અનંતની યાત્રાAnant ni Yatra
૧૦૮ ઉપનિષદ સિરીઝ · 108 Upanishad Series

ઉપનિષદ સિરીઝ · વિડિયો ૫૧

વિડિયો ૫૧

લેખ ૪૭ / ૧૪૯ · 28 મિનિટ વાંચન · વિડિયો જુઓ ↓

પરબ્રહ્માય નમઃ આવાહનમ નજાનામી તવારચનમ પૂજાચૈવ નજાનામી ક્ષમસ્વ પરમેશ્વર. હે પ્રભુ, આપ અનંત છો, વ્યાપક છો, અવ્યાબાધ છો. આપ અહીં પણ છો, આપ સર્વત્ર છો. આપ વિશેષ રૂપે અહીં પ્રગટ થાઓ. અમને મતિ પ્રદાન કરો જેથી પરબ્રહ્મના ગુણગાન અમે ખૂબ સુંદર રીતે ગાઈ શકીએ.

જય સચ્ચિદાનંદ. આજના અદભુત દિવસે આપણે આગળ વધીએ. ઉપનિષદ અમૃત પ્રાસન શૃંખલામાં સૌ કોઈનું સ્વાગત આવકાર્ય છે.

આ ઉપનિષદ કૃષ્ણ યજુર્વેદ સાથે સંબંધ ધરાવે છે. એમાં કુલ ૨૦ મંત્રો છે અને આ ૨૦ મંત્રોની અંદર સૃષ્ટિ પ્રક્રિયાનું વિષદ વર્ણન કરવામાં આવ્યું છે. સૌથી પહેલા શરીરમાં વિદ્યમાન પાંચ તત્વોનો પરિચય આપવામાં આવ્યો છે. તે પછી પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય, પાંચ તનમાત્રાઓ વગેરેનો ઉત્પત્તિ ક્રમ બતાવવામાં આવ્યો છે. અંતઃકરણ ચતુષ્ટય અને તેનું શરીરમાં કયું સ્થાન છે તેનો પણ ઉલ્લેખ ઉલ્લેખ કરવામાં આવે. તેની આગળ સત્વ, રજ અને તમ – એ ત્રણેય ગુણોનું સ્વરૂપ અને તેનો વિભાગ એ પણ વર્ણવવામાં આવ્યો છે. છેલ્લે, ૧૭ તત્વો વાળા સૂક્ષ્મ શરીર, ૨૪ તત્વો વાળી પ્રકૃતિ તથા પુરુષને લઈને ૨૫ તત્વો વાળા સંપૂર્ણ બ્રહ્માંડના સ્વરૂપનું નું પ્રતિપાદન કરવામાં આવેલું છે.

તત્વ બોધની દ્રષ્ટિએ આ ઉપનિષદ વિશેષ મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. તો, વારંવાર એનું જો આકલન કરવામાં આવે તો અપેક્ષિત છે કે તત્વ પ્રગટ થઈ જાય.

શરૂઆત શાંતિ પાઠથી કરીએ: ૐ સહનાવવતુ સહન ભુનક્તુ સહવીર્યમ કરવાવહય તેજસ્વીના વદિ તમસ્તુ માં વિદ્વિષાવહે શાંતિહી શાંતિહી શાંતિહી. ત્રણેય લોકમાં શાંતિનું સામ્રાજ્ય છે.

ઓમ અથાત પૃથ્વીવ્યાદિ મહાભૂતાનામ સમવાયસ શરીરમ યત કઠિનમ સા પૃથવ્યા યદ દ્રવ્યમ તદ્ આપો, યદ્ ઉષ્ણમ્ તત્ તેજઃ, યત્ સંચરતિ સ વાયુઃ, યત્ સુષિરમ્ તદ્ આકાશમ્.

પૃથ્વી આદિ પંચ મહાભૂતોનો સમુદાય એ આ શરીર છે. આ શરીરમાં માં જે ઠોસ પદાર્થ છે, તે પૃથ્વી તત્વ છે. જે દ્રવ્ય પદાર્થ છે, દ્રવ્યો જે દ્રવ્ય છે, તેવું જે કાંઈ છે તે બધું જ શું છે? તો કે, જળ તત્વ છે. તો, પચ્યુટરીમાંથી પડતા ટીપા, એડ્રલીનમાંથી પડતા ટીપા, જેટલા ટીપા પડે છે, એવું જે કાંઈ છે ને બધું જમે, એવું જે કાંઈ એ બધું જ જળ તત્વ. જે ઉષ્મા છે તે અગ્નિ તત્વ. એક ચોક્કસ ટેમ્પરેચર બોડીનું મેન્ટેન કર્યા જ કરતું હોય, અગ્નિ તત્વ. જે નિરંતર ગતિશીલ છે, બધું જ ફેરવે છે. જે દ્રવ્યને ફેરવે છે, અગ્નિને પણ પહોંચાડે છે ઉષ્મા બધા સેલની અંદર અને જે ગતિ આપે છે, એ બધું જ જે કાંઈ છે તે ક્યાંથી આવે છે? વાયુતત્વમાંથી. અને આ બધું જ જે કાંઈ છે તે ક્યાંક તો હોવું જ હોય, એટલે પછી એ ક્યાં છે? તો કે, એ આકાશ તત્વમાં છે. બધું જ આકાશ તત્વમાં ઓતપ્રોત છે.

તો, શરીરમાં પણ આકાશ તત્વ વિદ્યમાન છે. એ આકાશ તત્વ આ રૂમમાં પણ વિદ્યમાન છે. અને જો આ દિવાલોને તમે ભૂલી જાઓ, તો એ આકાશ તત્વ સર્વ આકાશ જેને કહેવાય, તેના સાથે એક છે અને ઓતપ્રોત છે.

સ્્રોત્ર વગેરે પાંચ ઇન્દ્રિયો છે, જ્ઞાનેન્દ્રિયો. જેના દ્વારા ઇન્દ્રિયો જ્ઞાન આપણને લાવી આપે છે. આકાશ તત્વમાં સ્ત્રોત્ર એટલે શબ્દ છે. વાયુ તત્વમાં ત્વચા એટલે સ્પર્શ છે. અગ્નિ તત્વમાં તેજ છે અને ઉષ્મા છે; પ્રકાશ પણ છે અને ગરમી પણ બંને સાથે. તો એ નેત્ર છે. જલ તત્વમાં જીવવા અને પૃથ્વી તત્વમાં ગ્રાણેન્દ્રિય વિદ્યમાન છે.

આખા પૃથ્વી તત્વમાં ગ્રાણેન્દ્રિય છે. એટલે તમે એમ કહો કે, "હું નાકથી સુંઘું છું." બરાબર છે, આ લિમિટેડ છે. પણ જો તમે અનલિમિટેડ થયા, તો તમે આંગળીથી પણ સુંઘી શકશો, આંગળીથી જોઈ શકશો. કાનથી અત્યારે સાંભળો છો, પણ તમે ખાલી આમ હાથ રાખીને સાંભળી શકો. પેલા ડોક્ટરો મૂકે છે ને આમ સ્ટેથોસ્કોપ, એવી રીતે તમે સાંભળી. આ બધો, આ બધાની પાછળ જે પાવર છે, કોનો છે? આત્માનો, પરબ્રહ્મ પરમાત્માનો છે.

તો, આ દરેક ઇન્દ્રિયોના વિષય ક્રમપૂર્વક શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ છે. આ બધાય પૃથ્વી આદિ પાંચ મહાભૂતો જે છે, તેનાથી ક્રમશઃ ઉત્પન્ન થયેલા છે, એક પછી એક.

હવે આગળ. તો કે, વાક એટલે વાણી, હસ્ત, પાદ (પગ), ગુદા અને ઉપસ્થ (એટલે કે જનનેન્દ્રિય) – આ પાંચને કર્મેન્દ્રિયો કહેવામાં આવી છે.

આ દરેક ઇન્દ્રિયોના વિષયક્રમ પ્રમાણે વચન. વાકમાં વચન છે. હાથથી શું કરીએ? આપીએ. એટલે એને શું કીધું? "આદાન" કીધું. પછી પગથી તમે ક્યાંક જાઓ છો અથવા આવો છો, એટલે એને "પ્રદાન" કીધું. "આદાન-પ્રદાન" એમ શબ્દ જે વપરાય છે. તો, પ્રદાન એટલે શું? ક્યાંકથી ક્યાંક જવું, ગતિ કરવી તે ગમન. વિસર્જન, વિસર્જન જે જનને ઇન્દ્રિયો ગુદાત છે તેનાથી થાય છે. અને જે છેલ્લું બાકી રહી જાય છે, તે આનંદ છે, જે પૃથ્વી આદિ મહાભૂતોથી ક્રમશઃ ઉત્પન્ન થયેલા છે.

આ આનંદ કેવો છે? સ્થૂળ આનંદ, ઇન્દ્રિય જનિત આનંદ. પેલો આનંદ એની પાછળ રહેલો. લોકો આમાં જ મસ્ત રહેતા હોય છે, જીવન પૂરું થઈ જાય.

હવે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર – એ ચારેયનું નામ એ અંતઃકરણ ચતુષ્ટય છે. એમના વિષય ક્રમશઃ આ પ્રમાણે છે: તો, મન. મનની અંદર શું થાય છે? તો કે, કાં તો સંકલ્પ થાય, કાં તો વિકલ્પ પેદા થાય. તો, મનનું કામ શું? સંકલ્પ અને વિકલ્પ કરવાનું.

નિશ્ચય એ કોનું કામ છે? બુદ્ધિનું કામ છે. બુદ્ધિ વડે નિશ્ચય કરવામાં આવે છે, "હવે આમ કરીશ." એવી રીતે ચિત્ત છે. તો, ચિત્તથી શું શું થાય છે? તો કે, અવધારણા. કોઈપણ વસ્તુ કેવી છે, શું છે એના પ્રકારે. તો, એનું જે જ્ઞાન હોય એને સ્મૃતિમાંથી લાવે છે અથવા ઇન્દ્રિયો મારફતે મેળવે છે અને પછી લાવીને આપે છે. આ ચિત્તનું કામ છે.

છેલ્લે બાકી રહે છે અભિમાન, એટલે કે અહંકાર. "હું છું ને મારું છે" – આ બધું અભિમાન. જ્યાં જ્યાં સુધી એ સ્થૂળ "હું" છે, ત્યાં સુધી અહંકાર અભિમાન કરાવે, કરાવે ને કરાવે જ. કોઈ સંજોગ, કોઈ પરિસ્થિતિ પેદા થાય એટલે પછી પાછું ઊભું થઈ જ જાય. એકદમ પેલાને ખબરય ના પડે કે આ ઊભો થઈ ગયો, પડછાયો જેમ પ્રકાશની અંદર.

તમે ગતિ કરો પ્રકાશની આગળ, એટલે, આમ ડાબી બાજુ પડછાયો પડે. જો પ્રકાશ જમણી બાજુએ હોય, તો તમારે એ સહજ સ્વાભાવિક છે. બસ, એ રીતના અહંકાર ઊભો થઈ જ ગયો હોય.

હવે, મનનું ક્ષેત્ર જે છે, તે ગળાનો છેલ્લો ભાગ છે. બુદ્ધિનું સ્થાન જે છે, તે મુખ છે. ચિત્તનું સ્થાન છે, તે નાભી છે. ચિત્તનું સ્થાન શું છે? નાભી છે. અને અહંકારનું ક્ષેત્ર હૃદયને કહેવામાં આવ્યું છે.

વૃત્તિઓ બધી ક્યાં છે? હૃદયમાં. એટલે, "હું" ને "મારું" જે અહમ-મમતા પેદા કરાવે છે, ક્યાં હોય છે બધી સ્ટોર થયેલી? હૃદયમાં છે. આ બધી વર્ગણાઓ છે કર્મની, તે બધી ત્યાં સ્ટોર થયેલી છે.

એટલે જ્યારે તમે નાભી ઉપર ધ્યાન કેન્દ્રિત કરો એક સમય સુધી, તો શું થવા માંડે? કે ત્યાં આગળે તપે તપ કર્યું ને તમે, એટલે સંયમ થઈ ગયો અને ભાગવા ના દીધું. નાભીમાંથી બહાર નહીં જવા દો કે? એટલે શું શું થયું કે નાભીનું ધ્યાન થવાના કારણે, તે ધારણા થવાના કારણે પણ ત્યાં અગાડે રહેલું આ જે ચિત્ત છે, તે સ્થિર થવા માંડે. બહાર ભાગમભાગ કરતું હોય તે બધું ધીમે ધીમે બંધ થવા માંડે.

તો કર્મોના બધા જે તાણા-વાણા જે કીધા ને આખા સંસારના, એ બધા ક્યાં પડેલા છે? નાભીમાં.

હવે શું થાય? કે જેવું તમે અધ્યાત્મમાં પ્રગતિ કરવા માંડો, એટલે પછી પેલી કુંડલિની છે એ નાભીની બિલકુલ બાજુમાં ડાબી તરફે, એને તાપ લાગે. એટલે પછી એ સળવળાટ ચાલુ થાય. વાયુ તત્વ અને પ્રાણ પછી એને પ્રાણ બી એને તપાવે, બરાબર? એટલે પછી એ છંછેડાઈને એકદમ આમ થવા માંડે.

તમે જોશો, ઘણી વખતે અમુક લોકો આધ્યાત્મિક ક્રિયાઓ-પ્રક્રિયાઓ કરતાં શરીર કંપવા માંડે ને આમ થાય ને એ બધું થવા માંડે. સહજ સ્વાભાવિક એમના કાબુમાં હોતું નથી. આ બધી "ઇનવોલન્ટરી" જેને કહેવાય એવી મુવમેન્ટ બધી શરૂ થઈ જાય. પછી એ પછી કુંડલિની જાગૃત થઈ જાય. એ પછી ચોક્કસ જગ્યાએ જાય. આગળની વાત પછી આપણે કરીશું.

તો ચિત્તનું સ્થાન નાભી છે. નાભીમાં ધ્યાન કરવાથી કર્મના બંધનો કપાઈ જાય. પુણ્ય અને પાપથી માણસ મુક્ત થઈ જાય. એવી રીતે અહંકારનું ક્ષેત્ર હૃદય છે. તો હૃદય ઉપર જ્યારે તમે ધ્યાન કરો, ત્યારે શું થશે? તો કે બધી વૃત્તિઓ તમારી શાંત થવા માંડશે. સાંસારિક વૃત્તિઓ જે કંઈ છે, એ બધી શાંત થશે. આત્મામાં તો કોઈ વૃત્તિ છે જ નહીં. એ બધી વૃત્તિઓ શાંત થશે, સ્થિર થશે. વધારે ચાલુ રાખ્યું તો બધી સળગવા માંડશે. લાકડા જેમ સળગે ને, એવી રીતના યજ્ઞ ચાલુ થઈ ગયો તમારો. આ વૃત્તિઓનો હોમ થવા માંડે. પછી ત્યાં ભગવાને આ જ કહ્યું હતું ગીતામાં.

હવે, અસ્થિ, ત્વચા, નાડી, રોમ અને માસ – આ બધા પાંચ પૃથ્વી તત્વના અંગ છે. હાડકા, ચામડી, જે અંદર સૂક્ષ્મ નાડી છે અને આ દેખાય એવી છે. ઘણા કહે છે ને, "આ નાડી ચાલુ છે" એને. તો એ બધી નાડી જોતા હોય. એ નાડીઓથી શરૂ કરીને સૂક્ષ્મ જે માઈક્રોસ્કોપથી પણ દેખાવાની નથી એવી બધી, એ બધી નાડીઓ જે છે, તે રોમ-રોમ છિદ્રો છે. તો એ રોમ અને માસ, આ બધા પાંચે પાંચ જે છે, એ પૃથ્વી તત્વના અંશ છે. આ તપે ને ખૂબ શુદ્ધ થાય. સોનું જેમ તપાવવું પડે, એવી રીતે એને તપાવવું પડે. અને પૃથ્વી તત્વ જેવું શુદ્ધ થવા માંડે, એટલે પછી એમાંથી સુગંધ આવવાની શરૂ થાય.

મૂત્ર, કફ, રક્ત, શુક્ર અને શ્વેદ (એટલે કે પરસેવો) – આ પાંચ જે છે, એ જળ તત્વના અંશ છે.

ક્ષુધા, પિપાસા, આલસ્ય, મોહ અને મૈથુન – એ પાંચે અગ્નિ તત્વનું પરિણામ છે, એના અંશ છે. એટલા માટે એ થાય છે.

ક્ષુધા: ભૂખ લાગે ત્યારે અંદર કેવું લાગે? ભડકો થયો કે પેટમાં? પિપાસા: તરસ લાગે, આમ બધું જાણે આમ ખેંચાવા માંડે અંદર. જેટલું જળ હોય એ બધું એકદમ અવશોષિત થવાનું શરૂ થઈ ગયું હોય એવું લાગે છે.

આલસ્ય: આળસ આવે. આ પણ વધારે પડતું અગ્નિ તત્વ જ્યારે થાય ત્યારે જ ઊંઘ આવે. અગ્નિ તત્વની પ્રધાનતા થયા જો ઓછું થઈ ગયું હોય, એ માણસને ઊંઘ ના આવે.

એ રીતે મોહ: કોઈપણ વસ્તુને ખેંચાણ થાય, આકર્ષણ. કોઈપણ વસ્તુ આવીને વસી જાય. એટલે એને "વસુ" કીધો. એટલે મોહ છે એ વસાવવામાં એ શોધે કોકને કોક જગ્યા, કોકને કોક સેલમાં ભરાઈ જાય છે.

વળી, આપણે કીધું ને કે એક સેલમાં લાખો ટ્રિલિયન જેને કહેવાય ટીબી, એટલું બધું ડેટા સ્ટોર થઈ શકે. એટલી બધી જગ્યા છે એક ડીએનએના એટલા અમથા સેમ્પલની અંદર આખા બોડીનું બધું હોય. તમે વિચાર કરો, ફૂલ! તો આ તો સ્થૂળ બાબત થઈ. હજી એનાથી આગળના સૂક્ષ્મ "ઇલેક્ટ્રોનિક" જેને કહેવાય લેવલ ઉપર જાવ, તો એનાથી "ઇલેક્ટ્રોમેગ્નેટિક" લેવલ ઉપર, એનાથી આ કેટલું બધું! એટલે એટલો એક સેલ હોય તો કાફી છે. એમાંથી કમ્પ્લીટ રીકન્સ્ટ્રક્શન તમે ચાહો તો કરી શકો. વિજ્ઞાન આવડવું જોઈએ. કેવી રીતે કરવું એની એને ખ્યાલ હોવો જોઈએ, તો એ ચોક્કસપણે એ બધું કરી શકે છે.

હવે, મૈથુન ત્યારે પણ અગ્નિ તત્વ ઉત્પન્ન થતું જ હોય છે.

હવે, ફેલાવવું, પ્રસરવું, દોડવું, ચાલવું, ઉડવું, પલકોને સંચાલિત કરવું – આ બધા જે કંઈ અંદર મુવમેન્ટ વાળા ભાગ છે, એ બધા વાયુ તત્વને આધારે છે, એના અંશ કહેવાય.

અને કામ, ક્રોધ, લોભ, મોહ, ભય વગેરે આકાશ તત્વના અંશ છે.

શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ – આ પાંચ તનમાત્રાઓ પૃથ્વી તત્વના ગુણ છે.

શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ પૃથ્વી તત્વના ગુણ કહેવામાં આવ્યા છે.

શબ્દ, સ્પર્શ, રૂપ, રસ જે છે, એ બધા જળ તત્વના ગુણ પણ છે.

શબ્દ, સ્પર્શ અને રૂપ – એ ત્રણેય અગ્નિ તત્વના ગુણ છે.

શબ્દ તથા સ્પર્શ વાયુ તત્વના. એક એક તત્વ એ તનમાત્રા ઓછી થતી જાય, જોયું તમે?

શબ્દ અને સ્પર્શ એ વાયુ તત્વના ગુણ. અને આકાશ તત્વનો એકમાત્ર ગુણ શું છે? શબ્દ કહેવામાં આવ્યો છે.

હવે, સાત્વિક, રાજસિક અને તામસિક – એ ત્રણ લક્ષણો વાળા ત્રણ ગુણો કહેવામાં આવ્યા છે. એ પાછા આ દરેકની અંદર હોય: પાંચે પાંચ તત્વો. પાંચે પાંચ તનમાત્રા. એટલે તત્વ હોય તો સાત્વિક, રાજસિક અને તામસિક. તનમાત્રા એની હોય તો પણ એ સાત્વિક, રાજસિક અને તામસિક. કારણ કે એનું પરિણામ છે, એના હોવાના કારણે તત્વ.

આયું છે ત્યાં તન્માત્રાના હોવાના કારણે તત્વ આવ્યું છે. ભૂખ લાગી તો ભોજન આવશે, એવી રીતે છે. "નેચર વિલ પ્રોવાઈડ". તરસ લાગી તો પાણી આવશે, એવી રીતના.

હવે શેના આધારે છે? તો કે એના આધાર બધા પુણ્ય અને પાપ ઉપર છે, કર્મો ઉપર છે, બીજા બધા પણ. એટલે નહીતર પછી અમારા મધર કહેતા હતા એમ કે, "વોટર, વોટર" કરતાં જીવ ગયું. ખાટલા નીચે પાણી તો પેલો "વોટર, વોટર" કરતો તો. બધા કોઈને ખબર નતી "વોટર" એટલે પાણી. એટલે કે આનો જીવ ગયો, તરસે મરી ગયો બિચારો. "વોટર, વોટર" – બધાને એમ થાય કે આ શું કહે છે? કઈ ખબર ના પડી. કોઈએ પાણી બિચારાને આપ્યું નહીં. એટલે કે આવું થાતું હોય છે. આને સંસાર કહેવાય છે. એટલે જોઈતી વસ્તુ બાજુમાં જ હોય, પણ જો પુણ્યનું બંદી પુણ્ય કે પુણ્ય ના હોય તો તમને એ પ્રાપ્ત થતું. તો પુણ્ય શું કર્યું તમે કમાયા હતા? કર્મ કરીને તમે કમાયા હતા. એટલે કમાણી ના હોય તો તમને એ મળતું. આ ભગવાનનું ઇકોનોમિક્સ છે.

રાજસિક અને તામસિક. આ ત્રણ લક્ષણો વાળા પણ આ ત્રણ ગુણ કીધા: સત્વિક, રાજસિક અને તામસિક. અહિંસા, સત્ય, અસ્તેય (એટલે કે ચોરી ના કરવી), બ્રહ્મચર્ય (બ્રહ્મમાં જ એમ કે આપણું ચરણ રાખવું, આચરણ રાખવું), અપરિગ્રહ (એટલે જે આપણું નથી, જેની આપણને જરૂર નથી તે આપણે ન ગ્રહણ કરવું).

આ વાત માહિતીની પણ છે અને જ્ઞાનની પણ. તમને કેવું જ્ઞાન જોવે છે? તમારે શું ગ્રહણ કરવું જોઈએ? એનો જ્યાં સુધી વિવેક નહી હોય, ત્યાં સુધી કોઈ કંઈ પણ આપશે, સહજભાવેલ લેવાઈ જ જશે. લાલસા છે, "આમાંથી મળશે કઈક, આમાંથી મળશે." એટલે અપરિગ્રહ. અને છેલ્લે તો કે ક્રોધ ન કરવો.

ક્રોધ કેમ આવે છે? તો કે કાંઈક જોવે છે અને કાળે કોઈપણ અવસ્થાએ કરીને જે કાંઈ વિક્ષેપ ઊભો થાય છે, કોઈ આવરણ આવી જાય છે, એટલા માટે એ વસ્તુ એને, એ વ્યક્તિ એને પ્રાપ્ત થઈ શકતી નથી અથવા એ એને પ્રાપ્ત થઈ શકતો નથી, બંને રીતે. ત્યારે એકદમ ક્રોધ ઉત્પન્ન થાય છે. કારણ કે હર્ડલ દેખાય તો જોશ ભેર એને તોડી નાખવાની, બસ આ એક જ વાત છે. એટલે ક્રોધ, જે એંગર જે છે, એ હંમેશા ડિસ્ટ્રક્ટિવ એંગર હોય છે. કેવું? ડિસ્ટ્રક્ટિવ એંગર.

હવે તમે તમારા ક્રોધને, તમારી જે તમામ નબળાઈઓ છે માનસિક, એને નષ્ટ કરવા માટે, ભસ્મીભૂત કરવી નાખવા માટે તમારા ક્રોધને વાપરો, તેનો ઉપયોગ કર્યો કહેવાય. બાકી બધા દુરુપયોગી છે. તો આવી રીતે તમે જોશો આગળ ઉપર. હવે લાંબુ નથી કરતા. તો તમે દરેકે દરેક જે દૂષણ છે, તેનો પણ તમે કન્વર્ઝન કરીને તમે સદુપયોગ કરી શકો છો, એનો ઉપયોગ લાવી શકો છો. ક્યાં કરવું? એનો વિવેક. કેવી રીતે કરવું? એનો વિવેક. અને કોણ આપશે? જ્ઞાન આપશે. બુદ્ધિ મારફતે મતિ એવી ઉત્પન્ન થઈ જશે, પછી કામ એનું બરાબર એવી રીતના થઈ જતું હોય.

ભગવાન કૃષ્ણએ આમ દોડેતા એકદમ પૈડું લઈને કે, "ખતમ જ કરી નાખું ભીષ્મને!" ખબર છે? એવી રીતે સાલવને પણ એમને જ્યારે લડાઈ થઈ એમને સાથે ત્યારે તો એમને એ જ રીતે સામે પડ્યા. "તો હું કર્તા છું, હું ભોગતા છું." એટલે કે ભોગ કરવા વાળો છું. આ પ્રમાણે અભિમાનયુક્ત ગુણ એ રજસ સ્વભાવ વાળા મનુષ્યોનો ગુણ.

હવે રજસ સ્વભાવની વાત કરી. હવે ક્રોધથી આગળ વધીએ તો બીજા કેવા છે બાબતો તેને જુઓ કે ગુરુની સેવા કરવી. ગુરુ જ્ઞાનની સેવા કરી એ ગુરુની સેવા કહેવાય. બહુ ટાઈમ સુધી અમને ખબર નહોતી પડી. બધાને દાદા એમ કહેતા હતા કે, "બધા છે, તો દાદાની પૂઠે પૂઠે વયા આવો." એવું અનેક વખત એમને કહી દીધેલું. બેસીને સમજ્યા નહી લોકો. એટલે બધાય શું કરવા માંડ્યા કે અંબાલાલ પટેલ જ્યાં જ્યાં જાય છે, તેમની પાછળ પાછળ પાછળ બધે જવા માંડે. એટલે અહીંયા જ્ઞાન લે, પાછા નળિયાદમાં હોય તો ત્યાંય જાય, વળી પાછા બીજે ક્યાંક જાય તો ત્યાંય પણ જાય, એમ બધે જાય. દાદા એમ કહ્યું તું કે, "દાદાની પૂઠે પૂઠે વયા આવે." દાદા એટલે કેવળ જ્ઞાન, પરમજ્ઞાન જે એમને આપેલું હતું. તો તમે જ્યાં હોય ત્યાં તમારે એ જ્ઞાનમાં જવાનું હતું અંદર એને પ્રગટ કર. એના બદલે લોકો છે એ તો બહાર દોડાદોડ કરવા માંડ્યા.

ટ્રાફિક વધી ગયું, ગાડીઓ આવી ગઈ, વધી ગઈ, બધું બહુ થઈ ગયું પછીનું. એટલે બધું અતિશયતા ઉપર ચાલી ગયું. "આ પૂઠે પૂઠે વયા આબો" આવું કહ્યું તું. અમને આ પકડાયું ખાલી કે બસ આ જ્ઞાન.

પેલા કોપર ચીમણીમાં માસ્ટર બધાયને ક્રિયાશક્તિના વરદાન આપતા હતા. અમે ત્યાં આગળ જઈને મનોમન પ્રણામ કરીને કીધું કે, "ભાઈ, અમને તો જ્ઞાન આપો જેનાથી અમે મુક્ત થઈ શકીએ, લોકોને કરી શકીએ. એવું જો કઈ તમારી પાસે આયું હોય તો અમને આપી દો. અમે તો એના ઘરાક છીએ ભાઈ." આમ કરીને આમ જોઈએ એટલે સંતોષ અને પવિત્રતા. પછી તો કે સરળતા. કોઈ માણસ ગૂચવાઈ જાય એવું બધું બોલ બોલ કરે, મહાજ્ઞાની થઈ જાય. તો સીધી સાદી વાત, જેને જેમ સમજણ પડે એવી રીતે તું સમજાઈ દે. એટલે એનું કામ થાય છે. એવા પણ લોકો કેટલાય બધા. અમાનિતાનો ભાવ એટલે એને માન આપો તો જ એ આમ રાજી રહે અને માન ના આપ્યું એટલે પછી નારાજી ચાલુ થઈ જાય. એ વસ્તુ એનામાં ના હોવી જોઈએ. અદંભ એટલે હોય કંઈક અંદર અને બહાર દેખાવમાં કઈક બીજું કરે, એને દંભ કહીએ છીએ આપણે. આપણા પહેલા એમાં પણ કહ્યું તું: "દંભો દર્પો હ મયાદત્તમ ગ્રહણમ પરમેશ." આજે "મયા દત્તમ" એટલે મને આપવામાં આવ્યું હતું.

કાલે અમિતભાઈએ બહુ સરસ રીતે પકડી તું અને એમણે પ્રકાશિત કર્યું. એટલે હું તો એમનો આભાર માનું છું, કારણ કે બધાને ફાયદો થઈ ગયો. "મયા દત્તમ"નો નો અર્થ લોકો એવું કરશે કે, "હું આપું છું." એલા ભઈ, તું શું આપતો હતો? તને આપવામાં આવ્યો હતો કુદરત દ્વારા, કારણ કે તે માંગ્યો હતો. સંજોગ કર્યો તો કે દંભો થાવ, આમ થાવ. તે જ બધા સંજોગો ઉભા તને આપવામાં આવ્યા હતા. કુદરતમાં તારે ઉત્પન્ન થયા હતા. તું શું કરી શકે છે? કશું ના થાય. અહંકાર ફક્ત અહંકાર કરી શકે છે, એનાથી બીજું કંઈ નહીં.

કાંઈ થતું નથી, એટલા માટે શું? જો સહજ સ્વાભાવિક જ્ઞાન શું કહે છે? સાવ સામાન્ય લોકોને પણ ખબર છે કે "કરતા હરતા શ્રી હરિ, શ્રી હરિ." એવું બોલે પણ પાછા બીજી સેકન્ડ ભૂલી જાય કે "હા, હું પાણી લઈ આવ્યો ને મેં પેલાને આપ્યું ત્યારે એ બચ્યો, ઉપડી જ જાત નહીંતર તો." બોલો, એને જાણે મોકલી દેવાનો પાવર એની પાસે હોય એવી રીતના વાત.

અદંભ આસ્તિકતા. આસ્તિક કોણ? જે આત્મા કે પરબ્રહ્મના અસ્તિત્વને સ્વીકાર કરે છે તે આસ્તિક. જે પરબ્રહ્મ છે એ જ પરમાત્મા છે, એના અસ્તિત્વને જે સ્વીકાર કરે છે એ બધા આસ્તિક છે. એટલે કોઈ વૈજ્ઞાનિક હોય પણ એના દ્રષ્ટિકોણથી ભલે અલગ રીતના પણ એ જો એને એક્સેપ્ટ કરતો હોય, દાખલા તરીકે આઈન્સ્ટાઈન. જો, ભલેને મંદિરમાં કોઈ દા'ડ ના ગયો, ચર્ચમાં કોઈ દા'ડ ના ગયો, કશો ક્યાંય ના જતો હોય, પોતાની પાસે જ રહેતો હોય.

પેલા રોહિદાસ બેઠા બેઠા કાપ્યા કરતા હતા અને પછી આમ તોલી તોલીને આપતા હતા કે "લે, આ દોઢ કિલો લઈ જા." કે "પણ ભાવ કયો?" તો કે "રામ." "આ શું આપે છે?" તો કે "રામ આપું છું, દોઢ શેર રામ લઈ જા." એવી રીતના. તો એ શું આપતા હતા એ એને જ ખબર હતી, બીજા કોઈને કશી ખબર પડતી નહોતી.

તો કબીરના કપડાં ધોયા એની કમાલીએ. તો પેલો ડાઘો નીકળે નહીં. તે આમ આમ ઘસ ઘસ કર્યા રાખ્યું એને. હવે પછી એમ થયું કે આ જતો નથી લાગતો, કે હું કંઈક કંઈક કરું. એટલે એને એ શેનો હશે કરીને આમ મોઢામાં જરાક આમ મૂક્યું. જરાક વાર ડાઘો લોઈ નહોતો પણ આમ મૂક્યું અને બસ પછી એને જે જ્ઞાન થયું છે, પેલા કબીરને ખબર પડી ગઈ. આન ઉપર ગયું તરત ત્યાં કારણ કે આય જોડાયેલો, પેલી જોડાઈ ગઈ. તરત ખબર પડી જાય કે આને થઈ ગયું.

ચોપડીઓમાં લખે છે કે દેવો પુષ્પો વૃષ્ટિ કરે ને દુદુંભી વાગે ને બધું થાય. પણ કયા દુદુંભી વાગે ભાઈ? પરમાત્મા જ્યારે પ્રગટ થાય, પરમાત્માની જ્યારે સવારી આવે ને ત્યારે દસ નાદ પ્રગટ થાય. છેલ્લો નાદ દુદુંભીનો હોય. પરમાત્મા પ્રગટ થવાનો હોય તો કમાલીને પરમાત્મા પ્રગટ થઈ ગયા ત્યારે દુદુંભી વાગ્યા. પણ એને સાંભળ્યા, બીજા કોઈ સાંભળે કે ના પણ સાંભળે. મોટા ભાગે ના જ સાંભળે.

અહિંસા વગેરે. હિંસા અને અહિંસા. મન, વચન, કાયાથી અહિંસા થવી. એક જણ એક અભિપ્રાય આપે એટલે બીજું કે "આમની આમ જ છે, તમને ખબર નથી પડતી." તો વાણીની હિંસા થઈ ગઈ. આટલું ખાલી મનમાં થયું તો પણ હિંસા થઈ ગઈ, માનસિક. એટલે બહુ જ તલવારને ધાર પર ચાલતા હોય એવું છે. બહુ સાર. પણ એક વખત સમજણ પડી જશે પછી આ બધું છૂટી જશે. બહુ સરળ છે પાછું. જો તમે સરળ હશો અથવા થશો, થવાના પ્રયત્નમાં પણ હશો તો આ બધા ગુણ વિશેષ રૂપે સાત્વિક સ્વભાવ વાળા મનુષ્યોના કહ્યા છે.

રજસગુણ વાળાને તો "હું કર્તા, હું ભોક્તા." એટલે એનો હું કેટલો મોટો? તો કે બ્રહ્માંડની આરપાર નીકળે એટલો મોટો. ક્યાંય ના સમાય. ત્રણે લોક જીતી લીધા, બધું કરે તોય ઓછો પડે. એને બધું મળી જાય પણ એને શાંતિ ના મળે. બલિ રાજાને જેમ પછી ટાઢા થઈને બેસવું પડે. વિચાર આવે પછી એને કે "હવે શું કરવું કે? બધું તો થઈ ગયું કે." "હજી આનું આજ રોજ ક્યાં સુધી કર્યા કરીશ?" એવો પછી એને એક વખત આવે જ્યારે એનો ઉદયકાળ આવે, તેના બધા પુણ્યો ત્યારે પાકે એક સામટા. બોલો, આટલું બધું પાપ કર્યા પછી એને પાછું એટલું પુણ્ય પેદા થઈ ગયું જે સંચિત હતું તે. એ જ્યારે ઉદયમાં આવ્યું ત્યારે આવો વિચાર એને પ્રગટ થયો. ત્યાં સુધી બેસે જ નહીં ને જપીને. "પેલો જીતી લઉં, આ જીતી લઉં, અશ્વમેધ કરું, રાજસૂય કરું, કંઈક કરું." બસ, આ "કરું" વાળું જે છે ને, એ બધું જે છે એ રજસગુણ છે.

બાકી રહ્યું તો "કુરુ મે દેવ" એમ બોલ્યા કરે બધા. પ્રાર્થનાઓ કરે, "મને આ જો આ કરાવો ને તે કરાવો." એમ ભગવાન પાછા એમને કરાવડાવે.

નિંદ્રા, આળસ, મોહ, આસક્તિ, મૈથુન અને ચોરી કરવા. આ બધા જે ગુણો છે એ તામસવૃત્તિ વાળા મનુષ્યોના ગુણો છે. સર્વશ્રેષ્ઠ ઉર્ધ્વ પદ એ સાત્વિક ગુણનો કહ્યો છે. રાજસ ગુણનો મધ્યમ અને તામસ ગુણનો અધમ બતાવવામાં આવેલો છે. પૂર્ણ સત્ય એટલે શું? તો કે બ્રહ્મ. પૂર્ણ સત્ય જ્ઞાન સાત્વિક છે. તો કયું જ્ઞાન સાત્વિક છે? બ્રહ્મજ્ઞાન જે છે તે સાત્વિક. ધર્મ જ્ઞાન જે છે એ કેવું છે? રાજસ છે. એ પુણ્ય પેદા કરાવશે, પુણ્યાનુંબંધી પુણ્ય કરાવશે. "અનંત પુણ્ય ફલ પર એવું આ સત્યનારાયણ ભગવાનનું વ્રત છે" કરીને પછી કરશે ત્યાં આગળ "સત્યનારાયણ દેવ કી." પણ એની અંદર જો એનો ભાવ બદલાઈ ગયો તો એનું એ જ પાછું પૂર્ણ સત્ય થઈ જાય અને એ બ્રહ્મજ્ઞાન સુધી પહોંચાડીને. એટલે આપણે અમોઘના ક્લાસમાં જે સત્યનારાયણની કથા કરી હતી એ સાંભળી લેજો એકાદ વખત ફરી વખત શ્રવણ કરજો.

ધર્મજ્ઞાન જે છે તે રાજસ છે અને અંધકારયુક્ત અર્થાત તિમિરાંધ અધર્મનું મૂળતત્વ એ તામસ છે.

હવે ચાર અવસ્થાઓ છે: જાગૃત, સ્વપ્ન, સુષુપ્તિ અને તુર્ય. અહીંયા આગળ આમાં કહેલી છે. આપણે શું કહીએ છીએ? જાગૃત સ્વપ્ન કહીએ છીએ. અત્યારે આ જે અવસ્થામાં આપણે અહીંયા આગળ બેઠા છીએ એ અવસ્થા કેવી કહેવાય? જાગૃત સ્વપ્ન અવસ્થા. સ્વપ્નવત્ વ્યવહાર કરીએ છીએ જાગૃતિ હોવા છતાંય આપણે. એટલા માટે એને સ્વપ્ન જાગૃત સ્વપ્ન કીધું. પછી સ્વપ્ન જાગૃત. તો કે સ્વપ્નમાં જાગૃતિ છે એની. રાત્રે સૂઈ ગયો હોય શરીર પણ સ્વપ્નું ઉપજે અને તેની અંદર એની જાગૃતિ ચાલી જતી હોય. એક રૂમમાં જેમ બીજા રૂમમાં જાય એવી જ રીતે. એટલે એને સ્વપ્ન જાગૃતિ કીધી. ત્રીજી અવસ્થા આ બંધ પડી જાય સંપૂર્ણપણે ત્યારે શું આવે છે? ત્યારે કહે છે કે એ અવસ્થાને સુષુપ્તિ કહેવામાં આવે છે. મોશનલેસ વાયુ વિરામ પામી જાય એટલો ટાઈમ શરીરની અંદર એને આરામ લાગ જોઈએ ને? થાક લાગે ને?

તો ઘણી વખત તમે જોયું છે કે આપણા આમ બેઠા હોય એ પવન નથી કે કોઈ અનુભવ જ ના આવે આપણને. એવું હોય તો વાયુ વિરામ પામી જાય ત્યારે સુષુપ્તિ પેદા. અને આ ત્રણેય પાર.

પાછી એક બીજી ચોથી અવસ્થા છે, તેને "તુરીય અવસ્થા" કહેવામાં આવે છે. આ તુરીય અવસ્થા જે છે, તે વાસ્તવમાં જાગૃત અવસ્થા છે. શેની જાગૃતિ ઉત્પન્ન થાય? સ્વરૂપની જાગૃતિ ઉત્પન્ન થાય ત્યારે તુર્યા આવે, ત્યાં સુધી ના આવે. તુર્યની અંદર શું થાય? તુર્યન શાક નહીં ભાઈ, તુરિયા નહીં, હું તુરિયા અવસ્થાની વાત કરું છું. તો કે એની અંદર શું થશે? તો કે સંપૂર્ણ જાગૃત થઈ જશે. શુદ્ધ ચેતન સિવાય બીજું બધું ખરી પડ્યું હશે. બધા ખ્યાલ, બધા જ્ઞાન, બધું વિચાર બધું પડી જાય છે. એટલા માટે એને જાગૃત અવસ્થા કહેવાય, જેને લોકો તુરીય કહે. તુરીય અને જાગૃતિ જ્યારે એકદમ પ્રગાળ થઈ જાય, બસ સ્વરૂપ સિવાય બાકી કંઈ જ નહીં, એમ બધું સહેજ પણ બીજું કોઈ બાબત નથી રહી, ત્યારે તુર્યાતીત અવસ્થાની પાર નીકળી ગયું. હવે એ કોઈ અવસ્થામાં નથી. તો તુરિયાતીત જે છે, એ કોઈ સંસારી નથી.

સંસારમાંથી બસ બહાર નીકળતો હોય છે, તે જગ્યાએ તુર્ય અવસ્થા છે અને જે સંપૂર્ણ બહાર જ પડી ગયો છે, એ તુરિયાતીતમાં છે.

હવે પાછો ફરી તુરિયામાં કદાચ આવે, ના પણ આવે, પણ એને સ્વપ્નો થતા નથી. જ્ઞાની પુરુષો સ્વપ્ના જોતા જ નથી. જ્ઞાની પુરુષોને કલ્પના પણ થતી નથી. જ્ઞાની પુરુષોને વિચાર પણ આવતા નથી. એટલે એ લોકો સહજભાવે તમને વ્યવહારની કોઈ બાબત જઈને પૂછો કે, "આનું શું કરવું, સાહેબ?" એટલે કે, "તમને જે ઠીક લાગે અથવા આમ કરી નાખો." એ વખતે જે આવે જ્ઞાનના ઉદયની અંદર, એ પ્રમાણે એ તો બોલી કાઢે. એના પ્રકાશમાં જે દેખાય એ બસ. હવે વ્યવહારિક રીતે યોગ્ય પણ હોય, અયોગ્ય પણ હોય. સંસારની અંદર તો પાછું યોગ્ય અને અયોગ્યનું બધું છે, પણ એ ફૂટપટ્ટી જ્ઞાની પુરુષને લાગુ પડતી જ નથી. એની પાર છે એટલા માટે, કારણ કે એ તો ક્યાં નીકળી ગયો કે હવે અને એક જ વખત બહાર નીકળવાનું હોય સંસારમાંથી. વારેવારે નીકળવાનું ને પાછા પેસવાનું આવું બધું કંઈ હોતું નથી. સંસાર એક વખત અહીંથી નીકળ્યો એટલે નીકળ્યો, પૂરું થઈ ગયું કે, "હવે મારે આ જોઈએ જ નહીં." એમ આત્મા જે શરીર છોડી દે છે, એવું જે કહે છે, પછી પાછો પેસે જ નહીં કે, "હવે મારે આ જોઈતું જ નથી." બહુ મનામણા કરો, કેટલું કરો, કાંઈ કરો, પણ ના આવે.

વાસ્તવમાં આત્મા દેહ છોડતો જ નથી. જે પ્રાણ છે, તે નીકળી જાય છે એમાંથી. આત્મા તો અનંત છે, વ્યાપક છે. એની બહાર તમે ક્યાં જવાના હતા? તમારું શરીર કેવી રીતે તમે કાઢવાના? તમે બતાડો. આત્માનો છેડે તો જવું પડશે ને, જો તમારે ત્યાગ કરવો હોય તો. નામ એમાંથી બહાર નીકળશો ત્યારે ને? આત્માની બહાર નીકળી તો બતાવો. કોઈ ના નીકળી શકે, ભલે એને ખબર છે કે નથી આત્મા વિશે તો પણ. એટલે પરબ્રહ્મ એવા છે, એટલા મહાન છે, એટલા અનંતા અનંત છે, એટલા વ્યાપક છે, એ છે તે છે અને આ એક શરીર ફોદો પરપોટો પેલું બહાર નીકળે જ નહીં એમાંથી. આખી સૃષ્ટિ જ પરપોટા રૂપે ઉત્પન્ન થયેલી છે, એવો ભાસ થાય છે. વાસ્તવમાં નથી થઈ. કોઈ સૃષ્ટિના મંડાણ જ નથી, જ્ઞાન તો આવું કહે છે.

તો હવે આ તુર્ય અવસ્થા સુધી પહોંચ્યા અને પછી આપણે તુર્યતીતમાં જવાનું છે. બસ, આ આપણું અંતિમ લક્ષ્ય છે અને કેવી રીતે થશે એ સમજાવી દીધું. જાગૃત અવસ્થામાં એટલે કે જાગૃત સ્વપ્નની વાત છે અહીંયા. જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય અને ચાર અંતઃકરણ મળીને ચૌદ કરણ સક્રિય છે. ચૌદ તે ચૌદસ કર્યા જ કરે. જાગૃત અવસ્થા જે જાગૃત સ્વપ્ન અવસ્થાની વાત કરીએ છીએ, એમાં ચૌદ કરણ સક્રિય હોય. હવે આગળ કહું: સ્વપ્ન અવસ્થામાં ચાર અંતઃકરણ સંયુક્ત રૂપથી સક્રિય હોય છે. બોડી શાંત થઈ ગયું હોય, જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો શાંત થઈ ગઈ હોય, પણ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર જે છે, એ ધીમા ધીમા ચાલ્યા કરતા હોય અંદર. એટલા માટે સ્વપ્ન પેદા થાય, ઉત્પન્ન થાય છે ત્યાં આગળ. આ ચાર કરણો જે રહ્યા છે, એના લીધે. સુષુપ્તિ અવસ્થાની અંદર બાકીના બધા ખરી જાય, કેવળ ચિત્ત એક જ કરણ જે હોય છે, તે સક્રિય હોય.

જોતું હોય ને જાણતું હોય. સુષુપ્તિની અંદર "હું સુષુપ્તિમાં છું/હતો" એવી ખબર કોને પડી? એ ચિત્ત. એટલી ચિત્તની સક્રિયતા હોય. બસ, બીજું બધું બંધ થઈ ગયું હોય. અને તુરીય અવસ્થામાં માત્ર આત્મા જ રહી જાય છે, બીજું કશું જ હોતું નથી. અને આત્મા સુપર સક્રિય નિષ્ક્રિય છે. આપણે વાત કરી હતી ને કાલે? એ નિષ્કલ છે, એનામાં કોઈ કળા નહીં, કોઈ કળા નહીં કરવાની. બધા નટવર લાલો ફરે છે.

ઉન્મિલિત એટલે અડધા ખુલેલા, નિમિલિત એટલે બંધ નેત્રોની મધ્યસ્થિતિમાં અર્ધોન્મિલિત છે. એ સ્થિતિમાં જીવ અને પરમાત્મા વચ્ચે શું થાય છે? જીવાત્મા જે છે, એ ક્ષેત્રજ્ઞ બની જાય. સાક્ષી કીધું હતું ને? કારણ અહીંથી આમ બાર આંગળ નીચે. બસ, આવી રીતના આ આકાશને જોયા કરો. આકાશથી પણ જે આ આકાશ શેમાં ઓતપ્રોત છે, શોધી કાઢો. જ્યાં સુધી જડે નહીં, ત્યાં સુધી ગો ઓન ડિગિંગ, ડિગિંગ, ડિગિંગ. આનાથી સૂક્ષ્મ શું છે, પ્રગટ થશે. પછી એનાથી આગળ શું છે, તે પ્રગટ થશે. પછી એનાથી આગળ શું છે, એ પ્રગટ થશે. બધું દેખાડશે. છેવટે આત્મા પ્રગટ થશે. આખેઆખો ઓમકાર દેખાશે, બધું દેખાશે. ત્યાં આગળ જા આમ જ બેઠા બેઠા જોયા જ કરવાનું છે, બીજું કશું નથી અહીંયા. સાક્ષી બધું જતું રહેશે એટલે સાક્ષી કેવળ કેવળ રહી જશે. બસ, "તે તું છે" એવું ભાન થઈ ગયું, કલ્યાણ થઈ ગયું.

મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી આ આઠે જે છે, તે શું છે? પ્રકૃતિના વિકાર કહેવામાં આવે છે. આપણે કહ્યું હતું ને અષ્ટધા પ્રકૃતિ વિશે? આપણે આ એ સિવાય બીજા સોળ વિકારો પણ બીજા બતાવવામાં આવેલા છે. એટલે આઠ અને સોળ એટલા ટોટલ બધા થઈને વિકારો છે. આપણે એમ કહીએ કે આત્મા એક જ નિર્વિકારી છે, બાકી બધું જે કંઈ છે દેહ દ્રશ્યમાન કે અદ્રશ્ય, એ બધો નર્યો વિકાર જ છે. આપણે એમ કહેવાનું છે અહીંયા આગળ. તો સ્ત્રોત્ર, ત્વચા, ચક્ષુ, જીહ્વા, ગ્રાણેન્દ્રિય આ પાંચ વિકાર, ગુદા, ઉપસ્થ એટલે કે જનનેન્દ્રિય.

હાથ, પગ અને વાક આ પાંચ; શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ આ પાંચ; એમ બધા અને ઉપર્યુક્ત મન વગેરે આઠ વિકારો મળવીને પ્રકૃતિના 8, 5, 5, 5 એમ 23 તત્વો બને.

અને 24 મો તત્વ જે છે, અવ્યક્ત પ્રધાન છે. અવ્યક્ત પ્રધાન કોણ છે? અવ્યક્ત દેખાય નહીં, વ્યક્ત ક્યારેય થાય જ નહીં, પણ એ કાર્યશીલ જ હોય. બસ, બધું બધાને પહોંચાડ્યા કરે. એ કામ કોનું? પ્રકૃતિનું છે.

એટલે આપણે કહીએ છીએ ને, જે કર્તા-હરતા શ્રી હરિ, શ્રી હરિ, એ કોણ છે? એક્ચ્યુલી, કર્તા પ્રકૃતિ છે. એ પ્રધાન છે, મુખ્ય છે. એના અંડરમાં બાકીના બધાય વિકારોને બાત બધું એમ જ કામ કરે.

આ ટોળું એનું, આપણું નહીં. એમ આત્મામાં ટોળું હોય જ નહીં. આત્મા એક. બધા મીંડા છે. આ બધાય શું? એટલે ગણ ગણ કર્યા કરો. કોઈ તેવી ગણે ને 25 ગણે. આ તો આપણી સમજણ માટે છે.

તો 24 મો તત્વ જે છે, એ અવ્યક્ત પ્રધાન પ્રકૃતિ છે અને પુરુષ જે છે, તે તો એનાથી પણ પર છે.

આ પ્રમાણે કુલ 25 તત્વોનો સમુદાયવાળું આ વિશ્વ એ બ્રહ્માંડ કહેવાય. અને આ શારીરિક ઉપનિષદનું વાત કરવાવહે તેજસ્વીના વદિતમસ્તુ માવિદ્વિસાવહે શાંતિહ શાંતિહ શાંતિહ. ક્લિયર? નો ક્વેશચન.

આ લખાણ AI દ્વારા તૈયાર થયું છે. શંકા હોય ત્યાં મૂળ પ્રવચન સાંભળી ખાતરી કરવી.