અનંતની યાત્રાAnant ni Yatra
૧૦૮ ઉપનિષદ સિરીઝ · 108 Upanishad Series

ઉપનિષદ સિરીઝ · વિડિયો ૯૬

વિડિયો ૯૬

લેખ ૯૪ / ૧૪૯ · 18 મિનિટ વાંચન · વિડિયો જુઓ ↓

સર્વસારોપનિષદ. આ ઉપનિષદ કૃષ્ણ યજુર્વેદ સાથે સંબંધિત છે. આ ઉપનિષદમાં બંધન, મોક્ષ, વિદ્યા, અવિદ્યા, ચાર અવસ્થાઓ, પાંચ કોષ, જીવ, ક્ષેત્રજ્ઞ, જીવાત્મા, પરમાત્મા, માયા વગેરેના સંદર્ભમાં પ્રશ્નો કરી અને એને સૂત્ર રૂપમાં સ્પષ્ટ કરવામાં આવ્યા છે.

સૂત્ર એક પછી એક જોડાયેલું હોય. એને તમે એક જાણશો, પછી બીજું પદ, ત્રીજું; આમ ક્રમબદ્ધ પર્યાય અંતમાં સ્વને જન્મ-મરણ કરતાં ભોગતા, નામરૂપ, ઇન્દ્રિય, તત્વ વગેરેથી પર એવો અનુભવ કરતાં કરતાં શોક, મોહ, બંધન, મોક્ષ વગેરેની કામનાથી પણ અછૂતો કહેલો છે.

તો પ્રશ્ન કરે છે કે: "બંધન શું? મુક્તિ શું છે? વિદ્યા અને અવિદ્યા કોને કહે છે? જાગૃત, સ્વપ્ન, સુષુપ્તિ અને તુર્ય એ ચાર અવસ્થાઓ શું છે? અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય, આનંદમય કોષોનો પરિચય શું છે? કર્તા, જીવ, પંચવર્ગ, ક્ષેત્રજ્ઞ, સાક્ષી, કૂટસ્થ અને અંતર્યામી એ બધું શું છે? આ પ્રત્યગાત્મા શું છે? પરમાત્મા શું છે? અને આ માયા શું છે?"

આટલા પ્રશ્નો થયા છે. તમારા કોઈ પ્રશ્નો આમાંથી? એટલે જો ઋષિઓ જે પ્રશ્નો કરે, બધાનું સમાપન અને બધાના વતી કરે. એ લોકો જાણતા હોય કે બાકીના લોકો આ બધું એને એવી રીતના આર્ટીક્યુલેટ કરવાના, શબ્દની અંદર મૂકવાના અથવા વિચાર રૂપે એને સ્પષ્ટ સમજી શકવા માટેનું સામર્થ્ય ધરાવતા ભલે નથી. આજે પણ આ શ્રવણ કરવાથી, "શ્રુતિ વાક્યમ્" (શ્રદ્ધાપૂર્વક શ્રુતિ વાક્યને ગ્રહણ કરવા માત્રથી પણ) એ લોકોમાં એ ક્ષમતા ઉત્પન્ન થશે, એ ગુણ ઉત્પન્ન થશે, એ સામર્થ્ય પેદા થશે, એનામાં શીલ આવશે, સત્વ આવશે, એમાં પ્રજ્ઞા આવશે.

તો કહે છે કે: "આત્મા જ ઈશ્વર અને જીવરૂપ છે. એ જ અનાત્મા શરીરમાં અહમભાવ જાગૃત કરી લે છે." આત્મા પોતે શું કરે છે? અનાત્મા એવા શરીરમાં ઘૂસી જાય છે ત્યારે પછી એ અહમભાવને જાગૃત કરી લે છે કે "હું શરીર છું" એમ માનવામાં આવે. એટલે તમે દિવસમાં સો વખત ઓછામાં ઓછું બોલવાની ટેવ રાખો કે "હું શરીર નથી, હું નથી, હું શરીર નથી." તોય ઘણો ફેર પડશે. અને એક વખતમાં તમે જો એ અનુભવ ઉપર આવી જાવ તો પછી રિપીટ કરવાની જરૂર નથી, નહીં તો પછી સો વખત બોલવું જરૂરી. બીજા બધા મંત્રો કરવા કરતાં વધારે ઇફેક્ટિવ આવું થઈ પડે, કારણ કે એ સાચી સમજણ પર લઈ જશે.

તો આ જે "હું શરીર છું" એ માને છે, ત્યાંથી બંધન શરૂ થાય છે. આ જ બંધન છે. શરીર પ્રત્યેના આ અહમભાવથી મુક્ત થઈ જવું એને મોક્ષ કહેવામાં આવે છે. મોક્ષ કોઈ સફરજન નથી કે તરબૂચ નથી કે હું તમને હાથમાં આપી દઉં. એવી રીતે કોઈ જગ્યાએ ઉગેલું નથી કે હું કઈ તોડી લાવીને પણ તમને આપું. તો મોક્ષ શું છે? તો કે "હું શરીર છું" એ ભાવથી તમે મુક્ત થાવ. બસ, એ તમારો મોક્ષ. બીજો કોઈ મોક્ષ નથી.

અજ્ઞાન કયું? "હું શરીર છું" અને "હું છું." આ બે અજ્ઞાન વાસ્તવમાં એક જ અજ્ઞાન છે. એક જ હોય તો આ બંધન છે, એનાથી મુક્ત થાવ. આ અહમભાવની જન્મદાત્રી જે છે, તે અવિદ્યા છે. જેના દ્વારા અહમભાવ સમાપ્ત થઈ જાય, એને વિદ્યા કહેવામાં આવે છે. ડિફાઇન કરી દીધું.

હવે આગળ. દેવોની શક્તિ દ્વારા (દરેકના દેવ અંદર જ બેઠા છે), મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારાદિ ઇન્દ્રિયો – આ ચૌદ કરણો દ્વારા આત્મા જે અવસ્થામાં શબ્દ, સ્પર્શ, રૂપ વગેરે સ્થૂળ વિષયોને ગ્રહણ કરે છે, એને આત્માની જાગૃત અવસ્થા કહેવામાં આવે છે.

શબ્દ વગેરે સ્થૂળ વિષયોના ન હોવા છતાં પણ, જાગૃત સ્થિતિમાં બચી ગયેલી વાસનાને કારણે મન વગેરે ચૌદ કરણો દ્વારા શબ્દાદિ વિષયોને જ્યારે જીવ ગ્રહણ કરે છે, એ અવસ્થાને સ્વપ્ન અવસ્થા કહેવામાં આવે છે.

હવે આ ઇન્દ્રિયોના શાંત થઈ જવાથી જ્યારે કોઈ વિશેષ જ્ઞાન રહેતું નથી (જો ઇન્દ્રિયો છે તો તમને વિશેષ જ્ઞાન આપે, એ જ્યારે રહેતું નથી વિશેષ જ્ઞાન કારણ કે ઇન્દ્રિયો શાંત થઈ ગઈ છે), ઇન્દ્રિયો શબ્દ વગેરે વિષયોને ગ્રહણ કરતી નથી, ત્યારે આત્માની એ અવસ્થાને સુષુપ્તિ કહે છે.

ઉપયુક્ત ત્રણેય અવસ્થાની ઉત્પત્તિ અને લયના જ્ઞાતા અને સ્વયં ઉદ્ભવ તેમજ વિનાશથી હંમેશા પર, અલગ રહેનાર આ ત્રણ અવસ્થાઓથી પર એવા જે નિત્ય સાક્ષી ભાવમાં રહેલ ચૈતન્ય છે, તેને તુર્ય ચેતન કહેવામાં આવે છે. એની આ અવસ્થાનું નામ આમ જ તુર્ય અવસ્થા છે.

અન્નથી નિર્મિત થનાર કોષ સમૂહ (આ શું છે? "કલેક્શન ઓફ સેલ" કોષ સમૂહ કીધો) રૂપ શરીરને અન્નમય કોષ કહે છે. અન્નથી નિર્મિત થનાર સ્થૂળ અન્ન છે, સૂક્ષ્મ અન્ન છે. જ્યારે આ અન્નમય કોષરૂપ શરીરમાં પ્રાણ વગેરે ચૌદ વાયુઓ સંચરિત થાય છે. જો, અહીંયા ચૌદ વાયુની વાત કરી. પહેલી વખત આપણે પાંચ વાયુને સમજતા હતા: પાંચ પ્રાણ અને પાંચ ઉપપ્રાણ, તો દસ થયા. અહીંયા તો ચૌદ! બીજા ચાર ક્યાંથી આવ્યા? હવે એને પ્રાણમય કોષ કહેવામાં આવે છે.

અવશ્ય, અન્નમય અને પ્રાણમય કોષોની અંદર રહેનારું મન વગેરે ચૌદ કરણ (એટલે કે ઇન્દ્રિયો) દ્વારા આત્મા પ્રાણમય, મનોમય કોષોથી સંયુક્ત થઈને જ્યારે એ આત્મા બુદ્ધિ દ્વારા ચિંતન કરે છે, ત્યારે એના બુદ્ધિયુક્ત શરીરને (બોધમય જેને કહેવાય શરીર) વિજ્ઞાનમય કોષ કહે છે.

આ ચાર (અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય) કોષોની સાથે આત્મા જ્યારે વડના મૂળ કારણ (એટલે વૃક્ષના બીજ સમાન) પોતાના સ્વરૂપને ન જાણતા નિવાસ કરે છે, ત્યારે એના એ સ્વરૂપને આનંદમય કોષ કહેવામાં આવે છે.

અહીંયા કોષોની વાત પતી ગઈ. હવે આગળ.

સુખની ભાવનાથી મનમાં વસ્તુ વિશેષ પ્રત્યે જે રુચિ ઉત્પન્ન થાય છે (આમ ખમણ જોઈએ અને આપણને આમ બસ જે થાય ને બસ એ વાત), એ સુખ બુદ્ધિ કહેવાય છે. સરસ ગાડી જ હોય, કંઈક બીજું જ હોય, એના પછી આમ આપણામાં એ જે ઊભું થાય છે તે સુખ બુદ્ધિ.

વસ્તુ વિશેષ પ્રત્યે જે અરુચિ ઉત્પન્ન થાય છે, એ દુઃખ બુદ્ધિ કહે છે. ફિકલ મેટર: એકદમ આમ કોઈ આમ કરીને આમ કાઢે કે એક્સક્રેટ પડ્યું હોય ડોગીનું, તો તમને એકદમ ત્યાં આગળ અરુચિ થાય. બસ, એને દુઃખ બુદ્ધિ કીધી. પહેલા સુખ.

બુદ્ધિ થઈ. હવે દુઃખ બુદ્ધિ, હવે સુખ પ્રાપ્ત કરવા અને દુઃખનો ત્યાગ કરવા માટે જીવ જેટલી ક્રિયાઓ જે જે કરે, તે કારણે એ કર્તા કહેવાય. બીજું કોઈ કારણ નથી. કર્તા શા માટે કહેવાય? તો જીવ શું કર્યા કરે છે? હંમેશા સુખની શોધમાં છે અને દુઃખને ધક્કો મારવો છે કે "મારે આ નથી જોઈતું." એવી રીતે સતત આવી રીતે એ ફરફર કર્યા કરે છે. એટલા માટે એ કર્તા થાય છે અને એટલા માટે એને ભોગવવું પડે છે અને એટલા માટે જ એને જન્મ-મરણ બધું લાગુ પડી જાય છે. પણ એ પોતાને જાણતો નથી એટલે એ કર્તા બને છે અહીંયા.

અને સુખ-દુઃખના કારણભૂત એવા આ પાંચ વિષયો: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ છે. જ્યારે પાપ અને પુણ્યનું અનુસરણ કરતા આત્મા આ મળેલા શરીરને અપ્રાપ્તની જેમ માને છે, ત્યારે ઉપાધિયુક્ત જીવ કહેવાય છે. એ જીવની ઉપાધિ એને આવી ગઈ. તો મન વગેરે અંતઃચતુષ્ટય જે છે, પ્રાણ વગેરે જે છે, તે ૧૪ પ્રાણ, ઈચ્છા વગેરે, રાગ-દ્વેષ, સત્વ, રજસ અને તમ અને પુણ્ય વગેરે એટલે કે પાપ અને પુણ્ય – આ પાંચને પંચવર્ગ કહેવામાં આવે છે. એનો ધર્મી ધારણ કરનાર બનીને જીવાત્મા જ્ઞાનભ્રાંતિ રહિત થઈને એનાથી મુક્તિ મેળવી શકતો નથી. એટલે એ આ બધું પોતાનું છે એમ માથે લઈ લે છે. બસ, એની મુક્તિ મેળવી શકતો નથી.

તો મન વગેરે જે સૂક્ષ્મ તત્વ છે, એને ઉપાધિ હંમેશા આત્માની સાથે લાગેલી જણાય છે, જેને લિંગ શરીર કહે છે. એ જ હૃદયની ગ્રંથિ. આપણે લિંગ શરીર દહ દહ પચ પચ કરીએ ને એ વિધિ. તો એ હૃદયની ગ્રંથિ છે કે જેને આપણે ભેદવાની. એ લિંગ શરીરમાં પાછું જે ચૈતન્ય છે, એને ક્ષેત્રજ્ઞ કહે. હવે પ્રશ્ન થાય તમને કે, "યાર, તમે અમને આવું બધું કહો છો કે રમબીજથી તમે લિંગ શરીરને બાળી નાખો ને આમ તેમ, તો પેલા ચૈતન્યનું શું?" અંદર રહેલા "નૈનં છિન્દન્તિ શસ્ત્રાણિ નૈનં દહતિ પાવકઃ।" (ગીતા ૨.૨૩) ત્યાં એ નિયમ લાગુ પડી જશે. એટલે લિંગ શરીર ભલે દહ્ય દહ્ય પચ પચ ખતમ થઈ જશે, પણ ચૈતન્યને એનો સ્પર્શ પણ થતો હોતો નથી. સમજાઈ ગયું? એટલે ફક્ત વિકારોને બાળીએ છીએ આપણે. ચૈતન્યને કોઈ કશું કરી શકતું નથી અને પરમેશમાં નાખે એટલે અશુદ્ધિઓ બંધ થઈ જાય, બંધ થતાં પ્યોર રહી જાય.

બસ, એવી રીતે.

એટલે એ લિંગ શરીરમાં જે ચૈતન્ય છે, તેને ક્ષેત્રજ્ઞ કહેવામાં આવે છે. ક્ષેત્રજ્ઞ એટલે પોતાનું આખું ફિલ્ડ શું છે, ફિલ્ડ ઓફ એક્ટિવિટી, એને જાણતો હોય, સમજતો હોય કે આ ક્ષેત્રજ્ઞ છે. હવે જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેયના ઉદ્ભવ અને વિલયને જાણીને પણ જે જાતે ઉત્પત્તિ અને વિનાશથી પર છે, એ આત્મસાક્ષી. જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેય ત્રણેયનો ઉદ્ભવ ક્યાં થાય છે અને વિલય ક્યાં થાય છે, આ ત્રણની જેને ખબર પડે છે, એ જુએ છે કે એ તો પોતે તો પાછું ઉત્પત્તિ અને વિનાશથી પણ પર છે. એને આત્માના સાક્ષી કીધું. એ પોતે સમજી શકે છે. જ્ઞાન આમ ઉત્પન્ન થાય છે. કંઈ પણ બાબતનું ઇન્દ્રિયજન્ય જ્ઞાન પ્રાપ્ત કરે છે. જ્ઞાતા એનો જાણકાર ઊભો થઈ ગયો. જ્ઞાન એના વિશે જે કંઈ થયું તે અને જ્ઞેય એટલે જાણવાનો જે વિષય હતો તે કે બાસુંદી મીઠી છે કે સારી છે, જાણી લીધું એને.

હવે આ સ્થિતિ આવી જ્યારે, ત્યારે જ એને ઉત્પન્ન કર્યું. આમ હાથમાં ચમચી આવીને બધું એમ કર્યું. આંખોથી એને જોઈ કે સરસ આમ એનો રંગ છે અને પછી એમ સહેજ નજીક લાવે છે એટલે એને સુગંધ આવવા માંડે છે અને એને એમ થાય છે કે ના, મસ્ત. હવે એને પાછી અંદર મોઢામાં મૂકી દીધી, ત્યારે એને જાણી લીધું. એટલે જાણકાર પણ ઊભો થઈ ગયો. આવી આવી રીતે જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેયનો ઉદ્ભવ થયો. એવી રીતે લય પણ થઈ જાય તરત જ. પણ આ સતત આવી રીતે ચાલ્યા કરે છે એટલે એનો ઉત્પત્તિ અને વિનાશ થયા જ કરે. આમ દરેક જગ્યાએ તમે આ સ્થિતિને થતી જોયા કરો એમ કહે છે. એટલી બધી સૂક્ષ્મ ક્રિયા છે. દરેક જગ્યાએ તમે આ કરી રહ્યા છો. પ્રતિક્ષણ, પ્રતિપળ આ વસ્તુ કરી રહ્યા. એનાથી સાવધાન થઈ જાવ. તો કોણ થશે સાવધાન? જ્યારે આવું કહું ત્યારે તમારી અંદર રહેલો અવિનાશી આત્મા જે છે, તે જ એ પોતે એલર્ટ થઈ જશે તે વખતે અને સાક્ષી રૂપે જ આમ બધું જોયા કરતો હોય.

આવું થયું, આવું. કોઈ કોમેન્ટ્સ ન આપે આત્મા કોઈ દિવસ. આત્મા દોઢડાયો હોય નહિ. આત્મા હંમેશા બહુ ડાયો હોય. દોઢડાયો કોણ હોય? અહંકાર. દરેક વસ્તુમાં એ મારાપણું, હુંપણું, આમપણું, તેમપણું બધું ઊભું કરી દે. તેપણું એટલે ભેદ ઊભો કરી દે બધું. આ બધું આ અહંકારનું જ કામ. કોઈપણના જીવનની અંદર તમે જુઓ, તપાસો કોઈ ઘટનાક્રમ, કશું પણ બાબત, તો આ તરત સ્પષ્ટ સ્પષ્ટ થઈ જશે.

બ્રહ્માથી માંડીને કીડી સુધીના સમસ્ત જીવોની બુદ્ધિમાં વાસ કરનારા. કીડીમાં કેટલી બુદ્ધિ હશે? આપણા કરતાં બેસ્ટ એ લોકો સિવિલાઈઝેશન બનાવે છે એવું હમણાં બધા વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે એ લોકોની જે અંડરગ્રાઉન્ડ કોલોનીઓ બને છે, એટલી બધી અદભુત વ્યવસ્થા હોય. એ કીડીની બુદ્ધિની વાત છે. કરનારા સ્થૂળ વગેરે શરીરોનો નાશ થવા છતાં પણ જે અવશિષ્ટ એટલે કે બચેલું દેખાય છે, એને કુટસ્થ કહેવામાં આવે છે. બાકી રહી જાય છે તે કુટસ્થ વગેરે ઉપાધિઓના ભેદોમાં પણ સ્વરૂપ પ્રાપ્ત કરવાના લાભ-અલાભના નિમિત્તે જે આત્મા સમસ્ત શરીરોમાં માળામાં અથવા મણકામાં દોરાની જેમ પરોવાયેલ જણાય છે, એને અંતર્યામી કહેવામાં આવે છે. દરેક શરીરોની અંદર શું થઈ રહ્યું છે, એ બધું જે જાણે છે, તેને અંતર્યામી કીધું.

સત્ય, જ્ઞાન અને આનંદ સ્વરૂપ તથા સમસ્ત ઉપાધિઓથી રહિત, કટક એટલે કે કડું, મુગટ વગેરે ઉપાધિઓથી રહિત, એકમાત્ર સોના સમાન જ્ઞાનધન અને ચૈતન્ય સ્વરૂપ આત્મા જ્યારે ભાષિત એટલે કે અનુભૂત થવા માંડે છે, એ સમયે તેને ત્વમ પદથી સંબોધિત કરવામાં આવે છે. "ત્વમ તત્ ત્વમ" તે તું એમ સંબોધિત કરવામાં આવે. આ બહુ પ્યોરેસ્ટ પ્યોર ફોર્મ છે અભિવ્યક્તિનું અને જેવું તમે ત્વમ બોલો ને એટલે એના સાથ એકરૂપ થઈ જાવ એટલો.

બધો એ "ત્વમ" શબ્દની અંદર એટલો પાવર છે. બ્રહ્મને સત્ય, અનંત અને જ્ઞાન સ્વરૂપ કહેલો છે. અવિનાશી સત્ય છે એ બ્રહ્મ છે, તે જ સત્યનારાયણ છે એમ અહીં સ્પષ્ટ થાય છે. દેશ, કાળ અને વસ્તુ વગેરે જે નિમિત્ત છે, તેનો નાશ થઈ જવા છતાં પણ જેનો વિનાશ થતો નથી. શું કીધું? દેશ, કાળ અને રૂપ એનું એટલે નામરૂપ ગયું ને ત્રણેય? તો એ નાશ થઈ જવા છતાં પણ જે બાકી રહી જાય છે, તે નિત્ય ચૈતન્ય તત્વને જ્ઞાન કહેવામાં આવે.

માટીથી બનેલા પાત્ર વસ્તુઓમાં માટી સમાન, સોનાથી નિર્મિત ઘરેણાઓમાં એ સોના સમાન છે, સૂતરથી બનેલા વસ્ત્રોની અંદર એ સૂતર સમાન છે. વિદ્યમાન એવું એ ચૈતન્ય સત્તા જે સમસ્ત સૃષ્ટિમાં પૂર્ણતઃ વ્યાપ્ત છે, એને અનંત કહેવામાં આવે છે. અનંત એટલે જેનો અંત નથી તે અનંત. જે સુખ સ્વરૂપ છે, ચૈતન્ય સ્વરૂપ છે, અગણિત આનંદનું સાગર છે અને અવશિષ્ટ સુખનું સ્વરૂપ છે, તેને આનંદ કહેવામાં આવે છે.

આ ચાર – સત્ય, જ્ઞાન, અનંત અને આનંદ – વસ્તુ બોધક પદ જેના લક્ષણ છે તથા દેશ, કાળ અને વસ્તુ વગેરે નિર્મિતોના રહેવા છતાં પણ જેનામાં કોઈ પરિવર્તન થતું નથી, તેને "તત્ પદાર્થ" અથવા "પરમાત્મા" એમ કહેવામાં આવે છે. તો અહીં આપણે ભણ્યા કે તત્ કોને કહેવાય અને ત્વમ કોને કહેવાય છે. હવે ગાયત્રી મહામંત્રમાં પણ તત્ સંબોધનનો જે ભાવ છે, તે અહીં તમને સ્પષ્ટ થઈ ગયો. તત્ અને ત્વમ એ બંને પદાર્થ ઉપાધિ યુક્ત ભેદોથી ભિન્ન છે. અંતરિક્ષ સમાન સૂક્ષ્મ, ફક્ત સત્તા માત્ર સ્વભાવ વાળા હોવાથી જ એને પરબ્રહ્મ કહેવામાં આવે છે. ઈશોપનિષદના અંતિમ મંત્રના પદ "તત્વમ પોષ્યન પાવરણુ"માં કદાચ સંભવ છે કે આ તત્ અને ત્વમને અનાવૃત્ત કરવા માટે પ્રાર્થના કરવામાં આવી હોય.

જે અનાદિ છે, વિનષ્ટ પ્રાય છે, જે ન તો સત છે ન તો અસત છે, જે જાતે બધાથી વધારે અર્થાત સૌથી વધારે વિકાર રહિત જણાય છે એટલે કે પવિત્ર છે તથા અન્ય લક્ષણોથી શૂન્ય છે, એ શક્તિને માયા કહે છે. વિકાર રહિત જણાય છે એ શક્તિને માયા કહે છે. એનું વર્ણન કોઈ રીતે કરી શકાતું નથી. માયા કેવી? કોઈ ના કહી શકે. આ માયા શક્તિ તુચ્છ, અજ્ઞાન સ્વરૂપ અને મિથ્યા છે એટલે ખોટી જ છે. પરંતુ પામર એટલે કે મૂઢ પુરુષોને એ ત્રણેય કાળમાં હંમેશા વાસ્તવિક જ જણાય છે, જાણે છે જ. માયા જ છે, બીજું કશું નથી એમ. પણ જેવું તમે નામ અને રૂપ જોયું ને, એટલે તમે માયામાં ઘૂસ્યા. બસ, નામ, રૂપ અને દેશકાળથી પર રહ્યા, એ તો તમે પરમાત્મામાં જ છો. હજી બસ આટલો એક સિમ્પલ તમારી પાસે પેરામીટર હોઈ શકે. કોઈપણ સ્થિતિની અંદર તમે જુઓ, નામ, રૂપ, દેશકાળ ચારને તમે બાદ કરીને ઊભા રહી જાવ દરેક ક્ષણે.

બસ, પછી કશું નહીં થાય, કશું તમને લેપી નહીં શકે. તરત ક્ષણે તમે પરમાત્મા પદની અંદર જ હશો. આ બહુ સ્પષ્ટ વાત છે. અનુભવ કરો, પછી મને કહેવા આવજો. બરાબર?

એટલા માટે સુનિશ્ચિત રૂપે આ એ પ્રકારની છે એવું એનું સ્વરૂપ સમજવું કે બતાવવું સંભવ નથી. માયાનું કોઈ સ્વરૂપ બતાવી શકતું નથી કે માયા કેવી? તો કે વિચિત્ર. તો એ કુછ ભી હો સકતા. એને માયા કહેવાય. જ્યારે કે માણસ કહે ને કે "કુછ ભી હો સકતા." મારો ક્યારેય જન્મ થતો જ નથી. હું ઇન્દ્રિયો પણ નથી, હું મન નથી, બુદ્ધિ નથી, ચિત્ત નથી, અહંકાર નથી. હું હંમેશા પ્રાણ અને મન વિના શુદ્ધ સ્વરૂપ છું. મારે પ્રાણની પણ જરૂર નથી. પ્રાણની જરૂર નથી તો શ્વાસ લેવાની પણ મારે જરૂર હોતી. આ ખુમારી જુઓ એની, એની સુરવીરતા જુઓ. માણસને એમ થઈ જાય કે પ્રાણ ના મળે તો હું તો પ્રાણવાન છું ને? પ્રાણ જતો રહે એટલે પછી હું બી જતો રહું. તો કે ના, તું ના જતો રહે. પ્રાણ જતો રહે કે પ્રાણ નિષ્ક્રિય બની જાય, પણ તારું કાંઈ થઈ શકતું નથી. "મારું કંઈ થઈ શકતું નથી" એ ખબર હોવી જોઈએ કે "હું તે છું." "તત્વમસિ." એ એ પદને સમજવા જવાનું છે.

આવી કે "મને કશાની જરૂર નથી. કોઈ અન્નની જરૂર નથી, મને જળની જરૂર નથી, મને પ્રકાશની કે પાંચ તત્વોમાંથી કશાની જરૂર નથી, કારણ કે હું તો એ પાંચેયથી પરે છું ભાઈ. આકાશથી પણ સૂક્ષ્મ છું. એ મારે આકાશની એ જ પરવાહ નથી." એટલો બધો અને અનંત વ્યાપક પાછો એવો હું આત્મા છું. તો કે એવો મન વિના જ હું શુદ્ધ સ્વરૂપ છું. અમન છું. મારામાં મન જેવું બી નથી. મન આવે એટલે દ્રશ્ય આવે. આત્મામાં કોઈ દ્રશ્ય પણ નથી. આત્મા કંઈ ટેલિવિઝન થોડું છે કે આમ કરીને આમ જોવા બેસી જાય? ના, એ જોનારો ભાગ જુદો છે. એટલા માટે દાદા કહેતા હતા કે "જોનારાને જુઓ, જોનારા પર અટકી ના જશો." પહેલા શરૂઆત જોનારા સુધી પહોંચો, કારણ કે સાક્ષી ચૈતન્યની જરૂર પડે છે ને? પણ સાક્ષી ચૈતન્ય એ પરમ તત્વ નથી એમ કે એનાથી પણ ઉપર હજી તમારે અપગ્રેડ થવાની જરૂર. સો, આ બહુ છે.

રાસ્તા થોડા જ્યાદા લંબા હૈ, કઠિન હૈ, લેકિન બસ અભી પહોંચા હૈ એમ. એવું હોવું જોઈએ.

તો કહે છે કે "હું હંમેશા બુદ્ધિ વિના જ સાક્ષી છું." બુદ્ધિની જરૂર નથી મારે કે બુદ્ધ એટલે અબુદ્ધ છું એમ કહે છે ને? અને "હંમેશા ચિત્ત એટલે કે ચૈતન્ય સ્વરૂપમાં જ રહેલો છું." એમાં કોઈપણ જાતનો સંશય નથી. આમ જો આ કેટલું આમ જે લોકો પોતે અનુભવ કરી ચૂકેલા છે આત્માનો, એ લોકો આ બોલી રહ્યા છે. એટલા માટે આપણને એ બાબતે કોઈ સંશય થવાની જરૂર નથી. એને થયો છે, આપણે અનુભવ કરવાનો બાકી છે બસ. અને આપણે આ અત્યારે આ જાણી લઈશું એટલે આપણે એનો અનુભવ કરવા સમર્થ થઈ જઈશું. પછી જ્યારે કરવો હોય ત્યારે કરી લેવાનું. જે ક્ષણે ઈચ્છા થાય કે બસ હવે મારે કરવું છે, બસ તમારે યાદ કરવાનું "હું સમર્થ" અને પછી જોવાનું આત્માના ગુણો. બસ બેસી જોવાનું એટલે તરત તમારા અંદર એ બધો અનુભવ આમ પેલો અનફોલ્ડ થવાનો શરૂ થશે. અત્યારે અનુભવ કેવો છે તમારો? બધો ફોલ્ડ થઈ ગયેલો છે, રોલ અપ થઈ ગયેલું છે.

તો અનફોલ્ડ થશે. બસ, બીજું કશું છે નહીં એમ. તો હું કર્તા અને ભોક્તા.

પણ નથી, માત્ર પ્રકૃતિનો શ્રાષ્ સાક્ષ છું. પ્રકૃતિ વ્યક્તિની કૃતિ હોય, એને પ્રકૃતિ કો. એ જે વ્યક્ત કરે એની પ્રકૃતિ, એ બધી એની પ્રકૃતિ. તો એનો હું સાક્ષી છું.

મારી નિકટતા અને સમીપતાને કારણે દેહ વગેરે સચેતનની જેમ વ્યવહાર કરે છે. આ ટેબલ ચાલવા માંડે એના જેવું. હું અહીં બેઠું બેઠો હવ એટલે આ ટેબલ આમ ચાલવા માંડે ને ઓટોમેટિક નજીક આવી જાય મારી પાસે, તોય એ સચેતન જેવો વ્યવહાર કર્યો હોય એને એમ કહેવાય. સમજાયું? પણ હવે તો સેન્સરથી બી આ બધા કામો થઈ જાય છે, તો આપણે પાસે તો આ છે એમ કે છે. સમીપતાને કારણે દેહ વગેરે સચેતનની જેમ વ્યવહાર કરે છે. આમે આ બધાને સેન્સીસ જ કહેવામાં આવે છે.

"હું સ્થિર છું, નિત્ય છું, આનંદ અને જ્ઞાનના વિશુદ્ધ સ્વરૂપમાં રહેલ નિર્મળ આત્મા છું." અમે એક વાક્ય આવું આમ લખી કાલ્યું હોય એના પર બસ તમારા એક ટક લગાડીને ધ્યાન કરો 48 મિનિટ. શું કહે છે? "હું સ્થિર છું, નિત્ય છું, આનંદ અને વિજ્ઞાનના વિશુદ્ધ સ્વરૂપમાં રહેલ નિર્મળ આત્મા છું." "હું સ્થિર, નિત્ય, આનંદ અને જ્ઞાનના વિશુદ્ધ સ્વરૂપમાં રહેલ નિર્મળ આત્મા છું."

સર્વ પ્રાણીઓની અંદર હું સાક્ષી રૂપે સમવ્યાપ્ત છું, એમાં કોઈ સંશય નથી. સમસ્ત વેદાંત દ્વારા જેને જાણવામાં આવે છે, હું એ બ્રહ્મ છું. હું આકાશ, વાયુ વગેરે નામોથી ઓળખાનારો નથી. હું નામ, રૂપ અને કર્મ પણ નથી. માત્ર સતચેત આનંદ સ્વરૂપ બ્રહ્મ છું.

તો હું કોણ છું? હું સતચેત આનંદ સ્વરૂપ સ્વરૂપ. જય સચ્ચિદાનંદ.

હું શરીર નથી, તો પછી મારો જન્મ કે મરણ કેવી રીતે હોય? "I am not this body." હું પ્રાણ નથી, તો પછી મન, ભૂખ, તરસ કેમ સતાવે? હું મન નથી, તો મને શોક અને મોહ વગેરે કેમ હોય? "I am not this mind, I am not this body."

હું કરતા પણ નથી. "આઈ એમ નોટ ધ ડુર." પછી મારી મુક્તિ અને બંધન કેવી રીતે? આ રીતે આ સર્વસાર ઉપનિષદનું આ રહસ્ય છે.

ॐ सह नाववतु। सह नौ भुनक्तु। सह वीर्यं करवावहै। तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै॥ ૐમ શાંતિ: શાંતિ: શાંતિ:.

આ લખાણ AI દ્વારા તૈયાર થયું છે. શંકા હોય ત્યાં મૂળ પ્રવચન સાંભળી ખાતરી કરવી.