અનંતની યાત્રાAnant ni Yatra
પ્રાણ ચિકિત્સા દ્વારા આત્મ સાક્ષાત્કાર પાર્ટ 1

(૫) તાવ

ભાગ ૨૫ / ૭૫ · મૂળ PDF

તાવ આવવા માટે ઘણાં પરિણામો જવાબદાર હોય છે. જ્યારે તાવ આવે ત્યારે સમગ્ર શરીરનું તાપમાન સામાન્ય કરતાં વધી જાય છે. જો તાવ ઉતારવા ઉપચાર ન કરાય તો પરિસ્થિતિ ગંભીર બની શકે છે.

(૧) સમગ્ર શરીર મુખ્યચક્રો, ગૌણ ચક્રોનું સૂક્ષ્મ અવલોકન કરો. તે બધાં જ ઊર્જાની ઊણપ દર્શાવતાં હશે.

(૨) કરોડરજ્જુ અને પગનાં તળિયાનાંચક્રો પણ તપાસો.

(૩) સૌપ્રથમ સંપૂર્ણ શોધન – માર્જન કરો તેનાં ૫ થી વધુ આવર્તન કરવા જોઈએ.

(૪) હાથની હથેળી અને પગનાં તળિયાનાંચક્રો પર શોધન માર્જન કરો. આથી તે અંશત: ઉત્તેજિત થશે અને ભૂપ્રાણ તથા વાયવીય પ્રાણ સિંચન થવાનાં દરમાં સુધારો થશે. જેથી ચેપ સામે લડવા માટે શરીર તૈયાર થશે.

(૫) સોલરચક્ર અને નાભિચક્ર (મણિપૂર) પર સ્થાનિય શોધન – માર્જન કરો જે તાવ ઉતારવા માટે અતિ આવશ્યક છે.

(૬) જો તાવ શરદીના લીધે હોય તો ગળાનાં ચક્રો પાછળનું હૃદયચક્ર અને ફેફસાં પર સ્થાનિય શોધન – માર્જન કરો અને ઊણપ જણાય તો ઉજ્જવલન કરો.

(૭) જો બરાખર ચિકિત્સા કરી હોય તો ૧ થી ૨ કલાકમાં સુધારો જણાશે. કેટલાક કિસ્સામાં સારવાર પછી તાવ થોડીવાર વધી જશે. આ ચેપ સામે શરીરનો પ્રતિરોધ હોય છે.

(૮) આ સમગ્ર પ્રાણચિકિત્સા દિવસમાં દરેક ૪ થી ૬ કલાકે ફરી કરી શકાય. દર્દી બે થી ત્રણ દિવસમાં સાજો થઈ શકે છે.

(૬) પેટમાં દુઃખાવો, વાયુથી પીડા.

(૧) આગળનાં સોલરચક્ર, નાભિચક્ર અને પેટનાં ભાગ પર સૂક્ષ્મ અવલોકન કરો.

(૨) સ્થાનિય શોધન – માર્જન અસરગ્રસ્ત ચક્રો અને સમગ્ર પેટના ભાગ પર કરો.

(૩) ઉજ્જવલન કરો.

જો પેટનો દુઃખાવો પ્રાણઊર્જાનાં ભરાવાથી થતો હશે તો માત્ર સ્થાનિય શોધન – માર્જન કરવાથી દુઃખાવામાં રાહત થતી જશે.