ઉપનિષદ સિરીઝ · વિડિયો ૧૩૯
વિડિયો ૧૩૯
ૐમ ૐમ ૐ સહના નાભવતુ સહન ભુનતુ સહવીર્યમ કરવાવહ તેજસ્વીના ભદિ તમસ્તુ માં વિદવિષાવહે શાંતિ હી. રુદ્ર હૃદયો ઉપનિષદ.
આ ઉપનિષદ કૃષ્ણ યજુર્વેદનું છે. એમાં મુખ્યત શિવ અને વિષ્ણુને અભિન્ન બતાવવામાં આવ્યા છે. શ્રી શુકદેવ અને વેદવ્યાસજી વચ્ચે થયેલા પ્રશ્નોત્તરના રૂપમાં આ ઉપનિષદનો આરંભ થયો છે. સૌપ્રથમ શુકદેવજીએ વ્યાસજીને પ્રશ્ન કર્યો, "બધા દેવોમાં સર્વશ્રેષ્ઠ કોણ છે?" ઉત્તરમાં વ્યાસજીએ કહ્યું, "રુદ્ર."
ત્યાર પછી શિવ અને વિષ્ણુની એકતા, આત્માની ત્રિવિધતા (એટલે કે આત્મા, પરમાત્મા અને અંતરાત્મા), રુદ્રનું ત્રિમૂર્તિત્વ (એટલે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ), રુદ્રના કીર્તનથી સર્વ પાપમાંથી મુક્તિ, પરા અપરાવિદ્યાનું સ્વરૂપ, અક્ષર પરમ સત્ય જ્ઞાનથી સંસારનો વિનાશ, મુમુક્ષો માટે પ્રણવ ઉપાસના, જીવ ઈશ્વરના ભેદની કાલ્પનિકતા તથા અદ્વૈત જ્ઞાનથી શોક અને મોહની નિવૃત્તિ વગેરેનું ક્રમશઃ વર્ણન કરવામાં આવ્યું છે. આ ઉપનિશત વિભે વિભેદ બુદ્ધિને દૂર કરીને, ભેદ જે ઉત્પન્ન કરનારી છે તેવી બુદ્ધિને દૂર કરે, રિપ્લેસ કરી નાખશે અને અભેદ બુદ્ધિનું જ્ઞાન કરાવવામાં અત્યંત ઉપયોગી છે.
આજના વિભ્રમિત સમાજ માટે આવી ઉપનિષદ વિદ્યા નિતાંત ઉપયોગી છે. લોકો એકાંગી જે થતા હોય તેને સાચું માર્ગદર્શન આ રુદ્ર હૃદયો ઉપનિષદ પૂરું પાડે. આ રુદ્રનું હૃદય છે કે જેને અત્યારે હવે આપણે શ્રવણ કરી રહ્યા છે અને એને ધારણ કરી રહ્યા છે.
તો કહે છે: "હૃદય, કુંડલી, ભસ્મ, રુદ્રાક્ષ, ગણપતિ – એ પાંચ તારસાર મહાવાક્ય ઉપનિષદો પ્રણમયમ શિરસા પાદો સુકો વ્યાસ ઉવાચ હ ક દેવ સર્વવેદેશુ કસ્મિન દેવાસ સર્વસ." પ્રશ્ન આ ઉભો થયો કે, "કયા દેવ સૌથી સર્વશ્રેષ્ઠ છે કે હું તો હવે એની જ પૂજા કરું?"
ત્યારે રુદ્ર હૃદય, યોગ કુંડલી, ભસ્મ જાબાલ, રુદ્રાક્ષ જાબાલ અને ગણપતિ – એ પાંચ ઉપનિષદો "ૐ" (એટલે કે પ્રણવ)ના મૂળ તત્વનું વિવેચન કરે છે. એમને જ બ્રહ્મજ્ઞાન સંબંધી યજ્ઞના ના પાંચ મહામંત્રો પણ કહેવામાં આવે છે. એમને જ શ્રુતિના મહાવાક્યો પણ કહેવામાં આવેલા છે.
શ્રી સુખદેવજીએ પોતાના પિતા શ્રી વ્યાસજીના ચરણોમાં મસ્તક ઝુકાવી અને પ્રણામ કર્યા અને વિનંતી કરી નિવેદન કરે છે કે, "હે ભગવાન, બધા વેદો કયા એક દેવનો ઉલ્લેખ કર્યો છે? અને બધા દેવોનો વાસ કયા દેવમાં છે? કૃપા કરીને એ પણ જણાવો કે કયા દેવની ઉપાસનાથી બધા દેવો મારી પર પ્રસન્ન થશે? બધાને અલગ અલગ પ્રસન્ન કરવાની અંદર તો ખબર નથી જન્મારો નીકળી જાય."
તેમનો આ પ્રશ્ન સાંભળીને તેમના પિતા શ્રી વેદવ્યાસજીએ જણાવ્યું. તેમને કહ્યું, "હે સુખદેવ, ભગવાન રુદ્રમાં બધા દેવતાઓ સમાયેલા છે. રુદ્ર રુદ્ર અને બધા દેવતાઓ રુદ્ર સ્વરૂપ છે. અલગ અલગ સ્વરૂપમાં પણ તમે જો એની જો ઉપાસના કરો છો તો નિશ્ચિત પણે એ સ્પષ્ટતા કરીને અંદરથી નક્કી કરી નાખો, જાણી લો કે તમે જે કોઈ દેવી દેવતાઓની ઉપાસના કરો છો, અલ્ટીમેટલી એ કોની છે? તો કે રુદ્ર સ્વરૂપની તમે ઉપાસના કરી રહ્યા છો."
રુદ્રદેવના જમણા પડખામાં સૂર્ય, બ્રહ્મા અને ત્રણ પ્રકારના અગ્નિઓ (એટલે કે ગાર્હપત્ય, દક્ષિણાગ્નિ અને આહવનીય) રહેલા છે. ડાબા પડખામાં ભગવતી ઉમાભગ, ભગવાન વિષ્ણુ અને સોમ – એ ત્રણ દેવ શક્તિઓ રહેલી છે. ડાબા પડખામાં જે ઉમા છે તે જ ભગવાન વિષ્ણુ છે. એટલે કીધું કે, "હરિ હરમાં ભેદ ના કરશું." અને ભગવાન વિષ્ણુ છે તે ચંદ્રમાં પણ છે. એટલે ગોવિંદને ને નમન કરવું તે ભગવાન શંકર પ્રતિ નમન કર્યું જ ગણાશે. જેઓ ભક્તિ ભાવથી ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરે છે, તેઓ વૃષભધ્વજ અર્થાત્ રુદ્રદેવની જ અર્ચના કરે છે.
આ સર્ટિફિકેશન ક્યાંથી મળે છે? તમે જુઓ, ઉપનિષદમાંથી! અને રુદ્રનું હૃદય છે આ ઉપનિષદ જે છે ને તે! આ જ્ઞાન જો કેટલું બધું અદભુત છે! જેઓ વિરૂપાક્ષ (એટલે કે ભગવાન શંકર) પ્રત્યે દ્વેષ રાખે છે, તેઓ ક્યારેય પણ ભગવાનના પ્રિય પાત્ર બની શકતા જ નથી. જેઓ રુદ્ર રૂપના જાણકાર નથી, તેઓ કેશવને પણ સર્વથા જાણતા જ નથી. એ બે એક સ્વરૂપ, "અંતર નવધરસો પ્રભુ, અંતર નવધરસો." પછી કહે છે: "ભોળા ભવાનીને ભજતા, ભોળા ભવાનીને ભજતા ભવસાગર તરસો." તો ઉમા છે તે જ ભવાની છે પાછી.
આ એક વાક્યતા આ રોજે રોજ આપણે બોલીએ છીએ ખરા, પણ શું વાસ્તવમાં આપણે અનુભવ કરી રહ્યા છે? અંદરથી આપણે એ બાબતની સ્પષ્ટ સ્પષ્ટતા છે ખરી કે આપણે વાસ્તવમાં શું કરી રહ્યા છે? તો આ ઉપનિષદ આપણને આગળ જણાવે છે કે રુદ્ર પ્રાણીઓની ઉત્પત્તિના બીજરૂપ છે. બધા પ્રાણીઓ ક્યાંથી આવ્યા છે? તો કે રુદ્રમાંથી. અને તે બીજની યોનિ જે છે તે ભગવાન વિષ્ણુ. બીજની યોનિ કોણ છે? ભગવાન વિષ્ણુ છે. એટલે એમના ના થકી જ આપણે જીવભાવે જેટલા પણ પ્રાણીઓ બધા અવતર્યા, એ બધા જ એમના પાસેથી જ આવ્યા છે. આવી રીતે જ આવ્યા છે. એટલું બધું ડાયરેક્ટનેસ છે.
જે રુદ્રદેવ છે તે જ સ્વયં બ્રહ્મા છે અને તે જ અગ્નિદેવ પણ છે. રુદ્રદેવ જ બ્રહ્મા અને વિષ્ણુ રૂપ છે. અગ્નિ અને સોમ (એટલે કે ચંદ્ર)થી યુક્ત જગત પણ રુદ્રમય જ છે. આ જે જગત છે તે પણ કેવું છે? રુદ્રમય છે. આપણે એને રુદ્રમય જોવાનું ચૂકી જઈએ છીએ અને બીજામય થઈ જઈએ છીએ. એટલા માટે તેનામય થઈ જઈએ છીએ. આપણે વસ્તુમય થઈ જઈએ છીએ, વ્યક્તિમય થઈ જઈએ છીએ. વ્યક્તિત્વ હોય છે એને આપણે પ્રાધાન્ય આપીએ છીએ અને એની અંદર રહેલું જે રુદ્રત્વ છે, દેવત્વ છે, એને એકનોલેજ કરવાનું આપણે ચૂકી જવાય છે. આ ભૂલ થાય છે એમ જણાવે છે.
વિશ્વના બધા જ પુલ્લિંગ પ્રાણીઓ રુદ્રરૂપ અને સ્ત્રીલિંગ પ્રાણીઓ ઉમા સ્વરૂપ છે. પ્રત્યેક સ્ત્રીલિંગ જેને કીધું, એ બધા જ ઉમા સ્વરૂપ છે. ઉમા એટલે માં ભગવતી. સમસ્ત જળ અને ચેતન સૃષ્ટિ રુદ્ર અને ઉમાપ જ છે. સમગ્ર વ્યક્ત સંસાર ઉમાપ અને અવ્યક્ત સંસાર એ મહેશ્વર રૂપ છે. જે વ્યક્ત સંસાર છે એ શક્તિ સ્વરૂપા છે, ઉમાદેવી.
ઉમિયાદેવી અને અવ્યક્ત સંસાર છે, જે દ્રષ્ટિગોચર નથી થતો. જે મનમાં ગોચર નથી, મનથી પણ અગોચર છે, એવો પણ સંસાર તે બધું શું છે? તો કે મહેશ્વર છે, મહાન ઈશ્વર, સૌથી મહાન એવો ઈશ્વર છે. ઉમા અને શિવના મિલનને જ વિષ્ણુ કહેવાય છે. કેટલી અદભુત બાબત! અત્યારે જો આપણે જાણીએ કે ઉમા અને શિવનું મિલન છે, તેને વિષ્ણુ કહેવાય છે. તે વિષ્ણુ સ્વરૂપ છે. વિષ્ણુને જેઓ ભક્તિભાવથી નમન કરે છે, "ૐ નમો નારાયણાય," તેઓ આત્મા, પરમાત્મા અને અંતરાત્મા એ ત્રિવિધ આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરીને પરમાત્માને પ્રાપ્ત કરે છે.
ભગવાન વિષ્ણુને જે નમન કરે, અંતરાત્મા, બ્રહ્મા, પરમાત્મા, મહેશ્વર અને બધા પ્રાણીઓનો સનાતન આત્મા ભગવાન વિષ્ણુ. "Don't insult anybody." આ ત્રિલોકરૂપ વૃક્ષની શાખાઓ થડ પૃથ્વી પર ફેલાયેલા છે. તેના અગ્રભાગમાં વિષ્ણુ, થડમાં બ્રહ્માજી અને મૂળના ભાગમાં મહેશ્વર છે. કાર્યરૂપ વિષ્ણુ, ક્રિયારૂપ બ્રહ્મા અને કારણરૂપ મહેશ્વર છે. ક્રિયા, કારણ અને કારણરૂપ કાર્ય, ક્રિયા, કાર્ય અને કારણ. તો કાર્યરૂપ વિષ્ણુ, ક્રિયારૂપ બ્રહ્માજી છે અને કારણરૂપ જે છે તે મહેશ્વર છે. આ રીતે ભગવાન રુદ્ર જ પ્રયોજનને અનુરૂપ પોતાની એક જ મૂર્તિને ત્રણ રૂપોમાં ધારણ કરીને રહેલા છે.
"Know that ધર્મ." ધર્મ રુદ્ર રૂપ છે. જગત વિષ્ણુ રૂપ છે અને સમગ્ર જ્ઞાન જે છે તે બ્રહ્મારૂપ છે. જે જ્ઞાની "શ્રી રુદ્ર, રુદ્ર, રુદ્ર" એ રીતે રુદ્રના નામનું સ્મરણ કરે છે, તે બધા દેવોના નામ જપનું ફળ પ્રાપ્ત કરીને બધા કર્મોથી નિવૃત્ત થઈ જાય છે. બધા કર્મોથી નિવૃત્ત થવું હોય તો આ ફળ તમને પ્રાપ્ત થશે. ક્યારે? કે જ્યારે રુદ્રના જાપ કરશો.
રુદ્ર રૂપ પુરુષ, ઉમા નારી એમ બંને રૂપોમાં ભગવાન રુદ્ર અને ભગવતી ઉમાને નમન. રુદ્ર બ્રહ્મા અને ઉમા વાણી છે, એમ બંને રૂપોમાં રુદ્ર અને ઉમાને નમસ્કાર. રુદ્ર વિષ્ણુ અને ઉમા લક્ષ્મી રૂપ છે, એ બંને રૂપોમાં પણ બંનેને નમસ્કાર છે. રુદ્ર રૂપ સૂર્ય અને ઉમા રૂપ છાયાને પણ નમસ્કાર છે. રુદ્ર દિવસ છે, ઉમા રાત્રી છે, એ રૂપોમાં તેમને નમસ્કાર છે. રુદ્ર સોમ છે અને ઉમા તારાગણ છે, એ બંનેને પણ નમસ્કાર છે. રુદ્રરૂપ યજ્ઞ અને ઉમારૂપી વેદીને પણ નમસ્કાર છે. રુદ્રરૂપ અગ્નિ અને ઉમારૂપ સ્વાહાને પ્રણામ છે. રુદ્ર વેદરૂપ અને ઉમા શાસ્ત્ર રૂપ છે, તેમને પ્રણામ છે. વૃક્ષ અને લતાારૂપી શંકર ઉમાને નમસ્કાર છે. ગંધ અને પુષ્પરૂપી શંકર ઉમાને નમસ્કાર. આમ બધા દેવોના રૂપમાં રુદ્રને અલગ અલગ પ્રણામ કરવા.
"આજ મંત્રોના પદ વડે હું શિવ અને પાર્વતીને નમસ્કાર કરું છું." માણસ જ્યાં રહે ત્યાં આ અડધાલી યુક્ત મંત્રનો જપ કરવો જોઈએ. બ્રહ્મ હત્યા કરનાર પણ જો પાણીમાં પ્રવેશીને આ મંત્રનો જાપ કરે તો તે બધા પાપોથી મુક્ત થઈ જાય છે.
"રુદ્રો નર ઉમા નારી તસ્મૈ તસ્ય નમો નમઃ."
"રુદ્રો બ્રહ્મા ઉમા વાણી તસ્મૈ તસ્ય નમો નમઃ." "રુદ્રો વિષ્ણુ ઉમા લક્ષ્મી તસ્મૈ તસ્ય નમો નમઃ." "રુદ્ર સૂર્ય ઉમા છાયા તસ્મૈ તસ્ય નમો નમઃ." "રુદ્ર સોમ ઉમા તારા તસ્મૈ તસ્ય નમો નમઃ." "રુદ્રો દિવા ઉમા રાત્રી તસ્મૈ તસ્ય નમો નમઃ." "રુદ્રો યજ્ઞ ઉમા વેદી તસ્મૈ તસ્ય નમો નમઃ." "રુદ્રો વન્હિ ઉમા સ્વાહા તસ્મૈ તસ્ય નમો નમઃ." "રુદ્રો વેદ ઉમા શાસ્ત્રમ્ તસ્મૈ તસ્ય નમો નમઃ." "રુદ્રો વૃક્ષ ઉમા વલ્લી તસ્મૈ તસ્ય નમો નમઃ." "રુદ્રો ગંધ ઉમા પુષ્પમ્ તસ્મૈ તસ્ય નમો નમઃ." "રુદ્રો અર્થ અક્ષર સોમા તસ્મૈ તસ્ય નમો નમઃ." "રુદ્રો લિંગ ઉમા પીઠમ્ તસ્મૈ તસ્ય નમો નમઃ." "સર્વદેવાત્મકમ્ રુદ્રમ્ નમસ્કૃત્યા પૃથક્ પૃથક્." "એભિર્ મંત્ર પદૈર્દેવ નમસ્યામિ શિવ પાર્વતી." "યત્ર યત્ર ભવેત્ સારદ મિમ મંત્ર મુદીરયેત્." "બ્રહ્મહા જલમધ્યેતુ સર્વ પાપૈઃ પ્રમુચ્યતે."
આ મંત્રનો જાપ જો જળમાં પ્રવેશીને કરે તો તે બધા જ પાપોથી મુક્ત થાય છે. જળ ક્યાં નથી? સર્વત્ર છે. બસ, ભાવના કરો અને આ મંત્રનો જાપ કરો અને સર્વ પાપથી મુક્ત થયા છો. પછી પાપને પાછું ફરી યાદ કરીને આમ મૂકવાનું નહીં, "મહાન પાપી છું." આ પાછી ભૂલ ન થાય તેનું હંમેશા લક્ષ્ય રાખો.
બધાનું આશ્રય સ્થાન, દ્વંદ્વાતીત, સચ્ચિદાનંદ સ્વરૂપ, મન અને વાણીથી અગોચર જે સનાતન પરમબ્રહ્મ છે, તેને બરાબર જાણી લેવાથી આ સમગ્ર રહસ્યોને જાણી લેવાય છે. કેમ કે તે બ્રહ્મથી જુદું કંઈ જ નથી. આ બધું તેનું જ સ્વરૂપ છે. જે કંઈ છે તે બધું બ્રહ્મનું જ સ્વરૂપ છે. સાધકને બે વિદ્યા જાણવા યોગ્ય છે. વ્યાસજીએ આગળ જણાવ્યું: પરા અને અપરા વિદ્યા. રૂક, યજુ, સામ, અથર્વ, શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, છંદ અને જ્યોતિષ એ બધાનો સમાવેશ અપરા વિદ્યામાં થાય છે.
મુનેશ્વર, આ વિદ્યામાં આત્મા વિષય સિવાયનું બધા જ પ્રકારનું જ્ઞાન સમાઈ જાય છે. એમાં મેડિકલ આવી ગયું, એન્જિનિયરિંગ આવી ગયું, મેટલર્જી આવી ગયું, બાયોલોજીનું બધું આવી ગયું. પેલા વાયરસને લગતું પણ બધું જ સાયન્સ, જે કંઈ કહો, ભૂગોળ, ખગોળ બધું જ એની અંદર આવી ગયું, ઝુઓલોજી, બધું જ એમાં. જેનાથી આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે તેને પરા વિદ્યા કહેવાય છે. અને તે આત્મતત્વ પરમ અવિનાશી છે. તે નથી દેખાતું કે નથી ગ્રહણ થઈ શકતું. એને દેખવાનું ય નથી ને ગ્રહણ પણ કરવાનું નથી. તે નામ, રૂપ અને ગોત્ર વગેરેથી રહિત છે. બ્રહ્મ તો કેવા હોય? તે સર્વવ્યાપી, નિત્ય, સર્વગત, સૂક્ષ્માથી સૂક્ષ્મ અને અવિકારી છે. બ્રહ્મમાં કોઈ વિકાર ક્યારેય પણ હોતો જ નથી અને તે બધા પ્રાણીઓનું ઉત્પત્તિ સ્થાન છે. "Source and fountain of all life to the supreme being." તે પરમાત્મ તત્વને, તે પરમાત્મ તત્વને પોતાના આત્મામાં જુવે છે.
સર્વજ્ઞાતા, ભૂત, ભવિષ્ય અને વર્તમાનને જાણનાર હોય તેને આપણે સર્વજ્ઞાતા કહીએ છીએ. બધી વિદ્યાઓનું આશ્રય સ્થાન એવું તે બ્રહ્મ જ છે. જ્ઞાન જ જેનું તપ છે, તેમાંથી ભોગતા અને અન્નરૂપ આ જડ ચેતનની ઉત્પત્તિ.
થયેલી જ્ઞાનની આરાધના કર્યા કરે છે. બસ, નિરંતર બ્રહ્મ પોતે સ્વયં જ્ઞાન દ્વારા સત્યની જેમ પ્રતીતિ થનારો આ સંસાર એ રીતે બ્રહ્મમાં રહેલો છે. અહીં સ્પષ્ટતા કરે છે કે સત્યની જેમ પ્રતીત થનારો આપણને આ સંસાર સાચો લાગે છે. એ સંસાર પ્રતીત થાય છે, આપણને પ્રતીતિ એવી બેસે છે કે જાણે આ સંસાર સાચો છે. વાસ્તવમાં, આ સંસાર મિથ્યા છે, આભાસી છે. બ્રહ્મ જ સત્ય છે અને આ એકમાત્ર સત્ય છે. અન્ય કોઈ બીજું સત્ય હોઈ ન શકે. તમે કીધું કે બ્રહ્મ સત્ય છે, બસ આ એક જ વાત પૂરી થઈ ગઈ. બાકી બધું જે કંઈ છે તેના આગળ પાછળનું વિવેચન, વિવરણ એ બધું હોઈ શકે. આટલામાં બધું જ્ઞાન આવી ગયું. વન્સ યુ સે "બ્રહ્મ સત્ય છે", યુ એકનોલેજ, યુ એક્સેપ્ટ કે જે કાંઈ છે તે બધું બ્રહ્મ છે. આ જ્ઞાન છે અને એના પર રહેવું તે તપ છે. એમાંથી ખસી ના જઈએ, ક્ષણ માત્ર માટે પણ ચૂકી ના જઈએ.
નિરંતર એ જ્ઞાનમાં સ્થિતિ હોય કે બ્રહ્મ છે, બ્રહ્મ જ સત્ય છે. આટલું કહી દીધું, વાત પૂરી થઈ. એટલે પ્રતિપક્ષની અંદર સંસાર વિશે કાંઈ કહેવાનું રહેતું જ નથી. સંસાર પણ બ્રહ્મરૂપે રહેલો છે. એટલા માટે એ જે બ્રહ્મરૂપ રહેલું છે, જે બ્રહ્મ છે તે જ સત્ય છે, સંસાર નથી. એ રીતે એ બ્રહ્મમાં રહેલો સંસાર છે, જે રીતે રસીમાં સર્પનો આભાસ થાય છે. અવિનાશી બ્રહ્મ સત્ય છે એવું જ્ઞાન જેને થયું છે તેવો મનુષ્ય મોક્ષ પદને પામે છે. તે મુક્તિ પામી જાય છે. સંસાર પછી એના માટે રહેતો જ નથી, કારણ પણ રહેતું નથી. એટલે એ હોતો જ નથી. પછી સંસારની અંદર એ બ્રહ્મ સ્વરૂપ થઈ જાય. તત્ક્ષણ જેવો એમાં પ્રવેશ કર્યો તે ક્ષણ પૂરતો તે બ્રહ્મ સ્વરૂપને પ્રાપ્ત કરી લીધું. ભૂલ ક્યાં થાય છે? પાછો બીજી સેકન્ડે ખસે છે. આ જે મુવમેન્ટ આવે છે ને, સંસારમાં શિફ્ટ આવે છે તે બંધ થવી જોઈએ.
એ જે સમજે છે, જાણે છે અને એના માટે તત્પરતા દર્શાવે છે તેને તપ કહેવામાં આવે. તપ કરવા ગયા, તપ કરવા ગયા તો એ કયું તપ કરતા હતા? બધા પ્રશ્ન આપણને થાતો હતો ને? તો આને તપ કહેવામાં આવે છે. લાકડા સળગાવીને બધું આમ કરીને બેઠા છે, આમ છે, તેમ છે, બધી વાત સાચી. પણ વાસ્તવિક તપ આ જે છે તે તો આંતરતપ છે કે આમાંથી ખસવાનું નથી. કેવળ બ્રહ્મ છે તે જ સત્ય, એમાં શિફ્ટ ના હોવી જોઈએ. જ્ઞાન દ્વારા જ સંસાર રૂપી પાસને કાપી શકે. તમે અહીંયા આવી ગયા, સંસાર છે જ નહીં પણ તમારું બ્રહ્મ જ છે. આટલા એક વાક્ય પર જો વિચારણા કરવામાં આવશે તો તમારા કલાકો નીકળી જશે કદાચ અને તમને ખ્યાલ પણ નહીં આવે ક્યાં સમાધિ લાગી જશે. "બ્રહ્મ સત્ય છે", આટલું જ. એના પર ચિંતન, ચિંતન, ચિંતન અને બસ તમે જોશો કે તમે બધું ભૂલી ગયા છો. પછી કેવળ બ્રહ્મ જ છે. પેલા આપણે કીધું ને, "ત્વમેવ પ્રત્યક્ષમ બ્રહ્માસી." બ્રહ્મ છે એ સદાય પ્રત્યક્ષ છે.
બોલો, આપણને ગણપતિ અથર્વ ઉપનિષદમાં ઓલરેડી આ કહી દીધેલી બાબત છે. પણ આપણે શું છે? વાંચ્યું પછી આગળ ગયા. ના, ત્યાં જ રહે ભાઈ. તું ક્યાંય જવાનું હવે તારે રહેતું નથી. તું બ્રહ્મમાં સ્થિર થઈ જા. બસ, એટલી જ વાત છે. અપેક્ષા એવી છે, કર્મ વડે તેને કાપી નાખવાનું શક્ય નથી સંસારને. એટલા માટે સાધકે શ્રોત્રીય બ્રહ્મનિષ્ઠ એવા ગુરુ પાસે જ્ઞાન પ્રાપ્તિ માટે વિધિપૂર્વક જવું છે. ગમે તેમ ના જવાય. મને આ જણાવી દો, એક બે પ્રશ્નો પૂછી લીધા અને આપણે બહાર નીકળી ગયા. તો શ્રોત્રીય બ્રહ્મનિષ્ઠ ગુરુ તો કાંઈ કહેશે તો નહીં પણ સમજી જવાનું કે હજુ પણ આપણે ભડકવાનો વખત આવ્યો છે કારણ કે સ્થિરતા પ્રાપ્તિ થતી નથી. બ્રહ્મની અંદર સ્થિર થવાનું છે, બસ આટલી જ વાત છે. એટલે એમના પાસે વિધિપૂર્વક જવું જોઈએ. એવા સાધકને ગુરુ આત્મા અને બ્રહ્મના અભિન્ન સ્વરૂપનો બોધ આપે છે.
એ માત્ર આટલું જ કહે છે કે "બ્રહ્મ સત્ય." બસ, પૂરું થઈ ગયું જ્ઞાન ત્યાં આગળ. હૃદયરૂપી ગુફામાં રહેલા અક્ષર બ્રહ્મનો જે સાધક સાક્ષાત્કાર કરી લે છે તે અજ્ઞાનરૂપી મહાગ્રંથિને કાપી નાખી સનાતન શિવત્વની પ્રાપ્તિ કરે. "તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ." પછી મન પણ જતું રહેશે, શિવ જ રહી જશે. એટલી અદભુત વસ્તુઓ છે બધી કે ના પૂછવાની વાત. ગમે ત્યાંથી તમે પહોંચશો, બ્રહ્મમાં જ પહોંચશો. ગંતવ્ય એકમાત્ર છે, જ્ઞાતવ્ય એકમાત્ર છે. મોક્ષની ઈચ્છા કરનારા, જેને મુક્તિ જોઈએ છે સંસારમાંથી, તેના માટે સાધકોને માટે તે અમૃતરૂપ છે. સત્ય જાણવા યોગ્ય છે. એ સત્ય શું છે? પરમાત્મ તત્વ છે કે બ્રહ્મ સત્ય છે. આ ધારણ થઈ ગયું, બસ કામ પૂરું થઈ ગયું. આ ધારણ થવું જોઈએ અને એના પર સ્થિરતા. બસ, એક તન્મય. બસ, ત્યાં સમાધિ કહે છે. પછી હવે બીજું કોઈ રહેતું નથી.
કોઈ ક્રિયા નથી, કોઈ યોગ નથી, કશું જ નથી. થઈ ગયો યોગ પૂરો ત્યાં આગળ. બ્રહ્મરૂપ પ્રાપ્ત કરવા માટે કહે છે કે પ્રણવને ધનુષ્ય અને આત્માને બાણની ઉપમા આપવામાં આવી છે, સંજ્ઞા આપવામાં આવી. જેના વડે બ્રહ્મરૂપી લક્ષ્યને આળસ, પ્રમાદનો પરિત્યાગ કરીને વેધવું જોઈએ. નિરંતર કરવાનું. ઓમ! બાણ છૂટ્યું, ક્યાં ગયું? હવે દેખાતું નથી. એ બ્રહ્મમાં સ્થિર થઈ ગયું. પ્રત્યેક ઓમકારનો લય બ્રહ્મમાં થાય છે અને જ્યાં ઓમકારનો લય થાય છે ત્યાં બ્રહ્મ પ્રગટ થાય છે. ફરી કહું છું, જ્યાં ઓમકારનો લય થાય છે ત્યાં બ્રહ્મ પ્રત્યક્ષ છે અને પ્રગટ છે. બસ, પછી ત્યાં અનુભવ જ છે, બીજું કાંઈ નથી. ત્યાં સ્થિર થઈ જાવ, તેને સમાધિ કહેવાય. જેના વડે બ્રહ્મરૂપી લક્ષ્યને આળસ અને પ્રમાદનો પરિત્યાગ કરીને વેધવું જોઈએ. લક્ષ્યનું વેદન કરનાર બાણની જેમ સાધકે બ્રહ્મમાં તન્મય થઈ જવું જોઈએ.
બસ, તેની અંદર પછી લય થઈ જાય. બ્રહ્મરૂપ લક્ષ્ય સર્વગત છે, સર્વગત છે. ક્યાંયથી પણ તમે એ કરી શકો છો. કોઈ પણ સ્થિતિ, અવસ્થા, કોઈ બાદ નથી, કશું જ નથી. ઓમકાર કરે જ જાવ, કરે જ જાવ. કેટલા? તો કે જેટલા શ્વાસ છે ત્યાં સુધીને કરે રાખો. બ્રહ્મ પ્રાપ્ત થયો.
છે, નથી થયો, શું થયું છે? આ જે વિચારવાનું છે, તે જ ભટકાવ નાવું છું બધું. એટલે બસ નિરંતર એક ઓમકાર સતનામ પહોંચી જવાનું.
આત્મારૂપી બાણ બધી બાજુથી મુખવાળું છે. આત્મારૂપી બાણ અહીંથી આમ જે તમે મોકલાવો છો, તમે શબ્દરૂપે તમારો આત્મા જઈ રહ્યો છે, ઓમકાર થઈને આમ સટાક દઈને જાણે. તો આજે તમેમ મોકલાવો છે, તે તમારો આત્મા છે. એવી રીતના, આત્મીય હોય સૌથી પ્રિય હોય તેને કોને કહેવાય? "મારો પુત્ર, મારો આત્મા." જે જેને સૌથી વધુ પ્રિય છે, તેને આત્મા કહે છે. સમજ્યા?
આત્મા એટલે આત્મીયતા છે, અભેદતા છે. બિલકુલ એજ, "એ હું છું" એ વાળું જે છે, તે આત્મા છે અને તે સૌથી પ્રિય જ હોય દરેકને. તમે જુઓ, "મારો આત્મા" એમ કહેશે તરત જ, "મારો અંતરાત્મા, મારો આત્મા." હવે આ "મારું" ઉડી જશે, આત્મા જ છે. કારણ કે આત્મા તો સર્વવ્યાપી છે, સર્વત્ર છે, અનંત છે, વ્યાપક છે અને અદ્વૈત છે. એક જ છે, બીજો છે જ નહીં. એ ભ્રાંતિથી લોકો બોલે છે: "મારો આત્મા," "તારો આત્મા," "અંતરાત્મા." આ બધા વાસ્તવિકતા ઉપનિષદ આપણને આ સમજાવે છે.
બ્રહ્મરૂપ લક્ષ્ય સર્વગત છે. આત્મારૂપી બાણ બધી બાજુથી મુખવાળું છે, એટલે એ પહોંચી જ જશે. અને જો સાધક રૂપી વેદા, એટલે વિંધનાર પણ સર્વગત હોય; આત્મા અનંત છે, સર્વજન બ્રહ્મ ભી સર્વ છે, તો શિવરૂપી લક્ષ્યનું સંધાન કરવું સરળ બની જાય. પછી સહેલું જ! નાનો છોકરો જેમ તીરંદાજી કરે, દરેક તીર એનું ક્યાં જવાનું છે? એ લક્ષ્ય પર જ જવાનું છે. સાવ બાળ સહજ છે કે છે બાળ સુલભ છે. એટલે સાવ નવો સાધક પણ, જેને કંઈ જ ખબર નથી કોઈ વાતની પણ, તે પણ જોવા એમ કે આવી રીતના આત્માનું અનુસંધાન કરવાનું શરૂ કરી દેશે, લક્ષવેદ કરવાનું શરૂ કરી દેશે, તો એ અચૂક પહોંચી જ જશે. એક, બે ત્રણ ઓમકાર કરતાં કરતાંમાં તો પછી સ્થિતિ બસ તમારી બ્રાહ્મી થવા જ માણશે. તન્મયતા જોઈ છે, બસ સ્થિરતા. એમાં સંશય નથી, તો તમે અચૂક એમ કે લક્ષવેદ કરવાના જ છે.
જે પરમાત્માના ના પાવન ધામમાં સૂર્ય અને ચંદ્ર સશરીર પ્રકાશતા નથી, તે પરમાત્માનું જે પાવન ધામ છે, એ જે બ્રહ્મ છે, જ્યાં તમારું આ લક્ષ ભેદન થવાનું છે, થઈ રહ્યું છે, ત્યાં આગળે આ સૂર્ય અને ચંદ્રનો પ્રકાશ સશરીર નથી; પણ તેનાથી પણ અનેક ગણું એવું દિપ્યમાન છે બ્રહ્મ. આ નજરેથી તો જોઈ પણ ના શકાય. એટલા માટે જ બ્રહ્મ પોતે સ્વયં ધીમે ધીમે પોતા સાધકને અનુકૂળ આવે તેવી રીતે પોતે રિવીલ કરે છે, કારણ કે તેને પણ આ જે નામ રૂપમાં આવેલો છે, તેના પ્રત્યે અત્યંત પ્રેમ છે.
એ જાણે છે પરમાત્મા કે આ આત્મા છે અને એ હું જ છું. એટલે એ નામ રૂપમાં ગયેલો હોવા છતાં પણ, એને અત્યંત પ્રેમ હોવાના કારણે, એ ઈચ્છતો નથી, ચાહતો નથી કે એને કોઈપણ જાતની બાધા પીડા પહોંચે, કોઈ એને તકલીફ થાય. અત્યંત કરુણામયતા છે એનામાં. એ નષ્ટ કરવા નથી માંગતો. થઈ જાય છે એ આખા સંજોગોને આધીન છે. એ ક્યારેય કોઈની હત્યા કરતો? બ્રહ્મ કોઈની હત્યા કરતો હશે? બ્રહ્મ કોઈને હિંસા કરતો હશે? બ્રહ્મ કોઈને પીડા આપતો હશે? ક્યારેય નહીં! અશાક્ય જેવી વાત છે. એવો પરમાત્મા આ આત્માને બહુ પ્રેમ કરે, બહુ પ્રેમ કરે, અત્યંત પ્રેમ કરે છે. એટલા માટે એને સંયોગો આપે છે, એને જ્ઞાન આપે છે, ધીરે ધીરે સુપાચ્ય એને થઈ જાય એવી રીતે, ધારણ કરી શકીએ એવી રીતે. કેટલાય જન્મો સુધી રાહ જોયા જ કરે છે કે આત્મા એક દિવસ મારી પાસે આવવાનો. એ રાહ જોવે છે.
જ્યાં વાયુ અને સગળા દેવતાઓ પણ પહોંચતા નથી, ત્યાં સાધક દ્વારા ચિંતન કરાયેલ પરમાત્મા શુદ્ધ અને નિર્ગુણ સ્વરૂપથી સ્વયં પ્રકાશિત થઈ જાય છે. "હું આ રહ્યો!" કે નાના બાળક જોડે તમે છુપા છૂપી ખેલી તી. આમ કરીને આમ કહેશે કે "હું આ રહ્યો" અને બાળક ખુશ થઈ જાય. દસ મિનિટ જેને કહેવાય, એ તો ઘણો લાંબો સમય છે. પણ છુપા છૂપી રમતા જો તમે થોડોક વધુ સમય જો બાજુ ઉપર રહી ગયા અને બાળકની સમક્ષ નથી આવ્યા, બાળક કેવી સ્થિતિ મુકાયો હોય છે! આ પ્રત્યેક જીવની સંસારમાં અવસ્થા છે. જીવ માત્રને આત્મા સ્વરૂપે પરમાત્મામાં મળી જ જવું છે.
મુશ્કેલી એક જ છે: આજે માયા છે, તે પલું બાળક સહજતાના કારણે કંઈ પણ આશ્ચર્ય જોવા માટે થઈને ઊભું રહી જાય છે. પરબ્રહ્મ પરમાત્મા માને ભૂલી જાય છે અને પછી આ વસ્તુઓ જોવા માંડે છે. ત્યારે ભગવાન કહે છે કે, "તું પરિપક્વ થા. શું થાય? મને વાંધો નથી. તું પરિપક્વ થા. જે દિવસે તારામાં એ પરિપક્વતા આવશે કે જે કઈ તું જુવે છે, તે હું જ છું, તે દિવસે પાછો હું ત્યાં ત્યાંથી પણ પ્રગટ થઈશ. થાંભલામાંથી બી થઈશ, ક્યાંયથી પણ થઈશ, ગુરુ રૂપે થઈશ, માતા રૂપે થઈશ, પિતા રૂપે થઈશ, કોઈપણ રીતે થઈશ અને છેવટે તો હું આ રૂપી છું પણ હું સ્વતંત્ર છું રૂપ ધારણ કરવા તત્કાલ." એટલે ખૂબ ખૂબ પરિપક્વ હોય જેને, અતિ અતિ પરિપક્વ જે બધા હંસ, પરમહાઉંસ છે બધા, બસ તેની સમક્ષ જે પરબ્રહ્મ છે, તે કેવો છે? પ્રત્યક્ષ છે. કારણ કે એની એવરીવેરનેસ છે, ક્યારેય જવાની નથી, જતી જ નથી.
આપણે બોલીએ છીએ બધા: "ગોડ ઇઝ ઓમની પ્રેઝન્ટ, ઓમની પોટેન્ટ." સર્વશક્તિમાન છે, સર્વત્ર હાજર છે. સર્વશક્તિમાન છે, ઓમનેશિયન્ટ તે સર્વ કઈ જાણે જ છે. તે પરબ્રહ્મ છે, તેને આપણે "ગોડ" કીધું.
જો આ ત્રણ તત્વ, આ ત્રણ લક્ષણો છે એના. આપણને સૌને સર્વવિધિત થશે. બધો જ ટાઈમ આપણને ખબર છે અને તેમ છતાય પાછું આપણે પેલું આમ જોવા માટે થઈ જઈએ છીએ અને એમાં એમાં જ રહી જઈએ છીએ. પેલું ચૂકી જઈએ. જે પ્રત્યક્ષ છે તેને ભૂલી અને પાછું આપણે કંઈક આમ મૂર્તિ લાઈશું, ફોટો લાઈશું, કંઈક બીજું કરીશું, કર્યા જ કરીશું, કર્યા જ કરીશું. પરબ્રહ્મ રાજુએ છે: "મોટો થવા દે, પરિપક્વ થવા દે. યોગ્ય કાળે એને પણ પ્રાપ્ત તો થવાનો જ છે." એટલા માટે પરબ્રહ્મને કોઈ ઉતાવળ નથી. દરેક આત્મા પરિપક્વ થયે જ એ પરબ્રહ્મમાં પ્રવેશ પામી જાય, અર્થાત્.
પરબ્રહ્મ તેની સમક્ષ અનાવરનીય થઈ જાય છે અને પછી તરત જ જ્ઞાન થઈ જાય છે. "ઓહ, પરબ્રહ્મ તો બધે જ છે!" પછી આમ જુએ છે કે "તે હું છું." આ દેહરૂપી વૃક્ષમાં સાધક દ્વારા ચિંતન કરાયેલ પરમાત્મા, જે ચિંતન છે, તે પરમાત્મા સુધી પહોંચાડશે. કોનું પરમાત્માનું ચિંતન કઈ રીતે કરશો? તો કે આ સરળ ઉપાય છે: એક ઓમકાર ત્યાં પહોંચી ગયો, અનુભવ કરો, લય થયો છે. બરાબર ત્યાં ઊભા રહીને જુઓ, લય થયો કે ના થયો? લક્ષ્ય પર એ બાણ પહોંચ્યું છે કે નથી પહોંચ્યું? તમે ઓમકાર નથી બોલ્યા, તમારો આત્મા ત્યાં મોકલ્યો છે પરબ્રહ્મની અંદર. ડાયરેક્ટ આમ બસ અનુભવ કરો. ત્યાં આમ સાદી તીરંદાજી કરો છો તોય ત્યાં જઈને જુઓ છો કે બાણ બરાબર લાગ્યું હતું કે નહીં લક્ષ્ય પર? સેન્ટરમાં જવું જોઈએ એકદમ પરફેક્ટ. ત્યાં જઈને જોઈએ છીએ, અહીં ચેક કરવાનું ભૂલી જઈએ. "મેજીકલ પાવર ઓફ માયા." તો આપણે હવે તેનાથી આગળ વધીએ.
નિરંતર ઓમકાર કરો, નિરંતર ઓમકાર કરો અને "નો ધેટ" કે ત્યાં લક્ષ્ય પર બાણ પહોંચ્યું છે. તમારો આત્મા ત્યાં પરમાત્માની અંદર પહોંચી ગયો, શબ્દરૂપે ઓમકાર રૂપે પહોંચેલો છે. ત્યાં ખાતરી કરો એટલે નિર્ગુણ સ્વરૂપથી પરમાત્મા જે છે તે શુદ્ધ પોતે સ્વયં પ્રકાશિત થાય છે. કોઈએ કરવાનું નથી. લાઈટ કરવી હોય તો સ્વીચ દબાવવી પડે છે, પણ અહીં તો તમારો આત્મા ત્યાં પહોંચ્યો, તમે જોયું હોય, બસ ત્યાં આગળ પૂરું. પરમાત્મા સ્વયં પ્રકાશિત થઈ જશે. ત્યાં સુધી લાગેલા રહેવું જરૂરી છે.
આ દેહરૂપી વૃક્ષમાં આ ઝાડ છે તો વધ્યા જ કરતું હોય છે. એક લેવલ સુધી આવી જાય છે, પછી એની અંદર બધો વધારો થયા કરે. રોજ નવા સેલ બને, આ થાય, થાય. જીવ અને ઈશ્વર રૂપી બે પક્ષીઓનો નિવાસ છે આ વૃક્ષ ઉપર. તો આ જીવ છે તે જંપતો નથી, અજંપામાં છે એટલા માટે. અને બીજો જે ઈશ્વર છે રૂપી પક્ષી, તે નિત્ય પહેલાને જોયા કરે છે. જેમાંનું જીવરૂપી પક્ષી કર્મના ફળ ભોગવે, જોવે છે અને ઈશ્વર કર્મફળ ભોગવતો એ જોયા કરે છે. ઈશ્વર કર્મફળના ભોક્તા ન બનતા કેવળ સાક્ષી રૂપે પ્રકાશમાન રહે છે. તો જીવ માત્રની અંદર આત્મા તો રહેલો છે એમ આપણે બોલીએ છીએ, એક્સેપ્ટ કરીએ છીએ. અનુભવ શું છે આપણો? "હું જીવ છું કે હું આત્મા છું?" આ બધી વસ્તુઓ ધ્યાનમાં લેવા જેવી છે. "આ માઈને રખતી હૈ." યસ.
જીવ અને ઈશ્વરના ભેદની કલ્પના માયાના આધારે કરવામાં આવી છે. ત્યાં કોઈ બે પક્ષીઓ પણ નથી. ત્યાં કેવળ બ્રહ્મ જ છે, પણ આ સમજણ માટે થઈને પાછી માયા આવેલી છે, એટલા માટે એને સમજાવવામાં આવે છે. તો આ માયા છે તે શું છે? તો કે કલ્પિત છે. હવે એ કલ્પિત માયાને જો એક્સેપ્ટ તમે કરો છો તો તમે જીવ થઈ જાવ છો, નહીં તો તમે આત્મા સ્વરૂપે જ છો. અને તમે આત્મા સ્વરૂપે છો તો તમે પરમાત્મામાં જ છો. એની બહાર તો કોઈ ક્યારે ગયો જ નથી. જે આત્મા છે તે જ પરમાત્મામાં છે, કારણ કે એ બે અભેદ છે અને એક છે. એકાંત, એકનો પણ અંત થઈ ગયો, બસ પૂરું થઈ ગયું.
જે રીતે ઘડાનું આકાશ અને મઠનું આકાશ એ આકાશના કલ્પિત ભેદો છે. અમારા બે હાથ વચ્ચેનું આકાશ અને અહીંથી ત્યાં સુધીનું અનંત અને અહીંથી ત્યાં સુધીનું અનંત આકાશ. તો આ આકાશ ને આ આકાશમાં વચ્ચે મેં આ બે હાથ નાખ્યા તો કંઈ આકાશના ટુકડા મેં નથી કર્યા. એ ક્યારે થઈ જ ન શકે. એ તો આરપાર જઈ રહ્યું છે. આ સ્થૂળ છે, આકાશ તો અતિ સૂક્ષ્મ છે. આકાશ જો અતિ સૂક્ષ્મ છે તો સૂક્ષ્મતમ પરબ્રહ્મ પરમાત્મા છે. એટલે એ સર્વત્ર રહેલો છે અને એટલો સૂક્ષ્મ છે કે જણાતો નથી. ઇન્દ્રિયોથી અગોચર છે, પણ અનુભવરૂપ છે. માટે અનુભવ કરી શકાય એવું છે એવું જ્ઞાનીઓએ કહ્યું છે. જ્ઞાનીઓએ કહ્યું છે તે તમે જો સ્વીકાર કરો છો તો તમે એ માર્ગે આગળ બહુ સરળતાથી વધી શકો છો. આ ઉપનિષદ એ પણ જ્ઞાનીઓએ કહેલું છે. એમાં કહેલી બાબતનો જેવો સ્વીકાર થાય કે શિવ અને વિષ્ણુનું એક છે અને ઉમા એ શક્તિ છે અને આ રુદ્ર છે તે પરમાત્મા છે.
એ બેનું મિલન છે તે જ મહાવિષ્ણુ કહેવાય. જો કેટલી અદભુત એકતા અને અભેદતાની આખી બધી ગોઠવણી કરી દીધેલી છે બ્રહ્મજ્ઞાનીઓએ!
કહેલી બાબતો વાસ્તવમાં જીવ અને ઈશ્વર રૂપી ભેદ પણ પરમાત્માના જ કલ્પનાજન્ય ભેદો. એક પરમાત્માના જ તમે જાણે કે આમ કરો છો કે આ જીવ કહેવાય આવી અવસ્થામાં ને તે અવસ્થાની અંદર શિવ કહેવાય કે આત્મા કહેવાય. વાસ્તવમાં જે કંઈ છે તે સર્વ કાંઈ કેવળ પરમાત્મા જ છે. બીજું કંઈ હોઈ ના શકે. જે કંઈ છે તે બધું આભાસ છે અને એને માયા કહેવામાં આવે. ચિત્તથી ચિત્તના જુદા હોવાની કલ્પના ના ચિદાકાર સ્વરૂપથી નહીં પણ જડરૂપ ઉપાધિથી કલ્પાયેલી છે. આનું ચિત્ત જુદું, પહેલાનું ચિત્ત જુદું એવું પણ નથી. ચૈતન્ય એક જ હોય, આમ વાયુને જેમ વહેતું હોય, આકાશને જેમ સ્થિર હોય, બધું એકસાથે એ સ્થિરતાથી વહી રહ્યું. જો ભેદ દ્રષ્ટિ હોય તો એ જડતા યુક્ત આ દિવાલ ત્યાં સુધી આપણને જડ લાગવાની છે જ્યાં સુધી ભેદ દ્રષ્ટિ છે. એટલા માટે આ યોગી જે હોય એ લોકો અમુક પ્રકારની સાધના ને એ બધું કરે અભેદતાને અનુભવ કરવા માટે.
તો એક મુદ્રા છે જેને અગોચર મુદ્રા કહેવામાં આવે છે. કેવી મુદ્રા? અગોચર મુદ્રા. એ મુદ્રા કરવાથી જે અગોચર છે તે પ્રત્યક્ષ થાય છે અને જે ગોચર છે તે દેખાવાનું બંધ થાય, અગોચર થઈ જાય છે. તો મુદ્રા કેવી છે કે શાંત, સ્થિર બેસવાનું. નાભીથી શરૂ કરીને મસ્તક બ્રહ્મરંધ્ર સુધી બિલકુલ સ્થિર, સીધો મેરુદંડ. ચિન્ન પણ બિલકુલ પેરેલલ ટુ ધ ગ્રાઉન્ડ. અને આ જે નાસિકાગ્ર છે તે નાસિકાગ્રથી અહીંયા ૧૨ કે ૧૪ આંગળ સુધીનો ભાગ. બસ દ્રષ્ટિને ત્યાં આગળ સ્થિર કરી દેવાની. બસ આ જે મુદ્રા થશે તે અગોચર મુદ્રા છે. અહીં બ્રહ્મ પ્રગટ થશે, પછી બધે જ થઈ જશે. એટલે આ અગોચર મુદ્રાનો અભ્યાસ પણ કરી શકાય. શરૂઆતમાં આમ રહેવામાં માથામાં થોડો સામાન્ય દુખાવો થાય જો કોઈ વ્યક્તિ
બહુ તીવ્રતાથી જોવાનો પ્રયત્ન. આપણે અહીંયા હોલ ડ્રીલ નથી કરવાની દ્રષ્ટિથી, જસ્ટ જોવાનું છે. નેત્રોમાંથી થોડું પાણી આવશે, એવું પણ બને. આંખોમાં સહેજ લાલાશ કોઈ વખતે આવી પણ શકે છે. પણ આ બધી અતિશયતા કરી રહ્યો છું એમ સમજવાનું, કારણ કે અગોચર મુદ્રા સહજસાધ્ય છે. બહુ જ સહજ ભાવે બિલકુલ કરવાની. એક મિનિટથી શરૂ કરો. પાંચ મિનિટ, દસ મિનિટ રોજ એનો નિત્ય અભ્યાસ કરી શકાય. ભગવાન શિવ જે મૂર્તિ સ્વરૂપે બેઠેલા આપણે જોઈએ છીએ, ધ્યાનસ્થ હોય છે, તે પણ આ મુદ્રાની અંદર હોય છે. આનાથી બ્રહ્મ પ્રગટ થઈ જશે. બહુ સરળ ઉપાય.
હવે આગળ જઈએ. ચિત્તથી ચિત્તના જુદા હોવાની કલ્પના ચિદાકાર સ્વરૂપથી નહીં, પરંતુ જડરૂપ ઉપાધિથી કલ્પાયેલી છે. એટલે કહ્યું કે જો ભેદદ્રષ્ટિ હોય તો એ જડતાયુક્ત જ છે. "આ અને આ, આ અને તે" – આવું જ્યારે જોઈએ છીએ, આવું જોવાય છે, ત્યારે આ સંસાર આખો આપણને જડતાવાળો જ ભાસશે. પણ જ્યારે આવી રીતે અગોચર મુદ્રા, એટલે કે ચૈતન્ય જ બધે છે, એવું જોવાનું આપણે જેવું શરૂ કરીશું, એટલે પછી આ સંસાર જે છે તેની જડતા કેવી થશે? ઓગળવા માંડશે. એટલે અગોચર મુદ્રા કરવાથી, પહેલામાં પહેલું તો શરીર પોતાની જડતા છોડી દેશે. પછી આ જે મન છે, તે પણ પોતાની જડતા છોડી દેશે. એ ફિઝિકલ મન પછી ચૈતન્ય સ્વરૂપ બનવા માંડશે. ચિત્તમાં પણ જે જડતાનો ભાગ થયેલો છે, જઈ જઈને વસ્તુઓ પર જઈને ચોંટે છે, આમ ટકોરો મારીને પાછો આવે છે, તે બધું બંધ થશે. સ્થિરતા આવશે.
મુવમેન્ટ જે છે તે ઓછી થતી જશે.
હવે, દાખલા તરીકે, કોઈક વસ્તુની મુવમેન્ટ થતી હોય તો તમે આમ જોશો, આમ જોશો, આમ જોશો, આમ જોશો. દાખલા તરીકે, ઘડિયાળનું લોલ આંદોલન કર્યા કરતું હોય તો આપણે આમ જોઈએ, આમ જોઈએ. એક બહુ ફની વસ્તુ બતાવતા હોય છે. ઘણી વખતે પેલા પિક્ચરની અંદર સીધો કેમેરા રાખે અને સીધો કેમેરા રાખે. પછી ટેનિસ કે પેલી બેડમિન્ટન જે હોય, તો તેને આ બાજુથી ખેલાડી ફટકારે, આ બાજુનો ખેલાડી આમથી ફટકારે. તો ત્યાં જે પ્રેક્ષકગણ બેઠેલો છે, તે બધાને જ્યારે એક એ જ વખતે એનો શોટ બતાવે, તે વખતે કેવું જોવા મળે? બધા માણસો પાછળ બેઠેલા દરેક જણા આમ આમ કરતો હોય, એની મુવમેન્ટ ચાલુ ને ચાલુ હોય. અગોચર મુદ્રા કરવાથી આ ચંચળતા નાશ પામે છે, સ્થિરતા પ્રાપ્ત થઈ જશે અને બ્રહ્મ છે તે સૌથી સ્થિર વસ્તુ છે. વસ્તુ ના કહેવાય. બ્રહ્મ, બ્રહ્મ જ છે. આ તો શબ્દનો દોષ લાગે છે.
આવું જ્યારે આપણે બ્રહ્મને કહીએ તો પણ એ પણ એક સમજણનો વિષય છે.
તો ચિત્ત તો બધી જગ્યાએ એકસરખા સ્વરૂપવાળું જ હોય છે, કારણ કે ચિત્ત જે છે તે વાસ્તવમાં ચૈતન્ય છે. પણ એ જડતા પામી ગયેલું હોય છે. હવે, એની જડતા જેમ જેમ ગુમાવતું જશે, ચિત્તની જડતા નાશ પામતી જશે, તેમ તે ફરી ચૈતન્ય સ્વરૂપ છે તેનો અનુભવ આવે છે, આવે છે. અગોચર મુદ્રા, યુક્તિ અને પ્રમાણ એ બે દ્વારા ચિત્તની એકતાની પરિપુષ્ટિ થાય છે. તેથી ચિત્તના એકત્વનો બોધ થઈ જતાં માણસ નથી તો શોકગ્રસ્ત રહેતો કે નથી મોહબંધમાં ફસાતો.
આ જોવાનું આમ આમ થઈને પછી સ્થિરતા પકડી લેશે. બ્રહ્મ પકડાઈ ગયો. હવે તમારે વસ્તુઓથી શું મતલબ છે? અનમોલ રતન હાથમાં આવી ગયું. હવે તમારે બીજું શું લેવા જવાનું? અને પછી આનંદ તે કેવો? "દિન દિન બળત સવાયો, પાયો જી મેને રામ રતન ધન પાયો. વસ્તુ અમોલિક દી મેરે સદગુરુ, ભવસાગર તરવાયો, પાયો જી મેને રામ રતન ધન પાયો."
કાલે આપણે રામજીનું ઉપનિષદ કર્યું હતું. રામ છે એ રતન છે. રામ છે તે બ્રહ્મ છે, પરબ્રહ્મ છે. કાલે પણ કહ્યું હતું, "આ નામ અલગ અલગ ભલે તમે આપ્યા – રુદ્ર, ઉમા, વિષ્ણુ – બધું જે કંઈ છે તે કેવળ બ્રહ્મ જ છે." અલગ અલગ સમયે અલગ અલગ લોકોએ આ અલગ અલગ અનુભવ કર્યો તો એને એક નામ આપી દીધું સ્મૃતિ માટે. પણ જે સ્મૃતિ માટે આપ્યું હતું, એટલે સ્મૃતિમાં રહી ગયું. પછી અનુભવમાંથી ખસી ગયું છે અને લોકો સ્મૃતિઓમાં જ છે, રમ્યા જ કરે છે અનંતકાળથી. વસ્તુઓની, વ્યક્તિઓની, ક્રિયાઓની, બધાની સ્મૃતિઓ જ છે. સંસાર છેવટે છે શું? પણ સ્મૃતિ. અને પેલો આમ બેસીને જાણે કે આમ સ્વપ્ન જોતો હોય તેવો આ સંસાર. પેલો ઢંઢોળો એટલે એનું સ્વપ્ન ભાગી જાય છે. આને હવે ઢંઢોળવો પડશે કે એની જડતા જશે ત્યારે એનું સ્વપ્ન તૂટશે. એટલે એને આપણે જાગૃત સ્વપ્ન જ કહીએ છીએ.
આ કોઈ જાગૃત સ્થિતિ નથી. વ્યવહારમાં લોકો કહે છે કે, "હું જાગૃત થયો, સવાર પડી." પડી? સૂરજ ઉગ્યો? આત્મા દેખાયો? તો જ સૂર્ય ઉગ્યો છે. પરબ્રહ્મ જણાયો, દેખાયો? તો જ અનુભવ આવ્યો? તો જ તારો દિવસ થયો છે, ભાઈ! બાકી તો તું રાત્રે સૂક્તના પાઠ કર્યા કર. અંધકારના નાશ માટે દેવીની પ્રાર્થના છે. રાત્રી સૂક્ત તો બીજું શું? એ જ ભગવતી ઉમાને કહે છે કે, "ભાઈ, તું મને પરબ્રહ્મ મેળવી આપો." એ ભાવ સાથે આમ થવી જ હોય રાત્રી સૂક્ત. અદભુત પરિણામ લાવી આપે એવું એક એક સાધનો તો જુઓ! પરબ્રહ્મની પ્રાપ્તિ માટે અનંત સાધનો, કેટલી બધી સગવડ ઊભી રાખેલી છે! પરબ્રહ્મ! એને આપણે શું થઈ રહ્યું છે? કેવળ દુરુપયોગ. સમયનો, સાધનનો કેવળ દુરુપયોગ. પરિણામ: દુઃખ, અજંપો, અશાંતિ, પીડા, રોગ. આનું આ જ છે. વાસ્તવમાં આ બધું કલ્પિત છે. પરબ્રહ્મ બની જા. પછી જો તને રોગનો અનુભવ થાય તો મારી પાસે આવજે.
બ્રહ્મ સ્વરૂપમાં થઈ. તેથી જ ચિત્તના એકત્વનો બોધ થઈ જાય. જે ચિત્ત છે તે જ ચૈતન્ય છે. જે ચૈતન્ય છે તે જ બ્રહ્મ છે, પરબ્રહ્મ છે, પરમ તત્વ છે. એના એકત્વનું, એ એક જ છે એવું જ્યારે બોધ થઈ જશે, તો વ્યક્તિ પછી શોકગ્રસ્ત રહેતો નથી, મોહબંધમાં ફસાતો નથી, પરંતુ તેનાથી મુક્ત થઈ જાય છે. ઉપનિષદ આપણને આ જણાવે છે. આગળ કહે છે, તેને અદ્વૈત પરમાનંદ સ્વરૂપ, શિવત્વની પ્રાપ્તિ થઈ જાય. ગુરુ અને શાસ્ત્રના વચનમાં વિશ્વાસ રાખી આગળ વધો. જ્યાં છો ત્યાંથી આગળ સત્યરૂપ.
"ચિદઘન ઈશ્વર સમગ્ર સંસારનું આશ્રય સ્થાન છે. આખોય સંસાર વાસ્તવમાં તો પરબ્રહ્મમાં જ રહેલો છે. એવું ભાસે છે કે સંસાર છે, વાસ્તવમાં જે કાંઈ છે તે બધું પરબ્રહ્મ પરમેશ્વર જ. એટલા માટે પેલું કીધું તું ને, 'ઈશાવાસ્ય' છે કે આ જગત છે તે પણ ઈશ્વરનો વાસ. પછી એનો ત્યાગ કરીને તું ભોગવ્યા કરજે. 'તેન ત્યાગ તેન ભુંજી' એ ઉપનિષદ ઈશા વાસ્યમાં પણ આવું જ કહ્યું.
'હું શ્રી પુરુષ તે હું છું, તે હું જ છું, તે પરમાત્મા હું જ છું' એવો નિશ્ચય કરીને શોક રહિત થઈ જાય. નિશ્ચય એક જ વખત કરવાનો છે, બસ પછી એના પર ટકી રહેવાનું છે. એને નિષ્ઠા કહેવાય. પછી આમ અભિબોલા અભિભોગ, અભિબોલા અભિભોગ કર્યા કરતો હોય એવી રીતે માણસ જીવે તે ક્યારેય પરબ્રહ્મને પ્રાપ્ત કરી શકતો નથી. પણ જેણે નિશ્ચય કરી લીધો કે 'તે હું છું', બસ કામ પૂરું થઈ ગયું. હવે એની પર રહેવાનું છે. આ સત્ય છે, આ જ્ઞાન છે, આટલી જ સાધના છે અને જે કંઈ છે તે બધું બસ આટલા માટે જ છે.
સ્વયં પ્રકાશે, સર્વ સાક્ષી ઈશ્વરને સ્વકીય અંતઃકરણમાં તે જ પુરુષો જોઈ શકે છે જેમના કષાયો, કલમષો નાશ પામ્યા છે. આ કષાયો શું છે? કલમષો શું છે? વસ્તુ જોઈ તેના પર માલિકી ભાવ કરી દીધો અથવા 'મને જોઈએ, મારે જોઈએ' આ બધું જે અંદર ઊભું થયું. અહીં પાછો બીજો આવ્યો, એણે પણ એ જ જોયું, એને પણ એ જ જોઈએ છે. હવે પછી ત્યાં આગળ એ મેળવવા ઇકોનોમિક્સ ચાલુ થઈ ગયું: ડિમાન્ડ, સપ્લાય, ફલાણું, ઢેકણું, આમ બધું. આ બધા કષાયો છે અને કલમષો છે એમ શાસ્ત્ર કહે છે.
પરબ્રહ્મ પરમાત્મા તો સૌને સુલભ જ છે. એનું વસ્તુઓમાં તમે રૂપાંતર કરીને તેને જોઈને પછી તેના માટે ઝઘડા-ઝઘડી, અજંપો, ક્લેશ અને પરિણામ દુઃખ, દુઃખ ને દુઃખ, રોગ, પીડ, મૃત્યુ, પાછું ફરી 'પુનરપિ જન્મમ, પુનરપિ મરણમ, પુનરપિ જનની જઠર સયનમ'. "ન સોચવ્યમ, ના સોચ" શંકરાચાર્યએ બહુ જગાડવા માટે ઘંટ વગાડીને કહ્યું, "બહેરા સાંભળે ત્યાં સુધી!" આ બધા શાસ્ત્રો એકીસાથે અવાજ, એક જ વાત કરેલી છે: "જાગો, સાંભળો અને બ્રહ્મ સ્વરૂપને પ્રાપ્ત કરી લો."
જેઓ પ્રપંચાત્મક માયાથી લેપાયેલા હોય તેઓ તેમના દર્શન પામી શકતા નથી. હાલત કેવી છે, ખબર છે? અહીંથી આમ તમે કોઈક મંદિરમાં ગયા હોય, કેટલી બધી પીડા, કષ્ટ બધું વેઠીને, પૈસા ખર્ચીને, બધું કરીને, કેટલો બધો સમય સુધી તમે લાઈનમાં ઊભા રહ્યા હોય અને પછી તમે આમ જીવ ત્યાં આગળ જઈને પ્રભુની સન્મુખ થવાના હોય, દર્શન થવાના જ હોય અને પેલા આમ કરીને આમ દરવાજો બંધ કરી દે ને! જે પછી અંદર થાય ને, આવું પ્રત્યેક આત્મા અનુભવ કરી રહ્યો અંદરખાને. એટલા માટે એ દુઃખ છે અને આ જ દુઃખ છે, બીજું કોઈ દુઃખ દુઃખ જ નથી, બાકી બધું કલ્પિત છે. પ્રભુના વિયોગમાં લોકો આટલા બધા પીડા પામી રહ્યા છે.
જે પરમાત્મા છે, જેણે પરમાત્મા સ્વરૂપ પ્રાપ્ત કરી લીધું એ બધા સુખીયા થઈ ગયા. એટલા માટે કીધું, "દેહમ પાતયામી યા કાર્ય સાધયામી" કે આ એક જ કાર્ય છે પરમાત્માની પ્રાપ્તિ. બસ, એ પ્રાપ્ત કરી લો, બાકી કોઈ કાર્ય કાર્ય નથી. આત્મજ્ઞાનથી યુક્ત છે તેવા પૂર્ણ સિદ્ધાવસ્થાને પ્રાપ્ત થયેલા યોગીનું ક્યાંય આવાગમન થતું નથી. એટલા માટે એને પુનર્જન્મ હોતો જ નથી. તમારા બધા જ પ્રશ્નોના જવાબ અહીં આગળ જો આ એક ઉપનિષદમાંથી તમને પ્રાપ્ત થઈ ગયા. જો બેસીને શાંતિથી ચિંતન કરશો, બધા પ્રશ્નો ખરી પડશે મનમાંથી, ચિત્તમાંથી. વારે વારે એટલે કીધું, ચિત્તમાં જે ચિંતન આત્માનું ચાલ્યું, પરમાત્માનું ચાલ્યું, તો તે ત્યાં પહોંચાડીને જ જંપશે. યુપીએસ (અનઇન્ટરપટેડ પાવર સપ્લાય) સાતત્ય માંગે છે અને એ એકમાત્ર કાર્ય છે, એકમાત્ર ક્રિયા છે એમ પણ કહી દીધું.
તો ભાઈ, આત્મજ્ઞાનથી જે યુક્ત છે તેવા પૂર્ણ સિદ્ધાવસ્થાને પ્રાપ્ત થયેલા યોગીનું, જે ત્યાં પહોંચી ગયો પરમાત્મામાં, એને યોગ પૂરો થઈ ગયો. પરમાત્માનો યોગ થઈ ગયો ને એને! એટલા માટે પછી હવે એને ક્યાંય પણ આવાગમન કરવાનું રહેતું નથી. એટલા માટે એનો પુનર્જન્મ પણ થતો નથી. જે રીતે આખા આકાશનું ક્યાંય આવાગમન થતું નથી, તમને વાત કરતો હતો પણ આ જો અહીંયા છે, આ વસ્તુ સ્વયં સ્પષ્ટ કરી દે છે. જેમ આખાય આકાશને ઉપાડીને તમે ક્યાંય મૂકી શકતા નથી, બીજે જ્યાં છે ત્યાં જ રહેવાનું છે. આકાશ સ્થિરત્વ પ્રાપ્ત થયેલું છે. તો પરબ્રહ્મ પરમાત્મા તો આકાશ કરતાય સૂક્ષ્મતમ છે, એને ઉપાડીને ક્યાં મુકશું? એ તો છે જ. એટલા માટે પણ એ નિત્ય છે, શાશ્વત છે. ચૈતન્ય વસ્તુત્વ નથી એનામાં, એ છે જ અસ્તિત્વમાં. પણ આ અસ્તિત્વ નહીં, આભાસી છે. આ તો પેલું દર અસલ છે, રિયલ.
જે રીતે આખા આકાશનું ક્યાંય આવાગમન થતું નથી, તેવી રીતે આત્મજ્ઞાનને પ્રાપ્ત કરનાર જ્ઞાની પુરુષનું પણ ક્યાંય ગમન થતું નથી. એનો મોક્ષ થઈ ગયો. હવે એને મોક્ષે જવાનું નથી રહેતું, થઈ ગયો. બસ, એ પરબ્રહ્મને પ્રાપ્ત કરી લીધો. એનો મોક્ષ એ મતલબ એની મુક્તિ. મુક્તિ થઈ ગઈ શેમાંથી? આવાગમનમાંથી મુક્તિ થઈ ગઈ. હવે એને જન્મ નથી લેવાનો, કશું જ નથી કરવાનું. એટલે કરવાપણામાંથી પણ મુક્તિ મળી જશે, ભાઈ. બસ પછી પરમાનંદ, પરમાનંદ, પરમાનંદ! કાંઈ નહીં. મને એવું લાગે છે કે આળસુએ તો સૌથી પહેલા પહોંચી જવું જોઈએ. એક જ વાર પ્રયત્ન કરી.
જે મનીષી પરબ્રહ્મને જાણે છે તે સ્વ સ્વરૂપમાં સ્થિર થઈ જાય છે. જે મનીષી, મનમાં જેણે ઈશ્વરની આમ એષ કરી દીધી ને આમ કે બસ ઈશ્વર પ્રાપ્તિ કરવી છે, પરબ્રહ્મને પ્રાપ્ત કરવો છે, તે બધા મનીષી થઈ જશે. પછી પોતાના મનને જોયા કરશે સતત કે આના સિવાય બીજું કંઈ આવતું નથી ને મહીં. એટલે મનીષી કીધું, "નો એન્ટ્રી". તે સ્વ સ્વરૂપમાં સ્થિર થઈ સ્વયં સચ્ચિદાનંદ સ્વરૂપ પરબ્રહ્મ જ કહેવાય છે એવું આ ઉપનિષદ કહે છે.
"ૐ સહન ભવતુ, સહન ભુનક્તુ, સહ વીર્યં કરવાવહે, તેજસ્વિનાવધિતમસ્તુ, મા વિદવિષાવહે."
આ લખાણ AI દ્વારા તૈયાર થયું છે. શંકા હોય ત્યાં મૂળ પ્રવચન સાંભળી ખાતરી કરવી.