અનંતની યાત્રાAnant ni Yatra
પ્રાણ ચિકિત્સા દ્વારા આત્મ સાક્ષાત્કાર પાર્ટ 1

(૧) માથામાં દુઃખાવો

ભાગ ૨૩ / ૭૫ · મૂળ PDF

માથામાં દુઃખાવો કે દર્દ થવાનાં અનેક કારણો અને પરિબળો હોય છે. શરદી થાય ત્યારે પણ માથું દુઃખે છે. તેમ અતિશય ક્રોધ કર્યા બાદ, વધુ પડતું ભોજન લીધાથી, ઠંડા વાતાવરણમાં મુસાફરી કરવાથી, ખૂબ ગરમીમાં તાવ આવે ત્યારે, આંખો કે કાન, નાકમાં તકલીફ થાય ત્યારે, અતિશય ઝીણાં અક્ષરો લાંબો સમય વાંચવાથી, કમ્પ્યૂટર, મોબાઈલના વધુ પડતાં ઉપયોગથી કે અનિદ્રાથી, અપૂરતી ઊંઘ લેવાનાં પરિણામે માથામાં દર્દ, પીડા થતી હોય છે. વળી અકસ્માતે પડવા-વાગવાથી, માથામાં થયેલી ઈજાના કારણે અને અતિશય તીવ્ર રોશનીનાં પરિણામે પણ માથામાં દુઃખાવો થતો હોય છે.

સૌપ્રથમ દર્દી સાથે વાતચીત કરી તે અંગે માહિતી મેળવવી જોઈએ અને ઉપરોક્ત કારણોસર થયેલાં દુઃખાવાની પ્રાણાચિકિત્સા કરવી જોઈએ.

(૧) સહસ્ત્રા, આજ્ઞા, મસ્તક પાછળનાં ચક્ર તેમજ સમગ્ર મસ્તક અને ગળા, ગરદનનો ભાગ, લમણાનાં નાનાં ચક્રો વગેરે સૂક્ષ્મ અવલોકનથી તપાસો.

(૨) ભરાવો કે ઉણપ દર્શાવતાચક્રો પર શોધન માર્જન કરો.

(૩) જો ચક્રોમાં ભરાવો હોય તો માત્ર સ્થાનિય શોધન-માર્જન પુરતા પ્રમાણમાં કરવાથી દર્દીમાં રાહત થાય અથવા સંપૂર્ણ સાજા થવાય છે.

(૪) જો કોઈ ચક્રોમાં ઊર્જાની ઊણપ હોય તો દર્દીને સાવધાન કરીને ઉજ્જવલન કરો.

(૫) દર્દીને ક્યાં દુઃખાવો છે? પુછીને દર્દવાળા ભાગ પર શોધન – માર્જન અને જરૂર પ્રમાણે ઉજ્જવલન કરો.

(૬) જે દુઃખાવો લાગણીઓનું પરિણામ હોય, તો સોલરચક્રો અને પાચન સમસ્યામાં નાભિચક્ર પર શોધન – માર્જન કરવાથી માથાનાં દુઃખાવો મટી જાય છે. સામાન્ય રીતે આ પ્રાણચિકિત્સા ૧૫થી ૨૦ મિનિટ જેટલો સમય લેશે.

(૭) જરૂરીયાત લાગે તો ૨ કલાક બાદ ફરી સારવાર કરી શકાય.

(૮) જો આંખો, કાન, નાકમાં તકલીફને પરિણામે દુઃખાવો હોય તો આંખો, કાન, નાક, લમણાં અને આજ્ઞાચક્ર મસ્તકની પાછળનાં ચક્ર પર શોધન – માર્જન કરવું જોઈએ.

(૯) દર્દીનાં પ્રતિભાવ હંમેશાં મેળવો તેમજ પ્રાણચિકિત્સા પુરી કર્યા બાદ ફરી સૂક્ષ્મ અવલોકનવિધિ કરવી જોઈએ. ખાતરી કરવી જોઈએ કે પ્રાણચિકિત્સા બરાબર થઈ છે. આથી પ્રાણચિકિત્સકમાં શ્રદ્ધા અને ભરપૂર આત્મવિશ્વાસ આવશે.