ઉપનિષદ સિરીઝ · વિડિયો ૪૩
વિડિયો ૪૩
હે પરબ્રહ્મ પરમાત્મા, આપ અત્ર, તત્ર, સર્વત્ર છો. આપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. આપનું આવાહન કરું છું, આપ અહીં પ્રગટ થાવ. આપ સદા પ્રત્યક્ષ છો. આત્મતત્વને જાણવા ઉત્સુક એવા સર્વે અહીં પ્રગટ થાવ. આત્મતત્વને જાણનાર એવા સર્વેને આવાહન કરું છું, નમસ્કાર કરું છું. સાધનાની સમાપ્તિ અને બ્રહ્મના પ્રવેશ સુધી આપ સર્વે અમારું દિગ્દર્શન કરો.
"ૐ ૐ ૐ ૐ આપ્યાયંતુ મમા અંગાની વાક્ પ્રાણશ્ચક્ષુઃ શ્રોત્રમથો બલમિન્દ્રિયાણિ ચ સર્વાણિ સર્વ બ્રહ્મોપનિષદમ મા અહમ્ બ્રહ્મ નિરાકુર્યાં, મા મા બ્રહ્મ નિરાકરોદ્ નિરાકરણમ અસ્ત્વ નિરાકરણમમે અસ્તુ તદાત્મની નિરતેય ઉપનિષતસુ ધર્માસ્તે મય સંતુ તે મય સંતુ ૐમ શાંતિ શાંતિ શાંતિહ."
અમારા સમસ્ત અંગ અવયવ વૃદ્ધિને પ્રાપ્ત કરો. વાણી, પ્રાણ, નેત્ર, કાન, બળ અને બધી જ ઇન્દ્રિયો વિકસિત થાવ. સમસ્ત ઉપનિષદ બ્રહ્મ જ છે. મારાથી બ્રહ્મને છોડાય જ નહીં. બ્રહ્મ અમારો ત્યાગ ન કરો. મારો પરિત્યાગ ન થાવ, ન થાવ. એ રીતે બ્રહ્મમાં રત થયેલા, બ્રહ્મમાં લાગી પડેલા એવા અમોને ઉપનિષદ પ્રદીપાદિત, ઉપનિષદ વર્ણિત ધર્મની પ્રાપ્તિ થાવ. એક જ ધર્મ છે, આત્મધર્મ. અમારા ત્રિવિધ તાપોનું સમન થાવ તથા અમોને પરમ શાંતિ પ્રાપ્ત થાવ.
ઉપનિષદ અન અમૃત પ્રાસન શૃંખલામાં આપ સર્વેનું સ્વાગત કરું છું. હૃદયપૂર્વક આત્મભાવે વંદન કરું છું. આપ સર્વેનું કલ્યાણ થાવ. આપ સૌ આત્મધર્મને પામી જાવ. તથાસ્તુ.
અત્યારે આપણે વજ્રસૂચિકો ઉપનિષદથી શરૂઆત કરીએ છીએ. બે દિવસની શૃંખલામાં આપણે જેટલા પણ ઉપનિષદ આગળ કરી શકીશું, તે બધા આપણે જોઈશું. તો વજ્રસૂચિકો ઉપનિષદ. સૂચિકા એટલે સોય કહેવાય અને વજ્ર એટલે એવું છે કે જે અમોઘ છે, અનફેલિંગ છે. તો જેમ કે સોયની અણી જેવું તીક્ષ્ણ હોય અને વજ્ર જેવું હોય એવું જ્ઞાન જેમાંથી આપણને પ્રતિપાદિત થાય છે, તેટલા માટે તેને વજ્રસૂચિકો ઉપનિષદ એવું નામકરણ કરવામાં આવ્યું છે. આ ઉપનિષદ સામવેદ સાથે સંબંધિત છે. એમાં કુલ નવ મંત્ર છે.
સૌથી પહેલા ચારે વર્ણોમાંથી બ્રાહ્મણની જ પ્રધાનતાનો ઉલ્લેખ કરવામાં આવ્યો. વર્ણાશ્રમ ધર્મની જે વાત ચાલતી હોય છે બહાર, અંદર, બધે જ, તેમાંથી બ્રાહ્મણ કોણ છે એના માટે કેટલાક પ્રશ્નો કરવામાં આવ્યા: "શું બ્રાહ્મણ જીવ છે? શું બ્રાહ્મણ શરીર છે? શું બ્રાહ્મણ જાતિ છે, કર્મ છે કે પછી ધાર્મિકતા છે?" આ બધી સંભાવનાનું નિરાકરણ કોઈને કોઈ કારણ બતાવીને કરી દેવામાં આવ્યું છે. છેવટે બ્રાહ્મણની પરિભાષા દર્શાવતા ઉપનિષદકાર કહે છે કે જે સમસ્ત દોષોથી રહિત અદ્વિતીય આત્મતત્વથી પૂર્ણ છે, એ બ્રાહ્મણ છે. જો કે આત્મતત્વ સચ્ચેત આનંદ રૂપ બ્રહ્મભાવથી યુક્ત હોય છે, એટલા માટે આ બ્રહ્મભાવથી યુક્ત, સંપન્ન, પૂર્ણ મનુષ્યને જ સાચો બ્રાહ્મણ કહી શકાય. મનુષ્યને કોઈ દેવ બ્રાહ્મણ ના હોઈ શકે, કોઈ દાનવ બ્રાહ્મણ ના હોઈ શકે.
તો બ્રાહ્મણ કોણ છે? તો કે પૂર્ણ સચ્ચિદાનંદ સ્વરૂપને જે પામી ગયો હોય અથવા તો તે પામવામાં રત થઈ ગયો હોય. જસ્ટ બસ હવે એનો ક્યારેક પ્રવેશ થવાનો છે એવી જ્યારે આમ તીવ્ર ઉત્કંઠા ઊભી થઈ ગઈ હોય, એને બ્રાહ્મણ કહી શકાય. ત્યાં સુધી એ બ્રાહ્મણ કહેવાતો નથી.
"અજ્ઞાનનાશક, જ્ઞાનહીનોનું દૂષણ, જ્ઞાન નેત્રવાળાઓના ભૂષણ રૂપ વજ્રસૂચી ઉપનિષદનું વર્ણન કરું છું."
બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એ ચાર વર્ણ પોપ્યુલર છે, લોકોમાં પ્રસિદ્ધ છે. આ વર્ણોમાં બ્રાહ્મણ જ મુખ્ય છે. તો શું ૮૦૦ કરોડની અંદર બધા બ્રાહ્મણ છે? એવું વેદનું વચન છે અને સ્મૃતિમાં પણ વર્ણવેલું છે કે બ્રાહ્મણ જ મુખ્ય છે. હવે અહીં પ્રશ્ન ઉપસ્થિત થઈ ગયો છે કે બ્રાહ્મણ કોણ છે? શું એ જીવ છે? અથવા કોઈ શરીર છે? અથવા જાતિ? અથવા કર્મ? અથવા જ્ઞાન? અથવા ધાર્મિકતા?
આ સ્થિતિમાં અગર સૌથી પહેલા જીવને બ્રાહ્મણ માને કે બ્રાહ્મણ જીવ છે, તો આ સંભવ નથી. ઋષિ અહીંયા કહે છે કે કોઈ જીવ બ્રાહ્મણ હોઈ શકે. એટલે આ બ્રાહ્મણ છે ને આ બ્રાહ્મણ નથી એવું કોઈપણ જીવાત્મા વિશે કહી શકતા નથી. કારણ કે ભૂતકાળમાં અને ભવિષ્યકાળમાં અનેક જીવ થયા છે અને થશે. એ બધાનું સ્વરૂપ પણ એક જેવું જ હોય છે. જીવ એક હોવા છતાં પોત પોતાના કર્મ અનુસાર જન્મ લે છે. જીવ જે છે એ કેવી રીતે આવ્યો? તો કે કર્મ આધારિત આવ્યો છે અને સમસ્ત શરીરમાં, જીવોમાં એકત્વ રહે છે. એટલા માટે જીવને બ્રાહ્મણ કહી શકાય નહીં. કોઈ જીવ બ્રાહ્મણ હોતો નથી.
હવે આગળ કહે છે કે શું શરીર બ્રાહ્મણ હોઈ શકે? "આ બ્રાહ્મણ દેહ છે" એમ ઘણા લોકો ઘણી વખત કહેતા હોય, તો એમાં સત્યતા કેટલી? ઋષિમુનિઓ છે ને દરેક બાબતોને તર્કના આધારે શરૂ કરે છે અને પછી અનુભવની અંદર ઉતરી જાય છે. છેવટે તો કે ના, એ પણ ન હોઈ શકે. ચંડાળથી માંડીને બધા જ માણસોના શરીર એક જેવા જ અર્થાત પંચભૌતિક હોય છે. તો બ્રાહ્મણની અંદર કોઈ ચાર તત્વ હોય છે એવું હોતું નથી. એટલા માટે એને પણ બ્રાહ્મણ કહી શકતા નથી.
હવે જે જે શરીર લઈને આવ્યો તે બધાને ઘડપણ આવ્યું, મૃત્યુ આવે છે, ધર્મ અને અધર્મ હોય છે. આ બધું સરખું ને સમાન જ હોય છે. બધાના જીવન આમ જોવા જઈએ તો એક રીતે એક સરખા જ ચાલ્યા કરતા હોય છે. તો બ્રાહ્મણ ગોરો વર્ણ, ક્ષત્રિય રક્તવર્ણ, વૈશ્ય પીળો વર્ણ અને શુદ્ર એટલે કૃષ્ણ કે કાળા વર્ણનો જ હોય છે એવો કોઈ નિયમ જોવામાં આવતો નથી. કારણ કે બ્રાહ્મણ પણ કાળો હોય છે. એટલે રંગ આધારિત બાબત પણ નથી. અગર તો બ્રાહ્મણ છે તો પિતા ભાઈના સંસ્કાર કરવાથી, અગ્નિ સંસ્કાર કરવાથી પુત્ર વગેરે બ્રહ્મ હત્યાનો વગેરેનો દોષ પણ લાગી શકે છે. તેથી શરીરનું બ્રાહ્મણ હોવું શક્ય નથી. જો આપણી જે જૂની રૂઢિગત માન્યતાઓ જે ચાલી આવતી હોય એ બધાને તોડવાનું સામર્થ્ય અને હિંમત હોવી જોઈએ ત્યારે આપણે બ્રહ્મત્વને પામી શકીએ.
અહીં સુધારેલું લખાણ આપેલું છે:
"છીએ. હવે આગળ કહે છે, "શું જાતિ બ્રાહ્મણ છે?" અર્થાત્, બ્રાહ્મણ કોઈ જાતિ છે કે ના? એ પણ ના હોઈ શકે, કારણ કે વિભિન્ન જાતિઓ અને જંતુઓમાં પણ ઘણા બધા ઋષિઓની ઉત્પત્તિ વર્ણવેલી છે. જંતુઓમાં માણસોની તો વાત બરાબર છે, પણ પ્રાણીઓ અને જંતુઓમાં પણ કીધેલા છે. જેમ કે, મૃગીથી શૃંગી ઋષિની, કુશથી કૌશિકની. કુશ એટલે દર્ભ, એનાથી કૌશિક નામના ઋષિની, જંબુકથી જાંબુકની, વલ્મીક એટલે બામ્બી (રાફડા)થી વાલ્મીકિની, મલ્લાહ (ધીવર-માછીમાર)ની કન્યા મત્સ્યગંધ્યાથી વેદવ્યાસની, શરસ્તંબથી ગૌતમની, ઉર્વશી નામની અપ્સરાથી વશિષ્ઠની અને કુંભ એટલે કે કલશમાંથી અગત્ય ઋષિની ઉત્પત્તિ વર્ણવેલી છે. આ લોકો એવી રીતે પ્રગટ થયેલા છે. આ રીતે પહેલા પણ કેટલાય ઋષિ વિના એટલે કે બ્રાહ્મણ જાતિએ જ પ્રકાંડ વિદ્વાન થયેલા છે. એટલા માટે જાતિ વિશેષ પણ બ્રાહ્મણ હોઈ શકે.
"શું જ્ઞાનને બ્રાહ્મણ માનવામાં આવે છે?" એવું પણ થઈ શકે નહીં, કારણ કે ઘણા બધા ક્ષત્રિય રાજાઓ હતા. રાજા જનક જેવા તો વગેરે પણ પરમાર્થ દર્શનના જ્ઞાતા થયેલા છે. રાજા રામ, શ્રીકૃષ્ણ ભગવાન, એ કોઈ બ્રાહ્મણ નહતા, પણ બ્રહ્મત્વને પામેલા હતા. તેથી જ્ઞાન પણ બ્રાહ્મણ થઈ શકતું નથી. એટલે કોઈ જ્ઞાન બ્રાહ્મણ જ્ઞાન છે એવું પણ હોતું નથી.
"તો શું કર્મને બ્રાહ્મણ કહેવામાં આવે છે?" તો કે ના, એવું પણ સંભવ નથી, કારણ કે સમસ્ત પ્રાણીઓમાં સંચિત, પ્રારબ્ધ અને આગામી કર્મોમાં સામ્ય જણાય છે. બધા ટૂથબ્રશ લઈને સવારમાં બ્રશ તો કરતા જ હોય. જેટલા પણ મનુષ્યો દાંત સાફ કરે, એટલે સ્નાન, શૌચ વગેરે જે કંઈક અમુક ક્રિયાઓ છે, બધા જ નાસ્તો કરતા હોય સવારમાં. અમુક લોકો ના કરતા હોય મારા જેવા, પણ મોટા ભાગના કરતા હોય. ભોજન કરતા હોય દિવસમાં બે વાર, ત્રણ વાર, ચાર વાર, જેની જેટલી રૂચિ, જરૂરિયાત એના પ્રમાણે હોય. આ બધું તો આ કર્મોમાં સામ્યતા જણાય છે. એટલે કર્માભી પ્રેરિત થઈને જ વ્યક્તિ ક્રિયા કરે છે. તેથી કર્મને પણ બ્રાહ્મણ કહી શકાતું નથી.
"તો ધાર્મિક બ્રાહ્મણ હોઈ શકે?" કે ધર્મને ધારણ કરનારો જે હોય, ધર્મન ક્રિયાકાંડ કરનારો, કંઈક બીજું કરનારો. આ પણ સુનિશ્ચિત રૂપથી કહી શકાતું નથી, કારણ કે ક્ષત્રિય વગેરે ઘણા બધા લોકો, ઘણા વૈશ્યો, ઘણા શુદ્રો લોકો સોનું વગેરેનું દાન કરતા રહે છે. તેથી ધાર્મિક પણ બ્રાહ્મણ હોઈ શકતો નથી. હમણાં જ કોઈ એક દાખલો આવ્યો હતો કે કોઈ એક બહુ જ સાવ સામાન્ય માણસ હતો, જેને કેટલાય રૂપિયાનું પોતે દાન કરીને એક શાળાની પ્રતિષ્ઠા કરી, ઊભી કરી અને એટલી સુંદર રીતે શાળામાં બધું અત્યારે કમ્પ્યુટર સહિતનું તમામ સરસ મજાનું એજ્યુકેશન એ નાનકડા ગામમાં પ્રાપ્ત થઈ શકે એટલી બધી એને વ્યવસ્થા કરી.
ત્યારે "બ્રાહ્મણ કોને માનવામાં આવે?" એનો ઉત્તર આપતા ઉપનિષદકાર છેવટે કહે છે કે, "જે આત્માના દ્વૈત ભાવથી યુક્ત ન હોય." એટલે આ આત્મા છે અને આ હું છું એ જેને નીકળી ગયું. "જાતિ, ગુણ અને ક્રિયાથી યુક્ત ના હોય." જો કેવી સુંદર ડેફિનેશન આપી દીધી છે કે આત્મા સાથે એકતા અને અભેદતા અનુભવ્યા જ કરતો હોય, ક્યારેય છૂટો નથી આત્માથી એવો. પછી જાતે ગુણ અને ક્રિયાથી યુક્ત ના હોય. કોઈપણ જાતિમાં જન્મેલો હોઈ શકે, કોઈ પણ ગુણ ધરાવતો હોઈ શકે અને કોઈ પણ ક્રિયા કરતો પણ હોઈ શકે.
"ષડ ઉર્મીઓ." આપણને બધી જાતજાતની ઉર્મીઓ ઉત્પન્ન થતી હોય છે, છ પ્રકારની. "એ ષડ ઉર્મીઓ અને ષડભાવો વગેરે સમસ્ત દોષોથી મુક્ત હોય." કામ, ક્રોધ, લોભ, મોહ, મતસર. "સત્યજ્ઞાન આનંદ સ્વરૂપ સ્વયં નિર્વિકલ્પ સ્થિતિમાં રહેનાર." જો બ્રાહ્મણ કેવો હોય? સ્વયં નિર્વિકલ્પ. કોઈ વિકલ્પ જ નથી. બસ, એ પોતે સ્વયં છે જ, એટલા જ એની અંદર રહેતો હોય તેવો. "અવશેષ કલ્પોના આધાર રૂપ." બાકી રહેલા જે કંઈ કલ્પો હવે પછી આવનાર યુગની જે કલ્પના છે, યુગ પછી કલ્પ આવે એટલે એ કલ્પમાં અનેક યુગો હોય છે. તો એવા શેષ કલ્પોની અંદર જે છે, તો તેવાના આધારરૂપ. એટલે ભવિષ્યવાળાને, પાછળવાળાને એ પોતે કંઈક પ્રદાન કરી જાય છે, જ્ઞાનનો વૈભવ વારસો આપીને જતો રહે છે. એવાના આધાર રૂપ. "સમસ્ત પ્રાણીઓના અંતસ્થમાં રહેનાર, નિવાસ કરનાર." પ્રત્યેક જીવ માત્રની અંદર એ મોજૂદ છે.
બસ, એવા ભાવ સહિત જીવે જતો હોય. "અંદર બહાર કેવો આકાશવત." આકાશ કેવું હોય? નિર્લેપ, નિર્વિકાર, વ્યાપક. એને આપણે આકાશ કહીશું ને? ધુમાડાનો ડાગ પણ આકાશને લાગતો નથી, તો તમે તો આત્મા છો, તમને કોનો ડાગ લાગ્યો છે? તો ડાગ લાગ્યા છે કે વિકારો ઉત્પન્ન થયા છે એ વાત શું છે? મિથ્યા છે, ભ્રાંતિ છે. શેની પાપ ને પુણ્યની વાતો કર્યા કરો છો? આમાંથી ક્યારેય ઉપર ઉઠવાનું છે? નક્કી તો કરો એક વખત.
તો એવો સમવ્યાપ્ત, બધે જ મોજૂદ છે એવું. "સમવ્યાપ્ત તો અખંડ આનંદવાન." એનો આનંદ કેવો હોય? અખંડિત હોય. એની અંદર ક્યારેય પણ ખંડન કે મંડન થઈ શકતું નથી. અહીંથી શરૂ થયો ને ત્યાં પૂરો થયો આનંદનો ક્લાસ હોતો નથી, સમજ્યા? એવું છે. તો આનંદવાન. "અપ્રમેય." જો પ્રમેય કોને કહીએ કે જેને આપણે આમ નક્કી કરી શકીએ, બાઉન્ડરી આ તે એ બધું એવા પ્રકારનું. આ તો કેવો છે? અપ્રમેય છે. "અપ્રમેય અનુભવ ગમ્ય." સૌથી મહત્વની વાત. શબ્દની વાત નથી, વિચારની વાત નથી. એ બેથી પરે શું છે? તો કે અનુભવ રહેલો છે. તો એવો અનુભવ ગમ્ય. "અપ્રત્યક્ષ ભાષિત થનાર." અપ્રત્યક્ષ ભાષિત થનાર. "આત્માનો કરતલ આમલવ પરોક્ષનો પણ સાક્ષાત્કાર કરનાર." એને પ્રત્યક્ષ અને પરોક્ષ બંને રીતે પણ આત્મભાવની અંદર જ હોય છે. "કામ, રાગ, દ્વેષ વગેરે દોષોથી રહિત બનીને." આ બધું જતું રહે.
"કૃતાર્થ થઈને." "ધન્ય છું, ધન્ય છું, ધન્ય." એવા ભાવમાં રહેનારો. "દંભ, અહંકાર વગેરે દોષોથી હંમેશા અલગ હોય." "શમ, દમ વગેરેથી સંપન્ન હોય." "માત્સર્ય, તૃષ્ણા, આશા, મોહ વગેરે ભાવોથી રહિત હોય." આ અભિપ્રાયના સિવાય બીજા કોઈપણ પ્રકારે."
બ્રાહ્મણત્વ સિદ્ધ સાબિત થઈ શકતું નથી. આત્મા જ સચ્ચિત અને આનંદ સ્વરૂપ તથા અદ્વિતીય છે. આ રીતે બ્રહ્મભાવથી પૂર્ણ મનુષ્યોને જ બ્રાહ્મણ માની શકાય છે. આ જ આ વજ્રસૂચિકોપનિષદનો મત છે. અહીંયા વજ્રસૂચિકોપનિષદ સમાપ્ત થાય છે.
હવે આપણે વાત કરીએ છીએ સાત્યાયનીયોપનિષદની. આ ઉપનિષદ શુક્લ યજુર્વેદીય છે. એમાં 40 મંત્રો છે. બધા એક પછી એક બોલીશું તો સાંજ પડી જશે, એટલે આપણે મુખ્ય બાબતોની વાત કરીએ; કારણ કે અગાઉ બીજા ઉપનિષદોની પણ વાત કરતી વખતે આપણે ઘણી બાબતોનું વિવરણ થઈ ચૂકેલું છે, વિવેચન થઈ શક્યું છે. તો વિષ્ણુલિંગ સન્યાસ ધર્મનું વિવેચન કરવામાં આવ્યું છે. એમાં સૌથી પહેલા મનને બંધન અને મોક્ષનું કારણ બતાવવામાં આવેલ છે. શરૂઆત જ ત્યાંથી કરે છે: "મન એવ મનુષ્યાનામ" જે કહે છે.
ત્યારબાદ સાધન ચતુષ્ઠય એટલે કે વિવેક, વૈરાગ્ય, શમ, દમાદિ સંપત્તિ, મુમુક્ષત્વ, કુટીચકનું સ્વરૂપ તથા અન્ય સન્યાસીઓનો ધર્મ, યોગ, યજ્ઞ વગેરેના ચાર રૂપ, પરિવાજરકોના કર્તવ્ય, એમના નિવાસ વિષયક નિયમ, આત્મજ્ઞાનથી યુક્ત સન્યાસીની સ્થિતિ, સન્યાસ ધર્મમાંથી ચ્યુત થયેથી લાગતા પાપનું વિશદ વર્ણન કરવામાં આવેલ છે. અંતમાં વિષ્ણુલિંગ સન્યાસીની ફળશ્રુતિ બતાવવામાં આવી છે અને કહેવામાં આવે છે કે, "જે વંશમાં એક પણ વિષ્ણુ લિંગ સન્યાસી હોય છે, તેની પહેલાની 30 પેઢીઓ અને પાછળની 30 પેઢીઓ તથા 30 પેઢી એના પછીની પણ, એ રીતે સન્યાસી બ્રહ્મપદનો અધિકારી બની જાય છે. બધા તરી જાય છે." મતલબ ઘણા લોકોનું એ કલ્યાણ કરી શકે એવું હોય છે, પણ તે કક્ષાએ એને પહોંચવું જરૂરી છે, વિષ્ણુ લિંગ પ્રાપ્ત કરવું જરૂરી છે. હવે એ કેવી રીતે કરવાનું એ આગળ આવે છે.
"મન એવ મનુષ્યાનામ કારણમ બંધ મોક્ષયો." મન જ મનુષ્યના બંધન અને મોક્ષનું કારણ છે. વિષયાદિ ભોગોમાં આસક્ત મન બંધનનું અને વિષય વાસનાઓથી વિરક્ત જે પરાંગમુખ બની ગયું છે એવું મન એ મોક્ષનું કારણ છે. તો બંધન અને મોક્ષ બંને કોના સાથે સંકળાયેલા છે? મન સાથે સંકળાયેલા છે, નહીં કે આત્મા સાથે. આત્માને કોઈ લેવા દેવા નથી આ કશાની અંદર. સૌથી પહેલા તો આપણે અહીંથી આ બાબતની સ્પષ્ટતા કરી નાખીએ. તો કોઈનોય આત્મા બંધનમાં નથી. આપણે જો અલગ અલગ છે એવું પણ જ્યાં સમજતા હોઈએ તો, જે કે વાસ્તવિકતા નથી. આત્મા એક જ હોય, તત્વરૂપ એ એક જ છે. તો આ મન છે એ મોક્ષનું કારણ છે, એટલું આપણને ખબર પડી ગઈ કે ભાઈ આ મનના ઉપર કંઈક આપણે કરીએ ત્યાર પછી જ આપણે મોક્ષની સ્થિતિનો આગળ અનુભવ કરી શકીશું.
તો જેવી રીતે આ મન સાંસારિક વિષય ભોગોમાં આસક્ત રહે છે, અહીં પાછો જો બહુ સરસ રસ્તો બતાડી દીધો છે, એવી જ રીતે જેટલું આની અંદર એટલું જ જો બ્રહ્મમાં આસક્ત થઈ જાય. કોકને યાદ આવે, સ્વપ્નમાંય આવે અને કશું કરતાં કરતાં એ આમ યાદ આયા જ કરતી હોય છે. એ જેવી સ્થિતિ હોય છે, એવી સ્થિતિ જો બ્રહ્મ વિષે થઈ જાય, બસ અહીંયા ફક્ત તમારી જે વિષય છે, ધ્યેય છે તે બદલાઈ જાય છે. તો પરિણતિ આખી બદલાઈ જાય છે. બ્રહ્મને જો તમે ધ્યેય અથવા અભ્યાસનો વિષય બનાવી દીધો તો તમે બ્રહ્મ સ્વરૂપ થઈ ગયા અને પહેલામાં વિષય બનાય છે તો વિષય બને છે એટલે બંધનમાં પડે છે. અને જેટલી તો જેટલી વખત તમે વિષયોના વિચારોમાં પડો છો, તમે બંધનમાં પડો છો. તમે કર્મ વિષયો વિશેના વધુને વધુ પેદા કરો છો. પિક્ચર જોવા જવું છે, ફલાણે જવું છે, જાત્રા કરવા જવું છે, ફલાના દેશની મુલાકાત કરવી છે, બધું આમ જાતજાતના બધા પ્રકલ્પો, કલ્પનાઓ પહેલા ઊભી થાય છે કે આ મનમાં થાય છે.
આ આટલા બધા ઝીણા ઝીણા તાણાવાણા છે, એનાથી તમારો સંસાર આગળ આગળ આગળ તમે બાંધે જ જાવ અને વધુને વધુ ગૂંચવે જ જાવ છો. અત્યારે આટલા બધા વિમાનોની અંદર તમે ઉડાઉડ, દોડાદોડ કરો છો, ગાડીઓમાં ફરો છો તો પણ તમારા કર્મો પૂરા નથી કરી શકતા. મોબાઈલ આવી ગયો. પહેલા તો એક વ્યક્તિ જોડે એક વાત કરવી હોય તો તમારે ચાલતા જાવ, કેટલું કરો? તાર તમે બે દિવસે, ત્રણ દિવસે પહોંચો, એની જોડે પ્રત્યક્ષ વાતચીત કરી શકો. અત્યારે મોબાઈલ આવી ગયો, વિડીયો કોલ કરી દો, ફેસ ટાઈમ. બરાબર? તો આ ફેસ ટાઈમ તમારું જે પેલા બધામાં જાય છે ને, એ ફેસ ટાઈમ જો તમે બ્રહ્મની સાથે જો ડાયલ કરી દીધું, તમારું કલ્યાણ થઈ જાય એમ કહેવા માંગે છે. એટલે બ્રહ્મમાં આસક્તિ હોવી જોઈએ કે બસ બ્રહ્મ, બીજું કાંઈ નહીં. તો એમાં આસક્ત થયા પછી એવું કયું સાંસારિક બંધન છે કે જેનાથી મુક્તિ ન મળતી હોય?
અર્થાત બધા બંધનોથી તમે મુક્ત થઈ શકો છો. કોઈ એવું બંધન બાકી રહેશે નહીં પછી કે જેનાથી તમને બંધન. બંધન એટલે શું? સફોકેશન, ગુંગળામણ થયા જ કરે અને તોય પેલો શ્વાસ લીધે જ રાખે, દોડ દોડ કરે જ રાખે. આ બધાની હાલત કેવી છે? પેલા વેન્ટિલેટરો લઈ લઈને જ પાછળ ફરતા હોય ને એવી ઇમેજીન કરો. એટલે મુક્તતાનો જે આમ જે શ્વાસ આમ આનંદ લઈ શકે એવી તો શું આને જીવન કહેવાય? ખરેખર ખરેખર જીવન કહે છે બધા.
હવે આગળ કહે છે, "જો ચિત્ત એ જ સંસાર છે." એટલે સંસારની અંદર કંઈ પણ તમને એમ લાગે કે મારે આમાંથી બહાર નીકળવું, તો ચિત્ત છે એને તપાસ કરવા માટે તમારું ચિત્ત કેવું છે અને ક્યાં જાય છે? કયા કયા વિષયો ઉપર જાય છે? 24 કલાકની અરે એક કલાક તો કરો યાર, બેસીને જરા તપાસ. એક કલાકમાં કેટલી જગ્યાએ ગયું? પાણી ડોલ ભરાઈ ગઈ કરીને એકદમ દોડી જશે. જે પેલો ખ્યાલ આવે છે ને એ ચિત્ત છે. ડોરબેલ વાગ્યો ને તરત આમ પેલું દોડી જાય છે ને એ જે સ્ફૂરણ થાય છે, "કોક આયું," બસ એ એ ચિત્ત છે. એનો ખ્યાલ આવવો જોઈએ. મન ક્યાંય જતું નથી. મન છે ને એ પેલી આ મુવીની જે સ્ક્રીન હોય એ એવું છે. એ તો તમને ઈમેજ લાવીને બતાવશે ઓડિયો વિઝ્યુઅલ. એટલે મન યાદ રાખો, ઓડિયો વિઝ્યુઅલ એટલે મન અને એ ઓડિયો વિઝ્યુઅલને લાવનારો જે તરંગ છે ઇલેક્ટ્રોનિક.
ઇલેક્ટ્રોમેગ્નેટિક ઓર વોટએવર રેડિયો વેવ હોઈ શકે, કોઈપણ આલ્ફા વેવ હોય, થીટા વેવ હોય, કોઈપણ વેવ. તો વેવ ફોર્મમાં જે આવી રીતના આવે છે, તે શું છે? તો કે એ ચિત્ત. એટલે આમ કરીને આમ જઈને તરત પાછું આવી જાય. શું? અને તરત ખબર પડી જાય, "કોક આયું લાગે છે." તો એ ચિત્ત છે.
તો મનને તપાસો, ચિત્તને તપાસો. આવી રીતે બે અલગ અલગ પકડાશે. વાસ્તવમાં બધું એક જ છે. આ તો ફંક્શનાલિટી પ્રમાણે આપણે એને જાણવાનું છે.
તો આ ચિત્તની વાત કરી. "દરેક પુરુષે અભ્યાસ દ્વારા પોતાના ચિત તનું શોધન કરવું જોઈએ." શું કીધું? "દરેક પુરુષે." તો પુરુષે કરવાનું અને સ્ત્રીએ નહીં કરવાનું એવું નહીં. જેણે પુરુષાર્થ માંડ્યો તે પુરુષ. બહુ સીધી સાદી ડેફીનેશન. પુરુષાર્થ શેનો? બ્રહ્મચિંતનનો, બ્રહ્મની પ્રાપ્તિનો.
તો મીરા એ રીતે શું કહેવાય? પુરુષ કહેવાય. રાબિયા નૂર શું કહેવાય? પુરુષ કહેવાય. કોઈપણ સ્ત્રી દેહની અંદર હોય, પણ જેવો એને પુરુષાર્થનો પ્રારંભ કર્યો, એટલે એ પુરુષ કહેવાય. સમજાયું?
જે પોતાના ચિત્તને બ્રહ્મમાં જોડે છે, એ મનુષ્ય બ્રહ્મમય બની જાય છે. બસ આટલું આમ લખી રાખેલું હોય અને સતત આપણા લક્ષ્યની અંદર રાખીએ આપણે કે, "આપણું ચિત્ત ક્યાં જાય? ગયું? પાછું લાવો બ્રહ્મની અંદર."
વાસ્તવમાં એ જ્યાં જાય છે, એ વિષય પોતે કે એ દેહ પોતે પણ બ્રહ્મની બહાર નથી. એ આત્માની બહાર નથી. એને પણ આપણે જાણીશું, સમજીશું, તો આપણે સહજભાવે પછી બ્રહ્મચિંતનમાં જોડાઈ શકીશું.
તો કીધું, "આ શાશ્વત છાની રાખવા જેવી વાત. બોલ બોલ નહીં કરવાનું, કોઈને કહેવાનું નહીં."
વેદ તત્વને ન જાણનારા માટે તો વિરાટ છે જ નહીં. જેને વેદ તત્વ... વેદ તત્વ એટલે આત્મતત્વ. વેદ કયા તત્વની વાત કરે છે? અહીં પાછો આપણ આપણને પ્રશ્ન થાય કે, "આ વેદ તત્વ વળી કયું?" વેદ તત્વ એટલે આત્મતત્વ. આત્મતત્વ એ જ બ્રહ્મ તત્વ, એ જ પરમ તત્વ. આ બધા શબ્દો છે, નિર્દેશ કરે છે કશાકનો તે. એમ એટલે આ બધાય સિમ્બોલ છે. શબ્દો પણ શું છે?
એટલે શબ્દોની લડાલડીની અંદર ટાઈમ વેડપશો. મોટા ભાગનાનો આમાં જ ગયો છે. અને શબ્દો માટે કેટલા યુદ્ધો ખેલાઈ ગયા! આખું મહાભારત એનો મોટો દાખલો. શબ્દ ઉપર થયું. એટલે જ્યાં જ્યાં જેટલા પણ ભારત-મહાભારતો થાય છે બધા, તે બધાય આ શબ્દ આધારિત છે.
તો બ્રહ્મ ક્યાં છે? તો કે શબ્દની પાર. આપણે આગળ એની વાત પણ કરીશું.
એટલે વેદ તત્વને ને જે જાણતો નથી, એને માટે વિરાટ તો... વિરાટ એટલે શું? વ્યાપક, વૈશ્વિક, બ્રહ્માંડી જેને તમે કહો, અપરિમેય. જેની કોઈ પરિધિ એવો એવો છે, એને એ માનતો જ નથી. એની એમાં બેસે જ નહીં કે ભાઈ, "આ વિરાટ એટલે શું?" વિરાટ એટલે કહે છે કે, "ભાઈ, આટલો રૂમ જેટલો મોટો." તો કે, "ના, એનથી એ મોટો." "કેટલું મોટું મોટું?" તો કે, "તું વિચાર કરી શકે એનાથી મોટું." બસ, એને વિરાટ કહેવાય.
બ્રહ્મના જ્ઞાનથી હીન મનુષ્ય, જ્ઞાનથી હીન મનુષ્ય, એ પરમ પ્રકાશિત ધામને પ્રાપ્ત કરતો જ નથી. એટલે જેને બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત થતું નથી, તે સ્વપ્રકાશિત ધામને પ્રાપ્ત કરી શકતો.
આપણે કોઈપણ ધ્યાનની કોઈ અવસ્થાની અંદર પહોંચીએ, એટલે સીધા ક્યાં હોઈએ? હિરણ્ય ગર્ભાની અંદર. "હિરણ્ય ગર્ભ" કીધો. શું કીધું? કેવો સુંદર મજાનો શબ્દ વાપર્યો છે! "હિરણ્ય ગર્ભ" – સોનેરી, એકદમ બસ ચકચકીત અને આમ એટલું બધું અજવાળું અજવાળું! ઓહોહો, અદભુત છે કે હવે એ તો પાછું પોર્ટલ છે.
તત્વદર્શી વિવેક વાન બ્રાહ્મણ જ તત્વદર્શી. તત્વને જ જોનારો હોય તેને તત્વદર્શી કહી શકાય, બીજા કસાન નહીં. એટલે દરેક વસ્તુમાં પાછો એ એ જ તત્વને જોતો હોય, એને તત્વદર્શી કહેવાય.
એટલે તમે આમ મોબાઈલની સામે જુઓ, કેમેરાની સામે જુઓ, પુસ્તકની સામે જુઓ, કસ્સાની સામે જુઓ, પણ તમને એ જોતા પહેલાનો નિર્દેશ થઈ જવો જોય, તો એને તત્વદર્શી કહેવાય.
તમે મોબાઈલ જોતા નથી. મોબાઈલ શેના આધારે જોવાઈ રહ્યો છે? તે તત્વો ઉપર તમારું ધ્યાન છે. "આ મોબાઈલ છે" એવું કોને કીધું? તમને ખબર કેવી રીતે પડે છે? કોના આધારે? તો કે, "એના આધારે." ઓકે, ચાલ. તો એ તત્વ છે, તેને હું જોવું છું અને એની સત્તાથી હું આ મોબાઈલ છે કે આ લેપટોપ છે કે આ પુસ્તક છે એવું જોઈ શકું છું અને જાણી શકું છું.
એટલે વિવેકવાન બ્રાહ્મણ તત્વદર્શી હશે, તો એનામાં વિવેક હોવો જ જોઈએ. વિવેક કોને કીધું? જે તત્વને જોઈ શકે છે, તેના માટેની જે કંઈ પ્રી-રેક્વિઝિશન પૂરી કરતો હોય અને યથાતથ્ય એ જ પ્રમાણે કરે જતો હોય, તેને વિવેકી કીધો.
"હું બ્રહ્મનો અનાદર ના કરું," એટલે કોઈ જગ્યાએ કોઈનોય અનાદર કરતો હોતો નથી. બ્રહ્મ સ્વરૂપે એને એકનોલેજ કર્યા જ કરતો હોય.
બાહ્ય વ્યવહારની અંદર ઘણી વખત અલગ થવાનો વખત આવી શકે અમુક બાબતોથી, જે જરૂરી છે, વ્યવહારિક છે. પણ તત્વરૂપે એક છે, અભેદ્ય છે. એને ખબર છે કે, "આ ક્યારેય છૂટું ના પડી શકે, યાર! કોઈ આત્માની બહાર ક્યારેય ગયો છે ખરો? અને ગયો એટલે ક્યાં પડ્યો? પછી વ્યવહારમાં જ પડ્યો ને છેવટે! તો બીજી તો પડવાની કોઈ જગ્યા જ નથી. કોઈ સ્પેસ આઉટ થઈને બહાર પડી જવાનો, કોઈક બીજા બ્રહ્માંડમાં ચાલી જવાનો છે એવું કંઈ બનતું." વ્યાપક, સર્વજ્ઞ, સર્વ અંતર્યામ. સર્વના અંતરને યામી એટલે જાણનારો. સર્વના અંતરની અંદર છેવટે શું રહેલું છે? બ્રહ્મ જ રહેલો.
તો વાત અહીંયા આગળ આ શબ્દ રૂપે ફરી પાછા એ બ્રહ્મની જ આપણે કરી રહ્યા છે.
એ વાસુદેવને... એને શું કીધો પાછો? વાસુદેવ કીધો બ્રહ્મને. એ વાસુદેવને કેમ વાસુદેવ કીધો? કે એ દેવનો વાસ ક્યાં છે? બધે જ છે. એટલે એને વાસુદેવ કહેવામાં આવે. પોતાના સ્વરૂપમાં એટલે કે, "અહમ બ્રહ્માસ્મિ." એ પોતાનું સ્વરૂપ છે. "હું બ્રહ્મ છું." સમજતા... જો, પહેલા તો સમજવું પડશે, અનુભવ તો પછી. તો સમજતા વિપ્રત્વ અને જીવન મુક્તિના તત્વને પ્રાપ્ત કરી શકે છે.
તો હવે જે બ્રહ્મને જાણ જાણશે, તે વિપ્ર થઈ જવાનું. વિપ્ર એટલે બ્રાહ્મણ. આગાઉ આપણે વાત...
બ્રાહ્મણ કોણ છે? તો આ વિપ્રત્વ જેનામાં પ્રગટી ગયું હોય એ બ્રાહ્મણ કહી શકાય. તેને પ્રાપ્ત કરી શકે છે? તો આ પોસિબિલિટી દરેક માટે છે. વેદમાં નિષ્ણાત મોડે થઈ ગયા છે એટલે નિષ્ણાત થઈ ગયો એવું વ્યવહાર જગત કહે છે. ચારે વેદ કંઠસ્થ કરી લીધા તો? તો શું એને બ્રહ્મને જાણી લીધો? શબ્દ રૂપે હા, અનુભવ રૂપે ખબર નથી. ખબર પણ એવું એને આપણે આમ જોઈએ એટલે આપણને ખ્યાલ આવી શકે ભાઈ આ કેટલે પહોંચ્યો.
તથા તમામ પ્રકારની ઈચ્છાઓ, કામનાઓથી રહિત થઈને જો આ વસ્તુ વારેવારે આયા જ કરશે. તમામ ઈચ્છાઓ અને કામનાઓથી રહિતના ઈચ્છાઓ કોને થાય છે? કામનાઓ કોને થાય છે? એનાલિસિસ કરવા માંડો, ખબર પડી જશે. એનો અનુભવ કોને આવે છે? શા આધારે થઈ રહ્યું છે? ઇન્દ્રિયો, મન છેવટે તો એ જ જવાબદાર છે એના માટે. રાઈટ? અને એ બધું થતાં થતાં છેવટે આ બધાનો અનુભવ થયો કેમ? તો કે પાછળ બ્રહ્મ છે એટલા માટે થયો. બ્રહ્મ હોત નહીં તો કોઈ અનુભવ આવવાનો હતો? કોઈ બોલી શકવાનું હતું? કોઈ સાંભળી શકવાનું હતું? બેસી શકાય ખરું? ના. દેહમાં પણ રહી શકાય ખરું? આ પ્રશ્નો બધા આપણને થાય એટલે આપણે બ્રહ્મને વધારે સારી રીતે, વધુ સ્પષ્ટતાથી રોજ રોજ રોજ રોજ સમજતા જઈશું. ચકચકિત થતી જાય આપણી સમજણ.
એકદમ જે પુરુષ સનક આદિની જેમ, સનક ઋષિ જેમ થઈ ગયા, સનક એ પરબ્રહ્મ સત્ય સનાતનના સ્વરૂપને સમજે છે, સત્ય સનાતનના સ્વરૂપને સમજે છે, તે બધા જ બ્રહ્મના રૂપવાળા બની જાય છે. બ્રહ્મ બહુ રૂપાળો, સૌથી વધારે રૂપાળો કારણ કે બધા રૂપ એના જ છે ખરેખર જોવા જઈએ તો. કોઈપણ રૂપે તમે જુઓ તો કે બ્રહ્મ જ છે. કોઈપણ વસ્તુ બી તમે જુઓ, વાસ્તવમાં એ વસ્તુ છે કારણ કે બ્રહ્મ જો બ્રહ્મ નથી, વસ્તુનું પણ અસ્તિત્વ નથી એમ છેવટે કહે છે.
એવો પુરુષ પોતાની ઇન્દ્રિયોને વશમાં રાખનાર, પાંચે પાંચ ઇન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિયો અને મન, ચિત્ત આ બધાને વશમાં રાખનાર. કોણ પોતાના કંટ્રોલમાં હોય? કોના કંટ્રોલમાં હોય? આ બધું કોના આધારે છે? બ્રહ્મના. તો એ બસ એ ત્યાં પેસી ગયો પાછો. બ્રહ્મની અંદર જ રહીને બધું આ સંચાલન થઈ રહ્યું છે એવું જોનારો અને જાણનારો. એ બધા જ બ્રહ્મના રૂપવાળા બની જાય છે. એવો પુરુષ પોતાની ઇન્દ્રિયોને વશમાં રાખનાર બધા જ વિષય ભોગવોથી કેવો થઈ જાય? તૃપ્ત થઈ જાય. પછી વિરક્ત થઈ જાય. બસ હવે ભોજન મેં કરી લીધું, હવે માલપુવા મારે વધારે ખવાશે આમ. એવી તૃપ્તિનો ઉદગાર છે અહીં. આ વિષય ભૂખ્યો હોય તો એ માણસનું ચિત્ત ફરી પાછું આમ જાણે નેક્સ્ટ પોસિબલ મોમેન્ટ, ઓપોર્ચ્યુનિટી જેવી આવી કે તરત ત્યાં દોડી જશે. એ ના ચાહતા પણ દોડી જશે કારણ કે એટલું બધું બળવાન થઈ ચૂકેલું છે અત્યાર સુધીમાં.
એટલી બધી વખત તમે એને દોડાઈ દોડાઈ કરી, પ્રેક્ટિસ કરાવીને એટલું પાવરફુલ બનાવી દીધું છે કે ઓલમ્પિકમાં પેલું દોડે એને કહેતા હા પહોંચી જાય. પેલો તો કે ભાઈ હવે તું ધીરો પડ. પછી કે હવે ચાલ. પછી ઊભો રહે. કે હવે કે બસ તારે મુવમેન્ટ જ નથી કરવાની છેવટે. એટલે શું થયું? તો કે ચિત્તની ચંચળતા બંધ થઈ જવી જોઈએ. તમારું ચિત્ત, મારું ચિત્ત જે પણ હોય તે કેવું હોવું જોઈએ? શાંત. કેવું? તો કે બ્રહ્મમાં ખીલો ઠોકીને લગાડી દીધું હોય ને ત્યાં જ બસ ચોટેલો રહેજે કે હવે હાલવાનું નથી તારે. એવું ચિત્ત બનવું જોઈએ. અને એ પણ આવું કંઈ કર્યા વગર એમ જ ચોટી જાય એવું પોસિબલ છે?
હવે એ કેવી રીતે થાય? તો કે વિરક્તતાથી. જ્યારે તમે કશામાં રમણ કરો ત્યારે તમે રક્ત થઈ જાવ છો. અહીંયા આગળ તમે વિરક્ત થાઓ છો. વિરક્ત એટલે ડીક્લચ કરો છો. તમે એક્સલરેટર છોડી દો છો. ત્યાં સુધી બરાબર ધુવાધાર એક્સલરેટર આપે જ રાખ્યું હતું. ખૂબ સ્પીડ પકડાવી દીધી હતી. હવે તમે છોડી દીધી. એકદમ ઝાટકોય લાગી શકે છે. ઘણી વખત લોકો ધીમે ધીમે છોડતા હોય. તો તમે તમારી સ્પીડ નક્કી કરો ભાઈ. તો વિરક્ત. પછી કેવો? તો કે સહનશીલ. સહન કોણ કરે? આત્મા સહન કરતો નથી. સહન કરવાનું કોને આવશે? અહંકારને આવશે. શાના આધારે? મન અને ચિત્તના આધારે. એ બધાનો અનુભવ ક્યાં થશે? તો કે દરેક ઇન્દ્રિયો આમ ઉછળકૂદ ઉછળકૂદ કરતી હોય બરાબરની અને ત્યાં આગળ પેલો કે કંટ્રોલ, નિગ્રહ કરો. એને કીધું સહનશીલતા. અને એવું થશે એટલે શું થશે? તો કે બ્રેકને એક્સલરેટર જોડે દબાયા હોય ને એવું પણ થશે.
ફ્રિક્શન આવશે. એને તપ કહેવાય. તપશે બધું. ઘર્ષણ થાય છે ને ત્યાં આગળ એનર્જી તો ઘર્ષણ થઈ જશે. ત્યાં આગળ બધું આમ જો ગરમ ગરમ. એને તપ કહેવાય. એનાથી પેલું જે ચોંટેલું હોય ને ચિત્ત એ ઉખડી જાય. એનાથી શું થાય? ઉખડી જાય.
તો વેદજ્ઞ. વેદ એટલે બ્રહ્મ. વેદ શબ્દ છે તેનો અર્થ પણ બ્રહ્મ જ નિર્દેશ કરે છે કે જેમાં બ્રહ્મ વિશે વાત કરી છે તેને વેદ કહેવાય. બ્રહ્મ વિશેની જો વાત ના હોય તો એને વેદ કહી શકાય? આપણે તો ચાર વેદની વાત કરી હતી, સાત વેદની વાત કરી હતી ખરેખર તો. પણ વેદજ્ઞ એટલે જે બ્રહ્મને જાણે છે. એ બધા વેદ ભણી ગયો. મુમુક્ષુઓની જેમ એ પરમ બ્રહ્મને સમજી લે છે. એ પુરુષ પોતાની બધી ઈચ્છાઓથી વિરત. આ ઈચ્છા મારી છે એવું પણ જતું રહે ને તોય કલ્યાણ થઈ ગયું. ખાલી આમ જોઈ શકે ને દૂરથી કે આ કંઈક ઊભું થઈ રહ્યું છે તરત એટલે એનાથી છૂટો પડવાનો ચાલુ થઈ જાય. પિતૃદેવ અને ગુરુના દેવાથી મુક્ત થઈ. દેવઋણ, ગુરુનું ઋણ અને પિતૃઋણ ત્રણેયથી એ મુક્ત થઈ જાય. પછી વંદન કરે. પિતૃઓને, ગુરુને વંદન કરે. પણ એ ગુરુથી પણ મુક્ત થઈ જાય. એવી રીતે દેવોથી પણ તમારે ઉપર ઉઠવું પડશે.
દેવત્વમાંથી પણ એ પરબ્રહ્મને સમજી લીધો તો તમે આગળ વધ્યા. શાંત અને મૌન બનીને. શાંત એટલે હલનચલન વગરનું શરીર અને ચિત્ત બંને શાંત હોવા. જ્યારે ચિત્ત શાંત થશે, શરીર એની મેળે ઠરી જશે. તો આ ચિત્તને કેવું કરવાનું છે? ફ્રીઝ કરી દેવાનું, બરફ જેવું બિલકુલ.
ટાઢું બોળ એટલું બધું શીતળતા. બસ, એક્સેપ્ટન્સ કરો તમે એટલે એકદમ થઈ જાય. શીતળતા તરત આવી જાય, વાર જ ના લાગે.
ક્યાંક આશ્રમમાં નિવાસ કરે. ક્યાંક આશ્રમમાં નિવાસ. આશ્રમ એટલે કોઈ જગ્યા. એ મનની સ્થિતિનું પણ નામ આશ્રમ હોઈ શકે છે. એટલે તમે ક્યાંય પણ વસો, તમે તો વાસુદેવ છો. તમે ક્યાંય પણ વસો, તો આશ્રમ એટલે શું? જ્યાં બધું ઠરી ગયું છે અને હવે શ્રમ કરવાનો જ્યાં સંપૂર્ણ અંત આવી ગયો. શ્રમ ક્યાં કરવાનો હોય? વ્યવહારમાં હોય અને વ્યવહાર શ્રમનું તમને મૂલ્ય આપે. શ્રમનું મૂલ્ય? પગાર આવી ગયો. તો પગારમાં બહુ રસ હોય ઘણાને. "પગાર બહુ આયો કે આ વખતનું શું? મોંઘવારી બધુંય આવ્યું કે જોડે જોડે આ વખતનું શું? પછી આ એલાઉન્સ આપ્યું છે, પેલું એલાઉન્સ આપ્યું છે." માણસો રાજી થયા કરતો હોય છે. આ વ્યવહારમાં કરેલા શ્રમનું મૂલ્ય એને પ્રાપ્ત થાય.
અધ્યાત્મની અંદર શ્રમ હોઈ શકે નહીં. એટલું બધું સહજ હોય, કારણ કે કોઈ કાર્ય નથી, કોઈ ક્રિયા નથી. તો તમને શેનો પગાર મળે, ભાઈ? તમને શું જોવે? ત્યાં ફક્ત તૃપ્તિ હોય કે પહેલે જ કીધું, ઈચ્છાઓ-કામનાઓથી રહિત થઈ. એટલે આશ્રમ એટલે એક સ્થિતિ છે, એક અવસ્થા છે. તેમાં નિવાસ કરવાનો એમ કહેવા માંગે. બાકી હોઈ શકે કોઈ આશ્રમની અંદર જાવ. દિવ્યજ્યોતિ આશ્રમ છે ને વડોદરામાં? ફલાણો આશ્રમ તો કે હરદ્વારમાં છે. તમે એમ તો કેટલાય આશ્રમોની મુલાકાતો લીધા જ કરતા હોવ છો. વ્યવહારની અંદર એ બાબત અલગ છે. પણ અહીં જે આશ્રમની વાત કરે છે તે કેવો આશ્રમ છે? સર્વવિરતિ થઈ ગયું છે, બસ બધું શાંત થઈ ગયું છે એવી જગ્યા.
ત્યારબાદ છેલ્લા સન્યાસ આશ્રમમાં પ્રવેશી. સન્યસ્ત આશ્રમ એટલે સંપૂર્ણ તૃપ્ત થઈ ગયેલો માણસ. "કશો જ જોઈતું નથી આ સંસારમાંથી" એવું કરીને પછી એમાંથી બહાર નીકળેલો હોય એવો. યથાબળ ત્રિદંડ વગેરે પાંચ માત્રાઓનો સ્વીકાર કરતાં મોક્ષને પ્રાપ્ત કરી.
હવે આગળ વ્યવહારિક બધું છે, પણ પછી એ શું કહે છે? એમાંથી આપણે આપણો અર્થ લેવાનો છે કે જ્યાં સુધી આયુષ્ય રહે ત્યાં સુધી ત્રિદંડ, ઉપવિત, વસ્ત્ર, કૌપિન, શિક્ય (એટલે કમંડળ) અને પવિત્ર (એટલે પવિત્રી)ને ધારણ કરે. પવિત્રી એટલે જે કુશ જેને કહેવાય છે, દર્ભની અહીંયા આગળે એક વીંટી બનાવીને પહેરે તો એને ધારણ કરે. યતિની એ પાંચ માત્રાઓ જ બ્રહ્મ ઓમકારમાં સમાયેલી છે. એનો ક્યારેય ત્યાગ કરવો જોઈએ નહીં. આ પાંચ વસ્તુઓ એના માટે ઉપયોગી છે. એટલા માટે એ બધાયને મૃત્યુ બાદ શરીરની સાથે જમીનમાં દાંટી દેવી જોઈએ.
હવે વિષ્ણુલિંગ, વ્યક્ત અને અવ્યક્ત એવા બે પ્રકારના ચિન્હ વિષ્ણુ સન્યાસીના કહેલા છે. એ બંનેમાંથી કોઈપણ એક છોડી દેવા તે સન્યાસીપથ ભ્રષ્ટ બની જાય છે. એમાં કોઈ જ સન્યાસી, કોઈ જ શંકા નથી. તો વિષ્ણુ ચિન્હ ધારણ કરવાની વાત છે. વિષ્ણુલિંગ એટલે ત્રિદંડ, જે વૈષ્ણવ વૈષ્ણવલિંગ સન્યાસીના વિશેષ ચિન્હ રૂપમાં ઓળખવામાં આવે છે. એ ચિન્હ બ્રાહ્મણોને મુક્તિ અપાવનારું છે. આ ચિહ્ન વેદના અનુશાસનરૂપ અને સમસ્ત ધર્મોના નિર્વાણરૂપ છે.
તમને સતત એની યાદ અપાવ્યા કરે. સામેવાળી વ્યક્તિને પણ એ યાદ અપાવે. તમે ચાંદલો ભલે તમે કરીને ફરો, પણ સામેવાળાને યાદ અને તમને સતત રહ્યા કરશે. જો, અહીંયા આગળે સ્ત્રી સવારના બોરમાં એક ચાંદલો કરી દે છે. આખો દિવસ પતિને જોડે લઈને ફરતી નથી. પરણિતાએ ચાંદલો કરવો સૌભાગ્ય ચિન્હ કીધું. એને કેમ કીધું? તો કે આ એનું ચિન્હ છે. એ ચિન્હ મારફતે એ સતત એના સાથે જોડાયેલી છે. એનાથી ક્યારેય અલગ થતી નથી. એ જેવા ભાવથી એના સાથે જોડાયેલી છે, એવા ભાવથી સન્યસ્ત પામેલા એ બ્રહ્મ સાથે જોડાયેલા રહેવું જોઈએ. આ ચિન્હ વેદના અનુશાસન રૂપ અને સમસ્ત ધર્મોના નિર્વાણ સ્વરૂપ છે.
આપણે પ્રાણી કીલિંગ કરતા હતા. દર વખતે આપણે હૃદય પર આવરીતનામ હાથ મૂકીએ અને પછી આપણે એની શરૂઆત કરતા હતા, બરાબર? એટલે પ્રથમ પહેલું શું કરતા હતા? એના સાથે આપણે જોડાણ કરતા હતા. કે જે પ્રાણનો સોર્સ છે, સોર્સ, એના સાથે જોડાઈ જતા હતા. પછી આગળ આપણે કરતા હતા બધું જ જે કંઈ કરવા યોગ્ય હતું બધું. તો વ્યવહાર પણ આપણે, આપણે બધાએ આ રીતે કરવી અને પૂરો કરવો જોઈએ. ખરેખર દરેક વ્યવહારને પૂરો કરવો જોઈએ, અધૂરો નહીં મૂકવાનો કોઈપણ વ્યવહાર. હે સૌમ્ય! સન્યાસીના કુટીચક, બહુધક, હંસ અને પરમહંસ એમ ચાર ભેદ હોય છે.
સન્યાસીઓનો પ્રકાર આપી દીધો. આ બધું સ્થૂળની અંદર છે. એ ચારેય યજ્ઞો, પવિત, શિખા, વિષ્ણુલિંગ (એટલે સન્યાસીના પ્રતીક), સર્વવ્યાપક તા, સમદર્શિતાને ધારણ કરનારા, શુદ્ધ ચિત્ત (પહેલી રિક્વાયરમેન્ટ જ આ છે, બીજું કાઈ ની). જાતે જ પોતાના આત્મામાં બ્રહ્મને પ્રતિષ્ઠિત કરવાની ભાવના કરતાં પોતાની જાતે બ્રહ્મમાં પ્રતિષ્ઠિત થઈ જાય તરત. દર વખતે ઉપાસના કરનારા, ઉપાસન જ્યાં બેઠો હોય ત્યાંથી ઉપર ચડી જાય. ઉપાસના કરનારા, જપ અને યમ-નિયમનું પાલન કરનારા અને સુંદર સ્વભાવ વાળા હોય છે.
બ્રહ્મનો સ્વભાવ કેવો હોય? અતિ સુંદર. આ સંબંધમાં આ રૂચા છે: "કુટીચક, બહુધક (બહૂદક), હંસ અને પરમહંસ" એ ચાર પ્રકારો પોતપોતાની અલગ વૃત્તિઓથી ભિન્ન ભિન્ન બતાવવામાં આવેલ છે. એ બધા વ્યક્ત અને અવ્યક્ત, તો એમ પાછા બીજા બે ભાગ પડે. બાહ્ય અને અંતરરૂપ વિષ્ણુલિંગ સન્યાસીને ચિન્હને ધારણ કરનારા હોય છે.
તો આ સન્યાસીઓના બધા ભેદ બતાવી દીધા. અંદર એ વખત એવો હતો અને મૂળભૂત રીતે જ્યારે બ્રહ્મની અંદર લોકો ખૂબ અભ્યાસ કરતા હતા, એ કાળની વેદના, અધ્યયન કાળની જે વાત છે આ બધી. અત્યારે તો યાદ કરવું પડે. આપણે લોકો શું કહે છે? "બહમણ અત્યારે તો બહમણ છે કે માંગે છે? માંગનારો આમ તેમ આવું હોય." બોલો, કેટલું બધું નીચે પહોંચી ગયું છે બધું!
એ પંચયજ્ઞ, પાંચ યજ્ઞ કયા કયા? તો કે નિત્ય ગાયત્રી જપ યજ્ઞ કરતો હોય. ગાયત્રી ગાય. "ગાય તરી ગાય" એટલે ઇન્દ્રિયો, ઇન્દ્રિયોમાંથી ઉપર.
આ બધી 'ગઉ' કહેવાય, ગૌવર્ધન. ભગવાન શ્રીકૃષ્ણએ શું કરી દીધું? ઇન્દ્રિયોને જીતી હતી, ઇન્દ્રિયોને એમણે જીતી લીધી. તો ગાયત્રી મંત્ર જપ કરવાનો, યોગ કરવાનો. યોગ એટલે જોડાવવાનું. આમ કરીને આમ કર્યું એટલે જોડાઈ ગયો માણસ. એનું ચિત્ત જેવું ત્યાં બ્રહ્મમાં એને આમ કરીને આમ કર્યું, એની સાથે જોડાઈ ગયો. યોગ પૂરો થઈ ગયો ત્યાં આગળ. બસ, પછી જ્યાં સુધી એ વિયોગ નહીં કરે અને બીજી જગ્યાએ યોગ નહીં કરે કોઈ વસ્તુ સાથે, વ્યક્તિ સાથે, ત્યાં સુધી યોગમાં એની સ્થિતિ થયેલી. એ જોડાયેલો છે. બસ, એને અવિરતપણે આગળ, આગળ, આગળ વધારતા જવાનું છે.
તો યોગ, તપ, તપ સ્વાધ્યાય. ઇન્દ્રિયો વિરુદ્ધ દિશામાં જતી હોય અને એને પાછી લાવવાની, એ ઘર્ષણ એને તપ કીધું. એને સ્વાધ્યાય કીધું. સ્વ-અધ્યાય: "હું કોણ છું?" સતત તપાસ કરતો હોય કોઈપણ રીતે, પુસ્તક વાંચીને, જપ કરીને, યોગ કરીને, કંઈ પણ કરીને. તો પાછું એ સ્વાધ્યાય થઈ ગયો. એટલે આ બધી શબ્દોના જ ડખા છે. જ્ઞાન જાણવું એને જ્ઞાન કહેવાય. બ્રહ્મને જાણ્યું એ જ્ઞાન, બાકી બધું અજ્ઞાન.
ઉપનિષદોના અર્થનું શ્રવણ કરનારા હોય તો અત્યારે જે જે આ ઉપનિષદોનું શ્રવણ કરી રહ્યા છે, એ બધા કેવા કહેવાય? વિષ્ણુલિંગી સન્યાસીઓ છે બધા અત્યારે આ અવસ્થામાં બેઠેલા છે અત્યારે. તો એવું શ્રવણ કરનારા હોય, ઉપનિષદોના અર્થનું શ્રવણ કરે. ફક્ત સાંભળવાનું નહીં. બધા પોતપોતાના ધર્માનુકૂલ કર્મો કરનારા, ધર્મને અનુરૂપ કર્મ કરનારા. પ્રકૃતિને અનુરૂપ ધર્મ હોય, ક્ષમતાને અનુરૂપ ધર્મ હોય. "શક્તિ પ્રમાણે ભક્તિ કરો ભાઈ." બ્રહ્મવિદ્યાનો આશ્રય મેળવનારા હોય. અલ્પ પ્રમાણમાં પણ જો તમે બ્રહ્મવિદ્યાનો આશ્રય લીધેલો હશે તો તરી જવાય. આ બધા સંસારરૂપી વૃક્ષને છોડીને, જો સંસારરૂપી વૃક્ષને છોડવાનું છે, એના મૂળ ભાગ બ્રહ્મનો આશ્રય લઈને. એટલે બ્રહ્મનું જે મૂળિયું છે ને, એ બહુ ઉપયોગી ઓસડ છે સંસારને સમાવવા માટે.
બધા કર્મકાંડ વગેરેને છોડીને લોકો જીદ કરે કે "મારે ૨૫ વખત આ કરવું જ પડે, મારે ૫૦૦ વખત આ કરવું જ પડે, મારે અમુક મંત્રો તો લખવા જ પડે." એક નિયમ તરીકે એમણે ક્યાંકથી શરૂઆત કરી હોય, પણ પછી તો કે જડતાપૂર્વક એને વળગી રહેનાર. તો શું થયું? કર્મકાંડ થઈ ગયું. એનું જે બ્રહ્મત્વ હતું, એ દ્રષ્ટિ ઉડી ગઈ એની. પછી શું થઈ ગયું? મેકેનિકલ એક્શન. એને કર્મકાંડ કીધું કે "કાંડ કર્યો." એને કર્મો કર્યા જ કરે છે સમજ્યા વગર. એમ કે એમાં કોઈ સમજણ નથી બ્રહ્મની. એવું તો એ બધું કર્મકાંડ કહેવાય.
સારભૂત તત્વના રસનો આનંદ પ્રાપ્ત કરનારા છે. તો જે લોકો બ્રહ્મભાવની અંદર છે, એ લોકો સાર મેળવી લીધો છે બધો. એવા તત્વના રસનો આનંદ. પાછો કેવો? તો કે અમૃત. "હું બ્રહ્મ છું." આમ કરે ને અંદર, બસ આમ ટીપા પડવાના ચાલુ થઈ જાય. ટપક, ટપક, ટપક. આમ મીઠો એવો સરસ મજાનો હોય કે "આહાહા!" એવો સન્યાસી બાહ્ય ક્રીડાઓને છોડીને. જો, બહાર જે કરે છે એ બધાને શું કીધું? ક્રીડા. "રમત કરો છો કે તમે તો મોટા થયા કે નહીં? રમત છોડો." કેટલાક મોટા થાય ત્યાં સુધી પણ રમ્યા જ કરતા હોય, રમ્યા જ કરતા હોય. તો ક્રીડાઓને છોડવાની છે, બાહ્ય ક્રીડાઓને. વિષ્ણુની સાથે જ ક્રીડા કરનારા. ક્રીડા ક્યાં કરવાની છે? વિષ્ણુ ક્યાં છે? વ્યાપક, બધે જ છે. તો એના સાથે ક્રીડા કરવાની.
વિષ્ણુરૂપ આત્મા વિષ્ણુનું જ અર્ચન અને ધ્યાન કરીને કૃતાર્થ થાય છે. કરેલું જે છે તે અર્થવાળું બને છે. કૃતાર્થ: એવું કરેલું લેખે લાગ્યું, એને કૃતાર્થ કહેવાય. તમે ૫૦૦ રૂપિયાનું કોઈક ભોજન લીધું અને ભૂખ્યાને ખવડાવ્યું. તમે એને જે તૃપ્તિનું આમ એ થાય ને, "હા, મજા આવી." તો એ તમારું કર્મ જે થયું તે કૃતાર્થ થયું કહેવાય. કૃત કરેલું છે, એ અર્થવાળું થયું એમ કહેવાય. પણ જે ભોજન કરીને બેઠો છે તેને તમે દાન આપવા જાવ કે "લો, અન્નદાન કરવા આવ્યો છું." પેલો બાજુ મૂકી દેશે કાં તો એ વેચી મારશે, બીજાને આપી દે છે. તોય ચાલો એ સારું છે, પણ એનો અર્થ ના આવ્યો તમને. કારણ કે તમે ત્યાં આગળ હોવ પણ ખરા, ના પણ હોવ જ્યારે એ આપી દે કોઈક બીજાને તે વખત.
તો બધાએ શું કરવું જોઈએ? મૃત્યુપર્યંત સવાર, બપોર અને સાયમકાલીન સંધ્યા, સ્નાન, તર્પણ, માર્જન, ઉપસ્થાન. માર્જન કેવી રીતે કરવાનું? આપણા બીજા પુસ્તકમાં આપણે બતાવ્યું છે માર્જનની વિધિઓ અને બધું કેવી રીતે કરવાનું તે. ફરી એક વખત થોડું જરા જોઈ લેજો. તો માર્જન, ઉપસ્થાન તથા પંચ યજ્ઞ. પાંચ યજ્ઞ કયા કયા? દેવ યજ્ઞ, પિતૃ યજ્ઞ, નૃપ યજ્ઞ અથવા અતિથિ યજ્ઞ, ભૂત યજ્ઞ અને બ્રહ્મ યજ્ઞ. પણ જેવો તમે બ્રહ્મ યજ્ઞ કરો એટલે બધા જ યજ્ઞો પૂરા થઈ જાય. કારણ કે આ કશુંય બ્રહ્મની બહાર છે? તો વાસ્તવમાં જો તમે એક જ કરશો તો બધું જ પામી જશો. એટલું અદભુત એવું આ બ્રહ્મનું અદભુત યજ્ઞ છે. તેને કરો.
તો બ્રહ્મને પ્રાપ્તિ કરવા માટે થઈને જે આપણો ભાવ હોવો જોઈએ એ પણ કેવો છે? તો કે "હું યજ્ઞ કરી રહ્યો છું." બ્રહ્માર્પણં બ્રહ્મ હવિર્ બ્રહ્માગ્નૌ બ્રહ્મણા હુતમ્, બ્રહ્મૈવ તેન ગન્તવ્યં બ્રહ્મકર્મસમાધિના (ગીતા ૪.૨૪) એવું બ્રહ્મત્વ પ્રાપ્ત થઈ જાય એક ક્ષણની અંદર. બસ, અને પછી એની અંદર તમારે રહેવાનું, નીચે જ નહીં આવવાનું એમ. એક વખત ઉપર ગયા, ત્યાં જ બસ સ્થિતિ કરીને રહેવાનું. તમે ભગવાન વિષ્ણુની સાથે એમ કે એકરૂપ થઈ ગયા. એવી રીતના કરતાં કરતાં એવા એકાગ્ર ચિત્તથી શું કરવું જોઈએ? દસ પ્રણવ કરવાના. પ્રણવ, પ્રણવ. પછી સાત વ્યાહતીઓ: ભૂ, ભુવ, સ્વહ, મહ, જન, તપ અને સત્યમ. આ સાત વ્યાહતીઓ કહેવામાં આવે છે. વ્યાહતીઓ એટલે બ્રહ્માંડના લેવલ છે બધા, સ્તર છે. અલગ અલગ જગ્યાએ બધા રહેલા છે. તે બધા જને આપણે એક સાથે યાદ કરીએ છીએ. જુઓ, તમે વ્યાપકતાની અંદર જતા રહીએ છીએ જ્યારે ભૂ, ભુથી શરૂ કરીને સત્યમની અંદર પહોંચી જઈએ છીએ.
છેવટે આપણે ક્યાં છીએ? તો કે આખા બ્રહ્માંડને આપણે વ્યાપી ગયા.
એટલે હું એક ડગલું આગળ વધ્યું, બીજું ડગલું આગળ. એ સાત ડગલાની અંદર આખું બ્રહ્માંડ એની સાથે ચાર પાદયુક્ત, ચાર પગ, ચાર પાદયુક્ત અને શિર આપો. જ્યોતિ વગેરે યુક્ત ગાયત્રીનો જપ, ગાયત્રી યજ્ઞ, ત્રિકાળ સંધ્યાની સાથે કરવો જોઈએ.
હવે જ્યાં સુધી તમને કાળનો ખ્યાલ હોય, ત્યાં સુધી તમારે ત્રિકાળ આવે. જ્યાં કાળ પણ અસ્તિત્વ ગુમાવી બેસે છે, તેવી જગ્યાએ તમે પહોંચ્યા છો. પછી તમારા માટે દિવસ, રાત કે સંધ્યા હોતા જ નથી. કોઈપણ સમયે તમે પછી કરી શકો, કારણ કે તમારું ત્યાં હોવાપણું બ્રહ્મની અંદર હોવાપણાના કારણે કાળનું પણ અસ્તિત્વ વિલીન થઈ ગયું છે. કાળ પણ ક્યાં વિલીન થઈ ગયો? બ્રહ્મની અંદર વિલીન થઈ ગયો. જોયું તમે, બધું જ છેવટે તો બ્રહ્મમાં જ લીન છે. કોઈપણ વસ્તુનું અસ્તિત્વ જેવું બહાર દેખાય છે ત્યાં સુધી જ, અને જેવું એનું અસ્તિત્વ વ્યવહારમાંથી એ ચૂકે છે, એટલે સીધો એ ક્યાં જાય? બ્રહ્મની અંદર. તો આજે દેખાતો વ્યક્તિ કાલે જો આપણને ન દેખાય, તો એ ક્યાં છે? તો કે "બ્રહ્મલીન છે," "બ્રહ્મમાં લીન થયેલો છે." "મૃત્યુ પામ્યો," "શોક કર્યો" — આ બધું જરૂરી નથી.
આગળ એ કહે છે કે, એકાગ્ર ચિત્ત થઈને ભક્તિભાવથી યોગ યજ્ઞ. "ભગવાન યજ્ઞ ભગવાન કોણ છે? દરેક યજ્ઞના ભગવાન કોણ છે?" તો કે "ભગવાન વિષ્ણુ છે." આપણે યથાર્થ ગીતામાં પણ જોયું ને કે ભગવાન શ્રીકૃષ્ણ છે, તો કે યજ્ઞના અધિષ્ઠાતા છે. એ યજ્ઞની વાત કરે છે. ગુરુની સેવા. ગુરુ કોઈ છે? ગુરુ અંદર આમ જુઓ, વ્યાપકતાનો ખ્યાલ આવે અને પછી જે આમ જ્ઞાન પ્રકાશ ફેલાય તે ગુરુ. તેને ગુરુ કહેવાય. તેની સેવા કરવાની. સ્થૂળ ગુરુની તો કરવી જ જોઈએ, બરાબર છે. એ પહેલો રસ્તો છે, ત્યાંથી જ આપણે આગળ વધીએ છીએ. પણ છેવટે ત્યાં પહોંચી ગયા પછી પાછું એ નહીં કરવાનું કે આમ શોધીને કોઈક ગુરુને પગ પકડું કે બરાબર હલાવતો કંઈ મહીંથી બ્રહ્મનો અવાજ આવે, કંઈ બ્રહ્મ બહાર પડે. પેલો કહે છે કે, "મૂકી દે લા, મારો ટાટીયો તોડી નાખે છે!"
મન, વાણી તેમજ કર્મ દ્વારા હિંસા રહિત. એક વ્યક્તિ એક વાત કરે અને તમે એમ કહો કે "આમ નથી, આમ છે" કરીને આમ કાપી નાખ્યું, એટલે શું થઈ? વાણીની હિંસા. એક વ્યક્તિ એક વિચાર કર્યો, બીજી વ્યક્તિ કહે કે "આમ નથી જ." એ શું થઈ? વિચારિક હિંસા. કાપી નાખો છો. કર્મ દ્વારા હિંસા રહિત તપ રૂપી યજ્ઞ કાર્ય સતત કરતા રહેવું. વિચારોનો આદર હોવો જોઈએ. કોઈક બીજો કંઈક કરી રહ્યો છે, તેના પ્રત્યે પણ આદર હોવો જોઈએ. સમસ્ત ઉપનિષદોનો અભ્યાસ, પાઠ, સ્વાધ્યાય યજ્ઞ કહેવામાં આવે છે. અત્યારે આપણે શું કરી રહ્યા છીએ? સ્વાધ્યાય યજ્ઞ કરી રહ્યા છીએ.
“ૐ” એ રીતે ઉચ્ચારણ કરતા, હવે માનસિક બ્રહ્મરૂપી અગ્નિમાં જ આત્માની આહુતિ આપવામાં આવે. આત્માની આહુતિ બ્રહ્મરૂપી યજ્ઞ થઈ રહ્યો છે અને તેની અંદર આપી રહ્યા છે. આ કાર્ય સતત કરવાનું છે. પાછું “ૐ” એ રીતે ઉચ્ચારણ કરતાં, બ્રહ્મરૂપી અગ્નિમાં જ આત્માની આહુતિ આપવામાં આવે છે. બ્રહ્માગ્નિ છે. બ્રહ્મનો અગ્નિ કેવો છે? પ્રખર છે, જરા પણ સૂર્ય સમાન તેજસ્વી અને ચંદ્ર સમાન શીતળ. એ શું પેદા કરશે? હિરણ્યમય પ્રકાશ પેદા કરશે. અર્થાત, આત્માને બ્રહ્મમાં વિલીન કરવામાં આવે છે. આમ બે પર્યાયો છે, બે શબ્દ રૂપે છે, પણ બંને એક જ છે. તો તમે જે જુદું સમજો છો, તેને જોડી દેવાનું. બસ, આ સતત કરતા આ ભાવ છે ને, "મારો આત્મા, મારો આત્મા." તો પછી આપો, "મારો આત્મા હું બ્રહ્મને સમર્પણ કરું છું." હવે હું બ્રહ્મરૂપ છું અને પછી બ્રહ્મરૂપ બનીને બેસી રહેવાનું.
બસ, આ સાધના. એમ કે પછી પાછું ફરી નહીં લાવવાનું કે "હું આત્મા છું." આત્મા તો હવે બ્રહ્મમાં વિલીન કરી દીધો. હવે તમે બ્રહ્મરૂપ છો. બસ, પછી એમ રહો. આ સ્થિતિ થઈ ગઈ, પૂરું થઈ ગયું કામ તમારું. સમજાયું?
એટલે કહે છે કે, આ ઓમકાર જ બધા શ્રેષ્ઠ યજ્ઞોથી પણ ઉત્તમ જ્ઞાન યજ્ઞ કહેવામાં આવે. તો તમારે ને મારે રાજસૂય યજ્ઞ કરવા જવાની જરૂર, અશ્વમેઘ યજ્ઞ કરવા જવાની જરૂર, એવા ભાવનાઓ પણ કરવાની જરૂર નથી. પણ આ બેઠા બેઠા થઈ શકે એવું છે. જ્યાં છો ત્યાં, જેમ છો તેમ પણ ત્યાં આ જ્ઞાન યજ્ઞ, સ્વાધ્યાય યજ્ઞ શું કરવાનું? તો કે ઓમકાર વડે આત્માને બ્રહ્મની અંદર વિલીન કર્યા કરવાનું. આ સ્થિતિ પામ્યા કરવાની વારે વારે, વારે વારે જ્યાં સુધી કાયમી સ્થિતિ અંદર આપણને અનુભવમાં ના આવે ત્યાં સુધી કર્યા કરવું જોઈએ.
એ બધાનું જ્ઞાન એ જ દંડ છે, જ્ઞાન જ શિખા છે અને જ્ઞાન જ એનું યજ્ઞોપવિત છે. બાહ્ય ચિન્હોનો ત્યાગ થઈ જાય છે પછી. જો આગળ ઉપર સ્થૂળતાનો ત્યાગ કરીને સૂક્ષ્મમાં પ્રવેશ કરો. જેની ચોટલી અને યજ્ઞોપવિત જ્ઞાનમય હોય છે, તેની સમસ્ત વસ્તુઓ બ્રહ્મરૂપ જ છે. એટલે તમને જો આ ખ્યાલ આવ્યો કે ભાઈ, "મેં આ યજ્ઞોપવિત ધારણ કરેલું છે, બ્રહ્મમય છે" કે "આ બ્રહ્મમય છે." જો અહીંયા આગળ તમારી સતત એમ કે સ્થિતિ રહી, તો તમે બ્રહ્મમય છો. એટલે એમ રહેવું જરૂરી છે, એમ કહે છે.
હે પ્રિય સૌમ્ય, પ્રિય અસૌમ્ય! આ પરિવ્રાજક જે રીતે ઉત્પન્ન થાય છે, એ બતાવી દેવાયું છે. પરિવ્રાજક, સન્યસ્તની એક સ્થિતિ છે, એને પરિવ્રાજક કહેવામાં આવે છે. એ જે રીતે ઉત્પન્ન થાય, તો આ સ્થિતિ છે, આ અવસ્થા છે. વ્યક્તિ નથી. એ સન્યાસી પછી ત્યાં પહોંચી ગયેલો હોય, એ સન્યસ્ત થઈ ગયું એને. એટલે એને બધાનો ત્યાગ વર્તાવવા માંડ્યો હોય, એટલા માટે એ સન્યસ્તક કહેવાય છે.
તો સન્યાસી કામ, ક્રોધ, લોભ, મોહ, દંભ, દર્પ (એટલે ઘમંડ, દર્પ શબ્દ છે ઘમંડ), અસૂયા (એટલે બીજાના ગુણોમાં દોષ કાઢવું, અસૂયા બીજાના ગુણોમાં દોષ કાઢ્યા કરે દરેકમાં કંઈક), મમતા, અહંકાર વગેરેને પાર કરીને માન, અપમાન, નિંદા, પ્રશંસાને જોઈ વૃક્ષની માફક અવિચળ રહે છે. હાલે નહીં, સ્થાવર થઈ ગયું જાણે કે એવી રીતના એ રહે છે. કાપી નાખવાથી એટલે કે કષ્ટ પડવાથી પણ કંઈ જ બોલતા નથી. એ રીતે વિદ્વાન આ લોકમાં પણ અમૃત.
જીવન મુક્ત થઈ જાય, બસ એ જીવન મુક્ત થઈ જાય. આ સંદર્ભમાં રૂચા જોવી જોઈએ.
ભાઈ, પુત્ર વગેરેનું પાલન-પોષણ કર્યા પછી ફરી ક્યારેય તેમની તરફ જુઓ નહીં. એક વખત તમે એમાંથી બહાર આવી ગયા, બસ પૂરું થઈ ગયું કામ તમારું. હવે તમે બ્રહ્મની અંદર છો અને દુઃખ વગેરે સહન કરતાં પૂર્વ અને ઉત્તર દિશામાં પોતપોતાના સ્વરૂપનું અનુસંધાન શોધ કરતાં ભ્રમણ કરો.
પૂર્વ અને ઉત્તર દિશા. પૂર્વ દિશા કઈ? પૂર્વ દિશામાં શું થાય? ઉદય થાય. કોનો થાય? શું સૂર્યનો? સૂર્ય એટલે શું? જ્ઞાન. સૂર્યનો ઉદય જ્યાં જ્યાં થાય તેને પૂર્વ દિશા સમજાયું.
અને ઉત્તર દિશા એટલે શું? તો કે દક્ષિણથી ઉપર જે જેટલું તમે જ્યાં જ્યાં જાઓ, મતલબ જ્યાં હોય ત્યાંથી તમારે ઉપર ચડતા જવાનું, ઉપર ચડતા જવાનું, એ સ્થિતિ પ્રાપ્ત કરો. ઉત્તરોત્તર, ઉત્તરોત્તર, ઉત્તરોત્તર. હા, તો એ કીધું ઉત્તર દિશા છે. બાકી કોઈ બીજી દિશાઓ આમ આમ શોધવાની નહીં.
એવી રીતે અનુસંધાન કરી અને ભ્રમણ કરો કે પાત્રને દંડ ધારણ કરવાની સાથે યુગ એટલે કે બે જીવાત્મા અને પરમાત્મા માત્રનું દર્શન કરનારા વિશાળ જટાવાળા કે મુંડન કરાવેલા મસ્તકવાળા, ઉપવિત જ જેનું કુટુંબ છે એવા સન્યાસીને માત્ર પોતાની પ્રાણયાત્રા માટે મનુષ્ય પાસેથી ભિક્ષા માંગીને અગર માંગ્યા વગર જ ભિક્ષા ગ્રહણ કરતાં નિરંતર વિચરણ કરવું જોઈએ.
સન્યાસીઓમાં પણ બે પ્રકાર છે. એક એવા છે કે જે ભિક્ષા પણ નથી માંગતા. બસ, મળી જાય તો ભોજન કરે. હવે કોકને સંજ્ઞા થાય પાછી કે આ ભાઈ ભૂખ્યો બેઠો છે. પેલો બે દાડાથી બેઠો હોય પણ બોલે નહીં કોઈને. માર. હા, સામે માણસ ખાતો ભલે હોય પણ એને જશે જ પણ ઈચ્છા ના થાય, એનું ચિત્ત ત્યાં ના જાય. અન્નની અંદર એટલો બધો સંયમ કેળવી દીધો હોય ઇન્દ્રિયોનો, મનનો, ચિત્તનો.
કેટલી અદભુત અવસ્થા છે! આપણે અત્યારે ફક્ત એનો વાત વિચાર કરીએ ને તો પણ આપણે એ અવસ્થાએ આપણે આમ જાણે કે પહોંચી ગયા છીએ એવો આપણને અનુભવ આવવા માંડે. પણ એ વાસ્તવિકમાં આપણે લાવવાનો છે ધીમે ધીમે. એટલે પછી ભોગ-વિલાસની બધી લાલસાઓ જે હોય એ બધી સમાપ્ત થઈ જાય.
કેવી રીતે આવું હોય? એટલો બધો બે દિવસે ભૂખ્યા ન હોય, સામે ખાતા હોય? અભ્યાસ, અભ્યાસ. અને એ લોકોને ખ્યાલ આવી ગયો છે, "હું બ્રહ્મ છું." એટલે હવે અન્નની જરૂર નથી. અન્ન પણ બ્રહ્મ છે.
બરાબર. એક કક્ષાએ પછી પ્રાણ પણ બ્રહ્મ છે. પણ પછી તો કે, "હું કેવળ બ્રહ્મ છું અને હું બ્રહ્મ છું એટલે મારે તો પ્રાણની પણ આવશ્યકતા નથી." પ્રાણ ટકાવવાના કે ત્યાગ કરવાના એવું બધું કંઈ રહેતું જ નથી. એ કેવળ બ્રહ્મમય બની ગયો. એટલા માટે એને કશાની આવશ્યકતા રહેતી નથી.
એટલે એમને એમ એકવાર હોય કે આપણે અત્યારે જ્ઞાનનો અભ્યાસ કરતા હોઈએ અને એમને જ્ઞાન પ્રગટ થઈ ગયું હોય એટલે નિરંતર રહેતું હોય એમ, સતત અવિરતપણે હોય એમ જ હોય એમ. એ કેને, "કેમ કૃપાથી દાદાને કેમ જ્ઞાન પ્રગટ એકદમ કેવળ જ્ઞાન થઈ ગયું હોય?" એવું થતું હોય. થાય કે અભ્યાસથી એટલું? આ અભ્યાસથી થાય. બંને સાથે સાથે જ બન્યા કરતું હોય. કોઈ એવું અલગ અલગ આપણે કારણથી કહી ન શકીએ કે આનાથી થયું છે કે આનાથી થયું છે.
બરાબર. કેવળ કૃપા પણ થાય છે ઈશ્વરની. એક ચોથી શક્તિ છે એનું નામ છે. બહુ ઓછા લોકોને ખ્યાલ છે પણ એને અનુગ્રહ શક્તિ કહેવામાં આવે છે. ઈચ્છા શક્તિ, જ્ઞાન શક્તિ, ક્રિયા શક્તિ અને ચોથી ઈશ્વરની જે શક્તિ છે તે અનુગ્રહ શક્તિ છે. આ ચાર હાથ છે. ચતુર્ભુજ, ચતુર્ભુજ બધા કરે છે. વાસ્તવિકતા છે. એટલે અનુગ્રહ થઈ જાય અને જ્ઞાન એને પ્રગટ થઈ જાય અને ઈશ્વર પછી માનવને ચારે હાથે પકડી લે.
બોલો, કોઈક વખતે ત્યારે શું થાય? પછી તૃપ્તિ થઈ ગઈ હોય તો એને ભોજનની આવશ્યકતા જ મટી ગઈ. એને દેહની આવશ્યકતા મટી ગઈ. "હું દેહ છું" એ ભાન જ નથી એને. એ ભાન જ નથી, "હું દેહ છું." ભૂખ કોને લાગશે? તરસ કોને લાગશે? દેહને લાગશે. અહીં તો દેહ જ નથી, એનો ખયાલ જ નથી. એનાથી બહુ ઉપર ઉઠી ગયો છે. એટલે જ કીધું કે એ લોકો હજાર વર્ષ ને દસ હજાર વર્ષ જીવતા અને તપ કરતા. તમેય કરી શકો ને, હુંય કરી શકું. આપણે ત્યાં પહોંચવું પડે, એ સ્થિતિ અવસ્થા પ્રાપ્ત કરી લેવી પડે. એવો અનુગ્રહ આપણી ઉપર થઈ જાય પછી કામ થઈ જાય.
આજે લખેલું છે "ઓટોબાયોગ્રાફી ઓફ યોગી"ની અંદર. તમે પેલા ગિરિબાલા કરીને એક હતા, તો એ પોતે બસ ભોજન વગર રહેતા, જીવતા. એટલે અનુગ્રહ ત્યારે થયો ને? રોજ એણે અભિક્ષા કરી હોય કે આવું થાઓ, આવું. એટલે આવું જ્ઞાનમાં જ રહેવું છે, જ્ઞાનમાં જ રહેવું છે એમ. એટલું બધું એને તપ કર્યું હોય, આવું બધું વાંચન એટલા બધા વર્ષો કર્યું હોય કે આમાં જ કોક અવસ્થાએ તમે પહોંચો. એટલે પછી કોક અવસ્થા પ્રાપ્ત થાય. એ અવસ્થાનું પણ પરિણામ આવે ને? તમે એક પરીક્ષા આપી તો રિઝલ્ટ તો આવશે. ઘણી વખત રિઝલ્ટ પેન્ડિંગ હોય પણ પછી ૧૫ દાળા પછી આવે તો ખરું, બહાર પડી જાય, બહાર પડી. એટલે એવું થયા જ કરે.
તો સ્વરૂપનું અનુસંધાન કરતાં ભ્રમણ કરો. બસ, ભ્રમણ કરો તો પણ કારણ કે સન્યાસી છે. એને કોઈ સ્થાન નથી એવી રીતના. તો પછી એને ભ્રમણ કરવાનું. એટલે અહીંયા આશ્રમમાંથી બહાર નીકળી ગયો છે. જુઓ, નિરંતર વિચરણ કરવું જોઈએ.
માટી, લાકડાનું તુંબડું, શ્રીફળ, દોરીથી ગુંથેલ અથવા પાંદડાથી નિર્મિત પાત્ર જે પણ પ્રકારનું મળે ગ્રહણ કરી લેવું જોઈએ. ચટાઈ, વૃક્ષોની છાલ, સૂકા ઘાસથી બનાવેલી ગોદડી, અજીન એટલે કૃષ્ણ કે મૃગચર્મ તથા જે પાંદડાને કીડાએ ખાધેલા ના હોય તેવા શ્રેષ્ઠ પાંદડા દ્વારા બનાવેલ ઓઢળી, ઉત્તરીયને ધારણ કરવું. એ વખતે એ બધાનો ઉપયોગ કરતા હતા અને આ બધા કેવા હતા? બિલકુલ આપણે શું કહીએ છીએ? "ઓર્ગેનિક" હતા. "હાઈલી ઓર્ગેનિક" હતા આ બધા. એટલા માટે એ લોકો એનો આવો ઉપયોગ કરતા. કેમિકલ ફેક્ટરીઓ જ નહીં ને તે જમાનામાં.
હંસ: હવે હંસ પ્રકારના સન્યાસીની વાત કરે છે તો કે ઋતુ સંધિના સમયે...
હજામત (મુંડન) કરાવવું જોઈએ. એને ફક્ત ત્યારે જ કરવાનું: ઋતુ સંધિ, ઉનાળો અને ચોમાસુ – આ બેના સંધિકાળમાં; શિયાળો અને ઉનાળાના સંધિકાળમાં, એવી રીતે. પરંતુ કુટીચક, આ પણ સંન્યાસીનો એક ભેદ છે, એ શિખા એટલે કે જટાને ક્યારેય ન ખપાવે. પેલો બિલકુલ સપાચટ કરી નાખે, જરાય કંઈ ન કરે. જ્યારે વિશ્વરૂપ વિરાટ પુરુષ ભગવાન નારાયણ શયન કરે છે, ત્યાં સુધીના ચાર માસ એટલે કે ચોમાસામાં, એક જ સ્થળે સ્થિર ચિત્તથી નિવાસ કરે.
ચોમાસુ એટલે, જ્યારે "હું બ્રહ્મ છું"નો વરસાદ વરસતો હોય, તે ચોમાસું છે ભાઈ. બસ, એટલે ત્યારે ચોમાસું ચાલુ થઈ ગયું તમારું. એટલે તમારે પછી ભ્રમણ નહીં કરવાનું, એમ કહે છે. ધર્મમેઘ બરાબરનો અત્યારે વરસી રહ્યો છે, એટલા માટે તમારે દોડધામ નહીં કરવાની. ત્યાં સ્થિર થઈ જાવ, બેસી જાવ, એમ કહેવા માંગે છે. નહીં કે પછી શું કહે છે, "શ્રાવણ, ભાદરવો, આસો" – એક આગળનું પણ છે ને કંઈક પાછું – તો ચાર મહિના સુધી એમ કે ચોમાસું કહેવાય, એવી વાત જે છે, એવું નહીં. એની વાત સ્થૂળમાં છે, અહીંયા સૂક્ષ્મમાં. આપણે હંમેશા સ્થૂળમાંથી સૂક્ષ્મમાં જવાનો પ્રયત્ન રાખવો. બાકી તો વરસાદ બંધ હોય તો તમે જઈ જ શકો છો ને? ત્યાં સુધી બેસી રહેશો? એમ કરતાં ત્રણ દિવસથી વરસાદ નહીં જ પડ્યો. પંદર દિવસ સુધી વરસાદ નથી પડ્યો કે શું કરશો? શ્રાવણ મહિનો આખો કોરો ગયો અને અહીંયા પાણી જ નથી, ખૂટી ગયું છે એ ગામમાં.
તો શું ત્યાં બેસી રહીશું? પાણીની શોધમાં તો બધું આખું ગામ નીકળી પડ્યું છે. તમારે પણ જવું પડશે, નહીં તો તરસથી મરશો. જળ જીવન છે, જળ એ જનાર્દન પણ છે.
આ રીતે, બીજી એટલે કે શ્રવણ, ધ્યાન અને સમાધિ વગેરેની અવસ્થાઓ પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળો સંન્યાસી, સ્વકર્મ કરતાં કરતાં એક સ્થળે નિવાસ માટે રહી જાય. જુઓ, અહીંયા આપી દીધું: એક સ્થળે નિવાસ માટે રહી જાય. આ સ્થળ કયું? બ્રહ્મસ્થળ. વક્ષસ્થળ જે છે, તે બ્રહ્મસ્થળ છે. એટલે સતત અહીંયા એનો નિવાસ થઈ જાય, એનું કલ્યાણ થઈ જાય. તો એને શું થશે કે ધ્યાન-સમાધિ થવા માંડશે, એનો અભ્યાસ થવા માંડશે. એને બીજે ક્યાંય આશ્રય મેળવી લેવો જોઈએ. પોતાનો નિવાસ કોઈ દેવાલયમાં, વૃક્ષના મૂળની નજીક અથવા ગુફામાં કરી લેવો જોઈએ. તથા ત્યાં નિસંગ (કોઈનો પણ સંગ નહીં) અને સર્વદા અલક્ષિત એટલે કે જનસંસર્ગથી દૂર થઈ જવાનું. જો ધ્યાન અને સમાધિનો અભ્યાસ કરવો હોય, તો આ અતિ આવશ્યક બાબત છે કે જનસંસર્ગમાંથી તમારે મુક્ત થવાનું.
વજ્રના અગ્નિ સમાન શાંત બનીને, ચિત્તને એકદમ સ્થિર કરીને, કોઈને પણ જોઈને ક્ષોભ ન થાય, એવી રીતે બધામાં આત્મબુદ્ધિ કરી લેવી જોઈએ. "તું બીજો છે" એવો ખ્યાલ આવે કે "તું મને જુએ છે, હું તમને જોઉં છું", એ બધું થાય ત્યાં ક્ષોભ થાય. મેં આમ ખાધું હોય, નાક ઉપર અહીંયા આમ ચોંટી ગયું, આમ થયું, તમે જોઈ ગયા, તો ક્ષોભ થશે. કેવી રીતે? તો કે આને મને જોઈ ગયો, આ સ્થિતિની અંદર જોઈ ગયો. એ તો એ પ્રકારની ક્ષોભ એટલે નાનમ લાગવા માંડશે કે ભાઈ મેં કંઈ ખોટું-ખરાબ કરી નાખ્યું. એવું કશું કરવાનું નથી, કારણ કે તમે તો બ્રહ્મસ્વરૂપ. તો બધા સાથે એકતા અને અભેદતા કરી નાખી. એટલે હવે કોઈ કેટલું બી ચોપડે ને કંઈ પણ કરે, તમે તો બ્રહ્મસ્વરૂપમાં છો. "લેપાયમાન ભાવોથી સર્વથા નિર્લેપ એવો હું શુદ્ધ આત્મા છું." તમામ લેપાયમાન ભાવોથી ક્ષોભ જ ન થાય, એટલે એવી આત્મબુદ્ધિ કરી લેવી જોઈએ.
અગર પુરુષ પોતાના આત્માને બ્રહ્મરૂપમાં જાણી લે, તો પછી એ શું ઈચ્છે? તો કઈ ઈચ્છાથી કે આશાએ શરીરનું પોષણ અથવા શોષણ કરે? શરીરનું શોષણ કરે છે માણસ, અર્થાત્ એને એવું ન કરવું જોઈએ. જુઓ, ઉપનિષદ કહે છે: "ધૈર્યવાન બ્રાહ્મણ, જેને ધૈર્ય ધારણ કરી લીધું છે, તેવો બ્રાહ્મણ એ અવિનાશી પરબ્રહ્મને ઓળખીને એ જ બ્રહ્મમાં બુદ્ધિને સ્થિર કરે." અધિક શબ્દના આડંબરમાં પડવું નહીં, કારણ કે એ બધો જ વાણીનો દુરુપયોગ છે. "બહુ છટાદાર ભાષણ કર્યું," કહે છે, પણ એ શું થયું? તો કે શબ્દનો આડંબર થયો. એટલે વાણીનો વાસ્તવમાં દુરુપયોગ થાય છે. વૈરાગ્યયુક્ત બનીને સ્થિર રહેવાની ઈચ્છા કરવી જોઈએ. શેમાં સ્થિર રહેવાની? બ્રહ્મમાં સ્થિર રહેવાની ઈચ્છા કરવી જ જોઈએ. આ એક ઈચ્છા "અલાઉડ" છે ભાઈ! જ્યાં સુધી તમે તદરૂપ નથી થયા, ત્યાં સુધી કઈ ઈચ્છા હોય? આ એક જ ઈચ્છા છે કે બસ, હવે કોઈ બીજી ઈચ્છા નહીં.
એ તો બધી જ ઈચ્છાઓ એની મેળે જતી રહેશે.
બ્રહ્મ સિવાય અન્ય કશું છે જ નહીં, એવો દૃઢ નિશ્ચય કરીને, બ્રહ્મને ઓળખીને, વૈરાગ્યને સારી રીતે સમજીને, આત્મારામ બનીને – શું બનીને? આત્મારામ બનીને – સર્વત્ર આત્મદર્શન કરે. બધું જ બ્રહ્મ છે, બધું આત્મા જ છે. એનાથી પૃથક્ બીજું કાંઈ છે જ નહીં, અલગ હોતું જ નથી કશું. અલગતાની વાત જ ન હોય જ્યાં બ્રહ્મ હોય, જ્યાં આત્મા હોય. તો શું હોય? અભેદતા હોય! એવું અભેદ જ્ઞાન પ્રગટ થઈ જવું જોઈએ આપણી અંદર. અને એના માટે ઈચ્છા કરવી જોઈએ, એમ કહે છે. જ્યારે હૃદયમાં રહેનારી બધી જ ઈચ્છાઓ શાંત થઈ જાય છે, ત્યારે એ મરણધર્મા હોવા છતાંય મૃત્યુહીન બનીને બ્રહ્માનંદનું રસસ્વાદન કરે છે. હૃદયમાં ઈચ્છાઓ, આ બધી વૃત્તિઓ છે, જે અંદર વર્તે છે, તે મનમાં વર્તે છે. પણ આ બધી રહેલી ક્યાં છે? પુર્યાષ્ટકમાંથી બધી ક્યાં આવેલી છે ખરેખર? હૃદયની અંદર.
ત્યારે શું કહ્યું? તો કે હૃદયની અંદર આ વૃત્તિઓ. તમે જેવું બ્રહ્મનું દર્શન કરવાનું શરૂ કરશો, એટલે આ વૃત્તિઓ બધી ઝાકળની જેમ ઊડી જશે. કેવી રીતે ઊડી જશે? ઝાકળની જેમ ઊડી જશે. આત્મસૂર્ય પ્રગટ થાય એટલે ઝાકળને જવું જ પડે. સૂર્ય પ્રગટે અને ઝાકળ રહે, એવું બને? અશક્ય છે! વિજ્ઞાન ના પાડે છે ભાઈ. તે ઝાકળ ક્યાં સુધી હોય? તો કે સૂર્યોદય થાય ત્યાં સુધી જ હોય. સૂર્યોદય થયો ને અડધો કલાક થયો એટલે ઝાકળ બધું ગમે તેવું હોય પણ...
બધું ઉડી જાય. ગમે તેવું ગાઢ ધુમ્મસ હોય, પણ જો સૂર્ય પ્રખર પ્રગટ થયો એટલે બધું ચાલી ગયું. તો આપણે એમ સમજવાનું કે ભલે ગમે તેટલો ગાઢ ધુમ્મસ છે અંદર, પણ એ બધું કેવું છે? પાણીના ટીપા જેવું છે અને એ બધું ઉડી જશે. પછી શું? એટલે સતત આપણે અહીંયા આગળ આ વૃત્તિઓ છે તેને આપણે જોવી જ હોય ને. વૃત્તિઓમાં આપણે આત્મા છે એમ સૂર્ય. આ વૃત્તિઓ કોના આધારે છે એ ખબર કેવી રીતે પડે છે? "આ વૃત્તિ છે, પેલી વૃત્તિ છે, પેલી વૃત્તિ છે." મને આવું આવું અંદરમાં પડેલું છે એ બધું જણાવે છે કોણ તમને? તો એ આત્મા છે. એની પર જેવું ચિત્ત ગયું તમારું અને ત્યાં સ્થિર થયું એટલે બધી વૃત્તિઓ ઝાકળની જેમ ઉડી જાય. ત્યારે શું થાય? તો કે બધી ઈચ્છાઓ શાંત થઈ જાય, કારણ કે કોઈ વૃત્તિ રહી જ નથી હવે. એટલે પછી તો કે મરણધર્મ હોવા છતાં એ મૃત્યુહીન થઈને બ્રહ્માનંદનું રસસ્વાદન કરે.
બ્રહ્મનું રસ સ્વાદન થયા કરે પછી. બસ, પછી મૃત્યુવત્ કઈ વિચારતો ના હોય. શું દરેક દેહનો ત્યાગ થવાનો છે? એક વિસર્જન ગમે ત્યારે થવાનું જ છે. જ્યોતિષમાં એના માટે એક શબ્દ આપ્યો છે: "જાતક". જે જન્મેલો છે તેને જાતક કહે. "આ જાતકને આવો ગ્રહ નડે છે ને તેવું થાય છે ને આમ થશે ને." એવું બધું ફળ આ દેશમાં લખ્યું. તો કીધું છે ક્યાંક કે "જાતકસ્ય જીવો ધ્રુવો મૃત્યુ." કે જે જન્મ્યો છે તેનું મૃત્યુ તો નિશ્ચિત છે. પણ જો તમે એમ કીધું કે "હું અજન્મા છું" અને ત્યાં સ્થિર થઈ ગયા, તો મૃત્યુ તમારું થતું નથી. કારણ કે તમે કોણ છો એની તમને ખબર પડી ગઈ અને જેનું થવાનું છે તેને તમારે રોકવાની જરૂર નથી, કારણ કે કુદરતનો ક્રમ છે. એટલે તમને મૃત્યુના ભયમાંથી બહાર કાઢી નાખશે. "મહામૃત્યોમાંથી અમૃત સમીપે નાથ લઈ જા." જે પ્રાર્થનાઓ તમે કરી હતી તેનું ફળ આવું આવે તે વખતે.
"હે પ્રિય સૌમ્ય, જે પોતાના આ નૈષ્ઠિક સન્યાસીઓના ધર્મને છોડી દે છે એ પુરુષત્વનાશક પુરુષ." કોણ બન્યો? જે બ્રહ્મને પાછળ પડ્યો તે જ પુરુષ છે, શોધમાં નીકળ્યું તે. બરાબર? એટલે એનો પુરુષત્વનો નાશક થાય છે. "બ્રહ્મઘાતી." બ્રહ્મનો ઘાત થઈ જાય છે ત્યાં. "ગર્ભઘાતી." હિરણ્યગર્ભ જે થવાનો હતો તેનું એણે શું કર્યું? તો કે ઉચ્છેદન કરી નાખ્યું. એટલે એને ગર્ભઘાતી અહીંયા કીધો અને "મહાપાતકીની માફક હોય છે જ્યાં છોડી દે છે એ બધા." એટલે આ ઘોર કર્મ છે. એટલે કે તમે બ્રહ્મનિષ્ઠામાં રહેવાનું કે બ્રહ્મની સાધના કરવાનું કોઈ કાળે છોડશો નહીં એમ કહે છે આપણને. જે સન્યાસી આ વૈષ્ણવી નિષ્ઠાને છોડી દે છે એ ચોર થાય. એની વૃત્તિઓ પછી બદલાવવા માંડે, બધું એ થાય. "ગુરુપત્નીગામી, મિત્રદ્રોહી અને કૃતઘ્ન બની જાય છે." બધા જ લોકોથી ભ્રષ્ટ થઈને અધોગતિને પ્રાપ્ત થાય છે.
નીચે ને નીચે, નીચે ને નીચે પડતો જાય. આ સંદર્ભમાં રૂચાઓ છે: "ચોર, દારૂડિયો, ગુરુપત્નીગામી અને મિત્રદ્રોહી એ પ્રાયશ્ચિતથી શુદ્ધ બની જાય છે." આવું પણ થઈ ગયું. પાછો કોઈ એક સ્ટેજે પહોંચી ગયો. કોઈ પણ જો ફરી પાછું એ પ્રાયશ્ચિત કરે કે "મારાથી ભૂલ થઈ હતી અને હવે હું એમાંથી પાછો ફરું છું," તો પ્રાયશ્ચિત થવાથી પાછો એ શુદ્ધ થઈ જાય. પરંતુ, "વ્યક્ત અને અવ્યક્ત સ્વરૂપ વિષ્ણુલિંગ અનુશાસન સૂત્રોને છોડવાથી સન્યાસી કોઈપણ રીતે પવિત્ર થઈ શકતો નથી." જેણે વિષ્ણુલિંગ અનુશાસન સૂત્ર પોતાની એક ડિસિપ્લિન હોય ને કે ભાઈ મારે બ્રહ્મનું આ કરવું, આવી રીતે મારે બ્રહ્મને ધારણ કરવું સતત આમાં. એવું પણ જેને છૂટી જાય છે તે પછી પાછો વળી શકતો નથી. ટૂંકમાં એક જ કહે છે કે તમે બ્રહ્મને છોડી નહીં શકો. "અંતઃ તથા બાહ્ય વિષ્ણુલિંગને છોડીને જે સન્યાસી પોતાના આશ્રમમાં જ રહે છે અથવા આશ્રમનો ત્યાગ કરી દે છે એ દરેક પળે મુશ્કેલીઓથી ઘેરાયેલો રહે છે." તમે જેવો બ્રહ્મત્વનો સાથ છોડ્યો, ભગવાનનો સાથ છોડી દો એટલે મુશ્કેલીઓથી ઘેરાઈ જાય છે.
"એવી વ્યક્તિની સદગતિ અનંત કાળ સુધી પણ જોવામાં આવતી નથી." એને પછી જન્મો પર જન્મો થયા જ કરે, થયા જ કરે. કારણ કે એની વૃત્તિઓ પાછી બધી જાગૃત થઈ જવાની. પછી એ બધું જાતજાતનું કર્યા જ કરશે. સંસારની અંદર ખૂંપેલો જ રહેશે. આવું બધું થયા જ કરશે. કોક ગમી ગઈ કે આમ નક્કી થઈ ગયું, "મારે તો આટલા આટલા જ જોઈ અને આટલા આવે એટલે પછી હું આમ કરીશ ને આમ કરીશ ને આમ કરીશ." મીનારા ચણાઈ ગયા એના. પછી એ ચાલ્યું. તમારા એટલા બધા દેશના વીઝા લઈને ભટક ભટક ભટક કર્યા જ કરવું પડે. સમજાય છે? અને ત્યાં આગળ જઈને વળી પાછું પેલું જુએ, એફિલ ટાવર ઉપર પેલાને દારૂ પીતો જુએ, શેમ્પેન પીવાનો છે. પછી તો હોર ચિત્ત દોડે ત્યાં આગળ. એને ત્યારે બ્રહ્મ યાદ ના આવે. અને જે સ્થિર થઈ ચૂકેલા છો એને તો કોઈ સ્થાન હોતું જ નથી બ્રહ્મ સિવાય. એ ક્યારેય કશાની બહાર જતો નથી.
એટલે એ ત્યાં એફિલ ટાવર ઉપર પેલાને આવી રીતની સ્થિતિમાં જુએ ને તો પણ એને તે વખતે બ્રહ્મ જ દેખાતો હોય, જણાતો હોય. નહીં કે આ નામરૂપધારી કોઈ ફલાણો ઢીંકણો આમ કરી રહ્યો છે કે આવી વૃત્તિવાળો છે. આવું બધું કશું એ જોતો જ હોતો નથી.
"જે પુરુષ સન્યાસ આશ્રમને ગ્રહણ કરીને પોતાના ધર્મમાં સ્થિર રહેતો નથી, પોતાના ધર્મમાં એવા પુરુષને આરુઢચ્યુત પાતકી પાપી સમજવો જોઈએ." પાપ કયું છે? પોતાના ધર્મનું જે પાલન કરવામાંથી પડી ગયો હોય તે પાપી. કારણ કે એ પુરુષ, પુરુષનો ધર્મ શું છે? બસ, સન્યાસ આશ્રમમાં આવીને પણ પાપી થઈ ચૂક્યો છે એવું વેદોનું અનુશાસન આદેશ છે. જે આમાંથી પણ પડી જાય છે. માટે, "હે પ્રિય સૌમ્ય, જે પુરુષ સન્યાસ આત્મધર્મ વિષ્ણુ સાથે સંબંધ નિષ્ઠાને મેળવીને એને પ્રદૂષિત ન કરતા પ્રતિષ્ઠિત રહે છે એ જીતેન્દ્રિય થાય છે. એ વિશાળ કીર્તિ અને લોક તત્વનો જાણકાર બને છે. એ બ્રહ્મવેદતા હોય છે. એ સર્વજ્ઞ હોય છે. એ જાતે પ્રકાશરૂપ થતા પરબ્રહ્મને પ્રાપ્ત"
કરે છે, એ પોતાના પિતૃઓ, સંબંધીઓ, ભાઈઓ, મિત્રો, સમસ્ત પ્રેમી સંબંધીઓને પણ સંસાર સાગરથી તારી દે છે. હરેક કુળમાં એક બ્રહ્મવેત્તા થઈ જાવ. જય સચ્ચિદાનંદ.
જે વિદ્વાન આ સંન્યાસ ધર્મને ગ્રહણ કરે છે, એના કુળમાં ૧૦૦ પેઢીઓ પૂર્વ અને ૩૦૦ પેઢી બાદ સુધી જન્મ લેનારાઓનો ઉદ્ધાર થઈ જાય છે. બધાને કંઈ ને કંઈ ફાયદો થાય. આપણા જે કુળમાં આપણે આવ્યા છીએ, એ કુળમાં કોઈક પાક્યો હશે, કંઈક આપણું હશે, તો આપણને જો અત્યારે આવી બધી સૂઝ પડે છે ને, આપણે આપણો જે કંઈ જીવનકાળ છે તે આવી બાબતોની અંદર આપણે ગાળી શકીએ છીએ, તો આપણે એમને પણ યાદ કરીને કહેવું જોઈએ કે, "ધન્ય છું! ધન્ય છું!"
"અશ્વત્થામા બલિર્વ્યાસો હનુમાનશ્ચ વિભીષણઃ કૃપશ્ચ પરશુરામશ્ચ સપ્તૈતે ચિરંજીવિનઃ." આ બધા જ ચિરંજીવીઓને આપણે યાદ કરીએ, આમ યાદ કરીએ, સપ્તઋષિને યાદ કરીએ. બધા કહે છે કે, "હું ધન્ય છું! ધન્ય! તમારા કુળમાં મારો જન્મ થયો. કેટલી અદભુત વાત બની કે આજે હું બ્રહ્મ વિશે જિજ્ઞાસુ બન્યો! કે હું તમારા કુળમાં હતો, તો કે તમારું કંઈક મને આશીર્વાદ લાગી ગયો છે, તો આજે મારી આ સ્થિતિ થઈ છે. તો હું ધન્ય છું. બસ, હવે હું બ્રહ્મને પામી અને પામીને જંપીશ." એમ કે, "ત્યાં સુધી હું હવે આ છોડીશ નહીં, કે આજ મારો સંન્યાસ છે ને, આ નિશ્ચય છે ને, એ ધર્મનું પાલન કરીશ જ કરીશ." તો આવનારી પેઢી, પાછળના બધાને પણ એનો ઉપયોગ થશે.
આપણે જાણતા નથી, કોઈક આપણા પિતૃઓએ કેવા કેવા કૃત્યો કરી બેઠા છે. કોઈ કોઈ કાળે દસ્તાવેજોમાં ખોટી સહીઓ કરાઈ હોય, કોઈની જમીનો લઈ લીધી હોય, કોઈ કોઈ જેમ કે દગા-ફટકા કરેલા હોય. આ બધા જે કહે છે ને, પેલા શું કહેવાય, ભેદ કરે, રાજાઓના બધાના રાજ્ય લઈ લીધા હતા તે વખતે કંઈક ગુપ્ત માહિતી આપી દીધી હોય, કંઈ પણ બન્યું હોય, આપણે જાણતા નથી કોઈનાથી. એ બધાને પણ એનો ફાયદો થશે. તો ત્યાંથી શરૂ કરીને ભવિષ્યમાં આવનારા બધાને એનો ફાયદો થશે.
આજે આ જે સંસ્કાર અંદર આવી રહ્યો છે, એ સંસ્કારના પરિણામ સ્વરૂપ શું બનશે? તો કે, ભવિષ્યમાં આવનારાઓના બધાના ડીએનએની અંદર પણ આનો અંશ મોજૂદ હશે, આનો લેશ હશે. વચ્ચે સાયન્ટિસ્ટોએ એક એવો એક્સપેરિમેન્ટ કર્યો હતો કે, એક ડીએનએના બે સેમ્પલ લીધા. બંનેને અલગ અલગ કોન્ટિનેન્ટની અંદર, અલગ અલગ ખંડની અંદર મૂક્યા. એક યુરોપમાં મૂક્યો ને એક અમેરિકામાં, દાખલા તરીકે. હવે આ જે પેલો અમેરિકામાં હતો, તેને એક આવું અદભુત સુંદર મજાનું સંગીત સંભળાયું કે કંઈક બીજું કર્યું કે એવા બધા પ્રયોગો કર્યા, તો જે પળે, જે ક્ષણે જે વસ્તુ ત્યાં આગળ થતી હતી, એના ડીએનએમાં જે કંઈ ફેરફારો, હલચલ થતા હતા, તે જ પ્રમાણેના અહીંયા થતા હતા. એટલો બધો ફેરફાર! આ બધા પ્રયોગો થઈ ચૂકેલા. તો આ ડીએનએ કેટલી અદભુત વસ્તુ છે! અને આ સ્થૂળની અંદર થયેલા પ્રયોગોની વાત છે.
તો નિશ્ચિતપણે આ જે શ્રેષ્ઠ બ્રહ્મ સંસ્કાર પ્રાપ્ત થઈ રહ્યો છે આપણને, તે આગળ ઉપર પણ કામ લાગવાનો છે.
વિદ્વાન ધર્મિષ્ઠ સંન્યાસી ૩૦ પર, પછીની ૩૦ અપર, ૩૦ પર, ૩૦ અપર એટલે પહેલાની, પછીની અને ૩૦ પરથી પણ પર, પછીથી પણ પછીની પેઢીઓને, પૂર્વજોને તારી દે છે, એવું શ્રુતિઓનું વચન છે. પ્રાણો જ્યારે કંઠમાં મૃત્યુની નજીક હોવા છતાં પણ જે આ રીતે કહી દે કે, "મેં સંન્યાસ લીધો છે," તો એમ સમજવું જોઈએ કે એણે પિતૃઓને તારી દીધા. સંન્યાસ એટલે સંસારમાંથી હું સંન્યાસ લઈ રહ્યો છું, એ વાત છે. તો પણ એના પિતૃઓ તરી જાય છે, એવી વેદની આજ્ઞા છે, વેદનું અનુશાસન.
હે પ્રિય સૌમ્ય! વિદ્વાન પુરુષે ઈચ્છવું જ હોય, શું ઈચ્છવું જ હોય? જો એ પણ તો ખબર હોવી જ હોય. વિચારવું જોઈએ, શું વિચાર કરવો એ તો ખબર હોવી જોઈએ ને? તો કહે છે કે, આ સનાતન આત્મનિરૂપક ધર્મનો, વિષ્ણુ સંબંધી નિષ્ઠાનો સમ્યક રૂપે નિર્વાહ કર્યા વિના, એટલે જાતે આચરણ કર્યા વિના ઉપદેશ ન કરે. એટલે, "હું બ્રહ્મ છું" નો ખ્યાલ જ્યાં સુધી એનામાં સ્થિત બરાબર ના થવા માંડે હોય, ત્યાં સુધી એને બ્રહ્મનો ઉપદેશ કરવો ન જ હોય.
પછી એની સાથે જ, જે વેદાંતનો જ્ઞાની ના હોય, જેને વેદ વિશે જાણવું જ ના હોય, એવા કોઈને આ જ્ઞાન આપવું નહીં. આત્મબોધ યુક્ત ના હોય, "હું આત્મા છું" એવું જેને ખ્યાલ પણ ના હોય, વિતરાગ ના હોય (રાગ-દ્વેષથી મુક્ત થયો હોય તેને જ વિતરાગ કહેવાય), શુદ્ધ ચિત્ત, વિનીત અને જિજ્ઞાસુ ના હોય (જિજ્ઞાસા હોવી જોઈએ એનામાં, શુદ્ધ ચિત્ત હોવું જોઈએ અને વિનીત હોવું, નમ્ર હોવું જોઈએ, વિવેકી હોવું કે હું નીચે છું) એવા પુરુષને આનો ઉપદેશ કરવો જોઈએ નહીં. આવું ના હોય એવા કોઈને પણ આ બધું જ્ઞાન આપવું જોઈએ નહીં.
આ વાતને પોષણ પ્રદાન કરનારી આ રૂચાઓ છે. બ્રહ્મવિદ્યા બ્રાહ્મણની પાસે આવી અને બોલી કે, "હે બ્રાહ્મણ! મારું રક્ષણ કરો. હું તમારી સંપત્તિ છું." આજે જ્ઞાન તમને પ્રાપ્ત થઈ રહ્યું છે, હવે બ્રહ્મવિદ્યા તમારા પાસે આવીને તમને કહે છે: "મને બીજાના ગુણોમાં દોષ જોનારા, કુટિલ, ધૂર્ત અને મૂર્ખ પુરુષને ઉપાદિષ્ટ ન કરશો, ઉપદેશ આપશો નહીં. એવા લોકોને એવું કરવાથી હું પ્રભાવશાળી રહી શકીશ નહીં."
જેને પવિત્ર, અભિમાન શૂન્ય, સાવધાન, મેધાવી અને બ્રહ્મચારી સમજો, એવા પાસે આવેલા જિજ્ઞાસુની સારી રીતે પરીક્ષા કરીને આ આત્મતત્વ બોધિકા વૈષ્ણવી વિદ્યાનો ઉપદેશ આપવો જોઈએ. "આપ સૌ આજ છો, બ્રહ્મ સ્વરૂપ જ છો," એમ સમજીને જ આ સામે હું તમને આપી રહ્યો છું.
શિક્ષા પ્રાપ્ત કર્યા પછી પણ જે પુરુષ મન, વાણી અને કર્મથી પોતાના ગુરુજનોનો આદર કરતા નથી, એવા લોકોના અન્નનો કલ્યાણની ઈચ્છા રાખનાર ગ્રહણ કરતા નથી, તથા ગુરુ પણ તેના અન્નનો સ્વીકાર કરતા નથી. ગુરુ અન્નનો સ્વીકાર કરતા નથી. તમે જે અર્પણ કરો તે બધું અન્ન છે. તો ગુરુને અંદર તમે જે કાંઈ ભાવ અર્પણ કરો છો, તે પછી એક્સેપ્ટન્સ થતું. તમે ગમે એટલા એક્સેપ્ટન્સ મેડિટેશન કર્યા કરો.
પણ પેલો સ્વીકાર થતો એમાં જે હડલ આવે છે, તેનું મૂળ કારણ આ છે. જે અનુભવ આવી જો ને, એક જ વખતમાં "આઈ એક્સેપ્ટ એઝ ઈટ ઈઝ એવરીથિંગ" તો એમાં જે વિક્ષેપ આવે છે, આવરણો જે છે તે આ બધા આવરણો છે, આના કારણે ઉત્પન્ન થયેલા છે. એ બધું જે વાયોલેટ થાય છે, એના આધારે આ વસ્તુ થાય છે. એટલે આ "વાયોલેશન કોડ ઓફ કન્ડક્ટ". બ્રહ્મત્વ પામવા માટેનું જે મિનિમમ ક્વોલિફિકેશન પ્રિસ્ક્રાઇબ કરેલું છે, તેનાથી ઓછું હોય એવાને કંઈક આપી દીધેલું હોય તો પણ એ માણસ એક્સેપ્ટ કરી શકતો નથી. એનું કારણ એ હોય છે કે તેનામાં આ બધી વસ્તુ અંદર પડેલી હોય છે.
ગુરુ જ પરમ ધર્મ છે; ગુરુ જ પરમ ગતિ છે. જ્ઞાન આપનાર ગુરુને જે પુરુષ આદરિત કરતો નથી, અર્થાત એમનું સન્માન કરતો નથી, એ પુરુષનું ભણેલું, એનું શિક્ષણ કાર્ય, જ્ઞાન, એની તપસ્ચર્યા, એનું જ્ઞાન ધીમે ધીમે એવી રીતે ક્ષીણ થઈ જાય છે, સમાપ્ત થઈ જાય છે, જેમ કાચા ઘડામાંથી જળ નીકળી જાય, એવી રીતે એનું જ્ઞાન પછી ધીમે ધીમે એનો સાથ છોડી દે.
એક કાળે એનામાં જ્ઞાન હોય. તમે જુઓ છો, આ બધા મહાન ઘણા બની ગયા, ગુરુઓ થઈ ગયા, કંઈક બધું થઈ ગયા. પણ પછી ધીમે ધીમે શું થયું? બધું જ્ઞાન જમી ગયું એમનામાંથી. આ જ કારણસર, કેમ? તો કે આચારમાંથી એ લોકો નીચે પડતા જ ગયા. ઘડો કાચો છે, એટલે બધું ઝરી ગયું. તો બધા એ થઈ ગયા. અત્યારે બિલકુલ અકિંચન, દરિદ્રની જેમ લોકો જીવતા હોય તો કે એના કરતાં તો જેલના કેદીઓ સારા. ઘણી વખત એવો પ્રશ્ન થાય.
કોઈને એવું છે કે એ પ્રમાણિક હોઈ શકે, પણ પેલો નથી રહ્યો પોતાની જાત સાથે, પોતાના વિચાર સાથે, પોતા જે નક્કી કરેલો આદર્શ હતો કોઈક સમયે, તેને એ નિષ્ઠાપૂર્વક રહી શક્યો નથી. એટલા માટે એ પડી ગયો.
જે પુરુષની દેવતાઓમાં પરમ ભક્તિ હોય છે. કયા દેવતા? ૩૩ દેવતા? ૩૩ કોટિ દેવતા? ૩૩ જાતના દેવતાઓ? તો આ એક એક ઇન્દ્રિય છે, એ એક એક દેવતા છે, ભાઈ! બીજા બધા પેલા મુગટવાળા, આમ કંઈ સ્વર્ગમાંથી આવતા ને, એવા તેવા બધા દેવતાઓ ખોળાખોળ ના કરશો. આ દેવો છે, અંદર જ છે, આ બ્રહ્માંડમાં.
એ ૩૩ દેવતાઓમાં પરમ ભક્તિ હોય છે. દેવત્વ પ્રગટાવે છે, ઇન્દ્રિયોમાં દિવ્યતા પ્રગટાવે છે, એવો જે છે. અને જેમ દેવતાઓમાં, એવી જ રીતે ગુરુમાં પણ એની પરમ ભક્તિ હોય છે. એવો પુરુષ બ્રહ્મજ્ઞાની પરમપદને પ્રાપ્ત કરે છે.
એટલે પોતાની ઇન્દ્રિયોને પણ "છિટ છટ" ના કરતો હોવો જોઈએ. પોતાના મનને પણ "છીટ છીછટ" ના કરતો હોવો જોઈએ કે, "મારું દૂષિત મન થઈ ગયું, મારું તો આ ઇન્દ્રિય બરાબર કામ નથી કરતી, મારું શરીર બરાબર નથી સાથ આપતું." એક વખત બોલ્યો એટલે બધા દેવોનું એક સાથે અપમાન કરી નાખ્યું એને.
"હું શક્તિ વગરનો અનુભવ કરું છું." ભૂલથી એ બોલાય નહીં. આટલા બધા દેવો સાથે જ હોવા છતાં પણ માણસ બોલે કે, "હું આવું"? પછી એનો ભોગવટો આવે. "વાયોલેશન કોડ ઓફ કન્ડક્ટ", યમ-નિયમ બધું લાગી પડ્યું તરત જ.
એટલે એવું આ વેદનું અનુશાસન છે. જુઓ, વેદો બહુ સ્પષ્ટ છે આ બાબતમાં. બીજો કોઈ રોગ, બીમારી બધું નહિતર શા માટે આવે? કોને થાય? શા માટે ના? આ જડ છે, પણ જડ નથી; જડ પણ ચૈતન્ય જ છે. બસ, એવી રીતના કરીને આમ જીવે છે. બધું બ્રહ્મ છે. તો આમ જ્યાં જ્યાં જુઓ ત્યાં તમને બ્રહ્મના જ સ્પંદનો બધા. આપણને આમ થાય, ખરેખર બ્રહ્મનું કોઈ સ્પંદન ના હોય, પણ નિસ્પંદ હોવા છતાં પણ એની એક અનુભૂતિ હોય. એટલે એને "વાઇબ્રેશન" નહીં કહી શકું, પણ કંઈક બીજું છે ખરું; પણ એને બસ એક અનુભૂતિ છે એમ કહેવાય. તો એ સતત અનુભવાશે પછી.
એવી વેદની આજ્ઞા છે, આદેશ છે અને એ રીતે આ ઉપનિષદ વિદ્યા પૂર્ણ થાય છે. ૐ પૂર્ણમદ: પૂર્ણમિદમ: પૂર્ણાતપૂર: પૂર્ણમુદચ્યતે. પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવા વશિષ્યતે. શાંતિ.
ધન્યવાદ. આપણે ૧૦ મિનિટ વિરામ લઈ લઈશું.
આ લખાણ AI દ્વારા તૈયાર થયું છે. શંકા હોય ત્યાં મૂળ પ્રવચન સાંભળી ખાતરી કરવી.