહેલું છે. આ અક્ષરના અનુશાસનમાં વિભિન્ન નદીઓ પર્વતોમાંથી નીકળીને પૂર્વ તથા પશ્ચિમ વગેરે દિશાઓમાં પ્રવાહિત થાય છે.

હે ગારગી, આ અક્ષર બ્રહ્મના અનુશાસનમાં જ માનવ દાતાની પ્રશંસા કરે છે, દેવગણ યજમાનના અને પિતૃગણ દરદી હોમના અનુસરનારા હોય છે.

હે ગારગી, જે અક્ષર બ્રહ્મને ન જાણીને આ લોકમાં યજ્ઞ વગેરે પુણ્ય કાર્યો પરિપૂર્ણ કરે છે અને હજારો વર્ષો સુધી તપ કરે છે, એ બધા જ કર્મો નાશવાન છે. આ અક્ષર અવિનાશી બ્રહ્મને જાણ્યા વગર જ આ લોકમાં જે પ્રયાણ કરે છે, તે લોકો કંજૂસ છે. એ લોકોએ ભાગ્યે જ કંઈ પ્રાપ્ત કર્યું છે. પરંતુ જેઓ આ અક્ષરને જાણીને આ લોકમાંથી પ્રયાણ કરી દે છે, તેઓ બ્રાહ્મણ છે, તેઓ બ્રહ્મને જાણે છે.

હે ગારગી, આ અક્ષર સ્વયં દ્રષ્ટિનો વિષય નથી, જોવાના નથી, અક્ષર દેખાવાનો નથી, પરંતુ બધાને જોનારો જે છે તે અક્ષર છે. જે જાતે શ્રવણનો વિષય નથી, પરંતુ બધાનું સાંભળી જાય છે તે અક્ષર છે. જે સ્વયં મનનો વિષય નથી, પરંતુ બધાનો મનતા છે એટલે બધા મનમાં શું વિચારી રહ્યા છે એ બધું એને ખબર છે. સ્વયં અવિજ્ઞાત છે, પરંતુ બધાનો જાણકાર છે. તો જે અક્ષરને જાણે છે તે અત્યારે જ અમિતના, માનવના, તેના બધા લાખો લોકોના મનમાં શું ચાલી રહ્યું છે બસ આમ એમ જ જાણી જાય. એટલી બધી શક્તિ ને એટલો બધો પાવર છે. એ જે છે તે અક્ષર છે. અક્ષર ક્યારેય ક્ષર ના થાય, એ અવિનાશી છે એ રીતે અને એ અક્ષર છે એટલે પણ એ અવિનાશી છે."

પછી રવિ ગારગી બોલ્યા, "હે પૂજનીય બ્રાહ્મણો, હા, આગળ કીધું કે બધાનો જાણકાર છે. ગારગી, આ અક્ષર બ્રહ્મમાં જ એ આકાશ તત્વ ઓતપ્રોત છે. એ અક્ષરરૂપી બ્રહ્મ જે છે તેને પણ અંદર આકાશ તત્વ ઓતપ્રોત છે."

ત્યારબાદ રવિ ગારગી બોલી, "હે પૂજનીય બ્રાહ્મણો, આને એટલે કે વાર્તાલાપથી મળેલા જ્ઞાનને સારી રીતે સમજો. એમને નમસ્કાર કરીને જ પીછો છૂટી જાય તોય ઘણું છે, કારણ કે આપણામાંથી કોઈપણ બ્રહ્મજ્ઞાની માટે એમને જીતવા માટે સંભવ નથી."

ત્યારબાદ ગારગી પણ મૌન થઈ ગયા અને એ તો વિદુષી હતા એટલે એમના કથનનો બાકીના બધાએ સ્વીકાર કરી લીધો અને આવનારા દરેક ક્રમમાં શાકલ્ય વિદગ્ધ અહંકારવશ માન્યા નહીં એટલે આગળના ક્રમમાં એમને એમની કુચસ્તાનો દંડ ભોગવવાનો આવ્યો. આજે ક્રમ ચાલતો હતો તેની અંદર બધાને જવાબો આપી દીધા. ગારગીએ પણ ડિક્લેર કરી દીધો પણ એક શાકલ્ય નામનો હતા તેમણે યાજ્ઞવલ્ક્યને પ્રશ્ન કર્યો સામે કે, "હે યાજ્ઞવલ્ક્ય, દેવગણ કેટલા?" હવે જો એના પ્રશ્નો જે વસ્તુની જાણકારી પ્રાપ્ત કર્યા પછીથી આ માણસ પાછા ક્યાંથી સવાલો કાઢે છે અને કેવી કેવાયા સ્તરના છે એ સાંભળો. "કેટલા છે?"

એટલે યાજ્ઞવલ્ક્યે કહ્યું કે, "વૈશ્વદેવ મંત્રની નિવિદમાં વર્ણવેલા."

દેવતાઓની સંખ્યા પ્રતિપાદિત કરી: ત્રણસો ને ત્રણ (303), ત્રણ હજાર ને ત્રણ (3003). એનો અર્થ એ થયો કે 3306 દેવો. શાકલ્ય કહ્યું, "બરાબર છે." ફરી એને પ્રશ્ન પૂછ્યો, "દેવતાઓની સંખ્યા કેટલી છે?" ત્યારે યાજ્ઞવલ્ક્યે કહ્યું કે "33, 33 કોટિ." તો સહમતિ આપતા, શાકલ્યે ફરી પ્રશ્ન પૂછ્યો, "દેવતા કેટલા?" કોઈ એક જ સવાલ તમને પૂછે ત્રણ વખત, "દેવતા કેટલા?" એટલા તમે જવાબ આપો. ફરી એ પૂછે એનું એ જ જવાબ પાછો ફરી પૂછે. દર વખતે ત્રીજો જવાબ. તમે ત્રણ જવાબો આપ્યા. યાજ્ઞવલ્ક્યે બોલ્યા, "છ." એને સ્વીકારીને ફરી પૂછ્યું, "દેવતા કેટલા?" ચોથી વખત. ત્યારે કીધું, "ત્રણ." હવે શાકલ્ય દ્વારા "ઠીક છે" કહેવાથીને ફરી આ પ્રશ્ન પૂછવાથી કે "દેવતા કેટલા છે?" યાજ્ઞવલ્ક્યે કહ્યું, "બે." તો કે, "બરાબર છે." જો આ બે જણ વચ્ચે બહુ ગૂઢ વાતચીતો ચાલી રહી છે.

તો ફરી પૂછ્યું કે "દેવતા કેટલા છે?" ત્યારે કે, "દોઢ, દોઢ દેવતા જ છે, વધારે નથી." એ પછી કે, "બરાબર છે." ફરી એ પ્રશ્ન પૂછ્યો કે "દેવતા?" તો કે, "એક જ છે." એને સ્વીકારીને કહ્યું, "હવે આગળ ફોડાય એ 3 દેવગણ કયા છે?" ત્યારે બોલ્યા, "એ તો 303 અને 303 દેવતાઓની વિભૂતિઓ છે, વિભૂતિઓ છે, દેવતાઓ નથી. દેવગણ તો માત્ર 33 જ છે." ત્યારે કહે છે કે "આ 33 દેવગણ કયા છે?" ગણ એટલે જૂથ. ત્યારે યાજ્ઞવલ્ક્યે ઉત્તર આપ્યો, "અષ્ટવસુ એટલે આઠ વસુઓ, 11 રુદ્ર, 12 આદિત્ય. એમ એ 31 થયા. એની સાથે ઇન્દ્ર અને પ્રજાપતિને મૂકો ત્યારે 33 દેવતાઓ થાય. આ તમારી કરોડમાં બધા મોજૂદ છેવટ 33." હવે કહે છે કે "આઠ વસુઓ કયા આમાંથી?" ત્યારે એને કહેવામાં આવે છે, "અગ્નિ, પૃથ્વી, વાયુ, અંતરિક્ષ, આદિત્ય, દ્યુ, ચંદ્ર અને નક્ષત્ર. એ આઠ વસુઓ છે કે જ્યાં આગળ વસી શકાય છે, બધું વસી શકે છે.

એ બધા વસુઓ કહેવાય." તો કયું છે? તો કે, "અગ્નિ." તો અગ્નિ ગણ છે. તો અગ્નિની અંદર પણ ઘણા એમ કે પ્રજા રહેલી છે, અગ્નિમય પ્રજા. બિલકુલ. પૃથ્વી, પૃથ્વીમય પ્રજા તો છે જ આપણે બધા સૌ. વાયુમય પણ પ્રજા છે. વાયુમાં બધે જ્યાં જુઓ ત્યાં બધું ખીચોખીચ ભર્યું છે. અંતરિક્ષમાં પણ એ રીતે મોજૂદ છે બધું ખીચોખીચ. આકાશમાં નથી. આદિત્ય, સૂર્યલોક, દ્યુલોક, સ્વર્ગલોક, ચંદ્ર અને નક્ષત્ર. એ આઠ વસુઓ. એમાં સંપૂર્ણ જગત રહેલું છે અથવા જગતના સંપૂર્ણ પદાર્થ આટલામાં સમાયેલા છે. આખી સૃષ્ટિની અંદર પણ આ જગ્યાએ વસુઓ છે, બધાનો વાસ છે કે જ્યાં પ્રજા વસે છે. હવે આગળ કહે છે કે "એટલા માટે એમને વસુગણ કહેવામાં આવે." ફરી શાકલ્યે પૂછ્યું કે "તો પછી આ રુદ્ર કોણ છે?" ત્યારે કહે છે, "પુરુષની અંદર રહેલા જે 10 પ્રાણ છે, એ 10 ઇન્દ્રિયો અને 11મો આત્મા મન, એ જે છે તેને 11 રુદ્ર કહેવામાં આવે.

પાંચ પ્રાણ, પાંચ ઉપપ્રાણ, 10 થયા અને પછી 11મું મન. એમ એકાદશ રુદ્ર આવી રીતે કહેવાય. કારણ કે જ્યારે મરણધર્મા એટલે મૃત્યુ પામવા જઈ રહેલો જે કોઈ હોય તે મૃત્યુકાળમાં ઉત્ક્રમણ કરે છે, અર્થાત બહાર નીકળે છે. એ સમયથી જ એના પ્રિયજનોને, પરિજનોને સૌને રડાવે છે. એટલા માટે એને રુદ્ર કહેવામાં આવે." હવે શાકલ્યે ફરી પૂછ્યું, "12 આદિત્ય કયા?" ત્યારે કહે છે કે "વર્ષના 12 મહિના હોય છે, એ જ 12 આદિત્ય. કારણ કે એ બધાયને એમના આયુષ્યને આદાન કરતાં લઈને ચાલતા રહે છે." તો જાન્યુઆરીનો સૂર્ય ફેબ્રુઆરીના સૂર્ય કરતાં જુદો હોય. અયન ચાલે છે ને સૂર્યનું? એટલા માટે અલગ અલગ છે, દરેકનો પ્રભાવ અલગ. એ રીતે શાકલ્યે ફરી પ્રશ્ન કર્યો કે "આ ઇન્દ્ર અને પ્રજાપતિ કોણ છે?" ત્યારે કહે છે કે "સ્તનયતરુ અર્થાત ગર્જના કરનાર મેઘ જે છે તે જ ઇન્દ્ર છે અને યજ્ઞ એ પ્રજાપતિ છે." "યજ્ઞ એ પ્રજાપતિ છે." તો ગર્જનશીલ મેઘ શું છે?

તો જવાબ મળ્યો, "વિદ્યુત, વીજળી." જ્યારે શાકલ્યે પૂછ્યું કે "યજ્ઞ શું છે?" ત્યારે કે, "પશુ જ યજ્ઞ છે. પશુ જે છે તે યજ્ઞ છે." ફરી શાકલ્યે કીધું, "છ દેવગણ કયા છે?" ત્યારે કે, "પૃથ્વી, અગ્નિ, વાયુ, અંતરિક્ષ, દ્યુ અને આદિત્ય. આ છ દેવગણ છે અને એ જ સર્વ." "કઈ ત્રણ ત્રણ દેવ કયા છે?" ત્યારે કહ્યું કે "ત્રણ દેવ ત્રણ ત્રણ લોક. એ ત્રણ દેવ છે. એમાંના સમસ્ત દેવગણ નિવાસ કરે." આ બે જણને વચ્ચે વાર્તા કેવી ચાલી કે પહેલા પૂછીએ ત્રણ દેવગણ, દેવગણ ત્રણ, ફલાના પાંચ, આવી રીતના જાણે કે આમ બે જણ વચ્ચે વાત. હવે એને ફોડ પાડી છે અહીંયા આવી રીતે. કારણ કે એમાં બધા વૃદ્ધિ પ્રદાન થાય છે. એટલે તો કે "દોઢ દેવતા કયા છે?" તો કે, "અન્ન અને પ્રાણ બે દેવતા છે." ફરી પાછા કે "દોઢ દેવતા કોણ છે?" તો કે, "જે વહે છે અર્થાત આ વાયુ જે છે તે દોઢ દેવતા છે, પવન." "વાયુ તો એકાકી જ પ્રવાહિત થાય છે, તો પછી એને દોઢ કેવી રીતે કહો છો તમે?" ત્યારે કહે છે, "એમાં બધા વૃદ્ધિને પ્રાપ્ત થાય છે.

એટલા માટે એને અર્ધદ્ય એટલે દોઢ કહેવામાં આવે. બધાની વૃદ્ધિ થાય છે વાયુ વાવવાના કારણે. એટલે એ તો એ પોતે છે ને વૃદ્ધિનું કારણ છે. એટલે એને દોઢદેવ કહેવામાં આવ્યો છે." "એ દેવ કયા છે?" ઋષિએ કહ્યું કે "પ્રાણ જ એક દેવતા છે." વાયુમાં પ્રાણ રહેલો છે. એટલે કે "પ્રાણ એ એક જ દેવતા છે." હવે આગળ એ જ બ્રહ્મ અને એને તત્ કહેવામાં આવે. આ પૃથ્વી જેનું શરીર છે, અગ્નિ જેનું લોક છે, મન જેની જ્યોતિ અને જે સમસ્ત જીવોનો આત્મા અને સહારો છે. જો સર્વાત્મા અને બધાના આશ્રયરૂપ પુરુષને જે જાણે છે, યાજ્ઞવલ્ક્ય, એ જ બ્રહ્મજ્ઞ છે. એ સાંભળીને યાજ્ઞવલ્ક્યે કહ્યું કે "હું નિસંદેહ બ્રહ્મને જાણું છું." જો પહેલી વખત બોલ્યા, "જે પુરુષને તમે બધા જીવોનો આશ્રય ને આત્મા બતાવો છો, એ જ આ શરીરમાં સમવ્યાપ્ત પુરુષ છે. શાકલ્ય, તમે બીજા પ્રશ્નો કરો." ત્યારે કીધું કે "એનો દેવતા કોણ છે?" ત્યારે કે, "એનો દેવતા અમૃત છે." પ્રાણનો કામ જ જેનું શરીર છે, હૃદય જ જેનું લોક છે, મન એ જ જેની જ્યોતિ છે અને સમસ્ત પ્રાણીઓનો આત્મા છે.

એ સર્વાંતર આત્માને જાણનાર બ્રહ્મજ્ઞાની બની જાય છે. યાજ્ઞવલ્ક્યે બોલ્યા, "હું અવશ્ય પુરુષનું જ્ઞાન ધરાવું છું." આ બીજી વખત.

જેને તમે બધા ભૂતોનો આત્મા કહો છો, એ કામમય પુરુષ છે. હવે તમે બીજા પ્રશ્નો કરો. પાછા એને આગળ ચગાવે છે, થોડો વધારે. એટલે કે એના દેવતા કોણ છે? ત્યારે કહે છે, "એના દેવતા સ્ત્રીઓ છે." તો કે, "રૂપ જ જેનો દેહ છે, નેત્ર જ લોક છે, મન જ્યોતિ છે અને જે બધાના આશ્રયરૂપ છે, એ પુરુષને જાણનારો સર્વજ્ઞાતા થાય છે."

"તમે જે બધાના આશ્રયભૂત પુરુષની વાત કરી રહ્યા છો, તેમને હું જાણું છું. એ પુરુષ આદિત્યમાં રહેલો છે." યાજ્ઞવલ્કે કહ્યું, "હે શાકલ્ય, બીજા પ્રશ્નો કરો." ત્યારે કહે છે કે, "એમના દેવતા કોણ છે?" ત્યારે કહે છે, "સત્ય એમનો દેવતા છે." શાકલ્યે પૂછ્યું કે, "આકાશ જેનું આયતન એટલે કે દેહ છે, આકાશ સ્ત્રોત જેનો લોક છે, મન જેની જ્યોતિ છે અને જે સમસ્ત ભૂતોના આશ્રયરૂપ છે, એને જાણનારો બ્રહ્મજ્ઞાની બને છે."

ફરી યાજ્ઞવલ્ક બોલ્યા, "હું અવશ્ય એનું જ્ઞાન ધરાવું છું. જે પુરુષને તમે બધા ભૂતોના આશ્રયરૂપ માનો છો, એ જ સ્ત્રોત સંબંધી પ્રતિશરૃત પુરુષ છે. હે શાકલ્ય, હવે બીજું કંઈક પૂછો." ત્યારે કહે છે, "એના પ્રતિશુખ પુરુષના દેવતા કોણ છે?" ત્યારે કહે છે, "દિશાઓ જ એના દેવતાઓ છે. તમ જેનું આયતન છે, હૃદય જેનું લોક છે, મન જેની જ્યોતિ છે અને સર્વભૂતાત્માને જે જાણે છે, એ બ્રહ્મજ્ઞાની હોય છે."

ત્યારે યાજ્ઞવલ્કે કહ્યું, "હું એ સર્વભૂતાત્માને નિશ્ચિત રૂપે જાણું છું. જો, જેને તમે સર્વભૂતાત્મા એમ જાણો છો, એ છાયામય પુરુષ છે. હે શાકલ્ય, બીજું કંઈ પૂછો." "એના દેવતા કોણ?" ત્યારે કહે છે, "એના દેવતા મૃત્યુ છે." ફરી પૂછ્યું કે, "રૂપ જ જેનું શરીર, ચક્ષુ જોવાની શક્તિ અને મન જેની જ્યોતિ છે, એ સર્વભૂતોમાં રહેલો એનો આત્મા છે. એ પુરુષને જાણનારો સર્વજ્ઞ હોય છે."

"હું જરૂર એ બ્રહ્મને જાણું છું," યાજ્ઞવલ્કે કહી દીધું. "તમે જેને સર્વભૂતોમાં રહેલો આત્મા કહો છો, એ એ જ પુરુષ છે જે દર્પણમાં રહેલો છે." અર્થાત દર્પણમાં જોવામાં આવે છે. છાયા પુરુષ કીધો. પછી પ્રતિછાયા રૂપે અહીંયા દર્પણમાં જે તમને દેખાય છે, એ પુરુષની વાત કરું છું. "એના દેવતા અશુ અર્થાત પ્રાણ છે."

શાકલ્ય બોલ્યા, "જળ જેનું આયતન, હૃદય લોક અને મન જ્યોતિ છે, એ સર્વભૂતાંતર આત્માને જે જાણે છે, એ બ્રહ્મજ્ઞાની થાય છે." યાજ્ઞવલ્કે અહીં ફરી કહ્યું, "હું જરૂર એનું જ્ઞાન ધરાવું છું. તમે જેને સર્વભૂતાંતરાત્મા કહો છો, એ જળમાં રહેલો પુરુષ છે. બીજું કંઈ પૂછો." તો કે, "એના દેવતા કોણ છે?" તો કે, "એના દેવતા વરુણ છે," જળના દેવતા.

પછી આગળ કીધું કે, "વીર્યને જેનું શરીર છે, હૃદય જેનું લોક છે, મન જેની જ્યોતિ છે, એ સર્વભૂતાશ્રય પુરુષને જે જાણે છે, તે સર્વજ્ઞાતા થાય છે." "તે પુરુષને હું સારી રીતે જાણું છું. જેને આપ સર્વભૂતોનો આશ્રય કહો છો, એ પુત્રરૂપ પુરુષ છે. હે શાકલ્ય, બીજું પૂછો." તો કે, "એના દેવતા કોણ છે?" તો કે, "પ્રજાપતિ."

પછી યાજ્ઞવલ્કે કીધું, "હે શાકલ્ય, આ બ્રાહ્મણોએ તમને અવશ્ય અંગારા હટાવવા માટેનો ચીપીઓ બનાવેલા છે." આમ કોમેન્ટ કરી દીધી. શાકલ્યે કહ્યું, "હે યાજ્ઞવલ્ક, જે આ કુરુ અને પાંચાલ દેશના બ્રાહ્મણો પર આરોપ મૂકીને તિરસ્કૃત કરો છો, શું સ્વયંને બ્રહ્મવેતા માનીને આવું કરો છો?" જો બ્રહ્મવેતા છે, છતાં પણ એમને કહી દીધું ને કે તમે જે કરો છો એમાં તમે કોકનું સાધન બની રહ્યા છો, એમ કહી દીધું.

ત્યારે યાજ્ઞવલ્લ્યે કહ્યું, "જો જવાબ, મને દેવતાઓને પ્રતિષ્ઠા સહિત દિશાઓનું જ્ઞાન છે." શાકલ્ય બોલ્યા, "અગર આપને દેવતા અને પ્રતિષ્ઠા સહિત દિશાનું જ્ઞાન છે, તો એ બતાવો. પૂર્વ દિશાએથી કયા દેવથી યુક્ત છે?" ત્યારે યાજ્ઞવલ્કે કહ્યું, "ત્યાં હું આદિત્ય દેવતાથી યુક્ત છું. ત્યાં હું આદિત્ય દેવતાથી યુક્ત." જો જવાબ સાંભળો, કારણ કે હવે એને પ્રશ્ન કર્યો ને કે, "તારો પ્રશ્ન પૂછ, ચાલ."

હવે જો, "ત્યાં હું એ આદિત્ય શેમાં છે?" તો કે, "ચક્ષુમાં." "ચક્ષુ શેમાં છે?" તો કે, "રૂપમાં." "રૂપ ક્યાં છે?" તો કે, "ચક્ષુઓ દ્વારા જ પુરુષ રૂપને જોઈ શકે છે." તો "રૂપ શેમાં છે?" તો કે, "હૃદયમાં છે. હૃદયાકાશમાં જ બધા રૂપ રહેલા છે. હૃદય દ્વારા જ પુરુષને રૂપોનું જ્ઞાન થતું હોય છે." ત્યારે શાકલ્યને એક્સેપ્ટ કરવું પડ્યું કે વાત તો સાચી છે, બધું જે કંઈ હોય છે, બધું અહીં જ ભરાયેલું.

ફરી પૂછ્યું, "દક્ષિણ દિશાને અંદર કયા કયા દેવતાથી યુક્ત છો?" જો હવે તરત જ એને પોતાની જે બોલવાની પદ્ધતિ એ બદલી. એને કીધું, "દક્ષિણ દિશામાં આપ કયા દેવથી યુક્ત છો?" એણે એક બાજુ તો સ્વીકાર કરી લીધો કે આપ સર્વજ્ઞાની છો, બધે જ છો, બધા ઓકે. હવે આપ દક્ષિણ દિશામાં કેવા છો? અહીંયા આગળે કેવા છો? હવે એવી પ્રશ્નોત્તરી ચાલે છે.

ત્યારે કહે છે કે, "દક્ષિણ દિશામાં હું શ્રદ્ધાથી યુક્ત છું." "હવે શ્રદ્ધા ક્યાં રહેલી છે?" જવાબ ફરી પાછો, "હૃદયમાં રહેલી છે કે હૃદય દ્વારા જ પુરુષ શ્રદ્ધાને જાણે છે." એ યાજ્ઞવલ્કે આ સાચી વાત છે. ફરી પૂછ્યું, "તો આપ પશ્ચિમ દિશાની અંદર કયા દેવતાવાળા છો?" ત્યારે કહે છે, "ત્યાં હું વરુણ દેવતાથી યુક્ત છું." પશ્ચિમ દિશામાંથી જ હંમેશા પવનો વાય અને આગળ જે વરસાદ લાવે છે, બધા વરુણદેવ આવા હયામી. તો વરુણદેવ હંમેશા પશ્ચિમ દિશામાંથી આવવાના છે, એવી રીતે.

ત્યારે કહે છે કે, "ઉત્તર કે વરુણ શેમાં પ્રતિષ્ઠિત છે? એનું વહીકલ કોણ છે?" તો કે, "જળ." "ઓકે, આ જળ શેમાં રહેલું છે?" "જળ વીર્યમાં રહેલું છે." તો "વીર્ય શામાં રહેલું છે?" તો કે, "વીર્ય હૃદયમાં રહેલું છે." ફરી ત્રીજો જવાબ પણ એ જ આપે છે. એટલા માટે તો પિતાને અનુરૂપ ઉત્પન્ન પુત્ર માટે લોકો કહે છે કે જાણે પિતાના હૃદયમાંથી નીકળ્યો. પુત્રને બી એટલું જ વાલ કરે છે ને પિતા. એટલા માટે તો પિતાના હૃદયથી નિર્મિત થયેલો છે. ખરેખર તો અહીંયા આગળે નક્કી થયું છે કે પુત્ર પેદા કરવું, આવું કરવું, આવું કરવું, આવું કરવું, બધું જે કંઈ છે, ત્યાંથી તો આ પણ યથાર્થ એમ એક્સેપ્ટ થઈ ગઈ.

ત્રણે ત્રણ પ્રશ્નો. ઓકે, હવે આગળ ચાલ્યું. છેલ્લા, ઉત્તર દિશામાં આપ કયા દેવથી સંપન્ન છો? ત્યારે કહે છે, "સોમ દેવતાથી." સોમ શેમાં રહેલ છે? તો કે, "દીક્ષામાં રહેલ છે." દીક્ષા શામાં રહેલ છે? તો કે, "દીક્ષા સત્યમાં રહેલ છે." તો સત્ય શામાં રહેલું છે? "સત્ય હૃદયમાં રહેલું છે." કારણ કે વ્યક્તિ હૃદયથી જ સત્યને જાણી શકે. આ સાચું છે. તો અહીંયા ક્યાંક એગ્રીમેન્ટ આવે છે અને ક્યાંક કશુંક થાય છે. આપણને ખબર ના પડે, વાત બરાબર. એ જે જગ્યા છે તે સત્ય. તેથી સત્ય હૃદયમાં પ્રતિષ્ઠિત છે.

હવે શાકલ્યે કહ્યું કે યાજ્ઞવલ્ક્ય, આ પણ બરાબર. પછી કીધું કે આ ધ્રુવ દિશામાં કયા દેવથી યુક્ત છે? ત્યારે કહે છે, "હું ધ્રુવ દિશામાં અગ્નિદેવથી યુક્ત છું." અગ્નિદેવ શામાં પ્રતિષ્ઠિત છે? "વાક શક્તિમાં." વાક શેમાં રહેલી છે? તો કે, "વાક પણ હૃદયમાં રહેલી છે." હૃદયમાંથી એમ બહાર પડે છે. હૃદયના ભાવોને સાથે લઈને એ બહાર પડે છે, એટલા માટે એને એમ કહેવામાં આવે. તો પછી હૃદયમાં કોણ રહેલ છે? હવે એને આ સવાલ કરી નાખ્યો. ત્યારે કહે છે, "અહલ્લિક એટલે મૂર્ખ. તું હૃદયવિહીન છે. જ્યારે તમે આને પોતાનાથી અલગ ગણો છો, તો ત્યારે તો તમે હૃદયવિહીન છો અને આ શરીરને કૂતરા કોચીને ખાઈ જાત અથવા તો પક્ષીગણ ચોંચ મારી મારીને મથીને ચીરી નાખત."

શાકલ્યે ફરી પૂછ્યું કે આ શરીર અને હૃદય એટલે કે આત્મા શામાં પ્રતિષ્ઠિત છે? ત્યારે ફરી કીધું કે, "એ પ્રાણમાં પ્રતિષ્ઠિત છે." પ્રાણ શામાં રહેલો છે? તો કે, "અપાનમાં." અપાન શામાં છે? તો કે, "વ્યાનમાં." વ્યાન શામાં રહેલો છે? તો કે, "ઉદાનમાં." ઉદાન શેમાં રહેલો છે? "સમાનમાં રહેલો છે." પ્રાણ, અપાન, વ્યાન, પછી આ ઉદાન અને આ સમાન. આ બધા જ એકબીજાની અંદર આવી રીતે ઓતપ્રોત છે. તો સમાન વાયુની અંદર બધા જ પ્રાણ રહેલા છે. તો કોઈપણ રોગને દૂર કરવો હોય તો માત્ર સમાન વાયુને સમાન કરી રાખો અને એને પુષ્ટ કરો તો પણ એ બાકીનું કામકાજ કરી લઈ શકે, એટલું સક્ષમ છે. સમાન મુદ્રા કરવી જોઈએ. પાંચ મિનિટ, પાંચ મિનિટ મિનિમમ સવાર-સાંજ. પછી વધતા ક્રમે વધારી શકો.

ત્યારે કહે છે કે આ બધું તમે વાત કરી ઉદાનમાં. ઉદાન શેમાં છે? તો કે, સમાનમાં. પછી આગળ યાજ્ઞવલ્ક્યે પોતાની જાતે જ કહ્યું કે આ આત્મા "નેતિ નેતિ" એટલે કે "ન ઇતિ, ન ઇતિ." "એ આ નથી, એ આ નથી" એમ કહીને કહેવામાં આવ્યો છે. એને ગ્રહણ કરી શકાતો નથી. આત્માને ના તો એને નષ્ટ કરી શકે. બાકીની વસ્તુને તમે ગ્રહણ કરી શકો છો, બ્રહ્મને તમે ગ્રહણ કરો છો. આત્માને ગ્રહણ કરી શકતા નથી. બોલો, કેવી વાત છે! તમારે એમ કહી દેવું પડે કે આ એ નથી, આ એ નથી, આ એ નથી. હવે જે બાકી રહી ગયું છે તે આત્મા છે એમ કહું છું. કેમ? તો કે એનું બીજું કશું નામ પડી શકે એવું બી નથી. એ બધાનો આધાર છે, પાછો અધિષ્ઠાન છે. એટલે એને ગ્રહણ કરી શકાતો નથી કે નષ્ટ પણ કરી શકાય એમ નથી. એ સંગરહિત છે, અવ્યવસ્થિત છે અને અહિંસિત છે. અવ્યવસ્થિતનો મતલબ એનું કંઈ મેનેજમેન્ટ શક્ય નથી એમ.

કોઈક પ્રકારનું ઓર્ડરલીનેસ આમ તેમ તમે આત્માનું એવું બધું કંઈક કરવા માંગતા હોય તો એ શક્ય નથી, કારણ કે તો અનંત છે, વિરાટ છે. તમે શું કરવાના હતા એનું? બીજી વાત કરી, અહિંસિત મતલબ એને કોઈપણ રીતે કાપી ના શકો, બાળી ના શકો, ટુકડા ના કરી શકો. એનું કંઈ પણ અહિત થઈ શકતું નથી આત્માનું.

આ આઠ શરીર છે, આઠ દેવતા છે, આઠ પુરુષ છે. એ બધા વ્યષ્ટિરૂપ થઈને આ પુરુષને પોતાના હૃદયમાં એકીકૃત કરીને ઉપાધિયુક્ત રૂપ ધર્મ-ધર્મોનું અતિક્રમણ કરેલ છે. ઉપનિષદ દ્વારા જ્ઞાતવ્ય એટલે જોવામાં આવનાર એ પુરુષના વિષયમાં હું આપને પૂછું છું. અગર આપ એનો સ્પષ્ટ વિવેચન નહીં કરી શકો તો આપનું મસ્તક પડી જશે. ફાઇનલને કહી દીધું. પરંતુ શાકલ્યનું એ પુરુષને ન જાણવાના કારણે મસ્તક પડી ગયું. એટલું જ નહીં, પણ એના અસ્થિને ચોર લોકો બીજું કંઈક સમજીને ઉપાડી ગયા. આ શાકલ્યની આવી દૂરદશા થઈ. એ બ્રહ્મજ્ઞાનીની સાથે તમે જ્યારે ચડભડ કરવા બેસો, બહુ જ ધ્યાન રાખજો, બહુ જ વિચાર કરજો.

ત્યારે કહે છે કે, "હે તપોધન ભોજ્ય બ્રાહ્મણગણ, ત્યાં તો એનું તો પતી ગયું. એક વખત મસ્તક પડી ગયું ને પછી જે થયું એ આગળ. વિદ્વાનોમાંથી બીજા કોઈ પણ ભેગા થઈને જે કંઈ પૂછવા માંગતા હોય તે પૂછી શકો છો અને અગર હવે પ્રશ્ન પૂછવાની ઈચ્છા ન ધરાવતા હોય પણ આપણામાંથી જો કોઈની જરા પણ ઈચ્છા હોય અથવા બધાને હું એક પ્રશ્ન પૂછું." પણ કોઈનુંય યાજ્ઞવલ્ક્યને પ્રશ્ન કરવાનું સાહસ પેદા થયું નહીં. પછી યાજ્ઞવલ્ક્યે બ્રાહ્મણોને આ શ્લોકો દ્વારા પ્રશ્નો કર્યા કે, "મનુષ્ય વનસ્પતિ વૃક્ષના સમાન છે, અર્થાત જે ગુણધર્મ વનસ્પતિના છે એ મનુષ્યના છે. વૃક્ષમાં પાંદડા હોય છે, મનુષ્યમાં રોમ હોય છે. મનુષ્યના શરીરમાં ચામડી વૃક્ષ પર વળગી રહેલી છાલ છે. રક્ત રસ છે. જે રીતે પુરુષની ચામડીમાંથી લોહી નીકળે છે, એ જ પ્રમાણે વૃક્ષની છાલમાંથી રસ-ગુંદર નીકળે છે.

આઘાત કરવાથી પણ વૃક્ષમાંથી રસ નીકળે છે અને ચોટ લાગવાથી પણ મનુષ્યના શરીરમાંથી રક્ત વહે છે. પુરુષ શરીરનું માંસ વૃક્ષની અંદરની ત્વચા, અંતરછાલ સમાન છે. મનુષ્ય શરીરનું સ્નાયુતંત્ર એ વૃક્ષના દ્રઢ રેસા સમાન છે. રેસા સ્નાયુની જેમ જ સ્થિર હોય છે. મનુષ્યમાં સ્નાયુતંત્રની અંદર હાડકાની જેમ જ વૃક્ષની અંતરછાલમાં લાકડું હોય છે અને મનુષ્ય શરીરમાં રહેલ મજ્જા વૃક્ષમાં રહેલા ગર સમાન છે. એમ હોવા છતાં પણ આ બંનેમાં સમાનતા હોવા છતાં પણ વૃક્ષ જ્યારે ઉપરથી કાપી નાખવામાં આવે છે, તો એ પોતાના મૂળ દ્વારા ફરી નવા અંકુરો ઉત્પન્ન કરી શકે છે, નવીન બની જાય છે. અગર આવી જ રીતે મૃત્યુ દ્વારા મનુષ્યને કાપી નાખવામાં આવે તો તે કયા મૂળ દ્વારા ઉત્પન્ન થશે? હવે એનો જવાબ આપી દો કે એ પુરુષ વીર્યમાંથી ઉત્પન્ન થાય છે એવું પણ ના કહો, કારણ કે વીર્ય તો જીવિત પુરુષમાં..."

ઉત્પન્ન થાય છે. મરણ પામેલાના પુરુષમાં નહીં. વૃક્ષ જ્યારે કપાઈ જ જાય, તો તે બીજથી પણ ફરીથી ઉત્પન્ન થઈ જાય છે અને કપાઈ જવાથી પણ ફરી ફરી ફૂટે છે અને અંકુરિત થઈ જાય છે. વૃક્ષ અગર મૂળમાંથી ઉખડી જાય, તો ફરીથી તેનું ઉગવું સંભવ નથી. એ રીતે મૃત્યુ દ્વારા અગર મનુષ્યને કાપવામાં આવે, તો કયા મૂળજળ દ્વારા એનું ફરીથી ઉગવું, ઉત્પન્ન થવું સંભવ બને છે? પુરુષ તો ઉત્પન્ન થયેલ છે જ, તે ફરીથી ઉત્પન્ન થતો નથી. આવી સ્થિતિમાં મૃત્યુ પછી એને કોણ ઉત્પન્ન કરશે? આ પ્રશ્નનો જવાબ કોઈ પણ બ્રાહ્મણ આપી ના શક્યો. તેથી શ્રુતિ એમના વિષયમાં કહે છે કે બ્રહ્મ જે છે તે વિજ્ઞાનમય અને આનંદરૂપ છે. દાનદાતાની પરમ ગતિ પણ એ જ છે. બ્રહ્મનિષ્ઠ અને બ્રહ્મને જાણનાર પુરુષનો પરમ આશ્રય પણ એ જ છે. આનો જવાબ હું તમને કહીશ, તમે પૂછજો.

હવે ચોથા બ્રાહ્મણની અંદર, ચોથા અધ્યાયમાં પ્રથમ બ્રાહ્મણ, તેની અંદર એને કહે છે. આગળ જનક રાજા સિંહાસન પર હતા ત્યારે મહર્ષિ યાજ્ઞવલ્ક્ય આવ્યા અને પછી એમને કીધું કે, "આ આપનું આગમન કયા કારણસર?" પેલો અધ્યાય, હવે ચેપ્ટર પૂરું થઈ ગયું. બે ગાયો હતી એ બધી ત્યાં આગળ પહોંચી ગઈ ને એ પૂરું થઈ. તો કે, "આપ શું પશુઓની ઈચ્છાથી અહીં પધારેલા છો અથવા સૂક્ષ્મ પ્રશ્નોની ઈચ્છાથી?" ત્યારે કે, "રાજન, હું એ બંને પ્રયોજનથી અહીં આવેલો. કે મારે પશુએ જોઈએ છે અને સૂક્ષ્મ પ્રશ્નો પણ છે. કે મારે બંને વસ્તુઓ." હવે કહ્યું કે, "હે રાજન, આપણે કોઈ વિદ્વાને બ્રહ્મના વિષયમાં જે કંઈ કહ્યું હોય એ બધું અમે શ્રવણ કરવા આવેલા છે." જો, પહેલા એક એપિસોડ પતી ગયો. હવે પાછા એ ફરી પાછા જનક રાજા પાસે જાય છે અને કે, "અમે હવે બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત, તમને શું જાણો છો એ અમને કહો."

વિદેહરાજ જનકે કહ્યું કે, "સિલીનના પુત્ર જીતવાયે વાકને જ બ્રહ્મ કહેલ છે." યાજ્ઞવલ્ક્ય બોલ્યા, "જે રીતે કોઈ માતા, પિતા અને ગુરુના દ્વારા શિક્ષિત થઈને કહે છે, એવી રીતે એ જીતવાએ વાક જ બ્રહ્મ છે એવું કહેલ છે. કારણ કે જે વાક રહિત જ છે, શું તેને બ્રહ્મનો લાભ મળી શકે એમ છે?" એવું કહેલ. "શું એ જીતવાએ આપણે વાકનું આશ્રય સ્થળ અથવા એની પ્રતિષ્ઠા પણ બતાવી છે?" જનકે કહ્યું, "નહીં, મને તો એ વિષયમાં નથી બતાવ્યું." એટલે યાજ્ઞવલ્ક્ય બોલ્યા કે, "આ ઉપદેશ અપૂર્ણ છે, તમને જે કરવામાં આવેલો છે તે." હવે એને કીધું કે, "આ વિષયમાં આપ જ મને બતાવો." ત્યારે યાજ્ઞવલ્ક્ય કહ્યું કે, "વાણી જે છે, વાક એ બ્રહ્મનું આયતન છે, શરીર છે. શબ્દ બ્રહ્મ છે. વાણીના શબ્દો દ્વારા બ્રહ્મ વહી રહ્યો છે. વાક શક્તિ દ્વારા જ એ શું છે? એટલે એ આકાશમાં જ એની પ્રતિષ્ઠા થાય છે.

વાણી ક્યાં નીકળે છે? આકાશમાં જાય છે. દર વખતે આ ક્યાં છે? અહીંથી આમ મોઢામાંથી જ બહાર નીકળી, પણ આ બધું આકાશ છે. અંતરિક્ષથી માંડીને આકાશ સુધીનું બધું જ પ્રજ્ઞા સમજીને એની ઉપાસના કરવી જોઈએ. બોલાયેલા સામે આવતા જે શબ્દો છે તેની ઉપાસના એવી રીતે એને શ્રવણ કરવી જોઈએ કે આપણે પ્રજ્ઞા પ્રાપ્ત કરી રહ્યા છે. આકાશવાણી એટલે આકાશમાંથી આવે છે. આ વાણી આકાશમાં જ જાય કોઈની પણ. એટલે દરેક જન આકાશવાણી જ કરી રહ્યો છે. વાસ્તવમાં તો જે કંઈ બોલે છે તે બધું આકાશમાં છે અને આ બધું ત્યાં સંગ્રહિત, સચવાયેલું છે એવું કેટલાક લોકો કહે છે. એટલે તમે અત્યારે દાખલા તરીકે વ્યાસજીએ બોલેલું જે કાંઈ કહેલું હતું શ્રીમદભાગવત શ્રવણ કરવા ચાહતા હોય, તો તમારે એ ફ્રિક્વન્સી ઉપર સેટ થઈ જાવ, તો અમને વ્યાસમુનિના અવાજની અંદર એ આખું તમને શ્રીમદભાગવત સાંભળવા મળે છે." ના, એ રસ્તા.

"તમે આત્મા છો, તમે કાંઈ પણ કરી શકો છો. તમે આત્મા છો." શ્રદ્ધા ક્યાં છે? તો થાય. પછી કેવી રીતે એનાય રસ્તાઓ વાત કરીશું. પછી એ એનું આયત આકાશ જ એની પ્રતિષ્ઠા છે. પ્રજ્ઞા સમજીને એની ઉપાસના કરવી જોઈએ.

એટલે જનક જુએ એ પાછું ફરી પ્રશ્ન કર્યો કે, "આ પ્રજ્ઞતા એટલે કે પ્રજ્ઞા શું છે ભાઈ?" ઋષિ બોલ્યા, "વાક જ પ્રજ્ઞતા છે, પ્રજ્ઞા છે. હે રાજન, વાક શક્તિ દ્વારા બંધુ બાંધવોનું જ્ઞાન થાય છે તથા ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વ વેદનું જ્ઞાન પણ એનાથી જ પ્રાપ્ત થાય છે. એ વાણીના માધ્યમથી ઇતિહાસ, પુરાણ, ઉપનિષદ, વિદ્યા, શ્લોક, સૂત્ર, અનુવ્યાખ્યાન, વ્યાખ્યાન, યજ્ઞ, કર્મ, હૂત, અશિત." અશિત એટલે શું છે? "ભૂખ્યા માણસને ભોજન કરાવવાનો ધર્મ એને અશિત કહેવાય. પાઈત એટલે તરસી વ્યક્તિને પાણી પીવડાવવાનો ધર્મ કહેવાય. આ લોક, પરલોક અને સમસ્ત ભૂતોનું જ્ઞાન થઈ જાય છે. એ સમ્રાટ, વસ્તુત વાક જ બ્રહ્મ છે. જે વાણી છે તે બ્રહ્મ સ્વરૂપ છે. તમે એને એવી રીતે ઉપાસના કરો. તમે એને એવી રીતે જો કરશો, તો એ તમને એ પ્રમાણેનું જ્ઞાન આપશે જ. જે એવું જાણે છે, એવા વિદ્વાનો આ વાક પરિત્યાગ કરતા નથી.

એવા વિદ્વાન પુરુષને બધા જ પ્રાણીઓ ઉપહાર પ્રદાન કરે છે. એ સ્વયં દેવતા બનીને દેવોની વચ્ચે રહે છે." એ સાંભળીને આ બધા દેવો છે. પછી તો વિદેહરાજ જનકે કહ્યું, "આ જ્ઞાનના નિમિત્તે દક્ષિણા રૂપ હું આપણે એવી ૧૦૦૦ ગાયો ફરી પ્રદાન કરું છું જેનાથી હાથી સમાન વિશાળ બળદ પેદા થાય." ઋષિ યાજ્ઞવલ્ક્ય કહ્યું, "મારા પિતા એવું માનતા હતા કે શિષ્ય અથવા જિજ્ઞાસુને પૂર્ણ શિક્ષણ, પૂર્ણ જ્ઞાન આપ્યા વિના દક્ષિણાના રૂપમાં ધન ગ્રહણ કરવું જોઈએ નહીં." એટલે કે હજી વાત અધૂરી છે. "તમે મને આપો છો બરાબર, પણ હજી આપણી વાત પૂરી કરવા દો. તે વગર હું એને લઈ શકીશ નહીં. શિષ્ય જ્યારે ઈચ્છિત વિદ્યા મેળવીને સંતુષ્ટ થઈ જાય, ત્યારે સ્વયં ગુરુને ગુરુ દક્ષિણા લેવાનો આગ્રહ કરતો હતો અને ગુરુ પણ પોતાની જવાબદારી પૂર્ણ થયા વગર દાન સ્વીકારતા નહોતા." અહીં તો પહેલા પૈસા આપી દો.

આ ક્લાસના પહેલા અર્લી બર્ડસ રજીસ્ટ્રેશન શું બધા બોલે? કંઈક આવું બુક લખે છે, બોલે છે. એવું કંઈક છે. પહેલા પહેલા આપી દો બધું. કોઈ એવોય.

ક્લાસ હોઈ શકે કે જેની અંદર બસ જાતે જ બધું વ્યવસ્થા કરી દીધી હોય કે, "આવજો, જેને પ્રશ્નો પૂછવા હોય એ પૂછજો, જે કરવું હોય એ કરજો અને છેલ્લે પછી એમ કે કે જેને જે કાંઈ આપવું હોય તે આપજો." આપણે પહેલા કેટલી એવી વિદ્વાન સભાઓ આવી રીતે ગોઠવાતી હતી! પણ પછી ખબર નથી ક્યાંથી એક પરંપરાની અંદર શરૂ થયું તો કે, "આપોથી ઉચકવાના આટલા રૂપિયા, દીવો કરવાના આટલા રૂપિયા, ફલાણાના આટલા રૂપિયા." એ બધું પછી આ બધું પરંપરામાં એવું ચાલી આવ્યું કે બધું મુસીબત થઈ ગયું.

પણ એ કાળના આવા જે વિદ્વાનો હતા તે લોકો અને આજે પણ આ કાળમાં જે જે વિદ્વાનો આ બાબતોને જાણે છે, એ લોકો એને ત્યાં સુધી સ્પર્શ નહીં કરે કે જ્યાં સુધી શિષ્યને સંપૂર્ણ સંતોષ નથી. "દક્ષિણા ગ્રહણ નહીં કરું, કેમ કે અમે પણ નથી કરતા. કારણ કે શું છે? આપણે જાણતા નથી શિષ્યને પૂરો સંતોષ થયો કે નથી થયો. એ પૂરેપૂરો બ્રહ્મજ્ઞાની જ્યાં સુધી થતો નથી, ત્યાં સુધી હું એની પાસેથી કશું પણ ગ્રહણ કરવા માટે કેવી રીતે બાધિત થઉં? એને સંપૂર્ણ બ્રહ્મજ્ઞાન થયું છે એવું એ કહી શકે છે કે હું એવું જાણું છું, ત્યારે હું લાયક બનું છું એના પાસેથી કોઈ દક્ષિણા લેવા માટે, ત્યાં સુધી નહીં." આટલા ઊંચા આદર્શો હતા એ વખતમાં.

યાજ્ઞવલ્ક્યને કહ્યું, "આપણે ગમે તે વિદ્વાને બ્રહ્મના વિષયમાં જે કંઈ પણ કહ્યું હોય એ અમોને કહો." ત્યારે ફરી રાજા જનકે કહ્યું કે, "ઉદંકે મને બ્રહ્મના વિષયમાં એવું કહ્યું હતું કે પ્રાણ જ બ્રહ્મ છે." ત્યારે કહ્યું કે, "જે રીતે કોઈ માતા-પિતા અને ગુરુ દ્વારા શિક્ષિત થઈને કહે છે, એ જ રીતે ઉદંકે પ્રાણ જ બ્રહ્મ છે એવું કહેલ છે, કારણ કે પ્રાણ વગર કંઈ પણ કરવું સંભવ નથી." તો કહ્યું કે, "એમણે તમને પ્રાણના શરીર અને આશ્રય સ્થળના વિષયમાં કંઈ બતાવ્યું છે?" તો કે, "ના, મને કંઈ બતાવ્યું નહતું એમણે." ત્યારે કહ્યું કે, "આ તો એક પગવાળું અપૂર્ણ શિક્ષણ થયું." તો પછી, "આપ એ જ્ઞાન મને આપો." એટલે યાજ્ઞવલ્ક્ય આગળ જ્ઞાન આપે છે, "સાંભળો કે પ્રાણનું શરીર જ પ્રાણ છે. આકાશ એની પ્રતિષ્ઠા છે. પ્રાણ ક્યાં ગમન કરશે? શબ્દની જેમ આકાશમાં જ જશે.

પ્રાણને પ્રિય માનીને એની ઉપાસના કરવી જોઈએ." પ્રિય એટલે અહીંયા પ્રિય એટલે પૂજ્ય. જેના પ્રત્યે પૂજ્યતા થાય ને તો તમને બહુ જ પ્રિય લાગે, અતિ પ્રિય લાગે એવો અહોભાવ.

અહીં પાછું જનક પૂછે છે કે, "આ પ્રિયતા કોને કહે છે?" ત્યારે કહે છે કે, "પ્રાણની કામનાથી જ યજન ન કરવા યોગ્યથી યજ્ઞ કરવામાં આવે છે. દાન ન લેવાના યોગ્યથી પણ દાન મેળવવાય છે તથા અર્થાત એની પ્રિયતાના કારણે જે દિશામાં પણ જઈએ છીએ, તેમાં મૃત્યુનો ભય અથવા એની આશંકા જણાય છે. હે રાજન, આ બધું જ પ્રાણના લીધે થાય છે, માટે પ્રાણ જ બ્રહ્મ છે એવું સમજીને કાર્ય કરનારનો પ્રાણ ક્યારેય પરિત્યાગ કરતો નથી. સમસ્ત ભૂત તેને ઉપહાર પ્રદાન કરે છે. એ વ્યક્તિ દેવતા બનીને એમની વચ્ચે બેસે છે." ત્યારે કહ્યું કે, "હાથીના આકારવાળા બળદો પ્રદાન કરનારી હજાર ગાયો હું દક્ષિણામાં પ્રદાન કરું છું." ફરી ઋષિએ એને કીધું કે, "મારા પિતાશ્રીની એવી માન્યતા હતી કે પૂર્ણ જ્ઞાન આપ્યા વિના શિષ્ય પાસેથી દક્ષિણા ગ્રહણ કરવી જોઈએ નહીં."

યાજ્ઞવલ્ક્યએ ફરી રાજા જનકને પૂછ્યું કે, "આપે કોઈ બીજા આચાર્ય દ્વારા પ્રાપ્ત કરેલા જ્ઞાનથી અમને પણ જાણકારી આપો." ત્યારે કહે છે કે, "બરકુ કૃષ્ણ પુત્ર વાસનીએ મને કહ્યું હતું કે ચક્ષુ જ બ્રહ્મ છે." તો કે, "બરાબર છે. માતા-પિતાના આચાર્યથી શિક્ષિત થયેલા સમાન જ ચક્ષુને બ્રહ્મ કહેલ છે, કારણ કે ચક્ષુ વગર તો કંઈ પણ જોવું અસંભવ છે. પરંતુ શું એમણે ચક્ષુના આયતન અને આશ્રય પ્રતિષ્ઠાના વિષયમાં કંઈ કહ્યું છે?" તો કે, "ના, મને તો કંઈ નથી કીધું." તો કે, "આ તો એક પગવાળું જ્ઞાન થયું." હવે કહે છે, "તો હવે તમે જ જણાવો." એટલે કહે છે કે, "ચક્ષુનું શરીર આયતન ચક્ષુ જ છે તથા આકાશ જ એની પ્રતિષ્ઠા છે. ચક્ષુને સત્ય સમજીને ઉપાસના કરવી જોઈએ." "સત્યતા કોને કહે છે?" ત્યારે કહે છે કે, "હે રાજન, ચક્ષુ સ્વયં સત્યતા છે. તમે જોયું તું તે?" કે, "હા, મેં જોયું તું." કોર્ટમાં એમ પૂછે છે ને વિટનેસને, ત્યારે ઉત્તર આપે છે કે, "હા, મેં જોયું તું." જો અહીંયા એ જ કહે છે, "જ્યારે પૂછવામાં આવે છે કે શું આપે અમુક વસ્તુ જોઈ તી, ત્યારે ઉત્તર આપે છે કે હા, મેં જોયું તું, તો જ એ સત્ય હોય છે અને એ સત્ય જ હોય છે.

હે સમ્રાટ, ચક્ષુ જ પરબ્રહ્મ છે એવું જે જાણે છે, ચક્ષુ એનો સ્થૂળ સૂક્ષ્મ દ્રષ્ટિનો ક્યારેય પરિત્યાગ કરતો નથી અને સમસ્ત પ્રાણી પણ એને અનુગત અનુસરનારા બનીને રહે છે. એ દેવ બનીને દેવલોકમાં નિવાસ કરે છે." ત્યારે કીધું કે, "હું હાથી સમાન ઋષ્ટપુષ્ટ બળદો પ્રદાન કરનાર એવી હજાર ગાયો આપું છું." પાછા ફરી કીધું, "મારા પિતાશ્રીની માન્યતા હતી કે શિષ્યને પૂર્ણ જ્ઞાન આપ્યા વગર એને ક્યારેય પણ દક્ષિણા ગ્રહણ કરવી જોઈએ નહીં."

હવે કહે છે કે, "બીજું કંઈ તમે જાણતા હોય જ્ઞાન તો મને કહો." કોઈના પાસે નહીં હોય ત્યારે કહે છે, "ભારતવાજ ગોત્રય એ ગદરભ વિપિત કરીને હતા, એમણે મને એવું કહ્યું તું કે સ્ત્રોત્ર જ બ્રહ્મ છે." જો એક એકની વાત આવી રહી છે. ત્યારે યાજ્ઞવલ્ક્યએ કહ્યું કે, "આ પણ માતા-પિતા કે ગુરુએ કીધું હોય એવી વાત છે. શું એની તમના આયતન વિશે, સ્થાન વિશે બધું કાંઈ કીધેલું છે?" તો કે, "ના." તો એને કહેવામાં આવે છે કે, "સ્ત્રોત્ર જ સ્ત્રોત્રનું શરીર છે, દેહ છે અને આકાશ એની પ્રતિષ્ઠા છે. પૂર્ણ જ્ઞાન આપો." એમ એ કહે છે. "આ સ્ત્રોત્રની ઉપાસના એને અનંત રૂપ માનીને કરવી જોઈએ." ત્યારે જનકે પૂછ્યું કે, "અનંતતા શું છે?" તો કે, "દિશાઓ અનંત છે. શબ્દ તો ક્યાનો ક્યાંય સુધીને જઈ શકે છે. ક્યાંયથી બી તમે શબ્દ ગ્રહણ..."

કરી શકો છો. એટલે કેટલીય દૂર કશું બી બોલાયું હોય, તમે શ્રવણ કરી શકો છો. આવું છે, જોજો કોઈને કહેતા, કારણ કે કોઈપણ દિશામાં ચાલવાથી એનો અંત મળતો નથી. સમ્રાટ, દિશાઓને જ સ્રોત્ર માનવા જોઈએ અને સ્રોત્ર જ બ્રહ્મ છે. જે જ્ઞાની આ રીતે જાણીને વ્યવહાર કરે છે, સ્રોત્ર એનો ક્યારેય પણ પરિત્યાગ કરતા નથી. બધા જ પ્રાણીઓ તેનું અનુસરણ કરે છે અને એ જ્ઞાની દેવતા થઈને દેવલોકમાં વાસ કરે છે.

ફરી જનક રાજાએ કીધું કે, "હું તમને ફરી બીજી હાથી પેદા કરે એવા બળદો પેદા કરનારી, એમ કે હજાર ગાયો આપું છું. હાથી જેવા બળદો પેદા કરે તેવી હજાર ગાયો આપું."

ફરી કહે છે, "મારા પિતાજીએ કહ્યું કે પૂર્ણ જ્ઞાન વગર આપવું નહીં, દક્ષિણા ગ્રહણ કરવી નહીં."

એટલે કીધું કે, "હવે બીજા કોઈ આચાર્યએ બ્રહ્મ સંબંધી આપણે કંઈ કહ્યું હોય તો બધું મને જણાવો."

ત્યારે છેવટે કહે છે કે, "સત્યકામ જાબાલે મને કહ્યું હતું કે મન જ બ્રહ્મ છે."

ત્યારે કહે છે કે, "એ તો માતા-પિતાને ગુરુદ્વારા પ્રશિક્ષિતને જેમ કહી દીધું કે મન વગર કાંઈ પણ કરવું અસંભવ છે. હવે એ મનનું આશ્રયને આયતન વિષયમાં તમને કંઈ એમને વર્ણન કર્યું હતું?"

તો કહે છે, "ના."

તો કહે છે, "આ તો અપૂર્ણ જ્ઞાન કહેવાય. તો પછી આ પૂર્ણ જ્ઞાન આપો."

એટલે કહે છે, "મનનું શરીર મન જ છે અને આકાશ એનો આશ્રય છે. મનને આનંદ સમજીને એની ઉપાસના કરવી જોઈએ."

ત્યારે જનકે પૂછ્યું કે, "આ આનંદત્વ શું છે?"

તો યાજ્ઞવલ્ક્યે કહ્યું, "રાજા, મન જ આનંદ છે. મનથી સ્ત્રીની કામના કરવામાં આવે છે અને એનાથી જ પોતાને અનુરૂપ પુત્રની પ્રાપ્તિ થાય છે. એ પુત્ર જ આનંદ છે. ફળ આવ્યું છે તે સ્ત્રી શંકરવાનું. સમ્રાટ, મન જ બ્રહ્મ છે. જે જ્ઞાની મનને બ્રહ્મ માનીને એની ઉપાસના કરે છે, મન એને ક્યારેય છોડતું નથી. એને ક્યારેય અલ્ઝાઈમર થતો નથી. એ ક્યારેય કશું ભૂલતો નથી. સમસ્ત પ્રાણી એને અનુકૂળ થઈ જાય છે. એ દેવ સ્વરૂપ બનીને દેવતાની જેમ બેસે છે, નિવાસ કરે છે."

ત્યારે કહે છે, "આપના માટે આ હાથીના આકારના બળદો પેદા કરનારી 1000 ગાયો પ્રદાન કરું છું."

ફરી કીધું કે, "મારા પિતાજીનો મત એવો હતો કે પૂર્ણ શિક્ષા આપ્યા વિના દક્ષિણાની રકમ ગ્રહણ કરવી જોઈએ નહીં."

પછી યાજ્ઞવલ્ક્યે પાછું પૂછ્યું કે, "આપણે બીજા કોઈ આચાર્યએ બ્રહ્મ વિષય જ્ઞાન આપ્યું હોય તો કહો."

ત્યારે કહે છે કે, "વિદગ્ધ સાકલ્યે, વિદગ્ધ સાકલ્ય કયો? પેલો તૂટી ગયું એનું મસ્તક પડી ગયું અને ખતમ થઈ ગયું એ માણસ. હૃદયને જ બ્રહ્મ બતાવેલ છે અને બોલ્યા કે માતા-પિતા, ગુરુ દ્વારા પ્રશિક્ષિત એવી રીતે એમને તમને આ હૃદયને બ્રહ્મ કહેલ છે. પણ કોઈ હૃદયહીન વ્યક્તિ કંઈ પણ કરી શકવાને સમર્થ તો હોતું નથી. તો શું એને હૃદયનું શરીર અને આશ્રય સ્થળ બતાયા છે?"

તો કહે છે, "ના."

ત્યારે કહે છે કે, "આ તો અધૂરી શિક્ષા થઈ. તો કે હવે આ પૂર્ણ કરો."

એટલે પછી એને કીધું કે, "હૃદયનું શરીર હૃદય જ છે, આકાશ એની પ્રતિષ્ઠા છે."

જો આ દરેકની પ્રતિષ્ઠા ક્યાં થઈ છે? આકાશમાં થઈ. આ એક બહુ મસ્ત સિમિલારિટી તમે જોઈ શકો આની અંદર કે બધા જ આકાશમાં પ્રતિષ્ઠિત છે. જે જ્ઞાની હૃદયને બ્રહ્મ સમજીને ઉપાસના કરે છે, હૃદય ક્યારેય તેનો પરિત્યાગ કરતું નથી. સમસ્ત જીવ એને અનુસરે છે અને એ દેવતા બનીને દેવતાઓની વચ્ચે નિવાસ કરે છે.

તો જનક રાજાએ કહ્યું કે, "બીજી તમને હાથીના આકારવાળા બળદો પેદા કરનારી ગાયો 1000 ફરી આપું તમને."

ત્યારબાદ મહારાજા જનક પોતાના વિશિષ્ટ આસન પર જ્યાં બેસતા હતા ત્યાંથી ઊભા થઈ. આ છેલ્લે કીધું ત્યારે પણ યાજ્ઞવલ્ક્યે કીધું કે, "શિષ્યને જ્ઞાનથી પૂર્ણરૂપે કૃતાર્થ કર્યા વગર દક્ષિણાનું ધન સ્વીકાર કરવું જોઈએ નહીં, એવો મારા પિતાજીનો વિચાર હતો. મારા પિતાજીનો વિચાર એવો હતો કે દેવું કરવું નહીં કોઈનું."

બસ, ત્યારબાદ મહારાજા જનક પોતાના આસન પર ઊભા થઈ ગયા અને કહે છે કે, "યાજ્ઞવલ્ક્ય, આપને નમન છે. આપ મને ઉપદેશ પ્રદાન કરો."

ત્યારે કહે છે યાજ્ઞવલ્ક્ય કે, "રાજન, જે રીતે દૂરની યાત્રા કરવા માટે વહન અથવા રથનો આશ્રય લેવો પડે છે, તેવી રીતે ઉપનિષદોનો સહારો લઈને આપ સમાહિત આત્મા બની ગયા છો. આપે પૂજ્ય શ્રીમંત થઈને વેદોનું અધ્યયન કર્યું છે, ઉપનિષદોનું પણ શ્રવણ કર્યું છે. અહીંથી ગમન કરીને હવે આપ ક્યાં જશો?"

જનક રાજા કહે છે, "એની તો મને ખબર નથી."

ત્યારે યાજ્ઞવલ્ક્યે કહ્યું, "આપ જ્યાં જશો એ ગંતવ્ય હું જરૂર આપને બતાવીશ."

ત્યારે જનકે કહ્યું, "ઠીક છે, બતાવવાનો અનુગ્રહ કરો."

જો આ કેવી સરસ બે જ્ઞાનીઓ વચ્ચેની વાત છે. થોડી ગૂઢ છે પણ બહુ મસ્ત.

ત્યારે કહે છે, "સાંભળો, જમણા નેત્રમાં જે પુરુષ રહેલો છે તેનું નામ ઈંધ છે. આ ઈંધને પરોક્ષ રૂપમાં ઇંદ્ર કહેવામાં આવે છે. દેવગણ પરોક્ષ પ્રિય હોય છે. એ લોકો સીધા પ્રત્યક્ષ ના થાય કોઈની સામે. દેવગણો આમે તે વાયા મીડિયાથી કામ કરનારા હોય. એ પ્રત્યક્ષ પ્રત્યે દ્વેષભાવ રાખે છે. દેવ શક્તિઓ કેવી છે? સૂક્ષ્મ પ્રાણનો પ્રવાહ રૂપ છે. એટલે એને તમે પરોક્ષ રૂપે જ અનુભવ કરી શકો છો. આંખ અને કાન પ્રત્યક્ષ રૂપમાં જોવા અને સાંભળવા જેવા જ લાગે છે, પરંતુ જોવાની-સાંભળવાની ક્ષમતા રૂપ દેવી શક્તિઓ તો પરોક્ષ જ છે. એટલા માટે દેવોને પરોક્ષ પ્રિય કહેવામાં આવ્યા છે. ડાબા નેત્રમાં રહેલો પુરુષ એ ખરેખર ઇન્દ્રની પત્ની વિરાટ છે. એ બંનેનું મળવાનું કેન્દ્ર આ હૃદયાકાશ છે. સમજાય છે? યાદ આવે છે? સુરજ-ચાંદો ધ્યાન તમને કરાવ્યું. પછી અહીં જોવાનું કહેતો હતો, મિલન સ્થાન છે આ બંનેનું.

આ ત્રિકોણ બને ને આવી રીતના આમ જોયું? હૃદય અંતર્ગત રહેલ લાલ પિંડ જ આ બંનેનું અન્ન છે. આ અને આ મિલન સ્થાન છે, એ જ એનું અન્ન છે. હૃદય અંતર્ગત રહેલ જે જળ છે, એ આ બંનેનું આવરણ વસ્ત્ર છે. હૃદય એ જળ પહેરીને રહેલું છે એમ તમે કહી શકો. જળનું આવરણ છે. હૃદયની ઉપર જનારી નાડી એનો સંચરણ કરવાનો માર્ગ."

છે વાળના હજારમાં ભાગ જેટલી સૂક્ષ્મ હીતા નાડીઓ, જે હૃદયની અંદર રહેલી છે. એ નાડીઓ દ્વારા પ્રવાહિત થયેલ અન્નસ સંપૂર્ણ પૂર્ણ શરીરમાં પહોંચે છે. એને કારણે આ સૂક્ષ્મ દેહ સૂક્ષ્મ આહાર ગ્રહણ કરનારો થાય છે.

ડાબા-જમણા નેત્રોને પતિ-પત્ની જેવું ઋષિનું આ કેવું જે કથન છે, એ રહસ્યાત્મક છે. વર્તમાન જ્ઞાન આ સંદર્ભમાં હજી સીમિત જ્ઞાન મેળવી શક્યું છે. બંનેની આંખોમાં રહેલી શક્તિઓને જ પુરુષ કહેવામાં આવે છે, પરંતુ એ પતિ-પત્નીની જેમ પરસ્પર પૂરક છે, એટલે એકને અર્ધાંગ જ કહી શકાય છે.

હવે નેત્ર વિજ્ઞાનના ડોક્ટર એ બતાવે છે કે બંને આંખોની વચ્ચે કોમળ સંવેદનાત્મક સંબંધ છે. અગર કોઈ કારણસર એક આંખની નવસમાં ખરાબી આવે, તો એના પ્રત્યેની સંવેદનાને કારણે બીજી બાજુએ પણ કમજોરી આવવી શરૂ થાય છે. ડોક્ટરો એને "ઓપ્થોલમિક સીમોથી" કહે છે. ઓપ્થલમિક સીમોથી: એક સરખાપણું પેદા થાય. ત્યાં આગળ આ નબળું પડી જાય તો આ પણ પ્રમાણસર થોડુંક નબળું થઈ જાય.

એ વિદ્વાન પુરુષ માટે પૂર્વ દિશા એ પૂર્વ પ્રાણ છે; દક્ષિણ દિશા એ દક્ષિણ પ્રાણ છે; પશ્ચિમ દિશા એ પશ્ચિમ પ્રાણ છે; ઉત્તર દિશા એ ઉત્તર પ્રાણ છે; ઉર્ધ્વ દિશા એ ઉપરનો પ્રાણ; નીચેની દિશા એ નીચલો પ્રાણ છે. સમસ્ત દિશાઓ એ સંપૂર્ણ પ્રાણ છે અને એ આત્મા નેતિ-નેતિ રૂપથી વર્ણિત છે.

એ ગ્રહણ ન કરવાને કારણે અગૃહ્ય છે; એ નષ્ટ ન થવાને કારણે અશીર્ય છે. એ અસંગ પણ છે તથા બંધન રહિત પણ, કારણ કે એ ક્યારેય વ્યથિત થતો જ નથી. કોઈનો આત્મા ક્યારેય વ્યથિત હોતો નથી.

યાજ્ઞવલ્ક્યે કહ્યું, "હે જનક, આપ અવશ્ય અભય જ થઈ ગયા છો." જનકે કહ્યું કે, "હે યાજ્ઞવલ્ક્ય, આપે મને અભય બ્રહ્મનું જ્ઞાન કરાવ્યું, જ્ઞાન કરાવ્યું. તેથી આપ પણ અભય બનો. આપને નમસ્કાર છે. આ વિદેહ દેશ અને હું જનક આપના અનુગામી છે. તમે જે દિશામાં આગળ વધશો, તે અમે તમારી પાછળ છીએ. એટલે સંપૂર્ણ સાથ-સહકાર છે અમારો." એમ કીધું.

પછી ત્રીજા બ્રાહ્મણમાં મહર્ષિ યાજ્ઞવલ્ક્ય ફરી વખત વિદેરાજ જનકની પાસે ગયા. એમણે વિચાર કર્યો કે, "હું ત્યાં કંઈ જ બોલીશ નહીં." કારણ કે પહેલા એકવાર જનક-યાજ્ઞવલ્ક્યનો અગ્નિહોત્ર બાબતમાં વાર્તાલાપ થયેલો હતો. ત્યારે યાજ્ઞવલ્ક્યે જનકને ઈચ્છાનુસાર પ્રશ્ન કરવાનું વરદાન આપેલું હતું. તેથી આ વખતે રાજા જનકે એમને સ્વયં પ્રશ્ન કરવાનું શરૂ કર્યું.

પહેલા ચૂપ હતા, સાઈલેન્ટ બેઠા હતા. (જનકે પૂછ્યું) કે, "હે યાજ્ઞવલક્ય, આ પુરુષ કઈ જ્યોતિથી યુક્ત છે?" ત્યારે (યાજ્ઞવલ્ક્યે) જવાબ આપ્યો કે, "હે રાજન, આ પુરુષ આદિત્ય રૂપ જ્યોતિથી સમપન્ન છે." આ પુરુષ આદિત્ય જ્યોતિથી જ પ્રતિષ્ઠિત થાય છે. એનાથી ચારેય દિશાઓમાં જાય છે, કર્મ સંપાદિત થાય છે અને એનાથી એ પાછા ફરે છે. (જનકે કહ્યું) "તો કે બરાબર છે."

હવે આગળ પૂછ્યું: "હે યાજ્ઞવલ્ક્ય, સૂર્યાસ્ત થઈ ગયા પછી આ પુરુષ કઈ જ્યોતિ સાથે યુક્ત થાય છે?" ત્યારે (યાજ્ઞવલ્ક્ય) કહે છે કે, "એ સમયે આ પુરુષ ચંદ્રમાની જ્યોતિથી સંપન્ન થાય છે." એ ચંદ્રમાની જ્યોતિથી રહેતો, આવતો-જતો, કર્મ કરતો અને એમાં જ પાછો ફરે છે. જનકે કહ્યું કે, "એ વાત બી બરાબર છે."

ફરી પૂછ્યું કે, "જ્યારે સૂર્ય અને ચંદ્ર બંને અસ્ત થઈ ગયા હોય, ત્યારે પુરુષ કઈ જ્યોતિથી સંબં સંપન્ન હોય?" ત્યારે (યાજ્ઞવલ્ક્ય) કહે છે, "એ અગ્નિની જ્યોતિથી સંપન્ન હોય છે." (જેમ) મસાલ લઈને ચાલતો હોય (તેમ). અને એ જ્યોતિ (એટલે) અગ્નિ જ્યોતિથી બેસે છે, જાય છે, કર્મ કરે છે, પાછો ફરે છે. (જનકે કહ્યું) "કે બરાબર છે, સાચી વાત."

ફરી ચોથો પ્રશ્ન: "કે જ્યારે સૂર્ય-ચંદ્ર અસ્ત થઈ જાય અને અગ્નિ પણ શાંત થઈ ગયો હોય, ત્યારે ે આ પુરુષ કઈ જોતે સંપન્ન થાય છે?" (જો) મસાલ નથી ગઈ અથવા બુજાઈ ગઈ છે, તો શું થાય? ત્યારે (યાજ્ઞવલ્ક્ય) કહે છે, "વાંક રૂપી જ્યોતે સંપન્ન થાય છે." એનાથી જ બેસે છે, જાય છે, કર્મ સંપાદન કરે છે, એનાથી પાછો આવી જાય છે. "હે રાજન, જ્યાં અંધારામાં હાથ પણ દ્રષ્ટિગોચર થતો નથી, ત્યાં વાણીનું ઉચ્ચારણ સાંભળતા જ પહોંચી જાય છે." જનકે કહ્યું કે, "આ વાત પણ (સાચી છે). શબ્દ વેદી બાન મારતા હતા લોકો બધા અને બોલતા-બોલતા જાય એટલે પેલા પડઘા પડે, આમ થાય, એમ થાય ને એનાથી માણસોને પોતાનું દિશાભાન થઈ જાય અને પહોંચી જતા હતા. એવું સરસ હતું."

હવે જનકે પૂછ્યું કે, "હે યાજ્ઞવલ કેમ, જ્યારે સૂર્ય-ચંદ્ર અસ્ત થઈ જાય, અગ્નિ અને વાઘ પણ શાંત થઈ ગયા હોય, ત્યારે પુરુષની કઈ જ્યોતિ હોય છે?" (યાજ્ઞવલ્ક્યે કહ્યું) તો કે, "આત્મજ્યોતિથી એ પુરુષ સંપન્ન હોય છે. એના દ્વારા બેસે, આવે, જાય, કર્મ કરે, પાછો આય." ત્યારે કહ્યું કે, "ત્યારે એ પુરુષ છે તે આત્મજ્યોતિથી સંપન્ન હોય છે." કશું જ નથી. હવે સૂર્ય પણ નથી, ચંદ્ર પણ નથી, અગ્નિ પણ નથી અને વાણી પણ નથી. તો શું? તો કે હવે આત્મજ્યોતિથી એ ચાલશે. બસ, એમ જ કરશે કે પહોંચી જશે, થઈ જશે, બધું કામ થઈ જશે. કારણ કે એ આત્મજ્યોતિ સંપન્ન (છે) અને આ વાત પ્રત્યેક આતમાની છે.

તમે જોઓ, હવે આટલી પ્રચંડ શક્તિઓવાળો હોવા છતાં માણસ અથડાયા કરતો હોય, ક્યાં જવું ને શું કરવું સમજ પડતી નથી. તો અત્યારે આના પર બુદ્ધિ પર કેટલા બધું ચડી ગયું હશે, ત્યારે આવી સ્થિતિ થઈ. અહીંયા યાજ્ઞવલક્ય તો એમ કહે છે કે જ્યારે કોઈ તમને કોઈ પ્રકાશ આપી ના શકે, જ્ઞાન આપી શકે એવી કોઈ વસ્તુ તમારી પાસે ના રહ્યું હોય, છતાં પણ આત્મજ્યોતિવાળો માણસ કંઈ પણ જગ્યાએ જઈ શકે છે, પહોંચી શકે છે, પોતાનું કર્મ સમાપ્ત કરીને પાછો બી આવી જાય છે.

હવે કીધું કે, "આ આત્મા કોણ છે?" ત્યારે એમને કીધું, "પ્રાણોમાં, ચિત્તવૃત્તિઓની અંદર રહેલ પ્રાણોમાં વિજ્ઞાનમય જ્યોતિ પુરુષ છે." એ જ સમાન રૂપે બંને લોક – એટલે આલોક અને પરલોકમાં – સંચરિત થાય છે. એ જાણે કે ચિંતન અને ચેષ્ટા કરતો હોય. એ પુરુષ આત્મા સ્વપ્નના રૂપમાં આલોક અને દેહ અને ઇન્દ્રિયોના સમુચ્ચયનું અતિક્રમણ કરે છે અને મૃત્યુના રૂપોનું પણ એ ઉલ્લંઘન કરે છે. તો કોણ છે? પ્રાણોમાં, ચિત્તવૃત્તિઓની અંદર રહેલો છે. સ્ફૂરણ જે થાય છે ને, એકદમ વિજ્ઞાનમય આત્મા આમ બેઠો હોય.

શાંતિથી, પછી આમ સૂઝ પડે કે આમ કરું. બસ, એ આત્મા છે. આ પુરુષ જ્યારે જન્મ લે છે, ત્યારે દેહની સાથે સાથે જ આત્મભાવને પ્રાપ્ત થઈને પાપોથી યુક્ત બની જાય છે; પરંતુ જ્યારે મૃત્યુ પછી ઊર્ધ્વગમન કરે છે, ત્યારે એ પાપોનો પરિત્યાગ કરી દે છે, એને છોડી દે છે.

આ પુરુષના આલોક અને પરલોક એમ બે જ સ્થાન છે. સ્વપ્નલોક આ બંનેની વચ્ચેનું લોક છે. આ મધ્યવર્તી સ્થાનમાં રહીને પુરુષ આલોક અને પરલોકનું દર્શન કરતો રહે છે. મૃત્યુ થઈ ગયું, હજી એ પરલોકમાં પહોંચ્યો નથી, તો વચ્ચે જે લોક રહ્યો છે તે સ્વપ્નલોક છે. એ સ્વપ્નલોકની અંદર રહીને પૃથ્વી પર જવું કે ઉપર જવું એમ એ દર્શન બેય લોકોનું સતત કર્યા કરતો હોય છે. પરલોકમાં નિવાસ કરતી વખતે એ પાપ અને આનંદ એમ બંનેનું દર્શન કરે છે.

જ્યારે શયન કરે છે, ત્યારે પોતાની સાંસારિક ભાવનાઓ બનતી-બગડતી રહેવાથી પોતાના તેજ સ્વરૂપને અને જ્યોતિસ્વરૂપને કારણે એ પોતે સ્વપ્ન જુએ છે. કારણ કે આત્મા તો સ્વયંપ્રકાશે છે. અંદર તો નર્યું અંધારું છે. સ્વપ્નમાં તો લાઇટ આવ્યું ક્યાંથી યાર? વગર વીજળીએ યુજીવીસીએલવાળો તો ના પાડી દેશે કે ભાઈ, અમે તો કંઈ કનેક્શન આપ્યું જ નથી.

એ અવસ્થામાં, એટલે કે સ્વપ્ન અવસ્થામાં, ના રથ હોય છે, ના એમાં જોડવાના ઘોડા. રથ એટલે શરીર હોય છે એવું પણ એહસાસ નથી હોતો. આ ઇન્દ્રિયો છે એવો પણ એહસાસ નથી હોતો. આ રસ્તો છે એવો પણ એહસાસ નથી હોતો. એ પુરુષ જ બધું જાતે બનાવી લે છે. સ્વપ્નની અંદર એક વખત આવ્યો એટલે તેજસ પોતાના પ્રકાશની અંદર જ બધું જાતે જાતે બધું બનાવી લે છે અને એ સ્થિતિમાં આનંદ, મજા અને પ્રમોદ હોતો નથી, છતાં પણ એને ઉત્પન્ન કરી લે છે. ત્યાં કુંડ, સરોવર, નદીઓ પણ હોતી નથી, પણ એ બધાયનું નિર્માણ કરી નાખે છે. વાસ્તવમાં એ જ આ બધાનો કર્તા છે.

આ શ્લોક આ સંદર્ભમાં છે કે સ્વપ્નની સ્થિતિમાં શરીરને નિશ્ચેષ્ટ કરીને આ આત્મા સ્વયં શયન કરતો નથી, પરંતુ સમસ્ત સુષુપ્ત પદાર્થોને જાગૃત કરે છે, અર્થાત એમને જુએ છે. એ હિરણ્ય પુરુષ એકાકી, એકલો જ પોતાના તેજની સાથે ફરીથી જાગૃત સ્થિતિને પ્રાપ્ત કરે છે. જે સ્વપ્નમાં ગયો હતો, આ બધું જોયું અને વળી પાછો એ પોતે પાછો જાગૃતિ સ્થિતિને પણ પોતે જ પ્રાપ્ત કરી લે છે. એ અનશ્વર છે, એનો નાશ થઈ શકે એવું નથી. હિરણ્યમય પુરુષ સોનેરી છે, બિલકુલ સંપૂર્ણ એવો પુરુષ પોતાના શરીર રૂપી માળાનું રક્ષણ કરતાં આ શરીરને છોડીને બહિર્ગમન કરે છે. એ અમૃત પુરુષ જ્યાં કામના-વાસના હોય છે ત્યાં ચાલ્યો જાય છે.

એ દિવ્ય ગુણ સંપન્ન પુરુષ જાગૃત અવસ્થામાં ઉચ્ચ-નીચ એવા વિભિન્ન ભાવોને પ્રાપ્ત થઈને અનેક ભાવોનું, અનેક રૂપોનું નિર્માણ કરી લે છે. એ ક્યારેક સ્ત્રીઓની સાથે આનંદ કરે છે, ક્યારેક મિત્રોની સાથે મોજ માને છે અને ક્યારેક ભય ઉત્પન્ન કરનારા દ્રશ્યોને પણ જુએ છે. હોરર ફિલ્મો બનાવી નાખે અને પછી જોયા કરે બધા.

આ પુરુષના વિશ્રામ સ્થળ એટલે કે એના શરીરને જુએ છે. પુરુષનું વિશ્રામ સ્થળ છે આ, બીજું કંઈ નથી, આરામ કરવાની જગ્યા. એના વાસ્તવિક સ્વરૂપને કોઈ જોતું નથી, એટલે બધાની દ્રષ્ટિ એના શરીર રૂપે હોય છે. કોઈ પણ એને જોઈ શકતું નથી.

"એ પ્રસુપ્ત પુરુષને અચાનક જગાડવો જોઈએ નહીં," એવો વૈદ લોકોનો મત છે. જે બિલકુલ એની અંદર સૂતેલો હોય ને, એકદમ તમે જગાડો તો મુશ્કેલી થઈ શકે. એકદમ જગાડવાથી જુદી જુદી ઇન્દ્રિયોમાં એની ચેતના ન પહોંચવાથી ફરી ચિકિત્સા કરવી મુશ્કેલ બની જાય છે. સંપૂર્ણ ગાઢ નિદ્રામાં કે સુષુપ્તિમાં સૂતેલો વ્યક્તિ હોય, કોમામાં જતું રહેલો હોય, એને ફોર્સફુલી જગાડવાનો પ્રયત્ન કરવો જોઈએ નહીં એમ અહીંયા આગળ કહે છે. કારણ કે પછી ચિકિત્સા મુશ્કેલ થઈ જશે. કોઈ ઇન્દ્રિય કામ ના કરે. તમે જુઓ છો, ઘણા કોમામાંથી જાગે છે પણ પછી બિલકુલ વેજીટેબલ જેવા થઈ ગયા હોય છે. આંખો ફટફડતી હોય પણ જુએ છે કે નથી જોતા કોને ખબર? એ લોકોને બોલવાનો ખ્યાલ નથી રહેતો, સાંભળે છે કે નથી સાંભળતા કોઈ કશું કહી ના શકે એમના વિશે. એવી વિચિત્ર સ્થિતિની અંદર મુકાઈ જતા હોય છે.

આવી સ્થિતિનો એ જમાનામાં આ ઋષિઓને ખ્યાલ હતો એટલે કીધું કે બહુ ઊંઘતો હોય કે સુષુપ્તિમાં હોય કે આવી કોઈ જગ્યામાં હોય, કોમા જેવી સ્થિતિની અંદર એ પુરુષને એકદમ જગાડવો નહીં જોઈએ. કારણ કે જે પુરુષ આત્મા સ્વપ્નાવસ્થા જુએ છે, એ જાગૃત અવસ્થા પણ એ જ જુએ છે અને એ સ્થિતિમાં પુરુષ જાતે જ પ્રકાશપુંજ હોય છે.

એ સાંભળીને જનક બોલે છે કે, "હું આપણે હજાર મુદ્રાઓ પ્રદાન કરું છું. હવે મને મોક્ષ સંબંધી ઉપદેશ પ્રદાન કરો," કે હવે ફાઇનલ બાબત આવી રહી છે. ત્યારે યાજ્ઞવલ્ક્ય બોલે છે કે, "આ જીવ સુષુપ્તાવસ્થામાં, પ્રગાઢ નિદ્રાની સ્થિતિની અંદર, અનેક પ્રકારે વિચરણ કરતાં કરતાં પાપ અને પુણ્યનું દર્શન કરે છે, અર્થાત સારા-ખોટા દ્રશ્યો જુએ છે. એ ઉપરાંત એ જે યોનિમાંથી ગયો હતો, એ જ યોનિમાં, અર્થાત સ્વપ્ન અવસ્થામાં પાછો ફરે છે. છતાં પણ એ પુરુષ બધાથી અનાસક્ત જ રહે છે, કારણ કે એ પુરુષ સ્વતઃ અસંગ છે."

એટલે જનકે કહ્યું કે, "હે યજ્ઞવલ્ક્ય, તમારું આ તથ્ય બરાબર છે."

હવે આગળ: "આ પુરુષ જ્યારે સ્વપ્નની સ્થિતિમાં હોય છે, ત્યારે ત્યાં વિભિન્ન પ્રકારની ક્રીડાઓમાં વિચરણ કરતાં અનેક પ્રકારના પાપ-પુણ્યના દ્રશ્ય જોતો જોતો પાછો આવે છે જ્યાંથી આવ્યો હતો, અર્થાત ફરી પાછું એ સ્થિતિમાં જાય છે. છતાં પણ એ અનાસક્ત હોય છે, કારણ કે એ અસંગ છે."

"તો કે બરાબર છે, હું તમને બીજી ૧૦૦૦ મુદ્રાઓ પ્રદાન કરું છું. આપ તો મને બસ એમ કે ઉપદેશ જ પ્રદાન કરો."

ત્યારે કહે છે કે, "આ આત્મા જાગૃત સ્થિતિમાં વિચરણ કરતાં કરતાં, જાગૃત સ્થિતિમાં વિભિન્ન પાપ-પુણ્યના દર્શન કરતાં કરતાં ફરી એ સ્વપ્ન અવસ્થામાં પહોંચી જાય છે, જાગૃત સ્થિતિમાંથી સ્વપ્ન સ્થિતિમાં જતો રહે છે, દીવાસ્વપ્ન."

જોવા માંડે, જાગૃત હોય, સીધો સ્વપ્નમાં ઘૂસી જાય. જે કોઈ, જે રીતે કોઈ મહામત્સ્ય નદીના ઘાટ પર આવતો-જતો રહે છે, એવી જ રીતે આ પુરુષ પણ સ્વપ્ન અને જાગૃત અવસ્થામાં ક્રમશઃ આવાગમન કર્યા કરતો હોય છે. જે રીતે આકાશમાં બાજ પક્ષી અથવા ગરૂડ ચારે બાજુ ઉડતા-ઉડતા થાકી જાય ત્યારે પાંખો સંકોચીને બંધ કરીને પોતાના માળા તરફ જાય છે, એવી રીતે આ પુરુષ સુષુપ્તિની બાજુ દોડે છે, જ્યાં શયન કરવાથી ના તો એને કોઈ ભોગની ઈચ્છા થાય છે, ના તો એને કોઈ સ્વપ્ન જોવામાં આવે છે.

એ પુરુષની "હીતા" નામની નાડીઓ એટલી બધી સૂક્ષ્મ છે કે જેટલો એક વાળનો હજારમો ભાગ. આ નાડીઓ સફેદ, પીળી, ભૂરી, લીલી અને લાલ રંગોવાળી હોય છે. એ પુરુષ સ્વપ્નાવસ્થામાં જ્યારે જાગૃત અવસ્થાની જેમ જ ભયાનક દ્રશ્યો જુએ કે "કોઈ મને મારી રહ્યું છે, પોતાના વશમાં કરી રહ્યો છે," કે "હાથી મારી પરથી દોડાઈ રહ્યો છે," કે "હું ખાડામાં પડી રહ્યો છું," કે "હું ગબડી રહ્યો છું," તો એ અજ્ઞાનને કારણે એને યથાર્થ સાચું માની જાય છે સ્વપ્નમાં અને બહુ દુઃખી થાય છે એ ટાઈમે. પરંતુ જ્યારે એમ માને છે કે "હું દેવતા છું અને હું રાજા છું અને હું જ બધું છું," તે સમયે પોતે આનંદમાં હોય છે. એ પોતે આનંદ લોકની અંદર અનુભવ કરે છે.

હવે સુષુપ્તાવસ્થાની વાત કરે છે. એ પુરુષનું કામરૂપ જે છે, એ કામરહિત છે સુષુપ્તાવસ્થામાં, પાપરહિત છે અને ભયરહિત સુષુપ્ત થઈ ગયો છે બિલકુલ. જે રીતે પોતાની જ પત્નીનું આલિંગન કરનાર પુરુષ પૂરી રીતે આત્મવિભોર હોવાને કારણે બહાર અને અંદરની તમામ પ્રકારની જાણકારીઓથી અજાણ રહે છે, એવી રીતે આ પુરુષ પ્રાજ્ઞ આત્મા સાથે એકીકૃત થઈને બાહ્યના અભ્યંતર વિષયોથી અનભિજ્ઞ, અજાણ રહે છે. અર્થાત, એને કોઈ ચિંતા સતાવતી નથી. એ પુરુષનું આ સ્વરૂપ જરૂર આપ્તકામ, નિષ્કામ અને શોકરહિત હોય.

સુષુપ્તિની વાત કરે. સુષુપ્તાવસ્થામાં પિતા અપિતા, માતા અમાતા, લોક અલોક, દેવ અદેવ, વેદ અવેદ, ચોર અચોર, ભ્રુણઘાતી અભ્રુણઘાતી, ચંડાળ અચંડાળ, પોલકસ (એટલે ક્ષત્રિય સ્ત્રી અને શુદ્ર પુરુષથી ઉત્પન્ન થયેલો હોય તેવો) અપોલકસ (એટલે સન્યાસી), શ્રમણ કરનાર અસન્યાસી, તપસ્વી અતપસ્વી થઈ જાય છે. ત્યારે એ પુરુષ સમસ્ત પુણ્યો અને પાપોથી અનાસક્ત રહે છે. આ બધું સુષુપ્ત અવસ્થામાં, કારણ કે એ સમયે હૃદયના સંપૂર્ણ શોકોને એ પાર કરી શક્યો હોય છે. એ સ્થિતિમાં એ જોતો હોવા છતાં પણ જોતો નથી. અમરત્વ મળવાને કારણે એની દ્રષ્ટિ ક્યારેય વિલુપ્ત થતી નથી. એ અવસ્થામાં એ પુરુષના સિવાય બીજું કંઈ હોતું જ નથી જેને એ જોઈ શકે.

સુષુપ્તિની અંદર, જે સમયે સુંઘવાની શક્તિ હોવા છતાં એ સુંઘતો નથી. ગ્રહણ શક્તિ ક્યારેય સમાપ્ત થતી નથી, કારણ કે એ અનસ્વર હોય છે. એ અવસ્થામાં એ શું સુંઘે? કારણ કે એનાથી ભિન્ન બીજું કશું છે જ નહીં. એવી રીતે રસ ગ્રહણ કરવા સમર્થ હોવા છતાં રસ ગ્રહણ કરતો નથી. એની એ શક્તિનો લોપ થતો નથી. એ સમયે બોલવા સમર્થ હોવા છતાં પણ બોલતો પણ નથી. એ સાંભળવાને સમર્થ હોવા છતાં પણ સાંભળતો નથી. મનન કરવાનું સામર્થ્ય હોવા છતાં પણ સુષુપ્તિની અંદર એ મનન પણ કરતો હોતો નથી. સ્પર્શની શક્તિ હોવા છતાં, એ સ્પર્શનું સામર્થ્ય હોવા છતાં પણ એ સ્પર્શ શક્તિનો લોપ થતો નથી, ઉપયોગ કરતો નથી. હવે જાણવાનું સામર્થ્ય ન હોવા છતાંય, જાણવાનું સામર્થ્ય હોવા છતાં એ જાણતો નથી, છતાં એના જ્ઞાનનો લોપ થતો નથી સુષુપ્તિની અંદર. એટલે એ અનસ્વર છે.

જ્યાં જાગૃત અવસ્થામાં પોતાનાથી ભિન્ન કંઈક અન્યનો ભાવ છે, ત્યાં એ સ્થિતિમાં અન્ય અન્યનું દર્શન કરવા, અન્ય અન્યને સુંઘવા, અન્ય અન્યનું રસાસ્વાદન કરવા માટે, અન્ય અન્ય બોલવા માટે, અન્ય અન્યનો સ્પર્શ કરવા માટે અને અન્ય અન્યને જાણવામાં સામર્થ્ય હોય છે. અર્થાત, જાગૃત અવસ્થામાં સમસ્ત બહારના વિષયોથી જોડાયેલું રહેવાથી પોતાનાથી અલગ, ભિન્ન ભિન્ન એવા દરેક પ્રકારની અનુભૂતિ થાય છે. સુષુપ્તિમાં નથી, સ્વપ્નામાં છે પણ એ પૂરેપૂરી નથી. જાગૃતિમાં સંપૂર્ણ છે પણ એ પછી આ બધાથી અલિપ્ત, અલગ રહી શકતો નથી. એ અહીંયા આપણને સમજાવ્યું.

યાજ્ઞવલ્ક્ય આગળ કહ્યું કે, "હે રાજન, જે રીતે અથાહ જળમાં એક અદ્વિતીય દ્રષ્ટા છે, એવી રીતે સુષુપ્તાવસ્થામાં એક અદ્વૈત દ્રષ્ટા છે. આ જ બ્રહ્મલોક છે, આ જ એ પુરુષની પરમ ગતિ, આ જ એની સારી સંપત્તિ છે, આ જ એનું પરમલોક છે અને પરમ આનંદ છે." આ પરમાનંદના એક ભાગનો આશ્રય કરીને સમસ્ત ભૂત જીવિત જરાક અમથો આનંદ બસ. અને એના પર તો જિંદગીઓ જીવી ગયો માણસ. એમ કે "કોઈ મિલ ગયા." જે મનુષ્યોમાં સંપૂર્ણ અંગ અવયવોથી યુક્ત અને સમૃદ્ધિથી સંપૂર્ણ છે, પરિપૂર્ણ છે, સમસ્ત માનવીય ભોગ્ય પદાર્થોથી યુક્ત છે, મનુષ્યોમાં ઉત્પન્ન અને એનો અધિપતિ છે, એના એ જ મનુષ્યનો પરમાનંદ છે. મનુષ્યનો સો ગણો આનંદ એ પિતૃલોકના વિજેતા પુત્રોના એક આનંદ છે. એવી રીતે પિતૃલોકના વિજેતા પિતૃઓના સો આનંદ એ ગંધર્વ લોકનો એક આનંદ છે. ગંધર્વ લોકના સો આનંદ એ દેવતાઓનો કર્મરૂપી એક આનંદ છે.

કર્મના માધ્યમથી દેવત્વ પ્રાપ્ત થાય. કર્મો કરીને તમે દેવ ગતિ સુધી પહોંચી શકો છો, એમ કહે છે. દેવગણોના કર્મરૂપ સો આનંદ જન્મસિદ્ધ એટલે કે અજન્મા દેવતાઓના એક આનંદ બરાબર. એ દેવતાઓમાં પાછા બે ભાગ છે. દેવતાઓ પણ જન્મે છે ખરા અને અહીંયા અજન્મા દેવતાઓ પણ છે. તો નિષ્કામ વેદ પાઠી અને પાપરહિત પુરુષોનો પણ એ જ આનંદ. કેવો? અજન્મા દેવતાઓનો જે આનંદ છે, તેવો આનંદ એ લોકો પ્રાપ્ત કરતા. શું કરે? "વેદ પાઠ કરે." "બ્રહ્મણે બ્રહ્મણમ, ક્ષત્રાય રાજન્યમ, મરુદયો વૈશ્યમ, તમસે સુદ્રમ, તમસે તસ્કરમ, નારકા રવિરાહનમ, ગયો ગુંકાય પુષચુલમ, મદિગરદાય." આનંદ કરે. બસ આટલું બોલે એટલે મારા ફાધર એકદમ પ્રસન્ન થઈ જાય, હેપી હેપી હેપી.

શું યજુર્વેદમાં આવું બધું આવે? શું કર્મના માધ્યમથી દેવત્વની પ્રાપ્તિ થાય? બસ આટલું કરે, આનંદ જ આનંદ! એટલો બધો આનંદ હોય એમને. કોઈ એમને કઈ ખાવું છે, કઈ આમ કરવું છે, કઈ તેમ કરવું છે, કે પૈસા નથી, કશી કોઈ ચિંતા નહીં, કશું નહીં એમ. બસ આનંદમાં હોય એ સતત, અને આ અમે જોયેલું, અનુભવેલું બહુ અદભુત સ્થિતિ.

હવે એ નિષ્કામ વેદપાઠી અને પાપરહિત પુરુષોનો પણ આનંદ એક આનંદ છે. આજાન દેવતાઓના સો આનંદ, પ્રજાપતિ લોકના એક આનંદ બરાબર છે. કામના રહિત, શ્રોત્રીય, પાપરહિત વ્યક્તિઓનો પણ એ એક આનંદ બરાબર છે.

હવે ઉલટી વાત કરે કે હવે એનાથી ઉપરના સ્તરના આનંદો પણ વેદપાઠી બ્રાહ્મણના એક આનંદ બરાબર છે. પેલા લોકોના આટલા બધા, હવે જો કે છે: પ્રજાપતિ લોકના સો આનંદ બ્રહ્મલોકના એક આનંદ બરાબર છે. પરંતુ તેની સામે વેદપાઠી, કામના રહિત અને પાપરહિત વ્યક્તિઓનો એક આનંદ છે. અત્યારે કેવું છે, જેમ કે આમ કે "૧૦૦ રૂપિયાનું પાઉન્ડ થાય છે" એના જેવી હાલત છે. આ આનંદ વિનિમય છે, આ એક શો. તેની સામે આ તમે આ આપો તો તેની સામે તમને આટલું બધું મળી શકે, પણ તો ઇક્વીવલન્ટ છે એમ એ સમજાવે છે.

યાજ્ઞવલ્ક્યએ કહ્યું: "હે સમ્રાટ, એને જ પરમાનંદ અને એને જ બ્રહ્મલોક કહે છે." "હું આપને માટે કે ૧ હજાર એમ કે ગાયો મુદ્રાઓ સહિત પ્રદાન કરું છું. હવે આપ આગળ પણ અમારા માટે મોક્ષનો ઉપદેશ કરો."

ત્યારે ઋષિ યાજ્ઞવલ્ક્ય ભયભીત બની ગયા કે "આ મેધાવી રાજાએ તો મને બધા પ્રશ્નોના ઉત્તર મળી જાય ત્યાં સુધી પ્રતિબંધિત કરી દીધું!" "કે કોન્ટ્રેક્ટ કરી લે છે મારી જોડે તો કે મને આપ્યા જ કરું તમ જ્ઞાને એમ."

એટલે યાજ્ઞવલ્ક્યએ આગળ કહ્યું કે "આ પુરુષ સ્વપ્ન પૂર્ણ થયેથી, ક્રીડાવિહાર પછી, પાપ-પુણ્યનું દર્શન કરીને ફરીથી એ જ માર્ગે જાગૃત અવસ્થામાં પહોંચી જાય છે, જ્યાંથી એ ગયો હતો." એટલે જાગૃતિમાંથી જે સ્વપ્નમાં, સુષુપ્તિમાં જાય છે અને ત્યાંથી એ પાછો આવે છે.

જેમ વજન ભરેલું ગાડું વજનને કારણે ચરમર એમ શબ્દ કરતાં, અવાજ કરતાં કરતાં ગતિમાન થાય, એવી રીતે દેહ સ્થિતિ આ આત્મા પ્રાજ્ઞ આત્મા સાથે અધિષ્ઠિત થઈને શબ્દાયમાન થતા, ઉપરનો શ્વાસ ખેંચતા ગમન કરે છે.

જે સમયે આ શરીર ઘડપણને પ્રાપ્ત કરીને કમજોર થઈ જાય છે, એ સમયે પુરુષ એવી રીતે શરીરના અવયવોથી છૂટો પડતો જાય છે કે જેમ કેરી, ઉમડું કે પીપળાનું ફળ વૃક્ષથી અલગ થઈને પડવા માંડે છે. એવી રીતે ને એક પછી એક અવયવો કામ કરતાં બંધ થાય એમ કે એ પુરુષ એ જ માર્ગે અન્ય યોનિઓમાં પણ શરીર ધારણ કરવા માટે ચાલ્યો જાય છે, જે માર્ગેથી એ આવ્યો હતો.

જેમ ક્રૂર કર્મી સૈનિક, દંડાધિકારી, સારથી અથવા ગામનો પ્રધાન, નેતાઓ આવનાર રાજાની અન્નપાણી, રહેઠાણ વગેરેની વ્યવસ્થા કરી દે છે અને પછી એના સ્વાગત માટે બધા પ્રતીક્ષા કરતા રહેશે: "એ આવી રહ્યા છે! એ આવી રહ્યા છે!" એવી રીતે આ જ્ઞાન સંપન્ન, કર્મફળ જાણનાર આ જીવની બધા જ ભૂત એમ કરીને પ્રતીક્ષા કરતા હોય છે કે "જ્ઞાની આવી રહ્યા છે! જ્ઞાની પુરુષ આવી રહ્યા છે! કે બ્રહ્મ આવી રહ્યા છે!"

જે રીતે રાજાના જવા સમયે આ લોકો – ઉગ્રકર્મી સૈનિક, દંડાધિકારી, સારથી, ગામના મુખ્ય લોકો – બધા હાજર રહે છે, એવી રીતે આ જીવ જતી વખતે ઉપરનો જ્યારે શ્વાસ ખેંચે છે, ત્યારે આ ગમનશીલ જીવની સમક્ષ પ્રાણ પણ ઉપસ્થિત થાય છે અને એનું અનુગમન કરે છે. પ્રાણ એની સાથે સાથે જાય છે એમ કે.

આગળ કે છે: "જે રીતે આ જીવાત્મા નિર્બળ બનીને સંમોહિત, મૂર્છિત જેવો થઈ જાય." થોડુંક આપણે લઈએ આગળ, કારણ કે આ મૃત્યુને એની સ્થિતિ ને બધું આવ્યું છે. ત્યારે કે છે કે શરીરગત આત્મા શું થાય છે? એ એ વખતે પ્રાણ બધાની સમક્ષ ઉપસ્થિત થઈ જાય. પછી એ પ્રાણના તેજના અંશો જે હોય છે, તે બધા જ બધે ખેંચી ખેંચી ખેંચી ખેંચીને શું કરે? અવયવોમાંથી હૃદયમાં છેવટે ગતિશીલ થાય છે, એની તરફ ગમન કરે છે.

એ સમયે ચક્ષુમાં વ્યાપ્ત પુરુષ જે છે, એ નેત્રો દ્વારા બહિર્ગમન કરે છે. અત્યારે એનું રૂપ દર્શનનું સામર્થ્ય સમાપ્ત થઈ જાય છે. ચક્ષુમાં રહેલો પુરુષ છે એ બહાર નીકળી જાય છે એટલે દેખાવાનું બંધ થઈ જાય. કાનવાળો હોય એ ચાલવા માંડે એટલે સાંભળવાનું બંધ થઈ જાય છે. આ બે વસ્તુ તો પહેલી જ થાય.

એવી રીતે શરીરસ્થ પ્રાણ જે છે, એ જીવાત્મામાં એકીકૃત થઈ જવાને કારણે આ જીવ જોવાનું બંધ કરી દે છે. અને એવું કહે છે કે આ રીતે ગ્રહણેન્દ્રિય, વાક ઇન્દ્રિય, રસનેન્દ્રિય, કર્ણેન્દ્રિય, ચામડી, મન, બુદ્ધિ, ચિત્ત સ્થિત ચેતના જ્યારે આત્મા સાથે એકીકૃત થઈ એક થઈ જાય છે અને પછી એ બધા બહાર જવા માંડે છે, ત્યારે આ જીવ ના તો સુંઘે, ના તો બોલે, ના તો સ્વાદ ચાખે, ના તો સાંભળે, ના તો સ્પર્શ કરે. એટલે એની બધી ઇન્દ્રિયો ફેલ જવા માંડે છે. જ્ઞાનેન્દ્રિયો ના તો નમન કરે, ના તો જાણે.

લોકો એમ કહે એ સમયે કે એના હૃદયનો અગ્રભાગ અત્યંત દેદિપ્યમાન થાય, બહુ પ્રકાશમાન બની ગયો હોય છે, પ્રોમિનેન્ટ થઈ જાય છે. અને પ્રાણ નેત્ર, મસ્તક અથવા શરીરના બીજા કોઈપણ અવયવ દ્વારા બહાર જતો રહે છે. પ્રાણ બહાર નીકળવાની સાથે સમસ્ત ઇન્દ્રિયો પણ તેને અનુસરે છે. એટલે એ સમયે આત્મા વિશિષ્ટ જ્ઞાનથી સંપન્ન હોય છે અને વિશિષ્ટ જ્ઞાન સંપન્ન પ્રદેશમાં જ ગમન કરે છે. એ સમયે એની સાથે એની વિદ્યા, એના કર્મ અને પૂર્વ પ્રજ્ઞા (એટલે અનુભવ કરેલા વિષયોની વાસના) આ બધું જ એની જોડે જોડે ચાલતું હોય છે.

જેમ ઘાસ પર ચાલતી ઈયળ એક ઘાસના અંતિમ છેડા પર પહોંચીને બીજા ઘાસનો આશ્રય ગ્રહણ કરવા માટે પોતાના શરીરને સંકોચીને બીજા ઘાસ પર રાખે છે, તેવી રીતે આત્મા આ વર્તમાન શરીરનો આશ્રય છોડી અને અવિદ્યાનો પરિત્યાગ કરીને પોતાનો ઉપસંહાર કરતા બીજા નવા શરીરને ગ્રહણ કરી લે. બસ એટલે બંને જગ્યાએ એનો ટચ હોય છે, ક્ષણભરમાં નહીં.

બસ, અને પછી તરત જ અહીંથી આ નીકળ્યું, અહીંયા ટચ કર્યું અને પછી આને સંકોચી લે છે એમ કહે છે આવી રીતના. એટલે ક્ષણ માત્ર માટે એનો સંપર્ક બંને શરીરોમાં હોય છે: વર્તમાન શરીર જે છોડી રહ્યું છે તે અને ભવિષ્યનું શરીર જે અત્યારે પકડી રહ્યો છે એ બેના વચ્ચે એ ક્ષણ માત્રનો સંપર્ક હોય છે. બસ એટલી જ વાત. બીજું કંઈ એને ક્ષણ પણ ના કહેવાય, નિમેશ પણ ના કહેવાય, એનાથી પણ અલ્પ સમયમાં આ બધું બની જાય.

એટલે જે લોકો ખરેખર તો દેહ ધારણ નથી કરી શકતા, એ લોકો એવા લોકોને પછી ફર્યા કરવું પડે છે, કારણ કે એમના માટે ત્યાં બોડી અવેલેબલ નથી એમના કર્મો જે પ્રમાણેના છે તેને અનુસાર. એટલા માટે તો વેટિંગમાં જતા રહે બધા પછી. અને વેટિંગ એરિયા બહુ જ મોટો છે. આ પૃથ્વીથી ફરતે 500 કિલોમીટરનો એવો મોટો પટ્ટો છે આખો, જ્યાં આ બધા અત્યારે આ બધા સેટેલાઈટ ફેરવી રહ્યા છે તે જગ્યાઓ પણ એ 500 કિલોમીટરનો પટ્ટો છે આખી પૃથ્વીની ઉપરના ભાગે આખો ફરતો આમ. એની અંદર ત્યાં બધું છે ખાસું બધું એમ.

તો જે રીતે એટલે બીજા નવા શરીરનું ગ્રહણ થઈ ગયું. હવે કહે છે કે, "જે રીતે સોની સોનું લઈને નવું કલ્યાણકારી રૂપ પ્રદાન કરે છે, એવી રીતે આ આત્મા વર્તમાન શરીરને ચેતના રહિત કરી અવિદ્યાથી મુક્તિ મેળવીને પિતૃ, ગંધર્વ, દેવ, પ્રજાપતિ, બ્રહ્મા અથવા અન્ય પ્રાણીઓના નવીન સ્વરૂપને ધારણ કરી લે છે અથવા નૂતન રૂપોનું નિર્માણ કરે છે." કંઈક બીજું બની જાય છે.

આ આત્મા બ્રહ્મ સ્વરૂપ છે જે વિજ્ઞાનમય, મનોમય, પ્રાણમય, ચક્ષુમય, સ્્રોત્રમય, પૃથ્વીમય, જલમય, વાયુમય અને આકાશમય છે. એ તેજોયુક્ત, અતેજોયુક્ત, કામયુક્ત, અકામયુક્ત, ક્રોધયુક્ત, અક્રોધયુક્ત અને ધર્મ તથા અધર્મથી પણ યુક્ત છે. એ સર્વમાં "ઇદમ યુક્ત" પ્રત્યક્ષ, "અદોયુક્ત" એટલે પરોક્ષ પણ છે. એ જે રીતનું કર્મ અને આચરણ કરે છે, એવી રીતના ભાવ વાળો એ બની જાય છે. શુભ કાર્ય કરવાથી એ શુભ અને પાપ કર્મ કરવાથી એ પાપી થઈ જાય. એ પુણ્ય કર્મો દ્વારા પુણ્યાત્મા અને પાપ કર્મો દ્વારા પાપાત્મા થાય છે.

કેટલાક લોકોનું કહેવું છે, પોતે નથી કહેતા કે, "એ પુરુષ કામાત્મા છે. એ કામનાને અનુરૂપ જ સંકલ્પો કર્યા કરે છે. એટલે સંકલ્પને અનુરૂપ જ કાર્યો કરે છે, ત્યારે કર્માનુસાર ફળ જ પ્રાપ્ત કરે છે." તો આપણે શું કહીએ છીએ હૃદયમાં કે, "કેવળ જ્ઞાન વિના કશું ના." આપણે એવું કહીએ, "સંકલ્પ શા માટે એવું કરીએ કે ભઈ અંતિમ પરિણામ બસ, હવે બીજું કશું જોઈતું નથી. સંસારની કોઈ વિનાશી ચીજ જોઈતી જ નથી. બસ પૂરું થઈ ગયું." કે હવે તો કે એટલું બધું અનમોલ છે આમ કેવળ જ્ઞાન પણ મેળવવું કે આખો સંસાર તમારે બાજુ પર મૂકી દેવો પડે. પછીની જો તમારી ઈચ્છા હશે, ત્યારે તમે ત્યાં સુધી પહોંચી શકો.

એટલે આ શ્લોકમાં આ સંદર્ભ છે કે આ પુરુષનું કારણ શરીર જે લિંગ શરીર છે, તેની ઉપર આસક્ત જેની પર આસક્ત થાય એ તરફ પોતાની ઈચ્છાશક્તિ અને કર્મ સહિત ગમન કરે છે. પોતાની ઈચ્છાશક્તિ અને કર્મ સહિત એ એ દિશામાં ગમન કરે છે. આ લોકમાં કરેલા કર્મો દ્વારા પરલોકને પ્રાપ્ત કરીને એ કર્મોને ભોગવવા માટે ફરીથી પાછો આ લોકમાં આવે છે. આ લોકમાં કરેલા કર્મો દ્વારા એ પરલોકને પ્રાપ્ત કરે છે. એટલે નોટ હિયર, સમવર એલ્સ. પરલોક એટલે ધેર આર સો મેની પ્લેસિસ વેર હી કેન ગો. ખરેખર તો એમ એવું કહેવાય કેવું કે અહીંયા એને જે કંઈ કર્યું તે એના પાછા એને પરિણામો છે. તો એને પહેલા એક વખત એને પૂરા કરવા પડશે. પછી પાછી હજી એને આ લોકની અમુક વાસનાઓ બાકી છે કે મારે તો આ હોટલમાં જઈને જમવાનું હતું, મારે આમ કરવાનું હતું, મારે આવી ગાડી ખરીદવાની હતી, મારે આવા ઘરમાં રહેવાનું હતું, મારે આવી રીતનું એ બધા જે કંઈ એણે કરેલા હતા મગજમાં, એ પૂરા કરવા માટે એને પાછા ફરી અહીંયા ઉપર તો બોટને ચલાવવા માટે જરૂરી નથી કે એ બોટનો માલિક બને.

એ બોટ ચલાવનારો એ બની જાય, ડ્રાઈવર બની જાય. ગાડીનો માલિક ના બને પણ ગાડીનો શું થાય? ડ્રાઈવર બની જાય. પછી જો એટલા એના પુણ્યના ના હોય, એવી રીતે મકાન મોટું હોય મહેલ જેવું તેનું એ માલિક કદાચ બનીને ના રહી શકતો હોય, તો પછી ત્યાં આગળે નોકર 24 કલાકોનો બનીને, કેરટેકર બનીને રહેને ત્યાં આગળ રહ્યા કરે. એટલે એવી પણ સ્થિતિ થાય. પણ એનું જે પેલો આનંદપણું જે છે તે એની અંદર એને ફળક લાગ્યા કરશે. તો પણ ઘણું બધું છે ને કે જુએ કે ભાઈ આપણી હેસત, હેસિયત તો એ તો નહીં. તો પછી એ એને એક્સેપ્ટ કરી લે છે અને પછી એ પ્રમાણે આવી રીતે એને બધા કર્મો ભોગવવા જ પડે.

એટલે યાદ રાખો એક જ વસ્તુ કે ભૂલથી બી ઈચ્છા થઈ ગઈ ને તો ભોગવવી પડશે. ઈચ્છા જ ન થવી એ મુખ્ય બાબત. એની પર ચોકી પહેરો બરાબર રાખો કે આ ઉત્પન્ન કેમ થઈ? એવી રીતે તરત એના એ સેકન્ડ એને જો ખતમ કરી નાખી, તમારી દ્રષ્ટિ પડી કે આ કેમ આવું? આવો વિચાર કેમ આવ્યો? જો આટલું આ શરૂઆત થઈ ગઈ છે, તો તમે ઘણા આગળ વધશો આના અંદર અને એ બહુ જ આવશ્યક છે. અધ્યાત્મની અંદર આ બહુ જ જરૂરી છે. એટલે પોતાની ઈચ્છાશક્તિ અને કર્મ સહિત એને ગમન કરવાનું થાય અને આ લોકમાં કરેલા કર્મો દ્વારા એ પરલોકને પ્રાપ્ત કરીને પાછો એ કર્મો જે હોય છે બાકી રહેલા તેને ભોગવવા ફરી આ લોકમાં આવવું પડે. કર્મફળ ભોગવવાની ઈચ્છાવાળાઓનું આવાગમન નિશ્ચિત રૂપે ચાલતું જ રહેશે. નિષ્કામ, આપ્તકામ અને આપ્તકામ પુરુષના પ્રાણો ઇન્દ્રિયોનું ઉત્ક્રમણ સંકલ્પ પૂર્વકનું ગમન થતું નથી.

એ તો બ્રહ્મ સ્વરૂપ બનીને બ્રહ્મને જ પ્રાપ્ત કરી લે છે. એટલા માટે કીધું, "સંકલ્પ પણ નહીં, વિકલ્પો પણ નહીં, કોઈ વિચાર પણ નહીં. બસ બ્રહ્મ એ કેવળ બીજું કશું જ નહીં." આટલું જેને હોય તે બ્રહ્મ સ્વરૂપને અવશ્ય મેળવી લે છે. આગળ કહે છે આ શ્લોકના આ વિષયમાં કે, "જ્યારે આ પુરુષના હૃદયમાં રહેલ સમસ્ત કામનાઓ સમાપ્ત"

થઈ જાય છે ત્યારે મર્ત્ય અમૃત અર્થાત અવિનાશી થઈને અહીં જ બ્રહ્મની પ્રાપ્તિ કરી લે છે. જે રીતે સાપની કાંચળી એના દરની બહાર મૃત સ્થિતિમાં પડી રહે છે, એવી રીતે આ શરીર પણ મૃત પડી રહે છે અને બ્રહ્મતે યુક્ત આ પુરુષ જીવનમુક્ત બનીને શરીર વિના જ રહે છે.

આ સાંભળીને વિદેહરાજ જનકે કહ્યું, "હે ભગવાન, હું આપને ૧૦૦૦ ગાયો પ્રદાન કરું છું, મુદ્રાઓ આપું છું."

આગળ કહે છે, આ વિષય મોક્ષના સંદર્ભમાં આ શ્લોક છે. આ માર્ગ, જ્ઞાન માર્ગ, અત્યંત સૂક્ષ્મ, અત્યંત સૂક્ષ્મ, વિસ્તૃત અને પ્રાચીન છે, જે મને પ્રાપ્ત થયેલ છે અને મેં જેની શોધ કરી છે, શોધી કાઢ્યું. ધૈર્યશીલ બ્રહ્મવિદ પુરુષોને આ લોકમાં જ મુક્તિ પ્રાપ્ત થઈ જાય છે. કેવા ધૈર્યશીલ? ધીરજવાળા બ્રહ્મવિદ, જે બ્રહ્મને વદે છે, બ્રહ્મ જ વદે છે, મતલબ સત્ય જ બોલે છે, જે બ્રહ્મ સિવાય બીજું કંઈ બોલતા જ નથી, એવા બ્રહ્મવિદને આ લોકમાં જ મુક્તિ પ્રાપ્ત થઈ જાય. અને શરીર છોડ્યા બાદ એ આ જ માર્ગથી સ્વર્ગલોકને પ્રાપ્ત કરીને આગળ ઉર્ધ્વલોકમાં નીકળી જાય છે. વિમુક્ત સ્થિતિવાળો તો સ્વર્ગથી પણ આગળ ઉર્ધ્વલોકને પ્રાપ્ત કરે છે.

ત્યારે બ્રહ્મવેદતા દ્વારા શોધવામાં આવેલા માર્ગને કેટલાક લોકો અલગ અલગ રંગવાળો બતાવે છે. કેટલાકનું કહેવું એવું છે કે શ્વેત વર્ણનો છે, કેટલાક એવું કહે છે કે ભૂરા રંગનો છે, કોઈ એને પીળો, લીલો કે લાલ પણ બતાવે છે. એ માર્ગ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા સ્વરૂપ બ્રહ્મજ્ઞ દ્વારા અનુભવ કરવામાં આવેલ છે. એ માર્ગ દ્વારા પુણ્યાત્મા, તેજસ્વી અને બ્રહ્મવેદતાઓ જ જાય છે.

એકાંગી જીવન જીવનારા જે લોકો માત્ર અવિદ્યા એટલે કે પદાર્થ પરક કૌશલ્ય (અત્યારે જે ચાલી રહ્યું છે તે) ની ઉપાસના કરે છે, એવા લોકો ગાઢ અંધકારમાં કે જ્યાં કોઈ જ માર્ગ સૂઝતો નથી એવી સ્થિતિમાં પડે છે, ભટક્યા કરે છે. ત્યાં પછી આત્માનો પ્રકાશ હોવા છતાં એમને નર્યો અંધારો, બસ કશું જ સૂઝતું નથી ને જડતું પણ નથી. એ રીતે જે લોકો માત્ર વિદ્યા એટલે ચેતના પરક કૌશલ્યની ઉપાસના કરે છે, એ લોકો પણ એવા જ ગાઢ અંધકારમાં પડી જાય છે. બંનેની જરૂર છે, પ્રોપર બેલેન્સિંગ.

જે અજ્ઞાની ને મૂઢ લોકો છે, એ મૃત્યુ ઉપરાંત, મૃત્યુ પછી પણ આનંદહીન અને અંધકારથી યુક્ત લોકોને પ્રાપ્ત કરે છે. અગર પુરુષને, આત્માને જ્ઞાન થઈ જાય કે હું શું છું કે હું કોણ છું, તો પછી કઈ કામનાને ઈચ્છાદી શરીર માટે એને દુઃખી થવું પડે? એને ખબર જ પડી ગઈ કે હું તો આત્મા છું, તો પછી હવે કરવાનું કશું રહેતું જ નથી. એને તો બસ જે મનનશીલ અને પ્રબુદ્ધ આત્માવાળા છે, એ વિષય ગહનગાળ શરીરમાં પ્રવેશીને સમસ્ત કર્મ સંપાદન કરે, સંપન્ન કરે, કારણ કે એ વિશ્વકૃત છે એટલે કે કૃતકૃત્ય થઈ ગયા છે. એ બધું જ કરનારા છે અને પ્રાણીઓનું એ છે અને સત્વ પણ એ જ છે.

અમે આ શરીરમાં નિવાસ કરતાં જો એ આત્માનું અથવા બ્રહ્મનું જ્ઞાન મેળવી લઈએ છીએ, તો કૃતકૃત્ય બની જવાય. જો એને ન જાણીએ તો નષ્ટ થઈ જઈએ. જે જાણી લે છે એ અમૃતત્વને પ્રાપ્ત કરી લે છે, જેનાથી ભિન્ન, અલગ તો દુઃખ જ ઉઠાવે છે. એટલે જે લોકો જાણતા નથી તે બધા દુઃખી થાય છે.

જ્યારે મનુષ્ય ભૂતકાળ અને ભવિષ્યકાળના સ્વામી એવા પ્રકાશમાન આત્માનું પ્રત્યક્ષ દર્શન કરી લે છે, ત્યારે એ એનાથી ક્યારેય પણ વિમુખ થતો, મોઢું ફેરવી શકે નહીં. આત્માથી જેની પાછળ દિવસ રાત્રી સહિત સંવતસર અનુગમન કરતાં કરતાં પરિભ્રમણ કરે છે. જ્યોતિઓમાં પરમ જ્યોતિ એ આયુ રૂપ આત્માની દેવગણ પણ ઉપાસના કરે છે. જેની અંદર પાંચ મહાભૂત, પાંચ જન અને આકાશ આશ્રિત છે, એ આત્માને જ હું અવિનાશી બ્રહ્મ માનું છું અથવા હું જ એ બ્રહ્મવેતા અને અમૃત છું. જેની અંદર પાંચ મહાભૂત, પાંચ જન અને આકાશ આશ્રિત છે. આકાશ પણ જેનું આશ્રિત છે એમ કહે છે.

સાંભળો, એ આત્માને હું અવિનાશી બ્રહ્મ માનું. જે એને પ્રાણનો પણ પ્રાણ, ચક્ષુનો પણ ચક્ષુ, સ્ત્રોત્રનો સ્ત્રોત્ર અને મનનું પણ મન જાણે છે, એ એને પુરાતન એટલે સૌથી પુરાણો, અગ્રગણ્ય, દાદા, અગ્રગણ્ય બ્રહ્મ માને. એ બ્રહ્મને એકાત્મ ભાવથી અંતર્મુખ બનીને જોવા જોઈએ. એમાં નાનાત્વ વિભેદ નથી. જે એને નાનાત્વના રૂપમાં જુવે છે, એટલે અલગ અલગ રૂપોમાં જુવે છે, એ મૃત્યુ દ્વારા મૃત્યુને પ્રાપ્ત કરે છે. એટલે આ જન્મ પછી બીજો જન્મ તો વારંવાર એને મૃત્યુ પામવું પડે છે એમ કહે છે. નામરૂપમાં હજી એ પડેલો છે. એટલા માટે એ બ્રહ્મ કે જે એક જ પ્રકારે દર્શન કરવા યોગ્ય છે, એ બ્રહ્મ એ અપ્રમેય છે. પ્રમેય એટલે પ્રમાણથી જે કરો છો તે પ્રમેય, બરાબર ને? પ્રમાતા હોય, બનાવનારો, પ્રમેય અને પ્રમાણ, ત્રણ વસ્તુઓ છે. તો એ અપ્રમેય છે, એનું કોઈ માપ જ નથી.

નિશ્ચલ છે, નિર્મળ છે. "ચલાયમાન થાય એ હું નહીં," એમ આપણે કહીએ છીએ ને? "હાલે હું નહીં," એમ. એ નિશ્ચલ છે, એ નિર્મલ છે, એનામાં કોઈ પ્રકારનો મળ એટલે કે મેલ હોઈ શકે નહીં. સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છે. આકાશથી પણ વધારે સૂક્ષ્મ છે, અજન્મા છે અને એ મહાન આત્મા કેવો છે? અનસ્વર છે, એનો ક્યારેય નાશ થતો નથી.

પ્રાણવાન બ્રાહ્મણને ઈચ્છવું જોઈએ કે એ એને જ જાણે અને એનું જ ચિંતન અને મનન કર્યા કરે. અધિક શબ્દોને ઝંઝાળોમાં એ ભટકે નહીં, ગૂંચવાય નહીં. એ તો વાણીનો નકામો, વ્યર્થ વિલાપ શ્રમ છે. શબ્દોથી માત્ર સંકેત મળે છે તમને. પછી તો આ પ્રત્યક્ષ અનુભવથી જ એનું જ્ઞાન થાય છે. તેથી અહીં નકામી, વ્યર્થ વાકઝંઝાળથી બચવાની જરૂર છે એવી સલાહ આપવામાં આવેલી છે. વિદ્વાનો કહે છે કે બહુ બોલબોલ કરીને શું? અંતે વાણીને વિરામ આપી દો અને હવે અનુભવ કરો આત્માનો. આ બધું બહુ બોલાઈ ગયું આત્મા વિશે, હવે એનો અનુભવ કરો. છેવટે આ સ્થિતિ આવવાની જ છે. આ આત્મા મહાન, અમૃત, અજ, વિજ્ઞાનમય તથા હૃદય આકાશાહી છે. એ બધાને વસમાં રાખનારો અને બધાનો નિયંત્રક.

છે, અધિપતિ છે. એ પુણ્ય કર્મથી વધતો નથી, પાપ કૃત્યોથી એ ઘટતો નથી. એવો આત્મા છે, એ બધા જ પ્રાણીઓનો સ્વામી છે, એમનો ઈશ્વર છે, સર્વભૂ ભૂતપાલક છે અને લોકોની મર્યાદા બનાવી રાખવા માટે એને ધારણ કરનારો સેતુપોલ છે.

આ આત્માને બ્રાહ્મણો વેદોનું અધ્યયન કરીને, યજ્ઞ, દાન અને કામના રહિત તપ દ્વારા જાણે છે. એને જાણીને તેઓ મુનિ બને છે, મૌન થઈ જાય છે. પછી આ આત્મારૂપી લોકની કામના કરતાં કરતાં ત્યાગી પુરુષ બધું જ છોડી દેને સંન્યાસ ગ્રહણ કરે છે. પહેલાના વિદ્વાન સંતાન વગેરે સકામ કર્મોના ફળ મેળવવાની ઈચ્છા કરતા નહોતા.

પહેલાના વિદ્વાન, અર્થાત, એનાથી અલગ રહીને વિચારતા હતા કે, "અમારું લોક તો આત્મલોક છે. સંતતિ વગેરેનું અમે શું કરીશું?" એને કારણે તો પુત્રેશણા, વિત્તેષણા, લોકેશણાથી ઉપર ઉઠીને એ લોકો ભિક્ષાટન કરતા હતા કે જેથી પોતાનો અહંકાર બધે આપતા હતા અને ભિક્ષા ગ્રહણ કરતા કે, "માતે, ભિક્ષા આપો. દેહને પોસવાનો છે, બસ એટલી આપજો, વધારે નહીં." એમ.

અને અત્યારે પુત્રેશના જ વિત્તેશના છે અને વિત્તેશના જ લોકેશના. એટલે પુત્રની જો ઈચ્છા રાખશો તો તમારે ધન કમાવા જવું પડશે, કારણ કે ભણાવશો કેવી રીતે? અત્યારે તો એક છ મહિનાની ફી ૫૦,૦૦૦ રૂપિયાએ લાખ રૂપિયા ગયું! એટલે આવી આવી સ્થિતિઓનું નિર્માણ થતું જ ગયું છે. તમે જુઓ, અસહ્ય થઈ ગયું છે સામાન્ય માણસને. આજે એક પુત્ર પ્રાપ્તિ કરવી, એક સંતાનની પ્રાપ્તિ કરવી એટલે કેટલું મુશ્કેલ બની ગયું! તો વિત્તેષણા થશે પછી, અને વિત્તેષણાથી શું થશે? લોકેશણા થશે, વધારે ધન કમાવવું એવું થશે. એટલે પછી પોપ્યુલારિટીમાં પડી જવાશે.

આત્માનું જ્ઞાન આપતી વખતે વિદ્વાન લોકો કહે છે કે, "એ આ નથી, એ આ નથી. આત્મા આવો નથી, આવો નથી, આવો નથી." બસ આટલું જ કહે છે. પછી જે કંઈ બાકી રહ્યું, એ આત્મા. કારણ કે એને ગ્રહણ કરી શકાતું જ નથી. શિષ્ય અને આત્માને કેવી રીતે ગ્રહણ કરશે? એટલે એને કહેવામાં આવે છે કે, "આત્મા આવું નથી, આવું નથી, આવો નથી, આવો નથી." અર્થાત, એ અગ્રાહીય છે. એ આત્મા અસંગ છે, અર્થાત આસક્તિ રહિત છે. અહિંસ્ય છે, એને કંઈ પણ કાપી, બાળી શકાય નહીં, પાણીમાં ડૂબાડી શકાય નહીં, વગેરે વગેરે. બંધન રહિત, અર્થાત મુક્ત છે. આત્મા મુક્ત જ છે. વ્યથા રહિત છે, એને કોઈ વ્યથા થાય નહીં, ચિંતા થાય નહીં. એ ક્યારેય પણ નષ્ટ થનાર નથી. પાપ અને પુણ્ય એ બંનેને ઓળંગી જવા માટે એ સમર્થ છે, કારણ કે કરેલા અને ન કરેલા બંને પ્રકારના કર્મોથી એ લિપ્ત થતો નથી. નોનસ્ટિક બની જાય છે, નિર્લેપ થઈ જાય છે.

આ તથ્યનો ઉલ્લેખ રૂચામાં મળે છે કે, બ્રહ્મવેતા બ્રહ્મવિદની મહિમા જે છે, તે નિત્ય છે; જે કર્મ દ્વારા ના તો વધે છે, ના તો ઘટે છે કે ઓછી થાય છે. એના મહિમાના સ્વરૂપનું જ્ઞાન મેળવવું જોઈએ. એ જ્ઞાન મેળવીને ફરીથી એ પાપ કર્મમાં પડતો નથી. તમે જો આ એક વખત આત્માનો મહિમા જાણી લીધો, પછી તમને પાપ કરવાની ઈચ્છા થશે નહીં. તમે કરવા જશો તો ખચકાટ આવશે, મનમાં કચવાટ પેદા થઈ જશે. તરત જ પેલી પાર્લામેન્ટ ચાલુ થઈ જશે, તો વકીલો આવી જશે બધા તરત જ અને કહેશે કે, "આવું બધું ના કરાય. આવું ન કરવાન. તારે આવું નહીં કરવાનું." ના પાડી દેશે. તમે પાપ કર્મ કરતા અટકવા માંડશો, ધીરે ધીરે ધીરે ખચકાટ અનુભવશો અને પછી એક ટાઈમે બંધ જ થઈ જશે. કોઈ ચાહે તો પણ તમે નહીં કરી શકો. કોઈ એવી પરિસ્થિતિનું નિર્માણ ઊભું થશે તો પણ તમારાથી એમ નહીં જ થાય. આ બધું આત્મા દ્વારા થાય તો ઉત્કર્ષ અને અભ્યુદય થઈ રહ્યો છે, એ આના ઉપરથી ખબર પડશે.

બીજું કોઈ પેરામીટર નથી. એટલે એ પાપમાં લિપ્ત થતો નથી.

આ પ્રકારનું જ્ઞાન રાખનારો શાંત ચિત્ત તપસ્વી 'ઉપરત' એટલે બિલકુલ હવે એને કોઈ કશામાં રતિ રહી નથી, કોઈ આનંદ કરવા જવાની, કોઈ વસ્તુજન્ય એવી કોઈ બાબત રહેતી નથી. 'ઉપરત' તિતિક્ષા કરનાર એટલે નિર્લેપ ભાવે હવે બસ આમ રાહ જોયા કરે. સામેથી આમાં આ વાહન આમ આવ્યું, આવ્યું, આવ્યું, આવ્યું, આટલે સુધી ના આવ્યું, અહીં સુધીને પહોંચી ગયું, બરાબર. હવે એમાં જ એને બેસવાનું હોય, પણ તો પણ એને આમ ઉતાવળ ના થાય, મારાપણું ના થાય કે, "આ મારી ગાડી આવી ગઈ ને, લાવ અંદર બેસી જઉં છાટ દઈને." એવું કશું નહીં. શાંત, નિર્લી. કારણ કે એ જાણે છે કે, ખબર છે કે આની અંદર કદાચ એને ના પણ જોવાન. છેક છેલ્લી સેકન્ડ સુધી આ ઊભું રહ્યું હોય તો પણ 'ઈટ્સ પોસિબલ'. એટલા માટે ટિતિક સાગર નારો એટલે એને શ પણ તત્પરતા ના હોય કે અંદર જઈને બેસી જવું. કોઈ કહે એને કહેવું પડે, "હવે બેસી જાવ." તો પછી એ પાછ ડાયો થઈને બેસી જશે.

પછી કશું નહીં કરે, એ વિરોધ નહીં કરે કશી વાતનો. એ જ ગાડી આગળ જઈને ભટકાવાની છે, એ એને ખબર છે. એને વાગવાનું છે, આમ થવાનું છે, તેમ થવાનું છે, બધું એને ખબર. પણ તો પણ એ બેસી જશે. મતલબ, જે કર્મ સામે આવી રહ્યા છે, એને ભોગવા માટે થઈને એમાંથી એકેને એ ધક્કો નહીં મારે. કર્મફળ ભોગવી લેવાનું. બસ એટલી સુરવીરતા હોય એના કે, "હું તો એનાથી મુક્ત થઈ રહ્યો છું યાર! હું તો ધન્ય છું કે મારે એનો ભોગવટો આવી ગયો." એમ કરીને મુક્તિનો આનંદ માણ્યા કરશે. પહેલી તો એની વાત જ એવી હોય કે, "બસ, આ કર્મ મારા છે જ નહીં. હું તો આત્મા છું." એ તો એ ભાવમાં જ પહોંચી ગયો હોય. એટલે દેહને પછી જે કંઈ ભોગવટો આવતો હોય છે, એ તો ખરેખર તો એ ભોગવતો જ નથી. બીજા લોકોને એવું લાગે કે, "આ બાપજીને આવું થયું, આવું થયું." એને કશું છે જ નહીં. એ તો ક્યાં છે?

તો કે, "આત્મા પેસી ગયો છે ભાઈ." એટલે એવું. આવી વ્યક્તિ શાંત ચિત્ત તપસ્વી છે, ઉપરત તિતિક્ષા કરનાર, સમાહિત ચિત્તવાળો છે. સમાહિત એટલે હવે બધાનું હિતનો જ એ વિચાર કર્યા કર. અને એ હિત એટલે કેવું કે, "આને પૈસા મળે છે, આને ઓછા મળ્યા ને, આમ થયું, તેમ થયું." આ બધામાં એ ના હોય. આ આત્મા છે. બધા જે કોઈ છે, નામરૂપની અંદર પેઠેલા બધાનું કલ કલ્યાણ કેવું થાય? શું એવા કાર્ય કરવાથી આ બધાનું સારું થાય, કલ્યાણ થાય? એવા.

વિચારથી પછી નારદ મુનિ ભગવાન વિષ્ણુ પાસે જઈને પ્રશ્ન પૂછે છે કે, "હે પ્રભુ, આ પૃથ્વીલોક ઉપર લોકો પાપની અંદર ખદબદી રહ્યા છે અને બધા બહુ દુઃખી થયા છે. તો હવે એમના પાપને દૂર કરીને કંઈક એ લોકોને ઉપર ઉઠવાનો, પુણ્ય કર્મ કરવાનો અને એનો કોઈક ઉપાય હોય તો બતાવો." એટલે પછી કહે છે કે સત્યદેવની એ લોકોએ આરાધના કરવી જોઈએ.

હવે લોકો જે સત્યનારાયણની કથા છે, સામાન્યપણે વાંચી જાય, સાંભળી જાય છે અને બધું પૂરું થાય છે, પણ એનું જે હાર્દ છે એ હજુ પકડાતું હોતું નથી. અને જો કોકને પકડાઈ જાય છે, કાળના ક્રમે ધેર આર પીપલ, એવું નથી કે નથી એમ. કારણ કે "બહુરત્ન વસુંધરા" આ વસુંધરા, આ પૃથ્વી જે છે, એમાં તો અનેક રત્નો છે અને એ તો નીકળ્યા જ કરતા હોય છે. ખાણ જેવી છે પૃથ્વી. એટલે સતપુરુષો બધા પેદા થયા જ કરવાના, કાળે કાળે કરીને. એટલે કોઈને એમ થાય કે, "બાપ, તમે જતા રહેશો સાહેબ, તો અમારું શું?" અરે ભાઈ, તમારા બીજા ટાઈમે બીજા લોકો મળી જ રહેવાના અને એ તમને ખેંચી લેશે. તમારે જવું પણ નહીં પડે. કારણ કે પામર મનુષ્ય હોય, પામર મનુષ્યને એટલી શક્તિઓ હોતી જ નથી કે જોઈ શકે, જાણી શકે, સમજી શકે. એ તો પીલો જ ખેંચે અને એને એ વિદ્યા આવડતી હોય એટલે ખેંચે પછી સરસ રીતે.

પણ એમાં એ આસક્ત હોતો નથી. એને વાડા બાડા બનાવવા આવડતા એવું નથી. તું તારું કલ્યાણ કરીને જતો રહે. એટલે વિદ્યા આપે અને મુક્તિ કરાવી દે તમારી સંસારમાંથી. મુક્તિ આપી દે અને પોતે તમને મુક્ત રાખે, બંધનમાં ના નાખે. "મારી સેવા કર બાર કલાક, બાર વર્ષ સુધી, પછી તને આપીશ." અહીંયા દાખલો આપ્યો ને, "એક વર્ષ સુધી તમે સેવા કરો, પછી આટલો પ્રશ્ન પૂછવાનો અધિકાર છે." આવ્યું ને? એ વખતે પણ આવું કંઈક હતું. ત્યાં સુધી તો લાયકાત જ નથી.

હવે આ કાળની અંદર જો આપણે કોકને કહીએ કે, "એક વર્ષ સુધી તારે મારે ત્યાં રહેવાનું, સેવા કરવાની, બધું કરવાનું ને પછી બ્રહ્મજ્ઞાન વિશે તારે પ્રશ્ન પૂછવાનું, ત્યાં સુધી નહીં." મુશ્કેલી થઈ જાય ને બેય બાજુએ? મારે રાખવા ક્યાં? એક તો પહેલી વાત તો આટલા બધા અને એ બંધન પડે મારે. એટલે આમ પોસાય નહીં. તો અહીં વાત કરે છે. હવે બધાને પોતાના આત્માના રૂપમાં જ એ જોયા કરે. જ્યાં જ્યાં નામ છે, જ્યાં જ્યાં રૂપ છે, ત્યાં ત્યાં આત્મા જ છે. આત્મા જ. બસ, આ એના અંદર ઠસી ગયું છે. એના હૃદયની અંદર બધી વૃત્તિઓ એમાં ઓગાળી રહ્યો છે, બેઠો બેઠો દિવસ રાત. એને બહુ કામ હોય છે, નવરો ના હોય કોઈ દિવસ. લોકોને લાગે કે આ નવરો બેઠો છે, આમ કરે તેમ કરે, પણ આખા સંસારમાં જો સૌથી વ્યસ્ત હોય, કર્મશીલ હોય, કર્મઠ હોય, એ આત્મજ્ઞાની હોય. ત્યાં સુધીને પણ એ એની અંદર રહ્યા જ કરતું હોય અને તેમાંને તેમાં રહેવું એ બહુ મોટું કામ છે ભાઈ.

ઇન્દ્રિયોનો સંયોમ કરવો, આ કરવું, તે કરવું, બધું કરતાં સુધીને ત્યાં એને પહોંચવાનું અને છેવટે આ દિશામાં તો નહીં જ. આ લોકમાં પણ નહીં ને પરલોકમાં પણ નથી જવાનું. એટલું બધું એને ખબર હોય કે હું જ્યાં છું, જે છું, તે બરાબર છું. કારણ કે હું તો આત્મા છું. આત્માને આવાગમન હોય ખરું? શું વાતો કરે ને બધા, "આત્મા આમ ગયો ને તેમ ગયો." પગટી રીતે ફર્યા કરે છે. જે ફરનારો છે એ જુદો છે, એને જાણો તમે. "ન બસ જરાક જ બાકી એમ." જય સચ્ચિદાનંદ.

એટલે આવું તિતિક્ષા કરનાર અને સમાહિત, સમહિત, દરેકમાં દરેકનું હિત જોનારો, આત્મામાં જ આત્માનું દર્શન કર્યા જ કરતો હોય. બધાને પોતાના આત્માના રૂપમાં જ એ માને છે, જુવે છે અને પછી એને કોઈ પાપ ઘેરતું નથી, કશું એને ચોટતું નથી. એ પાપોને ઓળંગીને જ આગળ જતો રહે. એ પાપ શૂન્ય, મલ રહિત. કોઈપણ પ્રકારનો મળ કે મેલ એનામાં રહેતો નથી. શરીરમાં નહીં, ના મનમાં ક્યાંય નહીં એમ. સ્વચ્છ છે, સંશય રહિત. એને કોઈ સંશય બાકી રહેતો નથી. કારણ કે જાણવાનું બધું જ જણાઈ ગયું. પહેલી શરૂઆત એની ક્યાંથી થઈ હતી? તો કે, "આ સંસારમાં જાણવા યોગ્ય શું છે?" આ પ્રશ્નથી શરૂઆત થઈ હતી. જિજ્ઞાસુ બન્યો હતો એ દિવસે. ત્યારે એને સમજમાં આવ્યું હતું કે આ એક આત્મા જાણવા યોગ્ય છે અને પછી એને આત્માનું અધ્યયન શરૂ કર્યું. શ્રવણ, મનન, નિદિધ્યાસન, ચિંતન બધું પ્રસાદમમાં આપણે શીખી ગયા.

એ બધું કરતાં કરતાં એ છેવટે આત્મ સાક્ષાત્કારની દિશામાં પહોંચ્યો. ત્યાં આત્માનું સંપૂર્ણ જ્ઞાન એને પ્રાપ્ત કરી લીધું. પછી એને છેવટે "તથાસ્તુ, બસ તારું કલ્યાણ થાવ." છેલ્લી વાત અપાઈ ગઈ. તો એવો સંશયહીન બની ગયો હોવો જોઈએ તે વખતે પછી અને એ બ્રાહ્મણ બની જાય છે. ભલે પટેલ એમ કે જન્મ્યો હોય તો પણ એ બ્રાહ્મણ બની ગયો.

"હે રાજન, આ બ્રહ્મલોક છે. જેણે બ્રહ્મને જાણી લીધો આ લોકની અંદર, તો આ લોક પણ બ્રહ્મલોક જ છે એના માટે. દરેક જગ્યા એના માટે બ્રહ્મલોક જ છે પછી તો. કારણ કે બ્રહ્મથી બહાર જતો જ નથી." "એડ્રેસ શું?" તો કે, "બ્રહ્મલોક." એવું થઈ જાય ને પછી એ લોકતો. એટલે "આપ અહીં સુધી પહોંચી ગયા છો." યાજ્ઞવલ્ક્ય ઋષિ કહે છે પેલા જનક રાજાને કે, "આપ તો ત્યાં સુધી પહોંચી ગયા છો." ત્યારે જનક બોલ્યા, "હે ભગવાન, હું આપને નમન કરું છું અને આપની સેવા માટે આપના શ્રી ચરણોમાં સ્વયંને પણ સમર્પિત કરું છું."

આ મહાન આત્મામાં જન્મ ન લેનારો, અન્નભક્ષક અને કર્મફળ પ્રદાતા છે. એને આ રીતે જાણનારો મનુષ્ય સમસ્ત કર્મોનું ફળ પ્રાપ્ત કરી લે છે. આ મહાન આત્મા અજ, જરા રહિત, મૃત્યુ રહિત, અમર અને ભય રહિત બ્રહ્મ સ્વરૂપ છે. જે અભય છે એ જ બ્રહ્મ છે. એવું જાણનારો અભય બ્રહ્મ સ્વરૂપ સ્વયં થઈ જાય.

ૐ પૂર્ણમદઃ પૂર્ણમિદમ પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે। પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે॥ ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ॥

ૐ બ્રહ્માર્પણં બ્રહ્મ હવિઃ બ્રહ્માગ્નૌ બ્રહ્મણાહુતમ્। બ્રહ્મૈવ તેન ગન્તવ્યં બ્રહ્મકર્મસમાધિના॥ ૐ બ્રહ્માર્પણમસ્તુ સિદ્ધાંત.

આ લખાણ AI દ્વારા તૈયાર થયું છે. શંકા હોય ત્યાં મૂળ પ્રવચન સાંભળી ખાતરી કરવી.