વસ્તુઓનું ઉજ્જ્વલન
કેટલાક દર્દીઓ જાણે – અજાણે ચિકિત્સાઊર્જાને અવરોધે છે. આવા વખતે તેમના ઉપયોગની વસ્તુઓ આહાર, પાણી, ઔષધો, તેલ, બામ, મલમ, લોશન, પાટા, પટ્ટા-પટ્ટીઓ વગેરેને ઉજ્જવલન કરીને આપી શકાય છે. આમ દર્દીઓને સાજા કરવા એ જ લક્ષ્ય અને ઉદ્દેશ્ય સાથે અપાયેલી વસ્તુઓમાં સંગ્રહિત પ્રાણઊર્જા તેમને સાજા કરવા માટે ઉપયોગી નીવડે છે. તેમનાં રોજીંદા વપરાશની વસ્તુઓમાંથી પસંદ કરીને તેને ઉજ્જવલન કરી દર્દી વાપરે તો તે ઝડપથી સાજો થઈ શકે છે.
સામાન્ય અને ગંભીર રોગોના ઉપચાર
દર્દી જ્યારે ડૉક્ટરની સારવાર હેઠળ હોય ત્યારે આ પ્રાણચિકિત્સાનો ઉપયોગ સહયોગી સારવારરૂપે આપી શકાય છે. તમે પણ ઊર્જાદેહનું નિદાન કરીને જે બીમારીઓ હજુ આવી જ નથી, શારિરિક રૂપે તેનો ઉપચાર કરી શકો છો.
તમે ચોકકસ ન હોય ત્યારે શું કરવું. (સાદા કેસ)
(૧) દર્દીને તેની તકલીફ વિષે પૂછો.
(૨) અસરગ્રસ્ત પ્રત્યેક અવયવો, ચક્રો પર વારાફરતી ૨૦ થી ૩૦ વાર સ્થાનિય શોધન-માર્જન અને ત્યારબાદ ઉજ્જવલન કરો.
(૩) જરૂર લાગે તો ફરી વાર સારવાર આપો.
વધુ ગભીર રોગોમાં
(૧) સંપૂર્ણ શોધન–માર્જન કરો. (૫ times)
(૨)પ્રત્યેક મહત્વના અવયવો પર સ્થાનિય શોધન-માર્જન કરો.
(૩) પ્લીહા (બરોળ) અને મેગમેનચક્રને બાદ કરતાં તમામ મુખ્ય અને ગૌણ, નાનાં ચક્રોની સ્થાનિય શોધન-માર્જન કરશે. અને તેને ઊર્જાન્વિત પણ કરો. ઉજ્જવલન કોને કેવી રીતે કરવું, ન કરવું અને અન્યચક્ર દ્વારા કેવી રીતે ઊર્જા તે ચક્રો પર વહાવવી તેનો ખ્યાલ રાખવો.
(૪) પ્લીહા (બરોળ) અને મેગમેનચક્રની સ્થાનિય શોધન–માર્જન કરો. (માત્ર ઉચ્ચ પ્રશિક્ષિત પ્રાણ ઉપચારકોએ જ બરોળ અને મેગમેન ચક્રને ઉજ્જ્વલન આપવું)
હવે કેટલાક રોગોની યાદી જેનાં પર પ્રાણચિકિત્સા આ પ્રમાણે કરી શકાય તેની નોધ લો.