અનંતની યાત્રાAnant ni Yatra
પ્રાણ ચિકિત્સા દ્વારા આત્મ સાક્ષાત્કાર પાર્ટ 2

જેવું જોયું, જાણ્યું અને બોલ્યા તેમજ થાવ. (૩ વાર)

ભાગ ૩૨ / ૪૪ · મૂળ PDF

હવે હું સ્પૂર્ણ નિરોગી અને સ્વસ્થ છું.

આભાર.

(અન્યને પણ આ રીતે આદેશ અપાય)

(૮) પ્રાર્થના: ઈશ્વરની દિવ્ય ચિકિત્સા ઊર્જા ૧૨મા ચક્ર મારફતે ઊતરી. સહસ્ત્રારની તમામ પાંખડીઓને ઉર્જાન્વિત કરીને પૂર્ણ ખીલેલા કમળ સમાન બનાવી રહી છે. આથી પાંચેય કોષોમાં આ દિવ્ય ઊર્જા પ્રકાશનાં ધોધરૂપે અવિરત વહી આવી રહી છે. સમગ્ર શરીર સૂર્ય અને ચંદ્રની જ્યોતિ વડે ઝળહળી રહ્યું છે. હે પરમાત્મા, પૂર્ણ આરોગ્યનાં આશીર્વાદ માટે આભાર.

૯. પ્રાણઊર્જા હેન્ડ બ્લેન્ડર

પ્રાણઊર્જા ઇંજેકશન

પ્રાણઊર્જા કાતર/કાતરો

પ્રાણઊર્જા ચપ્પુ

પ્રાણઊર્જા લેસર લાઈટ – ટોર્ચ – કાપો મૂકવા / રુઝ લાવવા

પ્રાણઊર્જા ચેપ મુક્ત કરવા Green/Blue/EV

પ્રાણઊર્જા સેન્સર્સ

પ્રાણઊર્જા બ્લોઅર

પ્રાણઊર્જા વેક્યુમ ક્લીનર

ની ધારણાઓ જરૂરત મુજબ કરીને સંપૂર્ણ પ્રાણિક સર્જરી Step by Step કરી શકાય.

યાદ રાખો, ચિકિત્સા શુદ્ધિ, પ્રાણ ઊર્જા, પ્રકાશ વડે રસશક્તિ પર કરાય છે. આ સર્વ પવનશક્તિ અને રસશક્તિ વડે વિકૃતિ ભાસે છે. તે પણ અસ્તિત્વથી નહીં કે વસ્તુત્વથી. આથી અશુદ્ધિનો ભાસ શુદ્ધિનાં ભાસ વડે ઉડી જાય છે.

આ સંસાર દોરડાનો સાપ ભાસે છે. વાસ્તવમાં નથી અહીં દૂધનું દહીં થયું જ નથી. પરિવર્તન આભાસી હોવાથી તેને ઉડાડી શકાય છે.

(૧૦) જ્યારે વ્યક્તિ/ચિકિત્સક પરમાત્મા જે અનંત શક્તિમાન છે તેની સાથે એકરૂપ થાય છે ત્યારે તે પરમાત્માની સમગ્ર શક્તિઓનો વાહક થાય છે. આવી વ્યક્તિ Super Super Conductor of God Energy બનીને અન્યને આશીર્વાદ આપી શકે છે. હા, તેનામાં મન, વચન અને કાયા એટલે કે આચાર, વિચાર અને ઉચ્ચાર સંપૂર્ણ શુદ્ધ અહંભાવનાથી મુક્ત હોવા જોઇએ. તે જે કાંઇપણ વિચારશે કે બોલશે મનમાં કે મોટેથી તે પ્રમાણે થવા માંડે છે. ઈસુ ખ્રિસ્ત અને તેમનાં ૧૨ શિષ્યો તેમજ પ્રાચીન કાળનાં ઋષિઓ તેનું જવલંત ઉદાહરણ છે. તમે પણ કહે છે ને કે