અનંતની યાત્રાAnant ni Yatra
પ્રાણ ચિકિત્સા દ્વારા આત્મ સાક્ષાત્કાર પાર્ટ 1

પ્રાણચિકિત્સામાં ભૂપ્રાણનો ઉપયોગ

ભાગ ૪૬ / ૭૫ · મૂળ PDF

વાતાવરણમાં રહેલાં પ્રાણ કરતાં વાયવીય પ્રાણ સામે ભૂપ્રાણ, ધરતી પર રહેલો–ધરતીમાંથી આવતાં પ્રાણનો ઉપયોગ ચિકિત્સામાં કરી શકાય. ભૂપ્રાણ વાયવીય પ્રાણ કરતાં ૪ થી ૫ ગણો વધુ ઘન (ઘટ્ટ) હોવાને કારણે તેનો ચિકિત્સામાં ઉપયોગ કરવો જોઈએ. પ્રથમ તો ચિકિત્સક ખુદ પોતાનાં પગનાં તળિયાનાંચક્રોને ઉત્તેજિત કરીને પ્રાણ-શ્વસન કરતાં કરતાં ઉજ્જવલન કરી શકે છે.

અન્ય પદ્ધતિમાં દર્દીને સૂક્ષ્મ અવલોકન–સંપૂર્ણ શોધન–માર્જન અને સ્થાનિય શોધન-માર્જન બાદ સ્વચ્છ ધરતી પર સુતરાઉ ચાદર પાથરીને ૫ થી ૧૦ મિનિટ સૂઈ જવા માટે સૂચના આપી શકાય. શોધન–માર્જન થી ઉભા થયેલ અવકાશને ભૂપ્રાણ તૂર્ત જ પ્રાણ અપૂર્તિ કરી દેશે. સાજા થવા માટે પ્રાણ પ્રવાહ મુક્ત કરો.

પોતાનાં જાણીતાં વ્યક્તિઓ, સંબંધીઓ અને કુટુંબીઓ – પોતાનાં બાળકોની પ્રાણચિકિત્સા કરવા કરતાં અજાણી વ્યક્તિની સારવાર કરવી ખૂબ સરળ લાગે છે. કારણ કે ત્યાં તટસ્થતા રહે છે – જ્યારે કુટુંબી કે પોતાનાં બાળકની પ્રાણચિકિત્સા કરવામાં પ્રાણચિકિત્સક પરિણામ માટે ખૂબ જ આતુર હોય છે. તે લાગણીથી જોડાયેલો રહે છે. આ લાગણીઓનું જોડાણ સૂક્ષ્મ તંતુરૂપે ચિકિત્સકને દર્દી સાથે જોડી રાખે છે. આથી સારવારની સમાપ્તિ વખતે દર્દી સાથેનાં આવા સૂક્ષ્મ તંતુરૂપ જોડાણને પ્રાણચિકિત્સકે તોડી નાખવું અતિ આવશ્યક છે. આ માટે તેણે આ જોડાણ તંતુ તે તોડી નાખે છે એવી ધારણા કરવી જોઈએ. હાથથી કાપી નાખવાની ચેષ્ટા કરવી તેમજ ‘Disconnect’ આદેશ ૧ થી ૩ વાર ઉચ્ચારવો જોઈએ.