વાટની, ઘાટની, રોડની, રંડવાની
જે કોઈની નજર લાગી હોય તે
આ પાત્ર (દર્દી) માંથી આ પાત્ર (પાણી + મીઠું)
માં આવી જાવ.”
લોટામાં પાણી અને હાથમાં મીઠુ રાખીને નજર ઉતારવી પછી પાણી+ મીઠુંનો સલામત નિકાલ કરવો અને હાથ પગ બરાબર ધોઈ નાખવા.
II તત્ત્વશુદ્ધિ
એ તંત્રશાસ્ત્રની એક ઉચ્ચ પદ્ધતિ છે જેમાં વ્યકિતનાં શરીરમાં રહેલાં પાંચ તત્ત્વો (પંચભૂત) પૃથ્વી, અગ્નિ, જલ, વાયુ, આકાશમાં ઉત્પન્ન થયેલી અશુદ્ધિઓને દૂર કરીને તેને પુન: નિરોગી બનાવવાની પદ્ધતિઓનો સમાવેશ કરવામાં આવે છે. એ માટે જ્ઞાનેન્દ્રિયો પ૨ પ્રત્યાહાર દ્વારા આક્રાંત કરીને તેને શુદ્ધ કરીને તેનો ચિત્તમાં લય કરી દેવામાં આવે છે આમાં શ્વાસ, મંત્ર અને ઊંડા ધ્યાનનાં સંયોજનોનો ઉપયોગ કરવામાં આવે છે.
“દા.ત. જમણું નસકોરું બંધ કરીને ડાબા નસકોરા વડે શ્વાસ લેતાં ‘યં’ બીજનો જપ ૧૬ વખત કરવો. ત્યારબાદ બંને નસકોરા બંધ કરીને શ્વાસ રોકી રાખી (કુંભક કરીને) ૬૪ વાર ‘યં’ બીજમંત્રનો જપ કરવો.” જેવી અનેક રીતોની રચના થયેલ છે. શ્રી સત્યાનંદ સરસ્વતીએ લખેલ પુસ્તક ‘તત્ત્વશુદ્ધિ, આંતરિક શુદ્ધિ માટે તાંત્રિક અભ્યાસ’ આધારભૂત પુસ્તક ઉપલબ્ધ છે. જેમાં તંત્રમાં વપરાતા યંત્ર, મંત્ર, મંડળ વિષે ખૂબ જ ઊંડાણમાં તેના ઉપયોગની રીતો અને સાધનાક્રમ વિશે વિષદ છણાવટ કરવામાં આવી છે.
આ પ્રક્રિયા દ્વારા પણ પ્રાણચિકિત્સાથી શરૂ થઈને પાંચેય શરીરો (કોષો) ની સંપૂર્ણ શુદ્ધિ કરીને નિરોગી કાય બની શકાય છે.
III સંગીત ચિકિત્સા
વૈદિક વિજ્ઞાનમાં ભારતીય શાસ્ત્રીય સંગીત દ્વારા રાગોની ચિકિત્સા કરવાના અનેક ઉલ્લેખ મળે છે. ભારતમાં સંગીત તેના મધુર માધ્યમ દ્વારા એક યોગની માફક પરિણામદાયક પદ્ધતિ ગણાય છે, જે વ્યક્તિ પર અસર લાવી તેને આત્મજ્ઞાન સુધી પહોંચાડી દે છે. રાગનો આધાર મધુર લય છે. વિભિન્ન રાગો દ્વારા કેન્દ્રિય ચેતાતંત્ર સંબંધી અનેક રોગોમાં ઉપચાર કરાયેલાં છે. ચિકિત્સા કરવા માટે સૌપ્રથમ એ નક્કી હોવું જોઈએ કે કયા પ્રકારના સંગીતનો ઉપયોગ કરવો. સંગીત ચિકિત્સાનાં સિદ્ધાંત, સાચી સ્વરશૈલી અને સંગીતનાં મૂળ તત્ત્વ સ્પંદન (તરંગ)નાં સાચા પ્રયાેગ પર નિર્ભર કરે છે. જેવાં કે સ્વર, લય, તીવ્રતા, તાલ અને રાગ.
રાગ અનેક છે અને પ્રત્યેક રાગનાં અગણિત ગુણ છે. અલગ અલગ રોગો માટે અલગ અલગ રાગોનો પ્રયોગ થાય છે. ભારતમાં પ્રત્યેક વર્ષે ૧૩ મે ને સંગીત ચિકિત્સા દિવસનાં રૂપમાં મનાવવામાં આવે છે. આઘાત સ્ટ્રોક, હૃદયરોગ, તણાવ, નિરાશા, હતાશા, જેવી પરિસ્થિતિમાં સંગીત ચિકિત્સા દર્દીને શાંતિ આપી શકે છે. મનોરોગીઓને સંગીત ચિકિત્સા ખૂબજ ફળદાથી નીવડે છે. ૧૯૫૦-૬૦ના દાયકામાં નોડોર્ફ–રોબિન્સ અને પોલ નોડોર્ફ બંનેએ સંગીત ચિકિત્સાપર સુંદર કામ કરેલ છે. તેઓએ એ પૂર્વધારણા પર કામ શરૂ કર્યું કે “વ્યક્તિ કેટલોય બીમાર અથવા અક્ષમ હોય પરંતુ તે સંગીત પર પ્રતિક્રિયા જરૂર આપે છે.” બંને વિશ્વયુદ્ધ દરમ્યાન ઈસ્પિતાલોમાં સારવાર હેઠળ રહેલાં સૈનિકો પર સંગીતના ઉપયોગ વડે તેમનાં સાજા થવાની ઝડપમાં નોધપાત્ર સુધારો નોધાયેલ છે.
પુરાતન ભારતીય શાસ્ત્ર અનુસાર, સ્વરશાસ્ત્રમાં વર્ણિત ૭૨ રાગ ૭૨ અગત્યની શરીરમાં રહેલી નાડીઓનું નિયમન કરે છે જો યોગ્ય ભાવ સાથે રાગનાં લક્ષણો સહિત ગવાય અથવા વગાડવામાં આવે (સૃતિ શુદ્ધિ સહિત) ત્યારે તે જે તે નાડીમાં ચિકિત્સાપ્રભાવ ઉત્પન્ન કરે છે. ભારતીય શાસ્ત્રીય સંગીત હૃદયનાં ધબકારાની અનિયમિતતા દૂર કરી આલ્ફા તરંગાે મગજમાં ઉપજાવે છે, ન્યુરો કેમિકલ્સમાં બદલાવ લાવી પ્રી ફન્ટલ કોર્ટેક્ષનાં કાર્યોમાં સુધાર લાવે છે. ૨૫ થી ૪૫ Hz ની તરંગ–લંબાઈવાળો સ્વરસ્પંદન પગ, ઘૂંટી, ઘૂંટણ, જાંઘ અને કરોડનાં છેલ્લાં મણકાં સુધીનાં દર્દોમાં ઉપયોગી છે, જ્યારે ૪૫ થી ૬૦ Hz કરોડથી પીઠ સુધીનાં અને ૬૦ થી ૮૦ Hz ગળાનાં, ખભાનાં, ગરદનનાં અને મસ્તિષ્કના ભાગોમાં થયેલાં રોગોની સારવારમાં ઉપયોગી નીવડે છે.