ઉપનિષદ સિરીઝ · વિડિયો ૫૦
વિડિયો ૫૦
આ પછી બ્રહ્મર્ષિ શાંડીલ્ય ચારેય વેદોનું અધ્યયન કર્યા પછી પણ બ્રહ્મવિદ્યાને પ્રાપ્ત ન કરી શકવાના કારણે ભગવાન અથર્વની શરણમાં જઈને કહ્યું, "હે ભગવાન, તમે અમને બ્રહ્મવિદ્યાનો પાઠ ભણાવો જેથી અમારું કલ્યાણ થાય."
આ સાંભળીને શાંડીલ્ય ઋષિ પાછા વેદ અધ્યયન કરવા ગયા. ચિરકાળ સુધી અધ્યયન કર્યું છતાં પણ બ્રહ્મવિદ્યા પ્રાપ્ત ન થઈ, ત્યારે તેઓ પાછા આવ્યા.
અથર્વા મુનિએ કહ્યું, "હે શાંડીલ્ય, બ્રહ્મ સત્ય, વિજ્ઞાન અને અનંત રૂપોમાં સંવ્યાપ્ત છે. એવું કોઈ રૂપ જ નથી કે જ્યાં બ્રહ્મ નથી. જેમાં આ બધું જ ઓતપ્રોત છે, જેમાં આ પ્રાદુર્ભૂત થાય છે અને અસ્ત થાય છે, એ રીતે જેને જાણી લેવાથી આ બધું જ જાણવામાં આવે છે, તે હાથ-પગથી રહિત છે, નેત્રથી રહિત છે, કાર્યવિહીન છે, જીભ રહિત છે એટલે બોલતું નથી, શરીરવિહીન છે એટલે એને નામ નથી, રૂપ નથી, ગ્રહણ ન કરી શકાય એવું છે, ગ્રહણીય પકડાય નહીં, મનથી પણ નહીં અને સ્પષ્ટ રૂપે ન જાણી શકાય એવું છે. જેને પ્રાપ્ત કર્યા વગર વાણી અને મન પાછા વળી જાય છે, જે માત્ર જ્ઞાનથી જ પ્રાપ્ત થઈ શકે છે, જેનાથી પ્રાચીન પ્રજ્ઞાનો પ્રચાર-પ્રસાર થયો છે, જે અનુપમ અને અદ્વિતીય છે. આકાશના સદ્રશ સર્વત્ર વ્યાપ્ત રહેવાવાળો, અતિ સૂક્ષ્મ, નિરંજન, ક્રિયાવિહીન, એકમાત્ર સત્ય સ્વરૂપ, ચેતનાથી સંપન્ન, આનંદ સ્વરૂપ, એક રસથી સંપન્ન, મંગલમય, અત્યંત શાંત અને અમર છે.
તે જ પરમ અવિનાશી બ્રહ્મ છે. તે તમે જ છો. જ્ઞાન વડે તમે તેને જાણો. જે એક જ દેવ આત્માની શક્તિના રૂપમાં પ્રમુખ, બધા પ્રકારથી જ્ઞાન સંપન્ન, સર્વેશ્વર, સમસ્ત પ્રાણીઓના અંતરાત્મા, બધા જ પ્રાણીઓમાં નિવાસ કરનારા, બધા જ પ્રાણીઓમાં છૂપેલા, બધા જ પ્રાણીઓનું મૂળ ઉત્પત્તિ સ્થાન છે. તે કેવળ યોગ દ્વારા જાણી શકાય એમ છે. યોગ ક્યાં કરવાનું? એમની સાથે જોડાણ, તેને યોગ કહેવાય. તે કેવળ યોગ દ્વારા જાણી શકાય એમ છે. જે વિશ્વની સૃષ્ટિ, પાલન અને વિલય સ્વયં કરે છે, તે જ આત્મા છે. તે આત્મામાં જ બધાને સ્થિત સમજો. આ જે કંઈ રહેલું છે, એ બધું ક્યાં છે? આત્મામાં. તો આત્માથી મોટો કોઈ નથી, મહાન કંઈ નથી. એ અનંત છે, અપરિમેય છે, વ્યાપક છે, બધું સિદ્ધ થઈ ગયું. અને તે આત્મા તમે છો. તો એટલા સૂક્ષ્મતમ લેવલ ઉપર જાવ. તમે એને જ્ઞાનથી જાણો.
એ જ્ઞાનથી તમે જરા પણ શોક ના કરો. આત્માનું વિશિષ્ટ જ્ઞાન પામીને તમે તમામ શોકનો અંત કરી શકશો. તમે અશોક બની જશો, પછી તમે આનંદ બની જશો."
આ પ્રમાણે અથર્વા મુનિ પાસેથી જાણકારી મેળવીને મહાત્મા શાંડીલ્યએ પુનઃ પ્રશ્ન કર્યો, "હે ભગવાન, જે પરબ્રહ્મ એકાક્ષર છે, ક્રિયાવિહીન છે, મંગલમય છે, સત્તા માત્ર અને આત્મસ્વરૂપ છે, તેનાથી આ જગત કેવી રીતે ઉત્પન્ન થાય છે? કેવી રીતે પ્રતિષ્ઠિત થાય છે? અને કેવી રીતે એમાં એ વિલીન થાય છે? મારી આ શંકા દૂર કરવા માટે આપ યોગ્ય છો."
આ સાંભળીને અથર્વા મુનિએ એમને કહ્યું, "હે શાંડીલ્ય, આ સત્ય છે કે પરબ્રહ્મ નિષ્ક્રિય અને અક્ષરરૂપ છે, તો પણ આ અવિનાશી પરબ્રહ્મના ત્રણ સ્વરૂપ છે. પોતાના રૂપો છે કે ત્રણ એટલે શું? એના ત્રણ કયા? તો કે એક સકલ, એક બીજો છે એ નિષ્કલ અને બીજો સકલ-નિષ્કલ. શુદ્ધ ચેતન, મિશ્ર ચેતન, નિશ્ચેતન. જે સત્યરૂપ, વિજ્ઞાન રૂપ, આનંદ સ્વરૂપ, ક્રિયારહિત, નિરંજન, સર્વભાવ વ્યાપી, સૂક્ષ્માતિસૂક્ષ્મ, ચતુર્દિક મુખવાળા, અનિર્વચનીય અને અમર છે, તે બ્રહ્મનું નિષ્કલ સ્વરૂપ છે.
આ પશ્ચાત હવે પરબ્રહ્મની જે સહજ અવિદ્યા, મૂળ પ્રકૃતિ અને માયા શક્તિ છે, તે લાલ, શ્વેત અને કૃષ્ણ વર્ણથી યુક્ત છે. તેની માયાની સહાયતા પ્રાપ્ત કરીને આ દેવ કૃષ્ણ અને પીત રંગથી યુક્ત થઈને બધાનો ઈશ્વર અને નિયંતા બને છે. આ બ્રહ્મનું સકલ રૂપ છે. જે નિરંજન છે તે નિષ્કલ છે, જે મૂર્ત સ્વરૂપ છે તે સકલ છે.
અને હવે આગળ એક વાત કરી કે ત્યાર પછી આ પરબ્રહ્મે જ્ઞાનમય તપ વડે વૃદ્ધિ પામીને, જ્ઞાનમય તપ વડે વૃદ્ધિ પામીને ઈચ્છા વ્યક્ત કરી એની અંદર કે હું વિભિન્ન રૂપોમાં પ્રગટ થાઉં, પ્રાદુર્ભૂત થાઉં. તદનંતર તપ આરંભ કર્યું ત્યારે સમસ્ત કામનાઓથી સંપન્ન ત્રણ અક્ષર પ્રાદુર્ભૂત થયા. તેમાં ત્રણ વ્યાહૃતિઓ, ત્રણ પદો વાળી ગાયત્રી, ત્રણ વેદ, ત્રણ દેવ, ત્રણ વર્ણ અને ત્રણ અગ્નિ ઉત્પન્ન થયા. જે આ દેવ ભગવાન બનીને સમસ્ત ઐશ્વર્યોથી સંપન્ન, સર્વત્ર વ્યાપ્ત રહેવાવાળા, સમસ્ત પ્રાણીઓના હૃદયમાં રહેવાવાળા, માયાવી અને માયાની સાથે ક્રીડા-કિલ્લોલ કરે છે, એ જ બ્રહ્મા, એ જ વિષ્ણુ, એ જ રુદ્ર, એ જ ઇન્દ્ર, એ જ સમસ્ત દેવતાઓ અને બધા ભૂત-પ્રાણીઓના રૂપમાં છે. એ જ અગ્રભાગમાં છે, પૃષ્ઠ ભાગમાં છે, ઉત્તરની તરફ છે, દક્ષિણની તરફ છે, નીચે પણ છે અને ઉપર પણ એ જ પ્રતિષ્ઠિત છે.
એ સર્વત્ર છે. આ દેવ પોતાની શક્તિથી ક્રીડા કરવાવાળા અને પોતાના ભક્તોના પ્રતિ અનુકંપા બનાવી રાખનારા છે. આનું શરીર દત્તાત્રેય રૂપ, સુંદર, વસ્ત્ર રહિત, કમળની પાંખડીના સદ્રશ કોમળ, ચાર ભુજાઓથી સંપન્ન, જ્ઞાન શક્તિ, ઈચ્છા શક્તિ, ક્રિયા શક્તિ, અનુગ્રહ શક્તિ, ચાર ભુજાઓથી સંપન્ન, ભયંકરતાદિ રહિત અને પાપ રહિત થઈને પ્રકાશથી યુક્ત થાય છે. તે જ આનું સકલ-નિષ્કલ રૂપ છે."
ત્યાર પછી મહર્ષિ શાંડીલ્યએ અથર્વા મુનિને ફરી પ્રશ્ન કર્યો, "હે ભગવાન, માત્ર સત્ય સ્વરૂપ, ચૈતન્ય યુક્ત, આનંદ સ્વરૂપ, એકરસ સંપન્ન આ પરબ્રહ્મ કેમ કહેવાય છે?"
ત્યારે અથર્વ મુનિએ જવાબ આપ્યો, "એ બ્રહ્મ સ્વયં વૃદ્ધિને પ્રાપ્ત થાય છે. ચક્રવૃદ્ધિ વ્યાજ જેમ થાય ને, એવી રીતના પોતે પોતાની જાતે જ વૃદ્ધિ પામે છે અને બીજાને વૃદ્ધિ પ્રદાન કરે છે. પોતે વૃદ્ધિ પામે છે, બીજાને વૃદ્ધિ આપે. આ પ્રમાણે એ અવિનાશી શાશ્વત બ્રહ્મ કહેવાય છે."
"તો એ આત્મા કેમ કહેવાય છે?" એવું પૂછવા પર અથર્વા મુનિએ કહ્યું, "એ બ્રહ્મ સર્વત્ર દરેકમાં વિદ્યમાન છે."
રહે છે, બધાનો સ્વીકાર કરે છે અને બધાને ભક્ષણ કરે છે, અર્થાત પોતાનામાં મેળવી લે છે. આ કારણે એ આત્મા કહેવાય.
"પછી કે એ મહેશ્વર કેમ કહેવાય?" ત્યારે અથર્વા મુનિએ ફરી વખત એમને કહ્યું કે, "શબ્દ, ધ્વનિ અને આત્મશક્તિથી મહાન ઉપર નિયંત્રણ કરે છે તથા મોટા મોટાઓનો પણ ઈશ્વર છે, એટલા માટે એ મહેશ્વર કહેવાય છે. શબ્દ, ધ્વનિ અને આત્મશક્તિથી મહાન ઉપર એ નિયંત્રણ કરે છે. પાવર એમનો છે, એટલા માટે મૂળ આ બધા મોટા મહાન કેમ બન્યા? કારણ કે મોટા મહાનની ઉપર પણ એમનો જ પાવર ચાલે છે, એટલા માટે સુપ્રીમ બીઇંગ."
"એટલા માટે એ દત્તાત્રેય કેમ કહેવામાં આવે છે?" ત્યારે અથર્વ મુનિએ ઉત્તર આપ્યો, "કેમ કે અત્યંત ઉગ્ર તપશ્ચર્યા કર્યા પછી અત્રી મુનિએ પુત્ર પ્રાપ્તિની કામના કરી. આ કારણે તેમના પર અત્યધિક પ્રસન્ન થઈ જ્યોતિષમાન ભગવાને શિવે પોતાના જ અત્રી મુનિના પુત્ર રૂપમાં પ્રદત્ત કર્યું અને જાતે અત્રી અને અનસુયાના દ્વારા પ્રાદુર્ભૂત થયા. આ પ્રકારથી એ દત્તાત્રેયના નામથી પ્રસિદ્ધ થયા છે. સકલ નિષ્કલ રૂપ છે દત્તાત્રેય."
સમજાયું? મતલબ એ સમસ્ત અર્થ સહિત નામોને જે વ્યુત્પત્તિ સહિત સમજે છે, તે બધું જ કંઈ જાણવા સમર્થ બની જાય છે. આના પછી જે આ આત્મવિદ્યા દ્વારા એ પરમાત્મ તત્વની ઉપાસના કરે છે, તે "હું જ પરમાત્મા છું" આ પ્રકારના ભાવથી બ્રહ્મનું વર્ણન કરવાવાળો બ્રહ્મવેદતા બની જાય છે. એવા બ્રહ્મવેદતા પાસેથી આવું કરવાથી "તું બ્રહ્મ છું" એમ તમે જાણ્યો છો. હવે તમે બ્રહ્મવેતા બનશો અને હવે તમે બોલી શકશો કે "હું બ્રહ્મ છું." એટલા માટે બોલી શકીએ છીએ આપણે. ફક્ત અહીંથી તહીંથી આમ સાંભળી લીધું અને આપણે બોલીએ તો એ ઇફેક્ટિવ બનતું નથી. પણ હવે જ્યારે આખી વાતને સમગ્ર રીતે તમે સમજી લીધી, જાણી લીધી અને એનો સોર્સ વિશે જાણી લીધું, ત્યાર પછી એણે કીધેલું છે એ રીતે તમે બોલો છો, એટલા માટે ઇફેક્ટિવ બને છે અને તમે બોલી શકો છો કે "હું પણ બ્રહ્મ છું." અને ભાવથી એ કેવો બની જાય છે?
બ્રહ્મવેદતા બની જાય છે. એને બ્રહ્મ વિશે પૂરી જાણકારી મળે છે.
તો મંગલ સ્વરૂપ, શાંત સ્વરૂપ, ઇન્દ્રનીલ મણિની સમાન શ્યામ, આત્મમાયા સાથે રમણ કરનાર, અવધૂત, નગ્ન શરીરવાળા, ભસ્મ ધુસરિત શરીરવાળા, જટાજૂટ ધારણ કરેલા, સર્વત્ર વ્યાપ્ત રહેનારા, ચાર ભુજાઓથી યુક્ત, ઉદાર અંગવાળા, પ્રફુલ્લ કમળના સમાન નેત્રોવાળા, જ્ઞાન યોગના ભંડાર, સંપૂર્ણ વિશ્વના ગુરુ, યોગીજનોના પ્રિય, પોતાના ભક્તજનો પર દયા કરવાવાળા, કૃપા કરવાવાળા, બધાના સાક્ષી અને સિદ્ધજનો દ્વારા સેવિત પ્રભુ દત્તાત્રેય દેવ શાશ્વત સનાતન પુરુષ છે તથા દેવોના પણ દેવ અર્થાત અધિદેવ છે. આ રીતે જે પુરુષ નિરંતર સદા તેનું દેવ પુરુષનું ધ્યાન કરતો રહે છે, તે સમસ્ત પાપોથી મુક્ત થઈ જાય છે અને મોક્ષને પ્રાપ્ત કરે છે.
દત્તાત્રેય કેમ દત્તાત્રેય છે એ ખબર હોવી જરૂરી છે. પછી તમે દત્તાત્રેય એક જ વાર બોલો, નમસ્કાર કરો, અનંત ગણું ફળ પ્રાપ્ત થાય છે. ઇતિ શ્રી સત્યમ્ અર્થાત એ જ સત્ય છે. આ પ્રકારે આ ઉપનિષદ રહસ્યમય વિદ્યા પૂરી થઈ.
ૐ ભદ્રં કર્ણેભિઃ શૃણુયામ દેવાઃ। ભદ્રં પશ્યેમાક્ષભિર્ યજત્રાઃ। સ્થિરૈરંગૈ સ્તુષ્ટુવાગ્ં સસ્તનૂભિર્। વ્યશેમ દેવહિતં યદાયુઃ। સ્વસ્તિ ન ઇન્દ્રો વૃદ્ધશ્રવાઃ। સ્વસ્તિ નઃ પૂષા વિશ્વવેદાઃ। સ્વસ્તિ નસ્તાર્ક્ષ્યો અરિષ્ટનેમિઃ। સ્વસ્તિ નો બૃહસ્પતિર્ દધાતુ। ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ। ૐ જય સચ્ચિદાનંદ.
આ લખાણ AI દ્વારા તૈયાર થયું છે. શંકા હોય ત્યાં મૂળ પ્રવચન સાંભળી ખાતરી કરવી.