ઉપનિષદ સિરીઝ · વિડિયો ૭૮
વિડિયો ૭૮
માંડૂક્ય ઉપનિષદ એ અથર્વવેદની અંતર્ગત છે. આપણે અથર્વવેદની વાત કરીને, એમાં ઓમકારને અક્ષરબ્રહ્મ પરમાત્માનું શ્રેષ્ઠ સંબોધન સાબિત કરતા કહ્યું છે કે, "શું કોઈને બોલાવવું હોય તો આપણે શું કરીએ? કોઈકને નામથી બોલાવીએ. તો કે પરબ્રહ્મ પરમાત્માને આપણે જો બોલાવવો હોય તો ઓમકાર એ એનું શ્રેષ્ઠ સંબોધન છે." એટલે એ જમાનાની અંદર વિધિ હતી કે બ્રાહ્મણો એકબીજાના સાથે જ્યારે વાતચીત કરે તો "ઓવર, ઓવર, રોજર, આવું કોપી ધેટ, કોપી ધો" એવું બધું કશું બોલતા નહોતા. તે વખતે શું બોલતા હતા? "ઓ." સામેથી પછી પ્રતિઘોષ આવે, "ઓ." આ મેથડ હતી. અને કોઈકના પાસે જઈને તમે "ઓમ" એમ કરો એટલે એને અતિશય સન્માન આપ્યું હોય એટલી મોટી વાત હતી. ફક્ત આમ કરીને ઊભા રહો, નમસ્કાર કરીને, એના કરતાં. એટલે તમે રાજાધિરાજ, મહામહોદય, ફલાણા, ઢેકણા, પૂછડા, કેટલા બધા સંબોધનો બોલી કાઢો, એ બધાયથી વધારેમાં વધારે શ્રેષ્ઠ એવું એક જ સંબોધન હતું, તેને ઓમ કહેવામાં આવે છે.
અને એ ઓમ પરબ્રહ્મનું સંબોધન છે. એમની સાથે આપણે વાતચીત ચાલુ કરવી હોય પરબ્રહ્મ સાથે, તો શું કરવું પડે? ઓમથી શરૂઆત કરવી જોઈએ, એમ અહીંયા પ્રતિપાદિત કીધું છે. એને સાબિત કરતા કહ્યું છે.
એના વિવિધ ચરણો અને માત્રાનું વિવેચન પાછું ફરી આવે છે અહીંયા આગળ કે અ, ઉ અને મ - ત્રણ માત્રાઓ તથા વૈશ્વાનર, તેજસ અને પ્રાજ્ઞ - એ ત્રણ ચરણોની સાથે માત્રા રહિત ચોથા ચરણ નિર્વિશેષનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અવ્યક્ત પરમાત્માના વ્યક્ત વિરાટ જગત સ્વરૂપનું પણ અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે. વિશ્વ એ એમનું સ્થાન છે, એમની જગ્યા છે. સાત લોક એના સાત અંગ છે. ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ વગેરે એમના મુખ કહેવાય છે. પરમાત્માના નિરાકાર, સાકાર એમ બંને સ્વરૂપની ઉપાસનાનો માર્ગ એમાં પ્રશસ્ત થાય છે.
"ૐ સ્વસ્તિ ન ઇન્દ્રો વૃદ્ધશ્રવાઃ, સ્વસ્તિ નઃ પૂષા વિશ્વવેદાઃ, સ્વસ્તિ નસ્તાર્ક્ષ્યો અરિષ્ટનેમિઃ, સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ."
ઓમ આ અક્ષર અવિનાશી એવા બ્રહ્મનું પ્રતીક છે. ઓમ શું છે? પ્રતીક છે, ચિન્હ છે, સંકેત છે. એની મહિમાને દર્શાવનાર આ વિશ્વ બ્રહ્માંડ છે. એની મહિમાનું દર્શન કરાવે છે. બ્રહ્માંડ ના હોત, વિશ્વ ના હોત તો શું થાત? બ્રહ્મની મહિમાથી આપણે વંચિત રહી જાત. કારણ કે આપણે સ્વયં બ્રહ્મ છીએ, તો આપણને પોતાને આપણા મહિમાનો ખબર જ ના પડત. હવે આપણને આપણા મહિમાનો ખબર પડે એટલા માટે આપણે અહીંયા આગળ આવ્યા. હવે આપણે આ સાધના જે કાંઈ છે તેના દ્વારા જાણીશું આપણો પોતાનો મહિમા અને બનીશું પાછા આપણે જે છીએ તે જ, એટલે કે બ્રહ્મ.
ભૂત, ભવિષ્ય અને વર્તમાન ત્રણેય કાળ વાળો આ સંસાર પણ ઓમકાર જ છે. ત્રણેય કાળોથી અન્ય જે કાંઈ તત્વ છે તે પણ બધું જ ઓમકાર છે. આ સંપૂર્ણ જગત બ્રહ્મરૂપ છે. આ આત્મા પણ બ્રહ્મરૂપ છે. એ બ્રહ્મ અને આ બ્રહ્મ, એટલે કે એ બ્રહ્મ અને આ આત્મા બંને એક છે. ચાર ચરણ વાળા સ્થૂળ અથવા પ્રત્યક્ષ, સૂક્ષ્મ, કારણ અને અવ્યક્ત રૂપોમાં એ બ્રહ્મ બધે જ પ્રભાવી છે.
પ્રથમ ચરણ સ્થૂળ છે. એમાં વૈશ્વાનર નામનો પ્રગટ વિશ્વનો સંચાલક છે, જે આ પ્રગટ વિશ્વનું સંચાલન કરે છે. તેને શું કીધું? વૈશ્વાનર. "અહં વૈશ્વાનરો ભૂત્વા પ્રાણિનાં દેહમાશ્રિતઃ, પ્રાણાપાનસમાયુક્તઃ પચામ્યન્નં ચતુર્વિધમ્ (ગીતા ૧૫.૧૪)" તો વૈશ્વાનર જે છે તે સંચાલક છે આ પ્રગટ એટલે દ્રશ્યમાન જગતનું. એને વૈશ્વાનર કીધું. જે સમગ્ર સ્થાનમાં રહેનારો છે. બહિષ્પ્રજ્ઞા એટલે કે બહાર બોધ કરનારો. અંતરબોધ હોય પણ બહાર બીજાને બોધ કરવાની જરૂર પડે તો શું કરવું? આ રિક્વાયરમેન્ટ જોઈને એટલે કે બહિષ્પ્રજ્ઞ છે, બહાર પણ એ બીજાને બોધ કરી શકે એવો છે આ વૈશ્વાનર. તથા સાત અંગો એટલે કે સપ્તલોક અથવા સાત કિરણોથી યુક્ત છે. જાનેવાલી પીનારા સાત પ્રકારના પ્રાણોનું જે કલર પ્રાણ જે છે ને તે તેનાથી યોગ યુક્ત છે અને એવા પાછા સાત લોક વાળો છે. સાત લોક એટલે સાત પ્રદેશ છે: ભૂ, ભુવઃ, સ્વઃ, મહ, જન, તપ, સત્ય લોક સુધીના બધા જે કાંઈ છે એ બધા સાતે લોકોથી યુક્ત છે.
ઓગણીસ મુખ વાળો છે. ઓગણીસ મુખ કયા ગણશો? તો કે દસ ઇન્દ્રિયો (પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિયો) અને અંતઃકરણ ચતુષ્ઠય. એટલે કેટલા થઈ ગયા? ચૌદ. દસ ઇન્દ્રિયો, પાંચ પ્રાણ પાછા ઉમેરો. એટલે કેટલા થયા? ઓગણીસ થઈ ગયા ને? એવા સ્થૂળના ભોગતા છે કોણ? વૈશ્વાનર. આ બધું જ તમને જે બતાવી વિદ્યા એ બધી ત્યાંથી આવેલી છે. કોને આ વૈશ્વાનની ભક્તિ થશે? આમને આમ તમે કરશો તો સીધા કોને? વિશ્વનો સંચાલક જે છે, પ્રગટ વિશ્વનો સંચાલક.
સ્વપ્ન સમાન અવ્યક્ત વિશ્વનું જેનું અધિષ્ઠાન છે, જેના દ્વારા અદ્રશ્ય લોક જ્ઞાન અંતઃચક્ષુ દ્વારા થાય છે, જે સૂક્ષ્મ વિષયો વાસનાના ભોગતા છે અને જ્યોતિર્મય છે, એ જ તેજસ એટલે કે બ્રહ્મ અથવા આત્માનું બીજું ચરણ. હવે બીજી જગ્યાની વાત કરી કે આ દ્રશ્યલોક થઈ ગયો. હવે અદ્રશ્ય લોક છે, એની અંદર તેજસ જે છે તેને પહેલા વૈશ્વાનર કીધો. હવે આ તેજસ છે. સ્વપ્ન લોક ઉપર આખો બધો એટલે અવ્યક્ત ઉપર આખો જ કંટ્રોલ કોનો છે? તેજસનો છે, એમ એ કહેવા માંગે છે. પહેલા વૈશ્વાનર, તેજસ.
હવે ત્રીજું જે અવસ્થામાં પ્રસુપ્ત મનુષ્ય કોઈ ભોગની કામના કરતો નથી, ના તો સ્વપ્ન જુવે છે, એવી સુષુપ્ત અવસ્થામાં જે એકાગ્ર વૃત્તિ વાળું, પ્રકૃષ્ટ જ્ઞાન સ્વરૂપ અને આનંદ રૂપ જ છે અને જે એકમાત્ર આનંદનો જ ભોગતા છે, જેનું મુખ તેજોમય ચૈતન્ય રૂપ છે, એ પ્રાજ્ઞ જ બ્રહ્મનું ત્રીજું ચરણ છે. વૈશ્વાનર, તેજસ અને ત્રીજો આવ્યો પ્રાજ્ઞ. બરાબર? આ ત્રીજું ચરણ થઈ ગયું. એ બ્રહ્મ સર્વના ઈશ્વર છે. એ સર્વત્ર અંતર્યામી અને જગતના કારણભૂત છે. એ જ સર્વભૂતોની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશનું પણ કારણ છે. જે અંદર અને બહાર પ્રજ્ઞાવાળો નથી, જે બંને બાજુની પ્રજ્ઞા વાળો નથી, જે પ્રકૃષ્ટ જ્ઞાન પુંજ નથી, ન તો જ્ઞાન રૂપ છે, ન અજ્ઞાન.
પણ છે જે જ્ઞાનેન્દ્રિયગમ્ય પણ નથી, જે ક્રિયારહિત છે, કોઈ પ્રકારની ક્રિયા પણ નથી, જે પ્રતીકોથી ભિન્ન છે, જે ચિંતનની સીમાથી પર તથા કથનની સીમાથી પણ પર છે. અવાજ છે જે એકમાત્ર અનુભવગમ્ય છે. માત્ર અનુભવ કરો. ભાઈ, શું મોઢામાં ફાકડી મારી દો, મોઢું બંધ કરી દો અને પછી અનુભવ કરો કે સ્વાદ કેવો છે. એ સંપૂર્ણ પ્રપંચોનું લય સ્થાન છે, જે શાંત સ્વરૂપ, કલ્યાણરૂપ અને અદ્વૈત રૂપ છે. એક જ, એના જેવું બીજું કોઈ નહીં એવું એ બ્રહ્મનું ચોથું ચરણ છે અને એ આત્મા અથવા પરમાત્મા છે. એ જાણવા યોગ્ય છે, બાકી કશું જાણવા યોગ્ય નથી. તો એ પરમાત્માને તમે જાણો એમ કે એ બ્રહ્મ અને આ એટલે આત્મા અક્ષર ઓમ રૂપ જ છે. એનું રૂપ જોવું હોય તો શું છે? તો કે ઓમકાર એનું સ્વરૂપ છે. આ ઓમકાર માત્રાઓમાં સંમિત, સન્નિહિત છે. ઓમકાર પાછો ક્યાં રહેલો છે?
તો કે એની માત્રાઓમાં રહેલો છે. એટલે આ સંપૂર્ણ આ જે અવ્યક્ત છે કે વ્યક્ત છે, તે બધું જ જે કાંઈ છે એને જો પામવું હોય, એનો સંકેત ઓમ છે અને ઓમમાં પણ એની જે માત્રાઓ છે તે એની અંદર એ રહેલું છે એમ કહે છે, સમાયેલું છે. એની માત્રાઓ જ એના ચરણ છે અને એના ચરણ જ એની માત્રાઓ છે, વાઇસ વર્સા. એના હાથ છે એ જ એના પગ છે. એ હાથથી પણ ચાલી શકે છે અને પગથી પણ ચાલી શકે. એ બધા જ કાર્યો કરી, એ ટૂંકમાં એવું કહી દીધું અહીંયા. એ માત્રાઓ અકાર, ઉકાર અને મકાર છે. આ મંત્રમાં વર્ણવેલ બ્રહ્મ અથવા આત્માની માત્રાઓ અનેક અર્થોમાં પ્રગટ થાય છે. ઓમમાં ત્રણ માત્રાઓ છે: અ, ઉ, મ. વિશ્વ ત્રિઆયામી છે, થ્રી ડાયમેન્શન. સાપેક્ષવાદની થીયરી ઓફ રિલેટિવિટી મુજબ સમય એટલે કે ટાઈમ, આયતન એટલે કે સ્પેસ અને ભાર એટલે માસ, એનું દળ, કદ કેવું છે, કેટલું વજન છે એ એ ત્રણ આયામ છે.
સમયમાં પણ ભૂત, ભવિષ્ય અને વર્તમાન એ ત્રણ માત્રાઓ છે. શરીરની અંદર પણ લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ એ ત્રણ આયામ. ગુણ રૂપની અંદર પણ ત્રણ છે: સત્ત્વ, રજસ અને તમસ. આ રીતે આ ત્રણ માત્રાઓમાં એ વ્યક્ત છે એવું એ કથન સાબિત કરે છે.
જાગરસ્થાનવાળો વૈશ્વાનર વ્યાપ્ત આદિ તત્વ હોવાને કારણે ઓમનું પ્રથમ ચરણ છે. આ પ્રમાણેનું જ્ઞાન રાખનારો જ્ઞાની સંપૂર્ણ કામનાઓને પ્રાપ્ત કરતો હોવા છતાં બધામાં વરિષ્ઠતા મેળવે છે, કારણ કે એની પાસે ઓમકારનું સંપૂર્ણ જ્ઞાન છે અને એ વૈશ્વાનરને જાણે છે. "અહમ વૈશ્વાનરો ભૂતવા" વાળો વૈશ્વાનરને એ જાણે છે એટલે તમામ પ્રકારની કુશળતા અને સ્થૂળ પુરુષાર્થ વૈશ્વાનરની અંતર્ગત આવે છે. "હાઉ ટુ" વાળું છે ને, એ બધું જ વૈશ્વાનરને ખબર છે. જેટલી ચોપડીઓ લખાય છે એ બધું શોર્ટ સમજાઈ ગયા. એને મેળવીને બધી જાતની કામનાઓ પૂર્ણ થાય છે. "હાઉ ટુ બી સક્સેસફુલ." એટલે વૈશ્વાનરને સમજણ આપનારો કોઈ હોતો નથી, કારણ કે પોતે બ્રહ્મ છે. વૈશ્વાનર પોતે સમજ્યા. પણ ડેલ કાર્નેગીને સંજ્ઞા રૂપે થોડીક શાનમાં સમજાવી દીધું તો એને એક આખી ચોપડી લખી નાખી, "હાઉ ટુ વિન ફ્રેન્ડ્સ."
સ્વપ્નસ્થાનવાળું જે તેજસ છે એ શ્રેષ્ઠ છે અને દ્વિભાવમાં રહેવાથી ઓમકારનું એ બીજું ચરણ. આ જાગૃતિની વાત કરી દીધી, હવે સ્વપ્નની વાત. ઓમકારનું બીજું ચરણ છે. આ રીતનું જ્ઞાન રાખનાર પુરુષ જ્ઞાનનું નિષ્કર્ષ કરતા સમાન ભાવમાં નિમગ્ન રહે છે. બ્રહ્મને ન જાણનાર એના કુળમાં કોઈ જ રહેતો નથી. મતલબ એના કુળમાં બધા જ બ્રહ્મજ્ઞાનીઓ થાય છે. જે વૈશ્વાનર અને તેજસ આ બંનેનું સિક્રેટ જાણે છે. તેજસ વર્ક્સ ઓન વોટ? તો કે સ્વપ્ન જગત. વૈશ્વાનર કરે છે તે સ્વપ્ન જાગૃત ઉપર કામ કરે છે. તો જાગૃત અને સ્વપ્ન જાગૃત, બસ બે જ બાબતો અહીંયા આગળ સ્વપ્ન જાગૃત કીધી અને સ્વપ્ન એ બે બાબતો કીધી. તો અવ્યક્ત અને વ્યક્ત એ પણ એના અંડરમાં આવી ગયા. તો કેટલીક બાબતોનું જ્ઞાન તમને જાગૃત દશામાં મળે છે, કેટલું તો તમે સ્વપ્નમાં મેળવી લો. કેટલાય કર્મો તમારા સ્વપ્નોમાં તમે ભોગવી નાખો છો કે જેથી કરીને તમારે જાગૃત દશામાં કેન્સરથી દસ વર્ષ પીડાવું ના પડે.
આવું બને છે અને એ નક્કી કરી શકાય છે પાછું કે આવી રીતના હું મારા કર્મોનો ભોગવટો અહીં આ જગ્યાએ આમ આમ આમ ખતમ કરી નાખું. જેમ આપણે પ્રતિક્રમણ કરીએ છીએ એવી જ રીતે એનો પણ આવી રીતના ઉપાય છે, ઉપયોગ કરી શકાય. પણ આવું જે જાણે છે તેના કુળમાં કોઈ પણ અજ્ઞાની રહેતો નથી, બધા જ બ્રહ્મજ્ઞાની બની જાય છે. ગુરુનું કુળ એટલે ગુરુના દીકરાઓને ને દીકરાઓના દીકરાઓને દીકરાઓ એવું નહીં. ગુરુકુળ મતલબ ગુરુના કુળમાં જેટલા હોય એ બધા જ આવી ગયા. ઝાડી ઝાપલાથી માંડીને, વૃક્ષોથી માંડીને બધું જ આવી ગયું. ઘેટા, બકરા, માણસો, એની પત્ની આવી ગઈ, જેટલા શિષ્યો આવ્યા તે પણ બધા આવી ગયા. એને ગુરુકુળ કીધું. આખું ગુરુકુળ કેવી રીતે બને છે?
સુષુપ્તિસ્થાનવાળું ત્રીજું જે છે પ્રાજ્ઞ, વિશ્વનું માપક, એ વિશ્વની પરિસીમા છે અને પ્રલય કરનાર હોવાથી ઓમકારનું એ ત્રીજું ચરણ છે. આ પ્રમાણેનું જ્ઞાન ધરાવનાર જ્ઞાની સંપૂર્ણ વિશ્વનું યથાર્થ સ્વરૂપ જાણતા એ બધાને પોતાનામાં લય કરનાર. સુષુપ્તિમાં આવી ગયું એટલે બધું પૂરું થઈ ગયું. પ્રલય થાય પછી જગત ક્યાં જાય? તો કે સુષુપ્તિમાં પડી જાય બધું આખોય. પછી પાછું ફરી એક્ટિવિટી ચાલુ થાય. વૈશ્વાનરની એક્ટિવિટી ચાલુ થાય એટલે બધું અને એની ચાલુ થાય એટલે પછી શું થાય કે દિવસે આ છે તો રાત્રે આ છે. એની એક્ટિવિટીનો ટાઈમ આ છે તો ઇનએક્ટિવિટીના ટાઈમની અંદર શું છે? તેજસનું કામ ચાલુ થશે ત્યારે એને કામ કરવાની તાકાત અને એને આઈડિયાઝ ને આ બધી વસ્તુઓ ક્યાંથી મળશે? તો એને સ્વપ્ન અવસ્થામાંથી એ મેળવે છે. એટલે આ બંને એકબીજાને હેલ્પફુલ છે: વૈશ્વાનર અને તેજસ.
અને ત્રીજો રહ્યો પ્રાજ્ઞ. આ બધું બંનેને એ જાણે છે એટલે ક્યારે બધું બંધ કરી દેવાનું.
ચલો, બધું બંધ કરી દો. એટલે બંધ કરી દે. એને ખબર છે, એ પ્રાજ્ઞ છે, એટલે એ જાણકાર છે. પ્રાજ્ઞને બિલકુલ એક્ઝેક્ટ ટાઈમ ખબર છે કે કઈ ટાઈમે આ વર્લ્ડની ગેમ પૂરી કરી દેવાની અને ક્યારે પાછી ફરી ચાલુ કરવાની. પ્રાજ્ઞ એક કારણ સત્તા ચેતનાનો જ્ઞાતા છે, એટલા માટે આવું થાય. એ સ્થિતિમાં એક જ ચેતન સર્વત્ર સક્રિય જણાય. જ્યારે સુષુપ્તિ હોય ત્યારે શું હોય? બધી એક જ ચેતન હોય, બીજું કશું ના હોય. બધાને બીજરૂપમાં પોતાની અંદર અનુભવ કરી શકાય છે. એટલે માત્રા રહિત ઓમકાર ક્રિયાથી રહિત છે. માત્રા વગરનો જે ઓમકાર છે, તે જગતના પ્રપંચોનું શમન કરનાર છે, કલ્યાણકારી અદ્વૈત રૂપ છે. એ બ્રહ્મનું ચોથું ચરણ છે. જે આ પ્રકારનું જ્ઞાન રાખે છે, એ આત્મા આત્મજ્ઞાની જ્ઞાન દ્વારા આત્માને પરબ્રહ્મમાં પ્રવેશ કરાવી શકે છે.
અર્ધમાત્રાની વાત કરી, એ ચોથી માત્રા છે. એટલે તો એનું જ્ઞાન હોવું જોઈએ. એનાથી પહેલી, બીજી, ત્રીજી ત્રણેય જે માત્રાઓ છે, તે શું થાય છે? આપણે શું જોયું? પ્રકાશિત થાય છે એના વડે. આની ખબર પડે છે, કારણ કે એ ઉપર આમ કેવું છે? દીપકની જ્યોતિ જેવું. એટલે એના પ્રકાશથી આ બાકીનું બધું જ પ્રકાશમાન થતું હોવાના કારણે આ બધું જાણી શકાય. આવું જાણનાર જે છે, તે બ્રહ્મજ્ઞાની કે આત્મજ્ઞાની છે. એ જ્ઞાન દ્વારા શું કરે છે? આત્માને પરબ્રહ્મમાં પ્રવેશ કરાવે છે. હવે, આત્મા અનંત છે. આ ખાલી ફિગર ઓફ સ્પીચ છે, સમજજો અહીંયા. આત્મા એટલે કોઈ એવી વસ્તુ નથી કે આમ બારણામાંથી બહાર મૂકવાની છે અને બીજા રૂમમાં લઈ જવાની છે. એવો અહીંયા એ વાત નથી. આ આત્મા છે તે જ પરબ્રહ્મ છે. પરબ્રહ્મ છે તે જ આત્મા છે. એનું સ્ટેટ ઓફ બીઈંગ છે તે બદલાઈ જશે.
એનું સ્ટેટસ છે તે પછી અંતિમ પરિણામે પહોંચી જવાના કારણે તે પરબ્રહ્મ બની જાય છે. આત્મા એટલે હવે તે એ નામે ઓળખાય છે. પરબ્રહ્મ સંપૂર્ણતાને જ્યારે વાત કરીએ છીએ, ઇન્ડિવિડ્યુલાઇઝેશનની જ્યારે વાત કરે ત્યારે પેલો આત્મા આત્મા કરે, પણ એ એક જ છે. બંને કોઈ જુદું નથી, અલગ નથી.
તો આવી રીતે આ ચરણમાં સારક નિર્વિકલ્પક અદ્વૈત બોધમાં આવીને પહોંચે છે. ચારે ઓમકારના ચરણોનું ખ્યાલ હોવો જોઈએ આપણને, સુસ્પષ્ટ ખ્યાલ હોવો. "ૐ સ્વસ્તિ ના ઇન્દ્રો વૃદ્ધશ્રવાહ, સ્વસ્તિ ના પૂષા વિશ્વવેદાહ, સ્વસ્તિ નસ્તાક્ષો અરિષ્ટનેમિહ, સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ. ૐ શાંતિ શાંતિ શાંતિહ." આવતી કાલે ફરી આપણે મળીએ.
આ લખાણ AI દ્વારા તૈયાર થયું છે. શંકા હોય ત્યાં મૂળ પ્રવચન સાંભળી ખાતરી કરવી.