અનંતની યાત્રાAnant ni Yatra
યથાર્થ ગીતા · Yatharth Gita

યથાર્થ ગીતા સાર — ૧૩

લેખ ૧૩ / ૨૮ · 70 મિનિટ વાંચન · વિડિયો જુઓ ↓

તારે મને એમ થાય કે આટલા અહીં બેઠેલા જો જાણે છે, તો પછી તો બહુ સારી વાત છે. કરોડોમાં કોક તમે છો, એનો મતલબ એ છે કેટલા કિંમતી! બોલો,"ચાલો ચાલો પ્રભુ, આજ્ઞા આપો" એટલે ભગવાને એવું કીધું કે આવા અલ્પબુદ્ધિવાળા જે લોકો છે, એ બધા આવા બીજા દેવી-દેવતાઓની પૂજા કરતા હોય અને એમની પૂજામાં રચાપચા રહેતા હોય, બાધા-આખડી રાખતા હોય, બધું કરતા હોય. એટલે કે એમની મુશ્કેલીઓ દૂર થાય, એના માટે થઈને જ કરતા હોય. એટલે આ બધા કેવા છે? તો કે પેલા સકામી ભક્તો જ છે. એ લોકો મને સીધું ભજવાના બદલે વચ્ચે કોક દેવી-દેવતાને ઊભા રાખે છે. હવે એ તો ત્યાં છે નહીં, તો એમને ફળ કોણ આપે? કે છે.એટલે એ ફળ આપવા પાછું મારે જ જવું પડે છે અને મારે જ વ્યવસ્થા કરવી પડે છે. કાગળ લખ્યો હોય કોક જગ્યાએ કે, "આ આવી રીતના આમ ફલાણા ફલાણા, તમે વાંચજો આમ તેમ બધું." એડ્રેસ બધું ઓકે કરીને તમે મોકલી તો દીધો, પણ ત્યાં તો કોઈ છે જ નહીં રિસીવર એવો તો.

એટલે પછી એમણે વ્યવસ્થા રાખવી પડી છે કે આ પોસ્ટ બોક્સમાં, આ નંબરમાં આવેલો કાગળ હોય તો મારે રીડાયરેક્ટ થઈ જાય અને પછી એમાં જે રિક્વેસ્ટ લખી હોય તે હું પૂરી કરી આપું. એ લોકોની શ્રદ્ધા તો પેલા પોસ્ટ બોક્સ નંબર ઉપર જ હોય છે, તો હું એને વધારે મજબૂત કરું છું. બોલો, પોસ્ટ બોક્સની બાધા રાખે છે લોકો! એટલે એવું કે એ લોકોને ખબર જ નથી કે આ બધા દેવો તો નાશવંત છે. વળી બીજી વાત કેવી છે કે એમનું જે ફળ છે તે પણ નાશવંત છે, એટલે ભોગવતા વેંત જ એ નષ્ટ થઈ જાય છે, વપરાઈ જાય છે. વળી એવા દેવતાના પૂજકોને એવા દેવો પ્રાપ્ત થાય છે. હવે એ દેવો તો છે જ નહીં, તો શું પ્રાપ્ત થાય? એમને પણ કંઈક તો થવું જ હોય ને, તો ભગવાને એની એ વ્યવસ્થા રાખી છે. એટલે એમને એવું લાગ્યા કરે કે, "મને આ દેવ પ્રાપ્ત થયા છે કે મને આ ભગવાન ફળ્યા છે". એવી રીતના એમ કરી-કરીને એની શ્રદ્ધાને વધારે ને વધારે મજબૂત બનાવતા હોય છે.

એટલે હવે આવા દેવો જે છે, એ તો બધા નાશવંત છે. જો એ દેવો નાશવંત છે, એટલે એ લોકો પણ નાશ પામે છે, કારણ કે એ દેવોના શરણે જાય છે. આ એટલા માટે આવા દેવોથી માંડીને સમગ્ર જગત એ પરિવર્તનશીલ અને મર્ત્ય છે, મૃત્યુ પામે છે બધા જ. જ્યારે મારો ભક્ત મને જ પ્રાપ્ત થાય, જે મને સીધો ભજે છે, એવો મારો ભક્ત છે એ મને પ્રાપ્ત થાય છે અને એ અવ્યક્ત નૈષ્ઠિક પરમ શાંતિ મેળવે છે. પરમ શાંતિ એટલે જેમાં કોઈ ગતિ ના બાકી રહી જાય, એવી જ્યારે સ્થિતિ આવે છે તેને પરમ શાંતિ કહેવાય; સહેજ પણ ચંચળતા નહીં. ભગવાન કેવા છે? અચંચળ છે, એટલે કે અચલ છે, સ્થિર છે. તો એવું એ પણ સ્થિર થઈ જાય છે. મને ભજતા-ભજતા જેની હોય એ બધી ચંચળતા ચાલી જાય અને પછી એ સ્થિર થઈ જાય છે. હવે દેવતા એટલે હૃદયના અંદરના ભાગમાં પરમદેવ પરમાત્માના દૈવત્વને પ્રાપ્ત કરનારા સદગુણો.

દેવતા એટલે કોણ? ખરેખર ભગવાનની દ્રષ્ટિએ આ છે, અંદરની વસ્તુ. પરંતુ કાલાંતરે લોકોએ અંદરની વસ્તુને બહાર જોવાનું શરૂ કર્યું અને પછી એની મૂર્તિઓ ઘડી કાઢી. જે અંદર જોતા હતા, એને જ બહાર બનાવ્યા; કર્મકાંડ અને બધી જાતજાતની વિધિઓ રચી દીધી અને વાસ્તવિકતાથી દૂર જઈને ઊભા રહ્યા. જે મૂળ વાસ્તવિકતા ક્યાં હતી, એને લોકોએ કંઈનું કંઈ કરી નાખ્યું બધું, અને બધા વિધિ-વિધાનો રચી દીધા અને કર્મકાંડો રચી દીધા અને પછી એમાં જ રચાપચા રહે છે. હવે બરાબર એમાંથી બહાર નીકળતા જ નથી. શ્રીકૃષ્ણએ આ ભ્રાંતિનું નિરસન કર્યું. ગીતામાં પહેલીવાર અન્ય દેવતાઓનું નામ દઈને લોકોને કહ્યું કે દેવતા હોતા જ નથી, દેવતા હોતા જ નથી. પણ જ્યાં લોકો શ્રદ્ધા મૂકે છે, ત્યાં હું જ ઊભો રહીને એમની શ્રદ્ધાને પુષ્ટિ આપું છું, હું ત્યાં ફળ આપું છું. પરંતુ તે ફળ કેવું છે?

નાશવંત છે, ફળ પણ નાશ પામે છે, તે દેવતાઓ પણ નાશ પામે છે. પરંતુ જેમનો વિવેક નષ્ટ થયો છે, હોતો જ નથી, એવા મૂઢમતિ લોકો અન્ય દેવતાઓને પૂજ્યા જ કરે. ભગવાને કેટલું અહીંયા આગળ કહ્યું છે! શ્રીકૃષ્ણ તો એટલે સુધીને કહે કે અન્ય દેવતાઓને પૂજવાનું વિધાન જ અયુક્તિસંગત છે, યુક્તિસંગત લાગતું જ નથી. છતાં બધા લોકો મારું ભજન કરતા નથી. તેઓ તો કામના, વાસના અને ઈચ્છામાં ફસાયેલા, ઘરકાવ જ રહે છે. તેમનું જ્ઞાન પણ મોહના પડળો ચઢવાને લીધે, તે બુદ્ધિ વગરના લોકો મારા સર્વોત્તમ અવિનાશી અને પરમ પ્રભાવને જાણી શકતા જ નથી. ખબર જ નથી પડતી એ લોકોને, જાણવાની ઈચ્છા બી નથી રહેતી. બધું ખેંચી લે છે ભગવાન કે, "તારું કામ નહીં, જવા દે". એટલે ઉપરથી તેઓ મને અવ્યક્ત કહે છે, મને નિરાકારને પુરુષ રૂપે વ્યક્તિભાવવાળો ધારીને બેસે છે કે, "હું પરબ્રહ્મ પરમાત્મા છું" અને મને આવો વ્યક્તિ રૂપે બનાવીને આ લોકો બેસી જાય છે.

એને લિમિટેડમાં લાવે છે, તો કેટલો મોટો ગુનો કરે છે! પોતે તો લિમિટેડનેસમાં જીવે છે, પણ પરમાત્માને પોતે પાછા લિમિટેડનેસમાં લાવવાનો ઉપક્રમ કર્યા જ કરે છે, પાછા વારેવારે. એકાદ વખત થઈ ગયો હોય તો ભગવાન માફ કરી દે. તમે લિમિટેડનેસમાં ગયા ને બધા, એટલે મને અવ્યક્ત નિરાકારને પુરુષ રૂપે અને વ્યક્તિભાવવાળો ધારીને બેસે છે. હું વ્યક્તિભાવવાળો હોતો જ નથી. અહીં શ્રીકૃષ્ણ પણ મનુષ્ય શરીર યોગી હતા. શ્રીકૃષ્ણ યોગેશ્વર છે. જે સ્વયં યોગી હોય અને અન્યને યોગ પ્રદાન કરવાની જેનામાં ક્ષમતા હોય, તેને જ યોગેશ્વર કહેવાય. યોગેશ્વરની ડેફિનેશન છે કે પોતે સ્વયં યોગી હોય અને એ યોગ અન્યને પ્રદાન કરવાની ક્ષમતા ધરાવતા હોવા જોઈએ, ત્યારે યોગેશ્વર કહેવાય. સાધનાના સાચા માર્ગને પકડીને ક્રમશઃ ઉન્નતિ સાધતા આજના મહાપુરુષ પણ એ જ પરમભાવને, પરમ તત્વને પ્રાપ્ત કરે છે અને તમારે કરવાનું જ છે, નિશ્ચય કરી લો.

શરીરધારી હોવા છતાં તે તો અવ્યક્ત સ્વરૂપમાં સ્થિર થઈ જાય. એ પોતાનું આ સ્વરૂપ છે એવું જાણતા જ નથી, ધ્યાન બી નથી આપતા. એ પોતાના અવ્યક્ત સ્વરૂપની અંદર સ્થિર થઈ જાય. અવ્યક્ત સ્વરૂપ કયું છે? અનંત છે, શાશ્વત છે, અવિનાશી છે અને વ્યાપક છે; અનંત જ્ઞાન, દર્શન અને શક્તિવાળું છે અને પાછું અનાશક્ત છે. એટલે "આને આપ્યું ને આને ના આપ્યું" એવું બધું વેરો-આતરો કરનારું નથી, કોકની ફેવર કરે ને કોકની ના કરે એવું બધું ભગવાનમાં હોતું નથી. દરેકને પોતાની લાયકાત પ્રમાણે એનું પહોંચાડી જ દે છે. છતાં કામનાઓથી, બધી ઈચ્છાઓ હોય ને એટલા માટે મંદબુદ્ધિના લોકો એને સાધારણ વ્યક્તિ માની બેસીને ભૂલ કરે જ છે. પરમાત્માને સામાન્ય લોકો માટે માયા એ એક પડદો છે, જેનાથી પરમાત્મા સંપૂર્ણ ઢંકાયેલો રહે છે. પરમાત્મા પહેલે પાર, માયા નહીં. અને આ બધા આ બાજુએ, હવે એ તો પરમાત્મા છે, એને કંઈ ત્યાં જ રહેવાનું હોય એવું નથી હોતું.

આમાં પડદો કોણે ઊભો કર્યો? કોણે પાડ્યો પડદો? લોકોએ પાડ્યો. અને પાછા તોય બધા કહે છે કે ભગવાનની માયા છે. ભગવાનને આવી રીતે કહેવાતું હશે? જાતે પોતે લિમિટેડનેસમાં ગયા, પેલાને લિમિટેડનેસમાં લાવે છે. એ માયા એમને ઊભી કરીને ત્રણ ગુણો વડે (સત્વ, રજસ અને તમસ) પોતે ઊભી કરી, એક્ટિવ કરી એને બરાબરની, અને પછી એમાં જાતજાતના ગૂંચવાડા ઊભા કર્યા અને બધું કરી નાખ્યું. અને હવે નક્કી કરી નાખ્યું કે પરમાત્મા માયાની પહેલે પાર છે. ભગવાન કે, "હું તો નિર્લેપ છું, એટલે માયાથી એ પર છું". આવી રીતના ઉપર ઉઠેલો છું. "ત્રણે ગુણોવાળું જે કંઈ તમે આ બધું ટીકડમ ચલાવો છો ને, એ બધું હું કંઈ ગણકારતો જ નથી કે હું ધ્યાન આપતો જ નથી અને આ મારામાં હોય જ નહીં, એટલે હું તો અલિપ્ત જ રહું છું આ બધી વસ્તુઓથી". ભગવાને એવું કહી દીધું કે, "હું તો તમે સમજો છો કે હું ત્યાં છું, પણ વાસ્તવમાં હું માયાપતિ છું".

માયાપતિ એટલે કેવી રીતે? કે એના પર આધિપત્ય જમાવી શકું છું એવો પ્રભુત્વવાળો છું હું તો. એટલે તમે એમ સમજો છો કે હું માયાને પાર છું, આમ છું તેમ છું. હું તો અહીંયા છું ને ત્યાંય છું અને આ ત્રણેય ગુણો પાછા શું છે? પરમાત્માએ શું કીધું? "મારામાંથી જ નીકળેલા જેમ બધું મારામાંથી નીકળ્યું છે, એ જ પ્રમાણે આ ત્રણેય ઊભા કરેલા છે બધા". પણ એ ઊભા કર્યા, એનો ઉપયોગ કરીને તમે તમારી માયા રચી દીધી અને મને દૂર કરી દીધો છે, વાસ્તવિકતા આ છે. દરેક માણસ પોતે જ પરમાત્માને અલગ ધારીને દૂર કરી દે. હવે આ જે ભૂલ થઈ છે એને તેને એણે જાતે જ પાછી સુધારવી પડશે. એ પરમાત્મા સાથે એકતાને અભેદતા કરવી પડશે. વચ્ચે જે આખી આ માયાની જાળ એણે રચેલી છે, ભગવાને નહીં. એણે જે રચેલી છે, આ જંતુ છે ને જંતુઓ જ જાળ રચે. પરમાત્મા કંઈ જાળ-બાળ બનાવવા બેસતા હશે કંઈ, ફિશરમેન થોડા છે!

એટલે એ જે જાળ રચે છે, તે જાળને તેને પોતે તે દૂર કરવી પડશે, તોડવી પડશે અને એકરૂપ થવું પડશે મારી સાથે, ત્યારે જ એનો મેળ પડે. એટલા માટે કહે છે કે આ માયા એ એક પડદો છે જેના વડે પરમાત્મા સંપૂર્ણ ઢંકાયેલા છે, એવું કહે છે. પ્રથમ તે યોગ સાધનામાં પ્રવૃત્ત થાય પણ છે, પરંતુ આ યોગમાયા એટલે યોગ ક્રિયા પણ એક આવરણ જ છે. યોગેશ્વર કહે છે, આ સમજાય છે? આ ભ્રાંતિથી ભ્રાંતિનું નિરસન કરવાનું છે એટલા માટે પણ આ એક વિધિ છે, એટલે કહે છે કે આ યોગમાયા એટલે યોગ ક્રિયા પણ એક આવરણ જ છે. યોગનું અનુષ્ઠાન કરતાં-કરતાં એની પરાકાષ્ઠા એટલે યોગારૂઢતા આવે. યોગની ઉપર તમે આરૂઢ થાઓ છો. યોગની ઉપર આરૂઢ થવું એટલે શું? આધિપત્ય કેળવવું. જેમ ઘોડેસવાર હોય, એ ઘોડા પર આધિપત્ય ધરાવે છે અને એ ઘોડારૂઢ થાય છે ને, ઘોડા પર બેસે અને પછી દોડાવે અને કુશળતાપૂર્વક ચલાવે.

એનો અધિપતિ, અશ્વનો અધિપતિ થઈ ગયો. હવે એને બહુ વ્યવસ્થિત રીતે કંટ્રોલ કરીને ચલાવી શકે. તો તમારે માયાના ત્રણ ગુણોને એવી રીતે ચલાવવાના છે. જ્યારે આ કાર્યકુશળતા તમારામાં આવે છે, ત્યારે તમારા માટે આસાન બને છે ભક્તિ કરવાનું, જેના માધ્યમ વડે પાછા પરમાત્માને આપણે પામી શકીએ છીએ. એટલે જે ભૂલ થઈ ગઈ છે, હવે એને આપણે સુધારવી તો છે જ. એ તો એક હોવું જોઈએ ને કે, "હા બરાબર છે યાર, અત્યાર સુધી મારે જરાક ગરબડ થઈ ગઈ. હું તો એમ સમજતો હતો કે યોગ કરીએ એટલે બહુ જોરદાર વસ્તુ છે, મોટી વસ્તુ છે અને બહુ મજા આવે ને આમ થાય ને તેમ થાય ને બસ પછી ભગવાન પાસે પહોંચી જવાય". પવિત્ર બને માણસ. તો કે આ યોગની એ માયા છે, શું એ વિધિ છે? એ યોગ પરમાત્માની પ્રાપ્તિ માટેનો પણ વિધિ તો છે ને! તમને શું કીધું? માયા વડે માયાનું નિરસન કરવાનું. તો પ્રકૃતિના ગુણોની જે અસર તમારી પર આમ આમ થયેલી છે, એ બધી શેનાથી?

એનાથી જ કાઢવાની છે, બસ એટલે કાઢવું પડે છે આ બધું. હવે તમે જ્યારે આ કરવા બેસો, એટલે બધું એની મેળે નીકળે, પણ આ એકદમ સહજ ક્રિયા છે પરમાત્માએ આપેલી. અનેક જાતના યોગ છે બધા, કંઈક જાતના લોકો હું આમ શીર્ષાસન કરીને કરે ને પાછા ત્યાં જાપ કરે ને કંઈક બધું જાતનું કરતા હોય એવા. એટલે બધો બહુ યોગ છે, એટલે કહે છે કે યોગારૂઢતા આવે ત્યારે તે છુપાયેલા પરમાત્મા તેની આગળ વ્યક્ત થાય છે, એવું એને લાગે. એના વ્યુ પોઈન્ટથી બોલે છે ભગવાન અત્યારે, કારણ કે આય ભગવાન તો ખરો જ ને પાછો, નહીં? એટલે એને એવું લાગે છે કે, "હવે પરમાત્મા આવ્યા મારી પાસે નજીક, માયાનો પડદો હટ્યો, મેં યોગ કર્યો, હવે હું યોગારૂઢ થયો અને પછી હવે પરમાત્મા આવ્યા સન્મુખ, મને દર્શન આપ્યા". આ બધી માયા એ યોગની માયા છે, એટલે એમાંય ફસાયેલા ગૂંચાયેલા બહુ લોકો. એટલો બધો માલ કે ના પૂછવાની વાત, બેસુમાર પબ્લિક ચમત્કાર.

હા એ જ, એ જ, એ જ! બધા પેલું ચક્ર કે, "લંબ બોલું તો કેટલી વખત ઝબકારા કરે છે, કે હું ગણું જરા". એટલે એમાં પડી ગયા હોય એટલું બધું ઝીણું જાય કે ના પૂછવાની વાત. શું કે, "એક મિનિટમાં કે છે એને તો 72 ઝબકારા કર્યા કરે છે". એટલે એમાં જ ખોવાયેલો જ રહે પછી આખો દિવસ. દર વખતે પેલી આમ એક મિનિટ કરે ને લંબ, પછી આમ ગણવા બેસી જાય એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ. એટલું બધું ઝીણું ઝીણું કર્યા જ રાખે અંદર બધું. એટલે યોગમાં એવો જાય, એવો જાય કે ના પૂછવાની વાત. એટલે એને કીધું યોગમાયા. આમાંથી કાઢવું સહેલું છે, આ તો એનાથી અઘરું છે ભાઈ! પેલાનું તો ઝટ ઠેકાણું પડશે, આનું ક્યારે પડશે એ કંઈ સમજાતું નથી. અહંકાર થઈ ગયો, થાય જ. પેલાએ ત્યાં બાધાનો દેવ બનાવ્યો, આણે પોતે અહંકારનો દેવ બનાવ્યો, પુષ્ટિ કરે છે અને સૂક્ષ્મ બનાવતો જ જાય છે હજી તો અહંકારને કે, "હું છું, કંઈક છું, કંઈક કરું છું, બધાથી ઉપર છું, યોગારૂઢ છું" બધું એવું એવું.

પણ વાસ્તવમાં જે યોગારૂઢ થયો હોય, એને આવું બધું નામ જે યોગારૂઢ થયો, એ ત્રણ ગુણોથી પાર થવા માંડ્યો હોય. પણ આ માયા છે યોગની, ભગવાને એમ સમજાવી દીધું આપણને. ચાલો આપણે આગળ વધીએ. ભગવાન કહે છે આગળ, યોગની પરિપક્વ અવસ્થામાં પહોંચે તે જ મને યથાર્થ જોઈ શકે છે. યોગ કરવાનો પણ એની પરિપક્વ અવસ્થા જ્યારે આવશે, ત્યારે એ મને યથાર્થ જોઈ શકે. તો તમે તો દરેક બેઠકે એને પ્રાપ્ત કરી જ લઈ શકો છો, પણ એવું લાગે છે કોકને કે, "મારે તો આ ત્રણ વર્ષ કરવું જ પડે, પછી જ ભગવાન મળે". કોકને એવી માન્યતા પડી હોય કે, "12 વર્ષ હું કરું ત્યાર પછી જ મને આ મળે". પણ આગલા જન્મમાં તે કેટલા વર્ષ કરી હતી, એટલી બાદબાકી કરવાની અત્યારે ભૂલી ગયો હોય. પછી આ જે હોય ને તેમાં જ રચ્યોપચો, યોગની માયા વળગી ગઈ હોય એટલે પછી એમાંને એમાં રચ્યોપચો રહે. હવે ભગવાન એને બોલાવે કે, "હાય હું અહીંયા જ છું" પણ તોય પેલો ધ્યાન આપે નહીં.

એ પેલામાં જ હોય, એને આ ભ્રાંતિ લાગે. માયા તો કેટલી ખતરનાક વસ્તુ કે પરમાત્મા સ્વયં એને કહેતા હોય કે, "જો આ હું આ છું, તું આવી જા", તો એ વસ્તુની એવા ભ્રાંતિ માને અને એ છોડી દે ને પાછો બેસી જાય લંબ કરવા માટે. પાછો રોજ ઓમ કરે, પછી જોરજોરથી કરે, બધી જાતનું ભ્રાંતિ ખૂબ બધું જાત. જે સાધન છે ને, એ સાધન જ તમને ભમાવે ભ્રાંતિ તો એવી. તમને એમ લાગે કે સહી દિશામેં જા રહા હૂં, અરે ભાઈ ગલત જા રહા હૈ! પેલું તમારું તૂટી ગયો હોય પરમાત્મા સૂચક યંત્ર જે હોય ને તમારું, હોકાયંત્રની જેમ એમાં જ ગડબડ થઈ જાય, સ્ટેટિક આવવા માંડે એટલે ખબર ના પડે. બતાવે કે અહીં છે, અહીં છે, અહીં છે, ખરેખર ત્યાં જાવ ત્યારે કશું ના હોય. પણ ભગવાન પાછી એની શ્રદ્ધાને રોજ દ્રઢ કર્યા રાખે, બરાબર લાગેલો રહેજે તું, બહુ સારું કે થોડીઘણી શાંતિ આપી દે એને.

થોડુંઘણું સુખ આપે, આમ જરા આનંદ થાય, થોડું સારું લાગે, ઝબકારા તો બે-ચાર થઈ જાય. એટલે તો કે, "આહા બહુ સરસ, જબરદસ્ત". પેલું ઓડિયો-વિઝ્યુઅલ આવ્યું હતું ને આજે તો મારે, એવું બોલે પાછો. યાર, મેં એવા જોયા છે કે ના પૂછવાની વાત, બહુ જાણતા હોય. એટલે કે છે, છુપાયેલા પરમાત્મા એની આગળ એનામાં વ્યક્ત થાય છે, કોઈ એને ખબર પડતી હોતી નથી. યોગેશ્વર કહે છે કે, "હું મારી યોગમાયાથી ઢંકાયેલો છું, આમ યોગની પરિપક્વ અવસ્થામાં પહોંચે તે જ મને યથાર્થ જોઈ શકે છે". યથાર્થ શબ્દ વાપરે છે, એટલે જોવું એટલે પૂરતું નથી, યથાર્થ જોવું એ મહત્વનું. "હું બધાને પ્રત્યક્ષ નથી," ભગવાને કહી દીધું, "હું બધાને પ્રત્યક્ષ નથી, અવેલેબલ છું, સુલભ છું પણ પ્રત્યક્ષ નથી બધાને. આથી આવા અજ્ઞાની પુરુષ મને જન્મરહિત, અવિનાશી, અવ્યક્તને જાણતા જ નથી". જો, એમના ત્રણ ગુણોની એમણે વાત કરી દીધી અહીંયા કે, "હું એક તો જન્મરહિત છું, બીજો એટલા માટે હું અવિનાશી છું અને ત્રીજું કે હું વ્યક્ત થતો નથી માટે હું અવ્યક્ત છું".

અહીં સુધી આ સ્ટેજ પહોંચ્યા ત્યાં સુધી અર્જુનને એમ જ હતું કે આ શ્રીકૃષ્ણ પણ પોતાની જેમ જ એ મનુષ્ય જ છે. શ્રીકૃષ્ણ વાસ્તવમાં અવ્યક્તમાં સ્થિત હોય, એવા મહાપુરુષને ઓળખવામાં મોટા ભાગે લોકો અંધ જ રહી જતા હોય છે, એમને ખબર જ ના પડે કે આ કોણ. આગળ ભગવાન કહે છે, "અર્જુન, હું અતીત, વર્તમાન અને ભવિષ્યમાં થનારા પ્રાણી માત્રને જાણું, પરંતુ મને કોઈ જાણતું નથી. હું બધાને જાણું છું પણ આ બધા મને જાણતા નથી". કેમ? તો કે છે આગળ વાત ભગવાન જો કરે છે, અને આપણા પહેલા એના પર મૂકીને જોવાનું કે આ જો ભગવાન કેવું બોલે છે. એવું એ ના રાખશો કે ભગવાન છે એટલે સાચું જ બોલે છે એમ કરીને તમે તમારું સત્ય ચકાસો. ઈચ્છા અને દ્વેષ, ઈચ્છા અને દ્વેષ એટલે કે રાગ-દ્વેષના દ્વંદ્વમાં ફસાયેલા, રાગ-દ્વેષના મોહમાં ફસાયેલા. પાછો એનોય મોહ પાછો રાગ-દ્વેષનો!

"હું રાગ બહુ કરું ને તો એનોય મને બહુ મોહ હોય". અમુક લોકોને ઘેર તમે જાઓ તો તમને ખબર પડે આ વસ્તુની, એટલા બધા રાગ-દ્વેષ ને મોહમાં ફસાયેલા હોય કે ના પૂછવાની વાત. તો એવા સંસારના સર્વે પ્રાણીઓ, કોઈ બાકાત નથી કે છે, અત્યંત મોહમાં ડૂબેલા જ રહે છે. એટલે મને જાણી શકતા નથી. મોહમાં ડૂબેલા રહે છે, માટે મને જાણી શકતા નથી, ભગવાને બહુ ચોખ્ખી વાત કરી સીધી. તો શું કોઈ જાણી શકશે નહીં? સંસાર આખોય મોહમાં ડૂબેલો છે, કોકને કોક પ્રકારના. તો ભગવાન આગળ કહે છે કે જે પાપનો અંત લાવનાર પુણ્ય કર્મ? સૃષ્ટિનો અંત લાવનાર પુણ્ય કર્મો કે યજ્ઞની પ્રક્રિયામાં નિયત કર્મ કરનાર જે ભક્તના પાપ નાશ પામ્યા છે અને જે રાગ અને દ્વેષ વગેરે દ્વંદ્વોથી મુક્ત થયેલો છે, જે મને ભજે છે. શેના માટે ભજે છે? તો કહે છે કે જે મારા શરણમાં આવીને જરા-મરણથી મુક્તિ પામવાનો પ્રયત્ન કરી રહ્યો છે, તે મનુષ્ય આ બ્રહ્મને, સંપૂર્ણ અધ્યાત્મને અને સંપૂર્ણ કર્મને જાણે છે.

જે અધિભૂત, અધિદૈવ અને અધિયજ્ઞ સહિત મને ઓળખે છે, એવા સમત્વ પામેલા લોકો મરણ સમયે પણ મને જ જાણે છે, મારામાં સ્થિર થાય છે અને હંમેશા મને પ્રાપ્ત કરે છે. જો શું કહે છે, "હંમેશા મને પ્રાપ્ત કરે અચૂક. જે લોકો અધિભૂત, અધિદેવ અને અધિયજ્ઞ સહિત મને ઓળખે છે, એવા સમત્વ પામેલા લોકો મરણ સમયે પણ મને જ જાણે છે અને મારામાં સ્થિર થાય છે અને હંમેશા મને પ્રાપ્ત થાય છે". આ જે છે તેને સમગ્ર બોધ કહેવામાં આવે છે. અહીંયા આપણો આ સાતમો અધ્યાય 'સમગ્ર બોધ' નામનો પૂરો થાય છે. આઠમાં અધ્યાયની અંદર આપણે ભગવાન આગળ શું વાત કરે છે તેને જાણીએ. 'અક્ષર બ્રહ્મ યોગ' આઠમાં અધ્યાયનું નામ આવું છે. આગળ વાત કરે છે કે સાતમાં અધ્યાયના અંતે તે યોગેશ્વર શ્રીકૃષ્ણએ કહ્યું હતું કે પુણ્ય કર્મ કયું? પુણ્ય કર્મ આપણા જે પ્રચલનમાં છે એવું નહીં. નિત્ય કર્મ આરાધના કરનારો છે તેને પુણ્ય કર્મ કહેવાય.

અહીં પુણ્યની વ્યાખ્યા બદલાઈ ગઈ છે. પાપ અને પુણ્ય જે સામાન્ય રીતે લોકો કહે છે, તેવી રીતે ભગવાન કહેતા નથી. આ એક જ કર્મને પુણ્ય કર્મ કહે છે. એમને નિત્ય આરાધના કરવાની છે એની અને એવું કરનાર જે, એ પાપથી મુક્ત થાય છે અને પુણ્યથી પણ મુક્ત થાય છે. વાત કેવી છે! પુણ્ય કર્મ કરનારો પુણ્યથી મુક્ત થાય અને પાપથી પણ મુક્ત થઈ જાય છે, ત્રણેય ગુણોની અસરોથી મુક્ત થઈ જાય છે, રાગ-દ્વેષથી મુક્ત થઈ જાય છે. જે મોહ વ્યાપેલો છે તેનાથી મુક્ત થઈ જાય છે. એને જે માયાનો પડદો જે આમ લાગ્યા કરતો હોય છે, તેને એ ચીરી-ફાડીને નવરું કરી નાખે છે ને પરમાત્માને પ્રત્યક્ષ કરીને એક જ ક્રિયા કરે છે, એક જ કર્મ કરે છે, એક નિષ્કામ કર્મ કરે છે, એક યજ્ઞ કરે છે. તેવો ભક્ત, સમજાય છે તમને શું વિધિ આપી છે એની? તો કોઈ કલ્પના નથી લોકોને. ભગવાને શું કહ્યું છે કે જે વિધિ કરવાથી તું તારા આત્માને અધોગતિમાં નહીં લઈ જઈ શકે, પ્રતિબંધ લાગી જશે તને કે, "ભાઈ, આનાથી નીચે નહીં પડવા પડાય હવે." એટલે એટલીસ્ટ તારાથી એમ તો એ તો તારે સેફ સાઈડ થઈ ગઈ ને!

એ કરવાનું કહે છે કે ભાઈ, તારે બસ આટલું જ કરવાનું છે અને તે કેવું પાછું, યજ્ઞ ભાવથી કરવાનું. અને ઓલરેડી તું એ બધું કરી જ રહ્યો છે બીજા દેવી-દેવતાઓ પાસે, કે જે છે જ નહીં કે. તારો આ બધો ભાવ અને તારા એફર્ટ ને બધા છે ને, એ બધા કંઈક ખોટી જગ્યાએ એમ્પ્લોય કરેલા છે, તકલીફ આ થઈ ગઈ છે. અને એમાં પાછો તું અનંત જન્મો વેડફી રહ્યો છે. ભગવાનને દુઃખ એ વાતનું થાય, પેલો ત્રીજા જન્મે મારા સુધી પહોંચવાનો હતો, એના બદલે 18 જન્મે પહોંચ્યો. આ એક-એક આના દાખલા જો ભગવાન આપણને આપે ને, તો આપણને ખબર પડે. સાત જન્મે પહોંચનારો 70 જન્મ પછી આવ્યો કે મારી પાસે! એક-એક આની આમ વાત કરીએ તો આવી રીતે સત્યનારાયણની કથામાં બોલે છે ને કે આ માણસે આ કથા કરી તો એનું આવું-આવું થયું, આમ-આમ થયું. એવી રીતે જો આની જો જન્મની કથાઓ જો શરૂ કરે ને પરમાત્મા, કારણ કે એ તો સર્વજ્ઞ છે અને એ કહે જ છે કે બધાના જન્મો હું જાણું છું, પણ આ લોકો મને જાણતા નથી.

આ બધા મને જાણતા જ નથી અને એનું મૂળ કારણ શું કહી દીધું? મોહમાં પડેલા. મોહ એ રાગનો ગુણ છે. મોહમાં પડવું એ રાગ કરે અને રાગ થાય, અને રાગની એબસન્સ થાય એટલે રાગ જેના પ્રત્યે હોય એની એબસન્સ થાય કે એનો વિયોગ થાય એટલે દ્વેષ ખડો થઈ જાય, પછી ક્રોધ આવે. હવે રાગ થવો ઇટસેલ્ફ એ કામ છે, કામના થાય છે ને તમને કે, "હું અહીં બહુ સારું લાગે, બેસી રહું". એવા પ્રકારનો રાગ હોય, એટલે કામના પૂર્તિ ન થાય ત્યારે રાગ દ્વેષમાં પરિવર્તિત થઈ જાય છે. એક વ્યક્તિ પ્રત્યે જો કોઈ બીજી વ્યક્તિને અમુક અપેક્ષાઓ ઊભી થાય, એક પ્રકારના સંબંધના કારણે, ના હોય ત્યાં સુધીને તો કશું ન હોય. પણ એક સંબંધ, પરિચય, "કેમ છો? સારું છે?" પેલા એ વ્યવહારિક રીતે ઓળખાણ આપી હોય, આણે વ્યવહારિક રીતે ઓળખાણ આપી હોય અને પેલાએ કીધું, "ભાઈ હું વકીલ છું". હવે આ સ્કૂટર લઈને ગયો ત્યાં આગળ ને આગળ પોલીસવાળાએ ચલણ પકડાવી દીધું કે, "હવે ભરી દે 500 રૂપિયા".

તો પેલાને યાદ આવ્યું હોય પેલા મળ્યા હતા મને મોહિતભાઈ. "એક કામ કરું કે એને હું આ ચલણ આપી દઉં, એ કહેતા હતા ને કે હું વકીલ છું". હવે મોહિતભાઈ પાસે આવે એમ કહે કે, "ભાઈ, મારું પેલું જરા એક ચલણ આવ્યું છે કે મારું એક કામ કરશો?" એ સહૃદયતાથી પૂછે કે, "ભાઈ, હા બોલોને શું છે?" હવે એણે કીધું કે, "ભાઈ જો, હું ત્યાં ગયો ને આ ચલણ આવ્યું છે અને મારે કોર્ટમાં હાજર થવાનું છે, તો તમે મારો આ કેસ કરીને ચલણ બધું કરાવી દેજો ને." એટલે મોહિતભાઈ કહે કે, "ભાઈ, હું સિવિલ પ્રોસીજરનો વકીલ, એટલે મારે તો જે લેન્ડના તેના ડિસ્પ્યુટના જે કંઈ હોય ને એવા કેસ હું કરું છું અને આ મારી પ્રેક્ટિસ નથી". બરાબર, એમણે તો બરાબર વાત કરી દીધી, એમણે સ્પષ્ટતા કરી દીધી. પણ પેલાને એમ થાય કે, "આ મારું કામ ના થાય એવું કંઈ જાતનો વકીલ"! પેલાને એવું થાય મનમાં કે, "આ મારું આટલું કામ ના કરી આપી શકે?

આવડો મોટો લેન્ડ રેકોર્ડનો વકીલ છે ને આવું કેમ ના કરી શકે?" આ એની અણસમજણ છે, પણ હવે શું થશે? જે પહેલા એને મોહિતભાઈ પ્રત્યે આમ ભાવ થયો હતો ને, તેનો પછી હવે અભાવ થશે. હવે આગળ જશે ત્યાં અગાડી અને કોક વાત કરશે એની જોડે પાછું થોડા સમય પછીથી કે, "યાર, મારે યાર આ ખેતર છે ને તો કે એની અંદર એક પ્રોબ્લેમ થયો છે, કોઈ સારો વકીલ હોય તો તમે તે દી કહેતા હતા ને પેલા વકીલ તમને મળ્યા હતા". "તું રહેવા દે ને, એની વાત ના કરીશ". સો, હવે એને દ્વેષ થવા માંડ્યો છે, એટલે એ શું કહે છે? "તું એમની વાત ના કરીશ, મને કંઈ લાગતું નથી કંઈ બહુ હોશિયાર વકીલ હોય એવું લાગતું નથી". દ્વેષ થઈ ગયો, જો આટલું બધું કરે બોલે આવું બધું થાય છે. પણ ખરેખર શું થાય છે? કર્મોની જાળ આમ ગૂંચવાતી જ જાય છે, ગૂંચવાતી જ જાય છે, ગૂંચવાતી જ જાય છે. હવે એ એણે પોતે રચેલી જાળ છે, હજુ આ નેટની અંદર મોહિતભાઈ આવ્યા નથી વચ્ચે ક્યાંય, એ તો છૂટા છે.

એણે પોતે રચેલી જાળ છે અને એ પોતે એમ રાખીને એમાંથી જ જો કર્યા કરે છે દુનિયાને, અને એને એવું દેખાય કે બધા વકીલો આવા જ હોય. પછી છેવટે આવું સ્ટેટમેન્ટ આવે, પછી શું આવે? "બધા વકીલો આવા જ હોય કે બધા ડોક્ટરોય આવા જ હોય". એટલે બધો દ્વેષ થવા માંડે ધીરે-ધીરે, ધીરે-ધીરે કરીને. "પ્રોફેશનલો હોય છે આ તો બધા જવા દો ને, પહેલા પૈસા આપો તો જ આગળ વાત કરે નહિતર ના કરે". પછી આવું બધું એ બોલે પાછા. પણ એ આ જે કંઈ આવું બધું બોલી રહ્યો છે, એનાથી વિચારી રહ્યો છે, તેનાથી પાછું એવું જાળ ઊભું થાય છે, ત્રણ જાતની નેટ બસ ગૂંથી રહ્યો છે. શું? પોતાના વિચારોની નેટ ગૂંથે છે, પોતાની વાણીથી શબ્દોથી પણ નેટ ગૂંથે છે અને પોતાના એક્શનથી બી નેટ ગૂંથે છે. ત્રણ જાતની મુશ્કેલીઓ એ પોતાના માટે જ પેદા કર્યા કરતો હોય આખો ટાઈમ. અને પછી એમ કહે છે કે, "મારાથી જવાતું નથી, મારાથી થવાતું નથી, મારાથી કંઈ નથી થતું".

ભાઈ, તે જ આ બધું ઊભું કર્યું હતું, કોઈ બીજો આ મટીરિયલ પેદા કરનારો હતો જ નહીં વચ્ચે. આપણે આમ જોઈએ છે ને પેલું રોડમાં વચ્ચે ડિવાઈડરના પેલા પ્લાસ્ટિકના પીળા, લાલ ને બધું મૂકે છે, એવું જ મટીરિયલ આ બધું, પાછું થોડું ઊંચુંય હોય, કાંટાવાળું હોય ને બધી જાતનું હોય. પણ કે આ બધું લાવ્યું કોણ? તો કે તું જ લાવ્યો છું. પાછો એક્સેપ્ટ ના કરે, મૂળ તકલીફ એ, પાછો એક્સેપ્ટ ના કરે કે, "હા, મેં જ આ બધું કર્યું". હવે આ બધી અજ્ઞાનતા છે અને એનાથી કીધું ને કે અજ્ઞાન છે ને ગાઢું થતું જ જાય, અવગાઢ થઈ જાય. પછી તો એવું ને કે સામે મોટી પેલી તોપ ફોડે ને તોય તૂટે નહીં, એવું-એવું અજ્ઞાન થઈ ગયું. એટલે પછી એમાંથી બહાર નીકળવાનો એને માર્ગ મળતો નથી અને પછી અજંપો ને મૂંઝાયા કરે કે કેમ કરવું, કેમ કરવું. એટલે ભગવાને કીધું કે આ જે પુણ્ય કર્મ કરનારો, નિત્ય કર્મ આરાધના કરનારો, એ યોગી બધા પાપોથી મુક્ત થઈને એ વ્યાપ્ત બ્રહ્મને જાણે છે.

વ્યાપ્ત બ્રહ્મ જે છે, માયામય છે ને માયાને પારે છે અને માયાપતિ પણ છે, એવા બ્રહ્મને જાણે છે. કે જે અત્યાર સુધી અવ્યક્ત હતા, પણ હવે એને વ્યક્ત થઈ જાય છે. અવ્યક્ત શા માટે હતા? એના માટે અવ્યક્ત હતા. જ્ઞાનીઓ તો એને જાણે જ છે, તો પછી એને અવ્યક્ત કેવી રીતે કહી શકાય? એ તો પ્રત્યક્ષ છે ભાઈ. જેમ સૂર્ય બધાને પ્રત્યક્ષ છે ને, તમે જુઓ કે ના જુઓ પણ તમને ખબર જ છે ને સૂર્ય છે. આને તમે માનો છો, પણ એને નથી માનતા કે જેના આધારે આ સૂર્ય આવ્યો છે. સમજાય છે, જેના આધારે સૂર્ય છે અને એની જગ્યાએ છે ને પોતાનું કામકાજ કર્યા કરે છે ને રોજ તમને વિટામિન ડી આપે છે, એને તમે માનો છો. પણ જેના આધારે આવ્યો છે, એને તમે માનતા નથી. અને પછી ત્યાં અગાડી જઈને કોક દેવી-દેવતાઓની પૂજા કરો અને પછી કહેવાય કે, "ભાઈ, મારા છોકરાને નોકરી મળી જાય ને તો નાળિયેર ફોડીશ, સાકર ચડાવીશ ને આમ કરીશ ને તેમ કરીશ ને પૂજા કરીશ, આરતી કરીશ, જાત્રા કરીશ." પેલા શું કરે છે?

પૂનમ ભરે છે. બધું આ અમાસે ભરે ને પૂનમે ભરે, આઠમે ભરે, ચૌદસે ભરે બધા. એટલે બધા ચૌદસિયાઓ આ બધા. ભગવાને કીધું કોઈ દહાડો પૂનમ થાય જ નહીં આ લોકોને. એટલે આવીને અટકી ગયા હોય. કેમ ચૌદસિયા કીધા? તો કે માનવ દેહમાં તો આવી ગયો છે, અહીં પોસિબિલિટી છે. જે માયાથી ઉપર ઊઠી ગયો ને અવ્યક્તને વ્યક્ત કરી દીધો, તો એની પૂનમ પાકી. પણ કે આ ચૌદસ પર જ અટક્યો હોય કે પૂનમ થવા જ ના દે, એ પોતે નથી થવા દેતો, કરુણતા એ છે. અને આખો દહાડો બસ પછી આ ચૌદસ વિદ્યા છે એની આવડી ગઈ હોય, તે બસ એ કર્યા જ કરતો હોય, કર્યા જ કરતો હોય, ઓર ગૂંચવે. એ ઓર ગૂંચવે એટલે ચૌદસની છે ને, તો પૂનમ કર્યા વગર જ એના જીવનની અંદર શું થઈ જાય? પાછો પડવો થઈ જાય, બીજ થઈ જાય, ત્રીજ થઈ જાય એમ થાય. આમ સ્ટેપ ડાઉન ટીક ટીક ટીક ટીક કરતો નીચે આવી લખચોરાસી ફર્યા જ કરે પછી ફરે એમ, ભગવાન કહે છે.

એટલે આપણે સમજવાનું અહીંયા આગળ એ હતું કે આ જે નિત્ય કર્મ આરાધના ભગવાને આપણને બતાવી છે, તે કરવાથી તે વ્યાપ્ત બ્રહ્મને જાણે છે. એટલે કે કર્મ કોઈ એક એવી વસ્તુ છે કે જે વ્યાપ્ત બ્રહ્મનું જ્ઞાન કરાવે છે, એને જ કર્મ કહેવાય. વ્યાપ્ત બ્રહ્મનું જ્ઞાન કરાવે છે આપણને તો. અને એ કર્મ કરનારો વ્યાપ્ત બ્રહ્મને, સંપૂર્ણ કર્મને, સંપૂર્ણ અધ્યાત્મને, સંપૂર્ણ અધિદેવને, અધિભૂતને અને અધિયજ્ઞ સહિત મને જાણે. આથી કર્મ કોઈક એવી વસ્તુ છે કે જે આ બધાનો પરિચય કરાવે છે આપણને. અધિભૂત, અધિયજ્ઞ, અધિદેવ, તેઓ અંતકાળમાં પણ મને જ જાણે, તેઓનું જ્ઞાન ક્યારેય વિસ્મૃત થતું નથી. પરમાત્માએ આટલી વાત કરી એટલે હવે અર્જુને પૂછ્યું, બહુ અગત્યનો પ્રશ્ન છે. હવે સાવધાન થઈ જાઓ, એકદમ એલર્ટ. "હે પુરુષોત્તમ," જો પહેલી વખત આમ આવે છે, કેવું એનું સંબોધન "હે પુરુષોત્તમ"!

હજુ એને ભગવાને પોતાનો પૂરેપૂરો પરિચય તો આપ્યો જ નથી, પણ અહીં હવે એને થોડીક ક્રેક થવાની ચાલુ થઈ ગઈ કે, "યાર હું જ ક્રેક હતો કે હું આને માની બેઠો હતો કે આ મારો ભાઈબંધ છે". એટલે પહેલી એની સમજણમાં ક્રેક પડી અને કેવું તરત સંબોધન બદલાઈ ગયું! શું કીધું? "એ બ્રહ્મ શું છે?" શું કીધું, "આ બ્રહ્મ શું છે? અધ્યાત્મ શું? કર્મ શું? અધિભૂત અને અધિદેવ કોને કહે છે? અહીં અધિયજ્ઞ કોણ છે અને આ શરીરમાં એ કેવી રીતે થાય છે?" એ તો નક્કી જ છે કે અધિયજ્ઞ એટલે યજ્ઞનો અધિષ્ઠાતા, કોઈ એવો એક પુરુષ કે જે મનુષ્ય શરીરના આધારવાળો છે. મનુષ્ય શરીરના આધારવાળો છે, એને આપણે અધિદેવ કહેવાય. એટલે અધિયજ્ઞનો અધિષ્ઠાતા છે એ જે મનુષ્ય શરીરના આધારવાળો છે. "હવે સમાહિત ચિત્તવાળા પુરુષો," સમાહિત એટલે સમહિત, બધી જ જગ્યાએ બધાનું હિત જ જોતા હોય સંભાવથી, સમહિત એવું ચિત્તવાળા પુરુષો, "અંત સમયે આપને કેવી રીતે જાણી શકે છે?" આ સાત પ્રશ્નોના ઉત્તરમાં શ્રીકૃષ્ણ બોલ્યા.

યોગેશ્વર: *અક્ષરમ્ બ્રહ્મ પરમમ્*. શું કહે છે? *અક્ષરમ્ બ્રહ્મ પરમમ્*. જે અક્ષય છે, જેનો ક્ષય થતો નથી, જેને ક્યારેય ટીબી થતો નથી, એ જ પરબ્રહ્મ. એટલે એને એક બીજો શબ્દ પણ વાપરવામાં આવે છે 'અવ્યય', જે ક્યારેય વપરાતો નથી; વપરાશ કરવાથી પણ ક્ષીણ થતો નથી. વાપર્યા જ કરો તેમ છતાં પણ ક્યારેય પણ એનો નાશ થતો નથી, એ પરબ્રહ્મ છે એમ કીધું. *સ્વભાવોઽધ્યાત્મમુચ્યતે*. સ્વયં પોતાનામાં સ્થિર ભાવ. અહીં તો બીજાને સ્થિર કરવા ફરે બધા કે, "તું સીધો થઈ જા ને સ્થિર થઈ જા કે હાલવાનું બંધ કર." બધા એકબીજાને આવું એવું કહે, પણ પોતે ના થાય, પોતે હાલ્યા જ કરતો હોય. અધ્યાત્મ એટલે આત્માનું આધિપત્ય, સર્વોપરીતા આત્માની. આના પહેલા બધા માયાના આધિપત્યમાં રહે છે. જેવા અધ્યાત્મમાં શરૂઆત કરે છે, પછી એ લોકો માયાના આધિપત્યમાંથી મુક્ત થવા માંડે છે.

માયામાંથી મુક્ત. હવે માયા એમને રચી હતી પોતે જાતે, અને પછી કહે કે, "આ તો દુર્ગમ છે ને દુષ્કર છે ને આનો તો પાર પમાતો નથી, ભગવાન બચાવો, છોડાવો" બધું કરીને ગમે તેમ ભગવાનને બોલાવે તો ખરા. ભગવાને હેલ્પ કરીને એક ઝબકારો મારી આપે, એટલે એને કોક સાધન મળી જાય, કોક સાધન બતાવનારો. નહીં તો છેવટે મોકલી આપશે પછી કે, "આ કર." એ કરતો જાય, કરતો જાય. પરિપક્વ સ્થિતિએ જ્યારે એ પહોંચી જાય એટલે વળી પાછો આગળ બીજું એક ઝબકારું કરી ગયા ભગવાન, એટલે એને આગળનો રસ્તો દેખાડે. એમ-એમ કરતાં-કરતાં એમાંથી પાર લાવે. પણ જ્યાં સુધી પોતાનામાં સ્થિર ભાવ જ આવ્યો ના હોય, એટલે કે અધ્યાત્મ એટલે કે આત્માનું આધિપત્ય, પોતાનું સ્વયં પર આધિપત્ય હોવું જોઈએ. એ અત્યાર સુધી મોહ અને અહંકારનું જ આધિપત્ય હતું, એના બદલે હવે એના જીવનમાં પરમાત્માનો પ્રવેશ થવા માંડ્યો છે ધીરે-ધીરે.

હજી તો બહુ દૂર છે, પણ છે તો ખરા ને યાર! અત્યાર સુધી તો ખબર જ નહોતી કે ક્યાં છે. જો સામાન્ય રીતે ઘણીવાર લોકો પ્રશ્નો પૂછે તમારી પાસે આવીને કે, "ભગવાન ક્યાં છે?" એટલે એને શંકા છે ને હોવામાં પહેલામાં પહેલી, તો જ એ પૂછે છે ને, "છે કે નહીં ભાઈ કે?" તો આપણે એને પૂછીએ કે, "તારા બાપા છે?" જવાબ આવી ગયો. પછી આગળની વાત નહીં કરું. અધ્યાત્મ એટલે આત્માનું આધિપત્ય, આ એક વસ્તુ હંમેશા ખ્યાલ રાખો. એટલે બધા આ માયાના આધિપત્યમાંથી મુક્ત થઈને આત્માના આધિપત્યમાં આવે, સ્વયંના આધિપત્યમાં. એટલે પોતે પોતાનો કંટ્રોલ લે છે, નિયંત્રણ લે છે પોતાનું જ જાતે, એમ કહેવાય છે. એટલે જ્યારે પણ સ્વભાવ એટલે કે સ્વરૂપમાં સ્થિર ભાવ, સ્વભાવ એટલે શું? સ્વરૂપમાં સ્થિર ભાવ. જ્યારે થાય છે, સ્વયંમાં સ્થિર ભાવ ભળે છે એમાં, આત્માનું આ અધિપત્ય પ્રવાહિત થઈ જાય છે.

આ જ અધ્યાત્મ, આખી પ્રોસેસ વિશે કહી દીધું. ક્લિયર? આગળ જઈએ. અધ્યાત્મની આ પરાકાષ્ઠા છે. શું થાય છે? આત્માનું આધિપત્ય સ્થિર ભાવમાં પ્રવાહિત થવા માંડે પોતાના અંદર સ્વયંભાવમાં કે, "હું જ આત્મા છું, હું શુદ્ધ આત્મા છું." એની અંદર સ્થિર થવા માટે ધીરે-ધીરે, ધીરે-ધીરે 25 વાર બોલવાનું નથી, એકવાર બોલો, અનુભવ તો કરો. પછી એ અનુભવ સહેજ ઝાંખો પડે ને સહેજ આમ જરા એમ લાગે કે ફેટ થયો, પાછો ફરી વખત બોલો, ફરી અનુભવ કરો. યાર, કેટલો જબરજસ્ત પ્રોસેસ છે! રોમાંચ આમ તમારા આમ થાય, તમે બોલો તો ખડા થઈ જાય એવો, યાર કોઈ મજાક છે? "તું આત્મા છું" એમ. શેનું તું અમિત માની બેઠો છે તારી જાતને? "તું આત્મા છું, હું શુદ્ધ આત્મા છું" એમ બોલ. એવી રીતે જ્ઞાની એને જગાડે છે એની એની સંજ્ઞાથી કે, "તારે આ શું? કે તું જાગી જા". તો આ સ્થૂળની અંદર આવી રીતના ચાલતું હોય, પછી સૂક્ષ્મમાં પ્રોસેસ ચાલતી હોય, ઠેટ પરામાં એને જગાડતો હોય પેલો ટપલી મારીને.

જ્ઞાની પુરુષ, જ્ઞાની પુરુષ તો કરી શકે ને બધું. એ ક્યાં બેઠો હોય? તો કે સાર્વત્ર છે, વ્યાપક છે. હવે પેલો દાખલો સવારમાં આપ્યો હતો એ પ્રમાણે કે અહીં બેઠો બેઠો પેલો સ્ટીમર આમ પાણીમાંથી આમ બહાર કાઢીને દૂર-દૂર મુકતો હોય સારી જગ્યાએ. અહીં આમ બેઠે-બેઠે કશું કરે, હવે હાથે હલાવ્યા વગર તે પછી આટલું ના કરી શકે? કોક એવો મોહમાં એમ પડેલો હોય તો કે, "ચલ ભાઈ, નવડાવી-ધોવડાવીને તને બહાર કાઢું અને પછી બોલાવીને બેસાડું અને પછી કહું કે ભણ." હવે આવું તો કરી શકે ને જ્ઞાની પુરુષ તો! એ તો ચાહે શું કરે, કીધેલું છે કે એમને આમ કૃપા કરવાની થઈ જાય એટલે બસ કરે. અને પાછી મજાની વાત, એ પોતે નિમિત્ત પાછો. જ્ઞાની પુરુષ પોતે પણ સ્વયં નિમિત્ત પાછો. કંટ્રોલ બધો કોનો? તો કે પરબ્રહ્મ પરમાત્માનો. કરે કંઈ નહીં પણ બધાને કરાવડાવે તે. આખેઆખી પ્રકૃતિને જે કુદાવી શકે છે, એ આ ના કરી શકે?

સમજાતું નથી. જે સાવ જડ પ્રકૃતિ છે, એને ચેતનવંતી કરીને આટલું બધું દોડધામ કરાવી મૂક્યા છે. આમ પેલો સલેપાટ પડ્યો હોય, ઊંઘતો જ હોય, ઊંઘતો જ હોય, અને પેલો કોક કોક આવીને એને કહે કે, "યાર, તારો આ ફોન આવ્યો છે, લાગે છે કે લોસ એન્જલસથી છે." સફાળો એકદમ દોડતો આ ત્યાં આગળ જ જશે. શું થયું કે હવે આ ઊંઘતા માણસને આટલું દોડાવી દોડધામ કરાવી મૂકે, તમે જો આમ કેમ વિચાર કરો કે આ શરીર, હાડકા બધા આમ સ્નાયુઓ બધું આમ કેવી રીતે સરસ રીતે જોડાયેલું છે બધું, કેવી રીતના છે! આ વૈજ્ઞાનિકોને પૂછોને તો એ તો તમને કહે ખરો. તમે આવી રીતે બેઠા હોય ને પછી આમ કરીને આમ ઊભા થાઓ ને, તો કેટલા ટન વજન તમારા આ સાંધા પર આવે છે! શું એટલું બધું છે કે આ એના આધારે તો પેલા લોકો આવો મોટો ટ્રક લઈ આવ્યા, પેલું આમ કરીને આમ શું કહે છે, ડમ્પર હાઈડ્રોલિકવાળું.

તો આ તમારા હાઈડ્રોલિક્સ કેવા હશે બધા કે આટલું બધું વજન લઈને તમે આમ કરીને આમ ત્યાં આગળ એકદમ પાછા આમ દોડતા-દોડતા જાઓ, લોસ એન્જલસથી ફોન આવ્યો એટલે એવા દોડાવે છે પરમાત્મા. પોતે કંઈ કરે, કરાવડાવે, એનું નામ પ્રભુ છે એ. અને પાછી એમની હરકત બધે ચાલતી હોય, એટલા માટે વિભુ કહેવાય છે. *વિભું વિશ્વનાથં*, વિશ્વના નાથ છે. તો શું, તમારી મહીં બેઠા છે, બોલો, ઓળખાણ પાડો. એટલે આ અધ્યાત્મ છે અને આ અધ્યાત્મની પરાકાષ્ઠા છે કે *ભૂતભાવોદ્ભવકરો વિસર્ગઃ કર્મસંજ્ઞિતઃ*. ભૂતોનો એ ભાવ કે જે કંઈકને કંઈક ઉદ્ભવ કર્યા કરવું. એટલે કે પ્રાણીઓના એ સંકલ્પ જે સારા અથવા ખરાબ સંસ્કારોની સંરચના કરે છે, એમનો વિસર્ગ એટલે કે વિસર્જન, એમનો નાશ થવો એ જ કર્મની પરાકાષ્ઠા છે. કર્મની પરાકાષ્ઠા શું કીધું? પેલું ઉદ્ભવ પામે છે ને ગુણોની અંદર બધું, એની વાત કરે છે.

ભૂતો છે, પંચભૂતો છે ને બધા. એની અંદર ત્રણ ગુણ રહેલા છે દરેકની અંદર, બરાબર. હવે એ ભૂતોનો ભાવ છે. શું ભાવ છે? ખદબદ કર્યા કરવાનું, કંઈકને કંઈક હરકત કર્યા કરે, ઊંચું-નીચું થયા કરે બધું. પેલી ખીચડી મૂકી હોય ને જેમ દાળ ચોખા ખદબદ થાય, એવી રીતે આ બધા ખદબદ થાય પાંચે પાંચ અંદર એના બધા પરમાણુઓ. જો કેવું થાય, આવી ગીતા ભણ્યા હતા! હવે એ પાંચે ગુણ જે છે ને તત્વો બધા, એ પાંચ ભૂતો, એ પાંચ ભૂતોમાં રહેલા ત્રણ ગુણો, તે બધા આવી રીતે આમ બધા ઉપર-નીચે, તળે-ઉપર ખદબદ થાય. એટલે પોતાની પોઝીશન ચેન્જ કરે છે, ઇન ધ સેન્સ પોતાની પોઝીશન ચેન્જ કર્યા કરે છે બધા. એટમ છે ને, તો પરમાણુઓ બધા આમ ફર્યા કરતા હોય, પોતપોતાની પોઝીશન ચેન્જ કરે. એટલે હવે ખીચડી પરથી વિજ્ઞાન પર આવી જાઓ, તરત ખબર પડી જશે. એટમ બધા ગોળ-ગોળ ફરે છે; ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન બધા એવી રીતે.

એટલે એ બધા ફરફર કરે છે, એટલે એના કારણે આ બધી સ્થિતિઓ બનતી હોય છે અને બદલાતી હોય. એક સ્થિતિ હોય પછી બીજી થાય, પછી ત્રીજી થાય, કારણ કે આ પરમાણુઓ બધા ફરફર કર્યા જ કરે છે બધા. આ પ્રકૃતિ છે એમ કહે છે. આ પાંચ અને ત્રણ આઠ ભેગા થાય છે ને, તો એના અંદર આ બધી બધું જે થાય છે એને પ્રકૃતિ કહેવામાં આવે અને એ જે થાય છે એ ભૂતોનો ભાવ છે. શું ભાવ છે? કંઈને કંઈ ઉદ્ભવ કરે. ઉદ્ભવ કરવું એટલે કંઈને કંઈ એક્ટિવિટી કરવું એમ, હાલવું સીધી સાદી વાત ઉદ્ભવ કરવું એટલે. અને વધારે સારી રીતે તમને બીજી રીતે કહું તો, તે દિવસે હું તમને સમજાવવાનો પ્રયત્ન કરતો હતો કે આ સૃષ્ટિ છે, આ પાંચ ઇન્દ્રિયો વડે આપણી સૃષ્ટિને આમ આમ છે એમ જોઈ ગયા છે પછી. પણ આ એક ક્ષણ, બીજી ક્ષણ, ત્રીજી ક્ષણ, દરેક વખતે આપણને સૃષ્ટિ છે એવું જ દેખાયા કરે. પણ વાસ્તવમાં એ શું થાય છે?

ફ્લેશીસ થઈ રહ્યા છે ત્યાં અગાડી. હવે જ્યારે ફ્લેશ થાય છે ત્યારે દેખાય છે અને ફ્લેશ બંધ થઈ જાય છે ત્યારે નથી દેખાતી. અને આવું એક મિલી સેકન્ડના કેટલામાં ભાગની અંદર આમ એટલું બધું સ્પીડમાં થઈ રહ્યું છે કે ના પૂછો વાત. પણ આ સેન્સીસ આપણી અને આ જે આપણું મન છે, એ એને પકડી શકે એવું નથી, એની સ્પીડ એટલી બધી વધારે છે, એટલી બધી વધારે છે. એના કારણે આપણને આ આખી પૃથ્વી, જે જે કંઈ આપણી આ સૃષ્ટિ છે તે સતત છે એવું લાગે. બાકી ખરેખર છે-નથી, છે-નથી, છે-નથી, છે-નથી; આખી આ સૃષ્ટિ એમ ચાલી રહી છે. તો હવે આગળની વાત કે પ્રલય તો દરેક પળે થઈ રહ્યો છે, દરેક વિપળે થઈ રહ્યો છે પ્રલય તો, આપણને નથી દેખાતો. એટલે જો આ ઉદ્ભવ થાય છે, સમજાવ્યું ને તમને કે એની પોઝીશન બદલાય. પણ પ્રતિપળે આવી રીતના આ આઠે આઠની અંદર આવું બધું થાય ને બધું અલગ-અલગ તોફાન.

જો આ બુદ્ધિનો પાર, તમારા ધાગા નીકળી જશે, આમ ખાલી આમ બેસીને વિચાર્યા કરશો તો બી એમ. એટલું બધું સ્પીડમાં થાય છે, એટલું બધું સ્પીડમાં થાય છે કે મન એને પકડી નથી શકતો. એટલે તમને આ સૃષ્ટિ આમ સ્થિર લાગે છે અને એની કન્ટીન્યુટી લાગે છે તમને. હવે કોઈક એવો માણસ હોય કે જે એ જે પેલું છે વાળી સ્થિતિમાંથી નીકળે છે, એના માટે તો સંસાર છે, નથી વાળી સ્થિતિમાંથી જે નીકળી ગયો તે એના માટે નથી. બહુ નાનકડી સ્લીટ છે, વચ્ચેની ગેપ. નથી વાળી જગ્યામાંથી બહાર નીકળી ગયો છે એ વખતે, એટલે લાઈટ ઓફ હતી અને તમે ગાડી આમ કાઢી દીધી અને તરત લાલ લાઈટ આવી ગઈ પાછી, સમજી ગયા? હવે નથી. હવે જો સૃષ્ટિ નથી તો પછી જે બાકી રહ્યું તે શું છે? પરબ્રહ્મ પરમાત્મા છે, ચિદાકાશ છે. પાછું એનું સ્વરૂપ કેવું છે? ચિદાકાશ છે, ત્યાં કશું નથી આનંદ. એટલે આ ઉદ્ભવ થયા કરે છે ને એની આ ભાગદોડ છે.

આ ઉદ્ભવ થાય છે એના લીધે બધું, આના લીધે થઈ રહ્યું ને! એટલે પ્રાણીઓના એ સંકલ્પ, પાછા પ્રાણીઓ શું કરે છે? બેઠા-બેઠા સંકલ્પો કરે. પ્રાણીઓમાં વધુમાં વધુ તો મનુષ્યોની જ વાત કરે છે અત્યારે તો, પ્રાણ છે એટલે પ્રાણી કહી દીધું એમ. સારા કે ખરાબ સંસ્કારોની સંરચના કરે છે. સારા અને ખરાબ સંસ્કારો, સંસ્કાર એટલે સંસર્ગ જે ઊભો થાય, એની જે ઇમ્પ્રેશન આવે તે. સેન્સરી જે ડેટા છે, તેની ઉપર જેવું આ ચેતન આવે, મિશ્ર ચેતન છે એટલે જે ઇમ્પ્રેશન આવે તેને એવું કહેવાય. આ તમે ફિંગરપ્રિન્ટ નથી લેતા, તો દર વખતે ફિંગરપ્રિન્ટ બદલાતી હોય છે. કોકને કહીશ તો માનશે નહીં, લોકો કે, "વિજ્ઞાન તો ના પાડે છે". હું કહું બદલાય મારા વિજ્ઞાનના આધારે, કારણ કે આ સૃષ્ટિ તો દર પળે આમ આમ આમ બદલાય. આઠે આઠ તત્વો જો આ જેને આપણે ગણ્યા (પાંચ તત્વો ને ત્રણ ગુણો) એ ઉદ્ભવ પામે છે, તો પછી આમાં પરિવર્તન થયા જ કરે છે ને, કેમ નથી થતું?

પણ એને તો કન્ટીન્યુટી દેખાય છે, એને એ વિજ્ઞાન લાગે, મને તો આ વિજ્ઞાન લાગે. હવે એને આજે ફિંગરપ્રિન્ટ લીધો ને જે તે સમયનો, એટલે ફોટો પાડ્યો, ફિંગરપ્રિન્ટ લીધી, વોટએવર જે તમે કહેવું હોય એ તમારી રીતે તમે સમજો. એ આઠનો જે તમે આમ ઇમ્પ્રેશન લીધી છે, એને સંસ્કાર કહેવામાં આવે. એ સંસ્કાર તે બધા પાછા ચાલ્યા જ કરતા હોય, એ પાછા સ્ટોર થાય છે. ક્યાં સ્ટોર થાય છે? પાછા પ્રકૃતિમાં જ સ્ટોર થયેલા છે તમારી. હવે એને પાછા ફરી પાછા સ્મૃતિમાં લાવવાના હોય, એટલે આ સ્ટોર થયેલું હોય એ સ્મૃતિમાં હોય. એને લાવવા માટે પ્રોસેસ થાય ને માઇન્ડની અંદર, એટલે ચેતન ત્યાં અગાડી જાય અને પછી એને લઈ આવે અંદર જઈને. "આઠમાં કબાટમાં, ત્રીજા સેલ્ફમાં, છઠ્ઠી ચોપડી લેતો આવ" કે એવી રીતના તમને સ્મૃતિ એકદમ બહાર આવે. પછી તમે આમ ખુલે એટલે જુઓ તો આખી દેખાય તમને.

હવે આજકાલ તો તમને ખબર છે કે આમ પીડીએફ ને એક ક્લિક કરે એટલે બધા પાના એકસામટા ખૂલી જાય, આખી પીડીએફમાં કેટલા છે. એવી રીતના ધીસ ઇસ યોર સ્મૃતિ, એ વસ્તુની આખી. અને પાછી કેવી ઇન્ટરેક્ટિવ હોય એ સ્મૃતિ તો! એટલે એમાં એક લિંક મૂકી હોય કે તે ઘટનામાં શું બન્યું હતું, તમને ઓડિયો-વિઝ્યુઅલ સંભળાય, નાકમાં શું ગંધ. હવે માણસ સેન્સિટિવ હોવો જોઈએ ને! સેન્સિટિવ હોય તો એને આવું એ થાય. પણ જ્ઞાની હોય ને, તેને આનો બી અહંકાર ના હોય. એ આ બધું જુએ, જાણે, સમજે, બધું કરે પણ એને બીજું કંઈ થાય નહીં. ચલો હવે આપણે આગળ. એટલે સારા ને ખરાબ સંસ્કારોની જે સંરચના થયા કરે છે, તેનું વિસર્ગ એટલે કે વિસર્જન, એમનો નાશ થવો જોઈએ. એટલે એવી રીતે કર્મનો નાશ થાય છે ત્યાં અગાડી, એ કર્મની પરાકાષ્ઠા છે. આમાં જ બધું થાય છે, ભગવાન એટલું જ સમજાવવા માંગે તમને.

જો આખી વાત સમજી જાઓ તો આ જ સંપૂર્ણ કર્મ જે ઉદ્ભવ પામી રહ્યું છે, તેનો તમે નાશ કરો છો. જે ઉદ્ભવ પામી રહ્યું છે તેનો તમે નાશ કરો છો. કેવી રીતે? આ એક જ વસ્તુથી કરો છો, પાંચ તત્વમાંથી ત્રણ ગુણો કાઢી નાખો છો દર વખત અને એની સ્મૃતિએ કાઢી નાખો, ખતમ. કેટલું સૂક્ષ્મ છે, સમજાય છે આ? ફરી વખત સાંભળજો, ન સમજાય ફરી પૂછજો. પાંચ તત્વમાંથી ત્રણ ગુણો કાઢી નાખે છે દર વખતે. પાંચે પાંચ નીકળે, નીકળી જાય એટલે બધું વિરસ થઈ ગયું ને એકદમ. હા, જેમ હતું એમ પાછું કીધું ને. એ આ સામાયિક છે, પેલું સામાયિક. સામાયિક શબ્દ આમાં પણ સીધો, ચીજો કાપવામાં બેસી જાય બરાબર. આ નથી વાળી પોઝીશનમાં બહાર નીકળી જાય છે, ઓફ લાઈટમાં એમ. આ વિજ્ઞાન છે, સમજ્યા? એટલે આ સંપૂર્ણ કર્મ ક્યારે કમ્પ્લીટ થયું? કે જ્યારે કર્મનો નાશ થયો. આ ઉદ્ભવ પામતું હતું તેને નષ્ટ કર્યું, જેના માટે યોગેશ્વરે કહ્યું, "એ સંપૂર્ણ કર્મને જાણે છે".

તમે હવે કર્મને સંપૂર્ણપણે અત્યારે જાણ્યું, એના બધા સ્ટેજીસ, એના દરેક ફેઝીસ વિશે તમને સમજાવી દીધું. આના પર થોડુંક વિચાર કરશો, બરાબર આગળ કામ ચાલશે તમારું. ત્યાં કર્મ પૂર્ણ છે, આટલું થઈ ગયું. હવે આગળ જવાની કોઈ આવશ્યકતા નથી. નિયત કર્મ આવી સ્થિતિમાં જ્યારે મનુષ્યના એ ભાવ કે જે કોઈને કોઈ રચના કર્યા કરે, સારા કે ખરાબ સંસ્કારો ગ્રહણ કર્યા કરે છે, બનાવે છે, એ બધા જ્યારે સંપૂર્ણ શાંત થઈ જાય, એને કર્મની સંપૂર્ણતા કહેવામાં આવે છે. આનાથી આગળ કર્મ કરવાની પછી જરૂરિયાત રહેતી નથી. આમ કર્મ એ કોઈ એવી વસ્તુ છે કે જે મનુષ્યના સંપૂર્ણ સંકલ્પોને, કે જેનાથી કોઈને કોઈ સંસ્કાર બને છે, તેનું શમન કરી નાખે. અગ્નિશમન હોય છે ને, આ કર્મ શમનનું તમને શીખવાડી દીધું, ફાયર બ્રિગેડ તમારું. હવે લઈ જજો શું, અને બધું સાફ કરી નાખજો. આવી રીતના રોજ બેસીને કરજો કે એનાથી કર્મોનું શમન થાય.

હવે તમને સમજાવ્યું એનું મહત્વ ભગવાને, કેટલી અદભુત વસ્તુ! આહા, કેવું આપી દીધું છે! કંઈક આમ બેસે છે. એ કર્મનો અર્થ આરાધના, ચિંતન છે કે જે યજ્ઞમાં છે, આને યજ્ઞ કહેવાય છે. પેલું ઓમ ઓમ કરવા બેસી જાય છે, એ એક જાતનો યજ્ઞ સંસારની અંદર બધા એ બધું કર્યા કરતા હોય છે અને એને યજ્ઞ કહેતા હોય છે. ભગવાન કહે છે, "મારી દ્રષ્ટિએ આ જ યજ્ઞ છે, મારી દ્રષ્ટિએ આ યજ્ઞ છે ને આ કર્મ છે". હવે તમારે જેમ કરવું હોય એમ કરો. આ તો બાકીનું બીજું તમે તમારી માયાજાળ ગૂંથીને એમાં ગૂંચવાયેલા ફર્યા કરો છો, ને તમે નક્કી કરો છો કે, "મેં રાજસૂય કર્યો ને મેં વાજપેય યજ્ઞ કર્યો ને પુત્રેષ્ટિ યજ્ઞ કર્યો ને ફલાણો યજ્ઞ કર્યો". આ બધું તમે ગૂંચવ્યું છે કે છે, "મેં ક્યાં ઊભું કર્યું છે? હું તો આટલી વાત કરું કે આ કરવાથી આ થાય છે, બસ". જાણે છે ને પરમાત્મા પોતે સ્વયં, એટલા માટે એ કહે છે, યોગેશ્વર છે પોતે.

કર્મનો અર્થ આરાધના, ચિંતન કે જે આ યજ્ઞમાં છે. આગળ ભગવાન કહે છે કે જ્યાં સુધી અક્ષયભાવ પ્રાપ્ત થતો નથી, ત્યાં સુધી સંપૂર્ણ ક્ષરભાવ અધિભૂત એટલે કે ભૂતોના આધારરૂપ છે. આ ભૂતોના આધાર શું આપે છે? આ ક્ષરભાવ. અક્ષય ભાવ પ્રાપ્ત થવાથી એ જ જતો રહે છે. અવિનાશીપણું તમે શું જુઓ છો? ઉદ્ભવ પામે છે પ્રકૃતિમાં, તમે આમ જુઓ છો અને જાણો છો, પણ તમે સ્વયંને જાણતા નથી. જ્યારે તમે સ્વયંને અવિનાશી જાણશો, ત્યારે આ બંધ થઈ ગયું છે પ્રકૃતિમાં. અને એ સ્વયંને જાણવા માટે અત્યાર સુધી શું થતું હતું? આ પ્રકૃતિનો જે ઉદભવ થઈ રહ્યો છે, તેમાં જ ગૂંચવાયેલા રહેતા હતા. એમાંથી પાર આવે તો તમે આમ બાજુ જોશો, અવિનાશીપણા પર જશો અને વિચાર કરશો. આ તો તમને મોકો જ નથી મળતો આમ કરીને આમ જોવાનો જ, આમને આમ જ રાખી મૂક્યું છે બરાબર. અહીં એટલું બધું પ્રેશર માર્યું છે ને કે આમ જોવાનું નહીં, આમ જ જુએ ને બસ પરમાત્મા દેખાય એટલી વાત.

પણ આ છે આમ. હવે વાસ્તવમાં અહીં કંઈ નથી, પણ આપણને એટલો મોટો માયાનો પડદો લાગે કે આપણે આમ જોઈ જ ના શકીએ. આટલું જ છે, સમજી જાઓ તો બહુ સહેલું ને ન સમજાય તો મહા મુશ્કેલ. પછી તો લખ ચોરાસી લખ્યા જ કર, ચાલ્યા જ કરે ગોળ-ગોળ, ગોળ-ગોળ. પોતે જ લખે છે, પોતાનો જન્મ પોતે જ લખે છે, એટલે તો એને વિધાતા કીધો. આવી જ રીતે કર્યા કરે, એ જ મનુષ્યની ઉત્પત્તિનું કારણ છે. શું કીધું? મનુષ્યની ઉત્પત્તિનું કારણ. આ ભૂતોનો જે આધાર આપે છે ને અધિભૂત ક્ષરભાવ, એ મનુષ્યની ઉત્પત્તિનું કારણ. *પુરુષશ્ચૈવાધિદૈવતમ્*. *પુરુષશ્ચૈવાધિદૈવતમ્*, અને પ્રકૃતિથી પર જે પરમપુરુષ છે, એને અધિદેવ કહેવામાં આવે છે. પરમ પુરુષ એટલે પુરુષոત્તમ, પરમાત્મા, બ્રહ્મ, પરબ્રહ્મ, આત્મા, તમારે જે કહેવું હોય. પરમ તત્વ, કેવળ બ્રહ્મ જે કહેવું હોય, પરાતપર બ્રહ્મ. એની ઉપર કંઈક બીજું બોલવું હોય તો બોલી કાઢો તોય વાંધો નથી, પણ તમે સમજો કે શું કહું છું હું અને કોને કહું છું.

આ તો બીજા બધાએ આપેલું, તમારે જે નામ આપવું હોય આપી દેજો, કશો વાંધો નથી. ભગવાનને કંઈ વાંધો નથી. "તું જ્યાં સુધી મને સમજીને બોલાવીશ ને, ત્યાં સુધી હું આવીશ," ભગવાને આ વાત કરી. સમજ્યા વગર તું મને બોલાય બોલાય કર્યા કરીશ, તો હું તારી પાસે આવવાનો નથી; તારે જેમ ફરવું હોય એમ ફર ને જે કરવું હોય તું કર. આ આખી કર્મની કથા છે ભાઈ, અને એને સારી રીતે આપણે જાણી લઈએ, એટલે પછી આમાં જાણતા વેંત જ મુક્તિ તરત, બીજું કંઈ વાર નહીં એની અંદર. સમજણ જ વિજ્ઞાન સ્વરૂપમાં પરિણમે છે. બધાયને છે ને તો સ્ટેન્ડિંગ હોય, અંડરસ્ટેન્ડિંગ હોય. સમજણ હોય, દરેક પોતાનું સ્ટેન્ડ લે છે, સ્ટેન્ડિંગ હોય અને પાછી અંડરસ્ટેન્ડિંગ હોય. એ સ્ટેન્ડિંગ વિશે પણ એ જાણતો હોય કે, "મેં આ હું કરું એના વિશે" એટલું બધું એને હોય, પણ પોતા વિશે કશું ના જાણતો હોય.

આ બધુય ઉદભવ થાય છે પ્રકૃતિમાં, એના લીધે પાંચ ને ત્રણ આઠ, સમજ્યા? એટલે કીધું કે પ્રકૃતિથી પર જે પરમપુરુષ છે, એને અધિદેવ કહેવામાં આવે છે. પ્રકૃતિથી પર છે, ઉપર ઊઠી ચૂકેલો છે બસ એવો. એટલે કે સંપૂર્ણ દેવો એટલે કે દૈવી સંપત્તિનો અધિષ્ઠાતા છે. એનામાં પ્રભુત્વ આવી ગયું, એ ગુણોની ઉપર ઊઠી રહ્યો છે, એ પ્રભુત્વ આવી ગયું છે. આ મૂર્તિ રકાબી હોય ને તો આમ કરીને આમ ઉપર ઊઠે છે ને આમ બતાવે છે ને આમ કરીને આમ, એવી રીતના આમ ઊઠવી જ જોઈએ તમારી બી રકાબી. અત્યાર સુધી તો રકાબી પર રકાબી જ ઢાંકી રાખી છે અને આ અંદર બધું ખદબદ્યા કરે. હવે તમે શું કર્યું? તો કે આ રકાબીને ઉપર ઉઠાવી, આ રકાબીને આમ કરીને આમ ઊંધી કરી દીધી. પતી ગયું કે હવે કશું છે નહીં એની પર. મૂકી દેશો પ્રકૃતિ તો એની એ રહી, પણ અત્યાર સુધી આમ હતી એટલે એની અંદર બધું ઉદભવ પામતું હતું.

હવે તમે આમ કરી નાખી છે પ્રકૃતિ, એની ઉપર પાછી ફરી આવી રકાબી બેસી જશે તોય એને કંઈ થવાનું નથી. હવે એમાં કંઈ ઉદ્ભવ પામવાનું નથી, કારણ કે તમે જગ્યા જ રાખી નથી. સંપૂર્ણપણે પ્રભુત્વ પ્રાપ્ત કરી લો એટલે આના બિલકુલ ટોટલ કવર કરી નાખી વાત ખતમ. એટલે સંપૂર્ણ દેવો, અધિદૈવી સંપદનો અધિષ્ઠાતા છે. દૈવી સંપદ તે પરમદેવમાં જ વિલય પામે છે. દૈવી સંપદ એટલે શાંતિ, કરુણા, સંતોષ, તૃપ્તિ અને બળ. સાત્વિક બિલકુલ એકદમ, જેને કહેવાય ને કોઈપણ પ્રકારનું એનામાં એ ના હોય એવું બળ, બધું જ કરી શકવાની ક્ષમતાવાળું એવું બળ. એટલે એને કીધું, એ પાછું શેમાં થઈ જાય? એમાં લય પામે, પણ એ દૈવી સંપત્તિ શેમાં સમાઈ જાય છે? તો કે આત્મામાં સમાઈ જાય. એ જ તમારો આત્મા, એ જ પરમાત્મા, એ જ પરબ્રહ્મ, એ જ પરમેશ્વર. "હે અર્જુન, આ મનુષ્ય શરીરમાં હું જ અધિયજ્ઞ અર્થાત યજ્ઞોનો અધિષ્ઠાતા છું.

અધિયજ્ઞ એટલે યજ્ઞનો અધિષ્ઠાતા ક્યાં? આ મનુષ્ય દેહની અંદર આમ." આ શરીરમાં અવ્યક્ત સ્વરૂપમાં સ્થિત મહાપુરુષ જ અધિયજ્ઞ છે. હજુ વ્યક્ત નથી થયો પણ મહાપુરુષ અંદર છે મોજૂદ. માટે કીધું, રિસ્પેક્ટ કરો. શું યાર આમ કરો છો અપમાન એકબીજાનું! અધિયજ્ઞ છે, એને તમે એક સહેજ પણ પેલું એ કરો એટલે પાછો પેલો પ્રકૃતિની અંદર બધો ખદબદારો ચાલુ થઈ જાય. માટે ના પાડી અને રિસ્પેક્ટ કરો, મતલબ શું થઈ ગયો? યુ એકનોલેજ, ઓકે. અધિયજ્ઞ, આત્મા, પરમાત્મા, એ ટર્મિનોલોજી એ ના ગમતી હોય તો આ લઈ લો, અધિયજ્ઞ પરબ્રહ્મ પરમાત્મા છે. તે મોજૂદ છે દરેકમાં. તમે અધિયજ્ઞને થતો જુઓ એમ. અધિયજ્ઞ રૂપે કોણ રહેલો છે? પુરુષોત્તમ છે, પુરુષ રહેલો છે. સ્ત્રી દેહમાં પણ પુરુષ રહેલો છે, તો જ ચાલશે ને. ગમે તે દેહ ચાલવાનો કેમ છે? તો કે એ છે એટલા માટે ચાલે. શુદ્ધ ચેતન એ જ અધિયજ્ઞ છે.

હવે આગળ કહું, શુદ્ધ ચેતન એ જ અધિયજ્ઞ રૂપે રહેલો છે અને પાછો કહેલું છે કે, "ત્રણેય ગુણો અને પાંચ તત્વોથી હું તો ઉપર ઉઠેલો છું ભાઈ, હું તો લેપાયમાન થતો જ નથી ને આનાથી, ફરી યજ્ઞ રૂપે રહેલો છું". સમજાયું આમ, આ શરીરમાં અવ્યક્ત સ્વરૂપમાં સ્થિત મહાપુરુષ જ અધિયજ્ઞ છે. योगेश्वर જ સંપૂર્ણ યજ્ઞોના ભોક્તા છે અને યજ્ઞ તેમાં પ્રવેશ પામી જાય છે, તે જ પરમ સ્વરૂપ પ્રાપ્ત થાય છે. આ છ પ્રશ્નોનું અહીંયા સમાધાન થયું અર્જુનના. હવે છેલ્લો પ્રશ્ન કે ક્યારેય વિસ્મૃત નથી થતા, તે આપ અંતકાળમાં કેવી રીતે જાણીએ છીએ, આપ કહો. એના જવાબમાં યોગેશ્વર શ્રીકૃષ્ણ કહે છે કે જે પુરુષ અંતકાળે, આ બહુ હજી સમજવાની જરૂર છે. અંતકાળે એટલે તમારા મનમાં એવું છે કે માણસ મૃત્યુ પામવાનો હોય તે ટાઈમ. એટલે કે આગળ ભગવાન કહે છે, મનના નિગ્રહ અને વિલય કાળમાં મારું સ્મરણ કરતો શરીરનો સંબંધ છોડીને અલગ થાય છે, દેહાધ્યાસ છૂટી જાય એની વાત છે.

અહીંયા આ બોડી છોડવાની વાત નથી, સમજાયું? બહુ સૂક્ષ્મ બાબત. મોટા ભાગનાને તમે પૂછો કે આનો અર્થ શું, તો લગભગ આ જ વાત કરશે, અંત આવે છે એ જ ક્ષણે અંત આવે છે. દેહાસક્ત અહંકારનો અંત આવે છે. એટલે એ ક્ષણે મનના નિગ્રહ અને વિલયકાળ, મન ઉપર પહેલા નિગ્રહ થશે, કંટ્રોલ થશે, કાબૂ આવશે ને! પહેલા તો કેવું બેફામ ફરતું હોય બધું આમ બરાબર. એની ઉપર એ કાબૂ પહેલા તો પ્રાપ્ત કરશે અને પછી એ મનનો વિલય થશે. એ વિલય ક્યાં થવાનો છે? અધિયજ્ઞમાં, પુરુષમાં થવાનો છે, પરબ્રહ્મમાં થવાનો મનનો વિલય. બરાબર, હવે એ જ્યારે થાય છે ત્યારે કરતો-કરતો શરીરનો સંબંધ છોડીને અલગ થાય છે, દેહાધ્યાસ છૂટી જાય છે. તે સાક્ષાત મારા સ્વરૂપને પામે છે, એમાં સંશય નથી. હવે આગળ આજે તમને કીધું એ શા માટે કરેક્ટ થશે, એ પણ આગળ આવે છે. શરીરનો નાશ થવો એ શુદ્ધ અંતકાળ નથી.

મર્યા પછી પણ શરીરનો ક્રમ તો પાછળ લાગેલો જ રહે છે. વસ્ત્ર જીર્ણ થાય એટલે જૂનું કાઢી નવું પહેરી દીધું તમે બુસકોટ, પાછો ફરી એ જ થાય છે ને! એટલે કન્ટીન્યુટી તો બોડીની તો રહી ગઈ. અહીં તો કે નહીં, બોડી ના હોય એવી સ્થિતિની વાત છે. બોડીનો અધ્યાસ જ ના રહે તમને, એ ટાઈમની વાત છે. સંચિત સંસ્કારોનો સ્તર સમાપ્ત થઈ જતા જ મનનો નિગ્રહ થઈ જાય છે. સંસ્કારોનું ગોડાઉન ખાલી થવું જોઈએ, એટલે તમારો પેલો કર્મોનો સ્ટોક છે ને, સ્ટોક ઇન ટ્રેડ શું કહે છે, એ બધો ખતમ થઈ જવો જોઈએ, કશું જોઈએ નહીં આપણે. એટલે દાદા કહે, "નાદારી કાઢવાની" કે છે. શું પહેલેથી જ નક્કી કે આમાં તો નાદારી જ કાઢવાની, તો ડિક્લેર જ કરવું છે બેંકરપ્ટ એમ! ઓહો, તમારી રીતે સમજી જવાનું. આ તો બધું શું કહેવા માંગે છે કે આપણે આ ખદબદારો જોઈએ નહીં, એટલું ખાલી મગજમાં ભરોને તોય હવે તમને સારું લાગવા માંડશે તરત જ.

અને ચિત્ત છે ને એની વૃત્તિઓ શાંત થવા માંડશે. અને વધારે સમજણ ના પડતી હોય તો કંઈક પેલો શું કહેવાય કે પેલો બાફેલો ભાત કે એવું તેવું હોય ને, ચાર-પાંચ દાડા મૂકી રાખવાનો. પછી અંદર જે પરિસ્થિતિ ચોથા-પાંચમાં દાડે થાય ને, ખદબદારો આવી ગયો હોય ત્યાં સુધીમાં તો, તેને આમ જોશો ને એટલે ખબર પડી જશે કે આ પ્રકૃતિની વાત છે. આવો એક દહાડો પ્રયોગ કરજો એટલે ખબર, પછી બરાબર એને સમજી જજો. થોડીવાર જોજો, સૂંઘજો, સમજજો, ના હોય તો પછી ખબર પડી જશે કે આ પ્રકૃતિ છે. હવે તમે એને મારી-મારી કરતા હતા, બોલો! એમ સમજણ અંદર જેવી બેસી જશે ને, એટલે મનનો લય થઈ જશે. મન ઉતરી ગયું તરત જ ત્યાં આગળ. અત્યાર સુધી મન શું હતું? ચઢેલું હતું, આટા માર-માર કરે રાખતું હતું ચાર્જિંગ કરીને. હવે મન ઉતરી ગયું તમારું એના પ્રત્યે, એટલે તમને શું થઈ ગયું? એના પ્રત્યે કોઈ ભાવ-અભાવ કશું રહેવાનું નથી, તમે છોડી દેશો.

એટલે મનનો નિગ્રહ થઈ જાય છે અને એ મન પણ જ્યારે વિલીન થાય, તો ત્યાં જ અંતકાળ. એટલે મન વિલીન થાય છે એ જગ્યાને અંતકાળ કહીએ છીએ; દેહ વિલીન થાય છે તેને, દેહ ત્યાગ થાય છે તેને આપણે અંતકાળ કહેતા નથી. સ્પષ્ટતા હોવી જોઈએ, કઈ જગ્યાની વાત છે, શું કરી રહ્યા છે. એટલે જ્યારે એવું થાય છે, એ પછી દેહ ધારણ કરવો પડતો નથી, દેહાધ્યાસ ગયો બસ પતી ગયું. એ એક જ વખત થશે એ વસ્તુ, પછી જન્મ ના થાય. પછી જન્મ ના થાય, કારણ કે જાણી લીધું, જાણી લીધું. સાયન્ટિફિક છે ને, આ વિજ્ઞાન છે સમજો એને. એનો દેહનો ધ્યાસ જે કંઈ અત્યાર સુધી એની ઉપર હતો, મોહ હતો જે કંઈ હતું એ બધું, અને હવે એને ખબર પડી ગઈ કે આ તો ગયા ખાતે જ છે, કાઢો. એ પોતે જ એમ કહે છે. એટલે તો એકવાર ખબર પડી ગઈ દ્રશ્ય જગત નથી, તો પછી નથી તો એમ જન્મ થાય કંઈ, થાય કંઈ, કંઈ થાય જ નહીં ને પછી!

દ્રશ્ય છે જ નહીં, એક્ઝેટ ખબર પડવી જોઈએ, જ્ઞાન થઈ ગયું, કેવળ જ્ઞાન. તો પછી જન્મ થાય પછી, થાય જ નહીં ને! થઈ ગયું હોય ને, કેવળ જ્ઞાન થયેલું છે તે પછી. ત્યાં સુધીને એવું હોય, એને જો લોકોના માટે એ છે અને દેખાય છે. સાંભળો, અહીં દાખલા તરીકે ભગવાન મહાવીર હતા, તો એને માનો કે 56માં વર્ષે એમ કે કેવળ જ્ઞાન થયું, તો 56થી 72 સુધીને એ ફર્યા બરાબર છે. તો લોકોને આ "મહાવીર ફરે છે, મહાવીર ફરે છે" એમ દેખાયું, પણ એ પોતે તો 56 પછી કે છે જ નહીં એ માયામાં. એ તો પરબ્રહ્મમાં છે પોતે સંપૂર્ણપણે. લોકો પોતાની માયા એટલી પ્રોજેક્ટ કર્યા કરે છે ને એને જો-જો કરે છે. માયાથી દેખાય છે, પણ એ તો જતા રહ્યા. હવે કદાચ જન્મ હોય તો તે માયા નથી, પછી જન્મ હોતો જ નથી. એટલે મનનો નિગ્રહ થાય છે તે જગ્યા અંતકાળ છે, એક વસ્તુ યાદ રાખો. અને જેવો દેહાધ્યાસ જાય છે, પછી દેહ ધારણ કરવો પડતો નથી.

આ બીજું, બે તારણો આપણને બહુ સ્પષ્ટ હોવા જોઈએ. એટલે ભગવાન અહીંયા અગાડી કહે છે કે આ ક્રિયાત્મક છે, આ જે વસ્તુ છે એ જે છે એ થશે એટલે તમને ખબર પડશે. હજી તો આ તમે શબ્દોથી જાણ્યું, વાસ્તવિકતા ત્યારે તમે જાણશો એની. માત્ર કહેવાથી, વાર્તાક્રમથી આ તમને નહીં સમજાય. જ્યાં સુધી વસ્ત્રોની જેમ શરીરનું પરિવર્તન થયા કરતું હોય, ત્યાં સુધી શરીરોનો અંત ક્યાંથી થાય? તમે તો બદલ્યા જ કરો છો એક પછી એક, એક પછી એક. મોલમાંથી બહાર નીકળતા જ નથી અને જવું છે મોક્ષે, વાતો કર્યા કરે! મોલમાં ઊભા-ઊભા મોક્ષે જવું છે! અને પેલું હેંગર પર હોય ને, એટલું બધું આમ એક બદલો છો, તરત બીજું, પછી ત્રીજું. ટ્રાયલ કે છે એને, શું કહે છે, ટ્રાયલ કરવું કહે છે. તો કોક છ વર્ષની ટ્રાયલ હોય, કોઈ છ મહિનાની હોય, કોઈ 70 વર્ષની હોય; ટ્રાયલ જ છે ને ભાઈ! થોડું વધારે પહેરીને ફરે તો લેબલ સહિત ફરતો હોય પાછો આમ.

તમે આમ જુઓ તો જઈ-જઈને ચા-પાણી હવ કરે ને પેસ્ટ્રી-બેસ્ટ્રી એ ખાઈ આવે જરા. "જોવું પડશે કેવું લાગે, પછી હું લઉં છું." ના! એટલે મનનો નિગ્રહ અને નિરુદ્ધ મનના વિલયકાળમાં જીવ, તે જીવ જ્યારે શરીરના સંબંધોનો વિચ્છેદ થઈ જાય છે. જો મર્યા પછી આ સ્થિતિ મળતી હોત તો શ્રીકૃષ્ણ પણ પૂર્ણ ના હોત. ઘણાના મનમાં હોય છે ને એવું! આ સદેહે પ્રાપ્ત કરવાની સ્થિતિ છે, પણ દેહાધ્યાસ જવો જોઈએ ધેટ વેરી મોમેન્ટ. બસ આ ગયો, "હું દેહ છું" એ ગયું, દેહનો અધ્યાસ. અને એવું નીકળી ગયું એ ક્ષણે એ મહાત્મા બની ચૂક્યો છે, એનામાં ષડ્ ઐશ્વર્ય આવી ગયા, પરબ્રહ્મ બની ગયો, પરમાત્મા થઈ ગયો, એકરૂપ થઈ ગયો. બધું ઓલ એટ એ ટાઈમ થઈ જવાનું, વન, ટુ, થ્રી, ફોર બધું ઓલ. પછી ગણ્યા જ નહીં કરવાનું. જેમ બહુ મોટો મહાપુરુષ હોય તો જેટલા આવે એટલા બધા એને ભેટ આપે કે ના આપે, એના જેવું છે.

બધું એ ઓલ એટ એ ટાઈમ થઈ જાય પછી ત્યાં આગળ. એ તો જગન્નાથ છે, આખા જગતને જીતી લીધું એણે, એટલા માટે એને જગન્નાથ કહેવાય. જગત જીતવું સહેલું છે. *મન્નાથઃ શ્રીજગન્નાથઃ* એમ બોલે છે ને ગુરુસ્તોત્રમમાં. એટલે કહે છે કે અનેક જન્મોના અભ્યાસથી પ્રાપ્તિવાળો જ્ઞાની સાક્ષાત મારું સ્વરૂપ છે, તે હું જ છું પાછો આમ હોય તો. ભગવાન કહે છે, "તે હું છું, જ્ઞાની જે થયો ને તે જ હું છું અને તે મારામાં છે, તેનામાં અને મારામાં લેશમાત્ર પણ અંતર નથી". આ તો જીવતે જીવ જ પ્રાપ્ત કરવાનું છે, ફરી ક્યારેય શરીર ના લેવું પડે તે જ શરીરનો અંત છે. મૃત્યુ સમયે મનુષ્ય જે કોઈ ભાવનું સ્મરણ કરતાં-કરતાં શરીરનો ત્યાગ કરે છે, તે તેને જ પામે છે. મૃત્યુ સમયે દેહાધ્યાસ ગયો, એ દેહનું મૃત્યુ છે એમ પહેલા તમને ઉપર કહી દીધું છે. ત્યારે તો આ બહુ સહેલું છે કે, "આખી જીવન મોજ કરી ને મરવા પડીશું ત્યારે ભગવાનનું સ્મરણ કરીશું ને છટકી જઈશું આપણે.

છેલ્લી મિનિટે, પેલા અજામીલના આખ્યાનમાં પણ આપણે વાત કરી હતી એવી રીતના". શ્રીકૃષ્ણ કહે છે કે આમ થતું નથી ભાઈ. હવે એની વાત માનશો ને તમે? શ્રીકૃષ્ણ ભગવાને જ કહેલું છે, યોગેશ્વર છે ને પોતે, સ્વયં જ્ઞાની છે, મહાત્મા છે. એમણે કહ્યું કે આવું નથી હોતું કે છેલ્લી મિનિટે તું રામ બોલીશ ને ડચકું ખાઈશ એટલે તું બચી જઈશ, એવી વાત નથી ભાઈ. સમજતો ખરો, આ આખી બોલેલી લખેલી ગીતા આ કેટલાય એના ટાઈમથી પડેલી છે, કેટલી વાર વાંચી, સમજાયું કંઈ? નિયમ એવો છે કે *સદા તદ્ભાવભાવિતઃ*, એ જ ભાવનું સ્મરણ થશે જેનું જીવનભર રટન કર્યું હશે. જીવનભર જેનો અભ્યાસ પડ્યો, તેનો જ વિચાર અંત સમયે આવે છે. શું આવશે તે વખતે? કારણ કે ત્યારે તો આ બુદ્ધિ બેર મારી ગઈ હશે, આંખોથી દેખાવાનું બંધ થઈ ગયું હશે. બહુ વહાલો દીકરો હોય એનું મોઢું નહીં દેખાય તમને, ને વહાલી વહુનો અવાજે નહીં સંભળાય તમને તે વખતે.

કોઈ સ્પર્શ બી નહીં થાય અને ઠંડું-ગરમ કશું ખબર નહીં પડે, આ સ્થિતિ છે. હવે ત્યાં અગાડી ભગવાન કહે છે કે તે આખી જિંદગી જે કર્યું છે ને, એ તારી સાથે આવશે. આખી જિંદગી તમે શું કરો છો? શ્વાસ લો છો. શું કરો છો? આખી જિંદગી લો છો ને, એ તમારા સાથે આવશે. હવે જે લીધેલો શ્વાસ છે, તો તમે સભાનપણે લીધો કે બેભાનપણે લીધો, એ તમારી સાથે આવશે. નેક્સ્ટ સ્ટેપ, જો તમે સભાનપણે લીધો આ યજ્ઞને એની પ્રક્રિયાની અંદર, નહીં તો કે જાઓ આ બાજુ તરત જ. પછી તમે તે વખતે એમ કહો કે, "હું રામ બોલીશ." અલ્યા ભાઈ, નહીં બોલાય તારાથી તે વખતે! બોબડી તારી બધી બંધ થઈ ગઈ હશે, વાચા હરાઈ ગઈ હશે તે વખતે. તું ગમે તેટલું ચાહીશ પણ તારાથી બોલાશે નહીં. પછી પરામાં બૂમો પાડ્યા કરશે, "મરા મરા", કોઈ સાંભળતું નથી પછી એ ટાઈમે. માટે જીવનભર જેનો અભ્યાસ પડ્યો હોય, તેનો જ વિચાર અંત સમયે આવે છે.

આથી, "હે અર્જુન, તું હર પળ મારું સ્મરણ કર અને યુદ્ધ કર". દરેક પળે યુદ્ધ કરવાનું છે આપણે, કોઈ આમ એવું નથી કે આ અપરવારી ગયા કે પતી ગયું કે અડધો કલાક કરી લીધું. આપણે સ્પષ્ટ કહી દીધું, "તું હર પળ મારું સ્મરણ કર અને યુદ્ધ કર." જો તું અર્જુન છે તો તારે કરવું પડશે, આ શ્રીકૃષ્ણએ કહેલું છે, યોગેશ્વર છે એણે કહેલું છે. એની વાત માનીશ કે તારી વાત માનીશ, બોલ! "મારામાં અર્પિત મન અને બુદ્ધિવાળો તું નિસંદેહ મને જ પામીશ". પહેલા અર્પણ કર કે તારું મન મને અને તારી બુદ્ધિ, કારણ કે તારી બુદ્ધિ તને ભમાવે છે. તું પહેલા મને અર્પણ કર તો હું તારી બુદ્ધિએ શુદ્ધ કરી દઈશ ને સ્થિર કરી દઈશ. સ્થિર બુદ્ધિવાળો યુધિષ્ઠિર બનાવીશ તને કે જે ધર્મરાજ બની શકે, જે ધર્મરાજ બની શકે એવો તને બનાવી શકે છે, "તું નિસંદેહ મને જ પામીશ". આવું સ્મરણ અને યુદ્ધ એકસાથે થાય, સવાલ કરો.

એક બાજુ કહે છે કે તું મારું સ્મરણ કર અને બીજી બાજુ કહે છે તું યુદ્ધ કર સાથે-સાથે. એટલે આપણને એમ થાય કે આ કેવું કહે છે કે ભગવાન, તો સ્મરણ કર ને યુદ્ધ! ભગવાને કહ્યું છે કે, "હે પાર્થ, એ સ્મરણ માટે યોગના અભ્યાસથી યુક્ત થઈને મારું સ્મરણ..." ને યોગનો અભ્યાસ એ એકબીજાના પર્યાય છે. જે ભગવાને બતાવેલો યોગ છે એની વાત છે હો, યોગાની વાત નથી. બધા જાતજાતનું તિકડમ કરતા હોય છે, એવા બધા તિકડમ યોગની વાત નથી અહીંયા. ભગવાને કહ્યો એ એકમાત્ર યોગ છે, બાકી કોઈ યોગ જ નથી વાસ્તવમાં વ્યવહારમાં. લોકોએ લૌકિક રીતે પોતાના એ બધા કરીને નામ આપી દીધા ને બધું જાતજાતનું કરી નાખ્યું છે. ઓકે, ભગવાન કે, "આ તો તારી માયા છે, મારી ક્યાં છે કે તું ખાલી મારા માથે મઢ્યા કરે છે". પાછો કહે, "રામ તારી માયા" એમ કે! શું કે, લો રામ માથું કૂટે તો, "મારી" એમ જ કે!

આમ પડ્યો માથે કે, "મારા મન તો આની પર બહુ ઉમીદ હતી પણ આય માથે પડ્યો, હવે શું કરીશું કે ભગવાન". બોલો, કેવી હાલત હશે તે વખતે! ભગવાન કોઈ દહાડો ભગવાનના મનને સમજ્યા છો આપણે, એ શું ચાહે છે આપણી પાસેથી? એવો વિચાર આવ્યો કોઈ દહાડો આપણને? આપણે બધું ચડાવી રાખીએ છીએ ભગવાનના ઉપર એના નામે, શું આપણે જે કરવું એ બધું એને. અને પાછા સમજીએ છીએ કે જાણે કે એટલે ભલું હોય તો આમ-આમ કરીને લોકો પેલા શિવાસ રીગલની આમ-આમ કરી દે અને પછી ગટગટાવે બેઠા-બેઠા, આ જ કર્યા રાખ્યું છે. ભગવાન જોયા કરે. યાર, ટોટલ કમાલ છે કે છે, એટલે એટલે જ આવું થાય છે. જો, આ જ્ઞાની અને જે જે ભગવાન છે ને જ્ઞાની છે, અને એ કોઈ દી સ્માઈલ કરવાનું એનું બંધ જ નથી થતું, એનું કારણ જ આ છે. એ જોયા જ કરે, યાર બરાબર આમ જુઓ તો એ પેલી બાજુ સબ ઠીક હૈ, પછી એ સમજી જાય બરાબર.

એટલે કહે છે કે મારું સ્મરણ અને યોગનો અભ્યાસ એ બંને એકબીજાના પર્યાય છે. મતલબ કે તું જે આ કરી રહ્યો છે ને, એ જ એને જ હું મારું સ્મરણ કહું છું, સમજ્યા. "મારું સ્મરણ કર" એટલે શું? આ બસ બીજું કાંઈ નહીં એમ. અને યુદ્ધ કર એટલે આ કરે છે, એટલે પેલું તો ચાલુ થઈ ગયું ને બધું ખતમ થવાનું. પ્રકૃતિનું બધું ઉદ્ભવવાળું જે ખદબદારો છે, એ તો બંધ થવા માંડ્યો, શાંત થવા માંડ્યો. એને શાંત કરવાનો, યુદ્ધ કરવાનો મતલબ આ છે, આને શાંત કરવું પડે. "મારા સિવાય અન્ય ક્યાંય ન જનારા, મારા સિવાય મનથી સ્મરણ કરનારો પરમ પ્રકાશ સ્વરૂપ દિવ્ય પુરુષ અર્થાત પરમાત્માને પામે છે". લો, પરમાત્મા માટે પાછો એક બીજો શબ્દ આવ્યો 'દિવ્ય પુરુષ'. એટલે ગૂંચવાયા નહીં કરવાનું આપણે, તત્વને જાણવાનું છે, મૂળ વાત એક જ છે કે એ તત્વને પરમ તત્વ કીધું અહીંયા. પહેલા પાંચ તત્વોમાં ખદબદારો છે, પરમ તત્વમાં કશું નથી, ગતિ જ નથી.

પરમગતિ કહી દીધી એટલા માટેનું કેમ? તો કે શાંત અને સ્થિર છે. જે શાશ્વત તે જ પુરુષ છે, બસ હવે ચાલશે આગળ. આ એટલે કે છે કે એ દિવ્ય પુરુષ પરમાત્માને પામે છે. અન્ય કંઈ પણ તો તમારું સ્મરણ ખંડિત થઈ ગયું. માટે કીધું હતું કે તને દ્રશ્ય કેમ દેખાય છે? દ્રશ્ય નથી અને તને દેખાય છે, મતલબ ત્યાં કાંઈક નવટાંક ચડાયું લાગે છે કે તને દેખાય છે બધું. કેમ? તો કે એ માયાનો અમલ છે અને તારી માયાનો, ભગવાને નહીં. બોલતો નહીં આજ પછી, "ભગવાન તારી માયા" એમ, અને તોબા-તોબા ને એવું બધું ના કરતો, સમજીને બોલજે બરાબર. કારણ કે આ તો મહાન ગુના લાગુ પડી જાય છે જે પરમાત્માએ નથી કર્યું, જે સંપૂર્ણ નિર્દોષ છે. આ આટલા બધા શાસ્ત્રો, આટલા બધા જ્ઞાનીઓ બધાએ કીધું કે ભગવાન હંમેશા નિર્દોષ હોય, એના માથે તમે દોષ મઢો છો. ખ્યાલ આવે છે? "ભગવાન તારી માયા", વોટ ઇસ ઓલ ધીસ!

કેવું બોલીએ છીએ આપણે, શું કરીએ છીએ! કંઈક આમ જો ભાઈ, પળેપળની જાગૃતિ જોઈએ છે. દાદાએ કહ્યું હતું કે, "મને પળેપળની જાગૃતિ આપો" એમ કહેવાનું. શેના માટે કહ્યું હતું? આના માટે કહ્યું હતું, "શુદ્ધાત્માનું સ્મરણ આપો". શુદ્ધાત્મા, આનાથી શુદ્ધ થશે ને આત્મા. તમારી ટેવ શું છે? "હું આ શુદ્ધ છું, પાપી છું, ફલાણો છું, ઢીંકણો છું." તમારી બિલીફ શું? આ બિલીફને કાઢવી પડશે કે નહીં તમારે? તે માટે આપ્યું છે 'હું શુદ્ધાત્મા'. આ કરો છો એ એ જ છે, 'હું શુદ્ધાત્મા'. તમે મોઢેથી બોલો અને હું આમ કરીશ, બોલો કયું આગળ પડશે? સમજણ સાથે હું કરી રહ્યો છું, તમે એમ જ બોલાવી રહ્યા છો. "આ અમિતભાઈ બોલ્યા હતા ને મેં સાંભળ્યું હતું, કંઈ મજા આવી ગઈ હો હુંય બોલું" કે છે, હું શુદ્ધાત્મા. બોલો, શું થયું, કયું આગળ પડે? અને પછી અમિતભાઈએ એકવાર આમ કરીને આમ ફરીને શીખવાડી દીધું કે, "જો ભાઈ, આમ કરીને આ કરવાનું, હું આ કરું છું." આ જ્ઞાનીની સંજ્ઞાએ ચાલવાનું.

એ આ બધું લોક સંજ્ઞાએ ચાલે. ટોળું હોય 50 જણનું બેઠું હોય, બધા પછી બોલે, "હરિ ઓમ હરિ" એમ. એટલે પહેલા બોલે હરિ ઓમ હરિ એમ, હરિ ગયા ફરી એટલે બોલે હરિ ગયા ફરી. પણ સમજણ ના પડે કે આ શું થઈ રહ્યું છે કે. પ્રોમિસ આપી તો કે, "હું તને લેવા આવીશ અંતકાળે." ને આ પછી તો આવ્યા નહીં ને આ બધું કેવી યાર બધી વાત થઈ ગઈ! દુઃખ થાય ને માણસને. પણ એના દુઃખ એની પોતાની અણસમજણના, અને પાછો તો ભગવાનને માથે મઢે. "મા-બાપ વગરના" એમ જ દાદા એવું એ કહેતા હતા શું, મા-બાપ વગરના બિલકુલ. પણ એ જે છે ને તે જગન્નાથ છે, આખા જગતનો નાથ. એને વળી મા-બાપની શી જરૂર, અજન્મ છે ને. બીજી રીતે કહું તો તમે ખોળ-ખોળ કર્યા કરો એના બાપ કોણ, એની માં કોણ, એના બાપના બાપ કોણ. પાછા એવું કહે, એટલે 'પરાતપર બ્રહ્મ' એવો શબ્દ કાઢ્યો પાછો. એ તારી ભલી થાય, બ્રહ્મ હતો પછી પરબ્રહ્મ કાઢ્યો, પછી પરાતપર બ્રહ્મ કાઢ્યો.

ગૂંચવાતા જ ગયા બધા અંદર એ, અને પાછા એની ડેફિનેશનો કાઢે, દરેક પોતપોતાની રીતે કરે ને આ બધું. ભાઈ, એક જ તત્વ છે બસ અને એને પરમ કીધું. કે આ બધાથી જે પર હોય, એ પરમ તત્વ. બસ, આ બધાથી પર હોય એ પરમ, બહુ સિમ્પલ કરી નાખવાનું. નિર્લેપ હોય, પર હોય એટલે શું? આ બધાથી ઉપર હોય એટલે પરમ તત્વ. તો એ તું છે એમ કહે છે. હવે એ તું છે અને અત્યાર તારી સ્થિતિ જો, કંઈ વિચાર આવે છે કે આ ખાઈ કેમની પૂરવાની છે, શું કરવાનું? સમજાય છે કંઈક, આજથી શરૂ કરવું છે કે બોલ! એટલે કે છે કે કંઈ પણ દેખાયું, તો તમારું સ્મરણ જે છે તે ખંડિત થઈ ગયું. કાંઈ દેખાવું ના જોઈએ. દેખાય છે એનું તને, એ તો તારો ભ્રમ છે, ઇલ્યુઝન. એમાં જ ફર્યા કરીશ નહિતર પછી સોનાનું મૃગ. સ્મરણ જ્યારે આટલું સૂક્ષ્મ અને તીવ્ર હોય કે ઈષ્ટ સિવાય કશું યાદ ના આવે, મનમાં તરંગ પણ ના ઉઠે, ત્યારે સ્મરણ અને યુદ્ધ એકસાથે કેમ ના થાય?

વસ્તુતઃ જ્યારે તમે મનને બધી બાજુએથી સમેટીને પોતાના આરાધ્ય દેવના સ્મરણમાં પ્રવૃત્ત થશો, તો તે વખતે દુન્યવી પ્રવૃત્તિઓ (કામ, ક્રોધ, રાગ, દ્વેષ) વિઘ્ન રૂપે સામે આવીને ઊભી રહેશે. બધી સ્મૃતિઓ ને એમ કંઈક બધું થશે, બધી જાતજાતનું બધું દેખાશે ને બધા કર્મો આવીને ખડા થઈ જશે તમારી સામે, કારણ કે તમારો અંતકાળ આવી રહ્યો છે નજીક. સમજાય છે શું કહું છું? દેહાધ્યાસ તમારો જવાનો થયો છે, એટલે એ તો બધા ખડા જ હશે ત્યાં અગાડી ઊભા. દરેક પળે આમ તમે ઊભા છો, બેઠા છો, આ કંઈ બી કરો, તમે આ કર્યા રાખો છો, તમારો યજ્ઞ ચાલુ છે એટલે આ બધા ઊભા રહે છે વિઘ્ન રૂપે સામે આવીને કે આમાં કંઈક એકાદામાં ગૂંચવાઈ જાય. અને પેલો શ્વાસ લેવાનું છોડી દે. બુદ્ધિપૂર્વક એને બુદ્ધિ ભમે ને ચંચળ થઈ જાય તરત જ આમ દેખાયું, "અરે મેં આવું કર્યું હતું" એ ગયો પછી એની સ્મૃતિમાં.

ત્યાં શ્વાસ લેવાનું ભૂલી ગયો, "તો હું તો પરબ્રહ્મને જોતો હતો ને આ શું થઈ ગયું?" તકલીફમાં આવી ગયો પાછો. એટલે કે છે કે તમે સ્મરણ કરશો, પરંતુ તે તમારી અંદર ઉદ્વેગ પેદા કરશે જ, કરશે જ. તમારા મનને સ્મરણમાંથી ચલિત કરવા ચાહશે. બે મિનિટ થઈ હશે ને ત્યાં સુધીમાં કે, "બહુ થઈ ગયું ચાલો ને ઊભા થઈ ગયા." અંદરથી એક આવી વૃત્તિ ઊભી થશે જ એમ, અમને કાંઈક બીજું કરવા જ ચાહશે. આ બધી બાહ્ય પ્રવૃત્તિઓમાંથી પાર પડવું એનું નામ યુદ્ધ છે, એટલે આ છે. હવે મારી દ્રષ્ટિ મારે દાખલા તરીકે સ્થિર રાખવાની છે, અહીં સ્થિર રાખવાની છે, તો આ અહીંયા ચાળા કરશે, આ અહીંયા ચાળા કરશે, આ અહીંયા કરશે, કરશે અહીંયા કરશે. મને ભમાવવાનો એ પ્રયત્ન કરશે જ કે મારી દ્રષ્ટિ આમથી આમ જતી જ રહે. આપણે નાના હતા તો આવું કંઈક રમતા હતા, ખરું મને તો એવું યાદ. અને પેલો ગણ્યા કરે કે, "જો તારી પલક ઝબકે નહીં અને તું સ્થિર આટલો ટાઈમ જોયા કરે, આ બધું કરવા છતાં પણ ત્યાંને ત્યાં તો તું જીત્યો" એમ વાત હતી, ગેમ આવી કંઈક હતી ભાઈ.

એટલે કીધું ભગવાને કે હવે તું અહીં આમ બિલકુલ સ્થિર સામે થઈને જોજે, અહીં સહેજ પણ આ બધાની ઉપર તું ધ્યાન નહીં આપતો. એટલે તારે અહીં જ રહેવું અને આ લોકોને ઇગ્નોર કરવા, એ તારું યુદ્ધ છે. આ બધા ઇગ્નોર કરવા, ધે ડુ નોટ એક્ઝિસ્ટ. આ એક જ છે, કેમ? તો કે બ્રહ્મ જ છે, બાકી તો કંઈ છે જ નહીં. દ્રશ્ય જ નથી તો પછી આ બધું પણ નથી, પ્રકૃતિ જ નથી. છેક ત્યાંથી તારે છેદ ઉડાડવો પડશે, ત્યારે સ્થિરતા આવશે તને. સ્ટેપ બાય સ્ટેપ સમજણ આપતા-આપતા લાવ્યા. હવે આટલે લાવીને કહી દીધું કે જો પ્રકૃતિ જ નથી, તો દ્રશ્ય ક્યાંથી? કેવળ પરમાત્મા જ છે, બીજું કશું છે જ નહીં કે. એટલે આમ સ્મરણ અને યુદ્ધ બંને એકસાથે જ થાય છે. શું કીધું? બાહ્ય પ્રવૃત્તિઓમાંથી પાર પડવું એ એક યુદ્ધ છે. મનને એક જ જગ્યાએ બિલકુલ કામમાં, યજ્ઞમાં રાખવા સતત સ્મરણ દ્વારા જ એનો અંત આવશે.

આ બધાનું સતત સ્મરણ, બીજું કાંઈ નહીં. આમ સ્મરણ અને યુદ્ધ બંને એકસાથે થશે. ગીતામાં એક પણ શ્લોક એવો નથી કે જેની અંદર બાહ્ય મારકાટ વિશેનું કોઈપણ સમર્થન કરતો હોય. હવે સ્મરણ કોનું કરવાનું એ યુદ્ધની સાથે? *કવિં પુરાણમનુશાસિતારમણ્યોરણીયંસમુનસ્મરેદ્યઃ | સર્વસ્ય ધાતારમચિંત્યરૂપમાદિત્યવર્ણં તમસઃ પરસ્તાત્ ||* એ પુરુષ સર્વજ્ઞ, અનાદિ, સર્વનો નિયંતા, સૂક્ષ્મથી પણ વધુ સૂક્ષ્મ, સર્વનું ધારણ-પોષણ કરનાર. પરંતુ અચિંત્ય, જેના વિશે મન અને મનના તરંગો છે ત્યાં સુધી તે દેખાશે નહીં. જે અચિંત્ય છે, એટલા માટે મન અને મનના તરંગો ઊભા છે ત્યાં સુધી એ દેખાશે નહીં. એટલે દેહાધ્યાસ ગયો, હવે મનાધ્યાસની વાત કરે છે. મનનો અધ્યાસ બી ના હોવો જોઈએ. "મારું મન" બોલે છે ને ઘણા, મારું મન મોહી ગયું. અલ્યા, મોહેલું જ હતું પહેલાય! અને આજનું નહીં કે પાછું, અનાદિ કાળથી તેમાં જ તું અહીં છે અને આ બધું બોલે છે કે તને ખબર નહીં પડતી.

એટલે પેલો મદિરા પીને ગાય, તો એના જેવી જ હાલત છે ને ભાઈ! તમે જોઈ લો, જ્ઞાનીને તો પછી શું થાય? હસવું જ આવે ને! જબરું કરે છે કે આ બધા તો! એટલે જ્ઞાનીને માટે જોજો, સંસારનો થોડો ખ્યાલ બી આવે ને તો એને તો કોમેડી શો જોતા હોય એવું જ લાગે, મને તો એવું લાગે છે. તમને કેવું લાગે? તો અમારી ટ્રેજેડી હોય, પણ ટ્રેજેડીમાંય કોમેડી લાગે આપણને પાછું. બધું જોયું છે ને. પેલું કહ્યું હમણાં કંઈક એક એવું પિક્ચર આણે મને બતાવ્યું હતું કશું, કે કોક મરી જાય છે, તો મરી જાય તો પછી બધા ભેગા થાય એના છોકરાઓ ને બધા, 'ગુડ બાય' પિક્ચર છે એવું એવું. આમ ટ્રેજેડી છે પણ કોમેડી છે, તમે જોયા જ કરો બસ. એવું થશે તમને પછી જ્યારે જ્ઞાન પ્રાપ્ત થઈ જશે ને, આખા સંસારમાં એવું થશે. આમ એ ગુડ બાય જ છે ને પછી સંસારને. એટલે અચિંત્ય છે, એ તમને દેખાશે નહીં ત્યાં સુધી કે જ્યાં સુધી મન અને મનના તરંગો છે, સંવેદનો, મેન્ટલ મુવમેન્ટ છે ને ત્યાં સુધીના નહીં દેખાય.

એટલા માટે કીધું કે એને સ્થિર કર ભાઈ. ત્યાં સુધી દેખાતા નથી. મનના નિગ્રહ અને વિલય કાળમાં જ એ દેખાય છે. શું? અચિંત્ય, નિત્ય પ્રકાશ સ્વરૂપ અને અજ્ઞાન મોહથી પર એ પરમાત્માનું સ્મરણ કરે છે, મારું ચિંતન કરે છે અહીં આગળ. અહીં પરમાત્માનું એટલે પરમાત્માનું સ્મરણ ધ્યાનનું માધ્યમ છે. તત્વસ્થિત મહાપુરુષ છે જે સતત એ પરમાત્માનું સ્મરણ કરે છે અચિંત્ય. તે ભક્તિયુક્ત પુરુષ પ્રયાણકાળે પ્રયાણકાળે એટલે ગમગચ્છંતિ થતો હોય એ નહીં. પ્રયાણકાળે એટલે મનની વિલીન અવસ્થામાં, કાળમાં યોગબળથી એટલે કે કર્મના આચરણ દ્વારા ભ્રૂકુટિના મધ્યમાં પ્રાણને સારી રીતે સ્થિર કરીને, પ્રાણ અને અપાનને સમ કરીને, ન તો અંદરથી ઉદ્વેગ ઉત્પન્ન થાય ન બાહ્ય સંકલ્પોવાળું સત્વ, રજ, તમ પણ સમ થવાથી શાંત થાય. ખદબદારો બંધ કરવાની વાત. ધ્યાન ઈષ્ટમાં સ્થિર હોય તેવા સમયે, એ અચળ મન, સ્થિર બુદ્ધિવાળો દિવ્ય પુરુષ પરમાત્માને પામે છે.

મતલબ દિવ્યતા તો પ્રાપ્ત કરવી જ પડશે. પરમાત્માને પામતા પહેલા દૈવત તો જોઈશે ને! દિવ્યતા ક્યારે આવશે? અને દૈવત દૈવી સંપત્તિથી આવે. નહિતર કહી દે ને કે, "ભાઈ જવા દો ને, આનામાં કંઈ દૈવત નથી." વ્યવહારમાંય લોકો એવું કહે, તો કે બોલે છે કંઈક ને કરે છે કંઈક, કોણ એને ભરોસો કરે! વ્યવહારમાં એવું બોલે, તો અહીં તો કે છે કે નહીં, આ બધું એક જ જોઈએ છે કે તારું, યાદ રાખો. આ એક જ પરમાત્માની પ્રાપ્તિનું વિધાન છે અને એના માટે નિયત ક્રિયા. નિયત ક્રિયાનું આચરણ એને યોગ ક્રિયા કહેવાય છે, જ્ઞાન ક્રિયા કહેવામાં આવે. હવે હમણાં જ કહ્યું કે, "નિત્ય મારું, નિરંતર મારું સ્મરણ કર, નિરંતર મારું સ્મરણ કર." કેવી રીતે? તો ભગવાન સમજાવે છે આગળ કે આવી યોગધારણામાં સ્થિર રહીને આમ કરનારો દિવ્ય પુરુષ પરમાત્માને પ્રાપ્ત કરે છે, જે ક્યારેય ભૂલાતા નથી.

અહીં તમે અંત સમયે કેવી રીતે યાદ આવશો, એ પ્રશ્નનું નિરાકરણ પૂરું થયું. જય સચ્ચિદાનંદ.

આ લખાણ AI દ્વારા તૈયાર થયું છે. શંકા હોય ત્યાં મૂળ પ્રવચન સાંભળી ખાતરી કરવી.