ઉપનિષદ સિરીઝ · વિડિયો ૨૮
વિડિયો ૨૮
...મમ જિહ્વાગ્રે વસ સર્વદા, સર્વવિદ્યાપ્રદા ભવ (સરસ્વતી વંદનાનો શ્લોક) હવે પછીનું આ જે ઉપનિષદ છે, એ કયા વેદ સાથે સંબંધિત છે એ તથ્ય અજાણ છે. એમાં કુલ સાત મંત્રો છે, જેમાં અદ્વય એટલે કે બેની ઉત્પત્તિ, તેનું સ્વરૂપ ઘણા મોટા રહસ્યયુક્ત ઢંગ દ્વારા પ્રતિપાદન કરવામાં આવેલું છે. હવે શ્રીમદ્વયની ઉત્પત્તિનું વિવેચન કરવામાં આવે છે, એની મહત્તા વર્ણવવામાં આવે છે.
દ્વિતીય વાક્ય છે: "ષઠપદ અષ્ટાદશ સંખ્યા વાળા છે." એમાં 25 અક્ષર છે; 15 પહેલા અને દસ અક્ષર પછીથી છે. પૂર્વમાં પહેલા નારાયણને અનાદિ સિદ્ધ કહેવામાં આવેલ છે, જે સદાચારનું મૂળ અને મંત્રોમાં રત્ન સ્વરૂપ છે. આ ઉપનિષદ શ્રીમદ દ્વય એટલે કે શ્રી સંપન્ન બેની ઉત્પત્તિના સંકલ્પ સાથે શરૂ થાય છે. વાક્યને કહેવાથી સ્પષ્ટ થાય છે કે પ્રથમ અક્ષરને માનવામાં આવેલ છે. આ જે અક્ષર છે, એ ક્ષર થતો નથી એટલે એ અક્ષર અવિનાશી છે અને અવ્યક્ત પણ છે, જે પહેલેથી જ છે તેથી પ્રથમ છે. વાક્ય તેની અભિવ્યક્તિ હોવાથી દ્વિતીય ઋષિએ પહેલા પ્રથમ વાળા અથવા પૂર્વને અનાદિ સિદ્ધ મંત્ર રત્ન નારાયણ કહેલ છે. એ આધારે પ્રથમ અક્ષર, અક્ષર બ્રહ્મ એ ઓમ કહી શકાય છે. બ્રહ્મની પ્રથમ અભિવ્યક્તિ અક્ષર તથા નારાયણ છે, એ દ્વિતીય વાક્ય અથવા આચાર્ય રૂપ ગુરુનું મૂળ છે.
આ દ્વિતીય આચાર્ય રૂપ ગુરુનું વિવેચન હવે આગળના મંત્રોમાં કરવામાં આવ્યું છે. એટલે અહીંયા આગળ સ્પષ્ટતા એ કરી છે: જે એક છે તે પરબ્રહ્મ છે, દ્વિતીય છે તે ગુરુ છે.
હવે આગળ આચાર્ય જે કહે છે, ગુરુ જ હોય આચાર્ય, તો એ કહે છે કે જે આચાર્ય વેદ સંપન્ન હોય. વેદ સંપન્ન એટલે વેદ શું છે? વેદની અંદર શું છે? વેદ દ્વારા શું પ્રાપ્ત કરાય છે? આ બધી બાબતોને જાણનારો હોય, એના મંત્રોનો જાણનારો હોય, જ્ઞાતા હોય, મંત્રોનો ભક્ત હોય, મંત્રનો આશ્રય લેનારો હોય, પુરાણજ્ઞ હોય, પુરાણોનો જાણકાર હોય, વિશેષજ્ઞ હોય, પવિત્ર ઈર્ષારહિત. પવિત્ર ઈર્ષારહિત ફરી એક વખત કહું છું: પવિત્ર અંદરથી ઈર્ષારહિત અંદરથી એવો વિષ્ણુ ભક્ત. વિષ્ણુનો ભક્ત કોણ હોઈ શકે? જે "વિશ્વ છે તે હું છું" તેવું જે સમજે છે ને, એવી રીતે જે ભક્તિ કરે છે તે વિષ્ણુનો ભક્ત છે. વિષ્ણુ એટલે જ વ્યાપક અને "તે હું છું" એવું જે કહે છે, એવું જે કરે છે, એવું જેના વર્તનમાં આવી ચૂક્યું છે, તે તેની ભક્તિ છે વિષ્ણુની. એવો છે એ જે વિષ્ણુ છે, એ કેવો છે?
તો કે ગુરુ ભક્ત પણ છે. એવા લક્ષણોથી સંપન્ન વ્યક્તિને ગુરુ કહેવામાં આવે.
હવે ગુરુ શું કરે છે તે આગળ આવે કે જે શાસ્ત્રોના અર્થને સમ્યક પ્રકારે પસંદ કરે છે. શાસ્ત્રોનો જે અર્થ શાસ્ત્રાર્થ થાય તે વખતે તેમાંથી સમ્યક પ્રકારે પસંદ કરે છે, એને સમજે છે અને સદાચારની માત્ર સ્થાપના જ નથી કરતા, પરંતુ જાતે એવું આચરણ, સદાચરણ કરે છે, એને આચાર્ય કહેવામાં આવે છે. જે આચરણ વગરના હોય તે આચાર્ય હોઈ શકે નહીં. નહીં સમજાયું? ગુરુ શબ્દમાં 'ગુ'નો અર્થ અંધકાર અને 'રૂ' શબ્દનો અર્થ એના અંધકારનો નિરોધક એટલે કે અંધકારને દૂર કરનાર. અજ્ઞાનના અંધકારને રોકવાને કારણે જ અંધકાર રોકનારી વ્યક્તિને ગુરુ કહેવાય છે. તો લાઈટના બલ્બને પણ ગુરુ કહેવું જોઈએ. તો ગુરુ પણ લાઈટના બલ્બ જેવો જ છે. બસ એ સળગે અને પ્રકાશ થઈ જાય ચારે બાજુ. ગુરુ સળગતો જ હોય હો! ડોન્ટ બી કેરફુલ.
ગુરુ જ પરમબ્રહ્મ છે. જો આગળની વાત કહે છે હવે, "ગુરુ જ પરમબ્રહ્મ છે, ગુરુ જ પરાગતિ છે." બધી ઘણી જાતની ગતિઓ હોય છે, જેમ કે અધોગતિ. ભગવાન શ્રીકૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે એકમાત્ર કર્તવ્ય મનુષ્ય કરવું જોઈએ, કેમ? શું? તો કે પોતાના આત્માને અધોગતિમાં ના મોકલવું. એટલીસ્ટ એટલું તો એને કરવું જ જોઈએ. તો પોતાની જે ગતિ હોય તેને જાળવી રાખે. મનુષ્ય ગતિમાં આવ્યો હોય તો મનુષ્ય ગતિમાં તો કમસે કમ રહેવું જ જોઈએ, એવું તો એનું વર્તન, આચાર હોવું જ જોઈએ. પણ આ મનુષ્ય, મનુષ્યોની અંદર એકમાત્ર એવી એક અવકાશ, એક તક રહેલી છે કે જેની અંદર પોતાના પશુત્વને એ પરવારી જઈને ફરી પશુપતિ બની શકે છે અને એટલા માટે એ ગુરુ જે છે તે પરાગતિ કહેવામાં આવે છે. ગુરુ જ પરમ વિદ્યા છે અને ગુરુને જ પરમ ધન કહેવામાં આવે છે. આ બધા ધન એ ધન નથી, લૌકિક ધન કહેવાય.
ગુરુનું જે છે તે કેવું કહેવાય? અલૌકિક ધન કહેવાય. દૈવી સંપદા જેની વાત કરેલી છે તેની વાત છે અહીંયા આગળ. ગુરુ જ સર્વોત્તમ અભિલક્ષિત, મનગમતી, ઈચ્છિત વસ્તુ છે. ગુરુને જ ઈચ્છવા જોઈએ. ગુરુ જ પરમ આશ્રય સ્થળ છે. કોઈપણ જગ્યાએ તમે આશ્રય લો એ યોગ્ય નથી. ગુરુનો આશ્રય તમારે લેવો જોઈએ. ગુરુને જ બધું કહેવું, પૂછવું જોઈએ તથા પરમ જ્ઞાનના ઉપદેશતા હોવાના કારણે ગુરુ મહાન છે, ગુરુત્તર છે.
એટલે હવે આગળ ફળશ્રુતિ કહે છે કે ગુરુ શબ્દનું ઉચ્ચારણ એકમાત્ર એકવાર પણ કરી લેવાથી સંસારમાંથી મુક્તિ પ્રાપ્ત થઈ જાય છે. યથાર્થ રીતે એક જ વખત બોલો "ગુરુ". એના ગુરુના ઉચ્ચારણથી બધા જ પુરુષાર્થ સિદ્ધ, સફળ થાય. આપણે મુક્તાનંદ બાબા જે છે, તેમના ગુરુજી નિત્યાનંદ બાબા એ અવધૂત દશાની અંદર નિરંતર રહેતા. તો કોઈ એમના પાસે જાય તો એ કે, "કંઈક દીક્ષા આપો કે મને કંઈક મદદ કરો કે હેલ્પ કરો કે એવું તેવું કાંઈ પણ પ્રાર્થના, નિવેદન એમની પાસે જઈને કરે," તો એ ત્યાં આગળે એક બોર્ડ રાખેલું, જેની અંદર લખેલું હતું "ઓમ ગુરુ". તે આંગળી કરીને આમ બતાવે, "ઓમ ગુરુ દેખાય છે? ઓમ ગુરુ. બસ આવું લખેલું છે. બસ એને જોયા કર કે તું ઓમ ગુરુ અહીંયા આમ હવામાં પણ તું લખ્યા જ કર, ઓમ ગુરુ, ઓમ ગુરુ, ઓમ ગુરુ. એ જોયા કર. આ જ ધ્યાન, આ જ ચિંતન, આ જ પ્રાર્થના, આ જ પૂજા, બધું જ જે કાંઈ છે તે બધું તે જ છે અને તમારું કામ સંપૂર્ણ થઈ." તો આવી રીતે તમારા બધા જ પુરુષાર્થને એ સિદ્ધ કરી આપી શકે છે.
એ સક્ષમ છે. એવો વ્યક્તિ ફરી સંસારમાં પાછો આવતો, સંસારમાં પડતો નથી ક્યારેય.
પુનરાવર્તન કરતો નથી, એ સત્ય છે. જે એને સારી રીતે સમજે છે, તેને જ બધા ફળ પ્રાપ્ત થાય છે. અહીંયા આ દ્વયોપનિષદ પૂરું થાય છે. પછી શરૂ થાય છે નારદ પરિવ્રાજકોપનિષદ. આ અથર્વવેદ સંબંધિત છે અને એમાં પરિવ્રાજક સન્યાસીના સિદ્ધાંતો, આચરણો વગેરેનું વિસ્તૃત વર્ણન છે.
તો સંસારમાંથી મુક્તિનો ઉપાય જાણવાની ઈચ્છા રાખતી સૌનક વગેરે ઋષિઓએ દેવર્ષિ નારદજીને પ્રશ્ન પૂછ્યો. તેના જવાબમાં નારદજીએ વિસ્તારપૂર્વક વર્ણાશ્રમ વિષયમાં અનેક પ્રશ્નોના જવાબ આપ્યા. પછી ત્રીજા ઉપદેશમાં નારદજીએ સન્યાસનો સાચો અધિકારી કોણ છે, એ પ્રશ્ન પિતામહ બ્રહ્માજીને પૂછ્યો છે. પછી આતુર સન્યાસનું વિવેચન કરવામાં આવ્યું છે. આવી રીતે બધું સન્યાસના વિવિધ જે સ્થિતિ છે, પ્રકારો છે, એનું વિસ્તૃત વર્ણન આ નારદ ઉપનિષદની અંદર આપેલું છે.
અંતિમ નવમા ઉપદેશની અંદર બ્રહ્મના સ્વરૂપનું વિસ્તૃત વર્ણન છે, જે આપણા માટે ઉપયોગી છે. એની સાથે સાથે આત્મવેત્તા સન્યાસીના લક્ષણ દર્શાવી, એના દ્વારા પરમપદ પ્રાપ્ત કરવાની પ્રક્રિયાનું નિરૂપણ કરતાં ઉપનિષદને પૂર્ણ પદ પ્રદાન કરવામાં આવેલી છે.
એક વખતે પરિવ્રાજકોમાં શ્રેષ્ઠ એવા દેવર્ષિ નારદજી ફરતા ફરતા અત્યંત પુણ્યશાળી, પુણ્યદાયી સ્થળોએ, તીર્થ સ્થળોએ બધે ગયા. એ બધા સ્થળ એમના શુભ આગમનથી એથી એ વધારે પવિત્ર બની ગયા, જેટલા હતા તેનાથી પણ વધારે. કારણ કે નારદજી ત્યાં પધારે. એ બધા તીર્થોના દર્શન માત્રથી એ દેવર્ષીએ પોતાના ચિત્તની શુદ્ધિ પ્રાપ્ત કરી. જો પરસ્પર દેવોભવ! નારદજીના આગમનથી તીર્થો પવિત્ર થયા અને પવિત્ર તીર્થોના દર્શન કરીને નારદજીએ પોતાના ચિત્તને પણ પવિત્ર બનાવી લીધું, શુદ્ધિ પ્રાપ્ત કરી લીધી. એટલે વાત તો દર્શનની છે. તો દર્શન શુદ્ધિ માંગે છે. તમે શું જુઓ છો તેને દર્શન શુદ્ધિ કહેવાય. જો શુદ્ધ જુઓ છો તો શુદ્ધ દર્શન છે, શુક્લ દર્શન છે.
એ દેવ ઋષિનું મન અત્યંત શાંત હતું. બધી જ ઇન્દ્રિયો એમના વશમાં હતી. એ રીતે વિરક્ત હતા. એમના મનમાં કોઈપણ જીવ પ્રત્યે દ્વેષ ભાવ ન હતો. આપણે આવા તો હોવું જ જોઈએ. તેઓ બધી બાજુથી વિરક્ત થઈને પોતાના સ્વરૂપના અનુસંધાનમાં લાગેલા હતા. ફરતાં ફરતાં, ભ્રમણ કરતાં કરતાં એ નૈમિષારણ્યમાં આવ્યા, જે નિયમ સંયમથી આનંદિત કરવાને કારણે વિશેષ ગણતરી કરવા યોગ્ય પવિત્ર તીર્થ છે. આ નૈમિષારણ્ય છે. નિમેષ માત્ર આટલો સમય. બસ, આ નૈમેષ નામનું અરણ્ય. આની અંદર કશું જ બીજું ન હોય પરબ્રહ્મ સિવાય, એવો એને અરણ્ય કીધું. જે નિયમ સંયમથી આનંદિત કરવાને કારણે વિશેષ પવિત્ર તીર્થ છે.
ત્યાં ઘણા બધા ઋષિમુનિઓ રહેતા હતા. નારદજીએ પુણ્યભૂમિનું દર્શન કર્યું અને વૈરાગ્યનો બોધ કરાવનાર વિશેષ વીણાના સ્તર ગુંકૃત થઈ રહ્યા હતા. એ સાંસારિક ચર્ચાઓથી દૂર રહીને વીણા દ્વારા ભગવાનની મધુર કથાના ગીતોમાં રસ લેતા હતા. એ દેવર્ષિના ગીતોને સાંભળીને સમસ્ત સ્થાવર જંગમ પ્રાણી સમુદાય આનંદથી ઝૂમી ઉઠતો હતો. એમનું ભક્તિ રસથી પરિપૂર્ણ સંગીત મનુષ્ય, પશુ, દેવતા, કિન્નર, ગંધર્વ અને અપ્સરાઓ વગેરેને પણ આકર્ષી રહ્યું હતું.
એ સમયે બાર વર્ષનો સત્ર યાગ કરવામાં આવ્યો હતો. તેમાં મહાન યજ્ઞમાં સમસ્ત દેવગણ, તપસ્વીજન, જ્ઞાન વૈરાગ્યથી ઓતપ્રોત એવા સૌનક વગેરે મહર્ષિજન એકઠા થયા હતા. આ બધાને જોઈને, નારદજીને આવેલા જોઈને બધાએ એમનું ભવ્ય સ્વાગત કર્યું, સત્કાર કર્યો અને પછી નમ્રતાપૂર્વક પ્રશ્ન કર્યો. પ્રશ્નો હંમેશા નમ્રતાપૂર્વક કરવા જોઈએ, ઘણા ઉદ્ધતાઈથી કરે છે.
"તું કોણ છે?" "આપ કોણ છો?" "હે દેવર્ષિ, સંસારના બંધનોથી મુક્તિનો ઉપાય શું છે? કૃપા કરીને અમોને આ વાત બતાવવાનો અનુગ્રહ કરો."
ત્યારે એ સૌનક વગેરે મહર્ષિઓના આ પ્રકારે પ્રશ્ન કરવાથી એ ત્રિલોક પ્રસિદ્ધ નારદજીએ કહ્યું કે, "પુરુષ અગર ઉપનયન સંસ્કારમાં સંસ્કારિત ન હોય તો પહેલા વિધિવત ઉપનયન સંસ્કાર પૂર્ણ કરાવી લો. ઉપનયન, આ નયન છે, ઉપનયન ઉપરના નયનના સંસ્કાર કરાવી લો. મતલબ તમારી જ્ઞાન દ્રષ્ટિ ખોલી કાઢો, તમારી જ્ઞાન દ્રષ્ટિ ખોલી કાઢો. ત્યારબાદ 44 સંસ્કારોથી પૂર્ણ થઈને પોતાના મનને અનુરૂપ ગુરુની પાસે આશ્રમમાં રહી વેદની શાખાઓનું અધ્યયન કરો. ત્યારબાદ બધી જ વિદ્યાનો અભ્યાસ કરતાં કરતાં 12 વર્ષ સુધી ગુરુની સેવા કરવી. બ્રહ્મચર્યનું પાલન કરતાં 25 વર્ષ સુધી ગૃહસ્થ ધર્મનું અને 25 વર્ષ સુધી વાનપ્રસ્થ ધર્મનું વિધિવત પાલન કરવું જોઈએ."
પ્રબુદ્ધ જન ચાર પ્રકારનું બ્રહ્મચર્ય બતાવે છે. ગૃહસ્થીને છ પ્રકારનું, વાનપ્રસ્થ ચાર પ્રકારનું બતાવવામાં આવ્યો છે. આ બધા જ આશ્રમોનો વ્યવસ્થિત રીતે સ્ટેજ વાઈસ અભ્યાસ કરી, આશ્રમના બધા જ કર્મોનું અનુષ્ઠાન કરી, પછી સાધન ચતુષ્ટય ધર્મ, અર્થ, કામ, મોક્ષ ચાર સાધન યુક્ત થઈ, સંપૂર્ણ વિશ્વથી ઉપર ઉઠીને મન, વાણી, કર્મ, દેહ વગેરે દ્વારા બધી જ જાતની આશાઓને છોડી દેવાની. વાસનાઓ અને એષણાઓનો પણ સંપૂર્ણપણે ત્યાગ કરવાનો. ત્યારબાદ બધાની પ્રત્યે વેરભાવનો પણ પરિત્યાગ કરવાનો. મન અને ઇન્દ્રિયોને વશમાં રાખી અને સન્યસ્ત ગ્રહણ કરવું જોઈએ.
સન્યસ્ત આશ્રમમાં રહી શું કરવાનું? નવરા ફર્યા કરવાનું નથી. એ કહે છે, "પોતાના અવિનાશી સ્વરૂપનું ધ્યાન કરતાં રહેવું જોઈએ." સન્યસ્ત કર્યા પછી આ એકમાત્ર કર્તવ્ય છે. આ રીતે ચિંતનમાં લીન બનેલ પુરુષ શરીરનો ત્યાગ કરે છે અને મુક્તિ મેળવી લે છે. એ દેહ ભાવમાંથી મુક્ત થઈ જાય છે પહેલા તો અને પછી જ્યારે શરીર, દેહ જ્યારે ત્યાગ થાય છે ત્યારે એ સંપૂર્ણ મુક્તિ મેળવી લે છે. એ આખી જે પ્રક્રિયા છે તે અહીંયા આગળ વર્ણન કરવામાં આવેલી.
એક વખતે એમને વિચાર આવ્યો કે હું આ સન્યાસ વિશે બ્રહ્મલોકમાં જઈને પિતાશ્રીને જ પૂછી લઉં. એટલે એ પહોંચ્યા બ્રહ્મલોકમાં અને ત્યાં આવીને પરબ્રહ્મનું ચિંતન કરતાં.
કરતાં નમન-વંદન કરતાં કરતાં બ્રહ્માજીની સ્તુતિ કરવા લાગ્યા. બ્રહ્માજીએ બધાને બેસવા જણાવ્યું ત્યારે તેમણે કીધું, "બ્રહ્મન, આપ અમારા બધાના પિતા છો અને ગુરુ પણ છો." બ્રહ્માજી બધાના પિતા છે અને ગુરુ પણ છે. "આપ બધું જ જાણનારા તથા સંપૂર્ણ વિદ્યાઓના જ્ઞાતા છો. એટલા માટે અમારા એક અત્યંત પ્રિય રહસ્યને જણાવવાની અનુગ્રહ કરો." એવું બીજું કોઈ નથી કે જે મને આ વિષય વિશે પૂરી સમજણ આપી શકે.
આવી જિજ્ઞાસા વ્યક્ત કરતાં બ્રહ્માજીએ એકવાર આમ નજર નાખી અને જોયું કે આનો પ્રશ્ન તો યથાર્થ છે, જિજ્ઞાસા જે છે એ પણ પરફેક્ટ છે અને એનો જવાબ આપવો જોઈએ. એટલે તેઓ સમાધિસ્થ થયા અને જન્મ-મૃત્યુરૂપ સાંસારિક કષ્ટોમાંથી મુક્તિ મેળવવાનો ઉપાય શોધવા લાગ્યા. અંદર એમને બધું જે કંઈ જ્ઞાન સંપાદન થયેલું છે, તે બધાની અંદર એમણે આને શું જવાબ આપવો, અત્યારે શું જવાબ આપવો, એવી રીતના જો ગુરુ પાસે આ ટેકનિક હોય જે શિષ્ય આવે એની શું જરૂરિયાત છે તેને સમજી, જોઈ, જાણીને એને સમજાવે. એવા શબ્દોમાં સમજાવે કે જેથી એ સમજી શકે, એ ગ્રહણ કરી શકે, એને ઉતરી જાય અને સાથે સાથે એને શક્તિને બળ પણ આપે, એને પ્રેરણા આપે કે તું આ માર્ગે ચાલ, તારી મુક્તિ થઈ જ જશે.
"નારદ, પુરાતન સમયમાં પુરુષ સૂક્તમાં ઉપનિષદોમાં વર્ણન કરાયેલ ગૂઢ રહસ્યાનુકૂળ અતિશ્રેષ્ઠ દિવ્ય વિગ્રહારી વિરાટ પુરુષે જે મારા માટે ઉપદેશ કર્યો છે, એ દિવ્ય જ્ઞાન હવે તમારી સમક્ષ પ્રગટ કરું છું." પછી આગળ કહે છે, "પરિવ્રાજકનું સ્વરૂપ અને ક્રમ સૌથી વધારે રહસ્યમય છે. એને એકાગ્ર ચિત્ત બનીને તમે સાંભળો."
આગળ કહે છે, માતા-પિતાની આજ્ઞા માનનાર સર્વશ્રેષ્ઠ કુળમાં ઉત્પન્ન થયેલ બાળકનો અગર ઉપનયન સંસ્કાર પૂર્ણ થયેલ ન હોય તો સૌથી પહેલા એ બાળકનું ઉપનયન એટલે કે યજ્ઞોપવિત્ર સંસ્કાર કરાવી લેવો જોઈએ. ત્યારબાદ એ બાળકે પોતાના માતા-પિતાની પાસે ન રહેતા કોઈ ઉચ્ચ કુળમાં જન્મેલા સદગુરુના આશ્રમમાં જઈને રહેવું જોઈએ. એ મહાન ગુરુ શ્રોત્રીય, શાસ્ત્ર પ્રત્યે અનુરાગ ધરાવનાર, શ્રદ્ધાવાન અને ગુણવાન હોય એવા શોધવા. એવા સમર્થ ગુરુની સેવામાં હાજર રહી, ચરણોમાં નમન-વંદના કરતાં સર્વસ્વ સમર્પિત કરી દેવું જોઈએ. એની પાસે કશું હોતું નથી તો શું સમર્પિત કરશે? સર્વસ્વની અંદર સંપૂર્ણતા જે પોતાનું અજ્ઞાન અને અહંકાર જ્યારે તમે સમર્પિત કરો છો ત્યારે તમે સર્વસ્વનું સમર્પણ કરો છો. તમારે ગાડી-બંગલાની ગુરુની જરૂર નથી અને ન જ હોવી જોઈએ તો જ એ ગુરુ છે.
પછી એમની આજ્ઞા મેળવીને 12 વર્ષ સુધી બ્રહ્મચર્યનું પાલન કરતાં, ગુરુની સેવા-શુશ્રુષા કરતાં કરતાં સમસ્ત વિદ્યાનો અભ્યાસ કરવો જોઈએ. ગુરુનો અભ્યાસ કરો સંપૂર્ણપણે તો બધી વિદ્યાઓ આત્મસાત ઓટોમેટિક થઈ શકે છે. ગુરુ શું કરે છે, ગુરુ શું વિચારે છે, ગુરુ કેવી રીતે શું સમજાવે છે, કોને — આ બધું ઝીણવટપૂર્વક જો અભ્યાસ કરી રાખ્યો હોય તો બાકીનું બધું ઓટોમેટિક આવડવાનું જ છે.
ત્યારબાદ 25 વર્ષ પછી ગૃહસ્થ આશ્રમનું પાલન કરવું જોઈએ. પોતાના વંશને ચાલુ રાખવા માટે અભિવૃદ્ધિ હેતુ પુત્રોત્પત્તિ કર્મ પૂર્ણ કરવું જોઈએ. પછી ગૃહસ્થના 25 વર્ષ પૂરા કર્યા બાદ, ગૃહસ્થના 35 વર્ષે પરણેલો હોય તો 25 વર્ષ એમાં ઉમેરવાના એવી રીતના થાય, સમજાયું? 25 વર્ષનો હોય તો 50 જાય પણ 35 વાળો 65 એ જ જાય. પછી 65 થી 25 ગણવાના તો એ એના વાનપ્રસ્થની અંદર હોય અને એમાં પણ સમજાવેલું છે કે જો અશક્ત હોય વનમાં જવાને તો એને ઘરમાં જ વન છે એમ જાણીને, એમ સમજીને એવી રીતે વર્તન કરીને બધું પુત્રને સોંપી દઈને વાનપ્રસ્થી બનીને રહેવું જોઈએ પુત્રના આશ્રયે.
અને સન્યાસ તો આંતરિક બાબત છે, બધું આડંબરોની કોઈ આવશ્યકતા હોતી નથી. પણ અહીંયા આગાળે જે સામાજિક જેને કહેવાય સન્યાસનું જે મુખ્ય બાબતો છે તે બધી હવે વર્ણન કરેલી છે અને જે અત્યારે આપણા સૌના માટે અપ્રસ્તુત છે કારણ કે આપણે તો રસકોમાં છે. તો કે આંતરિક સન્યાસ અને એના દ્વારા પરબ્રહ્મની પ્રાપ્તિ એટલે વિરક્ત થઈને સન્યાસ ગ્રહણ કરવાના બધા અધિકારીઓ હોતા નથી. તેવા લોકોએ આવી રીતે પણ પોતાનું કર્તવ્ય નિર્વાહ કરવું જોઈએ.
જે પરિવ્રાજક છે એ કેવા હોય છે? તો કે જે બીજાથી ભયભીત થતા નથી, જાતે બીજાને ભયભીત કરતા નથી, એ વસ્તુત: પરિવ્રાજક છે. હવે આતુર સન્યાસની વાત કરે છે કે આતુર સન્યાસ એટલે સન્યાસ લેવાની જ્યારે આતુરતા પ્રાપ્ત થાય તેને આ કહેવાય. આતુર સન્યાસની ઘડી એ ક્ષણે એને લઈ લેવો જોઈએ. એવી ક્ષણ આવે છે, ઘણા લોકો ઘરમાંથી એકદમ નીકળી જતા હોય છે અને સન્યાસી બની જતા હોય છે, તેના માટેની વાત છે.
બીજો સમય કયો છે આતુર સન્યાસનો? તો કે જ્યારે પ્રાણ નીકળી જવાનો સમય ખૂબ જ નજીક હોય તે સમય પણ આતુર સન્યાસ લેવા માટેનો ઉચિત સમય ગણવામાં આવ્યો છે. પથારીવશ વ્યક્તિ હોય, બેડ રીડન હોય, હવે એને બીજું કર્તવ્ય કર્મ કશું રહેતું નથી, દેહ પણ ત્યાગ જ કરી નાખવાનો છે. એવી સ્થિતિની અંદર જો એની આતુરતા હોય તો તેને આતુર સન્યાસ આપી શકાય છે.
પછી યજ્ઞ કરવાની વાત કરી છે અને સન્યાસ ધારણ કરવાની ઈચ્છા હોવી જોઈએ. સૌથી પહેલા તો એ કે બળજબરીથી ક્યારેય કોઈને સન્યાસ બનાવવો ના જોઈએ, કોઈને સન્યાસ આપવો ના જોઈએ કે એ માટે એને પ્રેરણા પણ કરવી ન જોઈએ. હવે કોણ છે? તો કે જેને જીભ, રસના, ઉપસ્થ, ઉદર અને હસ્તપાદ (હાથ-પગ) વગેરે ઇન્દ્રિયો પૂરેપૂરી પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિયો પૂરી વશમાં હોય, વિવાહ ન કર્યો હોય એવો બ્રહ્મચર્યવાન બ્રાહ્મણ પણ સન્યાસ કરી શકે છે. હવે જ્યારે પરમ તત્વરૂપ સનાતન બ્રહ્મનું સમ્યક જ્ઞાન થઈ જાય પછી એને દંડ વગેરે ધારણ કરવા જોઈએ, શિખા, યજ્ઞોપવિત્ર વગેરેનો ત્યાગ કરી.
દેવો જોઈએ. હવે એ પરમાત્મામાં મગ્ન રહેવો જોઈએ. એનાથી બીજી કોઈપણ વસ્તુઓ જે છે, તેના પ્રત્યે તે વિરક્ત હોવો જોઈએ. તેની અંદર કોઈપણ પ્રકારની એષણાઓ એટલે કે પુત્રેષણા, વિત્તેષણા, લોકેષણા – એ બધાથી એને મુક્ત થઈ અને ભિક્ષાદેહી ભિક્ષાના અન્ન દ્વારા જ પોતાના શરીરનો નિર્વાહ કરવો જોઈએ. પોતાના પૂજા-પાઠ થઈ જવાને કારણે જે રીતે સામાન્ય લોકો પ્રસન્નતા અનુભવે છે, એ જ પ્રમાણે દંડા દ્વારા ફટકારવા છતાંય જેને એવા જ પ્રકારની પ્રસન્નતા થાય, એ જ ભિક્ષુ થવાને લાયક છે.
એક સમયની અંદર બધા ભિક્ષુઓ થતા હતા. બૌદ્ધ ધર્મની અંદર તો ઘણા બધા થઈ ગયા હતા અને તે વખતે એવા લોકોને ઘણી વખત આવી અપ્રિય પ્રસંગોમાંથી પણ પસાર થવાનો સંજોગ બનતો હતો. કેટલા લોકો એમાં ઘાયલ પણ કરી મુકતા હતા અને એવી પરિસ્થિતિ ઊભી થવાના કારણે જ બૌદ્ધ ધર્મની અંદર ધીમે ધીમે કરતાં પ્રતિકાર કેવી રીતે કરવો એમ કરીને પછી ત્યાં આગળ માર્શલ આર્ટનો જન્મ થયો. એટલે એ વિદ્યાઓ તો ઓરિજિનલ તો બહુ જુદી છે. અત્યારે એના વરવા સ્વરૂપે બધા કુંગફુ, કરાટે, આ તે બધું ચારે બાજુ ફેલાયેલું છે. એમાં પ્રદર્શન વિદ્યા વધારે છે અને જે મૂળ વિદ્યા હતી તે ઘણી બધી લુપ્ત છે.
એવી રીતના પણ જે ભિક્ષુ છે, તેના મનમાં દ્રઢ ભાવ કેવો હોવો જોઈએ કે "હું જ વાસુદેવ નામથી પ્રખ્યાત અદ્વિતીય અક્ષર બ્રહ્મ છું." એવું જે અંદરથી આંતરિક રીતે કર્યું હોય તેવી વ્યક્તિ જ ભિક્ષા ગ્રહણ કરવાનો અધિકારી છે. જે મન, વચન અને કર્મથી કોઈની પ્રત્યે પાપનો ભાવ રાખતો નથી; ધર્મના દસ લક્ષણોને એકાગ્રતાપૂર્વક જીવનમાં ઉતારીને જે વિધિ સહિત વેદાંત શ્રવણ, સ્વાધ્યાય અને બ્રહ્મચર્યનું પાલન કરતાં કરતાં ત્રણેય ઋણ એટલે કે ઋષિ ઋણ, દેવ ઋણ અને પિતૃ ઋણમાંથી મુક્ત થઈ ગયો હોય, તેવો વ્યક્તિ યજ્ઞના અનુષ્ઠાન દ્વારા દેવ ઋણમાંથી મુક્ત થવાય, બ્રહ્મચર્યને સ્વાધ્યાય કરવાથી ઋષિઓના ઋણમાંથી મુક્ત થવાય અને પુત્રોત્પત્તિ દ્વારા પિતૃ ઋણમાંથી મુક્તિ મેળવવાનો પ્રયાસ કરવો જોઈએ. આ બધું થઈ ગયું હોય એવી વ્યક્તિ સંન્યસ્ત ગ્રહણ કરવાનો અધિકારી છે.
એનામાં ધૈર્ય, ક્ષમા, દમન, અસ્તેય (એટલે ચોરી ન કરવી), મનસા, વાચા, કર્મણા પવિત્રતા, ઇન્દ્રિય નિગ્રહ, ધી (એટલે સત્બુદ્ધિ), વિદ્યા, સત્ય, અક્રોધ – આ બધા ધર્મના દસ લક્ષણો વર્ણવવામાં આવ્યા છે. એ ભૂતકાળના ભોગોનું ચિંતન ન કરે, વર્તમાનમાં મળેલા ભોગોનું અભિનંદન પણ સ્વાગત પણ નથી કરતો, ભવિષ્યમાં મળનારા ભોગોની ઈચ્છા પણ નથી રાખતો. એવો વ્યક્તિ સંન્યસ્ત આશ્રમમાં પ્રવેશ કરવાનો અધિકારી છે.
જે વ્યક્તિ પ્રાણના રહેવા છતાં પણ સુખ-દુઃખનો અનુભવ ન કરે, એ જ સંન્યાસી બનવાને લાયક છે. એને શું છે? તો કે બે કોપીન, એક ગોદડી, એક દંડ વગેરે વસ્તુઓ રાખવાનો અધિકાર નથી. બે કોપીન નહીં, એક જ રાખવાનું. ગોદડી પણ નહીં જોઈએ. એક દંડથી વધારે વસ્તુઓ પણ નહીં રાખવાની. એ જો કરે છે તો પછી એ નર્કમાં જાય છે એમ કહે છે. સંન્યાસીએ ઠંડી વગેરેથી રક્ષણ કરવા માટે તૂટેલા-ફૂટેલા પરંતુ સાફ-સ્વચ્છ વસ્ત્રોને સીવીને જાતે ગોદડી બનાવે અને શહેરને ગામની બહાર જઈને એને વસવાટ કરવો જોઈએ. મુખ્ય બાબત એ છે કે એકાગ્ર ચિત્ત અને લાલચ વગરના રહેવું જોઈએ. આ બધામાં કોઈપણ એક સ્થાન પર ન રહેવું, ચતુર્માસ સિવાય એક ઓપ્શન આપેલો છે અહીંયા આગળ.
કામ, ક્રોધ, લોભ વગેરે, મોહ, અહંકાર વગેરે સમસ્ત દોષોને છોડી દઈને સંન્યાસીએ બધી બાજુથી મમતા રહિત બની જવું જોઈએ. દરેક રાગથી પણ વિરક્ત થઈને માટીના ઢેફા, પથ્થર અને સોનામાં સમાન ભાવ રાખવો જોઈએ. હિંસાથી દૂર અને નિષ્પૃહ રહેવું જોઈએ. જે સંન્યાસી દંભ, અહંકાર, હિંસા, પરનિંદા વગેરે દોષોથી દૂર છે તથા આત્મજ્ઞાન ઉપલબ્ધ કરાવનારા ગુણોથી સુશોભિત છે, દૈવી સંપત્તિ એ જ મુક્તિનો અધિકારી છે. જે જ્ઞાની દુઃખનો અનુભવ નથી કરતો, તે જ જીતેન્દ્રિય છે. જે દરેક પ્રકારના દોષોથી હંમેશા મુક્ત રહે છે અને વેદાંત સાંભળ્યા કરે છે, તે સંન્યસ્તનો અધિકારી છે.
તમે બધાને જે માનસ સંન્યાસની વાત કરી, એનું કારણ એ છે કે તમે બધા વેદાંતનું શ્રવણ કરવા માટે આતુર છો. બધાને આ પલ્લે પણ પડે એવું નથી. એને ધ્યાન રાખવું જોઈએ કે અહંતાનો સ્પર્શ સુદ્ધાં ન થાય. પોતાના પ્રિયજનોમાં રહેલા પુણ્ય અને અપ્રિયજનોમાં રહેલા દુષ્કૃત્યો કે પાપ સિવાય પોતે એની સાથે કોઈપણ પ્રકારનો સંબંધ ન રાખે. એવું કરનારો સાધક જ્ઞાન યોગ દ્વારા સનાતન પુરુષ બ્રહ્મની પ્રાપ્તિ કરે છે. એને સમસ્ત વિષયો પ્રત્યેથી ધીરે ધીરે આસક્તિ છોડી દઈને સંન્યાસી સમસ્ત દ્વંદ્વથી મુક્ત બનીને પરબ્રહ્મ પરમેશ્વરમાં જોડાઈ જવો જોઈએ. સિદ્ધિઓ ઈચ્છવી ન જોઈએ, છતાં પણ તે સિદ્ધિથી વંચિત પણ હોતો નથી રહેતો પણ નથી. તેને શાંત ચિત્ત રહીને ફક્ત આત્મામાં જ રમણ કરતા રહેવું જોઈએ. બધું છોડી દઈને એકલા વિચરણ કરવું જોઈએ. નિર્જન સ્થળે એકલા રહીને મન, વચન, શરીર ક્રિયા દ્વારા એકમાત્ર બ્રહ્મનું ધ્યાન કરવું જોઈએ.
જીવનનું કે મૃત્યુનું ક્યારેય એને અભિનંદન પણ નહીં કરવાનું. કોઈક મરી ગયું તો તમે એમ કહો, "બહુ દુઃખ થયું, પ્રભુ એના આત્માને શાંતિ આપે." એવું સંન્યાસીઓ ક્યારેય કરે નહીં. મૃત્યુકાળ નજીક આવતા સુધી એ પ્રતિક્ષા કરતો રહે. સંન્યાસી જીવન અને મૃત્યુ બંનેમાંથી કોઈની પણ પ્રતિક્ષા કરતો નથી. જે વ્યવહારી હોય, સંસારી હોય, તે પ્રતિક્ષા કરતો હોય કે મોત આવશે, આમ થશે, તેમ કંઈ વિચારતો નથી. સંન્યાસી એમ જ આગળ નીકળતો હોય તો સાધક સંન્યાસી હોય એ કેવો કે પગારદાર કર્મચારીની જેમ સ્વામીના આદેશની પ્રતિક્ષા જેમ કરતો હોય તેવી રીતે એકમાત્ર કાળની જ પ્રતિક્ષા કરતો હોય, બીજા કોઈની નહીં. એટલે એ મુક્ત છે, એ સંન્યાસી છે. ઘણી બધી બાબતો આપેલી છે એવી જ રીતે કે એના આચારને બધું કેવું હોવું જોઈએ.
મૂળ આપણે વાત કરી, એ એ જ છે કે તમામ પ્રકારની સાંસારિક બાબતો એના મનમાંથી નીકળી જાય. એ મન પણ મારું છે એમ પણ એનું છોડી દે અને પછી કેવળ બ્રહ્મની અંદર સ્થાપિત થઈ જાય છે.
સન્યાસી પ્રાર્થના કરે છે કે, "હે અગ્નિદેવ, આ સમષ્ટિગત પ્રાણ જ તમારી ઉત્પત્તિનું મૂળ છે. એને કારણે તમે ઉત્તમ કાંતિથી સુશોભિત થઈ રહ્યા છો. તમે પોતાના ઉત્પાદક પ્રાણને જાણીને એમાં બેસો." એમ કરીને પ્રાણમાં અગ્નિને સ્થાપિત કરવું જોઈએ અને કહેવું જોઈએ કે, "અમારા પ્રાણમાં પ્રતિષ્ઠિત થઈને અમારા જ્ઞાન ધનને તમે સમૃદ્ધ કરો." "અગ્નિદેવમ્ આવાહયામિ." હવે પ્રાણ તત્વમાં અગ્નિના પ્રાગટ્યનો હેતુ છે: બાહ્ય કોઈપણ પ્રકારની પરિસ્થિતિઓની અંદર એને સહેજ પણ વિચલિત ન થવું જોઈએ. આપણા માટે પણ આ એટલી જ સાચી વાત છે.
એને કેવી રીતે કરવાનું છે? તો કે આનંદ સ્વરૂપ પરબ્રહ્મ પરમાત્માના સાક્ષાત્કારથી યુક્ત થઈને "અહમ બ્રહ્મ અસ્મિ" અર્થાત "હું જ બ્રહ્મ છું" એ પ્રકારે દ્રઢ નિશ્ચય બનીને, જેમ ભમરાનું ધ્યાન કરનાર કૃમિ કીડાની માફક, એકમાત્ર પરબ્રહ્મ સ્વરૂપ ઓમકારનું જ ધ્યાન કર્યા કરતો હોવો જોઈએ. અકાર, ઉકાર, મકાર; રક્ત વર્ણ, કૃષ્ણ વર્ણ, પિત્ત વર્ણ અને પછી ઉપર બિંદી એના વચ્ચેના ભાગની અંદર આવશે રેફ, બરાબર? એવા ઓમકારનું ધ્યાન કરતાં કરતાં પોતાના ત્રણેય શરીરો – સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ – પ્રત્યે અહંકાર અને મોહનો ભાવ છોડી દઈને, "આ મારું નથી" એમ કરીને બહેનનું વિસર્જન કરી નાખવાનું છે.
સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, કારણ શરીર મારું નથી; એવી રીતે શરીરનો પરિત્યાગ કરવાનો અને ઈશ્વરનું સાનિધ્ય મેળવી અને એને કૃતાર્થ થઈ જવું છે. કરેલું લેખે લાગવું છું.
એ વ્યક્તિએ, સન્યાસીએ, હંમેશા પોતાના આત્માના ઉત્થાનમાં જ સતત સ્થિર રહેવું જોઈએ. કોઈ સાથે વાર્તાલાપ શક્ય હોય ત્યાં સુધી ન કરવા. સ્ત્રી સ્મરણ ન કરવા. એવા અયોગ્ય ચિત્રો કે શિલ્પ વગેરે ન જોવા, કારણ કે એના ચિત્તમાં વિકાર જો ઉત્પન્ન થઈ જાય, આ જોવા માત્રથી જો એ ગ્રહણ કરી લે તો. એટલા માટે એને આંખો દ્વારા પણ આ બધું કશું જ ગ્રહણ કરવાનું નથી. ઉપરથી એને શું ભાવ આપવો જોઈએ? "બધું શુદ્ધ છે, પવિત્ર છે, બધું બ્રહ્મ સ્વરૂપ છે." એમ કરતાં કરતાં કરતાં ફરવું જોઈએ.
સન્યાસી જ ફરે, અમિતભાઈ ફરે, માનવ પણ ફરે, બધા જ ફરે. આપણે સૌ પણ આ જ રીતે "બધા શુદ્ધ છે, પવિત્ર છે, બધું જ બ્રહ્મ છે" એવી રીતે આપણે દ્રષ્ટિપાત કરતાં જીવનમાં આગળ વધીશું તો ચોક્કસ આપણે એક દિવસે બ્રહ્મની પ્રાપ્તિ કરવાના છીએ.
અહીંયા અલગ અલગ સન્યાસીઓના બધાના ધર્મો વગેરે આપેલા છે. સન્યાસની વિધિ કેવી રીતે કરવાની છે તેના વિશે છે. બધું બહુ જ ડીટેલની અંદર એનું આપેલું છે. કયા વખતે શું કરતાં કરતાં કયા મંત્રોચ્ચાર કરવા, એ બધું જો જાણવું હોય તો આ ઉપનિષદના અંદર થોડું વધારે ડીટેલની અંદર તમે જોઈ શકો છો, આગળ ઉપર રસ પડે ત્યારે.
કર્મ સન્યાસના પણ બે ભેદ હોય છે: પહેલો નિમિત સન્યાસ અને બીજો અનિયમિત સન્યાસ. આતુર સન્યાસ જ નિમિત સન્યાસ કહેવામાં આવે છે, જ્યારે કર્મ સન્યાસને અનિમિત સન્યાસ કહેવામાં આવે છે. રોગ વગેરેના લીધે જેમાં બધા જ કર્મ લુપ્ત થઈ જાય, અર્થાત નિત્ય નિમિતિક વગેરે કોઈપણ કર્મ ન કરી શકે, ત્યારે પ્રાણ છોડતી વખતે જે ગ્રહણ કરવામાં આવે છે, એ સન્યાસ નિમિત્ત સન્યાસ કહેવામાં આવે છે. "આના નિમિત્તે આ સન્યાસ ગ્રહણ કરું છું" એમ કરીને ઓલરેડી બધું છૂટું તૂટી રહ્યું છે, ભાઈ! પણ તેમ છતાં પણ આ સન્યાસ એ પણ એક સંસ્કાર છે. એ સંસ્કાર જો એમ કે જીવાત્મા ગ્રહણ કરી લે છે, તો એ જીવાત્મા પોતાના જીવ ભાવમાંથી છૂટી જાય છે.
કારણ કે અહીંયા સન્યાસી શું ગ્રહણ કરે છે? જીવ ભાવ છોડે છે અને આત્મ ભાવને ગ્રહણ કરે છે, પરમાત્મા ભાવને ગ્રહણ કરે છે. "હું બ્રહ્મ છું, હું જ પરબ્રહ્મ છું" અને પછી બસ એ ફરતો ફરે છે. "અહમ બ્રહ્માસ્મિ."
જે માત્ર પરબ્રહ્મ પરમાત્માને જ સત્ય સ્વરૂપે જાણે છે અને બ્રહ્મથી અલગ બીજું બધું જ કેવું છે? નાશવાન છે, પરિવર્તનશીલ છે, અશાશ્વત છે. "પરમાત્મા એક જ શાશ્વત છે" એવો નિશ્ચય કરી નાખે છે. વારે વારે અહીંયા આઈ એક વાત બહુ જ સ્પષ્ટ છે કે પોતાના આત્મ સ્વરૂપના ચિંતન સિવાય સિવાય બીજા કોઈપણ આચારમાં ઊંડા ઉતરવા જેવું નથી.
મહત્વની વાત: સન્યાસીમાં ક્યારેય પ્રસન્નતાનો આવેશ હોવો જોઈએ નહીં. જે રીતે કૃમિ કીટક સતત વિચરણ કરતા રહે છે, તે પ્રમાણે સન્યાસી પણ સૂર્ય દ્વારા બતાવેલા માર્ગથી પૃથ્વી પર વિચરણ કરે, અર્થાત રાત્રિ દરમિયાન ફરે નહીં. રાત્રે બહાર ના નીકળવું જોઈએ. સન્યાસી કેટલા ઉચ્ચા આચાર છે!
પરિવ્રાજક યોગારૂઢ થયા પછીથી મન, વચન, કર્મ અને શરીર દ્વારા જરાયુજ તથા અંડજ વગેરે કોઈપણ પ્રાણી સાથે દ્રોહ ના કરે અને તમામ પ્રકારની આસક્તિઓ છોડી દે. મનમાં પરમપિતા પરમેશ્વર સર્વવ્યાપી પરમાત્મા સ્વરૂપનું ધ્યાન કરતાં, "હું જ પરમાનંદ સ્વરૂપ પરબ્રહ્મ છું" એવી ભાવના કરવી જોઈએ.
ત્યારે નારદજીએ કીધું કે, "હે પિતામહ, આ ભમર કીડાના ન્યાય દ્વારા પોતાના સ્વરૂપને જાણી લીધા બાદ મુક્તિ મેળવી લે છે, પરંતુ એ સ્વરૂપને જાણી લેવાનો અભ્યાસ કેવી રીતે કરવામાં આવે?" આ અહીંયા આપણે કામની વસ્તુ આવી.
ત્યારે કહે છે બ્રહ્માજી કે, "હે નારદ, જીવનમાં સત્યને ધારણ કરતાં જ્ઞાન અને વૈરાગ્ય દ્વારા આ શરીરના મોહને છોડે અને બાકી બચેલા એક અતિ શ્રેષ્ઠ શરીરમાં પ્રસ્થાપિત થઈને રહે." આ શરીર દિવ્ય શરીર કહેવાય કે જેની અંદર દિવ્યતા છે, વાસના નથી, દેવત્વ જાગૃત થઈ ગયું છે, ઇન્દ્રિયો બધી વશમાં છે. દરેક ઇન્દ્રિયોના દેવો જે છે, તે બધા તેજસ્વી બની ચૂક્યા છે. એવું જે વધેલું શરીર છે, તે જ્ઞાન દેહ છે. એ દેહનો પ્રાણ જ વૈરાગ્ય છે. સમદમ એ બે આંખો છે. પૂરેપૂરું શુદ્ધ મન એ જ એનું મુખ છે.
બુદ્ધિ એની કલા છે. પાંચ ઇન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય, પાંચ પ્રાણ, પાંચ વિષય, ચાર અંતઃકરણ (મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર) અને અવ્યક્ત પ્રકૃતિ – આ ૨૫ તત્વ એ બચેલા શરીરના અંગ અવયવ છે. એ શરીરના પાંચ મહાભૂત – જાગૃતિ, સ્વપ્ન, સુષુપ્તિ, તુર્ય અને તુર્યાતીત – એ પાંચ અવસ્થાઓ છે. જો, આખું બધું બદલાયું. અત્યાર સુધી આપણે પવન, પાણી, આકાશ બધું બોલતા હતા. આ જે દિવ્ય શરીર છે તેના મહાભૂતો કયા છે? જાગૃત, સ્વપ્ન, સુષુપ્તિ, તુર્ય અને તુર્યાતીત.
આ શરીરની શાખાઓ અર્થાત ભુજાઓ એને કર્મ, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય કહેવામાં આવે છે. એ ચારેય અવસ્થાઓ – જાગૃત, સ્વપ્ન, સુષુપ્તિ અને તુર્યા – એ ચાર ભુજાઓ છે. પછી એને શું કીધું કે, "મહાવત હાથીને પોતાના અંકુશમાં રાખીને યોગ્ય માર્ગે લઈ જાય, એવી રીતે જ્ઞાન સ્વરૂપ એ શ્રેષ્ઠ શરીરમાં રહેલા પુરુષ, મારા સિવાય જે કાંઈ છે તે બધું જ કાલ્પનિક હોવાથી નાશવાન છે," એવું સમજી હંમેશા "અહમ બ્રહ્મ બ્રહ્માસ્મિ" – "હું જ બ્રહ્મ છું" – એનું ઉચ્ચારણ કરે. ઉચ્ચ રીતે ઉચ્ચારણ કરવાનું છે. અંદર, બહાર, ગમે તે રીતે, પરા, પશ્યંતી, મધ્યમા, વૈખરી – દરેક રીતે એને શું કરવાનું? તો કે, "અહમ બ્રહ્માસ્મિ" ધારણ કરવાનું. બ્રહ્મને ધારણ કરવાનું. પોતાના અંતરાત્મા સિવાય બીજી કોઈપણ વસ્તુની જાણકારી જ નથી, એવી રીતે દ્રઢ નિશ્ચય કરીને જીવનમુક્ત બનીને વિચરણ કરે.
પછી પૂછવાનું નહીં કે ટ્રમ્પનું ક્યારે છે? પેલું બેસાડે છે ને રાજસિંહાસન પર, એવું બધું વિચાર એને ક્યારેય આવવા જોઈએ નહીં. આ રીતે જીવનયાપન કરતાં કૃતકૃત્ય બની જવાનું. વ્યવહારિક જગતમાં પણ એ રીતે એને "હું બ્રહ્મ નથી" એવી રીતે રહેવાનું નહીં. હંમેશા પોતાની ધારણને પુષ્ટિ આપ્યા કરવાની કે હું જાતે જ બ્રહ્મ છું. આ જ પુષ્ટિમાર્ગ છે. સાચો. વૈષ્ણવોની અંદર જે પુષ્ટિમાર્ગ આખો જે ચાલ્યો છે, એ આખો જરા જુદી જાતનો છે, પણ મૂળ પુષ્ટિમાર્ગ જે હતો તે આ હતો: "હું જાતે જ બ્રહ્મ છું." એટલે તે વખતે મહાપ્રભુજી બધાને બ્રહ્મ સંબંધ કરાવતા હતા. બ્રહ્મ સંબંધ કરાવતા કરાવે કે, "બ્રહ્મ સાથે આજથી તારો અભિન્ન સંબંધ છે," અને પછી બધું કરો. એ પ્રમાણે જીવો.
એવી રીતે ત્રણેય અવસ્થાઓ – જાગૃતિ, સ્વપ્ન અને સુષુપ્તિને ક્રમશઃ પાર કરી તુર્યા અવસ્થામાં પહોંચો. સુષુપ્તિ જે છે, જાગૃતિ સૌથી પહેલા હોય છે. અત્યારે આ સ્થિતિ છે, જાગૃતિ છે. ધીરે ધીરે ધીરે કરતાં અંદર ઉતરવા માટે ત્યારે જે આવે છે તે સ્વપ્ન અવસ્થા પહેલી આવે છે. એનાથી પછી અંદર જશો એટલે બધી સ્વપ્ન પણ બધું સુષુપ્ત થઈ જશે, એવી અવસ્થા આવશે અને પછીની જે જગ્યા છે તે તુર્ય અવસ્થા છે અને તુર્યાતીતમાં તો બધું જ સંસાર માત્ર અતીત થઈ જશે. બધું ભૂતમાં બધું થઈ જશે, પરિવર્તિત થઈ જશે. હશે એટલે એવી એક જ અવસ્થામાં ચાર અવસ્થાઓ સમાયેલી છે. તો એના અંદર મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર – આ ચાર અંતઃકરણમાંથી દરેકને આધીન જે નેત્ર વગેરે ૧૪ કરણો જે છે, બધાના અલગ અલગ કાર્યો છે, પણ આ બધામાંથી આપણે સમજવાનું છે કે અહંકારથી જ અહંતાનો અનુભવ થાય છે.
એટલે આ બધા ભાવોની વિશેષ રૂપે સૃષ્ટિ કરીને સમૂહ રૂપી દેહમાં આત્માભિમાન કરવાને કારણે તુર્ય ચેતન તત્વ જીવ રૂપ બની જાય છે. ઊંધી દિશામાં ચાલે. જેવી રીતે ઘરમાં અભિમાનપૂર્વક વ્યક્તિ રહે છે તે ગૃહસ્થ બની જાય છે, તેવી રીતે દેહમાં અભિમાનપૂર્વક રહેનાર તુર્ય ચેતન જીવ બનીને વિચરણ કરે છે.
આ શરીરના અંતઃકરણમાં આઠ પાંખડીઓ યુક્ત હૃદય રૂપી કમળ છે. એ હૃદયમાં રહેનારો જીવ જ્યારે ઉપર કહેલા કમળના પૂર્વવર્તી દલમાં વિચરણ કરે છે, ત્યારે એમાં પુણ્ય રૂપી અનુષ્ઠાનની પ્રવૃત્તિ થાય છે. અગ્નિ ખૂણા વાળા દળમાં રહેવાથી એ પુરુષ આળસ અને નિંદ્રાથી ગ્રસ્ત થઈ જાય છે. દક્ષિણ દિશાના દળમાં રહેવાથી એ વ્યક્તિમાં ક્રૂરતાનો ભાવ આવે છે. નૈરૃત્ય ખૂણાનો આશ્રય મળવાથી એ પુરુષમાં સદ્બુદ્ધિ જાગૃત થઈ જાય છે. પશ્ચિમ દિશાના દલમાં પ્રતિષ્ઠિત થવાથી એ ક્રીડામાં અત્યંત વધારે પ્રમાણમાં આસક્ત થઈ જાય છે. જ્યારે વાયવ્ય ખૂણાના દલમાં જવાથી એ પુરુષની બુદ્ધિ શ્રેષ્ઠ માર્ગમાં ગમન કરવા લાગે છે. ઉત્તર દિશાના દલમાં પ્રવેશવાથી તેને શાંતિનો અનુભવ થાય છે. ઈશાન ખૂણામાં વિશેષ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. તો આ બધા હૃદય કમળના જે અલગ અલગ પાંદડીઓ છે, તે દરેકની અંદર તમે જ્યારે ધ્યાન કરો ત્યારે આ ભાવો જાગૃત થશે, આવું જ્ઞાન પ્રગટ થશે, એ બધું અહીં આગળ સમજાવેલું છે.
જીવની ચાર અવસ્થાઓમાંથી પહેલી જાગૃત અવસ્થા, બીજી સ્વપ્ન અવસ્થા, ત્રીજી સુષુપ્તિ અને ચોથી તુર્યા અવસ્થા છે. એનાથી પણ એવી તુર્યાતીત છે, જેની અંદર તુર્યાતીત વિશે એક જ આત્મા વિશ્વ, તેજસ, પ્રાજ્ઞ અને તટસ્થના ભેદથી ચાર પ્રકારનો જણાય છે. એને કારણે એક જ પરમાત્મા દેવ બધાના સાક્ષી સ્વરૂપ અને સત્વાદી ગુણોથી પર માનવામાં આવે છે તથા તે બ્રહ્મ હું જાતે જ છું એવું જ કે તુર્યાતીત અવસ્થાથી યુક્ત પુરુષને ચારેય અવસ્થાઓના અનુભવથી રહિત માનવું જોઈએ. તુર્યાતીત અવસ્થા યથાર્થમાં નિર્ગુણ અવસ્થા છે, એટલે એમાં પછી કોઈ ભેદ બીજો અવસ્થાનો રહેતો જ નથી. સ્થૂળ, સૂક્ષ્મ, કારણ રૂપ જે ઈશ્વર, જે વિશ્વ, તેજસ અને પ્રાજ્ઞ બ્રહ્મરૂપ છે, એ બધાની સાથે સમસ્ત અવસ્થાઓમાં એક જ સાક્ષી રહે છે. પરંતુ તટસ્થ ઈશ્વર દ્રષ્ટા નહીં, કારણ કે તટસ્થ માયા દ્વારી ઈશ્વરના રૂપમાં છે, પરંતુ એનો કોઈ દ્રષ્ટા નથી.
તેથી તટસ્થ જ દ્રષ્ટા થતો જ નથી. એ કારણ એ દ્રષ્ટા નથી એવું માનવું જોઈએ. ત્યારે જીવને જો દ્રષ્ટા માની લઈ શકાય નહીં. જીવ દ્રષ્ટા હોઈ શકે નહીં, કારણ કે કર્તૃત્વ, ભોક્તૃત્વ અને અહંકાર વગેરેથી તે યુક્ત છે. એટલે જીવ સિવાય જે તુર્યાતીત પરમાત્મા સત્તા છે, એ દોષોના સંપર્કથી પર છે. જીવ પણ સ્વરૂપ અનુસાર શુદ્ધ ચૈતન્ય જ છે, પણ કર્તૃત્વ.
વગેરે સંસ્પર્શથી પર છે. હવે, જીવત્વમાં અહંકાર હોવાથી આ દેહ રૂપી ક્ષેત્રમાં એનું અભિમાન છે અને શરીરના અહંકારને કારણે એમાં જીવત્વ રહેલું છે. જ્યારે પરમાત્મા તત્વથી જીવ તત્વનું વ્યવધાન બરાબર એવી રીતનું છે, જે રીતે મહાકાશથી ઘટાકાશનું છે. વ્યવધાનને કારણે જ હંસ રૂપી જીવ ઉચ્છવાસ અને નિશ્વાસના માધ્યમથી હંમેશા "સો અહમ" નામના મંત્રનું ચિંતન કરતાં નિરંતર પોતાના આત્મ સ્વરૂપનું જ અનુસંધાન કરે છે, શોધ કરે છે. એવું સમજીને શરીરમાં આત્માનું અભિમાન છોડી દો. એવી રીતે શરીર અભિમાની જ્યારે આપણે મટી જઈએ છીએ, ત્યારે આપણે બ્રહ્મ સ્વરૂપ બની શકાય છે.
આપણે શું કરવું જોઈએ? તો કહે છે કે મનુષ્ય નિરંતર પોતાની સાધનામાં સંલગ્ન રહેવું જોઈએ, સતત આત્મચિંતનમાં લાગેલા રહેવું જોઈએ. પછી, યોગી જે હોય, જે આત્માનો યોગ કરનારા છે, તેમણે ક્યારેય પણ શ્રાદ્ધ, યજ્ઞ, અતિથિ સત્કાર, દેવપૂજન વગેરે ગમે તે પ્રકારના માંગલિક કે ધાર્મિક આયોજનોમાં ભાગીદાર બનવું જોઈએ નહીં કે હાજર રહેવું જોઈએ નહીં. એમણે સંસારીઓથી દૂર રહેવા માટે આ રીતની વ્યવસ્થા કે વ્યવહાર ઊભો કરવો જોઈએ કે જેથી કરીને કોઈ વ્યક્તિ એની પાસે જવા માટે ઉત્સુક થાય જ નહીં. આ બધા દૂર રહેતા હોય છે, એટલા માટે બ્રહ્મ સ્વરૂપ જે થયા હોય એ બધા.
અને પાછા શું કરે? અવિનાશી બ્રહ્મને સ્વયં પોતાના સ્વરૂપમાં નિરંતર જોયા કરે. એવી રીતે પોતાને જ બોધ સ્વરૂપ આત્મા અને વર્ણાશ્રમ રહિત માને છે, એ જ વાસ્તવમાં સાચો બ્રહ્મજ્ઞાની છે, સંન્યાસી છે. બ્રહ્મજ્ઞાનમાં નિષ્નાત યોગી માટે કોઈપણ વિધિ-નિષેધ નથી અને કોઈપણ વસ્તુના ત્યાગવાનો નિયમ પણ નથી. એવી રીતે યતિ બધા જ બંધનોથી મુક્ત થઈ જાય છે.
તો સંસારની અંદર આવી રીતે બે પ્રકારે જોવા મળે છે કે જે સંન્યાસીઓ છે, તે લોકોએ આવા બધા આયોજનોમાં જવાનું નથી. પણ જે બ્રહ્મજ્ઞાની છે, તે આવા કોઈપણ આયોજનમાં જાય કે ન જાય તો પણ તેને બાધ રહેતો નથી. ઘણા એવા પ્રસંગો બન્યા છે કે આવા બ્રહ્મજ્ઞાનીઓ તો સડનલી જ્યાં બેઠા હોય પોતાના આશ્રમમાં, ત્યાંથી એકદમ જ આવે આમ નીચે પોતાના વસ્તીની અંદર અને જો કોઈ જગ્યાએ કંઈક આવું આયોજન થયેલું કશુંક હોય તો ત્યાં જઈ પહોંચી જાય કે "મને ભિક્ષા આપો." એવું ઘણી વખતે બન્યું છે. એવા ઘણા ઘણા પ્રસંગોની પણ વાતો છે.
પણ જે સાચા બ્રહ્મજ્ઞાની જિજ્ઞાસુઓ જે બધા છે, તે બધાએ વિરક્તતા બહુ મોટી વસ્તુ છે, એટલે વિરક્ત બનતા જવું જોઈએ. એમણે સમસ્ત પદાર્થો, પુત્ર, ધન વગેરેમાં પ્રેમ કે મોહ વગેરે ન રાખતા નિરંતર મોક્ષના સાધન મેળવવામાં જ શ્રદ્ધા રાખવી જોઈએ. સારી રીતે પોતાના ચિત્તમાં શું જોઈએ? ઉપનિષદના વાક્યોનું એકાગ્રતાપૂર્વક ચિંતન કરવું જોઈએ. પછી એનું ચિંતન કરતાં કરતાં શું થશે? તો કે અર્થોને આત્મસાત કરી લેશો. તમે ભલે ના સમજાય, પણ સમજો શું કહે છે ઉપનિષદ. એવી રીતના કરી કરીને કરશો, એક દિવસ એ અર્થ સ્વયં સ્પષ્ટ થઈ જશે તમારી સામે. જેમ આપણે આમ આંખો બંધ કરીને બધા કેટલા લોકો બેસે અને પછી એકદમ કોઈકને કોઈક સ્વરૂપની ઝાંખી થાય છે, એવી રીતે એ પણ સ્પષ્ટ થાય છે. ઉપનિષદના જ્ઞાનનો અર્થ આવી રીતે આવશે. ઘણાને ઓમકાર દેખાવા માંડે, ઝપકારા મારતો "હું તેજસ્વી વિદ્યુત સમપ્રભ." તો એવું બધું થઈ શકે છે.
તો નિરંતર મોક્ષના સાધન મેળવવામાં શ્રદ્ધા રાખવી જોઈએ. ઉપનિષદનું જ્ઞાન મેળવવાની દ્રષ્ટિથી ગુરુ પાસે જવું જોઈએ અને એના અર્થોને આત્મસાત કરવા જોઈએ. સંપૂર્ણપણે મમતા અને અહંકાર છોડી દેવાનો. આવી રીતે સતત જીવતા રહી અને નિર્દ્વંદ્વ થઈને જીવન નિર્વાહ કરવું જોઈએ. આમ કરવાથી શું થશે? અંતઃકરણ હંમેશા શાંત થશે. એક્સેપ્ટન્સ મેડિટેશન કરતા રહેવું જોઈએ. એકમાત્ર જ્ઞાનવાન પુરુષ સંસાર સાગરથી મુક્ત થઈ જાય છે. અજ્ઞાની ક્યારેય મુક્ત હોતું નથી.
બીજું, જીવનમાં ક્યારેય પણ આળસ કે પ્રમાદ કરવા જોઈએ નહીં. પ્રોકાસ્ટીનેશન કરવું ના જોઈએ. બ્રહ્મચર્ય વગેરે નિયમોનું પાલન કરવું જોઈએ. સર્વશ્રેષ્ઠ જ્ઞાન વિયોગ મેળવવું જોઈએ અને તેનું વિધિવત પાલન કરવું જોઈએ. એ યોગ સતત આપણે આચરવાની વસ્તુ છે. સવારમાં દસ મિનિટ કરી નાખ્યું એટલે કામ પૂરું થઈ ગયું છે એવું હોતું નથી. જે બ્રહ્મને પ્રાપ્ત કરવા માંગે છે તેના માટેની વાત છે.
શું કહે છે? કેટલાક વિશેષ નિયમો છે. એમાંની એક બાબત કહે છે કે આત્મા સિવાય બહારના દેવગણોનું પૂજન-અર્ચન ન કરવું. આત્મા સિવાય બીજા બધાને છોડી દઈને ભિક્ષાવૃત્તિથી ભોજન કરવું. પોતાના ઘરમાં બેઠા હોય તોય પત્નીને કહેવું, "ઓમ ભવતું ભિક્ષામ દેહી." આ ભિક્ષા છે તેને હું ગ્રહણ કરું છું, આપનાર છે તે માતા પાર્વતી છે, એવા ભાવથી એ અન્નને ગ્રહણ કરવું જોઈએ. ત્યારે બુદ્ધિ ઠેકાણે રહે. શરીરને આત્માથી અલગ જ જોવો. શરીરને આત્માથી અલગ જોવાની પ્રેક્ટિસ પાડો. જેવી રીતે પેન હોય તો પેનની અંદર રીફીલ જે છે તે અલગ છે અને પેનનું જે ઉપર કેસિંગ અલગ છે, એવી રીતે આ શરીર અલગ છે અને એની અંદર રહેલો આત્મા છે, એવી રીતની અનુભૂતિ કર્યા કરવી જોઈએ સતત.
પછી તો કે બધાનું અવલોકન પોતાના આત્મા છે એમ સમજીને કરવું જોઈએ. ઉપનિષદ જુઓ, આ આપણને આ વાત કરે છે. જે કાંઈ દેખાય છે દ્રશ્યમાં, જ્યાં જ્યાં દ્રષ્ટિ મારી પડે, બધું કેવળ આત્મા જ છે, કેવળ બ્રહ્મ જ છે. આ ભાવ પકડી લેવાશે તો પણ કામ બહુ સરસ રીતે ચાલશે. અને ક્યાં સુધી આ બધું કરવાનું? પોતાના સ્વરૂપનો સાક્ષાત્કાર થાય ત્યાં સુધી આ ચાલુ રાખવાનું. અને એવી રીતે સાક્ષાત્કાર કરતાં કરતાં જીવનથી મુક્તિ મેળવવાની છે. જીવન એ બંધન છે, તો જીવનમાંથી મુક્તિ મેળવી અને પોતાના સ્વરૂપનો વિવેક થઈ ગયો. જ્યાં સુધી મૃત્યુ આવે નહીં ત્યાં સુધી એ પોતાના સ્વરૂપનું જ ધ્યાન કરતો રહે પોતાના અંતરાત્મામાં.
સમ્યક રૂપે ચિંતન કરતાં કરતાં સમય પસાર કરવો જોઈએ. હવે અહીંયા આગળ સ્નાનની વાત કરી, તો સન્યાસીઓને બધાને અલગ અલગ સ્નાનના પ્રકારો બતાવ્યા છે. તેની અંદર અવધૂત નામના સન્યાસીને વાયવ્ય સ્નાન એટલે કે સંપૂર્ણ દેહમાં વાયુના સ્પર્શથી જ બધું પવિત્ર બની ગયું છે, એવી રીતે એને વાયવ્ય સ્નાન કરવું જોઈએ. એને પછી જળ સ્નાનની કોઈ વિશેષ જરૂરિયાત રહેતી નથી. બસ, આમ બહાર નીકળીને એક વખત આમ પાછો આવે, સ્નાન થઈ ગયું. આ બધું જે કહેવામાં આવે છે અત્યાર સુધી, એવી રીતે આ બધાનો ઉપયોગ કરી કરીને બધાએ પોતાની મુક્તિ માટે સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ.
સાંસારિક વિષય વાસનાઓથી મુક્ત અપાવનાર તારક મંત્ર એકમાત્ર ઓમકારનું ચિંતન કરતાં કરતાં જીવન મુક્ત બનીને વિચરણ કરવું જોઈએ. હવે તારક મંત્ર કીધું એટલે પ્રશ્ન એવો થાય કે એને તારક મંત્ર કેમ કીધો? તો નારદજી પૂછે છે કે, "હે ભગવાન, જન્મ મરણના ચક્રમાંથી પાર કરનારો આ તારનારો મંત્ર કયો છે? હું તો તમારી શરણમાં આવ્યો છું, તો મને તો જણાવવાની કૃપા કરો." ત્યારે ભગવાન બ્રહ્માજીએ શું કીધું? "તથાસ્તુ" અને ઉપદેશ આપવાનું શરૂ કર્યું. પહેલા "તથાસ્તુ" કીધું, પછી "હે વત્સ, બધાના માટે ઓમકાર જે તારક મંત્ર છે, આને બરાબર ગ્રહણ કરો. એ જ બ્રહ્મનું સ્વરૂપ છે. વ્યષ્ટિ અને સમષ્ટિ એમ બંને રીતે ઓમકારનું ધ્યાન કરવું જોઈએ."
તો નારદજીએ પૂછ્યું કે, "એ શું છે? એનો અભિપ્રાય શું છે?" ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે, "વ્યસ્ત અને સમષ્ટિ એ બ્રહ્મ પ્રણવના અંગ અવયવ છે. એક જ બ્રહ્મ પ્રણવના ત્રણ ભેદ માનવામાં આવે છે: પ્રથમ સંહાર પ્રણવ, દ્વિતીય સૃષ્ટિ પ્રણવ અને ત્રીજો ઉભાયાત્મક પ્રણવ. આવા ઉભાયાત્મક પ્રણવના બે રૂપ અંતઃ અને બાહ્ય છે. એને કારણે પ્રણવનું એક ભેદ વ્યવહારિક પ્રણવ પણ છે. વ્યસ્તી પ્રણવનું બીજું નામ બાહ્ય પ્રણવ છે. એ ચારેયના સિવાય એક અર્ધ પ્રણવ પણ છે. એ જ વિરાટ પ્રણવનું બીજું નામ બાહ્ય પ્રણવ છે. એ સિવાયના ચાર એક આર્સ પ્રણવ છે, એક વિરાટ પ્રણવ છે, એક સંહાર પ્રણવ છે અને બ્રહ્મા વગેરેથી પ્રતિષ્ઠિત હોવાથી એને બ્રહ્મ પ્રણવ પણ કહેવામાં આવે છે. સ્થૂળ વગેરે ભેદથી પરિપૂર્ણ અકારાદી ચાર માત્રાઓ જે ઓમકારનું સ્વરૂપ છે, એ માત્રા ચતુષ્ઠયાક પ્રણવને અર્ધમાત્રા પ્રણવ પણ કહેવામાં આવે છે."
હવે અંતઃપ્રણવના સ્વરૂપનું જે વર્ણન છે, તે જુઓ કે આ પ્રણવ ઓમ છે, તે જ બ્રહ્મ છે. આ અંતઃપ્રણવને જ એકાક્ષર રૂપ મંત્ર સમજો. એ આઠ ભાગમાં વહેંચાયેલો છે: ઓમકાર, અકાર, ઉકાર, મકાર, અર્ધમાત્રા, નાદ, બિંદુ, કલા અને શક્તિ. એ આઠ ભેદોના રૂપ છે. આ પ્રણવ ચાર ચાર માત્રાઓથી જ સંયુક્ત નથી, એની એક એક માત્રા પણ કંઈ કઈ અર્થાત અનેક ભેદોથી યુક્ત છે. મતલબ, એક ઓમ જે છે, તે પણ અતિશય ગુહિયાતી ગુહ્ય છે, કારણ કે માત્ર અકાર જ દસ હજાર અંગ અવયવોથી પરિપૂર્ણ છે.
10,000 વિરાટ પ્રણવ સગુણ અને સંહાર પ્રણવ નિર્ગુણ માનવામાં આવે છે. સૃષ્ટિ પ્રણવ સગુણ નિર્ગુણ એમ બંનેથી સંબંધિત છે. વિરાટ પ્રણવ અકાર આદિ ચાર માત્રાઓથી સમષ્ટિ વાળો કહેવામાં આવે છે અને હાર પ્રણવ પ્લુપ્ત અર્થાત ચતુર્થ માત્રાઓથી યુક્ત અર્ધમાત્રા સ્વરૂપ છે. વિરાટ પ્રણવ 16 માત્રાઓથી સંયુક્ત થાય છે. આ પ્રણવને 36 પ્રકારના તત્વોથી પણ પર કહેવામાં આવેલો છે. એમાં અકાર એ ઓમકારની પ્રથમ માત્રા, ઉકાર બીજી માત્રા, મકાર ત્રીજી માત્રા, ચોથી અર્ધમાત્રા, પાંચમી નાદ, છઠ્ઠી બિંદુ, સાતમી કલા, આઠમી કલાતીતા, નવમી શાંતિ, દસમી શાંત્યતીતા (શાંતિ પછીની જે સ્થિતિ છે તે), 11મી ઉન્મની, બારમી મનોમની, 13મી પૂરી (એટલે કે વૈખરી), 14મી મધ્યમા, 15મી પશ્યંતી અને 16મી માત્રા જે ઓમકારની છે તે પરાત્રા છે. આ 16 માત્રાઓથી સંયુક્ત પ્રણવ બ્રહ્મ ઓત, અનુજ્ઞાત, અનુજ્ઞા, સવિકલ્પ રૂપ ચતુર્વિધ તુર્યથી જુદા ન હોવાને કારણે ફરી 64 માત્રાઓથી યુક્ત થઈ જાય છે.
આ પ્રણવ જ પ્રકૃતિ અને પુરુષ રૂપે ફરીથી બે ભેદોને મેળવી એક તો 28 માત્રા યુક્ત સ્વરૂપને ગ્રહણ કરે છે અને એ રીતે એક હોવા છતાંય બ્રહ્મ પ્રણવ દ્રષ્ટિભેદના કારણે અનેક વિધ સાકાર અને નિરાકાર સ્વરૂપને પ્રાપ્ત કરી લે છે.
આ બધા ઓમકારની જે વાત કરે છે તે આ સૃષ્ટિ સર્જનની વાત છે. અહીંયા આગળ એક આકારની અંદર દસ હજાર પ્રકારો થયા છે, એવી રીતે અહીંયા આગળ અનેક વેદ પ્રકારો જે બધા બતાવ્યા છે. વાસ્તવની અંદર એક એક વ્યક્તિ, એક એક જીવે એક એક ઓમકાર છે. આપણે વ્યર્થ જ લોકોના નામ પાડીએ છીએ. બધાને ઓમ જ કહેવું જોઈએ ખરેખર. અને એ જમાના ઋષિમુનિઓ બધાને "ઓમ" એવી રીતના જ કહેતા, બોલાવતા અને બીજો જ્યારે જવાબ આપે ત્યારે પણ એ એને "ઓમ" એવી રીતે જ જવાબ આપતો, પ્રતિસાદ આપે ત્યારે પણ. આજની તારીખમાં મને ખબર છે ત્યાં સુધી મેં સાંભળેલા છે, આપણા રામદેવ બાબા જે છે, પતંજલિ યોગ વાળા, ફોન જો તમે લગાડો ને, ફોનના બીજા છેડે હશે તો એ જો ફોનની શરૂઆત કરશે જેવા, તો તમને કહેશે "ઓમ" અને જ્યારે ફોન વાતચીત પૂરી કરે છે ત્યારે પણ એ બોલે છે "ઓમ" અને પછી એ મૂકે છે. તો આવા ઓમકાર રૂપ પ્રણવને પરબ્રહ્મ સ્વરૂપ કહેવામાં આવ્યું છે.
એ અવિનાશી બ્રહ્મ કેવો છે તેને સમજો. બ્રહ્મ ઓમકાર રૂપ અવિનાશી પરમાત્મા તત્વ એ બધાનું આશ્રયભૂત અને પરમ પ્રકાશ સ્વરૂપ છે. બ્રહ્મને સમજો. એને શું કીધું? બધાનું આશ્રયભૂત. બધાનું આશ્રયભૂત એટલે સૌથી મોટો, સૌથી મહાન. એટલે કે એનાથી મોટું કશું કાંઈ છે જ નહીં. આ જે કંઈ છે તે બધું એની અંદર છે. એવો જે વ્યાપક, સૌથી મોટામાં મોટો જો તમે જુઓ તો એવો એ અવિનાશી બ્રહ્મ છે અને પાછો એ કેવો છે? પરમ પ્રકાશ સ્વરૂપ છે. ઓર્ડિનરી પ્રકાશ નથી. બધા પ્રકાશોનો મૂળ પ્રકાશ જે છે, સૂર્યનો પ્રકાશ પણ કંઈ નથી એની આગળ. એવો પરમ પ્રકાશ છે. આ ઓમકાર જ બધા પ્રાણીઓના ઈશ્વર અને સર્વત્ર વ્યાપક.
છે સમસ્ત દેવગણ એના જ પ્રતિરૂપ છે. બધી જ જાતના પ્રપંચોનો આધાર પ્રકૃતિ પણ એના ગર્ભમાં છે. ઓમકારનો ગર્ભ ક્યાં હોય છે? ઓમકારનો ગર્ભ આજે ઓમ છે, બહુ નાનો છે અહીંયા આગળ. પણ ઓમકારનો ગર્ભ ત્રણ આંખડા જે જગ્યા ભેગી થાય છે તે જગ્યાએ છે. ઓમ ને જોઈ લેજો. આ પ્રણવ જ સર્વાક્ષર, બધા અક્ષર છે અને આ છે સર્વાક્ષર. વર્ણમાળાના 50 વર્ણ અને એના માધ્યમથી બોધ્ય અર્થ વગેરે સ્વરૂપ છે. એ કાળ રૂપ. હમણાં એક પુસ્તક વાંચતો હતો તો "ૐ એ નમઃ", "ૐ ઈ નમઃ", "ૐ વી નમઃ", "ૐ વ નમઃ" એ એવા પ્રકારના અને અલગ અલગ અલગ અલગ સ્તર ઉપર સહસ્ત્ર જગ્યાએ એનું આયોજન થાય સહસ્ત્રદળની અંદર. તો જ્યારે તમે એક અક્ષર બોલો તો એ જગ્યાએ લાઈટ થાય છે બ્રેનની અંદર. ખરેખર તો આમ એ ફ્લેશ થાય છે ત્યાં આગળ. આમ એવી રીતનું છે. એટલે એ બધાના બોધ છે. બોધ થાય એટલે અજવાળું થાય એ જગ્યાએ.
તમને બોધ થયો અંદર તો તમને અંદર અજવાળું આવશે. નથી થયો તો અંધારું જ દેખાશે. પણ બોધ થાય એટલે અજવાળું થઈ જ જાય એ નિયમ છે. એટલે એ જે ઓમ છે તે કાળ રૂપ છે, બધા શાસ્ત્રોથી યુક્ત છે અને કલ્યાણ સ્વરૂપ છે. બધી શ્રુતિઓમાં શ્રેષ્ઠ તત્વ પુરુષોત્તમ રૂપથી નિરંજન એમનું જ અનુસંધાન કરવું જોઈએ. બધા ઉપનિષદોમાં જે કંઈ કહેવાયેલું છે તે બધાયનો વાચ્યાર્થ, વાંચવાથી જે અર્થ પ્રાપ્ત થાય તે શું છે? ઓમકાર છે, પ્રણવ છે. એ જ સર્વકાલ રૂપ છે. 24 કલાક, 365 દિવસ, વર્ષોના વર્ષો પછી કેટલો યુગ, એક સેન્ચ્યુરી, બીજી સેન્ચ્યુરી, હવે તો યુગ એ બધા વાતો પણ તે બધું જે કંઈ છે તે પણ ઓમકાર છે એમ કે. કારણ કે ભૂત, વર્તમાન અને ભવિષ્ય ત્રણ ત્રિયુક્ત છે. કાલ ત્રિકાલાત્મક જગત અને ત્રણ ભુવનોથી ઉપર, ત્રણ ભુવનોથી ઉપર જે શાશ્વત તત્વ રહેલું છે એ બધું ઓમકારનું જ પ્રતિરૂપ છે.
એ ઓમકારને જ મુક્તિ પ્રદાન કરનારો માનવો જોઈએ. આ ઓમકારનો અર્થ ભૂત અવિનાશી પરબ્રહ્મ આત્મા રૂપ છે. એ બ્રહ્મનો અંતરાત્માની સાથે પ્રણવના વાચ્યાર્થ રૂપથી એકી ભાવ કરીને એકમાત્ર અદ્વિતીયમ, અનુપમ, મૃત્યુ રહિત, અમૃત રૂપ, અવિનાશી તત્વ જે છે તે ઓમ છે એવો અનુભવ કરવો જોઈએ. એ અનુભવ પછી પરમાત્મા તત્વ રૂપ ઓમકારમાં સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ શરીર વાળા સંપૂર્ણ દ્રશ્ય પ્રપંચનો આરોપ કરે. એટલે કે એકમાત્ર પરમાત્મા જ સત્ય રૂપ છે તેવો અનુભવ કરવો જોઈએ. આવી રીતે આત્મા અને પરમાત્મામાં દ્રઢ એક ભાવ પ્રસ્થાપિત કરીને આત્મસ્વરૂપ પરબ્રહ્મનું ધ્યાન કરતાં કરતાં સતત અભ્યાસ કરતા રહેવું. હવે વિશ્વ, તેજસ વગેરેના વાચક એવા પ્રણવની માત્રાઓના ક્રમનું વર્ણન આવી રહ્યું છે. સ્થૂળ અર્થાત વિરાટ. આ ભલે ના સમજાય તો પણ વારેવારે અને વાંચવાનો, સમજવાનો પ્રયત્ન કરજો ત્યારે જ એનો અર્થ સ્વયં સ્પષ્ટ થશે, સામે દેખાશે.
વિરાટ જગતરૂપ અને એના ભોગતા તથા સૂક્ષ્મ જગતરૂપ, સૂક્ષ્મ જગતના ઉપભોગતા હોવાના કારણે એકમાત્ર આનંદ સ્વરૂપ તથા આનંદ માત્રના ઉપભોગતા હોવાના કારણે ત્રણેયની અપેક્ષા પણ વિશેષ લક્ષણોથી યુક્ત હોવાને કારણે આત્મા ચાર ભેદ વાળો માનવામાં આવ્યો છે. આ ચાર પાદ એના ચાર ભેદ છે. એને કારણે એ પાદથી સંયુક્ત છે. જાગૃત અવસ્થા અને એનાથી પરિલક્ષિત થનારું આ જગત પણ જેનું શરીર છે, જે પૂરા વિશ્વમાં વ્યાપ્ત થઈને રહેલો છે, જેનો વિવેક આ સ્થૂળ જગતમાં ચારે દિશાઓમાં ફેલાયેલો છે, જે આ સમસ્ત જગતનો રક્ષક છે. પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિયો, પાંચ પ્રાણ તથા ચાર અંતઃકરણ: મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આ 19 સમષ્ટિ કારક જ એના મુખ છે. આઠ લોક: પાતાળ, ભૂ, ભુવ, સ્વહ, મહ, જન, તપ અને સત્યમ જ જેના અવયવ છે. જે આ સ્થૂળ જગતના ઉપભોક્તા છે. કોઈ ખાતો નથી, ઓમ જ ખાય છે બધું.
જે ખાય છે તે ભયંકર ખાઉધરો. જે આ સ્થૂળ જગતના ઉપભોક્તા છે, જેની સ્થૂળ, સૂક્ષ્મ, કારણને સાક્ષી સ્વરૂપમાં અભિવ્યક્તિ થાય છે એ જ સર્વવ્યાપી અખિલ વિશ્વરૂપ વૈશ્વાનર. "અહમ વૈશ્વા નરો ભૂત્વા પ્રાણીનામ દેહમાં આશ્રિતા." પ્રાણીના દેહમાં હું આ રહેલો છું એમ કહે છે. આશ્રય રૂપે મારા આશ્રયથી પ્રાણી ટકી રહ્યું છે. વૈશ્વાનર પુરુષ જ પરબ્રહ્મનો પ્રથમ પાદ કહેવામાં આવે છે. ચારેય અવસ્થાઓમાંથી સ્વપ્ન અવસ્થા તથા એ અવસ્થા દ્વારા પરિલક્ષિત સૂક્ષ્મ જગતમાં વ્યાપ્ત પરબ્રહ્મ સૂક્ષ્મ પ્રજ્ઞ છે. ઓમકાર કરતાં કરતાં જ તમે સ્થૂળમાંથી સૂક્ષ્મની અંદર જઈ શકો છો. એનું વિજ્ઞાન સ્થૂળ જગત કરતાં સૂક્ષ્મ જગતમાં વ્યાપ્ત થઈને રહેલું છે વધારે. સ્વયં એ જ પહેલા કહેલા આઠ અંગોથી સંપન્ન છે. કામ, ક્રોધ વગેરે બધા જ શત્રુઓને તપાવવામાં સમર્થ છે. શત્રુઓને તપાવવાનો, શત્રુઓ તપે એટલે બધા નષ્ટ થઈ જાય.
તો કે, "નારદ, આ સ્વપ્નલોકમાં એકાકી જ છે." એમના સિવાય બીજું કાંઈ છે જ નહીં. ઓમકાર જે છે સ્વપ્ન લોકની અંદર એ એક જ છે, બીજું કંઈ હોતું જ નથી. એ સૂક્ષ્મ જગતના સૂક્ષ્મ તત્વોની અનુભૂતિ અને પાલન કરનારા છે. એમના પણ પહેલાની જેમ સ્થૂળ, સૂક્ષ્માદી ભેદથી યુક્ત ચાર સ્વરૂપ છે. એમને તેજસ પુરુષ કહેવામાં આવે છે. આ તેજ સ્વરૂપ પ્રકાશના સ્વામી એ બધા જ પ્રાણીઓના સ્વામી છે. એ હિરણ્ય ગર્ભ છે. પહેલા કહેલા વૈશ્વાનર તો સ્થૂળ છે, પરંતુ અંતઃપ્રદેશમાં પ્રતિષ્ઠિત હોવાને કારણે હિરણ્ય ગર્ભને સૂક્ષ્મ કહેવામાં આવે છે. એમને પરબ્રહ્મ પરમાત્માનું બીજું પાદ કહેવામાં આવે છે. સુષુપ્ત અવસ્થામાં રહેલા પુરુષ કોઈપણ જાતનું સ્વપ્ન જોતો નથી, ન તો કોઈપણ ભોગની કામના રાખે છે. નિંદ્રા સ્થિતિની અંદર આવે છે ને સુષુપ્તિ? વચ્ચે સ્વપ્ન હોય અમુક ટાઈમે, પછીનો જે ભાગ આવે તે સુષુપ્તિ હોય છે આપણી.
નિદ્રા કરીએ તે વખત. તો આવી રીતે સુષુપ્તિ તથા એના દ્વારા ઉપલક્ષિત સંપૂર્ણ વિશ્વની પ્રલય અવસ્થા જ જેનું શરીર છે. અર્થાત સમષ્ટિ કારણ તત્વમાં જેની સ્થિતિ છે, જે
એકીભૂત, અનુભૂત, અનુપમ છે, જેની હજુ વિભિન્ન રૂપોમાં અભિવ્યક્તિ થઈ નથી. અવ્યક્તની વાતો આવી છે. આ જો, જે ગાઢ પ્રજ્ઞાનથી સંપન્ન છે, એમાં ખૂબ જ્ઞાન છે, આનંદમય છે, નિત્યાનંદ સ્વરૂપ છે. બધા જ પ્રાણીઓના અંતમાં વિદ્યમાન અંતર્યામી પરમાત્મા આત્મા છે તથા પોતાના સ્વરૂપભૂત આનંદ માત્રનો ઉપભોગ કરવામાં સમર્થ છે.
ચિન્મય પ્રકાશ જ જે પરમાત્માનું મુખ છે. શું ચિન્મય પ્રકાશ જે સર્વત્ર વ્યાપ્ત અને શાશ્વત છે? ઓત, અનુજ્ઞાત, અનુજ્ઞા અને અવિકલ્પ વગેરે ચાર રૂપોમાં જેની અભિવ્યક્તિ છે, એ ઈશ્વર જ "પ્રાજ્ઞ" નામથી પરમાત્માના ત્રીજા પાદના રૂપમાં ઓળખવામાં આવે છે.
હવે સૌથી ઉપરના પરબ્રહ્મની વાત. એ પરબ્રહ્મ સ્થાવર-જંગમ ભૂત પ્રાણીઓના સ્વામી છે. એ બધું જ જાણવા માટે સમર્થ છે. સૂક્ષ્મ રૂપે ચિંતન કરવા યોગ્ય પરબ્રહ્મ જ બધાના અંતર્યામી અને આત્મ સ્વરૂપ છે. સંપૂર્ણ જગતના કારણ રૂપ છે ત્રીજો પાદ તથા સમસ્ત ભૂત પ્રાણીઓની ઉત્પત્તિ, પાલન અને વિનાશના સ્થળ પણ એ પોતે જ છે.
જાગૃત વગેરે ત્રણેય અવસ્થાઓમાં પરિલક્ષિત થનારો આ સંસાર પણ સુષુપ્તિ રૂપ જ છે. એના માટે આ પ્રકારની ઉપરમાં અવરોધક બની રહેનારો છે, જે ત્રિવિધ જગત સ્વપ્ન રૂપ છે. એટલે ઘણી વખતે અહીંયા વસ્તુનું વિપરીત જ્ઞાન થાય છે.
ત્રીજા પાદની અંદર માણસ પહોંચે ખરો, પણ પછી એ તો એ બધું કેવું છે? તો કે બ્રહ્મજ્ઞાન છે. બ્રહ્મજ્ઞાન બ્રહ્મ વાળું છે બધું. આપણા મૂળ બ્રહ્મની વાત નથી. કરો બ્રહ્મ, બ્રહ્મ, બ્રહ્મજ્ઞાન, બ્રહ્મ થાય છે ઇલ્યુઝન.
ત્રીજા પાદની અંદર ઓમકાર કરતાં કરતાં કરતાં એક જગ્યાએ તમે પહોંચશો, પછી બધું પાછું આવું ફરી દેખાવાનું, સંભળાવવાનું, બધા જાતજાતના અનુભવો આવવાનું, આવું બધું થતું હોય છે. પણ એ સ્વપ્નવત્ માયામય જ છે, એટલે એને પણ છોડી દેવાનું.
એટલે બધા જે ઘણા લોકો સાધના કરે, બધા દેવ-દેવી દર્શનો આપ્યા, આમ કીધું, તેમ કીધું વાળું જે છે, એ ખરેખર આ ત્રીજા પાદમાં થતું હોય છે.
આ ઉપરાંત એક ચોથો જે સુપ્રીમ છે, એ ચારેય ભેદો – ઓત, અનુજ્ઞાત, અનુજ્ઞા, વિકલ્પને કારણે ચારેય રૂપોથી યુક્ત છે. એને તુર્ય પાદ કહેવામાં આવે છે. તુરિયામાં જવા માટેનો જે આ પાઠ છે, તે છે. આ જે સચ્ચિદાનંદમય છે, એના ચારેય ભેદોને તુર્ય જ કહેવામાં આવે છે.
પ્રત્યેક રૂપનું તુરિયામાં જ પર્યાવસન, એટલે કે વિલય થાય છે. આ ચોથા તુર્ય પાદમાં જે ઓત, અનુજ્ઞાત, અનુજ્ઞા એમ ત્રણ પ્રકારના ભેદ છે, એ વિકલ્પ જ્ઞાનના સાધન રૂપ છે. તેથી આ ત્રણ વિકલ્પોને પણ અહીં પહેલાની જેમ જ સુષુપ્તિ, મનોમય, સ્વપ્નવત્ અને માયામય જ જાણવા જોઈએ.
એવું સમજીને નિશ્ચય કરી લેવો જોઈએ કે આ બધા જે કાંઈ કીધા, એ બધા ભેદોથી પર જે નિર્વિકલ્પ રૂપ છે, તુર્ય તુરીય પરબ્રહ્મ એકમાત્ર સચ્ચિદાનંદ સ્વરૂપ છે. એવો નિશ્ચય કરી લેવો એ જ આપણું શ્રેયસ્કર છે, કલ્યાણમય.
એ સૂક્ષ્મનો જ્ઞાતા છે. નેત્રોથી જોઈ શકાતો નથી, કારણ કે એનું કોઈ રૂપ જ નથી. જે ક્યારેય પકડમાં આવી શકતો નથી, ન તો એને વ્યવહારમાં લાવી શકાય છે. જે અચિંત્ય છે, એટલા માટે કોઈપણ જાતની ડેફીનેશનમાં (પરિભાષામાં) બાંધી શકાતો નથી.
એકમાત્ર આત્મસત્તાની પ્રતીતિ જ જેનો સાર અથવા સ્વરૂપ છે. એકમાત્ર, ફરી ધ્યાન આપો: એકમાત્ર આત્મસત્તાની પ્રતીતિ. આત્મસત્તાની પ્રતીતિ. ધ્યાન આપો, શબ્દ શું બોલાઈ રહ્યો છે? આત્માની જે સત્તા છે, એની પ્રતીતિ તમને હોવી જોઈએ. એ જ સાર છે અથવા સ્વરૂપ છે.
જેમાં પ્રપંચ અને માયાનો અભાવ છે, એવું પરમ કલ્યાણકારી, શાંત, અદ્વિતીય તત્વ એ પૂર્ણ પરબ્રહ્મનું ચોથું પાદ છે, એવું જ્ઞાનીજનો જાણે છે. એ બ્રહ્મ પ્રણવ છે, એટલા માટે પ્રણવ બ્રહ્મની આપણે સાધના કરવાની છે. બાકીના બીજા બધાને ભેદ માનીને છોડી દેવાના છે. એ જ જાણવા અને સમજવા યોગ્ય છે, બીજો નહીં.
બધાને પ્રકાશ આપનાર સૂર્ય સમાન એ જ મુમુક્ષુ જનોનું એકમાત્ર જીવન રક્ષક છે. સ્વયં પ્રકાશ પરમ પરબ્રહ્મ કેવો છે? આકાશ જેવો છે, આકાશ રૂપ છે. પરમબ્રહ્મ હોવાના કારણે એ હંમેશા સર્વત્ર વિદ્યમાન છે. કણ કણમાં ઈશ્વર બોલે છે, જે પણ મૂળ વાત આ છે તેની. આ ઉપનિષદ રહસ્ય વિદ્યા છે, જે તમને જણાવવામાં આવી છે.
હવે પૂછે છે કે, "આ બ્રહ્મનું સ્વરૂપ કેવું છે, પિતાજી? મને એ સમજાવો." ત્યારે કહે છે કે, "મહેરબાની કરીને મને કૃપા કરીને સમજાવો." ત્યારે કહે છે કે, "નારદ, બ્રહ્મ બીજું શું છે? પોતાનું નિજ સ્વરૂપ આત્મા એ જ તો બ્રહ્મ છે."
"બ્રહ્મ બીજો અને હું બીજો છું" એવું જે લોકો સમજે છે, તે પશુવત્ છે. જે સ્વભાવે પશુ યોનિમાં જ પેદા થયેલા છે, એમનું નામ પશુ છે. નામ ભલે ગમે તેવું હોય, પણ બધા પશુ હોય એમ કહે છે, "મનુષ્ય રૂપેણ મૃગાશ્ચરંતિ." બધા મનુષ્યના રૂપની અંદર આવેલા છે, પણ બધા કેવા છે? મૃગ છે. મૃગ એટલે પશુ, બરાબર? તો એવું પણ એક વાત કહે છે.
એટલા માટે કે જેને બ્રહ્મજ્ઞાન નથી કે "હું બ્રહ્મ નથી" એવો જેને અહેસાસ પણ નથી, એ બધા પશુ છે. પછી ટાઈ પહેરીને, ગોગલ્સ પહેરીને, હાથમાં લેપટોપ લઈને બધું કંઈ કર્યા કરતા હોય, પણ એ બધા કેવા કહેવાય? "મૃગાશ્ચરંતિ." એ બધા પશુવત્ છે. જે સ્વભાવવશ પશુ યોનિમાં જ પેદા થયેલા છે, એમનું નામ પશુ છે.
એ પરમપ્રભુ પરમેશ્વરને જે જ્ઞાની પુરુષ, આ રીતે સર્વાત્મા (દરેકનો આત્મા) અને સર્વ રૂપમય ("આ બધા રૂપ મારા છે") તેવું જે જાણે છે, તેને સર્વ રૂપ કહેવાય. "આ બધું હું જ છું" એવું જે જાણે છે, કારણ કે ઓમકારની અંદર બધું જ આવી ગયું. આ સર્વ રૂપમય જાણે છે, એ હંમેશને માટે મૃત્યુના મોહમાંથી છૂટી જાય છે.
એકમાત્ર પરમાત્મા સત્તાનું સદજ્ઞાન જ છે કે જે મુક્તિ-મોક્ષ પ્રદાન કરવા માટે સર્વ સમર્થ છે. આ વિશાળ બ્રહ્મચક્રમાંથી જીવાત્માને બ્રહ્મણ જે કરાવે છે, જીવિકા સ્વરૂપ એ પોતે પોતાની જાતને, પોતાના બધાના પ્રેરણા સ્ત્રોત એવા પરમાત્માને અલગ અલગ...
માનીને પછીથી એ પરબ્રહ્મથી સ્વીકૃત થઈને અમૃત ભાવને પ્રાપ્ત કરી લે છે. વેદમાં જણાવેલ પરમાત્મા જ સર્વશ્રેષ્ઠ, આશ્રયભૂત અને શાશ્વત અવિનાશી છે. એ પરમાત્મા ત્રણેય લોકમાં સમાયેલા છે. વેદના તત્વજ્ઞ મહાપુરુષ એને અહીં હૃદય ક્ષેત્રમાં અંતર્યામી સ્વરૂપમાં રહેલા એ પરમાત્મા દેવને જાણીને, એમાં આશ્રિત થઈને, એ આદિદેવમાં જ વિલીન થઈ જાય છે.
એ બંનેનું, એટલે કે અવિનાશી જીવાત્મા અને વિનાશ યુગ જન વર્ગ, બંને ભેગા થઈને સંયુક્ત રૂપે વ્યક્ત અને અવ્યક્ત રૂપે જણાતા હોય છે. એવી રીતે જગતના પરબ્રહ્મ જ ધારણ અને પોષણ દરેકનું કરે છે. આ જીવાત્મા જગતના વિષય ભોગોનો ભોગતા હોવાને કારણે પ્રકૃતિને આધીન થઈને એમાં બંધાઈ જાય છે. જો તમે પ્રકૃતિને આધીન નથી થતા, તો તમે પરમાત્મા છો. પરમાત્મા દેવને જાણીને બધી જાતના બંધનોમાંથી મુક્તિ મેળવી લે.
પ્રકૃતિમાંથી અલગ થવાનો રસ્તો શું છે? તો કે, "હું બ્રહ્મ છું, હું પરબ્રહ્મ છું, હું પરમાત્મા છું, હું આત્મા છું અને આ મારી પ્રકૃતિ. મારી પ્રકૃતિ મારી નીચે છે. હું પરબ્રહ્મ, પરમ સર્વોચ્ચ શક્તિશાળી, જેને કહેવાય સર્વશક્તિમાન, એવો હું છું. હું પરબ્રહ્મ છું." એમ જ્યારે કોઈ અનુભવ કરવા માંડે છે, ત્યારે એ સર્વજ્ઞ, સર્વ સમર્થ બની જાય છે.
અહીં થોડુંક સમજીએ: સર્વ અજ્ઞાની, સર્વ સમર્થ અને સામર્થ્ય રહિત એ બે જ જન્મ રહિત શાશ્વત આત્મા છે. તથા ભોગ ભોગવનાર જીવાત્મા માટે ભોગ્ય સામગ્રીથી સંયુક્ત અનાદિ પ્રકૃતિ એ ત્રીજી શક્તિના રૂપમાં છે. એ પરમાત્મા દેવ અંત રહિત, સંપૂર્ણ રૂપોથી યુક્ત અને આ કર્તાપણાના અભિમાનથી રહિત છે. જ્યારે મનુષ્ય આ રીતે ઈશ્વર, જીવ અને પ્રકૃતિ આ ત્રણેયને બ્રહ્મના સ્વરૂપમાં મેળવી લે છે, ત્રણેયને અંદર લય કરી નાખે છે, ત્યારે એ બધા જ પ્રકારના બંધનોમાંથી મુક્ત બની જાય છે.
"ઈશ્વર જેની તમે પ્રાર્થના કરો છો, ઓમકાર રૂપ આ જીવ અંદર રહેલો છે તે અને આ મારી પ્રકૃતિ," આ બધું જ એની અંદર એમ સંપૂર્ણ વિલય કરવાનું એમ કહે છે. આ ત્રણેયને બ્રહ્મના રૂપમાં મેળવી દેવાનું છે, ત્યારે એ બધા જ બંધનોમાંથી મુક્ત થઈ જાય છે. પ્રકૃતિ તો વિનાશીલ છે, એનો ભોગતા જીવાત્મા અમૃત રૂપે અવિનાશી છે. જીવાત્મા છે, એને તો જીવ્યા કરવું પડે છે, એટલે ભલે શરીર બદલે છે, પણ એ તો જીવે જાય છે. અને આ વિનાશીલ જળ તત્વ અને ચેતન આત્મા બંને એક જ ઈશ્વર પોતાના વિશેષ નિર્દેશનમાં રાખે છે.
આ રીતે પરમેશ્વરનું હંમેશા ચિંતન કરતા રહેવાથી, મનને એમાં જોડી રાખવાથી, તન્મય બની જવાથી મનુષ્ય અંતમાં એને મેળવી લે છે અને પછી એ બધું મુક્ત થાય છે. આ પરમાત્મા તત્વ સ્વરૂપનું સતત ચિંતન કરવા માત્રથી એ પ્રકાશ સ્વરૂપ પરબ્રહ્મને ધ્યાન દ્વારા જાણી લઈને મનુષ્ય તમામ પ્રકારના બંધનોથી મુક્તિ, મોક્ષ મેળવી લે છે. એટલે આ બ્રહ્મદેવને હંમેશા જાણવા જોઈએ. એ ઉત્કૃષ્ટ, યાદ રાખવા યોગ્ય, સ્મરણ કરવા યોગ્ય બીજું કોઈ તત્વ છે જ નહીં.
સો ભોગતા અર્થાત જીવાત્મા, અર્થાત જડ વર્ગ અને એના પ્રેરણા સ્ત્રોત એવા પરબ્રહ્મને જાણીને પુરુષ બધું જ જાણી લે છે. જીવ પરબ્રહ્મને જાણે એટલે પછી બધું જ જાણી લે છે એમ એને સમજવાનું છે કે સમસ્ત રૂપોમાં પણ એક જ પરમાત્મા દેવ વિદ્યમાન છે. જે મનુષ્ય આવું જાણીને સતત પોતાના સ્વરૂપમય પરબ્રહ્મનું ધ્યાન કરતો રહે છે, એ સમદર્શી બ્રહ્મજ્ઞાનીને ક્યારેય શોક થતો નથી.
આ વિરાટ સંસાર જ અવિનાશી બ્રહ્મ છે. આ સૂક્ષ્મતી સૂક્ષ્મ, મહાન, બૃહદ શબ્દ વાપર્યો છે, થી પણ મહાન, અતિ બૃહદ પરબ્રહ્મ આ પ્રાણીની હૃદય રૂપી ગુફામાં વિદ્યમાન છે. બધાની સૃષ્ટિ અને સુરક્ષા કરનાર પરમાત્માની વિશેષ કૃપાથી જે પુરુષ એ સંકલ્પ વિહીન પરમ ઈશ્વરનું, જો ઈશ્વરને કોઈ સંકલ્પ નથી, ઈશ્વરનું અને તેની મહાન મહિમાનું અવલોકન પણ કરી લે છે, એ તમામ પ્રકારના દુઃખોથી મુક્ત થઈ જાય છે.
એ પરમેશ્વર હાથ પગ વગરના હોવા છતાં પણ બધા જ પ્રકારની વસ્તુઓ મેળવી લે છે. શીઘ્રતાપૂર્વક અહીં ત્યાં એમ સર્વત્ર જનાર છે, કારણ કે એ બધે છે જ. ક્યાંય એને જવાનું નથી ને આવવાનું પણ રહેતું નથી. ગમન કરનાર છે. નેત્ર વિહીન હોવા છતાં બધું જોવા માટે સમર્થ છે, કારણ કે નેત્રને સામર્થ્ય આપનારો એ પોતે જ છે. એવો એ મહાન પુરુષ, એટલા માટે એને પુરુષોત્તમ, પુરુષ શ્રેષ્ઠ કહેવામાં આવે છે.
એ પરમેશ્વરની અઘટિત ઘટના પટ્યસી શક્તિ કેવી છે? તો કે અચિંત્ય. એટલે પરબ્રહ્મના રૂપમાં જ એને જાણવો એ યોગ્ય છે. પરાત્પર પરબ્રહ્મના રૂપમાં જ એ જ્ઞાતવ્ય પણ છે અને બધાના સંહાર રૂપમાં એને શ્રેષ્ઠ પ્રભુ જાણવો જોઈએ. જે ત્રિકાળ જાણનારો છે, પુરાણ પુરુષ, સર્વોત્તમ અને પુરુષ શ્રેષ્ઠ છે. એ જ બધાનો પરમેશ્વર તથા દેવો દ્વારા ઉપાસનીય છે. આદિ, મધ્ય અને અંતથી પર છે. એ પરબ્રહ્મ ક્યારેય નાશ પામતો નથી. એ જ શિવ, વિષ્ણુ અને કમળ માંથી ઉત્પન્ન થનાર બ્રહ્મા રૂપી વૃક્ષોને ઉત્પન્ન કરનાર મહાન પર્વત છે. જે પંચભૂતોથી યુક્ત છે અને પાંચ ઇન્દ્રિયોમાં રહે છે. જેને અનંત જન્મોના વિસ્તારની પરંપરા અભિવર્ધિત કરી રાખી છે.
આ બધા જ પ્રપંચને એ પરમાત્માએ પંચમહાભૂતોના રૂપમાં પેદા કરેલા પોતાના જ અંગો દ્વારા જાતે જ ફેલાવી રાખેલા છે. છતાં પણ એ જાતે પંચમહાભૂતોથી યુક્ત અંગોથી એ ઢંકાયેલો નથી. એ પરથી પણ પર, મહાનથી પણ મહાન છે. એ પોતાના સ્વરૂપાનુસાર સ્વતઃ સ્વરૂપ છે. એ સનાતન છે, કલ્યાણમય છે. જે દુરાચારથી નિવૃત્ત થયેલ નથી, જેની ઇન્દ્રિયો શાંત અથવા પોતાના વશમાં નથી, જે ચિત્ત સ્થિર બનાવેલ નથી, જેનું મન પૂરેપૂરું શાંત નથી, એ આ પરમાત્મા સ્વરૂપને શ્રેષ્ઠ પવિત્ર જ્ઞાન દ્વારા પ્રાપ્ત કરી શકતો નથી. એ પૂર્ણ પરમેશ્વર ના તો અંતઃપ્રજ્ઞ છે, ન તો બાહ્ય પ્રજ્ઞ છે. એ ના તો સ્થૂળ છે, તે ના તો સૂક્ષ્મ છે. એ ન તો જ્ઞાન સ્વરૂપ છે, ન તો...
અજ્ઞાની મનુષ્યની પકડથી પર તથા વ્યવહારનો વિષય જ નથી. તે પોતાની અંદર જાતે જ વિદ્યમાન છે. જે જ્ઞાની પુરુષ એ અનાદિ પરમેશ્વરને જાણી લે છે, તે મુક્તિને પ્રાપ્ત કરી લે છે. એવો ઉપદેશ પિતામહ બ્રહ્માજીએ નારદજીને કરેલો હતો.
એવી રીતે જે પોતાના સ્વરૂપને જાણી લે છે, તે એકલો જ વિચરણ કરે છે. પોતાની અંદર જ પ્રતિષ્ઠિત થયા થવાથી તે બધા જ પ્રકારના બંધનોમાંથી મુક્તિ મેળવી લે છે. તેને જાણવા યોગ્ય બધું જ જ્ઞાન મળી જાય છે. તે બધું જ જાણવામાં સમર્થ, બધી જ સિદ્ધિઓનો પ્રદાતા અને બધાનો ઈશ્વર બની જાય છે. કારણ કે "સો અહમ" – "એ બ્રહ્મ હું છું" – એ મહાવાક્યના ઉપદેશમાં તેની સ્થિતિ બિલકુલ સહજ થઈ જાય છે.
એ પરમેશ્વર જ ભગવાન વિષ્ણુનું પરમ શાશ્વત ધામ છે, જ્યાં પહોંચીને યોગી પુરુષ ફરીથી પાછો આ નશ્વર જગતમાં આવતો નથી. ત્યાં એ વિષ્ણુ ધામમાં ન તો સૂર્ય પ્રકાશિત થાય છે, ન તો ચંદ્રમા પોતાનો પ્રકાશ આપે છે. એ પરમ અવિનાશી મહાન પદને મેળવનારો મહાત્મા પુરુષ આ નશ્વર જગતમાં ફરીથી પાછો આવતો નથી. એ જ એકમાત્ર પરમ કૈવલ્ય પદ છે. એવું આ ઉપનિષદ છે.
ૐ ૐ ૐ. જય સચ્ચિદાનંદ. હે પરબ્રહ્મ પરમાત્મા, આપના વિશે આ જે કાંઈ જાણકારી મેળવવાનો નિમિત્ત રૂપે અમને અવસર પ્રાપ્ત થયો, આપ કૃપા કરો કે આપ જ્ઞાન રૂપે અમારી અંદર પ્રકાશિત થાઓ. જે આપ છો, તે જ હું છું. ઓમ ઓમ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.
આ લખાણ AI દ્વારા તૈયાર થયું છે. શંકા હોય ત્યાં મૂળ પ્રવચન સાંભળી ખાતરી કરવી.