અનંતની યાત્રાAnant ni Yatra
તથાસ્તુ ક્લાસ · Tathastu Class

તથાસ્તુ ક્લાસ · ભાગ ૩

લેખ ૯ / ૧૨ · 75 મિનિટ વાંચન · વિડિયો જુઓ ↓

ચૈતન્યમ શાશ્વતમ, શાંતમ વ્યોમાતીતો નિરંજનમ. બિંદુ નાદ કલાતીતમ તસ્મય શ્રી ગુરુવે નમઃ.

તો આપણે વાત કરતા હતા વેદ વિશે. વેદ એટલે શું છે? કે પરમાત્મા વિશેનું જે જ્ઞાન પ્રગટ થતું હોય છે તેને વેદ કહેવાય. વેદ કોઈ પુસ્તકનું નામ નથી, અહીંથી પહેલા ચોખ્ખું કરી નાખીએ. એનો સંગ્રહ પહેલી વખતે વેદવ્યાસે કર્યો હતો એમના જીવનની અંદર. તે પૂર્વે પણ ઋષિમુનિઓ હતા અને એ બધા બ્રહ્મજ્ઞાનીઓ હતા અને એ બધાને જે જે બ્રહ્મજ્ઞાન પ્રગટ થતું હતું તે બધું જ બધા એકબીજા પોતપોતાના શિષ્યોને બધાને પરંપરામાં આપતા જતા હતા. તો તે વખતે ગુરુમુખી હતી આખી વિદ્યા. પણ સમય એવો આવ્યો ત્યારે વ્યાસજીને એમ થયું કે જો આને ગ્રંથસ્થ કર્યું હોય તો સારું પડે. એટલે તાળપત્ર પર, ભોજપત્ર પર એમણે વાત એવી છે કે એમને ગણપતિજીને ઇનવાઈટ કર્યા અને પછી ગણપતિ એમના બદલે લખવા બેઠા અને પછી બોલતા ગયા, લખતા ગયા. અને વાત એવી છે, વેદ એટલે ઈશ્વર પ્રત્યેની સમર્પિતતા સાથેનું જે કંઈ અંદરથી શબ્દ નીકળે છે તે બધું જ વેદ છે.

પણ એ કેવું હોય? અનુભૂત હોય. અનુભૂત એટલે કેવું હોય? કે તમે પણ એને વાંચો એટલે તમે એ જ અનુભવ કરો, એટલે એને વેદ કીધા.

હવે એને જેમ પહેલા અથર્વ શીર ઉપનિષદમાં કીધું તું તેવી રીતે કે સૃષ્ટિની શરૂઆતની અંદર એક ગાઢું ફીણ જેવું ઉત્પન્ન થયું અને તેને આંગળીથી મથ્યું એટલે એને અથર્વ શીર કહે છે. તો એ ઘાટું થતું ગયું, વધારેને વધારે ઘાટું થતું ગયું. એવું ઘાટું થયેલું જે હતું એમાંથી ઘાટઘૂટ થયા અને તમે ને હું બધા આપણા નામ રૂપ બધા એમાંથી પ્રગટ થયા. એ અથર્વશી ઉપનિષદની અંદર આવું કહેવામાં આવે છે. તો એ જે વેદ છે એનું સર્વોત્કૃષ્ટ સ્વરૂપ કે ખૂબ ચર્નિંગ કર્યું વેદોનું, ત્યાર પછી જે મંથન થયું અને જે પ્રગટ થયું તેને વેદાંત કહેવામાં આવે. એ વેદાંતના શાસ્ત્ર આખું છે, દર્શન શાસ્ત્ર વેદાંત કહેવાય છે. સર દર્શનમાં એક છે તે વેદાંત શાસ્ત્રની અંદર પછી ખૂબ ઊંડો અભ્યાસ જ્યારે કર્યો લોકોએ અને પોતાના અનુભવો સહિતનું જે કંઈ સર્વોત્કૃષ્ટ ચીજ બહાર પડી તેનું નામ છે ઉપનિષદ.

એટલે ઉપનિષદની અંદર શું છે? "મારી સાથે આવીને બેસ." ભગવાન એવું કહે છે. ઉપનિષદનો સીધો સાદો અર્થ એવો છે કે "હું આ લોકમાં છું, તું પણ અહીંયા આવી જા. આજા મેરી ગાડી મેં બેઠ જા." એટલે ઉપનિષદ તો તમે વાંચો જ્યારે ઉપનિષદ, તો તમને એવો અનુભવ ઉત્પન્ન થાય, થવો જ જોઈએ. હવે ના થતો હોય તો ઉપનિષદો ખોટા નથી એવું બધા જ્ઞાનીઓએ એકી અવાજે કહેલું છે. તો ખામી કઈ બાજુ હોઈ શકે? આપણે જોઈ લેવાનું, બરાબર? એટલે કે શું છે તે એડજસ્ટમેન્ટ જ હોય આમાં ખરેખર તો. એટલે જેવું તમે એડજસ્ટમેન્ટ લેશો એટલે તમે શું થઈ ગયા? સાલોક ઉપર આવી જશો અને પછી અનુભવોની પરંપરા શરૂ થશે. કારણ કે એક પૂરો થાય અને બીજો ચાલુ થાય, અનુભવોમાં તો આવું જ હોય છે બધું.

તો આવી રીતે સાત વેદ થયા. એક આઠમો વેદ પણ છે પણ એ આપણા સૌની અંદર રહેલો છે. તે પોતે સ્વયં છે. એના વડે એ પોતાને જાણે છે. સ્વ સ્વયં વેદ વડે પોતે પોતાને જાણે એટલે એને એમ કીધું કે "મારી પાસે જ રાખ્યો છે મેં, કોઈને આપ્યો." બાકીના બધા વેદ મેં બધાને આપી દીધા. એમના એમાંના ચાર વેદ જે હતા બ્રહ્માજીના મુખેથી એમ કે બહાર નીકળ્યા એટલે આમ ચાર મુખ કીધા એમના બ્રહ્માના. પણ આઠમો વેદ પણ છે. ઓકે. તો આ બધા શું કહે છે ખરેખર આપણને? વેદ જે કહે છે, વેદજ્ઞ જે છે એ લોકોની ભાષાને એમના અનુભૂતિઓ જે કઈ મેં થોડુંક પ્રાપ્ત કર્યું છે તમારા સાથે. જે તત્વદર્શી પોતે તરે છે, તત્વદર્શી તરી ગયો હોય. શું તરી ગયો હોય? સંસાર તરી ગયો હોય. સંસારમાં એ ઉપર આવી ગયો, ઉપરામ સ્થિતિની અંદર આવી ગયો હોય. ચૂલાની અંદર રાખ વળી ગઈ હોય અને પછી જે આમ સ્થિતિ આવે કે અંદર થોડું થોડું અંગારો હોય, બસ વધારે ના હોય અને એ રાખ જે હોય તે પણ થોડી થોડી ગરમ હોય પણ એમાંથી કશું મોટો ભડકો થવાનો નથી ફરી હવે સંસાર એમાંથી પેદા થવાનો.

એવી સ્થિતિમાં આવી ચૂકેલો જે હોય તે તત્વદર્શી કહેવાય. એવી સ્થિતિમાં ત્યાં આપણે બધાએ પહોંચી જવાનું, બરાબર? તો બીજાને તારે છે પાછો. પોતે તરતો હોય, બીજાને પણ તારે. એવું કેમ થતું હોય? "સાલોક આજા મેરી ગાડી મેં બેઠ જા." અનુકંપા એને કીધું, કરુણા કીધું એને. એના દિલની અંદર એટલી અપાર કરુણા હોય. એ લાયક નાલાયક કશું જુએ નહીં. બસ, "તું મને મળ્યો ને, ચલ મોક્ષે લઈ જાવ." એને ચળવળ હોય એટલી બધી જવાની પણ પેલાને કે "ચલ તને બી લઈ જાવ." પેલો કે "મારે હજી નથી આવું." "શું કે? ના ના, તારે આવવું જોઈએ," કે છે. "ચલ તને સમજાવું," કે છે. "કેમ તારે મોડું કેમ કરે છે તું આવવામાં? શું કારણથી તું મોડું થઈ રહ્યું છે તારે?" પેલાને કન્વિન્સ કરી દે કે "ના ના, મોક્ષે જવામાં જ કલ્યાણ છે મારું." એમ કરીને પછી એને લઈ જ જાય. એવો હોય એને તત્વદર્શી કહેવાય.

તે બીજાને એ તારે છે તેને સદગુરુ કહેવાય. લેબલ આપી દીધું સદગુરુ. તો કોઈ સદગુરુ બની જાય. કોઈ કોઈને કહી શકે છે માન વાચક એવી રીતના અને બહુ સીધી સાદી વાત છે કે બધા એકબીજાને સંબોધન રૂપે કહેતા હોય છે. ઘણી વખતે બ્રાહ્મણો એટલે કે બ્રહ્મને જાણનાર એ લોકો કે "ઓમ." સામેથી પ્રતિઘોષ હંમેશા આવશે, "ઓમ." એ જમાનાની અંદર ટેલિફોન નહોતા પણ હેલો સિસ્ટમના બદલે ઓમ હતો. તો ઘોષ અને પ્રતિઘોષ શેનો થતો હંમેશા ઓમનો થતો. એટલે આ આર્યા વર્ત કહેવાય છે અને એટલે એ ભાર રત કહેવાય છે. જે ભાર રત એટલે જે જ્ઞાનમાં રત હોય, જે પ્રકાશને હંમેશા જંખણા કરતો અન્વેષક હોય, મૂંઝવણમાં ના હોય, કોન્ફ્લિક્ટમાં ના હોય, લાંબો સમય માટે ના રહે, નીકળી જ જાય બહાર એવો. તો એને સદગુરુ કહે છે. આવા એક તત્વદર્શી ગુરુએ બહુ સુંદર પુસ્તક લખ્યું છે "બંસી નાદ." મેં તમને નાદની વાત કરીને તેમાંથી થોડુંક તમને કહું.

છું. વ્યવહારની ચતુરાઈમાં પૂળો મૂકવો હોય તો મારો નાદ સાંભળજો. આ જો એનો અંતરનાદ છે, બ્રહ્મનાદ છે. એના વિશે એ વાત કરી રહ્યો છું. વિધિ નિષેધની જાળમાંથી છૂટવું હોય તો મારો નાદ સાંભળજો.

શાસ્ત્ર વાસના. લોકોને શાસ્ત્રની પણ વાસના હોય છે. "આ પુસ્તક બહુ સારું, પેલું બહુ સારું, પેલું બહુ સારું." "આ વાંચ્યું તમે? તમારે આ તો વાંચવું જ જોઈએ!" શાસ્ત્ર વાસના વાંચીને જાણે મોક્ષ થઈ જવાનું એમ? પુસ્તક વાંચીને મોક્ષ થાય છે? તમારી જાતને વાંચો ને ભાઈ, મોક્ષે જતાં જ રહેશો.

લોક વાસના છોડવી પડશે. લોક વાસના એટલે લોકો જે જે વસ્તુઓમાં 'બિલીવ' કરે છે, વાસ કરે છે, વસે છે. 'બિલીવ' કરે છે, અંદર રહેશે. બધા જે લોકો જેમાં જેમાં રહે છે, તે બધું તમારે છોડી દેવાનું. છોડ કરવી પડશે એટલે તમે જંગલમાંથી બહાર નીકળો એમ કહે છે. સંસાર છે, પણ ખરેખર શું છે? એ જંગલ છે: વિચારોનું, વૃત્તિઓનું, 'બિલીફો'નું. જાત જાતનું બધું આવું બહુ મોટું અડાબીડ ગાઢું જંગલ છે. તે છોડવું પડશે.

તો પછી શું થશે? તો કે નાદ, બિંદુ, કલા, જ્યોતિ અનુભવો અને બાર દિવ્ય દર્શનો થશે. તમને દિવ્ય દર્શનો પણ કેટલા? એક્ઝેટ ગણી કાઢેલા છે કે આવા બાર દિવ્ય દર્શનો થશે.

આ જીવ જે છે, તે વાસ્તવમાં જે બ્રહ્મ છે, તેમાંથી છૂટો પડી ગયેલો છે. અનંતકાળથી બ્રહ્મને મળવા માટે તરફડીયા મારે છે. શિવ અને બ્રહ્મા પણ જેના દર્શન કરવા માટે તરફડે છે. તો જો તમે ડાયા હોય તો જલ્દી મારી પાસે આવી જાવ.

તમે જે અવિનાશી સુખની શોધ કરી રહ્યા છો, તે પ્રાપ્ત કરવા હું તમને મારી પાસે બોલાવું છું. તમને બોલાવનાર કોણ છે? અનંત બ્રહ્માંડનો નાથ છે, જે જ્યોતિઓની જ્યોતિ છે. તેનો વિચાર કરીને મારી પાસે આવો. ભગવાન કોઈની જાત-ભાત જોતા નથી, ગુણ-અવગુણ પણ જોતા નથી. તો તો તમે મારી પાસે આવો.

આ બંસીનાથ શું આપશે, તે તમે જાણો છો? તમને નવી બ્રહ્મદ્રષ્ટિ આપશે, સર્વસ્વ આપશે. માટે જલ્દી પધારો. સદગુરુ જે છે, તે શિષ્યને શક્તિપાતની દીક્ષા આપે છે. પછી એના દસ પ્રકારના નાદ સંભળાવે છે. તમને પણ સંભળાશે, જેમાંનો એક બંસી નાદ છે.

તમને વાત કરી હતી: કૃષ્ણ ભગવાન પણ એક તત્વદર્શી ગૃહસ્થ મહાત્મા હતા. તેમણે ભગવત ગીતામાં અર્જુનને પોતાના શરણે નહીં, તત્વદર્શી ગુરુના શરણે જવાનો નિર્દેશ આપ્યો હતો. તેઓ પાસે સમિધ લઈ, શિષ્ય ભાવે જઈ, તેમને પ્રણામ કરી, તેમની સેવા કરી, તેમને પ્રશ્ન પૂછ કે જેથી તે તને જ્ઞાનનો ઉપદેશ આપશે. ગુરુ પણ આદેશ નથી આપતા, ઉપદેશ કરે છે. તત્વદર્શન જે કરાવે, તે તત્વદર્શી સદગુરુ કહેવાય છે. અને તે તત્વદર્શન દ્વારા પોતે સ્વયં તત્વદર્શી થઈ જાય છે. તત્વને તમે જોતાં, જાણતા, સમજતા થઈ જાઓ. પ્રત્યક્ષ શિષ્ય તેને પ્રત્યક્ષ અનુભવવા માંડે છે. તે પોતે અભય અને પવિત્ર થાય છે, જીવન મુક્તિનો લાવો લે છે.

શાસ્ત્રો હંમેશા કંઈક ને કંઈક પડદો રાખીને વાતો કરે છે, અથવા તો તમારા સમજવામાં કંઈક અંતરાય રહી જ જાય છે. તમારા સમજવામાં જે અંતરાય રહી જાય છે અને જુદા જુદા મહાત્માઓ પોતાને થયેલા અનુભવની જે વાતો તમને કહે છે છે, તે વાતો પણ બહુ જ ટૂંકી હોય. કારણ કે તેઓને જેટલો અનુભવ થયો હોય, તેના પ્રમાણમાં તેઓ કહી શકે. તેઓની ભાવના પ્રમાણે જુદા જુદા અનુભવો થાય છે. એટલે તેઓ મારા મહિમાની, મારા આનંદની અને તમારી ઉપરના મારા પ્રેમની પૂરેપૂરી વાત કહી શકતા. માટે એ બધી વાતો હું તમને આજે વિસ્તારપૂર્વક સવારથી કહી રહ્યો છું. અને તે એવી ઈચ્છાથી કે તમે મારો મહિમા સમજો, તમે મારા આકર્ષણમાં ખેંચાઈ શકો. બ્રહ્મનું આકર્ષણ જબરજસ્ત છે. તમે મારી પાસે જલ્દી આવી શકો અને તમે મારો આનંદ ભોગવી શકો. જે મેં પ્રાપ્ત કર્યું છે, તે તમે બધા જ પ્રાપ્ત કરી જ લો.

માટે શાસ્ત્રમાં કહેલું છે અને મહાત્માઓ જે કહે છે, તે કરતાં પણ ઘણું વધારે અને ઘણી ચોખ્ખી રીતે આજે હું તમને કહું છું. કારણ કે આજની વાત જુદી છે અને તેમાં પણ આ ઘડીની વાત જુદી છે. કારણ કે આજે મારા પ્રેમનો મહાસાગર ઉછાળા મારે છે. માટે તેનો લાભ લેવો હોય તો જલ્દી આવીજો.

શું કરશે મારી બંસીનો નાદ? શું કરશે એ તમે જાણો છો? તમને અહીં નહીં આવવું હોય તો પણ તમને ખેંચીને મારી પાસે લઈ આવશે. મારી બંસીનો નાદ તમારા "હું" પણને સંપૂર્ણપણે ગાળી નાખશે. તમારા વિકારોને તાણી જશે. તમારા બધા બંધનો કાપી નાખશે. તમને આ નાદના પ્રેમઘેલા બનાવી દેશે. એ નાદમાં બળ છે. માટે તમને બધાને કહી દઉં છું કે ચેતતા રહેજો. આ બંસીથી ચેતતા રહેજો. સાંભળશો નહીં! ફરી કહું છું: કોઈ કોઈ વખત તમારા હૃદયમાં સંભળાઈ જતો મારી બંસીનો નાદ તમે ના સાંભળશો. કારણ કે નાદ બહુ ભારે છે. તમારી જિંદગીની અંદર બહુ મોટી ઉથલપાથલ કરનારો છે. માટે ના સાંભળશો.

જો મારા પોતાના થવું હોય, તો જ મારો નાદ સાંભળજો. તમારે વ્યવહારની ચતુરાઈની અંદર પૂળો મૂકવો હોય, તો મારો નાદ સાંભળજો. જો વિધિ નિષેધની જાળમાંથી તમારે છૂટવું, સાંભળજો. જો ત્રિવિધ તાપમાંથી બચવું હોય: આદિ, વ્યાધિ અને ઉપાધિ, તો મારો નાદ સાંભળજો. જો અંતરના સાચા સન્યાસી થવું હોય (સન્યાસ હંમેશા અંતરનો હોય છે), તો મારી બંસીનો નાદ સાંભળજો. જો ભાન ભૂલેલા થવું હોય (બધા ભાનમાં છે, બહાર જવું; ભાન ભૂલેલા થવું હોય), તો મારી બંસીનો નાદ સાંભળજો. જો દુનિયાદારીનો મોહ મૂકવો હોય, તો જ મારી બંસીનો નાદ સાંભળજો. જો તમારા વૈભવોને લાત મારવી હોય, સાંભળજો. જો તમારા અભિમાનને ઉડાડવું હોય, તો જ મારી બંસીનો નાદ સાંભળજો.

પણ જો આવું થવું ના ગમતું હોય, તો તમે મારી બંસીનો નાદ ના સાંભળશો. કારણ કે એમાં એવો જાદુ છે, તેમાં તમારે પણ મારા જેવા થવું જ પડશે. માટે નાદથી ચેતો, ચેતતા રહેજો. અહીંયા આવશો નહીં! હું ઢંઢેરો પીટાવીને કહું છું કે મારી પાસે કોઈ આવશો નહીં. કારણ કે અગાઉથી મારે તમને ચેતવવા જોઈએ કે કે જે ઘાયલ થવાથી ડરતા હોય એનું...

અહીંયા આગાળે કામ નથી, કારણ કે જે અહીં આવશે તે ઘાયલ થયા વગર રહેશે નહીં. જે ખોવાઈ જવાથી ડરતા હોય તેનું પણ અહીંયા કામ નથી, કારણ કે જે અહીંયા આવશે તે ખોવાઈ જશે. જે લાજથી ડરતા હોય, લોકો શું કહે છે, "હું કેવો લાગીશ?" તેનું અહીં કામ નથી, કારણ કે જે અહીં આવશે તેની દુનિયાદારીની રીત પ્રમાણેની લાજ રહેશે નહીં.

બોલે છે ખરો, પણ પાછો રાખે ખરો હો. નરસિંહ મહેતાને રાખી હતી, મારી રાખી હતી, તમારી એ રાખશે. આ તો કહેવાની વાત. જે પોતાનું બધું જેમ છે તેમ સાચવી રાખવાની ઈચ્છા રાખતા હોય તેનું અહીં કામ નથી, કારણ કે અહીં જે આવશે તેનું અસલ મુજબ કશું જ રહેશે નહીં. સાંજે તમે બધા બદલાઈ ગયા હશો.

જેને શાસ્ત્રની વાસના રહી ગઈ હોય, જે તર્ક-વિતર્કની જાળમાં ફરતા હોય, જે બુદ્ધિના ચમકારા સાથે રમતા હોય, તેનું પણ અહીં કામ નથી, કારણ કે અહીં આવ્યા પછી એ બધું રહી શકશે.

માટે હું તાણી તાણીને કહું છું કે તમારી પૂરેપૂરી મરજી ના હોય ત્યાં સુધી અહીં આવશો નહીં. તેમ છતાં જો અહીં આવી ગયા છો, તો પાછા હવે તમે તમારી અસલ ભૂમિકામાં જઈ શકશો નહીં. સંસાર પ્રવેશના તમામ દ્વાર બંધ કરી દેવામાં આવ્યા છે તમારા માટે, એ નક્કી સમજજો. માટે વિચારી વિચારીને પગલાં પાડજો, કારણ કે નિયમ એવું કહે છે કે જો તમે બ્રહ્મ વિશે એક વખત જાણી લીધું, આત્મા વિશે એક વખત જાણી લીધું, એટલે તમે એવાને એવા રહી શકતા નથી, તમે બદલાઈ જાવ છો.

જેને કહેવાય ને, તમારું કમ્પોઝિશન બદલાઈ છે. હવે આપણા કમ્પોઝિશનમાં કશું કમ્પોઝ કરવાનું છે જ નહીં, કારણ કે એલિમેન્ટ એક જ છે: હું. "હું બ્રહ્મ છું," બરાબર? અને એની ખબર પડી ગઈ.

હવે બ્રહ્મનો જન્મ પણ નથી અને મૃત્યુ પણ નથી, તો પછી મારો જન્મ કેવી રીતે થાય? એટલે મૃત્યુ તો થશે, કારણ કે જન્મ થયો તો આ વખતે, બરાબર ને? એ તો એગ્રીએબલ છે ને? આ બોડીને તો ડિસ્કાર્ડ કરવું પડશે ને મોક્ષે જવા માટે? એટલા પૂરતું એક મૃત્યુ તો નિશ્ચિત છે. પણ પહેલું મૃત્યુ તો થઈ ગયું આપણું અહીંયા આગળ આ પ્રસાદમના ક્લાસની અંદર. હવે તો આપણે આટલે દૂર આવી ગયા છીએ. બસ, હવે આપણા માટે રસ્તો બહુ સરળ છે આગળનો. બસ, લાગેલા રહેવાનું છે. ડાબે-જમણે કશે જોવાનું નથી. બિલકુલ સીધો રસ્તો. સામે બિંદુ પકડી રાખો, બરાબર પહોંચી જશો.

કારણ કે હું સ્વયં પ્રકાશ છું, ચેતન છું, વ્યાપક પરમાત્મા છું. આ જગત કેવું છે? તમને દેખાય છે તે આકાશમાં આકાશ વડે દોરેલા ચિત્ર જેવું છે. આકાશમાં આકાશ વડે ચિત્ર દોરેલું છે. મેં આ દોરી કાઢ્યું. હવે દેખાય છે એવું આ જગત. આકાશ પણ કશું નથી, જેના વડે દોરાયું તે પણ કશું નથી. આ કશું નથી ને પાછળ જે છે ને, કોણ કહે છે આ કશું નથી? એવું કોણે જોયું? તે હું છું, તે બ્રહ્મ છે, તે બ્રહ્મ છે.

એટલે હું બ્રહ્મથી અભિન્ન છું. હું કેવળ બ્રહ્મ જ છું એમ સાબિત થયું. "ઈટ ઇસ સિદ્ધમ સર્વ સિદ્ધમ." આવું સાબિત થઈ ગયું એટલે બધું સંપૂર્ણ, બધું પૂરું થઈ ગયું.

આપણે તો હવે આપણી ઉપાસના કેવી હોય? કોઈ દેવી-દેવતાઓની ના હોય. એ ઉપાસના કેવી હોય એના વિશે કહું. અને તમને "શબ્દાનુવેદ સમાધિ" પણ કહી શકો. સતત આની પર વિચાર, વિચાર, વિચાર, વિચાર કર્યા જ કરો.

"હું નામ નથી, હું રૂપ નથી, હું આકાર નથી, હું મન નથી, કાયા નથી, વાંચા પણ નથી. હું રોગ નથી, હું રાગ પણ નથી. હું માયા નથી, હું સંસાર કદી પણ નથી. હું વસ્તુ નથી, હું વ્યક્તિ નથી, હું માનવ નથી."

માનવ ત્યાં છે. માનવ એવું કહે છે કે "હું માનવ નથી, હું અમાનવ છું. હું અનંત છું, વ્યાપક સૂર્ય સમપ્રભાવ વાળો છું. હું વ્યાપક ચંદ્ર સમપ્રભા વાળો છું."

પ્રભાવ એટલે પ્રભાવ. સૂર્યમાં સૂર્યમાં પ્રભાવ. સૂર્ય આટલો દેખાય આપણને, એનો પ્રભાવ કેટલો હોય છે કે અહીંયા સુધી હોય. આ પાંદડાને જરાક આમ લાગે ને વધારે પડતો સૂર્ય તો પણ બળી જાય. એની પ્રભાનો પ્રભાવ છે. અને ચંદ્રનો કેટલો શીતળ! શરદ પૂનમે પેલા ખાવ છો ને શું કહેવાય? દૂધપૌંઆ, ઇમ્પ્રેગ્નેટેડ બાય ધ રેઝ ઓફ ચંદ્ર. મૂન પાવર.

હું સૂક્ષ્મતમ અવિનાશી છું. હું કાળનો દ્રષ્ટા, સમયને હું જોઈ શકું છું. સર્વનો પિતા છું. હું સર્વશક્તિમાન છું. હું નિર્લેપ છું. હું વિતરાગ છું. હું અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત શક્તિવાન છું. હું આત્મ તત્વ છું. હું બ્રહ્માતીત છું. હું અવાક છું. હું અનિર્વચનીય છું. બોલનારો બીજો છું. સદા શુદ્ધ છું. હું પરમ તત્વ છું. હું પૂર્ણ બ્રહ્મ છું. હું કેવળ બ્રહ્મ જ છું. હું અક્ષરાતીત, અક્ષરોથી પણ અતીત છું. ભાવાતીત, ભાવથી પણ અતીત છું. ગુણાતીત, ગુણોથી પણ અતીત છું. એવો બ્રહ્મ હું છું. એવો બ્રહ્મ હું છું. એવો બ્રહ્મ હું છું.

આપણી ઉપાસના આ હોવી જોઈએ. એટલે શું થશે? તો કે આત્માકાર બ્રહ્માકાર થઈ જશો. એટલે જ્ઞાન પ્રગટ થશે. તમારા કારણ શરીરનો પાંચમું શરીર નાશ પામી જશે. અજ્ઞાન આવરણ જે છે એનાથી એ બનેલું છે, એ ખતમ થઈ જશે.

પણ એના માટે શું? તો કે આપણે થોડુંક બળ લગાવવાનું, પુરુષાર્થ કરવાનો, સતત પ્રયત્નશીલ રહેવાનું અને વ્યગ્રતા વગર ધૈર્યપૂર્વક અનાસક્ત રહીને. "મારે મોક્ષ જોઈએ છે, પણ મોક્ષની મને કોઈ આકાંક્ષા નથી." આ બેમાં ફરક છે.

મને ખાતરી જ છે કે મને મળવાનો છે, પણ જંખણા નથી એની. હું એનાથી છૂટી ગયો છું, કારણ કે એ તો મળવાનો જ છે, નિશ્ચિત છે. મારું જ છે, તો મને મળવાનું જ છે ને? મહિનો પૂરો થાય ને આરબીઆઈ મને પગાર આપી જ દે છે, બોલો! એના માટે મારે જંખના કરવાની હતી? ના.

એટલે શું થશે? તો કે જીવનની અંદર તમને બ્રહ્મ સતત્વ પ્રગટ થશે. બ્રહ્મ સતત્વ પ્રગટ થાય એટલે તમારા અને બ્રહ્મની અંદર પછી એકાદ બે દોરાનો ફરક રહી ફક્ત.

તો શું કહે છે કે "હું સર્વ રોગ રહિત પૂર્ણ આરોગ્યવાન છું." સંસાર એક મોટામાં મોટો રોગ. પછી એની અંદર પાછા બધા બહુ રોગ. "હું ગરીબ, તું પૈસાદાર," આ ડાયાબિટીસ, બધા જાત જાતના રોગ. એટલે રોગમાં પાછો રોગ આપેલા સ્વપ્નમાં.

સ્વપ્ન આવે ને, એના જેવી વાત છે. વિન્ડોમાંથી વિન્ડોમાં બહાર જાય છે ને, માઇક્રોસોફ્ટમાં એના જેવું. ચિત્તના આભાસોથી રહિત યાદ રાખો. મને કેટલાય લોકો એવા મળ્યા છે જિંદગીમાં, એમ કહે કે, "હું મેડિટેશન કરું, મને લાલ દેખાય, મને પીળું દેખાય." મને એમ થાય કે, "મને કાંઈ ના દેખાય." એને કોણ સમજાય કે હું આ દેખાય એ બ્રહ્મ નથી, એ આભાસ છે. અને એ આભાસ સાચો છે, બરાબર? આપણે એગ્રી કરીએ, પણ એ આભાસ છે, ભાઈ. મને ભૂતનો આભાસ થયો, ભૂત નથી. હવે હું આભાસથી જ ભડક્યા કરતો હોઉં, એવી સ્થિતિની અંદર બધા ફરી રહ્યા ચારે બાજુ.

"હું નિર્વિકાર છું, મહત જ્યોતિ છું. હું નિર્વિચાર છું, સ્વયં પ્રકાશ છું. સ્થૂળ, સૂક્ષ્મ, કારણ, મહાકારણ દેહો હું નથી, મારા નથી. હું નિત્ય છું, દેહાતીત છું, ચિત્ત મુક્ત છું, ઉન્મના છું. મનને ઉપર જતો રહેલો હું વિચારહીન સ્વયં પ્રકાશ છું." આ બ્રહ્મ સતત્વ જ્યારે ફળશે, ત્યારે તમારી અંદર આવી આવી અનુભૂતિઓ પ્રગટ થવાની શરૂ થશે.

તો આપણે પ્રાર્થના કરીએ. આંખો બંધ કરો. "હે પરમાત્મા, હે પરમાત્મા, હે પરમાત્મા, મને તમારી, મને તમારી બ્રહ્મજ્ઞાન શક્તિનું, બ્રહ્મજ્ઞાન શક્તિનું માધ્યમ બનાવો, માધ્યમ બનાવો. બ્રહ્મજ્ઞાન સિંચન માટે, બ્રહ્મજ્ઞાન સિંચન માટે મને સજ્જ બનાવો, મને સજ્જ બનાવો. બ્રહ્મજ્ઞાન શક્તિ, બ્રહ્મજ્ઞાન શક્તિ સર્વત્ર રેલાઓ, સર્વત્ર રેલાઓ. આભાર, આભાર, ધન્યવાદ, ધન્યવાદ. પૂર્ણ શ્રદ્ધા સહિત, પૂર્ણ શ્રદ્ધા. તથાસ્તુ, તથાસ્તુ."

"પ્રકૃતિ મારી સત્તાથી જ સત્તા પામે છે. પ્રકૃતિનો કોઈ નિયમ હવે મને લાગુ પડતો નથી, કારણ કે હું પરબ્રહ્મ છું." આપણી સર્વોચ્ચ અનુભૂતિ જે હશે, તે આવી છે. "પંચભૂત તથા ત્રિગુણી અષ્ટધા જળ ચેતન પ્રકૃતિ મારી છે, મારે વશ છે, કારણ કે હું પરબ્રહ્મ છું."

"પરબ્રહ્મે જીવ ભાવના કરી હતી. જીવ ભાવના ત્યાગીને હવે હું પાછો ફરી સર્વદા પરબ્રહ્મ છું. જીવ પણ બ્રહ્મ સહિત જ હોઈ શકે છે, એકલો તો એ પણ રહી શકતો નથી."

"મારા આત્માના મહિમાને જે જાણે છે, જુએ છે, તેઓ મારા પરબ્રહ્મ ભાવને પામે છે." ઈચ્છાશક્તિથી રસ શક્તિ એટલે આલ્કેમી પ્રગટે છે. જે રસવિદ્યાની છઠ્ઠા વેદની, મેં તમને વાત પાંચમા વેદની વાત કરી હતી, તેમાં પ્રોસેસિંગ થાય છે, તેને ક્રિયાશક્તિ કહેવામાં આવે છે. તેના વારંવારના આવર્તનો જે થાય છે, તેને ચક્રશક્તિ કહી શકાય. સુદર્શન ચક્ર કયું હતું? આ હતું. આવું કંઈક આમ લઈને ભગવાન ફરતા નહોતા. આ બધામાં જ્ઞાન શક્તિ નિહિત જ હોય છે.

"સ્વરૂપ ભાન ભૂલવાથી માયા અને પ્રકૃતિને આધીન થઈ ગયો. સ્મરણ કર, સ્મરણ કર. આ ભૂલનું તું સ્મરણ કર. તું માયા અને પ્રકૃતિથી મુક્ત થઈ જઈશ." વસ્તુત્વે એવું કંઈ થયું નથી, આભાસ જ છે. તું ખાલી તારી દ્રષ્ટિ ફેરવ, બ્રહ્મ દ્રષ્ટિથી જોવાનું શરૂ કર, તને બધું બ્રહ્મ જ દેખાવા માંડશે.

"હૃદય આકાશ, દહરાકાશમાં રહેલા સૂક્ષ્મ બીજ રૂપે આત્મતત્વ હું છું, આત્મજ્યોતિ હું છું." આ ચૈતન્ય કેવું છે? આકાશ જેવું પણ આકાશ નથી, વાયુ જેવું પણ વાયુ નથી, તેજ જેવું પણ તેજ નથી, જળ જેવું પણ જળ નથી, પૃથ્વી જેવું છે પણ પૃથ્વી નથી. નામ, રૂપ, રંગ, આકાર બધું હોવા છતાં તે નથી અને છતાં પણ એ જ છે ને, છે એ જ છે, બીજું કંઈ નથી.

તો સૂર્ય રૂપી બુદ્ધિ, મન રૂપી ચંદ્ર અને અગ્નિ રૂપી વાણી અવાચ્ય થઈ જાય છે, ત્યાં મારું કૈવલ્ય ધામ. આ મારું એડ્રેસ છે, લખી લો: બ્રહ્મરંધ્રમાં. ફરી બોલું: સૂર્ય રૂપી બુદ્ધિ, સૂર્ય રૂપી બુદ્ધિ, મન રૂપી ચંદ્ર. અલા ભાઈ, અહીંયા લખી લો ને આમ ફટાફટ. મન રૂપી ચંદ્ર અને અગ્નિ રૂપી વાણી અવાચ્ય થઈ જાય છે, નિશબ્દ થઈ જાય છે, ત્યાં મારું કૈવલ્ય ધામ છે. "તદધામ પરમ મમ." હું હંમેશા ત્યાં નિવાસ કરું છું. તો આવી જાઓ મારા ધામમાં બધા, બ્રહ્મરંધ્રમાં. આ બ્રહ્મરંધ્ર છે.

"દિવ્ય, અદભુત, અમૃત, તેજ અને વાયુ ગુપ્ત રૂપે રહેલા તેને આવર્તન વડે ગુમેડવાથી આત્મા પ્રગટ થાય છે." મારું શરીર પણ દિવ્ય પ્રકાશ રૂપ ઓજસ વાળું બનતું જાય છે. બધા રોગો ભાગી જશે. સતત આ એક જ વસ્તુ પકડી રાખી હશે. બધું બહુ નહીં કરવાનું, થોડુંક.

"એક જીવ અને બ્રહ્મ તત્વ રૂપે એક જ છે. આ બે જણાય છે, જણાય છે છતાં એક છે, એ જ પરબ્રહ્મ છે. આ અદ્વૈત છે અને તે હું જ છું." આ બધું કરતાં કરતાં જે ચોથું પુસ્તક શરૂ થયું છે, પણ હજી મારે એ પૂરું નથી થયું, વચ્ચે ક્યાંક ક્યાંક અટકી ગયું છે. એમાંથી હું થોડીક વાત તમને કરવા માગું છું. એ પુસ્તકનું નામ તો અત્યારે આવ્યું છે: "શાશ્વત સંવાદ" (Eternal Dialogue). શરૂઆતમાં લખ્યું છે: "બંધન અને મોક્ષ બંને સ્વને આધીન છે. યુ ડિસાઈડ, યુ ચૂઝ."

"અસત્યો માહેથી પ્રભુ પરમ સત્ય તું લઈ." પરમ સત્ય એક જ છે: "હું બ્રહ્મ છું." આ જગત સદ્રૂપ પણ નથી, અસદરૂપ પણ નથી. તે સદસ સદ્રૂપ પણ નથી, પરંતુ કેવું છે? તો કે અનિર્વચનીય છે. વિચિત્ર માણસ વિશે જો કંઈક વાત કરવી હોય તો આપણને તકલીફ પડે ને? કોઈ એમ કહે કે, "ડિસ્ક્રાઇબ કર, કેવો છે?" એવું વાત એના જેવું છે કે આ જગત કેવું છે? તો કે વચન એના વિશે કેટલું બી બોલવું, બધું ખોટું જ પડે. એટલે એવું આ જગત છે. એટલે કહેવાનો, બોલવાનો કોઈ અર્થ રહેતો નથી.

"પવન અને તેની ગતિ એ બંને જેમ અભિન્ન છે," યાદ રાખો, "પવન અને તેની ગતિ જેમ બંને અભિન્ન છે, તેમ બ્રહ્મ અને સૃષ્ટિ એ બંને પણ અભિન્ન છે." ખાલી એક દ્રષ્ટિ તો બ્રહ્મ દ્રષ્ટિ, આમ જુએ તો સંસાર. બસ, આટલો જ ફરક છે, બીજું કાંઈ નથી.

તો કહે છે કે, "શું તમને પ્રશ્ન પૂછવાની સ્વતંત્રતા છે? જો તમારો જવાબ હા હોય, તો તમે એક સભ્ય વિકાસમાં માનનારા સમાજનો ભાગ છો." આ તો ખાલી એની હજી ટેક્સ્ટ શરૂ જ કરી છે લખવાની. "જ્યાં પ્રશ્નો પૂછાતા નથી, કેવળ આંધળું અનુકરણ પણ થાય છે અથવા તેમ કરવાની ફરજ પડે છે, તો તેવા સમાજનો અંત નિશ્ચિત છે." આજે પણ સનાતન ધર્મ જીવંત છે, કારણ કે પ્રશ્ન કરવા એ સનાતન ધર્મનો આત્મા છે, હૃદય છે. પછી તે

પ્રશ્ન અર્જુન પૂછે, રાજા જનક, શ્રી રામ કે તમારામાંથી કોઈપણ ઋષિ પિપ્પલાદના શિષ્યોના પ્રશ્નો તેના ઉત્તર કરતાં પણ વધુ મહત્વના હતા. પીપલાજ કરીને એક ઋષિની વાત આવે છે ઉપનિષદની અંદર. તેમાં એમના શિષ્યોએ એમને જે પ્રશ્નો કર્યા છે, એટલા બધા અદભુત છે કે ખાલી પ્રશ્નો ઉપર જ આપણે આમ લટકી જઈએ, અટકી જઈએ. સવારની સાંજ પડી જાય, આપણને ખબર ના પડે, એટલા બધા જબરી ખીચકીઓ. સોનેરી, કારણ કે પ્રશ્નો કરવા તે સમાજના સ્તર અને વિકસિતપણાનો ક્યાસ કાઢી શકાય છે. તમને જેટલી સ્વતંત્રતા પ્રશ્નો કરવા માટેની હું આપું, એટલો વિકાસ થયેલો હોય. પરિપક્વ માણસ હશે તે જ સામી વ્યક્તિને બોલવા દેશે. અધકાચરો તો હશે, એ કહેશે, "ચૂપ બેસ." દર વખતે ટપલી મારીને કે, "ચૂપ બેસ." આપણા મા-બાપે આવું જ કરતા હતા. આપણે કંઈક બોલવા જઈએ તો કે, "ચૂપ બેસ, બોલ બોલ બંધ કર, આમ કર, તેમ કર, આમ ના કર." દર વખતે ટપલી મારીને આપણને બેસાડી દેવામાં આવે છે.

પણ હવે હું ચૂપ નહીં રહું, કારણ કે હું બ્રહ્મ છું. મને ખબર પડી ગઈ. મને કોઈ રોકી ના શકે, મને કોઈ ટોકી ના શકે.

તો સનાતન ધર્મની અંદર સંવાદો અને શાસ્ત્રાર્થની એક પરંપરા ચાલુ હતી, આજ દિન સુધી ચાલે છે. તેની વડે યોગ્ય જ્ઞાન જે સંશોધન થતું અને પછી આગળની પેઢી સુધી જતું. આવી રીતના ગુરુ-શિષ્ય પરંપરાની અંદર એ જ્ઞાન બધું આગળ ચાલતું ચાલતું ચાલતું આવ્યું, છેવટે આપણી પાસે અહીં અત્યારે આવ્યું. એટલે આગળની પેઢીમાં એ જ્ઞાન ઉતરે અને જે અયોગ્ય, સમય ઉચિત ન રહેતા, તેનો પ્રસાર બંધ થઈ જાય. જોયું, કેવું સુંદર અંદર સંસ્કરણ થાય છે એનું? મોડીફીકેશન થાય છે. જે તમને લાગુ પડતું હોય તે ચાલુ રહે છે અને જે વસ્તુ અત્યારે ડિસ્કાર્ડ કરવાની જરૂર છે તે બધું નીકળી જતું હોય છે. તો જ્ઞાનની પણ આવી પરંપરા અને બધું આગળ ચાલતું હોય.

તો આજે તમને એક એવા સંવાદની વાત કરું. તે સંવાદ સ્થળ-કાળથી પર છે, એટલે જ તે ચિરંતન છે. આજે પણ એ એટલો જ રિલેવન્ટ છે, એટલા માટે વાત કરવી છે. ખરેખર તો ભૌતિક અને ઉપભોક્તાવાદમાંથી પસાર થતાં આધુનિક ભારતમાં તે વધુ આવશ્યક છે કે પ્રત્યેક આવો સંવાદ તેનો હેતુ, તેનો હાર્દ સમજે અને તણાવમુક્ત, તંદુરસ્ત જીવનશૈલી ફરીથી અપનાવે. સ્ટ્રેસ કેટલો બધો લોકોના જીવનમાં!

તો વાત એ છે કે ઋષિ યાજ્ઞવલ્ક્ય તેમની બે પત્નીઓ કાત્યાયની અને મૈત્રી સાથે ઋષિ દાંપત્ય ગાળતા હતા. એક સમયે આ યાજ્ઞવલ્ક્યને વૈરાગ્ય ઉત્પન્ન થઈ ગયો. થશે તમને બી. તો પછી એમને કેમ વૈરાગ્ય ઉત્પન્ન થયો? તો કે આત્માના સંધાનમાં જ રહેવાની એમને તીવ્રતા ઊભી થઈ ગઈ અંદરથી એટલી બધી કે બસ મારે હવે આત્મસંધાન સિવાય કંઈ જ કરવું નથી. એવી જ્યારે અંદરની આંતરિક સ્થિતિ પેદા થઈ ગઈ, ત્યારે બોલાવ્યા એમને તેમના પત્નીઓને બંનેને અને પછી આ બાબતે રજૂઆત કરી અને તેમને જણાવ્યું કે આ જે કંઈ સંપત્તિ છે, તેના બે ભાગ કરીને બંને જણને હું આપી દઉં છું.

હવે કાત્યાયની હતી, તેની રુચિ જે હતી તે ગૃહકાર્યમાં, ગૃહસ્થીમાં વધુ પડતી હતી. જ્યારે મૈત્રી કરીને જે બીજી એની પત્ની હતી, વિદુષી હતી અને બ્રહ્મવાદીની હતી. તો એમને પ્રતિપ્રશ્ન કર્યો કે જે ધન એ આપીને જશે, તેનાથી શું તેમને અમરતા પ્રાપ્ત થશે? અમરતા એટલે ક્યારેય મૃત્યુ ના આવે એવી સ્થિતિ. ત્યારે ઋષિએ કીધું કે, "ધનથી તમે અમરતા પ્રાપ્ત ન કરી શકો." પીપલ આર ટ્રાયિંગ ટુ બાય સમ મોર ટાઈમ. જાયસ કેડી દાખલ થઈ જાય કે થોડાક છ મહિના વધારે મળી જાય તો પાછું કંઈક કરી નાખું, વચ્ચે બે-ચાર-પાંચ-પચીસ હજાર કરોડ પેદા કરી લઉં. ધેર આર પીપલ. એટલે કે કે, "તારે જોઈએ એટલા પૈસા આપી દઈશ, પણ તું મને છ મહિના જીવતો રાખ વધારે." કે, "શક્ય નથી." ઋષિએ ના પાડી દીધી છે.

ત્યારે મૈત્રીએ કહ્યું, મૈત્રીજીએ કહ્યું કે, "જે વસ્તુથી હું અમર ના થઈ શકું તેવી વસ્તુ મારા માટે તો તદ્દન નકામી છે. એટલે તમે તો મને એવી વસ્તુ આપો કે જેનાથી હું અમરતા પ્રાપ્ત કરું. મને આની જરૂર નથી. આ તમે ભલે એમ કે જેને આપવી હોય તેને આપો." એને એવું પણ ના કીધું કે આને આપી દો. "આપ તમામ ધન જેને આપવું હોય તેને આપી દો, પણ મને કેવળ અમર થવાની વિદ્યા શીખવાડો." એટલે ઋષિ બહુ જ ગંભીર થયા, પરંતુ મનોમન પ્રસન્ન થયા અને પછી એમને કીધું કે, "મૈત્રી, ધન વડે અમરતા પ્રાપ્ત ન થઈ શકે, પણ હું તને અમરતા પ્રાપ્ત કરવાના સાધન વિશે જરૂર જણાવીશ." આજે આપણે શીખી લઈએ આ સાધન શું છે.

આના તુરંત બાદ તેઓ મૈત્રીયને વૈરાગ્ય ધારણ કરવાનો ઉપદેશ આપ્યો. વૈરાગ્ય એટલે વિતરાગ. ના રાગ થાય, ના દ્વેષ થાય કોઈપણ વસ્તુ, વ્યક્તિ કે કોઈપણ અવસ્થા વિશે. આ સીધી સાદી સિમ્પલ ડેફીનેશન સમજમાં. એટલે અહીં જેમની સ્વયં બે પત્નીઓ હોય એ કેવી રીતે વૈરાગ્ય ધારણ હેતુ ઉપદેશ આપે? એટલે વૈરાગ્યની વાત કરતી વખતે એમણે સૌથી પહેલામાં પહેલા પ્રેમ પર ઉપદેશ આપ્યો છે. વાત વૈરાગ્યની કરવાની છે, પણ એને જણાવે છે પ્રેમ વિશે. પ્રેમ શું છે? નિસ્વાર્થ મૈત્રી, એકબીજાના સુખ માટે પ્રયત્નશીલ રહેવું, એવી જ રીતે જીવવું. મહર્ષિ એના બદલે અનેક ઉદાહરણો આપીને સમજાવે છે કે જે સ્વયંને પ્રેમ કરે છે, એટલે જ તે પત્નીને પ્રેમ કરે. પત્નીને પતિથી પ્રેમ હોતો નથી, તે સ્વયંને પ્રેમ કરે છે. આથી તે પતિને પ્રેમ કરે. કોઈપણ બીજા પ્રાણી અન્ય પ્રાણીને એટલે પ્રેમ નથી કરતા કારણ કે તે તેને ચાહે છે.

એક પિતા પુત્રને પ્રેમ કરે છે કારણ કે તે સ્વયંને ચાહે છે. આ અત્યંત ગૂઢ વાત છે. તેને બેસીને વિચાર કરી જોજો, તો તેનું સત્ય તમને લાદશે. અહીં જે વાત સ્વયંની થાય છે તે આત્માની વાત છે. આપણે જ્યારે આત્માને પ્રેમ કરીએ છીએ, તો આત્મા તો બધામાં એક જ હોવાને લીધે આપણે અન્યમાં પણ તે જ આત્મા હોવાને કારણે તેને પ્રેમ કરીએ છીએ. હું આત્મા છું, તું પણ.

આત્મા છું, માટે આપણે એકબીજાને પ્રેમ કરી શકીએ; કારણ કે પ્રેમ કરવા માટે પણ આ સમાનતા હોવી જરૂરી છે. આત્માની સર્વવ્યાપકતાને આપણે આવી રીતે સમજી શકીએ છીએ. સર્વમાં એક જ આત્મા હોવાથી આપણે અન્યને પણ આત્મન, આત્મીય હોવાથી તેને પ્રેમ કરીએ છીએ. એક રીતે આપણે સ્વયંને જ પ્રેમ કરીએ છીએ, એટલે આને "સેલ્ફ લવ" કહી શકાય.

આપણે કોઈને કોઈ વસ્તુ આપીએ ત્યારે આપણી જાતને સ્વયં પર આધાર રાખીને, ઉપર રાખીને જ અન્યને પ્રેમથી તે વસ્તુ આપીએ છીએ. તેનાથી શું થાય છે? આપણને સુખની અનુભૂતિ થાય છે. પ્રેમ આપવાથી શું થાય છે? સુખની અનુભૂતિ પેદા થાય છે. આજે ઘણા સંબંધ વિષયક શિક્ષાગુરુઓ પણ, "લાઇફ રિલેશન કોચીસ" આ બધા "સેલ્ફ લવ"ની વાતો કરે છે. ત્યાં આ વાત સમજાવવાનો જ પ્રયત્ન કરે છે, જે વાત મહર્ષિએ સદીઓ પહેલા કહી હતી.

તેઓએ આગળ જણાવ્યું કે સર્વ કંઈ આત્મામાં જ છે, એટલે આત્મા સૌથી મોટો છે. સર્વ કંઈ આત્મામાં છે, એટલે આત્મા એક ઇમેજિન કરો કે એવું વ્યસન છે કે જેની અંદર બધું છે. સમજાયું? તો આ વાત પર તમે વિચારશો, ચિંતન-મનન કરશો તો તમને આત્મજ્ઞાન ઉપજશે, જેના પરિણામે તમે અમરતાને પ્રાપ્ત કરી લેશો. આમ જે કોઈ અમૃત, અમરતા પ્રાપ્ત કરવા માંગે છે, તેને સ્વયં આત્મજ્ઞાન તરફ આગળ વધવું જ પડશે.

જે વ્યક્તિ આત્માનો અનુભવ કરતા નથી, તે પોતાના ધર્મથી અલગ થઈ જાય છે. શું કહે છે? પોતાના ધર્મથી અલગ થઈ જાય છે, આત્માથી અલગ થઈ જાય છે. પછી કોઈપણ ધર્મ પકડી લે તો એ તો બધા પ્રાકૃત ધર્મ છે. જ્યારે કોઈ બ્રાહ્મણ આત્માનો અનુભવ ન કરે, આત્માને પ્રત્યેકમાં ના જુએ, તો તેનું બ્રાહ્મણત્વ જતું રહે છે. પછી એ કહેવાનો બ્રાહ્મણ રહી ગયો. જે ક્ષત્રિય હરેક વસ્તુમાં આત્માને ન અનુભવે, તો પછી તેનું ક્ષત્રિયત્વ જતું રહે છે. તેને ત્યાગી દે છે, ક્ષત્રિયત્વ તેને છોડી દે છે.

આમ મહર્ષિજીએ જે પ્રેમ પર ઉપદેશ આપ્યો છે, તે જો સમજાય તો એવો અર્થ નીકળે છે કે આપણે આ સંસારમાં, આ જગતમાં જે કંઈ જોઈએ છે, ચાહે બ્રાહ્મણ, વૈશ્ય, ક્ષત્રિય, શૂદ્ર, દેવતા કોઈપણ હોય, અન્ય જીવ-પ્રાણી હોય, જેટલી પણ વિવિધતા જોઈએ એ સર્વ કંઈ આત્મા જ છે, આત્મામાં જ છે. તે આત્માથી ભિન્ન નથી. તેથી આ આત્માના જ્ઞાનને જ લક્ષ્ય બનાવવો જોઈએ, જો તમે અમરતા ચાહતા હોવ તો શાશ્વત જીવનમાં પ્રવેશ.

હવે આત્મતત્વને કેવી રીતે ઓળખવું? આગળ વાત કરે છે, તેને કેવી રીતે અનુભવવો? તેના માટે મહર્ષિજીએ છ દ્રષ્ટાંત આપ્યા છે, બહુ અદભુત છે. જે નગારું વગાડે છે, તેનો જે વાદક છે, તેને જો આપણે પકડીએ, કંટ્રોલમાં લઈએ, તો નગારામાંથી નીકળનાર અવાજને પણ નિયંત્રિત કરી શકાય. કોક મને એકદમ, હું નગારું વગાડતો હોઉં ને એકદમ બૂમ પાડે કોઈ, તો હું આમ જોઉં. તો તે વખતે એટલે કંટ્રોલ થઈ ગયું ને? એવી રીતના આમ આત્માની નજીકની વસ્તુ પર નિયંત્રણ કરીને આત્મા સુધી પહોંચી શકાય છે.

તો આત્માની નજીકની વસ્તુ કઈ છે? તો કે આત્માની નજીકની વસ્તુઓ શું છે? ઇન્દ્રિયો. માટે જો ઇન્દ્રિયોને નિયંત્રણમાં કરી શકીએ, તો તમે આત્માને સમજી શકો છો. માટે શાસ્ત્રોમાં વારંવાર કહેવામાં આવ્યું છે કે ઇન્દ્રિયો ઉપર તમે કાબુ મેળવો, કંટ્રોલ કરો. આમ કરો, તેમ કરો. કોઈએ તમને સમજાવ્યું હતું કે કેમ આવું કરવાનું? કે આ આંખનો તો ધર્મ છે જોવાનો, એ સારું બી જોવે અને ખોટું બી જોવે. હવે આમાં વાસ્તવમાં ઉપરથી જોવા જાવ તો કશું સારું બી નથી હોતું અને ખોટું બી નથી હોતું. જે છે એ છે, ભાઈ સીધી વાત. પણ તો પણ એમ કહેતા હતા કે ભાઈ તમારે આંખો પર તમે કાબુ મેળવો. તો તમે કેવી રીતે મેળવશો? તો કે મેડિટેશન કરો, શાંત રહો અંદરથી અને પછી આ તમારી બાહ્ય દ્રષ્ટિ છે, તેને ધીમે ધીમે ધીમે ધીમે તમારી આંતરદ્રષ્ટિમાં ફેરવો. જેવી બાહ્ય દ્રષ્ટિ બંધ થશે એટલે આંતરદ્રષ્ટિ ઓટોમેટીક ખુલી જશે.

કારણ કે આ જે બાહ્ય દ્રષ્ટિ છે, તે આંતરદ્રષ્ટિના લીધે જ છે અને આંતરદ્રષ્ટિની પાછળ રહેલો જે છે, તે હું છું. એટલે જે ઉપદેશ સમજાય તો પછી આ બધું ઉડી જાય. એટલે અનુભવવા માટે એમને કીધું આત્મતત્વને કે તમે ઇન્દ્રિયો પર કંટ્રોલ કરો.

બીજા એક ઉદાહરણમાં કહે છે કે જો કોઈ વ્યક્તિ હોય, એને જીવનમાં જો ક્યારેય શંખ, શંખ આવે છે ને પેલો, એ જોયો બી ના હોય, એના વિશે જાણ્યું ના હોય, એને જ્યારે એ શંખનાદ સંભળાવવામાં આવે, તો એ ઓળખી શકે નહીં કે આ શંખનાદ થયો. તે જ પ્રમાણે જે આત્મા વિશે જાણતો ના હોય, તેને આત્મા વિશે કંઈ પણ જ્ઞાન ન હોય, તો પછી કેટલાય પણ ગ્રંથોને વાંચીને, ગ્રંથમાં લખેલું સમજી લે તો પણ તે આત્માનો અનુભવ કરી શકતો નથી. પેલો શંખ વગાડવા જેવી જ વાત થઈ ને? એટલા માટે કે પરંતુ જ્યારે એ વ્યક્તિ શંખના વગાડનારને અને શંખને એકવાર જોઈ લે, એકવાર બસ પદપૂર થઈ ગયો, એટલે પછી એને જેમ જ્ઞાન થઈ જાય છે કે આ શંખનો જ અવાજ હતો ને પેલા માણસે શંખ વગાડ્યું, એ જ પ્રમાણે આ આત્મા છે અને એ આત્મા હું છું અને આત્મા આવો છે અને બધું એને પછી ખબર પડી જાય છે. તો એ આત્માને સાચા પરિપેક્ષમાં સમજી શકે છે.

એટલે છ ઉદાહરણમાંથી પહેલા ત્રણમાં તે મેં ઇન્દ્રિયોને વશમાં કરવાનું જણાવ્યું છે. ત્રીજા ઉદાહરણની અંદર વીણા વાદન વિશે કીધું. વીણા જે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે, તે અલગ અલગ ધ્વનિ એમાંથી નીકળતી હોય છે. પરંતુ જો કોઈએ વીણા ક્યારેય પણ જોઈ જ ના હોય કે એના વિશે કંઈ સાંભળ્યું પણ ના હોય, તો એને લાગશે કે અલગ અલગ ધ્વનિ અલગ અલગ યંત્રોમાંથી નીકળી રહી છે. કારણ કે વીણામાં અલગ અલગ ધ્વનિ આવતા હોય છે. હવે જેને વીણાનો જોઈ ના હોય, સાંભળી ના હોય, તેને એવું લાગે કે જો આ એક બીજું આ વાગ્યું, આ કંઈક બીજું વાગ્યું, આ ત્રીજું વાગ્યું. એટલે એને સાત ઇન્સ્ટ્રુમેન્ટ વાગતા હોય એવો અનુભવ આવશે, ભલે વાગતી એકલી વીણા હોય તોય. એ પ્રમાણે આત્માને જે જાણતો ના હોય.

હોય, તે કેટલાય અલગ અલગ ઉપદેશો સાંભળે. પછી તેને લાગશે કે આત્મા અલગ અલગ ચીજ, જેમ કોથળીની જોડી હોય ને, એમાં બધા પાંદડા અલગ અલગ અલગ, એવો અનુભવ એને થાય તો એ રીતે સમજાય. પણ જ્યારે એક વખત એ વીણાને જોઈ લે છે અને પછી એમાંથી નીકળનાર અલગ અલગ ધ્વનિઓને સાંભળી લે છે, ત્યારે એને ખબર પડી જાય છે કે આ તમામ ધ્વનિઓ આ વીણામાંથી જ નીકળેલી છે. એવી રીતે, વ્યક્તિ બધી ઇન્દ્રિયોને સમજી લે ત્યારે તેની સમજમાં આવે છે કે આ બધી ઇન્દ્રિયો મને વાસ્તવમાં આત્મા તરફ લઈ જઈ રહી છે, મારી દુશ્મન નથી. તેથી જો આપણે ઇન્દ્રિયોને વશમાં લઈ, નિયંત્રણમાં લઈ અને જીવીએ તો આત્મતત્વ સુધી પહોંચી શકાય છે. "ઇન્દ્રિયો જ આત્મા સુધી પહોંચવાની ચાવી છે," એમ મહર્ષિજીએ જણાવ્યું.

હવે આત્માના મહત્વને સમજાવતા આગળ કહ્યું કે, જેમ ભીના લાકડાને સળગાવતા અલગ અલગ રીતે ધુમાડો થાય છે. ભીનું લાકડું સળગાવી જોવાનું, પછી અનુભવ કરવાનો; ચિનગારીઓ ભડકે છે. તે જ પ્રમાણે, આત્મા જ્યારે જીવ બને છે ત્યારે તેના શ્વાસ વડે જ વેદ, વેદાંત, ઇતિહાસ, પુરાણ, શ્લોક, મંત્ર, સૂત્ર વગેરે ઉત્પન્ન થાય છે. "બોલો, તમે બ્રહ્મ છો."

ત્યાર પછી તેમણે પાંચમા દ્રષ્ટાંતની અંદર આત્માની મહત્તા વિશે સમજાવ્યું અને કહ્યું કે, "પૃથ્વી પરનું તમામ પાણી, આખી પૃથ્વી પરનું તમામ પાણી, તમામ જલ સ્ત્રોત, જળ એક સમયે સમુદ્રમાં જઈને એકત્ર થાય છે. તેમ આ આખાય વિશ્વના તમામ રૂપો જે તમારા નેત્રમાં વસે છે; જેટલી પણ ગંધ દુનિયામાં હોય અલગ અલગ, તે નાકમાં વસે છે. આ એક જ વસ્તુથી તમે પારખો છો. પેલું, જેટલી પણ ગંધ, તમામ પ્રકારનો અવાજ કાનમાં વસે છે, તેમ તમામ પ્રાણીઓનો નિવાસસ્થાન આત્માની અંદર છે, આત્મામાં છે."

હવે આ આત્મા આપણને સહજ ઉપલબ્ધ કેમ નથી? મૂંઝવણ છે ને? તો ઉકેલ બી હોવો જોઈએ. તે કેમ સરળતાથી સમજાતો, અનુભવાતો નથી? તેના વિશે છઠ્ઠા ઉદાહરણમાં કહે છે. અંતે, એટલે પહેલા પાંચ સમજવા જરૂરી તો છે જ, સીધા છઠ્ઠા પર કુદકો નહીં મારવાનો.

તો કહે છે કે, "જે રીતે મીઠું પાણીમાં ઓગળી જાય છે, સંપૂર્ણ વિલીન થઈ જાય છે, તો પછી આપણને તે દેખાતું નથી અને આપણે એવું કહી પણ શકતા નથી કે મીઠું પાણીના કયા ભાગમાં છે અને કયા ભાગમાં નથી. દ્રવી ગયા પછી બધું જ મીઠાવાળું પાણી થઈ જાય છે; કારણ કે પાણી ભલે ગમે ત્યાંથી લો, તેમાં મીઠાનો જ સ્વાદ આવશે. તે જ પ્રમાણે, આ આત્મા જે છે, તે આ પાંચ તત્વોમાં, પાંચ તત્વોથી બનાવેલી તમામ વસ્તુઓમાં વિલીન છે, વિલીન છે, અપ્રગટ સ્વરૂપની અંદર મોજુદ છે, અંદર આત્મા. કારણ કે આપણું શરીર પણ પાંચ તત્વોથી બનેલું છે, તેથી આપણા શરીરમાં પણ તે પાણીમાં રહેલા મીઠાની જેમ વિલીન થયેલું છે."

પરંતુ જ્યારે આપણું શરીર નષ્ટ થાય, ન રહે, ત્યારે પણ આત્મા રહી જાય છે. જેમ માનો કે પાણી વરાળ બનીને ઊડી જાય અને પાછળ મીઠું રહી જાય છે, તેમ કેવળ આત્મા રહી જાય છે. તેનું કોઈ નામ હોતું નથી, તેમાં કોઈ ગુણ પણ રહેતા; ફક્ત આત્મા.

બીજું, અહીં મૈત્રીજી થોડા મૂંઝાઈ ગયા અને ભ્રમમાં પડ્યા કે જ્યારે કેવળ આત્મા બચે છે, જેનું કોઈ નામ કે ગુણ રહેતું નથી, તો તે પોતાનો પ્રશ્ન યાજ્ઞવલ્ક્યને પૂછે છે. ત્યારે મહર્ષિજીએ તેને સમજાવ્યું કે, "આત્મા જ દ્રશ્ય છે, આત્મા જ દ્રષ્ટા પણ છે. તો જ્યારે દ્રષ્ટા અને દ્રશ્ય બે ચીજો દેખાય, તેને દ્વૈત ભાવ કહેવામાં આવે છે. દ્રષ્ટા અને દ્રશ્ય બે દેખાય તેને દ્વૈત ભાવ કહેવામાં આવે અને તેનો જોનારો જે હોય છે, તે દ્રષ્ટા હોય છે."

જ્યાં સુધી કોઈ ગંધ હોય, ત્યાં સુધી તેનો કોક સુંઘનારો હોય છે. કોઈ અવાજ હોય, તેનો કોક સાંભળનાર હોય છે, શ્રોતા હોય છે, છે. આ દ્વૈત ભાવમાં જ પ્રાણીઓ એકબીજા સાથે વાર્તાલાપ કરે છે. દ્વૈત ભાવ વડે જ વ્યક્તિઓ એકબીજા સાથે વ્યવહાર પણ કરે છે.

પરંતુ જ્યારે દ્વૈત ભાવ ખતમ થઈ જાય, શરીર નષ્ટ થઈ જાય, ત્યારે આત્મા જ બચે છે. અદ્વૈત ભાવ આવે છે, બધું એક જ થઈ જાય છે. દ્રષ્ટા અને દ્રશ્ય એક જ થઈ જાય છે. ગંધ અને ગંધને સુંઘનારી નાસિકા એક જ થઈ જાય છે. ધ્વનિ અને કાન એક જ થઈ જાય છે. વિવિધ વિવિધતા તમામ સમાપ્ત થઈને એક જ થઈ જાય છે, ત્યારે દ્વૈત રહેતું નથી. તો પછી કશાનો ભોગ કોણ કેવી રીતે કરશે? અર્થાત, ત્યાંના દ્રશ્ય બચે છે, એના દ્રષ્ટા. આ સ્થિતિમાં આત્મા પાસે જાણવા લાયક અન્ય કંઈ જ રહી જતું નથી, ત્યારે તે સ્વયં જ્ઞાનરૂપ બની છે. એટલે અહીં આત્માનું કોઈ નામ હોતું નથી તથા તે ગુણરહિત પણ થઈ જાય છે.

આમ જો તમે ઇન્દ્રિય નિયંત્રણ કરી લેશો તો તમને આત્મજ્ઞાન થઈ જ જશે. તમે અમરતા પ્રાપ્ત કરી લેશો. આ ઉપદેશ કર્યા પછી, પછીથી મહર્ષિજીએ ગૃહસ્થ આશ્રમનો ત્યાગ કર્યો અને સન્યસ્થ ધારણ કરી અમરતાના પંથે અગ્રેસર થયા.

આપણે કેમ જન્મ્યા? કોને આપણું સર્જન કર્યું? પ્રશ્નો છે ને આપણા? જો, આ બધા પ્રશ્નો આપણા છે એવું નથી. સમજાય છે, અનાદિકાળથી બસ આયા જ કરતાં, દરેકને ઉદ્ભવતા જ હોય. શું આપણો સર્જક આ બ્રહ્માંડમાં છે કે આ બ્રહ્માંડની બહાર બેઠો છે ક્યાંક? આ બ્રહ્માંડને પાર શું છે? આ બ્રહ્મલોક ક્યાં આવ્યો? આ બ્રહ્માંડમાં દેવો ક્યાં રહે છે? આવા અનેક વિચારો ઉદ્ભવતા હોય છે.

જેમાં કેટલાક જિજ્ઞાસુઓ હોય છે, કેટલાક આવો પ્રશ્નોના ઉત્તર જાણતા હોવાનો દાવો કર્યા કરતા હોય. આને લીધે, શાસ્ત્રાર્થ ભારતીય સનાતનના ઇતિહાસમાં સમયે સમયે થતા હતા. આજે આવો એક બીજા સંવાદની વાત કરું, તે એક સમયે ગારગી અને ઋષિ યાજ્ઞવલ્ક્ય વચ્ચે થયો.

એમાં વિદુષી ગારગીના બે પ્રશ્નોએ સમગ્ર સભાને ચોંકાવી દીધા, જેના જવાબો આવનારી પેઢીના વિદ્વાનો માટે પણ નવું દિશા સૂચન કરનાર હતા. આની ચર્ચા બૃહદારણ્ય ઉપનિષદની અંદર કરવામાં આવેલી છે. તેના ત્રીજા અધ્યાયની અંદર રાજા જનક જે છે, તેનો ઉલ્લેખ છે, જે એક મહાન યજ્ઞનું એને આયોજન કર્યું હતું. એમાં કુરુ.

પાંચાલના રાજાએ દેશના ઘણા મહાન વિદ્વાન બ્રાહ્મણોને આમંત્રણ આપેલું, એટલે બધા ઉપસ્થિત હતા. રાજા જનકને એવું જાણવું હતું કે આ બધાની અંદર, આ વિશાળ સમુદાયમાં સૌથી વધારે જ્ઞાની કોણ છે? તો તેમણે ૧૦૦૦ ગાયોને શિંગડામાં દસ-દસ સોનામહોરો લટકાવી, શણગારીને તૈયાર કરી અને જાહેરાત કરી કે, "આ સમુદાયમાં જે સૌથી વધુ જ્ઞાની હોય, તે આ બધી ગાયો લઈ જઈ શકે છે." પણ સભામાંથી કોઈ માણસ ઊભું જ ના થયું. ઘણા સમય સુધી કોઈ આગળ ના આવ્યું અને અધિકાર ના પ્રાપ્ત કર્યો. એટલે કોઈની પણ સૌથી મહાન જ્ઞાની હોવાનો દાવો કરવાની હિંમત ચાલી જ નહીં.

થોડા સમય બાદ મહર્ષિ યાજ્ઞવલ્ક્ય નમ્રતાથી બેઠેલા હતા. તેમણે પોતાના એક શિષ્યને બોલાવીને કહ્યું કે, "આ બધી ગાયોને તું આપણા આશ્રમમાં લઈ જઈને બાંધી દે." એટલે પેલા બધા બ્રાહ્મણો પછી બહુ જ ગુસ્સે થઈ ગયા કે, "આ તું બહુ અહંકારી માણસ છે. એ એવું માને છે કે બસ એ જ સૌથી વધુ જ્ઞાની છે. નહીં, પહેલા શાસ્ત્રાર્થ કરો, જીતો, પછી લઈ જાવ. આવી રીતે થોડું લઈ જવાતું હશે?" એટલે પછી શાસ્ત્રાર્થ શરૂ થયા. એમાં દરેક બ્રાહ્મણે તેમને પડકારીને અનેક પ્રશ્નો પૂછ્યા. આ દરેકના સચોટ જવાબો યાજ્ઞવલ્ક્ય આપી દીધા અને તેઓ વિજેતા બન્યા.

આ બધાનું પૂરું થઈ ગયા પછી વિદુષી ગાર્ગી પ્રગટ થયા અને તેમણે પ્રશ્ન કર્યો. ગાર્ગીનું નામ તેમના ગોત્ર, ગર્ગ ગોત્ર પરથી પાડવામાં આવ્યું હતું અને એ મહર્ષિ વાચનુના પુત્રી હોવાથી "વાચનવી ગાર્ગી" પણ કહેવાતા હતા. તેમણે જે પ્રશ્ન પૂછ્યો, તેમાંનો પ્રથમ પ્રશ્ન એ હતો કે, "જેમ જળ પૃથ્વીથી ઓતપ્રોત છે, જો અહીં થોડુંક હવે કોન્સન્ટ્રેશનથી કામ કરવું પડશે, સૂક્ષ્મ દ્રષ્ટિની જરૂરત પડશે, બુદ્ધિ પણ તમારી હવે સૂક્ષ્મ કરવી પડશે. પૃથ્વી જળથી ઓતપ્રોત છે, તો જળ શેનાથી ઓતપ્રોત છે?" અહીં તત્વોની વાત કરવામાં આવી છે. હવે જે ઇન્દ્રિયોથી અનુભવાતા તત્વો છે, તે સ્થૂળ તત્વ છે. તે શેમાંથી આવે છે? તો કે સૂક્ષ્મ તત્વમાંથી એ બધા સ્થૂળ તત્વો આવે છે. આમ પૃથ્વી તત્વ એ જળ તત્વમાંથી આવે છે, તો પછી જળ તત્વ શેમાંથી આવે છે? પ્રશ્ન એ હતો.

તો કોઈપણ ગ્રહ હોય, તો એમાં આપણે પ્રથમ શું શોધીએ છીએ? ચંદ્ર પર પાણી છે, શુક્ર પર પાણી છે, આપણે એ જ શોધીએ છીએ ને? તો જળ શોધવું જરૂરી છે, કારણ કે "જલ હી જીવન હૈ." જીવન હોવા માટે જળ તત્વ હોવું જરૂરી છે. સો, તેમાં જળના કણો છે કે નહીં? આમ જળ કોઈપણ ગ્રહને પૃથ્વી એટલે કે રહેવા લાયક બનાવે છે. પૃથ્વીનું નામ પૃથ્વી એટલા માટે પડ્યું છે, કારણ કે એ રહેવા લાયક છે. જો રહેવા લાયક ના રહે, તો પછી એને પૃથ્વી કહેવું બેકાર છે. પણ આવી તો અનેક પૃથ્વીઓ આવેલી છે. જો આપણી પૃથ્વી પર જળ ન હોય, જોયું? આપણી પૃથ્વી તો બીજી પૃથ્વી પણ હોઈ શકે ને? ઓપનનેસ મન શું કહે છે? યસ, જીવનની કલ્પના પણ અશક્ય બની જાય.

અહીં યાજ્ઞવલ્ક્યે જવાબ આપ્યો, બહુ ઇન્ટરેસ્ટિંગ છે કે, "જળ છે એ વાયુ તત્વમાંથી આવે. જળ તત્વ વાયુ તત્વમાંથી આવે." વિજ્ઞાનની દ્રષ્ટિએ જોઈએ તો વાયુ જ જળને ગ્રહણ કરે છે. પાણી પડેલું હોય, પવન વાતો હોય, સૂર્યનો પ્રકાશ પણ હોય, તો જે સૂર્યનો પ્રકાશ છે, એ તો એને ઉડાડવામાં નિમિત્ત બને છે. ગ્રહણ ક્યાં થાય છે? સ્ટોર ક્યાં થાય છે? વાતાવરણમાં. વાયુ એને ગ્રહણ કરી લે છે. એટલે વાયુ તત્વ છે, તો એ જેને આપણે ભેજ કે મોઈસ્ચર કહીએ છીએ, એ ધીરે ધીરે ધીરે ધીરે કરીને ગ્રહણ કરે અને વધતો જાય. છેવટે વાદળો બને અને પછી એ ઠંડક વધતા છેવટે જળસ્ત્રાવ એટલે કે વરસાદ બનીને નીચે પડે. તો જળ વાયુ તત્વથી ઓતપ્રોત છે, એ પ્રમાણિત છે.

હવે ગાર્ગી ફરી બીજો પ્રશ્ન પૂછે. જો આમ કરી બહુ મોટું વિશાળ મેદાન હતું, તેમાંથી તેમને કોર્નર કર્યા. કોર્નર કરીને પછી પાછો ફરી બીજો પ્રશ્ન પૂછે છે કે, "જો જળ વાયુ તત્વથી ઓતપ્રોત છે, તો વાયુ તત્વ શેનાથી ઓતપ્રોત છે? જવાબ આપી દો કે ગાયો બાયો પછી લઈ જવાની કે પહેલા આનો જવાબ આપો." તેના જવાબમાં કહ્યું, "વાયુ અંતરિક્ષમાંથી આવે છે." આકાશ, અંતરિક્ષ અને આકાશ આપણે આમ ઇન્ટરચેન્જેબલી વાપરીએ છીએ. વાસ્તવમાં એવું નથી. આકાશ બહુ સૂક્ષ્મ તત્વ છે. અંતરિક્ષ છે એ બાહ્ય જે આ જોઈએ છે, તે બધું અંતરિક્ષ. તો વાયુ અંતરિક્ષથી આવે છે. એટલે વાયુ તત્વ અંતરિક્ષથી ઓતપ્રોત છે. તમે સમજો, આકાશ તત્વથી ઓતપ્રોત છે. બરાબર છે. ઇન્ટરચેન્જ વપરાય નથી, રોંગ.

અહીં વાયુ ભલે આપણને દેખાતો નથી. વાયુ દેખાય આપણને? દેખાય નહીં, પણ એ કેવો અનુભવ આવે? તો કે આપણને એની ગતિશીલતા, વાયુની જેવી ગતિશીલતા વધે, એટલે આપણને અનુભવ આવવાનો શરૂ થાય છે કે વાયરો વાય છે. થોડોક ધીમો પવન વાય છે, મંદ પવન વાય છે, પવનની ગતિ તીવ્ર થાય છે. હવે તો હરિકેન આવવાનો છે કે ફલાણી જગ્યાએ કેટલી એની સ્પીડ? તો કે કલાકના અમુક માઈલની ઝડપે આવવાનો છે. બુમાબુમ થઈ જાય, બધા બચો, સાચવો, એવું બધું ત્યારે ખબર પડે કે ગતિશીલ વાયુ શું કરી શકે છે. તો પછી એ વાયુ શેમાંથી આવે છે? તેને અવકાશની જરૂર પડે. અવકાશ વગર વાયુનું અસ્તિત્વ કેવી રીતે શક્ય બને? વાસ્તવમાં દરેક તત્વને રહેવા, હોવા માટે અંતરિક્ષની જરૂર પડે છે. તો જવાબ મળ્યો કે, "વાયુ અંતરિક્ષ વડે ઓતપ્રોત છે."

બેન પાછા બહુ હોશિયાર, બહુ ઇન્ટેલિજન્ટ, પહેલો નંબર તરત આવે. એટલે ફરી પાછું પૂછ્યું કે, "આ અંતરિક્ષ શેનાથી ઓતપ્રોત છે?" ત્યારે જવાબ આપ્યો કે, "એ ગંધર્વ લોકથી." ફરી પૂછ્યું, "ગંધર્વ લોક શેનાથી ઓતપ્રોત છે?" તો કે, "આદિત્ય લોકથી." "આદિત્ય લોક શેનાથી ઓતપ્રોત છે?" તો કે, "ચંદ્રલોકથી." "ચંદ્રલોક શેનાથી ઓતપ્રોત છે?" તો કે, "નક્ષત્ર લોકથી." આ બધા લેયર્સ જો આપણા બ્રહ્માંડને સૃષ્ટિના. પૃથ્વી તો બહુ નાની વસ્તુ. આમ જોતા જાઓ આગળ. "નક્ષત્ર લોક શેનાથી ઓતપ્રોત છે?" તો કે, "દેવલોકથી."

દેવલોક શેનાથી ઓતપ્રોત છે? તો કે ઇન્દ્રલોકથી. દેવલોક કરતાં ઇન્દ્રલોક મોટો. ઇન્દ્રલોક શેનાથી ઓતપ્રોત છે? તો કે પ્રજાપતિ લોકથી. બ્રહ્મા એમનો પોતાની જગ્યા છે. હવે પ્રજાપતિ લોક શેનાથી ઓતપ્રોત છે? ત્યારે કે બ્રહ્મલોકથી.

હવે ગારગીજી કશું ન કરતાં, જવાબ મળતા તેનો જ પ્રતિપ્રશ્ન બનાવી બનાવીને પૂછપૂછ કર્યા કરતા હતા. આમ વાત કરતાં કરતાં જ્યારે વાત બ્રહ્મલોક સુધી પહોંચી, ત્યાં એમણે પૂછ્યું કે, "બ્રહ્મલોક શેનાથી ઓતપ્રોત છે?"

ત્યાં યાજ્ઞવલ્ક્યજી ક્રોધિત થયા કે, "ધ્યાન રાખ, તું શું પૂછી રહી છે? અહીં વાત જ્યારે તત્વની ચાલે છે, તો સ્થૂળ તત્વથી સૂક્ષ્મ તત્વ તરફ નિર્દેશ કરાયો. જેમ કે પૃથ્વી જળમાંથી, જળ વાયુમાંથી, વાયુ અંતરિક્ષમાંથી." એમ એમ કરતાં કરતાં છેવટે જ્યારે વાત બ્રહ્મલોક સુધી પહોંચી, ત્યારે એમણે પૂછી કાઢ્યું કે, "આ બ્રહ્મલોક શેનાથી ઓતપ્રોત છે?"

ત્યારે યાજ્ઞવલ્ક્ય ભડક્યા અને એમને કહ્યું કે, "આમ ના કરો, આમ ના કરો. આમ કરવાથી તમારું મસ્તક ફાટી પડશે. આ બ્રહ્મજ્ઞાની જ્યારે બોલે છે, એનો કંઈક મિનિંગ હોય છે." બોમ્બની જેમ ફૂટી જાય એવું સત્ય હતું તે વખતનું, એટલો પ્રચંડ પાવર હતો. એટલે ગારગી, જે મહાન દાર્શનિક હતા, તે પોતાની ભૂલ સમજી ગયા કે એમણે અતિક્રમણ કર્યું છે. એટલે એમણે પછી તરત જ ખ્યાલ આવી ગયો કે એ પ્રતિપ્રશ્ન કરી બેઠી છે, કારણ કે તે જાણતી જ હતી કે બ્રહ્મલોક એ સૂક્ષ્મ છે.

કેટલાક લોકો એવા હોય છે, જાણતા હોય છતાંય પ્રશ્નો તો પૂછવાના જ. આપણે હોય છે, "મને ખબર છે, પણ મારે પૂછવું તમને ખબર છે કે નહીં." આ બધા ટેસ્ટરો લઈને ફરતા હોય એમ. એક બ્રહ્મલોકી સૂક્ષ્મતાની, ચૈતન્ય મહાસાગરની વાત છે, જે સ્વયં અંતિમ સત્તા છે. અંતિમ સત્તા આથી તે શાંત થઈ ગઈ. હવે પોતાને ખબર હતી છતાંય પૂછ્યું એટલે મારે ખાવું પડે ને પછી પણ તો બી યાજ્ઞવલ્ક્યે કીધું કે, "ભાઈ, ધ્યાન રાખજે હો." એવું નહીં કે બસ અહીં આમ જ થઈ જાવ એવું નહોતું થયું. તો જે સ્વયં અંતિમ સત્તા છે તેની વાત કરી એટલે તે શાંત થઈ ગઈ અને એ સંવાદ ત્યાં પૂરો થઈ ગયો.

પછી યાજ્ઞવલ્ક્યે અન્ય બ્રાહ્મણો સાથે પણ શાસ્ત્રાર્થ પાછો વચ્ચે કરી લીધો, પણ આ ગારગીજી પાછા ચૂપ ના રહી શક્યા લાંબો સમય. થોડીવાર થઈ પાછું ચાલુ થયું અંદર એટલે બીજા શાસ્ત્રની તૈયારીમાં લાગી ગયા અને છેવટે એમણે બે પ્રશ્ન પૂછ્યા. અંતિમ બે પ્રશ્નો એવી રીતે પૂછ્યા કે એટલા બધા ગૂઢ છે કે જો એ સમજમાં આવે તો આપણે પરબ્રહ્મને સમજી શકીએ. આપણે સમજીશું તેમને.

પહેલો પ્રશ્ન એ હતો કે, "આ પૃથ્વી નીચે કોઈ સૂક્ષ્મ તત્વ હોય, આ પૃથ્વીથી નીચે જો કોઈ સૂક્ષ્મ તત્વ હોય, પૃથ્વી પોતે સ્થૂળ તત્વ છે, જળ એનાથી સૂક્ષ્મ છે." એટલે ત્યાંથી વાત કરે છે. પ્રશ્ન હોય તત્વ ત્યાંથી શરૂ કરીને બ્રહ્મલોક અંતિમ સત્તા અને તેની પણ આગળ જો કંઈ હોય તો તે ઉપરાંત કાળ તત્વને પણ સાથે ગણી લઈએ તો આ જે કંઈ સર્વ છે તે બધું શેમાં છે? આ બધું શેમાં ઓતપ્રોત છે? આ બધું શેમાં રહેલું છે?" એમ કહે છે. અહીં એમણે સંપૂર્ણ ટાઈમ અને સ્પેસને પણ લીધા.

પછી યાજ્ઞવલ્ક્યે જવાબ આપ્યો કે, "સર્વ કાંઈ જે છે, ટાઈમ, સ્પેસ, આ બધું જ જે કાંઈ છે, એ બધું શેમાં છે? તો કે સૂત્રમાં ઓતપ્રોત છે." સૂત્ર અને તે સૂત્ર છે તે આકાશ તત્વમાં ઓતપ્રોત છે. અગાઉ જે અંતરિક્ષ તત્વની વાત કરી તે આ આકાશ તત્વ સામે અત્યંત સ્થૂળ કહેવાય. જેમ કે એક મકાઈનો દાણો નાનકડો અને મોટો હિમાલય પહાડ, એ બેમાં જેવો ફરક એવો આમ ઘણો મોટો ફરક એનાથી પણ મોટો એમ એવી રીતે કહી શકાય. એટલે અંતરિક્ષ તત્વ સ્થૂળ છે. આ જે જોઈ રહ્યા છે આપણે તે અંતરિક્ષ છે. આમ જે જણાય છે તે આકાશ તત્વ તો અતિ સૂક્ષ્મ તત્વ છે અને તે સૂત્રમાં ઓતપ્રોત છે અને જે સૂત્ર છે તે આકાશ તત્વમાં ઓતપ્રોત છે. અગાઉ જે અંતરિક્ષ તત્વની વાત કરી તેના કરતાં તો આ અતિશય સૂક્ષ્મ છે એમ આપણે લક્ષમાં રાખવાનું.

આપણે જ્યારે પાંચ તત્વોની વાત કરીએ તો એમાંથી ચાર: પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ. આ ચારેય આકાશમાં એકબીજાનું રૂપ પરિવર્તન કરતા હોય છે, એકબીજાને પ્રભાવિત કરતા હોય છે. જેમ વાયુ અગ્નિ બુજાવી શકે છે તો એને પ્રગટાવી પણ શકે છે. પ્રગટાવવા માટે પણ ફૂંક મારી કરવી જરૂરી પડે છે. જળ પણ અગ્નિ બુજાવી શકે છે, પણ જળમાં વાયુ પણ પ્રવેશી શકે છે. આમ આ ચારેય એકબીજાને અસર કરતા હોય છે. આ બધાની પાછળ એક તત્વ એવું રહેલું છે કે જે તદ્દન પ્રભાવહીન છે. સર્વ કોઈનો પોતાનામાં સમાવેશ કરી રાખે છે. આમ આમ કરીને આમ રાખ્યું છે ને બધું જે કઈ ચાર જણા છે એ બધા અંદર ખતબદ કરે છે એકબીજાની સાથે એવું આમ સમજો. તો અંતરિક્ષ તત્વના અંતિમ છેડે રહેલું આકાશ તત્વ એ કેવું હશે? એનું જસ્ટ આમ ઈમેજીન કરો, વિચાર કરો.

અહીં ગારગીજીને તેમના પ્રશ્નનો જવાબ મળી ગયો કે ટાઈમ અને સ્પેસના કોઈપણ આયામમાં રહેલું સર્વ કાંઈ આકાશ તત્વમાં જ ઓતપ્રોત છે. ત્યાં ગારગીજીએ ફરી પ્રતિપ્રશ્ન કર્યો, પેલી ટેવ પડેલી ને પૂંછડી. તેના જવાબમાં યાજ્ઞવલ્ક્યે જણાવ્યું કે, "આ અંતિમ આકાશ તત્વ છે તે બ્રહ્મ વેદતા છે, અક્ષર તત્વમાં સમાવિષ્ટ છે." એ આકાશ તત્વ પાછું શેમાં છે? તો કે અક્ષર તત્વમાં સમાવિષ્ટ છે. તે અક્ષર તત્વથી ઓતપ્રોત છે, અક્ષર પુરુષોત્તમ.

અહીં યાજ્ઞવલ્ક્યે ગારગીજીને સમજાવ્યું કે, "આ અક્ષર તત્વ મોટું નથી, નાનું નથી, જાડું નથી, પાતળું નથી. તે દ્રવ્ય પણ નથી, પ્રવાહી નથી, વાયુ નથી, નથી એ આકાશ. તો એ આકાશથી પણ પર છે અને ના તો એ કશું ખાય છે, ના તો કોઈ એને ખાય છે." અર્થાત તે ઊર્જા માટે કોઈ પણ આશ્રિત નથી, કોઈના પર આધાર નથી. અક્ષર પર ઊર્જા માટે આ બાકીના બધા તત્વો આધારિત જ છે અક્ષર પર. આ અક્ષરની અંતર્ગત સમસ્ત બ્રહ્માંડ એક ઠોસ નિયમ હેઠળ રહેલું છે. આ બ્રહ્માંડનો નિયમ.

આ અક્ષર દ્વારા જ નિયમનમાં આવે છે. તે જ નક્કી કરે છે કે બ્રહ્માંડ આમ ચાલશે. બ્રહ્માંડની નિયમન શક્તિની વાત થઈ રહી છે અહીંયા આગળ. તો જે આકાશ તત્વની વાત કરી, તે પણ કેવું હોય અને તે કેવી રીતે કાર્ય કરશે, તે આ અક્ષર તત્વ નક્કી કરે છે. અહીં તેઓ કહે છે કે આ અક્ષર તત્વને જાણ્યા વગર જ યજ્ઞ, તપસ્યા વગેરે કરે તો તેનો કોઈ લાભ મળતો નથી. નિયામકને જાણતા જ નથી અને તમે કાંઈ પણ કર્યા કરતા હો બેઠા બેઠા, તો એ કેવું? પેલા આફ્રિકાના આદિવાસીઓ ઝાડ પાછળ ગોળ ગોળ ફરીને કંઈક પૂજાવિધિ કરતા હોય એના જેવું છે. પછી પાછા આપણા સુધરેલા ડેવિડભાઈ ત્યાં જઈને ઊભા રહે, "અમેરિકન, વોટ ઇસ હેપનિંગ?" એવી રીતે આશ્ચર્યથી જોયા કરે કે આનાથી શું થવાનું છે? તો જે કોઈ આ અક્ષર તત્વને જાણ્યા વગર મૃત્યુ પામે છે, તે દરિદ્ર કહેવાય છે. હવે તમે સમૃદ્ધ છો, તમે બોલી શકો છો, "હું સમૃદ્ધ." કોઈ બ્રાહ્મણ જ્યાં સુધી આ અક્ષર તત્વને જાણી ન લે, ત્યાં સુધી તે બ્રાહ્મણ ગણાતો નથી.

જનોઈ પહેરી એટલે બ્રાહ્મણ થઈ ગયો? તેને વધારે સમજાવતા આગળ કીધું કે આ અક્ષર તત્વ એ દ્રષ્ટિનો વિષય નથી. તે દ્રશ્ય નથી, તે દર્શક છે. તે દર્શક છે. વધારે સમજાવતા કીધું કે તે દર્શક છે. જોનારા છો તમે આંખો વડે જુઓ છો, પરંતુ તમારી આંખો આ અક્ષર તત્વ વડે જુએ છે. સમજાય છે? જોવાની શક્તિ પ્રદાન કોણ કરે છે? આંખોને આ અક્ષર તત્વમાંથી આવે છે. તમારી આંખો આ અક્ષર તત્વથી જુએ છે. કાનથી સાંભળો છો, તો કાન પણ આ અક્ષર તત્વ વડે સાંભળી શકે છે. તે સાંભળવાની વસ્તુ નથી, ખુદ શ્રોતા છે. તે કશાનું કાર્ય નથી, કેવળ કારણ જ છે. તેથી જ આકાશ તત્વ છે, તે અક્ષર રૂપી બ્રહ્મમાં ઓતપ્રોત છે. આ અક્ષર તત્વ ઓમ છે. આથી ત્રિકાળમાં અને કાલાતીતમાં સર્વ કંઈ જાણવાનું જાણી શકે, તે સર્વ આ ઓમમાં સમાવિષ્ટ છે. તમને શું કીધું? "ઓમકારમ બિંદુ સંયુક્ત." બિંદુ સંયુક્ત જે ઓમકાર છે, તેની ઉપાસના કરો, તેનું ધ્યાન કરો, તેનું ચિંતન કરો, તેને સમજવાનો પ્રયત્ન કરો.

બધા આયામો ખુલતા જશે, એક પછી એક પછી એક.

નાનકડી એક વાત કરું. અમારે ત્યાં બેંકની અંદર એક ભાઈ હતા, વૈષ્ણવ. એટલે આમ તો એ લોકો પેલા શું કહેવાય, શ્રીજી બાવા કે એવી રીતના પૂજા પાઠ કરતા હોય ને, આવું બધું કઈ જાજુ એ કરતા ના હોય સામાન્ય રીતે. બ્રાહ્મણોથી થોડાક આ વૈષ્ણવો ભડકેલા રહેતા હોય છે સામાન્ય રીતે. હવે આ બ્રાહ્મણને એમણે ભૂલથી એક વખત પ્રશ્ન કર્યો કે, "તું આખો દિવસ બેઠા બેઠા શું કર્યા કરે છે?" હવે બ્રાહ્મણ પાછો સત્યવાદી હોય એટલે એ જે કરતો હોય એ પાછું એને કહી દીધું કે, "ભાઈ, હું આવું આવું કરું છું. બેસું છું અને હું આમ ઓમ જોવું છું." મને કહે, "એટલે શું?" આ વાત હું તમને લગભગ 91-92 ની સાલની કરું છું. પછી મને કહે છે કે, "તું શું કરે છે?" મેં કીધું, "હું તો આવી રીતે ઓમકાર જોવું છું." "તો ક્યાં આગળ જોવાનો?" "તો કે બસ આમ આકાશમાં જોયા કરવાનું." "એ કેવી રીતે?" મેં કીધું, "જો, હું તને જોવું છું ને, એમ હું એને જોવું છું." "તો કે એમને એમ ખુલ્લી આંખે દેખાય?" મેં કીધું, "આ પહેલા ખુલ્લી આંખે દેખાય, પછી બંધ આંખે દેખાય, પછી તું બંધ ખુલ્લી ગમે તેમ રાખીશ તો પણ તને દેખાય." એટલે એને તો બહુ અદભુત લાગ્યું.

એટલે કહે, "હુંય કંઈક કરી નાખું." કરીને એને તો શરૂ કર્યું. તો કહે, "હવે મારે આવું કરવું હોય તો હું શું કરું?" મેં કીધું, "જો ભાઈ, આની વિધિ બહુ સરળ છે. શરૂઆત તું એવી રીતે કરી શકે કે દસ મિનિટ, પાંચ મિનિટ માટે કે તારે એક ઊંડો શ્વાસ લેવાનો, કુંભક કરવાનો, શ્વાસને રોકી રાખવાનો, કુંભક કરવાનો. તારો જે નીચે ગયેલો પ્રાણ છે, તેને તારે ઉપર ચઢાવવાનું અહીંયા સુધી અને પછી અહીંથી આમ જે બહાર નીકળે છે, તેનાથી ઓમકાર લખાય છે. બસ, એ ઓમકારને તારે જોયા કરવાનો અને પછી ઉચ્છવાસ બી બહાર નીકળે તો બસ એને વધારે મેં કીધું આમ પોલીસ કરતો હોય ને એવી રીતના એ બહાર નીકળે છે એમ તું જોયા કરજે." સમજાય છે? કાલથી તમારે કરવાનું. ખબર પડી જાય આમ આ બધું થથળી ઉઠે જબરજસ્ત. જ્યારે આમ પેલો ખરેખર ઓમકાર પ્રગટ થવાનો શરૂ થાય, એક વખત આમ નાદ સંભળાય, કંઈક કશુંક થાય ને, તો આ બધા રૂવાડા બધા આમ આમ ઊભા થઈ ગયા હોય છે.

આમ તો જબરજસ્ત હાલત સાવડી કરતાય ખરાબ હોય. અમારા આઈજી સાહેબ પેલી ભમરો રાખતા હતા ને એવી એવું થઈ ગયું હોય.

તો જાણવા જેવું જે કંઈ છે, તે આ એક અક્ષર છે અને એ અક્ષર ઓમ છે. એમાંથી જ આ બધું પ્રગટ થયેલું છે, ઓતપ્રોત છે. ઓમમાં જ બધું સમાવિષ્ટ છે. તેથી જ કહે છે, "ઓમ ઇતિ એ તદ." આ ઓમ જે છે, તે જ સર્વ સર્વ કાંઈ છે. "ઓમ ઇતિ અક્ષરમ ઇદમ સર્વમ." તે જ સર્વ કાંઈ છે. એટલે ઓમકાર સર્વોપરી. છેલ્લી વાત એમણે કરી દીધી. આ વિવેચનથી ગારગીજી સંતુષ્ટ થઈ ગયા અને ભરી સભામાં ઘોષણા કરી કે બ્રહ્મ સંબંધી વાર્તાલાપમાં મહર્ષિ યાજ્ઞવલ્ક્યને હવે કોઈ બ્રાહ્મણ જીતી શકે નહીં. અને એમ જ થાય છે. રાજા જનકના દરબાર સભામાંથી તમામ બ્રાહ્મણોને શાસ્ત્રાર્થમાં પરાસ્ત કરીને તેઓ અંતિમ વિજેતા સાબિત ઘોષિત થયા હતા. આવો જ એક બહુ સુંદર સંવાદ આજે આય રંગમાં છે હો. સાંભળવું હોય તો સાંભળી લેજો. ફરે ફરી તાલના જામે આવું આ બંસરીનો નાદ છે. આશરે 1300 વર્ષ પહેલા મધ્ય પ્રદેશમાં નર્મદા નદીમાં માંધાતા નામના ટાપુ ઉપર ત્રણ વ્યક્તિઓ મળીને શાસ્ત્રાર્થ કર્યો.

એ શાસ્ત્રાર્થ 32 દિવસ ચાલ્યો. ભારતના ઇતિહાસમાં અતિ મહત્વની ચર્ચા એ હતી. ભારતને વિશ્વ ગુરુ બનાવનારી શિક્ષણ પ્રણાલીના ચાર સ્તંભો પ્રચલિત હતા: ગુરુકુળ, સમિતિ, તપસ્થલી અને શાસ્ત્રાર્થ. ચાર વસ્તુઓ હતી જે વિશ્વ ગુરુ બનાવતી હતી તે વખતે. ગુરુકુળમાં ગુરુ અને શિષ્ય સાથે રહેતા. ગુરુ શિષ્યને શીખવતા અને શિષ્ય ગુરુની સેવામાં રત રહેતા. સમિતિ એટલે આજનો સેમિનાર. શેની પર કરો છો? તો કે હાઈડ્રોજન અને કાર્બન. તો એનો સેમિનાર અલગ અલગ ક્ષેત્રોમાં.

અલગ અલગ નિષ્ણાતો બધા મળે અને પછી એ લોકો એક વિષય પર ચર્ચાઓ કરતા અને પોતાનું જ્ઞાન ત્યાં નિરૂપણ કરતા. ત્રીજી હતી તપસ્થલી. તપસ્થલી એવી જગ્યા હતી કે જ્યાં ઘણા બધા સંશોધકો એક સાથે આવીને મળે અને પછી કોઈ વિષય ઉપર એ લોકો સંશોધનો કરતા હતા. જેમ કે, પેલું આજકાલ હાઈડ્રોજન કોલાઇડર કે એવું કંઈક કર્યું છે આ લોકોએ બધું. એવા ટાઈપની વસ્તુ કે બધા જ દેશના શ્રેષ્ઠ નિષ્ણાતો ભેગા થઈ જાય અને પછી કોઈ એક પ્રોબ્લેમને સોલ્વ કરવાનો પ્રયત્ન કરે.

અને છેલ્લામાં છેલ્લો આવે છે શાસ્ત્રાર્થ. ત્યાં બે વિદ્વાનો કોઈ એક વિષય ઉપર એક મત ન થતા તેના ઉપર શાસ્ત્રાર્થ કરતા હતા, વિવાદ નહોતા કરતા. અત્યારે જે થઈ રહ્યો છે એ આમ ભારતીય જ્ઞાનના આ ચાર સ્તંભો વડે જ્ઞાન પ્રાપ્તિ થઈને વધુ સુદ્રઢ રીતે જ્ઞાન પ્રસારનું કામ ચાલતું હતું. તો આવો જ એક સંવાદ આદિશંકરાચાર્ય અને મંડન મિશ્ર બેના વચ્ચે થયેલો તેની તમને જરા વાત કરું. જેવા કે, "શું સદાચાર દર્દ, પીડા, દુઃખોના નિવારણ માટે પૂરતા છે? સદાચાર આચરવાથી દર્દ, પીડા અને દુઃખો એ દૂર થઈ શકે છે? સદાચારના આચરણથી આવા પ્રશ્નો હતા. શું સન્યાસ દ્વારા તમામ દુઃખોનો અંત આવી શકે છે? તો પછી જગત આગળ કેવી રીતે વધશે? બધા જો સન્યાસી બની જશે?"

આવા શાસ્ત્રાર્થ આદિશંકરાચાર્ય અને મંડન મિશ્ર વચ્ચે થયો, જેની અંદર છેવટે મંડન મિશ્ર હારી ગયા. મંડન મિશ્રના પત્ની ઉભય ભારતીજી એના નિર્ણાયક હતા. જો, જજ બનાવે પાછા વચ્ચે. તેમણે છેવટે પણ જજ હતા. તેમણે પણ શંકરાચાર્ય સાથે બેસીને કહ્યું કે, "હવે મારી સાથે શાસ્ત્ર કરો." તો પ્રશ્ન એવો થાય કે, વૈદિક વિચારધારાઓમાં આટલા બધા મતભેદ શા માટે? અને વિદ્વાનોએ વેદનો અભ્યાસ તો બધાએ કરેલો છે અને સનાતન ધર્મ વિશે બંને સારું જ્ઞાન ધરાવતા હતા. તો પછી એમને શાસ્ત્રાર્થ કરવાની જરૂર કેમ પડી? બંને જ્ઞાની જ હતા તો પછી શાસ્ત્રાર્થ કરવાની કેમ જરૂર પડી? હવે વેદો તો સનાતન ધર્મના શાસ્ત્રો છે, તો બંને જણા એક મત કેમ ન હતા? ગણિતના બે ટીચરો એક ફોર્મ્યુલા પર એક મત હોય છે, તો આ લોકો કેમ નહીં? બસ આ સીધી સાદી વાત.

પુરાતન કાળથી વેદાભ્યાસ તો ચાલ્યા જ કરે છે અને ઘણા ઋષિઓએ તેનો ગહન અભ્યાસ કરેલો છે. પરંતુ જ્યારે દર્શન એટલે કે જો આની શરૂઆત ક્યાં થાય? આ જગત ક્યાંથી ઉદ્ભવ્યું? તેનો રચયિતા કોણ? તેની રચના કેવી રીતે થઈ? મનુષ્ય કેમ અસ્તિત્વમાં આવ્યા? તેમનો હેતુ શું? તેમની ભૂમિકા શું છે? આવા મહત્વના પ્રશ્નોની દર્શન શાસ્ત્ર જે હોય તે ચર્ચાઓ કરે છે અને પ્રાચીન કાળથી ઋષિઓ તેના ઉત્તરો શોધ્યા કરે છે. આમ અનેક ઋષિઓએ તેમનું મહત્વનું યોગદાન આમાં આપેલું છે. આમાં છ મુખ્ય વિચારધારાઓ સર્જાઈ ગઈ, જેમાં સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક, મીમાંસા અને વેદાંત. આ છ દર્શનોએ જગત નિર્માણ અને વેદોની પ્રમાણિતતા પર કામ કરેલું છે અને તેઓ તાર્કિક નિર્ણયો પર પહોંચે છે.

દાખલા તરીકે, મીમાંસા દર્શન એવું કહે છે, "વેદોને પ્રમાણિત માને છે અને એ એમ કહે છે કે વેદોને તો પ્રમાણની આવશ્યકતા જ નથી. તે સ્વતઃ સ્વપ્રમાણિત છે." જ્યારે ન્યાય દર્શન વેદોની ઉપર પ્રશ્ન ઉઠાવે છે. ન્યાય કહે કે, "એવું ના ચાલે, એને પ્રમાણની તો આવશ્યકતા છે." એટલે વેદોને પણ પ્રમાણની જરૂર છે. આમાં બંનેનો ઉદ્ભવ વેદોમાંથી જ થવા છતાં બંને દર્શનોમાં અલગતા છે. આવી રીતે કર્મની બાબતે મીમાંસા અને વેદાંત દર્શનની અંદર પણ અલગ સામ્યતા છે, નથી. મીમાંસા પ્રમાણે કર્મના ફળ કર્મમાંથી જ જન્મે છે. કર્મના ફળ કર્મમાંથી જ જન્મે છે. એટલે અત્યારે જે તમે કરો છો તેનાથી જ એનું આ ફળ આવવાનું છે. એ ફળમાંથી પાછું આગળનું કર્મ બનશે અને એ કર્મમાંથી પાછું આગળનું ફળ આવશે. તો ફળ આપવા માટે ઈશ્વરીય સત્તાની કોઈ જરૂરત નથી. તમારા કર્મોમાં જ એવી શક્તિ નિહિત રહેલી જ છે કે તેનું ફળ આપે છે.

જ્યારે વેદાંત દર્શન મુજબ કર્મો જળ છે. કેવા છે? જળ છે, ઠોસ કર્મો આવા છે કે છે અને તેથી તે ફળ આપી શકતા નથી. માટે ઈશ્વરીય સત્તાની જરૂરત પડે.

એટલે આમ મંડન મિશ્ર મીમાંસા દર્શનના નિષ્ણાત હતા. બીજી બાજુ આદિશંકરાચાર્ય પ્રખર વેદાંતી હતા. બંને હિન્દુ સનાતની અને વેદાભ્યાસી હોવા છતાં પણ એમના વિચારો, માન્યતાઓ આમ અલગ અલગ હતી. માન્યતાઓ આવી ને પાછું વિચારો આવ્યા ને આમ કર્મનો સિદ્ધાંત, ઈશ્વરની સત્તા, કર્મકાંડ જેવા અનેક પ્રશ્નો પર એ લોકોને વિચારભેદ હતો. હવે આદિશંકરાચાર્ય વેદાંતી હતા અને સન્યાસી હતા, જ્યારે મંડન મિશ્ર મીમાંસક અને ગૃહસ્થી હતા. આદિશંકરાચાર્ય વેદાંત ફેલાવવા માંગતા હતા. તે વખતે બીજો ખતરો એક મોટો ઊભો થયો હતો બુદ્ધ અને મહાવીરથી પણ. એમનો પણ જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ પણ પુષ્કળ જોરથી ફેલાવવા માંડ્યો હતો અને રાજ્યનો આશ્રય પામી ચૂકેલા હતા એ તો બધા. અને આ તો એક ગરીબ બિચારો બ્રાહ્મણ એવી સ્થિતિ. તો તેમાંથી પાછું એને પુનરુત્થાન કરેલું છે. જો સમજાય તો આપણને ઇતિહાસની પરિપેક્ષની અંદર આપણને શંકરાચાર્યની મહાનતાનો અનુભવ થશે.

૩૩ વર્ષની ઉંમરની અંદર એમણે આટલું બધું કામ કર્યું. આપણા આટલા બધા મોટા થઈ ગયા, હું કર્યું?

એટલે બે જણાએ એકબીજાને પડકાર્યા અને પછી મંડન મિશ્રએ પડકાર તો ઝીલી લીધો. એક શરત કરી કે જે શાસ્ત્રાર્થ હારી જશે તે વિજેતાનો તો આ જીવન શિષ્ય બની જશે. આમ શંકરાચાર્ય પણ પ્રતિજ્ઞા કરી કે જો તે હારી જશે તો પછી તે સન્યાસ છોડીને ગૃહસ્થ આશ્રમ અપનાવશે અને એ લગ્ન કરી લેશે. એટલે મંડન મિશ્રએ પણ પ્રતિજ્ઞા કરી કે જો તે હારી જશે તો તે સન્યાસ લઈ જશે. આમ તખતો ગોઠવાઈ ગયો. પછી આગળ શું થયું? એવા ટાપુ ઉપર બીજા કોને લાવવા? એટલે પછી વિદુષી ઉભય ભારતીજી, જે મંડન મિશ્રના પત્ની, તેમને ત્યાં આગળ નિર્ણાયક તરીકે, જજ તરીકે બેસાડવામાં આવ્યા. શાસ્ત્રાર્થ થાય.

તો, "આ બરાબર છે, આ બરાબર નથી," આમ તેમ બધું કંટ્રોલ કરવું પડે. આપણે લોકસભાના સ્પીકર બેઠા બેઠા આમ કરીએ, કરતા હોય ને? સાહેબ, એવું નહીં હો, બહુ મસ્ત રીતે કરતા. શાસ્ત્રાર્થની શરૂઆત ખૂબ સરળ હતી. શરૂ થયો, પાંચ-છ દિવસ વીતી ગયા ત્યારે શાસ્ત્રાર્થની ગુંજ ધીમે ધીમે આખા ભારતમાં તે સમયે ફરી વળી. પાંચ દિવસ શાસ્ત્રાર્થ ચાલ્યો એ બહુ મોટી વાત કહેવાય. એમાં આગળ વધતા અનેક સ્થળના વિદ્વાનો આ શાસ્ત્ર જોવા અને સાંભળવા માટે પછી ત્યાં આગળ બધા પહોંચી ગયા. એટલે આ પેલો કુંભના મેળામાં અત્યારે જેમ બધા લોકો પહોંચે છે એવું કંઈક સીન ત્યાં આગળ થઈ ગયો એ ટાપુ ઉપર.

વાંધાતા નામ છઠ્ઠા દિવસે મંડન મિશ્રએ અદ્વૈત પર ઉઠાવ્યો. આપણને રિલેવન્ટ પોર્શન હવે આવી રહ્યો. બાકીની વાર્તા કીધી પણ ક્ષમા કરજો. "જીવ અને બ્રહ્મ કેવી રીતે કેમ એક જ છે?" ત્યારે શંકરાચાર્યે જીવ-બ્રહ્મ એકતાના પ્રમાણ રૂપે છાંદોગ્ય ઉપનિષદનો મંત્ર "તત્વમસિ" રજૂ કર્યો. પરંતુ મંડન મિશ્રને સંતોષ ના થયો. એમણે જણાવ્યું કે તે ઉપનિષદની અંદર "મનોબ્રહ્મ ઇતિ ઉપાસિત" એટલે કે વ્યક્તિએ મનની બ્રહ્મ તરીકે પૂજા કરવી એમ કહ્યું છે. એટલે કે મનને બ્રહ્મ માનવાનું કહ્યું છે અને તે ઉપરાંત તેમણે અન્ય બીજા મંત્રો પણ સંભળાવ્યા કે જ્યાં અન્ન, સૂર્ય વગેરેને પણ બ્રહ્મ ગણીને ઉપાસના કરવાનું જણાવેલું છે. આમ મંડન મિશ્રના પ્રમાણે "તત્વમસિ" એટલે બ્રહ્મને પ્રત્યેકમાં જોવો, એટલે કે પ્રત્યેક બ્રહ્મનું આચરણ કરવું; નહીં કે પ્રત્યેક જીવ બ્રહ્મ છે.

એટલે કે જીવ અને બ્રહ્મ અભેદ છે એવો "તત્વમસિ"નો અર્થ થતો નથી.

ત્યાં આદિશંકરાચાર્યે સ્મિત કર્યું અને મંડન મિશ્રની દુવિધાને સમજી ગયા અને તેમનું ધ્યાન દોર્યું કે "મનોબ્રહ્મ ઉપાસિત"માં "ઉપાસિત"નો અર્થ પૂજા છે. "મનોબ્રહ્મ ઉપાસિત"માં ઉપાસનાનો અર્થ પૂજા થાય છે જે કર્મકાંડનો વિષય છે, જે કર્મકાંડનો. આથી જ અન્ન, સૂર્ય અને મન વગેરેની બ્રહ્મ તરીકે પૂજા કરવાનું કહેવામાં આવ્યું છે. પરંતુ "તત્વમસિ"માં "અસિ" શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તો એનાથી શું થાય છે? તો કે એનો અર્થ શાશ્વત છે. આમ "તત્વમસિ"ની પદ્ધતિ માત્ર કર્મકાંડ પૂરતી મર્યાદિત કે સીમિત ન રહેતા તે શાશ્વત, સદાકાળ ઉપાસના કરવાનું જણાવેલું છે.

પરંતુ મંડન મિશ્ર મજબૂત પાછા ના પડ્યા. એમણે કહ્યું કે, "જો તમે જીવ અને બ્રહ્મ બેને એક માનો છો તો તેનું મને પ્રમાણ આપો." અહીં શંકરાચાર્ય સમજી ગયા કે હવે જરા વધારે ઊંડા જવું પડશે, આ ભાઈ આટલાથી સંતોષ પામે એવા નથી. એટલે એમણે પાછો આગળ ચાલ્યા અને કહ્યું કે, "તમે જીવ અને બ્રહ્મમાં સરખાપણું શોધો છો, નહીં કે એકતા. તમે સામ્યતા શોધો છો, એકતા નથી શોધતા. તો તમે કયા ગુણોના આધારે તેમને સદ્રશ એટલે સરખા માનો છો? તમે જો માનો છો તો એની વાત કરોને મને કે તમે સરખા માનો છો જીવ અને બ્રહ્મને. ઓકે? તો પછી કયા આધારે? કે જીવમાં એવા કયા ગુણ છે અને બ્રહ્મમાં એવા કયા ગુણ છે કે જેના આધારે તમે બંને સરખા માનો છો? જો તમે તેને ચૈતન્ય ગુણના આધારે એવું માનો છો તો પછી જગતમાં તો એ દેખાય તો તેના ઉપદેશની શું જરૂર છે? અને જો આપ એવું કહેવા માંગો છો કે જીવ અને બ્રહ્મ બંને સર્વશક્તિમાન છે, સરખા છે, તો જાણો કે કેવળ એક જ તત્વ સર્વશક્તિમાન હોઈ શકે.

એટલે બે તત્વ સર્વશક્તિમાન હોઈ શકવાની વાત જે તમારી છે એ બરાબર નથી. જ્યારે પણ બે તત્વની વાત કરશો તો બંને તત્વની શક્તિઓમાં ભેદ આવી જશે. આના કરતાં પછી તુલનાત્મક અધ્યયન શરૂ થઈ જશે. એનાથી લાઈબ્રેરીઓ ભરેલી છે, યુનિવર્સિટી અને બધી તુલનાત્મક અધ્યયન કર્યા જ કરે. એટલે જો તમે કહો કે જીવ બ્રહ્મ જેટલો જ સર્વશક્તિમાન છે, સમજાય છે શું કહું છું? જીવ બ્રહ્મ જેટલો જ. કોઈને જો અહીંયા પ્રશ્ન થતો હોય તો પૂછી લેજો ભૂલેચૂકે. તો જીવ જે છે તે બ્રહ્મ જેટલું જ સર્વશક્તિમાન છે એવો જો ખ્યાલ આવતો હોય તો બંને એક જ હોય, એક તત્વ બચે અને તે બ્રહ્મ જ હોય. આમ તમારી વાત સ્વતઃ અસિદ્ધ થાય છે."

એટલે અહીંયા મિશ્રાજી નિરુત્તર થઈ ગયા કે આ હવે તો આપણે હારી ગયા. પરંતુ તે હજુ હાર્યા નહોતા. તેમણે કહ્યું કે, "શંકરજી, તમારી વાત માત્ર તર્ક આધારિત છે. વાસ્તવમાં તેને માટે ઠોસ સબૂત જોઈએ, કારણ કે મીમાંસકો હંમેશા પ્રત્યક્ષ પ્રમાણને જ માન. મેં જોયું એ વાત સાચી." એટલે એમના અદ્વૈત મતનું ખંડન કરવા માંગતા હતા. તો એમને કીધું કે, "કોઈપણ સાધ્યને સિદ્ધ કરીએ ત્યારે તે માટે કોઈ મજબૂત પ્રત્યક્ષ પ્રમાણ હોય તો પ્રમાણભૂત ગણાય. તેથી તે અનુભવ આપણે ઇન્દ્રિયો દ્વારા કરીએ તે જ પ્રત્યક્ષ પ્રમાણ છે." હવે જો આ કાદવમાં પડ્યા. "આમ પ્રત્યક્ષ પ્રમાણથી 'અહમ ઈશ્વરાત ભિન્ન' એટલે કે હું ઈશ્વરથી ભિન્ન છું એવું સિદ્ધ થયેલું બતાવેલું છે. તો આ પ્રત્યક્ષ પ્રમાણ વિરુદ્ધ તમે જીવ અને બ્રહ્મને એક જ બતાવો છો?"

અહીં શંકરાચાર્યે મંડન મિશ્રને કહ્યું કે, "તમે આત્મા માનો છો, એટલે તેને તમે વિભુ માનો છો કે અણુ? વિભુ એટલે સમગ્ર વિશ્વને વ્યાપી રહેલો છે અને અણુ એટલે આટલો. તો તમે આત્માને કેટલો માનો છો? વિભુ એટલે સર્વત્ર જે હંમેશા બધે વિદ્યમાન છે, જેમ વેદાંત કહે છે કે જીવ અને આત્મા સંબંધી કે પછી અણુ જેમ વૈશેષિકની અંદર આત્માને પદાર્થ માને છે એવો માનો છો તમે? વૈશેષિક પણ એક પદ્ધતિ છે. તો અણુ કે જેની એક નિર્ધારિત સીમા હોય છે. હવે જો એ અણુ હોય તો સીમા લાગી, લાગુ પડી જાય. લાગુ પડી જાય આવી સીમા તો પછી આત્મા ના રહે." એટલે બહુ મૂંઝવણ વાળી વાત હતી. પેલા લોકો તો આત્માને પદાર્થ માને છે અને અણુ કે જેની એક નિર્ધારિત સીમા. તો તમે ભલે તે ગમે તે રૂપમાં જુઓ તો પણ તેને તમે ઇન્દ્રિયો વડે સમજી નહીં શકો. શંકરાચાર્યે એને સમજાવવાનો પ્રયત્ન કર્યો કારણ કે મોટામાં મોટું બી તમારી સામે.

હું લાવીશ તો પણ તમારે ઇન્દ્રિયોની મર્યાદા છે. એને સાવ નાનામાં નાનું અણુ જેટલું કરીને બતાવવા માંગીશ. હું તમને આત્માને તો પણ એ તમે એને તમારી ઇન્દ્રિયો દ્વારા નહીં જોઈ શકો. ત્યારે મંડન મિશ્રએ કહ્યું કે, "જો તમે પ્રત્યક્ષ પ્રમાણ વડે આને સિદ્ધ ન કરી શકો, તો પછી જીવ અને બ્રહ્મ વચ્ચેનો ભેદ ઊભો રહે છે તેને તમે કેવી રીતે સિદ્ધ કરશો?"

એટલે અહીંયા જણાવ્યું કે જ્યારે પ્રત્યક્ષ પ્રમાણ ઉપલબ્ધ ન થાય, ત્યારે આપણે શ્રુતિની વાતને માનવી જોઈએ. શ્રુતિ એટલે શાસ્ત્ર જે કહે છે તેને શ્રુતિ કહેવાય. તો શાસ્ત્રની વાત આપણે માનવી જોઈએ અને શ્રુતિ પ્રમાણ પ્રમાણે જીવ-બ્રહ્મ એકતા સિદ્ધ થાય છે. અહીં મંડન મિશ્ર હસી પડ્યા. એટલે એમને જ્યારે શ્રુતિનો ઉલ્લેખ કર્યો, એટલે પછી તો એમને તો નવા દ્વાર બધા જાણે આમ ખુલી ગયા હોય એવો આનંદ આનંદ થઈ ગયો કે, "વાહ વાહ! બહુ સરસ! ચલો, શ્રુતિની વાત આવીને તો હું તો અનેક પ્રમાણો આપી શકું છું." એમ કરીને એમને, કારણ કે એ તો મીમાંસક હતા, એટલે એમને શ્રુતિ, વેદ અને ઉપનિષદનો ગહન અભ્યાસ હતો. એટલે એ તો તૈયાર થઈ ગયા અને પછી ઋગ્વેદના પ્રથમ મંડળનો શ્લોક ટાંકીને કહ્યું, "આ સમજવા જેવું આપણા મેડિટેશનમાં પણ આ વસ્તુ લાયો હતો. વૃક્ષ પર બે પક્ષીઓ બેઠા છે.

વૃક્ષ પર બે પક્ષીઓ બેઠા છે. એક જીવ છે, બીજો બ્રહ્મ છે. એક જીવ છે, બીજો બ્રહ્મ છે. તો અહીં સ્પષ્ટ દ્વૈત એટલે કે બેપણાની વાત જ છે. હવે જ્યારે શ્રુતિ જ કહે છે કે જીવ અને બ્રહ્મ બે છે અને અલગ છે, તો તમે શું કામ વાંધો ઉઠાવો છો? તો અહીં સ્પષ્ટ છે કે જીવ ફળ ભોગવે છે, પરંતુ બ્રહ્મ તો ફળ ભોગવતો નથી અને એને જરૂર પણ નથી, કારણ કે બ્રહ્મને ભૂખ લાગતી જ નથી. તો લોકો શું ધરાઈ ધરાઈ કર્યા કરે છે? આમ 'પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા' આમ કરીને આમ કરે છે ને? રોજ કરતા હોય છે. કોને કરતા હોય છે? શું કરે છે એ લોકો? એવું સિદ્ધ થાય છે કે બ્રહ્મ તો ફળ ભોગવતો નથી ને એને તો જરૂર પડતી પણ નથી. આમ બંનેના ગુણો જ અહીંયા અલગ છે, માટે બંને અલગ છે એવું સિદ્ધ થાય છે."

એવું જણાવતા મંડન મિશ્ર મનોમન બહુ રાજી થઈ ગયા કે, "જો, મેં તો પ્રૂવ કરી દીધું ને! હવે શંકરાચાર્ય આને અમાન્ય કરી શકશે નહીં." શંકરાચાર્ય પછી શું કર્યું? કઠોપનિષદના પ્રથમ વલ્લીના બીજા અધ્યાયના દસમા મંત્રનું પ્રમાણ આપ્યું એમને અને કહ્યું કે, "જે કોઈ જીવ અને બ્રહ્મને અલગ અલગ જુએ છે, તેને કર્મફળ સ્વરૂપે મૃત્યુથી મૃત્યુને પ્રાપ્ત કરે છે." આ મંત્રનો અર્થ આવો છે. એટલે જીવ અને બ્રહ્મને જે અલગ જુએ છે, તેને કર્મફળ ઊભું છે અને એટલે મૃત્યુથી મૃત્યુને પામે છે. એટલે કે તે જીવન અને મૃત્યુના ચક્રમાં સતત ફસાયેલો રહેશે. જો જીવ અલગ છે અને બ્રહ્મ અલગ છે, "હું અલગ છું અને ભગવાન જુદા છે" વાળું જો તમે હજી પૂંછડું પકડી રાખશો, તો નિશ્ચિત છે કે તમારે હજી જીવન પણ છે અને મૃત્યુ પણ છે અને એકવાર નહીં, કેટલી વાર, વારંવાર! જાણતો નથી તો નિશ્ચિતપણે આની આગળનો જવાબ સમજી લેજો.

સંપૂર્ણ સ્પષ્ટતા અંદર ઉતારી દેજો. નો મોર કન્ફ્યુઝન. આવું ફરી મેલ નહીં પડે. ત્યારે મંડન મિશ્રએ કહ્યું, "આથી જીવ-બ્રહ્મ તો એક જ હોવો જોઈએ."

એટલે મંડન મિશ્રએ કહ્યું કે, "બે શ્રુતિ વચ્ચે હવે તો વિરોધાભાસ ખડો થઈ ગયો. તો એક ઋગ્વેદમાંથી છે અને બીજી કઠોપનિષદમાંથી છે. તો બે સામસામે ટકરાયા." એટલે શંકરાચાર્યએ કહ્યું કે, "અહીં કોઈ વિરોધાભાસ નથી કે વિરોધાભાસ છે એવું તમને લાગે છે, કારણ કે પ્રથમ મંત્રની અંદર કોઈ કાર્ય જણાવ્યું નથી. માત્ર બે પક્ષી બેઠા છે એવો જ ઉલ્લેખ છે. ખાલી બેઠા છે, બસ. આમ બે એક જ, બસ એટલી જ સ્થિતિની જ વાત છે. જ્યારે આ બંનેનો અર્થ તો હવે પછી આવશે કઠોપનિષદના બીજા મંત્રમાં જે તમને રજૂ કર્યો, તેમાં તો કાર્યનું પરિણામ દર્શાવેલું છે. એટલે કાર્યનું જે પરિણામ દર્શાવેલું છે કે જો તમે આમ ન કરો તો તમને મુક્તિ ના મળે. આમ કઠોપનિષદનો મંત્ર ઋગ્વેદના મંત્ર કરતાં વધુ શક્તિશાળી, વધુ પાવર છે એની પાસે, કારણ કે તેમાં કાર્ય અને પરિણામ બંને સંયોજિત છે.

હવે જ્યારે પ્રથમ મંત્રને જોઈએ તો એમાં જે બે પક્ષીઓની વાત કરી છે તે જીવ અને બ્રહ્મની વાત નથી, પરંતુ જીવ અને બુદ્ધિની છે, જેમાં જીવ છે તે ફળ ભોગવે છે ત્યારે બુદ્ધિ એને જોયા કરે. ત્યાં જીવ અને બ્રહ્મ વચ્ચે કોઈ ભેદ નથી બતાવ્યો. આથી આપની વાત નિરાધાર સિદ્ધ છે."

તો મંડન પાછા અન્ય ઉપનિષદમાંથી બીજા ઘણા મંત્રો રજૂ કર્યા, જેમાં જીવ અને બ્રહ્મના બે ભિન્ન હોવાની વાત જણાવી, પરંતુ તે બધાના જવાબો ખૂબ સ્પષ્ટતાથી આપ્યા છે. જે કોઈને ઇન્ટરેસ્ટ હોય તો શ્રી શંકર દિગ્વિજય પુસ્તકની અંદર વર્ણવેલા છે. લખવું હોય તો લખી લો, વાંચવું હોય તો વાંચવા જેવું પુસ્તક છે. "શ્રી શંકર દિગ્વિજય" જે માધવાચાર્ય દ્વારા પ્રકાશિત છે. આ શાસ્ત્રાર્થના અંતિમ દિવસો ૩૨-૩૩ દિવસ ચાલ્યા. એમાં અંતભાગે મંડન મિશ્ર આદિશંકરાચાર્ય પર એટલા બધા મોહિત થઈ ગયા કે તેઓ એક પ્રતિસ્પર્ધી ના રહેતા છેવટે ગુરુ-શિષ્યની સ્થિતિમાં આવી ગયા હતા અને પછી એ અહોભાવથી શંકરાચાર્યને પ્રશ્નો પૂછે રાખે અને પેલા આરામથી જવાબો આપે રાખે એવી સ્થિતિ આવી ગઈ, કારણ કે હવે તેઓ સ્વયં જીવ અને બ્રહ્મના સંબંધ વિશે જાણવા માંગતા હતા. હવે એમને ખબર પડી ગઈ કે આ ઊંડાણ બહુ અલગ છે અને હું જે સમજું છું એવું નથી ને આ મારા કરતાં વધારે જ કંઈક સમજે છે.

આથી શંકરાચાર્યએ જણાવ્યું કે, "જીવ અને બ્રહ્મનો સંબંધ એવો છે જેઓ સૂર્ય અને તેને ફરતા ગ્રહો. જીવ અને બ્રહ્મનો સંબંધ કેવો છે? તો કે સૂર્ય અને તેને ફરતા ગ્રહો. બ્રહ્મ છે એ કેવો છે? તો કે સૂર્ય જેવો છે, જેની શક્તિ પ્રત્યેક કણમાં વ્યાપેલી છે. બ્રહ્મ ઈશ્વર રૂપી પ્રત્યેક જીવ માત્રમાં."

છે અહીં મંડન મિશ્રએ કહ્યું કે, "જો બ્રહ્મ વ્યાપક વ્યાપક રીતે હાજર છે અને દરેક જીવમાં જો એકરૂપ છે, તો હું એને કેમ જોતો નથી?" ત્યારે આદિશંકરાચાર્યએ કીધું કે, "જો હું એક પાત્રમાં પાણી લઈને થોડું મીઠું ઓગાળી દઉં, તો શું થશે?" તો કે એ પાણી ખારું થઈ જશે. અહીં શંકરાચાર્ય ફરી પૂછ્યું, "શું તમે એ નમકની હાજરી છે એમ કહી શકો છો?" તો કે હા. "શું તમે એને જોઈ શકો?" તો કે ના, હું મીઠું જોઈ શકતો નથી, પણ મને ખારું લાગે. તો કે ત્યારે શંકરાચાર્યને સમજાવ્યું કે, "બ્રહ્મ પણ પ્રત્યેક જીવમાં ઓગળી ચૂકેલો છે. અનુભવ આપશે. ખારાસની જેમ જ તમને પણ બ્રહ્મ એવી રીતના મીઠા ગાંગડાની જેમ દેખાશે નહીં. ખારાસ રૂપે એ મોજુદ છે. એવી રીતે એ બ્રહ્મ પોતાના સ્વયં પોતાના ગુણો સાથે જીવની અંદર રહેલો છે, ઓતપ્રોત છે. ઇનફેક્ટ, જીવ બ્રહ્મમાં છે અને બ્રહ્મ જીવમાં છે.

અભિન્ન છે. તમે કોઈ રીતે એને અલગ કરી શકો એવું કોઈ દુનિયામાં કોઈ એપ્રેટસ બન્યું જ નથી. હવે તમે જીવો છો, તો તમે જીવ છો અને જો તમે જીવ છો, તો તમે બ્રહ્મ પણ છો," એમ સાબિત કરી આપ્યું. આજે અત્યારે હમણાં જ તમને અનુભવ કરો આવશે જ જે તમારી અંદર ચૈતન્ય સ્વરૂપ રહેલું છે તે તમે છો. બસ, આ એક સમજવાની વાત છે. આ જ પ્રમાણે બ્રહ્મ પ્રત્યેક જીવમાં ઓગળી ગયેલો છે. તે બ્રહ્મના પ્રત્યેક કણમાં વ્યાપેલ છે, પરંતુ તે ઇન્દ્રિયાતીત છે. ઇન્દ્રિયોથી તમે એને પામી નહીં શકો. જેમ આપણે મીઠું ન જોઈ શકીએ, તેમ આપણે ઇન્દ્રિયો દ્વારા બ્રહ્મને ન જાણી શકાય. પણ જો તમે ઇન્દ્રિયોથી ઉપર ઉઠીને બ્રહ્મ કે ઈશ્વરને મેળવવા માંગતા હોય, તો તમારે અદ્વેત વેદાંત દર્શન પર મનન કરવું પડે.

અહીં મંડન મિશ્રએ પોતાનો પરાભય ભવ સ્વીકાર્યો. શંકરાચાર્યના શિષ્ય બની ગયા. ત્યારબાદ મંડન મિશ્રના પત્ની ઉભય ભારતી, કે જે શાસ્ત્રના નિર્ણાયક હતા, તેમણે પછી પ્રતિજ્ઞા કરી અને એ પણ એટલા જ દિવસ એટલે બીજા 32-33 દિવસ શાસ્ત્રાર્થ ચાલ્યો. આમ, શંકરાચાર્ય સમગ્ર દેશમાં અલગ અલગ સ્થળોએ જઈને તે સમયે વિદ્વાનોને શાસ્ત્રાર્થમાં પરાસ્ત કરીને અદ્વૈત વેદાંતનો દિગ્વિજય કર્યો હતો. આટલી અદભુત વાત ત્યાં થઈ ચૂકેલી.

થોડુંક ભારે થઈ ગયું, થોડુંક હલકું કરી નાખીએ. હ, ઓકે. અહીંયા આગળ કોઈ આવીને લખોને આ સહેજ ભૂસીને, "ઓમ." સમબડી શુડ કમ ક્વીક, ક્વીક, કમ ઓન.

જો સ્ટેટમેન્ટ છે એટલે તમારી સામે હું રજૂ કરું છું. આ તમારી નિર્ણાયક બુદ્ધિ ઉપર આખી વાત આપણે છોડી દઈશું, જેવી રીતે આ શાસ્ત્રાર્થની અંદર થયું હતું. એ જ રીતે આ વચ્ચેના જગ્યાએ લો. બસ, આટલી સીધી સાદી વાત. પ્રશ્ન પૂછ્યો છે: "કેન આઈ સે ઓહમ = mc સ્ક્વેર?" અને જો હું એમ કહું, તો એ વાતમાં કેટલું સત્ય છે? હજી તો ભાઈ આ ચોપડી પૂરી થઈ નથી, હો! આ જો તમને સીધી મેન્યુસ્ક્રીપ્ટમાંથી જ આપું છું અત્યારે તો. હાયર એનર્જી ફિઝિક્સ જ્યારે આગળ વધ્યું અને એને આપણને એવું જણાવ્યું કે ક્યારેક તો આપણે સૂક્ષ્મતમ પાર્ટીકલ જે છે એના કણ સુધી પહોંચી જઈશું કે જેને આપણે તોડી ના શકીએ, બરાબર છે? ત્યાં પહોંચી ગયા આપણે. આપણે ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન સુધી પહોંચ્યા અને આપણને લાગ્યું કે આપણે પહોંચી ગયા. પણ આજની તારીખમાં આપણી પાસે 200 થી વધારે ફંડામેન્ટલ પાર્ટીકલ્સ મોજુદ છે.

200! સાયન્સ છેક ત્યાં સુધી પહોંચી ગયું છે. તો વાસ્તવમાં આપણે શું કરીએ છીએ કે બે પાર્ટીકલ લઈએ છીએ, તેને સ્પીડ ઓફ લાઈટથી ટકરાઈએ છીએ, આથી તેના સૂક્ષ્મ કણોમાં વિભાજન કરી શકીએ. પરંતુ હવે આપણે એ જગ્યાએ પહોંચ્યા છીએ કે બે ફંડામેન્ટલ પાર્ટીકલ્સનો ટકરાવ થવાથી પોતાના જેવા જ 150 થી 200 સૂક્ષ્મ પાર્ટીકલ બનાવી દે છે. એટલે કે હવે વધુ સૂક્ષ્મ પાર્ટીકલ નથી મળતા, પરંતુ ઉર્જા મળે છે. છે ફાઇનલી એ સ્ટેજ ઉપર આપણે પહોંચી ગયા. બે સૂક્ષ્મ પાર્ટીકલને ટકરાવ્યા સ્પીડ ઓફ લાઈટથી અને એ જ્યારે છૂટા પડ્યા, તો આ વખતે એમાંથી કણ છૂટા ના પડ્યા, એમાંથી શું થયું? એનર્જી છૂટી પડી ગઈ જબરજસ્ત રીતે. તો ઉર્જા મળે છે અથવા ઉર્જા સ્વયં આવા સૂક્ષ્મ કણોની અંદર રૂપાંતરિત થઈ જાય છે. માસ અને ઇન્ટરચેન્જેબલ છે એનર્જી એવી રીતના ફેરફાર થઈ જાય છે જે આપણને પહેલા મળ્યા હતા.

તો હવે આઈન્સ્ટાઇન ની થીયરી વડે આપણે જાણતા હતા કે દ્રવ્ય એ બીજું કશું જ નથી, પણ શુદ્ધ ઉર્જાનું રૂપાંતરણ છે. આ વાત હાઈ એનર્જી ફિઝિક્સમાં સાબિત થઈ ચૂકેલી છે. આ એટલા માટે ઓહમ = mc² લખવું ગલત નથી, કારણ કે સનાતન ધર્મમાં ઓમ ને નોન ડ્યુઅલિટી, અદ્વૈતનું પ્રતીક ગણવામાં આવ્યો છે. કે સર્વ ઇદમ અક્ષર છે ને એમાંથી જ તો બધું આવી રહ્યું છે, તો એનું પ્રતીક છે. આથી તે વિજ્ઞાન એટલે કે સાયન્સમાં મેટર અને એનર્જીની વચ્ચેના અદ્વૈત એટલે કે નોન ડ્યુઅલિટી પ્રિન્સિપલને બતાવે છે. એટલે આપણે કહી શકીએ કે "ઓમ = mc સ્ક્વેર."

ટેક અનધર હાઇપોથેટીકલ ક્વેશ્ચન: કે સફરજનને, એક સફરજનને, માનો કે આ સફરજન છે (થયું નથી થયું, મારે થોડી રાહ જોવી જોઈએ), તો એટલું મોટું કરવામાં આવે તો તેના એટમ કેટલા મોટા હોય? સફરજનને કેટલું મોટું કરવાનું? તો કે એક પૃથ્વી જેટલું મોટું કરવાનું. એક સફરજનને પૃથ્વી જેટલું મોટું કરવાનું. ફુલાઈને બરાબરનું અંદર હવા ભરભર કરો અને બનાવો કે બીજી પૃથ્વી બાજુમાં ખડી થઈ ગઈ છે. તો એના એટમ કેટલા મોટા હોય, ખબર છે તમને? એક એક એટમ એક એક મખાના જેટલો હોય. આવી રીતના આટલું આટલો થઈ જાય. માનો કે આ એનું એક એટમ છે. એટલે કે પૃથ્વી પર જેટલા મખાના ભરીએ, એટલા એટમ આ સફરજનની અંદર છે. હવે જો એ મખાનાને એક રૂમની સાઈઝનું કરીએ, મખાનાને જે આટલું છે એને રૂમની સાઈઝનું કરવાનું છે. તો શું થશે? એની અંદરનું ન્યુક્લિયસ પણ આપણને દેખાતું નથી. હવે જો મખાનાને સ્ટેચ્યુ ઓફ યુનિટી જેટલું મોટું આવે ત્યારે એનું

ન્યુક્લિયસ આપણને એક નમકના દાણા જેટલું દેખી શકાય અને લગભગ એ જ સાઈઝના ઇલેક્ટ્રોન આ ન્યુક્લિયસની આગળ-પાછળ ફરી રહ્યા હોય એવું આપણને ખબર પડે. હવે જો એટમમાં મેટર છે નહીં, પૂરેપૂરું ખાલી છે, અંદર કંઈ છે જ નહીં, ખાલી છે, તો પછી એટમથી બનેલી વસ્તુઓ આપણને સોલિડ કેમ લાગે છે? પ્રશ્ન આ છે. આ સંસાર આપણને જડ કેમ લાગે છે? એનો જવાબ અહીંયા આગળ છે.

તો શું જવાબ છે? કે તમે આ પંખો, સીલિંગ ફેન, ચલાવો તો તમે જોયું હશે કે સ્પીડમાં જ્યારે ચલાવો ત્યારે ત્રણ કે ચાર બ્લેડ વચ્ચેની જે જગ્યા ન દેખાતા ઘણી વખત આપણને આમ સખત સ્પીડમાં ફેરવીએ તો ચાર પાંખીયા ન દેખાય, સળંગ ડિસ્ક હોય એવું દેખાય છે. અતિશય સ્પીડમાં ચલાવીએ ત્યારે એવું દેખાય છે. એ પ્રમાણે આ એટમમાં જે ઇલેક્ટ્રોન છે તેની રેવોલ્યુશન સ્પીડ કેટલી છે? 600 માઈલ પર સેકન્ડની સ્પીડે ઘૂમી રહ્યા છે. 600 માઈલ પર સેકન્ડની સ્પીડે ઘૂમી રહ્યા છે આ એટમ. એના કારણે આ બધા વેવ્સ લગભગ કોન્સ્ટન્ટ થઈ ગયા છે, પોતાની જગ્યાએ ઊભા રહી ગયા છે, આમ એવો અનુભવ આપણને આવે છે. આના પરિણામે આ એટમ આપણને રીજીડ વોલ જેવું બનાવીએ આપણે એટલે આપણને આ જડ લાગે છે.

આમ આંગળી આમાંથી કેમ પસાર નથી થઈ શકતી? થવી જોઈએ આના કારણે. કારણ કે પેલા એટમ બધા ત્યાં આગળ આટલી ભયંકર સ્પીડે એના વાઈબ્રેશન ચાલતા હોવા છતાં ઊભા છે એટલે એ રીજિડ વોલ જેવું બને. આ અંદર પેસે એ પહેલા તો આ અહીંયા આગળ આવી જ ગયેલું છે એટલે દર વખતે જ્યારે આ અંદર પેસવાનો કંઈ પણ પ્રયત્ન કરે તો આ તો મોજુદ જ છે પહેલેથી વોલની જેમ. એવી રીતે આપણને આ સંસાર જે છે તે જડત્વને વરેલો જણાય છે. અમારા સાહેબના શબ્દોમાં કહી દઉં તો, અને માત્ર સંસાર નહીં પણ ઘણા માણસો પણ એવી રીતના જડત્વમાં અટકી ગયા હોય, બિલકુલ આમ રીજીડ વોલની જેમ. કેવું? ભલે એમનું પણ કલ્યાણ થાવ. તો આવી મજાની વાત.

આ લખાણ AI દ્વારા તૈયાર થયું છે. શંકા હોય ત્યાં મૂળ પ્રવચન સાંભળી ખાતરી કરવી.