From the beginning of time till this moment
release in fire – સ્વાહા
blow out in fire
visualize them all burning away..
ब्रह्मार्पणमस्तु
Give thanks.
X સંસારમુક્તિ માટે Cord cutting
Say (૧ – ૪) Now by the power of supreme lord in me, I am cutting off all authorised and unauthorised all worldly cords created consciously or unconsciously since the beginning of the time to this moment...
Thoroughly completely & permanently & disintegrate them now.
વિસર્જનમ્ – ૩
now I am that
with thanks & in full faith
so be it – ૩
so it is.
સુદર્શનચક્ર વિદ્યા
સુ એટલે સુંદર અને દર્શન એટલે શાસ્ત્ર. આમ શાસ્ત્રનું સુંદર અવલોકન કરી શાસ્ત્ર વર્ણિત માર્ગે જીવન વ્યાપન થવું જોઈએ. હવે શાસ્ત્રનો સાર શું છે?
(૧) “સર્વકાંઈ કેવળ બ્રહ્મચૈતન્ય છે.”
(૨) સૃષ્ટિ છે જ નહીં કેવળ બ્રહ્મસત્તા જ છે.
આજ સુદર્શન છે. તેને ચક્રરૂપે ધારણ કરી લો. એનાં વડે યુદ્ધ કર. સમગ્ર જગત અને તેની અંદર થઈ રહેલ બધું જ કલ્પના એટલે કલ્પ શક્તિ વડે સર્જાયું છે એવો ભાસમાત્ર છે. એટલે કે સંસાર ત્રણ ગુણો માયા, ક્રોધ, માન, માયા, લોભ વગેરે ષડરિપુઓનો આ સુદર્શન ચક્ર વડે નાશ કર. તેનાથી શું થાય ‘પરમશાંતિ’ અનુભવ કર. સતત અવિરત સુદર્શન ચક્ર ચલાવ તેનું મહત તેજમાં બ્રહ્માંડોનો લય થઈ જાય ત્યાં સુધી શૂરવીર બનીને યુદ્ધ કર. આના વડે આંતર શત્રુઓ પર વિજય મેળવ, ચિત્તની ભાગમભાગ કેવળ બ્રહ્મચૈતન્યની સત્તાથી જ છે. એને પૂછ શું જોઈએ તારે? મનનો ચૈતન્યઅરીસો છે. તેની સત્તા માત્ર પ્રતિભાસિત બિંબ સર્જાયા કરવાની છે. હવે કલ્પના કરવાની બંધ કરી દ૨ અસલ બ્રહ્મચૈતન્ય જ જુઓ. બુદ્ધિ તો પુરયાષ્ટકને આધીન, સંજોગ આધીન ઉભી થાય છે તે જો. તેનો જોનારાે જ તું છે. હા, અહંકાર ચૈતન્યબ્રહ્મનો પડછાયો છે. જેના વડે સંસારૂપી બબાલ થાય છે. તેને જો, સુદર્શનચક્રથી તેનો નાશ કર. શાંતિ પામીશ, સ્વરૂપમાં સ્થિર થઈ જા.
હવે સંસારરૂપી રોગ સમાપ્ત થઈ જશે. આ સંસાર એ વ્યાધિ જ છે. ઉપાધિ જ છે એવું જાણ. હરપળ જાણ. સ્વ સ્વરૂપનું સ્મરણ કર. એમાં જ સ્થિર થઈ જા. સર્વ વ્યાપક પરબ્રહ્મ જ તું છે.
કારણશરીરમાં પડેલાં કારણો એ અનુકૂળ સંજોગો પ્રાપ્ત થતાં માનસ શરીરને ભ્રષ્ટ કરે છે. ત્યાં રોગની Impression ઊભેલી હોય છે. જેનાં પરિણામે જીવદ્રવ્ય શરીરમાં અવ્યવસ્થા સર્જાય છે અને તે છ મહિનાથી વધુ સમય સુધી પડી રહે ત્યારે જ ભૌતિક શરીર અને અવયવોમાં રોગનાં ચિન્હો, લક્ષણો, પ્રગટ થવા માંડે છે.
તો ઉપાય શું કરવો, ઉપચાર શું કરવા? જવાબ છે – સુદર્શન ચક્ર વડે કારણશરીર અને દૂષિત માનસ, જીવદ્રવ્ય શરીરનો નાશ કર. શેના વડે? દૃષ્ટિમાત્રેણ શુદ્ધિભવેત્, તું શુદ્ધ જ જો.
(૧) કારણશરીર બીજાને દોષી, જવાબદાર, અશુદ્ધ જોયા અને જાણ્યા નિશ્ચયપૂર્વક.
(૨) પોતાને પણ દોષી, પાપી, અશુદ્ધ જોયું અને જાણ્યું. આથી કારણશરીર દૂષિત થયું.
ઉપાય (૧) સૌને માફ કર. માફી માગો.