ઉપનિષદ સિરીઝ · વિડિયો ૮૯
વિડિયો ૮૯
અમારા સમયની અંદર, આજે સાહેબ અને અમે જ્યારે આ પ્રાણિક હિલિંગની શરૂઆત કરી હતી, તે દિવસોની અંદર શરૂઆતમાં હિલિંગ સ્ટેશનમાં એક ભાઈ આવ્યા હતા. એમણે અમને અમુક હાથથી લખેલા કેટલાક બાબતો આપેલી હતી. કદાચ એમના પાસે અત્યારે પણ સચવાયેલી હોઈ શકે છે. તો એના અંદર એમાંનું એક આ હતું.
બીજું એવું થયું હતું કે અમે એક વખત ટ્રેનિંગમાં ગયા હતા, તો ત્યાં આગળે અમને અમારો એક કલીગ બોમ્બેનો, આરબીઆઈનો, મળી ગયો હતો અને તે શાસ્ત્રી હતો. "સાસને" કે એવું નામ હતું એનું, કદાચ એ ભાઈ. તો તે પણ બહુ અદભુત રીતે અમે લોકો એનો, આવી રીતે રાત્રે બેસીને બધા પાઠ કરતા હતા.
તો આ ઉપનિષદનું નામ છે "શિવ સંકલ્પ ઉપનિષદ". આ ઉપનિષદ ઈશોપનિષદની જેમ શુક્લ યજુર્વેદનો અંશ છે. એમાં માત્ર છ મંત્રો રહેલા છે, કેટલા? છ જ મંત્રો છે અને આખું ઉપનિષદ પૂરું. જેમાં મનુષ્યના અદભુત સામર્થ્યોનું વર્ણન કરતાં એ મનને શિવસંકલ્પયુક્ત બનાવવાની પ્રાર્થના કરવામાં આવે છે. જો, જ્યાં મન છે ત્યાંથી મનુષ્ય બને છે. મનની સાથે આયુષ્ય જોડાય એટલે મન મનુષ્ય બની જાય. આયુષ્ય, કર્મ એના સાથે જેવું મન સાથે જોડાય એટલે મનુષ્ય, બરાબર? તો એ મનને કેવું બનાવવાનું? શિવ સંકલ્પયુક્ત બનાવવાની પ્રાર્થના કરવામાં આવે છે.
મનુષ્યનું મન અત્યંત સામર્થ્યવાન છે. એમાં જે સંકલ્પ જાગે એનાથી એને દૂર રાખવું બહુ મુશ્કેલ છે. એટલા માટે ઋષિ એને શુભ અને કલ્યાણકારી સંકલ્પયુક્ત બનાવવા માટે જ પ્રાર્થના કરે છે. મંત્રોનું ગઠન એટલું બધું સારગર્ભિત અને ભાવપૂર્ણ બનાવેલું છે કે એને એક સ્વતંત્ર રૂપે એક ઉપનિષદની માન્યતા આપી દીધી. જોયું? ઉપનિષદ એટલે કેવું સારગર્ભિત હોય અને એ પોતે તમને ઉપનિષદ, "આત્માની સમીપ છું, પરમાત્માને સમીપ છું" એવો અનુભવ કરાવી શકે. એવું કંઈ પણ હોય એ બધું ઉપનિષદ.
તો કહે છે:
"યજાગૃતો દુરમ ઉદયતીિ દેવમ તદુ સુપ્તસ્ય તથૈવૈતિ દુરંગમજ્યોતિશા જ્યોતિરેકમ તન્મે મનહ શિવ સંકલ્પમસ્તુ."
પ્રાર્થના છે: હે પરમાત્મા, જે મન જાગૃત અવસ્થામાં દૂર દૂર સુધી ગમન કરે છે અને એ જ પ્રમાણે સૂતેલી અવસ્થામાં પણ, એટલે કે સુપ્ત અવસ્થામાં પણ, દૂર દૂર સુધી જાય છે. એ મન અવશ્ય ઇન્દ્રિયોનું પ્રકાશક છે, જીવાત્માનું એકમાત્ર માધ્યમ છે. એવું અમારું એ મન શ્રેષ્ઠ કલ્યાણકારી સંકલ્પોથી યુક્ત થાઓ.
"યે ન કરમાન્ય પસો મનીશનો યજ્ઞે કૃણ્વન્તિ વિદથેષુ ધીરાઃ યદ પૂર્વ યક્ષમંતમ પ્રજાનામ તન્મે મનશિવ સંકલ્પ મસ્તુ."
હે પરમાત્મા, જે મન દ્વારા મનિષીગણ યજ્ઞ વડે સત્કર્મોનું સંપાદન કરે છે. યજ્ઞ શું છે? પ્રાણ અને અપાનનો હવન કરવાનું જે નિષ્કામ કર્મ છે તેને યજ્ઞનું સ્વરૂપ આપવાનું. તો એવો મનિષીગણ યજ્ઞ વગેરે સત્કર્મોનું, અનેક પ્રકારના યજ્ઞો હોય છે, તો એવા સત્કર્મોનું સંપાદન કરે છે. જે બધાના શરીરમાં વિદ્યમાન છે તથા યજ્ઞો વગેરેમાં અપૂર્વ અને આદરણીય ભાવથી સુશોભિત રહે છે, એ અમારું મન શ્રેષ્ઠ કલ્યાણકારી સંકલ્પોથી યુક્ત થાઓ.
"યત પ્રજ્ઞાનમ મુતમ ચેતો ધસ્ યજ્યોતિરંતર મૃતમ પ્રજાસુ યસ્માન્ ઋતે કિં ચ ન કર્મ ક્રિયતે તન્મે મનહ શિવ સંકલ્પમસ્તુ."
હે પ્રભુ, જે મન પ્રખર જ્ઞાનથી સંપન્ન, ચેતનશીલ, ધૈર્ય સંપન્ન છે. જે સમસ્ત પ્રાણીઓના અંતઃકરણમાં અમર પ્રકાશ જ્યોતિ રૂપે રહેલ છે. જેના વિના કોઈપણ કાર્ય કરી શકવાનું સંભવ નથી, એવું અમારું મન શ્રેષ્ઠ કલ્યાણકારી સંકલ્પોથી યુક્ત થાઓ.
"યેનેદમ ભુતમ ભુવનમ ભવિષ્યત પરિગ્રહિતમ મૃતેન સર્વમ યન યજ્ઞસ્તાયતે સપ્તહોતા તન્મે મનશિવ સંકલ્પમ મસ્તુ."
જે અવિનાશી મનના સામર્થ્યથી, જો અહીંયા શું કીધું? મનને અવિનાશી કહી દીધું. વાસ્તવમાં મન પૂરું થઈ જાય છે પછી બ્રહ્મ પ્રગટ થાય, પણ અહીંયા મનને પણ જો એટલી બ્રહ્મનો દરજો આપી દીધો કે અવિનાશી મનના સામર્થ્ય એટલે તમારું બ્રહ્મત્વ પ્રગટ થઈ ગયેલું છે. એવા એના સામર્થ્યથી બધા કાળનું જ્ઞાન પ્રત્યક્ષીકરણ કરવામાં આવે છે. કાળનું જ્ઞાન પણ તેનાથી થાય છે તથા જેના દ્વારા સાત હોતાગણ યજ્ઞનો વિસ્તાર કરે છે, એવું અમારું મન શ્રેષ્ઠ કલ્યાણકારી સંકલ્પોથી યુક્ત થાઓ.
સાત હોતાઓ કોણ કોણ છે? પાંચ તત્વો પાંચ હોતા, છઠ્ઠો પ્રાણ અને સાતમો આત્મા. પૂરું થઈ ગયું કામ. સાત હોતા. જેમાં અહીંયા આટલામાં બધું પૂરું થઈ જાય છે ભાઈ.
"યસ્મિનરચસામ યજુશી યસ્મિન પ્રતિષ્ઠિતારનાભાવિવારાહ યસ્મિનચિત સર્વબોત પ્રજાનામ તન્મે મનહસિવ સંકલ્પમસ્તુ."
જેમાં, એટલે કે મનમાં, વૈદિક રૂચાઓ રહેલી છે, પ્રતિષ્ઠિત છે. જેમાં સામ અને યજુર્વેદના મંત્ર એવી રીતે પ્રતિષ્ઠિત છે કે જે રીતે રથના પૈડામાં આરા રહેલા છે, સ્પોક. તથા જે મનમાં પ્રજાજનોનું સમસ્ત જ્ઞાન સમાહિત છે, જે મનમાં પ્રજાજનોના સમસ્ત જ્ઞાન સમાહિત છે, એવું અમારું મન જો શ્રેષ્ઠ કલ્યાણકારી સંકલ્પોથી યુક્ત થાઓ.
"સુશારથી રસ્વાનીવ યન મનુષ્યાને નિયતે આભ સુભીવારજીનમ એવ યત પ્રતિષટમ યદજરમ જવિસ્ટમ તન્મે મનહસિવ સંકલ્પમસ્તુ."
જે રીતે કુશળ સારથી લગામના નિયંત્રણથી ગતિમાન અશ્વોને ગંતવ્ય રસ્તા પર ઈચ્છિત મનધારી દિશામાં લઈ જાય છે, તેવી રીતે જે મન મનુષ્યને પોતાના લક્ષ્ય સુધી પહોંચાડે છે. જે જરા રહિત અને ઘડપણ રહિત છે, અત્યંત વેગશીલ છે, આ હૃદય સ્થાનમાં રહેલ છે, એવું અમારું મન શ્રેષ્ઠ અને સંકલ્પ કલ્યાણકારી સંકલ્પોથી યુક્ત થાઓ.
"શિવ સંકલ્પમસ્તુ." શિવ એટલે કલ્યાણ. શિવ એટલે કલ્યાણ, બીજું કંઈ નહીં. શિવ એટલે કલ્યાણ. એના સંકલ્પો. શિવનો સંકલ્પ કેવો હોય? કલ્યાણમસ્તુ. કોઈપણ ગયો, દાનવ ગયો, માનવ ગયો કે દેવ ગયો, બધાયને શું? કલ્યાણમસ્તુ. એને કોઈ ભેદભાવ જ નથી. બસ, એવી રીતના. તો આવું અદભુત આ શિવ સંકલ્પ ઉપનિષદ.
આ લખાણ AI દ્વારા તૈયાર થયું છે. શંકા હોય ત્યાં મૂળ પ્રવચન સાંભળી ખાતરી કરવી.