અનંતની યાત્રાAnant ni Yatra
૧૦૮ ઉપનિષદ સિરીઝ · 108 Upanishad Series

ઉપનિષદ સિરીઝ · વિડિયો ૬૫

વિડિયો ૬૫

લેખ ૬૧ / ૧૪૯ · 19 મિનિટ વાંચન · વિડિયો જુઓ ↓

હવે આપણે કેનો ઉપનિષદ જોઈએ. આ ઉપનિષદ સામવેદી તલવકાર બ્રાહ્મણના નવમા અધ્યાયની અંતર્ગત છે, એટલે એને તલવકાર ઉપનિષદ અથવા બ્રાહ્મણોપનિષદ પણ કહેવામાં આવે છે.

ઉપનિષદની શરૂઆત પ્રશ્ન, "કેનેષિતમ્" – એટલે કે "આ જીવન કોના દ્વારા પ્રેષિત છે, પ્રેરિત છે?" – થી થયેલ છે. એટલે એમાં આ 'કેન' શબ્દ 'કોના દ્વારા' માટે વપરાયેલો છે, તેનું વિવેચન હોવાથી તેને કેનો ઉપનિષદ કહેવામાં આવે છે. સર્વ પ્રેરક એ પરબ્રહ્મની મહિમા અને એના સ્વરૂપનું જ્ઞાન આપતા ઋષિએ સ્પષ્ટ કર્યું છે કે, "કહેવા-સાંભળવામાં બ્રહ્મ તત્વ જેટલું સુગમ છે, અનુભૂતિમાં એ એટલું જ મુશ્કેલ છે. એના વિશે કહેવું તો બહુ સહેલું છે, પણ એને અનુભવવું એ બહુ મુશ્કેલ છે," એમ પહેલા જ કહી દીધું.

પ્રથમ અને બીજા ખંડમાં ગુરુ-શિષ્યના સંવાદના રૂપમાં સુંદર ઢંગથી એ પ્રેરક સત્તાની વિશેષતાનું વર્ણન કરવામાં આવ્યું છે. ત્રીજા અને ચોથા ખંડમાં દેવતાઓના અભિમાન તથા માનમર્દન માટે યક્ષરૂપમાં બ્રાહ્મી ચેતનાનું પ્રગટ થવાનું ઉપાખ્યાન આપવામાં આવ્યું છે. બાદમાં ઉમાદવેરી દેવી દ્વારા પ્રગટ થઈને દેવો માટે બ્રહ્મ તત્વનું વર્ણન કરવામાં આવેલ છે. અંતમાં પરબ્રહ્મની ઉપાસનાનો ઢંગ અને તેના ફળનો ઉલ્લેખ કરતા, બ્રહ્મવિદ્યાના સંસાધનોની સાથે એ રહસ્ય અને જાણવાની મહિમાનું પણ વર્ણન આપવામાં આવ્યું છે.

ૐ આપ્યાયન્તુ મમાંગાનિ વાક્ પ્રાણશ્ચક્ષુઃ શ્રોત્રમથો બલમ્ ઇન્દ્રિયાણિ ચ સર્વાણિ સર્વમ્ બ્રહ્મૌપનિષદમ્ મા અહં બ્રહ્મ નિરાકુર્યાં મા મા બ્રહ્મ નિરાકરોદ્ અનિરાકરણમસ્તુ અનિરાકરણં મેઽસ્તુ તદાત્મનિ નિરતે ય ઉપનિષતસુ ધર્માસ્તે મયિ સન્તુ તે મયિ સન્તુ. ૐ શાંતિહી શાંતિહ શાંતિહી.

હે પરમાત્મા, અમારા બધા જ અંગો પુષ્ટ બનો. અમારી વાણી, પ્રાણ, નેત્ર, શ્રોત્ર, બળ અને ઇન્દ્રિયો સંપૂર્ણ પુષ્ટ બનો. આ ઉપનિષદ પ્રતિપાદિત જ્ઞાન જે છે, તે બ્રહ્મ છે. આપણે તેનો સ્વીકાર કરીએ. એ અમોને છોડી ના દે, પરિત્યાગ ન કરે. તેમ અમારો તેની સાથે અથવા એમનો અમારી સાથે પણ અવિચ્છિન્ન સંબંધ થાવ, અતૂટ સંબંધ થાઓ. ઉપનિષદોમાં જે ધર્મ અને જ્ઞાન વર્ણવેલું છે, તે અમારામાં પ્રવેશ કરો, અમારામાં પ્રવેશ કરો, અમારામાં સમાવી જાવ. ત્રિવિધ તાપોની શાંતિ થાવ.

પ્રથમ ખંડમાં કહે છે: "કોના દ્વારા પ્રેષિત કરવામાં આવેલ આ મન પોતાના વિષયો સુધી પહોંચે છે? મનને આ શક્તિ કોણ આપે છે?" એમ કહે છે. "કોના દ્વારા આ થઈ રહ્યું છે? કોના દ્વારા નિયોજિત કરવામાં આવેલા શ્રેષ્ઠ પ્રાણ ચાલે છે? આ પ્રાણને ચલાવનારું ચાલક બળ કોણ છે? કોના દ્વારા પ્રેષિત કરવામાં આવેલી વાણીને મનુષ્ય બોલે છે? આ વાણી જે બોલાઈ રહી છે, તે બોલવાની શક્તિ કોના દ્વારા મળી રહી છે? આ કયા અવ્યક્ત દેવ અમારી આંખો અને કાનોને કાર્યમાં નિયુક્ત કરે છે?" આંખોનું કામ જોવાનું છે, કાનનું કામ સાંભળવાનું છે. તો આ જે કંઈ પ્રક્રિયા થઈ રહી છે – સાંભળવાની અને જોવાની – તે પણ કોના દ્વારા થઈ રહી છે? કોની શક્તિઓ વડે થઈ રહી છે? કોના આધારે થઈ રહી છે? કોના હોવાપણાના લીધે થઈ રહી છે? તે પ્રશ્ન છે.

હવે બીજો મંત્ર જે છે, તે કહે છે કે, "જે કરણેન્દ્રિયનો શ્રોત્ર છે, મનનું મન છે, વાક ઇન્દ્રિયોની વાણી છે અને પ્રાણનો પ્રાણ છે, ચક્ષુના ચક્ષુ છે." અર્થાત્, જે આ સૌનું કારણભૂત તત્વ, આ બધાયની પાછળ જે રહેલું ચાલક બળ જે છે તે, એને જાણનાર ધીર પુરુષ જે ચક્ષુ, શ્રોત્ર, મન વગેરેના આવેગોથી વિચલિત અથવા ઉદ્વલિત થતો નથી, એ આ લોકમાંથી જતા જ અથવા જીવનમુક્ત થઈને અમર થઈ જાય. તો એને કહી દીધું કે આ એ જ તત્વ છે કે જે છે. બસ, એ જે તત્વના આધારે છે, એટલા માટે જ આ આંખો જોઈ શકે છે, કાન સાંભળી શકે છે, મન પણ પોતાનું કાર્ય કરી શકે છે. તે તત્વ એટલે કે પરમાત્મ તત્વ, પરબ્રહ્મ તત્વ.

પરમાત્મા સુધી ચક્ષુ વગેરે ઇન્દ્રિયો, વાક વગેરે કર્મેન્દ્રિયો તથા મનની પણ પહોંચ નથી. એને જાણવાની બુદ્ધિ આપણી નથી કે બીજા કોઈની વ્યાખ્યાથી પણ એ સંભવ બની શકે તેમ નથી. કારણ કે એ જ્ઞાત અને અજ્ઞાત એમ બધા જ તત્વોથી સર્વથા અલગ છે. એવું અમોય પોતાના જ પૂર્વાચાર્યોના મુખેથી સાંભળેલું છે, જેમણે અમોને એ બ્રહ્મના વિષયમાં સારી રીતે વ્યાખ્યા કરીને સમજાવેલ છે.

"પૂર્વાચાર્યોએ આ વાત કહેલી છે," એમ કહે છે. "એ તત્વ કેવું છે? તો કે, જ્ઞાત અને અજ્ઞાત એમ બધા તત્વોથી અલગ છે. જેટલું તમે જાણેલું છે, તે પણ એ નથી; જેટલું નથી જાણેલું, તે પણ એ નથી. તેનાથી પણ જુદું જ છે," એમ કહે છે.

"જે વાણી દ્વારા વર્ણિત કરી શકાતા નથી, પણ જેની મહિમાથી વાણી પ્રગટ થાય, બોલી શકાય છે વાણી, એને જ તમે બ્રહ્મ સમજો. વાણી દ્વારા વર્ણવેલ, નિરૂપિત જે તત્વની લોકો ઉપાસના કરે છે, તે બ્રહ્મ નથી. શબ્દ દ્વારા જેને વર્ણન કરવામાં આવે છે, તે બ્રહ્મ નથી, પણ જેના હોવાના કારણે આ શબ્દ બોલાઈ રહ્યા છે, તેને તમે પકડશો, તે બ્રહ્મ છે," એમ કહે છે. "દરેકને બોલવાની શક્તિ પ્રદાન કોણ કરે છે? તે બ્રહ્મ છે," એમ.

"જેને ચક્ષુ દ્વારા જોઈ શકાતા નથી, પરંતુ ચક્ષુ જેની મહિમાથી જોવામાં સક્ષમ બને છે, એને જ તમે બ્રહ્મ સમજો. ચક્ષુ દ્વારા દ્રષ્ટવ્ય જે તત્વની લોકો ઉપાસના કરે છે, તે બ્રહ્મ નથી." એટલે આંખોથી સામે દેખાય છે, તો હવે જે દેખાય છે તે વસ્તુની જેટલા લોકો ઉપાસના કરે છે, તે તો બ્રહ્મ નથી. "એટલે તમે કોઈ બ્રહ્મની મૂર્તિ બનાવીને પૂજા કરો, તો તે બ્રહ્મ નથી," એમ કહે છે. "પણ જેના દ્વારા તમે આ કર્યું છે, તે તત્વને તમે પકડશો, તો તે બ્રહ્મ છે," એમ કહે છે.

શ્રોત્ર એટલે કાન દ્વારા જેને સાંભળી શકાતા નથી, પરંતુ શ્રોત્ર જેની મહત્તાના કારણે સાંભળવા માટે સક્ષમ બને છે, એને તમે બ્રહ્મ જાણો. શ્રોત્રેન્દ્રિય ગમ્ય જે તત્વની લોકો ઉપાસના કરે છે, તે બ્રહ્મ નથી. જે પ્રાણ દ્વારા પ્રેરિત થતા નથી, પ્રાણ એની પર કંઈ અસર ન કરી શકે કે ગમે.

તેટલું તમે પ્રાણિક હિલિંગ કરો કે કંઈ પણ કરો, આત્માને કંઈ ફેર નથી પડતો. પણ જેના દ્વારા આ પ્રાણ ચાલિત થાય છે, પ્રેરિત થાય છે, હીલિંગ થાય છે, આ બધું જેના હોવા કારણે થઈ રહ્યું છે, તે તત્વ છે. તેને તમે બ્રહ્મ સમજો. પ્રાણશક્તિથી ક્રિયાશીલ જે તત્વની લોકો ઉપાસના કરે છે, તે બ્રહ્મ નથી.

બીજા ખંડમાં આગળ કહે છે: "અગર તમારી એવી માન્યતા છે કે હું બ્રહ્મને સારી રીતે જાણી ગયો છું, તો ચોક્કસ તમે બ્રહ્મને અત્યંત અલ્પ અંશમાં જાણેલો છો. કારણ કે એ પરબ્રહ્મનો જે અંશ તમારામાં છે અને જે અંશ દેવતાઓમાં છે, એ બધું મળીને પણ બ્રહ્મનું પૂર્ણ સ્વરૂપ નથી. તેથી તમારો જાણેલો નિશ્ચય વિચારણીય છે. એટલે વિચાર કરો તમે એ બાબત પર. તમે જો નક્કી એવું કર્યું હોય કે મેં બ્રહ્મને જાણી લીધો છે, તો કે તમારામાં રહેલું જે છે તે બ્રહ્મત્વ પ્લસ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ પ્લસ પ્લસ પ્લસ કરી દો તો પણ બ્રહ્મ પૂરેપૂરો આખો આવી જતો નથી."

પરંતુ જો તમે એમ જાણો કે આ જે છે તે બધું બ્રહ્મ જ છે, તો તમે બ્રહ્મને જાણ્યો છો, તો તમે સારી રીતે જાણી લીધો છે. એટલે તમારા જે વિચાર કરજો કે તમારો નિશ્ચય જો તમે કર્યો કે મેં બ્રહ્મ જાણી લીધો છે, તો કે પૂરતું છે કે કેમ, ચોક્કસ વિચાર કરજો.

શિષ્યને ઉત્તર આપે છે કે: "અમો એ બ્રહ્મને સારી રીતે જાણી લીધા છે એવું માનતા નથી, માનવાનું નથી આ. અને એવું પણ માનતા નથી કે અમે એને પૂર્ણતયા જાણતા નથી, કારણ કે અમે એને જાણીએ પણ છીએ. અમો જાણીએ છીએ કે અમે નથી જાણતા અને બંને ઉત્તરો અપૂર્ણ છે. અમારા આ કથનને એ જાણે છે, એ બ્રહ્મ છે. જે એવું માને છે કે બ્રહ્મ જાણવામાં આવતા નથી, એ બ્રહ્મને જાણે છે. અને જે એવું માને છે કે હું બ્રહ્મને જાણું છું, એ એને નથી જાણતો. કારણ કે જાણવાનું અભિમાન કરનારાઓ માટે બ્રહ્મ જાણવામાં આવેલ નથી અને જાણવાના અભિમાનથી રહિત પુરુષ માટે એ જાણવામાં આવેલ." એટલે અહીંયા આગળ "હું બ્રહ્મને જાણું છું" વાળું હુંકારો ક્યારેય પણ કોઈથી પણ થાય નહીં.

આનો સીધો દાખલો હતો, આગળ ઉપર આવશે બૃહદારણ્યક ઉપનિષદની અંદર કે જનક રાજાએ જે પેલી ગાયો તૈયાર કરી હતી, સોનાના શિંગડાવાળી ને બધી હતી, તો કે "જે બ્રહ્મને જાણતો હોય, સર્વજ્ઞ હોય, જ્ઞાની હોય, તે આને લઈ જાય," એમ કહે. તો બધા લોકો ચૂપ રહ્યા. ઘણો ટાઈમ સુધી ચૂપ રહ્યા અને કોઈ પણ એ લેવા માટે આગળ ન આવ્યું. ત્યાર પછી યાજ્ઞવલ્ક્યે પોતાના શિષ્યને કીધું કે, "ભાઈ, આને આપણી ગૌશાળામાં દઈ દે લઈ જઈને." તેણે જેવું એવું કીધું એટલે કે, "નહીં, તમે કેવી રીતે આ લઈ જઈ શકો? પહેલા તમે પૂરવાર કરો કે તમે જાણો છો." તો યાજ્ઞવલ્ક્યે એમ પૂછ્યું કે, "તમારે જે પ્રશ્ન પૂછવો હોય તે પૂછો." પછી બધાએ પ્રશ્નો પૂછવાના શરૂ કર્યા. એમણે દરેકના જવાબો આપ્યા છે. ગાર્ગીએ પ્રશ્ન કર્યા, પછી એના પણ એમને જવાબો આપ્યા. એટલે બધી રીતે એમને સંપૂર્ણતઃ કરી દીધેલું હતું.

ત્યાર પછી એ ગાયો એમની પાસે ગઈ, એમની ગૌશાળાની અંદર. એવી રીતે એમને અહંકાર નહોતો કર્યો યાજ્ઞવલ્ક્યે. ત્યાં અગાઉ રાજા જનકે પણ અહંકાર નહોતો કર્યો. એ તો બધાની સાથે બેસતા હતા, પોતે બ્રહ્મને જાણતા હોવા છતાં. અને બધાને કહેતા હતા કે, "તમે મને બ્રહ્મ વિશે કહો ને, કે મને બ્રહ્મજ્ઞાન આપો ને." એ જનક રાજાએ જ કેટલાય લોકોને બ્રહ્મજ્ઞાન આપ્યું પણ છે. છતાંય પોતે બ્રહ્મજ્ઞાની છે કે પોતે જીવનમુક્ત છે કે વિદેહમુક્ત છે એવું પોતે નહોતા માનતા. લોકો જાણતા હતા એવું કે આ એવા છે.

એ બોધ કે જેના દ્વારા પ્રત્યેક વસ્તુનું જ્ઞાન પ્રાપ્ત થઈ જાય છે, એનાથી જ મનુષ્ય અમૃત સ્વરૂપ પરબ્રહ્મને પ્રાપ્ત કરે છે. આત્મા અથવા આત્મજ્ઞાન દ્વારા મનુષ્ય બળને મેળ. એ આત્માના બળને જાણવાની વિદ્યાથી એ અમૃત સ્વરૂપ પરમાત્માને મેળવી લે છે.

જેણે અગર આજ જન્મમાં એ પરબ્રહ્મને પ્રાપ્ત કરી લીધા, તો એને યથાર્થ લક્ષ્ય મેળવી લીધું. જે આ જીવનમાં એને ન જાણી શક્યા, તેને અમૂલ્ય અવસર ગુમાવી દીધો, પોતાનું ઘણું મોટું નુકસાન કર્યું ગણાશે. જેથી પ્રત્યેક બુદ્ધિમાન પુરુષ, પ્રત્યેક પાણી પ્રાણીમાં, પ્રત્યેક તત્વમાં એ પરમાત્મ સત્તાને વ્યાપ્ત માનીને આ લોકોમાંથી પ્રયાણ કરશે, તે અમર થઈ જાય છે.

આ લોકોમાંથી પ્રયાણ તમારે સદેહે કરવું છે કે આ દેહને અહીંયા છોડી દઈને પછી કરવું છે, એ તમે નક્કી કરો. પણ તમે અમર થઈ ગયા એ વાત નક્કી. એમ જોત, તો તમે બ્રહ્મ છે, આ બ્રહ્મ છે એવું જાણી લીધું, તો તમે અમર છો. કારણ કે તમે એકરૂપ થઈ ગયા. બ્રહ્મ અમર જ છે અને તમે તે રૂપ થઈ ગયા કે આ એ છે એવું તમે જાણ્યું એટલે તમે એ રૂપ બની ગયા અને એટલા માટે તમે અમર છો. પછી વિચાર કરવાનો નથી કે બીજી કોઈ યોનિમાં જવાનું નથી. એમ ખબર પડી ગઈ કે બધું જ એ છે, પછી શું છે? એટલે સ્થૂળ દાખલો જો બહુ નજીકનો આપું: તમને ખબર પડી જાય કે આ વીજળી છે, તે બ્રહ્મ છે. તો પછી એ વીજળી દરેક સાધનોની અંદર છે. તો તમારા અલગ અલગ સાધનોમાં બનીને, સાધન બનીને, અલગ અલગ સાધન બનીને એ વીજળીને પણાનો અનુભવ કરવાની તમારે જરૂર રહેતી નથી. તમે સ્વયં વીજળી સ્વરૂપ શું છો એ સમજી ગયા, જાણી ગયા કે હું આ છું.

બસ, એનાથી આ બધું ચાલી રહ્યું.

ત્રીજા ખંડમાં પ્રત્યેક દિવ્ય પ્રવાહની શક્તિના મૂળ કારણરૂપ જે પરમાત્મ તત્વની વિવેચન કર્યું પહેલા બે ખંડની અંદર. હવે આગળ બે ખંડોમાં આ તથ્યને કથાક વાર્તાના માધ્યમથી સ્પષ્ટ કરવામાં આવશે કે એક સમયે બ્રહ્મે દેવોને નિમિત્ત બનાવ્યા. દેવો બધા ઇન્દ્રિયો નિમિત્ત બનાવ્યા. અસુરો પર વિજય મેળવ્યો. અસુરો કોણ છે? જે સુરમાં ના રહેતા હોય એ બધા અસુર. જે પોતાને સુરમાં સમજતા હોય પણ રહેતા ના હોય, એ મનતા જ અસુર. પરંતુ દેવોને વિજયનું અભિમાન આવી ગયું હવે કે "અમે શ્રેષ્ઠ." અને એવો આ વિજયને પોતાના જ મહિમાનો પ્રભાવ સમજવા લાગ્યા. "અમે કે પોતાના કારણે જ કે અમે..."

દેવો છીએ એટલે અમે જીતી ગયા, એમ એમને નક્કી કરી નાખ્યું. એ બ્રહ્મે દેવોના અહમભાવને જાણી લીધો કે આની આંખની અંદર અભિમાન આવ્યું છે, આને કાનમાં અભિમાન આવ્યું છે અને નાક પર અભિમાન આવ્યું છે, એમ સમજાઈ ગયું બધાને. તો તેઓ આ વિજયને પોતાનો મહિમાનો પ્રભાવ સમજતા હતા. એવું જ્યારે બ્રહ્મે આ જાણી લીધું, કારણ કે બ્રહ્મ તો જાણતા જ હોય ને બધું! જાણી લીધું એટલે શું, હમણાં જ જાણ્યું એવું નહીં, એમને ખબર પડી જ જાય. તો તરત જ એટલે એમની સમક્ષ યક્ષરૂપમાં પ્રગટ થયા. હવે બ્રહ્મ છે તે સર્વરૂપ છે અને સર્વશક્તિમાન છે, એટલે ચાહે તે સ્વરૂપમાં પ્રગટ થાય ને! એટલે અમિતભાઈની સામે અમિત રૂપે જ પ્રગટ થાય અને પછી ઉપદેશ આપે, એના જેવી વાત થઈ. તો અહીંયા યક્ષ રૂપે પ્રગટ થઈ ગયા, પણ કોઈ દેવગણ એમને ઓળખી શક્યું નહીં કે આ બે અમિત કેવી રીતે હોઈ શકે!

એટલે દેવગણો પણ એમને ઓળખી ના શક્યા અને કહેવા લાગ્યા કે, "આ દિવ્ય યક્ષ કોણ છે?"

દેવોએ એને પૂછ્યું ત્યારે દેવોએ અગ્નિને કહ્યું કે, "દેવ, આપ જાણકારી મેળવો કે આ કોણ છે." હવે એમણે અગ્નિને કેમ કીધું? કે દેવો જે છે તે બધાને આહુતિ આપે અગ્નિની અંદર. અગ્નિ એ આહુતિ જે તે દેવને પહોંચાડે. અગ્નિ પ્રદીપ્ત છે, પ્રજ્વલિત છે, એટલા માટે આ બધું જે કંઈ સંચાર છે તે થઈ રહ્યો છે. એટલે એમણે કીધું, "ઘણું સારું." એટલે અગ્નિદેવ ઝડપથી દોડીને યક્ષરૂપ બ્રહ્મની પાસે પહોંચ્યા. તો યક્ષે પૂછ્યું કે, "આપ કોણ છો?" ત્યારે અગ્નિદેવે કીધું કે, "હું અગ્નિ છું. મને જ લોકો જાતવેદા કહે છે, એટલે કે હું જાતવેદ હું જ છું અને મને અગ્નિ કહે છે." ત્યારે યક્ષે અગ્નિદેવને પૂછ્યું કે, "આપનામાં કેટલી શક્તિ છે?" એવું પૂછાતા અગ્નિદેવે કહ્યું કે, "હું ઈચ્છું તો આ પૃથ્વી પર જે કંઈ છે તે બધું ભસ્મ કરી શકું છું." ત્યારે યક્ષે અગ્નિદેવની સમક્ષ એક તણખલું આમ કરીને આમ મૂક્યું અને કીધું કે, "આને ભસ્મ કરો ને!" પરંતુ પોતાની પૂરી શક્તિ લગાડવા છતાં પણ તે તેને સળગાવવા માટે સમર્થ બન્યા નહીં.

અગ્નિદેવ પાછા પડી ગયા. ત્યારે તે ત્યાંથી પાછા ફરીને દેવોને કહેવા લાગ્યા કે, "હું આ દિવ્ય યક્ષને જાણવામાં અસમર્થ રહ્યો."

ત્યાર પછી દેવોએ વાયુદેવને કીધું કે, "તમે જાઓ, જાણો કે આ રહસ્ય તમે મેળવી લો, આ દિવ્ય યક્ષ કોણ છે એમ." એટલે વાયુદેવ પાછા ત્યાં પહોંચ્યા અને પૂછવામાં આવ્યું ત્યારે વાયુદેવે શું કીધું કે, "હું પ્રસિદ્ધ વાયુદેવ છું. મને જ માતરિશ્વા કહેવામાં આવે છે." ત્યારે યક્ષે પછી પ્રશ્ન પૂછ્યો કે, "તમારું શું સામર્થ્ય છે? તમારી કેટલી શક્તિ છે?" ત્યારે વાયુદેવ કહે છે કે, "આ પૃથ્વી પર જે કંઈ છે તે બધું જ હું ઉડાડી મૂકી શકું છું." ત્યારે પાછું યક્ષે ફરી પેલું તણખલું બતાવ્યું કે, "આને ઉડાડી બતાવો તો!" એટલે પોતાની તમામ શક્તિ હોવા છતાં પણ તે તણખલાને પણ હલાવી શક્યા નહીં. એટલે પાછા આવ્યા અને કીધું કે, "હું તો નિષ્ફળ રહ્યો ભાઈ."

ત્યાર પછી દેવોએ ઇન્દ્રદેવને કીધું કે, "હવે તમે ઉપડો, મઘવન, આપ જ જાણકારી મેળવો કે છે." તો ઇન્દ્રદેવ ત્યાં પહોંચી ગયા. હવે મન જેવું ત્યાં પહોંચ્યું એટલે શું થયું? યક્ષ અંતરધ્યાન થઈ ગયા. મન જેવું બ્રહ્મ પાસે પહોંચે એટલે શું થઈ જાય? બધું ટાડું તપ થઈ ગયું. ત્યારે ઇન્દ્રદેવ પછી આકાશમાં રહેલા અત્યંત શોભામય ભગવતી હિમવતી, આકાશમાં રહેલ હિમાચલ પુત્રી ઉમાદેવી પાસે પહોંચ્યા, શક્તિ પાસે પહોંચ્યા. મન પોતે પોતાની તો સ્વતંત્ર કંઈ છે નહીં, એટલે એ શક્તિ પાસે ગયા અને પછી એને પૂછ્યું કે, "આ યક્ષ કોણ હતો?" ત્યારે ઉમાદેવીએ એને જવાબ આપ્યો કે, "એમના વિજય જો પરોક્ષ રીતે આખી વાત આવે છે અને વાયા મીડિયાથી ઉમાદેવી કહે છે કે એ બ્રહ્મ છે. એમના વિજયને તમે લોકોએ પોતાના અહંભાવ અને અહંકારના કારણે પોતાનો વિજય માની લીધો હતો." ઉમાદેવીના આ ઉત્તરથી ઇન્દ્રદેવે સ્પષ્ટ સમજી લીધું કે દિવ્ય યક્ષ નિશ્ચય રૂપે, ચોક્કસ રૂપે બ્રહ્મ જ હતા.

એટલે પછી આગળ શું થયું કે આ ત્રણેય દેવ જે હતા, અગ્નિ, વાયુ અને ઇન્દ્ર, અન્ય દેવતાઓ કરતાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. કારણ કે બ્રહ્મને શક્તિના રૂપમાં આ જ દેવો સૌથી પહેલા સમજ્યા અને બ્રહ્મનો નજીકથી સાક્ષાત્કાર એમણે કર્યો. નજીકથી બ્રહ્મનો સ્પર્શ કરવાથી, સૌથી પહેલા જાણી લેવાથી ઇન્દ્ર આદિ દેવગણ બીજા દેવો કરતાં વધારે શ્રેષ્ઠ છે. ઇન્દ્ર એટલે મન, એ પહોંચી ગયું ત્યાં આગળ. એટલે ઇન્દ્રદેવની સન્મુખ યક્ષનું અંતરધ્યાન થઈ જવું એ બ્રહ્મની ઉપસ્થિતિનો સંકેત છે. એ કેવો છે કે વીજળીનો ચમકાર ને પાપણના પલકારા જેવો છે. એટલે એને સૂક્ષ્મ અધિદૈવિક સંકેત સમજવો જોઈએ. આધ્યાત્મિક દ્રષ્ટિથી એવું જોવું છે કે મન કે જે બ્રહ્મની પાસે જતું હોય એવું જે પ્રતીત થઈ જાય છે અને બ્રહ્મનું સ્મરણ કરતું હોય એવું લાગે છે તથા બ્રહ્મ પ્રાપ્તિનો સંકલ્પ કરતું હોય એવો ભાસ થાય છે, એ પણ બ્રહ્મની ઉપસ્થિતિનો સૂક્ષ્મ સંકેત છે.

મન છે એ સ્વીકારે છે ને કે હું બ્રહ્મની પૂજા કરું, હું બ્રહ્મ પાસે જઉં. તો તમે એક્સેપ્ટ કરી લીધું છે ત્યારે જ તમે કરો છો ને! ત્યાં સુધી તો કરી શકવાના જ નથી, એ કહેવા માંગે છે.

તો સમસ્ત પ્રાણી જેનામાં પણ પ્રાણ છે, જે પણ જીવંત દેખાય, એ બધા જ બ્રહ્મની સાથે પ્રેમ કરે છે અને એને જ મેળવવા ઈચ્છે છે. એ તદ્વન નામથી ઓળખાય છે. બ્રહ્મના આ તદ્વન સ્વરૂપની બધાએ ઉપાસના કરવી જોઈએ. જે સાધક બ્રહ્મના આ સ્વરૂપને જાણી લે છે, તેને બધા પ્રાણી પોતાના પ્રિય માનવા લાગે. કારણ કે તે તદ્વંત થશે એટલે બ્રહ્મરૂપ થઈ ગયો ને! હવે બ્રહ્મને બધા જ ચાહે છે, તો પછી એને પણ ચાહશે. "ઈટ ઈઝ સિમ્પલ એઝ ધેટ." એટલે ઋષિએ બ્રહ્મને તદ્વન કહેલો છે. આચાર્ય શંકર તેનો અર્થ શું કરે છે? "તદભજનીયમ" એટલે કે એ ધ્યાન કરવા યોગ્ય છે, કરેલ છે વનરસ અર્થમાં પણ.

વપરાય છે એ આધાર પર બ્રહ્મરૂપે રસ સ્વરૂપ છે એવો બોધ થાય છે. ઋષિનું માનવું છે કે જે સાધકની ગતિ, જે સાધકની ગતિ આત્મતત્વમાં થઈ જાય છે, તેની આત્મીયતાનો વિસ્તાર એટલો બધો વધી જાય છે કે એના પ્રભાવમાં બધા જ પ્રાણીઓ આવી જાય છે; પોતાના પ્રભાવની અંદર બધા જ આવી જાય.

જેવો સાધક પોતે આત્મસાધના શરૂ કરે, એટલે શું થાય? ધીમે ધીમે એ આત્મસ્વરૂપ બનતો જાય છે. અને જેટલો એનો અનુભવ થતો જાય છે, તેટલો જ તે બાકીના બીજા બધા નામરૂપ વાળા જે હોય, તે બધાને બહુ જ આત્મીય લાગવા માંડે, અતિ પ્રિય લાગવા માંડે. અને બધા જ એને ચાહે છે, કારણ કે તે આત્મા છે. જાણે-અજાણે પણ દરેક માણસ એને 'એકનોલજ' કરતો હોય છે.

બ્રહ્મવિદ્યાના આ સાંકેતિક ઉપદેશને ન સમજી શકવાને કારણે ફરીથી શિષ્ય કહે છે કે, "હે ગુરુદેવ, અમોને બ્રહ્મવિદ્યા સ્વરૂપ ઉપનિષદનો ઉપદેશ આપો." ત્યારે ગુરુજી એને કહે છે કે, "અત્યાર સુધી જે કંઈ કહેવામાં આવ્યું, તે જ બ્રહ્મવિદ્યા. મેં ચોક્કસ રૂપે તમોને બ્રહ્મવિદ્યા શીખવાડી દીધી છે. આજે કંઈ આખી બાબતની વાત કરી છે, તે તમે જો 'એક્સેપ્ટ' કરી લીધી છે, તો તમે ચોક્કસ બ્રહ્મવિદ્યા શીખી ગયા છો, તમને આવડી ગઈ."

તપસ્યા, મન અને ઇન્દ્રિયોનું નિયંત્રણ તથા આસક્તિ રહિત શ્રેષ્ઠ કર્મ એ જ બ્રહ્મ પ્રાપ્તિનો, બ્રહ્મવિદ્યા પ્રાપ્તિનો આધાર છે. વેદમાં આ વિદ્યાનું સવિસ્તાર વર્ણન છે. સત્ય સ્વરૂપ બ્રહ્મ જ આ વિદ્યાનું પ્રાપ્ત લક્ષ્ય છે.

એટલે આ બ્રહ્મવિદ્યાના રહસ્યને સારી રીતે જાણનારો (જાણે છે કે) આંખ પોતે પોતાની જાતે જોતી નથી, એને જે જોવાની શક્તિ પ્રદાન કરે છે તે બ્રહ્મ છે. કાન સ્વતંત્ર સાંભળવાની શક્તિવાળો નથી, તેને જે શક્તિ સાંભળવાની આપે છે તે બ્રહ્મ છે. મન અહીંયા ગાડે આવ્યું, તો કે એ મન જે છે, તેનામાં મનન કરવાની જે શક્તિ છે, તે શક્તિને પાંચ આ, જેના આધારે તે મનન કરે છે, મન તે શક્તિ છે, તે બ્રહ્મ છે. તો હવે તેને તમે જો 'એક્સેપ્ટ' કરો, તો તમે બ્રહ્મવિદ્યા ભણી ગયા. જય સચ્ચિદાનંદ.

એટલે આ બ્રહ્મવિદ્યાના આ રહસ્યને સારી રીતે જાણનારો સાધક પોતાના સમસ્ત પાપ સમૂહને નષ્ટ કરી નાખે છે. કેવી રીતે? કે "હું બ્રહ્મ છું." તો બ્રહ્મ છે, તો હવે એનામાં પાપ નથી, એ નિર્વિકાર છે. એટલે એના બધા પાપ સમૂહો નષ્ટ થઈ જાય છે. કારણ કે હવે અત્યાર સુધી તે કેવો હતો? વ્યક્તિ સ્વરૂપે હતો. એવું એ સમજતો હતો કે "હું સાધક છું, હું સાધના કરું છું, મેં પાપ કર્યા છે, મેં પુણ્ય કર્યા છે." એવું એ સમજતો હતો. હવે એને બ્રહ્મને સાધના શરૂ કરી. સાધનાની અંદર એને આ ઉપનિષદ શ્રવણ કર્યું. ઉપનિષદની અંદર કહેવાયેલી બાબત ગર્ભિત જે હતી, તે પકડાઈ ગઈ કે આ બધાની પાછળ જે કંઈ છે તે બ્રહ્મ છે. હવે તે બ્રહ્મ હું છું, એવું એને પકડાઈ ગયું. એટલે વાત પૂરી થઈ ગઈ કે એ બ્રહ્મ સ્વરૂપ થઈ જવાના કારણે, આ સ્વરૂપની અંદર એનાથી થયેલા તમામ પાપો 'ઓટોમેટિક' નષ્ટ થઈ જાય.

પછી કંઈ રહેતું નથી.

તો આ બ્રહ્મવિદ્યા છે. એને સારી રીતે સમજો અને આગળ વધો. તો તમે બ્રહ્મ સ્વરૂપની અંદર જ છો, એટલું જ હંમેશા પકડવાનું છે. જે કંઈ બધું થઈ રહ્યું છે, તે બધું તેની સત્તાથી થાય છે. તે જ કરે છે અને તે હું છું, એટલું પકડી લો. કામ ચાલ્યું આગળ. બરાબર! ચાલો, જય સચ્ચિદાનંદ.

ઓમ. ૐ બ્રહ્માર્પણં બ્રહ્મ હવિર્ બ્રહ્માગ્નૌ બ્રહ્મણા હુતમ્. બ્રહ્મૈવ તેન ગન્તવ્યં બ્રહ્મકર્મસમાધિના. જય સચ્ચિદાનંદ. વી ટેક અ બ્રેક હિયર.

આ લખાણ AI દ્વારા તૈયાર થયું છે. શંકા હોય ત્યાં મૂળ પ્રવચન સાંભળી ખાતરી કરવી.