અનંતની યાત્રાAnant ni Yatra
૧૦૮ ઉપનિષદ સિરીઝ · 108 Upanishad Series

ઉપનિષદ સિરીઝ · વિડિયો ૫૨

વિડિયો ૫૨

લેખ ૪૮ / ૧૪૯ · 37 મિનિટ વાંચન · વિડિયો જુઓ ↓

અહીંયા સન્યાસોપનિષદ છે, એ સામવેદ સાથે સંબંધ ધરાવે છે. એમાં કુલ બે અધ્યાય છે. પહેલા અધ્યાયમાં ફરી વખત સન્યાસ શું છે, કેવી રીતે સ્વીકાર કરવામાં આવે છે, એનો કેવો આચાર-વ્યવહાર હોવો જોઈએ વગેરે બધું વર્ણન છે. બીજો અધ્યાય ઘણો મોટો છે. આનો પ્રારંભ સાધન ચતુષ્ટય એટલે કે વિવેક, વૈરાગ્ય, ષટ્ સંપત્તિ, મુમુક્ષત્વ એ બધાથી કરવામાં આવ્યો છે. સન્યાસનો અધિકારી કોણ છે, આ વિષય વિસ્તારપૂર્વક શોધ કરવામાં આવ્યું છે. સન્યાસીઓના ભેદ પણ બતાવે છે: વૈરાગ્ય સન્યાસી, જ્ઞાન સન્યાસી, જ્ઞાન-વૈરાગ્ય સન્યાસી અને કર્મ સન્યાસીની વિષદ વ્યાખ્યાઓ કરવામાં આવી છે. એ પછી છ પ્રકારના સન્યાસનો ક્રમ બતાવ્યો છે: કુટીચક, બહુદક, હંસ, પરમહંસ, તુર્યાતીત અને અવધૂત. આ ક્રમમાં આત્મજ્ઞાનની સ્થિતિ અને સ્વરૂપનું વર્ણન પણ ઉપનિષદકારે કર્યું છે. એટલા માટે આપણે એની ઉપર થોડુંક વધારે કામ કરીશું.

બાકીનું બધું થોડુંક જરા સમજીશું, કારણ કે બીજા બધામાં આપણે એ બાબતો ચર્ચા કરેલી. તેને સ્ત્રી ભોગ વગેરે શારીરિક આનંદની પ્રાપ્તિથી દૂર રહેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. આ પ્રમાણે આહાર-વિહારનો સંયમ રાખતા નિત્ય પ્રતિ આત્મચિંતનમાં તલ્લીન રહેવું જોઈએ. ઓમકારનો જપ કરતા રહેવું જોઈએ, તેથી તેના અંતઃકરણમાં બ્રહ્મનો પ્રકાશ પ્રગટ થાય છે અને તે મોક્ષ પ્રાપ્તિ માટે અધિકારી બને છે. મોક્ષ પ્રાપ્તિ માટે મોક્ષ પ્રાપ્ત કરવાનો છે. મોક્ષ સ્વરૂપ છે, આપણે જાણવાનું.

ઓકે, હવે સન્યાસ ઉપનિષદનું વર્ણન કરીએ છીએ. ક્રમ પ્રમાણે નશ્વર જગતનો પરિત્યાગ કરવાવાળા વિરક્ત સન્યાસી હોય છે. પ્રશ્ન છે: "સન્યાસ કોને કહે?" "સન્યાસી કેવો હોય?" તો ઉત્તર છે: "સન્યાસી તે જ હોય છે જે આત્માની ઉન્નતિ માટે માતા, પિતા, સ્ત્રી, પુત્ર, બંધુ-બાંધવ વગેરેથી અનુમોદન પ્રાપ્ત કરીને — અનુમોદન આ પહેલી ફર્સ્ટ કન્ડિશન છે — પૂર્વોક્ત ક્રિયાઓનો ત્યાગ કરી દે છે." બધી જે એને પહેલા કહેવામાં આવેલી હોય તે બધી. જે હંમેશાની જેમ ઋત્વીજોને નમન-વંદન કર્યા બાદ વૈશ્વાનર યજ્ઞનું સંપાદન કરે છે. ઋત્વીજ જે યજ્ઞ કરાવનારા હોય તે બધા દેવોથી માંડીને બ્રાહ્મણોથી માંડીને બધાને ઋત્વીજ. આ પવિત્ર અવસરે યજમાન પોતાનું સર્વસ્વ દાન આપી દે અને ઋત્વીજ સંપૂર્ણ સામગ્રીને પાત્રો સહિત હોમી દે છે, ઘેર નથી લઈ જતું. સન્યાસી વડે આહવની, ગાહપત્ય, દક્ષિણાગ્નિ આ ત્રણેય અગ્નિઓ તથા સભ્ય એટલે કે વૈદિકકાલીન અગ્નિ અને આવસત્થ એટલે સ્મૃતિકાલીન અગ્નિને પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન તથા સમાન પાંચે વાયુમાં આરોપિત — આ પાંચ અગ્નિને પાંચ વાયુમાં આરોપિત કરવાના છે.

શિખા એટલે કે ચોટલી સાથે બધા કેશોનું મુંડન કરાવવું જોઈએ. યજ્ઞોપવિત્રનો ત્યાગ કરે અને પુત્રને જોઈને એવું કહે છે, પાસે બેસાડીને કે, "તમે યજ્ઞરૂપ છો, તમે યજ્ઞરૂપ છો." પુત્ર એટલે પેદા કરેલો હોય એ જ પુત્ર ના કહેવાય. "તમે બધા જ્ઞાત પુત્રો છો, તો તમે યજ્ઞરૂપ છો, તમે પણ સર્વ સ્વરૂપ છો. આ જેટલા બધા રૂપ છે એ બધા તમારા જ છે, તમે જ છો." જો એને ઉપદેશ છેલ્લો આપીને જાય છે, "સર્વસ્વરૂપ છે."

અગર પુત્ર ન હોય તો શું કરવું? તો કે પોતાના આત્માને લક્ષ્ય કરીને ઉપદેશ આપવાનો અને પછી પૂર્વ તથા ઉત્તર દિશાની તરફ ગમન કરવાનું. કાલે વાત કરી છે પૂર્વ અને ઉત્તર દિશા વિશે પણ. ચારેય વર્ણોથી બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર ભિક્ષા સ્વીકાર કરવી જોઈએ. કાલે આપણે વર્ણ વિશે પણ તમને સાચી સમજણ જે કાંઈ હતી તે આપેલી છે. કરપાત્રમાં ભિક્ષા ગ્રહણ કરવી જોઈએ. કર પાત્રની અંદર, "મને જ્ઞાન આપો, જ્ઞાન અમૃત છે. બસ, હું એનું જ પ્રાસન કરવા ચાહું છું. મારે બીજું કંઈ જોઈતું નથી." સાચા સન્યાસીને ફક્ત એક જ ભૂખ હોય, બીજી કોઈ ભૂખ એને લાગે જ નહીં. નિર્વાહ માટે એને વખતે વખતે જે કરવું પડે તે કેવી રીતે એને પ્રાપ્ત કરવું એ કીધું. હવે સૌથી મહત્વની વાત: ભોજનને ઔષધિની જેમ ગ્રહણ કરવાનું છે, એટલે કે માત્ર પ્રાણ રક્ષાની દ્રષ્ટિએ આહાર લેવો જોઈએ.

બત્રીસ કોળિયા, સોળ કોળિયા, આઠ કોળિયા, ચાર કોળિયા, પછી સ્થૂળ અન્નના પણ જતું રહે. જેને આગળ વધવું છે એ લોકોના માટેનો રસ્તો છે ભાઈ. પણ આટલું કરો, પછી આગળ વાત કરીશું. રસ્તો છે સુધીનો છે બધો. આમ એકદમ ચોખ્ખો આપણી પાસે રોડમેપ તૈયાર. બધું આ પ્રગટ થઈ ગયું સરસ. એટલે પ્રાણ રક્ષાની દ્રષ્ટિએ આહાર કરવાનો છે અને જે કાંઈ મળે તે જ ગ્રહણ કરવાનું, એમાં કચકચ નહીં કરવાની. કોઈ મેગી ખવડાઈ દેશે તો ભિક્ષા ગ્રહણ કરશો, વાંધો ના હોવો જોઈએ. કેટલી લેવાની? ચાર કોળિયા. સમજાયું? આહાર કેવો હોવો જોઈએ કે જેનાથી ચરબીની વૃદ્ધિ ન થાય, કારણ કે ચરબી છે ને ફક્ત શરીર ઉપર નથી ચડતી, એ ચડે. ચરબીનું કામ એવું છે. એટલે ક્ષીણકાય થઈને ગામમાં એક રાત્રી અને નગરમાં પાંચ રાત્રી સુધી નિવાસ કરવું. "અમે તો અમારું આ ઘર જ નથી." એમ રહીએ. "જે છે એ છે, બસ આ ઘર અમારું નથી." બહાર નીકળી ગયા.

ચાતુર્માસમાં એટલે કે વર્ષા ઋતુમાં એક ગામે અથવા નગરમાં રોકાઈ જવું. વરસાદ ઉપરથી વરસતો હોય, જ્ઞાન વરસાદ થતી હોય, ધર્મ મેઘ. બસ, તો જ્યાં હોય ત્યાં રોકાઈ જવું એમ. પછી ભાગદોડ નહીં કરવાની. બંધ કરો. સુરતની અંદર સરસ મજાનું તમને આમ સ્વરૂપનું જ્ઞાન, ધ્યાન બધું થતું હોય તો અમદાવાદ સુધી બુમાબૂમ કરતા આવવાની, ધમાલ કરતા આવવાની જરૂર નથી. જરા ઓછું થાય તે દા'ડ વિચાર કરવું કે ભાઈ આપણે જઈએ કઈ બાકી ત્યાં સુધી ત્યાં રહેવું. સમજ્યા? વર્ષા ઋતુમાં છો તો એ થવાનું. શરદ ઋતુ એટલે શીતળતા બધું ટાળું પડવા માંડી હોય અંદર તો પછી દોટ મૂકવી કે આવો અમદાવાદ. હવે કેમ? "અમે જ્યાં સુધી આ દેહમાં છીએ ત્યાં સુધી આ બધાનો ઉપયોગ છે. જ્યારે નહીં હોય તે દિવસે આ બધું જે બધું કર્યું છે તમે તે બધા એમાં બધું જ્ઞાન છે, એમાંથી તમને બધું માર્ગદર્શન ઠેક સુધીનું મળશે." તમારું પ્રોમિસ.

પાક પહોંચી જશે. લાગેલા રહેવું પડશે. આટલું તમારે તમારા જાત સાથે કરવાનું છે અને તમારા આત્માના ઉદ્ધાર માટે કરવાનું છે, ભાઈ. સમજાય છે?

ક્ષીણ કાય થઈને ગામમાં એક રાત્રી, પાંચ નગરમાં રહેવું. પાંચ રાત્રી સુધી કોઈ એક શહેરમાં રહેવું, એનથી વધારે નહીં. અમે પાંચ દિવસથી વધારે સુરત રહેતા નથી, કોઈ જગ્યાએ રહેતા નથી લગભગ. અને પછી તો અમે જ્યાં બી હોઈએ છીએ, ત્યાં નગરની ગરજ નથી કંઈ. જવા દો.

એક પક્ષને એક માસ સમજીને બે મહિના સુધી રોકાવું. ફાટેલા કપડા અથવા વલકલ ધારણ કરવું જોઈએ. "ફાટેલા કપડા કેમ પહેરવાના, ભાઈ? વલકલ મળતું હોય તો આપણે કરીએ, નહીં તો જે મળતા હોય એ કપડા પહેરીએ." પણ હોય એ કપડા ફાડીને ફરવાની કંઈ જરૂર નથી.

આ પ્રમાણે ક્લેશને સહજ કરવો. ક્લેશ સહન કરવાનો એટલે આ જે કંઈ સ્થિતિ ઉત્પન્ન થાય છે, એમાં જે કંઈ ઊભું થાય છે તેને સહન કરવાનું. આમ કપડું ફાડી નાખ્યું હોય ને પછી કહું કે, "જાવ સુરત." હવે બસમાં બેસીને બધા જોયા કરે કે, "આ ફાટ કપડું પહેરીને કેમ ફર્યા કરે, ભાઈ? આમ તો સારો દેખાય, સારા ઘરના છે ને? કંઈક ફાટી ગયું હશે કે ના? ખોચો ખરોચો નહીં લાગતું કે આ કંઈક બીજું લાગે છે, કોકે કપડા ફાડ્યા લાગે છે."

મહાભાગ્યશાળી! તારા કપડા ફાડી કાઢ્યા. અહંકાર રૂપી કપડા પહેરીને જ ફરતો હોય છે માણસ. ફાટેલા કપડા... અહંકાર તો શું ફાડવાનો છે? અહંકાર કપડા ફાડવાની વાત નથી. કેટલું સૂક્ષ્મ! આવું જે કરે છે એને તપ કીધું. તિતિક્ષા કેટલી બધી ઊંચી બાબતો છે, જુઓ.

જે આ ક્રમથી સન્યાસ ધારણ કરે છે, તેના માટે પછી યજ્ઞોપવિત શું છે? શિખા શું છે? આચમન કેવી રીતે છે? આ બધા પ્રશ્નોનો ઉત્તર આ પ્રમાણે છે કે, આત્માનું ધ્યાન કરવું એ સન્યાસીનું યજ્ઞોપવિત છે. સંસારમાંથી બહાર નીકળ્યો એ જ સન્યાસી, સમજ્યા? સંસાર ભાવનો ત્યાગ થઈ ગયો એ સન્યાસી. બાકી કોઈ સન્યાસી ના કહેવાય. બાકી તો બધા રાજાધિરાજ, ૧૦૦૮, શું આપણા સાહેબ બોલતા હતા ને? "પપ્પુ ધતું" બહુ જાતજાતનું હોય એવું બધું આગળ પાછળ લગાડીને ફરતા હોય અને પાછું એટલું બધું જોડે લઈને ફરતા હોય, પાછા કહે કે, "હું સન્યાસી." ક્ષમા પ્રાર્થી છું, પણ વાસ્તવિકતા આ જે છે તે તમારા સામે રજૂ કરું છું.

વિદ્યા એ એની શિખા છે. જ્ઞાનદંડ લઈને જ ફરતો હોય એટલે એ એની શિખા છે. જ્ઞાન ક્યાંથી આવે છે? સર્વત્ર સ્થિત પાણી માટે ઉદર સન્યાસીનું પાત્ર છે, પેટ. જળાશયનો તટ એનું વિશ્રામ સ્થળ છે. જ્યાં જળ મળે ત્યાં એ રોકાય. આ પ્રમાણે બ્રહ્મવાદી હોય છે એટલે બસ બ્રહ્મ સિવાય બીજું કંઈ નહીં એના માટે.

સૂર્યના અસ્તાચળની તરફ ગયા બાદ આચમન કેવા પ્રકારનું છે? તો કે રાત અને દિવસ બંને એક જેવા છે, સમજાયું? સન્યાસીના માટે હવે રાત અને દિવસનો ભેદ રહેતો નથી. એટલે એને રાત્રે ઊંઘવું અને દિવસે જાગવું કે પછી દિવસે ઊંઘવું ને રાત્રે જાગવું એ બધા નિયમો નથી. એટલે જે સન્યાસી સાધક પોતાના આત્માના અનુસંધાનમાં નિરંતર તત્પર રહે છે, તેના માટે વિદ્વાનોના અનુસાર સદા દિવસ જ હોય છે. એ દિવસના અજવાળામાં ફરે છે. રાત્રી ગઈ. એક રાત્રી સૂક્ત છે, સાંભળજો. હા, ચંડીપાઠની અંદર આવે છે રાત્રી સૂક્ત. એટલે એ રાત્રી સૂક્ત બહુ મહત્વનું છે. એમાં માતાજીને પ્રાર્થના કરે, જગદંબા પ્રકૃતિ પ્રધાન એને પ્રાર્થના કરે છે ત્યાં. એ રાત્રી સૂક્ત તો સાંભળો.

૪૦ પ્રકારના સંસ્કારોથી સંપન્ન, સર્વ પ્રકારથી વિરક્ત અને ચિત્તને શુદ્ધ રાખવાવાળા, અસૂયા (એટલે કોઈના પ્રત્યે અભાવ ના થાય તે), ઈર્ષા અને અહંકારને ભસ્મીભૂત કરી નાખીને ચારેય સાધનો: વિવેક. એટલે નિત્ય-અનિત્ય વસ્તુનું જ્ઞાન. જે સત્તા સતત સામે હોય તેને વિવેક કહેવાય. બીજો કોઈ વિવેક નથી. આમ આમ કરીને પગે લાગે એ વિવેક વ્યવહારિક છે. વિવેક કયો? નિત્ય. તો નિત્ય કોણ છે? નિત્ય શું છે? આત્મા સિવાય કશું જ નિત્ય નથી. એનો સતત ખ્યાલ હોય. અને એ ક્યાં છે? કેવો છે? અનંત છે, વ્યાપક છે, અબાધ્ય છે, કશાથી બંધાયેલો નથી, સ્વયં પ્રકાશ છે, ક્યાંયથી લાવતો નથી, લાઈટથી કોઈ સેલ-બેલ અંદર ઘાલવાના નથી આત્માની અંદર. સમજાયું? મન, વચન, કાયામાં તો રોજ તમારે સેલ ચાર્જ કરવો પડે. રાતે સૂઈ જાવ, સવારે ચાર્જ થઈને પાછા ફરી ચાલુ કરી દો. આત્માને ચાર્જિંગની જરૂરત હોતી નથી.

એ જ બધાનું ચાર્જ કે ડિસ્ચાર્જ કર્યા કરાવે છે, એના નિમિત્તે થાય છે.

વૈરાગ્ય એટલે શું? તો કે લૌકિક અને પારલૌકિક ભોગોની ઈચ્છા ન કરવી. "હું તો બહુ જપ કરું અને પછી આકાશમાં ઉડું, પાણી પર ચાલું, બોલો! આમ એક મુક્કો મારું ને એટલે પૃથ્વી પર ધરતીકંપ થઈ જાય." આ બધી પારલૌકિક, બધી જેને કહેવાય ઈચ્છાઓ, એને પાર જતો રહ્યો. "આમ કરી નાખું, તેમ કરી નાખું" — એ કરા કરવાપણું છે ને, એ બધું એનું ઓલવાઈ ગયું હોય સંપૂર્ણપણે. સન્યાસીનું કશું ના ખાને.

ષટ્ સંપત્તિ એટલે કે શમ, દમ, ઉપરતિ, તિતિક્ષા, સમાધાન અને શ્રદ્ધા. અને મુમુક્ષુત્વ એટલે મોક્ષ માટેની પ્રબળ ઈચ્છા. મોક્ષ એટલે શું? બસ, આ એ અનુભવમાં આવ્યું એટલે પૂરું થઈ ગયું. એ બ્રહ્મ. એનો સાક્ષાત્કાર કરવાનું એટલે શું, ભાઈ? બ્રહ્મનો સાક્ષાત્કાર એટલે તમે તે થઈ જાવ છો, બસ. પરિવર્તન, બિલકુલ ટ્રાન્સફોર્મેશન થઈ જાય છે વાસ્તવની અંદર. જે કંઈ બધું ચઢાવ્યું હતું ને, બધું ફેંકી દીધું, બસ. એટલે આત્મા તો સન્યાસી જ છે વાસ્તવમાં. બાકી કોઈ સન્યાસી હોતા નથી. આ બધો લૌકિક આચારની વાતો કરેલી છે ઉપનિષદની અંદર. આપણે મૂળ વાત કરી રહ્યા છીએ. જે સાધક સન્યાસનો નિશ્ચય કરે અને પછી તે સ્વીકાર ન કરે, તો તેને કઠોર તપ-વ્રત કરવાની પણ પછી સન્યાસ ધર્મ ધારણ કરી શકે છે. કોઈક વખત તૂટી જાય એવું બને. એક વખત એને પ્રબળ ઈચ્છા થઈ ગઈ અને પછી પાછો રોકાઈ ગયો કે, "ના, ના, હમણાં નહીં, છોકરા પરણાવીને જઈશ." તો પછી એને તપ કરવું પડે.

ત્યાર પછી એટલો એના માટે કાબિલ બને, કારણ કે એ ઈચ્છા પૂરી થઈ જાય, ત્યાગ થઈ જાય. ત્યાર પછી પ્રાયશ્ચિત રૂપે પણ ઘણું તપ કર્યા પછી.

એ એનો અધિકારી બને છે જે સન્યાસી, જે વ્યક્તિ સન્યાસથી પતિત થઈ જાય છે, તે પતિતને સન્યાસની દીક્ષા આપે છે અથવા જે સન્યાસ ધર્મ ગ્રહણ કરવામાં બાધા ઉત્પન્ન કરે છે, એ ત્રણેયને મહાપતિત કહેવામાં આવે છે. કોઈકને ઈચ્છા હોય કે મારે જવું છે, રોકાય નહીં એમ કે નપુષક, પતિત, અંગહીન, સ્ત્રણ, બહેરો, બાળક, વાચાળ, પાખંડી, ચક્રી એટલે ચક્રવાળા ચિન્હથી અંકિત અપરાધી અથવા કુચક્ર રચનાર, કુષ્ટિ, વૈખાણસ અને બ્રાહ્મણ પદથી ભ્રષ્ટ, વેતન ભોગી અધ્યાપક, અજીતેન્દ્રિય, અગ્નિહોત્રથી રહિત, નાસ્તિક અને વિરક્ત હોવા છતાં પણ સન્યાસ દીક્ષા માટે ઉપયુક્ત નથી. વળી, તે સન્યાસી થઈ પણ જાય તો પણ તે મહાવાક્યના ઉપદેશમાં પૂર્ણ સક્ષમ અધિકારી હોતા નથી. થોડુંક બાકી રહી જ જાય, પછી આગળના જન્મમાં થાય એનું આગળ જે થવું હોય પણ એનું બાકી રહે.

પતિતની સંતાન, ખરાબ નખવાળા, મેલા, દુર્ગંધયુક્ત દાંતવાળા, ક્ષય રોગથી ગ્રસિત, વિકલાંગ વગેરે લોકો પણ સન્યાસ ધર્મની દીક્ષા ગ્રહણ કરવા યોગ્ય નથી. કારણ કે એ નેચરલ પનિશમેન્ટમાં છે એ લોકો અત્યારે. તો એ લોકોએ એ છોડી દઈને સન્યાસની અંદર ન જતા રહેવું. એટલે જે પરિપૂર્ણ હોય એના માટે છે. છોડવાનો જેને આકસ્મિક વૈરાગ્ય પ્રાપ્ત થઈ જાય, મહાપાતકી સંસારી અને લોકમાં નિંદિત વ્યક્તિઓને સન્યાસની દીક્ષા ન આપવી જોઈએ. કોઈકને એકદમ થઈ જાય, વૈરાગ્ય આવી ગયો ન હોય તો લઈ લઉં કે કરીને, તો એને હંમેશા રોકવામાં આવે છે. અત્યાર સુધી મેં જેટલા સંતોના પણ ચરિત્ર જોયા, સન્યાસ દીક્ષા લેવા ગયેલા બધાને છોડી દીધે, ના પાડી દે છે. ઈવન આ જે પુસ્તક વાંચું છું એ દિનકરનાથ, એમને પણ એમના કાળની અંદર એમ કે સન્યાસને માટે થઈને ગાડીમાં બેસી ગયા હતા અને કોઈક પાછા એમના ગુરુ પ્રગટ થઈ ગયા તો સાચવીને, સમજાઈને ઘેર લઈ જાય અને કીધું, "તું તારા માતા પિતાની આવી આવી રીતે સેવા કર, આવું આવું કર, તારું કામ થઈ જશે.

તારે ત્યાં આગળ આવવાની જરૂર નથી." જેને આકસ્મિક વૈરાગ્ય પ્રાપ્ત થઈ જાય તેને પણ એકદમ સન્યસ્ત અને દીક્ષા અપાતી નથી.

જે મનુષ્ય વ્રત, યજ્ઞ, તપ, દાન, હોમ અને સ્વાધ્યાયથી રહિત છે, પાંચ વસ્તુઓ જે કરતો જ નથી, સત્ય અને પવિત્રતાથી ભ્રષ્ટ છે, તેવાને પણ સન્યાસની દીક્ષા આપવી જોઈએ નહીં. આ પ્રકારના લોકો ઈચ્છા રાખે તો આ તો તુર સન્યાસી બની શકે છે, પરંતુ તેવા લોકો સન્યાસના નિયમ પ્રમાણેના અધિકારી બનતા નથી. પછી શું કરવાનું? તો કે "ઓમ ભૂ સ્વાહા" એમ બોલીને ચોટલીને દૂર કરે અથવા કાપી નાખે. યજ્ઞ પવિત્રને બહાર ના કાઢે પણ એ કહે છે કે, "હે યજ્ઞ, આપ અમને બળ આપો, જ્ઞાન આપો, વૈરાગ્ય આપો, બુદ્ધિ પ્રદાન કરો." આ પ્રમાણે કહીને પછી યજ્ઞ પવિત્રને તોડી નાખી, "ૐમ ભૂ સ્વાહા" આ મંત્રનો ઉચ્ચાર કરીને વસ્ત્ર અને કટિસૂત્રને જળાશયમાં વિસર્જિત કરી દે છે. "સન્યસ્તમયા, સન્યસ્તમયા, સન્યસ્તમયા" એમ બોલે, "મેં સન્યાસ ગ્રહણ કરી લીધો છે" એવા મંત્રનો ત્રણ વખત ઉચ્ચારણ કરે છે અને પછી એ સન્યાસી બની જાય છે.

તો એ શું કરે છે કે સન્યાસી અને દ્વિજને જોઈને ભાસ્કર સૂર્ય પોતાના સ્થાનથી ચાલવા લાગે છે. સન્યાસનો પ્રભાવ કેટલો બધો છે એનો તમે વિચાર કરો કે ભાસ્કર સૂર્ય પોતાના સ્થાનથી ચાલવા માંડે છે. એને એવું લાગે છે કે આ કદાચ અમારા મંડળનું ભેદન કરીને પરબ્રહ્મમાં સમાઈ ના જાય. ભાસ્કર એટલે ચાલવા માંડે છે. ત્યાં જે જ્ઞાની મનુષ્ય "હું સન્યાસી થઈ ગયો છું" એ પ્રમાણે વચન બોલે છે, તે પોતાના જન્મની પહેલાની 60 પેઢીઓ અને પાછળની 60 પેઢીઓનો ભવસાગરથી ઉદ્ધાર કરી દે. શું બોલવાનું કીધું? "સન્યાસ્તમયા." હવે સંસાર સાથે કોઈ લેવા દેવા નથી. સન્યાસીના જે પૈતૃક દોષો છે અને જે એમના શારીરિક દોષો છે, તે બધાને એ એવી રીતે ભસ્મ કરી નાખે છે જેમ અગ્નિ સુવર્ણની ગંદકીને બાળી નાખે. "હે સખે, અમારી રક્ષા કરો" એમ બોલીને દંડને ધારણ કરે છે. આપણે કોઈ દંડ ધારણ કરવાનું નથી, આપણી પાસે ઓલરેડી મેરુ દંડ એ આપણો દંડ છે.

એ દંડ ઉત્તમ વાંસનો, સીધો, સપાટ, છાલ વગરનો, સમાન સંખ્યાવાળો, ગાંઠવાળો હોવો જોઈએ. તે પવિત્ર સ્થળેથી ઉત્પન્ન થયેલો, આ લૌકિક બાબત છે, કોઈપણ જાતના દાગ દબ્બા વગેરેથી રહિત હોવો જોઈએ. સળગેલો ના હોવો જોઈએ, કીડીઓએ પણ ખાધેલો ના હોવો જોઈએ. દંડ અને આત્માનો સંયોગ સદા શ્રેયસ્કર હોય. આ કારણે સન્યાસીની પાસે દંડ ન હોય તો તેને ત્રણ વાર બાણ નાખવાની દૂરીની બહાર ન જવું જોઈએ. એની પાસે દંડ ન હોય તો પેલું ત્રણ વખત બાણ મારે, એક વખત માર્યું, બીજી વખત માર્યું ને ત્રીજી વખત માર્યું, ત્યાં પહોંચી પહોંચીને એ જેટલું અંતર થાય એનાથી દૂરની પરિધિમાં એને ન જવું જોઈએ. એટલામાં એને મુવમેન્ટ કર્યા કરવાની. આવા સન્યાસી કે જેના પાસે દંડ નથી, મેરુદંડ તો છે ને! જાઓને દુનિયાની પાર! અમે અહીંયા શું પડીએ!

"હે સર્વસૌમ્ય, આપ જીવનના આધારભૂત જળને ધારણ કરો છો." મારી સાથે મંત્રના કરતા રહ્યા. આ પ્રમાણે કહીને સન્યાસી કમંડળ હાથમાં લઈને યોગપટ્ટી શોભતો સુખાનુભૂતિ પૂર્વક જ્યાં ત્યાં ભ્રમણ કરે. સન્યાસીએ બધા પ્રકારના ધર્મ, અધર્મ, સત્ય, અસત્ય બંનેનો પરિત્યાગ કરી દેવો જોઈએ. આ બધા વ્યવહારિક સત્ય અસત્ય છે, પરમ સત્ય એક જ છે, "તે હું છું." પછી જે દ્વારા આ પ્રકારે સત્ય અસત્યનો પરિત્યાગ કરવામાં આવે છે, તેનો પણ ત્યાગ કરી દેવો જોઈએ. તમે સત્ય અસત્યનો ત્યાગ કેવી રીતે કરશો? વાણી દ્વારા. એટલે એ વિશે બોલવાનું હવે બંધ કરવાનું કે આ સાચું છે, આ સાચું નથી. "સાચી વાત છે, સાચી વાત છે" કેટલી વખત ટાપસી પૂરો છો સવારથી સાંજ સુધીની અંદર! વિચાર કરો. આવા સન્યાસીના ચાર ભેદ બતાવે છે: એક વૈરાગ્ય સન્યાસી, એક જ્ઞાન સન્યાસી, એક જ્ઞાન વૈરાગ્ય સન્યાસી, આ બંનેનો સંયુક્ત સ્વરૂપ વાળો અને ચોથો જે છે તેને કર્મ સન્યાસી કીધો.

કર્મ સન્યાસ યોગ, જ્ઞાન સન્યાસ યોગ, બધા.

દૃષ્ટ અને અનુશ્રાવિક વિષયો પર તૃષા રહિત થઈને, પૂર્વ જન્મના પુણ્યોના ફળ સ્વરૂપ વૈરાગ્ય ઉત્પન્ન થવાના કારણે જે મનુષ્ય સંન્યાસ ધર્મ ધારણ કર્યો છે, તે વૈરાગ્ય સંન્યાસી હોય છે. દૃષ્ટ એટલે દેખાય એવા અને અનુશ્રાવિક એટલે કેવું કે સાંભળ્યું હોય. આ વૈરાગ્ય, એમ કે, સંન્યાસ લેવાથી આમ થાય, આમ થાય, આમ થાય એવી એને માહિતી બધી જે કંઈ મળેલી હોય. દાખલા તરીકે, તમને કહું કે ભરતૃહરિનું એમ કે તમે જીવન ચરિત્ર વાંચ્યું, તમે બહુ સરસ રીતે વાંચ્યું, બહુ ધ્યાનપૂર્વક વાંચ્યું અને બસ આમ અંદર એક પ્રબળ પેલું આમ ઊભું થઈ જાય અને પછી જે સંન્યસ્ત લેવાય તેને કેવો સંન્યાસ કહેવાય? વૈરાગ્ય સંન્યાસ કહેવાય. ભરતૃહરિને જે ઉત્પન્ન થયો એ તો તમને થઈ જાય ત્યાં આગળ. એટલા માટે ત્યાર પછીનો સંન્યાસ આવું છે.

કીધું ને, સાંખ્ય યોગની માન્યતા પ્રમાણે દૃષ્ટ વિષયો એ છે કે જે આ સંસારમાં દૃષ્ટિગોચર થાય. એટલે તમે જોયું કે આણે સંન્યાસ લીધો, પેલાએ લીધો. પલા કે, "ચલો હવે આપણે બી." અને એ રૂપ, રસ, ગંધ વગેરે, ધન, સંપત્તિ, સ્ત્રી, રાજ, ઐશ્વર્ય આ બધા વિષયો જે છે, એ બધાને છોડી દઈને પછી માણસ નીકળી જાય. અનુશ્રાવિક વિષયો એટલે જે વેદો અને શાસ્ત્રો દ્વારા સાંભળવામાં આવ્યા છે તેવા પ્રકારના. એટલે એ બધાનો ત્યાગ કરી દે. દેવલોક, સ્વર્ગ, વિદેહ, પ્રકૃતિ લયનો આનંદ, દિવ્ય ગંધ, રસ વગેરે, અણિમા, મહિમા, ગરિમા વગેરે સિદ્ધિઓ, આ બધું જે છે તે બધાથી વૈરાગ્ય સંન્યાસી વિરક્ત રહે છે. એ આ બધામાં પડે નહીં પાછો.

શાસ્ત્રોનું જ્ઞાન પામી, પાપ-પુણ્ય, સાંસારિક અનુભવો સાંભળીને પ્રપંચથી વિરક્ત થાય. શરીર વાસના એટલે કે પુત્રેશના, વિત્તેષના (ધનની લાલસા) અને લોકેષના (એટલે લોકો મને માન આપે, આમ કરે, તેમ કરે, યશ-નામ જેને કહે છે) તેની શાસ્ત્રની વાસના એટલે વધુ પડતું શાસ્ત્રો પર નિર્ભર રહેવું. "આ પુસ્તકમાં આમ કહ્યું છે, આ પુસ્તકમાં આમ કહ્યું છે, આ પુસ્તકમાં આમ કહ્યું છે." એ લઈને ફરિયાદ કરે, ફરિયાદ કરે. એ પણ એક જાતની આજકાલ કંઈક નવું ચાલ્યું છે. પેલું, "તમે ક્યાંય પેલું ફલાણું પોડકાસ્ટ સાંભળ્યું? એ બહુ સરસ હતું, તમારે સાંભળવું જોઈએ, લિંક મોકલી દઉં." કે તરત લોકવાસના એટલે લૌકિક ચેષ્ટાઓની પ્રમુખતા. "અમે તો હમણાં વારાણસી ગયા હતા, પણ ત્યાંથી પ્રયાગ જવું'તું પણ ના જવાયું. હવે અમારે જવાનું બાકી છે. જો તમે ત્યાં ગયા હોત તો પાછા ચાર ધામ કરતા આવત, પણ કે આવું બધું થયું એટલે આમ પાછા આવી ગયા." આ બધી શું છે?

લોક વાસનાઓ છે. એક કર્યું, તમે સાંભળ્યું એટલે પાછું અંદર થાય, "ગયા, આપણે રહી ગયા જિંદગીમાં." નામ ના સાંભળ્યું હોય પણ કોક એમ કે કે, "આપડે પેલા નાસિક ત્રંબકેશ્વરના અમે દર્શન કર્યા." એટલે અંદર પેલાને થઈ જાય કે, "યાર, હું રહી ગયો, હું જઈ આવું." ગમે તેમ કરીને પાછો ત્યાં આગળ પહોંચવાનું કંઈક ઊભું થઈ જાય કારણ કે એ કરે છે, એની ઈચ્છા ઉત્પન્ન થઈ જાય ત્યાં. આ વાસના છે એટલે એને લોક વાસના કીધી. તો આવી લોક વાસનાઓ જે કંઈ હોય, આ બધી શોધવાની છે આપણે આપણા જીવનની અંદર. શું શું છે આપણી પાસે? બધું ક્યાં ભેગું કર્યું છે? ક્યાં સ્ટોર કર્યું છે? અહીંયા નાભિમાં અને હૃદયમાં. ત્યાંથી આ બધું બાળવું પડશે, કાઢવું પડશે અને જ્ઞાનાગ્નિ વગર એ બળતું નથી. જ્ઞાન પ્રગટ થશે, જ્ઞાનનો અગ્નિ પ્રબળ હશે તો જ એ થશે, નહીંતર અર્ધદગ્ધ રહી જશે પાછું.

એને ફરી બાળવા બેસવું પડશે કોઈને કોઈ ટાઈમે, કોઈને કોઈ સમય.

આ પ્રમાણે ક્ષણવારમાં નષ્ટ થવાવાળી અને બનતી-બગડતી ત્વચા પણ મારાથી જ જુદી છે અને હું તે જડ સ્પર્શ નથી. અચેતન જે ચૈતન્યના પ્રભાવથી આત્માનુભવ મેળવી છે. આપણે વાત કરતા હતા, શાસ્ત્રોનું જ્ઞાન પામી, પાપ-પુણ્ય, સાંસારિક અનુભવો મેળવી, પ્રપંચથી પણ વિરક્ત થઈ, શરીર વાસના બધાથી દૂર થઈ અને પછી જે આવી રીતના સંન્યસ્ત ધારણ કરે છે તેને જ્ઞાન સંન્યાસી કહેવામાં આવે છે. ષટ્ સંપત્તિ આવી જાય, બધું થઈ જાય ત્યારે ક્રમ પ્રમાણે દરેકનો અભ્યાસ કરીને આપણે તો ભૂસકો મારી દઈએ, "સિદ્ધ અહમ બ્રહ્માસ્મિ." તો કામ કરશે? સમજ્યા વગર નકામું. પણ હાથમાં તમને બ્રહ્માસ્ત્ર આપી દીધું હોય પણ ચલાવતા જ ના આવડતું હોય તો શું કરવાનું? એવો ઘાટ થાય. એ AK-47ની વાત નથી કરતો, બ્રહ્માસ્ત્ર. આ બ્રહ્માસ્ત્ર છે, "અહમ બ્રહ્માસ્મિ." પોતે ક્રમ પ્રમાણે દરેકનો અભ્યાસ કર્યા પછી શું કરવાનું?

બધા અનુભવો મેળવવાના. એ કર્યા પછી જ્ઞાન અને વૈરાગ્યના તત્વને સારી રીતે જાણવાનું, સમજવાનું. શરીર માત્રને શેષ માનવાનું. શરીરને શું? બસ, આ છેલ્લું, આ બાકી રહી ગયું. બાકી બધું હવે એની અંદર કશું છે નહીં કે એને છોડી દઈને જે સંન્યાસ ધર્મને ગ્રહણ કરે છે તે જ્ઞાન વૈરાગ્ય સંન્યાસી કહેવાય.

બ્રહ્મચર્ય, ગૃહસ્થ અને વાનપ્રસ્થ આ ત્રણેય આશ્રમોનું પાલન કર્યા બાદ વૈરાગ્ય ન હોવાથી પણ નિયમ પ્રમાણે સંન્યાસ ગ્રહણ કરવું જોઈએ. આ લક્ષણને કર્મ સંન્યાસી. 75 વર્ષ સામાન્ય જે અવધિ આપેલી હતી, તો કર્મ સંન્યાસ કે ભાઈ હવે કામ-બામ નહીં કરો, રિટાયરમેન્ટ. આ હતું આપણે ત્યાં આગળ રિટાયરમેન્ટ એટલે શું? કર્મ સંન્યાસ. બધા રિટાયર થાય છે ને 60 વર્ષે? અહીંયા 75 વર્ષે થતા હતા આપણે ત્યાં વાનપ્રસ્થ પૂરો થયા પછી. એટલે 50 થી 75 જે છે એ વાનપ્રસ્થ આશ્રમનું સંપૂર્ણ. એમાં થોડું થોડું રાખો, ઘણું બધું છોડો. એ 25 વર્ષ સુધી એક પ્રેક્ટિસ કરવાની. ત્યાર પછી તમે કર્મ સંન્યાસ કરો કે હવે બધું મેં છોડી દીધું છે. હવે હું સંન્યાસી. એવો માણસ પછી ચાહે તો ઘરમાં રહે, ચાહે તો એ ક્યાંય પણ જાય, વનમાં જાય, ગમે તે કરે, કંઈ ઝોપડી બાંધીને રહે, કંઈ પણ કરે.

પણ એ જો ઘરમાં રહ્યો હોય તો મકાનનો કે આ જે કંઈ હોય તે બધાનો પોતે માલિક સમજતો નથી. પોતાને એ રીતે એ વર્તન પણ કરતો નથી. એટલે એ કર્મ સંન્યાસી. આવા સંન્યાસના ચાર-છ પ્રકાર.

બીજા છે એમાં કુટીચક, બહુદક, હંસ, પરમહંસ, તુર્યાતીત અને અવધૂત. કુટીચક સન્યાસી જે છે એ શિખા, યજ્ઞોપવિત્ર પોતાના શરીર પર ધારણ કરે. એ સિવાય દંડ, કમંડળ, કૌપીન, ચાદર, કંથા, કથરી એટલે પહેરવાવાળા, માતા-પિતા-ગુરુની આરાધના કરવાવાળા, વટલોઈ, કુદાલ અને છીંકુ માત્ર પોતાની પાસે રાખવાવાળા તથા એક જ સ્થળે ભોજન કરવાવાળા, મસ્તકમાં ઉપરની બાજુએ સફેદ ત્રિપુંડ ધારણ કરવાવાળા અને ત્રિદંડ ધારણ કરનારા હોય, એ બધા કુટીચક કહેવાય.

બહુદક સન્યાસી શિખા વગેરે કંથા, ત્રિપુંડ ધારણ કરનારા અને દરેક રીતે કુટીચકની જેમ મધુકરી એટલે કે ભિક્ષા ગ્રહણ કરતા હોય છે. તેવા સન્યાસી હોય, પણ બહુદક સન્યાસીનું એક વિશિષ્ટ લક્ષણ એવું હોય છે: એ માત્ર આઠ કોળિયા જ ભિક્ષા ગ્રહણ કરે છે. એટલે તમે બે કિલો આપો તો એ ગ્રહણ કરે, એ આઠ કોળિયા જ આપો, બસ એમને આ. એમના બહુદક એટલે એ થોડુંક વધારે તિતિક્ષાના માર્ગે આગળ ગયેલો હોય છે.

હંસ નામના સન્યાસી જે હોય, જટાધારી હોય, ત્રિપુંડ રાખે, ઉર્ધ્વપૂને પણ ધારણ કર્યું હોય અને અજાણ્યા સ્થાને માંગીને ખાનારા હોય. જાણીતાની પાસે જાય જ નહીં. ખબર છે કે આ તો હું જઈને ઊભો રહીશ એટલે મને ભિક્ષા આપી જ દેશે, એની પાસે જાય જ નહીં. એ તિતિક્ષા સાથેનો જે હોય, કેવળ કૌપિન ધારણ કરીને ફરતો હોય. અત્યારે સંજોગવશાત એકાદું કપડું આમ લટકાવીને રાખે એવું નાની ધોતી જેવું પાતળું, ગાંધીજી જેવું. ગાંધીજી જેવું નહીં, આપણા ઘણા સાઉથ ઇન્ડિયનો હોય છે, બહુ ગામડામાં મળે. પણ એવા બધા આ બધા સરસ મજાની રેશમી ધોતી પહેરીને ફરે છે સંસદમાં, એવા નહીં.

પરમહંસ નામનો જે સન્યાસી હોય છે, આ પહેલા હંસની વાત કરી, હવે પરમહંસની વાત છે. તો પરમહંસ છે એ તો તો એ કેવા કે શિખાને યજ્ઞોપવિત વિનાના. પરમહંસ યોગાનંદજીને જોઈ લો એટલે ખ્યાલ આવી જશે. પાંચ ઘરોથી હાથ રૂપી ભિક્ષામાં પાત્રમાં ભિક્ષા માંગીને એક લંગોટી, એક ચાદર અને એક વાંસનો દંડ પોતાની પાસે રાખે અથવા શરીર પર ભસ્મ ધારણ કરીને એક ચાદર પોતાની પાસે રાખે અને બાકીની બધી વસ્તુઓનો ત્યાગ કરી દીધો હોય. એની પાસે કશું હોય જ નહીં.

તુર્યાતીત સન્યાસી: તુર્યાતીત સન્યાસીએ તો બધું જ ત્યાગી દીધું હોય. ગૌમુખ વૃત્તિવાળા એટલે હાથથી કશું પકડવાનું જ નહીં. ત્રણ ઘડેથી ફળ અને અન્નની ભિક્ષા ગ્રહણ કરનારા, પોતાના શરીરને નગ્ન રાખનારા, અર્થાત વસ્ત્ર પહેર્યા વિનાના રહે છે. તે પોતાના શરીરને નિર્જીવની જેમ માનીને કોઈપણ રીતે જીવન નિર્વાહ કરે. કાચો જડ છે, વાસ્તવિકતા છે ને એ જ જાણે કે આ તો જડ છે. કેવી રીતે જીવે છે એ પરમહંસ પછીની જે સ્થિતિ છે, તુર્યાતીતવાળા એ લોકો આની અંદર. હવે તુર્યાતીત અવસ્થા અને તુર્યાતીત સન્યાસી, બેની અંદર થોડોક ભેદ છે. જે તુર્યાતીતમાં પહોંચી ગયો છે એને તો "હું સન્યાસી છું, ફલાણો છું, ઢેકણો છું" કશું કઈ ભાન ના હોય. એ બધું ગયું. એ બધું સાંસારિક ભાવ જ છે હજી તો. એને કોઈ ભાવ જ ના હોય, કશું જ ના હોય. બસ તુર્યાતીતની અંદર ફક્ત એ કેવળ બ્રહ્મ સ્વરૂપ જ થઈ ચૂક્યો હોય, એને આપણે તુર્યાતીત કહીએ.

બાકી ચાહો તો તમે ઘરમાં રહો, ચાહો તો તમે મનમાં રહો.

અવધૂત નામના સન્યાસી કોઈ નિયમને માનતા નથી. દત્તાત્રેય ભગવાન અવધૂત છે. એવા બીજા ઘણા અવધૂત થઈ ગયા આપણા ત્યાં આગળ. એ લોકો પતિત અને પીડિત સિવાય દરેક જાતિઓમાં અજગર વૃત્તિથી આહાર ગ્રહણ કરનારા હોય છે. પાપીઓનું એ લેતા નથી. એમને ખબર પડી જાય કોઈકનો સતાયેલો હોય એટલે કોઈકે કોઈકને કોઈક માણસે એને લૂંટી લીધેલો હોય, એવાની પાસેથી પણ એ લેતા નથી. સમજાયું? કેમ? પતિત એટલે પાપી, જે પડેલો છે પોતાના આચારમાંથી એ પતિત કહેવાય. પોતાના જે નિયત નિશ્ચિત ધર્મ છે તેમાંથી જે પડેલો હોય એટલે એનું પાલન કરવાનું બંધ કરી દીધું હોય એવો. પણ એને ખબર પડવા માટે આમ જુએ માણસને એટલે ખ્યાલ આવી જાય. આ બહુ અંદર કી બાત છે એવું છે. એટલે પછી એના પાસે એ ભિક્ષા ગ્રહણ કરે નહીં. બીજો કોણ? તો કે સિદ્ધિત. કોઈ બીજાએ સતાયેલો હોય અને પછી એ ત્યાં આગળ હોય ને એના પાસે જઈને પણ એ ભિક્ષા ગ્રહણ કરતા નથી.

કારણ કે પતિત પડેલો છે પોતાના આચારમાં, એનું અન્ન ગ્રહણ કરવાથી આને પણ ક્ષોભ ક્યારે પણ ઉત્પન્ન થવાની એક પોસિબિલિટી. સિદ્ધિતના કેસની અંદર કેવું થાય છે કે પહેલાનો સતાયેલો હોવાથી એના પાસેથી ગ્રહણ કરે છે તો આનું પુણ્ય એના પાસે ચાલી જશે. એના સત્કર્મો જે છે તે પહેલાને મતલબ કે એને કંઈક એવું કરવું પડશે. પછી એક ઋણ ઊભું થઈ જશે. સન્યાસીએ કોઈપણ પ્રકારના ઋણથી મુક્ત રહેવાનું હોય છે. એટલે આ બાબતનો ભંગ થાય એટલા માટે એને કીધું કે કોઈ સતાયેલા પાસેથી પણ તારે ગ્રહણ નહીં કરવાનું.

તો એ કેવા હોય? તો કે અજગર વૃત્તિથી આહાર ગ્રહણ કરે. જે આવ્યું મળ્યું તો ઠીક છે, નથી તો કાંઈ નહીં. કોઈને પર તરાપ ના મારે. પણ અજગરની જેમ. અજગર તો મારે ને? આ એવું ના કરે કોઈવાર. ખાલી વૃત્તિ એમ અજગરની જેમ પડ્યા રહે. પણ ક્યાં પડ્યા રહે? બ્રહ્મમાં પડ્યા રહે. બીજે ક્યાંય ના પડ્યા રહે. આળસમાં ના પડ્યા રહે. એ લોકો અજગર આળસુ હોય. એ આત્મ સ્વરૂપની ખોજમાં નિરંતર તત્પર રહે છે. સતત ચાલતું હોય, "હું આત્મા છું, હું આત્મા છું, હું આત્મા. આત્મા કેવી રીતે છું? હું અમર છું, હું અમર કેવી રીતે છું? કોણ અમર હોય?" એ આ બસ આવું બધું સંશોધન એના અંદર ચાલ્યા જ કરે ૨૪ કલાક નિરંતર. કારણ કે એના માટે હવે દિવસ રાત તો હોતા નથી. હવે દિવસ જ દિવસ છે. અજવાળામાં આવી રહ્યો છે. એ તો સવાર પડી ગઈ છે. હજી સાડા પાંચ થયા છે, છ વાગ્યા છે, કોઈકને કોઈકને સાત વાગ્યા હોય, પણ ટાઈમ આટલો જ છે.

હાજી, બરાબર. તો એ પાર થયો એવો સન્યાસી. સન્યાસીની વાત અવસ્થામાંથી પાર થઈ ગયેલા, પક્વ થઈ ગયેલાની વાત નથી. તો અહીંયા આગળ આપણે અવધૂતની વાત કરીએ, સન્યાસીની વાત કરીએ. એ લોકો મોટા ભાગે દિગંબર રહેતા હોય છે. વખતે કપડા પહેરી પણ લે.

પણ એમને કોઈ નિયમ લાગુ પડતો હોતો નથી. એ આત્મસ્વરૂપની ખોજમાં નિરંતર હોય અને જે વૃક્ષ છે, ઘાસ છે, પાત છે, પર્વત છે, આ સંપૂર્ણ જે વિશ્વ છે તે મારાથી જુદું છે. આ બધું હું નથી. જે કંઈ બાહ્ય જગતમાં દ્રષ્ટિગોચર થાય છે તે સર્વથા જડ છે. બધું મોટર ગાડી ચાલતી હોય તોય જડ છે અને માણસ ચાલતો હોય તો પણ જડ છે.

મને સમજાતું નહોતું, પણ ઘણી વખત મારા ફાધર કહેતા કે "આ મળદા, આ મળદું છે" એમ બોલે. માણસ આવ્યો હોય અમારા ઘરે પણ તોય આવું. મને સમજાય નહીં કે આવું કેમ બોલે? બહુ ખરાબ લાગે ને! સાંભળી જાય તો કોઈ, અમને શરમ આવતી તે વખતે. પણ આ હકીકત કે મળદું છે. તો આવી રીતના તો કે "મને બધા મળદા જ દેખાય છે." આજે મને યાદ આવે છે કે આ શું બોલતા હતા? સમજાય હવે મારી બહેનોને નહીં સમજાશે જ્યારે આ સાંભળશે કે આવું કેમ ફાધર બોલતા હતા? "આ બધા મળદા છે કે ચેતન તો કે એક જ હોય." આ મને બોલતા તે વખતે, "એક જ હોય."

તો આજે જે બાહ્ય જગતમાં દ્રષ્ટિગોચર થાય છે એ બધું જડ છે. તો એ જડમાં હું કેવી રીતે રહી શકું? હું તો ચેતન છું. આ એની દ્રષ્ટિ ખૂલી ગયેલી હોય, કારણ કે હું વિરાટ છું. વિરાટ આ જડમાં કેમ નો સમાય? એટલે કાળ દ્વારા કલ્પેલો, જો કાળને પણ કલ્પેલો છે અને શીઘ્ર વિલય થનારો પણ હું નથી. આ એક નામરૂપ છે ને એ કાળ દ્વારા કલ્પેલું છે કે ભાઈ તમે આ સાલથી આ સાલ સુધી આ નામરૂપની અંદર આ પૃથ્વી ઉપર અહીંયા આમ આમ રહેશો. આ કાળ દ્વારા કલ્પાયેલું છે અને કુદરતે બાકીનું બધું તમને પ્રોવાઈડ કરેલું છે કર્માનુસાર અને પ્રકૃતિ જે લઈને આવ્યા છે તે પ્રમાણે આગળનું. હવે હજી તમે નિર્વહન કરી રહ્યા છો.

ખેર, આપણે તો હવે બધું ડિસ્ચાર્જ જ છે. કશું હવે આપણે આ બધું સાંસારિક ચાર્જિંગ આપણું કંઈ હોય ના, કારણ કે આપણે વિચાર જ નથી સંસારનો. વિકલ્પ જ નથી ઊભો કરવાનો કોઈપણ સંજોગોની અંદર. સતત એમાં સહજ સ્વાભાવિક જે થતું એ જોયા કરવાનું. આપણે બીજા કશાની અંદર હવે પડવાની આપણે જરૂરત રહેતી નથી. આ પ્રમાણે એ કહે છે કે "શીઘ્ર વિલય થનારો પણ હું નથી." વિલય થાય તો એ પાછો અવસ્થાનું પરિવર્તન પામે છે ને? અવસ્થાઓ હોતી નથી આત્મામાં. એ હોય જ છે, એ સ્થિત જ હોય. ક્યાંય પણ કોઈપણ સ્થળ, કોઈ કોઈપણ કાળમાં ને કોઈપણ સ્થળની અંદર આત્મા તો છે, છે ને છે જ. એટલે પરમપિતા પરમેશ્વર, પ્રભુ, આમ તેમ બધું આપણે જે કંઈ કહીએ છીએ, બધા નામરૂપથી એને બોલાવવાનો, સંબોધન કરવાનો પ્રયત્ન કરીએ છીએ, એનું કારણ આ છે.

"હું સન્યાસી તે જડ શબ્દરૂપ નથી." જો કે ક્ષણ માત્ર રહે છે. "શૂન્ય આકૃતિ અને સ્વરૂપથી યુક્ત અચેતન પણ હું નથી." અચેતન પણ હું નથી, શૂન્ય પણ નથી, ખાલી આકૃતિ પણ નથી. અંદર છે ને પાછું કંઈક શું છે? "રૂપમ દેહી, જયમ દેહી." આ પ્રમાણે ક્ષરમાં નષ્ટ થવા વાળી બનતી બગડતી ત્વચા પણ મારાથી જુદી છે. ચામડી હું નથી એમ. "હું તે જડ ચેતન સ્પર્શ નથી." છે તે ચૈતન્યના પ્રભાવથી આત્માનો અનુભવ મેળવે છે.

પછી આગળ કહે છે: "ચંચળતાથી યુક્ત મન અને મનથી યુક્ત જીવવા વડે દ્રવ્યથી ઉપજેલું તુચ્છ સ્પંદન શક્તિ પણ હું નથી." કોઈ વાઈબ્રેશન હું નથી એમ. આખો પ્રાણી કીલિંગ બહાર આઉટ. પછી આગળ હજી તો બહુ છે. આ પ્રમાણે દર્શન અને દ્રશ્યનો વિષય વિલીન થઈ જવાથી, નષ્ટ થવાથી અચેતન જડ અનુભવવું નથી. "હું તો કેવળ દ્રષ્ટા માત્ર છું."

ગંધ પણ જડ પદાર્થ સાથે યુક્ત છે. કોઈપણ વસ્તુમાં સુગંધ હોય, દુર્ગંધ હોય, જ્ઞાનેન્દ્રિય વડે પરિકલ્પિત છે. એ જેવું પહેલા કલ્પના કરે છે એવી એને સુગંધ આવે છે. ફેરવીને પથારી બધા અત્તરોની, બધી સુગંધની જોઈ લો. ગોડનયા ગયું ને બધુંય ગયું. અગરબત્તીઓએ ગઈ, ચંદને ગયું, બધું ગયું. "એવી તુચ્છ જડ ગંધ પણ હું નથી." એનાથી પણ હું મુક્ત છું, એનાથી જુદો છું.

"હું સન્યાસી પાંચ ઇન્દ્રિયોના ભ્રમથી રહિત, પાંચ ઇન્દ્રિયોનો આહાર ગ્રહણ કરતો નથી. મનન રહિત મનમાં જો મનન થાય તો મનની મુવમેન્ટ ચાલુ છે, એ પણ ના હોવી જોઈએ. શાંત સ્વરૂપથી યુક્ત, શાંતાકારમ, મલિનતા રહિત શુદ્ધ ચૈતન્ય માત્ર." કોઈપણ પ્રકારની મલિનતા સાંસારિક અંદર હોતી નથી. એવો શુદ્ધ ચૈતન્ય માત્ર.

"હા, શાંતાકારમ ભુજંગ સયનમ પદ્મનાભમ સુરેશમ." શાંત આકારવાળો અને ભુજંગ ઉપર સયન કરનાર. ભુજંગ એટલે શું? આ બધી વાસનાઓના જે વિચારોના આ બધા છે ને એ બધા ભુજંગો છે. એની પર આરામથી ઊંઘી ગયો હોય એવો વ્યાપક વિષ્ણુ. "ઊંચું વંદે વિષ્ણુ ભવભય હરમ સર્વલોકનાથમ." એવો વિષ્ણુ છે. ભવ ભય હરમ. બધા ભવનો ભય જે હોય છે ને કે આ ભવમાં આમ થશે ને આ ભવમાં આમ થશે ને, બધું જતું રહ્યું, ઊડી ગયું. કોઈ ભવ નથી, કશું નથી. હવે બધું કલ્પનાઓ છે. સમજાય છે?

બહારના કહેતા, "મારા ચૈતન્યથી પર ચિન્ન માત્ર પ્રકાશથી યુક્ત હું છું. હું બાહ્ય અને અંતઃકરણમાં વ્યાપ્ત રહેવા વાળો નિષ્કલ, કલાવિહીન, નિરંજન, નિર્વિકલ્પ, ચિદાભાસ અને સર્વત્ર વ્યાપ્ત રહેવા વાળું આત્મતત્વ છું." તત્વ છે. મારા એક ચૈતન્ય સ્વરૂપ વડે ઘટપટ આદિથી લઈને સૂર્ય સુધી દરેક પદાર્થ દીપકની જેમ તેજ યુક્ત બનાવવામાં આવે છે, જેથી એ પ્રકાશિત થાય છે, પ્રકાશમાં આવે છે, દ્રશ્યમાન થાય છે, એ વ્યક્ત થાય છે એમ કહે છે.

મારા પ્રકાશ આ બધી ઇન્દ્રિયોની વિચિત્ર અને જુદા જુદા પ્રકારની વૃત્તિઓ મારા અંતઃકરણના પ્રકાશથી પ્રાદુર્ભૂત થાય છે. આ બધું જે કંઈ ઊભું થાય છે તે પણ અમારા પ્રકાશના લીધે અને અગ્નિની અંદરથી જેમ તણખલાની પંક્તિઓ નીકળે છે તડતર તતડ કરીને, એવી રીતે આ બધું બહાર નીકળે એમ જોવાનું છે. આ બધું જઈ રહ્યું છે. આ પવિત્ર ચિન્મય હોલિકા દહન. આને આપ ક્યારેક વાત કરીશ એની, પ્રહ્લાદની હોલિકાની. આ પવિત્ર ચિન્મય દ્રષ્ટિ. ચિન્મય દ્રષ્ટિ કેવી છે? અંતરહિત શાશ્વત. એનો બંધ જ નથી થતી આ દ્રષ્ટિ. બસ કાયમ છે અને પાછી શાશ્વત છે. આનંદનો ઉપભોગ કરનારી કયા આનંદનો?

ઉપભોગ કરનારી નિર્મળ આનંદ વસ્તુ, વ્યક્તિ કે ઘટનાઓ આધારિત જે ઇન્દ્રિયોજનિત આનંદ છે તે નહીં, આ અતિન્દ્રિય આનંદની વાત છે. એ કેવી છે? અત્યંત શાંતિદાયક હોય. એક એક્સેપ્ટન્સ કરી દો, બસ ઠરી જાવ છો. તો શું થાય? આ પછી આગળ તો પછી તમે જસ્ટ વિચાર કરો, આ બીજી બધી દ્રષ્ટિઓ પર વિજય પામે છે. આત્મદ્રષ્ટિ સર્વોપરી છે એમ કહેવા માંગે છે અહીંયા. આ મુક્ત આત્મા સર્વ પ્રકારે ભાવનાઓમાં નિત્ય સ્થિર રહે છે. તમામ ભાવનાઓમાં સ્થિર એટલે એને શું કીધું? "ભાવાતીતમ." બધા ભાવની બહાર નીકળી ગયેલો હોય એવો આ ચૈતન્ય અવસ્થાથી પણ મુક્ત ચિદાત્મા છે અને તે પ્રત્યેક ચૈતન્યરૂપ આત્માને નમસ્કાર કરું છું. આમ, "મામ નમસ્કાર કરું," એક એક જણને નમસ્કાર કરું, બસ આ એનો ભાવ થઈ ગયો. સતત આ રીતે ચાલતો હોય.

કળા અને કલ્પના રહિત, જો કોઈના પાસે કોઈ જઈને કંઈક આમ કરે ને, "પટાઈ લઉં" કે "આને તો આમ કર," આ બધી કળા કરીએ છીએ એમ કહે છે. વ્યવહારની અંદર કહે છે ને, કળા અને કલ્પના રહિત ચિત્ત શક્તિ વડે આ વિચિત્ર, સ્વચ્છ અને સંભાવયુક્ત શક્તિઓનો પ્રાદુર્ભાવ થયેલ છે. આ ચિત્ત શક્તિ ત્રણે કાળે સૌથી વધારે શક્તિ સંપન્ન અને દ્રશ્ય જગતના બંધનોથી સંપૂર્ણ મુક્ત છે. ચૈતન્યની વાત છે આ. વાણીથી અગમ્ય છે એટલે વાણી કોઈ બોલે તો "ગમ પડી જાય" એવું નથી એમ. અમારા ફાધર કહેતા હતા, "તને ગમ ના પડે." કંઈક પૂછીએ ને એટલે કે, "તને ગમ ના પડે." આપણે એમ પૂછીએ કે, "તમે આવું કેમ કરો?" "તને ગમ ના પડે." "આ મળદું છે એવું બધું તમે કેમ બોલો?" "તને ગમ ના પડે." આ એમના જવાબો હતા. વાણીથી અગમ, શાશ્વત અસત્તા. તો હું પૂછું પાછો કે, "ગમ ક્યારે પડશે?" "તને પડશે," કહે છે.

આમ કહી દે. ઘણી બધી વારે ખૂબ જરા ગદગદાવ ત્યારે પછી કહે, "તને પડશે." શાશ્વત અસત્તા અને નિરતિશય આત્માની જેમ જ શેષ રહી જાય છે. તે ચિત્તશક્તિ ઈચ્છા અને અનિચ્છામાં સ્થિર છે. જોયું? એની ચિત્તશક્તિ કેવી? ઈચ્છા અને અનિચ્છામાં સ્થિર થઈ ગઈ. તે મોહોથી ઢંકાયેલી પાસ વડે બંધનમાં આવેલા પક્ષીની માફક ઉડવા માટે અસમર્થ હોય છે. ઈચ્છા અને મોહથી ઉપજેલા દ્વંદ્વભાવના કારણે આ મોહ પામીને પૃથ્વીરૂપી ખાડાની વચ્ચે પડેલા કીડાઓની જેમ હોય. એને ખબર પડે કે આજે આ બધું અંદર ચાલી રહ્યું છે, આ બધું એનાથી મારી શું હાલત થઈ? તો કે, "હું આ પૃથ્વીરૂપી ખાડામાં આવીને પડ્યો." આ દેહની અંદર મારે રહેવું પડે. હું વિરાટ અને મારે આમાં રહેવાનું. એટલે ઓવરસાઈઝનો માણસ હોય ને, પેલા ટૂંકા કોથળાની અંદર એને પૂરવાનો પ્રયત્ન કરતા હોય ને, પછી મહીં અંદર જેમ પેલાને થાય ને એવી હાલત છે.

સમજાય છે? આત્માને આવો અનુભવ આવે છે.

મારા આત્મ સ્વરૂપ અવિચ્છિન્ન ચિદાત્માને નમન છે. હું સતત પરમ પ્રત્યક્ષ, બુદ્ધ અને ઉદિત છું. ઉદય થવાનો બાકી છે એવો નથી, ઉદય થઈ ચૂકેલો છે ઓલરેડી એમ કે. "અનાદિ અનંત છું." તો પછી ક્યાં છે? ક્યારે ઉદય કરવાનો? હું ઉદ્દત છું, વિકલ્પોથી પર છું. હું જે છું તે જ તે પણ છે અને તેને જ મારા નમસ્કાર છે. "તું અને હું લંબ ને અનંત છીએ," એવા ચિદાત્મરૂપ મને, તને નમસ્કાર. જો હવે આ બધું એની પેલી દીવારો જે છે ને, એ બધી તૂટી રહી છે, ખસી રહી છે. બેરિયરો બધા ખતમ થઈ રહ્યા છે. પરમ ઈશ્વરરૂપ તને, શિવ સ્વરૂપને, મને નમસ્કાર છે. આ આત્મા બેઠેલો હોવાથી પણ આસીન નથી અને ચાલતો હોવાથી પણ ચાલતો નથી. બેઠો હોય આત્મા તો કે એ બેઠો નથી અને આ ચાલતો હોય તો તો કઈ આત્મા ચાલતો નથી એમ કહેવામાં આવે. શરીર ચાલે છે, આત્મા ચાલતું. શાંત હોવા છતાં પણ વ્યવહારમાં લિપ્ત રહે છે.

આ બધું જે કંઈ ચાલતું હોય એ બધું જોયા કરતો. કામમાં લાગેલો હોય પણ આસક્ત થતો નથી. આ આત્મા સુલભ છે, આપ તો બંધુની સમાન છે અને શરીરરૂપ કમળ પુષ્પમાં રહેલા ભ્રમરના જીવો છે. મને અને આત્માને ના તો ભોગમાં રહેવાની ઈચ્છા છે, ભોગ વિસર્જનની પણ ઈચ્છા નથી. જેને આવવું હોય તે આવે, જેને જવું હોય તે જાય. મને તેમાં પણ આસક્તિ. બધાથી વિરક્તતા ધીમે ધીમે એટલી બધી એને વ્યાપવાની ચાલુ થઈ જાય.

મનથી મનનું ભેદન થવાથી, જો મુખ્ય બાબત આવે છે, મનનું ભેદન છે કરવાનું, મનથી કરવાનું છે. મનથી મનનું ભેદન થવાથી, અહંકારનો નાશ થવાથી, અહંકારરૂપી કપડાં ફાડી નાખવાથી અને દિગંબર થઈ જવાથી, ભાવોનું વિસર્જન થઈ ગયા પછી, હું કેવળ આત્મા સ્વસ્થ રૂપે સ્થિર છું. કેવળ આત્મા સ્વરૂપે રહેલો છું. બાકી કશું છે જ નહીં હવે. બીજું કશું છે જ નહીં, જોવાનું જ નહીં, બસ પૂરું થઈ ગયું. મારા શરીરરૂપી પીંજડામાં રહેલા નિરંકારરૂપી પક્ષીની તૃષ્ણારૂપી રજ્જુને કાપી નાખીને ક્યાં ઉડી ગઈ મને ખબર પડતી નથી. હું ભાવ શૂન્ય, અહંકાર રહિત, મન રહિત, ક્રિયા રહિત, સ્પંદન રહિત, સમજાયું? તથા માત્ર શુદ્ધ આત્મસ્વરૂપ છું. મારો શત્રુ ક્યાં હોઈ શકે? આમ કરીને તમે આત્માને ખોળી શકો નહીં કેવો છે ને કેટલો છે ને ક્યાં છે. "મિશપારન નયાતી" ના પાડી દીધી. અનંત કાળ સુધી દેવો પણ કે આ બધું કરે તો પણ એમને હજી તો આત્માનો મહિમાનો કઈ ખબર પડતી.

બધા સ્તુતિ સ્તોત્રમાં કહેલું છે ને, જેમાં અકર્તૃત્વનો ભાવ હોય છે, જેમાં જેની બુદ્ધિમાં આસક્તિ નથી, તે સંપૂર્ણ ભૂત પ્રાણીઓને સમાન ભાવથી જુએ છે. તેનું જીવન અવશ્ય શોભનીય બને. બધા સરખા, સમભાવ, સમાનતા. કોઈ હવે એને માણસ, આ પશુ, આ પક્ષી, આ ભાવ પણ નથી રહ્યો. કારણ કે આ તો બધા ખોખા છે, જુદા જુદા પેકિંગ. દાદા કહેતા હતા એમ, "મૂળ માલના દર્શન કર, બાકીને બધું છોડ." આવું સમજાવતા તે વખતે. એ દાદા તો કે, "તું આત્મા જ જોજે, બીજું કઈ ના જોતું. તને બીજું દેખાય છે એ હજી તે બરાબર જોયું નથી." પેલા ઉદ્દાલક પણ જે હતા ને, તે એમણે પણ શ્વેતકેતુને આ જ શીખવાડ્યું, "તું કે તું હજી બરાબર જોતો નથી કે જા ફરી વખત તપાસ કર." કેટલી વખત એને મોકલ્યો તો? આવી હતી ને વાત આપણે ઉપનિષદમાં. જેનું અંતઃકરણ અત્યંત અતિશય શીતળ.

જેની બુદ્ધિ રાગ, દ્વેષ આ વગેરેથી છૂટી ગયેલી છે અને જે સાક્ષી ભાવથી આ જગતનું અવલોકન કરે છે, જે થાય છે એ થાય છે ભાઈ, જે થયા કરે. હવે આ આમ થાય કે આમ થાય એવી ઉથલ પૂથલ અહીં થતો નથી. એવા શ્રેષ્ઠ સન્યાસીના જીવન અતિશય શોભનીય હોય.

જેને પૂર્ણરૂપથી જ્ઞાન મળેલું છે, જેને સારું ખરાબ બંનેનું ધ્યાન છૂટી ગયું છે અને જેણે સન્યાસીએ ચિત્તને ચિત્તમાં જ સંયુક્ત કરેલું છે, તેનું જીવન જ અતિશય સુંદર. આ "ચિત્તને ચિત્તમાં" એટલે શું કીધું? ચિત્ત શું છે? ચૈતન્ય. તો જે આ ચિત્ત હતું, આમાં મુવમેન્ટ કરનારું, એને ઉપાડીને એને ક્યાં ચોટાડી દીધું? ચૈતન્યમાં. એટલે એ તદરૂપતા આવી ગઈ ચિત્તની. એને કીધું છે:

"ગ્રાહ્ય અને ગ્રાહકનો સંબંધ નષ્ટ થઈ ગયા બાદ સ્થિર શાંતિનો ઉદય થાય છે." આ કારણે શાંતિને જ મોક્ષ કહેવામાં આવે. જો મોક્ષની આ એક ડેફીનેશન અહિયા છે. શાંતિને પણ મોક્ષ કહેવામાં આવે. જો તમે શાંતિમાં છો, તો તમે ચોક્કસ મોક્ષમાં છો. તો મોક્ષ મેળવ્યો મતલબ તમે શાંતિ મેળવી. એ પણ વાત છે, ને?

આમ ટ્રેન જતી હોય તો વાંદરાની ખાડી ઉપર થઈને જાય. નીચે બધું વેંકળામાં બધું ગંધાતું પાણી જતું હોય. પણ જે ટ્રેન જાય ને, તો કે એનું લાઈટ જે હોય ને, તે આમ કરીને આમ પસાર થઈને આમ નીકળી જાય. એ લાઈટને પેલી ગંધાતા પાણીની ગંધ લાગી જાય ખરી? એ લાઈટને ના લાગે.

આ લખાણ AI દ્વારા તૈયાર થયું છે. શંકા હોય ત્યાં મૂળ પ્રવચન સાંભળી ખાતરી કરવી.