પ્રસાદમ ક્લાસ ૧
આ વર્કશોપનું નામ પ્રસાદમ એટલા માટે રાખવામાં આવ્યું છે કે આની પર કોઈની માલિકી નથી. આ જે કંઈ છે એ પ્રભુનો પ્રસાદ છે. આજે જે કંઈ તમે જાણશો, જે કંઈ તમે શીખશો તે બધું તમે પ્રત્યેક જીવ માત્ર સાથે વહેંચી શકશો નો લિમિટ. જે શીખો, શીખવજો. ચોક્કસ શીખવજો. જે લાયક હોય, જે સુપાત્ર હોય, જે તમારી સામે આવે, તમને પ્રશ્ન પૂછે તેના તમે ચોક્કસ જવાબ આપજો. જો જવાબો તમારા પાસે ન હોય, તમે સમજાવી શકો એમ નથી એવું જો તમને લાગે તો પછી આપણા સાહેબ અહિયાં બેઠા છે તેમને તમે પૂછી શકો છો.
આપણે હમણાં જે શિવ માનસ પૂજા(ગૂગલ ડ્રાઈવમાં આપવામાં આવેલ છે) કરી, એ ભગવાન શંકરાચાર્ય એની રચના કરી હતી. જેની અંદર એટલી ઉત્કૃષ્ટ ઉપમાઓ તેમના દ્વારા આપવામાં આવી છે, એને જો આપણે સમજીએ તો આપણે એમની ભક્તિની જે પરાકાષ્ઠા હતી એને આપણા હૃદયમાં અનુભવી શકીએ. એક ક્ષણ માટે પણ જો આ વસ્તુ આપણા જીવનની અંદર આવી જાય તો “It will be the quantum leap”. જેમ એક ક્ષણની અંદર આપણે આઠ ભવ બાંધીએ છીએ. તેમ એક જ ક્ષણની અંદર આપણે અનંત ભવ પણ કાપી શકીએ છીએ. એ પણ એટલું જ સાચું છે. અને આ અનુકૂળતા આપણને મનુષ્ય જન્મની અંદર જ પ્રાપ્ત થઈ છે.
ઉત્ક્રાંતિ કરતાં કરતાં મત્સ્ય સ્વરૂપે, કાચબા સ્વરૂપે, ધીમે ધીમે કરતાં હોમો સેપિયન હ્યુમન બની ગયા આપણે બધા. હવે આગળનું કર્તવ્ય શું ? તો કે સ્વયંને જાણવું. તો સ્વયં શું છે ? એના માટે અનંત શાસ્ત્રો છે. અનંત લોકો આપણી આગળ થઈ ગયા, બધામાં એટલો બધો અનુભવ નીચોડ છે. હવે મુશ્કેલી ક્યાં થાય છે કે આપણા જેવા સામાન્ય માણસો આ સાચું કે પેલું સાચું, આ કરું કે પેલું કરું, આ મંત્ર કરવાથી સારું થશે કે પેલું કરું એટલે થોડીવાર હું ગાયત્રી મંત્ર કરવા બેસું પછી કોઈક આવીને કે આવું નહીં શ્રીકૃષ્ણ શરણં મમ એ શ્રેષ્ઠ મંત્ર છે, મહામંત્ર છે એટલે પાછું શિફ્ટ આવે છે.
ઓએનજીસી વાળા આવું નથી કરતા એ લોકો એના આમ એસેસમેન્ટ લઈ લે કે આ જગ્યાએ આટલું તેલ છે. કદાચ સેટેલાઈટ થી પણ થોડી હેલ્પ લઈ લે અને પછી એક જગ્યાએ લોકો ડ્રિલિંગ કરે. પૃથ્વીના પેટાળમાં કાણું પાડતા જાય અને પાઇપ અંદર મુકતા જાય. એટલે આવી જો એક ધારી, સતત ડ્રીલિંગ ની પ્રક્રિયા આપણી અંદર ચાલતી જાય.ગઈકાલે જ વાત થતી હતી કે આપણે બધાએ એટલા બધા આવરણો ચડાવી દીધા છે આપણી ઉપર. એ આવરણોને ભેદવાના છે ત્યારે અંદર રહેલું આત્મતત્વ આપણને અનુભવમાં આવશે.અત્યાર સુધીમાં તમારા કેટલાય આવરણો ભેદાયા પણ હશે અને કેટલાક નવા ચઢી પણ ગયા હશે.તો આ પ્રક્રિયા જેમ આ ચામડી પર વાગે છે અને પછી પાછું મટી જાય છે એ પ્રમાણે ચાલ્યા જ કરતી હોય છે.
એક સંત એવા પણ હતા. એ સંતના લોકો દર્શન કરવા જાય, મળે તો એ સંત પોતાના પગ આમ ઢાંકી રાખતા. બધાને બહુ જ ઉત્સુકતા થાય કે ખરેખર આ આવું એ કેમ કરાતા હશે ! એની શું જરૂર હશે ? કોઈ આવે એટલે તરત આમ પગ ઢાંકી દે. એક વખતે એવું થયું કે થોડો પવન આવ્યો અને કપડું હટી ગયું. ત્યારે ખબર પડી કે સંતના બંને પગ પૂરેપૂરા ફદફદી ગયા હતા. એમાં એટલો બધો પાક થઈ ગયો હતો. પરું થઈ ગયું હતું. એમાં કીડા હતા. એટલે પવનના કારણે કીડા ખસી ગયા. તો પેલા સંતે ઉપાડીને (કીડા) પાછા ફરી અંદર મૂકી દીધા. પછી કોઈક આપણા જેવા હશે એમને પ્રશ્ન કર્યો કે સંત સાહેબ, તમે આવું કેમ કરો છો ? તો એમને કીધું કે ઇસકો ના જાના હૈ, ઇસકો ખાના હૈ પણ આનો પર્પસ શું ? કે આનાથી શું ? તો કે હું જીવ માત્રને પણ હાની પહોંચાડવા માંગતો નથી. આ એનો ખોરાક છે એ ખાય છે. અપાર પીડાની વચ્ચે ચહેરા પર પરમ શાંતિ એ વાસ્તવમાં શું કરવા માંગતા હતા ?
એ દેહમાં જ નહોતા રહેતા. એમનો દેહાધ્યાસ જ ખતમ થઈ ગયો હતો. ‘હું દેહ છું’ એ ભાન જ એમને જતું રહયું હતું. જેમ પહેલું પદ સોપાન શ્રેણીમાં આપણા બધાની આજ ભૂલ થાય છે કે ‘હું દેહ છું’ એ આપણે ક્યારેય ભૂલી શકતા નથી.
તો આ પ્રસાદ હવે તમને સુલભ છે. આપણે શરૂઆતમાં વાત કરી એ ગુરુ વંદનાથી અને કેટલાક મંત્રો સૌથી પહેલા તો અહિયાં ઋગ્વેદનો એક મંત્ર છે, ગુરુ મંત્ર એ મંત્રને માત્ર યથાત્થ એક જ વખત સાંભળવા માત્રથી હૃદયપૂર્વક ગુરુ પ્રત્યક્ષ થાય છે. તમને દેખાય કે ના પણ દેખાય એ તમારું અહો ભાગ્ય છે. તો આ ગુરુ મંત્ર ઋગ્વેદમાં(ગૂગલ ડ્રાઈવમાં આપવામાં આવેલ છે)
જીવનની અંદર આપણને અનેક પ્રકારના સાંસારિક કષ્ટ આવતા હોય છે. એ કષ્ટના નિવારણ માટે આપણાથી બને એટલા પ્રયત્નો આપણે કરતા રહેવું જોઈએ. વખતે આપણે આપણાથી જે હાયર બીઇંગ હોય એની આપણે હેલ્પ પણ લેવી જોઈએ. તો આવા હાયર બીઈંગ એટલે ભગવાન શિવ, જેની આપણે હમણાં જ પ્રાર્થના કરી એનું જ એક સ્વરૂપ ભૈરવ. તો એ ભૈરવનો અહિયાં એક મંત્ર છે કે જે તમને સતત રક્ષણ, મદદ અને માર્ગદર્શન પૂરું પાડે તો હવે આપણે આ ભૈરવ મંત્રને પણ ગ્રહણ કરીએ. (ગૂગલ ડ્રાઈવમાં આપવામાં આવેલ છે)
ભૈરવ દાદાને નમસ્કાર ! ખૂબ ખૂબ ધન્યવાદ ! જ્યાં સુધી શરીરની અંદર આપણને કંઈ પણ વ્યાધિ હોય, મનની અંદર કોઈ વખતે ઉપાધિ હોય ત્યારે શું થાય છે કે આપણે ગાયબ થઈ જઈએ છીએ. સંસારમાં ઓતપ્રોત થઈએ. આપણે શું છીએ ? કોણ છીએ ? આ બધું ભૂલી જવાય છે. એટલે ભાન ભૂલેલાને બાવરા થઈને માણસો સંસારની અંદર ભટક્યા જ કરતા હોય એવું દેખાય. શાસ્ત્રોમાં કીધેલું છે એ પ્રમાણે અનેક યોનીઓની અંદર ભ્રમણ કર્યા જ કરતા હોઈએ છીએ. મનુષ્યમાં આવે વળી પાછા પડે. પાછા ફરી નીચે જાય. પાછા ફરી કેટલાય બધા પ્રયત્નો પછી; કેટલાય જન્મો પછી પાછો ફરી મનુષ્ય દેહ લોકોને સુલભ થાય. તો આ વ્યાધિ અને કષ્ટના નિવારણ માટે પણ એક બહુ જ સરસ મંત્ર છે, જે આપ સમક્ષ અહીંયા આગળ પ્રસ્તુત કરીએ છીએ. (ગૂગલ ડ્રાઈવમાં આપવામાં આવેલ છે)
હવે આપણે ઘણા લેવલ પરથી શુદ્ધિ થઈ ગયા છે. મંત્રમાં જેમ કીધું તેમ જન્મ જન્માંતરથી થયેલા મનસા, વાચા, કર્મણા, તમામ પ્રકારના દોષો જે કઈ કંષ્ટો એ બધાના નિવારણ માટે પ્રાર્થના કરીએ. આ ઉર્જા આપણે જેવી ગ્રહણ કરીએ એટલે એ એનું કામ કરવા માંડે.
આ બધા દિવ્ય ઔષધો છે જે તમને દવાની દુકાનમાં, મેડિકલ સ્ટોરમાંથી નહીં મળે અને એક જ વખત આ ઇન્જેક્શન લીધું એટલે પછી એની અસર તાત્કાલિક શરૂ થઈ જાય. સૌથી મોટામાં મોટો જે આપણો રોગ છે જેની આપણે વાત કરીએ છીએ એ છે કે આપણે કોણ છીએ ? આપણે એ જ જાણવાનું છે. આપણે છીએ કંઈક અને સમજીએ છીએ કંઈક બીજું. એટલે એ મહાન રોગ જે છે તે કેવળ અજ્ઞાન છે. અજ્ઞાનના કારણે જ અહંકાર ઊભો થાય છે અને પછી અહંકાર જ બધું કરે છે અને કરાવે છે. દિવસથી રાત સુધી સુઈ જઈએ નહીં ત્યાં સુધી એ હું હું હું ચાલુ ને ચાલુ હોય છે. કંઈ પણ કરતા હોય કે ના કરતા હોય મેં કર્યું, મેં નથી કર્યું, મેં નથી કર્યું, મેં કર્યું છે આના પડઘા અવિરતપણે અને આ પડઘા જેવા બીજા સાંભળે છે એટલે બીજા પણ એને એ જ સુરતાલ સાથે બોલવા માંડે છે. એવી રીતે બધાના જીવન ચાલી રહ્યા છે.
હવે આપણને જો જ્ઞાન થઈ જાય તો આપણે આ અંધકારમાંથી બહાર આવીએ. અજ્ઞાન માંથી આપણે નિવૃત્તિ પામીએ અને અહંકારને પરમનેન્ટલી વિદાય આપી દઈએ કે હવે ભાઈ, તારું કામ પૂરું થઈ ગયું. હવે બસ કર તું ; તું તારા સ્વસ્થાને પહોંચી જા એવી આપણી પ્રાર્થના છે. તો એના માટે હંમેશા ગુરુ તત્વની જરૂરત પડે. ગુરુ તત્વ,પરમ તત્વ માનો કે એક પ્રકારની એજન્સી છે જે અહિયાં આગળ જે જીવ ભાવ પામેલી હાઈયર બીઇંગ છે. અહિયાં આગળ પરમાત્મા છે. અહીંયા એટલે અહીં પણ છે અને અહીં પણ છે ત્યાં પણ છે એ જ પરમાત્મા હવે આ જીવ ભાવ પામેલો પ્રાર્થના કરે છે, કોને ? ગુરુ તત્વને.
ગુરુ જાણે છે કે આ પરમાત્મા છે. ગુરુ એ પણ જાણે છે કે આ પણ પરમાત્મા છે પણ ભાન ભૂલેલો છે. હવે એ પાછો હોંશમાં આવે તો એના માટે એક બહુ જ સુંદર ઉપનિષદ છે. ઉપનિષદ એટલે તમે જાણો છો કે વેદનો એવો ભાગ કે જેની અંદર આત્મતત્વને વિશે જ વાતો કરેલી છે.
એક મિત્રના ઘરે મેં એક પુસ્તક વાંચેલું એના અંદર 108 યોગના વિશેના ઉપનિષદોનો સંગ્રહ હતો. અત્યારે લગભગ 300 જેટલા ઉપનિષદ પ્રચલિત છે. ઉપનિષદ નો મતલબ જ એ છે ઉપ અને નિષદ એટલે કે સમીપ બેસવું. ગુરુની સમીપ બેસવું. જ્ઞાનની સમીપ બેસવું. ગુરુ કોઈ વ્યક્તિ નથી ગુરુ પણ પરમ તત્વ છે એટલે સર્વત્ર મતલબ ક્યારે ક્યાંથી ગુરુ તમને ઉપદેશ આપે છે.
સાવધાન ! ગ્રહણ કર્યું હશે તો અંદર ઉતરી જશે, શક્ય છે એ કોઈ બાળકના મુખેથી શક્ય છે કે એ રોડ પરથી પાસ થતો માણસ ફક્ત ફોન પર બોલતો હોય એના મોબાઈલ પર તમે ફક્ત બે શબ્દ જ પકડશો. બે વાક્ય જ પકડશો પણ એટલું તમને જરૂરી હશે, એટલું જ.
શેર કરીએ. આ ઉપનિષદ છે ‘દુર્લભ ઉપનિષદ’ એનું નામ જ દુર્લભ છે. મતલબ કે સહેલાઈથી તમને પ્રાપ્ત થાય એવું નથી. તો આજે આ દુર્લભ ઉપનિષદ ને પણ આપણે શ્રવણ કરીએ. (ગૂગલ ડ્રાઈવમાં આપવામાં આવેલ છે)
સ્લોલી કમ બેક ટુ યોર નોર્મલ કોન્સિયસ એન્ડ જેન્ટલી ઓપન યોર આઈસ.
આજના આખા દિવસની અંદર તમને એટલી બધી ઔષધિ પીવડાવાની છે. આ બધું એમાંનું એક છે. એટલે તમારી માટે ખાસ પસંદ કરી છે એ ઔષધો.આ બધું હલાવ્યા વગર પી જવાનું. આ શું છે? કેમ આવો? પ્રશ્ન ન કરશો. ધીરજ પૂર્વક એનું સેવન કરો. તમે બરાબર જીવનની અંદર ઉપયોગ કરી શકશો. તમે બીજાને પણ આપી શકશો. બધાને આપો. બધા સ્વસ્થ રહો. મસ્ત રહો. આનંદમાં રહો.
જો આપણું શરીર સ્વસ્થ હોય તો જીવવાની મજા આવે. જરાક અસ્વસ્થતા પેદા થઈ જાય એટલે આપણને શું થાય છે ? જે કરવું હોય એ આપણે કરી શકતા નથી. જેવી રીતે કરવું હોય એ રીતે તે કરી શકતા નથી. ઘણી બધી શારીરિક, માનસિક મુશ્કેલીઓ ઊભી થતી હોય છે. તો મારા ધ્યાનની અંદર એક બહુ સરસ મજાની કસરતની પદ્ધતિ આવી છે અત્યારે તમને એ શીખવાડી દઉં છું આનો તમે બરાબર ઉપયોગ કરજો.
બળવાન યોગ
પાંચ મિનિટ પણ નહીં લાગે આખું કરતાં આપણને જો ટાઈમર મૂકીને જોઈએ તો, કદાચ આપને પહેલી વખત અહિયાં બતાવું છું એટલા માટે થશે. હવે આ દવા એવી રીતે લેવાની છે આપણે રોજ કે ક્યારે પણ આપણે શરીર સ્વસ્થ થઈ જાય. સવારના પહોરની અંદર નિવૃત્ત થઈ જઈએ એટલે પછી આ કસરત આપણે કરવી જોઈએ. આની અસરો તમે જોશો કે શરીરના તમામ સ્તર પર થશે. એની અસર મન પર પણ થશે એટલે મન જે પરતંત્રતા તરફ તમને લઈ જાય છે પરાધીનતા તરફ લઈ જાય છે. એના બદલે તમને જીવનમાં સ્વતંત્રતા અને સ્વાવલંબન જેને કહેવાય એવા પ્રકારની સ્થિતિ તમારી વધુને વધુ લાવતું જાય એવા પ્રકારની કસરત હું તમારી સામે કરું છું અત્યારે, હું 25 વખત કરીશ તમને બતાવીશ તમે બધા પણ મારી સાથે કરી શકો છો. અને એક 25 વખત કરેલી કસરત તમારે પછી રોજ પાંચ પાંચ વધારતા જવાનું, ધીમે ધીમે ધીમે કરતાં તમારે 10 દિવસે, 15 દિવસે, તમારે 108 ઉપર પહોંચવાનું.
108 થી વધારે કરવાની નહિ. દિવસની અંદર તમે 25/ 25 ના ચાર ભાગ પણ કરી શકો. તમે ચાહો તો 50 ના બે ભાગ પણ સવાર સાંજ પણ કરી શકો. જે વડીલો છે, વૃદ્ધો છે બધા લોકોએ એક સામટા સાથે કરવાની જરૂરત નથી. 25 કરે પૂરતું છે. એમના માટે તો દરેકે પોતાના સ્વસ્થતા પોતાના શારીરિક અને મનોબળના લેવલ પ્રમાણે આ કસરતો કરવાની.
બધા ઊભા થઈશું, આપણે થોડી આમ પૂર્તિ મોકળાશ બધા લઈ લો. બંને હાથ સીધા સામે જો આ રીતે રહેવા જોઈએ. કેવી રીતે કરવાનું છે ? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 રિલેક્સ આની સાથે સાથે આપણા પગને પણ જોડી શકાય. હવે બીજી કસરત કરીએ. ઉલટા કરી દેવાના હાથ બિલકુલ નીચે બરાબર ને આમ જરા સામે લાવીએ અને પછી 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 રિલેક્સ. હવે ત્રીજી આ હાથ આમ ડાબુ કરવાનું ઉપર જમણા હાથની આંગળીઓ પકડવાની અને આ ધીમેથી એક જર કાપવાનું 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25. ચોથી એનો એ જ હાથ જે આમ હતો ઉલટો કરી દેવાનો આંગળા ફરી પકડવાના નીચે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 14 15 16 17 18 19 20 21 22 23 24 25. હવે જો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 ઓફ યોર વેઇટ સાથે સાથે 1 2 3 4 5 6 7 13 14 15 16 17 18 19 20 24 25.
નેક્સ્ટ બંને અંગૂઠા જે છે તેના અંદર અંગુઠો અગ્નિ તત્વ એને બાંધવાનો એક બે ત્રણ 4 5 6 7 8 9 10 11 12 14 15 16 17 18 19 20 23 24 25. સીધા અંગુઠો અંદર 1 2 3 4 5 6 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 હવે નેક્સ્ટ, અંગુઠા મુવમેન્ટ રોટેશન વન ટુ થ્રી રિવર્સ. હવે છેલ્લી બે અંગૂઠા આંગળીઓ અંદર આમ કરી દેવાની અને નેક્સ્ટ એકબીજાની સામે આમ ગોઠવવાના. બંને અંગુઠા અડાડી રાખવાના હવે હાથને જેટલે દૂર સુધી લઈ જઈ શકે એટલે સુધી લઈ જઈ અને અંદર લાવવાનું 1 2 3 4 5 6 7 8 9 10 ડન,ડન. થેન્ક્યુ.
હાઉ ડુ યુ ફીલ ? ફૂલ એનર્જી. પાંચ મિનિટ પણ નહીં લાગે અપર બોડી આખું એક્ટિવેટ થઈ ગયું અપર બોડી થશે દરેક કસરત કરતી વખતે તમારા પગને ધીમે ધીમે આમ આમ શિફ્ટ કરતા જશો. તમારા બંને પગ પગ મજબૂત કરવા માટે એકમાત્ર કસરત જાપાનીઝ સુમો લોકો જે રીતના નીચે જાય એ રીતે આમ કરીને આમ નીચે ઉભા રહેવાનું. બસ આટલું જ કરવાનું. બીજું કઈ બંને હાથ અંગુઠા ઈચ્છા થાય તો ભરી શકે એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે ઘૂંટણ બહાર તરફ બહુ નહીં લેવાના. પગ જે છે તે બિલકુલ સીધા રહેવા જોઈએ અને આમ પાછળ કરોડ બિલકુલ સીધી. શ્વાસ લઈ શકો છો નાભી પર ધ્યાન 30 સેકન્ડ જેને ના થાય એ છોડીશું જેનાથી થાય એ કંટીન્યુ કરે. ધેટ્સ ફાઇન. થેન્ક્યુ.
એટલે પાંચ ને એક છ મિનિટ થશે આથી વધારે સમય નહીં લાગે. બરાબર 25 જ કરો. રોજ 25 કરો એવું ના કરતા એક 108 કરતા હતા.બીજા દિવસે પછી 25 એ નથી થતી.
જે કરે તે પામે અંદર એક ઈચ્છા હોવી જોઈએ. તમારી ઈચ્છા હતી તો અત્યારે તમે આ ક્લાસમાં આવી શક્યા. યુ ડિસાઈડેડ. ઘરની અંદર બેઠા બેઠા નક્કી કરી લો કે બસ આપણો સમય થઈ ગયો કે મારે નીકળવું જોઈએ. ધેટ ડિસીઝન વોઝ ટેકન રાઈટ.
કોઈ એક, ચાર રસ્તા ઉપર પણ બે ત્રણ જગ્યાએ, બે ત્રણ રસ્તેથી અહિયાં પહોંચી શકાતું હતું. તમે નક્કી કર્યું કે આ જ રસ્તેથી જઈશ અને તમે ત્યાંથી જ આવ્યા છો. તો જીવનની અંદર ડિસીઝન બહુ જ મહત્વનું છે. એવું નથી કે બુદ્ધિ બળાપો જ કરાવે. બુદ્ધિ નકામી જ છે એવું નથી. વ્યવહારિક જીવનની અંદર બુદ્ધિનો ઉપયોગ છે. એટલા માટે બુદ્ધિ આપણી અંદર ઉત્પન્ન થતી હોય છે. અમુક જગ્યાએ જઈએ એટલે અમુક પ્રકારની બુદ્ધિ ઉત્પન્ન થાય. અમુક જગ્યાએ જઈએ તો બીજા પ્રકારની બુદ્ધિ ઉત્પન્ન થાય.
જે આપણું ઈનર એન્વાયરમેન્ટ જેને હું અંતઃકરણ ચતુષ્ટય કહું છું. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર આ ચારેયનું એક નામ ‘અંતઃકરણ’.
પ્રાણીક હિલીંગ નો અંતઃકરણ જુદો છે પણ એનું પોષણ એનાથી જ મળે છે આ અંતઃકરણ તમારા હૃદયની અંદર રહેલો ભાવ છે. આ અંતઃકરણ એટલે તમારી બુદ્ધિનો આશય છે. વોટ ઇસ યોર ઇન્ટેન્શન, ઇન્ટેન્ટ. તો ઇન્ટેન્શન પ્રમાણે જો જીવન જીવાઈ જતું હોય તો એની અંદર એક જબરજસ્ત ફોર્સ હશે. અનપેરેરલ એટલે બસ એ ધબકતું અને ધસમસતું જીવન તમને જોવા મળશે. જેમ કે મોદી સાહેબ, ઇન્ટેન્શન છે. વિલ ટુ સર્વાઈવ. વિલ ટુ ડુ ગુડ.
એક બીજો એક મહત્વનો મંત્ર જે છે તે ગ્રહણ કરો. (ગૂગલ ડ્રાઈવમાં આપવામાં આવેલ છે) આ મહામૃત્યુંજય મંત્ર છે. તમારા મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, પ્રાણ આ બધાને જ ચાર્જ કરી દે. દિવસમાં એક જ વખત ફક્ત સવારે એક વખત સાંભળી લેજો. બહુ ધ્યાનપૂર્વક ગ્રહણ કરજો. આ ઉર્જા છે. શબ્દ જે આવી રહ્યા છે, શબ્દ પણ બ્રહ્મ છે તો એ બ્રહ્મની શક્તિ દરેક શબ્દની પાછળ રહેલી છે.
નાલાયક ! આમ કોઈને આપણે જ્યારે બોલીએ છીએ તો પેલાને એટલા જોરથી જાણે ફંગોળતો હોય એવી અસર અંદર થાય છે પેલાને. એટલે બિચારો આમ થઈ જાય અને આપણે કહીએ રિયલી આઈ એપ્રિશિએટ. તમે બહુ જ સુંદર કામ કર્યું જુઓ તમે. આમ એનો પ્રાણ બધું. આમ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર બધું આમ ખીલી ઉઠે. બધું એકદમ સુંદર થઈ જાય. એટલે બદલાતા શબ્દોની જબરજસ્ત અસરો છે. તો શબ્દને સાચવીને વાપરજો વેડફશો નહીં.
જૈન લોકો એને કહે છે વાપરવું. એ લોકો છે ને પાણી પીતા નથી પાણી વાપરે. અન્ન પણ વાપરે છે. તો તમે પણ જો દરેક વસ્તુને વાપરતા શીખી જશો તો વ્યર્થ વ્યય થતો અટકી જશે. સૌથી મહત્વની વાત શીખવા મળશે અને જેવો વ્યય થતો અટકી જશે સંચય થવાનું શરૂ થશે. સો યુ આર બિલ્ડીંગ અપ યોર ઓન સ્ટ્રેન્થ ડે આફ્ટર ડે, ડે આફ્ટર ડે. એનાથી જીવનની અંદર શાંતિ, સમૃદ્ધિ ની સાથે સાથે સ્થિરતા આવશે. સ્થિરતા.
સ્થિરતા ના હોય તો બધું નકામું જીવનની અંદર. આજે રાજકોટ છે પરમ દિવસે વડોદરા, ત્રીજા દિવસે અમદાવાદ આવીને પછી કે હવે બોમ્બે જઉં છું. પાછો અમદાવાદ આવીને પછી કે હું હૈદરાબાદ જઉં છું. હવે આવા માણસને એટલે બિચારાનું કામ જ એવું છે એનો પ્રોફેશન એવું છે. આપણે કોઈ સ્થિર કામ આપી શકીએ ખરા કે ભાઈ એક અઠવાડિયું જરા હું પરદેશ જઉં છું મારું ઘર જરા તમે ધ્યાન રાખજો. આપણે એવું એવી વ્યક્તિને કહી શકતા નથી. એના માટે કોઈ સ્થિર ત્યાં આગળ રહેતો રોકાતો વ્યક્તિ હોય એને આપણે શોધી કાઢીએ. જરૂરી નથી કે આપણા ઘરની રક્ષા એમ કે પોલીસ સુપરિટેન્ડ કરે. કોઈ કોન્સ્ટેબલ હશે પણ એ સ્થિર છે ત્યાં આગળ ઉભેલો છે એ ત્યાં જ છે એ જ ચાલશે.
હોસ્પિટલોમાં પણ રેસિડેન્ટ ડોક્ટર હોય છે. વિઝિટિંગ ડોક્ટર હોય છે. તો આપણે પણ અંદર આવા રેસિડેન્ટ ડોક્ટરની જરૂરત પડશે. જે સ્થિર રહી શકે એવા વોચમેન ની જરૂર પડશે. સ્ટ્રેન્થ ની જરૂર પડશે. સ્થિરતાની જરૂર પડશે. જીવનની અંદર આ સ્થિરતા કેવી રીતે આવે. આ બધી જ બાબતો જે કઈ છે આખું જીવન છે આપણું બધું એ શેના આધારે ચાલી રહ્યું છે ? શ્વાસના આધારે. શું આપણે શ્વાસ લઈએ છીએ કે આપણાથી શ્વાસ લેવાય છે ? તમારો અનુભવ શું છે ? હું શ્વાસ લઉં છું કે મારાથી શ્વાસ લેવાય છે ? હવે સાચા હોય કે ખોટા એટલી બધી શ્વાસ લેવાની પણ પદ્ધતિઓ બધી બહાર આવી ગઈ છે કે ના પૂછવાની. અનેક જાતના પ્રાણાયામ, અનેક જાતની વસ્તુઓ. વાસ્તવમાં શેની જરૂર છે તો કે એક ઊંડો નિરાંત, આરામનો શ્વાસ લો. ધીમેથી મૂકો. ફરી એક ઊંડો શ્વાસ લો. ફરી ધીમેથી મૂકો. ફરી એક ઊંડો શ્વાસ લો.
ધીમે ધીમે હવે તમારા શ્વાસ પર થોડુંક ધ્યાન આપો આંખોને હળવેથી બંધ કરો. ઊંડો શ્વાસ લો. ધીમેથી ફરી એક ઊંડો શ્વાસ લો. ધીમેથી હું પ્રસન્ન છું. મનમાં હું સ્વસ્થ છું. હું છું.
હળવેથી જીવનની બધી જે ઘટમાળ હોય દોડધામ હોય તેની અંદર કલાકે બે કલાકે ત્રણ કલાકે જ્યારે યાદ આવે ત્યારે થોડીક વાર માટે સ્થિર થઈ જાવ. નાના છોકરા રમતા હતા ખબર છે તમને સ્ટેચ્યુ ! આપણે આમ ઉભા રહી જતા હતા થોડીક વાર માટે. 20 સેકન્ડ, 30 સેકન્ડ તો એટલાની અંદર જ તમારે બે કે ત્રણ શ્વાસ સભાનતાપૂર્વક લેવાના. આ તમને જમ્પ સ્ટાર્ટ કરવાની પદ્ધતિ શીખવાડી રહ્યો છું. તમને ક્યારેય થાક નહીં લાગે. પછી ચીડ, ગુસ્સો ,અકળામણ કન્ફ્યુઝન મગજની અંદર ઇનડીસીવનેસ આ બધું જ શેમાંથી પેદા થાય છે ? લેક ઓફ એનર્જી. હવે શું થશે ? ફૂલ ઓફ એનર્જી. તો પછી આ બધી અકળાવતી વસ્તુઓ તમારા જીવનમાંથી બહાર જતી રહેશે આપણને જોઈતી નથી. વિદાય આપી દો.
શરીરને સુંદર રીતે આપણે મેંનટેન કરવા માટે બીજી આપણને જો પાંચ મિનિટ મળે કેમ કે પાંચ મિનિટ તો આપણને બલવાન યોગની અંદર ગઈ બરાબર. બીજી પાંચ મિનિટ આપણને લાગશે આ પદ્ધતિ તમને શીખવાડ્યું છું. એનાથી તમારા હૃદયને પુષ્કળ બળ મળશે એવું પણ બને ઈશ્વર કૃપાએ કે આ શીખેલાને ક્યારેય હાર્ટ એટેક ન પણ આવે. કેમ કે આ વસ્તુ તમારા હાર્ટને જ બળ આપશે. તમારા દરેક નસ-નાડી તંત્ર જે છે આખું એને એ સ્વસ્થ અને મજબૂત બનાવશે. અને આ જે પદ્ધતિ શીખવું છું આજે તે બલવાન યોગની પૂરક પદ્ધતિ.
એટલે એમાં પહેલા આપણે 25 શ્વાસ જ લઈશું. કેટલા, 25 શ્વાસ. પછી અંદર રોજ પાંચ પાંચ, પાંચ, પાંચ ઉમેરતા ઉમેરતા આપણે કેટલા એ પહોંચવાનું 108. 108 એ પહોંચી જશો તે દિવસે તમારું આખું શરીર સ્વસ્થ થઈ ચૂક્યું હશે. હવે શ્વાસ કેવી રીતે લેવાનો છે બેસીને કરવું અતિશય જરૂરી છે કેમ કે જ્યારે પણ તમે પ્રાણને લગતી કોઈપણ વસ્તુ કરો ત્યારે તમારું જે ઉર્જા દેહ છે તેની અંદર એકદમ પ્રચંડ આવિર્ભાવ થશે પ્રાણનો. એટલે એ ઉર્જા દેહ જે છે તે તમારો એકદમ હલવા માંડશે. જે લોકોને સભાનતા છે એના પ્રત્યે પ્રાણિક હીલરો છે તે બધા તો આ અનુભવી શકતા હશે. તમે ક્યારેય કોઈપણ જગ્યાએ આમ કે છે ને કે બે મિનિટનું મૌન પાળીશું થોડીવાર થાય પછી આમ આમ થવાનું ચાલુ થઈ ગયું હોય કેમ આપણને એ અનુભવ આવે છે તે વખતે. એટલા માટે આપણે પડી ના જઈએ માટે ધ્યાન રાખીને આપણે શાંતિથી બેસીએ.
જે લોકોને જરૂરત હોય એ લોકો પ્લીઝ એક એક પેપર નેપ્કિન લઈ લેજો અહીંયાથી જો કોઈ શરદી કે કાંઈ પણ હોય તો. સૌથી પહેલા પલાઠી વાળવાની અથવા તો આપણા પગ જે રીતે જમીન પર આપણે ધરતી પર મૂકી શકીએ છીએ મૂકવાના. કરોડ સીધી રાખવાની. શરૂઆત આપણે પહેલા જમણા નસકોરાથી કરવાની. ફરીથી અગ્નિ તત્વને બાંધી દેવાનું આકાશ તત્વ એનાથી ડાબું નસકોરુ બંધ કરો. આ હાથને આમ ના રાખશો કમ્ફર્ટેબલ 25 શ્વાસ લેવાના છે, કેટલા 25. હવે જમણો હાથ લેવાનો અગ્નિ તત્વ ફરી બાંધવાનું જમણું નસકોરું બંધ કરવાનો ડાબી બાજુથી શ્વાસ લેવાનો. હવે બંને શ્વાસ લેવાનો તો શરૂઆત જમણા નસકોરાથી કરવાની, પછી ડાબા નસકોરાથી, પછી બંને નસકોરાથી તો 25, 25, 25 શ્વાસ આવી રીતના આપણે લેવાના.
તો આવી રીતે શ્વાસ તમે લેશો તમે જોશો કે તમારી બેટરી ફુલ્લી ચાર્જ થઈ જશે. બલવાન યોગની સાથે સાથે આ જે શ્વાસ લેવાની પદ્ધતિ છે શ્વસન ક્રિયા આ આપણે કરવાની 108 સુધી તમે પહોંચી શકો છો. જે દિવસે તમે 108 સુધી પહોંચશો તમને સ્વસ્થતાનો અનુભવ થવા માંડશે. હમણાં મારા એક બીજા મિત્રને પણ અમે પરદેશની અંદર જ્યાં હતા ત્યાં જ શીખવાડીને આવ્યા. એક અઠવાડિયા પછી એમને ફોન કર્યો એનું શરીર અતિશય સ્થૂલ હતું એ ચાલી નહોતા શકતા. બહુ થાકી જતા હતા વગેરે વગેરે બાબતો હતી. એમને કીધું કે હવે તમને કેવું લાગે છે અઠવાડિયા કર્યા પછી ? તો કે આમ તો બહુ સારું લાગે છે પણ પેટ બહુ સરસ સાફ થઇ જાય છે. મતલબ જેટલા પણ અવરોધો આવેગો જે કઈ બધું અંદર બ્લોક થઈ ગયેલું હશે ને એ બધું ધીરે ધીરે ધીરે ધીરે કરતાં ખુલી જશે. હવે બળવાન યોગ અને આ પ્રાણ ક્રિયા જેને આપણે કહીએ આ બંને તમે કોઈપણ વડીલને, કોઈ પણ વુમનને, કોઈપણ વ્યક્તિને આ શીખવાડી શકો.
કોઈ બેડ રીડીન હશે તો પણ શીખવાડી દેજો પ્લીઝ એને કદાચ સારું લાગવા માંડશે. એટલે આ બે પદ્ધતિઓ તમને જે આપી છે આ બેનો સરસ ઉપયોગ કરો. સૌથી પહેલા તમે જીવનને સ્વસ્થ અને તંદુરસ્ત બનાવો.
હવે આપણે મૂળ વાત જીવન પર આવવાની કરીએ. બધું કરતાં કરતાં આપણી અંદર આપણા શરીરની અંદર થયું. આપણા મનની અંદર થયું. આપણા ઘરની અંદર આપણા ઓફિસની અંદર આપણા કાર્યક્ષેત્રની અંદર જ્યાં પણ આપણે જતા હોઈએ ,આવતા હોઈએ. બધી અનેક પ્રકારની તકલીફો ઊભી થતી હોય છે વિરોધી જેને કહેવાય. પ્રતિરોધાત્મક ઉર્જાઓ બધી તે બધી ઉભી થાય અને ઘણી વખત એ આપણને બાધા પીડા પહોંચાડતી હોય છે. આત્મા તરીકે આપણો સ્વભાવ બાધા પીડા એમ કે સહન કરવાનો છે જ નહીં, કે કોઈને આપવાનો છે જ નહીં. કોઈનો કોઈને નહીં. પણ જે સાહેબે વાત કરીને પેલા ચતુષ્ટેયની મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર ખરેખર એ પૂર્યાષ્ટક છે. એટલે કે પાંચ ઇન્દ્રિયો તમારી, પાંચ ઇન્દ્રિયોની અંદર સૌથી પહેલામાં પહેલી આપણે આંખથી. બધા જે પાંચે પાંચ ઇન્દ્રિયો - જોઈએ છીએ, સાંભળીએ છીએ, બોલીએ છીએ, સુંઘીએ છીએ અને સ્પર્શ કરીએ છીએ તો એ પાંચ ઇન્દ્રિયો.
પછી મન, આ બુદ્ધિ અને આ અહંકાર આ આઠ થાય આને પૂર્યાષ્ટક કહેવાય.
આ જે છે એનું એક નામ છે જીવ. આ પૂર્યાષ્ટક શું છે ? તો કે ગત જન્મનું જે તમે લઈને આવ્યા છો એણે તમારું આ કરંટ બોડી બનાવ્યું. કરંટ માઇન્ડ બનાવ્યું. આ પૂર્યાષ્ટક છે એટલે એના પ્રમાણેના સુખ દુઃખો અત્યારે ભોગવવાનો જીવનની અંદર વખત આપણને આવી રહ્યો છે. હવે નેચર છે ને એ બહુ જ પર્ટીક્યુલર છે. સો પ્રિસાઈસ, સો પ્રિસાઈસ. ટાઈમ અને સ્પેસ આ બે બીજા એલિમેન્ટ છે. જેના વિશે આપણે પછી વાત કરીશું. આ પૂર્યાષ્ટક જે છે એ પૂર્યાષ્ટક ના કારણે જેને આપણે એક આખો જીવ જે છે એ તે છે.
હવે આ વસ્તુઓ પાંચ સેન્સેશન છે અલગ અલગ આંખોથી આપણે જોઈએ. આપણે આંખ બંધ કરીએ એટલે પેલું મન છે ને એક ફોટો ફ્લેશ કરે છે. તરત જ દુનિયામાં પહેલા પેલો પોલરાઈડ ફોટો એ જ હતો મનની ભાષા શું છે ? ફોટા તો સતત જોયા જ કરતા હશો. પછી એની અંદર શબ્દ બધા ભળતા હોય છે. આ શબ્દ મોડા મોડા આવતા હોય છે. તમે જ્યારે ભાષા શીખો ત્યાર પછી આ બધી વસ્તુઓનું એસોસિએશન ને બધુ ચાલુ થાય એટલે પહેલા બ બ બ બહુ વખત કરે બાળક ત્યાર પછી બા બોલાય.
એનાથી એ આખું બોડી, માઇન્ડ, એસોસિએશન એનું એસ્ટાબ્લિશ થવું જોઈએ. પછી એની હેબીટ પડે. શું પડે ? ટેવ પડે. આ ટેવો માંથી કેટલીક સારી હોય તો એને આપણે સુટેવો કહીએ કે સવારે ઉઠીને બ્રશ કરવું જ જોઈએ અને કોઈ અઘોરી હોય તો હું તો 365 દિવસ બ્રશ કરતો જ નથી. પણ એનું મોઢું ગંધાતું હોતું નથી એ આખી બાબત જુદી છે કેમ ? ક્યારેક પ્રશ્ન પૂછજો.
તો આ જીવ ભાવ છે શું ? આ આઠ જણા ભેગા થઈ જાય અને જે સંચિત હોય એ જીવ ભાવના કરે છે.અંદર એક પ્રકારની ઇમોશન ઉભી થાય છે અને હિ સ્ટાર્ટ ફિલિંગ. અંદર (Inside) ક્યાંક તમે જોશો કઈ જગ્યાએ આપણે પહોંચવાના છીએ સાંજ સુધીમાં તો તમે એક્ઝેટ પ્રિસાઈઝ લોકેશન તમને માલુમ પડી જશે કે આ બધી વસ્તુઓ વાસ્તવમાં ક્યાં રજીસ્ટર થાય છે ? આ બધી વસ્તુઓ આપી છે, અલગ અલગ નામો આપ્યા છે. શબ્દો આપ્યા છે. બધું પણ છેવટે એ બધું ક્યાં આગળ ભેગું થાય છે ? શું થઈ રહ્યું છે તો કે આને કહેવાય આ જીવ છે તો સંસાર છે. જીવ છે તો જ સંસાર છે અને આ બે ભેગા થાય એટલે શું બની જાય જગત બની જાય.
જીવ, જગત આમ સંસાર આખો બધો ભેગો થઈ ગયો. તો આ સંસાર છે એ શું છે એ પણ એક જાતનો ભાવ છે શેનો ? માયાનો. ટેવ પડતી જાય છે. એ બધું એવું થતાં થતાં આપણો સંસાર ઊભો થઈ ગયો. વાસ્તવની અંદર શું છે ? તો કે ફક્ત આટલું જ છે. હવે જો આની પર ચોકડી વાગી જાય તો પ્રોગ્રામ પૂરો. આની પર ચોકડી વાગી જાય , આની પર ચોકડી મારવાથી મોત નહીં આવી જાય કે આમ આસમાનમાંથી એકદમ વીજળી પડવાની છે અને આપણું એમ કે અહિયાં શરીર ફાટી જવાનું છે અને બધું ખતમ થઈ જવાનું છે એવું કઈ અધ્યાત્મની અંદર બનતું નથી. કરોડો વર્ષોની અંદર કોઈ એક કાળે કોઈ એક જગ્યાને આવો તીવ્ર શક્તિપાત થતો હોય છે. તીવ્ર બરાબર. બાકી બધાને અતિ મંદ એવો જેને કહેવાય શક્તિપાત થઈ શકતો હોય છે. અને જ્યારે એવું થાય છે ત્યારે શું થાય ? આ પૂર્યાષ્ટકનો પરપોટો જે છે તે ફૂટી જાય. પૂર્યાષ્ટકનો પરપોટો ફૂટ્યો એટલે પોતે જે જીવ ભાવ અનુભવતો હતો તેના બદલે સીધો જ પોતે અહમ બ્રહ્માસ્મિ દ્વૈત ભાવ તૂટી જાય છે અને અદ્વૈત બની જાય છે.
એ સંપૂર્ણતાનો ખ્યાલ એના આખા અસ્તિત્વની અંદર એ આવી જાય છે. અને એટલા માટે અત્યારે હું તમને એમ કહું કે તમારું મન ક્યાં છે ? તમે શોધી શકશો. તમારા શરીરની અંદર મન કઈ જગ્યાએ છે ? લાગણી ક્યાં છે ? તમે કહી શકશો કે હૃદયમાં છે. હા, ત્યાંથી ઉભી થાય છે પણ હી ટ્રાવેલ્સ અક્રોસ ધ બોડી. તમારું આખું જેને તમે અસ્તિત્વ કહો છો તે બધાની અંદર એ ટ્રાવેલ કરી નાખે છે એક ક્ષણ માત્રની અંદર.
પેરાસિમ્પથેટિક અને સિમ્પથેટિક નર્વસ સિસ્ટમ બહુ જ પાવરફુલ બધાની બરાબર. આમ જોડે જોડે રાખેલું હોય એટલે યશોદા માનું જે વલોણું હતું ને એ વાસ્તવમાં એ આ છે. અને એનું માટલું જે હતું ને એ આ પૂર્યાષ્ટક છે. અને એમાંથી જે નીકળતું નવનીત છે તે તમારો પોતાનો આત્મા છે. આત્મભાન છે. હવે આ કરતાં કરતાં આપણને એવું થાય કે બધી પારાવાર મુશ્કેલીઓ આ જીવનમાં આવી રહી છે તો નાના મોટા એવા બધા જાતના સહાયક જેને કહેવાય એવા સાધનો ઋષિમુનિઓએ બધાએ ડિવાઈસ કરેલા છે. એમાંનું એક જે હતું તે મને મળ્યું છે તે ફરી એક વખત તમારી સાથે શેર કરું છું.
આંખોને બંધ રાખો સ્વસ્થ થાઓ. સેન્ટર થઈ જાઓ અને આને ગ્રહણ કરો. (ગૂગલ ડ્રાઈવમાં આપવામાં આવેલ છે) આવા અદભુત ભાવ સાથે જ્યારે આપણે આ શાંતિ મંત્રની અંદર રહેલી જે ઉર્જા છે તેને આપણા જીવનની અંદર આત્મસાત કરીએ એ તમે આમાં જેમ સાંભળ્યું અને સમજ્યા હશો. આ પણ તમને આપવામાં આવશે એટલે એનો સદુપયોગ તમે નિરંતર ચાલુ રાખી શકશો અને બીજાને પણ તમે આપી શકશો. એટલે તમારા પાંચ પ્રાણ, પાંચ ઇન્દ્રિયો, પાંચ તન્માત્રાઓ.
તન્માત્રાઓ એટલે સંવેદનો જે આપણે કહીએ છીએ આંખોથી જોઈએ, સાંભળીએ, સૂંઘીએ, સ્પર્શ કરીએ અથવા આપણને જે સ્વાદ આવે છે, તે પાંચે પાંચ તન્માત્રાઓ પછી પાંચે પાંચ કોષ, જ્ઞાનમય, વિજ્ઞાનમય, મનોમય વગેરે બધા પાંચે પાંચ કોષો આ બધું જ શુદ્ધ પવિત્ર થવું એમ આપણે ભાવના કરીએ.
આ જગત જે છે એ શું છે ? એને સમજીએ તો આપણને ખ્યાલ આવશે કે આ જગત શું છે ? તો કે ભાવ જગત છે. આ ભાવ ક્યાં ઉત્પન્ન થાય છે ? આપણી અંદર ઉત્પન્ન થાય છે. પ્રત્યેકની અંદર કેમ કે પ્રત્યેક જીવન છે તો પ્રત્યેક ભાવના ભાવે છે તો એ પ્રમાણેનું આખા ભાવ જગતનું નિર્માણ થયા જ કરતું હોય છે સતત. અવિરતપણે. અને એ ભાવ જગતના પ્રમાણે જે અંદર આપણે આપણું પૂર્યાષ્ટક પૂરેલું છે તેના પ્રમાણે આપણું જીવન બનાવીને આપણે પાછા અહિયાં આગળ લઈને આવીએ છીએ.
હવે આપણે નક્કી કરીએ છીએ કે આપણે શું ભોગવવું ? આપણે શું ના ભોગવવું ? એટલે વાસ્તવની અંદર જોવા જઈએ તો જીવનની અંદર આપણી સાથે જે કઈ બની રહ્યું છે તેના માટે માટે કોઈ બીજો જવાબદાર છે જ નહીં. હવે જ્યારે આપણે કોઈની ઉપર બ્લેમ કરીએ કે કોઈની ઉપર આપણે ક્લેમ કરીએ તો એ યોગ્ય છે ? આ એક વિવેક આપણી અંદર ધીમે ધીમે પ્રગટ થવો જોઈએ કેમ કે આપણે આ માર્ગે આપણે આગળ જવું છે બરાબર. એટલે છેવટે તમને કહેવામાં આવ્યું કે ભાઈ હું આ જ્યોતિ સ્વરૂપ સાથે એકરૂપ થવું છું. જ્યોતિ સ્વરૂપ પરમ સ્વરૂપ છે. એ પરમ જ્ઞાન છે બીજું કશું જ નથી. એની અંદર શરીર નથી, મન નથી, પૂર્યાષ્ટક નથી, અંતઃકરણ નથી, કશું જ નથી. ‘હું કેવળ જ્ઞાન છું’. છેવટે ત્યાં આપણે આવીને ઉભા રહેવાનું છે. પણ વચલો જે રસ્તો છે એને આપણે થોડુંક જરા તય કરવાનો બાકી છે. તેને પણ આપણે જો સમજી લઈએ તો આપણે ત્યાં આગળ સારી રીતે પહોંચી શકીએ.
પરમ તત્વ તે હું જ છું. શું આપશે ? ભાવ અહમ બ્રહ્મ અસ્મિ. હું જ બ્રહ્મ છું. આનો અનુભવ આજે તમને થવો જ જોઈએ. મારી એવી ઈચ્છા છે. તમારી છે ? આપણે પ્રયત્ન પૂરેપૂરો કરીએ. 100% અને આ અનુભવ તમને આવી જશે.
તો પછી શું હોવું જોઈએ ? તો કે જીવનની તમામ અવસ્થાઓ જે છે. એ જીવનની તમામ અવસ્થાઓ જે છે કન્ડિશન છે. 11 વાગે આવું હતું. સાડા આવું થયું. બાર વાગે પૂરું વાતાવરણ બદલાઈ ગયું. અતિશય શોકમાં ડૂબેલો માણસ હતો અને સમાચાર આવ્યા કે ના ભાઈ હવે તો તમારા દીકરાને ઘણું સારું છે. એને હોસ્પિટલમાંથી હવે રજા જ આપવાના છે એટલે ઘરની અશક્ત માતા જે બેઠી હોય ઘરની અંદર તેને કેવું લાગે ! હાશ થાય. નિરંતર થાય. એવી જ રીતે જ્યારે કોઈ બહુ જ આનંદમાં હોય ઓલ ઓફ અ સડન એને કોઈ સમાચાર મળે છે. શું થાય છે તે વખતે એના લાગણી તંત્ર જેને કહેવાય ભાવ જગત ઉપર એક બહુ જ મોટો આઘાત થઈ જાય છે. એની બધી ઉર્જા એક સામટી બધી જાણે કે હણાઈ લેતા હોય છે. એવા પ્રકારની પરિસ્થિતિ પેદા થાય છે.
માણસ એકદમ નિર્બળ, બેબસ, લાચાર બની જતો હોય છે. તો આ જે બાબતો બની રહી છે જીવનમાં તમે જોશો કે તમારે ત્યાં આગળ એક સાયકલની અંદર ચાલી રહી છે. જાણે ઘડીકમાં આ ચાલતું હોય, ઘડીકમાં આ આવે અને એ સતત રોટેશન ચાલુ ને ચાલુ રહેતું હોય. એની ઇન્ટેન્સીટી અલગ અલગ હોઈ શકે. સમયે સમયે કોઈ વખતે એક્યુટ થઈ જાય, કોઈ વખતે ક્રોનિક હોય. એટલે કાયમી હોય. એક મંદગતિએ થોડું થોડું ચાલતું હોય આને લોકો સમય કહે છે. આને લોકો જીવનનું ચક્ર પણ કહે છે. જીવનચક્ર. તો આ બધું સાયકલ પ્રમાણે આપણા જીવનની અંદર આવતું હોય છે. આપણા ઋષિમુનિઓએ શોધી કાઢ્યું હતું કે દર સાત સાત વર્ષે છે ને તમને કંઈક એની સાયકલ બદલાશે.
તેનો આધાર એમણે શું શોધી કાઢ્યો તો કે જ્યોતિષ. બધા ગ્રહો. એ બધાની અસરો તમારા ઉપર આવશે. વાસ્તવમાં પૂર્વે કરેલા ભાવો પ્રમાણે જગતના જે બધા ગ્રહો છે તે બધા અત્યારે ગોઠવાયેલા હોય છે. એ ગ્રહો અત્યારે તમને એવી એનર્જી આપે છે. એ તમને એવા વિચારો આપે છે. એ તમારી અંદર એવી ભાવના પેદા કરે છે કે તમે તેનો તેવો અનુભવ કરો છો.
આ મારા પરમાત્માનો ઇન્ટરેક્ટિવ સિનેમાસ્કોપ કે વર્લ્ડસ્કોપ જે કંઈ તમે કહો એવું સરસ મજાનું આ એન્ટરટેનમેન્ટ છે. ઇન્ફોર્ટેનમેન્ટ. આમાં ઇન્ફોર્મેશન પણ છે. એન્ટરટેનમેન્ટ પણ છે. થિયેટરમાં જઈને આપણે ઘણી વખત રડીએ છીએ. બહુ સરસ એકદમ કરુણ હોય કોઈ સરસ મજાની વસ્તુ લાગણીશીલતાનો કોઈ પ્રસંગ હોય તો રડવું આવી જાય. અતિશય આનંદમાં પણ આવી જઈએ. સૌર્યરસ પણ ઘણી વખતે અનુભવ કરીએ છીએ. વીરરસ જેને કહેવાય કેમ તો કે ટાઈગર હિલ જીતી લીધી. આપણા સૈનિકોએ એકદમ જ જોશ આવી જાય આપણી અંદર કેવું થાય છે ! અદભુત છે ને. તો જીવન અદભુત છે. જીવવા જેવું છે. માણવા જેવું છે એવું આપણા બધાનો અનુભવ છે માટે આપણે જીવી રહ્યા છીએ.
હવે તમારે થિયેટરમાંથી બહાર નીકળવું છે કારણ કે આ તો 24 કલાક, 365 દિવસ, 100 વર્ષ સુધી ચાલતા સિનેમા છે. અને જો તમે બહાર નહીં નીકળો થિયેટરમાંથી સ્વેચ્છાએ તો છેવટે તમારો સમય પૂરો થયા પછીથી તમને બહાર મૂકી આવવામાં આવશે. તૂટી પાડવામાં આવશે. છેવટે તો કહે છે શું ? તો કે મુઠ્ઠી રાખની ઢગલી.
પછી એને કશાંક કુલડીમાં કે કોઈક તાંબાના પેલા લોટામાં કે ક્યાંક મૂકીને પછી ચાણોદ જવાનું, સિદ્ધપુર જવાનું પાછું કેમ કે બાકી રહી ગયું છે કે એને તો ઈચ્છાઓ અધૂરી છે. એટલે હવે એની અવગતિ ન થાય એટલા માટે કે એને આપણે આ બધું કરવું પડશે. તો પાણીમાં એને બહાઈ દો. નદી ગંદી કરી. ખેતરમાં નાખી દો. તો આમ કેટલાય લોકોએ એવું પણ વિચાર્યું છે અને એવું કર્યું પણ છે કેટલા બધા દ્રવ્યો આપણે નદીની અંદર નાખીએ છીએ. નદી પણ તમારા જેવું જ એક જીવન છે. જેવું તમારું જીવન વહી રહ્યું છે એવું નદીનું.
પણ આધ્યાત્મિકતાના નામે પત્રમ, પુષ્પમ, ફલમ, તોયમ બધું જેટલું મળે બધું સમર્પયામી. અભિલંચ, ગુલાલંચ, સમર્પયામી એવું બધું કરી કરીને આપણે અને જળચર જીવો છે અંદર. જો કોઈ જૈન હશે તો એને તમે પૂછો તો એ કહે છે કે આ જળ છે. જળ છે એ જ જીવન છે. જળમાં પણ જીવન છે. જળ આપણને જીવન આપે છે બધું જાણવા છતાં કેટલા બધા લોકો એ જળ જે જીવન છે. જળમાં જે જીવન છે તેને પ્રદૂષિત કરીને તેનો અંત લાવે છે અકારણ. શાના આધારે? પોતાની માન્યતાઓના આધારે.
કોઈએ ચેક કરી છે કે આવું કરવું જોઈએ કે ના કરવું જોઈએ. કોઈએ પ્રશ્ન કર્યો કે મારે આવી વિધિ કરવી જોઈએ કે ના કરવી જોઈએ ? માન્યતાઓ, પરંપરાઓ ઘણી બધી વસ્તુઓ સમયે સમયે સુધારા માંગતી હોય છે. તો જે ચેન્જીસ આવકાર્ય હોય તે લાવવા જોઈએ. એક વ્યક્તિને બાળવા માટે પહેલા 18 મણ જોઈતા હતા. હવે કદાચ બાર મણ જોઈએ. થોડાક પાતળા હશે તો કે આઠ મણ જોઈશે. લાકડા બાળે એની અંદર મૂકીને આમાં તો લાકડામાં જ બાળવું પડે ઘણા એવા એડેમનટ જોયેલા છે. ભાઈ, અત્યારનો જમાનો એવો છે તમે ઇલેક્ટ્રિસિટી નો પણ ઉપયોગ કરી શક છો. અડધો કલાકની અંદર કરી શકો છો. તમારો સમય બચાવી શકો છો. અમારે તો આમ જ કરવાનું. એટલે એક વ્યક્તિ જો જીવનમાં એવું સ્ટેન્ડ લે એના સંબંધીઓ, કેટલા હેરાન પરેશાન. ક્યાં ક્યાંથી આવ્યા હોય ? બધા કેટલી તકલીફો. આપણે આપણા જીવનમાં એકબીજા લોકોને રાહત આપી શકીએ છીએ.
જસ્ટ એક વિચાર કરવા જેવી બાબત છે.
તો વાસ્તવમાં જ્યાં સુધી આપણને સર્વ અવસ્થાઓની અંદર સમાધિ. સમાધિ મતલબ શાંતિ. સમાધિ મતલબ સ્થિરતા. એ પ્રાપ્ત ના થાય ત્યાં સુધી જીવનની અંદર આપણને બેલેન્સ સ્વસ્થતા આવતી નથી. અને વાસ્તવિક રીતે જીવન શું છે તેને સમજી શકીએ, તપાસી શકીએ એવી સ્થિતિમાં આપણે આવતા જ નથી.
સમાધિ ઇસ અ વેરી નેચરલ સ્ટેટ ફોર એવરીબડી. એવરીવન, એવરીબડી બર્થ રાઈટ, પ્રાપ્ત થવી જ જોઈએ. પણ સમાધિ શું છે એ પરિણામ છે. એ ફળ છે. એ કરવાની નથી હોતી. એ ઉત્પન્ન થતી હોય છે. કેવી રીતે ઉત્પન્ન થશે તો કે તમારી ધારણાઓ યોગ્ય રીતે યોગ્ય સમય સુધી તમે એ ધારણામાં સ્થિર થશો. ત્યારે તમને ધ્યાન ઉત્પન્ન થશે. શું થશે ? ધ્યાન ઉત્પન્ન થશે. લોકો ધ્યાન કરવા બેસે છે. એવું બોલે છે કે હું Meditation કરું છું. બહુ સારી વાત છે. તો આ ધ્યાન છે એ પ્રોસેસ છે. એ પણ ઉત્પન્ન થશે. અને એનો લય જ્યારે થશે ધ્યાનનો. વિલય થઈ જશે. ધ્યાન પણ. કોણ ધ્યાન ? કોણ ધ્યાતા ? કોણ ધ્યાન કરે છે ? શેનું ધ્યાન કરે છે? સબ્જેક્ટ,ઓબ્જેક્ટ અને નોલેજ જેને કહેવાય. પ્રમાતા, પ્રમેય અને પ્રમાણ ત્રણેય બધા એક થઈ જશે. સમાધિ ઉત્પન્ન થઈ જશે. સંપૂર્ણ સમાધિ.અને પાછી એ કેવી કે સર્વ અવસ્થામાં સમાધિ.
એવું નહીં કે આંખો બંધ કરીને હું બેઠો છું તે વખતે જ હું અનુભવ કરું સમાધિનો. એ વાત વ્યાજબી લાગતી નથી. આવી સ્થિતિમાં મુકાયેલો વ્યક્તિ હોય તો એનું જીવન કેવું થશે ? તો કે જગતને પોષાય કે ના પોષાય.
ઘણી વખત એવું બને એ અમુક પ્રકારની વસ્તુઓથી એને દૂર થવું પડે. જેને આપણે કહીએ છીએ લોકાપવાદ. બધા આવીને કહે છે ભાઈ તમારા તો ગયા હવે. તમારે આવું આવી જ રીતે કરવું જ પડશે. આમ જ કરવું પડશે. કે આપણે એક જો વિચાર રાખ્યો હોય જે યોગ્ય લાગે તે કરો. જે સમયે જે યોગ્ય લાગે તે કરો. વ્યવહાર છે તો વ્યવહાર ને વ્યવહારની રીતે વહેવા દો. કોઈ પકડ ના પકડશો. તેની અંદર આમ જ થવું જોઈશે. તેમ જ થવું જોઈશે. તો જીવનના ઘણા બધા દ્વંદ્વોને તમે સમાપ્ત કરી શકશો. સાહેબે આપણને કીધું તું કે હું તો કર્તા પણ નથી ને ભોકતા પણ નથી બરાબર છે? તો દરેક ક્રિયા નો હું શું થયો ? અકર્તા થયો. અકર્તા ભાવે જીવન જીવો.
હું કરું છું નહીં. આ બધું થઈ રહ્યું છે મારા દ્વારા. તમારા દ્વારા, સૌના દ્વારા થઈ રહ્યું છે. એનું કોઈ સ્વતંત્ર કર્તા નથી. એટલે જ્યારે આવી રીતે જીવીએ ત્યારે શું થાય છે એક આંતર તપ ઊભું થતું હોય છે. કેમ કે સામે આવેલી વ્યક્તિ વડીલ છે. આપણને અમુક રીતે કહેશે. આપણે સ્વસ્થતા રાખવાની છે. બેલેન્સ રાખવાનું છે. વ્યવહારને વ્યવહારની રીતે એને વહેવા દેવાનો છે. ત્યારે શું થશે કે વિરોધી વિચાર બાબતો જે કંઈ છે આપણને યોગ્ય ના લાગતી હોય તે પણ ઘણી વખત આપણે કરવાનો જ્યારે વખત આવે છે.ત્યારે એ પ્રકારનું અંદરથી બધું તપવા માંડ્યું હશે.એને તપ કહેવાય.
પેલા આમ લાકડા બાકડા બધું મૂકીને બધા કરવા બેસે છે એવું નહીં.એનું કારણ છે પૂર્વના સમયની અંદર જેને કહેવાય સૌથી પહેલો કાળ કયો હતો. ભાઈ સતયુગ ત્યારે શું થતું હતું કે એક બાજુ દેવો હતા અને બીજી બાજુ દાનવો હતા. એટલે બે લોક વચ્ચે હતું. જે કાંઈ હતું ને યુદ્ધ એ બે લોક વચ્ચે હતું. દેવો બધા દેવો જ હતા અને બધા સરસ રીતે રહેતા હતા. દાનવો બધા દાનવો જ હતા અને એ પોત પોતાની રીતે રહેતા હતા. પછી વારો આવ્યો ત્રેતા ત્યારે શું થયું તો કે એક ભૂખંડની અંદર રામ રહેતા હતા. એક ભૂખંડની અંદર રાવણ રહેતા હતા. તો બે ભૂખંડ વચ્ચેની લડાઈઓ હતી. દ્વંદ્વ હતું. આખા ત્રેતા યૂગની અંદર તમે જુઓ તમને આ મળશે.પછી કયો વખત આવ્યો દ્વાપર. ત્યાં શું થયું એક કુટુંબ હતું કૌરવો અને પાંડવો. એના વચ્ચે યુદ્ધ થવા માંડ્યું. અમુક કૌરવો સો અને પેલી બાજુ પાંચ પાંડવો અને બધા લડ્યા એમાં ભોગવવાનું આખા જગતને આવ્યું.
એવા બધા તે વખતે પણ યુદ્ધના અસ્ત્રો વાપર્યા હતા.બધું મહાભારતને બધાની અંદર વર્ણન છે.
અત્યારે આપણે સાંભળીએ તો મહાભારતની વાત કંપારી આવી જાય એટલું બધું એકબીજાએ એકબીજાનો નરસંહાર કર્યો તેની અંદર. હવે અત્યારે શું થયું છે ? આ યુદ્ધ ક્યાં પહોંચ્યું છે અંદર બેસી ગયું છે. તો સારું અને ખોટું બંને સાથે જ છે અંદર અને એ દ્વંદ્વ ચાલ્યા જ કરતું હોય.ચાલ્યા જ કરતું હોય. ચાલ્યા જ કરતું હોય.
દાખલો ક્યાંથી લેવાનો આપણે કૃષ્ણ ભગવાન પાસે. કૃષ્ણ ભગવાન કોણ? તમારો આત્મા. એમણે જ્ઞાન આપ્યું. સમજ આપી. તોય કૌરવો અને પાંડવો લઢી પડયા. આ જ જ્ઞાન આપણને પ્રાપ્ત થયું. આપણો આત્મા આપણને કહે છે કે મેલને હવે, સારું નરસુ પાસરો થઈ જા ને થોડીક વાર માટે. તો તારું બધું ઠેકાણે પડી જશે કે જીવન તારું. એટલે જીવનની અંદર જે આ જ્ઞાન છે જેમ સાહેબ કહેતા હતા ને હું આત્મા છું એટલું જ જ્ઞાન છે. બાકીનું બધું અવિદ્યા છે. અજ્ઞાન છે એ પણ એક જ્ઞાન છે.
જેમ સાહેબ સમજાવતા હતા આપણને કે મેડિકલ નું જ્ઞાન, એન્જિનિયરિંગ નું જ્ઞાન આ પણ એક જ્ઞાન છે. પણ એને અજ્ઞાન શા માટે કહેવામાં આવે છે કે એ જ્ઞાન આત્માના વિશે કોઈ બાબત માં હેલ્પફૂલ નથી. એટલા માટે એને અજ્ઞાન કહેવામાં આવે છે. અજ્ઞાનની પણ જરૂરત તો છે, ક્યાં? વ્યવહારિક જીવનની અંદર. તો કુદરતની અંદર તમે જોશો બહુ ઝીણવટપુર્વક મારા દત્ત ભગવાનની જેમ. તો તમને આમ દત્ત ભગવાનને છે તે 24 ગુરુ દેખાતા હતા. અને બધા નેચરલ ફોર્સ. દત્ત ભગવાને દરેકમાંથી કંઇક ગુણ ગ્રહણ કર્યો. મધમાખી માંથી.આમ તમે ધ્યાનથી જોશો ને એટલે 24 હજાર ગુરુ તો ચોક્કસ દેખાશે જીવનમાં નક્કી.
તો આ બધું એટ ટાઈમ જ્યારે આપણને આ થતું હોય ત્યારે પણ હાજર રહે કે હું જ આત્મા છું. હું અકર્તા છું. અને હું ભોકતા નથી એ બાબત,ઓલ એટ ટાઈમ જ્યારે આપણને હાજર રહે ત્યારે શું થાય તો કે આપણે અનંત ગુણ બનીએ. અનંત ગુણ મતલબ પરમાત્મા, પરમાત્મા પદ છે. એક પ્રકારની ડિગ્રી જેવું છે યુ હેવ ટુ અચીવ ઈટ,ઓબ્ટેન ઈટ. એને હાંસિલ કરવું પડે. લોકો કહે છે એન્જિનિયરિંગ ભણવું હોય તો છ વર્ષ ભણવું પડે. મેડિકલમાં જવું છે તો આઠ વર્ષ ભણવું પડે. તો આના માટે પણ તમારે જે કંઈ એનો નિયત અભ્યાસક્રમ છે. એ બધા સ્ટેજીસ પસાર કરીને ઉપર પહોંચવું પડે. જીવનમાં મુશ્કેલી ક્યાં પેદા થાય છે. તો કે મારે પગથિયા ચઢવા છે મને ખબર છે કે મારે ઉપર જવાનું છે. હું એક પછી એક પગથિયા ચડતો જાઉં છું. અને પછી પાછો ઉતરતો પણ જાઉં છું. જીવનની અંદર આવું અનુભવો છો. તમે અપ ડાઉન, અપ ડાઉન, અપ ડાઉન ચાલ્યા જ કરે પણ જ્યારે મારે ફર્સ્ટ ફ્લોર પર પહોંચવું હશે તો મારે છેલ્લું પગથિયું છોડવું જ પડશે તો જ પહોંચાશે.
તો આપણી જે જૂની પુરાતન માન્યતાઓ આપણી જે ટેવો, જે સંસ્કારો, જે જે બાબતોને આપણે અગ્રીમતા જીવનની અંદર આપેલી છે. આ બધાને આપણે ધીમે ધીમે સમજીને વિદાય આપવી પડશે. જીવન બહુ જ આપણને કોમ્પ્લેક્સ લાગે કેમ કે અત્યારે આપણી બુદ્ધિ ઘણી ડેવલોપ થઈ ગઈ છે.એક સામાન્ય આદિવાસીની બુદ્ધિ તમે જુઓ, એક સામાન્ય ગામડામાં જીવતા વ્યક્તિની તમે બુદ્ધિ જુઓ, એક મોટા શહેરમાં આણંદ નડિયાદ વડોદરા જેવા શહેરમાં રહેતા વ્યક્તિની તમે બુદ્ધિમતા જુઓ, એક મોટા મહાનગરમાં જીવતા વ્યક્તિની બુદ્ધિમતા જોવો. તો તમને ખ્યાલ આવશે કે એ બુદ્ધિ છે ને બહુ sharp બનતી જાય છે. ધીમે ધીમે એ ક્યારેક કાપી નાખશે કોકનું કંઈ નક્કી નથી. હંમેશા શું શોધે. નફો કાં તો ખોટ. આમાં મને શું ફાયદો? આ બુદ્ધિ કે ફાયદો હોય એ જ કામ કરે. અને એ ફાયદો કરવા જાય એમાં ખોટ ખાઈ જાય. કારણ કે એને ખ્યાલ આવતો નથી કે તને આપવાનો ફાયદો કુદરતના હાથમાં છે.
કેટલું આપવું ? ક્યારે આપવું ?આ બધું નિશ્ચિત છે. શેના પ્રમાણે આપશે ?તમારા પૂર્યાષ્ટક જે તમે પૂરીને લાવ્યા છો. સંચિત તમારું. જેને તમે પ્રારબ્ધ કહો છો. તેના પ્રમાણે તમને અત્યારે બધું મળી રહ્યું છે. પૂર્વે સંચિત કરેલું આજે પ્રારબ્ધ છે તમારા માટે. અત્યારે થઈ રહેલું ક્રિયમાન છે તે તમારા આવતા ટાઈમ માટેનું ભવિષ્ય છે. તો આ બધી જે પ્રક્રિયાઓ ચાલી રહી છે જીવનની અંદર એમાં આપણે જોયું કે ફિઝિકલ બોડી છે આપણું. એને થોડું જરા વધારે સૂક્ષ્મતાથી આપણે સમજીએ.
આપણા જે સાત શરીરના સાત કોષ છે. જેમાં ચામડીમાં સાત લેયર હોય છે. એમ આપણું વિજ્ઞાન કહે છે. એવી જ રીતે એક શરીર છે.ભૌતિક શરીર દ્રશ્યમાન ભૌતિક શરીર જેને ડોક્ટરો ઈલાજ કરે છે. તે પછી બીજું જે છે એ સૂક્ષ્મ શરીર છે. પ્રાણ શરીર એ એક્ચ્યુલી પોઝિટિવ છે અને ફિઝિકલ બોડી જે છે તે એની નેગેટિવ છે. એમાંથી એ ક્રિસ્ટલાઈઝ થાય છે. સૂક્ષ્મમાંથી વસ્તુ સ્થૂળમાં આવે છે. તો સૌથી ઉપરનું જે શરીર છે તે નિર્વાણ શરીર છે. એ જે દિવસે આપણું તૂટી જાય, વિલય થઈ જાય. એટલે આપણું નિર્વાણ. આ અહિયાં આગળ આ જે શરીર છે એના પછીનું તે બ્રહ્મ શરીર છે. જ્યારે બ્રહ્મત્વનો ભાવ અંદર એટલો બધો પ્રગાઢ થઈ ગયો હોય કે દરેક સંવેદનોની અંદર પણ, એના જીવનની અંદર, દરેક દિશાઓમાં, દરેક જગ્યાએ સર્વ અવસ્થા સમાધિ જેવું. અહમ બ્રહ્માસ્મી જ્યારે એને અનુભવમાં આવવા માંડે છે.
અનુભવમાં ત્યારે આ બ્રહ્મ શરીરનું નિર્માણ થવા માંડે છે.એની શરૂઆત થઈ જાય આજથી તમારા બધાના બ્રહ્મ શરીરની શરૂઆત ઓલરેડી થઈ ચૂકી છે કે પછી અહીં આગળ એક જે છે એ આત્મિક શરીર છે. હું છું એ ભાવ જ્યારે ઉત્પન્ન થાય ત્યારે આ આત્મિક શરીર પેદા થતું હોય. એ આત્મા વિશે ? શું ? આત્મા શું છે? એવી જ્યારે આમ વિચારણાઓ અંદર વ્યક્તિના જીવનની અંદર શરૂ થતી હોય છે ત્યારે આ આત્મશરીર આવતું હોય છે.અને એનું નિર્માણ થવાનું શરૂ થતું હોય છે.
સામાન્ય રીતે સામાન્ય જીવ હોય જે બધા તે બધાની પાસે મનસ શરીર હોય. એટલે કે મન હોય. કારણ કે ત્યારે એ મનુષ્ય બન્યો હોય. એટલે એનું મનસ શરીર ડેવલોપ થાય. એનાથી નીચે જે છે તે સૂક્ષ્મ શરીર કીધું. અને એક છે એ ભાવ શરીર.લાગણીઓ ઉત્પન્ન થાય છે. લાગણી ક્યાં તમે અનુભવ કરો છો. હૃદયમાં શરૂઆત થાય છે. અને આખા શરીરની અંદર તમે એનો અનુભવ કરો છો. તો આ સાત શરીરો છે આ ચાર પહેલા જે છે એ તમને સમજાવ્યા ભૌતિક શરીર, સૂક્ષ્મ શરીર, લાગણી વાળું શરીર, અન આ જે છે ચોથું તમારું મનસ શરીર.આ ચાર તો દરેકના પાસે હોય ને હોય જ .
મનુષ્ય યોનિમાં આવ્યો હોય એટલે હવે પછી આગળ એના આત્મા વિશે જ્યારે પ્રશ્નો પૂછવાના શરૂ થશે તો કે હું કોણ છું? એટલે પછી આ બનવાનું ચાલુ થાય છે. વિચારો આ માનસ શરીર છે ને એ જ એનું નિર્માણ કરે છે ધીરે ધીરે એના પછીનું આ જે એક સ્ટેજ આવશે તેને જ્યારે સવાલ,ખ્યાલ આવવા માંડશે કે હું તો બ્રહ્મ છું. આ બેની વચ્ચે કેટલો બધો સમયગાળો જશે કે હું કોણ છું? હું આત્મા છું. કદાચ હું બ્રહ્મ છું. કદાચ હું આત્મા છું. એવી રીતે એ ઝોલા ખાશે. ઘણો ટાઈમ સુધી પોતાના જીવનની અંદર પણ જેને સ્થિરતા, સ્વસ્થતા અને બેલેન્સ મેળવ્યું હશે તેને શું થશે? ઓછો સમય લાગશે.
આ બધી જે ક્રિયા પ્રક્રિયાઓ જે આપણે જાણીએ, સમજીએ, કરીએ છીએ એનો બધાના પાછળનો લક્ષ્ય અને ઉદ્દેશ એ જ છે. આ બધા એન્જિનિયરિંગ ટુલ છે. એના શું? આ બધાના નિર્માણ માટેના છેવટે આ કશું જ જોઈતું નથી. આપણે જ્યારે આ ત્રણ જે છે તે બધા એક થઈ જશે. શરીરો એટલા બધા એકરૂપ ઓતપ્રોત ત્રણે ત્રણ કોષો થઈ જશે. આના સાથે એ જીવતો હશે. તો વ્યક્તિ પછી પોતાના જીવનની અંદર એવી સ્થિતિમાં જ્યારે હોય ત્યારે જેને કહેવાય કે જીવતો પરમાત્મા. એવી સ્થિતિની અંદર એ જીવતો હોય અને ફાઇનલી જ્યારે એને આ બધું જે કરવાનું થાય. આ બધું જ તૂટી જાય. પરપોટો ફૂટી જાય અને વ્યક્તિની જે પોતાની મૂળ ચેતના જે છે આનું એસેન્સ જે કંઈ એકઠું કરેલું છે તે બધું લઈને બ્રહ્મની અંદર વિલય થાય છે.
આને લોકો કરોળિયાનું જાળું કહેતા હતા. આપણે ત્યાં બધા શાસ્ત્રો વાંચીએ ને તો ઘણી તો વૃક્ષ રૂપી, લતા રૂપી, ફલાણા રૂપી, સુરજ રૂપી, ચંદ્ર રૂપી એવું બધું રૂપી રૂપી બહુ જ આવે છે.આપણે કંટાળી જઈએ વાંચી વાંચીને થાકી જઈએ. એટલે તમને આ જે કંઈ મને સમજાયું છે તે હું તમને સમજાવી દઉં છું. જ્યારે તમે આત્મા વિશે પ્રશ્ન કરશો સામાન્ય રીતે તમે આ ચાર શરીર સાથે જીવો છો એનો એક ખ્યાલ રાખો. જ્યારે તમે આત્મા વિશે પ્રશ્ન પૂછવાના, વિચારણા કરવાના ચિંતન મનન જેના વિશે હું આગળ વાત કરીશ તો એવું શરૂ થશે એટલે આ બધા શરીરોનું નિર્માણ ધીમે ધીમે શરૂ થતું હોય છે,થઈ પણ ગયું હોય. બરાબર છે એને તો જોનાર જ જોઈ શકતા હોય છે. તો આ બધા શરીરો જે છે તે બધા જ ઉપયોગી છે બ્રહ્મ પ્રાપ્ત કરવા માટે. આના અંદર આપણે એ જ પ્રમાણે જોઈએ તો સૂક્ષ્મ શરીરની અંદર સાત ચક્રો જે આપણને આપેલા છે.
ખરેખર એ શું છે? બધા એનર્જી સેન્ટર છે. તો આ બધી ઉર્જાઓ છે ત્યાં આગળ ચક્રાકારે ઘૂમતી હોય છે. સાયકલિંગ મોશન ની અંદર અને એ સાતે સાત ચક્રો જે છે એ બધા સાતે સાત ચક્રો બધા જે છે તે બધા આપણા માં આવી રીતે કાર્ય થતા હોય છે.
તો જ્યારે પણ જીવ બન્યો એટલે કે આત્માનું પેલા પુરયાષ્ટક સાથે મેળ પડી ગયો, ભેગું થયું. એના સંચિત કર્મનો જે મૂળ ચેતના, જેને પરમ ચેતના આપણે કહીએ એના સાથે જેવો સંજોગ થાય અને પછી એ મૂલાધાર ચક્ર બને છે. સૂક્ષ્મ શરીરમાં સૌથી પહેલા મૂલાધાર ચક્ર ધીમે ધીમે પછી,આ સ્વાધિસ્થાન અને મણિપુર એમ કરતાં કરતાં એક પછી એક કોષો તેમ તેમ ડેવલપ થતા જાય કારણ કે આ સૂક્ષ્મ શરીર છે અને એક સ્થૂળ શરીર છે એના આધારે આવું આ બને છે. સૌથી પહેલા આ બની ગયું અને પછી આ બનતું હોય છે, cell division ની પ્રોસેસ જે આખી થતી હોય છે.
તેનાથી તો છેવટે સહસ્ત્રાર સુધીના ચક્રો બધા બને છે. આ બધા જ ચક્રો સામાન્ય રીતે અત્યારનું આપણું જે બધું જીવન છે તે બધાની અંદર મંદ ગતિએ ચાલતા જ હોય છે. એવું ક્યારેય બનતું નથી કે કોઈનું સંપૂર્ણ સહસ્ત્રાર ચક્ર બંધ પડી જાય છે. એવું ક્યારેય બનતું નથી કે કોઈનું અનાહત ચક્ર વર્ક નથી કરતું એવું ક્યારેય નથી બનતું. આ સાતે સાત ચક્રો બધા જ એક્ટિવ છે ઇનફેક્ટ સાત નહીં માસ્ટર ચોઆ એ 11 ચક્રો કહ્યા છે. વાસ્તવની અંદર 21 મહત્વના ચક્રો છે. મુખ્ય ચક્રો છે જીવનની અંદર. આપણા આ શરીરની અંદર ટોટલ 49 છે. ટોટલ 49 એનર્જી સેન્ટર આપણા શરીરની અંદર છે. અને આખાનો જો વિચાર આપણે કરી લઈએ તો એ 350 થી વધુ ચક્રો (એનર્જી સેન્ટર્સ) બટન જેવા, બટન થી પણ નાના નાના બટન જેવા હોય છે.
ને પેલા પ્રેસ બટન પણ હોય છે. બધી બહુ જાતના બટન હોય છે.પેલા મોટા કોટ વાળા હોય છે. એ બધું હોય. તો મારું ક્રાઉન ચક્ર કદાચ એટલું હશે. કોને ખબર? આ બધા ગુરુઓ બેઠા છે કહી દે કદાચ આપણને, બધા એવા વિચારો આવે છે. વાસ્તવની અંદર દરેકના ચક્રો એક્ટિવ છે જેને કહેવાય કે સંશય,શંકા ના કરશો. કારણ કે ભગવાને કીધું છે કે સંશય આત્મા વિનસ્યતિ. જ્યારે જ્યારે તમે શંકા કરો છો ત્યારે તમારી અંદર રહેલું જે આત્મતત્વ જે છે એની જે જાગૃતિ છે તે મંદ પડતી હોય છે.તેથી જીવન કેવી રીતે જીવવું? વિથ ડીસીઝન. ડીસીઝીવનેસ હોવી જોઈએ. એના માટે શું જોઈશે તો કે વિવેક જોઈશે, વિવેક ક્યાંથી આવશે? કોઈ બજારમાં મળશે? વિવેક કેવી રીતે આવશે? આપણી અંદર જ્યારે નમ્રતા હશે. આ નમ્રતા કેવી રીતે આવશે? પરિણીને લાવવાની હોય છે? સ્વીકાર ભાવ થી આવે છે. સ્વીકાર? આ સ્વીકાર કેવો હોવો જોઈએ?
સહજ યસ અનકંડીશનલ. સહજ સ્વીકાર થશે તો નમ્રતા આવશે.
એ નમ્રતા તમારી અંદર વિવેક ઊભો કરશે. આપણે આ દીવો કર્યો. આ પહેલું કામ છે વિવેક પેદા કરવાનું. હવે આજકાલ પિક્ચરો જોઈએ ને તો બધા અંધારે અંધારા પિક્ચરો દેખાડે છે. આ લોકો બહુ જ અંધારામાં બધું બહુ ચાલ્યા કરતું હોય. કઈ ખબર ના પડે કે અંદર શું થઈ રહ્યું છે અને પેલા પોલીસો છે ને તે બધા. ડિટેક્ટિવ બધા શોધખોળ કરવા જાય. ને તો એ લોકો કોઈના ઘરમાં ખૂન થયું હોય કશું હોય. ચોરી કરવા જાય તો પહેલા આમ કરીને આમ બેટરી લઈને આમ આમ બધે શોધ્યા કરે. કોઈ એવો વિચાર ના હોય મારા ભાઈ કાયમ કે આ લોકો લાઈટ કેમ નથી કરતા મેં કીધું એમનામાં વિવેક નથી એમને જ્ઞાન તો છે ને બધું કે આ ઘર છે.ઘરની અંદર લાઈટો ચાલુ જ હોય વગેરે બધું ખબર છે પણ પેલો આમ બેટરીથી આમ આમ કર્યો કરે. આ બધું શોધ્યા કરે. તો વાસ્તવની અંદર આપણી અંદર જ્યારે જેવો વિવેક ઉત્પન્ન થાય તો એ આપણને શું કરશે?
તો કે જ્ઞાન તરફ દોરી જશે. આ જ્ઞાન જ્યારે સ્વયં ક્રિયાકારી ઓટોનોમસ બની જશે જીવનની અંદર પછી તમારે ગોઠવણી નહીં કરવી પડશે. શરૂઆતમાં આપણે કરવી પડે કે સવારમાં ઉઠીએ એટલે આપણે આમ યાદ કરવું પડે કે ભાઈ હું આત્મા છું. આ બધી કુદરતી રચના છે અને હું કશાનો કર્તા નથી. હું કશાનો ભોક્તા નથી વગેરે ચાર પાંચ વસ્તુઓની આપણે બાબતો પણ સવારમાં પહેલા થોડોક વિચાર રાખવો પડે થોડા દિવસ માટે.
પછી ધીમે રહીને શું થાય? આ જ્ઞાન જે તમે પ્રાપ્ત કર્યું અત્યારે તે બની જશે વિજ્ઞાન. વિશિષ્ટ જ્ઞાન છે. વિશેષ જ્ઞાન છે. તમારે જે કહેવું હોય એ કહો. શબ્દો જોડે કોઈ આપણે વાંધો નથી. પણ આવી રીતના જીવનની અંદર આપણને છેવટે આ વિજ્ઞાન પ્રાપ્ત થાય છે. ત્યારે આપણને હું આત્મા છું, હું જ પરમાત્મા છું. એનો અનુભવ આપણને બહુ સારી થતો હોય છે. વાસ્તવની અંદર આ સાતમું જે શરીર, જે સાતમાં મેં તમને બતાવ્યું હતું તે સાતમું શરીર જે છે તે અનંત હોય છે. કેવું હોય? સાતમું શરીર જે હોય તે આપણું અનંત હોય. તે સાતમું શરીર અનંત હોય એટલે કેટલું હોય એનો આદિ પણ ના હોય એનો અંત પણ ના હોય. તો અંત ના હોય એટલે એની ડેપ્થ પણ ના હોય, નજીક પણ ના હોય અને દૂર પણ ના હોય.એ આ જગ્યાએ હોય કે આ જગ્યાએ હોય એવું ના હોય. એ અહીં પણ હોય અહીં પણ હોય. કેમ? તો કે વ્યાપ્ત છે.
તો જ્યારે જ્યારે આ વિજ્ઞાનમય શરીર જે આપણું છેલ્લું જે છે તે જેવું એમ કે તૈયાર થઈ ગયું હોય ત્યારે કેટલું હોય? તો અનંત,એમ કે વ્યાપ્તિ હોય.એની સામાન્ય રીતે એવું બને છે કે પહેલું જે ભૌતિક શરીર હોય એ જો પુરુષનું હોય. પુરુષ એટલે આપણે પોઝિટિવ શબ્દ હોય. તો બીજું શરીર જે એના પાછળનું હોય તે નેગેટિવ હોય. સ્ત્રીનું હોય. સ્ત્રી એટલે નેગેટિવ એવું નહીં.
દરેક સ્ત્રીમાં પણ આ જ છે કે એનું ભૌતિક શરીર જે છે તે પુરુષ છે. એટલે એનામાં પોઝિટિવ ચાર્જ છે. તો અહિયાં આગળ બીજા શરીરમાં નેગેટિવ છે. તો ત્રીજા શરીરમાં ફરી પોઝિટિવ.ચોથા શરીરમાં નેગેટિવ, પાંચમા શરીરમાં ફરી પોઝિટિવ, છઠ્ઠા શરીરમાં નેગેટિવ, અને સાતમું જે છેલ્લું શરીર છે તે પોઝિટિવ હોય છે. આ જે ચાર જે છે સાહેબે વાત કરીને પેલું મન તમારું જઈને સુઈ જાય આત્માની જોડે. એ પ્રોસેસ ની અંદર એ સાતમા ભાગની અંદર આવે.
આ તમારું આખું અંતઃકરણ ચતુષ્કળ ગોઠવાઈ જાય ત્યારે એ બધું ચાર્જિંગ થાય. આ સતત થયા જ કરતું હોય પણ હવે આ ચાર્જિંગ એટલે ફિઝિકલ આપણે જેમ બેટરી ચાર્જ કરીએ છીએ તેવી રીતે એક્ચ્યુઅલ થઈ રહ્યું છે. ટ્રાય એન્ડ અંડરસ્ટેન્ડ ધીસ કે આ પોઝિટિવ છે પેલું નેગેટિવ છે. તો આ નેગેટિવ થી પોઝિટિવમાં ચાર્જિંગ એમ ટ્રાવેલ થતું થતું થતું અંદર સુધી આ આખો બધો પ્રોસેસ થયા જ કરતો હોય. આ બધું કરવા માટે જે આપણે સહજ ભાવે બધી જાત જાતની ક્રિયા પ્રક્રિયાઓ બધું કરતા હોઈએ છીએ. તો આ બધાની અસરો એકબીજા શરીરો ઉપરથી આવી રીતના પોઝિટિવ નેગેટિવ થતી મળ્યા કરતી હોય.
બસ નાનકડી એક વાત કરી દઉં તો કે બધેથી આપણે પ્રાપ્ત કરીએ જે. અન્ન ગ્રહણ કરીએ છીએ તેનાથી મળે છે. પાણી પીએ છીએ તેનાથી મળે છે. જે પાંચ ઇન્દ્રિયોથી સંવેદનાઓ આપણે ગ્રહણ કરીએ છીએ તેનાથી પણ મળે છે. આપણે જે શ્વાસ લઈએ છીએ તો એ શ્વાસ જે છે એ ગાડી છે અને અંદર બોસ બેઠો છે એનું નામ શું છે? પ્રાણ, તો ગાડી કોણ ચલાવે છે?
અનવરમિયા એટલે કે શ્વાસ એ મહેનત કર્યા જ કરે શું લેવાનું? મૂકવાનું, લેવાનું ,મૂકવાનું. પણ પ્રાણ સાહેબ જે છે તે અંદર સરસ રીતે બેઠા છે. હવે આ પ્રાણ પોતે પોતાના ભવનમાં જાય એટલે પછી શું થાય? એક્ટિવિટી ચાલુ થઈ જાય. સાહેબ આવ્યા આખી હોસ્પિટલ તળે ઉપર.બધા દોડધામ દોડધામ ચાલુ થઈ જાય. બધી એક્ટિવિટી આવી ના હોય ત્યાં સુધી બધા ડાહ્યા થઈને ટક થઈને બેસી ગયા હોય. તો પ્રાણની સ્થિતિ આવી છે એક માણસ ધીમે ધીમે ધીમે ધીમે પ્રાણ લેતો હોય, શ્વાસ લેતો હોય, બીજો માણસ છે તો કઈક ડીપ બ્રીધિંગ કરતો હોય તો ફરક પડે ને,તો એકની કેપેસિટી એવી હોય કે 50 ml કે 100 ml જેટલો માંડ માંડ શ્વાસ લેતું હોય. દાખલા તરીકે તમે ડીપ બ્રીધિંગ કરો જે વખતે 300,350 ml જેટલું તમે અંદર શ્વાસ લો છો એટલા જ પ્રમાણની અંદર તમારા પ્રાણનું પણ તમે દોહન કરો છો તમારા શરીરની અંદર તમે એટલો મૂકો છો એટલે શ્વાસોશ્વાસ એટલા બધા જરૂરી છે કે સભાનતાપૂર્વક હોવી જોઈએ,શેના પ્રત્યે?
પ્રાણ પ્રત્યે. તો એનો પાવર વધી જાય છે. ફૂલ પાવરમાં કામ કરશે. જો આમ જોતાં જોતા શ્વાસ લેતા હોઈએ તો એટલું બધું કઈ આપણને એ થશે નહીં. માટે આપણને કહેવામાં આવે છે કે બેસીને શાંતિથી તમે શ્વાસ લો. તો આપણને એવો પ્રાણ બધી જ જગ્યાએથી મળે છે. એક મુખ્ય એનો સ્ત્રોત શબ્દ પણ છે, શબ્દની અંદર સંગીત પણ આવી ગયું, કંપન આવી ગયા, આ બધાથી આપણને lithotripsy પેલું બધું તોડી નાખે છે. બધાને બધું જાત જાતનું સોનોગ્રાફી કરે છે. રેડિયો વેવ્સ મોકલે છે. પછી જોઈને નક્કી થઈ જાય કે બરાબર છે. આમને આવું છે ને આમને તો બહુ સારું છે. આજે રજા આપી દઉં. કેટલું સરસ છે.
તો આ કંપન અને શબ્દ જે છે. એ બે જોડીયા છે. જેવું કંપન થશે તો શબ્દ ઊભો થશે. ધ્વનિ જેને આપણે કહીએ છીએ તરત જ આપણને એ સમજાય,સંભળાય અંદર ક્યાંક અને એ આપણને શું કરે છે? એક્ટિવ કરે છે. શાંત કમરો છે અને આમ કંઈક પડવાનો એકદમ અવાજ આવે એટલે શું થાય? માણસ ફટ દઈને ઊભો થઈ જશે. કેટલી બધી ઉર્જા જોઈએ માંદો માણસ હોય પગ ભાંગલો હોય તેને પૂછો? ઊભા ના થવાતું હોય તેને કે ખરેખર કેટલી ઉર્જા એ દર વખતે ઊભા થતી વખતે વાપરે છે.
તો આખા દિવસની અંદર આપણી જીવનચર્યાની અંદર આપણે કેટલી ઉર્જા વાપરી કાઢીએ છીએ. પેલા લોકો તો કેલરીમાં માપે છે કે ભાઈ મેં આટલું ખાધું ને આટલી ઉર્જા મેળવી ને આમ આમ કર્યું. પણ કોઈ પ્રાણનું કોઈ આવું માપ કાઢ્યું નથી, પણ તમારે જેટલી જોઈએ એટલી તમે ન મેળવતા હોય તો તમે નબળાઈ અનુભવ કરતા હશો. જો તમે આહાર છોડી દીધો છે. અલ્પાહારી થઈ ગયા છો. પણ બીજી રીતે તમે જો પ્રાણ મેળવો છો. તો પણ તમે સ્વસ્થ રહી શકો છો.લેબર વગર, ચયાપચઈની ક્રિયા નહીં કરવાનું કશું જ નહીં. એને બહુ આમ રાહત લાગે, પેટ હળવું હળવું બહુ મજા આવે. જીવનમાં બહુ સારું લાગે. હવે આ દરેક શબ્દ મંત્ર છે. સંસ્કૃતની અંદર આ લોકોએ એના સ્થાન નક્કી કરેલા છે. હજુ આપણા મનોવિજ્ઞાનીઓ એટલે પહોંચ્યા છે કે નહીં ખબર નથી. પણ મે એવું એક ચિત્ર ચોક્કસ જોયું હતું કે ખોપડીની અંદર આવી રીતના બધા પેલા મૂકેલા હતા.
એની જગ્યાઓ નક્કી કર્યું હતું કે અહીંયા આગળ “અ” નો અવાજ આવે છે અહીં “મ” નો અવાજ આવે છે અહીં “બ” નો અવાજ આવે છે વગેરે વગેરે આવા 52 જે મૂળાક્ષરો છે એ પ્રમાણે ત્યાં આગળ કંપનો પેદા થાય. સ્ટીમ્યુલેશન આપે છે.તો એક આવો અવાજ છે અને એક આવો અવાજ છે. તો બંનેના કંપનો અલગ અલગ જગ્યાએ જતા હોય છે એને રિસીવ કરે છે. કેટલું અદભુત છે. કેટલું બધું જ્ઞાન છે અંદર. દરેકની અંદર છે ને ! આ અવાજ દરેકે સાંભળ્યો. તો તમારા બધા ની અંદર કેટલું બધું જ્ઞાન છે એનો સભાન વિચાર કરો.
ઓલરેડી તમે જાણી રહ્યા છો. લોટ ઓફ થિંગ્સ આપણે ખાલી એના પ્રત્યે શું થવાનું છે અને પછી શું કરવાનું છે? એપ્લિકેશન ઇસ ઈમ્પોર્ટન્ટ અહિયાં આગળ આપણે જોઈએ દાખલા તરીકે ગાયત્રી મંત્ર. ગાયત્રી મંત્ર શું કહે છે? બધા બોલીશું થોડી વાર મજા આવશે શું થાય છે એનો અનુભવ કરવાનો છે. અતિશય સૂક્ષ્મતાથી. જસ્ટ રેડી, હળવેથી આંખો બંધ કરો, તમારા સાતે શરીરો પ્રત્યે સભાન બનો. હવે મારી સાથે ગાયત્રી મંત્રનું અનુસરણ કરો.
ૐ ભૂર ભુવસ્વહ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયોયો નહ પ્રચોદયાત
હવે what is the changes that you see ઇન યોર બોડી, માઇન્ડ, એન્ડ ઓલ ધ સેવન બોડીસ. સાદુ રિસાઈટેશન આપણને અમુક પ્રકારની શક્તિઓ આપે છે. પણ જો આપણને એના શબ્દનો અર્થ ખબર પડી જાય, એનો ભાવ ખબર પડી જાય શબ્દ તો પાવરફુલ છે. અર્થ જો એને મળી ગયો તો એ પેલું ડબલ બુસ્ટર ડોઝ જેવું થઈ જશે, અને એનો જો ભાવ તમને પકડાઈ ગયો તો શું થશે તો કે પેલું થ્રી સ્ટેજ રોકેટ જતું હોય છે ને ચંદ્રયાન, એ બસ એવી રીતના આમ એ ટ્રાવેલ કરશે. તમારી અંદર, અને જે તમે ચાહો તે બધું આને પછી નેવિગેટ કરીને તમારા જીવનની અંદર તમે એનું કાર્ય કરી શકો, તો આ મંત્ર કર્યો. મંત્ર મતલબ મનને તરબતર કરી નાખવાનો શેનાથી? તો કે શક્તિથી. એ ભાગ ભાગ કેમ કરે છે એ અશક્ત છે.વ્યક્તિ અશક્ત હોય તો બધો આમ થતો હોય, ધ્રુજતો હોય, બિચારો તમે જોયું છે સ્વસ્થ વ્યક્તિ હશે તો એકદમ પરફેક્ટ ચાલતો હશે.
પરફેક્ટ રીતે બોલતો હશે. બહુ જ વ્યવસ્થિત ઊભો હશે. તમે જુઓ એના જેસ્ચર, પોસ્ચર, એની ભાષા, દરેક વસ્તુ માંથી આપણને ખ્યાલ આવી જાય કે આ વ્યક્તિ શું છે. તો ગાયત્રી મંત્રનો અર્થ છે.
ઉસ પ્રાણ સ્વરૂપ, દુઃખ-નાશક, સુખ સ્વરૂપ, શ્રેષ્ઠ, (સુપરલેટી) તેજસ્વી, પાપનાશક પાપ મતલબ જેને કહેવાય ગિલ્ટ, અને નેગેટિવિટી ને બધું જે આપણે ફીલ કરતા હોઈએ છીએ. ઓલ અમાઉન્ટસ ટુ વોટ નેગેટિવ એનર્જી એ નેગેટિવ ચાર્જ છે. હવે આપણે એને પોઝિટિવ કરવો પડશે પાછો. તો એના માટે આ છે તો કે પાપ નાશક દેવ સ્વરૂપ પરમાત્મા કો હમ અપની અંતરાત્મા મેં ધારણ કરે, હમ અપની અંતરાત્મા મેં ધારણ કરે, અંતરાત્મા ક્યાં છે આપણો?અંતરાત્મા એટલે શું? મન બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. તો આ બધી વસ્તુ આપણે ક્યાં ધારણ કરવાના છીએ આપણા મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારમાં ધારણ કરીશું. આ ચાર જગ્યાએ આપણે ધારણ કરીશું. નેગેટિવ ચાર્જ હતો એ પોઝિટિવ થઈ ગયો. હવે શું થશે કે એને જે સંવેદનો જે ગ્રહણ કરે છે જેને આપણે તન્માત્રાઓ કહીએ છીએ તે સંવેદનો શબ્દ, સ્પર્શ, રસ, રૂપ, ગંધ વગેરે તો એ પણ કેવા થઈ જશે?
પોઝિટિવ થઈ જશે. એટલી બધી સકારાત્મક શક્તિઓ આપણને મળે છે. ત્યારે કહે છે કે વહ પરમાત્મા હમારી બુદ્ધિ કો.. તે પરમાત્મા હમારી બુદ્ધિ કો,બુદ્ધિ શું કરે છે? આપણા જીવનની અંદર લઈ જાય છે આગળ લક્ષ્ય નક્કી કરે છે એક પછી એક પછી એક પછી એક સચ્ચે માર્ગમે પ્રેરિત કરે. વિવેક ઉત્પન્ન થશે. મૂળ વાત આપણે ફરી પાછી એ જ આવી ગઈ વિવેક આવશે એ જ તમને જ્ઞાન તરફ લઈ જશે. એટલે વિવેક મેળવવા માટેની આ પ્રાર્થના છે. ગાયત્રી મંત્ર, બહુ જ પાવરફુલ, જેમ અમે અમુક મંત્રો જોયા હતા એવી રીતે એક જમાનામાં વિશ્વામિત્ર નામના એક બહુ જ મોટા રાજા થઈ ગયા. એ મૂળભૂત રીતે રાજા જ હતા પણ પછી યોગ્ય સમયે એમને કંઈક વૈરાગ્ય ઉત્પન્ન થયો અને પછી એ વનમાં ચાલી ગયા, અને પછી વિશ્વામિત્ર ઋષિ બની ગયા. થોડા તમારા માં કેટલાક લોકો જાણતા પણ હશે કે વશિષ્ઠ એ જ્ઞાનપુંજ હતા.
વિશ્વામિત્ર હતા તે ક્ષત્રિય હતા. પેલા બ્રહ્મતેજ થી વિલસ્થિત હતા. એ બેના વચ્ચે,થોડુંક આમ આમ ચાલતું હતું બે વચ્ચે. આપણે પ્રાણીકહીલિંગ માં કરીએ છીએ ને, આમ આમ, થોડુંક ચાલતું હતું. તો પછી એક વખતે વિશ્વામિત્ર વિચાર્યું કે મેં આટલું બધું તપ કર્યું, અને તોય કે મને હાજુ આ લોકો રાજર્ષી જ કહે છે. ઓછું આવી ગયું. ઋષિ હોય ને ઓછું આવે? આમને ઓછું આવી ગયું. હવે એમને નક્કી કર્યું કે આ વશિષ્ઠની તો ખબર લઉં આજે. રાત્રે આશ્રમની અંદર એટેક કરવા માટે ઝાડીમાંથી જુએ છે તો વશિષ્ઠ ઋષિ, એમના પત્ની અરુંધતી સતી તો કહે છે કે પ્રભુ હું જોઈ રહી છું કે આ પૃથ્વી અત્યારે આટલી બધી દેદીપ્યમાન લાગે છે અંધારી રાતમાં પણ એવું શું છે? આશ્ચર્યની વાત છે ! ત્યારે કહે છે કે એ તો બ્રહ્મર્ષી વિશ્વામિત્રનું તપોબળ છે. એનું તેજ છે. શું કહે છે બ્રહ્મશ્રી વિશ્વામિત્ર એમને રૂબરૂમાં ન હોતા કહેતા.વિશ્વામિત્ર સાંભળ્યું અરે મને તો આવું કીધું.
મને બ્રહ્મશ્રી કીધું. હું ખરેખર વાસ્તવમાં બ્રહ્મશ્રી જઈને પાછા ફરી તપ કરવા બેસી ગયા. સંતુષ્ટ થઈ ગયા. હવે એમને બરાબર સંતોષ થઈ ગયો. સ્થિર થઈ ગયા અને પછીથી એમને આ મંત્ર ઉતર્યો. એમણે આ મંત્ર પછી બધાને આપ્યો. આપણા સુધી પહોંચ્યો. આપણી આ વૈદિક સંસ્કૃતિની ધરોહર છે ભારતના લોકોની.
ભારત શબ્દ પણ તમને ખબર છે કે જ્યાં ક્યારેય પ્રકાશ હોતો નથી, એવું બનતું જ નથી એવી જગ્યા છે. વિશ્વામિત્રનું તપોબળ છે. એટલા માટે અહિયાં આગળ ખૂબ ચાલે ગાયત્રી મંત્ર જબરજસ્ત બધાને આવડતું હોય છે કેટલી સુંદર વાત છે. તો એ ગાયત્રી મંત્રનો પણ આપણે જીવનની અંદર ઉપયોગ કરી શકીએ.
હવે આપણને ઘણી વખતે પ્રશ્નો થાય છે કે આ સંસાર કેટલો બધો વિરોધાભાસ છે.એકનું આવું હોય, એક સમય, એક વ્યક્તિનું આવું હોય, વળી પાછું થોડી વારમાં બધું બદલાઈ જાય છે. પણ આપણે અમુક બાબતોની સમજણ મેળવવાની છે કે સંસાર એટલે જ વિરોધાભાસ. મૂકી દો લખવું હોય તો લખી લો સંસાર એટલે જ વિરોધાભાસ બીજું કઈ હોઈ જ ના શકે. આમાં સાચું પણ કઈ નહીં અને ખોટું પણ કઈ નહીં. જ્ઞાનીઓ શું કહે છે કે તને તો ભ્રમ થાય છે. શું કહે છે? ભ્રમ થાય. જેમ કોઈકે કંઈક લીધું હોય અને પછી એની માદકતાની અસરો જેવી એના મન મસ્તિષ્ક ઉપર પહોંચે અને પછી એને આમ જેમ કઈક બધું દેખાય ગુલાબી હાથી દેખાય,સફેદ ભેંસ દેખાય, આ ભ્રમ છે તો જ્ઞાની એને ભ્રમ કહે છે. સંસારને શું કહે છે? ભ્રમ છે. પણ સાથે સાથે જ્ઞાની એવું પણ કહે છે કે ભ્રમને માત્ર તું બ્રહ્મ તરીકે જાણ પણ વ્યવહારની અંદર તું આ દિવાલની આરપાર જવાનો પ્રયત્ન ના કરીશ જ્યાં સુધી તને તારા ભૌતિક શરીરની સભાનતા છે.
આલ્કેમીસટ નામનું બહુ સરસ વાર્તા હતી કે છે એમાં પણ આ બાબત આવે છે તો સિદ્ધિઓની બાબતો પણ આવી છે, કે જ્યાં સુધી તમે એ વસ્તુ છો કે એ વ્યક્તિ છો કે એ પ્રકારની શક્તિરૂપ તમે છો તદરૂપ બન્યા નથી તમે ત્યાં સુધી તે કરવાનો પ્રયત્ન ના કરશો.
દિવાલમાંથી બહાર નીકળવા જશો તો માથું ફૂટાઈ જ જશે. પાટો બાંધવો જ પડશે. ચક્કર આવી જ જશે અને પછી પેલું શું કહે છે હળદળ ખાંડ ખાઈ લો. એક વસ્તુ યાદ રાખો કે આ સંસારની અંદર ક્યારેય કોઈ ખોટો હોય જ નહીં. દરેકનો શું હોય? એક વ્યૂપોઈન્ટ હોય. એ વ્યુપોઈન્ટ ક્યાંથી આવ્યો હોય? એના પૂર્યાષ્ટક માંથી, પૂર્વેથી અનુભવ કરતો કરતો, એ કેવી રીતે પેદા થયો? પૂર્વની ટેવો, કુટેવો, સુટેવો બધું ભેગું કરતું કરતો કરતો કરતો આવેલો છે. એટલે એનો અનુભવ છે અને એ બોલે છે. પણ એનો અનુભવ આજની સાથે સુસંગત હોય પણ ખરો ના પણ હોય આને સમજવાની જરૂર છે. તો આપણે શું એની સાથે લડી પડીશું?
ઘણી વખત એવું થાય કે આપણું જ પોતાનું નાનું બાળક હોય આપણે પાસે જતા હોઈએ તો એકદમ સડનલી કોઈક વાત આપણને કરી દે. આપણે વાસ્તવમાં જાણીએ છીએ એટલે આપણે એને સમજાવવાનો પ્રયત્ન કરીએ. પણ ઉત્તેજિત બાળક શું કરશે? એ તો એને જ સાચું માનીને જીદ કરશે, ઝઘડો કરશે. તો જીવનની અંદર આપણને સામે મળતા માણસો આપણી સામે એમાં કોઈક આપણને એવું દેખાય કે આ જીદે ચડ્યો છે તો સમજી જવાનું કે આ બાળક છે.
સારી ભાષામાં આપણે એમ કહીએ કે આ શું છે Immature. બસ આટલું જ રાખવાનું. એના સાથે યોગ્ય રીતે ડીલિંગ કરવું. ઘણા બધા હોય ને હેન્ડલ વિથ કેર. જલેબી હોય આપણે તળવા મૂકી છે ઘીની અંદર બરાબર સરસ મજાની સુગંધ આવે છે પણ આપણે આંગળીથી પકડવાનો પ્રયત્ન કરવો નહીં. સમજી જવાંનું કે આ ગમે એટલે સારું હોય કે ખોટું હોય કાઈ પણ હોય આ વસ્તુ ના કરવું. હવે દરેક માણસ જે છે ને જેમ સમજાવ્યું એમ પોતાની જગ્યાએ આમ ચોંટેલો હોય બરાબર નો. આ જેમ સ્પેસ ઉપર હું ઊભો છું એવી રીતે એ એની એક માનસિક સ્પેસ છે ત્યાં એ ચોંટી ગયો છે, ચોંટેલો હોય એટલે ત્યાંથી એને ઉખાડવો થોડો અઘરો પડે એના માટે શું જરૂર પડશે. ફોર્સ ની જરૂર પડશે. કાં તો એ અંદરથી આવે કાં તો એ બહારથી આવે બરાબર છે. બહારથી સ્ટીમ્યુલેશન આવશે અંદર વાળો એને પ્રોસેસ કરશે અને પછી એને ફોલો કરશે તો પણ એ ત્યાંની જગ્યામાંથી આગળ, પાછળ, ઉપર, નીચે કોઈપણ દિશામાં એ ગતિ કરી શકે છે પોતાની જગ્યા.
તો વ્યવહારની અંદર બધી જ સ્પેસ છે બધાની પોત પોતાની જગ્યા છે. કેટલાક લોકો શું કહે છે કે આજ સાચું છે. હું કહું એટલે આ બરાબર છે. ફાઇનલ છે. હવે આમાં કોઈએ જીદ નહીં કરવાની કોઈએ. એટલે સામા માણસને એ તરત જ એમ કહે છે કે તમે ખોટા છો. તમે જુઠ્ઠા છો. આ ઘણી વખત આપણે સાંભળીએ આપણને કેવું લાગે.
આ બધા છે ને સાયકિક એટેક કહેવાય. હવે પાછું આ આવું બધું બહુ થાય ને આપણને ખ્યાલ આવે ને એટલે કે ચાલો ને અજે સાહેબના ક્લાસમાં આપણે સાયકિક સેલ્ફ ડિફેન્સ શીખી આવીએ. એટલે સાયકિક સેલ્ફ ડિફેન્સના ક્લાસમાં આવીને પાછું પોતાના કવચ કરતા શીખીલે . શું કરે. પેલા કર્ણનું કવચ હતું ને એવી રીતના કવચ કરી નાખે. એટલે એ જે ભાગ છે ને જે આવો આમ જકડાઈ જાય છે પકડાઈ જાય છે એને આપણે અહંકાર કહીએ છીએ ઈગો. અને એ એક ક્ષણની અંદર જેમ અગાઉ કીધું તે પ્રમાણે આઠ ભવના કર્મો બાંધી લેતો હોય છે.
વ્યક્તિના જે ભાગને શંકા કુશંકા ક્રોધ,માન, લોભ વગેરે થતાં જણાય છે. એ ભાગને સતત જોયા કરવાથી કયા ભાગમાં થઈ રહ્યું છે? આપણે આપણી અંદર તપાસ કરવી પડે. આ જે પાવર ઓફ ઓબ્ઝર્વેશન છે ને બહુ જબરજસ્ત વસ્તુ છે. વ્યવહારની અંદર પણ પાવર ઓફ ઓબ્ઝર્વેશન હોય ને તો માણસ એકદમ જ્ઞાની બને. મોટા મોટા વૈજ્ઞાનિકો જે બધા બહુ જ ખૂબ સરસ આગળ વધે માણસો હોય, સફળ હોય એ બધાને તમે જો જીવનશૈલી તપાસશો તો એ લોકોની અવલોકન શક્તિ બહુ જબરજસ્ત ખીલેલી હોય.આપણા બધાની અંદર આ છે પણ આપણે વાપરતા ન્હોતા. હવે વાપરવાનું ચાલુ કરીશું. બાટલીનું ઢાંકણું ખોલી કાઢું એટલે અહંકાર નિર્મૂળ થશે.પણ એ પહેલા શું થશે કે આ મારો અહંકાર છે એવી તમને ઓળખાણ પડવી જરૂરી છે. પછી એનો સ્વીકાર થવો જોઈએ કે હા આ મારો અહંકાર જ છે બીજું કશું નથી. સામે વ્યક્તિમાં કોઈ તકલીફ નથી જીવન વ્યવહારમાં આપણને બહુ જ સરળતા આવતી જશે.
જીવન વ્યવહાર તો સુધરશે પણ આ perquisitions છે આત્મસ્વરૂપ થવા માટે કે સૌથી પહેલા તો તમને તમારા અહંકારની જ ઓળખાણ થવી જરૂરી છે.
આત્મ સ્વરૂપ ક્યારે થવાય? તો કે જ્યારે આત્મભાન પ્રગટે આત્મભાન ક્યારે પ્રગટે ? આત્મ સ્વરૂપ ક્યારે થવાય ? તો કે આ અહંકારનો જ્યારે સ્વીકાર થાય અને એનાથી આગળ વધવા માટે કારણ કે એ જુએ અહંકારને તો એને ખબર પડે છે કે આ અહંકાર છે.આ મારો અહંકાર છે તો એ જોયું કોણે એ જે જોનારો છે તે આત્મા હું છું એવી જ્યારે ખબર પડી જાય છે ત્યારે આત્મભાન પ્રગટે પણ ત્યારે એ આત્મ સ્વરૂપ થઈ જાય. જ્યાં સુધી આ પરિસ્થિતિ એને ટોચ ઉપર ના પહોંચે; આત્મભાન ના પ્રગટે; આત્મસ્વરૂપ ના થાય ત્યાં સુધી લોકોને ભવ ભટકામણ ચાલ્યા જ કરતી હોય છે. શું કહે છે લખ ચોરાસી. અંતઃકરણ ચતુષ્ટકાય,પુરયાષ્ટક યાદ રાખો બે મુખ્ય બાબતો છે. સાત શરીરો જે સમજાયા આ બધું લક્ષ્યમાં હોવું જોઈએ આપણે. ઓલ એટ ટાઈમ. ઓલ એટ અ ટાઈમ બરાબર છે. એટલે શેનાથી સંસાર ઊભો થાય છે એ તમને
સમજાવ્યું એ ભાન પડે ત્યારે જ અહંકાર ઓળખાય અને એને કાપીને જ મુક્ત થાય. સંસારથી માણસ છૂટે. એ જેને હું સમજે છે એને તો સંસાર પેદા કર્યો છે. આ પેલું કરોડિયો છે. જાળાની જેમ એણે ધીમે ધીમે કરીને બધું પેદા કર્યું પણ છે જેની હાજરીથી હું પ્રગટે છે પેલો હું મતલબ ઓરીજનલ હું છે એક અહિયાં આગળ અને એક બીજો છે જે એઝ્યુમ કરે છે કે હું. એ એઝ્યુમિંગ વાળો છે તે એ ઓરીજનલ વાળો સાઈલેન્ટ છે અને જોયા જ કરતો હોય છે. એટલા માટે જે એ ત્યાં આગળ જોર પકડી લે છે. જ્યાં સુધી આ કશું જ નહીં કરે કારણ કે એને
તો કરવાનું કઈ હોતું નથી. પણ એને જોવાનું હોય છે શું હોય છે ? મતલબ કેવો થયો કે શિક્ષક વર્ગની અંદર બેઠા છે બધા વિદ્યાર્થીઓ છે ને બધા હવે શિક્ષક જ્યાં સુધી આમ બેઠા છે ત્યાં સુધી શું છે કે પોતે જે કંઈ કરે છે તેમાં એમનું ઘણું ધ્યાન છે અને સામાન્ય રીતે ક્લાસરૂમની અંદર છે બધા બેઠા છે બધા ને કંઈક આપેલું છે અને કઈક લખે છે વગેરે વગેરે બાબતો છે. એમાં એમનું એક જેને કહેવાય સામાન્ય જ્ઞાન છે એટલે અહિયાં આગળ ફૂલ્લી ફોકસ છે અને અહિયાં આગળ જનરલી ફોકસ છે અને આપણે શબ્દોની અંદર જોઈએ તો. હવે છેલ્લે બેઠેલો મારા જેવો તોફાની હોય એ ઊભો થઈ જાય અને કશું અટક ચાળો કરવાનું ચાલુ કરે એવી રીતે અહંકાર ઉભો થતો હોય છે.
હવે આત્મા રૂપી શિક્ષકની જેવી આમ કરીને આમ નજર આમ સામે પડે એટલે અહંકાર શું કરે? સમજાઈ ગયું. જોવું બહુ જરૂરી છે જે શિક્ષક એક શબ્દ બોલશે નહીં. કઈ જ કરવાનું નથી અને આ ક્રિયા જે થઈ એ કેવી થઈ બિલકુલ સ્વાભાવિક. તમારા અહંકારને તમે આ રીતે આત્મા થઈને આજથી આ જ ક્ષણથી જોવાનું શરૂ કરી દો. આપણે બધા કેવા કહેવાયા છીએ જે આપણી જાતને સમજીએ છીએ ખરેખર સુધરેલા લોકો પેલા બધા બગડેલા લોકો. દરેક સંસ્કૃતિના આજ ઝગડા હતા છેક પહેલા ટાઈમથી શરૂ કરો તો દેવો હતા તે દાનવોને બગડેલા સમજે બે જણ વચ્ચે ઝઘડા. પાંડવો હતા એ કૌરવોને બગડેલા સમજે તો એમના વચ્ચે પણ ઝઘડા. એટલે સુધરેલા લોકો પણ ઝઘડા જ કર્યા કરતા, આ વિચિત્ર નથી લાગતું. તમારા જેવા ભણેલા ગણેલા પાછા એવું પણ કહે નીચે વાળા ને પાછુ આવું પણ કહે તોય પેલાને ખબર નથી પડતી.અંધારા રૂમની અંદર જેમ હમણાં સમજાવતો હતો એવી રીતે એક ટોર્ચ લાઈટ નો આમ પ્રકાશ જાય અહીંથી આમ શરૂ કરીને એટલો શેરડો જે પડે એટલાની અંદર જેટલી વસ્તુઓ આપણી સામે આવે આંખોની એટલી આપણી વિઝિબિલીટી હોય છે.
હવે એ જો ટોર્ચ લાઈટ જે છે તેની સ્થિતિ જો આમ છેએના બદલે ફક્ત આપણે આમ જ કરીએ અથવા તો આમ જ કરીએ તો શું થશે? એનો વ્યાપ્તિ વિસ્તાર જે છે તે વધી જશે. એ જ રીતે જુઓ કે અહીં બેઠેલુ એક સ્વયં પ્રકાશિત છે બીઇંગ(Being) માનો કે સ્વયં પ્રકાશિત, સેલ્ફ લ્યુમિનિયસ. આ દિવાલ તૂટી જાય, છત પણ તૂટી જાય, હવે શું થશે? આ પ્રકાશ જે ફક્ત રૂમની અંદર કેદ થયેલો હતો તે બહાર ગયો. શિક્ષકની દ્રષ્ટિ ફક્ત A4 સાઈઝના પેપરમાં હતી ત્યાંથી એ બધું જ જોઈ શકે છે આટલું 180 ડિગ્રી. ઘણા એટલા બધા વિદ્વાનો છે સભાન છે તે લોકોને પાછળલી આંખો હોય 360 ડીગ્રી. આજકાલ કેમેરા મળે છે એવા. તો આ સંસાર છે સમજી ગયા. આપણી જ ઉભી કરેલી દીવાલો છે માન્યતાઓ રૂપી તૂટી જશે પ્રકાશ ફેલાઈ જશે. મતલબ બધી માન્યતાઓ ને તોડી નાખો. માનવાનું બંધ કરોને તમારા મનનું. ટેકનિકલી જ્ઞાન છે એ કેવું છે?
બ્રહ્માંડ વ્યાપી. એનું સેન્ટર ના હોઈ શકે. અહીંથી આમ અજવાળું આવે છે. અહીંથી જ્ઞાન આવે છે એવું ના હોઈ શકે. એ વ્યાપ્ત છે સર્વત્ર છે એટલા માટે તો એને જ્ઞાન કહેવાય છે. તો હવે ત્યાં સુધી આપણે પહોંચવું હોય તો શું થાય તો કે હંમેશા આપણે જ્યારે પ્રકાશમાંથી અંધકારની અંદર જઈએ ત્યારે શું થાય છે? થોડોક સમય માટે જે તે જગ્યાનું આપણને દેખાવાનું બંધ થઈ જાય છે બરાબર ને. પેલા આંખોની અંદર અંધારામાં કામ કરતાં રોડસ નામ નાં સેલ (Cell) હોય છે. તે એક્ટિવ થવામાં થોડોક સમય લેતા હોય છે. એવું મને વિજ્ઞાનની ચોપડીમાં શીખવા મળ્યું. તે થોડોક ટાઈમ લે પણ પાછા જેવા એ ચાર્જ થઈ જાય ને હવે તમારે અંધારાં માં કઈ કલર જોવાના છે નહીં .આપણે કલર નથી જોવાના એટલે પછી ત્યાં પેલા રોડસ છે તે એક્ટિવ થઈ જાય છે.
પેલાની ઉર્જા બચી જાય છે ને પેલાને મળી જાય છે અને પેલા ધીમે ધીમે એક્ટિવ થઈ જાય છે. હવે થોડોક સમય સુધી આપણે જો ત્યાં આગળ અંધારાની અંદર સતત જો જો કરીએ. મેં તમને પ્રાણિકના ક્લાસમાં ક્યારેક કીધું તું આવું કે અંધારા રૂમની અંદર રોજ રાત્રે આમ થોડોક સમય બેસવાની ટેવ પાડી હશે તો શું થશે? કે તમારા જે આ રોડ છે ને એ બધા કાર્યાન્વિત થશે ધીરે ધીરે ધીરે આ એટલા બધા પાવરફુલ થઈ જશે કે ના પૂછવાનું. તમે અંધારામાં પછી જોઈ શકશો. હવે અંધારાની અંદર પછી તમને શું દેખાવા માંડશે? અજવાળું દેખાય જશે. કેટલા લોકોનો એવો અનુભવ છે કે અંધારામાં તમને અજવાળું આમ ઝબકે, આમ ઝબકે, આમ ઝબકે કેટલા લોકોનો છે તો આટલા બધા લોકોને દેખાય છે. જે લોકો નથી દેખાતા પ્લીઝ રાત્રે થોડોક સમય અંધારાની અંદર શાંતિથી આંખો બંધ કરીને બેસવાની ટેવ પાડો અને શરૂઆતમાં ખુલ્લી આંખે જુઓ.
પછી ધીમે ધીમે બંધ આંખે જુઓ તમને તમારું જ અજવાળું દેખાશે. તમને ખ્યાલ આવશે કે તમે ક્યાં છો તમે શું છો. જો તમે આ પ્રોસેસ ચાલુ રાખશો તો તમારી આંખોની અંદર ફેમટા સેલ્સ ડેવલોપ થઈ જશે જેના માટે પછી ક્યાંય પણ અંધારું રહેતું જ નથી. એવી રીતે તમે જો થોડોક સમય સ્થિરતાથી સ્વસ્થ બેસવાની રોજ ટેવ પાડશો 20 મિનિટ, 25 મિનિટ, જોડે જોડે થોડો બળવાન યોગ કરશો,થોડા મંત્ર કરશો, આ કરશો તો તમારા ફેમટા સેલની જેમ જ તમને તમારો આત્મપ્રકાશ પણ દેખાવાનો ચાલુ થઈ જશે. બેસવું પડશે. યોગીઓ કેવળ એક જ આત્મા જુએ. અલગ આત્મા જોતા નથી. એમને બિલકુલ આમ જાણે મહાસાગર છે એવું જ દેખાય. હવે મહાસાગરની અંદર આપણે પવાલું પાણી નાખીએ એવી સ્થિતિ છે ખરેખર તો તમારી ને મારી. આપણે કઈ વાતનો અહંકાર લઈને ફરતા હોઈએ છીએ તે હજુ સમજ પડતી નથી. માણસ શું કરે છે સંસારમાં આત્મા શોધે છે.
પણ જો સંસારને જોવાનું શરૂ કરી દેને કે કેવો ચાલી રહ્યો છે મારો સંસાર. કેવો ચાલી રહ્યો છે આનો સંસાર.તો એ જે જોનારો છે ને તે જ આત્મા છે એવું એને એક દિવસે સમજ પડી જશે થોડા અભ્યાસની જરૂર છે. અરે પેલાને ના પાડી દીધી હતી. કોણે? દ્રોણ ગુરુએ! કોને એકલવ્ય ને. તને ના શીખવાડું તું તો કે નીચા કુળનો છે. એકલવ્યને એકદમ જ ચમકારો થયો. ગુરુની મૂર્તિ બનાવી નાખી. દ્રોણની સ્થાપિત કરી દીધી અને બસ દિવસ રાત એક જ અભ્યાસ,શું? તીરંદાજી. તો એક સમયે એવો એ તીરંદાજ બની ગયો હતો કે જ્યારે અર્જુનને બધા કૌરવો બધા તે વખત જમાનામાં પેલા શિકાર કરવા નીકળેલા હતા તે વખતે કહે છે કે એમનો આ બધાનું પેલી શિકારની પાટીઓ તો મોટા શિકારી કુતરા રાખે તે પેલા બધા ભસભસ બહુ કરવા માંડ્યા એટલે પેલા એકલવ્યને એના અભ્યાસની અંદર ખલેલ પડવા માંડી તો એને શું કર્યું કે પોતે અનુસંધાન કરીને પછી એક તીર છોડ્યું અને પેલા કુતરાના મોઢાની અંદર એટલા બધા તીર ભરાઈ ગયા.
આખું મોઢું એનું ભરાઈ ગયું.એવી વિદ્યા એના પાસે અદભુત વિદ્યા શીખ્યો. જ્યારે દ્રોણ ગુરુએ એની પાસે જોયું કે આની વિદ્યા તો આમ ઉત્કૃષ્ટતાની પરાકાષ્ઠા પર પહોંચી ગઈ છે અને ક્યારેક આ ભયજનક નીવડી શકે છે. એટલે એમના પાસેથી પછી અંગૂઠાનું એમને ડોનેશન માંગી લીધું. તે જમાનામાં ડોનેશન ચાલતું.
સામાન્ય રીતે આપણે શું કરીએ કે આત્મા જોવા માટે થઈને આપણે બધા એટલું બધું શોધાશોધ કરીએ છીએ. ઘણી વખત તો એની અંદર આપણે બધા જાત જાતના સિમ્બોલ- સિમ્બોલિક જેને કહેવાય ને એવી ચીજોની અંદર આપણું મન ગૂંચવાઈ જાય છે. પછી આપણે ત્યાં આગળ લટકી જઈએ કે આ બરાબર સાચું આમ જ હોવું જોઈએ. સ્વસ્તિક, ત્રિશુલ બધા કઈ જાત જાતના પાકું આ ને બધું કઈક દરેક સંસ્કૃતિમાં આવું બધું ચાલે. તો આપણને આ બધું જેમ કીધું ને સાત શરીરની વાત છે આમ પુરયાષ્ટક કેમ જણાતું નથી આપણને આત્મા. આપણને કોઈ દિવસ સવાલ તો થવો જોઈએ કે આપણે કઈ ગુનો તો નથી કર્યો કે આત્મા જણાવો ના જોઈએ આપણને કઈ પણ કોઈક એવી પરિસ્થિતિમાં આપણે છીએ કે આપણે હજુ આપણે આપણા આત્માને જોઈ શકતા નથી. એવું પણ હોઈ શકે કે પ્રોબેબલી આપણે વી હેવ નોટ પ્રોગ્રેસ ધેટ મચ. તો જેમ આપણા પહેરેલા કપડા હોય એની પર ડાઘો પડે તો આપણે શું કરીએ?
એને બહુ ઘસીએ પોર-રબ-પોર અને ડાગ નીકળી જાય. એવી જ રીતે આ જે આવરણો આ જે ડાઘા. ડાઘા જ કહું છું, જીવનની અંદર આત્માને સ્વયં પ્રકાશિતપણું બતાવ્યું ને આ બધી દિવાલો તોડવાની છે. એ બધું તો એને એ થવા માટે જે વચ્ચે બધી અડખીલીઓ અડચણો જે જે કહેવાય તે બધી બાબતો છે ને તેને આપણે શું કરવાની છે કાઢી નાખવાની છે.
બસ આટલું સિમ્પલ છે. એટલે આપણે બધા શું કરીએ છીએ ? સ્નાન કરીએ છીએ સવારે. ફિઝિકલ બોડીને સ્નાન કરાવવું જરૂરી છે. એનર્જી બોડીને એક્સરસાઈઝ કરાવવી જરૂરી છે. મેન્ટલ બોડી ને મંત્રોથી બીજી રીતે જ્ઞાનનું રિસાઈટેશન કરાવવું જરૂરી છે કે જેથી કરીને એ શુદ્ધ રહે એ બીજા ચીજોમાં ન જાય. લપસી ના પડે ખોટી જગ્યાએ બરાબર. અહિયાં આમ પેલી નવો મોટો ડિસ્પ્લે આવ્યો હોય એટલે પછી તરત માણસો ત્યાં આગળ પહોંચી જાય છે જુઓ કે આ સાડીઓ બહુ જ સરસ છે. હમણાં પેલું વેસ્ટ એન્ડનું આવ્યું છે તો કે હા ત્યાં આગળ સેલમાં તો કે એટલા સુંદર છે ને બધા બહુ સરસ આઈડિયા છે. તો પેલું ચિત્ત તમારું તમને ત્યાં લઈ જાય છે. હવે સમજવાની વાત છે કે મન છે ને એ તમારું શરીર છોડીને ક્યારેય બહાર જતું નથી. શરીર છોડીને
જે ફિઝિકલ અને મેન્ટલ જેને કહેવાય મન ક્યાં હોય તો કે આ મેન્ટલ બોડી એટલે મન. મેન્ટલ બોડી એટલે શું સમ ટોટલ ઓફ જે સંવેદનાઓ બધી તમે ગ્રહણ કરીને જે કંઈ ચિત્ર તમે ઊભું કરી રહ્યા છો તમારી અંદર તેને મન કહેવાય છે ઓલ એટ અ ટાઈમ. એટલે એનું એક પિક્ચર બને અત્યારે હું આમ કરીને જોવું સામે તો એક ચિત્ર પ્રગટ થાય છે. તો અત્યારે આ મન મને આવું બતાવે છે. એને આપણે થોડુંક વધારે ડીટેલમાં પણ સમજવાનો પ્રયત્ન કરીશું પણ અત્યારે થોડુંક મારી સાથે પ્રયત્ન કરો કે આમ સામે જુઓ.આંખોને બંધ કરો. એક ઈમેજ ઉભી થઈ. આ જે ઈમેજ ઉભી થઈ છે તેને આપણે મન કહીએ. એટલે મન પ્રતિપળે બદલાય છે. શું થાય છે? ફિલ્મની જેમ પેલી રીલ હોય છે જેમ સતત આમ બદલાયા કરતી હોય એ પ્રમાણે એ પણ બદલાયા જ કરતી હોય છે. પ્રતિ સેકન્ડે, પ્રતિ સેકન્ડે બદલાયા કરે. જે બહાર જાય છે એ જે તમને દેખાય છે ને એ ચિત્ત છે.
બહાર જાય છે તે ચિત્ત છે એની પાસે એ પાવર છે. એ અહીં પણ હોઈ શકે ત્યાં પણ હોઈ શકે ત્યાં પણ હોઈ શકે ત્યાં પણ હોઈ શકે. એ પાવર એને કોને આપ્યો? આત્મા પાસેથી પ્રાપ્ત થયો છે.
આ ચિત્ત જ્યારે તમારું આત્મરૂપ બની જશે,આત્મામાં મળી જશે. વિલય થઈ જશે. તમે આત્મરૂપ થઈ ગયા. ત્યાં સુધી ભટક ભટક ભટક. તો આ ચિત્ત શું કરે છે? મનના ઘોડા પર બેસીને દોડ્યા કરતું હોય છે. બુદ્ધિ ડિસીઝન આપે છે કે ડાબી બાજુ લઈ લે, જમણી બાજુ ખાડો છે. બુદ્ધિ ડિસીઝન આપે એટલે કે તમને નફો ખોટ આ તે હાની-લાભ બધું બતાવ્યા કરશે એ બુદ્ધિનું કામ છે. એ વધારે ડેવલપ થયેલો મનનો ભાગ એને બુદ્ધિ કહેવાય. એક્સટેન્શન. અહંકાર જે છે એ આપણા ધૂતરાષ્ટ્ર રાજા જેવો છે કરે કઈ નહીં પણ કહેવાય શું જયસિંહ જ્ઞાની. આપણા એક સમયના રાષ્ટ્રપતિ હતા. કોઈ ડિસીઝન આપવાનું નહી. તો આ ચાર જણા જે ભેગા થઈને તોફાન બચાવે છે એના કારણે જીવનની અંદર બધી જે આપણે સમજ્યા ને કે સાયકલો પેદા થઈ છે.
આ બધું જે કઈ છે તે બધું મનમાં છે. તમારા,તમારા, તમારા અને મારામાં જે કઈ છે આ સંસાર છે ને આ બધું એ મનમાં છે. આપણે એને આમ બહાર જોઈએ છીએ વાસ્તવમાં એ ક્યાં છે ? આપણા મનમાં છે. એને પણ આપણે અનુભવ કરીશું. તો એને શું કરવાનું થાય છે તો કે આપણે આ બધા ડાઘા કાઢવાના છે જે બધા થયા છે તો શું કરીએ? સ્નાન, સૌચ,પ્રાયશ્ચિત અને આત્મસ્વરણ પહેલા બેથી આપણે ફિઝિકલ જેને કહેવાય અને પછીના બેથી આપણે બાકીના બીજા સ્તરોની શરીરના જે કોષોની સફાઈ આપણે કરી શકતા હોઈએ.
તો પ્રાયશ્ચિત અને આત્મ સ્મરણ. પ્રાયશ્ચિત લગભગ દરેક સંસ્કૃતિની અંદર મેં જોયું છે કે કોઈને કોઈ પ્રકારે એની કોઈક પ્રક્રિયા વિધિ વગેરે કંઈ પણ મોજુદ છે. બહુ સામાન્ય ભાવે પણ માણસ શાંતિથી કહી દેતો હોય છે મને માફ કરો. બહુ ફેર પડે છે. પ્રાણિક હિલિંગ ની અંદર આપણે આના પ્રયોગો કર્યા હતા ઇફ યુ રીમેમ્બર કે માત્ર માફી માંગવાથી આપણને અતિશય હળવાશ અનુભવાય છે અને આપણી ઉર્જાની જે ક્વોલિટી હોય છે તેની અંદર ફરક આવે છે. આત્મસ્મરણ, હું આત્મા છું, હું આત્મા છું, તો હું આ નથી. ભેદ શરૂ થઈ ગયો આત્મા અને અનાત્મા વચ્ચે.હવે જેવો આપણને આ ભેદ સમજાવવાનું શરૂ થાય એટલે આપણું સાતમું શરીર તૈયાર થવાનું હોય ને સાતમું, છઠ્ઠું અને પાંચમું. બધા શરીરો તૈયાર થવાના ચાલુ થઈ ગયા.
સંસાર મુક્તિનો ઉપાય શું છે? આ સંસાર માંથી આપણે છૂટવું જ છે પહેલા તો એક નક્કી થવું જોઈએ. રાઈટ, બીજું શું છે કે આ સંસાર જે છે કઈ જે કંઈ છે તે સહજ સ્વીકાર થવો જોઈએ. સહજ સ્વીકાર ! જેમ છે તેમ. હવે આની અંદર મારે કોઈપણ સુધારા વધારા, કોઈપણ વસ્તુઓ કરવાની, કોઈ પણ ટીકા ટિપ્પણી કરવાની, કોઈ જગ્યા નથી, અવકાશ નથી. મારી પાસે સમય પણ નથી. અને મારા મનમાં એ વૃત્તિ પણ નથી ત્યાં આપણે બધાએ પહોંચી જવું જરૂરી છે.
આત્મા એટલે શું ? તો કે આત્મા એટલે જ પરમાત્મા. કેમ કે તમે જ તમારા પરમાત્મા છો. જો તમે આત્મા છો. તો તમેજ તમારા પરમાત્મા છે. અને જો તમે પરમાત્મા છો તો તમને તમારું મૂલ્ય સમજાવવું જોઈએ. અને સંસારને શૂન્ય જણાવવો જોઈએ. સંસાર કેવો લાગવો જોઈએ. મતલબ કે એની વેલ્યુ કેટલી કરી નાખવાની? ઝીરો. આવું શા માટે કહું છું, તમે અહીંયા આગળ જોઈ રહ્યા છો આ એક જીવંત બીંઈગ (Being) અહિયાં સામે છે તમારી. આમાંથી આ જીવંત બીંઈગ (Being) જે છે, ત્યાં બહાર નીકળી ગયો તો આની કિંમત, આ જે અંદર મોજુદ છે તેને આ સંસાર જોડે કોઈ લેવા દેવા નથી. એ તો ખાલી છે ત્યાં સુધી જ સંસાર છે.
પછી તો રામ બોલો ભાઈ રામ. કાઢો હવે ઝડપથી. તો કિંમત કોની? આત્માની. સંસારનું મૂલ્ય શું? ઝીરો. તો સંસારની કોઈપણ બાબતનું મહત્વ કેટલું? ઝીરો. આત્મા બાયનંબરી છે ને. આજકાલ બધું કોમ્પ્યુટર વાળી વાતો છે પણ બહુ તો નથી આવડતું પણ કહું જો આત્મા એકડો છે. પછી જેટલા ઝીરો મુકશો તો એની વેલ્યુ કેટલી વધશે અને આ અહિયાં અગાડી ઝીરો અહિયાંથી એકડો કાઢી લીધો અને અહિયાં આગળ 25 હોય કે 50 હોય કે કેટલા હોય કોને ખબર. એની વેલ્યુ શું? કઈ નહીં. કમ્પ્યુટર બી ના ચાલે એવી જો કોડેડ લેંગ્વેજ થી જો કંઈક કરેલું હોય તો એનાથી કમ્પ્યુટર ના ચાલે કારણ કે એની વેલ્યુ જ નથી. ફિનિશ થઈ ગયું. તો હંમેશા યાદ રાખો જીવનની અંદર વ્યવહારની અંદર તમે તમારી પોતાની વેલ્યુ સમજો એક વાત. બીજું તમારા જીવનની અંદર સામે આવતી જે બીઇંગ (Being) છે જે વ્યક્તિ છે તમારા પરિચયમાં આવી રહી છે તે કોઈક ઇન્ટરેક્શન માટે આવી રહી છે.
કોઈક પ્રકારના ટ્રાન્જેક્શન માટે આવી રહી છે. આપણે એવું કહેવાય કે વ્યવહાર ભાષામાં કે તમને લેણદેનનો કંઈક વ્યવહાર છે અને એ એપોઈન્ટેડ અવર જ દેખાય છે તમારા જીવનમાં 11 ને પાંચ,સાત ભલેને એને કીધું હોય કે હું આઠ વાગ્યે આવીશ તો એપોઈન્ટેડ અવર શું હતો ? 11 ને પાંચ એટલે એટલા વાગી જાશે. ભલે એને કીધું હોય આઠ વાગે આવીશ. મારે નવ વાગે આવવાનું હતું. મારો અપોઈન્ટેડ અવર શું હતો ? 9:30, તો એ સમયે એ વ્યક્તિ તમારા જીવનમાં આવે છે. હવે અહિયાં બે વસ્તુ છે.આત્મા પણ છે. અને એનો જે being છે, ઊભું થયેલું પુરયાષ્ટકવાળું જેને જીવ કહીએ છીએ. તેને એક નામ આપવામાં આવ્યું છે. નામ કર્મો હોય છે. બધા 16 સંસ્કાર કરે ને તેમાંથી એક નામકરણ સંસ્કાર કહેવાય છે.
નામકરણ - નામથી શું થાય ?ફરી પાછી એ જ વાત એ જ શબ્દ એ જ કંપન એ જ ધ્વનિ અને એનો અર્થ જે હમણાં કીધું ગાયત્રી મંત્ર. શાંતિલાલ નામ પાડી દીધું.શાંતાબેન. શાંતાબેનને શાંતા શાંતા કરીને લોકો બોલે એટલે શાંતાબેન શાંત થતાં જાય. આ સામાન્ય ભાવ હતો, નામકરણની પાછળનો. કોઈપણ વસ્તુ હોય કે વ્યક્તિ હોય તો તેના ગુણ દ્રવ્ય સહિત હોય. શું હોય ? ગુણ અને દ્રવ્ય સહિત હોય. હવે આપણે જે એને જે નામ થી બોલાવવા માંડીએ છીએ તે પ્રકારના ગુણ અને દ્રવ્ય તેની અંદર સંચય થવા માંડે છે. તે પ્રકારનું ગુણ દ્રવ્ય ખ્યાલ આવે છે; ને ગુણ શાંતિ એક ગુણ કહેવાય પ્રાકૃતિક ગુણ છે ઓફકોર્સ. એ આત્માનો ગુણ નથી. આત્મા તો પરમ શાંતિ જ છે કાયમ માટે પણ શાંતિ તો કે ત્યાં આગળ એ સંચય અંદર થશે. હિંમત લાલ સાવ ડરપોક માણસ હોય પણ કે હવે હિંમત, હિંમત ચાર પાંચ વખત બોલાવે લોકો એટલે હિંમતભાઈ ના સોલર પ્લેક્સિસની અંદર પાવર પુરાવાનો રીતસર ચાલુ થાય.
જો તમે સારા પ્રાણી હિલર હોય તો તમને ખબર પડી જાય. કોઈપણ વ્યક્તિને તમે એના નામથી માત્ર બહુ લાવો છો તો તમે એના અંદર આખા રસાયણિક ફેરફારો, એનર્જીના અંદરના ફેરફારો, બધા તમે જોઈ શકશો. સૂક્ષ્મતા, તીવ્રતા અવલોકન આ બધું સમજવા જેવું છે. જેટલું વધારે થશે એટલું બહુ સારું થઈ જશે. તો આપણને એ ખબર પડવી જોઈએ કે સામે આવનારી વ્યક્તિ જે છે તેનું પણ મૂલ્ય શું છે? એક અને એના પછીનું ઝીરો. આપણે એ એકડાને સન્માન આપવાનું છે એના ઝીરોને ઇગ્નોર કરવાના છે, કારણ કે એના સાથે લાગેલા છે આપણી સાથે નથી.
પણ એ આવશે આપણી સાથે અને ગુણાકાર કરવા બેસશે આપણી જોડે ત્યારે શું થશે? આપણે શું કરવું જોઈએ? ભાગાકાર, કેમ કે આપણે હવે સંસારમાંથી બહાર આવવું છે. ટ્રાન્જેક્શનો આપણે પૂરા કરવા છે. એ હંમેશા શું કરશે? ગુણાકાર કરશે. તો આત્મલક્ષી અધ્યાત્મ જીવનની અંદર જીવનાર વ્યક્તિ આવી રીતે પોતે ધીમે ધીમે સંસારથી વિમુખ થઈ શકે છે. પણ કેવી રીતે? એકનોલેજિંગ વન; ઇગ્નોરિંગ ઝીરો. સામી વ્યક્તિના પણ ને પોતાના પણ. આ બધી વસ્તુઓ આપણને સમજાવી જોઈએ કેવી રીતે? ખાતરીપૂર્વક સમજાવી જોઈએ. સાંભળી લેવાથી કંઈ થશે નહી. બહુ જ લોકો ડોંગરે સાહેબની કથા સાંભળતા હતા. હરે હરે કરીને પછી પાછા બહાર નીકળીને જેવા હોય એવા. તો પ્લીઝ ડોન્ટ ડૂ ધેટ હિયર. થોડોક જરા લિહાજ કરજો. જે જ્ઞાન તમને મળી રહ્યું છે તેનું.
સંસારની કોઈપણ અવસ્થામાં ચિત્ત નિમિષ માત્ર પણ પેઠું તો આત્મા એટલું ભાન ગુમાવે છે. આ વસ્તુ બધી હવે જે કહી રહ્યો છું, તે બધું મને કઈક જે મને ઉતરતું હતું એ છે જ્ઞાન. નિમિષ એટલે એક સેકન્ડનો બહુ સૂક્ષ્મ ભાગ છે. આપણા અવધૂત સાહેબે જે દત્તબાવની કરી છે. તેમાં કહે છે નિમેષ માત્રે તંતુકે. એક તંતુક નામના એક બ્રાહ્મણને દત્ત ભગવાને એટલી બધી કૃપા કરી કે એ કોઈક જગ્યાએ હતો એને કોઈક જગ્યાએ પહોંચવાનું હતું.
તો દત્ત ભગવાન પણ એટલા પ્રસન્ન થઈ ગયા કે એમના પાસે એવી શક્તિ હતી તો એને સીધું ટેલિપોર્ટ કરી દીધો. ત્યાં આગળ રંગ અવધૂત સાહેબે લખેલું છે. તો સંસારની કોઈપણ અવસ્થામાં ચિત્ત તમારું નિમિષ માત્ર પણ પેઠું તો તમે એટલા અંશ આત્મભાન ગુમાવો છો. એક બીજી બાબત છે કે હંમેશા આપણને એ હાજર જ હોવું જોઈએ કે આત્મા જ અમૂલ્ય છે. આપણે શું કરીએ છીએ? સાંસારિક ચીજોના મૂલ્ય ઉપર આપણે વધારે સ્ટ્રેસ કરીએ છીએ. યાદ રાખો આત્મા જ અમૂલ્ય છે. સંસારનું વ્યવહારિક મૂલ્ય હોય જે બી હશે તે પણ આત્મા કેવો છે? અમૂલ્ય. મારો હોય કે કોઈનો પણ !
આ વસ્તુ આપણા અંદર હવે બિલકુલ જડબે સલાખ બેસવી જ જોઈએ. સંસારી મૂલ્યો બધા કેવા છે? વિનાશી છે. એનો એક સમય પછી અંત આવી જવાનો છે. રિલેટિવ છે. એટલે ઇકોનોમિક્સના સિદ્ધાંત પ્રમાણે ડિમાન્ડ સપ્લાય આતે બધું આમ રિલેટિવિટી બધું વધતું જશે ઘટતું જશે. આવું બધું થાય છે અને સીમિત છે. ઈટ ઇસ લિમિટેડ. હવે એક બીજી વાત કહે છે કે આત્માનું અમૂલ્યપણું સમજાય તો સંસાર નો વિલય થઈ જાય છે. સંપૂર્ણ મૂલ્ય સમજાઈ જશે આત્માનું તે દિવસે તમારો સંપૂર્ણ સંસારનો વિલય થઈ ગયો હશે.
કેવળ આત્માનો જ્ઞાતા કોઈક કાળે કોઈક વિરલો જ હોય. કેવળ જ્ઞાનીઓની સભા ના હોય. એક બીજી વાત છે. જ્યાં ટોળું ત્યાં સંસાર. ચાહે વિચાર હોય કે માણસ. મનની અંદર જો અતિશય વિચારો થઈ ગયા એનું ટોળું થઈ ગયું તો ત્યાં પણ સંસાર ખડો થઈ જ જાય છે. અને પછી એ બધાનું મેનિફેસ્ટેશન બહાર થયા જ કરતું હોય છે. તો એ સંસાર ચાલુ ને ચાલુ રહેતો હોય છે. તો આપણને બધાને શા માટે કહેવામાં આવે છે કે તમારા મનનો નાશ કરી નાખો. મનનો લય કરી નાખો. મનને તમે સ્તબ્ધ કરી દો. ધીસ ઇસ ધ રીઝન? કે જ્યાં સુધી આપણે એને માણસ જોઈશું જ્યાં સુધી આપણે એક વિચાર તરીકે એને જોઈશું ત્યાં સુધી સંસાર ઊભો રહેશે.
જેવું આપણું એટેન્શન આપણે શિફ્ટ કરીને આત્મા પર લાવીશું, આપણા કે કોઈકના કે તરત જ આપણા સંસારનો વિલય થવા માંડશે. તમે જેટલા અંશે તમને જીવનમાં મળતા વ્યક્તિઓને અંદર આત્મા જોવાની ટેવ પાડશો. તેટલા અંશે તમારો સંસારનો વિલય થતો જશે. અનાદિકાળથી એક નાનકડી પદ્ધતિ ચાલતી હતી. આપણા ભારતમાં પણ અને પરદેશમાં પણ બધે જ ચાલતી. કોઈ કોઈકને મળે એટલે એકનોલેજ કરીએ. જય શ્રી કૃષ્ણ. તમારી અંદર રહેલા શ્રી કૃષ્ણનો જય થાઓ કહેવાનો ભાવાર્થ આ હતો.અને અત્યારે જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ માથા માં મારે છે એવું લાગે છે.
તો અર્થ અને ભાવ જતો રહ્યો. શબ્દ રહી ગયો. અને હવે શબ્દ પણ એવી રીતે બોલાઈ રહ્યો છે કે વાગે છે. કાપે છે. એટલે પેલા તમે જોયું છે ઘણા જુવાન છોકરા છોકરીઓ છે એમને તમે ભૂલથી જો તમે જય શ્રી કૃષ્ણ કહેશો ને તો, શું દાદા તમે આવું કહો છો? શું દાદા,કાકા તમે આવું કહો છો? કે ગુડ મોર્નિંગ કહેવાનું. સમજવા જેવી વાત છે એને કેમ વાગે છે ? ક્યારેય આપણે વિચાર કરીએ છીએ બોલીએ છીએ આપણે. પછી એક વલણ એવું પણ પકડાયું હોય કે હું જો દાખલા તરીકે જય અંબે બોલતો હોવ તો હું બધે જય અંબે, જય અંબે, જય અંબે ચલાવે રાખુ તો સામી વ્યક્તિ આવીને કહેશે કે જય શ્રી કૃષ્ણ. તો મારામાં એ શાલીનતા હોવી જોઈએ કે જય શ્રી કૃષ્ણ તેના બદલે હું ત્યાં આગળ પણ શું કરીશ જય અંબે એટલે શું થાય પેલા બે બ્રહ્માસ્ત્ર ભેગા થઈને ભટકાતા હોય ને એવી પરિસ્થિતિ પેદા થઈ જાય છે.
એ ક્યારે થઈ ગઈ ખબર છે ને તમને?
મહાભારતની અંદર શ્રીકૃષ્ણ ભગવાન અને શંકર ભગવાન બે જણા યુધ્ધે ચડ્યા હતા. વાત ખબર છે તમને સાડા ત્રણ વજ્રની વાત છે. સમય મળશે તો પછી કહીશ મને કોઈક યાદ કરાવજો. સાડા ત્રણ વજ્રની વાત અહી બહુ સમજવા જેવી છે.ઓકે ?કહીએ ત્યારે
મહાભારતની અંદર એક કથા મેં સાંભળેલી એક બાણાસુર નામનો એક શક્તિશાળી રાજા હતો. અને એ રાવણ પછી જેને કહેવાય સેકન્ડ નંબર જો આપી શકાય તો એવો પ્રકારનો એ શિવનો પરમ ભક્ત હતો. પછી એને ખૂબ તપશ્ચર્યા કરી અને વરદાન પ્રાપ્ત કરેલું, કે ભગવાન જ્યારે મને તકલીફ પડે ને તો તે દિવસે તમારે આવીને મારી હેલ્પ કરવાની. તો કે સારું. એટલે શંકર ભગવાને એને તથાસ્તુ કરીને હિમાલય પરથી નીચેથી ઉતારી મૂકેલો.અધ્યાત્મના હિમાલય પર ચડ્યો હોય તો ઉતરી જાય. હવે આ બાણાસુરને પોતાના સંસારમાં પેઠા પછી શું થયું કે સાથે સાથે કૃષ્ણ ભગવાન દ્વારકાની અંદર હતા બલરામજીની સાથે બધું પોતાનું લઈને રાજ્ય ચાલતું હતું ત્યારે કઈક સળી કરવાનું સુજ્યું.
હંમેશા જ્યારે કોઈપણ વ્યક્તિને એની જે સ્થિતિ હોય ત્યાંથી ઉપર કે નીચે જવાનું થાય તે પ્રમાણેની તેની તે વખતની મતિ એને સુઝશે. જો પ્રગતિ થવાની હશે તો સુમતીને પરણશે અને જો અધોગતિમાં જવાનું થશે તો કુમતીને પસંદ કરશે. સુમતી કદરૂપી પણ હોઈ શકે, કુમતી બહુ જ સોંદર્ય પણ હોઈ શકે. તો આ બાણાસુરે આવી રીતે પછી કંઈક સળી કરી અને એમાંથી પછી બહુ મોટું યુદ્ધ ફાટી નીકળવાના સંજોગો પેદા થઈ ગયા. એટલે ભગવાન શ્રીકૃષ્ણના સાથે પછી એને જે ચેલેન્જ કરી એટલે ભગવાન તો લડવા આવ્યા. તો ભગવાન લડવા આવ્યા પણ આ ભાઈએ એટલા અહંકાર માં હતા કે મારે તો ભગવાન શિવજીનું વરદાન છે કે હું તો કોઈ દી હારી જાઉં નહીં.
હવે પેલા એ આવાહન કર્યું એટલે શિવ ભગવાનને પણ મેદાનમાં આવવું પડ્યું. પછી શરૂ થયું યુદ્ધ બરાબર એટલે શિવજી અને કૃષ્ણ ભગવાન જ્યારે બે લડે તો તમે જાણો છો કે બંનેની એક એક શક્તિ છે. શ્રીકૃષ્ણનું સુદર્શનચક્ર છે. કેવું? સુદર્શનચક્ર છે. સુદર્શન નહીં અને ભગવાનનું શું છે? શિવજીનું ત્રિશુળ છે. આ બંને જે છે તે એક એક વજ્ર છે. એટલે એક વજ્ર આ કહેવાય એક વજ્ર આ કહેવાય. એટલે બે વજ્ર ભેગા થઈ ગયા. ભયંકર યુદ્ધ થયું બે જણ વચ્ચે. કોઈ હારે જ નહીં અને પેલા બે શસ્ત્રો ત્યાં આગળ આસમાનમાં બેય ચડી ગયા હતા બંને એકબીજાની જોડે ભટકાયા કરે, ભટકાયા કરે અને નીચે તો બધો સર્વનાશ થવો માંડ્યો. સૃષ્ટિની ઉપર બહુ ત્રાસ થવો માંડ્યો. બહુ લોકો બહુ દિવસો સુધી પરેશાન રહ્યા. દેવોને ચિંતા થઈ. દેવોને કાયમ ચિંતાઓ થયા કરે કે આ સૃષ્ટિનું શું થશે? દોડ્યા બધા વિષ્ણુ ભગવાન પાસે કે ભાઈ આનો કઈ હલ કાઢો કે તમે કઈ કરો.
એટલે સોલ્યુશન આપવાનું કામ વિષ્ણુ ભગવાનનું. હવે તમે જુઓ કે એક સ્વરૂપે શ્રીકૃષ્ણ ભગવાન પોતે અહિયાં આગળ યુદ્ધ કરી રહ્યા છે. બીજા સ્વરૂપે પોતે ત્યાં આગળ હલ આપી રહ્યા છે કે આનું સોલ્યુશન છે. હવે આ બેને છૂટા પાડવાનું કામ જે છે ને તો કોઈ ત્રીજો જો વજ્રદેહી હોય ને તે જ કરી શકે.
જેને છૂટા પાડવાના એટલે કે એક કામ કરો કે આપણે હનુમાનજીને આ કામ માટે કહિએ. હનુમાનજી કે છે વાત સાચી તમારી કે મારું આખું વજ્રદેહ છે. મને તો ત્રિશુળ બી કઈ નહીં કરી શકે કે સુદર્શન પણ કઈ નહીં કરી શકે એટલે હું આ કામ કરી શકીશ. અને મારા બંને હાથમાં બંને વજ્ર લઈ એટલે કે હું નીચે ઉતરી શકું પણ એમાં એક સમસ્યા છે તો કે શું સમસ્યા છે? કે જો નીચે જો મને કોઈ વજ્રનો આધાર ના મળે તો હું તો રસાતળમાં જતો રહું આ બધું લઈને. હવે તો શું થાય? એટલે પછી એમને યાદ આવ્યું કે એમનો નાનો ભાઈ છે ભીમ એનું ડાબું પાસું વજ્રનું હતું .સોલ્યુશન આવી રીતે આવ્યું દાખલાનું.
તે પછી ભીમજી જમીન ઉપર સુઈ ગયા. હનુમાનજી ઉપર આસમાનમાં ગયા. તે વજ્રને છૂટા પાડ્યા અને નીચે આમ કરીને ઉતર્યા ભીમની ઉપર ભૂસકો મારી દીધો. તો ભીમનો વજ્રદેહ હોવાના કારણે પછી એ પૃથ્વી પર જ પાછા ફરી નેટમાં જેમ જમ્પ મારે એમ કરીને આમ બહાર આવી ગયા. શ્રી કૃષ્ણ ભગવાનને કહે છે સાચવોને તમારું આ સુંદર્શન ચક્ર. તમે શું આમ આ રેઢું મૂકી દો છો ! ત્રિશુળ ! હનુમાનજી પાછા અવતાર કહેવાય એકાદશ રુદ્ર શિવજી સાક્ષાત એટલે આવી રીતના કરીને આ સાડા ત્રણ વજ્રના યુદ્ધની વાર્તા અહિયાં પૂરી થાય છે. બોલો ઈતિ શ્રી.
હવે આપણે સમજીએ કે મોક્ષ ની લોકો જે વાત કરે છે એ શબ્દ છે મોક્ષ. વાસ્તવિકતા ની અંદર શું છે અને આપણે તપાસ કરવી જોઈએ. તો મોક્ષ શબ્દ શું સૂચવે? તમને શું લાગે ! મોક્ષ એટલે શું હોય? કોઈ કહી શકશે ? તો તમારે બધાએ જવું છે કે કોને જવું છે પહેલા. તો મને એ કહો આપણે કોને નથી જવું. પણ મોક્ષે જવાનું એટલે શું? એ આપણને ખબર તો હોવી જોઈએ.મુક્તિ વેરી ગુડ. પણ મુક્તિ તો મોક્ષે પહેલાનું સ્ટેશન છે બરાબર.
પરમ તત્વની પ્રાપ્તિ કરવાની એને મોક્ષ કહેવાય. એનાથી પહેલાનું સ્ટેશન છે મુક્તિ. મુક્તિ એટલે શું? તમને સંસારિક તમામ ભાવોમાંથી મુક્તિ મળે છે કરવાપણા માંથી અને ના કરવાપણા માંથી, હોવાપણા માંથી ના હોવા પણામાંથી. આવા તમામ જે બાબતો જેને આપણે દ્વંદ્વ શબ્દ આ લોકોએ શાસ્ત્રમાં વાપર્યો છે. એટલે કે ગૂંચવાડું જ્યાં જ્યાં હોય એ બધા તમામ ગૂંચવાડામાંથી આપણો છુટકારો થઈ જાય એવું જ્યાં સુધી આપણને અહિયાં આગળ આ જીવનમાં સંસારમાં અનુભવાય નહીં ત્યાં સુધી વાસ્તવિક રીતે પેલી મુક્તિ એટલે મોક્ષ જેને આપણે કહીએ છીએ તે શક્ય બનતો નથી. બહુ મુશ્કેલ છે કારણ કે એ બેના વચ્ચે બહુ મોટું સ્ટેશન છે. વચ્ચે ઘણા બધા પ્રોસેસ છે મુક્તિ અને મોક્ષ વચ્ચે. કોક દિવસ એની વાર્તા નીકળશે તો કહી દઈશ. તો પહેલામાં પહેલી આપણને સંસારિક અભાવોમાંથી, ભાવોમાંથી મુક્તિ જોઈએ.
મતલબ શું કે આપણું જીવન સંપૂર્ણ લાગવું જોઈએ આપણને. બીજાને તો લાગે જ કારણ કે આમાં કેવું છે કે હું બરફનું ગચ્છું બની ગયો હોય અગર 25 કિલોનું તો ત્યાં આગળ જે આ બધા બેઠા છે ને એ બધાને ઠંડો ઠંડો પવન આવે થોડી થોડી ઠંડક લાગવા માંડે. એવી રીતે આ અહીંયા આગળ એક વ્યક્તિ જો આવી રીતના શાંતિથી પોતે સંસારની અંદર બેઠો હોય તો બાકીના લોકો બધા શું છે તપેલા છે. શેનાથી? ત્રિવિધ તાપથી તપેલા છે એવું કહે છે.
ત્રિવિધ. આદિદૈવિક, આદિ ભૌતિક અને આધ્યાત્મિક ત્રણે ત્રણ પ્રકારના તાપમાં બરાબર તપેલા એવા સંસારી જીવો હોય એ બધાને શાતા આપે કોણ? આવો જ્ઞાની પુરુષ. કોણ? આવો જ્ઞાની. અથવા તો યોગી અથવા તો જેને આપણે કહીએ પરમ તત્વને પામેલા અવધૂત સંત કઈ પણ તમે એને કહી શકો છો શબ્દ રૂપે. પણ એક સમજ માટે સમજવાનું કે જે જીવન મુક્ત થઈ ગયેલા છે મતલબ, કે જેને જીવવાની મજા નથી, એવું નથી.પણ જેને જીવવું નથી,એવું પણ નથી. જેને જીવનમાં બધું પ્રાપ્ત કરી લીધું છે, એવો સંપૂર્ણ સંતોષ છે. જેને જીવનમાં કોઈ વસ્તુનો અભાવ સાર તો નથી. મોક્ષનો પણ નહીં. સંપૂર્ણ છે પરફેક્ટ, બિલકુલ. અને હવે પછી એની આમ ટાઢક આવતી હોય દૂરથી લોકો જાય ત્યાં એની આગળ એની પાસે કે બાપજી તમને કંઈક થયું અમને કરી આલો કે નાળિયેર લઈને જાય. પાછા કે માથે ફોડુ કે પગ ઉપર. આપણે ત્યાં કીધેલું છે કે ભેટ આપવાની, પુરસ્કાર આપ્યા વગર છોડે નહીં બાપજ, શું?
એટલે આવા જીવન મુક્ત પુરુષો કોઈ કોઈ કાળે કોઈ કોઈ જગ્યાએ પેદા થયા જ કરતા હોય છે. જેમ સમુદ્રની અંદર પરપોટા થાય એવી રીતે આ જ્ઞાની પુરુષો બધા કાળે કાળે કરીને પ્રગટ થાય. અને એમની આસપાસનું જે કઈ વાતાવરણ પર્યાવરણ હોય જે કઈ માનવ સમૂહો હોય તેની અંદર રહીને એ લોકો ત્યાં આગળ એમને શાંતિ અને સાતા આપવાનું, માર્ગ દર્શન આપવાનું, ગાઈડિંગ પાથ પર લઈ જવાનું, ગાઈડિંગ લાઈટ બનવાનું આવું બધું એ લોકો સહજતાથી કરતા હોય.
એમની ફરજ નથી. ના પણ કરે. અમુક એવા પણ હોય અમારા સાહેબ જેવા નજીક આવે ઢેહાળો મારી દે ! કેમ કરે ! એટલું ડિસ્ટન્સ તો મેન્ટેન કરવાનું એક્ઝેટલી સાડા ત્રણ પગલાં એટલું દૂરથી વળગી ના પડતો. કારણ કે એ અમુક લોકોની અમુક કક્ષાઓ ના લોકોની સ્થિતિઓ જોઈને આ પાર પામી ગયેલા. આ બધા શું છે? અતિચતુર. એટલે તમને તરત ખબર પડી જાય બધી બાબતો ની અને માણસોને ઓળખી શકે,પારખી શકે,આરપાર જોઈ શકે. બરાબર છે, તો આવો રાખે એટલે એવાને સાડા ત્રણ પગલાં દૂર રાખવાની એ એમને ફાવટ હોય. બહુ સરસ. તો આવા જીવન મુક્તો હોય. પણ આ જીવન મુક્ત બનતા સુધી માણસે માનો કે હું જ એક આદિવાસી છું. ફર્સ્ટ ટાઈમ હ્યુમન લાઈફની અંદર હું આવ્યો. તો મને શું સમજ હોય? મારા પિતાશ્રીએ મને કીધું કે આ લીમડાનું ઝાડ એ દેવ કહેવાય અને પણ એ કાળા કોલસાથી આવી રીતના આમ આમ કરેલું હોય બસ એટલું આપણો દેવ.
અહીંયા આવીને તારે આમ કરવાનું આમ પ્રાર્થના કરવાની કે આમ કરવાનું કે આમ પેલી દોરી બાંધવાની ફલાણું એમ કે એની કોઈ પાંદડું પાંદડું લઈ જાય ત્યાં આગળ આમ પાંચ વખત આમ આમ કરવાનું આવું જે કોઈ વિધિ ત્યાં આગળ પ્રચલિત હોય એ મને સમજાવી દીધી. અને હું એને ફેથફુલ્લી (Faithfully) કર્યા જ કરતો હોય, કર્યા જ કરતો હોય, આમ કરતાં કરતાં ઘણી વખત એવું બને કે મેં શિકાર સામે હોય મને ભૂખ લાગી હોય પણ મેં જવા દીધું કેમ તો કે એની આંખમાં જોયું પછી મને ખબર નહીં મારવાનું મન ના થયું. પુણ્ય પેદા થઈ ગયું. આવું બધું ઘણું એક્યુમિલેટ થયેલું હતું. અને પેલું પાપ કરતાં પુણ્ય જરા બેલેન્સમાં વધારે આવ્યું. અને પછી પાછું માનવ સમૂહની અંદર જ હું સાથે સાથે રહ્યો તો માનવ સંસર્ગ વધારે છે.
એટલે પછી બીજો જન્મ પણ મારો મનુષ્યનો થાય. અને પછી સાણંદ જેવા કોક શહેરની અંદર જન્મું કોક પટેલના ઘેર ત્યાં પણ પાસરો રહું ખેતરમાં સારી રીતે ખેતીવાડી કરું બધું અનાજ પાણી આપુ જઈને મંદિરની અંદર શ્રાવણ મહિનાની અંદર કઈ દાન કરી આવ્યો. ગોર બાપાને પગે લાગવાનું બધી વિધિ કરવાની. બધું દિવાળીની અંદર પેલા નવરાત્રીના જેટલા એમના ગરબા કરતા હોય છે આવું બધું કરતો હું. અને શ્રમથી અન્ન પકવીને પોતાનું જ શ્વાસરહીથી હું પોતાનું ખાવાનું ખાતો હોવ. હું બીજા કોઈ વિવાદ કશામાં ના પડ્યો ધીમે ધીમે ધીમે કરતાં પછી શું થાય તો કે હું ગાંધીનગરમાં એક મોટો સાહેબના ઘેર મારો જન્મ થઈ જાય. સાહેબ ભલા હોય એટલે પિતાશ્રી આધ્યાત્મિક બાબતોના જાણકાર હોય. ઘણા બધા પુસ્તકો લાઈબ્રેરીમાં હોય.
બાળક સહજતાથી જ પોતે આ પુસ્તકો બધા જોશે લેશે મુકશે વાંચશે બધું કરશે. આ સંજોગો.સાનુકૂળતાઓ મળતી જાય તમને પણ તમને ધીમે ધીમે જીવન મુક્ત બનવા તરફ પ્રેરિત જાય. પછી વચ્ચે રસ્તામાં પાછા સાહેબે મળી જાય. પાછા પ્રસન્ન પણ થઈ જાય. અને તમને કહી દે કે આટલું કરજે બીજું કઈ કરવાની જરૂર નથી. હવે મગજમાં બેસી ગયું આ બાળકને તો કે આટલું જ કરવાનું બીજું કઈ નહીં શું દર્શન ક્રિયા ફિનિશ. એટલે એ કરવા બેસી ગયો પેલો કે 100% તો કે 100% પછી તો એ કરતાં કરતાં જે ભડાકો થાય જબરજસ્ત મોટો એટલે ખબર પડી જાય કે અહમ બ્રહ્માસ્મિ. હવે આમ કરતાં કરતાં વ્યક્તિ જીવન મુક્ત બનવા તરફ આગળ વધતો હોય. દરેકના જીવનની આ જ કહાની છે. એમાં ક્યાંક વચ્ચે અપડાઉન કોકના કેસમાં આવે પણ ખરા ન પણ આવે. આ બધું જ શું છે ગ્રેવીટી ઓફ સિચ્યુએશન નથી હોતી ગ્રેવીટી ઓફ થોટ ફોર્મ છે જે તમે હોલ્ડ કરો છો તેની.
વિચારોને બહુ જ વજન છે. શું કહેવાય છે. વિચારોનું વજન અતિશય હોય છે. તે કોઈકને આમ આમ કરીને આમ ખેંચી લે છે એ તો તમે જોયું જ છે. લાઈક માઇન્ડેડ એક તો બહુ બને, બંનેના વિચારો બહુ સારા સરખા સરખા. મારો એક અનુભવ છે. અમુક વ્યક્તિ સાથે જ્યારે હું કારમાં સફર કરતો હોવ તો એ બેસે તો મારી જે ગાડીની જે નોર્મલ રિધમ હોય જેને કહેવાય એ બદલાઈ જાય.
મારો આવો અનુભવ છે. તમે તમે બધાને કદાચ છે કે આમ જરા તપાસ કરજો કેમ થોડુંક એનું મોમેન્ટમ કંઈક જુદું હોય. વી ડોન્ટ ફિલ સેમ એઝ ઈટ ઇસ. એવા પ્રકારની એક ફિલિંગ આવે આપણને એ જબરજસ્ત છે. અમુક સુધી ટ્રાવેલ કરીને તમે જાઓ ત્યાં સુધીની અંદર તો યુ ફિલ ધેટ, યસ યુ આર રીયલી વેરી ટાયર્ડ. પછી અમુક વ્યક્તિ બેઠી હોય તો તમે જુઓ કે હા 600 માઈલ અમે તો ગયા પણ આમ ખબર જ નથી પડતી. તો વ્યક્તિ વિશેષ અલગ અલગ હોવાના પરિણામે ઉત્પન્ન થયેલું જે ગાડીની અંદરનું એન્વાયરમેન્ટ હતું તે કેટલું બધું અસરદાર હોઈ શકે છે એ પણ એક જોવાની બાબત હોય છે.
પણ જો જીવન મુક્ત હોય ને એને તો આ જણાય. પણ એનાથી એ વિચલિત ના થાય. શું થાય? આપણે અકળાઈ જાય. ગુસ્સો આવી જાય. એ વિચલિત ના થાય. કોઈ પણ પરિસ્થિતિ ન બંધો ન મુક્તિઃ, ચિદાનંદરૂપઃ શિવોઽહમ્ શિવોઽહમ્ બધી જ પરિસ્થિતિની અંદર જીવે છે. એટલે આવી જીવન મુક્તિની એક સ્થિતિ હોય. પણ ત્યાં સુધી પહોંચવા માટે આપણે કોઈક ને કોઈક જેને કહેવાય રિલીઝીયન માં હોઈએ. દરેક દેશના અંદર આમ આપણે આમ જોઈએ રિલીજીયન શબ્દને હું રીલીજીયન એવું સમજું છુ. એ જે પરંપરામાંથી ચાલ્યું આવતું હતું એનું એ જ બધું ચાલ્યા જ કરતું હોય એને રિલીઝન કહેવાય.
એ કેવો હોય તો કે મોટા ભાગે વડીલો પાર્જિત હોય. વડીલો જે કરતા ગયા હતા આપણે એક કરતા જઈએ એને કહેવાય એટલે આપણે ટોટલ જેને શું કહેવાય કન્ફર્મિટી વિથ એક્ઝિસ્ટિંગ પ્રેક્ટિસ. એ કરવું એ સારું છે એને જ આપણો કલ્ચરલ હેરીટેજ કહેવાય અને એના અંદર વૃદ્ધિ પણ થવી જોઈએ. જ્યારે કોઈ તમારા ઘરની અંદર તમે શુભ પ્રસંગ કર્યો હશે. તો જે બ્રાહ્મણ તમારે ત્યાં આગળ પૂજા કરાવવા આવ્યા હશે તે તમને ખૂબ આશીર્વાદ આપીને પછી છેવટે કહેશે કર્મ વૃદ્ધતામ. એટલે કે તમારા કર્મોમાં વૃદ્ધિ થાવ. કર્મોમાં વૃદ્ધિ એટલે સુકૃત તમારા જે સારા કૃત્યો છે તેની વૃદ્ધિ થાવ. એને એક થોડુંક જરા સમજવાનું.
હવે આપણે જ્યારે જીવન જીવીએ તો આપણા વડીલોએ આપણને જે કંઈ આપેલું હોય. એને જાળવી રાખવું જોઈએ આપણે. એટલું જ નહીં એમાં આપણે વૃદ્ધિ પણ કરવી જોઈએ. આપણું એડિશન હોવું જોઈએ. યોગદાન જેને કહેવાય એવા પ્રકારનું કઈ અને એવી રીતે આપણે વૃદ્ધિ કરતાં કરતાં આપણી સાંસારિક ફરજો નિભાવવી જોઈએ. આપણા પોતાના કુટુંબનો જીવન નિર્વાહ આપણે કેવા સંનસાધનોથી કરી રહ્યા છે. કેવી સંપત્તિ આપણા ઘરમાં આવી રહી છે. આ બધી વસ્તુઓ ડીટરમીન કરશે કારણ કે આપણને બધાને ખબર છે કે અન્ન એવું મન. અહીં બોલે છે અન્ન એવું મન, અન્ન એવું ઓડકાર, બંને વાત સાચી છે. તો જેવું મન બનશે તમારું એ જ પાછળ આગળ તમને પાછું લઈ જશે. એટલે તમારે જો મનની અંદર જો સુંદર ભાવનાઓ હશે, સારા વિચારો હશે, તો ઈટ વિલ લીડ યુ ટુ બેટર લાઈફ ટુવર્ડસ જેને કહેવાય મુક્તિ અને મોક્ષ પણ આપણને લઈ જતી હોય છે.
તો જેને જીવન મુક્ત બનવું છે એને આવશ્યક છે કે પોતે કેવા પ્રકારની સંપત્તિ, સંપત્તિની અંદર બધું જ આવી ગયું પત્ની પણ, બાળક પણ અને જેને આપણે કહીએ વેલ્થ એટલે કે પૈસા, સોનું વગેરે વગેરે ચીજો ગાડી હોય કે ભેંસ હોય વગેરે વગેરે. ગાય પણ હોઈ શકે અને કાંઈ પણ હોઈ શકે. પણ જેને તમે સંપત્તિ સમજો છો તે.
હવે ગરિમાબેનને વાગ્ભટની ચોપડી આપીએ તો એ એમના માટે સંપત્તિ કહેવાય અને આપણા માટે આપત્તિ ! વિપત્તિ આને મૂકી રાખવી પડશે ! મારે સાચવવી પડશે. દર પેલું ચોમાસુ જાય ને એટલે મારે કે સુરજ દેખાડવો પડશે. ચોપડીને સુરજ દેખાડવો પડે તો એના પાંદડા પેલા પડી જાય. તો સંપત્તિની વ્યાખ્યા આ બધું પણ વ્યક્તિએ વ્યક્તિએ થોડું થોડું થોડું બદલાતું જતું હોય છે. પણ ઇન જનરલ આપણા બધાનું આમ એગ્રીમેન્ટ હોય છે કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા નો રૂપિયો બરાબર છે અને એનાથી જે કઈ પર્ચેસ કરી શકાય એવું લાગે બધું કે બધું જ સંપત્તિ કહેવાય. એટલે જનરલ એગ્રીમેન્ટ થયું. તો જેને જીવન મુક્ત બનવાના રસ્તે જ આગળ વધવાનું હોય તેને પોતાની સંપત્તિનું વિચાર કરવો જોઈએ. વિવેક રાખવો જોઈએ. એટલી જ રાખવી જોઈએ જે પોતાના અને પોતાના કુટુંબના નિર્વાહ પૂર્તિ હોય જરૂરી હોય.
અતિ સંચય મુશ્કેલી નોતરશે. શું થશે? બાળકોની બુદ્ધિ બગડી જાય. આપણે તો હવે પેલો 110 ઇંચ નો ટીવી છે ને મારા રૂમની અંદર મુકાઈ દો. એટલે એમાં હું 24 કલાક કાર્ટુન જોઈશ. બાળક એવું જ કહેશે. બરાબર 13, 14 વર્ષનો થતાં થતાં કહેશે કે મને મોટરસાયકલ અપાઈ દો. મોંઘામાં મોંઘી પેલી દુકાટી. વોટએવર. તો આ બધું પ્રશ્નો પછી ત્યાં ઊભા થશે. એ કરીને જો એની વૃત્તિઓ સારી રહેશે તો સારું છે. પણ જો સંજોગોએ કરીને કેમ એ બહાર પણ જાય એનું ઇન્ટરેક્શન એના દોસ્તો સાથે થઈ રહ્યું છે.
સ્કૂલની અંદર જઈ રહ્યા છે. બીજી કોઈ જગ્યાએ જઈ રહ્યા છે. તો પછી શક્ય છે કે આમાંથી કોઈ ખોટી વસ્તુ ,ખોટો વિચાર, કોઈ ખોટી એક્ટિવિટી કશુંક કશુંક જો એ પકડી લેશે તો..! એવો દીકરો જે તે વ્યક્તિને દુઃખદાયી થઈ પડશે. એના જીવનમાં દુઃખનું કારણ બનશે. પણ અમારા નરસિંહ મહેતા હતા ને એમને બહુ સારું. પેલા સોક્રેટીસ જેવું ભલે થયું ભાગી જઈએ. પત્ની ગઈ તોય કઈ ચિંતા નહીં. તો જીવન મુક્તની આવી એક સ્થિતિ હોય. એક અવસ્થા હોય. એ સ્થિતિ છે. બાહ્ય ચીજોથી તમે એને ઓળખી ના શકો. એને માપી ના શકો. જ્ઞાની, આની ક્યારેય ખબર ના પડે તમને,કે તે કયા સ્વરૂપે,કયા વેશે તમારી સમક્ષ આવશે ; કે આવશે કે નહીં આવશે તે પણ ખબર નહીં પડે. ઘણી વખતે સંપર્કમાં આવશે કે નહીં આવશે તે પણ પુણ્યાનું બંધી પુણ્યને આધીન છે. પાપાનુબંધી પુણ્ય હશે તો તમને જ્ઞાની ગુરુ કે જે તે જ્ઞાન પ્રાપ્ત થતું હોતું નથી.
એના માટે પુણ્યાનું બંધી પુણ્ય જોઈએ. પુણ્ય નહીં પણ ઘણી બહુ મોટી વાત છે. એટલે પુણ્યાનું બંધી પુણ્ય હોય, એક પાપાનુબંધી પુણ્ય હોય, એક પુણ્યાનુબંધી પાપ પણ હોય, અને એક પાપાનુબંધી પાપ આ બધા ચાર વિભાગો પાડેલા છે, જૈન શાસ્ત્રોની અંદર બધા રહેલા છે. એની અંદર કે જેને અનુબંધ કોનો લાગ્યો છે તે કહેવાય. એટલે અલ્ટીમેટલી ઈટ વિલ રિઝલ્ટ ઇનટુ વોટ? એના આધારે ડિસાઈડ થશે કે એ વસ્તુ શું છે ખરેખર. પુણ્યાનું બંધી પુણ્ય મતલબ શું છે કે હું ડોનેશન કરું છું એવી જગ્યાએ કે જેનાથી પુણ્ય બંધાશે અને જે મને વધારે સારું એમ કે સંપત્તિ આપનારું, વધારે સારું જીવન આપનારું નીવડશે.પાપાનુબંધી પુણ્ય પાપાનુબંધી એટલે પાપનો અનુબંધ લાગેલો છે, પણ એ મને પુણ્યકારી થઈ પડે છે. કે કામ તો કસાઈનું કરી રહ્યો છું પણ હું અત્યારે હરિ નામ લેતા લેતા કરું છું.
બરાબર તોલીને જ આપું છું.અને હંમેશા મારા દરેક કસ્ટમરો મારાથી ખુશ છે. પ્રસન્ન છે. ભલે જાતનો કસાઈ છે.
પાપાનુબંધી એને ખેદ છે. મારા ભાગે આવું કર્મ આવ્યું છે. મારે કરવું પડે છે. તો એને ખેદ છે.એક બીજું છે કે પુણ્યાનું બંધી પાપ. કરવા જાય છે પુણ્ય પણ થઈ જાય છે પાપ. કે જે ક્ષણે મેં આમ કરીને આમ માતાજીની આગળ નાળિયેર આમ વધેરવાનું નક્કી કર્યું ને આમ કરીને ફટકો મારતો હતો, બસ તે જ વખત ત્યાં આગળ એક કીડી આવી ગઈ. પૂરેપૂરો જીવ છે. ડોન્ટ અન્ડર એસ્ટીમેટ એની એન્ટ. એ તો પૂરો બદલો લેશે જ પાછી. સેમ વસ્તુ એનો જીવ ગયો તમારાથી તમારો જીવ જશે એના દ્વારા. આમાં કોઈ કન્સેશન નથી. અત્યાર સુધી મેં તો નથી જોયા. એટલે આ બાબત જરા ધ્યાન રાખવા જેવી.
અને પછી છેલ્લી વાત કરીએ તો કે પાપાનુબંધી પાપ કે અત્યારે પણ પાપ કરે છે. અને એનાથી એ જે કઈ પેદા થાય છે, તે પણ બધું જ વધારેને વધારે પાપ છે. કેમ? તો કે હું જુગાર રમીને જે સંપત્તિ પેદા કરું છું, અને પછી તેનાથી હું દારૂ ખરીદું છું. અને પછી એ પીધા પછી હું લોકોની સાથે ગમે તે મારામારી કરું છું. સવારમાં મેં તો સમજાયું હતું કે પ્રત્યેક જીવ માત્રની અંદર પરમાત્મા છે. અને મારે તો એને જય શ્રી કૃષ્ણ કરવાના છે. અને હું ત્યાં આગળ જઈને ગમે તેમ વર્તન કરું છું, પાપાનું બંધી. ઘરની અંદર પત્નીને સાથે ખરાબ વર્તન કરું છું. માતા-પિતાની સાથે ખરાબ વર્તન કરું છું. ટીચર ગુરુનું અપમાન કરું છું.પાપાનુબંધી પાપ.
તો આ બધા અનુબંધોને તમને જો પૂરી સમજ આવી ગઈ હોય. તો તમે તપાસી શકશો કે પ્રત્યેક કર્મ જે તમારા દ્વારા થઈ રહ્યું છે. તમે નથી કર્તા એના. તમે નથી ભોકતા એના. પણ જે તમારા દ્વારા થઈ રહ્યું છે. તેને જોજો જરાક અવલોકન કરશો તો તમને એ વસ્તુ સભાનતા આપી દેશે કે તમે માર્ગે છો, કે પછી ઉતરી ગયા છો માર્ગ ઉપરથી. ચૂકી ગયા છો.ફરી પાછા આવી જવાનું કોઈ બહુ મોટું ગિલ્ટ અને આમ તેમ બધું કરવાની જરૂર જ નથી. કારણ કે કુદરત આપણને વારંવાર તક આપે છે. એટલે જ જન્મ છે, અને મરણ પણ છે આ બધી પરિસ્થિતિની અંદર. મૃત્યુ છે એટલે રિલીફ,એક્ઝિસ્ટિંગ તકલીફો માંથી.એક લેવલ ઉપર એ જીવનનો અંત આવી જાય છે.
એક નવું જીવન શરૂ થાય છે. એક નવી સંભાવનાઓ સાથે નું જીવન નવી પોસિબિલિટી સાથેનું જીવન શરૂ થાય. તમને તક આપવામાં આવે છે, કે હવે તો સુધરી જા. દરેક ગૃહસ્થીએ એટલા માટે બે કાર્યો કરવા જોઈએ. એક કરવું જોઈએ દાન અને બીજું કરવું જોઈએ સહાય. ડાબો અને જમણો. હવે તમે દાન કોનું કરશો? પત્નીનું ના કરી દેતા.પેલા હરિશ્ચંદ્રને આવું બધું થયું હતું. બહુ બિચારાની કસોટી પેલા વિશ્વામિત્રએ કરી હતી. એ વાત છે બધી તમને ખ્યાલ જ હશે.
તો દાન આપણે આપણી પાસે જે હોય તેનું આપણે કરવું જોઈએ.બીજું આપણી સંચિત કરવાની એક લિમિટ આપણે નક્કી કરી કે ભાઈ મારે આટલું જોઈશે. આનાથી વધારાનું જે કંઈ હોય એ બધું જ મારે બીજા લોકોને દાન અથવા સહાય પેટે ડિસ્પોઝ ઓફ કરી દેવું જોઈએ. એક્સ્ટ્રા બધું આમ આવા દે, આવા દે, સંચિત કર્યા જ કરે માણસ તો એ યોગ્ય વલણ હોતું નથી. તો તમે સૌથી પહેલા વિદ્યાદાન કરી શકો. તમને જે આવડતું હોય. જે સ્કીલ તમારામાં હોય બીજાને શીખવી દો. પછી એને કહો કે તું શીખી ગયો, હવે તું શીખવવા માંડ વિદ્યાદાન આપો. તો આમ આમ કરતાં કરતાં કરતાં તમારી પાસે જે કઈ વિદ્યા કે જ્ઞાન છે બધાને તમે પહોંચાડવાનું ચાલુ કરી દેશો. એક સમય આવશે એક સમય જ્યારે બધાને આપ પહોંચી ગયું હશે.
તમારા પાસે એક્સ્ટ્રા જેટલા પૈસા છે. બધા જ માણસો આવી રીતે એકબીજાને આપ, આપ કર્યા કરે તો આ દેશની અંદર ઇન્ફ્લેશન રહે ? બધાની પાસે પૂરતા પૈસા થઈ જાય. એક લેવલ ઉપર આવીને બધું ઇકોનોમિક્સ આવી જાય. અર્થશાસ્ત્ર ના જે પેલા હતા કૌટિલ્ય, એમણે આજ ખરેખર સમજાયું છે એની અંદર. અર્થશાસ્ત્ર વાસ્તવમાં વેદનો ઉપવેદ છે. બહુ અગત્યનું એ અર્થ અને શાસન વિશેનું શાસ્ત્ર છે આખું. પણ એટલું જૂનું છે. તે જમાનામાં બધું નક્કી કરી નાખેલા સિદ્ધાંતો હતા, જે અત્યારે આ બધા મોટા મોટા આઈએમએફ માં બેઠેલાઓ બધા ગૂંચવાડામાં જ પડેલા છે.
કોઈને સમજણ નથી પડતી કે શું કરવું. કેમ કે એને વાસ્તવિક રીતે હજી સમજી શકાતા નથી. એ એટલા બધા સરળ પણ છે, એટલા માટે અઘરા થઈ ગયા છે કારણ કે આ બધા વિદ્વાનો છે. વજનદાર થઈ ગયું હોય ઉપર બધું બહુ જ તણાઈ ગયું છે. તો આ દાન અને સહાય હંમેશા કર્યા કરો.આપણાથી જેટલું થાય એને આગળ વધવાનો આ એકમાત્ર રસ્તો છે. જીવનને સુંદર અને સરળ બનાવવાનો. તમે વિદ્યાદાન કરો. તમે લક્ષ્મી હોય તો લક્ષ્મીનું દાન કરો.તમારી પાસે વસ્ત્ર હોય તો એનું દાન કરો. જે હોય તે આપો અને જેને જેની જરૂર હોય તેને તે આપો. જરૂરત હોય કોઈને પગમાં ચંપલ પહેરવાની તમે એને ધોતી આપો તેનો કોઈ મતલબ રહેશે! તો એની જરૂરિયાતને સમજીને આપો. એટલું આપો કે એનાથી પાછો એને લોભ કે લાલચ ના થાય કે એને કંજૂસાઈ એનામાં ના આવે બીજાને આપતી વખતે.
અહીંથી વધારે લઈ લેવું છે,અને ત્યાં આગળ આપવું નથી. આ એક વૃત્તિ હોય છે સામાન્ય રીતે. અહીંથી લઈ લેવું બધું જેટલું આવે એટલું આવવા જ દે. આ બાજુ તો કે બહુ જ ઓછું આપવાનું. દરેક બિલ તો કે ત્રણ મહિનાની તો સામાન્ય રીતે વ્યવહાર છે ને આપણે એક કામ કરો છ મહિના સુધી તો પેલા લબળાઈ જ રાખવાનું, આપણે વેપાર આમ જ ચાલે. આવી વ્યક્તિ જીવન મુક્ત બની શકતો નથી. બહુ સમજાય એવી વાત છે ને. તો આપણી આવશ્યકતા કેટલી છે ? એને આપણે પહેલા તો નક્કી કરવાનું, સમજવાનું આપણા કુટુંબિક જરૂરિયાત કેટલી છે જોવાનું બાકીનું જે કઈ એક્સ્ટ્રા છે, સ્ટાર્ટ યુઝિંગ ઈટ ફોર ગ્રેટર લાર્જ.
જેને કહેવાય ગ્રેટર ગુડ, એ લોકોના સારા માટે થઈ ને. કોઈપણ જગ્યાએ કોઈપણ રીતે જ્યાં પણ તમને જરૂરિયાતમંદો મળી જાય ત્યાં. આનાથી શું થશે ? કે તમે સ્વાવલંબનથી મહેનત કરીને તમારી કમાયેલી લક્ષ્મીથી તમારું, તમારા પત્નીનું, તમારા કુટુંબીજનોનું પાલનપોષણ કર્યું છે. તો તમને સત્વ બુદ્ધિ સ્ફરે છે. સંસારની અંદર આપણને કહેવામાં આવ્યું છે, ત્રણ દોષ છે. વાત ,પિત્ત અને કફ. અને સાથે સાથે એક બીજી ત્રિપુટી પણ છે,જેને આપણે શું કહીએ છીએ?
સત્વ,રજસ અને તમસ. તમસની જરૂર છે. તે વગર નિંદ્રા નહીં આવે. રજસની જરૂર છે. તેના વગર શરીરની પુષ્ટતા નહીં થાય.અને સત્વની પણ જરૂરત છે, કેમ કે એનાથી ધારણ થાય છે. તો વાતની પણ જરૂરત છે. શરીરમાં જે કંઈ વહન થઈ રહ્યું છે એ બધું જ વાતને આધારિત છે. શરીરમાં જે કઈ ડાઈજેસ્ટ થઈ રહ્યું છે તેના માટે અગ્નિ પિત્ત રૂપે જવાબદાર છે, ત્યારે જ થાય તે વગર નહીં થાય. અને કફ એની પણ એક જરૂરિયાત છે શરીરની અંદર કે જ્યાં સુધી એ કફ નહીં હોય એક લેવલનો ત્યાં સુધી શરીરની અંદર સૌમ્યતા કે સ્નિગ્ધતા આવશે નહીં. વૃક્ષતા આવી જશે જો વાયુ વધી જશે તો. પિત્ત વધી જશે. અગ્નિ વધી ગયો ઉલટીઓ થઈ જશે. કફ વધી ગયો તો શરદી ને કફના આવા આવા બધા જે રોગો છે તે બધા થશે. પણ કઈ વ્યક્તિને કયો રોગ ક્યારે થશે..! કેવી અદભુત વાત છે. એ કેવા એન્વાયરમેન્ટના કોન્ટેક્ટમાં કેટલા સમય પછી કેવી રીતે આવશે ત્યારે જ નક્કી થશે.
આમ બધું એટલું બધું પ્રિસાઈઝ આફરીન છું હું તો ખરેખર, આ કુદરત એમ થાય કે આ ગ્રીન કલર કેટલા ? દસ હજાર,વીસ હજાર અરે કરોડો ગ્રીન કલરના શેડ જ કરોડો કરોડો આમ શોધતા શોધતા અમારા એક ભાઈ થાકી ગયા. છોડો કે મારે આવું કઈ કરવું નથી. મેં કીધું એવું થોડી ચાલે.
એટલે આ કાર્ય કરવું આપણે બહુ જરૂરી છે. આપણા જીવનની અંદર સરસ રીતે શુદ્ધ સત્વશીલતાથી ઉપાર્જન કરેલી આપણી જે કઈ હોય એનાથી આપણે જીવન આપણું આગળ વધારવું. વધારાની જે કઈ ચીજ હોય એ બધા ને આપી દેવી. હવે સામાન્ય નિયમ એવું ઘરમાં રાખ્યો છે કે છ એક મહિના સુધી જો ઉપયોગ ના હોય તો એ વસ્તુ ને આપણે સામાન્ય રીતે ડિસ્પોઝ કરી દઈએ. ઘરમાં બહુ રાખવું પછી અમને ખબર પડી માસ્ટર ચોઆનું પેલું વાસ્તુ તો આવું જ કહે છે શું ! ફેનસુઈ.પછી ખબર પડી પણ આપણે શું જેને મતલબ આગળ વધવાનું છે ને,તો મને એવું સમજાય છે કે એના જીવનની અંદર આવા બધા નિયમો સિદ્ધાંતો અને બધાનું પાલન સાહજિક રીતે થયા જ કરતું હશે. ભલે એને જ્ઞાન હોય કે નહીં હોય. તમે આવું જોજો. મેં આવું જોયું છે. એકદમ સહજતાથી એને ખબર ના હોય કે મારે આવું કેમ કરવાનું. પણ એ એમ કરી જ જતું હોય અને પછી એને એનું પરિણામ બી મળ્યા જ કરતું હોય.
એટલે કઈ આમ બધું જાણ જાણ કરીને અહીંયા આગળ ગૂગલ ગોઠવી દેવાની જરૂરત રહેતી નથી. જરૂર પૂરતુ તો જાણવું. બહુ લોડીંગ કરવું નહીં.
હમણાં એક મળ્યા હતા. અહીંયા નારાયણ પુરામાં જ કોઈક જગ્યાએ હિલિંગ કરવા ગયા હતા. મને કે હું છે ને તો પેલો કોઈ કયો રાજા કોઈક રાજાનું નામ કીધું કે હું એનો અવતાર છું કે હવે એ રાજા લગભગ બારમી સદીમાં એ ગુજરાતમાં કોઈ જગ્યાએ થઈ ગયેલો હતો.તેની વાત કરતો અત્યારે એનું મને નામ યાદ નથી આવતું. નહિતર એ રાજાનું નામ તમને કહી દે તો. એટલે પછી આવી વૃત્તિ ને આવી બુદ્ધિ ને બધું જે કઈ થતું હોય ને એ બધાનું કારણ શું છે ? આહાર શુદ્ધિ નથી. હોટલમાં આપણે ભોજન કરીએ વાંધો નથી. અત્યારનું કાળ એવો છે, હવે અત્યારે જો તમે એમ નક્કી કરશો કે ઘરની અંદર હું તો ચુલા ઉપર જ રાંધીશ. અને ત્યાં આગળ હાંડલામાં જ રાંધીશ. અને પછી આવી જ રીતે જમીશ. તો પહેલા તો લગ્ન જ નહીં થાય ! ધોતી જ પહેરીશ ! એટલે જે કઈ નક્કી કરી આમ સરસ ગોઠવાઈ જવાનું આપણું જે વહેણ હોય ને તેની અંદર આમ બસ વહી જવાનું એ સાચો રસ્તો મને તો લાગ્યો છે.
પણ તમે બધા તમારું જોઈ લેજો. આ બધી મારી લાઈફ બોટ છે અત્યારે તમને વસ્તુ બતાવી દઉં કે આવું આવું છે એનાથી શું થશે ? તો કે વિચાર શુદ્ધિ રહેશે. ચિત્તની અંદર એટલે આપણે અંતઃકરણ ચતુષ્કાય કહીએ છીએ,જેમાં હવે આપણે બહુ પ્રિસાઈઝલી અને સ્પેસિફિકલી વાત કરી શકતા હોવા જોઈએ કે મન મારી અંદર છે અને એ મને ફોટા જ બતાવે છે. એને હું અત્યારે વાત કરી રહ્યું છે કે એ મન જે મને ફોટા બતાવશે તે બધા શુદ્ધ હશે. બહુ સારી પ્રિન્ટ હશે.એટલે વિચાર શુદ્ધિ થઈ ગઈ હશે. શું કહેવાય ? રાઈટ, પછી ત્રીજી વસ્તુ થશે એની અસર ક્યાં થતી હોય છે?આપણને એક જગ્યા અહીંયા આગાળે કોઈ કંઈક બોલે તો ઘણી વખત અહીં વાગે. અને કોઈ કંઈક બોલે તો આપણે એને સ્વીકાર પણ અહિયાં જ કરતા હોઈએ છીએ. થેન્ક્યુ ,થેન્ક્યુ, બ્લેસ યુ, વાહ અહીંયા અસર થાય છે. તો વૃત્તિઓ તમારી શાંત થતી જશે.
વૃત્તિઓ જેટલી ઉછાળા મારતી હશે ત્યાં સુધી બીપી તમારો 160 ,110, 115 ગોળી ખાતે રાખો, નીચે આવે નહી. જ્યાં સુધી પેલા વિચારો હોય આમ ગ્રહણશીલતાના એ બધાને ત્યાં સુધી કબજિયાત કોઈ દાડો મટે નહી.જ્યાં સુધી બધું સત્વ અહીં આમ લઈ લઉં, લઈ લઉં, લઈ લઉં વાળું, ભેગું કરું, આમ કરું, તેમ કરું વાળું કઈ કઈ હોય ત્યાં સુધી ડાયાબિટીસ બી આઘો પાછો થાય નહી. બરાબર સ્ટેશન કરીને જ બેઠો હોય. તો વાસ્તવિક રીતે આ મનને આપણે સમજવાનું છે. આમાં કોઈએ પોતાના ઉપર મહેરબાની કરીને ના લેશો જસ્ટ તમને સામાન્ય દાખલાઓ આપવાનો મારો સમજાવવાનો જ પ્રયત્ન છે. હું કોઈને બ્લેમ કશું જ કરતો નથી.
જે રોગ નામની બાબત છે ને વાસ્તવની અંદર એ શું છે ? એને આપણે સમજીએ. તો કે આત્મા માટે સંસાર એ જ રોગ છે. આત્મા માટે સંસાર એ જ રોગ છે. ઉત્પન્ન કેમ થયો સંસાર ? તો કે મન થયું, શાસ્ત્રોમાં લખ્યું છે હો મેં નહીં કે બ્રહ્મને તો પરબ્રહ્મને લટકા કરવાનું મન થઈ ગયું. અને પછી એમાંથી આ બધું થયું એટલે મન થયું. તો મન થયું એમાંથી પછી મનુ આવ્યા. અને મનુ એ પછી સતરૂપા સાથે લગ્ન કર્યા. સતરૂપા એટલે વૃત્તિઓ. મનુ એટલે મન. સતરૂપા સાથે લગ્ન કર્યા એટલે પછી આ દરેક એક એક પત્ની એની સતરૂપા સો પત્નીઓ હતી. એટલે પછી બધાના અનેક અનેક સંતાનો થતા ગયા. એટલે દરેક વૃત્તિઓના કેટલા કેટલા કર્મો પેદા થઈ ગયા કઈ આપણને હિસાબ કિતાબ મળતો નથી. અત્યારે તો આ મનુ મહારાજ ભૂલી ગયા હોય કે એના કેટલા છોકરા. આપણે ખાલી કોઈ પૂછે કે તમારે કેટલા તો કે બે, એક બાબો ને એક બેબી.
પણ ના પેલા બધાનું શું કે ભગવાન આવી પૂછે તો એનો જવાબ એની પાસે હોય નહીં. ક્યાં ગયા ? તો કે ખબર નથી. પણ એ કાળે કાળે કરીને આ બધા જ જીવતા છે. જેટલા વિચારો આવી રીતે છૂટા મૂક્યા છે એ બધા તમારા મનના સંતાનો છે.
અને એ આવીને ક્લેમ કરશે કે બાપા મારો ભાગ આપો. નહીં તો કોર્ટમાં લઈ જઈશ કે હવે જ્યારે આવા ત્રણસો,ચારસો વિચારો પણ દાખલા તરીકે દીકરા રૂપે સમજો કે તમારી ઉપર આમ ક્લેમ રોજ રાત દાડો કરતા હોય, તો તમને કોર્ટે ઢસડી જ જવું. સુપ્રીમ કોર્ટમાં જ લઈ જવું. તો એ મનુ મહારાજની હાલત અંદર કેવી હોય, રાતે પથારીમાં ભલે સુતા હોય તો સમજાય છે. આ મનની અંદર એટલા બધા લેયરો લગાડ્યા આ બધા વૃત્તિઓના, બધી જાત જાતની ગ્રહણ કરી આનું જોઈને આની પાસેથી આમ શીખીને પેલી જગ્યાએ વાંચીને, જોઈને બધું કરતાં કરતાં કરતાં. આપણા શાસ્ત્રો બધા છે ને બહુ સુંદર બધા દ્રષ્ટાંતોથી ભરપૂર છે.
આપણે તો બધું આજકાલ ટીવી ને મોબાઈલમાં જોઈએ છીએ. પણ તોય એવું થાય છે કે પેલા ચંદ્ર ભગવાન હતા ને તેમને છે તો પેલા એક ઋષિની પત્ની ઉપર ખાલી કુદષ્ટી કરી,અને પછી જે એમને એનું પરિણામ એવું આવ્યું કે એમને વૃદ્ધિ અને ક્ષય, વૃદ્ધિ અને ક્ષય ચાલુ થઈ ગયો. આ પણ એક વાર્તા છે. પત્ની ઋષિની હતી તેને ખબર જ નહીં. અને આ તો પેલા ઋષિનું જ સ્વરૂપ લઈને આવી ગયા. આ બધું શું સમજાવે છે આપણને ? કે આપણી વૃત્તિઓ ઘણી વખતે આપણે બહુ સારા છીએ આપણે બહુ સાચા છે અને આપણે જ બધું જાણીએ છીએ અને આપણે બધું બરાબર જ કરીએ છીએ એવું બતાવી બતાવીને પણ આપણી પાસેથી ઊંધાચતી કામો કરાવ્યો જ કરતું હોય છે. અને આમાં આપણે જાણે અજાણે પેલી બુદ્ધિ છે ને નફો તોટો દેખાડનારી પાછી વધારાની એક્સ્ટ્રા ક્યાં આગળ હાઇપોથેલેમસથી થોડેક ઉપર પાછું આ છે ને આપણું નવું ડેવલોપમેન્ટ બધુ.
તે અગાળેથી તો બધું આમ એ નક્કી જ કરીને બતાડી દે. ત્રણ ને તીસ થયા ને કેટલે પહોંચ્યું તો કે ચારસો ચાલીસ વેચી દો કે અબી હાલ તરત બતાડી દેશે. પણ એ બુદ્ધિ એ પાછી કોને આધીન છે? પુણ્ય અને પાપને આધીન છે. એટલે એ બતાવશે ખરા પણ એનું પરિણામ કોના હાથમાં છે? કુદરતના હાથમાં છે. એટલે એને નફો થશે કે નહીં તે તો કુદરત જ નક્કી કરશે. અને એ પણ એને એની પુણ્યાયના પ્રમાણમાં જ મળશે. જે મળવાનું છે, જેને જ્યારે, તે સમયે તે મળશે.
એક કવિ હતા, આપણા બાલાશંકર ઉલ્લાસરામ આવું બહુ સુંદર રીતે કહી ગયા છે. જેના ભાગ્યમાં જે સમયે તે જ પહોંચે છે. બીજું કોઈ ન પહોંચે. રવિ પહોંચવાનો હોય તો શનિ ના જાય ત્યાં આગળ. છે ને પેલું સતે પે સતા એટલે શાંત વૃત્તિઓ થવાથી શું થઈ જશે ? તો કે સંતોષ થઈ જશે. લોકોને જો ઊંઘ આવતી હોય તો આપણે થોડી કસરત કરીએ. આર યુ રેડી ? આ બધું રેવા દઈએ. આઈ નો ઈટ્સ વેરી ડિફિકલ્ટ. પણ યા ઓકે, એક વાતને આપણે સમજવાની છે કે આ કસરત કરતી વખત જો ઇફ પોસિબલ મહેરબાની કરીને તુલસી જો ઘરની અંદર હોય અથવા કોઈક રીતે મેળવી શકતા હોય થોડાક ફ્રીજમાં પણ લાવીને મૂકી શકાય એવી કોઈ પોસિબિલીટી હોય તો એવું કરવું આવશ્યક છે. અતિ આવશ્યક નથી એટલે સો ડોન્ટ ઇનસીસ્ત શો મચ ઓન ઈટ. પણ તુલસી પાન જે છે તુલસી પાનને લાઈને ધોઈને ફ્રીજમાં મૂકી રાખવાનું અથવા રાખવાનું.
તો જઈને તુલસી પાસે કહેવાનું પ્લીઝ મને ઔષધિની જરૂરત છે,અને હું આ તોડું છું મને ક્ષમા કરજો કરીને તમારે લેવાનું એને નખ નહીં મારવાનું તુલસીને. જ્યારે બી તોડો ત્યારે. તુલસીનું પાન મોઢામાં રાખવાનું. અત્યારે જે મેં રાખેલું છે ને લવિંગ ને એલચી એની જેમ. તમારે શું રાખવાનું ? તુલસીનું પાન.
આ એક અને એક બે આંગળી છે, તો આપણે કોઈ જો સારું ઘી મળતું હોય ગાયનું કે એવું કોઈ તો એનું એક નાનકડી ડબ્બી રાખવાની તેની અંદર આ બે આંગળીને જરાક આમ આમ રાખો અંદર કરી બંને નાકના નસકોરાની અંદર થોડું શક્ય હોય ત્યાં સુધી આપણે આમ ફેરવીને ત્યાં આગળ થોડુંક લેપ કરી દેવું. અને પછી આપણે આ કસરત કરવી જોઈએ. તો એ વધારે ફાયદો આપશે વધારે સારું થશે. પણ જો કોઈને એમ કે તુલસી કે ઘીના કારણે કોઈ તકલીફ, સમસ્યા થતી હોય તો આ કરવું જ એવું કરીને આને બંધ ના કર દેતા. એના વગર પણ બલવાન યોગ ચોક્કસ કર્યા કરજો. પ્લીઝ 1,2 ,3,4,5,6,7,8,9,10,15 નેક્સ્ટ. થેન્ક્યુ.
થેન્ક્યુ આ મુવમેન્ટ ચાલુ રાખજો તમને સારું થશે 1,2 ,3,4,5,6,7,8,9,10 - 1,2 ,3,4,5,6 -1,2,3,4,5,6,7,8,9,10 14
બધા સ્નાયુ થી માંડી ને બધું એકદમ સરસ થઇ જશે.બસ આટલું જ કરવાનું .હું સ્વસ્થ છું. હું મસ્ત છું. હું તંદુરસ્ત છું. એટલે આવી રીતે જીવન જીવવાથી શું થશે ?
આર યુ ફેલિંગ બેટર ? એક પ્રકારનો સંતોષ થશે અને સંતોષ જે છે ને એ અમૃત છે. જીવનનું અમૃત શું છે ? સંતોષ. જેવો સંતોષ તમારા જીવનના અંદર સિંચાવાનો શરૂ થશે ને તો જીવન તમારું ઓટોમેટીક તમને એકદમ અદભુત લાગશે. બહુ સારું લાગવા લાગશે. તો દરેક બાબતનો સંતોષ હોવો જોઈએ. આટલી આ જો સીધી સાધી વાતો આપણને ખ્યાલમાં આવી ગઈ હોય. તો આપણા યમ અને નિયમનું પાલન આપણાથી થઈ જાય. બાકી વ્યવહારિક સત્ય છે એટલે ગાંધીજી જેવા સત્યનો આગ્રહ અમે રાખતા નથી. કોઈક વખતે કદાચ વ્યવહારિક રીતે આપણે જુઠ્ઠું બોલવાનો વખત આવી જાય, પણ જો એને એનાથી એને એ વ્યક્તિને નુકસાન ના થાય તો તે વખતે બોલી કાઢો. આપણા માટે એ વ્યક્તિ મહત્વનો છે નહીં કે હું સાચો. પણ આ ચાવી જે તમને માસ્ટર કી આપવું એનો દુરુપયોગ કરાય નહીં. પછી ફાવતું કઈ જડી ગયું આપણને તો કે દરેક જગ્યાએ જઈને પેલા વકીલો કરે છે ને અંડર સેક્શન ફલાણા ફલાણા આપણે આવું કરી નાખવાનું.
એવા લૂપ પોલ શોધીને અસત્ય બોલવાનું ચાલુ રખાય નહીં. એટલે આ યમ અને નિયમ બધાયનું પાલન આવી રીતના થઈ જતું. આહારની અંદર જ્યારે તમે કોઈપણ પ્રકારનો આવો અભ્યાસ શરૂ કરો, સભાનતાથી જ્યારે તમે શરૂ કરશો ત્યારે શું થશે કે તમારું જે મન છે એ બહુ જ સરસ થઈ ગયું હશે.
તમે ખરેખર મજા આવશે. યુ ફિલ લાઈક,યસ. આમ જેને કહેવાય ને લીવ લાઈફ કિંગ સાઈઝ. આ વચ્ચે મેં ક્યાંક જાહેરાત જોઈ, જો કે એ તો કઈક સિગરેટ ની એડ હતી પણ આમ તમે એવું ફીલ કરતા હશો કે હા તમે એવા જ આમ મસ્ત વિદ્યાર્થી. તો સારું ભોજન જ્યારે આપણે લઈએ ત્યારે સારું મન બને. એમાં એક મને બહુ પ્રિય વસ્તુ છે એ હું તમને કહું કે એક તો દૂધ ની અંદર આપણે થોડુંક ચાવલ નાખી દેવાના. એમાં થોડું એલચી, કેસર, સાકર અને થોડુંક ઘી અને નાખીને હલાઈ અને સરસ તૈયાર થાય એટલે એ જે કઈ ખીર, વોટએવર પછી એ આપણે થોડુંક એક વાટકો જેવું આપણે લીધું હોય. અને પછી આપણે જે કઈ આ બધા અભ્યાસો કરવા બેસીએ છીએ તે બધું કરતા હોય તો આપણને કોઈ પણ જાતની અગવડ તકલીફ પડશે નહીં.
શરીરની અંદર જે હમણાં વાત કરી કે વાત,પિત્ત,કફ બધું સમ થઈ જશે. અને આપણે જે વાત કરીને, આપણે શ્વાસ લેવાની જમણી બાજુથી 25, ડાબી બાજુથી 25, પછી બંનેથી 25, પછી પાંચ પાંચ વધારી દેવાના 30 કરો, 35 કરો, કરતાં 108 સુધી પહોંચો જો તમે જુઓ તમને ત્રણે 108 ના આવર્તન ત્રણ કરશો; તો તમારા શરીરની તમામ નાડીઓ છ મહિનાની અંદર ઘૂઘરા જેવી બોલતી હશે કે જેની અંદર તમે આમ જેને કહેવાય ઉર્જાનો જબરજસ્ત અનુભવ ખુદ કરી શકશો. આ બલવાન યોગ પણ એટલો જ પાવરફુલ છે. મેં ત્રણ ચાર પાંચ મહિનાથી કરું છું એટલે મને ખબર છે. યુ રિયલી ફિલ લાઈક કે તમે આમ 50 કિલોનું બોરું આમથી ઉચકીને આમ કરીને આમ બાજુ પણ મૂકી દઈ શકશો. તમને એટલી બધી સ્ટ્રેન્થ અને સ્ટેમિના આખો દિવસ લાગશે. એટલે જરૂરી નથી કે સવારના પોરમાં તમે 108 કરવા બેસી જાવ બરાબર. તમે 50 સવારે કરો, 50 સાંજે કરો.
આવું બપોરના ટાઈમે ઊંઘ આવતી હોય તો બીજા 25 કરી લેવા. આપણે પણ આપણી જરૂરિયાત અને આપણી ક્ષમતા અનુસાર આપણે કાર્ય કરવું જોઈએ. પછી આપણે હિમોગ્લોબીન ઓછું થઈ ગયું હોય અને ગરીમાબેને કીધું હોય કે (ડેકસો ઓરેંજ) તો આપણે પૂરી બાટલી એકી સાથે પી જવાય નહીં.
બીજું,એક વધારે સારી વસ્તુ છે છાસ.એમાં થોડું જીરું એમાં ચાવલ નાખવાના, થોડું સિંધવ.પણ આ જે કઈ બનાવો એ કુકરમાં નહીં બનાવવાનું.બંધ કરીને જે પ્રેશરથી જેને કરીએ છીએ એવી રીતે કૂક નહીં કરવાનું. અને બીજું ખ્યાલ રાખવાનું કે, એલ્યુમિનિયમના વાસણમાં ના બનવું જોઇઅ. આ બહુ જ ગુણકારી બંને વસ્તુઓ છે.એટલે ગમે તે બીમારીની પરિસ્થિતિઓની આવી હોય આપણને દાખલા તરીકે ત્યારે પણ જો આનો ઉપયોગ અલ્ટરનેટિવલી આપણે કરીએ એક સમય સુધી પછી તમે ત્રણ મહિના પછી એને લાગ લગાટ ઉપયોગ કરી શકો. પછી પાછું થોડા દિવસ છોડી દેવાનું પાછું ફરી તમે કરી શકો. અને આ અનુકૂળ આવી જશે તો પછી તમને ખરેખર ઢોસા નહીં ભાવે. ઢોસા ખાઈ ખાઈને બધા ડોસા જેવા થઈ ગયા.
જીવનની અંદર શું જોઈએ તો કે જે મળે તે નો સ્વીકાર કરો; નહીં કે જેની ઈચ્છા થાય. આ જે ઈચ્છા વાળી વાત છે ને એને તમે બુદ્ધ ભગવાનના જ્ઞાન સાથે સાંકળજો. દરેક જગ્યાએ તમે જોશો તો કહે છે; કે આશા જે છે ને એ દુઃખની માં છે. એક જગ્યાએ લખેલું હું વાંચ્યું. આશા દુઃખની માં છે. (મને ખબર નહીં કે આશાને ક્યારે શું આવડતું?) વોટ યુ ગેટ, નોટ વોટ યુ વિશ ફોર. એવી પરિસ્થિતિની અંદર પણ બિલકુલ સંતોષ અને સમતા રાખીને જો આપણે એમ કે જીવન જીવીએ તો આપણને બહુ જ સારું લાગશે.
બીજી એક આપણી બીમારી અત્યારની આપણે આમ જોઈએ ને તો જનરલી આમ તો આ “હું કર્મ કરું છું’’ એ બહુ મોટી તકલીફ છે. અને અત્યારે તો ખબર નહીં કયા લેવલે બધું કામકાજ ચાલી રહ્યું છે ખબર જ નથી. કે માણસ એટલો બધો પેલો એમાં આવી ગયો છે, કે એને એ પણ ખબર નથી પડી રહી કે એ ખરેખર કંઈક ખોટું કરી રહ્યો છે. કંઈક અયોગ્ય કરી રહ્યો છે. કે જે કુદરતના નિયમોને આધીન નથી એવું એક એવું એ કંઈક કરી રહ્યો છે. એવો હવે તો એને અહેસાસ પણ નથી. હું કરું છું. મેં કર્યું. બધું મારું છે. એટલે આ હું અને મારાની અંદર એ બહુ સખત રીતે ગૂંચવાઈ ગયો છે કે ના પૂછવાનું. તો કે છે કે કર્તા પદ અને ભોગતા પદ. કર્તાપણું અને ભોગતાપણું જે છે એ જ ભ્રાંતિ છે. એ ભ્રાંતિ કોણ પેદા કરે છે.અહંકાર પેદા કરે છે. ક્યાં પેદા કરે છે ? મનમાં પેદા કરે છે. આ મન છે એવું તમારું તન છે.
જો મન માંદુ તો તન માંદુ. મનની વૃત્તિઓમાં કંઈક ગરબડ પેદા થાય તો શરીરની અંદર ગુમળા વગેરે ચાલુ. કોઈપણ જાતની બીમારીઓ. તો હંમેશા યાદ રાખો મન તો આપણું કેવું તોકે તંદુરસ્ત મન હોવું જોઈએ. ગમે તેવી બીમારી હોય,ગમે તેવી હોય,કોઈક વખતે કાળે કરીને ભાગ્ય વસાત કોઈક જેને કહેવાય કે આપણા અગાઉના કર્મોના ભાગ રૂપે પણ ભોગવવા રૂપે આવેલી કોઈક જાતની બીમારી માંથી પસાર થવાનું આવ્યું હોય સાહેબની જેમ. પણ આપણે રહેવું તો મનથી તો મક્કમ, મજબૂત અને પ્રફુલ. ઈટ વિલ વર્ક.પ્રસન્ન રહેવું હંમેશા.
તો રોગ ઝડપથી મટી જશે. એનો જે વેદનીય કાળ છે ! વેદનીય કાળ, એ ઓછો થઈ જશે. એવું તમને લાગશે. ઘણી વખત એવું થાય છે આપણને કે રેલવે સ્ટેશન ઉપર કે એરપોર્ટ ઉપર આપણે જઈને બેસીએ સમયસર અને પછી એનાઉન્સમેન્ટ થાય કે તમારી ટ્રેન બે કલાક, પાંચ કલાક ફ્લાઈટ મોડી છે અકડામણ થઈ જાય છે. હવે જીવન મુક્ત ત્યાં બેઠો હશે તો એ શું કરશે એવો વિચાર કરવાનો. જ્યારે આપણે આવી પરિસ્થિતિમાં મુકાય એટલે એમાં એવું કહેવાનું કે આ કર્તા પદ અને ભોગતા પદ છે એ બંને જે છે એ પણું છે આપણું.
હું કરું છુ,એટલે એ ભ્રાંતિ છે. અને એ ભ્રાંતિના કારણે ભ્રાંતિ કેમ છે ? જે દેખાય છે એ નથી એને ભ્રાંતિ કહેવાય. પેલું આમ પી ગયો હોય માણસને પછી આમ બધું દેખાવા માંડે એના જેવું જ છે. જેને અજ્ઞાન રસ પીધો છે, તેને સંસાર દેખાય છે. જ્ઞાની ને સંસાર દેખાતો જ નથી.
એટલે આપણે જે વાત કરતા હતા એ શું છે કે ભ્રાંતિ છે. કર્તા પદ ભોગતા પદ એ ભ્રાંતિ છે. કે જેમ કોઈક દવા કે કોઈક ઔષધ કે કોઈ ડ્રગ કે કસાની અસાન હેઠળ જ્યારે કોઈ વ્યક્તિ આવી ગયેલો હોય. ત્યારે એને એવું લાગ્યા કરે, કે હું કંઈક જોવું છું. પણ એ વાસ્તવિકતા હોતી નથી, હેલ્યુસીનેશન, ઇલ્યુસન્સ.આ બધી જાતની ભ્રમણાઓ છે. તો આ સંસાર આખી ભ્રમણા છે એવું જ્ઞાનીઓ કહે છે. સાંજ સુધીમાં તમને બધાને ખબર પડી જશે. સાચુ, બોલું છું. થોડીક ધીરજ રાખો. કારણ કે આ બધી કુદરતની લીલા છે. આ જે કઈ થઈ રહ્યું છે એ શું છે?
નેચર એક પ્રોગ્રામ રન કરી રહ્યું છે. મેડ ટુ ઓર્ડર વાળી છે. અને આ બધાએ પોતાના પુરીયાસ્તક જે છે ને તે બધાએ તૈયાર કરી કરીને નેચરમાં ઉપર,ઉપર મોકલાયેલા છે. એના એ જ બધા પાછા થઈને આવે છે. એટલે દરેકનો ઓર્ડર છે ને પેલો ફર્સ્ટ કમ ફર્સ્ટ સવના બેસીસ ઉપર રન કરી રહ્યો છે. અત્યારે તો છસો આઠસો કરોડની વસ્તી થઈ તો એ કુદરતની લીલા છે. પણ જો આ સમજાઈ જાય તો વાસ્તવમાં એ શું છે વિજ્ઞાન છે. એટલે આ વિજ્ઞાન વિશિષ્ટ જ્ઞાન છે એને આપણે ખાલી જાણવાનું છે. આત્માનું વિજ્ઞાન અદભુત છે. એમાં કેટલું બી કરો ઓછું છે. સમય અનુસાર તમારા સાધનો વખતે વખતે બદલાતા હશે.
સાધના કાળની શરૂઆતની અંદર કોઈક ગુરુ તમને આવીને કહેશે, કે ભાઈ તમારે ગાયત્રી મંત્ર કરવા જોઈએ. અમુક સમય સુધી કરશો પછી વળી પાછું કંઈક થશે અને કોઈક આવીને તમને કહેશે કે, ભાઈ હવે તમારે આ કરવું જોઈએ. તો એનો વિવેક રાખીને આપણે નક્કી કરવાનું કે ભાઈ,આ કર્યા પછી હવે મારે કયું જરૂરી છે ! એ પ્રમાણે આપણે નક્કી કરવાનું. તો સાધન,સાધ્યો જે કંઈ છે એ બધું શું છે ? પરિવર્તનશીલ છે. એટલે એવી જડતામાં ના પડતા મહેરબાની કરીને કે “અમારા ઘરમાં તો આમ જ હાલે.” બીજું કઈ ના હાલે. હું કહું કે હાલે એ જ હું નહીં ભાઈ. હું ક્યારેય હાલે જ નહીં. કાલે કહી દઈશ અરે આજે સાંજે કહી દઈશ. હું સંસારમાં સર્વ અવસ્થાઓમાં સંપૂર્ણપણે સર્વાંગપણે નિત્ય મુક્ત એવો કેવળ આત્મા જ છું. લખવું હોય તો લખી લેજો. હું સંસારમાં, ફરી એક વખત બોલું ! સર્વ અવસ્થાઓમાં સંપૂર્ણપણે સર્વાંગપણે નિત્ય મુક્ત એવો કેવળ આત્મા જ છું, હું કેવળ આત્મપ્રકાશ જ છું.
બીજું કઈ છે જ નહી. હું કેવળ આત્મપ્રકાશ જ છું. ફરી એક વખત બોલોને સર પહેલું કે બીજું, હું સંસારમાં સર્વ અવસ્થાઓમાં સંપૂર્ણપણે સર્વાંગપણે નિત્ય મુક્ત એવો કેવળ આત્મા જ છું, પછી બીજું છે હું કેવળ આત્મપ્રકાશ જ છું. આજે તમને આપું છું ને આ તમને એક વિચાર આપું છું. એક ધારણા આપું છું. એક વૃત્તિ આપું છું. એને તમે એવી રીતે લેજો ઈટ્સ લાઈક અ ટુલ. હવે આના ઉપર વેન યુ ફોકસ ફોર કમ્ફરટેબલ પિરિયડ ઓફ ટાઈમ ઈટ વિલ સ્ટાર્ટ બિલ્ડીંગ યુ. ચાવીઓ છે. બરાબર ઉપયોગ નહીં કરશો તો આ બધું જ કટાઈ જશે. અને ફરી પછી જો મચેડશો બે ચાર વર્ષ પછી તો એ કામ લાગશે નહી ; કારણ કે એને કાટ લાગી ગયો છે. અત્યારે જે જ્યારે જે ક્લેરીટી હોય ને તમારી માઇન્ડની તે ચાર પાંચ વર્ષ પછી ના હોય કારણ કે તમે આ જ્ઞાન અત્યારે લઈ લીધું પણ એનો ઉપયોગ જ ના કર્યો.
એટલે વાસ્તવની અંદર સાહેબની વાત સાચી છે કે જે અમલમાં ના મૂકે એ બધું છે એ અજ્ઞાન જ છે. જ્ઞાન એટલે પ્રેક્ટિકલ હોવું જોઈએ. વ્યવહારું હોવું જોઈએ. એનો ઉપયોગ હંમેશા હોવો જોઈએ. એપ્લિકેશન હોવું જોઈએ. આ સંસાર આપણને જે દેખાઈ રહ્યો છે તે બધી વૃત્તિઓની વીપગ્યોર છે,આપણી વૃત્તિઓનું. જાની વાલી પીનારા. જાંબલી દેખાય, રેડ બી દેખાય એ બધું દેખાયા કરે છે આપણને પણ એ શું છે ? આપણી જ વૃત્તિઓ છે. હવે મૂળ તો ત્રણ હતી બે જ વૃત્તિઓ બરાબર કે એકમાં કહે છે કે હું આત્મા છું.
અને એકમાં કહે છે કે ના, હું અનાત્મા છું. યાદ રાખો આત્મા ક્યારેય અનાત્મા ના થઈ શકે અને અનાત્મા ક્યારેય આત્મા ના થઈ શકે. આપણે એમ કહીએ ને કે ઈશ્વર સર્વશક્તિમાન છે. આ વાત સાચી છે. પણ ઈશ્વર, ઈશ્વર ના હોય એવું થઈ શકે? તો કે ના. એ તો સદાકાળ હોય તેને જ ઈશ્વર કહીએ છીએ. ત્યારે જ આપણે એને પરમેશ્વર કહીએ છીએ. ત્યારે જ એને આત્મા કહીએ છીએ. પરમાત્મા કહીએ છીએ વગેરે વગેરે. સર્વશક્તિમાન અને સદાકાળ હોય. દરેક કાળ,સ્થળની મર્યાદાઓ તેને નડતી ના હોય. સ્થળ અને કાળ. એક બીજી મને કઈક સમજ મળી હતી કહું છું. સંસારમાં વિશ્વાસ સૌનો કરજો. વિશ્વાસ શ્વાસની સાથે વણાયેલો છે તમારો. એ વિશ્વાસ સૌનો કરજો. કે ભાઈ આ મારા જેવો જ છે. આ મારા જેવો જ છે, આ મારા જેવો જ છે, એ આત્મા જ છે. આ પણ આત્મા જ છે, આ આત્મા છે. પણ ભરોસો કેવળ આત્મા પર જ રખાય.
એની પ્રકૃતિ શું કરશે તે એને ખબર નથી તો તમને ક્યાંથી ખબર પડશે. વિશ્વાસ કરવાનો કે એ આત્મા છે અને સારું જ કરશે. પણ ભરોસો કરાય નહીં. કેમ કે પછી ભોગવટો આવે. એટલે આના અંદર જે ચૈતન્ય છે. અવિનાશીપણું છે. કોઈપણ વ્યક્તિને આપણે મળીએ જોઈએ એટલે આપણે એમાં એ શોધવાનું કે આમાં વિનાશી ભાગ કેટલો છે. અવિનાશી ક્યાં છે ? જીવ માત્રમાં અવિનાશી બેઠેલો છે. એને એકનોલેજ કરો. કોઈ જાત્રાએ નહીં જાવ ચાલશે.
આ દેહ છે એના ત્રણ પરિમાણો જેને આપણે કહીએ કે મન, વચન અને કાયા એ વખતે દગો કરે. કોઈનો આત્મા કોઈને ક્યારેય દગો કરી શકતો નથી. કોઈનો પણ આત્મા કોઈને પણ દગો કરી શકે નહીં. હવે આત્મા જ પરમ સત્ય છે. તેને જાણવાનું છે. બીજું કોઈ પરમ સત્ય નથી. બાકી બધા કયા સત્યો છે ? રિલેટિવ સત્ય છે. વ્યવહારિક સત્ય છે. આ છે, તો આ છે. હમણાં એક બે દિવસ પહેલા જ અમારે કંઈક વાત થઈ હતી. તો કે આ જગ્યાએ શનિ છે, કે આ જગ્યાએ પૃથ્વી છે, તેને આપણે આકાશની અંદર કેવી રીતે નક્કી કરી શકીએ ? તો કે ઇન રિલેશન ટુ સોલર સિસ્ટમના બાકી રહેલા ગ્રહો આ બધો રિલેશનલ ડેટાબેઝ છે. આ બધો ડેટા આપણી પાસે હોવો જોઈએ કેઆનું અંતર આનાથી આટલું, આનાથી આટલું, આનાથી આટલું ત્યાર પછી આપણે ચોક્કસ પ્રમાણે નક્કી કરી શકીએ. અને ચંદ્રયાન ટ્રિગર કરી શકીએ આપણું. બરાબર ને ત્યાં સુધી નહિતર પછી ભૂલ ભરેલી ગણતરીઓથી ફાયર થાય તો ક્યાંય ને ક્યાંય પહોંચી જાય કઈ કહેવાય નહીં આપણને.
તમારા ભાવથી તમારો ભવ ઘડાય છે. રાઈટ હિયર, રાઈટ નાઉ. પછીનું સૂત્ર છે ભાવથી જ ભવાટવી થી છૂટાય, ભવથી જ ભવાટવી થી છૂટાય. ભવની અંદર આપણે અટકી ગયા છે એટલે ભવાટવી એને કહે છે. આપણે એમાંથી ભાવથી ભવાટવી થી છૂટાય.
તમારું આ મન જે છે એ કાંઈ પણ ઈચ્છે કે શોક કરે, કંઈ પણ છોડી દે કે ગ્રહણ કરે, હર્ષ કરે કે ક્રોધ કરે ત્યારે જ બંધન થાય છે મન નું . જ્યારે હું શરીર છું તેવું દેહાભિમાન નથી ત્યારે મોક્ષ છે. હું શરીર છું તેવું દેહાભિમાન, દેહનો અભિમાન નથી. દેહનો અધ્યાસ નથી કે હું શરીર છું કે આ મારું શરીર છે. મારાપણું પણ નથી શરીર પ્રત્યે. શરીર છે અને હું છું અને આ છે. તો જ્યારે હું જ શરીર છું એનું ભાન છે ત્યારે બંધન છે. આ સંસારમાં એવો કાળ કે જીવનની એવી કોઈ અવસ્થા નથી કે જ્યાં મનુષ્યને સુખ દુઃખ વગેરે જેવા દ્વંદ્વ નો સામનો કરવો ન પડતો હોય. સુખ અને દુઃખ સાયકલમાં આવ્યા જ કરશે. એટલે જ યથાપ્રાપ્ત જે મળી જાય તે વસ્તુઓમાં વર્તવા વાળો મનુષ્ય મોક્ષને પામે છે. આવું હું નથી કહેતો અષ્ટાવક્ર કેવું છે મારી દ્વારા તમને બધાને. આપણને ખબર છે ને, પેલા સુતજી બોલા પૌરાણિક કે બધા એવી રીતના શાસ્ત્રોની અંદર વાત કરે છે.
તો હું તમને એવી રીતે આત્મા અજન્મ છે, અમર છે, શાશ્વત છે, આત્મા વિશે જ્યારે જ્યારે આપણે વાતો કરીએ ને તો આત્માના કેટલા લક્ષણો આપણને જડે છે બધા શોધવા માંડજો. મેં ઘણા બધા ભેગા કરવા માંડ્યા ને ખૂબ લખવા માંડ્યો છે. એક બાજુ પર તમે પણ કરવા માંડજો એટલે કેમ કે મને એક જગ્યાએ એક શબ્દ એવો મળ્યો કે અનંત ગુણ જય સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ શબ્દનો પહેલો ઉપયોગ મેં અવધૂત ગીતાની અંદર સાંભળ્યો હતો. અવધૂત ગીતાની અંદર. પણ સચ્ચિદાનંદ પછી તો દાદા ભગવાનને એ બધું આવ્યું એટલે એ આખું સચ્ચિદાનંદ બોલવાનું એ ચાલતું હતું. સિસ્ટમ હતી. તો હવે આપણે સમજવાનું એ છે, કે જો આત્મા છે એ જો અજર છે, અમર છે. આત્મા એ અજર છે, અમર છે અને શાશ્વત છે તો આ જન્મ અને મરણ કોનું ? દેહનું. તો દેહ શું છે ? દેહનું કારણ શું ? આત્મા છે એ સંસારનું અધિષ્ઠાન છે.
સંસારનો આધાર શું છે ? આત્મા. આત્મા છે તો સંસાર છે નહિતર બધું ગયું !
કહે છે ને કે એક ક્ષણ માત્ર માટે પણ જો ગુરુત્વાકર્ષણ બંધ થઈ જાય કામ કરતું જરાક વાર માટે તો બધું આ સંસાર પતિ જાય. તો આ જન્મ મરણનું ચક્કર જે છે તે કોના લીધે છે ? અહંકારના લીધે છે. તો કોણ જન્મે છે ? કોણ મરે છે ? અહંકાર મરે. ઘાયલ કોણ થાય છે ? અહંકાર થાય છે. શરીર તો બિચારું સાજુ થઈ જાય છે. ફટાફટ એકદમ પૂછો ડોક્ટર સાહેબને પણ જે માદો હોય એની પાસે જઈને પૂછો ને તો કે હુંકારા કર્યા જ કરતો હોય ને બોલે બહુ દુખે છે કે આ ડોક્ટરે કેવું ઇન્જેક્શન મારી દીધું. શું કે બરાબર નથી મુક્યું એમ આ જો કે ગુંમડા જેવું થઈ ગયું કે.
પણ એને વાસ્તવમાં શું છે કે જરા આમ સાચવીને સરસ રીતે આપણા તન્મયભાઈ ની જેમ કરીને, આમ જરાક ઇન્જેક્શન આપ્યું હોય ને કે આ બિલકુલ તમને નહીં દુ:ખે. જો કેટલું સરસ રીતે આ જતું રહ્યું. એવી રીતના એને સમજાઈ પટાઈને કરેલું હશે, તો એને એ ગોચ દુખવાનો નથી. અને નહીં તો એ કાયમ એ ડોક્ટરની આ બધી વાર્તાઓ કર્યા જ કરશે કે મને આ ડોક્ટરે આવું દુખાડી દીધું. પેલા એ આવું કરી નાખ્યું આને આમ કરી નાખ્યું. તો આ બધું જ કામકાજ જે કઈ છે એ બધું એ તો સુખ અને દુઃખ કોના સાથે સંકળાયેલા છે. અને બધા જ દ્વંદ્વ જેને કહીએ એ બધા અહીં છે. આને ઉપાધિ છે. આને તો કોઈ નથી. આ તો ખાલી જોયા જ કરે છે આને. કઈ જ કરતો નથી. પણ આને જોવાની શક્તિ કોણ આપે છે ? આત્મા. આત્મ આપે છે. આત્મા છે તો અહંકાર ઉભો થાય છે. આત્મા જ ના હોય તો સૂર્યનો પ્રકાશ છે તો પડછાયો ઊભો થાય છે.
નહીં તો પડછાયો ઊભો થાય નહી. હવે પડછાયો પોતાને બોડી માની લે છે ને મજાની વાત. એટલે આ જે છે, આત્મા જે છે તે કેવળ ચૈતન્ય સ્વરૂપ છે. શુદ્ધ ચેતન ,કેવળ ચૈતન્ય જેને કહેવાય એની અંદર શું છે ? તો કે પરમ આનંદ છે. આત્માના ગુણોની આપણે વાત કરી રહ્યા છીએ. પછી એ કેવો છે ? તો કે અણો રણીયાન મહતો મહિયન એવો એક શબ્દ વાપર્યો છે. એટલે કે અણુથી પણ સૂક્ષ્મ છે અને મહત્ એટલે મોટામાં મોટું કાંઈ જો હોય તો તેનાથી પણ મોટું છે. એવો આત્મા છે. આત્મા વિશે આ વાત થયેલી. શ્વેતાશ્વેતર ઉપનિષદ ની અંદર આ એને લખેલું હતું એવું મને મળ્યું. પછી આત્માનો બીજો એક ગુણ કેવો છે તો કે જ્ઞાન અને દર્શન બંને જોડે છે. ઓલ એટ ટાઈમ આમ ઊભો થાય મને જેવું ખબર પડે ને તરત મને દર્શન પણ થાય મને દેખાય બી ખરું અને મને ખબર પડી જાય. બંને વસ્તુ જોડે જ થતી હોય. પણ એ કયા ભાગમાં થાય છે ?
ક્યાં થાય છે ? કોના લીધે થાય છે ? તો કે આત્માની લીધે થાય છે. તો હવે આપણે એ એને શોધવાનું છે કે આપણી અંદર એ ક્યાં છે ? આપણી અંદર એ ભાગ ક્યાં છે ? આપણે આજે વિચાર કરવા માંડીશું એટલે પછી આપણે શોધવાનું શરૂ થઈ ગયું બધુ એ કેવો છે ?
તો કે નિર્વિકલ્પ છે. એને કોઈ વિકલ્પ ના હોય નિવિકલ્પ. આ બહુ સરસ વસ્તુ છે. આ હંમેશા વિકલ્પો જ પેદા કર્યા કરે. ઓપ્શન્સ. જલ્દી પાસ થવું હોય ને ઝટ નીકળી જવું હોય એમ ઓપ્શન આમ બધું આપી દો. આ તો કે કોઈ ઓપ્શન નથી કે મારો ના પાડી દે. પછી આની કલ્પના પણ ના થાય અકલ્પ્ય. અને અહિયાં આગળ કલ્પનાનો ભંડાર તમારે જેવું ઈમેજીન કર્યા જ કરવું હોય, કર્યા જ કરો, કર્યા જ કરો, કર્યા જ કરો એનો કોઈ પાર છેડો જ નહીં. કેલીડોસ્કોપ ની જેમ ચાલ્યા જ કરતું હોય એમ બિલકુલ. આ કેવો છે તો કે અસંગ છે. અને આને ટોળા જ ફાવે ક્યારેય અહંકાર એકલો રહી શકે નહીં. એને ભય લાગે. એટલે એ બધું કઈક જાત જાતના ટોળા ભેગા જ કર્યા કરે આપણી અંદર આમ તમે જોયા કરશો તમારા અહંકારને તમને એક વખત ચડી જશે પછી તો તમને બહુ મજા આવશે. બહુ મજા આવશે. આત્મા ખુદ એક ઉર્જા છે.
શું છે ? આ શક્તિ છે. એટલે આપણે એને આત્મશક્તિ કહીએ કે જેના આધારે બાકીની બધી શક્તિઓ પ્રગટ થાય. એટલે આને તમે આત્માની શક્તિને શું કહો ? જગદંબા કહી શકો. જગત જનની, મહામાયા વગેરે વગેરે જે કઈ કહો છો તે અહિયાં. આ કેવો છે કે નિરાલંબ છે. એને કોઈપણ આલંબનની જરૂર નથી અને આ ક્યારેય આલંબન વગર રહી શકે નહી અને હંમેશા આલંબન જોઈએ. કોકનું ને કોકનું ટેકા લાકડી ગમે તે કશું બી ચાલશે.
છેવડે ખપાટીયું બાંધી દો અહંકારને ખુશ. હાડકું ભાગ્યું હતું ને કે મારું. એટલે પછી આમ લઈને ફરે કરતો હોય માણસ મસ્ત રીતે. આ શું છે તો કે સંપૂર્ણ છે;અને આવું આ જે છે એ ક્યારેય અપૂર્ણતાની લાગણીમાંથી બહાર આવતો જ નથી. અને હંમેશા બસ અસંતોષ જ હોય. અસંતોષ, દરેક બાબતનો અસંતોષ. ભાવ વધી ગયા તોય અસંતોષ. સોનાના ભાવ ઘટી ગયા તોય અસંતોષ. પણ તારે ક્યાં વેચવું હતું ભાઈ. સોનું તારી પાસે ક્યાં છે ?તો કે સોનાના ભાવ ઘટી ગયા તો પણ તારે શું વાંધો હતો. એટલે ચાલ્યા કરે આવી રીતના બસ. આ ચલાયા કરે. આત્માને બીજા કશાની જરૂર નથી. આને આની પણ જરૂરત
નથી. આ પોતે સ્વતંત્ર છે. સ્વતંત્ર અને આ પરતંત્ર કેમ ? આના લીધે.આત્માના અવલંબનથી એ ઉત્પન્ન થયેલું છે અને એટલા માટે એ સ્વતંત્ર ક્યારેય હોઈ શકે જ નહીં. અહંકાર હંમેશા કોઈકને કોઈક નો કોઈકનો આધાર શોધી કાઢે, રેફરન્સ પોઇન્ટ જેને કહેવાય. જેના આધારે એવો ટેકો લઈ લઈ લઈ લઈને ડૂલો લંગડો થઈને છેવટે જીવતો જ રહે. ઘણી વખત બહુ અકળ દેખાડી દે; ઘણી વખત કે તમે જ મારા માઈ બાપ છો. ભાઈ કરીને એટલું બધું નીચે પડી જાય કે આપણે એને ઊભો કરવો પડે. તો આ જે ભાગ છે આત્માનો અને આ જે ભાગ છે તેને આપણે પ્રકૃતિ કહીએ.પ્રકૃતિ શબ્દ કેવો સુંદર છે.
પ્ર-કૃતિ પહેલાથી જે બનેલી કૃતિ છે ઓલરેડી મેડ કેવી રીતે ? યાદ કરો પેલું જૂનું પૂર્યાષ્ટક ગયા ભવમાં પેદા થયેલું. જે કંઈ હતું, ભાવો કરેલા ને ગયા વખતના બધા જ ભાવો અત્યારે અહીંયા સંચિત થઈને પ્રકૃતિ રૂપે મોજુદ છે. અહીંયા આગળ એને આપણે પ્રકૃતિ કહીએ. પણ જ્યારે આ સમગ્રની પ્રકૃતિનો આપણે વિચાર કરીએ તો આપણે એને કુદરત કહીએ. એટલે પરમાત્મા અને કુદરત સાથે છે. આ બે ફોર્સ ઓફ જેને કહેવાય નેચર આપણે કહી શકીએ. તો આત્મા છે અને પ્રકૃતિ એવી રીતના આપણે એનો અલગ રીતે આપણે જોઈ શકો. પ્રકૃતિ હંમેશા કેવી હોય ચંચળ હોય. અને આ ભાઈ કહે છે હાલે તે હું નહીં.
હું કાયમ સ્થિર. આ બધા મારી આગળ પાછળ ગોળ ગોળ ફરે પણ હું તો જ્યાં છું ત્યાં જ ઊભો રહું. એવું એનું નામ આત્મા. મને કઈ અડે નહીં, નડે નહીં, લાગે નહીં, વળગે નહીં, શું થાય? અડે નહીં, નડે નહીં, લટકે નહીં,બરાબર હવે આત્માને કોઈ ભૂત બીવાડી શકે ? તમે જો આત્મા છો તમને ભૂતની બીક લાગે ? પ્રેતની બીક લાગે? બ્રહ્મ રાક્ષસની બીક લાગે ? કોઈની બીક લાગે? આત્મામાં ભય નથી. પ્રકૃતિમાં ભય પેદા થાય છે. ભયભીત કોણ થાય છે ? અહંકાર થાય છે. એ રીતે દરેક વલણને તમે તપાસી લેજો. આ એક તમને દાખલા રૂપે બાબત આપી. આની અંદર શું છે તો કે જડતા છે. પ્રકૃતિ સ્વભાવે જળ છે. આમ તો કે ચૈતન્ય.
ચૈતન્ય એટલે શું તો કે જ્ઞાન અને દર્શન બંને જોડે હોય. હું બંને પ્લસ કરી દઉં છું. ખરેખર પ્લસ નથી હોતું. બંને હોય જ છે. જ્ઞાન અને દર્શન કહેવા માટે આપણે બે શબ્દ કહીએ પણ બંને જોડે જ છે આમ બે અલગ નથી. બંને એક જ વસ્તુ છે, જ્ઞાન દર્શન. હવે આ જે છે જડતા એટલે શું થાય છે તેની અંદર દ્રવ્ય ભાવ પેદા થયેલો છે. દ્રવ્ય - આત્મામાં કોઈ દ્રવ્ય છે નહીં. પ્રકૃતિની અંદર દ્રવ્ય પેદા થાય છે. આ બધું જે મેટર, મટીરીયલ વર્લ્ડ, પ્લાયવુડ બધું કહીએ છીએ ને એર કન્ડિશન ને બધા હીરો હોય ને કોહીનુરનો તોય જડ જ કહેવાય. મહાજળ કહેવાય. કારણ કે તૂટે નહીં પાછો. આમ કહેવાય શું તો કે આત્માના ભાગ ના થાય. તો કે કોહીનુર નાય ના થાય. સાચી વાત ને બહુ જડ હોય છે ને આમ તૂટે નહીં. એવું બધા કહે છે પણ તોય એ કોઈનુરને કોકે તો પેલ ને પાછા પાડ્યા હતા. ને જ્યારે આત્માને પેલ પાસા પાડવાની જરૂર પડતી નથી.
એટલા માટે આત્મા સંપૂર્ણ છે. અને આ જે છે તેને આપણે પેલ પાસા પાડી શકીએ છીએ. એટલે એના અંદર જડતા છે. એમાં દ્રવ્ય ભાવ પણ છે. આની અંદર પોતાનું જ્ઞાન દર્શન છે. આત્માની આ જ્ઞાન દર્શનની શક્તિઓ જ્યારે અહીંયા આગળ આ વિભાગને પ્રાપ્ત થાય છે ત્યારે તેની અંદર શું ઊભું થાય છે? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. એની અંદર શું ઉભું થયું ? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ.
એટલે આજે કુદરતી ક્રમની અંદર બધું સ્વાભાવિકતાથી ચાલે. તમારું હૃદય તંત્ર, નાડીતંત્ર બધા જાત જાતના તંત્રો જે શરીરમાં સાત આઠ આપણે ભણીએ છીએ ને બધા મસ્ક્યુલર સ્કેલેટન સિસ્ટમ ને બધી આ બધું ચાલતું હોય. પણ એ બધું કોના આધારે ? પણ એનો મૂળ આધાર કોણ છે ? આ હાજર છે આત્મા ત્યાં સુધી આ બધું છે બાકી નહિતર આય નકામું. એટલે મૂળ પાવર આત્માનો. અહિયાં વપરાય છે શું એઆઈ (AI) તમારો આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ. તો દરેક જળ દ્રવ્ય જે છે, દરેક જળ દ્રવ્ય ની અંદર આ ઇન્ટેલિજન્સ મોજુદ છે. બંને જોડાયેલા રહી શકે છે. એકબીજા સાથે જોડાઈ શકે છે. એકબીજાથી છૂટા પણ પડી શકે છે. આ બધું જ કરે છે. મને લાગે છે કે ફિઝિક્સની અંદર આપણે કઈ 103 કે ચાર કેટલા એલિમેન્ટ ભણતાં હતા. મને આટલાનો તો કઈ ખ્યાલ છે. કેટલા ? મને આટલાનો તો ખ્યાલ છે. આ વિદ્વાન અહીં મોજુદ છે.
વેરી ગુડ. પણ લગભગ અમને આટલા બધાનો ખ્યાલ છે. પછી આગળના તો તમે બધા હમણાં કાઢ્યા હોય થોરિયમ, બોરિયમ તો મને કઈ થોરિયમ શું છે કે થોરિયમ માંથી ના નીકળે મને ખાલી એટલી જ ખબર છે. તો આ છે એના અંદર શું કરે છે તો કે દ્રવ્ય ભાવ પેદા કરે. આ દ્રવ્ય એઆઈ (AI) ને અંદર આવીને આ ભાવ પેદા કરે. એટલે આપણને ગરમ, ઠંડુ, ફલાણું ઢેકનું આ તે બધી જે કઈ છે ને તે બધી સંવેદનાઓ આપણને આપી શકીએ તેવા પ્રકારની એક સ્થિતિ પેદા કરી દે છે. સુવાળું છે, ખરબચડું છે, ઠંડુ છે, ગરમ છે વગેરે વગેરે જે કઈ થાય છે. હવે આ બધાને અનુભવવા માટે આપણને શેની જરૂર પડે છે કે શરીરની જરૂર પડે. પણ શરીરની અંદર શું થયું ? તો કે પાંચ ઇન્દ્રિયો; પછી એની અંદર પાંચ તન્માત્રાઓ પેદા થઈ. પાંચ સેન્સીસ બધા જેને ઓળખી સમજી શકે. એટલે આ 10 જે છે, તે છે. આપણને સંસાર શું છે તેની સમજણ આપનારી વસ્તુ ક્યાં છે ?
અહીં પડેલી છે. આ 125. તમે કહો છો તો હું કરી દઉં છું. મને વાંધો નથી. આઈ હેવ નો ઓબ્જેક્શન. એટલે આને હંમેશા ઉર્જાની જરૂર પડે છે શેની જરૂર પડે...ઉર્જાની જરૂર પડે છે.
આ બધો વ્યવહાર ચાલુ રાખવા માટે સતત એને ઉર્જાની જરૂર અને એ ઉર્જાનો આધાર રાખવા માટે એને શું કરવું પડે ? રોજ આત્મા સાથે એક વખત બેસીને થોડુંક આદાન પ્રદાન કરવું પડે. પ્રદાન નહીં. આદાન જ કરવું પડે. પ્રદાન ના કહેવાય. આદાન જ કહેવાય. સીધું લીધે જ રાખે છે. અને આ બી એવો છે કે દીધે જ રાખે છે બરાબર. અને અખૂટ છે. કેમ કે આ જે છે એ મૂળ એક આના માટે એક નિમિત રૂપે જ છે. એક સંજોગ રૂપે છે. એક સંયોગી, મૂળ નિમિત્ત એને આપણે કહી શકીએ. એના કારણે આ બાકીનું બધું ઊભું થયું. મૂળ નિમિત. પણ કેવો છે વન ઓફ ધ કન્ડિશન છે એટલે એને આપણે શું કહીએ ? એક સંયોગી. આવું હોવાના માટે તો ઘણી બધી કન્ડિશનો છે. પણ તોય આ એનો એકમાત્ર સંયોગી જ છે. પણ આ છે એટલે બાકીના બધા સંયોગો કામ કરે છે, બધું થાય છે, અને બધું જ થાય છે. જ્યારે આવું તો નિરાલંબ હોવાથી એ પોતે પોતાની જાતે જ સંપૂર્ણ છે સર્વાંગ છે.
એને કશાની જરૂરત પડતી નથી. આને આપણે એક સમજવાનું છે. આ ચૈતન્ય શબ્દ જે છે તેને આપણે અંગ્રેજીમાં કોન્સિયસનેસ કહીએ છીએ. કોન્શિયસનેસ, આ ચૈતન્ય ને. જ્યારે આની અંદર કોન્સિયસનેસ જે છે તે આપણી આ આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ. આમાં પણ ઇન્ટેલિજન્સ છે. તમે જુઓ કે બધા અણુઓ,ઇલેક્ટ્રોન, પ્રોટોન ચોક્કસ રીતે જ બધા કામ કરતા હોય. એટલે અમુક પોતાના ગુણધર્મોને આધીન બધું
ચાલ્યા કરતા હોય. એટલે દરેક એલિમેન્ટ પોત પોતાની પદ્ધતિથી કામ કરે છે અને બધા રહી શકે છે. બધા એકબીજાની સાથે. આત્મા છે એ શુદ્ધ ચેતન છે જેને કીધું આ શુદ્ધ. આની અંદર બીજું કશું જ હોઈ ના શકે જ્યારે આપણે શુદ્ધ શબ્દનો વાપરીએ મતલબ 100% પ્યોરિટી છે આની અંદર 100 ટચ નું સોનું. પેલું 99.99 વાળું નહીં; 100 બરાબર. આના અંદર શું છે તો કે જો પરમ જ્ઞાન છે આત્માની અંદર. પરમ દર્શન છે. પરમ શાંતિ છે. પરમ પ્રકાશ છે. અને છેલ્લે પરમાનંદ.
આત્માની અંદર આ પાંચ વસ્તુ આપણે આમ સમજી શકીએ બહુ સારી રીતે. જ્યારે તમે શાંતિથી બેસો પ્રાર્થના કરો, બે ચાર શ્વાસ લીધા પછી. તમારી અંદર મોજુદ જ છે એ જ પરમાત્મા. મને બસ આ પરમ શાંતિ, આ પરમ જ્ઞાન, પરમ દર્શન, પરમ પ્રકાશ અને પરમ આનંદ આવે. જો જીવનની અંદર વાસ્તવિક રીતે જો કંઈ જરૂરત હોય તો તમને આટલા નીજ જ, પાંચ વસ્તુઓ ની. કારણ કે આ શુદ્ધ પરમ ચૈતન્ય જો છે તો જ શ્વાસ ચાલશે બરાબર. તો જ જીવન છે. અને તો જ સંસાર છે. અને એ છે તો જ મન છે. એટલે મન બી પતી જશે. અને એ છે તો જ મારાથી પણ બોલાય છે.
મતલબ આત્મા અહીં હાજર છે. રાઈટ હિયર રાઈટ નાઉ. તો એને શરીર પણ છે. કારણ કે એને એક્ટિવેશન જે અમુક સાંસારિક બધું કાર્યો કરવાના છે તેના માટે એને એક હ્યુમન સૂટ પહેરી લીધો છે આમ કરીને આમ. અને પછી એ બધું કામ કરી શકે. હવે આત્મા ખરેખર કેટલો છે ? તો કે આટલો છે ? કે આટલો છે ? એક ટપકું છે કે અંગુઠા જેટલો છે; કે પછી અનંત બ્રહ્માંડમાં વ્યાપ્ત છે. એના વિશે અનેક અનેક જગ્યાએ અલગ અલગ મતભેદો તમને મળશે. પણ મૂળ વાત એક જ છે, કે અણુથી પણ એ સાંકડો, નાનામાં નાનો અને મહાનથી પણ એ મહાનતમ એવો એ આત્મા છે. અને તે જ પરમાત્મા છે. વળી એ કેવો છે ? તો કે શાશ્વત છે. એક બહુ સુંદર શબ્દ છે, શ્વાસ શાશ્વત. જેનો અંત જ ના હોય. નિરંતર હોય જ બસ. આમાં છું જ. તમારા બધાની અંદર અત્યારે જ આંખો બંધ કરીને શોધી કાઢો કે એ હું છું ક્યાં છે ? ક્લોઝ યોર આઈસ.
ફાઇન્ડ આઉટ. હું છું બે થી ત્રણ વખત બોલો કોઈક જગ્યાએ એનું આમ એ પડશે. એનું સંવેદન ક્યાંક આમ જશે, તમે જુઓ. તમે બોલો મનમાં હું છુ. બોલો મનમાં હું છું, ક્યાં છું ! મજા આવી ગઈ. બાહર આવી જાવ.
સંસારિક કચકચ હંમેશા શેનાથી ઊભી થાય છે ? રાગ દ્વેષથી. હવે આપણે થોડુંક જરાક અહીંયા આગળ નાનકડી બાબત કરીએ. રાગ દ્વેષથી સંસારિક કચકચ ઊભી થાય છે. જીવનની અંદર બધા જ માણસો એકબીજા સાથે જ પોતાના જે વ્યવહારો પૂરા કરવા માટે જતા હોય છે. તો તેની અંદર શું થાય છે ;તો કે એકબીજા પર અધિકાર કરવા માડે વાઇફ હસબંડ પર કરે, હસબંડ વાઇફ પર કરે; બાળકો પર બંને જણા કરે; બાળક પણ બંને જણા ઉપર કરે. આવું બધું ચાલ્યા કરતું હોય. પછી નાનો હોય મોટા પર કરે. આવું બધું આવું મતલબ કહેવાનો શું છે કે દરેક અહંકારની પોતાની એક સ્પેસ હોય છે. તમે જેવા કોઈક બીજાના અહંકારની સ્પેસની અંદર દાખલ થાવને એટલે પેલાને સફોકેશન શરૂ થાય છે. મને આવું સમજાયું. અને પછી એ છે ને તો આમ તરફડીયા મારે ઘણી વખત લાત મારીને આપણને બહાર ફેંકી દે કે તું જા અત્યારે ને અત્યારે.
એટલે અહંકાર શું શું કરે છે તેને આપણે સમજવાનું છે આપણી જિંદગીની અંદર. પણ જો આપણે બધા જ અહીંયા જ છે અને આપણે બધા આવાને આવા જ છીએ. અને આપણે બધા આત્મા જ છીએ. અને છતાંય આપણે બધા દેહધારી જ છીએ. અને છતાંય આપણે હવે એમ કહી દઉં કે દેહધારી પરમાત્મા છીએ. એટલે આ જે આક્રમણ કરે છે ને માણસ એકબીજાની સ્પેસ ઉપર તો ત્યાંથી ડખાડખલ ચાલુ થઈ જાય. પછી બધા ઝગડા દરેક ઝગડાનું મૂળ ખરેખર આ છે.
તો દ્વેષ અને ક્રોધ શરૂ થાય. અને એના કારણે શું થાય છે કે આપણે જે દખલગીરી કરી હોય; તો એ ભાવ હિંસાનું કારણ બને. તો આનો જે ભાવ હોય ને અહંકારનો પોતાનો એક અખંડ ભાવ હોય. હવે એને તમે આટલો તોડી નાખ્યો એટલે એની હિંસા થઈ ગઈ. એટલો અહંકાર તૂટી ગયો ને એનો. 302 તરત લાગુ પડી જાય, 302, 305. આનું કારણ શું છે ? આપણે સમજીએ તો કે ઊંધી સમજણ છે બે જણની અવળી એકબીજાને બંને સમજતા નથી. બોથ આર નોટ ઓન સેમ પેજીસ એવું આજકાલ કહે છે. આ બધું છે ને મને વોટ્સઅપ માંથી બહુ જ્ઞાન મળ્યું છે. પણ જો સમજણ પૂર્વક જો દાખલા તરીકે બંને એકબીજા સાથે વ્યવહાર સૌજન્ય પૂર્વક કરવાનું ચાલુ રાખે આપણો જય શ્રી કૃષ્ણ વાળો વિવેકપૂર્ણ તો આજે પણ એવું દિવ્ય જીવન જેને કહેવાય પતિ પત્ની સાથેનું, બે મિત્રોનું,બે ભાઈઓનું કે એક આખા કુટુંબનું એ આજે પણ શક્ય છે. અને સાક્ષી છું એવા ઘણા બધા કુટુંબોનું.
એવા ઘણા બધા માણસોનું. તમને સવારમાં જ મેં જરા વાત કરી હતી કે હવે આજે પેલો જે ઝગડો હતો પહેલા બે લોક વચ્ચેનો દેવ દાનવનો એ અત્યારે વાસ્તવમાં અંદર પહોંચી ગયો છે આપણી. તો દરેકની અંદર અચ્છાઈ છે અને દરેકની અંદર બુરાઈ છે. આ 100% હતા પણ હવે એના જે પેરામીટર છે તે પળે પળ પ્રતિ પળ બદલાય જાય છે. ચક્ર ફરી રહ્યું છે અને બદલાતું જ જાય છે સતત. આ જે ઝગડા ઊભા થયા તેનું મૂળ કારણ શું છે ? કે આપણે બીજાને ઓછી અક્કલ ન સમજીએ. આપણે અક્કલનો કોથળો દાદા એવું કહેતા હતા. પણ જ્યારે એવું કરે છે ત્યારે વાસ્તવની અંદર શું થાય છે ? બહુ મોટી મુશ્કેલી. આવતા ભવે એ પાછો કમક્કલ બનવાના બીજ વાવે છે મુવો.
સંસાર એટલે શું ? તો કે બે જણ વચ્ચેનો એગ્રીમેન્ટ હોય, કરાર કરેલો દસ્તાવેજ અગાઉ. આપણે બે પતિ પત્ની તરીકે રહીશું ? તો કે રહીશું. બે જણાએ નક્કી કરી નાખેલું હવે બે જણ પાછા ઉતરી આવ્યા આકાશમાંથી નીચે અહીં રહેવાનું ચાલુ કરી દીધું. હવે બંનેને જ્યાં સુધી એકબીજાથી રાજી ખુશી હોય ત્યાં સુધી બે જણા કુલતાન રે; પણ જેવું આપણને આ કીધું ને અહંકાર સ્પેસ આવરાઈ ને જેવી અહંકારની તરત ઝગડા, આમ ચમકારા; પેલા વેલ્ડીંગ થતું હોય ને એવું. અવાજ સાથે ઘણી વખત તો ફટકા બોલતા હોય. સંસારને ખાતર રસ લીધા વગર, ના છૂટકે જો તમે આ સંસારને પૂરો કરતા હોય એવી રીતના કરીને જો કરો તો તમારો સંસાર ઝડપથી પૂરો થઈ શકે. એટલે તમે સંસારમાં છો પણ સંસારમાં તમને રસ નથી. મતલબ,તમને આસક્તિ નથી. મતલબ તમે લેપાયમાન નથી સંસારી ભાવોથી. દરેક ભાષામાં કહી દીધું. જેને સંસારમાં અડચણ આવતી હોય, ઓબ્સ્ટેકલ્સ, આડું આવતું હોય તેને જ આ નડે છે; પેલો નડે છે, ગ્રહો નડે છે એવું બધું લાગતું હોય.
કોઈપણ બાબત કે ઘટના પર લાગી આવતું હોય. કોઈપણ વસ્તુ, વ્યક્તિ, ઘરના ઉપર છેવટે પ્રેત વળગ્યું કે ભૂત વળગ્યું એવું બધું થતું લાગ્યા કરે, ત્યાં સુધી આ બધા સંસાર તોફાનો ના દ્રષ્ટા જ રહે છે આત્મા તો. આ બધું થતું હોવા છતાં પણ એનો આત્મા જે છે તે શું છે ? દ્રષ્ટા જ છે .આ કેટલું બધું એને કરી મૂક્યું. જો રાવણે કેટલું બધું કર્યું હતું ? એવી રીતે આપણા સાહેબે કેટલું બધું કરી લીધું ! અરે, આપણે દરેક જણ પોતાની અંદર જોઈ લેવાનું કે આપણે કેટલું બધું કરી લીધું અત્યાર સુધીની અંદર. પણ એનો દ્રષ્ટા કોણ ?
કોને ખબર પડી કે આપણે શું કર્યું ? ને કેવું કર્યું ? ને કેટલું કર્યું ? એને જાણનાર છે ને કોક તો હાજર એજ તો તમે છો. તો મતલબ ભૂલ ક્યાં થઈ છે કે જે તમે નથી તેને તમે માની બેઠા છો કે તમે છો. બસ આટલી જ ભૂલ છે અને એને જ અજ્ઞાન કહેવાય. બીજું કંઈ અજ્ઞાન હોતું નથી. એટલે અહંકાર ભોગવટો ભોગવ્યા કરે અને નવા નવા કર્મો બાંધ્યા કરે. આમ આખી બધી સાયકલ ચાલતી હોય. પછી માણસ જ્યારે બહુ જ દુઃખી થાય, તકલીફમાં આવી જાય, ત્યારે પછી પેલી સ્તુતિ ગાવા બેસે.. ‘’ભાસે ભયંકર વળી મનના ઉતાપો માં પાહી ઓમ ભગવતી રૂપ કાપો’’.
એટલે આ દ્રષ્ટિએ આપણે જે કઈ આપણે સમજવાનો પ્રયત્ન કર્યો અહિયાં આગળ તેનાથી શું ખબર પડી કે આ અહંકાર છે મૂળભૂત રીતે આત્મા નો બેટો છે. હોલી ફાધર એન્ડ હોલી સ્પિરિટ એન્ડ સન વાળી જે છે ને ટ્રિનિટી અહીંયા આવી જાવ. સમજી જાવ. ટૂંકમાં બતાડી દીધું. પણ આ અહંકાર છે ને એ અહંકાર બેટો - સન. આ બાપની સતત અવજ્ઞા કરે બાપ ઉદારી છે.એક દિવસ સુધરશે, એક દિવસ સુધરશે, એક દિવસ સુધરશે કરીને એ રાહ જુએ. તારે જેટલું કરવું હોય એટલું કર્યું કે મને ખબર છે, કારણ કે એની પાસે શું છે ? જ્ઞાન દર્શન છે. એટલે એ આત્મા તરીકે રહી શકે છે. એનામાં સ્થિરતા છે. એનામાં શાંતિ છે. એનામાં જ્ઞાન છે. પ્રકાશ છે. આનંદ છે. દર્શન છે. બધું જ છે એનામાં અને એ સંપૂર્ણ છે. એટલે એને કોઈ અપૂર્ણતા લાગતી નથી. આ જે કર્યા કરતું હોય આવું છે તો પણ એને સંપૂર્ણતા લાગે.
આ એનું એડિશન નથી એવું એને લાગે છે. આને એવું ખબર નથી કે આ છે તો હું છું. અહંકારને એ ખબર નથી કે આ છે તો હું છું. આજે આપણે બધા જાણી જઈએ કે ભાઈ આ છે, તો આ બધું છે આપણા જીવનની અંદર. અને જેવું આપણે આને જાણી લઈએ એટલે આ બધું ધીમે ધીમે પૂરું થતો જાય. આ ભાગ બધો ખતમ થતો જાય વાર્તા પૂરી આપણી જય ભગવાન ભગવાન. જય ભગવાન, જય ભગવાન, જય ભગવાન. એક જ હવે જો બાય ચાન્સ એવું બને કે કોઈકની વાતો ઉપરથી કોઈકની પાસે જ્ઞાન પ્રાપ્ત થવાથી કઈ પણ રીતે કરવાથી આ અહંકાર કોઈક દિવસે સમર્પણ કરે. થોડીવાર રહીને આપણે બધાય
કરવાના. આ સમર્પણ કરીએ તો પછી એ સંસાર આથમી જાય છે સંપૂર્ણપણે. ‘સમર્પણ જ્યારે અહંકાર કરી દે તો સંસાર આથમી જાય છે’’. લખવું હોય તો લખી લો. હવે છેલ્લી બે બીજી લીટી લખી લેજો જોડી દે, ‘’વિનાશી વસ્તુઓમાં આસક્તિ સંસાર વધારે છે.ચૈતન્ય સ્વરૂપમાં સ્થિરતાથી સંસાર પૂરો થઈ જાય. સ્વરૂપમાં સ્થિરતાથી સંસાર પૂરો થઈ જાય છે.’’ જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ.’’
સંસારની અંદર આપણે જે કંઈ જોઈએ છે ને કે મને આ લાગ્યું, મને વળગ્યું, મને આમ થયું, તેમ થયું એ બધું કોને થાય છે ગલગલીયા થાય છે. ઘણી વખત પેલું રીસાઈ જાય છે. બધું આમ થાય છે તેમ થાય છે એ બધું કોને થાય ? અહંકારને થાય. અહંકાર અતિ સંવેદનશીલ છે.લખવું હોય તો લખી લો. “અહંકાર અતિ સંવેદનશીલ છે”
‘’જ્યારે આત્મામાં પોતાનું સ્વસંવેદન હોય છે’’. હવે આત્માને કેમ કશું લાગતું વળગતું નથી, તો કે એ સૂક્ષ્મથી સૂક્ષ્મ છે. જ્યારે આ બધી બાબતો છે ચાહે તમે અહંકાર કહો ચાહે તમે વિચાર કહો, તમે કોઈ સંવેદના કહો કે કોઈ લાગણી કહો તો પણ એ આત્માની અંદર પ્રવેશતી નથી. કારણ કે આત્મા એવો છે કે એની અંદર કંઈ પણ પ્રવેશી શકે નહીં. એના માટે દાદા ભગવાન બહુ સુંદર શબ્દ વાપરતા ટંકોત્કીર્ણ. તો કે એની અંદર કંઈ જ પેસી ના શકે. એમાં કોઈ પ્રકારના છિંદ્રો નથી. એ કોઈ છિદ્રાળું વસ્તુ નથી આત્મા કે આમ ચારણી જેવું હોય ને અંદરથી બધું આરપાર પસાર થઈ જાય ને એ કોઈ ગાળવાની વસ્તુ થોડી છે.ગરણી પણ નથી.કપડું પણ નથી આત્મ તો. કે આત્મા તો સૂક્ષ્મતમ છે. અને એ સૂક્ષ્મ તર્ક કે સ્થૂળ આત્મા તો કેવળ જ્ઞાતા જ છે. સ્થૂળ આત્મા એટલે એ ભાગ કે જે અવલોકન કરે છે.
બાહ્ય અવલોકન. વ્યવહારિક આપણું જે જીવનનું જે કંઈ છે ને તેને એ ભાગને લોકો એક વ્યવહાર તરીકે આત્મા બધા લોકો બોલબોલ કરે છે ને કે મારા આત્માએ આ જોયું ને મારા આત્માએ પેલું જોયું, એવું બધું જે બોલ બોલ કરે છે, વાસ્તવમાં એ કોઈ આત્મા નથી. એ જીવાત્માનો જ ભાગ છે. અને એટલે એ બધું જે આપણું અંતઃકરણ ચતુષ્કય જેને કહીએ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એ જ છે. જે સંવેદનાઓ સાથે જોડાય ને આખી બધી વસ્તુની માહિતી મેળવે છે અને જુએ છે. એટલે જે બધું આ દ્રશ્યમાન છે, એનો જે દ્રષ્ટા છે તે જ આત્મા. દ્રશ્યમાન જે કંઈ છે એનો જે દ્રષ્ટા છે તે જ આત્મા છે. મતલબ સામે દેખાતી વસ્તુ જે છે તેનો જે જોનારો છે,તેને જે જાણે છે તે હું છું. એટલે આ બધું જ દ્રશ્ય છે. આત્માની હાજરીમાં હું પ્રગટ્યું તો આત્માને જાણીને જ હું ની પળોજણમાંથી મુક્ત થવું પડશે.
આત્માની હાજરીમાં જ હું પ્રગટયો હતો.ને ત્યારે બી આત્મા હાજર હતો. હવે અત્યારે આત્મા ગેરહાજર હોય, જો દાખલા તરીકે પણ એવું કઈ બનતું નથી. મતલબ કે કોઈ મૃતપ્રાય સ્થિતિની અંદર એ વસ્તુ શક્ય બનવાની નથી.એ પાછું ફરી આત્માની હાજરી જ્યારે હોય, એવા દેહની અંદર જ એ વસ્તુ થશે ત્યારે તમે હું પણોજણમાંથી મુક્ત થઈ શકશો. મતલબ તમારે આ દેહને સાચવવાનો. સારી રીતે સંભાળવાનું. બધું કરવાનું. એ માંદો પડે તો એની દવા કરવાની. ડોક્ટર પાસે જવાનું. પ્રાણીક હિલર પાસે જવાનું. બધાની પાસેથી હિલિંગ પણ જરૂર પડે તો લેવાનું. અહંકાર કરીને એવું ના કરાય કે હું દવા નહીં લઉં. ઇન્જેક્શન નહીં લઉં. હું ખાલી હિલિંગ કરીશ.એવું ના કહેવાય કે ભાઈ આ બધું બકવાસ છે હવે આમાં હું ના પડું.જે વખતે જેનાથી પણ તમને હેલ્પ થતી હોય તે મેળવી લો. કોઈ પણ એ બાબતનો શું કરવા અહંકાર રાખો છો ?
કોઈ પણ વસ્તુ તમને મદદરૂપ હોઈ શકે વસ્તુ આ બધી જે કઈ છે તે અલ્ટીમેટલી શું છે ? સાધન છે. તમારા મદદ માટે છે. તમારા ઉપયોગ માટે છે માટે તો એ સંસારમાં છે. નહીં તો સંસારમાંથી બહાર ન કાઢી નાખું.આમ કંઈક કરીને એક દિવસ બેસીને, કરું કે ના કરું. જો મારી પાસે એવી શક્તિઓ અને સિદ્ધિઓ હોય તો. એવું કોને થશે પાછું ? અહંકારને એક્ઝેટલી.એટલે વળી પાછું એક બીજું ચક્ર ચાલુ થઈ જશે. એટલા માટે જે જ્ઞાની છે, વિદ્વાન છે, યોગીઓ છે, સંતો છે તેમને કહ્યું છે કે તમે આ શક્તિની પળોજણમાં પડશો નહીં. શક્તિની આરાધના કરવાની ક્યાં સુધી? કે તમને સંસારની અંદર સામ્યતા, સૌમ્યતા, શાંતિ આપે. જીવવા પૂરતું તમને જરૂર પૂરતું બધું પ્રાપ્ત થઈ જાય ત્યાં સુધી.પછી એ પગથિયું છોડી દેવાનું. પછી તમારે શિવ આરાધનમાં જ જવું જોઈએ કારણ કે શિવ જ તમને આત્મા સુધી પહોંચાડે છે.
પણ શિવ શું છે એ પણ જાણી લેવું પડશે બરાબર છે. આ બધું સંસારી જંજાળ જ છ એવું નિશ્ચયપૂર્વક જણાય, તો એ જ આત્મા છે. એની ખબર કોને પડશે? આત્મા ને જ ખબર પડશે કે આ બધો સંસાર ઝંઝાળો છે. અહંકારને કોઈ દિવસે ઝંઝાળ લાગવાની જ નથી. એને તો બહુ સારું લાગશે. કોક આવું કે આવો સાહેબ, બેસો સાહેબ, ચા લાવું સાહેબ, ફલાણું કરું સાહેબ બહુ સારું લાગશે. તો એમાંને એમ જ રહેવાનું મન થશે એમાં બહાર નહીં નીકળે. કેટલા બધા લોકોએ કેટલા બધા આશ્રમો કરી નાખ્યા.અને એમાં કેટલાય લોકોનું કરી નાખ્યું. કેવા કર્મો થયા પાછા? હવે પાછું એ બધાનું શું ? જો કે એ આપણો વિષય નથી. પણ એ બાબતે આપણે થોડી સભાનતા રાખવાની અને એવી ચીજોમાં આપણે પડવાનું નહીં. શક્ય હોય ત્યાં સુધી કોઈને પડવા દેવાના નહીં. એક ઉપાય તરીકે આપણે એક સહદય તરીકે આપણે એને થોડું થોડું અજવાળું આપવાનું કે આમાં આવું કરાય એવું નથી.
આમાં ઊંડા ખાડામાં પડવા જેવું છે એ સમજી જાય તો એનું નસીબ. અને ત્યાં જઈને ખાડામાં પડે તો પણ એનું નસીબ. એમાં પછી આસક્તિ રખાય નહીં કે મેં આટલું બધું કીધું તોય જઈને ખાડામાં છેવટે પડ્યો. કારણ કે એની નિયતિ હતી. તમારી નિયતિ હતી કે ન હતી પણ છતાં તમારી પાસે જ્ઞાન હતું એટલે તમે એને સહાય કરવાનો પ્રયત્ન કરી ચૂક્યા વાર્તા પૂરી ત્યાં આગળ.તો તમે જ્યારે પણ સહાય કરો કોઈને ત્યારે પણ અહંકાર કે આસક્તિપણાથી રહિત રહીને કરવી જોઈએ. કોઈની પણ કોઈ પણ વસ્તુની આપણે હેલ્પ કરીએ તો.
જેને આત્મા જ પ્રાપ્ત કરવો છે. હવે આ બહુ અગત્યની વસ્તુ આવી રહી છે. અને પીપલ મે નોટ એગ્રી વિથ મી પ્રોબેબલી પણ આ દરેકનો પોત પોતાની જગ્યા એક વ્યુ પોઈન્ટ છે.જેને જે કરવું હોય એ ચાલુ રાખે, કોઈ પણ ધર્મ કે સંપ્રદાય વિશે અહીંયા આગળ હું કોઈ વિવાદ કે કશું ઊભું કરવા માંગતો નથી. કોઈ પણ ક્રિયા, પદ્ધતિ વિશે પણ અહિયાં કઈ કહેવા માંગતો નથી. પણ જે મને સમજાયું છે તે તમને અત્યારે બતાવું છું કે જેને આત્મા જ પ્રાપ્ત કરવો છે. તેને માટે જપ, તપ, પૂજા, પાઠ, તીર્થાધર આ બધા આત્મા સિવાયના તમામ ધ્યાન કારણ કે અનેક પ્રકારના ધ્યાન છે તો આ બધા જ કેવળ ટાઈમ પાસ છે. શું છે? આ બધા ટાઈમ પાસ છે. જપ કરું છું, 24 કલાક જપ કરું છું બરાબર છે. એ કેમ કરી રહ્યો છે કે પોતાની જાતને રોકી રાખવા માંગે છે સંસારમાં કંઈક જાણે કે આમ કદાચ આત્મા મળી જાય અને હું ત્યાંથી જ થતો રહું તો!
એનો એને ડર લાગે છે. એકવાર કોને લાગે ? અહંકારને જ લાગે એટલે એ ગૂંચવ્યા જ કરશે. એવી ક્રિયાઓમાં,એવી પ્રવૃત્તિઓની અંદર ખીલા ખોદીને કે તમે સંસારમાં જ રહો.તમારે કંઈ જવાની જરૂર નથી.તમારે બધું સારું જ છે ને. બે ફ્લેટ છે, નીચે ગાડી ઊભી છે, બાજુમાં લાડી બેઠી છે, પેલી બાજુ તમે વાડીએ રોજ જાવ આવ કરો છો. હવે તમારી બીજી ચિંતા શું છે? પહેરવાના કપડા છે, રોટી, કપડા, મકાન બધું છે. વેરી ગુડ.પણ કે બસ એટલે કોઈ કહે કે હું જપ કરું છું. કોઈ કે હું તપ કરું છું. કોઈ તીર્થાદન કર્યા કરતું હોય. કોઈ નદીઓમાં નાહ નાહ કર્યા કરે. કોઈ મંદિરોમાં જા જા કર્યા કરતા હોય બધુ આવું બધું ચાલ્યા જ કરતું હોય સતત અવિરતપણે શુ ! તેઓનું પરિણામ છે. પૂર્વમાં પડેલી અગાઉથી ચાલી આવેલી એમના માતા-પિતાઓએ એમને કે એમના સમાજમાં ઊભી થયેલી, સમજાયેલી જે તે રીતે રીતે પણ આમાં શું છે કે એને સ્વતંત્ર કોઈ પણ પોતાનું શોધખોળ કરી નથી.
વાસ્તવિકતા શું છે એ સમજવાનો પ્રયત્ન નથી કર્યો. તો બસ આ આટલી જ બાબત છે અને એટલે એને આપણે ટાઈમ અથવા તો સંસારમાં પડ્યા રહેવાની, હું પણે કરીને ઊભી કરેલી પ્રવૃત્તિ જ છે. એને સંસારમાંથી નિવૃત્ત થવું જ નથી કે ભાઈ ચાલુ રાખોને આપણે એટલે અમે એક તે વખત એવું સાંભળેલું પણ ખરું,ફરી એક વખત ક્ષમા યાચના. એવું કે કે અમારે તો ભવોભવ એમ કે શ્રીકૃષ્ણ ભગવાનની અમને ભક્તિ જ જોઈએ. અમને મોક્ષ નથી જોતો. ના પાડી દે.એ લોકો એટલે એ લોકો એ શું કર્યું ? ત્યાં આગળ અંતરાય પાડ્યો. એમને ત્યાં આગળ જવું જ નથી. એવું અનેક વખત એ લોકો બોલતા જ રહ્યા છે એટલે એ ત્યાં અટકી જાય.પછી તેનાથી આગળ વધી શકતા નથી.તો ઘણી વખત એવું થાય કે આ કેમ હજુ અહીંયા સંસારમાં આફડે છે ? મારા જીવનમાં પણ અમે બધાએ આવી જ કંઈક ભૂલો કરેલી હશે. એટલે કદાચ હજી અમારે આવું બધું આવ્યું છે.
તો આવી જ ભૂલો હોય છે કે જે અંતરાય રૂપે આપણને સંસારની અંદર મૂકી રાખે અને બહાર જવા દેતી હોતી નથી. એટલે સાવધાન થઈને હંમેશા તમારા અંતરના આશય ઉપર ધ્યાન આપો. તમારું અંતઃકરણ તમને તે વખતે શું કહે છે? જે તે સમયે શું કહે છે ?
એક સરસ વસ્તુ કહે છે ને, ખરેખર તો એમાં એને બતાવ્યું છે. મન દર્પણ તોરા કે મન દર્પણ કહેવાય. તો બસ વાત એ છે કે જો તમે જોશો તો એ જ દર્પણ છે. વાસ્તવિકતા છે. કે મનને જો તપાસશો તો તરત તમને જડી જશે કે અંદર શું શું છે? શું ફેરફારો કરવાની જરૂરત છે. અને આ બિલકુલ એવું છે કે તમે કબાટને નવેસરથી ગોઠવો છો. જસ્ટ ટેક ઈટ ધેટ વે. આ કઈ બહુ આમ ભયાનક અભિયાન ઉપાડવાનું છે એવું કઈ છે નહીં. આ ટાઈગર હિલ જીતવા જેવું નથી એટલે ત્યાં આગળ બસ ખાલી બેસીને વિચારોને વ્યવસ્થિત રીતે તમે જુઓ. જે જરૂરી છે એટલા રાખો. બિનજરૂરી છે એ કાઢો. અને પછી નક્કી કરો કે આ વિચારો તે હું નહીં એમ. જે જરૂરીયાત છે એ રાખો સંસારિક બાબતમાં છે. કારણ કે તમને હવે સારી છો તો તમને બુટ પણ જોઈશે. પેન્ટ પણ જોઈશે. અને ઉપરના કપડા પણ જોઈશે. કદાચ વખતે ટોપી પણ જોઈએ. એકાદ બે જોડ ચશ્મા પણ જોઈએ.
વ્યવહારની અંદર જોવું તો બધું વાત પણ એને બધું ગોઠવણી કરી નાખો. એના પ્રત્યે મોહ કે આસક્તિ ના હોય કે હું તો એવીએટરના જ પહેરું છું આ બધું ના ચાલે. રીબોક જોઈશે ફલાણું જોઈશે, આમ નહીં ને, આમ એ, એ બધું જે હોય છે ને એ બધી વસ્તુઓ એ બધી પળોજળો છે એ જળો છે. જળો ચોંટે ગ્લુ જેવી હોય. આ બિલકુલ એની એનર્જી બી તમે જોશો ને પ્રાણીક હિલર તરીકે, ઇફ યુ નો. તમે સ્કેન કરશો તો એકદમ સ્ટીકી હશે.બહુ જ ગંદી હશે. એ છૂટે જ નહીં ઝટ દઈને આંગળી માંથી. હવે જો એ અહીંથી જ ના છૂટતી હોય તો ત્યાંથી કેવી રીતે છોડવું ! પણ ઉપાય છે, જોવાથી જાય. હવે કેવળ આત્મા, કેવળ આત્મવૃત્તિ, કેવળ આત્મવિચાર આમ નક્કી થઈ જવું જોઈએ કે કાં તો આત્મા અને કાં તો આ સંસાર. હવે તો આરપારની લડાઈ છે કે મારી. તો આ આપણી ચોઈસ હોય છે, દરેક પળમાં આપણે ચોઈસ હોય છે કે આપણે સંસારમાં જઈ રહ્યા છે કે આપણે બહાર નીકળવું છે.
પ્રતિ પળ આપણી ચોઈસ જ ડિસાઈડ કરશે કે આપણું ફ્યુચર આગળ આપણે શું પ્રોજેક્ટ કરી રહ્યા છે. શું બનાવી રહ્યા છે આપણે. તો વાસ્તવિક રીતે જોઈએ તો ભવિષ્ય પણ અત્યારે જ આપણે બનાવીએ છીએ અને આપણે ખુદ બનાવીએ છીએ. એટલે એના માટે પણ કોઈને બ્લેમ કરવાની જરૂરત રહેતી નથી.
એક બીજી બાબત મેં જાણી છે કે બાંધી લાવેલા આયુષ્ય કર્મના કારણે એટલા જ શ્વાસ લેવાય છે. સામાન્ય ગણતરી મૂકી છે લોકોએ 21,600. કોઈ એ ગણવા બેઠું નથી. એક દિવસના કોઈએ ગણ્યા નથી. મેં તો એક બે કલાક સુધીના તો ગણેલા છે. એટલે મને ખબર છે. બધું બહુ શરૂઆતમાં ગાંડું કામ હોય ને આપણું બધું આમ ઉત્સાહમાં આવીને બધુ એટલે બે કલાક સુધી ગણગણ કર્યા કેટલા શ્વાસ લીધા. ગણી કાઢીએ.
તો એસ આઈ સેઈડ, કે શ્વાસ છે એ જ હનુમાન છે. આ નાભી છે તે ભીમ છે. એનાથી આ આત્મા અને આ પ્રકૃતિ એ બે જે જોડાઈ ગયા છે તે બેને છૂટા પાડવાના સાડા ત્રણ વજ્રની વાર્તાનો લક્ષ્ય ઉદ્દેશ આટલો જ હતો. તમને તો શ્વાસ જે છે એ હલેશું છે. એ જેટલા મારતો જશે ને તેટલો એ સંસારની અંદર વૃત્તિઓ પેદા કરતો જ જશે. સંસાર કેવો છે આમ ? માનો કે શાંત સમુદ્રની અંદર તમે એક નાવ તરતી મૂકેલું હોય. હવે તમે જેટલા હલેસા મારશો એટલા શું થશે અંદર વમળો પેદા થતા જ જવાના છે. એ ક્યારેય પછી એ શાંતિ જે ડખોળાય છે તે પૂરી થતી નથી. એટલે આ વૃત્તિઓ જે છે ને તે જેવી પેદા થાય ને એટલે અંતઃકરણની અંદર તમને હલચલ પેદા થાય.
શરૂઆત અહીંથી થાય છે એની અસર અહીં થાય છે.પણ આ બંને એટલા માટે એ કરે છે કારણ કે આ પેલો અહીંથી આમ સુધી ચાલે છે હનુમાન. એને મારુત કહે છે. મારુત, એક સ્પેશિયલ પ્રાણનું નામ આપેલું છે. એટલે એ જ્યારે ચાલે ત્યારે યોગી આત્મવૃત્તિ તરફ વળી જાય એટલે કોઈપણ મનુષ્ય જેને કહેવાય કે જે યોગ સાધના કરતો હોય તે આત્મવૃત્તિ તરફ વધતો જાય. અને જ્યારે બીજા પ્રકારના શ્વાસો ચાલતા હોય ત્યારે વ્યક્તિની અંદર સાંસારિક બાબતો વધતી જાય એટલે કે રજોગુણ અને તમોગુણ વધતા જતા હોય.તો આ આખું ટ્રાન્જેશન જે આપણું જે છે કારણ કે ત્રણે ત્રણ બધાની અંદર મોજુદ હોય દરેકની પ્રકૃતિની અંદર, આત્મામાં આ બધું હોતું નથી.
તો સૌથી પહેલા તમોગુણની નિવૃત્તિ થવી જોઈએ સંપૂર્ણપણે. એટલે કીધું કે તમોગુણી આહારનો ત્યાગ કરો, વિહારનો ત્યાગ કરો, વિચારોનો ત્યાગ કરો. આ બધા બધી વસ્તુઓ જેવી જીવનમાંથી દૂર થશે એક સમયે કરીને તમારું મન જે છે એ પછી રજોગુણી અને સત્વગુણ પ્રધાન થશે. પછી ધીમે ધીમે રજોગુણ પણ દૂર કરતા જાઓ વધારાનો જે કંઈ તમને લાગતું હોય. તો આ બંને સાથે સાથે પણ થઈ શકે તો એને પણ ધીરે દૂર કરતાં છેવટે શુદ્ધ સત્વ પ્રધાન એવી પ્રકૃતિ તમારી બની જશે. અને એવી પ્રકૃતિ જ્યારે થઈ ગઈ હશે તે વખતે તમને જીવનમાં ઘણી શાંતિ, બેલેન્સ જેને કહેવાય. નિરામયતા આરોગ્યની દ્રષ્ટિએ જોઈએ તો, અને આધ્યાત્મિક રીતે જેને કહેવાય કે બહુ જ કન્ડ્યુસિવ કન્ડિશન બધી તમને માલુમ પડતી જ હશે.
એટલા માટે કીધું કે યોગ્ય આહાર, વિહાર, યોગ્ય ઉચ્ચાર, વાણી એટલે આપણા જીવનની અંદર આપણે જે અત્યારે થઈ રહ્યા છે તે વાણી, વિચાર અને વર્તન ત્રણ વસ્તુઓ છે. ધેર આર થ્રી આસ્પેક્ટ. તો કેવા વાણી બોલાઈ રહી છે. કેવા શબ્દોનું ચયન થઈ રહયું છે. લેક્સિકોન તો બહુ મોટો હોય છે પણ એમાંથી આપણી પાસે અમુક તો હોય છે. પણ પછી એમાંથી આપણે ડેઈલી યુસેજ ની અંદર કેટલી વસ્તુઓ રાખતા હોય? તો કે ચોપડીની અંદર આટલા હોય એટલા શબ્દો હોય એમ કે તો એટલા જ વાક્યોનો ઉપયોગ આપણે વારંવારે વધારે પડતા કરતા હોય. પણ એની અંદર આપણે પાછા કેવા ટોનમાં, કોની સાથે કેવી રીતે વાતો કરી લઈએ છે. શું આપણે ભાવ હિંસા કરી રહ્યા છીએ ? કોઈની સાથે આપણી વાતચીત દરમિયાન પણ. તો આ બધી વસ્તુઓ ધ્યાનમાં આપણે જેમ જેમ લેતા જઈએ ત્યાં સુધી આપણને ધીમે ધીમે પછી આત્મા જડતો જશે. એટલે આ જે વૃત્તિઓ પેદા કરેલી હોય તેમાં સંસાર બહુ જ ડખોળાઈ જતો હોય છે.
અને એમાં પાછો આનંદ ખોળતો હોય છે સંસારની અંદર તો પછી એને આત્મા કેવી રીતે મળશે? એવું બેસીને વિચાર તો મને આવી ગયો હતો.
તો યાદ રાખો કે જે આ સંસાર છે ને એ સતત પરિવર્તનશીલ છે સવારથી સાંજ સુધી, સેવન ડેઝ, ૩૬૫ ડેઝ વોટએવર,મલ્ટીપ્લાય બાય 100 કરો, 200 કરો વોટએવર. આત્મા જ સ્થિર છે. અત્યારે શું એક ધારણા એમ હતી કે સૂર્ય સ્થિર છે, ધ્રુવનો તારો સ્થિર છે. અત્યારનું સાયન્સ હવે પાછું ખગોળ એવું બધું નથી કહેતું. ઇન રિલેશન ટુ કેમ કે આપણે અત્યારે બહુ જ દૂરના પણ એમના રેફરન્સ પોઈન્ટ જ્યારે શોધી કાઢ્યા ત્યારે એમને ખ્યાલ આવ્યો કે આ પણ બધું મુવિંગ જ છે. ગેલેક્સી, નેબ્યુલા વોટએવર જે તમે કહો ને બધું જ કેમ કે મુવમેન્ટમાં જ છે અને બહુ જબરજસ્ત સ્પીડે જઈ રહ્યું છે બધું તો કે કઈ બાજુ જઈ રહ્યું છે, તો કે આ બાજુ આમ એક બાજુ જઈ રહ્યું છે અને બીજી બાજુ બની રહ્યું છે. ઈટ ગોઝ ઓન એન્ડ ઓન. ...આનો કઈ પાર આવતો નથી. ઈશ પારં નાસ્તિ (તેનો પાર નથી). આત્મા કર્મની ઝંઝાળથી હંમેશા મુક્ત જ છે.
ચાહે મારો હોય, તમારો હોય, કે કૃષ્ણ ભગવાનનો હોય સમજી ગયા. એટલે આત્માને ગિલ્ટી માનવું નહીં અને જો તમે આત્મા છો તો તમારે ગિલ્ટી રહેવાની જરૂરત હોતી નથી. જે સમયે જે બને છે તે પ્રકૃતિમાં બની રહ્યું છે તમે તેને એવી રીતે જોતા થશો તો તમને જીવનની અંદર બહુ જ રાહત થવાની શરૂ થઈ જશે. આત્મા સૂક્ષ્મતમ છે. અને કર્મો અને વિચારો આ બધી બાબતો સ્થૂળ અને સૂક્ષ્મતર છે. એટલે એમાં બેસી શકે એવું નથી એટલે કોઈપણ કર્મ આત્માને ક્યારેય બાંધી શકતું જ નથી, લાગતું નથી, વળગતું નથી,તો બાંધતું પણ નથી પણ કર્મથી આત્મા બંધાયેલાની ઊભી થયેલી ભ્રાંતિથી બંધન ઊભું થાય છે. આ કેવી વાત છે કે પેલા ઊંટને એક માણસ લઈ ગયો અને રોજ જે રીતે એમ કે કરતો હતો તેવી રીતે એને બેસાડવાનો એને પ્રયત્ન કર્યો રાત્રે. ત્યાં એ ગામની અંદર જે ધર્મશાળાનો માણસ હતો એ જાણકાર હતો.
અને પેલા માણસે બહુ જ પ્રયત્ન કર્યો પણ તો પણ તે દિવસે રાત્રે ઊંટ બેઠું જ નહીં. એટલે પછી કહેવામાં આવ્યું કે આ ધર્મશાળાનો માલિક છે એ બહુ જાણીતો છે અને સારું જ્ઞાન ધરાવતો હતો. તું એને તારી સમસ્યાનું સમાધાન માટે પૂછી લે. તો પેલા ભાઈ એને પૂછવા માંડ્યા. એણે એને પૂછ્યું કે આ કેવી રીતે તું રોજ કરે છે? તો કે હું આમ સામાન્ય રીતે કે મારી પાસે એક દોરડું હોય, તો હું એના ગળામાંથી આવી રીતના આમ લઉં પછી હું અહિયાં એક ખૂટો બાંધું અને પછી આમ આમ ફેરવીને કરી દઉં કે અને પછી હું એને કહું કે બેસી જાય એટલે એ બેસી જાય. તો કે આજે બેસતું નથી કેમ બેસતું નથી તો કે મારી પાસે આ દોરડું નથી. તો કે બરાબર છે પણ એ તને ખબર છે ઊંટ ને ક્યાં ખબર છે તો કે શું કરવું? તો કે તું જે રોજ કરતું હોય બસ એટલું કર કે છે એટલે એ બેસી જશે. એટલે એને એવું કર્યું અને એ ઊંટ બેસી ગયો.
તો કર્મથી આત્મા બંધાયેલાની ઊભી થયેલી ભ્રાંતિથી બંધન ઊભું થયું છે. એ ભ્રાંતિને ઉડાડવા માટે પણ તમારે એ ભ્રાંતિને જ ઉડાડવાની છે બીજું કશું કરવાનું રહેતું નથી. એટલે શું કરવાનું છે એ ક્રિયા કે આ બંધન છે આ છોડી મૂક્યું લે જા તું છૂટો. આત્માને આટલું જ કરવાની જરૂર છે એટલે પેલા અહંકારને. આત્માને તો ખબર જ છે બધી. એટલે ભોગવટો એટલે ભવ ભટકામણ. આ એક બીજું શબ્દ યાદ રાખીશું કે જ્યાં જ્યાં સુધી તમે કોઈ પણ વસ્તુ થઈ રહી છે અને ભોગવટા સ્વરૂપે જો અંદરથી ફિટ કરતા હોય. અનુભવ કરતા હોવ તો નક્કી માનજો કે હજી તમારે થોડા ઘણા ભવ થશે. અહીં બેઠેલા કેટલાકને હશે કોઈ પ્રશ્ન કે હવે મારે કેટલા ભવ? તો ઉઘાડી આંખે કે બંધ આંખે જે કંઈ જુએ એ બધું જ સંસાર રમણ છે. શું છે ? સંસાર રમણ. રમણ મહર્ષિ નહીં. સંસાર રમણ. પણ એ સંસારને જોનાર છે તે રમણ મહર્ષિ એટલે કે આત્મા છે.
તો એનો જોનારો જડે,તો આત્મા ભાન પ્રગટે. તો તમારો આત્મા તમને તરત જ જડી જશે કે આ સંસાર છે એવું જે જોઈ રહ્યો છે, જાણી રહ્યો છે, તે કોણ છે? મારી અંદર. એને આમ જોવા માંડો એટલે તમને તમારો આત્મા જડી જશે. એના માટે બીજું કશું કરવાની જરૂરત નથી. કોઈ પહાડો ચડવાના નથી. કોઈ નદીઓમાં તરવા જવાનું નથી. કોઈ મંદિરોની અંદર નાળિયેર આઈ મીન માથા ફોડવા જવાનું જરૂર નથી. સતત પ્રશ્ન કરો, પ્રશ્ન કરો. આખા બધા ઉપનિષદ, વેદ બધાની અંદર તમે જુઓને ગુરુ શિષ્ય પરંપરાની અંદર ગુરુ બેઠા છે જવાબ આપે છે. શિષ્ય પ્રશ્ન કરે છે અને પછી પરંપરામાં ચાલ્યા જ કરે છે. તો તમારી અંદર પ્રશ્ન કરો. તમારી અંદર જ તમારો ગુરુ પણ છે અને તમારો શિષ્ય પણ છે. તો પ્રકૃતિ શિષ્ય છે અને પરમાત્મા-ગુરુ તમારો આત્મા છે. શિવ જે છે તે જ આત્મા છે તમારો જ આત્મા છે. અને પાર્વતી છે તે જ તમારી પ્રકૃતિ છે.
આ શિવ સંહિતા પૂરી થઈ ગઈ. વિજ્ઞાન ભૈરવ તમને આવડી ગયું. જો આટલું ખબર પડી ગઈ તો. અંદર પ્રશ્ન પૂછો આત્મા શું છે? કેવો છે? ક્યાં છે? આ ત્રણ વસ્તુનો જો તમને જવાબ ધીમે ધીમે છે ને મળવાનો શરૂ થશે. આપણે ક્યારેય આવી પર કેટલો સમય આપ્યો છે. પ્રમાણિકતાથી વિચાર કરીને મને કહો. કોઈ પાંચ દસ મિનિટ બી કોઈ એક ધાર્યું આમ સતત બેઠું છે ત્યાં આગળ આમ બેસો અત્યાર સુધીની અંદર. એટલે આપણે એમ વિચાર કરીએ કે બસ મને આમ ખબર પડી ગઈ આત્મા પેલા ઝુમર જેમ દેખાય છે ને એમ મને પ્રગટ થવું જોઈએ આપણે એવું વિચાર્યા કરીએ છીએ સતત. મને આ દેખાય છે ને બસ એવી જ રીતે પરમાત્મા દેખાવો જોઈએ. પણ પરમાત્મા ઝુમર નથી યાદ રાખવાનું આપણે. પરમાત્મા પરમાત્મા છે અને એ પરમાત્મા પોતે પોતાને જ જુએ છે. અને એ જ મહાન આશ્ચર્ય છે. હવે એ કેવી રીતે છે તો કે એને જ્ઞાનીઓ જ જાણે છે કે જેને જોયેલું છે; જેને ખબર છે કે આત્મા કેવી રીતે જોવાનો અને ક્યાં જોવાનો તે જ કહી શકશે.
તો એ કક્ષામાં તમારે આવવા માટે એ લેવલે પહોંચવા માટે તમારે આ ત્રણ સવાલો કરવા જ પડશે કે આત્મા માં શું છે ? કેવો છે ? ક્યાં છે ? તો આ ત્રણેય જે છે તે જ્યારે સતત પ્રશ્ન ઊભા કરશો એટલે શું થશે? તમારી અંદર ત્રણ જાતની શક્તિઓ પ્રગટ થવાની શરૂ થશે. ખાલી પ્રશ્ન પૂછવા. જ્ઞાન દર્શન અહીં આપેલું છે એ બે એકજ છે આમ તો ખરેખર આપણે એને બે કહીએ છે. અને ત્રીજું શું થશે ? તો કે તમારા ચારિત્રનું નિર્માણ થવાનું શરૂ થશે .ચારિત્રનું નિર્માણ એટલે શું? જે છેલ્લામાં છેલ્લી જે મોક્ષ કાયા હતી જે બતાવી હતી તમને સાતમું જે શરીર તે એનું નિર્માણ થવાનું શરૂ થતું. અને તે અનંત છે. અસીમ છે. એમ આપણે વાત થઈ ચૂકી હતી.
જ્યાં સુધી સંસારની કોઈપણ બાબતમાં હું પણું, કંઈ પણ કરવાની વૃત્તિ હોય ત્યાં સુધી આત્મભાન થઈ શકતું નથી. એટલે આ વૃત્તિ જે છે હું પણું અને જે કરવાનું મારે કરવું છે, મારે કરવું જ પડશે, આ મારાથી જ થાય, બીજા કોઈથી ના થાય, વાળું જે કંઈ છે એ બધું આથમી જવું જોઈએ ધીરે ધીરે શું થઈ જવું જોઈએ ? સમી જવું જોઈએ. બહુ મોટો ભડકો થયો હોય ઓડીનો બરાબર છે કશો વાંધો નહીં થઈ ગયો હોય તો આપણે પછી એમાં શું કરવાનું હોય? તો કે એક ડોલ ભરીને પાણી નાખવાનું હોય. અથવા તો થોડી રાખોડી હોય ભેગી કરેલી કે ધૂળ હોય તો એને આમ કરીને આમ નાખી દેવાની હોય. એટલે પછી એ અગ્નિ શું થઈ જાય મંદ પડી જાય અને પછી એ બંધ થઈ જાય. તો એવી રીતે આ સંસાર નામની હોળી જે અંદર જે પ્રગટી ગઈ છે. આપણી બધાની અંદર તેને ઓલવવાની ક્રિયા પ્રક્રિયા પણ આવી જ છે. તમે આ ત્રણ પ્રશ્નો પૂછો તમારી જાતને આગળ પાછળ જે કોઈ જવાબ આપી શકે એવો હોય, જે કઈ જણાઈ શકતો હોય એટલે કે સતત તમે સત્સંગમાં રહો.
સતના સંગમાં રહો સત્વગુણ. વળી પાછો આવી ગયો સત્સંગમાં રહેશો એટલે વળી તમારું આજે પ્રગતિ થશે અને પછી તમે આત્માને આગળ ઉપર જાણી શકશો. વાસ્તવમાં આ સંસારની અંદર કોઈ સ્વતંત્ર રીતે કશું જ કરી શકે કોઈ મોટો વકીલ બી હોય કે હું સુપ્રીમ કોર્ટમાં આમ કરી આવું તેમ કરી આવું. કોઈ મોટો ડોક્ટર હોય કે હું ફલાણો ન્યુરોસર્જન ને હું તો બ્રેનની સર્જરી આમ કરીને આમ કરી નાખું બધી વાત તારી સાચી પણ તું એક નિમિત છે હા, કુદરતે તને સર્વોત્કૃષ્ટ નિમિત બનાવ્યો છે. બીકોઝ યુ વેર એલિજીબલ એટલે તને મળ્યું છે એ વાત સાચી છે પણ જે છે તેનો તું ગર્વ ના કર. કારણ કે એતો તને આપવામાં આવ્યું છે. ઈટ ઇસ દત્ત. તને આપવામાં આવેલું છે એની પર તું અહંકાર ના કરે. તમે ક્યાંકથી આમ માનો કે મેળવેલું હોય, દાન ગ્રહણ કરેલું હોય, કોઈ જગ્યાએથી કે મને એમ કે શાહજાએ તાજમહલ દાનમાં આપ્યો હતો, દાખલા તરીકે હું કોક જગ્યાએ જઈને આવો અહંકાર કરું; ઇઝ ઈટ ફેર ?
બરાબર લાગે છે. કોઈ જગ્યાએ ચા પીવા બેઠો હોય આમ પેલા ફૂટપાથ ઉપર આપણી બધાની ફેવરીટ ચુસ્કી મારવા માટે તો ત્યાં આગળ જઈને હું આવી વાતો કરું લોકો શું કહેશે મને? પછી આપણે સમજવાનું છે આ બધાની અંદર. એટલે આ સંસારમાં કોઈ કશું જ કરતો નથી. બધું થયા જ કરે છે. ઈટ ઇસ ઓન ઓટોમેશન. ધીસ હોલ વર્લ્ડ ઇસ ઓન ઓટોમેશન.
ભાવ થાય છે, બધું જ થયા કરે છે.તો ભાવ ફરે છે તે દ્રવ્યને ફેરવે છે. શું થાય છે? ભાવની અસર ક્યાં થાય છે? દ્રવ્ય પર થાય છે. પ્રકૃતિનો ભાગ છે ભાવ અને દ્રવ્ય જો યાદ રાખજો. તો ભાવ અને દ્રવ્ય બે ફરવા માંડે છે. અને એટલે જ એની દ્રષ્ટિ પણ ફરે છે. એટલે ઘડીકમાં એને આ વસ્તુ દેખાય ઘડીકમાં પેલી દેખાય ઘડીકમાં કેમ કે એની દ્રષ્ટિ ક્યાં છે? એ પ્રકૃતિમાં છે. એ જેવી એની દ્રષ્ટિ ફરીને પરમાત્મા ભણી પડી તો તરત જ એનો સંસાર આ જે કઈ હોય એ બધું શું થઈ જશે સ્ટોપ. તરત જ બધું બંધ થઈ જશે. સંસાર એ કાચમાં પડેલું પ્રતિબિંબ છે. સંસાર એ કાચમાં પડેલું પ્રતિબિંબ છે.
જેને તે પોતાનું માને કે આ હું છું એવો સંસાર છે. આપણે બધા સંસારને આવી રીતે સમજી બેઠા છે કે આ મારો સંસાર છે. ખરેખર એ પ્રતિબિંબ જેવું છે કાચમાં યાદ રાખો. આત્મા વિશે વિચાર આવે ત્યારે આ કાચમાં પડેલી તીરાડો પછી દેખાય એવો સંસાર તમને દેખાવો જોઈએ. ત્યારે તમારી તન્મયતા ઉડી જશે કે આ તો યાર બરાબર નથી દેખાતું કે આટલા બધા તીરાડો પડી ગઈ. કાચ આખો બધો ફૂટી ગયો જોને કેવું ખરાબ દેખાય. એટલે તીરાડો પાડવી એ કાચમાં જરૂર છે, કેમ કે નહીં તો પેલા આઈસીસ આઈ થિંક એક એવો હતો ગ્રીક છોકરો કે દેવ કે જે નદીના પાણીની અંદર પોતાના નું પ્રતિબિંબ જોયું અને એ જોયા પછી એટલું બધું પોતાના જ એના ઉપર સેલ્ફ હિપ્નોટાઈઝ થઈ ગયો મોહિત થઈ ગયો ત્યારે પાછળ એને મારવા આવી પડેલા જે સૈનિકો હતા, તેના વિશે બેધ્યાન બની ગયો, બેખ્યાલ બની ગયો અને પેલા લોકો એને મારી નાખ્યું.
આવું બને છે ને સંસારની અંદર બધાની જોડે. એટલે જ્યારે આવી તન્મયતા આત્મામાંથી પેલા સંસારમાંથી ઉડશે ત્યારે તો તમે આત્મા ખોડવા માટે નવરા થશો. એટલે આ અહંકાર હું પણાનું મોત થાય, તો પછી જે કઈ બાકી રહેશે તે શું છે? કેવળ આત્મા જ છે. સંસાર સાચો માને ત્યાં સુધી સંસારિક અસરો થયા જ કરે લખી લો.
“સંસાર સાચો હોય ત્યાં સુધી સંસારિક અસરો થયા જ કરશે.”
જેવો તમે આ સંસારને સાચું માનવાનું બંધ કરી દેશો.મારું માનવાનું બંધ કરી દેશો તો તમને એ બધી સાંસારિક અસરો આવવાની ધીરે ધીરે બંધ થઈ જશે.સમય કોઈકને બે મહિના થાય. કોઈને છ મહિના થાય. કોઈને બાર મહિના થાય પણ થશે ચોક્કસ. જો તમે સતત એક આ વસ્તુ પકડી રાખી આ એકમાત્ર વસ્તુ પકડી રાખી. સંસારમાંથી મુક્ત થઈ જશે. બહાર નીકળી જશો છતાં કશું અડશે નહીં, નડશે નહીં તમને. સંસારને સાચો કે ખોટું કશું માનવાનું બંધ થાય પછી એ જેમ છે તેમ પૂરો કરે ત્યારે આત્મભાન પ્રગટ થાય છે, પછી ખબર પડી જાય. એટલે જેવું છે એવું બરાબર આપણે એમાં કોઈ કશું ડખોડખલ કરવાની જરૂરત નથી. કોઈ સુધારવાનું નથી. કોઈને જ્ઞાન આપવાનું નથી. કોઈને કંઈ કરવાનું નથી. હા જે વ્યવહાર છે તે તમે પૂરો કરો યસ. પણ એમાં એ લક્ષ્ય સાથે કે હું આત્મા છું. પેલો પણ આત્મા છે અને આ બે જણાની પ્રકૃતિ છે; અને એ બે જણ વચ્ચેનું ટ્રાન્જેક્શન છે.
જેમ કે એ કસ્ટમર અને બેંકનું ટ્રાન્જેક્શન હોય છે એને એવી રીતે જુઓ.
આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે ત્રણ વસ્તુઓની જરૂર પડે છે. સવારથી તમે આ બધું શું કરી રહ્યા છો? તો કે શ્રવણ કરી રહ્યા છો. લિસનિંગ કેરફુલી એને શ્રવણ કહેવાય. અને એના ઉપર આગળ શું થશે હવે...! તો કે અંદર અત્યારે પણ ચાલતું હશે ઘણા લોકોને તો એને આપણે મનન કહીએ છીએ. મનની અંદર એ વસ્તુને લઈને પછી બેઠા બેઠા અંદર વિચાર કર્યા જ કરો ચવીંગમ જેમ અભળાયા કરો કે આવું હશે, કેવું હતું, આ શું કીધું આપણને? શું બાબત છે. એ ચાલશે આગળ આગળ એમ એમ કરતાં કરતાં તેને કહેવાય મનન. પછી કોઈ એક બાબત ઉપર તમે જ્યારે સ્થિર થવા માંડશો એમાંથી ભેગું કરીને કોન્સન્ટ્રેટેડ ફોર્મની અંદર ધીરે ધીરે તમે આવી જાવ અને તમે એમ કહો કે આજ મારો આત્મા લાગે છે. નિશ્ચય થી હું નક્કી જ કરું છું કે હવે સંસાર થી છૂટવું જ છે. અને એવા પ્રકારની કોઈપણ ધારણા ઉપર ધીરે ધીરે તમે આવવા માંગો છો.
આવવા માંડો છો તે સમયે નિધિધ્યાસન ઉત્પન્ન થાય છે. તો શ્રવણ, મનન અને નિધિધ્યાસન. આનું પરિણામ શું છે? તો કે છેવટે આવશે તો કે આત્મનિવેદન. ત્યારે તમે કહી શકશો કે આત્મા રૂપે હું આવો છું. હું આવો છું.અહંકાર કબૂલ કરી લેશે તે વખતે કે હા મારી આવી આવી પકડો થઈ છે. જીવનમાં મેં આવું આવું પણ કર્યું છે. મારાથી આવું પણ થયું છે. આવું પણ થયું છે બધું બે દખલ, બેસંકોચ કહી દેશે ત્યાં આગળ ત્યારે અહંકાર સંપૂર્ણ સમર્પણ જ્યારે કરી લેશે તેને આપણે કહીએ છીએ આત્મનિવેદન. અને છેલ્લે સંપૂર્ણ સ્થિતિ જ્યારે ઉત્પન્ન થાય છે તો એને આપણે શું કહીએ છીએ? આત્મસ્થિતિ.આત્મસ્થિતિની અંદર કાંઈ જ રહેતું નથી. સંસારનો કોઈ ખ્યાલ હોતું નથી. કશું નથી. હા એ ધરતી પર જ બેઠો હોય છે. ખીચડી જ ખાતો હોય છે. કપડાં જ પહેરતો હોય છે અથવા નથી પહેરતો હોય એ વાત જુદી.
જેમ કે અઘોરીઓની આખી પદ્ધતિ અલગ છે. છતાં પણ એવી સ્થિતિએ પહોંચેલા હોય છે કે જેની અંદર એ લોકો કેવળ આત્મા, કેવળ આત્મા જ જોતા હોય છે બીજું કંઈ નથી. હવે આ સ્થિતિએ આપણે પહોંચવું છે. વેરી ગુડ. તો આપણે શું કરવું જોઈએ? તો કે શાસ્ત્ર ની અંદર નવ પ્રકારની ભક્તિની આપણને વાત કરેલી હતી,નવધા ભક્તિ. નવધા ભક્તિ એટલે નવ પ્રકારે થઈને તમે કરી શકો. સવારમાં આપણે એક ભક્તિ તો કરી કે આપણે ભગવાન શિવની આરાધના કરી. રત્નૈઃ કલ્પિતમ્ આસનં હિમજલૈઃ સ્નાનં ચ દિવ્યામ્બરં નાનારત્નવિભૂષિતં અત્યારે આટલું જ કરીએ. તો એ જે છે ને અંદર ઉતરી જાઓ તમે સંપૂર્ણતાથી. બધું જ આખું એ વખતે તમારા અહીંથી પૂરો સંસાર જતો રહે છે. ગાયબ થઈ જાય. તમે એકરૂપ થઈ જાવ છો. તમારા આરાધ્ય અને આરાધનાર જે છે તે બંને એક થઈ જાય બિલકુલ તાર લાગી ગયો. બસ સંસાર તૂટી જશે તે જ વખતે.
તમને અહસાસ પણ નહીં હોવો જોઈએ ત્યારે પરફેક્ટ થયું કહેવાય. એટલે કરવા ખાતર જો કોઈ કરતું હોય કે હા ભાઈ હું રોજ હનુમાન ચાલીસા કરું છું પેલું સાયકલ ઉપર, ટ્રેડ મિલ ઉપર બધા કરતા હોય ને એના જેવું થઈ જાય. સો ઈટ બીકમ્સ વેરી મેકેનિકલ. વાય ઈટ ઇસ મેકેનિકલ? એ ભાવ નથી ત્યાં આગળ એ જેને કહેવાય કે લક્ષ્ય નથી એના પાસે. એકલવ્ય જેવી એકાગ્રતા નથી એના પાસે. તો એના કારણે એને પરિણામ મળતું નથી. સારી એવી પરીક્ષામાં પેલા જીમેટમાં અને કેટમાં પાસ થવા માટે પણ આપણે એકલવ્ય જેટલું કદાચ એનાથી વધારે એકાગ્રતાની જરૂરત પડતી જ હોય છે આપણને. ખાલી સ્થળ,કાળ બદલાયા છે. પરિસ્થિતિઓ બધી એની એ જ રહી છે. એને પરીક્ષા ત્યારે આપી હતી આપણે આપી એ ફેલ થયો એલિજીબલ હોવા છતાંય અહીંયા. આજની તારીખમાં આઈએએમ માં બધે થાય જ છે કેટલાય લોકો એલિજીબલ હોય બિચારા ફેલ થઈ જાય જીવનની અંદર.
એકલવ્ય જેવી દશામાં મુકાઈ જતા હોય જીવન એવું પણ હોય છે ખરા તો.
નવધા ભક્તિની અંદર
૧. શ્રવણ : લિસનિંગ વેરી કેરફુલી વોટ ઇસ બીંઈગ સેડ કે આમાંથી આપણને એ ખબર નથી કે કયો શબ્દ આપણને ક્યારે, ક્યાં સોસરો ઉતરી જશે અને આપણું ક્યાં કલ્યાણ કરી નાંખશે. કયો વિચાર આપણને શું અસર કરી જશે. સો બી વેરી કેરફુલ. આપણે ત્યાં આગળ એના માટે કહેવામાં આવતા હતા કે સાવધાન. પછી આ શ્રવણ જે છે એનો શ્રેષ્ઠ દાખલો જે છે એ પરીક્ષિત રાજા. એના જેવો કોઈ શ્રોતા નથી એવું કહેવામાં આવે છે. સુખદેવજી એને જ્યારે શ્રીમદ ભાગવત સંભળાવવા બેઠા હતા યમુનાના કિનારે મંડપ કરેલો હતો. ત્યારે એ એને સાત દિવસની અંદર જ એનું મૃત્યુ થવાનું હતું. પેલા નાગ એને કરડવાનો હતો; અને બધી વાત આવી આવી એટલે તો એ બેસી ગયો કારણ કે એને મૃત્યુ આવી રીતે આવે એ તો બરાબર હતું પણ એને પોતાનું આત્મકલ્યાણ કરવું હતું. એટલે સુખદેવજી પધાર્યા અને પછી આ પરીક્ષિત રાજા બેઠા ગંગાના કિનારે.
અને સાત દિવસમાં એ રીતે શ્રવણ કરતાં કરતાં છેલ્લા દિવસે કુદરત એક્ઝામિનેશન આવી ગઈ એ લોકોની, કેટ કરતાય જબરી એવો ભયંકર મોટો વંટોળીયો ઉઠ્યો ત્યાં આગળ. તો ત્યાં બેઠેલા સુખદેવજીના પિતાશ્રી વ્યાસ મુનિ કે જે આ બધા વેદોના પણ જ્ઞાતા હતા અને રચયિતા હતા. અને કેટલા બધા મહાભારત, શાસ્ત્રો, પુરાણો બધાના એના સહિત બીજા બેઠેલા તમામ લોકો ભાગી ગયા. એવો ભયંકર વંટોળ થયો. મંડપ બધું ઉડી ગયું. બેઠા હતા પેલા બે, કોણ ? સુખદેવજી અને પરીક્ષિત. આને કહેવાય વક્તા અને આને કહેવાય શ્રોતા. સમજાય છે કઈ આપણે એ કક્ષાએ પહોંચવાનું છે. કઈ ખ્યાલ આવે છે. સ્ટાન્ડર્ડ બહુ ઊંચું છે આપણું.
૨. કીર્તન : શ્રેષ્ઠ કીર્તન કોણ કરતું હતું ?તો કે સુખદેવજી કરતા હતા. થોડાક મોડર્ન ટાઈમ્સની અંદર સૌથી જેને કહેવાય એક્ઝોલ્ટેડ બીંઈગ ચૈતન્ય મહાપ્રભુ. ગૌપા, બંગાળની અંદર થઈ ગયા. એના જેવું અદભુત કીર્તન તો કે અલભ્ય છે એ વસ્તુઓ પણ એમ કે તો એવું કીર્તન હોવું જોઈએ. પછી વિચાર કરવાનો કે હા આપણું કંઈક થશે. આપણે એ કક્ષાએ પહોંચવું પડશે.
૩.સ્મરણ : કોણ કરતું હતું ? તો કે પ્રહલાદજી કરતા હતા. કોનું કરતા હતા ? વિષ્ણુનું કરતા. સર્વ જગતમ વિષ્ણુમયમ બસ એમને તો આ એક જ વસ્તુ પકડી રાખી હતી .પછી એમના પિતાશ્રી હિરણ્યકશ્યપુ એમને ઝેર આપ્યું. તેમને એ અન્ન છે તેમાં પણ વિષ્ણુ દેખાય, ઝેરની અંદર. તો એ ઝેર એમના માટે અમૃત બની ગયું. કેમ કે વિષ્ણુ તો અમૃત સ્વરૂપ જ હોય ને! એમને અસર કરી શક્યું નહીં એ ઝેર. એવી પ્રકારે એને કેટલાય એમ કે વૃક્ષો પરથી નાખ્યા. ઓલા પર્વત પરથી નાખ્યા. બધી બધી યાતનાઓ અને પીડાઓ બધી જ આપી અને શુક્રાચાર્યને બોલાયા છેવટે એમને વિદ્યા હતી એમના પાસે કે મુખેથી અગ્નિ એવી રીતના એ કાઢી શકતા હતા શુક્રાચાર્ય. તો એ અગ્નિ એમણે પ્રહલાદને સળગાવી મૂકવા માટે થઈને એમ કે બહાર કાઢ્યો. પણ પ્રહલાદજીને તો અગ્નિમાં પણ વિષ્ણુ ભગવાન દેખાતા હતા. પરિણામ શું આવ્યું ?
તો કે શુક્રાચાર્ય ખુદ બળવા માંડ્યા. અને એમણે પ્રાર્થના કરી કે મને તું બચાય ભાઈ હું બળી જઈશ. તો એટલી તીવ્રતા; એટલી ઉત્કૃષ્ટતા સ્મરણની એમને ક્ષણ માત્ર માટે પણ છોડ્યું નહીં હતું. એટલા માટે સ્મરણ, પ્રહલાદજી જેવું હોય.
૪.અર્ચન : તો પૃથુ નામના એક રાજા થઈ ગયા હતા. એમણે જે પૂજા કરી હતી, સર્વશ્રેષ્ઠ પૂજા કરી હતી. એના જેવી પૂજા કોઈએ પણ ભગવાનની જાણે કે કરી જ નથી આજ દિન સુધી એટલા માટે એનું નામ લેવાય છે. અને આખી પૃથ્વીના એ રાજા બની ગયા હતા એક ટાઈમે.
૫.વંદન : કોને કર્યા હતા ? સૌથી સુંદર અને શ્રેષ્ઠ વંદન કરતા જે કોઈ હોય તો એ અક્રૂરજી હતા. બેસ્ટ એક્ઝામ્પલ. ભગવાન શ્રીકૃષ્ણને એમને જે રીતે વંદન કર્યા હતા એવા વંદન કોઈએ ક્યારેય કોઈને કર્યા જ નથી. એટલે આપણી સામે આ બધા એક્ઝામ્પલ છે. ૬. દાસ્ય : ભક્તિ કોણે કરી ? હનુમાન. તમારી સેવામાં મોજુદ છે. દિવસ રાત મોજુદ છે. અહિયાં આગળ થોડુંક તો એની પર ધ્યાન આપો. બસ કામ થઈ જશે. ૭. સાખ્ય : છેલ્લી ભક્તિનો જે પ્રકાર છે આઠમી છેલ્લાથી પેલી તો એ જે છે તે અર્જુન, સાખ્ય ભક્તિ. સાખ્ય, શ્રવણ કીર્તન, સ્મરણ અર્ચન, વંદન અક્રૂરજી, દાસ્ય, સાખ્ય.
હવે છેલ્લી આવશે એ અત્યારે મારી પાસે નથી. પણ ધેર ઇસ વન થિંગ તો આ એ છે સાખ્ય ભક્તિ તમને અર્જુને કરી હતી. ભગવાન શ્રીકૃષ્ણના સાથે એના જેવું કોઈ કેમ કે સાખ્ય ભાવ ધરાવતો કોઈ હતું નહીં. ફાઇનલી ધેર ઈસ.
૯.આત્મનિવેદન : બલિરાજા. સમગ્ર પૃથ્વી એમને આપી દેવાની આવી, ભગવાનને સાષ્ટાંગ દંડવત કર્યા; ભગવાને એમની ઉપરથી ચાલીને ગયા; સાડા ત્રણ ડગલામાં બધું પૂરું કરી નાખ્યો પ્રોગ્રામ એમનો. એટલે આપણે ઈચ્છીએ કે આપણો પણ પ્રોગ્રામ આવી રીતે પૂરો થઈ જાય સાડા ત્રણ ડગલાની અંદર.
પ્રશ્નકર્તા : સાહેબ આ અક્રૂરજીની જે વાત કરીને વંદનની એ વંદન કયા પ્રકારનું ? અમને ખબર નથી. અક્રૂરજી એ જે પ્રભુને વંદન કર્યા હતા તે એમને જ્યારથી એ અક્રૂરજી એમને મળવા ગયા ત્યારે, એમના દિલની અંદર એ ભાવ લઈને ગયેલા હતા કે આ જ મારા પરમાત્મા છે. ત્યારે એમને પરમાત્મા પદની કે શ્રીકૃષ્ણની કે કોઈની કઈ જ ખબર હતી નહીં. જેમ કે દાખલા તરીકે, તમે અત્યારે મોદી સાહેબને મળવા જાવ બરાબર પહેલી વખત. તમને ખબર છે કે આ તો બહુ મોટા સાહેબ છે આમ છે તો તમે અમુક રીતનું એમના સાથે વર્તન કરી દેશો. પણ દાખલા તરીકે, કોઈ સાવજ અજાણી વ્યક્તિને તમે મળવા જાવ છો અને ત્યાં જઈને તમે જે વંદન એમને કરો છો; અને તે વખતે જો તમારો આત્મભાવ જાળવીને તમે તેના આત્માને વંદન પરમાત્મા રૂપે કરો છો, તેવા વંદન એમણે કર્યા હતા એમ કહે છે.
પાદ સેવન : એક જે ચોથું બાકી છે તે પ્રભુના ચરણોમાં સમર્પિત થઈ અને પ્રભુની આજ્ઞાનું હૃદયપૂર્વક પાલન કરવું એ એક પ્રકાર છે ભક્તિનો એને પાદ સેવન કહેવામાં આવે છે.
ધ્યાન સાધના : થોડોક સમય આપણે સ્થિર થઈએ. ક્લોઝ યોર આઈસ. તમારા શ્વાસ ઉપર હળવેથી ધ્યાન આપો. ઇનહેલ એન્ડ એક્સેલ, ઇનહેલ એન્ડ એક્સેલ. ઇનહેલ વિજ્ઞાન એક્સેલ અજ્ઞાન. ઇનહેલ કૈવલ્ય એક્સેલ અહંકાર. ઇનહેલ કૈવલ્ય એક્સેલ અહંકાર. please continue like never before right here right now you want to obtain your atmosphere. ઓલ યુ હેવ ટુ ડૂ ઇસ. એક્સેલ યોર અહંકાર સો કંટીન્યુ બ્રીધિંગ ઓન ઇનહેલિંગ કૈવલ્ય જ્ઞાન એન્ડ એક્સેલિંગ અહંકાર ઓન પ્લીઝ કંટીન્યુ. હે પરમાત્મા ! આ શરીર, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, પ્રાણ, અજ્ઞાન અને સમગ્ર સંસાર ભાવ આપ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સદાકાળ માટે શાશ્વત સમર્પણ કરું છું.
પ્રત્યેક જીવનની પ્રત્યેક અવસ્થામાં, વાણી, વિચાર અને વર્તનથી થયેલા પ્રત્યેક કર્મ દોષોને સમર્પણ કરું છું. જીવંત તથા મૃત્, સર્વ પ્રત્યે થયેલા દોષો, પ્રત્યક્ષ અગર પ્રત્યક્ષ દોષો ની મને ક્ષમા આપો, ક્ષમા આપો, ક્ષમા આપો.
હવે મને મારા પરમાત્મા સ્વરૂપમાં જ નિરંતર રહેવાની પરમ શક્તિઓ પ્રાપ્ત થાઓ, પ્રાપ્ત થાઓ,પ્રાપ્ત થાઓ. બી અવેર ઓફ યોર બ્રેથ. બી અવેર ઓફ યોર બોડી. યુ આર ફૂલ ઓફ લાઈટ, લાઈફ એન્ડ લવ. એવરી સેલ ઓફ યોર બોડી, ઓફ યોર માઇન્ડ ઇસ ફૂલ ઓફ લાઈફ,લાઈટ એન્ડ લવ. કંટીન્યુ ફિલિંગ ડિવિનિટી વિધિન યુ. જસ્ટ બી continue being with this awareness. also become aware of your body. વેરી વેરી જેન્ટલી ઓપન યોર આઈસ. વેરી વેરી જેન્ટલી ઓપન યોર આઈસ. મસાજ યોર ફેસ એન્ડ સ્કlલપ. tap your body specially liver and your both kidney. Your heart, Your lungs, your hands and your legs. જસ્ટ સ્માઈલ,યુ નો ધેટ યુ આર ધેટ.
હંમેશા આપણને બધાને બહુ ગૂંચવાડા થાય. કર્મ એ શું ? તો કે ભડકી જઈએ આપણે. પેલા સ્પેનની હાર્ડ હોય ને તો તે લોકો બધા શું કરે ? કે આમ એક બહુ મોટો પેલો આખલા જેવું કંઈક લાવતા હોય છે. અને એની લડાઈ કરતા હોય. આગળ સફેદ લાલ કપડું રાખે આમ આમ કરે, આખલો દોડે આવું ચાલ્યા કરે. એટલે આ પ્રત્યેક કર્મ ખરેખર તો આવી રીતે પાછળ પડતું હોય છે આપણી. એટલે આપણે આ કર્મ જે છે તે સંસાર ભોગવવા માત્રનું સાધન છે. એટલે એ આવરણ છે. એ ખોળ છે આપણે પહેરેલી આ બોડી જે છે તે કેમ કે નહીં તો આપણે કર્મ ભોગવી ન શકતા. આત્માની અંદર એવા કોઈ સંવેદનો નથી કે આ વસ્તુઓને ને એ બધા એ જાણે છે, એ અનુભવે છે. પણ જે રીતે ઇન્દ્રિયો એને જાણે છે એવી રીતના આત્મા કરતો નથી. ડાયરેક્ટ આ બધું કોઈ અંદર એટલા માટે આ આપણને હ્યુમન બોડી પહેરવાની જરૂર પડી છે. એને આપણે પહેરી લીધું કેમ કે આપણે હ્યુમન બનવું છે.
કોઈને એવું થાય કોઈને થાય ને કે હું બસ હવે પછીના ટાઈમની અંદર એક આલસે ડોગ બનું કે મસ્ત સરસ મજાના એમ કે બંગલાની અંદર રહું, કે બાર 13 વર્ષનું લાઈફ તો કે બહુ થઈ ગયું છે. પછી એવી રોયલ લાઈફ હોય કે આપણે એવા બંગલાની અંદર હોઈએ. આવા જે કરેલા ભાવ હોય છે ને તે પછી એને આવી રીતે ત્યાં લઈ જતા હોય છે. પણ પછી હવે કોઈકનો ઘોડો હોય દાખલા તરીકે, હ્યુમન ટચમાં રહેવાના કારણે એનામાં એક પ્રકારની એફિનિટી એવી ડેવલોપ થાય, એવી ડેવલોપ થાય. એને સમજ નથી પણ એની સંવેદનાઓ એવી રીતે કાર્ય કરતી થઈ જાય. એનું એક બહુ સુંદર કંઈક હતું. બ્લેક બ્યુટી કે એવું કઈક સરસ કોઈ પિક્ચરની અંદર એક ઘોડા વિશે એવું બતાવ્યું કે એના ત્રણ થી ચાર જેટલા માલિકો બદલાતા જાય છે. પહેલી તો એક બહુ સરસ છોકરી સાથે એને ગોઠવણી થાય છે. પછી એક થોડો ક્રૂરલ માણસના કોન્ટેક્ટમાં આવે છે, કારણ કે એને પર્ચેસ કરી લે છે.
પણ પછી એની પાસે લાંબો સમય પૈસા રહેતા નથી. એટલે એ પણ એને વેચી નાખવું પડે છે. સો સીરીઝ ઓફ એક્સપિરિયન્સ માંથી એ ઘોડી પસાર થાય છે. પણ એને જે પ્રેમ અને કરુણા જે પહેલી છોકરીએ જે એના પ્રત્યે બતાવી હતી. એવી કોઈએ બતાવી નહીં હતી. તો જીવન અંતકાળ સુધી એ એને શોધતી હોય છે. આ બધી છોકરી પણ પોતાની કરિયર બનાવવાના પેલા એની અંદર એટલી બધી ઓતપ્રોત હોય છે. અને એની પાસે આ આવો મોંઘો ઘોડો ખરીદવાના પૈસા પણ નથી હોતા. તો એ ત્યાં આગળ એની રાહ જોતી હોય છે. આ ઘોડી પેલીને મળવાની રાહ જોતી હોય છે. આ છોકરી પેલીને મળવાની રાહ જોતી હોય છે. કહેવાનો મતલબ કે આવી એફિનિટી આવો પ્રેમ અને જ્યારે પછી છેલ્લે બે જણા મળે છે. એ પિક્ચરની એમ કે વાર્તા છે કહેવાનો અહીં મારો ભાવાર્થ એ છે કે જ્યારે આવા પ્રકારની ક્લોઝનેસ જ્યારે કોઈ એનિમલ અને હ્યુમન પ્રત્યે ડેવલપ થાય છે.
યકીન માનો નેક્સ્ટ બર્થ એનો હ્યુમનમાં જ થતો હોય. એન્ડ ધેટ ઇસ હાઉ આપણે બધા જ અહિયાં આવ્યા અને બેઠા છીએ પશુપતિનાથ. બાકી તો બધા મનુષ્ય રૂપે પ્રકાશ બે પગ ઉપર ચાલનારા બધા પશુઓ જ છે. વાસ્તવિકતા જુઓ તમે વૃત્તિઓને સામે જોશો; તો તમને આવું જ દેખાશે. પણ તમે એ પશુને ના જોતા એના પતિ જે બેઠા છે અંદર નાથ, તેને તમે જોજો. આત્માને વંદન કરવાનું ચૂકતા નહીં. કારણ કે જેટલાને આત્મા વંદન કરવાનું ચૂકો છો એટલા ક્લેમ ઊભા છે તમારે, એને નેક્સ્ટ બર્થમાં એ તમારે રીપે કરવા જ પડશે. અને નેક્સ્ટ બર્થ માં જો ના કરી શક્યા કારણ કે એ કદાચ આવી રીતના પાછો માનો કે ડોગ બનવા ગયો. એટલે પછી એને માણસ બનવાની અંદર આઠ જન્મ લાગી ગયા બીજા. તો તમારે પણ એટલી જ રાહ જોવી પડશે. કારણ કે એનો ક્લેમ ઊભો છે તમે જીવન મુક્ત બનવાના કિનારે જઈને બેઠા હશો પણ તમારે પલાઠી વાળીને તું આવે એની રાહ જોવી પડશે.
આવું ઘણી જગ્યાએ બન્યું છે મેં જોયું છે.
કર્મ જે છે એ વાસ્તવમાં મળ છે. શું છે? મેલ છે. કચરો જ છે. એવું જ્યારે તમે જાણશો ત્યારે કર્મ કરવામાં જે આસક્તિ છે તે તમારી તૂટી જશે. અત્યારે તો આપણને બહુ સારું લાગે ચલોને આપણે આવું કરીએ, ચલોને આપણે આવું કરીએ એમ થાય છે ને. ખરેખર આવું હોઈ શકે ? આપણને એવું થતું હોય છે.તો પ્રેમ અનુભવો તમે.
સાર્વત્રિક પ્રેમ બધાના માટે ઇન જનરલ જે બી સુંદર રીતે તમે જીવન કરી શકતા હોય એવા પ્રમાણે જીવવું જોઈએ. અહિયાં આગળ આપણે દાખલામાં જોયું હતું આગળ કે અહિયાં આત્મા છે, એ શુદ્ધ ચૈતન્ય છે. એમાં જ્ઞાન દર્શન નામની શક્તિ છે. તો આ જે શક્તિ છે એને આ પ્રજ્ઞા કહેવામાં આવે છે. ઋતુંબરા. પ્રજ્ઞા. અને આ અહંકાર ને જે શક્તિઓ પ્રાપ્ત થાય છે આની એના કારણે એ જે થઈને આ બધું કાર્ય કરી શકનારી શક્તિઓ જે બધી પેદા થાય છે તેને કહે છે અજ્ઞાન.
અજ્ઞા અને પ્રજ્ઞા બે શક્તિઓ છે. હવે જો શુદ્ધ ચિત્ત હશે તો તમને એ આત્મા તરફ દોરી જશે અને અશુદ્ધ ચિત્ત હશે તો એ સંસાર તરફ દોરી જશે. વાસ્તવની અંદર આ ચિત્ત છે એ મધ્યસ્થી છે. ઇન બીટવીન. તમારો સાંધો. જે શોધો છો ને આત્મા અને અનાત્માના વચ્ચેનો કે બે ને જોડી રાખનારું કોણ છે ? બે સાથે રાખનારું કોણ છે ? તો કે આ જ છે. અને આ ભટકતી પ્રજા છે. એટલે એને પહેલા તો કાબુ કરવી પડે. એ ક્યારે કાબુ થાય ? જ્યારે એને આની વિશાળતા અને મહાનતાનું જ્યારે ભાન થાય છે. ભાન થાય છે ! ત્યારે એ ટેવાસે. આ પણ ઘોડા જેવી જ છે હાલત. એટલે તમારા ચિત્તને તમારે ધીરે ધીરે ધીરે આત્માની મહાનતા વિશે કે વાતો કરવાની તમારે જાતે જ બેસીને એના વિચાર કરવાનો, ખૂબ ચિંતન કરો, મનન કરો, શ્રવણ કરો, નિધિધ્યાસન કરો, આત્માના ગુણો જે કંઈ છે તે બધા તમે જુઓ કે ભાઈ આ તો જો આવો છે.
નિર્વિકલ્પ છે. અકલ્પ્ય છે. અસંગ છે. ઉર્જા છે. એક જાતની નિરામય છે. સંપૂર્ણ છે.
મારી પાસે અહિયાં એક બહુ મોટું લિસ્ટ છે. એક દિવસ બેસીને બધું કર્યું કે આત્માના કેટલા બધા ગુણો છે, તો કે જ્ઞાન, દર્શન અને ચારિત્ર એટલે કે અનંત જ્ઞાન, અનંત દર્શન અને અનંત શક્તિ આ ત્રણ આત્માના મુખ્ય ગુણો છે. જ્યારે તમે આત્મા શબ્દ સમજીએ તો એક સંજ્ઞા રૂપે છે. એ શબ્દ રૂપે છે. જ્યારે કોઈ આત્મા કહે છે ત્યારે તમે માત્ર એને એક સંવેદના રૂપે લો છો એને. વાસ્તવિકતાની અંદર એ એવું છે એક વિરાટ, એક અસીમ, એક અમાપ કયું ? તો કે જે પેલા અર્જુને જોયું હતું તે. તે આત્મા છે. તે પરમાત્મા છે. તો એ અનંત જ્ઞાન, અનંત દર્શન ને અનંત શક્તિ બધું ઓલ ઇન ઓલ જ હોય એની અંદર જ બધું હોય. તો એવા બધા ગુણો છે એના તો કે સદાકાળ હોય. પછી એ શુદ્ધ જ હોય. એની અંદર ક્યારેય અશુદ્ધિ આવી શકે નહીં. કોઈના પણ આત્માની અંદર ક્યારેય અશુદ્ધિ આવી શકે નહીં.
એ અનાત્મા ક્યારેય પણ થઈ શકે નહીં. એ સ્વ પર પ્રકાશક હોય. અન્યને પણ પ્રકાશ આપે. પોતે જાતે તો સેલ્ફ લ્યુમિનિયસ છે જ.
આખો જે સંસાર ઊભું થાય છે તે બધાને ઉર્જા-એનર્જી આપે છે. પરમાનંદ હોય આત્મા એટલે બીજું કંઈ નથી. નિર્વિકલ્પ આવી ગયું છે. નિરાગી હોય.એનામાં કોઈ રાગ ના હોય કે દ્વેષ ના હોય. નિર્વિકારી હોય. એનામાં ક્યારેય કોઈ વિકાર હોઈ શકે નહીં. એ કેવો હોય તો કે ચૈતન્ય ઘન સ્વરૂપ. આ ચૈતન્યના તમે ટુકડા ના કરી શક્યા. કોઈ ઇલેક્ટ્રિસિટીના ટુકડા કરે! તમને લાગે છે એવું એવું કઈ સાધન બની શકે ? એવું લાગે છે કે ઇલેક્ટ્રિસિટી હોય તો એને આમ કાપી નાખે. આમ ટુકડા કરી નાખે શક્ય નથી. રાઈટ તો એ પ્રમાણે એ ચૈતન્ય ઘન સ્વરૂપ છે. એ ચૈતન્ય છે અને છતાં એ ઘન છે. અને એટલું બધું ઠોસ છે કે એમાં કશું જ પેસી શકે એવું નથી. અને છતાં એટલું બધું સૂક્ષ્મ પણ છે કે જડ વસ્તુ તો એમાં પ્રવેશી શકતી જ નથી. પણ છતાંય કહેવામાં આવે છે કર વિચાર તો પામ. તો તમારે વિચાર કરવાનો કોનો કેવળ આત્માનો વિચાર કરવાનો, શ્રીમદ રાજચંદ્ર આપણને એવું કહેવા માંગતા હતા કે તું જો આત્માનો વિચાર કરીશ તો જ તું આત્માને પામીશ.
તું બીજા વિચારો કરીશ તો તું નહીં પામે એવું એમને તે વખતે કહ્યું નહીં; પછી બધું ચાલ્યું આમાં ટોળું જાય ને.
પછી એ કેવું છે તો કે અજર છે. તો કે આત્માને જન્મ નથી, મૃત્યુ નથી, જરા નથી. વ્યાધિ નથી. આત્માની અંદર કોઈ બીમારી હોય નહીં. એને કોઈ દિવસ કેન્સર જ ના થાય બોલો, છે ને મજાની વાત. તો તમે એમ કહો કે હું આત્મા છું તો તમે છો પછી તમને ક્યારેય કેન્સર સંભવી ના શકે. અને જો આ વિચાર આ વસ્તુને પકડીને વળગીને જો રહેશે તો એને ક્યારેય એ વસ્તુ થશે જ નહીં. એવો રોગ એની અંદર પ્રવેશી જ નહીં શકે. અને જો એના દેહની અંદર મોજુદ હશે તો એનો ભોગવટાનો કાળ પૂરો થતાં પહેલા એને જતાં રહેવું પડશે. ભાગી જવું પડશે. અને આવું આજે નહીં કેટલાય જગ્યાએ બનેલું છે કે એટલા બધા જેને કહેવાય બીમાર હાલતની અંદર મુકાયેલા મનુષ્યોએ જ્યારે કોઈ એક એફર્મેશન, કોઈ એક શબ્દ, કોઈ એક ની શક્તિ પકડીને જ્યારે લોકો બેઠા છે તો મુશ્કેલ બીમારીમાંથી પણ એ લોકો બહાર બધા નીકળેલા જ છે.
અહીં દાખલો મોજુદ જ છે આપણે કંઈ બહુ દૂર જવાની જરૂર નથી.
પછી અમર છે. તો આત્માને જો જન્મ જ નથી તો એને મરણ પણ નથી એટલા માટે આત્મા હંમેશા અમર છે. અચ્યુત છે. અચ્યુત શબ્દ શ્રીકૃષ્ણ માટે પણ વપરાયો હતો. તો અચ્યુત શબ્દ છે. અચ્યુત મતલબ જેને ચ્યુત કરી ના શકાય, મતલબ હલાવી ના શકાય. આત્મા ક્યારેય હાલે નહીં. હું સ્થિર છું; કારણ કે હું જગતનો આધાર છું. હું છું તો આ જગત છે. એવું જે પકડીને બેઠેલો છે એને આત્મા કહેવામાં આવે છે.
અક્ષય છે. અક્ષય એટલે જેનો ક્ષય ના થાય એને ટીબી ના થાય. લોખંડને ટીબી થાય છે આજકાલ તો આપણે પેલું પેઇન્ટિંગ બધું કરી દઈએ તો એશિયન પેઇન્ટથી તો પાછું થોડુંક દિવસ અટકી જાય.વળી પાછું પ્રોસેસ ચાલુ કેમિકલ હોય એટલે બરાબર. પણ આત્માની અંદર કોઈ દિવસ ક્ષય થતો નથી મતલબ એને કહેવાય અક્ષય છે.
અવ્યય છે. અવ્યય થતો નથી. તમે એને વાપરી ના શકો. લોકો બધા આત્માનું નામ વાપરીને બધું કરી રહ્યા છે, સંસારમાં,વ્યવહારમાં આટલું બધું કરી રહ્યા છે. કેટલું બધું વાપરી રહ્યા છે ભગવાનના નામે વેપાર. ઓ માય ગોડ. પણ તોય એ જરાય ઓછો થયો નથી. એ જેટલો છે ને એટલો જ રહ્યો છે આત્મા. કારણ કે એને આ બધા જોડે કોઈ લેવા દેવા નથી.
અરૂપી છે. આત્માનું પોતાનું સ્વતંત્ર રૂપ છે યાદ રાખો. પણ એનું રૂપ જેને આપણે જડ દ્રવ્યનું રૂપ સમજીએ છીએ તેવું રૂપ હોતું નથી. એટલા માટે એને અરૂપી કહેવામાં આવે છે. પોતાનું સ્વતંત્રરૂપે એ રહેલો છે, એ છે જ બસ. એને આકાર બી છે; અને રૂપ પણ છે. પણ કેવો આકાર! તો કે આત્માકાર. એના જેવું કોઈ નહીં બીજું. એની કોઈ ઉપમા જ નથી. એનું રૂપ કેવું તો કે બસ અરૂપ છે. પણ એનું રૂપ તો છે એ અરૂપ હોવા છતાં પણ એનું રૂપ છે. મતલબ અતિશય વિરોધાભાસ હોવા છતાં પણ આ વસ્તુ શિવ મહિમમાં કહેલી છે. અતિશય વિરોધાભાસી વસ્તુઓ સાથે એનું વર્ણન કરવામાં આવ્યું કે હે ભગવાન શિવ ! તમે તો આવા પણ છો અને આવા પણ છો.
અવ્યાબાધ સ્વરૂપ છો. અવ્યાબાદ શબ્દ પણ એક બહુ સમજવા જેવો છે, કે જૈન ટર્મિનોલોજીમાં આવે કે જેને કોઈ બાંધી ના શકે. કશું જ એને બાંધી શકે એવું નથી. આ સંસારની અંદર એવું કઈ બન્યું નથી. ક્યારેય બનવાનું નથી. કોઈ વિચારવાનું નથી. કોઈ તો આત્માને કોઈ બાંધી શકે નહી. આત્મા કઈ બકરી થોડી છે કે બાંધી દેવાય.
ટાંકોત્કીણ, જેને કીધું ને ચૈતન્ય ઘન સ્વરૂપ એટલે એની અંદર કશું જ બેસી શકે નહીં, તમારા કે કોઈના વિચારો પણ. તમારા આત્માને કંઈ કરી શકે નહીં. એ સૂક્ષ્મતમ છે. પછી અનંતકાળથી ઊભી થયેલી અનંત અવસ્થાઓ છે. પણ એની અંદર એ કેવો છે તો કે એક સરખો છે. એનામાં કોઈ પણ અશુદ્ધિ પેદા થઈ નથી એટલે કે સર્વાંગ શુદ્ધ છે. એને કોઈપણ પ્રકારના કર્મો, ચાર પ્રકારના કર્મો કીધા છે. જ્ઞાનાવર્ણીય,દર્શનાવર્ણીય એટલે જે જ્ઞાન ઉપર આવરણ લાવનારા છે. કોઈ માણસ જ્ઞાનની વાત કરતો હોય અને કોઈ એને જઈને કહે કે આવું તો કઈ હોતું હશે? એટલે શું થયું? એને જ્ઞાન ઉપર અંતરાય પાડ્યો. જ્ઞાન ગ્રહણ કરવાના બદલે એ જ્ઞાન ઉપર એક તો એને શંકા પણ કરી અને એને એટેક પણ કર્યું. પરિણામ શું થયું? એના જ્ઞાન ઉપર એક અહંકારનું આવરણ આવી ગયું એટલે એને કીધું જ્ઞાનાવર્ણીય.
એવી રીતે દર્શનાવર્ણીય. કોઈક તમને બતાવતું હોય કે જો પેલું મેઘધનુષ દેખાય છે. પણ બાકીના પાંચ જણા કહેતા હોય કે હા બરાબર છે. બહુ સરસ કેવું દેખાય છે. અને એક જણ ત્યાં આગળ આવીને એમ કે અરે ક્યાં છે મેઘધનુષ. બધા પાંચે પાંચ પાગલ છો, કે આ એક જ ડાયો તમે બધા પાંચે પાગલ છો! ટાઈમ પાસ કરો છો ચલો કે પાછા અંદર. દર્શનાવર્ણીય કર્મ ત્યાં આગળે બંધાય જાય છે.
તો જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય. પછી કીધું ચારિત્ર મોહનીય.આપણે જાણતા ના હોઈએ અને જો કોઈના ચારિત્ર વિશે આપણે કોઈક વાત કરી બેસીએ કે કોઈકે કઈક વાત કરી હોય ને આપણે એમાં હા એ હા કરી બેસીએ ત્યારે ઉત્પન્ન થનારું કર્મ એ ચારિત્ર મોહનીય કર્મ છે. એ ચારિત્રને ઉપર ડાઘ લાવનારું છે. આજે તમે કોઈકના ચારિત્ર પર શંકા કરી છે,આવતી કાલે કોઈક આંગળી કરનારું ઊભો થશે. કેટલાક કર્મો ઘાતી કર્મો છે. અને કેટલાક અઘાતી કર્મો છે. તો આ ચાર અને ચોથું મોટું જે કર્મ છે એ અંતરાય કર્મ.
અંતરાય કર્મ એટલે કેવું હોય ? કે દાખલા તરીકે સાહેબ છે, તો પ્રણવભાઈને થોડાક રૂપિયા આપતા હોય. કોઈક બાબતે કે ભાઈ ગમે તે કારણ હતું. આઈ ડોન્ટ નો પણ હું ત્યાં આગળ જો મોજુદ હોય ત્યાં આગળ જઈને એમને એમ કહું આટલા બધા તો અપાતા હશે. એમને તો આટલા બસ થઈ ગયા. હવે શું થયું? કે એ આ બે જણના વચ્ચેના જે ટ્રાન્જેક્શન હતું, શું હતું એ વિશે હું તો જાણતો નથી. મને ખબર નથી. એમના બંનેના પૂરીષકમાં બંને શું પૂરીને લઈ આવેલા છે અને મેં અહીંયા દોઢડાપણ કરી. આડખીલી અંદર મારીને એમને કીધું,પરિણામે એ કોઈ કારણસર મારી વાત સાથે એ એગ્રી થઈ ગયા. નોર્મલ ટ્રાન્જેક્શનમાં તો એવું થવાનું કે એમને આપવાના છે એટલા એ આપી જ દેશે. પણ અહીંયા આગળ અન્ડર માય ઇન્ફ્લુએન્સ એ જો પૈસા ઓછા આપી દેશે. તે વખતે કે આમને જે કઈ અંદર સંતાપ ઊભો થાય. એટલો જ એને પણ આગળ ઊભો કરવાનો થવાનો એને સહન કરવાનો વખત આવશે.
તો એને અંતરાય કર્મ કહેવામાં આવે છે.
તો આ ચારેય કર્મો જે છે એ ઘાતી કર્મ મતલબ આત્માનો ઘાત કરનારા છે. મતલબ આત્માની જાગૃતિ ઉપર અંતરાય લાવનારા કર્મો છે. એને ઢાંકી દેનારા છે જાગૃતિને. આત્મજાગૃતિ, આત્મભાન જે પ્રગટતું હોય ધીરે ધીરે ધીરે કરીને એને ઓછું કરી નાખે છે. એવા ખતરનાક કર્મો આ ચાર ઘાતી કર્મો.
અઘાતી કર્મો કેવા છે એ થોડાક બધા જરાક જુદી જાતના છે. અને એ એટલા બધા આપણને જેને કહેવાય કે આત્માની અંદર નુકસાનકારક નથી નામ કર્મો છે, ગોત્ર કર્મો છે એવા બધા બાકીના પણ કર્મો છે. તો જ આ બધા જ એ કર્મોને વિશેની વાત કરી આપણે. આત્મા પોતે કેવો છે કે અનંત સુખનું ધામ છે. એની અંદર અપાર સુખ છે બસ. તમે એની અંદર નિત્ય નિરંતર રહો. તમારે ક્યાંય જવાની જરૂર નથી. કોઈ એના જેવી કોઈ મોટી હોટલ જ નથી મસ્ત.
એ પોતે કેવો છે ? તો કે પરમ જ્યોતિ સ્વરૂપ છે. પરમ જ્યોતિ. સવારમાં આપણે વાત કરી હતી પરમ જ્યોતિની. એ પરમ જ્યોતિ સ્વરૂપ છે.
એ પછી અગુરુલઘુ છે. એટલે એ ગુરુ નથી. અને એ લઘુ પણ નથી. એને જ્યારે જે રીતે સ્વરૂપે જેવી રીતે રહેવું હોય તેવી રીતે રહી શકે, બની શકે એવા પ્રકારનું છે એટલા માટે એને એવું કીધું. એ કેવું છે તો કે માત્ર જ્ઞાતા છે અને દ્રષ્ટા છે. જ્ઞાન અને દર્શન બેના કારણે ઉત્પન્ન થનાર જે છે તે કે જ્ઞાતા અને દ્રષ્ટા. જન્મ મરણથી મુક્ત છે, કારણ કે એ અમર છે. પ્રકૃતિથી સદાય મુક્ત છે, કારણ કે એ આત્મા છે. પ્રકૃતિ એને કંઈ કરી શકે નહીં. આત્મા પોતે સ્વતંત્ર છે. પાર્વતી ક્યારેય શિવ પર ફોર્સ કરી શકે નહીં એવી રીતની વાત. શુદ્ધ ચેતન છે એટલે હંમેશા અચળ છે.
બીજું એક બાબત છે તો કે એ નિર્લેપ છે. કોઈપણ પ્રકારનો લેપાયમાન ભાવ, ભાવોથી માણસ લેપાતો હોય સામાન્ય રીતે. અંડર ઇન્ફ્લુએન્સ આવીને કંઈક કરી બેસે છે એવી આપણે જે વાત કરી હતી. તો એ લેપાયમાન ભાવથી હંમેશા નિર્લેપ હોય છે. તો આવો સરસ મજાનો આપણો આત્મા છે. હવે જો વૃત્તિ કે વિચાર, વલણને જો તમે આત્મા થઈને જોશો. તો આત્માની સભાનતા સહિત તમે કંઈ પણ વસ્તુને જોશો. તન્મયાકાર થયા વગર જોશો. નદી જોઈએ એટલે આમ નદીની અંદર આપણે ઘૂસી ગયા હોય એના સાથેની ફિલિંગ નહીં. નદી છે પણ એનો જોનારો હું છું. અને હું આત્મા છું. એ સભાનતા સાથે નદીને જુઓ. જીવનને અનુભવો. એમાં ના નથી, ખોટું નથી. જે જે સમયે જે યોગ્ય છે તે બધું જ તમે કરો તે સમયે. કોઈ બાધ નથી; પણ પ્રત્યેક ક્ષણે, પ્રત્યેક પળે તમે કેવળ આત્મા જ છો, કેવળ આત્મા જ છો, અને કેવળ આત્મા જ છો.
આ લક્ષ્ય, અનુભવ અને પ્રતીતિ ત્રણેય નિરંતર રહેવા જરૂરી છે. અને એના માટે શું જરૂરી છે? તો કે અભ્યાસ, અભ્યાસ અને અભ્યાસ.
એક દિવસમાં તમે સાયકલ કે ગાડી ચલાવતા શીખ્યા નથી. અનંતકાળનો અભ્યાસ અધ્યાસ હોવાના કારણે વારેવારે પ્રકૃતિની દિશામાં ખેંચાઈ જવાતું હોય છે બધાથી, અગ્રી. પણ એનું કારણ શું છે ? કે જે પેલી ટેવો જે હતી ને પૂર્વની એ બધાનો હજી ફોર્સ છે. પેલી પૂંછડી કપાયેલી ગરોળીની હોય ને જે હાલ્યા કરે એના જેવું છે. કે તમે એક વખત એને ચાર્જિંગ આપી દીધેલું હતું એટલે હાજી તો એ ચાલ્યા જ કરે છે હાલવાનું બરાબર છે. તો એ ટેવો ત્યાં આગળ એના કારણે પડેલી છે. અને એ તમને એક્ટિવ છે એવું લાગે છે. વાસ્તવમાં નથી. એટલે જેવું તમે સભાનતાથી આત્માની સભાનતાથી તમે બધી જ વસ્તુઓ જોવાની અને જાણવાની શરૂ કરશો આજથી જ, અત્યારથી જ. રાઈટ હિયર રાઈટ નાવ. એક લક્ષ્ય રાખો કે હું જ આત્મા છુ. હું કેવળ આત્મા જ છું બીજું કંઈ નથી. અને કેવળ છું એટલે શુદ્ધ છું. આ બધા ગુણો વગેરે વગેરે છે તે બધાનું ચિંતન, મનન, નિધિધ્યાસન ભલે કરો.
ખાલી રાખો કે હું કેવળ આત્મા છું.
કેવળ એટલે બસ એના સિવાય બીજું કંઈ જ નથી. હું શુદ્ધ છું. હું પૂર્ણ છું. જે જે બાબતો છે તે આત્મા જ છું. એકનોલેજ કે સામી બીંઈગની અંદર જો એ જીવતું છે તો એની અંદર પણ એ જ છે. નોટ નેસેસરીલી ખાલી માણસ. દરેક લિવિંગ બીંઈગ ની અંદર પણ તમે આત્મા છે એ ભાવનાથી તમે જુઓ એને. એકનોલેજ કરો. એનો સ્વીકાર કરો. એની પ્રકૃતિ એવી અલગ રહો. તમારી પ્રકૃતિનો એની પ્રકૃતિ સાથેનો જે લેણદેણ છે, વ્યવહાર છે, વેપાર છે તેને પૂરો થવા દો સહજ ભાવે. અને એ થઈ રહ્યો છે કુદરત એને કરાવે છે, એના તમે કર્તા નથી. એ થઈ જશે. ભગવાને ત્રણ વાત કરી હતી ગીતાની અંદર કે પહેલા તો તું શું કર ? તો કે કર્મયોગ કર કે.
કર્મયોગ એટલે શું ?તો કે કર્મ તું કર્યે રાખ, તારા દ્વારા જ થવાનું છે આ બધુય એટલે તું કર્યે રાખ પણ એ કર્મનું ફળ તું મને અર્પણ કે આ કર્મ પ્રભુ હું તમને સુચરણોમાં સમર્પણ કરી દઉં છું. એટલે તારી જવાબદારી ગઈ. આવું કરવાથી ભગવાન શું થશે ? તો કે તારી અંદર જ્ઞાન પ્રગટ થશે. શું પ્રગટ થશે ? જ્ઞાન. કેવી રીતે થશે ? તો કે તું તું છે અને હું હું છું એ જ્ઞાન પ્રગટ થશે. કે હું પરમાત્મા છું અને તું મારો ભક્ત છે. એ જ્ઞાન તારામાં પ્રગટ થશે તો ભક્તની પદવી પણ કઈ નાની સુની પદવી નથી. એ ભગતડા કરીને આપણે ભલે બોલાઈ દે બોલતા હોઈએ કોઈકન પણ વાસ્તવની અંદર ભક્ત થવું એટલે બહુ ઉત્કૃષ્ટતાની બાબત છે. એટલે ભક્ત અને ભગવાન એ યુગ ઊભું થશે. હવે શું થશે ? તો ભગવાન ભેરવાયો છે. એવું અમારા સાહેબ કહે છે, કે ભક્તને એને તેડી તેડીને ફરવું પડશે.
શું કરવું પડશે ? તેડી તેડીને, કારણ કે ભક્ત એનો નાનો બાળક છે. પણ એને ફેરવ ફેરવશે ભગવાન તેડીને બધે, બધી અંદર જે કઈ મુશ્કેલી હોય બધામાંથી એને ધીરે ધીરે કરીને બહાર કાઢશે. એને કુદરતી જેમ હમણાં આપણે વાત થઈ કે મનુષ્યના સંસર્ગમાં રહેવાથી પશુને પણ એમ કે મનુષ્યયોની પ્રાપ્ત થાય છે. સેમ વે. ભક્ત જ્યારે ભગવાન સાથે સંસર્ગની અંદર નિરંતર પણે રહે છે, ભક્તિના એની અંદર નવધા ભક્તિ, કીર્તન ભક્તિ જે કંઈ કરે જે પ્રકારે જે એની પ્રકૃતિને અનુકૂળ પડે તેવી રીતે. તો પછી એના અંદર ભગવત ગુણો પ્રગટ થવાના શરૂ થાય છે. ભગવત ગુણો એટલે કયા ? આ બધું એ જેવા આ બધા ઉતરવાના શરૂ થાય ટીપુ ટીપુ ટીપુ ટીપુ કરતાં કરતાં તો એની પાસે તો અનંત શક્તિઓ આવી ગઈ. અનંત સિદ્ધિઓ આવી ગઈ. અનંત જ્ઞાન આવી ગયું હોય. અને છતાંય એ તો પાછો ભક્ત જ હોય.
તો ભક્ત એટલે બહુ બહુ ઉત્કૃષ્ટ સ્થિતિ છે ખરેખર તો આપણે આમ જોવા જઈએ તો. હવે જો આપણે ભૂલથી કોઈકને કહી બેસીએ કે યાર ભગતડો છે યાર જવા દો ને. આપણે શું કર્યું તે વખતે? આપણાથી આવી ભૂલો થઈ છે ? થઈ હતી ? આપણે બાકીનું બધું તો હવે અત્યારે પતી ગયું સમર્પણ થઈ ગયું. આપણે હવે કોઈ લેવા દેવા નથી આપણા કોઈ કર્મો સાથે રાઈટ ? એગ્રી? આપણે કોઈ લેવા દેવા નથી. જે હવે કર્મો જે છે એ બધા તમારી પ્રકૃતિના છે, તમારા નથી. અને આ વાતને તમારે પકડી રાખવાની. જેમ કે પોલીસ આવે અને પૂછે તો તમે એમ કે આ તમે કર્યું ? તો કે ના મેં નથી કર્યું મારી પ્રકૃતિ થી થયું છે. તમારે એવો જવાબ અપાવો જોઈએ આનો કર્તા હું નથી. સમજ્ય !
જ્ઞાન અનંત છે શું છે ? જ્ઞાન અનંત છે અને બધું તમારી અંદર પડેલું છે, ખાલી પ્રયત્ન એ કરવાનો હોય છે આપણે થોડી રાખેલી અને એ બધું બહાર આવવા માંડશે તમારી અંદરથી. ફક્ત તમારો ચેન્જ યોર એટીટ્યુડ. ચેન્જ યોર પરસેપ્શન. ઈટ વિલ ચેન્જ યોર રિયાલિટી. તમારી ખાલી જોવાની જે દ્રષ્ટિ છે, અત્યાર સુધી તમે વ્યવહાર દ્રષ્ટિથી જોતા હતા. સંસાર જોતા હતા. એટલે તમને સંસાર દેખાતો હતો. હવે તમે આત્મા થઈને આત્મદ્રષ્ટિથી સંસારને જુઓ તમને સંસારમાં પણ આત્મા દેખાવા માંડશે. હેવ આઈ સેડ સમથિંગ.
પ્રશ્નો : હું બોલવાનું ટાળું છું. ઘરમાં બોલું. બહાર બહુ ના બોલું. ખાસમાં જ્યારે મારી જાતને ક્લેરીફાય કરવી પડે ત્યારે તેનાથી ઘણીવાર મારી ઈમેજ ઉભી થાય છે. જેનાથી ઘણીવાર તકલીફ પડે છે. ત્યારે એવું થાય છે બોલવા જેવું ન હતું. આ ડાઉટ માંથી દૂર કરો શું કરવાનું?
ઉત્તર : હવે પછીથી આ જેને બી લખ્યું છે નામ નથી. પણ એ સમજી લે કે વાણી, વિચાર અને વર્તન એ ક્યારેય આપણા પોતાના છે નહી. આપણે કોણ છીએ હવે ? આ જે થઈ રહ્યું છે તે કયો ભાગ છે ? તો એ કેવી છે ? પર છે અને પરાધીન છે રાઈટ. હવે આ પરાધીન વસ્તુની અંદર આપણે ડખોડખલ કરવાની જરૂર નથી, કે જે પ્રમાણેનું અંદર પૂરેલું હતું તે પ્રમાણેનું નીકળી રહ્યું છે. બહાર જઈ રહ્યું છે. ખાલી થઈ રહ્યું છે. એને પાછું રોકી રાખવાનો પણ આપણે પ્રયત્ન કરવાની જરૂર નથી. આ ડિસ્ચાર્જ છે. તમને હમણાં જ કીધું કે આ બધા જતા કર્મો છે કારણ કે હવે તમને ખબર પડી ગઈ કે તમે આત્મા છો. તો હવે તમને કર્મ જ નથી. કર્મ બંધન પણ નથી. તમને જો ખબર પડી ગઈ તમે કન્વિન્સ છો અંદરથી ? તો તમને કર્મ બંધન નથી. કેમ કે નિયમ એવું કહે છે મતિ સો ગતિ. તો આ જે કંઈ સમસ્યા ઉભી થયેલી છે.
બોલવાના, વાણી, વિચાર અને વર્તન. તો આ વાણીના દોષોને લગતી બાબત છે સમજી ગયા. તો આ વાણીના દોષો હવે તમારા રહેતા નથી. જે કંઈ વર્તન થઈ રહ્યું છે તે બધું જ તમારા કાબુ બહાર છે. આ બધું પ્રકૃતિમાં થઈ રહ્યું છે તમારી એને એટલી જ સહજતાથી સ્વાભાવિકતાથી જવા દો અને પછી જવા દો.
પ્રશ્નો : પુરુષાર્થ બદલી શકે પ્રારબ્ધ આપણી યાત્રામાં.? મુખાર્થો તે પ્રાયશ્ચિત કેવી રીતે ? જય ભગવાન, આપ શું કહેવા માંગો છો જરા કહેશો? પ્રારબ્ધ પુરુષાર્થ બદલી શકે છે એક પ્રશ્ન છે?
હા અને મુખાર દોષનું નિવારણ કેવી રીતે ? મુખાર્થ દોષ મતલબ વાણીનો દોષ. આત્મા ને પ્રારબ્ધ હોય. આત્માને પુરુષાર્થ હોય. તમે શું છો ? આત્મા.
પ્રશ્નો : હું મંદિર કે કોઈ જગ્યાએ જાઉં છું ત્યારે હું મૂર્તિ સામે જોઉં પછી આંખ બંધ કરું છું ત્યારે એ મૂર્તિ દેખાય અને અદ્રશ્ય થઈ જાય આ પ્રક્રિયાને સારી રીતે કઈ રીતે વધુ સમયે મૂર્તિ દેખાય કે કોઈ વસ્તુ દેખાય એ કઈ રીતે કરી શકાય ?
ઉત્તર : બેન આપણે મૂર્તિ બહુ જોજો કરીએ. તો વાસ્તવમાં હવે આપણે આત્મા જ જોવાનો છે, બહુ મૂર્તિઓ જોઈ. દરેક મૂર્તિમાં આત્મા જુઓને. જીવંત હોય કે મૂર્તિ હોય. આત્મા જુઓને શું વાંધો છે આપણને. કોઈ મંદિરમાં ગયા સામે મૂર્તિ છે આરામથી બસ તું જ મારું સ્વરૂપ છે કે તને નમસ્કાર કરું છું બસ. તું મને મોકલી આપજે કે તારી શક્તિ. પ્રાર્થના આટલી જ કરવાની બીજું કઈ નહીં. કેવી તો કે હું મારી આત્માની સભાનતામાં રહી શકું એટલું તું મને કરી આપ. પ્રોગ્રામ પૂરો.
પ્રશ્નો : હું ગૃહસ્થ છું અને મેડીટેશન કરું છું પછી કઈ ઘરના પ્રોબ્લેમ હોય ને ગુસ્સો આવે પછી થોડા દિવસ મેડીટેશન કે માળા કે રીડિંગ કરવું પણ ગમતું નથી.
ઉત્તર : ઓકે આ બધું ક્યાં થઈ રહ્યું છે આપણે આજે સમજ્યા તેમાં કયા ભાગમાં થઈ રહ્યું છે ? આ બધું ક્યાં થઈ રહ્યું છે ? પ્રકૃતિમાં થાય છે. આ બધું આપણું નથી. નોય મારું આવું થઈ રહ્યું છે. તો પ્રકૃતિના કયા ભાગની અંદર આ થાય છે. એને આપણે જેવું સમજીશું એટલે તરત આનું નિરાકરણ આવવાનું શરૂ થઈ જશે. આનો વધારે ડિટેલમાં કઈ જવાબ જોવે છે હવે તમને. તમે બધા જ મારા આત્મ સ્વરૂપ જ છો અને હંમેશા હું જવાબ આપીશ.
પ્રશ્નો : હું બેબી પ્લાનિંગ કરવાનું વિચારું છું મારી આધ્યાત્મિકતા ના પ્રોસેસમાં એ ઓબ્સ્ટેકલ થાશે?
ઉત્તર : આત્માને બેબી હોય ? અહીં શું પેલો અહંકાર તો શું પેદા કરવા માંગે છો. એકવાર તો આ ભૂલ થઈ ગઈ હવે પાછું આ દુનિયા બીજું શું છે. પણ ઇફ યુ નીડ અ બાયોલોજીકલ સન ઓર ડોટર, ઓકે ગો અહેડ કારણ કે એ શું છે ? પ્રકૃતિનો ભાગ છે. તમારે એના સાથે શું ? અને જો છે તમારા પ્રારબ્ધની અંદર તે પ્રમાણે આવશે. તેવો જ આવશે અથવા તેવી જ આવશે. કોઈ પ્રોબ્લેમ નથી. કોઈ ઓબ્સ્ટેકલ નથી. જ્યારે આવે કે તરત જ એને પણ તમારે શું જોવાનું ? તો શુદ્ધ આત્મા છે. તું શુદ્ધ આત્મા છે. તું કેવળ આત્મા જ છે. આ તો વિથ પેરાફટેલિયા તારી પ્રકૃતિ તુ જોડે જ લઈને આવે છે પણ એ તારો પ્રોબ્લેમ છે મારો નહી.
પ્રશ્નો : જે જુએ છે તેને આ શરીરની જરૂર કેમ છે ?
ઉત્તર : આમાં એવું છે કે હું તો આત્મા છું. પણ હવે આઈસ્ક્રીમ ખાવાની ઈચ્છા ઉત્પન્ન થાય. એટલે પછી એક શરીરની જરૂર પડે છે. એક બોડીની જરૂર પડે છે કે જેની અંદર પેસી અને હું આત્મા રૂપે આ આઈસ્ક્રીમનો ટેસ્ટ કરી શકુ. આ આખો સંસાર આવી ઈચ્છાઓના કારણે જ ઊભો થઈ ગયેલો છે બીજું કોઈ કારણ નથી. એટલે આત્માને વાસ્તવિક રીતે જોવા જઈએ તો કોઈ બોડીની જરૂર નથી. એટલે હું તમે એમ પૂછો કે આત્મા એટલે શું ? તો કે નો બોડી. નો બોડી શરીર. જય ભગવાન.
પ્રશ્નો : પ્રોસેસ સ્મૂથ અને રેપિડલી પૂર્ણ થાય તેમાં અવરોધોને દૂર કરવા પ્રિપેર ખબર પડવા છતાંય ક્યાંક અટકી જવાય છે પૂર્ણ નથી થતી તો કઈ રીત કરવી ? અડચણોને કેવી રીતે દૂર કરાય ?
ઉત્તર : આ બધું કરવાનું આવ્યું. આ તમે શું છો ? આત્મા. આ કરવાનો ભાગ ક્યાં આવ્યો ? આ બાજુ આવ્યો. આ બધું ક્યાં છે ? ઓટોમેશન પર. આમાં કઈ ફેરફાર કરવાની જરૂરત પડતી નથી. ફેરફાર તમે ફક્ત ક્યાં કરી શકશો ? અત્યારે તમે જે ભાવ કરશો પ્રાકૃતિક ભાવો તેના પરિણામ તમને આવશે આગળ ઉપર તો થશે. પણ હવે એ પણ શક્ય નથી કારણ કે તમને ખબર પડી ગઈ છે કે તમે આત્મા છો. શા માટે લોજીકલી આપણે વાત કરવાની બિલકુલ કરેક્ટ તો આ દૂર થઈ ગયું.
પ્રશ્નો : કર્મ, ડોક્ટર, ધર્મ દર્દીને વધુ જીવાડવાનો અને સારી રીતે જીવાડવાનો પ્રયત્ન કયા લેવલ સુધી કરવું ? કયા ફેક્ટરનું ધ્યાન રાખવું ?
ઉત્તર : ઓકે, બધા ફેક્ટર નું ધ્યાન રાખવાનું ડોક્ટર સાહેબ. આપણો જે પ્રકૃતિને કહેવાનું કે તારે જેટલું પણ કરવા યોગ્ય હોય તે તારા અંદર જે કંઈ હોય સંપૂર્ણ જ્ઞાન, વિજ્ઞાનને અને તારી તમામ શક્તિઓને કામે લગાડીને પણ તારે એને બચાવવાનો પ્રયત્ન કરવાનો. હવે એનું પરિણામ આપણા હાથમાં નથી. મરવું, જીવવું આ રિઝલ્ટ બધા છે ને પ્રકૃતિ ની અંદર હોતા નથી એ કુદરત આપે છે, બરાબર છે. વિશ્વ નિયંતા જેને હું કહું તમે પણ કહેશો એને. ધેટ ઇસ અ રેગ્યુલેટર. આમ એટલે બધું આ સંસાર ભલે આપણને આવું દેખાય ઘણી વખત ખાસ કરીને હિન્દુસ્તાનમાં બેફામ દેખાય આપણને, પણ તોય એ બધું આમ હરફોર્મ નથી બધું આમ બહુ જ પ્રિસાઈઝ છે. એટલે આપણે પૂરો પ્રયત્ન કરવાનો. અને જે કંઈ કરવા યોગ્ય હોય એ કરવાનું. એના માટે જે કઈ આપણે ચાર્જ કરવો પડતો હોય તે પણ કરવાનો. એમાં જરાય બાંધછોડ પણ નહીં કરવાની.
વખત આવે જો જરૂર લાગે તો બાર્ગેન પણ કરવાનું. પણ જો આપણને ખબર પડી જાય કે આની શક્તિ આટલી જ છે તો આપણે એટલાથી પછી સંતોષ પણ કરવાનો. કેમ કે એ આપણે ત્યાં આગળ આવ્યું છે. અને એને પૂરો પ્રયત્ન કરીને આપણે જે હેલ્પ થઈ શકતી હોય તે કરવાની. પણ એ જે કઈ થઈ રહ્યું છે તેને જોનારા કોણ તમે? આત્મા છો. એને જોનારા તમે આત્મા છો. આ વસ્તુ હંમેશા આપણને લક્ષમાં હોવી જોઈએ. એની અંદર પણ આત્મા છે. એટલે તમારે ડરવાની જરૂર નથી, એ માત્ર દેહ છોડી દેશે અને બીજો લઈ આવવાનો છે. જૂનું કપડું કાઢીને નવું પેહરી દેવાનો છે તરત જ જરાય વાર નહીં શું ? કારણ કે પેલા ભગવાને જ કહી દીધું છે, કે આત્મા ભીનો ના થાય અને ટુકડા ના થાય એને કશું ના થાય એ આત્મા કહેવાય. અને જેનું કઈ ના થાય તો કે એનું આત્મા થાય.
પ્રશ્નો : ત્રણ ફેક્ટર્સ એવા હોય છે કે એમાં ફાઇનાન્સ ઓફ ફેમિલી જોવાનું એની સાથે ફ્રૂટફૂલનેસ કે ભાઈ એ પર્સન જીવવાથી જેટલી પ્રોડક્ટિવિટી છે એ જોવાની સાથે સાથે કે પછી કોઈ ફેક્ટર્સ કન્સીડર જ નહીં કરવાના ખાલી આપણે કામ જ કરવાનું કે જીવડાવવા માટે આપણે પ્રયત્ન ફક્ત શું કરવાનો છે?
ઉત્તર : આપણું જે કઈ કર્મ છે તે આપણી પ્રકૃતિ દ્વારા કરાવવાનું છે અને કહેવાનું કે ભગવાન આ બધું તને અર્પણ કરું છું. આની અંદર છે ને હાજર ભગવાન એને જ કહેવાનું કે આ તને અર્પણ કરું છું. આ બધું જે કઈ છે તે બસ આટલું થયું. હવે તમારી પ્રકૃતિ એની પાસે ક્લેમ કરશે એની પ્રકૃતિ પાસે કે ભાઈ તારો આટલો ચાર્જ થયો એ તો મારું ફાઇનાન્સ છે. એટલે આપણો ચાર્જ નહીં સાહેબ, એ પેશન્ટને, રિલેટિવ્સને એવું હોય કે મારે એમને જીવડાવા જ છે પણ પૈસા તો હોસ્પિટલમાં બી ખર્ચો થતો જ હોય દવાનોને એ બધાનો ચોક્કસ થાય. બચવાની શક્યતા બહુ ઓછી હોય બરાબર, તો એ વખતે એ લોકો ડિસીઝન આપણી ઉપર છોડે ત્યારે આપણે ડિસીઝન એ લેવું ? આપણે જ એને જ્યારે ત્યાં સુધી જો એ છેલ્લા સો વર્ષ જીવવાનો હશે એવું સમજીને આપણે એનું કર્મ પૂરું કરવાનું. કંટીન્યુ કરવાનું. કંટીન્યુ જ કરવાનું હંમેશા.
જો એને જવાનું હશે તો એ એની મેળે જ જવાનો છે. કુદરત એને એની મેળે લઈ જ જશે. બાકીની દવાઓ બાજુ પર રહી જ જવાની છે શું ? અને એમના સગાવાહલા બાજુ પર રહેશે. અને આપણે પણ અહીંયા જ બાજુ પર ઊભા હશે. અને એ વિદાય લઈ લેશે કારણ કે એને જવાનું સમય થઈ ગયો છે એને કોઈ ના રોકે બરાબર. પણ જો બચવાનું એની આટલી પણ ઉમીદ હોય ને, આટલી પણ તો તમે કારણભૂત બનશો, તો તમે કારણ બનશો. અને એ વસ્તુ એ સિન્સિયરીટી તમારી એ તમને બાકીનું બધું જ તમારા વ્યવહાર જગતમાંથી જોઈતું તમને જે કઈ હશે એ બધું જ ખેંચી લાવીને આપી દેશે. પણ વાસ્તવમાં તમે આત્મા છો. તમારે જોઈએ શું ? તમારે શું જોઈએ ? પહેલી વાત તો એ કરો. હા ફાઇનાન્સ તમે વાત કરો છો, તમારું નક્કી છે કે તમને આટલા લાખ આટલા કરોડ આ વર્ષે મળશે. 2024 માં આટલા, 25 માં આટલા, 27 માં આટલા. હવે આ બધું ઊંચું નીચું કરવાની અંદર કઈક કરશો તો એકાદ બે લાખ આઘા પાછા થઈ જશે.
કઈ બાકી રહ્યું બીજું કઈ.
પ્રશ્નો : પ્રશ્ન નહીં પણ પ્રાર્થના છે.
ઉત્તર : સરસ, તમારી પ્રાર્થનાનો સ્વીકાર થાઓ. શું કરવું જોઈએ ? તમારે કરવાનું છે ? તમે કર્તા છો ? ખ્યાલ આવી ગયો ભૂલ આપણી ક્યાં થાય છે ? આત્મા તરીકે આપણે કોઈ કર્તા નથી, આપણું કોઈ કર્મ નથી. આત્માને કોઈની ભક્તિ પણ ના કરવાની હોય. ભક્તિ હંમેશા જે કરે છે તે કોણ કરશે ? આ અહંકાર છે. તે આત્માની ભક્તિ કરશે. આ પ્રકૃતિ છે તે પરમાત્માની ભક્તિ કરશે. આપણે આત્મા તરીકે કોઈની કરવાની હોતી નથી.
હવે આની અંદર જેમ આપણે વાત થઈ હતી એ પ્રમાણે કે એક જ એની અંદર બે ભાગ છે. એક શરીર છે, જેને પ્રકૃતિ આપણે કહીએ છીએ. બીજો ભાગ છે તે પરમાત્મા છે. એક જળ છે અને એક ચેતન છે. અને આ ચેતન આ જળમાં શું થઈ રહ્યું છે તેને પણ જાણે છે. અને પોતે પોતાને પણ જાણે છે. બસ, આટલું સમજ સ્પષ્ટ પડી ગયું આપણને. ગુડ, તો એમાં વિલીન ક્યાં થવાનું હોય ? તમે તો છો જ. જે શાશ્વત છે એને શેમાં વિલીન કરવાનું ? શાશ્વતમાં જશે. જે શાશ્વત છે એને વિલીન શેમાં કરવાનું ? જે મહાન છે. જે અનંત છે. સમજો તમે.
જે અસીમ છે. હવે આવડું મોટું ઉપાડીને એવું બીજું ક્યાં નાખવાનું હતું. જે અસીમ છે. તો એમાં બધું જ આવી ગયું છે જે છે અસીમમાં જ છે. તો એ અસીમમાં જ અસીમતા જ છે. એને કશું કઈ કરી શકાય નહીં. પાછો એ આત્મા આવો મોટો છે એટલે સ્થિર છે, નિશ્ચલ છે, અચલ છે. નિષ્કંપ છું. અભેદ છે. અભેદ છું બધું છું. તો એવો હું આત્મા છું. એવો આત્મા તું છે. તો પછી આ બધા ખરા કે કોને થાય છે?
પ્રશ્નો : તમે સ્પિરિચ્યુઅલ જર્ની માટે બન્યા છો તે તેને લાયક છો એ કેવી રીતે નક્કી કરવું. આપણી નાલાયકી આપણે કેવી રીતે નક્કી કરવી ? ખૂબ વિચાર કષાય પડ્યા છે તો સહજ બનવા માટે શું કરી શકાય ?
ઉત્તર : તમારી પ્રકૃતિ ઓટોમેટીક સહજ થશે તમે આત્મા છો એ વસ્તુને લક્ષ્યમાં રાખો. અને તમારી પ્રકૃતિમાં જે બને છે તેને માત્ર જોયા જ કરો. જોવા માત્રથી તમારી પ્રકૃતિ સહજ થઈ જશે. નિર્મળ થઈ જશે.
પ્રશ્નો : પાસ્ટમાં થયેલી ભૂલને સુધારવી કેવી રીતે ?
ઉત્તર : કોઈ પાસ્ટ પાસ્ટ હોતો નથી. સમજો એક વાત આ કેવી રીતે છે. હું તમને એક નાનકડું મેડીટેશન અત્યારે કરાવું છું. જેની અંદર આ વસ્તુ આપણે મૂકી દઈશું. પાસ્ટ હોતો નથી. પાસ્ટ એટલે શું ? તો કે ભૂતકાળમાં બનેલી જે કોઈ બાબતો છે, તેને તમે પ્રેઝન્ટમાં લાવી અને તમે જોઈ રહ્યા છો; કે આવું બન્યું હતું આવું બન્યું. પણ એ પાસ્ટ હજી થઈ તો તમે જોઈ તો પ્રેઝન્ટમાં રહ્યા છો. બરાબર છે. એને પ્રેઝન્ટમાં જોઈ રહ્યા છો. એટલે કે તમારા કમ્પ્યુટરની અંદર કે લેપટોપની અંદર તમારે અંદર જે પેલી હાર્ડ ડ્રાઈવ હતી. એ હાર્ડ ડ્રાઈવમાં હતું કે બેકઅપ માં પડેલું હતું. ત્યાંથી ઉપાડીને તમે એની એક જે કોપી હોય છે. કોપી પાછી આ કોપી કરે એ કોપી હોય છે તે લાઈવ ડેસ્કટોપ પર મૂકી અને તમે જોઈ રહ્યા છો. પછી એમાં તમે એડિટિંગ કરવા માંગો છો. ઇસ ધેટ સો. આવું આવું કંઈક છે.
તો એને આપણે શા માટે સુધારવું છે ? સુધારવી કેવી રીતે લખ્યું છે. હવે આપણે કરતા છીએ ? પહેલી વાત આવી. આપણે જો કરતા નથી તો આપણે કઈ કરવાનું રહેશે એ બાબતે, ના.
અને જે કઈ થઈ રહ્યું છે એ બધું જઈ રહ્યું છે. હવે આમ ટ્રેન પેલી છૂટી ગઈ છે. પ્લેટફોર્મની બહાર નીકળી ગઈ છે. પછી આપણે પાછું આમ દોડવાનું હોય ? આત્મા છીએ આપણે તો. હા તમે કરતા હોય, તમે ભોગતા હોય તો તમારે ભાગદોડ કરીને છેલ્લો ડબ્બો પકડીને દોડવું તો પડશે. પણ જો તમે આત્મા છો તો તમારે એમાં પણ કઈ પડવાની જરૂરત રહેતી નથી. કારણ કે એ ઓલરેડી ઈટ હેઝ ગોન. એ પતી ગયું છે. અત્યારે જે આવે છે એ આવે છે. અને અત્યારનું તમારું જ્ઞાન દર્શન શું કહે છે ? હું આત્મા છું; પણ આ મારું નથી આ કર્મો મારા નથી. તમે એ બધું સમર્પણ કરી દીધું. તો ભૂતકાળ ગયો. હવે મારી પાસે કશું રહ્યું નથી આત્મા
તરીકે તો. જેનાથી મારે ફરી વખત સંસારમાં આવવું પડે. આ ખુમારી પૂર્વક જ્યારે આપણે બોલી શકીશું ત્યારે આપણે સંસારમાં પાછા 100% નહીં આવીએ. પણ આ કન્વિકશન જોઈએ આપણને તે વખતે. આપણને ખબર હોવી જોઈએ કે યસ હું પાછો નહીં જ આવું , નહીં જ આવું ધીસ ઇસ માય લાસ્ટ. હવે નહીં એમ બસ ઇનફ. કેમ તો કે મને ખબર પડી ગઈ છે હવે હું આ છું. અને આત્માને જન્મ અને મૃત્યુ હોતા જ નથી. તો આ છેલ્લી વખત થશે આ દેહનું મૃત્યુ બસ પછી કોઈ બીજો કોઈ જન્મ નથી એમ કોઈ વાત નથી. કોઈ કેટલું બી ગુંચવે, કોઈ કેટલું બી કરે તમે એને લોજીકલી પણ તમે બુદ્ધિપૂર્વક સમજી શકો એવી બાબત છે આ તો. મહેરબાની કરીને ફરી પાછા ભયભીત થઈને એ ટોળાઓની અંદર ઘૂમવાનું બંધ કરો. તમે આત્મા છો જાગો યાદ રાખો.
પ્રશ્નો : વધારે ભૂલો ના થાય તે માટે શું કરવું ? જવાબ આવી ગયો તો.
પ્રશ્નો : સ્પિરિચ્યુઅલ પાથવે માં કોન્સીસ્તાન્સી (Consistancy) માટે શું કરવું ?
ઉત્તર : તમે આત્મા છો એક જ જવાબ.
પ્રશ્નો : શાંતિપૂર્ણ મૃત્યુ મળે તે માટે શું કરવું ?
ઉત્તર : તમે આત્મા છો તમારે મૃત્યુ નથી.
પ્રશ્નો : બાળકો હંમેશા સ્વસ્થ કુટુંબ સુખી રહે તે માટે શું કરવું ?
આત્મા છું આશીર્વાદ આપો, જોયા કરો. આનંદ કરો. કઈ શંકા કુશંકા, ડખોડખલ આડખી લ્યો કંઈક પણ જે કઈ થતું હોય તમારી પ્રકૃતિ દ્વારા પ્લીઝ બધું બંધ કરો. બધું સરસ થઈ જશે. એવરીથિંગ ઇસ નાઇસ એન્ડ ફાઇન.
પ્રશ્નો : નેત્રદાન, અંગદાન, દેહદાન કરાય ?
ઉત્તર : આ બધી વસ્તુઓ સબ્જેક્ટ ટુ છે. સબ્જેક્ટ ટુ. તમને જો કરવું હોય તો કરો. આના કરવાથી તમને તમને મોક્ષે લઈ જવાય એવું કોઈ કારણ નથી. તમને ઈચ્છા હોય કે કરવું છે તો કરવું ; ના કરવું હોય તો ના કરો. ઈટ ઇસ ઓલ અપ ટુ યુ. આ બોડી જે છે એ તમારી પ્રોપર્ટી છે. તમારી પ્રોપર્ટી રાઈટ, અને એ પ્રોપર્ટી નું તમે જે ચાહો તે કરો, પ્રશ્ન સામે જે રિસીવર છે તેનો છે. તમારો ઓછો છે. તમે તો આપી દો છો, તમે તો છૂટી રહ્યા છો. પકડાઈ પેલો રહ્યો. એટલે આપણે એમ વિચારતા હોઈએ કે આપણા નિમિત્તે કોઈ ફરી બંધનમાં ગોળ ગોળ ન ફરે તો સારું ! તો આપણે ન કરવું જોયે.
વિચાર આવો આવતો હોય તો. પણ જો આપણને એમ ખબર હોય કે આપણે આત્મા જ છે અને આપણે આ બધા જોડે કોઈ લેવા દેવા જ નથી. તો આ પ્રકૃતિ જ છે. એટલે જેમ અઘોરીઓને એટીટ્યુડ હોય છે ને. એવો એટીટ્યુડ રાખવું કે જે ભક્ષ કે અભક્ષ્ય કશું છે જ નહીં. પવિત્ર કે અપવિત્ર કશું જ છે નહીં. આ બધા દ્વંદ્વમાંથી મુક્ત છું. હું પણ એવો છું તો મારી પ્રકૃતિ પણ એવી છે, કારણ કે હું આત્મા છું તો મારી પ્રકૃતિ બી મારા જેવી હોય કે ના હોય. આ કોઈ મજાક થોડી છે આધ્યાત્મ. એટલે બધું એના જેવું જ થઈ જાય. તો આઈ બિલીવ તમારા પ્રશ્નનો ઉત્તર મળે છે.
પ્રશ્નો : ભગવાન ક્યાંથી મળે ?
ઉત્તર : ભગવાન, આ બાજુમાં જ બેઠા છે. આ રૂમમાં કેટલા બધા તમારે કેટલા ભગવાન જોઈ છે. આ બધા તત્વ રૂપે એક છે. ઘાટ, ઘડિયા પછી નામ, રૂપ જુદો, અંતે તો એમનું એમ હોય. આ દરેકની અંદર આત્મતત્વ જાગૃત છે. બધા ટટાર બેઠા છે.
પ્રશ્નો : વોટ બીઈંગ સ્પિરિચ્યુઅલ મીન્સ ?
ઉત્તર : બીઈંગ સ્પિરિચ્યુઅલ મીન્સ. બીઈંગ આત્મા, જે તમે છો બીજું કઈ નહીં. એની અંદર કઈ હોતું નથી હું કેવળ આત્મા છું. લક્ષમાં રાખો હું આ દેહ નથી. હું કોઈ લિંગ નથી. મતલબ હું સ્ત્રી પણ નથી. હું પુરુષ પણ નથી. હું રાત પણ નથી. હું દિવસ પણ નથી. બસ હું તમામ દ્વંદ્વથી પર અને સંપૂર્ણ મુક્ત એવો કેવળ આત્મા જ છું. આ બીઈંગ સ્પિરિચ્યુઅલનો મતલબ હાઈએસ્ટ લેવલ ઉપર જે મને સમજાય છે તે હું તમને કહું. આના કોઈ બીજા લોકો બીજા જવાબો આપી શકે છે. બટ ધીસ ઇસ ઈટ.
પ્રશ્નો : હાઉ ટુ બેલેન્સ સ્પિરિચ્યુઅલ લાઈફ એન્ડ પ્રોફેશનલ લાઈફ ઇન કરંટ ટાઈમ્સ ?
ઉત્તર : દરેક ટાઈમ કરંટ ટાઈમ્સ જ હતો દરેકના માટે બરાબર છે. હવે બીંગ પ્રોફેશનલ ઇસ ઓલ રાઈટ. બીંઈગ સ્પિરિચ્યુઅલ ઇસ ઓલસો ઓલ રાઈટ. અબ્દુલ કલામ સાહેબ હતા, તે પોતાના જે પણ કર્મ હતા તો નિષ્ઠાપૂર્વક કરીને રોકેટ મેન નામ ફેમસ થઈ ગયા બરાબર. તમે આત્મા તરીકે તમારે જે કંઈ હોય તે આત્મ સ્વરૂપની અંદર રહી; તમારી પ્રકૃતિ દ્વારા ડિમાન્ડેડ બાય નેચર, એન્વાયરમેન્ટ જે વસ્તુઓ તમારી પ્રકૃતિ ઉપર ડિમાન્ડ નોટીસ આવશે ડે આફ્ટર ડે. એક પછી એક વસ્તુ વાત કરીએ આપણે આમ કરી આપો. આમ કરી આપો બસ. આ તમારે ગો ઓન ડુઇંગ ઈટ ટુ ધ બેસ્ટ ઓફ યોર પ્રકૃતિ નોલેજ એન્ડ એબીલીટી અને એને એ કરવા દેવાનું. અને એ પ્રકૃતિ તમારી આમ કરી રહી છે એને તમે પરમાત્મા સ્વરૂપે નિહાળો બીજું કઈ નહીં કરવાનું. ધેટ ઇસ બીઈગ સ્પિરિચ્યુઅલ અને બેલેન્સિંગ ઓફ લાઈફ બરાબર.થેન્ક્યુ.
પ્રશ્નો : બીજાના અહંકારને કઈ રીતે ના છેડાય તે માટે કયા પ્રયત્નો કરી શકાય ?
ઉત્તર : જ્યારે તું સમજ થી જેને કહેવાય કે વ્યવહારિક વર્તન વિવેક પૂર્ણતાથી કરવાનો સમય કરીશ. મતલબ કે તું આત્મા છું હવે સામી વ્યક્તિ સાથે જે કંઈ તારે કરવાનું છે; તો તેમાં તને સૌ પ્રથમ એમનો આત્મા દેખાવો જોઈએ. પછીથી તારે જે કંઈ એમના પાસે કરાવવું હોય એ વસ્તુ કરાવવા માટે જે તું મૂકે તેમાં એમની પ્રકૃતિ દ્વારા તમને જે કંઈ કરવામાં આપવામાં આવે દાખલા તરીકે, તારા માતા કે પિતા તો બંને તરફથી જે કઈ થઈ રહ્યું છે તે પરમાત્મા તરફથી જ મને પ્રાપ્ત થઈ રહ્યું છે એવા સંતોષથી આપણે જ્યારે રહીએ એવું જ આપણે માતા-પિતા સાથે રહ્યા જેમ તેવું બધાના સાથે આપણે ધીમે ધીમે રહીએ સ્કૂલની અંદર પણ બધા બાળકોની સાથે પણ. જે જે આપણા સંપર્કમાં આવતા જાય તે દરેકની સાથે તો આપણે શું થશે કે આ અહંકારને આપણે છેડી શકતા નથી. આત્મા જે છે એ તું આત્મા છે સમજ.
સામી વ્યક્તિમાં પણ આત્મા છે. આત્મા કઈ કરી શકતો નથી, તો આત્મા જો આત્માને એકનોલેજ કરે છે ફક્ત તો શું થશે કે કોઈપણ પ્રકારે એ અહંકારને ઠેસ પાડી શકતો નથી. કારણ કે એને આત્માને એકનોલેજ કરી લીધું. એનો અહંકાર દુભાય પણ ખરો ના પણ દુભાય. ધેટ ઇસ નોન ઓફ યોર બિઝનેસ. કારણ કે તું આત્મા છે. તે એના આત્માને વંદન કર્યું ધેટ ઇસ સફિશિયન્ટ. પછી તમારી બે જણની પ્રકૃતિ વચ્ચે જે કંઈ થાય તે જોવાનું કામ છે તમારું ફક્ત એટલે જે બને તે ખરું.
પ્રશ્નો : હુ મેડ ધ યુનિવર્સ ?
ઉત્તર : અરે, તે જ તો બનાવ્યું ! પછી આ તારા પપ્પા એ બનાવ્યું એના પહેલા એના પહેલા એના પપ્પા એ બનાવ્યું તું એમ કરતાં કરતાં બસ આ બધું બનતું જ ગયું, બનતું જ ગયું સાચો જવાબ આ છે. એટલે આપણે બધાએ ભેગા થઈને આ બનાવેલું છે. આપણા બધાની સામૂહિક અને સહિયારી જવાબદારી છે આ યુનિવર્સ બનાવવામાં, પેદા થવામાં. એ કેવી રીતે તો મારે તને હવે પાર્ટ ટુ માં બોલાવવો પડશે એવું મને લાગે. આ બધું મારે તને શીખવાડવાનું હતું, પણ આજે સમયની મર્યાદા લાગી ગઈ છે કે હાઉ વર્લ્ડ કમ્સ ઇનટુ બીંગ ઇન એક્ઝિસ્ટન્સ વાળી વસ્તુઓ હું લઈ શક્યો નથી. ઘણું બધું છૂટી ગયું છે એટલે એક પૂરા દિવસ જેટલું ખરેખર કદાચ તો.
પ્રશ્નો : વાય ડુ વી ફોરગેટ હુ વી આર ?
ઉત્તર : વેરી ગુડ ક્વેશ્ચન, જ્યારે જ્યારે પણ આપણે આત્મા ભાન ભૂલી જઈએ છીએ. ત્યારે શું થાય છે કે આપણે ભૂલી જઈએ છીએ કે આપણે કોણ છીએ. એવું કેવી રીતે બને છે કે તું આત્મા છું ? તું આત્મા છું એ તને ભાન છે હમણાં સુધી ભાન છે. પછી આ બારણું ખુલે છે અહીંયા હવે તારો ભાઈબંધ આવે એકદમ કે ચાલ રમવા અને પછી એકદમ ઓમ દોડવા માંડે છે તરત ત્યાં આગળ એ જે દોડવા માંડે ને અહીંથી તે વખતે શું થાય છે ? કે તું આત્મા છું તે ચૂકી જાય છે. તું તારી આત્માની કોન્સેસનેસ (Conciousness) માંથી જમ્પ કરીને શું કરે છે તું તારી પ્રકૃતિની કોન્સેસનેસ (Conciousness) માં આવી જાય છે, કારણ કે હવે એને શું કરવું છે અત્યારે આનંદ કરવો છે એને રમવું છે એ ભૂલી જાય છે. એટલે આ ફરગેટફૂલનેસ એના લીધે પેદા થતી હોય છે અને આ તારી નહીં બધાની આજ તકલીફ છે.
પ્રશ્નો : વું મેડ ગોડ (God) ?
ઉત્તર : યુ આર ગોડ. કોઈ ગોડ ને કોઈ બનાવતું હોતું નથી. વું વી આર ? મેં તને કહી દીધું તું આત્મા છું.
પ્રશ્નો : વાય ઇસ એક્ઝિસ્ટન્સ ધેર ? વાય ઇસ એવરીથિંગ ધ વે ઈટ ઈસ ?
ઉત્તર : ધેર આર યુનિવર્સલ લોસ. યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ. આ પૃથ્વી બ્રહ્માંડ આ જે કઈ બધું બન્યું છે તે આ તું સાચવી રાખજે જો પાર્ટ ટુ નો કોઈ કોઈ ક્લાસ થયો તો તેમાં તને આના જવાબો બધા જ મળી જશે. કારણ કે આ બધા જ એના રિલેટેડ જ છે. મૂકી રાખ આગળ પણ કામ લાગશે.
પ્રશ્નો : નિયતિનો (પ્રકૃતિ) નેગેટિવ ઇફેક્ટ દૂર કરવા કોઈ મંત્ર છે ? ને નિયતિએ નક્કી કર્યું હોય એ ચેન્જ થાય યા ઓછી ઇફેક્ટ કરી શકાય ?
ઉત્તર : જે નિયતિ હતી તે પ્રમાણે થઈ રહ્યું છે અત્યારે. એક તમે આત્મા ની અંદર જેવા આવી જશો એટલે આનું જે વજન છે ને તમને ! આ નિયતિનું તમારા એના ઉપર એ જ એકદમ જ ડાઉન થઈ જશે. તમને અહેસાસ પણ નહીં આવે કે તમે સંસારમાં છો. તમે આત્મ સ્વરૂપમાં જીવવાનું શરૂ કરો, તમે જોશો કે તમારા પ્રકૃતિના બધા પ્રોબ્લેમ ઓટોમેટીક સોલ્વ થવા માંડે પણ એ માટે કઈ કરવું નહીં પડે. બીકોઝ નેચર વિલ ટેક કેર ઓફ એવરીથિંગ.
તમે જ્યારે તમે પાંસડા ચાલતા હોય તો તમને ડખણા મારવાની જરૂર કુદરતને પડતી નથી. ઓછી કરી શકાય એના માટે જ આ બધા મંત્રને બધું આપણે સવારથી જે કંઈ આપ્યું હતું એવી બધી એક પદ્ધતિ છે પણ ખરી. એટલે જો તમે એને માની અને એના પ્રમાણેનો પ્રયત્ન, પુરુષાર્થ તમારી પ્રકૃતિ પાસે કરાવશો તમે પરમાત્મા બનીને તો ચોક્કસ તમને એમાં સફળતા મળશે.
પ્રશ્નો : થીયરીમાં સમજ આવે છે પણ જેમ તમે કીધું કે એપ્લીકેશન ઈસ ઈમ્પોર્ટન્ટ. પણ જ્યારે સિચ્યુએશન સર્જાય છે ત્યારે અહંકાર માથે ચડી જાય છે. ત્યારે મનને કાબુ કરવા યાદ કરવું જોઈએ કે તમે કેવી રીતે પ્રેક્ટિસમાં લાવવાનું ચાલુ કરેલું એટલે પૂછું છું કે તેનાથી યાદ રહેશે. ડ્યુ ટુ ગ્રેટીટ્યુડ અને અમલમાં મૂકી શકીશું.
ઉત્તર : આત્માની અંદર આપણે એક વખત સભાનતા કેળવી લીધા પછી ફરી આપણે પ્રકૃતિની અંદર બેસી શકતા નથી. પ્રોવાઈડેડ, આપણે આપણા આત્માની વેલ્યુ એક રાખી, સવારે સમજાય ગયું. અમે શું કર્યું સંસાર, પ્રકૃતિ, કુદરત જે કઈ કહો તે બધાની વેલ્યુ કરી દીધી ઝીરો. કે હું છું તો આ સંસાર છે. હું છું તો વાત આની કિંમત છે રાઈટ. હું અત્યારે અહિયાં આગળ ચૈતન્ય સ્વરૂપે મોજુદ છું તો આ ક્લાસ છે ને એની કિંમત છે. આ ઘર બનાવવામાં આવે છે એટલું બધા કોના માટે બને છે કે હું છું હું એટલે ચૈતન્ય સ્વરૂપ. આ બોડી છે બોડીને ક્યાં જરૂર છે કસાની એ તો કોઈ ગેરેજમાં બી રહી શકે. આ તો જળ છે. એને ક્યાં જરૂર છે. તો જરૂરિયાત આત્માની કોઈ જ હોતી નથી. સંસારિક જરૂરિયાત આત્માની કોઈ જ હોતી નથી. અને સંસારિક મૂલ્યો જે છે તેને આપણે ઝીરો કરી દીધા. બધી જ વસ્તુઓનું મૂલ્ય ઝીરો.
સતત આપણી સામે કોઈ ગમે તેટલું કહે. નેવર બિલીવ. દાખલા તરીકે, કોઈ એમ કહે કે સાહેબ તમારી પર હું બહુ જ પ્રસન્ન થઈ ગયો છું. તમને આખો સોનાનો પાવાગઢ ખરીદીને આપી દીધો. તમને ભેટ કરું છું. તો શું થાય તો કે ભાઈ અમને એની આત્મા તરીકે જરૂરત રહેતી નથી. આનો ઉપયોગ કર્યો એપ્લિકેશન કરીને તમને ખાલી દાખલા માટે કહી દઉં છું, કે અમે છે ને આ બધું પ્રાણીક હિલીગ કરતા હતા. શીખતા હતા. તો અમે એક જગ્યાએ ગયા હતા. તો ત્યાં આગળ એ લોકો એટલા બધા આમ હેપી થઈ ગયા કોઈ કારણોસર જે કઈ બધું બન્યું તેનાથી. તો એમણે ઘણી મોટી જમીન હતી તે બધું નક્કી કરી નાખ્યું કે સાહેબ તમને અમે આ બધું અર્પણ કરી દઈએ છીએ. તમે આ બધું જે છે એક એનો સરસ આશ્રમ બનાવો બધું આમ કરો અને આધ્યાત્મિક પ્રવૃતિ, પ્રકૃતિ બધું આમ સરસ રીતે ગોઠવો કે સારું આપણે લેન્ડસ્કેપ કરાવી દઈશું અહીંયા.
આમ કરી દઈશું. હવે એને કીધું કે ભાઈ તારે આ બધું આપવાનું છે. ખબર વાત સાચી છે પણ અમારે લેવાનું નથી, કારણ કે બે પાર્ટી વચ્ચેનું એગ્રીમેન્ટ હોવું જોઈએ ને પાછું તે આપવામાં આવે તો અમારે લેવાની તૈયારી હોવી જોઈએ ને એટલે પહેલી વાત તો એ છે. બીજું કે મને હવે ખબર પડી ગઈ એ છે કે હું આત્મા છું. શું, હું શરીર નથી તો મારે જમીનની શું જરૂર છે. આત્મા તો અવકાશમાં રહેતો હોય. એને કોઈ વસ્તુની કોઈ કશાની કઈ જરૂરત નથી. આ સંસારની કોઈ પણ જમીનની, આખા પૃથ્વીની મેં કીધું તું મને જમીન આપી દે તોય એની વેલ્યુ કેટલી ? તો કે ઝીરો. એક જ સિદ્ધાંત પકડવાનો આપણે. એટલે સહેલું પડશે પછી તમને દરેક વસ્તુની અંદર. તમે જેવી આ બધા સંસારિક મૂલ્યોની વેલ્યુ તમે ઝીરો કરશો એટલે તમારી આસક્તિ ઉતરી જશે. એનો મતલબ એ નથી કે તમે તનિષ્કને વિઝિટ નહીં જ કરો.
તમારી જરૂરિયાત છે ઓકે તમે લો વ્યવહારિક રીતે પણ એના પ્રત્યેની જે તમારી આકર્ષણ છે, ને રાગ છે, ને એ તૂટી જવું જોઈએ. માલિકી હકપણું જે છે ને તે તૂટી જશે. તમે મુક્ત થઈ જશો. અને એટલે તમે વધારે સારી રીતે ભોગવી શકશો. તમે નિર્ભય થઈને સોનાના દાગીના પહેરીને તમે ગમે તેવી ચોર ગલીમાંથી બિંદાસ પસાર થઈ જાવ. કોઈ પ્રોબ્લેમ નથી. કોઈ પ્રોબ્લેમ નથી. કારણ કે જો એ લઈ જ જનારો છે તો છોડવાનું નથી. અને જો નથી લઈ જનારો તો એની મજાલ નથી કે એ તમને આંગળી અડાડી શકે, કારણ કે કે કુદરતમાં એટલું મોટું પ્રોટેકશન ઓલરેડી બધાને મૂકેલું જ હોય છે. આટલું બધું નિશ્ચિત છે અને વ્યવસ્થિત છે. સો નેવર વરી અબાઉટ ધીસ. છેલ્લું આપણે એક મેડીટેશન કરીશું. થોડા બધા ઊભા થઈ જઈએ આપણે. સ્વસ્થ થોડા એક્સરસાઈઝ જે બી કરવું હોય એ કરી લો.
Meditation (2:48:00) : હવે ઈશ્વરના અનુગ્રહથી સ્વયંને જાણવાની આપણી અંદર અભિલાષા ઉત્પન્ન થતી હોય. આ એક બહુ મોટી કૃપા હોય ત્યાં સુધી સમજણ જ મળે કેમ કે સંસાર મગ્નો જ હોય. પણ જ્યારે ઈશ્વરની કૃપા થાય છે ત્યારે જ પહેલી વખત માણસને આ સંસારમાંથી કઈક આમ બીજું કંઈક સુજ પડે. સંસારમાં શું છે ? બધા ઓબ્જેક્ટ છે. ઈશ્વર શું છે ? સબ્જેક્ટ છે. એટલે જે રમતા રમવાથી ટેવાયેલો છે. એને અત્યારે હવે બહુ જ અલગ વસ્તુ ઉપર જવાનો વખત આવે છે. એટલે જ્યાં સુધી બહારની દોડ લાગેલી હોય છે ત્યાં સુધી સ્વયંને જાણવાની અંદર આપણે લાગી શકતા નથી. આપણે પ્રયત્ન નથી કરી શકતા.
અને જે કઈ કરીએ એ બધું જ આપણી ભ્રાંત બુદ્ધિથી બધી ક્રિયાઓ આપણે કર્યા કરતા હોય. આપણે એવું મનમાં સમજીએ છીએ કે આપણે બરાબર કર્યું અને બધું ચાલે રાખવું. તો આ બહુ મોટી કૃપા છે કે આપણે અહિયાં આગળ બેસીને આટલો એક વિચાર કરી રહ્યા છે કે વાસ્તવમાં ઈશ્વર શું છે ? શું હોઈ શકે રાઈટ ? તેને સ્વયંને જાણવા માટે આપણે શું કરવું પડે ? તો કે આપણે મેં ને જાણવો પડે. હું જેને આપણે કહીએ છીએ મેં. હું કોણ છું. એ યાત્રાની અંદર આપણે હવે અંદર ધીમે રહીને પ્રવેશીએ. ક્લોઝ યોર આઈસ.
સામાન્ય રીતે આપણે ધ્યાન કરીએ તો કોઈ વસ્તુ વિચાર પણ ધ્યાન કરીએ છીએ. આ ધ્યાન આપણે વિષય - સબ્જેક્ટ ઉપર કરીશું. કાશ્મીર શૈવ સિદ્ધાંત મુજબ એક ત્રિપુટી ની વાત કરવામાં આવે છે જેને સબ્જેક્ટ, ઓબ્જેક્ટ એન્ડ નોલેજ અથવા તો પ્રમાતા, પ્રમેય અને પ્રમાણ અથવા તો જ્ઞાતા, જ્ઞય અને જ્ઞાન. શું આ ત્રણેય અલગ છે ? શું આ ત્રણ છે કે આ ત્રણેય એક જ છે ? સત્ય શું છે ? હવે મન પ્રત્યે બેધ્યાન બનો એટલે થોડું છૂટું મૂકો, અલગ કરો. કોઈપણ ધ્યાનનો આધાર અનુભવ હોવો જોઈએ; ના તો મન ના તો વિચાર. શું અનુભવાઈ રહ્યું છે ? તે જ સત્ય છે. પ્રથમ પ્રશ્ન એ છે કે આ તમામ અનુભવો જે થઈ રહ્યા છે તે ક્યાં અનુભવાઈ રહ્યા છે ? તમારી બંધ આંખોએ તમને અંધકાર દેખાય છે,અનુભવાય છે. આ અંધકાર ક્યાં છે ? એની સ્થિતિ શું છે ? તેનો ઉત્તર છે તમને જણાશે કે આ અંધકાર અંદર દેખાય છે.
આ અંધકારને ધ્યાનથી નિહાળો. શું આનો કોઈ જગ્યાએથી આરંભ કે અંત, બિગીનિંગ કે એન્ડ કાંઈ પણ તમને દેખાય છે ? કંઈક અનુભવાય છે ! શું આ માપી શકાય એવું લાગે છે ? આ તો અનંત છે, અસીમ છે.
હવે કોઈ અવાજ પર ધ્યાન લાવો. આ અવાજ તમને તમારી અંદર ક્યાં સંભળાય છે ? કઈ જગ્યાએ ? અંદર. મનની બકબક બાજુ પર રાખો. તમને જણાશે કે આ તમામ અવાજો તમારી અંદર જ તમને સંભળાય છે. આ અંધકાર પરથી ધ્યાન અવાજ પર વારાફરતી લઈ જાવ. ફરી અંધાકાર થી અવાજ, અવાજ થી અંધકાર. ફરી આ અંધકારથી અવાજ અને અવાજથી અંધકાર તરફ જવામાં શું તમને કોઈ હદ કે ભેદ રેખા જણાય છે ? જાણે કે એક અવકાશમાંથી બીજા અવકાશમાં, નવા અવકાશમાં. શું આ અંધકાર અલગ આકાશ છે ? અને અવાજ બીજા કોઈ આકાશમાં ! કે પછી આ બંને એક જ જગ્યાએ એક જ આકાશમાં છે. જવાબ છે, આ બંને એક જ જગ્યાએ અનુભવાય છે. આ જગ્યાને આપણે હાલ પૂરતું નો પ્લેસ (Place) કહીશું.
જો સાંભળનારને નિહાળો. ખાલી અવાજને નિહાળો. બંને જુદા પાડી શકાતા નથી. ધ્યાનથી જોતાં આ અવાજ તેને સાંભળનાર જ્ઞાતા અને જ્યાં સંભળાય છે તે અલગ અલગ નથી. આ બધું એક સાથે એક જ જગ્યાએ જણાય છે. એટલે કે જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞય ત્રણેય એક જ જગ્યાએ જણાય છે.
હવે એક વિચાર કરો. અને ધ્યાન તેના પ્રત્યે લાવો. ફરીવાર આ વિચાર, આ અંધકાર અને આ આકાશ શું અલગ અલગ છે ? તે એક જ છે. અનુભવાશે કે આ ત્રણેય એક જ જગ્યાએ છે. વિચાર કે આવાજથી અંધકાર તરફ કે પાછા ફરતા કોઈ ભેદ રેખા, કોઈ સરહદ ઓળંગાતી નથી. આ કોઈ અલગ અલગ દિશાઓમાં નથી. આ બધું એક જ છે. જેને આપણે પ્લેસલેસ પ્લેસ (Placeless Place) કહી શકીએ. નામ વગરની જગ્યા.
આપણા પ્રાચીન ઋષિમુનિઓએ આને જ અહમ અથવા ‘હું’ કે હિન્દી નો ‘મેં’ કહે છે. આ અહમ એટલે કે અ + હ + મ. આ યાત્રા છે શિવ અને શક્તિની અને જગતની. શું તમે તમારા શરીરનો અનુભવ કરી રહ્યા છો ? જયારે તમારી બંધ આખો હોય ત્યાએ પણ શું તમે તમારા શરીર નો અનુભવ કરી રહ્યા છો ? દાખલા તરીકે, બંધ આંખે તમારું ધ્યાન તમારા જમણા પગ તરફ લઈ જાવ. ફીલ યોર લેગ. તમને કોઈ પ્રકારનું સંવેદન અનુભવાશે. આ જ રીતે તમારા હાથ, તમારા હૃદય બંનેના અલગ અલગ સંવેદનો શું તમે એક સાથે એક જગ્યાએ અનુભવી રહ્યા છો ? ક્યાં આગળ ? આ અસીમ અંધકાર ની અંદર તમને શારીરિક અવયવોના, વિચારોના અને લાગણીઓના તરંગો અનુભવાય છે ? આ જ પ્રમાણે કેટલીક સંવેદનાઓ છે જેને આપણે હૃદય, લીવર, સ્પ્લીન, કિડની વગેરે કહીએ છીએ. પણ આ બધું ખરેખર તરંગ રૂપે તમે આ અંધકાર રૂપી પ્રકાશની અંદર જ અનુભવી રહ્યા છો.
જે પ્રમાણે તમે અવાજો સાંભળો છો; જે પ્રમાણે તમે વિચારો જુઓ છો; જે પ્રમાણે તમે સુગંધ અનુભવો છ; સ્પર્શ અનુભવો છો.
આ બધું જ તમને શું તરંગ રૂપે જ જણાઈ રહ્યું છે ને ! એવું તમે અનુભવી રહ્યા છો ? જીવનમાં આ સંવેદનાઓ વારાફરતી આપણે અનુભવ્યા જ કરીએ છીએ. એ સતત બદલાતી રહેતી પ્રક્રિયા છે. એ કાયમી નથી. કશું પણ કાયમી નથી. એ નિરંતર બદલાયા જ કરે છે. પણ આ બધું જે જગ્યાએ થઈ રહ્યું છે તે જગ્યા, નો પ્લેસ (No Place) એ જ ચિદાકાસ છે. કેટલાક તરંગો જેને આપણે અવાજ કહીએ છીએ. કેટલાક તરંગો જેને આપણે વિચાર કહીએ. આ બધું જ આપણે એક જ જગ્યાએ અનુભવીએ છીએ, તો આ સ્પેસ ઓફ અવેરનેસ કહી શકાય. હવે જો આ બધી જ સંવેદનાઓ હું નીકાળી દઉં તો શું ? આ આકાશ રહેશે ?
તમારા અનુભવને પ્રમાણમાં આ સ્પેસ લાઈક અવેરનેસ જેને આપણે ‘આઈ’ અથવા તો ‘હું’ કહીએ છીએ. આ બધા જ અનુભવો આપણને ત્યાં થાય છે. આ ચિદાકાશ હંમેશા આવું ને આવું જ હોય છે. વળી તમારા તમામ અનુભવો, ચાહે ભૂતકાળ હોય કે ભવિષ્યકાળ. પ્રત્યેકનો અનુભવ તો આજ ક્ષણ માં થાય છે. અને તે ક્ષણ વર્તમાન જ હોય છે. તો આજે “મેં”, “હું” કે “અહમ” છે તે હંમેશા વર્તમાનમાં જ હોય છે. આ અનંત છે. પણ હંમેશા અનંત જ હોય છે. આ આકાશ જેવું છે. અને તમારા તમામ અનુભવોનો આદિ અને અંત છે. પણ આ જગ્યાએ શિવનું હૃદય છે. તે તમે ખુદ છો. તમારે આ આકાશ બનવા માટે કોઈ જ પ્રેક્ટિસની, અભ્યાસની જરૂર પડતી નથી. તમે સ્વયં ચિદાકાશ જ છો. તમે ખુદ ચૈતન્ય સ્વરૂપ જ છો. તમારે કાંઈ કરવાનું, કાંઈ બનવાનું હોતું જ નથી.
તમે ચિદાકાશ જ છો. તમારે ક્યાંય આવવાનું કે જવાનું પણ હોતું જ નથી. તમે ખુદ આ આત્મા છો. તમે જ પરમાત્મા છો. તમે અનંત છો. તમે અસીમ છો. તમે અવિનાશી છો. તમે જ છો કેવળ આત્મા. આ અનુભવ તમને સ્થિર થઈ ગયો, હવે કાયમી છે. તમારી આંખો ખુલ્લી હોય કે બંધ તમે ખુદ ચિદાકાશ જ છો. તમે ચૈતન્ય સ્વરૂપ જ છો. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ.
હે પરમાત્મા ઉઠો ,જાગો તમારી પ્રકૃતિને તમે હવે સંભાળો. જય સચ્ચિદાનંદ.
તો આપણે અહિયાં આગળ પૂરો કરીએ. તમને જડી ગયું તમારો આત્મા. ખબર પડી તમે કોણ છો ? ક્યાં છો ? શું છો ? બસ, તમે છો જ. એનું કાઈ ના થઈ શકે. એનું કઈ કરવાનું હોય નહીં. બસ, આનંદ સ્વરૂપ. જય સચ્ચિદાનંદ.
આ સાથે અહીં આપ સૌનો આભાર માની પરમાત્મા સ્વરૂપ વાણીને વિરામ આપું છું અને આ ક્લાસને પૂરો જાહેર કરું છું. ધન્યવાદ.
આ લખાણ AI દ્વારા તૈયાર થયું છે. શંકા હોય ત્યાં મૂળ પ્રવચન સાંભળી ખાતરી કરવી.