અનંતની યાત્રાAnant ni Yatra
૧૦૮ ઉપનિષદ સિરીઝ · 108 Upanishad Series

ઉપનિષદ સિરીઝ · વિડિયો ૮૬

વિડિયો ૮૬

લેખ ૮૪ / ૧૪૯ · 31 મિનિટ વાંચન · વિડિયો જુઓ ↓

"અસતો મા સદગમય, તમસો મા જ્યોતિરગમય, મૃત્યુરમાં અમૃતમ ગમય. ૐમ શાંતિ."

મુંડક ઉપનિષદના બીજા ખંડની અંદર આત્મજ્ઞાની સાધક અને નિર્મળ જ્યોતિર્મય એવા બ્રહ્મના પરમધામને જાણી લે છે, જેમાં સંપૂર્ણ વિશ્વ સમાયેલું છે. જે સાધક નિષ્કામ ભાવથી પરમેશ્વરની ઉપાસના કરે છે, એ વિવેકી પુરુષ આ શરીરના જન્મચક્રને એટલે કે દેહના બંધનોને ઓળંગી જાય છે.

"નિષ્કામ ભાવથી પરમેશ્વરની ઉપાસના કરું. મારે કંઈ જોઈતું નથી અને તારે કશી ખોટ નથી." બરાબર? "અને તારે કશી ખોટ નથી. હું તજ જોડાયો એટલે મારે કશી ખોટ નથી." આવો નિષ્કામ ભાવ અને પછી બસ આનંદથી બસ એ ઉપાસના કરતો હોય. ભયભીત થઈને નહીં. ભયના મારે પ્રીત નહીં. "મને મૃત્યુથી બચાવો" એટલા માટે નહીં, પણ "મારું અજ્ઞાન દૂર કરી દો." ભગવાન, તમે એ કામ કરો કે એક કરવા જેવું કામ બતાવું કે ભગવાનની સાથે વાતચીત હોવી જોઈએ. "મારું અજ્ઞાન દૂર કરી આપો." બોલો તો તમે ખરા કે "તમે તો ખરા જ છો, પણ પછી હું તમને ખરેખરા કહીશ." એવી એના સાથે આમ સતત પેલી એ રાખવાની. તમારે બીજા કોઈની જરૂરત જ નથી. એક જ એ પરમેશ્વર જ કાફી છે, પરબ્રહ્મ પરમાત્મા. બીજા જરૂર ક્યાં છે?

જે કામનાઓને મનમાં રાખીને એની પૂર્તિ ઈચ્છે છે, એ એની પૂર્તિ માટે ત્યાં ત્યાં ઉત્પન્ન થતો રહે છે. "હું સ્વર્ગમાં જાઉં" એમ વિચાર કર્યો, તો તમારે જવું પડે. નરકમાં કદાચ જવું પડશે, તો તો પાછો તો આયું ને? એટલે પાછો ત્યાંય આટો મારી આવો. પછી એમ થાય કે આ શીંગડા પૂંછડામાં ક્યાંક જવું પડે, તો કોક દાડો કીડો થવું પડે, તો તો પાછું થવું પડશે. એટલે "સંશય આત્મા વિનશ્યતિ." એ આત્મા પોતાના સામર્થ્યનો વિનાશ કરાવી કરી નાખે છે. એટલે એ બાજુ પણ જ અને એ પોતે સામર્થ્ય ગુમાવીને, પ્રભુત્વ ગુમાવીને પછી કીડો બનીને પડે છે ત્યાં સંશયના કારણે. એટલે સંસારમાં કોઈપણ પ્રકારનો સંશય રાખવો નહીં. સંશય રાખવાના બદલે શ્રદ્ધા રાખવી કે આ બધું જ જે કંઈ છે તે પરમેશ્વર છે, એ વધારે લાભકારી છે. જે કંઈ છે એ બધું પરબ્રહ્મ છે, પરમાત્મા છે અને પ્રભુ છે.

એટલે પ્રભુત્વ તો એની પાસે હોય જ ને? તો જ પ્રભુ હોય ને? બસ. તારે એને આપણે જે કહેવાનું હોય એ બધું કહી દેવાનું. એ શ્રદ્ધા જ હોય પછી તો. નહીં તો પછી કહે છે એમ કે "શ્રદ્ધા ધરી ન ધર્યા તવ નામ જાપો." તો પછી એનો કંઈ અર્થ જ રહેતો નથી. એટલે હંમેશા જે કંઈ કરો, સંપૂર્ણ શ્રદ્ધા સાથે કરો. બીજું કોઈના પાસેથી તમારે કંઈક જરૂર પડે એવું કશું છે જ નહીં. એટલે ખાસ કરીને દેવો પાસેથી કશી વાતની અપેક્ષા ના રાખો. બને ત્યાં સુધી દેવોનું ઋણ સૌથી ખરાબ. એટલે દેવોની પાસે જઈને દેવું કરવું નહીં. બાધાઓ રાખવાની, આ કરવાનું, તે કરવાનું, એ બધું શું છે? આત્મજ્ઞાનની અંદર બહુ આડે આવે છે, એટલા માટે ના પાડવામાં આવે છે. વ્યવહારમાં એ કામ કરતું હોય છે. આપણે ધનવંતરી ભગવાનને પ્રાર્થના કરી, એ બધું એમાં અશ્વિની કુમાર આપણે માટે કોઈકના માટે કરીએ છીએ.

અમુક આપણે કરતા હોય, કોઈકના માટે કરીએ છીએ ને આપણે? એ તો કોઈના કલ્યાણ માટે કંઈક થતું હોય, એ આ બધું આપણું કર્મમાં ગણાતું જ નથી. એટલા માટે એવી પ્રાર્થનાઓ બધા બધાને માટે કર્યા કરાય. "સૌનું કલ્યાણ થાવ." તમે ધનવંતરીને ધનવંતરી રૂપે જુઓ છો. પરબ્રહ્મને તમે ધનવંતરી રૂપે જોઈને એને પ્રાર્થના કરો, બસ. કારણ કે આમે તે એ રૂપે એ જ છે. ત્યાં અટકી ના જાવ. "હે અશ્વિની કુમારો!" બરાબર? પણ એ અશ્વિની કુમારો આય ક્યાંથી? એનો આધાર કોણ છે? ત્યાંથી પાવર પહેલો છૂટવો જોઈએ, પછી બધું કામ થશે.

જે કામનાઓને મનમાં રાખીને એની પૂર્તિ ઈચ્છે છે, એ એની પૂર્તિ માટે ત્યાં ત્યાં ઉત્પન્ન થતો રહે છે. જો, આ એક સિદ્ધાંતને સમજી જવાનું છે. આ અમુક બાબતો બહુ સિદ્ધાંતિક છે. પરંતુ જે કામનાઓથી પૂર્ણપણે સંતોષ પામી ચૂક્યો છે, એ કૃતાર્થ થયેલા પુરુષની બધી જ કામનાઓ આ શરીરમાં જ શરીરની સાથે વિલીન થઈ જાય છે. પછી એનું કશું બાકી રહેતું નથી. એટલે પછી એ પૂરું ત્યાં ગાડી. અને એ મુક્ત થઈ ગયો.

આ આત્મા ના તો પ્રવચનથી મળે છે, ના મેધા એટલે કે કોઈ વિશિષ્ટ બુદ્ધિથી, ના તો વધારે સાંભળવાથી પ્રાપ્ત થાય. એટલે અતિશય સાંભળ સાંભળ કરવાનું ને સાંભળેલું છે એને શ્રવણ કરવાનું. શ્રવણ કરીને મનન, ચિંતન, નિદિધ્યાસન. પછી પરમાત્મા આવવા છે, પરબ્રહ્મમાં આવો છે, એની ધારણા કરવાની. એ ધારણા પરિપક્વ થશે ૧૨ મિનિટ સુધી, એટલે પછી એનું ધ્યાન થઈ જશે. અને ૪૮ મિનિટ થશે, ધ્યાન પૂરું થઈ જશે. પછી એ જો આગળ ચાલ્યું, તો એ બધું સમાધિમાં ગણાય છે. આપણે ૨૪ કલાક સમાધિમાં રહેવાનું: જીવંત સમાધિ, ચૈતન્ય સમાધિ, નિરંતર.

તો એવા સાધકને માટે જે પુરુષ માત્ર આત્માની પ્રાપ્તિની ઈચ્છા કરે છે, એથી એ પ્રાપ્ત થાય છે. એટલે એને એ પૂરી થઈ જાય છે. તરત ગ્રાન્ટેડ ઠપ્પો લાગી જાય. બરાબર છે કે "આવી જા આ બાજુ તું." એ સાધકને માટે આ આત્મા પોતાનું સ્વરૂપ પ્રગટ કરી દે છે કે "હું આવો છું." એટલે લૌકિક જ્ઞાન મેળવવાની વિધિઓથી આત્મજ્ઞાન મળતું નથી. લૌકિક જ્ઞાન પદાર્થ જ્ઞાન જેવું છે, ફિઝિક કેમેસ્ટ્રી જેમ ભણતા હોય એના જેવું, જેને પુરુષાર્થ દ્વારા હસ્તગત કરી શકાય. આત્મજ્ઞાન કેવું છે? ચેતનાયુક્ત. એટલે એ સાધકની પાત્રતા જોઈને પોતાની મેળે જ પોતાના સ્વરૂપને ઉદ્ઘાટિત કરી દે. સ્વયં સ્વયં પ્રકાશ છે ને? એટલે સ્વયં પ્રકાશિત થઈ જાય.

પછી પોતે આ આત્મા ના તો બળ વગરના પુરુષને પ્રાપ્ત થાય છે, ના તો પ્રમાદ યુક્ત વ્યક્તિને અને ના તો તત્વ રહિત એટલે કે જ્ઞાન રહિત તપશ્ચર્યાથી. જે જ્ઞાની પુરુષ આ ઉપાયોથી પુરુષાર્થ કરે છે, એટલે કે જ્ઞાનયુક્ત તપ જાણીને સમજીને કરેલું તપ પુરુષાર્થ કરે છે, એને આ આત્મા બ્રહ્મધામમાં પ્રવેશ કરાવી દે છે. કામનાથી રહિત વિશુદ્ધ અંતઃકરણ વાળા ઋષિગણ જ્ઞાનથી તૃપ્ત થઈને પરમ શાંત રહેતા એ પરમાત્માને પ્રાપ્ત કરી.

લે છે એ વિવેકી પુરુષ આ સર્વવ્યાપી, સર્વરૂપ પરમેશ્વરને સર્વત્ર પ્રાપ્ત કરીને એમાં સમાઈ જઈને એમાં જ પ્રવેશે છે. સીધો જ આને ચૈતન્ય સમુદ્રની અંદર ભુસકો માર્યો હોય એવી રીતના સીધો અંદર.

પછી જેમણે વેદાંત વિષયક વિશિષ્ટ જ્ઞાન દ્વારા પરમાત્માને નિશ્ચયપૂર્વક જાણી લીધા છે અને જે વૈરાગ્ય અને યોગ દ્વારા (યોગ કોની સાથે કરવાનો, કેવી રીતે કરવાનો, બધું સમજાવી દીધું) બરાબર. હવે શુદ્ધ અંતઃકરણને પ્રાપ્ત થઈ, અંતઃકરણની શુદ્ધિ (મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર – ચાર જે છે તે અંતઃકરણ કહેવાય; આમ એક જ છે અને આમ ચાર છે, બરાબર? ફંક્શનલ જે વેરીએશન છે એમ સમજો) તો એની સંપૂર્ણ શુદ્ધિ કરવાની. એની શુદ્ધિ કેવી રીતે થાય કે બાકીનું સંસાર એમાંથી કાઢવાનું અને પરમાત્માને પ્રવેશ આપવાનું.

હવે કાઢવાનું ને પ્રવેશ આપવાનું આપણને થોડું અઘરું લાગે, તો સહેલો રસ્તો એક જ છે: ચોવીસ કલાક માટે પરમાત્માને એ બધું સ્થાન તમારું કહેવાનું કે, "હે પરમાત્મા, આ મારું અંતઃકરણ તમને સોંપું છું. આવો, પધારો કે એમાં પ્રવેશ પામો અને ત્યાં વસો." એટલે પરમાત્મા જેવા ત્યાં આગળ વસ્યા એટલે સંસાર ભાવ ધીરે ધીરે ધીરે ધીરે બધા વિદાય થવા માંડશે. પછી સંસાર એટલો કડશે નહીં, તમને કનડશે નહીં. રાત્રે આમ એકદમ જાગી ગયા ને કંઈક દોડધામ કરવી પડી ને આવું બધું પછી નહીં. બહુ શાંત, સરસ રીતે જીવન જાય. મધુર મધુર વિદ્યા પ્રાપ્ત થઈ જાય, પછી મધુર મધુર જીવન થઈ જાય. બધું શું આનંદ! આનંદ! હંમેશા આઠે પોર આનંદ કે ગંગાસતીએ કહેલું છે. એવો આનંદ પ્રાપ્ત થઈ જાય એટલે એને પરમાનંદ કહે છે. એવા સાધક આ શરીર છોડીને બ્રહ્મલોકમાં પ્રવેશ કરે છે અને સંપૂર્ણપણે બધી બાજુઓથી મુક્ત થઈને શ્રેષ્ઠ અમરત્વને પ્રાપ્ત કરે છે.

હવે અમર થવું એટલે હજાર વર્ષ જીવવું, પાંચ લાખ વર્ષ જીવવું એવું નહીં. આ અનંત જીવન છે તમારું. બ્રહ્મની અંદર તમે પ્રવેશ પામી ગયા, બસ પૂરું થઈ ગયું. એ જ જીવન છે વાસ્તવમાં.

પંદર કળાઓ અને ઇન્દ્રિયો પોતપોતાના અભિમાની દેવતાઓમાં પ્રતિષ્ઠિત થઈ જાય છે. સંપૂર્ણ કર્મ અને જ્ઞાનથી પરિપૂર્ણ એવા પરમાત્મા, પરિપૂર્ણ શ્રેષ્ઠ અવિનાશી બ્રહ્મમાં એકીભૂત, એકાકાર બની જાય છે. અગાઉ આપણે પ્રશ્નોપનિષદની અંદર પંદર કલાઓ એટલે આકાશ વગેરે પંચભૂત; અગ્નિ, અન્ન, વીર્ય, ઇન્દ્રિય, મન, શ્રદ્ધા, તપ અને મંત્ર, કર્મ, લોક અને નામ – આ પંદર કલાઓ બધી બતાવી હતી. અગર સ્વયં એ બ્રહ્મમાં સમર્પિત થવું હોય તો પહેલા પોતાની કલાઓ, વિભૂતિઓનું અભિમાન છોડી દેવાનું છે. આપણે "આ મારી છે" એવું નહીં. એટલે કલાને છોડી દીધી એટલે આટલું જ એ છે, એમાંથી આપણે અહંકારને પાછો ખેંચવાનો. હું તો કહું, આપણે અહંકારને વિદાય આપો, પરમાત્માને આવકાર આપો. સહેલામાં સહેલું અંતઃકરણ છે ને, તો પરમાત્માને સોંપી દો કે, "ભાઈ, આ તમારું જ છે, તમારું ઘર છે.

આનંદથી રહો કે અહીંયા જ રહો." પરમાત્મા તમારું ઇન્વિટેશન સ્વીકાર કરી જ લેશે, સો એ સો ટકા અમને ખાતરી છે, આવી રીતે જો કરેલું હોય તો. બદલામાં અમારે કોઈ ભાડું જોઈતું નથી કે તમારી પાસે. અમને ખાલી તમારું સાનિધ્ય અને પછી તમારા રૂપતા, તમારામાં તન્મય રાખજો કે બસ. બીજું કંઈ જોઈતું નથી. અને આ અંતઃકરણ છે ને, એટલે અમારે પછી બાહ્યકરણની કંઈ ચિંતા નથી. એટલે અમે તો સવારમાં ઉઠીએ એટલે પહેલામાં પહેલું કહીએ કે, "હે પરમાત્મા, આ અંતઃકરણ ને બાહ્યકરણ બધું તમને સોંપું છું. આ દેહ એટલે કે મન, વચન, કાયા અને આની બધી માયા તમને સમર્પણ કરું છું." એમ કરીને પછી આપણે શાંતિથી સ્થિર થઈને બેસવાનું.

એટલે ચોવીસ કલાક: "હું શુદ્ધ આત્મા છું, હું આત્મા જ છું, હું પરમાત્મા છું, હું પરબ્રહ્મ છું, હું પરમેશ્વર છું, ચૈતન્ય ઘન છું અને અનંત છું. હું અચ્યુત છું, હું અમર છું, હું અક્ષય છું, હું અવ્યય છું, અવ્યાબાધ છું, ટંકોત્કીર્ણ છું." બસ, આ ચાલ્યા કરે, ચાલ્યા કરે, ચાલ. એટલું બધું થાય કે ઘણી વખત તો આંખો ઉઘડે જ નહીં, એટલું બધું લાઈટ છે. એનું કારણ કે પરમાત્માની સામે આમ સીધું જોવા માટે કોણ શક્તિમાન છે? પરમાત્માને જોવાની શક્તિ કે બળ પણ પરમાત્મા આપશે ત્યારે તમને એ દેખાશે, જણાશે, એનો અનુભવ આવશે. ત્યાં સુધીને તો એ પણ શક્ય બને એવું નથી. પછી તમે સુરત સામે ભલેને ત્રાટક કર્યા કરો, એ થશે તમારાથી. પણ આ અઘરું છે, બહુ અઘરું છે એ રીતે. પણ જો અંતઃકરણની શુદ્ધિ થઈ ગઈ, એકદમ સહેલું છે, પછી વાર નથી.

ત્યારે પરમાત્મા કહે છે કે, "યાર, તારી તો રાહ જોતો હતો કેટલા જન્મથી! હાથડે છે કે ભાન પડે છે?" આવું બધું બોલશે. પછી રાતે પરમાત્મા તમારી જોડે વાતો કરવા માંડશે. "શું લેવા ગયો હતો કે ત્યાં આગળ? અહીં શું વાતે ખોટ હતી?" બાપા બોલતા હોય ને, "અહીં આપણા ઘરમાં શી વાતે ખોટ હતી? પાડોશીને ઘેર જઈને ખીચડી ખાવા બેસે છે કે ખબર નથી પડતી?" એવી રીતના તડકા આવશે પછી તમને અને તમારું કલ્યાણ થઈ જશે. પછી પરમાત્મા તડકાવા માંડે ને, એટલે માનવાનું કે પરમાત્માએ તો મારો સ્વીકાર કરી લીધો. એ બહુ વાહલા છે. પ્રેમ તો એ આજે પણ કરે છે, પણ આપણે એનો અનુભવ નથી કરી શકતા અને આ જિંદગીની કરુણતા છે. અને ફાફા બહાર મારે કે, "આ મને પ્રેમ કરે, પેલો મને પ્રેમ કરે." પેલો કોઈ તને પ્રેમ કરે એવું નથી. એ બધા નામરૂપની અંદર જે કાંઈ છે તે બધું. પણ જો પરમાત્માએ પ્રેમ કરી દીધો ને, એક વખત ડિક્લેર કરી દીધું, "તું મારો." બસ, પૂરું થઈ ગયું.

કારણ કે જીવાત્મા બનીને પરમાત્માના ઘેરથી આ પહેલો બહાર નીકળી ગયો હતો. તોફાન કરીને, અહંકાર કરીને, "હું જાઉં છું" કરીને કઈ તકે સંસારમાં ભટકવા? પછી કંઈક બન્યો, પછી કંઈક બન્યો, પછી કંઈક બન્યો, એમ કરતાં કરતાં પોતાનું ઘર જ ભૂલી ગયો. હવે પાછો આમ એકદમ યાદ આવ્યું છે, "મારું ઘર હતું, અહીં હતું, ક્યાંક હતું, આવું હતું." થોડું થોડું યાદ આવે, પણ થોડું વધારે યાદ કરે, પછી એમ એમ કરતાં કરતાં...

યાદ બહુ કરે એટલે પછી યાદ આવે ને, તો પછી ખબર પડે કે હું પરમાત્માની સામે જઈને પછી આમ સન્મુખ થવું પડે પહેલા અને તે પણ વિવેકપૂર્ણ. એટલે પહેલા પરમાત્મા પૂછે, જુએ કે "કોણ છે તું ભાઈ?" તો કે "હું ફલાણો ફલાણો." તો કે "નહીં, તું સંસારમાં પાછો જાગે શું?" કે ત્યાં જઈને ડિક્લેર કરવું પડે કે "હું તમારો અને તમે મારા." બસ, ત્યાં આવતો રહે ઘરની અંદર. એવી રીતે એક્સેપ્ટન્સ થાય બધું.

તો જેવી રીતે વહેતી એટલે કહે છે કે પ્રભુને શું કરવાનું છે? કે પોતાની કલાઓનું, પોતાની વિભૂતિઓનું, પોતાની શક્તિઓનું, પોતાની ઉપાધિઓનું અભિમાન છોડી દો અને પછી પરમાત્મા પાસે જાઓ તો ચોક્કસ તમારો સ્વીકાર થશે. એટલે એ બધું પાછું ક્યાં ગમે ત્યાં નથી નાખવાનું, પ્રભુને સમર્પિત કરી દો. શું કરવાનું? પ્રભુને એ બધું સમર્પિત કરી દેવાનું અને પછી પરમાત્મા બસ તમારો તરત જ સ્વીકાર કરી લેશે. એટલે જીવાત્માને પરમાત્મામાં સમર્પિત થવાનું સંભવ બની જશે, બ્રહ્મલીન, એકાકાર.

બસ, બધું જે રીતે વહેતી નદીઓ પોતપોતાના નામરૂપ છોડીને સમુદ્રની અંદર વિલીન થાય છે. ગંગા પછી ગંગાના સાગરમાં ગઈ એટલે પૂરું થઈ ગયું. છેલ્લો ભાગ ગંગાસાગર તરીકે ઓળખાય, એના ત્રિકોણ પ્રદેશમાં બસ પૂરું થઈ ગયું. ગંગા ક્યાં ગઈ? તો કે મળી ગઈ. હતો એનું બધું પાણી ઠેઠ ઇન્ડોનેશિયા સુધીને ચાલી ગયું હોય તોય કોઈને ખબર ના પડે કે આ એ જ પાણી છે, ગંગાનું જ આયેલું. વહેતું વહેતું ચાલી જાય. પેલી બાજુ ઉપર ચડી ગયું હોય જાપાન બાજુ તોય કોઈને ખબર ના પડે કે આ ગંગા જાપાન બી આટો મારી આવી. શું ખબર ના પડે? તો એવી રીતે સમુદ્રમાં લીન થઈ ગયા, વિલીન થઈ ગયા. બસ, એનું આ સ્વરૂપ પૂરું થઈ ગયું ત્યાં આગળ.

એવી રીતે જીવાત્માએ પોતાનું સ્વરૂપ ભૂલી જવાનું છે અને પરમાત્માનું જે રૂપ છે તેને પકડી લેવાનું છે. કારણ કે જીવાત્માનું પોતાનું વાસ્તવમાં સ્વરૂપ પરમાત્મા જ છે. આ તો એને એઝયુમ કરી લીધું તું નામરૂપ. તો એમ જ ખાલી આમ પેલું મોરું પહેરે ને એવી રીતના અને પછી તો એનો અહંકાર વધતો જ ગયો કે "હું ફલાણો નેપોલિયન બોનાપાર્ટ છું." લો, અહીં ફરતો હોય રોડ ઉપર અને પછી કે "હું બોનાપાર્ટ છું." એટલે એ બધું એવું ગાંડપણ થાય છે કે ના પૂછવાની વાત. કંઈક જાતના અહંકાર હોય. દાદાએ તો બધા એના નામો પાડેલા હોય, બધી જાતજાતની ગેમરાજીને ઘેલછાને ફલાણા બધા બહુ નામો આપ્યા કે અલગ અલગ જાતના બધા અહંકારો કે આવું ગાંડપણ હોય કે બધા લોકોને બધું આપેલું. દાદા કહેતા એ એટલે પણ એ ગમે તે ફ્લેવરનો હોય, અંતે તો એ અહંકાર જ છે એમ કહેવાનું. જેને પોતાપણું બહુ જ હોય એ બધું અહંકાર જ અને જેને પરમાત્માપણું થઈ ગયું એ સ્વરૂપમાં આવી ગયું કે "હું પરમાત્માથી જુદો નથી." એવું બોલવાની હિંમત કોની હોય?

તમે મને કહો કે જેનામાં પરમાત્માના ગુણોને ઝીલવાની, ધારણ કરવાની, પરમાત્મા સાથે એકરૂપ થવાની જેનામાં જીગર હોય, સામર્થ્ય હોય ત્યારે એ થાય છે. ત્યાં સુધીને તો થતું જ નથી. મોટા ભાગના તો પરમાત્માના નામથી જ ભડકી મરે છે અને એવા ભાગ્યા ફરે છે કે ના પૂછવાની વાત. અને "આ પાપ થઈ ગયું છે, પેલું પાપ થઈ ગયું છે ને હવે તો આની પનિશમેન્ટ ને તેની પનિશમેન્ટ." બસ, બધી જાતજાતની પનિશમેન્ટ એમાંને એમ જ હોય. તો એને મન, ચિત્ત, બુદ્ધિ, અહંકાર બધું અને દેહ આખો એ આખો બધો આમાં જ પીડાતો હોય.

એટલે વ્યક્તિએ પ્રભુને સમર્પિત થવાનું છે અને એ વિવેકથી થવાનું, આદરથી થવાનું, પ્રેમથી થવાનું છે અને કોઈ કરે કરાવે નહીં, એ થઈ જાય. તમે તૈયાર થાઓ ને એટલે બસ સમર્પણ થઈ ગયું છે. બોલબોલ કરવાથી બી ના થાય પણ એક ભાવ ઉત્પન્ન કરી શકો. એમ કરી કરીને તમે એની નજીક જઈ શકો પણ એ બધી એન્ડલ વાળી વાત છે. જે રીતે હલેશું મારવાનું નામ આગળ જવાનું, હલેશું મારવાનું નામ. એમ એમ કરતાં કરતાં જ જવાય ને સમુદ્રની અંદર? તો એવી રીતે નામરૂપથી વિમુક્ત થઈને ઉત્તમોત્તમ દિવ્ય પુરુષને સમર્પિત થઈ જાઓ. જે વિદ્વાન પુરુષ આવી રીતે પરબ્રહ્મને જાણી લે છે, એ બ્રહ્મરૂપ જ થઈ જાય છે. પછી એ બ્રહ્મથી અલગ રહેતો જ નથી. એના કુળમાં કોઈ જ્ઞાન રહિત રહેતું નથી. એ પાપોને પાર કરીને શોક સંતાપોથી પણ પાર થઈ જાય. એને શોક અને સંતાપ રહેતો નથી. સંતાયેલો તાપ ના લાગે એને, સંતાપ ના હોય.

ચાનો માનોય નહીં. સંતાપ એટલે અંદર ઊંડે ઊંડે કંઈક તપ્યા કરતું હોય. એક છેડો એવું સમજણ ના પડે કે આ પેલી સ્ત્રી તપે છે એમ. અડે ત્યારે જ ખબર પડે કે આ તો ગરમ હતી પાછી. બરાબર ને? એવું થાય. એટલે સંતાપ બધા સંતાયેલા તાપો હોય. એને સંતાપ ના લાગે. તમને તાપ બાપ ના લાગે. તમે નિરાંતે ટાઢક, શીતળતા. પરમાત્મા એટલે કે મધુરતા, શીતળતા, સ્થિરતા, શાંતિ, આનંદ, આનંદ, આનંદ, પ્રકાશ. બસ આ પરમાત્મા. બાકી બીજી બધી વાતો છે.

શું? તો અમરત્વને પ્રાપ્ત થાય છે. એટલે શું થાય? હૃદય ગ્રંથિઓથી વિમુક્ત થઈ. હૃદય ગ્રંથિ શું છે? આંતરિક વિચારો છે. અંદર ઊંડે ઊંડે બધું આમ હોય તેમ હોય તો સારું, આમ કરવું જોઈએ, તેમ કરવું. બધું ગળભાંત, ગઢભાંધ એટલું બધું કરીને મૂકેલું હોય કે ના પૂછવાનું હોય. ગોડાઉન આખું ભરેલું હોય. ક્યાંય આમ પગ મૂકવાની જગ્યા ના હોય. પરમાત્મા કહે: "હું આવું તો પગ ક્યાં મૂકું કે તારે?" આપણે કહીએ કે "પ્રભુ, તમે આવો. પહેલામાં પહેલું તો મારા અંતઃકરણની અંદર જ તમે પધારી જાઓ." બસ, પરમાત્મા આવશે એટલે બધું ખાલી ઓટોમેટિક હળવું ફૂલ થઈ જાય. બિલકુલ ગુરુત્વાકર્ષણ જતું રહે. દેહ બી એવો હલકો ફૂલકો લાગે. ભલેને ૧૫૦ કિલોનો હોય તો આમ આમ ફરે મજેથી. એના પછી કશું થાય નહીં. પોતાના શરીરનો ભાર લાગે, ના મનનો ભાર લાગે, ના જીવન જીવવાનો ભાર લાગે. ઘણાને જીવન બોજારૂપ લાગે અને આમ કણસી કણસી, નિસાસા નાખી નાખીને જાણે એક દાડો પૂરો કરતો હોય એવું ના હોય.

પરમાત્માનો છે તો પ્રભુત્વ વાળો હોય, એ આનંદથી.

જીવતો હોય, સંતોષથી જીવતો હોય અને એને જોઈને તો લોકો પ્રેરણા મેળવે કે, "યાર, આવી રીતે જીવવું જોઈએ! આવી રીતે જીવવું જોઈએ!" હ, ખરેખર સાચી વાત છે. એટલે દૂરથી બી એને વિશે જુએ. જાને આ બધા તમે લોકો સતપુરુષોના ચરિત્રો કેમ વાંચ-વાંચ કરો છો? એનું કારણ પણ આ જ છે કે ત્યાં ફ્લેવર છે પરમાત્માની. એ પરમાત્મા આવી રીતે પ્રભુ જીવી ગયા.

વિવેકાનંદ વિશે વાંચો, વિચારો, તમે આમ ચિંતન કરો, એની બાયોગ્રાફી વાંચો. ગુરુજી! પહેલા આપણે પરમહંસ યોગાનંદજીનું તમે આમ ચરિત્ર વાંચો. બાબાજી વિશે વિચાર કરો તો પુલકિતતા આવે. શું થાય? પુલકિતતા! પુલકિતતા થવાને શરીર દેહભાર ભૂલી જાય, બધું પોતાનું ભાર ભૂલી જાય, દેહભાર ભૂલી જાય.

આ અણુનો પણ અણુભાર હોય છે, તો દેહનો દેહભાર હોય કે નહીં? હે! તમે જો કોઈ પેલો હોય છે ને ફિઝીસીિસ્ટ કે એના વાળો, તેને જઈને પૂછો તો કે, "એટમનો અણુભાર કેટલો?" એટલે કહેશે કે, "આટલો." પછી એ તમને સામો સવાલ પૂછશે કે, "કયો એટમ? કોનો એટમ? કે કયા એલિમેન્ટનો એટમ?" ત્યારે તમે એનો કહો કે, "આ હાઈડ્રોજન." તારે કહે છે કે, "H, એનો એ છે ને, આનો અણુભાર આટલો." બધું આખું કોષ્ટક બનાયેલું છે એનું. પણ તમે એમ કહો કે, "બ્રહ્મનો અણુભાર કેટલો?" તો કે, "ઝીરો!" ત્યાંથી શરૂઆત કરો ભાઈ. બાકી બધા તો ભાર જ છે. એટલે ગુરુ છે, પણ આ તો પરમ ગુરુ છે. એટલે એકદમ એને ખબર હોય કે કેવી રીતે હલકા પણ થવું અને ક્યારે ભારે પણ થવું. પરમગુરુને બધી ખબર હોય, ને!

તો આવું એટલે દેહમાં તમને પુલકિતતા આવે. આમ ચરિત્ર વાંચો એટલે આમ આણંદ, ધાનંદ, આણંદ! બાબાજી! ઓહો! કંઈક લોકો આજે ફક્ત એમનો ફોટો જોઈને એટલા પેલા એ થઈ જતા હોય. બોલો, કેટલો પાવર પેદા કર્યો હશે! હે! તમે વિચાર કરો, આ બધા સ્ટેચ્યુ, મૂર્તિ, આવું બધું મૂકે. કોક જઈને ત્યાં શ્રદ્ધાપૂર્વક ત્યાં આગળ આમ પગે લાગે, બધો પોતાનો ભાર ત્યાં મૂકી દે. "મંદિર જઈ આયો કે હવે મન સારું લાગે છે." કામરેજ મંદિરે જઈ નીચે બેસીએ ને, કલાક બધું બહાર ખાલી થઈ જાય. હ, એવું હોય. બધું ઉતરી જાય ત્યાં આગળ. વજન, વજન. હા, વજન બધું ઉતરી જાય. ચડાવ્યે રાખ્યું હોય ને! બાટલા ચડાવે એમ જ ચડાવ્યે રાખ્યું હોય. આમ રોજ રોજ ઇન્ટ્રાવિનસ લેતા હોય, વાઈફાઈથી લેતા હોય, બધા કેવી કેવી રીતે ગોળીઓ ખાતા હોય. જોબ કરુણતા છે જીવનની.

પણ જે પરમાત્માના માર્ગે આગળ ચાલી ગયો, શ્રદ્ધાપૂર્વક આમ બરાબર પૂરેપૂરું આમ કે, "પ્રભુ, હવે બસ સમર્પિત છું ને તમારો છું." એટલે ભગવાને એક્સેપ્ટ કરી લીધો. થપ્પો લાગી ગયો તમને. બસ, જીવન પૂરું તમારું ધન્ય થઈ ગયું. પછી કાઈ વિચારવાનું નહી. "આનું શું થશે? તેનું શું થશે?" તમારે કઈ વિચારવાનું નથી. પ્રભુ બેઠો છે, પ્રભુત્વવાળો છે. એટલું તો હોવું જોઈશે કે નહી? પછી એના પર એટલું રાખો. અહિયા થોડુંક તો એને આપો કંઈક. "પ્રભુ છે તો પછી કરી લેશે, થઈ પડશે, વાંધો નહીં." અમારા અમિતભાઈને જે પાણીની બાટલી આપી છે, શકે ડુંગરા પર તે બધાને બધું કરી શકે. એવું આપણે પકડી રાખવું. શું? એક-એક દાખલો છે, પણ આવા તો અનંત દાખલા છે. એવી રીતના રડું આવે, ભાઈ!

અહીં કેટલાય લોકો એવા છે કે જે વગર પૈસે આખું હિન્દુસ્તાન ભ્રમણ કરે. પહેલાના વખતથી શરૂ કરીને આજની તારીખ કે, કશું રાખવાનું નહી કે બસ પહેરેલા કપડા જ ફર્યા કરવાનું. પછી એ જૂના થાય, ફાટી જાય, ચંપલનું કઈ થાય, બધું પાછું બધું બીજું બદલાય, બધું થાય. ઓટોમેટિક ચાલ્યા કરે. જેની જરૂર હોય તે વસ્તુ એકદમ આવીને અને પછી આપી જો. એવું જે નિષ્કામ ભાવથી કર્મ કરનારા, વેદશાસ્ત્રોના જ્ઞાતા, બ્રહ્મના ઉપાસક અને એકસીિ નામના અગ્નિમાં શ્રદ્ધાપૂર્વક સ્વયં હવન કરનારા છીએ તથા જેમણે વિધિપૂર્વક શ્રેષ્ઠ, સર્વશ્રેષ્ઠ વ્રતનું પાલન કર્યું છે, એમના દ્વારા જ આ બ્રહ્મવિદ્યા કહેવાવી જોઈએ. અન્ય લોકો એના બ્રહ્મવિદ્યા વિશે કહેવાના હકદાર પણ હોતા નથી.

એ બ્રહ્મના આ સત્યને પ્રથમ અંગીરા ઋષિએ પ્રગટ કર્યું. અંગીરા, જેણે પણ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કર્યું નથી, એ એને જાણી શકતું તો નથી. એ બ્રહ્મજ્ઞાની પુરુષોને વારંવાર નમસ્કાર છે, નમસ્કાર છે, નમસ્કાર! ૐ સ્વસ્તિ ન ઇન્દ્રો વૃદ્ધશ્રવાઃ, સ્વસ્તિ નઃ પૂષા વિશ્વવેદાઃ, સ્વસ્તિ નસ્તાર્ક્ષ્યો અરિષ્ટનેમિઃ, સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ. ૐમ શાંતિ: શાંતિ: શાંતિ:.

હવે મુદ્ગલો ઉપનિષદ એ ઋગ્વેદ સંબંધિત છે. એમાં પણ ચાર ખંડ છે.

પહેલામાં પુરુષસુક્તના 16 મંત્રોના ભાવો, રહસ્યોને ખોલવાનો સંકેત છે.

બીજામાં ભગવાન દ્વારા શરણાગત ઇન્દ્રને આપવામાં આવેલો ઉપદેશ છે. અંતર્ગત પુરુષસુક્તના બે અવ્યક્ત પુરુષ અને વ્યક્ત પુરુષ વિશે સંબોધિત ખંડોનું વર્ણન છે અને એમાં અનિરુદ્ધ એટલે કે પ્રગટ પુરુષ દ્વારા બ્રહ્માજીને પોતાની કાયાને હવ્ય માનીને ને વ્યક્ત પુરુષ રૂપ અગ્નિમાં હવન કરવાનું નિર્દેશ અને એનું ફળ આપેલું.

ત્રીજા ખંડમાં વિભિન્ન યોનિઓમાં સાધકો દ્વારા વિભિન્ન સ્વરૂપોમાં એ પુરુષની ઉપાસના કરવાની તથા એ પુરુષને જાણવાનું ફળ એ કહેવામાં આવેલ છે.

ચોથા ખંડમાં ઉક્ત પુરુષની વિલક્ષણતા તથા તેના પ્રગટ થવાના વિવિધ ઘટકોનું વર્ણન કરતા સાધના દ્વારા પુરુષ રૂપ જ થઈ જવાનું કથન છે. અંતમાં આ ગુહ્ય, ગુળ જ્ઞાનને પ્રગટ કરવાના અનુશાસનને સ્પષ્ટ કરવામાં આવેલું.

પુરુષોક્ત દ્વારા માન્ય અર્થ નિર્ણયની હવે વ્યાખ્યા કરું છું. એનું વિવેચન કરતાં કરતાં ભગવાન વાસુદેવે દેવરાજ ઇન્દ્રને કહ્યું હતું. આ સંવાદ ભગવાન વાસુદેવ અને દેવરાજ ઇન્દ્ર બે વચ્ચેનો છે. પુરુષ સંહિતામાં આ સૂક્તનો અર્થ સંક્ષિપ્ત રૂપમાં કહેવામાં આવ્યો છે: "ૐ પુરુષમ સુક્તાર્થમ નિર્ણયમ વ્યાખ્યાશયામ. પુરુષ સંહિતાયા પુરુષ સુક્તાર્થ સંગ્રહેન પ્રોચતે. સહસ્ત્ર શબ્દો યત્ર અનંત વાચક, અનંત યોજનપ્રમાણ દશાંગુલં વચસ્તથા." એટલે કે, પુરુષસુક્તમાં પ્રયુક્ત, જેમાં એન પુરુષસુક્તમાં ઉપયોગ કરવામાં આવ્યો છે, એવો સહસ્ત્ર શબ્દ સહસ્ત્ર.

નથી, ખરેખર એ અનંતનો બોધ કરવા માટે ત્યાં સહસ્ત્ર કહેવામાં આવ્યું છે. એ રીતે સહસ્ત્ર, એ રીતે દશાંગુલમ પદ પણ જે છે, એટલે ૧૦ આંગળ ઉપર સામાન્ય રીતે લોકો એવું બોલ બોલ કરે છે, "દશાંગુલમ, દશાંગુલમ, દસ આંગળ ઉપર." પણ એ દસ આંગળ નથી, એ અનંત યોજન સુધીની વાત છે. ખરેખર તો પરમાત્મા અહીં છે એમ ઘણા લોકો ધારણા કરે છે. દસ આંગળ ઉપર ધારણા કરો, આંખોથી આમ જુઓ. પણ ખરેખર એ કઈ અનંત યોજનની વાત છે? તો કે, "પરમાત્મા અહીં છે." ના, અહીં પણ છે, અહીં પણ છે, અહીં પણ અનંતાનંત સુધી છે, દરેક દિશામાં. એટલે પહેલો તો આ બે શબ્દોનો અર્થ આપણે સમજવાનો. અહીં સહસ્ત્રનો મતલબ પણ અનંત છે અને દશાંગુલનો અર્થ પણ અનંત છે.

જે કરાવે ત્યારે અહીંયા જે છે પોઈન્ટ એ શું છે? એ કઈ જગ્યાએ એ પોઈન્ટ ઓફ લાઈટ એક ત્યાં આગળ મૂક્યું હતું એ વાત કરી હતી, પણ "ઈટ ડીડ નોટ સ અનંત." એમ ઇન્ફિનિટની વાત છે ખરેખર. પણ આપણે અહીંથી શરૂ કરીએ છીએ. હવે આખું ઇન્ફિનિટ આપણે તપાસવાની ક્યાં જરૂર છે? એટલે એના પોઈન્ટ ઉપર આપણે પહોંચી ગયા. બસ, પૂરું થઈ ગયું અહીં આટલી જ. પણ હવે એનો અર્થ સમજવાનો છે કે આ માત્ર આ એટલે આટલું જ એવું નથી. આ મતલબ આથી શરૂ કરીને અનંત સુધી એમ. અલ્ટીમેટ મેડિટેશનમાં તમે બોલોને, જળ, ચેતન અને પરમાત્મા પણ અહીંથી પ્રવેશ કરી રહ્યા. પરમાત્મા એટલે આ પોઈન્ટ. પરમ તત્વ, પરમ ચેતના અહીંથી જ પ્રવેશ કરે છે બધા આપણામાં અને આ નખ સુધીને હોય છે. એની વ્યાપ્તિ ક્યાં સુધી? તો કે આટલે સુધી. આ બેટરી છે, એ બેટરીની વ્યાપ્તિ કેવી હોય અંધારા રૂમની અંદર? તો કે આ રીંગ હોય એની.

બસ એટલી આમ આગળ આગળ વધતી જાય. એટલી એની વ્યાપ્તિ હોય.

એટલે પુરુષસૂક્તના આ પ્રથમ મંત્ર જે છે, તેની અંદર સહસ્ત્ર શીર્ષામાં ભગવાન વિષ્ણુની સર્વવ્યાપી વિભૂતાનું વિષદ વર્ણન કરવામાં આવ્યું છે કે ભગવાન વિષ્ણુ આવા છે. "હે અનંત!" એમ જ્યારે આપણે એમને સંબોધન કરીએ, તો પુરુષસૂક્તનો બીજો મંત્ર જે છે, એ જ આ લોકનાયક વિષ્ણુની શાશ્વત વ્યાપ્તિનો સંકેત કરે છે કે એ કેટલા વ્યાપક છે. પહેલો મંત્ર જે છે તે શું કહે છે? વિભૂતાનું વર્ણન કરે છે કે એ કેટલા ભવ્ય છે એમ. અહીંયા આગળે બીજાની અંદર શું છે? એમની વ્યાપકતાનું વર્ણન છે. આ જ લોકનાયક વિષ્ણુની શાશ્વત વ્યાપ્તિનો સંકેત કરે છે. એ પાછા કેવા છે? સર્વકાળ વ્યાપી છે. ત્રણે ત્રણ કાળમાં ઉપલબ્ધ. ભૂતકાળમાં હતા, અત્યારે છે અને ભવિષ્યમાં હશે જ. એટલે ત્રણે જગ્યાએ મોજુદ જ છે. તો કાળ એમના માટે કાંઈ નથી. કહેવાનો મતલબ, કાળ બધાના માટે આવરણ, અંતરાય હોઈ શકે.

એમના માટે કોઈ આવરણ કે અંતરાય રહેતો. એટલે કાળ વ્યાપી છે, કાળજયી છે. ઇનફેક્ટ કે કાળની ઉપર પણ એ વિજય પ્રાપ્ત કરેલો છે. એટલે એ હર સમય વિદ્યમાન રહે છે. એટલે એવું નહીં કે આમ બારથી ચાર મંદિર બંધ છે એટલે ભગવાન સૂઈ ગયા છે, ચાર વાગ્યે દર્શન થશે કે ભગવાન વિષ્ણુ અત્યારે ઊંઘે છે, જઈને પહેલા પૂછવાનું. તો કે ના. તો આપણે એ સમજવાનું છે કે હર ક્ષણે વિદ્યમાન છે અને એ આપણો ખાલી વિચાર ના હોવો જોઈએ, એ આપણો વિશ્વાસ હોવો જોઈએ, એ આપણી શ્રદ્ધા હોવી જોઈએ. આપણને ખાતરીપૂર્વકનું જ્ઞાન છે એવું ત્યારે જ આપણે કહી શકીએ.

હર સમય વિદ્યમાન પુરુષસૂક્તનો ત્રીજો મંત્ર છે, એ વિરાટ પુરુષ ભગવાન વિષ્ણુને મોક્ષ પ્રદાન કરનારા બતાવે છે. "એતાવાનસ્ય" આ ત્રીજા મંત્રમાં ભગવાન શ્રી હરિના વૈભવનું અને એમના સામર્થ્યનું વિસ્તારથી પાછું વર્ણન આપવામાં આવ્યું છે. ત્રણ મંત્રોના સમૂહમાં ભગવાનના ચતુર્વ્યૂહ સાથે સંબંધિત સ્વરૂપનો ઉલ્લેખ છે. "ત્રિપાદ" આ ચોથા મંત્રની અંદર ચતુર્વ્યૂહના અનિરુદ્ધ સ્વરૂપના વિસ્તૃત વૈભવનું વર્ણન કરવામાં આવેલું છે. પુરુષસૂક્તના પાંચમા મંત્ર "તસ્માદિ રાંગમાં" વિભૂતિ રૂપ ભગવાન શ્રી નારાયણ દ્વારા શ્રી હરિની આશ્રયભૂતા પ્રકૃતિ, માયા અને પુરુષ જીવનું પ્રાગટ્ય કેવી રીતે થયું તેનું બતાવેલું છે. પાંચમા આ સૂક્તના "યત પુરુષેણ" મંત્ર દ્વારા સૃષ્ટિ સ્વરૂપ યજ્ઞનું પ્રતિપાદન કરવામાં આવેલ છે અને "સપ્તાશ્યાસન પરિધય" દ્વારા એ સૃષ્ટિરૂપ યજ્ઞ કાર્યમાં વપરાતી સમિધાનું પણ વિવેચન કરવામાં આવ્યું છે.

"તમ યજ્ઞમિતિ મંત્રેન સૃષ્ટિ યજ્ઞમ સમીરતમ અનેનેવચ મંત્ર મંત્રેન મોક્ષસ્ચ સમુદિરત." આ સૃષ્ટિ યજ્ઞ આ સૂક્તના આગળના મંત્ર "તમ યજ્ઞમ" દ્વારા સાબિત કરવામાં આવેલ છે. સાથે સાથે મોક્ષનું વર્ણન પણ આ મંત્રમાં જ દીધેલું છે. "તસ્માદિતિચ મંત્રેણ જગત સૃષ્ટિ સમીરિતા વેદાહ મિતિ મંત્રાભ્યા વૈભવમ કથિતમ હરેહે." પુરુષસૂક્તના "તસ્માદ" વગેરે સાતમાં મંત્રની અંદર આ સંપૂર્ણ જગતની ઉત્પત્તિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. "વેદાહમ" ઇત્યાદિ બે મંત્રો દ્વારા ભગવાન શ્રી હરિના વૈભવ કીર્તિનું વિશેષ વર્ણન કરવામાં આવ્યું છે. છેલ્લે "યજ્ઞ યજ્ઞ નેત્યો સંહારમ સૃષ્ટિ મોક્ષસ્ય ચેરિત યજ્ઞન યજ્ઞ મયજંત" મંત્ર દ્વારા સૃષ્ટિ અને મોક્ષનું ઉપસંહારાત્મક વર્ણન કરવામાં આવેલ છે.

આ રીતે જે કોઈ પુરુષસૂક્તને જ્ઞાન દ્વારા આત્મસાત કરે છે, સમજીને એને જાણીને ને પછી એ પુરુષસૂક્તનો અભ્યાસ કરીને પછી એ કરે છે, એ અવશ્ય મુક્તિ મેળવી લે છે. એટલે પુરુષસૂક્તનો અભ્યાસ કરવો જોઈએ એમ અહીંયા આગળે કીધું છે. તો જ્ઞાન દ્વારા એને આત્મસાત કરવાનું છે. શું ફક્ત સાંભળવાનું, વાંચવાનું એવું નહીં. જ્ઞાન બીજા ખંડની અંદર પુરુષસૂક્તના જે વિશિષ્ટ વૈભવનું પ્રતિપાદન થયું છે, એ વિશેષ ભગવત જ્ઞાનનો ઉપદેશ ભગવાન શ્રી વાસુદેવે ઇન્દ્રને પ્રદાન કર્યો હતો. એ સૂક્ષ્મ તત્વજ્ઞાનને ફરીથી શ્રવણ કરવા માટે ઇન્દ્રદેવ નતમસ્તક થઈને ભગવાન વાસુદેવના શરણમાં આવી ગયા, ઉપસ્થિત થયા. ભગવાને એ પરમ કલ્યાણકારી રહસ્યનું જ્ઞાન પુરુષસૂક્તના બે ખંડોમાં ઇન્દ્રદેવને પછી પ્રદાન કર્યું. એમણે પુરુષસૂક્તના બે.

ખંડ નિર્ધારિત કરવામાં આવ્યા છે. આ સૂક્તમાં જે વિરાટ પુરુષનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, એ નામરૂપ અને જ્ઞાનથી પર હોવાથી, જ્ઞાનથી પણ પર હોવાને કારણે વિશ્વના સમસ્ત જીવો માટે અગમ્ય છે. તેથી, પોતાના અગમ્ય રૂપને છોડીને ક્લેશ વગેરેમાં પડેલા દેવ આદિ વિશિષ્ટ પ્રાણીઓના ઉદ્ધાર અને સમસ્ત જીવોના કલ્યાણ માટે એમણે અનંત કળાઓવાળું રૂપ ધારણ કર્યું. અનંત કળાઓવાળું રૂપ, કારણ કે આ બધા કલાકારો થઈ ગયા હતા ને? બધાની પાસે ૧૫ કલાઓ હતી. તો પછી એમણે અનંત કળાઓ ધારણ કરી. "ભાઈ, તારી પાસે ૧૫ છે, પણ મારી પાસે બધી બહુ છે. આવ કે, તો હું તને સમજાવું." તો પેલો કહે કે, "હા પ્રભુ, તમે મહાન છો." કહે છે, "હું માની ગયો." કહે છે, "ચાલ કે, હવે તને લઈ જાઉં કે વૈકુંઠની અંદર." આ ટૂંકી વાર્તા મોક્ષ પ્રદાન કરનારું છે.

તો આ સૃષ્ટિ રચનાની પહેલા શું થતું હતું? તો કે, પોતાના અગમ્ય રૂપને છોડીને ક્લેશ વગેરેમાં પડેલા પ્રાણીઓના ઉદ્ધાર માટે આ અનંત કળાઓવાળું રૂપ ધારણ કર્યું. હવે એ અનંત કળાઓવાળું રૂપ જે છે, તે કેવું છે? દર્શન માત્રથી મોક્ષ આપનાર. ફક્ત દર્શન માત્રથી મોક્ષ આપનાર એ રૂપથી પૃથ્વી વગેરે લોકોમાં વ્યાપ્ત થઈને એમણે પોતાનો વિસ્તાર અનંત યોજનો સુધી કરી લીધો. સૃષ્ટિ રચના પહેલા પૂર્ણ પુરુષોત્તમ એવા ભગવાન શ્રી નારાયણ ભૂત, ભવિષ્ય અને વર્તમાન એમ ત્રણે કાળના રૂપોમાં વિદ્યમાન હતા. એ જ નારાયણ આ સમસ્ત પ્રાણીઓને મોક્ષ પ્રદાન કરે છે. એ જ મહાન શક્તિશાળી જનોમાં પણ વિશિષ્ટ છે. એનાથી વિરાટ વિશિષ્ટ બીજું કંઈ પણ નથી. એ પોતે સ્વયં સર્વશક્તિમાન છે. એ પરમ પુરુષે, પરમાત્માએ પોતાને ચાર ભાગોમાં વિભક્ત કરીને ચતુર્વ્યુહોના રૂપમાં ઉત્પન્ન કર્યા.

એમાંના ત્રણ અંશો – વાસુદેવ, પ્રદ્યુમન અને સંકર્ષણ રૂપનો નિવાસ પરમધામ વૈકુંઠની અંદર. ચોથા અંશવ્યુ રૂપ સ્વરૂપ અનિરુદ્ધ નામથી પ્રસિદ્ધ ભગવાન શ્રી નારાયણના દ્વારા જ સંપૂર્ણ જગતની સૃષ્ટિ બની. એ ચતુર્થ પાદાત્મક નારાયણે અનિરુદ્ધ વિશ્વની રચના માટે પ્રકૃતિને ઉત્પન્ન કરી. પ્રકૃતિ રૂપ બ્રહ્માજી શરીર પ્રાપ્ત કરવા છતાં પણ સૃષ્ટિના રહસ્યને સમજી ના શક્યા કે આ બધું શું થઈ રહ્યું છે. બ્રહ્માજીને તો એવું હતું, એ તો બ્રહ્મમાં પડી ગયા, બ્રહ્માજી તો.

ત્યારબાદ એ અનિરુદ્ધ સ્વરૂપે નારાયણે આવીને બ્રહ્માજીને સૃષ્ટિ રચનાનો, સંરચનાનો ઉપદેશ આપ્યો કે તમે આવી રીતે સૃષ્ટિ બનાવો. એમ બધું ડાયરેક્શન આપ્યું એમ ભગવાને આવીને બ્રહ્માજીને. ત્યારે એમણે કહ્યું કે, "હે બ્રહ્મન, આપ આપની વાણી વગેરે ઇન્દ્રિયોને યજ્ઞ કર્તાઓના રૂપમાં માનો. બધી ઇન્દ્રિયો છે એ યજ્ઞ કર્તા છે એમ માનો. કોઈ યજ્ઞ કરવો હોય તો બેસે ને કોઈ તમે યજ્ઞ કરવા માટે એવી રીતને. તો યજ્ઞના કર્તા તરીકે તમે બધી ઇન્દ્રિયોને માનો. કમળમાંથી પ્રગટ સુદૃઢ શક્તિ સંપન્ન પોતાના શરીરને હવિ રૂપમાં સમજો. તમારું આ દેહ છે જે છે તે હવિ છે અને યજ્ઞકુંડ છે તેની અંદર આ હવિ, હવિ રૂપ. હવે ગ્રીષ્મ, વસંત ઋતુને ઘી, ગ્રીષ્મ ઋતુને સમિધા, શરદ ઋતુને રસ રૂપમાં તમે અનુભવ કરો. ગરમી, ઠંડી અને આ વરસાદ જે કંઈ છે તે, એને એવી રીતે રસ રૂપમાં અનુભવ કરો એનો.

આ રીતે અગ્નિમાં યજ્ઞ કરવા ઉપરાંત આપનું શરીર અત્યંત શક્તિ સંપન્ન થઈ જશે." ખબર છે આપણે એક વખત કરાવતા હતા, "અહંકાર મયાદત્તમ ગૃહણમ પરમેશ્વર સ્વાહા." બસ એ જ વાત છે. એ તમને તે વખતે મેં આ વસ્તુ અહીંથી કરાવડાવી હતી. એ રીતે અગ્નિમાં યજ્ઞ કરવા ઉપરાંત આપનું શરીર અત્યંત શક્તિ સંપન્ન થઈ જશે. પણ વાસ્તવમાં મને અહીંથી મળેલું આ બધું શું? આ પુરુષસૂક્તના એમાંથી આ શરીરના સ્પર્શથી વજ્ર પણ કુંઠિત થઈ જશે. એટલો એનો પાવર. જો તમે વ્યવસ્થિત સમર્પણ જો કરી દીધું છે પરમાત્માને, તો પછી ઇન્દ્ર આવીને વજ્ર મારશે ને આ શરીર ઉપર, તો પણ એ પાછું પડશે કે વજ્રનો પણ એ ઘા ખમી શકે એટલું શક્તિશાળી એ શરીર બની જશે. ત્યારબાદ આ યજ્ઞ કર્મના પ્રતિફળ સ્વરૂપ સમસ્ત પ્રાણી સમુદાય પ્રગટ થશે. પછી તમારે જેટલો પ્રાણી સમુદાય બનાવવો છે, એ તમે આરામથી બનાવી શકશો.

આવી રીતે બધા સ્થાવર જંગમથી પરિપૂર્ણ એવું આ સમસ્ત વિશ્વ પછી તમને દ્રષ્ટિગોચર થવા માંડે. પેલું તો બની ગયું પણ એમને દેખાતું નહતું કે શું થયું. એ રીતે જીવ અને આત્માના મિલન દ્વારા મોક્ષની પ્રાપ્તિનું વર્ણન કરવામાં આવે છે. જે કોઈ સાધક આ સૃષ્ટિ યજ્ઞ અને મોક્ષની વિધિને સમજે છે, એ વ્યક્તિ પૂર્ણ આયુષ્ય પ્રાપ્ત કરવામાં સમર્થ થાય છે. મતલબ એને જે કંઈ લઈને આવ્યો હોય એટલું આયુષ્ય પૂરું કરે છે. અધવચથી ઘણાને જેમ જવું પડે છે એવી રીતના એને ક્યારેય પણ થતું નથી.

ત્રીજા ખંડમાં કહે છે, "આ સૃષ્ટિમાં અનેક રૂપોમાં સમાયેલ એ એક જ દેવ છે." સ્ટેટમેન્ટ આવી ગયું છે. જે સ્વયં અજન્મા રહેવા છતાંય વિભિન્ન પ્રકારે ઉત્પન્ન થતા જ રહે છે. સ્વયં અજન્મા છે, પોતાનો જન્મ થતો નથી, પણ છતાંય વિભિન્ન રૂપોમાં એ પ્રગટ થયા કરે છે. ઘડીમાં કંઈક બનીને આવે, ઘડીકમાં કંઈક બનીને આવે. એવી રીતે બધા દશ અવતાર થયા, ૨૪ અવતારો થયા, બધા. એની વિરાટ પુરુષની ઉપાસના સમસ્ત અધ્વરીઓએ અગ્નિદેવના રૂપમાં કરી. વિરાટની હંમેશા જ્યારે એ કરવામાં આવે, વિરાટનો વિચાર પણ જ્યારે કરવામાં આવે કે એની વિવેચન કરવામાં આવે, તો હંમેશા અગ્નિરૂપ છે. હિરણ્ય ગર્ભ યજુર્વેદીએ યાગ્નિક એ દેવને આ યજુ છે એવું માનતા અને સર્વ યજ્ઞીય કર્મોમાં નિયોજિત કરે છે. સામગાન વાળા એને સામના રૂપમાં માને છે અને એ વિરાટ રૂપમાં અવશ્ય એ સર્વત્ર વિદ્યમાન છે.

સર્પ એટલે ગતિશીલ પ્રાણ. એને સર્પ કહેવાય. ભગવાન વિષ્ણુ પેલાની પર સૂઈ જ ગયા છે, શેષશાયી. પણ એ ગતિશીલ પ્રાણ છે તે એની પર સૂતેલા છે ભગવાન વિષ્ણુ. વાસ્તવમાં શેષશાયીનું સ્વરૂપ આ છે: ગતિશીલ પ્રાણ. હવે કૃષ્ણ.

“ભગવાને કાલીમર્દન કરી કાલી નાગને નાથ્યો” એમ જે કહેવામાં આવે છે, વાસ્તવમાં કોઈ કાલી હતો નહીંને કોઈ નાગે નહતો.

એમણે ત્યાં શું કર્યું? તો કે પોતાના પ્રાણ ઉપર જય પ્રાપ્ત કર્યું. ક્યાં આગાડે? એ કાલિંદી નદીના કિનારે.

અહીં તો વાર્તાઓ બનાવી દીધી: “કદમના ઝાડ પર ચડ્યા ને પછી તઈ ધરામ ભુસકો મારે.” ને હજી અમે વૃંદાવન ગયા હતા, ત્યાં બધા બતાવતા હતા, “કાઈ ભુસકો માર્યો તો” એમ.

ભગવાને ગતિશીલ પ્રાણ પર વિજય એટલે ગતિશીલ પ્રાણ ઉપર વિજય. એટલે, આ જે પ્રાણ ઉપર તમે વિજય પ્રાપ્ત કરો છો, કંટ્રોલ, નિગ્રહ પ્રાપ્ત કરો છો, તમે ચાહો એટલો તમે રાખો, રોકો. એ પ્રાણનો ઉપયોગ કરી શકો. એ પ્રાણને તમે શબ્દોની અંદર પ્રયોજી શકો. એ પ્રાણને તમે ચિત્તની અંદર રાખી શકો. એ પ્રાણથી તમે...

આ લખાણ AI દ્વારા તૈયાર થયું છે. શંકા હોય ત્યાં મૂળ પ્રવચન સાંભળી ખાતરી કરવી.