યથાર્થ ગીતા સાર — ૩
બીજો અધ્યાય · સ્થિતપ્રજ્ઞ અને નિષ્કામ કર્મયોગ
(કામના રહિત આત્મામાં સ્થિર · ભાવ રૂપી ભીમ · પાંડવ સેનાના શંખ · અનુરાગ એટલે અર્જુન · સાધકના ચાર વર્ણ)
|| જય સચ્ચિદાનંદ ||
કામના રહિત આત્મામાં સ્થિર
તો આપણને કહ્યું એમણે કે જે કામના રહિત થઈને આત્મામાં સ્થિર, આત્મસ્વરૂપ છે, તેનું કદાપિ પતન થતું નથી. પોતાની સ્થિતિમાંથી ક્યારેય એ નીચે પડતો નથી. સ્થિતિ એટલે એને કહેવામાં આવે છે કે એને સ્થિતિ પ્રાપ્ત કરી લીધી. સ્થિતિ, આત્મસ્થિતિ, બસ બીજું કાંઈ નહીં. હું પરબ્રહ્મ પરમાત્મા છું, એમાં સ્થિર થઈ ગયો અને ત્યાં સ્થિતિ કરી લીધી, લાંબો કાળ ત્યાં, ચિરકાળથી ત્યાં જ છે પાછો. હવે એનું પતન થતું નથી.
◆ જે કામના રહિત થઈને આત્મામાં સ્થિર, આત્મસ્વરૂપ છે, તેનું કદાપિ પતન થતું નથી.
આપણે જોયું તું પહેલા ઇન્દુ બ્રાહ્મણોના આખ્યાનની અંદર કે ઇન્દુ બ્રાહ્મણના જે દસ પુત્રો હતા, એ લોકોએ બ્રહ્મા થવાનો એક વિચાર કર્યો, ડિસીઝન લેવાયું, અને પછી એ લોકો તેમાં સ્થિર થઈ ગયા. સ્થિર થતા તો સ્થિતિ એવી આવી એ લોકોની કે એમના દેહ પણ ગળી ગયા, ત્યાં સુધી એ લોકો એમાં જ રહ્યા. કેટલી મોટી વાત! આપણને તો સહેજ કંઈ થાય એટલે પાછું જરાક આમ થયું છે, ફોટો પડાવી આવું, ડોક્ટરને બતાવી આવું. અને એ લોકો ત્યાં એ સ્થિતિની અંદર, એમના દેહ ગળી ગયા ત્યાં સુધી એ સ્થિતિમાં રહ્યા. પરિણામ સ્વરૂપ શું આવ્યું? દસ બ્રહ્માંડોના એ દસ બ્રહ્મા બની શક્યા. દૃષ્ટાંત તમને કેટલું પાવર બતાવે છે, કે ધારણાની શક્તિનો શું ઉપયોગ કરી શકાય! પછી જ્યારે મૂળ બ્રહ્મા આવ્યા, અને એમણે સૃષ્ટિ રચનાની શરૂઆત કરવાનો વિચાર કર્યો, તો ઓલરેડી દસ બ્રહ્માંડો મોજૂદ જોયા, અને દસ બ્રહ્માઓ સહિત પાછા.
તો વિચારમાં પડે કે આ કોણ બધા? હું તો હમણાં આવ્યો હજી કે, કારણ કે એ તો ફર્સ્ટ ટાઇમ બહાર આવ્યા હતા પ્રલયમાંથી, સૃષ્ટિ રચનાની શરૂઆત કરવાની હતી એમને તો, ઓલરેડી એમણે જોયું કે ઓહો, દસ બ્રહ્માંડો મોજૂદ છે, એમાં બ્રહ્મા ઈ બેઠા છે ને બધું કે ગજબ થયું. તો એના એક સૂર્યને બોલાવ્યો, પેલા દસ બ્રહ્માંડોના દસ સૂર્ય હતા, એમાંથી એક સૂર્યને બોલાવ્યો. સૂર્ય એટલે જ્ઞાન પ્રકાશ, એને બધું ખબર જ હોય. પૂછ્યું કે આ શું થયું છે? તો કે, આ તો પેલા ઈન્દુ પુત્રો છે, અને હવે એ લોકો બ્રહ્મા છે, અને એમણે એમની સૃષ્ટિની યોજના કરીને રચના કરી દીધી છે. તો યોજના કરીને પછી એ લોકો તો દેહ ત્યાગ કરી ગયા, પણ એમની રચના તો થઈ ગઈ ત્યાં. તો કે હવે હું શું કરું? કે એને નાશ કરી શકાય? તો કે ના, એ તમને શોભે નહીં. પહેલી વાત શું? કે તમને શોભે નહીં, તો.
તમારું સ્ટેટસ છે, તમે બ્રહ્મા છો, તમે નાશ ના કરી શકો કોઈનો પણ. તો કે હવે બીજો શું ઉપાય, તમે નાશ ના કરી શકો.તો કે હવે, તમે એક કામ કરો, તમે તમારી સૃષ્ટિનું સર્જન કરો, અને એમની જેમ છે તેમ રહેવા દો, એનો કાળે કરીને જે થવાનું હશે એ થશે, પણ તમે એમાં ઇન્ટરફિયરન્સ ના કરશો. અને આપણે તો બ્રહ્માજી કરતા ડાહ્યા થઈએ છીએ, અને પછી કોઈના બી કોઈપણ બાબતની અંદર આપણે બધું કરવા બેસી જતા હોઈએ છીએ, આમ નહીં આમ કરી નાખો, પાવર જ નથી કે તમારી પાસે. હવે આ જે થાય છે ને, એના કારણે બધી સમસ્યાઓ વધતી જાય છે, વ્યવહાર જગતની. દાદા એને ગૂંચો કહેતા હતા, કે નવી ગૂંચો કેમ પાડે છે તું? એમ બોલે એટલે એ કાળના માણસોને ખબર પડી જતી હતી. તો ગૂંચો-ગૂંચો કહીએ તો કોઈ સમજે નહીં કે આ ગૂંચો એટલે શું? કેમ ગૂંચો પાડે છે, એમ કહીએ કોક છોકરાને બહાર જઈને તો કે આ શું વાત કરે છે?
એટલે ફરક પડી જાય. તો કહે છે કે જે આત્મ સ્વરૂપમાં સ્થિર થયો છે એનું પતન થતું નથી, કારણ કે તે બ્રહ્મની સાથે એક થઈ જાય છે. પછી એ સ્ટેજથી પછી નીચે આવી શકાતું જ નથી, બ્રહ્મ સ્ટેજ જ થઈ ગયું, ફાઇનલ, પૂરું.
શુદ્ર, વૈશ્ય, ક્ષત્રિય અને બ્રાહ્મણ · ઇચ્છાનો ક્રમ
શરૂઆતમાં કોઈપણ સાધક હોય એને કેવું હોય? સાધક બી ના હોય એવી અવસ્થાની વાત કરીએ તો એમાં, શરૂઆતમાં અનંત ઇચ્છાઓ હોય. ઘણું બધું કરવું છે, ખૂબ બધું કરવું છે, અને અંતે તો બધું છેવટે ભેગું થઈને ક્યાં પહોંચી ગયું હોય? તો કે પરમાત્માની પ્રાપ્તિની ઇચ્છા જ બાકી રહી ગઈ હોય. બાકી બધું આમ, આમ, આમ, આમ સમેટાતું જ જાય, અને છેવટે પરમાત્માની પ્રાપ્તિની ઇચ્છા છે કે બસ. હવે બીજું કંઈ ની, આત્મ સાક્ષાત્કાર, બીજું કંઈ જોતું નથી. આ એક છેલ્લી, જ્યારે આ ઇચ્છા પણ પૂરી થઈ જાય છે, ત્યારે ઇચ્છા જ મરી જાય છે. પરમાત્માની પ્રાપ્તિ જેવી થઈ ગઈ, એટલે ઇચ્છાનું મૃત્યુ થઈ જાય. ઇચ્છાબેન ગયા, ડિક્લેર થઈ જાય પછી. અને જેવા ઇચ્છાબેન ગયા, એટલે ભીષ્મ પણ જતા રહે. આ ભીષ્મનું ઇચ્છા-મૃત્યુ હતું, બ્રહ્મનું નિરસન થઈ જાય. જ્યાં સુધી ઇચ્છા છે ત્યાં સુધી ભીષ્મ છે, એટલે કે ભ્રમ છે.
◆ જ્યાં સુધી ઇચ્છા છે ત્યાં સુધી ભીષ્મ છે, એટલે કે ભ્રમ છે.
તમને કંઈકને બદલે કંઈક દેખાડશે, કંઈક નફો. થોડોક તો બુક કરી દઉં કે,અમુક ડોલર તો થઈ જ જશે નક્કી. અહીંયા બોમ્બે આજકાલ પેલું ગરબડમાં છે તો કે આપણે હોંગકોંગમાં કરો ને કે છે. એટલે ચાલુ ને ચાલુ રાખશે. પહેલા તો પેલો સવારથી સાંજ સુધી અહિંયા કરતો હતો, હવે પેલું ચોવીસ કલાક ચાલે છે, તો આનું ઇચ્છાઓ તો ચોવીસ કલાક ચાલુ હોય. ફોનેય બંધ ના થાય ને એનું, મગજ બંધ ના થાય ને, કશુંય ની. હવે આટલી બધી ઇચ્છાઓ, અને આ બધું અત્યારે તો હજી ફીડિંગ કરી રહ્યો છે, નવું ચાર્જિંગ કરી રહ્યો છે, તો આ બધાનું આગળ કેવા શું પરિણામો હશે, અકલ્પનીય બાબતો છે આપણા માટે અત્યારે. આપણે કલ્પના પણ નથી કરી શકતા, પણ એવું બધું થવાનું છે. એ દેખાય, અમને દેખાય, અને એ જોઈને અમે હેરાન છીએ! કે આગે ક્યાં હોગે? કારણ કે આ પૂરું કરવા માટેની, અત્યારે વિમાન ઉડે છે, અમદાવાદથી બેંગલોર જાય ને પાછો આવે, બરાબર સવારનું સાંજે થઈને; કે ચેન્નઈ જઈને પાછો આવે, જે બી હોય, પોતાને કામ પતાવે.
અમારા ફાધરના કાળમાં લોકો એવું કહેતા હતા,માણસ હોય ને તે, એક દાડો ટ્રેનમાં જાય, આઠ કલાકે બોમ્બે પહોંચે, પછી કામ કરે સવારમાં, અને રાતે પાછો ગાડીમાં બેસી જાય, એટલે બીજે દાડે અહીંયા આગળે પાછો ફરી હાજર થઈ જાય. એટલે એવું તે વખતે કરનારા હતા અમુક. અમદાવાદમાંથી બોમ્બેના રેસ કોર્સમાં જઈ અને પેલું રેસ રમનારા એક જણને હું મળેલો એમાંથી. એ દર શનિવારે બેસી જવાનું ટ્રેનમાં, રાતે અમદાવાદ સ્ટેશનથી ગુજરાત મેલમાં, રાતે નવ કે દસે એવો ઉપડતો હતો તે વખતે, સવારમાં ઉતરે, રેસ રમવાની અને પછી ખાઈ-પીને થોડા આંટા મારે મુંબઈની અંદર, રાતની ટ્રેનમાં પાછો હોય ને, બીજે દાડે પાછો સોમવારે આવીને, એનો સિલાઈ કામનો ધંધો હતો, તે પાછું ચાલુ, સોમવારે. ફક્ત રવિવારે રજા રહેશે, એનું પાટિયું એને મારેલું. અને એ માણસ ખૂબ કમાયો પણ ખરો, ક્યાં સુધી?
એની પુણ્ય હતી ત્યાં સુધી. પછી ઘણું બધું મૂકી આવ્યો, છેવટે બિચારો લેંઘા-શર્ટની અંદર ફરતો હતો, દુકાન જે પોતાની હતી તે બીજાને આપવાનો વારો આવ્યો, એની દુકાનમાં બેસીને કામ પણ ના કરી શક્યો, એટલે પછી એને એ કામ છોડી દીધું, અને એમ જ ફરતો થઈ ગયેલો એ માણસ, બહુ વિચિત્રતા. એટલે ઇચ્છાઓ જે છે ને, તે એટલી બધી આમ થઈ જાય, ત્યારે માણસે એકદમ વિચાર કરવો જોઈએ, કે વોટ આઇ એમ ગોઇંગ ટુ ડૂ? અત્યારે આમ પેલી વાત કરી, સવારથી કહું છું એમ, કે એકદમ જ સો મિલિયન ડોલર કોક આપી દીધા તમને, ફટ દઈને, વોટ નેક્સ્ટ. હાલત કેવી થઈ જાય તમારી? સરકાર, ઇન્કમ ટેક્સ, ઈડી, બધા આમ આવવા જ માંડે, પાછળ પડે, બધા લાઇનસર, અમારું આપો અમારું આપો અમારું આપો, કશું રાખે જ નહીં તમારી પાસે બાકી, એમ કરીને લઈ જાય. તે દાડે પણ ભાન નથી થતું માણસને, કે અરે, હું કોના માટે આટલી બધી દોડ ધામ કરતો તો, આમના માટે કે આમના માટે?
ખબર નથી પડતી માણસને હજી પણ બોલો, કેવું થાય છે? તો કે કેમ? તો કે બસ, મેં બનુંગા કરોડપતિ. અરે, અબજોપતિ થઈ ગયો, ફલાણું થઈ ગયો, બહુ પૈસા થઈ ગયા, પણ તોય હજી એને તૃપ્તિ, એકાદ આઇલેન્ડ લઈ જ લઉં કે હવે તો. અલ્યા ભાઈ, તું જંપ ને, તું, તું ખુદ જ આઇલેન્ડ જેવો છે, હવે એનાથી આગળ બહાર કંઈ જાય છે તું પાછો. કારણ કે એ કરીશ એટલે આઇલેન્ડમાં પછી તારે છે ને લશ્કર રાખવું પડશે, પોલીસ રાખવી પડશે, રક્ષા કરવી પડશે, બધું કેટલું કરવું પડશે. અને એમાં વળી પાછું આમ કુદરતનો એકદમ ટ્રીમર આવ્યો તારો ને,આઇલેન્ડ તારો હલગ ડોલક થયો તો પાણીમાં ડબ્બો રહી ગયો, પૂરું થઈ ગયું તારો. એવા કેટલા બધા આઇલેન્ડ છે, બધા દુનિયામાં, તે લોકો ખરીદે છે આજકાલ આવું પાગલપણ ચાલે છે તો એનો એન્ડ જ નથી. એટલે કહે છે કે જ્યારે ઇચ્છાઓનો અંત આવે છે, ત્યારે ભ્રમનો પણ અંત આવી જાય છે.
બંને જોડે-જોડે જ હોય. ઇચ્છા હોય ત્યારે ભ્રમ દેખાય, અને ભ્રમ હોય એટલે ઇચ્છા થયા જ કરે, આગળ આગળ, વોટ નેક્સ્ટ. એટલે આ ભીષ્મનું ઇચ્છા-મૃત્યુ આને કહેવાય; ઇચ્છાઓનો અંત આવ્યો અને ભ્રમનો નિરસન થઈ ગયો.
ભાવ રૂપી ભીમ · ભાવમાં પ્રચંડ શક્તિ
ભાવ રૂપી ભીમ. ભાવે વિદ્યતે દેવ. ભાવમાં એટલી બધી ક્ષમતા છે, એટલો બધો પાવર છે એનામાં, સો મચ ઇમોશન, કે જેનાથી અવિદિત પરમાત્મા પણ વિદિત થઈ જાય. જેને જાણતા નહોતા, એવા પરમાત્મા, હવે આપણે જાણતા થઈ જઈએ છીએ. ભાવથી જાણીએ છીએ ને, ભક્તિ ભાવ, કે પરમાત્માને પામવાની આમ ઇચ્છા છે, આમ બસ થઈ ગઈ છે, અને પછી આપણે ત્યાં સુધી પહોંચી એ.એટલી બધી પાવર છે કે ભાવમાં, તો કે પરમાત્માને પણ એ પ્રગટ કરી દે છે.
◆ ભાવમાં એટલી બધી ક્ષમતા છે કે જેનાથી અવિદિત પરમાત્મા પણ વિદિત થઈ જાય.
શ્રીકૃષ્ણએ એને શ્રદ્ધા કહી છે. એ ભાવ જ્યારે એવા પ્રકારનો હોય ત્યારે એને શ્રદ્ધા કહેવાય. મને તમારામાં શ્રદ્ધા છે, અલ્યા ભાઈ ના રાખીશ આના કરતાં તો, કારણ કે કઈ દાડે તું ટેકો ખસેડી લે ને, હું પડી જાવ. તારી શ્રદ્ધાનું શું? તકલીફ છે. શ્રદ્ધાને, શ્રદ્ધા કંઈ છે? તો કે પરમાત્મામાં અનન્યતા એને શ્રદ્ધા કહેવાય, બાકી કસાને શ્રદ્ધા ના કહી શકાય. વ્યવહારમાં લોકો કહેતા હોય છે, આ વસ્તુ જુદી, પણ જ્ઞાનીઓ છે ને દરેક બાબતમાં બહુ સ્પષ્ટ હોય, ક્રિસ્ટલ ક્લિયર, દરેક ચીજની અંદર. ભાવમાં એટલી બધી ક્ષમતા છે કે પરમાત્માને પણ વશ કરી લે છે.ભાવથી જે સંપૂર્ણ પુણ્યમય પ્રવૃત્તિનો વિકાસ થાય છે, એટલે ભાવ જે છે તે પુણ્યનો સંરક્ષક છે. ભાવની શક્તિ એટલી બધી મોટી છે કે પરમદેવ પરમાત્મા પ્રગટ થઈ જાય છે. પરંતુ, કિંતુ, આ ભાવ એટલો બધો કોમળ હોય છે, એટલો બધો તરલ હોય છે, કે આજે જે ભાવ છે તેને કાલે અભાવમાં રૂપાંતર થતા વાર લાગતી નથી.
એટલો બધો રૂપાંતર થઈ જાય, એકદમ જ, એટલે એટલો બધો કોમળ હોય, એટલો તરલ હોય એમ કે છે. ઇષ્ટમાં સહેજ પણ ન્યૂનતાની પ્રાપ્તિ છે એવી પ્રતીતિ થાય, તો પછી ભાવ ડગમગવા માંડે છે. કોઈ હોય મહાત્મા, સંત, દાખલા તરીકે, હવે બધાને બહુ જ ભક્તિભાવ હોય, ખૂબ હોય આમ લાખો એમના બધા અનુયાયીઓ હોય બધા. પણ પછી એકદમ સમાચાર આવે કે સરકારે એમને પકડી લીધા ને ફલાણી જેલમાં મૂકી દીધા છે, અને એમણે તો આવું-આવું કર્યું છે એવું, એમ કે, બહાર આવ્યું છે, એટલે એના જે લાખો ભક્ત હોય ને, તે હજારો જ રહી જાય પછી તરત જ, થોડોક જ ટાઇમની અંદર. એવું થાય છે ને, એ શું થયું? ભાવનું અભાવમાં પરિવર્તન થઈ ગયું, રૂપાંતર થઈ ગયું એકદમ જ ઊડી ગયો, અરે અમે તો આવું જાણતા નહોતા. અમે તો આવું જાણતા હતા શું? તો કે એ ભગવાન છે, ભગવાનની વાતો કરે છે, ભગવત રૂપ છે, એ તો ભગવાન છે, તો અમારી તો એમની પર એટલા માટે શ્રદ્ધા હતી.
હવે અભાવમાં પરિવર્તન થઈ ગયું. તે તો આરોપી છે, સરકારે એમની પર આરોપ મૂકેલો છે, કોર્ટમાં હજી પૂરવાર નથી થયું, કાલે સવારે નિર્દોષ પાછા છૂટી જાય. કોકને થયું છે ખરું, પેલા કોકને, કશાક ખબર નથી, યાદ નથી, પણ આવું-આવું બધું હોય છે. તો અભાવમાં પરિવર્તન થયા પછી પાછો ભાવ વધી પણ જાય એકદમ, કે ના-ના બસ તેરા જેસા કોઈ નહીં, તો પતી ગયું પાછું, તો પહેલા કરતાય વધારે દૃઢતા થઈ ગઈ હવે તો ભાવની અંદર પછી. હકીકત શું છે? તો કે ખુદા જાને. તો એમ ચાલે છે. હકીકત એ છે કે બ્રહ્મ જ સત્ય છે.બાકી બધું આ જે કંઈ છે તે, બધા પર જે કંઈ કરવામાં આવે તે બધું મિથ્યા છે. જો તમે એમને બ્રહ્મ જાણ્યા છે કે જોયા છે, તો એને બસ, પછી એમાંથી નીચે ના પડાય તમારાથી. એટલે કહે છે કે ગમે તેવો નુગરો, પણ એક વખત ગુરુ માન્યો ને, તો એ ભલે ગાંડો થઈ જાય, પણ તમારો ભાવ જો ટકી રહેશે તો એનું જે થવાનું એ થાય, તમે બ્રહ્મ સ્વરૂપ થઈ જશો.
ભાવમાં આટલી પ્રચંડ શક્તિ છે. એનું જે થવાનું હોય એ થાય, એ ભલે જાનવરમાં જાય, કે જે થાય તે, નરકમાં જાય, કર્મનો હિસાબ છે ભઈ દરેકને પોતાના, પણ તમારો ભાવ છે ને એના પ્રત્યે કે ના, એ બ્રહ્મ સ્વરૂપ છે જ, બસ, બસ, બહુ થઈ ગયું, તમારા માટે પૂરતું છે, તમારું કામ થઈ ગયું. એના પરિણામો સાથે, એના પર્યાયો સાથે તમારે કોઈ લેવા-દેવા નથી. એટલી બધી શક્તિ ભાવની છે, તો એને ધ્યાન રાખો.
લોકોથી પર · ચૌદ લોકનો નાથ
લોકોથી પર. લોક એટલે આપણે આમ લોકો કહીએ છીએ એટલે પોપ્યુલેશનની વાત કરીએ છીએ, પણ આમ જ્યારે લોકો કહીએ છીએ ત્યારે એ પ્લેસીસ જેને કહેવાય છે એ પણ છે બધા. જેમ કે બ્રહ્મલોક છે, સૂર્યલોક છે, અગ્નિલોક છે, ચંદ્રલોક છે. પછી પાછા બધા નરક કાઢ્યા, અતલ, વિતલ, સુતલ, તલાતલ, ધરાતલ, પાતાલ, બધું કાઢ્યું. તો આ બધાને લોક કહ્યા, કે ચૌદ લોક. આ ચૌદ લોકનો નાથ કોણ છે? તમારી અંદર બેઠો છે. હવે મજાની વાત, આ ચૌદ લોકનો નાથ કોણ? તમે પોતે. કેમ એવું કહ્યું? તો કે જો, આ બ્રહ્મલોક છે, આ, આ, એમ કે પેલો શું કહેવાય, સત્યલોક છે, પછી આ જનલોક, તપલોક, મહલોક, ભૂ, ભુવ અને સ્વઃ, આવી રીતના અહિંયા; અને નીચે તો કે આ બસ, આ અતલ, વિતલ, સુતલ, તલાતલ, ધરાતલ, પાતાલ, બધું અહીંયા, અહિંયા આગળ, આની અંદર. આ જે એક આખું બ્રહ્માંડ છે, આટલું મળી, એનો સ્વામી તું.
યુ આર ધ ક્રિએટર, યુ ક્રિએટેડ ધિસ બોડી, યુ વિશ ફોર સમથિંગ, સમ પ્લેઝર, સમ એન્જોયમેન્ટ, સમટાઇમ બેક, અને જો આજે તારી આ દશા થઈ ગઈ. તો આ બોડી છે તે ક્રિએટ કરી દીધું, પણ તે જ કર્યું છે, અને તું મહીં અંદર બેઠેલો છે. પણ એવું ભાન કેટલાને? એનો બ્રહ્મા એ, એનો વિષ્ણુ બી એ, એનો શિવ પણ એ, જે કંઈ છે તે સ્વયં પોતે; અને તેમ છતાંય પણ એ પાછો પામરતામાં પડે છે. અધમો ના થાય, પામર થઈ જાય સાવ, અધમો થાય તો કશું કરી ના થાય, એટલે થોડોક ભાગ મરી ગયો હોય પામર એટલે. એનું જે પરમાત્મા પણું છે ને, અંશે આવરાઈ ગયું, એટલે પામર થઈ ગયો, બિચારો, બાપડો. બધા લોકો એકબીજાને આવું જ કહેતા હોય, જે પણ કોઈ એ પરિસ્થિતિમાં મુકાય, એટલે આ, તો બ્રહ્મા પોતે, એટલે પેલાને કે બિચારો એવો ફસાયો છે. અલ્યા, પણ શું? એ સ્વયં પરમાત્મા છે, એક દાડો બહાર નીકળી આવવાનો, એની મેળે.
તમે એના માટે સદભાવના સેવી તો એને પાવર મળશે તો એ તકલીફમાંથી એમ બહાર આવશે. અને કહ્યું બિચારું, એટલે એને તમે માર્યો દૂરથી એવો. હા, તો કેવું ડફણું માર્યું? તમે એને બિચારો ગણ્યો તમે એટલે માનસિક રીતે, તમે શું પ્રોજેક્ટ કરો છો કોઈને? તમે સ્વયં બ્રહ્મા છો, અને તમે શું પ્રોજેક્ટ કરો છો કોઈને, બોલો, વાત છે ને, એટલે જીવનમાં ક્યારેય કોઈની પણ ક્ષમતા ઓછી આંકવી નહીં, લેસન ટુ બી લર્ન જે અહિંયા. તમને એમ લાગશે કે જીવનના અમુક ક્ષેત્રમાં એ કદાચ એવું હશે, પણ એ બીચારો નથી જે તમે કહો છો. અને એવું કરીને તમે એની શક્તિઓને ઓછી આંકો છો, એનો હ્રાસ કરો છો, એને ઊણો ઉતારો છો એ તમારી અપેક્ષામાં, એવું સમજો છો. પણ એ તો એના જીવનની એક અવસ્થા જ છે, એ તો પાછો, અવસ્થા ફરે એટલે વળી પાછો, એ તો ફરી ચિત ને પટ તો થયા જ કરવાનું છે ને. ક્યારેય પટ-પટ-પટ તો હોતું જ નથી, કે કોઈને ચિત-ચિત રહેતું નથી, તો ફેરફાર તો થયા કરવાનું જ ભાઈ.
એટલે કહ્યું કે જો ભાવો તો એના માટે એક જ ભાવ રાખજો, કે તું બ્રહ્મ છું. હું પણ બ્રહ્મ છું.બસ, આ વાત બરાબર છે. અને પછી તો કે હું ય નથી ને તું ય નથી, બ્રહ્મ સત્ય છે. એનાથી ઉપર ઉઠી ગયા પછી. જ્યારે હું-તુંનો ખ્યાલ જતો ને એટલે પછી બ્રહ્મ સત્ય છે, એ સ્ટેજ આવી જાય છેવટે. રિયલાઇઝેશન ટુ બી રિયલાઇઝ, આપણા માટે લેસન છે, આ કરવાનું જ છે, લક્ષ્ય રૂપે છે આપણે. આત્મા વિશે આપણે પ્રતીતિ હાસલ કરી લીધી, હવે આપણે લક્ષ્ય પ્રાપ્ત કરી લીધું કે આમાં જ જવાનું છે, બસ, નક્કી થઈ ગયું છે ભાઈ,અમારે તો નક્કી થઈ ગયું તે દાડે વિઝા આવી ગયો તો, પાસપોર્ટ તો બહુ પહેલેથી હતો, હવે ત્યાં જવાનું પાક્કું, જવું જ પડે એમ. કોઈ કશું કરતું નથી, કુદરત તમને તે મૂકી દેશે પરમાત્માની અંદર, જો આડાઈઓ નહીં કરો તો, ડખલ નહીં કરો તો, હવે તમારે સીધા-સીધા જવાનું છે પરમાત્મા પાસે.પણ આને ટપલી મારતા જાવ, પેલાને ટપલી મારતા જાવ, એમ કરતાં-કરતાં જાવ, તેમાંથી એકાદ જણ તમને જડબેસલાક પકડી લે, એવો પાવરફુલ નીકળ્યો કદાચ, સામો થઈ જાય એકદમ, તમને નહીં જવા દે, હવે તમે ભેરવાઈ ગયા એને જોડે.અલ્યા છોડ મને, છોડ મને, ના છોડે એમ તો હવે.ટપલી તમે મારી હતી.
તો કે માર પરમાત્મા જવાનો ટાઇમ થયો છે કે ના જવા જ ના દઉં ને, કે તું નાલાયક છું, કે તું પરમાત્મા જઈને શું કરવાનું છું ? મારી બાજુ બેસી રે. કે પછી બહુ કહો કે ના-ના, મારે જવાનું જ છે કે ના, જવા જ દઉં તને, તું બેસી રે મારી બાજુમાં. કેમ? તો કે પરમાત્માએ જ મને પ્રેરણા કરી છે કે તને ટપલી મારું, એટલે બેસી રે, કે બાજુમાં, ના જ જવા દે, બસ. એટલે આવા અંતરાયો ઊભા થાય છે જીવનની અંદર. કહેવાનો મતલબ એ છે કે જે આમ સરળતાથી તમારો આમ પ્રવેશ થવાનો હતો, ભવ્યાતી ભવ્ય, ઓહોહો, આવરાઈ ગયો, અટકી ગયો, વિલંબમાં પડી ગયો. એટલે આવું ના થાય એનું ખાસ ખ્યાલ રાખજો. એટલે ડાબે-જમણે જોયા વગર નાકની દાંડીએ પરમાત્મા, સીધું, બસ બીજું કાંઈ નહીં. પણ તમારે આમ ડોકું આમ ફેરવો તો ઓકે, નાકની દાંડી એ બાજુ ગઈ, તો ત્યાંય આમ સીધું, ત્યાં થઈને જજે, પણ પરમાત્મામાં જ, બીજે ક્યાંય અટકતો નહીં, બસ.
લોકોથી પર એકમાત્ર બ્રહ્મ છે, એટલા માટે એને કહ્યું છે. એટલે આ પોપ્યુલેશન જે જનરલ માસ પોપ્યુલેશન છે તે, અને આ બધા જે ચૌદ લોકની વાત કરી, એ બધાયથી પર એવો બ્રહ્મ છે. હવે એ બધે જ હોવા છતાં પણ એનાથી અલગ છે. એમ કે આત્મા અને અનાત્મા બે છે, અનાત્મા છે તે આત્માથી અલગ છે, એમ કહ્યું.
પાંચજન્ય શંખ · પ્રેરક સદગુરુ
બ્રહ્મની સાથે સીધો સંપર્ક સ્થાપિત કરવાની ઘોષણા એ ઋષિકેશ. હૃદયની સર્વસ્વ જ્ઞાતા એવા શ્રીકૃષ્ણે પાંચજન્ય શંખ વગાડ્યું. તે વખતે મહાભારતના યુદ્ધમાં, એટલે કે પાંચે જ્ઞાનેન્દ્રિયોને. પાંચજન્ય એને કહ્યું, શંખ વગાડ્યો એમણે. પાંચ તનમાત્રાઓ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધના રસમાં ભેળવીને પોતાના ભક્તની શ્રેણીમાં ઢાળવાની એમણે ઘોષણા કરી દીધી. કોણે? ઋષિકેશે, અંદર બેઠેલા પરમાત્માએ. વિકરાળ સ્વરૂપે બહેકતી ઇન્દ્રિયોને સમેટી લીધી અને પોતાના સેવકની શ્રેણીમાં ઊભી કરવી, એ પ્રેરક સદગુરુનું કાર્ય છે. સદગુરુ ક્યારેક જે કાર્યો કરતા હોય છે, આમ તો કંઈક કશું કરતા ના દેખાય. પણ એ શું કરે છે? સાધકને પ્રેરે, કેવી રીતે? તો કે ઇન્દ્રિયો જે બહેકતી હોય તેને સમેટી લે, અને પછી પરમાત્માની અંદર તું પ્રવેશ પામ, એના માટેની સંજ્ઞા કર્યા કરશે.
મોઘામાં બોલે, બહુ મોટેથી આમ ખુલ્લે-ખુલ્લા ના કહે, ના, હવે તું પણતો નહીં, એમ. એટલે પણવાનું એટલે સ્ત્રી સાથે એવું નહીં, એમ, કોઈપણ વસ્તુ સાથે શાદી ના કરી બેસતો, એને સમજાવા માંગે છે. કારણ કે હવે તું સાધક છું અને તારે સિદ્ધ થવાનું છે. તો સિદ્ધ થવાની આ પ્રી-કન્ડિશન છે, કે તારે હવે શાદી નહીં કરવાની, કસા ની, કોઈ વસ્તુ સાથે નહીં, કોઈ વ્યક્તિ સાથે નહીં, કોઈ સંયોગો સાથે નહીં. હવે વખતે તું વ્યવહારમાં પરણિત હોય તો ઠીક છે ને, ભાઈ, નભાય લેજે, એ તારી ફાઇલ છે ને, તું એને પૂરી કરજે, એ કંઈ આમાં આડું આવતું નથી. મૂળ વાત એ કહી છે કે તમે કોઈપણ મોહમાં પડી જતા નહીં. બધું છે ને, આ મોહના કારણે ગરબડ થઈ જતી હોય છે. એટલે કહ્યું, લોભાયમાન હોય બધું જ.
◆ ઇન્દ્રિયો જે બહેકતી હોય તેને સમેટી લે, અને પરમાત્માની અંદર પ્રવેશ પા · એ પ્રેરક સદગુરુનું કાર્ય છે.
અને કુદરતના જેટલા બી પર્યાયો તમે જોશો, એટલે આમ થાય, આહા, આહા, આમ એક ફોટો જુઓ, આહાહા, કે બહુ સરસ. પ્રકૃતિના જેટલા બી રંગ છે ને, બધા અદ્ભુત છે, અને એક એકથી ચડીયાતા.અને પ્રકૃતિ અનંતા, તો પાર ક્યારે આવે? તો કે તું પરમાત્મામાં પેસું ત્યારે આવે, પ્રકૃતિનો અંત. ત્યાં સુધી ના આવે, કે ચાલુને ચાલુ જ રહે, અને એ તો કંઈકનું કંઈક બતાવ્યા કરે. આ બે હજાર ને છવ્વીસ થઈ ગઈ, બે હજારને ઓગણીસો-સાંઇઠમાં અમે હતા, બરાબર. એ પહેલાંય હતા ને લોકો, એ પહેલાંય લોકો હતા ને. અને એ ટાઇમે ભલે આપણે નહોતા એવું આપણને લાગે છે, પણ આપણે નહોતા ? ક્યાંક તો હોઈશ જ, બરાબર છે? એટલે આવું થાય. હવે તે કાળની બાબતો વિશે આપણે જાણીએ, પિક્ચર જોઈએ, કશું સમજીએ, કંઈ કરીએ. પેલું એક તમસ કરીને આવ્યું તું, સીરિયલ, શ્યામ બેનેગલની, જોઈએ તો ડર લાગી જાય, કે આ ભાગલા થયા ત્યારે આવી સ્થિતિ થઈ હતી.ઓહો ઓ માણસો આવું કરે?
પછી પેલા વર્લ્ડ વોરના વખતની વાતો જોઈએ તમે ત્યારે, એમ, અરે રાટી થાય, અરર, આપણે આવું કરતા હતા! એટલે માણસો આવું કરતા હતા!એમાં આપણે ક્યાંક હતા? ખબર નથી. સમજાયું? તો આવી રીતના, હવે જ્યારે પ્રેરક સદગુરુ તમને મળી ગયા, અને એમણે પ્રેરણા કરી, તો સદગુરુ શું પ્રેરણા કરે? પાંસરો રહે અને ત્યાં જા, બસ એટલું. અને એ પાછું સંજ્ઞા રૂપે સમજાવે, સંકેતથી, કારણ કે ટોળામાં બેઠા છે. સદગુરુ પાસે તો બધું ટોટલ પોપ્યુલેશન આવવાનું, લાયક, નાલાયક, વધારે પડતા નાલાયક. એટલે જે લાયક હોય તેને ખાલી આમ ઇશારો કરી દે છે. તેને ઇશારો કરી દે છે. ઇશારો શું કરે છે, એને ઇશારો શું કરે છે? બસ આટલું જ, બીજું કાંઈ નહીં. એક શબ્દ બોલ્યા નહીં, પણ એ સમજી ગયો, બીજા કોઈને ના સમજાય. પણ જો બીજો સમજદાર જો બેઠો હોય તો એને ખબર પડી જાય કે સદગુરુએ આને મોકલ્યો છે.
હવે જો એ ખરેખર સરળ સ્વભાવનો હોય, અને એને બરાબર જોયો હોય તો એ પણ પેલાને પાછળ-પાછળ ચાલવા માંડે તો એ પણ પહોંચી જાય, એટલી બધી સરળતા છે. સદગુરુએ ક્યાંય એને ના નથી પાડી કે તારે નથી જવાનું, એની પાછળ. અને મોટા ભાગે તમે જોજો કે બધા લાયક સદગુરુ જે છે, તેમાંથી પોતાના જેટલા પણ શિષ્યો હોય ને, એમાંથી સૌથી લાયક હોય ને, એને સંજ્ઞા રૂપે આ બધું આપે, અને પછી એને કાઢી મૂકે, પોતાની પાસે ના રાખે. શિવજી છે, ભૂત-ટોળી, ભૂત-પ્રેત બધાને રાખે, કોઈ દેવી-દેવતાને જોડે રાખતા? બોલો, કેવું! કે જેને નાલાયક, નઠારા ગણ્યા છે ને બધાય, ભલે તે રહે મારી પાસે, આજે નહીં તો કાલે બધા ધીરે-ધીરે તૈયાર થઈ જશે કે વાંધો નહીં, એ બેઠા-બેઠા પેલી મોન્ટેસોરી બારની નિશાળ ચલાવતા હોય એવી રીતે ચલાવ્યા કરે. કોકને બોલશે કે આમ આય શ્રીકૃષ્ણ શરણમ મમ, કોકને બોલાવશે કે આમ આય પ્રાણાયામ કરતા શીખ, કોકને કહેશે કે એક કામ કર, આ તાડાસન કરીને ઊભો રહે, કે પાંચ મિનિટ રોજ, ઓમ સૂર્યાય નમઃ બોલજે, બરાબર, બધાને કહીને કે, આવું બધું આપી દેશે, નડતા હડતા મટી જાય.પછી પોતે ધ્યાનમાં મગ્ન થઈને બેસી જાય.
દરેકને કામે લગાડે. પણ સૌથી લાયક માણસ હોય, એ છોકરાને, એ શિષ્યને શું કરશે? બસ સંજ્ઞા કરી દેશે, અને મોકલી દેશે કે હવે તું ત્યાં જઈને સાધના કર,અહીં આ બધામાં પડ્યો ના રહીશ. હવે પેલો કે ગુરુ, તમારું સાનિધ્ય? તો કે, હું તારી મહીં જ બેઠો છું, તું મને અહીં ના જોઈશ, તું મને ત્યાં ખોળ, તું મારો ત્યાં અનુભવ કરજે. કંઈ? તો કે હૃદય પ્રદેશમાં, અંદર, ઊંડે, હું ત્યાં બેઠો જ છું. નવો સાધક, એને ભરોસો પડતો નથી. પછી કોક દાડો કંઈ ચમત્કાર જેવું કરી આલે ગુરુ, કોક દાડો, એટલે પછી ખબર પડી જાય કે ના-ના, મારું ધ્યાન રાખે છે હો. એટલે પછી શ્રદ્ધા એકદમ મજબૂત થઈ જાય, દૃઢ થઈ જાય, બેસી જાય. સામે ફેણ મારીને આવીને આમ બેસી જાય, જેટલી વાર ધ્યાન કરવા બેઠો હોય એટલી વાર ધ્યાન કરે, અને પછી એનો ટાઇમ પૂરો થઈ જાય, એટલે પછી પેલો આમ કરીને આમ જતો રહે.
એક વાર ભય વ્યાપે, આવે ત્યારે, બરાબર; બીજે દાડે આવું થાય, ત્રીજે દાડે આવું થાય. ક્યાં સુધી તમે ડર્યા કરશો? એક ટાઇમ આવશે કે તમને પછી એના સાથે બી આત્મીયતા થાય. સંગનો મહત્ત્વ આ છે, કે જેનાથી તમને પહેલા ભય વ્યાપતો હતો, હવે તમને ભય વ્યાપવાનો બંધ થઈ ગયો, ભાવ બદલાઈ ગયો, પરિવર્તન થવા માંડ્યું ધીમે-ધીમે-ધીમે-ધીમે. એ તો ન્યુટ્રલ છે, હવે તમને ખ્યાલ આવે, પહેલા દિવસે તો જતો રહે ને ત્યારે ખબર પડે કે આ ગુરુએ મારી રક્ષા કરી હો, કેવું પડે. એટલે ગુરુ જ બેઠો છે ત્યાં આગળે, એવી રીતના કરીને, પણ એને ખબર ના હોય, એ વાત જુદી છે. જતો રહે.હવે, રોજ-રોજ એ કરતાં-કરતાં-કરતાં, એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ પછી એ આવતો જ બંધ થઈ જાય. પછી પેલાને એક્સપેક્ટનસી થઈ જાય કે આવે તો સારું, આવ્યા કે નહીં આવ્યા. હવે એની રાહ જોવા-જોવામાં જ એને ધ્યાન લાગી જાય.
એની રાહ જોવા-જોવામાં જ એને ધ્યાન લાગી જાય. એ બસ, એ આમ જોતો-જોતો-જોતો, ચિદાકાશ જોયા કરતો હોય, થઈ ગયું, ચિદાકાશ રૂપ થઈ ગયો. આ એક દાડો, અડધો-પોણો કલાક, બે કલાક, જરા વધારે બેસાઈ ગયું હોય તો નીકળી ગયો હોય તો, પાર હો ગયા, કે ચલો. અને જે પાર હો ગયા, એટલે પછી હવે સંસારની પાર છે ને એને, તો પછી તદ્રૂપ બની ગયો, બસ, કંઈ કરવાનું નથી. પણ ગુરુને ખબર પડી જાય કે આનું પતી ગયું છે. પેલા અહિંયા આવીને કહેવું ના પડે, આવીને પગે લાગે ને આવે તેવું એવું બધું કરે, એવું બધું કશું કરવાની જરૂર હોતી નથી. પણ એને ખબર હોય. તો પ્રેરક સદગુરુ શું કરે છે? તો કે બહેકતી ઇન્દ્રિયોને સમેટાવી લે તમારી, સંયમ આપે છે, પાવર આપે છે તમને, અને સેવકની શ્રેણીમાં એને ખડો કરી દે છે. ધ્યાનમાં ઇષ્ટ સિવાય બીજું કાંઈ ના જુએ, જોયું? ધ્યાનમાં ઇષ્ટ સિવાય બીજું કાંઈ ના જુએ, ના સાંભળે, બીજા કોઈનો સ્પર્શ પણ ના કરે, વિચારનો પણ નહીં, પુણ્યના વિચારનો પણ નહીં, પાપના વિચારનો પણ નહીં, સ્પર્શ પણ નહીં કરવાનો મનથી.
એ સદગુરુના અનુભવ સંચાર પર આધાર છે. સદગુરુ જેટલા પોતે વિકસિત હોય એના પ્રમાણમાં એ આ બધું કાર્ય કરી શકતા હોય છે.
અનુરાગ એટલે અર્જુન
દેવદત્ત ધનંજય. દૈવી સંપત્તિના આધીન અનુરાગ એટલે અર્જુન. ઇષ્ટને અનુરૂપ લગાવ હોય જેને, પરમાત્માને અનુરૂપ તો હોવો જોઈશે કે નહીં? અર્જુનની અંદર એ ભાવ તો આવવો જોઈશે ને. જેનામાં વિરહ હોય, વિરહ- રહેવાતું નથી હવે. બસ તમારા વગર રહેવું જ નથી ને, રહેવાતું જ નથી, એને કહેવાય વિરહ. અંદરથી આમ ફૂટ-ફૂટ રડતો હોય, પરમાત્મા, પરમાત્મા, બહાર ના દેખાય કોઈને રડતો, એવું, અંદર થયું છે, વિરહની વેદના. એવી વેદના વેઠી છે? એને વેદ કહેવાય, એને વેદ કહેવાય. વેઠવી પડે, પરમાત્માને પામવાનો છે, મજાક છે કે? ત્યારે પછી કહે છે કે વૈરાગ્ય વ્યાપે. વૈરાગ્ય એટલે અગ્નિ જેવું, આગ લાગી હોય ને, કેવું લાગે? આપણે કેટલા નજીક જવાય આગની? એની આગ વિકરાળ સ્વરૂપ પકડી લે પછી, કેટલા નજીક જઈ શકો તમે? તો વૈરાગ્ય તો દાડે-દાડે વધતો જ જાય, એનું નામ વૈરાગ્ય.
સંસારમાંથી એ બહાર કાઢી આપે આપણને. બહુ કીમતી, કેટલું બી આપી દો ને, તોય આમ તો ના પ્રગટે, પણ જો પ્રગટે વૈરાગ્ય રૂપી અગ્નિ તો ઘડીકમાં બધો આખો સંસાર બાળી મેલે, તમારો સંસાર ભાવ ખતમ થઈ જાય. આમ કરીને આમ એક કાંડી કાપી-ચાપી, કે મેચિસની બોક્સ હોય જ બધા સદગુરુની પાસે, એક જ કામ કરીને આમ લગાડી, એટલે ચાલ્યું, પછી એનું કામ થઈ ગયું, તો પેલો બહાર. પછી એકના વિરહની વેદના થાય, એકના વૈરાગ્ય વ્યાપે, પછી આને આય થાય ને આને આય થાય, બે વ્યાપે. ઇષ્ટને અનુરૂપ લગાવ, જેમાં વિરહ હોય, વૈરાગ્ય હોય, અશ્રુપાત હોય. ઘણા રડતા ના દેખાય પણ રડતા હોય, અને જે રડ્યા જ કરતા હોય એ ક્યારેય સાચું રડતા ના હોય. દેખાય છે ને સંસારમાં આપણને, ઘણાને રડ્યા કરવાની ટેવ પડી ગઈ હોય. પરમાત્મા સમજે કે આ છે ને, તો પેલો-પેલો જગડાળું છોકરો જ છે, બીજું કશું નથી,આ જવા દો ને, રડવાની ટેવ પડી ગઈ છે.
ધ્યાન ના આપશો, એવી રીતે, બાપ કહી દે છે જેમ વ્યવહારની, એવી રીતે પરમાત્મા પછી ધ્યાન આપે નહીં, કે આ સાચું રડતો નથી, આ મને પામવા, મને પ્રાપ્ત થવા માટે રડતો નથી. યુ કેન નોટ ફૂલ ગોડ. રોમાંચ હોય, ઇષ્ટ સિવાય બીજી કોઈપણ વિષય-વસ્તુ સાથે સહેજ પણ ટકરાવ ના થાય, એને અનુરાગ કહેવાય.
◆ અનુરાગ એટલે અર્જુન · ઇષ્ટને અનુરૂપ લગાવ, જેમાં વિરહ હોય, વૈરાગ્ય હોય, અશ્રુપાત હોય.
તો જો, હવે અર્જુનની ડેફિનેશન આપી દીધી. અર્જુનની ડેફિનેશન કેવી છે? અનુરાગ એટલે અર્જુન. તો કે ઇષ્ટને અનુરૂપ લગાવ હોય, જેમાં વિરહ હોય, વૈરાગ્ય હોય, અશ્રુપાત હોય, રોમાંચ હોય, ઇષ્ટ સિવાય બીજી કોઈપણ વસ્તુ સાથે સહેજ પણ ટકરાવ ન થાય, એને અનુરાગ કહેવામાં આવે છે.
પાંડવ સેનાના શંખ
ધનંજય એટલે આત્મિક સંપત્તિ, નિજી પૂંજી છે.ધનંજય કહે છે ને એને. ભીમસેને પૌંઢ્ર અર્થાત પ્રીતિ નામનો મહાશંખ વગાડ્યો. ભાવ છે ને, એ હૃદયમાંથી જન્મે છે. હૃદયમાં જ નિવાસ કરે છે.યુધિષ્ઠિરે અનંત વિજય નામનો શંખ વગાડ્યો, અનંત પર વિજય જે છે તે પ્રાપ્ત કરવાનો છે. એને, અનંતને પ્રાપ્ત કરી લ્યો ત્યારે જ વિજય પ્રાપ્ત થયો એવું સમજવાનું. યુધિષ્ઠિરે અનંત વિજય નામનો શંખ વગાડ્યો, પારાવાર દુઃખમાં પણ યુદ્ધે સ્થિર. પારાવાર દુઃખમાં પણ યુદ્ધે સ્થિર, ધેટ ઇઝ યુધિષ્ઠિર. યુદ્ધ કંઈ ચાલી રહ્યું તમારું? દૈવી સંપત્તિ ને તમારી પોતાની આત્મિક સંપત્તિ છે. અને યુદ્ધ ક્યાં છે? આ ક્ષેત્રની અંદર ચાલી રહ્યું છે. અને કોની સામે ચાલે છે? આસુરી સંપત્તિ સામે ચાલી રહી છે, દેવાસુર સંગ્રામ ચાલે છે, સામસામે. એટલે યુધિષ્ઠિર છે તે વિચલિત થતા નથી. સંસારની અંદર સામે આવતા કેટલા પણ બધા આવતા હોય આપણી.
પણ જો આપણે યુદ્ધે સ્થિર થઈ રહી ગયા એટલે આપણું કામ થઈ ગયું. હાલે તે હું નહીં.તે એનું નામ યુધિષ્ઠિર. આચરણમાં આવવું જોઈએ, એમનેમ શબ્દથી બોલવાથી કંઈ થશે નહીં? આથી, જે અનંત છે, જેનો અંત નથી, તે છે પરમ તત્ત્વ, પરમાત્મા, અને તેના પરથી એક દિવસ ચોક્કસ વિજય અપાવે યુદ્ધે સ્થિર. નિયમ રૂપી નકુલે સુઘોષ નામનો શંખ વગાડ્યો. જેમ-જેમ નિયમ ઉન્નત થતો જશે, તેમ-તેમ અશુભનું શમન થતું જશે. સત્સંગ રૂપી સહદેવે મણિપુષ્પક નામનો શંખ વગાડ્યો. મનીષીઓએ પ્રત્યેક શ્વાસને અમૂલ્ય મણિની સંજ્ઞા આપેલી છે, પ્રત્યેક શ્વાસને. સાધુ પુરુષોની વાણી સાંભળવી એ સત્સંગ છે. યથાર્થ સત્સંગ તો આંતરિક હોય છે. તમે બેઠા હોય અને અંદરથી આમ એવું બધું ફૂટે ને, મસ્ત-મસ્ત-મસ્ત, તો કે એ શ્રેષ્ઠ સત્સંગ છે. કોઈ બે પગવાળાની તું રાહ ના જોઈશ કે પ્રગટ થાય. થઈ જાય તારો ધનભાગ્ય છે, તું એને આદર આપજે, માન આપજે, એની સેવા-સુશ્રુસા જે કંઈ યોગ્ય હોય, આ બધું તો કરજે.
પરંતુ યથાર્થ સત્સંગ તો કેવો? તો કે આંતરિક હોય, અંદર.
◆ યથાર્થ સત્સંગ તો આંતરિક હોય છે · ચિત્ત આત્માની સંગત કરે, તેને સત્સંગ કહેવાય.
બસ આમ બેઠા હોય, ગુરુ બેઠો છે, શિષ્ય બેઠા, જોયા કરે, જોયા કરે, જોયા કરે, જોયા કરે. ગુરુ શિષ્યને જુએ છે, શિષ્ય ગુરુને જુએ છે. ના, બે કોઈ કોઈને જોતા નથી, બંને પોત-પોતાને જુએ છે.ગુરુ જુએ છે કે હું ત્યાં છું, શિષ્યને એમ થાય કે હું ત્યાં છું. એટલું બધું આમ અજોડપણું થઈ ગયું હોય કે, વાહ, જબરજસ્ત.આંતરિક સત્સંગ, વગર બોલે જ્ઞાન વહે જ જાય, વહે જ જાય, વહે જ જાય.આવું થાય ક્યારેક, ઘણીવાર થાય, થતું હોય છે. તો ચિત્ત બધામાંથી પોતાને સંકોરી અને આત્માની સંગત કરે ત્યારે વાસ્તવિક સત્સંગ કહેવાય. બાકીનો બધો સત્સંગ કેવો છે? અવાસ્તવિક છે. શું કહ્યું? ચિત્ત પોતાને બધી બાજુથી સંકોરી લે છે, હવે ક્યાંય જતું જ નથી, અને પછી ચિત્ત આવીને સ્થિર થઈ ગયું પરમાત્માની અંદર, બસ, બીજું કંઈ નહીં. તો એવા ચિત્ત સાથે સંગ કરવાનો તેને સત્સંગ કહેવાય, એવા ચિત્ત સાથે, કે જે હવે ભટકતું બંધ થઈ ગયું છે, સ્થિર થઈ ગયું છે, યુદ્ધની અંદર પણ સ્થિર થઈ ગયું છે.
વિચાર કરો, શ્રીકૃષ્ણના કહેવા મુજબ તો આત્મા જ સત્ય છે, સનાતન છે. ચિત્ત બધામાંથી પોતાને સંકોરીને આત્માની સંગત કરે, એવા સત્સંગ, ધ્યાન, ચિંતન અને સમાધિના અભ્યાસથી ધીરે-ધીરે-ધીરે આ બધું પ્રાપ્ત થાય છે. જેમ-જેમ સત્યના સાનિધ્યમાં, સત્ય શું છે? હું બ્રહ્મ છું. મન ટકવા લાગશે, તેમ-તેમ એક-એક શ્વાસ પર નિયંત્રણ આવતું જશે, સુરત તમારી જે છે ને એની પર તમારો કાબૂ આવતો જશે, એ તમને ખ્યાલ આવશે, અને મન સહિત તમામ ઇન્દ્રિયો કાબૂમાં આવી જશે. એટલે આમ બેઠો હોય ને એમ થાય, જલેબી લેવા જવ, એ બધું બંધ થઈ જશે. આમ એ બધું કહે છે ને, કે એને આજકાલ આ લોકો શું કહે છે, શેર બજારવાળા, ઇમ્પલ્સિવ બાઇંગ, ઇમ્પલ્સિવ સેલિંગ બંધ કરો, એમ કહે છે. કારણ કે સૌથી વધુ નુકસાન આવા ઇમ્પલ્સિવ લોકોને થાય છે, અને એવા ઇમ્પલ્સિવ લોકોના લીધે બીજા લોકોને પણ બહુ નુકસાન થાય છે.
પેલો માણસ એમ સમજે કે હું ઇમોશનલ છું, સેન્સિટિવ છું, વેરી સેન્સિટિવ.વેરી સેન્સિટિવ એટલે કશું પકડી ના શકે, ધારણ ના કરી શકે, એમ, સ્થિરતા ના હોય, શક્તિ ના હોય, કશુંય ના હોય. સહેજ આમ-આમ કરો એટલે આમ થઈ જાય, આમ કરો એટલે આમ થવા માંડે, એનું કામ નહીં. હવે આ તો યુદ્ધ ચાલી રહ્યું છે ભાઈ, તારે ડાન્સ નથી કરવાનું, સ્થિર થવું પડે અહિંયા તો, બિલકુલ મહારથીની જેમ, પેલા કહ્યું ને, વાત્સલ્ય અને બધાના, પાંચ અભિમન્યુના, એની જેમ તમારે સ્થિરતા જોઈશે. જે દિવસે સંપૂર્ણપણે નિરોધ થઈ જશે, તે દિવસે પરમ તત્ત્વ પ્રાપ્ત થશે. બોલો, ઘડી પળ બધું નક્કી છે, દિવસ બી કહી દીધો, હવે તમારી વારે-વાર છે. જે દિવસે ઇન્દ્રિયો તમારા કાબૂમાં આવી જશે અને સંપૂર્ણ નિરોધ થઈ ગયો, શેનો? પ્રાણનો પણ, તે દિવસે પરમ તત્ત્વ પ્રાપ્ત થશે. આ ભવિષ્યવાણી પણ કરી દીધી, પણ એવું થશે જ, કારણ કે જો તમે અત્યારે આ કરી રહ્યા છો, એ બતાવે છે કે ભવિષ્યમાં આ થવાનું છે.
તું હવે બસ શ્રદ્ધા રાખ અને આ ચાલુ રાખ, દિવસે-દિવસે તીવ્રતા આમાં આવતી જશે, વધતી જશે, સ્થિરતા વધતી જશે, સાતત્ય વધતું જશે, રિધમ બની જશે, અને બસ પછી તું ત્યાં પહોંચીને જવાનો છે, તું ખાતરી રાખજે, જરાય ચિંતા ના કરીશ. આજે તે કરવાનું શરૂ કર્યું, ભલે વાંધો નથી, પણ તું ત્યાં પહોંચી જવાનું. બસ આ સંજ્ઞા રૂપે સમજાવે છે સદગુરુ શિષ્યને, આટલા બધા શબ્દોમાં નહીં જે તમને કહ્યું. વાજિંત્રોની જેમ, બહુ સરસ વાત કરે છે,ચિત્ત આત્મામાં સ્વર સાથે સ્વર મિલાવે છે અને સંગત કરે છે, તેને સત્સંગ કહેવાય છે. ચિત્ત ભી બિલકુલ આમ ટ્યુન થઈ ગયું હોય આત્માના સંગની અંદર જ એમ. બરાબર, એવી રીતના અંદર સત્સંગ થયા કરતો હોય. એટલે ખરેખર આ કહેવા એ માંગે છે કે બિંબ અને પ્રતિબિંબ, બસ, પ્રતિબિંબ છે તે બિંબ છે અને બિંબ છે તેને પ્રતિબિંબ છે, એ બંનેને એકબીજાનો ખ્યાલ આવી જાય, કે હું તો બિંબ છું જ, પણ આ મારું પ્રતિબિંબ.
પ્રતિબિંબને એમ થાય કે હું પ્રતિબિંબ છું, પણ આનું પ્રતિબિંબ છું આને સત્સંગ કહેવાય.અને એવું સતત હોય પાછું, આમ એક ક્ષણ એવી ના હોય વચ્ચે, કે અનબ્રોકન કન્ટિન્યુટી, એમાં ક્યાંય તોટ નહીં વચ્ચે, બસ આમ ચાલ્યા જ કરતું.ચાલ્યા જ કરતું હોય. શું કરીએ છીએ આપણે? સવારમાં પંદર મિનિટ પ્રાણાયામ અભ્યાસ કરી લીધું એટલે પંડિત થઈ ગયા, પારંગત થઈ ગયા, મહાત્મા થઈ ગયા. શું-શું બનીને ફરીએ છીએ પાછા આપણે આખો દાડો? આ શું કહે છે આપણને, ક્યાં પહોંચવાનું છે? અહીં પહોંચવાનું છે આપણે. આ બધું કરવામાં જો તમે એમાં લાગી ગયા છો, એક વિચાર નહીં આવે કે આનું શું થયું, પેલાનું શું થયું, કે આવડો આ જીવે છે કે નહીં, કે પહેલા એ શું કર્યું, કે કોઈ વિચાર નહીં આવે, કશું નહીં થાય, ટાઇમ જ નથી તમારી પાસે. તું-તારી, કશું કરવાનું? તમે છો ને પરમાત્મા છો, અને તમે બે એક છો, અને પછી પાછા આમ બેઠા છો, ઓહો હો, બસ, પૂરું થઈ ગયું, એને તદ્રૂપતા કહેવાય, એને સત્સંગ કહ્યો.
એવા સતનો તું સંગ કર, રાત-દિવસ. આપણને એમ કે, એકવાર અમિતભાઈ બેઠા હતા ને, દોઢ કલાક બેસવા ગયો, દોઢ કલાક પૂરો થયો, પાછો અડધો કલાક ને, બે-અઢી કલાક, મેં કહ્યું હોય એવું લાગે, આખો દિવસ જ જતો રે, જતો રે. જ્યાં સુધી તમને મનની કે દેહની બીજી બાહ્ય સંજ્ઞાઓ ના પ્રાપ્ત થાય ને, ત્યાં સુધી તમે એ જ સ્થિતિમાં રહી જવાના છો પછી. કાંઈક ફોન આવે, કાંઈક કોક માણસ આવે, ડોરબેલ વાગે, કંઈક થાય, આ પાછું તમારું આઘા-પાછું થાય જરાક, તો શક્ય છે કે તમે એ સત્સંગમાંથી બહાર જતા રહો, અને પછી સંસારમાં પડો પાછા, ભમ દઈને. અને અમુક લોકો ધ્યાન કરવા બેઠા હોય ને, તોય ઘંટડી વાગી, પાડોસીના ઘેર વાગી, કોણ આવ્યું હશે, જઈને તપાસ કર. અલ્યા, પણ તારે ઘેર તો ઘંટડી નથી વાગી. તું ઊભો થઈને શું કરવા તપાસ કરવા જાય છે ?કોણ આવ્યું કરીને ? પાડોસીના ઘેર જો ઘંટડી વાગે તો પાડોસીની જવાબદારી છે ને, તારી થોડી છે?
તો તું પાછો આમ ઊભો થઈને, કે કંઈ તને ભલામણ કરીને ગયો છે કે કોઈ હું નથી ને આવે કોઈ તો આમ કરજો ને તેમ કરજો, આવું કશું ના કહ્યું હોય તોય પાછો આ તો, આને શું કહેવાય? ડોડડાયો ઓવરવાઈસ. મોટાભાગના જાય દોડી-દોડીને જાય પાછા.એમાં લાલ-લીલું લુગડું જોવે તો તો અચૂક દોડે. અલ્યા પણ તું ધ્યાન કરવા બેઠો છે પરમાત્માના.સત્સંગમાં, અને આ પાછો જો તું, શું કરી રહ્યો છે?કંઈ ખબર પડે છે? શરમ આવે છે તને? આ બધું આવું પરમાત્માને આવી તું રાહ જોતો મૂકી રાખે, અને તું તઈ પેલી વસ્તુ તે તરફ દોડે, ઘોર અપમાન કરે છે પરમાત્માનું, ખબર પડે છે? આ તો સારું છે પરમાત્મા, બાકી જો એ તમારા જેવો હોય ને, કોઈ કાળે પછી પ્રાપ્ત ના થાય, એ જ આ વીલું મોઢું કરીને રૂઠીને ચાલી જાય તો પતી ગયું ને પછી. તો કહે છે કે ચિત્ત આત્માના સ્વર સાથે સ્વર મેળવીને સત્સંગ સંગત કરે, સંગત કરે, માય ગોડ ઇઝ બ્રીથિંગ, આઇ એમ નોટ બ્રીથિંગ, અને એના સાથે સંગત કરે પાછો પેલો.આમ એકરૂપ થઈ ગયો, અરે, ખ્યાલ માત્રથી આનંદ, આનંદ, આનંદ થઈ જાય, કે યાર, તો તમે એક્ચ્યુઅલ જ્યારે કરશો ત્યારે તમને ખ્યાલ આવશે કે આ કેવું છે.
કશાન માટે ટાઇમ જ નથી તમારી પાસે. બે હજાર છવ્વીસ તો કે છે જ નહીં, બે હજાર છત્રીસ આવી ગઈ હોય, ખબર ના પડે, દસ ગયા કે. પણ જુઓ તો એ એવો ને એવો ફ્રેશ લાગે, દસ વર્ષ એની ઉપર જરાય લાગે નહીં તમને, કેમ? શૂન્યાવકાશની અંદર એજિંગ થતું નથી. એવી રીતે જે પરમાત્માના સંગમાં બેઠું હોય, પરમાત્માની ઉંમર કેટલી? બરાબર. એની જોડે બેસી ગયા એટલે પતી, પૂરું થઈ ગયું તમારું. પરમાત્માને જન્મ, મૃત્યુ, જરા અને વ્યાધિ હોતા નથી. હવે તમે પરમાત્માના સંગની અંદર સુરતાલ કે સાથ બરાબર લાગી જ પડેલા છો. હવે ગયા દસ વર્ષ પાછા, બહાર આવો ઓહો ભઈ તો એવા ને એવા જ દેખાય છે.એવા જ દેખાય ને,ભાઈ તો સંસારની અંદર એકે ક્ષણ પણ વ્યય થયો નથી એનો, એટલા માટે કહ્યું હું અવ્યય છું, મારો વ્યય થતો જ નથી. હવે અવ્યયના સાથે તમે સત્સંગ કરી બેઠા તો તમે પણ અવ્યય છો.
પ્રત્યેક સાધન થોડું અંતર કાપી આપે છે
પ્રત્યેક સાધન નિર્મળતાના માર્ગ પર થોડુંક અંતર કાપી આપે છે. આપણે આમાં છે ને ઘણી-ઘણી વસ્તુઓ કરવી પડે. મારે હ્યુસ્ટન જવાનું છે, તો અહીંથી સૌથી પહેલામાં પહેલા તો મારે ટેક્સી બોલાવવી પડશે, એરપોર્ટ પર એને છોડી દઇને પ્લેન પકડવું પડશે, એ પ્લેન મને દિલ્હી લઈ જશે, ત્યાંથી મોટું પ્લેન પકડવું પડશે તે મને હ્યુસ્ટન લઈ જશે, ડલાસ કે, ત્યાંથી પછી પાછું ફરી મારે હ્યુસ્ટન જવું પડશે, અને હ્યુસ્ટનમાં આ બધુંય છોડી દેવાનું અને પેલા વસ્ત્રાણી જીર્ણાની કરીને, અને પેલા અવકાશ યાત્રીના બધા કપડા પહેરી લેવા પડે, ટોપો-બોપો પહેરીને, બધું કરીને, પછી રોકેટમાં પેસવું પડશે. કેમ? તો કે હું સ્કાયની સફરે જઈ રહ્યો છું. બોલો, કેટલા સાધનો બદલાયા? તો દરેક સાધને થોડું-થોડું અંતર કાપી આલ્યું. મારું લક્ષ્ય શું છે? ત્યાં પહોંચવાનું. તો દરેક સાધન તમે જે કર્યું છે તમને થોડું-થોડું ડિસ્ટન્સ કવર કરી આપે, એમાં વાંધો નથી.
કેટલાક અંતર એવા છે કે જે મન-બુદ્ધિથી કાપી શકાતા નથી. કેટલાક અંતર એવા, ના કપાય, એમાં મનય ના ચાલે અને બુદ્ધિ ય ના ચાલે. એકલું નાવડું લઈને આમ-આમ-આમ કર્યા કરતો હોય, નાનકડી કયાક હોય છે ને, પેલું, મોટા એની અંદર એક જ જણ બેસે એવડી પેલી હોય ને. હવે લઈને કોઈ સમુદ્રની અંદર ગયો હોય તો કે સાથે સમુદ્ર માર ફરવાનું છે. કેવી હાલત? એ કલાકના કેટલા નોટની ઝડપે, બહુ-બહુ તો જઈ શકે, સમજાયું? એવું નથી કે ના થાય, કારણ કે એવી રીતના ફરનારાઓ તો છે પાછા, સંસારની અંદર, અને પહોંચનારા છે. મોટા ભાગના ડૂબી જનારા છે, પણ કોક તો એવો હોય છે ને પાછો, કે આવી એક નાનકડી બોટ લઈને ફરી વળ્યો હોય, દાખલા છે ભાઈ, સંસારની અંદર એવી રીતે. તો પ્રત્યેક સાધન નિર્મળતાના માર્ગ. જો, નિર્મળ, મળ વગરનો હોય તે નિર્મળ. તો રાગ, દ્વેષ અને અજ્ઞાન, અથવા તો તમે શું કહો છો બીજું, એને મળ, વિક્ષેપ અને અજ્ઞાન.
તો આ બધું જે કાંઈ છે તે બધું શું છે? તો કે મળ છે, જે કાંઈ છે એ બધું મળ, તમારે ત્યાગવાનું. એ તમારું ખાતર કોકને કામ લાગશે પાછું, એમાં એના તો ફૂલજાડ થઈ જશે. સંસાર બનાવવાનું છે ને એને, તો બગીચો બનાવવો છે.તમારું ત્યાગેલું એને કામ લાગશે પણ તમારે શું થવાનું? નિર્મળ થવાનું. કેવી રીતે? તો કે એક સાધનથી, બીજા સાધનથી, દરેક સાધન તમને થોડા-થોડા-થોડા-થોડા નિર્મળ બનાવશે, એમ કહેવા માંગે છે. તો તમે આસન કરો, તમે પ્રાણાયામ કરો, તમે ધ્યાન કરો, તમે જપ કરો, તમે જસ્ટ વોક કરો, કશું નથી કે બસ, દરેક સાધન તમને થોડી-થોડી વધુ નિર્મળ બનાવી શકે છે. થોડું અંતર કાપી આપે છે.
◆ પ્રત્યેક સાધન નિર્મળતાના માર્ગ પર થોડુંક અંતર કાપી આપે છે.
કેટલાક અંતર એવા છે કે મન-બુદ્ધિથી કાપી શકાતા નથી. એટલે મન અને બુદ્ધિ તમારી વામણી છે, એમ એ કહેવા માંગે છે. પરમાત્માની પ્રાપ્તિ સુધીનું જે અંતર છે એ તમે મન દ્વારા કે બુદ્ધિ દ્વારા કાપી શકશો નહીં. કારણ કે એના કરતાં પણ પ્રચંડ ઉર્જા અને શક્તિની જરૂર પડશે, કે જે આ મન-બુદ્ધિ પાસે હોતા નથી. એટલે એમને ત્યાં મૂકી દેવા પડે. પેલો ટેક્સી લઈને બસ સાત ભૂખંડમાં ફરવા જેવી વાત છે આ તો. પણ વચ્ચે-વચ્ચે તો, તો કે ભાઈ, એને ટેક્સી પેલા જહાજમાં ચડાવી દેવી પડે છે ને, પછી સમુદ્ર ઓળંગે, વળી પાછ તહીં ઉતરે અને પાછો ચલાવે, એવી રીતના ફરે છે. કોઈ પછી દરિયામાંથી એ ચલાવવા માંડે એવું તો હજી સુધી ની થયું નથી. એટલે મન અને બુદ્ધિથી આ અંતરો પરમાત્મા સુધીના કાપી શકાવાના નથી, બહુ હાઈ સ્પીડની જરૂર પડશે. હાઇપરલૂપ બી ટાંચું છે એની આગળ તો.
બસ આમ, મનસા સ્મરક કહે છે ને, મનોવેગે, મનોવેગથી પણ ઉપર.એવી જબરજસ્ત સ્પીડ જોઈશે.ભગવાન સ્વયં અંતઃકરણમાં વિરાજમાન થઈ અને આ મંજિલ પાર કરાવે છે. પોતે જાતે કરે છે એવું એ જો માને છે તો એ ફીફાં ખાંડે છે. દરેક સાધકને, સદગુરુ બન્યો ભલે પછી એ તો, જે-તે સમયે તો પણ એ સાધક હતો ને, એને પાર ઉતાર્યો, તે વખતે શું થયું હતું? તો કે પરમાત્મા સ્વયં એના અંતઃકરણમાં પ્રવેશ પામ્યા, ત્યાં બેસી એને લઈ, અને પછી આ અંતર પાર કરાયું. આને કહેવાય કૃપા. પણ એ તો થાય જ, જો પેલો તૈયાર હોય તો, એ તો બેઠા છે કે ભાઈ આજા. પરમાત્મા તો દરેક છોકરો પાછો ઝટ ઘેર આવી જાય એની રાહ જોતા જ બેઠા છે.બધા, એમ ગયા છે આમ, રાજકુમારો ફરવા ઘોડા પર નીકળ્યા હોય ને જંગલમાં, શિકાર કરવા, આમ જોવા, તેમ જોવા, જા, કે દુનિયામાં અનુભવ કરી આય એમ મોકલી દીધા છે બધાને, અને પાછી ખાતરી છે, મારો કુંવર છે ને, ફોડી લેશે, કે સંસારની જોડે બી ગમે તે થશે.
હજી નાનો છે, કે ના-ના, જરાય નાનો નથી કે, એનામાં બધું સામર્થ્ય છે જ મારું. કશું નથી.એ તો કાલ સવારે હું ના હોય તો એને રાજા ડિક્લેર કરો તો એ તો મહારાજા થઈ જાય, બોલો, એક રાજાને એટલો ભરોસો હોય છે પોતાના કુંવરને મોકલી દે. એવી રીતે મોકલી દીધા છે તમને અને મને બહાર, પરમાત્માએ. તો ભગવાન સ્વયં અંતઃકરણમાં બિરાજમાન થાય છે, એમ નક્કી કરી દીધું. આ પૃથ્વીની સ્પીડ કેટલી છે ખબર છે? આપણે તો આમ સ્થિરતાથી બેઠા છીએ એવું લાગે છે, બારણાને બધું બંધ કરીને, પણ એક કલાકના પંચાવન સો માઇલ કે એવી કોઈ ભયાનક સ્પીડે આ પૃથ્વી આખી આમ ધસી રહી છે સ્પેસની અંદર, અને આપણને ખબર બી નથી પડતી. એક્ઝેટ અંતર છે બધું ગણેલું પણ અત્યારે યાદ આવતું નથી. તો અહીં ઇષ્ટ બનીને આત્મા ઊભો થઈ જાય અંતઃકરણમાં, અને પછી એ મંજિલ પાર કરાવે છે. પોતે જ પોતાની સન્મુખ ઊભો થઈ, અને પોતાનો પરિચય પ્રાપ્ત કરે છે.
પ્રતિબિંબને ખબર પડી જાય કે અરે, હું તો બિંબ છું, અત્યાર સુધી હું પ્રતિબિંબ માનતો હતો, પણ હું જ બિંબ છું, અરે યાર, કામ થઈ ગયું.
વૈરાગ્ય રૂપી હનુમાન
સંયમ રૂપી સંજયએ અજ્ઞાનથી આવૃત મનને સમજાવ્યું કે કપિધ્વજ, એટલે કે વૈરાગ્ય રૂપી હનુમાન. વૈરાગ્ય જેનો ધ્વજ છે, સ્વયં હનુમાન. હનુમાન, જેણે માન અને અપમાન બંનેનું હનન કર્યું છે તે હનુમાન કહેવાય. એને માન પણ નથી ને અપમાન પણ નથી, આ હનુમાન છે તમારો. આ વાયુપુત્ર છે. પ્રકૃતિથી જોયેલી, સાંભળેલી વસ્તુઓથી, વિષયોથી રાગનો ત્યાગ એ વૈરાગ્ય છે.જો, એક-એક ડેફિનેશન કેવી જોરદાર છે. મહાભારતની પ્રચલિત ગણતરી અનુસાર અઢાર અક્ષૌહિણી, એટલે લગભગ ચાળીસ લાખ બરાબર થાય, અઢાર અક્ષૌહિણી એટલે. પરંતુ પ્રચલિત ગણતરી અનુસાર લગભગ સાડાછ અબજની બરાબર થાય. અત્યારે તો આપણી વસ્તી આઠ અબજે પહોંચી, કદાચ સાડા આઠ થઈ હોય કે નવ એ થઈ હોય, ખબર નથી, જે આજની વિશ્વની વસ્તીની બરોબર થાય છે. એટલે આ હૃદય પ્રદેશની વાત છે. કોઈ કુરુક્ષેત્રની વાત નથી, કારણ કે આટલા સાડાછ અબજ માણસોને એટલી જગ્યામાં કેમ ના ઊભા કરીને લડાવવાના હતા?
સમજાય છે ને, બહુ ક્લિયર છે. આ બતાવે છે કે ભાઈ, આ રૂપક છે મહાભારત આખુંય, કંઈ કોઈ જગ્યાએ એવી રીતનું થયું નથી ને, લડાયું નથી. બધા મહાભારત, જો-જો કરે મહાભારત, તો આ હૃદય પ્રદેશની વાત છે, તો અંદરની વાત છે. ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ વચ્ચેની જે બાબત થઈ છે તેની વાત છે. એમ કે એટલે આ હૃદય રૂપ દેશની વાત છે, એમ કહ્યું. મહાભારત જે આખું એ છે.
◆ મહાભારત આખુંય રૂપક છે · આ હૃદય પ્રદેશની વાત છે, ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ વચ્ચેની.
મોહ સમાપ્ત ક્યાં થાય ?લગાવનો સંપૂર્ણ ત્યાગ. લગાવનો સંપૂર્ણ ત્યાગ, મોહનું સહ-અસ્તિત્વ દૂર થતા વિજય નિશ્ચિત બને. કશાના પ્રત્યે મોહ જ ના હોય, નિર્મોહી થઈ જાય, બિલકુલ નિર્માની થઈ જાય.
સચરાચર જગતને જીતી લીધું
મનનો વિસ્તાર એ તો જગત છે. આ જગતનો વિસ્તાર કેટલો? આમ લોકો માપ-માપ કર્યા કરે, બરાબર, એટલે હજી આગળ, હજી આગળ, એમ-એમ કરતા-કરતા કેટલુંય એમણે તો અત્યાર સુધીમાં બ્રહ્માંડની બધી શોધી કાઢી છે, આ રચના, હજુ પાંચ વર્ષ પછી એનાથી મોટું બ્રહ્માંડ છે એવું પાછું કહેશે, એમનું ખગોળશાસ્ત્ર, તો એ તો વધ્યા જ કરવાનું છે. બ્રહ્માંડ તો વિસ્તાર પામ્યા જ કરે છે, કારણ કે મનનો વિસ્તાર છે એ જ જગત છે. યોગેશ્વર શ્રીકૃષ્ણએ પણ મનના પ્રસારને જગત કહીને સંબોધન કર્યું છે. જેમણે આ પ્રભાવને રોકી લીધો તેણે સચરાચર જગતને જીતી લીધું. સચર અને અચર, સચરાચર શબ્દ છે. સચર સૃષ્ટિ એટલે જે નિશ્ચેતન ચેતન વાળી, અને અચર સૃષ્ટિ એટલે મિકેનિકલ બધું. કશું છે જ નહીં અંદર, તો સચરાચર આવો શબ્દ બનાવ્યો, પણ ક્યાંય એકલું સચર હોતું નથી, ક્યાંય એકલું અચર હોતું નથી, એટલે એને સાથે શબ્દ મૂક્યો, સચરાચર.
પેલી પ્રાર્થનામાં શું કહે છે, સચરાચર વ્યાપ્યા, ચાર ભુજા ચૌદિશી દક્ષિણમાં, કહે છે ને એવું. તો સચરાચર જગતને જીતી લીધું કોણે? જેણે મનના પ્રસારને રોકી લીધું.મતલબ મનને બાંધી દીધું, મતલબ મનને સ્થિર કરી દીધું, યુદીસ્થિરમ, એકદમ સ્થિર થઈ ગયું, બિલકુલ સ્ટિલ. બી સ્ટિલ, બી અવેર એન્ડ લેટ ગો.કન્ટિન્યુ ટુ બી સ્ટિલ, યુ આર ધેટ, યુ આર ધેટ, યુ આર ધેટ.
અર્જુનના ચાર તર્ક
પ્રત્યેક નવો સાધક ગુરુના શરણમાં જતા તર્ક કરે છે, અને પોતે બધું જ જાણે છે એમ માની લે છે. અર્જુન પણ પોતાને ઓછો જ્ઞાની નથી સમજતો. આરંભમાં પ્રત્યેક સાધક અર્જુનની જેમ જ બોલતો હોય છે. મહાત્મા બુદ્ધનું કથન છે કે મનુષ્યને જ્યારે અડધું જ્ઞાન હોય ત્યારે પોતાને મહાન જ્ઞાની સમજે છે અને અડધાથી પણ આગળની જાણકારી પ્રાપ્ત થવા માંડે ત્યારે તે પોતાને મહામૂર્ખ સમજે છે.
◆ મનુષ્યને જ્યારે અડધું જ્ઞાન હોય ત્યારે પોતાને મહાન જ્ઞાની સમજે.
અનુરાગ એટલે પ્રેમ, જે પ્રારંભની કક્ષા છે. શરૂઆતમાં આપણને શું થાય? કોઈક વ્યક્તિનો પરિચય થાય, આમ થયું ભાઈ, બહુ સરસ લાગે છે, એકદમ ફૂલ ગુલાબી નેચર છે ને, બહુ ફાઇન છે ને આમને, ઓકે, વેરી ગુડ. તો મહારાજજી કહેતા કે સદગૃહસ્થને, ગૃહસ્થાશ્રમમાં રહેતા ગ્લાની ઉદ્ભવે, અશ્રુપાત થવા લાગે, કંઠ રૂંધાઈ જાય તો સમજી લેવું કે હવે ભજનનો આરંભ થઈ રહ્યો છે. જો સાધકની પ્રારંભિક એક અવસ્થાની વાત કરી દીધી. આગળ, ભક્તિ એટલે અનુરાગ. એના પ્રથમ ચરણમાં સ્વજનો તરફનો મોહ બાધક થાય છે. મારી પત્ની, મારા પિતા, મારો પુત્ર, મારું બોડી, આ મારું ઘર. સૌ કોઈ ઇચ્છે છે કે પરમ સત્યને પ્રાપ્ત કરી લઈએ, બધાની ઇચ્છા તો છે, પરંતુ આગળ વધતા સૌને દેખાય છે કે આ બધા મીઠા સંબંધોનો ત્યાગ કરવો પડશે. કે આ તો બધા મારા જ્યેષ્ઠ છે ને, મારા બંધુ છે ને, આમ છે ને તેમ છે, નહીં, રડ્યો પછી અર્જુન ત્યાં આગળે શરૂઆતમાં બહુ.
તેને આ ગ્લાની થઈ કે આ મારા સંબંધીઓ છે, કહે છે. જેની સામે તમે મને લડવાનું કહો છો. આગળ વધતા આ બધા મીઠા સંબંધોનો ત્યાગ કરવો પડશે, એવું જ્યારે એને રિયલાઇઝ થાય ત્યારે સૌ હતાશ થઈ જાય. પહેલા પોતે જેને ધર્મ-કર્મ માનીને કરતા હતા, એટલામાં જ તે સંતોષ માનવા લાગે છે. અને પોતાના મોહના સમર્થન માટે તે પ્રચલિત રૂઢીઓના પ્રમાણ વારે-વારે રજૂ કરે, કે ગીતામાં તો આમ કહ્યું છે, પેલી ચોપડીમાં આવું કહ્યું છે, આ શાસ્ત્રમાં આવું કહ્યું છે, પેલા સંતે તે દિવસે આમ કહ્યું તું. બધી વકીલાત કરી દેશે એની બુદ્ધિ તે વખતે, સાધકની, આવી જ ખોટી પધ્ધતિઓમાં ફસાઈ માનવી જુદા-જુદા ધર્મો, અનેક સંપ્રદાયો, નાના-મોટા જૂથો અને અસંખ્ય જાતિઓની રચના કરી લીધી છે. કોઈ નાક દબાવે છે, તો કોઈ કાન વિંધે છે, કોઈને અડવા માત્રથી ધર્મ ભ્રષ્ટ થઈ જાય છે. અડવું, આભડવું એ દોષ છે!
કોકને અડવું કે, આ કે પેલો, અભડાઈ જાય છે, એ દોષ છે ?દોષ આપણા ભ્રમમાં ફેલાવનારાઓનો. કૃષ્ણ કાળમાં પણ સંપ્રદાયો હતા, અને કુરિવાજો અને રૂઢીઓ પણ હતા, એ કાળ બી એવો જ હતો. તમે એમ કહો કે તે કાળમાં સારું હતું, અત્યારે આવું છે, ના, એવું નથી.દરેક કાળમાં બધું હતું, અને દરેક મહાત્માઓને જે-તે સમયની રૂઢીઓને, આ બધાની સામે પડવું જ પડ્યું તું. તેમાંથી અર્જુને પણ તેનો શિકાર કર્યો હતો, તેણે, ચાર તર્ક રજૂ કર્યા ભગવાન સામે, કે આ મારા સંબંધીઓ છે, આ ગુરુ છે, આ પેલા ભીષ્મ પિતામહ છે મારા, બધાની સામે લડવાનું તમે મને કહો છો, કે ના, લડવાના, ચાર કારણો છે મારી પાસે. પહેલું, યુદ્ધથી સનાતન ધર્મ નષ્ટ થઈ જશે, હું આની સામે લડીશ તો શું થશે? સનાતન ધર્મ નષ્ટ થઈ જશે. વર્ણશંકર પ્રજા પેદા થશે. ત્રીજું કહે છે, પિંડોદક ક્રિયાનો લોપ થશે, પિંડ વગેરે.
અને ચોથું કહે છે, અમે કૂલ ક્ષય દ્વારા મહાન પાપ કરવા તૈયાર થયા. આ ચાર પાપ થશે, કહે છે મારે, તમે મને લડવાનું કહો છો પણ આવું થસે. ત્યારે કહે છે યુદ્ધથી સનાતન ધર્મનો નષ્ટ થઈ જશે. સનાતન ધર્મનો નષ્ટ, યુદ્ધથી? આ યુદ્ધ તું કરીશ એટલે બધું જે સનાતન છે તેમાં તું ખરેખર પ્રવેશ પામીશ. પણ જો એણે રજૂઆત કેવી કરી? ઊલટી આખી. એટલી બુદ્ધિ તે વખતે આવી વકીલાત કરાવડાવે. વર્ણશંકર પ્રજા પેદા થશે, કે મારા સંતાનો જે કાંઈ છે તે બધા વર્ણશંકર થશે પણ જ્યારે, જ્યાં સુધી તું પુરુષ જ નથી થયો ત્યાં સુધી તું પેદા શું કરવાનો હતો? પૌરુષત્વ હોવું જોઈશે કે નહીં, પેદા કરતા પહેલા? હજી તો સર્ટિફાઇડ જ થયું કે તું છે, પુરુષમાં છે, ભાઈ અર્જુન? કેમ? તો કે પહેલા એક ટાઇમે એને પેલી સ્ત્રી બનીને, બૃહન્નલા બનીને ફરવું પડ્યું હતું, તે વખતે, એક વર્ષ, વિરાટ રાજાના, એમાં.
પછી કહે છે પિંડોદક આદિ ક્રિયાઓનો લોપ થઈ જશે. અને ચોથું કહે છે કે અમે તો કુલ ક્ષય કરી રહ્યા છીએ. આખા કુલનો નાશ થઈ જાય, તો અમે તો કેટલું ભયંકર પાપ કરી બેસીએ. એટલે ભગવાનને કહે છે કે માર તો લડવું નથી. કહે છે, આ બધાની સામે. ત્યારે ભગવાને એને કહ્યું, શ્રીકૃષ્ણએ, કે જેનું લક્ષ્ય પારલૌકિક છે.જેનું લક્ષ્ય પરમ તત્ત્વની પ્રાપ્તિ છે, તેને નિર્વિવાદ સ્થળ ઉપર આવું અજ્ઞાન ક્યાંથી આવ્યું? તું એ પોઇન્ટ ઓફ નો રિટર્ન પર જ્યારે પહોંચી ગયો છે, કે હવે બસ એમાં પ્રવેશ જ કરવાનો તારે, ત્યાં વળી તને આ બધું ક્યાંથી પેદા થાય છે, તને આવા વિચારો કેમ આવે છે? પરિવાર માટે મરી ફીટવું એ જો અજ્ઞાન ન હોત, તો મહાપુરુષ તે માર્ગે જરૂર ચાલ્યો હોત. પરિવાર માટે જે હેરાન થાય છે, તો તેની કીર્તિ ક્યાં સુધી રહેશે? હવે તું બહુ પોપ્યુલર બની ગયો, ફેમસ બની ગયો આવું ના કરીને, તો પણ એ ક્યાં સુધી રહેશે?
કહે, શુદ્ધ પુરુષાર્થ તો છે ફક્ત આત્મદર્શન, બસ. ગાર્ગીએ યાજ્ઞવલ્ક્યને કહ્યું કે જે માનવી હૃદયસ્થ આત્માને નથી ઓળખતો, તે પુરુષ હોવા છતાં પણ નપુંસક છે. એ અપેક્ષાએ, એનામાં પુરુષ છે જ નહીં. તે આત્મા જ પુરુષ સ્વરૂપ, સ્વયં પ્રકાશ, ઉત્તમ આનંદયુક્ત અને અવ્યક્ત છે. તેને પામવાનો પ્રયાસ પૌરુષ છે.એટલે એને પુરુષાર્થ કહેવામાં આવે છે. પ્રયત્ન, પરમાત્માને પામવાનો પ્રયત્ન. જાતમાં જોર હોય તો કે આય એવી વાત છે આ. હે અર્જુન, તું નપુંસકતાને પ્રાપ્ત ના થા. હૃદયની આ ક્ષુદ્ર નિર્બળતાને ત્યાગીને યુદ્ધ માટે ખડો થઈ જા. આસક્તિનો તું ત્યાગ કર, આ તને આસક્તિ થઈ રહી છે આ બધાના પ્રત્યે, તને ખ્યાલ નથી આવતો. એમ, એ જરાક એને ટકોર કરે છે. આસક્તિનો તું ત્યાગ કર, આ હૃદયની દુર્બળતા માત્ર છે.હૃદયની શું છે દુર્બળતા? કે બળ જઈ રહ્યું છે ખરેખર તો તું જો આ બધું કરે છે એમાં વાત સાચી ?
Around 46 minutes part 2
આત્માના ગુણો · અછેદ્ય, અદાહ્ય
ઓપરેશન કરીશ, કારણ કે આત્મા તો કેવો છે? અછેદ્ય. હવે એની પર, આત્માની ઉપર તમારી અત્યારની રેડિયોથેરાપી, કીમોથેરાપી, કશું નહીં ચાલે, કારણ કે એ કેવો છે? ટંકો ઉત્કીર્ણ છે, અંદર કશું પેસવાનું જ નથી. રેડિયોએક્ટિવ મટીરિયલ ગમે તેવું ઓ, એ તો સૂક્ષ્મથી સૂક્ષ્મ છે, પેલું બધું આરપાર ચાલી જાય ને, તો કંઈ ના, એને તો ડાઘોય ના પડે, આત્માને. ત્યારે વાયુ એને સુકવી શકતો નથી. આ આત્મા અછેદ્ય છે, એટલે એને છેદી પણ શકાતો નથી. એ અદાહ્ય છે, એટલે એને બાળી પણ ના શકાય. આ અક્લેદ્ય છે, એટલે એને ભીંજવી પણ ના શકાય. આકાશ એને પોતાનામાં સમાવી લઈ શકતું નથી, આકાશ પણ એટલું મોટું નથી કે જે ભ્રમને પોતાનામાં સમાવી શકે. શું કહ્યું? આકાશ એટલું અનંત નથી કે બ્રહ્મને કે આત્માને કે પરમાત્માને કે પરબ્રહ્મને કે પરમ તત્ત્વને પોતાની અંદર સમાવી શકે.
તો મોટામાં મોટું કોણ? આત્મા. મોટામાં મોટું, એનાથી મોટું કશું જ નથી, એટલે એને મહાન કહ્યો. એટલા માટે એને ગુરુ પણ, ત્યાં બધા અજ્ઞાનનો અંત આવી જાય છે, ગુરુ, અંધારું પૂરું, એટલે ગુરુ, ત્યાં જાવ એટલે પૂરું, બધું તમારું. આત્માની સંદેહ કેવો છે? તો કે અશોષ્ય છે, એને શોષી પણ ના શકો, આત્માને. સર્વવ્યાપક છે, અચળ છે, સ્થિર છે, અને પાછો સનાતન. આ બધું ભગવાને કહી દીધું.
◆ આ આત્મા અછેદ્ય છે, અદાહ્ય છે, અક્લેદ્ય છે, અશોષ્ય છે, સનાતન છે.
જો, આત્માના આટલા ગુણો છે, આ, આવો સનાતન, શાશ્વત આત્મા, બધાની અંદર વ્યાપ્ત, આવો આત્મા બધાની અંદર વ્યાપ્ત છે. તો આત્મા છે તે વ્યાપ્ત છે તમારી અંદર, તમારી અંદર, તમારી, તમારી, મારી અંદર. હવે આ ભ્રમ છે કે હું, તમારી, તમારી, તમારી, તમારી ને પાછો મારી કરવા બેસું. છતાં પણ વ્યવહાર ભૂમિકામાં પણ એનાથી ઉપર ના ઉઠાય, ત્યાં સુધી પેલું સત્ય પકડી રાખજો, કે એ સર્વવ્યાપી છે, એમ, તે આત્મા છે ને, તે જ બ્રહ્મ છે ને, તે જ પરબ્રહ્મ પરમાત્મા છે, તે જ પરમ તત્ત્વ છે. પછી આગળ ઉપર સમજાશે કે એ તો હું જ છું, અનુભવ જે દિવસે ઊભો થઈ ગયો તે દિવસે ખબર પડશે, આમ ક્ષણમાં ઝપકારો થઈ જશે ને, ખબર પડી જશે. તો શ્રીકૃષ્ણ કહે છે કે આત્મા અવ્યક્ત, અર્થાત ઇન્દ્રિયોનો વિષય નથી, એટલા માટે કોઈપણ ઇન્દ્રિય ત્યાં સુધી પહોંચી શકશે, આંખો એને જોઈ શકશે નહીં, કાન એને સાંભળી શકશે નહીં, ચામડી એનો સ્પર્શ કરી શકશે નહીં, કોનો?
આત્માનો. નાક એને સૂંઘી નહીં શકે, અને જીભ એને ચાટી નહીં શકે, કે કેટલી મધુર છે, ખારો છે, ખાટો છે, કેવો છે, ખબર ના પડે, કડવો છે, તૂરો છે, મીઠો છે, મધુરો ને, ખબર નથી. પણ આ પાંચે ઇન્દ્રિયોને આ જે જ્ઞાન આપીને કાર્યશીલ બનાવે છે તે, કારણ કે એ એક તો છે જ, તો જ ઇન્દ્રિયો કાર્યશીલ છે, પોત-પોતાના કામમાં વ્યસ્ત છે, અને એ કાર્યશીલ હોવાના કારણે કરી શકે છે આ બધું. માટે એ અચિંત્ય છે, ઇન્દ્રિયો દ્વારા એને સમજી શકાય એવો નથી. તો શું કરવાનું? તો કે ચિત્તનો નિરોધ કરો. ચિત્તનો નિરોધ કરશો એટલે ઇન્દ્રિયો કાબૂમાં આવી જશે. ચિત્તનો નિરોધ કરો એટલે પરમાત્મા પ્રગટ થઈ. આ બાજુ આ ફળ, ફળ છે ને, આ બાજુ આ ફળ છે, યા ચારે બાજુ, અહીં તો ફળ લટકે છે. અગાઉ શ્રીકૃષ્ણએ કહેલું કે અસત વસ્તુનું અસ્તિત્વ નથી, અને સતનો ત્રણે કાળમાં અભાવ નથી, તે સત છે, તે આત્મા.
આત્મા જ અપરિવર્તનશીલ, એનામાં કોઈ કાળે, કોઈ અવસ્થામાં કોઈ ફેરફારો થયા જ નથી. શુદ્ધાત્માના કોઈ પર્યાય નથી, વિકલ્પો. શુદ્ધાત્મા શુદ્ધાત્મા છે, એમાં કોઈ ફેરફારો થઈ શકે નહીં, એ અપરિવર્તનશીલ છે, શાશ્વત, સનાતન અને અવ્યક્ત છે. શ્રીકૃષ્ણએ પહેલેથી જ જણાવ્યું છે આપણને કે તત્ત્વ એટલે જ પરમાત્મા. મનના નિરોધમાં સાધક આત્માને પામીને તેમાં પ્રવેશ મેળવે. પ્રાપ્તિકાળમાં ભગવાન મળે છે, અને બીજે જ ક્ષણે તે પોતાના આત્માને ઈશ્વરીય ગુણ-ધર્મોથી વિભૂષિત થયેલો જુએ, આ ઈશ્વર, આ પરમેશ્વર, હો, તે તો હું જ છું, બસ, એવું એવું રિયલાઇઝેશન, કે આત્મા જ સત્ય છે, સનાતન છે, અને પરિપૂર્ણ. કેવો? પહેલેથી જ પૂર્ણ છે, પછી પૂર્ણ થયો છે એવું નથી, ઘડો હમણાં જ ભરાઈ ગયો એવું નથી, પરિપૂર્ણ, પહેલેથી ભરેલો જ હતો. આ આત્મા અચિંત્ય છે, એટલે ચિંતન કરી-કરીને પામી શકાય છે તેને, છતાં પણ એ કેવો છે, અચિંત્ય છે, એનું ચિંતન પણ શક્ય બનતું નથી.
તમે બસ આમ વિચાર્યા જ કરો, આ કેવો છે આત્મા, કેવો છે, કેવો છે. તે વિકાર રહિત, અર્થાત પરિવર્તન ન પામે, એવું કહેવાય છે, માટે હે, આત્માને આવો જાણ, પરિવર્તન માટે વ્યર્થ ચિંતા શા માટે કરે? આ આત્માને કોણ જુએ છે? આ વિશે તેઓ કહે છે કે આવા આત્માને તત્ત્વદર્શીઓએ જોયેલો છે, અને કોઈ વિરલ મહાપુરુષ જ આ આત્માને આશ્ચર્યની જેમ જુએ છે, ઓહો, એવી રીતે જુએ છે, તે સાંભળે, તે સાંભળતો નથી આત્માને, તે પ્રત્યક્ષ જુએ, અને પછી બોલી નથી શકતો. હે અર્જુન, કોઈ તો સાંભળીને પણ આ આત્માને જાણી શકતા નથી, કારણ કે સાધન હાથ લાગતું જ નથી. તમે લાખો જ્ઞાનની વાતો ભલે સાંભળો, સમજો, ઝીણવટથી સમજો, આતુર રહો, પરંતુ મોહ બહુ પ્રબળ છે, પ્રબળ, થોડી જ વારમાં તમે તમારી સંસારિક વ્યવસ્થાઓમાં પરોવાઈ જશો. અંતમાં શ્રીકૃષ્ણ નિર્ણય જણાવે છે કે હે અર્જુન, આ આત્મા બધાના શરીરમાં અવધ્ય છે, અકાટ્ય છે, માટે પ્રાણી માત્ર માટે તારે શોક કરવો યોગ્ય નથી.
આત્મા જ સનાતન છે, આ વાત અહીં પૂરી થઈ. હવે પ્રશ્ન એ ઊભો થાય કે આની પ્રાપ્તિ કઈ રીતે થાય? આવું, આત્માની વાત કરી, સનાતન છે, એને કહી દીધું, કોઈપણ શરીરની અંદર એ છે, જીવંત છે, તેમાં છે જ, અને અવધ્ય છે, અકાટ્ય છે, અગ્નિ બાળતો નથી, શસ્ત્ર એને કાપતું નથી, ઝેર એને કોઈ મારતું નથી, હિંસક પ્રાણીઓ પણ એને કશું કરી શકતા નથી. તો યોગીઓને જે બધી સિદ્ધિઓ છે તેની પાછળનું કારણ પણ એ જ છે, કારણ કે એ લોકો આત્મવત સર્વભૂતેષુ થઈને બેસી ગયા હોય, એટલે એમના માટે બીજું કશું છે જ નહીં, હવ બીજું છે જ નહીં, તો પોતે પોતાનું તો કેમનું નુકસાન કરી શકવાના? બે, હવે બે ક્યારે થાય? કે જ્યારે એકમાંથી બીજું છૂટું પડ્યું હોય તો બે થાય, અહીં તો બે છે જ નહીં, ના પાડી દીધી, જોઈ, છે જ નહીં, એક જ છે, કહે છે, આત્મા છે, અને એ પાછો કેવો? તો કે સનાતન છે.
એટલે આવો આત્મા છે, અને એથી કરીને તું આ જે કંઈ આ યુદ્ધ-કર્મ કરવાનું છે, તો એનાથી તારા આત્માને કંઈ, તને તકલીફ થવાની? તો આ બધા કૌરવોને મારી નાખીશ તો એનાથી કંઈ આત્માને નુકસાન થવાનું? તો એ સમજાવવા માંગતા હતા, કે તું તારી વૃત્તિઓને મારી નાખ, આ ભ્રમ રૂપી ભીષ્મને મારી નાખ, કે પેલા દ્રોણાચાર્યને મારી નાખ, કે કૃપાચાર્યને મારી નાખ, તો તેનાથી તારા આત્માને કંઈ તકલીફ પડવાની નથી, કારણ કે આ બધા રૂપી-રૂપી-રૂપી છે, અને આ બધી આસુરી સંપત્તિ છે, આ બધું રૂપી છે. હા, એટલે તારો મેળ જ નથી, કે આ બધાને તું એને તારા-તારા સંબંધી કેમ નો સમજી બેઠો છે? પિતામહ ક્યાંથી થઈ ગયા તારા વળી? ભ્રમ કોઈનો પિતામહ હોઈ શકે? અજ્ઞાન કોઈનો, એમ કે, રાજા હોઈ શકે, ધૃતરાષ્ટ્ર? આ શું વાત કરે છે? એમ કરીને એને વાળ્યો, કે જો, આ મૂળ વાત આત્માની છે, અને એને તો કંઈ થવાનું જ નથી, તું આ બધાને ખતમ કર ને.
નિષ્કામ કર્મયોગ અને જ્ઞાનયોગ
હવે વાત કરી છે, બે વાત, કે ગીતા માટે બે જ માર્ગ છે. પહેલો છે એ નિષ્કામ કર્મયોગ, અને બીજો છે તે જ્ઞાનયોગ. અને બંને માર્ગે કરેલા કર્મો એક જ છે પાછા. તને દેખાય છે બે માર્ગ, પણ મૂળ તો પાછા એક જ છે. કર્મની અનિવાર્યતા પર ભાર મૂકી, અને યોગેશ્વર શ્રીકૃષ્ણ જ્ઞાનયોગની બાબતે કહે છે પહેલા, કે સ્વધર્મ. હવે આ સ્વધર્મ એટલે શું પાછું? તો કે ધર્મ તો એકમાત્ર આત્મા જ છે, તે તો અચળ છે અને સ્થિર છે. તો ધર્માચરણ શું છે? તો કે આ આત્માના માર્ગે પ્રવૃત્ત થવાની ક્ષમતા દરેક વ્યક્તિની અલગ-અલગ હોય, આથી સ્વભાવગત ક્ષમતા એ જ સ્વધર્મ, એમ કહેલું છે.
◆ સ્વભાવગત ક્ષમતા એ જ સ્વધર્મ · એ ક્ષમતા દરેક વ્યક્તિની અલગ-અલગ હોય.
તમે ત્રણ માળા રોજ કરી શકો, તમે પંદર કરી શકો, તમે ત્રણસો કરી શકો છો, તમે ચોવીસ કલાક કરી શકો છો માળા. હવે આ ત્રણ માળા કરનારો છે ને, તમારા સાથે મેળ ના આવે ને, કામ. તો ભલે તમે એક જ કરો છો, ભૂલે-ચૂકે એ તમારા આચરણનું શું, કે અનુસરણ કરી બેસે, બીજે દાડે એના હાથ આમ થઈ ગયો હોય, માળા થાય નહીં, પકડાયા જ નહીં, કેમ? તો કે એમની ક્ષમતા એટલી હતી, ત્રણ માળાની, હવે એમણે ચોવીસ કલાક કરી તમારી જેમ માળા, બીજે દિવસે આમ થઈ ગયું હોય બરાબર, કે હવે કંઈ થઈ શકે એવું નથી. કે બધા નવ, બધા એન્ડિંગ, બધા ખરાબ થઈ ગયા ને ખલાસ થઈ ગયા. એટલા માટે કહ્યું કે અલગ-અલગ ક્ષમતા છે, તો દરેકની પોતાની જે આ કર્મ કરવાની ક્ષમતા છે, એ એનો ધર્મ છે, એને લક્ષમાં લઈને કરવું. જો બધા એક હરખું જ કરવું એવું કોઈ ભગવાન કહેતા નથી. એ કે આરતી ગાય આખી, ગાય, બરાબર-બરાબર, હવે તમે છે તો, આખી આરતી પણ ગાઈ શકતા નથી, તો તમે કંઈક ટૂંકું કરો, નાનું, તમે ભાવમાં વધારો કરો, સ્થિરતા મેળવો, તમે તેમાં એકાગ્રતા વધારે કેળવો, ડીપ પેનિટ્રેટિંગ જેને કહેવાય ને એવા પ્રકારનું, આ સંસાર રૂપી ટનલને ભેદીને અંદરથી પરમાત્મા સુધી પહોંચી જાવ, એવી એકાગ્રતા સાથે, એવા ધ્યાન સાથે, બસ લાગી જાવ અંદર, એમ કહે છે.
તો સ્વભાવગત ક્ષમતા એ સ્વધર્મ છે, એમ ભગવાને કહી દીધું, અને આ ક્ષમતા વ્યક્તિની અલગ-અલગ હોય.
સાધકના ચાર વર્ણ · શુદ્ર, વૈશ્ય, ક્ષત્રિય, બ્રાહ્મણ
સનાતન આધ્યાત્મિક માર્ગ પર ચાલનારા સાધકોનું મહાપુરુષે તેમની સ્વભાવગત ક્ષમતાના આધારે જ ચાર વિભાગોમાં, ચાર વર્ગોમાં વિભાજન કર્યું છે. એને જ શુદ્ર, વૈશ્ય, ક્ષત્રિય અને બ્રાહ્મણ કહેવામાં આવે છે. સાધનાની પ્રારંભિક અવસ્થામાં પ્રત્યેક સાધક શુદ્ર, અર્થાત અલ્પજ્ઞ હોય. એને અલ્પજ્ઞાન હોય, તો એ શુદ્ર અવસ્થા છે. કલાકો સુધી ભજનમાં બેસવા છતાં પણ તે દસ મિનિટ પણ પોતાના પક્ષમાં, આત્મામાં કે સ્વરૂપમાં રહેવાની ક્ષમતા તેનામાં હોતી નથી. આ અવસ્થામાં મહાપુરુષની સેવાથી એના સ્વભાવમાં એ સદ્ગુણ. જ્યારે જુઓ ત્યારે મહારાજજી બેઠા-બેઠા છે, બેઠા છે. શરૂઆતમાં તો એ રોજ આવતો હોય આશ્રમમાં, હે, અને તો કે મહારાજજી બેઠા છે? તો કે હા, બેઠા. દર્શન કરે, થોડી વાર બેસે, અને પછી જતો રહે. પછી બીજા દિવસે આવે પાછો, ફરી મહારાજજી બેઠા? કે બેઠા છે.
દર્શન કરે ને પછ જતો રે. આવું બહુ દાડા ચાલે. પછી એક દાડો થોડું જરા વધારે બેસવાનું ઇચ્છા થઈ જાય, કુદરતી, આમ બધું વેલું હોય ને, એમ, સાહજિકતા. તે દાડે થોડુંક જરા વધારે બેહી જો, મહારાજજી તો બેઠા જ છે. પછી આમ નજર પડે ચારે બાજુ, કે આ, ઓહોહો, પાંદડા પડ્યો છે, કચરો પડ્યો છે, ગંધવાળો પડ્યો છે, મહારાજજી આવામાં બેઠા છે, તો ખોના, ઝાડું લઈને મચી પડ. અરે, કોઈ વાળતું જ નથી, તોય મહારાજજી તો ત્યાં જ બેઠો હોય છે આવામાં, આવવામાં. એટલે પાછો બીજી દાડે આવે તો પાછો ફરી, પહેલા તો એ ઝાડું જ વાળે, બરાબરનું સાફ કરી નાખે, પછી આમ ગોઠવે, અને પોતે બેસે. બેસે ને જુએ કે લોકો આવવા માંડ્યા છે. હવે ઘણા લોકો આવવા માંડે, એટલે પોતે ઊભો થઈ જાય, કોકને બેસવા મળે ને, વિનયપૂર્વક, કે તમે શું, હું તો ક્યારનો આવ્યો છું, બેસો, એ પોતાની જગ્યા આપી દેશે અને એ જતો રહેશે, પણ આમ એનાથી બેસાતું નથી, આનાથી વધારે, તો, હાજી.
પછી એ જોશે કે હું છ વાગ્યાના આવેલા લોકો નવ વાગ્યે જતા નથી, અને મહારાજજી તો બસ બેઠા છે, બેઠા જ છે, કહે છે, બીજું કંઈ નહીં, અને સત્સંગ કરે જ જાય છે. ત્યારે એને એમ થાય કે યાર, આઠ વાગ્યા, આવીને હું, હું, મેં ખાવાનું ખાઈ લીધું, મહારાજજી ભૂખ્યા છે, મહારાજજી ભૂખ્યા છે, અરે પેલા લોકો બધા ભૂખ્યા છે, તો કે હવે શું કરવું જોઈએ? તો એક દાડો પછી આમ ખાવાનું ગળે ના ઉતરે, એને કંઈક કરવું પડશે ભઈ, એના જેવા કોઈકને કરીને, કંઈક ખોળીને, કંઈક વ્યવસ્થા ઊભી કરશે, કે ભાઈ, રસોઈ-બસોઈ કરો, કંઈક વ્યવસ્થા, તો કોકને લઈ આવશે ને, કહે છે સેવાભાવી, થોડુંક એને બનાવીને, કે થોડું બધાને ચા પાઈ દઈએ આપણે, શરૂઆત તો એનાથી જ થાય. પણ ધીરે-ધીરે નાસ્તો આવે, પછ જમવાની વ્યવસ્થા થાય. એમ પેલો સેવામાં ખૂપતો જાય, દૂરથી, એકલો જોયા જ કરતો હોય, મહારાજજી તો સવારથી સાંજ સુધી બેઠા જ છે.
હવે આ સ્થિતિમાંથી એ લાંબો સમય રહી શકતો, એટલે પછી ધીમે-ધીમે-ધીમે-ધીમે એ વૈશ્ય શ્રેણીમાં આવતો જાય. વૈશ્ય શ્રેણીમાં એટલે સંઘમાં વધારે સમય રહે છે. હવે પોતાની જે વિજાતીય વૃત્તિઓ છે તે ધીમે-ધીમે સજાતીય બનવાની શરૂ થાય છે. આ ફક્ત સંઘનું, સંસર્ગનું જ પરિણામ છે. બરફ જોડે બેસી રહો તો તમને ટાઢ અનુભવાય. બસ આ મહારાજ તો બરફની લાદી જેવા, એકદમ આમ થઈને બેઠા હોય, એટલે બધાને ટાઢ તો વાય, ધીરે. કોકને નજીક બેઠો હોય તો વધારે વાય. આમાં ડિસ્ટન્સનો પાછો સવાલ નથી, લોકેશનનોય સવાલ નથી, નજીકની વાત છે. અલાસ્કામાં બેઠો હોય તો એ નજીક કહેવાય, અને અમદાવાદમાં જ બેઠો હોય તો બહુ દૂર કહેવાય. એ અવસ્થામાં અલ્પજ્ઞ હોવા છતાં, એનાથી સ્વરૂપમાં ના રહેવાતું હોય, પણ એ આવી રીતના ધીમે-ધીમે સેવાની અંદર પ્રવૃત્ત થવા માંડે, અને એના અંદર સદ્ગુણોનો વિકાસ થવાનો શરૂ થાય.
મહારાજજીના પ્રકાશની અંદર એને દેખાય કે ઓહો, હાઈકોર્ટના સાહેબ આવીને પલાઠી વાળીને બેઠા ને, કે ત્રણ કલાકથી, મોજાં હવ કાઢી નાખે છે, કોટ-બોટ બધું ટાંગી દે છે બાજુ ઉપર, તો એમની મોટરે કંઈક દૂર ઊભી રાખે જ, આટલું ચાલતા આવે છે, કેવું પડે, મહારાજનો પ્રભાવ તો બહુ જબરો. કે પછી બીજું, ત્રીજું, આ બધાયના ગુણો ધીરે-ધીરે એના પ્રકાશમાન થવા માંડે, કે આ લોકો આવા-આવા મોટા-મોટા, તોય મહારાજ સાહેબ પાસે આવે, તો મારા મહારાજ સાહેબ કેવા, એમ. એટલે આ બધાયના ગુણોના સંગમાં આવવાથી એનામાં આ બધી વસ્તુઓ પણ, અંદર આવવા માટે, પહેલા આ જ બધું આવશે, પછી આય બધું ઊડતું જશે, એક્સચેન્જમાં પછી ટોપ પરનું આવશે, તે વખત આય ઉડાડી મેલશે. પછી મહારાજને બોલાવીને કે આમ આશીર્વાદ આપો મહારાજ. શેના આશીર્વાદ આપશો? પેલો કહે છે, પણ જો, ગમે તેના આશીર્વાદ ના આલ દેતા, પાછો આમ ગભરાતો-ગભરાતો કહી દે, પાછું ગરબડ થઈ જશે, કે માલ, હે, અરે કે, તમે પેલાને ખૂબ ધનવાન થજો, પુત્રવાન થજો કહ્યું, તો એવો ધનવાન થયો, પુત્રવાન થયો, પણ એના પુત્રોએ તો એનો ખોડો કાઢી નાખ્યો, એ ધન માટે, એ ધન માટે, મારી જાનમાં છે, મહારાજ તમે આવું બધું ના કરશો મને.
એટલે મને જરા સમજી-વિચારી, સેવાદાર, વાત ખારી, તારી. સદગુરુ કેમ બન, તને પુત્રનો પણ લોભ નથી, તું તો અલ્યા, પરણેલો પણ નથી. હું તો એમ વિચારતો હતો કે, તને, ના સાહેબ, એમાં પડવા જેવું જ નથી, કે મહારાજ સાહેબ, આપણે ડાયરેક્ટ કરો ને, કે શું, પરમાત્માની અંદર. મહારાજ સમજી જાય કે આ વૈરાગી થઈ જ ગયો છે, અને ધનની એ નથી પડી, અને પુત્રને બી નથી પડી, એને, આટલા પ્રભાવશાળી લોકો અહીં આવે છે બધાય, પણ તો એની એ નથી પડી, કસા નથી પડી, આ મારો લાયક છે. એટલે એનામાં ધીમે-ધીમે આ વસ્તુ આવતી, પણ પહેલા તો બોલાતું નહોતું મહારાજ પાસે, હું કે ના, જોવાય, આજે હિંમત આવી, ક્ષત્રિયત્વ, મારા સાહેબ સાથે વાતચીત કરવાની મારામાં હિંમત આવી ગઈ, અને પછી મેં કહી દીધું કે સાહેબ, તમે આવું ના કરતા ને આવું જ કરજો. સ, બસ, આ બ્રહ્મત્વ આવવા માંડ્યું. આ સંગ અને આ સાનિધ્ય, ધીરે-ધીરે કરતાં-કરતાં, સેવાથી એના સ્વભાવમાં સદ્ગુણ આવે છે, સદ્ગુણ એટલે સત્ગુણ, તે વૈશ્ય શ્રેણીનો સાધક બને છે.
આત્મિક સંપત્તિ જ સ્થિર સંપત્તિ છે, તેઓને ખ્યાલ આવતો જાય, એટલે ધીમે-ધીમે એનો સંગ્રહ, અને ગૌપાલન, એટલે કે ઇન્દ્રિયોની સુરક્ષા કરવા સમર્થ બને. અને ઇન્દ્રિયોની સુરક્ષા, ગૌ એટલે ઇન્દ્રિય છે ખરેખર, ગાયો નથી, એટલે ગૌપાલન અર્થાત કામ-ક્રોધ વગેરેથી ઇન્દ્રિયોની હિંસા થાય, તથા વિવેક અને વૈરાગ્યથી તેની સુરક્ષા થાય. આ બે વસ્તુઓ સામસામે એને સમજાતી જાય, એટલે હવે એનો વિવેક એને કહે છે કે આ કરાય ના, ના કરાય, હવે શક્તિ તો છે એની પાસે, પણ એને સત માર્ગે વાપરવાની શરૂ કરે છે ધીમે-ધીમે-ધીમે કરીને. આ ન કરાય એવી વસ્તુઓમાં એની જે શક્તિનો અત્યાર સુધીનો થનારો વ્યય હતો, તેને એને હવે અટકાવી દીધી છે, એને વાળી દીધી, ક્યાં આગળ? ઇન્દ્રિયોની સુરક્ષામાં. અને પુષ્ટ થયેલી, શુદ્ધ થયેલી ઇન્દ્રિયો અને વૃત્તિઓ એને પછી આગળના માર્ગે એને સહાયક કરે.
એટલે આ સ્તર ઉપર, આ સ્તર ઉપર જેવું આવે છે, ત્યારે પ્રકૃતિને નિર્બીજ બનાવવાની ક્ષમતા હજી એનામાં આવી નથી હોતી, પણ ક્રમશઃ ઉન્નતિ કરતાં-કરતાં, ધીમે-ધીમે સાધકના અંતઃકરણમાં સત્ત્વ, રજસ અને તમસ, તમસ, રજસ અને સત્ત્વ, ક્રમશઃ એવી રીતે આ ત્રણેય ગુણોથી ઉપર જવાની ક્ષમતા એનામાં આવતી જાય છે, અર્થાત ત્રણેય ગુણોને હણવાની ક્ષમતા એ મેળવે છે, અર્થાત ક્ષત્રિયત્વ આવી જાય છે, ત્યારે ક્ષત્રિય શ્રેણીમાં આવે છે. આ સ્તર ઉપર પ્રકૃતિ અને તેના વિકારોનો નાશ કરવાની તેનામાં ક્ષમતા આવી જાય, યુદ્ધ કર તો બરાબર બેઠો. ખૂબ ક્રોધ થયો, ખૂબ ક્રોધ થયો, ક્ષમા, બસ, ક્ષમા વીરસ્ય ભૂષણમ, મને તો ગુરુજીએ આવું કહ્યું, ક્ષમા, ક્ષમા, ક્ષમા, આખા જગતને હું ક્ષમા કરું છું, આખા જગતને ક્ષમા, કોઈએ કોઈ પણ મારી સાથે કંઈ પણ કરેલું છે તે બધાને આ જ ક્ષણે હું ક્ષમા આપી દઉં, અને મારાથી ભૂલે છું કે કોઈનું કંઈ થયું છે તો સૌની હું ક્ષમા માંગી લઉં છું વિનયપૂર્વક.
બસ આ ક્ષત્રિયત્વ છે. એટલે સરખું સામાયિક, કે આલોચના, પ્રતિક્રમણ કે પ્રત્યાખ્યાન પણ, ક્ષત્રિયત્વ પ્રાપ્ત કર્યા સિવાય થશે? શરૂઆતમાં ઢીલું હોય, શુદ્રત હોય, એ લોકો તો કરી બી ના શકે, સમજી બી ના શકે આ બધું શું. પછી વૈશ્યપણું જ્યારે આવ્યું હોય ત્યારે એને તોલ-મોલ, કે આ કરાય કે ના કરાય, આ કરવામાં શું ફાયદો છે, એ બધું સમજવા બેસે પહેલા, ત્યાં, સારી રીતે, અને એક વખત જાણી લે, પછી એનામાં ક્ષમતા આવી જાય, પછી આ રીતના યુદ્ધ કરવા માટે તૈયાર થાય ક્ષત્રિય બની, અને ક્રમશઃ સાધના કરતાં-કરતાં પછી આગળ જતાં તેનામાં બ્રાહ્મણત્વની શ્રેણીમાં આવી જાય છે. આ સમયે મનનું શમન, ઇન્દ્રિયોનું દમન, એકધારું ચિંતન, સરળતા, અનુભવ અને જ્ઞાન વગેરે લક્ષણો સાધકમાં સ્વાભાવિક રીતે પ્રગટે છે. એક વખતનો જે શુદ્ર શ્રેણીનો સાધક હતો, પાંચ મિનિટ આવીને દર્શન કરીને જતો રહેતો હતો, એને હવે નક્કી જ કરી નાખ્યું છે કે મારે તો આશ્રમમાં જ રહેવું છે, ગુરુજીને છોડવા જ નથી, ગુરુજી બ્રહ્મ સ્વરૂપ છે, બસ, એવામાં, સેવામાં સમર્પિત છું, કરીને બસ ત્યાં રહેવા માંડ્યો.
સમાજ એની પાછળ પડ્યો, અલ્યા તું આશ્રમમાં ના પડ્યો રે, તારા બૈરી છે, છોકરા છે, આ બધા કોઈ મારા સગા નથી, આ જ મારા સગા સાચા, અને ખાતરી થઈ ગઈ છે અંદરથી. પત્નીનું, તો કે વાંધો નહીં, એને હું પૂરતું પહોંચાડી દઈશ, એની વ્યવસ્થા મેં કરી દીધી છે. બાળકો, તો કે એમની એ ચિંતા નથી, કે મેં વ્યવસ્થા કરી દીધી છે. કેમની કરી? તો કે પેલા વૈશ્ય શ્રેણીના સાધકો હોય ને, સહાયક બને, એને વ્યવસ્થા કરી આપે એને, કે તારે આખી જિંદગી તારા વાઇફને જોવું નહીં પડે, છોકરાઓને જોવું નહીં પડે, તો એવી લેર કરશે, અને છોકરાઓ બી ભણી-ગણીને મોટા થાશે ને પોત-પોતાને. એટલે હવે કોઈને કશું કહેવાપણું જ રહ્યું નથી, હવે, બેઠા છે મહારાજજી, બેઠા છે ને એ, બેઠા છે, અને જો, રોજ જોયા જ કરે છે આમ, હવે તો નિત્યનો સત્સંગ થઈ ગયો છે. ધીરે-ધીરે-ધીરે પછી એનાથી બેસાય, પહેલા દૂર બેસે, પછી સાલોક્ય, થોડો-થોડો સમીપ બેસતો થાય, અને સમીપ બેસે એટલે પછી ઉપનિષદ શરૂ થઈ જાય.
|| જય સચ્ચિદાનંદ ||
આ લખાણ AI દ્વારા તૈયાર થયું છે. શંકા હોય ત્યાં મૂળ પ્રવચન સાંભળી ખાતરી કરવી.