તથાસ્તુ ક્લાસ · ભાગ ૪
ૐ પરમ તત્વાય નારાયણાય ગુરુભ્યો નમઃ નમઃ. "કીપ યોર આઈસ ક્લોઝ, કનેક્ટ યોર ટંગ ટુ ધ પેલેટ, ઇનહેલ એન્ડ એક્ઝેલ (exhale)." શ્વાસમાં બ્રહ્મ લો, અજ્ઞાનને કાઢી મૂકો. ફરી એક શ્વાસમાં બ્રહ્મ લો, ઉચ્છવાસમાં અહંકારને કાઢી નાખો. ફરી શ્વાસમાં બ્રહ્મલોક, અહંકાર, અજ્ઞાન કાઢી નાખો. તમારી કરોડને સીધી રાખો, આંખોને હળવેથી બંધ રાખો. તમારું ધ્યાન શ્વાસ પર લાવો. શ્વાસમાં માં જ્ઞાન અને પ્રકાશ લો, ઉચ્છવાસમાં અજ્ઞાન અને પાપોને બહાર વહાવી દો. હળવા, આરામદાયક, સમપ્રમાણના શ્વાસ લેવાના ચાલુ રાખો.
હવે તમારું ધ્યાન તમારા જમણા નેત્ર પર લાવો. જમણા નેત્રમાં રહેલી તમારી કીકી એ વાસ્તવમાં કીકી સૂર્ય છે. જમણા નેત્રમાં એક કીકી સૂર્યના ઉદયનો નજારો નિહાળો. જમણા નેત્રમાં રહેલા આ કીકી સૂર્યનો પ્રકાશ ધીમે ધીમે વધતો નિહાળો. તમારા જમણા નેત્રમાં આ કીકી સૂર્યનારાયણ હવે સંપૂર્ણ રીતે પ્રકાશમાન છે, જે તમારા દેહ રૂપી બ્રહ્માંડને પ્રકાશિત કરે છે. અનુભવ કરો: જમણા નેત્રમાં કીકી સૂર્યની પ્રખરતા વધતી જઈ રહી છે, ઉષ્મા પ્રકાશ વધતા ક્રમે વધી રહ્યો છે.
હવે તમારા ધ્યાનને તમારા ડાબા નેત્રમાં લાવો. "શિફ્ટ યોર અટેન્શન ટુ યોર લેફ્ટ આઈ." ડાબા નેત્રમાં ચંદ્રોદય થઈ રહ્યો છે, ચંદ્રનો ઉદય થઈ રહ્યો છે. આ ચંદ્ર તમારા ડાબા નેત્રમાં રહેલી કીકીની સાઈઝ જેટલો જ છે. નેત્રમાં શીતળતા પ્રસરી રહી છે. આ ચંદ્રનો પ્રકાશ અને શીતળતા તમારા શરીર રૂપી બ્રહ્માંડના ત્રણેય લોકમાં, એટલે કે મસ્તક, થડ અને હાથ-પગમાં વ્યાપી રહી છે.
આ સૂર્ય અને ચંદ્રના પ્રકાશ હવે તીવ્ર બની રહ્યો છે. જમણા નેત્રમાં કીકી સૂર્ય, ડાબા નેત્રમાં કીકી ચંદ્ર; બંનેનો પ્રકાશ સમસ્ત શરીર રૂપી બ્રહ્માંડના એક એક સેલમાં પ્રસરી રહ્યો છે. શ્વાસ દ્વારા મેળવેલો પ્રાણ, જે હવે ચોથા-પાંચમા ગ્રેડનો બની રહ્યો છે, તે પ્રાણ વડે જમણા નેત્રમાં કીકી સૂર્ય અને ડાબા નેત્રમાં કીકી ચંદ્ર સંપૂર્ણતઃ પ્રકાશિત થઈ રહ્યા છે. સમસ્ત બ્રહ્માંડ આ કીકી સૂર્ય-ચંદ્રથી વ્યાપ્ત છે.
હવે જમણા નેત્રમાં ઉષ્મા પુષ્કળ વધી ગઈ છે. નેત્રમાં કીકી ચંદ્રની શીતળતા. હવે જમણા નેત્રમાં રહેલો કીકી સૂર્ય, નેત્રમાં; અને ડાબા નેત્રમાં રહેલો કીકી ચંદ્ર, જમણી આંખમાં પોતપોતાના સ્થાન ફેર કરી ચૂક્યો છે. પરિણામ સ્વરૂપ, નેત્રમાં સૂર્યનો પ્રકાશ, જમણા નેત્રમાં ચંદ્રની શીતળતા. ખૂબ પ્રેમથી, સમર્પણ ભાવથી, અનન્ય સ્નેહથી આ કીકી સૂર્ય અને ચંદ્રને સતત દેદીપ્યમાન બનતો જોઈ રહ્યા છે.
હવે આ સૂર્ય અને ચંદ્રને તમારા હૃદય પ્રદેશમાં એકી સાથે નિરંતર નિહાળો. અતિ ઉજ્જવળ, અતિ તેજસ્વી સૂર્યની રજ શક્તિ અને ચંદ્રની વીર્ય શક્તિ વડે, અદભુત સોનેરી-રૂપેરી ચકચકિત શક્તિ વડે સમસ્ત બ્રહ્માંડ વ્યાપી રહ્યું છે. અદભુત દિવ્ય સોનેરી-રૂપેરી પ્રકાશ જ્ઞાન-વિજ્ઞાન સ્વરૂપ છે. આજે દિવ્ય પ્રકાશ છે, તે હું છું. હું કેવળ બ્રહ્મ છું. તન્મે મનઃ શિવસંકલ્પમસ્તુ. હે બ્રહ્મવિદ્યા, મારામાં પૂર્ણ રૂપે સાક્ષાત થાઓ! હે પરાશક્તિ, મારામાં પરાવિદ્યા સંપૂર્ણપણે સ્ફુરાયમાન થાઓ! જે સર્વ ઉપાધિ રહિત છે, એટલે કે અભેદ છે, તે હું છું. આ સર્વ કાંઈ મારા આત્મરૂપ જ છે.
અલ્લાહ, અલ્લાહ. હું કેવળ બ્રહ્મ જ છું. હું બ્રહ્મ છું. અલ્લાહ.
આંખોને હજુ પણ બંધ રાખો. તમારા શ્વાસ પ્રત્યે સભાન બનો. તમારા દેહમાં સામાન્ય ચેતનામાં પાછા આવો. ફરી એક ઊંડો શ્વાસ લો, હળવેથી મૂકો. ઓમ. "ૐ પૂર્ણમદઃ પૂર્ણમિદમ, પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે. પૂર્ણસ્ય પૂર્ણમાદાય, પૂર્ણમેવાવશિષ્યતે." બ્રહ્મ પૂર્ણ છે, તેમાંથી હું આવેલો બ્રહ્મ છું. હું પણ પૂર્ણ જ છું. વાસ્તવમાં, તે અને આ, હું અને તું, એવું કાંઈ છે જ નહીં. એટલે હું બ્રહ્મ છું. હવે પછી સામાન્ય ભાવે સંસારમાં પણ હું સર્વત્ર સદાકાળ કેવળ બ્રહ્મને જોઈશ. હું બ્રહ્મ રૂપે જ વિચરણ કરીશ. અનંતાનંત બ્રહ્માંડોનો માલિક, રામ, રાજાધિરાજ, પરબ્રહ્મ પરમાત્મા હું પોતે જ છું. આવી દિવ્ય અનુભૂતિ સહિત હળવેથી આંખોને ખોલો. તમારું શ્રેષ્ઠ સ્મિત રેલાવો. બંને હાથ આમ ઉપર કરીને કહો: "હું ધન્ય છું! હું ધન્ય છું! હું ધન્ય છું! હું ધન્ય છું! હું ધન્ય છું!
હું ધન્ય છું!" હું બ્રહ્મમાં છું. હું છું. "ગોડ બ્લેસ." "થેન્ક્યુ."
થોડીક વાત તમને યોગ વશિષ્ઠ વિશે પણ કેવી છે. આ બધું જ્યાંથી મને મળ્યું છે, "તેરા તુજકો અર્પણ" એવો અદભુત ગ્રંથ છે. એના વિશે એવું વિવેચનમાં લખેલું છે કે, "જેમ જેને નિંદ્રા ન આવી હોય એવા માણસની આગળ દીવો બળતો હોય તો તે માણસની ઈચ્છા વગર પણ પ્રકાશ થાય છે, તેમ આ ગ્રંથનો અભ્યાસ કરનાર માણસને તેની ઈચ્છા વગર પણ મુક્તિ થાય છે." વાંચી લીધો? બસ, હવે તમારે જવું પડશે. આ સંહિતા પોતાની મેળે અભ્યાસ કરીને જાણી હોય. સંજોગ છે કોઈ એવો કે આપણને કોઈ પહેલા એવા કોઈ ગુરુ મળ્યા જ નહોતા કે જે બ્રહ્મનિષ્ઠ હોય, તત્વ દ્રષ્ટિ હોય. અત્યારે તો કેવા નિષ્ઠ હોય છે? મણી નિષ્ઠ હોય છે, બધાની નિષ્ઠા એમાં વેલ્થ. તો એવા જે ગુરુ વગરના લોકો જે હોય, પણ જે લાયક હોય, એના માટે પણ જો બ્રહ્મ કેટલી બધી સુંદર વ્યવસ્થા ગોઠવી છે કે તે અભ્યાસ કરે જો આ ગ્રંથનો તો તેની ઈચ્છા વગર એની મુક્તિ થઈ જાય.
પોતાની મેળે અભ્યાસ કરીને જાણી હોય, અથવા બીજા કોઈ વર્ણન કરનારના મુખથી સાંભળી હોય, તો તે ગંગાજીની પેઠે તરત જ સગળા તાપોની શાંતિ કરી અને પરમ સુખ આપે છે. જેમ રજ્જુમાં, એટલે કે દોરડીમાં, અવલોકન કરવાથી તેમાં થયેલા સર્પની ભ્રાંતિ ટળી જાય છે, તેવી રીતે આ સંહિતાના અવલોકનથી સંસારના તમામ દુઃખો ટળી જાય. સુખી થઈ જશો. જેમ શરદ ઋતુ પ્રાપ્ત થતાં દિશાઓના મલીનપણા ધીરે ધીરે... એટલી સુંદર ભાષા છે એની અભિવ્યક્તિઓ જુઓ તમે! આમ લાગે કે... અને પાછું એ બધું સંસ્કૃતમાં. યોગ વશિષ્ઠ: મહર્ષિ વાલ્મીકિ, એક જમાનાનો વાલીયો લુટારો પણ મહર્ષિ વાલ્મીકિમાં...
ટ્રાન્સફોર્મેશન તો આપણા માટે તો તક છે ને, આપણે તો એના જેટલા પાપ નથી કર્યા ને, જરા તપાસ કરી લેજો હો ખાનગી. એટલે કહે છે કે જેમ શરદ ઋતુની અંદર આકાશની અંદર બધા વાદળા જતા રહે છે, દિશાઓ સ્વચ્છ થઈ જાય છે, મલીનપણું જતું રહે છે, એવી રીતે આ ગ્રંથનો વિચાર પ્રાપ્ત થતાં, આ ગ્રંથમાં બહુ સુંદર વિચારો મૂકેલા છે. બાકી બધા અવિચાર, બુદ્ધિના લોભ, મોહ આદિ દોષો ધીરે ધીરે સારી પેઠે દૂર થઈ જાય છે. આ ગ્રંથ સાંભળવામાં આવે, વિચાર કરવામાં આવે અને સમજવામાં આવે તો માણસને મોક્ષની પ્રાપ્તિમાં તપની, ધ્યાનની કે જપ વગેરેની કંઈ જરૂર રહેતી નથી.
આ શાસ્ત્રના દ્રઢ અભ્યાસ અને વારંવાર અવલોકનથી, જો વારંવાર અવલોકનથી, ચિત્તના સંસ્કાર પૂર્વક અપૂર્વ પાંડિત્ય પ્રાપ્ત થાય છે. અને શરૂઆત એવી પૃષ્ઠભૂમિકામાં થઈ હતી કે અયોધ્યાની અંદર શ્રી રામચંદ્રજી મોજુદ હતા. તે વખતે રાજકુમાર તરીકે અત્યંત વૈભવશાળી એમની વૈભવી જીવનશૈલીની અંદર એ હોવા છતાં પણ પોતાના ચિત્તની દશા જણાવતા, સંસારના સર્વે પદાર્થો પ્રત્યે અરુચિ દર્શાવતા કહ્યું કે, "આ જગતમાં કોઈપણ વસ્તુ અવિનાશી કે આનંદદાયક નથી." આ સ્ટેટમેન્ટ ભગવાન શ્રી રામનું છે.
મનુષ્ય આ સંસારમાં જન્મ લઈને પૂર્વકાળથી જે દુઃખદાયક વિષયોનું સેવન કરતો આવ્યો છે, તે તેને જ ભોગવવા માંડે છે. છતાં વાસ્તવિક સુખ કે સંતોષ આ ભોગમાંથી તેને પ્રાપ્ત ન થતાં, ઉલટો અનેક વિધ દુઃખોનો અનુભવ કર્યા કરવામાં પોતાનું આયુષ્ય ગુમાવે છે. તે મરણ દશાને પ્રાપ્ત થાય છે. મરણ પછી પાછો જન્મે છે, વળી મરે છે, પાછો ફરી જન્મ લે છે. આ પ્રમાણે અનાદિકાળથી જન્મ, મરણ અને વિષય દુઃખોના પ્રવાહમાં વહ્યા જ કરે છે. આવા મહાચક્રમાં અનંત વાર ભમ્યા કરવા છતાં પણ તેને કદી પણ શાંતિ મળતી હોતી નથી. અજંપો લાગ્યા કરે; કેમ કે જગતના સર્વ પદાર્થો પરસ્પર કંઈ પણ સંબંધ ધરાવતા નથી. કિંતુ મન દ્વારા જ તેની સાથે કલ્પિત સંબંધ ઊભો થાય છે. "રિલેટિવિટી ઇસ બીઇંગ પ્રોડ્યુસ" (ઉત્પન્ન થઈ રહી છે) આ કૃત્રિમ રીતે.
ત્યાં આગળ આ મન પોતે અસત એટલે કે અનિત્ય (મતલબ કાયમી ન હોય તેવું) હોવા છતાં પણ તેણે આ જગતને સત એટલે કે કાયમી છે એવું મનાવીને મનુષ્યને અનેક વિધ અસત પદાર્થોમાં મોહિત કરી દીધો છે. આ કારણને લીધે જ જો મનનું મિથ્યાત્વ સમજી લેવાય, તો પછી જગતમાં કોઈપણ પદાર્થ સત્ય રહેશે? કારણ કે ખબર પડી જાય છે કે જગત આખું એ અસત છે. તો આપણે અનેક સમયે કહીએ છીએ પાછા કે, "આ જગત મિથ્યા છે, આ જગત મિથ્યા છે." તથાપિ આપણે તેના તે જ પદાર્થો તરફ દોડ્યા કરતા હોઈએ છીએ.
હમણાં બતાવ્યું ને, પેલો પંખો ડિસ્ક ફરતો હોય સ્પીડમાં, એવી રીતે પેલા ઇલેક્ટ્રોન ફરી રહ્યા છે. અને પાછા એક સેકન્ડના 600 માઈલની સ્પીડે. એના કારણે આપણે આમ દિવાલમાંથી આરપાર જઈ શકતા નથી, નહીં તો જતા રહીએ. જો આપણી સ્પીડ 700 કરી નાખીએ એક સેકન્ડના, તો આપણે નીકળી જઈએ આરપાર બે એટમની વચ્ચેથી, બહુ જ સુંદર રીતે, અમદાવાદના ટ્રાફિકમાં આપણે આમ કેવું આમ કરીને નીકળીએ એવી રીતે.
સો, પ્રતિદિન આપણી સમક્ષ અનેક પ્રાણીઓ અને પદાર્થો નષ્ટ થઈ જાય છે. આપણે રોજે રોજ જોઈએ છીએ કે આવું થઈ રહ્યું છે. કહ્યું છે, તથાપિ આપણને આપણા મરણની અને સંસારની નશ્વરતાની ખાતરી થતી નથી. આમ જાણીએ છીએ કે મોત આવવાનું છે મારું પણ, છતાંય આપણે સ્વીકારવા તૈયાર હોતા. બહુ વિચિત્ર પરિસ્થિતિમાં આપણે જીવી જ જતા હોઈએ. અને આ વાતની ભગવાન રામને ખબર પડી ગઈ, આપણને હજી સુધી પડી નહોતી, આજે પડી ગઈ.
અવસ્થાઓ અને પદાર્થોમાં સ્થાયી રમણીયતા ન જોવા છતાં પણ આપણે તેમાં મોહિત રહીને જન્મ ગુમાવીને, જો આ જન્મમાં આપણે જ્ઞાન પ્રાપ્ત કરીને મોક્ષે ન ચાલ્યા જઈએ, તો આપણે આ જન્મ પણ ગુમાવ્યો કહેવાય. સદનસીબે આપણને આ બધું પ્રાપ્ત થઈ ચૂક્યું છે. આપણા માટે એક ચાન્સ છે, ઓપોર્ચ્યુનિટી ઊભી છે. બસ, હવે શું જોઈએ છે? પુરુષાર્થ, અભ્યાસ, અર્જુન અભ્યાસ. આત્મચિંતનમાં કિંચિત્ માત્ર પણ લક્ષ આપીએ તો આપણું કામ બની જાય.
ભગવાન પોતે કહે છે કે, "આ સર્વનું કારણ આપણી વાસનાઓ હોવાથી, મારી અંદર જે આવીને બધું આમ વસી જાય છે, 'આ બહુ સરસ છે, આ બહુ સરસ, પેલું સરસ, પેલું સેલમાં છે, ત્યાં સસ્તામાં સસ્તું મળે છે, પહેલે નિયમમાં જાઓ,' તે વાસનાઓથી હું મુક્ત થવા ઈચ્છું છું." આપણી કન્ડિશન છે, આવું તો થવું જોઈશે ને; મુક્ત થવું છે, એટલી તો જોઈશે ને વાત, ત્યારે કંઈક શરૂઆત થશે. તો વાસનાઓથી હું મુક્ત થવા ઈચ્છું છું. આવું રામચંદ્રજીએ નું સ્ટેટમેન્ટ આવ્યું.
અને બહુ દિવસો સુધી આવા ગુમસૂમ, ગુમસુદા રહેતા હતા. ત્યારે પછી ત્યાં વિશ્વામિત્ર આવ્યા અને તેમણે વશિષ્ઠજીને કીધું કે, "આપ રામચંદ્રજીને એવો ઉપદેશ આપો કે જેથી કરીને એમનો અજ્ઞાન રૂપી અંધકાર દૂર થાય." અંધકાર કેવો છે? અજ્ઞાનનો. અજ્ઞાન હટી ગયું, જતો રહ્યો, વાત ખતમ. આપણને બસ પછી અજવાળું જ અજવાળું. આપણે અનુભવ કર્યો, કેવું અજવાળું હતું? સુરજ-ચાંદાનું બંને બાજુ મિક્સ, એક સાથે અદભુત હોય છે. આ જ્યોતિ દર્શન છે.
આથી વશિષ્ઠજીએ રામચંદ્રજીને આ મહા રામાયણ નામક શાસ્ત્રનો ઉપદેશ આપ્યો કે જેનું નામ યોગ વશિષ્ઠ છે. આ ઉત્તર રામાયણ છે. એટલે તેમાં વૈરાગ્ય, મુમુક્ષુ, ઉત્પત્તિ, સ્થિતિ, ઉપશ્રમ અને નિર્વાણ એવા છ એના પ્રકરણો આપેલા છે. આ ગ્રંથની અંદર 32000 શ્લોક છે. હું તમને શ્લોક નહીં સંભળાવું, સીધું વાત કરીશ. મને જેવું સમજાયું તે લખ્યું.
આ વૈરાગ્ય જે છે, તેમાં જગતના પદાર્થોનું મિથ્યાત્વ, આ અનિત્ય છે અને નશ્વરતા સંપૂર્ણપણે દર્શાવીને જણાવ્યું છે કે, "જ્યાં સુધી મુમુક્ષને વૈરાગ્ય ઉત્પન્ન થતો નથી, ત્યાં સુધી તે કદાપિ મોક્ષનો અધિકારી થઈ શકતો નથી." તો અંદરથી તમને રામચંદ્રજીની જેમ સંસાર પ્રત્યે અરુચિ ઉત્પન્ન થવી જોઈએ. સામે વસ્તુ કેટલી પણ ખૂબસૂરત હોય, કેટલી...
બીજો છે મુમુક્ષુ. તો એના માટે બહુ સુંદર વાત કરી છે કે, "ચિત્તરૂપી વનમાં વાસનારૂપી નદી પ્રબળ વેગથી વહી રહી છે. તેમાં પડવાથી મનુષ્ય અવશ્ય અજ્ઞાન સાગરમાં જઈ પડે છે. ઉચિત એ છે કે વાસના સંસ્કારથી પરાવૃત્ત થઈને, એટલે બંનેથી મુક્ત થઈને, આત્મા તરફ વળવું." આવો વાસનાનો ત્યાગ પુરુષાર્થથી જ સિદ્ધ થઈ શકે. એટલે સામા વેગે તમારે તરવાનું છે. સંસાર તો આમ જ જઈ રહ્યો છે, તમારે આમ પાછા જવાનું છે.
મજબૂત બનાવી દઈશ, ચિંતા નહીં. પ્રારબ્ધ પણ પુરુષાર્થનું જ નામ છે. અત્યારે જે તમે કરો છો, જે કંઈ તમે પ્રાપ્ત કરેલું છે, તે પણ તમે તે સમયે પૂરો પુરુષાર્થ કરેલો હતો તેનું આ પરિણામ પ્રારબ્ધ રૂપે તમને આવી રહ્યું છે તમારી સામે. એટલે તે વખતના પુરુષાર્થનું એ પરિણામ છે. તો પ્રારબ્ધ પર માત્ર વિશ્વાસ રાખીને બેસી રહેવાથી તે સિદ્ધ થતો નથી. એટલે અજગર વૃત્તિની વાતો જે લોકો કરતા હોય છે કે જે મળશે તે મળશે, થશે તે થશે, તે પ્રોપર નથી. પ્રારબ્ધ પણ જો પ્રબળ પુરુષાર્થ કરવામાં આવે તો આ જન્મ તથા જન્માંતરની સર્વે વાસનાઓનો ત્યાગ થઈ આત્મજ્ઞાન પ્રાપ્તિના માર્ગમાં આવતા સર્વે વિઘ્નો જીતાઈને મોક્ષની પ્રાપ્તિ થાય.
અંદર થાય છે, ભરોસો પડી રહ્યો છે, ટ્રસ્ટ વધી રહ્યો છે. પૂર્વ જન્મના પુરુષાર્થનું નામ વાસના છે. જે કર્મ કોઈ જન્મમાં પ્રયત્નપૂર્વક કરવામાં આવે તેનો અભ્યાસ પડી જાય છે અને પછી ચિત્તમાં તેના સંસ્કારો ટેવ રૂપે બની જાય છે. હવે તે સંસ્કારોની ટેવ જે અનેક જન્મોમાં તે પ્રાણીને તે જ પ્રકારના કર્મો આચરવા તરફ આકર્ષે છે. પેલો પૂળો ખાવાની ટેવ પડી ગઈ હતી, તો માણસ થયો હોય તોય પાછું એને વાલતો પેલો ઘાસ. એને કંઈ નહીં થવા દેવાનું. કેમ? એમાં પૂળાની અંદર તમારે પલીભત્તો નહીં ચાપવાનો. આમ એને એવું લાગે કે આ તો બહુ મોટી ડીશ છે ભોજનની. એવા પ્રકારના મોહ જુઓ, આપણા જીવનમાં કેટલી ચીજો પ્રત્યે આપણે પેદા કરીને બેઠા છે. એના માટે લડી પડીએ. આમ મોત આવે તો ભલે કહે છે, પણ બસ હું તો આમ જ કરી નાખીશ કે આમ તો નહીં જ થવા દઉં. અલા ભાઈ, શા માટે?
શું થઈ રહ્યું છે? શાંતિથી બેસીને વિચાર કરીને થોડુંક જોઈ લે.
તો સમ વિચાર, સત્સંગ અને સંતોષ. સમ વિચાર, વિચાર એટલે આત્મવિચાર, બીજો કોઈ નહીં. બરાબર? સમ એટલે સમતા. બધી ઇન્દ્રિયોની ઉપર કંટ્રોલ આવે એવા પ્રકારની જીવનશૈલી અપનાવવી. તો બે શબ્દમાં જો એને કહેવું હોય તો એને સમ કહેવાય. શાસ્ત્રો બધા બહુ અદભુત છે, પણ એવું છે કે એને સમજાવનારો પેદા થવો જોઈએ, તમારી સામે આમ ઊભો થવો જોઈએ. બસ, પછી તમને આનંદ આનંદ.
સત્સંગ. સત્સંગ એટલે એક લેવલ ઉપર સમસુખીયા બે ભેગા થાય અને પછી કરે વિચાર. બરાબર? કે આજે રિલાયન્સનો શું ભાવ છે એવું નહીં. એ વિચાર કરે કે કેમ કરીને મારા અને તમારા આત્માનું, એટલે કે આપણા આત્માનું, આપણે કલ્યાણ કરવું. એને સત્સંગ કહેવાય. એક લેવલ, એક માણસ પણ હોઈ શકે અનેક માણસો પણ હોઈ શકે. પણ જ્યાં સુધી આ આત્માને ઉન્નતિ પર પહોંચાડવાનો પ્રયત્ન ચાલતો હોય ત્યાં સુધી તેને સત્સંગ કહી શકાય. અડધો કલાક સત્સંગ થાય પછી પાછું શરૂ થઈ જાય કે તારી વહુ પેલી જતી રહી તેનું શું થયું હતું? એટલે વળી પાછી આ ચાલુ કરી દેશે આ ખૂણેથી આમ એવી ફાસ્ટ બેટિંગ કરે જબરજસ્ત. તો પછી એ અડધો કલાક જે કરેલું હોય એ બે મિનિટની એ વાતની અંદર.
છેલ્લે છે સંતોષ. સંતોષ એટલે તૃપ્તિ. કેવી તૃપ્તિ હોવી જોઈએ કે બધું જ છે, બધું જ છે છતાં પણ મને પૂર્ણપણે સંતોષ છે. મન તૃપ્તિ એટલે એનો મતલબ એ નથી કે તમને ફરી ભૂખ નથી લાગવાની. તૃપ્તિનો મતલબ પણ જીવનમાં બધી જ બાબતો બરાબર તમને લાગ્યા કરે એવી સ્થિતિ પ્રાપ્ત કરી લો ઇક્વિલિબ્રિયમની. બસ, અને સારું લાગશે. તો આ ચાર મુખ્ય બાબતો જીવનની અંદર આવશે એટલે તમારો કામ શરૂ થશે મોક્ષ તરફ જવાનું.
ત્યારે કહે છે કે, "શુભ અશુભ પદાર્થોના શ્રવણ (સાંભળવું), સ્પર્શ (એને આપણે ટચ કરીએ છીએ), દર્શન (જોવું), ભોજન, સંગ કરવા છતાંય અંતઃકરણમાં જે હર્ષને કે અભાવમાં શોકને પ્રાપ્ત કરતો નથી, જેને હર્ષ કે શોક થતો નથી, જેને હરખ શોક થતો નથી એમ જે આપણે કહીએ છીએ તે પુરુષ શાંત કહેવાય."
"ચૈતન્યમ શાશ્વતમ શાંતમ વ્યોમાતીતો નિરંજનમ." વિચાર કરવાનો. બસ આટલી જ. અડધો કલાક જતો રહેશે ક્યાં ખબર નહીં પડે. શું કહે છે? ચૈતન્ય કેવું છે? શાશ્વત છે, શાંત છે. બે વસ્તુ નક્કી થઈ ગઈ: ચૈતન્ય છે, શાશ્વત છે અને શાંત છે. વ્યોમાતીત. વ્યોમ એટલે આકાશ. આકાશથી પણ અતીત છે. કોની વાત કરીએ છીએ આપણે? અક્ષરની વાત કરી રહ્યા છે, ઓમકારની વાત કરી રહ્યા છો, જે તમે બધા છો. નિરંજનમ. "બિંદુ નાદ કલાતીતમ." બિંદુ, નાદ અને કલા. બિંદુ એટલે પ્રકાશિતપણું. નાદ જે આપણને સંભળાય છે અને કલા એટલે વૃદ્ધિ અને ક્ષય. તો આ ત્રણે ત્રણ વસ્તુઓ એનાથી પણ અતીત છે. એવા "તસ્મૈ શ્રી ગુરવે નમઃ." ગુરુ કેવા છે? આ ગુરુ ગુરુ છે.
તો આવા વિચારોથી શું થાય કે એ પુરુષ શાંત થાય. જીવનમાં ઠહેરાવ આવવા માંડશે. યોગ જો કરવાનો હોય તો એમાં ઠહેરાવની એક જગ્યા છે. અત્યારે લોકોનું જીવન એવું ચાલી રહ્યું છે કે બ્રેક વગરની ગાડી કે ક્યાં જઈને અટકશે અને શું થશે કંઈ નક્કી નથી. અને માણસ એ જ મથામણમાં છે. એને ખબર છે કે બ્રેક નથી અને પછી આમ જે એની હાલત થઈ ગયો રોડ ઉપર ટ્રાફિકની અંદર, બસ એવી હાલતમાં માણસ જીવે જ જાય છે. એનાથી ઊલટું અહીંયા આ પુરુષ કેવો થઈ ગયો છે? શાંત છે. એને ખબર છે અહીં ક્લચ છે, અહીં બ્રેક છે, ફલાણું છે. બધું એને. આજકાલ તો બધું ઓટોમેટીક આવવા માંડ્યું. તો વિચારોથી બુદ્ધિ તીવ્ર થાય. શું થાય? પણ કયા વિચારોથી? કેવી બુદ્ધિ?
તીવ્ર થાય સુવિચારોથી સતબુદ્ધિ તીવ્ર થાય. એનાથી ઊલટું અને પરમ પદની પ્રાપ્તિ થાય છે. તો વિચાર એટલે શું? "હું કોણ છું? આ સંસાર શું છે? એ કેવી રીતે ઉત્પન્ન થયો?" આવા વિષયોનું વારંવાર ચિંતન કરવામાં આવે તેનું નામ વિચાર કહેવાય. આ ડેફિનેશન આપી દીધી.
અપ્રાપ્ત વસ્તુની ઈચ્છાઓનો ત્યાગ કરવો. મારે એક મોટી એરબસ લાવવી હોય છે, મનમાં વિચાર આવે, પણ ઊભી રાખવાની જગ્યા તો હોવી જોઈએ, કહેશે કે નહીં? એટલે અપ્રાપ્ત વસ્તુની ઈચ્છાઓનો ત્યાગ કરવાનો કે ભઈ, એ ફિઝિબલ જ નથી એમ. કોઈપણ રીતે પછી શા માટે કંઈક વિચારવાની જરૂર છે? અને પ્રાપ્ત વસ્તુમાં સમબુદ્ધિ રાખવાની કે મને પ્રાપ્ત થશે જ. બસ, એક શ્રદ્ધા સાથે પુરુષાર્થ ચાલુ રાખવાનો. જે કંઈ કરવા યોગ્ય છે તે હર્ષ અને વિવાદથી રહિત થવું અને ચિત્તને આશાથી વિવસ ન થવા દેવું. ચિત્તને આશાથી વિવસ ન થવા દેવું, બહુ મહત્વની વાત છે. એનું નામ સંતોષ છે. એ પ્રીતિના હસબંડનું નામ સંતોષ નથી.
સાધુ સમાગમ, સાધુ સમાગમ આ સંસાર સમુદ્રને તરવાની નવકા છે. સાધુ એટલે કોણ? સાધુની સાથે એક બીજો શબ્દ આપણે મૂકીએ છીએ, કેવો? સંત. એટલે જે સંત બનવાના રસ્તે પહોંચ્યો, પૂરો સંત ન થયો હોય, પરંતુ સંત બનવાના રસ્તે ચડી ચૂકેલો છે. હજી ભલે પૂરેપૂરો નથી બન્યો, પણ ભરોસાવાળો માણસ. એવા સાધુનો સમાગમ, એનો સત્સંગ કરો. ધેટ ઇસ સેકન્ડરી. એ સંસાર સમુદ્રને તરવાની નવકા છે. પરંતુ સાધુ તે જ છે, જો અહીં હવે ડિફાઇન કર્યું છે, કે જેના હૃદયની ગ્રંથિ તૂટી ગઈ હોય. હૃદયમાં ગ્રંથિ શેની હોય છે? વૃત્તિઓની હોય છે, કેવી? મોટાભાગે દુર્વૃત્તિ. તો માતાજીને પછી આપણે પ્રાર્થનાઓ કરવી પડે કે "દુર્વૃત્ત વૃત્ત સમનમ તવ દેવિ શીલમ્." તો એવી રીતના પ્રાર્થના જેટલી વખત આપણે કરીએ, તે વખતે આપણે એને તોડવાની જે ભાવના પેદા કરીએ છીએ, એટલી શક્તિ ઉત્પન્ન થાય અને એ વૃત્તિઓ ત્યાંથી એ ગ્રંથિ તૂટી જાય.
હૃદય ગ્રંથિ જ્યારે તમારી ભેદાઈ જશે, ભેદાઈ ગઈ ને, ત્યારે એનામાં જ્ઞાન અને સમતાનો પૂર્ણ પ્રકાશ થવા માંડશે.
પછી આગળ ઉત્પત્તિ વિશે સમજાયું છે કે "હું અને તું" થી આ સર્વ દ્રશ્ય જગત એ માત્ર મનનો વિલાસ છે. "હું અને તું" એવું કંઈ છે નહીં ભાઈ, આ બધું મન છે. એટલે પાછું એ મન પણ પાછું એમ કે મારું મન આવું કહે છે, તારું મન શું કહે છે? પાછા આપણે "મારું" ને "તારું" ઉપર જ આવી જઈએ થોડી થોડી વારે આમ તો. આ જગત આખું એ મન રૂપ છે કે તું જે કંઈ જુએ છે ને, એ બધું તારા મનમાં છે. બહાર ક્યાંય કશું છે નહીં. એટલે એને આભાસ કીધો છે. અને એ દેખાય છે તને આટલું સોલિડ કારણ કે અંદર બધું આટલી ભયંકર સ્પીડે ફરી રહ્યું છે, એટલા માટે તને બહાર તને સોલિડ દેખાય છે. પણ આ પ્રોજેક્શન છે તારું. તને એવું લાગે છે કે બહાર તું આવું બધું કરે છે, ગાડી ચલાવે છે. વાસ્તવમાં તું જે કંઈ કરે છે, બધું તું હજી તો અંદર જ કરે છે. તારી અંદર તો તપાસ તો કર કે તું ક્યાં ગાડી ચલાવી રહ્યો છે?
ગાડી-બાડી બધું તમારી અંદર છે. તમારી બંગલો, તમારું ઘર, બધું, એવરીથિંગ ઇસ ઇનસાઇડ. બધું જે કંઈ છે એ તમારા હૃદયમાં છે અને બહાર જે છે તે માત્ર પ્રોજેક્શન છે. અને એ પ્રોજેક્શન તમે સતત નિહાળ્યા કર્યા છો અત્યાર સુધી, અનંત જન્મોથી. એટલે હવે તો શું છે કે આમ સોલિડ થઈ ગયું છે બધું એટલું બધું કે એમાંથી બહાર નીકળાતું જ નથી. આ જ સાચું લાગે છે. એટલે ત્યારે સંતો કહે છે કે "આ બધું અસત છે, આ બધું મિથ્યા છે, આ તારો આભાસ છે. બહાર કશું છે જ નહીં. તું અંદર ખોળ કે તું અંદરથી જેવું મિટાઈશ ને, એટલે બહાર બધું જતું રહેશે તને દેખાવાનું. તું અંદર જેવું આત્મને જોઈશ ને, તું બ્રહ્મનો અનુભવ કરીશ ને, આ સંસાર તને દેખાવાનો ગાયબ થઈ જશે." અને આ સત્ય અનુભવ છે, એવું જ થતું હોય છે.
એટલે આ જગત આખું મન રૂપ છે. આ તમારું જ મન છે કે જે તમને આ બધું બતાયા કરે છે. પેલા આપણે વાત કરી હતી ને, ફોટો પાડીને સ્ટોર કરી દે. બસ, આ એક જ કામ કર્યા કરે છે મન. ફોટોકોપી મશીન જેવું છે. એટલે એ મનના તમે જ પાછા પ્રવર્તક છો. તમે જ પેદા કર્યું છે આ મન. એટલે મનના રચ્યા વગર કશું પણ થઈ શકતું નથી. માટે જો એ મન શાંત થઈ ગયું, તો પછી આ જગત તમને કોઈ બાધાપીડા કરવાનું. કારણ કે જગતમાં એવું કંઈ છે જ નહીં કે ભાઈ આને બહુ તકલીફ આપે. આ બધું જે કંઈ હોય છે એ મનમાં હોય છે. એટલે જે વસ્તુ સંકલ્પ સિદ્ધ છે, તે સંકલ્પથી જ નષ્ટ થઈ શકે. આ તમારો સંકલ્પ છે કે આ મારો સંસાર છે. હવે એને "આ સંસાર મારો નથી" એવો સંકલ્પ કરો, એને નષ્ટ કરો. એટલે જ્યાં સુધી "હું બ્રહ્મ નથી" એવો સંકલ્પ સ્થિર છે, ત્યાં સુધી બંધન છે. જ્યારે પણ એવો સંકલ્પ દ્રઢ થઈ જાય કે "આ સર્વ દ્રશ્ય બ્રહ્મ જ છે," ત્યાર પછી બંધન રહે જ ક્યાંથી?
આ જગત સંકલ્પની વૃદ્ધિથી વૃદ્ધિ પામે છે અને તેને ક્ષીણતાથી એ ક્ષય પામે છે. સંકલ્પના લીધે જ સંસારનું ભાન થાય છે. એટલે કે ચિત્ત, તમારું ચિત્ત છે, એ જ તમારો સંસાર છે. સર્વત્ર માત્ર અનાદિ અનંત બ્રહ્મ તત્વ જ છે, બીજું કાંઈ છે જ નહીં.
સમષ્ટિ અને વ્યષ્ટિનો જે ભેદ આપણને દેખાય છે કે "હું અને સંસાર" એમ, "આઈ એન્ડ કોસ્મોસ" એ વાળું જે ઊભું થાય છે, તેના માટે પણ અહીંયા આગળ કહેલું છે કે એ ભાવનામય કલ્પિત જગત છે. આખું જગત શું છે? ઇટ ઇસ યોર ઇમેજીનેશન. તમે તમારું બ્રહ્માંડ બનાવ્યું, તમે તમારું જગત બનાવ્યું. તમે થઈ ગયા પ્રજાપિતા. તમારી પ્રજા તમે પેદા કરે જ રાખો છો રોજ. આમ ગાંઠ ઘડ્યા જ કરો છો અંદર બેઠા બેઠા. ખબર પડી? તમે બ્રહ્મા છો. આ સંસાર તમે જ બનાવ્યો છે. એટલે તમારા સંકલ્પોના કારણે આખું આ ઊભું થયેલું જે છે, એ મન જે છે તે અસત અજ્ઞાનનું કાર્ય પરિણામ હોવાથી તે પણ અસત જ છે. જો મન પણ સત્ય નથી, તો સંસાર પણ અસત્ય છે એમ બતાવે છે અને અધિષ્ઠાન સાક્ષીની.
"સત્તા વડે સાક્ષી એટલે કોણ?"
"આંખો બંધ કરો અને જુઓ."
"હવે જે જોનારો છે, તે સાક્ષી છે."
"જે સાક્ષી છે, તે જ તમે છો, તે જ આત્મા છે, તે જ બ્રહ્મ છે." "એટલે, મનનું સ્ફૂરણ થવાથી જ જગતની સ્થિતિ અને ઉત્પત્તિ બંને થતી હોય છે." "તો, અહીંયા ત્રણ બાબતોને આપણે સ્પષ્ટ સમજી લીધી."
આ લખાણ AI દ્વારા તૈયાર થયું છે. શંકા હોય ત્યાં મૂળ પ્રવચન સાંભળી ખાતરી કરવી.