અનંતની યાત્રાAnant ni Yatra
પ્રાણ ચિકિત્સા દ્વારા આત્મ સાક્ષાત્કાર પાર્ટ 1

ઊર્જાદેહનો સ્પંદન – દર

ભાગ ૫૧ / ૭૫ · મૂળ PDF

સામાન્ય રીતે બધા લોકોનાં ઊર્જાદેહનાં સ્પંદનોનો દર અને સ્તર અલગ અલગ હોય છે. તે ઊંચો કે નીચો હોઈ શકે. પરંતુ પ્રત્યેક વ્યકિતનાં ઊર્જાદેહનાં સ્પંદન-દર એક સામાન્ય સ્તર હોય છે. હવે તેમાં અતિવૃદ્ધિ કે અતિશય ઘટાડો થવાથી વ્યક્તિને અસામાન્ય, કે બીમારી આવતી હોય છે. જો પ્રાણચિકિત્સકનાં ઊર્જાદેહનાં સ્પંદનનો દર દર્દીના કરતાં ઊંચો હોય (સામાન્ય રીતે હોય જ છે) તો દર્દીને સારવાર દરમ્યાન હળવાશ અને ખૂબ જ સુખદ સંવેદનો લાગે છે જે અવર્ણનીય હોય છે.

જો દર્દીનો ઊર્જાદેહ પ્રાણચિકિત્સકનાં ઊર્જાદેહ કરતાં વધુ સ્વચ્છ હોય તો સારવાર બાદ દર્દી ભારેપણું, બેચેની અને ક્યારેક દર્દ અનુભવે છે.

સામાન્ય રીતે અતિ ધુમ્રપાન કરનારમાં ઊર્જાદેહ ખૂબ જ ગંદા અને બદામી ટપકાંસભર હોય છે જે તેમની નાડીઓને અવરોધી નાખે છે. તે માત્ર ફેફસાંમાં નહીં પણ આખા ઊર્જાદેહમાં પ્રસરીને માત્ર ફેફસાંનાં જ નહી પરંતુ અન્ય રોગો નીપજાવે છે. આવા દર્દીની સારવાર બાદ પ્રાણચિકિત્સકને આરોગ્ય સમસ્યાઓ થઈ શકે છે.

પ્રાણચિકિત્સકે ધુમ્રપાન જેવી આદતો છોડી દેવી જોઈએ. કારણ કે જો એમ ન કરે તો તેઓ ઉજ્જવલન દરમ્યાન આવી દૂષિત પ્રાણઊર્જા તેમનાં દર્દીઓને આપી બેસશે જેના કારણે દર્દી સાજો થવાનો દૂર રહી વધુ ગંભીર રીતે બીમાર થઈ જશે.

સામાન્ય રીતે પ્રાણચિકિત્સક વધુ ચિકિત્સા અભ્યાસ કરતાં કરતાં વધુ સ્વચ્છ ઊર્જાદેહવાળો બળવત્તર બનતો જતો હોય છે. અને તેનાં ઊર્જા સ્પંદનોનો દર અને સ્તર ખૂબ જ ઉચ્ચ પ્રકારનાં જ હોય છે.