અનંતની યાત્રાAnant ni Yatra
યથાર્થ ગીતા · Yatharth Gita

યથાર્થ ગીતા સાર — ૧૨

લેખ ૧૨ / ૨૮ · 89 મિનિટ વાંચન · વિડિયો જુઓ ↓

જય સચ્ચિદાનંદ. છઠ્ઠા અધ્યાયના અંતિમ શ્લોકમાં યોગેશ્વરે કહ્યું કે, "જે યોગી મારામાં અંતઃકરણથી સ્થિત છે તેને હું શ્રેષ્ઠ યોગી માનું છું." યોગીઓમાં પણ શ્રેષ્ઠ કોણ છે? જેણે પોતાનું અંતઃકરણ મને આપી દીધું છે. અંતઃકરણ એટલે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર- સમગ્રપણું, આમ બસ.કેવું? આપણે બોલીએ છીએ ને કે, "સર્વસ્વ અમારું અર્પણ છે ભગવાન તમારા સરણોમાં, સુચરણોમાં સર્વસ્વ અમારું અર્પણ છે." એટલે કંઈ પણ બાકી રહી ગયું નથી, બસ આને ટોટલ સરેન્ડર કહેવાય છે. હવે તો બધું જ એ છે, હવે હું નથી, હવે કોણ છે ? પરબ્રહ્મ છે, બસ બીજું કોઈ નહીં.he has taken over. તેમણે ચાર્જ લઈ લીધો છે, એટલે આગળ જણાવ્યું કે, "હું તારા માટે વિજ્ઞાન સહિત સંપૂર્ણ જ્ઞાન કહીશ." યોગેશ્વરે આ વાત કહી. સંપૂર્ણ જ્ઞાન કહીશ તો અહીંયા જે આપણે ગ્રહણ કરીએ છીએ તે જ્ઞાન કેવું છે?

સંપૂર્ણ છે.આ કમ્પ્લીટ થઈ ગયું. હવે આમાં આપણે આપણી સમજ વધારવાની છે, એનો આપણને અંદર બોધ થવો જરૂરી છે. જ્ઞાન પરિણામ પામવું જરૂરી છે, એટલા માટે કહે છે કે પૂર્તિકાળમાં યજ્ઞ જેની સૃષ્ટિ કરે છે, તે અમૃત તત્વની પ્રાપ્તિની સાથે મળનારી જાણકારીનું નામ જ્ઞાન છે. એટલે એ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી સમગ્ર સૃષ્ટિનું કરવાનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થઈ જાય. સૃષ્ટિ કોણ કરે છે? બ્રહ્મા.તો બ્રહ્માનું જે જ્ઞાન છે સૃષ્ટિ પેદા કરવાનું, સૃષ્ટિ બનાવવાનું, એ સંપૂર્ણ જ્ઞાન તમને થઈ જાય છે.અહીં આગળ આપણે એ વાત કરી. પરમ તત્વ પરમાત્માની પ્રત્યક્ષ જાણકારીનું નામ જ્ઞાન છે. તો પ્રત્યક્ષ જાણકારી છે, માહિતી નહીં ચાલે. "મેં જાણ્યું છે, તેમણે કહ્યું હતું" એવું બધું નહીં. તમે ગયા, તમે જોયું, તમે જાણ્યું, એ જેવી રીતે પ્રત્યક્ષ હોય છે, એટલું જ પ્રત્યક્ષ આખી આ સમગ્ર સૃષ્ટિ સંચાલનનું જ્ઞાન પ્રાપ્ત થવું જરૂરી છે અને થતું જ હોય છે.

મહાપુરુષને એકી સાથે સર્વત્ર કાર્ય કરવાની ક્ષમતા મળે છે તે વિજ્ઞાન છે. બહુ અગત્યનું વાક્ય છે, જો યાદ રાખો, શું કહે છે? મહાપુરુષને એટલે કોઈ એકને જ મળે છે એવું નથી. જે કોઈ ત્યાં પહોંચે છે તે બધાને આ પ્રાપ્તિ થઈ જ જાય છે.કેવી પ્રાપ્તિ?એકી સાથે સર્વત્ર કાર્ય કરવાનું. સર્વત્ર-અત્ર,તત્ર, સર્વત્ર. એટલે એવરીવેરનેસ એની પોતાની આવી જાય છે પછી.વ્યાપકતા એટલે આપણે એને કહીએ છીએ.વ્યાપકતાનો એમને પહેલા બોધ થઈ જાય છે કે, "હું જ છું ને બધું હું જ છું, હવે કશું જ મારાથી જુદું નથી, કશું જ મારાથી અલગ નથી, કોઈ નથી એમ,ખાલી હું જ છું." પણ 'હું' સ્વરૂપે અત્યાર સુધી 'હું હું' કરતો હતો એ નહીં, 'હું' એટલે પરમ તત્વ. કે જે સમગ્રતયા વ્યાપ્ત છે, એવી વ્યાપ્તિનો બોધ એ મહાપુરુષને થઈ જાય છે. એટલે સર્વત્ર કાર્ય કરવાની ક્ષમતા મળે છે એને, જે કંઈ કાર્ય કરવું હોય તે બધું જ કરી શકે છે, ક્યાંય પણ હોય.એ તો હોય જ બધે એમ.

એટલા માટે એને પરબ્રહ્મ પરમાત્મા કહેવાય છે અને આ તો દેહધારી થઈ ગયા એટલે તો બહુ અદભુત વાત બની. એટલે કહે છે કે એ વિજ્ઞાન છે, તો એ વિજ્ઞાનને કેવળ સાંભળીને નહીં, જાણીને સંસારમાં પછી બીજું કંઈ પણ જાણવા જેવું બાકી રહેતું નથી. આખી સૃષ્ટિ,સૃષ્ટિનું સંચાલન કેવી રીતે થઈ રહ્યું છે, તે સમગ્રપણું જાણી એનો આખો બોધ થઈ જાય છે અને એવો બોધ પાછો કેવો ? કે એ થયા પછી સમગ્રતયા એ કાર્ય પણ કરી શકે છે, કંઈ પણ કાર્ય કરી શકે છે.કુછ ભી. આમ અહીં બેઠા હોય ને પછી આમ ખ્યાલ આવે કે ટાઈટેનિક જેવું કંઈક બીજું જહાજ આમ કોક જગ્યાએ ડૂબી રહ્યું છે, એટલે ખાલી આમથી આમ કરે તો આપણને એમ થાય કે આ શું કર્યું એમણે? પણ ખરેખર એણે આખેઆખી બોટને વમળમાંથી, ભમરમાંથી કાઢીને બચાવી લીધી અને કોક જગ્યાએ સેફ એકદમ મૂકી દીધી. આપણને ખબર સુદ્ધાં ન પડે. પણ એ જાણતા હોય, ત્યાં જે લોકો છે એ લોકોને એનો બોધ થાય તો પણ ખરો ,ના થાય તો પણ ખરો, પણ એ લોકોનો ડૂબી ના જવાનો સંયોગ હોવો જોઈએ.

કૃપાનો સંયોગ હોવો જોઈએ અથવા તો ના હોય તો પણ આની અંદર એવો ભાવ ઉદ્ભવ થવો જોઈએ કે આને બચાવી લવ. એટલે બચાવી લેવામાં આવે.તો આવી રીતે સમગ્રતયા કાર્ય કરી શકે છે. સૃષ્ટિમાં એવું કોઈ કાર્ય બાકી રહેતું નથી કે જે પછી એ મહાપુરુષ કરી ન શકે. ત્યાં સુધી પહોંચવાનું છે આપણે. ખાલી આમ વાત કરી લીધી જ્ઞાનની અને બધું ઓકે છે, એવું નથી, ઈટ હેઝ ટુ હેવ નોલેજ વિથ પાવર. નોલેજ વિથ પાવર અને આ બંને હોવા છતાં પણ એ શું કહે? "મેં તો કંઈ કરતો જ નથી." એને પણ એક ઇન્સ્ટ્રુમેન્ટ જાણે કે બનાવી દેવામાં આવે છે અને એના દ્વારા એ કાર્ય કરાવવામાં આવે છે, એવું જ વર્તન એ કર્યા કરે છે. હજારોમાં કોઈ એક મનુષ્ય જ મારી પ્રાપ્તિ માટે પ્રયત્ન કરે. હજારોમાં એક. કેટલા હજારો એ તો લખ્યું જ નથી. મારી પ્રાપ્તિ માટે એ પ્રયત્ન કરે અને આ પ્રયત્ન કરનાર યોગીઓમાં કોઈ વીરલ પુરુષ જ તેને તત્વથી સાક્ષાત્કાર સાથે જાણે છે.

તત્વનો સાક્ષાત્કાર થવો જોઈએ, આ કન્ડિશન અહીંયા ભગવાને આપણને બતાવી દીધી છે.કે કોરી વાતો કર્યા કરવાથી નહીં ચાલે. તો હવે સાક્ષાત્કાર કેવી રીતે થાય? કેવી રીતે કરવો? શું છે તેની વિધિ એ પહેલા આપણને આપી દીધી, હવે એનું વિજ્ઞાન આપે છે, આગળ આપણે જોઈએ. હવે કહે છે કે, "હવે આ તત્વ ક્યાં છે એ જાણ, અર્જુન! ભૂમિ, જળ, અગ્નિ, વાયુ અને આકાશ આ પાંચ અને મન, બુદ્ધિ અને અહંકાર એ આઠ, આ આઠ પ્રકારના ભેદવાળી મારી પ્રકૃતિ છે." આ આઠ ભેગા થાય ત્યારે એને પ્રકૃતિ કહેવાય છે. શું કીધું? પાંચ તત્વો અને મન, બુદ્ધિ અને અહંકાર આ ત્રણ, આઠ ભેગા થયા એટલે પછી એ સમગ્રતયા જે કંઈ ઉત્પન્ન થાય છે તેને પ્રકૃતિ કહેવામાં આવે. આ અષ્ટધા એ મૂળ પ્રકૃતિ, આ આઠ પ્રકારવાળી મારી અપરા પ્રકૃતિ છે. અપરા પ્રકૃતિ એટલે કે જડ પ્રકૃતિ. આનાથી બીજી જીવરૂપ પરા એટલે કે ચેતન પ્રકૃતિ.

આત્મા જે છે તેને પરા પ્રકૃતિ કીધી અને આ બધું ભેગું થાય તો પ્રકૃતિ જડ છે, પણ પરાપ્રકૃતિની જ્યારે આપણે વાત કરીએ છીએ તો તે ચેતન પ્રકૃતિ છે. ભેદ પડી ગયો ને આપણા જડ અને ચેતનનો, જે દાદા આપણને આપે છે, આત્મા અને અનાત્માની જે વાત કરે છે તે પણ બધું ક્લિયર છે. તો આને અહીંયા શુદ્ધ ચેતનને કયો શબ્દ વાપર્યો? ચેતન પ્રકૃતિ. હવે અહીંયા ગૂંચવાઈ જાય માણસ, આ ચેતન પ્રકૃતિ એ જ આત્મા પણ એવું કોઈ બોલતું નથી પછી ગૂંચવાઈ જાય. એ જ પરમાત્મા, એ જ પરબ્રહ્મ, એ જ પરમેશ્વર. ચેતન પ્રકૃતિ અને એ પાછી કહે છે કઈ? કે મારી છે, જે મહાપુરુષ છે તે બોલી શકે, જેને બોધ થયો છે તે બોલી શકે, "આ ચેતન પ્રકૃતિ છે જેના વડે સંપૂર્ણ જગત ધારણ કર્યું છે તે જીવાત્મા છે." આ સમગ્ર જગત જે ધારણ કરેલું છે તે જીવાત્મા છે. જીવાત્મા પણ પ્રકૃતિ સાથેના સંબંધમાં રહેવાથી પ્રકૃતિ જ છે.

શું કહે છે? જીવાત્મા પ્રકૃતિની સાથે રહે છે એટલા માટે એને પ્રકૃતિ કહેવામાં આવે છે. શુદ્ધ ચેતન સ્વરૂપે જ્યારે એને અલગથી તમે જોશો અને જાણશો, સમજશો તો એ શુદ્ધ ચેતન છે અને શુદ્ધ ચેતન એ ચેતન પ્રકૃતિ છે અને એ જ પરબ્રહ્મ છે. આની ક્લેરિટી થવી જોઈએ. શબ્દોથી આપણે જાણી લીધું, હવે એને અનુભવવાનું આપણે.આપણી અંદર જ અનુભવવાનું કે ચેતન ભાગ કયો છે અને નિશ્ચેતન ભાગ કયો છે ? હવે આના બધાના ગુણધર્મો વિશેનું જે જ્ઞાન છે તે બધી વાતો આગળ આવે છે, તો આપણને હવે ક્લેરિટી આવી ગઈ. આ બાબતમાં કોઈ શંકા છે? જે જીવ છે તેને ચેતન પ્રકૃતિ કહેવામાં આવે અને તે પરાપ્રકૃતિ છે, આ ક્લેરિટી હોવી જોઈએ અને જડ પ્રકૃતિ સાથે રહેવાથી જીવને પણ પ્રકૃતિ જ ગણવામાં આવે છે, કારણ કે પ્રકૃતિ એની પર વર્ક કર્યા કરે અને પછી આ બધું આખું ધારણ કરે છે, સમગ્ર વિશ્વનું બધું સંચાલન અને આ બધું આવી રીતના થાય.

પરબ્રહ્મ એક છે. બ્રહ્મા પરામાં આવે? બ્રહ્મા જે છે તે પરાની અંદર ના આવે, પરાપ્રકૃતિ આખી જુદી છે. પછી એમાંથી જે કંઈ સૃષ્ટિ બનવાનું, નિર્માણ થવાનું શરૂ થાય ત્યારે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ છે. પ્રકૃતિના ગુણો છે ને? સર્જન, મેન્ટેનન્સ, વિનાશ વગેરે જે કંઈ થવાનું છે એ બધું ત્યાં થાય, તો પરા મન પહેલા થશે પછી મન બનશે તો ત્યાં આગળે છે બ્રહ્માજીનું સ્થાન. એટલે કીધું, "હું સંપૂર્ણ જગતની ઉત્પત્તિ અને પ્રલયરૂપ છું, સમગ્ર જગતની ઉત્પત્તિ અને પ્રલય બંને હું જ છું, તેનું કારણ છું અને એ બંને મારામાં છે." હવે જ્યારે તમે ચેતન પ્રકૃતિ એટલે કે તમારી પરાપ્રકૃતિ વિશે વિચાર કરશો ત્યારે આ બધું અંદર આવશે, ત્યાં સુધી નહીં આવે. જ્યાં સુધી પ્રકૃતિ વિદ્યમાન છે ત્યાં હું તેની ઉત્પત્તિ છું અને જ્યારે કોઈ મહાપુરુષ પ્રકૃતિનો પાર પામી લે છે, પ્રકૃતિને સમજી જાય છે, જાણી જાય છે, ત્યારે હું મહાપ્રલય છું.

એના માટે પછી મહાપ્રલય થઈ જાય છે, સૃષ્ટિ રહી જાય છે પણ એની જે પ્રકૃતિ હતી તેનો મહાપ્રલય થઈ જાય છે પછી. તે પરમાત્મા સ્વરૂપ બની જાય છે ને પછી કશું રહેતું જ નથી એની પ્રકૃતિમાં. એટલે પાંચ તત્વો, એ મહાપુરુષની પ્રકૃતિના જે અંદર રહેલા છે તે પાંચ તત્વો, એનું મન, બુદ્ધિ અને અહંકાર, આઠે આઠનો લય થઈ જાય એટલે એને મહાપ્રલય કીધો તે મહાપુરુષ માટે. કારણ કે હવેથી કોણ બની ગયા? મહાત્મા બની ગયા, પરમાત્મા બની ગયા. આ સમગ્ર સૃષ્ટિ સંચાલનનું સંપૂર્ણ જ્ઞાન તેમણે પ્રાપ્ત કરી લીધું, જેમ દાદાએ એક કલાકની અંદર જે સુરતના સ્ટેશન પર બધું જાણી લીધું, સમજી લીધું, અનુભવી લીધું ત્યાં બેઠા બેઠા, એ જ્ઞાનની વાત કરે છે અને એ દરેક મહાપુરુષને છેવટે થતું જ હોય છે. બસ પછી પ્રવેશ પરમાત્માની અંદર, પછી કંઈ બાકી રહેતું નથી. જાણવા જેવું બધું આખી સૃષ્ટિનું સમગ્ર જ્ઞાન કહે છે કે તે વખતે મહાપુરુષને ઉદ્ભાવ પામી જાય છે.સૃષ્ટિની ઉત્પત્તિ અને પ્રલય અંગે અનેક ભ્રાહ્મક માન્યતાઓ પ્રચલિત છે અને બધા લોકો કાળ અને વર્ષો ગણ્યા કરે કે ભાઈ આટલા ટાઈમ પછી મહાપ્રલય થવાનો છે અને આમ છે ને તેમ છે ને અત્યારે કલિયુગ ચાલે છે, આવી બધી લોકો વાતો કર્યા કરતા હોય.

પરંતુ યોગેશ્વર શ્રીકૃષ્ણના કહેવા મુજબ પ્રકૃતિ અનાદિ છે. પ્રકૃતિ કેવી છે? અનાદિ છે, એટલે ચાલી જ આવે છે કે એનું તમે મૂળ શોધી નહીં શકો- પ્રકૃતિનું. પ્રકૃતિ પરિવર્તનશીલ છે, પ્રકૃતિનો આ એક બહુ જ અગત્યનો ગુણધર્મ હંમેશા આપણી સમજમાં હોવો જોઈએ. આપણે શું કરીએ છીએ? પ્રકૃતિને સ્થિર કરવાનો પ્રયત્ન કરીએ છીએ. એ સ્થિર કરવાના પ્રયત્નમાં ઉપરથી એને વધુ જડ બનાવતા જઈએ છીએ. પ્રકૃતિ એટલી બધી બરડ, સખત બની જાય કે ના પૂછવાની વાત અને તરત ખબર પડે કે સાવ જડ જેવો માણસ છે. એની બિલીફની અંદર એવો જડબેસલાક ફિટ થઈ ગયો કે હવે એમાંથી એ બહાર નીકળે નહીં. શ્રીકૃષ્ણ સ્વયં એને બોધ કરે તો પણ કે, "બસ હું માનું જ નહીં." ઉપરથી એને એમ કે, "તું તો ગોવાળિયો છે, તું આમ છે, તું તેમ છે." બધું સંભળાવે ઉપરથી એ મહાપુરુષને, કેટલા બધા અંતરાયો પાડે અને કેટલું બધું કરે.

એટલો બધો જડ થઈ ચૂકેલો હોય, ત્યારે એવો જડ થવાય, એમ એમને એમ થોડી થવાતું હોય? હા, પણ એ સાંભળે જ નહીં, બિલકુલ સાંભળે જ નહીં, એ જડતાને જ વરેલા હોય એટલે પછી એ રીતે એમનું વર્તન એમ જ ચાલ્યા કરતું હોય. તો સ્વયં પરમાત્મા બોધ કરવા આવ્યા હોય તો પણ એને કોઈ અસર થતી નથી, એટલા બધા એવા થઈ ગયેલા હોય છે. એટલે પ્રકૃતિ અનાદિ છે આનો આપણને ખ્યાલ હોવો જોઈએ, પણ એનો અંત છે, કેવી રીતે છે પાછો? પરિવર્તનશીલ છે એટલે પ્રકૃતિની અંદર પર્યાયો છે. એક અવસ્થા, બીજી અવસ્થા, ત્રીજી અવસ્થા, ચોથી અવસ્થા, જેમ કાળ ફરે તે પ્રમાણે અવસ્થા પણ ફર્યા કરે. જેમ ભાવ ફરે તેમ પણ એની અવસ્થાઓ બધી ફર્યા કરે, ભાવ પ્રમાણે ફરે બધું. દ્રવ્ય ફરે, ભાવ ફરે એટલે દ્રવ્ય ફરે. દ્રવ્ય ફરે, ભાવ અને દ્રવ્ય બે ફરે તો ક્યાં ફરે? એક કાળની અંદર ફરે, એક કલાકની અંદર ફરે, એક મિનિટમાં ફરે, એક સેકન્ડની અંદર ફરે, એક વિપલમાં ફરે, તો ત્યાં આગળ કાળની ઉત્પત્તિ થાય છે.

હવે કાળ કેમ ઉત્પન્ન થાય છે? મન ઊભું થઈ ચૂકેલું છે, મુવમેન્ટ જોવા માટેનું કામ કોણ કરે છે? મુવમેન્ટને જાણવાનું કામ મન કરે છે. શુદ્ધ ચેતન જે છે એ તો આ બધામાં ક્યાંય પડે જ નહીં,- ” એ તો જાણે.” તો એ મનને પ્રકાશ આપી દે થોડો પોતાનો, મન એનું કર્યા કરે પણ ફૂલ પાવર નથી આપ્યો ને, ફક્ત ડેલિગેટ કરેલો છે થોડોક પાવર. એવી જાતની સ્થિતિ છે મનની, એટલે ફૂલ પાવર નથી, ફૂલ નોલેજ પણ નથી મન પાસે, ક્યારેય ના હોય. કોઈ એમ કહે કે મારું મન કે તારું મન કશું નહીં, ક્યારે શું થઈ જાય કંઈ નક્કી નહીં. એટલે કહે છે ને મન કરતાં કરતાં મેન્ટલ થઈ જાય.મનમાંથી જ હંમેશા કાળને પણ ઉત્પન્ન કરે છે, એટલે પ્રકૃતિ જે છે તેને પરિવર્તનશીલતા આપવામાં આવી છે પણ એનો એન્ડ હોતો નથી, પ્રકૃતિ એન્ડલેસ છે પણ એ પરિવર્તન પામે. પરિવર્તન પામે એટલે અવસ્થાનો એન્ડ આવી જાય પછી બીજી અવસ્થા ચાલુ થઈ ગઈ હોય તરત જ, એમાં વાર જ ના લાગે.

ભારતીય ધર્મગ્રંથ પ્રમાણે મનુ એ પ્રલય જોયો હતો, એમની સાથે સપ્તર્ષિઓ મત્સ્યના શિંગમાં નાવ બાંધીને હિમાલયના એક ઊંચા શિખર પર પહોંચીને આશ્રય લીધો હતો. આવો પ્રલય માર્કંડેય ઋષિએ પણ જોયો હતો એ ભાગવતના પણ ૧૨મા સ્કંધમાં લખેલું છે. સ્પષ્ટ છે કે મુનિએ તે પ્રલયનું ઈશ્વરીય દ્રશ્ય પોતાના હૃદયમાં જોયું. આ જે કંઈ બધું બહાર બની રહ્યું છે એ વાસ્તવમાં ક્યાં બને છે? હૃદય પ્રદેશમાં બધું થઈ રહ્યું છે અને આપણે એને બહાર જોઈએ છીએ, આપણે એવું સમજીએ છીએ કે આ બધું બહાર થઈ રહ્યું છે. બહાર-અંદર કશું છે જ નહીં, આ બધું સમગ્ર હૃદય પ્રદેશ જ છે તારો. જો તું આત્મા છે એમ તે જાણી લીધું, તો આત્મા છે ને એનું હૃદય શું છે? આ જે કંઈ છે એ બધું એનું હૃદય જ છે આત્માનું. એ હૃદય પ્રદેશની અંદર એક દ્રશ્ય ઉદભવ્યું અને એ દ્રશ્ય પેલા મનુએ જોયું, બહાર તો બધું જ્યાં છે ત્યાં જેમ છે તેમ જ સ્થિત હતું, કશું થયું નહોતું.

આમ પ્રલય એ યોગીના હૃદયમાં ઈશ્વરને મળવાની અનુભૂતિ છે. પ્રલય શું છે? ઈશ્વરને મળવાની અનુભૂતિ છે, એના સંસારનો ત્યાં આગળ એવો એન્ડ લાવી રહ્યો છે. અત્યાર સુધી એના હૃદયમાં સંસાર ભાવ હતા બધા, "સંસાર આવો હોવો જોઈએ, આમ હોવું જોઈએ." આપણને થાય ને કે ૨૦૫૫માં આવું થવું જોઈએ, શું બધું વિચાર્યા કરતા હોય ને અત્યારે! એ બધા અમુક મગજો બધા અનંત શાખાઓવાળા, એટલે અત્યારથી વિચારતા હશે ૨૦૫૫ની કેવી સૃષ્ટિ હશે તે! એ જ બધું લાવી આપે પાછું એવું બધું, ધીરે ધીરે પરિવર્તન થતાં થતાં ત્યાં સુધી પહોંચાડે. ભજનના પૂર્તિકાળમાં યોગીના હૃદયમાં સંસારનો પ્રવાહ મટીને, પ્રલય થઈ જાય, લય થઈ જાય, અવ્યક્ત પરમાત્મા શેષ રહી જાય છે, પછી કંઈ રહેતું જ નથી અંદર. એક પેલી ફિલ્મ ચાલતી હોય ને માણસ આમ કરીને આમ જોતો હોય ને અંદર કે શું ચાલી રહ્યું છે, આ સ્થિતિ છે ખરેખર.

હવે આવી રીતે આપણે સૃષ્ટિને ખરેખર તો અનુભવીએ છીએ, આપણે એને બહાર જાણીએ, ખરેખર એ બધું જે કંઈ થઈ રહ્યું છે એ બધું ક્યાં થઈ રહ્યું છે? અંદર થઈ રહ્યું છે. અંદર જેવો તારે એન્ડ આવશે ને તારા સંસાર ભાવનો પ્રલય થઈ જશે ને લય પામી જશે સંસાર ભાવ, એટલે આ બધું પછી તને કશું દેખાશે નહીં. એટલા માટે કહે છે કે દ્રશ્ય નથી, સંસાર જ નથી. મન છે તો જ તારો સંસાર છે. દ્રશ્ય જોયું, ઊભું કર્યું એટલે તારો સંસાર છે. નામ, રૂપ, દેશ અને કાળ આ ચાર ભેગા કર્યા એટલે પછી અંદર બધું સંસાર ઊભો થઈ ગયો. એ જે અંદર છે એ જ સંસાર બહાર છે એવું આપણે જોઈએ, એક્ચ્યુઅલી અંદર-બહાર કશું છે જ નહીં, જે છે એ બધું શું છે? અનંતનું હૃદય છે, એની અંદર આ બધું થઈ રહ્યું છે,ગટરો બેટરો બધું એની અંદર જ,કશું અલગથી નહીં. તેને તમે એ સ્વરૂપે જુઓ છો તો એ તમને એવું દેખાય, તમે અલગ સ્વરૂપે એને જોવા માંગશો, એવો ભાવ કરશો તો એની એ જ વસ્તુ તમને જુદી દેખાશે.

એટલે અમુક ચિત્રો નથી હોતા, આમથી જુઓ તો તમને અમુક ચિત્ર દેખાય, પછી સહેજ આમ કરીને જુઓ તો જુદું દેખાય, આમ કરીને જુઓ તો વળી પાછું એ જ ચિત્રની અંદર કંઈક જુદું દેખાય છે, બને છે ને એવા બધા? બસ એ છે, આ બીજું કશું નથી, એને સંસાર કહેવાય. એટલે મનુષ્યો પણ જો કેવી રીતે એની રેપ્લિકા તો ઓલરેડી કરીને બેઠેલા હોય છે, કારણ કે દરેક મનુષ્ય બ્રહ્મત્વ તો પામેલો છે ને, બ્રહ્મા તો છે જ ને એની અંદર, રચનાની બધી એની અંદર ક્ષમતાઓ રહેલી હોય છે એટલે એ કર્યા જ કરે છે. જ્યારે પરમાત્મા શેષ રહી જાય અને સંસાર ભાવ સંપૂર્ણ લય પામી જાય છે એને પ્રલય કહેવામાં આવે છે, જ્યારે મહાપ્રલય શરીર રહેતા જ અદ્વૈતની અનિર્વચનીય સ્થિતિ છે. મહાપ્રલય એ શું છે? શરીર રહેતા, દેહ હોય અને છતાંય અદ્વૈતની સ્થિતિની અંદર પહોંચી જાય. હવે કોઈ એમ પૂછે કે એ શું હોય છે?

કોઈ કહી શકે નહીં, એને અવાચ્ય કહેવામાં આવે છે, અનિર્વચનીય છે, એ એવું છે કે એને કોઈ રીતે વર્ણવી શકાય એવું છે જ નહીં, અવર્ણનીય છે. એને કોઈ રીતે વચનની અંદર લાવી શકો નહીં, ભાષામાં મૂકી શકાય નહીં, માત્ર અનુભવ કરી શકાય. અનુભવ કરવો છે? આગળ વધો, આ ક્રિયાત્મક છે, જો યોગેશ્વરે આપણને શું કીધું? આ ક્રિયાત્મક છે, એટલે કરવાથી આ થશે, કંઈક કરવાથી આ થશે એમ વાત છે. પછી કહે છે, "ધનંજય! મારા સિવાય બીજી એક પણ વસ્તુ અસ્તિત્વમાં નથી." શું કહે છે? "મારા સિવાય બીજી એક પણ વસ્તુ અસ્તિત્વમાં નથી." સ્વીકાર તો કર, બધા દ્વંદ્વો ખલાસ થઈ ગયા અહીંયા એક જ સેન્ટેન્સની અંદર. એટલે જ્યારે 'મારા' કહે છે ત્યારે એ શું વાત કરે છે કે હું બ્રહ્મ છું, તો બ્રહ્મ સિવાય બીજી એક પણ વસ્તુ અસ્તિત્વમાં નથી, આ વસ્તુ અહીં આગળ તેમણે કહી દીધી આપણને.

હવે તમે ખુરશી જુઓ, આ જુઓ, તે જુઓ, બધું અલગ અલગ જો-જો કર્યા કરો છો, ઓકે, તમને તમારા લેવલથી આ બધું દેખાય. શ્રીકૃષ્ણ કહે છે, "બ્રહ્મ સ્વરૂપે જ્યારે હું છું તો મારા સિવાય કશું બીજું અસ્તિત્વમાં નથી." અને આ એમનો અહંકાર નથી, ઈશ્વરીય અહંકાર પણ નથી, આ એમની અનુભૂતિ છે અને એ વિજ્ઞાનથી પ્રાપ્ત થયેલી છે એટલે ક્રિયાત્મક છે. એટલે સૂત્રમાં પરોવાયેલા મણિઓની જેમ સંપૂર્ણ જગત મારામાં ગૂંથાયેલું છે. દોરીની અંદર આ બધું પરોવાયેલું જે કંઈ છે, તેવી રીતના અલગ અલગ બધી સૃષ્ટિઓ આની અંદર આવી રીતના રહેલી છે ને એનો હાર બનેલો, એ સમગ્ર જે કંઈ છે તે બધું હું જ છું, દોરો પણ હું છું અને સૃષ્ટિ પણ હું જ છું. આપણે એમ જાણીએ છીએ કે આ એક સૃષ્ટિ છે પણ અનંત સૃષ્ટિઓ છે અને બધી આમાં પરોવાયેલી છે, સૂત્રમાં પરોવાયેલી છે. સૂત્ર કેવું હોય? સૂક્ષ્મ હોય ને!

એ સૂત્ર કેવું છે? પોઈન્ટ એ ટુ પોઈન્ટ બી રિલેશનશિપ બતાવનારું છે. આમ જુઓ તો છે ને આમ જુઓ તો નથી, એવો છે આ સૂત્રાત્મા, ૧૪મું-૧૫મું લેવલ આવી ગયું. તો આપણે વાત કરતા હતા ને, એક પછી એક લેયર્સ બધા જે કંઈ છે તેની અંદર આ ૧૫મું ડાયમેન્શન આવી ગયો સીધો સૂત્રાત્માવાળો, એને એવી રીતે જાણીએ. હવે આગળ કહે છે, હવે આવું ક્યારે જાણીએ? તો કહે છે કે, "અનન્ય આસક્તિથી મારામાં પરાયણ થઈને યોગમાં જોડાઈ જાઓ." ભગવાને કીધું, અનન્ય આસક્તિથી, તમે બીજે બધે જે આસક્તિ લગાડી છે ને, તેનાથી અનન્ય, એના જેવી ક્યાંય બીજે નહીં લગાડવાની, એવી આસક્તિ તમે મારામાં લગાડો. મારી અંદર ભક્તિની અંદર તમે બિલકુલ પરાયણ થઈ જાઓ, સંપૂર્ણ ભજનની અંદર બિલકુલ લાગી જાઓ, ત્યારે તમે જાણશો આ વસ્તુ, સૂત્રાત્મા અને સૃષ્ટિ ને આન તેન બધું, બધું એ જ્ઞાન ત્યારે થશે તમને, એમ કહે છે.

અને થશે, કારણ કે તેમણે કરેલું છે આ વસ્તુ એટલે બધાને થવું જ જોઈએ.વિજ્ઞાન બધાને માટે એક સરખું હોય. તો આપણે હવે કરવાનું શું છે? એકમાત્ર કામ, અનન્ય ભક્તિમાં અંદર લીન થઈ જવાનું છે, શેની અંદર? પરબ્રહ્મ પરમાત્માની અંદર. બાકી બધું જે કંઈ કરીએ છીએ એ કશું વાસ્તવમાં કામ લાગનારું નથી, આપણું મૂળ લક્ષણ જો પામવાનું છે તેની અંદર. આ બધું અનુસાંગિક કામ ચાલ્યા કરતું હોય, બધું વ્યવહાર કાર્યો બધા. એટલે કહે છે, મારા પ્રત્યેની અનન્ય આસક્તિ છે એને ભક્તિ શબ્દ કીધેલો છે, એવી રીતે કરીને મારામાં પરાયણ થઈ જા અને મારા યોગની અંદર તું જોડાઈ જા. જો યોગ કોનો છે? પરમાત્માનો યોગ કરવાનો છે. આપણે અત્યાર સુધી સંસાર યોગ કરીએ છીએ અને આપણે દર વખત સંસારને પ્રાપ્ત થઈએ છીએ. એક વખત પરમાત્મા યોગ કરી લઈએ, બસ પરમાત્માની અંદર કાયમ માટે સંસાર લીન, ગાયબ, પ્રલય.

પછી આપણે તો મહાપ્રલય કરવો જ છે આપણી અંદર અને એ પ્રકારનું શૌર્ય, સુરાતન, ક્ષમતા હાસિલ થવી જોઈશે, કારણ કે જ્યારે થશે ને ત્યારે ગાતરો ગળી જશે, હાજા ગગડવા માંડશે તે વખતે. એના અનુભવો એટલા બધા પ્રોફાઉન્ડ હોય છે કે ના પૂછવાની વાત, અહીં સંભળાતું હોય એ ભડાકા થતા હોય, બધું કંઈક જાતનું તે વખતે થતું હોય. એને ઝીલવાની, એને જીરવવાની ક્ષમતા ક્યારે આવશે? પહેલા તમે દૈવી સંપત્તિ પ્રાપ્ત કરીને તૈયાર થયા હશો ત્યારે, જ્યારે તમે બળવાન બની ચૂક્યા હશો ત્યારે. એટલા માટે આપણે શું કરવું પડે? બલવાન યોગ કરવો પડે, બલવાન સાથે જોડાવું પડે. બલવાન એક જ છે, એ કરતાં કરતાં પણ જોડાઈ જવાનું છે એના સાથે કે, "તું હી તું હી, હું નહીં, તું જ છું કે બીજું કોઈ છે નહીં." આવી રીતે બલવાન યોગ કરવાનો અને એના સાથે જોડાવાનું. ૧૦૮ આપણે કીધેલા છે ને, પહોંચવાનું દરેકે, ૧૧ ક્રિયાઓ બતાવેલી છે, બલવાન યોગ કરો સંપૂર્ણતઃ બરાબર છે, એટલે પાછો ૧૦૮નો નંબર આવી જાય છે એની અંદર.

મારામાં પરાયણ થઈને યોગમાં જોડાઈ જાઓ, ભગવાન આગળ કહે છે, બીજો કોઈ વિકલ્પ નથી, આ એક જ છે કે તારા માટે આ એક જ માર્ગ છે. "જો મારા સુધી તારે પહોંચવું હોય તો આ તને બતાવી દીધું, આ તારે કરવું જ પડે, યોગમાં જોડાવવું આવશ્યક છે." યોગમાં હંમેશા જોડાતા હોય, પણ શેની જોડે જોડાઈએ છીએ તેનો વિશેનો આપણને ખ્યાલ હોવો જોઈએ કે નહીં? આપણે ખાલી ગમે ત્યાં જોડાઈ જઈએ એવું થોડી ચાલતું હશે? એ તો કંઈ પેલી ક્લબ થોડી છે કે આપણે જોડાઈ ગયા, એપ્લિકેશન ઓનલાઈન કરી દીધી, એવું નથી. એની વિધિ છે, કીધું ને યજ્ઞની પ્રક્રિયા, બિલકુલ નિર્ધારિત કર્મ છે, નિષ્કામ કર્મ છે, એ કરીને જોડાવવાનું છે અને કેવી રીતે કરવું, શું કરવું એ પહેલા તેમણે આપણને સમજાવી દીધું. હવે આગળ વિજ્ઞાનની વાત કરે છે કે આ શા માટે કરવાનું છે, શા માટે તમે જાણી જશો તો એ કરવા તમે પ્રેરાશો.

ભગવાન બહુ જ સુંદર રીતે એક પછી એક, સ્ટેપ બાય સ્ટેપ, ધીમે ધીમે. ભગવાનને ખબર છે કે આ સાધક દશામાં છે અત્યારે. પહેલા તો એને કંઈ ખબર નહોતી બિચારાને, એટલે નદીમાં જેમ લાકડું આમ આમ ફર્યા કરતું હોય એવી રીતના ફર્યા કરતો હતો સંસારની અંદર. હવે એક ચોક્કસ જગ્યાએ એ આવી ચૂકેલો છે એટલે હવે એને જિજ્ઞાસા ઉત્પન્ન થઈ છે, એટલે એની જિજ્ઞાસાને સંતોષનારો મોકલી આપે. આ બધું નિયમિત રીતે છે,વ્યવસ્થિતમાં હોય, એની જિજ્ઞાસા સંતોષી આપનારો વ્યક્તિ આપે. હવે જો એને આગળ વધવાનું હશે તો એ જિજ્ઞાસુને માર્ગદર્શક મળી રહેશે, સાચી દિશામાં મોકલનારો અને નહીં તો એવો માર્ગદર્શક મળશે કે એને ભટકાવી મારે, પેલો ક્યારેય ના પહોંચે, વ્યવસ્થિત ત્યાં પણ આ કામ કરશે. એટલે જો એને ઉપર ચડવાનો યોગ થયો હશે તો એને સાચો માર્ગદર્શક મળશે, એને સાચું જ્ઞાન મળશે અને નહીં તો એને ભ્રાંતિમાં મૂકી દે છે એવો કોક મળી આવશે અને પેલો ગોળ ગોળ ફરતો થઈ જશે પાછો.

ફરી ક્યારે એનો નંબર લાગશે, ફરી જિજ્ઞાસા લઈને કેવી રીતના કરશે, આ બધું બહુ જ અશક્ય છે ઓલ એટ અ ટાઈમ જાણવું. પણ જો જાણવું હોય, કેવી રીતે થશે? હવે આનું તો પણ તમારા માટે એક જ વિકલ્પ છે, એક જ. કે ભાઈ યોગમાં જોડાઈ જાવ અને એ કોઈ વિકલ્પ નથી, એક માર્ગ જ છે, બસ આ જ છે, બીજું કાંઈ નથી એમ કહેવા માંગે છે. માટે યોગમાં જોડાવવું આવશ્યક છે. "હે કૌંતેય! જળમાં રસ હું છું." જળની અંદર પરમાત્માએ કેવો અદભુત ગુણ મૂક્યો છે, પ્રવાહિતા મૂકી છે અંદર, વહ્યા જ કરે. તો જોયું આમ એક ટીપું, એક ટીપું આમ પર્વતમાંથી આવ્યા જ કરતું હોય, ધીરે ધીરે કરતાં નદી બની જાય. આપણને એમ થાય છે કે આવડી મોટી નદી કેમની બની? પણ શરૂઆત તો એક ટીપાથી થઈ હતી એની અને એ ટીપાની સાતત્યતાથી નદી બની ગઈ. આના પરથી પણ કંઈક જ્ઞાન થવું જોઈએ આપણને ખરેખર તો, આમ બેસીને વિચાર કરીએ ને તો એના માટે શું તો કે સાતત્ય જોઈએ છે અને પ્રવાહિતા જોઈએ છે કે પાછું આમ થયા જ કરવાનું એટલે નદી બની જાય.

હવે નદી વહેવા માંડે તો એ ટીપું જેટલી જગ્યાએ થઈને આમ બધું વહેતું વહેતું આવે, એ બધાના જેનો જેનો સ્પર્શ કરી કરીને આવે તે બધાના ગુણો અંદર એને આત્મસાત કરતું જાય. જે જે પથ્થરને અડીને આવે એનામાં એ આવે; ચૂનાના પથ્થરને અડીને આવે તો મેગ્નેશિયમ આવે, કેલ્શિયમ આવે, બધું જાતજાતનું અંદર મિનરલ બધા આવતા જાય, ઔષધિઓ આવે. અમુક એવા ઝાડ હોય એને અડીને આવે, જંગલમાંથી વચ્ચેથી નદી વહેતી હોય તેના મૂળિયા તો અંદર હોય ને નદીમાં નીચેના ભાગમાં, એ બધું આમ ઉપર આવે. ઓહો કેવી રીતે! તો જળ છે એ જીવન છે, પણ જીવનની અંદર આ રસાયણ વિદ્યા ચાલી રહી છે, આ ડિવાઇન કેમેસ્ટ્રી છે એને સમજો. એક ટીપું પાણી પડે, માણસ આ પેલો મરણાસન્ન હોય કે બસ હવે આમ ડચકું ખાવાની તૈયારીમાં છે ને એક ટીપું અંદર મૂકે અને પેલાને એમ થઈ જાય કે બસ હવે જીવી જઈશ, વાંધો નથી, બીજા ટીપાની જરૂર પણ ના પડે.

જીવન આની અંદર સ્ફૂરે છે, જળની અંદર પ્રાણ છે, H2O તો છે જ પણ એમાં પણ પ્રાણ છે, પ્રાણના પરમાણુ અંદર મોજૂદ છે અને આ બધું લઈ લઈને આવે. હવે એ જળ જ્યારે ગ્રહણ કરે, મનુષ્ય ગ્રહણ કરે, વનસ્પતિ ગ્રહણ કરે, પ્રાણીઓ ગ્રહણ કરે, એનાથી એમની અંદરની બાયોકેમેસ્ટ્રી શરૂ થાય છે વર્ક કરવાની. આ લોહી છે તમારું તે પણ એક જાતનું જળ જ છે ને, એસેન્સવાળું છે, બહુ ચોક્કસ જાતનું છે પણ એ સર્ક્યુલેટ થાય છે બધું. સહેજ અટકી ગયું કંઈક, પેલો ગાંગડો થઈ ગયો, ગાંઠ પડી ગઈ એટલે દોડાદોડ થઈ જાય, ડોક્ટર પાસે જવું પડે. પાછા પેલા બિચારા દવા આપે તમને, લખી આપે કે ભાઈ આને જરાક પાતળું કરો, તમારી કેમેસ્ટ્રીમાં ગડબડ છે. શું કહે એ ડોક્ટરે ક્યારેય એવું નથી કીધું કે આ પાણીનો દોષ છે, એ શું કહે છે? તમારી કેમેસ્ટ્રીમાં ગડબડ છે. તમારી કેમેસ્ટ્રીમાં ગડબડ કેમ ઊભી થઈ?

તમારા ભાવના પરિણામ સ્વરૂપ અંદર ગાંઠો પેદા થાય. જે વિચાર આમ મુક્ત હોવો જોઈએ, વહેવો જોઈએ, એના બદલે ક્યાંક કુંઠિત થયું છે, ગંઠિત થઈ ગયું છે, ક્યાંક અટકી ગયું છે કશુંક તમારું અંદર, કોઈના પણ વિચારના પ્રત્યે, કશાના માટે થઈ ગમે કંઈ બને છે અને બસ આ વસ્તુ તો કેમેસ્ટ્રી બગડે છે. તો આ બધી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ વાસ્તવમાં તો સહાયકારી છે. નાનકડા બાળકમાં તો એ બધી બહુ સુંદર રીતે કાર્યશીલ હોય જ છે, મોટો થાય ત્યાં સુધી હોય, ધીમે ધીમે એની જે કાર્યપ્રણાલી છે તેમાં ફેરફાર આવે છે. એના વિચારોના અધીન પ્રકૃતિ છે એની એટલા માટે. એવો એ જળનો પ્રવાહ, એટલે કીધું કે આ જળ છે એ જીવન છે અને એનાથી તમે જુઓ કે એક નાનકડો પેલું બીજ હોય તો એને જળ સિંચન જેવું કરવામાં આવે છે, પીવડાવવામાં નથી આવતું, શું કરવામાં આવે છે? સિંચન કરવાનું, કેવો સુંદર શબ્દ છે!

સિંચન કરવાનું એટલે એવી રીતે કરવાનું, યુ હેવ ટુ સોક, એ જે બિયારણ છે તેને અંદર મૂકી રાખવાનું. ગાંગડું ચણા હોય તો ગરમ પાણીમાં આપણે ૮ કલાક મૂકી રાખીએ અને પછી એ ધીરે ધીરે પોચા પડે. આ બે બદામનો માણસ બહુ પૈસા કમાય અને પછી થોડી બદામ ખરીદી લાવે, એ બદામ ખરીદીને લાવે પછી એને કીધું હોય એટલે રાતે થોડી પાંચ-દસ બદામ પાણીમાં પલાળે. સવારે બદામ ફૂલીને એ મસ્ત મોટી થઈ ગઈ હોય, એ બદામ ખાય અને પછી એનામાં જુદા પ્રકારનું બળ આવે. આ બધું સંશોધન બાયોકેમેસ્ટ્રીવાળા સતત કર્યા કરે. જળ તો કેટલી બધી અદભુત વસ્તુ છે! આજે આટલા બધા વૈજ્ઞાનિકો બધે સંશોધનો કરે છે, બધું કરે છે, બૂમાબૂમ કરી રહ્યા છે. જળ તો હવે સ્કેર્સ કોમોડિટી થવાની, એ કરતાં પહેલા બૂમો પાડે આ લોકો ૫૦ વર્ષ પહેલા. હવે તો બાટલીમાં આવી ગયું ને પાણી, આપણને તો ફેસિલિટી પણ થઈ અને સાથે સાથે પ્રોબ્લેમ પણ થયો.

પણ આ બધું આની જોડે જોડાયેલું ઇકોનોમિક્સ પણ છે ને, કેટલા કરોડોનો બિઝનેસ થઈ ગયો પાણી બોટલ કેન આપી દીધું એટલે, મોટા મોટા પેલા બેરલોમાંય પાણી આપે એવી રીતના કર્યું. જળ એ બધે પાછું આમ પહોંચે, પણ જે ગ્રહ ઉપર પાણી નથી ત્યાં કેવી સૃષ્ટિ છે? સૃષ્ટિ તો છે પણ ત્યાં કેવી સૃષ્ટિ છે? અને જે જગ્યાએ પાણી છે ત્યાં કેવી સૃષ્ટિ છે? તો વૈજ્ઞાનિકો આકાશમાં એ બધે શોધ કરે છે કે ભાઈ પાણી છે કે નહીં, વસાહતને યોગ્ય કોઈ છે કે નહીં, કશું નહીં તો આપણે કંઈ ત્યાં જઈને પાણીનો પ્લાન્ટ નાખવો પડશે અને વખતે ત્યાં બરફ હોય તો આપણે ઓગાળીને પીશું કે છે, પણ કંઈક તો હોવું તો જોઈશે ને! એટલે પાંચ તત્વો છે પણ જો જળ તત્વ ગેરહાજર છે તો ત્યાની સૃષ્ટિ અલગ હોય, અગ્નિ તત્વ ગેરહાજર હોય તો એ એની સૃષ્ટિ અલગ હોય. કીધું ને, પાંચ પ્રકૃતિ છે મારીઆ બધી,પરમાત્માએ કીધું કે જો આકાશ તત્વ, હવે એ તો ક્યાં ના હોય, એ તો બધે હોય જ ને અવકાશમાં, હોય જ આકાશ તો-અંતરિક્ષ.

એવી રીતે પૃથ્વી તત્વ, તો કોઈ એવો પણ ગ્રહ હશે કે બિલકુલ ગેસીયસ હશે, વાયુ તત્વ નામે એની અંદર કશું જ નહીં મળે તમને પૃથ્વી તત્વનું, એવી સ્થિતિવાળું કંઈક હોઈ શકે, નામે એની અંદર કશું જ હોય નહીં, એવું જળ જ ના હોય એવું પણ સૃષ્ટિ. તો બધા અલગ અલગ. આપણી પૃથ્વી પર પંચામૃત છે અને એ પંચામૃતનો અર્ક પાછો જળ તત્વમાં આવે છે, પૃથ્વી તત્વનો અર્ક પણ જળની અંદર આવી જાય, કેટલી અદભુત વસ્તુ છે! એક ઘૂંટડો પાણી આપણે પીએ છીએ પણ વાસ્તવમાં આપણને ખબર છે ખરી કે આ બધું આવું છે, આવી રીતે છે? આમ બેસીને જાણવું જરૂરી છે, પછી જળની કિંમત થઈ જશે અને એ જળ વડે જે સિંચાતું અને પોષાતું જીવન છે ને, એક એક જીવનની પણ કિંમત થશે. એ દાડે બોમ્બ ધડાકા કરવાનું ભૂલી જશે બધા, જાતજાતની કરે ને ડિસ્ટ્રક્શનની એક્ટિવિટી. અગેન ઈટ ઇસ અ પાર્ટ એન્ડ પાર્સલ ઓફ વ્યવસ્થિત ડિસ્ટ્રક્શન, લય કરવાનું છે ને અને એ પણ અમુક રીતે કરવાનું, તેમાં આ બોમ્બ પણ આવી જાય બધા, બધું ગોઠવણી છે અંદર કુદરતની અંદર.

ક્યાંય પણ ભડકવું નહીં કે આ પ્રકૃતિનો અંત આવી જશે કે આ પૃથ્વીનો એન્ડ આવી જશે ને આમ થઈ જશે તેમ થઈ જશે, એવા બધામાં બહુ પડવાનું નથી. તમે આ બધું જાણી લો કેવી રીતે? જો આ માર્ગ છે ભગવાને આપેલો છે, આ બસ એક નિયત કર્મ તું કર ને તું જાણી લઈશ, તું મારા સુધી પહોંચી જઈશ અને તે વખતે તારામાં ક્ષમતા, વિજ્ઞાન આવી ગયું હશે સૃષ્ટિ ઉત્પત્તિનું અને એના લયનું, ત્યાં સુધીને બંને છેડા આપી દીધા. આ બધું તારામાં આવી ગયું હશે. તું મહાપુરુષ બનીશ, એ વખતે આ બધું તારામાં હશે જ, તું મહાત્મા બન્યો હવે તો એટલે હોય જ એમ ઐશ્વર્ય ના હોય, હોવું જ જોઈએ ને ! એટલે કહે છે કે, "જળમાં રસ હું છું, ચંદ્ર અને સૂર્યમાં હું પ્રકાશ છું." જો પરમાત્મા પોતે કઈ કઈ જગ્યાએ શું છે તે બતાવે છે કે જો આ જગ્યાએ તું મને આવી રીતે જોઈ શકીશ. તો સૂર્યને આપણે આમ કરીને આમ જોઈએ, જ્યોતિષ્માન દેવ-પરબ્રહ્મ છે એમ આપણે ક્યારે જાણ્યું કે આ યોગેશ્વર છે, એવું ક્યારે જાણ્યું?

પરબ્રહ્મ પરમાત્મા છે. સૂર્યને આપણે સૂર્ય જ જાણીએ, જળને આપણે જળ જ જાણીએ છીએ તો એ લિમિટેડ બેનિફિટ મળે છે, એને જ્યારે બ્રહ્મ સ્વરૂપ તરીકે આપણે જાણી લીધો સૂર્યને, ચંદ્રને તો એનો બેનિફિટ કેવો હશે? અનલિમિટેડ. એ તો આપે જ છે ને, આપનારો તો પોતાની હેસિયતથી આપે, લેનારો પોતાની હેસિયતથી બિચારો લેતો હોય છે. એટલે વિચાર કરે કે હું તો જીવ છું, હું તો જીવડું છું તો આટલું જ મળશે ભાઈ તને. હવે તું એમ કહે કે, "તું પણ બ્રહ્મ છે અને હું પણ બ્રહ્મ છું અને આપણે બે એક છીએ." બસ જો હવે બરાબર થશે, આપેલા સિકંદર-પોરસવાળી વાત થઈ ગઈ આખી. આ બધું એટલે કહેવાનું કે તમારામાં દૈવત આવે, હિંમત આવે. ગભરાટ- ગભરાટ બહુ કરી નાખ્યો બહુ જ જાતનો આપણે. મહીં અંદર ઊંડે ઊંડે એટલું બધું પડેલું હશે ને જીવનમાંથી જો માત્ર ભય જતો રહેશે ને, તો પણ તમે એટલું બધું પામી ગયા હશો કે ના પૂછવાની વાત, એક વસ્તુની બાદબાકી કરવી હોય તો તમે ભયની કરો.

હવે તમે નિર્ભય જ છો તો તમને પછી કશું કરવાનું નહીં રહે, નહીં કામ, ક્રોધ, મોહ કશું કંઈ કરતાં કંઈ નહીં પીડે, કેમ કે તમે તો હવે નિર્ભય થઈ ગયા. એટલે આ બધા દેવોની અંદર આપણને એકદમ આમ આવે, દેવાધિદેવ મહાદેવ આમ કરીને આમ બેઠેલા હોય તો કેવું લાગે! આમ ઉત્કૃષ્ટતાની સીમા. મહાબલી હનુમાન આમ કરીને આમ બેઠેલા હોય, ભલે હનુમાનજી બેઠા હોય રામજીના ચરણમાં પણ આમ બેઠેલા હોય એટલે મહાબલી હનુમાન. અત્યાર પણ લોકો સહેજ આમ ડર લાગે એટલે હનુમાન ચાલીસા કરવા માંડે, "જય જય જય હનુમાન ગોસાઈ, કૃપા કરો ગુરુદેવ કી નાઈ." તરત કરવા માંડે. પણ કંટીન્યુટી જોઈએ છે, પ્રોબ્લેમ આપણો એ છે, પ્રકૃતિ છે ને એટલે શું થાય છે? એન્ડ આવી જાય છે તરત જ, બીજો પર્યાય તરત ચાલુ થઈ જાય. ઇતિહાસ પૂરો થયો ને ભૂગોળ ભણવાનું ચાલુ થઈ જાય, ભૂગોળ પૂરી થઈને ગણિત ભણવાનું ચાલુ થાય, સ્કૂલમાં જેમ કરે છે ને એવી રીતના પ્રકૃતિમાં પરિવર્તનો થયા જ કરે છે આપણે અહીંયા.

પણ પ્રકૃતિના પરિવર્તનો તો થયા કરશે, પણ તમે એ પ્રકૃતિથી ઉપર ઉઠવાના કેવી રીતે ઉઠાશે? ભાઈ,એને જાણીને ઉઠાશે. તમે જાણી લીધું કે આ આવો છે, પછી એ તમને હરકત કરતો રહેતું નથી. કોઈપણ માણસ સાથે પણ એવું બને છે કે નથી બનતું? તો એ માણસ પછી તમને હેરાન નહીં કરે, કારણ કે તમે એને જાણી ગયા અને તમે જેવા એને જાણશો ને, અંદર એને ફોટો પડી જશે કે આને વતાવાય નહીં કે નક્કી આને બધી મારી ખબર પડી ગઈ લાગે છે, એને અંદર મહીં ફોટો પડી જ ગયો હોય. ટેલિફોન પહોંચી જ જાય તરત કે આને નહીં, બાકી બીજા બધાને આપણે કરીશું સળી,વાંધો નહીં, આને કરાય નહીં આપણાથી તો, એટલે એવી રીતના કીધું. હવે આગળ કહે છે કે, "ચંદ્ર અને સૂર્યમાં હું પ્રકાશ સ્વરૂપે છું, બધા વેદોમાં ઓમકાર હું છું." ઓમ, અ-ઉ-મ કાર, સ્વયંનો આકાર છે એટલે ઓમકાર. એ મારો આકાર છે આખો સ્વયં.

"આકાશમાં શબ્દ છું." આકાશની તન્માત્રા શું છે? શબ્દ તન્માત્રા છે. જો આકાશ ના હોય તો અહીં કરેલો અવાજ ત્યાં સુધી પહોંચે નહીં, અહીં મેં આમ કર્યું ને ત્યાં તમે સાંભળી શકો નહીં જો વચ્ચેથી આકાશ કાઢી લીધેલું હોય, સમજાયું? કારણ કે એને ટ્રાવેલ કરવા માટે મીડીયમ જોઈશે, તો એ મીડીયમ આકાશ છે, હવે એ નથી તો નહીં સંભળાય, વચ્ચેનું મિસિંગ છે એટલે મિસિંગ લિંકવાળો ખેલ થઈ જશે તરત જ પાછું, "પુરુષોમાં પુરુષત્વ હું છું." જ્યારે લગ્ન થાય ત્યારે એ વરરાજા જે હોય છે-તેને રાજા કહેવામાં આવે છે, વર હોય છે અને પેલી વહુ હોય છે, તે વહુ વરને વરે છે, એક્સેપ્ટન્સ છે સામસામે એકબીજાનું બરાબર. હવે એ રાજા છે તે વરરાજા તે દિવસે કેવો કહેવાય છે? આપણે ત્યાં આગળ સનાતનની અંદર કે વિષ્ણુ સ્વરૂપ છે એનું તે દિવસે, એ રાજા કહેવાય વિષ્ણુ સ્વરૂપ એનું, બધાએ માન-મર્યાદા રાખવી.

આમ તમારે જાન જોતી હોય, વરઘોડો નીકળ્યો હોય તો આવી રીતના, અત્યારે તો આપણને આમ થોડુંક એ લાગે છે પણ એ જમાનામાં લોકો ભાવથી વરઘોડો જોતા હતા, વરને પણ જોતા હતા. ખંભાતમાં તો અમારે બહુ વરઘોડા નીકળે, ભવ્ય અતિ ભવ્ય લાગે, બધા આવીને બારી ઉપર, અગાસીમાં બધે આવીને જોયા કરે. તો તે દિવસ પૂરતો એ પુરુષ હોય છે ને, એ વ્યક્તિ તે પુરુષ બને છે, વિષ્ણુ સ્વરૂપ બને છે. હવે સંસાર પાલનની જવાબદારીઓ એ ગ્રહણ કરે છે, અધિગ્રહણ કરે છે તે દિવસે, એ પાણિગ્રહણ કરે છે તે દિવસે, તો એ જવાબદારીઓ લે છે કે, "હવે સંસારને હું આગળ ચલાવીશ, આગળ વધારીશ." એટલે માતા-પિતા પણ ખુશ હોય એના જ્યારે આવું થાય ત્યારે, એના મિત્રો પણ ખુશ-ખુશ હોય કે, "વાહ વાહ! હવે આગળ સંસાર વધવાનો છે, બહુ સરસ, ચાલો એવી રીતના." તો એ વિષ્ણુ સ્વરૂપ, "પુરુષોમાં પુરુષત્વ હું છું." એટલે જો વિષ્ણુની આરાધના કરે તો એનામાં પુરુષત્વ આવે, પુરુષસૂક્ત કરે છે લોકો.

પુરુષસૂક્ત એક એવું સૂક્ત છે કે જેની અંદર ભગવાન વિષ્ણુની આરાધના વિધિસર આપેલી છે, એટલે એ કરવાથી પુરુષત્વ જાગૃત થાય. વાસ્તવમાં આ છે, આ પણ એક પદ્ધતિ છે, વૈદિક પદ્ધતિ છે. હવે તો પહેલા ઇનફર્ટીલિટી સેન્ટરો આવી ગયા છે બધા, પણ એવો પ્રયોગ પણ કોઈ વિચારી શકે કે ભાઈ આને કરાવો, પુરુષસૂક્ત પદ્ધતિસર જો કરવામાં આવે તો પરિણામ આવવું જોઈએ-” પદ્ધતિસર કરવું” એટલે "ઓમકાર સ્વયંનો આકાર હું છું, આકાશમાં શબ્દ અને પુરુષોમાં પુરુષત્વ પણ હું છું. પૃથ્વીમાં પવિત્ર ગંધ અને અગ્નિનું તેજ પણ હું છું." અગ્નિની અંદર બે વસ્તુ હોય: પ્રકાશ અને ગરમી, બે વસ્તુ હોય અગ્નિની અંદર અને કેવી હોય? ભડભડ બાળી નાખે અને અંધકારનો તો એક ક્ષણમાં નાશ કરી નાખે. ખાલી આમ જ એક કરી હોય તો પણ આખા રૂમમાં અજવાળું થઈ જાય, કેટલી અદભુત વસ્તુ! "તો કે એ હું છું, સંપૂર્ણ જીવોમાં એનું જીવન પણ હું છું." જીવન જે છે તે હું છું, આપણે બધા કહી ગયા છીએ કે મારું જીવન, ખરેખર જીવમાં જીવન એ છે એમ કે છે.જીવપણું, જીવંતતા કેમ આવે છે?

આપણે ઉપનિષદમાં કીધું હતું ને કે પરમાત્માએ સૃષ્ટિ બનાવી અને પછી શું કર્યું? ઉપરથી અંદર પ્રવેશી ગયા અંદર પૂતળાની અંદર, ત્યાર પછી એ જીવંતતા પામ્યું, ત્યાં સુધી એ પામ્યું નહોતું. પાંચ ભાગ કર્યા હતા, બે ભાગ કર્યા, બે ભાગમાંથી પાછા એ બધું આપણે જોયું હતું. "તપસ્વીઓનું તપ હું છું." તપસ્વીઓ તપ કરે છે ત્યારે પણ હું પ્રગટ થાઉં છું એમ કે, તપ રૂપે હું પ્રગટ થાઉં છું. "તમામ પ્રાણીઓનું સનાતન કારણ એટલે બીજ હું જ છું. બુદ્ધિમાનોની બુદ્ધિ અને તેજસ્વીઓનું તેજ હું છું." સૂર્ય, ચંદ્ર, તારા જેમ તેજસ્વી હોય છે એવી રીતે દરેકેદરેક રૂપ જે છે, રૂપ આવે ને રૂપાળો લાગે, તો રૂપાળો લાગે તે રૂપાળાનું પણું જે આખું આપણે જોઈએ છીએ એ એને માટે કહે છે કે, "તેજસ્વીઓનું તેજ હું છું” કોઈકને આપણે આમ જોઈએ ને એકદમ આપણને આમ લાગે કે, "યાર!

કહેવું પડે હો, જોરદાર!" એ જે જોઈએ છીએ ને આપણે, આપણને આમ એ કરી નાખે, વાસ્તવમાં ત્યાં આગળ એ તત્વ રૂપે, તેજ રૂપે ત્યાં પરમાત્મા છે. "યસ, બળવાનોમાં કામના અને આસક્તિરહિત બળ હું છું." બળવાનમાં કામના અને આસક્તિ રહિત, આ બે વસ્તુ કાઢી નાખો તો બાકી રહેલું જે બળ છે તે હું છું બળવાનની અંદર, તે જ વાસ્તવિક બળ છે. "સર્વ પ્રાણીઓમાં ધર્મને અનુરૂપ કામના હું છું." દરેક પ્રાણીનો ધર્મ હોય, જીવંતતાથી જીવવું, જીવ્યે જવું, તો એ કામના હું છું, ધર્મને અનુરૂપ કામના હું છું. ધર્મથી અવિરુદ્ધ (ધર્મનો વિરોધ ન કરનારી) કામના હું છું. આગળ કહ્યું, "અર્જુન! મારી પ્રાપ્તિની તું ઈચ્છા કર." શું કીધું? "મારી પ્રાપ્તિની તું ઈચ્છા કર, મને પામવાની તું કામના કર." હવે આગળ કહે છે કે પરમાત્માને પામવાની તું માત્ર ભાવના કર, આ ભાવશક્તિ છે ને તે તને પરમાત્મા સુધી પહોંચાડે.

જેવો ભાવ એવો ભવ કહે છે ને! માટે કહે છે કે, "એ મારી પ્રાપ્તિની તું ઈચ્છા કર, બાકી બધી કામના છોડી દેવા જેવી છે." બીજી ઈચ્છાઓ ઈચ્છા જ નથી કે એનાથી તું ગૂંચવાઈશ, પણ આ કરીશ તો તું મને પામીશ, છોડવી જ પડશે, ત્યારે જ તો સાધના કર્મમાં આગળ વધાશે. "આ મને પ્રાપ્ત કરવાની કામના આપનાર પણ હું જ છું." કશું ના હોય ને એકદમ આપણને આમ થાય, લાવ આ કરીએ ભક્તિનું કાંઈ પણ, આપણને એકદમ સાધન જડી આવે કે આમ કરવાની સ્ફૂરણા પેદા થઈ જાય અને આપણે કરવા માંડીએ છીએ, તો કહે છે કે એ સ્ફૂરણા આપે છે ને તે હું છું, તું ધ્યાન રાખ કે. મતલબ તું સ્વતંત્ર નથી એવી રીતના કે તું ભક્તિ કર્યા કરે, તને એની પ્રેરણા આપનારો જ હું છું, એટલે હું જ તને ભક્તિ કરાવડાવું છું પછી અથવા ના કરાવડાવું તો તું પછી રખડેલો જ છે સંસારની અંદર. પણ એવી પરિસ્થિતિની અંદર એકદમ અસહાય થઈને કીધું હોય કે, "હે પરમાત્મા!

બસ હવે તું મારી સહાય કર, મારે તો તારા સુધી પહોંચવું છે, તું મારો માર્ગ પ્રશસ્ત કર." પછી કોક આવીને બેસે અહીં, "કેમ બેસી રહ્યા છો?" નાની છોકરી આવીને કહે તમને અહીં કેમ બેઠા છો? અહીંયા તો પેલો વાઘ આવે છે, અહીંથી આમ જાવ કે ત્યાં પેલું એક ગામ છે.આટલું બોલીને કોક જતું રહ્યું, તમે વિચારયા કરો કે આ નથી ત્યાં એકદમ કોણ પ્રગટ થયું, શું થયું? પછી એ ત્યાં આગળ પહોચશો ગામની અંદર, ત્યારે તમને ખબર પડે કે, "આહાહા! મને તો આનો સંયોગ કરાવવા માટે આ થયું હતું, આખો ઘટનાક્રમ!" એટલે તમે ગામમાં જાવ ને તમને ગુરુ મળે કે કોઈ માર્ગદર્શક મળે, કોઈ ખાવાનું મળે, કંઈ બીજું મળે, કંઈ મળે, ભટકેલાને બધું મળી જાય એકદમ આવી રીતના. હવે ત્યાં ઘોર અરણ્યની અંદર તમને આવું કહેનાર કોણ આવી ગયું? કોક એવું થાય, કંઈક એવું બને કે બસ તમને આમ એમાંથી બચાવી લેવામાં આવે એવી જગ્યાએથી પણ.

"આ સત્વ, રજ અને તમ પણ મારાથી જ ઉત્પન્ન થાય છે." આપણે કાલે પેલામાં પણ જોયું હતું ને, "या देवी सर्वभूतेषु वृत्तिरूपेण संस्थिता", વૃત્તિ રૂપે પણ હું જ છું એમ કીધું હતું એની અંદર. એ જ આ સત્વ, રજ અને તમ પણ મારાથી જ ઉત્પન્ન થાય છે, "પરંતુ હું તેમાં નથી." હું તેમાં નથી એ અલગ છે,અનાત્મા છે, ખ્યાલ આવ્યો? એટલે કીધું કે મારામાં નથી, હું એમાં નથી અને એ મારામાં નથી, એટલે એનો અર્થ શું થયો? બંને અલગ છે. હું એને ઉત્પન્ન કરું છું, એ મારામાંથી ઉત્પન્ન થાય છે, પણ એની અંદર હું નથી અને એ મારામાં નથી તો હું એનાથી અલગ થઈ ગયો ને! આ સમજાય છે? તમે જ આટલી જ વાત પકડો, શું કહે છે? ફરી કહું છું, આ સત્વ, રજ અને તમ પણ મારામાંથી જ ઉત્પન્ન થાય છે, પરંતુ હું તેમાં નથી અને તે મારામાં નથી, કારણ કે હું તેમાં ખોવાતો નથી. 'હું' એટલે કે તે મારામાં પ્રવેશતા જ નથી, ટંકોત્કીર્ણ છું, સમજાયું?

ટંકોત્કીર્ણ શબ્દનો મતલબ આ છે, એ મારામાં પ્રવેશતા જ નથી. હવે તમે એમ કહો કે, "હું પરમ તત્વ છું અને આ કશું મારામાં પ્રવેશતું જ નથી." તમે બિલકુલ અલગ પડતા જાવ, પણ એકવાર બોલવાથી એ પરિણામ ન આવે, એ ભાવ તમારા સાતત્યતા માંગી લે છે. એના માટે તપશ્ચર્યા કરવી પડશે તમારે, એક કાળ સુધી એ ભાવની અંદર સ્થિર થવું પડશે, ત્યાર પછી એ વસ્તુ ઉત્પન્ન થશે એની અંદર. એટલે આ બધું છે એ સત્વ, રજસ અને તમસ એ ત્રણ છે, એ ત્રણ જુદા છે. આ જેમ ત્રણ આંગળીઓ જુદી છતાં પણ આ દેહનું એક અંગ છે, આ જેવી રીતે આપણને સમજાય છે, તો આ સંસાર પણ આપણને સમજાઈ જશે. આ ત્રણ આંગળીઓ મારામાં નથી પણ મારી સાથે છે, આ મારા અંગરૂપ છે આ ત્રણ આવી રીતના અલગ છે મારાથી અને છતાંય આ બધું હું જ છું, સમજાયું ને? એટલે એવી રીતે કહે છે. એટલે આ ત્રણેય તત્વો મારામાં પ્રવેશતા જ નથી એટલે કે ગુણો, તત્વો નહીં.

છતાં પણ આત્માની ઉપસ્થિતિને લીધે શરીરને ભૂખ-તરસ લાગે છે. આત્માને તો અન્ન-જળની કોઈ આવશ્યકતા પણ નથી, પ્રાણની પણ જરૂર નથી એને તો. આત્માને શ્વાસ લેવાની શું જરૂર છે? નથી લેતો. એટલા માટે તો તમારે આમ આત્મ સ્વરૂપમાં જ્યારે તમે નિમગ્ન થાઓ છો તે વખતે પ્રાણ પણ સ્થિર થઈ જાય છે, કારણ કે જેટલી અનાવશ્યકતા છે બધાની બાદબાકી થાય છે ત્યારે તો તમે આત્મામાં સ્થિર થઈ જાવ છો. એટલા માટે કીધું કે આ દેહ હું નથી, આ મન હું નથી, આ ચિત્ત હું નથી, અહંકાર હું નથી, ફલાણો હું નથી, અંદર જે જે તમે નક્કી કરો વિચાર તો કે એ હું નથી, વૃત્તિ તો કે હું નથી. એમ નથી નથી નથી કરતાં કરતાં હવે ફાઇનલ જે બાકી રહ્યું તે શું છે? તો કે તે હું છું. હવે એના પર સ્થિરતા પ્રાપ્ત થવી જોઈએ એટલે આને કીધી શબ્દાનુવિદ સમાધિ. જો સ્થિરતા પ્રાપ્ત થઈ ગઈ ત્યાં આગળ તો આવી વાત છે.

એટલે આત્માને તો પ્રાણની પણ આવશ્યકતા રહેતી નથી. પ્રકૃતિ પરમાત્માની હાજરીમાં જ પોતાનું કાર્ય કરે છે અને સક્રિય બને છે, નહીં તો એમ જ પડી રહે છે. પ્રકૃતિ સ્વતંત્ર રીતે પોતાનું કાર્ય કરવા શક્તિમાન નથી. પરમાત્માની હાજરી આવે છે, પ્રકૃતિ એકદમ નિશ્ચેતન ચેતન બની જાય છે, એનામાં ચેતન તત્વ જાણે કે હોય એવી રીતના એ કામ કરવાનું શરૂ થાય છે, એ પ્રકૃતિમાં એક્ટિવનેસ આવી જાય છે. સીધો સાદો વ્યવહારિક દાખલો છે કે જ્યાં સુધી પાંચ છોકરીઓ બેઠી હોય, વાતો કરતી હોય ખૂણા-ખાંચાની અંદર આમ ગોળ-ગોળ વળીને, તો કશું નથી, બધી બેઠી હોય ત્યાં આગળ એનાથી પણ એ રૂમમાં એકદમ જ આમ ડોરબેલ વાગે અને નોક કરીને કોઈ એક પુરુષ અંદર આવે એટલે શું થાય? પાંચેય એલર્ટ થઈ જશે, થાય છે કે નથી થતી? એવી રીતના કરીને પ્રકૃતિની અંદર પણ આ જ વસ્તુ થાય. સ્ત્રી એ પ્રકૃતિનો ભાગ ગણાય છે અને પેલો પુરુષ જે છે, એ યુવક આવે છે તો એ પુરુષનો ભાગ છે, પુરુષત્વવાળો ત્યાં પણ એ જુઓ, એક્ટિવનેસ આવી જશે, એલર્ટનેસ આવી જશે.

એક સ્ત્રી હશે અલગથી પોતે રહેતી હશે, પણ એક સ્ત્રી જેવી પુરુષની સાથે રહેવાનું શરૂ કરે છે, સંસાર બનાવી દે છે આખેઆખો, જુઓ આવી જ રીતના પ્રકૃતિ પોતાના અલગ અલગ લેવલ પર. એક માદા છે, એ જ વસ્તુ જાનવરોમાં છે, એ જ વસ્તુ પક્ષીઓની અંદર છે. તો ઉપર ચલે, ટોપ પર શું છે? અહીંયા પરબ્રહ્મ પરમાત્મા છે અને ત્યાં પ્રકૃતિ છે, પણ એમાંથી નીચે સ્ટેપ ડાઉન થતાં થતાં તમે જોશો દરેક જગ્યાએ આવું યુગ્મ જોવા મળશે. શું મળશે? યુગ્મ, બંને જોડાયેલા હોય, પુરુષ અને પ્રકૃતિ અને આવી રીતે જોડાયેલા, મતલબ એવો નથી કે બંને સાથે હોય જ એમ, એક લાકડું બીજા લાકડામાં જેમ કે ફસાવવામાં આવે છે એવી રીતના નહીં, પણ બંનેની સાથે હોવાપણાથી તૃતીયમ ઊભું થઈ જાય છે, પછી સંસાર ચાલુ થઈ જાય એમ કહેવા માંગે છે. પ્રકૃતિ એના મૂળ સ્વરૂપની અંદર શુદ્ધ છે, પુરુષ પોતાના મૂળ સ્વરૂપે શુદ્ધ છે, બે અલગ અલગ પડ્યા છે ત્યાં સુધી તો કશું નથી, આ શુધ્ધ ચેતન છે અને આ જડ છે બિલકુલ બરાબર.

પણ હવે જ્યારે બંને સંયોગી સાથે આવવાના શરૂ થાય છે, એટલે પ્રકૃતિની અંદર હરકત ચાલુ થાય. પુરુષ હરકત કરતો જ નથી, એ તો હોય જ છે, પણ અહીં આગળ પ્રકૃતિની અંદર હરકત થવાની શરૂ થઈ જાય, એક્ટિવનેસ આવવાની ચાલુ થાય, એક્ટિવિટી ચાલુ થાય ધીમે ધીમે કરીને. સમજાયું ? આપણે ત્યાં આગળ આ લોકો વાત કરે છે ને કે પહેલા એક આદમ જ હતો, પછી ભગવાન કે, "હું તો એકલો એકલો ફરીને કંટાળ્યો કે છે હવે તો કંઈક કરો મારા માટે, કોઈક તો!" ત્યારે પેલો સૂતો હતો એની પાંસળીમાંથી કે છે ઈવને બનાવી દીધી અને કીધું કે, "હવે તું આની સાથે રહેજે, તમે બે જણા કંપનીમાં રહેશો એટલે તમને ગમશે." એટલે એવી રીતે એનું સર્જન કર્યું એમ કહે છે આ લોકો બધું. હા, પણ ત્યારે એને કીધું હતું કે, "તું આ બધું સંસાર બધું જે કંઈ છે તે બધું કરજે, આ સંસાર વૃક્ષનું ફળ તું ના ખાઈશ, એમ કે છે.

નહીં તો તું ગૂંચવાઈ જઈશ, તારું સ્વતંત્ર ભાન છે ને જે પુરુષપણું છે ને તે તું ગુમાવી બેસીશ." એમ એને કીધું, એટલે કર્મનું ફળ તારે ખાવાનું નથી એમ એને કહેવામાં આવ્યું હતું ત્યાં તો. પ્રકૃતિના જો અહીંયા શું કહે છે કે આત્માને તો અન્ન-જળની કોઈ આવશ્યકતા નથી, પ્રાણની પણ જરૂર નથી, પ્રકૃતિ પરમાત્માની હાજરીમાં જ પોતાનું કાર્ય કરે છે, સક્રિય બને છે. પરંતુ પરમાત્મા પ્રકૃતિના ગુણો અને કાર્યોથી નિર્લેપ રહે છે, પ્રકૃતિના કાર્યો અને ગુણોની પરમાત્મા ઉપર કોઈ અસર થતી નથી. હવે તમે જેવું જાણ્યું કે તમે પરમાત્મા છો તો પ્રકૃતિથી તમે અલગ થઈ ગયા પછી પ્રકૃતિ કાર્ય કરે ના કરે, તમારે કોઈ એનાથી એ નથી, તમે તો અલગ થઈ ગયા. તો જ્યાં સુધી એનામાં એક્ટિવનેસ હતી, જે પેલું ચાર્જિંગ થયેલું હતું, એટલું ચાલશે પછી પ્રકૃતિ પાછી શાંત થઈ જશે.

તો પ્રકૃતિની અંદર ચાર્જિંગ ઊભું થયું આવી રીતે પુરુષની હાજરીના કારણે, એનામાં ચાર્જ આવ્યો, એટ્રેક્શન-રિપલ્શન થાય છે કે નથી થતું? એ થાય છે અહીં આગળ, એના કારણે આખું આ ફિઝિક્સ છે, એ રીતે જુઓ તો અને આ ફિઝિક્સ હોય એટલે પછી કેમેસ્ટ્રી ચાલુ થાય બંને હોય જ જોડે જોડે, એટલે તો ફિઝિક્સ-કેમેસ્ટ્રી ભણવું પડે આપણે પાછું થોડું તો કંઈક થોડી સમજણ પડે આપણને આગળ. આપણા લેવલ ઉપર પણ. જેવા તમે બ્રહ્મજ્ઞાની થાઓ, ટોપ લેવલનું ફિઝિક્સ-કેમેસ્ટ્રી બધું તમને આવડી જ ગયું હોય, કશું બાકી નહીં. અત્યારના વૈજ્ઞાનિકોને કોઈને કશી ખબર ના હોય, એ તમે બધું જાણી લીધું હોય અને કોઈ પૂછે તો તમે બતાવી પણ શકો કે આ આવું નહીં આવું હોય, તારી સમજણ અહીંયા અટકેલી છે, એનાથી આગળ તો બહુ આટલું બધું છે એમ તમે બતાવી શકો અને આવું થયેલું છે, વિવેકાનંદે પણ કરેલું, બીજા લોકોએ પણ કરેલું, આગળ બતાવે માર્ગદર્શન આપે આવું થાય.

આ વ્યતિરેક ગુણ જે કહે છે તે આ છે.પરંતુ પરમાત્મા પ્રકૃતિના ગુણો અને કાર્યોથી નિર્લેપ રહે છે, પ્રભાવિત થતા જ નથી, એટલા માટે તો એ પરમાત્મા છે પ્રભુ કહેવાય, પોતાનું પ્રભુત્વ છોડે જ નહીં. પોતાનું પ્રભુત્વ છોડે જ નહીં એટલે તો એ પરમાત્મા પ્રભુ કહેવાય અને આખા વ્યાપેલા હોય એટલા માટે એમને વિભુ કહેવામાં આવે. એટલે કોઈપણ જગ્યાએ સચરાચરમાં, કોઈપણ જગ્યાએ એમનો અમલ પરમાત્માનો કાયમ રહેવાનો. એ રીતે એ છે. "લોકો આ ત્રણ ગુણોથી પર રહેલા મને અવિનાશી તત્વને બરાબર જાણતા નથી." શું કીધું? "લોકો આ ત્રણ ગુણોથી પર રહેલા મને અવિનાશી તત્વને બરાબર જાણતા નથી." અહીંયા પરમાત્માએ આગળ એક વાત કરી દીધી આપણને કે, "હું અવિનાશી તત્વ રૂપે રહેલો છું." પહેલા એમણે કીધું, "પ્રકાશ હું છું, જળમાં રસ હું છું." આ બધી વાત કરી, હવે કહે છે કે, "હું અવિનાશી તત્વ રૂપે રહેલો છું આ બધી જગ્યાએ પૂરા સચરાચરમાં,હું તો ત્રણેય ગુણોથી ઉપર છું, પર છું." આથી આ ત્રણેય ગુણોનું સત્વનું પણ અંશમાત્ર પણ આવરણ હોય ત્યાં સુધી કોઈ મને જાણી શકતું નથી.

શુદ્ધ સત્વશીલ પ્રકૃતિ તમારી થઈ ગઈ બરાબર છે, પણ તોય હજી બંધન છે, એનાથી ઉપર ઉઠવું જ પડશે. આ લિફ્ટ કરા દે,બસ ત્રણેય ગુણોથી ઉપર તો જ તારું કામ થશે, લિફ્ટ કરા દે. આથી આ ત્રણેય ગુણોનું સત્વનું પણ અંશ માત્ર પણ આવરણ હોય ત્યાં સુધી મને કોઈ જાણી શકતું નથી, એટલે છેલ્લામાં છેલ્લું આવરણ પણ સત્વનું હોય ત્યાં સુધી હજી તો પૂરું થયું નથી એમ આપણે સમજવું જરૂરી છે. એટલે પ્રયત્ન શું કરવાનો? લિફ્ટ અપ ,ઉપર થાઓ, ઉપર થાઓ, ત્રણેય ગુણોથી ઉપર થાઓ, આ ત્રણેયમાં હું નથી. એટલે જ્યારે આપણી પ્રકૃતિની અંદર આપણે જોઈએ કે એનો અમલ ચાલી રહ્યો છે, ત્યારે આપણે દર વખતે જાણવું જોઈએ કે હું આ નથી, હું એનાથી અલગ છું. એટલે એ એક્ટિવિટીથી, એ બધું જે કંઈ છે ને, એ ભાગથી તમે અલગ થઈ જશો. એને જોયું કોણે? એને જાણ્યું કોણે? જોવાનો અને જાણવાનો ગુણ માત્ર પુરુષમાં છે, આત્મામાં છે, પ્રકૃતિમાં તો કશું છે જ નહીં, એને પોતાને કંઈ ખબર ના પડે પ્રકૃતિને, સમજાય છે?

જોવું ને જાણવું આવે એ જ છે. એટલે, "મને અવિનાશી તત્વ રૂપે લોકો જાણતા નથી, હું તો ત્રણેય ગુણોથી ઉપર છું, આથી આ ત્રણેય ગુણોનું અંશમાત્ર આવરણ હોય ત્યાં સુધી કોઈ મને જાણી શકતું નથી. મારી આ ત્રિગુણાત્મક અદભુત માયા..." હવે પહેલી વખત ભગવાને વાત કરી માયાની. આ બધું ભેગું થઈને જે કંઈ આખું જે રાસમંડળ, ચકડોળ જેને કહેવામાં આવે એ ઊભું થાય છે તેને માયા કહેવામાં આવે છે. અહીંયા પહેલી વખત, એ કેવી છે કે દુસ્તર છે, એટલા બધા સ્તરવાળી છે ને કે ના પૂછવાની વાત! તમે એમ કહો કે મેં આ સ્તર ભેદ્યું તો પાછું બીજું પાછળ આવીને ઊભેલું જ હોય, એટલા બધા સ્તર હોય માયાના કે ના પૂછવાની વાત. આ તમે લોકો બનાવડાવો છો ને શેલ કંપનીઓ, ૧૬મા લેવલ ઉપર હોય મૂળ સંચાર કરનારો અને ૧૫ કંપનીઓ બધી એકબીજાને ડમી ડમી બનાવીને મૂકી દીધી હોય, તે પેલી સરકાર શોધ્યા કરે કે પૈસા ક્યાંથી ક્યાં ગયા ખબર નથી, આ લોકો માયા કરે છે ને ઊભી!

સીધી નજરે કોઈને ખબર જ ના પડે અને આ બધી કંપનીઓના શેરો કાઢે ને બધું કરે ને મ્યુચ્યુઅલ ફંડ કરે ને એસઆઈપી કરે ને બધું ધમાલ કરી મૂકે. પછી આ પાંચ વર્ષ બધું ચાલ્યું હોય અને પછી એકદમ આ ગયું કે છે, આ ગઈ એટલે આ ગઈ, આ ગઈ એટલે આ ગઈ. છેવટે ક્યાં કોણ ક્યાં જતું રહ્યું ને પૈસા ક્યાં જતા રહ્યા કોઈને ખબર ના પડે, મૂળ માલિક એ ય જડતો ના હોય, કોને દોષ દો તમે? આ પણ વ્યવસ્થિત. લોભ પ્રવૃત્તિ જ્યારે વધારે પડતી એમ કે વ્યાપી ગઈ હોય સમાજની અંદર ત્યારે જ આવા પ્રકારનું મિકેનિઝમ બહાર પડશે. લોભ પ્રકૃતિમાં વ્યાપેલો છે અત્યારે, બધાને બહુ જ પૈસા જોઈએ છે, એકદમ જ જોઈએ છે, કોઈને થોડાક પૈસાથી સંતોષ નથી. હવે જે એક એક માણસને જુએ છે એવી જ રીતે સરકારને જુએ છે, પેલાને લાખ જોઈએ છે, પેલાને હજાર લાખ કરોડ જોઈએ છે સરકારને તો, કારણ કે સરકાર પણ એ જ છે ને બધાનું ભેગું થયેલું સામૂહિક સ્વરૂપ જે છે તે જ સરકાર છે ગવર્નિંગ બોડી, એ જ રિપ્રેઝન્ટ કરે છે અને ગવર્ન પણ કરે છે એને પાછું.

જેને એ લોકો રિપ્રેઝન્ટ કરે છે એને જ એ લોકો ગવર્ન કરે અને પછી ગબન કરે છે બધું કંઈક જાતજાતનું એવું ગોઠવાયેલું હોય કે ના પૂછવાનું. એટલે આ માયાનો પાર કોણ પામી શકે? તો કહે છે કે, "જે મનુષ્ય મને નિરંતર ભજે છે..." મને એટલે પરમ તત્વને, કોને? જે આ ત્રણ ગુણોથી ઉપર રહેલું અવિનાશી તત્વ છે તેને ભજે છે, તે આનાથી બચે છે, તે જ આ માયાનો પાર પામી શકે છે. જો તમે સૂક્ષ્મતમ થાઓ ને તો જ તમને આ બધા ભેદ માલૂમ પડે, બાકી તમે સ્થૂળમાં ગૂંચવાયા કરો છો હજી તો. પેલામાં પણ તમારે ગૂગલ ખોળવુ પડે, અહીંથી ક્યાં જવું કે એ સિસ્ટમ કેવી કાઢી આપી છે જો તમારે, બહુ વિચારવાનું નહીં અહીંથી ક્યાં જવાનું, ક્યાં જવાનું. પહેલા જ લોકો એકબીજાને પૂછી પૂછીને પહોંચી જતા હતા, હવે તો બસ બધાને કારણ કે પેલો ફોન ચાલતો હોય ને પાછો! ગાડી ચલાવતી વખતે ગાડી પણ ચાલતી હોય, ફોન ચાલતો હોય, વિચારો ચાલતા હોય, બધું પ્લાનિંગ ચાલતો હોય, બધું થતું હોય તો પછી ગાડી કેવી રીતે જાય?

એટલે પછી કાઢ્યું ગૂગલ, કાઢો કે ભાઈ આપણે એટલે અહીંથી નીકળ્યું ને ત્યાં પહોંચ્યું, બસ આવી રીતના. એટલે એમાં એફર્ટ નહીં મૂકવાનો તમારે, દરેક જગ્યાએથી જો તમે શું કર્યું? એફર્ટ નહીં મૂકવાનો, સગવડ કરો એનો મતલબ શું છે? એફર્ટલેસ બનાવો બધું ધીરે ધીરે ધીરે અને એને આપણે કમ્ફર્ટ સમજી બેઠા, ખરેખર તો એક સમય પછી શું થશે? એ જ વસ્તુ ઇનએબિલિટી બની જશે. હવે આગળ એ જ થવાનું ને! પછી કોક જગ્યાએ પહાડોની અંદર તમારે ગાડી ચડાવવાની આવે ને અને ઉં ઉં કરે ને પછી ચડે નહીં તે વખતે, પછી તમને એમ થાય કે, "અરે! ગિયર હોત તો સારું હોત." Atleast ફર્સ્ટ ગિયર હોય ને તો ગાડી છે ને તો આમ ૮૦ ડિગ્રીનો ઉપર ઢાળ હોય ને તોય ચડી જાય બરાબર, એટલી જ એનાથી એ ૨૦ ડિગ્રીનો ઢાળ હોય તોય ચડી જાય, ૧૦ ડિગ્રીનો ઢાળ હોય તોય ચડી જાય, પાંચ જ ડિગ્રીનો ઢાળ હોય તોય ચડી જાય, બોલો કેમ?

એન્જીન બનાવ્યું છે એવી રીતે અને એમાં એક ગિયર નાખ્યું, પણ એ જો ફર્સ્ટ ગિયર છે એની અંદર એન્જિન ચાલે બહુ જ લાંબો ટાઈમ સુધી, એટલે આને કેટલો લોડ પડે! લોડ ભલેને પડે પણ આપણે તો પહોંચી તો જઈએ ને કે ત્યાં સુધી. ઉપર જઈને પાણી નાખીશું કે છે આપણે અંદર. એકવાર તો ચડી ગયા ને કે અમે આવી રીતે ગાડી ચડાવી હતી ક્યાંક વિચિત્ર જગ્યામાં, કઈક આ ડોન ટેકરી પર ગયા હતા ત્યારે આવી જ રીતના. એટલે માયાનો પાર કોણ પામી શકે? "કે જે મને અવિનાશી તત્વ રૂપે ભજે છે, જાણે છે અને આ ત્રણ ગુણોથી ઉપર ઉઠેલો છે, એ મને આ માયાનો પાર પામી શકે છે." આ માયા છે તો દૈવી, આ માયા કેવી છે? દૈવી એટલે એને વૈષ્ણવી કહેવામાં આવે છે, વૈષ્ણવી માયા વિષ્ણુ ભગવાનની શક્તિ. તો કહે છે કે આ દૈવી છે, પણ એની અગરબત્તી કરીને પૂજા કરવા બેસવાનું નથી, એની પાર જવાનું છે તમારે, એનો પાર પામવાનો છે તમારે.

મતલબ આ માયા છે એ સ્થૂળ છે અને મલ્ટી લેયરવાળી છે, યસ, પણ તમારે એને પાર જવાનું છે. હવે તમે જ્યારે સૂક્ષ્મ થશો ત્યારે તમે જશો. તો કહે છે ને, પ્રકાશનું ત્રાંસું કિરણ ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય ત્યારે લંબ તરફ જાય ને, જ્યારે પાતળામાંથી ઘટ્ટ તરફ જાય ત્યારે લંબથી દૂર જાય. જે લંબ જે સ્થિતિ છે, પેરેલલ આખું જે આ એનાથી દૂર જાય, આનાથી રસ્તો મળે, આ ફિઝિક્સનો લો છે. એટલે કેવી રીતના નીકળવું આ માયાની આટીઘૂટીમાંથી તે આટલામાંથી આવડવું જોઈએ આપણને. લંબ તરફ જશો તો તમે આવી રીતે નીકળશો અને લંબથી દૂર જશો તો તમે આ જગ્યાએથી નીકળી શકશો એમ રસ્તો આપી દીધો. માયા તો છે જ અને એ દૈવી પણ છે, રસ્તો કેવો! હવે લંબ એટલે શું? પરમ તત્વ. લંબ એટલે શું? પરમ તત્વ જેના પર તમે આધાર કરી શકો છો તે, "જે મને નિરંતર ભજે છે તે મને જાણે છે." ભજવાથી જ માત્ર ધીમે ધીમે જાણપણું એનામાં પ્રગટ થશે.

"માયાએ જેમનું જ્ઞાન ઢાંકી દીધું છે એવા આસુરી મૂઢ લોકો મને ભજતા નથી. અર્થાર્થી, આર્ત, જિજ્ઞાસુ અને ચોથો જ્ઞાની, આ ચાર પ્રકારના ભક્તો મને ભજે છે." હવે ભજવાની વાત કરી એમણે કે મને જે ભજે છે તે આનાથી મુક્ત થાય છે, હવે એમાંય પાછા ચાર વિભાગ પાડ્યા એમણે. શું? કેવો છે પહેલો? અર્થાર્થી, મને ફળ જોઈએ, સફરજન ચાલશે તો કે ચાલશે, પણ કેળું ચાલશે તો કે ચાલશે, પણ મને ફળ જોઈએ. એવો માણસ હોય અર્થાર્થી, એટલે એ શું કરે? બાધા-આખડી આ એનાવાળી કોઈ જે કોઈ સિસ્ટમ હોય ને પૂજા-પ્રાર્થનાવાળી એમાં વળી ચૂકેલો હોય પણ એ એવી રીતે ભજ્યા કરતો હોય. બીજો છે આર્ત, પેલા ગજેન્દ્ર જેવું, "ભગવાન! હવે તો મને છોડાવો ભાઈસાબ આમાંથી!" પણ દરેક ભક્ત જે છે એ એક યા બીજા સમયે આ બધા સ્ટેજીસમાંથી જ પસાર થયેલો હોય છે. મને તો એવું બધું વધારે સ્પષ્ટ લાગે કે આપણે બાધા-આખડી બધું કરીએ જ છીએ, નથી કરતા અમુક ટાઈમ?

પણ પછી આપણને ખ્યાલ આવે કે આની કંઈ જરૂર નથી, એટલે આપણે પછી છોડી દઈએ આગળનું જ્ઞાન મળ્યું. પછી કેવો આર્ત?ભગવાન આવી જા કે હું તો બહુ ભયમાં પડ્યો છું અત્યારે. અને પછી કશુંક સારું થાય ને, "આહા! ભગવાને મારી મદદ કરી." એટલે આર્ત જે હોય છે એવો ભક્ત હોય કે જ્યારે જ્યારે એ ભયમાં પડે કે ભીડમાં આવે ને ત્યારે ત્યારે જ એ કરે. એટલે ભગવાન ભી પણ પછી એની ગોઠવણી અને એવું કરે કે થોડી થોડી વારે એને ભીડ મોકલે ને એવો ભીંસે એવો ભીંસે, પછી તરત જ બૂમો પાડવા માંડે, "ઓ ભગવાન! બચાવ મને, ઓ ભગવાન! હું મરી જઈશ." ત્યારે પેલો ભગવાન કહે, "ઊભો રહે ને, બહાર કાઢું."આમ દર વખત એવું થયા કરે, એટલે એવું થવાથી એને ભરોસો પડી જાય એટલે પછી એ ભક્તિ કર્યા કરે. એમ ભગવાન તોય કહે છે, "વાંધો નહીં ચાલ, એમ કરતાય તું આવે છે તો ખરો ને મારી પાસે નજીક તો આવે છે, વાંધો નહીં." પછી ત્રીજું હશે એને ફળની આશા નથી, એને કોઈ ભય નથી, કોઈ તકલીફ નથી, કશું નથી, પણ બસ મને મને જાણવાની જિજ્ઞાસા થઈ છે.

શું થઈ? મારે જાણવું છે કે આ બધું સૃષ્ટિ સંચાલન બધું કેવી રીતે ચાલે છે, કેમ ચાલે છે, તો જાણવાની જિજ્ઞાસા થાય. તમે સંપન્ન માતા-પિતાને ત્યાં એટલે વેલ ઓફ જેને કહેવાય, ઓકે ઓકે હોય એવા, ભલે આમ સાવ મિડલ ક્લાસ કેમ ના હોય કે સાવ લોઅર ક્લાસમાં પણ કેમ ના હોય એમ પણ ત્યાં પણ એવો હોઈ શકે જિજ્ઞાસુ. મારે જાણવું છે આ સૂરજ અહીંયા જ કેમ ઊગે છે, આ ચાંદો અહીંયા જ આમ, એ ત્યાંથી શરૂઆત થઈ હોય તો ધીરે ધીરે એને એમ થાય કે, "આ તમે બધા ભગવાન ભગવાન કહો છો, પછી પહેલા તે દાડે બોલ બોલ કરતા હતા ભાગવતમાં પરમ તત્વ.તો મારે જાણવું જ કે છે, એ પરમ તત્વ શું છે?" એટલે એને બીજું કશું જ નથી એમ.એને ભય પણ નથી વ્યાપતો કે એને કોઈ જાતનો જેને કહેવાય કે ફળ પણ નથી જોઈતું, બસ એને જાણવામાં આનંદ આવે છે. એવું પ્યોર હાર્ટેડ થઈ ગયો હોય, પેલી બે વસ્તુઓ બાજુ પર જતી રહી હોય, એ આગળ જાય અને પછી એ પ્રશ્ન કરે.

કોને કરે? જે જાણતો હોય એની પાસે જાય અને, કે મને આ શીખવાડશો, આના વિશે તમે શું જાણો છો?" બસ આટલું જ, બીજું કશું ના હોય તો ટ્રાન્જેક્શન સિમ્પલ. હવે ત્યાં પેલો જો અહંકારી બનીને બેઠેલો હશે તો કે, "હું તને નહીં કહું છ મહિના સુધી તો તું બરાબર તોડાઈ, "મેં એવું કરાવ્યું હતું કે શું? મારા ગુરુએ મને એમનેમ નહોતું આપ્યું, ખૂબ મહેનત-મજૂરી કરવી પડે, કંઈ એમનેમ ના થાય." "સારું કે હું કરીશ." પેલો જુએ કે આ બરાબર છે, કરે છે, છ મહિના થાય એટલે પણ ધીમે રહીને પેલો આવે પાછો કે, "હવે મને બોધ કરો પ્રભુ!" "છ મહિના ટકી ગયો ને એટલે બરાબર છે." છ મહિના પછી પણ તારે પ્રશ્ન રહ્યો છે ખરો એમ જુએ, કારણ કે જિજ્ઞાસા તો કેવી હોય આમ ખાલી પૂછી લઈએ કે જરાક પેલું કહે છે ને શું કહે છે કે, "પુછને મેં કયા હરકત હૈ? પૂછી લે બધા લોકો." એટલે એવું હોય એને આ બધું જ્ઞાન કંઈ એકદમ અપાય નહીં એટલા માટે થઈને પણ એમ જુએ કે આ ચકાસે કે ભાઈ તૈયાર છે બરાબર થઈ રહ્યો છે, ખરેખર આ ટકી રહે તેવો છે ને પછી એને આપે, બાકી નહીં.

નહિતર એને પેલા જેમ પેલામાં કહ્યું હતું ને 'દ' એટલે દેવો સમજ્યા કે આપણે તો દમન (સંયમ) કરવાનું છે, એટલે બધે સોટો ચલાવે રાખે પોતે. એવી રીતના થાય, મનુષ્ય પાસે આવ્યો તો કે 'દ' અને પેલો દેવ આવ્યો તો એને ય કીધું દ,દરેક પોતપોતાની ભાષામાં સમજી ગયા ચાલે છે. તો આવા માણસો જિજ્ઞાસુઓ ના હોય, આવે પ્રશ્ન કરે આમ રેડીમેડ આન્સર મળી જાય, જતા રહે એ લોકો પછી ફરી કોઈ દિવસ દેખાય જ નહીં, એ બાબતે કશું થાય પણ નહીં.આગળ, એટલે કીધું કે આ ચાર પ્રકારના ભક્તો મને ભજે છે, એટલે જિજ્ઞાસુ હોય એ પછી જ્ઞાની બને છે. ક્યારે? પહેલા એ સાધક બને, પછી એ સાધનાનું કરવાનું સાધન પાછું એને યોગ્ય હાથમાં આવે, એ અમુક કાળ સુધી એ સાધન કરે ત્યાર પછી એ પહોંચે. ટ્રાવેલર હોય તો એને કાર હાયર કરવી પડે, સાધન છે ને કાર એના માટે. અહીંથી ત્યાં સુધી જવું છે વડોદરા તો આ રહ્યું કે ચાલવા માટે તોય પહોંચાય કે કેટલા સાધનો મળે આપણને!

અલગ અલગ સાધનો છે ને બધા, અલગ અલગ સ્પીડે, અલગ અલગ ટાઈમે પહોંચાડનારા, એવી રીતે ભક્તિમાં છે બધું. તો તમારે કયું જોઈએ છે ? તો કે ફાસ્ટેસ્ટ ફિંગર ફસ્ટ, મારે તો બસ અહીં જ અત્યારે જોઈએ છે, હિયર એન્ડ નાઉ. ઓકે, તો પછી તું છે ને એક કામ કર, એ શું? તો કે અષ્ટાવક્રગીતાનો અભ્યાસ કર. પછી એને મોકલી દે છ મહિના, પેલો બરાબર મથીને આવે, તૈયાર થઈને આવે, પછી પ્રશ્નો છે તો પાછો પૂછે. એટલે પહેલા એનો આગળ ફોડ પાડે એવી રીતના એને આગળ આગળ કરે અને કોઈ એવો હોય કે મારે તો વાંધો નથી કે આ એક જન્મ જરા માળા કરીશ, એ માળા કર્યા કરે. એ પેલો પગે ચાલતો હોય ને એના જેવું થાય તો શરૂઆતમાં એવું હોય, પણ માળાથી ના પહોંચાય એવું નથી, માળાથી પહોંચી જવાય, પરમાત્માની પ્રાપ્તિ થઈ જાય તમને. સાધન કોઈ ખોટું હોતું જ નથી, એ સાધન હાઉ ટુ વાળું જે છે ને પોર્શન, બસ હાઉ યુ એમ્પ્લોય ઈટ અને ડીપ્લોય કરો ને, શું કહેવાય?

ડીપ્લોય કે મિસાઈલ, અત્યારે તો ઇન્ટરકોન્ટિનેન્ટલ મિસાઈલ આવી ગયા છે તમારા, બોલો ક્યાં પહોંચવું તમારે? ઘડીકમાં પહોંચાડી દઈશું, બેસી જવાનું ઉપર! એટલે એ મિસાઈલોવાળી શોધખોળ જ છે ને, આવતી કાલે સેફ સાધનો લાવી આપશે તમને, એવા વિમાનો લાવી આપશે કે તમે એવી સ્પીડે ત્યાં પહોંચી જશો આજે નહીં કાલે, ભવિષ્યમાં કોક ટાઈમે રાખો ને ૨૦૫૫માં, અત્યારે આપણે શું વાંધો છે એટલે એવી રીતના કે. તો જે મને નિરંતર ભજે છે તે જ મને જાણે છે, આ બધા ચાર ભક્તો છે પણ એ બધાની અંદર પાછી નિરંતરતા જોઈએ એમ ભગવાને જુઓ, કન્ડિશન એપ્લાય કરી કહી દીધું. પછી પાછો ભાઈ ચાલવા માંડ્યો, પછી પાછો અટકી ગયો, તો પછી ના પહોંચે ને! તો પછી કેટલા દાડે પહોંચે, કેટલા જન્મે પહોંચે, એ બધા પ્રશ્નો ખડા થઈ જાય છે. બોલે કે, "મને ઉતાવળ નથી." સારું, તને વચ્ચે થોડી હોટલ આવી તો પાછો રોકાઈને ચા-નાસ્તો કરવા બેસી ગયો હોય, તો બે-ત્રણ કલાક નીકળી ગયા.

થોડો વધારે આગળ ચાલ્યો પછી કે, "બસ હવે થાકી ગયો છું, સૂઈ જવું છે." તો રૂમ રાખીને સૂઈ જાય પાછો, શું એમ એમ કરતો હોય ને કોઈ ભક્ત, તો એને ભગવાન સુધી પહોંચવામાં વાર લાગવાની છે. અને જ્ઞાની હશે તો જ્ઞાની જે છે ને એ જાણીને ભજે છે પરમાત્મા શું, કોણ, કેવી રીતે, શા માટે અને એનો જે પ્રેમ હશે, એની જે ભક્તિ હશે એ કેવી હશે? ઇલ્યુમિનેટેડ હશે, બાકી બધાની કેવી હોય? શ્રદ્ધાથી, એનાથી તેનાથી શરૂઆત કરી હોય બિચારો, પણ એકદમ તો કોઈ જ્ઞાની પણ નથી બનતો ને ભાઈ! એકદમ તો કોઈ ના બને. એટલે બધા આ સ્ટેજીસમાંથી વહેલા-મોડા પસાર થયા હોય, કોઈ એક્સેપ્ટ કરી શકે ના કરી શકે એ વાત જુદી છે, પણ જ્ઞાની એને એવી રીતે જાણતો હોય. એટલે પછી પેલો બહુ પેલો કરતો આવે ને તો એને પછી કહે, "તું શું વાત કરે છે? તારા ત્રીજા જન્મમાં તે આવું કર્યું હતું, બીજા જન્મમાં આવું કર્યું હતું, પહેલા જન્મમાં તે આવું કર્યું હતું, એટલે આ એકબીજાનું પરિણામ થતાં થતાં તું અહીં આવી રીતે પહોંચેલો છે." જ્ઞાની એ જોઈ શકતો હોય અને જાણી શકતો હોય.

જ્ઞાની હોય એટલે એને કાળનું જ્ઞાન હોય, ત્રિકાળ તો આપણે કહીએ, કાળ તો એક જ છે વાસ્તવની અંદર. એટલે જેમ જ્ઞાની તમે મને જુઓ છો, હું તમને જોઉં છું, એમ જ્ઞાની કાળને પણ જોતો હોય અને કાળના સંદર્ભમાં બનનારી જે ઘટના, સંયોગો બધી ચાલતી હોય છે તેને પણ જાણતો હોય, એનામાં સૂક્ષ્મતા છે. જ્ઞાનીમાં તારતમ્યતા કહે છે ને, એનામાં એવું હોય, દરેક વસ્તુનો એ સાર કાઢી લેતો હોય દરેક ચીજમાં. આમ પુસ્તક હોય તો પણ એનો સાર એ સમજી જાય, દરેક વસ્તુનો સાર કાઢે, તો સંસારનો સાર શું છે? છેવટે એને ખબર પડી ગઈ કે પરમાત્મા છે, બીજું કંઈ નથી. તો કે હવે બાકી કશામાં પડાય જ નહીં કે મને હાથમાં જો માખણ આપી દીધું હોય, તો પછી મારે હવે દૂધ લેવા જવાની ક્યાં જરૂર છે, છાસ લેવા ક્યાં જવાની જરૂર! પાંચ દોણી સંતાડીને જવું પડે, કોઈને ખબર ના પડે કે હું છાસ લેવા જાઉં છું, ખ્યાલ આવ્યો?

તો માખણ હાથમાં છે મારે તો, નવનીત કીધું એટલા માટે. એટલે કીધું ભગવાનને કે મને માખણ બહુ પ્રિય છે.લોકોએ એને એવો બનાવી દીધો છે કે ના પૂછવાની વાત, "આ કૃષ્ણ ભગવાનને માખણ બહુ ભાવે." કયું માખણ અલ્યા પણું તું? કે છે સંસારનો સાર કાઢ્યો હતો એમણે અને એ બધાને વહેંચતા હતા, ગોપબાળોને વહેંચતા હતા. આ કયા ગોપબાળો બધા? પાંચ જ્ઞાનેન્દ્રિયોને પાંચ કર્મેન્દ્રિયોને એ જ્ઞાન આપતા હતા આવી રીતે, એ માખણ આપ્યું હતું એમણે તો, અને બધા એને શું કીધું? માખણચોર! પાછું બાકી રહ્યું હતું. અરે ભાઈ! તું ભગવાનને આવું બોલે, હવે તારું શું થશે? તોય ભગવાન કૃપા કરે કે, "ના ભાઈસાબ, આપણે એ બિચારો અજ્ઞાન દશામાં છે, કશો વાંધો નહીં." પણ કોક દાડો પાછો ભીડમાં આવે ત્યારે મને યાદ કરે છે ને, એટલે હું એની પર કૃપા કરી દઈશ, એટલું બધું હોય, એટલા માટે તો એ ભગવાન છે.

અને આપણે આટલો અમથો અહંકાર હોય ને, "જિંદગી આખી તારી સામે મેં ના જોવું હવે તો આમ નક્કી કરી નાખ્યું." અહીં મોટી ગાંઠ પાડે જબરી મોટી એની સાથે, એટલે ભૂલી ગયો પેલો પણ પરબ્રહ્મ છે તે વખતે, આ ગાંઠ બાંધતો હતો તે વખતે. હવે આ વચ્ચે ગાંઠ પડેલી હોય ને પછી તમારે યોગ કરવો હોય, તો વચ્ચે ગાંઠ આડી આવે કે ના આવે? યોગ કરવા બેસો એટલે ગાંઠ આડી આવે, હવે એ ગાંઠ જ્યાં સુધી ફૂટશે નહીં ને ત્યાં સુધી તો મેળ પડવાનો જ નથી, તમે ભલેને અનંતકાળ યોગ કર્યા જ કરો. આવી કેટલી ગાંઠો પડી છે ભાઈ? તપાસ કરવી પડશે, સૂક્ષ્મતાથી જોઈએ એટલે આ બધું જ આપણને જણાય. એને મારે બહુ મોટું જાણકારીઓ ને કંઈ એવું બધું કરવાની પણ જરૂરત નથી, આમ સહજ ભાવે શાંતિથી બેસીને જુએ ને તો એને મારે કંઈ બહુ બધું વાંચવાની પણ જરૂરત નથી, એમ સહજભાવે સામાન્ય અવલોકન કરવાનું કે આટલી બધી તકલીફ પણ કેમ પડી રહી છે ભાઈ?

ગૂંચવાડા પાડ્યા છે ભાઈ, દાદા એવું કહેતા, એટલે તને આ બધું થાય. "તું ગૂંચવાડે તારા જ ઉકેલ." તો કે, "મારાથી નહીં ઉકેલાય." તો કે, "સારું હું તને કરી આપું." એક આવી રીતે થાય, એમ કરીને બતાવે જ્ઞાની છે ને એટલે બતાવી શકે ને, બાકી તો ગૂંચવાયેલો પાછો વધારે ગૂંચવાડા પાડે, પોતાની ગૂંચો ઉકેલાતી નથી ને પેલાને ઉકેલવા બેસી જાય પાછા એવા પરોપકારી હોય! એટલે આમ ઉકેલવા બેઠો હોય, પણ વાસ્તવમાં પેલાને વધારે ગૂંચવીને કાઢે, હા આવું બધું થયા કરે. એટલે ભગવાન કહે છે કે બધાય મને ભજે તો છે. એની તો મનેય ખબર છે, એટલે શું પણ આ બધું ભગવાન દ્વારા જ પૂર્ણ થાય, પણ એને યોગ્ય સમયે યોગ્ય પ્રેરણા જે આપે છે એ તત્વ શું છે? આઉટ ઓફ બ્લુ, એવો શબ્દ વાપરે છે ને, કશું ના હોય સાવ એમ થઈને બેઠેલો હોય કે આઉટ ઓફ બ્લુ એકદમ મને આમ થયું અને એની પર એણે કામ કર્યું ને એનો પ્રોબ્લમ સોલ્વ થઈ ગયો, એક ગૂંચ ઉકલી ગઈ.

તો આપણે આઉટ ઓફ બ્લુ જે છે ને, તે બ્લુ આખેઆખો નીચે ઉતારવાનો. આઉટ ઓફ બ્લુ શું કરવું છે? આપણે બધે બ્લુ કરી દો, ઠંડક, શાંતિ અને એન્ટીસેપ્ટિક બધું આમ તમારે કેવું સરસ થઈ જાય. બ્લુ, પેન્ટ બ્લુ. કેવી રીતે આવ્યું હતું? હવે સમજાયું, પેન્ટ બ્લુ એન્ટીસેપ્ટિક થઈ જાય કેવું કે આ માયા જે છે ને તે આમ આમ કરીને આમ કરે ને આ લોકો પેલું શું કરે છે વેક્સ, પછી આમ કરે ને તો અહીં એવું બધું આમ બળતું હોય, પણ પેલું બ્લુ લગાડી દીધું હોય તો કેવું થઈ જાય? ઠંડક થઈ જાય. એટલે આ માયા જોરથી જો આમ ઉખડે ને કોકની સાથે, તોય તમને સોળ પેલા બળતરા થાય, કોઈપણ સંબંધ ઉખડી જાય બહુ એકદમ એનાથી. એટલે કહે ને એવું નહીં, પેઇન્ટ બ્લુ કર ભાઈ ધીરે ધીરે તું કર, શાંતિ ઠંડક, તો દરેક સંબંધને ભી સુલટાવવો તો પડશે જ તમારે. તમે જ ગૂંચવ્યો હતો પહેલા, બાંધ્યો બાંધ્યો ને, તમે સંબંધ બાંધ્યો કે ના બાંધ્યો?

તમે બાંધ્યો ને, હવે તમારે છોડવો પડશે ને ધીમે રહીને, છોડી દે.ધીમે ધીમે ધીમે છોડીશ ને તો નહીં એને તકલીફ પડે, નહીં તને તકલીફ પડે અને તું ધીમે રહીને વિતરાગ થતો જઈશ. શું થઈશ? વિતરાગ થતો જઈશ, વિતરાગ થયો એટલે ત્રણેય ગુણોથી ઉપર ઉઠ્યો. ભગવાને વાત કરી હતી ને, વિતરાગ કોણ? ત્રણ ગુણોથી જે ઉપર ઉઠી ગયેલો એટલે પછી થશે કે, એટલે કહે છે કે આ બધું ભગવાન દ્વારા પૂર્ણ થાય છે, તેઓ આત્મિક સંપત્તિ વધારે છે ભગવાન ધીરે ધીરે કરીને. શું કરે? બધાને એમની આત્મિક સંપત્તિ વધારી આપે છે, તે ભક્તને ખાલી રાખતા નથી. એટલે આર્ત એટલે દુઃખી, જિજ્ઞાસુ એટલે સમગ્ર પણે જાણવાની ઈચ્છાવાળો હોય એને જિજ્ઞાસુ કહેવાય. આમ પેલું શું કહે છે કે પાસિંગ ઇન્ક્વિઝિટિવનેસ ના ચાલે એની અંદર. રેલવે ઇન્ક્વાયરી પર જઈને પૂછે ને કયા પ્લેટફોર્મ પર આવવાની ગાડી ને પછી ચાલવા માંડે, થેન્ક્યુ ના બોલે, એવા જોયા છે ને તમે લોકો તો એવું નહીં, સમગ્રપણે જાણવાની ઈચ્છા હોય તેને જિજ્ઞાસા કહેવાય.

સાધનાની પરિપક્વ અવસ્થામાં પ્રત્યક્ષ દર્શનની અવસ્થાવાળો જે હોય તેને જ્ઞાની કહેવાય. સાધના અહીંથી તમે શરૂ કરી હતી, હવે પરિપક્વ થઈ છે અહીંયા આગળ, એ સ્થિતિનો જે છે તે જ્ઞાની છે. એટલે આવા ચાર લોકો થયા, સમગ્રપણે જાણવાની ઈચ્છાવાળો અને એ પાછો જાણવાની ઈચ્છા પરિપક્વ પરિપક્વ થતી જ ગઈ અને સાધન કરતો જ ગયો, કરતો જ ગયો, ત્યારે જે અવસ્થા આવી તેમાં છેવટે શું થયું? અવિનાશી તત્વ, "ઓહો! આ છે." એમ એને ખબર પડે. આના માટે જેટલું સ્થૂળ એણે લોડીંગ કરી રાખ્યું હતું એ બધું અનલોડ કરી નાખ્યું હશે ત્યારે એણે ,આખેઆખો ટ્રક ખાલી, હવે ગોડાઉન પણ ખાલી કે, "આ નહોય મારું, બધું ખાલી થઈ ગયું." પછી પ્રત્યક્ષ દર્શનની અવસ્થા આવશે એની, દર્શન એક દર્શન છે અને આ પ્રત્યક્ષ દર્શન છે. જ્યારે તમે દર્શન કરો છો ત્યારે અવ્યક્તને વ્યક્ત છે એવી રીતે તમે વરતો છો.

દર્શન કેવી રીતે કરાય? દર્શન એટલે જોવું નહીં, જે અવ્યક્ત છે તેને તમે વ્યક્ત કરો એટલે પછી એને દર્શન કહેવાય, તો એનું પ્રત્યક્ષ થાય છે, પાછો ગેરહાજરીમાં નહીં કરવાનું હાજરીમાં, "પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ. બોલો છો ને શું મતલબ છે કઈ ખબર પડે છે કઈ શું બોલી ગયા તમે તો? હાજરાહજૂર છે અહીંયા આમ સાક્ષાત્ છે, એવરીવેરનેસ છે એની તો. મહાપુરુષ છે, એ મહાત્મા છે, સર્વશક્તિમાન છે, બધું જ જાણે છે, બધું જ કરી શકે છે એવું જે છે તે અવિનાશી પરમ તત્વ, તેની હાજરીમાં તમે બોલી રહ્યા છો. હવે તમે ધ્યાન રાખજો તમે શું ચરણ વિધિ કરો ત્યાં તમારું કંઈક આમ જોરદાર થઈ રહ્યું છે, દાદાએ શું આપ્યું છે તમને? એ દાદા કોણ? અવિનાશી તત્વ, એ ખુદ કીધું એમણે, એ હું નહીં જેમાં આ કૃષ્ણ કહેતા હતા ને કે એ હું નહીં,જેમ શ્રીકૃષ્ણએ અર્જુનને કહ્યું હતું કે ભગવાન તો મારી અંદર છે અત્યારે પ્રગટ થયો છે ને તને ઉપદેશ આપી રહ્યો છે અત્યારે બધો ટાઈમ, તો કે બસ હું તો તારો મિત્ર જ છું ને, સખા, કેવી વાત હતી!

એટલે ભક્તને ભગવાન ક્યારેય ખાલી રાખતા નથી. આમ ચાર પ્રકારના ભક્તો મને ભજે છે જેમાં જ્ઞાની એ શ્રેષ્ઠ ભક્ત છે પણ એની શ્રેષ્ઠતા ક્રમશઃ આવે છે, એવું નથી કે આજે ને આજે એ શ્રેષ્ઠ બની ગયો છે. લાયકાત એ કેળવતો ગયો, કેળવતો ગયો. પેલો લોટ હોય ને એને ગુંદવો પડે આમ આમ, પાણી નાખે, તેલ નાખે, બધું કરે ને પછી ખાસું બધું એમ કરે, બધી જાતની મારામારી કરી લે એની સાથે, અમુક ટાઈમ પાછો એને મૂકી પણ રાખે, પછી આમ તૈયાર થાય શ્રેષ્ઠ છે, હવે આનો પીઝા સારો બને. આ ભગવાનને એવો જ જોઈએ કે મારે જ્ઞાની બનાવવો છે તને, આમ મારે, તેમ મારે, ઠોકે બધું કરે ને અમુક ટાઈમ તો મૂકી પણ રાખે, કશું નથી કરવાનું ત્યાં તો. પેલાને એમ થાય કે, યાર! આ તો હું સાવ વેટિંગ રૂમમાં બેઠો હોઉં એવી હાલત કરી છે ભગવાને મારી.તો બેસી રહેવું પડે ભાઈ, કેમ કે એ ટાઈમ છે ને તો પેલો ફર્મેન્ટેશન હતો, ભગવાને મૂક્યો કે, "તું પરિપક્વ થા હવે." અને પરિપક્વ થાય એટલે તરત કાઢી લે ને પછી એને તો પછી વાર ના કરે, બનાવવા જ માંડે એમ.

અને અતિ પરિપક્વ થઈ જાય, ખૂબ રાઈપ થઈ જાય, સવારનો બાંધેલો લોટ સાંજે તમે કરો તો પછી શું થાય? એટલે એ બરાબર ના કહેવાય, એટલે પાછું એને ફરી કંઈક કરવું પડે આગળ બીજી પ્રોસેસ, તો જ એનું પાછું આગળ ઠેકાણું પડે નહિતર ના પડે. એટલે કહે છે કે, "જ્ઞાની જે છે તે મારો શ્રેષ્ઠ ભક્ત છે, એટોપ પર પહોંચી ગયેલો છે, આ પીએચડી થયેલો છે જ્ઞાની. હંમેશા મારામાં એકાત્મ ભાવથી સ્થિત." જ્ઞાની કેવો હોય? હવે જો એની વાત કરે, એકાત્મ ભાવથી સ્થિત હોય, "જે તું છે તે હું છું." અને તું જે છે એનું પાછું એને પૂરેપૂરું જ્ઞાન હોય, એટલે એ આવી રીતે રેપ્લિકેટ કર્યા કરતો હોય, "જે તું છે તે હું છું, તું અવિનાશી તત્વ છે તો હું પણ અવિનાશી છું, જો તું આ છું તો હું પણ આ જ છું." હવે જો જળમાં રસ તું છે તો એ જળમાં રસ પણ હું પણ છું, આવી રીતે એકતા, એકતા, અભેદતા થતી જાય, ભેદ મટતો જાય.

છેવટે આજે પેલો બોલ બોલ કરતા હોય ને કે તું છે અને હું છું, ને પછી આ બંધ થઈ જાય એક ટાઈમ પછી, એટલે પેલો હું ને તું ઊડી જાય. પછી બસ એ જે પરિસ્થિતિ આવે છે તે જ્ઞાનીની, એકાત્મ ભાવ થઈ ગયો પછી બોલવાનું ના રહે, વિચારવાનું ના રહે, કશું ના રહે, એ જાણતો જ હોય કે આ છે બસ એમ. શરૂઆતમાં ભક્ત જે આર્ત હોય કે શરૂઆત કરતો હોય પેલો ફળવાળો બરાબર આકાંક્ષાવાળો, તે તો આવું બધું બોલશે બધું અને વિધિ આપી હોય એટલે કર્યા રાખે. છેવટે જ્ઞાની આવ્યો તો જ્ઞાની તો જાણે છે ભાઈ, અવિનાશી તત્વ આ તે પરમાત્મા, એટલે શું કેવું, કેવો, કેવી જે તમારે કહેવું હોય એ કહો, તમારે શું કહેવું? કે બધું કહી લીધા પછી પણ જે બાકી રહી જાય તો કે એ એ છે. એટલે એવો ભક્ત જ્ઞાની આમ પ્રત્યક્ષ જાણતો હોય પરમાત્મા, તો કે, "એવો જે છે ને એકાત્મ ભાવવાળો એ મને બહુ પ્રિય છે." અનન્ય ભક્તિવાળો હોય એ કેવો હોય?

બીજું નહીં, સંસાર તો કે બિલકુલ નહીં, પરમાત્મા તો કે યસ, બાકી બીજું તો કે કંઈ નહીં એમ.શૂન્ય ને ચોકડીવાળો. હા, શૂન્ય કરે અને ઉપર ચોકડી મારી દે કે આ તો નહીં જ, મારે તો એકડો જ જોઈએ, એક એક છે એવો એટલે કે છે, "હંમેશા મારામાં એકાત્મ ભાવથી સ્થિત અનન્ય ભક્તિવાળો જ્ઞાની વિશિષ્ટ છે." કેવો વિશિષ્ટ? આ બધા કરતાં આમ જુદો તરી આવે, આમ પડે કે આ જો આ બધા છે આખું ટોળું છે કે જાણે. એટલે ભગવાન એ ય જાણતા હોય કે આઠ અબજની વસ્તી અહીં પડી છે બરાબર, કારણ કે આમ તો બીજા પશુ-પંખી આ તે બધા કરોડો, અબજો અબજો છે બધાય, કેટલી સ્પીસીસ છે! આનું પણ એક માપ છે, એ કોઈ દિવસ આઘા-પાછી થતું નથી એવું કે, જો તમને કહું કે આ દુનિયામાં આટલા જ પોપટ હોય, પછી આટલા જ મોર હોય, આટલા જ મગર હોય, આટલા જ આવા હોય, આવા પ્રકારનું એક આખું છે, એ ગણતરી અમારી પાસે હતી, કોક જગ્યાએ કોક દા'ડો મળશે તો બતાડીશ, પણ એ બહુ મોટી રકમો હોય બધી.

શું રકમો ખરી ને એટલી એમ તો બતાવાય નહીં પછી આપણી રકમો થોડી, પણ બતાવી દઈશું. એટલે કીધું કે, "આ જ્ઞાનીને હું અત્યંત પ્રિય છું, જ્ઞાનીને હું અત્યંત પ્રિય છું અને એ મારો ભક્ત છે પાછો." એવું કે ભગવાન, જો કેવી મસ્ત વાત કરી દીધી છે! "અનન્ય ભક્તિવાળો જ્ઞાની વિશિષ્ટ છે, કારણ કે સાક્ષાત્કાર રહિત જાણનારા જ્ઞાનીને હું અત્યંત પ્રિય છું તેમ તે જ્ઞાની પણ મને અતિ પ્રિય છે." સાક્ષાત્કાર હજી થયો નથી એટલા માટે એ ભક્તિ કર્યા કરે, બસ હવે થવાનો છે આમ ગમે ત્યાં રહે એમ એક તૈયારીમાં છે એવો, અને પછી સાક્ષાત્કાર થઈ ગયો તો પછી ભક્ત અને ભગવાન બધું રહ્યું જ ક્યાં આગળ? એટલા માટે અહીં લખ્યું, સાક્ષાત્કાર રહિત બસ આમ ગમે ત્યારે થવાનો છે એવો એ મને બહુ પ્રિય છે, એ જ્ઞાની મને અતિ પ્રિય છે અને એ જ્ઞાની મારું સ્વરૂપ છે, કેવો? હવે ખબર પડી?

૩૬૦ ડિગ્રી, ૩૬૦ ડિગ્રી આમ. "ચારેય પ્રકારના ભક્તો મારા જે છે એ કેવા છે? બહુ ઉદાર છે." જો ભગવાન કેવી વાત કરે છે, "મારા ચાર પ્રકારના ભક્તો બધા ઉદાર છે." કેટલી ઉદારતા છે આમાં! ભગવાનને તમારી ભક્તિથી કાંઈ મળ્યું? અને ભગવાનને વળી તમારી જરૂર શી પડે છે તમારી ભક્તિની, વાત તો ત્યાં આવે છે પાછી. ભગવાનને શી ખોટ હતી તે તમે પૂરી કરી ભક્ત બનીને? જે પોતાના આત્માને અધોગતિમાં ના નાખે અને તેના ઉદ્ધાર માટે તત્પર થાય તે ઉદારતા આ ચાર પ્રકારના ભક્તો આ દાખવે છે. અને ભગવાને કાલે કહ્યું હતું કે, "મારી અલ્પ ભક્તિ પણ એને મહાભયમાંથી ઉગારી લે છે." ગઈ કાલે જ આપણે વાત કરી, એટલે અલ્પભક્તિ હશે ને પણ જો રિયલ હશે ને તો એ બચી જશે, એ અધોગતિમાં નહીં જાય. અધોગતિ એટલે કઈ? મનુષ્યથી નીચેની અધોગતિમાં ના નાખીશ, બસ આ ઉદારતા એ લોકો દાખવે છે.

તમે જુઓ, આત્મા તો છે, નરકમાં રહેલો છે તેની અંદર એ આત્મા તો છે ને, પણ એ પરમાત્મા પણ ત્યાં જવું પડે ને પેલાને જોડે. હવે એની પ્રકૃતિ આવી એણે બનાવી દીધી મહીં જોડે પરમાત્મા તો છે તો પ્રકૃતિ બધું વેદે અને વેઠે ને હેરાન થાય ને બધું કરે ને તળે-ભૂંજે ને બધુંય કરે મહી. માનો કે કોઈ એક્સ-વાય-ઝેડ નરકની અંદર પણ જોડે મહી પરમાત્મા છે ને, તો કે મને આવો અધોગતિમાં લઈ જાય છે, ભગવાને આવી વાત કરી. "પણ આ ચાર પ્રકારના ભક્તો જે છે એ મારા પ્રત્યે બહુ ઉદાર છે કે મને અધોગતિમાં નથી લઈ જતા, મને અધોગતિમાં નથી લઈ જતા એટલા માટે કે મને એ લોકો બહુ પ્રિય છે." આ ઉદારતા જો, આને સમજજો, એક ભયંકર અહોભાવ તમને ઊભો થઈ જશે ભગવાન માટે કે, "ઓહો! આવું છે, આ તો મને ખબર પણ નહોતી!" એવું થાય છે ને અત્યારે, "આ આસ્પેક્ટ મને કોઈએ કીધી જ નહોતી." અરે ભાઈ!

લખેલી છે ગીતામાં, અને અનાદિ કાળની ગીતા લોકો વાંચ વાંચ કરે છે,મારી પર કૃપા કરે છે. ભક્ત મારી પર કૃપા પણ એમણે એ કૃપા શબ્દ ત્યાં નથી વાપર્યો, એમણે શબ્દ વાપર્યો, ઉદારતા છે આ ભક્તની ઉદારતા છે. અને આવો ભક્ત જ્યારે મારા પ્રત્યે ઉદારતા દાખવે છે માટે હું દોડીને જાઉં છું એની પાસે, અને જે ટાઈમે બોલાવે એ ટાઈમે બસ હું ત્યાં હોવ જ છું, તને ખબર પડે કે ના પડે પણ હું કૃપા કરું જ છું એની ઉપર. થોડું વધારે દુઃખ આપી દઉં એવો ભીડુ કે ના પૂછવાની વાત, બૂમાબૂમ કરી મૂકે, "ઓ ભગવાન! બચાવ બચાવ." પછી રાઈટ, એટલું ખૂટતું હતું, અત્યાર સુધી હું આ કર્યા કરતો હતો, બોલતો નહોતો. જેવો બોલ્યો ને કે, "હે ભગવાન મને બચાવો! એટલે બચાવી લીધો તરત ત્યાં જ, ત્યાં સુધી તો બરાબર ભીંડાયેલો હતો, ઉં આ કર્યા કરે બહુ દુખે છે.પછી ભગવાન કહે, એ જેવો બોલ્યો ને કે ભગવાન મને બચાવો, એટલે હું તરત બચાવી લઉં એને,છોડી દઉં નહીં કેમ કે મારો ભક્ત છે, જવા થોડી દેવાય કે અધોગતિમાં!" આ એની કૃપા, જ્યારે એ પણ તું છે ને તે પણ તું જ છે.

એટલે કહે છે કે આત્માને અધોગતિમાં ના નાખે જે માણસ, જે પોતાના તેના ઉદ્ધાર માટે તત્પર થાય તે ઉદારતા છે અને આ ભક્તોએ દાખવે છે, પરંતુ જ્ઞાની, જ્ઞાની તો સાક્ષાત્ મારું સ્વરૂપ છે, બસ આટલી જ વાર છે.એટલે મારું સ્વરૂપ છે.સ્થિર બુદ્ધિવાળો જ્ઞાની મારામાં સ્થિત છે, બુદ્ધિની વાત કરી કેવી થઈ ગઈ છે? સ્થિર છે. બુદ્ધિ જ્યાં સુધી ચલાયમાન થશે ત્યાં સુધી તમારો સંસાર ચલાયમાન થશે, કંપાયમાન થશે, મહીં સ્પંદનો થયા જ કરશે જાતજાતના વાઈબ્રેશન. વાઈબ્રેશન કરે છે ને બધા બહુ વાઈબ્રેશન થાય, પાછા રાજી થાય કે, હવ! બહુ વાઈબ્રેશન આવે છે અહીં આગળ આ જગ્યાએ બહુ. પાછા શું કહે કે, "આ સારું વાઈબ્રેશન છે ને આ ખરાબ વાઈબ્રેશન." અરે ભગવાને ના પાડી છે તને રાગ-દ્વેષ કરવાની, તું શેનો આ એટ્રેક્શન-રિપલ્શન લઈને બેઠો છે? સમજાય છે કંઈ? કેમ આમ ઊંચકીને તમને આમ મૂકી દીધા આમા એકદમ ઉપાડીને, કારણ આ હતું.

શીખ્યા તો પેલું પણ ખરું, પણ એ સ્ટેપિંગ સ્ટોન હતો, સૃષ્ટિને સારી રીતે સમજી શકો એટલા માટે એ આવ્યું હતું આપણે વચ્ચે, હવે તો બસ તમને એમાંથી ઉપર લાવવામાં આવ્યા છે. ત્રણ ગુણો છોડવાના છે ને, છોડવા છે કે નથી છોડવા? હા, ત્રણ ગુણો છોડવા પડશે તમારે બરાબર. એટલે કહે છે કે, "સ્થિર બુદ્ધિવાળો જ્ઞાની મારામાં સ્થિત છે." હવે આગળ કહે છે, "હું તે છું અને તે મારામાં છે, હું તે છું અને તે મારામાં છે." પરમાત્મા તો પરમાત્મા છે, અનંત છે, શાશ્વત છે, વ્યાપક છે, અખંડ છે, અવિનાશી છે, અનાસક્ત છે, અનંત જ્ઞાન, દર્શન, શક્તિવાળા છે, અવ્યાબાધ છે, ટંકોત્કીર્ણ છે, બધું છે ભગવાન તો. ચિદાકાશ, એમાં બધું સમાઈ જાય ચિદાકાશમાં બધા આકાશ આવી ગયા. હવે આકાશ આવ્યા એટલે પાંચ તત્વો પણ આવી જાય ને, પછી આમ પેલું આમ બંધ થાય ને ઠક ઠક ઠક ઠક કરે પાંચ ખાના છે તમારા: પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ, આકાશ.

પછી આ આકાશ છે તે પેલા મૂળ આકાશની અંદર જતું રહ્યું ચિદાકાશમાં, શું બાકી રહ્યું ભાઈ? પરમાત્મા. એટલે જે પરમાત્માને જાણતો નથી તે બોલશે કે કંઇ નહીં, જે પરમાત્માને તત્વરૂપે જાણતો નથી, અવિનાશી તત્વ તો રહે જ ને બાકી છેવટે, તો પેલો કહેશે કે કઈ નહીં, એટલે આપણે સમજી જવાનું કે બરાબર છે, બીજું કંઈ બોલવાનું નહીં એમ. એટલે એવું. સ્થિર બુદ્ધિવાળો જ્ઞાની મારામાં સ્થિત છે, બુદ્ધિને સ્થિર કરવી પડશે. યુધિ સ્થિર, યુધિ સ્થિર, સમજાયું કંઈ? હું તે જ, હવે આ યુધિષ્ઠિરને જુગાર રમવાની ટેવ પડી હતી, શું કર્યું હતું? એટલે તેને પાછો શું કર્યો? યુધિ સ્થિર કર્યો, "હું તે છું ને તે મારામાં છે" સ્થિર બુદ્ધિવાળો હોય જે જ્ઞાની ભક્ત એ મારામાં છે અને હું એનામાં છું, ઓતપ્રોત છે અને કોઈ અંતર નથી, અમે બંને એક, અદ્વૈત. હવે આગળ ભગવાન કહે છે ૧૯મા શ્લોકની અંદર સાતમા અધ્યાયમાં "અનેક જન્મોના અભ્યાસ કરતાં કરતાં..." એટલે હવે કોઈએ પુનર્જન્મ વિશે બોલવું નહીં, ભગવાન અહીં ઓલરેડી કહી ચૂકેલા કે પુનર્જન્મ છે.

"આ બધા જન્મો જન્મ છે કે ભાઈ તને ગૂંચવાઈ જશે બહુ અંદર ઊંડો ઉતરીશ તો, થોડુંક એક્સેપ્ટ કરી લે એટલે ચાલશે તારી ગાડી આગળ." તું અ ને અ જુએ છે અને એને સ્વીકારે છે, તો તારું ચાલશે આગળ આગળની બારાખડી હું તને શીખવાડી શકું, પણ તું 'અ' ઉપર જ અટકેલો હોય ને ત્યાં જ વિવાદ કરે કે આને જ 'અ' કેમ કહેવાય આને કેમ ના કહેવાય, હવે કેમનો મેળ પડશે? એવા હોય છે ને બહુ મળે આપણને તો, અનંત શાખાઓવાળી હોય એમની બુદ્ધિ, પાછી કેવી હોય? અસ્થિર બુદ્ધિ, ઘડીમાં આમ બોલે ઘડીમાં આમ બોલે. બુદ્ધિ બધાની અલગ અલગ પાછી, એવામય કંપનો થાય કે ના પૂછવાની વાત અને આ પાછો એનો પાછો ઈગો, "હું બુદ્ધિશાળી -બધા કરતા, આ બધા કરતાં હું બુદ્ધિશાળી!" પેલું કાઢે છે ને આઈક્યુ, એક આંકડો આવી ગયો એટલે કે, "આહાહા! હું તો એનાથી વધારે છું." એટલે આવી હાલત. ભગવાન કહે, "આ બધું નહીં, સ્થિર બુદ્ધિવાળો જોઈએ છે, સ્થિરમતિ.

તમારી સ્થિર મતિ ક્યાં થાય? કે જે દિવસે તમે પરમાત્મા અવિનાશી તત્વની અંદર સંપૂર્ણ શ્રદ્ધા અને ભક્તિ સહિત સમર્પણ ભાવથી અંદર એકરૂપ થઈ ગયા, તે વખતે થાય, ત્યાં સુધી ના થાય, બધું હાલ્યા જ કરે પછી. આમ જુઓ તો એ બધું હાલતું દેખાય ને તેમ જુઓ તો એ બધું હાલતું દેખાય કે ભાઈ સંસાર આખો અસ્થિર છે, તું કેટલી વસ્તુઓને સ્થિર કરવાનો પ્રયત્ન કરીશ? એટલે કહે છે કે, "અનેક જન્મોનો અભ્યાસ કરતાં કરતાં છેલ્લા જન્મમાં સાક્ષાત્કાર થતાં..." શું થશે? "આ બધું વાસુદેવ જ છે, વાસુદેવઃ સર્વમિતિ એવું જાણીને..." જાણવાનો અનુભવ થશે એને એમ કે આ બધું જ વાસુદેવ છે, "મારો ભજન કરનારો મહાત્મા દુર્લભ છે." જાણીને ભજન કરે કે આ બધું જ વાસુદેવ છે, પરબ્રહ્મ પરમાત્મા છે, બસ બીજું કંઈ હોઈ જ ના શકે. આગળ જ ભગવાને કહી દીધું કે, "બધું હું જ છું." તોય ગમ ના પડી, હવે આગળ કીધું એને, "એવો મહાત્મા બહુ દુર્લભ છે, અર્જુન!

તો સાંભળ, તે કોઈ વાસુદેવની મૂર્તિ કરતો નથી." એવો ભક્ત જ્ઞાની જે હોય એવા કોઈ વાસુદેવની મૂર્તિ નથી બનાવી બેસતો, પણ પોતાની અંદર પરમેશ્વરને પામે છે. હવે પરમેશ્વરની પ્રાપ્તિ પણ જો માટે કહી દીધું એમણે, શું? તો કે કોઈ બહાર જગ્યાએ, કોઈ જગ્યાએ જઈને કશું કરવાનું નથી એગ્રીમેન્ટ કે, "ઓકે ઓકે ભગવાન! આજથી આપણે પણ એક પેલો મેરેજ રજીસ્ટ્રેશન કરાવે છે ને સ્ટેમ્પ મારે છે એવું કંઈ છે નહીં." તને અંદર અનુભૂતિ થશે, "વાસુદેવઃ સર્વમિતિ" એનો અનુભવ અંદર તને થશે અને પછી પાછો એ ભજન કર્યા જ કરતો હોય, તો પોતાની અંદર એ પરમેશ્વરને પામે. આવાને જ શ્રીકૃષ્ણ તત્વદર્શી કહે છે. તત્વદર્શી એટલે કોણ? તત્વનો સાક્ષાત્કાર થશે, ક્યાં થશે? પણ કઈ જગ્યાએ? પ્લેસલેસ પ્લેસ, હૃદય છે તમારું, અંતઃકરણ છે ત્યાં બોલશે કે આ એ છે એમ અને એ સિવાય બીજું કશું જ નથી.

આવાને જ શ્રીકૃષ્ણ તત્વદર્શી કહે છે. એકોર્ડિંગ ટુ શ્રીકૃષ્ણ, તત્વદર્શી આ કહેવાય, આવા જ સમાજ કલ્યાણ કરવા સંભવ છે. બીજા બધા સમાજ કલ્યાણ કરવા નીકળ્યા હોય ખરા બધા, ઓછા-વધતા પ્રમાણમાં બધું કરતા હોય પણ એ બધા શું છે? હજી સ્ટેપિંગ સ્ટોન, શરૂઆત કરી છે એ લોકોએ. સમાજનું કલ્યાણ વાસુદેવ કરી શકે છે. બીજા કોઈ ના કરી શકે. એટલે કીધું કે ભગવાન શ્રીકૃષ્ણ પણ તેમને અતિ દુર્લભ કહે છે, આવો ભક્ત, આવો જ્ઞાની જે અંદર આવી રીતના મને જાણતો હોય, જોતો હોય, અનુભવતો હોય બસ મારામાં મગન હોય નિરંતર પણ, "એસી લાગી લગન, હો ગઈ મીરા મગન, વો તો ગલી ગલી હરિગુણ ગાને લગી, મહલો મેં પલી, બનકે જોગન ચલી, મીરા રાની દીવાની કહાની લગી એસી લાગી લગન." એવી લાગી, લાગવી જ જોઈએ બરાબરની, એવી લાગશે ને ત્યારે મેળ પડશે એમ કહેવા માંગું છું. તમારે કંઈ જો એણે સમાજની પરવાહ ના કરી, મહારાણી હતી એ તો મેવાડની, લોકો એને દીવાની કીધું કે, "આ તો ગાંડી થઈ ગઈ છે, ગલી ગલી ગાને લાગી પાછી બોલો!" એને કોઈ પરવાહ નહોતી કોણ શું બોલે છે મારા વિશે.

આટલું ચાર લીટીમાં સમજાય છે કે આપણો કેવો એટીટ્યુડ ને કેવા પ્રકારની ભક્તિ માંગે છે વાસ્તવની અંદર? એ ગલી ગલી જતી હતી પણ ક્યાં જતી હતી? એને તો વાસુદેવ બધે દેખાતો હતો, અગાઉ જે વાત કરી એ એટલા માટે એવું કરતી તી.એને એમ અહીં અનુભૂતિ થાય એટલે અહીં દોડે, ત્યાં અનુભૂતિ થાય એટલે ત્યાં દોડે, લોકો એને ઘેલી કહે અને એને ગાંડી કહે પણ એનો તો અનુભવ હતો સો રીયલ, સો રીયલ. તૈયારી છે? આવા ભક્તો અતિ દુર્લભ છે, તે તત્વદર્શી મહાત્મા અથવા પરમાત્મા સર્વ કંઈ છે, લોકો આ સમજી શકતા નથી. આ એક જ સેન્ટેન્સ, તત્વદર્શી મહાત્મા અથવા પરમાત્મા સર્વ કંઈ છે પણ લોકો એને સમજી શકતા નથી અને આવું સમજી શકતા નથી, કારણ મોટામાં મોટું કારણ શું છે આનું? શોધવું પડશે ને કારણ. ભોગોની કામના, એમને ભોગ ભોગવવા છે, બધું પ્રાપ્ત કરવું છે, મેળવવું છે અને પછી ભોગવવું છે.

આધિપત્ય આ ખુરશી મારી, કોઈએ નહીં બેસવાનું, આ ગાડી મારી, કોઈએ નહીં અડવાનું, મારા સિવાય કોઈએ ચલાવવાની નહીં, આ ઘર મારું!" ભગવાન કહે, "યાર! આખું બ્રહ્માંડ તારું અને તું હારું આટલા અમથા લિમિટેડમાં કેમ?" પણ આપેલી કંપની લિમિટેડ બનાવ બનાવ કરવાની ટેવ પડી ગઈ છે ને બધાયને.લિમિટેડ કંપની રાખવાની, પેલું કોર્પોરેશન ઇનકોર્પોરેશન કરી દેતો હતો અંદર બધું બહુ થઈ જાય ને, બધા બહુ ભાગીદારો થઈ ગયા પછી તો, પેલા શું કહેવાય શેરહોલ્ડરો ને આ ને તે બધાય આવી ગયા બધા એની અંદર તો. કેટલા બધા હોય, ડિબેન્ચરવાળા પણ આવી ગયા હોય, ડિપોઝિટરો પણ આવી ગયા હોય, બધા બહુ જાતનું આવ્યું, દરેક જણ એમ કહે કે આ મારી કંપની. તો કે એવું નહીં, હું તો લિમિટેડ કંપની બનાવું છું એમ કરી કરીને બનાવે કે આ ઘર મારું, આ ફેમિલી મારું, દરેક વસ્તુમાં લિમિટેડ બનાવે.

જીવ હોય ને એ લિમિટેડનેસમાં જીવતો હોય બધું. હવે એવા જ એવડા અમથા એ જીવને જો એક દા'ડા માટે અનલિમિટેડ બધું આપી દીધું હોય ને તો આમ એ થઈ જાય એકદમ બેબાકળો થઈ જાય, પેલો તો પતી જ જાય ટપ થઈને, જીરવી જ નહીં શકીએ આટલું બધું તો ખરેખર તો પણ. તો માનો કે ૨૪ કલાકમાં એને ધીરે ધીરે કરીને એક્સપોઝર આપ્યો હોય, તો ૨૪ કલાક પૂરા થતાં થતાંમાં તો આમ એવો તલમલી ગયો કે પૂછવાની વાત, એટલે જીવ છે ને એ હંમેશા લિમિટેડનેસમાં લિમિટમાં જ જીવતો હોય. એ જીવે પોતે જ પોતાની લિમિટ નક્કી કરી નાખી, પ્રોબ્લેમ એ થયો. આ વાસુદેવ હતો એ ભાન એ ભૂલી ગયો અને જીવ થઈ ગયો અને જીવની જોડે શબ્દ વપરાય છે જંતુ, આપણે ત્યાં આગળ તો એક જંતુ જેમ જીવ્યા કરતું હોય છે, તે જીવડું જેમ જીવ્યા કરતું હોય છે તેવી રીતે એ જીવવા માંડ્યો. પોતાનું ઐશ્વર્ય, પોતાનું મહાતમા, પોતાનું જ્ઞાન, પોતાનું દર્શન,જે ઐશ્વર્ય હતું બધું એને એકદમ શું કરી નાખ્યું?

લિમિટેડ, અને જો આ દશા થઈ. હવે જ્યારે એને પાછું બેક ટુ ગોડ હેડ જવું હોય, તો એને આ લિમિટેડનેસ તોડવી પડશે, તો કેટલા આવરણો એણે આમ આમ કોમ્પ્રેસ કરી કરી કરીને બધું ભેગું કર્યું હોય ત્યારે કેટલું કોઠણ કર્યું હશે ત્યારે તો આ બધું કોચલો ભેદીને પાછું બહાર નીકળવાનું સમજાયું? એટલે એ એક પેલું ઈંડું હોય ને એની અંદર જીવતો હોય એવો જીવડો છે દરેક, "આટલું તો કે આ મારું બોડી એમ.પછી એ તો પ્રાણીક હીલિંગ શીખ્યા તે કે આ નહીં ,તારું બોડી તો આટલું છે અને એ તો આટલું મોટું થઈ શકે છે, એટલે પહેલું મહી એક ક્રેક પડે, પછી એને બીજા બોડી વિશે સમજાવે, ત્રીજા વિશે સમજાવે, ચોથા વિશે સમજાવે, સાત લેયરો છે કે તારા. તને ખબર પડે છે કે ?થોડો થોડો ખ્યાલ આવતો જાય. આ પ્રસાદમ બધું આપણું.સાત લેયરો બધું શીખવાડયુ, તો લિમિટેડનેસમાંથી બહાર નીકળ, નો લિમિટ.

ભોગોની કામના તેમના વિવેકને હરી લે છે. શું કરે છે? કામના વિવેકને હરી લે છે, ભોગોની કામના. ઈચ્છા થઈ ને, આટલું હું ભોગવું, એ તારું આ બધું ભોગવવાનું તારું જ છે પણ કે, "ના, હું આટલું જ ભોગવું. બસ એ લિમિટેશન આવી એના કારણે પ્રોબ્લેમ થયા. પ્રકૃતિના જન્મ-જન્માંતરોથી મેળવેલા સંસ્કારોથી ચાલતા. એમનું પુર્યાષ્ટક, પુર્યાષ્ટક લેતા લેતા આવતા હતા, તેવા પરમાત્માના બદલે અન્ય દેવતાઓનું અને એમના પ્રચલિત નિયમોનું શરણું લે, અન્ય દેવતાઓને બધા ભજવા માંડ્યા. જે સકામી ભક્તો જે જે દેવોની શ્રદ્ધાથી પૂજા કરે છે... ફળવાળા સકામી, કામનાવાળા, બાધા-આખડીવાળા જે તે દેવને એ લોકો ભજતા હોય છે, તે દેવ પ્રત્યે હું તેમની શ્રદ્ધાને દ્રઢ કરું છું. બરાબર, તું લાગેલો રહે ત્યાં આગળ. એ કેવી રીતે કરે? કે પહેલા એ બાધા રાખી, પહેલી વખતે જાણ્યું કે ભાઈ બાધા રાખવાથી આપણને આ જે ઉપાધિ છે એમાંથી આપણને મુક્તિ મળે, કોઈકે એને સમજાવી દીધું તો કે ભાઈ તું બાધા રાખને આની, તો કે સારું, એણે બાધા રાખી.

જેવી બાધા રાખશે ને એટલે એને જે બાધા આવી હતી એને દૂર કરી દેશે ભગવાન- પરમાત્મા, એટલે શું થશે? એની શ્રદ્ધા એ ભગવાન ઉપર દ્રઢ કરે છે પછી એ એમાં જ પડી જશે. દર વખતે મુશ્કેલી મુકાય એટલે બાધા પાછી રાખે, પાછો ફરી એ બાધા પૂરી કરી આવે, વળી પાછી બીજી આવે એમ કરતાં કરતાં, એટલે એને પછી કહે છે કે, મને તો આ ભગવાન ઉપર બહુ શ્રદ્ધા છે, તમે જોજો બહુ શ્રદ્ધા છે.હવે અહીં એની શ્રદ્ધા એટલી બધી મજબૂત કરી દીધી પેલાએ પરમાત્માએ જ, તું ત્યાં જ લાગેલો રહે, અહીં સુધીને આવતો જ નહીં કે પૂરું થઈ ગયો હવે એને જો એમાંથી બહાર નીકળવાનો કોઈ ટાઈમ આવ્યો હોય, એની કોઈક લાયકાત કંઈક એનું કંઈક એવું ઊભું થાય તો પછી એમાંથી એ બહાર નીકળશે, બાકી તો એ સકામી જ છે બરાબર છે. અને જ્યારે જ્યારે કંઈ ભીડ પડે એટલે આર્ત થઈ ગયો હોય ભક્ત તરીકે, બચાવો! અને પાછો એ પરબ્રહ્મને ના કહે કે મને બચાવો, એ તો પેલા દેવને કહે છે કે મને બચાવો, આ તો જાણતો જ નથી.

એટલે એ અહીંયા જ કીધા કરે અને એને એ પણ ખબર નથી કે આ જે છે એ સ્વરૂપ પણ એ જ છે,અજ્ઞાન તો એટલું બધું. કે આ એ જ છે, એવું એ રીતે એ જો જાણી લે ને તોય કદાચ એનું કલ્યાણ થઈ જાય, પણ એવી એને ખબર નથી પડતી, કારણ કે એટલી વિશાળતા ના હોય, લિમિટેશનમાં જીવે છે ને સંકોચિતતા હોય. દરેક બાબતની સંકોચિતતા એનામાં વ્યાપે, એટલા માટે કહે છે કે, એવા દેવ પ્રત્યે હું એની શ્રદ્ધા દ્રઢ કરું છું અને એમ કરી કરીને હું એને ત્યાંને ત્યાં જ રાખું છું, સ્થિર રાખું છું.કારણ કે દેવતા હોત તો તે જ એ શ્રદ્ધાને સ્થિર કરત, પણ એ દેવતા તો છે જ નહીં, આ તો ઊભા કરેલા દેવો છે બધા, કલ્પનાના, માન્યતાના દેવતાઓ બધા. એટલે હવે જે નથી એ તો ક્યાંથી કરી શકવાના! પણ જે છે, જે છે તે પેલાને એની પર શ્રદ્ધા દ્રઢ કરે છે. એટલે કહે છે ને કે પથ્થર પૂજ, પૂજા કર કે તું પથ્થરની,તો કે મને ફલાણા મંદિરમાં જાઉં ને તો બહુ જ સારું લાગે.તો એની શ્રદ્ધા દ્રઢ કર્યા કરે ત્યાં આગળ.

જ્યારે જ્યારે જાય ત્યાં કંઈક સારું થાય, એટલે પછી પેલાને થાય કે દર શનિવારે જવું જ પડે, દર રવિવારે જવું જ પડે, દર ગુરુવારે જવું જ પડે, દર મંગળવારે જવું પડે, દર શુક્રવારે જવું પડે, સોમવાર બાકી રહી ગયો તો કે ચાલ એ પણ કરીશ ને મંગળવારે પણ જઈશ. એ દરેક વારના દેવી-દેવતાઓને બધું એમ ગોઠવણની એટલી જોરદાર કરી નાખી હોય કે ના પૂછવાની વાત, પછી બસ એ આટા માર્યા જ કરે ત્યાં આગળ એમ. ભગવાન એને સારું કર્યા કરે, પેલો ત્યાં જ આટા માર્યા કરે કે ચલ હવે આનું તો પત્યું, કે મારે એ બાજુ જોવાનું નથી. ભગવાન રાહ જોતો હોય કે મારો જ્ઞાની ભક્ત મને ક્યારે બોલાવે, ભગવાન રાહ જોતો હોય કે મારો જિજ્ઞાસુ ભક્ત મને ક્યારે બોલાવે, ભગવાન રાહ જોતો હોય કે કોક મને આર્ત પોકાર કરીને ક્યારે બોલાવે છે, રાહ જોવે અને જેવો આમ પોકાર પડે ને એટલે બસ પહોંચી જ જાય, એ તો હોય જ ને.

વાસુદેવ છે એ તો. શ્રીકૃષ્ણ વાસુદેવ બન્યા હતા, એટલે એ એક પોઝીશન છે જે એટેન્ડ કરી એમણે. શ્રીકૃષ્ણ એ કરી, એ તો કૃષ્ણ હતા, શ્રીકૃષ્ણ કહેવાયા અને પછી એ વાસુદેવ થયા, આ વાત છે આખી ઇવોલ્યુશનની. મહામાનવ કહેવાય, માનવ તો હતા, મહામાનવ કહેવાય, કેવા કે આખો યુગ જે છે ને આ અત્યારે એને પૂજે છે, કેવું હશે! તે પુરુષ શ્રદ્ધાપૂર્વક જે દેવતાના સ્વરૂપની પૂજા કરે છે, ત્યારે તે દેવના માધ્યમથી મારા રચિત એ ઈચ્છિત ભોગને જરૂર પ્રાપ્ત કરે છે. એટલે પેલો બાધા રાખે એટલે પૂરી આપણે કરી આપવાની એમ કે ગેરંટી, ભગવાન કહે પછી એ એમાં રેટમાં પડી જાય, પછી બાધા રાખ્યા કરે ને આપણે પૂરી કરવાની. "પરંતુ તેને એ ભોગ વાસ્તવમાં હું આપું છું. હવે તેને મળતો ભોગ એની શ્રદ્ધાનું પરિણામ છે." એણે શ્રદ્ધા રાખી ને એટલે હું એને આપી દઉં. ફળ છે હવે તેમાં શું બરાબર નથી, આ ચાલ્યા જ કરે છે?

તો પ્રશ્ન એ થાય છે કે હવે એમાં શું બરાબર નથી? તો ભગવાન કહે છે, "આવા અલ્પબુદ્ધિવાળાને ફળ તો મળે છે, પરંતુ તે નાશવંત છે." એ ફળનો તો નાશ થઈ જવાનો, થોડા ટાઈમમાં પતી જાય. પરિસ્થિતિ પલટાય એટલે વળી પાછો રોતો ને રોતો. દર વખત જેમ પેલા નાના છોકરાને ખબર છે તમને, ઈચ્છા પૂરી થાય અને પછી જ્યારે ના થાય એટલે ભેગડો તાણે, પછી ભેગડો તાણે એટલે પાછી એની ઈચ્છા પૂરી થઈ જાય એટલે થોડી વાર ચૂપ રહે, વળી પાછી એને કંઈક ઈચ્છા થાય એટલે વળી ભેગડો તાણે. એને જે ટેવ પડી છે,ભગવાન કે છે કે છોડતો જ નથી,આ તો સાવ રોતડો છે.

આ લખાણ AI દ્વારા તૈયાર થયું છે. શંકા હોય ત્યાં મૂળ પ્રવચન સાંભળી ખાતરી કરવી.