અનંતની યાત્રાAnant ni Yatra
યથાર્થ ગીતા · Yatharth Gita

યથાર્થ ગીતા સાર — ૭

લેખ ૭ / ૨૮ · 89 મિનિટ વાંચન · વિડિયો જુઓ ↓

આ રીતે પ્રકૃતિનો પાર પામવો તે યુદ્ધ છે. અહીંયા આ યુદ્ધની વાત કરવામાં આવે છે અને આવું યુદ્ધ ધ્યાનમાં જ સંભવી શકે. રાગ-દ્વેષના શમનમાં સમય લાગે છે, માટે ઘણા સાધક ક્રિયાને છોડી દે છે અને અચાનક મહાપુરુષોની નકલ કરવા લાગે છે; મહાત્મા બની જાય છે અને પહેલા જે કરતા હોય એ બધું કરે છે. શ્રીકૃષ્ણ આનાથી સાવધાન કરે છે: "બી કેરફુલ". એક સાધક જે ૧૦ વર્ષથી સાધનામાં લાગેલો છે અને બીજો આજે જ સાધનામાં પ્રવેશ કરી રહ્યો છે, તો બંનેની ક્ષમતા સરખી ન હોય. પ્રારંભિક સાધક જો તેની નકલ કરશે તો તે નષ્ટ થઈ જાય. આના પર શ્રીકૃષ્ણ કહે છે કે, પોતાની ક્ષમતા મુજબ કર્મમાં પ્રવૃત્ત થવાથી સાધક કોઈક દિવસે પાર ઉતરી જાય છે. કોઈ દિવસ તો હોય ને! સાતમાંથી એક દિવસ તો હોવાનો જ છે—સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર કે શનિવાર; રવિવાર તો છે જ.

પછી પાકું તો સાતમાંથી એક દિવસ છે કે જ્યારે તમે બ્રહ્મમાં પણ પ્રવેશ કરવાના જ છો, અને આપણને ખબર નથી કે એ દિવસ આજે છે. તો એ આજે છે એમ કરીને આપણે બેસી જવાનું અને પછી સાધનાની અંદર પ્રવૃત્ત થવાનું. માટે કહે છે કે, "સ્વધર્માચરણમાં મરવું જ પરમ કલ્યાણકારી હોય છે". પોતાનું કામ કરતાં કરતાં ભલે જો મૃત્યુ પણ આવી જાય, તો એ પરમ કલ્યાણકારી હોય છે.પેલા હિન્દુ બ્રાહ્મણના છોકરાઓ બધા બ્રહ્માજી થઈ ગયા; સ્વધર્મનું આચરણ કરતાં કરતાં બધા બ્રહ્માદિ થઈ ગયા, તો સ્વયં બ્રહ્મા આવીને પણ એમના બ્રહ્માંડોને ભાગી શક્યા નહીં. પાછું પેલા સૂર્યનારાયણે આવીને એ બ્રહ્માજીને કીધું કે, "આ બ્રહ્માંડોનો નાશ એક તો તમે કરી પણ શકશો નહીં, અને બીજું કે તમને શોભે પણ નહીં; માટે ના કરશો". વિચાર કરો, એક-એક વ્યક્તિ એક-એક બ્રહ્માંડની રચના કર્યા જ કરતો હોય, તો એમાંથી તમે થોડોક ભાગ પણ તોડો તો પછી એ તમને છોડે તો નહીં ને!

બસ, આ સ્થિતિ છે; માટે પોતાની ક્ષમતા મુજબ કર્મમાં પ્રવૃત્ત થવાથી સાધક કોઈક દિવસે પાર ઉતરી જાય છે. જ્યારે સાધન છૂટશે, શરીર મળતાં ફરી ત્યાંથી પ્રારંભ થશે; આત્મા તો અમર છે, શરીરરૂપી વસ્ત્ર બદલવાથી તમારી બુદ્ધિ તો બદલાઈ જવાની નથી. પોતાનાથી આગળ છે તેમના જેવો સ્વાંગ સજવાથી સાધક ભય પામશે, અને ભય પ્રકૃતિમાં હોય છે; આત્મામાં ભય હોતો નથી, પરમાત્મામાં ભય હોતો જ નથી. પ્રકૃતિનું આવરણ હજુ વધુ ગાઢ થઈ જશે, માટે કહે છે કે નકલ ના કરશો, સ્વધર્મનું આચરણ કરો. તમારી ક્ષમતા મુજબ તમે કર્મ કરો; નિયત કર્મ, કર્મો યજ્ઞની પ્રક્રિયાવાળું કર્મ કરો. આ ભગવત માર્ગમાં નકલનું બહુ જ બાહુલ્ય છે. ભગવો પહેરી લેવો, પછી અમુક પ્રકારનો છાપો બાંધવાનો ને આમ કરવાનું, એવું જે કંઈ બધું હોય છે. પણ હવે એ બીમારી ગૃહસ્થોની અંદર બહુ જ ભયંકર પ્રમાણમાં વધી ગઈ છે.

સ્વધર્મ શું છે? શ્રીકૃષ્ણએ સ્વધર્મનો ઉલ્લેખ કરીને કહ્યું કે, "સ્વધર્મનો વિચાર કરીને પણ તારે યુદ્ધ કરવું જોઈએ". સ્વધર્મમાં અર્જુન ક્ષત્રિય જ છે, પોતે તો ક્ષત્રિય છે; તો એને કહે છે કે, "તું વેદોથી ઉપર ઉઠ અને બ્રાહ્મણ બન". અર્થાત, સ્વધર્મમાં પણ પરિવર્તન સંભવ છે, એમાં પણ તમે ઉત્ક્રાંતિ કરી શકો છો. તમારા સ્વધર્મને તમે એટલો ઉત્કૃષ્ટ બનાવી દો કે બસ, પરબ્રહ્મની અંદર તમારો પ્રવેશ નિશ્ચિત છે. ત્યાં કહ્યું કે રાગ-દ્વેષને વશ ના થાય અને એને તું કાપી નાખ; રાગ ઊભો થાય એને પણ કાપી નાખ અને દ્વેષ ઊભો થાય તેને પણ કાપી નાખ. પાછું કેવી રીતે? "જસ્ટ ઇગ્નોર, ડોન્ટ રિએક્ટ, ડોન્ટ રિસ્પોન્ડ". એવી રીતે એને ખતમ કરવા સ્વધર્મ શ્રેયસ્કર છે; શ્રેયસ્કર છે સ્વધર્મ. સ્વધર્મનું આચરણ કરવા માત્રથી તમારું ધર્મનું જે પાલન છે, જે તમારું શ્રેષ્ઠ છે, શ્રેય સર્વોત્તમ કલ્યાણ જેને કહેવાય, એ કરનારું છે સ્વધર્મ.

આનો એ આશય નથી કે અર્જુન કોઈ બ્રાહ્મણની નકલ કરીને એના જેવો વેશ પહેરી લે. શુદ્ર જેવી ક્ષમતા વડે કર્મનો આરંભ થાય છે અને અંતે સાધનાક્રમથી એ જ માણસ છેવટે બ્રાહ્મણ બની જાય છે. આમાંથી પણ ઉપર જ્યારે પરમાત્મામાં પ્રવેશ મેળવી લે છે, ત્યારે તો તે વર્ણાશ્રમથી પણ ઉપર જતો રહે છે. "ન બ્રાહ્મણો ન ક્ષત્રિયો ન વૈશ્યો ન શૂદ્રઃ, ચિદાનંદરૂપઃ શિવોઽહમ્ શિવોઽહમ્". તો ગુણ-કર્મ વિભાગશઃ, ગુણના આધારે કર્મને વહેંચ્યું. કયું કર્મ? શું સાંસારિક કર્મ? શ્રીકૃષ્ણ કહે છે કે નહીં, નિયત કર્મ. નિયત કર્મ શું છે? જે યજ્ઞની પ્રક્રિયા જેમાં હોય છે: શ્વાસનો પ્રશ્વાસમાં હવન અને પ્રશ્વાસનો શ્વાસમાં હવન, ઇન્દ્રિય સંયમ વગેરે, જેનો શુદ્ધ અર્થ યોગ સાધના કે આરાધના છે. આરાધ્ય દેવ સુધી પહોંચવાવાળી વિધિ વિશેષ આરાધના છે; એ જ આરાધના કર્મને ચાર શ્રેણીઓમાં વિભાજિત કરવામાં આવ્યું છે.

જેવી ક્ષમતાવાળો પુરુષ હોય, તેને તે શ્રેણીથી આરંભ કરવો. આ જ સૌના પોતપોતાના સ્વધર્મ છે. જો તે પુરોગામીઓની—એના આગળ ગયેલાઓને પુરોગામી કહેવાય—પુરોગામીઓની જો નકલ કરશે તો તેને ભય લાગશે, એટલે સ્વધર્મનું પાલન કરવાનું કીધું. સર્વથા નષ્ટ તો નહીં થઈ જાય, કારણ કે આમાં બીજનો નાશ તો થતો નથી; પણ એ પ્રકૃતિના દબાણથી થોડો સમય ભયાક્રાંત, દીન અને હીન અવશ્ય થઈ જશે. અહીં બેઠા હોય અને તમને એમ થાય: "સાહેબ, તમે કેટલા કલાક ધ્યાન કરો છો?" હું તો કહું: "ભાઈ, જો હું તો કશું કરતો નથી." એટલે તમે ઘરે જાઓ, પાછું પેલું અંદર ચળવિક્ષેપ થયા કરતું હોય ને! એટલે કોઈક આવો બીજો મળશે એટલે પાછળ તરત તમે એને પૂછશો: "તમે ધ્યાનને બધું બહુ કરો છો?" પેલો કહેશે: "હા, કરું છું." તમે પૂછો: "કેટલું?" પેલો કહેશે: "છ થી આઠ કલાક તો ધ્યાન કરું છું." બહુ સરસ, વેરી ગુડ!

આ 'સરસ' ને 'વેરી ગુડ' બોલે છે, એની સાથે-સાથે અંદર ઘૂંટાવાનું ચાલુ થાય કે, મારે છ થી આઠ કલાક ધ્યાન કરવું જોઈએ. હવે બ્રાહ્મણ શ્રેણીનો જે હોય, એ કક્ષાએ પહોંચેલો તે માણસ છ થી આઠ કલાક કદાચ ધ્યાનમાં પ્રવૃત્ત થઈ શકે, રહી શકે. હવે ઘણી વખત માણસો કલાક ધ્યાન કરતા હોય અને કહે કે હું તો છ કલાક કરું છું, એટલે એને તો પહોંચાય જ નહીં. તો હવે આ ભાઈએ કહી દીધું કે હું છ થી આઠ કલાક ધ્યાન કરું છું, ઓકે. એટલે પેલો ઘેર જાય ને પાછો નક્કી કરે કે, બસ, હવે તો મારે કરવું જ છે. એટલે પહેલો મહિનો બે કલાક ધ્યાન કરે, બીજા મહિને આવે તો કહે કે હવે ચાર કલાક ધ્યાન કરું. ચાર કલાક જેવું ધ્યાન કરવાનું થાય એટલે પોણો કલાક થાય, એટલે પછી એને બરાબરનો વાંધો આવવા માંડે અને પછી ઢીચણ જવાબ આપવા માંડે. પછી એમ થાય કે, "આવું ધ્યાન કરવાનું છે? મારું ધ્યાન તો સતત આ દુખાવામાં જ હોઈ શકે છે; હું કેમનું ધ્યાન કરું?" કરવા ગયો પણ ક્ષમતા નથી.

પહેલા જ કીધું છે કે, "સ્થિર સુખાસનમ્". તું સ્થિર સુખ આસનમાં બેસજે, સુખેથી આસનમાં બેસજે; પછી ત્યાં બેઠા પછી તારે આગળનું કામ કરવાનું. પણ પેલું બેસવાની આદત પડી ના હોય ને, અડધો કલાક થાય એટલે "ક્યાં આંટો મારી આવું, આંટો મારી આવું" વાળું ચાલતું હોય અંદર. એવું ચિત્ત લઈને જ્યારે ધ્યાનમાં પ્રવેશ કરવાનો પ્રયત્ન કરે, એટલે પછી એને આવી બધી મુશ્કેલી આવે. તો એનું બોડી એને હેલ્પ કરે; શું કરે? દુખાવો પેદા કરીને હેલ્પ કરે કે ઊભો થઈ જા, ઊભો થઈ જા. બીજા કોઈકને કહે છે તો કહે: "હા, બરાબર છે, વાંધો નહીં; પગમાં દુખાવો થાય છે ને, ઊભા થઈ જાઓ." બધા એને હેલ્પ કરશે, શેમાં? ઊભો થઈ જવામાં. પણ ઊભો થવામાં એનું ઉત્થાન અટકી ગયું. તો ભગવાન કહે છે કે, "તમે આવી રીતના નકલખોરી ના કરો; તમે પહેલા શરીરનું, મનનું, બધાનું બળાબળ જુઓ". આ જે કંઈ કરવાનું છે, તો તેની અંદર પહેલા શરીરને તમે સારી રીતે વ્યવસ્થિત તૈયાર કરો, મનને કેળવો, પછી ઇન્દ્રિયો અને વૃત્તિઓ ઉપર ધીમે ધીમે લગામ કરજો.

પહેલી જ વખત જેવું તમે આમ લગામ ખેંચો, તો પછી શું થાય? ઘોડા બધા જેમ ઊંચા થઈને દોડવા માંડે ને એકદમ બેફામ, એવી રીતે આ ઇન્દ્રિયો ને વૃત્તિઓ દોડશે પછી અને બેકાબૂ બની જશે. તો બેકાબૂ થયેલી ઇન્દ્રિયો તો વળી પાછો બીજો અકસ્માત કરી દેશે; એટલે એનાથી સાવધ રહેવા માટે કહે છે કે તમે આવું ના કરતા, ક્ષમતા જેટલી હોય તે શ્રેણીથી આરંભ કરો. આ જ પોતપોતાના સ્વધર્મ છે. તો કહે છે કે માણસ સ્વધર્મનું આચરણ કેમ નથી કરી શકતો? ભગવાનને અર્જુને પૂછ્યું: "તે કોનો પ્રેર્યો પાપનું આચરણ કરે છે?" શ્રીકૃષ્ણ કહે છે કે, રજોગુણથી ઉત્પન્ન થનારા કામ અને ક્રોધ, અગ્નિની જેમ ભોગવવાથી ક્યારેય તૃપ્ત ન થનારા મોટા પાપીઓ છે. કામ અને ક્રોધ, અગ્નિની જેમ ભોગ ભોગવવાથી ક્યારેય તૃપ્ત ન થનારા મોટા પાપીઓ છે. એવો દોડ આવશે કે ના પૂછો વાત! અને એનું મૂળ કારણ શું છે?

તો કે રજોગુણ છે; તમોગુણ નથી, સત્વગુણ પણ નથી. તમે જુઓ, મોટામાં મોટા પાપીઓ થાય છે. આશ્ચર્ય તમને એમ થાય કે તમોગુણ સૌથી ખરાબ છે, પણ કોઈ પણ ગુણ સારો પણ નથી ને ખરાબ પણ નથી. આપણને થાય ને મનમાં કે આના કરતા તો ક્રોધ સારો કે પેલો કરે બહુ ખરાબ, તો કે ના, ક્રોધ નહીં, રજોગુણથી ઉત્પન્ન થનારા કામ અને ક્રોધ, એ જ્યારે અગ્નિની જેમ ભોગ ભોગવે—અગ્નિ એટલે ભડકો થાય બહુ મોટો એવી રીતના—ત્યારે એ સૌથી વધુ તકલીફ આપનારા છે. કામ-ક્રોધ એ રાગ-દ્વેષના પૂરક છે; આ વિકારોથી જ જ્ઞાન ઢંકાયેલું છે. શેનાથી? રજોગુણમાંથી ઉત્પન્ન થનારા કામ અને ક્રોધથી આ જ્ઞાન બધું ઢંકાયેલું છે, તે વિકારો હોવાથી પરમાત્માનું જ્ઞાન થતું નથી. હકીકતમાં કામમાં ક્રોધનો અંતર્ભાવ છે જ; ઈચ્છા છે, હવે ઈચ્છા અવરોધ પામી એટલે ક્રોધ આવશે, અને ક્રોધ આવશે એટલે પછી ના કરવાનું કરી બેસશે, ના બોલવાનું બોલી બેસશે અને મુશ્કેલીનો ત્રાસ થશે.

એટલે કહે છે કે, કાર્ય પૂરું થવાથી ક્રોધ સમાપ્ત થઈ જાય છે, પરંતુ કામના સમાપ્ત થતી નથી; ઈચ્છા તો અધૂરી જ રહી જાય છે. કામના પૂર્તિમાં વ્યવધાન કે અવરોધ આવતાં જ ક્રોધ પુનઃ ઉભરાય છે; વળી પાછો એક બીજો અવરોધ આવશે એટલે પાછા ફરી ક્રોધ આવશે, ગુસ્સે થઈ જશો. કામના અંતરાલમાં ક્રોધ પણ સમાવિષ્ટ જ છે. આ શત્રુનો નિવાસ ક્યાં છે? આ વિશે શ્રીકૃષ્ણ કહે છે કે, ઇન્દ્રિય, મન અને બુદ્ધિ એ આના નિવાસસ્થાન છે—કોના? કામ અને ક્રોધના, રાગ અને દ્વેષના. ઇન્દ્રિયો કઈ? કેટલી ઇન્દ્રિયો? પાંચ જ્ઞાનેન્દ્રિયો, મન અને બુદ્ધિ. અંતઃકરણના બે ભાગ થયા, એમાં એક ભાગ મન છે અને બીજો છે બુદ્ધિ. મનનું કામ શું છે? તો કે બતાવવાનું; બધું સ્ટોરહાઉસ જેવું હોય ને, એમાંથી કાઢી કાઢીને બતાવે તમને કે, "આ જોવું છે, આ જોવું છે" એમ પૂછ્યા કરે એવી રીતે. બુદ્ધિ છે તે શું કરે છે?

એ એનો એક્ટિવ ફોર્સ છે, ડિસિઝન લેનારો છે, એટલે ડિસિઝન કમ્પલસરી લેવડાવી દે તમને. બુદ્ધિ હોય ને મન હોય, તો મન નક્કી ના કરી શકે; કોઈ જગ્યાએ જઈને આમ ઊભો રહે, પછી આમ ગૂંચવાય કે આ બાજુ જવું કે આ બાજુ જવું? આ બુદ્ધિ કહે: "ડાબે-જમણે શું જોજો કરે છે? સીધો ચાલ ને નાકની દાંડીએ!" એટલે પછી એ દોડવા માંડશે. નાકની દાંડીએ એટલે હંમેશા મન અને બુદ્ધિ જે હોય એમાં બુદ્ધિ જ જીતે આગળ, મોટાભાગે બુદ્ધિ જ. એટલા માટે કીધું કે "મતિ સો ગતિ". એટલા માટે કીધું કે જેવી તમારી મતિ થશે તે પ્રમાણે ગતિ થશે, તેવી પ્રગતિ થશે અથવા જીવનની સ્થિતિ થશે. હવે આ મતિ જે છે તેનો આધાર શું? તો કે જેવું અન્ન તેવી મતિ. અન્ન આહાર છે, એ પ્રમાણે એની મતિ થશે; તમે શું ખાઓ છો, કેવી રીતે ખાઓ છો, કયું ખાઓ છો, કોનું ખાઓ છો, ક્યારે ખાઓ છો, કેમ ખાઓ છો. અન્ન આહાર, આ બધું અન્ન છે.

તો ઇન્દ્રિયોનો આહાર દરેકનો પોતપોતાનો અલગ-અલગ છે ને! આંખો સાંભળી ના શકે, કાન જોઈ ના શકે. બરાબર છે, એ તો સ્પષ્ટ છે કે ઇન્દ્રિયો પોતપોતાનો આહાર ખોળ્યા કરતી હોય આખો દિવસ, અને પછી એને વાગોળવો જોઈએ પાછો. તે વાગોળવાનો ક્યાં? બેકગ્રાઉન્ડમાં, ક્યાં? મનમાં. મન નામનો એક ખાડો છે; આ બધી ઇન્દ્રિયો લાવી-લાવીને, ખાઈ-ખાઈને બધું પછી ત્યાં આગળ નાખે અને પછી એને પાછો બેઠું-બેઠું મન વાગોડે. ઇન્દ્રિયોનું ખાધેલું હોય તે ઉચ્છિષ્ટ, ઇન્દ્રિયોનું ખાધેલું મન ખાઈ જાય અને બેઠાં-બેઠાં વાગોળ-વાગોળ કરે. એની વાગોળવાની જે પ્રવૃત્તિ છે, એ બધે જ થાય મનની. એ જેટલું વધારે વાગોળે ને એટલું એ વધારે વાગે; એને જેવું મળ્યું ને ચાલુ થઈ જાય એટલે પાછું વાગોળવાનું ચાલુ, ચાલુ, ચાલુ. એટલે તમે જોશો કે કોઈનાય મન ક્યારેય બંધ કે શાંત થયેલા દેખાશે નહીં.

ઘણી વખતે તો માણસ આમ શાંત થઈને બેઠો હોય પણ શાંત હોય નહીં. પેલા ગૌતમ સ્વામીને જોઈને મહાવીર ભગવાનને એક જણાએ પૂછ્યું કે, "આ કેટલી વારમાં મોક્ષે જશે?" ત્યારે એને કહે છે કે, "અત્યારે તો એ સોપાન શ્રેણી ચડી રહ્યા છે." પછી થોડી વાર રહીને પૂછ્યું તો કહે: "ઓહો! હવે તો નરકમાં જવાની તૈયારીઓ કરો." પાછો થોડોક ટાઈમ ગયો ને પછી કીધું કે, "હવે તો બસ, એમનો મોક્ષ થવાનો છે". ભગવાન કહે પહેલા આવું, પછી અત્યારે આવું ને પછી આવું! કારણ કે મહાવીર પોતે મહર્ષિ હતા, તો પોતે બધું જોઈ શકતા હતા. કારણ કે જ્યારે તમે પહેલીવાર પૂછ્યું, ત્યારે એમ થયું કે, "મારી જિંદગી વ્યર્થ કાઢી; આટલું બધું કરવા છતાં જે કરવા યોગ્ય હતું એ કશું જ મેં કર્યું નથી; હવે બસ જે કંઈ બાકી રહ્યું છે તેમાં લાવો, હું સુધારી લઉં." એવો વિચાર એમણે કર્યો અને પછી એમાં પ્રવૃત્ત થયા, એટલા માટે કહ્યું હતું કે બે સોપાન શ્રેણી હવે સર કરવાની, એક-બે પગથિયાં આગળ ગયા.

વળી પાછો એકદમ વિચાર આવ્યો કે આ કરવાનું રહી ગયું છે, પેલું કરવાનું રહી ગયું છે; નાના-મોટા બધા જે કંઈ હતા, એ બધા વિચારો આવવા માંડ્યા એમને, જે એમની કક્ષાએ એમને શોભે નહીં પણ ખરા. એટલે કીધું કે આ નરકે જવાની તૈયારી કરે છે. પણ ત્રીજી વખત તમે પૂછ્યું ત્યારે શું થયું? ભગવાને પછી કહ્યું કે, "ત્રીજી વખતે જ્યારે તમે પૂછ્યું, તે વખતે એકદમ એ પાછા ભાનમાં આવી ગયા: અરરર! હું આ શું બધું વિચારું છું? મારે આવું નહોતું કરવું જોઈએ, મને આવા વિચારો શોભે નહીં; હું અહીં ભગવાન મહાવીરની સમક્ષ બેસીને આવા-આવા વિચારો કરતો હતો, અરરર બહુ મોટી ভুল થઈ ગઈ; ભગવાન મહાવીર મને માફ કરજો". આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન કરતા હતા અને બસ, એ નિર્મળ બોધ એમને પ્રાપ્ત થવાની થોડીક જ વાર હતી, એટલા માટે કહી દીધું કે હવે મોક્ષે જવાની તૈયારી કરે છે.

પળેપળે તમારી સ્થિતિ બદલાઈ જાય છે, આ દાખલો આપણને એ બતાવે છે; એટલે નિરાશ કે હતાશ થવાની કોઈ જરૂરત નથી. આપણાથી અત્યાર સુધી નથી થયું, તો કોઈ જરૂરી નથી કે હવે નહીં જ થાય કે આપણાથી ન જ કરી શકાય. કારણ કે ઇષ્ટ છે અને આપણું જ છે; કોઈ બીજાનું ઇષ્ટ હોય ને સાધના કરો તો તમને ભય છે, "પરધર્મો ભયાવહ:" એમ કીધું છે. પરધર્મનું પાલન કરશો તો ભય છે, જ્યારે સ્વધર્મનું પાલન કરવામાં તો કોઈ ભય છે જ નહીં; તમે નિર્ભય રહો અને પાલન કરો. સ્વધર્મનું પાલન કરતાં-કરતાં જો તમારો કદાચ દેહ પણ પડી જશે, તો પણ તમારે તો બંને હાથમાં લાડુ છે; પહેલા જ કહી દીધું હતું ને કે, કાં તો તું સ્વર્ગે જઈશ ને કાં તો તું મોક્ષે જઈશ, તારે કોઈ ચિંતા જ નથી, માટે સ્વધર્મનું પાલન કરો, "પરધર્મો ભયાવહ:". પેલો કરે છે એટલા માટે હું કરું, એ પરધર્મ થઈ જાય અને એ કેવો થાય?

ભયાવહ, કારણ કે એના ભયસ્થાનોની તમને ખબર નથી. પેલો જોઈને, ચોક્કસ કરીને બેઠો હોય, પણ તમે તો કશું જોયા વગર ફક્ત એને જુઓ છો કે એ શું કરે છે, લાવો હું એ કરું. આ ભાઈ વિષ્ણુસહસ્ત્રનામ કર્યા કરતા હોય; હવે તમે તો કંઈક બીજું કરતા હતા ને એ બધું છોડીને હવે પાછા કહો કે, "લાવો હું વિષ્ણુસહસ્ત્ર જ કરું". હવે પેલા જે સમજણથી, જેવી રીતે કરે છે એ બધું તમે જાણ્યું ના હોય અને તમે એકદમ એ બધું શરૂ કરી દો; અડધે પહોંચો ને પછી એમ થાય કે, "યાર, આ તો સહસ્ત્રનામ છે, બહુ ટાઈમ થાય છે આની અંદર તો, બહુ ટાઈમ બહાર કેવું નામ છે: ઓમ પુંડરીકાક્ષાય નમઃ, ઓમ અનંતાય નમઃ". આવું બધું બોલવાનું અંદર આવે, એટલે એક ટાઈમ પછી શું થશે? એના પ્રત્યે તમને અભાવ થવાનું શરૂ થશે. હવે આ જે ક્રિયા છે, તેના પ્રત્યેનો અભાવ જે થઈ રહ્યો છે ને, એ તો એક દોષ છે; એના પરિણામ સ્વરૂપે મહત્ દોષ શું થાય છે તમને?

એ "અનંતાય નમઃ" પર દોષ થાય છે, એટલા એક-એક નામો ઉપર. હવે તો જ્ઞાન છે એટલે પેલાને ખાલી ધક્કો મારો છો કે એનો ત્યાગ કરો છો, કે એના પ્રત્યે તમને અભાવ પેદા થાય છે. વાસ્તવની અંદર એની અંદર વિષ્ણુના સહસ્ત્રનામનો તમે અભાવ કરી બેસો છો; પહેલા તો ભાવ તો હતો જ નહીં, નકલ જ કરી હતી ને તમે, હવે અભાવ થઈ ગયો. હવે થતું નથી ને કે "આ હું એકનું એક બોલ-બોલ કરું, મગજ કંટાળી જાય છે; આમ તો અનંત થાય, એવું તો કંઈ અનંત હોતું હશે?" પછી પેલી બુદ્ધિ એની છે ને પાછી એ બાજુ દોરી જશે, એની મતિ બગડશે, ભ્રષ્ટ થશે. મતિ ભ્રષ્ટ થઈ, આ અટકી ગયું. હજી તો બહુ મોટી વાત એ છે કે સ્વયં વિષ્ણુના સહસ્ત્રનામ જે છે, તો વિષ્ણુજીનો પણ અભાવ થઈ જાય છે; જ્યાં પ્રીતિ કરવાની હતી ત્યાં અભાવ થઈ ગયો, અને અભાવ થઈ ગયો એટલે શું થયું? પ્રજ્ઞાપરાધ થઈ જાય છે, અને પ્રજ્ઞાપરાધ ક્યારેય મટે નહીં.

ખૂબ-ખૂબ પશ્ચાતાપ પછી, કેટલાય વર્ષો સુધી આ બધું કરવા પછી પ્રજ્ઞાપરાધ મટી શકે, એ પણ કાળે કરીને. વળી પાછો કોઈ જ્ઞાની પુરુષ, કોઈ સત્પુરુષ, કોઈ સંત પુરુષ, કોઈ મહર્ષિ મળી જાય અને એની કૃપા કરે: "ભગવાન, આ તો ગધેડો હતો, એને માફ કર; એના વતી હું માફી માંગું છું." ત્યારે પેલાનું ઠેકાણું પડે. ભગવાન કહે: "સારું, તું ભલામણ કરે છે તો હું આ વખતે છોડી દઉં છું." તે વખતે ભગવાન જાણતા હોય કે આણે આની ભલામણ કરી હતી, પણ આનો ને આનો ઋણાનુબંધનો સંબંધ હતો. આ ઋણનો સંબંધ હતો; આણે આની ઉપર એક વખત ઉપકાર કરેલો હતો, હવે ઉપકારનો બદલો વાળવાનો બાકી રાખ્યો હતો, અને આ તો નીકળી ગયો પછી કે મારે તો કશું છે નહીં કરીને. એ તો જ્ઞાનની ઉન્નત અવસ્થામાં પહોંચી ગયો પણ પેલો તો ત્યાં ને ત્યાં રહ્યો હતો. હવે કહે છે આ આવું ફેરવાય એવું, ત્યારે કુદરતની વ્યવસ્થામાં નિમિત્ત રૂપે પેલો આવ્યો પાછો અને કહે છે કે, "આને બચાવી લો, ભગવાન." ભગવાન કહે: "સારું, તારો સ્કોર સેટલ થતો હોય તો મને વાંધો નથી, થવા દો".

આવું કરતાં-કરતાં કેટલી વખત થાય ત્યારે મેળ પડે, કારણ કે દર વખતે એક વખત કરેલી વસ્તુ છે ને, એના આઠ પડઘા પડતા હોય. એને એક જ વખત ઠોકર વાગેલી હોય, તો બીજી આઠ વખત તમારે ઠોકર ખાવાની તૈયારી રાખજો. એક વખત અવળો વિચાર જો થોડીક વાર માટે પણ આવી ગયો, તો આઠ વખત એ હુમલો કરવાનો છે, એવું નક્કી તૈયારી કરી રાખજો; એટલે બિલકુલ ચોક્કસ થઈને રહેજો કે આવે એટલે 'શૂટ એટ સાઇટ' પાડી જ દેવાનું. તો આઠ ભવ લેવા માત્રથી તમે બચી જશો; મતલબ મનુષ્ય પછી તમે ફરી મનુષ્ય જ બની શકશો. વચ્ચેના આઠ ભવ જે જાનવર યોનિમાં જવાના, તિર્યંચ યોનિમાં જવાના બધા હતા, એમાંથી તમે બચી જશો, એને તમે બંધ કરી શકશો અને સીધો જમ્પ મનુષ્યથી મનુષ્ય યજ્ઞની અંદર; આવું તમારા માટે શક્ય છે. તો સાધનાની અહીં તમે જો શરૂઆત કરી છે, તો કન્ટીન્યુટી રહી શકશે બહુ સારી. વચ્ચે પાછું હાથી બનવા જવાનું આવે એટલે શું થઈ જાય?

થોડો ટાઈમ સુધી તો પાછા આવ્યા પછી એ પેલા હાથીના જીવનના પડઘા પડ્યા કરે, એમ કંઈ બધું જતું નથી; સ્મૃતિમાં, આમાં-તેમાં બધી જગ્યાએ રહેલું હોય. અહીંયા આવે પછી હાથી જેમ ખાતો હતો એમ અહીંયા પણ ખાવાનું ચાલુ કરે, અને એ ખાય એટલે પછી પૂરો ડાયાબિટીસ થાય. જૂની ટેવો હતી, બીજું કોઈ કારણ નહોતું; બસ, એનો પડઘો પડ્યો અને ખા-ખા કર્યા કરતો હોય, બીજું કંઈ કારણ નથી. એક જ ક્રિયા, એક જ પ્રવૃત્તિ, એટલે હવે વળી પાછો દર્દથી પરેશાન, આ તે ભય, આતંક, અજંપો, દવાઓ, ગોળીઓ ખા-ખા કરવાની; પગ કપાઈ જવાનો ડર લાગે. ડાયાબિટીસમાં એવું થાય છે ને, પેલું બધું કોહવાઈ જાય ને બધું થાય તે કપાવવો પડે છે ઘણાને પગ. પેલો કેવો ફૂટ થાય છે—બે ફૂટ કે એવું કંઈક કહે છે, એટલે એવું થઈ જાય; એનો પગ કોહવવાનું ચાલુ થઈ જાય એટલે એને કાપી નાખે પછી અને ફેંકી દે. સવારમાં જ અનિતા વાત કરતી હતી કે કોઈક સગાને આવું થયું.

હવે આ બધી પરિસ્થિતિઓમાં જ્યારે માણસ મુકાયો હોય, ત્યારે એ બ્રહ્મમાં સ્થિતિ કેવી રીતે કરી શકે? તમે તો હજી પરિસ્થિતિઓમાંથી જ પસાર થાઓ છો. એક ટનલમાંથી નીકળો તો આ બીજીમાં પેસી જાઓ છો, બીજીમાંથી નીકળો ત્યાં ત્રીજીમાં પેસી જાઓ છો, તો બ્રહ્મ તો બહુ દૂર રહી ગયો ભાઈ! એવું થાય છે ને, એટલે માણસ એમાંથી જ પાર આવે નહીં. તમે બહાર રોડ ઉપર ગમે તેને બોલાવીને અહીં બેસાડો શાંતિથી કે, "આવ ભાઈ, તું બેસ બે મિનિટ; મારે તારી જોડે બ્રહ્મજ્ઞાન વિશે વાત કરવી છે." પેલો ઊભો થઈને બોલ્યા-ચાલ્યા વગર ભાગવા માંડશે એકદમ. કોઈને જોઈતું જ નથી જાણે કેમ? તો કે આ જે છે ને, એના જે ઇન્દ્રિયોના અંદર જે બધા આ ત્રણ ગુણો પ્રવર્તિમાન થયા છે ને, તાણીને એને ભગાડી મુકશે ત્યાંથી, તમારી પાસેથી. બીજે ગમે ત્યાં બેસી રહેશે, પણ અહીંયા તો નહીં જ. હવે આ કેવો અપરાધ થાય, પણ શું વાત કરવાની?

એટલે શત્રુ તો અંદર જ સંતાયેલો છે; ઇન્દ્રિય, મન અને બુદ્ધિ એના નિવાસસ્થાન છે અને આ કામ, મન, બુદ્ધિ અને ઇન્દ્રિયો દ્વારા જ્ઞાનને આચ્છાદિત કરે છે, એને મોહમાં નાખ્યા કરે છે. માટે અર્જુન, તું પહેલા જ ઇન્દ્રિયોને સંયત કર, નિરોધ કર, કંટ્રોલ કર; કારણ કે શત્રુ તો એની અંદર જ બેઠેલો છે. ઇન્દ્રિયમાં, આંખમાં ઝેર છે જો, દ્રષ્ટિદોષ ઉત્પન્ન કર્યા જ કરે છે. હવે દ્રષ્ટિ જ્યાં સુધી નિર્દોષ જ નથી થઈ, ત્યાં સુધી તું એ બ્રહ્મ જોવાને પણ, પ્રભુને પામવાને પણ લાયક બનતો જ નથી, એવું થયું ને! માટે કહે છે કે બહાર શોધવાથી તે ક્યાંય નહીં મળે, એ તમારા શરીરની અંદર છે. આ હૃદય પ્રદેશની, અંતરજગતની લડાઈની વાત છે. ઇન્દ્રિયોને વશમાં કરી, જ્ઞાન અને વિજ્ઞાનનો નાશ કરનારા આવા પાપી કામને તું મારી નાખ. આ કામ સીધો પકડમાં નહીં આવે, માટે વિકારોના નિવાસસ્થાન પર ઘેરાવો કર.

શું કહે છે? પહેલાના જમાનામાં તો પેલા રાજાઓ આવું કરતા હતા ને; કિલ્લાબંદી કરી હોય તે કિલ્લાનો ઘેરાવો કરી લે લશ્કરથી અને પછી હુમલો કરે, તો પેલા લોકોને ક્યાંય જવાની જગ્યા ના મળે, તો આ લોકો કિલ્લાના બારી-દરવાજા બધું તોડી નાખે ને બધું અંદર લશ્કર પેસી જાય. આવી રીતે લડતા. તે કહે છે કે આ ઇન્દ્રિયોને વશમાં કરવા માટે તું સીધો ઘેરો જ ઘાલ; વિકારોનું નિવાસસ્થાન શું છે? ઇન્દ્રિયો જ, એટલે એને તું ઘેરો ઘાલ. પરંતુ ઇન્દ્રિયો અને મનને સંયત કરવા ખૂબ મુશ્કેલ છે; અર્જુને શંકા વ્યક્ત કરી: "આ તો બહુ અઘરું કામ આપ્યું તમે ખરેખર; આ ઇન્દ્રિયોને તો કેમ કાબૂ કરવી? શું આપણે આ કરી શકીએ?" શ્રીકૃષ્ણ કહે છે કે, "આ તમારા સામર્થ્યમાં છે." એને પ્રોત્સાહિત કરે છે અને કહે છે કે, "અર્જુન, આ શરીરથી તું ઇન્દ્રિયોને અર્થાત સૂક્ષ્મ અને બળવાન જાણ; ઇન્દ્રિયો ઉપર પાછું મન છે.

મન તેનાથી પણ બળવાન છે. ઇન્દ્રિયો કરતા મનથી ઉપર બુદ્ધિ છે, મનથી ઉપર બુદ્ધિ છે; અને બુદ્ધિથી પણ સાવ ઉપર જે છે તે તારો આત્મા, જે સૌથી બળવાન છે તે જ તું છે. હવે જો તું જાણી લે કે તું આટલો બળવાન છે, તું આત્મા છે; માટે ઇન્દ્રિયો, મન અને બુદ્ધિનો નિરોધ કરવા માટે તું સક્ષમ છે, તું ૧૦૦ ટકા છે. આ તો બધા ૨૦%, ૧૦%, ૨%, ૫% કશું છે નહીં; તારા માટે કોઈ ચિંતા નથી, તું તારે તૂટી પડ એની પર. આ રીતે બુદ્ધિથી ભિન્ન અને સૂક્ષ્મ બળવાન પોતાના આત્માને જાણીને, આત્મબળને સમજીને, બુદ્ધિ દ્વારા પોતાના મનને વશમાં કરીને, આત્માથી બુદ્ધિને વશમાં કરવાનું, બુદ્ધિથી મનને વશમાં લેવાનું, અને એવા વશ થયેલા મનથી ઇન્દ્રિયોને તું સંયત કરી નાખ. અર્જુન, આ કામરૂપી દુર્જય શત્રુને તું મારી નાખ. આ શત્રુ આંતરિક છે અને યુદ્ધ પણ અંતરદેશમાં છે; માટે તું આ ચોક્કસ કરી શકીશ, કારણ કે તું આત્મા છે.

બસ, તું આટલું જાણી લે અને તારાથી બળવાન કોઈ ઇન્દ્રિય હોઈ શકે નહીં; તારું મન પણ નહીં, તારું ચિત્ત પણ નહીં અને તારી બુદ્ધિ પણ નહીં, કારણ કે તું તે છે. આ વાત કરે એટલે કીધું: "શ્રીમદ્ ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મવિદ્યાયામ્ યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુનસંવાદે કર્મયોગો નામ તૃતીયોઽધ્યાયઃ". અધ્યાય સમાપ્ત. કેટલી સુંદર વાત કરે છે! ભગવદ્ગીતા નામનું ઉપનિષદ છે, શ્રીમદ્ ભગવદ્ગીતા આ એક ઉપનિષદ છે. આખેઆખી બ્રહ્મવિદ્યા એના અંતર્ગત રહેલી છે, એવી બ્રહ્મવિદ્યા કે જે યોગશાસ્ત્રમાં નિહિત છે, તેની અંદર શ્રીકૃષ્ણ-અર્જુન સંવાદ છે અને તેમાં અંદર આ કર્મયોગ વિશેની સમજણ આપેલી છે, તે અહીંયા આગળ પૂરી થાય છે. હવે આગળ વાત કરે છે ભગવાન જ્ઞાન-કર્મ સન્યાસની; અહીં કર્મ સન્યાસ યોગની વાત કરી લીધી, હવે જ્ઞાન-કર્મની વાત કરી ત્યારે કહે છે શ્રી ભગવાનુવાચ: "અર્જુન, મેં આ અવિનાશી યોગ કલ્પની શરૂઆતમાં જ વિવસ્વાન સૂર્યને કહ્યો હતો".

વિવસ્વાનનામના સૂર્યને કહ્યો હતો, વિવસ્વાને તે મનુને કહ્યો અને મનુએ ઇક્ષ્વાકુને કહ્યો. શ્રીકૃષ્ણ કોણ હતા? એક યોગી, તત્ત્વસ્થિત મહાપુરુષ. આ અવિનાશી યોગ કે જે કલ્પના આરંભમાં—"ઇન ધ બિગિનિંગ ઓફ યોર ઇમેજિનેશન"—એક યોગી આરંભમાં જ ભજનના વિવસ્વાન એટલે કે જે વિવશ હોય તેવા પ્રાણીઓને કહે છે, શ્વાસમાં સંચાર કરી દે છે. અહીં સૂર્ય એક પ્રતીક છે, કારણ કે શ્વાસમાં તે પરમ પ્રકાશ સ્વરૂપ છે અને ત્યાં જ પામવાનું વિધાન પણ છે; વાસ્તવિક પ્રકાશદાતા સૂર્ય તે જ આત્મા છે, આત્મા છે તે જ વાસ્તવિક સૂર્ય છે, એમ કહે છે. આ યોગ અવિનાશી છે, ક્યારેય નાશ પામતો નથી. શ્રીકૃષ્ણે કહ્યું છે કે, આ યોગ જે છે તે અવિનાશી છે, ક્યારેય નાશ પામવાનો નથી. જેનામાં ભજનના કોઈ સંસ્કાર નથી, યોગ વિશે જેણે ક્યારેય કંઈ પણ વિચાર્યું નથી, એવો માનવ કોઈ મહાપુરુષને જુએ છે, તો તેમના દર્શન માત્રથી પણ, તેમની વાણીથી પણ, તૂટી-ફૂટી સેવા અને સાનિધ્યથી પણ યોગના સંસ્કાર તેનામાં સંચારિત થઈ જાય—"ટ્રાન્સફર ઓફ પાવર, ટ્રાન્સફર ઓફ નોલેજ".

અંદર આવી જ જાય છે; એવા કોઈ મહાપુરુષનો ખાલી એને સંપર્ક થવો જોઈએ, જેને કશું જ ખબર નથી, કંઈ કરતા કંઈ નહીં, તો પણ એને આટલી તો અસર થઈ જ જાય છે, એમ કહે છે. હવે આગળ કહે છે યોગેશ્વર શ્રીકૃષ્ણ કે, "આ યોગ મેં આરંભમાં સૂર્યને કહ્યો" [ગળું સાફ કરે છે]. "ચક્ષોઃ સૂર્યો અજાયત" મહાપુરુષની દ્રષ્ટિ પડવાથી માત્ર યોગના સંસ્કાર શ્વાસમાં પ્રસારિત થઈ જાય, ખાલી દ્રષ્ટિ પડવાથી. તમે જુઓ, મહાપુરુષ ખાલી તમને આમ જુએ તો કેટલું બધું થઈ શકે! પરમેશ્વરનો નિવાસ સૌના હૃદયમાં હોય છે. શ્વાસના નિરોધથી જ તેની પ્રાપ્તિનું વિધાન પણ છે; સંસ્કારોનું સર્જન એ સૂર્ય પ્રત્યેનું સમર્પણ, એમ કહેવું છે. સૂર્ય એટલે આત્મા; તો સંસ્કારોનું સર્જન અને વિસર્જન કરી શકાય છે, આ વાત અહીંયા સ્પષ્ટ કરી દીધી એમણે. સમય આવતાં આ સંસ્કાર મનમાં સ્ફુરિત થશે. ભલા માણસને કશું કોઈ કહે નહીં, શરૂઆતમાં તો જોયા જ કરે, જોયા જ કરે કે, "વાહ!

મહારાજ સાહેબ બેઠા છે, બેઠા છે." કેવું પડે! ધીમે ધીમે એને જોવા માત્રથી જ પેલાના સંસ્કારો આનામાં સંસ્કાર થવાના ચાલુ થાય, પ્રવાહિત થવાનું ચાલુ થઈ જાય. પછી એને મન થાય કે, "લાવો હું કરી જોઉં." એ કરે અને બસ, એનામાં એ સંસ્કાર એ વખતે બેસી ગયો. હવે યોગ્ય સમયે એ સંસ્કાર એવો થાય કે એકદમ પછી ફૂટી નીકળે જબરજસ્ત. નથી કાલે આપણે આ બધું કર્યું રાત્રે; હું તો મારું બધું આમ-આમ કરીને સૂઈ ગયો. ભગવાન આ સોંપ્યું તને બધું, જો ગોટો કરીને મેલી દીધું, કરીને આપી દીધું. આપણે અંતર્ધ્યાન થઈ ગયા પછી આમ થોડું જરાક ખ્યાલ આવ્યો. બહુ ટાઈમ પછી મેં જોયું તો બાજુમાં અનિતા જાગ્યા કરે પણ મોબાઈલમાં કંઈક જોતી હોય; હું કંઈ બોલ્યો નહીં પાછો, હું તો ઓઢીને સૂઈ ગયો. વહેલી પરોઢે સવાર થઈ, હવે સહેજ અણસાર આવ્યો ત્યારે મેં જોયું તો એ તો જાગતી હતી.

મને કહે: "ઊઠ્યા શું?" હવે મેં કીધું: "હા, આપણે તૈયાર; કશો વાંધો નહીં." પછી હમણાં સવારમાં મને કીધું કે, ગઈકાલે જે કંઈ કર્યું હતું રૂમમાં, એવું થઈ ગયું હતું કે મને પછી તો ક્યાંય સુધી ઊંઘ જ ના આવી, અને પછી જાગી ગઈ. તો જાગી તે વખતે એકદમ જ અલગ પ્રકારનો શ્વાસ મને ચાલુ થઈ ગયો, જે અમુક સમયે થતો હોય, અમુક લોકોને થતો હોય; આ એની એને ખબર છે પાછી. એટલે કે મારે તો એ સ્વરૂપ થઈ ગયું હતું. ભલું થાય તારું, કલ્યાણ થાય, બીજું શું! પણ એટલે કન્ટીન્યુટી અત્યારે ભલે માનો કે આ જન્મમાં નથી, પણ એ જે સંસ્કાર પડેલો છે ને, ક્યારે એને આમ ઊંચકી લેશે એ કંઈ કહેવાય નહીં. એટલે લિફ્ટ તો આવવાની જ, એ વાત ચોક્કસ; ઉપાડી દેશે આમ. સમય આવતાં આ સંસ્કાર મનમાં સ્ફૂરિત થશે જ; આ યોગ સૂર્યે મનુને કહ્યો હતો. સૂર્ય એટલે આત્મા, આત્માએ મનને કહ્યું હતું.

હવે મનમાં સ્ફુરિત થવાથી તે મહાપુરુષના વાક્ય પ્રત્યે ઈચ્છા જાગૃત થશે મનમાં કે, "લાવો હું આમ કરું, આમ સાંભળું, આમ કંઈક." તો આવી ઈચ્છા થશે, લાલસા જાગશે કે તે નિયત કર્મ કરીએ. પેલામાં કહ્યું છે ને ગીતામાં, આપણે કરી તો જોઈએ અને એક દાડો તે કર્મ જ અવિનાશી છે. હવે એ જે પેલું એક વખત કરવા જાય છે ને, પણ એ તો અવિનાશી છે; એણે એક વખત કર્યું પણ એ અવિનાશી હોવાના કારણે એ આગળ ઉપર આવી-આવીને એ જ કર્મ પાછું કરાવે, અને એ કર્મ પૂરું થાય છે ત્યારે તેનો મોક્ષ થઈ ચૂક્યો હોય છે, આમ જ છે.તો નિયત કર્મ જ કરીએ અને આમ થતાં જ આરાધના ગતિ પકડી લેશે. તમને ખબર નહીં પડે કે ત્યારે તમારી ગાડી એકદમ દોડવા જ માંડશે. બસ, હવે તો ગતિ પકડાતાં આ યોગ ક્યાં પહોંચાડે છે? તે વિશે કહે કે, આ રીતે કોઈ મહાપુરુષ દ્વારા સંસ્કાર રહિત પુરુષોમાં પણ શ્વાસમાં પ્રશ્વાસમાંથી મનમાં, મનમાંથી ઈચ્છા અને ઈચ્છા તીવ્ર બનીને ક્રિયાત્મક આચરણમાં પરિણમે છે.

જ્યારે આવું થાય, તો આ યોગ ક્રમશઃ ઉત્થાન કરતાં-કરતાં એને રાજર્ષિ શ્રેણી સુધી પહોંચાડી દે છે. એ અવસ્થામાં પહોંચતાં જ જ્ઞાનમાં આવે છે, આ સ્તરના સાધકમાં રિદ્ધિઓ અને સિદ્ધિઓનો પણ સંચાર થાય છે. વિશ્વામિત્ર બહુ મોટા રાજા હતા "વન્સ અપોન અ ટાઈમ". તો વસિષ્ઠ ગુરુને જોયા કરે, એમના વિશે જાણ્યા કરે; એટલા માત્રથી જ એમને ઈચ્છા અંદર પ્રબળ થઈ હતી કે, "હું પણ આમના જેવો થાઉં, હું પણ આમના જેવો છું, એ કરે છે તેવું બધું પછી હું કરી શકું". પોતે રાજા, તો વિશ્વામિત્ર પોતાના લાવલશ્કર સાથે વસિષ્ઠ મુનિના આશ્રમમાં આવ્યા. આખું લશ્કર બધું, વિચિત્ર ટાઈમે આવ્યા પાછા. કશો વાંધો નહીં, તમે બધા ફ્રેશ થઈ જાઓ કે આપણે ભોજન તૈયાર કરીએ, ત્યાં સુધી બધા ભોજન કરી લો, આરામ કરો; પછી ઈચ્છા થાય ત્યારે જજો. વસિષ્ઠ મુનિએ આદર સત્કાર કર્યો વિશ્વામિત્રનો રાજા તરીકે.

વિચાર્યા કરે કે આ દાઢીવાળો બાવો ફક્કડ ગિરધારી દેખાય છે, અહીં કંઈ ઠામ-ઠેકાણું નથી, કે મારા આખા લશ્કરને ભોજન જમાડશે? અહીંયા ચૂલો નથી, હાંડલું નથી, કશું નથી દેખાતું મને તો; આ તો જબરી વાત કહેવાય, શું સારું જોઈએ કે આ વખતે શું તાલ થાય! રાજા હોય ને પાછા અમુક થોડા તોરેલા હોય, એટલે થોડી રાહ જોઈ. સમય થયો એટલે બધાને સાદ પાડ્યો કે, "ભાઈ, બધા પંગત કરીને આવી જાઓ, ભોજન માટે બેસો." તો બધા આવી-આવીને બધા બેસી ગયા. પછી રાજાને પણ વ્યવસ્થિત જગ્યાએ બેસાડીને એમણે સામે ભોજન પીરસવા માટે વ્યવસ્થિત ભોજન, સ્વાદિષ્ટ એવું કે એની સોડમ માત્રથી આમ માણસ બેબાકડો થઈ જાય, ભૂખ લાગી જાય જબરજસ્ત, ખાવા માંડે આમ આકુળ-વ્યાકુળ થઈ જાય એવું. એ વિચારમાં પડ્યો કે આ કર્યું કેમ આટલા બધા લોકોનું? તો કે હા, બધા જમી લો, કોઈ આપણે કંઈ ખૂટે એવું છે જ નહીં.

એટલી શાંતિ ચહેરા ઉપર, સૌમ્યતા, નિર્દોષતા અને બસ આમ કંઈ નહીં. વિશ્વામિત્રને થયું કે આ કર્યું કેવી રીતે? લાવો આની તપાસ તો કરવી પડશે. તે પહેલાં તો હમણાં વ્યવસ્થિત ભોજન કરી લીધું, પણ પછી પણ એમની જે પેલી મતિ આમ ફરેલી, આટલું ભોજન એમનું કર્યા છતાં પણ એની મતિ તો ત્યાં જ ફરતી હતી. એટલે એણે કીધું કે, "ઋષિવર, મને એક વાત જણાવો કે આમ તો તમારી પાસે કશું દેખાતું નથી, તમે કર્યું કેવી રીતે? આ બધાનો, આટલા બધાનો આદર સત્કાર કરવાનો આવી રીતના ?" તો કે, "એ તો એવું છે ને કે મારી પાસે કામધેનુ છે, એટલે કામધેનુના પ્રતાપે આ બધું જ શક્ય બને છે". એટલે રાજાને થયું કે તમારી પાસે કામધેનુ? તો કે મારી પાસે તો નથી, અને હું રાજા, આપણો દેશ તો શ્રેષ્ઠ વસ્તુઓ બધી મારી. એ જમાનામાં તો શ્રેષ્ઠ સ્ત્રી, સુંદર સ્ત્રીઓ પણ બધી રાણી બનાવીને રાખે, એનો અધિકાર ગણાતો; એ જેને ચાહે તેને રાણી બનાવી દે.

એટલે એ જ ન્યાયે એણે તો કહી દીધું કે, "આ તમારી કામધેનુ મને આપી દો". એટલે વસિષ્ઠ મુનિએ એને બહુ શાંતિથી કીધું કે, "ભાઈ, આ કામધેનુ એ આશ્રમ માટે છે, એ તમને આપવા યોગ્ય નથી, યોગ્ય નથી". બસ, જો જ્ઞાનીઓ બહુ મોઘમ બોલે. તો કે, "ના ના, મને આપી જ દો." "રાજા, અનર્થ થશે, તમે એને સંભાળી પણ નહીં શકો." "કેમ? હું રાજા, તમારું એ સામર્થ્ય પણ નથી; મારી વિનંતી કરું છું, જીદ છોડી દો". ના માન્યા, એ જ લશ્કરને કીધું કે, "આ ઋષિ પાસેથી એ કામધેનુ લઈ આવો કે મારે ત્યાં આગળ લઈ જઈને બાંધી દઈએ જબરજસ્તી". પછી તો થયું એવું કે એટલા બધા સૈનિકો આવ્યા અને વિશ્વામિત્રના આખા સૈન્યને એ લોકોએ મારી-મારીને નસાડી મૂક્યા અને પછી બધા પાછળ પડ્યા વિશ્વામિત્રની. તે જેમ-તેમ કરીને પોતાનો જાન બચાવ્યો વિશ્વામિત્રએ. એને સમજણ ના પડી કે આ શું થઈ રહ્યું છે.

હવે જે કામધેનુ આખા લશ્કરને જમાડી શકે, એટલું બધું અન્ન પેદા કરી શકે, તે બધું કર્યું તો શું ન કરી શકે? એ જ કામધેનુમાંથી એ સૈનિકો નીકળ્યા હતા, બધાને એવા ખો ભૂલવાડી દીધા કે આ બાજુ આવાય જ નહીં, સમજાય છે! સામર્થ્ય વગર તમે જો કોઈ વસ્તુને ધારણ કરો તો બહુ મુશ્કેલી થાય, આવું થાય. જો સામર્થ્ય હતું તો એની પાસેથી કોઈ કશું લઈ જઈ શકતું નહોતું, ગમે તેટલી બળજબરી કરે તો પણ. અલ્ટીમેટલી આખી વાતનો સૂર એ છે કે, ભાઈ, સામર્થ્ય કેળવજો જીવનની અંદર; સામર્થ્ય એ જ તમારી મૂડી છે, સામર્થ્ય કેળવજો. શાંત રહેવાનું સામર્થ્ય, ગમે તેવી પરિસ્થિતિ હોય; રાજાનું આખું લશ્કર આવી ગયું હતું લડવા, બોલો, ઋષિ બિચારા એકલા શાંત, સ્થિર, હાલે તેવું નહીં. કેવું સામર્થ્ય કેળવ્યું! હસતા, શાંત ભાવે રહીને રાજાએ ઘણું બધું કહ્યું, લાલચો આપી, આ તે બધું કર્યું; વચ્ચે-વચ્ચે એ તો બધું લાંબી વાર્તા ના કહી તમને, તો એ બધાની એમણે ઉપેક્ષા કરી કે, "રાજા, મારે આ પૂરતું છે, મને તારા રાજપાટની જરૂર નથી, મને તારા સોનામહોરોની પણ જરૂર નથી; તું આખું તારું રાજ્ય આપી દે તો પણ એના એક્સચેન્જમાં પણ તને આ મળી શકે એવું નથી, અને આને રાખવાનું તારું સામર્થ્ય પણ નથી, ગજું જ નથી".

એટલે પછી પેલાને બહુ ચોંટી ગયેલી, આવું-આવું થતું હોય. તો મોરલ ઓફ ધ સ્ટોરી એ છે કે: સામર્થ્યવાન બનો, ધૈર્ય કેળવો, સતત લાગ્યા રહો; જે નિયત કર્મ છે તમારું તેને છોડશો નહીં, જે કરતા હોય એ ચાલુ રાખો, ચાલુ રાખો, કર્યા જ કરવું કર્યા પણ નિયત કર્મ કયું? યજ્ઞ કર્મ. હવે યજ્ઞ અને નિયત કર્મ વિશે આગળ વાત થાય એટલે કીધું ને કે, મહાપુરુષ સંસ્કાર રહિત પુરુષની અંદર પણ એના શ્વાસમાં કે એના પ્રશ્વાસમાં, એના મનમાં કંઈક એવું આમ ગોઠવણી કરી દેશે કે પછી પેલાના આચરણમાં એ વસ્તુ આવવા માંડે. મહાપુરુષ આ કરી શકે; કરે એવું જરૂરી નથી, વસિષ્ઠ મુનિ પણ આવું વિશ્વામિત્ર માટે કરી શકતા હતા પણ એમણે કર્યું નથી. તો જો તમને કોઈ કરવા આવતું હોય તો વિચારી લેજો કે, "યાર, હું ધન્ય છું, હું ધન્ય છું; મારો બસ હવે ટાઈમ આવી ગયો છે." એટલે ઉત્થાન કરતાં-કરતાં એને રાજર્ષિની શ્રેણી સુધી પહોંચાડી દે છે.

એટલે આટલું બધું થયા પછી હવે આગળ કહું, વિશ્વામિત્રને પછી તો રાજાને તો બહુ જ આમ પશ્ચાતાપ થવા માંડ્યો: "અરરર! આવા એક ફાલતુ માણસ જોડે હું હારી ગયો, બહુ ખરાબ થયું; પણ ગમે તે કરું, હું એના જેવો સામર્થ્યવાન તો બનુ જ બનું". પાછો વિચાર આવે એને, વળી પાછું અંદર બધું ક્રોધ વ્યાપે ને આમ થાય ને તેમ થાય કે, "નહીં, એની પાસે શા માટે કામધેનુ હોવી જોઈએ? હું સાચો જ છું, બસ, મારે ત્યાં આગળ જ હોવી જોઈએ, હું રાજા છું અને આ રાજાનો ધર્મ છે કે જેના પાસે આ બધું શ્રેષ્ઠ હોય તે બધું આંચકીને એને પોતાની પાસે રાખવાનું". એટલે કે એમનો તો વિરોધ હોય જ ને સ્વાભાવિક છે, એ લોકોને ના જ આપવું હોય, મારે લેવાનું જ હોય કે લેવું એ જ મારો ધર્મ છે, હું તો રાજા! હજી તો એને બેઠા-બેઠા આમ જ ચાલ્યા કરતું હોય, પણ આવા બધા વિચારો કરતાં-કરતાં કઈ ઘડીએ એનું ચિત્ત શાંત થઈ ગયું, એને કંઈ સમજણ પડી ગઈ ધીરે-ધીરે.

એટલો બધો અંદર શાંત થઈ ગયો, પછી એ કામધેનુનું ભૂલી ગયો અને વસિષ્ઠ પણ ભૂલી ગયો, એવી એક સ્થિતિ આવી ગઈ. બસ, એ પોતાનામાં એટલો બધો તલ્લીન થઈ ગયો; પેલી પૂછો એની તપશ્ચર્યા ઘણા ઘણા વર્ષો સુધી ચાલી. પછી એક દિવસ વસિષ્ઠ મુનિ ત્યાં આવ્યા ને કહે: "રાજર્ષિ, ઊઠો, ઉત્થાન કરો તમારું." "કેમ?" તો કે, "તમારું કર્તવ્ય કર્મ હજી આગળ બાકી છે." "શું?" તો કે, "તમારે ત્યાં ભગવાન રામને તમારે બોલાવવાના છે, અને તમારા નિમિત્તે એમને અહીંયા આગળ બોલાવી, એમના મારફતે તમારે આ વન વિસ્તાર જે છે, અરણ્ય છે, એ અરણ્યને તમારે અસુરોથી સુરક્ષિત કરાવવાનું છે; આ તમારું કર્તવ્ય છે, ઊઠો રાજર્ષિ". પાછું ઓછું આવી ગયું: "મને રાજર્ષિ કહે છે!" આટલું બધું કર્યા પછી થોડું આમ થઈ ગયું: "અરરર! મને રાજર્ષિ કીધો, મને પોતાના જેવો બ્રહ્મર્ષિ તો કહેતા જ નથી પાછા".

ફરી ક્રોધ આવી ગયો: "આજે તો બસ, આનું તો પતાવી જ દઉં". હવે વસિષ્ઠ મુનિ સતી અરુંધતી પાસે બેઠેલા, આમ બહુ સુંદર આહલાદક વાતાવરણ ને આમ બે જણ જઈને બેઠા હતા; સાંજનો સમય, સંધ્યાવંદન બધું પરવારી ગયેલા. પછી તો અરુંધતી દેવી પૂછે છે વસિષ્ઠ મુનિને કે, "પ્રભુ, આ આવું અભૂતપૂર્વ એવું આભામંડળ કેટલું સુંદર દેખાય! આ નભોમંડળ એનાથી કેવું ઝગઝગી રહ્યું છે, તો આ કોનું આટલું જબરજસ્ત તેજ છે? આ કોનો પ્રભાવ હશે આવો?" પોતે સતી જાણી શકે એવી હોવા છતાં પણ ચંચુપાત ના કરે કે એ અધિકાર જણાવવાનો કોનો છે? વસિષ્ઠ મુનિનો, તો એ અધિકાર પ્રમાણે વર્તન કરે, તેને પૂછે પાછી. નહીં તો સ્વયં જાણી શકે એવી હતી, હા, આ શિષ્ટાચાર હતો આર્ય સંસ્કૃતિમાં; દોઢડહાપણ ના થાય આમ. પતિ બોલતો હોય વચ્ચે બોલવા માંડે, કાપવા માંડે કાતરની જેમ કતર-કતર-કતર, એવું બધું નહીં.

આ હોવા છતાં પણ, બ્રહ્મર્ષિ હોવા છતાં પણ, એ પણ એટલા જ વિનય અને એનાથી અનુગ્રહ કરે કે, "સતી દેવી, આ તો છે ને તે પેલા બ્રહ્મર્ષિ વિશ્વામિત્ર છે ને, એના તપનો પ્રભાવ છે; આજે તો પૃથ્વી ધન્ય થઈ ચૂકી છે એમના તપના પ્રભાવથી કે આ જો બધું કેટલું અદભુત થઈ ગયું છે". તો પણ હાથમાં તલવાર લઈને આવેલા વિશ્વામિત્ર ત્યાં તો કે બસ, આમ પતાવી દઉં. સાંભળ્યું ત્યાં આગળ, આમ ખડાક દઈને હાથમાંથી પડી ગઈ તલવાર, જઈને ચરણમાં પડ્યો: "પ્રભુ, માફ કરો કે મારી ભૂલ થઈ ગઈ". અહંકાર ક્યારે ક્યારે વ્યાપી જાય, આ બધું આપણને સમજાવે છે, એ છોડશે નહીં. આટલી બધી તપશ્ચર્યા કર્યા પછી પણ અહંકાર ઉદ્ભવ્યો: "મને બ્રહ્મર્ષિ કેમ ના કીધો?" ખાલી ના કીધો, એની સમક્ષ ના કીધો, કારણ કે તે સમયે એ એ સ્ટેજ ઉપર હતો. એણે પણ જ્યારે જોયું કે ઓહો, આ પ્રભામંડળ તો અદભુત છે, તરત કહી દીધું કે નહીં, એ તો બ્રહ્મર્ષિ જ છે, કશો વાંધો નહીં.

ત્યારે એને આ બાજુ કે હવે જેવો એને કીધો ને, પેલો રાજર્ષિપણું છોડીને બ્રહ્મર્ષિ બની ચૂક્યો "ધેટ વેરી મોમેન્ટ". આ તપનો પ્રભાવ છે મહર્ષિના કે શબ્દ માત્રથી એ આટલું બધું વહન કરે છે, એ અહીં સમજાવવાનો પ્રયત્ન કરું છું. જ્યારે મહર્ષિ એક તમારી-મારી સામે આમ ખાલી દ્રષ્ટિપાત કરે કે એક શબ્દ બોલે છે કે એક સ્પર્શ માત્ર કરે છે, ત્યારે એ જે મૂળ બ્રહ્મ સંસ્કાર છે ને, જે એમણે રાખેલો છે સાચવીને, સંજોગીને અને બળવત્તર બનાવેલો છે, તમારી અંદર એ પ્રવાહિત કરી આપે. પછી એક દિવસ તો એ અને પાછું કેવું છે, છેક અધ્યાયની શરૂઆતમાં કહી દીધું કે આ સંસ્કાર અવિનાશી છે, એનો ક્યારેય નાશ થવાનો નથી, એવો સંસ્કાર એ તમને આપે છે; કેટલી મોટી કૃપા થાય! ઓહો! એટલે આ સ્તરના સાધકમાં રિદ્ધિ અને સિદ્ધિનો સંચાર થવાનો શરૂ થાય. રિદ્ધિ અને સિદ્ધિ આવે એટલે રાગ અને દ્વેષ આવવાની તૈયારીઓ થવા માંડે, "ખૂન ખરાબા હો જાયેગા".

તમે માનો કે અષ્ટ સિદ્ધિ ને નવ નિધિ હોય તો જલસો થઈ જાય, પણ અત્યારે તારે શું જરૂર છે? એક મોબાઈલ છે, સ્વિગી છે, બ્લિંકિટ છે અને પેલું શું, ઝોમેટો છે; જે ચાહે તું બસ ઘર બેઠા મંગાવી શકે છે ને, જલસો કર તારે! તારી સમૃદ્ધિનો તો કંઈ પાર નથી, યાર! આ તમારી કામધેનુ તો ઓછી છે, તમારો મોબાઈલ તમને શું લાગે છે? આટલી અપાર સમૃદ્ધિની અંદર, એ બધું હોવા છતાં જો તમને એમ વિચાર આવે કે ચાલો આજે બ્રહ્મ વિચાર કરીએ કે બ્રહ્મચિંતન કરીએ, તો તમે ધન્ય છો. એ સંસ્કાર જે તમારી અંદર અત્યારે જાગી રહ્યો છે ને, તે કોઈક મહાપુરુષોએ કોઈક કાળે પ્રવાહિત કરેલા એ સંસ્કારનું પરિણામ છે; તમારો પુરુષાર્થ તો હજી છે જ નહીં. એટલે કહે છે કે અહીં ભયસ્થાન છે, સાચવો; તે યોગ આ મહત્વપૂર્ણ કાળમાં આ લોકમાં એટલે શરીરમાં લગભગ નષ્ટ થઈ જાય છે, જ્યારે પણ એને સંસ્કાર આપવામાં.

હવે આ સીમારેખાને કઈ રીતે પાર કરી શકાય? ત્યારે કહે છે શ્રીકૃષ્ણ કે, "મારો આશ્રિત, મારો પ્રિય ભક્ત છે, અનન્ય સખા છે, તે નષ્ટ થતો જ નથી". દેહ ભલે નષ્ટ થઈ જાય, તે ક્યારેય નષ્ટ થતો નથી; કારણ કે એ મારો ભક્ત છે, મારો સખા છે, શ્રીકૃષ્ણનો સખા છે. પ્રભુ કહે છે કે આ કાળમાં પણ યોગ કલ્યાણકારક જ છે, પરંતુ સાધક ત્યાં પહોંચતા સુધી ઘણું કરીને લપસી પડે. આ યોગ શ્રીકૃષ્ણે અર્જુનને કહ્યો કારણ કે અર્જુન ક્ષત્રિય શ્રેણીનો સાધક હતો, રાજર્ષિ અવસ્થાવાળો હતો, જ્યાં રિદ્ધિ-સિદ્ધિઓના પથારામાં સાધક નષ્ટ થઈ જાય છે. અર્જુન પણ નષ્ટ થવાની એવી અવસ્થાની અંદર પહોંચી ગયેલો હતો . શા માટે કહ્યો? "কারণ કે તું મારો ભક્ત છે, અનન્ય ભાવથી મારો આશ્રિત છે અને પ્રિય છે, અને મારો તું સખા છે". ગીતા શ્રવણના અંતે અર્જુને કહ્યું કે, "મને સ્મૃતિ પ્રાપ્ત થઈ છે, જેવી મનુને પ્રાપ્ત થઈ હતી." અસ્તુ.

આ શ્રીમદ્ ભગવદ્ગીતા જ વિશુદ્ધ મનુસ્મૃતિ છે. જે પરમાત્માની આપણને જંખના છે, તે પરમાત્મા સદ્ગુરુ રૂપે આત્માથી અભિન્ન થઈને જ્યારે નિર્દેશ આપવા લાગે છે, ત્યારે જ વાસ્તવિક ભજનનો આરંભ થાય છે. તમને નિર્દેશન એ જ કરશે; ડાયરેક્ટર એ છે, દિગ્દર્શન કર્યા જ કરશે તમને, ત્યારે ભજનનો આરંભ થાય છે. અહીં સદ્ગુરુ પરમાત્મા પ્રેરકની અવસ્થામાં છે, એકબીજાના પર્યાય છે; પરમાત્મા અને સદ્ગુરુ બે એક જ છે. તમે એને પર્યાય રૂપે જુઓ છો, તમારી રિક્વાયરમેન્ટ એવી છે માટે એને સદ્ગુરુ રૂપે થઈને આવવું પડે છે પરમાત્માને. કોઈને પ્રેરણા કરીને કે, "ભાઈ, જા ત્યાં આગળ ને પેલાને માથે હાથ મૂક, એની પાસે આ કરાવવાનું બાકી છે." અને પરમાત્માનું આયોજન તો કેટલી પેઢીનું હશે, તમે વિચાર તો કરો! આને પ્રેરણા કરે, પેલો તરત પકડી શકે એવું: "હા ભગવાન, હા હા બરાબર છે, માનવ આવવાનો છે, બરાબર છે; હા તો શું એના માથે હાથ મૂકું?

ઓકે, મૂકી દઈશું." એવી રીતે. આ સદ્ગુરુ અને પરમાત્માએ કહી રાખેલું હોય કે માનવ પાસે બહુ કામ કરાવવાનું બધું આગળનું, એનાથી કેટલાય લોકો તરી જશે એવું કામ એની પાસે લેવાનું છે કે, "સારું ઓકે, ઓકે." કારણ કે યાદ રાખજો હો, બાજુમાં અમિતભાઈ બેઠા છે, બોલી ના જતો પાછો. "ના સાહેબ, નહીં બોલું, કોઈ દાડો નહીં ભૂલું; તમે કહેશો એમ કરીશ, કરીશ; વચનમ્ તવ પ્રભુ, કહે છે તેમજ કરું છું." તેવું જ થાય. અહીં સદ્ગુરુ પરમાત્મા પ્રેરકની અવસ્થામાં આવી જાય છે. જે સ્તર પર આપણે ઊભા હોઈએ તે સ્તર પર પ્રભુ પોતે હૃદયમાં ઉતરી અને પછી રોકટોક કરવા લાગે. વૈકુંઠમાંથી ઉતરીને આવતા તો વાર લાગે કે, "ભાઈ, હવે થોડીક ચા ઓછી કરજે તું, આ કરજે ને આ ના કરજે". હવે છેક ત્યાંથી આટલું બધું આવું કહેવા માટે આવવું પડે એમને! એને કહો: "ઊભા રહો, જોડે રાખો ને થોડા દિવસ દિવ્યાંગ." એટલે એ બધું કહી દેશે, પહોંચી જાય, નિમિત્ત બનાવી દેશે મોહિતને અને આમ વારાફરતી મૂકી દેવા છે.

કરતાં-કરતાં એ રોકટોક કરવા લાગે, લથડતાં-લથડતાં ખાતા હોય તો તેને સંભાળી લે. પહેલા જ અર્જુને કીધું: "પ્રભુ, હું પડી રહ્યો છું, સંભાળો મને, ઊંચકી લો." પ્રાર્થના શું હતી? હવે પરમાત્મા એને ઊંચકી રહ્યા છે ધીરે-ધીરે કરીને અને બતાવે છે કે, જો આ કેવી રીતે થઈ શકે છે. એટલે કહે છે કે લથડિયાં ખાતા આપણને સંભાળી લે છે અને ત્યારે મન વશ થઈ જાય છે. જ્યાં સુધી ઇષ્ટદેવ રથી બનીને, રથી આત્માથી અભિન્ન થઈને પ્રેરકરૂપે પાસે ઊભા નથી રહેતા, ત્યાં સુધી આ પથમાં સાચો પ્રવેશ જ થતો નથી; "નો એન્ટ્રી" ક્યાંય જોવા નહીં મળે. એટલે જેને જેમ ફાવે એમ બધા અંદર ઘૂસ્યા રાખે છે ને બધું કર્યા રાખે છે, પણ જે સૂક્ષ્મની અંદર જે અહીંયા બધા ઇનહિબિશનો છે, તે જ એમને રોકી પાડે છે; એ લોકો આગળ વધતા વધી શકતા જ નથી. આજે આ બોપલ તમને આવું દેખાય છે, એક કાળ એવો હતો કે જ્યારે આ પેલા અત્યારના ઇસ્કોન ચાર રસ્તા છે, ત્યાં તો પેલો ફ્લાયઓવર પણ નહીં ને કંઈ નહીં.

એ માણસ ત્યાં સુધી આવે અને આમ કરીને આમ જુએ ખૂણાની અંદર, તો એક રસ્તો આમ જતો દેખાય; ગીચ ઝાડી બિલકુલ વાળો રસ્તો કે અંદર પેઠા પછી તમને સૂર્ય પણ ના દેખાય. આંબલી સુધી આવો તો પણ એટલું સુંદર. તો બપોરે ૧૧ વાગ્યે કોઈક માણસ આમ કરીને આમ જોયા કરતો હોય: "આ રસ્તો ક્યાં જાય છે? આ જવાય કે ના જવાય? સલામત છે કે નથી?" કોઈને ખબર નહોતી. ત્યારે આટલો એસ.જી. હાઈવે આવો ધમધમતો નહોતો, કશું નહોતું. એટલે પરમાત્માના માર્ગે જ્યારે કોઈ આમ બધા લટાર મારવા નીકળેલા હોય ને બધા, તો આમ ડોકિયાં કરતા હોય ખરા આમ કે, "આમ જવાય કે ના જવાય, જવાય કે ના જવાય". પછી ત્યાં આગળ કોઈ પ્રેરક આવીને ઊભો રહે કે, "શું ક્યાં જવું છે, ભાઈ?" તો કે, "આ રસ્તો ક્યાં જાય છે?" તો કે, "આ તો પરમાત્માને ત્યાં જાય." "એમ? તો આમ જવાય કે ના જવાય?" અરે ચોક્કસ જવાય; તમારી આટલી-આટલી ક્વોલિફિકેશન હોય તો તમે જાઓ, ના હોય તો ના જશો.

પ્રિસ્ક્રિપ્શન તૈયાર જ હોય એની પાસે આખું રેડી, અને તરત તમને એ કહી દેશે કે ભાઈ આવું-આવું કરવાનું, આવું-આવું નહીં કરવાનું, બસ, અને તમને પહોંચાડી દે છે. એટલે ત્યાં સુધી આત્માથી અભિન્ન થઈને સદ્ગુરુ ઇષ્ટદેવ રથી બનીને ઊભા રહે છે, ત્યાં સુધી પથમાં સાચો પ્રવેશ પામી શકાતો નથી. પણ જેવા આવી ગયા, તે પળે સાધક અવશ્ય છે, પણ એની પાસે ભજન ક્યાં છે? પૂજ્ય ગુરુદેવ ભગવાન ઘણીવાર કહેતા હતા: "અરે, હું તો કેટલી વાર નષ્ટ થતાં-થતાં બચી ગયો; મને તો ભગવાને જ બચાવી લીધો, ભગવાને આવું સમજાવ્યું, ભગવાને આવું કહ્યું." તો અમે પૂછતા કે, "મહારાજજી, શું ભગવાન પણ બોલે છે, વાતચીત કરે છે?" તેઓ બોલ્યા: "હા હા, ભગવાન બોલે છે, એ રીતે જ બોલે છે જો હું અને આ તમે બોલીએ છીએ ને, એવી જ રીતે બોલે છે ." ભગવાન તો કલાકો સુધી બોલ-બોલ કરે છે, કલાકો સુધી, અને ક્રમ પણ ના તૂટે.

અમને ઉદાસ થઈ ગયા અને આશ્ચર્ય પણ થયું કે ભગવાન કઈ રીતે બોલતા હોય, આ તો સાવ નવી વાત કરે છે. થોડી વાર પછી મહારાજજી કહે છે: "કેમ ગભરાય છે? તારી જોડે પણ બોલશે, ચિંતા શું કરવા કરે છે?" આ સખ્ય ભાવ છે. આમ થાય ત્યારે આ નષ્ટ થવાની સ્થિતિમાંથી સાધકને પાર ઉતારી દે. પ્રભુએ કહ્યું: "અર્જુન, મારા અને તારા અનેક જન્મો થઈ ગયા છે; તું એ બધાને નથી જાણતો, પરંતુ હું જાણું છું ." સાધક નથી જાણતો, સ્વરૂપસ્થ મહાપુરુષ એ જાણે છે; અવ્યક્તની સ્થિતિ જેને મેળવી લીધેલી છે, વ્યક્તમાંથી અવ્યક્તમાં જઈને પ્રાપ્ત કરી લીધેલી છે, એ જાણે છે. તો અર્જુન પૂછે છે, પ્રશ્ન કરે છે કે, "શું આપ પણ બધાની જેમ જ પેદા થાઓ છો?" શ્રીકૃષ્ણને પૂછી લીધું એણે, તો સખા છે તો પછી વાંધો શું છે? શ્રીકૃષ્ણ કહે છે કે ના, સ્વરૂપની પ્રાપ્તિ શરીર પ્રાપ્તિથી ભિન્ન છે; મારો જન્મ આ આંખો વડે જોઈ શકાતો નથી, આ આંખો વડે જોઈ શકાતો નથી.

હું અજન્મા, અવ્યક્ત, શાશ્વત હોવા છતાં પણ શરીર ધારણ કરું છું; શરીર ના હોવા છતાં પણ તે પરમ તત્ત્વમાં પ્રવેશ પામી શકાય છે. લેશમાત્ર પણ ઉણપ હોય તો જન્મ લેવો પડે છે. અત્યાર સુધી અર્જુન શ્રીકૃષ્ણને પોતાની જેમ દેહધારી સમજતો કે, "જેવો હું છું એવા જ આપ મારા સખા છો; શું આપનો જન્મ એ રીતે જ છે જેમ આ બધાનો થાય છે? શું આપ પણ સૌની જેમ જ શરીરે પેદા થાઓ છો?" શ્રીકૃષ્ણ કહે છે: "ના, હું વિનાશ રહિત, પુનર્જન્મ રહિત અને સમસ્ત પ્રાણીઓના પ્રાણમાં સંચારિત હોવા છતાં પણ પોતાની પ્રકૃતિને અધીન કરીને આત્મમાયા વડે પ્રગટ થાઉં છું ." એક માયા અવિદ્યા છે , એક માયા અવિદ્યા છે કે જે પ્રકૃતિમાં તમને વિશ્વાસ અપાવે છે, નીચ અને અધમ યોનિઓનું કારણ બને છે તે. બીજી માયા છે આત્મમાયા, જે આત્મામાં તમને પ્રવેશ અપાવે છે; આત્મમાયા પ્રજ્ઞા ઋતંભરા, એ તમને પરમાત્મામાં અવશ્ય પ્રવેશ અપાવે છે, સ્વરૂપના જન્મનું કારણ બને છે.

જ્યાં સુધી આત્મમાયા પ્રગટે નહીં, ત્યાં સુધી સ્વરૂપનો જન્મ સંભવ નથી. આમ પણ તમને આત્મા વિશે જાણવાની જ્યાં સુધી જિજ્ઞાસા જાગી ન હોય, ત્યાં સુધી તમે જાણો છો કે એ માર્ગે તમે બિલકુલ આગળ વધ્યા હોતા નથી; કોઈ આવીને સ્પષ્ટતાથી કહી શકે: "હું સામાન્ય માહિતી ધરાવું છું, બાકી હું કંઈ વિશેષ જાણતો નથી કે આ આત્મા શું છે, શું નહીં; પ્રભુ, જણાવવાની કૃપા કરો." અને પછી એ સ્વરૂપસ્થ મહાત્મા એની સામે આમ કરીને આમ જુએ કે, "ઓહો! કોરી સ્લેટ આવી છે આજે તો, લાવો બધું લખી કાઢું." તો આમ કરીને આમ એક દ્રષ્ટિપાત કરે ને બસ, બધા વેદો ત્યાં અંકિત થઈ જાય, એવો પાવર! પણ નિમિત્ત રૂપે મૂળ કોણ? પરબ્રહ્મ. એ તો ગમે તેના નામ-રૂપને પકડીને કામ કરાવી જ લે ને! એને તો જે કરવું હોય, સુપ્રીમ બીઇંગ છે એ તો; એને કોઈ પરવા જ નથી, કોઈ એને સરહદ નથી, કશુંય નથી.

ના નામ, ના રૂપ, ના દેશ, ના કાલ, કોઈ દિશાઓ કે કશાનું કંઈ એને મહત્વ જ નથી અને કોઈની સત્તાને સત્તા માનતા જ નથી. કેમ? તો કે એમની સત્તાથી તો બાકીના બધા સત્તાવાન બન્યા છે; એમના સમર્થનના કારણે તો આ સૂર્ય ઊગે છે, ચંદ્ર પણ આટલો પ્રકાશિત થાય છે, નદીઓ વહે છે, સમુદ્ર પોતાની જગ્યાએ રહે છે અને ગ્રહો પણ પોતપોતાની સ્થિતિ કરીને રહે છે. એમના સમર્થનથી, મૂળ સત્તા એમની. આયોજન કર્યું હોય ને; એક બહુ જ મોટી જેને કહેવાય કે કંપનીની ફેક્ટરી હોય, તો એક પ્રોડક્શન મેનેજર હોય, એક પેલો સેલ્સવાળો હોય, માર્કેટિંગવાળા હોય, બધા હોય. એને એટલી બધી છૂટ, સ્વતંત્રતા આપી દીધી હોય કે દરેક પોતપોતાની રીતે પોતાનું બેસ્ટ કરો, પણ આ કંપની ચાલવી જ જોઈએ, બસ આટલું જ એને કહી દીધું હોય. "હું બેઠો છું, પછી હું આવું, જાઉં, શું કરું, શું નહીં, કશું તમારે જોવાનું નહીં; તમારે તમારું કર્તવ્ય કરી રાખવાનું અને કોઈ કોઈનામાં ઇન્ટરફિયરન્સ કરશે નહીં ." તો સેલ્સવાળો માર્કેટિંગમાં ના કરે, માર્કેટિંગવાળો ફાઇનાન્સમાં ના કરે, ફાઇનાન્સવાળો પ્રોડક્શનમાં કચકચ ના કરવા જાય, કશું નહીં, સમજાયું?

હવે એવો ત્યાં બેઠો છે, દરેકને એવીય ખબર છે કે બેઠો છે. એ હોય કરો ને, ના હોય તે વખતે; તે વખતે તો મર્સિડીઝ નહોતી, એટલે ભગવાન પેલાની પર ફરતા હતા, આમ ગરુડજી પર. ગમે ત્યાં વધારે ને જરા પાછું આમ ટ્રાફિક જામના અંતે બધામાં ચિંતા નહીં, ગમે ત્યાં જંગલોમાંથી જવું પડે આ તે રસ્તા બસ્તા, તે વખતે સરખા લઈએ. એટલે આવી રીતે થાય; એટલે એવી આત્મમાયા હોય, તો આત્મમાયા જ્યારે પ્રગટ થાય ત્યારે પરમાત્માની અંદર પ્રવેશ તમને અપાવી દે અને ત્યાં જ વાસ્તવિક સ્વરૂપનું કારણ, જન્મનું કારણ બને. એટલા માટે એને યોગમાં માયા પણ કહેવામાં આવે છે, જેનાથી આપણે અલગ છીએ તે શાશ્વત સ્વરૂપ સાથે આપણને જોડે છે; અલગતાનું ભાન ધીમે થઈને મિટાવી દે છે, મિલન કરાવે છે. તે આત્મિક પ્રક્રિયા દ્વારા હું પોતાની ત્રિગુણમય પ્રકૃતિને અધીન કરીને પ્રગટ થાઉં છું; એમને એમ નથી થતા, એ ત્રણેય ગુણોની જે પ્રકૃતિ છે તેને પોતાને અધીન કરી દે છે અને પછી એ પ્રગટ થાય છે.

આધિપત્ય કોનું છે? આત્માનું છે, પરબ્રહ્મનું, પરમાત્માનું છે, સ્વરૂપનું છે; પ્રકૃતિ પોતાની રીતે સ્વતંત્ર નથી કામ કરવા, પૂછીને કામ કરવું પડશે, મારું સમર્થન જોઈશે જ. આવી સ્થિતિ કરીને પછી પ્રગટ થાઉં છું. શ્રીકૃષ્ણ એમ પણ કહે છે કે એવું કંઈ નથી થતું કે બીજો કોઈ જોઈ શકે. જે આજે બધું થાય છે તેની અંદર સ્વરૂપનો જન્મ પિંડ રૂપમાં નથી થતો; પેલા બધા પિંડદાન કર્યા કરે, કથામાં ચાણોદ જાય ને કંઈ જાય, શું કરે? મારો જન્મ દૈવી પરિસ્થિતિથી પેદા થાય છે કે પ્રગટ થાય છે. શ્રીકૃષ્ણ કહે છે કે, "યોગ સાધના દ્વારા, આત્મમાયા દ્વારા પોતાની ત્રણ ગુણવાળી ત્રિગુણમય પ્રકૃતિને સ્વવશ હું કરું છું અને હું ક્રમશઃ પ્રગટ થાઉં છું". ધીરે-ધીરે, હોલે-હોલે, કઈ પરિસ્થિતિમાં પ્રગટ થાઉં છું, એમ તો કહી દીધું એમણે. હવે આગળ કે, "હે અર્જુન, જ્યારે-જ્યારે પરમ ધર્મ પરમાત્મા માટે હૃદય ગ્લાનિથી ભરાઈ જાય, ત્યારે અધર્મના અતિરેકનો પાર પમાતો નથી; તેવા સમયે હું અવતાર લઉં છું".

તેવા સમયે હું અવતાર લઉં છું: "યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત, અભ્યુત્થાનમધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહમ્; પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતામ્, ધર્મસંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે". પ્રત્યેક યુગમાં પ્રગટ થઈ જાઉં છું; પણ ક્યારે? "ગ્લાનિર્ભવતિ ભારત". ભારત દરેક શિષ્યનું નામ છે, તો ભારત જ્યારે-જ્યારે ગ્લાનિ અનુભવે, ત્યારે અધર્મનો વિનાશ કરવા માટે થઈને અને ધર્મની સ્થાપના કરવા માટે થઈને હું એનામાં પ્રગટ થાઉં છું; ભગવાન આ કહેવા માંગે છે. પ્રત્યેક સાધકમાં હું અવતાર રૂપે પ્રગટ થાઉં છું, પ્રત્યેક સાધકમાં; એટલે કીધું કે મારો જન્મ પણ દિવ્ય છે અને મારા કર્મો પણ દિવ્ય છે. જ્યારે તમારું હૃદય અનુરાગથી ભરાઈ જાય એ શાશ્વત ધર્મ માટે, "ગદગદ ગિરા નયન બહે નીરા" ની સ્થિતિ આવી જાય. ગદગદ ગિરા—ગિરા એટલે વાણી ગદગદ થઈ જાય બિલકુલ આમ, અને નયન બહે નીરા—નયનમાંથી અશ્રુપાત થયા જ કરે, તમે રોકી ના શકો પ્રભુ!

આવી સ્થિતિ આવી જાય, ત્યારે પ્રયત્ન કરવા છતાં પણ અનુરાગ અધર્મને પાર નથી કરી શકતો; આવી પરિસ્થિતિમાં હું પોતાના સ્વરૂપની રચના કરું છું. અર્થાત, ભગવાનનો આવિર્ભાવ માત્ર અનુરાગી માટે છે, બીજાને તો એનું કોઈ પ્રયોજન પણ નથી. આ અવતાર કોઈ ભાગ્યશાળી સાધકના અંતરાલમાં પ્રગટ થાય. પછી અર્જુનને જિજ્ઞાસા થઈ આગળ કે, "આપ પ્રગટ થઈને શું કરો છો, પ્રભુ?" ત્યારે કહે છે: "અર્જુન, સાધૂનાં પરિત્રાણાય". પરમ સાધ્ય એકમાત્ર પરમાત્મા જ છે, જેને સાધવાથી કોઈપણ સાધના બાકી રહી જતી નથી. તે સાધ્યમાં પ્રવેશ અપાવનાર વિવેક, વૈરાગ્ય, શમ, દમ વગેરે દૈવી સંપત્તિને નિર્વિઘ્ન પ્રવાહિત કરવા માટે તથા "દુષ્કૃતામ્" જેનાથી દૂષિત કાર્યો આકાર લે છે તેવા કામ, ક્રોધ, રાગ-દ્વેષ વગેરે વિજાતીય પ્રવૃત્તિઓને જળમૂળથી નષ્ટ કરી નાખવા માટે અને ધર્મને સારી રીતે સ્થિર કરવા માટે, સારી પેઠે સ્થિર કરવા હું દરેક યુગમાં પ્રગટ થાઉં છું.

તમારી પ્રત્યેક જીવનની શ્વાસ અને પ્રશ્વાસની એક આ જે છે ને, આમ આરોહ અને અવરોહ, એક-એક યુગ છે, ત્યાં પ્રગટ થાઉં છું પ્રત્યેક. "સંભવામિ યુગે યુગે" કારણ કે શ્વાસે-શ્વાસે હું પ્રગટ થાઉં છું, એમ કહેવા માંગે છે ભગવાન. યુગનો અર્થ ત્રેતા, સતયુગ કે દ્વાપર નથી; એ યુગ ધર્મ બધાના હૃદયમાં હંમેશા પ્રવર્તે છે. અવિદ્યાથી નહીં પરંતુ વિદ્યાથી, રામમાયાની પ્રેરણાથી હૃદયમાં હોય છે. જ્યારે હૃદયમાં શુદ્ધ સત્વ ગુણ જ કાર્યરત હોય, રજસ અને તમસ બંને ગુણો શાંત થઈ ગયા હોય, વિષમતાઓ બધી સમાપ્ત થઈ ગઈ હોય, જેનો કોઈ દ્વેષ ના હોય, વિજ્ઞાન હોય; અર્થાત, ઇષ્ટ પાસેથી નિર્દેશન લેવા અને તેના ઉપર ટકવાની ક્ષમતા આવી ચૂકેલી હોય, મનમાં પ્રસન્નતાનો પૂર્ણ સંચાર હોય, જ્યારે આવી યોગ્યતા આવી જાય ત્યારે સતયુગમાં પ્રવેશ મળી ગયો, આ સમજી લેજો. તામસ ગુણ ભરપૂર હોય, કંઈક રાજસી ગુણ પણ એનામાં હોય, ચારે બાજુ અંદર વેર ને વિરોધ હોય, તો એવી વ્યક્તિ એ કળિયુગની વ્યક્તિ છે.

જ્યારે તામસી ગુણ કાર્ય કરે છે મનુષ્યમાં, આળસ, નિદ્રા, પ્રમાદ નામ લેતામાં હાજર થઈ જાય, વધી જાય છે; તે કર્તવ્ય જાણતો હોવા છતાં તેમાં પ્રવૃત્ત થઈ શકતો નથી, ગમે તેટલા બગાસા આવે, બોલવાનું બંધ નહીં. ત્યારે તેને કીધું કે કર્તવ્ય જાણું છું તો એમાં જ હું પ્રવૃત્ત રહીશ, એવા નિશ્ચયપૂર્વક સાધક આગળ વધ્યા જ કરે, વધ્યા જ કરે, એ તમસ ગુણોને વશ ના થઈ જાય; ત્રણમાંથી એકે ગુણને ઇનફેક્ટ એ વશ થતો નથી. આ યુગ ધર્મના ઉતાર અને ચઢાવ એ મનુષ્યની આંતરિક યોગ્યતા ઉપર આધારિત હોય છે. એટલે આ લોકો ઇન જનરલ એમ કરતા હોય છે કે આ ૨૦૨૬ એટલે કળિયુગ ચાલ્યો, ઘણા કહે છે કે કળિયુગ પતી ગયો ને સતયુગ આવ્યો, એમ એવું નથી હોતું. "સંભવામિ યુગે યુગે" પ્રતિપલ યોગ્યતાઓને ચાર યુગ કહે છે; તમારી ક્ષમતા જેવી તમે હાસિલ કરેલી છે તો અત્યારે તમારા માટે સતયુગ, અને આમ કરું તેમ કરું, કોઈનું પડાવી લઉં, ફલાણું કરી નાખું, પેલાને ભેરવી કાઢું આમ કરીને ને એની પાસે બધું લઈ લઉં, એ બધો નર્યો કળિયુગ છે, સમજાય છે કંઈ?

ત્યારે કળિયુગ એવો વ્યાપે ત્યારે એની એવી મતિ થઈ જાય અને પછી એવું જ કર્યા કરે, અને પછી એના પરિણામો પેલો સતયુગવાળો ભોગવ્યા કરે; સમજો, કારણ કે આવો કોઈ કળિયુગી આવશે સામે, ત્યારે તો એનામાં સતયુગ હશે ને તો કિંમત એની છે ને યાર, એની સામે જ પડશે ત્યારે જ તૈયાર થશે. હા, કોઈ યોગ્યતાઓને ચાર યુગ કહે છે, તો કોઈ આને ચાર વર્ણના નામ આપી દે છે, તો કોઈ આને જ અતિ ઉત્તમ, મધ્યમ અને નિકૃષ્ટ એવા ચાર શ્રેણીના સાધક કહીને નવાજે છે. પ્રત્યેક યુગમાં ઇષ્ટ સાથ આપે છે. સંક્ષેપમાં શ્રીકૃષ્ણ કહે છે કે, સાધ્ય વસ્તુ અપાવનારા વિવેક, વૈરાગ્ય વગેરેને નિર્વિઘ્ન પ્રવાહિત કરવા માટે તથા દૂષણના કારક એવા કામ, ક્રોધ, રાગ, દ્વેષ વગેરેનો પૂર્ણ વિનાશ કરવા માટે, પરમ ધર્મની સ્થાપના પરમાત્મામાં સ્થિર થવા માટે હું યુગે યુગે અર્થાત દરેક પરિસ્થિતિ, દરેક શ્રેણીમાં પ્રગટ થાઉં છું.

માત્ર શરત એટલી છે કે ગ્લાનિ ઉત્પન્ન થયેલી હોવી જોઈએ; એટલે માત્ર "યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત". તમને એમ લાગે કે બસ આ મારો જ્ઞાનનો દીપક બુઝાઈ રહ્યો છે, "ભગવાન, કંઈક હેલ્પ કરી દો." બસ, આ ક્ષણને આટલી જ પ્રાર્થના અને "સંભવામિ યુગે યુગે" પ્રગટ થઈ જશે. અર્જુન, મારો તે જન્મ અર્થાત જ્ઞાની સાથે સ્વરૂપની રચના તથા મારું કર્મ અર્થાત દુષ્કૃતોના કારણોનો વિનાશ, સાધ્ય વસ્તુને અપાવનારી ક્ષમતાઓનો નિર્દોષ સંચાર, ધર્મની સ્થિરતા, આ કર્મ અને જન્મ દિવ્ય અર્થાત અલૌકિક છે, એ લૌકિક નથી. આ ચર્મચક્ષુઓ વડે એને જોઈ શકાય એવું છે જ નહીં; કેવળ તત્ત્વદર્શી જ મારા આ જન્મ અને કર્મને જોઈ શકે, અને મારો સાક્ષાત્કાર કરીને તે આ પુનર્જન્મ મને પ્રાપ્ત થતો નથી, પરંતુ મને જ પ્રાપ્ત થાય છે. તત્ત્વદર્શી એક પ્રશ્ન છે; એવું કંઈ નથી કે પાંચ તત્ત્વો છે કે ૨૫ તત્ત્વો છે અને ગણતરી શીખી લીધી એટલે બની ગયા તત્ત્વદર્શી, એવું નથી.

શ્રીકૃષ્ણે અગાઉ બતાવ્યું છે કે આત્મા જ પરમ તત્ત્વ; આત્મા પરમ સાથે જોડાઈને પરમાત્મા થઈ જાય છે, આત્મા તત્ત્વની આરાધના કરીને પરમાત્મા થઈ જાય છે, સમજાયું? સિદ્ધ એ છે કે અવતાર કોઈ વિરહી, વિરહ અનુરાગીના હૃદયમાં થાય; આરંભમાં તો તે સમજી પણ નથી શકતો કે આપણને કોણ સંકેત કે માર્ગદર્શન આપે છે. એને શરૂઆતમાં તો ખબર પણ નથી પડતી કે પ્રભુ પ્રગટ થઈ ચૂક્યા છે ભાઈ ! એને ખબર જ ના હોય, એ તો ગ્લાનિમાં હોય બરાબરની; શું હવે શું થશે, શું કરવું, ભગવાન આ કેમ કરીને તમને, તમારો પાર કેમ પામી શકાય, એવું છે જ નહીં કે પ્રકૃતિનો કેવી રીતે હું પાર લાવું અને ક્યારે હું નવરો પડું ને ક્યારે હું તમારી પાસે બેસું, આવી આમ અંદરથી આમ થયેલી હોય. એવો સાધક, બસ હવે એ સાધકને ખબર નથી કે ઓલરેડી પરમાત્મા એની અંદર પ્રગટ થવા માંડ્યા છે. પછી ધીમે-ધીમે બહુ મોડા એને ખ્યાલ આવશે; એને સાધનામાં પેલો એવો વાળી દીધો હશે ધીમે રહીને.

ધીરે, ધીરે, ધીરે, ધીરે બહુ મોડા ઓહો! આટલા માઈલ મને ચલાવ્યો! પણ એ પરમાત્મા તો, એ તો કહે પહેલેથી કે મારા માટે રોડ બાંધવા બેઠા હતા, આખું તૈયારી કરીને જ આવ્યા છે તો! અને એ તો પરમાત્મા છે, એ આવે તો પછી તમારે ત્યાં આગળ જેમ-તેમ થોડી આવે? પોતાનો આમ બધો ઐશ્વર્ય વૈભવ બધું લઈને આવે. કંઈ ચિંતા નહીં કરવાની; શું તને અફરુટ આલ્યા, બહુ જ જમાડે અને પછી પાછો આત્મા-આત્મા કરાવે તમારી પાસે. શું બોલ્યા કરે કે, "તું તારે આનંદ કર, ખુશ રહે". એટલે કહે છે કે અવતાર વિરહી અનુરાગીના હૃદયમાં થાય છે અવતાર. આરંભમાં તો એ સમજી પણ શકતો નથી કે આપણને કોણ સંકેત કે માર્ગદર્શન આપે છે, પરંતુ પરમ તત્ત્વ પરમાત્માના એને જ્યારે દર્શન થાય છે, દર્શન થાય છે, દેખાય છે. નથી કીધું સમજો, દેખાવું અને દર્શન થવું તેમાં બહુ ફરક છે. અવ્યક્તના હંમેશા દર્શન હોય, વ્યક્તને તમે દેખી શકો, એના પરથી સમજો.

અને પછી જ્યારે આવું થઈ જાય, પછી એ શરીરને, એ શરીરને ત્યાગીને પુનર્જન્મ પામતો નથી. કેમ કે જે દેહની અંદર પરમાત્માનું પ્રગટીકરણ થઈ ચૂક્યું હોય "દેટ ઇઝ લાસ્ટ" ચરમ શરીર, "દેટ ઇઝ ફાઇનલ". જ્યાં તમે આત્મા પ્રગટ કર્યો, એ બોડી તમારું છેલ્લું, આ નિયમ છે, માટે પુનર્જન્મ થતો નથી; કારણ કે હવે તો ઓલરેડી પરમાત્મા આવી ચૂકેલા છે. બધું વાળી-જોડીને આમ-તેમ સૂપડા સાફ કરી નાખશે, બધું ખતમ, કોઈ વિકાર જ નહીં, કંઈ નહીં. તમે નિર્વિકારીના સંગમાં છો; પરમ મંગલમય એવો નિર્વિકારી પાછો કે જ્યાં જાય ત્યાં મંગલ, મંગલ, મંગલ. બસ, હવે તો કે આ છેલ્લું દંગલ, "લાસ્ટ બેટલ" બસ, અને એ તો તમારે આમાં જીતવાનું જ છે પાછું, નક્કી છે; કેમ કે રથી તમારો કોણ છે? પરમાત્મા છે. ખાતરી થઈ ગઈ, ધન્ય થઈ ગયો પ્રભુ! ક્યારેય એને હારી જ ના શકીએ, વિચાર સુધ્ધાં નહીં આવે આપણને કે, બસ હવે આ વખતે તો હારવું જ નહીં અને આપણે તો એમ કહી દઈએ કે હારું હું નહીં.

સ્થિતિ ગમે તે, પરિસ્થિતિ ગમે તેવી હોય, હવે તો પરમાત્મા મારી સાથે છે. તો અર્જુન કેવો આમ-આમ તૂટી પડ્યો હશે બરાબરનો! આમ વિચાર કરો તો જોઈ જરા. આગળ શ્રીકૃષ્ણ હોય તો કેવી તાકાત આવી જાય! તમે વિચાર કરો, તમે છો ને તમારી આમ બાજુમાં જ આવીને ઊભા રહેલા છે, અને બાજુમાં જ છે. તમને અત્યાર સુધી દેખાતા નહોતા, હવે દર્શન કરાવી દીધા બરાબર, આ રહ્યા કે છે જો અહીંયા આમ જ છે, એના દર્શન ધરાઈ-ધરાઈને કરી લેજે; કારણ કે તને દેખવા નહીં મળે, દર્શન કરી લે. બસ, એક વખત અમને એમના દર્શન થઈ ગયા, પછી તમે જગત જીતી જાઓ, તમે જ જગજીત. એ જગન્નાથ તમારા દ્વારા એ જગત જીતી લે તમને નિમિત્ત બનાવીને, એવો એ જગતનો નાથ છે. એટલે "સંભવામિ યુગે યુગે" કરે; અવતાર રૂપે પ્રગટ થઈને દર વખતે બધા વિકારોને ખતમ કરીને બસ એનું કાર્ય પૂરું થઈ જાય, વળી પાછા એ શાંત થઈ જાય પાછા.

ફરી આગળ ફરી કોઈ અનુરાગી પાછો ઉત્પન્ન થાય ને એને ગ્લાનિ થાય ત્યારે પાછું ફરી પરમાત્માનું પ્રગટીકરણ થવાનું. તો શ્રીકૃષ્ણે કહ્યું છે કે, "મારો જન્મ દિવ્ય છે અને એને જોનાર મને પ્રાપ્ત થાય છે". તો લોકોએ એની મૂર્તિ બનાવી દીધી, પૂજા કરવા લાગ્યા, અને આકાશમાં ક્યાંક કોઈક એના નિવાસની કલ્પના કરી લીધી. ભલા ભાઈ, આવું કંઈ નથી; મહાપુરુષોનો આશય માત્ર એટલો જ હતો કે જો તમે નિર્ધારિત કર્મ કરો તો તમને લાગશે કે તમે દિવ્ય છો. "જે તમે થઈ શકો છો તે હું થઈ ગયો છું, હું તમારી સંભાવના છું, હું તમારું ભવિષ્ય છું; જે દિવસે તમે મારી અંદર આવીને પૂર્ણતાને પ્રાપ્ત કરી લેશો, તે દિવસે તમે પણ જે શ્રીકૃષ્ણ છે તે જ બની જશો". જે શ્રીકૃષ્ણનું સ્વરૂપ છે તે પણ તમારું સ્વરૂપ થઈ શકે; અવતાર ક્યાંય બહાર થતો નથી. હા, જો પ્રેમ-ભક્તિભર્યું હૃદય હોય તો તમારી અંદર પણ તમને અવતારની અનુભૂતિ તો સંભવ છે ભાઈ.

તેઓ પ્રોત્સાહિત કરે છે, કોણ? શ્રીકૃષ્ણ પોતે કે, "ઘણા લોકો આ માર્ગ ઉપર ચાલીને મારા સ્વરૂપને પામ્યા છે, તું ચિંતા ના કરીશ અર્જુન; તું બસ લાગેલો રહે, તું તારા નિષ્કામ કર્મની અંદર તું લાગેલો રહેજે". આવી રીતે આ માર્ગે ચાલીને અગાઉ પણ ઘણા લોકો મારા સ્વરૂપને પામી ચૂક્યા છે, ઘણા દાખલા મોજૂદ છે. રાગ અને વિરાગ બંનેથી પર એવા વીતરાગ, એ જ રીતે ભય અને અભય, ક્રોધ અને અક્રોધ બંનેથી પર, અનન્ય ભાવથી અર્થાત સંપૂર્ણ અહંકાર રહિત બનીને મારે શરણે આવેલા ઘણા લોકો જ્ઞાન તપથી, જ્ઞાનથી તપીને પવિત્ર થઈને મારા સ્વરૂપને પામી ચૂક્યા છે. હંમેશા આવું જ થતું આવ્યું છે ભાઈ, અને આ કંઈ પહેલી વખત નથી થઈ રહ્યું અને હવે કંઈ આ નથી થવાનું એવું પણ નથી; કારણ કે "સંભવામિ યુગે યુગે". જેના-જેના હૃદય ધર્મની વૃદ્ધિ જોઈને પરમાત્મા માટે ગ્લાનિથી ભરાઈ ગયા છે, તે સ્થિતિમાં હું પોતાના સ્વરૂપને રચું છું, તે મારા સ્વરૂપને પ્રાપ્ત કરી લે છે.

વાત પૂરી થઈ ગઈ અહીંયા, આ પ્રશ્ન પૂરો થઈ ગયો. હવે તેઓ યોગ્યતાના આધારે ભજવાવાળાની શ્રેણીઓનું વિભાજન કરે છે: "પાર્થ, જે મને જેટલી તલ્લીનતાથી ભજે છે, હું પણ તેને એ જ રીતે ભજું છું". હવે ભક્ત એવું માને છે કે હું ભગવાનને ભજું છું, ભગવાન કહે છે કે હું એને ભજું છું, લો કરો વાત! સમીકરણમાં ઇઝ ઇક્વલ ટુ (=) હોય છે, બે બાજુની વચ્ચે ઇઝ ઇક્વલ ટુ હોય છે કે નથી? એટલે એ જ પ્રમાણમાં હું એને સહયોગ પણ આપું છું; કયો યોગ આપે છે? સહયોગ આપે છે. એ જેટલો મને સહયોગ આપે છે, એટલો જ સહયોગ હું એને આપું છું; સાધકની શ્રદ્ધા જ કૃપા બનીને એને પાછી મળે છે, લો. તમારી જ શ્રદ્ધા કૃપા થઈને તમારી પર પાછી વળશે. જે મને પ્રિય છે, તે એવું જ આચરણ કરે છે કે જે હું તેને કરાવવા માંગું. જેમ મળો તેમ મળી જઈશ. "ભગવાન, પણ તમે મારી જોડે રહેજો બસ." આટલું કહેવાનું આપણે, અને પછી એ ક્યારેય આપણને છોડીને જતા નથી; અંતિમ સ્વરૂપમાં પ્રવેશ કરાવી દેશે સંપૂર્ણપણે, બહુ કૃપાળુ.

ભગવાન કઈ રીતે ભજે છે ભક્તને? તે રથી બનીને ઊભા થઈ જાય છે, રથી બનીને ઊભા થઈ જાય છે. જ્યાં-જ્યાં દૂષિત પેદા થાય, દુર્મતિ પેદા થાય, તેનો વિનાશ કરવા માટે ઊભા થઈ જાય; તમારી પાસે જ એ કરાવશે. "હું ઊભો છું, ખતમ કર આને; હું ઊભો છું તો ખતમ કર આને." હવે પોતે સ્વયં મંગલમૂર્તિ અને તેમ છતાં પણ આપણી પાસે આ કરાવી રાખે બધા વિકારો. એક પછી અરે, પરમાત્મા પ્રગટ થઈ ગયા સ્વયં, એમની હાજરી માત્રથી વિકારો તો બધા માઈલો દૂર નાસી ગયા, કઈ કઈ દાડાના! હવે તો તમારી પાસે નિમિત્ત રૂપે આ કરાવવા આવે બધું ફિઝિકલ આય, કે જેથી કરીને તમને સ્વરૂપની પ્રાપ્તિ થયા પછી એમ લાગે કે હું પણ કંઈક કરીને અહીં પામ્યો છું; અમથું-અમથું મફતમાં નથી આપી દીધું એવી રીતે એટલા માટે, બાકી પરમાત્માએ તો ત્યાં કહી દીધેલું છે કે આ બધા તો મરેલા જ છે. આગળ ઉપર આવશે તમે જુઓ, કારણ કે સાધક જાતે પ્રકૃતિના દ્વંદ્વનો પાર પામી શકે નહીં.

તે કઈ રીતે સમજશે કે તે કેટલે પહોંચ્યો, કેટલું બાકી? ઇષ્ટ જ આત્માથી અભિન્ન થઈને સાથે ઊભા રહે અને તેનું માર્ગદર્શન કરે છે કે, "તમે અહીંયા છો, તમે અહીં આમ કરો, તેમ કરો". અને આ પ્રકૃતિને ખાઈને પાર કરતા આટલે આવ્યા છો; ધીમે-ધીમે આગળ વધતા તમે સ્વરૂપમાં પ્રવેશ પણ એમ કરતાં-કરતાં જ અપાવી દે છે. શું કર્મમાં પ્રવૃત્ત થતાં જ તત્ક્ષણ આ પરમ સિદ્ધિ મળી જાય છે? શ્રીકૃષ્ણ કહે છે કે ના. તમે શરૂઆત કરી એટલે થઈ જાય કે શું? તો કે ના, એવું નહીં; આ સોપાન પર ક્રમશઃ ચઢવાનું વિધાન છે, ક્રમશઃ ચઢવાનું વિધાન છે. કોઈ છલાંગ લગાવીને ભાવાતીત ધ્યાન જેવો ચમત્કાર કંઈ થતો નથી. હવે ગુણોના માધ્યમથી કર્મને ચાર વિભાગમાં વહેંચ્યું છે; ગુણ એક આધાર માપદંડ છે. તમે બે કલાક આરાધનામાં બેસો છો પરંતુ ૧૦ મિનિટ પણ પોતાના પક્ષમાં હોતા નથી. શરીર અવશ્ય બેઠું હોય પરંતુ મન જે બેસવું જ હોય ત્યાં આગળ; શરીરની સાથે જો દેહ અને મન જ્યારે-જ્યારે છૂટા પડે છે, શરીરમાં ગરબડ ચાલુ થઈ જાય છે.

જ્યાં-જ્યાં શરીર હોય, ત્યાં મન હોવું જ જોઈએ; મનની ગેરહાજરીમાં દેહની અંદર ગરબડ ચાલુ. આ બધા રોગ આવી રીતે આવ્યા છે, બધા રોગ આવી રીતે થાય; કારણ કે મન જે છે તે પ્રાણનું વહન કર્યા કરે. પ્રાણ છે તે લાઇફ છે, લાઇફ ફોર્સ છે, જીવંત પ્રવાહિત થઈ રહી છે ભાઈ. એ મન દ્વારા તમે એમ કહો કે મારું મન નથી શરીરમાં ને ક્યાંક બીજે હોય ભટકતું, તો એ બરાબર નથી. એટલે મન કે જે બેસવું જ હોય, તે તો હવા જોડે વાતો કરતું હોય તમારું, કુતર્કોના જાળા રચ્યા કરતું હોય કે, "કંઈક જાણી કરીને આમ કરી નાખું ને આમ કરી નાખું; એ આમ કરશે ને એટલે પછી હું આમ કરી દઈશ, એ આવું કહેશે ને ત્યારે હું આમ કહીશ ને જો આમ કહેશે તો હું આમ કહીશ." પહેલાથી બધી આમ નવ-નવ આ બાજુ તૈયાર રાખી હોય એણે પોતાની ચાલ. તરંગ પર તરંગ છવાઈ જાય છે, તો તમે બેઠા છો, તમે સમય બગાડો છો; ઊઠો, આ માર્ગમાં અગ્રેસર ઉન્નત લોકોની સેવામાં લાગી જાઓ.

જ્યારે તમને આવું થાય, તો તમારું પેલું છોડી દેજો; આ માર્ગમાં અગ્રેસર હોય, તમારી આગળ હોય એવા લોકોની સેવામાં લાગી જજો. કારણ કે તમે શુદ્ર શ્રેણીથી તમારે શરૂઆત કરવાનો વખત આવી ચૂક્યો છે; આ તમારો અધિકાર બતાવે છે કે તમે બેઠા અને તમે ૧૦ મિનિટ પણ બેસી નથી શકતા, તમારા મનને સ્થિર નથી રાખી શકતા, તો એ બતાવે છે કે તમને અત્યારે આની નહીં પણ તમારે કોઈક સેવા કરવા જવાની જરૂરત છે. તો સેવા પાછી કોની કરવાની? ગમે તેની કરવાની? નગરશેઠ છે એટલે કરવાની? કલેક્ટર છે એટલે કરવાની? કે ના, તમારા આ માર્ગ જે તમે વિચારી રહ્યા છો, તેમાં જે અગ્રેસર છે, આગળ છે, ઉન્નત છે, એવા લોકોને ખોળીને તેની સેવા કરજો; જે કંઈ શક્ય હોય બની શકે એટલી. તો એમ કરવાથી શું થશે કે દૂષિત સંસ્કારો જે છે, તેનું ધીરે-ધીરે શમન થશે. શા માટે કરવાની? જો ખબર નહીં હોય તો તમે કહેશો કે હું કંઈ નોકર થોડો છું!

પણ કે છે ના એવું નહીં; તું જો સેવા કરીશ તો તારામાં જે દૂષિત સંસ્કારો છે જે તને ૧૦ મિનિટ બેસવા નથી દેતા, તે શાંત થતા જશે. એટલા માટે તારે સેવા કરવી છે, એટલા માટે તું ત્યાં આગળ જઈને તું સેવા કર; સાધનામાં પ્રવેશ અપાવનારા સંસ્કારો તારા પ્રબળ બની જશે, સાધનામાં તને હેલ્પ થશે. సాધક વૈશ્ય શ્રેણીમાં આવી શકે, શુદ્ર શ્રેણીમાંથી વૈશ્ય શ્રેણીમાં આવી જશે. અને તામસી ગુણો ઓછા થતાં-થતાં તો રાજસી બનશે. પછી સાધક ઇન્દ્રિય સંયમ અને આત્મિક સંપત્તિનો સંગ્રહ કરી શકશે આગળ. આ તામસી ગુણોનો ક્ષય થતાં તે ક્ષત્રિય શ્રેણીમાં આવી જશે. કર્મમાં પ્રવૃત્ત રહેવાની, પાછી નહીં હટવાની, "ડગલું ભર્યું કે ના હટવું" વાળો સ્વભાવ; સ્વભાવ પર સ્વામિત્વ મેળવવાની—"આઈ મસ્ટ ગેટ કંટ્રોલ ઓવર માયસેલ્ફ" વાળી જે વાત છે ને, તે તેના પર એ કરીને પ્રકૃતિના ત્રણેય ગુણોને કાપવાની, સ્વભાવ પર સ્વામિત્વ મેળવવાની ક્ષમતાવાળો બની જશે ધીરે-ધીરે.

કરતા છેવટે કર્મો સૂક્ષ્મ થવાથી, માત્ર સ્વભાવમાં સાત્વિકતા આવી જવાથી મનનું શમન, ઇન્દ્રિયોનું દમન, એકાગ્રતા, સરળતા, ધ્યાન, સમાધિ, ઈશ્વરીય નિર્દેશ, આસ્તિકતા, આ બધું પછી ઉભરાવવા માંડશે, અને બ્રહ્મમાં પ્રવેશ અપાવનારી ક્ષમતા છે આ બધી. એની સાથે જ સાધક બ્રાહ્મણ શ્રેણીમાં આવી જશે. આથી પણ આગળ જ્યારે તે બ્રહ્મમાં સ્થિર થવા માંડશે, ત્યારે તે આ બધાથી પાર થઈ પરવારીને, અન્ય લોકોના માર્ગદર્શન પૂરતો બ્રાહ્મણ બનીને બેસી રહે. એણે પ્રાપ્ત કરી લીધું, હવે પાછો કોઈ બીજાને પ્રાપ્ત કરાવવામાં સહાયક ભૂમિકામાં આવી જાય, પણ રહે છે માત્ર બ્રહ્મમાં જ. જ્યારે જુઓ ત્યારે કેમ? તો કે, "મારી ટિકિટ લાગી છે, તુર્યાતીતમાં રહું છું, તુર્યામાં." કારણ કે તુર્યામાં સહાય શક્ય છે, તુર્યાતીતમાં શક્ય નથી. તો તુર્યાતીતમાં લાગેલા જે હોય તેવાની પાસે તો ભલભલા જાય ને એટલે ઝાટકો લાગે, એમના બધા વિકારોનો અંત આવે ને તો બધું કેટલે દૂર થઈ બધું ખતમ થવા માંડે; એટલે એ એક આખું લેવલ પાછું ઓટોમેશનનું થઈ જાય છે, એ આખી જુદી વાત છે.

કર્મ એક જ છે; અહીંયા આગળ ચોથા અધ્યાયમાં ૧૩મા શ્લોકની અંદર ભગવાન કહે છે આગળ કે, "નિયત કર્મ એ જ કર્મ છે, બાકી બીજું તમે જે કંઈ કહો છો એ બધું કંઈ કર્મ નથી". એમ કર્યા કરો છો એ વાત જુદી છે. આ કરતાં-કરતાં જ સાધક અવ્યક્ત મહાપુરુષ બની જશે; કેવો બની જશે? અવ્યક્ત મહાપુરુષ બની જશે. વ્યક્ત તો થઈ ગયેલું છે આ બધું જે કંઈ, એ તો કંઈ કામ લાગે એવું આપણને દેખાતું નથી ભાઈ. હવે ચલો, હવે ગ્લાનિર્ભવતિ ભારત, ત્યાર પછી આમ થાય પ્રભુ કંઈક અને પછી રથી આવે અને આપણું માર્ગદર્શન કરે, ને બસ પછી તો કે અવ્યક્તની અંદર તમને આરાધના કરાવીને સ્વરૂપની પ્રાપ્તિ કરાવી જ દેશે. "છતાંય તું મને અવિનાશી અને અકર્તા જાણ". ભગવાન જે છે એ કેવો છે? અવિનાશી છે અને અકર્તા છે; તું મને એવો જ જાણજે. "કારણ કે કર્મના મને તેના ફળમાં સ્પૃહા નથી". કારણ કે કર્મમાં મને—એટલે ભગવાનને—કે તેના ફળમાં પણ, કર્મમાં કે એના ફળમાં ભગવાનને કોઈ સ્પૃહા નથી, કે હું તો એનાથી જુદો.

કર્મોનું ફળ શું? શ્રીકૃષ્ણે બતાવ્યું હતું કે, "યજ્ઞ જેનાથી પૂર્ણ થાય છે તે ક્રિયાનું નામ કર્મો છે". અને પૂર્તિકાળમાં યજ્ઞ જેની રચના કરે છે, તે જ્ઞાનામૃતનું પાન કરનાર શાશ્વત સનાતન બ્રહ્મમાં પ્રવેશ પામે છે. કર્મનું પરિણામ છે પરમાત્મા, કર્મનું પરિણામ છે પરમાત્મા; તે પરમાત્માની ઈચ્છા પણ મને હવે નથી, તે મારાથી અભિન્ન નથી, હું તદ્રૂપ થઈ ચૂકેલો છું. હવે પાછું પામવાનું ક્યાં રહ્યું? એટલા માટે મને ઈચ્છા નથી. જ્યાં સુધી ભિન્નતા છે ત્યાં સુધી જ તમારે જવાનું છે, યાદ રાખો. એટલે ક્યાં વચ્ચે તમે બોલો કે હવે જરૂર નથી પરમાત્માની, આવું ના બોલાય ભાઈ. મહાપુરુષ રોકી લે છે કે, "જોજે ભાઈ, તું શું બોલે છે; બરાબર સમજી-વિચારીને બોલજે". અને આ તો અહીંયા એકદમ જેને કહેવાય "લાઇવ એન્વાયરમેન્ટ" છે; લાઇવ એન્વાયરમેન્ટ એટલે ૧૦૦ ડિગ્રી ટેમ્પરેચર ઉપર ઓઇલ ઉકળી જ રહ્યું છે, તળતળ આ બધું થઈ જ રહ્યું છે અંદર.

તે જેવું ફાફડું નાખ્યું, સમોસું નાખ્યું એટલે તળતળ કરીને બધું થઈ જ જશે તૈયાર. એટલે ધ્યાન રાખજે, પછી તારે ખાવું પડશે "એન્ડ યુ હેવ ટુ પે ફોર ઇટ". હવે તું વિચાર કર, તો જે બોલે છે એનો બહુ વિચાર કર. હું અવ્યક્ત સ્વરૂપ છું, એવી જ સ્થિતિવાળો છું; માટે આ કાર્યો પર સ્નેહ રાખું એવી હવે આગળ કોઈ મારી સત્તા બાકી રહેતી નથી, માટે કર્મ મને લેપાયમાન કરી શકતું નથી. હું તદ્રૂપ થઈ ગયો છું, એટલે કર્મ તો બાજુ પર જ રહી ગયું, પૂરું. હવે કરવાનું કંઈ છે જ નથી. જે કર્મના પરિણામ સ્વરૂપ હવે કહે છે કે મને લેપાયમાન કરતા નથી, એટલે આ સ્થિતિએ જે કોઈ પણ મને જાણે છે, આ બાબતને જેણે જાણી લીધી છે; એટલે કે કર્મના પરિણામરૂપ પરમાત્માને તે પ્રાપ્ત કરી લે છે, કર્મના પરિણામરૂપ પરમાત્માને તે પ્રાપ્ત કરી લે છે, તેને કોઈ કર્મ બાંધી શકતું જ નથી.

કેમ બાંધી શકતું નથી? તે સ્વયં પરમાત્મા રૂપ બની ગયો, પરમાત્મા કોઈથી બંધાય? અને આ એણે જાણી લીધું છે કે હું અને પરમાત્મા બે અભિન્ન છીએ, બસ પૂરું થઈ ગયું. જ્યાં સુધી એ છૂટો હતો ત્યાં સુધી બધા એને બાંધશે, પકડશે કે ખોળશે કે રાજાનો બેટો છે ને પેલો ત્યાં છૂટો ફરે છે ને, એને પકડી લાવો; તો કે રાજા એની મેળે આવશે. પહેલાના જમાનામાં લોકો લડાઈ કરતા હતા, આવું બધું કરતા હતા. હવે શું થયું? પાછળ પડ્યા બધા સૈનિકો એને મારવા, તો રાજકુંવર જરા હોશિયાર નીકળ્યો. એ ગોળ-ગોળ-ગોળ-ગોળ પોતે પોતાનું નગર તો સારી રીતે જાણતો હોય ને, તો દોડાવી-દોડાવી બધા વિકારરૂપી સૈનિકોનો ખો કાઢી નાખ્યો; એવા દોડાવ્યા, હંફાવી દીધા અને પછી પોતે પાછો પોતાના મહેલમાં પહોંચી ગયો પરમાત્મા સાથે એક થઈને. હવે બાપ-દીકરો બે ભેગા થઈ ગયા, કોઈ શું કરી લેવાના છે બોલો?

કોઈ કશું ના કરી શકે, એટલે બધા સબ ધરે ધરે રહી ગયા કે હવે બધા વિકારોને બધું જ ગયું. એટલે પરમાત્માને તેવા સ્તરથી જાણનારા મહાપુરુષ છે. આ બધી બાબતને અર્જુન, મોક્ષની ઈચ્છા રાખનારા પુરુષો દ્વારા અગાઉ પણ આમ જ જાણીને કર્મો કરાવવામાં આવ્યા હતા. શું જાણીને? કે જ્યારે કર્મોના પરિણામ રૂપ પરમાત્મા ભિન્ન ન રહે, તેથી તેઓ કર્મથી લેપાતા નથી; માટે ફળની આશા નહીં રાખવાની અને કર્મ કર્યે જવાનું. ફળ જોઈએ તો ફળમાં બેસી રહીશ તું; અહીંયા કર્મનું પરિણામરૂપ પરમાત્મા તને મળે છે, બોલ હવે તારે શું કરવું? કંઈ સમજાયું? જે કર્મ, નિયત કર્મ તું કરી રહ્યો છે, તેના પરિણામ સ્વરૂપે તને પરમાત્મા પ્રાપ્ત છે. હવે જ્યારે આ ખબર પડી ગઈ હોય, તો પછી પેલો ફળની આશામાં બેસી રહે? એમાં બેસી રહે તે તડબૂચ કહેવાય કે સક્કરટેટી કહેવાય, શું કહેવાય? એટલા માટે કીધું કે, "અર્જુન, તું ફળની આશા ના રાખ, તું કર્મ કર".

પણ છેક અહીંયા આવ્યા પછી ભગવાન કહે: "તૈયાર થા આમ થોડો-થોડો". એટલે ચોથા અધ્યાયમાં જરા હાય તો ખરો; પહેલા અધ્યાયમાં તારે બધું પૂર્ણાહુતિ કરી નાખવી છે, એવું બધું નહીં ચાલે . મને સમજણ પડવી જોઈએ ને કે તને સમજણ પડી છે. કીધું છે ને કે, "તું મને જેટલો ભજે છે એટલા જોરથી હું તને ભજું છું" . એટલે જ્યારે આપણે આ જાણી લીધું છે, તેથી કર્મ આપણને લેપાયમાન થતું નથી કે મારે કર્મનું ફળ જરૂરી જ નથી, મારે જોઈતું પણ નથી; કારણ કે મને ખબર છે કે આ કર્મનું પરિણામ શું છે, "આઈ નો ઇટ" . "આઈ ડોન્ટ વોન્ટ ઇટ". એટલે આને મારે ફળબળ લેવા જવાનું નથી. અત્યાર સુધી યોગેશ્વર શ્રીકૃષ્ણે કર્મ કરવા ઉપર ભાર મૂક્યો, પરંતુ એ સ્પષ્ટ કર્યું નથી કે કર્મ શું છે. "ઓર લાગે થોડા ઓર લાગે". હવે કહે છે કે, "હે અર્જુન, કર્મ શું છે, અકર્મ શું છે; આ વિષયમાં મોટા-મોટા વિદ્વાનો પણ મોહિત થઈ જાય છે".

એટલે મોહિત જ મોહિત થાય એવો કોઈ નિયમ નથી, એમ ખબર પડી ગઈ ને! મોટા-મોટા વિદ્વાનો પણ મોહિત થઈ જાય છે; એને સારી રીતે સમજીએ, જેને જાણીને અશુભ એટલે કે સંસાર બંધનથી સારી રીતે તું છૂટી જઈશ. આમ કર્મ એવી કોઈક વસ્તુ છે કે જે સંસાર બંધનથી મુક્તિ અપાવે, એને કર્મ કહેવાય; કંઈ સમજણ પડી ? "ઓર ગુમા દિયા, એક ઓર ટર્ન મારો" . સંસાર બંધનથી મુક્તિ અપાવે છે. તેઓ ફરીવાર કહે છે કે કર્મનું સ્વરૂપ પણ જાણવું જોઈએ. તો કર્મ વિશે બોલ્યા નથી, કહે છે એનું પહેલા સ્વરૂપ . અને એના એના માટે પાછું અકર્મનું સ્વરૂપ પણ જાણવું જોઈશે, કહે છે . એટલે ઓર બીજો ગૂંચવાડો કર્યો. હવે બાકી બાકી રહ્યું તો કે, "અને વિકર્મ એટલે કે વિકલ્પ શૂન્ય વિશેષ કર્મને વિકર્મ કહેવામાં આવે છે, કે જે આપ્ત પુરુષો દ્વારા થાય છે, એને પણ જાણવું જોઈએ; કારણ કે કર્મની ગતિ ગહન છે, ડૂબી જાય છે".

કેટલાક વિકર્મનો અર્થ નિષિદ્ધ કર્મ એટલે કે મંદબુદ્ધિ પૂર્વક કરેલા કર્મો વગેરે કર્યા છે. વિકર્મનો અર્થ વાસ્તવમાં અહીંયા 'વિ' ઉપસર્ગ લગાવવાના કારણે આ વાત થાય છે, તો 'વિ' ઉપસર્ગ વિશિષ્ટતા બતાવે છે. પ્રાપ્તિ થયા પછી મહાપુરુષોના કર્મો કેવા હોય છે? વિકલ્પ શૂન્ય હોય છે, એમને કોઈ વિકલ્પ હોતો નથી; કરવું ના કરવું. એટલે જે કંઈ કરતા હોય એ કરી જાય. આમ ઓટોમેશન પણ જાણે કે હોય; સવાર પડી, સૂરજ ઊગ્યો અને પછી પક્ષી જાગ્યા, અને પછી આમને જે કંઈ કરવાનું હોય તે બધું કર્યા જ કરે, કર્યા જ કરે, કર્યા જ કરે. અને જે તે સમયે જે કરવા યોગ્ય હોય, તે બધું પાછું આમ કેવી રીતે નિર્લેપતાથી કરી જ જાય, કરી જ જાય. એને વિકર્મ કહેવામાં આવે. મતલબ આગળ કહું, જે જીવનમુક્ત કે વિદેહી બની ચૂક્યા છે તેવાની સ્થિતિ, તેઓ જે કરી રહ્યા છે તેને વિકર્મ કહેવામાં આવે.

અત્યારે બીજા બધા કરતા હોય એ બધાને આપણે વિકર્મ કહી શકાતું નથી. આવા મહાપુરુષો તો કે જેને કર્મનો વિકલ્પ જ શૂન્ય હોય છે. શું આત્મસ્થિત છે, આત્મતૃપ્ત છે, આપ્તકામ છે. એવા મહાપુરુષોને કર્મ ન કરવાથી ના તો કોઈ લાભ થાય છે કે ના છોડવાથી કોઈ હાનિ થાય છે. છતાં પણ તેઓ આવનારા લોકોના હિત માટે થઈને આ કર્મ કરી જતા હોય છે. પ્રાપ્તિ પછી આવા જે કર્મો થાય છે મહાપુરુષો દ્વારા તે કેવા હોય છે? વિશુદ્ધ હોય છે; શુદ્ધ પણ નહીં, વિશુદ્ધ હોય છે. વિકર્મ એટલે વિશુદ્ધ કર્મ, એમ તમારે સમજવું હોય તો સમજી શકાય કે જે શુભ અને અશુભ કરતા નથી; એટલે એને શુભ અને અશુભ પરિણામો પણ પેદા થતા નથી. એમને તો કર્મ કર્યું અને પ્રાપ્ત થઈ ગયું; શું પરિણામ સ્વરૂપે? પરમાત્મા. હવે પરમાત્માને પ્રાપ્ત કર્યા પછીના જે કંઈ કર્મો થઈ રહ્યા છે, તે બધા વિકર્મ કહેવાય છે.

કારણ કે હવે એમને કંઈ ફળ પ્રાપ્ત કરવાનું તો રહ્યું જ નથી. હવે જો એ લોકો કર્યા કરે છે તો એનાથી કોઈ એમને લાભ નથી, એ છોડી દે છે તો એમને કોઈ હાનિ નથી, અને તેમ છતાં એ કરી રાખે છે. કેમ? તો કે કોઈક દિવસે સત્ય જોશે, કોઈક દિવસે એનો છોકરો જોશે તો ઓમ-ઓમ-ઓમ કરતો બસ આ ભાવના કે એમનુંય કલ્યાણ થશે; જોશે ને એટલે પછી થશે. એટલે કહેવામાં આવે છે કે કર્મ અને હવે આ વિકર્મ વિશે તો આપણને સ્પષ્ટતા થઈ ગઈ, હવે કર્મ અને અકર્મ બાકી રહ્યા. જો અહીં અત્યારે કર્મ અને અકર્મનું વિભાજન ન સમજાય તમને, તો ક્યારેય સમજાશે નહીં. હવે એ કહે છે કે, "જે પુરુષ જે પુરુષ કર્મમાં અકર્મને જુએ". કર્મનો અર્થ આરાધના, કર્મનો અર્થ આરાધના; એટલે કે જે વ્યક્તિ કર્મ એટલે કે આરાધના કરે પણ એવું સમજીને કરે કે આનો કરવાવાળો હું નથી. એટલે કર્મમાં અકર્મ જુએ અર્થાત હું આરાધના કે આ કર્મ કરતો નથી.

ગુણોની અવસ્થાએ કરીને તે અવસ્થા આપણને ચિંતનમાં નિયુક્ત કરે છે. આમ હું ઇષ્ટ દ્વારા જ સંચાલિત છું કે હું પૂતળું છું અને પરમાત્મા પાસે મારી ચાવી છે, અને એ જે કરાવે છે તે મારે કરવાનું છે. એમ સમજીને જે કર્મ કરી રાખે છે, એવું જુએ અને જ્યારે આ રીતે અકર્મ જોવાની ક્ષમતા આવી જાય; એટલે કે વ્યવસ્થિત કર્તા છે, હું નથી. કોઈ પણ કર્મનો કર્તા હું નથી; હવે જો હું નથી તો તું પણ નથી દોસ્ત, ખાતરી રાખજે. કોઈ પણ કર્મનો કર્તા જો હું નથી તો તું નથી, અને આ 'હું' ને 'તું'ની જ બબાલ છે. જેવું 'હું' નથી અને 'તું' નથી તો પછી કેવળ પરમાત્મા જ છે. એટલે આ બધું જે સમગ્ર સંચાલન છે, એ ક્યાંથી કેવી રીતે થઈ રહ્યું છે, એટલું બધું જટિલ ગહનમાં ગહન તે કે વ્યવસ્થિત છે. કર્તા તો તું એટલે તું એમ સમજજે કે તું એના દ્વારા સંચાલિત છે, પરમાત્મા દ્વારા હું નિયુક્ત છું.

એને જે કંઈ કર્મ થઈ રહ્યું છે તે પરમાત્માના નિર્દેશનમાં થઈ રહ્યું છે: "હી ઇઝ ધ ડાયરેક્ટર, હી ઇઝ ધ ડાયરેક્ટર". એવું જ્યારે તું જુએ અને જ્યારે આવી રીતે અકર્મ જોવાની ક્ષમતા આવી જાય, અને એવી રીતે જ્યારે ધારાવાહિક રૂપે કર્મ થયા જ કરે, ત્યારે જાણી લેવું કે કર્મ ઉચિત દિશામાં થઈ રહ્યું છે. વ્યવસ્થિત કર્તા છે, બસ પકડી લીધું, પૂરું થઈ ગયું. હું કર્તા નથી, તું પણ કર્તા નથી; આ ભાન સાથે આગળ જવાનું આપણે. અને કોઈ પણ કર્મ હું કરતો નથી, એનો કર્તા હું હોઈ શકું જ નહીં; આ ગુણો દ્વારા સંચાલિત છે આખું. એટલા માટે હું કરતો નથી, પાછું એનું લોજિક આપી દીધું છે તમને કે ગુણો દ્વારા એ કરાવવામાં આવે છે તમારી પાસે, "યુ આર નોટ ધ ડુઅર". ત્રણ ગુણો છે, એ ત્રણમાંથી જે ડોમિનેન્ટ હશે, જેવી રીતે જે સમયે જેનું પરમ્યુટેશન-કોમ્બિનેશન લાગુ પડી જશે એ રીતે કામ કરે.

એટલે તે જ પુરુષ બુદ્ધિમાન છે, જે કર્મમાં અકર્મને જુએ, આવી રીતે જુએ છે. પાછો મનુષ્યોમાં યોગી છે; કોણ છે? મનુષ્યોમાં એ યોગી છે. બાકીના જે આ નથી જોઈ શકતા તે બધા મનુષ્યો છે, પણ જે આવું જોઈ જાય છે તે યોગી જાણી લે છે કે આ ગુણો નિર્મિત ચાલી રહ્યું છે બધું. કર્મની આખી ઝંઝાળ એણે ઊભી કરેલી. હવે આ ત્રણ ગુણોમાંથી ટપકતો જે રસ છે ને—સત્વ, રજસ અને તમસનો—એનો તાર નીકળે છે અને એનાથી તાણા બને છે આમ જાય ત્યારે, અને આમ જાય ત્યારે એ વાણા બને, એમ કપડું સીવાય છે તમારું, સમજાય ગયું? આણા-વાણા, તાણા-વાણા વણાઈ જ જતા હોય; આ જન્મમાં જે વણ્યું તે આવતા જન્મે પાછું તમારે આવશે. આ જન્મમાં જે વણ્યું, તે વખતે જે ભાવ થયા તે આવતા જન્મે આવશે; પછી એને વણતા-વણતા પાછા બીજા જે ભાવ થશે, તે પાછા ફરી એના નેક્સ્ટમાં આવશે, આમ ચાલ્યા કરે છે.

હવે આ વણતી વખતે મેં કીધું કે હું અકર્તા છું, આ હું કરતો નથી, સમજાયું? આ હું કરતો નથી; આમ "કમ્પેર ટુ ડૂ ધીસ, આઈ એમ નોટ ધ ડુઅર". પાછળ પેલો જેલર સાહેબ બેઠો છે, મને કરાવે છે કહે છે, અને હું તો આ મજબૂરીનો માર્યો કરું છું; એ છૂટી જાય છે એટલે એમ કરીને પછી એને નવું કર્મ બનતું નથી, તો એને નવો જન્મ પણ રહેતો નથી. કારણ કે એણે પરમાત્માને ક્રેડિટ આપી દીધી બધી અને વ્યવસ્થિતને સોંપી દીધું; એની પાસે કશું એણે રાખ્યું નથી એટલે હવે એને ભોગવટો પણ નથી. કર્તા નથી તો ભોક્તા પણ નથી, તો ભોગવટો નહીં આવે એટલે પછી ભોગવવું નહીં પડે. લોકો કેવું ધરાઈ-ધરાઈને ભોગવતા હોય, થાકી જાય તો કહે: "ના, તારે તો ભોગવવું જ પડશે." ભગવાન એ લીધે જ રાખે કે, "ના ના, ખાઓ ઓર જ્યાદા, ઓર જ્યાદા". કેટલાય લોકો એવા જોયા છે, આમ ડબલા ને ડબલા ભરેલા ગોળીઓના બિલકુલ બાજુમાં પડ્યા હોય વધારે નહીં.

પહેલી-બીજી વાર ખબર-અંતર જોવા જાઓ ત્યારે તો જુઓ, બતાવે કે આ ડોક્ટરે બતાવ્યું, પેલો રિપોર્ટ કરાવ્યો, આમ કર્યું તેમ કર્યું બહુ ચાલે ბહુ ચાલે. તમે ઓકે-ઓકે કરીને પાછા આવો. પછી તો પેલા ડબલા વધતા જ જાય; છ મહિના થાય ત્યાં એક ઓર એક ઓર ગોળી એડ થયેલી હોય. હવે રોગોને તમે ગોળીથી મારવાનો પ્રયત્ન કરો છો, રોગોને ગોળી મારવાનો પ્રયત્ન કરો છો; પણ વિકારોને કોઈ દિવસ ગોળી મારો ને યાર, બસ કામ થઈ જશે! તો ખોટી જગ્યાએ ખોટું કામ કરો છો બસ, એ સમજાય છે ને? વિકારોને ગોળી મારો, વિકાર ઉત્પન્ન જ ન થાય એવી સ્થિતિ પેદા કરો શરીરની અંદર, મનની અંદર; કે જેથી કરીને રોગને ઉદ્ભવ થવાની કોઈ જગ્યા જ નથી, સ્થાન જ નથી. તો પછી ક્યાં ફરશે રોગ તમારી પાસે? નહીં આવે કે, "હું તો આ ક્ષેત્રમાં પ્રવેશ પામી શકતો નથી; કેમ? તો કે આ તો ક્ષેત્રજ્ઞ છે, પોતાના ક્ષેત્રને બરાબર જાણે છે, ચોકી-પહેરો એનો પાકો છે કે મારાથી અંદર પેસાતું જ નથી".

તો આ વાત કરવા માંગતા હતા માસ્ટર છો આપણને: "યુઝ યોર સેલ્ફ, બીકોમ સો વેરી પાવરફુલ, સો વેરી પાવરફુલ". પ્રાણવાન બનો કે બસ આમ પછી રોગ અંદર સંભવ શક્ય નથી; એને એવી રીતે પણ તમે જોઈ લો જરા. યોગથી યુક્ત બુદ્ધિવાળો છે, સંપૂર્ણ કર્મનો કર્તા છે; તેના દ્વારા હવે થનારા કર્મોને તે માત્ર આમ જ જાણે છે, તેથી તેના દ્વારા થતા કર્મોમાં લેશમાત્ર ત્રુટિ રહી જતી નથી. કોણ? કર્મમાં જે અકર્મને જુએ કે આનો કર્તા હું નથી, એવું જે જાણે છે તેને આ થાય; તો કહે છે કે એ પુરુષ બુદ્ધિમાન છે, મનુષ્યોમાં યોગી છે, યોગથી યુક્ત બુદ્ધિવાળો છે અને સંપૂર્ણ કર્મનો કર્તા છે. એટલે એ બધું કામ બરાબર કરે છે પાછો આમ ચોક્કસ રીતે; જે કમ્પ્લીટ કરવાનું, એવું બધું એ સારી રીતે કરે છે. બીજા બધા કરતાં એ વધારે સારું કામ કરે છે કે તેના દ્વારા થનારા કર્મોને તે માત્ર આમ જ જાણે છે; આમ જ એટલે અકર્મ છે એમ જ જાણે છે, અને તેથી જ તેના દ્વારા થતા કર્મોમાં લેશમાત્ર ત્રુટિ રહી જતી નથી.

એમાં કોઈ દોષ કાઢી શકતું નથી. હવે કોઈ દોષ જ ના હોય તો પછી એને ક્યાં પ્રોબ્લેમ થવાનો છે કોઈ દિવસ? સારાંશ શું છે? આરાધના જ કર્મ છે, તે કરતી વખતે અકર્મને જોઈએ કે હું તો યંત્ર છું. મતલબ "હું સાધના કરું છું" એ મહા ભયંકર અહંકાર અને બ્લન્ડર છે; કે હું તો યંત્ર જ છું, કરાવનાર ઇષ્ટ જ છે. એણે ગુણો દ્વારા ઉત્પન્ન થયેલી અવસ્થા પ્રમાણે હું તો માત્ર પ્રયત્ન જ કરી શકું છું. જ્યારે આ કર્મની આ ક્ષમતાની સમજ આવી જાય અને પછી એક પછી એક કર્મો જ્યારે થયા કરશે, ત્યારે પરમ કલ્યાણની સ્થિતિ અપાવનારા કર્મો તમારા દ્વારા કરાવવામાં આવે છે, થવા માંડે. જ્યાં સુધી ઇષ્ટ રથી બનીને રોકટોક ન કરવા લાગે, ત્યાં સુધી સાધનાની શરૂઆત જ થતી નથી. આની પહેલા જે કંઈ કરવામાં આવે છે તે તો કર્મના પ્રવેશ માટેના પ્રયાસથી અધિક કશું નથી. જેમ હળનો બધો ભાર બળદની કાંધ ઉપર હોય છે, છતાં પણ ખેતરની વાવણી એ હળ ચલાવનારની દેખરેખમાં થાય છે.

જે હળ ચલાવે છે તે ખેતરની વાવણી કરે; વાસ્તવમાં પેલો બોજો ઉપાડે છે બધો. એ રીતે સાધનાનો બધો ભાર સાધક બળદ બનીને રહે છે એની પર હોય છે, પણ વાસ્તવિક હળ ચલાવનારો તો ઇષ્ટ છે, પરમાત્મા છે. તમે એને આવી રીતે આમ જોઈ લેજો બસ, અને તમને ખ્યાલ આવી જશે કે સાધનાનો હું કર્તા નથી. હવે એના નિર્દેશનમાં છે સાધના મારી, તમારો બોજો હટી જશે. અત્યાર સુધી સાધનામાં જે તમે પ્રગતિ જોઈ નહોતા શકતા, સમજી નહોતા શકતા, ક્યાં જવું, શું કરવું, કેમ કરવું, હવે છોડી દો. હવે રથી આવી ગયો છે તમારી પાછળ જ બરાબર, તમને નિર્દેશન આપ્યા જ કરશે, આપ્યા જ કરશે, અને એ સફળ થશે; ને પાછું કેવું, સ્વરૂપમાં તમને પ્રવેશ અપાવનારી સાધના એ કરાવી લેશે, બોલો કેટલી અદભુત વાત! તોય લોકો પાછું વાંચ્યા કરે હો: "એકકાલે પઠેન્નિત્યં દ્વિકાલે પઠેન્નિત્યમ્". સ્તોત્રોમાં તમે જુઓ છો ને, ઘણી જગ્યાએ એમ લખેલું કે ભાઈ એનું ફળ હોય બધું નીચે લખેલું.

એ લોકો એ પહેલા વાંચે કે આનાથી ફાયદો શું થશે મને? "ત્રિકાલે પઠેન્નિત્યમ્" પછી કે આગળ વિચાર કરું, આમાં કંઈક વધારે લાગે, પેલાના સ્તોત્ર કરતા આમાં વધારે લાગે. તો એમાંય લોકો આવું બધું શોધવા બેસી જાય, શું કરે? ખાતરી રાખો, તમારી પાછળ દિગ્દર્શન કરનારો બેઠો છે; તમારા દરેક કર્મનું દિગ્દર્શન એ કરે, માત્ર આરાધના સાધનામાં જ કરે છે એવું નથી. આખા જીવન દરમિયાન પણ જે કંઈ કરી રહ્યા છો બધા તેમાં પણ એ જ કરાવે છે. જ્યારે એવું થશે ને કે આનો કર્તા હું નથી ને એ છે, તો પણ તમે કુકર્મો કરતા અટકી જશો, કુવિચારો કરતા અટકી જશો. એનો એટલો બધો પ્રભાવ છે; કારણ કે કરો કંઈક તમે અને કહો કે, "આ શ્રીકૃષ્ણએ કરાવડાવ્યું હતું, મને ગાળ બોલવાનું કીધું હતું." તને બોલો જો, આવી જાઓ જો પછી, પદમ ભમ થઈને પ્રગટ થાય તમારી સામે અંદર હૃદયની અંદર કે, "શું બોલ્યો?

કેમ બોલ્યો?" . અચ્છા, તો આના માટે પણ હું જ જવાબદાર છું ! એટલે જેમ-જેમ ખ્યાલ આવતો જશે એમ ખાતરી પડતી જશે કે ભગવાન છે, અને જે ખાતરી પડશે ને એવી જબરજસ્ત હોય, એટલી અદભુત ઘટનાઓ પછી બસ જીવન, જીવન જેવું રહેશે નહીં. તમને જંગલ જેવું નહીં લાગે, તમે જંગલમાં ફરો છો એ તમે ગાંડો-ગાંડો જ થઈ ગયો . એટલે જ્યાં સુધી ઇષ્ટ નિર્ણય ન આપે ત્યાં સુધી તો આપણને સમજાતું પણ નથી કે આપણાથી શું થયું, આપણે તો પ્રકૃતિમાં ભટક્યા છીએ કે પરમાત્મામાં. આમ ઇષ્ટના નિર્દેશનમાં જે સાધક આત્માના માર્ગે ચાલવા તત્પર થયો છે, પોતાને અકર્તા સમજીને એકધારું એ કર્મ કરે છે તે જ બુદ્ધિમાન છે; અને તેનું જ જ્ઞાન, આવું જે જ્ઞાન છે તે યથાર્થ છે, તે જ યોગી છે. હવે એવું લાગે કે ક્યાં સુધી આમ કર્મ કરતા રહીશું? કે ક્યારેય કર્મોથી કંઈ છુટકારો થશે કે આપણો? કે બસ આમ કર્યે જ જવાનું, કર્યે જ જવાનું?

તમે તો આવી વાત કરો છો કે ભગવાન કરાવશે ને તમારે કર્યે જવાનું, તો મારે ક્યાં સુધી પણ કર્યે જવાનું, એમ પ્રશ્ન થાય છે ને! આ વિશે યોગેશ્વર કહે છે કે જે કંઈ કરવામાં આવે છે તે તો કર્મ જ નથી, કર્મ તો નિર્ધારિત નક્કી થયેલી ક્રિયા છે; તે શું? ત્યારે કહે છે કે યજ્ઞને કાર્યરૂપ આપવું એ જ કર્મ છે. યજ્ઞને કાર્યરૂપ આપવાનું છે તમારે, એને ઇફેક્ટિવ બનાવવાનો છે; યજ્ઞને ચિતરેલો યજ્ઞ કામ ના લાગે, એક્ચ્યુઅલ તમારે અહીંયા કરવાનો. તો આના વગર જે કર્મ કરવામાં આવે છે તે ભગવાને કહ્યું છે કે યજ્ઞને કાર્યરૂપ આપવું એ જ કર્મ છે, અને તે સિવાય જે કંઈ પણ કરવામાં આવે છે તે બધું જ, બધું જ આ લોકનું, મનુષ્ય લોકનું બંધન છે, બધું જ બંધન છે. પછી અર્જુન, તે યજ્ઞની પૂર્તિ માટે તું સારી રીતે આચરણ કરજે; અને જ્યારે યજ્ઞનું સ્વરૂપ બતાવ્યું, તો તે શુદ્ધ રૂપથી આરાધનાની એક વિધિ વિશેષ જ છે, કે જે તે આરાધ્ય દેવ સુધી પહોંચાડીને તેમાં લીન કરી દે છે.

હમણાં શું કરાવડાવ્યું તમને? બસ આ યજ્ઞ આરાધના. આ યજ્ઞમાં ઇન્દ્રિયોનું દમન, મનનું શમન અને દૈવી સંપત્તિનું ઉપાર્જન, આ ત્રણ કાર્યો એ દર્શાવતા અંતમાં કહ્યું કે ઘણા યોગીઓ પ્રાણ અને અપાનની ગતિનો નિરોધ કરીને પ્રાણાયામ પરાયણ થઈ જાય છે. જ્યાં ન અંદરથી સંકલ્પ ઊઠે છે, ન બાહ્ય વાતાવરણમાંથી સંકલ્પ મનમાં પ્રવેશ પામે છે; સંકલ્પ બંધ, બિલકુલ ડાટો વાગી ગયો છે. અને હવે પ્રાણનો અપાનમાં, અપાનનો પ્રાણમાં હવન કર્યા કરે. આવી સ્થિતિમાં ચિત્તનો સર્વથા નિરોધ અને એવા નિરુદ્ધ ચિત્તના પણ વિલય કાળમાં તે પુરુષ "યાંતિ બ્રહ્મ સનાતનમ્" શાશ્વત બ્રહ્મને, સનાતન બ્રહ્મની અંદર પ્રવેશ પ્રાપ્ત કરી લે છે. આ બધું યજ્ઞ છે. હવે કીધું ભગવાને કે જો આ યજ્ઞ કહેવાય. અત્યાર સુધી યજ્ઞ-યજ્ઞ બધું કર્યું એમણે, જેને કાર્યરૂપ આપવાનું નામ એ કર્મ છે; આટલું કરવાનું.

આમ કર્મનો વિશુદ્ધ અર્થ થાય છે આરાધના, કર્મનો અર્થ છે ભજન, કર્મનો અર્થ છે યોગ સાધના સારી રીતે સંપાદિત કરવી. એટલે કર્મ કોઈ એક એવી વસ્તુ છે કે જે આ મનને કામના અને સંકલ્પ અને વિકલ્પથી પણ ઉપર લઈ જાય છે. તે સમયે "જ્ઞાનાગ્નિદગ્ધકર્માણમ્" અંતિમ અંતિમ સંકલ્પ પણ સમાપ્ત થઈ જાય છે, શાંત થઈ જાય છે. જેને આપણે પહેલા જાણતા નહોતા, જેને જાણવા માટે આપણે પહેલા ઈચ્છુક હતા, તે પરમાત્માનો આપણને તે ક્ષણે પ્રત્યક્ષ પરિચય થઈ જાય છે. શ્રીકૃષ્ણે કહેલું છે, આ ક્લિયર કટ ક્રિયાત્મક જ્ઞાન માર્ગે ચાલીને જ, એટલે કે આ જે કરવાનું છે તેનું જ્ઞાન પ્રાપ્ત કરેલું હોય, તેવા માર્ગે ચાલીને જ પરમાત્માનો પ્રત્યક્ષ પરિચય થવો તેનું નામ, પ્રત્યક્ષ પરિચય થવો તેનું નામ જ જ્ઞાન છે. એ જ્ઞાન થતાં જ "દગ્ધકર્માણમ્" કર્મ સદાના માટે દગ્ધ થાય છે, બળી જાય છે; પામવું હતું તે પામી લીધું, આગળ કોઈ સત્તા નથી કે જેની શોધ કરીએ આપણે.

તે જ્ઞાન સાથે કર્મની જરૂરિયાત પણ સમાપ્ત થઈ જાય છે, "ધ એન્ડ". આવી સ્થિતિ બુદ્ધ સ્વરૂપને, મહાપુરુષોએ 'પંડિત' કહીને નવાજ્યા છે; એને પંડિત કહેવાય. પેલું આમ બોલ-બોલ કરે છે ને કે પઢે સો પંડિત હોય, એ પંડિતની વાત નથી, એ તો લોકભાષામાં લોકો બોલે છે; પંડિત એટલે આને પંડિત કહેવાય કે બોધ સ્વરૂપ થઈ ગયો હોય. એવા મહાત્માને પંડિત કહેવાય, ગમે તેને પંડિત ના કહેવાય. મતલબ એ પંડિત એ છે કે જેને પરબ્રહ્મ સ્વરૂપનો બોધ થઈ ચૂક્યો છે, એ બ્રહ્મ સ્વરૂપ છે; બીજી રીતે કહો તો તેનું જ્ઞાન સંપૂર્ણ છે. તો કે એ લોકો શું કરતા હોય, કેવી રીતે રહેતા હોય? પ્રશ્ન થાય છે પાછો અર્જુનને. તો ભગવાન જવાબ આપે: "અર્જુન, એ પુરુષો સાંસારિક આશ્રયથી રહિત થઈને નિત્ય વસ્તુ પરમાત્મામાં તૃપ્ત રહીને—પરમાત્મા એક જ નિત્ય છે, બાકી બધું અનિત્ય છે—એટલે એના આશ્રયમાં રહેતા જ નથી; બાહ્ય કોઈ આશ્રય એમનો, આધાર કોઈ છે જ નહીં, કશું જ નહીં ." બાહ્યાચારમાં કોઈ કોઈની ઉપર એ લોકો આધાર, આલંબન રાખતા હોતા જ નથી કે આ મારું કરશે કે પેલું મારું કરશે કે પેલું મારું કરશે, એવું નહીં.

પરમાત્મા મારું બધું ધ્યાન રાખે, પરમાત્મા મારી પાસે બધું કરાવે છે, મારે જે કરવા યોગ્ય છે એ બધું એ જ કરાવે. અત્યાર સુધી શું હતું? "પોતે આ મારી હેલ્પ કરશે કે પેલો મારી હેલ્પ કરશે" કરીને ભોગવૃત્તિ હતી એની કે, "પેલો કરશે ને હું ભોગવીશ એમ." આ વૃત્તિ આખી જુઓ બાહ્યવૃત્તિઓ કે આ મળશે, પેલું મળશે, પેલું મળશે; અને અહીંયા શું થયું? પરમાત્મા મને કરાવે એ કે જે એ છે. ત્યારે કહે છે: "કરીશ વચનમ્ તવ" હવે મેળ પડી જશે. "તું જે કહે છે તે હું કરવા તૈયાર છું પરમાત્મા, હવે મેળ પડી જશે." અહીં પોતે સેવકની શ્રેણીમાં બેઠો, ત્યાં કર્તા ને ભોક્તા બનવા જતો હતો, રોજ ડફણાં ખાતો હતો ચારે બાજુથી પ્રકૃતિ તરફથી; દે ને દે કરી લે! એટલો બધો માર પડ્યો, એટલો બધો માર પડ્યો રોજેરોજ પડ્યો, તોય સમજણ જ નહોતી પડતી કે થાય છે શું. અરે, જેવું જે દિવસે બેસીને આમ "ગ્લાનિર્ભવતિ ભારત" થયું: "ભગવાન, હવે યાર બહુ થયું, હવે કંઈક કર તું, કંઈક કર યાર; તું જે કહીશ એ હું કરીશ." અને પછી ભગવાને નિર્દેશન આપવાનું ચાલુ કર્યું એના પ્રમાણે ધીરે-ધીરે.

એમ કરતો ગયો. હવે એ કર્મનો કર્તા જ નથી રહ્યો; એ પોતે કરી રહ્યો છે પણ એને ભાન પણ નથી એનું, એને તો કેવું ભાન છે? પરમાત્મા કરાવે છે. તો એને એટલા માટે થઈને એ કર્મ પોતે કરે છે, એવું બળદની જેમ બોજો પણ નથી લાગતો; આનંદપૂર્વક થઈ રહ્યું છે એના દ્વારા. એ તો યંત્રચાલિત થઈ ગયો છે જાણે, બસ હવે કંઈ નથી કે. એટલે આખો કર્મો-કર્મવાળો જે છે ને, એ બધું આખું આમ ઊડી જ જાય છે રીતસર. તમે જુઓ તો ખરેખર કર્મ જેવું કંઈ છે જ નહીં, રહેતું જ નથી; જે કંઈ છે તે પરમાત્મા છે એમ. અને એ પણ જે તે સાધનની જરૂરિયાતમાંની પૂર્તિ માટે એની પાસે કરાવડાવે છે, એ ત્યાં એનો રથી બને છે, એનું કામ પૂરું કરાવે છે ને પછી પૂરું થઈ ગયું. તો બે જણ એક થઈ ગયા, પછી બીજાનો વારો, પછી ત્રીજાનો વારો, એમ ચાલ્યા કરે છે સતત. આવી રીતે ચાલે છે આ યુગ ધર્મ પ્રવર્તન.

એટલે ભગવાને કહ્યું કે, "અર્જુન, તે પુરુષ સાંસારિક આશ્રયથી રહિત થઈને સંસારમાં કોઈનો આશ્રય લેતો નથી, આધાર પણ લેતો નથી; નિત્ય વસ્તુ પરમાત્મામાં તૃપ્ત રહીને બસ પરમાત્મા છે, બીજું કંઈ નહીં ." કર્મોના ફળ અને પરમાત્માની આસક્તિને પણ ત્યાગીને—પરમાત્માની પણ આસક્તિ નથી, તારી ઈચ્છા હોય તેમ તું કર—આસક્તિને ત્યાગીને, કારણ કે હવે તે પરમાત્માથી પણ ભિન્ન નથી, અભિન્નપણે જોડાઈ ગયો હોય તો હવે કયો કોને પ્રાર્થના કરવાની, શેના માટે કરવાની? જે કરવાનું હતું એ તો થઈ ગયું એટલે રહેતું નથી. કર્મમાં સારી રીતે લાગેલો રહેતો હોવા છતાં પણ કંઈ કરતો નથી, એ રીતે એ અકર્મ છે; એવી સ્થિતિની અંદર કર્યો જાય છે. જેણે અંતઃકરણ અને શરીરને જીતી લીધા છે, ભોગની સંપૂર્ણ સામગ્રીનો જેણે મનથી ત્યાગ કર્યો, આવા આશા રહિત પુરુષનું શરીર માત્ર કર્મ કરતું દેખાય છે કે એનું શરીર કર્મ કરી રહ્યું છે એવું દેખાય, બાકી કંઈ હોતું નથી.

હકીકતમાં તે કશુંય કરતો નથી, છૂટી ગયેલો છે માટે પાપને નથી પામતો; તે પૂર્ણત્વને જ પામ્યો છે અને તેથી એને આવાગમન પણ રહેતું નથી. આગળ કહે છે કે, યજ્ઞનું આયોજન જ કર્મ છે અને સાક્ષાત્કારનું નામ જ જ્ઞાન છે. મુક્ત પુરુષોને પોતાને માટે કર્મ કરવાની જરૂરિયાત સમાપ્ત થઈ ગઈ, છતાં પણ તેઓ લોકસંગ્રહ માટે કર્મ કરે અને કરતા છતાં પણ તેઓ કર્મથી લિપ્ત થતા હોતા નથી; કેમ કે આવા મુક્ત પુરુષોનું સમર્પણ જ બ્રહ્મ, હવિ પણ બ્રહ્મ છે, અગ્નિ પણ બ્રહ્મ જ છે. એટલે કે બ્રહ્મરૂપ અગ્નિમાં બ્રહ્મરૂપી કર્તા દ્વારા જે હવન કરવામાં આવે છે તે પણ બ્રહ્મ છે. બ્રહ્મકર્મ સમાધિના ૪.૨૪ કહે છે: "ઓમ બ્રહ્માર્પણં બ્રહ્મ હવિર્બ્રહ્માગ્નૌ બ્રહ્મણા હુતમ્, બ્રહ્મૈવ તેન ગંતવ્યં બ્રહ્મકર્મસમાધિના". ઓમ બ્રહ્મકર્મ કે જેમાં અર્પણ એટલે કે સ્રુક્ આદિ ઉપકરણ છે તે પણ બધા બ્રહ્મ જ છે; હવન કરવા માટેનું દ્રવ્ય જે છે તે પણ બધું બ્રહ્મ છે.

બ્રહ્મરૂપી હોતા દ્વારા—હોતા જે હવન કરવા બેઠો હોય તે—હોતા દ્વારા બ્રહ્મરૂપી અગ્નિની અંદર હોમવારૂપી ક્રિયા પણ બ્રહ્મ જ છે, અને સર્વત્ર બ્રહ્મ બુદ્ધિ કરવાથી એ બ્રહ્મકર્મમાં સ્થિતિ કરનાર એ યોગીને મળનારું ફળ જે છે, તે પણ બ્રહ્મ છે. એવું આ સુંદર મજાનો આપણને શ્લોક કહી રહ્યો છે. તો અહીં આપણે બ્રેક લઈએ; ઓમ શાંતિ શાંતિ શાંતિ, જય સચ્ચિદાનંદ.

આ લખાણ AI દ્વારા તૈયાર થયું છે. શંકા હોય ત્યાં મૂળ પ્રવચન સાંભળી ખાતરી કરવી.