અનંતની યાત્રાAnant ni Yatra
પ્રાણ ચિકિત્સા દ્વારા આત્મ સાક્ષાત્કાર પાર્ટ 2

ખમીરવંતો, નિર્ભય થા. કેવો? તો

ભાગ ૪૪ / ૪૪ · મૂળ PDF

કહે : ભલે તમે મને મારો કે મારી પણ નાખો.

સત્ય આ જ છે કે હું આત્મા જ છું.

વળી હું અમર છું.

દાદાશ્રી કહેતાં ઃ તું હવે આત્માની સીટમાં જ બેસી રહેને \! વારેવારે નીચે ઉતરવાનું બંધ કર. નીચે પડ્યો જો ભાગ્યવસાત્ તો ભાનમાં આવે એટલે ઠેકડો મારીને ફરી બેસી જા શુદ્ધાત્માની સીટમાં. તે તારી જ છે. તે તું જ છે.

શુદ્ધ આત્મા, બ્રહ્મ જોવાનું શરૂ થાય ત્યાં પ્રકૃતિનો લય થઈ જાય. બધું પાપ, તાપ, કર્મો ઓગળી જાય.

સંપૂર્ણ જ્ઞાન – સૃષ્ટિ સર્જન સાથે જ કણકણમાં, પ્રત્યેક પરમાણુમાં મોજુદ છે. હવે કણકણમાં જ્ઞાન જો, જાણ અને ગ્રહણ કરતાં કરતાં કેવળ જ્ઞાન સ્વરૂપ થા.

જો પાછો જ્ઞાનબિંદુઓનો સોદો સંસારિક ચીજો, સિદ્ધિઓ માટે ન કરી બેસતો.

હું આત્મા છું. હું બ્રહ્મ છું. વૃત્તિને વારંવાર ઘસ્યા જ કર, આવર્તનો વડે. તેમાંથી તણખો, પછી ભડકો અગ્નિ પ્રકાશ-બ્રહ્મ પ્રગટ થશે જ.

બ્રહ્મ તો વ્યાપક છે સર્વત્ર વ્યાપેલો જ છે. તે અહીં પણ એટલો અને તહીં પણ તેટલો જ છે. હવે બ્રહ્મ જ જો. બ્રહ્મ દર્શનથી સમાધિ થશે જ.

હવે?

એકાંતમાં સ્થિર ચિત્ત કરી, બીજા વિચાર મનમાં ન આવે તેવી રીતે...

“જે બ્રહ્મ છે તે હું છું.” એવો વિચાર કરી ને પછી તે વૃત્તિનો અભાવ કરી સ્વરૂપમાં સ્થિતિ કરો.

સંદર્ભ

(૧) પ્રણવ યોગ સિદ્ધગીતા – યોગી દિનકરનાથજી ગુર્જર

(૨) યથાર્થ ગીતા – સ્વામી અડગડાનંદજી

(૩) Wiki Pedia

(૪) બ્રહ્મ સૂત્ર – સાધના – શ્રી નલિન મ. ભટ્ટ

(૫) ભારતી’સ બ્લોગ – Dr. Bharthi

(૬) મંત્રવિજ્ઞાન – ગોવિંદશાસ્ત્રી.

(૭) સનાતન ધર્મ – An elementary Text book. Published by Central Hindu College.

(૮) દત્ત પરશુરામ સંવાદ – મહાત્મા કૃષ્ણાત્મજી મહારાજ પ્રણીત સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય

(૯) હૃદય રોગ મેં મંત્ર ચિકિત્સા – એક પૂર્વલોકન Garima’s PDF.

(૧૦) ૧૦૮ ઉપનિષદ – યુગ નિર્માણ યોજના ગાયત્રી તપોભૂમિ, મથુરા.