પ્રસાદમ ક્લાસ ૨ · દિવસ ૧
21 & 22 November 2023
ઓપ્શન્સ હોય. સેમિનારની હવે શરૂઆત કરવા જઈ રહ્યા છે. શૂટિંગ કરવાનો વખત આવ્યો છે. કારણ કે, આ જ્ઞાન એક એવી અનમોલ વસ્તુ હોય છે કે જેનું કોઈ મૂલ્ય કોઈ ક્યારેય ચૂકવી શક્યું હોતું નથી. આઈ એમ સ્યોર, ઓલ ઓફ યુ વિલ એગ્રી વિથ મી કે જે જ્ઞાન છે એ ક્યાંયથી પણ આવે, "ઈટ ઇસ ઓલવેઝ પ્રાઇસલેસ". તો એ જ્ઞાન સંપાદન આપણે કરીએ ત્યારે આપણને આપણે જે કંઈ ઈશ્વર પરમાત્માનો કન્સેપ્ટ આપણે જાણીએ છીએ એમાં એક બાબત એવી છે કે એ સર્વવ્યાપક છે, એ બધે જ છે. પણ તેમ છતાં પણ આપણે કોઈકને કોઈક મંદિરની અંદર જતા હોઈએ છીએ, નમન કરતા હોઈએ છીએ. તો એવી જ રીતે આપણે એક અહીંયા નાનકડી એવી એક જગ્યા છે કે જ્યાં આગળ પરમાત્માને સ્થાપિત કરીએ છીએ અને એમનું આપણે આવાહન કરીએ છીએ.
સો આઈ રિક્વેસ્ટ સત્યમ ટુ જોઈન વિથ મી. થેન્ક્યુ. અલ્લાહ થેન્ક્યુ.
નેક્સ્ટ, વંદના કરીએ. આપણે પરમ કૃપાળુ પરમાત્માને વંદન કરીએ છીએ. વર્તમાન તીર્થંકરને વંદન કરીએ કરીએ છીએ. અનાદિ અનંત તીર્થંકરોને વંદન કરીએ છીએ. સર્વે પંચ પરમેષ્ઠીને વંદન કરીએ છીએ: તીર્થંકરો, સિદ્ધો, આચાર્યો, ઉપાચાર્યો અને સંતો. આ સૌને આપણે વંદન કરીએ છીએ. સર્વ દેવી-દેવોને પણ આપણે વંદન કરીએ છીએ. દસે દિગપાળોને વંદન કરીએ છીએ. ભગવાન શિવને વંદન કરીએ છીએ. ભગવાન શ્રીકૃષ્ણને વંદન કરીએ છીએ. ભારતમાં સ્થિત સર્વે આત્માને વંદન કરીએ છીએ. આના વિશે આપણે આગળ વાત કરીશું કે શા માટે ભારત શબ્દ અહીંયા મૂકવામાં આવ્યો છે. વિશ્વ નિયંતા વિધાતાને પણ આપણે વંદન કરીએ છીએ.
નેક્સ્ટ. નેક્સ્ટ, "કાઈન્ડલી સ્વીચ ઓફ યોર ફોન્સ ઓર કીપ ઈટ ટુ ધ સાઈલેન્ટ મોડ, પ્લીઝ". થેન્ક્યુ.
આનો ઉદ્દેશ્ય અખૂટ લભ્ય જ્ઞાનસાગરમાંથી આત્મા-પરમાત્માની અનુભૂતિ રૂપ આત્મરત્ન પ્રાપ્ત કરવા અને કરાવવાનો છે. આ અંગેની યથાપ્રાપ્ત સમજણની સ્પષ્ટતા કરવાનો છે. આ પ્રયાસમાં તમામ ત્રુટિઓની અમે ક્ષમા પ્રાપ્ત થઈએ છીએ. આગોતરી આ પરંપરા આપણી જ્ઞાનની.
"પ્લીઝ ક્લોઝ યોર આઈસ". આપણે આવાહન કરીશું. આપણે જ્યારે મંત્રોચ્ચાર થાય તે વખતે ભાવપૂર્વક જે ગુરુ તત્વ છે તેનું આપણે આવાહન કરીએ છીએ. "ઋગ્વેદનો ગુરુ આવાહન/પ્રાર્થના મંત્ર (ચોક્કસ મૂળ સ્વરૂપ ઓળખી ના શકાય એટલી હદે ગરબડ થયેલ છે)". આ ઋગ્વેદનો ગુરુ પ્રાર્થના માટેનો મંત્ર છે અને બહુ જ અસરદાર છે. સૂક્ષ્મની અંદર ગુરુ પ્રગટ થતા હોય છે જ્યારે પણ આ મંત્રનું ઉચ્ચારણ કરવામાં આવતું હોય છે.
આપણે બધા જ સાથે સાથે બોલશું: "ॐ तच्चक्षुर्देवहितं पुरस्ताच्छुक्रमुच्चरत् । पश्येम शरदः शतं जीवेम शरदः शतम् ॥ (તત્ ચક્ષુ મંત્ર)"
નેક્સ્ટ, આપણા સૌનો આ મૂળ પ્રશ્ન છે કે "હું કોણ છું?" તો "ઇન ઓર્ડર ટુ નો ધ લાઈટ, વી મસ્ટ ફર્સ્ટ એક્સપિરિયન્સ ધ ડાર્કનેસ". આપણને એ ખબર હોવી જોઈએ કે આપણે અજ્ઞાનમાં છીએ અને આ અજ્ઞાન છે અને આ જ્ઞાન છે. તો આપણે અજ્ઞાનમાં હોઈએ ત્યારે આપણને એક નેસેસિટી ઉભી થવી જોઈએ કે હવે મારે અજ્ઞાનમાંથી જ્ઞાનમાં જવું છે. તો આ પ્રશ્ન આપણને હંમેશા ઊભો થવો જોઈએ કે "હું કોણ છું?" ત્યારથી જ્ઞાનની પ્રાપ્તિની શરૂઆત થવાની શરૂ થાય છે.
એટલે ઓબ્ઝર્વ કરો અને પ્રશ્ન કરો અવિરતપણે કે "હું આવ્યો ક્યાંથી? હું છું કોણ? અને મારે ક્યાં જવાનું છે?" આપણે ઘણી વખત આ શબ્દ સાંભળીએ છીએ: "આત્મા". પણ એ તો એક શબ્દ જ છે. કોઈક જેમ કે નામ હોય કોઈક બીજાનું, તો જેમ "આત્મા" કહે છે તેમ "પરિમલ" પણ નામ હોઈ શકે છે. એવી રીતે એક નામ આપવામાં આવ્યું છે, પણ એ કોને આપવામાં આવ્યું છે? એને આપણે સમજવું બહુ જરૂરી છે. તો આ જે છે તે શબ્દ સંજ્ઞા રૂપે છે, એક ચિન્હ છે. પણ વસ્તુત્વે એ શું છે, આત્મા? એનો આપણે અત્યારે અભ્યાસ કરવો છે. એના વિશે આપણે જાણવું છે. એના વિશે આપણે "અંડરસ્ટેન્ડિંગ" મેળવવી છે અને આપણે જ્યાં છીએ ત્યાંથી આપણે આગળ વધવું છે.
તો વ્યવહારમાં અને સંસારમાં જેમ આપણે ઓળખ માટે, સંવાદ કરવા માટે જેમ કોઈક કોઈકને આપણે કોઈક નામથી બોલાવીએ આવતા થઈએ છીએ, એવી રીતે આ "આત્મા" બોલવામાં આવ્યો હતો. પણ એ વાસ્તવમાં શું છે તે હવે આપણે જાણીશું. આપણે "હું" કોને સમજીએ છીએ? જ્યારે પણ આપણે એમ કોઈકને સાથે વાત કરીએ છીએ, તો આપણે એમ કહીએ કે "હું આવ્યો", "હું અહીંયા બેઠો છું", "હું સુઈ ગયો". તો એ "હું" કોણ છે? તમે કોને "હું" તરીકે, કોણ કોને તમે "એડ્રેસ" કરો છો? એ જાણવું બહુ જરૂરી છે.
જ્યારે પણ તમે આંખો બંધ કરીને જસ્ટ એને "એડ્રેસ" કરો અને જુઓ કે "હું" એમ બોલો, તો એ કયા ભાગની અંદર એની સંવેદના ઊભી થાય છે? કઈ જગ્યાએ થાય છે? એનું જરા "સ્ટડી" કરો. તો તમને ખ્યાલ આવશે કે એ દેહ, મન, લાગણીઓ અને સંવેદનો છે બધા કે કોઈક જગ્યાએ એ રજીસ્ટર થતા હોય હોય છે.
ત્યાં સુધી આપણને અંતહીન ભય લાગ્યા કરતો હોય છે. કોઈ એવું કહી શકતું નથી કે મને આનો ભય નથી લાગતો કે પહેલાનો નથી લાગતો. દરેકને કોઈકને કોઈક બાબતનો ભય રહેલો જ હોય છે. આપણા સૌની અંદર આ બાબત હોય, પણ આપણે નિર્ભય કેવી રીતે થવું એ પણ જાણવું છે. આપણે હવે શું કરવાથી આપણે એમ કે ભયને દૂર કરી શકીશું? આપણે નિર્ભય થઈ શકીશું. પણ જીવનની અંદર આ "ફિયર" છે, એને તમે જોશો તો તમને "રિયલાઈઝ" થશે કે "ફિયર ઇસ ધ કી". એ એક પ્રકારનું એવું "ડ્રાઈવ" છે કે તમે જ્યાં હોય ત્યાંથી એ તમને ક્યાંક "પુશ" કરશે આગળ જવા માટે, પાછળ જોવા માટે. કાં તો તમે "ફાઈટ" કરો છો, કાં તો તમે "ફ્લાઈટ" કરો છો. સતત આ પ્રોસેસ આપણા જીવનની અંદર આપણે જોયા જ કર્યું હશે. સંજોગ ગમે તે આવતા હશે, પણ આ બેમાંથી એક રિસ્પોન્સ આપણે આપણે જનરલી આપતા હોઈએ છીએ. તો આ બી છે.
હવે "એનિમલ્સ" અને "બર્ડસ", જેને કહેવાય કે પ્રાણીઓ અને પક્ષીઓ, એ લોકોને આ બહુ સાહજિક હોય છે. એ લોકોને ભય જેવું લાગે તો તરત કાં તો એ "એટેક" કરશે અને કાં તો ભાગી જશે. માણસ ઘણી વખત વિચાર કરવા બેસે.
છે અને એવી જગ્યાએ બહુ માર ખાઈ જાય છે; કેમ કે જ્યાં ક્વીક રિસ્પોન્સની જરૂરત હોય, ત્યાં એ જો આપી ના શકે તો એના લીધે પછી એ ઘાયલ થાય, થતો જાય. ઘાયલ માણસ શારીરિક રીતે પણ થાય, માનસિક રીતે પણ થતો હોય છે અને માનસિક રીતે જે ઘાયલ થયેલા હોય, એ લોકોનું દર્દ બહુ વધારે હોય છે. શારીરિક ઘા તો કદાચ મટી જાય, પણ માનસિક ઘા જે બધા પડ્યા હોય, કોઈકે કોઈકને કંઈક કીધું એકદમ જ અને તરત જ એને હર્ટ થઈ જાય છે. કોને હર્ટ થાય છે? આપણે શોધવું જરૂરી છે. આ "ઓન્લી હ્યુમન્સ" જે છે, તે લોકોને શું ગ્રીડ, લોભ છે? લાલચ છે કંઈક કરવાની, કશુંક મેળવી લેવાની?
સામાન્ય રીતે આપણે જોઈએ તો બધા એનિમલ્સ હોય તો એ લોકો કંઈ પણ વસ્તુ એમને જોઈતી હોય, મોટાભાગે તો આહાર જ જોઈતો હોય, તો એ મેળવવા માટે એ લોકો ઝડપ મારશે. મળી ગયું, લઈને એ લોકો ચાલી જશે. પછી એને બે-ચાર દિવસ સુધી સ્ટોર કરવાનું, ગોધરેજનું ફ્રીજ લાવવાનું અને એની અંદર અઠવાડિયા સુધી મૂકી રાખવાનું – આવું બધું એ લોકો વિચારતા હોતા.
આપણે માણસ બની ગયા, સિવિલાઈઝ થઈ ગયા. આપણી બધી પદ્ધતિઓ શોધી કાઢી સ્ટોર કર્યા કરવાની. તો આપણે ઘરની અંદર સ્ટોર કરીએ, આપણે આપણા મનની અંદર પણ સ્ટોર કરીએ. એટલે સ્ટોરેજ કરવાનું જે કામ છે ને, એ બહુ વિચિત્ર છે અને એ આપણે ચાલ્યા જ કરતું હોય છે. અને આ સ્ટોરેજના વધતા વધતા વધતા વધતા એટલું બધું બર્ડન વધી જતું હોય છે કે આપણે એમાંથી પછી બહાર કેવી રીતે નીકળવું તે સમજી શકતા હોતા નથી. અને એ બર્ડન જે છે, એ આપણને એક્ચ્યુઅલી શું છે કે પ્રેસ ડાઉન નીચે કરતું હોય છે. આપણી જે મોમેન્ટમ હોય, જે "રીધમ ઓફ લાઈફ" જેને આપણે કહીએ, એને તોડી રાખતું હોય છે.
તો આપણે આ જે ફિયર છે, એને કેવી રીતે દૂર કરી શકીએ? તો કે આપણે એના સમજીએ કે શેના કારણે ભય લાગી રહ્યો છે અને કોને ભય લાગી રહ્યો છે. તો આપણે આ વસ્તુમાંથી બહાર સારી રીતે આવી શકીએ.
આપણે એક એટીટ્યુડ જેને કહેવાય કે ધારણ કરવાનો હોય છે. કોઈપણ વસ્તુ હોય તો આપણે શું કરતા હોઈએ છીએ? ક્યાંય પણ જઈએ તો આપણી જાતને આપણે પ્રેઝન્ટ કરતા હોઈએ છીએ. ઘણી વખત આપણે કહીએ ને વ્યવહારની અંદર કે, "આ ભાઈ તો બહુ એટીટ્યુડ દેખાડે છે." તો એવો એટીટ્યુડ મતલબ શું છે? એ પાર્ટ ઓફ પર્સનાલિટી જે એ પ્રેઝન્ટેબલ છે સોશિયલી, કોઈક બીજી વ્યક્તિને એ કશુંક બતાવવા માંગે છે. પ્રશ્ન એ થાય છે કે ખરેખર એ એ જ છે જે એ બતાવે છે? એ બતાવે છે એ શું છે? તો એને તમે ફીલ કરો, ખરેખર શું છે અંદર? કઈ જગ્યાએ આપણે આ બધી વસ્તુઓ આપણે જે રજીસ્ટર કરી રહ્યા છીએ અને પછી આપણે સમજી રહ્યા છીએ કે આપણે આ છે? એ જગ્યા આપણા સૌની અંદર છે. એ જગ્યાને શોધવાનો પ્રયત્ન કરવાનો. શાંત ચિત્તે બેસી અને જ્યારે આપણે આ બાબતનું સ્ટડી કરવા માંડીએ, ઓબ્ઝર્વ કરવા માંડીએ, પછી એ ધીમે ધીમે ખુલતું જાય છે.
એટલે આપણને સૌને કહેવામાં આવ્યું છે કે, "ભાઈ, પાંચ મિનિટ શાંતિથી બેસો દિવસની અંદર. કશું નહીં તો કે નાનકડી પ્રાર્થના કરો. તે વખતે પણ તમે શાંત થઈને બેસો." જેવા આપણે શાંત થઈએ એટલે પછી બાકીની બધી જ વસ્તુઓ થાળે પડી જાય છે જીવનની અંદર અને બધું સરસ થતું હોય છે.
તો એક સમયે એક વસ્તુ એક જગ્યા ઉપર જ હોઈ શકે. કાં તો તમે જ્ઞાનમાં છો, કાં તો તમે અજ્ઞાનમાં છો. જો અજ્ઞાનમાં છો, ત્યાંથી તમારે જ્ઞાનમાં જવું છે, તો જ્ઞાન મેળવવા માટે તમારી જગ્યા ઉપરથી જે અજ્ઞાનની જે સ્થિતિ છે, એને પહેલા સ્વીકાર થવો જોઈએ છે અંદર કે, "હા, મને ખબર નથી. મને આ વસ્તુની ખબર નથી. હું આ વિશે કશું જ જાણતો નથી." એ પહેલા આપણને રિયલાઈઝ થાય, ત્યાર પછીથી આપણે શોધખોળ શરૂ કરતા હોઈએ છીએ.
જે મોડર્ન એજ્યુકેશન સિસ્ટમ છે, તેના અંદર આ બધાના માટે કોઈ ગુંજાઈશ રહી જ નથી. જુના વખતની અંદર જે પહેલા ચિત્ર તમને બતાવવામાં આવ્યું, ગુરુ-શિષ્ય પરંપરાની અંદર, ગુરુકુળની અંદર જ્યારે શિષ્ય જાય, તો એ સમીદ લઈને જતાં અને સમિત લઈને ગુરુને કહે કે, "મને જ્ઞાન આપો." તો ગુરુ એને કહે કે, "જઈને તું આ સમિતને છે તો યજ્ઞની અંદર હોમી આવ." તો સમિત શું હતું? તો કે એ એના અજ્ઞાનનું પ્રતીક હતું કે, "તું તારા અજ્ઞાનને સ્વાહા કરી આય. પહેલા ક્લિયર થઈ જા. જગ્યા થશે પછી હું તને જ્ઞાન આપું છું." પછી એને ગુરુ જ્ઞાન આપવાનું શરૂ કરતા હતા.
તો શરૂઆતની અંદર જ્ઞાન વિશે આપણે કહીએ તો બહુ જ નાનકડી વસ્તુથી એ શરૂઆત કરે, જેને કહેવાય જ્ઞાનનું એક નાનકડું જાણે કે બીજ આપતા હોય એવી રીતના. આપણે ગાર્ડનિંગ બધા કરીએ છીએ, આપણને ખબર છે. એક નાનકડું બીજ આપણે જો આજે વાવ્યું હોય, અનુકૂળ સંજોગો અને સારું ખાતર, પાણી વગેરે જો આપણે આપીએ, તો એના અંદર આપણને થોડા સમય પછીથી સ્પ્રાઉટિંગ જોવા મળતું હોય છે. કોઈ વૃક્ષ પણ બની જાય કોઈ ચોક્કસ સમયની અંદર એની જે બી મર્યાદા હોય તેના પ્રમાણે. તો જ્ઞાન એવી રીતે આપણે ગ્રહણ કર્યા જ કરતા હોઈએ છીએ.
તમે જુઓ, તમારી છેક નાનપણથી શરૂ કરીને અત્યાર સુધીમાં કેટલું બધું જ્ઞાન તમે ગ્રહણ કરી રાખ્યું છે! વ્યવહારિક જ્ઞાન, તમારા પોતાના વિશેનું જ્ઞાન. વાસ્તવમાં આપણે પોતાના વિશે કેટલું જાણીએ છીએ? મૂળ પ્રશ્ન પર પાછા આપણે આવી જઈશું કે, "ભાઈ, હું કોણ છું?" તો આ છે જીવનની અંદર ચાર વસ્તુઓ બહુ મુખ્યત્વે આપણે જોતા હોઈએ છીએ: જન્મ, મૃત્યુ, જરા અને વ્યાધિ.
જન્મ થાય છે, આપણને કંઈ જ ખબર નથી હોતી. બધા જ એક સરખા હોય, કોઈ નામ નથી હોતું, કોઈ રિલીઝન નથી હોતો, કંઈ જ સમજણ નથી. બસ, નાનકડું એક નિર્દોષ, નિષ્પાપ બાળક હોય, એ પ્રગટ થાય છે. એને કંઈ જ ખબર નથી. એના અંતિમ છેડે મૃત્યુ થતું હોય છે. એની ઉપર પણ એનો કોઈ હક, દાવો, કશું જ રહેતો નથી. બહુ જ ઓછા માણસો એવા છે કે જે એમ કહે કે, "હું ઈચ્છા મૃત્યુનું વરદાન લઈને આવ્યો છું અને ભીષ્મ પિતામંબરની જેમ અને કે હું..."
સ્વેચ્છાએ એમ કે, "મારા દેહનો ત્યાગ કરું છું," કરી શકું છું. યસ, ધેર આર પીપલ, ધેર આર ઇન્સ્ટન્સીસ. આપણી સંસ્કૃતિની અંદર આવા બધા બાબતો આપણે જાણીએ પણ છીએ, પણ ધે આર વેરી વેરી રેર. તો જન્મ અને મૃત્યુ, જરા જરા એટલે વૃદ્ધાત્વ. માણસની એજ થતી જ જવાની છે. જેવો એ જન્મ્યો કે એની બાયોક્લોક ચાલુ થઈ જ ગઈ છે અને એક ચોક્કસ સમયે, કે છે ને કે, "૨૧,૬૦૦ શ્વાસ આખા દિવસની અંદર એક વ્યક્તિ લેતો હોય છે." તો દિવસના ૨૧,૬૦૦ તમે ગણો કે ૭૦ વર્ષ જીવશે, કે ૮૦ વર્ષ જીવશે, કે ૯૦ વર્ષ જીવશે, તો એ એનો ઇનબિલ્ટ પ્રોગ્રામ લઈને અંદર આવેલો હોય અને એ પ્રોગ્રામ પ્રમાણે એનું આખું બાયોલોજીકલ જે લાઇફ છે, સાયકોલોજીકલ લાઇફ છે, ફિઝિકલ લાઇફ છે, ઇમોશનલ લાઇફ છે, આ બધું ચાલ્યા જ કરતું હોય. તો એ થાય છે.
તો પાછળ છે વ્યાધિ. હવે વ્યાધિ જીવનની અંદર એ જે વર્ક કરે છે, કંઈ પણ કરે છે, પોતાનું જીવન વ્યાપન કરી રહ્યો છે, તેના અંદર એ પોતે શક્તિનો વ્યય કરે છે. આખા દિવસ દરમિયાન આપણે જોઈએ તો આ બધા સાયન્ટિસ્ટ, ડોક્ટર્સ બધા આપણને કહેતા હોય કે ભાઈ, "તમારે ૨૪૦૦ કેલરી જોઈએ, તમારે ૧૮૦૦ જોઈએ, તમારે ૨૨૦૦ જોઈએ," ડિપેન્ડિંગ અપોન યોર એજ ફેક્ટર એન્ડ સો મેની અધર થિંગ્સ. તો એટલે કે કેલરી આપણે મેળવવા માટે આપણે આહારમાંથી એ વસ્તુઓ મેળવતા હોઈએ છીએ, પણ એનો આપણે ખર્ચો કરતા હોઈએ છીએ. એટલે જીવનની અંદર પાછી આપણને ફરી વખત ભૂખ લાગે છે. ભૂખ લાગે એટલે પાછા ફરી આપણે આહારની શોધની અંદર જતા હોઈએ છીએ. આપણે સિક્યોર કરતા હોઈએ છીએ. પહેલાની જેવું નથી હવે કે આપણે શિકાર કરવાનો છે કે ફળ ફૂલ વગેરે શોધવા જવાનું છે જંગલની અંદર. આપણે સિક્યોર કર્યું છે કે ભાઈ, "આપણી એક જોબ છે, અમુક રૂપિયા આવે છે, એનાથી આપણે જે કંઈ જીવનમાં જોઈએ છે તે બધી વસ્તુઓ લાવી ઘરની અંદર આપણે રાખેલી છે.
સમયે સમયે ખોરાક બનતો જતો હોય છે અને આપણે સૌ એને આરોગતા હોઈએ છીએ." તો ભૂખ અને તરસ તો લાગ્યા જ કરે છે.
પછીની જે જરૂરિયાત છે આપણી એ સલામતીની. એક માસ્લો અબ્રાહમ કરીને બહુ મોટા સાયન્ટિસ્ટ થઈ ગયા. એણે પણ આપણને આ બાબતે કહ્યું હતું કે જીવનની અંદર જેવું જીવન પ્રગટ થાય એટલે સૌથી પહેલામાં પહેલી એની જે નીડ હોય છે એ શું હોય છે? તો કે હંગર, થર્સ્ટ, આવી જે કંઈ બેઝિક જે બાયોલોજીકલ નીડ છે તે જ હોય છે. જે નાનકડા બાળકની હોય. બે વર્ષનો, ત્રણ વર્ષનો થાય ત્યાં સુધીના એના માતા-પિતાએ એને પ્રોપર ફીડિંગ કરવું પડે, બધું ધ્યાન રાખવું પડે. એ બધું કરે પછી થોડું મોટું થાય એટલે પછી શું થશે? તો કે એને સેફ્ટી નીડ્સની પણ જરૂર પડશે. તો દરેકે પોતપોતાની સલામતીનો ખ્યાલ રાખીને જ જીવન આગળ વધારતા જવાનું હોય છે. સંજોગો બધા બદલાતા જતા હોય. ક્યારેક બહુ હાર્ડ સંજોગો હોય. આજે અત્યારે આપણે બેઠા છીએ, આપણને લાગે છે આ બહુ સલામત વાતાવરણમાં બેઠા છે.
વિચાર કરો યુક્રેનની અંદર શું થતું હશે? નાના બાળકોનું વિચાર કરો કે ઇઝરાયેલે હમણાં જે અટેક કર્યો છે ત્યાં આગળ તો લેબેનોન ને એ બધો જે એરિયા છે ડિસ્ટર્બ એરિયા, ત્યાંના બાળકોને શું થતું હશે? એ લોકો કેવી રીતે પોતાનું જીવન ટકાવી રાખવા માટે કેટલો બધો સંઘર્ષ કરતા હોય છે! તો સેફ્ટી નીડ્સ પણ બહુ જ જરૂરી હોય છે અને એના માટે પણ આપણે સતત પ્રયત્ન કરતા હોઈએ છીએ.
પછી સાયકોલોજીકલ નીડ્સ હોય. આપણી કોઈક આપણને સારું બોલે તો આપણને સારું લાગે. સારું ના બોલે તો આપણને બિલકુલ સારું નથી લાગતું. પછી કેવું થઈ જાય એટીટ્યુડ કે, "આ માણસ આપણા માટે બરાબર નથી, આપણે એનાથી દૂર રાખવો, અંતર રાખવો." તો એક ભેદ ઊભો થવાનો શરૂ થાય છે. ખરેખર, વી ઓલ આર હ્યુમન્સ. એક ટોળામાં જેમ બધા એનિમલ્સ બધા ફરતા હતા એવી રીતે શરૂઆતના તબક્કે માણસો પણ ફરતા હતા બધા, કેમ કે ત્યારે એમની બધાની રિક્વાયરમેન્ટ એક જ હતી કે બધાએ સાથે સલામત રહેવાનું. પણ જેમ જેમ આ ઇન્ડિવિજ્યુઅલ લાઇફ આપણી પ્રોગ્રેસ કરતી ગઈ, આપણે સિવિલાઈઝ થતા ગયા વધુને વધુ, પછી આ બધી સલામતીની જે કંઈ પદ્ધતિઓ હતી તે આપણે બદલતા ગયા. આપણી સાયકો ડિફેન્સ મિકેનિઝમ બધી ઊભી કરતા ગયા અને એમ એમ કરતાં કરતાં આપણે આગળ વધતા ગયા.
તો એ પૂરી થાય એટલે આને પૂરી કરવા માટે આપણે અર્થની, મતલબ ઇકોનોમિક્સની આપણને જરૂર પડતી હોય છે કે આપણે કમાવવાની જરૂર પડે છે મોડર્ન ટાઈમ્સની અંદર, કારણ કે દરેક વસ્તુ આપણે રૂપિયા આપીને લઈ શકતા હોઈએ છીએ. આજકાલ તો ઈ-રૂપી પણ આવી ગયા છે, એ વાત બરાબર છે, પણ છતાં આપણે એની જરૂરત તો પડે જ છે. તો એ ટ્રાન્જેક્ટ આપણે કરતા હોઈએ. વાસ્તવમાં, ઈટ ઇસ અ યુનિટ. તમે કેટલા યુનિટ લાઇફ ફોર્સ તમારો ખર્ચો કરો? સવારથી સાંજ સુધી ઓફિસમાં કે કોઈ બીજી જગ્યાએ બેસીને તમે કામ કરો છો અને એ જેટલા યુનિટ તમે ખર્ચો કર્યો છે તેના પ્રમાણમાં તમે કેટલા મેળવો છો અને એને તમે એટલા વાઈઝલી વાપરો છો જીવનની અંદર, તો એના પ્રમાણે આખા જીવનની બધા ડિઝાઇન તમારી ગોઠવાતી હોય છે. કોઈક માણસ એવો પણ હોય કે આમ શો ઓફ કરવા માટે ઓવર સ્પેન્ડિંગ કરી નાખે. પછી પાછો સાયકોલોજીકલી જો આપણે જોઈએ તો એ ડિસ્ટર્બ થઈ ગયેલો હોય.
પછી એસીડીટી થાય, કેમ? તો કે, "દીકરીનું લગ્ન આવે છે, હવે એને ક્યાંથી એમ કે ખર્ચો પૂરો કરીશું?" એટલે એના માટે વળી પાછો એ કંઈક વિચાર કરશે કે, "બેંકમાંથી લોન લઉં, કોઈ મિત્રોને કહું, કંઈક કરું, કંઈક કરું." તો એને સામે કંઈક તો આપવું પડશે. કશું નહીં આપે તો છેવટે પોતાનું આત્મસન્માન બી આપવું પડશે કે, "ભાઈ, આપોને થોડાક." તો એ વખતે એનું જે આખું સિસ્ટમ છે એટલી બધી લો લેવલ પર જતી રહી હોય. તો આવી પરિસ્થિતિ થાય છે. તો આ બધું કરતાં કરતાં કરતાં આપણે કેટલાય બધા કાર્યો કરીએ છીએ જીવનની અંદર. એટલે આખા જીવનની અંદર આપણે કેટલાય કર્મો કરીએ છીએ. સિમ્પલ.
ભાષામાં આપણે કહીએ તો, દરેક ટ્રાન્જેક્શન આપણું જે કોઈ બીજા સાથેનું હોય અથવા આપણું આપણી જાત સાથેનું હોય, ઘણી વખતે તો પણ એ કર્મ જ બનતું હોય છે. તો આ બધા કર્મની ઉત્પત્તિ આવી રીતે થાય છે.
પહેલા બધા શિકાર કરતાં, ખેતી કરતા હતા, બધા ફરતા હતા, આવી રીતના વિચરણ કરતા હતા, જાત જાતની વસ્તુઓ શોધખોળ કરતા હતા, ડિસ્કવરી ને એવું બધું. તો આની અંદર આપણે આ બધું કરવાની અંદર હંમેશા ખૂબ લાગણીઓ લાગણીપૂર્વક આપણે કામ કરીએ છીએ. તો એ લાગણીઓના કારણે આપણે ઘણી વખત આપણા વિચારો અને આપણા વર્તન ઉપર એનું ખૂબ જોતા હોય છે. આપણી વાણી છે, તેના ઉપર એની અસરો આવતી હોય છે.
આપણી ભાષા બદલાઈ જાય. કોઈકને આપણે કશુંક કહેવા માંગતા હોઈએ, પણ જો એને પહેલેથી આપણને કંઈક કહેલું હોય અને આપણા મનમાં હોય કે "આ માણસ બરાબર આપણને તે વખતે પ્રેસ કર્યું હતું," તો વિથ ધેટ પ્રેજ્યુડિયસ માઇન્ડ આપણે વળી એના સાથે ટ્રાન્જેક્શન કરતા હોઈએ. તો તે વખતે જે ભાષા બોલાશે એ બહુ અજુગતી બી હોઈ શકે કોઈ વખતે. આપણને તે વખતે ખબર પડતી હોય છે અંદર કે "મારે આવું ના બોલવું જોઈએ" અને છતાંય બોલાઈ જતું હોય છે.
તો એ કમ્પ્લસન ક્યાંથી આવે છે? આ બધી બાબતોને આપણે જાણવી જોઈએ, જીવનમાં સમજવી જોઈએ કે વાણી અને વિચાર છે તે બંને વરદાન છે કે અભિશાપ છે આપણા માટે? મોડર્ન ટાઈમ્સની અંદર તો એવું લાગે કે અભિશાપ વધારે છે વરદાન કરતાં.
તો બહુ જ ઓછા માણસો એવા હોય કે જે પોતાની વાણી અને વિચારને જ્યુડિશિયસલી વાપરી શકતા હોય. એના માટે જરૂર પડે છે સેલ્ફ ડિસિપ્લીનની. અને એ સેલ્ફ ડિસિપ્લીન આપણને ક્યાંથી આવે છે? આપણે જે જ્ઞાન ગ્રહણ કરીએ છીએ, ત્યાંથી આવે છે.
સો, એની શરૂઆત આપણે સ્કૂલ ટાઈમથી શરૂ થઈ જાય છે અને એ પછી અવિરતપણે આગળ સુધી ચાલતી હોય છે, જીવનના અંત સુધી. જે આપણે શીખવા માંગતા હોઈએ, જાણવા માંગતા હોઈએ, ત્યાં સુધી આ બધું આવ્યા જ કરતું હોય છે.
સો, આ વાણી અને વિચાર એ શું છે? સાધનો. હલો! સો, આપણે એને કેવી રીતે વાપસ છીએ આપણી વાણીને? જેમ આપણે રૂપિયા વાપરીએ છીએ, એવી જ રીતે વાણી વાપરીએ છીએ, એવી જ રીતે આપણા વિચારો છે.
સવારથી રાત સુધીમાં એવું કહે છે કે આપણે એક સેકન્ડની અંદર 60-70 હજાર જેટલા વિચારો કરતા હોઈએ છીએ. ઇમ્પલ્સ એટલે આપણા માંથી પસાર થયા જ કરતા હોઈએ. નક્કી કરતા હોઈએ છીએ કે આપણે શું કરવા માંગીએ છીએ. આપણા વિચાર વડે આપણે શું કરી રહ્યા છે? આપણા વાણી વડે આપણે શું કરી રહ્યા છે? એમાંથી આખું કમ્યુનિકેશન સિસ્ટમ આપણી ઊભી થતી હોય છે અને એ પણ ડિપેન્ડિંગ અપોન આપણા જે એટીટ્યુડ છે તેના પ્રમાણે કર્મો અને કૃત્યો બનતા હોય છે.
અને આ બધા જે કૃત્યો અગાઉ થઈ ગયેલા છે, એ અત્યારે પણ આપણી સામે આવતા હોય છે. અને સામે આવેલા જે હોય છે, તે ઘણી વખત આપણને પસંદ આવતા નથી. અને છતાંય કમ્પલસન હોય છે કે "નેસેસરીલી વી હેવ ટુ ગો થ્રુ ધોઝ સર્ટન કાઈન્ડ ઓફ સિચ્યુએશન." જીવનની અંદર આવું થયા જ કરતું હોય છે.
પછી જ્યારે આપણે બહુ જ ઘેર જઈએ, એટલે આપણે શું કરીએ છીએ? તો કે છેલ્લી અરજી કરીએ આપણે કે, "હે પરમાત્મા, કંઈક હવે મને આમાંથી મદદ આપો, માર્ગદર્શન આપો." એટલે આ બહુ નાનકડી પ્રેયર છે. એ કહે છે કે, "અસત્યો માહેથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા."
બહુ નાના હતા ત્યારથી આપણે આ બધું શીખતા જાયા છે. પણ આ સત્ય અને અસત્ય છે, તો એ કેવા છે? તો કે રિલેટિવ ટ્રુથ છે, રિયલ નથી.
એને હંમેશા જેને આપણે સત્ય માનીએ છીએ વ્યવહારિક રીતે, એ બધાનો ક્યાંક ને ક્યાંક કોઈ કંઈક રેફરન્સ પોઈન્ટ હોય છે. સો, ઇન રિલેશન ટુ ધેટ, આપણે એને સત્ય માનતા હોઈએ છીએ. અને એ અલ્ટીમેટલી શું છે? આપણી માન્યતા છે. ફેક્ટ કદાચ બીજું કોઈ હોઈ શકીએ.
પણ દર વખતે આપણે આવું કંઈ સ્વીકારી શકતા હોઈએ છીએ કે "આ રિલેટિવ ટ્રુથ જ છે અને આ ફેક્ચ્યુઅલ નથી." તો ચાલો, ફેક્ટ શું છે? આપણે એની તપાસ કરીએ.
તો એના માટે આપણે એક, જેને કહેવાય કે, સંશોધકનો જેને એટીટ્યુડ હોય કે ભાઈ એ કંઈક જાતની ડિસ્કવરી કરવા નીકળ્યો છે, કોઈ સાયન્ટિફિક એક્સપેરિમેન્ટેશન કરે છે. તો એવી રીતે જીવનને એને શોધવાનું, જીવવાનું પોતાના શરૂ કરવું જોઈએ.
તો એ કહે છે કે, "પ્રભુ પરમ સત્ય તું લઈ જા." પરમ સત્ય એટલે રિયલ. પેલા રિલેટિવ ટ્રુથ છે બધા જ અને આ છે તો કે રિયલ ટ્રુથ પર અમને લઈ જાવ.
તો રિયલ ટ્રુથ શું છે એ આપણે જાણવું છે. દરસલ બાબત શું છે? "હું કોણ છું?" ફરી પાછા એ જ પ્રશ્ન પર આપણે આવીને ઊભા રહીશું અને "વી willલ રીડિફાઇન અવર સેલ્ફ" કે આપણે ખરેખર આ છીએ કે આ છીએ?
કેમ કે આપણે પણ એક દાના હતા ત્યારે એક આઈડેન્ટિફિકેશન માટે એક નામ આપી દેવામાં આવ્યું હતું. આજકાલ તો બધા કેવા નામ આપે છે? બબલુ, વિહાન, કંઈક નામ હોય છે. પહેલાના વખતની અંદર નામ છે ને, એ બહુ સરસ આપતા હતા.
શું નામ આપે? તો કે નારાયણ, નારાયણ, ફરી મોહન. હવે આ બધા જે નામ તે વખતે આપતા હતા, ત્યારે બી ફૂલ આપતી હતી. અત્યારે તો કોઈ પણ આપી દે છે. એક સિસ્ટમ કાઢી હતી, બરાબર ને?
તો આ હરિ મોહન વગેરે વગેરે શું છે? એક ડિફાઇન એટીટ્યુડ છે. તમે જોશો કે જ્યારે આપણે "હરિ" બોલીએ, તો એના નામ અને ગુણ બંને સાથે ચાલ્યા આવતા હોય. અને જ્યારે એને નામ આપવામાં આવતું હતું, નામકરણ વિધિ, નામકરણ સંસ્કાર થતા હતા, તે વખતે પણ આ બાબતો સમજાવવામાં આવતી કે "શ્રીકૃષ્ણ નામ કેમ પડ્યું?", કે "હરિ નામ કેમ પડ્યું?", કે "મોહન નામ કેમ પડ્યું?"
તો આ બધા જ નામ જે છે, એ બહુ અગત્યના છે. કોઈક વખતે કોઈક માણસ આપણને બરાબર નામથી નથી બોલાવતો. જીવનમાં એવું થાય ને? આપણે ત્યારે કેટલું હર્ટ થાય છે આપણને!
એ કોને થાય છે? કોઈ દિવસ બેસીને વિચાર કર્યો? એ જ્યાં હર્ટ થાય છે, જે જગ્યાએ, વાસ્તવમાં આપણે એ છીએ ખરા? કેમ કે નામ તો આપણને પાછળથી આપવામાં આવ્યું હતું. આપણો...
જન્મ થઈ ગયા પછી આપવામાં આવ્યું હતું, બરાબર? તો નાનકડી એક વાર્તા છે, "નામનું મહત્વ કેવું?" શ્રીમદ્ ભાગવતની અંદર પણ હશે કે એક બ્રાહ્મણ હતો, એનું નામ અજામિલ હતું. ખ્યાલ છે કોઈને એ વાતનો? તો અજામિલ નામનો એ બ્રાહ્મણ હતો. એ જૂના કાળની અંદર સમૃદ્ધ હતો. ઘણા બધા કર્મકાંડ, યજ્ઞ, આ તે બધી વસ્તુઓ કરે એટલે પુષ્કળ દ્રવ્ય એને દક્ષિણાની અંદર મળે અને તે પ્રમાણેનું જીવન એ જીવતા હતા.
તો એ કરતાં કરતાં એમને એવું થયું કે પુષ્કળ દ્રવ્ય ભેગું થાય પછી શું થાય? તો કે એની મતિ ઉપર અસર આવવા માંડે. આપણી જરૂરિયાત પતી જાય પછી સહેજ ઉપર ગયા ને એટલે પછી આપણને પેલું ૧૧૦ ઇંચનું કલર ટીવી દેખાવા જ માંડે કે આપણો ફોન આપણને જૂનો જ લાગવા માંડે. એટલે વી વિલ ગો ફોર સ્પેન્ડિંગ. ત્યાં મૂકી દો સાઈડમાં. તો એ અજામિલે આવી રીતે પોતાનું જે દ્રવ્ય આવ્યું હતું એ ઇઝી સ્પેન્ડિંગ ઉપર શરૂ કર્યું અને થોડી કુટેવો પડવા માંડી. જુગાર રમવા માંડ્યો, વગેરે વગેરે. સ્ત્રીઓનો સંગ કરવા માંડ્યો અને એમ કરી કરીને એને પોતાનું દ્રવ્ય બધું ખલાસ કરતો ગયો. એ જમાનામાં મદિરા પણ મળતી હતી એમ બધા કહે છે, તો એ પણ પીવાનું શરૂ કર્યું અને એમ એવું એક લાંબા સમય સુધી ચાલ્યું.
એમ કરતાં કરતાં એના જીવનનો અંત આવવાનો શરૂ થયો, પણ એને એક સારું કામ કર્યું હતું એના જીવનની અંદર. એને એક પુત્ર હતો, એનું નામ એને શું રાખ્યું? "નારાયણ." નારાયણ નામ રાખ્યું. અંતકાળે જ્યારે એ મૃત્યુ પામવાનો હતો તે વખતે એવું કહે છે કે એને બૂમ પાડી, "નારાયણ! નારાયણ!" એમ કરીને. તો નારાયણનું નામ લેતા જ નારાયણના જે દૂત એટલે ભગવાન જેને કહેવાય, વિષ્ણુ ભગવાનના, એ બધા ત્યાં આગળ પ્રગટ થઈ ગયા અને જે યમદૂતો આવ્યા હતા એ બધાને નસાડી મૂક્યા કે ભાઈ, "આને તમે નહીં લઈ જઈ શકો. અમે એને સિક્યોર કરેલો છે. એને હવે અત્યારે નારાયણનું રક્ષણ છે." તો નામનો મહિમા દરેક સંતોએ આવી રીતના ગાયો હતો. આપણે આપણા બાળકોના કેવા નામ પાડીએ! એ નારાયણનું નામ લેતા જ એની ત્યાં આગળ મુક્તિ થઈ એવું ત્યાં આગળ વાતની અંદર કહેવામાં આવે છે.
તો મુશ્કેલ પરિસ્થિતિની અંદરથી બહાર નીકળવા માટે જીવનની અંદર આપણે હંમેશા હરિનામનું સ્મરણ કરવાનું એવું આપણને શીખવવામાં પણ આવ્યું છે અને આપણે બધા જ એનો એક યા બીજા સમયે ઉપયોગ કરેલો જ છે. તો એ બહુ જરૂરી છે કે આપણે કોઈક એક નામ સાથે એ જે કોઈ તત્વ છે જેને આપણે કંઈક સમજીએ છીએ, પરમેશ્વર, ઈશ્વર, તેને આપણે હંમેશા પ્રાર્થના કરતા હોઈએ છીએ કે "ઊંડા અંધેરોથી" એટલે અજ્ઞાનમાંથી, ઇગ્નોરન્સમાંથી, "પ્રભુ પરમ તેજે તું લઈ જા." હવે આ તેજ એટલે એ આખું સાયન્સ છે, વિજ્ઞાન. એને આપણે ધીમે ધીમે સમજીશું કે આ પરમ તત્વ શું છે અને એ પરમ તત્વને લોકો કેવી રીતે અલગ અલગ રીતે એને એડ્રેસ કરતા હોય છે અને ત્યાં સુધી પહોંચવાનો પોતાનો પ્રયત્ન કરતો હોય. પણ અત્યારે એટલું સમજીએ કે આ શું છે? તો કે પરમ પ્રકાશ છે. કોઈક વખતે કોઈકે અનુભવ્યો પણ હશે.
આ જ પરમ પ્રકાશ કહેવાય, સુપ્રીમ લાઈટ કહીએ છીએ, પણ એક ફક્ત લાઈટ નથી. ઈટ ઈઝ ઇમ્બેડેડ વિથ લવ એન્ડ પાવર.
એટલે કીધું છે કે આપણે બધાને વિચાર કરીએ ને કે ભાઈ, હું તમને પ્રશ્ન એમ કરવા માગું છું કે તમારો પરમાત્મા વિશેનો કન્સેપ્ટ શું છે? તમે કોને પરમાત્મા સમજો છો? પરમાત્મા કેવા હોવા જોઈએ? એની અંદર શું શું હોય અને શું ના હોવું જોઈએ? કેન એનીબડી ટેલ મી? પરમાત્મા, ઈશ્વર, આત્મા, આપણે અલગ અલગ રીતે એડ્રેસ કર્યા જ કરતા હોઈએ છીએ, પણ વાસ્તવમાં આપણને ખબર છે કે આ શું છે? તો કે પરમાત્મા એટલે સુપ્રીમ બીઇંગ. હા, પરમ કૃપાળુ હોય, પરમ કૃપાળુ હોય. નેક્સ્ટ, કોઈ બીજું કહી શકે છે? કૃપા તો કરે જ છે, તો જ આપણે પ્રેયર કરીએ છીએ અને એ કૃપાના કારણે જ એ આપણી ઉપર એમ કે ગ્રાન્ટ કરતા હોય છે. આપણી જે બી રિક્વેસ્ટ હોય છે તેને ફૂલફીલ કરતા હોય છે એવું આપણે ફીલ કરતા હોઈએ છીએ એટ ટાઈમ્સ. શું પરમ કૃપાળુ હોય? પણ એ કેવા હોય? તો કે ચૈતન્ય હોય. કેવા હોય પરમાત્મા?
ચૈતન્ય સ્વરૂપ હોય. એ અવિનાશી હોય. એનો ક્યારેય નાશ થાય? એક માણસ હોય અહીંયા આગળ ઉભેલો, એનો નાશ થાય, બરાબર? એનો સમય પૂરો થાય, હી વિલ ગો. અજામિલ ગયો, ચાહે એને પછી વિષ્ણુના દૂતો અને એના વિષ્ણુના ધામમાં લઈ ગયા હોય કે કોઈક બી બીજી જગ્યાએ, પણ એનો ટાઈમ પૂરો થયો એટલે એ ગયો. પણ પરમાત્માને ક્યાંય આવા કે જવાનું હોતું? ઓમ્નિપ્રેઝન્ટ કીધું, હંમેશા હાજર. આ રૂમમાં પણ, અત્યારે પણ, તમારી ને મારી વચ્ચે પણ એવા પ્રકારનું એક તત્વ છે જેને આપણે સમજવાનું, એને આપણે પકડવાનું અને આપણે એને પ્રેયર કરીએ છીએ.
પ્રશ્ન થાય છે, ખરેખર સાંભળે છે? આપણો અનુભવ શું છે અત્યાર સુધીનો? મંદિરમાં જઈ જઈને ઘણી બધી રિક્વેસ્ટ આપણે મૂકી આવીએ છીએ કે મને આમ કરી આપજો, આમ કરી આપજો, આમ કરી આપજો. મારે આવી તકલીફ છે, આમાંથી બહાર નીકળવું છે, વગેરે વગેરે. શું થઈ રહ્યું છે? તો આખી એ પદ્ધતિ જે કંઈ ગોઠવાયેલી છે જીવનશૈલી આપણા સૌની, એની અંદર કર્મનો બહુ મોટો રોલ રહેલો છે. આપણે કેટલીક વસ્તુઓ આપણી સાથે થાય છે અને કેટલીક વસ્તુઓ આપણે ચાહીએ છીએ કે આપણી સાથે થાય, પણ ઘણી વખત એ થાય છે, ઘણી વખત નથી થતી અથવા તો વિલંબથી થાય છે. તો એ વિલંબ શેના કારણે થાય છે? વાય ઈટ ઈઝ નોટ ગ્રાન્ટેડ ઈમિડિએટલી? જો એટલો પરમ કૃપાળુ છે તો એને તરત આપવું જોઈએ ને? જો તમે પપ્પા છો, મમ્મી છો, તમારો દીકરો તમારા પાસે આવીને કહે છે કે મારે આ રિક્વાયરમેન્ટ છે, તમને લેજિટિમેટ લાગે, તરત તમે પૈસા આપી દો છો.
એ જે માંગે છે તમે આપો છો અને કોઈ કહે એવી રિક્વેસ્ટ હોય એની કે મારે આ જોઈએ છે, કોઈ એવી ડિમાન્ડ હોય એની કે નવા જૂતા જોવે છે, પેલા શેને કહે છે? પુમા કે એના? વોટ?
એવર તો તરત જ આપણે એને શું કહીએ કે ભાઈ આવતા મહિને? કેમ? તો કે ફેમિલી બજેટ ડિસ્ટર્બ કરવું નથી, આ વખતે જોગવાઈ નથી. બાળકને આપણે સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ. પરમાત્મા આપણને કંઈક આવી રીતે કશુંક સમજાવવાનો પ્રયત્ન કરે છે. આપણે ફીલ કરીએ કે "વાય ઈટ ઇસ નોટ ગ્રાન્ટેડ ઈમીડીએટલી?" અને ઘણી વખતે એવું બને કે જો ઈમીડીએટલી આપણને આપી પણ દેવામાં આવ્યું હોત, તો ખરેખર આપણી પાસે શું એને જ્યુડિશિયસલી યુઝ કરવાની આપણે અંદર એ સેન્સ ડેવલોપ થયેલી છે? એટલી મેચ્યોરિટી છે આપણી પાસે?
આ કેવી બાબત છે કે એક નથો ભાઈ દાખલા તરીકે છે. હવે એમને નાનકડી સેલેરી હોય. અત્યારે કેટલી હોઈ શકે? ૧૫,૦૦૦-૧૭,૦૦૦ મહિને? બિચારાનું માંડ માંડ ઘર ચાલતું હોય એવી પરિસ્થિતિ હોય. અને એ કોઈકના એવા સંપર્કમાં આવે છે, કંઈક એવું બને છે કે એમને લોટરી લાગે છે કે કંઈક પણ એવું થાય છે; એમને આકસ્મિક ઘણો મોટો ધન લાભ થાય છે. હવે એમને ધાર્યા નથી એટલા બધા પુષ્કળ પૈસા સાહેબના પાસે આવી જાય. "કેન હી હેન્ડલ ઈટ પ્રોપરલી?" "શું લાગે છે? પછી શું થશે?" પૈસા તો આવી જશે. વાત પાછી અજામિલ જેવી. કાં તો એની બુદ્ધિ બગડશે, કાં તો એની બૈરીની બુદ્ધિ બગડશે, કાં તો છોકરાઓ ઉપાડી ઉપાડીને ઘરમાંથી બહાર ફેંકતા હશે રૂપિયા. "એન્ડ હી કન્ટ ડૂ એનીથિંગ." આપણા બધાની આસપાસ આવા કેટલા બધા માણસો આપણે જોઈએ છીએ. તો આ "મિકેનિઝમ ઓફ લાઈફ" જે છે, એ કેવી રીતે ગોઠવાયું છે?
આ બધું બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. જો આપણે ખરેખર એને સમજીએ ને, તો બહુ જ આનંદ આવે એવી વસ્તુ છે.
"મહામૃત્યુમાંથી અમૃત સમીપે નાથ લઈ જા." અનાદિકાળથી, જ્યારથી આપણે સૌ મોટા થયા છીએ, ત્યારથી આપણે જોયું છે કે દરેક જણ આમ વિચાર કરતો હોય છે. દરેક જનરેશનની અંદર અમુક માણસો એવા પેદા થાય છે કે જે લોકોને બસ મરવું જ નથી. બધાને અમર થવું હોય છે. દરેકને મૃત્યુનો ભય લાગતો હોય. તો મૃત્યુનો ભય કેમ લાગે છે? બધાને ખબર છે, ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું છે કે "જૂના કપડા કાઢી નાખીએ છીએ અને આપણે નવા કપડા પહેરવા જઈએ છીએ." પણ આ તો આપણા ઘરમાં આપણે રોજ કરીએ છીએ. તો પછી એ રિયલાઈઝેશન આપણી અંદર કેમ નથી હોતું? જ્યારે સમય આવે છે, ત્યારે જ કેમ એ બધું હાલી જાય છે? તકલીફ કેમ પડે છે આપણને તે વખતે? મૃત્યુનો ભય કેમ લાગવા માંડે છે? એના પાછળના "અંડરલાઇન કોઝીસ" શું હોઈ શકે છે? આ બાબતો પર આપણે શાંત બેસીને જ્યારે ચિંતન-મનન કરીએ, તો આપણને ક્યાંક રસ્તો મળશે આમાંથી.
એટલે આ એવી કોઈ બાબત નથી કે તમે ગીતાની એક ચોપડી સો વખત વાંચી કાઢશો અને તમારી અધ્યાત્મની રિક્વાયરમેન્ટ પૂરી થઈ જશે. "ઈટ્સ અ કંટીન્યુઅસ પ્રોસેસ." તમારે સતત, અવિરતપણે, પ્રતિ ક્ષણ, પ્રતિ પળ એની અંદર હોવું જોઈશે. અને એવું હોવા માટે, "સી, લાઈફ ઇસ લાઈક મોમેન્ટમ છે." ચાલવાનું છે. એક પગ હું ઉપાડીશ, બીજો પગ મૂકીશ, તો એની અંદર બેલેન્સિંગ વચ્ચે મારે ક્યાંક કંઈક કરવું પડશે. "ઇફ આઈ હોલ્ડ ઈટ ફોર મોર ધેન નેસેસરી, તો ક્યાંક પાછું ફમ્બલિંગ થાય છે." લાઈફની અંદર પણ આવું થાય છે, ક્યાંક આપણે પડી જઈએ છીએ. એટલે ચોક્કસ સ્પેસ પર આપણે આપણી એનર્જીનો ઉપયોગ કરતાં કરતાં કરતાં આપણા જીવનમાં ચાલીએ છીએ. તો એવી જ રીતે અધ્યાત્મની અંદર જો આપણે આ વસ્તુઓને સમયસર સમજી જઈએ, તો આપણને પછી મૃત્યુનો ભય લાગશે નહીં. કેમ કે આપણે વાસ્તવમાં જાણી જઈશું કે ખરેખર આપણે શું છીએ.
તો શું છીએ આપણે? મનુષ્ય છીએ. આપણે મનુષ્ય છીએ. આપણે કોણ છીએ? ફરી એ જ પ્રશ્ન: આપણે ચૈતન્ય સ્વરૂપ છીએ, જેને એક નામ આપવામાં આવ્યું છે – આત્મા. "ઈટ્સ લાઈક ઇલેક્ટ્રિસિટી." કોઈ જગ્યાએ દેખાય તમને? અહીંયા પણ હોય, કોઈ જગ્યાએ દેખાય. પણ "ઇફ યુ કોલ સમ સાયન્ટિસ્ટ, હી વિલ હાર્નેસ ધ એનર્જી." તમને આટલા બટન સેલની અંદર પૂરીને આપી દેશે કે "લો, આ ચલાવો." તમારે ઘડિયાળ ચલાવવી હોય, ચલાવો; તમારો મોબાઈલ ચલાવવો હોય, ચલાવો; જે કરવું હોય એ તમે ચલાવો. "સો કાઈન્ડ ઓફ એનર્જી." તો એનો કોઈ આકાર-પ્રકાર કશું હોતું નથી. "સો ધેટ્સ વોટ વી આર: ઇનવિઝિબલ." પણ આપણે તો દેખાઈએ છીએ, પાછું નામ પણ આપ્યું છે આપણને તો. એક આકાર આપવામાં આવ્યો છે કે "આ ભાઈ આવા દેખાય, આ બહેન આવા દેખાય." એના પર આપણે ચાલીએ છીએ. તો નામ અને રૂપ છે આપણી પાસે. વાસ્તવમાં આપણે "સ્પિરિટ ઇન હ્યુમન ફોર્મ" છીએ.
આપણે "હ્યુમન સૂટ" પહેર્યો છે.
થીયરી જે છે આખી "રીબર્થ"ની, "થીયરી ઓફ ઇવોલ્યુશન" જે છે, એના વિશે પણ આપણે સમજીશું. તો એ આપણને એવું કહે છે કે આપણે પહેલા કંઈક હતા. જો ખરેખર શ્રીમદ્ ભાગવતની અંદર શરૂઆત કરે છે મત્સ્ય અવતારથી. આખું એક સાયન્સ છે. ડાર્વિને બધું શોધી કાઢ્યું કે પહેલા આપણે આવું હતું લાઈફ ફોર્મ, પછી આવું હતું, આવું હતું, આવું હતું. અને જૈન તીર્થંકરોને એ બધા તો એટલા બધા આગળ વધી ગયેલા હતા કે એમણે તો ત્યાં સુધી કીધું કે "પથ્થરકાય હોય છે." પર્વત કોઈ મોટો માઉન્ટેન છે, એવરેસ્ટ જેવો, અથવા નાનકડી કોઈ હિલ છે, પાવાગઢ જેવી, તારંગા જેવી, તો એ પણ એક ફોર્મ છે લાઈફનું. એની લાઈફ તમારા જેટલી ૭૦ વર્ષ નહીં હોય, ઘણી વધારે હશે. અને એમાં પણ ઇરોઝન થાય છે. "એન્વાયરમેન્ટલ ફોર્સ" એની ઉપર કામ સતત કર્યા કરતા હોય છે. તો "ઓવર એ પિરિયડ ઓફ ટાઈમ" એ પણ ડેમિનેશ થઈ જાય છે, ખલાસ થઈ જાય છે.
અમે લોકો પછી વૃંદાવન ગયા હતા. તો વૃંદાવનની અંદર કહે છે કે ગોવર્ધન પર્વત છે. તો અમે વૃંદાવન ફર્યા પછીથી નક્કી કર્યું કે ભાઈ આપણે ગોવર્ધન પર્વત જઈએ. જો એમ કે દર્શન કરવા જોઈએ, એટલે બધા લોકો જાય, તો અમે પણ જવાનું શરૂ કર્યું. ત્યાં પહોંચ્યા પછી બધું શોધવા માટે કે ભાઈ ગોવર્ધન પર્વત ક્યાં આગળ છે? કેમ કે અમે વૃંદાવનથી શરૂ કરીને ત્યાં સુધી ૩૦-૩૫ કિલોમીટર ગાડી તો ડ્રાઈવ કરી લીધી.
પણ ક્યાંય પર્વત દેખાતો નહોતો. પછી મંદિર પાસે ગયા અને પૂછ્યું, "ભાઈ, ગોવર્ધન પર્વતની વાત કરો છો, એ ક્યાં છે?" તો જવાબ મળ્યો, "અંદર જ છે." અમે મંદિરની અંદર ગયા તો આ આપણું, લગભગ એવી જાતનો એક પથ્થર ત્યાં આગળ વચ્ચે મૂકેલો હતો અને કહે છે કે આ ગોવર્ધન પર્વત છે. તો શું થયું કે જે પર્વતને શ્રીકૃષ્ણ ભગવાને ટચલી આંગળી ઉપર ઊભો રાખેલો હતો અને બધા ગોવાળોની રક્ષા કરી હતી એવું આપણે બધાએ સાંભળ્યું, તે પર્વતને શું થઈ ગયું? પણ, ઓવર એ પિરિયડ ઓફ ટાઈમ, 5000 જેટલા વર્ષ થઈ ગયા તો કંઈક એવું બનતું ગયું; પુરાતો ગયો, પુરાતો ગયો, એ ઘસાતો પણ ગયો. બંને વસ્તુઓ થઈ. અત્યારે હવે આટલા જ ફોર્મની અંદર ત્યાં આગળ બચેલો છે.
જૈન લોકો તમને એવું પણ કહેશે કે, "જળ છે, આપણે બધા જ જાણીએ છીએ કે જળ છે તો જીવન છે." એક બહુ જબરજસ્ત મોટી નેસેસિટી છે કોઈપણ લાઈફ ફોર્મની અંદર. પાણી બધાને જ જોઈએ. એટલે સરકાર પણ કહે છે, "પાણી બચાવો, પાણી બચાવો." અને બધા નદીની અંદર ગમે તે નાખી આવે ખરા, એ વાત જુદી છે. એને પોલ્યુટ કરી નાખે અને બુમો પાડે કે, "પાણી બચાવો!" ખરેખર તો એ પોતે જો બચવા માંગતા હોય તો એમને પાણીને બચાવવું જોઈએ, નહીં? પણ આપણે ખરેખર એવું કરીએ છીએ? આપણે નદીઓમાં જઈએ, કોઈ આમ જેને કહેવાય કે યાત્રાધામોની મુલાકાતો લેતા હોઈએ છીએ, અમુક પ્રકારની વિધિઓ કરતા હોઈએ છીએ. કેટલી બધી વસ્તુ આપણે પાણીમાં પધરાવતા ઘણા બધા લોકોને આપણે જોયા છે. પ્રશ્ન થાય છે આપણને કે આપણે આ બરાબર કરીએ છીએ? આ પાણીનું આપણે શું કરીએ છીએ? આ પાણી... જૈનો કહે છે કે આ જળ છે ને એ પણ એક જીવ છે.
એટલે એ લોકો ઉકાળીને પાણી પીવે. કેમ? તો કે એમને જીવ હિંસા ના થાય એટલે એનાથી બચવા માટે થઈને એ કરે. તો જળ પણ જીવન છે. અગ્નિ? તો કે એ પણ જીવન છે, ફાયર. પુરાણોમાં તમે સાંભળો તો કહે છે કે અગ્નિદેવ પ્રગટ થયા. અગ્નિદેવ એ મુખ છે કોનું? તો કે બ્રાહ્મણોનું. અગ્નિદેવ એ મુખ છે કોનું? તો કે દેવોનું. એ બધું અહીંથી જે કાંઈ સ્વાહા કરવામાં આવતું હોય એ બધું હવિષ્યને લઈ જઈને યજ્ઞનો જે ભાગ હોય જે તે દેવને એ પહોંચાડે. આ ડિવાઇન કુરિયર સર્વિસ છે એમની ત્યાં આગળ. એટલે અગ્નિદેવ, જળ દેવતા, વરુણ દેવતા, "વરુણદેવ આવાહયામી" કેટલી બધી વિધિઓની અંદર આપણે કરીએ છીએ! વરુણ દેવતા જળ દેવતા છે. પછી સૂર્ય દેવતા, ચંદ્ર દેવતા, અગ્નિ દેવતા, પૃથ્વી દેવતા. પૃથ્વીને પણ આપણે માં કહીએ છીએ, એને પણ દેવતા સમજતા હતા આપણે આપણી સંસ્કૃતિની અંદર. તો દેવતા કોણ છે?
દેવતાની લાઈફ કેવી રીતે બનતી હોય છે? માણસની લાઈફ કેવી રીતે બનતી હોય છે? બહુ ઇન્ટરેસ્ટિંગ છે, સમજવા જેવું. આ બધી વસ્તુઓની વેદોની અંદર પુષ્કળ ચર્ચા કરવામાં આવી હતી. છેક અનાદિકાળથી ચાલી આવે છે.
તો ચાર વેદ છે. ખરેખર સાત વેદ છે, ત્રણ વેદ બીજા છે, પણ એ હવે પછીના ક્લાસમાં કહેવામાં આવશે કે એ શું છે. ખરેખર ચાર વેદ છે એવું આપણને સમજાવવામાં આવ્યું છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. એ વેદનો જે કલ્મિનેશન પાર્ટ જેને કહેવાય કે જેની અંદર વેદનો અંત આવે છે, એવા પ્રકારની જે ત્યાં આગળ પ્રાર્થનાઓ, પૂજાઓ અને જે અંડરસ્ટેન્ડિંગ મૂકવામાં આવી છે એને ઉપનિષદ કહે છે. સો ધેરફોર, ધે આર ઓલસો કોલ્ડ વેદાંત. વેદનો ત્યાં આગળ અંત આવી જાય છે. આપણા એક પ્રખર સ્વામી થઈ ગયા, વિવેકાનંદજી. હી ઓલસો અર્જિસ ફોલોવર્સ ટુ પોપ્યુલરાઈઝ ધીસ ટ્રેઝર હોમ એન્ડ અબ્રોડ કે બધાએ વેદાંતનું અધ્યયન (સ્ટડી) કરવું જોઈએ. રામકૃષ્ણ મિશન બહુ સરસ કામ આના માટે કરતું હોય છે, એને રિવાઈવ કરવાના પ્રયત્નો કરે છે. આદિશંકરાચાર્ય છે, એમણે શું શું કર્યું?
તો કે, સુપર્બલી હી ઇલ્યુમિનેટેડ ધેમ ઇન ડઝન્સ ઓફ કોમેન્ટરીસ. એક ડઝન જેટલી કોમેન્ટરીસ એમણે આપેલી છે અને એના અંદર એમને વેદાંત માટે બહુ જ સુંદર બધી છણાવટો કરેલી છે. જો તમે આ બધી વસ્તુઓની અંદર થોડોક રસ લેશો તો તમને એમાંથી પણ ઇન્ટરેસ્ટ આવવા માંડશે અને ઘણી બધી અંડરસ્ટેન્ડિંગ તમને મળશે.
તો આપણે વાત કરતા હતા આપણી હ્યુમન લાઈફની. આપણને ખબર નથી કે પહેલા આપણે શું હતા. પછી આ મત્સ્ય અવતાર થયો. પછી તો કે સ્થાવર, ત્યાંથી પછી મેઢક અને કછુઆ, બિલ્લી યા બંદર, શેર, પછી જાનવર જેસા માનવ. આદિ પુરુષો જે હતા ને બધા કેવની અંદર રહેતા હતા એવા પ્રકારના છે. બહુ જ પહેલાના વખતની અંદર તો તેવા હતા, હોમો સેપિયન, વોટ યુ કોલ. પછી હ્યુમન્સ આવ્યા. પછી આ બધાએ છે ને બુદ્ધિની ધાર કાઢવા માંડી. નાના છોકરા પેલી પેન્સિલ છોલ છોલ કર્યા કરે ને, એ કેવી રીતે આપણે બુદ્ધિની ધાર કાઢીએ છીએ? સ્કૂલની અંદર આપણે જઈએ, આપણા છોકરાઓને કંઈ પણ વસ્તુ કહીએ કે, "ભાઈ, આ બાબત આમ છે." તો કે, "ના, આમ નથી." તો કે, "સાબિત કર." સાબિત કરે તો એ રમત છે ને છેક સુપ્રીમ કોર્ટ સુધી ચાલતી હોય, યુનો સુધી પણ ચાલતી હોય. તો બધા બુદ્ધિની ધાર કાઢ્યા જ કરે, કાઢ્યા જ કરે સતત.
તો એવા બુદ્ધિમાન માણસો આવ્યા. તો દરેકને પોતપોતાના લાઈફના જીવનની સમસ્યાઓ હતી. છેવટે શું થયું? તો કે અલૌકિક શક્તિ વાળા માણસો પણ કેટલાક પેદા થયા હતા. ગયા ક્લાસની અંદર મેં વાત કરી હતી સાડા ત્રણ વજ્રની એક વાત છે. તેના અંદર ભગવાન શ્રીકૃષ્ણ દ્વારકાની અંદર હતા. ભગવાન શિવ કૈલાશની અંદર મેડિટેશનમાં પોતે સતત પોતાના સ્વના ધ્યાનની અંદર રહેતા હતા. હવે એમનો એક બીજો અદભુત ભક્ત હતો, એનું નામ બાણાસુર. એ રાજા હતો. રાવણનો નંબર પહેલો આવે કે એના જેવો કોઈ શિવ ભક્ત થયો નથી અને થવાનો નથી. જ્યારે એની ભક્તિની પરાકાષ્ઠાની આપણે વાત કરીએ તો એવું હતું. તો એ બાણાસુરે ભગવાન શિવની ખૂબ આરાધના કરી અને એના પાસેથી રાવણની જેમ જ વરદાન મેળવી લીધું. વરદાન મેળવ્યા પછી, પછી એ કૈલાશ પરથી તો નીચે આવી ગયા. વરદાન શું...
"માગ્યું હતું તો કે જ્યારે હું તકલીફમાં આવું ત્યારે ભગવાન તમારે મારા વતી લડવા આવવાનું. શું કરવાનું? લડવા આવવાનું. રામ જેઠમલાની જેમ લડવા જાય ને કોકના બદલે બે-ચાર લાખ રૂપિયા લે. આમ ખાલી સાંભળવાના, બે મિનિટ, ત્રણ મિનિટ સાંભળે અને પછી સુપ્રીમ કોર્ટની અંદર જઈને એમનો કેસ પ્રેઝન્ટ કરી દે. એ પ્રમાણે આ જરા જુદી જાતની લડાઈ. એટલે એ જમાનાની અંદર, એમણે વરદાન એવું માંગ્યું કે, "મારી પાસે જો ભગવાન શિવનું હોય, બુન, તો હું કોઈની પણ સાથે લડી શકું અને કંઈ પણ કરી શકું."
હવે ત્યાં દ્વારકામાં શ્રીકૃષ્ણ ભગવાન હતા. આ બાજુ, આમની પાસે વરદાન પામેલા બાણાસુર હતા. બાણાસુરે પછી શું કર્યું? ભગવાન શ્રીકૃષ્ણ દ્વારકામાં હતા, એમને છંછેડ્યા. પાવર આવે ને? શું કહે છે? "એબ્સોલ્યુટ પાવર્સ કરપ્ટ્સ એબ્સોલ્યુટલી." એટલે આને સળી કરવાની મતી થાય જ. જ્યારે કોઈકને આપણે અમુક પ્રકારનો પાવર આપીએ ને, હંમેશા જોજો, કોઈપણ વ્યક્તિને તમે એની કેપેસિટી કરતાં થોડુંક જો વધારે કંઈક આપી દીધું હોય, પછી એનું વર્તન જોજો, એકદમ બદલાઈ ગયેલું જોવા મળશે. એરોગન્સી આવી જશે, ઓથોરિટી આવી જશે. એ બીજા બધાને સમજે કે, "ભાઈ, તમે કંઈ નથી મારી આગળ." તો એવા પ્રકારનું એકદમ જ એ માણસ જ છે, એટલું જ ખાય છે, બે પગ જ ચાલે છે, હજી તો પૂંછડી ઊગી નથી, શીંગડા નથી ઉગ્યા, પણ તોય એનો એટીટ્યુડ બદલાઈ ગયો.
હવે એ બાણાસુરે સળી કરી એટલે પછી ભગવાનને દ્વારકામાંથી નીકળીને એની સાથે યુદ્ધ કરવા જવું પડ્યું. બે સેનાઓ મેદાનમાં આવી ગઈ. એટલે આને જોયું કે શ્રીકૃષ્ણ ભગવાન આવડી મોટી યાદવ સેના લઈને આવ્યા છે. એટલે આને પણ આવાહન કરી દીધું કે, "હે સદાશિવ, પધારો! મારા વતી હવે લડો!" જો, કેવા ભક્તો હોય છે, ભગવાનને ટ્રબલમાં મૂકી દે! ભગવાન શિવ આવ્યા પછી શ્રીકૃષ્ણ અને શિવ વચ્ચે ઘનઘોર, બહુ મોટું યુદ્ધ થયું.
હવે એમના બે શસ્ત્રો છે, આપણે જાણીએ છીએ: સુદર્શન અને ત્રિશુળ. તો સુદર્શન અને ત્રિશુળ એ બંને છે શું? તો કે અમોઘ અસ્ત્ર છે, એટલે વજ્ર છે. હવે બે વજ્ર સામસામે લડે તો કોણ કોને તોડે? કોઈ કોઈને તોડી શકે નહીં. તો બંને આકાશની અંદર ઉપર પેલા ફેંક્યા એટલે એ ભટકાતા જ ગયા, ભટકાતા જ ગયા અને યુદ્ધ ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે, દિવસોની. હમણાં જેમ પેલું ચાલે છે ને યુક્રેનનું ને બધું, એવી રીતે ક્યારે મિસાઈલ ક્યારે આવીને પડે, કોઈ નીચે બેઠેલાને કોઈને કંઈ ખબર જ નથી હોતી, બિચારો. તો એવું એ જમાનામાં પણ થયું અને બસ એ શસ્ત્રો લડવા માંડ્યા. આખી પૃથ્વી ઉપર એમ કહે છે કે અંધારા જેવું થઈ ગયું અને લોકો બધા એટલા બધા ભયભીત થઈ ગયા. કેટલાય પ્રાણીઓ, માણસો બધા મરી ગયા અને યુદ્ધ તો ચાલ્યા જ કરતું હતું.
એટલે પછી બધા દેવોને ચિંતા થઈ. દેવોને હંમેશા કેમ ચિંતા થાય? તમારા માટે ચિંતા થાય છે? મારા માટે થાય છે? કોના માટે થાય દેવોને ચિંતા? આપણે બધા સૌ શું કરીએ છીએ? દેવ દર્શન કરવા જઈએ છીએ, રાઈટ? દેવ દર્શન કરીએ એટલે આપણે શું કરતા હોઈએ છીએ? "વી ઓફર અવર પ્રેયર્સ." આ "કાઈન્ડ ઓફ એનર્જી ધેટ વી ગિવ ટુ ધેમ." જો એને અંડરસ્ટેન્ડ કરો, આમાં કેટલા પ્રાણી હિલર્સ, ઓકે? તો "કાઈન્ડ ઓફ એનર્જી ધેટ વી આર ઓફરીંગ ટુ ધેમ." તો એ જે ઓફર કરેલી એનર્જી હોય છે, એના વડે એ લોકો પોતે મેન્ટેન કરતા હોય છે. એ તમારી જેમ, મારી જેમ પેલું દાળ-બાટી ખાતા હોતા નથી. એટલે એમની જે કેલરી છે, એ બધી આમાંથી આવે છે, ટૂંકમાં આપણે જો સમજીએ તો. તો એવી રીતે એ લોકો પોતે તેજોમય રહેતા હોય. આપણું આયુષ્ય 100 વર્ષનું હોય તો કોઈનું દસ લાખ વર્ષનું હોય, કોઈનું 20 લાખ વર્ષ હોય.
ત્યાં સુધી બધા માણસો એને ભક્તિ-પૂજા કર્યા જ કરતા હોય અને પેલાનો ઓફર કર્યા જ કરતા હોય. એટલે એટલા યુનિટ એના પાસે રોજ જાત-જાત કર્યા કરતા હોય અને દેવ પોતે મેન્ટેન થતા હોય.
હવે જો માણસો તકલીફમાં હોય, પોતે જ જ્યારે મુશ્કેલીમાં હોય, તો પછી પૂજા અને ભક્તિ બધું બંધ થઈ જાય, કોઈ કરે નહીં. એક સમય સુધી કરશે શરૂઆતમાં કે, "ભગવાન, બચાવો અમને, કંઈક કરો!" પણ પછી એટલે એ ત્યાં આગળ બધું અટકી ગયું. યજ્ઞ બંધ થઈ ગયા, ઋષિમુનિઓ બધા નવરા થઈ ગયા અને બધા જ ભયભીત હતા. એટલે પછી આ બધા દેવો ગયા ભગવાન વિષ્ણુ પાસે. એમની પાસે વર્લ્ડ મેનેજમેન્ટ છે, મેન્ટેનન્સ. એટલે એમણે બધું મેનેજ કરવાનું કામ ભગવાન વિષ્ણુનું. તો તેઓ પોતાને સમાધિની અંદર, નારાયણ સ્થિતિની અંદર સૂતેલા હતા. તે વખતે બધાએ જઈને એમને સ્તુતિ-પ્રાર્થના કરી. પાછી એમને દેવો તો એ પણ કરવી પડે, પછી જ એ જાગે. તો પ્રાર્થના કરી કે, "પ્રભુ, આવું થઈ રહ્યું છે અને આ પૃથ્વીનો તો સર્વનાશ થશે! આ જો શિવજી અને આ શ્રીકૃષ્ણ ભગવાન બે લડી પડ્યા છે. એમના બેયના શસ્ત્રો ઉપર ચડી ગયા છે અને નીચે પૃથ્વી તો રસાતળ જતી રહેશે.
આમ કંઈક કરો હવે!"
તો કે, "હા, બરાબર છે, સોલ્યુશન તો છે હવે એનું. પણ એના માટે આપણે હનુમાનજીને બોલાવવા પડશે." કેમ? આપણે બધા શનિવાર જઈએ છીએ ને હનુમાનજી પાસે? "નીલાંજન સમાભાસં રવિપુત્રં યમાગ્રજમ્ (શનિ સ્તોત્ર)." "શનિ નડે છે, રાહુ નડે છે, કંઈક કરો!" આપણે એટલે જઈને હનુમાનજી પાસે પ્રાર્થના કરીએ. બધા જે બળશાળી માણસો હોય, એ પણ હનુમાનજીની મૂર્તિને પ્રસ્થાપિત કરે. તેના પાસેથી પ્રેરણા લઈ લઈને રોજ કસરત કરે, ખૂબ પોતે શક્તિ સંચય કરે. આપણે હમણાં કરવાના. તો તે ત્યાં આગળ હનુમાનજીને આવાહન કરીને બોલાવવામાં આવ્યા. એમણે કીધું કે, "હા, બરાબર છે, હું આ બે જ તો લઈને આવું. પણ એક મુશ્કેલી છે કે બે હાથમાં હું આ બેયને અલગ અલગ રાખીને આવી રીતના લઈને આવવાનો છું. પણ જ્યાં હું ઉતરીશ ને, તે જગ્યાએ જો કોઈ મને રોકી શકે એવું કશું ન હોય, તો હું સીધો નીચે પાતાળમાં જતો રહીશ.
આ પૃથ્વી મને ધારણ"
નહીં કરી શકે, જેમ સામાન્ય રીતે હોય છે તે રીતે. તો, એનું સોલ્યુશન એટલે કે હવે ભીમને બોલાવો. ભીમનું ડાબું પાસું વજ્રનું હતું. એટલે, વજ્રનું જે ડાબું પાસું હતું તેના પ્રમાણમાં એને પછી કહેવામાં આવ્યું કે, “ભાઈ, તમે સૂઈ જાઓ. હનુમાનજી ઉપરથી નીચે લઈને આવે છે તે વખતે તમારી ઉપર ભૂસકો મારશે.” ભીમ કહે, “વાંધો નહીં, મોટા ભાઈ છે. મારે આટલું તો કરવું જ પડશે જગત કલ્યાણ માટે થઈને.” તો એવી રીતના પછી આખી વાતનો નિવેડો આવ્યો કે હનુમાનજી ઉપર ગયા, બે શસ્ત્રોને અલગ અલગ પોતાના બે હાથમાં લઈને છૂટા પડ્યા અને પછી ભૂસકો માર્યો એમને ભીમ ઉપર. અને પછી જઈને શ્રીકૃષ્ણ ભગવાનને કહે છે કે, “આ રાખોને તમારું સુદર્શન! આવી રીતના રેઢું નહીં મૂકવાનું. જુઓ તો ખરા પૃથ્વી પર શું થઈ રહ્યું છે?” શિવજીને જઈને કહે છે, “પ્રભુ, હું જ તમારો અવતાર રાખું કે ત્રિશૂળ તમારી પાસે તમારું સાચવીને રાખો?
જો, તમારું આપેલું જે વરદાન હતું એ પૂરું થઈ ગયું છે. બાણાસુર સાથે નો મોર ફાઈટિંગ. ઓકે.” પછી આ થયું અને બધા શાસ્ત્રો અલગ અલગ થઈ ગયા. ભીમને હનુમાનજીએ ઉઠાડ્યા, “ચાલો ભાઈ, હવે આપણે પણ ઘેર જઈએ.”
તો આ શું થાય છે? આપણી હ્યુમન લાઈફની અંદર આટલા આપણે ખોળ પહેરેલા છે. ખરેખર, સૌથી પહેલામાં પહેલો જુઓ તમે: આ ફિઝિકલ બોડી છે, અન્નમય કોષ આપણે કહીએ છીએ. પછી તો કે મનોમય કોષ છે, પ્રાણમય કોષ છે, વિજ્ઞાનમય કોષ છે, આનંદમય કોષ છે. આનંદની પ્રાપ્તિ આનંદમય કોષથી થાય છે. આપણને જ્ઞાન-વિજ્ઞાન આપણને ક્યાંક બધું ભેગું થાય છે – ધ બોડી ઓફ નોલેજ. જન્મ્યા ત્યારથી અત્યાર સુધી જેટલું જાણ-જાણ-જાણ-જાણ કર્યું છે, બધું જ; જેટલું સમજ્યા છે, બધું ક્યાંક રજીસ્ટર થયું છે. પેલી હાર્ડ ડિસ્ક હોય છે, આજકાલ કેટલા ટીબીની હોય છે ઘણા બધા. પણ હ્યુમન જે બોડી છે, એના એક-એક સેલની કેપેસિટી ટ્રીમેન્ડસ છે. એક બ્રેન સેલ જે છે આપણા, તેની પણ કેપેસિટી જબરજસ્ત છે. તો આ ઇન્ટેલેક્ચ્યુઅલ બોડી, એનર્જી બોડી, ફિઝિકલ બોડી, મેન્ટલ બોડી અને બ્લેસ બોડી હોય.
ધીસ ઇસ વોટ વી આર એક્ચ્યુલી.
ફિઝિકલ લાઈફની અંદર આપણે જોઈએ તો આ પહેલું છે એ ભૌતિક શરીર છે, બીજું છે એ ભાવ શરીર છે, ત્રીજું સૂક્ષ્મ શરીર છે, ચોથું મનસ, પાંચમું આત્મિક, છઠ્ઠું બ્રહ્મ અને સાતમું નિર્વાણ શરીર. હવે આ સૂક્ષ્મ શરીરની અંદર એનર્જી સેન્ટર્સ બધા આવેલા છે. પ્રાણી કિલરો અહીંયા બધા જાણે છે અને જો યોગનો અભ્યાસ કર્યો હશે તો તમને એ પણ ખબર હશે કે આ બધા એનર્જી સેન્ટર ફિઝિકલ બોડી પર નથી હોતા, ઈથરિક એનર્જી બોડી ઉપર હોય છે. અને એ એનર્જી સેન્ટર્સ છે એટલે ત્યાંથી ડિસ્ટ્રિબ્યુશન ઓફ એનર્જી જેને કહેવાય. સટલ એનર્જી ઇલેક્ટ્રિસિટી જેવી જ છે, તો એ ત્યાંથી એનું ડિસ્ટ્રિબ્યુશન થતું હોય.
હવે, જે પોર્શન ઉપર એ એનર્જી જો તમારી નબળી પડે, એનો પ્રવાહ ઓછો થાય, વિદ્યુત પ્રવાહ દાખલા તરીકે મંદ પડી જાય તો પાવર ડીમ થાય. આપણા ઘરમાં પણ લાઈટો ડીમ થવા માંડે ને? જે એક્ચ્યુઅલ રિક્વાયર્ડ હોય એના કરતાં ઓછી આવતી હોય ઓછા એમ્પીયરમાં એનર્જી, તો પછી શું થાય? તો કે લીવર નબળું પડી ગયું, પગ નબળા પડી ગયા, તકલીફ પડે છે કે ખભામાં દુખાવો થઈ ગયો. તો આ બધું શું થાય છે? એનર્જી સેન્ટર્સના કારણે થતું હોય છે.
હવે જો સ્વસ્થ જીવન જોઈતું હશે તો આપણી રિક્વાયરમેન્ટ છે કે બધા સાતે સાત સેન્ટરની અંદર પૂરતા પ્રમાણમાં તંદુરસ્તી હોય. એ માટેની જે રિક્વાયર્ડ એનર્જી, અમાઉન્ટ ઓફ એનર્જી છે, એ રોજે રોજ ત્યાં આગળ હોવી જ જોઈએ. ધેન ઓન્લી ઈટ વિલ મેન્ટેન ગુડ હેલ્થ, ફિઝિકલ એઝ વેલ એસ મેન્ટલ હેલ્થ. તો આ બધા ચક્રો ઉપર અત્યારે યોગની અંદર કામ કરવાનું શરૂ કરતા હોઈએ છીએ. ઘણા બધા રેકી શીખ્યા, પ્રાણી કિલિંગ શીખ્યા, ઘણી બધી પ્રક્રિયાઓ આપણે કરીએ છીએ. બ્રાહ્મણો હશે તો સવારમાં બેસીને એને શીખવવામાં આવે છે કે, “ભાઈ, તમારે સંધ્યા વંદન કરવું.” ત્રિકાળ સંધ્યા પહેલા તો હતો. અત્યારે બપોરે કોઈ સૂર્યની સામે જોઈને ઊભા નથી રહેતા દેખાતા કોઈ. કોઈ યાત્રાધામોની અંદર કદાચ દેખાય તો જ, બાકી કોઈ હોતા નથી. તો એ બધી જે પ્રક્રિયાઓ, વિધિ આપણે જે કરીએ છીએ, એ વિધિની અંદર આ એક્ટિવેશન ઓફ એનર્જી ત્યાં આગળ થતું હોય છે અને એ એક્ટિવેશન થવાના કારણે આપણી એનર્જી બોડી છે એ ફિટ એન્ડ ફાઇન રહેતી હોય.
વાસ્તવમાં, એનર્જી બોડી છે એ પોઝિટિવ છે અને જે આપણું ભૌતિક શરીર છે એ નેગેટિવ છે. જેમ પોઝિટિવ અને નેગેટિવ હોય ને? ફોટો આપણે પાડતા હતા એમાં પહેલા રીલ કાઢતા હતા, ૨૨ ફોટા આવે, ૨૪ ફોટા આવે, તો એની અંદર નેગેટિવ આવતી હતી. તો એનર્જી બોડી જે છે એ એક્ચ્યુલી પોઝિટિવ છે અને જે ભૌતિક શરીર છે આપણું, તે નેગેટિવ છે.
હવે આ ભૌતિક શરીર, ભાવ શરીર, સૂક્ષ્મ શરીર છે. આ બધાની અંદર આધ્યાત્મિક રૂપથી આપણને એમ કહેવામાં આવ્યું છે કે એમાં સાત ચક્ર, સાત શરીર અને પ્રાણ ઉર્જા દેને વાલી તીન નાડીયા હોતી હૈ. કમિંગ બેક ટુ સાડા ત્રણ વજ્ર: અહીંયા એક ઈડા છે, આ બાજુ પિંગળા છે, વચ્ચે સુસોમણા છે. ત્રણ થઈ ગઈ, ત્રણ વજ્ર છે. આ તમારા શ્વાસ જ્યારે લો છો, જ્યારે શ્વાસ તમે લો છો, તો એને મારુત કહેવામાં આવે છે. શું? મારુત. એ જે શ્વાસ આપણે લઈએ, મારુત કહીએ. જ્યારે આપણે શ્વાસ છોડીએ તો એનો જે થડકારો છે તે નાભી સુધી પહોંચે. આ તમારું ભીમ છે, પહેલા તમારા હનુમાનજી છે. સાડા ત્રણ વજ્રની વાર્તા પૂરી. સમજાયું કંઈ?
એટલે આ એટમોસ્ટ જેને કહેવાય ફિટનેસ જોઈતી હશે, તો આપણા પ્રાણ ઉપર આપણો કાબુ હોવો જોઈએ. જો આપણા પ્રાણ ઉપર આપણો કાબુ હશે તો આપણે સ્વસ્થ રહી શકીશું અને સ્વસ્થ વ્યક્તિ હશે તો જીવનની અંદર ગલતી બી ઓછી કરશે, વધારે સારી રીતે જીવશે. પોતે જીવશે, બીજાને પણ સારી રીતે જીવવા દેશે. નબળા માણસો...
જે હંમેશા બીજાને નડતા હોય છે. તમે જોજો, આગળ-પાછળ, "મને આમ થાય છે, મને આમ થાય છે" — કમ્પ્લેનનો પાર જ ના હોય. બહુ મજા આવે એમ કમ્પ્લેન કરવાની. જો આને ઓડિયન્સ મળી ગયું ને, તો તો ઓર મજા આવે. એવા કેટલા માણસો હોય છે કે જે લોકોને બસ સાજા જ નથી થવું. આ હિન્દુસ્તાનની અંદર છે ને એટલું બધું જ્ઞાન છે કે તમે આમ કોકને એમ કહો કે, "આ જરા માથું દુખે," કે "બામ લગાડી દે ને," "ગોળી ખાઈ લે ને." કોઈક ત્રીજો કહેશે કે, "તું કંઈ સોડા પી લે ને, ભાઈ." ચોથો કહેશે કે, "ભાઈ, ડાયજેન છે મારી પાસે, તું ખાઈ જા ને." એટલે દરેક ડોક્ટર. પરદેશમાં આવું નથી. કોઈ માણસ કોઈને કશું કહેશે નહીં, એ જાણતો હોવા છતાંય. એ કે, "આ મારું કામ નહીં. ગો ટુ ધ ડોક્ટર." યા, "તું 500 પાઉન્ડ આપજે," કે "એની ફી જે બી થતી હોય એ." પણ એ તને જ એમ કે, "એ પ્રમાણે તું કરજે." અને આપણે અહીંયા આગળ ગલીએ ગલીએ, ઘર-ઘરમાં ડોક્ટર એમ!
અને પાછા પુસ્તકો બહાર પડે, હો! "બી યોર ઓન ડોક્ટર." અને પાછા ઈલાજ કરી નાખે બહુ સરસ રીતે કે ભાઈએ કે, "બહુ દારૂ પીધો, લીવર બેસી ગયું, તો કે હવે એમને પેલો ઉકાળો પીવડાવો, અર્જુનનો કવા પીવડાવ્યો, ફલાણું કરો, ઢીંકણું કરો." કાંઈ, કાંઈ, કાંઈ કરીને પેલાને એવા સ્ટેજે લાવીને મૂકી દે કે આપણને કરુણા ઉપજે કે, "ભાઈ, ત્યાં શું કરી નાખ્યું?" "ઇફ યુ નો લિટલ બીટ ઓફ સાયન્સ, લિટલ બીટ ઓફ મેડિસિન," તો દુઃખ થાય આપણને.
ઓકે, સો, આ સાત શરીરોની વાત આપણે આગળ કરીએ છીએ. પહેલે ચાર શરીરમાં "મેં પુરુષ યા સ્ત્રી હું" એસા બોધ રહેતા હૈ. પહેલા ચાર શરીરની અંદર, પાંચવે ઓર છઠ્ઠે શરીર સે પુરુષ યા સ્ત્રી કા બોધ મિટ જાતા હૈ. હવે જો સમજાય અહીંયા આગળ આપણે આમ કે, આપણે આ પાંચ ખોળ પહેરીને બેઠેલા છીએ, દરેક જણ. એની અંદર પહેલું શરીર એટલે જે ભૌતિક શરીર છે, આ મેલ છે. તો પછી નેક્સ્ટ જે બોડી છે, એના પહેલાની ભાવ શરીર જેને કહીએ આપણે લાગણીશીલતા, જ્યાં જ્યાં આપણે ઈમોશન્સ બધું કરીએ છીએ, એ ફીમેલ હશે. ત્રીજું ફરી મેલ હશે, ચોથું ફીમેલ. પછી એનાથી ઉપર આ મેલ-ફીમેલનો કન્સેપ્ટ જતો રહેશે. એવી રીતે જો ભૌતિક શરીર ફીમેલ હશે, તો આ મેલ હશે, આ ફીમેલ હશે, ફરી આ મેલ હશે. માનસ શરીર. સ્ત્રીઓને જુઓ આજકાલ તમે, કેવું દેખાય છે! પુરુષોને જુઓ આજકાલ, કેવું દેખાય છે! વાતાવરણ બદલાઈ રહ્યું છે.
સ્ત્રીઓ પુરુષો જેવી દેખાવા માંડી છે. વધુ વધુ પુરુષો વધુને વધુ સ્ત્રીઓ જેવા થવા માંડ્યા છે. જીવનશૈલી બદલાવવા માંડી છે. આ વાત આપણે ટોટલ સ્ત્રી કે પુરુષ થઈ જવાની નથી, પણ આપણું જે જીવન છે, આપણું એટીટ્યુડ છે, આપણું વલણ છે પ્રત્યેનું. પુરુષો વધારે નબળા અને કુમળા બનતા જાય છે. પહેલાના જે હતા તે બધા કરતાં આખો એક જબરજસ્ત મોટો ચેન્જ આવી રહ્યો છે, તો એ આના કારણે છે. તો આત્મિક શરીર, બ્રહ્મ શરીર અને નિર્વાણ શરીર જે ત્રણ છે, તેની અંદર આપણને મેલ-ફીમેલનો બોધ હોતો નથી.
હવે અહીંયા આગળ ફર્સ્ટ એનર્જી, દાખલા તરીકે અહીંથી આપણે લીધી, તો અહીંયા પોઝિટિવ ચાર્જ છે. તો એ પોઝિટિવ ચાર્જ પછીના બોડીની અંદર નેગેટિવ જે છે, એના કારણે બેના વચ્ચે કેમિકલ રિએક્શન થશે. તો એ એનર્જી ઇલેક્ટ્રોન એને આપશે, જેમ આપણે ઇલેક્ટ્રિસિટીની અંદર થાય છે, એક્ઝેટલી એવી રીતના. તો આવી જ રીતે આ સાતે સાત શરીર જે છે, તે બધાનું આપણે ચાર્જિંગ થયા કરતું હોય છે. આ ચાર્જિંગ શેનાથી થાય છે? આપણા વિચારોથી, આપણે જે ખોરાક લઈએ છીએ તેનાથી, આપણે જે બોલીએ છીએ તેનાથી અને આપણે જે ફીલ કરીએ છીએ તેનાથી. એનું ચાર્જિંગ થઈ રહ્યું છે અંદર. દરેક જણને થતું હોય, કોઈ બાકાત ના હોય.
હવે આની સ્પીડ છે ને, વધારે ઓછી હોય. હમણાં પેલા ફાસ્ટ ચાર્જિંગ આવે છે ને! પેલા એવા પણ હોય છે કે જેની અંદર જમ્પ સ્ટાર્ટ કરીએ આપે. કાર તમારે બગડી ગઈ હોય અને હવે કેમ ચાલે એવું નથી, તો કે, "ઓકે, અહીંયા બે બેટરીના પેલા મુકશે ટર્મિનલ ઉપર, વાયર ત્યાં લઈ જઈને સામે મુકશે અને પછી એને એક વખતમાં ચાલુ કરી દેશે એ કારને." આ બધી ઓટોમેટીક કાર આવી ને આજકાલ, એટલે પછી આવું બધું કરવું પડે.
તો નેક્સ્ટ, "અગર આપકા ભૌતિક શરીર સ્ત્રી કા હૈ, તો આજના ચક્ર પર ધ્યાન ના કરે." સાતમા શરીરની અંદર "મેં હું" કા બોધ ભી મિટ જાતા હૈ. પાંચવે ઓર છઠ્ઠે શરીર સે પુરુષ યા સ્ત્રી કા બોધ મિટ જાતા હૈ ઓર સિર્ફ "મેં હું" કા બોધ રહેતા હૈ. જ્યારે કોઈપણ પ્રકારની તમે આધ્યાત્મિક પ્રક્રિયાઓ કરશો, તો આ વસ્તુ થવાની શરૂઆત થશે. પહેલા તમે ભૌતિક શરીર પ્રત્યે જ સભાન હશો. મેડિટેશન કેટલા લોકોએ ટ્રાય કર્યું? કેટલા ફાંફા માર્યા શરૂઆતમાં કે ભૌતિક શરીરને ભૂલી જ ના શક્યા? કેટલો ટાઈમ ગયો? અનુભવ છે ને તમારો સૌનો? કેટલાય દિવસો સુધી કે, "બસ આમ મને આ બોડી કોન્સેસનેસ જતી જ નથી કે હું મેડિટેશન તો બહુ કરું છું, પણ થાકી ગયો કે પણ હવે એ નથી થતું." અને પછી એક દિવસ બોડી કોન્શિયસનેસ ધીમે રહીને જવા માંડે. પછી એનામાં શું આવશે? સટલ કોન્સેસનેસ થવાની શરૂઆત થશે.
એ ધીમે ધીમે સટલ થતી થતી થતી થતી છેક સાતમાં નિર્વાણ શરીર સુધી પહોંચી જશે.
આ બધા શરીર જે છે, તે તમને ખાલી અહીંયા બતાવવા માટે અલગથી આવી રીતના કરવામાં આવ્યા છે. વાસ્તવની અંદર આ બધા જ આપણા બોડીની જે આકાર છે, તેટલા જ હોય છે. ફક્ત આપણું એક એનર્જી બોડી જે છે, એ આપણા કરતાં થોડુંક મોટું હોય છે. સો, ચાર ઇંચ કે છ ઇંચ. જો બીમાર વ્યક્તિ હશે તો બે ઇંચ. તંદુરસ્ત વ્યક્તિ હશે, એક્સરસાઈઝ કરતો હશે, મેડિટેશન કરતો હશે તો 8 ઇંચ. સારો પ્રાણી કિલો હશે તો એક ફૂટ. રેગ્યુલર મેડિટેશન કરનારો યોગી હશે તો કેટલું બી એ વધારી શકે એની રિક્વાયરમેન્ટ પ્રમાણે. મહાન યોગીઓ બધા પ્રાણી પ્રાણી હેલિંગની એક પદ્ધતિ છે, જેમ રેકીની પદ્ધતિ છે, એવી રીતે. એમાં પ્રાણ ચિકિત્સા કરવામાં આવતી હોય છે. એટલે એ ભાવ શરીર એટલે કે એનર્જી બોડી ઉપર આપણે કરતા.
હોઈએ એના ટીચરો મોજુદ છે અને એ શીખવશે. આપણે થોડોક પાર્ટ એનો પણ હવે લઈએ છીએ. આપણે આગળ નેક્સ્ટ. હવે આ પાંચમાં શરીર પાર કરી લેવા પછી તે ભૌતિક શરીરની જરૂર રહેતી નથી. તમારી કોન્સેસનેસ છે ને, એ એક રૂમમાંથી બીજા રૂમમાં, બીજા રૂમમાંથી ત્રીજા રૂમમાં, ચોથા રૂમમાં, પાંચમા રૂમમાં ટ્રાવેલ કરી રહી છે એવું તમે એને સમજો. તો જ્યારે પાંચમાં કોષની અંદર તમે જતાં રહેશો, તો તમારી કોન્સિયસનેસ ત્યાં આગળ તમે એસ્ટાબ્લિશ કરી શકશો એક સમય સુધી. ત્યાર પછીથી આ કોન્સેસનેસ તમારી જે છે, ફિઝિકલ ભૌતિક શરીરની પછી રિક્વાયરમેન્ટ રહેતી નથી.
તો શું એ મરી જશે? ના, એના પાસે જેટલી એનર્જી છે એટલું તો એ જીવશે જ. તો શું થશે? તો કે "મેં હું" વાળો જે છે ને, એ બોધી પકડી ના રાખે તો એ પોતાના છઠ્ઠા શરીરની અંદર ટ્રાવેલ કરશે આત્મિક શરીરમાં અને પછી નિર્વાણ શરીરની અંદર જતો રહેશે. છઠ્ઠા શરીરની અંદર જો તમારે કોન્સેસનેસ ગઈ, તો તમે વેદ જેવા શાસ્ત્રો લખી શકો એટલા બધા અતિ વિદ્વાન બનો. આપણે જે મોટા મોટા યોગી, સંતો બધાને જોઈએ છીએ: તુલસીદાસ, રવિદાસ; તો એ બધાની કોન્સેસનેસ છઠ્ઠા શરીરની અંદર હોય ત્યારે એ લોકો આ બધું કરી શકે, અદભુત વસ્તુઓ લખી શકે. વાલ્મીકિ! એક જમાનાનો વાલીયો લુટારો પણ એને બોધ થયો કે મારું ફેમિલી મારું નથી, મારા છોકરા મારા નથી અને મારા કર્મોની જવાબદારી એ લોકો બિલકુલ લેતા નથી. આપણે ઓફિસેથી આવીને આવું વિચારીએ છીએ કોઈ દિવસ? ક્યારે આમ તરત જ વૈરાગ્ય આવી જાય કે નીકળો ઘરની બહાર?
કે બહુ દુઃખ થાય આપણને ખરેખર પણ નથી થતું. કેમ? મોહનીય કર્મો. હજુ મોહ છે, કંઈક સારું થશે.
એટલે એ વાલીયો હતો ને, તો જઈને પાછા એના ફાધરને પૂછ્યું કે, "ફાધર, તમે જ મને આ બધું શીખવાડ્યું હતું ચોરી, લૂંટફાટ કરવાનું. બોલો, અત્યારે હું આ બધું કરું છું. તમે તો ગરડા થઈને ખાટલામાં બેઠા છો. તમે જવાબદારી લેશો ને મારી?" તો કે, "મારાથી ના લેવાય કે તારી જવાબદારી. તારા કર્મનો તું જ જવાબદાર છું ભાઈ." તો કે, "આટલા બધા લોકોને મેં લૂંટી લીધા. આ બધાનું મારે શું કરવાનું? પછી કે આ બધા કર્મો લઈને હું જઈશ ક્યાં?" એક દિવસ એને પ્રશ્ન થયો. તો આપણને કેમ નથી થતો? હજી કેટલા લોકોની પાસેથી આપણે કેટલી બધી વસ્તુઓ લઈ લઈએ છીએ અને આપતા જ નથી જેને ડ્યુ હોય છે. આપણને ખબર હોય છે કે આપણે આપી દેવી જોઈએ, આપણે નથી આપતા. વેપાર કરીએ છીએ તો આપણને ખબર છે કે ત્રણ મહિના તો એમ જ ટલ્લે ચડાવો કે આપણે નથી આપવા. કે પછી પેલો બિચારો કેટલો બધો કરગરતો આવતો હોય ત્યારે કે, "ભાઈ, જો મારે જ છે ને તો મારું ઉઘરાણી નથી આવતી એટલે છે ને તો આવશે એટલે હું તને આવતા અઠવાડિયે આપીશ." તો વાયદાનો વેપાર ચાલુ થઈ જાય.
કેવું જીવન બનાવ્યું આપણે બધાએ? આપણે શું કરી રહ્યા છે બધા? આર વી એની બેટર ધેન ધ વાલીયા લૂંટારા? કોઈક વખતે વિચાર આવે છે?
આટલા બધા રોગોને બીમારી કેમ? પહેલાના વખતની અંદર લોકોને શારીરિક ઘાયલ થતાં. કેમ કે ત્યાં આગળ યુદ્ધો કરવા પડતા હતા, શસ્ત્રો સામે લડતા હતા, બધું થતું હતું. હવે શું થાય છે? તો કે લોકો એકબીજાને વાણીથી ઘાયલ કરે છે, પોતાના વિચારોથી ઘાયલ કરે છે સામી વ્યક્તિને અને પેલો ઘાયલ થાય છે. દેખાય છે પાછું. સંવેદનાઓ છે અંદર. માણસ તરીકેનો માણસ હજી પરવારી નથી ગયો. એને ખબર પડે છે કે હું આને બહુ પ્રેસ કરી રહ્યો છું બરાબરનો અને તેમ છતાં પણ ઈટ ગોઝ ઓન. અને પાછા આપણે શું કરવું છે? મોક્ષે જવું છે. આપણે શું કરવું છે? મુક્તિ જોઈએ છે. આપણે શું જોઈએ છે? તો કે હેપી લાઈફ જોઈએ છે, વેલ્ધી, હેલ્ધી, વેલ્ધી લાઈફ જોવે છે આપણને બધાને. કંઈક બેસે છે આમ? કંઈક કોરિલેશન છે આ બે ધની વચ્ચે? શું કરી રહ્યા છે આપણે બેસીને? કોઈક દિવસ વિચાર તો કરવો પડશે ને?
તો હવે જ્યારે વાલીયાને આવી રીતના થયું એટલે ગયો પાછો નારદજીની પાસે અને એને કીધું કે, "ભાઈ, આ લોકો તો કોઈ જવાબદારી લેતા નથી." તો કે, "હું તને એ જ સમજાવવા માંગતો હતો. હવે લે તું હરિનું નામ કે તારા કર્મો માટે તું એક જ જવાબદાર છે. તો તે જેટલું નુકસાન આ સમાજને, આ સોસાયટીને, આ માણસોને, તારા પર્યાવરણને પહોંચાડ્યું છે, યુ હેવ ટુ પે બેક, રીપે. કેવી રીતે? વિથ યોર ગુડ ડીડ્સ." ક્યારેક તો કરવું જ પડશે. પાણીની પરબ બંધાવી પડશે. પ્લાસ્ટિકની બોટલ વાપરવાની બંધ કરવી પડશે. નદીની અંદર, પાણીની અંદર આપણે જઈને ફૂલમાળાઓને બધું અબુલ, અબીલ, ગુલાલ બધું નાખી દેવાનું બંધ કરવું પડશે. કેટલી જગ્યાએ આપણે આપણા ઘરની અંદર ઇલેક્ટ્રિસિટી છે. ઇલેક્ટ્રિસિટી એમ આવે છે. માન્યો કે મારી પાસે પૈસા છે, પણ મને અધિકાર છે કે હું જરૂર હોય કે ના હોય, લાઈટ, પંખા બધું ચાલુ જ રાખું?
એસીબી ચાલ્યા જ કરતું હોય? ઈટ્સ અ રેર થિંગ ને ઇલેક્ટ્રિસિટી આખા દેશમાં જો બધા જ માણસોને એ પહોંચાડવાની હોય. સેમ ગોઝ વિથ ધ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. રૂપિયા તો બધા કાઢ્યા એને બહાર, બધા માણસોને આપ્યા છે. પણ બધાય બધાને આપવાના હોય તો કોઈ ગરીબ દેખાય? બધાની રિક્વાયરમેન્ટ પૂરી થઈ જાય ને? શું લાગે છે? આપણે હોલ્ડબેક કરવાનું બંધ કરીએ. આપણે હોલ્ડિંગ કરવાનું બંધ કરી દઈએ. બાજુવાળો બંધ કરશે, બધા જ લોકો એ પ્રમાણે કરશે તો આજે આર્થિક દુર્દશા આપણને જોવા મળે છે. બધા હેવ એન્ડ હેવ નોટ્સ વાળા. તો એ બધા તકલીફોમાંથી આપણે બહાર આવી જઈએ.
તો કહેવાનું એ છે કે એનર્જી જે સેન્ટર્સ છે, તેના અંદર આપણે આ બધી પોઝિટિવ એનર્જી જે છે, તેના ઇનપુટ મૂકવા પડશે. એટલે વાલીઓ છે તો પછી ગંગા કિનારે બેસી અને રામાયણ લખવાનું શરૂ કરી દીધું. એના છઠ્ઠા શરીરમાં જતો રહ્યો. ત્યાં સુધી એને પોતાને પ્યુરીફીકેશન કરવાની પ્રોસેસ જે હતી તે ચાલુ રાખી. શું પ્રોસેસ હશે? "વોટ આઈ ડીડ વોઝ રોંગ. આઈ ટેક ફૂલ રિસ્પોન્સિબિલિટી." પશ્ચાતાપ.
કરેલા બધા જ કૃત્યોની માફી આપો. કોની સમક્ષ? સર્વશક્તિમાન જે ક્યાં છે? બધે જ છે. ઓમની પ્રેઝન્ટ, ઓમની પોટેન્ટ, ઓલ પાવરફુલ, બધે જ છે. આપણે સ્વીકારીએ છીએ એ પરમાત્મા, પણ આપણે એને આપણા હ્યુમન ફોર્મમાં લઈ આવ્યા. ગોડ ઓફ માય ઈમેજીનેશન, ગોડ ઓફ યોર ઈમેજીનેશન. એક ચિત્ર બનાવી દીધું, એક શિલ્પ બનાવી દીધું, એક સ્ટેચ્યુ બનાવી દીધું, એક નાનકડી મૂર્તિ લઈ આવ્યા. એની પર આપણે પૂજા પાઠ શરૂ કરી દીધા. બટ ઈટ ઇસ અ સાયન્સ. જો આપણે જોઈએ કે મૂર્તિનું જે આખું સાયન્સ છે એ બહુ સુંદર છે. જ્યારે વાસ્તવમાં તમે બિલકુલ નિશ્ચિંત મનથી કોઈની, કોઈપણ દેવી દેવતાની પૂજા કે પ્રાર્થના કરવા બેસો છો, તો તમને શું થાય છે? તમને શું અનુભવ આવે છે? તમારી લાગણીઓમાં શું થાય છે? જોયું છે ને? બધું એકદમ શાંત થઈ જાય, સરસ થઈ જાય, એક આનંદ આવે, આહાદકતા લાગે, આપણને હલકાપણું લાગે શરીરની અંદર, બધું સારું લાગે.
જેમ કે આ કોઈકના માટે આપણે કશું બી કરેલું હોય ખોટું કૃત્ય, જઈને આપણે કીધું કે, "ભાઈ, મારાથી આ થઈ ગયું હતું. પ્લીઝ મને માફ કરજો, મારી ભૂલ થઈ ગઈ." આમ ટ્રુથફૂલી જઈને આપણે કહી દઈએ, પછી આપણને કેટલું સારું લાગે! અને જો ના કહીએ તો રાત્રે પછી પેલી ગોળી ખાવી પડે તો જ ઊંઘ આવે. ત્રણ ગોળી ખાઈએ તોય ઊંઘ ના આવે. પછી ધીરે ધીરે એવું થવા માંડે છે. પછી તો ડોક્ટરો કહેશે કે, "ભાઈ, હવે આ અમને કંઈક દુખાવો મટતો નથી લાગતો. જુઓ જોઈએ, ક્યાંક કંઈક ગુંમડું થયું છે અંદર શરીરની અંદર. હવે એટલો પોર્શન કાપીને કાઢવો પડશે." એ શું છે? ખરેખર તો એ વિચારોનું ક્રિસ્ટલાઈઝેશન છે શરીરની અંદર. એ એનર્જી ત્યાં સ્ટક અપ થઈ ગઈ છે. ઈટ કન્ટ મુવ એની ફર્ધર. એને જે રીતે ફરવું જોઈએ, એની જે રીતે ડિઝાઇન છે, એ પ્રમાણે નથી થતી. તો બોડીના ઓર્ગન નબળા પડતા જાય છે.
શું થાય છે? આ વિચારોથી જ બધું થાય છે.
એક લુઈસ હે કરીને રાઇટર છે. એને પોઝિટિવ એફર્મેશન ઉપર બહુ જ સુંદર કામ કર્યું. તો જ્યારે તમે એમ કહો કે "હું સ્વસ્થ છું," તો તમે સ્વસ્થ થવાના શરૂ થાવ છો. એ એનો કન્સેપ્ટ છે. એના વિશે વધારે જાણવું હોય તો તમે જાણી શકો છો. અને એને લગભગ દરેક રોગ વિશે શોધી કાઢ્યું છે કે જો તમે આવી તકલીફમાં હોવ, તમને જો આવા ટાઈપ ઓફ સિમ્ટમ્સ હોય કે સિન્ડ્રોમ હોય, તો તમે આવું એફર્મેશનનો યુઝ કરશો તો તમે આમાંથી બહાર આવી શકશો. બેસ્ટ સેલર છે, બહુ જ પોપ્યુલર છે અને ઇઝીલી અવેલેબલ છે. કદાચ YouTube પર પણ હશે, લુઈસ હે.
"બ્રહ્મ મારો અનાદર ના કરે, અમે બંને એકબીજાનો આદર કરીએ." સંસ્કૃત છે આખું. તો એની અંદર આવી રીતના કીધું. હવે બ્રહ્મ એટલે શું? કોણ? તો કે "તું બ્રહ્મ છે, તત્વમસી." એવી રીતના વાત કરીને ઋષિએ શીખવાડ્યું હતું એના શિષ્યને. એ ઋષિએ જે શીખવાડ્યું હતું એના શિષ્યને, એ આપણા માટે બી એટલું જ સાચું છે. પણ આપણું વિઝન નથી અત્યારે, તો આપણને એની અસર નથી દેખાતી. હવે આપણે એમ કહીએ છીએ કે આ અસરદાર નથી, આ શસ્ત્ર બુઠ્ઠું થઈ ગયું છે. વાસ્તવમાં આપણે એને વાપરવાની સાચી પદ્ધતિ જો સમજી લઈએ તો એ શસ્ત્ર આજે પણ કામ કરી શકે એવું છે. એટલે વેદની અંદર ચાર મોટા મહા વાક્યો આપવામાં આવ્યા હતા.
મોટા મોટા સંતો હોય, ઋષિઓ હોય, શિષ્ય આવે એમની પાસે એટલે અગાઉનો જેમ પ્રોસેસ કીધું એમ કે પોતાનું અજ્ઞાન હોમીને સમીધ એટલે કે લાકડા ત્યાં આગળ મૂકી આવે. પોતાના અજ્ઞાન બાળી આવ્યો છે સિમ્બોલિકલી. અને પછી આવીને ગુરુની પાસે બેસે. થોડાક દિવસ સુધી ગુરુ એને અમુક જાતના કામો આપ્યા કરે અને જુએ કે એની કેવી પદ્ધતિ છે. પછી શું કરવાથી એને સ્પિરિચ્યુઅલ અપલિફ્ટમેન્ટ મળશે એ જોઈને પછી ગુરુ એને દવા આપે. એટલે કોકને કહેશે કે "પ્રજ્ઞાનમ બ્રહ્મ," કોઈકને કહેશે "તત્વમસી," કોઈકને કંઈક બીજું કહેશે. તો દરેકને આવા પ્રકારની વસ્તુ આપે અને પછી કહેશે કે "તું હવે આશ્રમમાંથી નીકળ, મારી જોડે નહીં રહેવાનું." સારા ગુરુ, સાચા ગુરુ હોય ને બધા, એ શિષ્યને બોધ કરે અને પછી કહે છે, "ગો એન્ડ વર્ક, ગો એન્ડ મેડીટેટ ઇન માઉન્ટેન્સ." એકલો રહેજે, મૌન પાળજે, અમુક નિયમો આપી દે અને પછી એ પ્રમાણે એને જીવવાનું.
એ ત્યાં જઈને એ નાનકડું જે અને બીજ રૂપે આપેલી બાબત હોય ને, એ બેસે અને અંદર બેસીને એને ઘૂંટ્યા જ કરે, ઘૂંટ્યા જ કરે કે શું ખરેખર હું બ્રહ્મ છું? હું કેવી રીતે બ્રહ્મ છું? એમ કરતાં કરતાં કરતાં વિચારણામાં એટલો બધો ઊંડો ઉતરી જાય કે પોતાના ફિઝિકલને ભૂલી ગયો હોય, પોતાના એનર્જી બોડીને ભૂલી ગયો હોય, બાકીના બધાય આમ ટ્રાવેલ કરતો કરતો કરતો છઠ્ઠા સાતમાં શરીરની અંદર પહોંચી જાય. ત્યાં આગળ "હું છું" નો બોધ પણ જતો રહે. એટલી સુંદર પદ્ધતિ છે. તો વિચારો શું કરી શકે છે? વિચારો ઘણું બધું કરી શકે છે. અરે, આ સંસાર શું છે? ખરેખર એક તો એ વિચાર જ છે, બીજું કશું નહીં.
મનુ મહારાજ થઈ ગયા. કહે છે, મનુ એટલે મન. એને શતરૂપા નામની પત્ની હતી. શતરૂપા સ્વવિચારો એટલે સ્વવૃત્તિઓ. એ સ્વવૃત્તિઓના પાછા કેટલા સંતાનો હોય? આટલા બધા હોય તો આખો સંસાર ભરાઈ ગયો હોય એનાથી. એવી રીતે આપણા બધાનું જીવન ખીચોખીચ ભરાયેલું છે. અને કેટલા બચ્ચા આપણે પેદા થયા છે આપણા વિચારોના, આપણને જ ખબર નથી. એક દિવસ આ બધા જવાબ માંગશે પપ્પા-મમ્મી કરતાં કે, "આપો! શું મારે સ્કૂલની ફી ભરવાની આવી છે?" કશું ને કશું તમારે યુ હેવ ટુ પે બેક. એમ ચાલવાનું નથી. આ પરમાત્મા એટલે કંઈ પોપાબાઈ નથી. એને બહુ જ એક જસ્ટ, જ્યુડિશિયસ સિસ્ટમ ડેવલપ કરેલી છે અને એના અંદર એ બિલકુલ હાથ ઘાલતા નથી. એટલે આપણે પ્રેયર કરીએ તો એની અસર થાય છે, પણ એ કયા લેવલે થાય છે એ પણ જાણવું જરૂરી છે. આપણે એમ કહીએ કે, "હે ઈશ્વર ભજીએ તને, મોટું તારું નામ, ગુણ તારા નિત ગાઈએ, થાય અમારા કામ." આપણા કામ કરાવવા છે એટલે આપણે રોજ જે...
મસ્કા માર માર કરવાનું ચાલુ થઈ જશે. થાય પણ ખરું, ના પણ થાય. એવું કેમ? તો કે લો ઑફ કર્મ. તમારું બેલેન્સ હશે તો પેલો ઈશ્વર તમારો નિમિત્ત બનશે, તમારું કામ થશે. અને નહીં હોય, ઠન ઠન ગોપાલ. થોડુંક પુણ્ય અર્જિત કરો, સંચિત કરો. તમે શું કરો? થોડો સંચય કરો પુણ્ય કર્મોનો, ત્યાર પછી થશે. તો પુણ્ય શેનાથી પેદા થાય? કર્મો શું છે? આ બધું આપણે સમજવાની બહુ જ જરૂરત છે. આ બધી વિચારણાઓ આપણે જ્યાં સુધી કરીશું નહીં, ત્યાં સુધી આપણને આ બધી વસ્તુઓની ખબર નથી પડવાની. તો આપણે બધા ઓલરેડી આની અંદર ઉતરી ચૂક્યા છીએ, એટલા માટે જ આપણે અહીંયા આગળ મોજુદ છીએ.
નેક્સ્ટ, આ સાતમું ચક્ર છે એ અનંત હોય છે અને આમાં પ્રવેશ કરોને તે વખતે ભયંકર ગભરાહટ થાય. છેલ્લામાં છેલ્લું કોન્શિયસનેસ વેન ટ્રાવેલ્સ ઇનટુ સેવન્થ લેયર. તમારા તે વખતે, હવે ધેટ્સ ધ મોમેન્ટ, "હું છું, હવે હું નથી." એ "હું નથી" વાળો બોધ આવશે. શૂન્યની અંદર પછી બસ સરકી જશે અને પછી ત્યાંથી આગળ નીકળી જાય. તો આ બધી વસ્તુઓ આપણને શું કહે છે કે બુદ્ધિમાનોને અનાયાસે થોડા વખતમાં તત્વજ્ઞાન થતું હોય છે. તત્વનું જ્ઞાન થવું જરૂરી છે આપણને. એલિમેન્ટ્સ ઑફ ફિઝિક્સ, એલિમેન્ટ્સ ઑફ કેમેસ્ટ્રી, તો એલિમેન્ટ્સ ઑફ હાથ, મન એ પણ બધું જાણવું પડશેને આપણે કોઈક દિવસે? તો પણ એ બધું ક્યારે થશે? આપણે સ્વસ્થ હોઈશું તો. તો સ્વસ્થ રહેવા માટે આપણે ઘણું બધું કરીએ છીએ, પણ એક વસ્તુ નિયમિત નથી કરતા હોતા, એ શું હોય છે? એક્સરસાઇઝ. આપણે આજે એક જુદા પ્રકારની એક્સરસાઇઝ છે તે આપણે શીખીએ.
અને એ એક્સરસાઇઝ જો તમે નિયમિત છ મહિના સુધી કરશો, તો તમે જોશો કે તમારા બોડીની અંદર ટ્રીમેન્ડસ ચેન્જીસ આવશે. આર યુ રેડી? શીખવા માટે તૈયાર છો બધા? ફાઇન. ચાલો શરૂ કરીએ.
લોકોને હવે હાથ સિક્કા રાખી અને આપણે બસ એને આ રીતે કરવાના છે: 2, 3, 4, 5. નાના છોકરા જોવેને આમ આમ પ્રોફેસ કરે દુનિયાની અંદર શું કરતા હતા? પોતાની આખી સિસ્ટમ કેવી રીતે ચાર્જ કરતા હતા? અને બાળકો તૈયાર થઈ ગયા જે ત્યારે તો સૂઈ જ રહેતા હતા તે પછી પાછળ ભણતા ગયા, પછી ચાલતા ગયા, થઈ ગયા. આપણે જોતા થઈ ગયા. પોતે જ કરીએ છીએ, પણ આ બધું આ જે છે એના પર થોડું ધ્યાન આપવાનું. 25 કરવાના અને શરૂઆત 25. હવે ફરી 1, 2, 3, 4, 5, 6, 7, 8, 10, 5. ધ્યાન રાખવાનું. હવે આપણે 2, 4, 5, 6, 7. એક સામે સામે 16, 10, 10, 4. પછી શું કરવાનું? આજે 12 અને બસ આ 11 કસરત છે, વધારે નથી. યાદ રાખવાની છે: આ પહેલી આમ, બીજી આમ, ત્રીજી આમ ડાબા હાથે, ચોથી નીચે, પાંચમી પાછી ફરી ઉપર, છઠ્ઠી નીચે, સાતમી સાઈડમાં, આઠમી નીચે, નવમી, દસમી અને અંગુઠો મૂકીને 11મી.
બસ આ 11 કસરત કરવાની. 25 વખત દરેક મુવમેન્ટ કરી લેવાની આપણે નોર્મલ બ્રીધિંગ સાથે. છ મહિના પછી તમારા હાથમાં એટલી બધી શક્તિ હશે, આમ 20-25 કિલો વજન આમથી આમ મૂકી દેવાશે. અતિશયોક્તિ નથી કરતો. આને જેને પ્રમોટ કરી છે એ ભાઈ YouTube ઉપર મોજુદ છે. આજે કંઈ તમને બતાવ્યું એને બલવાન યોગ કહેવામાં આવે છે. સાડા ત્રણ વજ્ર તૈયાર કરવાનાને આપણે પાસે. એટલે બલવાન યોગ રોજ કરવો જરૂરી છે. પાંચ મિનિટ લાગશે. પહેલા 25 કરો મુવમેન્ટ, પછી 30 કરો, અઠવાડિયા પછી 35 કરો. એમ કરતાં કરતાં 108 સુધી તમે પહોંચી જાઓ. જે દિવસે તમે 108 સુધી પહોંચશો, તમે મને પૂછવા નહીં આવો. 50 કિલો વજન ઉપાડી શકાશે એટલી સ્ટ્રેન્થ તમારી અંદર હશે જ. તમારી જે ફ્રીક્વન્ટ વિઝિટ હશે અત્યારે ડોક્ટર્સ પાસે જવાની, મેડિકેશન વગેરે હશે, તેમાં ધીમે ધીમે ઘટાડો થશે. બટ ઇન કન્સલ્ટેશન વિથ ડોક્ટર.
દવાઓમાં કોઈપણ વધારો ઘટાડો કરો તો પોતાના જાતે કંઈ પણ કરવું. જવાબદારી લેતા નથી ડોક્ટરો પણ નહીં લે પછી તમને કાંઈ થયું. પણ જો આ કસરત કરશો તો તમારે આટલું તમારે જાતે જ તમે જોઈ શકશો, અનુભવ કરશો, તમને સારું લાગશે.
નાઉ ધેર વોઝ વન ક્વેશ્ચન. અચ્છા, આજે પ્રમોટ કરનાર ભાઈ છે, બલવાન યોગ શીખવે છે. એક્ચ્યુલી બે વ્યક્તિઓ છે, પણ એમાંથી એક ભાઈ છે, એને તમે જોશો તેના મોઢાના એક ભાગની અંદર એમ કે કેન્સર થયેલું હતું અને થોડું સર્જરી જાણે કે કરાવેલી હોય એવું લાગે છે. પણ વેન આઈ સ્ટાર્ટેડ ડુઇંગ ઈટ, આઈ ફેલ્ટ મચ બેટર એવરીડે. એટલે આઈ કંટીન્યુડ ધેટ. અને મુંબઈ, મહારાષ્ટ્રની અંદર ઘણી બધી જગ્યાએ, દિલ્હીમાં વગેરે જગ્યાએ આ બધા લોકો ત્યાં પાર્કમાં અને બધી જ જગ્યાએ ની એક્સરસાઇઝ આવી રીતના કરતા. જેમ પહેલા લાફિંગ ક્લબ હતી એ જ રીતે લોકો કરે છે વિથ બેટર રિઝલ્ટ. પ્રાણિક હીલિંગ (Pranic Healing) શું છે? જમ્યા પછી બે કલાક પછી ગમે ત્યારે કરે. નાસ્તો કર્યો હોય તો અડધો કલાક પછી થાય. દિવસમાં એક વખત પછી તમારે 50 કરવી હોય તો 25 સવારે કરો, 25 સાંજે કરો.
તમારી કન્વીનિયન્સ છે. તમને સારું લાગતું હોય તો કંટીન્યુ. પણ 108 થી આગળ વધવું નથી આપણે હાલ પૂરતું, બરાબર છે? એને બલવાન યોગ કહે છે. બલવાન બનાવી દેશે બિલકુલ. તમને સારું જ લાગશે. ચોક્કસ લાગે છેને અત્યારે? યુ ફિલ મચ બેટર. તમારે જો બ્લડ પ્રેશર છે, ડાયાબિટીસ છે, નાની મોટી છે, આવી બધી તકલીફો, આ બધી નાની નાની તકલીફો છે. ખરેખર તો આમાં શું થશે કે જે તમારું બ્રેન સાથે આખી ન્યુરલ સિસ્ટમ છેને એ રીસેટ થવા માંડશે. એક વખત આ કરવાનું શરૂ કરશોને એટલે ધીરે ધીરે અને પછી એનું રિઝલ્ટ તમે જોઈ શકશો. અઠવાડિયું કરી જુઓ, સારું લાગે તો ચાલુ રાખજો. મફત. કોઈ ફિઝિયોથેરાપી કરવા જવું જવાનું નથી. કંઈ બહાર જઈને કરવાનું છે એવું બી નથી. હા, તમને એકલું લાગતું હોય તો વિડીયો કોલ કરીને બે ત્રણ જણને ઇનવાઈટ કરીને કરવાનું. વન, ટુ, થ્રી, ફોર.
સારું છે. ઓકે, સો ધેર વોઝ વન ક્વેશ્ચન લાઈક પ્રાણી હિલિંગ શું છે? પ્રાણી હિલિંગ શું છે? તો કે...
પ્રાણી હિલિંગ આમ છે. જો બધા આમ આમ કરો, હાથ ખંખેરો, બધું ખંખેરી કાઢો. ત્રણેય હેલિંગ છે. હવે જો, હાથને આમ ખાલી આમ હલકેથી પકડી રાખો. તમારા હાથમાં શું થઈ રહ્યું છે, જુઓ. જો પગ ક્રોસ કરેલા હોય તો ખોલી કાઢજો. યસ, પ્રાણ હીલિંગનો પહેલો સિદ્ધાંત છે. તમારા હાથમાં શું થઈ રહ્યું છે? શું ટીંગલિંગ સેન્સેશન આવે છે? ફરી એક-બે વખત કરો. આ બધું આમે આમ આમ કરવા જેવું છે. પેલું કઈ હતી સીરીઝ જયશ્રી? હાથમાં જો આ સેન્સેશન છે, આને પ્રાણ કહેવાય. શું કહેવાય? પ્રાણ કહેવાય. પ્રાણમય શરીર, પ્રાણમય કોષ, બધું સાંભળ-સાંભળ કરીએ છીએ, પણ અનુભવ જ ના હોય તો શું કામનું? મેં કીધું તું સવારમાં કે ઇલેક્ટ્રિસિટી છે ભાઈ એક જાતની, જેનાથી બોડીમાં બધી સિસ્ટમ બધી બરાબર ચાલતી હોય છે. તો આ એનર્જી છે.
હવે એ એનર્જીને જો, તમારા બંને હાથને ફરી એક વખત આમ કરીને આમ નજીક લાવો ધીમે ધીમે ધીમે ધીમે અને સંવેદનો શું થઈ રહ્યા છે એની ઉપર નોટીસ કરો. તમારા હાથમાં જુઓ, બે હાથ ભેગા થાય છે કે વચ્ચે કઈ આડું આવે ને? ફરી દૂર લઈ જાવ પાછું, ફરી નજીક લાવો. જોયું? આ એનર્જી છે. આને પ્રાણ કહીએ છીએ આપણે. ઋગ્વેદમાં આના વિશે કહેવામાં આવ્યું હતું. તમે હમણાં ઈડલી ખાધી, તો ઈડલીમાં પણ આ જ પ્રાણ છે, પણ એ ફિઝિકલાઈઝ થયેલો છે. પછી એને ડાઈજેસ્ટ કરવું પડશે, ત્યાર પછી એમાંથી પ્રાણ છૂટો પડશે અને પછી તમને મળશે. સો, ઈટ વિલ કન્ઝ્યુમ મોર એનર્જી ધેન યુ ગેટ. એટલે બહુ ખાવું નહીં. ડોક્ટરો કહે છે, "માપનું ખાવું, ડાઈજેશન સારું રહે." એટલે જૈન લોકોનો કન્સેપ્ટ બહુ સરસ છે, ઉનોદરીનો: કે આપણને એમ લાગે કે અડધું પેટ ભરાઈ ગયું એટલે બંધ કરી દેવાનું ખાવાનું.
પણ એ સિગ્નલ ધીમે ધીમે ધીમે ધીમે આપણને આવતું જાય. આપણે અભ્યાસ થોડો કરવો પડે, પણ એ સિગ્નલ એક વખત આપણને સેટ થવા માંડશે ને, બહુ મજા આવશે. પણ આખું જીવન તમે ખાઈ શકશો ગુલાબજાંબુ પણ કે, "બસ, હું દર વખતે બે જ ખાઉં, ત્રીજો નહીં." કોઈ એમ કહે કે, "હું એક જ લઉં." કોઈ પેડો ધરે. બાબો આયો કે, તો પેંડો ધરે છે તમને, તો તમે એક જ લો. જો અડધો લેવા લઈ શકતા હોય તો વધારે સારું છે. એટલે એટીટ્યુડ થોડુંક બદલવાની જરૂર છે.
આ બધું તમારું જ છે, આખી પૃથ્વી પર જે કઈ છે તે બધું જ. પણ, "કન્ઝ્યુમ ઈટ વાઈઝલી." ટીચિંગ એ છે આપણા બધાને માટે. અને "ધેર વિલ બી ઇનફ ફોર ઓલ," "ધેર વિલ બી ઇનફ ફોર ઓલ." યુ કેન શેર ઈટ વિથ પીપલ. જે બી તમારે આગળ-પાછળ છે, તમારી પાસે જે કઈ છે, એ બધું આપી દો જેની તમને જરૂર નથી. અમે તો ઘરમાં પણ એવો નિયમ રાખ્યો છે અમારા કે સિક્સ મંથ સુધી જરૂરિયાત ના પડે એ વસ્તુને આપણે ઘરની બહાર મૂકી દેવાની. જેને જોઈએ એ લઈ જાવ. ઘરે એકદમ ક્લટર ફ્રી અને સાફ-સુફ કરવાનું. મગજમારી નહીં થાય. આ તો પેલું શું કે દિવાળી આવી એટલે કે, "જુના વાસણો પડ્યા છે ને માળિયામાં જ બધા કાઢો, પછી માંજો આના ચકા ચકાચક કરવાના અને પછી પાછા શું કરવાનું? માળિયા મૂકી દેવાના." વાહ! બાર મહિના સુધી જરૂરત જ નથી પડતી અને છતાં એને માંજ્યા જ કરે વર્ષોને વર્ષો સુધી.
આ તો અમારા પૂર્વજોનું છે, પૂર્વજો છે, વડીલો પાર્જિત છે. વડીલોએ ભેગું કર્યું હતું, અમે હજી સાચવ્યા જ કરીએ છીએ અને હજી છોકરાઓને આપીને જવા માંગીએ છીએ. તો બાબલો કે તમને કે, "પપ્પા, હવે આ કાઢી નાખોને!" તો કે, "તને ગમ ના પડે. હવે આને ગમ પડે." હવે છોકરો બુદ્ધિશાળી છે ખરેખર કે, "બાપા, સમજાતું નથી!" તો જ્ઞાન તો ગમે ત્યાંથી આવશે. એક નાનકડું બાળક બી તમને એક એવો પ્રશ્ન પૂછશે કે ચક્કર ખાઈ જવાય એમ. આવીને એકદમ કે, "આકાશમાં પાણી ક્યાંથી આવ્યું?" ક્યુરિયોસિટી થાય ને એને? તો યુ હેવ ટુ એક્સપ્લેન હિમ કે જો આ પાણી આવી રીતના સાયકલિક મોશનની અંદર બધું હોય છે કે સમુદ્રમાં હોય, આમ જાય, તેમ જાય, બધું કરતાં પછી છે એક ચોક્કસ સંજોગોમાં એ પાણી ઉપર ન રહી શકે એટલે નીચે આવે. વિલ બી હેપી.
આપણી સિસ્ટમમાં શું કર્યું આપણે કે જે સંશોધન કરી શકે, ડિસ્કવરી કરી શકે, રિસર્ચ કરે, એ એટીટ્યુડ ખતમ કરી નાખ્યો. થેન્ક્સ ટુ મેકોલે. પણ ફરી વખત આપણે એ બધું શરૂ કરી શકીએ છીએ. પહેલાના વખતના જેમ રસાયણશાસ્ત્રી નાગાર્જુન હતા, આર્યભટ્ટ ગણિતશાસ્ત્રી હતા હે. ફરી પાછા આપણે ત્યાં આગળ પહોંચી જઈ શકીએ. જસ્ટ આપણે બધા એક સાથે શરૂઆત જ કરવાની છે. કશું વાર નથી. જસ્ટ આમ કર્યું ને થયું. ખીચડી બનાવવા કરતાંય સહેલું છે. દાદા ભગવાન એવું કહેતા હતા, "આ બધું તો શું ખીચડી બનાવવા કરતાય સહેલું છે." કે એમાંય કેટલી બધી માથાકૂટ કરીએ ત્યારે ખીચડી થાય અને પેલી બીરબલની હોય તો તો ઓર ઉપાધિ. ઉપર હાંડી લટકાઈ હોય, નીચે ચાપ્યું હોય, ક્યારે થશે? ક્યારે થશે? તો પ્રાણીંગ આ વસ્તુ છે કે એને અંદર આવા સેન્સેશન જે છે એને પહેલા તમે સ્ટડી કરો. રોજ તમે જો આ વસ્તુ કરવાનું ચાલુ રાખશો તો ધીરે ધીરે કરતાં તમારા હાથ નહીં, તમારું આખું બોડી સેન્સીટાઈઝ થઈ જશે.
પછી તમને જ્યારે જરૂર પડે તો હાથને આમ કરીને આમ કરશો એટલે સામે જ બસ, જો આ પ્રાણ આવવાનું શરૂ થઈ ગયો. તમારે યોગ શું છે? તો કે પ્રાણ અને અપાન એની એક રિધમ સેટ કરવાની છે, તો યોગ થઈ જશે. ઈડા-પિંગળા વાત કરીને હમણાં પેલા મારુતની, ભીમની સાડા ત્રણ વજ્ર વાળી. વધારે સારું લાગશે તમને. હું એક પ્રાણાયામની પદ્ધતિ તમને હવે શીખવવા માગું છું. એક પંજાબી સંતે શીખવી છે એના અંદર. હા, વજ્ર એટલે એક એવી વસ્તુ છે, છે અનબ્રેકેબલ, જેને કોઈ કશું જ કરી ના શકે. હીરાને તો તોડી પણ શકે, પહેલ પાડી શકે, પાસા. "વજ્રદેહી" કહેવાય છે ને? વજ્ર મતલબ સ્ટ્રોંગેસ્ટ થિંગ. હા, સાડા ત્રણ ઈડા, પિંગળા, સુસુમણા અને અહીંયા તમારા ભીમ છે. ઉપરથી આજે ચાલે છે પ્રાણ તમારો તે હનુમાનજી છે. સાડા ત્રણ થઈ ગયા ને? સોસનામાં એ જશે ઉપર-નીચે, ઉપર-નીચે. હીરા-પિંગળામાં નહીં જાય એ.
બેને જુદા રાખશે. આપણે નવી જે આ પ્રાણાયામની વાત કરી, તો એની અંદર શું છે કે અત્યારે સ્ટ્રેસ બહુ છે આપણને લાઇફની અંદર. તમે જુઓ કે દરેક માણસ છે, તો બે-પાંચ મિનિટ જો આપશો તો થોડો સ્ટ્રેસ દૂર થઈ જશે અને તમે અત્યારે જ કહેશો કે, "હા, મારા હાર્ટમાં મને સારું લાગે છે." બરાબર? તો એ પદ્ધતિની અંદર કેવું છે કે શરૂઆત પહેલા આપણે આ અંગૂઠો છે, એને આવી રીતે દબાવી દેવાનો. આ અગ્નિ તત્વ છે. આગળ પછી હું તમને શીખવાડું બીજું બધું, પણ આ અગ્નિ તત્વને આપણે દબાવી દેવાનો. ડાબું નસકોરું બંધ કરવાનું. હવે જમણા નસકોરાથી શ્વાસ લેવાનું શરૂ કરવાનો. રિધમ એની આવી હોવી જોઈએ. બરાબર? ખ્યાલ આવી ગયો? ઓકે. જેને કંઈ નાક સાફ કરવાની જરૂર પડે, હેન્કરચીફ કંઈ જોઈતું હોય તો પેલા પેપર નેપકીન વગેરે આપી દેજો. ક્યાંક હતા ખરા અહીંયા. શરૂઆત છે, પોસિબલ કદાચ હોય તો.
ઓકે. તો આપણે આવી રીતે શ્વાસ લેવાના છે. હવે 25 શ્વાસ આપણે લઈશું. બરાબર છે? તો ડાબા હાથને અંગૂઠાને બંધ કરો. પછી અહીંયા મૂકો. હવે શ્વાસ લેવાનું શરૂ કરો. બીજો હાથને ફેરવવાની જરૂર નથી. આ તો જસ્ટ તમને રિધમ બતાવવા માટે કહ્યું હતું. હવે જમણો... અબ દૂસરે નાક સે શ્વાસ લો... છોડો... હાથ બદલો... સ્ટોપ (પ્રાણાયામની જીવંત સૂચનાઓ) રિઝ્યુમ નોર્મલ બ્રીધિંગ. વેરી વેરી જેન્ટલી ઓપન યોર આઈસ.
શ્વાસ આપણી નોર્મલ જે રિધમ છે, એનાથી જ લેવાના છે. ફોર્સફુલી લેવાના નથી. ફોર્સફુલી કાઢવાનો નથી, પણ એક, બે, ત્રણ, ચાર, પાંચ. બસ, આ રિધમ આપણી. આ એક બોલીએ એટલામાં એક વખત શ્વાસ લીધો પણ ખરો અને મૂક્યો પણ ખરો. નોર્મલ રિધમ છે આપણી. એમાં કોઈ ફોર્સ આપવાની જરૂર નથી. બહુ સામાન્ય રીતે જ કરવાનો. શ્વાસ કરોડ સીધી હોવી જોઈએ. પાછો ટેકો નહીં દેવાનો અને આવી રીતના બેસવાનું. આપણે આ 25 કર્યા. હવે જો અંદર કંઈક ઉઘાડ છે, સારું લાગે છે, તો આ 25 શ્વાસ આવી રીતના લેવાનું શરૂ કરો. પછી વધારો પાંચ, પછી વધારો પાંચ. અઠવાડિયે અઠવાડિયે કરતાં 108 સુધી પહોંચી જાવ. જે લોકોને શ્વાસની તકલીફો હોય, કોઈ બીજા પ્રકારની મુશ્કેલીઓ હોય, હાર્ટની કે તે, તો એ લોકોએ આ કરી શકશે અને એકદમ હળવાસથી જ કરવાના છે. નોર્મલ બ્રીધિંગ જે તમારું છે, એ તે જ. અને જ્યારે જમણી બાજુથી શરૂઆત કરવાની, તો ડાબું નાક બંધ કરી દેવાનું.
જ્યારે ડાબા નાકથી શ્વાસ લઈએ, તો જમણું નસકોરું બંધ કરવાનું. બસ, આટલું જ કરવાનું. બરાબર? 108 સુધી તમે પહોંચશો, બે-અઢી મહિના થઈ જશે ધીરે ધીરે ધીરે કરતાં.
હવે આ 108 ને પછી પાછો થોડોક રેસ્ટ લેવાનો, અડધી મિનિટ, એક મિનિટ જેવો. પછી તમે ફરી એક બીજા એક 108 કરી શકો. પછી પાછો એક-બે મિનિટનો બ્રેક લઈ શકાય અને પછી ફરી વખત 108. એટલે ત્રણ વખત 108 જો તમે કરી શકશો, આ ત્રણેય વસ્તુઓ આખી સિસ્ટમ જે છે તેના પ્રમાણે, તો હાર્ટને બહુ રેસ્ટ મળી જશે. બધું ચોખ્ખું થઈ ગયું હશે. અહીં બ્લોક છે, તો અહીં બ્લોક છે, પેલા બધું બતાવે ને આમ આમ દોરી ચિતરીને. બીક જ નહીં કશું. અને તમે જોશો કે આમ થોડી એકે એક નસ નાડી છે ને, વિથ એલોંગ વિથ બલવાન યોગ તમે આ કરો, તો એ શરીર એકદમ જો ઘૂઘરા જેવું થઈ ગયું હશે. છ મહિનામાં તો જાણે આમ નવું શરીર હોય એવું તમને પોતાને ફીલ થશે. આ ભાઈએ એવી રીતે પોતાનું કેન્સર મટાડી દીધું અને પુષ્કળ લોકોને એનો બહુ જ ફાયદો થયો છે. કરી જુઓ. અમારા... અમારા ફોરેન ગયા હતા, ત્યાં આગળ એક ભાઈને આવી રીતના ગયા હતા જસ્ટ આમ મળવા માટે.
પછી સ્થૂળકાય હતા, હાર્ટની તકલીફ આમ તેમ. બધું શીખવાડ્યું અમને કે ભાઈ તમે આવી રીતના બલવાન યોગ કરો અને આ પ્રાણાયામ કરો આવી રીતના. પછી બે દિવસ પછી એમનો ફોન આવ્યો, "બહુ સારું લાગે છે કે પેટ તો સટાસટ સાફ થઈ જાય." શું મોટામાં મોટો ત્રાસ હોય છે લોકોને? એમાંથી એમને મુક્તિ મળી ગઈ. એટલે ધીરે ધીરે જે બ્લોક થયેલું છે ને શરીરમાં, મનમાં, બધી જ જગ્યાએથી બધું જ નીકળવા માંડશે. બધું સાફ થઈ જશે. બહુ સારું લાગશે.
ઓકે, શેલ વી ગો અહેડ? તો આપણે સેન્સિટાઈઝેશન શીખ્યા. એ પણ તમે સાથે સાથે રોજ કરી શકો. હાથને આમ ખંખેરી નાખવાનો અને પછી આમ લાવવાનો થોડોક પાસે. આ બધા મુસલમાન લોકો આમ પ્રેયર કરે છે, તો હાથ આમ રાખે છે. તો એવું કહે છે કે, "વેન ગોડ વિલ સ્પીક, યોર ફિંગર્સ વિલ ટેલ યુ." તમારા હાથની અંદર જ્યારે ઈશ્વરનો રિસ્પોન્સ આવવાનો શરૂ થશે, તો તમારા આંગળાના ટેરવા બોલવા માટે છે. મતલબ કે જ્યારે તમે પ્રેયર કરશો, "લોર્ડ, મેક મી એન ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ યોર પીસ. વ્હેર ધેર ઇસ હેટ્રેડ, લેટ મી સો લવ. વ્હેર ધેર ઇસ ઇન્જરી, પાર્ડન." જેન્ટલી ઓપન યોર આઈસ. સી, તમારા આંગળા બોલવા માંડ્યા. અસર આવશે તો પ્રાર્થના કરો ત્યારે આ થવું જરૂરી છે. આનાથી પછી કનેક્ટિવિટી તમારી શરૂ થશે ઈશ્વર સાથે, પરમાત્મા સાથે. એના વગર જે કંઈ હોય એ બધું આપણું શું છે?
જે કેઝ્યુઅલ કમ્યુનિકેશન છે, એ જ રહેશે. અને આપણે પછી બુમો પાડીએ કે ભાઈ હું બોલું છું, ઈશ્વરને રોજ પ્રાર્થના કરું છું, પણ ઈશ્વરને કંઈ સાંભળે પડતો હોય એવું લાગતું નથી. પણ ઈશ્વર કંઈ બહેરો નથી. એને સહસ્ત્ર આંખો છે, સહસ્ત્ર કાન છે, વગેરે વગેરે વેદમાં કહ્યું છે. તો ખોટું કેવી રીતે હોઈ શકે? અને લખનારા તો બધા ઋષિમુનિઓ હતા, સિયર્સ જેને આપણે કહીએ છીએ. તો ભૂલ ક્યાંક આપણી થતી હોવી જોઈએ. આપણે કરેક્શન તો કરવું જોઈશે. ત્યારે આપણને પછી ખબર પડશે કે આ શું થઈ રહ્યું છે.
તો વાત કરીએ છીએ આપણે શબ્દની. શબ્દ છે ને બહુ વાગે. અહીંથી આમ નીકળ્યો હોય, ઘણી વખત તો નીકળ્યો બી ના હોય, સામે માણસ ઘાયલ થઈને પડ્યો હોય. ગાડી ચલાવતા ચલાવતા કેટલી વખત આમ કર્યું છે લોકોએ? સ્કૂટર ચલાવતા ચલાવતા આને બોલ્યા, પેલાને બોલ્યા. પેલા અહીંથી આમ ત્રણ-ચાર માઈલ જવામાં તો બે-ત્રણ જણાને પાડી જ દીધા હોય આપણે. ધીસ ઇસ વોટ અવર લાઇફ ઇસ નોર્મલી. તો શબ્દનો ઉપયોગ આપણે યોગ્ય રીતે કરવાનો.
ચૂકી ગયા પછી આવા પરિણામો આવ્યા કે આપણી પ્રેયર સંભળાતી બંધ થઈ ગઈ. એટલે કીધું તું કે મૌનનો મહિમા છે. મૌન કેવી રીતે કરવાનું? તો કે આ બે આગળના દાંત છે, એના પાછળ જે છાજલી છે, ત્યાં આગળ આપણા જીભનું ટેરવું ત્યાં લગાવી રાખવાનું. બધા પ્રાણી કિલરોને શીખવામાં આવે છે. જેવું તમે જીભનું ટેરવું ત્યાં રાખશો, "યુ કન્ટ સ્પીક". મૌન ચાલુ. "ધીસ વિલ કન્ઝર્વ યોર એનર્જી એઝ વેલ". તમારું જે એનર્જી બોડી બે ઇંચનું હોય, તે ધીરે ધીરે ધીરે આનાથી છ ઇંચનું થઈ જશે, એક-બે મહિનાની અંદર જ, કશું કર્યા વગર. અને છ ઇંચની એનર્જીની જો તમારી ઉપર એક કવચ હોય, તો એની અંદર કોઈ બેક્ટેરિયન વાયરસને કંઈ જવું હોય કે કોઈ ફિઝિકલ વસ્તુને પણ અંદર જવું હોય, "ઈટ વિલ ડીફ્લેક્ટ". તમને કુશનીંગ મળી જશે. સ્ટ્રોંગ માણસો હોય, બધા એના પાસે આ હોય. તમારે બધાને કવચ પહેરવા છે?
તો ચાલુ કરી દો. ત્રણ-ચાર મહિનાની અંદર જુઓ, તમારી તંદુરસ્તી કેવી ક્લાસ થઈ જાય છે! ચેક કરવું હોય તો પ્રાણી કિલરો પાસે જજો. એ લોકો તમને સ્કેન કરી આપી શકે છે કે તમારું એનર્જી બોડી કેટલું છે અને પછી હવે કેટલું સ્ટ્રોંગ થયું, આ કર્યા પછી, "વિધાઉટ યુઝિંગ એનીથિંગ", ખાલી એમના હાથથી જ આ બધું એમને આવડતું હોય છે.
તો આપણે વાત કરતા હતા શબ્દની. નેક્સ્ટ એટલે કીધું કે બુદ્ધિમાનોને થોડાક સમયમાં જ્ઞાન થઈ જશે. અહીં બેઠેલા બધા બુદ્ધિમાન જ છે, શું કહું છું? આપણા મનથી આપણે બધા મચી પડ્યા છીએ કે આખી દુનિયાની અંદર અત્યારે જુઓ તમે YouTube ના કંઈક બધી જગ્યાએ કે પૃથ્વીનો સર્વનાશ થવાનો છે. ૨૪માં આમ થઈ જશે, ૨૬માં આમ થઈ જશે. એટલે ભડકી ના મારો, કશું નથી થવાનું કંઈ. અનાદિકાળથી આ બધું ચાલ્યા જ કરે છે અને આ ચાલવાનું છે. હા, નાની મોટી તકલીફો તો રહેવાની, બકા એમ કહે છે. પણ વાતને સમજો, ભડકી ના રહેશો. એટલે "ફિયર નોટ". અને કોઈકે તમને જો વાત કરી, "ધેન યુ ડોન્ટ મેન્શન ઈટ ટુ સમબડી એલ્સ". આજે આપણે પાસિંગ વાળી જે છે, "મેં સાંભળ્યું છે કે અફઘાનિસ્તાનમાં", "મેં સાંભળ્યું છે કે ઇઝરાયેલ હમણાં આમ કરી નાખ્યું", "અમેરિકા આમ છોડવાનું છે", "આપણને આમ કરવાનું છે".
કશું નથી થવાનું, ભાઈ. જે થવાનું છે એ થશે, બરાબર. જે કંઈ થવાનું છે એ પ્રકૃતિના નિયમો અનુસાર જ થવાનું છે. એની બહાર કોઈ કશું કરી શકતું. ધીમે ધીમે સમજાશે આ વાત આપણને. અને જે જેટલું વહેલા સમજી શકે, એટલું એને સારું. વધારે આપણે હિન્દુસ્તાનમાં બધા સમજી ગયેલા. બધા ભારત, હિન્દુસ્તાન નહીં, ભારતમાં બધા. બધાને ખબર કે "હરિ કરે તે બરાબર". "હરિ ઈચ્છા", "હરિ હર" એવી રીતના કરીને એ લોકો છોડી દેતા હતા. ચિંતા પકડીને નહોતા રાખતા. અત્યારે તો શું થયું? મનસુખભાઈએ માથા પર લઈ લીધું બધું જ. હવે લોડ લઈને ફર્યા કરે છે. એનાથી આધાશીશી થાય છે અને બ્રેન ટ્યુમર થાય છે. એનાથી પેલો બ્રેન એટેક આવે છે, બધું કંઈ જાતજાતનું. પહેલા આટલું બધું નહોતું થતું લોકોને.
ગામના ગામ લુટાઈ જતા હતા તે વખતે તો. પેલા બધા આવે ઘોડા ઉપર અને બધા લુટારાઓ આવે અને બીજા રાજાના લશ્કરો આવી જાય અને આખું આખું ગામ બાળી નાખે, કંઈ કંઈ કરે. કેટલાક ગામો એવા હોય કે એની અંદર એક પણ મેલ પર્સન જીવતો જ ના હોય, નાના બાળકો સુધીના. લોકોએ કેટલું કેટલું કર્યું છે! આપણે બધા માણસો છીએ. આપણા એન્સિસ્ટર્સ, બધા જે કંઈ આગળ થઈ ગયેલા, બધા છે, ફોરફાધર્સ બધા, એ લોકોએ શું માણસાઈના કામો જ કર્યા છે? પણ એમના જીવનની પથરતી જ કેવી હતી? એ લોકો શું કરી શકતા હતા એમાં? ત્યારે આવું જ હતું અને અત્યારે આવું જ છે કે એક મોબાઈલ જોઈશે, એક બાઈક જોઈશે, એક ગાડી જોઈશે. પછી ગાડી આગળ ચાલશે કે આટલું હશે તો હું ઇન્ટરવ્યુ આપવા જઈશ. ના, લેપટોપ પણ જોઈશે પાછું. તો આપણી રિક્વાયરમેન્ટ વધતી ગઈ. પહેલા શું હતું? કશું નહીં. એક લોટો લઈ અને માણસ ક્યાંય સુધી લઈને જઈ શકતો હતો.
જોડામાં એકાદ થેલી રાખી હોય તો તેના અંદર એક જોડ કપડા રાખે. "લાઈફ વોઝ સો સિમ્પલ". એ જમાનામાં લોકો સોના મોરો વાપરતા હતા. અને આપણે તો "ડોન્ટ ગીવ એટેન્શન ટુ ધીસ કાઈન્ડ ઓફ ફિયર એનર્જી". કહેવાનો મતલબ મારો એ છે કે તમે આવી જે નેગેટિવ એનર્જી છે, તે પાસ ઓન ના કર્યા કરો. પછી તમે એમાં પાછું તમારું વેલ્યુ એડિશન કરો અને વળી પાછું કોકને મોકલાવો પડીકું. એટલે પેલો ડબલ ટ્રબલમાં આવી જાય પાછો. આમ ચાલ્યા જ કરતું હોય છે.
આપણે બધા સુધરેલા લોકો કહેવાય છે. એટલે બારમી સદીના, ચૌદમી સદીના, પંદરમી સદીમાં કદાચ આપણે પણ જીવતા હશું, આપણને ખબર નથી. પણ અત્યારે આપણે કેવા થઈ ગયા? તો કે "સિવિલાઈઝ્ડ". પહેલાના માણસો કેવા હતા? તો કે એ લોકોની અંદર ધીરજ હતી. ધારણ શક્તિ એ લોકોની જબરજસ્ત હતી. કોઈને કીધું હોય કે "આ રોટલો છે અને આ ડુંગળીનો દળિયો છે, તને આમ બાંધીને આપું છું, બે દિવસ સુધી તારે બસ આની પર જ રહેવાનું છે", તો રહી કાઢે. દસ ગાવ ચાલવાનું છે તો ચાલી કાઢે. અને અત્યારે આપણે અહીંથી ત્યાં સુધી જવાતું પણ તડકામાં અડધો કલાક ઊભા રહ્યા હોય, તો પરસેવો છૂટી જાય છે. સુરત તો ત્યારે એ જ હતો, આજે પણ એ જ છે. પર્યાવરણ આપણે જ ગંદું કર્યું અને પછી હવે આપણે બુમો પાડીએ છીએ કે સુરત બહુ છે. અત્યારે બહુ બ્લેસિંગ તો એકદમ સ્કોર્ચિંગ લાગે છે આપણને, હીટ લાગે છે.
પણ આ બધું આપણે જ ઊભું કર્યું. તો ધીરજ નથી રહી હવે આપણામાં. તમે જુઓ તો આપણે ધીરે ધીરે એને શું કરવી જોઈએ? ફરી એક વખત કલ્ટીવેટ કરવી જોઈએ. તો ઈશ્વર કે પરમાત્મા સાથેનું આપણું જે કંઈ જોડાણ કરવું છે, તેની અંદર તો કેટલી ધીરજની જરૂર પડશે! "સો વી નીડ ટુ કલ્ટીવેટ પેશન્સ". સામી વ્યક્તિ શું કહેવા માંગે છે, એ એની વાત પૂરી થાય એ પહેલા તો આપણે ઠાલવી જ દઈએ એની ઉપર, બરાબર? પેલું કોન્ક્રીટ મિક્સર હોય છે, આમ કરીને આમ પેલા નાખે છે, એની જેમ પેલો દટાઈ જાય બિચારો.
પરવાહ નહીં કે ચિંતા નહીં કરવાની. પાછા ઉપરથી આવું કે, "અરે ભાઈ, યુ હેવ ટુ કેર ફોર પીપલ અરાઉન્ડ યુ." આવું ના ચાલે. તો પહેલાના લોકો જે હતા, ઉઘાડા પગે કેટલું ચાલતા હતા અને આપણે અત્યારે ઘરમાં સ્લીપર, બુટ, મોજા બધું પહેરીને જ ફરફર કરીએ છીએ. વી આર પ્રોટેક્ટિંગ સો મચ અવરસેલ્ફ. પેમ્પરીંગ કરીએ છીએ, ને? બોડી ઇસ મેન્ટ ફોર વોટ? એ તો આપણું આર્મર છે, ને? હું આ શરીરની અંદર છું, હું છું અને આ શરીર છે. કોન્સેસનેસ આપણી ક્યાં છે? આ તો આ શરીર છે તે જ હું છું. એને કીધું આ લોકોએ દેહાધ્યાસ. દેહાધ્યાસ એટલે દેહનો અધ્યાસ. એટલે કે તમારું ફોકસ ક્યાં છે? તમારું અટેન્શન ક્યાં છે? તો મોસ્ટલી જુઓ, તમારા બોડી પર જ હશે, બોડી લેવલ ઉપર જ હશે. બહુ જ ઓછો ટાઈમ તો માઇન્ડ ઉપર જાય છે. ભૂલી જાવ આગળના બધા જે કોષ ને ચક્રો અને બધી વાતો કરી છે એ તો, કારણ કે એ તો બહુ દૂરની વાત થઈ ગઈ.
એ તો બેસીને કંઈક બલવાન યોગ કરશો, થોડા પ્રાણાયામ કરશો, યુ કલ્ટીવેટ સમ યુ નો પેશન્સ, ધીરજ, ધારણ શક્તિ, ત્યાર પછી આવશે.
એક વસ્તુ આપણે કોઈકને કીધી હોય, હવે જ્યાં સુધી બીજાને કહી આવે નહીં ત્યાં સુધી તો તકલીફ થઈ જાય છે. "મારે કહેવું જ પડે છે આમ તરત બહાર." ના, યુ હોલ્ડ ઈટ ફોર સમ ટાઈમ. તું એને સમજ કે ખરેખર તને શું આપવામાં આવ્યું છે, તને શું કહેવામાં આવ્યું છે. આમાંથી તો ફાયદો થશે. તો ધીરજ રાખવાની અને એને સમજવાનું. આપણે કોઈ પણ બાબતને પ્રયત્ન કરીએ એવું આપણે બધા જ એક સાથે કરવાનું શરૂ કરી દઈએ તો, એટલે અહીં હાજર જેટલા છે એટલા ફેમિલીની અંદર તો ચેન્જીસ આવવાના ચાલુ થઈ જશે, આઈ એમ સ્યોર. અને બનત બનત બનત બન ગઈ. તમે બદલાશો, દુનિયા બદલાવવા જ માંડશે. તમને બદલાયેલા જોશે ને લોકો પૂછશે કે, "ભાઈ, આ શું થયું? તમે કેવી રીતે શીખ્યા? ક્યાંથી?" ધેન યુ ટેલ ધેમ, યુ ટીચ ધેમ. બેસ્ટ વસ્તુ તમારો પોતાનો અનુભવ છે. તમે ઓથેન્ટિકલી દરેકને કહી શકશો કે, "હા, આવું કરવાથી આવું થાય છે.
એવું મેં શોધી કાઢ્યું. મારા કેસમાં આવું બન્યું." યુ આર ધ ઓથોરિટી. ફર્સ્ટ ટાઈમ રિપોર્ટ આપો છો તમે. પેલું સાંભળેલું સાંભળેલું નહીં, વાયા વાયા વાળું નહીં, "તે દિવસે મોહનભાઈ આવું કહી ગયા હતા" વાળી વાત નહીં. "મારો અનુભવ છે, હું તને કહું છું." આ આમ સ્ટ્રેન્થ આવશે. જિંદગી જીવવા માંડશો ને આમ કોન્ફિડન્સ આવશે. તમારો કોન્ફિડન્સ જોઈને લોકો કોન્ફિડન્ટ થવા માંડશે. એટલીસ્ટ તમારું ફેમિલી, નિયરેસ્ટ એન્ડ ડીયરેસ્ટ, યોર ફ્રેન્ડ્સ, યોર રિલેટિવ્સ.
ચેન્જીસ. એક આપણા બહુ મસ્ત ડોક્ટર છે, વિશ્વરૂપરાય ચૌધરી. કેટલાએ એમનું નામ સાંભળ્યું છે? ગુડ. એ એવું કહે છે કે આપણે ધરતી માતા ઉપર ખુલ્લા પગે અમુક ટાઈમ સુધી ચાલવું જોઈએ. આપણે નથી ચાલતા, એની તકલીફો વધી ગઈ છે. તો એમણે એક સિસ્ટમ બી કાઢી છે કે જે ઇલેક્ટ્રિસિટીનું આમ કંઈક પ્લેટિંગ કરેલું હોય નીચે, એમાંથી રોડ્સ કાઢે અને પછી આપણે કોઈ ચાદર જેવું કંઈક હોય છે તેની અંદર એ રાખેલું હોય. એ ચાદર ઉપર આપણે સુઈ જવાનું. આઠ કલાક આપણે સુઈ ગયા એ ચાદર ઉપર એટલે આપણું ઓટોમેટીક ચાર્જિંગ થઈ જાય. ગ્રાઉન્ડ ફ્લોરનું જો ઘર હોય તો તો અનુકૂળતા છે અને તો ફ્લેટમાંથી વાયરો લબડાવા પડે. પણ પેલું કોન્ક્રીટ હોય તે જગ્યાએ એ ના જવું જોઈએ. એ જેને કહેવાય ધરતી, જેને મડ વાળી જગ્યા જેને કહેવાય, એવી જગ્યામાં એને દાંટવી જોઈએ એનો જે અધર એન્ડ હોય છે તેને.
પણ એના બહુ સારા રિઝલ્ટ જોવા મળ્યા છે. પણ હકીકત છે આ કે જો તમારા પગ ધરતી પર ઠહેરતા ના હોય, તમે હવામાં ઉડ્યા જ કરશો. ખ્યાલ આવ્યો? જીવનમાં સ્થિરતા નહીં આવે. એટલે ગ્રાઉન્ડિંગ ઇસ નેસેસરી. તમારા પોતાની જે સ્ટ્રેન્થ છે લાઈફની એ ત્યાંથી આવશે કે તમારા રૂટ્સ કેટલા સ્ટ્રોંગ છે. આ ચાર્જિંગ જે થશે ને એ તમારા વર્ચ્યુસથી થશે. એને કહે છે કેરેક્ટર. બરાબર? વ્યક્તિત્વની અંદર ચારિત્ર નિર્માણ થવું જોઈએ. તો ચારિત્રનું નિર્માણ ધીરે ધીરે ધીરે કરતાં થાય. નાનકડું બાળક હોય ત્યારથી શરૂ કરીને અત્યાર સુધીમાં અત્યારે શું છે? શો અને પંપ વધી ગયો છે. બધાને દેખાડો કરવાનો. "ખર્ચો કરું તોય દેખાડો કરું." "મિત્રને કહ્યું કે આજે હું તને જમાડી દઈશ." એમ ઉપકાર કરે છે. ભાઈ, તું મિત્ર જ છે આજે આપણા તરફથી. તો સમજવાનું જીવનની અંદર બધું બહુ જ.
આપણે આ બધું જ અધ્યાત્મ છે. હજી તો આપણે છે ને આ સુપરફિશિયલ જસ્ટ એને સમજી રહ્યા છે. ધીરે ધીરે ધીરે કરતાં છેક "હું કોણ" સુધી પહોંચી જઈશ કાલ સાંજ સુધી.
ખુલ્લામાં પાંચ તત્વોનું ચાર્જિંગ. આપણને બધાને ખબર હશે કે ભાઈ આપણું શરીર છે ને પૃથ્વી, અગ્નિ, પાણી, તેજ, વાયુથી બનેલું છે. બરાબર? પણ આપણે ફ્લેટની અંદર જો ઉપર રહેવાનો અત્યારે સંજોગ આવ્યો છે અને ત્રણ દિવસ, ચાર દિવસ જો પુરાઈ રહેવાનું હોય ઘરની અંદર, પછી શરીરના મનની સ્થિતિ કેવી થતી હોય છે? સાંજ પડે ને એટલે એટલીસ્ટ આપણને એવી ઈચ્છા થાય કે નીચે જઈને એક લટાર મારી આઈએ. હવે જ્યારે આપણે બહાર નીકળીએ છીએ તે વખતે તો શરીરની અંદર આકાશ તત્વ રહેલું છે. જેવો તમે મોકલાશમાં બહાર જાઓ છો ને એટલે આકાશ તત્વ જે મહત્વ છે સમષ્ટિનું, આ વ્યક્તિનું ચાર્જ થઈ જાય છે. વાયુ, વાયુનું ચાર્જિંગ કરે છે. અગ્નિ, અગ્નિનું ચાર્જિંગ કરે છે. જળ તત્વ છે એ જળ તત્વનું ચાર્જિંગ કરે છે. તમે તળાવ, નદીના કિનારે જઈને બેસો, યુ સ્ટાર્ટ ફિલિંગ બેટર.
તમારો માઇન્ડ એકદમ કુલ ડાઉન થવાનું શરૂ થશે. પાણીનો સ્વભાવ કેવો હોય? ઠંડો. અને એને ઉકાળવું હોય તો એનર્જી આપવી પડે. તો એના સ્વભાવથી વિરુદ્ધની બાબત છે એને ઉકાળવું. એ પાણીનો સ્વભાવ જ છે શું છે? તો કે ઠંડક કરવાનું. અને મૂકી રાખ્યું હોય તો શું થાય? ઠંડુ થયા જ કરે, થયા જ કરે. તો જળ તત્વનું ચાર્જિંગ એવી રીતે. ધરતી પર ખુલ્લા જ્યારે ચાલીએ આપણે, પૃથ્વી તત્વનું ચાર્જિંગ. પૃથ્વી.
તત્વનું ચાર્જિંગ થશે તો મસ્ક્યુલર સ્કેલેટન સિસ્ટમમાં સ્ટ્રેન્થ આવશે, તો તમારો શરીરનો આકાર, ઢાંચો જે છે એ બરાબર રહેશે વર્ષોના વર્ષો સુધી. ઓછું કેલ્શિયમ ખાવું પડશે. ટ્રાય કરવા જેવું છે.
હવે એની અંદર શું છે? તો કે આ પાંચ પ્રાણ રહેલા છે. આપણને એમ કીધું છે: પ્રાણ, અપાન, ધ્યાન, સમાન, ઉદાન. પાંચ ઉપપ્રાણો રહેલા છે: ધનાંજય, કૃકલ. દરેકનું અલગ અલગ કામ આપેલું છે. મૂળ એક જ પ્રાણ છે જે તમે અત્યારે હમણાં આમ લીધો, બરાબર છે? પણ એને ફંક્શન આપેલું છે. "તારે છે ને આ રૂમમાં સાફ-સફાઈ કરવાની, તારે અહીંયા કચરા-પોતા કરવાના, તારે અહીંયા આગળ લાઈટો ચાલુ રાખવાની." દરેકને અલગ અલગ ફંક્શન આપેલા છે આખા બોડીની અંદર, તો એના પ્રમાણે એના નામ પાડેલા છે. બધા આપણા ઋષિમુનિઓ હતા, બહુ જબરજસ્ત વૈજ્ઞાનિકો હતા, સાયન્ટિસ્ટ. એ કર્યું. તો પાંચ પ્રાણ અને પાંચ ઉપપ્રાણ એટલે દસ થઈ ગયા.
અગિયારમું આવે છે તમારું મન. "મારું મન આજે શું કહે છે? મારું મન આજે ઉદાસ છે. મારું મન આજે આનંદમાં છે." એની સીધી અસરો ત્યાં આગળ પડશે, મન ઉપર પડશે. હવે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર – ચાર વસ્તુને આપણે જાણવી જરૂરી છે. વસ્તુ તો એકને એક. બરાબર? અહીંયા આગળ જો તમે બેઠા છો તો તમે એક વિદ્યાર્થી તરીકે બેઠા છો, એક પાર્ટીસિપેન્ટ તરીકે બેઠા છો સેમિનારના. ઘરે જશો તો તમે હેડ ઓફ ધ ફેમિલી બની જશો. તમારો દીકરો આવશે ને તમારી સામે કહેશે કે "પપ્પા," ત્યારે તમે પપ્પા બની જશો. તમારા વાઇફ બહારથી આવશે કે "તમે આવી ગયા," તે વખતે તમે હસબંડ બની જશો. ફંક્શન અલગ અલગ. માનસિક તો અંદર કંઈક એક એવું છે આપણા બધાની અંદર, એ અલગ અલગ રીતે કામ કરે છે. તો એને કીધું: મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આ મન છે. મારા અક્ષર બહુ સારા નથી, મને માફ કરજો.
આ ક્યાં આવેલા છે? મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. સહેજ આમાં ફેરવવું પડશે. કોઈ એક જગ્યાએ આપણા તમામ સંવેદનો છે એ સ્ટોર થાય છે અંદર ક્યાંક. પછી એના ફોટા બહાર પડે છે. આંખો બંધ કરો જોઈએ. હવે જુઓ, "મર્સિડીઝ" દેખાય છે? એ કોણે બતાવી? તો કે આ મને બતાવી. આ મન એ ફોટોવાળું મશીન છે, ફોટો પાડ્યા જ કરે. આંખો બંધ કરો અને પછી એમ કહો કે "તાજમહલ," અને તરત જ સામે આવી જાય તાજમહલની ઈમેજ. સ્ટોર ક્યાંક થયેલી જ હોય આપણે, એટલે તરત બહાર પાડી દે.
આમ આંખ કરે છે મન. જ્યારે કોઈપણ વસ્તુની અંદર, "આમાં મને શું મળશે? આમાં મારો શું?" એવી જાતનું ડિસીઝન લેવાતું હશે પ્રોફિટ ઓર લોસવાળું કે "આમાં તો મને કોઈ ફાયદો નથી, આમાં તો મને નુકસાન જાય." એ કામ કરશે આ બુદ્ધિ. પી એન્ડ એલ એકાઉન્ટ રાખેલું છે આને.
આ ચિત્તનું કામ શું છે? તો કે આ કુરિયર છે. કુરિયર. આપણે કોઈપણ જગ્યાએ જવાનું હોય ને, આપણે એમ દાખલા તરીકે એમ કહું કે "વારાણસી, ગંગાનો કિનારો." એટલે હવે જો તમે ગયા જ નથી વારાણસી, તો પણ એક ફોટો બહાર પડી જશે ફટ દઈને. તો ક્યાંથી આવ્યો? તો કે ચિત્ત હતું તો મારું એ ત્યાં જ પહોંચી ગયું. ત્યાંથી પાછું આવ્યું. એને જે સેન્સેશન આપ્યા એના ઉપરથી મને એક ફોટો મળતો-જુલતો બનાવીને તમને બહાર પાડી આપ્યો. એનું કામ આ છે ચિત્તનું.
અહંકાર. આની ઓળખાણ પડે તો કામ જ થઈ જાય ને! આજે ઓળખી લો બરાબર. આજે મને "હું, મને, હું" આપણે મોટા ભાગે આખો દિવસ કરીએ છીએ એ આ જ છે. બહુ રૂપાળો અને બહુ જ કદરૂપો, બંને એકી સાથે વિરોધાભાસી. ક્યારેક શાહરુખ ખાન જેવો લાગે અને ક્યારેક પાછું એનું એ જ વિલન જેવો લાગે. પેલું એક પિક્ચર હતું ને, કયું વિલન બન્યો હતો એની અંદર સની દેઓલની સામે? "ચાર." યસ, એનું નામ હતું. તો આ અહંકાર કંઈ કર્યું કે ના કર્યું, દરેક વસ્તુમાં "મેં કર્યું, મેં નથી કર્યું, મેં કર્યું, હું આમ." બસ, દરેક વખતે એ આગળ આવી જાય. તો એ કર્યું હોય કે ના કર્યું હોય પણ એ ક્રેડિટ લેવા તરત જ દોડાદોડ કરી દેશે. આ બધા કર્મનું તોફાન જે છે, આપણને જે મુશ્કેલ થાય છે એ અહીંયાથી થાય છે. આ સાંધો અહીંયા મળે છે. જેટલા કર્મો પેદા કરતા જઈએ છીએ બધા એ અહીંયા થાય છે. આ તો નિર્દોષ છે, બરાબર?
આ થોડોક દોષિત ભાગ છે. આનો ગુનો એટલો છે કે પોતાનું ઘર છોડીને બહાર ભાગ્યા કરે અને આ એવું છે કે પોતાનો નથી એવા મેલની અંદર રહેવા માંડે છે અને ક્રેડિટ લે છે કે "આ મારો મેલ છે, હું જ છું બધું." એમ.
તો આ મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર – આ ચાર વસ્તુઓ વાસ્તવમાં એક જ છે જેને આપણે "હું" કહેતા હોઈએ છીએ મોટા ભાગે. "મારું, હું, મેં, મેં, મેં." હિન્દીવાળા હોય ને, હિન્દી ભાષી બધા બોલતા હોય કે "મેં ઇધર આયા, ફિર મેં યહાં સે ઉધર ગયા." એ જે "મેં" જાય છે, "મેં" આવે છે, પણ "મેં" ઊભો જ હોય છે તે ટાઈમે. તો જતું જ નથી આમ. ચોવીસ કલાકમાંથી કોઈપણ વખતે. બહુ વિચિત્ર વસ્તુ છે.
નેક્સ્ટ, હવે આત્મા શું છે? તો કે આ શુદ્ધ ચૈતન્યની વાત કરી. સ્પિરિટ, પ્યોર ઇલેક્ટ્રિસિટી. નો જસ્ટ વિચાર કરો કે એનાથી શું શું થઈ શકે! આખા ઘરના બધા જ એપ્લાયન્સીસ ચાલે છે. અરે, આપણી આખી દુનિયા એના પર ચાલી રહી છે અત્યારે. તો એના વગરનું જીવન અશક્ય જેવું લાગે છે. બીજો ભાગ છે તે અનાત્મા. આત્મા અને અનાત્મા – બે ભાગ આપણે જીવનની અંદર જોવાના. તો કયો ભાગ આત્મા છે અને કયો ભાગ અનાત્મા છે? આપણે બધા શું છીએ? એક બોડી છે, પણ એની અંદર પાછો "હું" પણ છું. હવે આ એક પેલો "હું" છે, એક રીયલ "હું" છે. આ પેલો રિલેટિવ છે આપણો, ને કારણે ઊભો થયેલો, જીવન હોવાના કારણે ઊભો થયેલો, જન્મ થવાના કારણે ઊભો થયેલો. અને મોત કોનું થશે? એનું થશે. "હું" તો અજર છું, "હું" અમર છું, "હું" અચ્યુત છું, "હું" અક્ષય છું, "હું" અવ્યાબાધ છું, "હું" જ્ઞાન છું, "હું" દર્શન છું.
જે રીયલ "હું" છે તે તો આ છે, પણ ક્યારેય બોલશે નહીં, જતાવશે નહીં. પેલો બતાવશે, ક્રેડિટ એને જ ખાવા જોઈએ. આ કોઈ દિવસ ક્યારેય કશાની ક્રેડિટ.
લઈને કશામાં પડે જ નહીં, પણ ખાલી એના હોવા માત્રથી બધું થાય. જેમ કે, પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા. એનું ખાલી હાજરી જ હોય, એના નામે બધું આખો દેશ ચાલ્યા કરે. આપણું બંધારણ લખાય, એની રક્ષા બી થાય, બધું જ કરે. બધા મિનિસ્ટરો એના માટે જ કામ કર્યા કરતા હોય.
તો આ આપણી કેબિનેટ છે અને આ જે છે, આપણો અહંકાર, એ પ્રધાનની જેમ કામ કરે છે. એટલે એને ખરેખર પ્રધાન જ કહેવાય, મિનિસ્ટર. બધું મિનિસ્ટર કર્યા જ કરે, પણ એ ગુડ મિનિસ્ટરીંગ કરે કે મેડ મિનિસ્ટરીંગ કરે, સંજોગ પ્રમાણે ચાલ્યા કરે બધું. તો આ મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, આ ચાર વસ્તુઓ છે. એટલે સંસાર ઊભો થઈ ગયો છે આપણો બધો.
આ સંસાર કેમ ઊભો થયો? તો કે અંદર જીવ. જીવ એટલે શું? તો કે પૂર્વે સ્ટોર કરેલા સંવેદનો, વિચાર, આશય, ફોટો. પૂર્વ એટલે પૂર્વ જન્મની અંદર. પૂર્વ જન્મની અંદર અત્યારે આપણે કશું જ જાણતા ન હોય, છતાં પણ આપણને અમુક સંજોગોમાં મુકાઈએ પછી અમુક જાતના વિચારો આવે. આવે છે? ક્યારેક વિચાર્યું કે આ વિચાર મને કેમ આવ્યો? અત્યારે જ કેમ આવ્યો? બુલેટ ટ્રેનની મુસાફરી કરવા જઈએ પહેલી વખત અને એમ થાય કે, "આમ પડી જવાશે તો? આ 500 માઈલની ઝડપે આ ટ્રેન દોડે છે અને ભટકાઈ જશે તો?" એ જે વિચાર આવે છે ને, એ બતાવે છે કે એને ભૂતકાળની અંદર, એટલે કે પૂર્વે, કોઈ આવા અકસ્માતનો એ કંઈક ભોગ બનેલો હશે. શક્ય છે કે આ જન્મમાં.
સાયકોલોજીસ્ટ બધા એવું કહે છે કે ઘણી બધી દુખદ સ્મૃતિઓ ધરબાયેલી હોય છે આપણી અંદર, જેને આપણે દબાવી દઈએ છીએ અને સ્ટોર કરીએ છીએ. એને બોટલ અપ કરીને બુચ મારી દઈએ. "વી ડોન્ટ વોન્ટ ટુ ઓપન એન્ડ સી." હવે એ વસ્તુ અંદર પડે પડે પડે આપણું જીવન ખરાબ કર્યા કરતી હોય. પણ પછી જો કોઈ સમજુ માણસ હોય તો કહે કે, "ભાઈ, જો તારો આ પ્રોબ્લેમ છે ને, મને એવો ખ્યાલ આવે છે. તું કોઈ સારા સાયકોલોજીસ્ટને મળ કે કોઈ સાયકિયાટ્રીસ્ટને મળ." તો એ લોકોની એક આખી સિસ્ટમ છે, એક મેથોડોલોજી છે, એક સાયન્સ છે. એના પ્રમાણે એ લોકો ઈલાજ કરશે તારો અને વાસ્તવમાં એને રિયલાઈઝ કરાવે કે આ પૂર્વનું તારું જે નાનો હતો અને તું પડી ગયો હતો અને તે વખતે તને જે બહુ જ વાગ્યું હતું ને, તું ડરી ગયો હતો ને, બેહોશ થઈ ગયો હતો, એ ડર તારો પડી રહ્યો છે, જે આજે તને બુલેટ ટ્રેનની અંદર જતાં રોકે.
વિમાનમાં બેસાય એનાથી ટ્રેનમાં પ્રોબ્લેમ કેમ? તો કે નાનો હતો ત્યારે આવું કંઈક થયું હતું, કોઈકનું સાંભળ્યું હતું, જોયું તું. "કુછ ભી હો સકતા હે," પણ કંઈક સ્ટોર થયેલું છે અંદર બધું.
તો આ બધું છે. હવે આ આત્મા છે અને અનાત્મા છે. અનાત્મા એટલે જડ ભાગ જેને કહીએ છીએ. એ ભાગ કેવો છે? પ્રકૃતિ. એને આપણે અનાત્મા કહીએ. જ્યારે આપણે કલેક્ટિવ પ્રકૃતિની વાત કરીએ તો એને આપણે કુદરત કહીએ છીએ, નેચર. ઘણી વખત આપણે ઇન્ટરચેન્જેબલી વાપરીએ કે, "ભાઈ, આ ભાઈનો તો નેચર જ એવો છે." "ના, આ બેનનો નેચર બહુ સારો છે." એટલે એવું પણ પાછા બોલીએ છીએ. ઘણી વખત એમ કે, "એમની પ્રકૃતિ છે ને વાઈડી છે, એટલે એમને ખાવાનામાં મારે રોજ હિંગ નાખવી જ પડે, ગેસ બહુ થઈ જાય છે." કે વાઈડી પ્રકૃતિ. એટલે આત્મા છે અને અનાત્મા છે.
જો, અહીં જ, અત્યારે જ, સામે જ તમારી ઊભો છું. એક ભાગ એવો છે જે પરમ ચૈતન્ય છે. હું તમારો જોઈ રહ્યો છું, તમે મારો જોઈ રહ્યા છો. હવે આ પરમ ચૈતન્ય જે છે, એ જો ના હોય તો તમે જુઓ કે શું હોય? આ ભાઈ આમ ઊભા કેમ? બધા કહે કે, "ભાઈ તો ગયા, પતી ગયું કે એમનું તો. હવે કાઢો." કેમ કાઢવાનો? તો કે આ જોડ. હવે સ્પિરિટ જતો રહેવાના કારણે શું થશે? કોવાણ શરૂ થશે, પછી બધું ખરાબ થશે, ગંધાશે, આમ થશે, તેમ થશે, વગેરે. ડિસ્પોઝ કરો કે આઠ કલાકમાં, ચાર કલાકમાં, જેટલું બને એટલું જલ્દી. લાકડામાં નહીં, હવે તો ક્યાંક ગેસમાં કરી દો, સીએનજીમાં કર દો, ગમે તે કરો કે ડિસ્પોઝ.
બીમાર વ્યક્તિ હોય, બાયોલોજીકલ ઇસ્યુઝ હોય બધા. ઘણા બધા વાયરસ ને આન તેને બધું પેલા કોવિડ વાળા કેસીસની અંદર બી હતું. તો રિલેટિવને બિચારાને આપવામાં પણ નહોતા આવતા એમના ડેડ બોડી. અગ્નિસંસ્કાર, દાહ સંસ્કાર એ લોકો કરી પણ ના શક્યા. એવા કેટલાય પતિ ગુજરી ગયા, એવી કેટલી પત્નીઓ ગુજરી ગઈ કે જે ઘરે પણ ના પહોંચી. સંજોગ એટલો ખરાબ થઈ ગયો હતો તે વખતનો. બધું બારોબાર ડિસ્પોઝ કરવું પડ્યું. તો ગયું એ કોણ ગયું એ ત્યાંથી? હવે ગયું તો ક્યાં? એ પણ એક પ્રશ્ન આપણને આવવો જોઈએ.
બાબો આવ્યો, પેંડા લઈને આવ્યા. હમણાં જ મેં વાત કરી. તો બાબો આવ્યો એટલે પેંડા લઈને આવ્યા. પણ બાબો આવ્યો એટલે ક્યાંથી આવ્યો? એક નાના બાળક, બાયોલોજીકલ જેને કહેવાય, પેકેજ આવ્યું. તો મને હવે એના અંદર પણ શું છે? તો કે સ્પિરિટ પણ છે અને મેટર પણ છે. એની અંદર જ સ્પિરિટ પણ છે, મેટર પણ છે. જલ તત્વ, અગ્નિ તત્વ, વાયુ તત્વ, પૃથ્વી તત્વ, બધું જ પાંચે પાંચ. પછી એની અંદર પાંચ પ્રાણ છે, પાંચ ઉપપ્રાણ છે. એની અંદર મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર પાંચ, સાત, દસ વર્ષે ડેવલોપ થાય છે. બધું હોય ખરું, પણ અંડર ડેવલપ ઓર અનડેવલપ સ્ટેટમાં હોય.
ત્રણ વર્ષનો, બે વર્ષનો થાય, એક વર્ષનો થાય, પછી અમુક વસ્તુઓ પકડતો થઈ જાય. બાળક હોય ને નાનું, લાઈટ જુએ અને ખુશ થાય. અવાજ પેલો કરીએ આપણે કંઈક ઘૂઘરા, ઘંટડી, કશું ખખડાઈએ એટલે તરત જ આમ ડોકું ઊંચું નીચું કરવા માંડે. એ સેન્સેશનો બધા સ્ટોર કરે છે. તે વખતે એનું બ્રેન ડેવલપ થઈ રહ્યું છે. ઓન ધર સંવેદનો બધા એસોસિએટ થઈ રહ્યા છે એકબીજાની સાથે. અને જ્યારે ફૂલ ડેવલપ થઈ જાય ત્રણ, ચાર, પાંચ વર્ષે, પછી એ બાળક સરસ રીતે નોર્મલ ફંક્શન કરીને હસતું, રમતું, દોડતા દોડ કરતું સ્કૂલે જતું થઈ જાય. આઠ વર્ષનું થાય, નવ વર્ષનું થાય એટલે "હું ને મારું" ચાલુ થઈ જાય. આજકાલ તો ચાર પાંચ વર્ષે બી થઈ જાય. "નહીં માલુમ છે, નહીં આપું." થોડું વહેલું થવા માંડ્યું છે બધું અત્યારે. મોડર્ન ટાઈમ્સ. તો ક્યાંકથી...
બાળક એટલે ક્યાંકથી સ્પિરિટ આવે છે અને ક્યાંકથી જાય છે. આપણો આ રોજનો અનુભવ છે. મતલબ, એવરીડે વી નો ઈટ ઓલરેડી. અને એના અંદર એક વસ્તુ છે કે અહીંયા આગળ સ્પિરિટ છે અને અહીંયા આગળ મેટર છે. આ બે વચ્ચેનો સાંધો શું છે? તો એક શક્તિ છે.
હવે એ શક્તિ ક્યાંથી આવી? શક્તિ તો આવવી જોઈએ, ક્યાંથી? શક્તિ હતી જ ક્યાંક, આના સાથે જ હોય, ઇનહરન્ટ. એટલે આનો, આનો જે બે સંજોગ ભેગા થાય, પેલું જેને કહેવાય પોઝિટિવ અને નેગેટિવ ચાર્જ, બે ભેગા કરે મેગ્નેટના, ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ થઈ જાય. પોઝિટિવ-નેગેટિવ બે જોડે આયા, ઇલેક્ટ્રિસિટી બની ગઈ. એને અજ્ઞા કીધું. અજ્ઞા એક નામ આપ્યું છે આપણે. તમે અજ્ઞા ભૂલી જાઓ. એક્સ બોલો, વાય બોલો, જે બોલવું હોય એ બોલો, ફરક નહીં પડતો. પણ એ છે, ઈટ રન્સ ઓલ ધીસ. જન્મથી શરૂ કરીને મૃત્યુ સુધી બધું જ એ કર્યા જ કરશે, કરાવ્યા જ કરશે. એનો કંટ્રોલ કોણ લઈ લે છે? પેલો અહંકાર.
આજે ઇલેક્ટ્રિસિટી આવશે, એના પાસેથી બધી એનર્જી પેલો જ ખાઈ જાય અને તમારા બધા કામો કરાવે. સંસારિક જે કંઈ ચીજો હોય, એ બધું થયા કરતું હોય, એ બધું ચાલે.
હવે આ બધું કરતાં કરતાં જ એક દિવસ એવું થશે કે, "યાર, થાક્યા!" આ બધું આમને આમ જ છે. આ જીવન, આ ઘટમાળ, આ ઝંઝાળ, આમાંથી બહાર નીકળવાનું ક્યારે? કારણ કે અનંત જન્મથી કરતાં કરતાં કરતાં દરેક જીવ અહીંયા ગાડી આવ્યો છે અને અહીં બેઠો છે અત્યારે આ હોલની અંદર. એને ખબર પડતી હોય કે ના પડતી હોય, પણ એને ક્યારેક ને ક્યારેક તો આવા વિચારો આવી જ ગયા હશે.
એટલે પછી શું થાય કે શાંત થવાનું ચાલુ થાય. સંસારમાં હોય ત્યાં સુધી શું હોય? એક્ટિવિટી બંધ જ ના થાય. પણ જીવ જો ઘડીક જંપી જાય, જીવ જો ઘડીક જંપી જાય, તો એને જરાક ઝાંખી થાય. શું થાય? જરાક ઝાંખી થાય. શેની? "હું કોણ?" એને પ્રશ્ન થશે, "મારી સાથે આ બધું કેમ આવું થઈ રહ્યું છે?" કેટલુંક ગમતું હોય, કેટલુંક ના ગમતું હોય, પણ મારી સાથે હું આમ તો હું કોણ?
સવાલ જેવો થાય એટલે પેલો અહંકાર છે, એ ધીમે ધીમે શેલ્ટર શોધવાનું ચાલુ કરી દેશે કોકને કોક જગ્યાએ. જે મનની ક્વોલિટી છે, એ બદલાતી જશે. તમારી બુદ્ધિની ક્વોલિટી છે, એ બદલાતી જશે. તમારો ચિત્ત જે રોજ આ બહાર ભટકવા નીકળી જ પડે છે, દર સેકન્ડે આમ જઈને પાછું આવી જાય, જઈને પાછું આવી જાય. હમણાં કહું કે "ચંદ્રયાન", એટલે તરત ચંદ્રનો ફોટો લઈને આવી જશે, વાર જ નહીં. એમ તરત કોઈ એકદમ એમ કહી દઉં કે "હા, નેપ્ચ્યુન", તો કોક એવો ગ્રહ ક્યાંક જોયેલો હશે, તરત ઝાંખી ઝાંખી પણ ઈમેજ આવી જશે. તરત બહાર પડી જ જાય. આ ફોટો મશીન બહુ ખતરનાક છે, મન. અને બંધ જ ના થાય. એને આપણે કહીએ કે, "ભાઈ, તું હવે રેસ્ટ લે થોડોક." એટલા માટે આપણે કરીએ મેડિટેશન. મન છે, એ શાંત થાય. ચિત્ત ભટકતું બંધ થાય. થઈ જાય એટલે પછી એને વિચાર આવશે.
હવે એ જીવો એના વિચાર શરૂ કરશે, એટલે એને ઝાંખી થવાની શરૂ થશે ધીરે ધીરે ધીરે. કારણ કે અહીં સુધી પહોંચતા પોતા એને એટલા બધા લેયરો ચડાવી દીધેલા છે પોતાની ઉપર: કર્મોના આવરણો, આ તે બધી, કેટલા બધા સેન્સેશનો અને બધું, એટલો બધો ડેટા છે. આ બધું ધીરે ધીરે કરતાં કરતાં ડ્રીલિંગ કરવું પડશે.
પેલા ઓએનજીસી વાળા હોય છે, એની જેમ ચોક્કસ જગ્યાને નક્કી કરે. સેટેલાઈટથી પાછો ડેટા મેળવે, પછી નક્કી કરે કે અહીંયા આગળ ઓઇલ મળશે. પછી ડ્રીલિંગ એક જ જગ્યાએ કરે, ઓઇલ મળી જાય. અને આપણે તો શું કરીએ? આજે આ બાબા, કાલે પેલા માતા, પરમ દિવસે તો વળી કોઈક બીજી વસ્તુ, પ્રોસેસ, ટેકનિક, કશું ને કશું બદલાતું જ જાય, બદલાતું જ જાય. કોઈ ચોક્કસ વસ્તુ પકડીને આપણે કશું કરી જ નથી શકતા. કારણ તો કે એ ધૈર્ય નહોતું, ધીરજ નથી. તરત ક્વીક રિઝલ્ટ જોવે છે.
મને તો હમણાં જ રોકડો કેશ કોઈક આપે છે, તો હું હમણાં લઈ લઉં. કે પણ એમ મુક્તિ કે મોક્ષ રોકડી કંઈ આપવાથી મળતી નહીં. તો બધા રાજા-મહારાજ, પૈસાવાળા લોકો પહેલા જ ઉપડી ગયા હોત. પણ એ લોકોને તો ખરેખર ત્યાં જવું જ નથી, એમને તો અહીં જ બેસી રહેવું છે. એટલે એટલા, એટલી બધી સાંકળો સોનાની એમણે પગે વીંટી હોય, શરીરે વીંટી હોય, બધું હોય. ખાલી એમને હસવા જેવું નથી, આપણી બી એવી વાત હોઈ શકે. જરા અંદર જોઈ લેવાનું, કેટલી સાંકળોથી આપણે બંધાયેલા છીએ. સોનાની છે, લોખંડની પણ છે. બેસીને વિચાર કરશો, એટલે જડવા મળશે બધું. અને જેવું જોશો, એટલે પછી એ તોડવાના રસ્તા બી મળશે, એના સંજોગ બી મળશે અને એ તૂટી બી જશે. ટાઈમે ટાઈમે તમે ફ્રી થઈ જશો.
અરે, મુક્તતાનો આનંદ ગજબનાક હોય છે, એવું બધા લોકો કહી ગયા છે. બધી વાત સાચી, પણ એ તો બનારસી પાન જેવું છે કે, "ભાઈ, હું તો ખાતો નથી કે મારે ચોકઠું." તો એ મુક્તિનો આનંદ જો આપણે ખરેખર મેળવવો હોય, તો જાતે પાન ખાવું પડે, દુકાને જવું પડે અથવા તો મંગાવવું પડે. અને ભલે ચોકટું હોય, પણ ખાવું પડે, જાતે કરવું પડે.
આપણે કોઈ ગોર મહારાજને બોલાવીને કહી દઈએ કે, "મને શનિ નડે છે, મંગળ નડે છે, રાહુ નડે છે, કંઈક કરી આપો." તો એ તો બિચારા કરી આપે, એમની જે ટેકનોલોજી એ જાણતા હોય એના પ્રમાણે. પણ ઈટ મે વર્ક, ઈટ મે નોટ. અત્યારે ખબર નથી થયું કે ના થયું. ટેસ્ટિંગ શું એનું? અહીં તો બધું રોકડું છે, ચોખ્ખે ચોખ્ખું, તરત ખબર પડી જશે.
કોન્સાયન્સ અંદર એક વસ્તુ પડેલી છે આપણા હાથ અંદર. એ શું કરે? જુએ અને જાણે. હવે આપણે થોડીક જડ બાબતોને જાણીએ, તો એને આપણે કહીએ છીએ દ્રવ્ય. આખા સંસારની અંદર આપણે આમ જોઈએ તો બધું કેટલું બધું દ્રવ્ય પડેલું છે! અને આ નેચર છે. આ સંસાર કેવી રીતે ચાલે છે? તો એની અંદર પાંચ-ચાર-પાંચ વસ્તુઓ છે, જેને આપણે સમજવાની છે. કે સિક્સ ઈટર્નલનો એક પ્રિન્સિપલ છે: સિક્સ ઈટર્નલ. પહેલું એક છે સ્પિરિટ. "સ્પિરિટ નેવર ડાઈસ" એવું કહે છે. સ્પિરિટ નેવર ડાઈસ, ચાહે મારું હોય, તમારું હોય કે...
કોઈનું હોય ખરેખર, મારું ને તમારું બોલાય જ નહીં. સ્પિરિટ, સ્પિરિટ! ધીસ ઇસ નોલેજ. જેવું તમે સ્પિરિટને 'મારું' કીધું, એટલે એનસર્કલિંગ ચાલુ. કોનું? અહંકારનું. એની ઉપર હક દાવો માંડવા માંડ્યો, ક્લેમ કરવા માંડ્યો સ્પિરિટ ઉપર. ખરેખર કોઈનો હક દાવો કશું હોતું નથી. એ તો ફ્રી છે, અનકંડિશનલ છે, એઝ ઈટ ઇસ જેમ છે એમ જ છે.
હવે એની સાથેનું જે દ્રવ્ય છે, સંસારની અંદર આવ્યા પછી, તે તો આપણે જો થોડુંક ઓબ્ઝર્વેશન કરીએ તો આપણને જોવા મળશે કે આ દ્રવ્ય છે. દાખલા તરીકે, લાકડાનું એક ટેબલ અત્યારે અહીંયા છે, તો અહીંયા એની સ્થિતિ છે. હવે એને અહીંથી ત્યાં આગળ મૂવ કરવું છે, તો એને શું કરવું પડશે? બળ આપવું પડશે. એ શું થશે? ગતિ સહાયક. એની ગતિને સહાય કરનારું બળ જો આપણે લગાડીશું, તો એ અહીંથી ત્યાં આગળ જઈ શકશે.
કયા ટાઈમે? "કાલે હું અહીંયા આવું તે પહેલા આ ટેબલ મને અહીંથી ત્યાં જોઈએ." ઓફિસમાં તમે કેટલી વખત આવી રીતના કીધું હશે? અમુક કામ થઈ જ જવું જોઈએ, અમુક વસ્તુઓ અહીંથી ત્યાં જતી જ રહેવી જોઈએ. ટાઈમ આપો છો તમે, તો એ ટાઈમ ફેક્ટર છે અહીંયા ઊભો થયેલો.
તો ગતિ સહાયક, સ્થિતિ સહાયક અને એક છે સ્પેસ. આ ભગવાનની ફેક્ટરીની અંદર બહુ જબરજસ્ત કામ ચાલી રહ્યું છે. પરમાત્માની બહુ મોટી ફેક્ટરી! આખો આ સંસાર, જેનો બોસ છે સ્પિરિટ, આત્મા, જે તમે કહો છો. આ જે છે એ કુરિયર સર્વિસ; આ જે છે એ ટાઈમ કીપર છે; આ જે છે એ સ્પેસ હોલ્ડ કરનારો છે કે બધું બરાબર છે કે નહીં. જનરલ મેનેજર અને પેલું સ્પેસ છે ત્યાં આગળ આકાશ. કઈ જગ્યામાં એ હશે? ફેક્ટરી અહીં પણ હોઈ શકે, ફેક્ટરી ત્યાં પણ હોઈ શકે છે.
તો ગતિ સહાયક, સ્થિતિ સહાયક, કાળ અને આકાશ – આ તત્વો બધા ત્યાં આગળ કામ કરે છે. કોઈપણ મેટર તમે જોઈ લેશો, તો એની અંદર આ બધું જ તમને એપ્લિકેબલ જોવા મળતું હશે.
હવે આ બધું ઊભું ક્યાંથી થાય છે? પહેલાની સ્લાઈડ, પેલી અજ્ઞા વાળી જે શક્તિ છે, ક્યાંથી આવે? એના પહેલા નહીં. યસ, અહીંથી એને પાવર મળ્યો. આ બધું સાઈડમાં હતું, જે બધું જ થયા કરતું હતું, પણ એને મેટર ઉપર વર્ક કર્યું એટલે પછી આ સંસાર બધો ચાલવા માંડ્યો. એટલે આ બધું ભેગું થઈ અને આપણો સંસાર ચલાવે છે. પણ આ જે કંઈ છે, તેનો જ્ઞાતા-દ્રષ્ટા જ છે ફક્ત સ્પિરિટ, જે આપણો આત્મા છે. તેને "કમ બેક ટુ લાસ્ટ વન".
દાખલા તરીકે, આપણે ગણિતનો દાખલો ગણતા હતા. "ધારો કે, ધારો કે" કરીને તમે શરૂ કરો, પછી એનો જવાબ આવી જાય તો! એટલે તમે એવું ધારો કે આત્મા એટલે 'એ'. એવું કરીને આખા સંસારનો તમે આ સમજવાનો પ્રયત્ન જેવો કરશો, એટલે તરત જ ખબર પડી જશે કે હા, આના વગર સંસાર ના હોઈ શકે.
જો આપણા બધાનો સંસાર છે ને દરેકનો. સપોઝ કરો કે આપણે નથી, તો સંસાર ક્યાં છે? આપણે છીએ તો આપણો સંસાર છે. આપણે જ નથી તો સંસાર ક્યાં છે? હવે આપણે એટલે કોણ? જો આપણે એવું ધારીએ છીએ કે આ 'આપણે' એટલે આ, તો આ લોડેડ છીએ આપણે ફૂલ્લી. અને જો આપણે સમજીએ છીએ કે 'આપણે' એટલે આત્મા, એટલે કે 'એ', તો જવાબ આવી જશે કે મારી કોઈ જવાબદારી નથી. ખાલી મારા હોવાના કારણે આ બધું થઈ રહ્યું છે. એટલે જવાબ આવશે કે હું તો કેવળ ચૈતન્ય જ છું, હું કેવળ આત્મા જ છું, હું જ પરમાત્મા છું. કોઈ બીજાને શોધવાની જરૂર નથી.
એટલે જ સવારમાં બધા આવતા હતા અને દોડતા હતા, તો કીધું તું કે, "પ્લીઝ પગે ના લાગશો." કારણ કે તમે જ્યારે કોઈક બીજાને પગે લાગો છો, તમે માન તો આપો છો. કારણ કે એક સિસ્ટમ છે, ટ્રેડિશન છે, આપણે હિન્દુસ્તાનમાં બધું ચાલ્યા કરે છે, બરાબર. પણ સાથે સાથે તમે તમારા પરમ ચૈતન્ય જે છે, તેને ડિસરિસ્પેક્ટ કરો. અમારી આવી સમજ છે. સો ડોન્ટ! સામે મળો, અભિવાદન કરો, નમસ્કાર કરો, બટ જસ્ટ ડોન્ટ ગો ટુ ધેટ લેવલ. ઈટ્સ નોટ નેસેસરી.
ઓફકોર્સ, તમારા અતિશય વડીલ હોય, જેને કહેવાય તમારા ખુદના પેરેન્ટ્સ, તમારા માતા-પિતા, તમારા સાસુ-સસરા, કોઈ કુટુંબના બહુ જ મોટા વડીલ હોય, કોઈ એવા હોય, કોઈ એવી વ્યક્તિ હોય કે જે તમને પગે પડવા માટે મજબૂર કરી દે, એટલો બધો પ્રભાવશાળી હોય પોતાના કર્મોથી, પોતાના એનાથી, પોતાના જીવનથી, તો પછી કરવું નહીં પડે. તમે નમી પડશો ત્યારે નમન કરવાનું, એમને એમ નહીં કરવાનું. "રિસ્પેક્ટ યોર સેલ્ફ".
અભિવાદન કરો. આપણે ત્યાં બહુ સુંદર પદ્ધતિ છે. કોઈને પણ મળીએ તો આપણે કહીએ: "જય શ્રી કૃષ્ણ", "જય શ્રી કૃષ્ણ", "કૃષ્ણનો જય હો", "રાધે રાધે" કંઈ પણ બોલે છે, બરાબર છે. પણ એની આંખમાં આંખ નાખીને જુઓ. "ધેટ સ્પિરિટ ઇસ ધેર". એની પ્રેઝન્સને ફીલ કરો અને પછી બોલો. તમને મંદિરે ગયા અને દર્શન કર્યા જેટલું પુણ્ય ત્યાં મળી જશે.
નેક્સ્ટ, આપણે આ જોઈ ગયા. હવે આત્મા જે છે, સ્પિરિટ, જેની વાત કરી, એ અવિનાશી છે. એનો નાશ ના થઈ શકે. ગીતામાં કીધું ભગવાને કે, "એને બાળી ના શકાય, એને કાપી ના ના શકાય, એને સળગાઈ ના શકાય, કશું ના થાય એનું." કે આત્મા, સ્પિરિટ, બરાબર? એ આપણે છીએ. "હાઉ મેની ટાઈમ્સ હેવ વી રિયલાઈઝ ઈટ?" દિવસમાં એકાદ વખત પણ એવો વિચાર આવે છે ખરો કદાચ કે, "કદાચ હું આત્મા છું" એમ? તો હવે આવવું જોઈશે. "વી આર લીડીંગ બેક ટુ ધેટ નાઉ". આપણને પ્રશ્ન આવવો જોઈશે: "કદાચ એ પણ આત્મા છે? કદાચ હું પણ આત્મા છું?" સામે દેખાય છે ભાઈ, મને આમાં ચૈતન્ય મોજુદ છે. તો કે, હા, છે. એ મને જોઈ શકે છે, હું એમને જોઈ શકું છું. અને આંખો એવું કહે છે કે તમારી દ્વાર છે કે જેના મારફતે તમે બધો જ ડેટા, "70% ઓફ ધ ડેટા ધેટ યુ આર કલેક્ટીંગ થ્રુ યોર આઈસ ઓન્લી". ઓકે.
હવે આ દ્રવ્ય છે, એને માટે એક શબ્દ વાપરવામાં આવે છે જૈન ટર્મિનોલોજીમાં: "પુદગલ". એટલે પૂરણ થાય અને ગલન થાય, એટલે જોડાઈને છૂટવું પડે, જોડાઈને છૂટવું પડે. કોઈપણ જડ મેટરની અંદર આ સાયન્ટિફિક પ્રોસેસ તમે ઓબ્ઝર્વ કરજો, તમને મળશે જ. ટાઈમ ગમે તેટલો હોઈ શકે.
પણ એ થાય એમ, મોટો પર્વત હોય પણ ધીમે ધીમે ટેકરી બની જાય, પછી કાંકરીઓ થઈ જાય. એ મોટા પર્વતને તોડવા માટે આજકાલ તો પેલા શું બધા બુલડોઝરો ચડાવી દે છે, તોડી નાખે એને. પછી એને પાછો નાના પીસીસ કરીને બધો રોડ બનાવી દે. આવડો મોટો પર્વત હતો ભાઈ, ક્યાં ગયો? તો કે લાંબો થઈ ગયો, પતી ગયું એનું લાઈફ ત્યાં આગળ.
આત્મદ્રવ્ય એ કેવું છે? તો કે "પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત્ પૂર્ણમ્ ઉદચ્યતે, પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવા વશિષ્યતે." આત્મા પોતે પૂર્ણ છે. પૂર્ણ આત્મામાંથી પૂર્ણ આત્મા પ્રગટે છે. પૂર્ણ આત્મામાંથી પૂર્ણ આત્મા કાઢી લેવામાં આવે તો પણ પૂર્ણ આત્મા બાકી રહી જાય છે. કેટલું મોટું આશ્ચર્ય છે! આપણો આત્મા, આપણને ખરેખર અહોભાવ થવો જોઈએ. "હું આત્મા છું" એમ થાય છે એવું. નોબેલ પ્રાઇઝ મળ્યું હોય હમણાં તમને ભાઈને તો કેવા ફરતા હોય એમ ફર્સ્ટ ક્લાસ! અરે, એનાથી મોટો પુરસ્કાર આપેલો છે તો તમે ખુદ છો. પણ એ બાબતનું કંઈ નહીં એમ, એ બાબતનું કંઈ નહીં.
ઘણા લોકોને તમે આપણે આમ જુઓ તો આમ એવી રીતના જીવતા હોય કે આમ બિલકુલ લો લેવલ લાઈફ, ડિપ્રેશન, આમ તેમ, કંઈ છે જ નહીં કે લાઈફની અંદર. આટલો સુંદર સંસાર હોવા છતાં એ ભાઈને કશું છે જ નહીં એવું દેખાય છે. કેમ? લેયર્સ લાગેલા છે એમના સ્પિરિટ ઉપર, એટલા માટે એ પોતે ચેતન છે, એમનામાં ચૈતન્યતા દેખાશે જ નહીં. જડ બનતા જાય, ધીમે ધીમે લેયર્સ લાગતા જ જાય બધા એટલે આવું થઈ જાય. થતું રહ્યું હોય જ નહીં, નો એટેચમેન્ટ હોવા છતાં ના હોવું.
સારામાં સારા ફિટિંગ વાળા કપડા તમે પહેરો, "યુ ફીલ વેરી કમ્ફર્ટેબલ", રાઈટ? કમ્ફર્ટેબલ કેટલું લાગે આપણને કે જાણે કંઈ પહેર્યું જ નથી એવું લાગે આપણને. એને કમ્ફર્ટેબલ કપડા કહેવાય. અને પેલું આમ આમ કર્યું હોય, ટાઈટ બિલકુલ, બરાબર? એ કપડા પહેરીને પછી આપણે ક્યાંક જવાનું હોય તો આપણને કેટલું અનકમ્ફર્ટેબલ લાગે છે! એટલે આત્મા છે ને હંમેશા કમ્ફર્ટેબલ હોય, હંમેશા કમ્ફર્ટેબલ. તો નિરાગી, એને કોઈ રાગ પણ ના હોય અને દ્વેષ પણ ના હોય. એટ્રેક્શન પણ નહીં, રિપલ્સન પણ નહીં. આત્મામાં મેગ્નેટિક ક્વોલિટી જ નથી. એ કશું ખેંચતો બી નથી અને કશું છોડતો બી નથી.
નિર્વિકારી, એનામાં કોઈપણ પ્રકારનો વિકાર ના હોઈ શકે. સોનામાં વિકાર હોય? સોનું આજકાલ અંદર નાખે છે પેલું બધું કરીને, પણ ખરેખર જે સોનું છે તેમાં કોઈ વિકાર ના હોઈ શકે. મર્ક્યુરી, પારો દાખલા તરીકે, તો એના પ્યોરેસ્ટ પ્યોર ફોર્મની અંદર કશું નાખી શકાય આપણે? બીજું કંઈ ના થઈ શકે, કારણ કે એ કમ્પાઉન્ડ થઈ જાય તો પછી એનો ગુણધર્મ જ બદલાઈ જાય, પછી એ વસ્તુ જ ના રહે.
ચૈતન્ય ઘન સ્વરૂપ, ઠોસ છે આત્મા. આમ કહીએ છીએ આપણે એનર્જી છે, પણ વાસ્તવમાં એ ઘન સ્વરૂપ છે, ચૈતન્ય ઘન સ્વરૂપ. ડ્રાય સેલ બેટરી જેવું કામ છે એનું આત્માનું. એટલે એને તમે લિક્વિડ કે ગેસીયસ ફોર્મમાં કરીને કશું કરી ના શકો. એ પોતાનું રૂપ પરિવર્તન કરતો નથી, કારણ કે આત્માને રૂપ જ નથી. એ તો અરૂપી છે, કેવો છે? અરૂપ.
જો, આ આત્માના ગુણધર્મો આપણે બધા ભણી રહ્યા છીએ હો. અને જેટલું તમે આત્માના ગુણધર્મ વિશે વિચારતા થશો ને, એટલે અંદર જે આ બધું પડેલું છે ને, જે બધા લેયર્સ બધા ધડ ધડ ધડ ધડ કરતાં તૂટવા માંડશે. અને એક દાડો છે ને, ખબર પડી જશે કે હું કોણ છું. આપણે જે સવાલ ઓરીજનલી પૂછ્યો છે, તેનો શરૂઆત કરી દીધી છે આપણે.
તો નિર્વિકારી, કોઈ વિકાર નથી એની અંદર આત્માની અંદર. ચૈતન્ય ઘન સ્વરૂપ છે, પરમ જ્યોતિ સ્વરૂપ છે. જે લોકોએ રિયલાઈઝ કર્યો છે આત્મા, એવા યોગીઓએ, એવા સંતોએ, એવા ભક્તોએ એવું કીધું કે આત્મા જે છે એ અનંત છે અને એક પ્રચંડ જ્યોતિ પુંજ અમે જોયો. એવું કહેશે. શું કહેશે? "પ્રચંડ જ્યોતિ." તમે આત્મસાક્ષાત્કાર કર્યો તો શું થયું તમને? તો કે "એક પ્રચંડ જ્યોતિ પુંજ જુઓ."
પેલા રેકી વાળા એક માસ્ટર હતા, મિકાઉ ઉસોઈ. કેટલા લોકોએ રેકી પણ કર્યું છે અહીંયા? બે, ત્રણ, ઓકે, ચાર. હા, તો તમને ખ્યાલ છે કે મિકાઓ ઉસુઈ (Mikao Usui) જ્યારે માઉન્ટેન ઉપર ગયા અને 40 દિવસનો ઉપવાસ કર્યા. અરે, એ પણ જવા દો. આપણા ઈશુ ખ્રિસ્ત, થોડા દૂરના પાડોશી આપણા, જેરુસાલેમમાં જન્મેલા. કૃષ્ણ ભગવાન દ્વારકામાં અને પેલા ત્યાં આગળ જેરુસાલેમ, આમ દરિયો પાર કરો એટલે આવી જાય. તો એમને પણ એવું હતું, 40 દિવસ ગેલેલીના માઉન્ટેન ઉપર એ જઈને ઉપવાસ કર્યા અને પછી એમને કંઈક થયું, એમને રિયલાઈઝ કર્યું એમણે. શું કર્યું? તો એમનો અનુભવ એ જ હતો કે એમને પરમ જ્યોતિ સ્વરૂપ જોયું. શું જોયું? પરમ જ્યોતિ સ્વરૂપ જોયું.
આપણને કેમ નથી દેખાતું? તો કે આપણે જોઈશું એટલે દેખાશે. અત્યાર સુધી આપણે શું જોજો કર્યું? આપણું વિઝન જ કેવું હતું? સંસારી ચશ્મા પહેરીને આપણે જોજો કરતા હતા. હવે આ ઉતારી નાખીએ એટલે આપણને આત્મા દેખાવાનો. બસ, એટલું જ કરવાનું છે. એટલો ટાઈમ એ ચશ્મા કાઢી નાખો, પછી આત્મા છે જ આમ ધીરે ધીરે તરત દેખાવા માંડશે કે એના વગર સંસાર શક્ય જ નથી. "હું છું તો બધું છે, આ બધું મારા માટે છે." વાત એવું લાગે કે અહંકાર બોલી રહ્યો છે, પણ વાસ્તવમાં એ આત્મા છે. પણ એ બોલશે નહીં, જતાવશે નહીં. અને પેલો જતાવશે એટલે તરત ઓળખાણ પડી જશે કે આ માણસ આત્મસાક્ષાત્કારી છે અને આ માણસ અહંકારી છે. ખ્યાલ આવી ગયા? ઓળખાણ પડી જશે તરત જ તમને. અને ઘણા એવા આત્મસાક્ષાત્કારીઓ ફરતા હોય બધા તમારી આગળ પાછળ જ, પણ રિયલાઈઝ નથી કરતા આપણે, કારણ કે આપણી પાસે કેવા ચશ્મા?
સંસારના.
ઓકે, તો એ કેવો છે? તો કે અજર છે. એટલે એને જરે નહીં. આત્મા એવો છે કે એમાંથી કશું જરે નહીં. પોપડા ખરે ને જેમ 50 વર્ષ જૂનું મકાન હોય, દિવાલ હોય, પછી એમાં ધીમે ધીમે રેતી, કંઈ પેલો સિમેન્ટ, કાંકરી કાંકરી કરીને બી ખરે. મોટો પહાડ હોય તો બી એવું થાય. પણ આત્મામાંથી એવું કશું થતું.
નથી, એટલા માટે એને અજર પણ કહેવામાં આવે છે. એમાં કંઈ જરે નહીં. અમર છે, કારણ કે એને મૃત્યુ નથી. કારણ કે એનો જન્મ જ નથી, તો એનું મૃત્યુ પણ નથી. એટલે એને અજર કીધો, અમર કીધો, અચ્યુત. અચ્યુત એટલે હાલવું. તો આજથી કહી દો, બોલો: "હાલે એ હું નહીં." "હાલે એવું હું નહીં." જડી ગયું તમને?
હવે તમારા શરીરની અંદર આંખો બંધ કરો, શાંતિથી બેસો બે મિનિટ માટે અને શોધી કાઢો કે આત્મા ક્યાં છે. અભી હાલ, રાઈટ હિયર, રાઈટ નાઉ તમને તમારો આત્મા મળી. "ક્લોઝ યોર આઈસ, કનેક્ટ યોર ટંગ ટુ ધ પેલેટ." તમારા શરીરની અંદર ધીમે ધીમે ધીમે તમારો ફોકસ લઈ જાવ. જોઈ રહ્યો કે શું ચાલી રહ્યું છે. હવે હળવેથી મનમાં કહો કે "હાલે તે હું નહીં."
આખા શરીરની અંદર અનેક સંવેદનાઓ ચાલી રહી છે. બ્લડ સર્ક્યુલેશન થઈ રહ્યું છે. વિચારો આવે છે, જાય છે. ફોટા પડી રહ્યા, પણ અહીં ક્યાંક કંઈક એક એવું છે જે આ બધું જ જુએ છે, જાણે છે અને બિલકુલ સ્થિર છે, અચલ છે, અચ્યુત છે.
શરીરને ડાબેથી જમણે એક હલકો સ્વિંગ આપો. શોધો: શું સ્થિર છે? કયો ભાગ સ્થિર છે? કયો ભાગ આ જુએ છે અને જાણે છે? સૌ ધીમેથી આંખો ખોલો. જડે છે કંઈ? અંદર છે. ખાલી બેસીને પાંચ મિનિટ, બે મિનિટ જુઓ. તમે આમ શરીરને આમ જરાક હલાવો, જાતે જ હલાવો. હાલો, પણ એક ભાગ એવો છે કે જેને ખબર પડે છે કે આ શરીર હાલી રહ્યું છે. શોધી કાઢો એ ક્યાં છે? અંદર જ છે ને? તમારી પાસે જ છે. જડી ગયો તરત. આત્મા ક્યાંય દૂર જવાનું નહીં.
પછી એ સ્થિરતાવાળો ભાગ છે ને, એની પર ધીરે ધીરે ધીરે ધીરે ધીરે વધારે ને વધારે ફોકસ લેતા જાઓ. એક સેકન્ડ, અડધી સેકન્ડ માટે રહી ગયું ને, કામ થઈ ગયું. પછી એક મિનિટ રહેવા દેશે. પછી એ છે ને, ત્રણ મિનિટ રહેવા દેશે. પછી એ 24 કલાક રહેવા દેશે અને પછી એમ જ થઈ જશે. એને શોધી કાઢો જે સ્થિર છે અને જે જાણે છે. બે વસ્તુઓ થઈ રહી છે જોડે જોડે. બસ ખાલી આટલું જ. આમ એક ભાગ છે એવો જેને બધું ખબર પડે કે એને જ ખબર પડે કે આ શરીર હાલી રહ્યું છે, બીજા કોઈને નથી ખબર પડતી.
ઓકે, સો કીપ પ્રેક્ટિસિંગ. આ ક્ષય છે. એને ક્ષય થતો નથી. ટીબી ના થાય આત્માને કોઈ દાડ. કેટલા લોકો એવું બોલતા હોય છે આપણી આગળ, "મને ટીબી થયો છે" એવું. એટલે આપણે વિચાર કરવો પડે, "કોને ટીબી હતો?" આત્માને ટીબી થતો? જે થાય છે એ શરીરને થતો હોય. પણ પેલાની સંવેદના શું છે? એનું પરસેપ્શન શું છે? "હું શરીર છું."
હવે આપણું, આપણું પરસેપ્શન શું થયું? "હું આત્મા છું." "હું શુદ્ધ આત્મા છું." પ્યોરેસ્ટ પ્યોર ફોર્મ ઓફ એનર્જી જેને કહેવાય અને પાછું એ ઘન સ્વરૂપ (સોલિડ) છે. અક્ષય છે, અવ્યય છે. કેટલો બી વાપરો, કશું બી વસ્તુની અંદર એને રૂપિયા જેમ વાપરો છો એમ આત્મા વપરાય? કેટલા બી પ્રોસેસિસમાંથી માણસ પસાર થાય, અનંત જન્મો ગયા, કાળ ગયા, તમે હજી એવાને એવા જ રહ્યા બધાય. કારણ કે તમે આત્મા છો. એટલે એનો વ્યય ના થયો, દુર્વ્યય ના થયો, વ્યય ના થયો.
વ્યય કોનો થયો? આ બધાનો. દર વખતે નવું શરીર આવે, પાછું વ્યય થઈ જાય, એનો અક્ષય થઈ જાય. એ બધું એને થાય છે. આ જે કંઈ થઈ રહ્યું છે એ ત્યાં જ થાય છે, અહીંયા કશું નથી. હે! અરરૂપી છું. આપણે અંદર જોયું. હું તમને એમ કહું કે તમારો આત્મા ફોટો પડે છે? નથી પડતો. અને એમ કહું કે "સુભાષચંદ્ર બોઝ", તો તરત ફોટો આવી જાય છે ફટ દઈને આમ સામે. આપનું શું નામ? વિજય. બોલો, વિજયભાઈ. તો તરત જ આમ પોતાનો ફોટો પોતાની સામે આવે. દરેક પોત પોતાનું નામ લેશે તો પોતાની ઈમેજ આવી જશે. પણ પૂછો તો ખરા કે "હું આ છું?" આપણે તો કઈ ફોટો હોતા હશે? પાછા આપણે બનાવીને દિવાલ ઉપર લટકાઈએ છીએ આમ આમ કરીને અને પાછા જોઈ જોઈને ખુશ થઈએ, "આ હું છું!" કે કોક આવે તો પાછા બતાવીએ ખરા, "આ આ છે ને મારા પપ્પા અને આ હું છું" એમ.
અસંગ છો. સાથે હોવા છતાં એ કશાનો સંગી નથી. એટલે આપણે ભલે ગમે તે કહીએ, પણ આત્મા કોઈ કશાને મોહબ્બત કરતો. એટલે આને જેટલું રડવું હોય એટલું રડે, રાત દાડો ચોધાર આંસુએ પણ એને કોઈ અસર થવાની. "હું તારી જોડે છું" એટલું એ કહેશે. એક્સેપ્ટ કરશે કે "હા, હું તારી જોડે છું." પણ પેલો એમ કહે કે "મને આમ થઈ ગયું, તેમ થઈ ગયું, ફલાણું થઈ ગયું", તો પેલો આત્મા જોડે રડવા લાગતો? કે "હું તારો સંગી ખરો, પણ હું અસંગ છું. તારો સંગી ખરો, પણ હું અસંગ છું. એટલે મને કોઈ અસર ના થાય, કોઈ સંસર્ગ જ ના થાય, કોઈ સ્પર્શ બી ના થાય, કશું જ ના થાય." એટલે એ બહુ ઓછું. હવે કહે છે: અવ્યાબાધ.
સંસારની દરેકે દરેક વસ્તુઓ શું છે? તો કે બાધા-પીડા આપનારી છે. કાં તો તમને બાંધે અને કાં તો પીડા આપે. દાખલા તરીકે આ ખુરશી હોય, હું આમ કરીને આમ પકડી રાખું. મારામાં સ્ટ્રેન્થ બહુ છે, બલવાન યોગ આવી ગયો. પણ કેટલી વાર રાખી શકીશ? 30 સેકન્ડ પછી બી હું પ્રયત્ન કરીશ તો શું થશે? પીડા થશે, પીડા થશે.
હવે આપણો 25 હજાર પગાર હોય, દાખલા તરીકે. અને પછી કોઈ એમ કહે કે તમને 900 કરોડ રૂપિયા સરકાર તરફથી આપવાના છે, 900 કરોડ. અને એ હવે તમારા જ છે, તમારે કોઈ ઇન્કમ ટેક્સ એમાંથી આપવાનો નથી. શું હાલત થઈ જાય? તકલીફ પડે ને? ટેન્શન ટેન્શન થઈ જાય તરત જ. અને આત્માને આવું કશું થાય નહીં. એ કશાથી બંધાતો નથી. એની પાસેથી 900 કરોડ લઈ લો, એને કોઈ ફરક નથી પડતો. "મારે શું?" તો આ "મારું", "મારે" એ બધું કોને થાય છે? આ પેલાને. આપણને કંઈ થતું? આપણે તો આત્મા છીએ. આપણે આવી રીતે જીવી શકીએ. આપણા જીવનમાં બેટર ક્વોલિટી આવે. આવી રીતે જીવવાનું શરૂ કરી દઈશું.
યસ, ટંકોત્કિર્ણ. ટંકોત્કિર્ણ એટલે કેવું કે તમે જો આત્મા છો તો હું એમ કહું કે "તમને આમ કરી નાખીશ, તમને તેમ કરી નાખીશ, ખતમ કરી નાખીશ" અથવા હું ગમે તેમ બોલું અપશબ્દો, તો ત્યાં આગળ અસર થાય નહીં. અંદર કંઈ જાઈ ના શકે. મતલબ કેમ? તો કે આત્મા ચૈતન્ય ઘન સ્વરૂપ છે. ચૈતન્ય ઘન એટલે સોલિડ, બિલકુલ ક્રિસ્ટલાઈઝ થઈ ગયેલું છે એ આખા.
સંસારની અંદર આત્મા જેટલું સોલિડ કશું જ નથી. એટલે એની અંદરથી કોઈ કાંકરી પણ ખેરવી શકે એવી કોઈ વસ્તુ જ બની નથી કે જેનાથી આત્માની કાંકરી ખરે. તો તમારે જો કાંકરી જ ના ખરવાની હોય તો તમારે ચિંતા શું? પછી આટલી બધી શા માટે ડંકો? એનું કારણ શું? તો કે સૂક્ષ્મતમ છે. સૂક્ષ્મ, સ્થૂળ, સૂક્ષ્મ, સૂક્ષ્મતમ લેયર્સ છે ને બધા? જેમ કે એક સોલિડ વસ્તુ હોય, એક સેમી સોલિડ હોય, પછી ગેસીયસ ફોર્મમાં હોય, પછી ઈથરિક ફોર્મમાં હોય અને પછી તો આગળ જે હોય તે કંઈ ખબર જ ના પડે કે શું આવે. એ અવસ્થાઓ પ્રમાણે બદલાયા જ જતા હોય, બદલાયા જ જતા હોય સૂક્ષ્મતા.
હવે કહે છે, "અનંતા જ્ઞેયોને જાણવામાં પરિણમેલી અનંતી અવસ્થાઓમાં પણ હું સંપૂર્ણ શુદ્ધ અને સર્વાંગ શુદ્ધ જ છું." અત્યાર સુધીમાં આપણે કેટલું જાણ્યું? ગણી શકાય. હજી કેટલું જાણવાનું બાકી છે? ગણી શકાય. એટલે એને શું કીધું? અનંત જ્ઞેય. એટલે સબ્જેક્ટ, જાણવાની વસ્તુ શું? શું જાણવું છે આપણે? અનંતા જ્ઞેયો છે આખા દુનિયાની અંદર. કેટલું? આ ગૂગલનું, વિકિપીડિયાનું બધા ભેગું કરી દો તો પણ એ જ્ઞાન ઓછું જ પડે. તો પણ કંઈક બાકી રહી જશે એ લોકોને એડ કરવાનું બાકી હોય એવું તો હશે જ કંઈક ને કંઈક પાછું. એટલે રોજ શોધી શોધીને એ લોકો અંદર એડ કરે જ જાય છે. તો આપણી પણ એ જ હાલત છે. અનંતા જ્ઞેયોને જાણવામાં પરિણમેલી દરેક વખતે આપણે જાણવા જઈએ ત્યારે એક કન્ડિશનની અંદર હોઈએ આપણે જાણવાની એક કન્ડિશનની અંદર હોઈએ. દાખલા તરીકે મારે કોઈક માઈક્રો ઓર્ગેનિઝમ વિશે કંઈ સ્ટડી કરવું હોય તો હું માઈક્રોસ્કોપની અંદર આવી રીતના આમ કરીને એને ફોકસ કરીને નીચે પેલું માઈક્રોબનું એક સ્લાઈડ બનાવીને મૂકીને પછી હું જોતો હોઈશ.
તો આ એક કન્ડિશન થઈ જાણવાની. એવી રીતે દરેક વસ્તુને આપણે જાણ, જાણ, જાણ, જાણ કરી શેનાથી? ચિત્ત વડે. ડેટા બધો ચિત્ત લાઈ આપે, મન ફોટો પાડી દે અને પછી સ્ટોર કરી દે. શું થાય? તિજોરી ને તિજોરીઓ ભરાઈ ગઈ બધી અહીંયા આગળ. તો શું? પણ તો પણ એનો એન્ડ જ આવતો નથી. અનંતી અવસ્થાઓમાં પણ આને કંઈ ફરક પડ્યો નહીં. એને કેટલું બધું જોયું, જાણ્યું, જોયું, જાણ્યું પણ એનામાં કોઈ ફરક આવતો નથી.
નેક્સ્ટ, એટલે આત્મા શું છે? તો કે કર્મ એ આત્માનો સંસાર ભોગવવાનું આવરણ છે. આપણે જે પણ કંઈ કરીએ છીએ તેની અંદર આત્માને તો કંઈ લેવા દેવા નથી. પણ તમને કંઈક જોઈએ છે વિશેષ રૂપે, એટલા માટે તમારે કંઈક કરવું છે. તો એ કહે છે કે, "આઈ એમ વિથ યુ." શું કહે છે? "આઈ એમ વિથ યુ." દરેક વખતે તમે એમ કહો કે મારે ઉપરથી નીચે પડવું છે, તો કે, "આઈ એમ વિથ યુ." પણ પડી ગયા પછી? તો કે, "આઈ એમ આઉટ નાઉ. આઈ કન્ટ સ્ટે." કારણ કે તમે જે શરીરની જે કન્ડિશન હતી નોર્મલ હેલ્ધી લિવિંગ માટેની, તેને બ્રેક કરી. કન્ડિશન એપ્લાયસ જીવતા રહેવા માટેની. એટલે આવા આ કેટલા ખુદખુશી આપણે કર્યા? સામાજિક પરિસ્થિતિઓનો જો વિચાર કરીએ તો સમજાય છે કંઈ કેટલી જગ્યાએ. પણ તો એ એવી અનંતી અવસ્થાઓમાં આત્મામાં કંઈ ફેરફાર થયો? એટલે અનંત જન્મથી આપણે આ બધી ભૂલો કરતાં આવ્યા હોવા છતાં પણ એ તો એવો ને એવો જ પ્યોર છે.
અને દર વખતે હજી જે કંઈ તમે જે નવો ડેટા આપો છો, તે બધું એ તમને એનાલિસિસ કરીને આપે છે કે આ વસ્તુ આમ છે, આ વસ્તુ આમ છે. સંસારમાં જે જાણવાનું છે તે પણ કોણ જણાવશે? એની હાજરી હશે એટલા માટે જણાશે. "બ્રેન વિલ વર્ક ઓન્લી વેન હી એક્ઝિસ્ટ ઓર આઈ એક્ઝિસ્ટ." રિયલ આઈ ખોળ છે શરીર તો જેને કહેવાય કે એક કામ પહેરેલું છે આપણે.
કર્મ એ મળ છે. ખરેખર તો મેલ અથવા કચરો છે. એવું જ્યારે તમે જાણશો ને અંદરથી કે ભાઈ આને કંઈ એની જરૂર નથી. એક ડાયમંડ હોય અને આપણે પેલા સુરત મહાનગરપાલિકાના ડસ્ટબીનની અંદર આમ મૂકી આવીએ અને જે પરિસ્થિતિ સ્થિતિ થાય એવી પરિસ્થિતિ છે. ખરેખર એવું અંદરથી જ્યારે લાગશે તમને, પછી તમને આત્માની કિંમત સમજાવાની ચાલુ થશે. "યાર, આને અહીંયા ના મુકાય. કોણ આવું કરે છે?" કર્મ કરવામાંથી આસક્તિ તૂટી જશે. "આજે આ હોટલમાં જવું, પેલા તનિષ્કની મુલાકાત લઉં, પેલું થોડું જ્વેલરી લઈ આવું." આ બધા જે હોય છે ને, એ બધું ધીરે ધીરે ધીરે ધીરે કરતાં ઘસાતું ઘસાતું ઘસાતું ખલાસ થઈ જશે. મોહ નષ્ટ થશે. દરેક વસ્તુના આપણને શું થાય છે? એટ્રેક્શન થાય છે. અને એ એટ્રેક્શન પર આપણે લટકેલા રહીએ એટલે આપણું ચિત્ત અહીંયા આપણે કહીએ એટલે પેલું એટલે શું થશે?
મોહ પેદા થાય છે અને આપણે ત્યાંથી ખસી જ નથી શકતા. વિન્ડો શોપિંગ કરીએ છીએ ને આમ જોતાં જોતાં જઈએ બધે. પછી "આ બહુ સરસ છે, બહુ સરસ" કરીને આવ્યા આપણે. અડધો કલાક, પોણો કલાક થઈ ગયો. ઘેર આવી ગયા છીએ પણ પેલું જે જોયેલું છે ને, એ હજી મગજમાં જ છે. આમ સામે ફોટો જ દેખાય છે. કેટલી વાર થયું આવું? ખસતું જ નથી. તો એ શું થયું? મોહ થયો. પછી એ વસ્તુ હોય કે વ્યક્તિ. પ્રેમ અનુભવો, આસક્તિ નહીં. એન્જોય કરો હેપીનેસ, ખુશ રહો, મજા કરો પણ નો કન્ડિશન. અને સંસારમાં હંમેશા કન્ડિશન અપ્લાય. આમ હશે તો આમ હશે, આમ હશે તો તેમ હશે. એટલે બધી રિલેટિવિટી ચાલુ થઈ જશે. અને બધી પ્રેમ કરો તો નો કન્ડિશન. બસ પ્રેમ જ કરો ને. પછી તો બીજું શું કરવા કરો છો? કંઈ બીજું કંઈ જ ના કરો, ફક્ત પ્રેમ, નિર્મળ પ્રેમ.
આત્મા જ થશો એવું જ્યારે અનુભવ આવશે ને, આમ દરેકના માટે પ્રેમ. "અરે, આત્મા છે તું." આમ કરીને આમ જોશે ને, "અરે, આત્મા જ દેખાય છે, આત્મા જ દેખાય." ત્યારે ખરેખર એને ખબર પડશે. અત્યાર સુધી આપણે શું જોતા? દાદા એવું કહેતા હતા. દાદા ભગવાન થઈ ગયા ને. દાદા ભગવાન એવું કહેતા હતા કે તમે અત્યાર સુધી બધા છે ને પેકિંગ જ જોજો. કરી શકે શું? અંદર તો ખોલીને જોયું જ ને કે રિયલ મુદ્દામાલ શું છે. પેકિંગ જ એટલું મસ્ત આજકાલ છે ને પેકેજિંગ ઇન્ડસ્ટ્રી ચાલ્યું છે જબરજસ્ત એવું ને ખૂબસૂરત.
પેકિંગ અને અંદર માલ રદ્દી, પણ સંસારમાં એવું નથી. અહીં તો દરઅસલ માલ છે, પેકિંગ રદ્દી હોય છે. ઘણી વખતે પણ એને એવું આ લોકો કરીને પ્રેઝન્ટ કરે કે આપણને એમ થઈ જાય કે વાહ વાહ, આ તો લેવું જ પડે! એટલે પેકિંગના લીધે મોહ પામીને આપણે એવી કેટલી વસ્તુઓ ખરીદી લઈએ છીએ! પત્ની લઈ આયા, એવી રીતે શું કર્યું? પતિ લઈ આયા. ઓકે, ભૂલ્યા ત્યાંથી સવાર. કંઈક હવે આપણે સ્ટેન્ડ લેવું પડશે, બરાબર છે? શું સ્ટેન્ડ લઈશું? "હું આ શરીર નથી જ, આ શરીર મારું નથી. હું મન નથી જ, આ મન મારું નથી. હું વિચારો નથી જ, આ વિચારો મારા નથી. હું લાગણીઓ, સંવેદનો નથી જ, આ લાગણીઓ અને સંવેદનો મારા નથી. હું એટલે આત્મા, હું પરમ ચૈતન્ય આકાશ રૂપ જ છું."
આકાશ કેવું હોય? આકાશ જોઈ છે? જોઈ છે ને? બહાર નીકળો એટલે આકાશ. અરે, અહીં તમારી ને મારી વચ્ચે છે એ પણ આકાશ જ છે. દેખાય છે? ડિસ્ટન્સથી ખબર પડે છે ને? રિલેશન પોઈન્ટ, એક પોઈન્ટ A ટુ પોઈન્ટ B, એના વચ્ચે જે છે તે અવકાશ. એને આકાશ કહીએ છીએ આપણે. તો આ શરીરની અંદર દાખલા તરીકે બે સેલ છે ને, એક એક સેલ અને બીજા સેલ, એની અંદર એટલું જ આકાશ છે. અને એક સેલ છે ને, અમીબાના દાખલા તરીકે હોય એવા ટાઈપનો, તો એની અંદર પણ એટલું જ આકાશ છે કે એની અંદર એવું કહે છે કે અનંત બ્રહ્માંડો સમાઈ જાય! શું? અનંત બ્રહ્માંડો! ત્રિપુરા રહસ્ય કરીને એક બહુ સુંદર પુસ્તક છે, દત્ત પરશુરામ સંવાદને લગતું જે આખું હોય છે, તેની અંદર આને લગતી આખી બાબતો જણાવવામાં આવી હતી, જેના અંદર આ બતાવવામાં આવ્યું છે કે એક સેલની અંદર અનંત બ્રહ્માંડ કેવી રીતે હોઈ શકે.
પણ તમે જો આત્મા છો તો તમે બધું જ કરી શકો છો. એટલે તમે ખુદ જ અંદર જવાનું જેવું શરૂ કરશો ને, એટલે તમને તમારું અવકાશ જડવા માંડશે. કેવા છો તમે? આકાશ સ્વરૂપ છો. આકાશ જેવું છે તેવત તમે પણ છો. આમ કરી નામ આખું બંધ કરો અને જુઓ. જે કંઈ દેખાય છે ને, એ બધું જ તમે છો. એમાંથી માઇનસ કરી નાખો ફોટા પડે છે તે, પેલી સંવેદનાઓ થાય છે એ ભાગ. એ જેની ઉપર પડે છે ને, જે ભાગ ઉપર એ બધી ઇમ્પ્રેશન આવે છે ને, શોધી કાઢો એ. આંખો બંધ કરો, શોધો, મળશે. એમાંથી સંવેદનો કાઢી નાખો, ફોટા કાઢી નાખો. એ બધું જ્યાં ચીપકે છે, જ્યાં ખબર પડે છે, એક એવી વ્યાપ્તિ છે કે જેની ક્યાંય આપણને બિગીનિંગ દેખાતી નથી, ક્યાંય એનો એન્ડ દેખાતો નથી. એમાં તમે કેટલા બી ઉપર જાઓ, કેટલા બી નીચે જાઓ, કોઈપણ ડાયરેક્શનમાં તમે ટ્રાવેલ કરો ઇનર, તમને ખ્યાલ આવશે કે હું આ છું, અનંત છું, હું કેવળ આત્મા જ છું, બીજું કંઈ હોઈ જ ના શકું એમ.
આત્મા એક જ છે તત્વ રૂપે, અલગ અલગ ભાસે છે એન્ટિટી તરીકે જીવનની અંદર. બાલ્યાવસ્થા, યુવાની, વૃદ્ધત્વ, આ બધી કેટલી આ પાછું ફરી આવ્યું. ઈટ હેઝ કમ અગેન. ઓકે. સ્થૂળતમથી સૂક્ષ્મતમ સુધીની તમામ સંસારી અવસ્થાઓ. આપણે હમણાં વાત કરીને, સ્થૂળ અવસ્થાઓ, સૂક્ષ્મ અવસ્થાઓ અને સૂક્ષ્મતમ. સ્થૂળને આપણે આમ જોઈ શકીએ છીએ. સૂક્ષ્મ એવી છે કે જેનો આપણને ભાસ થાય છે. કે દાખલા તરીકે આમ કહું કે સાહેબ આજે ચાર વાગે શું થવાનું છે? એટલે તરત જ તમને આમ અંદર જશે અને આમ કંઈક શોધી કાઢશે કે ચાર વાગે આવું આવું હશે કંઈક. આમ ખબર છે ને? એવો એક ભાસ થાય આપણને. એ સૂક્ષ્મ ભાગ છે. અને સૂક્ષ્મતમ ભાગની અંદર તો એવું હોય કે આપણે એને શબ્દમાં મૂકી જ ના શકીએ. હું ગમે તેટલું ડિસ્ક્રાઇબ કરવાનું તમને કહું પણ તમે કરી જ ના શકો. એ ભાગ સૂક્ષ્મતમ હોય.
એવું સ્થૂળતમથી સૂક્ષ્મતમ સુધીની તમામ સંસારી અવસ્થાઓમાં કેવળ કેવો છે? જ્ઞાતા દ્રષ્ટા. એ જ્ઞાન મતલબ એ જાણે છે અને જુએ છે. જાણે છે અને જુએ છે. તો જાણે છે, જુએ છે તે જ હું છું. પકડો અને શોધી કાઢો કે એ ક્યાં છે? આપણા અંદર કઈ જગ્યાએ છે? આટલું જ છે ને? બહુ કંઈ શોધવાનું નથી. પણ જેવું શોધવાનું અંદર ચાલુ કરશો ને, વર્ષોના વર્ષો નીકળી જશે. શક્ય છે કે હમણાં જ મળી જાય. શોધી તો કાઢો. ચેલેન્જ લેવી છે? ઓકે. આનંદ સ્વરૂપ છું. જો તમારા જ્ઞાતા દ્રષ્ટા સ્વરૂપની અંદર તમે હસો. જેવા તમે મુકશો ને, "આ ખુરશી મારી છે, અહીંયા આગળ હું બેઠો છું. મારી ખુરશીની અંદર આઈ એમ કમ્ફર્ટેબલ. આ લેજેટીમેટલી મને ઓથોરિટી આપીને આ ખુરશી મને આપવામાં આવી છે." બરાબર છે? પણ હું ઊભો થઈ અને આ જગ્યાએથી પાછળ બેસું, આઈ વિલ નોટ બી ધેટ કમ્ફર્ટેબલ. તમારામાંથી કોઈ એક વ્યક્તિ અત્યારે જ અહીંથી ઊભો થઈને આ ખુરશી ખાલી હોય, આવીને અહીંયા આગળ બેસશે.
હાઉ લોંગ હી વિલ બી કમ્ફર્ટેબલ?
શું થાય છે કે દરેકને પોતપોતાની એક સ્પેસ છે જેની અંદર એ હોય છે અને ત્યાં એ કમ્ફર્ટેબલ હોય છે. તો આત્માની બી પોતાની એક જગ્યા છે કે જેની અંદર એ છે, ત્યાં સુધી એ કમ્ફર્ટેબલ છે. પણ જેવા એને પેલા લફરા લગાડવાના ચાલુ કરીએ આપણે, આ બધું કરી કરીને કરી કરીને પછી અનકમ્ફર્ટેબલ ફીલ થાય. પણ આત્મા નહીં પેલો, કારણ કે એને સારું નથી લાગતું આત્માની સંગ જોડે બેસવાનું. આ બેને પટે નહીં કોઈ દિવસ. પડછાયો એમ કે કે હું આત્મા છું, એના જેવી વાત છે. હું શરીર છું, પડછાયો એમ કે કે હું શરીર છું, એના જેવી વાત થાય. રાઈટ? ઓકે. હવે આત્મા જે છે એનો શું આહાર હોઈ શકે? લિવિંગ બીઇંગ છે આત્મા, જીવંત છે. તો એ શું ખાય છે? તો કે કંઈ જ ખાતો નથી. ખાવા પીવાનું, ખવડાવવાનું બધું જ ભાગ કયા ભાગમાં? તો કે પેલા પુદગલમાં. એને આવવા ખાલી જુએ ને જાણે.
પેલો અહંકાર કરે, "આજ મારા અગિયારસ છે." કોને? શનિવાર છે આજે. કોઈ નથી કરતું. હનુમાનજી દુઃખી વિહારી. એટલે આત્મા કેવો છે? તો કે નિરાહારી છે. એને કોઈ આહારની જરૂરત નથી અને કોઈ એડિશનલ ઇનપુટ કોઈ કશું કરીને આપી શકે એવું છે નહીં. એવો આત્મા એવો વિહારી છે. વિહારી કોણ છે? પેલું ચિત્ત. આત્માને કંઈ પણ જાણવા માટે ક્યાંય વિહાર કરવાનો હોતો. એને તો બધું હિયર એન્ડ નાઉ છે.
"હિયર એન્ડ નાઉ" કોઈપણ જગ્યા હોય, આત્માને તમે ખાલી જસ્ટ આમ મૂકો એની સામે એટલે "હિયર એન્ડ નાઉ" આમ જસ્ટ વાત કરો. લોસ એન્જેલસ એટલે એ જઈને તરત જ બધું જે કંઈ હોય એના વિશે બતાવી શકે એવું જ્ઞાન આત્માની અંદર હોય. આ ચિત્ત છે ને એ ત્યાંથી ડેટા લઈ આવે અને અહંકાર એનું ડુપ્લીકેશન કરે. પણ જે રીયલ આત્મા હોય, આત્મા સાક્ષાત્કારી હોય, એ બધું જ જાણે અને બધું જુએ.
"હિયર એન્ડ નાઉ" પૃથ્વીના પેટાળની અંદર, એટલાન્ટિક સમુદ્રની અંદર, 80 માઈલ ઊંડે એક ડેટા કેબલ જઈ રહ્યો છે અને એ આમ અત્યારે તૂટી રહ્યો છે કારણ કે એક ડોલ્ફિન ને એક પેલું શું કહેવાય વેલ, તો એને દાંતથી એને કરપે છે. એ તો બહુ મોટા કેબલ હોય. એના ડેટા કેબલ જે હોય છે ઇન્ટરનેટના, એ તો અહીંયા આગળ આ બેઠેલો જે હોય આત્મા, એને એ પણ દેખાય. પણ સાચો આત્મા સાક્ષાત્કારી ક્યારેય આવા બધામાં પડે કોઈ દિવસ કે પણ નહીં અને જો કહેવા માંડે તો એ હોય એ લેવલની વાત જ ના હોય તો જ એ આત્મા. કારણ કે એ શું છે? પ્યોર છે. આ બધી ઇમ્પ્યોરિટી આત્મામાં હોય. કોને બતાવવાનું છે? આત્માએ કોની આગળ શેના માટે? શું જુએ છે? પ્રશ્નો આવે ને? તો આત્મા હંમેશા પ્યોર એટલા માટે નિહારી આંખોથી જુએ છે. એ કોણ છે? તો કે જે આંખોની પાછળ રહે છે અને એના કારણે જે આંખો જોઈ શકે છે.
આ થોડુંક જરાક આપણને પેલું એવું લાગે પણ આ જેને કહેવાય વૈદિક ટર્મિનોલોજી છે બધી કે "ચક્ષુની પાછળ જે છે તે જોનારું શક્તિ હું છું." એટલે કે મારા લીધે ચક્ષુ જોવા માટે શક્તિમાન બને છે, મારા હોવાના કારણે. રાઈટ? તો એ જ નિહારી.
હવે આ બધા જે કંઈ અત્યાર સુધીમાં આપણા પાસે થઈ ગયા બધા તકલીફો જીવન જીવતા જીવતા. આત્મા તો બતાવી દીધો કે આવો છે, આવો છે, આવો છે. હવે આ બધા ગુણધર્મો છે આત્માના. એનું સતત ચિંતન કરો, એનું સતત મનન કરો, એના સાથે સામીપ્યતા, એકતા જેમ જેમ વધતી જશે, એની અંદર તમારો વિલય થવાનો છે. "આત્માની અંદર સંશયાત્મા વિનશ્યતિ (ભગવદ્ ગીતા ૪.૪૦)." બધા તમારા ડાઉટ છે એની અંદર ઓગાળી નાખો તમારા આત્માની અંદર અને પછી જે કંઈ મળશે એ તમારો કેવળ આત્મા જ બાકી રહેલો હશે. ત્યાં સુધી પહોંચવા માટે પૂર્વે થઈ ગયેલી બાબતો છે. બહુ લોડ થઈ ગયો છે ને? "મારાથી આવું થઈ ગયું, આવું થઈ ગયું, આવું થઈ ગયું. મારે કરવું નહોતું પણ થઈ ગયું. આમ કરવું નહોતું પણ એક્સિડન્ટ થઈ ગયો. બોલવું નહોતું પણ ગમે તેમ બોલાઈ ગયું." શું કરવું? હવે આ લઈને ફરવું પડે છે. "ધેર ઇસ અ ગિલ્ટ ઓન ઇનસાઈડ." એટલું બધું તકલીફ પડી રહી છે.
હવે કોકને જઈને કહી દઉં તો કંઈક હળવું થાય પણ ના, એ તો અંદર રહી જ જાય અમુક ભાગ તો.
એટલા માટે એક સરસ પદ્ધતિ છે, એને કહેવાય આલોચના, પ્રતિક્રમણ, પ્રતિખ્યાન. દરેક ધર્મની અંદર આ વસ્તુ આવશે, આવશે ને આવશે. આ જૈન ટર્મિનોલોજી છે. જૈન લોકો આનો ખાસ ઉપયોગ કરતા હોય છે અને સંવત્સરીના દિવસોને બધું હોય ને ત્યાં દેરાસરમાં જાય અને આવું બધું પેલું માગધી ભાષામાં બોલે. મહાવીર ભગવાને કંઈક બોલીને ગયા હતા એ પ્રમાણે કે "આ પેલા જન્મથી આ જન્મ સુધીનું ને સવારથી સાંજ સુધીનું અને ગયા વર્ષથી આ વર્ષ સુધીના જે કંઈ મારા મન, વચન, કાયાથી થયેલા દોષો છે, બધાની માફી માગુું છું." અને એવું બધું. પણ એ બોલે શું? માગધી ભાષામાં બોલે. એટલે જેમ અત્યારે સંસ્કૃત ના જાણતો માણસ હોય એના પાસે જઈને હું સંસ્કૃતમાં એને કંઈક કહું, તમને ખબર નથી અને હું આવીને સ્પેનિશમાં કંઈક બોલવા માંડું અને જે પરિસ્થિતિ થાય એવું થાય છે. "ગુટ એન્ડ મોર્ગન." શું મતલબ છે?
તો ગુડ મોર્નિંગ બોલ્યો પણ મને ખબર તો હોવી જોઈએ ને કે તમે મને ગુડ મોર્નિંગ બોલ્યા. "ધેન ઓન્લી આઈ કેન રિસ્પોન્ડ." એટલે અંદરનું આ જે કંઈ ગિલ્ટવાળું મિકેનિઝમ છે તેની ઉપર એ આખી જે વિધિ થઈ જાય છે તેની અસર થતી નથી.
ક્રિશચિયન લોકોની અંદર પણ એક સિસ્ટમ છે કે એ લોકો ફાધર પાસે જાય ચર્ચની અંદર. પેલા એક પાંજરામાં ફાધર બેઠા હોય, પેલું જાલીયું હોય ને? અહીંથી પછી પેલો માણસ હોય એ જઈને કહે કે "ફાધર, મારાથી આવું આવું બધું થઈ ગયું છે." પેલો કહે, "સારું, આજથી તને ઈશુના નામે માફ કરવામાં આવે." પેલો હળવો થઈને બહાર નીકળે. ટોયલેટમાંથી બહાર નીકળ્યા હોય જેવું લાગે ને? એવું જ લાગે તે વખત હળવાસ. સરસ કે થઈ ગયું, પૂરું થઈ ગયું કે કામ મારું. હળવાસ લાગે કારણ કે પ્રોસેસ શું? ઓફલોડ કર્યું તમે. પણ ત્યાં શું છે? ફાધરને એની એ જ ભાષામાં એ વાત કરી રહ્યો છે. તો એ પોતે સમજી રહ્યો છે. તો જે શબ્દોનું ચયન કરે છે, જે રીતે વાતચીત કરે છે, એમાં શું થશે? એ બધું બહાર નીકળી જાય છે. અંદર જે ગિલ્ટ હતું ને એ સોલિડ થઈ ગયું હતું, તે લિક્વિડ થયું, શબ્દોમાં આવ્યું અને પછી બહાર નીકળી ગયું.
તો એ એનર્જી રિલીઝ થઈ ગઈ ત્યાં આગળ. તો એને હળવાસ લાગી.
એટલે આ બહુ એક સારી પદ્ધતિ છે: આલોચના, પ્રતિક્રમણ. પ્રતિક્રમણનો મતલબ શું કહે છે કે "મારાથી આવું આવું અતિક્રમણ થયું હતું કે મેં આવા આવા એટેક કર્યા હતા, આવું આવું થયું હતું મારાથી. એનું હું પ્રતિક્રમણ કરું. હું પાછો ફરું છું. મારે હવે આવું બધું નથી કરવું. મારે હવે ચોરી નથી કરવી. મારે હવે જુઠ્ઠું નથી બોલવું." હું પાછો ફરું છું, પ્રતિક્રમણ કરું છું. ક્રમણ થયું હતું, અતિક્રમણ થઈ ગયું હતું, એમાંથી પાછો ફરું છું. પ્રતિક્રમણ થયું અને પ્રતિ આખ્યાન કરું છું કે "હવેથી હું સાચું જ બોલીશ. હવેથી હું અહિંસાનું જ પાલન કરીશ. હવેથી હું કોઈપણ આત્માને, કોઈપણ જીવ માત્રને દુઃખ નહીં આપું." સ્વીકાર સામે આત્મા છે, "જે હું છું એ જ તું છે અને હું તને હર્ટ નથી કરતો, તું મને હર્ટ કરી શકતા નથી." એવા પ્રકારનો એક સ્વીકાર ભાવ આવે તો ત્યાં આગળ હળવાસ આવવાની શરૂ થતી હોય છે.
તો અહીંયા આપણે એક બ્રેક લઈએ, પછી આપણે આગળ વધીશું. 25 મિનિટ.
અડધો કલાક, ઓકે, ટેક યોર ટાઈમ. શાંતિથી જમજો. વાંચી લીધા પછીથી આપણને અલ્ટીમેટલી એ શું કહેવા માંગે છે, કંઈ સમજ જ ના પડે. એટલે બહુ વર્ષો સુધી મારી સાથે પણ આવું બધું થયું હતું. પણ પેલું એક આપણું એક ઇન્ક્વાયરી હોય અંદર એટલે આપણે દરેક ચીજને આમ સ્પેસિફિકલી મૂકીએ, ચાર્ટ બનાવીએ, કંઈક આવું બધું કંઈક કરવાનું શરૂ કરીએ ને એટલે ક્લેરીફીકેશન આવવાનું શરૂ થાય. તો મૂળભૂત બાબત એ છે કે અત્યાર સુધી આપણે એના પર ધ્યાન જ નથી આપ્યું. આ આખી બાબત પર આપણે ફોકસ જેને કહેવાય, એટેન્શન જેને કહેવાય, એ અત્યાર સુધી સંસાર અને સાંસારિક બાબતોમાં જ હતું. હવે અત્યારે આપણે સંસારને ભૂલી નથી જવાનું, ઇગ્નોર નથી કરવાનો, છોડવાનું પણ નથી, પકડવાનું પણ નથી. પણ આપણે જાણવાનું છે કે આપણે કોણ છીએ અને આ બધું શું ચાલી રહ્યું છે.
જેવું આપણને આ બાબતની કી વર્ડ કે જેના ઉપર તમે એક લાંબા સમય સુધી કેમ કે તમારું ફોકસિંગ રાખશો એટલે એમાંથી એક જુદી જાતની ઉર્જા પેદા થશે. અને મૂળ આત્મા જે છે, તમે અને આ સાંસારિક બાબતો એ વચ્ચેનું જે કાંઈ આખું બધું બેરિયર બધા ઊભા થયેલા છે, કેટલાય અંતરાયો કહે છે, કેટલાક અટકણો કહે છે એને, તો આ બધી વસ્તુઓ ધીમે ધીમે તૂટતી જશે. આ બધી ડુંગળી, ડુંગળીના પડ જેવી છે એવું દાદા કહેતા હતા. એક પછી એક પછી પડ બધા નીકળતા જશે. છેવટે ડુંગળીના પડ બધા નીકળી જાય તો અંદરથી શું મળે? એટલે ખબર પડી જશે કે હું આ છું. સંસારની કોઈ બાબત ના હોય એ જ આત્મા કહેવાય. સંસાર જોડે કોઈ લેવા દેવા જ નહીં. પણ એ હોય તો જ સંસાર હોય પાછો. એ ના હોય તો સંસાર બી ના હોય. તો કેવળ આત્મા કેવો હોય? તો કે આકાશ જેવો હોય. આપણે વાત કરતા હતા ને આકાશ એટલે એની અંદર કંઈ જ નથી.
નથીનેસ જેને કહેવાય, નો ઓબ્સ્ટ્રક્શન, કશું જ નથી. આકાશ કેવું હોય? તો કે વ્યાપક હોય. અહીંથી જે ત્યાં સુધી, ત્યાંથી ત્યાં સુધી. કેવું? તો કે અનંત આકાશ. તો આત્મા બી કેવો છે? અનંત છે. એમાં મારો આત્મા, તમારો આત્મા એવું કહેવાની કઈ જરૂર જ નથી. આત્મા આત્મા જ છે. આપણે સમજવાનું છે કે અહીં છે તે પણ ત્યાં છે તે પણ આત્મા એક જ છે. પણ એને ક્વોલિટી જોઈએ તો આપણને ખબર પડશે કે એની ક્વોલિટી પ્રમાણે જોઈએ તો એ અનંત છે.
આત્માનો બીજો ગુણધર્મ કેવો છે? તો કે એનામાં અનંત શાંતિ હોય. કશું કરવાની હાય હોય જ નહીં. તો પછી શાંતિ જ હોય ને. એને કશું ગુમાવવાનું નથી, એને કશું મેળવવાનું નથી, એને ક્યાંય જવાનું નથી, ક્યાંય આવવાનું નથી, કશું નથી. તો કે "હું છું." બસ એટલું જ હોય ખાલી. એને આત્મા કહેવાય. હવે એ ભાગ કયો છે આપણી અંદર? એને બેસીને ધીરે ધીરે ધીરે શોધવાનો. પહેલા દિવસે પાંચ મિનિટ બેસો, બીજા દિવસે દસ મિનિટ, પંદર મિનિટ કરતાં કરતાં થોડોક સમય આપો એને. અને તમે જોશો કે તમે ખૂબ પ્રગતિ કરશો થોડાક જ ટાઈમની અંદર. અને સાંસારિક જે કંઈ વિઘ્નો પડી રહ્યા છે, મુશ્કેલીઓ આવી રહી છે, તકલીફો આવી રહી છે, એ બધું જણાવે છે. એ બધાના સોલ્યુશન ઓટોમેટીક આવવા માંડશે. એવું કેમ થાય છે? એક બાબત છે. પણ એવું થશે. તમે જોશો કે જે વસ્તુઓ, જેવા પ્રશ્નો, જેવી ચીજોમાં તમે વર્ષોથી ગૂંચવાયેલા હતા, જેનું નિરાકરણ આવતું જ નહીં હતું, સોલ્યુશન આવતું જ નહીં હતું, બધું ફટાફટ પતી ગયું.
જો તમે આત્મામાં રહેશો, આ કુદરતી થનારી બાબતો છે.
તો આત્માની અંદર અનંત જ્ઞાન છે, અનંત દર્શન છે અને અનંત શક્તિઓ છે. તમે જે જે બી ઈમેજ કરી શકો એ બધું જ શક્તિઓ, આનંદ, બધું જ આત્માની અંદર ઓલરેડી ઇનબિલ્ટ હોય જ. એનાથી જ એ છે. આત્માની અંદર અનંત પ્રકાશ હોય અને પોતે સ્વયંને મુક્ત જ અનુભવતો હોય. એ પોતે દાદા કહેતા હતા કે "મોક્ષ સ્વરૂપ જ હોય આત્મા." એને ક્યાંય જવાનું નથી, મોક્ષ કરીને મુક્તિ મેળવવાની નથી. મુક્તિ કોને જોવે છે? પેલાને જોવે છે. મોક્ષ કોને કરવાનો છે? અહંકારને કરવાનો છે. તો સાધના કરશે કોણ? તો તે પેલો કરશે, આ ભાગ કરશે. આને જરૂરત જ નથી, એ તો છે જ. એટલે આપણી અંદર આપણે જોઈશું કે આ બે બાબતો જે છે, એમાં આપણું ધ્યાન અહીંયા વધારે રહેશે એટલે પહેલાનું સોલ્યુશન ઓટોમેટીક આવવા માંડશે અને બહુ ઝડપથી આવી જશે. આપણે સંસાર ગૂંચવવાની અંદર અનંતકાળ ગાળ્યો. સંસાર વીટવાની અંદર આપણને વધુમાં વધુ પંદર જન્મ લાગે.
કેટલા? પંદર જન્મ વધુમાં વધુ લાગે. એમાંય જો આપણે આના પાછા થોડાક અડીયલ વેળા હોય એટલા માટે. બાકી જવું જ પડે.
દાદા એવું કહેતા હતા કે "એક વખત સિક્કો માર્યો મતલબ તમને અંદર એક વાતનો અહેસાસ થયો, અંદર શંકા પડી ગઈ કે કદાચ હું આત્મા જ છું." શું? "કદાચ હું આત્મા જ છું." અત્યાર સુધી તો આપણને કોઈ ભરોસો હતો નહીં, પણ હવે શંકા પડી છે એટલે એ તીરાળ પડશે. પેલા ગાડીના પેલા આગળનો કાચ હોય ને એની અંદર જેમ તીરાળ પડે ને એવી રીતના અત્યાર સુધી એને બધું આપણે એમ જ સમજતા હતા કે આ રૂપાળો સંસાર. પણ હવે એમાં ક્રેક પડી. ભગવાને કીધું છે: "સંશયાત્મા વિનશ્યતિ (ભગવદ્ ગીતા ૪.૪૦)." એટલે જે સંશય કરે છે તેનો નાશ થાય છે. સંશય હંમેશા કોણ કરે? પેલો. એટલે વિનાશ કોનો થવાનો? એનો. આત્માનો વિનાશ થતો નથી, એ તો અવિનાશી છે. એટલે એને વિનાશ થવાનો છે. મતલબ સંસાર એનો ધીરે ધીરે ધીરે કરતાં પૂરો થઈ જશે. થોડોક પ્રયત્ન રાખો, પાંચ છ જન્મ થશે. ખાટું મોડું શું છે?
અનંત અવતાર હતા.
એક નાની વાત કરું. નારદજી એક જગ્યાએથી જતા હતા બીજી જગ્યાએ અને એમને એક ખેડૂત મળ્યો. તો એને કીધું કે, "નારદજી, તમે ક્યાં જાઓ છો?" તો કે, "હું ભગવાન પાસે જાઉં છું વૈકુંઠની અંદર." કે, "સારું કે મારું એક કામ કરજો." કે, "તો કે બોલો. ભગવાનને જઈને એટલું પૂછો કે હવે મારું ઠેકાણું ક્યારે પડશે કે મારો મોક્ષ ક્યારે થઈ જશે? બસ આટલું જાણી લાવજો." કે, "સારું, જાણી લાવું." પછી ત્યાંથી આગળ ગયા. એક બીજો બ્રાહ્મણ હતો. એ પેલા શિવ મંદિરની અંદર પૂજા પાઠને એવું.
બધું કર્યા કરતો હતો. સરસ રીતે પૂજા કરે, હવન કરે, બધું કરે. તો નારદજીએ પૂછ્યું, "ક્યાં ઉપડ્યા?" તેણે કહ્યું, "બસ, ભગવાન પાસે જાઉં છું, વૈકુંઠમાં." નારદજીએ કહ્યું, "મારે આવવું છે, પણ તમે ભગવાનને પૂછો તો ખરા. તમે તો જઈ શકો છો, પણ મારે જવાતું નથી. હવે તમે ભગવાનને પૂછો કે ક્યારે?" તેણે કહ્યું, "સારું, હું પૂછી લઈશ."
પછી જે તપસ્વી હતા, બહુ વર્ષોથી તપશ્ચર્યા કર્યા જ કરતા હતા, તેમના પાસેથી નારદજી પસાર થયા. એટલે તેમણે પણ કહ્યું, "નારદજી, જરા આટલું કામ મારું કરી દો. ભગવાન કો પૂછ લો અબ મેરા કબ હોગા?" નારદજીએ કહ્યું, "મેં પૂછ લુંગા."
બાવાઓ બધા અંગ્રેજી-હિન્દી બોલે. ભગવાન પાસે પહોંચ્યા અને બધી પોતાની વાત કરી. પછી આ ત્રણેય જણાનો કેસ મૂક્યો કે, "ભગવાન, આ બધું આવું છે. હવે શું વાત કરીએ?" ભગવાને કહ્યું, "પેલા સંત છે, એને જઈને તું કહેજે કે હજી તેમને પંદર એક જન્મ બાકી છે. પછી તેમનું ઠેકાણું પડશે. પેલા બ્રાહ્મણ છે, તેને કહેજે કે તારે સાતક જન્મ બાકી છે. તું સાત જન્મમાં તેનું ઠેકાણું પડી જશે. પણ પેલા ખેડૂત છે, તેને કહે કે તારે જે ઝાડ નીચે એ ઊભો હોય ને, એ બતાવીને તેને કહેજે કે આટલા જન્મ થશે તારા. આની પર જેટલા પાંદડા છે, એટલા પછી તારું ઠેકાણું પડી જશે." ભગવાને કહ્યું, "સરસ!"
ભગવાન પાસેથી નારદજી પાછા આવ્યા. પહેલા ગયા પેલા તપસ્વી પાસે અને કહ્યું, "ભાઈ, તમારે પંદર જન્મ તો થશે." એટલો બધો ગુસ્સો વ્યાપી ગયો! પરશુરામ ક્રોધાયમાન થઈ ગયા હોય એવું બધું થયું અને તેમણે કહ્યું, "ઇતને સાલ સે મેં યે સબ કર રહા હું. અભી તક કુછ નહીં હુઆ. આગે ભી નહીં હોને વાલા હૈ. તો કરને કા ક્યાં મતલબ હૈ? છોડ દો સબ!" એ પલાડીવાળા ઊભા થઈ ગયા, મતલબ એમણે તપશ્ચર્યા કરવાનું છોડી દીધું.
પછી પેલા બ્રાહ્મણ પાસે ગયા. તો તેને કહ્યું, "ભાઈ, તારે સાત જન્મ બાકી છે." તો એ પણ દુઃખી થઈ ગયો કે, "આટલું બધું મેં સરસ ભક્તિભાવથી હું રોજ પૂજન-અર્ચન કરું છું, તો હજી સાત જન્મ મારે રાહ જોવી પડશે! બહુ દુઃખની વાત છે, પણ હવે નિયતિ છે, જે આપણે સ્વીકાર્યે જ છૂટકો." એટલે તેણે પોતાનું કામ ચાલુ રાખ્યું.
ખેડૂત પાસે ગયા. ત્યાં જઈ નારદજીએ કહ્યું, "ભાઈ, જો!" પહેલા તો ખેડૂતે નારદજીને બહુ સરસ રીતે ભાવપૂર્વક બેસાડ્યા. એક ઝાડની નીચે છાયડો લઈને પાણી લઈ આવ્યો. જે કંઈ ફ્રૂટ-બૂટ મળતા હતા, તે પણ તે વખતે ક્યાંકથી લઈ આવ્યા. સરસ સન્માનપૂર્વક બેસાડ્યા અને કહ્યું, "હવે વાત કરો." નારદજીએ કહ્યું, "ભગવાને છે ને..." હવે નારદજીને અંદર એમ થાય કે, "પેલા આગલા બે સીન જોઈ ચૂકેલા. હવે આવો તો મારશે મને, ઝાડની જોડે બાંધીને." એટલે તેમણે તો પૂરી તૈયારી સાથે જ કહ્યું કે, "ભગવાને એવું કહ્યું કે, આ જે વૃક્ષની નીચે આપણે બેઠા છીએ, તેની પર જેટલા પાંદડા છે ને, એટલા જન્મ થશે. પછી તારું ઠેકાણું પડી જશે." એટલે એ તો એકદમ ખુશ થઈ ગયો. "અરે વાહ!" કહે છે. "બહુ સરસ!" આનંદમાં નાચવા માંડ્યો અને ભગવાનનું નામ લેતો હતો, એ પ્રમાણે લીધે જ રાખતો હતો.
ભગવાન તરત પ્રગટ થઈ ગયા ત્યાં આગળ અને ખેડૂતને કહે છે કે, "ચાલ મારી સાથે, હું તને વૈકુંઠમાં હવે લઈ જવાનો છું." સમજાયું? કંઈ શંકા નહીં રાખવાની. કેટલો પણ સમય આપણને લાગે, એક વખત શરૂ કરી દીધું છે ને, પહોંચી જ જઈશું. કારણ કે એ જવાબદારી હવે આપણી નથી, આની નથી, આની છે અને એ કેવો છે? અનંત શક્તિવાળો છે. એ ચાહે તે કરી શકે એવું છે. એટલે ક્યારેય એની શંકા રાખવી નહીં. આપણે બસ પહોંચવું છે, એટલું આપણે રાખવાનું અને પહોંચવાનું. એટલે ક્યાં શંકા પડે છે? કદાચ હું આત્મા જ છું તોય કામ થઈ જશે. એટલે અનંત પ્રકાશ છે, અનંત આત્મા તો. એટલે મોક્ષ, મુક્તિ અને મોક્ષ એ કંઈ આપણા દૂરની વાત નથી. બધું છે જ અહીંયા આગળ. આત્મા છે એ પોતે મોક્ષ સ્વરૂપ જ છે અને એની મુક્તિ જ હોય. એ ક્યારેય બંધાતો હોતો નથી. સમજાયું? બસ, એ પ્રમાણે જીવન તમારું ગોઠવી દો એટલે તમારે જો કે સરસ લાગે છે.
વિઘ્નો અનેક છે એની સામે, પણ તેની સામે અનંત શક્તિવાળો આત્મા છે. વિઘ્નો કોણ કરશે આવવા? આને જ બધા વાંધા-વચકા દરેક ચીજની હોય. આખો સંસાર ખરડાયો તો એનું કારણ આપણને જડી ગયું કે આ છે. હવે આપણે શાંતિથી બેસીને જોવાનું કે, "હું આ તો મા અને આ મારો અહંકાર, એ મને દર વખતે આવી જગ્યાએ લઈ જઈને માર ખવડાવે છે." શાંતિથી બેસીને આટલું જોઈ લેવાનું, કામ થઈ ગયું. કોઈ ટેકનિક નહીં, કોઈ પૂજા-પાઠ નહીં, કોઈ પદ્ધતિ નહીં. તમે ત્યાં જ છો. અનંત આનંદ એનો અનુભવ અત્યારે અહીં તમે બેઠા બેઠા કરો. રાઈટ હિયર, રાઈટ નાઉ. અત્યારે પણ તમે એ જ છો. પછી બનવાના છો એવી કોઈ વાત નથી. જે થયું છે એ અત્યારે આ ક્ષણમાં પણ છે જ, મોજુદ છે હિયર એન્ડ નાઉ.
પરમપિતા આત્મા પોતે છે, એ પરમપિતા છે અને આ અહંકાર તો એનો ગાંડો દીકરો છે, ખરેખર તો. પણ ઘણી વખત ગાંડો દીકરો હોય સંસારની અંદર, વિચિત્ર વાતાવરણ કરે. બાપને ગણકારે નહીં. બાપ સજ્જન હોય, સહૃદયી હોય, જોયા કરે કે શું કરે છે. આપણે જોઈએ છીએ, જોઈએ છીએ. અને કેવો હોય પાછો? લવિંગ કાઈન્ડનેસવાળો હોય, ફરગીવનેસ. દીકરો જ છે, દીકરો જ છે ને કરે. હવે એ તો એમ કરી કરીને અત્યાર સુધી એને અહંકારને ઢીલ આપેલી હતી, એટલે અહંકારે સંસાર આપણો ગૂંચવ-ગૂંચવ-ગૂંચવ-ગૂંચવ કર્યો હતો. આપણે પ્રાર્થના જો કરવી હોય તો એ કહેવાય કે, "મારા આ કામની અંદર ડખો ના થાય. આત્મ સ્વરૂપની અંદર હું શાંતિથી રહી શકું એવી મને શક્તિઓ આપો." શું કહેવાનું? હવે તમે ચાહો તો કોઈક મંદિરમાં જઈને કહેજો. ના હોય તો ઊંધા ફરીને ઊભા રહેજો દિવાલ પાસે. બંને સરખું છે. પેલા મુસલમાન લોકોને તો ગમે છે એવું વધારે, કારણ કે એ લોકો નિરાકાર વાદમાં માને છે.
તો આપણે વળી ક્યાં આકારમાં માનીએ છીએ? પણ આકાર-નિરાકાર આકાર થયો હોય તો આપણને વાંધો શું છે? નિરાકાર એક વખતે જો આકાર ધારણ કર્યો છે એવું આપણે એક વખતે માની લીધું, તો આપણને વાંધો પણ ના.
હોવો જોઈએ. બસ, એમને એક જ આ બાબતની એ હોય છે કે એમનો જે અલ્લાહ છે એ નિરાકારી છે. આપણો બ્રહ્મ છે, બ્રહ્મ સ્વરૂપ છે, આત્મા છે, ચૈતન્ય સ્વરૂપ છે, એ પણ વાસ્તવમાં કેવો છે? નિરાકાર. એનો કોઈ આકાર ન હોય. આપણે બધા ઊભું કરીએ, એની ઈમેજ બનાવીએ છીએ.
હવે આપણે શું કહીએ છીએ? એક નિષ્ઠાપૂર્વક આત્માની આરાધના કરવાની. એક નિષ્ઠા મતલબ, આજે અત્યારે આપણે દાખલા તરીકે નક્કી કર્યું કે 'હું નિશ્ચયપૂર્વક આત્મા જ છું,' બરાબર? દસ મિનિટ પછી બી એ જ બાબત, અડધો કલાક પછી પણ એ જ બાબત. સંજોગ એક કલાક પછી બદલાયો હોય અને બાબો આપણી ગાડી કોકને જોડે ભટકાઈને આવ્યો હોય, ત્યારે પણ આપણે આત્મા જ હોવા. આત્મામાં રહીને દીકરાને જે કહેવાનું હોય એ બધું કહેવાનું, બરાબર? પણ તે વખતે આપણું આત્મ સ્વરૂપ ચૂકવાનું નહીં.
સંજોગ બદલાયો છે, ભાઈ. બે કલાક પછી પાછો ફરી સંજોગ બદલાય. આવીને પેલો ઇન્સ્યોરન્સવાળો કે સર્વેયર કહેશે કે, 'ભાઈ, તમને તો ફૂલ રિફંડ મળશે. આ બધું ક્લેમ જે કંઈ કરશે ને પેલો માણસ ત્યાં આગળ, તેના બધા પૈસા તમને અમારી કંપની તરફથી મળી જશે.' પેલાને શાંતિ થઈ ગઈ. વ્યવહારિક રીતે જોઈએ તો પણ આત્માને એનાથી પણ આનંદ થવો જોઈએ એવું કંઈ જરૂરી નથી. આનંદ કોને થવો? આને થશે કે, 'હાસ, બચ્યું કે મારું તો જવાનું હતું કે હમણાં તો!'
એટલે એક નિષ્ઠા એને કહેવાય કે જે સાતત્ય હોય એની અંદર, એક ધાર્યાપણું, સાતત્ય. ધોધ પડતો હોય, કેવી રીતના પડતો હોય? એક બહુ સરસ શબ્દ છે શાસ્ત્રમાં, આ લોકો બહુ વાપરે છે, અમુક વસ્તુ બહુ સારી. એ કહે છે કેવું? તેલ ધારોત. કોઈ વસ્તુ હોય એમાંથી, દાખલા તરીકે તેલનો ડબ્બો હોય, એમાંથી તમે આમ ઉપરથી તેલ કાઢીને જોયું હશે તો તમને ખ્યાલ હશે કે તેલની આમ ધાર પર ટીપાં ના પડે. તેલની ધાર પણ એ એક સરખું હોય, ફ્લો એનો એમાં ક્યાંય તૂટે નહીં વચ્ચેથી. તો કે એવું આપણું આત્મા પ્રત્યેની નિષ્ઠા હોવી જોઈએ.
તો એવી હું અભિલાષા કરું છું, હું પ્રતિજ્ઞા કરું છું કે, 'બસ, મારે આવી મને શક્તિઓ આપો.' મને એવી પ્રાર્થના આપણે કરવાની. કોની પાસે? આત્મા પાસે કરવાની. એ ક્યાં છે? બધે જ છે. એટલે કોઈ પર્ટીક્યુલર જગ્યાએ જઈને આપણે પ્રાર્થના કરવી એવું કંઈ કારણ હોતું નથી. હા, કોઈ જગ્યા હોય તમારી ચોઈસ, બેસીને કરો, ડઝન્ટ મેટર. પણ મહત્વ પ્રાર્થનાનું છે, નહીં કે જગ્યાનું.
કેવળ કૃપાનો અભિલાષી છું, ચરણરવિંદ હૃદયમાં સ્થાન. આ બધા જે શબ્દો છે તે શું છે? કે તમને આદર્શ આત્મા પ્રત્યેનો ભાવ ઉપજે તેના માટે છે. ભાવ સૂક્ષ્મ છે. ભાવ સહિત જો કંઈક કરીએ તો એનો આખો બહુ સરસ પરિણામ ઊભું થતું હોય છે.
દાખલા તરીકે, કોઈક વસ્તુ આપણે દિલ દઈને કરીએ છીએ અને કોઈ વસ્તુ આપણે મન વગર કરીએ છીએ. બેમાં ફરક પડે. કામ તો બંને થવાના છે, પણ એવી જ રીતે આની અંદર છે. એટલે આપણે આ બધા શબ્દો છે: 'કેવળ કૃપા અભિલાષી,' 'શરણાવી હૃદયમાં સ્થાન,' કે 'ભાઈ, અહીંયા જ છે, તું મારી સાથે જ છે,' વગેરે વગેરે શબ્દો વાપરી વાપરીને પ્રાર્થનાઓ કરવી જોઈએ.
તો આ બધું શું છે? કે વૃત્તિ સંગ્રહ સ્થાન છે. ક્યાં આગળ? આપણું હૃદય. આપણી બધી વૃત્તિઓ ક્યાં છે? હૃદયની અંદર. આ વૃત્તિ જે છે એ કેવા ફોર્મમાં હતી? બીજ ફોર્મમાં હતી. આ બધી ક્યાંથી આવી? આ જે છે એ લાસ્ટ બર્થ સુધીનું જે એક્યુમલેટર હતું આપણી પાસે અને લાસ્ટની અંદર જે કંઈ આપણે બધું વિચાર વિચાર કર્યું હતું કે, 'આવું હોવું જોઈએ, આવું હોવું જોઈએ, આવું હોવું જોઈએ,' એ બધું ભેગું થયું અને પછી હવે અત્યારે આવ્યું છે. એ બધું ક્યાં હશે? તો કે આપણા હૃદયની અંદર. હૃદય એટલે હાર્ટમાં નહીં, જેને આપણે હૃદય ભાવ, જ્યાં આગળ આપણે ફીલ કરીએ છીએ, ક્યાંક અનુભવ આવે છે એ જગ્યા. ત્યાં બધી વૃત્તિઓના બીજ પડેલા છે આપણા.
હવે એને અનુકૂળ સંજોગ જેવો પ્રાપ્ત થાય એટલે એ વૃત્તિ અંગેનો ફણગો ફૂટે. અહીંયા આગળ જાય અને પછી એક આમ વિચાર બહાર, છાપું જેમ બહાર પડતું હોય ને, એવી રીતના. એટલે એ વિચાર જે છે એ પછી આપણને શું કરે? એક્શન તરફ લઈ જાય. કેટલાક વિચારો નબળા હોય તો એક્શન તરફ ના લઈ જાય. મોટાભાગના વિચારો એવા હોય કે આપણે એના ઉપર એક્શન લેતા હોઈએ છીએ, દરેક વિચારો ઉપર. તો એવી જાતનું અહીંયા આગળ થાય છે.
અને એના માટે જવાબદાર આપણો આ અહંકાર જ હોય. એ કશું જ જુએ નહીં. બુદ્ધિ બતાવે કે, 'આ કરીશ તો આટલો ફાયદો થશે અને આટલું નુકસાન થશે.' મન છે એ તમને એઝ ઈટ ઈઝ જે બી પરિસ્થિતિ છે તે આમ કરીને આમ બતાવી.
શુદ્ધાત્માનો આપણે અનુભવ સતત માંગવો જોઈએ કે, 'એનાથી જ મારે બીજું કંઈ જોઈતું જ નથી હવે, બસ!' કારણ કે બધું આવી જ ગયું છે મારા જીવનની અંદર, સંપૂર્ણતા આવી ગઈ છે અને હવે કશાની ઈચ્છા રહી નથી. ધીમે ધીમે ધીમે ધીમે સંતોષ આવવા માંડશે. એ સંતોષ જેવો એક લેવલ ઉપર આવશે ને એટલે બાકીની બધી વસ્તુઓ પાછી સેટ થવા માંડશે લાઈફની અંદર બી બધું. તો આ બહુ ફાયદાકારક વસ્તુ છે.
એટલે આપણે કહીએ કે, 'ભાઈ, શુદ્ધાત્માનો જ મને અનુભવ જ હોય છે અને આ જગતની કોઈપણ વિનાશી ચીજ મને હવે જોઈતી નથી.' આત્મા અવિનાશી છે, જગત આખું વિનાશી છે અને જગતમાંથી મારે લઈને શું કરવું છે? કારણ કે હવે હું તો આત્મા થઈ ગયો, બરાબર? દુકાન કાઢી હતી પહેલા, એ આપણે તો એ દુકાને કાઢી નાખી કે, 'ભાઈ, આ મારે નથી જોઈતું.'
યા, ચિત્ત આપણું ક્યાં હોવું જોઈએ? હંમેશા બોધમાં હોવું જોઈએ, સત્સંગની અંદર હોવું જોઈએ. સત્સંગ ક્યાં આગળ હોય? કોક જગ્યાએ હોય, એ વાત બરાબર છે. સત્સંગ હંમેશા આપણી અંદર હોવો જોઈએ. સતનો સંગ કરવાનો. ચિત્તને ક્યાં મૂકવાનું? આત્માની જોડે. એને સત્સંગ કહેવાય. શું? ચિત્તને આત્માની જોડે મૂકી રાખો અને ચિત્તને આઘું પાછું જરા પણ ના થવા દો તો તમે સત્સંગમાં. બાકી બધો કુસંગ. પછી ગમે ત્યાં જઈને બેઠા હોય, હોય તુલસીદાસનું રામાયણ ચાલતું હોય.
કંઈક બીજું ચાલતું હોય, જોયું છે ને બધું? એટલે ક્ષણે ક્ષણે સ્વસત્તામાં રહેવાનો મતલબ કે આપણે આત્મ સ્વરૂપમાં હોવા જોઈએ હંમેશા, હર પલ, હર પલ. બસ, હું આત્મા જ છું. એમાં કંઈ બદલાવ આવવાનો જ નથી મારામાં. કપડા બદલાશે પણ હું તો એનો એ છું. મારામાં કોઈ ફેરફાર થઈ શકે એમ નથી. હું અવિનાશી છું, હું અરૂપી છું, હું નિરઅહંકારી છું. એટલે અહંકાર બી ચાલી ગયો. હું નિર્વિકારી છું. કેટલા બી વિશેષણો આપણે જોઈએ, ઘણા બધા 'અ' થી શરૂ થાશે અને ઘણા બધા 'નિ' થી શરૂ થશે. 'નિ' વાળા છે એ બધું બતાવશે કે આ ના હોવું જોઈએ. 'અ' વાળા બતાવશે કે તમને જેમ કે અસંગ, અવ્યય, અક્ષય એવા એવા. અને પેલા જે હશે તે બધા 'ન' ઉપર જે ચાલતા હશે તો કઈ કહેશે કે હું નિર્વિકારી છું, હું નિર્વિહારી છું એવા એવા બધા શબ્દો. તો એ બતાવશે કે આવો છું એટલે હું આવો છું ને આવો નથી, આવો છું ને આવો નથી એમ ડિસાઈડ થતું જ જાય, થતું જ જાય.
તમારું જે આત્મા અંગેનું જે વિઝન છે એ વધારેને વધારે ક્લિયર થતું જશે એનાથી.
વિતરાગ જેને કહેવાય, વિત રાગ એટલે વિતર રાગ એટલે દ્વેષ પણ નહીં અને રાગ પણ નહીં. એવા પ્રકારની એક બેલેન્સ સ્ટેટ ઓફ જેને કહેવાય માઇન્ડ નહીં, બેલેન્સ એક બધાનું આખું ટોટલ હોમિયોસ્ટેટીસ. સંપૂર્ણ સંતોષ. આ ડોલમાંથી આ ડોલમાં આપણે કશું નાખવું નથી, કોઈ બેનું વજન સરખું કરવું નથી, કશું કરવું નથી કે જેમ છે એમ બરાબર છે. વિતરાગ વિજ્ઞાનમાં પછી એનાથી જાગૃતિ વધતી જાય. જ્ઞયો જે છે તે કેટલા છે? સબ્જેક્ટ જાણવાના અને અનંત છે. જ્ઞાન કેવું છે? તો કે એ પણ અનંત છે. જ્ઞાતા કેટલા છે? તો કે એ પણ અનંત છે. જ્ઞાતા આપણી અંદર જે છે એ પણ અનંત છે. જ્ઞાન જે છે એ બી કેટલું આપણે એને ક્વોન્ટિફાય નથી કરી શકતા એટલું છે. જાણવાની વસ્તુઓ કેટલી છે? તો કે એ પણ અનંત છે. પણ આ બધું છે ક્યાં? એક જ જગ્યાએ છે. આ બધાનો અનુભવ આપણને જે જગ્યાએ આવે છે એ જગ્યા એક જ છે.
તમારી અંદર એને શોધો. એ તમને રેફરન્સ પોઈન્ટ ત્યાં મળી જશે. શોધશો એટલે મળશે. ખાલી તમને ટીપ આપું છું, બેસજો.
જ્ઞાતા છે તો જ જ્ઞયો છે. જો જ્ઞાતા જ ના હોય દાખલા તરીકે, હું જ ના હોવ અહીંયા આગળ તો આ ક્લાસ કેવી રીતે થવાનો છે? કોઈક બીજાને પછી લાવવું જ પડે. તો રિપ્લેસમેન્ટ તો જોઈશે ને? જ્યાં સુધી રિપ્લેસમેન્ટ ના આવે ત્યાં સુધી ક્લાસ કંટીન્યુ ન થઈ શકે. તો એવી રીતે આ જ્ઞાની એ પ્રકૃતિ અનાત્માનો ભાગ છે. જ્ઞાની પ્રકૃતિ જાણવાનો જે ભાગ છે આપણી અંદર જેને આપણે નોલેજ કહીએ છીએ એ પણ શું છે? તો કે પ્રકૃતિ અનાત્માનો એક ભાગ છે. આત્મા તો જે જાણે છે બસ એ જાણે છે. આ કેવી વસ્તુ છે કે આમ ફ્લેશ કરીને આમ ફોટો પડી ગયો એટલે પડી ગયો, કામ થઈ ગયું. બસ એક જ એ ફક્ત જાણે જ છે અને જુએ જ છે, બીજું કંઈ કરતું નથી. જ્ઞવ ઉડી જતાં જ્ઞાન જ્ઞાતામાં પડી જાય છે. જે જ્ઞાતા છે એની અંદર બધું જ્ઞાન ઓટોમેટીક આવી જ જતું હોય છે. જ્ઞયો છે એ બધા કેવા છે? તો કે એવર ચેન્જિંગ.
હંમેશા એમાં પરિવર્તન થયા જ કરતું હોય. આજે આવું દેખાય, અડધો કલાક પછી બદલાઈ ગયું હોય. જુઓ કે મેઘધનુષ્ય છે, દસ મિનિટ પછી એના કલર આ બધું ફેડ થઈ ગયું હોય, કંઈક જુદું હોય અથવા વધારે સારું પણ દેખાતું હોય એવી રીતનું જોવા મળતું હોય. એટલે પરિવર્તનશીલ છે. આ સંસારનો નિયમ છે. સંસાર એટલે બધું સર્યા કરતું હોય. હાથમાં મુઠ્ઠી રેતી પકડી હોય ને આમ કરીને આપણે આમ રાખી હોય, ગમે તેટલું આપણે હોલ્ડ કરવાની ટ્રાય કરીશું, છેવટે શું થશે? સરી જશે. રેતી આપણાથી પકડી શકાતી નથી. એવી રીતે સંસાર પણ આપણા હાથમાંથી સરી જતો હોય છે. એની ખબર પેલા એલેકઝાન્ડરને પડી ગઈ હતી. પછી એને મુઠ્ઠી ખોલી કાઢી. મેં એવું કંઈક વાંચ્યું હતું.
આ જ્ઞયો છે એ બધી શું છે? આપણી વૃત્તિઓ છે. આને પૂર્યાષ્ટક કહીએ છીએ. પૂર્યાષ્ટક એટલે આ જે સેન્સેશનો જે છે બધા એની અંદર ટચ, સ્લાઈટ, હિયર એન્ડ ટેસ્ટ. આ પાંચ એના સાથે સાથે આ જે છે એ ઉમેરાય છે. આમાં જેવું આવે એટલે એમાં જીવ ભાવ પેદા થાય. શું થાય? જીવ ભાવ પેદા થાય. જેમ આપણે પાણી મૂકી રાખ્યું હોય ખુલ્લાની અંદર કશું જ કર્યા વગર, અંદર બધા જીવાત પેદા થઈ જાય છે. કેવી રીતે થાય છે? બસ એવી સ્વાભાવિકતાથી અંદર જીવ ભાવ પેદા થાય છે. એ જીવ ભાવ પાછો ધારણ કોણ કરે છે? આવો અહંકાર કરે છે. આત્મા અહીંયા આગળ હોવા છતાં પણ એ કશું એઝ્યુમ કરતો નથી. આ કશાની જવાબદારી એ લેતો નથી હોતું. અહીંયા થોડોક બતાવવાનો પ્રયત્ન કર્યો છે. પરમાત્મા જે છે એની પાસે અનંત ગુણો છે. પ્રકૃતિના ગુણો છે અને તો કે આ લિમિટેડ છે. આ શુદ્ધ ચેતન છે, ચૈતન્ય છે.
અહીંયા આગળ દ્રવ્ય ભાવ ના હોય, સંપૂર્ણ શુદ્ધ છે. અહીંયા આગળ જ્ઞાન પ્લસ દર્શન પણ બંને સાથે જ હોય. અનંત ગુણ હોય એની અંદર, સંપૂર્ણ શુદ્ધ હોય. આત્મો દ્રવ્ય એટલે પોતાનું જ એક જેને કહેવાય ઘનતા છે. ચૈતન્ય ઘન એટલે હેત સચ એમાં દ્રવ્ય ના હોય. બધું અલગ અલગ છૂટું ના કરી શકે. લોટ જેવું આમ પાડી ના શકો તમે. કોઈ રેતી જેમ કે નાખવી હોય એવી રીતના ન થઈ શકે. તો આત્મા છે તો એની અંદર આત્માના પોતાના ગુણો હોય. પ્રકૃતિનો કોઈ પણ ગુણ આત્મામાં ના હોય. આત્માનો કોઈ પણ ગુણ પ્રકૃતિમાં ના હોવા છતાં પણ ભાસે છે. કારણ એનું શું છે? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. એ ક્યાંથી આવે છે? તો કે જે સંસાર ગામીની બુદ્ધિ, અજ્ઞાન જેને કહેતા હતા આપણે, જે બુદ્ધિ તમને સંસાર ભણી લઈ જાય, એવા કામો બતાવે, સંસારમાં રહેવામાં ફાયદો છે, નફો છે એવું બતાવનારી જે કંઈ બુદ્ધિ છે તે બધી જ આ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ.
અને એ કેવી છે? તો કે નિશ્ચેતન. એના પોતાનામાં પોતાનું જેને કહેવાય કે ચાર્જિંગ એનું પોતાનું નથી. એનો પોતાનો પાવર નથી. પણ આ હોવાપણાની સાથે એના આત્માની સાથે હોવાના કારણે એની અંદર એ પાવર પેદા થતો.
હોય છે એટલે રીમોટલી એ ચાર્જ થયા જ કરે. આ પ્રકૃતિ જે છે, તો આ બંને ભિન્ન છે. આની અંદર દ્રવ્ય ભાવ હોય. પ્રકૃતિની હંમેશા પરિવર્તનશીલ હોય, એની અંદર વિકારો પેદા થાય, અશુદ્ધિઓ આવતી હોય પ્રકૃતિની અંદર. તો આ બધા થાય છે: ક્રોધ, માન, માયા, લોભ, લઘુ, ગુરુ થવા ફરે. આ બધું જ પ્રકૃતિના ભાગમાં થાય છે. એની અંદર દ્રવ્ય, ગુણ અને પર્યાય હોય. તો શું? તો કે એના કન્ડિશન હોય, તો બધા એટેચમેન્ટ હોય દરેક સાથે. ક્યારેક એટ્રેક્ટિવ પણ લાગતી હોય, હોય એટલે પણ ખેંચાઈ જતા હોય છે આપણે પ્રકૃતિની સાથે.
પ્યોર કોન્શિયસનેસ એની સામે જોઈએ તો કેવી છે? તો કે આવી છે: સ્વયં જ્યોતિ છે, સ્વયં પ્રકાશ છે, એટલે કે પ્રજ્ઞા. એનાથી શું થાય? તો કે મુક્તિ થાય આપણી. આ એક જ વસ્તુ એવી છે કે જે આપણને આપણા આત્મ સ્વરૂપમાં રહેવામાં મદદ કરતા છે, આપણા પોતાના જ પ્રયત્નો, બીજા કોઈના નહીં. જ્યારે અહીંયા આગળ એ પરપ્રકાશિત છે, વારેવારે જાય અને ચાર્જિંગ કરે. કોનું? તો કે સંસારનું. આપણે કોક જગ્યાએ જઈને ઊભા રહીએ એટલે પાછું એમ થાય કે, "યાર, આ આવું બનાવ્યું છે ને! આપણે બી આપણા ઘરની અંદર થોડો ફેરફાર આવો જ કરી દઈશું ભવિષ્યમાં." કરવાની બાબત પાછું મગજમાં સેટ થઈ ગઈ. કોકની ગાડી જોઈ એટલે વિચાર કરે કે, "હવે નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે બદલાવવાનું થાય ને, એટલે દસ વર્ષ ગયા પછી એમાં બીજા." એટલે આવું આવું બધું આપણે આગળ આગળ ગોઠવતા જ જઈએ છીએ જિંદગીની અંદર.
સંસાર એનાથી જ બને છે.
તો તમે એક વખત એમ કહી દો કે, "મારી પાસે બધું જ છે, મારી પાસે પૂરતું છે, આઈ એમ હેપી વિથ ઈટ." ઓકે, આ પૂર્ણવિરામ આવી ગયો. પછી જે આવવાનું છે તમારા પાસે, એ તો તમને ડ્યુ છે એટલે તમને મળશે જ. તમારે ભોગવવું જ પડશે, છૂટકો નથી. પુણ્ય પૂરેપૂરી ભોગવ્યા વગર તમે મોક્ષે પણ જઈ શકતા નથી. પાપ પણ તમારું જોઈ છે. એમને જો આત્મામાં સભાન રહી અને તે વખતે આમ કરીને આમ બતાવી દીધું હોત, તો એમને ગાડી પાટે ચડી ગયો હોત. પણ એક પુણ્ય કરી નાખવાના પરિણામે હવે એમને થોડીક રાહ જોવે આવે છે. કોઈને વાર નથી ને? જવું જ છે ને બધાને? ચલો, ગુડ.
હું કોની ઉપાસના કરું? 33 કરોડ દેવી-દેવતાઓ, માતા-પિતાથી શરૂ કરીને, પિતૃઓથી શરૂ કરીને, સૂર્ય, ચંદ્ર, અગ્નિ – આ કેટલા બધા! ઇન્દ્ર ભગવાનને વારેવાર ખોટું લાગી જાય છે પાછું. એટલે એમને બી સાચવવા પડે. પછી આપણા કુળદેવીને પણ સાચવવા પડે. આટલા બધા લોકોને મારે સાચવવાના, તો હું ઉપાસના કોની કરું? તો કે ભાઈ, તું આત્માની ઉપાસના કર.
દત્ત ભગવાન કહે છે કે, "ભગવાનનો જન્મ ક્યાં થાય છે?" તો કે, "ભક્તના હૃદયમાં થાય છે, એ કોઈ જગ્યાએ નથી થતો." કૃષ્ણનો મથુરામાં થયો હતો, ગોકુળમાં થયો કે બરાબર છે કે જેલની અંદર થયો, તો એ ફિઝિકલ એ બાબત છે. પણ ભક્તનો કે ભગવાનનો જન્મ છે, એ ખરેખર તો ભક્તના હૃદયમાં થતો છે. ભગવત વૃત્તિ અંદરથી પેદા થાય છે તમને. હા.
જેની અંદર અવિનાશીપણું હોય, ઐશ્વર્ય હોય, અનંત જ્ઞાન હોય, અનંત દર્શન હોય, અનંત શક્તિઓ હોય, એને આપણે ભગવાન કહી શકાય. બીજા કોઈને ભગવાન કહેવાય નહીં. એટલે ભગવાન અવિનાશી હોય, અજન્મા હોય, એનો જન્મ ના થાય, એનું મૃત્યુ ના હોય. એટલે જ આત્મા ભગવાન છે. આત્માનું ઐશ્વર્ય બી કેટલું બધું!
આ બધી આપણે ઊભું કરેલું છે, આપણે જ બધાએ. આપણે "વી ઓલ આર રિસ્પોન્સિબલ ફોર ઓલ ધીસ". આ કન્ફ્યુઝન ક્લિયર કરવા માટે જ ભેગા થયા ભાઈ આપણે. સો, મને બી એવું જ થતું હતું. આ ભગવાન પછી કહે છે, આ દત્ત ભગવાન. પણ દત્ત ભગવાન જ્યારે આપણે બોલીએ છીએ, ત્યારે આપણે એ કહીએ છીએ કે એની અંદર આ છ જે વસ્તુઓ (ભગ એટલે સિક્સ જેને કહેવાય) એ છ મુખ્ય બાબતો એની અંદર હોવી જોઈએ. એના સહિત હોય તો એને આપણે ભગવાન કહી શકાય.
તો દાખલા તરીકે, તમે અત્યારે હમણાં 20 મિનિટ પછીથી આ બધી જ વસ્તુઓને તમે જો એઝ્યુમ કરો તમે પોતે, તો તરત લોકો તમને ભગવાન કહેવા માંડશે. લોકો રજનેશને ભગવાન કહેતા જ હતા. કોઈને પણ કહેશે ભગવાન. કેટલા લોકો એવા છે કે જે લોકો સામે મળે તો કહેશે, "જય ભગવાન!" સામે જુએ છે કે એનામાં આ ભગવત્તા છે, તો એને કહેશે ભગવાન. ધર્મ ભગવત્તા હોવી જોઈએ: ભગવાન જેવી વૃત્તિઓ, ભગવાન જેવું જ્ઞાન, ભગવાન જેવી શક્તિઓ. તો એને આપણે ભગવાન કહી શકીએ.
એટલે ભગવત વૃત્તિ છે, એના વિચાર, આચાર, આ બધી વસ્તુઓ જે છે, એ ભગવત હોય. બાકીનો બીજા બધાનું કેવું હોય? પ્રકૃતિ હોય, સંસાર ગામીની હોય. એટલે એનાથી એ છૂટો પડી જાય છે કે, "આને ભગવાન કહેવાય ને આને નથી કહી શકતા હજુ." બટ પોસિબિલિટી છે એનામાં. આજે નહીં કાલે બની જ જવાનો છે. આત્મા છે, આત્મા છે, એ જ પરમાત્મા છે.
તો આ જે ચિત્તનો જે ભાગ બહાર જતો ભાગ છે (ફોકસિંગ), એ જેવો આની સાથે જવા માંડે અંદર, એટલે સંસારનો લય થઈ જાય છે. સેલ્ફ રિયલાઈઝેશન એટલે શું? તો કે સંસારમાં આસક્તિ વગરનું જીવન જીવવું અને આપણે શું છે તે જાણી લેવું. પહેલી વાત તો જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞય એ ત્રણેય એક જ જગ્યાએ તમને મળશે. અને જ્યારે તમે આ અનુભવ કરશો કે, "હું કેવળ આત્મા જ છું, બીજું કશું જ નથી મારામાં, સંસાર સંસારને લગતા કોઈ પણ ભાવ પણ નથી, કોઈ અભાવ પણ નથી." આવી પરિસ્થિતિ થશે તે વખતે પરમ જ્યોતિ સ્વરૂપ તમે બની ચૂક્યા હશો, તમારામાં ભગવત્તા આવી ચૂકી હશે અને તમે સેલ્ફ સેન્ટર થઈ ગયા હશો.
આ સુટેવો અને કુટેવો. કેટલીક બાબતો આપણને બીજાની ટેવો-કુટેવો લાગતી હોય, એને સુટેવો લાગે. હોય કે, "સાંજના જમવામાં તો નવટાક તો લેવું, ઈટ્સ અ ગુડ હેબીટ!" પરદેશની અંદર બધું આમ ચાલ્યા જ કરતું હોય. એટલે ફાધર અને સન બધા ટેબલ પર જોડે બેસીને જમતા હોય, તોય પાછા બધા એકબીજાને ચિયર્સ કરતા હોય. તો ત્યાં એ સૂટેવ છે. અહીં આ જ પરિસ્થિતિ જુએ તો તરત જ દુઃખ થઈ જાય. અરે, કેવું ફેમિલી છે કે ફાધર એન્ડ સન બેટે બેઠા કે ચિયર્સ કરતા હતા કે અમે!
ગયા ત્યારને તો ચોક્કસ નક્કી કરેલા છૂટે કૂટે બધું આ જ છે. તમે નક્કી કરેલું છે, "મારે આમ કરવું છે." ટેવ એટલે શું? કોઈ એક વસ્તુ રિપીટેટીવલી જ્યારે તમે કરો, રિપીટેટીવલી, પછી એની અંદર તમારે એફર્ટ મૂકવાની, ફોકસ કરવાની, એટેન્શન આપવાની જરૂર રહેતી નથી. આ થઈ ગયું. હવે આ સુટેવ પણ હોઈ શકે, આ કુટેવ પણ હોઈ શકે. પ્રશ્ન આપણો અહીંયા આગળ આ ઊભો થાય. એટલા માટે એને કહે છે કે, "ધીસ ઇસ નોટ રીયલ." પણ એનો મતલબ એ નથી કે આ સામે દિવાલ છે, હું તો હવે આત્મા છું, જઈને ત્યાંથી આમ બહાર નીકળવાનો પ્રયત્ન કરું. કેમ? કેમ કે જ્યાં સુધી દેહાધ્યાસ છે ત્યાં સુધી એ દિવાલમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરશે, માથું ફૂટી જશે.
મળવા જવાના હોય ત્યારે પેલા ભાઈ અવેલેબલ નથી, સામે આ વસ્તુ આવીને ઊભી રહેશે. આનું પરિણામ એ આવશે, કેટલા પણ પ્રયત્નો જાણવાના કર્યા જ કરે પણ એ જાણી શકે નહીં. તો આને કહેવાય જ્ઞાનાંતરાય. આપણે બધાએ જાણવું જ છે ને જ્ઞાન શું છે? પણ કેમ હજુ સુધી આપણને આમ આ બધી વસ્તુ જાણી નહોતા શકતા? બધા બહુ ભણ્યા આપણે તો. બી.એ. થયા, બી.કોમ. થયા, કંઈક થયા, પેલા ડોક્ટર થયા, બધું કેટલું બધું ભણી કાઢ્યું! અને તોય આટલી સિમ્પલ વસ્તુ આપણને ખબર કેમ નથી પડતી? કે જ્ઞાનના અંતરાયો હતા ત્યાં સુધી તમે આ બાબતો વિશે જાણી શકતા નથી. આજે તમારા તૂટી ગયા તો તમને જ્ઞાનાંતરાય શું છે તેના વિશેની સમજણ પડી જાય. ઈટ ઇસ સિમ્પલ. તો જ્ઞાનના અંતરાયો આ દૂર થઈ ગયા.
બીજો રસ્તો એવો છે કે આને દૂર કરવા હોય તો તમે શાંતિથી બેસીને પ્રાર્થના કરો કે, "ભાઈ, મારે આ વસ્તુ જાણવી છે અને એ જાણવાની અંદર કંઈ અંતરાય ઊભો થયો હોય કે મારાથી કંઈ દોષ થયો હોય તો હું એની માફી માગું છું. પણ મારે આ જાણવું જરૂરી છે એટલે મને જાણવાની શક્તિ અને સંજોગો આપો." આપણે એવી પ્રાર્થના કરવી પડે અંદર. પછી એ પ્રમાણેના સંજોગો તૈયાર થશે અને તમને જાણવાનો મોકો આપશે.
એવી રીતે દર્શનાવર્ણી કર્મ. દર્શન સમાપ્ત હોય. આ ભાઈ ત્યાં આગળ ખાલી બેઠા હોય. બાજુમાં પેલા બે જણનું કન્વર્સેશન ચાલતું હોય, આમ ટર્મ્સ એન્ડ કન્ડિશન નક્કી થતા હોય કે, "સારું, બરાબર છે." એટલે આ ધીમે રહીને રહેવા દે કે, "કેમ કે પછી તને વાત કરું છું." કે, "સારું." એટલે પેલો ઈશારો પકડી લીધો ભાઈએ અને કીધું કે, "સારું બેન, આપણે પછી હું તમને કોલ કરું છું." કે, "બેન તો નીકળી ગયા." આ બહાર ગયા પછી આ ભાઈએ કહી દીધું, "20,000 માં તને આનાથી વધારે સારું મળી શકે છે." એમ્પ્લોય શું વાત કરે છે કે, "હું મારી ફલાણી ફલાણીને મોકલી આપીશ." હવે ખરેખર આ બેનને જે બેનિફિટ થવાનો હતો એના બદલે ભયંકર નુકસાન થઈ ગયું. આને ખબર નથી. આ જ્યારે આ કૃત્ય કરે છે તે વખતે આ બેનના ઘરની શું પરિસ્થિતિ છે, કેટલી ડાયર ડેસ્પરેટ નીડની અંદર છે આ, આને ખબર નથી.
એને શું કર્યું? પોતાનો ગેઈન જોયો, પોતાનો લોંગ ટર્મ બેનિફિટ જોયો કે, "હું મદદ કરું છું મારા મિત્રને, મારા મદદને મદદ કરવા માટે થઈને." એને આ વાત કરી. પણ એમને નુકસાન થઈ ગયું. પરિણામ શું આવ્યું? આ બેનને નોકરી ન મળવાના કારણે એમને ઘરની અંદર વધારે સમય સુધી લાચારીનો સામનો કરવો પડ્યો. કંઈ તકલીફ થઈ? ફાધર બીમાર હતા, હોસ્પિટલમાં જવાનું હતું, પૈસાની જરૂર હતી, ઝડપથી એ ના લાવી શક્યા અને મુશ્કેલીઓ પડી. આ બધી વસ્તુઓ શું થયું? અંતરાય પેદા થયો.
પણ ઇફ યુ એક્ઝામિન કે આ બેનના જીવનની અંદર આવા પ્રકારની સેટ ઓફ એક્સપિરિયન્સ કેમ આવ્યો હતો? તો એને જો એક્ઝામિન કરતાં કરતાં કરતાં કરતાં પાછળ જાવ તો આ બેને અગાઉ આ બધી જ વસ્તુઓ કોઈકની ઉપર કરી હતી. પરિણામે એમને આવ્યું છે. આજે ભગવાન કહે છે, "હું તો આ કશામાં હાથ ઘાલતો જ નથી. આ તમારું જે છે ને બધું ડર્ટી પોલિટિક્સ છે. આઈ એમ ગોડ." સો એટલે કોઈપણ વ્યક્તિનું જજમેન્ટ આપણે લેવું જ જોઈએ નહીં. કહેવાનો મતલબ આપણું એ છે કે જે દિવસે આપણે જો પાંજરામાં પુરાયા તો આપણી પરિસ્થિતિ શું હશે એનો આપણને અહેસાસ હોવો જોઈએ. અને જો એનાથી બચવું હોય તો આપણે એવા કર્મો કરવા જોઈએ નહીં. આપણા ચારિત્ર્યની અંદર કોઈ અંતરાયો પેદા કરવા જોઈએ નહીં. કોઈકના જીવનની અંદર કોઈપણ પ્રકારના વાંધા વચકા, તકલીફો, કશું પેદા કરવામાં આપણે નિમિત્ત બનવું જોઈએ નહીં, જો આપણે વ્યવસ્થિત સારું જીવન જીવવાનું હોય છે તો.
તો તમે જુઓ, બધા સંતોના ચરિત્રો જુઓ. તમે બધા મોટીવેટિંગ હોય છે, ઇન્સ્પાયરિંગ હોય છે. પણ વાસ્તવમાં એ લોકોનામાં અંદર બીજું શું તમે શોધી કાઢો કે સ્ટ્રેન્થ ઓફ કેરેક્ટર હશે એમાં જબરજસ્ત કે કંઈ પણ થાય પણ અમુક વસ્તુ જ કરશે. કેટલી બી મુશ્કેલ પરિસ્થિતિઓ આવી હશે, કેટલી બી કસોટી થતી હશે. એમને એવું લાગે કે ભગવાન મારી કસોટી કરે છે. ભગવાનને કોઈ નવરાશ નથી કસોટીઓ કરવા બેસવાની. તમારે કંઈ પ્રશ્નપત્ર કાઢીને થોડું બેસવાનું છે? પણ આ બધું જ અગાઉ જે કંઈ એમણે પૂરેલું હતું એ બધું અત્યારે એમના જીવનમાં પ્લે થઈ રહ્યું છે. અત્યારે એક્ઝેટલી આ બોડી છે, આ માઇન્ડ છે અને આપણી સ્પીચ છે. તો એ શું છે? તો કે આ પ્લેયર છે અને આ બધા પ્લે થઈ રહ્યા છે. પ્રોગ્રામ કયો? તો કે પાછલા જન્મનો. પાછલા જન્મ સુધીનું જે કંઈ બધું આપણે એક્યુમલેટેડ હતું ને બધું આપણું ડેબિટ, એ બધું અત્યારે અહીંયા આવ્યું છે અને એ બધું પ્લે થઈ રહ્યું છે.
અત્યારે કન્ડિશન આજની છે અને એમાં એ પ્લે થઈ રહ્યું છે. હવે આમાં કોઈ ફેરફારને અવકાશ નથી. તમે કાં તો એને બંધ કરી શકો, કેસેટ બદલી શકો, એટલો ઓપ્શન તમને રહે છે. બાકી કોઈ ઓપ્શન રહેતો નથી. યુ હેવ ટુ નેસેસરી ડૂ ધેટ ઓન્લી કે જે પ્રોગ્રામની અંદર છે. નામ, રૂપ, ગોત્ર, આ બધા કર્મો છે. તમને અમુક જ નામ આપવામાં આવે છે અને એ નામ ઉપર, એ નામે તમારું આખું જીવન ચાલે છે. તો નામ અગત્યનું છે બહુ.
જ એવી રીતે, રૂપ એકનું એક રૂપ હોય છે, બીજાનું બીજું રૂપ હોય છે. રૂપાળો માણસ વધારે રૂપાળો બનવાનો જ પ્રયત્ન કર્યા કરતો હોય. કદરૂપ હોય કે જે છે એ ચાલશે કે "આપણે તો શરીર સારું છે ને, વાંધો નથી," તો એને કઈ બહુ વિચાર નહીં આવતો હોય કે "મારે બહુ સૌંદર્યવાન બની જવું જોઈએ." કેમ? ત્યાં તો અંદર મનમાં જે આ બધું ખોટ પુરાયેલી હોય, ભરાયેલી તે પૂરી કરવા માટે આ બધું તોફાન મચાવતા હોય છે.
તો ગોત્ર કર્મ છે. ગોત્ર એટલે આપણે બધા જ ભારતની અંદર કોઈક ને કોઈક ઋષિના સંતાનો છીએ. એટલે જ્યારે તમે કોઈ જન્માક્ષર કે કંઈક કાઢો, તો તેની અંદર આ એક વસ્તુ લખેલી હોય: "ગોત્ર." દાખલા તરીકે, આમનું ગોત્ર વચ્છસ છે. કોઈક બીજાને ખ્યાલ છે પોતાનું ગોત્ર ભારદ્વાજ. એટલે વશિષ્ઠ, ભારદ્વાજ, વિશ્વામિત્ર — આ બધા ઋષિઓ જે કંઈ થઈ ગયા તે અમારું એમ કે ગોત્ર ગણાતું કહેવાય છે. કૌશિક ગોત્ર. એટલે જ્યારે આપણે પેલા બ્રાહ્મણો આપણને પૂજા પાઠ બધું કરાવે, તો તે વખતે આપણે બોલતા હોઈએ છીએ કે "કૌશિક ગોત્રોત્પન્ન અહમ દિવ્યાંગ શર્મા." બ્રાહ્મણો નામ એ પછી આગળનો સંકલ્પ ચાલે. એટલે જો કર્મો સત્કર્મ કરો છો, તો પણ કોના નામે છે એના સાથે જોડાય છે, નામ સાથે. એટલે નામ, રૂપ, ગોત્ર અને એકનો કર્મ આયુષ્ય કર્મ છે.
આયુષ્ય કર્મ એટલે જેટલા તમે લઈને આવ્યા એક્ઝેટલી. 80 લીટર પેટ્રોલ ભર્યું છે ગાડીની અંદર, તો 80 વર્ષ ચાલવાનું છે. 70 લીટર ભર્યું છે, તો 70 વર્ષ ચાલવાનું છે. બસ, આ અંદર ટેન્ટેટીવ મૂકેલું છે. હવે પેટ્રોલના કેસની તો શું થાય કે થોડુંક ઊડી પણ જાય, ઇવાપરેશન હોય છે ને? રેટ ઓફ ઇવાપરેશન શુડ બી ટાંકી કેટલી વાર ખુલ્લી રાખો છો તમે? તો વેદનીય કર્મો છે આ બધા. કેવા છે વેદનીય કર્મો? પેલા જે છે તે આત્માની ઉપર ઘાટ કરનારા છે જુના. આ ચારે ચાર જે છે ને, એ તમને શું કરે? તો કે આત્માનો તમને અનુભવ થવા ના દે આવા જ્યારે કર્મો થયા હોય તો. એટલે આ લપેડા જરા પ્લાયવુડના છે એમ કહેવાય, કોન્ક્રીટના છે, લોખંડના મોટા મોટા બેરિયરો મૂકેલા છે, એની પાછળ આત્મા બેઠો છે એવું સમજો.
જ્યારે આ કેસની અંદર આ બધા જે કર્મો છે, તે બધા શું છે? પાતળા પડદા જેવા છે. કાપડનું જાડું કપડું છે, રેશમી કપડું છે, ખાદીનું કપડું છે. તમે આમ કરીને ખસેડી શકો છો અને જઈ શકો છો એવા પ્રકારના છે. તો ઇઝીલી એક્સેસિબલ છે આ. પણ એ કાપડમાંથી તમે આમ આરપાર બી તમે જોશો, તો તમને થોડો થોડો અંદાજ આવવા માંડશે કે "હા, મારો આત્મા આવો આવો હોય છે." પેલા કેસની અંદર તો ખબર જ નહીં પડે, અંધારું ઘોર. કારણ કે એ બધું સહેજ પણ આત્માનું લાઈટ બહાર આવવા દે એવા હોતા નથી. આત્મા પુગરાયો નથી, પણ અંતરાય એવા પડ્યા છે કે પ્રકાશ બહાર આવી શકતો નથી. આત્માને ક્યાંય સફોકેશન અત્યારે બી લાગતું નથી. ગમે તેટલી પરિસ્થિતિની અંદર કોઈના પણ આત્માને સફોકેશન લાગતું નથી હોતું, કારણ કે એ તો ફ્રી છે પોતે, મોક્ષ સ્વરૂપ છે, પોતે ખુદ મુક્તિનું ધામ છે. ત્યાં જ બેઠો છે એ તો.
એને કોઈ પરવાહ નથી, ગમે તે સાંસારિક પરિસ્થિતિઓ કેમ ના હોય.
એટલે જ્યારે તમે આત્મ સ્વરૂપમાં આવશો, ત્યારે આ ખુમારી પેદા થશે જીવનની અંદર. ભય બધા ભાગી જશે, ભાંગીને ભૂકો થઈ જશે, ભયનો ચૂરો ચૂરા કે "હવે આ બધું ગયું." કે એટલી બધી હિંમત આવશે, "હું તો આત્મા છું, મને ક્યાં કશું થવાનું છે?" એટલે એટલો પાવર અંદર તમને જીવનની અંદર આ વસ્તુઓ આપી શકે છે. વેદની કર્મો છે, એ વેદે છે. વેદે કોણ છે? અહંકાર. દરેક વસ્તુના અનુભવ કોને કરવાતા? એને કરવાતા. એટલા માટે એને વેઠવું છે. તો આ સંસાર છે એ વેઠ છે. હવે જો તમારે છૂટવું છે, તો તમે આત્માને જાણો. સંસારમાંથી જો તમને સંસાર વેઠ જેવો લાગે કે "આમાં વેઠવા જેવું એ નથી ને વેદવા જેવું એ નથી." વેદન કરો તો વેદના આવે ને? સંસારનું વેદન કરો કરો એટલે શું થાય? વેદના આવે, પેઇન થશે તમને. ક્યાંક ક્યાંક આમ વેદ સુપિંચીસ તપાસ કરો એટલે ખબર પડશે, અહંકાર જડી જશે અને આત્માએ જડી જશે.
આ જીવ ભાવ છે, પૂર્યાષ્ટક જે આપણે વાત કરી. પાંચ સંવેદનો છે આપણા અહીં આગળ અને મન, બુદ્ધિ અને અહંકાર એ ભેગા થાય એટલે આઠ થાય. એટલા માટે એને પૂર્યાષ્ટક કહેવાય. પૂરેલા છે પૂર્વે પૂરેલા અષ્ટક, આઠ વસ્તુઓ. એને પૂર્યાષ્ટક કહેવાય. એ એને જેવો આત્માનો સંગ લાગે એટલે એ જીવ બની જાય છે અને આ અંગ્રેજો એને સોલ કહે છે. એન્સોલમેન્ટ. આપણે ત્યાં આગળ જીવ ભાવ ધારણ કર્યો એવું કહેવામાં આવે છે. આત્માને જીવ સાથે કોઈ લેવા દેવા હોતી નથી. જીવ ઓપરેટ સેપરેટલી આત્માની હાજરીની અંદર. પણ પછી શું? આત્મા જતો રહે તો જીવ બી ગયો જ હોય. પછી એને પાછા નવી જગ્યાએ જવાનું ને? એટલે પાછું એ બીજું કપડું ખોળી કાઢે કે "આ ઢાલઘર વાળમાં જવું પડશે કે આપણે તો કંઈક સારું લઈ આવીએ."
ભગવાનની રિલેટિવ માયા સંસારની ઝંઝાળો છે. કેવી છે બધી? ઇન્દ્રિય પ્રત્યક્ષ છે. આ જે કંઈ આપણે જોઈએ છીએ, આપણું જ ઊભું કરેલું ઝાડું છે અને તે બધું કેવું? ઇન્દ્રિય પ્રત્યક્ષ. એટલે કે આ પાંચ ઇન્દ્રિયો અને પાંચ જ્ઞાનેન્દ્રિય અને પાંચ કર્મેન્દ્રિયો ટોટલ થઈને દસ અને આ મન, બુદ્ધિના અહંકાર જે ભેગા થઈને તેર જણા છે, એ આ બધું તોફાન આખું સંસારનું મચાવે છે. એનાથી જુદા પડી જશો, તમારા સંવેદનો તમે અલગ રહીને જોઈ શકશો, તો તમારામાં ઠહેરાવ આવી જશે, સ્ટેમિના આવી જશે, એક આખો જુદો. એટલે કોઈપણ વૃત્તિ કે વિચાર આવે છે, તો તમે જુઓ આ કર્તા ભાવ, ભોગતા ભાવ શું છે? કોને થઈ રહ્યો છે? ખરેખર એ રીયલ છે? ઇટ ઇસ નોટ રીયલ. આપણે એઝ્યુમ કરીએ છીએ કે "હું ભોગતા છું, હું આ કર્મનો કર્તા છું." કોના લીધે? તો કે આપણે ત્યાં બેસી જઈએ છીએ એટલા માટે અને પછી ભોગવવાનું આવે છે.
પણ જો તમે આત્મામાં બેઠા છો, તો કોઈપણ વસ્તુની ચિંતા કશું જ થતું નથી. વૃત્તિ અને વિચારો જે છે, તેને બરાબર તમે ધ્યાન.
રાખીને જુઓ અલગથી કેવી રીતે જુદાપણાની જાગૃતિ સહિત કેવી રીતે હું આત્મા છું. આ મનમાં આ થઈ રહ્યું છે, જેવી રીતે આ લેપટોપ પર આ ભાઈ જોઈ રહ્યા છે. અલગથી સામે પ્લે થઈ રહ્યું છે, એમની અંદર આ પ્લે નથી થઈ રહ્યું. એવી રીતે જ્યારે જોવા હશે ત્યારે તમે આ બધી ચીજોમાંથી છૂટી જશો. એટલે એને બહાર કાઢીને જોવું પડે. આપણે અત્યાર સુધી શું થાય છે કે આપણે અંદર બધું બેઠા બેઠા વેઠ્યા જ કરીએ છીએ, વેદ્યા જ કરીએ છીએ અને એટલે આપણને પેઇન લાગે છે.
આખા સંસારનો અંદર આ સંસાર જે આખો છે, એની દરેક જે રચનાઓ ઊભી થઈ રહી છે, એ બધી કેવી છે? તો કે કુદરતી રચના છે. "નેચર હેઝ મેડ ઈટ, નોબડી એલ્સ." બધાની પ્રકૃતિના પૂર્યાષ્ટકો ભેગા થયા, સમષ્ટિના કોમ્પ્યુટરમાં બધા ફિટ થઈ ગયા છે અને હવે ત્યાંથી એ પ્લે થઈ રહ્યું છે. એટલે કોઈ પ્લે નથી કરતું. ખરેખર તો એ ઓટોમેશન પણ છે કે તમને જે જોઈતું હોય એ તમને ચાર વાગે આપવામાં આવશે. ભાઈ, તમારી એલિજીબલીટી છ વાગે છે, તમને એ વસ્તુ છ વાગે મળશે. પછી પેલા બેનને જે કાંઈ જોઈતું હોય તે એમને આઠ વાગે કોક જગ્યાએથી કોક આવશે ત્યાર પછી જ મળવાનું છે. બધું ગોઠવાઈ ગયેલું હોય દરેક દરેક ચીજો. તો એને આપણે વ્યવસ્થિત એક શબ્દ આપ્યો હતો દાદાએ કે આ બધું વ્યવસ્થિત છે. એટલે કે જો તમે વ્યવસ્થિત સમજી જશો ને તો પણ તમે મોક્ષે પહોંચી જશો. ખાલી આત્મા ભલે ખબર ના પડે તો પણ તમે પહોંચી જશો.
એટલે ફરી પાછી એ જ જૂની વાત, "હરિ ઈચ્છા." જે બન્યું તે હરિ ઈચ્છા. દાદા શું કહેતા હતા? "જે બન્યું તે ન્યાય." આપણે જુના વખતમાં શું કહેતા હતા? "હરિ ઈચ્છા." બધું હરિની ઈચ્છા પ્રમાણે થઈ રહ્યું છે. હવે એ હરિને કોઈએ ક્યારેય સન્મુખ થયો નહીં હતો. બધાએ શું કર્યું? પોતાના મનમાં વિચાર આવ્યો કે હરિ આવા હોવા જોઈએ. ઉપર આવે, પીછું લગાડીને ફરતા હોય, મોરપીછનું, હાથમાં વાંસળી હોવી જ જોઈએ. કેમ? આ પેન હોય તો શું વાંધો? વાંસળી હોવી જોઈએ એવું બધું હતું. હવે એને જે કંઈક કર્યું, એક મનમાં ચિત્ર બનાવ્યું. એણે જે જોયું એ દર્શન હતું. હવે એને એને પેપર ઉપર ડ્રો કરી દીધું. પછી એ પ્રચલિત થવા માંડ્યું. એનું જોયું બીજાએ વળી પાછું એમાં થોડા વેલ્યુ એડિશન કરીને પાછું બીજું બનાવ્યું. તો તમને કૃષ્ણ ભગવાનની કેટલી કૃતિઓ જોવા મળતી હોય છે!
ઇનસર્ક્યુલેશનની અંદર શ્રીનાથજી ભગવાનની જુઓ તો કેટલી અલગ અલગ મળતી હોય. બુદ્ધની જુઓ તો બી કેટલી મળતી હોય. મહાવીરની જુઓ તો બી. એટલે જેટલા જેને બી આપણે ભગવાન સમજીએ તો દરેકે આ શું કર્યું કે પોતાના ઈશ્વરને, પોતાના ભગવાનને પોતાના હૃદયમાં પહેલા જન્મ આપ્યો. પછી એને પોતાના દર્શનમાં જોયા અને હવે એની એ પૂજા કર્યા કરે છે. તો આ ગોડ છે એ ગોડ રિયલ ગોડ નથી. પ્રોબ્લેમ એક જ છે, "ધીસ ધ ગોડ ઓફ ઈમેજીનેશન." એની કલ્પનાના ભગવાન છે. તો એ માનસિક રીતે એ બધું કર્યા કરે એટલા માટે એ જે ધાર્યું પરિણામ એને જુએ છે એ જ દઈને એને મળતું હોતું નથી.
પણ કંઈ ના કરે અને જો ઊંધા રસ્તે ચાલી જાય અને ખોટું ખરાબ કરવા માંડે એના કરતાં એ જ્યાં બેઠો છે ત્યાં જે ભગવાનની પૂજા કર્યા કરતાં હોય તે કરતો હોય તો એમાં એંગેજ રહેતો હોય તો એટલીસ્ટ એ પેલી વસ્તુઓથી બચેલો રહેતો હોય છે. એટલે એને ત્યાંથી ઉપાડીને એની શ્રદ્ધાને ખસેડીને આપણે એવું ના કરાય કે "જો આ ભગવાન છે ને તો બરાબર નથી. તું આ ભગવાનની પૂજા કરવા આપ, દોષ લાગે છે એમાં." સમજ્યા? કે એની શ્રદ્ધાને તમે ફેરવવાનો પ્રયત્ન ના કરો. ત્યાં આગળ એનો સમય આવશે, એ ખુદ એના ટાઈમે સમજશે. હા, એ જ્યારે પ્રશ્ન પૂછે કે આ કોણ છે ત્યારે તમે સાચો જવાબ આપજો. પછી એ પોતે ડિસીઝન લેશે કે મારે હવે આ નહીં આ ભગવાનની પૂજા કરવી છે કે હવે આ ભગવાનની મારે પૂજા બંધ કરવી છે. પણ એ ડિસીઝન કોનું હશે? એનું હશે. "યુ વોન્ટ બી રિસ્પોન્સિબલ ફોર ધેટ." ઓકે?
આટલું આપણને ખ્યાલ હોવું જોઈએ.
હંમેશા "હું કેવળ આત્મા જ છું." બસ, એના અંદર આપણે રહ્યા એટલે પૂરું થઈ ગયું કામ. અતિન્દ્રિય પ્રત્યક્ષ છું, ઇન્દ્રિય પ્રત્યક્ષ નથી. આત્માને આમ કોઈ સીધો જોઈ શકે ને? બધા કહે છે ને આત્મા સાક્ષાત્કાર થયા, આત્મા કોઈએ જોયો. એવી રીતના આત્મા નથી દેખાતો હોતો. આત્માનો તમે અનુભવ કરી શકો છો. જેમાં આપણે કર્યું ને આમ સેન્સીટાઈઝેશન, જેમ આપણે કર્યું ને આવી રીતના આમ ફેરવીને અંદર જુઓ તમે કે કયો ભાગ તમારો એવો છે કે જે સ્થિર છે. તરત તમને ચડી જશે કે આવો આત્મા છે. તમારા દેહ પ્રમાણે જ છે, તમારા દેહની બહાર જવાનું નથી. એ જ્યાં સુધી તમે હયાત છો, જીવંત છો, ત્યાં સુધી એ તમારી જોડે જ છે, તમારી અંદર જ છે. તો બહાર ક્યાંય ખોલવાની જરૂરત લાગતી નથી.
હવે નેક્સ્ટ, પરમાત્મા કેવા હોય? પ્રશ્ન થયો હતો ને બધાને? આવા હોય, આટલી વસ્તુ હોય. પણ આમાં પ્લસ પ્લસ આપણે આ ભાષાની મર્યાદા છે એટલા માટે મૂકવું પડે છે. એમાં પ્લસ માઇનસ હોતું નથી. આ બધું હોય એને આપણે પરમાત્મા કહેવાય. આટલી વસ્તુ હોવી જોઈએ પછી એને પરમાત્મા કહી શકાય. આ બધું જ પ્રકૃતિનો ભાગ છે. આત્મા અલગ છે. આત્મા અને પ્રકૃતિ બે જોડે થાય છે અને આ બધું ઊભું થાય છે. પણ જે પડે તમારું ચિત્ત આત્મામાં લય પામે ત્યારે આખી પ્રકૃતિ ટાઢી બોળ થઈ જાય. મતલબ શાંત થઈ જાય. કશું જ ના હોય પછી અંદર. કોઈ રિપલ્સન્સ પેદા થતા નથી. કોઈપણ પ્રકારના સંવેદનો, સ્પંદનો કશું આવતું નથી. કોઈ ડિઝાયર નહીં, કશું જ નહીં. પ્રકૃતિનો લય વિસર્જન શરૂ થઈ જાય. તે ઠેઠ મુક્તિ આપે અને મોક્ષે પહોંચાડે અને પરમાત્મા પણ પ્રગટ થઈ જાય. કારણ કે તમે પ્રકૃતિનો જો લય થઈ રહ્યો છે એવું જોનારો ઊભો થઈ જશે એ પડે.
એ જ તમારો આત્મા હશે. જો મનને તપાસો તો તમને કેવું લાગશે? જંગલ જેવું લાગશે. ખરેખર તો શાંતિથી બેસીને જોશો તો કોક જંગલમાં બેસી ગયા હોય ને જેવું લાગે એવું આપણું.
મન હોય ખરેખર તો આંખો બંધ કરો. જુઓ, મોટા મોટા ઝાડ છે ને? કેટલી વૃત્તિઓ, કેટલી જાતની, કેટલા વિચારો, કેટલી જાતના, કેવું કેવું બધું અંદર છે! એટલે એને જંગલ કીધું. પછી પ્રાર્થના કરવી પડે, "અરણ્યે શરણ્યે ત્વમેકા ભવાની, ન તાતો ન માતા ન બંધુ ન ભરતા." આ બધી પ્રાર્થનાઓ પછી કરવા બેસો એટલે શક્તિઓ જાગે છે. આ બધું કરીએ છીએ તો શું થાય છે? એ તમને શિવ બનાવી દેશે.
આ બધા વિચારો છે: જંગલ, વૃક્ષો, લતા, વેલ, ઘાસ, જીવજંતુ, કીટક, પતંગિયા. આ બધું વિચારો, ખયાલો, માન્યતાઓ અને આશયોનું રિફ્લેક્શન છે, ફિઝિકલ. હવે તમે જંગલ સાફ કરવા માંડો તમારું. અર્જુને ખાંડવ વન બાળ્યું હતું એવું કીધું હતું. શું કર્યું હતું? પછી એને ગીતાનો ઉપદેશ આપવામાં આવ્યો. ચાલો, આ સંસારની ઉપયોગીતા સંસાર માટે જરૂરી છે. જરૂરી પણ વિચાર એટલે તમારા જે વ્યૂપોઈન્ટ છે, માન્યતાઓ, રૂઢિ, પ્રણાલી. સંસાર ઊભો રાખવો હોય તમારે, આ બધાની જરૂર પડશે. આમ હોવું જોઈએ, આમ કરવું જોઈશે, તો એક સ્ટ્રક્ચર જેને કહેવાય એવી લાઇફ બધાની બની શકે, એક સમાજની અંદર એક એક વ્યક્તિની પણ.
આત્મા પ્રાપ્ત કરવા માટે આ જંગલ બિનજરૂરી છે. એટલે આત્મા થવા માટે તો તમારે જંગલમાં જવાની પણ જરૂર નથી. અંદર સુધી પેસવાનું પણ નહીં. બસ, તમે દૂરથી જોઈ લો કે આ જંગલ છે, અંદર જવાનું નથી. હું આત્મા છું, આ જંગલને જોનારો છું અને હું બહાર ઊભો છું. તો આ જે મન છે એ મારું નથી, વિચારો છે એ મારા નથી. આપણે સવારમાં જોયું હતું ને ત્યાં આગળ? એટલે આ સંસાર કેવો છે કે નથ્થુભાઈ રોજ પરફ્યુમ લગાડીને ફરતા હોય એના જેવું છે. તમે કેટલું પણ ચોપડીને ફરશો, છેવટે તમે નથુભાઈ જેમ છે તેમ તમે આત્મા જ રહેવાના. એટલે સંસારનું કેટલું પણ પરફ્યુમ ચોપડશો, ચોપડશો, ચોપડશો, પણ એક ટાઈમ થશે એટલે પછી એ બધું ઇવેપોરેટ થઈ જ ગયું હશે. તો તમે હતા એવા ને એવા જ પાછા આત્મા જ રહેવાના છો.
વાસ્તવની અંદર એવું કહેવાય કે તમે એવા આત્મા છો કે જે સંસારમાં રહેવા માટે જાવા મારે છે, કેટલો બધો પુરુષાર્થ કરે છે રાતદિવસ! હવે જો એ જે કરે છે ને એ બંધ કરી દે ને તો પણ આત્મા થઈ જાય. કેમ? તો કે જે દિવસે પરફ્યુમ ઉડી ગયું, આ બધું પૂરું થઈ ગયો પ્રોગ્રામ, એને તરત ખબર પડી જશે કે હું તો આત્મા જ છું.
યા, એક બીજી સિમિલી આ લોકો આપતા હોય કે તુમડું હોય એને લોકો તરતું મૂકે પાણીની અંદર તો શું થાય? એ તરી શકે. પણ જો એની ઉપર મીણ જો લગાડી દીધો હોય કે માટી લગાડી દીધો હોય, ગારો પણ કરેલો હોય અને જો એને મૂકવામાં આવે તો એ ડૂબી જાય. પછી અમુક ટાઈમ સુધી એ ડૂબેલું રહે. પણ એ પછી ગારો જેમ જેમ ખસતો જાય, ખસતો જાય, ખરાબ થતું જાય, ધીમે ધીમે શું થશે? પછી એ તુમડું પાછું ઉપર તો આવી જ જશે, કારણ કે એનો સ્વભાવ શું છે? તરવાનો છે. આત્માનો સ્વભાવ શું છે? તરવાનો છે. સંસાર તરવાનો, અસંગ અસંગ સંસાર સાગર એમ કહે છે ને? શું કહે છે? એની અંદર આત્મા હોય એ તો તર્યા જ કરે, કારણ કે એને તો તરતા જ આવડે છે. પણ આ બધું જે ચોપડીને ફરીએ છીએ એની અંદર શું થાય કે થોડીક વખત આપણે અંડરવોટર ડાઈવિંગ કર્યા કરવું પડે છે અને તે વખતે તકલીફ પડતી હોય છે.
ચાલો, એટલે આત્મા જ પ્રત્યેક ક્ષણમાં. એ કહે છે ને, "નિમેષ માત્રે તંતુ કે એક પહોંચાડ્યો શ્રી શૈલે દેહે." શૈલેશ, હા, બસ ત્યાં પહોંચાડે છે. દત્ત ભગવાનની એક પ્રાર્થના છે, તેના અંદર આ વાત કરતા હોય છે. તો નિમેષ એટલે એક પલક ઝપકાવામાં જેટલો સમય લાગે એટલાને નિમેષ કહેવાય. નિમેષ માત્ર તો આત્મા જોવાનું ચૂકાઈ ગયું તો કુદરતની રચના જોવાનું ચૂકાઈ ગયું. આ બે દોષ જ છે. બાકી કોઈ અજ્ઞાન નથી, કોઈ પ્રોબ્લેમ નથી, બધા બરાબર છે, એવરીબડી ઇસ ઓલ રાઈટ. હવે આ જે ચૂકાયું છે એને આપણે અજ્ઞાન કહીએ છીએ. અજ્ઞાન કોઈ બીજી વસ્તુઓ નથી.
તો હવે આપણે એને ફરી પાછા ફરીશું. "સમસ્ત વિશ્વની વિસ્મૃતિ ચોકડી મારી દો કે મને આત્માની અખંડ સ્મૃતિ રહે." બસ, એવું મને કરી આપો કે બીજું કશું મારે જોઈતું નથી. પ્રાર્થના કરવાની કોને કરવાની? "હે અંતર્યામી પરમાત્મા, અંદરવાળાને કે મને નિરંતર કેવળ આત્મા જ જોવાની પરમ શક્તિઓ આપો, કેવળ કુદરતી રચના જ જોવાની શક્તિઓ આપો." પછી આપણે એક વખત કુદરતી રચના જોઈશું, વ્યવસ્થિત જોઈશું એટલે શું થશે? આ ભાઈ એના માટે જવાબદાર છે, પેલા ભાઈ એના માટે જવાબદાર છે, પણ આ ભાઈ કોના માટે જવાબદાર છે એ તો બોલતા જ નથી કોઈ દિવસ! એટલે જ્યારે આવું કેવળ આત્મ સ્વરૂપની અંદર જ્યારે સતત રહેતા થઈશું એટલે આત્માનું એક સ્પષ્ટ વેદન તમને શરૂ થશે. એવું કહે છે કે એમ પેલો એક તારો જાણે આમ અંદરથી વાગતો હોય ને, એક વાઈબ્રેશન કેવી જાતનું ચાલતું હોય એમ સતત એવું એવું આત્માનું એક બહુ જુદી જાતનું વાઈબ્રેશન આવશે.
એ પેલું તમે આ કરશો તો પણ શરૂ થશે. ધીરે ધીરે ધીરે કરતાં ત્યાં સુધી લઈ જશે. બધા માર્ગ છેવટે તો પરમાત્માની અંદર જ પહોંચાડે છે, ટેકનિક ભલે ગમે તે વાપરો.
આ લખાણ AI દ્વારા તૈયાર થયું છે. શંકા હોય ત્યાં મૂળ પ્રવચન સાંભળી ખાતરી કરવી.