અનંતની યાત્રાAnant ni Yatra
પ્રાણ ચિકિત્સા દ્વારા આત્મ સાક્ષાત્કાર પાર્ટ 2

“Om Ashwini Kumarbhyam Namah”

ભાગ ૨૦ / ૪૪ · મૂળ PDF

“ૐ અશ્વિનીકુમારાભ્યામ્ નમ: ।”

This Switch word benefits in health & wellbeing, increased prosperity & Success

Ashwini Nakshatra mantra.

ૐ અશ્વિની તેજસા ચક્ષુ પ્રાણેન સરસ્વતી વીર્યમ્ ।

વીર્યમ્ વાચેન્દ્રો બલે નેત્રયક્ષ દૃષ્ટિયમ્ ।।

સનાતન ચિકિત્સા

આર્યુવેદ સંપૂર્ણ આરોગ્ય શાસ્ત્ર છે. ભારતમાં તેને પાંચમો વેદ અથવા ઉપવેદ તરીકે પ્રતિષ્ઠા પામેલ છે. આરોગ્યનાં નિયમોનું પાલન કરનાર ભાગ્યે જ માંદો પડે એટલે કે ભોગવટો કર્મોનો વિપાક થાય ત્યારે જ. હવે જો વ્યક્તિને કંઈ અસુખ થાય તો આયુર્વેદ ઉપચારો કરીને વ્યક્તિ સાજો થઈ શકે અથવા ભોગવટામાં ઘટાડો પણ કરી શકે. એવું કહેવાય છે કે દર્દી નાં ૧૫૦ માઈલનાં ઘેરાવામાં જ તેની દવા અથવા ઉપચારક હોય જ એવો કુદરતનો ગૂઢ નિયમ છે પરંતુ જો તે સાજો થવા માટે યોગ્ય થયો હોય તો તેને મદદ પણ મળી શકે નહિ તો અમારી બા કહેતાં કે water water કરતાં જીવ જાય અને ખાટલા નીચે પાણી\!

ખેર વાત સાજા થવા માટે પ્રથમ તો દર્દીનો અભિગમ હોવો જરૂરી છે. પછી તે સંમતિપૂર્વક જાતે જ અથવા અન્યની મદદ વડે ધીરજપૂર્વક ઉપચાર કરે તો તે વ્યાધિમુક્ત થાય. આ વ્યાધિ એટલે શરીરમાં કે મનમાં ઊભું થતું અસુખ. કેટલાક રોગો શરીરમાં હોય અને તેનું મૂળ પ્રાણદેહમાં હોય અથવા મનદેહમાં હોય કે પછી કારણદેહમાં. આમ રોગનું મૂળ પકડીને જો ઉપચાર કરાય તો રોગ નિર્મૂળ થાય. વ્યક્તિ પાછો નિરોગી બને. આ માટે સમગ્ર સફાઈ અને અસરગ્રસ્ત ભાગોની સફાઈ બંને કરવામાં આવે તો રોગ ઝડપથી મટી જાય. આપણાં ઘરોમાં ગૃહિણીઓ સવારે ઊઠીને આખા ઘરને ઝાપટી નાંખે પછી સરસ મજાનાં કચરાપોતાં કરે અને ઘડીવાર પછી સ્નાન કરી લે. સંપૂર્ણ સ્નાન. જેમાં માત્ર પાણીનો ઉપયોગ હોય. પછી જરૂર પડે તો સાબુ અને શેમ્પુ એવું બધું ચોપડીને ન્હાય. નિરાંતે રેડિયો સાંભળતાં એવું સ્નાન ઉપલકિયું પરિણામ આપે. આવું રોજ બધાય કરે છે ને આજકાલ\!

રોગમુક્તિ માટેનાં સ્નાન આવાં ન હોય\! ચાલો જાણી લઈએ રોગમુક્તિ વિષેનાં સ્નાન કેવા હોય. તેને માટે શાસ્ત્રો, ઋષિઓ શું કહે છે? વખતે જીવનમાં કામ આવી જાય. આપણાં કે અન્યનાં.

(૧) જલસ્નાન: જળ એ જીવન છે એટલે જીવંત છે. હવે જીવંત દ્રવ્ય (અહીં પ્રવાહી) ને આમ રેડીને સ્નાન કરે ત્યારે તે પોતાનામાં જીવન રેડે છે? કહે છે કે જીવનમાં માથું ઠંડું અને હાથપગ ગરમ રાખવાથી તબિયત ફાઈન\! એટલે પ્રથમ પાણી માથે રેડવું જોઈએ. આમ શિવજીને લોટો પાણી ચડાવે તેમ ને બોલો ઓમ નમઃ શિવાય, ઓમ નમ: શિવાય પછી આખા શરીરે બરાબર રગડી રગડીને પછી રનાન કરાય અને આવડે તે મંત્રો ને બધું બોલવું જોઈએ. ભાવ એવો રાખવો કે મહીં બેઠેલા ભગવાનને સ્નાન કરાવું છું. પછી ખરબચડા ટુવાલથી ઘસીને ડીલ કોરું કરી નાખવું માથું પણ. આમ મંત્રોચ્ચાર સાથેનું આવું સ્નાન આમ તો જલદ્વારા કરાય પણ મંત્રો અને ભાવનાની પુષ્ટિ મળે તો પાંચેય કોષો શુદ્ધ, સ્વચ્છ, નિરોગી થાય. વહે જતાં પાણીમાં બધાય દોષો જતા રહે. પરિણામ તંદુરસ્તી, તાજગી અને શરીરમાં, મનમાં હળવાશ અને પ્રસન્નતા. સ્નાન વખતે બોલવાનાં ઘણાં મંત્રો પ્રચલિત છે. એમાં એકની વાત કરું?

ભારતમાં નદીઓને માતા કહે છે. પણ આજકાલની સભ્ય (મૂર્ખ) પ્રજા તેને જ સૌથી વધુ ગંદી કરે છે. તેમાં જ મળમૂત્ર ગટર, નાળાનાં પાણી અને ઔધોગિક પ્રવાહીઓ ઝેરી રાસાયણિક પદાર્થો નાખે છે. એ માતા તો કેટલાંનાં જીવન નભાવે છે તેનાં સંતાનો તેની આવી દુર્દશા કરે છે. અરે કહેવાતાં ધાર્મિક લોકો ય પૂજાની બધી સામગ્રીને પેલાં મડદાને ચિતાનાં શેષ બધુંય એમાં નાખે જાય છે. આવા ઘોર કૃત્યોનું પરિણામ શું આવે?

હા, વાત નદીઓની મહાનતાની હતી. તે વિશાળ જલરાશિ ધરાવતી નદીઓનાં નામ લઈને ભાવનાત્મક રૂપે લોકો ઘરે પણ નદી અને તીર્થ સ્નાનનો લાભ લેતા. તમારે લાભ લેવો હોય તો સ્નાન કરતાં બોલજો\!