ઉપનિષદ સિરીઝ · વિડિયો ૧૦૧
વિડિયો ૧૦૧
આ ઉપનિષદ છે, "અદ્વૈતારક ઉપનિષદ". બહુ અદભુત ઉપનિષદ છે. શુક્લ યજુર્વેદ સાથે જોડાયેલું આ ઉપનિષદ રાજયોગનું સવિસ્તર વર્ણન કરે છે. હવે આપણે રાજયોગ શીખવા જવાના છીએ, પ્રાપ્ત કરવાનો છે. એનું શું પરિણામ છે? તો કે બ્રહ્મ પ્રાપ્તિ. બ્રહ્મ પ્રાપ્તિ. બ્રહ્મ વિશેની જાણકારી મળશે એવું નહીં, સીધી બ્રહ્મ પ્રાપ્તિ થઈ જશે.
રાજયોગ અને એમાં સૌપ્રથમ તારક યોગની વ્યાખ્યા કરવાનો નિર્ણય કર્યો છે. એના ઉપાય અને ફળનું વિવેચન કર્યું છે. એ ઉપરાંત તારક, તારક એટલે શું? તારનાર. તારક એક 'તારક મહેતા' છે અને બીજો તારક ઉપર (આકાશમાં) છે. તો એ તારકનું સ્વરૂપ એ બે એક છે. લક્ષત્રયના અનુસંધાનની વિધિ, અંતરલક્ષ, બહિરલક્ષ અને મધ્યલક્ષનું વર્ણન, તારકના બે પ્રકારના સ્વરૂપ, તારક યોગની સિદ્ધિ, તારક યોગનું સ્વરૂપ, શાંભવી મુદ્રા, અંતરલક્ષના વિકલ્પ, આચાર્યનું લક્ષણ અને અંતમાં ઉપનિષદની ફલશ્રુતિ.
તો આપણે આગળ વધીએ એમાં. આ ઉપનિષદમાં ભવસાગર બંધનમાંથી રક્ષણ મેળવવાનો અત્યંત સુગમ ઉપાયરૂપ તારક બ્રહ્મની સાધનાનું વિધાન કરવામાં આવ્યું છે. શાંતિપાઠ: "ૐ પૂર્ણમદઃ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણ મુદચ્ચતે. પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવા વશિષ્યતે. ૐ શાંતિ, ૐ શાંતિ, ૐ શાંતિ."
જેને અભિવ્યક્ત કરવામાં આવે છે તે પરબ્રહ્મ પોતાનામાં પૂર્ણ છે અને આ સૃષ્ટિ પણ સ્વયંમાં પૂર્ણ છે. પૂર્ણમાંથી આ પૂર્ણ વિશ્વની ઉત્પત્તિ થઈ છે. પૂર્ણ પરબ્રહ્મમાંથી જ પૂર્ણ વિશ્વ બનેલું છે. એ પૂર્ણમાંથી આ પૂર્ણને કાઢી લેવામાં આવે છે તો પણ બાકી જે શેષ રહી જાય છે તે પૂર્ણ જ છે, પરબ્રહ્મ જ છે. આદિ દૈવિક, આદિભૌતિક અને આધ્યાત્મિક તાપ-સંતાપ શાંત થઈ જાઓ. એટલે જ્યારે પણ તમે એક વખત ઓમકાર કરીને પણ તમે ત્રણ વખત "શાંતિ, શાંતિ અને શાંતિ" ઉચ્ચારણ કરશો અને પછી અનુભવ કરશો તો તમે જોશો કે તમારા આદિ દૈવિક, આદિ ભૌતિક અને આધ્યાત્મિક તાપ-સંતાપ બધા સમાપ્ત થઈ જશે. એટલી અદભુત વિધિ છે. કશું કરવાનું નથી. એક ઓમકાર કર્યો, ત્રણ વખત શાંતિ અને પછી બસ અનુભવ કરો, બેસી જાઓ સીધા. અદભુત વિધિ, કરો તો ખરા!
હવે યોગીઓ, સન્યાસીઓ, જીતેન્દ્રિયો તથા શ્રમ, દમ વગેરે ષડગુણોથી પૂર્ણ સાધકોને માટે અદ્વૈય તારક ઉપનિષદ કહીએ છીએ. આ ઉપનિષદ કોના માટે છે? યોગીઓ માટે છે, સન્યાસીઓ માટે, ઇન્દ્રિયોને જેણે જીતી લીધેલી છે તેવાના માટે છે અને જેને શ્રમ, દમ વગેરે ષડ ગુણોની ષટ સંપત્તિ પ્રાપ્ત કરેલી છે તેવા પૂર્ણ સાધકોના માટે છે. જેને પૂર્ણતાનો અભ્યાસ થવા માંડ્યો છે, "ૐ પૂર્ણમદઃ પૂર્ણમિદમ" અનુભવવા માંડ્યો છે તેવાના માટે આગળની વિધિ છે. એટલે આ કેટલું એડવાન્સ લેવલનું ઉપનિષદ છે એ વિચાર રાખજો. આમ વાંચી જઈએ તો કંઈ ખબર ના પડે, બહુ આવું બધું. એવો સાધક.
હવે એના વિષયની વાત કરે છે. જો તમે છો તો આગળ વધો. નેત્રોને બંધ કરો અથવા તો અર્ધખુલા રાખો. અંતદ્રષ્ટિથી ભ્રુકુટીના ઉર્ધ્વ સ્થળમાં, આ જગ્યાએ, "હું ચેત સ્વરૂપ છું, હું ચેત સ્વરૂપ છું, હું ચેત સ્વરૂપ છું" એ પ્રકારનું ભાવ ચિંતન કરો. "હું ચિત સ્વરૂપ છું, હું ચિત સ્વરૂપ છું, હું ચિદરૂપ છું, હું ચિદરૂપ છું." ભાવ ચિંતન કરતાં કરતાં સચ્ચિત આનંદના તેજથી યુક્ત એવા કુટસ્થ નિશ્ચલ બ્રહ્મનું દર્શન અહીં કર્યા કરો. તમે બ્રહ્મમય થઈ જશો.
ઉચ્ચેત સ્વરૂપ જે તેજોમય બ્રહ્મ ગર્ભ, જન્મ, જરા, મરણ અને સંહાર વગેરે તાપોમાં, પાપોમાંથી તારે છે, અર્થાત મુક્તિ આપે છે. એટલા માટે એને તારક કહેવામાં આવ્યું છે. જીવ અને ઈશ્વરને માઈક એટલે કે માયાથી આવૃત્ત જાણીને, જીવને અને ઈશ્વરને, જો ઈશ્વર પણ માયાથી આવૃત્ત છે, જાણીને બીજા બધા જેને નેતિ નેતિ કહે છે તેને છોડી દઈને પછી જે બાકી રહે છે તે અદ્વય બ્રહ્મ કહેવાય છે. એ તેજોમય બ્રહ્મની સિદ્ધિ માટે ત્રણ લક્ષ્યનું અનુસંધાન કરવું તે જ કર્તવ્ય છે.
તેજોમય બ્રહ્મ પ્રાપ્ત કરવાનો છે તો શું કરવાનું છે? તો કે તે યોગીના શરીરની મધ્યમાં સુષુમ્ણા નામની બ્રહ્મનાડી પૂર્ણ ચંદ્રમાની જેમ પ્રકાશમાન છે. સુષુમ્ણા નાડીને જુઓ, અનુભવ કરો અને એ નાડી ચંદ્રમાની જેમ એના તેજથી પ્રકાશિત થઈ રહી છે એમ તમે અનુભવ કરો. એને જુઓ, જાણો. જે મૂલાધારથી શરૂ થઈને બ્રહ્મરંધ્ર સુધી રહેલી છે. આ નાડીની વચવચમાં કોટિ કોટિ વિદ્યુત જેવી તેજોમય મૃણાલ સૂત્રની જેમ સૂક્ષ્મ કુંડલિની શક્તિ પ્રખ્યાત છે. તે શક્તિનું મન દ્વારા દર્શન કરવા માત્રથી માણસ સઘળા પાપોથી મુક્ત થઈ જાય છે અને મોક્ષ પ્રાપ્તિનો અધિકારી બની જાય છે.
મસ્તિષ્કની ઉપર ખાસ મંડળમાં નિરંતર વિદ્યમાન તેજ પ્રકાશને તારક બ્રહ્મના યોગથી જે જુએ છે તે સિદ્ધ થઈ જાય છે. ફુત્કાર, સાપના ફૂફાડાની જેમ જેનો અવાજ સંભળાય છે તેમાં મનને કેન્દ્રિત કરી દો. નેત્રોની વચ્ચે નીલા રંગની જ્યોતિને આંતરદ્રષ્ટિથી જોવાનું શરૂ કરો. અત્યધિક આનંદની અનુભૂતિ થાય છે. આ પ્રકારના અંતરલક્ષ્ય, અંતઃકરણમાં જોઈ શકાય તેવા લક્ષણોનો અભ્યાસ મુમુક્ષુ એટલે કે મોક્ષની અભિલાષા રાખનારા સાધકે કરવી જોઈએ.
મનુષ્ય બાહ્ય સુખ ઉપભોગની કામનાથી જ પાપ કર્મમાં પ્રવૃત્ત થાય છે. પાપવૃત્તિ એ કામનાઓના આધારથી જ વધે છે. અંતઃસ્થિત કુંડલિનીના સામર્થ્યનું દર્શન મનથી થતાં મનમાં એવો વિશ્વાસ સ્થિર થઈ જશે કે સુખોમાં શ્રેષ્ઠતમ આનંદનો સ્ત્રોત જે છે એ બહાર ક્યાંય નથી, કોઈ વસ્તુમાં, કોઈ ઘટનામાં નથી, એ હું જ છું, એ મારી અંદર જ છે. તો આનંદની ધારાઓ, સહસ્ત્ર ધારાઓ અંદર વહી રહી છે, એમાં સ્નાન કરો. તેથી શું થશે? બાહ્ય ઉપલબ્ધિઓ માટે ઊભી થતી પાપવૃત્તિ જન્મ થવાનો જ બંધ થઈ જશે. પાપવૃત્તિનો ઉદ્ભવ થવાનો જ બંધ થઈ જશે. તો આ વાત કરી આપણે આંતરલક્ષની. એમાં આપણને જણાવવામાં આવ્યું છે શાંત, સ્થિર થઈને બેસવાનું, પહેલા "પૂર્ણમદઃ પૂર્ણમિદમ"નો અભ્યાસ.
કરવાનો બરાબરી અનુભૂતિ પ્રાપ્ત કરવાની છે. છેવટે એક ઓમકાર, ત્રણ શાંતિ અને પછી સ્થિર શાંત બેસીને બસ બેઠે બેઠા સુષુમ્ણા નાડીની અંદર રહેલી કુંડલિની – આ બસ આખેઆખી છેક નીચે મૂલાધારથી શરૂ કરીને ઉપર સુધી વિદ્યમાન છે એમ જોયા કરવાની છે. એક મિનિટ સુધી સતત જુઓ. ધીરે ધીરે અભ્યાસ વધારો. 30 સેકન્ડ જુઓ, એક મિનિટે પહોંચો. ધીરે ધીરે ધીરે ધીરે અભ્યાસ વધારો. આનંદની ધારાઓ બધી અંદરથી વહે, એનો અનુભવ કરો. પરમ શાંતિ અને આનંદ, બધા પાપો નાશ પામી જાય, બધું ખતમ થઈ જાય.
હવે આંતરદ્રષ્ટિથી ધ્રુવ મધ્યની અંદર નીલા રંગનો પ્રકાશ ઉદ્ભવ પામતો છે, તે નીલ બ્રહ્મને જુઓ. જોયા કરો, તેમાં જ લીન થઈ જાવ. હા, હવે બાહ્ય લક્ષણોનું વર્ણન કરીએ. બાહ્ય લક્ષણોની અંદર નાસિકાના અગ્રભાગથી ક્રમશઃ ચાર, છ, આઠ, 10 કે 12 આંગળ દૂર નીલ-શ્યામ રંગ જેવું રક્તાભ આકાશ કે જે પીળા અને સફેદ રંગથી યુક્ત હોય છે. પહેલા દિવસે નહીં દેખાય, પણ આ જગ્યાએ દ્રષ્ટિપાત કરી અને શાંત સ્થિર દ્રષ્ટિથી બસ એને જોયા કરો. એને જોયા કરો. એ ત્યાં આગળ રહેલું જે આકાશ તત્વ છે તેને તમે જોયા કરો. એ આકાશ તત્વને જે નિરંતર જોયા કરે છે તે જ વાસ્તવમાં સાચો યોગી કહેવાય. તો અપલક દ્રષ્ટિથી આ જગ્યા જે શૂન્ય સ્થાન છે અથવા તો બ્રહ્મ સ્થાન છે, તે આગળ સતત જોયા કરવાથી જ્યોતિ કિરણો ત્યાં સ્પષ્ટ દેખાવાના શરૂ થાય છે. આ દિવ્ય કિરણોને જોનારો યોગી થાય છે.
જ્યારે બંને ચક્ષુઓના ખૂણામાં તપેલા સોના જેવા જ્યોતિ કિરણોનું દર્શન થાય તો તેની દ્રષ્ટિ એકાગ્ર થઈ જાય છે. ચાર, છ, આઠ, 10 અને 12 અને છેવટે 16 આંગળ, 14 આંગળ. જે મનુષ્ય ક્યાંય પણ રહીને મસ્તકના ઊર્ધ્વ ભાગમાં આકાશ જ્યોતિનું દર્શન કરે છે તે પૂર્ણ યોગી કહેવાય છે. નેત્ર ખુલ્લા પણ હોઈ શકે, નેત્ર બંધ પણ. આકાશ જ્યોતિ 14 આંગળથી શરૂ કરીને 10 આંગળ સુધીના કોઈપણ ભાગમાં આ જ્યોતિ પૂર્ણ યોગી બની જવાય છે.
ત્યારબાદ મધ્ય લક્ષનું વર્ણન કરવામાં આવે, જેમાં પ્રાતકાળે વિવિધ રંગોથી યુક્ત અખંડ સૂર્યના ચક્ર જેવા કે અગ્નિની જ્વાળા જેવા કે તેનાથી પણ રહિત એવા અંતરિક્ષની જેમ જુએ છે, તે તેવા આકારને થઈને રહે છે. ફરી તેના દર્શન માત્રથી તે ગુણ રહિત આકાશ રૂપ થઈ જાય છે. મહાકાશ કાલાગ્નિની માફક પ્રકાશમાન હોય છે. તત્વાકાશ સ્ત્રવો પ્રકાશ અને પ્રખર જ્યોતિ સંપન્ન હોય છે. સૂર્યાકાશ કરોડો સૂર્ય જેવું હોય છે. આ રીતે બાહ્ય અને અંતરમાં પ્રતિષ્ઠિત આ પાંચ આકાશ તારક બ્રહ્મના લક્ષ્ય છે. આ ક્રિયાવિધિ દ્વારા આકાશનું દર્શન કરનાર તેની જેમ જ તમામ બંધનોને કાપી નાખીને મુક્તિ પ્રાપ્તિનો અધિકારી બની જાય છે. તારકનું લક્ષ્ય જ અમનસ્ક ફળદાતા કહેવાયું. અહીંયા આ બાબતે જોવા માત્રથી અંદર અને બહાર તમે આ સ્થિતિ પ્રાપ્ત કરી લેશો. અહીંયા શ્વાસનું કોઈ મહત્વ જ નથી, કોઈ પ્રાણાયામની જરૂર નથી, કશું જ નહીં.
પણ આ સ્થિતિએ પહેલા પહોંચેલો હોવો જરૂરી છે. જે અગાઉ આપણે કહી દીધું, એવો તૈયાર થયેલો યોગી હોય એના માટે આ ફાઇનલ સ્ટેજની વાત છે.
હવે આગળની વાત કરું. આ તારક યોગની બે વિધિઓ બતાવવામાં આવી. એમાં પ્રથમ પૂર્વાર્ધ છે અને બીજી છે ઉત્તરાર્ધ. આ યોગ પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ એમ બે પ્રકારનો છે. તો પૂર્વને તારક અને ઉત્તરને અમનસ્ક એટલે કે મન શૂન્ય કહેવામાં આવ્યો. આપણે આંખોના તારક એટલે કીકીઓ દ્વારા સૂર્ય (જમણી આંખમાં) અને ચંદ્ર (ડાબી આંખમાં) એનું દર્શન કરીએ છીએ. જે રીતે આપણે આંખો દ્વારા તારકોથી બ્રહ્માંડના સૂર્ય અને ચંદ્રને જોઈએ છીએ, તે જ રીતે પોતાના મસ્તક રૂપી બ્રહ્માંડની મધ્યમાં વિદ્યમાન સૂર્ય અને ચંદ્રનું નિર્ધારણ કરી, "આ પણ એક બ્રહ્માંડ છે અને એનો આ સૂર્ય છે ને એનો આ ચંદ્ર છે" એવી રીતે જોવાના. "ધીસ ઇઝ રાઉન્ડ બ્રહ્માંડ અને આ સૂર્ય છે અને આ ચંદ્ર છે, આ બ્રહ્માંડ છે" એવી રીતે એનું જોવાનું નિર્ધારણ કરવાનું. પહેલા ખાલી નક્કી કરવાનું કે આ સૂર્ય છે ને આ ચંદ્ર.
એનું હંમેશા દર્શન કરવું જોઈએ. બંધ આંખે, ખુલ્લી આંખે દર્શન કર્યા કરો નિરંતર, "આ સૂર્ય છે ને આ ચંદ્ર છે." સાધના વિધિ કેટલી સરળ, સિમ્પલ હોઈ શકે છે એ તમે જો વિચાર કરો. એડવાન્સ લેવલ ઉપર પણ આ એટલી બધી ઇફેક્ટિવ છે કે કરશો ત્યારે જ ખબર પડશે કે એની ઇફેક્ટિવનેસ કેટલી બધી.
તથા બંનેને એક રૂપ જાણવાના છે. તો કે, "આ સૂર્ય છે ને ચંદ્ર છે. સૂર્ય સૂર્ય જેવો છે, ચંદ્ર ચંદ્ર જેવો છે, પણ એ બે પાછા એકરૂપ છે" એમ જોવાનું છે. એટલે ઘણો સમય સુધી સૂર્યને જુઓ, ઘણો સમય સુધી ચંદ્રને જુઓ અને સતત જોતા જોતા પછી આ બંનેને અહીંયા આગળ લાવીને એક કરી દો અને એ એક રૂપ છે, એક જ છે એવી રીતે જોવાનું. એટલે સૂર્યની અંદર ચંદ્રનો લય થઈ જાય છે એમ જોવાનું. બોલવા જેવા નહીં રહો. આનંદ, આનંદ, આનંદ! એટલી બધી શક્તિ, એટલો બધો પાવર અનુભવ કરશો. કરી તો જુઓ. ચય મત તો બધી ઇન્દ્રિયો વિષયોમાં જે પ્રવૃત્ત થાય છે તે બધી અટકી જશે. એક સામટું બધું કામ થઈ જશે. કંઈ જ નથી કરવાનું, બસ સિમ્પલ.
આ તારકની પણ બે વિધિઓ તમને કહી, જેમાં પ્રથમ મૂર્ત અને બીજી અમૂર્ત છે. જે ઇન્દ્રિયના અંતસ્મરસ ચક્ષુમાં છે તે મૂર્ત તારક છે. અહીં તમે જો જોશો તો એ મૂર્ત તારક છે અને જે બે ભ્રુકુટિની બહાર છે તે અમૂર્ત છે. તો અહીંયા જોશો અને પછી એક કરી દેશો બસ બંધ આંખે અથવા ખુલ્લી આંખે. તો હા, તો એ બાહ્ય છે એટલે અમૂર્ત છે. તો બંને સ્વરૂપો પર તમે અભ્યાસ કરશો. તમને છ-સાત બાબતો બતાવી દીધી આટલી નાનકડા ઉપનિષદની અંદર. સાત્વિક દર્શનથી યુક્ત મન દ્વારા પોતાના અંતઃકરણમાં સતત નિરીક્ષણ કરતા રહેવાથી બંને તારકોના ઊર્ધ્વ ભાગમાં સચ્ચિદાનંદમય જ્યોતિર રૂપ પરબ્રહ્મનું દર્શન થાય છે. એથી જાણી શકાય છે કે બ્રહ્મ જે છે તે કેવા છે? તો કે શુક્લ છે, શુભ્ર.
છે અને તે જ સ્વરૂપ છે. તે બ્રહ્મને મન સહિત નેત્રોની અંતર્દ્રષ્ટિથી જોઈને જાણવું જોઈએ. અમૂર્ત તારકને પણ આ જ વિધિથી મન સંયુક્ત નેત્રોથી જાણી શકાય છે. મનસંયોગ નેત્રથી મનના નેત્રોથી જાણવાનું રૂપ દર્શન વખતે મન નેત્રોને આશ્રિત રહે છે અને બહારની જેમ અંતરમાં પણ રૂપ ગ્રહણનું કાર્ય એ બે દ્વારા જ સંપન્ન થાય છે. તેથી મનની સાથેના નેત્રો દ્વારા જ તારકનો પ્રકાશ થાય. જે મનુષ્ય પોતાની આંતરિક દ્રષ્ટિ દ્વારા બંને ભ્રુકુટીઓના સ્થળથી થોડા ઉપરના ભાગમાં રહેલા તેજોમય પ્રકાશનું દર્શન કરે છે, તે તારક યોગી કહેવાય છે.
તેની સાથે મન દ્વારા તારકનું જોડાણ કરીને પ્રયત્નપૂર્વક બંને ભ્રમરોને થોડી ઉપર ખેંચીને થોડી ઊંચાઈ પર એને સ્થિર કરી દેવાની અને અંદર તારકને જોયા કરવાનું. તો તાળુ મૂળના ઊર્ધ્વ ભાગમાં મહાન જ્યોતિ કિરણ આવેલું છે. આ તાળવું છે, તેના તે સીધી ઉપર લીટીની અંદર આમ અંદર જોશો એટલે એક મહાન જ્યોતિકિરણ મંડળ છે એ દેખાશે. તેનું ધ્યાન યોગીઓનું ધ્યેય છે, એ જ લક્ષ્ય છે. એનાથી અનિમા વગેરે સિદ્ધિઓ પણ પ્રાપ્ત થઈ શકે છે. યોગી સાધકની અંતર અને બાહ્ય લક્ષ્યને જોવાના સામર્થ્યવાળી દ્રષ્ટિ જ્યારે સ્થિર થઈ જાય છે, એમાં સ્થિરતા આવે છે, ત્યારે એ સ્થિતિને શાંભવી મુદ્રા કહેવામાં આવે છે. આ મુદ્રાથી ઓતપ્રોત જ્ઞાની પુરુષના નિવાસસ્થળને અત્યંત પવિત્ર માનવામાં આવે. એનું નિવાસસ્થળ જ્યાં રહેતો હોય તે. હવે એ બે જગ્યાએ રહે છે: એક દેહમાં રહેતો હોય તે પવિત્ર થઈ જાય છે અને દેહ સહિત જે ઘરમાં રહેતો હોય, જે મકાનમાં રહેતો હોય તે પણ અત્યંત પવિત્ર થઈ જાય છે.
તો આજથી શરૂ કરો અને તમારા દેહને અને તમારા ઘરને પણ તમારા જેટલું જ પવિત્ર કરી નાખો. બહુ સરળ, સિમ્પલ વિધિ. અહીં જુઓ, આંખો બંધ કરીને જુઓ, ખુલ્લી રાખીને જુઓ. પહેલી વિધિ, બીજી વિધિમાં જે તમારી અનુકૂળતા. ૧૪ આગળથી ૧૦. આ પહેલી વિધિ ખુલ્લી. હા, પહેલા ખુલ્લી આંખે જ કરો શરૂઆત. એ પ્રકાશ આવવાનો શરૂ થશે. બસ, એને જોયા કરો. અપલક નેત્રોથી જોવાનું છે ખાલી આકાશ. એ આકાશને જોયા કરો. આટલો ભાગ છે બસ કે કશું નથી. બસ, એમાં જો જો કરે પણ આંખોને તાણવાની નહીં ક્યારેય. એમાં સહેજ પણ સ્ટ્રેન ના આવવું જોઈએ. એકદમ સહજ, સ્વાભાવિક માણસ આ ઊંઘમાંથી ઊઠે ને પહેલી વખત આંખો ખોલે અને જે સ્થિતિ હોય એવી રીતે એને જોવાનું છે. કોઈ પ્રયત્ન નહીં, કોઈ શ્વાસ લેવાના નહીં, કોઈ મૂકવાના નહીં, કોઈ ધમાલ નહીં, કોઈ ઓમકાર નહીં, કોઈ શબ્દ નહીં, કશું જ નહીં.
બસ, ઇઝીયેસ્ટ, ફાસ્ટેસ્ટ એન્ડ બેસ્ટ. કરવા માંડ્યું એનું જ એક વર્ઝન તથાસુમાં આપવામાં આવ્યું હતું. પણ આ બાબતો બહુ જ એડવાન્સ યોગીઓ માટે છે. પહેલું કર્યું હશે તો પછી આ પણ તમે કરી શકશો. બરાબર? એટલે પહેલા તમે ખુલ્લી આંખે કરો, ખૂબ કરો. પછી જ્યારે જ્યારે પણ નેત્ર બંધ હોય ત્યારે તમે બંધ આંખોથી પણ એને ત્યાં એને બસ નિહાળ્યા જ કરો. આ પહેલું આકાશ. એ બધા એક પછી એક આકાશ ખુલતા જ હશે. સૂર્યાકાશ, પરમાકાશ જે બતાવ્યા ને બધા એક પછી. અને તમને ખબર પડી જશે કે આ આકાશ છે. પાછી મજાની વાત એ છે જેમ કે તમે ડ્રોઈંગ રૂમમાં બેઠા હો, બહારથી કોકના ઘરમાં પેસો છો તો પહેલા ડ્રોઈંગ રૂમ છે એમ ખબર પડી જાય છે. હવે, પણ ત્યાંથી તમે આમ સહેજ આગળ વધો એટલે પેસેજમાં થઈને પછી એક રૂમ પછી બીજો રૂમ, ત્રીજો. એક્ઝેક્ટ એવું તમને ખબર પડશે કે આ પાંચ-ચાર બેડરૂમ ને હોલ સાથેનું ઘર છે, ભાઈ, પરબ્રહ્મનું ઘર છે.
સીધી ખબર પડી જશે. એટલે એવી રીતે કરવા તો આ પહેલી વિધિ થઈ.
બીજા કેસની અંદર આપણને કીધું છે સૌથી પહેલામાં પહેલી તો શું કીધું આપણને? ખાલી બસ બેસો અને તમારી કરોડરજ્જુની અંદર રહેલી સુષુમ્ણા જે છે તેને ચંદ્ર જેમ કે ઉગ્યો હોય અને જેમ પ્રકાશમાન થાય છે એવી તમારી અંદર સુષુમ્ણામાં રહેલી કુંડલિનીને એક જગ્યાએ નહીં, લાંબો ચોટલો જે આખો આમ છે ને બસ તેને સતત જોયા કરો. ભ્રમર અંદરથી શરૂ કરીને મૂલાધાર સુધી. એકદમ સરળ, સિમ્પલ. આ વિધિ એટલી બધી ઇફેક્ટિવ છે કે સામાન્ય રીતે જે લોકો કેટલાય લોકો શીખ્યા છે તો બધા શું કરે? મૂલાધાર ચક્ર પર ધ્યાન કરે અડધો કલાક સુધી. એક વિધિ તો એની પણ છે અને પછી ત્યાં આગળ લામ તો કરે. આ વિધિ આ કરવામાં જે પુષ્કળ બીજા બધા રિએક્શનસ બધા બોડીમાં ઊભા થતા હોય, આની અંદર તમે જોશો કે શાંત, નિર્મળ પૂનમનો ચંદ્ર તમે જાણે કે જોઈ રહ્યા છો. માણકઠારી પૂનમ છે અને એ ચંદ્ર છે તો એ ચંદ્ર ગોળ નથી પણ આમ લાંબો થઈ ગયો છે.
બસ, આટલું જ જુઓ, બીજું કાંઈ નહીં. બહુ સીધી વિધિ છે. ઉપરથી શરૂ કરીને નીચે સુધી. હવે દ્રષ્ટિને ફેરવવાની પણ નથી. બસ, તમારે એટલી જ જોયા કરવું અહીંથી છેક નીચે સુધી. પૂનમનો ચાંદ. લીન થઈ જાવ એની અંદર, મસ્ત. બીજું કશું જ નહીં. સૂતા સૂતાય થાય. અભ્યાસ ચાલુ કરો. પછી જેટલું બેસાય એટલું કરવું. પણ રાત્રે સૂતી વખતે પણ આમ તમે થોડું કામ કરીને જાવ, આનંદ કરો.
તો આવી વિધિ છે. પછી તમે આ આકાશને જુઓ, અહીંયા આગળે વાળો. પછી તમે આ આકાશને જુઓ અને પછી કીધું કે તમે આ આકાશને. આ બધા તારક યોગ છે. આટલી બધી વિધિઓ આપેલી છે. કોઈ એક પકડી લો જે તમને અનુકૂળ હોય. કરે જ જાવ, કરે જ જાવ. પહોંચી જશો, પાર ઉતર જાવગે. પક્કા પ્રોમિસ. હા, એ બતાવ્યું ને સુરજ ચાંદનું પણ કરી શકો એ જ રીતે. હા, આ સૂર્ય છે, આ ચંદ્ર છે એવી રીતે જોવાનું. તો આ બાબત આવી અને પછી એ બે એક કરી દેવાના અને એને પણ બિલકુલ આપણે આમ જોયા જ કરવાનો. પ્રેમથી જોજો પણ. હા, પ્રેમથી જોજો. અને પછી અહીંયા બી તમે મનથી જુઓ. મનથી બહાર અહીંયા આગળે સુરજને સ્થાપના કરવાની, અહીંયા આગળે આપણે ચંદ્રની કરવાની અને પછી જોયા કરવાના. ખુલ્લી આંખે પહેલા, પછી બંધ આંખે. આને જુઓ, આને જુઓ, બંનેને એક સાથે જુઓ અને પછી બંનેને એકરૂપ થયેલા જુઓ અને તે બ્રહ્મ.
તે બ્રહ્મ છે, તત્વમસી તે બ્રહ્મ છે. આ ભાવના એની સાથે તો આવી રીતે દ્રષ્ટિ માત્રથી જુઓ. શું થયું કે જ્ઞાની પુરુષ, આ મુદ્રાથી ઓતપ્રોત, જ્ઞાની પુરુષના નિવાસસ્થળને અત્યંત પવિત્ર માનવામાં આવે છે. એનું નિવાસસ્થળ એક તો એનો દેહ છે અને બીજું, એ જ્યાં રહે છે તે જગ્યા તથા તેની દ્રષ્ટિ માત્રથી બધા લોકો પવિત્ર થઈ ગયા. અમને જે જડ્યું હતું, "દ્રષ્ટિ માત્રેણ શુદ્ધિ ભવે", તે આ નહોતું. બસ, તમારી દ્રષ્ટિ માત્રથી તમે બધાને શુદ્ધ અને પવિત્ર જુઓ છો. નહીં, જુઓ; "એન્ડ પ્રોડક્ટ રિઝલ્ટ" જ જોવાનું. એ શુદ્ધ જ છે અને પવિત્ર જ છે.
સામે ભોજનની થાળી આવી. બસ, આમ તમે જુઓ: "શુદ્ધ છે, પવિત્ર છે." દરેક વસ્તુ એ રીતે જોતા જવાનું. બસ, જ્યાં જ્યાં ફરશો, બધી શુદ્ધ અને પવિત્ર. પણ પહેલા બેસીને આમ, આ બધા તારક યોગ જે બતાવ્યા અલગ અલગ વિધિઓના, એમાંથી જે અનુકૂળ કરે, એ પકડી લો. જે આ પરમ યોગીની પૂજા કરે છે, તે તેને પ્રાપ્ત કરીને મુક્તિનો અધિકારી બની જાય છે. આવું જે કરતો હોય, તે યોગીની જો કોઈ પૂજા કરે, તો પણ એ મુક્તિનો અધિકારી બની જાય છે. અંતરલક્ષ ઉજ્જવળ શુભ્ર જ્યોતિ રૂપ બની જાય છે.
પરમ સદગુરુનું જ્ઞાન પ્રાપ્ત થતાં, તે સહસ્ત્રદળ કમળમાં સ્થિત ઉજ્જવળ જ્યોતિ અથવા બુદ્ધિ ગુહામાં સ્થિર રહેનારી જ્યોતિ અથવા તો સોળ કળાઓની અંદર વિદ્યમાન તુરીય ચૈતન્ય સ્વરૂપ અંતરલક્ષ હોય છે. આ દર્શન એ સદાચારનું મૂળ છે. જોતા જોતા જોતા, સત્ આચાર શરૂ થઈ જશે. તમને ખબર પણ નહીં પડે.
વેદજ્ઞાન સંપન્ન આચાર્ય, વિષ્ણુ ભક્ત, મત્સર આદિ વિકારોથી રહિત, યોગના જ્ઞાતા, યોગ પ્રતિ નિષ્ઠા રાખનાર, યોગાત્મા, પવિત્રતા યુક્ત, ગુરુભક્ત, પરમાત્માની પ્રાપ્તિમાં જ સંલગ્ન રહેનાર; આવા લક્ષણોથી સંપન્ન પુરુષ જ ગુરુ કહેવાય. "ગુ" શબ્દનો અર્થ છે અંધકાર અને "રૂ" અક્ષરનો અર્થ છે અંધકારને રોકવામાં સમર્થ. અંધકારને દૂર કરનારને જ ગુરુ કહેવાય.
તમને એક વાત કહું: જો આ ગુરુ મુદ્રા થાય, આવી રીતે પણ જો તમે સ્થિર બેસો. આ તમારી કરોડરજ્જુ છે. આગળ અને પાછળ બંને આમ લેફ્ટ-રાઇટ મૂકી દીધી. આમ કરીને આમ બેસો. ધીરે ધીરે અભ્યાસ કરો અને સુષુમ્ણા જોયા. લક્ષ્ય તમારું અહીંયા, આના પર રાખો. તમે જુઓ, સ્પંદનો શરૂ થશે અહીંયા આગળ. અનુભવ આવશે અને એ અહીંથી ઉપરથી નીચે સુધીના આમ ઠાક ઠાક ઠાક હથોડું મારતું હોય એવું ધીરે ધીરે ધીરે ધીરે ચાલુ થશે. આ પણ અંધકારનો નાશ કરનારી ગુરુ મુદ્રા છે. જે લોકોને બંધ આંખે શરૂઆતમાં અંધારું અંધારું દેખાય, બીજું કંઈ પણ ન દેખાતું હોય, તેઓ થોડોક સમય અભ્યાસ કરશે તો પણ એ બધાને અવશ્ય પ્રકાશની પ્રાપ્તિ શરૂ થઈ જશે. એક વાત નક્કી છે: સાવ પહેલા જેવું નહીં રહે, ફેર તો પડી જ જશે. પણ પછી તો અર્જુન, અભ્યાસ.
ગુરુ જ પરમ બ્રહ્મ છે, પરમાત્મા છે. ગુરુ જ પરમ શ્રેષ્ઠ ગતિ છે. ગુરુ જ પરાયણ છે, ઉત્તમ આશ્રય છે. ગુરુ જ પરાકાષ્ઠા છે. ગુરુ જ પરમ શ્રેષ્ઠ ધન છે. જે શ્રેષ્ઠ ઉપદેશ કરે છે, તે ગુરુથી ગુરુત્તર અર્થાત્ શ્રેષ્ઠતમ ગુરુ છે એમ જાણવું જોઈએ. જે માણસ એકવાર પણ ગુરુ અથવા તો આ ઉપનિષદનું ઉચ્ચારણ પાઠ કરે છે, તે સંસાર સાગરથી મુક્ત થઈ જાય છે. બધા જ પાપોના, જન્મોના પાપો તત્ક્ષણ નાશ પામે છે. પછી વિચાર નહીં કરવાનો કે, "મેં પાપ કર્યા છે, મેં પાપ કર્યા છે." એવું કશું નહીં. બસ, આ એક વિધિ કરી લો અને ગુરુને શોધી કાઢો. તમારી અંદર પ્રગટ થશે, પટ્ટ દઈને! શું, લાઇટ ચાલુ થાય ને અંધારા રૂમની અંદર, એવી રીતે એકદમ થશે આ બધું. અને સમસ્ત ઈચ્છાઓ અને આકાંક્ષાઓની પૂર્તિ થઈ જાય. તમને તૃપ્તિ થઈ જશે.
જોયું? તમે ઉપનિષદની શરૂઆતમાં જ પ્રાર્થના કરી હતી: "શું બધા પુરુષાર્થો સફળ અને સિદ્ધ થઈ જશે?" અને જે આવું જાણે છે, તે જ ઉપનિષદનો યથાર્થ જ્ઞાની છે, એવું આ ઉપનિષદ કહે છે. તો આ અદ્વયતારક ઉપનિષદ આવું કહે છે.
ઓમ. ૐ પૂર્ણમદ: પૂર્ણમિદમ પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે. પૂર્ણસ્ય પૂર્ણમાદાય. જય સચ્ચિદાનંદ.
આ લખાણ AI દ્વારા તૈયાર થયું છે. શંકા હોય ત્યાં મૂળ પ્રવચન સાંભળી ખાતરી કરવી.